23 August 2015

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour અમદાવાદમાં ઓબીસી સમાજના ધરણા ઓબીસીમાં સમાવેશ જાતિઓ દ્વારા ઠાકોર ક્ષત્રિય સમાજની આગેવાની હેઠળ આજે અનામત બચાવોના નારા સાથે આરટીઓ સર્કલ ખાતે ધરણાનું આયોજન થયું છે. એક તરફ પાટીદાર સમાજ દ્વારા ઓબીસીના 27 ટકાના ક્વોટામાં સમાવેશની માંગ સાથેનું આંદોલન ઉગ્ર બની ચુક્યું છે ત્યારે બીજી તરફ પાટીદારોની અનામતની માંગનો વિરોધ છે.

03 March 2011

ઓસામા અને માઓ વચ્ચે અરુંધતિનું ન્યૂડ પેન્ટિંગ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour-અરુંધતિ રોય દ્વારા નક્સલ અને કાશ્મીરી ભાગલાવાદીઓનું સમર્થન કરવામાં આવે છે

-પ્રણવે આ પેન્ટિંગને 'ગોડેસ ઓફ ફિફ્ટિન મિનિટ્સ ઓફ ફેમ' એવું નામ આપ્યું

પ્રણવના કહેવા પ્રમાણે, અરુંધતિ રોય દ્વારા નક્સલ અને કાશ્મીરી ભાગલાવાદીઓનું સમર્થન કરવામાં આવે છે. જેની સામે વિરોધ નોંધાવવા માટે તેમણે આ રસ્તો અપનાવ્યો છે. પ્રણવે આ પેન્ટિંગને 'ગોડેસ ઓફ ફિફ્ટિન મિનિટ્સ ઓફ ફેમ' એવું નામ આપ્યું છે. આ પહેલા પ્રણવે વિખ્યાત ચિત્રકાર એમ. એફ. હુસૈનની ન્યૂડ તસવીર બનાવી હતી અને તેની સાથે દાઉદ ઈબ્રાહિમની ન્યૂડ તસવીર બનાવી હતી.

-સુપ્રીમના 'થમ્બસ ડાઉન' પછી થોમસનું રાજીનામું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour-થોમસની પસંદગીની ભલામણ 'ગેરકાયદેસર' હોવાનું સુપ્રિમ કોર્ટે ઠેરવ્યું

-આ પદ પર નિમણુંક કરતી વખતે હોદ્દાની ગરિમાને પણ ધ્યાનમાં લેવી જોઈએ: સુપ્રિમ

સુપ્રીમ કોર્ટે થોમસની નિમણુંકની ભલામણની હાઈ-પાવર કમિટિની ભલામણને ગેરકાયેદસર ઠેરવ્યું હતું અને કહ્યું હતુંકે, આ પદ પર નિમણુંક કરતી વખતે હોદ્દાની ગરિમાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જસ્ટિસ એસ. એચ. કાપડિયાના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની બેન્ચે આ ચુકાદો એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે આપ્યો હતો. અગાઉ આ કેસ અંગે 10 ફેબ્રુઆરીના સુનાવણી થઈ હતી અને ચુકાદાને ગુરૂવાર પર મોકૂફ રાખવામાં આવ્યો હતો. વિરપ્પા મોઈલી એ પણ સીવીસીના રાજીનામાના સમાચારોને ઔપચારિક અનુમોદન આપ્યું હતું.

26 October 2010

રાજકોટ : સગાભાઇએ મોટાભાઇ પર હુમલો કર્યો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavourરાજકોટ : સગાભાઇએ મોટાભાઇ પર હુમલો કર્યો

રાજકોટ શહેરના જામનગર રોડ,સંજયનગર-૨મા રહેતા સુરેશ નાનજીભાઇ ડોડીયા પર તેનાંજ નાના ભાઇ વિજયે લોખંડના પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.ઘવાયેલા સુરેશના જણાવ્યા મુજબ નાના ભાઇને ઘરમા આવવાની ના પાડી હુમલો કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.રાજકોટ- મોરબી રોડ પર કાગદડી ગામ નજીક અકસ્માત
કાર ચાલકે પિતા-પુત્રને ઠોકરે લેતા પિતાનો પગ કપાઇ ગયો

રાજકોટ મોરબી રોડ પર કાગદડી ગામ નજીક સવારે ૧૦ વાગ્યે બાઇક સવાર પિતા,પુત્રનેકારના ચાલકે ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા પિતા,પુત્ર પૈકી પિતાનો એક પગ કપાઇ ગયો હતો. અકસ્માત સર્જનાર કારમાં માળીયાના ફોજદાર પરમાર બેઠા હતા.કાગદડલ ગામે રહેતા અને મગફળીની દલાલી કરતા ચંદુભાઇ નાથાભાઇ ચૌહાણ (ઉ.વ.પ૦) આજે તેના પુત્ર દપિક (ઉ.વ.૧૮) સાથે બાઇકમાં જઇ રહ્યા હતા ત્યારે જીજે ૩ સીએ ૨૯૩૦ નંબરની કારના ચાલકે બાઇકને અડફેટે લેતા ચંદુભાઇ અને તેના પુત્રને ઇજા થઇ હતી.અકસ્માતમાં ચંદુભાઇનો પગ કપાઇ ગયો હતો. મળતી વિગતો મુજબ, માળીયાના ફોજદારને ગોંડલ કોર્ટમાં મુદત હોવાથી તે હાઇ-વે ઉપર ઉભા હતા. અને ઉપરોકત કારમાં લીફ્ટ લઇને રાજકોટ આવવા બેઠા હતા. એ કારના ચાલકે જ અકસ્માત સર્જયો હતો.

મેઘાણીનગર :ચાલુ કોર્ટે ભાગી જનારા કોર્પોરેટરને બે હજારનો દંડ

મેઘાણીનગરના હાલના ભાજપના કોર્પોરેટર બિપીન પટેલ ચાલુ કોર્ટે બહાર જતા રહેતાં સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટ બે હજારનો દંડ કર્યો હતો. સાથેસાથે બાંયધરીરૂપે ૧૦ હજારના બોન્ડ લેવાયા હતા. ગુલબર્ગકેસના મહત્વના સાક્ષી ઝકિયા જાફરીની જુબાની સમયે રિસેસ બાદ બિપીન પટેલ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે ગેરહાજરીને ગંભીરતાથી લઈ આરોપી સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢયું હતું. જોકે પાછળથી દંડ કરાયો હતો.આઠ મહિનાની સતત મુદત બાદ ઝકિયા જાફરી ૨૨મી ઓક્ટોબરે જુબાની આપવા હાજર રહ્યાં હતાં. નિયમ મુજબ કેસ દરમિયાન દરેક આરોપીએ કોર્ટમાં હાજર રહેવું ફરજિયાત છે. ઝકિયાની જુબાની વખતે સવારના સેશનમાં બિપીન પટેલ હાજર રહ્યા હતા. જોકે રિસેસ બાદ તેઓ પોતાના વકીલ કે કોર્ટનું ધ્યાન દોર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. બીજા સેશનમાં કોર્ટને આ ગેરહાજરી ધ્યાન ઉપર આવી હતી. કોર્ટે ગેરહાજરીને ગંભીર ગણી બિપીન પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. જોકે પાછળથી તેને દંડ ફટકારાયો હતો.

સી.બી.આઇ. ના દરોડામાં ૩ ટીસી સસ્પેન્ડ

રેલવે તંત્રમાં દિવાળી જેવા તહેવારોમાં દર વર્ષે ટિકિટ ચેકરો બેરોકટોક કાળાબજાર કરે છે. આવા કૌભાંડી ટીસીઓ પર શનિવારે સીબીઆઇ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રેલવેની ટિકિટોના કાળાબજાર કરતાં ટિકિટ ચેકરોને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં સીબીઆઇ દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતાં.ઓગસ્ટ ક્રાંતિમાં રેલવેના ચેકરો દ્વારા પ્રત્યેક ટિકિટ પર રૂ.૨૦૦૦ થી રૂ.૫૦૦૦નો તોડ કરવામાં આવતો હોવાનું સીબીઆઇના દરોડામાં ઝડપાયું છે. સીબીઆઇ દ્વારા ત્રણ જેટલા રેલવે ટીસીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં (૧) એન.કે. ચાવલા (૨) આર.પી. સિંહા (૩) એ.કે.સિંઘનો સમાવેશ થાય છે. દિલ્હીથી મુંબઇ તરફ જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં સીબીઆઇના અધિકારીઓ બરોડાથી ચેકિંગ શરૂ કરતાં ટીસીઓના કાળા કરતૂતો રંગેહાથ ઝડપાયા હતા.

મુઝે ક્રિકેટ મેં ઇન્વેસ્ટ કરના હૈ: ધોની

‘ભારતની ધરતી પર ઓસ્ટ્રેલિયાને પહેલીવાર ટેસ્ટ અને વન-ડે બંને માં કારમો શ્રેણી પરાજય આપવાની સફળતાથી હું ખૂબ જ ખુશ છું. સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે.’ એવા વાક્યો મહેન્દ્રસિંહ ધોનીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ઉચ્ચાર્યા હતા.ઓસ્ટ્રેલિયા સામે મળેલી સફળતા ભારતીય ક્રિકેટ ઈતિહાસની પ્રથમ અને અભૂતપૂર્વ ઉપલબ્ધિ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સફળતા એ અવિરત પ્રક્રિયા છે અને ભારતીય ટીમ આવનારા દિવસોમાં પણ આવી જ ઝળહળતી સફળતાના નવા સિમા ચિન્હો સ્થાપિત કરવા કટિબદ્ધ છે.

ભાવનગર : સરકારી ફાઈલો ધૂળ ખાતા મ્યુ. કમિશનર રોષે ભરાયા

ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટણી દરમિયાન વિકાસ કાર્યો સ્થગિત થઈ ગયા હોય તેમ સરકારની પણ અનેક ફાઈલો ધૂળ ખાતી હતી જે માટે કમિશનરે તમામ વિભાગના અધિકારીઓની મિટિંગ બોલાવી તાત્કાલિક ફાઈલોનો નિકાલ કરવા સુચના આપી હતી.મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ પરંતુ હજુ સુધી મહાપાલિકાને કળ વળતી નથી. મ્યુ. કોર્પો.ની કચેરીમાં શુષ્ક વાતાવરણ લાગે છે. અધિકારીઓ-કર્મચારીઓમાં પણ દિવાળી અગાઉ રજાના માહોલમાં ટહેલતા જોવા મળે છે.

ભાવનગર : ચૂંટણીનો જંગ જીતનાર કુદરત સામે હારી ગયા

પાલિતાણાના લીલુવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઇ વલ્લભભાઇ બારડ (ઉં.વ.૪૮) પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં.૨માંથી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. આમ તો તેઓ ડમી ઉમેદવાર હતા. મૂળ ઉમેદવાર દિલીપભાઇ બારડ હતા પણ તેમનું ફોર્મ રદ્દ થતાં ભરતભાઇ ઉમેદવાર બન્યા હતા.તા.૨૩ શનિવારે ચૂંટણીના પરિણામો જાહેર થતાં તેઓ વિજેતા જાહેર થતાં તેમના પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ જવા પામી હતી. પણ ન જાણ્યું જાનકીનાથે કે આવતીકાલે સવારે શું થવાનું છેની ઉક્તિને સાર્થક કરતા જાણે આ અકલ્પનિય વિજય ન જીરવાયો હોય તેમ રવિવારે તીવ્ર હાર્ટએટેક આવતાં તેમને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતાં ઘડી પહેલા જ્યાં જીતના વિજયની ખુશી હતી ત્યાં માતમ ફેલાઇ જવા પામ્યો હતો.

ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપના વિજયસરઘસ નીકળ્યાં

ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપે વિજય મેળવ્યા બાદ સોમવારે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. મંત્રી અને ધારાસભ્યના હસ્તે ઉમેદવારોનું સન્માન કરાયું હતું.પ્રારંભે ભાજપ કાર્યાલયેથી કાર્યકરોની વિશાળ હાજરી વચ્ચે ચૂંટાયેલા સભ્યોની શોભાયાત્રા નીકળી હતી.કચ્છમંત્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય, ગત ટર્મના જિ.પં. પ્રમુખ જીવાભાઇ શેઠ સહિતના અગ્રણીઓના હસ્તે ઉમેદવારોનું સન્માન કરાયું હતું.કચ્છીમંત્રી વાસણભાઇએ જણાવ્યું કે, કાર્યકરોની મહેનત રંગ લાવી છે. તેમણે પ્રજાના ચૂકાદાને શિરોમાન્ય ગણ્યો હતો. મહામંત્રી અરજણભાઇ રબારીએ કોંગ્રેસ પક્ષનો આડે હાથે લીધો હતો. પૂર્વ સાંસદ હરીભાઇને ગુંડાઓના સરદાર કહ્યા અને કોંગ્રેસે દુકાનો બંધ કરી દેવી જોઇએ તેવો કટાક્ષ કર્યો હતો.

રાહુલ વિરુદ્ધ સેનાની સહી ઝુંબેશ સામે કોંગ્રેસનો વિરોધ

આ સહીઝુંબેશ શિવસેના નાસીપાસ થઈ હોવાનો સંકેત આપે છે. તેની પાસે કોઈ મુદ્દા નથી આથી આવાં ગતકડાં કરે છે, એમ કોંગ્રેસના વિધાનસભ્ય કૃષ્ણા હેગડેએ જણાવ્યું હતું. બિહારમાં રાહુલે મુંબઈ અને મહારાષ્ટ્રમાં થયેલા વિકાસ વિશે વાતો કરી હતી, જેમાં સર્વ સમુદાયોનું યોગદાન છે. સેના તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરીને અપપ્રચાર કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.હેગડે પાલૉ વિધાનસભામાંથી ચૂંટાઈ આવ્યા હતા.

ઘાટકોપર : હોસ્પિટલે ‘મૃત’ જાહેર કરેલી વ્યક્તિ જીવિત થતા આશ્ચર્ય

ઘાટકોપરના સાવિત્રી નગર ફુલે વિસ્તારમાં રહેતા ઠાકુર પરિવારને આશ્ચર્યનો આઘાત લગાવતી ઘટનાથી અનેકનાં ભવાં ઊંચકાયાં છે. સાયન હોસ્પિટલના સત્તાવાળાઓએ ઠાકુરનું ૨૫ ઓગસ્ટે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પંતનગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઠાકુરની સ્ત્રીમિત્ર શારદાએ તેના ભાઈ બાબુ વિજયકરની સારવાર કરાવવા માટે ઠાકુરના નામનો ઉપયોગ કર્યો હતો એવું બહાર આવ્યું હતું.બાબુને દારૂ અને ડ્રગનો નશો કરવાની લત હતી અને તે અગાઉ હોસ્પિટલમાંથી અનેક વાર ભાગી ગયો હતો.જોકે ૧૭ ઓગસ્ટે બાબુની તબિયત વધુ પડતી લથડી હતી અને શારદાને ખાતરી હતી કે બાબુ અનેક વાર હોસ્પિટલમાંથી ભાગી ગયો હોવાને કારણે આ વખતે હોસ્પિટલવાળા તેને સારવાર માટે દાખલ કરશે નહીં. આથી તેણે બાબુને ઠાકુરના નામનો ઉપયોગ કરીને હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો.

આણંદ ઓનેસ્ટ ડેરીમાં દરોડો માવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત

આણંદ શહેર પીઆઇ ડી.એસ.વાઘેલાના જણાવ્યાં મુજબ ઔરંગાબાદમાં પોલીસે અખાદ્ય માવાનો જથ્થા સાથે કેટલાક ઇસમોને ઝડપી લીધાં હતાં. જેઓની તપાસમાં સંજયસીંગ પાલ અને ગોપાલસીંગ પાલ આ માવાનો જથ્થો આણંદ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટે ડેરી પ્રોડેકટ્સમાંથી લાવતા હોવાની કબુલાત કરી હતી.આધારે ઔરંગાબાદ પોલીસે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક એ.કે.જાડેજાને જાણ કરતાં તેઓની સૂચના આધારે પીઆઇ ડી.એસ.વાઘેલા તેમજ સ્ટાફના માણસોએ મોડી રાત્રે દરોડો પાડ્યો હતો, જેમાં સ્થળ ઉપરથી ૧૦૨ કિલો માવો હાથમાં આવ્યો હતો.

મહેસાણા : બે વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવી માતાનો આપઘાતનો પ્રયાસ

મહેસાણામાં બહુચરાજી તાલુકાના કનોડા ગામે આવેલા ઈન્દીરાનગરમાં રહેતા અશ્વિનભાઈ રાવળ રિક્ષા ચલાવીને ત્રણ બાળકો અને પત્નીનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેમની પત્ની નીતા ઘરે હાજર હતી તે સમયે ત્રણ બાળકો પરેશાન કરતા હોઈ તેની બે વર્ષની પુત્રી જાનકીને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં મહેસાણાની એક દવાની દુકાનમાંથી તેણીએ ઉધઈ મારવાની દવા ખરીદી હતી અને રસ્તા પર જ કેટલીક દવા પીધા બાદ બાકીની પોતાની પુત્રી જાનકીને પીવડાવી હતી. ગણતરીના સમયમાં બન્નેની હાલત ગંભીર બની જતાં નીતાબેને પતિ અશ્વિનભાઈને ફોન કરીને બનાવ અંગે જાણ કરતાં જ તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. માતા-પુત્રીને ગંભીર હાલતમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પીએસઆઈ ઝેડ.એન.ધાસુરાએ મહિલાનું નિવેદન લીધા બાદ તેણી વિરુદ્ધ બે વર્ષની પુત્રી જાનકીને ઉધઈ મારવાની દવા પીવડાવી ખૂનની કોશિષ કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભૂજ : કેમેરામાં કેદ થઇ મેડીકલ સ્ટોરમાથી ચોરી

ભૂજના જ્યુબિલી ગાર્ડન નજીક આવેલા શિવમ મેડીકલ સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગિઠયાએ સંચાલકની નજર ચૂકવી ગલ્લામાંથી રૂપિયા ૧પ હજાર રોકડા સેરવી લીધા હતા. સંચાલક રવિભાઇ ગોવિંદભાઇ અખાણીએ પોલીસને જણાવ્યા મુજબ, તેમણે દુકાનમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવેલા છે.

ઐશ્વર્યા સીધી-સાદી કલાકાર છે'

ખાખી’ બાદ વિપુલ શાહની આગામી ફિલ્મ ‘એક્શન રિપ્લે’માં અક્ષય-ઐશ્વર્યાની જોડી ફરી ચમકી રહી છે. અક્ષયે જણાવ્યું હતું કે ઐશ્વર્યા મોટા ગજાની સ્ટાર હોવાછતાં તે એકદમ સીધી-સાદી કલાકાર છે. તે ક્યારેય ખોટા નખરા કે વિવાદો ઊભા કરતી નથી.
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પાલેકર અને ઘોષની ફિલ્મો દેખાડાશે પણજી : ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા-૨૦૧૦માં ભારતીય પ્રીમિયર સેક્સનમાં પીઢ દિગ્દર્શકો અમોલ પાલેકર મરાઠી ફિલ્મ ‘ધૂસર’ અને રિતુપૂણોg ઘોષની ‘નૌકા દૂબી’ ફિલ્મ દર્શાવવામાં આવશે.આ સેક્સનમાં દર્શાનારી ત્રણ ફિલ્મની યાદીમાં કોકણી ફિલ્મમેકર રાજેન્દ્રર તાલાકની ફિલ્મ ‘ઓ મારિયા’નું નામ પણ છે. ઘોષની ‘નૌકા દૂબી’ રવિન્દ્રનાથ ટાગોરની આ જ નામની વાર્તા પરથી બનાવવામાં આવી છે. તેમાં રિયા અને રાઇમા સેને ભૂમિકા ભજવી છે. ઇન્ડિયન પ્રીમિયર સેક્સનમાં દર્શાવનારી ફિલ્મોની પસંદગી છ સભ્યના જજની ટૂકડી કરે છે.

નરેન્દ્ર મોદીમાં આર.એસ.એસ.ને તારણહારના દર્શન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

નરેન્દ્ર મોદીમાં આર.એસ.એસ.ને તારણહારના દર્શન

આતંકવાદના ષડયંત્રમાં ઈન્દ્રેશ કુમારનું નામ આવ્યા બાદ હિંદુ આતંકના ઠપ્પાથી કાયદાકીય અને રાજકીય રીતે કેવી રીતે લડી શકાય, એ સોમવારે જલગાંવમાં શરૂ થયેલી આરએસએસની બેઠકનો મુખ્ય એજન્ડા હશે. સંઘના દિગ્ગજો માટે એ આસાન નથી. આ નવા પડકારથી રૂબરૂ સંઘનું નેતૃત્વ પોતાની લડાઈ લડવા માટે હવે એક એવા વ્યક્તિ તરફ જોઈ રહ્યું છે કે જેની સાથે તેના સંબંધોમાં લાંબા સમયથી ચઢાવ-ઉતાર આવ્યા છે. સંઘની આશા હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ટકી છે. સંઘના કાર્યકારી મંડળની ઔપચારીક બેઠક 29 ઓક્ટોબરથી પ્રસ્તાવિત છે. પરંતુ શીર્ષસ્થ નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.

યુવરાજ-રોહિતના ટ્વિટથી BCCI રોષે ભરાયું

ગોવા ખાતે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વરસાદના કારણે રદ્દ થયેલી અંતિમ વન ડે દરમિયાન યુવરાજ સિંહ અને રોહિત શર્માએ લખેલી ટ્વિટથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) રોષે ભરાયું છે.ગોવા ખાતે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વરસાદના કારણે રદ્દ થયેલી અંતિમ વન ડે દરમિયાન યુવરાજ સિંહ અને રોહિત શર્માએ લખેલી ટ્વિટથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) રોષે ભરાયું છે.સૂત્રોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે ક્રિકેટરો દ્વારા મેચના દિવસે કરવામાં આવતા ટ્વિટ પર પ્રતિબંધ લાગી શકે છે.આ દરમિયાન યુવરાજ સિંહે 10 વાગ્યે 58 મિનિટે ટ્વિટ કરી હતી કે ગઈ રાતે પણ વરસાદ થયો હતો અને અત્યારે હવામાન પણ સાફ નથી. તેવામાં ટી20 મેચની આશા રાખી શકાય છે. પરંતુ 1 વાગ્યા સુધી મેચ શરૂ થવાની કોઈ જ સંભાવના નથી.ત્યાં તો 12 વાગ્યેને 44 મિનિટે રોહિત શર્માએ ટ્વિટર બ્રેકિંગ ન્યૂઝ આપી દીધા હતા. રોહિતે ટ્વિટમાં મેચ રદ્દ થઈ ગઈ તેમ લખ્યું હતું. રોહિતની આ ટ્વિટની ફક્ત પાંચ મિનિટ બાદ જ મેચ રદ્દ થઈ હોવાની અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી.

જાપાનયાત્રા બાદ મનમોહનસિંહ ભારત માટે શું લાવશે?

મનમોહનસિંહે જાપાનયાત્રા દરમિયાન ભારત અને જાપાને અસૈન્ય પરમાણુ સમજૂતિ સહિત વિભિન્ન મુદ્દા પર દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિર્ણય કર્યો છે. બંને પક્ષોએ વ્યાપક આર્થિક સહયોગ સમજૂતિને સુદૃઢ કરવાની પણ જાહેરાત કરી છે, જે અંતર્ગત બંને દેશોએ વ્યાપાર ખોલવા અને વેરાને આવતા દાયકા સુધી 94 ટકા ઓછા કરવાનો નિર્દેશ છે.

મુંબઈ : બાલ ઠાકરે ‘નકલખોર બિલાડી’: રાજ ઠાકરે

મુંબઈ નજીકના કલ્યાણના ડોંબીવલીમાં એમએનએસની એક રેલી દરમિયાન રાજ ઠાકરેએ બાલ ઠાકરેને ‘નકલખોર પોપટ’ કહ્યાં હતા. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ પહેલો મોકો છે કે જ્યારે રાજ ઠાકરેએ બાલ ઠાકરે પર આ પ્રકારે શાબ્દિક પ્રહારો કર્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોમવારે એક રેલીને સંબોધિત કરતી વખતે રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેમના કાકા એટલે કે બાલ ઠાકરે દાદા પ્રબોધંકર ઠાકરે અને લેખક આચાર્ય અત્રેની નકલ કરે છે. રાજના જણાવ્યા પ્રમાણે, બાલાસાહેબ ઠાકરે ‘કોપી કેટ’ છે. તેમણે કહ્યું હતું કે તમે આચાર્ય અત્રેનું પુસ્તક વાંચો તો લાગે કે બાલાસાહેબનો કોઈ સંપાદકીય વાંચી રહ્યાં છો. બાળાસાહેબ પાસે તેમના પોતાના કોઈ વિચાર નથી, તે દાદાના વિચારોની નકલ કરીને જનતા સામે રાખે છે અને વાહવાહી લૂંટે છે.

આર.એસ.એસ.માં ઈન્દ્રેશ કુમાર હાશિયામાં ધકેલાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જલગાંવમાં અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દરમિયાન મોટાભાગના સભ્યોએ ઈન્દ્રેશ કુમારથી અંતર રાખવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ ઈન્દ્રેશ કુમારના મોબાઈલ ફોન કોલની ડિટેલથી પણ તેમના આરોપીઓ સાથે સંબંધ હોવાની વાત સામે આવી છે. એટીએસનો દાવો છે કે ઈન્દ્રેશ વિરુદ્ધ દરગાહ વિસ્ફોટના આરોપી સુનિલ જોશી ઉર્ફે મનોજની ડાયરી જ એકમાત્ર પુરાવો નથી.કોલ વિવરણ પણ તેમના આરોપીઓ સાથે સંપર્ક હોવાની વાતની પુષ્ટિ કરે છે. એટીએસે જોશીની બંને ડાયરીઓ અને આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલ પણ કોર્ટમાં રજૂ કર્યા છે. જલગાંવમાં સંઘની બેઠકના પહેલા દિવસે ઈન્દ્રેશ કુમારનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. તેમના કારણે મુશ્કેલીમાં મુકાયેલા સંઘે તેમને હાશિયામાં નાખવાનું મન બનાવી લીધું છે. સંઘના સૂત્રો અનુસાર સંઘની સર્વોચ્ચ નીતિ નિર્ધારક સભા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની આગામી બેઠકમાં ઈન્દ્રેશ કુમારનું ભવિષ્ય નક્કી થશે અને તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ પાછી લેવાય તેવી પૂરી સંભાવના દર્શાવાય રહી છે.

ગાંધીનગરમાં આજે ભાજપની બે મહત્વની બેઠક

ગાંધીનગર ખાતે મંગળવારે ભાજપની બે મહત્વની બેઠકો મળશે. બપોરે ૩ વાગ્યે પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુની અધ્યક્ષતામાં મળનારી પ્રથમ બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને જિલ્લા ચૂંટણી ઈનચાર્જ હાજર રહેશે.ચૂંટણી પરિણામોએ ભાજપની સંગઠન શક્તિને નવો જુસ્સો આપ્યો છે પણ તેમાં છકી ન જવાય તે માટે સત્તાના પાઠ શીખવા પ્રદેશના નેતાઓને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બંગલે આમંત્રણ આપ્યું છે. સચિવાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કામગીરી કરી છે તેવા તમામ કાર્યકરો-નેતાઓને મોદીએ તેડાવ્યા છે. તમામને ભોજન સાથે શિખામણના બે શબ્દો સાંભળવા મળશે, કારણ કે અલ્પ સંખ્યામાં વિપક્ષની હાજરી વચ્ચે સ્થાનિક સંસ્થાઓમાં શાસન કેમ ચલાવવું, ચૂંટાયેલા સભ્યોમાંથી નેતૃત્વ કોને આપી શકાય વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવશે.

કોંગ્રેસના પ્રદેશપ્રમુખ માટે લોબિંગ શરૂ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ રાજીનામું આપનારા કોંગ્રેસ પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને વિરોધપક્ષના નેતા શક્તિસિંહગોહિલ સોમવારે દિલ્હી જવા રવાના થયા છે. હાઇકમાન્ડ સમક્ષ આ બંને નેતાઓ વર્તમાન જવાદારીમાંથી મુક્ત કરવા રજુઆત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ મહાપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકામાં કોંગ્રેસની કારમી પછડાટને પગલે હાઇકમાન્ડે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેના પગલે રાજીનામું ધરી દીધા પછી પ્રદેશપ્રમુખ અને વિપક્ષી નેતાએ રૂબરૂ દિલ્હી જવાનું મુનાસીબ માન્યું છે. દિલ્હીની મુલાકાત અંગે વિરોધપક્ષના નેતા શક્તિસિંહગોહિલે જણાવ્યું કે, તેઓ વર્તમાન જવાબદારીમાંથી મુક્ત કરવાનું કહેવા માટે જ દિલ્હી જઈ રહ્યા છે.

અજય-કરિના પણ આવું કરી શકે

બોલિવૂડમાં અભિનેતા અને અભિનેત્રીઓને ક્યારેય નિર્માતાની પડી હોતી નથી. આવું એકવાર નહિ અનેક વાર થતું હોય છે. તાજેતરમાં જ ફિલ્મ ગોલમાલનું એક પ્રમોશનલ ગીતનું શુટિંગ કરવાનું હતું. જો કે ફિલ્મના મુખ્ય કલાકાર કરિના કપૂર અને અજય દેવગણે આ ગીતનું શુટિંગ કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે ફિલ્મના નિર્માતાને રૂપિયા 35 લાખનો ફટકો પડ્યો હતો.

ધોનીએ બિપાશા બાસુને બચાવી!

બોલિવૂડની બ્લેક બ્યૂટી તરીકે જાણીતી અભિનેત્રી બિપાશા બાસુને સોમવારના રોજ એક ફાઈવ સ્ટાર હોટલમાં તેના પ્રશંસકોની ભીડ દ્વારા ધક્કા-મુક્કીનો શિકાર બનવું પડ્યું હતું.બિપાશા સુરત ખાતે ફાઈવ સ્ટાર હોટલ ધ ગ્રાન્ડ ભગવતીના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેવા માટે આવી હતી. હોટલમાં ભારે ભીડ હોવાના કારણે બિપ્સને ધક્કા-મુક્કીનો સામનો કરવો પડ્યો હતો. અને કહેવામાં આવી રહ્યું છે કે આ ધક્કા-મુક્કીમાં બિપાશાની ડાબી આંખ પર નાનકડી ઈજા પણ થઈ હતી.આ ધક્કા-મુક્કીમાં બિપાશા એટલી ઘેરાઈ ગઈ હતી કે તેણે આયોજકોને ભીડને કાબૂમાં રાખવાનું કહ્યું હતું. એટલું જ નહીં તેણે તો આયોજકોને ધમકી પણ આપી દીધી હતી કે જો તેઓ ભીડને કાબૂમાં નહીં કરે તો તે ત્યાંથી જ એરપોર્ટ રવાના થઈ જશે અને કાર્યક્રમમાં હાજરી નહીં આપે

પાકિસ્તાની આતંકવાદિઓએ હુમલો કર્યો હતો તે તાજમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઉતારો આપવામાં આવ્યો છે.
હોટલના ખાસ રૂમ 'ટાટા સુઈટ' તેમના માટે પસંદ કરવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે તેમની માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.ટાટા સુઈટ 5000 વર્ગફુટમાં વિસ્તરાયેલો છે અને તેનુ એક રાતનું ભાડુ 7 લાખ રૂપિયા છે. આ રૂમમાં શયન કક્ષા (બેડરૂમ) ટાઇનિંગ હૉલ, ડ્રૉઇંગ રૂમ તેમજ બાથરૂમ પણ છે.માં વાઈફાઈ સહિત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. તેમાં એક આગવા પ્રકારની અદભુત કલાકૃતિઓ છે જેને હુમલા પછી ફરીથી તૈયાર કરવામાં આવી છે. તેની બારીમાંથી અરબ સાગર અને ગેટવે ઑફ ઇન્ડિયાનો સુંદર નજારો જોઈ શકાય છે.જો કોઈ કારણથી ઓબામાં ટાટા સુઈટમાં રોકાઈ ના શક્યા તો તેઓ રાજપૂત સુઈટમાં ઉતરશે. તે પણ એટલોજ આલીશાન છે. તાજમાં કુલ 285 રૂમો અને 42 પ્રકારના સુઈટ છે જેનું એક રાતનુ ભાડું 85 હજારથી સવા લાખ રૂપિયા છે.

અલવી બેંકના કૌભાંડીઓને પોલીસ છાવરી રહી છે !

અલવી કો.ઓપરેટીવ બેંકના આજવા રોડ શાખાના હિસાબોનું ઓડિટ હાથ ધરાતાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી કે બેંકના તત્કાલીન એમ ડી અને હાલના જોઈન્ટ એમડી અકબરી બી ચારણીવાલા, તત્કાલીન ચેરમન આબેદીન એસ બાલદીવાલા ઉપરાંત બેંકના કમિટીસભ્યો ફકરુદ્દીન એસ. ભાઈસાહેબ, જીયાઉદ્દીન એસ. બાલદીવાલા , કાશીમઅલી મુલ્લા, તાલીબ હુસેન લોખંડવાલા, રોનકઅલી ભાઈસાહેબ, હમજાઅલી કે. અત્તરવાલા , શબ્બીરહુસેન આર.ચશ્માવાલા, ઈકબાલ બી. ચારણીવાલા, અબ્બાસી બી.મોતીવાલા, આબ્દેઅલી આઈ. ગુલાબીવાલાએ ભેગા મળી હિસાબોમાં ગોટાળા કરીને R ૭૦.૨૬ લાખની બેંક સાથે ઠગાઈ કરી હતી.પોલીસ મથકની હદ અંગે દસ દિવસ સુધી વિવાદ ચાલ્યા બાદ આખરે આ બનાવની જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારી દ્વારા ગત ૧૯મી તારીખે કશિનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.જોકે ફરિયાદના અઠવાડિયા સુધી હજુ સુધી કોઈ આરોપીની નહી ધરપકડ થતાં બેંક ખાતેદારોમાં પોલીસની ઢીલી નીતિ સામે ભારે રોષ ફેલાયો છે અને કૌભાંડીઓને પોલીસ કેમ છાવરી રહી છે તે પ્રશ્ન તેમને ભારે અકળાવી રહ્યો છે.

કોન્સ્ટેબલને ફટકારનારા બુટલેગર પિતા-પૂત્ર હજુ ફરાર

માથાભારે બુટલેગર રાજુ ગેડ્ડી, તેના પુત્ર વિકી તથા તેના સાગરીતોએ સરદારનગરના કોન્સ્ટેબલ રવીન્દ્રસિંહસૂર્યસિંહ ચુંડાવતની ધોલાઈ કરીને છેક પોલીસમથક સુધી દોડાવ્યો હતો. રવીન્દ્રની ફરિયાદના આધારે પોલીસે બુટલેગર રાજુ ગેડ્ડીના દીકરા વિકી સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરદારનગર પીઆઇ સગરે જણાવ્યું હતું કે, હુમલાખોરો પૈકી વિકી અને હરીશ બે નામ મળ્યાં છે, જ્યારે બાકીનાનાં નામ પણ મેળવી શકી નથી. હુમલાખોરો ભાગી ગયા હોવાથી પકડી શકી નહીં હોવાનું ખુદ પીઆઇએ કબૂલ્યું હતું.

23 October 2010

સુરત, રાજકોટ સહિત 10 જિ.પં.માં બીજેપીને બહુમતી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavourસુરત, રાજકોટ સહિત 10 જિ.પં.માં બીજેપીને બહુમતી

ગુજરાતની ૨૪ જિલ્લા પંચાયત, ૨૦૮ તાલુકા પંચાયત અને ૫૩ નગરપાલિકાની ૮૭૬૫ બેઠકની આજે બરોબર નવના ટકોરે મતગણતરી શરૂ થઈ હતી. બપોરના ૧૨ વાગ્યા પછી પરિણામની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.ભાજપને મહાનગર પછી વિજયકૂચ જારી રહેવાનો અને કોંગ્રેસને અનેક પાલિકા-પંચાયતોમાં જીતનો ભરોસો છે. જો ભાજપને મોટાપાયે વિજય મળશે તો મહાનગરો પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ પક્ષનો દબદબો છે તે સાબિત થશે. બીજી તરફ કોંગ્રેસને સરવાળે વધુ બેઠકો મળશે તો ગુજરાતના રાજકીય જંગમાં ટકી રહેવાનું બળ મળી રહેશે.રાજ્યમાં ખેડા અને બનાસકાંઠાને બાદ કરતાં જિલ્લા પંચાયતોની ૮૦૪ બેઠક, તાલુકા પંચાયતોની ૪૦૭૧ બેઠક અને પાલિકાની ૧૮૯૦ બેઠક માટે ચૂંટણીમાં ઊભા રહેલા ૧૭૦૦૮ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાંથી ખૂલશે. આ ચૂંટણીના મતદાન પહેલાં રાજ્યમાં ૯૫ બેઠક બિનહરીફ થઇ હોવાથી તેની મતગણતરી થવાની નથી. કડી પાલિકા તો અગાઉથી ભાજપને મળી જવા પામી છે.

સૌરાષ્ટ્રના સાત જિલ્લામા મોદી મેજીક

રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર,સુરેન્દ્રનગર , ભાવનગર, જામનગર અને જુનાગઢમાં ભાજપ મોદીનો મેજિક છવાયો છે. સૌરાષ્ટ્રની સાતે સાત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે, અને ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે.અમરેલીમા કુલ 31 બેઠકો પૈકી . જેમા 18 ભાજપ અને 7 કોંગ્રેસ,પોરબંદરમા કુલ 17 બેઠકો પૈકી ભાજપ 8 અને કોંગ્રેસને હજુ સુધી એક પણ બેઠક મળી નથી.જામનગરમા કુલ ૩૩ બેઠકો પૈકી ભાજપને 19 અને કોંગ્રેસને 5 બેઠક મળી છે.જુનાગઢમા કુલ ૪પ બેઠકો પૈકી હજુ સુધી ૧૦ જ બેઠકોના પરિણામો જાહેર થયા છે. જેમા ભાજપને ૬ અને કોંગ્રેસને ચાર બેઠક મળી હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટ જિલ્લા પંચાયતમાં માં ભાજપને 24 અને કોંગ્રેસને 11 બેઠક મળી છે.ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ 23 કોંગ્રેસ સાત અને અપક્ષ બે પર વિજયી રહ્યું.સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત 21 બેઠક પર ભાજપ અને 6 બેઠક પર કોંગ્રેસનો વિજય.

રાજકોટ જિલ્લાના ધોરાજીમા ૨૦ વર્ષ બાદ કમળ ખીલ્યું

પાલિકા-પંચાયતોની ચૂંટણી જંગમા ઉતરેલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે સવારથી શરૂ થઇ ગયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. તાલુકા પંચાયતમા કુલ ૧પ બેઠકો હતી. તે પૈકીના ૧૩ બેઠકનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમા ૮ ભાજપને અને પ કોંગ્રેસને બેઠક મળી છે. જ્યારે જિલ્લા પંચાયતની બે બેઠકમા મોટી મારડમા ભાજપ અને સુપેડીમા કોંગ્રેસનો વિજય થયો છે. છેલ્લા વિશ વર્ષથી વિઠ્ઠલભાઇ રાદડિયાના ગઢ સમાન ધોરાજીમા ભાજપનો મેજીક ફરી વળતા કોંગ્રેસ પાર્ટીમા સન્નાટો છવાઇ ગયો છે. ભાજપની જીતથી ઉમેદવારો તેમજ કાર્યકરોમા ખુશીનું મોજુ ફરિ વળ્યુ છે અને શહેરમા ઢોલ નગારા તેમજ જોરદાર આતશબાજીથી જીતનો જશ્ન મનાવી રહ્યાં છે.

અજમેર વિસ્ફોટ પાછળ આર.એસ.એસ.નો હાથ?

એટીએસ તરફથી શુક્રવારે અજમેરની સીજીએમ કોર્ટમાં રજૂ થયેલી ચાર્જશીટમાં આનો ખુલાસો થયો છે. ચાર્જશીટ પ્રમાણે, 31 ઓક્ટોબર, 2005ના દિવસે જયપુરમાં એક ગુપ્ત બેઠક મળી હતી. આ ગુપ્ત બેઠકમાં ઈન્દ્રેશજી સહીત સાત લોકો સામેલ હતા. બેઠકમાં અજમેર દરગાહ, હૈદરાબાદની મક્કા મસ્જિદ અને માલેગાંવ સહીત દેશના વિભિન્ન શહેરોમાં વિસ્ફોટ કરવાને લઈને જવાબદારી નક્કી કરવામાં આવી હતી. અજમેર દરગાહમાં 11 ઓક્ટોબર, 2007ના દિવસે બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ મામલામાં ધરપકડ કરાયેલા દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા અને ચંદ્રશેખર વિરુદ્ધ એટીએસના તપાસ અધિકારી એએસપી સત્યેન્દ્ર સિંહ રાણાવતે શુક્રવારે ચાર્જશીટ રજૂ કરી છે.વેન્દ્ર ગુપ્તા ઉર્ફે બોબી ઉર્ફે રમેશ પુત્ર સત્યનારાયણ ગુપ્તા નિવાસી બિહારીગંજ પહેલી ગલી અજમેર. તેને આરએસએસનો વિભાગ પ્રચારક ગણાવાયો છે.ચંદ્રશેખર લેવે પુત્ર લક્ષ્મીનારાયણ લેવે નિવાસી છાપરી, થાના કાલાપીપલી, જિલ્લા શાજાપુર (મધ્યપ્રદેશ). તેને આરએસએસનો જિલ્લા સંપર્ક પ્રમુખ દર્શાવાયો છે.

ઓબામા લઈ રહ્યાં છે, ભારતીય સાંસદોની સલાહ!

અમેરિકામાં દક્ષિણ એશિયાના મામલાના ઉપમંત્રી રોબર્ટ બ્લેક અને ભારતમાં અમેરિકી રાજદૂત ટિમોથી જે. રોમરે ભારતના સાંસદોને દિલ્હી ખાતેના દૂતાવાસમાં ચર્ચા માટે બોલાવ્યા હતા. જો કે પાકિસ્તાને હંમેશા અમેરિકા પાસે કાશ્મીરના મામલાઓમાં દખલ દેવાની માગણી કરી છે. પરંતુ અમેરિકાએ હંમેશા એ કહ્યું છે કે આ મુદ્દો ભારત અને પાકિસ્તાન મળીને ઉકેલે.બેઠકમાં સામેલ એક ભારતીય સાંસદે જણાવ્યું હતું કે તમામ સાંસદોએ તેમને સ્પષ્ટ કરી દીધું છે કે ભારતને કાશ્મીરના મામલે તેમની સલાહની જરૂર નથી.

ભારતની કિંમત પર પાક સાથે સંબધ નહીં: અમેરિકા

ભારતના રક્ષા મંત્રી એન્ટનીએ હાલમાં જ અમેરિકાના રક્ષા મંત્રી રોબર્ટ ગેટ્સ અને વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાને મળતી અમેરિકન સૈન્ય સહાય અંગે ચિંતા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે સહાયનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવે છે.નોંધનીય છે કે ક્લિન્ટને ગઈકાલે પાકિસ્તાનને બે 2.29 અબજ અમેરિક ડોલરની સૈન્ય મદદની જાહેરાત કરી હતી. મદદ કરવા પાછળનો હેતું ઈસ્લામાબાદ આતંકવાદ સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી છે. જો કે તેની સાથે સાથે તેણે એવી ચેતવણી પણ આપી હતી કે જો ઈસ્લામાબાદ આતંકીઓ સામે કાર્યવાહી નહીં કરે તો પાકિસ્તાનને આપવામાં આવતી સહાય બંધ કરી દેવામાં આવશે.અયોધ્યાની જમીન વહેંચણી દેશ વિભાજન જેવી: ભાજપ

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદના મૈત્રીપૂર્ણ ઉકેલની શક્યતાઓને નકારતાં ભાજપે આજે કહ્યું છે કે તેની વહેંચણી દેશના વિભાજન કરવા જેવી છે.ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય કટિયારે કહ્યું હતું કે રામજન્મભૂમિ સાઈટ પર મસ્જિદ હતી નહીં અને વિવાદના મૈત્રીપૂર્ણ ઉકેલની કોઈ તક નથી. જમીનની વહેંચણી દેશનું વિભાજન કરવા જેવું છે.

અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહ હવે યુનિવર્સિટીની સ્થાપના કરશે

રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ધીરૂભાઈ અંબાણી સૂચના સંચાર પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલય સ્થાપીત કરશે.પ્રસ્તાવિત ભવન નિર્માણ માટે ગુરૂવારે આધારશિલા રાખવામાં આવી હતી. મધ્ય પ્રદેશ સરકારે પ્રસ્તાવિત વિશ્વવિદ્યાલય માટે જમીન ઉપલબ્ધ કરાવી છે.આ અવસરે રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહના અધ્યક્ષ અનિલ અંબાણીએ કહ્યુ કે મધ્ય પ્રદેશ જેવા રાજ્યોને સૂચના પ્રોદ્યોગિકી વિષય ઉપર ઉચ્ચ ગુણવતા તેમજ ઉચ્ચ સ્તરની શિક્ષા આપવા માટે એક સારા વિશ્વવિદ્યાલયની જરૂરિયાત છે.આ રાજ્યા પોતાના બોદ્ધિક સંસાધનની ક્ષમતા ઉપર આર્થિક વિકાસ ક્ષેત્રમાં અગ્રિમ શ્રેણીઓમાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. આ વિશ્વવિદ્યાલયમાં સ્નાતક અને ઉચ્ચસ્નાતક બન્ને સ્તરના પાઢ્યક્રમો ચલાવામાં આવશે.

સ્ત્રીનો સ્પર્શ કરાવે પુરુષોને કમાણી

એક સ્ત્રીનો સ્પર્શ એ પુરુષને સુરક્ષાનો અહેસાસ આપી શકે છે અને તેને વધુ સાહસ કરવા પ્રેરે છે.એક સંશોધન દ્વારા જાણવા મળ્યુ હતું કે પુરુષને જો કોઈ નાણાકીય પરેશાની સતાવતી હોય તેવા સમે જો કોઈ સ્ત્રી પુરુષને પીઠ પર હાથ થાબડે તો એ પુરુષને આ પરેશાની સામે લડવા માટે સાહસ આપે છે, એવુ એક્સપ્રેસ.કો.યુકે એ નોંધ્યું હતું.તપાસમાં ખુલાસો થયો હતો કે જો કોઈ સ્ત્રી પુરુષ સાથે વાત કરે અથવા તેની સાથે હાથ મિલાવે તો તે પુરુષ નાણાની બાબતે વધુ તકો ઝડપશે પણ જો કોઈ પુરુષ બીજા પુરુષની પીઠ પર હાથથી થાબડશે તો આ અસર જતી રહે છે.આ અભ્યાસમાં ભાગ લેનારા પુરુષોને અલગ અલગ રીતે સંબોધવામાં આવ્યા હતા- અમુકને સ્ત્રી કે પુરુષ દ્વારા સંબોધવામાં આવ્યા હતા તો અમુકને ખભા પર સ્પર્શ કરીને કે પછી હાથ મિલાવીને સંબોધાયા હતા. જ્યારે અમુકને કોઈ જ સ્પર્શ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ અભ્યાસમાં ભાગ લેનારા પુરુષોએ અહેસાસ કરેલી સુરક્ષાની લાગણીને માપવામાં આવી હતી.

આસોપાલવના પાનનો ઉપયોગ પૂજામાં કેમ કરવામાં આવે છે?

આસોપાલવના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. દુખને દૂર કરવા માટે તેને આસોપાલવનુ નામ આપવામાં આવ્યું છે. ભગવાન રામે પોતે જ તેને દુખ દૂર કરનારા વૃક્ષની ઉપમા આપી છે.કામદેવના પંચ પુષ્પ બાણોમાં એક આસોપાલવ પણ છે. કવિઓએ પણ તેની મહત્વતા વિશે ખૂબ લખ્યું છે. રાવણે સીતાનું હરણ કર્યું હતું અને ત્યાર બાદ તેને અશોક વાટિકામાં રાખી હતી. કેમ કે ત્યાં આસોપાલવના વૃક્ષ વધારે હતા એટલા માટે તે અશોક વાટિકા કહેવામાં આવ્યું હતું.અશોકના વૃક્ષ પર હનુમાનજીએ સીતામાતાના દર્શન કર્યા હતા. શ્રદ્ધા, વિશ્વાસ, પવિત્રતા, શોક નિવારણ વગેરેના પરિપ્રેક્ષ્યમાં અશોકનું ગુણગાન પ્રાચીન સાહિત્યમાં ભરપૂર કરવામાં આવ્યું છે.તાંત્રિત રુપમાં અશોકનું આવાસ ઉત્તર દિશામાં કરવામાં આવ્યું છે. તે વિશેષ મંગલકારી માનવામાં આવે છે. આસોપાલવના પાનથી ઘરમાં શાંતિ રહે છે.

ચીનમાં 8 માસની ગર્ભવતીને ઢસડી, ગર્ભપાત

ચીનમાં એક સંતાનનીતિનું કેટલી બેરહેમીથી પાલન કરાવવામાં આવે છે, તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. અહીંયા 8 માસની એક ગર્ભવતીના ઘરમાં ઘૂસીને 20 સરકારી કર્મચારીઓએ તેને મારી અને લાતો અને મુક્કા માર્યા. તેઓ આ મહિલાને બળજબરી પૂર્વક ઢસડીને હોસ્પિટલ લઈ ગયા અને તેનો ગર્ભપાત કરાવ્યો.આ 36 વર્ષીય મહિલા શ્યાઓ યિંગ પર આરોપ હતો કે એક સંતાન હોવા છતાં તે બીજા સંતાનને જન્મ આપવાની હતી. હોસ્પિટલમાં ગર્ભપાતનું ઈન્જેક્શન મૂકાવવાનો શ્યાઓએ ખૂબ વિરોધ પણ કર્યો હતો. 10 ઓક્ટોબરે ચીનના પૂર્વીય તટના સિમિંગમાં બનેલી આ ઘટનાની જાણકારી ગઈકાલે મહિલાએ પોતાના પતિને કરી હતી.યિંગે હોસ્પિટલમાં પોતાની તસવીરો ખેંચવાની પણ પરવાનગી આપી હતી. અત્યારે તો મૃત શિશુના અંશને ગર્ભમાંથી બહાર કાઢવા માટે ડોક્ટરોએ તેનું ઓપરેશન કરવું પડશે. શ્યાઓનો પતિ લિયુ યાંકુઆન એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરે છે.

22 October 2010

સિટી બસે અકસ્માત સર્જતા ટોળાંની તોડફોડ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સિટી બસે અકસ્માત સર્જતા ટોળાંની તોડફોડ

રાજ સિટી બસના ચાલકે કાલાવડ રોડ પર સ્કૂટર સવાર યુવતીને ઠોકરે ચડાવી : પોલીસની નજર સામે જ ટોળાંએ કાચ ફોડ્યા.બસમાં તોડફોડ થતાં સિટી બસના ચાલકોની હડતાળ, પ્રજા પરેશાન : સામ સામી ફરિયાદ બાદ ચાલકની ધરપકડ.કાલાવડ રોડ પર આજે બપોરે રાજ સિટી બસના ચાલકે સ્કૂટર સવાર યુવતીને ઠોકરે ચડાવી હતી. અકસ્માતના બનાવથી વફિરેલા ટોળાએ પોલીસની નજર સામે જ બસમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો. હુમલાની ઘટનાથી રાજસિટી બસના ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા.

ઠાકરેને ખોટું બોલવાની આદત છે: રાણે

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાની ચૂંટણી નિમિત્તે કલ્યાણમાં એક પત્રકાર પરિષદમાં તેમણે આ બાબત જણાવી હતી. આ પત્રકાર પરિષદને રાજ્યના વાહનવ્યવહાર ખાતાના પ્રધાન રાધાકૃષ્મ વખિે- પાટિલ અને સંસદસભ્ય સંજીવ નાઈકે પણ સંબોધી હતી.રાણેએ શિવસેનાની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘‘ઉદ્ધવ ઠાકરેને મહાનગરપાલિકા એટલે શું તેની ખબર નથી. મહાપાલિકાના વહીવટી કામ વિશે કંઈ ખબર નથી, કોઈ અનુભવ નથી. કલ્યાણ-ડોમ્બિવલીમાં સેના-ભાજપ સત્તા પર આવશે તો ફરી ધાંધિયા-ગોટાળા થશે.’’શિવસેનાના પ્રચારનાં હોડિ•ગ પર ફક્ત બાળ ઠાકરેનો ફોટો છે, એ બાબતે પત્રકારોએ પૂછતાં રાણેએ જવાબ આપ્યો હતો કે ‘‘શિવસેનામાં હવે નેતા, મુદ્દા અને ગુદ્દા (ડંખ -અસરકારક્તા)માંથી કંઈ જ બચ્યું નથી. બાળાસાહેબનું હોિડઁગ જોઈને હિન્દુ અને મરાઠી માણસોને કોઈ લાભ થવાનો નથી.’’આદિત્ય ઠાકરેની યુવા સેનાની મશ્કરી ઉડાવતાં નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘‘ જોયા કરો, થોડા વખતમાં પહેલાથી ચોથા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે પણ સેના સ્થપાશે.’’

સૌરાષ્ટ્રની પાલિકા, પંચાયતોમાં ૫૯ ટકા મતદાન

સૌરાષ્ટ્રની ત્રણ મહાનગરપાલિકાઓના મતદાનમાં શહેરીજનોએ ઉદાસીનતા દાખવ્યા બાદ ગુરુવારે યોજાયેલી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના મતદારોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવી ભારે મતદાન કર્યું હતું. ગોંડલ, ઉપલેટાના ખાખીજાળિયા અને વાંકાનેરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી સામાન્ય માથાકૂટને બાદ કરતાં સર્વત્ર શાંતિ રહી હતી અને લોકોએ ઉત્સાહપૂર્વક પોતાના મતથી ઉમેદવારોની પસંદગી કરી હતી.રાત્રિના ૯ વાગ્યે મળતા અહેવાલ મુજબ પાંચેય જિલ્લાઓની તાલુકા પંચાયતોમાં સરેરાશ ૫૯.૪૮ ટકા, નગરપાલિકાઓમાં ૫૮.૧૦ ટકા અને જિલ્લા પંચાયતોમાં ૬૦.૦૧ ટકા સરેરાશ અંદાજિત મતદાન થયાનું જાણવા મળે છે.

રાજ્યનાં ૩૦૦૦ સરકારી કર્મચારી સસ્પેન્ડ

રાજ્યના ગઢચિરોલી વિસ્તારમાં વકરેલા નકસલવાદીઓને કાબૂમાં ન કરી શકતી કોંગ્રેસ અને એનસીપીની યુતિ સરકારે આ ખતરનાક વિસ્તારમાં બદલી થવા છતાં હાજર નહીં થનારા સરકારી કર્મચારીઓ પર બરતરફીનો નિષ્ઠુર કોરડો વીંઝવાનું નમાલું કૃત્ય કર્યું છે. સરકારના આ અત્યાચારી પગલાને કારણે સમગ્ર કર્મચારી આલમમાં ફફડાટ અને અજંપાની લાગણી ફેલાઈ છે.
ગઢચિરોલી જિલ્લામાં બદલી થયા બાદ પણ ત્યાં હાજર નહીં થયેલા ત્રણ હજાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ બજાવવામાં બેદરકારી બદલ નિલંબિત (સસ્પેન્ડ) કરવાના આદેશો મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે સંબંધિત વિભાગોને મોકલ્યા હતા. તે ઉપરાંત નકસલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં હવે પછી કાર્યક્ષમ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ કરવાની સૂચનાઓ પણ તેમણે આપી છે.

કોમનવેલ્થ ગેમ્સના પ્રસારણ હકોમાં પણ ગોટાળો

કોમનવેલ્થ ગેમ્સના પ્રસારણ હકો આપવા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યું છે. કારણ કે તેના માટે અપનાવાયેલી પ્રક્રિયા પર ઘણી તપાસ એજન્સીઓએ વાંધો ઉઠાવ્યો છે. સૂત્રોની માહિતી પ્રમાણે, માહિતી પ્રસારણ મંત્રાલયની આપત્તિ છતાં એસઆઈએસ લાઈવ નામની કંપનીને પ્રસારણ હકો આપવામાં આવ્યા હતા. શંકા એટલા માટે પણ છે કે 242 કરોડની બોલી 1202 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ, જે લગભગ પાંચ ગણી છે. એસઆઈએસ લાઈવને 75 ટકા રકમનું ચુકવણું પણ થઈ ગયું તથા બાકીની રકમનું ચુકવણું રમતો બાદ થવાનું હતું. આયકર વિભાગને અત્યાર સુધી કોન્ટ્રાક્ટ સાથે જોડયેલા દસ્તાવેજો અને રશિદો મળી નથી. તેના સિવાય એસઆઈએસ લાઈવ દ્વારા સર્વિસ ટેક્સનું ચુકવણું કરવાનું પણ બાકી છે.

પોર્ન મીડિયાના બાદશાહનું નિધન

યુવાઓ વચ્ચે 1960ના દાયકામાં લોકપ્રિય પેંટહાઉસ મેગેઝિન દ્વારા પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપનાર બોબ ગુસિયોનનું બુધવારે ટેક્સાસ ખાતે નિધન થઈ ગયું હતું. બોબ 79 વર્ષના હતાં, તેમજ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતાં.બોબે 1965માં પેંટહાઉસ નામનું પોર્ન મેગેઝિન શરૂ કર્યું હતું. જેણે યુવાઓ વચ્ચે સનસની ફેલાવી હતી. પ્રસિદ્ધ પ્લેબોય મેગેઝિનની જેમ બોબે પણ પેંટહાઉસમાં ન્યૂડ ફોટોગ્રાફ સહિત અનેક વાચકોના અનુભવો છાપવાનું શરૂ કર્યું હતું. જેના કારણે તે યુવાઓની વચ્ચે ખૂબ લોકપ્રીય બની ગયું હતું.

રૂ. 50માં મોબાઇલથી મહીનાભર ગમેતેટલા મેલ કરો

મોબાઇલ ફોન ઉપર ઈમેલ અને ઇન્ટરનો સતત વધતા ઉપયોગને જોતા કંપનીઓ ખાસ્સી સસ્તી કિંમતોની સેવાઓ (સ્કિમ) આપવા લાગી છે.હવે પ્રખ્યાત વેબસાટ રેડિફ ડૉટ કૉમે 'રેડિફ એનજી' એટલે કે રેડિફ નેક્સ્ટ જનરેશન સર્વિસ આપવાની શરૂઆત કરી છે.આ ખાસ સર્વિસ પ્રમાણે મોબાઇલનો ઉપયોગ કરનારા ગ્રાહકો લગભગ 50 રૂપિયામાં એક મહીના સુધી અનલિમિટેડ ઈમેલ કરી શકે છે.રેડિફ કંપનીનું કહેવુ છે કે તેની આ યોજના સિંબાયન, જાવા અને એન્ડ્રૉયડ તમામ પ્રકારના મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ્સની સાથે કામ કરી શકે છે. એટલે વધારેમાં વધારે ગ્રાહકો તેનો લાભ પ્રાપ્ત કરી શકે છે.

હવે ફોન કરતી વખતે પૈસાની ચિંતાને મારો ગોળી!

મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારા લોકો માટે એક સારા સમાચાર આવી ગયા છે. આ વર્ષે ડિસેમ્બરમાં એટલે કે એક મહીના પછી કૉલ દરોમાં ઘટાડો થવા જઈ રહ્યો છે.દુરસંચાર નિયામક ટ્રાઈએ બેઝિક ફોન સેવાઓની કૉલ રેટ્સને નવેસરથી નક્કી કરવાની પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે, અને ટ્રાઈના ચેરમેન જે એસ શર્માનું કહેવુ છે કે આ વર્ષે ડિસેમ્બર મહીના સુધીમાં આ કામને પુર્ણ કરી દેવામાં આવશે.

“રવિન્દ્ર જાડેજા નસીબના જોરે ટીમમાં ટકી શક્યો છે”

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour“રવિન્દ્ર જાડેજા નસીબના જોરે ટીમમાં ટકી શક્યો છે”

વિશાખાપટ્ટનમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન ડેમાં ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ યુવા ખેલાડીઓની મદદથી ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી હતી. ધોની વર્લ્ડ કપ પહેલા યુવા ખેલાડીઓને શક્ય તેટલી વધુ તક આપવા ઈચ્છે છે.આ અંગે ધોનીએ કહ્યું હતું કે યુવા ખેલાડીઓને શિખવા માટે આ ઘણી મોટી તક છે. વર્તમાનમાં જીવવું ઘણું જ મહત્વનું છે. હું તેમના ઉપર વધારાનું દબાણ મૂકવા નથી ઈચ્છતો.રથમ મેચમાં યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. વિરાટ કોહલી અને સુરેશ રૈનાની આક્રમક બેટિંગની મદદથી ભારતે 290 રનનો લક્ષ્યાંક પાર પાડી દીધી હતો. જો કે તે મેચમાં સૌરાષ્ટ્રના ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી જાડેજા ટીકાઓનો સામનો કરી રહ્યો છે.

માત્ર રૂ. 1500માં ટચસ્ક્રીન કોમ્પ્યૂટર

માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી ભરવામાં આવેલા પગલા સ્વરૂપે રૂ.1500નું ટચ સ્ક્રીન કૉમ્પ્યૂટર આવતા વર્ષનાં જાન્યુઆરી મહીનામાં જ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ એન કે સિન્હાનું કહેવું છે કે આવા ટચ સ્ક્રીન કોમ્પ્યૂટકોને પુરા પાડવા માટે આવેદન પત્ર આઈઆઈટી રાજસ્થાનને પ્રસ્તુત કરવામાં આવી શકે છે.આઈઆઈટી રાજસ્થાનના પ્રતિનિધિત્વ વાળા શોધ સમૂહે 1,500 રૂપિયાના કોમ્પ્યૂટરની ડિઝાઇન તૈયાર કરી લીધી છે.તેઓએ જણાવ્યુ છે કે યોગ્ય શર્તો અને પાત્રતા યોગ્ય કરાવનારી કેટલીક કંપનીઓ ચાર સપ્તાહની અંદરોઅંદર ટેન્ડર પ્રસ્તુત કરી શકે છે. કેટલીય વિદેશી કંપનીઓએ પણ આ કોમ્પ્યૂટરો તૈયાર કરવા માટેની ઇચ્છા દાખવી છે.

કટ્ટરપંથી અલગતાવાદી ગિલાની પર જોડું ફેંકાયું

હુર્રિયતના કટ્ટરપંથી અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને ગુરુવારે કાશ્મીરી પંડિતોના રોષનો સામનો કરવો પડયો છે. આઝાદી-એકમાત્ર રસ્તો, વિષય પર આયોજીત સેમિનારમાં ગિલાનીની ઉપસ્થિતિ પર કાશ્મીરી પંડિતો સહીત ઘણાં લોકો ભડકી ઉઠયા હતા. ભારત માતા કી જય અને વંદેમાતરમના સૂત્રો વચ્ચે કોઈએ ગિલાની તરફ જોડું ફેંક્યું હતું. જો કે જોડું ગિલાનીને વાગ્યું ન હતું.સેમિનારમાં કાશ્મીરી અલગતાવાદી અને નક્સલીઓ સાથે સાહનુભૂતિ રાખનારા લોકો ભાગ લઈ રહ્યાં હતા. તે વખથે ગિલાની બોલવા માટે ઉભા થયા ન હતા. તે દરમિયાન લગભગ 70 લોકોએ ગિલાની વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. પ્રદર્શનકારીઓએ ગિલાનીને બહાર જવાનું કહ્યું હતું. હંગામા અને સૂત્રોચ્ચાર વચ્ચે કોઈએ મંચ પર બેઠેલા ગિલાની તરફ જોડું ફેંક્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતાં સુરક્ષાકર્મીઓએ મંચ પર ગિલાનીની ચારે તરફ ઘેરાબંધી કરી હતી.

જેન્ટલમેનમાંથી જંગલી બને છે ક્રિકેટર્સ

ક્રિકેટને જેન્ટલમેનની રમત માનવામાં આવે છે. પરંતુ ક્યારેક અમ્પાયરોના ખોટા નિર્ણય અથવા તો વિપક્ષી ખેલાડીઓને ભડકાવવાના ઉદ્દેશ્યથી ક્રિકેટર્સ જેન્ટલમેનમાંથી જંગલી બની જાય છે. આખરે તેની પાછળ ક્યું મનોવૈજ્ઞાનિક કારણ જવાબદાર છે તેનો ખુલાસો લંડનના પ્રખ્યાત ક્રિસ્ટી ઓક્શન હાઉસમાં થશે.આ કોઇ લેટેસ્ટ રીસર્ચ કે પછી કોઇ શોધ નથી પરંતુ તેના પર લખાયેલું એક પુસ્તક હવે સામાન્ય વાચકો માટે રજૂ કરવામાં આવશે. લંડનમાં ક્રિકેટ ઇતિહાસ ખાસ કરીને ભારતીય ક્રિકેટના કિમતી પુસ્તકોની હરાજી થનાર છે. આ પુસ્તકો મેરિલબોર્ન ક્રિકેટ ક્લબની અંગત લાઇબ્રેરીમાંથી લેવામાં આવી છે.જેમાં એક પુસ્તક ભારતના પ્રસિદ્ધ લેખક મોહમ્મદ અબ્દુલ્લાહ ખાનનું છે. ખાને ક્રિકેટ ગાઇડ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે ક્રિકેટના નિયમોને લઇને મેદાન પર ચર્ચા કરવી ઘણી સહેલી છે. ખેલાડીઓ સહેલાઇથી નિયમોને તોડીમરોડીને પોતાના પક્ષમાં રજૂ કરી શકે છે. તેમણે જણાવ્યું છે કે કઇ રીતે જેન્ટલમેન ખેલાડીઓ અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરીને રોદ્ર રૂપ ધારણ કરી લે છે. આ પુસ્તક 1891માં રોયલ પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

વિશાખાપટ્ટનમ ખાતે કોહલીએ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો

વિશાખાપટ્ટનમ ખાતે શાનદાર સદી ફટકારી મેચ વિનિંગ ઇનિંગ રમનાર વિરાટ કોહલીએ પોતાના ખાતામે એક સિદ્ધિ નોંધાવી દીધી છે. તે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન સૌથી ઝડપથી 1000 રન બનાવનાર ભારતીય બની ગયો છે. તેણે 24 ઇનિંગ રમીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે જ તેણે નવજોત સિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.હાલ ટીમ ઇન્ડિયા વિશ્વકપની પૂર્વ તૈયારી કરી રહી છે અને બેટિંગ સ્ટ્રેન્થ વધારવા માટે યુવા ખેલાડીઓની પ્રતિભાને ચકાસવામાં આવી રહી છે. જો કે, વિરાટ કોહલીએ વિશ્વકપ માટેની ટીમ ઇન્ડિયા માટે પોતાનું સ્થાન ચોક્કસ કરતી એક શાનદાર ઇનિંગ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જેના કારણે ભારતનો પાંચ વિકેટથી વિજય થયો હતો.કોહલીની બેટિંગ અંગે ધોનીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોહલીને ધીમી રમતની શરૂઆત કરવા માટે હંમેશા ટીકાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તેણે વિશાખાપટ્ટનમમાં શાનાદર ઇનિંગ રમી હતી.

એન.આઇ.ડી.ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસનાર સેક્સ મેનિયાક છેવટે પકડાયો

એનઆઇડીની ગર્લ્સ હોસ્ટેલમાં નગ્ન હાલતમાં ઘૂસી વિદ્યાર્થિનીને બાથમાં લેનારા સેક્સ મેનિયાક યુવકની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે શંકાના આધારે પકડેલો યુવાન જ વિકૃત આનંદ લેવા માટે નગ્ન થઈ હોસ્ટેલમાં ઘૂસ્યો હોવાની કબૂલાત કરી છે. દસ દિવસ પહેલાં પણ આ જ યુવાન નગ્ન હાલતમાં એનઆઇડીમાં ઘૂસ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.એનઆઇડીની ગર્લ્સ હોસ્ટેલની ઘટનામાં પોલીસે શંકાસ્પદ જણાતા ગોપાલ રમણભાઈ વાઘેલાની અટકાયત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગોપાલ નદીના પટમાં છાપરામાં પત્ની અને ચાર બાળકો સાથે રહે છે અને પેડલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોપાલનું ઝૂંપડું અને એનઆઇડીની ગર્લ્સ હોસ્ટેલનો બાથરૂમ અડીને આવેલા હોઈ ગોપાલ બાથરૂમમાં આવતી વિદ્યાર્થિનીઓને જોઈ વિકૃત આનંદ લેતો હતો. ગોપાલ દસ દિવસ પહેલાં એનઆઇડી ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસ્યો હતો. ત્યારે ગોપાલના વાળ લાંબા હતા. જો કે વિદ્યાર્થિનીએ તેને જોઈ લેતાં તે ત્યાંથી નાસી છુટ્યો હતો.ગ્રુપ સેક્સ કેસમાં પતિના જામીન કોર્ટે ફરી નકાર્યા
ખોટા પત્રો ઊભા કરીને પતિ કુલદીપક અરોરાને ગ્રુપસેક્સ કેસમાં ફસાવવામાં આવ્યો હોવાની બચાવપક્ષની દલીલને ફગાવી દેતાં બુધવારે કોર્ટે કુલદીપકની જામીનઅરજી નામંજુર કરી હતી.કોર્ટે કહ્યું હતું કે પત્રો સાચા છે કે ખોટા તે પુરાવાનો વિષય છે. હાલના તબક્કે પ્રથમ દર્શનીય કેસ હોય આરોપી સામે સમાજવિરોધી કૃત્ય આચર્યાનો ગુનો બનતો હોઈ જામીન આપી શકાય નહીં.આરોપી કુલદીપક અરોરા અને તેના સગાઓ પણ આ કેસમાં આરોપી છે, જેઓની સામે સીઆરપીસી ૭૦નું વોરન્ટ છે. આરોપીને જામીનમુક્ત કરવામાં આવે તો તપાસ દરમિયાન તે હાજર રહે તેમ લાગતું નથી. આથી પણ તેને જામીન આપવા હિતાવહ નથી તેમ કોર્ટે નોધ્યું હતું.વાવની પરિણીતા સાથે આચરવામાં આવેલા ગ્રુપ સેક્સકાંડમાં પરિણીતાની ફરિયાદને પગલે પતિ કુલદીપક અરોરા સહિતના આરોપીઓને પોલીસે પકડ્યા હતાં. લાંબા સમયથી કસ્ટડી ભોગવી રહેલા કુલદીપકે કોર્ટમાં ચાર્જશીટ રજુ થયા બાદ બીજી વારની જામીનઅરજી કરી હતી. બચાવપક્ષના વકીલે જામીન મેળવવા માટે એવી દલીલ કરી હતી કે, પરિણીતાએ કોર્ટમાં રજુ કરેલાં પત્રો શંકાપ્રેરક છે.

ગોરધન ઝડફિયા સીટ સમક્ષ હાજર

2002માં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનો અંગે તપાસ ચલાવી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ ગોરધન ઝડફિયા હાજર રહ્યાં છે. તેઓ આજે સવારે ગાંધીનગર સ્થિત સીટની ઓફિસે પહોંચ્યા હતા.નોંધનીય છે કે, ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનો દરમિયાન ગોરધન ઝડફિયા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હતા અને તોફાનના સંદર્ભમાં તેઓની ભૂમિકા વિવાદાસ્પદ હોવાનું લાગતા સીટ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર દાંડીયાત્રા કરશે

મીઠા પર લગાવેલા કરના વિરોધમાં મહાત્મા ગાંધીએ ૧૯૩૦માં બ્રિટિશ સરકારને દાંડીયાત્રા યોજીને હચમચાવી મૂકી હતી. તે સરકારના પ્રતિનિધિ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ભંડોળ ઊભું આ જ માર્ગે યાત્રા કરશે. બ્રિટનના મુંબઈ ખાતેના ડેપ્યુટી હાઇ કમિશનર પીટર બેકિંગહામ અને તેમનાં પત્ની જીલ બેકિંગહામ ૧૮ નવેમ્બરથી ૪ ડિસેમ્બર દરમિયાન દાંડીકૂચ કરશે.અમદાવાદ આવેલા પીટર બેકિંગહામે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની એક્સકલુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘ભંડોળ ઊભું કરવા માટે આ માર્ગ તેના ઐતિહાસિક મહત્વના કારણે જ પસંદ કરાયો છે. આ યાત્રા દ્વારા ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયાનો ફંડ ઊભા કરવાનો ઈરાદો છે. હું પણ ૧૦ દિવસ કે તેથી વધુ સમય માટે આ યાત્રામાં જોડાઇશ.’

સુરત : ડુમસની અજીબ દાસ્તાન ચૂંટણી ગામની, મતદાન ‘શહેર’માં

ગુરુવારે યોજાયેલી પંચાયત ચૂંટણીમાં મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા એક ફળિયામાં પણ મતદાન કરાયું હતું! ખરેખર કાદી ફળિયા નામનો આ વિસ્તાર શહેરમાં આવે છે કે ગામમાં તે શહેરના હદ વિસ્તરણ કરાયાને ચાર વર્ષ પછી સ્પષ્ટ નથી. વહીવટી દ્રષ્ટિએ તે ગ્રામ પંચાયત છે પરંતુ જન્મ-મરણની નોંધણીથી લઇને વ્યવસાય વેરો ઉઘરાવવાનો હક્ક મહાનગરપાલિકા પાસે છે!સુરતના પ્રખ્યાત ડુમસ દરિયા કિનારા ઉપર સ્થિત આ શાંત ફળિયામાં ગુરૂવારે ચૂંટણી હોવા છતાં પણ કોઇ ખાસ હલચલ ન હતી. ફળિયાની પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથક પર બંદોબસ્ત માટે મૂકાયેલા પોલીસવાળાઓ પણ ખુરશી પણ આરામથી ગપ્પા મારતા હતા.એકલ દોકલ લોકો આવીને મતદાન કરી જતાં હતા. શાળાની બારીમાંથી અંદર શું થઇ રહ્યું છે તે જોવાની છુટ હતી અને કેટલાક બાળકો તેમ કરી રહ્યા પણ હતા. ફળિયામાં કુલ ૬૫૩ મતદારો છે તેમાંથી ૪૦૫ મતદારોએ તો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ચુપચાપ આવીને મતદાન કરી દીધું હતું.

સુરતમાં મતદાન ૧૪% વધ્યું કોંગ્રેસની ઇવીએમ પર શંકા

સુરત જિલ્લા પંચાયતમાં વિતેલી ટર્મમાં અંદાજે ૫૧ ટકા જેટલું વોટિંગ નોંધાયું હતું. તેની સામે વર્ષ ૨૦૧૦માં અંદાજે ૬૫ ટકા જેટલું વોટિંગ નોંધાયું છે. મતદાનની ટકાવારી ૧૪ ટકા જેટલી વધી જતા કોંગ્રેસને ઇવીએમ પર શંકા ઉપજી છે.
વિતેલી ટર્મ વર્ષ ૨૦૦૫માં કોંગ્રેસને સૌથી વધુ ૩.૫૧ લાખ અને ભાજપને ૩.૧૩ લાખ મત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળ્યા હતાં. વર્ષ ૨૦૦૫માં તાપી જિલ્લો પણ સુરતમાં સમાવેશ થતો હતો. ચાલુ વર્ષે ૧૫ ટકા વોટિંગ વધુ થતાં લોકોનો ઝૂકાવ એક રાજકીય પાર્ટી તરફ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

હું બેભાન ન બનું ત્યાં સુધી પોલીસે મને માર્યોતો'

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં એક માનસિક રીતે અસ્થિર મગજના મુસ્લિમ શખ્સને પોલીસ ઉપાડી ગયા બાદ દસ દિવસથી લાપતા બની ગયા હોવાની રજુઆત એ શખ્સની પત્નીએ કરતાં ચકચાર જાગી છે. એ શખ્સને પોલીસે બેભાન બની જાય ત્યાં સુધી નિર્દયપણે માર માર્યો હોવાની પણ એ મહિલાએ રજુઆત કરતાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.જંગલેશ્વરમાં એકતા કોલોની શેરી નં.૧માં રહેતા ઝુબેદાબેન ઈસ્માઈલભાઈ દોઢિયા નામની મહિલાએ કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ એમના પતિ ઈસ્માઈલભાઈ માનસિક અસ્થિરતાની બીમારીનો ભોગ બન્યા છે. એ બીમારીના પ્રભાવ હેઠળ ગત તા.૧૧-૧૦ના રોજ ઈસ્માઈલભાઈ સવારે દેવપરા મેઈન રોડ ઉપર તોફાન કરતા હતા ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનની જી.જે.૩જી-૬૬૯ નંબરની ટાટા મોબાઈલ વાનમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવ્યો હતો.

ઓબામાની યાત્રા પહેલા ફિદાયીન હુમલાની ભીતિ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavourઓબામાની યાત્રા પહેલા ફિદાયીન હુમલાની ભીતિ

શ્રીનગરમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલા બાદ આતંકવાદીઓએ આ પ્રકારના વધુ હુમલાની ચેતવણી આપી છે. આને 2 સપ્તાહ બાદની અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા પહેલા આતંકવાદીઓની નવી રણનીતિ તરીકે જોવાય રહ્યું છે. ગુપ્તચર સંસ્થાના જણાવ્યા પ્રમાણે, અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા નવેમ્બરમાં ભારત આવનારા છે. માટે આતંકવાદી કાશ્મીરનો માહોલ ગરમ કરવા ઈચ્છે છે. શ્રીનગર પાસે મલૂરામાં થયેલો હુમલો આ રણનીતિનો ભાગ છે.પાછલા કેટલાંક મહિનાઓથી ઘૂસણખોરીની ઘટનાઓ વધી છે. માટે સુરક્ષાદળો હાઈએલર્ટ પર છે. ઓબામાની યાત્રા પહેલા છત્તીસિંહપુરા જેવા નરસંહારોને રોકવા માટે સુરક્ષાદળો તાકમાં બેઠા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની ભારત યાત્રા વખતે કાશ્મીરના છત્તીસિંહપુરામાં શીખોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. મલૂરામાં ગુરુવારે થયેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓના નિશાના પર શ્રીનગરનો કેન્ટ વિસ્તાર અને ચિનાર આર્મી કેન્ટ હતો.

૭૩ ટકા ભારતીયોના મતે ઓબામા સક્ષમ

તાજેતરમાં થયેલા એક ઓપિનિયન પોલમાં વડાપ્રધાન મનમોહનસિંઘ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની જેમ જ ઓબામા પણ ભારતીય લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ ઓબામા આગામી મહિને ભારતની મુલાકાતે આવનારા છે. આ ઓપિનિયન પોલમાં પ્રત્યેક દસમાંથી સાત કરતાં વધુ ભારતીયે પ્રમુખ ઓબામાની ક્ષમતાઓમાં વિશ્વાસ કર્યો છે અને એક તૃત્યાંશ ભારતીયોએ અમેરિકાની તરફેણમાં અભિપ્રાય વ્યક્ત કર્યો છે.આ ઉપરાંત ભારતીયો, વૈશ્વિક બાબતોમાં પોતાના દેશની ભૂમિકા અંગે હકારાત્મક છે અને ભારતના આર્થિક ભવિષ્ય અંગે પણ તેઓ આશાવાદી છે. જ્યારે ભારતીયો લશ્કર-એ-તોઇબા અને પાકિસ્તાનને દેશ માટે સૌથી મૌટા જોખમ તરીકે જુએ છે. જ્યારે ૫૮ ટકા ભારતીયોનું કહેવું છે કે પાકિસ્તાની સરકાર લશ્કર-એ-તોઇબા જેવા ત્રાસવાદી જુથોને સક્રિય ટેકો આપે છે. પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે.

ઓબામા ઈચ્છે તો ટોપી પહેરી સુવર્ણ મંદિર આવે

અકાલ તખ્તના જથ્થેદાર ગુરૂબચ્ચનસિંઘએ એવો મત વ્યક્ત કર્યો છેકે, સુવર્ણમંદિરના દ્વાર તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા છે અને ઓબામા ઈચ્છે ત્યારે અમૃત્તસર આવી શકે છે. વધુમાં સુવર્ણ મંદિરની મુલાકાત ન લેવાના ઓબામાના નિર્ણયથી શીખોને નિરાશા ન થઈ હોવાનો મત પણ સુવર્ણ મંદિરના જથ્થેદારએ વ્યક્ત કર્યો છે.જથ્થેદાર ગુરૂબચ્ચનસિંઘના કહેવા પ્રમાણે, ઓબામા ચાહે તો ટોપી, કપડું કે સ્કાર્ફ પહેરીને માથું ઢાંકી શકે છે. જોકે, તેઓ લશ્કરી ટોપી અથવા તો લોખંડ ધરાવતી ટોપી ન પહેરી શકે તેવી સ્પષ્ટતા પણ જથ્થેદારએ કરી હતી. તેમના કહેવા પ્રમાણે, ભૂતકાળમાં બ્રિટનના રાણી એલિઝાબેથએ પણ સુવર્ણ મંદીરની મુલાકાત લીધી હતી અને ત્યારે તેમણે પિંછાવાળી હેટ દ્વારા તેમનું માથું ઢાંકેલું હતું. ત્યારે પણ કોઈએ વિરોધ કર્યો ન હતો.બીજી તરફ અમૃત્તસર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓબામા આવે કે ન આવે રસ્તા સાફ કરવામાં અને બીજા સફાઈના કામોમાં લાગી ગઈ છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ, ઓબામા નહીં જાય પાકિસ્તાન

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા આવતા મહિને પોતાની ભારત યાત્રા દરમિયાન પાકિસ્તાન નહીં જાય. વ્હાઈટ હાઉસે ઓબામાની ભારત યાત્રા અંગે ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ આપતા સ્પષ્ટતા કરી છે કે ઓબામા આવતા વર્ષે પાકિસ્તાનની યાત્રા પર જશે. વ્હાઈટ હાઉસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓબામાએ આ સંદેશો અમેરિકા-પાકિસ્તાન વચ્ચે રણનીતિક વાર્તામાં ભાગ લેવા માટે આવેલા પાકિસ્તાનના પ્રતિનિધિમંડળને આપ્યો હતો.આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી અને સૈન્ય પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કયાનીએ કહ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓબામાએ જાણકારી આપી છે કે તે આવતા વર્ષે એશિયાની યાત્રા દરમિયાન પાકિસ્તાનની મુલાકાત લેશે. તેમણે આવતા વર્ષે પાકિસ્તાન જવાની વાત કહી હતી, તેની સાથે સાથે પાકિસ્તાનના વડાપ્રધાન ઝરદારીને વોશિંગ્ટન આવવાનું પણ આમંત્રણ પાઠવ્યું છે.

અમિત શાહના જામીન અંગે આજે સુનાવણી

ગુજરાતના માજી ગૃહરાજ્ય પ્રધાન અમિત શાહની જામીન અરજીની સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની ધરપકડ કરવામાં આવી છે.સીબીઆઈ કોર્ટે અમિત શાહની જામીન અરજીને ફગાવી દીધી હતી.સીબીઆઈ કોર્ટે જામીનને ફગાવી દેતા અમિત શાહે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે.અમિત શાહનો કેસ રામ જેઠમલાણી લડી રહ્યાં છે.અમિત શાહ પર ખંડણી ઉઘરાવવાનો ગંભીર અરોપ પણ મુકવામાં આવ્યો છે.
સીબીઆઈએ અમિત શાહ પર સાક્ષીઓને ફોડવાનો આરોપ પણ મુક્યો છે.સીબીઆઇ તરફથી કેટીએસ તુલસી કેસ લડી રહ્યાં છે.
અમિત શાહને જેલમાં 25 ઓક્ટોબરે ત્રણ મહિના પુરા થઈ જશે.

ચીનના આર્થિક વિકાસમાં બ્રેક લાગી ગઈ

ચીનની વિકાસ દરમાં બ્રેક લાગી ગઈ છે. અને તેનું મુખ્ય કારણ છે ત્યાં સતત વધતી મોંઘવારી. ચીન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વર્ષના ત્રીજા ત્રીમાસીક ગાળામાં તેમના વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. ચીનમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે પાછલા ત્રણ મહીનાઓમાં ત્યાં ગ્રાહક મૂલ્ય સૂચકાંકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. અને ખાવાપીવાની ચીજવસ્તુઓની કિંમતોમાં પણ આ જ પ્રમાણે 6 ટકાનો ઉછાળો આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે મોંઘવારીના કારણે આવનારા દિવસોમાં ચીનો વિકાસ દર હજુ ધીમો પડશે.

વડોદરાની પાદરા ઈ.વી.એમ. મેજિક: કોંગ્રેસના વોટ ભાજપને પડતા હતા!

વડોદરાની પાદરા નગરપાલિકામાં એક ઈવીએમમાં મતદારો કોંગ્રેસને મત આપે તો પણ આ મત ભાજપમાં જ પડતો હતો ! મશીનની આ ‘કમાલ’ કોંગ્રેસના ધ્યાન ઉપર આવતા તેમણે ફરજ પરના અધિકારીઓનું ધ્યાન દોયું હતું અને અધિકારીઓએ પણ તમામ લોકોની હાજરીમાં મશીનની ચકાસણી કરતાં તેમાં નાખેલા ૪૪ મતની સામે મશીનમાં ૧૧૧ મત નોંધાયેલા મળ્યા હતા. ચોંકી ઊઠેલા અધિકારીઓએ તાત્કાલિક આ મશીન બદલીને બીજું મશીન ગોઠવવાની ફરજ પડી હતી. કોંગ્રેસે આવી કેટલીક ફરિયાદ ચૂંટણીપંચને કરી છે.થોડા દિવસો પહેલાં રાજ્યમાં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ જતાં કોંગ્રેસના આગેવાનોએ મોદી સરકાર પર ‘મશીન મેજિક’નો આક્ષેપ કર્યો હતો, પરંતુ ચૂંટણી પંચે આ આક્ષેપને ફગાવ્યો હતો ત્યારે ગુરુવારે પાદરાની ઘટનાથી કોંગ્રેસની શંકાને બળ મળ્યું છે. કારણ કે, પાદરામાં ચૂંટણીમાં ફરજ પરના અધિકારીઓની હાજરીમાં જ્યારે મશીનની ચકાસણી કરવામાં આવી ત્યારે તેમાંથી વધુ મત નીકળવા ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારને મત આપવામાં આવે ત્યારે ભાજપના ઉમેદવાર સામે લાઈટ થતી હોવાની બાબત ધ્યાનમાં આવી હતી.

વધારે સેક્સ છૂટાછેડાંનું કારણ બની શકે: સુપ્રિમ કોર્ટ
હિંદુ વિવાહ અધિનિયમની કલમ-13 હેઠળ ‘બેદર્દી’ની વ્યાખ્યા કરતાં જસ્ટિસ પી. સથાશિવમ અને જસ્ટિસ બી.એસ.ચૌહાનની બેન્ચે કહ્યું છે કે જો કોઈ આ સાબિત કરી દે છે કે તેમના સાથીની બળજબરીને કારણે તેમને ઈજા કે દર્દ પહોંચ્યું છે, તો તે છૂટાછેડાં લેવાનું ઠોસ કારણ બનશે. હિંદુ વિવાહ અધિનિયમની કલમ-13 છૂટાછેડાં લેવાનું કારણ બતાવે છે. પરંતુ અધિનિયમમાં બેદર્દી અથવા નિષ્ઠુરતા શબ્દની વ્યાખ્યા આપવામાં આવી નથી. સુપ્રિમ કોર્ટે આ ચુકાદો એક પીડિત પતિની ફરીયાદ બાદ કર્યો છે. બેદર્દી અથવા નિષ્ઠુરતાની વ્યાખ્યા કરતાં કોર્ટે કહ્યું હતું કે સેક્સ ક્રીડા દરમિયાન જો કોઈપણ એકવાર પણ દર્દ પહોંચે છે, તો તે વ્યક્તિ છૂટાછેડાં લેવા માટે કોર્ટ પહોંચી શકે છે. કોર્ટે કહ્યું છે કે લગ્ન સંબંધમાં બંધાયેલા બે વ્યક્તિઓમાં જો કોઈ એક સતત અસામાન્ય સેક્સની માગણી કરે છે અથવા દુરાચાર કરે છે અને તેનાથી તેના સાથીને ઈજા પહોંચે છે, તો તેને પણ બેદર્દી કે નિષ્ઠુરતા માનવામાં આવશે. બેન્ચે તથ્યો પર વધુ પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે કોઈ વખતે ભાવાવેશમાં આવીને કહેવાયેલી વાતો અથવા પરિવારના મોટાની વાતો પર નારાજગી જાહેર કરવી લગ્નજીવન સંબંધે નિષ્ઠુરતાની પરિભાષામાં આવતું નથી. ક્યારેક ચિડિયાપણું, લડવું-ઝગડવું અને દૈનિક વૈવાહિક જીવનમાં થનારી સમાન્ય બોલાચાલીને પણ છૂટાછેડાં આપવાનું ઠોસ કારણ માની શકાય નહીં.

શરદ પૂર્ણિમાનો સારો પ્રભાવ તમારી રાશિ પર

પોતાની રાશિ અનુસાર પ્રયોગ અને દાન કરવાથી સુખ -શાંતિ , ઐશ્વર્ય અને વૈભવ વધે છે.
મેષ- આજે આ પૂર્ણિમાંના પર્વ પર મેષ રાશિની જાતક કન્યાઓને દૂધ અને ખીર ખવડાવવી તથા ભાતને દૂધમાં ભેળવીને વહેતા પાણીમાં નાખવો. એમ કરવાથી તમારા દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જશે.
વૃષભ- વૃષભ રાશિના જાતકો શુક્ર રાશિના હોય છે. આ રાશિનો સ્વામી શુક્ર પ્રસન્ન થાય તો તે ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરે છે. શુક્ર દેવતાને પ્રસન્ન કરવા માટે તમે દહીં અને ગાયનું ઘી મંદિરમાં દાન કરો.
મિથુન- તમારી રાશિનો સ્વામી બુધ છે. ચંદ્રની સાથે મળીને તે તમારા વ્યાપારિક કાર્યક્ષેત્રના નિર્ણયોને પ્રભાવિત કરે છે. ઉન્નતિ માટે તમે દૂધ અને ચોખાનું દાન કરો.
કર્ક- તમારા મનનો સ્વામી ચંદ્રમાં છે, જે તમારી રાશિનો સ્વામી પણ છે. આ માટે તમારે તણાવ મુક્ત થઈને પ્રસન્ન થઈને પાંચ તત્વોથી મિશ્રિત દૂધને મંદિરમાં દાન કરો.
સિંહ- તમારો સ્વામી સૂર્ય છે. શુક્રની રાશિમાં છે. શુક્રવારે પૂર્ણિમાંનો યોગ બને છે. આ યોગ પર સરળતા અને ધન પ્રાપ્તિ માટે મંદિરમાં ગોળનું દાન કરવું.
કન્યા- આ પવિત્ર પર્વ પર તમે રાશિ અનુસાર 10 વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને ભોજન કરાવો તેમાં ખીર ખવડાવવી જરુરી છે.
તુલા- તમારી રાશિ પર શુક્રનો વિશેષ પ્રભાવ છે. શુક્રવાર સાથે પૂર્ણિમાંનો આ યોગ કરવાથી ધન, વૈભવ મળે છે. ધર્મ સ્થાનો પર દૂધ, ભાત અને ઘીનું દાન કરવું.
વૃશ્ચિક- સુખ - શાંતિ અને સંપન્નતા માટે તમે મંગળ દેવ સંબંધિત વસ્તુઓનું દાન કરો. કન્યાઓને દૂધ અને ચાંદીનું દાન કરવું.
ધન- આજે આ પર્વ પર ગુરુ અને ચંદ્રનો યોગ બને છે અને ધન રાશિ પર ગુરુનો પૂર્ણ પ્રભાવ રહે છે. આ માટે આજે કરેલા દાનથી તમને પૂરું ફળ મળશે.
મકર- પૂર્ણિમાં પર્વ પર તમારી રાશિનો સ્વામી શનિ છે. ચંદ્નની દ્રષ્ટિનો સંબંધ રહેશે. તેના અશુભ પ્રભાવથી બચવા માટે વહેતા પાણીમાં ભાત વહેવડાવવા.
કુંભ- આ રાશિના જાતકો માટે રાશિનો સ્વામી શનિ છે. તેના માટે આ પર્વ શનિનો ઉપાય કરવાથી વિશેષ લાભ મળે છે. આજે અંધ વ્યક્તિઓને ભોજન કરાવવું.
મીન- આજના પુણ્ય પર્વ પર તમારી રાશિમાં પૂર્ણ ચંદ્રોદય થશે એ માટે તમે સુખ, ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ માટે બ્રાહ્મણોને ભોજન કરાવવું.

જાડા પપ્પાઓ હવે તો કરો કસરત!

મેદસ્વી પિતાઓ માટે હવે વજન ઘટાડવા માટેનુ વધુ એક કારણ મળી ગયુ છે. મેદસ્વી પુરુષોના વધુ ચરબીવાળા ખોરાકને કારણે તેમના શુક્રાણુઓમાં બદલાવ આવે છે. આ બદલાવને કારણે તેમના વંશજ એટલે બાળકોને ડાયબીટિઝ થવાની શક્યતાઓ વધી જાય છે.માતા-પિતાને પણ તમારો સમય ફાળવો. બાળકને પ્રેમથી શીખવાડો. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના એક આંતરરાષ્ટ્રિય જૂથે ગર્ભાધારણ સમયે પિતાના ખોરાક-વજન અને પેદા થનાર બાળકમાં ડાયબીટિઝની વધતી શક્યતા વચ્ચે કડી શોધી કાઢી છે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસના તારણો કોઈ પણ પ્રજાતિમાં પહેલી વાર દર્શાવે છે પિતાનો વધુ ચરબી વાળો ખોરાક આવનારી પેઢીમાં ચયાપચયની ક્રિયાને લગતા રોગોમાં વધારો કરે છે. જૂથના વડા પ્રો. માર્ગેટ મોરિસે કહ્યુ હતું કે, "પણ હજી સુધી પિતાની ખાવાની આદતોની અસર તેના આવનારા બાળક પર કેવી હશે તે વિશે કોઈ સંશોધન નથી થયુ." અભ્યાસ દર્શાવે છે કે પિતાનો શારીરિક વજન અને ખોરાકની આદતો આવનારી પેઢીમાં બિમારી પેદા કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આ અભ્યાસ નર અને માદા ઉંદરો પર કરવામાં આવ્યો હતો.

હવે ટીવીમાં દ્રશ્યની સાથે સુગંધ પણ રેલાશે!

જાપાની વિજ્ઞાની ઓસ્મેલ-ઓ-વિઝન ટીવી વિકસાવી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે આ ટીવી સેટના સ્ક્રીન પર દેખાતાં દ્રષ્યોને અનુરૂપ ખુશ્બૂ પણ રેલાવશે. મેદાની દ્રષ્યો વખતે કેન્ડી ફ્લોસ ખુશ્બૂ રેલાશે. ટેલિગ્રાફે આપેલા અહેવાલ મુજબ તે હેતુસર એ મુજબની પ્રિન્ટર ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે કે જે શાહી નહીં પરંતુ સુગંધ પ્રસરાવશે. સુંગધ ફેલાવવા ઈન્ક-જેટ-પ્રિન્ટરનો ઉપયોગસંશોધકોએ જણાવ્યું હતું કે સુગંધ ઓકતું ટીવી વિકસાવવા ઇન્ક-જેટ- પ્રિન્ટર જેવી જ ક્ષમતાનો જ ઉપયોગ થયો છે. સંશોધકોએ ચાર મુખ્ય સુગંધ દ્રવ્યો ભરેલા કેનોન પ્રિન્ટરને આ હેતુ કામે લગાડ્યા હતા. આટલું કર્યા બાદ સંશોધકોને મિન્ટ, દ્રાક્ષ, લવંડર, સફરજન કે વેનિલા જેવી ખુશ્બૂ મેળવવામાં સફળતા મળી હતી.૧૯૬૦ના દાયકામાં અમેરિકામાં પણ આવી જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખુરશી નીચે છુપાવેલા ઉપકરણની મદદથી પ્રેક્ષકોને સુગંધિત વાતાવરણનો અહેસાસ કરાવવા પ્રયાસ થયો હતો. તે પહેલાં વળી સુગંધિત દ્રવ્યથી ભીંજાયેલા કાપડ પર જોરથી ચાલતો પંખો મૂકીને પ્રેક્ષકોને ખુશ્બૂનો અહેસાસ કરાવવા પ્રયાસ થયો હતો.

18 October 2010

આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન થયું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન થયું

રાવણદહન સાથે આસુરી શક્તિઓ ઉપરના વિજયના પર્વ એવા દશેરાની રવિવારે ઉજવણી કરાઇ હતી. સાથે વાહનપૂજા, શસ્ત્રપૂજન પણ અનેક શ્રદ્ધાળુઓએ કર્યા હતા. જ્યારે દુગૉપૂજાની પણ સિંદૂરખેલા સાથે પૂણૉહુતિ થઈ હતી. વિજયાદશમીનો ખાસ હવન પણ થયો હતો. શહેરમાં આ વર્ષે ૫૫ ફૂટ, ૩૫ ફૂટ અને ૨૫ ફૂટના રાવણના પૂતળાનું દહન થયું હતું.લોકોએ ફાફડા-જલેબીની મિજબાની માણી હતી. દશેરાએ લોકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વાહનની પૂજા કરી હતી અને નવા વાહનની ખરીદી પણ કરી હતી. બીજી તરફ બંગાળ કલ્ચરલ એસોસિયેશન અને અમદાવાદ દુગૉપૂજા સેલિબ્રેશન કમિટીના સેક્રેટરી કનકદાસ અધિકારીએ જણાવ્યું કે વિજયાદશમી નિમિત્તે સિંદૂર ખેલા થયું હતું અને સાંજે દુગૉમાતાની પ્રતિમાનું વિસર્જન થયું.

સચિનની સિદ્ધિ જોઈ અંતે ચેપલે પણ કાન પકડ્યા

શનિવારના રોજ ચેપલે સ્વીકાર કર્યો હતો કે સર ડોન બ્રેડમેન બાદ વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં સચિન સૌથી ઉપર છે. તેમણે માન્યું કે સચિનમાં એ તાકાત છે જેની મદદથી સચિન 40 વર્ષની ઉંમર પાર કર્યા બાદ પણ સતત રમતો રહેશે.હેરાલ્ડ સનને ચેપલે જણાવ્યું હતું કે આ દોડમાં અન્ય ખેલાડીઓ પણ સામેલ છે. બ્રાયન લારા અને રિકી પોન્ટિંગે કેટલીક વખત સચિનથી પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. હું લાંબા સમય સુધી ગેરી સોબર્સ સામે પણ રમ્યો છું કે જેમણે એક શ્રેષ્ઠ બેટ્સમેન હોવાની સાથે સાથે સારા સુકાની અને ઓલ-રાઉન્ડર તરીકેની પણ છાપ છોડી હતી. પરંતુ તેમ છતાં સચિનની દાવેદાર નકારવી મુશ્કેલ છે.ટીમ ઈન્ડિયા સાથેના ત્રણ વર્ષનો કરાર પૂરો થવાનો હતો તે દરમિયાન 2007ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના થયેલા ધબડકા બાદ સચિન અને ચેપલના સંબંધોમાં ખારાશ આવી ગઈ હતી. તે સમયે ચેપલે કહ્યું હતું કે તે માને છે કે સચિનના દિવસો હવે પૂરા થઈ ગયા છે.

ઉત્તર કોરિયામાં વિદેશી પોર્ન ફિલ્મોની ભરમાર

દુનિયાના કેટલાંક અત્યંત ખતરનાક દેશોમાં સામેલ ઉત્તર કોરિયામાં અત્યારે વિદેશી પોર્ન ફિલ્મોનું જાણે કે ઘોડાપૂર આવ્યું છે. જી હા અમેરિકાના એક પ્રતિષ્ઠિત રેડિયોના તાજેતરના અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયાના જે ઘરમાં પણ સીડી પ્લેયર હશે, ત્યાં કે બે કે તેથી વધારે પોર્ન ફિલ્મોની સીડી તો ચોક્કસ મળી આવશે.રેડિયોએ ઉત્તર કોરિયામાં પોતાના સૂત્રોના હવાલાથી કહ્યું છે કે આ પોર્ન ફિલ્મોની માંગ ઉત્તર કોરિયાના યુવાવર્ગમાં સૌથી વધારે છે. આ પોર્ન ફિલ્મોમાં સૌથી વધારે માંગ જાપાનીઝ ફિલ્મોની છે. રેડિયોએ પોતાના ઉત્તર કોરિયાના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે આ ફિલ્મોને ચોરી છૂપીથી ચીનના રસ્તે અહીંયા લાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પોતાના પરમાણું કાર્યક્રમના કારણે વિશ્વભરમાં પ્રતિબંધ જીરવી રહેલા ઉત્તર કોરિયામાં વિદેશી ચેનલોના પ્રસારણ પર પણ પ્રતિબંધ છે.

મુંબઈ : માસૂમો માટે ડાકણ બની તેમની ‘ડોલી મામી’

દુર્ગા અષ્ટમીના દિવસે અંધવિશ્વાસમાં આવીને નાલાસોપારા વિસ્તારમાં માતા-પિતાએ જ પોતાના બે માસૂમોના જીવ લઈ લીધા છે. મામલામાં પોલીસે માતા-પિતા સહિત 7 લોકોની ધરપકડ કરી છે. ઠાણે ગ્રામીણના એસપી વિશ્વાસ નાગરે પાટિલે જણાવ્યું છે કે ઓમ જયસ્વાલ (5) અને રિતિકા જયસ્વાલ (2)ના શરીરમાં ડાકણનો પ્રવેશ થયો હોવાનો દાવો તેમની ડોલી નામની મામીએ કર્યો હતો.તેમણે શુક્રવારે અષ્ટમીના દિવસે બંને બાળકોના શરીરમાંથી ડાકણને ભગાડવા માટે તેમને એટલો માર માર્યો કે તેમના મોત નીપજ્યા. પાટિલે વધુમાં ઉમેર્યું છે કે આ બંને બાળકોની સાથે તેમના મા-બાપ, નાના-નાની અને બે મામા પણ હાજર હતા. તેમના જણાવ્યા અનુસાર આ બંને બાળકોને પહેલા એક ચાદરમાં લપેટવામાં આવ્યા.

નવી મુંબઈમાં બેહોશ મહિલા પર આઈસીયૂમાં ડોક્ટરે બળાત્કાર ગુજાર્યો

નવી મુંબઈમાં એક દુર્ગાપૂજા પંડાલમાં ગયેલી એક મહિલાને અંદાજો ન હતો કે આ તેની જીંદગીનો સૌથી ખરાબ અનુભવ બની જશે. વાશીની રહેવાસી 30 વર્ષની મહિલા શનિવારે અહીંના સેક્ટર-15ની શાળામાં આઈસીએલમાં લાગેલા દુર્ગા પંડાલમાં ગઈ હતી.દુર્ગાપૂજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે વખતે જ મહિલા બેહોશ થઈ અને તેને પાસેની લોટસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર તેનાત ડોક્ટરે સારવાર દરમિયાન બેહોશ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. વાશી પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર છે અને તેની ઉંમર 26 વર્ષની છે. ડોક્ટર વિશાલ વાને પર આરોપ છે કે તેણે બેહોશીની હાલતમાં મહિલા સાથે આઈસીયૂમાં બળાત્કાર ગુજાર્યો છે.મામલાની તપાસ કરી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર રાજકુમાર છપેકરે જણાવ્યું હતું કે ડોક્ટર વાને આયુર્વેદમાં સ્પેશલાઈઝ ડોક્ટર છે અને ઘનસોલીનો રહેવાસી છે. તેણે મહિલાની બેહોશીની હાલતનો ફાયદો ઉઠાવ્યો હતો. મહિલા લો બ્લડ પ્રેશરને કારણે અર્ધબેભાન અવસ્થામાં હતી. વાનેએ આઈસીયૂમાં મહિલા સાથે સવારે 2-5 વાગ્યા દરમિયાન બેહોશ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

નોબલનગરનાં કોર્પોરેટર વિરૂધ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધાયો

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, નરોડા રેલવે ક્રોસિંગ નજીક વાલ્મીકિવાસમાં રહેતો દિનેશ ગિરીશભાઇ મકવાણા (૨૧) રવિવારે રાત્રે ૧ વાગ્યાના અરસામાં સરદારનગર શાળાનાં કમ્પાઉન્ડમાં ગરબા જોવા ગયો હતો, જયાં નોબલનગરનાં કોર્પોરેટર બહાદુરસિંગ નટુભા વાઘેલા, રાજુ, પુલકિત, કૌશિક તથા આનંદ અને ઝાલા નામના એક શખ્સે દિનેશ સાથે પ્રવેશના મુદ્દે તકરાર કરી ધક્કામુકી કરતાં તેનો મોબાઇલ અને ચેઇન પડી ગયા હતા, આ દરમિયાન ઉપરોકત શખ્સોએ દિનેશને જાતિવિષયક શબ્દો ઉચ્ચારી ગાળો ભાંડી તેના ભાઇ- ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ દિનેશે ફરિયાદમાં કર્યો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિરમગામના રહેમલપુરમાં જમીનના ઝઘડામાં હત્યા

વિરમગામ તાલુકાના રહેમલપુર ગામે અગાઉ વેચેલી જમીનના ભાવો વધતાં પાછી લેવા અંગે શનિવારે રાતે એક જ પરિવારના સભ્યો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જમીનના મુદ્દે થયેલી હત્યાને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી હતી. આ અંગે વિરમગામ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વિરમગામ ગ્રામ્ય પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ વિરમગામ પાસે રહેમલપુર ગામે શનિવારે સાંજે ૭-૩૦ વાગ્યે ઠાકોર પરિવારના સભ્યો માતાજીનાં નૈવેધ્ય કરવા ગાદલિયાવાસમાં ખોડિયાર માતાજી અને ચામુંડા માતાજીનાં મઢે ભેગા થયા હતાં. દરમિયાન ગામમાં જ રહેતા રતુભાઈ રામુભાઈ ઠાકોર, મેલાભાઈ રતુભાઈ ઠાકોર અને વિરમગામના બાધાવાડામાંથી તેમના કુટુંબ પરિવાર વચ્ચે અગાઉ વેચેલી જમીન પાછી લેવા અંગે ઉગ્ર બોલાચાલી બાદ શસ્ત્ર મારામારી થઈ હતી.

વડોદરામાં બર્ડ હીટિંગ' થતાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ

વડોદરા એરપોર્ટથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને બર્ડ હિટ થતાં મોટી હોનારત થતી અટકી ગઈ હતી.પ્લને સાથે પક્ષી ભટકાયા બાદ મિનિટોમાં જ પાઈલોટે સમયસૂચકતા વાપરીને ફ્લાઈટ ફરી રનવે પર લઈ આવતાં તમામ યાત્રિકોને હેમખેમ ઉતારી દેવામાં આવ્યાં હતાં. વડોદરા એરપોર્ટના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે ત્યાર બાદ ઇન્ડિગોની નિયત શિડ્યુલ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.વડોદરા એરપોર્ટ પર સવારે દસ કલાકે ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટે શિડ્યુલ ટાઈમે ટેક ઓફ કર્યું હતું. ટેક ઓફની મિનિટો બાદ જ એરક્રાફ્ટ સાથે પક્ષી અથડાતા પ્લેનમાં સવાર યાત્રાળુઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે પાઇલોટે સમયસૂચકતા દાખવીને એરક્રાફ્ટ લીધું હતું. જોકે આ ઘટનાના સંદર્ભે ઇન્ડિગોની સ્થાનિક કચેરીએ સંપર્ક સાધતાં આ ઘટના વિશે કાંઈ પણ કહેવા ઇન્કાર કર્યો હતો.એરપોર્ટ મેનેજર ડી ક્રુઝનો સંપર્ક થતાં તેમણે આવી ઘટના બની હોવાની વાતનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, ‘સવારે દસ વાગ્યે એરક્રાફ્ટ ટેક ઓફ થયાની મિનિટોમાં જ બર્ડ હિટ થયું હતું અને પાઇલોટે એરક્રાફ્ટ ઉતારી લઈ ૬૦ પેસેન્જરોને સલામતીપૂર્વક એરપોર્ટ ટર્મિનલ ખાતે લઈ ગયો હતો અને એ એરક્રાફ્ટની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.’

વડોદરા : પુત્રીને ટીવી બંધ કરી વાંચવા માટે કહેતાં આપઘાતનો પ્રયાસ

કિશનવાડી પોલીસમથક વિસ્તારમાં વિદ્યાર્થિની સહિત બે જણે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. દસમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને માતાએ ટીવી બંધ કરી વાંચવાનું કહેતાં આવેશમાં આવી જઇ શરદી-ખાંસીની ગોળીઓ ખાઇ લેતાં હાલત ગંભીર બની ગઇ હતી. જ્યારે અન્ય એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જોકે તેના આપઘાતના પ્રયાસનું કારણ મળી શક્યું ન હતું.રવિવારે રજાના દિવસે વિદ્યાર્થિની અભ્યાસ કરવાના બદલે ટીવી જોતી હોવાથી માતાએ ટીવી બંધ કરી બોર્ડ પરીક્ષાલક્ષી તૈયારી કરવાનું કહેતાં પુત્રીને લાગી આવ્યું હતું. તેણે આવેશમાં આવી જઇ ઘરમાં પડેલી શરદી-ખાંસીની ગોળીઓ ખાઇ લેતાં તેની હાલત લથડી ગઇ હતી. વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

કોંગ્રેસ પાર્ટી કોમામાં સરી પડી છે : નરેન્દ્ર મોદી

વિકાસની વિજયાદશમીના તહેવારની ઉજવણી કરવા રાવણરૂપી તત્વોનો વિનાશ કરવો આવશ્યક છે. સમાજમાં કેટલાક લોકો પોતે તો વિકાસ કરી શકતા નથી પણ વિકાસને સહન પણ કરી શકતા નથી. આવા તત્વોને જાકારો આપવાનો સમય આવી ગયો છે.ચૂંટણી કાવા-દાવા કે રૂપિયાથી નહીં પરંતુ વિકાસના મુદ્દે જીતી શકાય છે.મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટી કોમામાં સરી પડી છે. ગુજરાતની જનતા જનાર્દને સિદ્ધ કરી બતાવ્યું હોવાનું બારડોલી અને વ્યારા ખાતે જાહેર સભામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.મહુવાના બુટવાડામાં દીપડો બાળકીને ઊંચકીને ભાગ્યો

મહુવાના બુટવાડ ગામે ઘરના વાડામાં રમતી એક સાડાચાર વર્ષની બાળાને ગરદનમાંથી પકડીને એક દીપડો લઇ ગયો હતો, પરંતુ તરત જ ગ્રામજનોની નજર પડતાં તેઓએ બૂમાબૂમ અને ચીસો પાડતાં બાળાને નજીકના ખેતરમાં છોડીને ભાગી છુટ્યો હતો. જોકે બાળાનો બચાવ થતાં લોકોને રાહત થઈ હતી પરંતુ દીપડાના અચાનક હુમલાના કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છવાયું હતું.મહુવા તાલુકાનું બુટવાડ ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે. આ ગામના ભેંકલા ફિળયામાં રહેતા રાકેશ પટેલની સાડા ચાર વર્ષની દીકરી શિવાની પટેલ મોડી સાંજે ૬.૩૦ કલાકની આસપાસ ઘરના વાડામાં રમતી હતી, ત્યારે અચાનક એક દીપડો ત્રાટકયો હતો અને શિવાનીને ગરદનમાંથી પકડીને લઇ જતો હતો, તે દરમિયાન ગ્રામજનોની નજર દીપડા અને બાળા પર પડી હતી. દરમિયાન ગ્રામજનોએ તરત જ ચીસાચીસ કરી મૂકતાં દીપડો બાળાને નજીકના ખેતરમાં પડતી મુકીને ભાગી છુટ્યો હતો.

રાજકોટ : પતંગ ઉતરતી વેળા વિજ વાયરને હાથ અડી જતાં તરૂણનું મોત

ગોંડલ રોડ પર પુનિતનગર હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા મયુર કનુભાઇ ગઢવી (ઉ.વ.૧૩) નામનો તરૂણ પતંગ ચગાવવા ઘરની અગાસીએ ચડ્યો હતો. પતંગ ઉતારતી વેળાએ અકસ્માતે વિજ વાયરને અડી જતાં વિન આંચકો લાગ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા મયુરને હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવારના અંતે તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

તળાજાના દાઠા પંથકમાં ડેન્ગ્યુનો આતંક : દાઠાની કિશોરીનું કરૂણ મોત

દિવાળીના તહેવારો આડે હવે ગણત્રીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર અને જિલ્લાભરમાં ઘરે ઘરે દર્દીઓના ખાટલાઓ હોવાથી લોકોમાં ચિંતા છે કે તેઓ તહેવારોની ઉજવણી કરે કે દર્દીઓની સંભાળ રાખે. ડેન્ગ્યુના કારણે દાઠાની કિશોરીનુ કરૂણ મોત નિપજ્યું છે. તેની દાદી પણ સારવાર હેઠળ છે.તળાજાના દાઠા પંથકમાં મેલેરીયા, અને ડેન્ગ્યુના મચ્છર જન્ય રોગચાળાએ માથુ ઉચકતા અનેક ગામોમાં તેનો રોગચાળો ગંભીર રીતે ફેલાતા બોડકી ગામની હાસીબેન રામભાઇ ઉ.૧૭નુ બે દિવસ પહેલા ભાવનગર સારવાર દરમિયાન મોત થયુ છે. આ કિશોરીના દાદીમા સગીબેન જીણાભાઇને પણ સારવાર માટે ભાવનગર ખસેડાયેલ છે.દાઠા નિવાસી ડૉ.મનુભાઇ સોલંકીના જણાવ્યા મુજબ ઉંચડી પ્રા. આરોગ્ય કેન્દ્ર તથા દાઠા સામુહિક આરોગ્ય કેન્દ્ર હેઠળના કેટલાએ ગામોમાં ડેન્ગ્યુના ઘણા કેસ નોંધાય છે. ખાસ કરીને ગાધેસર, બોડકી, બોરડા, શેળાવદર, પાદરી, ફુલસર, વાવડી તથા આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુનુ પ્રમાણ વધુ જાણવા મળેલ છે.મહુવા : સ્ટેટ બેન્ક મહુવાની શાખાના કર્મીઓ સામે ગ્રાહકોની બુમરાણ

ગયેલા કર્મચારીઓને ગ્રાહકલક્ષી બનાવવા અને ખાનગી બેંકો સામેની હરીફાઇ સામે ટક્કર ઝીલવા બેંક મેનેજમેન્ટે સામુહિક બદલીઓ કરી જે કર્મચારીઓને ન ગમતા ન છુટકે મહુવા દરબારગઢ બ્રાન્ચમાં હાજર થયા હોય અને ફરી ફરીયાદો ઉભી કરી મેનેજમેન્ટ બદલી કરે તેવા આશયથી ગ્રાહકોને યેનકેન પ્રકારે હેરાન કરી રહ્યા હોવાની ફરીયાદ ગ્રાહકોમાં ઉભી થવા પામી છે.
કામકાજના શરૂ સમયે સર્વર બંધ છે., ધીમુ છે, તેવા બહાના તળે તેમજ કુદરતી હાજતોના બહાના તળે, નવરાત્રીના ઉજાગરાના કારણે કામ કરવાનો મુડ નહોય કામ ટાળવા, કોઇ પ્રસંગે બહાર હાજરી આપવા જવા કે રીસેષનો સમય લાંબો ચલાવવા કાઉન્ટર ઉપર લાંબી લાઇનમાં ઉભેલા ગ્રાહકોના સમયની કોઇપણ ખેવના કર્યા વગર કાઉન્ટર છોડી ચાલ્યા જતા કર્મચારીઓ સામે ગ્રાહકોમાં ભારે રોષ ઉભો થવા પામેલ છે.

ઉમેદવારો અને પક્ષ વચ્ચે ખરાખરી જામશે

દરપુરી વિસ્તારનો અમુકભાગ તથા અન્ય પછાત એરિયા તથા વોર્ડ ૧૦-એ જેવા સમૃદ્ધ અને ચોખ્ખા વિસ્તારમાં બસપએ કોંગ્રેસના હાથમાં પોતાનો સાથે જોડ્યો છે. વર્તમાન નગરસેવક અજિત ચાવડા અને ખીમજી રોલાએ કોંગ્રેસી ખેસ પહેરીને પોતાના મતદારોનું ધુવીકરણ કર્યું છે. સામે ભારતીય જનતા પક્ષે તેમની સામે અગાઉ પરાજિત થયેલા ઉમેદવારોને ટીકીટ આપી જંગામાં પ્રાણ ફુંક્યા છે.કોંગ્રેસની સામે બસપ તો મેદાનમાં જ છે પણ મુખ્ય લડાઇ ભાજપને વોર્ડ ૧૦એ કબજે ન કરવા દેવાની રહેશે. સામે પક્ષે ભાજપે પણ ખેડી ચોટીનું જોર લગાવીને વોર્ડ પર કેસરિયો લહેરાવવા મહેનત શરૂ કરી છે. સમગ્ર ગાંધીધામમાં સુધારણા થઇ ત્યારે ત્યાંના નગરસેવકે, સત્તાપક્ષના ન હોવાથી અહીં જોઇએ તેટલો વિકાસ થયો નથી કે પછાત ભાગમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.જ્ઞાતિવાદ મતદારોનું પરબિળ પણ પોતાનું સ્થાન અહીં જમાવીને બેઠું છે. દલિતોના વોટ બહુ મોટા ભાગે ભજવી જશે તો સામે વોર્ડ ૧૦ એના કોલોની વિસ્તારના મત તૂટે એ પણ ભાજપ કે કોંગ્રેસને ચાલે એમ નથી. સત્તા પલટાની તૈયારી વોર્ડવાસીઓએ રાખવી પડશે એવું પ્રાથમિક ચિત્ર ઉપસી રહ્યું છે.

‘ખોટા વચનો નહીં, કામ કરનારાને મત’

પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, રોડ, લાઇટ, ગટરના અભાવ વચ્ચે જીવતા વોર્ડનં.૧૦ના રહેવાસીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ફરિયાદો કરીને થાકી ગયા, પરંતુ કોઇ દાદ આપનારું નથી હવે તો મત વિકાસની બાંહેધરી આપનારાને જ મળશે, ત્યારે ભાજપે જણાવ્યું હતું કે, અંદાજિત ૧ કરોડના કામો કર્યા છે, હજી પણ કરીશું મતથી અમારી ઝોલી છલકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો, તો કોંગ્રેસે જીતશું તો મહત્વની સમસ્યાઓ દૂર કરી સુવ્યવસ્થિત માળખું લોકોને પૂરું પાડવા વચન આપ્યું હતું. વોર્ડનં.૧૦ની મુલાકાત લેતાં ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળ્યા હતા. રસ્તાના પણ ઠેકાણા ન હોતા, લોકોએ હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે, આંતરિક રસ્તાની કમી છે, જે છે તે ઉબડ-ખાબડ છે જ્યાંથી નીકળતાં દમ આવી જાય છે, સ્ટ્રીટ લાઇટોના પણ ઠેકાણા નથી, પાણી તો નિયમિત આવતું જ નથી, ગટરો ઉભરાય છે, તો ક્યાંક છે જ નહીં, જયા જુઓ ત્યાં સમસ્યા જ સમસ્યા છે.
ભાજપની પેનલવતી ઉમેદવારો ઇસ્માઇલ માંજોઠી તથા રાજેશ ગોરે કહ્યું હતું કે, પાંચ વર્ષમાં એક કરોડના સી.સી. રોડ, ગટર-પાણી, લાઇટના વિકાસના કામો કર્યા છે. દરેક નાગરિકને સમાન ગણ્યા છે. જીત તો અમારી પેનલને જ મળશે આ વોર્ડમાં ભાજપના હેમલતાબેન ભારથીને પુન: બિનહરીફ ચૂંટયા છે. એમ વિકાસકામો માટે હંમેશાં કટિબદ્ધ રહીશું. *

રાપરમાં ક્રોંસવોટિંગનો ભય

રાપર તાલુકામાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહÛો છે પરંતુ ક્રોસ વોટગિના કારણે કેટલાએ ઉમેદવારોનો ઘોડો વિનમાં છે તેવું કહેવાતું હોય પરંતુ તેઓને હાર સહેવી પડે તો નવાઇ નહી.ભાજપ દ્વારા જિ.પં.ની રાપર વિસ્તારની તમામ બેઠકોમાં જ્ઞાતિના ધોરણે ટિકિટ ફાળવવામાં આવી છે તો સામા પક્ષે કોંગ્રેસે રાપર તાલુકા બહારથી ઉમેદવારોની ફોજ ઉતારી છે. બંનેના અલગ અલગ પરબિળોમાંથી કર્યું સમીકરણ કામ કરી જશે ? જ્ઞાતિના જોરે ભાજપ જીતશે કે પછી પાસા અવળા પડશે અને કોંગ્રેસના ઉમેદવારો ફાવી જશે? તે પ્રશ્ન છે.

સૌરાષ્ટ્રમાં દશેરાની ભાવભેર ઉજવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સૌરાષ્ટ્રમાં દશેરાની ભાવભેર ઉજવણી

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય પર્વ વિજયાદશમી એટલે કે દશેરાની સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ઉમંગભેર ઉજવણી થઇ હતી. ગામે ગામ રાવણદહન થયું હતું. ક્ષત્રિયોએ શસ્ત્રપૂજન કરીને આ પર્વને ઉજવ્યું હતું.નવલાં નોરતા પૂરા થયા બાદ આજે સમગ્ર સૌરાષ્ટ્રએ દશેરાની ભવ્યાતીભવ્ય ઉજવણી કરી હતી. મર્યાદા પુરુષોતમ પ્રભુ રામે રાવણનો વધ કર્યો અને પૃથ્વીને આસુરી શક્તિના દમનમાંથી મુક્ત કરી એ પ્રસંગની યાદમાં ઉજવાતા આ તહેવારની લોકોએ પરંપરાગત ઉજવણી કરી હતી. ઘરે ઘરે લાપસી-મીઠાઇના ભોજન બન્યા હતા. દેવાલયોમાં ભાવિકો ઊમટી પડ્યા હતા. લોકોએ એકમેકની દશેરાની શુભકામનાઓ પાઠવી હતી. મોબાઇલ યુગમાં દશેરા નિમિત્તે પણ વિવિધ પ્રકારના એસ.એમ.એસ. દ્વારા લોકોએ મિત્રો, શુભેચ્છકોને શુભકામનાઓ પાઠવી હતી.

રાજકોટમાં છરીના ૨૦ ઘા ઝીંકી યુવાનની હત્યા

મવડી વિસ્તારના માયાણીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં વિવાદાસ્પદ સંધી મહિલા રોશન સાથે રહેતા હડમતિયાના રાજભા ઉર્ફે રાજેન્દ્રરસિંહ લાખુભા જાડેજા નામના યુવાનની છરીના ૨૦ ઘા ઝીંકીને હત્યા કરીને માધાપર ચોકડી નજીક ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. રાજભાના ત્રાસમાંથી છુટકારો મેળવવા રોશને બે ભાડૂતીમારાને રોકીને કાસળ કઢાવી નાખ્યાની વિગત બહાર આવતા પોલીસે બે મહિલા સહિત કુલ પાંચ શખ્સોની અટકાયત કરી પૂછતાછ શરૂ કરી છે.માધાપરની વૃંદાવન સોસાયટીમાં રહેતા કુંવરજીભાઇ સાંગાણીએ આજે વહેલી સવારે પોલીસને ફોન કરીને માધાપરથી મોરબીના રસ્તે વોકળા કાંઠે યુવાનની લાશ પડી હોવાની જાણ કરી હતી. ગાંધીગ્રામના પીઆઇ એ.ડી. શ્રીવાસ્તવ, ક્રાઇમ બ્રાંચના એસીપી જનકાંત, પીઆઇ દિગૂભા વાઘેલા, મદદનીશ વિજયસિંહ ઝાલા, કિશોર ઘુઘલ, નિર્મળસિંહ જાડેજા,મૂળરાજસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એ લાશ મૂળ છ વર્ષથી માયાણીનગરના ક્વાર્ટરમાં રહેતી વિવાદાસ્પદ મહિલા રોશન હુશેન સંધી સાથે રહેતો હોવાનું ખૂલ્યુ હતું.

રાજકોટમાં ફાફડા દુર્લભ બન્યા

રાજકોટના સ્વાદપ્રેમી-ગાંઠિયાપ્રેમીઓ માટે આજની સવારે જાણે શહેરચર્યા બની રહી હતી. ફાફડા, ગાંઠિયાના શોખીનો નિત્યક્રમ મુજબ જ્યારે ફાફડા લેવા નીકળ્યા ત્યારે મોટાભાગની દુકાનો પર તેમને નિરાશા સાંપડી હતી. આજે વધારે ધસારો હોવાથી વેપારીઓએ ફાફડાને બદલે પાપડી જ વધારે વેચી હતી. રાજકોટમાં આજે વેચાયેલા ફરસાણ, મીઠાઇનો આંક કદાચ ૧ લાખ કિલોથી વટી ગયો હશે.રવિવારે સવારે ફાફડા, ગાંઠિયા રાજકોટનો સદાબહાર બ્રેકફાસ્ટ છે અને એમાંય આજે દશેરાનું પર્વ હતું. એટલે વિશેષ પ્રમાણમાં લોકો ફાફડા લેવાની નીકળી પડ્યા હતા. પરંતુ ફાફડા ગાંઠિયા માટે જે ફરસાણ માર્ટ પ્રખ્યાત છે ત્યાં પહોંચેલ ગ્રાહકોને ધક્કો થયો હતો. આ બધી દુકાનોમાં ફાફડા ગાંિઠયાને બદલે ગાંઠિયાના કૂળની પાપડી જ મળતી હતી. વેપારીઓએ કહ્યું હતું કે ગ્રાહકોના ધસારો એટલો બધો હોય કે ફાફડામાં પહોંચી ન શકાય. પાપડી ગાંઠિયા પાડવાના મશીન-સંચા કે જારા હોય છે તેથી તે બનાવવી સહેલી પડે.

રાજકોટ તાલુકાના સરધારમા દવા છાંટતી વેળાએ વધુ એક યુવતી મોતને ભેટી

રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી ભુરી દલસુખભાઇ ઝમારા નામની યુવતી ગત તા.૧પના રોજ વલ્લભભાઇની વાડીમા કપાસના પાક પર દવાનો છંટકાવ કરી રહી હતી. દવા છાંટતી વેળાએ ઝેરી અસર થતા બેભાન હાલતમા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ ત્રણ દિવસની સારવાર કારગત ન નિવડતા આજે મોડી રાત્રે ચાલુ સારવારમા દમ તોડયો હતો. પુત્રીના મોતથી ઝમારા પરિવારમા શોકનું મોજુ ફરિ વળ્યું છે.

જામનગરમાં ૩૦ ફૂટના રાવણનું દહન

જામનગરમાં આજરોજ વિજયાદશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી મા આધ્યશકિતના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે પ્રદર્શન મેદાન પર રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાદહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.રાવણ દહનના કાર્યક્રમ પૂર્વે શહેરના નાનકપુરીથી બપોરે બે કલાકે ભવ્ય રામસવારી નીકળી હતી. જે આર્યસમાજ રોડ, ખંભાળિયા ગેઇટ, હવાઇચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, રતનબાઇ મસ્જીદ, સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ, ત્રણબતી, લીમડાલાઇન થઇ પ્રદર્શન મેદાને પહોંચી હતી. આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી, માતા સીતા, હનુમાનજી, રાવણ, કુંભકર્ણ, મેઘનાદ, સુર્પણખા સહીત અનેકવિધ વેશભૂષા ધારણ કરેલા પાત્રોએ અનેરૂ આકર્ષણ જગાવ્યું હતું. પ્રદર્શન મેદાન પર રામસવારી પહોંચ્યા બાદ ભગવાન રામ અને રાવણ વચ્ચે યુધ્ધ ખેલાયુ હતું.ત્યારબાદ આતશબાજી અને ૩૦ ફુટના રાવણ અને ૨૫-૨૫ ફુટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાણવ દહનના કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા સિંધી સમાજના આગેવાનો હાજર રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સિંઘી સમાજની ૧૪ પંચાયતો, વેપારી મંડળો, સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. રાવણદહન નિહાળવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતાં. જામનગર, કાલાવડ અને ખંભાળિયામાં રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરાયુ હતું.

જામજોધપુરમાં ૧૦,૦૦૦ છાત્ર-શિક્ષકોએ ૯૩ કૃતિ નિહાળી

જામજોધપુરમાં યોજાયેલા જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ થયેલી ૯૩ કૃતિ ૧૦,૦૦૦ છાત્રો અને શિક્ષકોએ નિહાળી હતી. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૧૫ કૃતિની રાજ્યકક્ષા માટે પસંદગી થઇ છે.જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન જામજોધપુરમાં સ્વામીનારાયણ શૈક્ષણિક સંકુલમાં યોજાયુ હતું. પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગમાં જિલ્લામાંથી ૫૦, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૪૩ કૃતિઓ રજુ થઇ હતી. જામજોધપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારની શાળાઓના આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પ્રદર્શન નહિાળ્યુ હતું.

મહેસાણામાં દશેરાએ ઘોડા નહીં, બાઇક-કાર દોડ્યાં

નવરાત્રિની નવ દિવસની શક્તિ આરાધના બાદ દસમા દિવસે મનાવાતા વિજયોત્સવની મહેસાણામાં ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. શહેરવાસીઓએ ફાફડા, ચોળાફળી, જલેબી સહિતની જયાફત સાથે વાહન ખરીદીમાં પણ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. વિજયાદશમીને રવિવાર હોવા છતા આ દિવસે શહેરના ઓટોમોબાઇલ શો રૂમ ધમધમતા રહ્યા હતા. જ્યાંથી વાહન ચાલકો નવા વાહનો સાથે ખુશખુશાલ મુદ્દામાં બહરા આવતા જોવા મળતા હતા. આ શુભ દિવસે શહેર સ્થિત શોરૂમમાંથી અંદાજે ૨૦૦થી વધુ કાર તથા ૩૦૦થી વધુ મોટર સાયકલનું વેચાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્ટારલાઇનના મેનેજર હેતલ શાહ જણાવે છે કે, ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે વાહન વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. અલ્ટો, વેગન આર, એસ્ટીલો સહિત વિવિધ મોડલની ૭૫થી વધુ કારનું વેચાણ થયું છે. જ્યારે ગુડલક હ્યુંડાઇના એચ.પી.મહેતાએ જણાવ્યું હતું કે, આઇ ટેન, આઇ ટ્વેન્ટી, સેન્ટ્રો સહિત ૭૦ જેટલી કારનું વેચાણ થયું છે. એસ.પી ફોર્ડના વિક્કી પીરવાનીએ જણાવ્યું હતું કે, અમારી ફગિો કારને ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અંદાજે ૨૦ જેટલી કારનું વેચાણ થયું હતું. જ્યારે ટુ વ્હીલરમાં હાઇટેક હોન્ડાના બળદેવભાઇ પટેલ જણાવે છે કે, એક્ટિવાનું અંદાજે બે હજાર જેટલું વેઇટિંગ લીસ્ટ ચાલી રહ્યું છે. પરંતુ સ્ટોકના અભાવે પુરતી ડિલીવરી કરી શકાઇ નથી. જોકે મોટર સાયકલમાં સ્ટનર સહિતના મોડલના વેચાણમાં સારો પ્રતિસાદ રહ્યો હતો. ઉમિયા શોરૂમના સંજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્પ્લેન્ડર તથા પ્રો સહિતના મોડલના અંદાજે ૧૭૦થી વધુ મોટર સાયકલનું વેચાણ થયું હતું.

આજથી હાઈકોર્ટમાં કસાબની સુનાવણી

૬/૧૧ કેસમાં આતંકવાદી અજમલ કસાબની સુનાવણી સોમવારથી હાઈકોર્ટમાં રોજના ધોરણે હાથ ધરાશે. હાલ કસાબને આર્થર રોડ જેલમાં જડબેસલાક સુરક્ષા વચ્ચે રખાયો છે. તેની સુનાવણી વિડિયો કોન્ફરિન્સંગ મારફત કરાશે.સુરા ખાતર તેને આર્થર રોડ જેલમાંથી બહાર નહીં કાઢવાનો અને સુનાવણી વિડિયો કોન્ફરિન્સંગથી કરવાનો નિર્ણય લેવાયો હતો. આથી જેલ તથા કોર્ટમાં તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.કોર્ટ નંબર ૪૯માં આ સુનાવણી હાથ ધરાવાની છે. જસ્ટિસ રંજના દેસાઈ અને જસ્ટિસ આર. વી. મોરેની કોર્ટમાં તે સુનાવણી હાથ ધરાશે. આ કોર્ટમાં વકીલ, અરજકર્તા, મિડિયા અને કોર્ટના કર્મચારીઓને સેલ ફોન લઈ જવા પર બંધી લાદવામાં આવી છે. આ મુજબનો આદેશ રજિસ્ટર જનરલ એમ. એન. ગિલાનીએ બહાર પાડ્યો છે.

ખંભાત : ગરબા જોવા આવેલા ચાર ઇસમોનો હુમલો

ખંભાત તાલુકાના દહેડા ગામે ગરબા મહોત્સવ દરમિયાન થયેલા ઝઘડામાં ચાર ભરવાડ ઇસમોએ ગરબાના વહીવટ કરતા યુવકને માર માર્યો હોવાની ઘટના બની છે.પોલીસના જણાવ્યાં મુજબ દહેડા ગામે રાત્રિના સમયે ગરબા ચાલતાં હોઇ ગામના લોકો જોવા આવ્યાં હતાં.દરમિયાન ગરબા ગાનારાઓની સંખ્યાં વધતાં જગ્યા સાંકડી પડી હતી. આથી ગરબાના આયોજકોની સૂચના મુજબ કેટલાક યુવકો ગરબાની એકદમ નજીક ઉભેલાઓને આઘા ખસેડતા હતાં.જેમાં દિનેશભાઇ નામના યુવકે ગરબાની એકદમ નજીક ઉભેલા નાનજીભાઇ કાળુભાઇ ભરવાડ અને તેમના મિત્રોને થોડા આઘા ખસવા માટે જણાવતાં નાનજીભાઇએ ઝઘડો કર્યો કરી ગાળો બોલી દિનેશભાઇને માથામાં લોખંડની ખોરીવાળી લાકડી મારી હતી.આ ઉપરાંત ચેતનભાઇ ભરવાડ, મુકેશભાઇ ભરવાડ અને વિક્રમભાઇ ભરવાડે પણ લાકડીઓથી હુમલો કરી દિનેશભાઇ તથા નરેશભાઇને માર માર્યો હતો.સાથે સાથે મુકેશભાઇ અને ચેતનભાઇએ છુટા પથ્થરો મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે નરેશભાઇએ ફરિયાદ નોંધાવી છે.

આણંદ-ખેડામાં વિકાસના નામે વાતોના વડા

ચરોતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર કાર્ય છેલ્લાં તબક્કામાં છે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં શેરીઓ અને ગલીઓમાં ઉમેદવારો ઘરે-ઘરે જઈ મત માગી રહ્યાં છે. જોકે, નવાઈની વાત તો એ છે કે પૂરતું હોમવર્ક કર્યા વગર જ નીકળી પડેલાં ઉમેદવારો પોપટીયા જ્ઞાનની જેમ માત્ર વિકાસની વાતોના વડા કરે છે. અનેક ઉમેદવારો તો સ્થાનિક બોડીની મુળભૂત ફરજોથી જ અજાણ જોવા મળી રહ્યાં છે.આણંદ-ખેડામાં છેલ્લાં પાંચ વર્ષમાં નોંધપાત્ર કામ થયું નથી. સ્થાનિક રાજકારણમાં ટાંટીયા ખેંચ સતત જોવા મળી છે. નવી કોઈ પણ યોજનાનો પ્રારંભ થયો નથી. ફુડ ઈન્ડસ્ટ્રીઝ, નેશનલ થર્મલ પાવર, ખંભાત બંદર, કેમિકલ ઝોન વગેરે બાબતે અનેક વખત બંગણા ફૂકાઈ ગયા છે. દેશભરમાં ‘વિઝન-૨૦૨૦’ની વાતો થાય છે, પરંતુ સ્થાનિક રાજકારણમાં વિઝનનો અભાવ જોવા મળી રહ્યો છે.

આણંદમાં વિજયોત્સવની ઉજવણી

દશેરા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આણંદ, પેટલાદ, અને ખંભાત સહિત ઠેર-ઠેર રાવણ દહન કરાયું હતું. દશેરા શુભકાર્ય માટે શ્રેષ્ઠ મુર્હુત હોવાથી ગૃહપ્રવેશ ભૂમિપૂજન, નવા કાર્ય શુભારંભ તેમજ વાહનોની મોટાપાયે ખરીદી કરવામાં આવી હતી અને ફાફડા-જલેબીની લોકોએ લિજ્જત માણી હતી.આણંદમાં અરોરા પંજાબી સમાજ દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, હનુમાનજી, સીતા સીહત દેવીદેવતાના વેશ ધારણ કરીને શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. એમાંય પંજાબથી ખાસ આવેલ કલાકારોએ કરેલ ભાંગડા આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા.

ગત પંચાયત ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ

જિલ્લામાં વર્ષ ૨૦૦૫માં યોજાયેલી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ મોદી કાર્ડ ચાલ્યું હતું અને ભાજપનો વિજય થયો હતો. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ભાજપને કોંગ્રેસ કરતાં બમણી બેઠકો મળી હતી. જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં નોંધાયેલા ૧૦,૩૭,૫૦૦ મતદારો પૈકી ૬,૭૩,૦૧૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં કુલ ૬૪.૮૭ ટકા મતદાન નોંધાયું હતું. જેમાંથી ૩,૪૩,૮૯૦ મત સાથે ૫૩.૬૯ ટકા જનમત ભાજપને મળ્યો હતો. જ્યારે ૨,૯૧,૪૬૮ મત સાથે કોંગ્રેસને ૪૫.૫૦ ટકા જનમત મળ્યો હતો. જિલ્લા પંચાયતની ૩૭ બેઠકો પૈકી ૨૫ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો જ્યારે કોંગ્રેસને માત્ર ૧૨ બેઠકો મળી હતી. જિલ્લાની નવ તાલુકા પંચાયતોની ૧૮૧ બેઠકો પૈકી ભાજપના કમળમાં ૧૧૧ બેઠકો તથા કોંગ્રેસના હાથમાં માત્ર ૬૭ બેઠકો આવી હતી જ્યારે અપક્ષને ૩ બેઠકો મળી હતી. નવ તાલુકા પંચાયતમાં મહેસાણા, ઊંઝા, ખેરાલુ, વડનગર, કડી, વિજાપુર તથા વિસનગરમાં ભાજપનો દબદબો રહ્યો હતો જ્યારે બહુચરાજી અને સતલાસણામાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. જેમાં મહેસાણા તાલુકાની ૩૩ બેઠકો પૈકી ભાજપને ૧૯, કોંગ્રેસને ૧૪ બેઠક મળી હતી. ઊંઝા તાલુકામાં ૧૭ બેઠકો પૈકી ભાજપને ૧૩ તથા કોંગ્રેસને ૪ બેઠક મળી હતી. ખેરાલુ તાલુકાની ૧૫ બેઠકો પૈકી બાજપને ૧૦, કોંગ્રેસને ૪ તથા અપક્ષને ૧ બેઠક મળી હતી. વડનગર તાલુકાની ૧૫ બેઠકો પૈકી ભાજપને ૯ તથા કોંગ્રેસને ૬ બેઠક મળી હતી. કડી તાલુકાની ૨૫ બેઠકો પૈકી ભાજપને ૧૩ તથા કોંગ્રેસને ૧૨ બેઠક મળી હતી. બહુચરાજી તાલુકાની ૧૫ પૈકી ભાજપને ૭ તથા કોંગ્રેસને ૮ બેઠક મળી હતી.

વિસનગર : ચૂંટણી પ્રચારમાં નીકળેલા વિસનગર ધારાસભ્યને મહિલાઓનો ઘેરો

વિસનગર નગરપાલિકાની ચૂંટણી અર્થે વોર્ડ નં. ૯માં પ્રચાર અર્થે ગયેલ જિલ્લા ભાજપ પ્રમુખ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલને કંસારાપોળમાં પાણી મુદ્દે કેટલીક મહિલાઓએ રજૂઆત કરી હતી અને પાણી નહી આવે તો મત નહી આપવાની ચિમકી આપી હતી. અલબત્ત ધારાસભ્યએ હૈયાધારણા આપતો મામલો થાળે પડ્યો હતો.રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રચાર ઝુંબેશ જોરશોરથી ચાલી રહ્યો છે. અલબત્ત આ પ્રચાર દરમ્યાન ઠેર ઠેર નેતાઓને નાગરિકોના રોષનો ભોગ બનવાના બનાવો બહાર આવવા પામ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાયાના પ્રશ્નોના મહત્વના હોય પ્રજાને રજૂઆત કરવાની પણ તક મળતી હોય છે. આવો જ એક બનાવ વિસનગરના ધારાસભ્ય સાથે બનવા પામ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિકેશભાઇ પટેલ શનિવારે રાત્રે પાલિકાના વોર્ડ નં. ૯માં પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં કંસારાપોળમાં પાણી ન આવતું હોવાની મહિલાઓએ રાવ વ્યક્ત કરી હતી અને આ મુદ્દે કેટલીક મહિલાઓએ તો ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ પાણીનો પ્રશ્ન નહી હલ થાય તો મત નહી આપવાની ચિમકી આપી હતી. અલબત્ત ધારાસભ્યએ આ પ્રશ્ન હલ કરવાની હૈયાધારણા આપતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

બ્રિટનમાં કંઇક આવી રીતે બચી માસૂમની જિંદગી!

બ્રિટનમાં ડોક્ટરોએ એક માસની બાળકીના હ્રદયનું ઓપરેશન કરવા માટે તેના ધબકારાને 23 મિનિટ સુધી બંધ રાખ્યા. આ દરમિયાન તેના શરીરને પણ બરફથી ઠંડુ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે લોહીનું પરિવહન બંધ થઈ ગયુ હતું. આ જટિલ ઓપરેશનથી બાળકીને નવી જિંદગી મળી ગઈ છે. અત્યારે તે બાળકી 6 મહિનાની થઈ ગઈ છે અને એકદમ સ્વસ્થ છે.
સમા જોહિર નામની આ બાળકીની નસો જન્મથી જ ખોટી રીતે જોડાયેલી હતી. જે નસોના કારણે ઓક્સિજન યુક્ત લોહી ફેફસામાંથી હ્રદયમાં ડાબી બાજુ આવવું જોઇએ, તે જમણી બાજુ આવતુ હતું. આના કારણે સમાની જિંદગી જોખમમાં મૂકાઈ શકે તેવું હતું. લંડનની ગ્રેટ ઓ-મોર્ડ સ્ટ્રીટ હોસ્પટલના ડોક્ટરોએ આ સફળ ઓપરેશન કર્યું છે.

બેકારીનો ઇલાજ ભથ્થાં નહીં, કામ છે

આપણામાં કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. જે કામ કરે છે તે ઈશ્વરની ભક્તિ બરાબર છે (વર્ક ઈઝ વિર્શપ) છેલ્લે ભગવાન કૌટિલ્યનું સૂત્ર મારા આ લેખને અનુરૂપ છે તે ટાંકુ છું-કોઈ પણ વેતન હોય તે તમે કામ કર્યું હોય તેને માટે છે. કામ ન કરે તેને વળી વેતન કેવું? મહર્ષિ અરવિંદે પણ કહેલું કે કુદરત પણ કદી કાર્ય વગરના માણસને સ્વીકારી શકતી નથી.અમારે ૧૯૪૯માં અર્થશાસ્ત્રમાં પ્રોફેસર બનેહામનું પુસ્તક વાંચવાનું રહેતું. તેના પુસ્તકના પ્રથમ પાનાનું પ્રથમ વાક્ય હતું ‘ધ વર્લ્ડ ઇઝ એટ વર્ક.’ કાઠિયાવાડી ભાષામાં ગામડામાં કામ વગરના નવરા બેસનારને નખ્ખોદિયો કહેવાતો. આજે અમેરિકા સમૃદ્ધ દેશ છે પણ ત્યાં પોણા બે કરોડ નખ્ખોદિયા છે અને તે કૌટિલ્યના સૂત્રની વિરુદ્ધ જઈ કામ નથી કરતા તોય અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ લે છે. બેરોજગારીનું હરામનું ભથ્થું ખાનારો અમેરિકા એક નખ્ખોદિયો દેશ છે. એવું જ યુરોપ-ઇંગ્લેંડમાં છે.કૉમનવેલ્થના લક્ઝૂરિયસ ફ્લેટ

જો તમે કૉમનવેલ્થ વિલેજમાં ફ્લેટ ખરીદવા માંગો છો તો તમારી આ ઇચ્છા ટૂંક સમયમાં પુરી થશે. ખાસ્સી ચર્ચામાં રહેલા કૉમનવેલ્થ રમતોત્સવના ફ્લેટ આવતા વર્ષની શરૂઆતમાં જ વેચવામાં આવશે.સોમવારે એટલે કે આજે દિલ્હી વિકાસ પ્રાધિકરણ (ડીડીએ)ને આ ફ્લેટ સોંપી દેવામાં આવશે. આ લક્ઝૂરિયસ ફ્લેટ ડીડીએ એ પ્રાઇવેટ બિલ્ડર એમજીએફની મદદ દ્વારા બનાવડાવ્યા હતા.આયોજન સમિતિ ઑપચારિક રૂપથી 1100 કરતા પણ વધારે ફ્લેટ ડીડીએને સૌંપશે. આમાંથી 700 ફ્લેટ પૂરી રીતે ડીડીએના માલીકીમાં છે કારણ કે તેના માટે તેઓએ જ ફાઇનાન્સની સુવિધા આપી હતી.આ ફ્લેટ ખાસ્સી ચર્ચામાં રહ્યા હતા કેમકે કેટલાકમાં કામ અધુરુ હતુ તો કેટલાક પૂરી રીતે બન્યા પણ નહોતા.

માત્ર પાંચ આકૃતિથી બને છે આખો કક્કો

બાળક શિક્ષણની શરૂઆત કક્કો બારખડી શીખવાથી કરે છે. પણ માસૂમ બાળક માટે તો પહેલાં ‘ક’ લખવો એ હિમાલય ચઢ્યા સમાન કઠીન હોય છે. શિક્ષણની પરંપરાગત પધ્ધતિ મુજબનું અક્ષર લેખન બાળક માટે અઘરું અને કાંઇક અંશે ત્રાસદાયક થાય છે.ત્યારે બાળક અતી સરળતાથી, હસતાં હસતાં અને રમતાં રમતાં કક્કો બારખડી શીખી શકે, લખી શકે અને એના અક્ષર સુંદર અને મરોડદાર બને એવી માત્ર પાંચ આકૃતિઓ ઉપરથી અક્ષર લેખનની એક સરળ અને ક્રાંતિકારી શોધ રાજકોટના શિશુ માંગલ્ય ટ્રસ્ટના મંત્રી અને આજીવન શિક્ષક અમુલખભાઇ ભટ્ટે કરી છે. એમના દ્વારા રચિત ‘અક્ષર ગંગોતરી’ મહાવરાપોથીનું આજે વિરાણી હાઇસ્કૂલ ખાતે બાળ સાહિત્યકારો અને શિક્ષણ વિદોની ઉપસ્થિતિમાં વિમોચન થયું હતું.અમુલખભાઇ કહે છે કે ગણિતમાં તો શૂન્યની શોધ મહત્વની છે જ. સાથે જ અક્ષર લેખનમાં પણ એ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતે આપણી લિપિમાં વળાંક અગત્યનો ભાગ ભજવે છે એ જ રીતે આડી-ઉભી લીટી, સાતડો અને એકડો એ પાંચ આકૃતિમાંથી જ આખો કક્કો-બારખડી બન્યા છે.

પંચાયત અને પાલિકાના પ્રચાર પડઘમ બંધ

સૌરાષ્ટ્રભરમાં આગામી તા. ૨૧ના રોજ યોજાનારી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ સોમવાર સાંજ થી શમી જશે. જેના પગલે મતદારો સુધી પહોંચવા રાજકીય આગેવાનો અને ઉમેદવારોની ગ્રૂપ મિટિંગનો દોર શરૂ થશે.જો કે, ગ્રામ્ય પંથકમાં ખેતીની મોસમ હોય મતદારોને મળવા સાંજ સુધી ઉમેદવારોને રાહ જોવી પડતી હોવાનું પણ જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવાર પણ સ્થાનિક હોવાને કારણે મતદાનની ટકાવારી તાજેતરમાં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીની પ્રમાણમાં ઊંચી જશે.સૌરાષ્ટ્રભરમાં ૨૧ તારીખના રોજ યોજાનારી જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે રાજકીય આગેવાનો એડી ચોટીના જોર લગાવી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયત ૧૪ તાલુકા પંચાયત અને ગોંડલ, મોરબી અને વાંકાનેર નગરપાલિકા તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત ૧૪ તાલુકા પંચાયત અને ઊના, કેશોદ અને વેરાવળ નગરપાલિકા આ ઉપરાંત પોરબંદર જિલ્લા પંચાયત ૩ તાલુકા પંચાયત અને પોરબંદર નગરપાલિકા તથા અમરેલી જિલ્લા પંચાયત ૧૧ તાલુકા પંચાયત અને સાવરકુંડલા, બગસરા અને અમરેલી પાલિકા સાથોસાથ જામનગર જિલ્લા પંચાયત ૧૦ તાલુકા પંચાયત ખંભાળિયા પાલિકા અને સલાયા પાલિકાની પેટા ચૂંટણી યોજાશે.