30 December 2009

પાક.માં આશુરા દિને વિસ્ફોટ:૩૫નાં મોત, ૮૦થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં મહોરમના દિવસે શિયાઓ દ્વારા યોજાયેલા આશુરાના જુલૂસ દરમિયાન થયેલા પ્રચંડ બોંબ વિસ્ફોટમાં ૩૫ વ્યક્તિનાં મોત નીપજયાં હતાં જ્યારે ૮૦થી વધુને ઈજા પહોંચી હતી.પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં થયેલા આ આત્મઘાતી હુમલામાં આઠ વ્યક્તિનાં મોત નીપજયાં હતાં જ્યારે કરાચીમાં રવિવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. મહોરમ નિમિત્તે નીકળતા જુલૂસના રૂટ પર સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત હોવા છતાં હુમલાખોર તમામ સુરક્ષા વ્યવસ્થાના ચિંથરા ઉડાવી અંદર ઘૂસી ગયો હતો અને વિસ્ફોટ કરી નિર્દોષ લોકોના જીવ લીધા હતા. કરાચીમાં તાજેતરમાં લઘુમતી સમુદાય પર થયેલો આ ત્રીજો વંશીય હુમલો છે.જિલ્લા વહીવટીતંત્રના વડા જાવેદ હનિફે જણાવ્યું હતું કે બોંબ વિસ્ફોટમાં કુલ ૩૫ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે ૮૦થી વધુને ઈજા પહોંચી છે. હુમલાખોરનું માથું મળતાં નક્કી થયું છે કે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ઈમામબાગ નજીક જુલૂસ જઈ રહ્યું હતું ત્યારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં જ અહીં ભારે નાસભાગ મચી ગઈ હતી.લોકોને કાબૂમાં લેવા પોલીસે તુરંત હવામાં ગોળીબાર કર્યો હતો. વિસ્ફોટ બાદ તુરંત બચાવ કામગીરી આરંભી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હુમલાબાદ કોઈપણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી.

વિકાસગૃહમાંથી બે યુવતીઓ નાસી

જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાંથી બે યુવતિઓ નાસી છુટતા ચકચાર મચી ગઇ છે. ચકચારી ગેંગ રેપ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની ગેંગના સભ્યો સામે સંસ્થાએ શંકાની સોય તાણી છે. પોલીસે સંસ્થાની યુવતિઓના નિવેદનો નોંધી શોધખોળ આદરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાંથી રવિવારે રાત્રે બે યુવતિઓ ભાગી છુટતા દોડધામ મચી ગઇ હતી. રાત્રે નવેક વાગ્યે સંસ્થા સંચાલિકા અને ગૃહ માતા સહિતનાને જાણ થતાં તાત્કાલીક પોલીસ બોલાવવામાં આવી હતી. બિલ્કીશબેન (ઉ.વ.૧૯) અને રાજુબેન ચૌહાણ (ઉ.વ.૧૮) નામની બન્ને યુવતિઓ સંસ્થાની પાછળના ભાગે આવેલી વંડી કુદી નાસી છુટયાનું સંસ્થા સંચાલિકા કમળાબેને જણાવ્યુ હતું.

શિપ મેકિંગ - સોલાર એનર્જી માટે જાપાન-ગુજરાત પાર્ટનર

ગુજરાતમાં શિપ મેકિંગ ઇન્ડસ્ટ્રીઝ અને સોલાર એનર્જી માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાન સરકાર સાથે ભાગીદારી કરી છે. ઉપરાંત જીઓ એન્જિનિયિંરગ તેમજ ગ્રીન એન્વાયર્નમેન્ટ ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર મેળવવાનું નક્કી કર્યું છે. ભારત અને જાપાનના સંયુક્ત દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટમાં સૌથી મોટો ભાગ ગુજરાતમાં આવે છે ત્યારે નવા આયામ સાથે આ સંબંધો વધુ મજબૂત બને તે દિશામાં ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી.જાપાનના વડાપ્રધાન યુકીઓ હાટોયામા અને નરેન્દ્ર મોદી વચ્ચે રવિવારે મુંબઈમાં ૪૦ મિનિટ સુધી યોજાયેલી બેઠકમાં આર્થિક, ઔધોગિક અને આંતર માળખાકીય સુવિધાનાં ક્ષેત્રોમાં ભાગીદારી વિકસાવવા બંને મહાનુભાવો તૈયાર થયા હતા. છેલ્લી વાઇબ્રન્ટ સમિટમાં જાપાનની કન્ટ્રી પાર્ટનરશિપ તરીકેની પ્રતિષ્ઠા આપવા માટે મોદીએ વડાપ્રધાનનો આભાર માન્યો હતો જાપાનનો સહયોગ માગી મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના સાગર કિનારે શિપ મેકિંગનો ઉદ્યોગ વિકસી શકે તેમ છે.

ડાંગમાં ‘રામાયણ સરકિટ’ બનશે

રામાયણમાં જેનો ઉલ્લેખ દંડકારણ્ય તરીકે થયો છે તેવા ગુજરાતના ડાંગ જિલ્લામાં ભગવાન રામ અને હનુમાનજીએ ગુજરાતમાં ગાળેલા સ્થળોને પ્રવાસન સરકિટમાં વણી લઈને સરકારે એક પ્રોજેક્ટ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. વનરાજીથી ધેરાયેલા દક્ષિણ પ્રાંતના ડાંગમાં આવેલાં આ પૌરાણિક સ્થળોને જીવંત બનાવવા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસન વિભાગને આદેશ કર્યો છે. એટલું જ નહીં, આગામી બજેટમાં આ પ્રોજેક્ટ માટે અલગ ભંડોળ ફાળવવા ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી સહાય માગવાનો તખતો ઘડાઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટમાં રામાયણમાં દર્શાવેલાં સ્થળોને જોડતા રસ્તાનું નવીનીકરણ, પ્રવાસીઓ માટેની સગવડો, પૌરાણિક કથા પ્રમાણેનાં પાત્રોની સ્થાપના તેમજ તે સમયનું કુદરતી સૌંદર્ય સમાવી લેવાશે.

દરેક ફરિયાદને F.I.R. ગણવા રાજ્યોને આદેશ

રુચિકા વિનય ભંગ કેસમાં સામે આવેલા પરિણામોને જોતાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોલીસ મથકે મળતી તમામ ફરિયાદને એફ.આઇ.આર. માનીને જ તેના પર કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને આ મુજબનો પરિપત્ર જારી કરવા નિર્ણય લઇ લીધો છે. આગામી સપ્તાહે આ પરિપત્ર જાહેર થશે. દરમિયાન પોલીસ અધિકારી કોઇપણ આરોપમાં દોષિત ઠરતાં આપોઆપ તેના પોલીસ અને બહાદુરી મેડલ પાછા ખેંચાયેલા માનવા અંગેનો નિયમ બનાવવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

29 December 2009

તમે વડાપ્રધાન ક્યારે બનશો? તું ૨૦ વર્ષની થઈશ ત્યારે...

૧૭મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના બીજા દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોનાં બાળકો સાથે ખાસ સંવાદ સાઘ્યો હતો. દોઢ કલાક જેટલો સમય બાળકો સાથે પસાર કરનારા મુખ્યમંત્રીએ ક્યાંક નિર્દોષ પ્રશ્નોની ગંભીરતાની નોંધ લીધી તો ક્યાંક ગંભીર પ્રશ્નોના નિર્દોષ જવાબો વાળ્યા હતા. બાળવિજ્ઞાનીઓએ અસાધારણ રીતે રાજકીય પ્રશ્નોની પણ ઝડી વરસાવી હતી. મોદીને ખાસ કરીને તમે વડાપ્રધાન ક્યારે બનશો તેવા પ્રશ્ન પણ અનેક બાળકોએ પૂછયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને તેમણે એવો જવાબ આપ્યા હતો કે, ‘ તું ૨૦ વર્ષ પછી મોટી થઇશ ત્યારે ’ . આ જવાબ સાંભળીને બાળ વૈજ્ઞાનિકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. અરુણાચલના વિદ્યાર્થીને તેમણેપૂછ્યું કે, ‘ગુજરાતની કઇ યાદ તમે સાથે લઇ જશો?’ બાળકોએ રાજ્યનાં કુદરતી દ્રશ્યો અને વેજિટેરિયન આહારનાં વખાણ કર્યા હતા. જ્યારે એક બાળકે તેમની સફળતાનું કારણ પૂછ્યું તો તેમણે સખત પરિશ્રમ એમ જવાબ આપ્યો. બાળકોની સાથે ગ્રૂપ ફોટો પડાવતા જે હસશે નહીં તેની તસવીર નહીં આવે તેવી ટિપ્પણી કરી દરેક ફોટોગ્રાફમાં હસતા ચહેરાઓ આવે તેની પૂરી કાળજી લીધી હતી.

કોટલાની ઘટના શરમ જનક : રમત ગમત મંત્રી / સલમાને કેટ સાથેનો બ્રેક અપ સ્વીકાર્યો!

રમત ગમત મંત્રી એમ.એસ.ગિલે ફિરોઝશા કોટલા પિચ પ્રકરણને શરમ જનક કહ્યું હતું કેન્દ્રિય રમત-ગમત મંત્રીએ કહ્યું
કે બોર્ડ અને ડી.ડી.સી.એ. દ્વારા આ મુદ્દે સફાઇ પ્રસ્તુત થવી જોઇએ. ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચમી અને અંતિમ વનડે ક્રિકેટ મેચ રવિવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર એટલા માટે પૂર્ણ નહોતી થઇ શકે કારણકે પીચ પર બોલ ખતરનાક રીતે ઉછળતો હતો. કેન્દ્રિય રમત-ગમત મંત્રીએ જણાવ્યું કે દેશ માટે આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ઘટના છે. આ નહોતુ થવું જોઇતું. હું ટીવી પર મેચ નિહાળી રહ્યો હતો. આ પ્રકારની ઘટના શરમજનક છે.


બોલિવૂડ સ્ટાર સલમાન ખાને રવિવારે પોતાનો 44મો જન્મ દિવસ મનાવ્યો હતો. સલ્લુએ પનવેલ ફાર્મ હાઉસમાં આખો દિવસ પસાર કર્યો હતો. આ દિવસે તેણે માત્ર નિકટના અને પરિવારના લોકોને જ જન્મ દિવસની પાર્ટી આપી હતી. આ ખાસ દિવસ પર સલ્લુએ પોતાનો બ્લોગ શરૂ કર્યો કે જેમાં લોકો પોતાની બહાદૂરીની વાતો પોસ્ટ કરી શકશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સલમાન આ પાર્ટી દરમિયાન ઘણો જ ખુશ હતો. આમ પણ સલ્લુની પાર્ટીમાં આમંત્રણ મળે તેની રાહ લોકો જોતા હોય છે. આ વર્ષે સલમાન અને કેટરિના કૈફ વચ્ચે તાજેતરમાં જ બ્રેક અપ થયું હોવાથી તેણે પોતાની કોઈ મહિલા મિત્રને પાર્ટીમાં નિમંત્રણ આપ્યું નહોતું. સલમાન નથી ઈચ્છતો કે કોઈ મહિલા મિત્ર તેને બ્રેક અપ પર આશ્વાસન આપે. પાર્ટીમાં સાજીદ વાજીદ, અલીમ હકીમ, શેરા, નદીમ અને વિજય ગિલાની તથા સાજીદ નડિયાદવાળા જેવા નજીકના જ મિત્રો આવ્યા હતા. સલમાને શનિવારે રાતના પરિવાર સાથે પાર્ટી મનાવી હતી

સોનું 17000ની અંદર : : : : ટાટાની નેનોના ભાવ વધશે નહિં

આંતર-રાષ્ટ્રીય સ્તરે ક્રિસમસની ખરીદીને બ્રેક લાગતા સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. તેમજ સ્થાનિક સ્તરે પણ ઉત્સવ ન હોવાથી સોનાની માંગમાં ઘટાડો થયો છે. આજે દસ ગ્રામ સોનાની કિંમત રૂ.50 ઘટીને 17000ની અંદર રૂ.16,990 થઇ હતી.
સૂત્રોનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક દિવસથી આંતર-રાષ્ટ્રીય સ્તરે ક્રિસમસના લીધે સોનામાં જબ્બર માંગ નીકળી હતી. પરંતુ ક્રિસમસ પૂર્ણ થવાની તૈયારીમાં હોવાથી સોનાની ખરીદી પર બ્રેક લાગી છે. આથી સોનાની માંગ ઘટતા ભાવો તૂટયા છે.














ટાટા મોટર્સની નેનોનું જે લોકોએ બુકિંગ કરાવ્યું છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કંપનીએ લાખેણી કારના ભાવમાં વધારો કરવાની ના પાડી છે. દેશની આ અગ્રણી કંપનીએ કહ્યું કે વધતા ભાવ ગ્રાહક પર નહિં નાંખે. અન્ય કંપનીઓ નવા વર્ષ ભાવમાં વધારો કરવા જઇ રહી છે, એવામાં ટાટા મોટર્સનું આ આશ્વાસન ગ્રાહકો માટે રાહતથી ઓછું નથી. ટાટા મોટર્સના એમ.ડી. પ્રકાશ એમ. તૈલંગે કહ્યું કે જેટલી કારોનું બુકિંગ થઇ ચૂકયું છે, તેમને વાયદા પ્રમાણેની કિંમતે જ નેનો આપવામાં આવશે.
દુનિયાની આ સૌથી સસ્તી કાર માટે 1.55 લાખ ગ્રાહકો માટે જૂનમાં લોટરી દ્વારા પંસદગી કરવામાં આવી હતી. આ કાર માટે 2 લાખથી વધુ લોકોએ આવેદન કર્યું હતું. કંપની માર્ચ, 2010 સુધીમાં એક લાખ નેનો બજારમાં મૂકશે. કંપનીએ નવેમ્બર સુધીમાં 13,924 કારની ડિલીવરી આપી છે. ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે પહેલા એક લાખ ગ્રાહકોને આ કાર સસ્તામાં અપાશે. આ નાની કારના ત્રણ મોડલ છે. તેની દિલ્લીમાં રૂ.1.23 લાખ થી લઇને રૂ.1.72 લાખ વચ્ચે કિંમત છે.

ફરી આવ્યો રોમેન્ટિક ગીતોનો જમાનો દ્વિઅર્થી કે અર્થહીન ગીતો બાદ ફરી એક વાર અર્થસભર ગીતોનો જમાનો

‘કૈસે બતાયેં, કયોં તુજ કો ચાહેં, યારા બતા ના પાએ...’ ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’નું આ ગીત આજ કાલ યુવાઓની જીભે ચઢ્યું છે. કોઈએ આ ગીતને મોબાઇલમાં રિંગ ટોન તરીકે રાખ્યું છે તો કોઈ કોલેજની કેન્ટીનમાં પોતાના મિત્રોની સાથે મળીને આ જ ગીત ગાતું જોવા મળે છે. એટલું જ નહિ, આજ કાલ ફિલ્મી ગીતોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ફકત યુવાઓ જ નહિ, પરંતુ દરેક ઉમરના લોકોમાં તથા ઘર-પરિવારના દરેક સભ્યોમાં પણ લોકપ્રિય છે. આ જ કારણ છે કે જે ઘરમાં પહેલેથી જ સાઠ-સિત્તેરના દશકના ગીત સંભળાતાં હતાં ત્યાં આજની ફિલ્મોનાં સોફ્ટ સોફ્ટ સોંગ્સની ધૂન કાને પડે છે, જેથી એટલું તો સ્પષ્ટ છે કે રોમેન્ટિક ગીતોનો જમાનો ફરી આવી ગયો છે, જેને લોકપ્રિય બનાવવામાં યુવાઓનો ફાળો પણ એક મ્યુઝિક ડિરેક્ટર, લિરિક્સ લખનાર અને ગાયક જેટલો જ મહત્વનો છે. હાલ તો ‘થ્રી ઇડિયટ્સ’, ‘પા’, ‘પ્યાર ઇમ્પોસિબલ’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મનાં ગીતો યુવાનો હોઠ ગણગણતાં જોવા મળે છે. સંગીત સાથે સંકળાયેલા વિક્રાંત જૈન જણાવે છે કે ‘યુવાઓમાં રોમેન્ટિક અને ફાસ્ટ મ્યુઝિકની વધારે ડિમાન્ડ છે. સૌથી હોટ મૂવી હાલ તો ‘થ્રી ઇડિયટ્સ’ છે. જોકે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ થોડી જૂની થઈ ગઈ હોવા છતાં તેનો ક્રેઝ હજુ છવાયેલો છે. ૨૫થી ૨૮ વર્ષની વયે ભલે કોઈ યુવતી પરણી ગઈ હોય, પરંતુ ઘણી વાર ઘરમાં આવાં ગીતો સાંભળતાની સાથે તે ખોવાઈ જાય છે. નર્મિલા પરિણીત છે, પરંતુ તે યુવાન છે. તે કહે છે કે તેને ‘દે દના દન’નું ‘બા મુલાયજા..’ અને ‘અજબ...’નું ‘તું જાને ના...’ ગીત મનને શાંતિ આપે છે.
યુવાઓમાં ફેવરિટ ‘તું જાને ના...’
એન્જિનિયરિંગની વિધાર્થિની નેહા કહે છે કે ‘ફ્રી ટાઇમ હોય ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ ‘તુ જાને ના...’ જ સાંભળતા હોય છે. એટલું જ નહિ, કેટલાક સ્ટુડન્ટ્સે તો આ મૂવીનાં અન્ય ગીતોને તેમના મોબાઇલની રિંગ ટોન અથવા કોલર ટયૂન તરીકે સેટ કરી રાખી છે.’ જ્યારે અનુષ્કા અને આયુષીને ફકત ‘ઓલ ઇઝ વેલ...’ સાંભળવું જ ગમે છે.

મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા

દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર સહિત અન્ય પ્રોજેક્ટ અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડા પ્રધાન યૂકિઓ હાતોયામા સાથે મળીને ચર્ચા કરી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. હાતોયામા સાથે લગભગ 40 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી અને સારી રહી હતી. આ મીટિંગમાં જાપાન અને ગુજરાત વચ્ચે વેપાર મજબૂત થાય તે અંગે ચર્ચા કરાઇ હતી. તદ્ઉપરાંત નાણાંકીય, ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટર અંગેની ચર્ચા થઇ હતી. તેમ જ શીપ-બિલ્ડિંગ અને સોલાર એનર્જીની ભાગીદારી અંગે વાતચીત થઇ હતી. તાજેતરમાં જ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં જાપાને પાર્ટનર તરીકે 12 લાખ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. આ અંગે મોદીએ હાતોયામાનો આભાર માન્યો હતો. આ મીટિંગમાં હાતોયામાએ દિલ્હી-મુંબઇ કોરિડોર પ્રોજેક્ટને ફકત ભારતનો જ નહિં ગ્લોબલ ઇકોનોમી પ્રોજેક્ટ ગણાવયો હતો.

અમદાવાદમાં જુલુસ દરમિયાન પથ્થરમારો તોફાનીઓને કાબૂમાં લેવા ટીયર ગેસના ૯ સેલ છોડાયા..! યુવતીની છેડતી બાદ ટોળા આમને સામને: એસીપી સહીત ચાર પોલીસને ઈજા

સોમવારે સાંજે તાજીયા જુલુસ શાહપુર ચાલતા પીરની દરગાહ, રેંટીયા વાડી પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે યુવતિની છેડતીના મામલે બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને એક બીજા પર જોરદાર પત્થરમારો કરતા સનસનાટી મચી ગઈ હતી. એકાએક ફાટી નિકળેલા હિઁસા ના દોરથી પોલીસ પણ ઉંઘતી ઝડપાઈ હતી અને મામલો વણસે નહીં તે માટે તાબડતોબ કુમક સ્થળ પર પહોંચી ગઈ હતી અને લાઠી ચાર્જ કરીને તોફાનીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્થમારો જારી રહેતા પોલીસને ટીયર ગેસના ૯ જેટલા સેલ છોડવાની ફરજ પડી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આશરે દસેક મિનિટ સુધી પત્થરમારામાં એક એ.સી.પી. સહીત ચાર પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે વા.સા. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ જુલુસનો છેલ્લો તાજીયો શાહપુર રેંટીયા વાડીના સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે યુવતિની છેડતી મામલે મામલો બિચકતા બંને કોમના ટોળાએ એક બીજા પર પત્થરમારો કર્યો હતો. વધુ માણસો આવતા ગયા તેમ હાજી બિલ્ડીંગથી ચાલતા પીરની દરગાહ સુધીના રસ્તા પર લોકો એકત્ર થઈ ગયા હતા અને ચારેય બાજુથી જોરદાર પત્થમારો કર્યો હતો. જુલુસના બંદોબસ્તમાં પોલીસ પહેલાથી જ તૈનાત હતી પરંતુ મામલો વણસતા સંયુકત પોલીસ કમિશનર અતૂલ કરવલ અને સતીશ શર્મા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના ૯ સેલ છોડયા હતા. લગભગ દસેક મિનિટ સુધી એક બીજા પર પત્થરમારો કર્યા બાદ તોફાનીઓ શાંત પડી જતા તાજીયાના જુલુસને પોલીસ સુરક્ષા વચ્ચે આગળ વધારવામાં આવ્યો હતો. જો કે આ બનાવની વાત શહેરના અન્ય વિસ્તારમાં ફેલાતા તોફાનો ફાટી નિકળ્યા હોવાની જોરદાર અફવા ફેલાઈ હતી જેના કારણે બજારો અને દુકાનો ટપોટપ બંધ થઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યાં અનુસાર પત્થરમારામાં એ.સી.પી. એન.એન. ગોહીલ, કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ, જશ્વતભાઈ દંતાણી અને ગોપાલ પટેલને ઈજા થઈ છે. શાહપુર પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધીને તોફાનીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

24 December 2009

દેશને ગંભીર-કોહલીની ક્રિસમસ ભેટ:વન-ડે મેચની શ્રેણી

ranako.s5.com 24 December Fresh news

દેશને ગંભીર-કોહલીની ક્રિસમસ ભેટ
ગંભીર-કોહલીની શાનદાર ભાગીદારીની મદદથી ભારતે ચોથી એક દિવસીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. શ્રીલંકાએ આપેલો 316 રનનો લક્ષ્યાંક ભારતે 49ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતે પાંચ વન-ડે મેચની શ્રેણી જીતી લીધી છે. શ્રીલંકાએ મેચ જીતવા માટે આપેલા 316 રનના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 23 રનમાં ભારતની બે વિકેટ પડી ગઈ હતી. સેહવાગ 10 અને સચિન આઠ રને આઉટ થયા હતા. સચિન અને સેહવાગ આઉટ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે ભારતની ઇનિંગને સંભાળી હતી. ગંભીર-કોહલીએ મેદાનની ચારે તરફ આકર્ષક શોટર્સ ફટકારી શ્રીલંકાના બોલરોની ધોલાઇ કરી હતી. બન્ને બેટ્સમેનો સામે શ્રીલંકાના બોલોરો લાચારીની સ્થિતિમાં આવી ગયા હતા. દરમિયાન બન્નએ પોતાની સદી પૂરી કરી હતી.
કોહલી 114 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 107 રન બનાવી આઉટ થયો હતો. કોહલીના આઉટ થયા બાદ ગંભીર વધુ ખતરનાક બની ગયો હતો. તેણે દિનેશ કાર્તિક સાથે મળી ગંભીર સ્કોર આગળ ધપાવ્યો હતો. આ સાથે જ ગંભીરે 137 બોલનો સામનો કરીને 14 ચોગ્ગાની મદદથી 150 રન બનાવ્યા હતા. જ્યારે કોહલી બાદ કાર્તિકે 15રનનું યોગદાન આપીને સારો સાથ આપી ભારતને વિજયી બનાવ્યું હતું. નોંધનીય વાત એ છે કે 90 મેચ રમીને ગંભીરે 3000 રન પુરા કર્યા છે. જેમાં તેણે 7 સદી અને 19 અડધી સદી ફટકારી છે.
આસારામના સાધકોને આખરે હાઇકોર્ટમાંથી રાહત
ગાંધી નગરમાં પોલીસ પર હુમલાના કેસમાં હાઇ કોટેં સાધકોને શરતી જામીન આપ્યા
ગાંધીનગરમાં પોલીસ પર હુમલાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોટેં એક મહત્વના ચુકાદા મારફતે આરોપી સાધકોને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. જસ્ટિસ એચ.બી.અંતાણીએ આસારામના સાધકોની જામીન અરજી પર અગાઉ અનામત રાખેલો ચુકાદો આજે બપોરે ૨.૦૦ વાગ્યે ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો હતો. સાધકોને જામીન મળતા એ વખતે કોર્ટ રૂમમાં હાજર આસારામના અન્ય સાધકો અને સમર્થકોએ હાશકારો અનુભવ્યો હતો.
ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતબિંધ
ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ છવાયા પહેલાં પતંગ માટે વાપરવામાં આવતી ચાઇનીઝ દોરીએ રાહદારી તેમજ વાહન ચાલકોના ગળા કાપવાનું શરૂ કરતાં રાજ્ય સરકારે અગમચેતી વાપરીને આવી દોરી ઉપર રાજ્યવ્યાપી પ્રતબિંધ મૂકી દીધો છે. આ સાથે પરંપરાગત દોરી સિવાયની અન્ય પ્લાસ્ટીક દોરી ઉપર પણ બાન મૂકવામાં આવ્યો છે. પગંત અને દોરીની ખરીદી પહેલાં સરકારે વેપારીઓ અને પતંગ રસિયા નાગરિકોને આ ચેતવણી આપી છે. ગુજરાતમાં ઉત્તરાયણની ખરીદી સામાન્ય રીતે ડિસેમ્બરના અંત સમયમાં શરૂ થતી હોય છે. તૈયાર દોરીના રસિયાઓ હંમેશા પ્લાસ્ટીક અને ચાઇનીઝ દોરીનો આગ્રહ રાખતા હોવાથી તેઓ જાન્યુઆરીમાં ખરીદી કરે છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીએ અત્યાર જ લોકોના ગળા કાપવાનું શરૂ કરતાં જિલ્લા કલેકટર કચેરીએ અનેક રજુઆતો કરવામાં આવી હતી

મોદી બી.આર.ટી.એસ.માં
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આજે બી.આર.ટી.એસ.માં સવારી કરી હતી. બી.આર.ટી.એસ.ની બસમાં મુસાફરી દરમિયાન મોદીએ સાથી મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી. મોદીની આ સવારીથી લોકો અચરજમાં મુકાઈ ગયા હતા.
ગુજરાત બોર્ડની પરીક્ષા ૪ માર્ચથી શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૪ માર્ચથી પરીક્ષા યોજવાનુ નક્કી કયું છે. જેના માટેનો વિગતવાર કાર્યક્રમ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામા આવ્યો છે. ૪ માર્ચથી શરુ થતી પરીક્ષાઓ ૧૯ માર્ચના રોજ પુર્ણ થશે. ચાલુ વર્ષે ગત વર્ષ કરતા એક સપ્તાહ વહેલા પરીક્ષા યોજાશે. ચાલુ વર્ષે પરીક્ષા દરમિયાન એક-એક દિવસનો ગેપ આપવામા આવ્યો ન હોઇ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે.
ધોરણ-૧૦ની પરીક્ષાનો કાર્યક્રમ
૪-૩ ગુરુવાર -પ્રથમ ભાષા : ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, તામીલ, તેલુગુ, ઉડીયા
૫-૩ શુક્રવાર સામાજીક વિજ્ઞાન
૬-૩ શનિવાર અંગ્રેજી
૮-૩ સોમવાર ગણીત
૧૦-૩ બુધવાર વિજ્ઞાન અને ટેકનોલોજી
૧૧-૩ ગુરુવાર દ્રીતીય ભાષા : હિન્દી, સીંધી, સંસ્કૃત, પ્રાકૃત, ફારસી, અરબી, ફ્રેંચ, જર્મન, પોટુગીઝ
૧૨-૩ શુક્રવાર વાણજિય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટીસ, બેઝીક ઓફ એન્જિ. પ્રોસેસ મેન્ટેન્સ એન્ડ સેફ્ટી, વન વિધ્યા અને વન ઔષધી, વસ્ત્ર વિધ્યા, શિવણ અને ભરત, યોગ સ્વાસ્થ અને શારિરીક શિક્ષણ
૧૩-૩ શનિવાર કોમ્પ્યુટર પરિચય, ગૃહ વિજ્ઞાન, પશુ પાલન અને ડેરી વિજ્ઞાન, વાણજિય પરિચય, એલિ. ઓફ એન્જિનિયરિંગ
૧૫-૩ સોમવાર નામાના મુળ તત્વો, કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ ડ્રોઇંગ, કૃશિ વિધ્યા, ગ્રામ યંત્ર વિધ્યા, ચિત્ર કળા, સંગીત
૧૬-૩ મંગળવાર ગુજરાતી દ્રીતીય ભાષા (૧-૨)
ધોરણ-૧૨ સામાન્ય, ,વિજ્ઞાન પ્રવાહ
૪-૩ ગુરૂવાર સહકાર પંચાચત, જીવ વિજ્ઞાન, નામાના મુળ તત્વો
૫-૩ શુક્રવાર કૃષિ વિધ્યા, ગૃહ જીવન વિધ્યા, વસ્ત્ર વિધ્યા, પશુ પાલન અને ડેરી વિજ્ઞાન, જીવ વિધ્યા અને વન ઓષધી વિધ્યા, તત્વજ્ઞાન
૬-૩ શનિવાર ઇતહિસ, ભોતિક વિજ્ઞાન, આંકડા શાસ્ત્ર
૮-૩ સોમવાર ચિત્ર કામ સૌધાંતિક, ચિત્ર કામ પ્રાયોગીક, રસાયણ વિજ્ઞાન, અર્થ શાસ્ત્ર
૯-૩ મંગળવાર ભુગોળ
૧૦-૩ બુધવાર સામાજીક વિજ્ઞાન, ગણીત, વાણજિય વ્યવસ્થા
૧૧-૩ ગુરુવાર મનોવિજ્ઞાન
૧૨-૩ શુક્રવાર સંગીત સૈધ્ધાંતિક, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉદૂ,સિંધી, અંગ્રજી, તામિલ
૧૩-૩ શનિવાર હિન્દી
૧૫-૩ સોમવાર ગુજરાતી, અંગ્રેજી
૧૬-૩ મંગળવાર રાજય શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર
૧૮-૩ ગુરૂવાર સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત
૧૯-૩ શુક્રવાર સેક્રેટરીયલ પ્રેકટીસ, વાણજિય વ્યવહાર, કોમ્પ્યુટર પરિચય

23 December 2009

બાવાશ્રી સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ : ધોરાજીમાં ખળભળાટ

બાવાશ્રી સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ : ધોરાજીમાં ખળભળાટ
ધોરાજીમાં છપ્પન ભોગ મહોત્સવ દરમિયાન દર્શનના સમયે મચેલી ધમાચકડીમાં આઠ વૈષ્ણવોના થયેલા મોતની ઘટનામાં આયોજન સમિતિ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ શખ્સોની આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે. સમિતિ દ્વારા ૧૪/૧૨/૦૯ થી ૨૦/૧૨/૦૯ સાત દિવસ સુધી હાલારી રાસ, હવેલી સંગીત, ઢાઢી લીલા, મહિયારી લીલા, કીર્તન સંમેલન અને છપ્પનભોગ મહોત્સવ રાખવામાં આવ્યો હતો. સેવા ભેટ માટે મોટી હવેલી, સોની બજાર ખાતે સંપર્ક કરવા પણ જણાવાયું હતું. તા. ૧૪થી ૧૯ સુધીના કાર્યક્રમો રંગેચંગે ઉજવાયા હતા. જોકે, ૨૦/૧૨ના રોજ ધારણા કરતાં વધુ વૈષ્ણવો એકઠા થઇ જતાં અંધાધૂંધી ફેલાઇ હતી અને ધક્કામુક્કી થતાં બાર વર્ષની એક બાળા અને સાત વૈષ્ણવ મહિલાના કમકમાટીભયા મોત નિપજયા હતા. આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાત પડયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. દરમિયાન, ધક્કા મુક્કીમાં મૃત્યુ પામનાર ધોરાજીના સવિતાબેન માવાણીના પુત્ર દીપક વ્રજલાલે વિધિવત્ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રવિવારના રોજ મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ ન આપી તેમજ દર્શન કરવા માગતી વૈષ્ણવ મહિલાઓને પાછળના સાંકડા માર્ગથી પ્રવેશ આપતા ધક્કા મુક્કી થઇ હતી તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર નિર્ધારિત સમયે ખોલવામાં આવ્યા ન હતા. આથી, ભીડ બેકાબૂ બની ગઇ હતી. આ ઉપરાંત મુખ્ય પ્રવેશ દ્વાર અવાર નવાર બંધ કરવામાં આવતા પણ ભીડ વધી ગઇ હતી. ભીડ બેકાબૂ બનતા ધક્કા મુક્કી થતાં પોતાના માતા સહિત આઠનાં મોત થયા હતા અને પંદરને ઇજાઓ થવા પામી હતી. લેઉવા પટેલ સાંસ્કતિક ભવન ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અવ્યવસ્થાના કારણે જ ઉપરોકત પરિસ્થિતિ થઇ હતી અને તેના માટે છપ્પનભોગ મહા મહોત્સવ સમિતિ સંપૂર્ણપણે જવાબદાર છે. પોલીસે દીપક માવાણીની ફરિયાદના આધારે સમિતિના આયોજક સામે સાપરાધ મનુષ્યવધની કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
સમિતિમાં કોણ છે તેનો પત્રિકામાં ઉલ્લેખ જ નથી
છપ્પન ભોગ મહા મહોત્સવનું આયોજન કરવા માટે સમિતિ બનાવવામાં આવી હતી. પરંતુ તેમાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અઘ્યક્ષ તરીકે.પ્રબોધકુમાર મહારાજનું નામ છે. અને તેમના સંપર્ક માટે રાજકોટ તેમજ ધોરાજીનાં બે સરનામા મોબાઈલ નંબર સાથે લખવામાં આવ્યા છે. ભેટ સંપર્ક માટે પણ કોઈના નામનો ઉલ્લેખ નથી કરાયો માત્ર ટેલિફોન નંબર જ લખવામાં આવ્યા છે.
કમુરતામાં સગાઈ રાખીને મોટી દુઘટર્ના સર્જાઈ
હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે કમુરતામાં કોઈ સારા પ્રસંગો રાખવામાં આવતા નથી. પરંતુ પ્રબોધ મહારાજના પુત્ર રત્નેશ બાવાની સગાઈ કમુરતામાં રાખવામાં આવી હતી. ત્યારે વૈષ્ણવોમાં જ એવી ચર્ચા હતી કે, કમુરતામાં સગાઇ રાખવા પાછળનું કારણ શું ? માત્ર ભેટ-સોગાદો જ વધુ મળે તે માટે જ કમુરતામાં છપ્પન ભોગનો કાર્યક્રમ સગાઈનો ખર્ચ કાઢવા રખાયો હશે ? તેવો સવાલ પણ ઉપસ્થિત થયો છે.




યુરોપ-યુએસમાં ભિષણ હિમવર્ષા : ૧૦૦ મોત
તાપમાન શૂન્યથી ૩૩ અંશ નીચે જતાં ક્રિસમસ ખરીદી ખોરવાઈ હજી વધુ બરફ વર્ષાની આગાહી
યુરોપ અને અમેરિકામાં બર્ફીલી હવા અને બરફ વર્ષા થવાને પગલે તાપમાન ખૂબ જ નીચું જતાં ૧૦૦થી વધુ લોકોનાં મોત નિપજયાં છે. પોલેન્ડમાં જ છેલ્લા ત્રણ દિવસમાં ૪૨ લોકોનાં મોત થયાં છે. યુક્રેન સહિતના વિસ્તારોમાં મોતનો અંક ૪૮એ પહોંરયો છે. ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ અને જર્મનીમાં તાપમાન શૂન્યથી ૩૩ અંશ ડિગ્રી નીચે ઊતરી ગયું હતું. વિસ્તારમાં સર્જાયેલી દુઘર્ટનાઓને કારણે ૧૩ મોત થયાં હતાં.





અમ્પાયરની ભૂલને કારણે સચિન સદી ચૂક્યો ?
સચિનના બેટને સ્પર્શીને ગયેલા બોલમાં ઇરાસમસે વાઇડના રન આપ્યા
સચિન તેંડુલકર તેની વન-ડે કારકિર્દીમાં અગાઉ ૧૭ વખત નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થયેલો હતો અને સદી ચૂકી જવી એ તેના માટે સોમવારની મેચમાં પહેલી ઘટના ન હતી પરંતુ કટક ખાતે જે કાંઇ બન્યું તેમાં સચિનનો વાંક ન હતો. ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં સચિન ૯૬ રન સાથે અણનમ રહ્યો હતો અને ભારત આસાનીથી મેચ જીતી ગયું ત્યારે દિનેશ કાર્તિકે જાણી જોઇને સચિનને સદીથી વંચિત રાખ્યો હોવાની રમતપ્રેમીઓમાં લાગણી પેદા થઇ છે. કાર્તિકે છેલ્લી ઓવરોમાં સિક્સર અને બાઉન્ડ્રી ફટકારીને ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી અને સચિન અણનમ રહી ગયો. જોકે એક હકીકત એવી પણ છે કે સાઉથ આફ્રિકન અમ્પાયર મેરિયસ ઇરાસમસની ભૂલને કારણે સચિન સદીથી વંચિત રહ્યો હતો. અજંતા મેન્ડીસે ફેંકેલી ૩૮મી ઓવરના છેલ્લા બોલે સચિન તેંડુલકર લેગ સાઇડમાં રમ્યો હતો અને તેના બેટને સ્પર્શીને ગયેલા બોલને અમ્પાયર ઇરાસમસે વાઇડના રન આપ્યા હતા. એ બોલે ભારતને ત્રણ રન મળ્યા હતા. આ જ રીતે એ પછી મલિંગાની ઓવરમાં સચિન રમ્યો ત્યારે પણ અમ્પાયરે લેગ બાયનો રન આપ્યો હતો.







અમદાવાદ : જાહેરમાં લઘુ શંકા કરતા યુવક જેલ ભેગો ..!
જાહેરમાં લઘુશંકા કરવી એ ગુનો બને છે...! આ વાત કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. આવા કાયદાથી અજાણ માતરનાં એક યુવકને જાહેરમાં લઘુશંકા કરવા બદલ અમદાવાદ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુળ માતર તાલુકાનો હમીદ મીયા બુલુ મીયા મલેક (ઉં.૨૨) થોડા દિવસ અગાઉ કામ અર્થે અમદાવાદ આવ્યો હતો. દાણી લીમડા વિસ્તારમાં એક જગ્યાએ એ લઘુ શંકા કરી રહ્યો હતો, ત્યારે પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને કસ્ટડીમાં પુરી દીધી હતો. આ અંગે સુત્રોએ જણાવ્યું હતુ કે જાહેર સ્થળો પર લઘુ શંકા કરવાથી ગુનો બને છે. દાણી લીમડા પોલીસે પણ હમીદ મીયા વિરૂધ્ધ જાહેરમાં બીભત્સ ચેનચાળાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

22 December 2009

પોલીસ પર હુમલો કરનારા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના : :સાધકોની જામીન અરજીમાં સરકારનો ઘટસ્ફોટ, હાઇ કોર્ટનો ચુકાદો અનામત

પોલીસ પર હુમલો કરનારા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના
સાધકોની જામીન અરજીમાં સરકારનો ઘટસ્ફોટ, હાઇ કોર્ટનો ચુકાદો અનામત
ગાંધીનગરમાં પોલીસ પર હુમલાના ચકચારભર્યા કેસમાં રાજ્ય સરકાર તરફથી હાઇ કોર્ટ સમક્ષ એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, હુમલો કરનારા સાધકો પૈકી મોટા ભાગના સાધકો એટલે કે, ૧૦૩ સાધકો ગુજરાત બહારના હતા. ૧૫૦થી વધુ સાધકોએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી જામીન અરજીમાં સાધકો, રાજ્ય સરકાર સહિતના પક્ષકારોની સુનાવણી પૂરી થઇ જતા જસ્ટિસ એચ.બી.અંતાણીએ ચુકાદો અનામત રાખ્યો હતો. ગાંધીનગરમાં આસારામના સમર્થનમાં કાઢવામાં આવેલી રેલી દરમ્યાન સાધકો દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં ૧૫૦ જેટલા સાધકો તરફથી એડવોકેટ એસ.કે.પટેલે જણાવ્યુ હતુ કે, પોલીસ દ્વારા સાધકો વિરૂદ્ધ ખોટી રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. માત્ર આઠેક વ્યકિતઓ વિરૂદ્ધ જ રેલી દરમ્યાન તોફાન કરવાના આક્ષેપો છે, ત્યારે બાકીના સાધકોને પોલીસ ખોટી રીતે જેલમાં પૂરી શકે નહી. કારણ કે, મોટાભાગના સાધકોની પોલીસ પર હુમલો કરવામાં કે તોફાન કરવામાં કોઇ ભૂમિકા નથી. આ સંજોગોમાં હાઇકોટેં અરજદાર સાધકોના જામીન મંજુર કરવા જોઇએ.
સાધકો તરફથી કરાયેલી દલીલોનું ખંડન કરતા રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે. જાનીએ જણાવ્યુ કે, આરોપી સાધકો વિરૂદ્ધ જાહેર સુલેહ-શાંતિના ભંગ ઉપરાંત પોલીસ પર હુમલો કરવાનો ગંભીર ગુનો છે. સાધકો પાસેથી લકઝરી બસમાં ભરીને લાવેલા પથ્થરો, લાકડીઓ, ડંડા અને બેઝ બોલ સ્ટીક જેવા હથિયારો પણ પકડાયા હતા. સાધકો દ્વારા પોલીસ પર કરાયેલા હુમલામાં ૨૫ થી વધુ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને ઇજા પહોંચી હતી. જેમાં ડીવાયએસપી મોઢપરીયા તો હજુ પણ સારવાર હેઠળ છે. હુમલો કરનાર પૈકી પકડાયેલા ૧૬૦ જેટલા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના હતા. જે પરથી સ્પષ્ટ થાય છે કે, આરોપી સાધકોનું રેલી પર તોફાન કરવાનું અને પોલીસ પર હુમલો કરવાનું પૂર્વ આયોજિત કાવતરૂ હતુ.

ભારતનો સાત વિકેટે વિજય: સીરિઝમાં 2-1ની સરસાઈ

ભારતનો સાત વિકેટે વિજય: સીરિઝમાં 2-1ની સરસાઈ
કટ્ટકમાં શ્રીલંકા સામેની ત્રીજી વન ડે મેચને સાત વિકેટે જીતીને ભારતે વન ડે સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતની જીતમાં સચિન તેન્ડુલકર અને રવિન્દ્ર જાડેજાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે સચિન રન 96 રન બનાવી અણનમ રહ્યો હતો. દિનેશ કાર્તિક 36 રન પર નોટ આઉટ રહ્યો હતો. ભારતે વિજય લક્ષ્યાંકને 42.4 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને મેળવી લીધો હતો. 240 રનના જવાબમાં કેપ્ટન સેહવાગ અને સચિન તેન્ડુલકરે ભારતને સારી શરૂઆત અપાવી હતી. ભારતની પ્રથમ વિકેટ 55 રન પર પડી હતી. કેપ્ટન સેહવાગ 28 બોલમાં 44 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ગંભીર 32 રન બનાવી આઉટ થયો હતો. પુનરાગમ કરનાર યુવરાજ સિંહ 23 રને આઉટ થયો હતો.
શ્રીલંકાના કેપ્ટન સંગાકારાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંગાકારાનો આ નિર્ણય શ્રીલંકા માટે યોગ્ય સાબિત કરી દિલશાન અને થરંગાએ શ્રીલંકાને તોફાની શરૂઆત અપાવી હતી. 165 રન પર બે વિકેટ ગુમાવનાર શ્રીલંકા 44.2 ઓવરમાં 239 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. 20 ઓવરમાં એક વિકેટના નુકસાને 151 રન બનાવનાર શ્રીલંકા અહિ વિશાળ સ્કોર કરે તેવુ લાગી રહ્યું હતું, પરંતુ રવિન્દ્ર જાડેજાની વેધક બોલિંગના કારણે શ્રીલંકા 239 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની પ્રથમ વિકેટે 65 રનની ભાગીદારી થઈ હતી. શ્રીલંકાને તોફાની શરૂઆત અપાવ્યા બાદ દિલશાન 41 રન બનાવી આઉટ થયો હતો. આશિશ નહેરાએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. શ્રીલંકાની બીજી વિકેટ 165 રન પર પડી હતી. સંગાકારા 46 રન બનાવી આઉટ થયો હતો. સેહવાગે સંગાકારાની વિકેટ લીધી હતી. ત્યાર બાદ ભારત માટે મુશ્કેલી ઉભી કરી રહેલ થરંગાની વિકેટ રવિન્દ્ર જાડેજાએ ઝડપી હતી. થરંગાએ 81 બોલમાં 73 રન બનાવ્યા હતા. દિલશાને તોફાની બેટિંગ કરી 18 બોલમાં 41 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાંત શર્મા અને ઝહીર ખાન ખર્ચાળ સાબિત થયા હતા.
શ્રીલંકાની વિકેટ પડવાનો ક્રમ- 1- 65 (6.2 ઓવર) 2-165 (22.3 ઓવર) 3-169 (24.4 ઓવર) 4- 173 (26 ઓવર) 5- 204(34.5 ઓવર) 6- 210 (35.5 ઓવર) 7-210 (36 ઓવર)
8- 218 (38.1 ઓવર) 9- 236 (43 ઓવર) 239-ઓલ આઉટ.
ભારતીય ટીમ- વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, સચિન તેન્ડુલકર, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, યુવરાજ સિંહ, ઝહીર ખાન, ઈશાંત શર્મા, આશિશ નહેરા, હરભજન સિંહ.

...તો સલામત રહેશે મિત્રતા

...તો સલામત રહેશે મિત્રતા

મિત્રતાની વાત આવે ત્યારે યુવા, કોલેજ જેવા શબ્દો આપોઆપ જોડાઈ જાય છે, જેમાંની કેટલીક ખાસ હોય છે, જેને કહેવામાં આવે છે ‘બેસ્ટ ફ્રેન્ડશિપ’, પરંતુ આ મિત્રતા પર કયારેક પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થઈ જાય છે યુવા સાથે મિત્રતા શબ્દ જોડાયેલો જ હોય છે. સામાન્ય રીતે યુવાનોની વાત આવે એટલે કોલેજની પણ ચિત્ર ઊભું થાય અને કોલેજ એટલે મિત્રતા કરવાની દિવસો, પરંતુ તેમાંય એક એવી મિત્રતા હોય છે કે જેને આજના જમાનામાં બેસ્ટ ફ્રેન્ડશિપ કહે છે. આવી મિત્રતા રાખતા યુવાનોના કોલેજના દિવસો કયાં પૂરા થઈ જાય છે તેની ખબર જ નથી પડતી, પરંતુ મિત્રતાના આ સંબંધમાં કોલેજના વર્ષ દરમિયાન કેટલીક કડવી બાબતો પણ બને છે, જે તેમની મિત્રતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે. સારા અને સાચા દોસ્ત આપણને ઘણી મુશ્કેલીથી મળે છે. યુવાનીમાં મિત્રતા તો ઘણી બંધાય છે, પરંતુ કયારેક કોઈ કારણસર તે જળવાતી નથી. જો તમારી દોસ્તીમાં પણ એવી કોઈ સમસ્યા હોય તો કેટલીક વાતોને અનુસરવી જરૂરી છે.
હંમેશાં મિત્રનું હિત વિચારો
અત્યારે મિત્રોની સંખ્યા વધી ગઈ છે, પરંતુ ઘણા ઓછા લોકો તમારા કલોઝ ફ્રેન્ડ્સ હશે. જોકે તે તમારા પર આધાર રાખે છે. ઘણાને તેમનો એક જ બેસ્ટ ફ્રેન્ડ હોય છે, પરંતુ આ મિત્રતા જાળવવી હોય તો હંમેશાં ફ્રેન્ડના હિતમાં વિચારો.
વાતો એકલામાં શેર કરો
સારો મિત્ર એ જ હોય છે કે જે બીજા લોકો વચ્ચે મિત્રનુ ઇનસલ્ટ નથી કરતો. જો તમે કોઈના મિત્ર હો તો સ્વાભાવિક છે કે તમને તેની કેટલીક વાતો ગમશે અને કેટલીક નહિ ગમે, પરંતુ એનો એ મતલબ નથી કે તમે તેની સાથે ચર્ચામાં ઊતરો. અન્યની હાજરીમાં કહેવાને બદલે તેને એકલામાં પ્રોબ્લેમ્સ શેર કરો.
હંમેશાં પહેલ કરો
મિત્રતામાં ક્યારેક ઝઘડો પણ થાય. હંમેશાં ઝઘડાનું સમાધાન લાવવામાં પહેલ કરો. કોઈ પણ વાતનો ઇગો રાખ્યા વિના ઈ-મેઇલ કે એસએમએસ કરીને માફી માગી લો. કેટલાક નાની નાની વાતોમાં ઝઘડો થયા બાદ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દેય છે. આવું કયારેય ન કરવું.
સાચો માર્ગ બતાવવો જરૂરી
બે ખાસ મિત્રો છે. તેમાંથી એકની મિત્રતા એક એવા ગ્રુપ સાથે થાય છે, જેમાં દરેક બધા બગડેલ છે. જયારે બીજા મિત્રને તેની જાણ થાય છે ત્યારે તે પહેલા મિત્ર સાથે વાત નથી કરતો, પરંતુ તે મન પરિવર્તન કરી તેને બગડેલ ગ્રુપમાંથી બહાર કાઢે છે. આ બાબત તમારી મિત્રતા મજબૂત કરે છે. હવે તે મિત્ર તમારું આ કામ કયારેય નહિ ભૂલે.
એ વાત સાચી છે કે તમે બેસ્ટ ફ્રેન્ડ છો, પરંતુ એનો મતલબ એમ પણ નથી કે તમે તેની પર્સનલ લાઇફમાં દખલ કરો. જો તે તમારી પાસે સલાહ માગે તો તમે તેના વિચાર બતાવી શકો છો, પરંતુ અર્થહીન સલાહ આપવી નહિ કે ન તો તેને અનુસરવા માટે દબાણ કરવું. તેનાથી તમારી મિત્રતામાં વિવાદ ઊભો થઈ શકે છે.



શા માટે મહિલાઓ સેક્સ માણવાનું ટાળે છે?
લાંબા સમયથી ચાલતા સંબંધોમાં સામાજીક સમજણની સાથો સાથ દર રોજ સેક્સ માણવાની વાત પણ ઘણી મહત્વ ધરાવે છે. ખાસ કરીને પુરુષો માટે. કારણ કે સેક્સ બીજા પ્રત્યે પોતાની જાતને અર્પણ કરવાની એક મહત્વની વસ્તું છે. જો કે કેટલીક મહિલાઓ પ્રેમી સાથે સેક્સ માણતા પહેલા પોતાના અહંકારનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલીક મહિલાઓ તેના પાર્ટનર સાથે સેક્સ માણતા પહેલા કંઈક ડરની લાગણી અનુભવતી હોય છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી હોય છે કે જે સેક્સ તેમના પાર્ટનર સાથે સેક્સ માણવાની હમેંશા ના કહે છે. જેના કારણ નીચે પ્રમાણે છે.
જ્યારે તે ગુસ્સમાં હોય
મહિલા ગુસ્સામાં હોય અથવા કોઈ મુશ્કેલી, તણાવ જેવી સ્થિતિમાં હોય ત્યારે તે સેક્સ માણવા ઈચ્છતી નથી હોતી. આ સમયે જો તેમે તેની સાથે સેક્સ માણવા માગતા હો તો તમારે તેને કઈ બાબતની મુશ્કેલી, તણાવ છે તેની જાણકારી મેળવીને તેનો ઉકેલ લાવી તણાવભર્યા વાતાવરણને રોમેન્ટિક બનાવવાથી તે સેક્સ માણવા તૈયાર થઈ જાય છે.
પોતાને સેક્સ માણતા રોકવી
સુંવાળા પ્રેમ સંબંધ રાખવા માટે તે સંબંધોમાં પોતાની શક્તિને રજૂ કરવાનો આગ્રહ રાખે છે. અને તે માટે તે સેક્સ નહીં માણવા પર વધારે જોર આપે છે. તે પોતે કંઈક છે તે પાર્ટનર સમક્ષ રજૂ કરવા માગંતી હોય છે. જ્યારે તમને એ વાતની જાણ થાય કે તે પોતાની જાતને સેક્સ માણતી રોકી રહી છે ત્યારે તમારે સેક્સ દરમિયાન તે જ બોસ છે તેવી ભાવના તેનામાં જાગૃત કરવી જેથી સેક્સ માણતી વખતે આનંદની અનુભૂતિ થાય.
સેક્સમાં વિભિન્નતા
સેક્સ નહીં માણવાની મહિલાની ઈચ્છાનું એક કારણ આ પણ છે. જ્યારે સેક્સમાં વિભિન્નતા જોવા નથી મળતી ત્યારે તે બોર થઈ જાય છે. અને સેક્સ માણવાનું ટાળે છે. તેની અપેક્ષા જાણીને તે અનુરુપ તેની સાથે સેક્સ માણવા પ્રયાસ કરવો જોઈએ.
આનંદ ન થવો
કેટલીક મહિલાઓ પાર્ટનર સાથે સેક્સ અંગે વાત કરવામાં પણ અચકાતી હોય છે. તેનો આનંદ ઉઠાવી શક્તિ નથી તેથી તે સેક્સ માણવાનું પસંદ કરતી નથી ખાસ કરીને જ્યારે તે મુશ્કેલીમાં હોય છે. તેવા સમયે તેની સાથે નવિનતમ રીતે સેક્સ માણીને તથા તેને શું મુશ્કેલી છે તે જાણીને તેને સેક્સનો આંનદ ઉઠાવવા તૈયાર કરી શકો છો.
કંટાળો આવવો
ક્યારેક એવું પણ બની શકે છે કે થાક અને કંટાળાના કારણે પણ મહિલાઓ સેક્સ માણવા માટે તૈયાર થતી નથી. તેવા સમયે તેમનો થાક અને કંટાળો દુર કરવા માટે થોડીક હળવી અને રમૂજ હરકતો કરીને તેમને ખુશ કરવી જેથી તે તમારી સાથે સેક્સ માણવા માટે તૈયાર થઈ જાય.
છેતરવું
આ એક પ્રબળ કારણ છે કે તમારી પ્રેમિકા તમારી સાથે સેક્સ માણવા માટે તૈયાર થતી નથી. તે તમારી સાથે સેક્સ માણવા તૈયાર થતી નથી કારણ કે તે અન્ય કોઈ વ્યક્તિ સાથે સેક્સ માણવા માગતી હોય. અને તેના કારણે એ તેમને છેતરતી હોય તેવું પણ બની શકે છે. જેનું નિરાકરણ તેની સાથે બેસીને ચર્ચા કરીને લાવવું.*

20 December 2009

ધોરાજીમાં હવેલીમાં ધક્કા-મુક્કીથી નવના મોત

ધોરાજીમાં હવેલીમાં ધક્કા-મુક્કીથી નવના મોત
ધોરાજી ખાતે ગોપાલ નાથજીની હવેલીમાં છપ્પન ભોગના દર્શન દરમિયાન નાસ ભાગ થતા આઠ મહિલા અને એક પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, અન્ય પાંચ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ગોપાલ નાથજી હવેલી ખાતે સાંજે સાત વાગ્યે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું તેના દર્શન કરવા માટે ભક્તોનું ટોળું દરવાજા પાસે ઉભું હતું ત્યારે હવેલીનો દરવાજો અચાનક ખોલી નાંખવામાં આવતા નાસ ભાગ થઈ હતી. જેમાં આઠ મહિલા અને એક પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય પાંચની હાલત ગંભીર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. સરકારે ઘટનાની મેજેસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે.

15 December 2009

બિહારના એક ગામમાં મુસ્લિમોએ હિન્દુ મંદિર બનાવ્યું

બિહારના એક ગામમાં મુસ્લિમોએ હિન્દુ મંદિર બનાવ્યું
અયોધ્યા રામ મંદિર વિવાદનો કોઈ ઉકેલ મળતો નથી પરંતુ બિહારના એક નાના ગામે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિહારના કદારાબાદ ગામમાં મુસ્લિમોએ હિંદુ મંદિર બનાવ્યું છે. ત્રણ વર્ષ અગાઉ આ જ ગામના હિંદુઓએ મુસ્લિમ સંતની કબર બાંધી હતી. મોહમ્મદ ફખરૂલા ઈસ્લામે બેગુસારાઈથી 125 કિમી દૂર કદારાબાદ ગામમાં 2700 સ્કેવેર ફૂટ જમીન દાનમાં આપી છે. આ જમીન પર હિંદુ મંદિર બાંધવામાં આવ્યુ છે. મહોમ્મદ હસરત અને મોહમ્મદ વાસી સહિત અનેક મુસ્લિમ લોકોએ મંદિર બાંધવાનું નક્કી કર્યુ હતું. હસરતે કહ્યું હતું કે, મુસ્લિમે ભગવાન શિવના મંદિરની પ્રતિષ્ઠા કરી છે, વાસીએ જણાવ્યું હતું કે, અમે મંદિર બાંધીને કોમી એકતાનો સંદેશો આપવા માંગીએ છીએ. પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાંક મુસ્લિમોએ મંદિર બાંધવાનો વિરોધ કર્યો હતો પરંતુ બાકીના લોકો મંદિર બાંધવા મક્કમ હતા

શાકભાજી વેચતી એમ.એલ.એ.ની પત્ની

શાકભાજી વેચતી એમ.એલ.એ.ની પત્ની
અહીં શાકભાજી વેંચતી મુલિયા દેવી કોઇ સાધારણ શાકભાજી વેંચનારી નથી. ઝારખંડના ત્રણવાર એમ.એલ.એ. રહી ચુકેલા રાજકારણીની પત્ની મુલિયા દેવી આ જ રાજ્યમાં કરોડોનું કૌભાંડ કરનારા કોડા જેવા લોકો માટે જીવતી મિસાલ સમાન છે.
મુલિયા દેવીને ત્યાં શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો પણ તેને પુછે છે કે આ વખતે આપના એમ.એલ.એ. પતિની શું યોજના છે ? મુલિયા દેવીના પતિએ ઝારખંડની બરકાગાવ બેઠક પરથી 12 ડીસેમ્બરે ચૂંટણી લડી હતી.
"તેમની જીતવાની તકો ઘણી ઉજળી છે", જણાવતા મુલિયા દેવી પોતાના ગ્રાહક માટે ટામેટા તોલતી વખતે બે ટામેટા વધારે નાખીને હઝારીબાગ જિલ્લાના બરકાગાવ શાક માર્કેટમાં પોતાનો વેપલો કરે છે. મુલિયા દેવી ઝારખંડમાંથી ત્રણવાર ભાજપના ચૂંટાયેલા એમ.એલ.એ. લોકનાથ મહાતોની પત્ની છે તેના પતિનું ભાવી 12 ડીસેમ્બરના રોજ અહીં યોજાયેલી ચૂંટણીના બીજા તબક્કામાં ઇ.વી.એમ.માં કેદ થઇ ગયું છે. તે આ શાકમાર્કેટમાં અન્ય શાકભાજીના ફેરિયાની જેમ પોતાની જગ્યા લે છે અને પોતાના આંગણામાં પુત્રની મદદથી ઉગાડેલા શાકભાજીને તે અહીં વેંચે છે.
પોતાની આ પ્રવૃતિથી ખુશ એવી સ્વાભિમાની મુલિયા દેવીનું કહેવું છે કે તે પોતાના પતિની આવક પર નિર્ભર નથી. તે પોતાના આંગણામાં રીંગણા, ટામેટા અને અન્ય શાકભાજી ઉગાડે છે અને વધારાના શાકભાજીને બજારમાં વેંચી દે છે.
1995થી સતત ચૂંટાતા ભાજપના મહાતોનું કહેવું છે કે તેની પત્નીએ જો તેને નાંણાકીય મદદ ન કરી હોતતો તે રાજકારણ અથવા સમાજ સેવામાં આવી શક્યો ન હોત. ઉપરાંત મહાતો કહે છે કે એમ.એલ.એ. તરીકે હું જે કાંઇ કમાઉ છું તે મારા મત ક્ષેત્રના લોકોમાં લગ્ન પ્રસંગ અથવા દાક્તરી સારવાર મેળવવા વહેંચી દઉં છું.

સેતુ-સમુદ્રમ : સરકાર અહેવાલ ન આપી શકી

સેતુ-સમુદ્રમ : સરકાર અહેવાલ ન આપી શકી
સેતુ-સમુદ્રમ પ્રોજેક્ટને રામસેતુ તોડ્યા વિના ધનુષકોડી મારફતે પાર પાડવો શક્ય છે કે કેમ તેની ચકાસણી કરી રહેલી તજજ્ઞોની સમિતિનો અહેવાલ સુપ્રીમ કોટ સમક્ષ નિર્ધારિત સમયમર્યાદામાં રજૂ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. સરકારના સોગંદનામાને રેકોર્ડ પર લઈને કોર્ટે વધુ સુનાવણી ૨૩ ફેબ્રુઆરી પર નક્કી કરી છે. સરકારે કહ્યું છે કે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી (એનઆઈઓ)ના પ્રાથમિક અહેવાલને અંતિમ નિર્ણય ન ગણી શકાય અને તે તજજ્ઞોની સમિતિ માટે બાઘ્ય નથી. પર્યાવરણવાદી આર.કે. પચૌરીની અઘ્યક્ષતા હેઠળ આ સમિતિ રચાઈ છે.

રાજકોટ : 415 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ધીમી શરૂઆત

રાજકોટ : 415 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ધીમી શરૂઆત
વિરૂ, સચિન અને ધોનીની તોફાની બેટિંગ સામે શ્રીલંકન બોલરો વામણાં
સેહવાગ –102 બોલ 146 રન, સચિન–63 બોલ 69 રન, ધોની–53 બોલ 72 રન

ભારતે આપેલા 415 રનના જંગી લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત ઘણી જ ધીમી રહી છે. રાજકોટ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ એક દિવસીય મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકન ટીમના નિર્ણયને ખોટો ઠેરવ્યો હતો.સચિન,સેહવાગ,ધોનીની તોફાની બેટિંગને કારણે ભારતે શ્રીલંકા સામે 7 વિકેટે 414 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. પહેલા બેટિંગમાં ઉતરેલા ઓપનર વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરે શરૂઆતમાં ધીમી પરંતુ મક્કમ રમત દાખવી હતી. પરંતુ બાદમાં વિરૂ અને સચિને પોતાની આગવી શૈલીમાં બેટિંગ કરવાનું શરૂ કરી શ્રીલંકન બોલરોની ચોમેર ધોલાઈ કરી હતી.
વિરેન્દ્ર સેહવાગે પોતાની આક્રમકતાનો પરચો આપતા 102 બોલમાં 17 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી તોફાની 146 રન બનાવ્યા હતા. જ્યારે સચિન તેંડુલકરે પણ આક્રમક અંદાજમાં બેટિંગ કરતા 63 બોલમાં 69 રન બનાવ્યા હતા. જેમાં તેણે 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. સચિનના આઉટ થયા બાદ મેદાનમાં ઉતરેલા સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સ્ફોટક બેટિંગ કરી હતી. ધોનીએ 53 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 72 રન ફટકાર્યા હતા.
બાદમાં સેહવાગ અને ધોનીની ઉપરા ઉપરી વિકેટ પડી જતા ભારતીય ટીમની રન બનાવવાની ગતિ થોડી ધીમી પડી ગઈ હતી અને વિકેટનું પતન શરૂ થઈ ગયું હતું. ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને સુરેશ રૈના ઝડપથી આઉટ થઈ ગયા હતા. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ તોફાની બેટિંગ કરીને ભારતને 400ના આંકડાની પાર પહોંચાડ્યું હતું. કોહલી 19 બોલમાં 27 રન ફટકારીને આઉટ થયો હતો. જ્યારે જાડેજા 17 બોલમાં 30 રન બનાવીને અણનમ રહ્યો હતો.
સ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ ઈજાને કારણે પ્રથમ વન ડેમાંથી બહાર થઈ ગયો હતો. જ્યારે શ્રીલંકા પણ તેના સ્ટાર સ્પીનર મુથૈયા મુરલીધરન અને લસિથ મલિંગા વગર જ મેદાનમાં ઉતરી હતી.ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાને હરાવ્યા બાદ આઈસીસી ટેસ્ટ રેન્કિંગની યાદીમાં ભારત પ્રથમ નંબરે પહોંચી ગયું છે. વન ડે શ્રેણી પણ ભારત જીતી જશે તો વન ડે રેન્કિંગમાં પણ ટોચના સ્થાને પહોંચવાની તક છે.
ભારતીય બેટિંગ : ઓવર-રન / વિકેટ
5-19/0, 10-71/0, 15-107/0, 20-161/1, 25-209/1, 30-260/1, 35-308/1, 40-335/4, 45- 366/6, 50-414/ 7
ભારત: મહેન્દ્રસિંહ ધોની,વિરેન્દ્ર સેહવાગ,સચિન તેંડુલકર,ગૌતમ ગંભીર,વિરાટ કોહલી,સુરેશ રૈના,રવિન્દ્ર જાડેજા, હરભજનસિંહ,પ્રવિણકુમાર,ઝહિર ખાન,આશિષ નેહરા
શ્રીલંકા: ઉપુલ તરંગા, તિલકરત્ને, દિલશાન, કુમાર સંગાકારા, મહેલા જયાવર્દને, તિલહાન સમરવીરા, કાદમ્બી, સનત જયસૂર્યા, એન્જેલો મેથ્યુસ, નુવાન કુલશેખરા, દિલહારા ફર્નાન્ડો, ચનાકા વેલેગેદેરા

સેક્સના રહસ્યોનો ખુલાસો...

સેક્સના રહસ્યોનો ખુલાસો...
તમે જ્યારે સપનામાં કોઈની સાથે સંભોગ કરી રહ્યાં છો અને તમે ઉત્તેજિત થઈને ઉઠી જાવ છો, તો તમે ક્યારે વિચાર્યું છે કે આ એહસાસ ક્યાંથી આવે છે. આ સપનાનો બીજો અર્થ પણ થઈ શકે છે.
બેડ પરના રહસ્યોનો ખુલાસો
ડો. પોમ સ્પરે પોતાની બુક `ડ્રીમ્સ એન્ડ સિમ્બલ અંડરસ્ટેડિંગ યોર સબકાંશસ ડિઝાયર્સ’માં લોકોના સેક્સના સપનાના રહસ્યોનો ખુલાસો કર્યો છે. ડો. સ્પરે જણાવ્યું હતું કે જ્યારે તમે સેક્સના સપના જુવો છો અને ઉત્તેજનાની સાથે ઉઠી જાવ છો, તો આ સપનાને કારણ કંઈક બીજુ પણ હોઈ શકે છે.
સેક્સ સાથે જોડાયેલ રોચક તથ્યો
1. યૌન ક્રિયા દરમિયાન મહિલાઓ કરતાં પુરુષોને વધારે પરસેવો આવે છે.
2. કોન્ડોમ ઈ.સ. 1500માં અસ્તિત્વમાં આવી ગયો હતો.
3. સંભોગ દરમિયાન મહિલા 70થી 120 કેલેરી અને એક પુરુષ 77થી 155 કેલેરી ઉર્જા પ્રતિ કલાક ખર્ચ કરે છે.
4. એક મિનીટ માટે કરવામાં આવેલ ચુંબન લગભગ 26 કેલેરી ઉર્જા બાળી શકે છે.
5. મહિલાઓ માટે સંભોગ એક અસરકારક દર્દ નિવારક છે કારણ કે સંભોગ દરમિયાન શરીરમાં એક શક્તિશાળી દર્દ નિવારક એન્ડોમાર્ફિનનો સ્ત્રાવ હોય છે.
સપનોની દુનિયામાં સેક્સ
ડો. સ્પરે જણાવ્યા અનુસાર સપનાની દુનિયા તમારા યથાર્થની દુનિયાથી એકદમ અલગ હોઈ શકે છે. સપનામાં ઓફિસમાં બોસની સાથે સેક્સ કરી રહ્યાં છો, જેને તમે પસંદ કરતાં પણ નથી.
સપનાના કેટલાક છુપાયેલા રહસ્ય
ડો. સ્પરનું માનવુ છે કે સેક્સથી ભરેલા સપનામાં કેટલાક રહસ્યો હોઈ શકે છે. ડો. સ્પરે પોતાની બુકમાં લખ્યું છે કે તેણે ઘણાં લોકોના સપનોનું વિશ્લેષણ કરીને તેનું કારણ જાણી લીધું છે, કે સેક્સથી ભરેલા સપનામાં કંઈક રહસ્ય છુપાયેલ હોય છે.
ડો. સ્પરના જણાવ્યા મુજબ લોકો તેના જૂના સાથીની સાથે સેક્સના સપના જોવે છે, જ્યારે તે એક નવા સંબંધોમાં હોય છે. આ એક સામાન્ય વાત છે.*

વિનિંગ સ્ટ્રોક: કેટલાક બાળકોને ઊંઘમાં ચાલવાની બીમારી હોય છે પણ કેટલાક મોટાઓ તો ‘જાગૃતિ’ આવ્યા પછી પણ ‘આગળ’ વધતા નથી.

15 December Fresh news કોપનહેગન સમિટનો ફિયાસ્કો ભારત-ચીનનો વોકઆઉટ

કોપનહેગન સમિટનો ફિયાસ્કો ભારત-ચીનનો વોકઆઉટ


વિકસિત દેશો સાથે ૨૦૧૨ પછીના કમિટમેન્ટ મુદ્દે મતભેદ સર્જાતા ‘બેસિક’ દેશોનો જોરદાર વિરોધ
કલાઈમેટ ચેન્જ અંગે વલણ વધુ આકરું બનાવીને ચીન અને અન્ય બે દેશો સાથે મળીને સોમવારે કોપનહેગન ખાતે ચાલી રહેલી વાટાઘાટોમાંથી ભારત બહાર નીકળી ગયું હતું. તે સાથે જ તમામ ઔપચારિક બેઠક સ્થગિત થઈ ગઈ હતી. વિકસિત દેશો કયોટો પ્રોટોકોલ મુજબ પ્રદૂષણ ઘટાડવાનું તેમનું વચન પાળવામાં નિષ્ફળ ગયા તેનાથી નારાજ થઈને બન્નો દેશોએ આ વલણ અપનાવ્યું છે. કોપનહેગન ખાતે ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા પર્યાવરણ મંત્રી જયરામ રમેશ ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ મંત્રીઓ સાથે વોકઆઉટ કરી ગયા હતા અને ડેનમાર્કના પ્રેસિડેન્ટ કોની હેડેગાર્ડને મળીને તેમનો વિરોધ દર્શાવી દીધો હતો.
આ ઘટનાક્રમને પગલે અહીં કલાઈમેટ ચેન્જ અંગે ચાલી રહેલા શિખર સંમેલન(સમિટ)ની તમામ ઔપચારિક બેઠક સ્થગિત થઈ ગઈ હતી. જો કે મોડેથી યુરોપિયન યુનિયને દાવો કર્યો હતો કે વિકાસશીલ દેશો કલાઇમેટ મંત્રણા ચાલુ રાખવા અને ધનિક દેશો સાથેના મતભેદોનો ઉકેલ લાવવા માટે સંમત થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું કે વિકાસશીલ દેશો અને વિકસિત દેશો વરચે ૨૦૧૨ પછીના બીજા તબક્કાના કમિટમેન્ટના મુદ્દે મતભેદ સર્જાતાં ભારત સહિતના વિકાસશીલ દેશોએ આ પગલું ભર્યું હતું. હેડેગાર્ડ સાથે ૩૫ મિનિટની બેઠક બાદ અન્ય મંત્રીઓ સાથે જયરામ રમેશે સંકેત આપ્યો હતો કે મુદ્દો ઉકેલાઈ ગયો છે. મતભેદ ઉકેલાઈ ગયા કે કેમ તે અંગે પૂછાતાં તેમણે કહ્યું કે ‘મને એવું લાગે છે...હું બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યો છું.’
અગાઉ જયરામ રમેશે જાહેર કર્યું હતું કે બેસિક દેશો(બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ચીન)એ તમામ દેશો માટે પર્યાવરણ અંગેના એકસમાન નિયમો સાથેનો સર્વગ્રાહી દસ્તાવેજ તૈયાર કર્યો છે અને આ દસ્તાવેજને આફ્રિકાના દેશોના દસ્તાવેજ સાથે જોડી દેવામાં આવ્યો છે. હવે એકસમાન આફ્રિકા-બેસિક ડ્રાફ્ટ રહેશે, જે હાલમાં જાહેર કરાશે નહીં.
ભારત ત્રણ બાબતો પર મક્કમ
જયરામ રમેશે સ્પષ્ટ કરી દીધું કે પ્રદૂષણ ઘટાડવા અંગે કોઈ કાનૂની બાઘ્યતા નહીં, કોઈ ચોક્કસ વર્ષ નક્કી નહીં અને સ્થાનિક ફંડથી પ્રદૂષણ અંગે લેવાયેલાં પગલાંની આંતરરાષ્ટ્રીય સમીક્ષા નહીં- આ ‘તીનમૂર્તિ’માં ભારત કોઈ જ બાંધછોડ નહીં કરે.
ઓસ્ટ્રેલિયાએ ખોટી રીતે પ્રદૂષણ અંગેનો અહેવાલ રજૂ કર્યો
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાએ તેના કૃષિ અને વન્ય ઉધોગોમાંથી પ્રદૂષણમાં થયેલા વધારા અંગે ખોટો અહેવાલ રજૂ કર્યોહોવાનો આક્ષેપ સોમવારે થયો હતો. તેની સરકારે આ રીતે ‘ખોટી રજૂઆત’ કરી તેની કોપનહેગનમાં સંયુકત રાષ્ટ્રની કલાઈમેટ સમિટમાં તમામ સ્તર પર વ્યાપક ટીકા થઈ છે. ઓસ્ટ્રેલિયાની જ ચેનલ એબીસીના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાએ પ્રદૂષણ અંગે ખોટો અહેવાલ રજૂ કર્યો હતો.

હેડલીના સ્લીપર સેલમાં ગુજરાતીઓ
એટીએસએ નામના આધારે ગુપ્તરાહે તપાસ હાથ ધરી : ટૂંક સમયમાં ધરપકડના ભણકારા
આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગીલાની અને તહવ્વર હુસેન રાણાએ અમદાવાદના રોકાણ દરમિયાન ભરતી કરેલા સ્લીપર સેલનો પર્દાફાશ થયો છે. ગુજરાત પોલીસનાં સૂત્રોના જણાવ્યા મુજબ એફબીઆઇએ એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી)ને તહવ્વર હુસેન રાણા દ્વારા ગુજરાતમાં ભરતી કરાયેલા સ્લીપર સેલના સભ્યોની એક યાદી શનિવારે ગુજરાત પોલીસના એટીએસ (એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ)ને આપી છે. જો કે આ બાબતે એટીએસએ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, લશ્કર-એ-તોઇબાના વઝિરિસ્તાન પ્રાંતના કમાન્ડર ઇલિયાસ કાશ્મીરીએ મૂળ પાકિસ્તાનમાં જન્મેલા અમેરિકન નાગરિક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીને ગુજરાત સહિત ભારતમાં જુદાં જુદાં સ્થળોએ હુમલા કરવા માટે સ્લીપર સેલ બનાવવા સૂચના આપી હતી. આ કામ પૂરું કરવા માટે ડેવિડ હેડલી ૨૦૦૮ના અંતમાં તેના કેનેડિયન સાગરીત તહવ્વર હુસેન રાણા અને તેની પત્ની સાથે ભારત આવ્યો હતો. ૧૮મીથી ૨૦મી નવેમ્બર સુધી તહવ્વર હુસેન રાણા અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી લેમન ટ્રી હોટેલમાં રોકાયો હતો અને ઇમિગ્રેશન ઐજન્સીના નામે વિદેશમાં નોકરી અપાવવાના બહાને ગુજરાતના રમખાણગ્રસ્ત વિસ્તારોમાંથી યુવકોની ભરતી કરી હતી.
એનઆઇએનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે તહવ્વર હુસેન રાણાએ અમદાવાદના દાણીલીમડા, વટવા તથા દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાંથી જેહાદી માનસિકતા ધરાવતા યુવકોની પસંદગી કરી હતી અને તેમનાં નામ ત્રાસવાદી તાલીમ માટે પાકિસ્તાન સ્થિત આકાઓને મોકલી આપ્યાં હતાં. આ બાબતે પૂછતાં ગુજરાત પોલીસનાં સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જે યાદી તેમને એનઆઇએ તરફથી મળી છે તે શખ્સો હાલમાં ગુજરાતમાં છે કે નહીં તે બાબતની તપાસ જારી છે, પરંતુ એક શકયતા એ છે કે આ આતંકવાદીઓને ત્રાસવાદી ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલી દેવાયા હોય.
આ બાબતે ખરાઈ કરવા, તેમના પાસપોર્ટ અને તેના પર લાગેલા વિઝાની ચકાસણી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે જો આ શખ્સો ત્રાસવાદી તાલીમ લઈને પરત આવી ગયા હોય તો તે ચિંતાનો વિષય છે, કારણ કે તેઓ બહારથી આવનાર હુમલાખોરોને સપોર્ટ આપીને ગમે ત્યારે ત્રાટકી શકે છે.
હેડલી-રાણાની તમામ પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરાશે
ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, આતંકવાદીઓ ખાસ કરીને ગુજરાતમાં હુમલો કરવા માગે છે તે વાત સાચી છે. હેડલી અને રાણાએ પણ તે માટે જ ગુજરાતની મુલાકાત લીધી હોવાની પણ પુષ્ટિ થાય છે.
પરંતુ જયાં સુધી આ બે આતંકવાદીઓની દરેક મૂવમેન્ટ વિશે જાણકારી એકત્ર ન કરી લેવાય ત્યાં સુધી ગુજરાત પોલીસ સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી નહીં કરે. જો કે સાથે આ અધિકારીએ કબૂલ્યું હતું કે એનઆઇએ તરફથી હેડલી-રાણા વિશે જાણકારી મળ્યા બાદ તમામ રાજકીય અને ધાર્મિક નેતાઓની સિકયોરિટી વધુ ચુસ્ત બનાવી દેવાઈ છે.
રાજ્યની પોલીસની ગતિવિધિઓની જાણકારી મેળવવાનું ષડ્યંત્ર હતું
સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદ લશ્કર-એ-તોઇબાને ખબર હતી કે ભારતમાં સુરક્ષાના નીતિ-નિયમોમાં ઘણા ફેરફાર આવશે. તેથી હવે પછીનો હુમલો કરવા માટે આ ફેરફારની જાણકારી મેળવવી આતંકવાદીઓ માટે અત્યંત જરૂરી હતી. આ કામ માટે હેડલી-રાણાની બેલડીએ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં સ્લીપર સેલ બનાવ્યા હતા, જેમનું કામ આ તમામ જાણકારી ઐકત્ર કરીને આતંકવાદીઓ સુધી પહોંચાડવાની હતી. *
ધર્માતર કરનારા દલિતોને અનામતનો લાભ નહિ મળે
ગુજરાતમાં વસતા દલિતો ધર્માતર કરીને મુસ્લિમ અથવા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે તો તેમને દલિત તરીકે મળતા અનામત સહિતના લાભ બંધ થઈ જશે. ગુજરાત વિધાનસભાના આગામી બે દિવસીય સત્રમાં આ અંગેનો સંકલ્પ રાજ્યના સામાજિક ન્યાય અધિકારિતા પ્રધાન ફકીરભાઈ વાધેલા લાવશે. વિધાનસભામાં આ સંકલ્પની ચર્ચા પછી ગુજરાત સરકાર કેન્દ્રને આ પ્રસ્તાવ મોકલશે. ધર્માતર પછી દલિત મુસ્લિમ અથવા ખ્રિસ્તી બની જતો હોવાથી તેમને આ લાભ મેળવવા હકદાર ન હોવાનો તર્ક સાથે સરકારે આ સંકલ્પ લાવવાનો નિર્ણય કર્યોછે. ગુજરાતમાં વસતીના પ્રમાણમાં ધર્માતરનો દર આશરે ૮થી ૧૦ ટકા હોવાનું મનાય છે.કેન્દ્ર સરકારે ધાર્મિક-ભાષાકીય લઘુમતીઓની સમસ્યા અને પ્રશ્નો નિવારવા માટે જસ્ટિસ રંગનાથન મિશ્રા કમિશનની નિમણૂક કરી હતી. આ કમિશને કરેલી કેટલીક ભલામણોમાં ધર્માતર થયેલાં અનુસૂચિત જાતિ(એસસી) પરિવારોનો અનુસૂચિત જાતિની યાદીમાં સમાવેશ કરી આ પરિવારોને અનામતનો લાભ આપવાની પણ એક ભલામણ કરી છે. હાલમાં ગુજરાત સહિત દેશના કરોડો દલિતો બંધારણના અનુચ્છેદ ૩૪૧ અંતર્ગત અનામત સહિતના અનેક લાભ મેળવી રહ્યાં છે. આ કાયદામાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર સંસદ પાસે છે.
દેશની આઝાદી પછી દલિત સહિતના દબાયેલા-કચડાયેલા વર્ગના ઉત્થાન માટે લાંબી વિચારણા પછી અનુસૂચિત જાતિને લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. અલબત્ત, આ લાભ આપવા માટે અત્યારે માત્ર સામાજિક પછાતપણાને જ ઘ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક કે અન્ય માપદંડો ઘ્યાનમાં લેવામાં આવતા નથી. જો કે, ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં આવનારા સંકલ્પમાં અ.જાતિના લોકો ધર્માતર પછી આપોઆપ મુસ્લિમ અથવા ખ્રિસ્તિ બની જતાં હોવાથી તેમને પરંપરાગત રીતે દલિતોના અનામત સહિતના લાભ આપવા યોગ્ય ગણાય નહિ તેવી દલીલ કરવામાં આવી છે. સંકલ્પમાં જણાવાયું છે કે, દેશની આઝાદી પછીની પ્રત્યેક સંસદોએ આ માગણીનો અસ્વીકાર કરેલો છે. આથી આટલા મોટા સમાજને અન્યાય ન થાય અને દલિત સિવાયના અન્ય લોકોને અ.જાતિના લાભ ન મળે તે માટે જસ્ટિસ મિશ્રા કમિશનની ભલામણોનો સ્વીકાર ન કરવા ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને અનુરોધ કરે છે તેવો સંકલ્પ કેન્દ્ર સરકારને મોકલશે.
રાજ્યમાં દલિતોની તુલનાએ આદિવાસીઓમાં ધર્માતરણ વધુ
ગુજરાતમાં ધર્માતરણ માટે આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. દૂર અને આંતરિયાળ વિસ્તારોમાં વસતાં અભણ આદિવાસીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અત્યંત પછાત અને લગભગ શહેરી સંસ્કતિથી તદ્દન અજાણ અને અત્યંત ગરીબાઈમાં વસતા પરિવારોને આર્થિક, સામાજિક સહિતનાં પ્રલોભનો આપીને ધર્માતર કરાવાય છે.
ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં આ મુદ્દે લોહીયાળ સંઘર્ષ પણ સર્જાઈ ચૂકયો છે. ગુજરાતના ડાંગ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વટાળ પ્રવૃત્તિ જોરશોરથી ચાલતી રહી છે અને પોલીસકેસ સહિતની કાનૂની લડાઈ પણ ચાલી રહી છે.

07 November Freshener news

કાપડની નિકાસ પર ડ્યૂટી ડ્રોબેક વધશે!
કાપડ મંત્રાલયે ગારમેન્ટ એક્સપોર્ટ પર ડ્યૂટી ડ્રોબેક વધારવાનો પ્રસ્તાવ વાણિજય મંત્રાલયની ડ્યૂટી ડ્રોબેક કમિટીને મોકલી આપ્યો છે. આ મુદ્દે કમિટીને બેઠક ટૂંક સમયમાં જ યોજાવાની છે. કમિટી દ્વારા પ્રસ્તાવ પાસ કર્યા બાદ રાજ્યનું મહેસૂલ ખાતું આખરી નિર્ણય લેશે. કાપડ મંત્રાલયના સંયુકત સચિવ જે.એન.સિંહે કહ્યું કે આ આંગે મંત્રાલયની તરફથી ડયૂટ ડ્રોબેક વધારવાનો પ્રસ્તાવ કમિટીને મોકલી આપ્યો છે. કમિટીની ટૂંકમાં બેઠક યોજવાની છે તેમાં આ પ્રસ્તાવ પર નિર્ણય લેવાશે.
દેશના સાત રાજ્યોમાં આજે પેટા ચૂંટણી
દેશના સાત રાજ્યની 31 વિધાનસભા તથા એક લોકસભાની બેઠક માટે આજે મતદાન થઇ રહ્યુ છે. સુત્રોના જણાવ્યાનુસાર મતદાન શાંતિપૂર્વક ચાલી રહ્યુ છે. બોગસ વોટીંગ અને આતંકી હુમલાની દહેશતને કારણે દરેક રાજ્યમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આજે થઇ રહેલી પેટા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 11, કેરલની 3, પશ્ચિમ બંગાળની 10, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને આસામની 2-2 અને છત્તીસગઢની 1 વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશની ફિરોઝાબાદ સંસદીય બેઠક માટે પણ મતદાન થઇ રહ્યુ છે. અહીં કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે જોરદાર ટક્કર જામી છે.
ચિદમ્બરમ પર જૂતું ફેંકનાર પત્રકારનું સન્માન કરાયું
કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ પર જાહેરમાં જૂતું ફેંકીને ચર્ચામાં આવેલા શીખ પત્રકાર જનરલ સિંહનું કેનેડામાં સન્માન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે 1984ના શીખ વિરોધી રમખાણોના મુખ્ય
આરોપી ગણાતા ટાઈટલરને ક્લિન ચિટ મળવાના વિરોધમાં જનરલ સિંહે આ વર્ષે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પી. ચિદમ્બરમ પર જાહેરમાં જૂતુ ફેંક્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જનરલસિંહને તાજેતરમાં જ કેનેડાના શીખ સમુદાય તરફથી સન્માનીત કરવામાં આવ્યો છે. જનરલ સિંહને લાયન ઓફ દિલ્લીનું સન્માન આપવામાં આવ્યું છે.
સ્કૂલ બસને અકસ્માત નડતા 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
દિલ્લીના કાશ્મેર ગેટ નજીક આજે સવારે એક સ્કૂલ બસ મિનિ ટ્રક સાથે અથડાતા સાત વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત બન્યા છે. જેમાં બેની હાલત ગંભીર છે.આજે સવારે 7:30 વાગ્યે ડીપીએસ મથુરા રોડ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને જતી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. તે સમયે બસમાં 12 વિદ્યાર્થીઓ હતા.ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીઓને બારા હિન્દુ રોડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
સેલ્ફ હેલ્પની બુક પહેલી પસંદ
જ્યારે બાળક યુવાનીમાં પ્રવેશે તે સમયે તેને પ્રેમ કે ફ્રેન્ડશિપ જેવી બાબતોમાં વધારે હોય છે. તે જ કારણે યંગસ્ટર્સમાં લવ સ્ટોરી ધરાવતી નોવેલ વાંચવાનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ આજના આ મોડર્ન યુગમાં યંગસ્ટર્સ જેટલો સમય નોવેલ વાંચવામાં ફાળવે છે તેટલો જ સમય સેલ્ફ હેલ્પની બુક વાંચવા પાછળ પણ ફાળવે છે.
થાપણદારોને થપાટ: લોનધારકોને લાભ!!
એક તરફ ફુગાવાનો દર વધી રહ્યો છે. ત્યારે બેંકોએ વ્યાજની આવક ઉપર જીવતા સિનિયર સિટીઝન્સ અને અન્ય વર્ગને પડયા ઉપર પાટું મારવા જેવો નિર્ણય લઇને થાપણોના વ્યાજદરમાં ઘટાડો કર્યોછે. તો બીજી તરફ નવું મકાન લેવા ઇરછતા લોકો માટે લાસ્ટ ચાન્સ જેવી સ્ટેટબેન્ક, પીએનબી અને એકિસસ બેન્કે સસ્તા વ્યાજની હોમલોનની મુદ્દત આગળ વધારવાની કે ઓફર કરવાની જાહેરાત કરી છે
ઓસી.માં ૪ કોલેજ બંધ થઈ:ભારતીય વિધાર્થીઓ સંકટમાં
ઓસ્ટ્રેલિયાના સીડની અને મેલબોર્નમાં ચાર ખાનગી કોલેજ એકાએક બંધ થઇ જવાના પગલે ભારતીય સહિત લગભગ ૨,૭૦૦ આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ મુસીબતમાં મુકાઇ ગયા છે. તેમાંથી કેટલાકને તો તેમની ડિગ્રી મેળવવામાં માત્ર બે સપ્તાહનો જ સમય બાકી હતો.
NRI સર ગુલામ નૂનને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
કરી કિંગ તરીકે ઓળખાતા એનઆરઆઇ બિઝનેસમેન સર ગુલામ નૂનને લંડનમાં યોજાયેલા વર્ષના પ્રતિષ્ઠીત વર્લ્ડ ફૂડ એવોર્ડમાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેમણે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાન બદલ આપવામાં આવ્યો છે.નૂને 1987માં મુખ્યત્વે ભારતીય અને થાઇ ભાણામાં તૈયાર ફૂડ મળે તેવી નૂન પ્રોડક્ટ્સની સ્થાપના કરી હતી. તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખાદ્ય પદાર્થ બનાવવા માટે ખુબજ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. શનિવાર રાત્રે લંડનના હિલ્ટન પાર્ક ખાતે યોજાયેલા સમારંભમાં નૂને જણાવ્યુ હતુ કે, નૂન પ્રોડક્ટ્સની સ્થાપના પહેલાંથી ખાદ્ય પદાર્થની સ્થાપના થઇ હતી. પરંતુ લોકો માટે ખાદ્ય પદાર્થ બનાવવા માટે તે ખુબજ ખુશ છે.પાઠક પીકલ્સના માલિક મીના અને કીરીટ પાઠકને ભારતીય રેસ્ટોરન્ટ્સ કેટેગરીમાં આઉટસ્ટેન્ડીંગ એચીવમેન્ટનો એવોર્ડ એનાયત કરાયો હતો. જ્યારે ભારતીય રેસ્ટોરન્ટ ધ સિનમમ ક્લબને રેસ્ટોરન્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો.
ગુલબર્ગકાંડ : સાક્ષી ઇમ્તિયાઝની જુબાની ખોટી ઠરે તો સજા
ગુલબર્ગ સોસાયટી ઉપર કોમી રમખાણો સમયે થયેલા હુમલામાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ મદદ પહોંચાડવાના બદલે અપશબ્દો કહ્યાં હોવાનો આક્ષેપ જો ખોટો અને બદઇરાદાયુક્ત પૂરવાર થાય તો મુખ્ય સાક્ષી ઇમ્તિયાઝ પઠાણને ફોજદારી ધારાની વિવિધ કલમ હેઠળ કડક સજા થઇ શકે છે.
પૂર્વની કેટલીક શાળામાં કાર્યક્રમનું ટેલિકાસ્ટ ન થયું
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો, જેનું પ્રસારણ બાયસેગ દ્વારા શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું, જોકે શહેરના પૂર્વ વિસ્તારની કેટલીક શાળાઓમાં પ્રસારણ જ ન થતાં વિધાર્થીઓ ટીવી સેટ સામે હમણા ચાલુ થશેની રાહ જોઇને બેસી રહ્યાં હતા અને સમગ્ર કાર્યક્રમ આ જ રીતે પૂર્ણ થઇ ગયો હતો. ટેકનિકલ ક્ષતિના લીધે શાળાઓ સુધી મોદીનો‘અવાજ’પહોંચી શક્યો ન હતો
સાયન્સમાં ૧૦ માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રશ્નો ફરજિયાત
સાયન્સ શાખાના વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં નોધપાત્ર સફળતા મેળવી શકે અને જે તે વિષયને આત્મસાત કરી શકે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલમાં યોજાનાર વાર્ષિક પરીક્ષામાં ૧૦ માક્ર્સના ઓબ્જેકિટવ પ્રશ્નો ફરજિયાતપણે પૂછાશે. એફવાય, એસવાય, ટીવાય બીએસસીની કુલ ૭૦ માક્ર્સની પરીક્ષામાં ૧૦ માક્ર્સના પ્રશ્નો ફરજિયાતપણે વિધાર્થીઓને લખવાના રહેશે. યુનિવર્સિટી સત્તાવાળાઓ આ અંગે નક્કર દિશામાં આગળ વધી રહ્યાં હોવાની વિગતો મળી છે.
રૂ.૧૦૦ની નકલી નોટ છાપતાં ત્રણની ધરપકડ
શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ગત સાંજે રૂ. ૧૦૦ની બનાવટી ચલણી નોટ વટાવવા માટે ફરી રહેલા ગિઠયાને નવાપુરા પોલીસે રંગેહાથ ઝડપી પાડયા બાદ આજે તેના બે સાગરીતોની ધરપકડ કરી તેઓની પાસેથી રૂ. ૩૪,૭૦૦ની બનાવટી ચલણી નોટો તેમજ કમ્પ્યૂટર, પ્રિન્ટર અને સ્કેનર મશીન જપ્ત કર્યું હતું.
સાત તાલુકાના શિક્ષકોના બદલી કેમ્પ યોજવા માગ
વડોદરા જિલ્લાના સાત તાલુકાના મુલતવી રખાયેલા પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેનો જનરલ કેમ્પ તાકીદે યોજવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધે માગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં સાત તાલુકાના કેમ્પ વહીવટી અવ્યવસ્થાને કારણે મુલતવી રખાયા હતા.
શેઠ પાસે ૧ કરોડની ખંડણી માગનાર કર્મચારી પકડાયો
એમ્બ્રોઇડરીના કારખાનામાં એક સમયે કામ કરનારા યુવાને તેમના જ ભૂતપૂર્વ શેઠને ફોન મારફતે ધમકી આપી રૂ. એક કરોડની માગણી કરી હતી. સતત દસ દિવસ સુધી આ રીતે ફોન મારફતે ધમકી આપનારો એટલો કાચો નીકળ્યો કે તેણે સતત એક જ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યોહતો. જેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આ યુવાનને પકડી પાડયો હતો. જેણે સીમ કાર્ડ પોતાના ઘરે ચોખાની પેટીમાં છૂપાવી દીધો હતો તે પોલીસે કબજે કર્યોછે.

મહિલા તબીબ સહિત ચારને સ્વાઇન ફ્લૂ હોવાની આશંકા
સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને શિયાળામાં આ રોગ અજગર ભરડો લેશે તેવો તબીબો ભય દર્શાવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલની રેસિડેંન્ટ ડોક્ટર સહિત ચારને સ્વાઇન ફ્લૂ હોવાની શંકાએ ચારેયની દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ ગુરુવારે હોસ્પિટલમાં મૃત્યુ પામનાર પ્રૌઢનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
પ્રેમી પંખીડાંને શોધવા મોરબી પંથકમાં દરોડો
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાને મોરબીના જીવાપર ગામનો પટેલ શખ્સ ભગાડી ગયાની શંકાના આધારે તેના પરિવારજનો શોધખોળ માટે મોરબી આવ્યા હતા.પોલીસને સાથે રાખીને કરેલી તપાસ દરમિયાન ગંધ આવી જતાં બન્નો નાસી જવામાં સફળ રહ્યા હતા.
આખું ઘર બે દી’ ભૂખ્યું રહ્યા બાદ યુવાનનો આપઘાત
ગુજરાતમાં કરોડો રૂપિયાના એમઓયુ અને ઉધોગ ધંધાની વાત માત્ર ચોપડા પર જ છે. વાસ્તવિકતા કંઇક જુદી છે. સામાન્ય માનવીને રોજે રોજનું કમાઇને ખાવામાં પણ તકલીફ છે. આવા જ એક કિસ્સામાં રાજકોટના ઘંટેશ્વરમાં બબ્બે દિવસથી ઘરમાં અનાજનો દાણો નહોઇ ભૂખે ટળવળતા નાના ભાંડેરાઓ અને માતા-પિતાની હાલતથી દ્રવી ઉઠેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
લીલી ચા મોંઢાના કેન્સરના ઉપચારમાં અસરકારક
તમાકુના વઘુ પડતા સેવનને કારણે થતા મોંઢાના કેન્સરના ઇલાજમાં લીલી ચા અક્સીર ઇલાજ હોવાનું અમેરિકાના સંશોધકોનું માનવું છે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ ટેક્સાસના સંશોધકોએ કરેલા અભ્યાસના તારણો પ્રમાણે લીલી ચાના પાનમાં પોલીફેનોલ્સનું પ્રમાણે વધારે હોય છે, જે કેન્સર ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ખેંચતાણ વચ્ચે આખરે આજે શપથવિધિ
મલાઈદાર ખાતાં પોતાને મળવાની ખેંચતાણ બાદ આખરે રાજયપાલ એસ. સી. જમિરે આપેલું અિલ્ટમેટમ પૂરું થવાનું હોવાથી કોંગ્રેસ- એનસીપીના કેટલાક પ્રધાનો શનિવારે હોદ્દાના શપથ લેશે.
ભાવવધારા અંગે સરકાર નિષ્ક્રિય
રોજની ખાવાપીવાની ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો રોકવા માટે સરકાર કોઈ પગલાં ન લેતી હોવાની ભાવના સામાન્ય નાગરિકોમાં રોષ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં લગભગ દરેક વસ્તુની કિંમતો બમણી થઈ છે. કેન્દ્રના ખેતીવાડી ખાતાના પ્રધાન શરદ પવારે તો હજુ ત્રણ મહિના ભાવ ઘટવાની શકયતા નહીં હોવાનું જાહેર કરી દીધું છે. રવિ પાક હાથમાં આવ્યા પછી કદાચ ભાવ ઘટવાની સંભાવના શરદ પવાર દર્શાવે છે.
બિહારી પ્રધાન સામે નોટિસ કાઢો- હાઈકોર્ટ
બોગસ રેશનકાર્ડના આધારે શસ્ત્ર પરવાના મેળવવા માટે બિહારના પ્રધાન જમશેદ અશરફને કારણદર્શક નોટિસ ફટકારવાનો આદેશ ગઈ કાલે હાઈકોર્ટે રાજય સરકારને આપ્યો હતો. આ સંબંધમાં મનસેના ઉરણ તાલુકા અઘ્યક્ષ અતુલ ભગતે કરેલ જનહિત અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ થઈ ત્યારે તેમણે આ શંકાસ્પદ વ્યવહારનાં મૂળ કાગળિયાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપીને સુનાવણી ચાર સપ્તાહ મોકૂફ રાખી છે. અરજદાર તરફથી એડવોકેટ ઉજય વારુંજીકર દલીલો કરી રહ્યાં છે.જમશેદની જએએનપીટી બંદરમાં કોન્ટ્રાકટ કામગાર પૂરા પાડવાની એજન્સી છે.
શું ભારતીય મહિલાઓ બીચવિયર માટે તૈયાર છે?
ભારતીય ડિઝાઈનર રીતુ સેન(23) જ્યારે રજાઓ ગાળવા માટે આંદમાન ટાપુ પર પહોંચી ત્યારે તે સ્વિમસૂટ પહેરનારી એકમાત્ર મહિલા હતી. તેની સાથે ગયેલી અન્ય ડિઝાઈનરો સલવાર-કમીઝ કે સાડીમાં જોવા મળી હતી.
એક સિમ્પલ સી કોફી ભી ટિ્વસ્ટ દેતી હૈ...યહાં
ઓપન થયેલું એક અદ્ભુત પ્રકારનું કોફી બાર બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના વિભિન્ના કોફી બાર કરતા આ કોફી બાર ની વિશેષતા પણ અલગ છે. ડ્રંકન મંકી કોફી બાર તરીકે આ કોફી શોપની શરૂઆત બીસીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી માત્ર ૨૦ વર્ષની અંકિતા મહેતાએ કરી છે.
રણબિર માટે ત્રણ અભિનેત્રીઓનો જંગ!
બોલિવૂડની ત્રણ અભિનેત્રીઓ, દીપિકા, સોનમ અને કેટરીના એક બીજાની દુશ્મન બની ગઈ છે. અને તે પણ ચોકલેટી બોય રણબિર કપૂર માટે. કારણે કે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ના શૂટિંગ દરમિયાન કેટરીના કૈફ અને રણબિર કપૂર એટલા નજીક આવી ગયા હતાં કે તેણે દીપિકા સાથેના પોતાના પ્રેમ સંબંધનો અંત લાવી દીધી હતો.
છોકરી મારી પ્રાથમિકતા નથી: રણબીર
એકબાજુ સમાચારો વહેતા થયા છે કે રણબીર કપૂર અને તેની ગર્લફ્રેન્ડ દિપીકા પાદુકોણે વચ્ચે અબોલા થયા છે ત્યારે રણબીર કપૂરનું કહેવું છે કે છોકરી સાથે સંબંધો રાખવા તે મારી પ્રાથમિકતા નથી.તેણે જણાવ્યું હતું કે ફિલ્મો જ તેની પ્રાથમિકતા છે બીજું કંઈ નહી. પોતાની લવ લાઈફને લઈને થઈ રહેલી વાતોથી રણબીર ઘણો જ વ્યથિત છે.તેણે જણાવ્યું હતું કે લોકો વિચારે છે તે રીતનો તે લવર બોય નથી પરંતુ તે રોમેન્ટિક વ્યક્તિ છે. તે જાણે છે કે તેનું ભવિષ્ય ઘણું જ ઉજ્જવળ છે.
જીવનના સૌથી સુંદર કાળમાંથી પસાર થઇ રહી છું : કરિના
મોટાભાગના જાહેર સમારંભમાં પ્રેમી સૈફ સાથે જ દેખાતી કરિના કપૂરે જણાવ્યું હતું કે તે જીવનના સૌથી સુંદર કાળમાંથી પસાર થઇ રહી છે.સૈફ અલી ખાન સાથેના પોતાના પ્રેમને જાહેરમાં પ્રદર્શન કરવામાં તેને સહેજ પણ મૂંઝવણ થતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમ કહાની પર આધારિત આગામી ફિલ્મ ‘કુરબાન’માં સૈફ અને કરિનાની જોડી છે.
જેસિકા ઓબામાની ટીમમાં
રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સરાહ જેસિકા પાર્કરને તેની ટીમમાં શામિલ કરી છે તે કલા સાથે જોડાયેલી બાબતમાં તેને સલાહ આપશે.જેસિકાની સાત્થે વોગ પત્રિકાની સંપાદક અન્ના વિન્ટર પણ સલાહકાર તરીકે નિયુકત કરવામા આવી છેસરાહ જેસિકા પાર્લરને પણ બરાક ઓબામાએ તેની ટીમમાં શામિલ કરી છે હવે તે પમ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની કમિટીમાં શામિલ થઇ ગઇ છે.
ફરદીન ખાનનો એક નવો બિઝનેસ
ચિંતા કરવાની (કે ખુશ થવાની) જરૂર નથી. ફરદીન ખાને અભિનયમાંથી છૂટ્ટી લઇને કોઇ નવો બિઝનેસ કરવાની શરૂઆત કરી નથી. અને તેનો આવો કોઇ ઇરાદો પણ નથી. વાત એમ છે કે પોતાની ફિલ્મ ‘એસિડ ફેક્ટરી’માં ફરદીન એટલો બધો રસ લઇ રહ્યો હતો કે હવે આ ફિલ્મ માટે તે માર્કેટિંગ એક્ઝિક્યુટીવ બની ગયો હતો. જાણવા મળ્યા મુજબ તેએ એકલે હાથે પીવીઆર સાથે પ્રમોશન માર્કેટિંગ ડીલ કરી છે. હવે આ સિનેમાની શ્રેણીએ ‘એસિડ ફેક્ટરી’નું માર્કેટિંગ અને પ્રમોશનલ કામકાજ સંભાળી લીઘું હતંુ. ફરદીનમાં આટલી બધી પ્રતિભા છૂપાઇ હશે એ વાતનો સપને પણ ખ્યાલ નહોતો. ‘વેલ ડન ફરદીન’ અને ‘કિપ ઇટ અપ’!
૯૫૦મા પ્રયાસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યો
માણસ ધારે તો કંઇ પણ અશક્ય નથી. દક્ષિણ કોરિયાની એક ૬૮ વર્ષની મહિલાએ તેના ૯૫૦મા પ્રયાસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી પરીક્ષા પાસ કરીને આ બાબતને પુરવાર કરી છે. ચા સા સૂને પહેલી વખત ૨૦૦૫માં પરીક્ષા આપી હતી, પરંતુ તેના માટે જરૂરી ૬૦ પોઇન્ટ તેને મળ્યા નહીં.
૩૫ વર્ષ પહેલાં ચોરાયેલી ગાડી મળી ગઈ
અમેરિકામાં કસ્ટમ એજન્ટના આશ્ચર્યની તે સમયે સીમા ના રહી જયારે તેણે લોસ એન્જલસ પોર્ટ પર ૧૯૬૫ના મોડેલની ગાડી ‘વોકસવેગન’ ને શિપના કન્ટેરમાં ચઢાવતા જોઇ લીધી. હકીકતમાં ૩૫ વર્ષ પહેલાં આ ગાડી ચોરાઇ જવાની ફરિયાદ લખાવાઇ હતી અને ઘણો પ્રયાસ બાદ પણ ગાડી ન મળતાં પોલીસે તેના અંગે આશા છોડી દીધી હતી.
હવે દવા લેવાનું હંમેશાં ભૂલી જાવ
જો તમારે વારંવાર ઇન્જેક્શન કે દવા લેવી પડતી હોય અને તમે દવા લેવાનો સમય યાદ કરી કરીને કંટાળી ગયા હો તો તમારા માટે એક આનંદના સમાચાર છે.મેડિકલ જગતમાં ક્રાન્તિ આવે અને ડાયબિટીસથી પીડાતા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થાય એવો એક અનોખું ઉપકરણ અમદાવાદના ત્રણ વિધાર્થીઓએ શોધી કાઢયું છે.દવા લેવાનો સમય યાદ રાખી દર્દીઓને ઓટોમેટિકલી દવા આપતી અદભુત ડિવાઇસ બાયોમેડિકલના વિધાર્થીઓ રોનક સોની, હર્ષ ઠાકુર અને સમર્થ શાહે શોધી કાઢી છે.
ખાધતેલ અને એરંડામાં સુધારો
આજે માગમાં સુધારાને કારણે સીંગતેલ અને કપાસિયામાં વધુ રૂ.પાંચનો સુધારો હતો. એકસપોર્ટની ડિમાન્ડ વધતા કપાસમાં તેજી તરફી માહોલ હતો. વેચાણવાળાની લેવાલી અને વિદેશની પૂછપરછને પગલે એરંડા વાયદામાં તેજી હતી જયારે પામ વાયદામાં મિશ્ર વલણ હતું.
સ્મોલ-મિડ કેપ, પીએસયુ શેરોમાં તેજીનો જુવાળ
૧૦૦થી વઘુ પીએસયુ સાહસોમાં ડીસઇન્વેસ્ટમેન્ટની સરકારની તૈયારીના પોઝિટીવ પરિબળે તેમ જ સ્ટીલ-મેટલ કંપનીઓએ ઓક્ટોબર ૨૦૦૯ મહિનામાં ભાવમાં ઘટાડા છતાં ઉત્પાદનમાં મોટી વૃદ્ધિ નોંધાવતા અને યુ.એસ.માં બેરોજગારીના આંકડા જાહેર થતાં પૂર્વે અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી ગયાની અટકળો આજે આંકડામાં જોવા મળશે. એવા અંદાજોએ ડાઉ જોન્સના ગઇકાલે ૨૦૪ પોઇન્ટના ઉછાળાની રાહે એશીયાના બજારોમાં તેજી રહી હ તી. ટ્રેડીંગના આરંભથી જ આ વૈશ્વિક પોઝિટીવ પરિબળો તેમજ સ્થાનિક મોરચે નાણા પ્રધાન પ્રણવ મુખર્જી દ્વારા સ્ટીમ્યુલસ જોગવાઇ પાછી નહીં ખેંચવાના અને હળવા નીચા વ્યાજ દરની નીતિ કાયમ રાખવાના નિર્દેશે એફઆઇઆઇઝ, ઔદ્યોગિક ફંડો, વ્હાઇટ એન્ડ વ્હાઇટ દિગ્ગજ, બિગબુલ, એલીફન્ટ ઇન્વેસ્ટર ટ્રેડરની ઇન્ડેક્ષ બેઝડ શેરોમાં આરંભિક મજબૂત લેવાલી રહી હતી. ખાસ મેટલ શેરોમાં ટાટા સ્ટીલ, સ્ટરલાઇટની આગેવાનીમાં તેજી અને સ્ટેટ બેંક, જયપ્રકાશ એસોસીયેટસ, લાર્સન, ડીએલએફ, એચડીએફસી, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, એચડીએફસી બેંક સહિતમાં લેવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૬૦૬૩.૯૦ સામે ૧૬૧૩૭.૪૨ ખુલીને એક સમયે ૨૧૯.૯૬ પોઇન્ટના ઉછાળે ૧૬૨૮૩.૮૬ની ઊંચાઇએ પહોંચી ગયો હતો. પરંતુ વઘ્યામથાળે આજે યુરોપના શેરબજારો સાવચેતીની રૂખે ખુલતા અને પાછલા દિવસોમાં તેજીમાં અટવાયેલા ખેલંદાઓની નિફ્ટી બેઝડ ૪૮૫૦ નજીક હળવા થવાના માનસે અને સપ્તાહના અંતિમ દિવસે લેણ હળવું કરી હાશ છૂટયાના ભાવે ઘણા ખેલંદાઓએ નજીવી નુકસાની તો નુકસાની ગાંઠે બાંધવા લાગ્યા હતા. જેના પરિણામે વઘ્યામથાળે બજારને ઇન્ડેક્ષ બેઝડ બ્રેક લાગી હતી.
અગાઉથી મંજૂરી આપી હોવાથી મુખ્યમંત્રી ૩ કાર્યક્રમોમાં વિડિયો દ્વારા હાજરી આપશે
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાઇબર ઇ-સ્નેહ સંમેલનને સંબોધી કાર્ય પ્રારંભ કર્યા બાદ હજુ બે દિવસ શનિવાર અને રવિવારે અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમમાં હાજર રહેવાના બદલે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. સોમવાર ગુણોત્સવ કાર્યક્રમ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજશે. મંગળવાર અને બુધવાર બે દિવસ ‘અનામત’ રાખ્યા હોઇ મુખ્યમંત્રીની નજીકના વર્તુળો માને છે કે તેઓ દિલ્હી પક્ષની કોઇ બેઠક માટે જશે
મોદીએ માસ્ક પહેરીને જ મંત્રીઓ-અધિકારીઓ સાથે ચર્ચા કરી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માસ્ક પહેરીને મંત્રીઓ તથા અધિકારીઓ સાથે દિવસ દરમિયાન બેઠકો યોજી સરકારની કામગીરીમાં સક્રિય થઈ ગયા હતા. ફાઈલોના નિકાલ માટે મુખ્યમંત્રી ઓફિસના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.વીડિયો કોન્ફરન્સ પુરતો માસ્ક હટાવ્યા બાદ ફરી ધારણ કરી લીધો ઃ કેટલાક અધિકારીઓએ પણ માસ્ક ધારણ કર્યા
કેન્દ્રના ઊર્જા રાજ્યમંત્રીની ટકોર : ગુજરાત સરકાર પ્રજા પર વીજ ભાવવધારો ન ઝીંકે
કેન્દ્રના ઊર્જા રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાત સરકાર પર ચાબખા માર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, સરકાર એક બાજુએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કરી રહી છે ત્યારે બીજી બાજુ તેમના રાજ્યના ઊર્જામંત્રીએ વીજ ભાવવધારાનો નિર્દેશ આપ્યો છે પરંતુ ગુજરાતની પ્રજા પર ભાવવધારાનો બોજો નહીં ઝીકવો જોઈએ.
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ૨૧ કાચા મકાનો, બે મંદિરો તોડી પડાયા
મહાપાલિકા દ્વારા અહીંના યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળ, વિમલનગર પાસેના એંસી ફૂટના રસ્તા પરથી ૧૩ અને ૩૦ ફૂટના રસ્તા પરથી ૮ મળી ૨૧ મકાનો તેમજ બે મંદિરો પર બુલડોઝર ફેરવી દીધા હતા. યુનિવર્સિટી રોડ, સાઘુ વાસવાણી રોડ, રૈયારોડ વગેરે આજુબાજુના રસ્તાને ડેવલપ કરવા આ કાર્યવાહી હાથ ધરાયાનું જણાવાયું છે.
મેહુલ પટેલ-સલીલ યાદવની ૩-૩ વિકેટ
રણજી ટ્રોફીમાં ગુજરાતે ૧૫૯ રનથી ઓરીસ્સાને કચડ્યું
ગુજરાતે રણજી ટ્રોફીના પ્રથમ મુકાબલામાં શાનદાર દેખાવ કરતાં ઓરીસ્સાને ૧૫૯ રનથી કચડી નાંખ્યુ હતુ. ગુજરાતે આપેલા ૩૮૦ રનના જંગી પડકારનો પીછો કરતાં ઓરીસ્સા આજે મેચના આખરી દિવસે ૮૪.૩ ઓવરમાં ૨૨૦ રનમાં ખખડ્યુ હતુ. ગુજરાત તરફથી મેહુલ પટેલ અને સલીલ યાદવે ૩-૩ વિકેટો ઝડપી હતી.
સચિનની મોટા ભાગની સદી ભારતને ફળી છે
સચિન તેંડુલકર સદી ફટકારે ત્યારે ભારત હારે જ છે આમ કહેનારાની સંખ્યા ગુરુવારે ઘણી મોટી હતી. ઓસ્ટ્રેલિયા સામેની હૈદરાબાદ ખાતેની પાંચમી વન-ડે ક્રિકેટ મેચમાં સચિન તેંડુલકરે શાનદાર સદી ફટકારી હતી અને ભારતનો ત્રણ રનથી પરાજય થયો હતો.સચિને તેની કારકિદીર્ની ૪૫મી સદી પૂરી કરી એ પછી તે ટીમને વિજયની નજીક લઇ ગયો ત્યાં સુધીમાં તો માન્યતા ધરાવતા ક્રિકેટપ્રેમીઓની સંખ્યામાં સચિનના ટેસ્ટ અને વન-ડેના રનનો સરવાળો કરીએ તેટલો વધારો-ઘટાડો જોવા મળતો હતો.
પોતાનો પ્રયાસ નિષ્ફળ જતાં સચિન નિરાશ
પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની ૧૭૫ રનની ઇનિંગ્સને સચિન તેંડુલકરે કારકિદીર્ની સર્વશ્રેષ્ઠ પૈકીની એક ઇનિંગ્સ ગણાવી હતી પરંતુ ટીમનો પરાજય થતાં નિરાશા પણ વ્યકત કરી હતી.સચિન તેંડુલકરે ૧૭૫ રનની ઇનિંગ્સ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેની આ સદીથી ભારતને વિજય મળ્યો હોત તો વધારે સંતોષ થયો હોત. અમે આક્રમક પ્રારંભ કર્યોહતો અને સુરેશ રૈના સાથેની ભાગીદારીએ એક તબક્કે ભારતને વિજયની નજીક લાવી દીધું હતું પરંતુ અંતિમ તબક્કામાં વિકેટો ગુમાવી દેતાં અંતે નિરાશા થઇ હતી.
ગુજરાતીઓ ૨૦૦ કરોડ હાર્યા
ભારત - ઓસ્ટ્રેલિયા વરચે હૈદ્રાબાદ ખાતે રમાયેલી પાંચમી વન-ડે પર ખેલાયેલા જંગી સટ્ટામાં ગુજરાતી પન્ટરો ૨૦૦ કરોડ હારી ગયાની ચોંકાવનારી માહિતી બુકી સૂત્રોમાંથી પ્રાપ્ત થાય છે. સટ્ટાબજારનાં સૂત્રોના જણાવ્યા મુજબ, જે રીતે મેચની બીજી ઈનિંગમાં ભારતની સ્થિતિ ક્યારેક મજબૂત તો કયારેક નબળી થતી હતી તેમાં પન્ટરો ગુંચવાયા હતા.
વડોદરા અને દિલ્હી વચ્ચેનો રણજી ટ્રોફી મુકાબલો ડ્રોમાં પરિણમ્યો
દિલ્હીના પ્રથમ ઇનિંગના ૫૯૧ રનના જંગી જુમલા સામે બરોડાની પ્રથમ ઇનિંગ ૩૨૬માં સમેટાઇ હતી. દિલ્હીએ બરોડાને ફોલોઓન કરવાનો નિર્ણય લેતા બરોડા ફરી બેટીંગમાં ઉતર્યુ હતુ અને બીજી ઇનિંગમાં ૪ વિકેટે ૨૩૩ રન કરી મેચ ડ્રો કરી હતી. દિલ્હીને ત્રણ અને બરોડાને એક પોઇન્ટ મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ જોરદાર ટીમ વર્કથી જીત મેળવી
હૈદરાબાદ વન ડેમાં તેંડુલકરની ૧૭૫ રનની ઇનિંગ તેની કારકિર્દીની યાદગાર અને અન્ય કેટલાક દ્રષ્ટીકોણથી દુઃખદ કહી શકાય તેવી શકી હતી. તેંડુલકરની આટલી મહત્વની ઇનિંગ છતાં તેના સાથી ખેલાડીઓને કેમ મેદાન પર ટકીને ટીમને વિજય અપાવવા જેટલી પણ પ્રેરણા ન મળી. હાલનો સમય બેસી રહેવાનો નથી. વાર્તાકારોએ પેન ઉઠાવીને, ફિલ્મ ડાયરેક્ટરોએ તેમના કેમેરા ઓન કરીને અને નાટ્યલેખકોએ તેંડુલકરની કારકિર્દીના સુવર્ણયુગની કથાને તેમજ તેના આપણાં બધાની જીંદગી પરના પ્રભાવને આલેખવાનો સમય છે. તેંડુલકરે જાણે તેના સાથી ખેલાડીઓએ કેચ પડતા મુકીને, સાધારણ કક્ષાની બોલીંગ અને બેટીંગની જે ભૂલો કરી હતી તેને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. તેંડુલકરે તેની આસ-પાસની સાધારણ પ્રતિભાઓ વચ્ચે પોતાનામાંના મહાન ખેલાડીને જીવંત રાખ્યો તે ખરેખર એક ચમત્કાર છે.
અમેરિકાનો ડોલર નબળો પડતાં રિઝર્વ બેન્કનું સોનામાં રોકાણ?
ભારતની રિઝર્વ બેન્કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી ૬.૮ અબજ ડોલરમાં ૨૦૦ ટન સોનું ખરીદીને દુનિયાના દેશોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ નામની સંસ્થા એશિયા અને આફ્રિકાના ગરીબ દેશોને લોન આપે છે. આ સંસ્થા પોતે જ આજકાલ નાણાંકીય ખેંચનો સામનો કરી રહી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસે લગભગ ૩૨૦૦ ટન જેટલું સોનું છે. તેમાંથી ૪૦૩ ટન જેટલું સોનું વેચવાનો નિર્ણય તેણે આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં લીધો હતો. એવી ધારણા હતી કે તેની પાસેનું મોટા ભાગનું સોનું ચીન ખરીદી લેશે. ભારતની રિઝર્વ બેંકે ૨૦૦ ટન સોનું ખરીદીને ચીનને પાછળ મૂકી દીઘું છે.
અવસાન નોંધ
અમદાવાદ
વૈષ્ણવઃ - સ્વ. નવીનભાઈ મ. વૈષ્ણવનું બેસણું, ૮૧૪, આદર્શનગર, કોમન પ્લોટ, જૈન દેરાસર પાસે, પીળોપટ્ટો, સેક્ટર-૨૪, ગાંધીનગર, સાંજે ૫થી ૬
શાહઃ - સ્વ. ચંદીબેન ડાહ્યાભાઈ શાહ (વડોદરાવાળા)નું બેસણું, જી-૯૨/૧૧૦૧, શિવમ્ એપાર્ટમેન્ટ, નવા વાડજ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. કિશોરકુમાર શ્યામલાલ શાહનું બેસણું, ૨, કૃષ્ણનગર, સરસપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ત્રિવેદીઃ - સ્વ. ઈલાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદીનું બેસણું, સી-૩, જય અંબે એપાર્ટમેન્ટ, રેલવે ક્લબ સામે, ગુરૂદ્વારા રોડ, મણિનગર, સાંજે ૪થી ૬
શેઠઃ - સ્વ. ઈન્દુબેન હરીભાઈ શેઠ (જૈનવણીક)નું બેસણું, સ્વામિનારાયણ વાડી-૧, મણિનગર ક્રોસિંગ પાસે, મણિનગર, સવારે ૮થી ૧૧
મિસ્ત્રીઃ - સ્વ. અંબાબેન ચીમનલાલ મિસ્ત્રી (તલસાણિયા)નું બેસણું, ૧૮૪/૩, શાંતિનાથ પાડાની પોળ, ઘીકાંટા રોડ, સાંજે ૪થી ૬
કોઠારીઃ - સ્વ. ચંપાદેવી કોઠારીનું બેસણું, ઓસવાલ ભવન, રાજસ્થાન હોસ્પિટલ પાછળ, શાહીબાગ, સવારે ૯થી ૧૧
લિમ્બાચીયાઃ - સ્વ. શારદાબેન ચંદ્રકાન્તભાઈ લિમ્બાચીયાનું બેસણું, ૪૮૬, પાશ્વૅનાથનગર, જનતાનગર, ચાંદખેડા, સવારે ૮થી ૧૧
પટેલઃ - સ્વ. મણીબેન મણીલાલ પટેલનું બેસણું, ઈશ્વરભુવન હોલ, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ચંદ્રકાન્તભાઈ પરસોત્તમદાસ પટેલનું બેસણું, જુમ્મામાની વાડી, યુનાઈટેડ બેંક પાસે, રાયપુર ચકલા, સવારે ૮થી ૧૦
પાટડિયાઃ - સ્વ. યોગેશકુમાર પ્રભુદાસ પાટડિયાનું બેસણું, એ/૧૫૮, રાધાસ્વામી રો-હાઉસ, ચાણક્યપુરી સામે, ઘાટલોડિયા, સાંજે ૪થી ૬
સોલંકીઃ - સ્વ. મગનભાઈ મુળજીભાઈ સોલંકી (ધનાળા)નું બેસણું, ૧૨, સરસ્વતિ બાગ સોસાયટી, રવિનગર પ્રા.શાળા પાસે, જીવરાજ પાર્ક, સવારે ૯થી ૧૨
પ્રજાપતિઃ - સ્વ. ભીમાજી પ્રતાપજી પ્રજાપતિનું બેસણું, ૯/બી, હાટકેશ્વર સોસાયટી, અમરાઈવાડી, સાંજે ૬
ત્યાગીઃ - સ્વ. રમેશચંદ્ર ઢક્કનસીંગ ત્યાગીનું બેસણું, ૨, ગોપાલક એપાર્ટમેન્ટ, જગાભાઈ પાર્ક, મણિનગર, સવારે ૮થી ૧૦
સુરત
ઝાલાવડીયા
- શાંતાબેન મોહનભાઇ ઝાલાવડીયાનું બેસણું સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ, ને.હા.નં.૮, જયહિંદ હોટલ પાસે, થાલા (ચીખલી) ખાતે.
- વસંતભાઇ રતિલાલ પારેખનું બેસણું સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન ૧૦, ટાંક બિલ્ડીંગ, ટી.એન્ડ ટી.વી.સ્કુલની સામે, નાનપૂરા, સુરત ખાતે.
ઝાટકીયા
- પરેશભાઇ જમનાદાસ ઝાટકીયાનું બેસણું બપોરે ર થી પ કલાક દરમિયાન ક્ષત્રીય ડાહ્યાભાઇ પરમાર હોલ, ચીખલી ખાતે.
પટેલ
- હિરાભાઇ ભગાભાઇ પટેલનું બેસણું સવારે ૯ થી ૧ર કલાક દરમિયાન ૪૬/૩, વૃંદાવન સોસાયટી, જમાલપોર, ગણદેવી રોડ, નવસારી ખાતે.
અનાવિલ
- કાન્તાબેન બળવંતભાઇ નાયકનું બેસણું બપોરના ૧૧ની ૪ કલાક દરમિયાન આમચક, અનાવિલ ફળિયું, તા.મહુવા, જી.સુરત ખાતે.
લેઉવા પાટીદાર
- પાર્વતીબેન રમણભાઇ પટેલની સંયુકત પ્રાર્થનાસભા મુ.પો.અંભેટી, તા.પલસાણા, જિ.સુરત ખાતે બપોરે ૩ કલાકે.
- નટવરભાઇ છીતુભાઇ પટેલનું સંયુકત બેસણું સવારે ૯ થી પ કલાક દરમિયાન મુ.પો.વિહાર, તા.ઓલપાડ, જી.સુરત ખાતે.
ભાવનગર,રાજકોટ
મોઢ ચા.ચુ.સ. બ્રાહ્મણ
મુબઇ નિવાસી સ્વ. જી.પી. જાનીના પુત્ર અશ્વિનકુમાર ગીરજાશંકર જાની (ઉ.વ.૫૦)નો સ્વર્ગવાસ તા. ૫ ના મુંબઇ નિવાસે થયેલ છે.તે નરહરીભાઇ વજેશંકર પાઠક, ડો.ઝંડુભાઇ વી પાઠક, સ્વ. મનુભાઇ વી પાઠક,ના જમાઇ, સ્વ.ભાસ્કરભાઇ રતિલાલ શુકલના ભાણેજ. ધર્મશભાઇ ધીરજલાલ ત્રિવેદી, (અમદાવાદ). અને ભાર્ગવભાઇ રમણીકલાલ શુકલ (ભાવનગર),ના સાઢુભાઇ થાય સાસરા પક્ષે અને મૌસાળપક્ષે બન્નેની સાદડી સાથે તા. ૮ રવિવારે સાંજે ૪ થી ૬, ગૌરીશંકર હિરજી જ્ઞાતિનીવાડી. ચારબત્તી ચોક, વડવા તલાવડી ભાવનગર રાખેલ છે.
વિશાશ્રીમાળી જૈન
સ્વ. શાહ હિમતલાલ ઓઘડભાઇ ફુલચંદ (સાંગાવદરવાળા),ના જમાઇ દોશી સુરેશકુમાર ધીરજલાલ (મોરસુપણાવાળા), (ઉ.વ.૪૨), તા. ૫ ના ગુરૂવારે મુંબઇ મુકામે અવસાન પામેલ છે.તે વિભાબેન અશોકકુમાર મનસુખલાલ શાહ,ના બનેવી થાય અને શાહ જસવંતરાય સાંતિલાલ (તણસાવાળા),ના સાળાના દિકરા થાય તા. ૮ન ે રવિવારે અંતરાય કર્મની પુજા મુબઇ મીરારોડ. જૈન દેરસારે ૩ થી ૫, રાખેલ છે.અનિવાર્ય. સંજોગોને લઇ સાદડી રાખેલ નથી.
હિન્દુ
વરતેજ નિવાસી સ્વ. ગગજીભાઇ ગોપાલજીભાઇ આહલપરાના પત્ની સવિતાબેન ગગજીભાઇ આહલપરા તા. ૫ ગુરૂવારે અવસાન પામેલ છે.તે પ્રવિણભાઇ ગગજીભાઇ (ભાવનગર), હસમુખભાઇ ગગજીભાઇ (અમદાવાદ), શરદભાઇ ગગજીભાઇ (વરતેજ),ના માતુશ્રી થાય તેમનું બેસણુ સોમવાર તા. ૯ સાંજના ૪ થી ૬, સીતારામ નગર, સિદસર રોડ. વરતેજ રાખેલ છે.
સિપાહી કુરેશી
હલીમાબેન અહમદભાઇ કુરેશી (ઉ.વ.૮૧)નો તા. ૫ ના ઇન્તેકાલ થયેલ છે.તે એ.એચ. કુરેશી(નિ. સર્કલ ઇન્સ્પેકટર),ના ઔરત તથા જી.એ.કુરેશી (કવિ સપન કુરેશી), (પી.જી.વી.સી.એલ), સરફરાજ કુરેશી (પેન્ટર કુરશી),ના માતુશ્રી થાય એ.કે.કુરેશી (નિ. રેલ્વે કર્મચારી), બી.બી.કુરેશી (નિ. પોર્ટ કર્મચારી), અને આઇ.એમ.કુરશી (બેન્ક ઓફ ઇન્ડીયા)ઃના સાસુ થાય તેમની જીયારત તા. ૭ના શનિવારે સવારે ૮.૩૦ કલાકે કાઝીવાડ મસ્જીદમાં રાખેલ છે તથા ઔરતો ની બેઠી જીયારત તેમના નિવાસે જમનાકુંડ દાલના કારખાના પાસે પાનબાઇના ડેલામાં રાખેલ છે. હિન્દુભાઇઓ માટે બેસણું શનિવારે સાંજના ૫ થી ૬,તેમના નિવાસે રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મોરચુપણા નિવાીસી હાલ મીરારોડ મુંબઇ સુરેશ ધીરજલાલ દોશી (ઉ.વ.૪૨) તા. ૫ ના ગુરૂવારે અવસાન પામેલ છે.તે પારૂલબેનના પતિ. ભાવેશ, યોગેશ, આશાબેન, અરવિંદકુમાર ગાધી, વર્ષાબેન વિપુલકુમાર દોસી,ના ભાઇ, હર્ષીલ અન પવનના પિતા. તે પુનમચંદભાઇ ખાંતીલાલ,કાન્તીલાલ,ચીમનભાઇ, બાવચંદ દોશી, રસીલાબેન વિનયચંદ દોશી (દાઠાવાળા),મંજુલાબેન જસવંતરાય વોરા, (તણસાવાળા),ના ભત્રીજા, નાનચંદ ભવાનભાઇ, નેમચંદ ભવાનભાઇના ભત્રીજા સાંગાવદરવાળા હિમતલાલ ઓઘડદાસના જમાઇ, તેમના આત્મકલ્યાણ અર્થે પુજા તા.૮ રવિવારે બપોરે ૩ કલાકે શાંતિનગર જૈન દેરાસર સેકટર ન. ૩, મીરારોડ. (ઇસ્ટ)માં રાખેલ છે. અનિવાર્ય સંજોગોમાં સાદડી રાખેલ નથી.
લેઉવા પટેલ (માલપરા)
દેવરાજભાઇ છગનભાઇ મોરડીયાતે રાધાબેનના પતિ., પ્રસન્નવદનભાઇના પિતા. પ્રેમજીભાઇ (ગોંડલ)ના મોટાભાઇ, ડાો. સુધંાશુભાઇ (આંખના સર્જન ગોંડલ),ના મોટા બાપુજી, હર્ષના દાદાનું તા. ૫ ના માલપરા મુકામે અવસાન થયેલ છે.તેમનું બેસણું માલપરા મુકામે તા. ૯ ના એક દિવસ રાખેલ છે.
વરીયા પ્રજાપતિ
વરીયા પ્રજાપતિ મયુર ઘનશ્યામભાઇ ભગ ગામીયા તા.૯ સોમવારે લૌકિક વેવાર પ્રભુદાસ તળાવ વરીયા પ્રજાપતિ ની વાડીમાં રાખેલ છે. બેસણું સાંજે ૪ થી ૬ સોમવારે રાખેલ છે.
હિન્દુ ધોબી-મહુવા
સ્વ.રામજીભાઇ ઓધવજીભાઇ વાળાના પત્ની વિમળાબેન રામજીભાઇ વાળા (ઉ.વ.૭૦) તા. ૬ ના રામચરણ પામેલ છે. તે હસમુખભાઇ રામજીભાઇ વાળા, જેન્તીભાઇ રામજીભાઇ વાળાના માતુશ્રી, ધનજીભાઇ ઓધવજીભાઇ વાળાના ભાભી, પરશોતમભાઇ પ્રભુભાઇના કાકી.તથા રમેશભાઇ ભાણજીભાઇ, હરેસભાઇ રવજીભાઇના ભાભુ, તથા ભુપતભાઇ શાંતીભાઇ રાઠોડના મામી, તથા સ્વ. રમણીકભાઇ બાબુભાઇ સીમરીયા, ભુપતભાઇ બાબુભાઇ સીમરીયા (નાગરિક બેન્ક), ધીરૂભાઇ બાબુભાઇ સીમરીયાના મોટા બેન થાય તેમની બન્ને પક્ષની સાદડી તા. ૭ શનિવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસે ૩૩-૧૦, શાસ્ત્રી વસાહત મગન કરશનના પુતળા પાસે જનતા પ્લોટ મહુવા મુકામે તથા ઉત્તરક્રિયા તા. ૧૬ સોમવારે રાખેલ છે.
વરિયા પ્રજાપતિ (બોટાદ)
બોટાદ નિવાસી જડીબેન જીવરાજભાઇ હમીરાણી (ઉ.વ.૯૨) તા. ૫ ગુરૂવારે રામચરણ પામેલ છે. તે કાંતીલાલ જીવરાજભાઇ હમીરાણી (શિક્ષક),ના માતુશ્રી, તથા જયેશ હમીરાણી, (વરિયા ઇલેક્ટ્રોનીક્સ),ના દાદીમા થાય તેમનું બેસણું તા. ૯ સોમવારે ૪ થી ૯ તેમના નિવાસે રાખેલ છે.
લેઉવા પટેલ
સ્વ. પ્રાણજીવન મુળચંદભાઇ ધોળકીયા (પાટણવાલા) નો સ્વર્ગવાસ થયેલ છે. તે પ્રફુલભાઇ, ભરતભાઇ, પંકજભાઇ, નિતિનભાઇના પિતા. ધિરૂભાઇ મુળચંદભાઇના મોટા ભાઇ થાય બેસણું તા. ૭ના શનિવારે લેઉવા પટેલની વાડી. ધજાગરાવાળી શેરી,માં સાંજે ૪.૩૦ થી ૫.૩૦ રાખેલ છે
લુહાર
મોટી રાજથળી શિહોર નિવાસી ઇશ્વરભહાઇ મુળજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) તા. ૪ બુધવારે રામચરણ પામેલ છે.તે જીવરાજભાઇ લાખાભાઇ સિઘ્ધપુરાના જમાઇ થાય સ્વ. ધરમશીભાઇ લાખાભાઇ, કરશનભાઇ લાખાભાઇ, લાખણકાવાળા, ભુપતભાઇ સરકડીયા ,વજાભાઇ, વિઠ્ઠલભાઇ લાખાભાઇના જમાઇ થાય વિજયભાઇ જીવરાજભાઇના બનેવી થાય બળવંતભાઇ વનમાળીભાઇ ડોડીયા, અને ભરતભાઇ ઠાકરશીભાઇ ગારીયાધારના ભાણેજ જમાઇ થાય તેમનું લૌકિક બેસણું મોટી રાજથળી રાખેલ છે.
લેઉવા પટેલ
સ્વ. પ્રવિણચંદ નાનાલાલ ધોળકીયાના પત્ની શાંતાબેન પ્રવિણચંદ ધોળકીયાનું અવસાન તા. ૫ ગુરવારે થયેલ છે તેમનું બેસણું તા. ૭ શનિવારે સાંજે ૪ થી ૫.૩૦ તેમના નિવાસે દેસાઇ નગર ચિત્રા પેટ્રોલ પંપની બાજુમાં રાખેલ છે. જે સોહિલ,પી ધોળકીયા, ના માતુશ્રી થાય સ્વ. અમૃતલાલ,સ્વ. હરીભાઇ, બટુકભાઇના નાનાભાઇના પત્ની થાય અને હસમુખભાઇ ,નારણભાઇ, ભાલચંદ્ર ડાયાભાઇ,ના ભાભી થાય તે અશ્વિનભાઇ પટેલ (કન્સ્ટીંગ એન્જી.)ના મોટાબેન થાય મોસાળ પક્ષનું બેસણું સાથ રાખેલ છે.
લેઉવા પટેલ (મોટી રાજસ્થળી)
મોટી રાજસ્થળી નિવાસી મોહનભાઇ પ્રેમજીભાઇ દેસાઇ ( ઉ.વ.૬૨) તા. ૬ શુક્રવારે રામચરણ પામેલ છે.તે પ્રેમજીભાઇ વાલજીભાઇ દેસાઇના દિકરા, રવજીભાઇ, પરશોતમભાઇ, જીવરાજભાઇ, લલ્લુભાઇના મોટાભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, (પુજા સ્ટશનરી પાલીતાણા).ના પિતાશ્રી, હરેસભાઇ, રાજુભાઇ, પરેસભાઇ, જીતુભાઇ, ચેતનભાઇ,તથા મુકેશભાઇ, ભાવેશભાઇના મોટા બાપા થાય તેમની ઉત્તરક્રિયા તા. ૧૬ સોમવારે તેમના નિવાસે મોટી રાજસ્થળી,તા.પાલીતાણા, પ્લોટ વિભાગમાં રાખેલ છે.
ઔ. સહસ્ત્ર સાડા ચારસો બ્રાહ્મણ (પાટણા-ભાલ)
પાટણા-ભાલ નિવાસી ઘનશ્યામભાઇ શિવશંકર દવે (ઉ.વ.૬૧) તે સ્વ.ચંપકલાલ શિવશંકર દવેના નાનભાઇ, વિજયભાઇ ચંપકલાલ દવે, બળવંતભાઇ દવે, (આચાર્ય પીઠવડી), પંકજભાઇ દવે (વિજય સ્ટેશનરી-સાવરકુંડલા),ના કાકા. રાજેશભાઇ અને કમલેસભાઇના પિતા. તા.૫ ગુરૂવારે સ્વર્ગવાસી થયેલ છે.તેમનું બેસણું તા. ૭ ને શનિવારે સવારે ૯ થી સાંજના ૬ સુધી પાટણા (ભાલ), નિવાસે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.૧૬ સોમવારે પાટણા રાખેલ છે.
મુંબઇ
હાલાઇ લોહાણા
ગામ રાધનપુરવાળા (હાલ બોરીવલી) સ્વ. ડાહ્યાલાલ ડોસજીભાઇ મુલાણીના પુત્ર બીપીનચંદ્ર ડાહ્યાલાલ મુલાણી (ઠક્કર) (ઊં.વ. ૫૪) તે વિણાબેનના પતિ. સ્વીટી, અતિય, બીન્ની, કોમલના પિતા. તે કિરણ, પિયુષ, વિજય, રાજુ, મહેશ હેમા રમેશકુમાર અખાણીના ભાઇ, તે નારણ ઠાકરશી અખાણીના જમાઇ. તા. ૫-૧૧-૦૯ ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ શનિવારે સમય બપોરે ૩થી ૫ દરમિયાન શ્રી વર્ધમાન સ્થાનકવાસી સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી.રોડ, બોરીવલી વેસ્ટમાં રાખેલ છે. રહેઠાણ ઃ ૪૦૧, રોઢ લેન્ડ, આઇ.સી. કોલોની, હોલી ક્રોસ રોડ, બોરીવલી (વે.) મું. ૧૦૩.
કપોળ
વાંશિયાળી (અમરેલી) વાળા સ્વ. મંજુલાબેન તથા નાગરદાસ ભાઇચંદ ચિતલિયાના પુત્ર હરકિશનદાસ (ઊં.વ. ૫૯) તે અંજનાબેનના પતિ, અમિત તથા જીગરના પિતા. તે અરવિંદ, પિનાકિન, ઇન્દુબેન ધીરજલાલ મહેતા, કળાબેન શરદચંદ્ર સંઘવી, રેખાબેન અશોકકુમાર ગાંધીના ભાઇ. તે વડોદરાવાળા કૃષ્ણલાલ અમૃતલાલ મહેતાના જમાઇ. લીલીયા મુકામે તા. ૧-૧૧-૦૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સર્વે પક્ષે પ્રાર્થનાસભા રવિવાર તા. ૮-૧૧-૦૯ના રોજ સાંજે ૪થી ૬ એમ.કે. હાઇસ્કૂલ ફેક્ટરી લેન બોરીવલી (વેસ્ટ) મઘ્યે રાખેલ છે.
ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ચોરીવાડ નિવાસી કમલેશ ત્રિવેદી (ઊં.વ. ૪૯) તે ચીમનલાલ કેશવલાલ ત્રિવેદીના પુત્ર, નયનાબેનના પતિ. સંકેત, પ્રિયંક, રિહેનના પિતા. સંદીપ અને મીતા રાજેશ જોશીના ભાઇ, ચોરીવડ નિવાસી નારાયણદાસ મગનલાલ જોષીના જમાઇ બુધવાર તા. ૪-૧૧-૦૯ના રોજ વડોદરા મુકામે દેવલોક પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે. ઉત્તરક્રિયા ચોરીવાડ મુકામે રાખેલ છે.
હાલાઇ લોહાણા
કસ્તુરબેન (ઊં.વ.૮૭) તે સ્વ. કરસનદાસ વાલજી લુક્કાના પત્ની. મુળગામ માઘુપુર (હાલ વસઇ) તા. ૬-૧૧-૦૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે કાંતીલાલ, ધનસુખ, ગીરીશ, મંગળાબેન ભગવાનદાસ કારીયા (જુનાગઢ)ના માતા. તે પ્રવિણાબેન, દક્ષાબેન, સવિતાબેનના સાસુ. તે ભાવેશ, નયન, સચીન, અભિષેક, તેજલ કેતનકુમાર તન્ના, નીકીતા કાર્તિકકુમાર કક્કડ, ખ્યાતિ દેવાંગકુમાર કક્કડ, માનસી, પુજા, તમન્નાના દાદી તે સ્વ. લવજી જાદવજી કક્કડના દિકરી. પ્રાર્થનાસભા બંને પક્ષની શનિવાર તા. ૭-૧૧-૦૯ના રોજ સવારના ૧૦થી ૧૧.૩૦ રાખેલ છે. જુના સ્વામીનારાયમ મંદિર, માનવ મંદિર, કોમ્પ્લેક્ષ, દેનાબેંકની પાછળ, સમતાનગર, વસઇ વેસ્ટ, રહેઠાણ ઃ ૩૦૨, એ, બસેરા, દીવાનમાન નવયુગ નગર, વસઇ-વેસ્ટ.
હાલાઇ ભાટિયા
કીરીટકુમાર હરીદાસ પારેખ તે હેમકળા હરીદાસ પારેખના પુત્ર (ઊં.વ. ૬૮) તે નીર્મળાબેનના પતિ. સ્વ. વલ્લભદાસ ચત્રભુજ નેગાંધીના જમાઇ. તે મીતા હીરેન ગગવાણી, કાજલ પરેશ આશર, રૂપલ પ્રશાંત ઉદેશીના પિતા. ભારતી અજીતસિંહ ઠક્કરના ભાઇ. તા. ૫-૧૧-૦૯ના શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૭-૧૧-૦૯ના સાંજે ૫થી ૬માં રાખેલ છે. ઠે. આર્ય સમાજ હોલ, ૨૨૮ જવાહરનગર, માઉન્ટ મેરી સ્કૂલની સામે. ગોરેગામ (વે.) મઘ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા સંદિપ (ઊં.વ. ૩૯) તે નરેન્દ્ર તથા દમયંતિના પુત્ર, વંદનાના પતિ. દિશાના પિતા. આશિષ, પ્રશાંત આરતીના ભાઇ. ભુતા પ્રવિણચંદ્ર કાળીદાસના જમાઇ. ગુરુવાર તા. ૫-૧૧-૦૯ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
ઉત્તર ગુજરાત બ્રહ્મ ક્ષત્રીય
ગામ ભાગળ (જગાણા) (હાલે મુલુંડ નીકુંજ (ઊં.વ. ૪૬) તે બાબુભાઇ મોહનલાલ કીરી તથા ગંગાવતી કીરીના પુત્ર મીનલાના પતિ. જાન્હવી, પ્રાર્થનાના પિતા. અશોક, પરાગ, ઉર્વસી, સુરેશ કુમાર જગડ, નીતા અનીલ કુમાર જગડ, ઇન્દીરા પ્રમોદકુમાર ગાંધીનાભાઇ. સસરા પક્ષે ગામ પેથાપુર નિવાસી હાલે બોરીવલી વિક્રમભાઇ ચીમનલાલ શાહના જમાઇ તા. ૫-૧૧-૦૯ને ગુરુવારે રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ને શનિવારે સાંજે ૪થી ૫.૩૦ કાલીદાસ હોલ પીકે રોડ મુલુંડ વેસ્ટમાં રાખેલ છે. પ ્રાર્થનાસભા બંને પક્ષની સાથે રાખેલ છે. રહેઠાણ ઃ ૨૨/૨૩ મુનસી ઇસ્ટેટ બીજે માળે મહાત્મા ગાંધીરોડ મુલુંડ વેસ્ટ.
કપોળ
જાફરાબાદવાળા ચંપકલાલ જુઠાલાલ મહેતા (ઊં.વ. ૮૨) તા. ૫-૧૧-૦૯ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ઇન્દુમતીના પતિ. તથા સ્વ. પુરુષોત્તમદાસ (પી.જે. મહેતાના) સ્વ. જેન્તિલાલ તથા સ્વ. કુસુમબેન રતિલાલ દોશીના ભાઇ, સતીષ, સંજય, નીતા પ્રવિણકુમાર મહેતા તથા જયશ્રી રાજેશકુમાર મહેતાના પિતા. તે જીગ્ના તથા રજનીના સસરા, જે એક્તા, હિરલ, નિધી, તથા પ્રિયાંકના દાદા. સ્વસુર પક્ષે ભાવનગરવાળા સ્વ. બાળકૃષ્ણ ખુશાલદાસ મહેતાના જમાઇ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા નિવાસસ્થાને તા. ૭-૧૧-૦૯ને શનિવારે સાંજના ૫થી ૭ રાખેલ છે. નિવાસસ્થાન ઃ ૫૯, કૃષ્ણ ભુવન, પારસી પંચાયત રોડ, સોના ઉદ્યોગની સામે, અંધેરી (પૂર્વ) મું. ૬૯. ઉઠમણાની પ્રથા બંધ રાખેલ છે.
સોરઠીયા પ્રજાપતિ કંુંભાર
ટીકીર નિવાસી (હાલ કાંદિવલી) ગોવિંદભાઇ ડાહ્યાભાઇ જાધવ (ઊં.વ. ૮૫) તા. ૪-૧૧-૦૯ને બુધવારના રોજ રામશરણ પામેલ છે. તે સ્વ. મોતીબાના પુત્ર સ્વ. રૂક્ષ્મણી બેનના પતિ. પારૂલના બેનના સસરા. રવિના તથા કૃતિકાબેનના દાદાજી. અરવિંદભાઇ (બટુક) મીનાબેન અશોકકુમાર પરમાર પ્રફુલ્લાબેન વલ્લભભાઇ જેઠવા. માયાબેનના દિપકકુમાર મારૂ (પટેલ)ના પિતા. સાદડી તા. ૭-૧૧-૦૯ને શનિવારના નિવાસ સ્થાને રાખેલ છે. સમય ઃ સાંજે ૪થી ૬. સરનામું - ૭, કિષ્ણનિવાસ, લક્ષ્મીનારાયણ લેન, મથુરાદાસ રોડ, કાંદિવલી (પશ્ચિમ) મું. ૬૭.
ક.વિ.ઓ.જૈન
મંજલ રેલડીયાના વાલબાઇ ખીંયશી (ઊં.વ. ૯૨) અવસાન પામેલ છે. લક્ષ્મીબેન હરશીના પુત્રવઘુ, ખીયશી હરશીના પત્ની. જમનાબેન, રતનશી, લાલજીના માતા. મોથારા જેતબાઇ ટોકરશીના પુત્રી. રણશી, તેજપાર, દેવપુરના નેણબાઇ મુરજી, લક્ષ્મી, ચંચલ પ્રેમજી માણેક, ગોરબાઇ ખીંયશી, ડુમરા વેલબાઇ હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. લાલજી ખીંયશી, સી. ૩, હંસા સાગર, એલ.બી.એસ. રોડ મુલુંડ (વે.) મું. ૮૦.

કાંડાગરા હંસાબેન ખીમજી છેડા (ઊં.વ.૭૩) મુંબઇમાં દેહત્યાગ કરેલ છે. સ્વ. મઠાબાઇ ગાંગજીના પુત્રવઘુ. સ્વ. ખીમજી ગાંગજીના પત્ની. વસંત, દેવચંદ, રેખા, ગીરીશના માતા. નાનીખાખર સ્વ. ભાણજી પાસુના પુત્રી. લક્ષ્મીબેન મુરજીના બેન. પ્રા. કરસન લઘુ હોલ, દાદર ટા. ૪થી ૫.૩૦ ચક્ષુદાન કરેલ છે. નિ. ગીરીશ કે. છેડા, ૮, વૃંદા, પોદાર રોડ, શાંતાક્રુઝ (વે.) મું. ૫૪.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોરવાળા (હાલ વડાલા) જીતેન્દ્ર પોપટલાલ શાહ (ઊં.વ. ૭૨) તે સ્વ. પોપટલાલ નરસીદાસ પારેખ તથા સ્વ. હિરાબેનના પુત્ર. મંજુલાબેનના પતિ. હર્ષદભાઇ, બીપીનભાઇ, ભદ્રેશભાઇ, રશ્મીબાઇ, રંજનબેન ભુપેન્દ્રકુમાર તથા કલ્પનાબેનના ભાઇ, તે અમીષ, જયંત, સોનલ લલિતકુમાર દોશી રૂપલ, કલ્પેશકુમાર કનાડિયાના પિતા. શ્વસુર પક્ષે શાંતિલાલ દિપચંદ શાહ (ઘીવાળા) ભાવનગરવાળાના જમાઇ, બુધવાર તા. ૪-૧૧-૦૯નાં રોજ અવસાન પામેલ છે. નવકાર મંત્રનાં જાપ રવિવાર તા. ૮-૧૧-૦૯ના સવારે ૯થી ૧૧ ઠે. જીવણ અંબજી જ્ઞાનમંદિર, અરોરા સિનેમાની બાજુમાં, કાંગ્ઝ સર્કલ, માટુંગા (સે.રે.) રાખેલ છે. ઘરનું સરનામું - ૧૩, વિનીતા, ૨૧/૩, તિલક રોડ એક્ષટેન્શન, વડાલા બસ ડીપો પાસે, વડાલા મું. ૩૧.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂ.પૂ. જૈન
જોરાવરનગર નિવાસી (હાલ બોરીવલી) સ્વ. ચંપાબેન પ્રેમચંદ કુવાડિયા (શાહ)ના પુત્ર મહાવીરલાલ (ઊં.વ. ૮૨) તે નીલમબેનના પતિ, તે અમીત, મિનાક્ષીબેન તથા નલીનીબેનના પિતા. તે ઉષાબેન, અશ્વિનકુમાર ચંદુલાલ પટવા તથા વિરેન્દ્રભાઇ સૌભાગ્યચંદ વોરાના સસરા. તે જીતેન્દ્રભાઇ તથા પ્રવિણભાઇના ભાઇ. તા. ૫-૧૧-૦૯ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સાદડી તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. અંગત સ્વજને તા. ૭-૧૧-૦૦ શનિવાર બપોરે ૨થી ૪ મોઢે આવી જવું. નિવાસસ્થાન ઃ બી-૩૨, ભણશાળી એસ્ટેટ, દૌલતનગર જૈન દેરાસર પાછળ, ભજનલાલ માર્ગ, બોરીવલી (પૂર્વ) મું.
જામનગર વિશા ઓશવાળ જૈન
જામનગર (હાલ સાંતાક્રુઝ) સ્વ. પારેખ કાંતિલાલ મોહનલાલના પત્ની. કંચનબેન (ઊં.વ. ૮૦) ગુરુવાર તા. ૫-૧૧-૦૯ના અરિહંતશરણ પામેલ છે. તે વિનોદભાઇષ શૈલેષભાઇ તથા દિપકભાનાિ માતા. જયશ્રીબેન, રાજશ્રીબેન તથા ભારતીબેનના સાસુ. જીનલના દાદીસાસુ. પિયર પક્ષે શાહ સોમચંદ હરખચંદની દીકરી. નિવાસસ્થાન ઃ ૧૧/સી, શુભલક્ષ્મી, ૮મો રોડ, સાંતાક્રુઝ (ઇ.) મું. ૫૫. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી બેતાલીસ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન
માકડજ નિવાસી (હાલ બોરીવલી) સ્વ. રમણલાલ પોપટલાલ શાહના પત્ની. કુસુમબેન (ઊં.વ. ૭૭) તે દક્ષા, જયશ્રી, દિલીપ, પરેશના માતા. કિર્તિદા ઉષાના સાસુ. હિરલ, નિકીતા, વિનીત, જીનલના દાદી. રમેશકુમાર, નૈતિકકુમારના સાસુ. તા. ૬-૧૧-૦૯ના રોજ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ના શનિવાર બપોરે ૩.૩૦થી ૫.૦૦ રાખેલ છે. સ્થળ ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, બીજે માળે, સ્ટેશન પાસે, એલ.ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે બોરીવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોરચુપણા નિવાસી (હાલ મીરારોડ) સુરેશ ધીરજલાલ દોશી (ઊં.વ. ૪૨) તા. ૫-૧૧-૦૯ ગુરુવારના રોજ અળસાન પામેલ છે. તે પારૂલબેનના પતિ. ભાવેશ, યોગેશ, આશાબેન અરવિંદકુમાર ગાંધી, વર્ષાબેન વિપુલકુમાર દોશીના ભાઇ. હર્ષીલ અને યશના પિતા. તે પુનમચંદભાઇ, ખાંતીભાઇ, કાંતીભાઇ, ચીમનભાઇ, રસીલાબેન, મંજુલાબેનના ભત્રીજા. તે સાંગાવદરવાળા હીંમતલાલ ઓધડદાસના જમાઇ. પૂજા તા. ૮-૧૧-૦૯ રવિવાર બપોરે ૩ કલાકે શાંતીનગર જૈન દેરાસર સેક્ટર નં. ૩, મીરારોડ (ઇસ્ટ)માં રાખેલ છે. ઘરનું એડ્રેસ- ફેસ-૩ બી-૩/૧૦૩ પૂનમનગર મીરારોડ (ઇસ્ટ).
લોહાણા
મુળગામ ગારીયાધારવાળા (હાલ કલ્યાણ) કિસોરભાઇ પ્રભુદાસ રેલીયા (ઊં.વ. ૬૬) તા. ૫-૧૧-૦૯ના ગુરુવારે શ્રીજીચણ પામેલ છે. તે સવિતાબેનના પતિ. તે કસ્તુરબેન પ્રભુદાસ મગનલાલ રેલીયાના પુત્ર તે ગુણવંતભાઇ સ્વ. છબીલભાઇ, મહેન્દ્રભાઇ, કંચનબેન કાંતિલાલ ખાલપાડા, હિરાબેન રામદાસ માણેક તથા હર્ષાબેન નરેન્દ્રકુમાર રાચ્છના ભાઇ, રાકેશ, નીનીબેન ધનેશકુમાર બારાઇ, કલ્બાબેન કલ્પેશકુમાર પુજારાના પિતા. તે સ્વ. જશોદાબેન તથા સ્વ. ભિમજીભાઇ હિંડોચા તે દમુબેન અમૃતલાલ સુંદરજી બરછાના જમાઇ. (ચક્ષુદાન કરેલ છે) પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ને શનિવારના રોજ સાંજના ૩.૩૦થી ૫.૩૦ સુધી રાખેલ છે. સ્થળ ઃ શ્રી શામબાઇ લોહાણા મહાજન વાડી, આગ્રારોડ કલ્યાણ (વેસ્ટ) રહેઠાણ ઃ મનીષા એપાર્ટમેન્ટ, અહિલ્યાબાઇ ચોક, બ્લોક નં. ૧૨ કલ્યાણ (વે.)
કચ્છી લોહાણા
સ્વ. રણછોડદાસ ભાણજી પવાણી, ગામ મઉ (કચ્છ૦ હાલે મુલુંડના પુત્ર ઇન્દ્રજીત ભાઇ, (ઊં.વ. ૭૩) તે પ્રભાબેનના પતિ. સ્વ. મોરારજી વાઘજી કારીયા કચ્છ તેરાવાળાના જમાઇ. તે ગીરીશ, ગીતા વિશાલ, બળીયા, અર્ચના પરેશ કોટકના પિતા. તે સ્વ. દિલીપભાઇ, મંગલભાઇ, સ્વ. અરવિંદભાઇ, જયાબેન મઘુભાઇ ઠક્કર, કિર્તિભાઇ, વિણાબેન હેમંત ઠક્કર (કોઇમ્બતુર) તથા દિનેશભાઇના ભાઇ. તા. ૫-૧૧-૦૯ ગુરુવારના રોજે શ્રીરામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ શનિવારનાં રોજ ૫થી ૭ ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા હાઇસ્કૂલની બાજુમાં, પુરુષોત્તમ ખેરાજ ઇન્ડ. એસ્ટેટની અંદર આર.પી.રોડ, મુલુંડ (વેસ્ટ) રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
પાવરાઇ ભાટિયા
જયાબેન જેઠાભાઇ કાનજી મીઠાવાલાના પુત્ર, તે રાજેશ જેઠાભાઇ (ઊં.વ. ૪૬) તે રીટાના પતિ. ચીમનભાઇ, મેરાઇના જમાઇ. તરલા રમેશ, હર્ષા દિલીપ, જાગૃતિ જયેશ તથા મિલનના ભાઇ. નિમિત રિષીના પિતા. તા. ૫-૧૧-૦૯ ગુરુવારે મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૭-૧૧-૦૯ના રોજ સાંજે ૪.૩૦થી ૬ ભાટિયા ભાગીરથી, દાદીશેઠ અગ્યારીલેન, મુંબઇ મઘ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
બરડાઇ બ્રાહ્મણ
હાથલા નિવાસી (હાલ મલાડ -મુંબઇ) સ્વ. લાલજી શામજી દવેના પત્ની. ચંપાબેન લાલજી દવે (ઊં.વ. ૬૫) તે બુધવાર તા. ૪-૧૧-૦૯ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે મહેન્દ્ર, સુરેશ, પ્રદીપ, ઉષાના માતા તે ક્રિષ્ણા, સરોજ, વંદના તથા જયંતકુમારના સાસુ. તે કરણ, દિક્ષિતા, ભાવિકા, તેજલ, નેહા, રિયાન દાદી. કિંજલ, મિહિરના નાની. પ્રાર્થનાસભા સ્થળ ઃ ૭-૧૧-૦૯ને શનિવારે સાંજે ૪થી ૬, લક્ષ્મીનારાયણ મંદિર, ૧લે માળે, રાણીસતી માર્ગ, કાઠિયાવાડ ચોક, મલાડ (ઇસ્ટ).
હા.વિ.ઓ. જૈન
ગામ ઢીચડા (હાલ ભિવંડી)ના સ્વ. લાલજી નાયા ગુઢકાના પુત્ર કેશવજી લાલજી (ઊં.વ. ૮૦) તા. ૧-૧૧-૦૯ના રોજ અ.પા. છે. તેઓ સ્વ. મેઘજી, દેવજી, ગુલાબચંદ લાલજી તથા મણીબેન હીરજી સ્વ. રતનબેન અમૃતલાલ, શાંતાબેન કરમશી, સવિતાબેન રામજીના ભાઇ. જેન્તીલાલ, અનિલ, ધીરજલાલ, કાંતીલાલ, અલ્પેશ, હર્ષિલ, નિમિષ, પરેશ, પારસ, નિર્મળા મનસુખલાલ, જયાબેન રમેશચંદ્ર, હર્ષા ન્યાલચંદ, અલ્કા હીતેનના પિતા. સ્વ. મણીબેન ફુલચંદ સ્વ. મોતીચંદ, સ્વ. રતીલાલ, જેન્તીલાલ પુંજાના બનેવી. સ્વ. લખમશી, સ્વ. સોજપાર ગોવા ન. હરિપરના ભાણેજ. સાદડી તા. ૭-૧૧-૦૯ના રોજ અંજુલ ટાવર, ઓશવાળ વાડીની પાછળ ભિવંડી રાખેલ છે. સમય સવારે ૧૦થી ૧૧.૩૦ કલાકે (ઢીંચડા ગામનું સ્વામીવાત્સલ્ય રાખેલ છે.)

06 November Freshener news

06 November Freshener news
સ્વાઈન ફ્લૂમાંથી બહાર આવેલા
નરેન્દ્ર મોદી હવે ઈન્ડોનેશિયા જશે
આજે ‘સાઈબર સ્નેહમિલન : ‘આપની લાગણીનાં ઘોડાપૂરમાં મારી માંદગી તણાઈ ગઈ’: મોદી
સ્વાઇન ફ્લૂમાંથી મુકત થયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સ્વાસ્થ્ય માટે દેશ-વિદેશમાંથી પ્રેમ, લાગણી, સંવેદના, સ્નેહ, હૂંફ અને પ્રાર્થના સ્વરૂપે શુભેરછા પાઠવનારા સૌ સ્નેહીજનો પ્રત્યે અંત: કરણથી જાહેર આભાર વ્યકત કર્યો છે.
ગોધરાકાંડ પછીના રમખાણો બાદ ઉભી થઈ ગયેલી પોતાની મુસ્લિમ વિરોધીની છાપ ભુંસવા માટે સદાય પ્રયત્ન કરી રહેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે મુસ્લિમ દેશ ઈન્ડોનેશીયા જવાની તૈયારી કરી રહ્યા છે. ઈન્ડોનેશીયાની મુલાકાતે જઈને નરેન્દ્ર મોદી પોતાની મુસ્લિમ વિરોધી છાપ ધોઈ નાખવા માગે છે.તાજેતરમાં ઈન્ડોનેશીયાના સાઉથ સુલાવેશી પ્રાંતના ગવર્નર સ્યાવરાલ યાસીન લીમ્પોની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતંુ અને તેમને ઈન્ડોનેશીયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીએ આ આમંત્રણનો સ્વિકાર કરી લીધો છે. નરેન્દ્ર મોદી ઈન્ડોનેશીયામાં કાૃષિ અને ઉર્જા ક્ષેત્રે ત્યાંની સરકાર સાથે વ્યાપારીક સંબંધો વિકસાવે તેવી શકયતા છે.તાજેતરની ઓમાનની વિઝીટ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે જે થયું તેનાથી તેઓ થોડા વ્યથીત છે અને આ કારણે તેઓ ઈન્ડોનેશીયા જઈ પોતે મુસ્લિમ વિરોધી નથી તેવી છાપ ઉભી કરવા માગે છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી ઓમાનની મુલાકાતે ગયા ત્યારે ત્યાંની સરકારે એક સરકારી નિવેદન કરીને કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને અમે બોલાવ્યા નથી તેઓ એક ખાનગી કંપનીના આમંત્રણથી ઓમાનમાં આવ્યા છે. સ્વાઈન ફ્લુની અસરમાંથી મુક્ત થયેલા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે ૧૧ વાગે વિડિયો કોન્ફરન્સિંગના માઘ્યમથી લોકોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવશે. આ કાર્યક્રમને ‘સાઈબર સ્નેહમિલન સંમેલન’ નામ આપવામાં આવ્યું છે.

સત્ય ક્યારેય મરતું જ નથી.
મણિનગરની સેન્ટ બ્લેઈઝ સ્કૂલમાં ધો.૭માં ભણતા
૧૨ વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી ચાલુ શાળાએ વર્ગખંડમાં મોત
મણિનગર વિસ્તારમાં આવેલી સેન્ટ બ્લેઇઝ સ્કૂલમાં ધો.૭માં ભણતા વિદ્યાર્થીને ચાલુ વર્ગખંડમાં જ હાર્ટએટેક આવી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ હેબતાઈ ગયો હતો. વિદ્યાર્થીનાં માતા-પિતાએ પોતાના વ્હાલસોયા પુત્રની આંખોનું દાન કર્યું હતું.
ગુજરાત યુનિ. દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભમાં
કોલેજોમાં છ દિવસથી વઘુ સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં ઉજવવા તાકીદ
રાજયની તમામ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી કોલેજોમાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસના દિવસો પુરા કરવા કોલેજોને તાકિદ કરી છે. વિદ્યાર્થીઓની સંખ્યા વઘુ હોય તેવી કોલેજોએ સાંસ્કૃતિક અને ટેલેન્ટ જેવા કાર્યક્રમોમાં છ થી વઘુ દિવસો ફાળવવા નહી તેવી પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કોલ ઇન્ડિયાએ કોલસાના ભાવમાં રૂ. ૧૦૦નો વધારો કરતાં
ગુજરાતના વીજ ગ્રાહકો પર ૧૮૦ કરોડનો વધારાનો બોજો પડશે
કેન્દ્ર સરકાર હસ્તકના કોલ ઇન્ડિયા દ્વારા કોલસાના ભાવમાં પ્રતિ ટન રૂ. ૧૦૦નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાથી ગુજરાતમાં વીજ ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ગુજરાતના વીજ ગ્રાહકો પર પ્રતિ યુનિટ ૫ પૈસા ભાવ વધતાં રૂ. ૧૮૦ કરોડનો બોજો પડશે.
વિસાવદરમાં રિસામણે બેઠેલી પત્નીના રામ રમાડી દીધા
ભરબજારમાં છરીના ઘા ઝીંકી પત્નીને પતાવી દેતો પતિ
વિસાવદરની મુખ્ય બજારમાં આજે બપોરે એક પટેલ યુવાને સરાજાહેર પોતાની પત્ની અને સાળા ઉપર છરી વડે હુમલો કરી પત્નીની હત્યા નિપજાવી નાખી હતી તથા સાળાને ગંભીર ઈજા પહોંચાડી હતી. બંને ભાઈ - બહેન લોહીથી લથપથ હાલતમાં ઢગલો થઈને પડી જતાં લોકોનું ટોળું જમા થઈ ગયું એવામાં આરોપી શખ્સ ત્યાંથી નાસી ગયો હતો.
રાજકોટ-લોધિકા પંથકમાંથી પકડાતી ૨૭ લાખની વીજ ચોરી
વીજ બોર્ડના વીજીલન્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર લોધિકા તાલુકાના સાંગણવા અને છાપરા સહિત ત્રણ ફીડરના રહેણાંક વિસ્તારના વીજ જોડાણ ઉપરાંત રાજકોટ રૂરલના ખોખડદડી અને પુનિતનગર ફીડરના વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં. આજે વીજ બોર્ડના વીજીલન્સ વિભાગની કુલ ૯૧ ટુકડીઓએ ૨૨૪૫ વીજ જોડાણ ચેક કરતાં તેમાંથી ૧૬૧ વીજ જોડાણમાં વીજ ચોરી પકડાઇ હતી. પરીણામે રૂ. ૨૭.૨૩ લાખની વીજ ચોરીના બિલો આપવામાં આવ્યા હતાં. ગઇકાલ ગોંડલમાંથી રૂ. ૨૨ લાખની વીજ ચોરી પકડાયા બાદ આજે લોધિકાના ગામડામાંથી ૨૭ લાખની વીજ ચોરી પકડાતા બે દિવસમાં રૂ. ૪૯ લાખની પાવર ચોરી પકડાઇ હતી.
તેંડુલકરે ૪૫મી સદી ફટકારી ૧૭ હજાર રનના વર્લ્ડ રેકોર્ડને યાદગાર બનાવ્યો
ભારતીય માસ્ટર બ્લાસ્ટર તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી વન ડેમાં કારકિર્દીના ૧૭,૦૦૦ રન પુરા કરવાની સાથે ૪૫મી સદી ફટકારતા ભારતીય ચાહકો ઉજવણીના મુડમાં આવી ગયા હતા. તેંડુલકરે તેની શ્રેષ્ઠતાની સાબિતી આપતાં ઓસ્ટ્રેલિયાએ આપેલા ૩૫૧ રનના જંગી જુમલા સામે સ્હેજ પણ દબાણમાં આવ્યા વિના શાનદાર શતક ફટકાર્યુ હતુ. એકલવીરની જેમ બેટીંગ કરતાં તેંડુલકરે માત્ર ૮૧ બોલમા ૧૦૦ રન પુરા કરી ઓસ્ટ્રેલિયાને જોરદાર જવાબ આપ્યો હતો.
બાંગ્લાદેશે રોમાંચક મુકાબલામાં એક વિકેટથી ઝિમ્બાબ્વેને પરાજય આપ્યો
ઇસ્લામના ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૯૦ બોલમાં અણનમ૭૩ રનની મદદથી બાંગ્લાદેશે શ્રેણીની પાંચમી અને આખરી વન ડેમાં રોમાંચક મુકાબલા બાદ ઝિમ્બાબ્વેને એક વિકેટથી હાર આપી હતી. બાંગ્લાદેશે આ સાથે પાંચ વન ડેની શ્રેણીમાં ૪-૧થી જીત મેળવી હતી. ટેલરના અણનમ ૧૦૮ રનની મદદથી ઝિમ્બાબ્વેએ ૯ વિકેટે ૨૨૧ રન કર્યા હતા. જીતવા માટે ૨૨૨ રનના પડકારનો પીછો કરતાં બાંગ્લાદેશે એક તબક્કે ૧૮૭ રનમાં ૯ વિકેટ ગુમાવી હતી.
જાહેરક્ષેત્રની 100થી વધુ કંપનીઓ ઈશ્યુ લાવશે
નફો કરતી ૧૦૦થી વધુ સરકારી કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશશે તેવી જાહેરાત આજે કેન્દ્ર સરકારે કરતાં મૂડીબજારમાં ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ છે. સરકારની જંગી જાહેરાતના પગલે એક તબક્કે ૩૪૫ પોઇન્ટ તૂટી ગયેલા મુંબઇ શેરબજારના સેન્સેકસમાં પણ ૧૫૨ પોઇન્ટનો પ્રત્યાઘાતી સુધારો નોંધાયો હતો.
ગુજરાતમાં ‘યુ ટર્ન’ લઈને કોંગ્રેસ સરકાર રચશે : વાઘેલા
કોંગ્રેસ ક્યારેય નબળી ન હતી અને નબળી પડી નથી. રાજયમાં ભાજપની સત્તા હોવા છતાં ‘અમૂલ’ અને કે.ડી.સી.સી બેંકમાં તથા દેશમાં પણ ત્રણ રાજ્યોમાં ભવ્ય વિજય મેળવી લીધો છે.હવે ગુજરાતમાં પણ ‘યુટર્ન’ લઈને કોંગ્રેસ સરકાર રચવાની છે, તે વાત નિર્વિવાદ છે, તેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુરુવારે બપોરે બૃહદ ખેડા જિલ્લાના કોંગી અગ્રણીઓ અને કાર્યકરોના સ્નેહસંમેલનને સંબોધતાં જણાવ્યું હતું. કોંગી કાર્યકરોને મતભેદ ભૂલીને પક્ષ માટે કામ કરવા પણ હાકલ કરી હતી.
રાજપીપળામાં રહે છે અમિતાભના ગુરૂ !!
હિન્દી ફિલ્મોના વિતેલા સમયના નિર્માતા અને દિગ્દર્શક સુરેન્દ્રસિંહ ગોહિલ આગામી દિવસોમાં ઇટાલીયન કંપની સાથે મળી આદિવાસી સંસ્કતિ પર આધારિત ફિલ્મના નિર્માણ કરવા જઇ રહ્યાં છે. હાલમાં તેઓ રાજપીપળામાં નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.
વંદે માતરમ્ સામેના ફતવા વિરુદ્ધ વિહિપનાં ધરણાં
મૌલવીઓએ વંદે માતરમ્ વિષે જાહેર કરેલા ફતવા સામે અવધ પ્રદેશ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ વિરોધ વ્યકત કરવા વિધાનભવન સામે ધરણાં કરતાં મોટા આંદોલનની ચીમકી આપી હતી. વિહિપના કાર્યકરોએ રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ કેન્દ્ર સરકારે પગલાં લેવા જોઇએ એ મુજબની માગણી કરી હતી. સંગઠનના હોદ્દેદાર અમ્બુજ કુમાર ઓઝાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત વંદે માતરમ્ કોઇ ધર્મનો વિરોધ કરતું નથી અને તેને ધર્મ સાથે સાંકળવું જોઇએ નહીં. તેનું ગાન કરીને તેનું ગૌરવ જાળવવું જોઇએ. વિહિપએ રાષ્ટ્રવિરોધી વિધાનો થયા હોવા છતાં ગૃહપ્રધાને જાળવેલા મૌન બદલ જાહેર માફી માગવી જોઇએ એવી પણ માગણી કરી હતી.
પાંચ વર્ષનાં બાળકો માટે સેક્સના ફરજિયાત ક્લાસ !
બ્રિટિશ સરકારે માત્ર પાંચ વર્ષની ઉમરનાં બાળકો માટે શાળામાં સેકસ અને ડ્રગ્સનું શિક્ષણ ફરજિયાત બનાવવાની યોજના જાહેર કરતાં ભારે વિવાદ ઊભો થયો છે. વાલીઓએ આક્રોષ વ્યકત કરીને કહ્યું છે કે આ યોજના તેમના અધિકારો પર તરાપ છે. ગુરુવારે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે જાહેર કરાયેલા સુધારા મુજબ બ્રિટિશ રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં પાંચ વર્ષની ઉમરથી શાળામાં વિધાર્થીઓ માટે પર્સનલ, સોશિયલ અને હેલ્થ એજયુકેશનનો નવો વિષય ઉમેરાશે, જેમાં બાળકોએ ફરજિયાતપણે સેકસ અને ડ્રગ્સનું શિક્ષણ લેવાનું રહેશે.
બેલ્જિયમના પ્રવાસીઓ સિદ્ધપુરમાં
સિદ્ધપુરના કાત્યોકના મેળાનું મહત્વ હવે વિદેશોમાંથી આવતાં સહેલાણીઓ પણ સમજતા થયા છે. ગુરુવારે બેલ્જિયમના ટુરિસ્ટોએ માતૃગયા ધામની મુલાકાત લીધી હતી. પુષ્કર, ફાગવેલના મેળા માણ્યા બાદ વૌઠા, અંબાજી અને દ્વારકા થઇને સિદ્ધપુરનો મેળો, વહોરા સમાજના મકાનો તેમજ રૂદ્રમહાલય નિહાળવા પધાર્યા હતા. વ્હોરા સમાજના મકાનો જોઇને તેઓ રોમમાં ફરતા હોય તેવી અનુભૂતિ વ્યકત કરી તે બંધ પડયાં હોવાનું દુ:ખ તેમણે વ્યકત કર્યું હતું.
સરકાર રચવા અંગે સસ્પેન્સ યથાવત્
વિધાનસભાની ચૂંટણીમાં જનમત મળવા છતં મલાઈદાર ખાતાં મેળવવાની હોડમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સર્જાયેલી મડાગાંઠ અને રાજયપાલ એસ. સી. જમિરે લગાવેલી ફટકાર બાદ કોંગ્રેસે ૪૮ કલાકમાં સરકાર સ્થાપવાની આપેલી ખાતરી વચ્ચે ગુરુવારે સસ્પેન્સ યથાવત રહ્યું હતું.
તામિલનાડુમાં વરસાદ યથાવત્
તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત્ રહ્યું હતું. હવામાનખાતાએ જણાવ્યું હતું કે આગામી બે દિવસ સુધી હજુ પણ વરસાદની શકયતા છે. તામિલનાડુના ઉત્તર અને પોડિંચેરી સહિત દક્ષિણ કાંઠા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ગુરુવારે સવારે ૮:૩૦ કલાક સુધીમાં રામેશ્વરમમાં આઠ સેમી વરસાદ નોંધાયો હતો જયારે મયીલાદુથુરાઈ અને તરંગમવાડીમાં છ સેમી વરસાદ નોંધાયો હતો.
પત્નીએ પતિને પહેલા લિવર અને પછી કિડની આપી
ધાર્મિક કથા અનુસાર સતી સાવિત્રીની જીદ આગળ યમરાજે પણ તેમનું યમપાશ પાછું ખેચવું પડયું હતું. હિંદુ સંસ્કતિમાં આ ઘટનાને દેશની કરોડો પરિણીતાઓ પોતાનાં જીવનનું પરમ સત્ય માનીને તેનું અનુસરણ કરવા પ્રયાસ કરતી હોય છે.આવાજ એક અનુસરણમાં પીપલોદના શારદાબેને પોતાની કિડની અને લીવર બન્નેનું ખુદ પોતાના જ પતિને દાન કરીન સુહાગ સાથે જ દેશમાં આવા સૌ પ્રથમ દાતા બનવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત કરી લીધું છે.
ભારત-ઓસી.ની મેચમાં ઉત્તેજના : રસ્તા સૂમસામ
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં ઓસ્ટ્રેલિયાના વિશાળ સ્કોર સામે ભારતીય સ્ટાર સચિન તેંડુલકરની સ્ફોટક બેટિંગના લીધે ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. મેચની અંતિમ ક્ષણોમાં શહેરના રસ્તા સૂમસામ બની ગયા હતા અને તમામ લોકો ટીવી સામે ચોંટીને બેસી ગયા હતા. છેલ્લી ક્ષણ સુધી રોમાંચિત બનેલી મેચમાં ભારતનો પરાજ્ય થતાં ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. જોકે સચિનની સ્ફોટક બેટિંગને જોઇ ચાહકો આફરીન પોકારી ગયા હતા.
જોબમાં સ્ટ્રેસનું હાઇ લેવલ ડાયાબિટીસને નોતરે છે!
બેઠાડું જીવન, અસમતોલ આહાર, જંક ફૂડની ટેવ અને ઓછો શારીરિક શ્રમ ડાયાબિટીસને આમંત્રણ આપવા પૂરતો છે. ભારત જેવા વિકસતા દેશમાં રહેતા લોકોની બદલાયેલી જીવનશૈલીના ભાગરૂપે દેશમાં દર ૧૦માંથી એક વ્યકિત ડાયાબિટીસનો શિકાર થઇ રહી છે.ડાયાબિટીસના વધતા વ્યાપને અટકાવવા માટે શહેરમાં‘રિસર્ચ સોસાયટી ફોર ધી સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા’દ્વારા એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું છે. જેની ભવ્ય શરૂઆત ગુરુવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડના પ્રદર્શન હોલ ખાતે થઇ છે.
હમણાં ભાજપાનો ખરાબ સમય ચાલે છે : મેનકા ગાંધી
‘જેમ બીજા બધા પક્ષોનો ખરાબ સમય આવતો હોય તેવી રીતે જ હાલમાં ભાજપનો ખરાબ સમય ચાલી રહ્યો છે’ તેમ વડોદરાની મુલાકાતે આવેલા માજી કેન્દ્રિમંત્રી અને ગાંધી પરિવારના મેનકા ગાંધીએ જણાવ્યું હતું. તેઓ સંસદીય સચિવ યોગેશભાઇ પટેલના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યાં હતાં.
૯-૯-૯ના દિવસે જન્મનારને માના હાથે જ મોત મળ્યું
૦૯-૦૯-૦૯ની મેજિક તારીખે જન્મનાર વ્યકિતનું ભવિષ્ય કેવું હોય? જયોતિષીઓએ આ વિશે ભાત ભાતના વરતારા કર્યા હશે.પણ વાસ્તવિકતામાં કુદરતે દરેક વ્યકિતની કહાની કાંઈ અલગ જ લખી હોય છે. આ કહાનીનું ભવિષ્ય કથન કોઈ કરી શકતું નથી. ગઈ કાલે જન્મદાત્રીના હાથે જ મોત મેળવનાર બે મહિનાના ભયલુંનો જન્મ પણ મેજિક ડેટ ૦૯-૦૯-૦૯ના રોજ જ થયો હતો.
ગોંડલ રોડ પર ટ્રાફિક બંધ થતા વેપારીઓ વિફર્યા
મહાપાલિકાના મોસ્ટ કોમ્પ્લીકેટેડ ગણાતા પ્રોજેકટ ગોંડલ રોડ ફ્લાય ઓવરબ્રિજના કામમાં થઈ રહેલા વિલંબથી રોડની બન્ને સાઈડ ધંધાને પડતી મુશ્કેલી ઉપરાંત ટ્રાફિક બંધ થતાં વિફરેલા વેપારીઓના ટોળાંએ આજે સવારના સમયે ત્યાં તોડફોડ મચાવી દીધી હતી. જો કે, મામલો વધુ વિફરે એ પહેલા ત્યાં પહોંચી ગયેલી પોલીસે વેપારીઓ સાથે સમજાવટથી કામ લીધું હતું.

સારી નોકરીની આશાએ ગયેલા યુવાનને મલેશિયામાં શૌચાલય સાફ કરવા પડ્યાં
આજની પેઢીના શિક્ષિત યુવાનોમાં વિદેશમાં નોકરી કરવાની ધેલછા જોવા મળે છે. પરંતુ એજન્ટના ભરોસે મલેશિયા નોકરી કરવા ગયેલા રાજકોટના યુવાન ઉપર થયેલા અત્યાચાર અને જુલમની આપવીતી સાંભળ્યા પછી વિદેશમાં નોકરી મેળવતા પહેલાં ૧૦૦ વખત વિચાર કરવો પડે તેવી વિગતો બહાર આવી છે.
એમ.એ.ની પરીક્ષામાં બીજા દિવસનું પેપર ધાબડી દેવાયું
ફોર સ્ટારમાંથી ટુ સ્ટાર થઈ ગયેલી અને ભગા કરવા માટે કુખ્યાત બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિદોએ વધુ એક વખત ભગો કર્યો હતો. એમએની પરીક્ષામાં બીજા દિવસનું પેપર આપી દેવાયું હતું. જો કે આ અંગે જાણ થઈ જતાં છબરડાં પર ઢાંકપીછોડો કરી દેવામાં આવ્યો હતો અને અડધી કલાક પરીક્ષા મોડી શરૂ થઈ હતી. તેના બદલામાં વિદ્યાર્થીઓને અડધા કલાકનો વધારાનો સમય આપાયો હતો.
દારૂની મહેફિલમાં વેતરી નાખી લાશને નિર્વસ્ત્ર કરી ફેંકી દીધી
સિંધાવદરની સરકારી વીડીમાંથી મળેલું માનવ હાડપીંજર રાજકોટથી દોઢ માસથી લાપતા મૂળ મુંબઇના ગુનેગાર અબુલ બસર ખુરશીદઆલમ શેખનું હોવાની અને તેની કોલગર્લ બહેન રૂબીના પ્રેમી સહિત ત્રણ શખ્સોએ હત્યા કર્યાનું સ્પષ્ટ થઇ ગયું છે. રૂબીના હલકા ચારિત્ર્યના મુદે જ આરોપીઓએ પાંચમાં નોરતે સિંધાવદરમાં દારૂની મહેફિલ દરમિયાન અબુલને છરીના આડેધડ ઘા ઝીંકી પતાવી દીધો હતો.
પુણેમાં સ્વાઈન ફલૂ- મરણાંક ૧૦૦ થયો
સ્વાઈન ફલૂ પુણેમાંથી જવાનું નામ નથી લેતી. ગુરુવારે વધુ એક મહિલાના મોત સાથે પુણેમાં મરણાંક ૧૦૦ થયો છે. છેલ્લા એક સપ્તાહથી સ્વાઈન ફલૂની સારવાર લઈ રહેલી મોહિની ઉદરેએ ગુરુવારે બપોરે નોબેલ હોસ્પિટલમાં દમ તોડયો હતો. આ સાથે મરણાંક ૧૦૦ થયો છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.નોંધનીય છે કે આ બીમારી ઠંડીમાં વધુ ફેલાતી હોવાથી સત્તાવાળાને વધુ ચિંતા થવા લાગી છે. વિસ્તારમાં વધુ તપાસણી કેન્દ્રો શરૂ કરાયાં છે .
સુપ્રીમે પાટીલની જામીન અરજી ફગાવી
જયેષ્ઠ ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હજારેની હત્યાની સુપારી આપવા પ્રકરણે આરોપી પદ્મસિંહ પાટીલની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દેતાં તેઓ મુસીબતમાં આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.પદ્મસિંહે બધા માર્ગો બંધ થતાં સુપ્રીમ કોટર્માં જામીન માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરીને તેમને આઠ દિવસમાં શરણે આવવા માટે આદેશ આપ્યો છે. જો આ સમયમાં શરણે નહીં આવે તો ધરપકડ કરવાનો પોલીસને આદેશ આપ્યો છે.
સૈફ-કરિનાને સદાયને માટે એક સાથે જોવા માગું છું : સોહા
બોલિવૂડની અભિનેત્રી સોહા અલી ખાન પોતાના ભાઇ સૈફ અલી ખાન અને તેની પ્રેમિકા કરિના કપૂરને સદાયને માટે એક સાથે જોવા ઇચ્છે છે. કારણ કે રિયલ અથવા રીલ બન્ને લાઇફમાં આ જોડી સારી લાગે છે. સૈફ અને કરિના એકબીજા સાથે ખરેખર ખુશ દેખાઇ રહ્યાં છે.
‘તુમ મિલે’ ફિલ્મે સોહાને ભયભીત કરી દીધી છે
જુલાઇ-૨૦૦૫માં મુંબઇમાં પડેલા મુશળધાર વરસાદના કારણે સર્જાયેલી કુદરતી હોનારત પરથી બનેલી ફિલ્મ ‘તુમ મિલે’બાદ ફરીથી કોઇ ડિઝાસ્ટર ફિલ્મ સાઇન કરતાં પહેલાં સોહા અલી બે વાર વિચાર કરશે. કારણ કે અભિનેત્રીને લાગે છે કે‘તુમ મિલે’ફિલ્મે તેને ભયભીત(હાઇડ્રોફોબિક) કરી દીધી છે. ફિલ્મના શૂટિંગના અનુભવને એક ખરાબ સ્વપ્ન તરીકે સોહા યાદ રાખશે.
૨૨ નવેમ્બરે શિલ્પા અને રાજ કુન્દ્રા પરણી જ જશે
અભિનેત્રી શિલ્પા શેટ્ટી આવતી ૨૨ નવેમ્બરે ખંડાલા ખાતે એક ખાનગી સમારંભમાં તેના એનઆરઆઈ (લંડન) બોયફ્રેન્ડ રાજ કુન્દ્રા સાથે પરણી જશે. એક મહિના પૂર્વે શિલ્પા અને રાજની સગાઈ થઈ હતી. શિલ્પા અને રાજ, આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સની માલિકી ધરાવે છે.
વિક્ટોરિયાએ પતિને ડુક્કરનાં બચ્ચાં ભેટ આપ્યાં
ભૂતપૂર્વ સ્પાઈસ ગર્લ વિકટોરિયા બેકહામે તેના પતિ અને પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહામને ક્રિસમસ નિમિત્તે ડુક્કરનાં બચ્ચાં ભેટ આપ્યાં હતાં.વિક્ટોરિયાએ બે બચ્ચાં માટે ૧૪૦૦ પાઉન્ડ ચૂકવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે વિક્ટોરિયાએ ડુક્કરનાં બચ્ચાંની જોડી જોતાં જ પ્રથમ નજરે તેને ખૂબ ગમી ગયાં હતાં અને ડેવિડ માટે પરફેક્ટ ભેટ હોવાનું લાગતાં તુરંત ખરીદી લીધા હતા.
બોયલ સ્લમડોગના બાળકલાકારોથી કંટાળી ગયા છે*
ભારતીય પૃષ્ઠભૂમિ પર તૈયાર થયેલી ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનર’ના બાળકલાકારોના પરિવારજનોએ વધુ રકમની માગણી કર્યા બાદ હવે ફિલ્મના નિર્દેશક ડેની બોયલ તેમની સાથે વાટાઘાટો કરીને કંટાળી ગયા છે અને હવે વધુ ચર્ચા કરવાનું બંધ કરી દીધું છે.
ફિલ્મ રિવ્યૂ - અલાદીન
આ સપ્તાહમાં લંડન ડ્રીમ્સ સાથે અલાદીન ફિલ્મ સિનેમાઘરોમાં આવી છે. જે બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ અલાદીનની મુખ્ય ભૂમિકામાં છે. જે ઉત્તર ભારતના ખ્વાહિસ નામના શહેરમાં રહે છે. જે પોતાની સાથે ભણતી જેકલીનને પસંદ કરે છે. અલાદીન હંમેશા પરેશાન રહે છે. સાથે તે કાસિલ એટલે કે સોહિલ ખાનને પરેશાન કરે છે.એક દિવસ જેસમીન એટલે કે જેકલીન ફર્નાન્ડિઝ અલાદીનને એક જાદૂઈ ચિરાગ આપે છે. જેમાંથી એક જાદૂઈ જિન્ન નિકળે છે, જે અમિતાભ બચ્ચન હોય છે. ફિલ્મમાં વિલનની ભૂમિકામાં રિંગ માસ્ટર સંજય દત્ત હોય છે. જિન્નની જાદૂગરીમાં સર પડે તેવો નથી.અલાદીનમાં બધા કલાકારોનું કામ સારૂ છે. અમિતાભ જિન્નની ભૂમિકામાં શોભી રહ્યા છે. ફિલ્મમાં એનીમેશન લાજવાબ છે. ફિલ્મ તમામ દર્શકોને ભ્રમિત કરી શકે તેમ છે.
અનોખો 'મગ'...જે ચાને ગરમ અને દારૂને ઠંડો રાખે છે
મગ છે, જેમા તમેચા પી રહ્યા છો તો તમને ચા ઠંડી થઇ જવાની ચિંતા નહી રહે અને જો દારૂ કે બિયર પી રહ્યા છો તો બેફિકર રહો કારણ કે તે ઠંડી જ રહશે. ક્લૌંઝ સેડબાઉર અને હર્બર્ટ સાઇનસબિચલર નામના જર્મનીના બે વિજ્ઞાનિકોએ આ મગની શોધ કરી છે.આ મગ બનાવવા માટે તેમને ફેસ ચેન્જ મટિરીયલનો ઉપયોગ કર્યો છે. આ પદાર્થનો ઉપયોગ નિર્માણ સ્થળો પર થાય છે. જ્યાં તેમને રૂમની દિવાલોની વચ્ચે લગાવવામાં આવે છે, જેનાથી સૂર્યની ગરમી ઘરમાં દાખલ ન થઇ શકે.
ચેરિટી કરો, બટર ચીકન ફ્રી ખાઓ
ચેરિટી (દાન) કરવાના બદલામાં અત્યાર સુધીમાં વાહવાહી સિવાય પ્રશસ્તિપત્ર અથવા મેડલ મળવાની વાત સાંભળી હતી પરંતુ હવે બદલામાં એક પ્લેટ ચીકન ખાવા મળશે. જી હા, એક લાખ રૂપિયા દાન કરવા પર તમને એક પ્લેટ સ્વાદિષ્ટ બટર ચીકન મળશે.
મહિલાઓ માટે વધુ સેક્સી હોવું નોકરી માટે ખતરારૂપ!!!
લંડનમાં એક યુવતીને નોકરીમાંથી એટલા માટે હાકી કાઢવામાં આવી કારણ કે તે વધારે સેક્સી હતી. જો જ્યોર્જીના વિલબર્નનું કહેવું માનવામાં આવે તો તેને તેની મહિલા બોસે એટલા માટે નોકરીમાંથી કાઢી મુકી કારણ કે તે વધારે સેક્સી અને સુંદર હતી. વિલબર્નના જણાવ્યા પ્રમાણે તેણે ગયા મહિને એક બેકરીની દુકાનમાં નોકરી કરવાનું શરૂ કર્યું. પરંતુ તેની મહિલા બોસ તેની સુંદરતાને જોઈને તેની ઈર્ષા કરવા લાગી હતી, ત્યારબાદ તેને નોકરીમાંથી હાકી કાઢવામાં આવી હતી.તેના જણાવ્યા પ્રમાણે તેના આવવાથી દુકાનના વેચાણમાં વધારો થયો હતો. અને કેટલાક લોકો તો તેની સુંદરતાને જોઈને જ દુકાનના કાયમીના ગ્રાહક બની ગયા હતા.
રિલાયન્સ ગેસ વિવાદ : નવી બેન્ચ રચાઈ, સુનાવણી શરૂ
મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અનિલ અંબાણી જૂથની આરએનઆરએલ વચ્ચે ગેસ વિવાદ અંગેના કેસની ગુરુવારે ફરી સુનાવણી આગળ વધી હતી. બુધવારે જસ્ટિસ આર.વી. રવીન્દ્રન આ કેસમાંથી ખસી ગયા બાદ નવેસરથી બેન્ચની રચના થઈ હતી.
એકવીસમી સદીમાં પણ સ્ત્રીએ કેટલાક નિર્ણયો અંગે પુરુષ પર જ આધાર રાખવો પડે છે. સામાન્ય એવી વાતમાં પતિ કે પિતાની મંજૂરી લેવી પડે છે.
સ્ત્રી સ્વનિર્ણયની હકદાર નથી ?
આજે જવલ્લે જ એવું કોઇ ક્ષેત્ર હશે, જેમાં સ્ત્રીએ પોતાનું સ્થાન ન બનાવ્યું હોય. તેમ છતાં એની જે ઉપેક્ષા કરવામાં આવે છે, તે જોઇને આશ્ચર્ય થયા વિના ન રહે. વાસ્તવમાં પુરુષ હંમેશાં પોતાને સ્ત્રીથી ચડિયાતો માનતો રહ્યો છે. આથી જ સ્ત્રી એનાથી આગળ વધે એ બાબતને એનો અહમ સ્વીકારી નથી શકતો.
આપણા દેશે આઝાદી મેળવી હોવા છતાં કેટલીક સ્ત્રીઓ આજે પણ આઝાદી મેળવવા સંઘર્ષ કરી રહી છે. આમાંથી છુટકારો મેળવવા માટે સ્ત્રીએ સ્વાવલંબી બનવાની જરૂર છે. સ્ત્રીએ લીધેલા નિર્ણયને માન્ય રાખવાથી એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
કોઇ પણ બાબતમાં બીજા પર આશ્રિત રહેવાથી વિકાસ રુંધાઇ જાય છે. વિપરીત સંજોગોમાં પણ અડગ રહેવાની હિંમત સ્વનિર્ણય લેવાથી જ આવે છે. સ્વનિર્ણય ન લઇ શકવાની પોતાની નબળાઇમાંથી સ્ત્રીએ જાતે જ બહાર આવવું રહ્યું. એ માટે એણે સૌથી મહત્વપૂર્ણ પાસા ‘શિક્ષણ’ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
પેસમેકર એટલે શું?
હૃદયનાં ધબકારા જ્યારે અનિયમિત બને અથવા તો ધબકારા બંધ થઈ જવાનો ભય જણાય ત્યારે તેને જોઈતા વીજસંકેતો મળવા જરૂરી છે. એ માટે ગળાના હાડકા નીચે શરીરની અંદરના ભાગમાં વીજાણુ ઉપકરણ બેસાડવામાં આવે છે. તેને પેસમેકર કહે છે.
અમદાવાદમાં તરખાટ મચાવનાર લખપતિ ચોર ઝડપાયો
લકઝુરિયસ કાર ટ્વેરામાં સાગરીતો સાથે ચોરી કરવા નીકળતા ‘લખપતિ’ ચોરને રવિવારે મોડી રાત્રે લોકોએ ઝડપી લીધો હતો. શહેરભરમાં કુખ્યાત ગણાતો અને પોલીસ માટે છેલ્લા ઘણા સમયથી માથાનો દુખાવો સાબિત થઈ રહેલા કુખ્યાત લખપતિ ચોરને મણિનગરની પ્રજાએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.
હળવદમાં પત્નીને મોતને ઘાટ ઉતારતો પતિ
હળવદ-કચ્છ હાઇવે પર ફેરીનો વ્યવસાય કરતા દારૂડિયા પતિએ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી દારૂ પીને રાત્રે ધેર આવી પત્ની પર પથ્થરના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરતા ઘવાયેલી પત્નીએ અમદાવાદમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. આ ઘટનાને લૂંટના બનાવમાં ફેરવવાનો પ્રયાસ કરનાર પતિની પોલીસે ઉલટ તપાસ કરતા દારૂડિયા પતિએ આ કત્ય કર્યાનું કબૂલ કરતા પોલીસે વધુ તપાસ આરંભી હતી.
ડીએનએ માટે અધતન ડેટાબેઝ લેબ ઊભી કરાશે
ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ને કેન્દ્ર સરકારે ડીએનએ ડેટાબેઝ લેબોરેટરી ઊભી કરવાની મંજૂરી આપી છે. આ લેબ રાજ્યમાં મોડલ બનશે અને તેનો ઉપયોગ અન્ય રાજયોના ગૃહ અને કાયદા વિભાગના અધિકારીઓ કરી શકશે. જટીલમાં જટીલ ગુનાઓ ઉકેલવામાં આ લેબ મદદરૂપ થશે.
જામનગરમાં ૧૨.૨૫ કરોડના કામોનું લોકાર્પણ
ગુજરાત રાજ્યની સ્થાપનાને વર્ષ ૨૦૧૦માં પૂર્ણ થતાં ૫૦ વર્ષના અવસરે રાજ્ય સરકારે શરૂ કરેલી સ્વિર્ણમ ગુજરાત સંકલ્પ જયોત રથ યાત્રાનું જામનગર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ અવસરે પદાધિકારીઓ, અધિકારીઓ તથા નગરજનો વિશાળ સંખ્યામાં સહભાગી થયા હતાં.
જામનગરમાં માથાભારે શખ્સોએ દલિત પરિવારને ઝૂડી નાખ્યો
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં પોતાના ઘરની નજીક અડીંગો જમાવી ઉભા રહેતા માથાભારે શખ્સોને ના પાડતા ઉશ્કેરાયેલા બે ગરાસિયા સહિતના ચાર શખ્સોએ ઘરમાં ઘુસી દલીત પિતા-પુત્રોને બેફામ માર મારી હડધૂત કરી નાસી છુટયા હતાં. ત્યારબાદ આ જ વિસ્તારના લોકો રાત્રે પોલીસ દફતરે દોડી જઇ દલીતોની ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરતા આશ્ચર્ય ફેલાયું છે. જિલ્લાભરમાં દલીત વર્ગ પર સવર્ણોના વધી રહેલા ત્રાસના બનાવોમાં વધુ એક ઉમેરો થયો હતો.
દાદાની મિલકત માટે પૌત્રીનો જંગ
દાદાના નામની કરોડોની મિલકતમાં ભાગ મેળવવા માટે ૭૭ વર્ષની પૌત્રીએ અદાલતમાં કાનુની જંગ છેડતા લોહાણા સમાજમાં ચકચાર જાગી છે. આ ચકચારી કેસની વિગતો મુજબ જામનગરમાં રહેતા વિજયાબેન ચંદુલાલ ગોકાણીએ અત્રેની ડિસ્ટ્રીકટ કોર્ટમાં સુંદરદાસ દામોદર બથિયાએ ૧૯૮૪માં કરેલું પ્રોબેટ ખોટી રીતે મેળવ્યું હોવાનું જણાવી આ પ્રોબેટ રદ કરવા માંગણી કરી છે.
મહાબળેશ્વર જતાં પંચગીની ઘાટમાં મુસીબતોનો પહાડ
રજા માણવા માટે દેશ-વિદેશના પયટર્કો મહાબળેશ્વર, પંચગીની તરફ દોટ મૂકે છે ત્યારે આ સ્થળોએ આવનારા પયટર્કોને માટે મોટું જોખમ ઊભું થયું છે. વાઈ-પસરણી પંચગીની ઘાટમાં ભયજનક વળાંકો પર મોટાં ઘાસ,ઝાડી વધેલાં હોવાને કારણે તેમ જ ઠેકઠેકાણે ભેખડ ખડી પડવાને કારણે વાહનચાલકોને આ વળાંક અને ભાંગી પાડેલી ભેખડ ભયજનક બની રહ્યા છે. આ બાજુના રસ્તાના બાંધકામ સામે અધિકારીઓ પૂર્વ દુર્લક્ષ કરી રહ્યા છે. પરિણામે પંચગીની ઘાટ વાહનચાલકો માટે મોતનો કૂવો બનતો જાય છે. ભયજનક વળાંકો પરના અવરોધો તાત્કાલિકરૂપે દૂર કરવાની માગણી ઊભી થઈ છે. વાઈ-પસરણી પંચગીની ઘાટમાં ચોમાસાને કારણે રસ્તાની બન્ને બાજુએ ઊચાં ગાઢ ઘાસ મોટા પ્રમાણમાં ઊગી નીકયાં છે તેમ જ ઝાડીઝાંખરા વાહનચાલકો માટે અડચણ પેદા કરનારાં થયાં છે. આ ઘાટમાં ભયજનક વળાંકો પર મોટાં ઘાસ અને ઝાડી વધેલાં હોવાને કારણે સામેથી આવનારાં વાહનો બીજાં વાહનોને દેખાતાં નથી. રસ્તા પરના સાઈટ પટ્ટાઓ પણ ખરાબ થયા હોવાને કારણે વાાહનચાલકોએ વાહન ચલાવવામાં કસરત કરવી પડે છે.
ફર્સ્ટ લેડી રિયાલિટી શો 'આઇરોન શેફ અમેરિકા'માં
અમેરિકાના રાષ્ટ્રપતિ બારાક ઓબામાની પત્ની અને અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામા હવે ટીવી રિયાલિટી શોમાં ચમકશે. હાં, મિશેલ જાણીતા રિયાલિટી શો 'આઇરોન શેફ અમેરિકા'માં મહેમાન કલાકારની ભુમિકામાં જોવા મળશે.રિયાલિટી શોનો આ ખાસ એપિસોડ ન્યુ યરના દિવસે પ્રસારિત કરવામાં આવશે જેમાં વ્હાઇટ હાઉસનાં પ્રખ્યાત રસોઇયાઓ નવીનવી વાનગીઓ બનાવશે. શોમાં તૈયાર થનારા ખોરાકનો મોટો ભાગ થોડાક સમય પહેલાંજ વ્હાઇટ હાઉસમાં ઉગાડેલા શાકભાજીમાંથી તૈયાર કરાશે.
...ને બિગ બોસના ઘરમાં રડી પડી શમિતા!!!
એવું લાગી રહ્યું છે કે બિગ બોસમાં આ વખતે સ્પર્ધકો સાથે કંઈક કઠોર વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પહેલા કમાલ ખાન અને બખ્તિયારને જેલમાં ઘકેલવામાં આવ્યા હતા, તો રોહિતને મૌન વ્રતની સુચના આપવામાં આવી હતી.હવે કંઈક એવું કરવામાં આવ્યું છે કે જેનાથી શમિતા શેટ્ટી રડી પડી હતી. આ વખતે બિગ બોસમાં જેવી રીતે નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે સ્પર્ધકોની ખેર નથી.
થાળીના ભાવમાં અનલિમિટેડ વધારો
કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનાજ, કઠોળ, શાકભાજી, ખાંડ, કોથમીર, લીંબુ વગેરેના ભાવોમાં આસમાની સુલતાની તેજીને કારણે હોટલ રેસ્ટોરન્ટની વાનગીઓ પણ મોંઘી થવા માંડી છે. ટૂંકમાં કહીએ તો સુરતીઓને ચટાકો મોંઘો પડી રહ્યો છે.
નોકરી તો ન મળી, બની ગઈ હવસનો શિકાર
દિલ્હીના દક્ષિણના એક જિલ્લામાં હોસ્પિટલની એક નર્સને અન્ય જગ્યાએ નોકરી અપાવવાની લાલચ આપી હવસનો શિકાર બનાવ્યાની ઘટના સામે આવી છે. એક જાણીતા બિઝનેસમેનના પુત્ર દ્વારા નર્સને અન્ય જગ્યાએ નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ભોગ બનનારી મહિલા જે હોસ્પિટલમાં કામ કરે છે, તેના મકાનની માલિકી યુવકના કાકાની છે.
પ્રતિષ્ઠિત અદાણી પરિવારનાં મુમુક્ષુ શર્મિષ્ટાબેન દીક્ષા ગ્રહણ કરશે
ઉમરા વિસ્તારમાં આવેલા ધરમ પેલેસમાં રહેતા ચુનીલાલ નાગરદાસ અદાણીનાં સુપુત્રી તેમજ મુંબઈનાં કુમારપાલભાઈ સંઘવીનાં ધર્મપત્ની શર્મિષ્ટાબેન મુંબઈ નગરે પૂજયશ્રીની નિશ્રામાં ભવ્યતાપૂર્વક દીક્ષા ગ્રહણ કરશે. આ પ્રસંગે ગુરુવારે સવારે ૯.૦૦ કલાકે શહેરનાં ઉમરાસ્થિત ધરમપેલેસથી વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો.
બ્રૂનીથી ત્રાસેલા સરકોઝીએ કહ્યું...
ફ્રેંચ પ્રમુખ નિકોલ સારકોઝીએ પોતાની પત્ની કાર્લા બ્રૂનીને લો પ્રોફાઇલ જાળવી રાખવા માટે ટકોર કરી હતી. રાજકીય મામલાઓમાં બ્રૂનીની વધતી જતી દખલ અંદાજીની ફરિયાદને ધ્યાનમાં લઇને સારકોઝી તેને આ ટકોર કરવા માટે મજબુર બન્યા હતા.
મહારાષ્ટ્ર: સરકાર બનાવવાનો દાવો આજે
મહારાષ્ટ્ર માં સરકારના રચનાનાં મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કાર્યકારી મુખ્યમંત્રી અશોક ચવ્હાણે જણાવી દીધુ છે કે, આજે સાંજે તે સરકાર બનાવવાનો દાવો કરશે. તેમજ કોંગ્રેસ એનસીપી વચ્ચે બેઠકોને લઇને થયેલો વિવાદ પણ ઉકેલાઇ ગયો છે.
માઓવાદીઓ સામે કોઇ ઓપરેશન હાથ પર નથી: ચિદમ્બરમ્
ન્દ્રિય ગૃહ મંત્રી પી.ચિદમ્બરમે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકારે માઓવાદીઓ સામે કોઇપણ ઓપરેશન હાથ પર લીધું નથી. તે ફક્ત રાજ્ય સરકારોને માઓવાદી સામે ચલાવાઇ રહેલા અભિયાનને ટેકો આપી રહી છે.
તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં
કરો વાત. કવિ દુષ્યંતકુમાર કહે છે કે તમારા પગ નીચે કોઇ જમીન નથી એટલું જ નહીં, તમને એ વાતની ખબર પણ નથી કે તમે હવામાં અઘ્ધર ઊડી કે લટકી રહ્યા છો. આવું તે કંઇ હોતું હશે? સૌના પગ નીચે આધાર હોય જ.અમીર માણસના પગ નીચે લાલ પોચોપોચો-આકર્ષક ગાલીચો હોય, ગાલીચા નીચે ફર્શ હોય, ફર્શ નીચે જમીન હોય અને માણસ સાવ જ ગરીબ હોય તો પણ તેના પગ નીચે ભલે કાંટાવાળી કે ધગધગતી રેતીવાળી જમીન તો હોય જ. તો પછી કવિ અહીં કહેવા શું માગે છે ? આ કવિ દુષ્યંતકુમાર ગરીબોના હકની વાતો કહેનાર સમાજસુધારક કવિ હતો. યુપીના એક મિત્રનું કહેવું છે કે ૪૩ વર્ષની ઉમરે હૃદયરોગથી કવિનું મૃત્યુ થયું એના થોડા કલાકો પહેલાં કોઇ ગરીબ માણસને કનડી રહેલા પોલીસ સાથે કવિને કંઇક બબાલ થયેલી અને પછી તરત એમનું ભેદી મૃત્યુ થયું.એ મિત્રની વાત કેટલી સાચી છે એ તો ન કહી શકાય પણ એટલું કહી શકાય કે તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં. એમ કહેવા પાછળ આ સમાજપ્રેમી કવિનો ઇશારો ‘સામાજિક અઘ્ધરતા’ તરફ હોઇ શકે. કવિ કદાચ એમ કહેવા માગતા હશે કે હે સામાન્ય નાગરિક તું જો એમ માનતો હોય કે સરકાર-તંત્ર તને ટેકો આપશે, તારી સંભાળ રાખશે, તને આધાર પૂરો પાડશે તો તું ખાંડ ખાઇ રહ્યો છે.બેઝિકલી તું એક અઘ્ધરતાલ નાગરિક છે, જેનો ઉદ્ધાર કરવા કોઇ નથી આવવાનું તેણે પોતાનો ઉદ્ધાર જાતે જ કરવાનો છે. તેણે જાતે જ પોતાની એક જમીન રચવાની છે અને પછી એ જમીન પર જાતે જ ઊભા રહેવાનું છે. આ થઇ બાહ્ય જગતની વાત.
આપણે ખેડી રહ્યા છીએ અંતર્યાત્રા. અંદરના જગતમાં પણ આ જ લોચો છે. પગ નીચે જમીન છે નહીં અને માણસને એની ખબર પણ નથી. આપણી જિંદગી ‘હું’ નામની જમીન પર ટકેલી હોય છે. પણ બેઝિકલી આ ‘હું’ નામની જે બડી મસ્ત મસ્ત ચીજ છે એ પ્યોરલી મગજની પેદાશ છે.
સંબંધ
વિશ્વની લગભગ દરેક સભ્યતાઓમાં પિતા-પુત્રના સંબંધોના બહુ ગૌરવપૂર્ણ ઉલ્લેખો જોવા મળે છે. એક તો પુત્ર પિતાની મિલકતનો વારસ છે અને વંશનું નામ આગળ વધારે છે. ભારતમાં તો પિતાના મૃત્યુ બાદ પુત્ર જ તેમને સદગતિ આપી શકે છે ! આશ્ચર્યની વાત એ છે કે ભારતીય મનીષીઓને ક્યાંય મા-દીકરીના સંબંધોની ચર્ચા કરવાનું જરૂરી જણાયું જ નથી! માત્ર ભારત જ શા માટે, સમગ્ર વિશ્વના સાંસ્કૃતિક ઈતિહાસમાં આ સંબંધને કોઈ પ્રકારનું મહત્વ અપાયું નથી. આજે નારી ધીમે ધીમે પોતાની અલાયદી ઓળખાણ બનાવવા માંડી છે, ત્યારે તે પોતાની મા સાથેના સંબંધોનું પણ વિશ્લેષણ કરતી થઈ છે.
એક્સ રે મશીન ટોચનું વૈજ્ઞાનિક સંશોધન
સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવનારા એક્સ રે મશીનને ટોચના વૈજ્ઞાનિક સંશોધન તરીકે વોટ મળ્યા હતા. એક્સ રે મશીને ટોચના સ્થાનની હરિફાઇમાં અપોલો 10 સ્પેસ કેપ્સ્યુલ અને સ્ટિફન્સનના રોકેટને પણ પાછા પાડી દીધા હતા.પચાસ હજાર વોટર્સમાંથી દર પાંચમાંથી એક વ્યક્તિએ એક્સ રેને ભૂતકાળ, વર્તમાન તેમજ ભવિષ્યમાં પણ પોતાની પ્રભાવક અસરને કારણે વોટ આપ્યો હતો..
યુગે યુગે, નવા રૂપે
મુગલ-એ-આઝમ’ અને ‘નયા દૌર’ બાદ વધુ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ‘હમ દોનોં’ (૧૯૬૧) હવે કલરમાં આવી રહી છે. ફરી એ જ સવાલ: અસલ કૃતિ સાથે ચેડાં થવા જોઈએ કે નહીં? વાત સાવ નાની છે, પણ જરા વિચારતાં સમજાય કે મામલો ફક્ત ‘હમ દોનોં’નો નથી, રામાયણ-મહાભારતથી માંડીને દેવદાસને નવાં નવાં રૂપે રજૂ કરવામાં, ગીતોના રિમિકસમાં, ઝીણા વિશે પ્રગટ થતાં એક પછી એક વર્ઝનમાં પણ વત્તેઓછે અંશે ‘ઓરિજિનલ’ સાથે ચેડાંનો સવાલ પેદા થાય જ છે.
પત્ની કે પ્રેમિકા
સંતા : યાર મને તો એક પત્ની પણ મુસીબત જેવી લાગે છે અને તું બબ્બે પત્નીઓની સાથે કવી રીતે રહે છે ? બંતા : યાર ! તેં કયારેય એક હાથે એક બાલદી પાણીની ઉઠાવી છે ?
સંતા : હાં, ઘણી વખત..! બંતા : કયારેક બંન્નો હાથે બાલદી ઉઠાવીને અનુભવ કરજે કેટલું બેલેન્સ રહે છે...!
અજબ હિંદી ભાષા
ચિંટુ : (બિટ્ટુ ને) આ હિંદી પણ અજબ ભાષા છે.
બિટ્ટુ : તે કેવી રીતે?
ચિંટુ : ઘડીયાળ ખરાબ હોય તો ‘બંધ છે’ તેમ કહેવાય છે અને છોકરી ખરાબ હોય તો ‘ચાલુ છે’ તેમ કહે છે...!
મનીઓર્ડર
રમણ મનીઓર્ડર કરવા પોસ્ટ ઓફિસ પર ગયો. પોસ્ટ માસ્તર : આ નોટ ફાટેલી છે, બીજી આપો !
રમણ : હું મારા પિતાને રુપિયા મોકલી રહ્યો છું, નોટ ફાટેલી મોકલું કે નવી, તેની સાથે તમારે શું લેવા દેવા ?
પત્ની કે પ્રેમિકા
સંતા : યાર, એક વાત કહે..!
જીંદગીમાં પત્ની સારી રીતે સાથ આપે કે પ્રેમિકા ?
બંતા : આમ જોવા જઇએ તો બંન્ને, પરંતુ તેમને એક બીજા અંગે ખબર પડી જાય તો એકેય નહીં...
ગૂગલ, યાહૂ કે ફાયરફોક્સ, સૌને લાગ્યો કસુંબીનો રંગ : વિશ્વની જાયન્ટ નેટ ટેકનોલોજી કંપનીઓ હવે સ્થાનિક ભાષામાં પગપેસારો કરવાની પળોજણમાં પડી છે, લેવાય એટલો લાભ ક્લિક કરી લો!
સર્જનહાર સુધી પહોંચવાનું સૂરીલું માઘ્યમ : સૂફી સંગીત
આબિદા પરવીન, કૈલાસ ખેર, હંસરાજ હંસ, ગિટાર વગાડતો સરદાર ગાયક રાબી શેરગીલ- આ બધા જ સૂફી સંગીત દ્વારા જોડાયેલાં છે. નવાં હિંદી ફિલ્મી ગીતોમાં પણ સૂફિયાના કલામની ઝલક જોવા મળી જાય છે.ઈશ્વર સાથેનો પ્રેમ (ઇશ્કે હકિકી) સૂફી સંગીતનો પાયો છે. મંદિરમાં જેમ ભજનનું મહત્વ છે તે પ્રમાણે દરગાહમાં કવ્વાલીની અહેમિયત છે. સૂફી સંતોની દરગાહો પર ઉર્સના સમયે ગવાતી કવ્વાલીમાં ધાર્મિક રંગ છે. ફિલ્મોએ કવ્વાલીને સસ્તી અને બાજારુ બનાવી દીધી છે.
સાતે વાર તહેવાર
એવા અનેક લોકોને તમે ઓળખતા જ હશો, જે ઉત્સાહી બહુ હોય, કોઇ હોટેલનું ભોજન એમને ભાવી જાય તો એ તમારી પાછળ પડી જાય ‘બોસ, ફલાણી ઢીંકણી હોટેલમાં રીંગણાનું શાક ખાધું છે?
બાપ્પુ, ભલભલી હોટેલ એની આગળ પાણી ભરે પાણી...’ એ ભાઇ બીજી વાર મળે ત્યારે પૂછે : ‘ફલાણી ઢીંકણી હોટેલનું રીંગણાનું શાક ખાધું?’ જો તમે ના પાડો તો તમારું આવી બને. ભાઇ જરા નારાજ થઇ જાય : ‘શું યાર તમેય... આટલું સારું સજેશન કર્યું ને તમે સાવ...’
પછી ત્રીજી મુલાકાત વખતે પણ તમારે ફલાણી ઢીંકણીનાં રીંગણાં ચાખવાનાં બાકી રહી ગયા હોય તો ભાઇ તૂટી પડે: ‘સિરિયસલી, તમને છે ને, સારી વસ્તુની કદર જ નથી... ખાખરાની ખીસકોલી છો તમે...’ ભૂલેચૂકે તમે એમ કહો કે મને રીંગણાં નથી ભાવતાં તો ભાઇને માઠું લાગી જાય: ‘રીંગણાં નથી ભાવતાં? તમે યાર માણસ છો કે...’રીંગણાં ન ભાવવાં એ કોઇ વાંક છે ? મોટો અપરાધ છે? નથી જ, છતાં ભાઇ એ વાતે નારાજ એવી રીતે થશે જાણે રીંગણાં ન ભાવે એવું સંતાન પેદા કરીને તમારી માતાએ મોટો અપરાધ કર્યો હોય.ઠીક છે, આપણે કશુંક સારું માણ્યું તો બીજા પણ ભલે માણે એવો ઇરાદો નેક છે, પણ નેક ઇરાદો વ્યક્ત કરવાની રીત નેક હોવી જોઇએ. ભલામણમાં ભાર-આગ્રહ-દુરાગ્રહ ન હોવો જોઇએ. સામેના માણસને એવું ન લાગવું જોઇએ કે આ તો પરાણે ધક્કા મારી રહી - રહી છે.
હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશો ફેલાવનારા ગુરુનાનક
કાર્તિક પૂર્ણિમા એટલે દેવદિવાળી. આ પવિત્ર દિને સંવત ૧૫૨૬ કારતક સુદ પૂનમ ( ૧૫ નવેમ્બર, ૧૪૬૯) તલવંડી ગામમાં ગુરુનાનકનો જન્મ થયો હતો. પિતાનું નામ કલ્યાણદાસ બેદી (ખત્રી), માતાનું નામ ત્રિપ્તાદેવી, એક મોટી બહેન હતી નાનકી.
ભારતમાં કિલ્લા કેટલા?
ભારતમાં કુલ ૧૮ કિલ્લાઓ જાણીતા છે. સૌથી વધુ ૫ કિલ્લાઓ રાજસ્થાનમાં આવેલા છે. તે ચિત્તોડગઢ, બુંદી, કોટા, જોધપુર અને આમેર છે.
અણમોલ હીરો!
અમેરિકાની Gemological Institute of America(GIA) ‘જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકા’ના એક સંશોધન પ્રમાણે ૧૮૯૬ સુધી આખા વિશ્વમાં હીરા મેળવવાનો એકમાત્ર સ્ત્રોત ભારત હતો.
નોલેજ ડોટ કોમ
(૧) ગંગા નદી પર આવેલો કયો સેતુ ભારતમાં નદી પરનો સૌથી લાંબો પુલ છે?
(૨) ‘ઈન્ડિયન એરલાઈન્સ’ની શરૂઆત કઈ સાલમાં થઈ?
(૩) ભારતનો સૌથી લાંબો હાઈવે ‘નેશનલ હાઈવે નં. ૭’ કેટલા કિલોમીટર લાંબો છે?
(૪) ‘ચાચા ચૌધરી’ કયા કાટૂર્નિસ્ટની પ્રિય રચના છે?
(૫) ભારતમાં સૌથી મોટું ચર્ચ ક્યાં આવેલું છે? ચર્ચનું નામ શું?
(૬) રાક્ષસી હિડિંબા અને ભીમના પુત્રનું નામ શું?
(૭) ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો?
(૮) કર્નાળા પક્ષી અભયારણ્ય ક્યાં આવ્યું?
(૯) રાજસ્થાનના રાણકપુરમાં ભગવાન આદિનાથનું કયું દેરાસર આવેલું છે?
(૧૦) હોકીના દડાનું વજન કેટલું હોય છે?
જવાબો - (૧) મહાત્મા ગાંધી (૨) માર્ચ, ૧૯૫૩ (૩) ૨૩૬૯ કિ.મી. (૪) પ્રાણ (૫) પણજી (ગોવા)માં આવેલું ‘સી કેથેડ્રલ’ ચર્ચ (૬) ઘટોત્કચ (૭) અમદાવાદમાં સાબરમતી નદી પરનો ૨૪ મીટર પહોળો નેહરુ પુલ. (૮) મહારાષ્ટ્રના પનવેલમાં (૯) ચૌમુખા (૧૦) ૧૫૬થી ૧૬૩ ગ્રામ
સુખી જીવન
શબ્દો નિષ્પ્રાણ છે કે તાકાતથી છલકાતા, તેનો આધાર શબ્દ ક્યાંથી આવે છે અને કોને કહેવાય છે તેની પર છે; કઇ મનોદશામાં શબ્દો પેદા થયા છે અને કઇ મનોદશા ધરાવતા લોકો સમક્ષ તેમને મુકાય છે, એ મહત્વનું છે. આ જગતની મોટા ભાગની અશાંતિનાં મૂળમાં શબ્દો છે અને શબ્દોથી જ શાંતિની કોમળ લહરીઓ વહે છે.શબ્દ મંત્ર છે. ઉપયોગ કરનારની ઇચ્છા, માનસિકતા અને મનોભૂમિ વડે શબ્દોમાં પ્રાણનો સંચાર થાય છે. તેને હથિયારની જેમ વાપરવામાં આવે તો એ હિંસા માટે કારણભૂત બને અથવા તેનાથી લોકોની સૂતેલી ચેતના પણ જાગી ઊઠે. નબળા મનના લોકો બન્ને રીતે શબ્દોની તાકાતથી પ્રભાવિત થાય છે. સામાન્ય લાગે એવા શબ્દોથી તેમની ધાર્મિક લાગણી દુભાઇ જાય છે અને કોઇના અંતરમનનાં ઊંડાણમાંથી નીકળ્યા ન હોય એવા, ફક્ત અફસોસ સૂચવતા સામાન્ય શબ્દોથી તેમની દુભાયેલી લાગણી પર મલમપટ્ટો પણ થઇ જાય છે.
અવસાન નોંધ
અમદાવાદ ભટ્ટઃ - અવનિશભાઈ તથા શૌનકભાઈના માતુશ્રી સ્વ. સત્યવતીબેન ભાસ્કરરાવ ભટ્ટનું બેસણું, વિઠ્ઠલમંદિર, દોલતખાના, સારંગપુર, સાંજે ૪થી ૬
- સ્વ. અવિનાશ શિવકુમાર ભટ્ટ (સિટી સિવિલ કોર્ટ- સુપ્રિન્ટેન્ડેન્ટ)નું બેસણું, પ્લોટ નં.-૮, દામુભાઈ કોલોની, અંજલી ચાર રસ્તા, વાસણા રોડ, બપોરે ૨થી ૫
મહેતાઃ - સ્વ. નટવરલાલ ગૌરીશંકર મહેતાનું બેસણું, ૪૫૯/૨૬૮૭, ગુ.હા. બોર્ડ, કવિનગર પાછળ, ઘંટી સ્ટેન્ડ, બાપુનગર, સવારે ૯થી ૧૧
ખત્રીઃ - સ્વ. ભરતભાઈ ધનીરામ ખત્રીનું બેસણું, ૨૨, માતૃ બંગલોઝ, અયોઘ્યા પાર્ક પાસે, બરોડા એક્સપ્રેસ હાઈવે પાસે, સીટીએમ, સવારે ૯થી ૧૧
શાહઃ - બચુભાઈ ચીમનલાલ શાહના ધર્મપત્ની સ્વ. વિદ્યાબેનનું બેસણું, કાળુશીની પોળ, રાજા મહેતાની પોળ પાસે, કાલુપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. બાબુલાલ હરિલાલ શાહનું બેસણું, ૪, જલારામ પાર્ક, ભૈરવનાથ રોડ, ટેલીફોન એક્સચેન્જ સામે, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ગલગલેઃ - સ્વ. સુધાકર વ્યંકટેશ ગલગલેનું બેસણું, બી-૨૨, સિઘ્ધાર્થ એપાર્ટમેન્ટ, શ્રીપાદવાડી પાસે, દક્ષિણી સોસાયટી, મણિનગર, સવારે ૯થી ૧૧
દોશીઃ - સ્વ. ઈન્દુબેન વિનુભાઈ દોશી (દસાડાવાળા)નું બેસણું, જૈન નાની વાડી, નરોડાબજાર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સચાણિયાઃ - સ્વ. ધવલભાઈ રમેશભાઈ સચાણિયાનું બેસણું, ૫૫/૨, ચાણક્યપુરી, ઘાટલોડિયા, સાંજે ૪થી ૬
રાણાઃ - સ્વ. નટવરભાઈ મફાભાઈ રાણાનું બેસણું, કુબેરપુરા ભીલવાસ, અસારવા, સવારે ૯થી ૧૨
દરજીઃ - સ્વ. વસંતબેન રમણભાઈ દરજી (દામનગરવાળા)નું બેસણું, ભોંયરાવાળા મહાદેવની વાડી, શીખ ગુરૂદ્વારા પાસે, સરસપુર પુલના છેડે, બપોરે ૩થી ૬
મકવાણાઃ - સ્વ. શિરીષભાઈ મફતલાલ મકવાણા (રાયસણવાળા)નું બેસણું, જય સંતોષીનગર સોસાયટી, શાંતિનિકેતન સોસાયટી પાસે, રાધાસ્વામી રોડ, રાણીપ, સવારે ૯થી ૧૨
ચૌહાણઃ - સ્વ. મંગુબેન અમૃતલાલ ચૌહાણનું બેસણું, સી-૭, લક્ષ્મી ફ્લેટ, દેનાબેંક સામે, ભીમજીપુરા, નવા વાડજ, સવારે ૮થી ૧૧
પટેલઃ - સ્વ. નાગરભાઈ ખીમજીભાઈ પટેલનું બેસણું, ૧૧, વેનીસ સોસાયટી, નવા વાડજ, સવારે ૮થી ૧૦
- સ્વ. પોપટલાલ નરસિંહદાસ પટેલનું બેસણું, ભાટની પોળ સામે, અખાડામાં, ગોમતીપુર ગામ, સવારે ૮થી ૧૧
બારોટઃ - સ્વ. સુમિત્રાબેન શંકરલાલ બારોટ (વિજાપુરવાળા)નું બેસણું, ૧૦, રાજમણી સોસાયટી, ગોપી વલ્લભ એવન્યુ સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, સવારે ૯થી ૧૧
આદેશરાઃ - સ્વ. કંચનબેન છોટાલાલ આદેશરાનું બેસણું, ૫૦, શાકુન્તલ બંગલોઝ, સત્તાધાર ચાર રસ્તા, સોલા રોડ, નારણપુરા, સવવારે ૯થી ૧૦.૩૦
સરગરાઃ - સ્વ. ફુસાજી રાજાજી સરગરાનું બેસણું, ગરીબનગર, બહેરામપુરા, બળિયા કાકાની ચાલી, બપોરે ૩થી ૫
રામીઃ - સ્વ. સરયુબેન હરિકૃષ્ણ રામીનું બેસણું, મોટો વ્યાસ વાડો, નરોડા ગામ, સવારે ૯થી ૧૨
સોલંકીઃ - સ્વ. વિઠ્ઠલદાસ મોતીરામ સોલંકીનું બેસણું, સિટીમીલ કમ્પાઉન્ડ, રામદેવપીર મંદિર, રાયપુર દરવાજા બહાર, બપોરે ૩થી ૬
ગજ્જરઃ - સ્વ. ભરતભાઈ ડાહ્યાભાઈ ગજ્જરનું બેસણું, એ-૩૬, પદ્માવતી સોસાયટી, લાંભા ગામ, સવારે ૮થી ૧૧
જયસ્વાલઃ - સ્વ. ભાનુબેન હસમુખલાલ જયસ્વાલનું બેસણું, એ, ખોડિયાર પાર્ક સોસાયટી, જીવરાજ પાર્ક, સવારે ૯થી ૧૧
ભીલઃ - સ્વ. ભીખીબેન જેરામભાઈ ભીલનું બેસણું, આશાભીલવાસ, આશુતોષ સોસાયટી સામે, ભૈરવનાથ, મણિનગર, સવારે ૯થી ૧૧
રાઠોડઃ - સ્વ. મણીબેન વાલજીભાઈ રાઠોડનું બેસણું, પાઠાણની ચાલી, લાઠીબજાર-૨ સામે, ગીતામંદિર પાછળ, સવારે ૧૦થી ૧૨
ચૌધરીઃ - સ્વ. મંગળદાસ સોમાભાઈ ચૌધરીનું બેસણું, ૩/૭૭, મ્યુનિ. સ્લમ ક્વાટર્સ, ગંજશહીદ દરગાહ પાસે, દાણીલીમડા, સવારે ૧૦થી ૧

વડોદરા
---

સુરત
લેઉઆ પાટીદાર
- જેઠીબેન દયારામભાઇ પટેલની સંયુકત પ્રાર્થના સભા બપોરે ૨ કલાકે છ ગાળા, કુંભારીયા ગામ, તા. ચોર્યાસી, જી. સુરત ખાતે.
- લક્ષ્મીબેન નરોત્તમભાઇ પટેલની સંયુકત પ્રાર્થના સભા બપોરે ૩ કલાકે પૂણા લેઉવા પાટીદાર સમાજ વાડી ખાતે.
ગજેરા
- ઉકાભાઇ નારણભાઇ ગજેરાનું બેસણું ૪ થી ૬ કલાક દરમિયાન ૮૬, યમુનાકુંજ સોસાયટી, કાપોદ્રા ચાર રસ્તા વરાછારોડ, સુરત ખાતે.
લાલચુડા કડવા પાટીદાર સમાજ
- ઠાકોરભાઇ પરભુભાઇ પટેલની સંયુકત પ્રાર્થના સભા સવારના ૮-૩૦ કલાકે અલુરા ખાતે.
પારસી મરણ
- બેહરામ બહાદુરશા ગ્યારા (ઉ.વ. ૮૩)નું રહે. ચોકા સ્ટ્રીટ ઘર નં. ૧/૧૦૨૮ નાનપુરા સુરત ખાતે અવસાન થયું છે.

ભાવનગર,રાજકોટ
સુન્ની સોરઠીયા ઘાંચી (પાલિતાણા)
જનાબ હાજીભાઇ રેેમાનભાઇ સૈયદ (અમદાવાદી) ના ઔરત સારાબેન(ઉ.વ.૬૪) આજરોજ તા. ૫ ના ગુરૂવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે તે સલેમાનભાઇ કાસમભાઇ અગવાનની દીકરી, ફકીરભાઇ, મ.અલારખભાઇ, સતારભાઇ, જમાલભાઇ અગવાનની બેન થાય મ.રેમાનભાઇ ,હાજીભાઇ, મહંમદભાઇ,નુરાભાઇ અગવાનની ભત્રીજી થાય તથા ભાવનગરવાળા ઇસ્માઇલભાઇ સૈયદ તથા મુસાભાઇના ભાભી થાય ગાજીભાઇ અલીભાઇ, ગાજીભાઇ આમદભાઇ (કલીવાળા), રાધનપરા નુરમહંમદભાઇ ઇબ્રાહીમભાઇ ભાવનગર વાળા ગફુરભાઇ યાકુબભાઇ લોડીયા ભાવનગરવાળા જમાલભાઇ આમદભાઇના વેવાઇ થાય. મરહુમની જીયારત તા. ૭ને સવારના ૧૦ કલાકે શનિવારના મર્દો માટે પંચબીબી મસ્જીદ અને ઔરતો માટે તેેેમના નિવાસે ૫૦ વારીયા રાખેલ છે.
દેસાઇ સઇ સુથાર (પાલીતાણા-મુંબઇ)
મુૅંબઇ નિવાસી રમાબેન રતીલાલ રાઠોડ (ઉ.વ.૭૬) તા. ૧ રવિવારે રામચરણ પામેલ છે. તે કિરીટભાઇ (મુંબઇ) હેમંતભાઇ (અમેરિકા), ભાનુબેન (સે.વન આર્ટ ભાવનગર), દેવયાનીબેન (અમેરિકા), રેખાબેન (લંડન),ના માતુશ્રી થાય તેમજ બુઢણાવાળા ગણેશભાઇ ભવાનભાઇ સરવૈયા પાલીતાણાના બેન થાય તેમની પીયર પક્ષની સાદડી તા. ૭ સનિવારે ૪ થી ૬, ગણેશભાઇ સરવૈયાના નિવાસે આદર્શ સોસા. પાલીતાણા રાખેલ છે
તળપદા કોળી
રાજપરાવાળા હાલ પાલિતાણા બારૈયા અરજણભાઇ માધાભાઇ (ઉ.વ.૯૦) તા. ૪ ના સ્વર્ગવાસ પામેલ છે.તે બારૈયા પોપટભાઇ, ધીરૂભાઇ, વલ્લભભાઇ,ના પિતા થાય ઓધાભાઇ માધાભાઇના મોટાભાઇ, ભીમાભાઇ કાનાભાઇ, કાળાભાઇ, ઘેલાભાઇ, નાગજીભાઇ, હરીભાઇ,જીવરાજભાઇ રામભાઇના મોટા ભાઇ થાય. બાબુભાઇ, હિમતભાઇ, અરવિંદભાઇ, ભાવેશભાઇ, શૈલષના દાદા થાય તેમનું ઉત્તરકારજ તા. ૧૩ શક્રવારે નિવાસે હરિરામનગર, ઘેટી રીંગરોડ, પાલિતાણા રાખેલ છે.
લેઉવા પટેલ
પાલિતાણા નિવાસી કરશનભાઇ જેઠાભાઇ દાવરા (ઉ.વ.૯૧) તા. ૫ના સ્વર્ગવાસ પામેલ છે.જે લાભુભાઇ નારણભાઇના પિતા થાય તેની ઉત્તરક્રિયા તા. ૧૫ ના તેમજ સરવણી તા. ૧૬ ના તેમના નિવાસે હરિરામ નગર, બારપરા પાલિતાણા રાખેલ છે.
ક્ષત્રિય (ત્રાપજ)
ત્રાપજ નિવાસી હાલ ભાવનગર સ્વ. ભોજુભા વેલુભા (રીટા. જમાદાર) ના પત્ની નંદકુંવરબા (ઉ.વ.૮૦) બટુકસિંહ મેરભા, ઉમેદસિંહ વેલુભા, સ્વ. જીણકુભા વેલુભા, સ્વ. રધુભા વેલુભાના ભાભી થાય. કીરીટસિંહ (એસ,.ટી કન્ડકટર ભાવ), મહેન્દ્રસિંહ (એસઆઇ અલંગ ) નરેન્દ્રસિંહ (બબભા) (સીતારામ પાન),ના માતુશ્રી થાય. માવુભા બોધુભા ,અશોકસિંહ મોતીભા, પ્રવિણસિંહ ટપુભા (રીટા, એસ.ટી.),ના કાકી મા થાય દિગ્વીજયસિંહ (યુવક કોંગ્રેસ), બ્રિજરાજસિંહ (રેશનશોપ),ના માસીબા થાય સુખદેવસિંહ, રણજીતસિંહ, મુન્નાભાઇ, પદુભા ,કિશોરસિંહ, નરવિરસિંહ,ના ભાભુમા થાય. પ્રદ્યુમનસિંહ (વડોદરા), કુલદીપસિંહ (ગોપનાથ ઓટો)., ધર્મેન્દ્રસિંહ, ઘુ્રવરાજસિંહ, જયરાજસિંહના દાદીમા થાયતે તા. ૫ ગુરૂવારના રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૯ સોમવાર સાંજે ૪ થી ૬, તેમના નીવાસે કાળીયાબીડ નારેસ્વર સોસા. ગોકુળધામ સોસાય રોડ ભાવનગર રાખેલ છ ે.

મુંબઇ
બાવીસી પંચાલ
મુકામ વડનગર (હાલ મુંબઈ) હરેશભાઈ રવચંદદાસ પંચાલ (ઉ. વ. ૫૧) તેઓ સ્વ. રવચંદદાસ મગનલાલ પંચાલ તથા કાન્તાબેનના પુત્ર તથા પુષ્પાબેનના પતિ. તેમજ ભરતભાઈ, હરિકેષ, મીતલ, ગીતાના પિતા. તેમજ માણકેલાલ, અમૃતલાલ, હસમુખભાઈ, જશોદાબેન, જ્યોત્સનાબેન, અનસુયાબેન, રંજનબેન, સરોજબેનના ભાઈ. ગુડસેફના માલિક સોમનાથ મોહનલાલ પંચાલના જમાઈ તા. ૩-૧૧-૦૯ના સ્વર્ગલોક પામ્યા છે. બેસણુ શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના ૩થી ૬ રાખેલ છે. સરનામુંઃ શ્યામ વાડી, સંતશ્રી શ્યામજી બાપુ ચોક, ઓબરોય મોલની સામે, નેશનલ હાઈવે, ડિંડોશી કોર્નર, મલાડ (ઈસ્ટ), મુંબઈ- ૯૭.
ચરોતર રૂખી
ગામ ભડકદના (હાલ મુંબઈ) સ્વ. ઝવેર છોટુ પરમાર તેમજ હિરાબેનના દીકરા ભરત પરમાર (ઉ. વ. ૪૨)નું તા. ૨૭-૧૦-૦૯ના અવસાન થયેલ છે. તે દુર્ગાબેનના પતિ. ચંદ્રકાંત, પ્રવિણ, ગીતાબેનના ભાઈ. ગિરીષ, મનિષા,ચેતનના બાપુજી. સુતક સુવાળા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારના સાંજે ૫ આઈઆઈટી પવઈ હિલ સાઈડ, બિલ્ડીંગ નં. ૨૦, રૂમ નં. ૧૫૪, પવઈમાં રાખેલ છે.
હિન્દુ મેઘવાળ
ગામ-રેવા (હાલ મંુબઈ) તાડવાડીનાં આલજી વિશ્રામ કોળી (જય ગોપાળ) (ઉ. વ. ૮૮) તે મોહનભાઈ, લક્ષ્મણભાઈ, દિનેશભાઈ, દિવાબેન, શાંતાબેન, કુંવરબેનના પિતા તેમજ વિશ્રામભાઈ, કેશવભાઈ, ડાયાલાલ, ભાનુબેન, મીનાબેન, ગીતાબેનના સસરા. કૌશિક, રિશીક, તુષાર, કોમલ, કવિતા. મયૂરીના દાદાનંું અવસાન મંગળવાર તા. ૨૭-૧૦-૦૯ના થયેલ છે. શોકસભા તેમજ બારમાની વિધિ શનિવાર તા. ૭-૧૧-૦૯ના સાંજે ૫ કલાકે શ્રી કૈલાસબાગ લક્ષ્મીનારાયણ મંદિર, પટાંગણ, ચાલ નં. ૧૬ની પાસે, તાડવાડી મઝગાંવ, મુંબઈ-૧૦માં રાખેલ છે.
માંગરોલ દશાશ્રીમાળી સ્થા. જૈન
એડનવાલા (હાલ મુંબઇ) શાન્તાબેન શાહ (ઉ. વ. ૯૫) તે સ્વ. ગુલાબચંદ ખીમજી બાવાની પત્ની તથા રસિકલાલ, હેમંત, સુશીલા, મંજુલા, નલિની અને જયશ્રીના માતા. સુલોચના, હેમંતી, કુમુદચંદ્ર, પ્રફુલચંદ્ર, સ્વ. પ્રફુલચંદ્ર અને તુષારના સાસુ. પિયર પક્ષે સ્વ. વંદ્રાવન ભગવાનજી જુઠાણીના પુત્રી. સ્વ. ચંપકલાલ, સ્વ. નગિનદાસ, સ્વ. વૃજલાલ પ્રવિણચંદ્ર, સ્વ. કાન્તાબેન અને મંજુલાબહેન અરિહંતશરણ થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સાંજે ૫થી ૭ યોગીસભા, સ્વામીનારાયણ મંદિર, દાદર ટીટી (સે.રે.)માં રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
કચ્છ વાગડ સાત ચોવિસી ગુર્જર જૈન
ગામશ્રી બાદરગઢના (હાલ દાદર) સ્વ. પ્રભુલાલ મહાદેવભાઈ ભણસાલીના પત્ની હેમકુંવરબેન (ઉ. વ. ૬૬) તા. ૪-૧૧-૦૯ને બુધવારના અરિહંતશરણ થયેલ છે. તે કિર્તી, કનક, જયેશ, સ્વ. મંજુબેન તથા વર્ષા અનિલ કુમાર બોરીચાના માતા. તથા મોહનલાલ, નાનાલાલ, સ્વરૂપચંદ, હિંમતલાલ, નાનાલાલ, કાન્તીલાલ, વૃજલાલ, નવીન તથા અમૃતબેન, હેમકુંવરબેન, માનુબેન, જવેરબેનના ભાભી. તે ગાગોદરના મહેતા સોમચંદ પ્રેમચંદની દીકરી તથા હરખચંદ, સ્વ.મગનલાલ, જયંતીલાલ, ચંપાબેનના બેન. પ્રાર્થના બન્ને પક્ષ તરફથી શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સાંજે ૪થી ૫.૩૦ વાગ્યે કરસન લધુ નિસર હોલ (દાદર) રાખેલ છે. રહેઠાણઃ કિર્તી પ્રભુલાલ ભણસાલી, આસાવરી કો. ઓ. સોસાયટી, બ્લોક નં. ૬, બીજે માળે, ગોખલે રોડ (સાઉથ), દાદર (વેસ્ટ).
અસગરઅલી મુ.હુસેનભાઈ મોરબીવાલા
તે મ. બતુલભાઈના શોહર, તે મરહુમ અબ્બાસભાઈ, જાફરભાઈ, શબ્બીરભાઈ, મોઈઝભાઈ અને બીલકીસબેનના બાવાજી. તે અકબરભાઈ સરીયા, રેહાનાબેન, નફીસાબેન, નફીસાબેનના સસરાજી તે તસનીમ, ફરીદા, શબ્બર, સકીના અને હાતીમના દાદાજી. તે યુસુફ અને તસનીમના નાનાજી ગુજરી ગાય છે. બીજ્યા અને ત્રીજ્યાના સીપારા હુસેની મસ્જીદમાં મરદો-બૈરાંના શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના ઝીલકાદ, સવારે ૧૦ વાગ્યે રાખવામાં આવેલા છે. સરનામુંઃ ૧૩૦, કાંચવાલા બિલ્ડીંગ, રોદત તાહેરા સ્ટ્રીટ, બીજે માળે, રૂમ નં. ૧૦, મુંબઈ- ૪૦૦૦૦૩.
સોરઠીયા બ્રહ્મક્ષત્રીય
વિજ્યાબેન કાંતીલાલ નિર્મળ (ઉ. વ. ૭૭) તે લલીતભાઈ, અશકોભાઈ, તથા રાજુભાઈના માતા. તથા જેતપુર જગદીશભાઈ ગોરધનભાઈ બોસમીયાના બેન તથા રમણીકલાલ નથુભાઈ નિર્મળના ભત્રીજા વહુ રાજકોટ મુકામે તા. ૩૦-૧૦-૦૯ના અવસાન થયેલ છે. સાદડી તા. ૬-૧૧-૦૯ને શુક્રવારના સાંજે ૫થી ૬ નીચેના સરનામે રાખેલ છે. વસંતલાલ રમણીકલાલ નિર્મળ ૮, પારસી પંચાયત રોડ, અમરદીપ હોસ્પિટલ પાછળ, વૈશાલી સદન જુના નાગરદાસ રોડ, અંધેરી -ઈસ્ટ. મુંબઈ-૬૯.
લુહાર પંચાલ
સ્વ. ચંદુલાલ મુલચંદદાસ પંચાલ (કડી-કલોલ)ના પુત્ર ભરત ચંદુલાલ પંચાલ (ઉ. વ. ૫૮) તે મુકેશ, દિલીપ, રાકેશ, દેવેન, પુષ્પાબેન, કલ્પનાબેન, નિમાબેન તથા ઉમાબેનના ભાઈ તા. ૪-૧૧-૦૯ના સ્વર્ગવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ ૩-એ/ ૧૦૩ ઇડનરોઝ કો. ઉ. હાઉસીંગ સોસાયટી સિનેમેક્સની સામે બેર્વલી પાર્ક, મીરા રોડ ઇસ્ટમાં રાખેલ છે.
ચરોતર રૂખી
ગામ બામણવા (હાલ મુંબઈ) ગોવિંદભાઈ ભીખા સોલંકી (ઉ. વ. ૫૬) તા. ૧-૧૧-૦૯ના રવિવારે દેવલોક પામ્યા છે. તેઓ ધનીબેનના પતિ. કિશોર, ધીરજ, હંસા અને રમીલાના પિતા. અજીતભાઈના ભત્રીજા, દક્ષાબેનના સસરા. સાસરા પક્ષે સ્વ. ભીખાભાઈ અને મગનભાઈના બનેવી શોકસભા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૫થી ૭ નિવાસસ્થાને રાખેલ છે. ઠે.ઃ કિશોરભાઈ ગોવિંદભાઈ સોલંકી, એકવિરા કૃપા ચાલ, રૂમ નં. ૫, ચીકુવાડી, માર્વે ચર્ચ રોડ, મલાડ (વેસ્ટ), બસ નં.૨૭૨ અને ૨૭૧.
કપોળ
પંકજ (ઉ. વ. ૫૦) મોણપરવાળા પુષ્પાબેન તથા રમણીકલાલ જયંતીલાલ મહેતાના પુત્રના પુત્ર. મમતાના પતિ. પીંકી અને નીલના પિતા. નયન, હેમંત, ભારતી, અશોક ભુતાના ભાઈ. મધુભાઈ વૃંદાવનદાસ સંઘવીના જમાઈ તા. ૪-૧૧-૦૯ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. સ્થળઃ શ્રી અક્ષર પુરુષોત્તમ, સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરીતા પાર્ક, ગારોડીયા નગર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈ), મુંબઈ- ૭૭. ચક્ષુદાન કરેલ છે.
મારવાડ ગોડવાડ દશા ઓશવાલ જૈન
ગામ મુન્ડારા (રાજ.) (હાલ મલાડ) સ્વ. દાનમલજી લાદમલજી કોઠારીના પત્ની. તે સ્વ. મુલતાનમલજી, સ્વ. મોતીલાલજી, સાગરમલજીના ભાભી તે સ્વ. ફતેચંદજી, જેન્તીલાલજી, શાન્તીલાલજી ઈંદિરાબેન રતનબેનના માતા. પાનીબેન દાનમલજી કોઠારી (ઉ. વ. ૮૫) તા. ૩-૧૧-૦૯ના અરિહંતશરણ પામ્યા છે. પિયર પક્ષ બિસલપુરના નિવાસી સ્વ. હિરાચંદજી વોતાવતના પુત્રી. સ્વ. ગણેશમલજી, સ્વ. ગુલાબચંદજી, સ્વ. બાબુલાલજી, વેજરાજજી ઓટરમલજીના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના ૨થી ૪ સાથે રાખી છે. સ્થળઃ નડીયાદવાલા હોલ, પોદાર રોડ, લક્ષ્મીનારાયણ શોપીં સેન્ટરની સામે, મલાડ (ઈસ્ટ).
ગુર્જર ક્ષત્રીયા કડીયા
સ્વ. ભીખુભાઈ જીવરાજભાઈ ચોટલીયા તથા સોનાબેન ભીખુભાઈ ચોટલીયાના પુત્ર સૂર્યકાંતભાઈ ભીખુભાઈ ચોટલીયા (ઉ. વ. ૩૧) એ ચંદ્રકાંતભાઈ, સુભાષભાઈ, અશોકભાઈ, પ્રકાશભાઈ, સંજયભાઈના, રસીલાબેન તથા વીણાબેનના ભાઈ. ગોકુળભાઈ તથા કીશનભાઈ લાડવાના ભાણેજ તા. ૨-૧૧-૦૯ સોમવારના રામશરણ પામેલ છે. સાદડી તા. ૭-૧૧-૦૯ને શુક્રવારના સાંજે ૪થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. રહેઠાણઃ ચંદ્રકાંત પ્રભુભાઈ ચોટલીયા, ૫/૯, કદમવાડી, વાકોલા વીલેજ રોડ, વાકોલા મસ્જીદની પાસે, સાંતાક્રુજ (ઈ), મુંબઈ-૫૫.
લુહાર સુતાર
ગામ ચાવંડવાળા (હાલ કાંદિવલી) સ્વ. રાઘવજીભાઈ જીવરાજભાઈ પરમારના પત્ની શાંતાબેન રાઘવજીભાઈ પરમાર (ઉ. વ. ૮૫) તા. ૨-૧૧-૦૯ને સોમવારના સ્વર્ગવાસ થયેલ છે. તે હસમુખભાઈ, અરવિંદભાઈ, ભરતભાઈ તથા ઇન્દુબેન વ્રજલાલ દાવડા, સ્વ. નયનાબેન, રીટાબેન હિમ્મતલાલ હરસોરાનાં માતા. તથા દીપ્તિબેન તરૂણ કુમાર સોલંકી તથા નિધિ અરવિંદભાઈ પરમારના દાદી તથા રેખાબેન, અમીબેનના નાની. ગામ બાબરાવાળા મુળજીભઆઈ નાગજીભાઈ ડોડીયાની દીકરી. સાદડી તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે ૪થી ૬ રાખેલ છે. સ્થળઃ લુહાર સુતાર વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજીના મંદિરની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુતાર
ધ્રાંગધ્રાવાળા (હાલ પવઈ અંધેરી) સ્વ. ધનજીભઆઈ કાનજીભાઈ ઉમરાણીયા (ઉ. વ. ૬૫) મીસ્ત્રી તે કંચનબેનના પતિ. દિનેશભાઈ, કમલેશભાઈ, સુનીતા શૈલેષ પરમારના પિતા. કુંજનબેનના સસરા. ભાવનગરવાળા નટવરલાલના જમાઈ. સા. કુ.વાળા સ્વ. પ્રતાપભાઈ રણછોડ પરમાર તથા રમેશભાઈ લીલાધર પરમારના વેવાઈ તા. ૩-૧૧-૦૯ના મંગળવારે દેવલોક પામ્યા છે. બેસણું શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સાંજે ૪થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. નિ.ઃ મીસ્ત્રી દિનેશ, ધનજી, ઉમરાણીયા, ગુલમહોર કો. હા. સોસા., બિલ્ડીંગ નં. ૫, ફલેટ નં. ૭૦૮/૭૦૯, જે. વી. એલ. આર. રોડ, મીલીંદ નગરની સામે, પવઈ અંધેરી (પૂર્વ), મુંબઈ- ૭૨.
પરજીયા સોની
વસંતબેન (ઉ. વ. ૯૦) તે તળાજાવાળા (હાલ અંધેરી) સ્વ. હરકીશનદાસ ગોરધનદાસ જવેરીના પત્ની. તે ચંદ્રકાન્તભાઈ, મુળરાજભાઈ, શરદભાઈ તથા શ્રીદેવી દિલીપભઆઈ ચોકસીના માતા તથા સ્વ.મંગળાબેન, સ્વ. રમણીકભાઈ, સ્વ. જગમોહનભાઈ અને વિજયભાઈના ભાભી તથા સ્વ. અમૃતલાલ નારણદાસ ધકાણના બેન તેમજ ઉષા, હેના, પ્રેમલ, વિરલ, જીગ્નેશ, મેઘના અનિલકુમાર થડેશ્વ્વર અને રાજીવના દાદી તા. ૩-૧૧-૦૯ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ને સાંજે ૪થી ૬ સન્યાસ આશ્રમ, વિલે પાર્લા (પશ્ચિમ), મુંબઈ- ૪૦૦ ૦૫૬ના દિવસે રાખેલ છે.
અનાવિલ બ્રાહ્મણ
તા. પારડી, ગામ ટુ કવાડાના પાણુભાઈ પરાગજી દેસાઈના પત્ની. દક્ષાબેન તા. ૩-૧૧-૦૯ના દેવલોક પામ્યા છે. જે સ્વ. મનુભાઈ, સ્વ. રમણભાઈ, મોહનભાઈ, હરરાય તથા પાર્વતીબેનના ભાભી અને સ્વ. સુધાબેન, શાંતાબેન, ધીરીબેન, ઇન્દુબેનના દેરાણી જે ગામ આસમાના સ્વ. ઝીણાભાઈ દયાળજી વશી, સ્વ. મણિબેનના દીકરી તા. ૭-૧૧-૦૯ને શનિવારે ૨થી ૫ શ્રી અનાવિલ વાડી હોલ, નેશનલ હાઈવે નં. ૮, ઉદવાડા ખાતે બન્ને પક્ષની પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. લૌકિક રિવાજ બંધ છે.
પુષ્કર્ણાં બ્રાહ્મણ
(હાલ દહિસર) - નીલમ (ભારતી) પ્રકાશ વિશા (ઉ. વ. ૫૫) તા. ૪-૧૧-૦૯ના શ્રીજીચરણ પામેલ છે. તે મથુરાદાસ ગજ્જા અને સુશીલાબેન ગજ્જાની પુત્રી. વીક્રમ, વિજેતા રાજેશ કુકાની, પૂજા હિતેશ પનીયાના માતા. પ્રાર્થનાસભા (બન્ને પક્ષની) તા. ૬-૧૧-૦૯, શુક્રવારે સાંજે ૫થી ૫.૩૦. નિ.ઃ ૧૯, પ્રેમાબાઈ ચાલ, મ્હાત્રે વાડી, બાલક્રિષ્ના તાવડે માર્ગ, દહિંસર (વે), સ્ટેશન સામે, મંુબઈ-૬૮ ખાતે રાખેલ છે.
હાલાઈ લોહાણા
કંકુબેન તે સ્વ. પરષોત્તમ જીવરાજ પાબારીના પત્ની (ઉ. વ. ૯૫) તે જયંતીલાલ, હિમ્મતભાઈ, મુકેશકુમાર, સંજયકુમાર, રંભાબેન, નિર્મળાબેન, મંજુલાબેન, કુસુમબેનના માતા. તે સ્વ. જયાબેન, વિણાબેન, મીતાબેન સીમાબેનના સાસુ. તે સ્વ. ધનજી ભીમજી સીમરીયાના પુત્રી બોરીવલી મુકામે તા. ૪-૧૧-૦૯ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સવારે ૯.૩૦થી ૧૧ હાલાઈ લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ-૬૭માં રાખેલ છે.
દેસાઈ સઈ સુતાર
પાલિતાણા નિવાસી (હાલ જોગેશ્વ્વરી) સ્વ. રતિલાલ કાનજીભાઈ રાઠોડના પત્ની રમાબેન (ઉ. વ. ૭૬) તા. ૧-૧૧-૦૯ને રવિવારના રામચરણ પામ્યા છે. તે કિરિટભાઈ હેમંતભાઈ ભાનુબેન ઘનશ્યામભાઈ પરમાર દેવીયાની જોગીરાજ ગોહિલ, રેખાબેન મહેશકુમાર જેઠવાના માતા. તે સ્વ. કનુભાઈ રમણિકભાઈ, સ્વ. હસુભાઈ, બળવંતભાઈ, સવિતાબેન, ભગવતીબેન, મઘુબેન, આશાબેનના કાકી. તે તેજલબેન ધર્મેશકુમાર વાઘેલા (બેંગકોક) મેહુલ, મયુર, સૂરજ, ભક્તિ, રાજેશ, અનિતા, કુશ, અદિતિ, સાર્થકના દાદી તથા બુઢણાવાળા ગણેશભાઈ ભવાનભાઈ સરવૈયાના બેન સાદડી તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. સ્થળઃ સેટેલાઈટ પાર્ક સી. વિંગના ગ્રાઉન્ડમાં, ગુફા રોડ, સ્ટેશન સામે, જોગેશ્વ્વરી (પૂર્વ), મુંબઈ- ૬૦. લૌકિક પ્રથા બંધ છે.
કાંઠા સત્તાવીશ દશાશ્રીમાળી જૈન
આગલોડ નિવાસી (હાલ મીરારોડ) શાહ ચીનુભાઈ લક્ષ્મીચંદના પત્ની સવિતાબેન (ઉ. વ. ૬૩) ગુુરુવાર તા. ૫-૧૧-૦૯ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. ગજીબેન તથા મણિલાલ નેમચંદ શાહ હિમ્મતનગરના પુત્રી તે નરેશભાઈ, ચન્દ્રેશભાઈ, નીતાબેનના ભાભી. તે રાહુલ, સુનીતા, હિના, તૃપ્તી, આશાના મમ્મી તથા પાયલ જયેશકુમાર, ભાવેશકુમાર, વિનોદકુમાર જીગ્નેશકુમારના સાસુ. બન્ને પક્ષો તરફથી પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સાંજે ૪થી ૬ થયેલ છે. સ્થળઃ શાંતીનગર જૈન દેરાસર, સેકટર નં. ૩, મીરા રોડ (ઈસ્ટ). રહેઠાણઃ એ/૫ પુનમ નગર હા. સો. ૨૦૪, પેસે -૩ કેનેરા બેંકની બાજુમાં, મીરારોડ (ઈસ્ટ).
ગોડવાલ ઓશવાળ જૈન
બીજોવા નિવાસી સ્વ. હિંમતમલજી સોલંકીના પુત્ર તે સ્વ. મોહનલાલ, નગરાજ, સોહનલાલના ભાઈ. તે લલીતકુમાર, મહેન્દ્રકુમાર, જયશ્રી-લલીતજીના પિતા. તે સુરેશચંદ્ર, કુશલરાજ, પ્રકાશ, સંદીપના કાકા તે સુમિત, પરાગ, જીમ્મી, કાજલ- મેહુલના દાદા તે શાંતીબાઈના પતિ. જાંવતરાજજી (ઉ. વ. ૭૩)નું અવસાન બુધવાર તા. ૪-૧૧-૦૯ના મુંબઈમાં થયું છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના બપોરે ૨થી ૪ સુધી રાખેલ છે. ઠે.ઃ શા ક્ષેત્રપાલ અતિથી ભવન, ઝાબાવાડી, ઠાકુર દ્વાર, મુંબઈ-૨માં રાખેલ છે. સાસરા પક્ષ ફુચ્ચરમલજી મનીષ પુત્ર પૌત્ર મેઘરાજજી રાંકા, બાલી નિવાસી, હાલ ડોમ્બિવલી. બન્ને પક્ષની પ્રાર્થના સાથે રાખેલ છે. પલ્લા પ્રથા બંધ રાખેલ છે.
ઝાલાવાડી શ્વ્વે મૂ. પૂ. જૈન
સ્વ. ભરતકુમાર રમણલાલ શાહ (કોલસાવાળા)ના પત્ની કલ્પનાબેન (ઉ. વ. ૭૬) જે પિયર પક્ષે સ્વ. રતિલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. ડાહ્યાલાલ માણેકચંદ શાહ તથા સ્વ. કાન્તાબેન રસિકલાલ શાહના બહેન. શ્વ્વસુર પક્ષે જસવંતભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સુરેન્દ્રભાઈ, સ્વ. નીલાબેન જયમલભાઈ શાહ, ઉષાકાન્તભાઈ તથા બકુલભાઈ શાહ (કોલસાવાળા)ના ભાભી. બીના, મુકેશ, ડોલી, રાકેશના માતા. ભરતભાઈ પટેલ નિપૂર્ણભાઈ ઝવેરી, રશ્મિબેન તથા બિન્દુબેનના સાસુ તા. ૩-૧૧-૦૯ના સુરત મુકામે અરિહંતશરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારના સાંજે ૩થી ૫ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ ડાયમંડ સિનેમા સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ)માં રાખેલ છે. લૌકિક વહેવાર બંધ છે.
સત્તાવીસ સાબરકાંઠા ઔ.સહસ્ત્ર બ્રાહ્મણ
ઈલોલ નિવાસી (હાલ અંધેરી) સ્થિત ઈન્દુબાળા ગજાનન ભટ્ટ (ઉ,વ.૮૦) ગજાનન ડાહ્યાલાલ ભટ્ટના પત્ની, સ્વ.સરસ્વતીબેન, ગાયત્રીબેન, પ્રિતીબેન, જયોતિન્દ્રભાઈ, યોગિનીબેનના માતા, રૂપા, મિહીરના દાદી, સરયૂબેન, વિજયભાઈ, દેવલભાઈના સાસુ. સ્વ.ત્રિકમલાલ ઠાકરની પુત્રી (પેઢામલી) તા.૪-૧૧-૦૯ બુધવારે દેવલોક પામ્યા છે. લૌ. વ્ય.બંધ છે.
કચ્છી દશા મોઢ માંડલિયા વણિક
કચ્છ ભુજ નિવાસી (હાલ બોરીવલી) સ્વ.ઈશ્વરલાલ કાનજી મહેતા તથા સ્વ.જયાબેનના પુત્ર લલીતકુમાર (ઉ.વ.૬૧) તે જયશ્રીબેનના પતિ તથા વિકાસ, જશ્મીન દેવાંગ શાહ અને ધારીણી મયુર મેવાડાના પિતા તથા કુસુમબેન કુંદનલાલ મહેતા સરલા સતીશ ભગત તથા હર્ષવદનના ભાઈ તથા સ્વ. રસીકલાલ મણીલાલ શાહના જમાઈ તા.૪-૧૧-૦૯ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌ.પ્રથા બંધ છે. નિ.ઃ બી-૩ મહા સિઘ્ધી વિનાયક સોસાયટી, ચિકુ વાડી, સિમ્પોલી રોડ, બોરીવલી (વે.), મું-૯૨.
ઘોઘારી દશા દિશાવાળ વણિક
પ્રેમીલાબેન મઘુસુદન કાનાણી (ઉ.વ.૭૦) તે મઘુસુદન છગનલાલ કાનાણીના પત્ની તેમ જ પ્રજ્ઞેશ, દિપીકાબેન, મોનાબેન સ્વ,પારેખ રતીલાલ પરસોત્તમદાસના દિકરી તથા સ્વ.વિનોદચંદ્ર, સ્વ.નરેન્દ્રભાઈ, રશ્મિભાઈ સુરેન્દ્રભાઈ, હર્ષદભાઈના ભાભી તા.૩-૧૧-૦૯ના ભાવનગર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેમની સાદડી તા.૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ રશ્મિકાંતચ છગનલાલ કાનાણી, મહેશ્વર દર્શન, એસ.વી.રોડ, આશા પારેખ હોસ્પિટલની સામે, બેંક ઓફ ઈન્ડિયાની બાજુમાં, સાંતાક્રુઝ (વે.), મું-૫૪ રાખેલ છે.
ઈડર પિપાવંશી દરજી
ગામ કૃષ્ણનગર (હાલ દહિંસર) સોમાલાલ જેઠાભાઈ દરજી તે સ્વ.ડાહીબેનના પતિ મુળજીભાઈ, નગીનભાઈ, સ્વ.પ્રકાશ, વિનોદ, કંચનબેન, સરોજબેનના પિતા કૈલાસ, મંજુલા, પ્રેમીલા, અમૃતલાલ, પોશીના, કાન્તિલાલ, લાલોડાના સસરા. રાજુ, રણજીત, સિઘ્ધાર્થ, નિશિત, સમીરના દાદા ઈડર દેવચંદભાઈ તથા નારાયણભાઈના બનેવી તે તા.૨-૧૧-૦૯ના સોમવલારે દેવલોક પામ્યા છે. સાદડી તા.૧૧-૧૧ના બુધવારે કૃષ્ણનગર ખાતે રાખેલ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
બગસરાવાળા કાળીબાપા પાનવાળાના પુત્ર હિંમતલાલ ત્રિભોવનદાસ પડિયા (ઉ.વ.૬૫) નાલાસોપારા મુકામે તા.૪-૧૧ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે ઈન્દુમતીબેનના પતિ, તે ભીખાલાલ, મુકુંદભાઈ, મંજુબેન ધર્મેન્દ્રકુમાર- રામવાઢા તથા શમુબેન લલીતકુમાર જગડના ભાઈ તે વિશાલ, વૈભવી તથા નેહાબેન દિલીપકુમાર છાટબારના પિતા. તે દડવાવાળા પ્રેમજીરામજી જોગીના જમાઈ, પ્રાર્થના સભા તેમના નિવાસસ્થાને ૬-૧૧ શુક્રવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. એ-૭૦૪, આકાશ ટાવર, પ્રસ્પ કોમ્પ્લેક્ષ, ફનફિએસ્ટા થિયેટરનીપાસે, નાલાસોપારા (વે.).
સમસ્ત બાબરિયાવાડ સઈ-સુતાર દરજી સમાજ
ગામ ખાંભલિયા (હાલ ભાયંદર) સ્વ.વિઠ્ઠલભાઈ કાળાભાઈના પુત્ર જગદીશભાઈ પરમાર તા.૨-૧૧ સોમવારે રામચરણ પામ્યા છે. (ઉ.વ.૪૫) તે આતુભાઈ કાળાભાઈ પરમારના ભત્રીજા, તે સ્વ.નરશીભાઈ તથા શાંતિભાઈ, ભીખુભાઈ, કાંતીભાઈ, વિનોદભાઈ, રાજુભાઈ તથા મજુબેન અમૃતલાલ હિંગુ તથા ઊષાબેન રમણલાલ વાઘેલાના ભાઈ તે રમેશભાઈ, ભરત, ધર્મેશ, નિમેશ, પરેશ, વિરલ, મનીષ, માનવ, દર્શનના કાકા. સાદડી તા.૬-૧૧ શુક્રવારે બપોરે ૪થી ૬ રાખેલ છે. સ્થળઃ માતુશ્રી તારામતી કપોળ વાડી, બી.પી.રોડ, સ્ટેશનની બાજુમાં, ભાયંદર (ઈ.) (લૌ.પ્ર.બંધ છે.)
અનાવિલ બ્રાહ્મણ
ગામ ડુંગરા તા.પારડીના હાર્દિક (લાલુ) (ઉ.૨૪) તે સ્વ.ધનવિદ્યા તથા શીલા તથા રણજીતભાઈ ભીખુભાઈ વશીના પુત્ર રમેશબાઈ, શાંતિલાલ, બળવંતબાઈ, સુશીલાબેન, નિર્મળાબેન, જયાબેન, હીરૂભાઈ વશીના ભત્રીજા ધાર્મિકના ભાઈ પલસાણા નિવાસી સ્વ.કીકીબેન તથા સ્વ.ભીખુભાઈ બાવાભાઈના દોહિત્ર. જયંતિભાઈ, નરેન્દ્રભાઈ, શૈલેશભાઈના ભાણેજ. તા.૩-૧૧ને મંગળવારે અ.પા. છે. (બન્ને પક્ષની) પ્રાર્થના સબા તા.૭-૧૧ શનિવારે ૨થી ૫ ક. એમના નિવાસસ્થાન ડુંગરા દેસાઈ વાડ મુકામે રાખેલ છે. લૌ.રિ.બંધ છે.