visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
અષાઢ મહિનો એટલે વ્રતોની લાં...બી શ્રૃંખલાનો પ્રારંભ
અષાઢ મહિનો એટલે વ્રતોની લાં...બી શ્રૃંખલાનો પ્રારંભ. બુધવાર, અષાઢ સુદ અગ્યારસ એટલે કે દેવપોઢી એકાદશીથી વ્રતોનો પ્રારંભ થશે. શરૂઆત થશે ગૌરીવ્રતથી પછી જાગરણના વ્રત આવશે. આ બધા વ્રતો આપણી પરંપરાનો એક ભાગ છે. પણ સમયના વહેણ સાથે વ્રતની ઉજવણીની પધ્ધતિમાં પરિવર્તનો આવે છે.આજથી એક કે દોઢ દાયકા પહેલાં જાગરણની ઉજવણી આખીરાત શેરી રમતો રમીને, રાસ-ગરબાના કાર્યક્રમો ગોઠવીને કે પછી ગંજીપાનાની રમતો રમીને ઉજવવામાં આવતા. આજે એમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. એ જ રીતે વ્રત રહેવાના હેતુ અને ઉદ્દેશમાં પણ પરિવર્તન આવ્યા છે. અગાઉ યુવતીઓ સારો વર મેળવવાના હેતુથી વ્રતો કરતી. આજે એ ઉદ્દેશની સાથે જ મિત્રો સાથે હરવા ફરવા જવું આખીરાત જાગીને મોજથી ટોળટપ્પાં મારવા અને મનોરંજન મેળવવાનો મહિમા પણ વધ્યો છે. આવો જાણીએ વ્રતો અંગે આધુનિક યુવતીઓના મંતવ્યો.આજે યુવતીઓ જોબ કરતી હોવાથી ટાઈમના અભાવે વ્રત ઓછા કરે છે. વ્રત રહેવા જોઈએ તેથી તહેવાર જેવો માહોલ લાગે છે. આજે પણ ગૌરીવ્રતનું મહત્વ સારું છે. આજકાલ યુવતીઓ સારા પાત્ર માટે જ નહીં પરંતુ મનોરંજન થાય એ માટે પણ વ્રત કરે છે.
મનપાના જનરલ બોર્ડમાં શાસક સાથે વપિક્ષનું વાક્યુધ્ધ.
મહાપાલિકાના આજે મળેલા જનરલ બોર્ડમાં સૂચિત સોસાયટીના પ્રશ્ને વિપક્ષે ફરી હંગામો મચાવ્યો હતો. ભાજપે પાંચ વર્ષ પૂર્વે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજાએ યાદ દેવડાવતા શાસક અને વિપક્ષ બન્નેની છાવણી વચ્ચે શાબ્દિક યુધ્ધ છેડાઇ ગયું હતું. વિપક્ષી છાવણીમાંથી એવા કટાક્ષો થયા હતા કે, સૂચિતમાં ડામર રોડ કરવાની વાત એ માત્ર ચૂંટણીના ગલગલિયા જ છે.જનરલ બોર્ડમાં એક તબક્કે પાણીકાપની ગરમાગરમીભરી ચર્ચા ચાલતી હતી એ વેળાએ માનવી ત્યાં સુવિધાની વાત છેડી શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ વિપક્ષને એવો જવાબ આપ્યો હતો કે, સૂચિત સોસાયટીમાં ડામર રોડ બનાવવાની સૌપ્રથમ પહેલ રાજકોટ મહાપાલિકાના શાસક ભાજપે જ કરી છે.આ જવાબ સાંભળી વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજાએ એવો પ્રહાર કર્યો હતો કે, રહેવા દો ને! વાત હતી સૂચિત સોસાયટીને રેગ્યૂલરાઇઝ કરવાની, તમને યાદ ન હોય તો હું યાદ કરાવું કે, ગત ચૂંટણીમાં સૂચિતને રેગ્યૂલરાઇઝ કરવાની જાહેરાત ચૂંટણી ઢંઢેરામાં તમે જ કરી હતી ને! આ તો પાંચ વર્ષ પછી હવે ચૂંટણી આવી રહી છે એટલે ફરી સૂચિત સોસાયટી દેખાઇ? સૂચિતમાં ડામર રોડ એ માત્રને માત્ર ચૂંટણીલક્ષી ગલગલિયા જ છે! ખરેખર તો સૂચિત રેગ્યુલરાઇઝ થવી જોઇએ.એ લોકો પણ ટેક્સ ભરે છે, તેને ડામર રોડ મેળવવાનો હક્ક છે: ભંડેરી -વપિક્ષી નેતા નરેન્દ્રસિંહના કટાક્ષો સામે શહેર ભાજપ પ્રમુખે એવો વળતો જવાબ આપ્યો હતો કે, સૂચિત સોસાયટીના લોકો પણ પાણીવેરો, સફાઇ, સહિતના ટેક્સ ભરપાઇ કરે છે. તેઓને ડામર રોડની સુવિધા મળવી જ જોઇએ.
પસંદગીનો નંબર મેળવવા ચાલકોમાં હોડ
સૌથી મોખરે ૧ નંબર : બોરિયાવીના યુવાને રૂ. ૧૦,૧૦૦ બોલી લગાવી.મનગમતો મોબાઇલ નંબર માટે યુવાઓ વધુ દામ આપી રહ્યા છે ત્યારે શોખીન વાહન ચાલકોએ ઉંચા દામ આપીને પસંદગીનો વાહન નંબર પોતાને નામ કર્યો છે. જેમાં સૌથી મોખરે ૧ નંબર રહ્યો છે. બોરીયાવીના ચૌધરી શંકરભાઇએ રૂ. ૧૦,૧૦૦ આપી આ નંબર મેળવ્યો હતો. ૧૩૬ વાહન ચાલકોએ પસંદગીના નંબર મેળવતાં કચેરીને વધારાના કુલ રૂ.૧.૦૨ લાખ ઉપજ્યા છે.યુવા વર્ગમાં પસંદગીનો નંબર મેળવવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે વાહન શોખીનોને પોતાની પસંદગીનો વાહન નંબર મળી રહે અને કચેરીને વધારાની આવક ઉભી થાય એ હેતુથી મહેસાણા આર.ટી.ઓ કચેરી દ્વારા નંબરોની હરાજી કરવામાં આવે છે. જે અંતર્ગત દ્રિ ચક્રીય વાહન માટે નવી શરૂ થતી જી.જે.૨ એ.એસ સિરીજ માટે હરાજી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં પસંદગીના નંબરો મેળવવા માટે વાહન ચાલકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.જે આર.ટી.ઓ એ.બી.ત્રિવેદી, ઇન્સપેકટર પી.એમ.પઠાણ સહિત અધિકારીઓની હાજરીમાં મંગળવારે ખોલાતાં સૌથી ઉંચી બોલી ૧ નંબરની લાગી હતી. જેમાં બોરીયાવીના ચૌધરી શંકરભાઇ રૂ.૧૦,૧૦૦ સાથે મેદાન મારી ગયા હતા. બીજા ક્રમે ૭૮૬ નંબર આવ્યો હતો. મહેસાણાના પટેલ દિલીપભાઇએ રૂ.૧૦,૦૦૦માં આ નંબર મેળવ્યો હતો જ્યારે ૯૯૯૯ નંબર માટે મહેસાણાના પટેલ અનિલભાઇએ રૂ.૫૦૦૦ આપ્યા હતા.અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પસંદગીના નંબર માટે કરાયેલી હરાજીમાં કચેરીને કુલ રૂ. ૯૮ હજાર જેટલી આવક થઇ હતી. જેમાં સૌથી મોખરે ૭૮૬ નંબર રહ્યો હતો જેના રૂ. ૯,૯૦૦ ઉપજયા હતા.
હેકરની એક ક્લિક અને તમારો ખેલ ખતમ.
હેકગુરુ અંકિત ફાડિયાએ વિદ્યાર્થીઓને શીખવ્યા હેકિંગ અવેરનેસના પાઠજાયન્ટ કંપનીઓનાં બિલિંગનાં કમ્પ્યૂટર હેક કરી કરોડોનું બિલ બનાવી પણ શકે છે અને રૂપિયા ભર્યા વગર બિલ પેઇડ પણ કરી શકે છે.હેકર કમ્પ્યૂટરની મદદથી કોઈપણ જાયન્ટ કંપનીના કમ્પ્યૂટરમાં ઘૂસી કરામત કરી શકે છે. હેકર બીએસએનએલનાં બિલિંગના કમ્પ્યૂટરને હેક કરી કોઈ મોબાઇલધારકના ઘરે કરોડોનું બિલ મોકલી શકે છે અથવા તો કોઈ મોબાઇલધારકનું બિલ નાણા ભર્યા વગર પેઇડ કરી શકે છે.મંગળવારે ગાંધીસ્મૃતિ ભવનમાં સાયબર સિક્યુરિટી અવેરનેસ બાબતે એક સેમિનાર યોજાયો હતો, જેમાં મુંબઈથી આવેલા વિશ્વમાં નામના ધરાવતા એથિકલ હેકર અંકિત ફડિયાએ શહેરના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ, સાયબર ટેરરઝિમ અને હેકિંગના પાઠ ભણાવ્યા હતા. અંકિત ફડિયાએ હેકિંગ કરવાનું નહીં પણ હેકિંગથી કઈ રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને વધુ સમજ આપી હતી.કોલેજ, યુનિવર્સિટી, સ્કૂલ કે પછી કોર્પોરેટ ઓફિસોમાં ઓરકુટ, ફેસબુક અથવા તો પ્લેબોય જેવી વેબ સાઇટ્સ પ્રોકસી સર્વર દ્વારા પ્રતિબંધિત કરી દેવાય છે. આ વેબસાઇટ હેકિંગ દ્વારા કેવી રીતે ખોલવી તે અંગે અંકિત ફડિયાએ કહ્યું હતું કે www.anonymizer.ru નામની એક વેબસાઇટ છે જે એક પ્રકારના બ્રાઉઝરની માફક કામ કરે છે. આ વેબસાઇટથી તમે કઈ સાઇટ ખોલીને જોઈ રહ્યા છો તે અંગે પ્રોકસી સર્વર જાણી શકતું નથીબીજાના કમ્પ્યૂટરમાં ઘૂસણખોરી : અંકિતે કહ્યું હતું કે ખ્etૃણ્જ એક એવું ટૂલ છે જે વેબ પરથી ડાઉનલોડ કરી શકાય છે. જેને કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કર્યા બાદ કોઈ વ્યક્તિ કે જે કમ્પ્યૂટર પર ઓનલાઇન કામ કરી રહ્યો હોય અને તેનું આઇ.પી. એડ્રેસ આ ટૂલમાં નાંખવામાં આવે તો તે કમ્પ્યૂટરમાં ઘૂસણખોરી કરી શકાય છે. સામાવાળાના કમ્પ્યૂટરનું સીડી રોમ ચાલુ-બંધ કરી શકાય છે. પિકચર્સ મોકલી શકાય છે, મેસેજ મોકલી શકાય છે. આવા જ કેટલાક ટૂલ્સ જેવા કે back orrifice, sub7, girl friend, win backdoor ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.ભળતા જ નામથી કોઈ વ્યક્તિને ઇ-મેઇલ કરી તેમને ગેરમાર્ગે દોરનારાઓની પણ કંઈ કમી નથી. આ માટે હેકર્સ www.anonymizer.in/fake-mailer નો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ વેબસાઇટનો ઉપયોગ કરનારા સાઇબર ક્રાઇમ કરી બેસે તો પોલીસ ચપટી વગાડીને તેમને પકડી પણ શકે છે.ફોટામાં ભેદી કોડ-માહિતી વર્ષ ૨૦૦૧માં અલકાયદાના કેટલાક આતંકવાદીઓને અમેરિકાએ ઝડપી પાડ્યા હતા. ત્યારે ખબર પડી હતી કે આતંકવાદીઓ ઇ-મેઇલ દ્વારા મોકલાતા ફોટાઓમાં ભેદી કોડ-માહિતી મોકલતા હતા.ફ્રી નેટ એક્સેસ અને ડાઉનલોડar driving ના નામથી હેકર્સ ઘણાં શહેરોમાં કે જ્યાં વાઇફાઇ સિસ્ટમ અથવા તો વાયરલેસ નેટ કનેક્ટિવિટી મળી રહે તેવા વિસ્તારોમાં ફ્રી નેટ એક્સેસ કરે છે. Rapid share સાઇટ પરથી ફ્રી ગેમ્સ અથવા ફ્રી સોંગ્સ ડાઉનલોડ કરી શકાય છે.યુવાનો કમ્પ્યૂટર પર દરરોજ કલાકો વિતાવે છે. આજે જે સેમિનાર યોજાયો તેવા સેમિનારથી યુવાનો હેકિંગ કેવી રીતે થાય છે તે અંગે માહિતી મેળવે છે અને તેઓ સાયબર ક્રિમિનલ્સથી બચી શકે છે. આઇટી સિકયોરિટી હવે એક કરિયર ઓપોચ્યુંનિટી બની છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ પોલીસને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી છે. સુરત પોલીસ બોલાવશે તો હું તેમને પણ માહિતગાર કરીશ.
યુવી અને ધોની પણ મુરલીનો શિકાર બન્યા
ગોલ ખાતેની ટેસ્ટમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે ત્રીજા દિવસની રમતને આગળ વધારતા સદી ફટકારી હતી. 19 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 109 રન પર રમી રહેલા સેહવાગને વેલેગદેરાએ થરંગાના હાથમાં ઝલાવી દીધો હતો. સહેવાગ આઉટ થયા બાદ લક્ષ્મણ પણ લાંબો સમય સુધી ક્રિઝ પર ઉભો રહી શક્યો ન હતો.તે 22 રનના વ્યક્તિગત સ્કોરે મલિંગાની ઓવરમાં દિલશાનના હાથે ઝલાઇ ગયો હતો. જો કે, ધોની અને યુવરાજ ભારતીય સ્કોરબોર્ડને ધમીધારે આગળ વધારી રહ્યાં જ હતાં ત્યાં જ ધોની 33 રનના વ્યક્તિગત સ્કોર પર જ્યારે યુવરાજ 52 રન પર મુરલીનો શિકાર બન્યા હતા. જ્યારે ભજ્જી 2 રન પર હેરાથનો શિકાર થયો હતો.ઉલ્લેખનીય છે કે, મુરલીધરનને તેની 800 ટેસ્ટ વિકેટ માટે માત્ર 8 વિકેટ જ દૂર છે. ત્યારે તેણે ગઇ કાલે સચિન અને આજે ધોની અને યુવરાજની વિકેટ મેળવી લેતા હવે તેને આ જાદૂઇ આંકડા સુધી પહોંચવામાં માત્ર પાંચ વિકેટ દૂર છે.આ પહેલા ત્રીજા દિવસે શ્રીલંકાએ 520 રન પર આઠ વિકેટ ગુમાવીને દાવ ડિક્લેર કર્યો હતો. જ્યારે ભારતની પ્રથમ ઇનિંગની શરૂઆત નબળી રહી હતી. અને ગંભીર માત્ર બે રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. અને દ્રવિડ 18 રન પર રન આઉટ થયો હતો. કાલનો દિવસ ખાસ કરીને મુરલીધરન માટે યાદગાર રહ્યો હતો. કારણ કે તેણે પોતાની અંતિમ ટેસ્ટમાં મહાન બેટ્સમેન સચિનની વિકેટ મેળવી હતી.
‘ટીમમાં સમાવેશ નહીં કરાતા આરોપ લગાવ્યો’
યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલા ભારતીય મહિલા હોકી ટીમના કોચે જણાવ્યું છે કે, તેમના પર જે આરોપ લગાવવા આવ્યા છે. તે ખોટા છે. તેઓને ફસાવવા માટે એક ષડયંત્ર રચવામાં આવ્યું છે.મંગળવારે મહિલા હોકી ટીમની એક ખેલાડીએ કોચિંગ સ્ટાફ પર યોન શોષણનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, તાજેતરમાં કેનેડા અને ચીન પ્રવાસ દરમિયાન તેના પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યો હતો. તેમજ અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો.જો કે, યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા કોચ એમ કે. કૌશિકનું કહેવું છે કે, આરોપ લગાવનાર મહિલા ખેલાડીનો સમાવેશ ઓલમ્પિક માટેની ટીમમાં કરવામાં આવ્યો ન હતો. જેના કારણે એ મહિલા ખેલાડીએ તેમના વિરુદ્ધ આ પ્રકારનો ગંભીર આરોપ લગાવ્યો છે.
કોલ ગર્લ સાથે રંગરેલિયા મનાવતા ટીમના વીડિયોગ્રાફર!
ભારતીય હોકી અને વિવાદ એકબીજાનો સાથ છોડતું નથી. મંગળવારે ભારતીય હોકીમાં ફરી ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહિલા ટીમની એક ખેલાડીએ કોચિંગ સ્ટાફ પર યૌન ઉત્પીડનનો આરોપ મુક્યો છે. આ મહિલા ખેલાડીએ હોકી ઇન્ડિયાને એક પત્ર પણ મોકલ્યો છે. જેમાં કોચિંગ સ્ટાફની કરતૂતોની સાથે ટીમના વીડિયોગ્રાફરની વેશ્યાઓ સાથે રંગરેલિયા મનાવતી તસવીરો પણ મોકલી છે.આ મહિલા ખેલાડીનો આરોપ છે કે વીડિયોગ્રાફર બસવરાજ વિદેશ પ્રવાસ દરમિયાન હોટેલમાં કોલ ગર્લ્સને બોલવતો હતો. તેણે વીડિયોગ્રાફરની કોલ ગર્લ્સ સાથે અંતરંગ પળોની પાંચ તસવીરો પણ મોકલાવી છે. જે એ વાતની મજબૂત પુરાવો છે કે આ અધિકારી રાષ્ટ્રીય ટીમના પ્રવાસ દરમિયાન કેવી રીતે રંગરેલિયા મનાવવામાં વ્યસ્ત હતો.આ આખો મામલો સામે આવતા હોકી ઇન્ડિયાએ એક તપાસ સમિતિની રચના કરી છે. જે ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે. બીજી તરફ ટીમના વીડિયોગ્રાફર બસવરાજને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
એરપોર્ટ પર વિદેશી રિવોલ્વર ઝડપાઈ
ભાવનગરના પીરછલ્લા શેરીના ફિદાહુસેને પોસ્ટ પાર્સલ દ્વારા દિલ્હીના કોહલીને પાર્સલમાં રિવોલ્વર મોકલતા ભાંડો ફુટ્યોભાવનગર એરપોર્ટ ઉપર આજે વહેલીસવારે સ્પીડ પોસ્ટ પાર્સલ દ્વારા દિલ્હી મોકલાયેલ રહેલ ૩૨ બોરની રિવોલ્વરનું પાર્સલ સીકયોરીટી ચેકીગ દરમ્યાન ઝડપાઈ જતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ પાર્સલ મોકલનાર પિરછલ્લાના ફીદાહુસેન હસનઅલી ફરાર બની ગયો છે જ્યારે તંત્ર દ્વારા ભાવનગરથી વિમાની પાર્સલ દ્વારા હથિયારો સપ્લાય કરવાનું કોઈ ષડયંત્ર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. રિવોલ્વર મામલે પોલીસે પોસ્ટખાતાના બેથીત્રણ કર્મચારીઓની અટક કરેલ હોવાનું જાણવા મળેલ છે.આ અંગેની મળતી વિગતો મુજબ આજે સવારે ૬-૩૦ વાગે ભાવનગરથી મુંબઈ જતા જેટ એરવેઝ વિમાનમાં પોસ્ટના પાર્સલો મોકલવા માટે એરપોર્ટના સલામતિ અધિકારીઓને સુપ્રત કરાયા હતા. મેટલ ડીટેકટરની ચકાસણી દરમ્યાન એક પાર્સલ પસાર થતી વખતે ‘બીપ-બીપ’ બજર વાગતા સલામતિ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને પાર્સલને કોર્ડન કરીને તેને ખોલવામાં આવ્યું હતું.પાર્સલનું બોક્સ ખોલતા અંદર એક લુગડામાં વિંટવામાં આવેલ ૩૨ બોરની વિદેશી બનાવટની (વેબલિ એન્ડ સ્પોટ) રિવોલ્વર નંબર બી/૮૨૨૧૦ મળી આવી હતી. જેના કારણે તુરત જ સલામતિ વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી હતી અને સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ રિવોલ્વર ભાવનગરના પિરછલ્લા શેરીમાંથી ફીદાહુસેન હસનઅલી નામના શખ્સના નામે દિલ્હી ખાતે એસ.એન. કોહલી નામના શખ્સને મોકલવામાં આવી રહી હતી.બી ડીવીઝનના પી.આઈ. પી.ડી. પરમાર, ડી સ્ટાફ પી.એસ.આઈ. ઝાલાએ પોસ્ટ ઓફીસના બેથીત્રણ કર્મચારીઓને પોલીસ મથકમાં લાવીને તપાસ શરૂ કરી હતી. રિવોલ્વર પાર્સલમાં મોકલનાર ફીદાહુસેન હસનઅલી અત્યારે ભાવનગરમાંથી ફરાર થયેલ છે તેમ પોલીસે જણાવ્યું હતું.
21 July 2010
ભાવનગર : રિસાયેલા મેઘાને મનાવવાના પ્રયાસો :ઠેર-ઠેર રામધૂન-યજ્ઞ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ભાવનગર : રિસાયેલા મેઘાને મનાવવાના પ્રયાસો :ઠેર-ઠેર રામધૂન-યજ્ઞ
પ્રાચીનકાળમાં ઋષિમુનીઓ રાજાને આર્શીવાદ આપતી વખતે એમ કહેતા કે, કાલે વર્ષતુપર્જન્ય: એટલે કે તમારા રાજ્યમાં યોગ્ય સમયે વરસાદ વરસે. આખુ વર્ષ સુરજની અગનવર્ષા બાદ ચોમાસમાં અનરાધાર વરસાદ વરસે તેવી આશા સૌ કોઈને હોઈ છે અને જો અષાઢમાંજ મેઘરાજા રીસાઈ જાય તો પાણી અને ધાન્યનો અકાળ પડે છે. આથી જ વરસાદની આસા ઠગારી નિવડે ત્યારે તેને મનાવવા અનેક પરંપરાગત વિધીઓ કરવામાં આવે છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢ માસનો મધ્ય ભાગ આવી ગયો છતાં મેઘો મન મૂકીને નહીં વરસતા પ્રજાજનોમાં આ વર્ષે પણ ચોમાસા અંગે અનિશ્ચિતતાની ચિંતા પેસી જતાં રૂઢી ગયેલા મેઘરાજાને મનાવવા પ્રજાજનો, જ્ઞાતિ સમૂહ અને સંસ્થાઓએ ઠેર-ઠેર રામધૂન, પર્જન્ય યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજી વરૂણ દેવને મનાવવાના પ્રયત્નો અને પ્રાર્થના શરૂ કરી દીધી છે. તો ખેડૂતોના હૈયે ચિંતા પ્રસરતા તેઓએ પણ મેઘાને મનાવવા પરંપરાગત પૂજન-અર્ચન શરૂ કરી દીધા છે.અત્યારે ચોમાસાના ધોરી માસ ગણાતા અષાઢના એક પછી એક દિવસ ધોધમાર વરસાદ વગરની વિતી રહ્યાં છે. તેથી પ્રજાજનોના હૈયા ઉંચા થઈ ગયા છે. ગત વર્ષે ભાવનગરમાં વરસાદની ૪૦ ટકા ખાદ્ય રહેલી ત્યારે આ વર્ષે ગત વર્ષની ખાદ્ય પૂરી કરે તેવા વરસાદની આશા બંધાઈ હતી પરંતુ અષાઢમાં મેઘાનું જોર નબળું પડી જતાં ધોધમારને બદલે ઝરમર કે હળવા ઝાપટા વરસી રહ્યાં છે.આ સંજોગોમાં પરંપરાવાદીઓએ રૂઠેલા વરૂણદેવને મનાવવા સતત ૨૪ કે ૪૮ કલાકની રામધૂન, શાસ્ત્રોકત વિધિ સાથે પર્જન્ય યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો શરૂ કરી દીધા છે. મેઘો આજે વરસે અને ધોધમાર સ્વરૂપે વરસે તેવી પ્રાર્થના પ્રજાજનો કરી રહ્યાં છે.ભાવનગરનાં ગ્રામ્ય પંથકમાં ખેડૂતો પણ વરસાદને મનાવા માટે આકાશ ભણી મીટ માંડી પ્રભુને પ્રાર્થના કરી રહ્યાં છે. વિજ્ઞાન જ્યારે વરસાદ માટે કૃત્રિમ વર્ષાના પ્રયોગ કરે છે ત્યારે આપણી શ્રધ્ધાળુ જનતા મેઘરાજાને મનાવવા પ્રાર્થના અને યજ્ઞોનો સહારો લે છે. તે કોઈ અંધશ્રધ્ધાનો વિષય નથી પરંતુ કુદરતી સંકટ ટાળવા માટે વર્ષોથી ચાલી આવતી આપણી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરે છે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત વગેરે સ્થળોએ પણ ભર અષાઢે રીસાયેલા મેઘાને મનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.
લ્યો કરો અમારી ધરપકડ
શહેરમાં લદાયેલા પાણીકાપના વિરોધમાં કોંગ્રેસે ગુરૂવારે મ્યુનિસપિલ કમિશનરના બંગલામાં જઇ નળ કાપી વિરોધ દર્શાવવાના પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદમાં શુક્રવારની રાત્રિના શહેર કોંગ્રેસ પ્રમુખ ભટ્ટી સહિતના આરોપીઓ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શશીધરનના બંગલે દોડી ગયા હતા અને ધરપકડ કરી લેવા હોબાળો મચાવ્યો હતો. જો કે કમિશનરે બંગલેથી ધરપકડ નહીં કરાવવા અડગ રહેતાં અંતે કોંગ્રેસીઓ એ.ડિવિઝને ગયા હતા જ્યાં ભટ્ટી સહિત છની ધરપકડની વિધિ કરવામાં આવી હતી.
મ્યુનિસપિલ કમિશનરના બંગલામા નળ કાપવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી તથા અજાણ્યા ૨૦ લોકોના આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. પોલીસે શુક્રવારે બે કોંગ્રેસી કાર્યકર બળવંતભાઇ છાંટબાર અને રમેશભાઇ તલાટીયાની ધરપકડ કરી હતી. જ્યારે ભટ્ટી તથા વિજય ચૌહાણને ઝડપી લેવા તેના ઘરે દરોડા પાડ્યા હતા.રાજકીય કાર્યકરો સામે નોંધાયેલી ફરિયાદ મોટા ગુના હેઠળની હોય તેમ પોલીસે દોડધામ કરતાં કોંગ્રેસીઓમાં રોષ ફેલાયો હતો અને રાત્રિના જશવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, નરેન્દ્રસિંહ જાડેજા, શાંતબેન ચાવડા સહિતના આગેવાનો અને ૨૦૦ જેટલાં કાર્યકરો ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ શશીધરનના બંગલે દોડી ગયા હતા. ભટ્ટીએ પોતાના સહિતના આરોપીઓની ધરપકડ કરી લેવા મથામણ કરી હતી. જો કે શશીધરને ધરપકડ તપાસનીશ અધિકારી જ કરશે તેમ કહી બંગલેથી ધરપકડ કરવાનું ટાળ્યું હતું.ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ શશીધરને જણાવ્યું હતું કે લોકશાહીમાં વિરોધ કરવાનો બધાને અધિકારી છે પરંતુ જાહેર મિલકતને નુકસાન કરવાની કે સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાની પ્રવૃતિને કોઇ સંજોગોમાં ચલાવી શકાય નહીં.
રેડ ટીશર્ટ પહેરેલો જાડો માણસ બાઇક ચલાવતો હતો
અમિત જેઠવાનું મર્ડર કરવા માટે આવેલા બે શખ્સો પૈકી બાઇક ચલાવનાર શખ્સ જાડો હતો અને તેણે રેડ કલરનું ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યાં હતા.જ્યારે તેની પાછળ બેસેલો શખ્સ પાતળો હતો અને તેણે બ્લેક ટીશર્ટ પહેયું હતું. તેમ અમિત જેઠવાના મર્ડર સ્થળ પાસેના એટીએમના સિકયોરિટીએ પોલીસને જણાવ્યું હતું. હત્યારાઓ હાઇકોર્ટની સામેની બાજુ પહેલાથી જ રાહ જોઇને ઊભા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.તેમણે અમિત જેઠવા પર ફાયરિંગ કર્યા બાદ અમિત જેઠવાની જીપ્સી જ્યાં ઊભી હતી તે જ દિશામા પંદર ફૂટ સુધી દોડ્યા બાદ ખેતરોમાં નાસી છૂટયા હતા. હત્યારાઓ જે બાઇક લઇને આવ્યા હતા તેનું ચેચીઝ નંબર ડીએસવીબીએલએમ ૫૩૪૭૪ હતું અને બાઇક રિઝર્વમાં હતી.
મેક્સિકો : આવો ચોર નહીં જોયો હોય!
મેક્સિકો એરપોર્ટ ખાતેથી એક વ્યક્તિની તીતી વાંદરાની દાણચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વ્યક્તિએ પોતાના ટી-શર્ટ નીચે કમપના પટ્ટા સાથે 18 નાના વાંદરાઓને બાંધી રાખ્યા હતાં. વ્યક્તિએ પહેરેલા કપડામાં ઉપસી આવેલા ભાગને જોઈને પોલીસને શંકા ગઈ હતી.પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 38 વર્ષીય રોબેર્ટો કેબર્રેરા શુક્રવારે પેરુના લીમાથી મેક્સિકો શહેરના આતંરરાષ્ટ્રીય હવાઈ મથકે આવી પહોંચ્યો હતો. અરપોર્ટ પર હાજર અધિકારીઓને વ્યક્તિએ પોતાના કપડામાં કંઈક છૂપાવ્યું હોવાની શંકા જતાં તેની તપાસ કરવામાં આવી હતી.તપાસમાં માલુમ પડ્યું હતું કે તેણે છ ઈંચ નાના 18 જેટલા તીતી વાંદરાઓને પોતાના કમરના બેલ્ટ સાથે બાંધેલા એક પાઉંચ રાખ્યા છે. જેમાંથી બેના મોત થઈ ગયા હતાં. કેબર્રેરાની પ્રાણીઓની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.કેબર્રેરાએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે બધા વાંદરાઓને સુટકેસમાં લઈને જવાનું વિચાર્યું હતું, પરંતુ એક્સ-રે ચેકિંગ દરમિયાન કદાચ તેમને ઈજા થશે એવું માનીને તેને શર્ટ નીચે છૂપાવીને લઈ જવાનું નક્કી કર્યું હતું.
ખારામાં દારૂડિયો નહીં જામીનદાર પણ દંડાશે
મહેસાણા જિલ્લાના અનેક ગામોએ દારૂબંધી અમલી બનાવી દારૂ પીનારને દંડ ફટકારવાનો આગવો પ્રયાસ હાથ ધર્યો છે ત્યારે ખારા ગામે દારૂ પીનારને નહીં પરંતુ તેના જામીન કરાવનારને રૂ. ૫હજારનો દંડ ફટકારવાનો નિયમ બનાવ્યો છે. અને ગામને દારૂથી મુક્ત બનાવવા હાથ ધરેલા અભિયાન અંતગર્ત દંડમાં આવનારી રકમ હરસિદ્ધ માતાના મંદિર માટે ખર્ચાશે.મહેસાણા તાલુકાના ખારા ગામને દારૂના દૂષણથી મુક્ત કરવા ખારા ગામના સરપંચ મોહનજી કુબેરજી દરબાર સહિત ગામના આગેવાનોએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં દારૂના ગુનામાં પોલીસના હાથમાં આવનાર વ્યક્તિના જે જામીન કરાવે તેને રૂ. ૫હજારનો દંડ ફટકારાય છે. ગ્રામજનોના મત મુજબ દારૂનું સેવન કરનાર વ્યક્તિના જામીન ન કરાવવામાં આવે તો તેને વધુ સમય જેલમાં રહેવાનો વારો આવતો હોઈ તે દારૂના દુષણથી મુક્ત થઈ શકે છે.દારૂડીયાઓના જામીન કરાવનારને દંડ કરવામાં આવતી રકમ ગામના હરસિદ્ધ માતાના મંદિરમાં ખર્ચ કરવામાં આવે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં જામીનદારને પકડી લાવવા વાહન સહિતનો ખર્ચ પણ આ દંડની રકમમાંથી જ ભોગવવામાં આવે છે.
રશિયાની સેક્સી જાસૂસને પોર્ન ફિલ્મની ઓફર
રશિયાની સેક્સી જાસૂસ એન્ના કેમ્પમેનને દુનિયાના સૌથી મોટા પોર્ન ફિલ્મના પ્રોડક્શન હાઉસ તરફથી અશ્લીલ ફિલ્મમાં કામ કરવાની ઓફર કરવામાં આવી છે. હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટી માટે પોર્ન ફિલ્મ બનાવવાનો દાવો કરનાર અમેરિકાના એક પ્રોડક્શન હાઉસે આ માટે એન્નાનો સંપર્ક કર્યો છે.એન્નાના અમેરિકન વકીલને મોકલવામાં આવેલા એક પત્રમાં પ્રોડક્શન હાઉસના પ્રમુખે લખ્યું છે કે હું એન્ના સાથે એક ફિલ્મ બનાવવા માગું છું. એન્ના અત્યાર સુધીની સૌથી હોટ જાસૂસ છે. તેમજ તે મીડિયાની પણ ફેવરિટ બની ગઈ હતી.પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે એન્ના જાસૂસ તરીકે સફળ રહી નથી. પરંતુ અમને લાગે છે કે તે અમારી આગામી ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનેત્રી સાબિત થઈ શકશે.
બ્લેકબેરી અને આઇફોનથી પણ આગળ હવે સોનાના અને ક્રિસ્ટલ મોબાઇલ
બ્લેકબેરી, આઇફોનથી પણ આગળ લકઝુરિયસ મોબાઇલ ફોન બજારમાં આવી ગયા છે, અને તે ગ્રાહકોને લોભાવી રહ્યા છે. જી હા, હવે જમાનો ડિઝાઇનર મોબાઇલ ફોનનો છે જેમાં સોનાની કિનારીઓ અથવા તો સ્વારોસ્કીના ક્રિસ્ટલ જોડાયેલ હોય છે. કેટલાંક એવા મોબાઇલ પણ છે જેમાં નાના-નાના હીરાઓ પણ જડવામાં આવેલા હોય છે.દુનિયાની પ્રખ્યાત ડિઝાઇનર જોર્જિયો અરમાનીએ ડિઝાઇન કરેલ હેન્ડ સેટે 2007માં તો વિદેશી બજારમાં સારી એવી ધૂમ મચાવી હતી. ત્યારબાદ લુઇ વિંતો, મોઅટ હેનેસી વગેરે જેવી લકઝરી વસ્તુઓ બનાવતી નિર્માતાઓ હવે ભારતમાં ડિઝાઇનર ફોન લાવી રહ્યા છે. પ્રખ્યાત ડિઝાઇનર વર્સાચીએ ડિઝાઇન કરેલ હેન્ડસેટ ભારતમાં એલજી ઇન્ડિયા વેચી રહી છે અને તેની કિંમત રૂપિયા 2 લાખથી પણ વધુ છે. મોબાઇલ ફોન ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ લોકો માની રહ્યા છે કે ભારતમાં લકઝરી ફોનનું બજાર રૂપિયા સો કરોડથી પણ વધુ છે. આ લકઝરી ફોન ટેકનોલોજીની દ્રષ્ટિથી નવા નથી પરંતુ જોવામાં ખૂબસૂરત અને નવીન લાગે છે.ભારતમાં એલજી સિવાય સેમસંગે પણ એક આવો લકઝરી ફોન રજૂ કર્યો છે. જોર્જિયો અરમાનીએ ડિઝાઇન કરેલ આ ફોનની કિંમત અંદાજે રૂપિયા 40,000 છે. ભારતમાં લકઝરી હેન્ડસેટ ક્રિશ્ચિયન ડાયર અને ટૈગ હ્યૂરર જેવી કંપનીઓ પણ વેચી રહી છે.
મલાઈકા અરોરા આજે પણ એટલી જ સેક્સી
મલાઈકા અરોરા હંમેશા પોતાના દેખાવનું ઘણું જ ધ્યાન રાખે છે. મલાઈકા આ ઉંમરે પણ એકદમ સેક્સી દેખાઈ રહી છે. તેણે પોતાના વ્યક્તિગત જીવન અને પ્રોફેશનલ જીવન વચ્ચે સમતુલા જાળવી રાખી છે.મલાઈકા એકદમ શોર્ટ કપડાંમાં પણ સારી લાગે છે. મલાઈકા સારી ડાન્સર છે. છૈયા છૈયા ગીત હજી સુધી લોકોને યાદ છે. હવે, મલાઈકા પોતાના પતિની હોમ પ્રોડક્શન ફિલ્મ દેબાંગમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં મલાઈકાએ આઈટમ ડાન્સ કર્યો છે. માનવામાં આવે છે કે, આ આઈટમ ડાન્સ પણ છૈયા છૈયા જેટલો જ લોકપ્રિય થશે. દેબાંગમાં સલમાન ખાન અને શત્રુધ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહા કામ કરી રહ્યા છે.
નાંગલ ખેડી ગામના લોકોને કિશોરીઓની ચોરીનો ભય
પાણીપતના નાંગલ ખેડી ગામના લોકોને આજકાલ એવી ગેંગનો ભય સતાવી રહ્યો છે જે કિશોરીઓની ચોરી કરે છે. તેઓ એટલી હદે ભયભીત છેકે, પોલીસના ભરોસે રહ્યા વગર તેઓએ તેમની ખુદની ટીમ બનાવીને સંદિગ્ધો તથા ગામમાં આવનારા વાહનો પર નજર રાખી રહ્યા છે. કિશોરીઓની ચોરી કરતી ગેંગે અત્યારસુધીમાં ત્રણ કિશોરીઓનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ગ્રામજનોની સતર્કતાના કારણે તેઓ સફળ નથી થઇ શક્યા. આ તમામ કિશોરીઓ દસથી લઇને ચૌદ વર્ષની છે. આ શખ્સો સફેદ રંગની ઇન્ડિકા ગાડીમાં આવે છે જ્યારે બીજો શખ્સ બાઇક ઉપર નજર રાખે છે.ગામના સરપંચના કહેવા પ્રમાણે, તેઓ જાતે આ અંગે નજર રાખી રહ્યાં છે. જેમાં સંદિગ્ધો પર પણ નજર રાખવામાં આવી રહી છે. જોકે, પોલીસના કહેવા પ્રમાણે તેમને કોઇ ઔપચારિક ફરિયાદ નથી મળી. જો આવું બનશે તો તેઓ સાદા વેશમાં પોલીસને ફરજ પર મુકશે.
ન્યૂયોર્કમાં વંશીય ભેદભાવ રાખી ભારતીયની આંખો ફોડી નાખી
ન્યૂયોર્કમાં ભારતીયો સાથે વંશીય ભેદભાવ રાખી એક વ્યક્તિએ પોતાના રૂમમાં સાથે રહેતા એક ભારતીયની આંખો ફોડી નાખી હતી, તેમજ તેની હત્યા કરી નાખવાની ધમકી પણ આપી હતી. લેચમેન રામનરીને અહીંના એક એપોર્ટમેન્ટમાં રહીને પોતાના ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો. તેની સાથે રહેતા જેસન વોલેસે તેની આંખો ફોડી નાખી હતી. ‘ન્યૂયોર્ક પોસ્ટના’ જણાવ્યા પ્રમાણે વોલેસને પોતાના કર્યા પર કોઈ પસ્તાવો નથી. વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે વોલેસને ભારતીયોથી નફરત છે, તેમજ તે અવાર નવાર ભારતીયોને ધમકાવતો રહે છે.ભોગ બનનાર વ્યક્તિના વકીલે જણાવ્યું હતું કે, લેચમેન અને વોલેસ એક રૂમમાં રહેતા હતાં. તેમજ વોલેસ અવાર નવાર ગુસ્સે થઈ જતો હતો, તેમજ લેચમેનને અવાર નવાર ધમકી પણ આપતો હતો. ‘હું તારી હત્યા કરી નાખીશ’, ‘હું તારા હાડકા ભાંગી નાખીશ’, ‘હું ભારતીયોને ધિક્કારું છું’ એવું કહીને વોલેસ તેને અવાર નવાર ધમકાવતો હતો.નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં પણ સોમવારે રાત્રે વધુ એક ભારતીય પર હુમલો થયો હતો. મેલબોર્નમાં એક ભારતીયની મદદ કરી રહેલા 24 વર્ષીય ભરત થાપર પર છ યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
બિહાર વિધાનસભામાં બીજા દિવસે પણ લોકશાહીના ચિર તાર-તાર
બિહાર વિધાનસભામાં સતત બીજા દિવસે પણ ગેરસંસદીય દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં બિહાર વિધાનસભાના સ્પીકર ઉદય નારાયણ ચૌધરી દ્વારા વિપક્ષના સોળ ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે બરખાસ્ત કરવામાં આવ્યા છે. હાલ વિધાનસભાને બપોરે અઢી વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવી છે. આજે વિધાનસભાના સ્પીકર પર વિધાનસભ્ય દ્વારા સ્લીપર ફેકવામાં આવ્યું હતું. આ પહેલા કર્ણાટક વિધાનસભાના ધારાસભ્યોની જેમ બિહાર વિધાનસભાના વિપક્ષના લગભગ એંસી જેટલા ધારાસભ્યોએ વિધાનભવનમાં જ રાત વિતાવી હતી. તેમણે નીતિશ કુમાર ચોર હોવાના નારા લગાવ્યા હતા.સ્પીકર દ્વારા જે વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં રાજ્ય આરજેડીના અધ્યક્ષ અબ્દુલ બરી સિદ્દકી અને ગૃહમાં રાજદના ઉપાધ્યક્ષ શકીલ અહેમદ ખાનનો પણ સમાવેશ થાય છે. આરજેડીના દસ, સીપીઆઇ-એમ, સીપીઆઇએમએલના બે અને લોજપના બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ થયા છે. આ તમામ ધારાસભ્યોને માર્શલ દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસની ધારાસભ્ય કુમારી જ્યોતિ દ્વારા બિહાર વિધાનસભાની બહાર કૂંડાઓ તોડ્યા હતા. ઉલ્લેખનીય છેકે, કેગ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં રૂપિયા 11,442 કરોડના કૌભાંડની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. જેની પટના હાઇકોર્ટે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાના આદેશ આપ્યા છે.
કોલ ગર્લ સાથે રંગરેલિયા મનાવતા ટીમના વીડિયોગ્રાફર!
ભારતીય હોકી અને વિવાદ એકબીજાનો સાથ છોડતું નથી. મંગળવારે ભારતીય હોકીમાં ફરી ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહિલા ટીમની એક ખેલાડીએ કોચિંગ સ્ટાફ પર યૌન ઉત્પીડનનો આરોપ મુક્યો છે. આ મહિલા ખેલાડીએ હોકી ઇન્ડિયાને એક પત્ર પણ મોકલ્યો છે. જેમાં કોચિંગ સ્ટાફની કરતૂતોની સાથે ટીમના વીડિયોગ્રાફરની વેશ્યાઓ સાથે રંગરેલિયા મનાવતી તસવીરો પણ મોકલી છેઆ મહિલા ખેલાડીનો આરોપ છે કે વીડિયોગ્રાફર બસવરાજ વિદેશ પ્રવાસ દરમિયાન હોટેલમાં કોલ ગર્લ્સને બોલવતો હતો. તેણે વીડિયોગ્રાફરની કોલ ગર્લ્સ સાથે અંતરંગ પળોની પાંચ તસવીરો પણ મોકલાવી છે. જે એ વાતની મજબૂત પુરાવો છે કે આ અધિકારી રાષ્ટ્રીય ટીમના પ્રવાસ દરમિયાન કેવી રીતે રંગરેલિયા મનાવવામાં વ્યસ્ત હતો.આ આખો મામલો સામે આવતા હોકી ઇન્ડિયાએ એક તપાસ સમિતિની રચના કરી છે. જે ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે. બીજી તરફ ટીમના વીડિયોગ્રાફર બસવરાજને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોના થીબા આજથી ટીવી પરદે
ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોના થીબા પ્રથમવાર ટીવી પરદે આગમન કરી રહી છે. ઇ-ટીવીના એક અલગ જ ગેઇમ શો ‘સવાલ એક લાખનો’માં મોના થીબા હોસ્ટ તરીકેની ભૂમિકા ભજવશે.હિન્દી ટીવી સિરિયલની જેમ કૌન બનેગા કરોડપતિને મળેલી ભવ્ય સફળતા બાદ ઇ-ટીવી ગુજરાતી આ પ્રકારની થીમ સાથે બુધવારથી ‘સવાલ એક લાખનો’ ગેઇમ શો શરૂ કરી રહી છે. આ કાર્યક્રમ બુધવાર અને ગુરુવારે રાત્રે ૯.૩૦ કલાકે આવશે. ગુજરાતી ફિલ્મની અભિનેત્રીનું પ્રથમવાર નાના પરદા પર આગમન થશે.મોના થીબાએ જણાવ્યું હતું. અમિતાભ અને શાહરૂખખાન જેવા સુપરસ્ટાર પણ હોલિવૂડમાં છવાઇ ગયા છે. ત્યારે મને પણ આ રસપ્રદ અને રોમાંચભર્યો કાર્યક્રમનું એન્કરિંગ કરવાનો મોકો મળ્યો છે. આ કાર્યક્રમાં હું હોસ્ટ કરીશ.
મુંબઈના પ્રોજેક્ટો માટે વિદેશી બેંકો પાસેથી ૨૦ હજાર કરોડની લોન
જુદા જુદા પ્રોજેક્ટો માટે વર્લ્ડ બેંક અને જાપાનીઝ બેંક ઓફ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન પાસે ધા નાખવાનો એમએમઆરડીનો વિચાર આવતા પાંચ વર્ષમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ઓથોરિટીના વિસ્તારોમાં વિવિધ વિકાસાત્મક પ્રકલ્પો હાથ ધરાતા હોઈને તે માટે ઓથોરિટી વર્લ્ડ બેંક અને જાપાનીઝ બેંક ઓફ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન (જેબીઆઈસી) પાસેથી લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાની લોન લેશે. વર્લ્ડ બેંકના સિનિયર અધિકારી હાલમાં મુંબઈ નાગરી પરિવહન પ્રકલ્પનું નિરીક્ષણ કરવા મુંબઈની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન જ એમએમઆરડીએના સિનિયર અધિકારીઓની આ મામલે તેમની સાથે ચર્ચા થઈ હતી.એમએમઆરડીએ તરફથી મેટ્રોપોલિટન ઓથોરિટીનાં ક્ષેત્રોમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી મોટા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. એમાં ખાસ તો મોનો અને મેટ્રો રેલવે જેવા વિશાળ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ સિવાય ટ્રાફિક સંબંધે પણ અનેક પ્રોજેક્ટો હાથ ધરાયા છે. આ માટે વર્લ્ડ બેંક પાસેથી ૧૦ હજાર કરોડ તેમ જ જેબીઆઈસી પાસેથી પણ ૧૦ હજાર કરોડ રૂપિયાનું ધિરાણ લેવાનો ઓથોરિટીનો વિચાર હોવાનું જાણવા મળ્યું હતું.ઓથોરિટી કોલાબા- બાંદરા મેટ્રો માર્ગ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. તેને માટે પણ ત્રણ હજાર કરોડ રૂપિયાનું ધિરાણ લેવાનો પણ વિચાર કરે છે. સાથે જ આવતા પાંચ વર્ષમાં મોનો અને મેટ્રો રેલવેનું નેટવર્ક તૈયાર કરવામાં આવશે. તેને માટે ઓથોરિટી વર્લ્ડ બેંક અને જાપાનીઝ બેંક ઓફ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન પાસેથી મોટા પ્રમાણમાં લોન લેવાનો વિચાર કરે છે. વર્લ્ડ બેંક પાસેથી સાતથી આઠ ટકાના વ્યાજ દરે ધિરાણ મળવાની ધારણા છે તો જેબીઆઈસી પાસેથી ફક્ત દોઢથી બેટકાના વ્યાજ દરે લોન મળે છે. આ મામલે સંબંધિત અધિકારીઓ સાથે એમએમઆરડીએના અધિકારીઓએ ચર્ચા કરી હતી. જેબીઆઈસી બેંક તરફથી આપવામાં આવતું ધિરાણ દોઢથી બે ટકાના વ્યાજ દરે મળે છે.ખાસ બાબત એવી છે કે જે પ્રોજેક્ટ માટે આ લોન લેવામાં આવે છે તે પ્રોજેક્ટમાં જાપાનીઝ ટેકનિક-ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો આ જ લોન ફક્ત એક ટકાના વ્યાજ દરે મળી શકે છે. દેવાની પરતચુકવણી કરવા માટે ૩૦થી ૪૦ વર્ષનો સમયગાળો મળી શકે છે.
મુંબઈ : નાળામાં પડેલું દફ્તર કાઢવા જતાં બે ભાઈઓના મોત
મુંબઈમાં છેલ્લા બે દિવસમાં પાણીમાં ડૂબી જવાને કારણે કુલ પાંચ યુવકોનાં કરુણ મૃત્યુ થયાં હતાં ત્યારે મંગળવારે બપોરે ઔરંગાબાદ વિસ્તારમાં સગીર વયના બે ભાઈઓનાં નાળામાં પડી જવાથી ગૂંગળાવાને કારણે મોત થયાં હતાં. બંનેના મૃતદેહો પોલીસને હાથ લાગ્યા હતા. આ પ્રકરણમાં જવાહરનગર પોલીસે અકસ્માતથી મૃત્યુ થયાની નોંધ કરી હતી.જવાહરનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર શહાનુરમિયાં દરગાહ નજીક આવેલી મહાપાલિકાની શાળામાં ભણતા શેખ ફઈદ શેખ શાકીર (ઉ. વ. ૮) અને શેખ દારોશા શેખ શાકીર (ઉ. વ. ૬) બંને શાળામાંથી છુટયા બાદ ભંગુરનગર સ્થિત આવેલા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં આવતા એક નાળામાં તેમનું દફ્તર પડી ગયું હતું.દફ્તર કાઢવા માટે બંને નાળામાં ઊતર્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. આ બંનેના મૃતદેહોને બહાર કાઢીને પોલીસે ઘાટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. બાદમાં તે કુટુંબીઓમાં સોંપવામાં આવ્યા હતાં. આ દુર્ઘટનાને કારણે શાકીર કુટુંબ ભારે આઘાતની લાગણી ફેલાઈ હતી, જ્યારે વિસ્તારમાં સોપો પડી ગયો હતો.
ખંભાતના ૧૩ ગામમાં વીજ તંત્રના દરોડા
ખંભાત તાલુકામાં નદીકાંઠા વિસ્તારના શિકોતર ફીડરના ૧૩ જેટલા ગામમાં મંગળવારેવહેલી સવારથી જ મધ્ય ગુજરાત વીજ કું.- વડોદરા વિજિલન્સ વિભાગ નવ જેટલી ટીમનો કાફલો પાંચ પોલીસની ટીમ સાથે ત્રાટકી હતી. ગ્રામ્ય વિસ્તારમાં સવારના ૭.૩૦ કલાકથી જ એકાએક વીજ તંત્રે દરોડા પાણી વીજ જોડાણ ચકાસણી કામગીરી આરંભતા ગ્રામ્ય પ્રજામાં ભારે ફફડાટની લાગણી મચી હતી. આ દરોડામાં કુલ આઠ જેટલા ગેરકાયદેસર જોડાણ ટીમે ઝડપી પાડી લિવિંગ પ્રક્રિયા હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ખંભાતના ખટનાલ ૧૧ કેવી(શિકોતર ફીડર)ની વીજ લાઇન ઉપર આવતાં ઉંદેલ, કલમસર, જીતપુરા, ખટનાલ, રાલજ, જહાંગીરપુરા, વાસણા સહિતના ૧૩ જેટલા ગામમાં એમજીવીસીએલની નવ જેટલી ટીમે સવારથી જ દરોડા પાડતાં ભારે અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. ખંભાતના રૂરલ વિસ્તારોમાં વીજ ટ્રીપીંગના વધતા જતાં બનાવો પછી વીજ વિભાગના દરોડાથી ગ્રામજનો પણ ચોંકી ઉઠયા હતા. આ અંગે ખંભાત રૂરલ વિભાગના ઈજનેર દરજીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે વીજીલન્સના દરોડા દરમિયાન ઉંદેલમાંથી-૧, કલમસરમાંથી-૨, વત્રા-૧, જીતપુરામાં-૨ મળી આઠ જેટલા ગેરકાયદેસર જોડાણો ઝડપી પાડવામાં આવ્યા છે.
ફિણાવ ગામમાં ટૂંકાગાળામાં બીજી વખત ઝાડા-ઉલટીનાં ૪૩ કેસ
દુષિત પાણીના પગલે ૨૦ દિ’માં બીજીવાર રોગચાળાનું ભૂત ધૂણતાં ગ્રામજનોમાં ફફડાટ : ગંભીર સ્થિતિ ધરાવતાં દર્દીઓને ખંભાતની સરકારી તેમ જ તારાપુરની શહાદત હોસ્પિટલમાં ખસેડાયાં : ગામમાં આરોગ્યની બે ટીમના ધામા.ખંભાતના ફિણાવ ગામમાં ઝાડા-ઉલટીના ૪૩ જેટલા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠયું છે. ર૦ દિવસના ટૂંકાગાળામાં બીજી વખત રોગચાળાએ માથુ ઉચકર્યું હોઈ ફિણાવ ગામમાં ઘેર-ઘેર ખાટલાની સ્થિતિ સર્જાઈ છે. તેમાંય કેટલાક ગંભીર સ્થિતિમાં સપડાયેલા દર્દીઓને ખંભાતની સરકારી હોસ્પિટલ તેમ જ તારાપુરની શહાદત અને જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.ફિણાવ ગામમાં ટૂંકાગાળામાં બીજી વખત ઝાડા-ઉલટીની બિમારીએ માથું ઉચકર્યું હોઈ ગ્રામજનોમાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે રોષ ભભૂકી ઉઠયો છે. હાલ ગામમાં ગંભીર સ્થિતિમાં સપડાયેલા દર્દીઓને નાછુટકે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા છે. જેમાં વાઘેલા સવિતાબેન છોટાભાઈ (ઉ.વ.૪પ), વાઘેલા ખોડાભાઇ શનાભાઈ (ઉ.વ.પ૦), તળપદા શનાભાઈ રામાભાઈ (ઉ.વ.પ૧), ઈશ્નાવ મણીબેન લાલજીભાઇ (ઉ.વ.રપ), તળપદા વિમલાબેન અરવિંદભાઇ (ઉ.વ.૨૩),ને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયાં છે.તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઝાડા-ઉલટીના રોગચાળામાં સપડાયેલા દર્દીઓના સેમ્પલ વધુ તપાસ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલી અપાયા છે. બિમારીમાં સપડાયેલા કિરીટભાઇ વાઘેલા, અરવિંદભાઈ તળપદા, મંજુલાબેન વાઘેલા, ગોવિંદભાઇ વાઘેલાને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ખંભાતના બામણવા સામુહિક કેન્દ્રમાં ડો. મહીડા અને તારાપુરમાં ડો. બઈઝની ટીમ હાલ કાર્યરત છે. આ અંગે ગામના આશાભાઈ ટેલરે જણાવ્યું હતું કે, પંથકમાં દુષિત પાણીને કારણે વારંવાર બિમારી માથું ઉચકે છે છતાં તંત્ર દ્વારા નક્કરકામગીરી હાથ ધરાતી નથી. ગામમાં બાળકોને સૌથી વધુ અસર થઈ હોઈ તેની શિક્ષણકાર્ય ઉપર પણ અસર પડી રહી છે.જહાજ ગામમાં હાલ ગામમાં બનાવવામાં આવેલા બોરકૂવામાં જ ગ્રામજનોને પાણી આપવામાં આવે છે. ડો. મનીષભાઈએ જણાવ્યું હતું કે, પાણીમાં ર૬૦૦થી વધુ ટીડીએસની માત્રા હોઈ તે સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક ગણાય છે. ફિણાવ ગ્રામજનોને કનેવાલ જૂથ યોજનાનું પાણી મળતું નથી. જો તેના સપ્લાય શરૂ કરાય તો ગુણવત્તાયુકત પાણી મળી શકે તેમ છે.
પાક. દ્વારા ફરી સીઝ ફાયરનો ભંગ
જમ્મુ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ભારતીય સીમા સુરક્ષા બળના જવાનો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાનને ઇજા પહોંચી છે.જમ્મુના અખનૂર બેલ્ટ વિસ્તારમાં છાવણી અને જોબવાલ બોર્ડર આઉટ પોસ્ટમાં પાકિસ્તાની સેના દ્વારા બીએસએફના જવાનો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક જવાનને ઇજા પહોંચી છે. ગત મોડી રાત્રે પણ પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો હતો. જેથી કરીને આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરીને સરળ બનાવી શકાય. જોકે, તેમના આ પ્રયાસને ભારતીય સુરક્ષાબળના જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, જુલાઇ માસ દરમિયાન પાકિસ્તાની જવાનોએ નવ વખત સીઝ ફાયરનો ભંગ કર્યો છે.આ ભંગ લાઇન ઓફ કંટ્રોલ તથા ઇન્ટરનેશનલ બોર્ડર પર કરવામાં આવ્યો હતો. બીજી તરફ હરકત ઉલ મુજાહિદ્દિનના એક કમાન્ડર સહિત બે આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઢાળી દીધા હતા. તે ફેબ્રુઆરી માસમાં શ્રીનગરના લાલ ચોકમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલો હતો.
‘અમેરિકા લાદેન પાકિસ્તાનમાં હોવાના પુરાવા આપે’
પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાનીએ અલકાયદાના નેતા ઓસામા બિન લાદેન તેમજ મુલ્લા ઉમર પોતાના દેશમાં છૂપાયાની વાતનો ઈનકાર કર્યો હતો.નોંધનીય છે કે એક દિવસ પહેલા અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી લાદેન અને ઉમર પાકિસ્તાનમાં જ હોવાની વાત કહી હતી.ગિલાનીએ જણાવ્યું હતું કે જે કોઈ એવું વિચારે છે કે લાદેન પાકિસ્તાનમાં છે, એમણે આ અંગેના પુરાવા આપવા જોઈએ. ગિલાનીએ કહ્યું હતું કે લાદેન પાકિસ્તાનમાં નથી, તેમજ હિલેરીની પાકિસ્તાન યાત્રા દરમિયાન અલ-કાયદાના પ્રમુખ અંગે કોઈ વાતચીત કરવામાં આવી ન હતી.મેરિકાના વિદેશ મંત્રી હિલેરીએ પાકિસ્તાનની યાત્રા દરમિયાન જણાવ્યું હતું કે, લાદેન પાકિસ્તાનમાં જ છૂપાયો છે, તેમજ પાકિસ્તાન સરકાર અથવા તેના કોઈ અધિકારીને લાદન અંગે પુરી જાણકારી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મુખ્ય મુદ્દો કાશ્મીરઃ યૂસુફ રઝા ગિલાની
પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાનીએ મંગળવારે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુખ્ય મુદ્દો છે, તેમજ નવી દિલ્હીએ બંને દેશ વચ્ચેની વાર્તા પ્રકિયામાં વધુ ગંભીરતા દેખાડવી જોઈએ.ઓલ પાકિસ્તાન ન્યૂઝ એજન્સીઝ કાઉન્સિલના પ્રતિનિધિમંડળ સાથે વાચતીત કરતા ગિલાનીએ જણાવ્યું હતું કે, ‘ભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુખ્ય મુદ્દો છે. તેમજ પાકિસ્તાને દરેક વિદેશી સ્તરની વાતચીત વખતે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે’.ગિલાનીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતે દ્વિપક્ષીય વાર્તા પ્રક્રિયામાં વધુ ગંભીરતા બતાવવી જોઈએ. પાકિસ્તાન વાતચીતની પ્રક્રિયાને વધુ આગળ લઈ જવા માગે છે.ગિલાનીના જણાવ્યા પ્રમાણે તેમણે એપ્રિલમાં ભૂતાન ખાતે તેમના ભારતીય સમકક્ષને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની વર્તમાન સરકારને બધાજ રાજકીય પક્ષો અને સંસ્થાઓનું સમર્થન છે. એટલા માટે ભારત સાથે લાંબા સમયથી પડતર મુદ્દાઓ પર ચર્ચા કરવાનો આ યોગ્ય સમય છે.
બેન્કોમાંથી એન. આર. આઇ. ની થાપણો યુ. એસ. તરફ
યુએસએમાં મંદી દૂર થતાં બિનનિવાસી ગુજરાતીઓએ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ડિપોઝિટ મૂકવાનું ઓછું કરી દીધું છે, જ્યારે કેટલાક લોકોએ યુએસએમાં મિલકતો મંદીમાં સસ્તી થતાં તે ખરીદવા માટે નાણાં ઉપાડી લીધાં છે. આ કારણથી ગયા વર્ષે ગુજરાતની બેન્કો એનઆરઆઇ ડિપોઝિટથી છલકાતી હતી તે પ્રમાણમાં ચાલુ વર્ષે આ ડિપોઝિટનો રેશિયો નીચો આવ્યો છે.લેહમેન બ્રધર્સ ડૂબ્યા બાદ અમેરિકામાં બેન્કો કાચી પડતાં બિનનિવાસી ગુજરાતીઓએ ફટાફટ નાણાં ઉપાડીને ભારતીય બેન્કોમાં અને ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં મૂકવાના શરૂ કરી દીધાં હતાં. આ કારણથી ૨૦૦૮-’૦૯માં એનઆરઆઇ ડિપોઝિટમાં ૮.૭૪ ટકાનો વધારો થયો હતો અને કુલ ડિપોઝિટના ૧૧.૦૭ ટકા એનઆરઆઇ ડિપોઝિટ ગુજરાતની બેન્કોમાં હતી.જો કે ૨૦૦૯-’૧૦માં એનઆરઆઇ ડિપોઝિટમાં વધારો માત્ર ૪.૪૩ ટકા જ થયો છે અને રાજ્યની કુલ ડિપોઝિટના દસ ટકા પણ એનઆરઆઇ ડિપોઝિટ રહી નથી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર પી. નંદકુમારનનું કહેવું છે કે, ‘અર્થતંત્ર સુધરતા અને સ્ટોકમાર્કેટ સુધરતાં બેન્ક ડિપોઝિટની જગ્યાએ અન્ય સ્ત્રોતમાં પણ રોકાણમાં વધારો થયો છે. આ ઉપરાંત રિઝર્વ બેન્કના નિયમ મુજબ લીબોર રેટ (લંડન ઇન્ટરબેન્ક ઓફર્ડ રેટ) થી ઓછું વ્યાજ એન. આર. આઇ ડિપોઝિટને આપવામાં આવે છે તેના કારણે વળતર ઘટતાં પણ ડિપોઝિટમાં ઘટાડો થયો છે.’
ડાયમંડનગરના કામદારોની હડતાળ, ૧૫૦૦ યુનિટ ઠપ
વીવર્સ દ્વારા ફરી કામ પર ચઢવા સમજાવાયા, પોલીસ બંદોબસ્ત સાથે બુધવારે યુનિટ શરૂ કરવાનું આયોજન.કામરેજ પાસેના લસકાણામાં ડાયમંડ નગરના સોમવારે થયેલા ધીંગાણા બાદ પોલીસે ૨૦૦ ઓરિસાવાસી કારીગરોની અટકાયત કરી હતી. આ કારીગરોને મુક્ત કરવાની માગણી સાથે મંગળવારે ૧૫૦૦ જેટલા પાવરલૂમ્સ યુનિટ બંધ રાખવામાં આવ્યા હતા. જો તેમની વાત નહીં માનવામાં આવે તો હડતાળ લંબાઇ શકે છે.બીજી તરફ, વીવર્સ દ્વારા હડતાળ પર ઉતરેલા કામદારોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો અને બુધવારથી લૂમ્સ શરૂ થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર લસકાણા ડાયમંડનગર ખાતેનાં પાવરલૂમ્સ યુનિટના કારીગરો અને ભરવાડ રિક્ષાચાલકો વચ્ચે સોમવારના રોજ થયેલા ઘર્ષણ બાદ મંગળવારે દિવસભર અજંપાભરી શાંતિ જોવા મળી હતી. કારીગરોએ પોલીસને પણ નિશાન બનાવતાં પોલીસ દ્વારા ગોળીબાર કરીને ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સ્થિતિ થાળે પડી હતી.પોલીસે તોફાને ચડેલાં કામદારોનાં ટોળામાંથી ૨૦૦ જેટલા તોફાનીઓને ઝડપી લઇ કામરેજ પોલીસના હવાલે કરતાં બાકીના કારીગરો વિફર્યો છે. જે કારીગરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમને તાકીદે મુક્ત કરવામાં આવે એવી માગણી સાથે સોમવારથી ડાયમંડ નગરના કારીગરોએ હડતાળનું એલાન આપ્યું છે.
બાપુનગર સાફ, રસ્તા જામ
તાપી કિનારેથી ૨૮૦૦ ઝૂંપડા હટાવાતા કોઝવેથી પાલ સુધીનો ૮૦ ફૂટનો લિંક રોડ ખુલ્લો થયો.તાપી નદીના કિનારે આવેલી ૪૦ વર્ષ જુની બાપુનગર વસાહતનાં ૨૮૦૦ પાકાં ઝૂંપડાંનું મંગળવારે પાલિકાએ માત્ર ૪ કલાકની કાર્યવાહીમાં ડિમોલશિન કર્યું છે. આ સાથે જ તાપી કિનારાની તમામ ઝૂંપડાં વસાહતોનાં ૯૬૦૦ કુટુંબોની કાયમી આવાસોમાં સ્થળાંતરની ચાર મહિનાથી ચાલતી પ્રક્રિયાનો અંત આવ્યો છે. તદઉપરાંત શહેરમાં ‘ઝીરો સ્લમ’ની વાખ્યા પણ આ સાથે પૂર્ણ થઈ છે.મંગળવારે સવારે આઠ વાગ્યાથી શહેર પોલીસના ૩૦૦ના સશસ્ત્ર કાફલાની મદદથી પાલિકાના ૫૦૦ના સ્ટાફે ૬ પોકલેન મશીન, ૨ ચેનલ ડોઝર તથા ૧૬ બુલડોઝરની ધબધબાટીથી બાપુનગરની શરૂ કરેલી ડિમોલશિનની કાર્યવાહી માત્ર ચાર કલાકમાં પૂર્ણ થઈ ગઈ હતી. સશસ્ત્ર પોલીસ કાફલાની મદદથી ત્રણ માળ સુધીનાં પાકાં મકાનો, દુકાનો તોડી પાડવામાં આવી હતી. ચાર ધાર્મિક સ્થાનકોને અગાઉની જેમ ડિમોલશિનની કાર્યવાહીથી દૂર રખાયાં હતાં.શહેરની સૌથી જુની બાપુનગર વસાહત દૂર થતાં આ વસાહતોનો શહેરનો ઈતિહાસ હવે ભૂતકાળ બની ગયો છે. પાલિકા કમિશનર કુ. એસ. અપર્ણાએ આ અંગે જણાવ્યું હતું કે, ઝીરો સ્લમની વ્યાખ્યા હેઠળ શહેરના રાંદેર, અડાજણ, કતારગામ ઝોનમાંથી ઝૂંપડાંનાં દબાણો દૂર કરી કુલ ૩,૩૭,૫૦૦ સ્કવેર મીટર જમીન ખુલ્લી કરાઈ છે. તે પૈકી નદી કિનારા પરની ૨, ૪૯, ૯૦૦ સ્કવેર મીટર જમીનો ખુલ્લી કરાઈ છે.
* શનિ-મંગળની યુતિથી આપત્તિઓ વધશે, શેરબજાર અને સોના-ચાંદીમાં તડાફડી થશે
આજથી મંગળ બુધનાં ઘરની કન્યા રાશિમાં પ્રવેશ થયો છે અને આ સાથે કન્યા રાશિમાં રહેલા શનિ સાથે મંગળની યુતિ થતાં આ બે એકબીજાના શત્રુ ગણાતા અને તોફાની ગ્રહો આ રીતે આ એક સાથે રહેવાથી તા.૫ સપ્ટેમ્બર સુધીમાં કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ વધશે, પૂર અલ્પવર્ષા તેમજ ભૂકંપ જેવી હોનારતો વધે તેવું જયોતિષશાસ્ત્ર માને છે.કન્યા રાશિમાં આજથી શનિ અને મંગળની યુતિ થતા તેની વ્યાપક અસરથી સમગ્ર વિશ્વમાં તોફાની ઘટનાઓ વધશે તેમ જયોતિષી જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું. આ ૨૦ જુલાઈથી પાંચમી સપ્ટેમ્બર દરમિયાન ભાગદોડ, નાસભાગ, લાઠીચાર્જ, આંદોલનો,હવાઈ અને રેલ્વે અકસ્માતો તેમજ છથી વધુ તીવ્રતાના ભૂકંપ આવે તેવી શક્યતા છે તો ચોમાસામાં આ બે ગ્રહોના અશુભ યોગથી ક્યાંક ઘરો પાડી તેવી અતિવૃષ્ટિ થાય તો ક્યાંક સાવ દુકાળ રહે તેવા સંયોગ છે.આ ઉપરાંત સોના-ચાંદી અને શેરબજારમાં પણ ભારે પરિવર્તનો આવતા રહેશે.જયોતિષી નયનભાઈ પંડયાના જણાવ્યા મુજબ મંગળવારે વહેલી સવારે ૬.૩૪ કલાકે મંગળ બુધના ઘરની કન્યા રાશિમાં પ્રવેશ કયોઁ છે. આ સાથે કન્યા રાશિમાં રહેલા શનિ સાથે યુતિ થતા સમગ્ર વાતાાવરણમાં પલટો જોવા મળશે. શનિ-મંગળનો આ પરિવર્તન યોગ દરેક ક્ષેત્રે જોવા મળશે. વાતાવરણમાં અણધાર્યો પલટો, કુદરતી આપત્તિઓ અને અકસ્માત જેવી ઘટનાઓ જોવા મળશે. જે જાતકની કુંડળીમાં શનિ-મંગળ-યુતિ, પ્રતિયુતિ અથવા દ્રષ્ટિસંબંધ હોય તેવા જાતકોએ આ સમયે વિશેષ કાળજી રાખવી. આ દરમિયાન સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં થઈ રહેલું ભ્રમણ અને મીન રાશિમાં રહેલો ગોચરનો ગુરૂ થોડી પરિસ્થિતિ સભાળી જાય, જેના કારણે રાહત રહેશે. રાશિચક્રની મેષ, કર્ક અને ધન રાશિ માટે આ સમય ઉત્તમ રહેશે. બાકીની રાશિવાળા માટે આ સમય મધ્યમ રહેશે. ધંધા-વેપારની દ્રષ્ટીએ જોઈએ તો હોટલ, રીયલ એસ્ટેટ અને ટ્રાન્સપોર્ટના ધંધાવાળા માટે આ સમય પ્રગતિકારક રહેશે.

આણંદ:જ્યોતિષશાસ્ત્રના આધારે કરાયેલી આગાહી : ઓગસ્ટ માસમાં તા.૧૮થી ૨૫ સુધી ભારે વરસાદ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
આણંદ:જ્યોતિષશાસ્ત્રના આધારે કરાયેલી આગાહી : ઓગસ્ટ માસમાં તા.૧૮થી ૨૫ સુધી ભારે વરસાદ
મહેસાણા, બનાસકાંઠા, પાટણ તથા સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત પંથક અડધો જુલાઇ થવા છતાં અપુરતા વરસાદથી સુકાઇ રહ્યો છે ત્યારે હજુ કેટલાક વધુ દિવસો સુધી આ જ સ્થિતિ યથાવત રહે એવા સંજાગો ઉભા થયા છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટના મધ્ય ભાગમાં ભારે વરસાદ અને તે પૂર્વે ઓછા વરસાદવાળા દિવસો રહેશે એવી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જયોતિષશાસ્ત્રના આધારે અગાહી કરાઇ છે.ચોમાસાના પ્રારંભે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે ઓગસ્ટ મધ્યમાં માસમાં ભારે વરસાદ થાય એમ છે. ઉ.ગુમાં જુન માસમાં સરેરાશ ૬ મીમી, જુલાઇ માસમાં ૨૩૦ મીમી, ઓગસ્ટ માસમાં ૩૭૦ મીમી, સપ્ટેમ્બરમાં ૧૫૦ મીમી તથા ઓક્ટોબર માસમાં સરેરાશ ૩૫ મીમી જેટલો વરસાદ થવાની સંભાવના છે.ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટ માસમાં ૧૮થી ૨૫મી તારીખ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે.વરસાદ અંગે જયોતિષશાસ્ત્રી લક્ષ્મીકાંત ચિમોટ તથા તેમના સહયોગીઓએ કરેલા વરતારા મુજબ બનાસકાંઠા જિલ્લામાં જુન માસમાં ૧થી૫ મીમી જેટલા ઓછા વરસાદવાળા ચાર દિવસ, જુલાઇ માસમાં ઓછા વરસાદવાળા આઠ દિવસ જ્યારે ૬થી ૨૪ મીમી જેટલા મધ્યમ વરસાદવાળા ૨૧ દિવસ છે. ઓગસ્ટમાં ૨૫થી ૫૦ મીમી જેટલા ભારે વરસાદવાળા પાંચ દિવસો છે.જ્યારે ઓછા વરસાદના પાંચ તથા મધ્યમ વરસાદના ૨૧ દિવસોની શક્યતા છે. સપ્ટેમ્બરમાં બે દિવસ ભારે વરસાદ તથા સાત દિવસ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
વરસાદી રોગચાળો વકર્યો, તાવ, શરદી અને ઝાડા-ઊલટીના વધતા કેસ.
મહાપાલિકાના દવાઓ વેચી મારવા જેવા વહીવટમાં જ રચ્યા પચ્યા રહેતા આરોગ્ય વિભાગના પાપે વરસાદી રોગચાળો બેકાબૂ બનીને પ્રસરી રહ્યો છે. આરોગ્ય તંત્રના પાપે જ આજે રાજારામ સોસાયટીમાં રહેતી ૨પ વર્ષીય યુવતી સોનલ જયેશભાઇ કણઝારિયા ડેંગ્યૂના ભરડામાં આવી જતાં આજે તેનું મૃત્યુ નિપજ્યું હતું.રોગચાળાના આંકડા છુપાવી કામચોરી છતી ન થાય એવા પ્રયાસ કરવામાં માનતા આરોગ્ય વિભાગના અધિકારીઓ સબ સલામતની ઘીસીપીટી કેસેટ વગાડી રહ્યા છે ત્યારે બીજીબાજુ રોગચાળો અજગર ભરડો લઇ રહ્યો છે. રોગચાળામાં આજે વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. જેમાં રાજારામ સોસાયટીમાં રહેતી સોનલ જયેશભાઇ કણઝારિયા(ઉ.વ.૨પ) નામની યુવતીને છેલ્લા ઘણા સમયથી તાવ આવતો હતો.તે જામનગર કોઇ કામસર ગયા બાદ પરત આવતા તાવ ચડ્યો હતો અને શરીર પીળું પડવા લાગતા હોસ્પિટલે ખસેડવામાં આવેલ. સોનલને કમળો થયાના અનુમાન સાથે તબીબી પરીક્ષણ કરાતાં ડેંગ્યૂના કારણે રક્તકણ ઘટી જતા કમળો થઇ ગયાનો રિપોર્ટ આવ્યો હતો. ડેંગ્યૂની અસરતળે સારવાર હેઠળ રહ્યા બાદ આજે તેનું મોત નિપજ્યું હતું.બીજીબાજુ સતત વરસાદી માહોલના કારણે તાવ, શરદી અને ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ૧૭૧પ જેટલા તાવના કેસ નોંધાયા છે. જ્યારે ૮૦૦થી વધુ ઝાડા-ઊલટીના કેસ છે.દર્દીઓથી ઊભરાતા શહેરના દવાખાના - આરોગ્યતંત્રની બેદરકારીના કારણે રોગચાળાએ માથું ઊંચકતા જ ઘરે-ઘરે માંદગીના ખાટલા મંડાયા છે ત્યારે શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઊભરાઇ રહ્યા છે. આમ છતાં આરોગ્યતંત્ર સબસલામતના બણગા ફૂંકી રહ્યું છે.
પાણીના પાઉચ પકડાવીને પાણીકાપનો વિરોધ
મનપાના જનરલ બોર્ડમાં વપિક્ષ કોંગ્રેસે મેયર-અધિકારી સહિતનાને પાણીના પાઉચ આપી ગાંધીગીરી કરી.મનપાએ ભરચોમાસે ઝીંકેલા પાણીકાપને માત્રને માત્ર શાસકોની જ નબળાઇ હોવાના રોષ સાથે આજે વિપક્ષ કોંગ્રેસે જનરલ બોર્ડમાં અધ્યક્ષ મેયર સહિતનાને મંચ પર જઇ પાણીના પાઉંચ આપી પાણીકાપનો ગાંધીગીરીપૂર્વક વિરોધ કર્યો હતો. તમામ કોંગી નગરસેવકો પાણીના પાઉંચ લઇને આવ્યા હતા અને ભરી સભામાં અધ્યક્ષ ઉપરાંત ડેપ્યુટી મેયર અને ડે. કમિશનર સહિતનાને પાણીના પાઉંચ આપતા આ તમામના ચહેરા પરથી પાણી ઉતરી ગયું હતું!આજે યોજાયેલી મહાપાલિકાની સંભવત: ચૂંટણી પૂર્વેની આખરી સામાન્ય સભામાં વિપક્ષી નેતા નરેન્દ્રસિંહે પાણી અંગેનો સવાલ મૂક્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, કરાર મુજબ રાજકોટને નર્મદાનો કેટલો જથ્થો મળવાપાત્ર છે? તેના માટે રાજકોટ મહાપાલિકા કેટલા રૂપિયા ચૂકવે છે. જવાબમાં મ્યુનિ. કમિશનરની અવેજીમાં જનરલ બોર્ડ ચલાવનાર ડેપ્યુટી મ્યુ. કમિશનર મહેતાએ કહ્યું હતું કે, આજી માટે ૪પ એમએલડી મળવાપાત્ર છે. તેની સામે પ૮.પ૦ એમએલડી સુધી ૧૦૦૦ લિટરે રૂ. ૬ અને તેનાથી વધુ જથ્થો લેવામા આવે તો વધારાના પ્રત્યેક ૧૦૦૦ લિટરે બમણો એટલે કે રૂ. ૧૨ લેખે ચાર્જ ચૂકવવાનો રહે છે.આવી જ રીતે રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટ પર ૩૦ એમએલડી મળવાપાત્ર છે અને ૪પ એમએલડી સુધી દર ૧૦૦૦ લિટરે રૂ. ૬ અને તેનાથી વધુ જથ્થો લેવામાં આવે તો વધારાના પ્રત્યેક ૧૦૦૦ લિટરે રૂ. ૧૨ ચૂકવવાના થાય છે. દરમિયાન આ અગાઉ શાસકોએ એવી જાહેરાત કરી હતી કે, જળાશયોમાં જ્યાં સુધી નવાં નીર નહીં આવે ત્યાં સુધી પાણીકાપ નહીં જ. આ જાહેરાત શાસકોને યાદ કરાવી વપિક્ષની છાવણીમાંથી કટાક્ષોનો હલ્લો કરી વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, અન્ય કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી, નવનીત વ્યાસ, દીપસિંહ ભટ્ટી, પ્રવીણ સોરાણી, દેવજીભાઇ ખીમસુરિયા સહિતના અધ્યક્ષના મંચ પર દોડી આવ્યા હતા અને પાણીકાપના વિરોધમાં કરવા માટે જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર સંધ્યાબેન, ડેપ્યુટી મેયર વલ્લભભાઇ દૂધાત્રા, ડેપ્યૂટી કમિશનર મહેતા સહિતનાને પાણીના પાઉંચ આપી આશ્ચર્યજનક દેખાવો કરવામાં આવ્યો હતો. બાદમાં સભા મંચ પરથી પાણીકાપ દૂર કરોના નારા લગાવી જનરલ બોર્ડ ગજાવવામાં આવ્યું હતું.
ભાવનગર : વિદ્યા લક્ષ્મી યોજનાની રકમ માટે બાલિકાઓને ધરમધકકા
ભાવનગર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તાજેતરમાં સરકારની ‘વિદ્યા લક્ષ્મી’ યોજના નીચે રૂ.૧૦૦૦/-ની પાકતી મુદ્દતનાં નર્મદા સરોવાર નિગમ લી.ના બોન્ડ આપવામાં આવેલ. તેમજ ભાવનગરની અમુક બેન્કો દ્વારા મહિલા અને પુરૂષ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળામાં લોન સહાય ન આપવા પોતાની મનમાની ચલાવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એક બાજુ સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં બાલીકાઓ માટે જુદી-જુદી સમૃધ્ધી યોજનાઓ અમલમાં મુકી રહ્યા છે ત્યારે તે સામે જવાબદાર અધિકારીઓ, વહીવટદારો આંખ આડા કાન કરતા હોવાથી ટીકાસ્પદ બનેલ છે. ભાવનગર તાલુકાના તમામ ગામડાઓમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને ગત તા.૧૨/૭/૨૦૦૩નાં સરકારની વિદ્યા લક્ષ્મી યોજના અંતર્ગત રૂ.૧૦૦૦ની પાકતી મુદ્દતનાં નર્મદા સરોવાર નિગમ લી.નાં બોન્ડ અપાયા છે તે રકમ મેળવવા વાલીએ પ્રાથમિક શાળાઓ, પંચાયત, જિલ્લા પંચાયત તેમજ શિક્ષણ વિભાગમાં ધકકાખાઇ થાકી ગયા છે.બીજી બાજુ ભાવનગર શહેરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. તેમાં ભાવનગરની અનેક બેન્કો દ્વારા મહિલા અને પુરૂષ લાભાર્થીઓને લોન સહાય ન આપવા પોતાની મનમાની ચલાવાય છે અને માર્ચ-૨૦૧૦થી જુલાઇ ૨૦૧૦ સુધીના ફોર્મ બેન્કમાં પેન્ડીંગ છે જે માટે લાભાર્થીઓ લોનની રાહ જોઇ રહ્યા છે. દરેક બેન્કોમાં રૂ.૨૫ હજારથી ૨૫ લાખ સુધીની લોન-સહાયનાં ફોર્મ ૯ થી ૧૦ બેન્કોમાં દરેક બેન્કમાં ૨૦૦ થી ૩૦૦ ફોર્મ પેન્ડીંગ પડ્યા છે. જે બાબતે યોગ્ય કરવા માટે ભાજપ યુવા ગ્રુપનાં મંત્રીએ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને રજૂઆત કરી યોગ્ય કરવા જણાવાયું છે.
ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખપદે સતત ચોથી ટર્મ માટે ડૉ.રાણીંગા બિનહરીફ
પૂર્વમાંથી ભરતભાઈ બુધેલીયા, ઈકબાલ ખોખર અને પશ્ચિમમાં સહદેવસિંહ ઝાલા, જયોતિબેન બારૈયા પ્રદેશ ડેલીગેટ તરીકે ચૂંટાયા.ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની આજે ચૂંટણી થતાં પૂર્વ ધારણામુજબ જ ડૉ. ડી.બી. રાણીંગા સામે કોઈએ ઉમેદવારી નહીં નોંધાવતા શહેર પ્રમુખપદે ડૉ.રાણીંગા સતત ચોથી ટર્મમાં બિનહરીફ વિજેતા થતા તેઓને કોંગી આગેવાનો-કાર્યકરોએ હર્ષભેર વધાવી લીધા હતા. ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રમુખની ચૂંટણી માટે દોડાદોડ શરૂ હતી જેનો આજે અંત આવ્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ વિધાનસભા તેમજ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાંથી કુલ ચાર પ્રદેશ ડેલીગેટ તથા વોર્ડ પ્રમુખોની ચૂંટણીની કાર્યવાહી આજે સવારે ૧૦.૩૦ કલાકે સરકીટહાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસના ડિસ્ટ્રિક્ટ રીટન¾ગ ઓફીસર બદરૂદ્દીનભાઈ શેખની ઉપસ્થિતિ તેમજ ચૂંટણી અધિકારીઓ રમણીકભાઈ પંડયા અને પ્રકાશભાઈ વાઘાણીની હાજરીમાં હાથ ધરાઈ હતી.જેમાં ભરતભાઈ બુધેલીયાએ પ્રમુખ તરીકે ડૉ.ડી.બી. રાણીંગાના નામની દરખાસ્ત કરતા તેની સામે કોઈ પ્રતિ દરખાસ્ત ન આવવાથી અને અનિરૂદ્ધસિંહ ગોહિલે ટેકો આપતા ડૉ.રાણીંગા સતત ચોથી ટર્મ માટે બિનહરીફ વિજેતા થયા હતા. જ્યારે પશ્ચિમ મત વિસ્તારમાંથી સહદેવસિંહ ઝાલા અને જયોતિબેન બારૈયા તેમજ પૂર્વમાં ભરતભાઈ બુધેલીયા અને ઈકબાલ ખોખરની પ્રદેશ ડેલીગેટ તરીકે સવૉનુમતે વરણી કરવામાં આવી હતી. પૂર્વમાં પ્રદેશ ડેલીગેટ તરીકે કિરણ ગાંધીએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ મહાપાલિકાની ચૂંટણીમાં સંગઠનને તેના લાભ મળે તે હેતુથી કિરણભાઈએ દાવેદારી પ્ પાછી ખેંચી હોવાનું કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે.જોકે, ભરતભાઈ બુધેલીયા પણ હાલમાં મહાનગરપાલિકામાં વિરોધપક્ષના નેતા અને નગરસેવકની ફરજ બજાવે છે ત્યારે તેઓને ડેલીગેટ તરીકે નિયુક્ત કરાતા કાર્યકરોમાં ચર્ચા જાગી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખની આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી તા.૨૨ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે માજીરાજ ગેસ્ટહાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી યોજાશે. જેમાં ૧૫૦ મતદારો મતદાન કરી પ્રમુખની નિયુક્તિ કરશે અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે જુનાગઢના માજી ધારાસભ્ય ભીખાભાઈ જોષી હાજર રહેશે. પરંતુ શહેરની જેમ જિલ્લા કોંગ્રેસમાં પણ પ્રમુખપદે મેહુરભાઈ લવતુકા બિનહરીફ પુન:નિયુક્ત થાય તેવી પૂરી શક્યતા રાજકીય વર્તુળો સેવાઈ રહી છે.
જામનગર : ઝેરી ટીકડી ખાઇ તરુણનો આપઘાત
જામજોધપુરમાં રહેતા લુહાર તરૂણે ઝેરી દવાની ટીકડી ખાઇ જતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. ટીવી જોતી વખતે ભાઇ સાથે થયેલા ઝઘડાના કારણે તરૂણે આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે.જામજોધપુરમાં કડીવાડના નાકા પાસે રહેતા લખન હરેશભાઇ પરમાર નામના સતર વર્ષના તરૂણે ગત તા.૧૫ના રોજ ઝેરી દવાની ટીકડી ખાઇ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.ભોગ બનનાર અને તેના ભાઇ વચ્ચે ટીવી જોવા બાબતે ઝઘડો થયો હતો. તે અંગે માઠુ લાગી આવતા તેણે આ પગલું ભર્યાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. જામનગરના ખોજાવાડ વિસ્તારમાં રહેતી રેશ્માબેન મહેબુબભાઇ નામની પરિણીતા પોતાના ઘરે સ્વીચ ચાલુ કરવા જતાં વીજશોક લાગતા સારવાર અર્થે જી.જી.માં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાનું પોલીસ મથકે જાહેર થયું છે.
કલ્યાણપુર : વીજ વાયર પર વીજળી પડતા નજીકના જ એક્સચેન્જમાં વ્યાપક ક્ષતિ.
કલ્યાણપુરમાં વીજ તાર પર પડેલી વીજળીના કારણે નજીકના ટેલીફોન એકચેન્જમાં શોર્ટસર્કિટથી થયેલી વ્યાપક ક્ષતિના કારણે છેલ્લા ત્રણ દિવસથી તાલુકા મથક સંદેશાવ્યવહાર વિહોણું થઇ ગયું છે. તંત્રએ કોઇ દરકાર નહી લેતા લોકરોષ ભભૂકી ઉઠયો છે.
ગત શનિવારે પડેલા વરસાદની સાથે વિજપોલ પર વીજળી પણ પડી હતી. જેના કારણે નજીકમાં રહેલા ટેલીફોન એક્સચેન્જમાં વ્યાપક ક્ષતિ થવા પામી હતી. વીજળી પડતા જ ટેલીફોન મથકમાં થયેલી શોર્ટસર્કિટથી જીવાદોરી સમાન તમામ કાર્ડ તથા પાવર પ્લાન્ટનું મોડલ બળી ગયું હતું. શનિવારે સાંજે ૬ વાગ્યાના આ બનાવ બાદ તાલુકા મથકનો સંદેશા વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેના કારણે જીએસએમ, બ્રોડબેન્ડ, લેન્ડલાઇન અને ફેકસ સહિતની સુવિધાઓ ગાઠીયા જેવી સાબિત થઇ હતી. આ સમસ્યાના ત્રણ દિવસ બાદ તાત્કાલિક અસરકાર પગલા ભરવામાં સ્થાનિક તંત્ર ઉણું ઉતરતા તાલુકા મથક દુનિયાથી વિખુટું પડી ગયું છે.
જુનાગઢ મનપાના ડે.મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની મુદ્દત પૂર્ણતાના આરે
જુનાગઢ મનપામાં કોંગ્રેસે સત્તાનાં સૂત્રો સંભાળ્યાને પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન માટે માસનાં અંતમાં ચૂંટણી યોજાશે. જો કે, આ બન્ને હોદ્દાઓ માટે કાર્યકરોની મિટિંગ યોજી સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. હાલ પદાધિકારીઓ ફરી રીપીટ થાય તેવી સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી હતી.જુનાગઢ મનપાની બીજી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા હાંસલ કર્યાને જુલાઇ માસમાં એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે ડે. મેયર અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેનની એક વર્ષની મુદ્દત પણ પૂર્ણતાનાં આરે છે. ત્યારે સંભવત ૨૯મીનાં રોજ બોર્ડમાં ચૂંટણી યોજાશે. આ અંગે શહેર પ્રમુખ પ્રવિણ ટાંકે કહ્યું કે, ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો, સ્થાનિક કાર્યકરો વગેરેની એક મિટિંગ યોજીને સર્વ સંમતીથી નામો નક્કી કરી લેવામાં આવશે. હાલનાં ડે.મેયર ગિરીશ કોટેચા અને સ્ટેન્ડીંગ ચેરમેન ભગાભાઈ રાડા રીપીટ થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
દેલવાડાના વેપારીની દુકાનમાંથી રેશનિંગના ઘઉંનો લોટ મળ્યો
ઊના પંથકમાં રેશનીંગનો માલ વ્યાપક પ્રમાણમાં બારોબાર વેંચાતો હોવાની બુમ ઉઠી હતી. જેનાં આધારે ગાંધીનગર પૂરવઠા વિભાગનાં અધિકારી તથા ઊનાના અધિકારીઓએ દેલવાડામાં સોમનાથ ટ્રેડીંગ ક.નામની પેઢીમાં દરોડો પાડતાં બીપીએલ કાર્ડ ધારકોને એટલે ગરીબી રેખા હેઠળ જીવાતા લાકોને આપવા માટેના ઘંઉના લોટનાં ૩૦ કટ્ટાઓ મળી આવ્યા હતા. આ અંગે આજે ઊના મામલતદાર કે.કે.હંસરાજાણીએ દુકાનના માલિક કિશોર રેવાચંદ કોટક વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા ૧૯૫૫ અન્વયે કલમ ૩,૭ મુજબ ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે, આ સોમનાથ ટ્રેડીંગ કંપનીના કિશોરભાઈના ભાઈ નરેન્દ્ર રેવાચંદ કોટક દેલવાડામાં રેશનીંગ દુકાનનું લાયસન્સ ધરાવે છે. ગરીબોને મોઢે જતો ઘંઉનો જથ્થો ઝડપાયો છે.
સૌરાષ્ટ્રમાં મંગળવારે ત્રણ ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં મંગળવારે પણ છુટાછવાયા સ્થળે ઝાપટાંથી માંડી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ઝાલાવડમાં દિવસ દરમિયાન ક્યાંય પણ વરસાદ પડ્યો હોય તેવા અહેવાલ નથી. કાઠિયાવાડના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોય વધુ વરસાદ પડે તેવી સંભાવના છે.ઝાલાવડમાં થાન અને હળદવ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વઢવાણ, ચોટીલા, સાયલા, ધ્રાંગધ્રા વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. હળવદમાં ત્રણ જગ્યાએ વીજળી પડતા ત્રણ પશુના મોત થયા હતા. સોરઠના ૧૩ તાલુકાઓમાં ઝાપટાંથી માંડી બે ઈંચ વરસાદ થયો હતો. સૌથી વધુ કોડીનારમાં ૫૦ મી.મી. પાણી પડ્યું હતું.જ્યારે મેંદરડામાં પોણો ઈંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત તાલાલા, વેરાવળ અને માંગરોળમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સૂત્રાપાડા, વંથલી, માણાવદર, માળિયાહાટીના અને વિસાવદરમાં ઝાપટાં પડ્યા હતા. રાજકોટ જિલ્લામાં એકમાત્ર જસદણ શહેર અને આસપાસના વિસ્તારમાં ૩૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે જસદણ શહેરને પાણી પૂરું પાડતા આલણસાગર તળાવમાં વધુ એક ફૂટ પાણી આવ્યું હતું. પોરબંદર શહેર અને સમગ્ર જિલ્લામાં સવારથી મોડીસાંજ સુધી રીમઝીમ વરસાદ થયો હતો. અને પોરબંદર, રાણાવાવ વિસ્તારમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.અમરેલી જિલ્લામાં બાબરા શહેરમાં બે ઈંચ, જ્યારે અમરેલીમાં એક ઈંચ નોંધાયો હતો. જાફરાબાદ અને લીલિયામાં પણ એક ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ખાંભા અને લાઠીમાં પોણો ઈંચ વરસાદ થયો હોવાના એંધાણ મળે છે. સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ધારીમાં ઝાપટાં પડ્યા હતા. ગોહિલવાડમાં પણ હળવા ભારે ઝાપટાંથી લઈ એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ઉમરાળા શહેર અને તાલુકામાં પોણોથી એક ઈંચ જ્યારે બોટાદ, મહુવા અને ગઢડામાં ઝાપટાં પડ્યા હતા.બચવા માટે ઝાડ નીચે ઊભેલી યુવતી પર વીજળી પડી - લાઠી તાલુકાના અકાળા ગામની સીમમાં વાડીએ કામ કરતી કોળી યુવતી અંજુબેન જયંતીભાઇ ઝીંઝુવાડિયા વીજળીના કડાકા-ભડાકા થતાં વીજળી પોતાના પર ન પડે તે માટે દોડીને ઝાડ નીચે ઊભી રહી ગઇ હતી. જો કે આ સમયે વીજળી ઝાડ પર પડી હતી અને નીચે ઊભેલી અંજુબેન પર પણ ત્રાટકતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પોરબંદર, રાણાવાવમાં ૧ ઇંચ, કુતિયાણામાં હળવુ ઝાપટું.
પોરબંદર શહેરમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સાથે ધીમીધારે વર્ષા ચાલુ થતા બપોર સુધીમાં એક ઇંચ જેટલું પાણી ઠાલવી દેતા એમ.જી. રોડ, સુદામાચોક, વાણીયાવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છેલ્લા ચાર થી પાંચ દિવસથી વરસાદી માહલ વચ્ચે મેઘરાજા ઝાપટુ નાખી ને હાઉકલી કરી જતા હોવાથી અસહ્ય ઉકળાટ પણ જોવા મળતો હતો. આજે ધીમીધારે સવારથી બપોર સુધી વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બપોર બાદ પણ હળવું ઝાપટુ પડ્યું હતું અને વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.રાણાવાવ શહેરની વાત કરીએ તો ત્યાં પણ આજ સવારથી રીમઝીમ વર્ષા થતા એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. જેને કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીપાણી થઇ ગયા હતા. મોડી સાંજે હળવું ઝાપટુ પડ્યું હતું. કુતિયાણા તાલુકામાં સવારના ભાગે માત્ર ઝાપટુ જ પડ્યું હતું.જ્યારે બરડા પંથકના બગવદર સહિતના આસપાસના ગામોમાં પણ ધીમીધારે એક ઇંચ વરસાદ પડયો હતો. જો કે બરડા પંથકમાં બે દિવસ પહેલા બે દિવસ સુધી પાંચ થી છ ઇંચ જેવો ભારે વરસાદ પડતા નદીનાળા છલકાઇ ગયા હતા
ગાંધીયુગના ગૌરવવંતા કવિ ઉમાશંકર જોશીનું આજથી જન્મશતાબ્દિ વર્ષ
૨૦મી સદીના ગુજરાતી સાહિત્યના એક ઉન્નતશિખર, સારસ્વત અને સર્જનયાત્રા દરમિયાન વ્યક્તિ મટીને વિશ્વમાનવ બની ગયેલા સદ્ગત ઉમાશંકર જોશીની જન્મશતાબિ્દનું વર્ષ આવતીકાલથી શરૂ થશે. ૨૧ જુલાઇ ૧૯૧૧ના રોજ જન્મેલા આપણી ભાષાના ‘મેજર પોએટ’એવા ઉમાશંકરના શબ્દોના-સર્જનના ઓવારણા વાચકોએ લીધાં છે. આ મનીષી સમાન સર્જકનાં સ્મરણો રાજકોટ કે રાજકોટના કેટલાક લોકો સાથે પણ સંકળાયેલા છે. શતવાર્ષિકી નિમિત્તે તેમના સંભારણાના બાગમાંથી થોડું અત્તર.. ‘મને યાદ છે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં તેમની ગોષ્ઠિ પછી પ્રશ્નોત્તર હતા. મેં પૂછ્યું કે અછાંદસ કવિતાઓનું પ્રમાણ વધ્યું છે, તમે અછાંદસ રચનાઓ અને તેવી કવિતાઓ લખનાર કવિઓ વિષે શું કહો છો? તેમણે જે ઉત્તર આપ્યો તે આજેય કાળજે કોરાયેલો છે. તેમણે કહ્યું,‘આ પ્રકાર ખેડાય તેમાં કંઇ ખોટું નથી. પશ્ચિમમાં તો વર્ષોથી લખાય છે. પરંતુ અછાંદસ લખનારે છંદ તો શિખવા જ જોઇએ. તમને ખ્યાલ તો હોવો જોઇએને કે શું તોડી રહ્યા છો? જોડતાં આવડે તો જ તોડવાની વાત હોય અને છંદ શિખ્યા પછી જે અછાંદસ લખાશે તે છાંદસ જેટલી જ અમીટ રચના હશેઅને, બીજું મારું સ્મરણ એ કે ગુજરાત-સૌરાષ્ટ્ર યુનિ.અલગ થઇ તે વખતે હું છેલ્લા વર્ષનો વિદ્યાર્થી હતો. મને આનંદ છે કે મારા ગ્રેજયુએશનના સર્ટિફિકેટમાં ઉમાશંકરભાઇની સહી છે’ભરત યાજ્ઞિક, નાટ્યકાર-દિગ્દર્શક - ‘સર્જક તરીકે તો તેઓ ઉત્તમ હતા જ પરંતુ મેં આટલી ઇન્ટીગ્રિટીવાળા વ્યક્તિ બહુ ઓછા જોયા છે. આકાશવાણીમાં તો દરરોજ અનેક લોકો આવતા હોય પરંતુ, ઉમાશંકરભાઇ એ વ્યક્તિ હતા, જે સ્ટુડિયોમાં આવ્યા હોય ત્યારે સ્ટેશન ડિરેક્ટર પણ તેમને સામેથી મળવા આવે.
મારે તો તેમના ઘરે આવવા-જવાનો સંબંધ હતો. એક વાર મેં તેમની પાસે ઓકતોવિયો પાઝનું પુસ્તક ‘ધ સન ડાયલ’માગ્યુંતેમણે ના કહી દીધી. કહે,અહીં જ બેસીને વાચોને, મને થોડું ન ગમ્યું. પંદર દિવસ પછી હુ તેમના ઘરે ગયો. બેલ વગાડી, અંદરથી કહે કોણ? પછી પોતે બહાર આવ્યા, બારણું ખુલ્યું, તેમના હાથમાં તે પુસ્તક હતું. મને પણ થયું કે પુસ્તક ન આપવાનો તેમનો અધિકાર હતો. મને પુસ્તક આપ્યું, મેં કહ્યું, અહીં જ વાચીશ તો કહે ભાઇ હવે પૂરી કરો વાત, મારે તે જ દિવસે તમને આપવું જોઇતું હતું, કન્ફેશન માટેની એક કક્ષા તેમનામાં હતી. ‘વિરાણી સ્કૂલમાં એક કાર્યક્રમ હતો. તેમાં આપણા પરેશ ભટ્ટે તેમની રચના ગાઇ, એ સમયે તેમના ચહેરાના જે ભાવ હતા તે મને ૨૭-૨૮ વર્ષ પછી પણ સંપૂર્ણ યાદ છે. તેઓ ભાવમાં હતા રીતસર અને એકવાર અમરેલીમાં જ્ઞાનસત્ર હતું, હું ઊનાથી ત્યાં ગયો હતો. કોઇનું વકતવ્ય ચાલતું હતું. મારી નજર અચાનક છેલ્લે પડી, મંડપના ટેકાને પીઠ અડાડી તેઓ બેઠા હતા, એકધ્યાન થઇને સાંભળતા હતા. કોઇ ઓટોગ્રાફ લેવા ગયું તોય હાથ જોડીને ના કહી દીધી. મને થયું આ કક્ષાના વ્યક્તિ, અને આમ છેલ્લે બેસીને સાંભળે તે પણ આવી રીતે?’‘વિરાણી હાઇસ્કૂલમાં યોજાયેલા પ્રોગ્રામમાં પરેશ ભટ્ટે તેમની રચના ‘મારું જીવન એ જ મારી વાણી’ગાઇ. શ્રોતાઓ તાલીઓ પાડતા હતા ત્યાં જ ઉમાશંકર જોશી ઊભા થયા, પોતાના હાથમાં રહેલો હાર તેમણે પરેશના ગળામાં પહેરાવી દીધો. તેઓ ખૂબ પ્રસન્ન હતા આ ગાયનથી અને, બીજું સ્મરણ એ કે તેઓ રાજ્યસભામાં ગયા ત્યાર પછી અમદાવાદમાં તેમણે શિક્ષકો માટે એક વાર્તાલાપ યોજયો હતો,અમે તો જુનિયર હતા. ત્રીસેક લોકો હશે. નવોદિત શિક્ષક તરીકે તેમને સાંભળવાનો મોકો મળ્યો હતો, એટલી આર્દ્ વાણી કે આજે ય એ અવાજ સ્પષ્ટ રીતે કાને પડે છે. ‘હું મારા પી.એચડી.રજિસ્ટ્રેશન માટે ગયેલો, મેં ચિઠ્ઠી મોકલી નામ વાચીને બોલાવ્યો. કહે બેસો, તમે તો શબ્દ ના કવિ ને? વાત એમ હતી કે તેમના ‘સંસ્કૃતિ’ મેગેઝિનના તે અંકમાં મારી કવિતા છપાઇ હતી. તેમને મારું નામ વગેરે યાદ હતું. અને તેઓ કાન્ત શતાબિ્દના ઉપલક્ષમાં ચાવંડ આવેલા. જૈન દેરાસર પાસે જ મારું ઘર હતું. તેઓ મિત્રો સાથે પાણી પીવા આવ્યા અને મારું ધ્યાન ગયું. મેં ઠંડું પાણી આપ્યું ત્યારે પણ તમને યાદ હતું. કહે, અહીં આવી ગયા છો? આ કોલેજમાં છો? આવાં સ્મરણો સ્થૂળ છે બાકી તો તેમના શબ્દે શબ્દે તેઓ વિધ્યમાન છે.
સામાજિક ન્યાય રાજ્ય પ્રધાન ફકીરભાઇ વાઘેલાને હોસ્પિટલમાં ખસેડાયા
રાજ્યના સામાજિક ન્યાય રાજ્ય પ્રધાન ફકીરભાઇ વાઘેલાની ગઇકાલે રાત્રે એક વાગ્યે અચાનક તબિયત બગડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમના પર એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તેમજ ઇસીજી રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો જે નોર્મલ આવતા એન્જિયોપ્લાસ્ટિની જરૂર જણાઇ નહોતી.હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
હાઈ ડ્રામા બાદ ચંદ્રાબાબુને આખરે આંધ્ર રવાના કરાયા
બાભળી ડેમ વિવાદમાં હાઈ ડ્રામા બાદ આખરે મંગળવારે રાત્રે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુને બળજબરીપૂર્વક વિમાનમાં બેસાડીને આંધ્ર પ્રદેશમાંરવાના કરી દીધા હતા. સવારથી ધમૉબાદના આઈઆઈટીમાંથી ઔરંગાબાદ જેલમાં લઈ જવા માટે પણ જબરદસ્ત નાટક ચાલતું રહ્યું હતું અને આખરે નાયડુને વધુ માઈલેજ લેતાં રોકવા માટે તેમની વિરુદ્ધના તમામ ગુનાઓ પાછા ખેંચીને તેમને રાતોરાત તેમના વતનમાં મોકલવાની કાળજી લીધી હતી.નાયડુ અને તેમના સમર્થકોને ઔરંગાબાદ નજીક ચિકલઠાણા એરપોર્ટ ખાતેથી બે ખાસ વિમાનો દ્વારા મંગળવારે રાત્રે હૈદરાબાદ ભેગા કરી દીધા હતા. નાયડુએ એરપોર્ટ પર આવ્યા બાદ પણ જેલમાં જ જવું છે એવો હઠ પકડી રાખ્યો હતો, પરંતુ ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ તેમે બળજબરીથી વિમાનમાં બેસાડી દેવાયા હતા. આ સાથે હાલપૂરતો બાભળી ડેમનો વિવાદ શમી ગયો છે.નાયડુ ગમે તે ભોગે બાભળી ડેમની મુલાકાત લેવા માગતા હતા, જ્યારે કોંગ્રેસને તે બિલકુલ મંજુર નહોતું. આંધ્રમાં ૨૭મીએ ૧૨ મતવિસ્તારમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે, જે માટે સહાનુભૂતિ મેળવવા નાયડુએ આ તૂત ઘડી કાઢયું હતું. તેમને મેજિસ્ટ્રેટે ૨૬મી સુધી અદાલતી કસ્ટડી આપી હતી. આથી તેઓ તે દિવસ સુધી નાટક ચાલુ રાખવા માગતા હતા. જોકે કોંગ્રેસે તે રોકવા માટે છેલ્લી ઘડીએ બળનો ઉપયોગ કરીને નાયડુને રવાના કરી દીધા હતા.આ પૂર્વે કોંગ્રેસે નાયડુ અને તેમના સમર્થકો વિરુદ્ધ દાખલ કરેલા તમામ ગુના રદ કરવા માટે જિલ્લાધિકારીને સૂચના આપી હતી. જિલ્લાધિકારીએ નાંદેડ પોલીસને સૂચના આપતાં ધમૉબાદના મેજિસ્ટ્રેટ સમક્ષ સોગંદનામું નોંધાવીને તે માટે પરવાનગી લેવામાં આવી હતી, જેને કારણે નાયડુને મહારાષ્ટ્રમાંથી કાઢવાનો માર્ગ મોકળો બની ગયો હતો.
અમિત જેઠવાએ દીનુભાઇ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો
અમિત જેઠવાએ ૨૦૦૭માં ખાંભા-કોડીનાર મત વિસ્તારમાં ધારાસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને તે સમયે ભાજપના ઉમેદવાર દીનુભાઇ વિરુધ્ધ આચાર સંહિતાની ફરિયાદો કરેલી. સન ૨૦૦૯માં તેઓ તેમના સાળાના લગ્નમાં કોડીનાર ગયા ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો અને તે અંગે તેમણે દીનુભાઇના ભત્રીજા શીવાભાઇ સોલંકી સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ગીર અભ્યારણ્યમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો અંગે તેમણે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી. તે માહિતી ન મળતાં તેમણે ઉચ્ચ સ્તરે લડત આપી હતી.તેમની અરજીના પગલે એ વિસ્તારમાં વિજિલન્સની તપાસ થઇ હતી અને તેના પગલે દીનુભાઇ સોલંકીને રૂ.૪૦ લાખનો દંડ પણ થયો હતો. અંબુજા સિમેન્ટની બે શીપને કંડલા બંદરે સીલ કરવામાં આવી તે ઘટનામાં પણ અમિત જેઠવાની મહત્વની ભૂમિકા હતી.
વડોદરા : મેઘાભિષેક સાથે ભગવાન વિઠ્ઠલનાથજીની શોભાયાત્રાનો પ્રારંભ
પ્રતિ વર્ષ દેવપોઢી એકાદશીએ વડોદરામાં નીકળતી ભગવાન વિઠ્ઠલનાથજીની ૨૦૧ મી શોભાયાત્રાનો આજે સવારે ૧૦ વાગે પ્રારંભ થયો હતો. શોભાયાત્રાના પ્રારંભની થોડી મિનિટોમાં જ ભગવાનની શોભાયાત્રા ઉપર મેઘરાજાનો અભિષેક થતાં શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા. આજે સવારે ૯ કલાકે માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજીના ઐતિહાસિક મંદિર ખાતે રાજવી મહારાજા શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડ તેમજ મહારાણી શુભાંગીનીરાજે ગાયકવાડે શ્રીજીની પૂજન-અર્ચન-મહાઆરતી કરી ભગવાનને નગરયાત્રા માટે આમંત્રયા હતા. બાદમાં સવારે ૧૦ કલાકે વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા....હરિ ઓમ વિઠ્ઠલાની ધૂન સાથે ભગવાન વિઠ્ઠલનાથજીની ૨૦૧ મી શોભાયાત્રાનો દબદબાપૂર્વક આરંભ થયો હતો.સોના-ચાંદીના રથમાં બિરાજમાન શ્રીજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એમ.જી.રોડ ઉપર ઉમટી પડ્યા હતા. ભગવાન શ્રીજીની શોભાયાત્રાના પ્રારંભ બાદ બરાબર ૧૦.૨૭ કલાકે આકાશમાં છવાયેલા કાળાડિબાંગ વાદળોએ ભગવાનની સવારી ઉપર ધીમી ધારે અભિષેક કરતાં શ્રદ્ધાળુઓ શ્રીજીનો જયઘોષ કરી વાતાવરણ ગજવી દીધું હતું.
આવકવેરા અધિકારીઓનું અસહકાર આંદોલન શરૂ
આવકવેરા કર્મચારીઓની પડતર માગણીઓનો ઉકેલ નહીં આવતાં વડોદરા સહિત દેશભરની આવકવેરા કચેરીના કર્મચારીઓની આજથી અસહકાર આંદોલનરૂપી લડતનો પ્રારંભ થયો હતો. આવકવેરા કર્મચારીઓ અને અધિકારીઓની સંયુક્ત પગલાં સમિતિ દ્વારા તા.૧૫ના રોજ પ્રતીક હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસ અને કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરા વિભાગના કર્મચારીઓની માગણીના સંદર્ભમાં કોઇ નિર્ણય લેવામાં ન આવતા આખરે તબક્કાવાર રીતે પગલાં શરૂ કરવાનું જોઇન્ટ કાઉન્સિલ ઓફ એકશન દ્વારા ઠરાવવામાં આવ્યું હતું. આંદોલનના ભાગરૂપે વડોદરા આવકવેરા વિભાગનાં કર્મચારીઓ તાજેતરમાં દેશવ્યાપી એકદિવસીય હડતાળમાં જોડાયાં હતાં.ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિયેશનના પ્રમુખ જે એન પટેલ અને આઇટીઇએફના સેક્રેટરી ગણેશ જોષીએ જણાવ્યું હતું કે, આઉટ સોર્સિંગના પગલે દેશભરના કરદાતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. એક દિવસની ૪૦ હજાર રફિંડ પ્રોસેસ થાય છે ત્યારે આઉટસોર્સિંગમાં ભારે છબરડા બહાર આવ્યા છે. આઇટી કર્મચારીઓના અસહકાર આંદોલન બાદ આગામી માસ સુધી જો કોઇ નિર્ણય ઉચ્ચસ્તરેથી નહીં લેવાય તો હડતાળનુ શસ્ત્ર ઉગામતા ખચકાઇશું નહીં તેમ તેમણે ભારપૂર્વક ઉમેયુઁ હતું.આજથી તા.૨૦મી જુલાઇથી આંદોલન ઉગ્ર બનાવી સર્ચ અને સરવેની કામગીરીમાં કર્મચારીઓએ તંત્રને સહકાર આપવાનુ ટાળવાની શરૂઆત કરી દીધી હતી.અસહકાર આંદોલનના પરિણામે કાળું નાણું ધરાવતાં ઉદ્યોગો અને મોટાં માથાંઓને હાલ પૂરતી દરોડાની રાહત થઇ જવા પામી છે.

20 July 2010
રૈયા એક્સચેન્જના ગ્રાહકો માટે ટેલિફોન સુવિધા ત્રાસરૂપ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રૈયા એક્સચેન્જના ગ્રાહકો માટે ટેલિફોન સુવિધા ત્રાસરૂપ
રૈયા ટેલિફોન એક્સચેન્જ પર છેલ્લા કેટલાક મહિનાઓથી લેન્ડ લાઇન ધરાવતા ગ્રાહકોની ‘ફોન બંધ’ હોવા અંગેની ફરિયાદોનો જાણે કે ધોધ શરૂ થયો છે. રોજની ૮૦ થી ૧૦૦ જેટલી કમ્પલેઇન નોંધાઇ રહી છે, ગ્રાહકો બી.એસ.એન.એલ.નું તંત્ર રેઢિયાળ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ટેલિફોન તંત્રના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યાનુસાર ગેસ માટેની પાઇપ લાઇન તેમજ રિંગરોડ પર ચાલતા ઓવર બ્રિજના કામને કારણે વારંવાર કેબલ તૂટતા, લાઇનો કપાતા હોય આ સમસ્યા સર્જાઇ રહી છે.એ ઉલ્લેખનીય છે કે, દોઢસો ફૂટ રિંગરોડ પરની વિવિધ સોસાયટીઓ ઉપરાંત ગ્રાંધીગ્રામ, હનુમાન મઢી ચોક, નિર્મલા રોડ, નાલંદા સોસાયટી, જગન્નાથ પાર્ક, રોયલ પાર્ક, કે.કે.વી હોલ, એસ્ટ્રોન સોસાયટી સહિતના વિસ્તારોમાં વારંવાર ફોન બંધ થઇ જાય છે. તંત્ર દ્વારા શુક્રવારે ૧૨૯, શનિવારે ૯૭ તેમજ રવિવારે ૯૨ ફરિયાદોનો નિકાલ કરાયો હતો. ગ્રાહકો કહે છે દિવસો સુધી ફોન બંધ રહે છે.જો કે ગેસ લાઇન માટે થતાં ખોદકામમાં મજૂરો આડેધડ ખાડો ખોદી નાંખી લાઇન આપી ફરી બૂરાણ કરી દેતાં હોય બી.એસ.એન.એલ. માટે આ સ્થિતિ માથાના દુ:ખાવા રૂપ બની છે.વારંવાર રોકવા, વિનંતિ કરવા છતાં ખોદકામ અંગે આગોતરી જાણ કરાતી નથી. પરિણામે ટેલિફોન ગ્રાહકોને હાડમારી વેઠવી પડે છે.સોમવારની ૮૦ જેટલી ફરિયાદો -રૈયા ટેલિફોન એક્સચેન્જ હેઠળના લેન્ડલાઇન ગ્રાહકો ફોન બંધ પડવા, બગડવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. સોમવાર સાંજ સુધીમાં જ ૮૦ નાગરિકો દ્વારા ટેલિફોન ફોલ્ટ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.મોબાઇલ ફોનના પણ કાયમી ધાંધિયા - લેન્ડલાઇનધારકોની માફક બીએસએનએલના મોબાઇલ ફોનધારકો પણ નેટવર્ક ના મળવું, ફોન વ્યસ્ત બતાવવો સહિતના મુદ્દે પરેશાન છે તેમાં પણ મવડીથી ગાંધીગ્રામ, રામદેવપીર ચોકડી સુધીના વિસ્તારમાં રહેતા નાગરિકો તો બીએસએનએલની રેઢિયાળ મોબાઇલ સેવાથી તૌબા પોકારી ગયા છે.
રાજકોટનો હોનહાર યુવાન કાનપુર આઇ.આઇ.ટી.માં પ્રથમ
રાજકોટના એક હોનહાર યુવાને આખું ગુજરાત ગૌરવ અનુભવે એવી ઝળહળતી સિધ્ધિ પ્રાપ્તકરી છે. દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં જેની ગણતરી થાય છે. એ કાનપુર આઇ.આઇ.ટી.માં રાજકોટના વિદ્યાર્થી પ્રિયાંક પોપટભાઇ ફળદુએ કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ ટેક્નોલોજીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ રાજકોટ અને પોતાના પરિવારનું નામ ઉજાળ્યું છે.શહેરના સાધુ વાસવાણી રોડ પર આસોપાલવ પાર્કમાં રહેતા પોપટભાઇ અને જયોત્સનાબેન ફળદુના પુત્ર પ્રિયાંક ધો.૧૨ સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ અ’વાદની નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં બી.ટેક.ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ જી.એ.ટી.ઇ.-૨૦૦૮ના વર્ષમાં ૯૮.૫૨ ટકા માર્કસ મેળતા તેને કાનપુર આઇ.આઇ.ટી.માં એડમિશન મળ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, એ વર્ષે એ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવનાર એ એકમાત્ર ગુજરાતી વિદ્યાર્થી હતો. અને ગૌરવની વાત એ છે કે, એક જ ગુજરાતી વિદ્યાર્થી હોવા છતાં તેણે એમ.ટેક.માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શૈક્ષણિક જગતમાં ગુજરાતનો જય જયકાર કરાવી દીધો હતો.
રાજકોટ : મોટામવામાં ઘરને આગ ચાંપી દેવાઈ
સરપંચની હત્યાના આરોપીના પત્ની, પરિવારને સળગાવી દેવાનો પ્રયાસ. પત્ની, બે સંતાનનો બચાવ, ગામમાં ભારેલો અગ્નિ, ચાંપતો બંદોબસ્ત. મોટા મવાના સરપંચ મયૂરભાઇ શિંગાળાની હત્યાના ગુનામાં જેલમાં રહેલા વિનુ ઉર્ફે દેવજી પંૂજાભાઇ મકવાણાના મકાનમાં મોડી રાતે આગ ચાંપી વિનુની પત્ની ઉષાબેન અને તેના બે સંતાનોને સળગાવી દેવાનો પ્રયાસ થતાં ચકચાર જાગી છે. સ્વ.સરપંચના કૌટુંબિક ભાઇઓએ આગ ચાંપ્યાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ખૂનનો પ્રયાસ, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ એક આરોપીની ધરપકડ કરી અન્યની શોધખોળ શરૂ કરી છે. બનાવના પગલે તંગદિલી ફેલાઇ જતાં ગામમાં સશસ્ત્ર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.ઉષાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ, રવિવારે પુત્રી સુનિતા(ઉ.વ.૧૮) અન પુત્ર ઉમેશ (ઉ.વ.૧૬) સાથે રાતે સૂતા હતા. રાતે સાડા બાર વાગ્યે રૂમમાં ધુમાડાના ગોટા છવાઇ જતાં ગૂંગળામણના કારણે સફાળા જાગી ગયા હતા. બહાર નજર કરતા આખું મકાન આગની લપેટમાં હતું. મદદ માટે બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા નણંદ લક્ષ્મીબેન દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં દોડી આવેલા ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી નાખી હતી.આગમાં દલિત પરિવારનો આબાદ બચાવ થયો હતો. જો કે, ધુમાડાના કારણે ગૂંગળામણ થવાથી ઉષાબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગમાં તમામ ઘરવખરી ભસ્મીભૂત થઇ ગઇ હતી. ઉષાબેને આરોપી તરીકે હાર્દિક બાબુભાઇ શિંગાળા, દિનેશ શિંગાળા, પરેશ લીલા, શૈલેષ ભીખાભાઇ, કશિન ચંદુભાઇ સહિત સાત શખ્સોએ હત્યા કરવાના ઇરાદે આગ લગાડ્યાનું જણાવતા પી.આઇ. બોરીસાગર, મદદનીશ દિલીપસિંહ, નગીનભાઇ ડાંગરે કશિન ચંદુભાઇની ધરપકડ કરી અન્યને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.મવા અને ખેરડીની જમીનના ડખ્ખામાં આગ લગાડ્યાનો આક્ષેપ - ઉષાબેને ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, મોટા મવા અને ખેરડીની જમીનનો ડખ્ખો ચાલે છે. બુધવારે હાર્દિક અને અશ્વિન દસ્તાવેજ આંચકી ગયાનો આક્ષેપ પણ કર્યો છે.
મનપાનાં આરોગ્ય કેન્દ્રોમાં પોલિયોના ટીપાં અને રસીનો બારોબાર વહીવટ
મનપાનાં આરોગ્યકેન્દ્રો માટે મગાવાતી કોપર-ટી ખાનગી પ્રેકિટસ કરતા તબીબોને વેચી મારવાનું એક તોસ્તાન કૌભાંડ પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. કોપર-ટી ઉપરાંત પોલિયોના ટીપાં અને રસી પણ બારોબાર વેચાઇ જતા હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગની ત્રિપુટીનું આ સંયુક્ત કૌભાંડ હોવાનું કહેવાય છે અને આ સમગ્ર પ્રકરણમાં સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે દવાનું રજિસ્ટર મગાવવાથી લઇ તપાસ આરંભતા કેટલાયના તપેલાં ચડી જાય એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.આ અગાઉ પાંચેક વર્ષ પહેલા પણ મનપાનું આરોગ્ય વિભાગ સરકારી દવાઓ ખાનગી તબીબોને વેચી મારવાના કૌભાંડમાં છાપરે ચડ્યું હતું. એ સમયે તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન નીતિન ભારદ્વાજે પુરાવા સાથે દવા કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. દરમિયાન વધુ એક વખત આવા જ કૌભાંડનો પર્દાફાશ થયો છે. વોર્ડ નં. ૨૩ના કોર્પોરેટર લીનાબેન રાવલના ધ્યાનમાં એવું આવ્યું હતું કે, મનપાના આરોગ્ય વિભાગમાંથી આરોગ્ય કેન્દ્રોમાં આવતી કોપર-ટી પછાત વિસ્તારમાં ખાનગી તબીબોને વેચી મારવામાં આવે છે. સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ સમક્ષ આ ફરિયાદ આવતાની તેમણે તપાસ શરૂ કરાવી છે અને તપાસના પ્રાથમિક તબક્કે જ સિલસિલાબંધ વિગત ખુલ્લી છે.આ પ્રકરણમાં ઉપરથી લઇ નીચે સુધી આખી સાંકળ હોય એવા સંકેત મળી રહ્યા છે. કૌભાંડને જડમૂળથી ઉખેડવા આ પ્રકરણની વિજિલન્સ તપાસ કરાવવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે જણાવ્યું હતું. જો તટસ્થ તપાસ થાય તો કેટલાયના તપેલા ચડી જવાની સંભાવના છે.આયુર્વેદિક તબીબ કોપર-ટી મૂકી દેતા હતા, પાંચ તબીબનાં નામ ખુલ્યાં!-મહાપાલિકાનાં આરોગ્ય કેન્દ્રોમાં કોપર-ટી મૂકવા માટે કવોલિફાઇડ તબીબની નિમણુંક કરવામાં આવી જ છે. પરંતુ અહીં કૌભાંડમાં કોપર-ટી એવા તબીબોને વેચવામાં આવી રહી છે કે જેની પાસે આવી કોઇ પ્રેકિટસની લાયકાત જ નથી. આયુર્વેદની પ્રેકિટસ કરનારા આવા પાંચના નામ ખુલ્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેને આ પાંચેય તબીબોને લઇને પણ તપાસ શરૂ કરી છે.
રાજકોટ જિલ્લા સહકારી બેન્કની પ્રતિષ્ઠાભરી ચૂંટણી ૨૨ ઓગસ્ટે
જાહેરનામું બહાર પાડતા પ્રાંત અધિકારી,૨૬મીથી ફોર્મ વિતરણ, ઉમેદવારો શોધવા ભાજપની મથામણ.સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવતી રાજકોટ જિલ્લા સહકારી બેન્કની પ્રતિષ્ઠાભરી ચૂંટણી ઓગસ્ટ માસની ૨૨મી તારીખે યોજાશે. આજે તેનું જાહેરનામું બહાર પડ્યું છે. ચૂંટણી જાહેર થતાં જ સહકારી -રાજકીય ક્ષેત્રે ચહલ પહલ શરૂ થઇ છે. ભાજપ પ્રેરિત ઉમેદવારો કોણ હશે તે અંગે વધારે અટકળો એટલા માટે છે કે તેની પાસે હજી પૂરતાં નામો પણ નથી.રાજકોટના પ્રાંત અધિકારી પાઠકે આજે આર ડી સી બેન્કની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. તા.૨૨ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ આ ચૂંટણી યોજાશે. તા.૨૬ જુલાઇથી તેના ફોર્મ ભરવાનું શરૂ થશે. જે ૨ ઓગસ્ટ સુધી ભરી શકાશે. તા.૪ ઓગસ્ટે તેની ચકાસણી થશે અને ૧૨મી તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.તા.૨૨ના રોજ સવારે નવ થી સાંજે પાંચ સુધી મોહનદાસ ગાંધી વિદ્યાલય એટલે કે આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ચૂંટણી યોજાશે. ખેતી, બિનખેતી, ઇતર અને માર્કેટિંગ એમ ચાર કેટેગરી માટે મતદાન યોજાશે. ૮૩૬ સભાસદોને મતદાનના અધિકારની તક અપાશે.૧૭ બેઠકો માટે યોજાનારું મતદાન ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાભર્યું બની રહેશે.જિલ્લા સહકારી બેન્કમાં અત્યારે કોંગ્રેસનું શાસન છે અને વિઠ્ઠલભાઇ રાદડિયા ચેરમેન છે. બેન્કના વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ચૂટણી આપવાનું સરકારને સૂઝ્યું નથી. અનેક અડચણો ઊભી કરાયા બાદ પણ અંતે હાઇકોર્ટે તમામ દાવા ફગાવી દઇ ચૂંટણીનો માર્ગ મોકળો કરી દેતાં અંતે સરકાર પાસે પણ કોઇ વિકલ્પ રહ્યો નથી. ચૌદ માસ પહેલાં બોર્ડની મુદ્દત પૂર્ણ થઇ ગયા બાદ હવે આજે આ જાહેરનામંુ બહાર પડ્યું છે, કસ્ટોડિયન બેસાડવાની ભાજપની તૈયારીઓને કોર્ટે નાકામ બનાવી છે તેવું ચિત્ર ઉપસ્યું છે ત્યારે ભાજપ ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ કરે પરંતુ આ બેન્કની ચૂંટણીમાં તો એવું કહેવાય છે કે ઉમેદવારો માટે પણ ભાજપે મથવું પડશે.
રાજકોટ : રામનાથપરા વિસ્તારના તરુણનું અપહરણ નથી થયું, સ્વેચ્છાએ ગયો છે
ત્રણ જોડી કપડાં લઇને ગયેલા તરૂણે બેનને ફોનમાં મજામાં હોવાનું કહ્યું: પોલીસ મૂંઝવણમાં મુકાઇ.શહેરના રામનાથપરા વિસ્તારના ભવાનીનગરમાંથી બેદિવસ પહેલા રહસ્યમય રીતે લાપતા બનેલા તરૂણની હજુ સુધી કોઇ ભાળ મળી નથી. જો કે પ્રાથમિક તપાસમાં તરૂણ કપડાં પણ સાથે લઇ ગયો હોય તેમજ જામનગર રહેતી બેનને ફોન પર મજામાં હોવાનું કહેતા તે પોતાની જાતે જ મોજમજા કરવા નીકળી ગયો હોવાની પોલીસ શંકા સેવી રહી છે. તેમ છતાં પોલીસે તરૂણના મોબાઇલ ફોનના ડિટેઇલ બિલના આધારે તપાસ હાથ ધરી છે.રહસ્યમય બનાવની વિગતો મુજબ રામનાથપરા વિસ્તારના ભવાનીનગરમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઇ ભટ્ટીનો પુત્ર મયૂર (ઉ.વ.૧૭) શનિવારે બપોરે પોતાની સ્કૂલમાં કાર્યક્રમ હોય ઘરેથી લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલે જવા નીકળ્યો હતો. સ્કૂલના કાર્યક્રમમાં ગયેલો પુત્ર રાત સુધી ઘરે પરત નહીં આવતા મયૂરના મોબાઇલ પર ફોન કર્યો હતો પરંતુ મોબાઇલ સ્વીચ ઓફ આવતા પરિવારજનો પુત્રને શોધવા સ્કૂલ પર દોડી ગયા હતા. ત્યારે શાળાના સંચાલકોનો સંપર્ક કરતા શાળામાં કોઇ પ્રોગ્રામ નહીં હોવાનું જણાવતા પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા.ભેદી રીતે લાપતા બનેલા પુત્રની ભારે શોધખોળ કરવા છતાં કોઇ ભાળ નહીં મળતા અંતે એ ડિવિઝન પોલીસમાં ગુમ થયા અંગે નોંધ કરાવી હતી. દરમિયાન રવિવારે સાંજે પુત્રનો મોબાઇલ ચાલુ થતાં મયૂર સાથે રમેશભાઇએ વાત કરી હતી અને મયૂરે પોતાને પાંચેક જેટલા શખ્સોએ અજાણ્યા સ્થળે રૂમમાં ગોંધી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. તો તારી પાસે મોબાઇલ કેમ રહી ગયો તેમ રમેશભાઇએ પૂછતા તરૂણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ રમેશભાઇએ પોતાના પુત્રનું અપહરણ થયું હોવાની પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પડીકું વળી જાય એવા ટ્રી-ગાર્ડ પ્રજાને પરોવી દેવાની પેરવી
મહાપાલિકાએ સસ્તી કિંમતના નામે વજનમાં ઘાલમેલ કરી કરેલા ટ્રી-ગાર્ડના વહીવટમાં રૂ. ૨૧ લાખનું આંધણ થવા બેઠું છે. ટ્રી-ગાર્ડમાં વૃક્ષ ઉછેરાય તેની વાત તો દૂર રહી, ટ્રી-ગાર્ડ પોતે પોતાના પગ(એંગલ) ઉપર ઊભા રહી શકે તેવી હાલત નથી. પ્રથમ લોટમાં આવેલા ૨૩પ નંગ પીંજરામાંથી ૬૭ પીંજરા એક જ ઝાટકે રિજેક્ટ થઇ ગયા છે તો બાકીના સ્ટોકમાંથી પણ ૧૯પ નંગ ઊભા રાખી તો પડીકું વળી જાય તેમ હોય જમીન પર ચત્તાપાટ સૂવડાવીને રખાયા છે અને ગમે તેમ કરીને પ્રજાને પોરવી દેવાની નીતિ સાથે મ્યુનિ. કમિશનરના કૃપાપાત્રો એવા એકઝી. ઇજનેર વી.સી. રાજ્યગુરુ અને સ્ટોર ઇન્ચાર્જ શ્રીવાસ્તવ આણી મંડળી વહીવટને સફળ અંજામ આપવાની પેરવીમાં છે. આજી ડેમ ચોકડી પાસે આવેલા મનપાના સ્ટોર વિભાગમાં ત્રાટકી હતી ત્યારે ટ્રી-ગાર્ડની ડિઝાઈન અને અન્ય પાસાઓને ચકાસી પીંજરા અત્યંત હલકી ગુણવત્તાના તૈયાર થવાના છે તેવી દહેશત વ્યક્ત કરી જ હતી. આજે એ નજર સામે આવી ગયું છે. રાધે એન્ટ્રપ્રાઇઝ નામની એજન્સી પાસે તૈયાર કરાવેલા આ પીંજરા એક હાથે અને બે આંગળીએ ઉપાડી શકાય એવા ખોખા જેવા તૈયાર થયા છે. હાલ પ્રથમ લોટ પૈકી ૨૩પ નંગ આવ્યા છે.તેમાંથી ૬૭ નંગ એક ઝાટકે રિજેક્ટ થયા છે. જ્યારે બાકીના પીંજરામાં પણ કંઇ દમ ન હોય ઊભા રહી શકે તેવી કન્ડીશનમાં ન હોવાથી ૧૯પ પીંજરા સ્ટોર વિભાગના મેદાનમાં પથારીની જેમ સૂવડાવી રાખવામાં આવ્યા છે. ગત વર્ષે જે પીંજરું ૧પ કિલોના વજનનું હતું એ આ વખતે ૭ થી ૮ કિલોનું બનાવવાની ડિઝાઈન ગાર્ડન શાખાએ મલાઇ તારવી લેવાની મેલી મૂરાદ સાથે તૈયાર કરી હતી તેના પાપે આજે પ્રજાને ખોખા જેવા પીંજરા બટકી જાય એવી નોબત આવી પડી છે.ઇજનેર રાજ્યગુરુ અને શ્રીવાસ્તવને પીંજરાની ડિલિવરી માટે આટલી ઉતાવળ કેમ? -સ્ટોર વિભાગના આસી. ઇજનેર સંપટે પીંજરા જે ડિઝાઈન મુજબ બન્યા છે તે ટકી શકે તેમ નથી એવો અભિપ્રાય આપ્યા છતાં આ સમગ્ર વહીવટના મુખ્ય સૂત્રધાર એવા એકઝી. ઇજનેર રાજ્યગુરુ અને સ્ટોર ઇન્ચાર્જ શ્રીવાસ્તવે બધુ નજરઅંદાજ કરી માલની ડિલિવરી લેવડાવી લીધી હતી. આજે દિવ્ય ભાસ્કરની ટીમે વધુ એક વખત સ્ટોર વિભાગમાં છાનબીન કરી હતી ત્યારે ટ્રી-ગાર્ડની ફાઇલમાં આસી. ઇજનેર સંપટની સહી સાથેનો એક કાગળ હતો અને તેમાં એવો સ્પષ્ટ અભિપ્રાય અપાયો હતો કે, જે રીતે પીંજરા તૈયાર થઇને આવવાના છે તેનાથી લોકોમાંથી પુષ્કળ ફરિયાદો આવી શકે એવી પૂરી સંભાવના છે. ફાઇલ ઉપર આવું સ્પષ્ટ નોટિંગ થયું હોવા છતાં મુખ્ય સૂત્રધાર એકઝી. ઇજનેર રાજ્યગુરુ અને સ્ટોર ઇન્ચાર્જ શ્રીવાસ્તવને જેમ તેમ કરીન પીંજરા સ્ટોર વિભાગમાં ઉતરાવી લેવાની એવી તો શું ઉતાવળ ફાટી નીકળી? આ સવાલમાં જ ઉક્ત બન્નેની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઇ છે.સેમ્પલ રૂપે મોકલેલા બે પીંજરા જ ફેઇલ, છતાં બીજા સ્ટોકની ડિલિવરી ઉતરાવી લેવાઇ -તા. ૯ જુલાઇના રોજ સેમ્પલ રૂપે બે પીંજરા કોન્ટ્રાક્ટરે મોકલ્યા હતા. તેમાંથી એક પીંજરું તો ઊભું રખાતાની સાથે રિંગ પડીકું વળી નીમ થઇ ગયું હતું. આ બે સેમ્પલમાંથી એક ફેઇલ થયું હતું અને તેની સત્તાવાર નોંધ પણ છે જ. આમ છતાં એ પછી આવેલો માલ સ્ટોર ઇન્ચાર્જ શ્રીવાસ્તવના દબાણ હેઠળ ઉતરાવી લેવાયો હતો. જો કે તેમાંથી પણ અડધો અડધ રિજેક્ટ થઇ રહ્યા છે.
ગોંડલ ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ સામે વકીલોમાં રોષ
ગોંડલની ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશ એમ.એ. નાયક અસિલો અને વકીલો સાથે ઉધ્ધતાઇભર્યું અને અપમાનજનક વર્તન કરતાં હોવા સહિતના અનેક મુદ્દે રાજકોટના એક સિનિયર વકીલે ઉચ્ચ સ્તરે કરેલી રજુઆત બાદ તપાસનો ધમધમાટ શરૂ થતાં કાનૂની વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.શનિવારે રાજકોટના સિનિયર વકીલ મહેશ ત્રિવેદી એમના અસિલના કેસની મુદત સબબ ગોંડલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. એ સમયે જજ એમ.એ. નાય્કે અતિ ઉધ્ધતાઇ અને તોછડાઇભર્યું વર્તન કર્યું હતું એવો આક્ષેપ એ વકીલે કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ન્યાયધીશનું વર્તન અને વાણી અદાલતની ગરીમાને શોભે તેવા નહોતા. બપોરે ૧૧ થી ૩ વાગ્યા સુધી અદાલતમાં ન્યાયતંત્રની ગરીમાને ઝાંખપ લાગે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ન્યાયધીશે મારી અને મારા અસીલ સાથે તોછડાઇ ભર્યું અને વિવેકહીન વર્તન કર્યું હતું. અદાલતમાં સામાન્ય રીતે ન વપરાતા હોય એવ શબ્દો અને એવા વહેવારના દર્શન થયા હતા.આ અંગે એડવોકેટ ત્રિવેદીએ ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ ભટ્ટને ફોન કરતાં તેઓ પણ સમગ્ર બીના જાણીને ચોંકી ઉઠ્યા હતા. તેમણે વિના વિલંબે રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ વ્યાસને ફેકસ કરીને આ અંગે તપાસ કરવા જણાવ્યું હતું. આ ફેકસને પગલે રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ વ્યાસે એ દિવસે ગોંડલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઉપસ્થિત વકીલો તથા મહેશ ત્રિવેદી સાથે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કોંગ્રેસઅગ્રણી હસમુખ પટેલનો પુત્ર ઉત્તર પ્રદેશમાં લાપત્તા
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં યુવક કોંગ્રેસની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે ગયેલા ગુજરાત યુવક કોંગ્રેસના હોદ્દેદાર નિશાંત હસમુખભાઈ પટેલ આજે સવારથી લાપતા છે. નિશાંત પૂર્વ શિક્ષણમંત્રી હસમુખ પટેલનો પુત્ર છે.નિશાંતના લાપતા થવાના સમાચાર મળતાં પૂર્વ શિક્ષણપ્રધાનનો પરિવાર ચિંતામાં ડૂબી ગયો છે. નિશાનનો મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ હોટેલના રૂમમાં મોજુદ છે. હોટેલના ચોકીદારના નિવેદનને આધારે ઉત્તરપ્રદેશની પોલીસે શોધખોળ હાથ ધરી છે. નિશાંત ગુમ થવાની જાણકારી યુવક કોંગ્રેસનો હવાલો સંભાળતા રાહુલ ગાંધીને કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી યુવક કોંગ્રેસની સંગઠનની ચૂંટણીમાં નિશાંતને હરદોઈ જિલ્લાના ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ શિક્ષણમંત્રીને પૂછતાં તેમણે જણાવ્યું કે, નિશાંત જે હોટેલમાં ઉતર્યો છે ત્યાંના ચોકીદારે સોમવારે સવારે નિશાંતને હોટેલમાંથી સાઈકલરિક્ષામાં બેસતાં જોયો હતો. નિશાંતના નજીકના મિત્રએ જણાવ્યું કે, રવિવારે રાત્રે મોડી રાત સુધી ઊંઘ આવતી નથી એવી ફરિયાદ સાથે નિશાંત અન્ય સાથીદારોના રૂમમાં ગયો હતો અને વહેલી સવારે હોટેલના ગાર્ડનમાં વોક કરતો જોવા મળ્યો હતો. સોમવારે સવારથી બહાર ગયેલો નિશાંત પાછો ન ફરતાં તેમના સાથીદારોએ ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.
રાજ્યમાં વેટ ઘટે તો ડીઝલ સસ્તું થાય
રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલમાં વેટના દર ઘટાડે તો પ્રજાને મોંઘવારીમાં રાહત મળી શકે. ગુજરાતમાં વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ના ઊંચા દરના કારણે પાડોશી રાજ્યો કરતાં પેટ્રોલ અને ડીઝલ મોંઘું મળે છે. જો આ દરમાં ઘટાડો થાય તો નવી દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ડીઝલ સસ્તું થઈ શકે છે, જેથી અન્ય ચીજવસ્તુઓની કિંમતમાં પણ ઘટાડો થઇ શકે પરિણામે રાજ્યની પ્રજાને મોંઘવારીમાં રાહત મળી શકે તેમ છે. જોકે રાજ્યમાં હાલ પેટ્રોલ ઉપર ૨૫ ટકા અને ડીઝલ ઉપર ૨૪ ટકા વેટ છે. અમદાવાદમાં હાલ લિટરે પેટ્રોલનો ભાવ રૂ. ૫૫.૦૫ અને ડિઝલનો ભાવ રૂ. ૪૨.૧૦ છે. ગુજરાતમાં આમ તો ડીઝલ ઉપર ૨૧ ટકા વેટ છે, પરંતુ તેમાં ત્રણ ટકાનો સેસ ઉમેરાતાં ડીઝલ ઉપર ૨૪ ટકા વેરો લેવામાં આવે છે. એવી જ રીતે પેટ્રોલ ઉપર ૨૩ ટકા વેટ અને બે ટકા સેસ સાથે કુલ ૨૫ ટકા વસૂલવામાં આવે છે. ગુજરાત સરકારે કેન્દ્રના દબાણથી બે વર્ષ પહેલાં વેટના દરમાં માત્ર ત્રણ ટકાનો ઘટાડો કર્યો હતો. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ એસોસિયેશનના હોદ્દેદારો માને છે કે ગુજરાતે ડીઝલમાં વેટના દર ૧૨.૫ ટકા કરી બે ટકાનો એડશિનલ વેટ પણ દૂર કરવો જોઈએ, જેથી મોંઘવારીમાં ઘટાડો થઈ શકે.સામસામે દાવા પરંતુ પેટ્રોલ-ડીઝલના દર ઘટાડવાનું નામ નહીં. વેટના લીધે ૩૦ ટકા બિઝનેસ રાજ્ય બહાર જતો રહે છે.પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વેટના દર ગુજરાત કરતાં ઓછા હોવાથી ૩૦ ટકા બિઝનેસ રાજ્ય બહાર જતો રહ્યો છે. રાજ્યમાં મહિને ૯ કરોડ લિટર પેટ્રોલ અને ૩૨ કરોડ લિટર ડીઝલનો વપરાશ છે. એક લિટર પેટ્રોલમાં ૧૦.૫૦ રૂપિયા અને એક લિટર ડીઝલમાં ૮.૫૦ રૂપિયા વેટ લાગે છે. રાજ્ય સરકાર વિના ડીઝલમાં વેરાના દર ઘટાડીને ૧૨.૫ ટકા કરે તો ગુજરાતમાં ૨.૭૦ રૂપિયા ભાવ ઘટે જેનાથી મોંઘવારીમાં રાહત મળી શકે.રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વેટ કેમ ઘટ્યો નથી? કેન્દ્રીય એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં નક્કી થયા પ્રમાણે ગુજરાતમાં વિવિધ ચીજવસ્તુઓમાં વેટના દર અમલમાં મૂકાયા છે. ડીઝલમાં દિલ્હીની સરકારે વેટના દર ૨૦ ટકાથી ઘટાડી ૧૨.૫ ટકા કર્યા છે, પરંતુ કોંગ્રેસશાસિત રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારે હજી સુધી વેટના દર કેમ ઘટાડ્યા નથી તે પ્રશ્ન છે. અન્ય રાજ્યો ડીઝલ પર વેટના દરમાં ઘટાડો કરે તો ગુજરાત સરકાર ચોક્કસ વિચારણા કરશે. જોકે હાલ આ તબક્કે એવો કોઈ ઇશ્યૂ બન્યો નથી. ૨૦૦૮માં પેટ્રોલ ઉપર ૨૬ ટકા અને ડીઝલ ઉપર ૨૪ ટકા વેટ હતો. કેન્દ્રનું દબાણ આવતાં ૧૧મી જુન-’૦૮ના રોજ વેટમાં ત્રણ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, છતાં વેચાણ વધતાં રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે. એ વખતે વેટમાં ત્રણ ટકાના ઘટાડાથી લિટરે એક રૂપિયો ઘટ્યો હતો. જો રાજ્ય સરકાર તેનું પુનરાવર્તન આ વખતે પણ કરે તો સરકારને નુકસાન જવાના બદલે ફાયદો થઈ શકે.
તુલસીકેસમાં વણઝારા-દિનેશના નાકોર્ટેસ્ટની કોર્ટ સમક્ષ માગ
દાંતા કોર્ટમાં રજુ કરાતાં વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરાયા : નાર્કો ટેસ્ટની સુનાવણી ૨૧મીએ મુકરર કરાઈ. અંબાજી નજીક ચાર વર્ષ અગાઉ તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટરકેસમાં સંડોવાયેલા તત્કાલીન ડી.આઇ.જી. અને ઉદેપુરના એસ.પી. ને સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા સોમવારે પુન: દાંતા કોર્ટમાં રજુ કરી નાકૉટેસ્ટની તેમજ ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરાઇ હતી. જે પૈકી કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે નાકોર્ટેસ્ટની સુનાવણી ૨૧મીના રોજ મુકરર કરી હતી.અંબાજી નજીક રાજસ્થાન માર્ગ ઉપર ડિસે.-૨૦૦૬ માં તુલસીના બોગસ એન્કાઉન્ટરમાં સંડોવાયેલા તત્કાલીન બોર્ડર રેન્જના ડી.આઇ.જી. ડી.જી. વણઝારા અને રાજસ્થાન-ઉદેપુરના તત્કાલીન એસ.પી. દિનેશ એમ.એન. ની સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ધરપકડ કરી હતી.જેમાં રિમાન્ડ અવધી પૂર્ણ થતાં સોમવારે સી.આઇ.ડી. ક્રાઇમના ડી.વાય. એસ.પી. આર.કે. પટેલે બપોરે દાંતા કોર્ટમાં રજુ કર્યા હતા અને બંને અધિકારીઓ તપાસમાં સહયોગ ન આપવા સાથે સત્યતા છુપાવતા હોવાના મુદ્દે વધુ ત્રણ દિવસના રિમાન્ડ અને નાકોર્ટેસ્ટની માગણી કરાઇ હતી.
શ્રમનો વિષય રાજ્ય હસ્તક હોવો જોઈએ: મોદી
શ્રમનો વિષય કેન્દ્ર કે કેન્દ્ર અને રાજ્યના સંયુક્ત વિષય નહીં પણ રાજ્ય સરકાર હસ્તક હોવો જોઈએ. માત્ર કાનૂનથી ઔદ્યોગિક શાંતિ જળવાતી નથી.ખરેખર તો શ્રમ સુધારણા માટે રાજ્યને અધિકાર હોવો જોઈએ. ગુજરાતમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં શ્રમિક કામદારો અને ઔદ્યોગિક પરિવારોના સુમેળભર્યા સંબંધો તથા તેના પરિણામે શૂન્ય માનવદિનની ઘટની પરંપરા મહત્વનું પરબિળ છે.મુંબઈ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના ડેલિગેશને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. એમાં આ પ્રશ્નોત્તરી થઈ હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માનવવિકાસ સૂચકાંક ક્ષેત્રે ગુજરાતને વિશ્વના વિકસિત દેશોની હરોળમાં મૂકવાની નેમ છે. આ ખૂબ જ વિશાળ પડકાર છે પણ ગુજરાતની જનતા અને ગુજરાતની ટીમ બીડું ઝડપવા તૈયાર છે.તેમણે કહ્યું હતું કે સાબરમતી આશ્રમને વૈશ્વિક ગાંધી સ્મારકરૂપે વિકસાવાશે. દુનિયાની કોઈપણ સમસ્યાનું સમાધાન ગાંધીવિચારમાંથી મળી શકે છે. મુખ્યમંત્રીએ આ ડેલિગેશનને કચ્છના રણોત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું અને મુંબઈ ખાતે આઇ.એમ.સી.ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું તેમણે સ્વીકાર્યું હતું.
સુરત : આખરે દીકરીઓ મા-બાપ પર લાગેલું કલંક દૂર કરાવી ને જ જંપી
સાંજના ૫.૩૦નો સમય હતો, સુરત ન્યાયાલયની પરસાળમાં બે યુવતીઓ એક વ્હીલચેર પર પોતાની માતાને બેસાડવા પ્રયત્ન કરી રહી હતી. મહામહેનતે તેમણે આ કામ પાર પાડ્યું. તેમના ચહેરા પર વર્ષો બાદ મળેલા ન્યાયનો આનંદ હતો.મેમણ બેંકની લોનના કરોડોના કારસામાં ફસાવી દેવાયેલાં તેમનાં મા-બાપ અને તેમની મિલના બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સોમવારે સુરત ચીફ કોર્ટના જજ વી.જી.ત્રિવેદીએ નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો.હા, તેમનાં મા-બાપને સુરતની મેમણ બેંકના કેટલાક કર્તાહર્તાઓએ બેંકલોનના કૌભાંડમાં ફસાવીને તેમનું બાળપણ છીનવી લીધું હતું. એક સમયે શાલીમાર ડાઇંગ મિલના માલિક એવો ખમતીધર બાપ ચીમનલાલ જૈન ચાર વર્ષથી જેલવાસ ભોગવતા હતા અને જામીન પર છુટીને કેસની દોડધામમાં હાઇકોર્ટનાં ચક્કર કાપતી માતા રેલવે અકસ્માતનો ભોગ બનીને ૧૫ મહિનાથી પથારીવશ હતી.પિતાના જેલવાસે બંને બહેનોને અભ્યાસ છોડીને નોકરી કરવાની ફરજ પાડી હતી, પરંતુ તેમણે હિંમત હાર્યા વિના તે ફરજ નિભાવી અને મા-બાપને માટે દીકરાથી પણ અદકેરી સાબિત થઈ. જોકે, કોર્ટ તરફથી મેમણ બેંકના લોનકૌભાંડમાં આરોપી બની ચૂકેલા પિતા ચીમનલાલ ચાંદમલ જૈન અને માતા ચંચળબહેનને નિર્દોષ હોવાની કલીનચિટ મળતાં વર્ષો બાદ આ કુટુંબે રાહતનો શ્વાસ લીધો હતો, જેમાં તેમના એડ્વોકેટ અશરફ ગાજિયાનીનો ફાળો પણ મહત્તમ બની રહ્યો હતો. આ કેસમાં આરોપી બનેલા બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ શાંતિચંદ્ર બગાની અને દિનેશ નવીનચંદ્ર મોદીને પણ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.પાંડેસરા જીઆઈડીસીમાં ૧૭ નંબરના પ્લોટમાં આવેલી શાલીમાર ડાઇંગ મિલ ચીમનલાલ જૈન અને તેમના બનેવીએ ૧૯૯૪માં ખરીદેલી. આ મિલ પર રૂ.૫૦ લાખની ટર્મલોન અને ૨૫ લાખની કેશક્રેડિટ લોન સુરત મેંમણ બેંકમાંથી લીધી હતી. આ મિલનું નેટવર્થ ૪ કરોડથી વધુનું હતું. જેથી આ મિલ હડપ કરવા ખોટા ઓડિટ રિપોર્ટ, બેલેન્સશીટ વગેરેને સાચાં દર્શાવી બેંકના વ્યાજ સહિતના રૂ. ૧,૨૨,૧૮,૩૪૩ના દેવામાંથી છટકી જવા મિલને ફડચામાં લઈ ગયા હતા.મેમણ બેંકના તે સમયના ચેરમેન અને તેમના બે પૌત્ર સહિત કુલ પાંચ વ્યક્તિ શાલીમાર ડાઇંગ મિલના પ્રમોટર હતા. ૧૯૯૨નાં તોફાનો સમયે તેમણે મિલ વેચવા કાઢી હતી. તેમાં આગ પણ લાગી હતી. ૧૯૯૪માં ચીમનલાલ જૈન અને બનેવી વિજય શાહે તે ખરીદી. આ મિલ પ્રા. લિ. કંપની હોવાથી તેમણે ૧૦ના શેરનો ભાવ ૨૦ આપીને મિલ ખરીદી લીધી હતી. સોદો ચાલુ હતો તે સમયે પ્રમોટરોએ તેના પર કરોડોની લોન લઈ લીધી.એક જ દિવસમાં લોન મંજુર પણ થઈ હતી, કેમકે મિલ વેચનાર પ્રમોટરો મિલમાં અને બેંકમાં બંને સ્થળે મહત્વના હોદ્દા પર ગોઠવાઈ ગયેલા હતા. આ સોદામાં કટ ઓફ ડેટ ૩૦-૫-૯૯ નક્કી થઈ હતી. એટલે કે આ તારીખ પછીનાં તમામ દેવાં નવી મેનેજમેન્ટે સ્વીકારવાનાં રહે. મિલ વેચ્યા બાદ તેની વેલ્યુ ધારવા કરતાં વધતી ગઈ અને તેથી તે પાછી મેળવવા પ્રયત્નો શરૂ થયા, જેમાંના છેલ્લા બે પ્રયત્નો સ્વરૂપે રૂ.૧.૨૨ કરોડવાળી ખોટી ફરિયાદ થઈ હતી, જે કોર્ટમાં પુરવાર થઈ શકી નહીં.
સુરતની દીપ્તિ રામઅવતાર બંકા સી. એ. માં દેશમાં ચોથે, રાજ્યમાં પ્રથમ
સી એ ફાઇનલમાં પરીક્ષાના સોમવારે જાહેર થયેલા પરિણામમાં સુરતની દીપ્તિ રામઅવતાર બંકાએ સમગ્ર દેશમાં ચોથો અને ગુજરાતમાં પહેલો ક્રમ મેળવ્યો હતો. દીપ્તિની ખાસિયત એ છે કે તેણે તેની દીકરી અંજનિ દોઢ વર્ષની હતી ત્યારે સીએની તૈયારી શરૂ કરી હતી. દીકરીની કાળજી અને ભણતર બન્ને વચ્ચે સંતુલન સાધીને તેણે માત્ર સાડાત્રણ વર્ષના સમયમાં સીએ ફાઇનલની પરીક્ષા તો પાસ કરી જ પણ સાથે સાથે સમગ્ર દેશમાં ક્રમ મેળવ્યો.આ સફળતા અંગે જણાવતાં દીપ્તિએ કહ્યું હતું કે સીએ પાસ થવાની સૌથી વધુ ખુશી જો કોઈને થઈ હોય તો તે તેની દીકરી અંજનિને થઇ છે.‘અંજનિ હંમેશાં કહ્યા કરતી હતી કે મમ્મીનું ભણવાનું બંધ ક્યારે થશે. તે રાહ જ જોતી હતી કે હું પાસ થઈ જાઉં તો તેને વધુ સમય આપી શકું.’ તેમ દીપ્તિએ કહ્યું હતું.રાજસ્થાનના ઝૂંઝુનૂથી સુરત આવીને સ્થાઈ થયેલા પરંપરાગત મારવાડી પરિવારની દીપ્તિએ સીએ ફાઇનલમાં કુલ ૮૦૦ ગુણમાંથી ૫૧૭ ગુણ મેળવ્યા છે.
પાટણમાંથી ભાગ્યા રાજકોટના બે લૂંટારા
મરચાંની ભૂકી, બે છરા મળ્યા, રાજકોટની કુખ્યાત બુટલેગર રમીલા, કાંતિ અને પાલાની તલાશ. સાંતલપુર નજીક પોલીસને જોઇ બાઇક મુકીને ભાગી ગયા.પાટણમાં પોલીસને જોઇ હથિયાર સાથેના બે બાઇક રેઢા મુકીને નાસી ગયેલા રાજકોટના બે લુટારાને શોધવા પાટણ પોલીસે રાજકોટના છોટુનગર અને રૈયાધાર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.પ્રાપ્ત વિગત મુજબ, બે દિવસ પહેલાં પાટણ એલ.સી.બી.ના ફોજદાર પટેલ સ્ટાફ સાથે સાંતલપુર હાઇ-વે ઉપર રાતે વાહન ચેકિંગમાં હતા ત્યારે બે બાઇક ચાલકને અટકાવતા બન્ને શખ્સ વાહન મૂકીને નાસી ગયા હતા. અમદાવાદ અને રાજકોટ પાસિંગના બન્ને વાહનની તલાશી લેતા ડીકીમાંથી છરા અને મરચાંની ભૂકી મળી હતી. ભાગતી વેળા એક શખ્સનો પડી ગયેલો મોબાઇલ પોલીસને હાથ લાગ્યો હતો. મોબાઇલમાં રાજકોટના રૈયાધાર વિસ્તારની કુખ્યાત મહિલા બુટલેગર રમીલાના ફોટા તેમજ છોટુનગરના કાંતિ તેમજ પાલા નામના શખ્સના ફોન નંબર મળ્યા હતા.લુટારાની તલાશમાં આવેલા પાટણના ફોજદાર પટેલે રાજકોટ ક્રાઇમ બ્રાંચના નિર્મળસિંહ અને રાહુલ વ્યાસને સાથે રાખીને તપાસ કરતા ઉપરોકત વિસ્તારના રહેવાસીઓએ બન્નેને આ એરિયામાં અનેક વખત જોયા છે પરંતુ ઓળખતા નથી તેમ કહી મોઢા સીવી લીધા હતા. આર.ટી.ઓ.માં તપાસ કરતા બાઇકના નંબર પણ બોગસ હોવાનું ખુલ્યું છે.ગુનેગારો એક બીજાના જિલ્લામાં લૂંટ કરતા હોવાની શંકા -પાટણથી ભાગેલા રાજકોટના બન્ને આરોપી અમદાવાદ અને પાટણના ગુનેગારો સાથે સંપર્કમાં હોવાથી આ ગેંગ એક બીજાના જિલ્લામાં ટીપ આપી લૂંટના કાવતરા પાર પાડતા હોવાની પોલીસને શંકા છે.પાટણના કુખ્યાત તુલસીના સંપર્કમાં હતા -મોબાઇલ ડિટેઇલના આધારે તપાસ કરાતાં કાંતિ અને પાલાએ અનેક લૂંટમાં સંડોવાયેલા તુલસીનો સંપર્ક કર્યાની વિગત બહાર આવી હતી. તુલસીએ પોલીસને જણાવ્યા મુજબ, પાલો અગાઉ તેની સાથે જેલમાં હોવાથી પરિચયમાં છે. બનાવની રાતે પાલાએ ફોન કરીને પાટણથી ભાગ્યા છીએ તેવી જાણ કર્યાનું કબૂલ્યું હતું.પોલીસે રમીલાના નંબર ઉપર ફોન કરતા એક વખત રમીલાએ ફોન રિસિવ કર્યો હતો. પરંતુ પોલીસ હોવાની ગંધ આવી જતાં કટ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો છે.
રશિયન ક્રુ નો લાપતા કેમેરો દરિયામાંથી મળી આવ્યો
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૧૧૩માં શનિવારે જહાજ સમરસેટ બીચ થયા બાદ એક રશિયન ક્રુ મેમ્બર ગુમ થયા બાદ આજ સુધી તેની ભાળ મળી ન હતી. જો કે તેનો તુટેલો કેમેરો મળી આવતા લાપતા ક્રુ દરિયામાં ગરકાવ થઇ ગયો હોવાની આશંકા સેવાઇ રહી છે.રશિયન નાગરિકત્વ ધરાવતો યેસીલ યેવ એન્જેની જે જહાજનો ઈલેકટ્રીકલ એન્જિનીયર હતો તે બીચિંગ કાર્યવાહી સુધી તમામની સાથે જ હતો, અને હોડીમાં બાકીના ક્રુ મેમ્બરો ઉતર્યા ત્યારે તે મળી આવ્યો ન હતો, અને કેપ્ટને અલંગ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી.દરમિયાન આજે આખો દિવસ મરિન પોલીસ, કસ્ટમ, જીએમબી દ્વારા સઘન શોધખોળ આદરવામાં આવી હતી. ભાવનગર એસ.પી. ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર લાપતા રશિયન ક્રુ મેમ્બરનો ડીજીટલ કેમેરો તૂટેલી હાલતમાં આજે દરિયામાંથી મળી આવ્યો હતો. તેના પરથી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીચિંગ સમયે ડેક પરથી કેમેરામાં તસવીર કેદ કરતી વેળાએ કદાચ તે શિપ પરથી દરિયામાં પડી ગયો હશે અને કોઇક જહાજની નીચે ફસાય ગયો હશે. આવતીકાલે આજુબાજુના જહાજની નીચે તપાસ કરાશે.
વહીવટી તંત્રના જડ વલણથી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વ્યથિત
કચ્છ જિલ્લામાં જમીન રેકર્ડનું કમ્પ્યૂટરાઇઝ થતી વખતે અસંખ્ય ભૂલો રહી જવા પામી છે. ‘વહીવટી તંત્રની ભૂલો સાબિત’ કરવા ખેડૂતોને અગ્નિપરીક્ષા આપવી પડતી હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું.અધિકારીઓના જડ વલણને કારણે આ માનવસર્જિત ભૂલો સુધારવા ખેડૂતોને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોવાનું જણાવતા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે ઉમેર્યું હતું કે, અધિકારીઓના જડ વલણના કારણે ખેડૂતોએ પોતાની જમીન સાબિત કરવા અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે.કચ્છ જિલ્લામાં જમીન રેકર્ડનું કમ્પ્યૂટરાઇઝ અને ૭/૧૨, ૮અ હક્કપત્રકની નોંધો મામલતદાર હસ્તક તાલુકા મથકે ચાલુ થઇ છે, ત્યારથી ખેડૂતોની પાયમાલી વધી છે.૭/૧૨માં નામો બદલી જવા, કોઇના ખાતાની જમીન બીજાના ખાતામાં કરી નાખવી, ક્ષેત્રફળમાં ઘટાડો કરી નાખવો, સર્વે નંબરોમાં ભૂલો રાખી દેવી, આવી સંખ્યાબંધ ફરિયાદો આવી છે અને કચ્છ જિલ્લામાં ૫૦૦૦થી ૬૦૦૦ જેટલી ગંભીર ભૂલો ખેડૂતોની જમીનોમાં કરવામાં આવી હોવાનું સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું.
અધિકારી ભૂલો કરે અને સજા ખેડૂતોને થાય જે કેટલી અંશે વાજબી ગણાય ??? દરેક તાલુકાઓમાં ૪૦૦થી ૫૦૦ ખેડૂતોની જમીનો અંગે કમ્પ્યૂટર રેકર્ડમાં ભૂલો બોલે છે, જે સુધારવા માટે પ્રથમ ખેડૂતે અરજી આપવી પડે. ત્યાર બાદ સાત-આઠ મહિના સુધી મામલતદાર કચેરીએ ધક્કા ખાય.સર્કલની ઇચ્છા થાય તો જૂનો રેકર્ડ તપાસી શેરો ભરે મામલતદાર ભૂલ સુધારવાનો હુકમ કરે ત્યારબાદ આ ભૂલ સુધારવાની નોંધ હક્કપત્રમાં થાય અને નોંધો દોઢથી બે મહિના પછી મંજૂર થાય. આવી પરિસ્થિતિમાંથી હાલે ખેડૂતોને પસાર થવું પડે છે. ખેડૂતોની પોતાની જ જમીન ઉપર બેંકનું ધિરાણ લેવું હોય, વારસાઇ નોંધો કરાવવી હોય કે, વેંચાણ કરાવી હોય તો પણ આવી ભૂલોને કારણે થઇ શકતું નથીભૂલો સરકાર કરે અને ભોગવે ખેડૂત તેવી આ હાલત છે તો જિલલાના કલેક્ટરે આદેશ બહાર પાડી કમ્પ્યૂટરની જેટલી ભૂલો સુધારવા માટેની ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ છે જેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને જેની સમયમર્યાદા દિવસ-૧૦થી વધારે કોઇ પણ હિસાબે રહેવી જોઇએ અને સુધારા ભૂલની અસર મામલતદારના હુકમના દિવસે રેકર્ડમાં જોઇએ નહીંતર હાલે ખેડૂતો પોતાની જમીનોનો ઉપયોગ ન કરી શકે તેવી પરિસ્થિતિ કચ્છ જિલ્લામાં નિર્માણ થવા પામી છે.
આજના કચ્છ બંધને વ્યાપક ટેકો : સજ્જડ બંધ રહેવાના એંધાણ
૭૯ સંસ્થાઓ દ્વારા વેપારીઓની મુક્તિની લડતને ટેકો : નખત્રાણામાં રેલી સાથે આવેદન અપાશે.નખત્રાણા તાલુકો સમગ્ર બંધ રહેશે તથા વેપારીઓની મુકિત માટે તાલુકાના વેપારીઓ રેલી યોજી આ અંગેની રજૂઆત મામલતદાર સમક્ષ કરી આવેદનપત્ર પાઠવશે.એક આઇ.એસ.એ. અધિકારી (પ્રદીપ શર્માg) સહિતના ઉચ્ચ અમલદારો અને અગ્રણી વેપારીઓને કાનૂની સકંજામાં સપડાવનારા ભુજના જથ્થાબંધ બજાર કેસના મામલામાં સપ્તાહ પૂર્વેg વેપારી પરિવારોએ ઝૂકાવ્યા બાદ, દિવસા દિવસ ગરમ બની રહેલા આ અભૂતપૂર્વ આંદોલનમાં આવતીકાલે મંગળવારે કચ્છ બંધનું એલાન અપાયું છે અને જિલ્લાની નાની મોટી ૧૨૯ સંસ્થાઓએ બંધને ટેકો જાહેર કરતા કચ્છના વેપાર ધંધા સજ્જડ બંધ રહે એવા એંધાણ આંદોલનકારીઓ આપી રહ્યા છે.
જેલવાસ ભોગવી રહેલા વેપારીઓના પરિવાર બેહાલ બની ગયા છે અને વિવિધ વ્યાપારી, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ સંગઠનનો તેમજ વિવિધક્ષેત્રના આગેવાનો દ્વારા ધરણાપર બેઠેલા વેપારીઓ તેમના પરિવારની મહિલાઓ તરફ સહાનુભૂતિનું મોજુ ફરી વળ્યું છે ત્યારે કચ્છના તમામ તાલુકામાંથી બંધના એલાનને ટેકો સાંપડ્યો છે.એક અઠવાડિયા દરમિયાન શરૂઆત જથ્થાબંધ બજારના પ્રવેશ દ્વારે સિમેન્ટના બ્લોક મૂકી અચોક્કસ મુદ્દત સુધી જથ્થાબંધ બજાર બંધની શરૂઆતથી થયા બાદ ક્રમશ કલેક્ટરને આવેદનપત્ર, ધરણા, ગેટ વેલ સૂન, રાજ્યમંત્રીને ઘેરો, ભૂલકાઓની મૂક વ્યથા જેવા વિવિધ કાર્યક્રમો જેમ જેમ અપાતા રહ્યા તેમ તેમ રોજ રોજ છાવણીની મુલાકાત લેનારા વિવિધ સંગઠનો વધતા જ ગયા અને આ લડતમાં ૧૨૯ સંસ્થા, મંડળો અને સંગઠનોનો ટેકો મળ્યો.રાજ્યના અન્ય જિલ્લોમાંથી વેપારી સંગઠનોના ટેકા મેળવવાની પેરવી પણ ચાલી રહી છે, ત્યારે મંગળવારે કચ્છ બંધ એલાનથી લડત ચરમસીમાએ પહોંચી ગઇ છે. જામીન ન મળે એવો તો આરોપ પણ નથી એવી લાગણી સાથે છુટકારાના મામલે નિરાશા સાંપડ્યા બાદ કદી જોવા ન મળ્યું હોય એવું આંદોલન કચ્છમાં આકાર લઇ રહ્યું છે. વેપારી પરિવારને શાસક પક્ષના નેતાઓનું મૌન અકળાવનારું લાગી રહ્યું છે.વેપારીઓને ન્યાય મળે તે માટે ચાલી રહેલી લડતની દિશા દિવસે-દિવસે ઉગ્ર બનીરહી છે ત્યારે આજે આ લડતના સમર્થનમાં કચ્છની વધુ વિવિધક્ષેત્રની ૭૯ સંસ્થાઓ જોડાઇ હતી. આમ જથ્થાબંધ બજારના જેલમાં બંધક વેપારીઓની મુકિત માટે જિલ્લાની કુલ ૧૨૭ જેટલી સંસ્થાઓ આજે બંધમાં જોડાતા કચ્છ સજ્જડ બંધ રહેશે તેવાં એંધાણ વર્તાઇ રહ્યા છે.કચ્છ બંધ સાથે ભુજ ખાતે દસ વાગ્યે ભુજની મહિલાઓની વિશાળ રેલી યોજાશે. આ બંધમાં કચ્છની આર્થિક, સામાજિક, શૈક્ષણિક, મહિલા મંડળો વગેરે સંસ્થાઓ જોડાતા આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવુ ભાસી રહ્યું છે.
આણંદ જિલ્લાને પાણી ન મળતાં પાકને નુકસાનની ભીતિ
ઓછો વરસાદ અને કેનાલમાં પાણી ન છોડાતાં ખેડૂતોમાં રોષ : કોંગ્રેસના ધારાસભ્યોની આગેવાની હેઠળ આંદોલનના મંડાણ : કલેક્ટરને આવેદનપત્ર આપી સમયસર પાણી નહીં છોડાય તો ઉગ્રઆંદોલનની ઉચ્ચારેલી ચેતવણી.આણંદ જિલ્લાના ખેડૂતોની હાલત ચાલુ વર્ષે કફોડી બની છે. ઓછા વરસાદના કારણે પહેલેથી જ વાવેતર મોડુ થઈ છે, તેમાંય હવે સિંચાઈ માટે કેનાલમાં પાણી ન છોડાતાં ધરૂવડિયા બળવાં લાગ્યા છે.આ સ્થિતિમાં કેનાલમાં પાણી છોડવા અગાઉ અનેક માગણી કરવા છતાં રાજ્ય સરકારે દાદ ન આપતાં ખેડૂતોએ આંદોલનના મંડાણ કર્યા છે અને તેનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના ધારાસભ્યોએ લીધું છે. સોમવારના રોજ ચાર ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરો - ખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે એક રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ અને તાકીદે નહેરોમાં પાણી છોડવા અને કડાણા ડેમ સમયે થયેલા કરારનું પાલન કરવા માંગણી કરી હતી. આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘મહી સિંચાઈ કડાણા પ્રોજેક્ટ મહી કમાન્ડ માટે એન્જિનીયર ભાઈલાલ કાકાએ બંધારણ બનાવીને કડાણા બંધ બનાવ્યો હતો. હવે કડાણા પ્રોજેક્ટમાંથી ફક્ત ખેતી વિષયક સિંચાઈ માટે જ આ પ્રોજેક્ટનો નિર્માણ કરવામાં આવ્યું હતું.
પરંતુ ભાજપ સરકારે કડાણા પ્રોજેક્ટના નિયમોને બાજુએ મુકીને અન્ય વિસ્તારોમાં પાણીની ફાળવણી કરી હોવાથી મહી કમાન્ડ વિસ્તારના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે. ડાંગરની રોપણી કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાણીના અભાવે મોંઘા બિયારણ અને ખાતર નાખી તૈયાર કરેલા ધરૂવાડીયા બળી રહ્યાં છે. ’વધુમાં ઉમેર્યું હતુ કે, તાજેતરમાં જ અધિકારીઓ દ્વારા મહી કડાણા બંધમાં પુરતુ પાણી નથી. તેવુ જણાવી હાથ અધ્ધર કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં નર્મદા બંધમાંથી પાણી લાવીને પણ ડાંગરનાં પાક માટે પાણી આપવા માંગ ઉઠાવી છે.
બોરસદ પંથકના ગામોમાં મકાનની નંબર પ્લેટ માટેના સરકારી પરિપત્રથી ભારે વિવાદ
બોરસદ પંથકના ગામોમાં મકાનો પર નંબર પ્લેટ લગાવવા માટે પરપ્રાંતીય યુવકોને સહકાર આપવા ખાસ તાકીદ : પ્રજાને લૂંટવાનો અનોખો કિમીયો હોવાની ચર્ચા.આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ૬પ જેટલા ગામોમાં આકારણી કરેલ મકાનોને નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરવામાં પરપ્રાંતીય હિન્દીભાષી યુવકોને સહકાર આપવા તલાટીઓ અને સરપંચોને ખાસ તાકીદ કરતા સહકારી પરિપત્ર અંગે બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અચરજ સાથે રોષની લાગણી પ્રર્વતી રહી છે.પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ બોરસદ તાલુકા પંચાયત કચેરીના તા.ર જુલાઈના પત્રથી દરેક ગામોના સરપંચ તેમજ તલાટી કમ મંત્રીને જિલ્લા વિકાસ અધિકારીના પત્ર સંદર્ભે દરેક મકાનોને નંબર પ્લેટ મકાન માલિકના સ્વ.ખર્ચે લગાવવા માટેની કામગીરીમાં સહકાર આપવા તાકીદ કરાઈ છે. સરકારી પરપિત્રના સંદર્ભે ગ્રામીણ વિસ્તારોમાં પરપ્રાંતીય યુવકો દ્વારા શરૂ કરાયેલ કામગીરીથી વિવાદાસ્પદ સ્થિતિ સર્જાવા પામી છે.મકાનની નંબર પ્લેટ અંગે સ્થાનિક તંત્રની સીધી દેખરેખ ન હોવાથી નાગરિકોને હિન્દીભાષી યુવકો સાથે વિવિધ પ્રકારે વાદ-વિવાદ થતાં જીભાજોડી થયાની ઘટનાઓ બનવા પામેલ છે. જેથી સરકારીતંત્ર દ્વારા નંબર પ્લેટની કામગીરી બાબતે જાહેર હિતમાં સ્પષ્ટતા કરવામાં આવે તે ઈચ્છનીય છે.વિરસદના સરપંચ અશ્વિનભાઇ કા. પટેલને આ પૂછતાં જણાવ્યું હતું કે દરેક નાગરિકોને પોતાના ઘરનો નંબર સરળતાથી પર્યાપ્ત બને તે હેતુથી નંબર પ્લેટની લગાવવાની કામગીરી ચાલે છે. તેમજ પરપિત્ર અનુસંધાને અધિકૃત વ્યક્તિ દ્વારા જ કામગીરી કરવામાં આવેલ છે.જંત્રાલમાં કામગીરી સ્થગિત કરાઈ.બોરસદના જંત્રાલ ગામે પરપિત્ર આધારે હિન્દીભાષી યુવક શિવરતસિંહ નંબર પ્લેટ અંગેની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન રાજુભાઇ ભટ્ટે બોરસદ તાલુકા પંચાયતને જાણ કરી વિસ્તૃત પૂછપરછ કરી હતી.દરમિયાન રાજુભાઇ ભટ્ટની રજૂઆત આધારે યુવકને મોબાઇલથી સ્પષ્ટ સૂચના આપી હાલ નંબર પ્લેટ લગાવવાની કામગીરી બંધ રાખવા જણાવાયું હતું. આ બનાવથી પંથકમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું. આ બાબતે તપાસની માંગ ઉઠી હતી.સરકારીતંત્રના વિવાદાસ્પદ પરપિત્રના આધારે નંબર પ્લેટ લગાવવા માટે ખર્ચ રૂ.દસ નિયત કરવામાં આવેલ છે. પરંતુ ગામે ગામથી દરેક નંબર પ્લેટ દીઠ રૂ. દસ વસુલ કરાયા બાદ સ્થાનિક તંત્ર કે ઉચ્ચ વહીવટીતંત્રને નંબર પ્લેટની કેટલી વિશ્વનિયતા છે તે અંગે પણ ચર્ચાવા ઉઠવા પામી છે.
બાંદરા બેન્ડસ્ટેન્ડનો દરિયો બે કોલેજિયનોને ભરખી ગયો
સોમવારે સવારે બાંદરા બેન્ડ સ્ટેન્ડની પાળ ઉપર બેઠેલા ૧૮ વર્ષની ઉંમર ધરાવતા ત્રણ યુવાનો દરિયામાં ઊછળતાં મોજાની લપેટમાં આવી ગયા હતા જેને કારણે બે જણનાં મોત થયાં હતાં, જ્યારે એકને ઉગારી લેવાયો હતો.ધારાવીની કોલેજના ત્રણ મિત્રો સોમવારે સવારે બાંદરા બેન્ડ સ્ટેન્ડની નજીક ફરવા માટે ગયા હતા. તેઓ દરિયાની પાળ પર બેઠા હતા. તે સમયે અચાનક દરિયાનાં ઊછળતાં તોફાની મોજાંની અંદર તેઓ તણાઈ ગયા હતા, એમ અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું. સવારે સુમારે સાડાદસ વાગ્યે આ બનાવ બન્યો હતો અને અમે તાબડોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરિયામાં ડૂબેલા ત્રણમાંનો એક યુવકને ઉગારી લેવાયો હતો, કારણ કે તેણે પાળની નજીક આવેલા પથ્થરને પકડી રાખ્યો હતો, જ્યારે અન્ય બે યુવાનોના મૃતદેહો અમે બપોરે સાડાબાર વાગ્યે બહાર કાઢ્યા હતા.ઈરફાન શેખ અને મસલેઉદ્દીન હાશમીના મૃતદેહોની ઓળખ કરીને મૃતદેહોને બાંદરાની ભાભા હોસ્પિટલામાં મોકલી અપાયા હતા, જે પોસ્ટમોર્ટમ બાદ તેમના સંબંધીઓને સોંપી દેવાયા હતા.
હાજી મસ્તાન પર આધારિત ફિલ્મ સામે સ્ટે માટે અરજી
હાજી મસ્તાનના પુત્ર હુસૈન શરીફે સોમવારે તેના પિતા પર આધારિત ફિલ્મ સામે સ્ટે આપવા સિટી સિવિલ કોર્ટમાં અરજી કરી હતી.આગામી ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ મસ્તાનના જીવન પર આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મ મહિને રિલીઝ થવાની છે.આ ફિલ્મ રિલીઝ થવા સામે સ્ટે આપવામાં આવે એવું અરજીમાં જણાવાયું છે. પોતાના પિતાને આ ફિલ્મમાં ડોન તરીકે ખોટી રીતે પ્રદર્શિત કરાયો છે, એવું પુત્રે અરજીમાં જણાવ્યું છે. હાજી મસ્તાનને ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સાંકળવામાં આવે છે તે બિલકુલ અયોગ્ય છે. એવું
મુંબઈની પ્રથમ ટ્વિન ટનલ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે
મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનનારી મુંબઈની પ્રથમ અને એક માત્ર ટ્વિન ટનલ (જોડિયા બોગદું) પૂર્ણતાના આખરી તબક્કા તરફ આગળ વધી રહી છે.૪૫૦ મીટરની આ ટનલનો પ્રથમ ૧૦૦ મીટરનો હિસ્સો ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, જે આખા તૈયાર પ્રોજેક્ટની ઝાંકી કરાવશે અને એક સંપૂર્ણ ચિત્ર ઊભું કરશે. આ હિસ્સા દ્વારા સમગ્ર પ્રોજેક્ટના દેખાવનો અંદાજ મળી શકશે.ઈસ્ટર્ન ફ્રી-વેથી શરૂ કરી પાંજરાપોળ તરફ જનારી ટનલનો ડાબી બાજુના પહેલા ભાગનું ૩૫૦ કિલોમીટરનું ખોદકામ તથા ૧૦૦ કિલોમીટરના ક્રોંકીટીકરણનું કામ પણ પૂર્ણ થયું છે. તેને કારણે ટનલનું-બોગદાનું સ્વરૂપ સમજવામાં મદદ મળશે. ઇસ્ટર્ન ફ્રી-વે તરફથી પાંજરાપોળ તરફ જનારા આ બોગદાના જમણા ભાગના ૨૫૦ કિલોમીટરનું કામ પણ પૂર્ણ થયું છે.આ જોડિયા બોગદાના પ્રકલ્પ વિશે બોલતાં મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના મેટ્રોપોલિટન કમિશ્નર રત્નાકર ગાયકવાડે કહ્યું હતું કે મુંબઈ શહેરમાં આ પ્રકારની પાયાની અસાધારણ અને અજાયબ એન્જિનિયરિંગ ધરાવતી સુવિધા વિસાવવાનો પ્રકલ્પ ઊભો કરવો એ બહુ મોટો પડકાર છે.આ ટ્વિન ટનલ અડધો કિલોમીટર લાંબી, ૧૭ મીટર પહોળી અને ૧૦ મીટર ઊંચી છે. દરેક બોગદામાં ચાર કેરેજવે-રસ્તા હશે. બીએઆરસીના ડુંગરાની તળેટીના અશોક નગરથી શરૂ થઈ પાંજરાપોળ નજીકના ગૌતમનગર નજીક પૂર્ણ થશે. આ જોડિયા બોગદાનો અપેક્ષિત ખર્ચ ૬૧ કરોડ રૂપિયાનો છે અને ટનલને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.
વડનગર : વિદ્યાર્થીની ફીના રૂ. ૧ લાખની ચીલઝડપ
વડનગરનો છાત્ર બાસણા ઇજનેરી કોલેજમાં ફી ભરવા જતો હતો ત્યારે વિસનગર ડેપોમાં ગઠિયો રકમ તફડાવી ગયો : પોલીસનાં હવાતિયાં.વડનગરનો એક વિદ્યાર્થી સોમવારે કોલેજમાં એક લાખ રૂપિયા ફી લઇ ભરવા જતો હતો તે દરમ્યાન વિસનગર એસ.ટી. ડેપોમાં બસમાં બેસવા જતો હતો તે સમયે ખિસ્સામાં મુકેલ એક લાખ રૂપિયા કોઇ અજાણ્યા શખ્સ દ્વારા સેરવી જવાનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામી છે. ગરીબ વિદ્યાર્થીએ પોસ્ટનાં બચતપત્રો વટાવી ફીની આ રકમ ભેગી કરી હતી.આ બનાવ અંગે વિસનગર પોલીસે વિદ્યાર્થીની ફરીયાદને આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ વિસનગર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વધતા જતા ચોરી અને ચીલઝડપના બનાવોને લઇ પોલીસની કામગીરી સામે અસંતોષ ઉઠવા પામ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ, વડનગરના અમતોલ દરવાજા વિસ્તારમાં રહેતા વિધવા માતાના પુત્ર પટેલ કરણકુમાર હસમુખલાલ નામના વિદ્યાર્થીએ ચાલુ વર્ષે ધોરણ ૧૨ સાયન્સ પછી બાસણા એન્જિનીયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો હતો. સોમવારે આ વિદ્યાર્થી ઘરેથી એક લાખ રૂપિયા લઇ તેમના સબંધી રમેશભાઇ પટેલ સાથે બાસણા કોલેજમાં ફી ભરવા નીકળ્યો હતો. જે વડનગરથી વિસનગર આવ્યો હતો. જ્યાં ડેપોમાં રાધનપુરવાળી બસ આવતાં આ વિદ્યાર્થી તેમના સબંધી સાથે બસમાં ચડ્યો હતો.આ દરમ્યાન કોઇ ગઠિયો વિદ્યાર્થીના ખિસ્સામાં રહેલ એક લાખ રૂપિયા ખેંચી લઇ નાસી ગયો હતો. જેની કરણને જાણ થતાં તેણે બુમાબુમ કરી હતી પરંતુ ખિસ્સાકાતરૂ ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે વિસનગર પોલીસે અજાણ્યા ગઠિયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ વિસનગર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચીલઝડપ અને ચોરીના બનાવોનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે ત્યારે પોલીસ ગુનાખોરી ડામવામાં નિષ્ફળ પુરવાર થઇ છે.દાદીનાં બચતપત્રો વટાવી ફી ભેગી કરી હતી.વડનગર રહેતો આ વિદ્યાર્થી તેની દાદીમાના પોસ્ટના બચતપત્રો તેમજ અલગ અલગ બેન્કમાં મુકેલ પૈસા ઉપાડી ફીની રકમ ભેગી કરી હતી. જે ગઠીયો ઉઠાવી જતાં આ વિદ્યાર્થીના માથે આભ તુટી પડ્યું છે. મહામહેનતે ભેગા કરેલ ફીના પૈસા ગઠીયો તફડાવી જતાં એન્જિનીયર બનવાનાં વિદ્યાર્થીનું સ્વપ્ન રોળાઇ ગયું છે.
વિસનગર : ચૂંટણીઓ પૂર્વે આ અભ્યાસ વર્ગ છે
વિસનગર નજીક તિરૂપતિ નેચરલ પાર્કમાં સોમવારે મહેસાણા જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં કેન્દ્રની યુ.પી.એ. સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા પ્રજાને ગુમરાહ કરી રહી હોવાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકારની નિષ્ફળતા વિરુદ્ધ ઠરાવ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આ કાર્યકરો માટેનો અભ્યાસ વર્ગ હોવાનું જણાવ્યું હતું.મહેસાણા જિલ્લા ભાજપ કારોબારીની એક બેઠક સોમવારે તિરૂપતિ નેચરલ પાર્કમાં મળી હતી. આ પ્રસંગે હાજર પ્રદેશ મહામંત્રી અને ઉ.ગુ.ના ઇન્ચાર્જ ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે જુના અને નવા કાર્યકરોને આગામી દિવસોમાં આવી રહેલ ચૂંટણીઓ પૂર્વ રાજ્ય સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા માટેનો આ અભ્યાસવર્ગ છે. આ પ્રસંગે બોલતા જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશમાં જ્યારે જ્યારે કોંગ્રેસ સરકારનું શાસન આવ્યું છે ત્યારે આતંકવાદ વકર્યો છે. કોંગ્રેસ આતંકવાદનો ઉપયોગ કરી મતોનું રાજકારણ રમે છે.આ પ્રસંગે સાંસદ નટુજી ઠાકોર, જયશ્રીબેન પટેલ, મંત્રી રમણભાઇ વોરા, પ્રદેશ મહામંત્રી શંકરભાઇ ચૌધરીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી હતી. આ જિલ્લા કારોબારી બેઠકમાં કેન્દ્રની યુ.પી.એ. સરકારની નિષ્ફળતાઓ, મોંઘવારી, દેશમાં નકસલવાદીઓ અને માઓવાદીઓનું શાસન ચાલી રહ્યું છે. પ્રજાને ગુમરાહ કરવા કેન્દ્ર સરકાર સી.બી.આઇ.નો દુરુપયોગ કરી ગુજરાતને બદનામ કરવાની કામગીરી કરી રહી છે જેની સામે ઠરાવ કરી કેન્દ્ર સરકારની નિતીની ટીકા કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લાના ભાજપના ધારાસભ્યો, નર્મદાના ડીરેકટર વસંતભાઇ રાવલ, અંબાલાલ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, રૂપલ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નિતીનભાઇ પટેલ, વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ ખોડાભાઇ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જિલ્લા ભાજપની આ કારોબારીમાં પૂર્વ સાંસદ જયંતિભાઇ બારોટનું આગમન થયું ત્યારે કારોબારીમાં આભારવિધિ પૂર્ણતાને આરે હતી. જ્યારે અન્ય કામોને કારણે શહેરી વિકાસમંત્રી નીતિનભાઇ પટેલ અને પૂર્વ સાંસદ પુંજાજી ઠાકરો હાજર રહ્યા ન હતા.
35 હજાર ભૂતપૂર્વ સૈનિકોના પેટ પર સરકારી લાત ?
ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતામંડળે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર આવેલા ટોલ પ્લાઝા પરથી ભૂતપૂર્વ સૈનિકોને હટાવીને તેમના સ્થાને ખાનગી કંપનીઓને હરાજીથી કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે લગભગ 35 હજાર જેટલા ભૂતપૂર્વ જવાનોની નોકરી ખતરામાં પડશે.હાલ, લગભગ 25 હજાર જેટલા જવાનો ટોલ ઉઘરાવવા તથા 10 હજાર જેટલા જવાનો ટોલ પ્લાઝા પરના સામાન સહિતની અન્ય બાબતોમાં એનએચએઆઇને સહયોગ આપે છે. વર્ષ 2004ની સાલથી ભૂતપૂર્વ સૈનિકો ટોલ કામગીરીમાં મદદ કરી રહ્યાં છે. લગભગ 50 જેટલા ટોલ પ્લાઝા માટે ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા છે.
દુનિયાનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન
જ્યારે સિરિમાવો ભંડારનાયકેના વડાપ્રધાન બનવાના સમાચાર આવ્યા, ત્યારે દુનિયામાં આશ્ચર્યની એક લહેર દોડી ગઈ હતી. તેમની અંગ્રેજી સાદી, પરંતુ પ્રભાવશાળી હતી. તેમના વિચારો ઊંચા હતા અને અઘરા મુદ્દાઓને સમજવાની ક્ષમતા તેના કરતાં પણ વધુ તેજ હતી. વડાપ્રધાનના સ્વરૂપમાં તે લોકોના આશ્ચર્ય વચ્ચે ઝડપથી સફળ થઈ રહ્યાં હતાં.ચાલુ મહિનામાં એ ઘટનાને પચાસ વર્ષ થઈ જશે જ્યારે દુનિયાએ પ્રથમ વખત એક મહિલા વડાપ્રધાન જોયા હતા. ‘ભંડારનાયકેને ગોળી મારી’ આ સમાચાર જ્યારે મેં વાંચ્યા હતા ત્યારે હું લગભગ ૧૪ વર્ષનો હતો. શ્રીલંકા અંગે ઘણું ઓછું જાણતો હતો. દુનિયાએ પ્રથમ વખત તે દ્વીપની બહાર એ મહિલાનું નામ સાંભળ્યું હતું. ભારતે તેમને પતિની સાથે દિલ્હી અને બૌદ્ધ ધર્મસ્થળોમાં ફરતા જોયાં હતાં. એસ.ડબલ્યુ.આર.ડી. ભંડારનાયકે ઉચ્ચ વિચારો ધરાવતા હતા. જેના વપિરીત તેમનાં પત્ની અત્યંત શાંત અને ધરતી સાથે જોડાયેલાં હતાં.કોલંબોથી જ્યારે આ સમાચાર આવ્યા કે એસ.ડબલ્યુ.આર.ડી. ના અચાનક નિધનથી પેદા થયેલા શૂન્યાવકાશને ૪૪ વર્ષનાં ગંભીર અને સૌમ્ય સિરિમાવો ભંડારનાયકે જ ભરશે, ત્યારે દુનિયામાં આશ્ચર્યની એક લહેર દોડી ગઈ હતી. તે કેવી રીતે સંભાળશે? પરંતુ લોકોના આશ્ચર્ય વચ્ચે નવાં વડાપ્રધાન વિચાર-વિમર્શમાં પોતાને ગોઠવી રહ્યા હતા. તેમની અંગ્રેજી સાદી, પરંતુ પ્રભાવશાળી હતી. તેમના વિચારો ઊંચા હતા અને અઘરા મુદ્દાઓને સમજવાની ક્ષમતા તેના કરતાં પણ વધુ તેજ હતી. વડાપ્રધાનના સ્વરૂપમાં તે લોકોના આશ્ચર્ય વચ્ચે ઝડપથી સફળ થઈ રહ્યાં હતાં. તેમનું પ્રારંભિક અને અમિટ છાપ છોડનારું કામ એ તેમનો બોધ હતો કે, સરકાર, કૂટનીતિ અને રાજકીય નેતૃત્વમાં સૌથી વિશ્વસનીય માર્ગદર્શક તમારી અંદરની સમજદારી અને અંતર્બોધ જ હોય છે. ૧૯૬૨ના એશિયા અને ‘નામ’ દેશોના સંમેલનમાં વિશ્વમાં સિરિમાવો ભંડારનાયકેની શું ભૂમિકા હશે તે અંગે લોકો આશંકિત હતા. જ્યારે ચીને ભારત-ચીન સરહદ પર યુદ્ધ સમાપ્તિની જાહેરાત કરી તો આશા હતી કે સરહદ વિવાદનો ઉકેલ લાવવાનો સવાલ તો ઊભો થશે જ, પરંતુ આમ થયું નહીં. સિરિમાવોને વડાપ્રધાન બને ત્યારે હજુ માત્ર બે વર્ષ જ થયાં હતાં. તેમણે બીજા પાંચ ‘નામ’ દેશો બમૉ, કંબોડિયા, ઘાના, ઇન્ડોનેશિયા અને યુનાઈટેડ અરબ રિપબ્લિકને આ મુદ્દે ચર્ચા-વિચારણા કરવા બોલાવ્યા. એક ‘કોલંબો પ્રસ્તાવ’ રજૂ કર્યો, જેને ભારતે સ્વીકાર્યો. ભારતે એ પણ જોયું કે સિરિમાવો શ્રીલંકામાં રહેતા ભારતીય મૂળના ‘રાજ્યવિહોણા’ તમિલોના મુદ્દે ઘણા ગંભીર છે. વડાપ્રધાન નેહરુ એવું કહેતા હતા કે તેઓ શ્રીલંકાના રહેવાસી છે અને તેમણે ત્યાં જ રહેવું જોઈએ. ૧૯૬૪માં સિરિમાવો અને ભારતના નવા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી વચ્ચેની વાટાઘાટો બાદ સિરિમાવો-શાસ્ત્રી કરાર થયો. આ કરાર અનુસાર વસ્તીને બે ભાગમાં વહેંચવામાં આવે. એક ભાગનો સ્વીકાર શ્રીલંકાની સરકાર કરે અને બાકીના લોકોને ભારત મોકલવામાં આવે. કોણ રોકાશે અને કોણ ભારત પાછું જશે એ નિર્ણય લોકોની ઇચ્છા પર હતો. પરંતુ ત્યાં રોકાવા માગતા લોકોનો કવોટા જલદીથી ભરાઈ ગયો અને આ કરારનો કોઈ અર્થ રહ્યો નહીં.
ત્યાર બાદ ફરી બીજો કરાર થયો, જે અનુસાર શ્રીલંકા અને ભારતે બચી ગયેલા લોકોને અડધા-અડધા વહેંચી લીધા.આ બંને કરાર અને કાચ્ચાતિવુ દ્વીપ અંગે લીધેલા નિર્ણયોથી એ સ્પષ્ટ થતું હતું કે દુનિયાની પ્રથમ મહિલા વડાપ્રધાન પોતાના ભારતીય સાથીદાર સાથે કોઈ ‘વરિષ્ઠ’ વડાપ્રધાન જેવા આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ રહી હતી. સિરિમાવો ભંડારનાયકેનું વડાપ્રધાનપદ લગભગ ત્યારે છૂટયું જ્યારે ૧૯૭૭ની કટોકટી બાદ ભારતમાં ઇન્દિરા ગાંધીનો સમય આવ્યો હતો. પરંતુ જે જનતાએ સિરિમાવો વિરુદ્ધ મત આપીને તેમને સત્તાની બહાર ફેંકી દીધાં હતાં, તે જ જનતાએ તક મળતાં તેમને પાછા સત્તામાં બેસાડ્યાં હતાં. ઇન્દિરા ગાંધી સાથે પણ આમ જ બન્યું. બંને માથું ઊંચું કરીને ફરી વડાપ્રધાન બન્યાં.
અહીં મને યાદ આવે છે કે સિરિમાવોનું ઊંચું માથું અને પહોળું કપાળ અસાધારણ હતું અને તેમનો ચહેરો એવો હતો કે કોઈ પણ તેમને જોયા બાદ એમ કહ્યા વગર નહીં રહે કે ‘કેવું ગજબનું વ્યક્તિત્વ છે’. ભારતના હાઈ કમિશનર નિમાયા બાદ તેમણે મને તેમના રોજમીડ પેલેસવાળા ઘરે બોલાવ્યો હતો. તે થોડા નબળા દેખાતાં હતાં, પરંતુ તેમના માથાની ચમક યથાવત્ હતી. તેમનો અવાજ જોકે સોમ્ય હતો, પરંતુ તેમાં પણ એક ગૂંજ હતી. ‘દિલ્હીની શું સ્થિતિ છે?’ આ સવાલના ઘણા અર્થ હોઈ શકે છે. પછી વાતચીતનો મુદ્દો કોલંબોમાં ભારતીય હાઈ કમિશનરના ઘર તરફ વળી ગયો. મેં તેમને મારા ઘરે આવવા આમંત્રણ આપ્યું જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. પરંતુ ભાગ્યમાં આ લખ્યું ન હતું. ૧૦મી ઓક્ટોબરના રોજ મારા આમંત્રણ પછીના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમનું મોત થયું. મતદાનનો દિવસ હતો. મત આપીને તેઓ પાછા ફરી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં જ તે અચાનક બીમાર પડી ગયાં, પરંતુ મોડું થઈ ગયું હતું. મારા મતે એ ઉચિત જ હતું કે જે વ્યક્તિના મતદાનનો અધિકાર છીનવી લેવાયો હતો, તેણે લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા નેતાના સ્વરૂપમાં મત આપ્યા બાદ જ પોતાની રાજકીય કેરિયરને પૂર્ણવિરામ લગાવ્યું. તેમની મોટી પુત્રીએ જણાવ્યું કે, તેમની આંગળી પર મતદાનની શાહી એકદમ તાજી હતી. નાની પુત્રી રાષ્ટ્રપતિ ચંદ્રિકા ભંડારનાયકે કુમારતુંગાએ જણાવ્યું કે, તે કોઈ સાધારણ મહિલા ન હતી. સિરિમાવો જે ચૂંટણી ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહી હતી, હજુ થોડા કલાક પહેલાં જ તેમણે ત્યાં મતદાન કર્યું હતું. આવી છે લોકશાહી.
શાંતિ મેળવવા કુદરત સાથે જોડાયેલા રહો
આજે જેને જુઓ એ ચિંતિત દેખાય છે. તેનું કંઈ કારણ હોય તો વ્યક્તિ તેનો ઉકેલ પણ શોધી કાઢે, પરંતુ બાબત એક કરતાં વધુની છે. એક કારણ એ છે કે આપણે કુદરતથી કપાયેલા રહીએ છીએ. કુદરત સાથે જોડાયેલા રહેવામાં શાંતિ છે. આ દુનિયા સાથે આપણો પ્રથમ સંબંધ બનાવ્યો છે આપણને જન્મ આપનારી માતાએ. ધરતી પ્રકૃતિનું પ્રતિનિધિ સ્વરૂપ છે અને આ બંનેનું સાકાર સ્વરૂપ છે ગાય. વર્તમાનમાં ત્રણે માતાઓ તેમના જ પુત્રોના સ્વાર્થ અને સંવેદનહીનતાનો ભોગ બની રહી છે.પહેલાં ગૌસેવાની વાત સમજીએ. અહીં કોઈ પશુપ્રેમની વાત નથી. હું થોડા દિવસ અગાઉ રાજસ્થાનના પંચમેઢા ગામ ગયો હતો. અહીં દુનિયાની સૌથી મોટી ગૌશાળા જોઈને એ સ્પષ્ટ થઈ ગયું કે ગાયની હાજરી આપણને જન્મ આપનારી મા અને સમગ્ર પ્રકૃતિ સાથે જોડી દે છે. સંત દત્તશરણાનંદજી અને તેમની પ્રેરણાથી બાલ વ્યાસ રાધાકૃષ્ણજીએ ધરતી પર સ્વર્ગ ખડું કર્યું છે. દોઢ લાખ ગાયોની સેવા, જેમાં રોજ રૂ.૭-૮ લાખનો ખર્ચ આવે છે, એ કોણ ઉઠાવતું હશે? આ બાબત એક ચમત્કાર અને રહસ્ય બંને છે.
ગાયની આંખોમાં નજર નાખીને ઊભા રહીએ તો ધ્યાન બીજે જતું રહે છે. યોગીઓનો દાવો ખોટો નથી કે જો ધ્યાનમાં બાધા આવે તો આંખો બંધ કરીને તમને જન્મ આપનારી માને યાદ કરો, સાચું પરિણામ મળવા લાગશે. પૃથ્વીના ખોળામાં બેસીને તો તન, મન, ધન ત્રણેનો આનંદ સરળતાથી મળી જ જાય છે. ત્રણેય પ્રત્યેનો સદભાવ અને સેવા કોઈ એક ધર્મની વાત નથી, સમગ્ર જીવન સાથે જોડાવાનો વિષય છે. જેમની પાસે આ ત્રણેના આશીર્વાદની મૂડી હશે, તેમની પાસે શાંતિના ખજાનાની ચાવી રહેશે.

Subscribe to:
Posts (Atom)