04 August 2010

જયપુર : રૂ. ૫ લાખની નોટો બિછાવીને મહિલા સળગી ગઈ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

જયપુર : રૂ. ૫ લાખની નોટો બિછાવીને મહિલા સળગી ગઈ

જયપુર શહેરના મુહાના વિસ્તારમાં એક મહિલાએ સોમવારે મોડી રાત્રે માત્ર રૂ. ૫૦૦ના ઝઘડા માટે રૂ. પાંચ લાખના મૂલ્યની નોટો અને જમીનના દસ્તાવેજો જમીન પર પાથરીને તેના પર કેરોસીન રેડીને સળગી ઊઠી હતી.પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે ટીલાવાલા ગામના રહેવાસી કિશોરસિંહે તેની માતાને હોસ્પિટલમાં ચેક અપ માટે લઈ જવા માટે પત્ની સુમન કંવર(૩૨ વર્ષ) પાસે ૫૦૦ રૂપિયા માગ્યા હતા. પણ સુમને પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ કિશોર પાડોશી પાસેથી ઉધાર પૈસા લઈને માતાને ડોક્ટર પાસે લઈ ગયો હતો. રાત્રે લગભગ ૧૨.૩૦ કલાકે મકાનમાં ધુમાડા ફેલાઈ જતા કિશોરસિંહની ઊંઘ ઊડી ગઈ. ધુમાડા સુમનના રૂમમાંથી નીકળી રહ્યા હતા.કિશોરે દરવાજો ખટખટાવ્યો, પણ જવાબ ન મળ્યો. આથી તેણે પાડોશીને જાણ કરી. રાત્રે બે વાગે પોલીસે આવીને દરવાજો તોડતા અંદર આગની જવાળા વચ્ચે સુમન સળગી રહી હતી. આગ બુઝાવાઈ ત્યાં સુધીમાં તો સુમન સળગી ગઈ હતી. રૂમમાં રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની ઢગલાબંધ નોટો અડધી સળગેલી અને આમ-તેમ ઊડતી નજરે પડી હતી. જમીન અને વીમાના દસ્તાવેજો પણ સળગી રહ્યા હતા. પોલીસે કહ્યું કે બે વર્ષ પહેલા કિશોરસિંહે પાંચ વીઘા જમીન વેચી હતી, જેમાંથી સારી એવી રકમ મળી હતી અને તેમાંથી તેણે મકાન બનાવ્યું હતું. મકાન અને તમામ સંપત્તિ સુમન કંવરના નામે હતી. છ મહિનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. બન્ને એક જ મકાનમાં પણ અલગ-અલગ રૂમમાં રહેતા હતા.

મેં અમિતભાઈને કહ્યું કે જો તમને...

બેંગલોરમાં રહેતા તુલસી પ્રજાપતિના સાગરીત મહેન્દ્ર ઝાલા તેમજ પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ અને દશરથ પટેલ વચ્ચે તા. ૫ એપ્રિલ ૨૦૧૦ ના રોજ સવારે ૧૧.૪૦ વાગે થયેલી મિટિંગનું રમણ પટેલ દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જેના સંવાદો આ પ્રમાણે છે.મહેન્દ્ર ઝાલા: મેં કંડાસ્વામીને કહ્યું કે તમે તમારો ટાઇમ બગાડો છો અને મારો પણ ટાઇમ બગાડો છો. હું બેંગલોરથી પ્લેનમાં બેસીને આવ્યો છું અને તમે મને જ આરોપી બનાવવાની વાત કરો છો. હું રમણલાલ બધા લખાવવા તૈયાર છીએ પેલો વિનોદ ગજજર સરકારી વકીલ છે તેને મળવાનું કીધું, એ ગજજર તો અભય ચુડાસમાનો કટ્ટર છે.મેં અમિતભાઈને કીધું કે જો તમને વિશ્વાસ છે કે હું આરોપી છું તો તમને મારી વાત સાંભળીને શું ફાયદો?આ બધું થયું તેમાં ચુડાસમા વોચ રાખતો જ હોય. ચુડાસમા એ મારા બહેનના દિયરનો ખાસ ભાઈબંધ છે. રાજુ જાડેજા એ ચુડાસમાનો ખાસ માણસ છે, એટલે મારી બહેનના દિયર મારી પાસે આવ્યા, તેની સાથે વાત કરી કે રમણલાલને બીચારાને ફાયરિંગ થયું તેને પણ આરોપી બનાવ્યા અને અમને પણ ૨૦૦૧થી આ માણસ હેરાન કરે છે. રમણભાઈ-દશરથભાઈ અમે બધા હેરાન થઈ રહ્યા છીએ.અમારો કોઈ વાંક નથી, છતાં તમે કહો આપણે ઢીલા શા માટે થયા આપણે સીબીઆઈએ પેલું ના કર્યું એટલે સીબીઆઇ વાળા કહે છે તમારે છે ને કૃષ્ણનો રોલ કરવાનો છે. ચુડાસમા પકડાય તેના ૪૮ કલાકમાં અમિતનો વારો છે.એટલે મેં તો કીધું અમે તો પાંચ વર્ષથી સીબીઆઇની રાહ જોઈએ છીએ. અમારા માટે તો ભગવાન જેવી છે. તમે આવ્યા અને આવી વાત કરો છો, એ રિવોલ્વરનું લખાવી લે તો અમે ફસાઈ જઈશુ. ખાલી કરપ્શનનું લખીને આપો તો પણ સુપ્રીમ ઊંચું થઈ જશે.

કચ્છ : રણમાં ભરાયેલાં પાણી વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોર જબ્બે

કચ્છમાં સતત વરસાદી માહોલ છવાયો છે અને સરહદની પેલે પાર પાકિસ્તાનમાં મુશળધાર વર્ષા થઇ રહી છે એવા સંજોગોમાં પાક સીમા ઓળંગીને ભારતીય બોર્ડરમાં ઘૂસેલા એક આધેડ શખ્સને વિઘાકોટ એરિયામાંથી બીએસએફના જવાનોએ પકડી પાડ્યો હતો. તપાસ અર્થે તે નરા પોલીસને સોંપાયા બાદ એસઓજી દ્વારા તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.નરાના પીએસઆઇ આર.ટી. તલસાણિયાએ કહ્યું કે, પાકિસ્તાનના બદીન જિલ્લાના સીરો મંધરો ગામનો રહેવાસી કારો ભલાજી મંધરા (ઉ.૫૦) ગેરકાયદે સરહદ પાર કરી ભારતીય સીમામાં ઘૂસ્યો, ત્યારે વિઘાકોટ એરિયાના પિલર નં.૧૧૧૦/૧ પાસેથી બીએસએફની ૫૩-બટાલિયન ડેલ્ટા કંપનીના ઇન્સપેક્ટર ઓમરાજ તથા સ્ટાફે તેને ગત તા.૨ના રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં પકડી લીધો હતો.ખાવડા પોલીસમાં તેને રજૂ કર્યા બાદ તેની તપાસ નરા પોલીસને સોંપવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછમાં તે સિંધી ભાષા બોલતો હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત તે ઢોર ચરાવવા નીકળ્યો, ત્યારે માથું ફરી જતાં ભૂલથી સરહદ પાર કરી હોવાનું તેણે રટણ કર્યું હતું, જે પોલીસને ગળે ઉતરતું નથી. જોકે, પોલીસે તેની પાસેથી પાકિસ્તાની ચલણ અને આઇકાર્ડ સહિતની ચીજો કબજે કરી હતી અને એસઓજી સાથે મળીને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, વધુ તપાસ અર્થે આ શખ્સ જ્યાંથી ઝડપાયો, ત્યાંનું નિરીક્ષણ કરવા આવતીકાલે પોલીસ રવાના થશે.સરહદ પર ગઇકાલે પકડાયેલા આધેડ પાકિસ્તાની પાસેથી પોલીસને પાક ચલણી નોટોમાં રૂ.૧૦૦, રૂ.૫૦ રૂ.૧૦ અને રૂ.૫ની એકએક નોટ મળી આવી હતી. જ્યારે રૂ.૨ અને રૂ.૧નો સિક્કો પણ મળી આવ્યો હતો. આઇકાર્ડ તરીકે તેની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યું, જેનો નંબર સી.ઇ.૦૦૨૮૨૨ જોવા મળ્યો છે. ઉપરાંત ૨ ધાબળા, એક જોડી બૂટ અને એક પાકિટ પણ મળી આવ્યાનું નરા પીએસઆઇ તલસાણિયાએ જણાવ્યું હતું.

શિપબ્રેકિંગની મોટાભાગની માગણી એક્સાઇઝે સ્વીકારી

શિપબ્રેકિંગ ઉદ્યોગ પર સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ દ્વારા લાદવામાં આવેલા નવા નિયમો લાદવામાં આવતા ઇન્ડસ્ટ્રી પર સંકટના વાદળો ઘેરાયા હતા, અને તેની વિસ્તૃત રજૂઆત ઉચ્ચકક્ષાએ કરવામાં આવતા ચિફ કમિશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા મોટાભાગના નિયમોમાં રાહત આપવામાં આવી છે, અને શિપબ્રેકરોએ પણ તેઓએ બંધ કરેલા લોડિઁગ અને ડિલિવરીના કામકાજ પુન: ચાલુ કરી દીધા હતા. એક્સાઇઝ વિભાગ દ્વારા શિપના વજન સામેનો હિસાબ આપવાનો અમાનુષી નિર્ણય સામે તમામ શિપબ્રેકરોને વિરોધ હતો, અને પ્રતિનિધિ મંડળે ઉચ્ચ અધિકારીઓને મળી વિસ્તૃત છણાવટ કરતા અધિકારીઓએ પણ વાત ગ્રાહ્ય રાખી હતી અને આ નિયમ પડતો મુકવાનો નિર્ણય લીધો હતો.શિપ રીસાયકિલંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમેખ વિશ્નુકુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર પ્લેટના અલગ અલગ પ્રકાર પ્રમાણે બિલો બનાવવાની અને તેના રીપોર્ટ બનાવવા અંગેની તંત્રની વાતનો અમોએ સ્વીકાર કર્યો છે. અધિકારીઓએ અમને સાંભળી અને મડાગાંઠ ઉકેલી છે. ટ્રક ઓપરેટરો સહિતની બાબતોનો પણ ઉકેલ આવી ગયેલ છે.ટ્રાન્ઝેકશન કેરી ફોરવર્ડ કરવાના નિયમ અંગે મથામણ. અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગમાં વ્યવસાયકારોએ દરેક ટ્રાન્ઝેકશનના બિલો બનાવી અને આગલા બિલ સુધીના ટર્નઓવરની રકમ તેના પછીના બિલમાં કેરી ફોરવર્ડ કરવા પડશે, તેવી તંત્રની વાત અંગે મડાગાંઠ પડી છે.શિપબ્રેકરોનો બુદ્ધીજીવી વર્ગ એવું માને છે કે આવી પ્રથાથી અમારા ટ્રેડ સિક્રેટ ખુલ્લા પડી જશે. અને ટર્નઓવર એ દરેક ધંધાર્થીની ખાનગી બાબત છે, તે પણ જાહેર થઇ જવાની સંભાવના છે. જો કે, અધિકારીઓએ આ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય લઇ યોગ્ય કરવા પણ હૈયાધારણા આપી છે

શિક્ષણ સમિતિની આગામી સભામાં ભારે વિવાદ સર્જાશે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી તા.૫મી ઓગસ્ટે મળનારી સાધારણ સભામાં કાળિયાબીડની સ્કુલ અને ભંગાર માલ-સામાનના વેચાણ બાબતે ભારે વિવાદ સજાઁવાની શક્યતા વર્તાઈ રહી છે.મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી અને કદાચિત અંતિમ મળનારી સાધારણ સભામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પાછળ થયેલો રૂ.૯૭,૪૪૯નો ખર્ચ, શાળાઓના ભંગારની હરરાજી માટે બહાર પડાયેલા ટેન્ડર, સ્ટેશનરી છાપકામ, નિવૃત્ત થયેલા કર્મચારીને ગણવેશની રકમ આપવા અને કાળિયાબીડમા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા શરૂ કરવા અને માસિક ભાડાથી રાખવામાં આવેલ જમીન-મકાન તથા ધોરણ ૧થી૪ની મશિ્ર શાળા શરૂ કરવા અંગે મંજુરીની અપેક્ષાએ આપેલી મંજુરી જાહેર કરવા સહિતના ઠરાવો બાબતે ચર્ચા-વિચારણા કરાશે.જ્યારે કન્યા કેળવણી મહોત્સવ પાછળ થયેલો એકલાખ જેવો નિરર્થક ખર્ચ ઘણા સમયથી વિવાદાસ્પદ ભંગારની હરરાજી તેમજ સભ્યોની જાણવગર મકાન કાળિયાબીડમાં શાળા શરૂ થઈ જતા તે અંગે સભ્યો તડાપીટ બોલાવવાની શક્યતા બળવત્તર બની છે. અમુક વિવાદાસ્પદ નિર્ણયોમાં અનેકની નીચે રેલો આવવાની સંભાવના છે. પરંતુ સભ્યો જો પાણીમાં ન બેસે તો.

વલ્લભીપુરમાં અષાઢી ધારાએ ચાર ઈંચ વરસાદ

ભાવનગર જિલ્લામાં મેઘરાજા ધીમીધારે મેઘમહેર વરસી રહી છે. આજે પણ જિલ્લામાં વરસાદમાં વલ્લભીપુર ચાર ઈંચ સાથે મોખરે રહ્યું હતું. ઉમરાળામાં બે ઈંચ અને તળાજા, ગારિયાધાર, બોટાદ અને ભાવનગર શહેરમાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસી ગયો છે.વલભીપુર શહેર અને પંથક સવારથી વરસાદી વાદળો થી છવાયેલા હતાં. ધીમી ધારે શરૂ થયેલ વરસાદ બપોર બાદ ધોધમાર શરૂ થતાં સાંજ સુધીમાં ૯૬ મી.મી. એટલેકે ચાર ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. આમ શહેરમા છેલ્લા બે દિવસથી મેધ મહેર શરૂ રહેતા છ થી સાત ઇંચ વરસાદ પડી ગયો છે.આ રીતે વલભીપુરમાં મૌસમનો કુલ વરસાદ ૪૯૬ મી.મી. નોંધાયો છે. ઉમરાળા તાલુકામાં પણ સવારથી વરસાદનો માહોલ છવાયેલો હતો. અને સવારના સમયે ઝરમર ઝરમર શરૂ થયેલ વરસાદ બપોર પછી જોરદાર રીતે પડતા સાંજ સુધીમાં ૪૨ મી.મી. નોંધાયો હતો.ગારીયાધાર પંથકમાં મંગળવારે દિવસ દરમિયાન વરસાદના હળવા ઝાપટા વરસ્યા હતા અને અંદાજે ૨૨ મી.મી. વરસાદ નોંધાયો છે.તળાજામાં બપોરનાં સમયે વારંવાર જોરદારઝાપટા પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા તેમજ નીચાણવાળા વિસ્તારમાં તળાવડા સર્જાયા હતા. સાંજ સુધીમાં વરસાદ ૩૦ મી.મી. પડયો હતો.ભાવનગર શહેરમાં આજે આખો દિવસ ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. વચ્ચે-વચ્ચે છુટાછવાયા વિસ્તચારમાં ભારે ઝાપટા પણ વરસી ગયા હતા. સતત છાંટણાને લીધે છત્રી કે રેઈનકોટ વગર આજે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. બોટાદમાં આજરોજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. બોટાદ શહેરનાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બોટાદમાં અત્યારે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

યુવા જનજાગરણ યાત્રાનું ૭ ઓગસ્ટે મહેસાણામાં આગમન

કોંગ્રેસના આર્દશોને ઉજાગર કરવા અને કેન્દ્રની ગ્રાન્ટો અંગે પ્રજાને જાગૃત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આગામી ૭ ઓગસ્ટના રોજ મહેસાણામા પ્રવેશનાર યુવા જાગરણ પદયાત્રા યુવા કોંગ્રેસને વધુ મજબૂત બનાવશે એમ મહેસાણા જિલ્લા યુથ કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખે મંગળવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.આગામી દિવસોમાં આયોજીત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસને વધુ મજબુત બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને કોંગ્રેસના ઈતિહાસમાં સૌ પ્રથમ કહી શકાય તેવી તમામ મત વિસ્તારોને આવરતી ૧૭૨૫ કિ.મી.ની ૧૨૫ દિવસની યુવા જાગરણ પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા આગામી ૭ ઓગસ્ટના રોજ મહેસાણાના અલોડા ગામેથી પસાર થનાર છે.મંગળવારે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા મહેસાણા જિલ્લા ઈન્ચાર્જ યુવા કોંગ્રેસ પ્રમુખ ધરમસી દેસાઈએ કહ્યું હતું કે, કેન્દ્રની વિવિધ યોજના અંગે નાના-મોટા ગામડાની પ્રજામાં જાગૃતિ લાવવાનું તેમજ વધુમાં વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાય અને ‘આમ આદમી કા સિપાઈ’ બને તેવો આ યુવા જાગરણ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.આ પત્રકાર પરિષદમાં યુવક કોંગ્રેસ પ્રમુખ ધરમસી દેસાઈ, મહામંત્રી જીતુ ચૌધરી, મહામંત્રી પરેશ પરમાર, એન.એસ.યુ.આઈ. પ્રમુખ દિગ્વિજય ગોહિલ, સિદ્ધરાજસિંહ ઝાલા તથા શૈલેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

વામજ પાસે વિહિપ અગ્રણીના ભાઇની ભેદી સંજોગોમાં લાશ મળી

કડીના વામજ ગામ નજીકના કાચા રસ્તામાં આવેલ નેળીયામાંથી મંગળવારે સાંજે સળગી ગયેલી અલ્ટ્રો ગાડીની પાછલી સીટમાંથી સળગી ગયેલી હાલતમાં અમદાવાદના યુવાનની મળી આવેલી લાશે રહસ્યો સર્જયા છે.હત્યા કે મોત અંગે અટવાયેલી સ્થાનિક પોલીસે લાશનું પોસ્ટમાર્ટમ કરાવી યુવાનના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે. આ અંગે કડી પોલીસે હાલના તબક્કે જાણવા જોગ નોંધીને એફએસએલની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી બાજુ આ લાશ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અશ્વિનભાઇ પટેલના ભાઇની હોવાનું બહાર આવ્યું છે.કડી તાલુકાના વામજ ગામેથી અડધો કિ.મી.ના અંતરે ઓએનજીસીના વેલ તરફ જવાના કાચા રસ્તા ઉપર આવેલા સાંકડા નેળીયામાં મંગળવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં સળગેલી હાલતમાં જી.જે. ૧૮ એ.સી. ૭૫૧૩ નંબરની અલ્ટ્રો ગાડી જોતા ગામજનોમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળે પહોંચેલી કડી પોલીસે ગાડીમાં તપાસ કરતાં પાછલી સીટમાંથી અજાણ્યા યુવાનની સળગેલી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા તર્કવિતર્કો સજાર્યા હતા.જો કે, ગણતરીના સમયમાં જ ઘટના સ્થળે પહોંચેલ વિશ્વ હિન્દુ પરિષદના જોઈન્ટ સેક્રેટરી અશ્વિનભાઈ પટેલે ગાડીમાંથી મળી આવેલી લાશ અમદાવાદ ખાતે સમર્પણ બંગ્લોઝમાં રહેતા અને પોતાની સાથે કેમિકલનો વ્યવસાય કરતા તેમના નાના ભાઈ રાકેશભાઈ ગોવિંદભાઈ પટેલની હોવાની ઓળખ કરી હતી.સળગી ગયેલી હાલતમાં મળી આવેલા યુવાનની હત્યા કે અકસ્માત મોત અંગે સર્જાયેલા અટકળો વચ્ચે કડી પોલીસે લાશનું પોસ્ટમાર્ટમ કરી મોત પાછળનું સાચુ કારણ જાણવા પ્રયાસ કર્યો છે. સળગેલી હાલતમાં ગાડી તેમજ લાશ મળી આવવાના આ ચકચારી કેસમાં હત્યારાઓએ જવલંત પ્રવાહીનો ઉપયોગ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે મહેસાણા એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

તારાપુરમાં ખાતર અને ધરૂનો કકળાટ !

ખંભાત-તારાપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી સતત વરસતાં વરસાદને પગલે ખેડૂતોએ રોપણીકાર્ય પૂરજોશમાં આરંભી દીધું છે. ભાલ પંથકમાં ડાંગર અને ચરોતર-કાંઠા વિસ્તારમાં ખેડૂતો દ્વારા તમાકુની રોપણીની કામગીરીનો પ્રારંભ કરાયો છે, ત્યારે તમાકુ ધરુની તંગીના કારણે પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.ધરુની અછતને પગલે તારાપુર તાલુકામાં ર૮ ટકા અને ખંભાત પંથકમાં ૩૧ ટકા સીમ વિસ્તારમાં જ ડાંગર તેમ જ તમાકુની રોપણી થઈ શકી છે. આ ઉપરાંત ખંભાત-તારાપુર પંથકમાં રૂ.રપપના યુરિયા ખાતરની થેલીના કેટલાક વેપારીઓ દ્વારા હાલ બેવડી માંગ નીકળતાં રૂ.૩૦૦ વસુલવામાં આવતા હોવાની પણ ફરિયાદ વ્યાપક બની છે.ચરોતરમાં તમાકુ, ભાલમાં ડાંગર અને કાંઠા વિસ્તારમાં શાકભાજી આધારિત ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોનો તાજેતરની મેઘમહેર બાદ મૂળ પ્રશ્ન ખાતર અને ધરુ બની ગયો છે. ભાલનાં ખેડૂત હરમાનભાઈએ જણાવ્યું હતું કે, અહીંના ખાતરના ડેપો દ્વારા ખાતર આપવામાં આનાકાની કરવામાં આવે છે. ક્યારેક અઠવાડિયે એક જ વખત ખાતરનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે ખાનગી વિતરકો દ્વારા ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ કરવામાં આવે છે.ખંભાત અને તારાપુરમાં પણ ખાતરની અછત છે, એમ જણાવી રૂ. રપપની મૂળ કિંમત સામે રૂ.૩૦૦ સુધીની રકમ વસુલવામાં આવી રહી છે. તારાપુરમાં એક ખાતરના વેપારી દ્વારા રૂ.૩૦૦માં યુરિયા એક થેલી વેચાય છે અને જો આ અંગે કોઈ ખેડૂત દ્વારા પાકું બિલ માંગવામાં આવે તો આનાકાની કરવામાં આવે છે, તેમ છતાં જો ખેડૂત તકરાર કરે તો થેલી પાછી લઈ લેવામાં આવે છે.હાલમાં ખંભાત-તારાપુર તાલુકાના સીમ વિસ્તારમાં ૧૨૦૦ હેક્ટર જમીનમાં તમાકુનું વાવેતર થઈ રહ્યું હોઈ ખાતર અને તમાકુની ધરુની ભારે ખેંચ ઉભી થઈ છે. છેલ્લા રપ વર્ષથી ચોમાસામાં તમાકુનું વાવેતર કરતાં જયંતિભાઈ પટેલના જણાવ્યા મુજબ પ્રથમ રાઉન્ડમાં અપૂરતો વરસાદ અને સિંચાઈ વિભાગની આડોડાઈને કારણે ચાલુ વર્ષે ધરુવાડિયા નિષ્ફળ ગયા છે.

રાસનોલ કેનાલમાં ગાબડું પુરવા તંત્રની દોડધામ

આણંદ નજીકના રાસનોલ પાસે આવેલા રામપુરા વિસ્તારમાં લાખો રૂપિયાનું નૂકશાન પહોંચાડનાર કેનાલના ગાબડાને પુરવાની કામગીરી મંગળવારે સવારથી વરસાદી માહોલ વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે. જોકે સીમ વિસ્તારમાં ધસી ગયેલા કેનાલના પાણી ધીરેધીરે ઓસરી રહ્યા હોઇ બે દિવસ બાદ સંપૂર્ણ પાણી ઉતરી ગયા પછી પંથકના ખેડૂતોને થયેલા નુકસાન માટે વિશેષ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું તંત્રવાહકોએ જણાવ્યું હતું.રાસનોલ અને કુંજરાવ વચ્ચેથી પસાર થતી મહી કેનાલ પેટલાદ શાખામાં રવિવારની રાત્રે અંદાજે ૧૦૦ ફુટનું ગાબડું પડ્યું હતું. જેના પગલે રાસનોલ, કુંજરાવ અને રામપુરાની સીમ વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો હતો. સીમ વિસ્તારની સાથે કેટલાક મકાનોમાં પણ પાણી પ્રવેશી જતાં લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.આ બનાવની જાણ થતાં જ મંગળવારે સવારે ઉચ્ચ અધિકારીઓની સાથે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતની ટીમ અને સારસાના ધારાસભ્ય જયંતભાઇ બોસ્કી તાબડતોબ સ્થળ પર પહોંચી જઇ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી હતી. આ અંગે કાર્યપાલક ઇજનેર પટેલે વધુમાં જણાવ્યું હતું કે મંગળવારે સવારથી જ ગાબડું પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી માટે બે જેસીબી મશીન અને એક ઓડકોન તેમજ ચાર ડમ્પર ઉપયોગમાં લેવાયાં છે. આ ગાબડાને પ્રથમ માટીથી પુરી દઇ તેના ઉપર પાકું ચણતર કરી ફીટ કરી દેવામાં આવનાર છે. જોકે, વરસાદના કારણે કામગીરીમાં થોડી અડચણ ઉભી થઇ રહી છે. છતાં એકાદ બે દિવસમાં સંપૂર્ણ કામગીરી પુરી કરવાનો પ્રયાસ કરાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં સીમ વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે.

દુનિયા બદલવા શરૂઆત તમારાથી કરો’

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આફ્રિકાના યુવા નેતાઓને મહાત્મા ગાંધીને અનુસરવાની શિખામણ આપી હતી. ઓબામા, જે ગાંધીજીને પોતાનો આદર્શ માને છે, તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીએ શિખ આપી હતી કે જો તમારે દુનિયાને બદલવી હોય તો પહેલા તમારા બદલાવવું પડશે.ઓબામા યુવાન આફ્રિકન નેતાઓને સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક પ્રશ્નના જવાબમાં તેમણે ઉપરોક્ત બાબત જણાવી હતી. આશરે 50 આફ્રિકન દેશોમાંથી યુવાનેતાઓને વ્હાઇટ હાઉસમાં બોલાવવામાં આવ્યાં હતા. પોતાના વ્યક્તવ્યમાં ઓબામાએ જણાવ્યું હતું કે આફ્રિકાનું ભવિષ્ય તેના યુવાનોના હાથમાં છે.આ પ્રસંગે ઓબામાએ જણાવ્યું હતું કે આફ્રિક દુનિયાનો પાયાનો ભાગ છે. અમેરિકા દ્વારા આફ્રિકન યુવાનોને સશક્ત બનાવવા માટે મદદ ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત આફ્રિકામાં પાયાની સુવિધાઓ ઉભી કરવા માટે પણ ફાળો આપવામાં આવશે.

યુનોએ ૪૫ ત્રાસવાદીઓનાં નામ બ્લેકલિસ્ટમાંથી બાદ કર્યા

સંયુક્ત રાષ્ટ્ર સંઘે ત્રાસવાદી સંગઠનો તથા આતંકવાદીઓની યાદીમાંથી તાલિબાન અને અલકાયદાને મદદરૂપ થતાં ૪૫ ત્રાસવાદીઓને દૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આ યાદીમાં ૪૮૮ ત્રાસવાદીઓના નામ હતા.ઓસ્ટ્રિયાના એમ્બેસેડર તથા સિકયોરિટી કાઉન્સિલની બ્લેકલિસ્ટની જાળવણી કરતી પેનલના અધ્યક્ષ થોમસ માયર હાર્ટીગે કહ્યું કે અમે નવ વર્ષ બાદ પ્રથમ વખત બ્લેકલિસ્ટ પર પુન:વિચારણા કરી છે. ૭૫ ટકા મામલાઓમાં અમે નવી માહિતી મેળવવામાં સમર્થ બન્યા છીએ. બ્લેકલિસ્ટ તૈયાર કરવા માટે ૩૮ બેઠકો યોજી ૪૮૮ નામ વિશે ચર્ચા કરવામાં આવી હતી.માયર હાર્ટીગે કહ્યું કે તાલિબાનના ૧૩૨ તથા અલકાયદાના ૩૧૧ ત્રાસવાદીઓના નામ બ્લેકલિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. બીજા ૬૬ નામો પર હજુ ચર્ચા ચાલુ છે.૨૭૦ ત્રાસવાદીઓના નામ પર છે કે ૨૦૦૧થી પુન:વિચારણા કરવામાં આવી નહોતી તેવું કહેતા માયર હાર્ટીગે કહ્યું કે બાકીની યાદીમાં હવે બહુ મોટાપાયે ફેરફાર જોવા મળશે નહીં. ૨૭૦ નામો પર ૨૦૦૧થી પુન:વિચારણા કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે, નવા નિયમ મુજબ બ્લેકલિસ્ટમાં મુકાયેલા પ્રત્યેક વ્યક્તિના નામ પર દર ત્રણ વર્ષે પુન:વિચારણા કરવી જોઈએ.

ડીમ્ડ યુનિ.ની માન્યતા રદ કરવાની કેન્દ્ર પાસે સત્તા

કેન્દ્રે સુપ્રીમકોર્ટને જણાવ્યું કે, શિક્ષણની જરૂરી ગુણવત્તા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડવા બદલ ૪૪ ડીમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની યુજીસીના નિયમો હેઠળ કેન્દ્ર પાસે સત્તા છે. ટંડન સમિતિએ ડીમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની ભલામણ કરી હતી.ન્યાયમૂર્તિઓ દલવીર ભંડારી અને દીપક વર્માની બેંચ સમક્ષ ઉપસ્થિત થયેલા સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમે જણાવ્યું કે, યુજીસી કાયદા હેઠળ યુનિવર્સિટીઓને ડીમ્ડનો દરજજો આપવાની પંચને સત્તા આપવામાં આવી છે. ગોપાલ સુબ્રમણ્યમે બેંચ સમક્ષ એવી પણ રજુઆત કરી કે, યુનિવર્સિટીઓને ડીમ્ડ દરજજાની માન્યતા આપવાની સત્તામાં ધારાધોરણો પૂરા કરવામાં નિષ્ફળ નીવડવા બદલ તેમની માન્યતા રદ કરવાની સત્તાનો પણ સમાવેશ થાય છે.પછીથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી કેકે વેણુગોપાલે ૪૪ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની કેન્દ્રની દરખાસ્તની આકરી ટીકા કરીને જણાવ્યું કે, આવી સત્તા માત્ર યુજીસી પાસે હોવાથી યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાનું ગેરકાનૂની છે.યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની ભલામણ કરનાર પ્રોફેસર પીએન ટંડન સમિતિની રચના સામે પણ વેણુગોપાલે પ્રશ્ન ઉઠાવ્યો છે. આવતીકાલે દલીલો ફરી શરૂ થશે.

અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો

અમેરિકન ડોલર સામે આજે ભારતીય રૂપિયાની શરૂઆત નીચા મથાળે થઇ હતી. અમેરિકન ડોલરની આયાતકારો વતી સારી એવી માંગ નીકળતા ડોલરની મજબૂતી સામે રૂપિયો 12 પૈસા નીચામાં ખૂલ્યો હતો.ધી આંતર બેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સ્થાનિક સ્તરે રૂપિયો 12 પૈસા નીચામાં રૂ.46.28 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે ગઇકાલના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 8 પૈસા ઉપરમાં રૂ.46.16/17 પર બંધ રહ્યો હતો.

શેરબજારની શરૂઆત : સેન્સેક્સ 57 અંક અપ

આજે મુંબઇ શેરબજારની શરૂઆત ઉપરમાં થઇ હતી. આઇટી સ્ટોકની આગેવાની હેઠળ બીએસઇ ખાતે સેન્સેક્સ 57.28 અંક એટલે કે 0.30 ટકાના વધારા સાથે 18,172.11 પર ખૂલ્યો હતો. જ્યારે એનએસઇ ખાતે નિફ્ટી 13.70 અંક એટલે કે 0.23 ટકાના વધારા સાથે 5453.25 પર ખૂલી હતી.બ્રોકરોનું કહેવું છે કે રિટેલ ઇન્વેસ્ટરો અને ફંડ મેનેજરો આજે હેવીવેઇટ સ્ટોકમાં પણ ખાસ કરીને ટેકનોલોજી કંપનીમાં ખરીદી કરી રહ્યા છે.

આમિર આત્મકથા લખી રહ્યો છે!

બોલિવૂ઼ડ સ્ટાર આમિર ખાન પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર દરેક કામમાં ચોક્સાઈ રાખે છે. આમિર ખાન પોતાની આત્મકથા લખી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક કંપની આમિરની આત્મકથા છાપવા માટે તૈયાર છે. તે કંપનીએ આમિરને બ્લેન્ક ચેક પણ આપ્યો છે. આમિર હા પાડે તેની જ રાહ જોવાઈ રહી છે.વિશ્વસનીય સૂત્રોના મતે આમિર આત્મકથા લખવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યો છે. જો કે આમિર પોતાના જીવનના રહસ્યો લોકોને કહેશે કે નહિ તે અંગે શંકા છે.આમિરને ઘણી જ મોટી રકમ ઓફર કરવામાં આવી છે અને આ ઓફરને આમિર ગંભીરતાથી લઈ રહ્યો છે. આમિર પોતાની આત્મકથામાં ચોકસાઈ રાખે તે સ્વાભાવિક છે.આમિરની આત્મકથામાં તેની ફિલ્મો અને તેના જીવન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સ્વાભાવિક છે.

‘અમિતજી આગળ હું કંઈ નથી’

સલમાન ખાન બિગ બોસ 4 હોસ્ટ કરવાનો છે. સલમાન ખાનને લઈને ચેનલે એક વિવાદ શરૂ કરી દીધો છે. બિગ બોસ 3 અમિતાભ બચ્ચને હોસ્ટ કર્યુ હતું અને તેને કારણે સલમાનની તુલના બિગ બી સાથે થઈ રહી છે.સલમાને કહ્યું હતું કે, તેણે શિલ્પા અને અમિતજીએ બિગ બોસનું સંચાલન કર્યુ તે તમામ એપિસોડ જોયા હતા. સલમાન શિલ્પા જે રીતે સંચાલન કરતી હતી તે રીતનું સંચાલન કરશે.વધુમાં સલમાને કહ્યું હતું કે, અમિતજી સિનીયર છે. તેમની આગળ હું ઘણો જ નાનો છું. તેથી અમારી વચ્ચે તુલના કરવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી.જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે, તેણે શા માટે બિગ બોસમાં સ્પર્ધક તરીકે નહિ પણ સંચાલક તરીકે આવ્યો. તો તેણે કહ્યું હતું કે, તેને ચોવીસ કલાક જેલમાં રહેવું પસંદ નથી. ઘરની અંદરના લોકોને બહારથી જોવા પસંદ છે.સલ્લુને પોતાનું અંગત જીવન જાહેર થાય તે બિલકુલ પસંદ નથી. તેના જીવનમાં લોકો દખલગીરી કરે તે બિલકુલ પસંદ નથી.સલમાને દસ કા દમનો શો હોસ્ટ કર્યો હતો પરંતુ કેબીસી 4ને કારણે તેના શોને પાછો ઠેલી દેવામાં આવ્યો છે. સલમાનને હજી પણ દસ કા દમનો શો કરવો છે. કેબીસી પૂરું થયા પછી દસ કા દમ શરૂ થશે તેવી આશા સલ્લુને છે.

45 વર્ષ સુધી ડેટિંગ પર પ્રતિબંધ!

હોલિવૂડના સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલને પોતાની ત્રણેય દીકરીઓને પ્રેમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સ્ટેલન પોતાની ત્રણેય પુત્રીઓ પર 45 વર્ષ સુધી ડેટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.રોકી ફિલ્મ સીરિઝ દ્વારા લોકપ્રિય થનાર સ્ટેલનની ત્રીજી પત્ની જેનિફર ફ્લાવિનને ત્રણ પુત્રીઓ છે. સોફિયા(14), સિસ્ટીન (12) અને સ્કારલેટ (8) છે.આ સિવાય સ્ટેલનને પહેલી પત્ની સાશા ચાસ્કથી બે પુત્રો છે. સ્ટેલને સ્વીકાર કર્યો હતો કે, તેની પુત્રીઓની ઉંમર વધતા તેને ચિંતા થવા લાગી છે.વધુમાં સ્ટેલને કહ્યું હતું કે, તે પોતાની પુત્રીઓને ઘણો જ પ્રેમ કરે છે. આ જ કારણથી તે પોતાની પુત્રીઓને 45 વર્ષ સુધી ડેટિંગ પર જવાની મંજૂરી આપી શકે તેમ નથી. તેના માટે દીકરીઓનો ઉછેર એક પડકારજનક કામ છે.

સલમાન બિગ બોસ 4 હોસ્ટ કરશે

બિગ બોસ કોણ હોસ્ટ કરશે તે વાતને લઈને અત્યાર સુધી ઘણાં નામોની ચર્ચા થઈ છે. પહેલા શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર જેવા નામો ચર્ચાઈ ગયા છે.જો કે સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે સલમાન ખાન બિગ બોસનું સંચાલન કરશે. બિગ બોસ 3નું સંચાલન અમિતાભ બચ્ચને કર્યુ હતું. જો કે હવે બિગ બી કેબીસી 4નું સંચાલન કરવાના હોવાથી બિગ બોસનું સંચલાન કોણ કરશે તે વાતને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી.હવે, અમિતાભ અને સલમાન ખાન વચ્ચે સીધી સ્પર્ધા થશે તેમ માનવામાં આવી રહ્યું છે. જો કે સલમાને કહ્યું હતું કે, તેને આવી સ્પર્ધાનો કોઈ ડર નથી. તેને સાચે જ ટીઆરપીની પડી નથી. ટીવી પર તે માત્ર પોતાના દર્શકોનું મનોરંજન કરવા માંગે છે. વધુમાં સલ્લુએ કહ્યું હતું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લાં 22 વર્ષથી છે. અત્યાર સુધી તેને દર્શકોએ ઘણો જ પ્રેમ આપ્યો છે. હવે સમય છે કે, તે પોતાના ચાહકોને કંઈક આપે. તેથી જ તે નાના પડદે કામ કરી રહ્યો છે.

હેમા માલિની રાજકારણીઓ સામે બાથ ભીડશે?

હેમા માલિની થોડા સમય પહેલા ડાન્સિંગ ક્વીન નામના એક રિયાલિટી શોની જ્જ બની હતી. ત્યારબાદ હેમામાલિની ટીવીના પડદે નજરે આવી નહોતી.થોડા સમય પહેલા સમાચાર હતા કે, હેમામાલિની પોતાની પુત્રી એશા દેઓલને કરિયરને વેગ આપવા માટે એક ફિલ્મ બનાવી રહી છે.જો કે હવે, એવી વાત છે કે, હેમામાલિની પોતાની પુત્રીને રઝિયા સુલતાન નામની સીરિયલમાં લોન્ચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, હેમામાલિનીએ રઝિયા સુલતાન નામની ફિલ્મમાં કામ કર્યુ હતું.આ સિવાય હવે હેમામાલિની રામ ગોપાલ વર્માની ફિલ્મ સરકાર રાજમાંથી પ્રેરણા લઈને એક રાજકારણીઓ પર આધારિત સીરિયલ બનાવવા જઈ રહી છે.

4 AUGUST 2010

રૂ. ૫ લાખની નોટો બિછાવીને મહિલા સળગી ગઈ

જયપુર શહેરના મુહાના વિસ્તારમાં એક મહિલાએ સોમવારે મોડી રાત્રે માત્ર રૂ. ૫૦૦ના ઝઘડા માટે રૂ. પાંચ લાખના મૂલ્યની નોટો અને જમીનના દસ્તાવેજો જમીન પર પાથરીને તેના પર કેરોસીન રેડીને સળગી ઊઠી હતી.પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે ટીલાવાલા ગામના રહેવાસી કિશોરસિંહે તેની માતાને હોસ્પિટલમાં ચેક અપ માટે લઈ જવા માટે પત્ની સુમન કંવર(૩૨ વર્ષ) પાસે ૫૦૦ રૂપિયા માગ્યા હતા. પણ સુમને પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ કિશોર પાડોશી પાસેથી ઉધાર પૈસા લઈને માતાને ડોક્ટર પાસે લઈ ગયો હતો. રાત્રે લગભગ ૧૨.૩૦ કલાકે મકાનમાં ધુમાડા ફેલાઈ જતા કિશોરસિંહની ઊંઘ ઊડી ગઈ. ધુમાડા સુમનના રૂમમાંથી નીકળી રહ્યા હતા.કિશોરે દરવાજો ખટખટાવ્યો, પણ જવાબ ન મળ્યો. આથી તેણે પાડોશીને જાણ કરી. રાત્રે બે વાગે પોલીસે આવીને દરવાજો તોડતા અંદર આગની જવાળા વચ્ચે સુમન સળગી રહી હતી. આગ બુઝાવાઈ ત્યાં સુધીમાં તો સુમન સળગી ગઈ હતી. રૂમમાં રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની ઢગલાબંધ નોટો અડધી સળગેલી અને આમ-તેમ ઊડતી નજરે પડી હતી. જમીન અને વીમાના દસ્તાવેજો પણ સળગી રહ્યા હતા. પોલીસે કહ્યું કે બે વર્ષ પહેલા કિશોરસિંહે પાંચ વીઘા જમીન વેચી હતી, જેમાંથી સારી એવી રકમ મળી હતી અને તેમાંથી તેણે મકાન બનાવ્યું હતું. મકાન અને તમામ સંપત્તિ સુમન કંવરના નામે હતી. છ મહિનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. બન્ને એક જ મકાનમાં પણ અલગ-અલગ રૂમમાં રહેતા હતા.

ડીમ્ડ યુનિ.ની માન્યતા રદ કરવાની કેન્દ્ર પાસે સત્તા

કેન્દ્રે સુપ્રીમકોર્ટને જણાવ્યું કે, શિક્ષણની જરૂરી ગુણવત્તા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડવા બદલ ૪૪ ડીમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની યુજીસીના નિયમો હેઠળ કેન્દ્ર પાસે સત્તા છે. ટંડન સમિતિએ ડીમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની ભલામણ કરી હતી.ન્યાયમૂર્તિઓ દલવીર ભંડારી અને દીપક વર્માની બેંચ સમક્ષ ઉપસ્થિત થયેલા સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમે જણાવ્યું કે, યુજીસી કાયદા હેઠળ યુનિવર્સિટીઓને ડીમ્ડનો દરજજો આપવાની પંચને સત્તા આપવામાં આવી છે. ગોપાલ સુબ્રમણ્યમે બેંચ સમક્ષ એવી પણ રજુઆત કરી કે, યુનિવર્સિટીઓને ડીમ્ડ દરજજાની માન્યતા આપવાની સત્તામાં ધારાધોરણો પૂરા કરવામાં નિષ્ફળ નીવડવા બદલ તેમની માન્યતા રદ કરવાની સત્તાનો પણ સમાવેશ થાય છે.પછીથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી કેકે વેણુગોપાલે ૪૪ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની કેન્દ્રની દરખાસ્તની આકરી ટીકા કરીને જણાવ્યું કે, આવી સત્તા માત્ર યુજીસી પાસે હોવાથી યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાનું ગેરકાનૂની છે.યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની ભલામણ કરનાર પ્રોફેસર પીએન ટંડન સમિતિની રચના સામે પણ વેણુગોપાલે પ્રશ્ન ઉઠાવ્યો છે. આવતીકાલે દલીલો ફરી શરૂ થશે.

અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો

અમેરિકન ડોલર સામે આજે ભારતીય રૂપિયાની શરૂઆત નીચા મથાળે થઇ હતી. અમેરિકન ડોલરની આયાતકારો વતી સારી એવી માંગ નીકળતા ડોલરની મજબૂતી સામે રૂપિયો 12 પૈસા નીચામાં ખૂલ્યો હતો.ધી આંતર બેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સ્થાનિક સ્તરે રૂપિયો 12 પૈસા નીચામાં રૂ.46.28 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે ગઇકાલના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 8 પૈસા ઉપરમાં રૂ.46.16/17 પર બંધ રહ્યો હતો.

શેરબજારની શરૂઆત : સેન્સેક્સ 57 અંક અપ

આજે મુંબઇ શેરબજારની શરૂઆત ઉપરમાં થઇ હતી. આઇટી સ્ટોકની આગેવાની હેઠળ બીએસઇ ખાતે સેન્સેક્સ 57.28 અંક એટલે કે 0.30 ટકાના વધારા સાથે 18,172.11 પર ખૂલ્યો હતો. જ્યારે એનએસઇ ખાતે નિફ્ટી 13.70 અંક એટલે કે 0.23 ટકાના વધારા સાથે 5453.25 પર ખૂલી હતી.બ્રોકરોનું કહેવું છે કે રિટેલ ઇન્વેસ્ટરો અને ફંડ મેનેજરો આજે હેવીવેઇટ સ્ટોકમાં પણ ખાસ કરીને ટેકનોલોજી કંપનીમાં ખરીદી કરી રહ્યા છે.

આમિર આત્મકથા લખી રહ્યો છે!

બોલિવૂ઼ડ સ્ટાર આમિર ખાન પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર દરેક કામમાં ચોક્સાઈ રાખે છે. આમિર ખાન પોતાની આત્મકથા લખી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક કંપની આમિરની આત્મકથા છાપવા માટે તૈયાર છે. તે કંપનીએ આમિરને બ્લેન્ક ચેક પણ આપ્યો છે. આમિર હા પાડે તેની જ રાહ જોવાઈ રહી છે.વિશ્વસનીય સૂત્રોના મતે આમિર આત્મકથા લખવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યો છે. જો કે આમિર પોતાના જીવનના રહસ્યો લોકોને કહેશે કે નહિ તે અંગે શંકા છે.આમિરને ઘણી જ મોટી રકમ ઓફર કરવામાં આવી છે અને આ ઓફરને આમિર ગંભીરતાથી લઈ રહ્યો છે. આમિર પોતાની આત્મકથામાં ચોકસાઈ રાખે તે સ્વાભાવિક છે.આમિરની આત્મકથામાં તેની ફિલ્મો અને તેના જીવન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સ્વાભાવિક છે.

‘અમિતજી આગળ હું કંઈ નથી’

સલમાન ખાન બિગ બોસ 4 હોસ્ટ કરવાનો છે. સલમાન ખાનને લઈને ચેનલે એક વિવાદ શરૂ કરી દીધો છે. બિગ બોસ 3 અમિતાભ બચ્ચને હોસ્ટ કર્યુ હતું અને તેને કારણે સલમાનની તુલના બિગ બી સાથે થઈ રહી છે.સલમાને કહ્યું હતું કે, તેણે શિલ્પા અને અમિતજીએ બિગ બોસનું સંચાલન કર્યુ તે તમામ એપિસોડ જોયા હતા. સલમાન શિલ્પા જે રીતે સંચાલન કરતી હતી તે રીતનું સંચાલન કરશે.વધુમાં સલમાને કહ્યું હતું કે, અમિતજી સિનીયર છે. તેમની આગળ હું ઘણો જ નાનો છું. તેથી અમારી વચ્ચે તુલના કરવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી.જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે, તેણે શા માટે બિગ બોસમાં સ્પર્ધક તરીકે નહિ પણ સંચાલક તરીકે આવ્યો. તો તેણે કહ્યું હતું કે, તેને ચોવીસ કલાક જેલમાં રહેવું પસંદ નથી. ઘરની અંદરના લોકોને બહારથી જોવા પસંદ છે.સલ્લુને પોતાનું અંગત જીવન જાહેર થાય તે બિલકુલ પસંદ નથી. તેના જીવનમાં લોકો દખલગીરી કરે તે બિલકુલ પસંદ નથી.સલમાને દસ કા દમનો શો હોસ્ટ કર્યો હતો પરંતુ કેબીસી 4ને કારણે તેના શોને પાછો ઠેલી દેવામાં આવ્યો છે. સલમાનને હજી પણ દસ કા દમનો શો કરવો છે. કેબીસી પૂરું થયા પછી દસ કા દમ શરૂ થશે તેવી આશા સલ્લુને છે.

45 વર્ષ સુધી ડેટિંગ પર પ્રતિબંધ!

હોલિવૂડના સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલને પોતાની ત્રણેય દીકરીઓને પ્રેમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સ્ટેલન પોતાની ત્રણેય પુત્રીઓ પર 45 વર્ષ સુધી ડેટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.રોકી ફિલ્મ સીરિઝ દ્વારા લોકપ્રિય થનાર સ્ટેલનની ત્રીજી પત્ની જેનિફર ફ્લાવિનને ત્રણ પુત્રીઓ છે. સોફિયા(14), સિસ્ટીન (12) અને સ્કારલેટ (8) છે.આ સિવાય સ્ટેલનને પહેલી પત્ની સાશા ચાસ્કથી બે પુત્રો છે. સ્ટેલને સ્વીકાર કર્યો હતો કે, તેની પુત્રીઓની ઉંમર વધતા તેને ચિંતા થવા લાગી છે.વધુમાં સ્ટેલને કહ્યું હતું કે, તે પોતાની પુત્રીઓને ઘણો જ પ્રેમ કરે છે. આ જ કારણથી તે પોતાની પુત્રીઓને 45 વર્ષ સુધી ડેટિંગ પર જવાની મંજૂરી આપી શકે તેમ નથી. તેના માટે દીકરીઓનો ઉછેર એક પડકારજનક કામ છે.

સલમાન બિગ બોસ 4 હોસ્ટ કરશે

બિગ બોસ કોણ હોસ્ટ કરશે તે વાતને લઈને અત્યાર સુધી ઘણાં નામોની ચર્ચા થઈ છે. પહેલા શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર જેવા નામો ચર્ચાઈ ગયા છે.જો કે સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે સલમાન ખાન બિગ બોસનું સંચાલન કરશે. બિગ બોસ 3નું સંચાલન અમિતાભ બચ્ચને કર્યુ હતું. જો કે હવે બિગ બી કેબીસી 4નું સંચાલન કરવાના હોવાથી બિગ બોસનું સંચલાન કોણ કરશે તે વાતને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી.હવે, અમિતાભ અને સલમાન ખાન વચ્ચે સીધી સ્પર્ધા થશે તેમ માનવામાં આવી રહ્યું છે. જો કે સલમાને કહ્યું હતું કે, તેને આવી સ્પર્ધાનો કોઈ ડર નથી. તેને સાચે જ ટીઆરપીની પડી નથી. ટીવી પર તે માત્ર પોતાના દર્શકોનું મનોરંજન કરવા માંગે છે. વધુમાં સલ્લુએ કહ્યું હતું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લાં 22 વર્ષથી છે. અત્યાર સુધી તેને દર્શકોએ ઘણો જ પ્રેમ આપ્યો છે. હવે સમય છે કે, તે પોતાના ચાહકોને કંઈક આપે. તેથી જ તે નાના પડદે કામ કરી રહ્યો છે.

હેમા માલિની રાજકારણીઓ સામે બાથ ભીડશે?

હેમા માલિની થોડા સમય પહેલા ડાન્સિંગ ક્વીન નામના એક રિયાલિટી શોની જ્જ બની હતી. ત્યારબાદ હેમામાલિની ટીવીના પડદે નજરે આવી નહોતી.થોડા સમય પહેલા સમાચાર હતા કે, હેમામાલિની પોતાની પુત્રી એશા દેઓલને કરિયરને વેગ આપવા માટે એક ફિલ્મ બનાવી રહી છે.જો કે હવે, એવી વાત છે કે, હેમામાલિની પોતાની પુત્રીને રઝિયા સુલતાન નામની સીરિયલમાં લોન્ચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, હેમામાલિનીએ રઝિયા સુલતાન નામની ફિલ્મમાં કામ કર્યુ હતું.આ સિવાય હવે હેમામાલિની રામ ગોપાલ વર્માની ફિલ્મ સરકાર રાજમાંથી પ્રેરણા લઈને એક રાજકારણીઓ પર આધારિત સીરિયલ બનાવવા જઈ રહી છે.

પ્રસન્ના આઉટ, શ્રીલંકાનો છઠ્ઠો ઝટકો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

પ્રસન્ના આઉટ, શ્રીલંકાનો છઠ્ઠો ઝટકો

પી સારા ઓવલ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ પ્રથમ દિવસે જ 4 વિકેટના નુકસાને 293 રન બનાવી લીધા હતા.જો કે બીજા દિવસે શ્રીલંકાની શરૂઆત થોડી ખરાબ રહી હતી. જેમાં શ્રીલંકાએ મહેલા જયવર્દને અને પ્રસન્ના જયવર્દનેની વિકેટો ગુમાવી દીધી હતી. પ્રસન્ના 9 રને ઓઝાનો શિકાર બન્યો હતો.રથમ દિવસે પણ ભારતીય બોલરો પ્રભાવશાળી નહોતા રહ્યા. પ્રથમ દિવસે કોઈ ખેલાડી સદી તો નથી નોંધાવી શક્યો પરંતુ સુકાની સંગાકારા, જયવર્દને અને સમરવીરાએ અડધી સદી નોંધાવી હતી. પ્રથમ દિવસના અંતે સમરવીરા 65 રને અને મેથ્યુસ 26 રને રમતમાં હતા.ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે પ્રથમ મેચ ગુમાવી દીધી હતી. અને બીજી મેચ ડ્રો રહી હતી. તેથી હાલમાં ભારત શ્રેણીમાં 0-1થી પાછળ છે.

સચિનનો રેકોર્ડ અતૂટ રહેશે : સાયમન્ડ્સ

ભારતનો માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકર મંગળવારે સૌથી વધારે ટેસ્ટ રમનારો ખેલાંડી બની ગયો હતો. તેણે સ્ટિવ વોના ૧૬૮ ટેસ્ટના રેકોર્ડને હવે પાછળ રાખી દીધો છે ત્યારે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કહેવું છે કે ચેમ્પિયન ભારતીય બેટ્સમેનનો આ રેકોર્ડ વર્ષો સુધી અતૂટ રહેવાનો છે.ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારથી કોલંબોમાં શરૂ થયેલી ટેસ્ટ સચિન તેંડુલરકરની ૧૬૯મી ટેસ્ટ છે. સાયમન્ડ્સે જણાવ્યું હતું કે સચિન તેંડુલકર અત્યારે તેની કારકિર્દીના અંતિમ ચરણમાં છે અને તેના વિના ક્રિકેટની રમત તેનો ચાર્મ ગુમાવી બેસશે.ભવિષ્યમાં કોઈ ખેલાડી સચિન જેટલી ટેસ્ટ રમી શકશે તે અંગે મને શંકા છે. હાલમાં રિકી પોન્ટિંગ, જેકસ કાલિસ અને માર્ક બાઉચર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે અને કદાચ તેઓ ભવિષ્યમાં સચિનની નજીક પહોંચી શકે છે પરંતુ હાલના તબક્કે ટેસ્ટ રમવાનું શરૂ કરનારો કોઈ ખેલાડી ૧૬૦-૧૭૦ ટેસ્ટ રમે તેવી શક્યતા જણાતી નથી.ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેકગ્રા, શેન વોર્ન કે મેથ્યુ હેડન જેવા ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા, તેમનું સ્થાન અન્ય ખેલાડીઓએ લઈ લીધંુ છે તેમના જેવી સિદ્ધિ મેળવવી અન્ય માટે આસાન નથી તેમ સાયમન્ડ્સે ઉમેર્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમમાં અત્યારે કોઈ પણ પ્રકારના વિવાદમાં સંકળાયા વિના ૧૧ કે ૧૨ વર્ષ સુધી સતત રમવું કોઈના માટે આસાન નથી. આ જ રીતે ટી૨૦ અને વન-ડેના જમાનામાં ૧૫૦થી વધારે ટેસ્ટ રમવી પણ આસાન નહીં હોય.

ભારત માટે ફરીથી કપરો દિવસ

શ્રીલંકા સામેની વર્તમાન શ્રેણીની ત્રણેય ટેસ્ટમાં ભારતીય બોલર્સ માટે પ્રથમ દિવસે હંમેશાં કપરો રહ્યો છે અને મંગળવારથી શરૂ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ પણ તેમાંથી બાકાત રહી નથી. અહીંના પી. સારા ઓવલ ખાતે શરૂ થયેલી મેચમાં શ્રીલંકાએ ચાર વિકેટે ૨૯૩ રન નોંધાવીને ફરીથી ભારત માટે મુશ્કેલી પેદા કરી દીધી હતી. શ્રેણીમાં ૧-૦ની સરસાઈ ભોગવી રહેલી શ્રીલંકન ટીમના સુકાની કુમાર સંગાકરા સળં ગ ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતવામાં નસીબદાર રહ્યો હતો અને આ વખતે પણ તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.જોકે આ મેચમાં ફરક એટલો પડ્યો હતો કે પરનવિતાના અને સંગાકરા સદી નોંધાવી શક્યા ન હતા. બંનેએ પ્રથમ બે ટેસ્ટમાં સદી ફટકારી હતી. મંગળવારે શ્રીલંકાએ ચાર વિકેટ ગુમાવી હતી પરંતુ ઓપનર પરાનવિતાનાને બાદ કરતાં અન્ય બેટ્સમેન સેટ થઈને આઉટ થયા હતા. પ્રથમ દિવસની રમતને અંતે થિલાન સમરવીરા ૬૫ અને એંજેલો મેથ્યુઝ ૨૬ રન સાથે રમતમાં હતા.સમરવિરા અને મેથ્યુઝ અત્યાર સુધીમાં બાવન રન ઉમેરી ચૂક્યા છે પરંતુ ઇનિંગ્સની શ્રેષ્ઠ ભાગીદારી તિલકરત્ને દિલશાન અને કુમાર સંગાકરાની રહી હતી. ઇશાન્ત શર્માએ ૧૫ રનના કુલ સ્કોરે ભારતને પ્રથમ સફળતા અપાવીને પરાનવિતાનાને વિકેટ પાછળ ઝડપાવી દીધો હતો. શ્રીલંકન ઓપનર અગાઉની બંને ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ આ વખતે માત્ર આઠ રન નોંધાવી શક્યો હતો. એ પછી સંગાકરા અને દિલશાન વચ્ચેની ૮૭ રનની ભાગીદારીનો પ્રારંભ થયો હતો. ભારતને એ પછી છેક લંચ સમયે સફળતા મળી હતી.દિલશાન આજે સંયમ દાખવીને રમી રહ્યો હતો અને ૭૦ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા પરંતુ વિરામ અગાઉની છેલ્લી ઓવરમાં એક ઝડપી રન લેવા જતાં તે રનઆઉટ થયો હતો. દિલશાને ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. લંચ પછી સંગાકરા અને મહેલા જયવર્દનેએ સ્કોર ૧૫૭ સુધી પહોંચાડ્યો ત્યારે શ્રીલંકન સુકાની ૭૫ રનના વ્યક્તિગત સ્કોરે પ્રજ્ઞાન ઓઝાની બોલિંગમાં આઉટ થયો હતો. સંગાકારએ ૧૧૪ બોલની ઇનિંગ્સમાં પાંચ બાઉન્ડ્રી ઉપરાંત બે સિકસર પણ ફટકારી હતી.

આઇસીસીએ ઇંગ્લિશ બોર્ડની અરજી નકારી

સાઉથ આફ્રિકા સામે જાન્યુઆરીમાં રમાયેલી ટેસ્ટ દરમિયાન અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમના વિવાદાસ્પદ નિર્ણય અંગે ઇસીબીએ કરેલી અરજીને આઇસીસીએ નકારી નાખી હતી.ઇંગ્લેન્ડે ફરિયાદ કરી હતી કે ટેલિવિઝન અમ્પાયર ડેરેલ હાર્પરે સાઉથ આફ્રિકન સુકાની ગ્રીમ સ્મિથને કેચમાં આપેલા નોટઆઉટ સામે ઇંગ્લેન્ડ રેફરલ સિસ્ટમના નિયમ મુજબ કરેલી અપીલને નકારી નાખી હતી. આઇસીસીએ તેની સમિતિએ આપેલા રિપોર્ટના આધારે ઇંગ્લેન્ડની અરજી નકારી હતી.

જીવનસાથી જ્યારે દગાખોરી કરે

મનુભાઇ પ્રથમ વાર મણિબહેનને લઇ મને મળવા આવ્યા, ત્યારે તેમની મુખ્ય ફરિયાદ હતી કે મણિબહેનનો સ્વભાવ બહુ વહેમી છે. મનુભાઇ વિશે વાત કરું, તો તે ધોળકા તરફના નાના ગામના પ્રતિષ્ઠિત માણસ હતા. સરપંચ પણ રહી ચૂકેલા. ગામમાં કોઇને પણ નાનુંમોટું કામ હોય તો મનુભાઇને યાદ કરતા. મનુભાઇ પણ દોડીને બધાંનાં કામ કરે.મનુભાઇએ મને મણિબહેન વિશે વાત કરી કે મણિબહેન થોડા દિવસથી ગુસ્સામાં રહે છે અને કારણ વગર શંકા કર્યા કરે છે. ગામમાં કોઇ પણ સ્ત્રી સાથે વાત કરતાં જુએ તો ઝઘડો કરે અને છેલ્લા બે-ત્રણ મહિનાથી તો વાત ખૂબ જ વધી ગઇ હતી.મણિબહેન સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મનુભાઇના લક્ષણો સારા નથી. જેના લીધે તેમને આવા વિચારો આવે છે અને તેમણે એવું જોયું પણ છે. સાથેસાથે તેમને ઊંઘ નહોતી આવતી અને બીજી કેટલીક તકલીફો પણ હતી. મણિબહેનને વહેમની બીમારી છે તેવું ગણી દવા આપીને અઠવાડિયા બાદ પાછા બોલાવ્યા.અઠવાડિયામાં મણિબહેનમાં વધુ ફેરફાર થયો નહોતો. તેમના ઝઘડા ચાલુ હતાં. તે મનુભાઇ ઉપર ગુસ્સે થઇ જતા, ઘણી વાર તેમણે મનુભાઇ ઉપર હાથ પણ ઉપાડ્યો હતો. મનુભાઇ જે રીતે વાત કરતા હતા તેના લીધે મને લાગ્યું કે કદાચ મણિબહેન સાચું પણ કહેતા હોય. મણિબહેનને એકલા પૂછપરછ માટે બોલાવ્યાં, ત્યારે તેમણે ખૂબ સારી રીતે વર્તન કર્યું અને જણાવ્યું કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ફિળયામાં સામા ઘરે રહેતી સ્ત્રી સાથે મનુભાઇની આંખ મળી ગઇ છે અને તે તેને છાનામાના, જ્યારે તેનો મરદ ઘરે ન હોય ત્યારે મળવા જાય છે.

પ્રિટી ઝિંટા અને નેસ વાડિયાની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે

આઈપીએલ ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવન પંજાબના એક માલિક પ્રખ્યાત અભિનેત્રી પ્રિટી ઝિંટાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. નીચલી અદાલતે કિંગ્સ ઈલેવન પંજાબના માલિક પ્રિટી ઝિંટા અને અન્ય બે સહમાલિકો વિરુદ્ધ બેલેન્સ શીટ અને વાર્ષિક રિટર્ન ન ભરવાના આરોપ હેઠળ જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા જામીનપાત્ર વોરંટ સામે સ્ટે ઓર્ડર આપ્યો છે.નીચલી અદાલત દ્વારા 24 જુલાઈના રોજ અપાયેલા ઓર્ડર સામે હાઈકોર્ટના જજ જસ્ટિસ નિર્મલજીત કૌરે 22 સપ્ટેમ્બર સુધી સ્ટે ઓર્ડર આપ્યો છે.અરજદારોના વકીલે દલીલ કરી હતી કે કિંગ્સ ઈલેવન પંજાબના હક ધરાવતા કેપીએચ ડ્રીમ્સે આરોપોની પતાવટ માટે કંપની લો બોર્ડ સમક્ષ પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે.મહત્વપૂર્ણ છે કે નીચલી અદાલતે આઈપીએલ ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવનના સહ-માલિક પ્રિટી ઝિંટા, નેસ વાડિયા અને મોહિત બર્મન સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. આ સંદર્ભે કંપની રજીસ્ટ્રાર દ્વારા બેલેન્સ શીટ અને વાર્ષિક રિટર્ન ન ભરવા સંદર્ભે કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.ત્રણેય સહ-માલિકો અથવા તેમના વકીલ કોર્ટ સમક્ષ હાજર ન થતાં મુખ્ય જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ જે. એસ. સંધુએ ત્રણેય સહ-માલિકો વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. ફરીયાદી પક્ષે રજૂઆત કરી હતી કે બેલેન્સ શીટ અને વાર્ષિક રિટર્ન રજૂ ન કરીને ત્રણેય સહ-માલિકો કેપીએચ ડ્રીમ્સની નાણાંકીય સ્થિતિ લોકોથી છુપાવા માગે છે.

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની સ્થિતિ : લાલપુરમાં ૧૧ ઇંચ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની સ્થિતિ : લાલપુરમાં ૧૧ ઇંચ

સતત અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ જાળવી રાખતાં લીલા દુકાળની સ્થિતિનું નિર્માણ થયું છે. સંખ્યાબંધ ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. તે ઉપરાંત રાજ્યભરમાં ઠેરઠેર ભારે વરસાદ પડતા હજારો લોકો વિવિધ સ્થળે ફસાઇ ગયા છે. કેટલાક હાઇવે અને માર્ગો પર પણ ટ્રાફિકજામ થઇ જતા વાહનોની લાંબી કતાર લાગી ગઇ છે.રવિવારના ભારે વરસાદ બાદ આજે પણ જામનગર, રાજકોટ અને જુનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સોમવારે ખંભાળિયામાં પડેલા ૨૩ ઇંચ વરસાદ બાદ આજે તેની નજીકના લાલપુરમાં ૧૧ ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો. જેતપુર પંથકમાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ કારણે એક્સોથી વધારે ગામને ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદમાં ત્રણ કલાકમાં છ ઇંચ વરરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેર જળબંબાકાર થઈ ગયું હતું. ઠેરઠેર ટ્રાફિકજામ થઈ જતાં લોકો અનેક જગ્યાએ ફસાયા હતા. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે હવામાનખાતાએ આગાહી કરી હતી કે રાજ્યમાં ૧૨ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.મંગળવારે પણ સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભયાનક રૂપ જારી રાખ્યું હતું. લાલપુરમાં ૧૧ ઇંચ વરસાદને કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. બીજી બાજુ આજે ખંભાળિયામાં વરસાદ ચાલુ રહેતાં પરિસ્થિતિ પણ અતિવિકટ હતી. ખંભાળિયામાં છેલ્લા ૩૬ કલાકમાં ૨૯ ઇંચ વરસાદ પડી ચૂકયો છે.કલ્યાણપુરમાં ચાર ઇંચ અને ભાણવડમાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો, જ્યારે જામજોધપુર અને કાલાવાડમાં બે ઇંચ પાણી પડી ગયું હતું.છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું હોઈ જો થોડા દિવસ વધારે વરસાદ રહ્યો તો કેટલીક જગ્યાએ પાક બળી જવાની શક્યતા પણ જોવાઈ રહી છે. મગફળી, કપાસ અને કઠોળના પાકને નુકસાન થવાની શક્યતા છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં આજે સારો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ધરમપુર, વલસાડમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ તાલુકાના ગોરવાડા ગામે આવાસ તૂટી પડતાં બે બાળાઓ સહિત ત્રણને ઇજા પહોંચી હતી.* અલ્ટો કે-10નું આજે લોન્ચિંગ
મારૂતિ સુઝુકી ઇન્ડિયાની નવી અલ્ટો કે-10નું આજે લોન્ચિંગ છે. તેની કિંમત સંભવત: ત્રણ લાખ રૂપિયા હશે. નવી અલ્ટોના લોન્ચિંગને લઇને કંપની ખાસી ઉત્સાહિત હતી. કંપનીનું માનવું છે કે તેનાથી એ-2 સેગમેન્ટમાં મારૂતિના બજારનો હિસ્સો વધશે. સાથો સાથ કંપનીને એ પણ આશા છે કે નવી અલ્ટો સૌપ્રથમ કાર ખરીદનાર મોટા વર્ગને આકર્ષિત કરવામાં સફળ રહેશે.નવી અલ્ટોમાં 1000સીસી ક્ષમતાનું કે-સીરીઝનું એન્જિન લાગેલું હશે. નવી કાર હાલની અલ્ટોથી 125 મિમી લાંબી છે અને તેની કુલ લંબાઇ 3620 મિમી છે. નવી અલ્ટોની લંબાઇ એ-2 સેગમેન્ટની વેગન-આર, અસ્ટિલો અને હ્યુન્ડાઇ આઇ-10 સહિત મોટાભાગે તમામ કારોથી વધુ છે. કંપનીનો દાવો છે કે નવી અલ્ટો 20.2 કિમી પ્રતિ લિટર માઇલેજ આપશે. તેની સાથે જ આ શૂન્ય થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અંદાજે 13.3 સેકન્ડ પ્રાપ્ત કરી લેશે. આ શ્રેણીની અન્ય કારો આ ગતિ પ્રાપ્ત કરવામાં 14 સેકન્ડનો સમય લે છે.મારૂતિ સુઝુકીના મુખ્ય મહા પ્રબંધક (માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે એ-1 અને એ-2 શ્રેણી પર કંપનીઓનું ફોકસ ફરીથી વધી રહ્યું છે. આ શ્રેણીમાં આવનારા વર્ષોમાં સ્પર્ધા વધવાની આશા છે.

અમીનનું નિવેદન યોગ્ય હશે તો અરજી અંગે નિર્ણય

સોહરાબુદ્દીન કેસમાં ડૉ. એન.કે. અમીન અને સીબીઆઇ વચ્ચે શરતી સમજુતી થઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. એક તરફ અમીને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવાની તૈયારી દર્શાવી આ કેસમાં તેને માફી આપવા રજુઆત કરી છે. તો આજે સીબીઆઇએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ જણાવ્યું છે કે, અમારી પાસે પૂરાવા છે તેથી અમીન નિવેદન આપે કે ન આપે તેનાથી કંઇ ફરક નથી પડતો પરંતુ અમીન પહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપે તે નિવેદન આ કેસમાં અમને મદદરૂપ લાગશે તો અમે તેની અરજીના સમર્થનમાં જવાબ આપીશું.બીજી તરફ અમીને તાજના સાક્ષી બનવા અરજી કરતા ગભરાયેલી વણઝારા એન્ડ કંપની પહેલા તેમને સાંભળવામાં આવે તેવી કોર્ટ સમક્ષ કરેલી અરજીને પણ સીબીઆઇએ પડકારી તેને રદ કરવા કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.ડૉ. નરેન્દ્ર કે. અમીન દ્વારા તાજના સાક્ષી બનવા માટે પોતાના એડ્વોકેટ દ્વારા અરજી કરી તેમને આ કેસમાંથી મુક્તિ આપવા માટે થયેલી અરજી અંગેની સુનાવણી દરમિયાન આજે સીબીઆઇએ પોતાનો જવાબ રજુ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, અમીન પહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪ હેઠળ નિવેદન આપે અને તે નિવેદન અમને આ કેસમાં ઉપયોગી સાબિત થાય તેમ લાગે તો અમે તેમની અરજીને સમર્થન કરીશું.તમામ દલીલો ધ્યાને લઈ સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ.વાય. દવેએ કેસની સુનાવણી ૧૦મી ઓગસ્ટ પર મુલતવી રાખી છે. સીબીઆઇના એડ્વોકેટ આઝમખાને જણાવ્યું હતું કે, આરોપીઓ સામે અમારી પાસે પૂરતા પુરાવા છે. અમીન અમને તેનું નિવેદન આપે કે ન આપે તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. જો કે અમે અમીન દ્વારા અપાયેલા નિવેદન અને પુરાવાનું મૂલ્યાંકન કરી તેને આધારે કોર્ટ સમક્ષ રજુઆત કરીશું.

બાળકીનું અપહરણ કરનાર નિર્મલ પટેલ પકડાયો

ખંડણી માટે બાળકીનું અપહરણ કરનાર ટોળકીનો મુખ્ય સૂત્રધાર નિર્મલ પટેલ પકડાયો. અમરાઇવાડી પોલીસે નિર્મલના ગામ બાવળા જઇને તેને ઝડપી લઇ ગુનામાં વપરાયેલુ બાઈક કબજે કર્યું. સોનિયાને રાતો રાત પૈસા કમાવવાની ઘેલછા જાગતા તેણે મિત્ર નિર્મલને એક માસ અગાઉ ફોન કરીને સીટીએમ મળવા બોલાવ્યો હતો.રાતો રાત પૈસા કમાવવા માટે શ્રીમંત પરિવારની ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી ખંડણી વસુલ કરવાના કાવતરાને અંજામ આપનાર ભાઇ-બહેન પકડાયા બાદ અમરાઇવાડી પોલીસે સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધાર નિર્મલ પટેલની મોડી રાતે તેના ગામ બાવળામાંથી ધરપકડ કરી ગુનામાં વપરાયેલુ બાઈક કબજે કર્યું છે. અગત્યની વાત તો એ છે કે રાતો રાત પૈસા કમાવવાની ઘેલછા જાગતા સોનિયાએ એક માસ અગાઉ મિત્ર નિર્મલને ફોન કરીને સીટીએમ મળવા બોલાવ્યો હતો. જયાં નિર્મલે બાળકના અપહરણની સરળ યોજના બતાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,અમરાઇવાડી ગોરના કુવા અમરદીપ પાર્ક સોસાયટી ખાતે રહેતા સચિનભાઇ જૈન અને પ્રિયંકાબહેનની દીકરી નેન્સી(ઉ.વ.૩) ગોરના કુવા ખાતેની રાજા ભગત વિદ્યાલય સંકુલમાં આવેલી સેન્ટ લોરેન સ્કુલમાં નર્સરીમાં અભ્યાસ કરે છે. પ્રિયંકાબહેન મંગળવારે સવારે ૧૧.૦૦ વાગ્યે નેન્સીને સ્કુલેથી લઇને ઘરે જઇ રહ્યા હતા ત્યારે અમરાઇવાડી ગોરના કુવા રાજ ચેમ્બર પાસે બાઈક ઉપર આવેલો નિર્મલ પટેલ અને રીકીન ભટ્ટ પ્રિયંકાબહેને કેડમા રાખેલ નેન્સીને ઝુંટવીને બાઈક ઉપર ભાગ્યા હતા.

કેન્દ્ર સરકાર સામેના આક્રોશના મામલે ઠાકરે મોદીની સાથે

મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે કેન્દ્ર સરકાર કાયમ જ સાવકું વલણ અપનાવતી રહી છે, એમ શિવસેનાના વડા બાળ ઠાકરેએ જણાવ્યું હતું.સોહરાબુદ્દીન મામલે ગુજરાત સરકાર સાથે કેન્દ્ર રીતે વ્યવહાર રાખી રહી છે તેની સામે મુખ્ય પ્રધાન નરેંદ્ર મોદીએ ઠાલવેલો આક્રોશ યોગ્ય જ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જોડિયા ભાઈઓ છે અને આ બંને રાજ્ય પ્રત્યે કેન્દ્ર સદૈવ સાવકું વલણ અપનાવે છે, એમ તેમણે જણાવ્યું હતું. હાલમાં મહારાષ્ટ્ર- કર્ણાટક સીમા વિવાદ ગાજી રહ્યો છે. દિલ્હીએ ૫૦ વર્ષથી બેળગાવ પ્રશ્ને અન્યાયની ભૂમિકા લીધી છે અમને હવે બેલગાંવ મહારાષ્ટ્રના હકનું ન હોવાનું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું છે. શિવ સેનાના સાંસદોએ આ મુદ્દો સંસદમાં ગજવ્યો હતો. મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ આ મુદ્દે સર્વપક્ષીય મોવડીમંડળ લઈને દિલ્હીમાં વડા પ્રધાનને મળ્યા, પરંતુ તે પછી શું થયું? એવો સવાલ તેમણે કર્યો છે.વળી, મહારાષ્ટ્ર- આંધ્ર પ્રદેશનો વિવાદ બાભળી ડેમની બાબતમાં ઊલટું થયું. મહારાષ્ટ્ર - કર્ણાટક સીમા બાબતે મહારાષ્ટ્રના મોવડીમંડળને વડા પ્રધાને આ બાબત સુપ્રીમ કોર્ટમાં હોવાથી પોતે કોઈ ટિપ્પણી નહીં કરે એવું કહી દીધું, જ્યારે આંધ્રનું મોવડીમંડળ બાભળી ડેમનો મુદ્દો લઈ ગયું તો આ વિવાદ સુપ્રીમમાં ચાલતો હોવા છતાં તેમને વડા પ્રધાને ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ ભૂમિકા કેટલી અન્યાયી છે, એમ તેમણે સવાલ કરતાં જણાવ્યું છે.

અભય ચુડાસમાનું કલગી કનેક્શન?

એક સમયે બાહોશ અને નીડર પોલીસ અધિકારી તરીકેની નામના ધરાવનાર અભય ચુડાસમાની સોહરાબ કેસમાં ધરપકડ બાદ હવે તેમની પર ખંડણી માટે ધાકધમકી આપવા સહિત અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ અને મનસ્વી રીતે કેસોની તપાસ હાથ ધરવાના આરોપો સીબીઆઇ દ્વારા મુકાઈ રહ્યા છે. જેના કારણે વલસાડ ડીએસપીથી માંડીને ડીસીપી ક્રાઇમબ્રાન્ચ (અમદાવાદ) સુધીનો ચુડાસમાનો કાર્યકાળ ભારે વિવાદાસ્પદ બન્યો છે. ચુડાસમાના કાર્યકાળમાં ક્રાઇમબ્રાન્ચ સમક્ષ નોંધાયેલા એક ચર્ચાસ્પદ કેસની શંકાસ્પદ કડીઓને ‘ડીબી ગોલ્ડ’ રજુ કરે છે.સમગ્ર રાજ્યમાં સટ્ટાકિંગ તરીકે ઓળખાતા દિનેશ ઉર્ફે કલગી બાબુભાઈ ઠક્કરના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. ઓગસ્ટ-૨૦૦૯માં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે અભય ચુડાસમાના નિર્દેશો અનુસાર સટ્ટા કૌભાંડમાં કલગી સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓના રિમાન્ડ માગતી વખતે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે કલગીના સાગરીતો-હરીશ મણિલાલ ગજ્જર અને ચેતન પંકજભાઈ ઉપાધ્યાયે ત્રણ મહિનામાં ૩૫૦૦ વખત પાકિસ્તાનના બુકીઓ સાથે મોબાઇલ પર વાત કરી હતી.આરોપીઓની પૂછપરછમાં પોલીસે પાકિસ્તાનના બુકીઓ-માસ્ટર, ગુડ્ડુભાઈ, બબલુ, નૈયર સાહેબનાં નામ સુધ્ધાં મેળવી લીધાં હતાં. જો કે આશ્ચર્યજનક રીતે એપ્રિલ, ૨૦૧૦માં આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતી વખતે પોલીસે કલગીના પાકિસ્તાન કનેક્શનનો નહિવત ઉલ્લેખ કરીને જ સંતોષ માન્યો.

પૃથ્વી પર ગમે ત્યારે સૌર સુનામી ત્રાટકી શકે છે

સૌર કલંકમાંથી અગનજવાળા ભભૂકતા વૈજ્ઞાનિકો સાબદા.સૂર્યમાંથી વિધ્યુત ભારીતકણોનાં વાદળો પૃથ્વી તરફ ફંગોળાઇ શકે છે. આ ઘટના ગમે ત્યારે સર્જાઇ શકે છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર પૃથ્વી પર સૌર સુનામીનો ખતરો તોળાઇ રહ્યો છે. રવિવારે નાસાના સોલાર ડાયનેમિક ઓબ્ઝર્વેટરી સહિત મોટા ભાગના ઉપગ્રહોએ પૃથ્વી જેવા કદના સૌર કલંકમાં નાનકડી સૌર જવાળા ભભૂકી હતી.સૂર્યના ઉત્તર ગોળાર્ધને ખંેચતા શીતળ વાયુને લીધે થયેલા વિસ્ફોટની નોંધ પણ ઉપગ્રહોએ લીધી હતી. ધ ન્યૂસાયિન્ટસ્ટ ના અહેવાલ અનુસાર કોરોનલ માસ ઇજેકશન તરીકે ઓળખાતા વિસ્ફોટનું લક્ષ્યાંક સીધી પૃથ્વી બની શકે છે. આ વિસ્ફોટને કારણે અવકાશમાં ૯ કરોડ ૩૦ લાખ માઇલ સુધી સૌર ત્સુનામી સર્જા શકે છે.તાજેતરમાં સૌર કલંકમાંથી અગન જવાળા ફાટવાને લીધે પૃથ્વીને કેટલું નુકસાન થઇ શકે છે તે વિશે વૈજ્ઞાનિકો કઇ જ કહી શકે તેમ નથી. બ્રિટનમાં અંધકાર છવાઇ જશે.
નાસાના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ બ્રિટનને ચેતવણી આપી છે કે બ્રિટનમાં મોટાપાયે વીજપુરવઠો ખોરવાઇ શકે છે. અવકાશી ઝંઝાવાતની અસર પૃથ્વી પર થવાને લીધે સંપર્કના તમામ સાધનો ખોરવાઇ શકે છે.અગાઉ ૨૦૧૩ની આગાહી કરાઇ’તી.વૈજ્ઞાનિકોએ અગાઉ આગાહી કરી હતી કે ૨૦૧૩માં સૌર ઝંઝાવાત સર્જાવાને લીધે પૃથ્વી પર તેની અસર થવાની ભીતિ છે. જો આવું થશે તો સૂર્યમાંથી અભૂતપૂર્વ સૌર ઉર્જા છુટી પડી પૃથ્વી સાથે ટકરાશે.

ખાદીની ખો ભુલાવતી ખાખી

સત્તાશોખીન અધિકારીઓ ભૂલો પર ભૂલો કરતા રહ્યા અને બીજા પ્રકારના ‘અસંતુષ્ટ અધિકારીઓ’ (એટલે કે સ્પષ્ટવકતા કે સાચું કહેનારા) પોલીસ અધિકારીઓને મોદી વશમાં ન રાખી શક્યા કે તેમને કોરાણે મૂક્યા. માનીતા અને અણમાનીતા બંને અધિકારીઓ સરકારને ભારે પડ્યા.ઇસ્ત્રીટાઇટ ખાદીના ઝભ્ભા ઉપર ખાખી વર્દી ભારે પડી રહી છે. ડાઘ બંને પર લાગ્યા છે અને કોણ વધુ સુઘડ એ કહેવું મુશ્કેલ છે. ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહને જેલવાસ કરાવવામાં અને નરેન્દ્ર મોદીનું ‘ગુજરાત ગૌરવ’ હણવામાં જો સૌથી વધુ જવાબદાર હોય તો એ ગુજરાતના જ કેટલાક પોલીસ અધિકારીઓ છે. એક સમયે સરકાર માટે આન-બાન-શાન ગણાતા આ અધિકારીઓએ જ મોદીની ઇમેજમાં પંચર પાડ્યું. જેમ ગોળના ગાંગડા પાસે મંકોડા ભેગા થઇ જ જાય એમ કોઇપણ મુખ્યમંત્રી (એટલે કે પાવર સેન્ટર) પાસે સત્તાભૂખ્યા અને તકવાદી અધિકારીઓ ટોળે વળવા જ માંડે છે. તમામ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી પાસે ભૂતકાળમાં આવી રીતે અધિકારીઓ ગોઠવાઇ ગયા હતા. મોદી અપવાદ ન ઊભો કરી શક્યા.બે પ્રકારના પોલીસ અધિકારીઓએ સરકાર માટે મુશ્કેલી ઊભી કરી છે. સરકારની હા જી હા કરનારા એટલા બેફામ બની ગયા કે કોઇનું સાંભળતા નહોતા. જેમનું સત્તાધીશોએ ક્યારેય ન સાંભળ્યું એવા અધિકારીઓએ સિસ્ટમમાં રહીને જ સરકાર સાણસામાં આવે એવી વ્યવસ્થા ગોઠવી. અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા વખતે પોલીસ બળવો થયો હતો, પણ મોદી સરકારના અધિકારીઓએ અંદર રહીને સરકારને ભીંસમાં લીધી. એક પ્રકારે આ શાંત બળવો જ કહી શકાય. સરકાર માટે શરમજનક વાત એ છે કે કોન્સ્ટેબલથી માંડીને ડીજી સુધીના અધિકારીઓ કાં તો જેલમાં છે અથવા તો જેલમાં જવાની શક્યતા છે.કેશુભાઇ પટેલ સામે અસંતુષ્ટ ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને કેશુભાઇને ગાંધીનગરની ગાદી પરથી ઉઠાડ્યા હતા. બીજી વખત કેશુભાઇ મુખ્યમંત્રી બન્યા તો મોદીએ તેમને ઉતાર્યા. કેશુભાઇ સતત કહેતા રહ્યા કે મારો વાંક શું? ગુનો શું? મોદી એવું કહી શકે તેમ નથી. તેઓ એકહથ્થુ સત્તા ભોગવીને ધારાસભ્યોને તો કાબૂમાં રાખી શક્યા. અસંતુષ્ટો ધારે તોય બોલી ન શકે એવો તેમનો ડારો રહ્યો. પણ પોલીસનું રાજકારણ નેતાઓને પણ ટપી જાય એવું છે.‘અસંતુષ્ટ’ ધારાસભ્યો સત્તાપલ્ટો કરાવી શકે છે અને પક્ષમાં રજુઆત કરી શકે છે. અધિકારીઓની બાબતમાં એવું શક્ય નથી.સરકાર જ્યાં ભૂલ કરે ત્યાં અધિકારીઓ સરકારને કાયદાકીય રીતે ફસાવી શકે છે. ફાઇલોના જંગલોમાં અને પરપિત્રોની લાંબી યાદીઓમાં કે પછી કાયદાની કલમોમાં અધિકારીઓ રાજકારણીઓને ગાળિયો પહેરાવી શકે છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના કેસમાં એવું જ થયું છે. સત્તાના નશામાં પહેલા પ્રકારના સત્તાશોખીન અધિકારીઓ ભૂલો પર ભૂલો કરતા રહ્યા અને બીજા પ્રકારના ‘અસંતુષ્ટ અધિકારીઓ’ (એટલે કે સ્પષ્ટવકતા કે સાચું કહેનારા) પોલીસ અધિકારીઓને મોદી વશમાં ન રાખી શક્યા અથવા તો તેમને જાણીજોઇને કોરાણે મૂક્યા. માનીતા અને અમણમાનીતા અધિકારીઓ દરેક સરકારમાં હોય છે. પણ માનીતાને છુટ્ટો દોર અને અણમાનીતાને દોરીથી બાંધી રાખવામાં જોખમ હોય છે.

અમદાવાદમાં મેઘરાજાના તાંડવની તસવીરો

પોર પછી અમદાવાદમાં જાણે આભ ફાટ્યું હોય તે રીતે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના માર્ગો ઉપર વાહનોની જગ્યાએ પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં દોઢ-બે ફૂટ પાણી ફરી વળ્યું હતું, જ્યારે છ ઈંચ પડેલા ભારે વરસાદના કારણે મેમનગર, ગુરુકુળ, થલતેજ, બાપુનગર, રખિયાલ, હાટકેશ્વર, ગોમતીપુર, સરખેજ, જુહાપુરા, વેજલપુર જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. સ્ટોર્મ વોટર ડ્રેનેજલાઈનની સાથોસાથ ગટરલાઈન પણ બેક મારતાં ઘરની અંદર પાણી ફરી વળ્યું હતું. માત્ર ત્રણ કલાકમાં પડેલા છ ઈંચ જેટલા વરસાદે ઉત્સવપ્રિય મ્યુનિસપિલ કોર્પોરેશનના વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. દર ચોમાસે શહેરીજનો વરસાદી પાણીના કારણે હાલાકી ભોગવે છે, છતાં તંત્ર દ્વારા માત્ર ગુલબાંગો જ પોકારવામાં આવે છે. વરસાદના પગલે ઠેર ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ સર્જાયાં હતાં. હાટકેશ્વર સર્કલ જાણે તળાવના સ્વરૂપમાં ફેરવાઈ ગયું હોય તેમ જણાતું હતું. વાહનચાલકો સર્કલ ઉપર ફસાઈ ગયા હતાં.

અમદાવાદમાં ઝાડ પડવાનો દૌર યથાવત

શહેરમાં મંગળવાર સાંજેથી શરૂ થયેલા ધોધમાર વરસાદમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ભાંગ્યા હતા. કેટલીક જગ્યાએ રસ્તા પર તોતીંગ વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા.જ્યારે બુધવારે સવારે પણ શહેરમાં વધુ ચાર જગ્યાએ મોટા વૃક્ષો પડી ભાંગતા ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાય છે. જે અંગેમોડી રાતથીજી ફાયરના જવાનોએ વૃક્ષ હટાવી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી છે.ફાયરબ્રીગેડનાં સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, બુધવારે સવારે રીલીફરોડનાં જી.પી.ઓ, આંબાવાડી, ભુયંગદેવ તથા હાટકેશ્વર એમ ચાર વિસ્તારોમા તોતીંગ વૃક્ષો પડી ભાંગ્યા છે.જેને હટાવવાની કામગીરી ચાલી રહી હોવાથી હાટકેશ્વર તેમજ આંબાવાડી વિસ્તારમાં કેટલીક જગ્યાએ ડાયવર્ઝન અપાયુ છે, તો કેટલીક જગ્યાએ ભારેટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે

સાબરમતી નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

કેલીકો બ્રીજ નીચેથી બુધવારે સવારે ફાયરબ્રીગેડને એક ૩૦થી ૩૫ વર્ષીય મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ગત સાંજથી ઠેરઠેર પડેલા ભારે વરસાદમાં મહિલાનું અકસ્માતે મોત થયુ છે કે તેણે આપઘાત કર્યો છે તે અંગે તપાસ ચાલી રહી છે ત્યારે સુત્રોએ મૃતદેહ આગળથી તણાઇને આવી હોવાની આશંકા વ્યકત કરી છે.સુત્રોનાં જણાવ્યા અનુસાર ફુલબજાર નજીક નદીમાં સવારે એક મહિલાની લાશ તરી રહી હોવાનો સંદેશો સ્થાનીક લોકોએ ફાયરબ્રીગેડને આપ્યો હતો. જયાં તપાસ કરતા ફાયરનાં જવાનોએ એક મહિલાની લાશને બહાર કાઢી પોલીસને સોંપી હતી.પોલીસે પણ લાશને પી.એમ અર્થે મોકલી આપી મૃતક મહિલા કોણ છે, તથા તેણે આપઘાત કર્યો છે કે અકસ્માતે પાણીમાં પડવાથી મોત નિપજ્યું તે તમામ પાસાઓ અંગે તપાસ હાથ ધરી છે.જો કે સુત્રોએ એવી પણ આશંકા વ્યકત કરી છે કે ગત સાંજથી શહેરમા પડેલા ભારે વરસાદ તથા ઉપર વાસમાં થઇ રહેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે જેને કારણે મૃતદેહ આગળથી પાણીના વહેણમાં તણાઇને આવ્યો હોવો જોઇએ.

વડોદરામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ શરૂ થતાં સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા છ કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે શહેરનું જનજીવન ખોરવાઇ ગયું છે.બીજી તરફ વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘરાજાની કૃપા વરસતાં ખેતરો પાણીપાણી થઇ ગયા છે. છેલ્લા એક સપ્તાહથી વડોદરા શહેર-જિલ્લામાં ક્યારેક ઝરમર ઝરમર તો ક્યારેક હળવું ઝાપટું વરસાવી મેઘરાજા સંતોષ અનુભવતા જોવા મળ્યા હતા. પરંતુ ગત રાત્રિના શહેરમાં તીવ્ર વેગે ફૂંકાયેલા પવન સાથે તોફાની વરસાદ તૂટી પડતાં મેઘરાજા નવાજુની કરશે તેવા એંધાણ મળ્યા હતા.દરમિયાન આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી શહેર-જિલ્લામાં કાળાડિબાંગ વાદળોમાંથી મેહુલિયાએ સાંબેલાધારે વરસવાનું શરૂ કરતાં અહીં પણ કાઠિયાવાડવાળી થાય તેવા અનુમાનથી શહેરીજનો ડરી ગયા હતા. જ્યારે સેવાસદન અને જિલ્લા વહીવટી તંત્ર અનરાધાર વરસાદથી આવી પડનારી આફતથી ચિંતાતૂર બન્યા હતા.પ્રાપ્તઆંકડા મુજબ આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂકયો છે. બીજી તરફ છોટાઉદેપુર તાલુકામાં ૧૫ મિ.મી., ડભોઇમાં ૨૦ મિ.મી., જેતપુરપાવીમાં ૧૧ મિ.મી., કરજણમાં ૨૫ મિ.મી., કવાંટમાં ૩૪ મિ.મી., નસવાડીમાં ૧૯ મિ.મી., પાદરામાં ૩૦ મિ.મી., સંખેડામાં ૨૭ મિ.મી., સાવલીમાં ૬૭ મિ.મી. વરસાદ ખાબકયો હતો.

પેવેલિયનની દીવાલ પર ચિતરેલા અશ્લીલ શબ્દોથી ભારે હોબાળો

ગર્લ્સ હોસ્ટેલની સામે અને રોઝરી તરફ જતા રસ્તા પર આવેલ પેવેલિયનની દીવાલ પર અશ્લીલ શબ્દો ચિતરેલા હોવાની વાત ધ્યાનમાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. બનાવને પગલે સરદાર પટેલ ગ્રૂપના વિદ્યાર્થીઓએ ઘંટનાદ કરી ફિઝિકલ એજ્યુકેશનના ડારેકટરના હાથે દીવાલ પર કૂચડો ફેરવ્યો હતો.પ્રાપ્તવિગતો અનુસાર મસ યુનિના ગર્લ્સ હોસ્ટેલ સામે અને રોઝરી સ્કૂલ તરફ જતા પેવેલિયનની દીવાલ પર કોઇ અસામાજિક તત્વો દ્વારા મોટા અક્ષરે અશ્લીલ શબ્દો ચીતરવામાં આવ્યા હતા. જેની જાણ વિદ્યાર્થીઓને થતાં સરદાર પટેલ ગ્રૂપના વિદ્યાર્થી અગ્રણી સુશીલ વઝેની આગેવાની વિદ્યાર્થીઓએ આ દીવાલ પાસે ઘંટનાદ કર્યો હતો તથા તેના પર ચિતરવામાં આવેલ અશ્લીલ શબ્દ પર ફરીથી કલર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ દીવાલની સામે જ ગર્લ્સ હોસ્ટેલ આવી છે. ઉપરાંત રોઝરી સ્કૂલનાં બાળકો પણ આ જ રસ્તેથી જતાં હોય છે. ત્યારે જો આવા રસ્તા પર આવા અશ્લીલ શબ્દો લખાતા હોય તો તે યુનિ માટે અને સંસ્કારનગરી માટે શરમજનક વાત છે એમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.વળી આ દીવાલ પર છેલ્લા અઠવાડિયાથી આવા અશ્લીલ શબ્દો લખેલા હતા અને ફિઝિકલ એજ્યુકેશનની દીવાલ હોવા છતાં સત્તાધીશોએ આ બનાવ તરફ આંખ આડા કાન કર્યા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો અને ફિઝિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર થોમરેને ઓફિસમાંથી લઇ આવી તેમના હાથે જ દીવાલ પર નવો કલર કરાવ્યો હતો. જો કે આ અગાઉ પણ યુનિની ફેકલ્ટી ઓફ પરફોિમઁગ આર્ટ્સની દીવાલો પણ આવા અશ્લીલ શબ્દોથી રંગાઇ હતી.જેના પર હજી સુધી કૂચડા મારેલા છે અને આ બનાવની તપાસ પણ કરાઇ નથી. ત્યારે હવે આવા શબ્દો યુનિની તમામ ફેકલ્ટીની દીવાલો પર જોવા મળે તો તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

તપન ડેરીનો ૧૪૦૦ લિટર માઇલ્ડ ફેટનો જથ્થો જપ્ત

શહેરના સમા-સાવલી રોડ વિસ્તારમાં તપન ડેરી ફૂડસની શંકાસ્પદ બનાવટોનો લગભગ સવા બે લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરીને નમૂના પૃથક્કરણ માટે લેવામાં આવ્યા હતા.આ અંગે પ્રાપ્તમાહિતી મુજબ, સમા-સાવલી રોડ તરફના માર્ગ ઉપર આવેલ ક્રિષ્ણા વેલી કોમ્પ્લેકસમાં ગ્રાઉન્ડ ફલોરનં.૧માં આવેલી તપન ડેરી ફૂડસની દુકાન આવેલી છે. આ દુકાનમાં સેવાસદન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ડેપ્યુટી મ્યુ. કમિશનર એ.ઓ. શર્માની ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ગાંધીનગર સ્થિત ઉચ્ચાધિકારીનો ફોન આવ્યો હતો. જેથી અધિક આરોગ્ય અમલદાર ડૉ.મૂકેશ વૈધ્યે પાંચ ફૂડ ઇન્સપેક્ટરોને સ્થળ ઉપર મોકલી આપ્યા હતા.ડેપ્યુટી મ્યુ.કમિશનરના આદેશ મુજબ ખોરાક શાખાના ફૂડ ઇન્સપેક્ટરો તા.૩૦મીના રોજ બપોરે બે વાગે દુકાન ઉપર ગયા ત્યારે દુકાન બંધ હતી. દુકાનના માર્કેટિંગ અને સેલ્સ વિભાગના નીલેશ ઉપાધ્યાયને હાજર કરીને દુકાન ખોલવામાં આવી હતી. આ ટાણે, માઇલ્ડ ફેટનો તપન અને દીપ કલાસિક બ્રાન્ડનો જથ્થો દુકાનમાં ઉપલબ્ધ હતો.આ જથ્થાનું વેચાણ સમગ્ર ગુજરાતમાં થઇ રહેલ હોવાથી અન્ય સ્થળે પણ માસ સીઝ કરવાની કાર્યવાહી કરવાની હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સની ગાંધીનગરની ફલાઇંગ સ્કવોડને સાથે રાખી ફૂડ ઇન્સપેક્ટરોએ શંકાસ્પદ તપન ડેરી ફૂડસના જુદી જુદી બ્રાન્ડના ઘીની તપાસ કરી હતી.જે અંતર્ગત તપન ડેરી ફુડસમાંથી આશરે ૧૪૦૦ લિટર માઇલ્ડ ફેટ તપન અને માઇલ્ડ ફેટ દીપ બ્રાન્ડના ૫૦૦ મિલિ, ૧ લિટર તેમજ ૧૫ કિલોગ્રામના જાર મળી લગભગ સવા બે લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ દુકાનમાં સંગ્રહાયેલા જથ્થામાં ભેળસેળ કરાતી હોવાની આશંકાને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બારડોલી : રેશનકાર્ડમાં બોગસ નામ લખાવ્યા બાદ ભયથી યુવાને ફાંસો ખાધો

બારડોલીમાં પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા ખાતે આવેલા પટેલ પાર્કમાં રહેતા રવિન્દ્રભાઈ બિસોહી (૪૬)નાઓને સંતાનમાં દીકરી ન હોવા છતાં હાલમાં નવા રેશનકાર્ડ બનાવાની ચાલી રહેલી પ્રક્રિયામાં તેમણે પોતાને દીકરી છે, અને ફોર્મમાં બોગસ દીકરીનું નામ લખ્યું હતું.ત્યારબાદ પોતે બોગસ નામ લખાવેલું હોવાથી પોલીસ ફરિયાદ થશે, અને જેલમાં જશે તેવી બીક લાગતાં મંગળવારે સવારે ૬:૩૦ દરમિયાન પોતાના ઘરની છત સાથે લાગેલા પંખા સાથે રૂમાલથી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીડની ડીપીથી જીવનું જોખમ

દક્ષિણ ગુજરાત વીજકંપનીનું ખાનગીકરણ થયા બાદ પણ ઘણી જગ્યાએ કામગીરીમાં લાલિયાવાડી દેખાય આવે છે. બીડ ગામે વીજકંપનીની કામગીરીમાં અધિકારીઓ અને ઠેકેદારોના મેળાપીપણા પણ તકલાદી અને જોખમી કામગીરી પરથી જણાય આવે છે.દક્ષિણ ગુજરાત વીજકંપનીનું આવું જ એક જોખમી કામકાજ વીજ કંપનીની લાલિયાવાડીને લીધે મહુવા-બારડોલી રોડ પર મહુવા ખાતે વીજકંપનીની ઓફિસથી થોડે જ અંતરે જોવા મળે છે, જેમાં જીઈબી ઓફિસથી ૫૦૦ મીટર જેટલા અંતરે બીડ ખાતે આવેલી એક જીઈબી ડીપીમાં ખૂબ જ ઓછી ઊંચાઈએ જીવંત વીજતારથી ફ્યૂઝ બાંધેલા છે.વીજપોલ ઉપર જ્યાં ફ્યૂઝ જીવંત તારથી બંધાયેલા છે ત્યાં નીચે પાણીનો ભરાવો થતાં સ્થાનિક પશુપાલકોનાં પશુઓને અકસ્માત થવાની ભીતિ રહેલી છે.ભૂતકાળમાં પણ જીઈબીની લાલિયાવાડીને કારણે ઘણા અકસ્માતો થવા પામ્યા છે. હાલ બે માસ અગાઉ નજીકની સીમમાં જ એક બળદ વીજપોલને અડી જતાં કરંટ લાગતાં મોતને ભેટ્યો હતો.વીજકંપનીના અધિકારીઓ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે તકેદારી રાખી યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી લોકમાંગ ઊઠવા પામી છે.

એક લાખ સુરતીઓ વાઇરલના શિકાર

ચોમાસાના માત્ર એક જ મહિનામાં વાઇરલ ફીવરે શહેરના એક લાખ લોકોને ઝપેટમાં લઈ લીધા છે. ‘દિવ્ય ભાસ્કરે’ આ સમગ્ર રોગચાળાના મૂળમાં જઈને તપાસ કરતા એ ચોંકાવનારી વિગત જાણવા મળી કે ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ રોજના ૨ હજારથી વધુ દર્દીઓ વાઇરલ ઇન્ફેકશનની સારવાર માટે આવી રહ્યા છે.જ્યારે ખાનગી તબીબોને ત્યાં સરેરાશ ૧૦૦થી વધુ દર્દીઓની લાઇન લાગે છે. બીજી તરફ ચોંકાવનારી માહિતીનો એ ઘટસ્ફોટ થયો છે કે, તંત્ર દ્વારા સ્વાઇન ફ્લૂના દરદીઓને સમયસર સારવાર ન મળતા મૃત્યુ આંક ઊંચો ગયો છે.

વાગડ બન્યું ચેરાપુંજી : ધોધમાર બેથી દસ ઇંચ
કચ્છમાં મંગળવારે મંદ પડેલા મેઘાએ મહદઅંશે પોરો ખાધો હતો પણ વાગડ પ્રત્યેનું વ્હાલ વરસાવવાનું ચાલુજ રાખતા ભચાઉ અને રાપર તાલુકામાં એક થી આઠ ઇંચ પાણી વરસ્યું હતુ. ભચાઉ તાલુકાના કંથકોટ અને કકરવામાં બે કલાકમાં આઠ ઇંચ મૂશળધાર વરસ્યો હતો, લાકડિયામાં પણ આટલીજ અવધિમાં ચાર ઇંચ સાથે કુલે દસ ઇંચ ખાબક્યો હતો. ભચાઉમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને ઝરમર રૂપે છુટો છવાયો એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ભચાઉનું વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.વહેલી સવારથી જ ઝરમર સાથે શરૂ થયેલા વરસાદને કારણે જનજીવન પર અસર થઇ હતી. લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળતા દુકાનોમાં ગ્રાહકોની ગેરહાજરી જોવા મળી હતી જોકે, છત્રી અને પ્લાસ્ટિકના દુકાનદારો પાસે ઘરાકી જોવા મળતી હતી.ભચાઉ આસપાસના વિસ્તારના બટીયાતળાવ, કરગરિયા તળાવ, છછડા તળાવ, ગદાસર તળાવ, લોધીડા તળાવ છલકાઇ ગયા હતા. ભચાઉ તાલુકાના લાકડિયામાં સોમવારે રાત્રે બાર વાગ્યાથી મંગળવારની બપોરે બે વાગ્યા સુધીમાં બારે મેઘ ખાંગા થતાં આઠ ઇંચ પાણી વરસ્યું હતું જે પૈકીનો ચાર ઇંચ વરસાદ છેલ્લા બે કલાકમાં ખાબક્યો હતો.ભારે વરસાદને કારણે ડાકણિયો, કોચરી અને રાજણસર ડેમ છલકાયા હતા. તો રાજણસરની પાસે આવેલા વેરસીસર તળાવમાં ગાબડું પડતા યુવાનોએ તાકીદે સમારકામ હાથ ધરી વધુ નુકસાન થતું બચાવ્યું હોવાનું મરંમત્ત કરવા ગયેલી ટીમ પૈકીના રમેશ રવા કોલીએ જણાવ્યુ હતું આવી જ રીતે જો મેઘો વરસતો રહેશે તો તળાવ તૂટવાની દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.

મુન્દ્રા પોર્ટ પર અઢી કરોડનું લાલ ચંદન,૪૦ લાખના ચોખા સ્થગિત

મુન્દ્રા પોર્ટ પર સ્થાનિક કસ્ટમની મીઠીનજર તળે યુરોપ ભણી ગુવારના નામે રવાના થઇ રહેલા પ્રતિબંધિત લાલ ચંદન અને નોન બાસમતી રાઇસના નિકાસને પાત્ર જથ્થાને સ્થગિત કરી ડીઆરઆઈએ સ્થાનિક કસ્ટમને લપડાક મારી હતી.મુંબઇની કશિષ એક્સપોર્ટ નામક પાર્ટી દ્વારા નિકાસ થતા કન્ટેઇનરમાં ચાલીસ લાખ રૂ. ની કિંમતનો ૧૦૦ ટન નોન બાસમતી રાઇસનો જથ્થો અને એક કન્ટેઇનરમાંથી બેથી અઢી કરોડરૂની કિંમતનો ૧૫ ટન લાલ ચંદનના લાકડાંનો પ્રતિબંધિત જથ્થો સીઝ કર્યો હતા.

03 August 2010

ભારે વરસાદથી મુંબઇ એરપોર્ટ બંધ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભારે વરસાદથી મુંબઇ એરપોર્ટ બંધ

રન-વેને નુકસાન થયું હોવાથી એરપોર્ટ બંધ કરી દેવાયું. અમદાવાદ - મુંબઇને જોડતી ફ્લાઇટો અસરગ્રસ્ત થવાની ભીતિ. ભારે વરસાદથી મુંબઇ એરપોર્ટ બંધ થતાં પેસેન્જરો ફસાયા! સતત ચાલુ રહેલા ધોધમાર વરસાદના લીધે મુંબઇનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ત્યાં જ મુંબઇ એરપોર્ટના રન-વેની પણ ખાનાખરાબીના સમાચારો પ્રાપ્તથઇ રહ્યાં છે.પ્રાપ્ત માહિતી મુજબ મુંબઇમાં રન-વે તૂટ્યું હોવાથી એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ કરાયું છે. જેના લીધે અમદાવાદ - મુંબઇને જોડતી તમામ ફ્લાઇટો ભારે અસરગ્રસ્ત થઇ રહી છે, જેના લીધે હજારો મુસાફરો હાલ એરપોર્ટ પર ફસાયા હોવાની શંકા છે.સૂત્રોથી મળતી માહિતી મુજબ અમદાવાદથી મુંબઇ જતી અને આવતી ફ્લાઇટો બપોરના ૧૨ વાગ્યા સુધી બરાબર ચાલ્યા બાદ ફ્લાઇટો મોડી પડી રહી છે. મુંબઇ એરપોર્ટના રન-વે પર વરસાદી પાણી ભરાઇ ગયા હોવાથી આ ફ્લાઇટો અસરગ્રસ્ત થઇ રહી છે.જો કે તાકીદે રન-વે પરથી પાણી હટાવવાનું કામ શરૂ કરાયું છે અને ક્ષતિગ્રસ્ત વિસ્તાર રિપેર કરાઇ રહ્યું છે. જેના લીધે સેવાઓ ફરીથી સામાન્ય બની શકે.ઉલ્લેખનીય છે કે અમદાવાદથી સૌથી વધુ ફ્લાઇટો મુંબઇ માટે ઉડે છે અને રોજ લગભગ ૬૦૦૦ મુસાફરો માત્ર મુંબઇ અવર-જવર કરે છે. પરંતુ હાલ અનેક મુસાફરો ફસાયા હોવાથી ભારે હાલાકી અનુભવી રહ્યાં છે.

અડધી સદી બાદ જયવર્દને આઉટ

પી. સારા ઓવલ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જયવર્દને અને સમરવીરા મેદાનમાં છે.નબળી શરૂઆત કરનારી શ્રીલંકન ટીમને સંગાકારાએ સ્થિરતા આપી હતી. જો કે સંગાકારા 75 રન બનાવીને ઓઝાની ઓવરમાં આઉટ થયો હતો.

સચિન બન્યો સૌથી વધુ ટેસ્ટ રમનારો ખેલાડી

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈન ફોર્મ રમી રહેલા ઓપનર પરનવીતાના અંગત 8 રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો. છેલ્લી બે મેચમાં નિષ્ફળ રહેલા ઈશાંત શર્માએ પરનવીતાનાને ધોનીના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો.બાદમાં તિલકરત્ને દિલશાન અને સુકાની સંગાકારાએ બાજી સંભાળી હતી. પરંતુ વ્યક્તિગત 41 રનના સ્કોરે દિલશાન પણ રન આઉટ થઈ જતા શ્રીલંકાને બીજો ઝટકો લાગ્યો હતો.ભારત માટે આ ટેસ્ટ મેચ મહત્વની બની રહેશે. કેમ કે શ્રેણી પ્રથમ મેચ ગુમાવ્યા બાદ ભારત શ્રેણીમાં 0-1થી પાછળ છે. જ્યારે શ્રેણીની બીજી મેચ ડ્રો ગઈ હતી. તેથી ભારત આ મેચ જીતીને શ્રેણીને સરભર કરવાનો પ્રયાસ કરશે.

કોર્ટમાં અમીન-વણઝારાના વકીલ વચ્ચે તુતુ-મૈંમૈં

મીરઝાપુરા સ્થીત સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમા સોરહાબુદ્દીન પ્રકરણના ડો. નરેન્દ્ર અમીનના તાજના સાક્ષી બનવાના મદ્દે સુનવણી હતી. જેથી અમિનના વકીલ જગદીશ રામાણી કોર્ટમાં ઉપસ્થીત રહ્યા હતા. તો બીજીતરફ અમિનને તાજના સાક્ષી બનતા અટકાવવા માટે વણઝારા, પાંડિયન ચૌબે સહિત કુલ આઠ આરોપીઓએ કોર્ટમાં અરજી કરી હતી તે તેમુદ્દે દલીલ કરવા માટે વણઝારા એન્ડ કંપનીના વકીલો એસ.બી. જયિંસઘાની તથા એસ.બી. વકીલ ઉપસ્થીત રહ્યા હતા.કોર્ટરૂમમાં નરેન્દ્ર અમીના તાજના સાક્ષી બનવાના મદ્દે જગદીશ રામાણી તથા એસ.બી.વકીલે વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી પરંતુ આ દલીલો થોડીજ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઝઘડાના સ્વરૂપમાંપ્ ફેરવાઇ ગઇ હતી અને એસ.બી. વકીલે રામાણીને તમામી લીમીટમાંજ રહેવાનું કહ્યું હતું. જોકે રામાણીએ પણ તેનો ઉગ્ર જવાબ આપ્યો હતો.કોર્ટમાં વિવદ થતાં સ્પેશિયલ સીબીઆઇ મેજીસ્ટેટ એ.વાય.દવેએ દખલગીરી કરી બન્નેને શાંત પાડતાં મામલો થાળે પડ્યો હતો.

તાજના સાક્ષી બનવા અંગે અમીન પત્તા ખોલે: સીબીઆઇ

સોહરાબુદ્દીન કેસમાં ધરપકડ કરાયેલા ગુજરાત પોલીસના એસીપી ડો. એન. કે. અમીને સીબીઆઇની વિશેષ અદાલતમાં તાજના સાક્ષી બનવાની કરેલી અરજીના અનુસંધાને સીબીઆઇએ આજે અદાલતમાં જણાવ્યું હતું કે પહેલા અમીન કલમ ૧૬૪ મુજબ અદાલતમાં પોતાની વાત રજુ કરે એ પછી તેઓ નક્કી કરશે કે અમીનને તાજના સાક્ષી તરીકે સ્વીકાર કરવા કે નહીં અથવા આગળ શું પગલા લેવા.પ્રાપ્તવિગતો મુજબ સોહારબુદ્દીન કેસમાં સીબીઆઇ દ્વારા ચારે બાજુથી શકિંજો કસવામાં આવતાં આ કેસમાં આરોપી તરીકે પકડાયેલા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદના તત્કાલિન એસીપી એન. કે. અમીને ગત પખવાડિયે તાજના સાક્ષી બની જવાની અરજી કરી હતી. જેના પગલે સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો હતો.આ અરજીની સુનાવણી આજે સીબીઆઇ અદાલતમાં થતાં સીબીઆઇએ એમ જણાવ્યું હતું કે અમીન પહેલા ૧૬૪ મુજબ ન્યાયાધીશ સમક્ષ પોતાનું નિવેદન રજુ કરે એ પછી સીબીઆઇ આગળ શું કરવું તે અંગે નિર્ણય કરે. અદાલતે આ અરજીની વધુ સુનાવણી ૧૦મી ઓગસ્ટે મુકરર કરી છે.

સમગ્ર ગુજરાતમાં 'વિદ્યુતિકરણ' : ભરતસિંહ સોલંકી

કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના વિદ્યુતપ્રધાન ભરતસિંહ સોલંકીએ એવી માહિતી આપી હતીકે, ગુજરાતમાં પૂર્ણ વિદ્યુતિકરણ થઇ ચૂક્યું છે. ગુજરાત ઉપરાંત સાત અન્ય રાજ્યો પણ આ લક્ષ્યાંક હાંસલ કરી ચૂક્યાં છે.સોમવારે રાજ્યસભામાં એક પ્રશ્નનો લેખિત ઉત્તર આપતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતુંકે, માર્ચ 2004ની સ્થિતી પ્રમાણે તથા વિદ્યુતિકરણની પ્રવર્તમાન વ્યાખ્યા પ્રમાણે આંધ્રપ્રદેશ, ગોવા, હરિયાણા, કેરળા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, પંજાબ અને તામિલનાડુ ઉપરાંત ગુજરાતમાં પૂર્ણ વિદ્યુતિકરણની સ્થિતી છે.અન્ય માહિતી આપતા તેમણે કહ્યું હતુંકે, રાજીવ ગાંધી ગ્રામિણ વિદ્યુતિકરણ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા નાણા આપવામાં આવે છે. જે હપ્તે-હપ્તે ચૂકવાય છે. અગાઉ છુટા થયેલા નાણામાં કેટલું કામ થયું તેના આધારે બીજો હપ્તો આપવામાં આવે છે. હાલ, દેશમાં 93.60 ટકા વિદ્યુતિકરણ થઇ ગયું હોવાનું પણ ભરતસિંહ સોલંકીએ ઉમેર્યું હતું.

સચિને સ્ટીવ વોનો રેકોર્ડ તોડ્યો

ઘણા રેકોર્ડ તોડતો અને ઘણા રેકોર્ડ બનાવતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ટેસ્ટમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારનારો સચિન હવે સૌથી વધુ ટેસ્ટ રમનારો ક્રિકેટર બની ગયો છે.પી સારા ઓવલ ખાતે સચિન જ્યારે શ્રીલંકા સામે ફિલ્ડિંગ ભરવા માટે મેદાનમાં ઉતર્યો તે સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની સ્ટીવ વોના સૌથી વધુ ટેસ્ટ રમવાના રેકોર્ડનો તોડી નાંખ્યો હતો.સ્ટીવ વોએ 168 ટેસ્ટ રમીને સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીની સિદ્ધિ હાંસલ કરી હતી. પરંતુ હવે વોની આ સિદ્ધિ રેકોર્ડના રાજા સચિન તેંડુલકરના નામે થઈ ગઈ છે. શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ સચિનની 169મી ટેસ્ટ છે.

કૉલર ટ્યૂન પર ટેક્સ

હવે કોલર ટ્યૂન સંભળાવવી મોંઘી પડી શકે છે. હવે તેના પર પણ ટેક્સનું ચાબુક ચાલશે. મહારાષ્ટ્ર સરકારના ઓફિસરો ઇચ્છે છે કે કૉલર ટ્યૂન પર ટેક્સ નાંખવામાં આવે અને તે પણ એન્ટરટેઇનમેન્ટ ટેક્સ. સરકારનું માનવું છે કે આ ટ્યૂન કૉલરનું મનોરંજન કરે છે. આથી તેના પર ટેક્સ લાગવો જોઇએ.મોબાઇલ કંપનીઓ દરેક ટ્યૂન માટે દર મહિને રૂ.30 લે છે, જે દર શરૂઆતમાં રૂ.15 હતો. મહરાષ્ટ્ર સરકારના સચિવ રમે કુમારે કહ્યું કે કૉલર ટ્યૂન બીજાઓને મનોરંજન આપવા માટે હોય છે. આથી જ મોબાઇલ કંપનીઓ તેના પર ટેક્સ ચાર્જ કરે છે. સરકારે તેના પર 25 ટકા એન્ટરટેઇનમેન્ટ ટેક્સ લગાવવો જોઇએ.આ આશયનો પ્રસ્તાવ નાણાંકીય વિભાગને મોકલી દીધો છે. જો તેઓ માની જાય છે તો કેબિનેટની પાસે આખરી આદેશ માટે જશે. મહારાષ્ટ્ર સરકાર આ સિવાય સાઇબર કાફે અને વીડિયો પાર્લર પર પણ એન્ટરટેઇનમેન્ટ ટેક્સ નાંખવા માંગે છે.

બરાબર 28 વર્ષ પહેલા બિગ બી મૃત્યુ પામ્યા હતા!

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનને 2 ઓગસ્ટના રોજ પોતાના જન્મ દિવસની ઘણી જ શુભકામના મળી હતી. આ વાત સાંભળીને નવાઈ લાગીને! ખરી રીતે સીનિયર બચ્ચનનો જન્મ દિવસ 11 ઓક્ટોબરના રોજ આવે છે.બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે, 28 વર્ષ પહેલા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડોક્ટર્સે તેમને ક્લિનિકલી મૃત ઘોષિત જાહેર કર્યા હતા. તેમ છતાં ડોક્ટર્સે હિંમત હારી નહોતી અને સતત પરિશ્રમ કરીને બિગ બીને જીવિત કર્યા હતા.આ જ દિવસે એટલે કે 2 ઓગસ્ટના દિવસે જ બિગ બી જીવિત થયા હતા અને ત્યારથી જ બચ્ચન પરિવારે આ દિવસે બિગ બીનો જન્મદિવસ મનાવે છે.અમિતાભના મતે તેમના નવા જન્મ પાછળ હોસ્પિટલ અને ડોક્ટર્સની મહેનત તથા ચાહકોનો પ્રેમ રહેલો છે.બિગ બી માને છે કે, જો ચાહકોનો પ્રેમ ના હોત તો આજે તેઓ જીવિત હોત જ નહિ.

રિલાયન્સમાંથી ૧૨ લાખનો માલ લઈને નીકળેલો ટ્રકચાલક ગાયબ

હજીરા ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ૧૬ દિવસ અગાઉ એક ટ્રકચાલક રૂપિયા ૧૨ લાખની કિંમતનો ૧૬ ટન પ્લાસ્ટિકનો પાઉડર બેંગ્લોર ખાતે ડિલિવરી આપવા માટે નીકળ્યો હતો, પરંતુ આ ટ્રક આજદિન સુધી બેંગ્લોર નહીં પહોંચતા ટ્રાન્સ્પોર્ટના માલિકને એવી શંકા છે કે ડ્રાઇવરે લાખો રૂપિયાનો આ માલ સગેવગે કરી દીધો છે. ટ્રાન્સ્પોર્ટ માલિકની ફરિયાદના આધારે ઇચ્છાપોર પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ૧૨.૩૨ લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૧૬-૦૭-૧૦ની રાત્રે રવિ સેલ્વમ (રહે. તીરથ મેઇન રોડ, ઉભવલ સંઘાઈ પુરાઇપુર, જિ. તીર્સી, તામીલનાડુ) નામનો ડ્રાઇવર હજીરા ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ટ્રક નંબર ટીએન-૩૨-વી-૧૪પ૬માં રૂપિયા ૧૧,૯૭,૩૪પની કિંમતનો ૧૬.પ૦ ટન પ્લાસ્ટિક પાઉડર લઈને નીકળ્યો હતો.ટ્રાન્સ્પોર્ટ કંપની દ્વારા ડ્રાઇવરને આ કિંમતી પાઉડર બેંગ્લોર ખાતે આવેલી મેસર્સ મંજૂશ્રી ટેકનો પેક લિમિટેડ કંપનીમાં ડિલિવરી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ માટે ડ્રાઇવરે ટ્રાન્સ્પોર્ટ કંપનીમાંથી રૂપિયા ૩પ હજાર એડવાન્સ પણ લીધા હતા. ડ્રાઇવર માલ લઈની નીકળ્યા ને આજે ૧૬ દિવસ થઈ ગયા બાદ પણ તે બેંગ્લોર નહીં પહોંચતા ટ્રાન્સ્પોર્ટ માલિક પુરબસીંગ હનુમાનસીંગ ગુજજર (રહે. ખોડિયારનગર સોસાયટી, અડાજણ)એ ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ રૂપિયા ૧૨,૩૨,૩૪પની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઈ વી. વી. રાણા કરી રહ્યા છે.

ઊંઘી બાજુના અવયવો ધરાવતા દર્દીનું સફળ ઓપરેશન

દર્દીનું હૃદય જમણી બાજુ છે, લીવર અને પિત્તાશય ડાબી બાજુ છે, ઓપરેશન માટે તબીબોને આખું ઓપરેશન થિયેટર મિરર સ્ટાઇલમાં ફેરવવું પડ્યું.શહેરની એક હોસ્પિટલમાં વિચિત્ર પ્રકારનું એક સફળ ઓપરેશન થયું છે, જેમાં યુવાનને બીમારી તો સામાન્ય કહી શકાય એવી એપેન્ડિકસની હતી પરંતુ તેના શરીરના તમામ અવયવો ઉલટ-પુલટ હોવાને કારણે તબીબોએ મહામહેનતે યુવાનનું ઓપેરશન પાર પાડ્યું હતું.શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય જયસિંહ પરમાર કે જેઓ સાઇટસ ઇન્વર્સસ ટોટાલીસથી પીડાય છે એટલે કે તેમના શરીરના બધા જ અવયવો (હૃદય, લીવર, પિત્તાશય) ઉલટ-પુલટ છે. જેમનું હૃદય જમણી બાજુ છે અને લીવર તેમજ પિત્તાશય ડાબી બાજુ છે. તેમને છેલ્લા બે મહિના પેટમાં દુ:ખાવો થતો હતો જે હકીકતમાં એપેન્ડિકસનો દુ:ખાવો હતો પરંતુ ફિઝિશિયન્સને ખબર જ નહીં પડી કે તેમના પેટમાં ડાબી બાજુએ એપેન્ડિકસ છે.જયસિંહ જ્યારે ભટારમાં આવેલી નવેલી હોસ્પિટલમાં ડો. કેયુર યાજ્ઞિકને મળ્યા ત્યારે તેમના સોનોગ્રાફી બાદ ખબર પડી કે જયસિંહ સાઇટસ ઇન્વર્સસ ટોટાલીસથી પીડાય છે અને ડાબી બાજુનો જે પેટનો દુ:ખાવો છે તેખરેખર એપેન્ડિકસનો દુ:ખાવો છે. આખા શરીરમાં અવયવો ઉલટપુલટ હોય તેવા કિસ્સા દર ૨૦ હજાર વ્યક્તિએ એકમાં જોવા મળે છે અને ૧૦૦૦ વ્યક્તિએ એક વ્યક્તિને એપેન્ડિકસનો દુ:ખાવો થાય છે.આથી આવા સફળ ઓપરેશન વિશ્વમાં અત્યારસુધી માત્ર ૯ વખત અને ભારતમાં બીજી વખત નોંધાયા છે. આ ઓપરેશન કરવા માટે તબીબોને ઓપરેશન થિયેટરની આખી વ્યવસ્થા મિરર ટાઇપની કરવી પડી હતી એટલે કે ડાબી બાજુએ ઊભા રહેતા તબીબ જમણી બાજુએ ઊભા રહ્યા અને તબીબોને જે ઉપકરણો ડાબા હાથમાં પકડવાના હતા તે જમણા હાથમાં પકડી લેપ્રોસ્કોપી કરવી પડી હતી.

જુનાગઢમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત

છેલ્લા દસેક દિવસ જુનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મુકી વરસી રહ્યો છે. સાંબેલાધાર વરસાદને પગલે જિલ્લાભરનાં ગામો સંપર્ક તેમજ માર્ગ વિહોણા બન્યા છે. સુત્રોમાંથી જાણવા મયા મુજબ ઘેડ પંથકમાં ભારે વરસાદને પગલે તમામ માર્ગ બંધ થઇ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. જિલ્લામાં મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારોનાં એસ.ટી. બસનાં રૂટો બંધ કરી દેવાયા છે. તાલાલા-ઉના વચ્ચેનાં રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદની સાથે પવન ફૂંકાતા અસંખ્ય વૃક્ષોનો સોથ વળી ગયો હતો અને વૃક્ષો માર્ગ પર તૂટી પડતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે વરસાદને પગલે તંત્રમાં દોડધામ થઇ ગઇ છે.સોમનાથ મંદિરની પ્રોટેકશન દિવાલમાં ગાબડું પડ્યું.વેરાવળમાં ભારે વરસાદને પગલે સોમનાથ મહાદેવ મંદિરનાં પાછળનાં ભાગે આવેલી પ્રોટેકશન દિવાલમાં ગાબડું પડતા તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. બનાવને પગલે જિલ્લા કલેક્ટર એનડીઆરએનાં કાફલા સાથે વેરાવળમાં ધામા નાંખ્યા છે.માળીયા તેમજ તાલાલામાં મકાન ધરાશયી થતા ૧૦ને ઇજા.જિલ્લાનાં માળીયા ગામે વરસાદને પગલે કુંભાર પરિવારનું જુનવાણી મકાન મંગળવારે વ્હેલી સવારે તૂટી પડતા અરજણભાઇ જેરામભાઇ ચાંદેગરા તેમનાં પિત્ન ડામીબેન, પુત્ર અશોક પુત્રવધુ જયોત્સનાબેન પ્રપાૈત્ર મયુર અને દિશાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે તાલાલામાં મુસ્લિમ પરિવારનું મકાન તૂટી પડતા અમીષા અબ્દુલભાઇ, નફીસા અબ્દુલભાઇ, ફાતિમા મહમદભાઇ અને અબ્દુલભાઇ ઇશાભાઇને ઇજા થતા તમામને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે.

રાજકોટમાં અડધા લાખની લૂંટ

કોઠારિયા રોડ ઉપર સોમવારે રાતે બનેલી ઘટના. ચાલુ બાઇકે સોની દંપતિના હાથમાંથી ઘરેણા ભરેલા થેલો લૂંટી ગયા : બે આરોપી સકંજામાં.કોઠારિયા રોડ ઉપર મંગલ પાર્કમાં રહેતા સોની મહેન્દ્રભાઇ બારભાયા સોમવારે રાતે પોતાની દુકાન વધાવીને પત્ની સાથે સ્કૂટર ઉપર પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે,હોન્ડા સવાર બે શખ્સ સોની વેતારીના પત્નીના હાથમાંથી અડધા લાખની કિંમતના ઘરેણા ભરેલી થેલી ઝૂંટવીને નાસી ગયા હતા.ફરિયાદની વિગત મુજબ, મહેન્દ્રભાઇ રણુજા ચોકડી પાસે આભૂષણ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ચોરીના બનાવ વધી ગયા હોવાથી ઘરેણા દુકાનમાં રાખવાના બદલે તે રોજ રાત્રે ઘરેણા ઘરે લઇ જતા હતા. નિત્યક્રમ મુજબ, સોમવારે રાતે દુકાન વધાવીને પત્ની હીનાબેન સાથે સ્કૂટરમાં ઘરે જવા રવાના થયા હતા. ઘરેણા ભરેલી થેલી પકડીને હીનાબેન પાછળ બેઠા હતા. કોઠારિયા રોડ ઉપર હાપલીયા પાર્ક નજીક બાઇક ઉપર આવેલા બે શખ્સ હિનાબેનના હાથમાંથી ઘરેણા ભરેલો થેલો આંચકીને નાસી છૂટયા હતા.બનાવ અંગે તરત જ પોલીસને જાણ કરાતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. લૂંટમાં જાણભેદુની સંડોવણીની શંકાથી દંપતિએ આપેલા લૂટારાના વર્ણનના આધારે આરોપીઓની શોધખોળના અંતે આજે બે શકમંદની અટકાયત કરી આકરી પૂછતાછ શરૂ કરવામાં આવી છે. લૂંટ સિવાય અન્ય કેટલાંક ગુનાના ભેદ ખૂલશે તેવી પોલીસે આશા વ્યકત કરી છે.

મહારાજ અગ્રસેનના વિદ્યાર્થીનુ રહસ્મય સંજોગોમા મોત

શહેરના ગુરુકુળ રોડ પર આવેલા મહારાજા અગ્રસેન વિદ્યાલયમાં ધોરણ-૧૦માં ભણતા એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. રજાના દિવસે પિકચર જોવાનો પિતાએ ઇન્કાર કર્યાના ૯ કલાક બાદ વિદ્યાર્થી તેના ઘરના રૂમમાં બંધ થઇ ગયો હતો. વિદ્યાર્થીના પિતાએ જ્યારે દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીનો અંતિમ શ્વાસ ચાલતો હતો. ઘટનાના પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ સીમંધર પાર્કમા એ-૪મા આવેલા ફ્લેટમા રહેતા બાબુભાઇ શર્માનો પુત્ર અરૂણ મહારાજા અગ્રસેન વિદ્યાલયમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો. દરમ્યાન રવિવારના દિવસે સ્કુલમાં રજા હોવાથી અરૂણે સવારે મિત્રો સાથે પિકચર જોવાની મંજુરી માંગી હતી પરંતુ અરૂણ એક સપ્તાહમા બે વાર પિકચર જોઇને આવ્યો હોઇ તેના પિતાએ પિકચર જોવાની મંજુરી આપી ન હતી.ત્યાર બાદ રાતના ૮ વાગ્યાની આસપાસ અરૂણ અને તેના પિતાએ સાથે ભોજન લીધું હતું અને ત્યાર બાદ અરૂણ તેના રુમમાં વાંચવા માટે ગયો હતો. જ્યારે તેના પિતા બહાર ગયા હતા. થોડીવારમાં જ્યારે અરૂણની માતાએ રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે અંદરથી કોઇ જવાબ ન મળતા તેમણે બાબુભાઇ શર્માને ફોન કર્યો હતો. જેથી તેઓ તાત્કાલીક ઘરે પહોંચી ગયા હતા અને હથોડીને એક જ પ્રહારથી લોક તોડી નાખ્યું હતું. આ સમયે અરૂણ રૂમમાં પોતાના અંતિમ શ્વાસ લેતો હતો. જેથી તેના પિતાએ તેને ઉંચકી દવાખાનામા લઇ જવા લાગ્યા ત્યારે અરૂણે દમ તોડી દીધો હતો.આ અંગે સ્કુલના પ્રિન્સીપાલ શોભા ત્યાગીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, અમે હજુ સુધી તેના ઘરે ગયા નથી પરંતુ અમને જે બહારથી ખબર મળી છે તે મુજબ તેણે સ્યુસાઇડ કર્યું છે પરંતુ ખરેખર શું બન્યું તે જાણવા માટે અમે તેના ઘરે જવાના છીએ. તેના પરિવાર દ્વારા અમને આ અંગે સામેથી કોઇ જ જાણ કરવામાં આવી નથી.

વહાબ એક વર્ષ બાદ ફરી કોર્ટના કઠેડે ઉભો રહી ગયો

અંધારી આલમનો ખુંખાર ડોન અબ્દુલ વહાબ અબ્દુલ મજીદ શેખ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવીને મુકત થયાને એક વર્ષ બાદ ફરી વખત કોર્ટના કઠેડે ઉભો રહી ગયો છે.હત્યા સહિતના અનેક ગુના જેના માથે હતા તેવા વહાબની સગીર અહેમદ નામના બિલ્ડરની હત્યા કરવાના ૧૩ વર્ષ જુના કેસમાં ક્રાઇમબ્રાંચે સોમવારે સાંજે ધરપકડ કરી હતી. વહાબને ગણતરીની મીનીટોમાં કોર્ટમાં લાવીને ક્રાઇમ બ્રાંચ વધુ તપાસ માટે તેના રીમાન્ડની માંગણી કરે તેમ છે. ત્યારે હત્યા જેવા ગંભીર ગુનામાં સપડાયેલા વહાબને ફરી એક વખત કોર્ટમાં મુકેલા આરોપીના પાંજરામાં ઊભા રહેવાનો વારો આવ્યો છે.

નાણાંની ઉઘરાણી કરતાં મિત્ર પર ચાકુથી હુમલો

શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાતે નાણાંની ઉઘરાણીના મુદ્દે થયેલી તકરારમાં એક યુવકે તેના લેણદાર મિત્ર પર હુમલો કરી તેના માથામાં ચાકુનો ઘા ઝીંકી દેતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.મંગળબજાર કલામંદિરના ખાંચામાં રહેતા ચિરાગ અશોક પંડ્યાએ ચાર વર્ષ અગાઉ તેના મિત્ર સાગર જાધવ (પિતાંબરપોળ , ફતેપુરા)ને રૂ. ૧૨ હજાર ઉઘાર આપ્યા હતા. વારંવાર માગણી બાદ પણ સાગર તેણે લીધેલાં ઉધાર નાણાં પાછા આપતો ન હોઈ તેઓની વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી.એક અઠવાડિયા અગાઉ નાણાંની ઉઘરાણીના મુદ્દે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. ગત મોડી રાતે ચિરાગ આજવારોડ દૂધેશ્વર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતો હતો તે સમયે તેને રસ્તામાં સાગરે આંતર્યો હતો. તેણે અઠવાડિયા અગાઉ થયેલાં ઝઘડાની અદાવતે તેની સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો તેમજ તે નીચે પડી જતાં તેના માથામાં ચાકુનો ઘા ઝીંકી દીધો હતો.આ બનાવના પગલે ટોળું ભેગુ થતાં સાગર ત્યાંથી ફરાર થયો હતો. લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલાં ચિરાગની કેફિયતના આધારે પાણીગેટ પોલીસે હુમલાખોર સાગર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ

રાતે ફરી ધોધમાર વરસાદ. અનેક શાળાઓ બંધ કરી : મોસમનો કુલ વરસાદ ૩૧.૫ ઈંચ.રાજકોટમાં આજે રાતે ફરી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. દિવસભર હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. રવિવારે રાત આખી હળવાથી ભારે ઝાપટાં વરસ્યા બાદ વહેલી સવારે પણ સાંબલેધારે વરસાદ પડ્યો હતો. ૨૪ કલાક દરમિયાન શહેરમાં અઢી ઈંચથી વધુ પાણી પડી ગયું હતું.
શહેરમાં ગઈકાલે રવિવારે એક જ દિવસમાં અઢી ઈંચ વરસાદ પડ્યા બાદ બીજા દિવસે પણ મેઘરાજાનો મુકામ રહ્યો હતો. એ પૂર્વે રવિવારે આખી રાત વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે શાળા જવાના સમયે ધોધમાર વરસાદ પડતાં અનેક વિદ્યાર્થીઓને શાળાએ જવામાં રજા રાખવાની ફરજ પડી હતી. એ પછી દિવસ દરમિયાન આકાશ ગોરંભાયેલા વાદળોથી છવાયેલું રહ્યું હતું અને સમયાંતરે હળવાથી ભારે ઝાપટાં વરસતાં હતા.દરમિયાન વધુ એક વખત મેઘરાજાએ સાંજ પછીનું ટાઈમ ટેબલ જાળવી રાખી રાત્રે ૧૧ વાગ્યે દર્શન દીધા હતા.રાત્રે અડધી કલાક સુધી ધોધમાર વરસાદ પડતાં માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં માંડ પાણી ઓસરે ત્યાં ફરી તળાવ જેવી સ્થિતિ થઈ રહી છે.ફાયરબ્રિગેડમાંથી મળતા આંકડા મુજબ રવિવારની રાતથી ૨૪ કલાક દરમિયાન અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજના વરસાદને મળી મૌસમનો કુલ વરસાદ ૩૧.૫ ઈંચે પહોંચ્યો છે. સરેરાશ વરસાદ ૨૨ ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે. પરંતુ જળાશયોમાં હજુ એ મુજબ પર્યાત માત્રામાં નવાનીરની આવક થઈ નથી.૩૧.૫ ઈંચ વરસાદ હોવા છતાં આજીડેમ હજુ પોણા ભાગનો ખાલીખમ પડ્યો છે. મેઘરાજા આવો જ હેત વરસાવવાનું ચાલુ રાખે આજીડેમ છલકાવે દે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

રાજકોટ : આજીની સપાટી ૧પ ફૂટે પહોંચી,૨૦ ફૂટે પહોંચે પછી પાણીકાપ હટાવવાની મનપાના શાસકોની દાનત.

રાજકોટમાં સરેરાશ વરસાદથી વધુ પડી ગયો છે એમ છતાં આજીડેમનું તિળયું ઢંકાયું ન હોવાનું મનપાના શાસકો કહી રહ્યા છે. ત્યારે છેલ્લા ચોવીસ કલાકના વરસાદથી આજીડેમમાં ૨ ફૂટ નવાં નીરની આવક થઇ છે.ડેમની સપાટી ૧૩ ફૂટથી વધુ ૧પ ફૂટે પહોંચી ગઇ છે. આમ છતાં પદાધિકારીઓ સપાટી ૨૦ ફૂટની થાય ત્યારે જ પાણીકાપ દૂર થશે એવી દાનત રાખી પ્રજાને પાણીકાપના ડામ દઇ રહ્યા છે.રાજકોટના આધારસ્તંભ એવા ભાદર ડેમમાં પણ લગભગ વર્ષ આખું ચાલે તેટલું પાણી આવી ગયું છે. ન્યારી-૧ ડેમમાં પણ આઠ મહિનાથી વધુ ચાલે તેટલું પાણી આવી ગયું છે. લાલપરી-રાંદરડા ઓવરફ્લો થઇ ગયા છે અને જયાથી રોજનું ૨પ લાખ ગેલન પાણી મળે છે એવો ન્યારી-૨ ડેમ પણ છલોછલ થઇ ગયો છે.એકમાત્ર આજી ડેમની સ્થિતિ ચિંતાજનક ગણાવાઇ રહી છે. આજની તારીખ સુધીનો મોસમનો કુલ વરસાદ ૩૧ ઇંચે પહોંચી ગયો છે. આમ છતાં આજી ડેમમાં હજુ પર્યાપ્ત માત્રામાં નવાં નીર નથી આવ્યા. જો કે છેલ્લા બે દિવસથી થતી મેઘકૃપાથી ડેમમાં નવા પ્રાણ પૂરાઇ રહ્યા છે. બે દિવસ પૂર્વે ડેમની સપાટી ૧૩ ફૂટ હતી. જે વધીને૧પ ફૂટે પહોંચી છે.જો કે તે ડેમની કુલ ક્ષમતાથી ૧૨ થી ૧પ ટકા જ ભરાયો હોવાનું રટણ મનપાના શાસકો કરી રહ્યા છે અને આ જ કેસેટ વગાડવાનું ચાલુ રાખી હજુ પાણીકાપ હટાવ્યો નથી. તેની સામે ભાદર, ન્યારી અને નર્મદાની સ્થિતિ સારી હોવા છતાં પ્રજા ઉપર પાણીકાપના કોરડા વિંઝાઇ રહ્યા છે. હજુ અડધું ચોમાસું બાકી છે. ત્યારે આજી ડેમ સહિતના જળાશયોમાં વધુ આવક સંભવીત છે. પરંતુ તંત્ર હિમંત કરી શકતું નથી.

પૂર્વ કોર્પોરેટરના પુત્ર, ભત્રીજાનો છરીથી હુમલો

શહેરમાં લુખ્ખા તત્વો દ્વારા નિર્દોષ લોકોને માર મારવાના કે છરી ઝીંકવાના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે ચા-પાણીના પૈસા દેવાની ના પાડનાર ઝુલેલાલનગરના બે સીંધી યુવાનને પૂર્વ કોર્પોરેટરના પુત્ર અને ભત્રીજાએ છરીથી હુમલો કરી નાસી છૂટયા હતા.ઝુલેલાલનગર-૧માં રહેતો સતીષ ચંદુભાઇ ગોપલાણી નામનો સીંધી યુવાન અને તેનો ભાઇ કિશોર રવિવારે રાત્રે ઘર પાસે ઊભા હતા ત્યારે આ વિસ્તારમાં નગરસેવક રહી ચૂકેલા ભોજરાજ નેભાણીનો પુત્ર જીતુ અને તેનો પિતરાઇ ભાઇ મીઠુ સીંધીબંધુ પાસે આવ્યા હતા અને ‘ચા-પાણીના પૈસા આપ’ કહી ઝઘડો કર્યો હતો.પરંતુ સીંધીબંધુએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બંન્ને શખ્સોએ માર મારવાનું શરૂ કર્યું હતુ. આ વેળાએ પૂર્વનગસેવકના પુત્રએ નેફામાંથી છરી કાઢી સીંધીભાઇઓને ઘા ઝીંકી નાસી છુટયા હતા. બનાવ અંગે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સતીષે કોર્પોરેટરના લુખ્ખા પુત્ર સહિત બે સામે ફરિયાદ નોંધાવી છે.જ્યારે રોહીદાસપરા-૧૧માં રહેતા શૈલેષ દેવાભાઇ ખીંટ નામના ભરવાડ યુવાન પર અગાઉના ઝઘડાનો ખાર રાખી કનકનગરના શૈલેષ મેરામણ માલમ અને ધર્મેશ ભીખાભાઇ બાંભણિયા નામના શખ્સોએ છરીથી હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. બી ડિવિઝન પોલીસે ઘવાયેલા ભરવાડ યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ : દીવાલ અને સ્મશાન છાપરી બનાવીને સરકાર હરખાય છે

રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર વરસાદની જેમ મહેરબાન છે. પ્રત્યેક તાલુકામાં લોકાર્પણો થઇ રહ્યાં છે પરંતુ શરમજનક અને વિચારવા લાયક વાત એ છે કે જેને તદ્દન સામાન્ય અને પ્રાથમિક સુવિધા કહેવાય તેના માટે લોકાર્પણોના દેખાડા થઇ રહ્યા છે. મંત્રીઓ કે સચિવોએ તો મોટી યોજનાઓમાં આવવાનું હોય પરંતુ અહીં જે યોજનાઓના લોકાર્પણો થઇ રહ્યાં છે તેમાં તો શાળાની કમ્પાઉન્ડ વોલ,સ્માશાનની છાપરી જેવાં સાધારણ કામોનો સમાવેશ થાય છે.જે બાબત લોકોમાં નારાજગીનો વિષય બની છે. આજે વિવિધ જિલ્લામાં કેટલાંક લોકાર્પણો થયાં છે.એક ઝલક મેળવીએ તો પડધરીમાં સાતલાખના ખર્ચે બનેલા સ્મશાનગૃહ નું લોકાર્પણ,ઉકરડા ગામે કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત અને દહીંસરડા ગામે આજી કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ થયું હતું.જ્યારે લોધિકા વિસ્તારમાં પાંચેક જેટલા ચેકડેમોનું નિર્માણ થયુ્ છે જેનું લોકાર્પણ થયું હતું અને તેની કુલ કિંમત રૂ.સાત લાખ થાય છે.
ગોંડલ થી કોટડા સાંગાણી સુધીનો રસ્તો પહોળો કરવા માટેના કામનું લોકાર્પણ,તેમ કોટડા તાલુકામાં સ્મશાન છાપરી, પુરરક્ષક દિવાલ, બસસ્ટેન્ડના કામનું ખાતમુહુર્ત થયું હતું.લોકાર્પણોમાં ક્યાંક હોસ્ટેલ બિલ્ડિંગ તો ક્યાંક શાળાનું મકાન પણ છે પરંતુ મોટાભાગના કામો આવાં છુટક છુટક છે કે જે સરકારની સામાન્ય ફરજ છે અને લોકોનો મુળભૂત અધિકાર છે,પાયાની જરુરત છે.આઝાદી મળ્યાને ૬૪ વર્ષ થઇ ગયાં પછી પણ જો કમ્પાઉન્ડ વોલ સિદ્ધિ ગણાતી હોય, સ્મશાન છાપરી પણ જો ફોટા પડાવવા માટેનું માધ્યમ બનતી હોય તો આ સરકારની સિદ્ધિ છે કે માત્ર મંત્રીઓની પ્રસિદ્ધિ? તે
સવાલ પ્રજાના મનમાં ઘૂટાઇ રહ્યો છે.

રાજકોટ : છ મહિનાના માસૂમ પુત્રને રિક્ષામાં સૂવડાવી જનેતા ગાયબ
માસૂમ બાળકને હોસ્પિટલમાં ખસેડાયો: મહિલાની શોધખોળ.

કઠોર કાળજાની જનેતા નવજાત શિશુને રેઢાં મૂકી દેતી હોવાના અનેક કિસ્સા અગાઉ બન્યા છે. પરંતુ રવિવારે રાત્રિના એક ઘટનામાં મહિલાએ મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસી પોતાના છ માસના પુત્રને રિક્ષામાં જ મૂકીને જતી રહેતાં ચકચાર મચી ગઇ હતી.નટરાજનગરમાં રહેતા રિક્ષાચાલક અકબરભાઇ મહમદભાઇ પીંજારા રવિવારે રાત્રિના પોતાની રિક્ષા લઇને ત્રિકોણબાગ પાસે ઊભા હતા ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે રાત્રિના ૧૨.૩૦ વાગ્યે આશરે ત્રીસેક વર્ષની મહિલા છ માસના બાળક સાથે આવી હતી અને ગ્રીન લેન્ડ ચોકડીએ જવા નીકળી હતી.ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચતા મહિલા પૈસા ચૂક્વીને નીચે ઊતરી જતાં અકબરભાઇએ પરત આવવા રિક્ષા હંકારી મૂકી હતી.ડિલકસ સિનેમા નજીક સીએનજી પેટ્રોલ પંપ પાસે રિક્ષામાં બાળકના રડવાનો અવાજ સંભળાતા રિક્ષા ઊભી રાખી તપાસ કરતાં સીટની પાછળની સાઇડમાં પાટિયા પર સૂવડાવેલો બાળક નજરે ચડતાં જ અકબરભાઇ આશ્ચર્યચિકત થઇ ગયા હતા અને મહિલા બાળકને તરછોડીને જતા રહ્યાનો અહેસાસ થતાં બાળકને બી-ડિવિઝન પોલીસે ગયા હતા.છ મહિના ઉછેર્યા બાદ તરછોડવાનું કારણ શું?મોજ મસ્તી માટે અનૈતિક સંબંધો બાંધી તેના પાપ સ્વરૂપે બાળકની પ્રાપ્તી કરનાર યુવતી-મહિલાઓ બદનામીથી બચવા નવજાત શિશુને જન્મની સાથે જ તરછોડી દેતી હોય છે પરંતુ આ કિસ્સામાં બાળક છ માસનો છે. છ-છ મહિના બાળકનું જતન કરનાર મહિલા માટે બદનામી કારણભૂત હોય તે શંકા નહિંવત્ છે ત્યારે બાળકને છોડી દેવાનું કારણ શું? ગૃહકલેશ થતાં કોઇ મહિલા આપઘાતના નિશ્વય સાથે ઘરેથી ભાગી હોય અને ફૂલ જેવા પુત્રને મૃત્યુના મુખમાં ધકેલવાને બદલે કોઇ સલામત હાથમાં જાય તેવા ઇરાદે તેને રિક્ષામાં મૂકી દીધો હશે કે કેમ તેવી થિયરી પર પોલીસે તપાસ શરૂ કરી હતી.

રસાયણથી પ્રદૂષિત ન્યારીના પાણીના નમૂના લેવાયા

દર વર્ષે કારખાનેદારો નદીમાં પ્રદૂષણનો કદડો ઠાલવે છે છતાં તંત્ર મૌન.રાજકોટની ભાગોળે આવેલા ઢોલરા, પાળ ગામ થઇ પસાર થતી અને ન્યારી-૧ ડેમમાં ભળતી નદીમાં શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનમાંથી અતિ ઘાતક કેમિકલ છોડાતાં ભારે ઉહાપોહ મચી ગયો હતો.જેના પગલે આજે વધુ એક વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નદીમાંથી પાણીના નમૂના લીધા હતા. જો કે અત્યાર સુધી આ પ્રકારના જ નાટકો ભજવાતા આવ્યા છે પણ ક્યારેય કોઇ ઠોસ કદમ લેવાયા નથી. ન્યારી-૧ ડેમમાંથી ન્યૂ રાજકોટના લાખ્ખો લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ડેમમાં ભળતી ન્યારી નદી છેક રીબડાથી લઇ શાપર-વેરાવળ, ઢોલરા, પાળ, કાંગશિયાળી થઇને પસાર થાય છે.આ નદીને શાપર-વેરાવળ જી.આઇ.ડી.સી.ના કેટલાક ઉદ્યોગકારો ઝેરીલી બનાવી રહ્યા છે અને નદીનું આ ઝેર ન્યારી-૧ ડેમમાં ભળતા ન્યૂ રાજકોટના લાખો લોકોની જિંદગી જોખમમાં મૂકાય છે. વરસાદ ચાલુ હોય ત્યારે કારખાનેદારો તેનો લાભ લઇ કેમિકલનું પ્રદૂષણ નદીમાં છોડી દે છે. જેના કારણે નદી જ્યાંથી પસાર થાય છે તેની આસપાસનાં ગામોનું પાણી ઝેરીલું બની ગયું છે. આ ગામના અનેક લોકો ચર્મરોગનો શિકાર બની ગયા છે. આ અંગે આજે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલના પગલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી.જો કે નદીમાં કેમિકલ છોડાતું હોવાની સમસ્યા લાંબા સમયથી છે. જ્યારે-જ્યારે ઉહાપોહ થાય છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ નદીમાંથી પાણીના નમૂના લઇ લે છે અને બાદમાં જાણે કારખાનેદારો સાથે મસલત થઇ ગઇ હોય તેમ બધુ સમુસૂતરું પાર પાડી દેવામાં આવે છે. માધ્યમો પણ ઘટનાસ્થળે પહોંચતાં ભીંસમાં મૂકાઇ ગયેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને પણ સ્થળ પર જવાની ફરજ પડી હતી.અધિકારીઓએ નદીમાંથી પાણીના નમૂના લીધા હતા. જો કે આ અગાઉ આવી રીતે અનેકવખત નાટકો ભજવાઇ ચૂક્યા છે ત્યારે આજે નમૂના લેવાની કામગીરી પણ માત્ર દેખાડો કરવા પૂરતી જ ન રહી જાય એવા કટાક્ષો ગ્રામજનોમાંથી સંભળાઇ રહ્યા હતા. બીજીબાજુ નદી ન્યારી-૧ ડેમમાં ભળતી હોય મહાપાલિકાએ પણ ડેમમાંથી પાણીના નમૂના લીધા હતા.

રાજકોટ : મેઘરાજા ખમૈયા કરે તો ખરીફ પાકનું ઉજળું ચિત્ર

ચાલુ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્ર પર મન મૂકીને વરસ્યા છે. જૂન મહિના દરમિયાન વરસાદ ખેંચાતા વવાયેલ પાક નિષ્ફળ જવાની દહેશત ઊભી થઇ હતી. પણ, જુલાઇની મેઘવૃિષ્ટએ ચિત્ર પલટી નાખ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી લીલીછમ્મ અને પાણીનો પ્રશ્ન હલ થતાં જનજીવન ખીલી ઊઠ્યું છે.અત્યાર સુધીનો વરસાદ પાક માટે સાનુકૂળ રહેતા ખરીફનું ઉજળું ચિત્ર ઉપસ્યું છે. ઉઘાડને બદલે વરસાદ વરસતો રહેશે તો, ખરીફ પાકની સ્થિતિ ડામાડોળ થઇ શકે છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લાની વિગતોનું સંકલન કરી અહીં પ્રસ્તુત કરેલ છે.હાલારમાં હવે વધુ વરસાદ આફતરૂપ -રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા જામનગર જિલ્લામાં હવે વધુ વરસાદ ખરીફ પાક માટે આફતરૂપ સાબિત થવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી પી. બી. ખિસ્તરિયાએ જણાવ્યું હતું. તેઓ વધુમાં કહે છે કે, જિલ્લામાં ૬.૧૨ લાખ હેકટરમાં ખરીફ વાવેતર થયું છે.જેમાં, ૩.૫૨ લાખ હેકટરમાં મગફળી અને ૧.૮૫ લાખ હેકટરમાં કપાસ છે. હાલ, પાકની વૃિધ્ધ-વિકાસ ખૂબ સારા છે. હવે, વધુ વરસાદ પાક સહન કરી શકે તેમ નથી. સતત વરસાદ અને ભેજથી રોગ અને જીવાતની સમસ્યા પણ વકરી શકે છે. પાકના સારા ચિત્ર માટે વરાપ નીકળવો અત્યંત જરૂરી છે.વરાપ નીકળવાની જોવાતી રાહ - કૃષિપાકની સ્થિતિ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. સી. પટેલ કહે છે કે, અત્યાર સુધીનો શ્રેષ્ઠ રહ્યો. વરસાદ વિરામ ન લે તો પાકના મૂળમાં કોહવાટ અને રોગ આવવાની શક્યતા ઊભી થશે. વરાપની ખાસ જરૂર છે. નાયબ ખેતીવાડી નિયામક ધોરજિયાના જણાવ્યા પ્રમાણે વરસાદ એક અઠવાડિયા સુધી લંબાય તો, કોડીનાર પંથકમાં ૫ ટકા મગફળીને નુકસાન થઇ શકે છે.અત્યાર સુધી એકેય પાકમાં રોગ દેખાયો નથી, એ કુદરતની મહેરબાની છે. જિલ્લાભરમાં મગફળી અત્યારે ૫૦ ટકાના સ્ટેજે પહોંચી છે.

વેરાવળમાં છ ઈંચ : અડધું શહેર પાણી વચ્ચે

શાળા-કોલેજોમાં રાહત રસોડાં શરૂ: સેંકડો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું.વેરાવળ શહેરને ગઈકાલથી પાણીમાં તરબોળ કર્યા બાદ આજે પણ વરસાદની તોફાની ઈનીંગ ચાલી રહી હતી. આજે વધુ છ ઈંચ વરસાદ વરસી ગયો હતો. પરિણામે દુકાનો પણ બંધ રહી હતી. ગામમાં ફરજીયાત કફર્યુ જેવું વાતાવરણ ભાસતું હતું. શહેરનાં સોસાયટી અને ઝુંપડપટ્ટી વિસ્તારોનાં ઘરોમાં એક થી દોઢ ફૂટ પાણી ભરાયાં હોઈ આશરે ૫૦ હજાર લોકોને ‘રાંધવુ ક્યાં’ની સમસ્યા ઉદ્ભવી છે. આથી જીવનજયોત ટ્રસ્ટ સહિતની સંસ્થાઓએ શાળા-કોલેજોમાં રાહત રસોડાં શરૂ કર્યા છે. સેંકડો લોકોનાં સ્થળાંતર પણ કરવા પડ્યા છે.આજનાં ભારે વરસાદથી માળીયા હાટીના તાલુકાનો લાછડી ડેમ ૩ ફૂટ ઓવરફલો થતા તેમાંથી આશરે ૮ હજાર કયુસેક મીટર પાણી છોડાયું હતું. પરિણામે દેવકાનદી ગાંડીતુર બની હતી.એ પાણી વેરાવળનાં હુડકો, મોચીનગર, ટાગોર-૧ અને ૨, શકિતનગર, બિહારીનગર, સિદ્ધાર્થ, જલારામ, ગોલારાણા સોસા., કિરમાની, અલીભાઈ, દિવાનીયા, બરક્તીયા, અજમેરી, ભાલકા, વૃંદાવન સહિતની સોસાયટીઓમાં બે થી ચાર ફૂટ પાણી ભરાતાં તમામ વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જ્યારે શહેરમાં પણ નગર પાલિકારોડ, મહિલા મંડળ, સુંભાષ, સટ્ટાબજાર, ગાંધી ચોક, ચાર ચોક, લાબેલા, રેલવે સ્ટેશન, રાધે ક્રિષ્ન મંદિર, દોલત પ્રેસ, રેયોન હાઉસીંગ, ૮૦ ફુટ રોડ, એસટી રોડ, લીલાશાહ નગર, પોસ્ટ ઓફિસરોડ, કોળીવાડા, વગેરે રસ્તાઓ પર ગોઠણડુબ પાણી ભરાઈ જતાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.પરિણામે લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વેરાવળ શહેર આસપાસની નદીઓમાં પુર આવતાં તેનાં પાણી સોસાયટીઓ અને ભાલપરાનાં અંદાજે ૫૦૦ ઘરો અને ઝુંપડપટ્ટીઓમાં ઘુસી ગયા હતા. પરિણામે ૫૦ હજારથી વધુ લોકો છેલ્લા ૨૪ કલાક કરતા વધુ સમયથી પાણી વચ્ચે બેઠા છે.આ લોકોને છેલ્લા બે દિવસથી દૂધ-શાકભાજી અખબારો જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી શકી નથી. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પ્રકારની રાહત સામગ્રી ન પહોંચતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરનાં મફતીયાપરા અને સંજયનગરનાં ૧૧૦ લોકોને જીવન-જયોત ટ્રસ્ટે જેપી સ્કૂલ અને કે.કે.મોરી સ્કૂલમાં તેમજ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ૩૫ લોકોનાં આઈ.ડી.ચૌહાણ સ્કૂલમાં સ્થળાંતર કરી ફૂડ પેકેટો અપાયાં છે.ભાલકા અને ભાલપરા વિસ્તારનાં ૩૦૦ ઘરોનાં સેંકડો લોકોનાં પણ સરપંચ રમેશ કક્કડ, વિક્રમ સોલંકી, મનસુખ બામણીયા, રમેશ બામણીયા, બળવંત બાપુ, દીલુભાઈ દરબાર, વગેરેની ટીમે સ્થળાંતર કરાવી તેઓ માટે રાહત રસોડાં ખોલ્યા છે.

જામનગર : રંગમતિના પાણી જામનગર શહેરમાં ધુસ્યા

આફતમાં ફેરવાતા મેઘરાજાના હેત વચ્ચે વધુ તોફાની સાડા સાત ઇંચ ખાબકતા શહેરીજનોમાં ચિંતા. મોડીરાત્રીના મેઘરાજાએ ઝડી વરસાવતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા લોકોના રાત ઉજાગરા.જામનગરમાં અવિરત મેઘકૃપા ધીમે-ધીમે આફતરૂપી બનતા લોકોમાં ચિંતાની લાગણી જન્મી છે, ત્યારે વધુ સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા મેઘાના હેતથી લોકો મુંઝવણમાં મુકાયા છે. રવિવારના મોડીરાત્રીના મેઘરાજાએ ઝડી વરસાવતા નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. સવાર સુધી સતત વરસાદ ચાલુ રહેતા જનજીવન ખોરવાઇ ગયું હતું.શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ તોફાની વરસાદ પડી રહયો છે. ખાસ કરીને શનિવારે વરસાદ શરૂ થતાં હેલીના કારણે શહેર તરબતર થઇ ગયું છે. દરેક રાઉન્ડમાં ભારે તોફાની વરસાદથી શહેરીજનોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. ચોમાસાને હજુ દોઢેક માસ બાકી છે ત્યારે ૬૧ ઇંચ વરસાદ થઇ ગયો છે ત્યારે મેઘરાજાની કૃપા શહેર પર સતત વરસતા ધીમે-ધીમે વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે.આ સ્થિતિમાં ગત રાત્રીના ૮ વાગ્યાની આસપાસ મેઘરાજાની ધીમી ધારે પધરામણી થઇ હતી. બાર વાગ્યા બાદ એકરસ વાતાવરણ વચ્ચે મેઘરાજાએ રીતસર ઝડી વરસાવવાનું શરૂ કર્યું હતું. સવારે ૭ વાગ્યા સુધીમાં એટલે કે, સાત કલાકમાં સાડા છ ઇંચ પાણી પડી ગયું હતું. ખાસ કરીને બે વાગ્યા બાદ ગાજવીજ અને પવન સાથે સુપડાધારે અંધાધૂંધ વરસાદથી શહેરીજનો ઉંઘમાંથી સફાળા જાગી ઉઠયા હતાં અને ઘરમાં પાણી ઘુસતા રાત ઉજાગરા કરવા પડ્યા હતાં.સવાર સુધીમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા અને તળાવ પુન: ઓવરફલો થતાં તેમજ રંગમતિ અને નાગમતિમાં ઘોડાપુરને કારણે પત્રકાર કોલોની, મંગલબાગ, ક્રિકેટ બંગલા શેરી, લીમડાલાઇન વિસ્તાર, રામેશ્વરનગર, વાલકેશ્વરી, સ્વિસ્તક સોસાયટી સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જેના કારણે ઘરમાં અઢી-અઢી ફુટ પાણી ઘુસી જતાં ઘરવખરી અને માલસામાનને વ્યાપક નુકશાન થયું હતું.આખી રાત સતત વરસાદ બાદ સવારે પણ ભારે મેઘાડંબર રહેતાં શાળાઓ બંધ રહી હતી તો લોકો ઘરમાં પુરાઇ રહેતા જનજીવન ખોરવાઇ ગયું હતું.

RTOના ટેક્સથી બચવા બસ સળગાવ્યાની ફરિયાદ

શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા ઇકબાલ કાસમભાઇ કુરેશીએ ગત તા.૨૨-૪ના રોજ તેની બસ આરટીઓ કચેરી પાસે સળગી હોવાની ફાયર ઉપરાંત પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ દરમિયાન ફોરેન્સીક નિષ્ણાંતની મદદ લઇ કેટલાક નમુના એકત્ર કરી પ્રુથ્થકરણ માટે જુનાગઢ મોકલી આપ્યા હતાં.જેના રીપોર્ટમાં બસને સળગાવી નાખવામાં આવી હોવાનું તારણ મળ્યું હતું. ઉંડાણપૂર્વકની પોલીસ તપાસમાં ચડત ટેક્સ ભરવો ન પડે માટે બસને સળગાવી નાખી હોવાનું પોલીસે તારણ કાઢયું હતું.આ બનાવ અંગે પોલીસ સબ ઇન્સ. બી.સી. ચૌહાણે જાતે ફરિયાદી બની બસના માલિક ઇકબાલ કાસમ કુરેશી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં માર્ગોના નબળાં કામની પોલ ખોલતો મેઘો

દ્વારકામાં છેલ્લા બે દિવસથી સતત ચાલુ રહેલા વરસાદને કારણે શહેરનું હાર્દસમુ રાવળા તળાવ છલકાઇ ગયું છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં પાંચ ઇંચ અને મોસમનો કુલ ૨૭ ઇંચ વરસાદ પડી ચુકયો છે. સતત ચાલુ રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. જેના કારણે રોડ જેમણે બનાવેલા છે તે કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી છે.વરસાદને કારણે શહેરના કાનદાસ બાપુના આશ્રમ, ઇસ્કોન ગેટ, જલારામ સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી, ધીંગેશ્વર પરૂ, ગુરૂદ્વારા વિસ્તાર, સિધ્ધવાટીકા સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા જવામાં ભારે પરેશાની વેઠવી પડી છે.જલારામ સોસાયટીમાં તો છેલ્લા બે અઠવાડિયાથી વરસાદનું પાણી ભરાયેલું છે. છતાં પણ પાલિકા દ્વારા કોઇ સંતોષકારક પગલાં ભરવામાં આવ્યા નથી. પાલિકાનું વહીવટી તંત્ર વરસાદથી જાણે અજાણ હોય તેમ બેજવાબદાર થઇને કુંભકર્ણની નિંદ્રામા સુતેલું છે અને પાલિકાની કચેરીમાં જાણે રજા હોય તેમ કર્મચારીઓની ખુરશી ખાલીખમ પડેલી જોવા મળે છે.જેથી લોકોએ પોતાના પ્રશ્નો કે રજુઆતો માટે કોની પાસે જવું તે પ્રશ્ન ઉભો થયો છે. દ્વારકાથી ર કીમી દુર આવેલા રૂપેણબંદર વિસ્તારના ઝુંપડાઓ પાણીમાં ગરક થઇ ગયા છે. ત્યાંના રહેવાસીઓને ત્યાંથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.રૂપેણબંદરનો અડધો વિસ્તાર દ્વારકાની હદમાં આવતો હોવાથી અને બાકીનો વરવાળા ગામમાં આવતો હોવાથી ત્યાંના રહેવાસીઓ દ્વારકા પાલિકાને રજુઆત કરવા જાય તો સતાધીશો દ્વારા એવું કહેવામાં આવે છે કે, તમે વરવાળા જાઓ તે કાર્ય અમારી હદમાં આવતું નથી. વહીવટીતંત્રના ઉડાઉ જવાબને કારણે તેમજ સતત વરસાદને કારણે રૂપેણબંદરના રહેવાસીઓ ભારે વિમાસણમાં મુકાઇ ગયા છે.

પોરબંદરમાં ૮ ઇંચ: જળબંબાકાર

પોરબંદર શહેરમાં છેલ્લા ર૪ કલાકથી અવિરત મેઘસવારી ના પગલે શહેર પાણી... પાણી... થઇ ગયું હતું. રાજમાર્ગો પાણીથી તરબોળ બની જ ગયા હતા આ ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા.છાંયા રણકાંઠા વિસ્તારમાં લોકોને અવર જવર માટે પાલીકા દ્વારા બે હોડીઓ મુકવામા આવી હતી. શહેરમાં હોડી તરતી થતા લોકો કુતુહલ પુર્વક જોવા દોડી ગયા હતા. બોખીરાના તુંબડા વિસ્તારમાં પાણીએ કાળોકેર વર્તાવ્યો હતો. તંત્રની બેદરકારીને કારણે પાણી ભરાતા લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોચ્યો હતો.પોરબંદર શહેરમાં ગઇ કાલે રાત્રીના ધીમીધારે મેઘવર્ષા થયા બાદ સવારના ૭ થી સાંજના પ વાગ્યા સુધી હળવો ભારે વરસાદ ચાલુ રહેતા શહેર ના એમ.જી.રોડ, એસ.વી.પી. રોડ સહિતના રાજમાર્ગો ઉપર દોઢ થી બે ફુટ પાણી ભરાયા હતા.વરસાદી પાણીના કારણે છાંયા રણકાંઠા તેમજ ખીજડી પ્લોટ થી છાંયા ચોકી સુધીના રસ્તા ઉપર કમરડુબ પાણી ભરાયા હતા અને આ વિસ્તારોના મકાનોમા ત્રણ થી ચાર ફુટ પાણી ભરાઇ ગયા હતા જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ વિસ્તારના લોકોના અવર જવર માટે પાલીકા દ્વારા બે હોડીઓ મુકવામા આવી છે. શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં કે.કે. નગર, મીરાનગરમા પણ વરસાદી પાણીએ કાળોકેર વર્તાવ્યો હોય તેમ અહી પણ અસંખ્ય મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આ વિસ્તારમાં ઉદ્યોગનગર બાયપાસ રોડ ઉચો લેવાને કારણે પાણી ભરાયા હોવાનો આક્ષેપ આ વિસ્તારના લોકોએ કર્યો હતો. બોખીરા તુંબડા વિસ્તારના અસંખ્ય મકાનોમા પાણી ઘુસ્યા હતા. આ ઉપરાંત વીરડી પ્લોટ, નવા અને જુના કુંભારવાડા વિસ્તારમા પાણી ઘુસી ગયા હતા. તંત્રના આગોતરા આયોજન બાદ પણ વરસાદી પાણી અંદાજે બે થી ત્રણ હજાર મકાનોમાં ઘુસી જતા લોકોમા ભારે રોષ ભભુકી ઉઠયો હતો.

ભાવનગર જિલ્લામાં વરસાદ ૧૬ ઈંચને વટાવી ગયો

ભાવનગર જિલ્લામાં અષાઢમાં ઝંઝાવાતી મેઘમહેર વ્યાપકપણે વરસી રહ્યો હોય જિલ્લામાં આજે સવાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ ૩૬૫.૯૧ મીમી થયો છે. વર્ષમાં કુલ વરસાદ ૬૩૮ મીમી છે એટલે સિઝનનો ૫૭.૩૫ ટકા વરસાદ વરસી ગયો છે. જિલ્લાનાં પાંચ તાલુકાઓમાં૧૬ ઈંચ કે તેથી વધુ વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ વરસાદ તળાજા તાલુકામાં વરસ્યો છે જ્યાં અત્યાર સુધીમાં ૨૦ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે.ભાવનગર જિલ્લામાં અષાઢી મેઘમહેર વરસી રહી છે ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં જે તાલુકાઓમાં ૧૬ ઈંચ કે તેથી વધુ વરસાદ વરસી ગયો છે તેમાં તળાજામાં ૫૦૪ મીમી, ભાવનગરમાં ૪૮૧ મીમી, વલ્લભીપુરમાં ૪૩૪ મીમી, મહુવા તાલુકામાં ૪૨૨ મીમી અને સિહોરમાં ૪૧૩ મીમી વરસાદ વરસી ગયો છે.આ ઉપરાંત પાલિતાણામાં ૩૮૩ મીમી, ઉમરાળામાં ૩૧૨ મીમી, બોટાદમાં ૩૧૧ મીમી, ઘોઘામાં ૩૦૦ મીમી, ગઢડામાં ૨૫૫ મીમી અને ગારિયાધારમાં સિઝનનો કુલ વરસાદ માત્ર ૨૧૦ મીમી થયો છે.આમ, આ વર્ષે ભાવનગર જિલ્લામાં ૬૩૮ મીમી વરસાદની વાર્ષિક સરેરાશ સામે બીજી ઓગસ્ટની સવાર સુધીમાં ૩૬૫.૯૧ મીમી વરસાદ વરસી ગયો છે.