06 October 2010

રાજકોટ : યુવાનનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટ : યુવાનનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ

શહેરમાં ખૂની હુમલાના વધુ એક બનાવમાં મોચી બજાર ખાડામાં રહેતા મુસ્લિમ યુવાનને પડોશી દલિત શખ્સે ગત સાંજે ફરવાના બહાને આજીડેમ લઇ ગયા બાદ અન્ય ત્રણ મિત્રોની મદદથી હુમલો કરી, છરીથી ગળુ કાપીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.ગંભીર રીતે ઘવાયેલા યુવાન રાતભર લોહીના ખાબોચિયામાં પડ્યો રહ્યો હતો. સવારે કોઇની નજરે ચડતા તેને હોસ્પિટલે ખસેડાયો છે. મુખ્ય આરોપી પોલીસે ઝડપી લીધો છે.મોચી બજાર ખાડામાં રહેતા શબીર દાઉદભાઇ શેખ (ઉ.વ.૨૮) નામના યુવાનને પડોશમાં રહેતા ભરત હરજિન સાથે ત્રણ વર્ષ પહેલા નજીવી બાબતે ઝઘડો થતાં ભરત સોડા બોટલથી હુમલો કર્યો હતો. ત્યારથી અદાવત ચાલતી હતી. બાદમાં સમાધાન થઇ જતા સુમેળ હતો. ગત સાંજે બાઇક લઇને આવેલા ભરતે આજી ડેમ ફરી આવીએ તેમ કહેતા તેના બાઇક પાછળ બેસી ગયો હતો.આજી ડેમના ઓવર ફ્લોના સ્થળે પહોંચ્યા ત્યારે ભરતના ત્રણ મિત્રો પણ આવી ગયા હતા . ભરતે જુના ઝઘડાનુ વેર રાખીને બોલાચાલી કર્યા બાદ ચારેય શખ્સ ધોકાથી તૂટી પડ્યા હતા. અને છરીથી હુમલો કરી ગળુ કાપવાનો પ્રયાસ કરી નાસી ગયા હતા. અંધારુ થઇ ગયું હોવાથી અવાવરુ સ્થળે ઇજાગ્રસ્ત યુવાન આખી રાત લોહીના ખાબોચિયામાં પડ્યો રહ્યો હતો.સવારે ત્યાંથી પસાર થઇ રહેલા નાગરિકની નજર પડતા તેને હોસ્પિટલ ખસેડાયો છે. પી.આઇ. એસ.કે. ઝાલા, મદદનીશ સાવજુભા જાડેજા, જયેશ શુક્લ અને હનીફભાઇએ ખૂનની કોશિશનો ગુનો નોંાધી આરોપી ભરત બાબુ સોંઢાની ધરપકડ કરી છે.


રાજકોટ : યુવતીનું અપહરણ કરી વેંચી દીધા બાદ બળાત્કાર

શહેરના આશાપુરા નગરમાં રહેતી યુવતીનું પરિચિત મહિલા સહિત ત્રણ શખ્સોએ અપહરણ કરી યુવતીને બિલખામાં રૂ. ૬૦ હજારમા વેચી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીને ખરીદનાર ઊનાના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાંથી મોકો મળતા જ પરત ભાગી આવેલી યુવતીએ આપ વિતી વર્ણવતા તમામ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.ચકચારી બનાવ અંગે કોઠારિયા રોડ, આશાપુરાનગર-૩મા રહેતા જયશ્રીબેન ઉર્ફે જયોત્સના બટુકભાઇ સોરિઠયા નામની પટેલ પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ રહેતી મણીબેન, વિજય ભરવાડ, વિપુલ ભરવાડ બિલખા ગામે રહેતી લાભુબેન અને ઊના રહેતા હમીર કાળા આહીર, સાજણભાઇ માલદેભાઇ આહીર અને રામભાઇ લાખાભાઇ ગોહીલના નામો આપ્યા છે.ફરિયાદ મુજબ, આરોપી મહિલા મણીબેન પટેલ પરિવારની પરિચિત હોય ગત તા.૨૮ની સાંજે પટેલ પરિણીતાની પુત્રીને શાકભાજી લેવા સાથે લઇ ગઇ હતી. મોડી રાત સુધી પુત્રી પરત નહીં આવતા પટેલ પરિવારે તપાસ કરી હતી. તપાસમાં મણીબેન અને બે ભરવાડ શખ્સો લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાનું બહાર આવ્યું હતું.દરમિયાન આઠ દિવસથી ગુમ થયેલી પુત્રી આજે પરત આવતા તેને સઘળી હકીકત તેની માતાને વર્ણવતા કહ્યું હતું કે, લગ્નની લાલચે મણીબેન તેમજ યુવતી સાથે હીરાના કારખાનામાં કામ કરતા બન્ને ભરવાડ શખ્સો બિલખા લાભુબેન પાસે લઇ ગયા હતા. ત્યાથી ઊનાના હમીર આહીરને રૂ.૬૦ હજારમા વેચી કોર્ટમાં લગ્ન કરાવી નાખ્યા હતા અને આહીર શખ્સે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.પોતાને વેચી નાખ્યાની યુવતીને જાણ થતા તે ત્યાથી નાસી છૂટી રાજકોટ પરત પહોંચી હોવાનું જણાવ્યું હતું. ભકિતનગર પોલીસના ફોજદાર જે.બી.ચાવડાએ ગુનો નોંધી યુવતીનું તબીબી પરીક્ષણ કરાવવા તેમજ આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


ખેડૂત સભાસદના પરિવારને સહાય ચેક

ચીખલી તાલુકાના ચાસા ગામના અકસ્માતમાં મુત્યુ પામેલ ખેડૂત સભાસદના પરિવારને મહુવા સુગરના ડીરેકટર જયંતિલાલ પરમારના હસ્તેમાં એક લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો હતો.ચાસા ગામના વલ્લભભાઈ બાબરભાઈ પટેલ મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના સભાસદ હતા ગત ૧૫-૫-૧૦ના રોજ અકસ્માતમાં તેમનું મુત્યુ થયું હતું જે સંદર્ભે સુગરની સભાસદ અકસ્તમાત વિમા પોલીસી અન્વયે એક લાખ રૂપિયાનો ક્લેઈમ મંજુર થતા મરનાર સભાસદના પત્ની ભારતીબેન પટેલને તેમના નિવાસસ્થાને રૂબરૂ જઈ મહુવા સુગરના રાનકૂવા ઝોનના ડીરેકટર જયંતિલાલ પરમારે ચાસા ગામના મહુવા સુગરના પ્રતિનિધિ અલીભાઈ માંકડા અગ્રણી વિનુભાઈ પટેલ ખેડૂત આગેવાન પરિમલ ચૌહાણ, ચીખલીના અગ્રણી વિનય પટેલ, પિપલગભણના આશિષ દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરતા આ પરિવાર ગદગદિત થઈ ગયો હતો.


વડોદરાને દેશનું મશહૂર શહેર બનાવીશું : ગડકરી

વડોદરા સેવાસદનની ચૂંટણીમાં ભાજપને ફરીથી અવસર મળશે તો દેશનું સૌથી મશહૂર શહેર બનાવી દેવાશે તેવી ખાતરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે નિતીન ગડકરીએ આજે અત્રે સભામાં વ્યક્ત કરી હતી.અમદાવાદી પોળ ખાતે ચૂંટણીલક્ષી જાહેર સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું વિકાસ મોડેલ છે.જે લોકોને ભાજપ કે મોદી પસંદ નથી તે પણ આ વાત સ્વીકારે છે.દેશમાં ૧૦ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને૫૮ હજાર કરોડ રૂપિયાનું અનાજ સડી ગયુ છે.મહારાષ્ટ્રમાં કપાસના ઉત્પાદકોને આત્મ હત્યા કરવી પડે છે પણ ગુજરાતમાં કપાસના ઉત્પાદકો કેમ આત્મહત્યા કરવી પડતી નથી? કેન્દ્ર પાસે તેનો જવાબ નથી. કોમનવેલ્થ ગેમ્સમાં અત્યારે દેશની આબરૂનો સવાલ હોવાથી ગેમ્સ પૂરી થયા પછી તેનો ચોક્કસ ભાંડો ફોડીશ તેવી તેમણે ચિમકી ઉચ્ચારી હતી.તેમણે જણાવ્યું હતું કે, સીબીઆઇ એટલે કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે અને તેમાં જેને ફાંસીએ ચડાવવાના હોય તેને માફી અપાય છે અને દેશભક્તોને ફાંસીના માંચડે ચડાવવાની વાત થાય છે. ભગવા આતંકવાદની વાત કરનારાને ખબર નથી કે આતંકવાદને કોઇ જાતિ, ધર્મ કે રંગ હોતો નથી પણ માત્ર કાળો રંગ જ હોય છે.ભાજપા ધર્મ જાતિ આધારિત રાજનીતિ ખેલવા માગતી નથી તેવી સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે,દેશ ચૂંટણીમાં રાજકારણ કાસ્ટ, કેશ અને ક્રિમિનલ્સ એમ ત્રણ સી ઉપર આધારિત હોય છે અને તેને હટાવવા જોઇએ. જોકે, ભાજપ મુસ્લિમોના વિરુદ્ધ નથી અને રાષ્ટ્રવાદ અમારો આત્મા છે તેવો પણ તેમણે દાવો કર્યો હતો.


અંજાર : રતનાલ બેઠક માટે કોંગ્રેસને થપાટ

અંજાર તાલુકા પંચાયતની ૧૫ બેઠકો પૈકી રતનાલના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ટેકિનકલ કારણોસર રદ્દ થયું હતું. પરિણામે સ્થાનિક રાજકારણમાં એકતરફ ઉદાસી તો બીજી બાજુ અગાઉથી જ વિજયોત્સવ મનાવાયો હતો.તાલુકા પંચાયત માટે કોંગ્રેસ, ભાજપ, અપક્ષ, એનસીપી, બીએસપીએ ઝંપલાવ્યું છે, જેમાં કોંગ્રેસના ડમી સહિત બન્ને મહિલા ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ થતાં કોંગ્રેસનો એકડો નીકળી ગયો હતો.તાલુકા પંચાયતની રતનાલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે છાંગા પરમાબેન વાસણભાઇએ ઉમેદવારી નોંધાવી હતી, તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુજરિયા કુવરબેન અરજણનું ફોર્મ ભરાયું હતું, ત્યારે આજે મંગળવારે ફોર્મ સકાસણી દરમિયાન બન્ને પક્ષના ઉમેદવારો, અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવારની ફોર્મમાં અધૂરાશો હોવાની વાત ધ્યાને આવી હતી.આ અંગે રતનાલ ચૂંટણી ઇન્ચાર્જ રણછોડભાઇ આહિર દ્વારા દલીલો કરાઇ હતી. જોકે, અંતે કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ્દ થયું હતું. આ બેઠક ઉપર અન્ય કોઇ ઉમેદવાર નહીં હોવાના સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ઉમેદવારીપત્રક પણ રદ્ થતાં હાજર રહેલા ભાજપના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી હાર પહેરાવી વિજયોત્સવ પણ મનાવાયો હતો.આ સમયે જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઇ આહિર, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઇ માતા, યુવા પ્રમુખ રણછોડભાઇ આહિર, માજી નગરપતિ ભરતભાઇ શાહ સહિત અનેક ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.


કોંગ્રેસી ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો !

અબડાસા તાલુકમાં કોંગી અગ્રણી ભાજપમાં જોડાયા બાદ તેના સમર્થનમાં કોંગ્રેસના નલિયાના સત્તાવાર ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકામાં કોંગ્રેસના જૂના જોગી ગણાતા જુવાનસિંહ જાડેજા પોતાના સહ કાર્યકરો સાથે ભાજપમાં જોડાઇ જતાં તેના બન્ને પુત્રો હકુમતસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ જાડેજાએ પણ કોંગ્રેસને રામ-રામ કરી દીધા હતા.ત્યાર બાદ નલિયા-૨ તાલુકા પંચાયતની બેઠકમાં કોંગ્રેસે જેને મેન્ડેટ આપ્યો હતો તે સત્તાવાર ઉમેદવાર સરસ્વતીબેન જેઠાલાલ ભાનુશાલીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે, તેથી હવે આ બેઠકમાં કોંગ્રેસના કોઇ ઉમેદવાર રહયા નથી તેવો તાલ સર્જાયો છે.જોકે, અન્ય એક અપક્ષ ઉમેદવાર પણ બેઠકમાં ઝંપલાવ્યું છે, પરંતુ ભાજપ માટે જીત આસાન બની ગઇ છે.


ભાવનગર શહેરમાં ત્રણ દિવસ વીજકાપ

ભાવનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં આવતી કાલ તા.૬ બુધવારથી સતત ત્રણ દિવસ સુધી સાત કલાકનો વીજકાપ રહેશે.
મરામત કામગીરી સબબ ઝિંકાયેલા વીજકાપમાં તા.૬ બુધવારે હલુરિયા ફિડર હેઠળ આનંદનગર, ત્રણ માળિયા, વણકરવાસ, મ્યુ.ક્વાર્ટર, માણેકવાડી, ક્રેસન્ટ, મેઘાણીસર્કલ, સેનેટરીવાળા વિસ્તારમાં વીજકાપમાં તા.૬ બુધવારે હલુરિયા ફિડર હેઠળ આનંદનગર, ત્રણ માળિયા, વણકરવાસ, મ્યુ.ક્વાર્ટર, માણેકવાડી, ક્રેસન્ટ, મેઘાણીસર્કલ, સેનેટરીવાળા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.જ્યારે તા.૭ ગુરૂવારે નાકુબાગ ફિડર હેઠળના વડવા ફાચરીયાવાડી, ચાવડીગેટ પોલીસચોકી, પાનવાડી ટેલીફોન એક્સચેન્જ, બાહુબલિ કોમ્પ્લેક્ષ, દાદાસાહેબ વીટી એપાર્ટમેન્ટ, પૃથ્વી કોમ્પ્લેક્ષ, જુની આર.ટી.ઓ. સંત કંવરરામ ચોક, રસાલા કેમ્પ, ડોક્ટરહાઉસનો સમાવેશ થાય છે.આ સિવાય તા.૮ શુક્રવારે દિવાનપરા ફિડરનો અમુક ભાગ જેવો કે, સાંિઢયાવાડ, રાણિકા, લીમડીવાળી સડક, પીંજારા ચોક, એસ.બી.આઈ. બેન્ક શિવ કોમ્પ્લેક્ષ અને હલુરિયા ચોક વિસ્તારમાં અડધો દિવસ વીજકાપ લાદવામાં આવેલ છે.


‘બિગ બોસ’ને કોઈ પણ ભોગે ચાલવા નહીં દઈએ’

શિવસેનાના વડા બાળ ઠાકરેએ પાકિસ્તાની કલાકારોના સહભાગવાળા રિયાલિટી શોને બંધ કરાવી દેવાની મંગળવારે ચીમકી આપવાની સાથે સલમાન ખાનના હોસ્ટવાળો શો ‘બિગ બોસ’ રાજકીય મુશ્કેલીનો સામનો કરે છે. બાળ ઠાકરેએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘ગમે તે થાય, અમે શો ચાલવા નહીં દઈએ. અમને કાયદો અને વ્યવસ્થાની ધમકી ન આપશો. શિવસેના આ શોને બંધ કરાવી દેશે.’પાકિસ્તાનની મોડેલ-અભિનેત્રી અને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આસફિની ભૂતપૂર્વ પ્રેમિકા વીણા મલિક અને પાકિસ્તાનના લોકપ્રિય ચેટ-શોમાં મહિલાનો વેશ લઈ હોસ્ટ બનતાં બેગમ નવાઝિશ અલી સહિત શોમાં હિસ્સો લેનારા ૧૪ જણની સલમાન ખાને ઓળખ કરાવવાની સાથે ચોથી વારના આ રિયાલિટી શોનો આરંભ ઓક્ટોબર મહિનાની ત્રણ તારીખે થયો હતો, પણ પાકિસ્તાની કલાકારોનો સમાવેશ શિવસેના અને રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના ગળે ઊતર્યો નથી. બેઉ પક્ષોએ હિટ થયેલા આ રિયાલિટી શોને ચાલતો અટકાવી દેવાની ચીમકી આપી છે.‘બિગ બોસ’માં હિસ્સો લેનારા અન્ય લોકોમાં ૨૬ નવેમ્બરના મુંબઈ પરના આતંકવાદી હુમલામાં ફાંસીની સજા પામેલ અજમલ આમિર કસાબના ભૂતપૂર્વ વકીલ અબ્બાસ કાઝમી, પીઢ ફિલ્મસર્જક મહેશ ભટ્ટનો પુત્ર રાહુલ, દેવિન્દર સિંહ ઉર્ફે બન્ટી ચોર અને અને ખૂનના અનેક કેસોનો સામનો કરી રહેલી ભૂતપૂર્વ ડાકુરાણી સીમા પરિહારનો સમાવેશ થાય છે.


મુંબઈ : કસાબને યેરવડા જેલમાં ખસેડવાનું સૂચન

પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને મુંબઈની આર્થર રોડ જેલમાંથી પુણેની યેરવડા જેલમાં ખસેડવામાં આવે એવું સૂચન મુંબઈ પોલીસે રાજ્યના ગૃહ ખાતાને કર્યું છે.મુંબઈમાં આર્થર રોડ જેલ છે તે વિસ્તારમાં લોકોની મોટી વસતિ હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા મોટી ચિંતાનો વિષય રહે છે. અત્યાર સુધીમાં કસાબ ઉપર ચાલેલા કેસ અને તેની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો છે અને હજી તેના કેસને કેટલો સમય લાગી શકે છે તે કહેવું મુશ્કેલ હોવાને કારણે કસાબને હવે અહીં રાખવો એ યોગ્ય જણાતું નથી એવું પોલીસનું કહેવું છે.મુંબઈમાં નવી રચના અનુસાર આર્થર રોડ જેલની નજીકથી મોનોરેલ પસાર થવાની છે. ઉપરાંત આ વિસ્તારમાં મોટાં મોટાં ટાવર્સ આવવાનાં છે. આથી કસાબ જેવા આરોપીઓને આ જેલમાં રાખવા યોગ્ય નથી, એવો ભય પોલીસે સેવ્યો હતો.અમે અમારો પ્રસ્તાવ રાજ્ય સરકારને પાઠવી દીધો છે.આ પ્રસ્તાવ અંગે રાજ્ય સરકાર તાબડતોબ કોઈ નિર્ણય લેશે એવી અપેક્ષા મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચના વડા હિમાંશુ રોયે સેવી હતી.કસાબનું અહીંથી અપહરણ કરવાની તેમ જ વિમાનને હાઈજેક કરીને તેના બદલામાં કસાબના છુટકારાની માગણી કરવાનું કાવતરું આતંકવાદી સંગઠન કરી શકે એવી માહિતી ભારતીય ગુપ્તચર સંસ્થાએ આપી છે. જો આવા સમયે કસાબને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેને કારણે મુંબઈ પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને ભારતનું પણ નાક કપાઈ શકે છે.


ખંભાત : ભાજપના ઉમેદવારોની ગાંધીગીરી રંગ લાવી !

અત્રેની ઉંદેલ જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપના ઉમેદવાર માટે કમલેશ છોટાભાઇ પટેલને મોવડીમંડળે મેન્ડેટ આપી ઉમેદવાર તરીકે પસંદગી ઉતારી હતી.જો કે આ ઉમેદવાર તાલુકા પંચાયતના ચાર સભ્યોને પસંદ ન હોઈ ઉંદેલ-૧ના મનુભાઇ છોટાભાઇ પટેલ (ભાજપના ઉમેદવાર) ઉપરાંત ઉંદેલ-૨, નંદેલી તથા જલુંધના ભાજપના તાલુકા પંચાયતના ઉમેદવારોએ પ્રભારી મંત્રી ફકીરભાઇ વાઘેલા સહિતના અગ્રણીઓ સમક્ષ વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે ઉંદેલ જિલ્લા પંચાયત બેઠક માટે કમલેશભાઇ પટેલને ટિકિટ ફાળવી હોઈ સામે ચાર સભ્યો તાલુકા પંચાયતની ચૂંટણી લડવા તૈયાર નથી.જો આ બેઠક ઉપર ૧૪ હજારની મતસંખ્યા ધરાવતા ક્ષત્રિય ઉમેદવાર અમરસિંહ ઝાલાને ટિકિટ મળશે તો જ ચૂંટણી લડીશું. લાંબા વિવાદ બાદ તાલુકા પંચાયતના ચારેય સત્તાવાર ઉમેદવારોની રજૂઆત સાંભળી નવેસરથી ઉંદેલના દાવેદાર અમરસિંહ ઝાલાને ટિકિટ ફાળવી ઉમેદવારી કરાવતાં સમગ્ર મામલોઆખરે થાળે પડ્યો હતો.


પિતૃસેવાની અધૂરી ઇચ્છા બની પાગલપન : ખુદના રક્તથી તર્પણ

માતા પિતાનું છત્ર ગુમાવ્યા બાદ માનસિક અસ્થિર બનેલા એક યુવકે પિતાના શ્રાધ્ધના બીજા જ દિવસે ખુદના ગળા પર બ્લેડ મારી જિંદગી ટુંકાવી દેતાં ભારે અરેરાટી વ્યાપી છે. પ્રબળ પિતૃપ્રેમ હોવા છતાં અંતિમ સમયે માતા-પિતાની સેવા કરવાની તક નહિ મળવાના અફસોસમાં મોતને ભેટવા સુધીનું અંતિમ પગલું ભરનારા આ યુવાનના કારણે સમગ્ર પરિવાર ગમગીનીમાં સરી પડ્યું હતું.ગોરવા સ્થિત સોલંકી ફિળયામાં રહેતો ૪પ વર્ષીય વિજય ઠાકોરભાઇ સોની અલકાપુરીના કલા-કંગન શો રૂમમાં ફરજ બજાવતો હતો. દોઢેક વર્ષ પહેલાં વિજયનાં માતા-પિતાનું અવસાન થતાં તે માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. માતા-પિતાની સેવા કરવાની તક નહિ મળતાં તે ભારે ગમગીન રહેતો હતો. આ બાબતે તેની માનસિક સ્થિતિ કથળતાં સયાજી હોસ્પિટલના મનોચિકિત્સાલયમાં સારવાર પણ લીધી હતી.સોમવારે તેના પિતાનું શ્રાદ્ધ હોવાથી પરિવારજનો એકઠાં થયાં હતાં,શ્રાધ્ધના દિવસે વિજયના મનમાં માંડ ભૂલાયેલી પિતાની અંતિમ યાદ ફરી પાછી તાજી થઇ ગઇ હતી. તે બપોરે ધાબા પર કાગવાસ નાંખવા ગયા બાદ ઘરમાં પરિવારજનોની સાથે વાતચીત બંધ કરી હતી અને જમ્યો ન હતો. પિતૃઋણ ચૂકવવામાં નિષ્ફળ ગયાની લાગણીના ભારમાં દબાઇને જેમ તેમ કરી વિજયે સોમવારનો દિવસ વિતાવી દીધો પણ બીજા દિવસે મંગળવારે પણ તેના મનમાં આ જ વાત રમ્યા કરતી હતી. તે સવારે સાઇકલ લઇ અલકાપુરી સ્થિત શો રૂમમાં જવા નીકળ્યો હતો.પણ ત્યાં જવાને બદલે રસ્તામાં જ સાડા દસ વાગ્યાના સુમારે ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે અચાનક આવેશમાં આવી જઇ વિજયે ખુદના ગળા પર બ્લેડ ફેરવી ગળું કાપી નાખ્યું હતું.


અમદાવાદથી ઘર છોડીને ભાગેલા બે બાળકો મહેસાણાથી મળ્યાં

અમદાવાદથી ઘર છોડીને નાસી છુટેલાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતાં બે બાળકો મંગળવારે બપોરે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનેથી મળી આવતાં આરપીએફના સ્ટાફે વાલીઓનો સંપર્ક કરી તેમને સોંપતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયાં હતાં. મહેસાણા રેલવે સ્ટેશને બપોરે સાડા બાર વાગ્યે અમદાવાદથી આવેલી જમ્મુતાવી ટ્રેનમાંથી ઉતરેલાં સ્કૂલ ડ્રેસ પહેરેલાં બે બાળકો રડતાં હોઈ આરપીએફના કોન્સ્ટેબલ મણીભાઈ પ્રજાપતિના ધ્યાને આવ્યાં હતાં. તેમણે આ બાળકોને વિશ્વાસમાં લઈ ઓફીસમાં લાવી પૂછપરછ કરતાં બંને બાળકો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની કૃષ્ણનગર વિદ્યાવિહારમાં ધોરણ-૮માં અભ્યાસ કરતા અને આ જ વિસ્તારમાં રહેતા ચાવડા દિનેશ રમેશભાઈ તથા હરવાણી પવન વાસુદેવભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ પૂછપરછ કરતાં તેઓ અભ્યાસ બાબતે મળેલા ઠપકા અને અભ્યાસના દબાણને કારણે ઘર છોડીને નીકળી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમની પાસેથી મળેલા વાલીના મોબાઈલ નંબરના આધારે આરપીએફના સ્ટાફે વાલીઓનો સંપર્ક કરતાં તેઓ મહેસાણા દોડી આવ્યા હતા. પવનના પિતા તથા મિત્રો મહેસાણા રેલવે સ્ટેશને આવતાં જ બંને મિત્ર બાળકો તેમને ભેટી પડ્યા હતા અને લાગણીસભર દ્રશ્યો સર્જાયાં હતાં. જો કે, બાળકોએ એમ પણ જણાવ્યું હતું કે, અભ્યાસના ડરથી અમે મંગળવારે શાળામાંથી બારોબાર કાલુપુર રેલવે સ્ટેશને સાયકલો મૂકીને જમ્મુતાવી ટ્રેનમાં ટિકિટ વગર જ બેસી ગયા હતા. અમે ચાર-પાંચ દિવસ બહાર ફરીને પછી ઘરે પરત જવાના હતા પરંતુ ટ્રેનમાં બેઠા પછી ડરી જતાં અહીં ઉતરી ગયા હતા.



મહેસાણા : ખેરાલુ પાલિકા પ્રમુખનું રાજીનામું

ખેરાલુ પાલિકામાં એક માસ અગાઉ ભાજપ સાથે છેડો ફાડી સત્તાધીશ થયેલા ભરત પટેલ લઘુમતીમાં મુકાઇ જતાં ઉપપ્રમુખની પણ નિમણૂંક કરી શક્યા નથી. તેવામાં મંગળવારની સાંજે પ્રમુખપદેથી રાજીનામું આપી દેતાં વળાંક આવ્યો છે.ખેરાલુ પાલિકા પ્રમુખની બીજા તબક્કાની એક માસ અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ પ્રેરિત વિકાસમંચના ટેકાથી સત્તારૂઢ થયેલા નગરપતિ ભરત પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. તો બીજી તરફ તેમની સાથે બળવામાં સામેલ મહિલા નગરસેવિકા પાર્વતીબહેને પ્રમુખની ચૂંટણી બાદ તુરંત જ પોતાનો ટેકો પાછો ખેંચી ભાજપમાં પરત ફરતાં પાલિકા પ્રમુખ લઘુમતીમાં મુકાઇ ગયા હતા.૧૦ સદસ્યોનું જુથબળ ધરાવતા નગરપતિ વિરુદ્ધ ભાજપના નગરસેવકોએ ૧૧ સદસ્યોની બહુમતીથી પાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલને લેખિત રજૂઆત કરી હતી અને નગરપતિને નિતિવિષયક નિર્ણયો લેતા અટકાવ્યા હતા. પરિણામે તેઓ સામાન્યસભા પણ બોલાવી શક્યા નહોતા. સામાન્ય રીતે એક માસમાં થનારી ઉપપ્રમુખની નિમણૂંક પણ તેઓ નહોતા કરી શક્યા. તેવામાં મંગળવારની સાંજે સ્થાનિક ભાજપ અગ્રણી કનુભાઇ પંડ્યા, શહેરભાજપ પ્રમુખ બાલુભાઇ મોદી અને પૂર્વ શહેર પ્રમુખ રસીકલાલ કડિયા વગેરે સાથે મહેસાણા જઇ કલેક્ટર અજય ભાદુને નગરપતિએ પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં પાલિકાના રાજકારણે નવો વળાંક લીધો છે.


મહેસાણા : પંચાયતમાં ૫૬૪ ઉમેદવાર માન્ય ઠર્યા

જિલ્લા પંચાયત તથા નવ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મંગળવારે હાથ ધરાયેલી ઉમેદવારી ફોર્મ ચકાસણીના અંતે ૪૨૫ ફોર્મ રદ થતાં જિલ્લામાં પંચાયતી જંગમાં ૫૬૪ ઉમેદવારો માન્ય ઠર્યા છે. જિલ્લા પંચાયતની ૩૯ બેઠકો સામે ૧૦૦ તથા તાલુકા પંચાયતની ૧૮૭ બેઠકો માટે ૪૬૪ ઉમેદવારો મેદાને જંગમાં ચાલુ રહ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતમાં ૮૮ તથા તાલુકા પંચાયતોમાં ૩૩૭ ફોર્મ રદ થયા છે.જિલ્લા પંચાયતની ૩૯ બેઠકો માટે ૧૮૮ તથા નવ તાલુકા પંચાયતોની ૧૮૭ બેઠકો માટે ૮૦૧ મળી કુલ ૯૮૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે મંગળવારે ઉમેદવાર ફોર્મ ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં મેન્ડેટ ના મળતાં તેમજ અન્ય વિવિધ ભુલ, ક્ષતિઓને લીધે જિલ્લા પંચાયતના ૮૮ ફોર્મ તથા નવ તાલુકા પંચાયતોના ૩૩૭ ઉમેદવારના ફોર્મ રદ થયા હતા. જેમાં જિલ્લા પંચાયતની બલોલ બેઠકમાં ૩, બોરીયાવીમાં ૧, જોટાણામાં ૪, લીંચમાં ૨, પાંચોટમાં ૨, આંબલિયાસણમાં ૩, ગોઝારીયામાં ૩, ખેરવામાં ૧, લાંઘણજમાં ૪, કલ્યાણપુરામાં ૨, કુંડાળમાં ૩, નંજાસણમાં ૪, રાજપુરમાં ૩, થોળમાં ૧, વામજમાં ૨, બેટરાજીમાં ૧, મોઢેરામાં ૨, ભાલકમાં ૧, ગોઠવામાં ૧, કાંસામાં ૪, સવાલામાં ૪, વાલમમાં ૨, ડાભલામાં ૩, ગોવિંદપુરામાં ૧, ખરોડમાં ૩, કુકરવાડામાં ૩, લાડોલમાં ૨, પીલવાઇમાં ૧, ડભોડામાં ૩, મલેકપુર(ખે)માં ૩, કુડામાં ૨, સતલાસણામાં ૧, સુદાસણામાં ૧, છાબલિયામાં ૨, સીપોરમાં ૩, સુંઢિયામાં ૧, કહોડામાં ૧, ઉનાવામાં ૨ તથા કામલીમાં ૨ ફોર્મ રદ થયા હતા.જિલ્લા પંચાયતની ૨૧ બેઠકો પર ભાજપ કોંગ્રેસનો સીધો જંગ જામ્યો છે તો નવ બેઠકો પર ત્રિપાંખીયો અને બાકીની ૩ જેટલી બેઠકો પર ત્રણ કરતાં વધુ ઉમેદવારો વચ્ચે મેદાને જંગ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બુધવારે ઉમેદવારી પરત ખેંચી લેવાની મુદત માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.


રશિયન લલના માગે છે પિત્ઝા

અડાજણમાંથી રંગેહાથ પકડાઈ ગયા બાદ થાણે પહોંચેલી આ કોલગર્લ પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે, લોકોને શક ન જાય તે માટે તેને બુરખો પહેરાવી મોકલાતી હતીઅડાજણ ગેલ ટાવર સામે આવેલા કેદાર એપાર્ટમેન્ટ ખાતેથી પકડાયેલી રશિયન કોલગર્લ રિમાન્ડ પર છે ત્યારે તેનું લાલનપાલન પોલીસ માટે માથાનો દુખાવો બની ગયું છે. ખોરાકમાં પિત્ઝા અને કોલ્ડડ્રિંક્સ લેતી આ રશિયન કોલગર્લને દલાલ અમી મહેતા બુરખો પહેરાવીને ગ્રાહક પાસે મોકલતી હતી.અડાજણમાં ઇંગ્લિશ દારૂની હોમ ડિલિવરી કરી રહેલી અમી ભરત મહેતાના ઘરે છાપો મારીને બે દિવસ પહેલાં અડાજણ પોલીસે બે કોલગર્લ તેમજ એક ગ્રાહકને પકડી પાડ્યા હતા, જેમાં પકડાયેલી રશિયન કોલગર્લ પાસે મળેલી પાસપોર્ટ ઝેરોક્ષમાં તેના વિઝાની તારીખ પૂરી થઈ ગઈ હોવાથી પોલીસે તેના વિરુદ્ધ અલગ જ ગુનો દાખલ કરીને તા. ૬ સુધી રિમાન્ડ પર લીધી હતી.દરમિયાન જાણવા મળ્યા મુજબ અડાજણ પોલીસ સ્ટેશનમાં મહિલા લોકપની વ્યવસ્થા જ ન હોવાથી રશિયન કોલગર્લ સહિતની મહિલા આરોપીઓને પોલીસ સ્ટેશનના ઉપરના માળે આવેલા સર્વેલન્સ સ્ટાફના રૂમમાં જ મહિલા પોલીસની દેખરેખ નીચે રાખવામાં આવી રહી છે. વળી, રશિનય કોલગર્લને ખોરાકમાં ઇન્ડિયન ફૂડની ના પાડતાં પોલીસ તેને પિત્ઝા અને કોલ્ડ ડ્રિંકસની વ્યવસ્થા કરી આપે છે.રિમાન્ડ દરમિયાન પોલીસને જાણવા મળ્યા મુજબ તે ગત તા. ૨૮મીના રોજ દિલ્હીથી અત્રે આવી હતી અને તેને ૫૦ હજાર રૂપિયાના કોન્ટ્રાકટ પર લાવવામાં આવી હતી. ત્યારબાદ ગ્રાહક પાસેથી વસૂલ કરાતા ૪૦૦૦ રૂપિયામાંથી ૫૦ ટકા હિસ્સો આ રશિયન કોલગર્લ લઈ લેતી હતી.એટલું જ નહીં શહેરમાં વિદેશી મહિલાને ખુલ્લેઆમ ફરતાં જોઇને કોઇપણ વ્યક્તિને શક જાય. તેના નિરાકરણ માટે અમી મહેતા તેને બુરખો પહેરાવીને ગ્રાહકો પાસે મોકલતી હતી. આમ અમી મહેતા પોતાનું નેટવર્ક સારી રીતે ચલાવવા માટે તમામ બાબતોનું ધ્યાન રાખતી હતી.

ગુજરાતનું હીર લજજા કોમનવેલ્થ ગેમ્સમાં ઝળકી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ગુજરાતનું હીર લજજા કોમનવેલ્થ ગેમ્સમાં ઝળકી

કોમનવેલ્થ ગેમ્સમાં રાયફલ શુટિંગમાં સિલ્વર મેડલ મેળવનાર ગુજરાતની પ્રથમ શૂટર લજજા ગોસ્વામીએ ઈતિહાસ રચ્યો છે. આણંદ શહેર પાસેના નાનકડાં જીટોડિયાની લજજાએ અનેક અગવડો અને મુસીબતોનો સામનો કરીને સિદ્ધિ હાંસલ કરી છે.લજજા ગોસ્વામી હાલમાં આણંદની સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરે છે. નાનપણથી પિતાના પગલે રાયફલ શુટિંગનો શોખ ધરાવતી લજજાએ એનસીસીમાં જોડાયા બાદ રાયફલ શુટિંગને પ્રોફેશન તરીકે અપનાવ્યું હતું.મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી લજજાને રાયફલ શુટિંગમાં પ્રેક્ટિસ માટે રાયફલ, રેન્જ જેવી સગવડો બીજા પર આધારિત રહેવું પડતું હતું. તે એનસીસીની રેન્જ અને આણંદ ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોસિએશનના રોહિતભાઈ પંચાલના ઘરઆંગણે ઊભી કરાયેલ રેન્જ પર કોચ વિના જ પ્રેક્ટિસ કરતી હતી.વર્ષ ર૦૦પથી રાયફલ શુટિંગને પ્રોફેશન તરીકે અપનાવ્યાં છતાં પાંચ વર્ષના સમયગાળામાં જ લજજાએ અનેક સિદ્ધિ હાંસલ કરી છે. લજજાના પિતા તિલકગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ‘લજજાને કર્નલ રાજેશ, ગુજરાત એનસીસીના ડેપ્યુટી ડિરેક્ટર જર્નલ વી.એસ.ટોલેનો સૌથી વધુ સહયોગ સાંપડ્યો હતો.’૧૪ વર્ષની વયે બુલેટ લઈને આવતી.રોહિતભાઈ પંચાલે વધુમાં જણાવ્યું હતું કે ‘છ વર્ષ અગાઉ શાંતિલાલ પંચાલ મેમોરીયલ રાયફલ ટ્રેનિંગ કેમ્પમાં લજજા અને તેનાં ભાઈએ ભાગ લીધો હતો. કેમ્પમાં લજજાએ ગોલ્ડમેડલ મેળવીને રાયફલ શુટિંગને પ્રોફેશન તરીકે અપનાવ્યું હતું. લજજા ૧૪ વર્ષની ઉંમરે તેનાં પિતાનું બુલેટ લઈને આવતી હતી અને તેનો ભાઇ તેની પાછળ બેસીને આવતો હતો. એટલે શરૂઆતથી જ લજજાનો વીલપાવર સ્ટ્રોંગ છે.’


રાજકોટ : યુવતીનું અપહરણ કરી વેંચી દીધા બાદ બળાત્કાર

શહેરના આશાપુરા નગરમાં રહેતી યુવતીનું પરિચિત મહિલા સહિત ત્રણ શખ્સોએ અપહરણ કરી યુવતીને બિલખામાં રૂ. ૬૦ હજારમા વેચી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીને ખરીદનાર ઊનાના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાંથી મોકો મળતા જ પરત ભાગી આવેલી યુવતીએ આપ વિતી વર્ણવતા તમામ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.ચકચારી બનાવ અંગે કોઠારિયા રોડ, આશાપુરાનગર-૩મા રહેતા જયશ્રીબેન ઉર્ફે જયોત્સના બટુકભાઇ સોરિઠયા નામની પટેલ પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ રહેતી મણીબેન, વિજય ભરવાડ, વિપુલ ભરવાડ બિલખા ગામે રહેતી લાભુબેન અને ઊના રહેતા હમીર કાળા આહીર, સાજણભાઇ માલદેભાઇ આહીર અને રામભાઇ લાખાભાઇ ગોહીલના નામો આપ્યા છે.ફરિયાદ મુજબ, આરોપી મહિલા મણીબેન પટેલ પરિવારની પરિચિત હોય ગત તા.૨૮ની સાંજે પટેલ પરિણીતાની પુત્રીને શાકભાજી લેવા સાથે લઇ ગઇ હતી. મોડી રાત સુધી પુત્રી પરત નહીં આવતા પટેલ પરિવારે તપાસ કરી હતી. તપાસમાં મણીબેન અને બે ભરવાડ શખ્સો લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાનું બહાર આવ્યું હતું.દરમિયાન આઠ દિવસથી ગુમ થયેલી પુત્રી આજે પરત આવતા તેને સઘળી હકીકત તેની માતાને વર્ણવતા કહ્યું હતું કે, લગ્નની લાલચે મણીબેન તેમજ યુવતી સાથે હીરાના કારખાનામાં કામ કરતા બન્ને ભરવાડ શખ્સો બિલખા લાભુબેન પાસે લઇ ગયા હતા. ત્યાથી ઊનાના હમીર આહીરને રૂ.૬૦ હજારમા વેચી કોર્ટમાં લગ્ન કરાવી નાખ્યા હતા અને આહીર શખ્સે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.


કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા ભાજપની ધમકી

તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકાની ઉમેદવારી પાછી ખેંચવાના એક દિવસ પહેલાં કચ્છ-ભુજની સુખપર બેઠક અને બનાસકાંઠાના દાંતાની હાથીજરા બેઠકના કોંગી ઉમેદવારોને રાજ્ય સરકારના પ્રધાન અને ધારાસભ્યએ ઉઠાવી જઈને ઉમેદવારી પાછી ખેંચાવવા ધમકી આપી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.કોંગ્રેસ આ બાબતે ચૂંટણીપંચને લેખિત ફરિયાદ કરશે. કોંગ્રેસે ગોધરાની જુની ધર, રાજકોટની જામકંડોરણાની ધોળીધાર અને ખેડબ્રહ્નાની સાવલિયા પંચાયતની બેઠક બિનહરીફ મેળવી હોવાનો દાવો કર્યો છે.મંગળવારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની સુખપર જિલ્લા પંચાયતની બેઠકના કોંગી ઉમેદવાર ખીમજી રત્નાભાઈ હિરાણીને રાજ્ય સરકારના એક પ્રધાન સત્તાનો બેફામ દુરુપયોગ કરીને પોતાની ગાડીમાં ઉપાડી ગયા હતા.


અમદાવાદ : ભાજપની જાહેરસભાના લીધે કલાકો સુધી ટ્રાફિકજામ

મ્યુનિ. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે દરિયાપુર દરવાજા પાસે યોજાયેલી જંગી જાહેરસભાના કારણે ઇન્કમટેક્સથી કાલુપુર સુધી અને ગિરધરનગરબ્રિજથી કાલુપુર સુધી હજારો લોકો ટ્રાફિકજામમાં અટવાઇ ગયા હતા. ભાજપની જાહેરસભા યોજાય ત્યારે ટ્રાફિકને કોઇ અડચણ ન થાય તેવું આયોજન કરવાને બદલે પોલીસ વિભાગે અમુક રસ્તા જ બંધ કરી દીધા હતા.
સભા પૂરી થઇ ત્યારબાદ મુખ્યમંત્રીના કાફલાને જવા દેવા ટ્રાફિક અટકાવી દેવાયો હતો અને તેના કારણે શાહીબાગ અંડરપાસ અને બહારની સાઇડે ટ્રાફિકજામ થઇ ગયો હતો, તે જોઇ રાજસ્થાન હોસ્પિટલ તથા ગિરધરનગર તરફથી આવતાં વાહનચાલકોએ પાછા વળવાનો પ્રયાસ કરતાં નવા બ્રિજ પાસે પણ ટ્રાફિકજામ થયો હતો, ત્યારબાદ ગિરધરનગરબ્રિજ ચઢી ઇદગાહ ચોકી થઇ દરિયાપુર દરવાજા થઇ ઇન્કમટેક્સ જવાનો અને કાલુપુર તરફ જવાનો ઇરાદો રાખતાં વાહનચાલકોની દશા ખરાબ થઇ ગઇ હતી.ગિરધરનગરબ્રિજ ઊતરતાં જ ચારેકોર વાહનોથી ટ્રાફિકજામ થઇ ગયો હતો, ગિરધરનગરથી કાલુપુર થઇ રાયપુર તરફ જવા માગતા અને ગિરધરનગરથી કાલુપુર થઇ ઇન્કમટેક્સ જવા માગતા વાહનચાલકો કલાક સુધી ટ્રાફિકજામમાં ફસાઇ જતાં પોલીસ ઉપર અને પીકઅવર્સમાં જ રોડ ઉપર જાહેરસભા યોજવા બદલ ભાજપ ઉપર રોષ ઠાલવ્યો હતો.તેવી જ રીતે રાયપુર-ખાડિયામાં યોજાયેલી જાહેરસભાના કારણે પણ રાયપુર-ખાડિયાના રોડનો ઉપયોગ કરવા માગતા વાહનચાલકોને બીજા રસ્તે જવાની ફરજ પડાતાં ઠેર ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાવા પામ્યાં હતાં.


બોંબ પ્રકરણમાં પ્રતિબંધિત સંસ્થાનો હાથ હોવાની શંકા

યાકુતપુરા બોંબ પ્રકરણમાં સૂત્રધાર શહાબુદ્દીનના બે સાગરીત ઝડપાયા બાદ તેમને અદાલત સમક્ષ રજુ કરતા તા.૧૧મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. બોંબ પ્રકરણમાં પ્રતિબંધિત સંસ્થાનો પણ હાથ હોવાની શંકા આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગણેશ વિસર્જન બાદ યાકુતપુરા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે છ ક્રૂડ બોંબ કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં બોંબની માહિતી આપનાર શખ્સે શહાબુદ્દીનના કહેવાથી બોંબ મૂક્યા હોવાનું ખૂલતાં પોલીસે ગઇકાલે જીયાઉદ્દીન ઉર્ફે જીયો અલ્લાઉદ્દીન સૈયદ (રહે. યાકુતપુરા) અને ઝહીર ઉર્ફે જોન્ટી રઇશમિયાં શેખ (રહે. રહેમાની મહોલ્લો, યાકુતપુરા)ની ધરપકડ કરી હતી.બોંબ પ્રકરણમાં ઝડપાયેલા બન્ને શખ્સને અદાલત સમક્ષ રજુ કરી પોલીસે રિમાન્ડની માગણી કરતાં રજુઆત કરી હતી કે, બનાવમાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર શહાબુદ્દીનને ઝડપી પાડવાનો બાકી છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં દુશ્મનોને ફસાવવા માટે બોંબ ગોઠવ્યા હોવાનું બન્ને શખ્સ જણાવી રહ્યા છે.પરંતુ સામાન્ય ઝઘડાની અદાવતમાં બોંબ ગોઠવવામાં આવે તેવી સંભાવના જણાતી ન હોઇ અન્ય દિશામાં પણ તપાસ કરવાની જરૂર છે. આ બનાવમાં કોઇ પ્રતિબંધિત સંસ્થાનો હાથ છે કે કેમ ? તેની પણ તપાસ કરવી જરૂરી છે. તેમજ વધુ કોઇ બોંબ અન્ય સ્થળે છુપાવવામાં આવ્યા છે કે કેમ ? તેની પણ તપાસ કરવાની છે. જયુ.મેજિ.એ આરોપીના તા.૧૧મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.


તો મને ચોકમાં ફાંસીએ ચઢાવાય

‘કોમનવેલ્થના આયોજનમાં દેશની આબરૂનો કચ્ચરઘાણ કાઢનાર કોંગ્રેસની તિજોરીમાં ‘ગાંધી’છે પણ ભાજપના તો દિલમાં ગાંધી છે’ એવા ઉચ્ચારણો મંગળવારે કાશીરામ રાણાના ગઢ ગણાતા કોટસફિલ રોડ ઉપર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા હતાં.કશ્મીરની હિંસામાં વડાપ્રધાને પોલીસને સંયમ રાખવા માટે કરેલા નિવેદનને પણ તેમણે આડેહાથ લીધું હતું અને ‘આવું હું કહું તો મને તો ચોકમાં ફાંસી આપી દે’ તેવું કોંગ્રેસને પરખાવ્યું હતું અને કોંગ્રેસ લોકશાહી ઢબે ચૂંટણી જીતી શકે તેમ નથી એટલે સીબીઆઈની મદદથી કારસા ઘડવા માંડી છે. એવો આરોપ પણ મૂક્યો હતો.જનસંઘના સમયથી શહેરમાં સભા યોજીને ભાજપનો જ્યાંથી શહેરમાં ઉદય થયો હતો, તે કોટસફિલ રોડ ઉપર મંગળવારે સાંજે મુખ્યમંત્રી મોદીએ વિશાળ જનમેદનીને સંબોધી હતી.આ વિસ્તાર પહેલાંથી કાશીરામ રાણા અને ફકીરભાઈ ચૌહાણનુ પ્રભુત્વ ધરાવતો હોય આ જાહેરસભા દ્વારા વિરોધીઓને તો આડકતરો જવાબ આપ્યો હતો પરંતુ સમગ્ર સભામાં તેમણે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ઉપર જ પ્રહાર કર્યે રાખ્યા હતાં. તેમણે કહ્યું કે ‘આ ચૂંટણીમાં વાતાવરણ અલગ છે. લોકોમાં જુસ્સાની સાથે કોંગ્રેસને પરાજિત કરવાનો ગુસ્સો પણ દેખાય છે.ગુજરાતને કેન્દ્ર મદદ કરે છે તેવા ટોણા મરાય છે પણ ગુજરાત આપનારુ રાજ્ય છે માગનારું રાજ્ય નથી. સુરતમાં તાપીનું પૂર આવ્યું ત્યારે વડાપ્રધાન પહેલાં મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા ગયા હતાં, કેમકે ત્યાં કોંગ્રેસની સરકાર હતી. અહીંયા માત્ર હવામાં ચક્કર મારીને રવાના થઈ ગયાં હતાં. પૂરમાં થયેલી નુકસાની પેટે સુરતને એક કાણી પાઈ નથી આપી. કોંગ્રેસની આવી વૃત્તિ સામે ગુજરાતીઓને ગુસ્સો છે.


રેગિંગ : વિદ્યાર્થીના ગુપ્તાંગમાં ઇન્જેકશન મુકાયું

મગદલ્લાની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં રેગિંગનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પાંચમા ધોરણમાં ભણતા દસ વર્ષના વિદ્યાર્થીના ગુપ્તાંગ પર નવમા ધોરણમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓએ ઇન્જેક્શન મૂકર્યું હોવાની ફરિયાદ ઊઠી છે. મંગળવારે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓ ઉમરા પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા પહોંચતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના પાંચમા ધોરણમાં ભણતા અક્ષર (નામ બદલ્યું છે)નાં માતા અને પિતા મંગળવારે બપોરે બારેક વાગ્યાના સુમારે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. અહીં તેમણે પોલીસ સમક્ષ એવી વાત કરી હતી કે તેમના ૧૦ વર્ષીય પુત્ર અક્ષરના ગુપ્તાંગમાં તેની જ સ્કૂલમાં ભણતા નવમા ધોરણના બે વિદ્યાર્થીએ ઇન્જેકશન મૂક્યું હતું અને વૃષણકોથળી દબાવી માર માર્યો હતો.વાલીઓએ મેડિકલ રિપોર્ટ પણ પોલીસને બતાવ્યા હતા. આ માહિતી રાયન સ્કૂલનાં આચાર્યાને થતાં તેઓ પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયાં હતાં. જેના પર આરોપ છે તે વિદ્યાર્થીઓને લઈ તેમના વાલીઓ પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. મોડી રાત સુધી સમાધાનના પ્રયાસો જારી રહ્યા હતા.અક્ષરને તપાસનાર તબીબ કહે છે, ગુપ્તાંગમાં કોઈ ઇજા ન હતીઅક્ષરને ૩૦ સપ્ટેમ્બરે મશિન હોસ્પિટલમાં ડા¸કટર વિનેશ શાહે તપાસ્યો હતો. તેમણે ‘ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અક્ષરના વાલીઓની ફરિયાદને આધારે અમે વૃષણકોથળીઓ અને પેટની સોનોગ્રાફી કરાવી હતી. જે નોર્મલ હતી છતાં પોલીસને જાણ કરી જ દીધી હતી. તે સમયે વાલી અને વિદ્યાર્થીઓનાં નિવેદન પોલીસે લીધાં હતાં.જોકે, વાલીઓએ જણાવ્યા પ્રમાણે ગુપ્તાંગ સાથેની છેડછાડની ઘટનાને દસ-બાર દિવસ વીતી ગયા હોવાથી તબીબી તપાસમાં તેનાં કોઈ નિશાન મળી શકે તેમ ન હતાં. તેથી ચોક્કસપણે કહી ન શકાય કે વિદ્યાર્થી સાથે એવું કશું બન્યું હોય!અક્ષરના વાલીઓ છેલ્લા એક મહિનામાં ત્રણ વખત મારી પાસે રજુઆત કરવા આવ્યા હતા. ત્રણેય વખત અક્ષર તેને મારનારને ઓળખી શક્યો ન હતો. અક્ષરે કરેલા વર્ણનના આધારે ટીચર બે વિદ્યાર્થીને પકડી લાવી તો અક્ષરે તે બે વિદ્યાર્થી જ મારતા હોવાનું કહ્યું હતું. આથી બંને વિદ્યાર્થીને ધમકાવી આવું ન કરવા કહ્યું હતું.૩૦ સપ્ટેમ્બરે વાલીઓ અક્ષરને સ્કૂલેથી હોસ્પિટલ લઈ ગયા હતા અચાનક મંગળવારે કેમ ઇન્જેકશન અને ગુપ્તાંગ દબાવ્યાની વાતો કરે છે તે સમજાતું નથી. આવી કોઈ ઘટના બની જ નથી. અમારા રજિસ્ટરમાં ચાલુ સ્કૂલે દોઢ કલાક ગુમ થયાનું નોંધાયું નથી. વળી, દોઢ કલાક સુધી વિદ્યાર્થી બાથરૂમમાં પડ્યો રહે અને જાણ ન થાય!


‘સેઝ’ની સુનાવણીમાં સટાસટી

મુન્દ્રા તાલુકાના લુણી મુકામે મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝના ફેસ ૧ અને સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રચરની આજે જાહેર સુનાવણી થઇ એ સમયે તંત્ર અને પ્રજા વચ્ચે ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત અગ્રણી, નાગરિકોએ કેટલાક ગંભીર મુદ્દા ઉઠાવ્યા ત્યારે સન્નાટો વ્યાપી ગયો હતો.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કચ્છની કંપનીઓ વિરુદ્ધ પર્યાવરણ સંબંધે શું પગલાં લીધા ? એ પ્રશ્ન પર અધિકારીઓ ખામોશ બની ગયા હતા. આ પ્રકારે બોર્ડ સામે લોકોએ અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. એમાં ભદ્રેશ્વરના અગ્રણીએ પ્રોજકેટ કાર્યરત થવાથી દશ હજાર માછીમારોની આજીવિકા પર સવાલ ખડો થવાની ભીતિ દર્શાવી હતી.આ સુનાવણી માં આદિપુરના અગ્રણી ભીખાલાલ નથુલાલ આહિરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હાથ પગ વિનાનું કહી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં શમિયાણામાં સન્નાટો વ્યાપી ગયો હતો.ગુજરાતના ૧૪૦૦ કિમીના દરિયાઇ વિસ્તારમા ફક્ત મુન્દ્રાના ૧૫૦ કિમી દરિયાઇ વિસ્તારમાં હજી કેટલાક પાવર પ્લાન્ટને પરવાનગી અપાશે ? એવો પ્રશ્ન કરી આગામી સમયમાં કચ્છ ઉજજડ પ્રદેશમાં પરિણમશે જીપીસીબીએ કંપનીઓ વિરુદ્ધ પર્યાવરણ સબંધે શું પગલા લીધા તેવા અણિયાળા સવાલો કર્યા હતા. ભદ્રેશ્વરના માછીમાર અગ્રણી ઇસ્માઇલ આમદ માજંલીયાએ પ્રોજેક્ટ કાર્યરત થવાથી દસ હજાર માછીમારોની આજીવિકા પર સવાલ ખડો થવાની ભીતિ દર્શાવી હતી.ઝરપરાના સરપંચ વાલજી ટાપરિયાએ સ્થાનિક રોજગારીનો મુદો ઉઠાવી કાયદાની રૂએ ૩૦ દિવસની નોટિસ બજવણી કર્યા બાદ બીજી સુનાવણી યોજનાની માગ કરી હતી. ઝરપરાના વડીલ વિશ્રામ દેવીયાએ પંથકમાં ધરતીની હરાજી થઇ રહી છે ત્યારે પ્રશાસન નીચું મો રાખી ઘટનાક્રમ નિહાળી રહયું હોવાનો આક્ષેપ કર્યો હતો.



વેરાવળ : હનુમાનજીની પ્રતિમાની તોડફોડથી રોષ

વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર પરિસરથી નજીક આવેલા કિલ્લાવાળા હનુમાનજીની મૂર્તિને ગતરાત્રે ખંડિત કરતાં લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. બનાવને પગલે સોમનાથ વિસ્તારનાં વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો. સોમનાથ મંદિર ટ્રસ્ટે બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ મંદિર નજીક સમુદ્રતટે વર્ષો જૂનું કિલ્લાવાળા હનુમાનજીનું મંદિર આવેલું છે. જે સોમનાથ ટ્રસ્ટ હસ્તક છે. મંદિરમાંની હનુમાનજીની ત્રણેક ફૂટની મૂર્તિમાં ગતરાત્રે કોઈએ આંખો કાઢી સોયા ભોંકી કમ્મરથી નીચેનાં ભાગે સીંદુર ઉખેડી નાંખ્યો હતો. બાજુમાં આવેલી ભૈરવની મૂર્તિમાં પણ ઉઝરડા પાડ્યા હતા. બનાવ અંગે જાણ થતાં સોમનાથ મંદિર આસપાસનાં વેપારીઓ, ફોટોગ્રાફરો, દરિયાકિનારે ઉંટગાડી અને ઘોડેસવારી કરાવતા ધંધાર્થીઓએ બંધ પાળી રોષ ઠાલવ્યો હતો.દરમ્યાન સોમનાથ વિહપિનાં પ્રમુખ ભૂપેન્દ્ર વિટ્ઠલાણી અને પ્ર.પાટણ વિહિપનાં ભૂપત જાનીએ એસ.પી.ને ફેકસ પાઠવી કિલ્લા હનુમાનની મૂર્તિ ખંડિત કરનાર ગુનેગાર સામે સખ્ત કાર્યવાહી કરવા અને મંદિર ખાતે કાયમી સુરક્ષા માટે પગલાં લેવા માંગણી કરી છે. તેઓએ વધુમાં એવી માંગણી પણ કરી છે કે, સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાં આ મંદિરમાં લાઈટ, સુરક્ષાકર્મી અને પૂજારીની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. એ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા તેમજ શોપીંગ સેન્ટરોનાં દુકાનદારોની વર્ષોથી અખંડ દીવા કરવાની પ્રણાલિ જાળવવા દેવા તેમજ હનુમાન જયંતિની ઉજવણી માટે છુટ આપવી.બનાવ અંગે સોમનાથ ટ્રસ્ટનાં સીકયોરિટી અધિકારી ઉમેદજી જેમલજી જાડેજાએ અજાણ્યા શખ્સો સામે મૂર્તિને ખંડિત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં સોમનાથ વિસ્તારનાં શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં એકત્રિત થવા લાગ્યા હતા અને વાતાવરણમાં ભારે તંગદીલી ફેલાઈ હતી. ડીવીયએસપી વી.ડી.ગોહેલ, પીઆઈ વી.એન.સરવૈયા સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પગલાં લેવાની ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો.

ભારત પર સુવર્ણવર્ષા : ૫ ગોલ્ડમેડલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભારત પર સુવર્ણવર્ષા : ૫ ગોલ્ડમેડલ
આણંદની લજજાએ શુટિંગમાં રજત ચંદ્રક જીત્યો


કોમનવેલ્થ ગેમ્સમાં મંગળવારનો દિવસ દેશના શૂટર્સના નામે રહ્યો હતો. ભારતીય શૂટર અને પહેલવાનોએ કુલ પાંચ ગોલ્ડમેડલ જીત્યા હતા.જ્યારે ગુજરાતના ગૌરવ સમાન લજજા ગોસ્વામીએ શુટિંગમાં રજત ચંદ્રક જીત્યો હતો. ગગન નારંગ અને અભિનવ બિન્દ્રાએ પુરુષોની ૧૦ મીટર એર રાઇફલ પેરની સ્પર્ધામાં જ્યારે અનિસા સૈયદ અને રાહી સરનોબતે ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ પેરમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું ગૌરવ વધાયું હતું.આ ઉપરાંત દીપક શર્મા અને ઓમકારસિંહને પુરુષ ૫૦ મીટર પિસ્તોલ પેરમાં સિલ્વર મેડલ તેમજ આણંદની લજજાકુમારી ગોસ્વામી અને તેજિસ્વની સાવંતને ૫૦ મીટર મહિલા રાઇફલ થ્રી પોઝિશનમાં સિલ્વર મેડલ મળ્યો હતો.આ ઉપરાંત કુસ્તીમાં પણ ભારતીય ખેલાડીઓએ રંગ રાખ્યો હતો. કુસ્તીમાં ગ્રેકો-રોમન સ્ટાઈલમાં ભારતના રવિન્દરસિંહ, સંજય અને અનિલકુમારે પોતાની કેટેગેરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. બિન્દ્રા અને નારંગે વિક્રમો સ્થાપ્યા વિશ્વ વિક્રમ સ્થાપનાર ગગન નારંગ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રાની જોડી એક સાથે મેદાનમાં ઊતરતાં તેમની સામે કોઈ ટકી શક્યું નહોતું.ગગને ૫૯૮ તેમજ બિન્દ્રાએ ૫૯૫ પોઇન્ટ મેળવ્યા હતા અને તેમની ટીમે ૧૧૯૩ પોઇન્ટ મેળવી પ્રથમ ક્રમે રહ્યા હતા. આ સવૉધિક પોઈન્ટનો વિક્રમ છે. આ બંને શૂટર્સે જ ચાર વર્ષ પહેલાં મેલબોર્નમાં ૧૧૮૯ પોઇન્ટનો વિક્રમ સ્થાપ્યો હતો.ગગન અને બિન્દ્રાના અચૂક નિશાન સામે કોઈ ટીમ ટકી શકી નહોતી. ઈંગ્લેન્ડની ટીમ સાથે ભારતીય શૂટર્સની ટક્કર થશે તેમ માનવામાં આવતું હતું પરંતુ ભારતીય ધુરંધરો સામે અંગ્રેજો ટકી શક્યા નહોતા. જેમસ હકલ અને કેની પેરની ઈંગ્લિશ જોડી ૧૧૭૪ પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી હતી જ્યારે બાંગ્લાદેશ બ્રોન્ઝ મેડલ મેળવી શક્યો હતો.અનિસા સૈયદ અને રાહી સરનોબતની જોડી પણ ગોલ્ડ મેડલ માટે સચોટ નિશાન સાધવામાં સફળ રહી હતી. ૨૫ મીટર પિસ્તોલ પેરમાં તેઓ આસાનીથી ગોલ્ડ મેડલ જીતી ગયા હતા. બંને સાથે મળીને કુલ ૧૧૫૮ પોઇન્ટ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. બંને આ જીત સાથે જ તેમણે નવો વિક્રમ સ્થાપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની લલિતા અને લિન્ડા(૧૧૪૮) બીજા અને ઈંગ્લેન્ડની જુલિયા તેમજ ગીએકી(૧૧૨૨) ત્રીજા ક્રમે રહી હતી.


હારેલો ઓસ્ટ્રેલિયન ખેલભાવના ભૂલ્યો

કોમનવેલ્થ ગેમ્સમાં ધીમે ધીમે ગરમાવો પકડાઇ રહ્યો છે. કુસ્તીમાં 96 કેજી ગ્રીક રોમન દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ભારતના ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડી અનિલ કુમાર સાથે હાથ નહીં મિલાવીને તેનું અપમાન કર્યું હતું.દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે 96 કેજી ગ્રીક રોમન કુસ્તીમાં 36 વર્ષિય હસન ફકિરીને અધવચ્ચેથી ગોલ્ડ મેડલ માટે ડિસ્ક્વોલીફાઇ કરી દેવાના કારણે તેણે ગરમાવો પકડી લીધો હતો. જે દરમિયાન તેણે પોતાના પ્રતિસ્પર્ધી ભારતીય કુસ્તીબાજ અનિલ કુમાર સાથે હાથ પણ નહોતો મિલાવ્યો.સમગ્ર ઘટના અંગે ઓસ્ટ્રેલિયન કુસ્તી ટીમના મેનેજર કુલદિપ બાસીએ કહ્યું કે ફકિરીએ પોતાના પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. અને જે કંઇપણ બન્યુ તેનાથી હતાશ થયો હતો. તેણે સિલ્વર મેડલ મળ્યું તેનાથી ખૂશ થવું જોઇએ.


કુસ્તીમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત પર ગોલ્ડ મેડલની વર્ષા થઇ રહી છે. 60 કેજી ગ્રીકો રોમનમાં રવિન્દ્ર સિંહે ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતને કુસ્તીમાં બીજો ગોલ્ડ મેડલ 74 કેજીમાં મળ્યો છે. 74 કેજીમાં સંજય સિંહે ગોલ્ડ મેડલ જીત્યો છે.સંજય સિંહે 74 કેજી કેટેગરીમાં સાઉથ આફ્રિકાના રિચાર્ડ બ્રાયનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા રવિન્દ્ર સિંહે 60 કેજી ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ જીતીને ભારતને કુસ્તીમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું હતું.નોંધનીય છે કે, આજે ભારતની શરૂઆત ગોલ્ડ મેડલથી થઇ છે. આ પહેલા બેઈજિંગ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રા અને વર્લ્ડ ચેમ્પિયન ગગન નારંગે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે.. 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ પેર શૂટિંગમાં અનીસા સઈદ તથા રાહી સરનોબતની જોડીએ ભારતને દિલ્હી કોમનવેલ્થમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.


ભારતનો દિલધડક અને ચમત્કારિક વિજય

વીવીએસ લક્ષ્મણની અણનમ અડધી સદી અને ઈશાંત શર્માની ધીરજપૂર્વકની રમતની મદદથી અત્યંત નાટકીય અને રોમાંચક બનેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું પરંતુ લક્ષ્મણ કાંગારૂ બોલિંગ આક્રમણ સામે અંત સુધી ઝઝૂમ્યો હતો. લક્ષ્મણની આજની બેટિંગે લોકોને કોલકત્તા ટેસ્ટની યાદ અપાવી દીધી હતી.જો કે મેચની સૌથી ખાસ વાત રહી હતી તેની રોમાંચકતા. પ્રત્યેક બોલ અને પ્રત્યેક રન રોમાંચક બન્યો હતો. કેમ કે બન્ને ટીમો ટેસ્ટ ક્રિકેટની બે દિગ્ગજ ટીમો હતી. બન્ને ટીમોએ એકબીજાને કટ્ટર સ્પર્ધા આપી હતી. કદાચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની આ સૌથી રોમાંચક અને દિલધડક મેચ બની હશે. ભારત તરફથી લક્ષ્મણે શાનદાર રમત રમી હતી. લક્ષ્મણે અણનમ 73 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાંત શર્માએ પણ લક્ષ્મણનો યોગ્ય રીતે સાથ આપ્યો હતો. પરંતુ અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે તે આઉટ થયો હતો. ઈશાંતે મહત્વના 31 રનનું યોગદાન આપ્યું હતું.જ્યારે ચોથા દિવસે જેના પર ભારતના જીતની આશા હતી તે સચિન તેંડુલકરે પણ પાંચમાં દિવસની શરૂઆતમાં ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. પરંતુ કમનસીબે સચિન આઉટ થઈ જતા ભારત મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. સચિને 38 રન બનાવ્યા હતા. જો કે સચિનના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ફરી એક વખત ધબડકો થયો હતો. પરંતુ અંતે લક્ષ્મણે ફરી એક વખત ચમત્કાર કરીને ભારતને જીત અપાવી હતી.આ પહેલા મોહાલીના પીસીએ સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટેસ્ટ ચોથા દિવસના અંતથી જ રોમાંચક બની રહી હતી. ચોથા દિવસની શરૂઆતમાં ભારતીય બોલરોની વેધક બોલિંગ સામે પ્રવાસી ટીમના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. ઈશાંત, ઝહિર, ઓઝા અને હરભજનની વેધક બોલિંગની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં 192 રનમાં ઓલ-આઉટ કરી દીધું હતું. અને પ્રથમ દાવની 23 રનની લીડની મદદથી ભારત સામે જીત માટે 216 રનનો લક્ષ્યાંક આવ્યો હતો.આસાન લાગતા 216 રનના લક્ષ્યાંકનો પીછો કરવા બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ચોથા દિવસના અંતિમ સેસનમાં ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બેન હિલ્ફૈનહૌસે ભારતીય ટીમના ટોચના બેટ્સમેનોને આઉટ કરીને ભારતીય ટીમની કમર ભાંગી નાંખી હતી. એક સમયે ભારતે ૫૫ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.


અમદાવાદ : અચાનક જ એરપોર્ટના સુરક્ષાકર્મીઓના જીવ ઉંચા થઈ ગયા

અમદાવાદ આવી રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીના કાફલા સાથે પાયલોટિંગ કરી પરત ફરી રહેલી ખાડિયા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી સ્કોર્પિયો પકડી પાડી હતી. પોલીસથી બચવા કારચાલક પૂરઝડપે કાર ચલાવી એરપોર્ટ રોડ પરની બેરીકેડ તોડીને એરપોર્ટ સંકુલ સુધી પહોંચી જતા એક તબક્કે સુરક્ષાકર્મીઓમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ત્યાંથી આગળ ભાગવા માટે કોઈ રસ્તો ન રહેતા ડ્રાઇવર કાર મૂકીને નાસી છુટ્યો હતો. પોલીસે ક્લીનરની ધરપકડ કરી પોણા બે લાખ રૂપિયાના વિદેશી દારૂની ૪૧ પેટી સાથે સ્કોર્પિઓ કાર કબજે કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી સંદર્ભે અમદાવાદમાં મોટાપાયે દારૂ ઠલવાઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છ મહાનગરપાલિકા ઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી મંગળવારે સાંજે અમદાવાદ તેમજ વડોદરામાં જાહેર સભા સંબોધવા આવ્યા હતા. આથી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચેલા ગડકરીના કાફલામાં જોડાયેલી ખાડિયા પોલીસના સેકન્ડ પીઆઈ ની ગાડી ગાંધીનગર સુધી કાફલાને વળાવીને પરત ફરી રહી હતી ત્યારેહાંસોલ મધર ડેરી પાસે નજીકમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહેલી સ્કોર્પિઓ કાર ઉપર નજર પડતા પોલીસે કારને રોકવા પ્રયાસ કર્યો હતો. જો કે કારચાલકે કાર પૂરઝડપે હંકારી મૂકતા પોલીસે પીછો કર્યો હતો. દરમિયાન એરપોર્ટ સંકુલ પર ડ્રાઇવર કાર મૂકીને નાસી ગયો હતો.પોલીસે ઝડપી લીધેલો ક્લીનર રાજસ્થાનના ખેરવાડાનો રમેશ સનારામ પ્રજાપતિ અને નાસી છૂટેલો ડ્રાઇવર કૈલાસ હોવાનું ખૂલ્યું હતું. દારૂનો જથ્થો ખેરવાડાના દારૂના ઠેકેદાર ભરત ઉર્ફે લંગડાએ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાડા ત્રણ લાખની ગાડી પણ પોલીસે કબ્જે કરી હતી.


અમિત શાહ એન્ડ કંપની વિરુદ્ધ પોલીસ તપાસ કરશે

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ કરતી સીબીઆઇને અભય ચુડાસમા, અમિત શાહ, અજય પટેલ તથા યશપાલ ચુડાસમા વિરદ્ધ મળેલી ૨૦૦ જેટલી ફરિયાદોમાંથી સોહરાબુદ્દીન કેસ સિવાયની તમામ ફરિયાદો ડીજીપીને સોંપી દેવાઈ છે. ડીજીપીએ આ સ્થાનિક પોલીસને આ ફરિયાદો મોકલી આપી તપાસ કરવાનો હુકમ કર્યો છે.સૂત્રોના જણાવ્યા મુજબ, સોહરાબુદ્દીન કેસમાં સીબીઆઇએ ક્રાઇમબ્રાન્ચના તત્કાલીન ડીસીપી અભય ચુડાસમાની ધરપકડ કર્યા બાદ તેના વિરુદ્ધ ફરિયાદો મળવાની શરૂઆત થઈ ગઈ હતી. બાદમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ બાદ, શાહ ઉપરાંત તેના બે ખાસ વિશ્વાસુ એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ અને ડિરેક્ટર યશપાલ ચુડાસમા વિરુદ્ધ પણ સીબીઆઇને ફરિયાદો મળી હતી.સીબીઆઇને મળેલી ૨૦૦ કરતાં વધુ ફરિયાદોમાંથી સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર સાથે સંલગ્ન ફરિયાદોનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને કરી દીધો છે, જ્યારે અન્ય ફરિયાદો ગુજરાતના ડીજીપી એસ.એસ. ખંડવાવાલાને મોકલી આપી હતી. આ ફરિયાદોને ડીજીપી ખંડવાવાલાએ જે-તે વિસ્તારના પોલીસને મોકલી આપી છે.


રાજકોટ : મુખ્યમંત્રી પોતે જ સૌથી મોટાં તોફાની'

રાજકોટની જાહેર સભામાં કોંગ્રેસના કાર્યકરોને તોફાની અને અપરિપકવ કહેનાર મુખ્યમંત્રી પોતે જ આ રાજ્યના સૌથી મોટા તોફાની છે તેઓ સીધો પ્રહાર ગુજરાત કોંગ્રેસના આગેવાન અને વિધાન સભા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહીલે રાજકોટ ખાતે કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના સ્થાનિક અગ્રણીઓ શહેરને સુવિધા પુરી પાડવામાં ઉણા ઉતર્યા છે તેથી તેમને છાવરવા મુખ્યમંત્રી કોમનવેલ્થ અને સોહરાબુદ્દીનના મુદ્દા ચૂંટણી પ્રચારમાં ચગાવી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું.રાજકોટમાં મંગળવારે અલગ અલગ ત્રણ સ્થળે યોજાયેલી જાહેર સભામાં શક્તિસિંહ ગોહીલે જણાવ્યું કે કોમનમેનની વાત ભૂલીને હવે મુખ્યમંત્રી કોમનવેલ્થનો ઉલ્લેખ કરી પ્રજાદ્રોહ કરી રહ્યા છે. ભાજપના સ્થાનિક નેતાઓએ અહીં વિકાસ કયો નથી તેથી કોઇ હકારાત્મક મુદ્દા ન હોવાથી સોહરાબુદ્દીન અને કોમનવેલ્થના મુદ્દે મુખ્યમંત્રી પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે.પાંચ વર્ષ દરમિયાન ભાજપના શાસકો રાજકોટના વિવિધ વોર્ડમાં ડોકાયા પણ નથી. કોંગ્રેસના લોકોને તોફાની ઉપમા મુખ્યમંત્રી આપે છે પરંતુ ગુજરાતમાં કોમી હુલ્લડો કરાવનારા મુખ્યમંત્રી રાજ્યના સૌથી મોટા તોફાની છે. તેવો વેધક પ્રહાર તેમણે કર્યો હતો. મુકેશકુમાર પર થયેલો હુમલો વધારે ગંભીર હતો કે ૨૪ કલાક પાણી મેળવતા કમિશનરના નળ જોડાણ કાપવાનું આંદોલન ? તે પ્રજા જાણે છે.



અક્કલ બડી કે ભેંસ? કરોડોનું કૌભાંડ

વડોદરા ઉપરાંત ભરુચ, આણંદ, બોરસદ, ડભોઈ સહિત આસપાસના આશરે ૫૦૦થી વધુ લોકોએ ભેંસ ખરીદવાની યોજનામાં નાણાં રોક્યાં અને ભેંજાબાજ સંચાલક ફરાર થઇ જતાં કરોડો ગુમાવ્યા,ડેરી ઉદ્યોગમાં રોકાણ કરી માત્ર એક વર્ષમાં બલ નાણાં કમાવવાની જાહેરાત આપી ભેજાબાજ ગઠિયો વડોદરા, અમદાવાદ અને સૂરતમાં હજારો ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરીને તેની ઓફિસોને તાળા મારી રાતોરાત ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી વિગતો ‘ડિબી ગોલ્ડ’નેસાંપડી છે. કરોડો રૂપિયા ખંખેરીને ગઠિયો વિદેશ ભાગી જવાની પેરવીમાં હોવાની શંકાએ આ અંગેની કેટલાક ગ્રાહકોએ તો એરપોર્ટ ઓથોરીટીને પણ તેની જાણ કરી છે.અલકાપુરીના સેન્ટર પોઈન્ટના છઠ્ઠા માળે એક વર્ષ અગાઉ પંજાબના કથિત સતનામસીંગ જુડે નામના ભેજાબાજે મનમીત એગ્રો ટેક પ્રા.લી. નામની કંપનીની ઓફિસ શરૂ કરી હતી. પૂણામાં હેડઓફિસ તેમજ મુંબઈમાં ડેરી ફાર્મ હાઉસ ઉપરાંત સુરત, નાસિક, બેંગ્લોર અને વડોદરામાં બ્રાન્ચ ઓફિસ હોવાની વિગતો સાથે તેણે લોભામણી સ્કિમોની જાહેરાત શરૂ કરી હતી. તેણે દેશના રૂ. ૨,૨૭,૦૦૦ કરોડના ડેરી ઉદ્યોગમાં ૫૦થી ૫૫ ટકા દૂધના વ્યવસાયનો ફાળો હોવાની વિગતો સાથે ડેરી ઉદ્યોગમાં રોકાણ કરવાથી થનારા ફાયદાઓની કંપનીની વિગતો સહિતના પેમ્પલેટ બનાવ્યાં હતા. ત્યારબાદ તેણે એવી યોજના બહાર પાડી હતી કે તેની કંપનીમાં રૂ. ૩૬ હજારનું રોકાણ કરનાર ગ્રાહકના નામે એક ભેંસ ખરીદવામાં આવશે. આ ભેંસ રોજનું ૧૦ લીટર દૂધ આપશે જેથી એક લીટરના રૂ. ૩૦ લેખે રોજની રૂ. ૩૦૦ની આવક થશે.


પાર્ટીપ્લોટના સીલ ખોલવા માટે હાઇકોર્ટ સમક્ષ અરજ

નવરાત્રીમાં કમાણીની તકનો લાભ લેવા માટે શહેરના ૫૭ પાર્ટીપ્લોટના સંચાલકોએ મ્યુનિસપિલ કોર્પોરેશને લગાવેલાં સીલ ખોલવા હાઇકોર્ટમાં એફિડેવિટ કરી છે. સંચાલકોએ પાર્કિંગ સહિતની સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી બતાવી છે.શહેરના અમન પાર્ટીપ્લોટ સહિત ૫૭ જેટલા પાર્ટીપ્લોટ સંચાલકો વતી સિનિયર એડ્વોકેટ પંકજ ચાંપાનેરીએ મંગળવારે મુખ્ય ન્યાયમૂર્તિ એસ. જે. મુખોપાધ્યાય અને ન્યાયમૂર્તિ કે. એમ. ઠાકરની ખંડપીઠ સમક્ષ એફિડેવિટ રજુ કરી હતી.પાર્ટીપ્લોટનો વિસ્તાર, લોન વિસ્તાર, પ્લોટનું ભાડું, પાર્કિંગ વિસ્તાર, ડેકોરેશનનો ચાર્જ સહિતની બાબતો તથા કોર્ટ જે નિર્દેશ આપે તેનું પાલન કરવા સંચાલકોએ તૈયારી દર્શાવી છે. તેમણે એવી પણ દાદ માગી છે કે નવરાત્રી તથા અન્ય તહેવારોનો લાભ લેવા માટે સત્વરે સીલ ખોલવા મહાનગરપાલિકાને આદેશ કરવો જોઈએ. ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી ૭મી ઓકટો.પર મુકરર રાખી છે.પાયાની સુવિધાઓ ન અપાતી હોવાના મુદ્દે મહાનગરપાલિકાએ જુલાઈમાં ૧૭૦ જેટલા પાર્ટીપ્લોટને સીલ મારી દીધાં હતાં. પાર્ટીપ્લોટ સંચાલકોએ હાઇકોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે તેમને તે માટે કેટલોક સમય આપવામાં આવે અને નવરાત્રી, અન્ય તહેવારોને ધ્યાને લઈ સીલ ખોલવામાં આવે. મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠે સંચાલકોને તેમની રજુઆત એફિડેવિટ સ્વરૂપે રજુ કરવા કહ્યું હતું.


ભાઈ પોન્ટિંગ આ ‘વીવીએસ’ લક્ષ્મણ છે

મોહાલી ટેસ્ટ હોય, સિડની ટેસ્ટ હોય કે પછી કોલક્તા હોય ઓસ્ટ્રેલિયા સામે જ્યારે પણ ભારત મુશ્કેલીમાં મુકાયું છે. ત્યારે વીવીએસ લક્ષ્મણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે કોલક્તામાં રમેલી એ ઇનિંગની યાદ કદાચ ઓસ્ટ્રેલિયાના સુકાની રિકી પોન્ટિંગને મોહાલી ખાતે આવી ગઇ હશે. ભારતનો મોહાલી ટેસ્ટમાં જ્યારે રોમાંચક વિજય થયો ત્યારે પોન્ટિંગની હતાશ નજર વીવીએસ લક્ષ્મણને જોઇ રહી હતી. મોહલી ટેસ્ટમાં પોન્ટિંગને ફરી એક વખત સમજાઇ ગયું હશે કે શા માટે એક સમયે ઇયાન ચેપલે પણ લક્ષ્મણને વેરી વેરી સ્પેશિયલ કહ્યો હતો.આ તો માત્ર મોહાલી ટેસ્ટ છે કે જેમાં તેણે ધેર્ય સાથે બેટિંગ કરીને ભારતને વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો છે. પરંતુ આ પહેલા પણ તે 2001માં જ્યારે ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે અને 2004માં જ્યારે ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયું હતું ત્યારે પણ લક્ષ્મણની ધેર્યપૂર્ણ બેટિંગનો નજારો બન્ને દેશના ખેલપ્રેમીઓને આવ્યો હતો.2001ની કોલકતાની મેચ ઓસ્ટ્રેલિયાના મહાન સુકાની સ્ટિવ વો અને હાલના સુકાની પોન્ટિંગની સાથોસાથ ક્રિકેટ પ્રસંશકોને યાદ હશે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં બનાવેલા 445 રનની સામે ભારતની પ્રથમ ઇનિંગ માત્ર 171માં સમેટાઇ ગઇ હતી. ભારત ફોલઓનમાં હતું પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ નિવડેલા લક્ષ્મણે યાદગાર ઇનિંગ રમી હતી અને રાહુલ દ્રવિડ સાથે 376 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. જે આજે પણ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીને શ્રેષ્ઠ ભાગીદારી છે. આ મેચમાં દ્રવિડે 180 અને લક્ષ્મણને 281 રન ફટકાર્યા હતા. મજાની વાત એ છે કે આ ટેસ્ટ મેચમાં એ સમયના ઓસ્ટ્રેલિયાના સુકાની સ્ટિવ વોએ દ્રવિડ-લક્ષ્મણની ભાગીદારીને તોડવા માટે નવ બોલરોનો ઉપયોગ કર્યો હતો.

05 October 2010

મોદીની યાદદાસ્ત ઓછી થઇ ગઇ ? કોંગ્રેસનો સવાલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

મોદીની યાદદાસ્ત ઓછી થઇ ગઇ ? કોંગ્રેસનો સવાલ

રાજકોટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસીઓને તોફાની કહ્યા બાદ સામે કોંગ્રેસના નેતાઓએ પણ સણસણતો સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે મોદી અમને તોફાની કહે છે પરંતુ અમારા આંદોલનો તો પ્રજા માટે હતા, ભાજપા મેયરની આગેવાનીમાં મુકેશકુમાર પર હુમલો થયો તે શું હતું ? તોફાની છોકરા અમે કે ભાજપ ? તે મોદી નક્કી કરી લે તેવો પડકાર કોંગ્રેસે કર્યો છે.રાજકોટમાં યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રાજકોટમાં તોડફોડ કરી છે, કચેરીઓમાં ધમાલ કરી છે, કમિશનરના બંગલે નળ કનેકશન કાપી નાખ્યા છે. શું લોકશાહીમાં આ શોભે ? આવા લોકોને સત્તા અપાય ? જે તોફાની બાળક હોય તેને સારું રમકડું રમવા અપાય ? જે ચોકીદાર બેદરકાર હોય તેને તાળાનું ધ્યાન રાખવા દેવાય ? તેવા સવાલ મોદીએ ઉઠાવ્યા હતા.કોંગ્રેસના શહેર પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વિરોધ પક્ષના નેતા નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે મોદી ભૂલે છે કે કોંગ્રેસે આ આંદોલન કર્યા તે પહેલા ભાજપના કોર્પોરેટરોએ ૨૦૦૫માં સત્તા સંભાળી કે તરત જ તત્કાલીન કમિશનર મુકેશકુમાર પર હુમલો કર્યો હતો. ગુજરાતના ઈતિહાસમાં એ પહેલો બનાવ હતો કે જ્યારે કોઇ આઇ એ એસ અધિકારી પર ચૂંટાયેલા લોકોએ એક બે નહીં પરંતુ ૪૦ના ટોળામાં તેમની ઓફિસમાં જ હુમલો કર્યો હોય.ગુજરાતના જાહેર જીવન માટે આ ઘટના શરમજનક હતી. મુકેશ કુમારને અત્યંત ખરાબ રીતે માર મારવામાં આવ્યો તે ઘટનાનું આયોજન મેયરની ચેમ્બરમાં થયું હતું. રાજ્યભરમાં તેના પડઘા હતા. અરે, આ ભાજપના પાપે સારા સારા અધિકારી રાજકોટનું નામ સાંભળતાં જ અહીં આવવાની ના કહી દે છે. પોતાના ભ્રષ્ટાચારમાં સાથ ન આપનાર અધિકારી ભાજપને ગમતા નથી. વધુમાં મોદીને સણસણતો તમાચો મારતા જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગુજરાતમાં ભાજપે કે કોંગ્રેસે અબજો રૂપિયાની સહાય આપી છે. જેમાંથી થયેલા કામોને મોદીએ પોતાના નામે ચડાવીને પ્રજાના આંખે પાટા બાંધ્યા છે. કેન્દ્રની સહાયમાંથી મોદી સરકારે બેફામ ભ્રષ્ટાચાર પણ કર્યો છે.જશવંતસિંહ, ઇન્દ્રનીલ અને નરેન્દ્રસિંહે ઉમેર્યું છે કે મોદીની યાદદાસ્ત ટૂંકી થઇ ગઇ છે તેમને પાંચ વર્ષ પહેલાનું કશું યાદ રહેતું લાગતું નથી. બાકી અમે કમિશનરના બંગલે નળ કાપ્યા હોય કે ફોન તોડ્યા હોય તો તે પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે કર્યું છે અંગત સ્વાર્થ કે કોઇ ગેરરીતિ માટે નહીં.


રાજકોટ : મહિલા, એક યુવતી અને ગ્રાહક...

ગોંડલ રોડ પર ખોડિયાર નગરમાં બહારથી યુવતી બોલાવી કુટણખાનું ચલાવતી મહિલાના ઘરમાં રોષે ભરાયેલા લતાવાસીઓએ હલ્લો બોલાવીને તોડફોડ કરી હતી. ઘરમાંથી મહિલા, એક યુવતી અને ગ્રાહકને પોલીસના હવાલે કરાતા પોલીસે માત્ર જાહેરમાં કામુક ચેનચાળા કરવાના આરોપસર કાર્યવાહી કરતા આશ્ચર્ય સર્જાયું છે.ખોડિયાર પરા-૪માં રહેતી કાળી ઉર્ફે દૂધીબેન ડાયાભાઇ પારગી (ઉ.વ.૩૮) તેના ઘરમાં બહારથી રૂપલલનાઓને બોલાવી ગ્રાહકોને સપ્લાય કરતી હતી. તેમજ ઘરમાં પણ સુવિધા પુરી પાડતી હતી. જેના કારણૃ આ વિસ્તારમાં લુખ્ખા, આવારા તત્વોની અવર જવર વધી જતા રહેવાસીઓની બહેન, દિકરીને બહાર નિકળવું મુશ્કેલ બની ગયું હતું.આખરે કંટાળેલા લતાવાસીઓએ ગતરાતે કાળીના ઘરમાં ગ્રાહક ગયા પછી હલ્લો બોલાવીને તોડફોડ કરી હતી. કાળી ઉપરાંત બંગાળની લત્તા ઉર્ફે લાલી અસગરઅલી અને મેહુલનગરના રાજેશ હાર્દિક દક્ષિણીને પકડીને પોલીસના હવાલે કરાયા હતા.


ગાંધીધામ : ભાજપની ૧૦૦ ટકા નો રીપિટ સામે કોંગ્રેસમાં ૧૦૦ ટકા રીપિટ

ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણીમાં ૪૨ બેઠકો માટે ફોર્મ ભરવાના અંતિમ દિને સોમવારે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ છેક છેલ્લી ઘડી સુધી મીડિયાર છૂપાવ્યા બાદ જાહેર કર્યા હતાં. ગાંધીધામમાં ભાજપના વરવા શાસનના અભિષાપથી પિડાતા લોકોની સહાનુભૂતિ મેળવીને જીતવા માટેનો ખેલ ખેલતા કોંગ્રેસે પોતાના એકમાત્ર વર્તમાન નગરસેવકને રીપિટ કર્યો હતો, બસપમાંથી આવેલા તમામ નગરસેવકોને પણ કોંગ્રેસની ટિકિટ આપી હતી.ગાંધીધામ શહેરમાં ગત ચૂંટણી વખતે માત્ર એક જ બેઠક પૂરતા સિમિત રહી ગયેલા કોંગ્રેસને હવે ફિનીક્ષ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થવાની ઉમ્મીદ જાગી છે. અને સમતૂલિત ઉમેદવારોના નામ દ્વારા સુધરાઇ પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.કોંગ્રેસે આજે જાહેર કરેલી યાદી મુજબ વર્તમાન નગરસેવક સંજય ગાંધીને તો રીપિટ કરવામાં આવ્યા જ છે. આમ, ભાજપની ૧૦૦ ટકા નો રીપિટ થિયરી સામે કોંગ્રેસની ૧૦૦ ટકા રીપિટની થીયરી રહી હતી. તેની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના મહામંત્રી તથા પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ્સ તુલસી સૂજાનને પણ કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે.આ ઉપરાંત બસપમાંથી આવેલ પાંચ નગરસેવકની સાથે આ જૂથને પણ કુલ છ ટિકિટ ફાળવવામાં આવી છે. જેમાં માજી નગરપ્રમુખ જયશ્રીબેન ચાવડા અને અજીત ચાવડાનો પણ સમાવેશ થાય છે.


મતદારો ‘પડ’માં આવતાં ઉમેદવારો ‘ઠંડા’ થવા માંડ્યા

વોર્ડ નં. ૧ના રૈયામાં મતદાનનો બહિષ્કાર. ગટર, પાણી, ગંદકી, રોડ-રસ્તા જેવી સુવિધાઓનો કોઇ ઉકેલ નહીં આવતા લોકોએ લીધેલો નિર્ણય.રાજકોટમાં ચૂંટણી માહોલ હવે ગરમાવો પકડી રહ્યો છે તેની સાથો સાથ મતદારો પણ આ વખતે હોંશમાં આવી ગયા છે. જેમાં, ખાસ કરીને વોર્ડ નં. ૧૩, ૨૧, ૫માં મતદારો આકરો મિજાજ બતાવી રહ્યા છે ત્યારે આજે વોર્ડ નં. ૧માં આવેલ રૈયાગામમાં અસુવિધા હજુ ત્યાંની ત્યાં જ હોવાના કારણે આજે તે વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.મતદારો આ વર્ષે આકરા મૂડમાં હોય તેમ વોર્ડ-વાઇઝ ઉમેદવારોને ધોળે દિવસે તારા દેખાડવા સજ્જ બની ગયા છે. ખોટા વચનો આપી મતદાન માગવા આવી રહ્યા છે એટલે, ઉમેદવારોને સીધાદોર કરવા મતદારો જાગૃત બની ગયા છે અને આજે વોર્ડ નં. ૧માં રૈયાગામમાં ગટર, પાણી, ગંદકી, રોડ-રસ્તા જેવી સુવિધાઓનો હજુ સુધી કોઇ નિર્ણય નહીં આવતા આજે મતદાનનો બહિષ્કારનો નિર્ણય કર્યો હતો.મતદાનને હવે માત્ર ૬ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મતદારો ‘પડ’માં આવી મતદાનનો બહિષ્કાર કરવા માંડતા ઉમેદવારો મૂંઝવણમાં મૂકાઇ ગયા છે. એક વોર્ડથી ચાલુ થયેલો આ વિરોધ હવે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. ક્યાંક ઉમેદવારને પાછા કાઢવામાં આવે છે તો ક્યાંક તેના બેસણા યોજવામાં આવે છે. આ સ્થિતિ લોકોની જાગૃતિનો પુરાવો છે.


રાજકોટ : કોંગ્રેસ હવે સોહરાબુદ્દીનના પૂતળાં મુકશે : મોદી

રાજકોટમાં આજે અલગ અલગ બે સ્થળે યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ સતત ખંડનાત્મક અને નકારાત્મક માનસિકતા ધરાવે છે, તોડફોડની રાજનીતિ કરે છે અને ભ્રષ્ટાચારથી ખદબદે છે.કોર્પોરેશનમાં કોંગ્રેસને કોઇ પણ ભોગે સત્તા ન આપતા. દેશમાં તમામ ક્ષેત્રે નિષ્ફળ રહેલી કોંગ્રેસી સરકારને સામાન્ય જનની ચિંતા નથી. અને તેથી આ ચૂંટણી કોંગ્રેસને જવાબ આપવાની ચૂંટણી છે.રાજકોટમાં મવડી ચોકડી અને પાણીના ઘોડા પાસે યોજાયેલી બે સભાઓમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ચૂંટણી આવી છે ત્યારે કામનો હિસાબ આપવાને બદલે આ કોંગ્રેસ જુઠા આક્ષેપો કરીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી ત્યારે મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું મોંઘવારી તો વધી છે. કાળી મજૂરી કરીને ખેડૂતોએ ઘઉંનું ઉત્પાદન કર્યું તો એ ઘઉં તો ગોડાઉનમાં સડી ગયા. જનતાનું ભલુ કરવાની આ કોંગ્રેસની કોઇ માનસિકતા નથી.તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના રાજકોટના નેતાઓ ખંડનાત્મક છે. કમિશનરના ઘરના નળ જોડાણ કાપે, કાચ તોડે, ગમે ત્યારે ધમાલ કરે, દેશ ભરમાં તોડફોડનું રાજકારણ નથી ફક્ત રાજકોટમાં પાંચ વર્ષ કોંગ્રેસે તોડફોડ અને તોફાન જ કર્યા. શું આવા લોકોને કોર્પોરેશનનું શાસન સોંપાય? જેમને લોકશાહીની મર્યાદા ખબર નથી, તેવા તોડફોડિયા તત્વોને તગેડી મૂકો તેવું તેમણે કહ્યું હતું.


એશના પેટનો આ ઉભાર ગર્ભવતી હોવાનો સંકેત છે?

બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય ગર્ભવતી ક્યારે થાય તેની રાહ એશ-અભિ કરતાં પણ વધારે દુનિયાને હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ એશની ફિલ્મ રોબોટ રીલિઝ થઈ છે. આ ફિલ્મ સુપરડુપર રહી છે.થોડા સમય પહેલા પેરિસમાં રોબર્ટ કાવાલ્લીએ ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં 40 વર્ષ પૂર્ણ કર્યા તેના માનમાં ઉજવણી રાખી હતી. આ પ્રસંગે એશ-અભિ, જેનેટ જેક્સન, ટાયરા બેન્ક્સ, લેયોના લેવિસ, રશેલ બિલ્સન, હૈદી ક્લુમ, નાઓમી કેમ્પેબેલ, કાયલી મિનોગ સહિતની સેલિબ્રિટી હાજર રહી હતી.ઐશ્વર્યા રાયે કાવાલ્લીના 2009ના ક્લેક્શનમાંનું એક સિલ્વર ગાઉન પહેર્યુ હતું. તેના હાથમાં બ્લૂ રંગનું ક્લચ હતું. ખરી રીતે આ કપડાંમાં એશ ઘણી જ સુંદર લાગતી હતી. રોબર્ટ એશની સુંદરતા પર ફિદા થઈ ગયો હતો. તેણે ટ્વિટર પર ટ્વિટ કર્યુ હતું કે, એશ સુંદર સ્ત્રીઓમાંની એક છે.જો કે એશની સુંદરતાને લઈને તો કોઈ પણ સવાલ કરી શકાય તેમ નથી પરંતુ સિલ્વર ગાઉનમાં એશ એકદમ હેલ્થી લાગતી હતી. તેનું પેટ પણ ખાસ્સુ એવું વધી ગયું છે. પેટનો ઉભાર તે ગર્ભવતી હોવા તરફ ઈશારો કરે છે કે પછી એશ જાડી થઈ ગઈ છે, તે તો માત્ર એશ-અભિને ખબર હશે.


લગ્નેતર સંબંધોનો ખુલાસો, ક્રિકેટરનો આત્મહત્યાનો પ્રયાસ!

લગ્નેતર સંબંધોનો ખુલાસો થયા બાદ સાઉથ આફ્રિકાના ઝડપી બોલર આન્દ્રે નીલે શુક્રવારે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.
ગયા અઠવાડિયે એવો ખુલાસો થયો હતો કે, આન્દ્રે નીલે ઇંગ્લિશ કાઉન્ટી સરે તરફથી રમતી વખતે 34 વર્ષિય લોનાડોનર જેલિના કુલતિયાસોવા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.નોંધનીય છે કે, નીલની પત્ની હાલ સગર્ભા છે. તેવામાં લગ્નેતર સંબંધોને લઇને થયેલા ખુલાસાથી હતાશ નીલે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર નીલનું સ્વાસ્થ્ય સારું છે.આ ખુલાસા બાદ અન્ય બે મહિલાઓએ પણ દાવો કર્યો હતો કે નીલ સાથે તેઓના પણ લગ્નેતર સંબંધો હતા. જો કે, હજૂ સુધી એ વાત બહાર આવી નથી કે, નીલ પર લગાવવામાં આવેલા આરોપો સાચા છે કે નહીં.


જાણો, કોણ છે અબજોપતિ એક્ઝીક્યૂટિવ્સ

ગ્લીચર એન્ડ કંપનીના નિષ્ણાત બ્રાયન માર્શલના મતાનુંસાર એપોથેકરને જે પેકેજ મળવાનુ છે તે ચાર વર્ષ પછી 8.5 કરોડ ડૉલરની આસપાસ થઈ જશે. બ્રાયને આ અનુમાન તે આધાર ઉપર લગાવ્યુ છે કે એચપીના શેરોની કિંમત ચાર વર્ષો પછી 53 ડૉલર થઈ જશે.એપોથેપરને પહેલા કેટલા મળતા હતા?એક્ઝીક્યૂટીવના પગાર ઉપર કામ કરનારી રિસર્ચ કંપની 'ઇક્વિલર' પ્રમાણે જર્મન સૉફ્ટવેર કંપની એસએપીએ એપોથેકરને વર્ષ 2009માં 93 લાખ ડૉલરનું પેકેજ આપ્યુ હતુ. સીઈઓ સ્વરૂપે એપોથેકરનું અહી આ અંતિમ વર્ષ હતુ.એપોથેકર પહેલાના સીઈઓને કેટલો પગાર આપતી હતી એચપી?એપોથેકર પહેલા માર્ક હર્ડ એચપીના ચીફ એક્ઝીક્યૂટિવ હતા. ત્રણ વર્ષમાં તેમને મળનારૂં પેકેજ 9.8 કરોડ ડૉલર હતું. જેમાંથી 3 કરોડ ડૉલર તેમને પાછલા નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયુ હતુ.આ વર્ષના મોટા પેકેજો (પગાર) પ્રાપ્ત કરનારા અન્ય ટેક એક્ઝિક્યૂટિવ્સ કોણ છે?સિસ્કો સિસ્ટમ્સના સીઈઓ 'જૉન ચેમ્બર્સ'. આ વર્ષે તેઓને બેઝિક પગાર સ્વરૂપે 382,212 ડૉલર આપવામાં આવે છે. ઉપરાંત 2031000નું રોકડ બોનસ પણ આપવામાં આવે છે. સ્ટૉક વિકલ્પની સાથે 2010નું પુરુ પેકેજ 1.88 કરોડ ડૉલરનું બને છે.માઇક્રોસૉફ્ટના સીઈઓ 'સ્ટીવ બામર'. તેમનો પગાર 6,70,000 ડૉલર, અને રોકડ બોનસ પણ આટલું જ છે. તમામ શેરો સહિત કુલ પેકેજ 13.5 લાખ ડૉલરનું બને છે.


ચોરીનો ભેદ ઉકેલવા ૪૦૦ લોકોની પુછપરછ કરાઇ..!

શહેરનાં છેવાડે આવેલા અને અતીધનાઢ્ય ગણાતા શરણમ કાઉન્ટી બંગલોમાં થયેલી ૭.૩૫ લાખની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે આશરે ૪૦૦થી વધુ લોકોની પુછપરછ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.નોંધનીય છે કે પરિવાર સામાજીક પ્રસંગ અર્થે મકાન બંધ કરી ભુજ ગયો હતો ત્યારે બારીની ગ્રીલ તોડી તસ્કરો ૭.૩૫ લાખની મતા ચોરી ગયા હતા.પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, બોપલનાં વસંત બહાર રોડ પરનાં શરણમ કાઉન્ટી બંગલામાંથી તસ્કરો બારીની ગ્રીલ તોડી રોકડ ૫ લાખ તથા દાગીના મળી કુલ ૭.૩૫ લાખની મતા ચોરી ગયા હતા. ઘટનાની જાણ થતા આઇજી આશીષ ભાટીયા, એસ.પી સંદપિસીંહ, એલસીબી, એસઓજી ઉપરાંત સરખેજ પોલીસે સ્થળ પરની મુલાકાત લીધી હતી.ચોરીની આ ઘટનાને ગંભીરતાથી લઇ પોલીસે મોડી રાતસુધીમાંજ બંગલોઝનાં ૧૨ સિક્યુરીટી ગાર્ડ સહિત આસપાસની નવી બની રહેલી કન્સ્ટ્રકસન સાઇટનાં મજુરો મળી કુલ ૩૦૦ લોકોની પુછપરછ હાથ ધરી હતી, આ સિલસિલો પોલીસે મંગળવારે પણ યથાવત રાખી વધુ ૧૦૦ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરી તપાસ હાથ ધરી છે, જો કે પોલીસ તપાસની ચોક્કસ દિશા તરફ આગળ વધી શકી નથી.


વડોદરા: ISO સર્ટિ. મેળવનાર દેશની પ્રથમ MP ઓફિસ

સંસદસભ્ય તરીકેના મશિન અને વિઝનને સિદ્ધ કરવા ક્વોલીટી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીને તે પ્રમાણે કાર્યાલયને હાઇટેક બનાવવાથી સાંસદ બાળકૃષ્ણ શુક્લના કાર્યાલયને આઇએસઓ ૯૦૦૧-૨૦૦૮નુ સર્ટિફીકેટ મળ્યું છે અને આ પ્રકારનુ સર્ટિફિકેટ મેળવનાર એમપી ઓફિસ દેશની પહેલી ઓફિસ બની છે.સાંસદ બાળકૃષ્ણ શુક્લને આ સર્ટિફીકેટ ટીયુવી રાઇનલેન્ડ તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને આજે તે સર્ટિફિકેટ લોકસભાના ભાજપના નેતા સુષ્મા સ્વરાજના હસ્તે વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી રજુ કરતાં સાંસદ બાળુ શુક્લાએ જણાવ્યું હતું કે, નાગરિકોને મારા સંસદ કાર્યાલય સુધી ન આવવુ પડે તે માટે પોતાના વિચારો, ફરિયાદો અને રજુઆતો ઇમેઇલ દ્વારા મોકલી શકે છે. આ કામગીરી મેન્યુઅલી થતી હતી અને તેના બદલે એક સોફ્ટવેર ડેવલપ કરી તેને સમન્વય નામ આપવામાં આવ્યું છે.સમન્વયમાં એક ઓફિસ ઓટોમેશન પ્રોગ્રામ છે અને તેમાં સાંસદની એપોઇમેન્ટનુ શિડયુલીંગ થાય છે અને તે ઉપરાંત સાંસદ કાર્યાલયમાં જે કોઇ વ્યક્તિ ફરિયાદ કે રજુઆત લઇને આવે છે તેની નોંધ આ પ્રોગામમાં કરવામાં આવે છે.આ પ્રોગ્રામની વિશેષતા એવી છે કે સાંસદને મળતી ગ્રાન્ટના કામોને લગતાં આવતા સૂચનો પણ આ પ્રોગ્રામમાં એન્ટ્રી થતાની સાથે મોબાઇલ ફોન ઉપર જાણ થઇ જાય છે. એટલુ જ નહીં, દેશની પ્રથમ ઇ ઓફિસ છે કે જ્યાં સીસી ટીવી કેમેરા મૂકવામાં આવેલા છે અને આ ટીવી કેમેરાને ઇન્ટરનેટ સિસ્ટમ સાથે જોડાયેલા હોવાથી વિશ્વના કોઇપણ ખુણામાં બેસીને ઓફિસમાં ચાલતી ગતિવિધી અને કામગીરી ઉપર નગિરાણી રાખી શકુ છુ તેમ તેમણે ઉમેર્યું હતું.લોકસભાના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇ અરજદાર અરજી આપે ત્યારે તેની ઉપર શું કાર્યવાહી થશે તેની ખાતરી મળતી નથી.પરંતુ, સાંસદ બાળકૃષ્ણ શુક્લે દેશની પ્રથમ એમપી ઓફિસને આઇએસઓનુ પ્રમાણપત્ર મેળવીને ગૌરવ વધાયું છે અને આ કોઇ અસાધારણ ઘટના નથી. રાજનેતાઓની કાર્યપ્રણાલીના કારણે અવિશ્વાસનું સંકટ ઉભુ થયુ છે.ત્યારે રાજનેતા મતદાર વચ્ચેના સમન્વય વિશ્વાસની કમી પૂરવાનુ કામ આ સિસ્ટમ કરશે.સામાન્ય રીતે અંગત મદદનીશો જ અરજદારોની ટપાલના કવર ફાડીને વાંચવા માટે મૂકતા હોય છે ત્યારે પોતાની અરજીનું શુ થશે તેનાથી અરજદારો ચિંતાતુર હોય છે. આ સંજોગોમાં, અરજદારોનો વિશ્વાસ સંપાદિત આ સિસ્ટમ થકી કરવાનુ કામ પ્રથમ વખત બાળુભાઇએ કરીને ઇન્કીલાબનુ કામ કર્યું છે.


વડોદરા: ISO સર્ટિ. મેળવનાર દેશની પ્રથમ MP ઓફિસ

સંસદસભ્ય તરીકેના મશિન અને વિઝનને સિદ્ધ કરવા ક્વોલીટી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીને તે પ્રમાણે કાર્યાલયને હાઇટેક બનાવવાથી સાંસદ બાળકૃષ્ણ શુક્લના કાર્યાલયને આઇએસઓ ૯૦૦૧-૨૦૦૮નુ સર્ટિફીકેટ મળ્યું છે અને આ પ્રકારનુ સર્ટિફિકેટ મેળવનાર એમપી ઓફિસ દેશની પહેલી ઓફિસ બની છે.સાંસદ બાળકૃષ્ણ શુક્લને આ સર્ટિફીકેટ ટીયુવી રાઇનલેન્ડ તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને આજે તે સર્ટિફિકેટ લોકસભાના ભાજપના નેતા સુષ્મા સ્વરાજના હસ્તે વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી રજુ કરતાં સાંસદ બાળુ શુક્લાએ જણાવ્યું હતું કે, નાગરિકોને મારા સંસદ કાર્યાલય સુધી ન આવવુ પડે તે માટે પોતાના વિચારો, ફરિયાદો અને રજુઆતો ઇમેઇલ દ્વારા મોકલી શકે છે. આ કામગીરી મેન્યુઅલી થતી હતી અને તેના બદલે એક સોફ્ટવેર ડેવલપ કરી તેને સમન્વય નામ આપવામાં આવ્યું છે.સમન્વયમાં એક ઓફિસ ઓટોમેશન પ્રોગ્રામ છે અને તેમાં સાંસદની એપોઇમેન્ટનુ શિડયુલીંગ થાય છે અને તે ઉપરાંત સાંસદ કાર્યાલયમાં જે કોઇ વ્યક્તિ ફરિયાદ કે રજુઆત લઇને આવે છે તેની નોંધ આ પ્રોગામમાં કરવામાં આવે છે.આ પ્રોગ્રામની વિશેષતા એવી છે કે સાંસદને મળતી ગ્રાન્ટના કામોને લગતાં આવતા સૂચનો પણ આ પ્રોગ્રામમાં એન્ટ્રી થતાની સાથે મોબાઇલ ફોન ઉપર જાણ થઇ જાય છે. એટલુ જ નહીં, દેશની પ્રથમ ઇ ઓફિસ છે કે જ્યાં સીસી ટીવી કેમેરા મૂકવામાં આવેલા છે અને આ ટીવી કેમેરાને ઇન્ટરનેટ સિસ્ટમ સાથે જોડાયેલા હોવાથી વિશ્વના કોઇપણ ખુણામાં બેસીને ઓફિસમાં ચાલતી ગતિવિધી અને કામગીરી ઉપર નગિરાણી રાખી શકુ છુ તેમ તેમણે ઉમેર્યું હતું.લોકસભાના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇ અરજદાર અરજી આપે ત્યારે તેની ઉપર શું કાર્યવાહી થશે તેની ખાતરી મળતી નથી.પરંતુ, સાંસદ બાળકૃષ્ણ શુક્લે દેશની પ્રથમ એમપી ઓફિસને આઇએસઓનુ પ્રમાણપત્ર મેળવીને ગૌરવ વધાયું છે અને આ કોઇ અસાધારણ ઘટના નથી. રાજનેતાઓની કાર્યપ્રણાલીના કારણે અવિશ્વાસનું સંકટ ઉભુ થયુ છે.ત્યારે રાજનેતા મતદાર વચ્ચેના સમન્વય વિશ્વાસની કમી પૂરવાનુ કામ આ સિસ્ટમ કરશે.સામાન્ય રીતે અંગત મદદનીશો જ અરજદારોની ટપાલના કવર ફાડીને વાંચવા માટે મૂકતા હોય છે ત્યારે પોતાની અરજીનું શુ થશે તેનાથી અરજદારો ચિંતાતુર હોય છે. આ સંજોગોમાં, અરજદારોનો વિશ્વાસ સંપાદિત આ સિસ્ટમ થકી કરવાનુ કામ પ્રથમ વખત બાળુભાઇએ કરીને ઇન્કીલાબનુ કામ કર્યું છે.


ભિલાડથી સુરત આવતી મેમુ ટ્રેનમાં આગ

ભિલાડથી સુરત આવતી મેમુ ટ્રેનના ડ્રાઇવિંગ મોટર કોચમાં સવારે ૯ .૩૦ કલાકે શોટસર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભેસ્તાન સ્ટેશન પર ભારે અફરાતફરી ફેલાઈ હતી. ડ્રાઇવિંગ કોચની બાજુના પેસેન્જર કોચમાં અંદાજે ૫૦ જેટલાં મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, તમામ મુસાફરોને સલામત રીતે બહાર નીકળી શક્યા હતાં.ભિલાડથી મેમુટ્રેન સવારે સુરત આવી રહી હતી ત્યારે ભેસ્તાન સ્ટેશન પર ડીએમસી કોચ-૨માંથી એકદમ ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો અને વાયરિંગ બળવાની ગંધ આવતા ડ્રાઇવરે ટ્રેન થોભાવી હતી. ટ્રેનમાં સામાન્ય રીતે ત્રણ ડ્રાઇવિંગ મોટર કોચ હોય છે તેમાં બે નંબરના કોચમાં આગ પકડાઈ હતી. જેના પગલે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયરના ડિવિઝનલ ઓફિસર એન. પી. મોઢ, સબ ઓફિસર કિર્તી મોઢ અને જગદીશ પટેલ ત્રણ ફાયર ફાયટર અને બે વોટર ટેન્કર સાથે ભેસ્તાન રેલવે સ્ટેશન ઘસી ગયા હતાં. ડિવિઝનલ ઓફિસર એન. પી. મોઢના જણાવ્યા પ્રમાણે મેમુ ટ્રેનમાં શોટસર્કિટના કારણે લાગેલી આગ તો સામાન્ય હતી પરંતુ તે ક્યારેક ભયંકર ખાનાખરાબી પણ સર્જી શકે છે. મોટો અકસ્માત થતા બચી ગયો અને સૌ ઉગરી ગયાં. આગને તો તુરંત કાબુમાં લેવાઈ હતી પરંતુ સલામતીના પગલાંરૂપે આખી ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી.


રાજકોટ : સવાઁગી વિકાસ માટે ભાજપ ફરીથી સજ્જ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપે બહાર પાડેલાં ચૂંટણી સંકલ્પ પત્ર અંગેની વિગત આપતા વિજયભાઇ રૂપાણી અને ધનસુખભાઇ ભંડેરીએ કહ્યું હતું કે આવનારા પાંચ વર્ષ દરમિયાન રૈયા રોડ, એરપોર્ટ રોડ પર અંડરબ્રિજ, સિવિલ હોસ્પિટલ, સોરિઠયાવાડી, મવડી ચોક પાસે ઓવરબ્રિજ બનાવાશે. સાંઢિયાપુલને પહોળો કરાશે.શહેરના ઉપલા કાંઠે અને નવા વિસ્તારમાં સાધુ વાસવાણી રોડ પર એમ બે ઓડિટોરિયમ બનાવાશે તથા સામાકાંઠે, રૈયા રોડ અને કોઠારિયા રોડ પર એમ ત્રણ કોમ્યુનિટી હોલ બનાવાશે. શહેરના તમામ મુખ્ય માર્ગો પેવર કરાશે. સુચિત સોસાયટીના રસ્તાઓને પણ પેવર ડામર કરાશે. શહેરમાં ત્રણ ગેસ આધારિત સ્મશાન બનશે. ન્યારી ડેમની ક્ષમતા વધારીને તથા નર્મદાનું વધારે પાણી લઇને શહેરને દરરોજ ૩૦ મિનિટ પાણી વિતરણ કરાશે.પ્રધ્યુમનપાર્ક ખાતે બોટિંગ, લૈકપોઇન્ટ બનાવાશે. શહેરને સૌર ઉર્જા ક્ષેત્રે આગળ વધારી પ્રદુષણ મુક્ત બનાવાશે. નવા બે લાખ વૃક્ષોનું વાવેતર કરી ૫૦ બગીચાનું નિર્માણ કરાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે આ સંકલ્પ પત્ર ઢંઢેરો નથી પરંતુ મહાનગરના વિકાસ માટેની ભાજપની પ્રતબિધ્ધતા છે.મુખ્યમંત્રીએ ગુજરાતને નં.૧ બનાવ્યું છે. રાજકોટ ભાજપના શાસકો રાજકોટને નં.૧ બનાવશે. સંકલ્પ પત્રના વિમોચન સમયે ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, પૂર્વ પ્રમુખ નિતિન ભારદ્વાજ, રાજભા ઝાલા, અનિલ રાઠોડ, સંધ્યાબેન વ્યાસ, દિનેશ ટોળિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


રાજકોટ : તમારા ખાનદાને રાજકારણમાંથી કરોડો રૂપિયા બનાવ્યા છે

જસદણની તાલુકા પંચાયત અને રાજકોટ જિલ્લા પંચાયતની છ બેઠકો માટેનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે મામલતદાર કચેરીએ કામે આવેલા મતદારોએ રાજકીય પક્ષના ઉમેદવારોને વાસ્તવિકતાના દર્શન કરાવતાં ઉમેદવારો નીચી મૂંડીએ ચાલતી પકડી હતી.જસદણ તાલુકા પંચાયત અને રાજકોટ જિલ્લા પંચાયતની છ બેઠકો માટે ચૂંટણી જંગ ધીમેધીમે તેનો રંગ પકડતો જાય છે. આ સ્થિતિમાં જસદણમાં મામલતદાર કચેરીએ તા.૪ને સોમવારે રાજકીય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતા.આ સાથે વીંછિયાના ચાર ગ્રામજનો પણ કોઈ કામે ત્યાં આવ્યા હતા. આ ગ્રામજનોને ઉમેદવારોએ પ્રચાર કરવા નીકળ્યા હોય તેમ ચૂંટણીના સમયે ભાગી જવાના બદલે આપણા ઉમેદવારોને સક્રિય બની મદદરૂપ થજો અને અમને સેવાનો મોકો આપજો તેમ કહ્યું હતું.આ વાક્ય સાંભળી ચારેય ગ્રામજનો ઉકળી ઊઠ્યા હતા અને પ્રથમ એકે તો ન કહેવાના શબ્દો કહ્યાં હતાં. આ પછી ચારેયે તારા ખાનદાને રાજકારણમાંથી કરોડો બનાવ્યા છે અને સેવાના દીકરા થાવ છો. તમે રાજકારણીઓ જ દેશને ખોખલો કર્યો છે. સગાભાઈઓને સાથે રહેવા દીધા નથી. કહી ઉમેદવારોને મોઢા-મોઢ ચોંપડાવી દીધી હતી.

ભારતનો દિલધડક અને ચમત્કારિક વિજય

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



ભારતનો દિલધડક અને ચમત્કારિક વિજય

વીવીએસ લક્ષ્મણની અણનમ અડધી સદી અને ઈશાંત શર્માની ધીરજપૂર્વકની રમતની મદદથી અત્યંત નાટકીય અને રોમાંચક બનેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું પરંતુ લક્ષ્મણ કાંગારૂ બોલિંગ આક્રમણ સામે અંત સુધી ઝઝૂમ્યો હતો. લક્ષ્મણની આજની બેટિંગે લોકોને કોલકત્તા ટેસ્ટની યાદ અપાવી દીધી હતી.ભારત તરફથી લક્ષ્મણે શાનદાર રમત રમી હતી. લક્ષ્મણે અણનમ 73 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાંત શર્માએ પણ લક્ષ્મણનો યોગ્ય રીતે સાથ આપ્યો હતો. પરંતુ અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે તે આઉટ થયો હતો. ઈશાંતે મહત્વના 31 રનનું યોગદાન આપ્યું હતું.જ્યારે ચોથા દિવસે જેના પર ભારતના જીતની આશા હતી તે સચિન તેંડુલકરે પણ પાંચમાં દિવસની શરૂઆતમાં ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. પરંતુ કમનસીબે સચિન આઉટ થઈ જતા ભારત મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. સચિને 38 રન બનાવ્યા હતા. જો કે સચિનના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ફરી એક વખત ધબડકો થયો હતો. પરંતુ અંતે લક્ષ્મણે ફરી એક વખત ચમત્કાર કરીને ભારતને જીત અપાવી હતી.આ પહેલા મોહાલીના પીસીએ સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટેસ્ટ ચોથા દિવસના અંતથી જ રોમાંચક બની રહી હતી. ચોથા દિવસની શરૂઆતમાં ભારતીય બોલરોની વેધક બોલિંગ સામે પ્રવાસી ટીમના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. ઈશાંત, ઝહિર, ઓઝા અને હરભજનની વેધક બોલિંગની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં 192 રનમાં ઓલ-આઉટ કરી દીધું હતું. અને પ્રથમ દાવની 23 રનની લીડની મદદથી ભારત સામે જીત માટે 216 રનનો લક્ષ્યાંક આવ્યો હતો.આસાન લાગતા 216 રનના લક્ષ્યાંકનો પીછો કરવા બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ચોથા દિવસના અંતિમ સેસનમાં ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બેન હિલ્ફૈનહૌસે ભારતીય ટીમના ટોચના બેટ્સમેનોને આઉટ કરીને ભારતીય ટીમની કમર ભાંગી નાંખી હતી. એક સમયે ભારતે ૫૫ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.


અમ્પાયરોના આ નિર્ણયો ભારતને ભારે પડત

મોહાલી ખાતેની ટેસ્ટમાં ભારતે ભલે દિલધડક વિજય મેળવ્યો હોય પરંતુ તે ખોટા અમ્પાયરિંગથી બચી શક્યું ન હતું. ખોટા અમ્પાયરિંગના કારણે એક આસાન જણાતી મેચ ગંભીર સ્થિતિમાં મુકાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 216 રનના લક્ષ્યાંકને ભારતે નવ વિકેટ ગુમાવીને હાંસલ તો કરી લીધો હતો પરંતુ ખોટું અમ્પાયરિંગ ઉડીને આંખે ચોંટતું હતું.બીજી ઇનિંગ શરૂ થયા બાદ જાણે કે અમ્પાયરોએ ભારતીય ટીમ પ્રત્યે ખોટા નિર્ણય લેવાનું નક્કી કર્યું હોય તેમ ઇશાંત શર્માના એક બોલને ખોટી રીતે નો- બોલ આપ્યો હતો. ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને ખોટો એલબી આઉટ આપ્યો હતો.ગૌતમ ગંભીરને બોલ પહેલા બેટ અને પછી પેડને લાગ્યો હતો પરંતુ તે સમયે અમ્પાયરિંગ કરી રહેલા બીલી બાઉડને ગંભીરને એલબી આઉટ આપ્યો હતો. જેના કારણે ભારતની શરૂઆત નબળી થઇ હતી.એટલેથી વાત પૂરી નહીં થતાં મેચ જ્યારે રોમાંચક તબક્કામાં હતી અને ભારત પાસે હાથમાં ઓછી વિકેટો હતી. ત્યારે પણ ફરી ખોટું અમ્પાયરિંગ કરવામાં આવ્યું હતું. 29 રન પર રમી રહેલા ઇશાંત શર્માને પણ બીલી બાઉડન દ્વારા ખોટો એલબી આઉટ આપવામાં આવ્યું હતું.


સચિનને મળવુ છે અને તાજમહેલ જોવો છે

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લોકપ્રિયતા ભારતમાં કેટલી છે તે તો તમામ લોકો જાણે છે. એટલું જ નહીં સચિન જે બોલરોના છોતરા કાઢી નાંખતો હતો તેવા વિરોધી ટીમના બોલરો પણ સચિનના પ્રશંસક છે. પાકિસ્તાન જેવા ભારતના કટ્ટર દુશ્મન દેશમાં પણ સચિન એટલો જ લોકપ્રિય છે.ઉભરતા ક્રિકેટરો સચિનને પોતાનો આદર્શ માને છે. પરંતુ સચિન ફક્ત ક્રિકેટની રમતમાં જ લોકપ્રિય નથી. અન્ય રમતોના ખેલાડીઓમાં પણ સચિન તેટલો જ લોકપ્રિય છે, અને તેની આ લોકપ્રિયતાનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે.પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવને જોઈ ચૂકેલા દક્ષિણ આફ્રિકાના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા રોલેન્ડ શૂમેન સચિન તેંડુલકરને પોતાનો આદર્શ માને છે.એથેન્સ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા શૂમેને જણાવ્યું હતું કે સ્વિમિંગ સિવાય ક્રિકેટ મારી પસંદગીની રમત છે. બ્રાયન લારા મારો ફેવરિટ ક્રિકેટર છે પરંતુ સચિન તો મારો આદર્શ છે.શૂમેને 2004માં એથેન્સ ખાતે યોજાયેલા ઓલિમ્પિકમાં 4x100 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ, 100મીટર ફ્રીસ્ટાઈલમાં સિલ્વર મેડલ અને 50 મીટર ફ્રીસ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 2006માં મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં તેણે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.હાલમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે આવેલા શૂમેનની બે ઈચ્છાઓ છે. તેણે કહ્યું હતું કે હું દુનિયાની અજાયબી તેવા તાજમહેલ જોવા ઈચ્છુ છુ. અને મારી બીજી ઈચ્છા સચિનને મળવાની છે જે હાલમાં ભારતમાં રમી રહ્યો છે.


રથયાત્રા પર ખુદને નિર્દોષ માને છે, અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી માને છે કે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાથી તેમની અયોધ્યા રથયાત્રાની સાર્થકતાની પુષ્ટિ થઈ છે. પરંતુ તેઓ ચાહે છે કે વાતચીત દ્વારા રામમંદિરના નિર્માણને આગળ વધારવામાં આવે.અડવાણીએ 1989માં રથયાત્રા શરૂ કરી હતી અને તે મંદિર આંદોલનના મુખ્ય ચહેરામાંના એક હતા. તેમણે હાઈકોર્ટની લખનૌ ખંડપીઠ દ્વારા ગત સપ્તાહે આપવામાં આવેલા ચુકાદાને આસ્થાને કાયદાથી ઉપર રાખવા સંબંધી ટીકાત્મક ટિપ્પણીઓને ફગાવતા કહ્યું હતું કે આ માત્ર કાયદા દ્વારા આસ્થામાં ભરોસો કરવાનો મામલો છે.તેમણે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીના એ સૂચનનું પણ મજબૂતાઈથી સમર્થન કર્યું કે મુસ્લિમો સરયૂ નદીના કિનારા પર પરિસર બહાર મસ્જિદ બનાવી શકે છે. આગામી મહીને 84 વર્ષના થવા જઈ રહેલા અડવાણીએ એક કલાકથી વધારે સમય સુધી આપેલી મુલાકાતમાં નિવેદનો કરવામાં ઘણી સાવધાની દર્શાવી અને તેઓ ચુકાદા બાદ ખુદને વિજયી દેખાડવાથી બચતા રહ્યાં હતા. તેમણે એવું કંઈપણ કહેવાથી પરહેજ કર્યો હતો કે જેનાથી મુસ્લિમ સમુદાયમાં ખળભળાટ પેદા થાય.જ્યારે અડવાણીને પુછવામાં આવ્યું કે 1989માં સોમનાથથી અયોધ્યા સુધીની તેમની યાત્રાને કોર્ટે ચુકાદા દ્વારા દોષમુક્ત કરી છે, તો તેમણે કહ્યું હતું કે હા, તેઓ નિર્દોષ મહેસૂસ કરી રહ્યાં છે, કારણ કે તેમનું માનવું છે કે 1989 સુધી ભાજપ મંદિર આંદોલનનો ભાગ ન હતું. મંદિર આંદોલન 1949માં શરૂ થયું હતું.આગળની કાર્યવાહી અને વાતચીત દ્વારા સમજૂતી માટે ભાજપ અને સંઘ પરિવારના પ્રયાસોના સવાલ પર ભાજપના નેતાએ કહ્યું હતું કે આગળનો રસ્તો એ જ છે કે બંને સમુદાયો વચ્ચે કે આના પર (અયોધ્યામાં રામમંદિર નિર્માણ) સમજૂતી થવી જોઈએ.અડવાણીએ કહ્યું હતું કે જ્યાં સુધી ચુકાદાની વાત છે, તે એ લાખો લોકોની આંકાક્ષાને પ્રગટ કરે છે કે જે તે સ્થાન પર રામમંદિર બનાવવા ઈચ્છે છે કે જ્યાં રામનું જન્મસ્થાન હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે પરંતુ એ સારું હશે કે આ માત્ર કોર્ટનો ચુકાદો ન હોતા, બંને સમુદાયોનો પણ આ નિર્ણય હોય.તેમણે એ વાતની સંભાવનાને પણ ફગાવી દીધી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાથી કાશી અને મથુરામાં ધર્મસ્થળો સાથે જોડાયેલા વિવાદો પર પણ લોકોને આ આધાર પર અવાજ ઉઠાવવાનો મોકો મળી જશે કે કાયદાથી ઉપર આસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે.અડવાણીએ કહ્યું હતું કે ના ના. બંને વચ્ચે કોઈ સમાનતા નથી. તેના કારણે વાતચીત દરમિયાન (2004થી પહેલા એનડીએ સરકાર અને બંને સમુદાયના નેતા વચ્ચેની વાતચીત) હિંદુઓએ મુસ્લિમ પક્ષ (જેમણે આ પ્રકારની આશંકા વ્યક્ત કરી હતી)ને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેઓ સમાધાન પર સ્વૈચ્છિક સંમતિ દર્શાવશે તો આવું થશે નહીં.તેમણે કહ્યું હતું કે તેમણે ત્યારે આ સંદર્ભે વાતચીત કરી હતી. તેમને લાગતું નથી કે આ ચુકાદામાં એવું છે કે કુલ મળીને અયોધ્યા એક મુદ્દો રહ્યો છે કે જેણે દેશનો રાજકીય ઈતિહાસ બદલી નાખ્યો છે. જો કે ભાજપના સંસદીય દળના અધ્યક્ષે મુલાકાત દરમિયાન આ સંદર્ભે વાતચીત ન કરી કે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાએ 1992માં વિવાદીત માળખાના વિધ્વંસને યોગ્ય ઠેરવ્યો છે કે નહીં? આ મુદ્દા પર તેમની તરફથી કોઈ ટિપ્પણી આવી નથી કે ચુકાદાએ વિધ્વંસના મામલાને વજનવિહીન બનાવ્યો કે નહીં?


વડાપ્રધાન રામમંદિર માટે બિલ લાવે: વિનય કટિયાર

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય કટિયારે સોમવારે માગણી કરી છે કે વડાપ્રધાન મનમોહન સિંહ સંસદમાં એક બિલ રજૂ કરે કે જેથી અયોધ્યામાં રામમંદિર નિર્માણ સુનિશ્ચિત કરી શકાય.કટિયારે કહ્યું છે કે હવે જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે આ સંદર્ભે સ્પષ્ટ ચુકાદો આપી દીધો છે તો સંસદમાં રામજન્મભૂમિ વિધેયક રજૂ કરવું જોઈએ કે જેથી અયોધ્યામાં રામમંદિર નિર્માણ સુનિશ્ચિત કરી શકાય. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મનમોહન સિંહે આ સંદર્ભે પહેલ કરવી જોઈએ.ઉત્તરી 24 પરગના જિલ્લાના દગાંગામાં એક જાહેરસભાને સંબોધિત કરવા આવેલા કટિયારે કહ્યું હતું કે મંદિરની ન્યાયસંગત માગણીને હકીકતમાં પરિવર્તિત કરવી જોઈએ.તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર નિર્માણનું આ વિધેયક બરાબર એ પ્રકારનું હશે કે જેવું જવાહરલાલ નહેરુના કેબિનેટમાં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતમાં સોમનાથ મંદિરના નિર્માણ માટે રજૂ કર્યું હતું.


સાર્ક માટે ભારત-પાકના સારા સંબંધો જરૂરી: માલદીવ

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશીદે માન્યું છે કે દક્ષિણ એશિયાની સમૃદ્ધિ પ્રત્યક્ષપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર નિર્ભર છે.નાશીદે એ વાત પર ભાર મૂક્યો છે કે બંને દેશોએ પોતાના સંબંધો સારા રાખવા જોઈએ અને તેમને અનુભવ થઈ રહ્યો છે કે બંને દેશ આમ કરી રહ્યાં છે. માલદીવના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે બંને દેશો પોતાના સંબંધોને મધુર બનાવા માટે આધારભૂત સ્તરે કામ શરૂ કરવું જોઈએ. તેના માટે તેમણે સૂચન કર્યું છે કે ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓએ પાકિસ્તાનમાં રોકાણ શરૂ કરવું જોઈએ.આગામી વર્ષે સાર્ક સંમેલનની મેજબાની કરનારા માલદીવના રાષ્ટ્રપતિ નાશીદે એ વાતને પણ રેખાંકિત કરી કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને તેણે પોતાના આર્થિક વિકાસમાં પોતાના પડોશીઓને પણ સામેલ કરવા જોઈએ કે જેથી તેઓ પણ આ વિકાસનો લાભ ઉઠાવી શકે.શીદે એક મુલાકાતમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો સાર્ક માટે ઘણાં મહત્વપૂર્ણ છે. તેમનું માનવું છે કે આ સંબંધોને વધુ સારા બનાવી શકાય છે. માલદીવના નેતાએ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે એ વાત પર ભાર મુક્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો સાર્ક દેશોની મજબૂતી માટે જરૂરી છે ને ખાસ કરીને તેનાથી ક્ષેત્રમાં વેપાર અને સંપર્ક વધશે.


ચીનની તૈયારીઓ પર ભારતની નજર: વાયુસેનાધ્યક્ષ

વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ પી.વી.નાયકે કહ્યું છે કે ચીનના સૈન્ય આધુનિકરણની યોજનાઓ પર ભારતીય વાયુસેનાની નજર છે. તેમણે કહ્યું છે કે ભારતના વિકાસ પર પ્રતિકૂળ અસર પાડનારી દરેક ગતિવિધિઓ આપણાં માટે ચિંતાની વાત છે.8 ઓક્ટોબરે વાયુસેના દિવસ સંદર્ભે એર ચીફ માર્શલ પી.વી.નાયકે કહ્યું હતું કે તેના જવાબમાં યોજનાઓ બનાવાય રહી છે. તિબેટમાં ચીનના સૈન્ય માળકા સંદર્ભે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ચીનનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે તેઓ તમામ નાના-મોટા પડોશીઓની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખે છે. તેમણે કહ્યું હતું કે દરેક સાર્વભૌમ દેશનો એ અધિકાર છે કે પોતાના માટે શ્રેષ્ઠ તાકાત હાસિલ કરે અને તેમનો એ સંપૂર્ણ અધિકાર છે કે તેઓ પોતાની સરહદોની અંદર ક્યાં પ્રકારના સૈન્ય માળખાંનો વિકાસ કરે.વાયુસેના પ્રમુખે કહ્યું હતું કે વાયુસેનાના આધુનિકીકરણની યોજના ક્ષમતા પર આધારીત છે. આ યોજના કોઈ ખાસ દેશને ધ્યાનમાં રાખીને કરવામાં આવી નથી. આ યોજનાઓ રાષ્ટ્રીય આંકાક્ષાઓને અનુરૂપ તૈયાર કરવામાં આવે છે. તેમણે વડાપ્રધાન મનમોહન સિંહને ટાંકતા કહ્યું છે કે ભારતના સામરીક હિતો અને જવાબદારીનો વિસ્તાર હોરમુજ સ્ટ્રેટથી લઈને મલક્કા સ્ટ્રેટ સુધી ફેલાયેલો છે. તેમણે કહ્યું હતું કે આપણે જોઈશું કે ભવિષ્યની આ જવાબદારી કેવી રીતે નિભાવીએ છીએ? તેમણે કહ્યું હતું કે વાયુસેનાની ખરીદ યોજના ચાર મુખ્ય બાબતો પર તૈયાર કરવામાં આવે છે. આ ચાર વાતો છે-જોવો, પહોંચો, મારો અને પોતાને બચાવો.


કોંગ્રેસના ઉમેદવારે ‘મેન્ડેટ’ ફાડી કેસરી ખેસ પહેર્યો

રાજ્યમાં પંચાયતો અને પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે કોંગ્રેસને તાલુકા-જિલ્લાની ઓછામાં ઓછી ૧૦ બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવાની ફરજ પડી હતી. ભાવનગર જિલ્લાની બોટાદ બેઠકના કોંગી ઉમેદવાર અને પ્રદેશ ડેલિગેટ કનુભા ધાંધલે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસનો મેન્ડેટ ફાડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો હતો.
હિંમતનગર પાલિકાના કોંગ્રેસના નેતા મૌલેશ સોની અને મુસ્લિમ મહિલા સભ્યએ પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાંથી દાવેદારી નોંધાવતા કોંગ્રેસમાં હોબાળો મચી ગયો હતો.ભાવનગર જિલ્લાની ગારિયાધાર સહિતની કેટલીક બેઠકોના કોંગી ઉમેદવારોએ મહાગુજરાત જનતા પાર્ટીનો હાથ પકડ્યો હતો. છેલ્લીઘડીએ મેન્ડેટ અને ‘ખ’ ફોર્મ તૈયાર થઈ શકે તેમ ન હોવાથી મોટાભાગે આ બેઠકો બિનહરીફ અથવા એકતરફી થઈ ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાની બોટાદ જિલ્લા પંચાયતની બેઠક માટે પ્રદેશ દ્વારા કનુભા ધાંધલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે બપોરે ૨.૩૦ કલાકે જાહેરમાં ‘મેન્ડેટ’ ફાડી નાખીને ભાજપના ઉમેદવાર બની ગયા હતા ! એટલું જ નહીં તેમણે યેનકેન પ્રકારે અન્ય ઉમેદવારોની દાવેદારી પાછી ખેંચાવતા હવે આ બેઠક બિનહરીફ થાય તેવી સ્થિતિ ઊભી કરી દીધી છે.સ્થાનિક કોંગી કાર્યકરોમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ કનુભાને પ્રદેશ ડેલિગેટ બનાવતી વખતે જ તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ પ્રદેશકક્ષાએથી કોઈ પગલાં ન ભરાતાં અંતે કોંગ્રેસનું નાક કપાઈ ગયું છે.


કેન્દ્ર સરકાર કાયમ મોદીને નિશાન બનાવે છે: સુષ્મા

સમાના ઐયપ્પા ગ્રાઉન્ડમાં લોકસભાના વિરોધ પક્ષના નેતાએ સભા સંબોધી, સેવાસદનની ચૂંટણી માત્ર પાણી, ગટર કે રસ્તાના મુદ્દા આધારિત નથી પણ ગુજરાતનાં ગૌરવ અને અસ્મિતા સાથે સંકળાયેલી છે તેમ સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું.સેવાસદનના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આજે રાતે લોકસભાના વિરોધ પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજે સમા વિસ્તારના ઐયપ્પા ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપનાં રાષ્ટ્રીય મહિલા આગેવાન સુષ્મા સ્વરાજે કેન્દ્ર સરકાર ઉપર ચાબખાં મારતાં જણાવ્યું હતું કે, રાજકીય રોટલા શેકવા માટે કેન્દ્ર સરકાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ જ કાયમ નિશાન તાકતા હોય છે.સોહરાબુદ્દીનના એન્કાઉન્ટર મામલે ભારે હોબાળો મચાવી તેને નકલી ખપાવીને તત્કાલિન ગૃહ રાજ્યમંત્રીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ટાડાનો આરોપી સોહરાબુદ્દીનના ઘરેથી કોંગ્રેસના દિગ્વિજયના શાસનમાં જ એકે -૪૭,એકે-૫૭ જેવાં હથિયારોનો ઢગલો મળ્યો હતો. પરંતુ, દેશમાં માનવઅધિકારના નામે હેરાનગતિ કરવાળી જમાત ઊભી થઇ છે.સીબીઆઇના રાજકીય દુરુપયોગ અંગે લોકસભામાં ચર્ચા કરવાની માગ કરી હતી પણ આ માગ સ્વીકારાઇ નથી અને લોકસભાના આગામી શિયાળુ સત્રમાં કરવામાં આવનાર છે. જે લોકો કોંગ્રેસ સાથે સંકળાયેલાં છે તેવાંને બચાવવા માટે સીબીઆઇ કામ કરે છે . તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેયર બાળકૃષ્ણ શુક્લને પૂછ્યું હતું કે સેવાસદનની ચૂંટણીમાં પ્રજાનેજે વચનો આપ્યા હતા તેના લેખા જોખા આપો અને તેમાં ગર્વથી માથું ઊંચુ થાય તેવા ત્રણ કેન્દ્રીય એવોર્ડ અને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હોવાની જાણકારી મળી હતી.


'રામમંદિરના ચુકાદા બાદ કોર્ટ બહાર સેટલમેન્ટ થવુ જોઇએ'

અયોધ્યામાં રામજન્મભૂમિ હોવાનુ ન્યાયાલયે પણ સ્વીકારી લીધુ છે ત્યારે તેના માટે સુપ્રિમ કોર્ટમાં જવાના બદલે કોર્ટની બહાર જ સમાધાન કરી લેવું જોઇએ તેવુ મંતવ્ય સુષ્મા સ્વરાજે વ્યકત કર્યું હતું. લોકસભાના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરની આઝાદીની વાતો થાય છે અને તેને સ્વાયત સ્વરૂપ આપવાની વાતો થાય છે તેને નકારી કાઢીએ છીએ.સરકાર પાસે જમ્મુ કાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે ફોમ્યુંલા રજુ કરવામાં આવી છે. જેમાં પોલીસે જેની ધરપકડ કરી છે તેવા ૧૪ થી ૨૧ વર્ષના બાળકોને છોડી મૂકવામા આવે, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓની માગ એવી છેકે સ્કૂલ કોલેજ શરૂ થાય તો તેમનો અભ્યાસ શરૂ થાયઅને તેમની અવળા માર્ગે શકિત વેડફાયનહીં તેવી માગ થઇ રહી છે.રાજકિય ઇચ્છાશક્તિના અભાવના કારણે કાશ્મીરની સમસ્યા ઉકેલાતી નથી તેવી સ્પષ્ટ વાત કરતાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, ભારત સામે કાશ્મીરના સંબંધો ઢીલા કરે તે ચલાવી લેવાય નહીં અને ત્યાં સ્વાયત્તતા,સેલ્ફ રૂલ અને આઝાદી એ ત્રણેય વિકલ્પો સ્વીકારી શકાય નહીં.રામમંદિરના ચુકાદા અંગે પ્રતિભાવ આપતાં તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યા એ ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે તેવુ વર્ષોથી કહેતા આવતા હતા અને આ આસ્થાનો વિષય છે અને તેને ન્યાયાલયે પણ સ્વીકાયું છે તે અનહદ ખુશીની વાત છે. રામમંદિર મામલે કાનૂની સિક્કો વાગી ગયો છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં જવાના બદલે કોર્ટની બહાર સમાધાન થઇ શકે છે અને તેના માટે અરજદાર હામિદ અન્સારીએ ચર્ચા પણ કરી છે તેમ તેમણે ઉમર્યું હતું.વધુમાં, ઇવીએમના મતો અંગે શંકા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે મતદારોની શંકા નિર્મૂળ થાય તે માટે ઇવીએમની સાથે પેપર બેલેટ(મતપત્ર)ની પણ વ્યવસ્થા રાખવી જોઇએ તેવો તેમણે અભિપ્રાય વ્યકત કર્યાં હતો.


૧૬ વર્ષે મરાઠી ફિલ્મોમાં અરુણા ઈરાનીનું પુનરાગમન

પીઢ અભિનેત્રી અરુણા ઈરાની લગભગ ૧૬ વર્ષોના બ્રેક પછી મરાઠી ફિલ્મોમાં પુનરાગમન કરી રહ્યાં છે. વિનય લાડના દિગ્દર્શનમાં અને તેમના ભાઈ બલરાજ ઈરાનીએ નિર્માણ કરેલી ફિલ્મ ‘બોલ બેબી બોલ’માં તેઓ અભિનય કરી રહ્યાં છે.આ ફિલ્મ આવતાં વર્ષના આરંભમાં રિલીઝ કરાશે.વિનય લાડે જણાવ્યું હતું કે ‘‘અરુણાજી જેવાં મહાન કલાકાર આ ફેમિલી કોમેડીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ નિષ્ઠાવંત અભિનેત્રી હોવાથી તેમની સાથે કામ કરવાનો અનુભવ પણ ખૂબ સારો રહ્યો. અમે ફક્ત બાવીસ દિવસોમાં શૂટિંગ પૂરું કર્યું. અરુણાજીને ભાષાની બાબતે ખાસ તકલીફ પડી નહોતી. પરંતુ અમે પ્રત્યેક ર્દશ્યના સંવાદો સીડી પર રેકોર્ડ કરી લીધા હતા. એ સાંભળીને અરુણાજી તૈયારી કરતા હતા.’’‘ઝી’ મરાઠી ટીવી ચેનલ માટે ‘અસ્તિત્વ’ જેવી સિરિયલો બનાવી ચુકેલા દિગ્દર્શક વિનય લાડે વધુમાં જણાવ્યું હતું કે ‘‘અરુણાજી ભાષા શુિદ્ધ માટે એ સીડી સાંભળીને જ બીજે દિવસે શૂટિંગ માટે આવતાં હતાં. આ ફિલ્મના અન્ય કલાકારો મકરંદ અનાસપુરે, અનિકેષ વિશ્વાસરાવ અને નેહા પેંડસેનો સમાવેશ છે.’’ છેલ્લે અરુણા ઈરાનીએ ‘ચંગુ મંગુ’ નામની મરાઠી ફિલ્મમાં અભિનય કર્યો હતો.

04 October 2010

રાજકોટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બે જાહેરસભા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બે જાહેરસભા

સાંજે સાત વાગ્યે મવડી ચોકડી અને આઠ વાગ્યે પાણીના ઘોડા પાસે ઉમટી પડવા ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા. અને ધનસુખભાઇ ભંડેરીની અપીલ.કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને આવતીકાલે સોમવારે રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની બે જાહેરસભાનું આયોજન કરાયું છે.શનિવારે ભાજપના કાર્યકરોને પ્રેરક માર્ગદર્શન આપ્યા બાદ મુખ્યમંત્રી હવે સોમવારે રાજકોટની જનતાને સંબોધવા આવી રહ્યા છે ત્યારે રાજકોટના ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા તેમજ શહેર ભાજપના પ્રમુખ ધનસુખભાઇ ભંડેરીએ લોકોને બન્ને સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપ્યું છે.સોમવારે સાંજે સાત વાગ્યે રાજકોટના મવડી રોડ-દોઢ સો ફૂટ રિંગરોડના ક્રોસિંગ પર આવેલી મવડી ચોકડી ખાતે નરેન્દ્રભાઇ મોદી વિશાળ સભાને સંબોધશે. જ્યારે તે પછી તરત જ રાત્રે આઠ વાગ્યે પેટર રોડ પર પાણીના ઘોડા પાસે પણ નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભા યોજાશે. શનિવારે નરેન્દ્રભાઇએ ભાજપના કાર્યકરોને મનનીય ઉદ્દબોધન કર્યું હતું. ત્યારબાદ, હવે લોકો માટેની આ સભા છે.આ જાહેરસભાઓમાં ઉમટી પડવા અને નરેન્દ્રભાઇને રાજકોટમાં ભાજપનો વિજય નિશ્વિત છે તેવી ખાતરી આપવા રાજકોટ ૧ના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, રાજકોટ ૩ ના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા તેમજ શહેર ભાજપના પ્રમુખ ધનસુખભાઇ ભંડેરીએ અપીલ કરી છે.ઉલ્લેખનીય છે કે કાર્યકર્તા સંમેલનમાં મોદીએ કોંગ્રેસ સરકારની નીતિઓ, નિર્ણયો પર આકરા પ્રહાર કર્યા હતા. ઉપરાંત અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર વેધક પ્રહારો કર્યા હતા.



સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીથી લોકો ત્રસ્ત

પરોઢિયે ગુલાબી ઠંડીનો ચમકારો: શિયાળાનો પગરવ. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ ચૈત્રી ઉનાળાની જેમ વધી રહ્યું છે. જેને પગલે લોકો ત્રસ્ત થઇ ગયા છે. જો કે પરોઢિયે ગુલાબી ઠંડીના અહેસાસથી શિયાળાના પગરવ થઇ રહ્યા છે.રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કંડલા ૩૯.૩ ડિગ્રી સાથે ધમધગ્યુ હતું.જ્યારે ભૂજમાં ૩૯.૧, દ્વારકા ૩૮.૬, રાજકોટમાં ૩૭.૬, પોરબંદરમાં ૩૬.૬, ભાવનગરમાં ૩૬.૨, અમરેલીમાં ૩૬.૪, વેરાવળમાં ૩૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી બપોરના સમયે આકરા તાપ અને રાત્રિના શીતળતા છવાતા લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે.દરમિયાન પરોઢિયે ગુલાબી ઠંડીના અહેસાસથી ટુંકા ગાળામાં શિયાળાની ઋતુમાં સુસવાટા મારતો ઠંડો પવન શરૂ થઇ જશે.


રાજકોટ : ભાડૂઆતે મકાન ખાલી કરવાના પાંચ લાખ માગી ધમકી દીધી

સાત મહિનાથી રહેતા શખ્સે એક મહિનો જ ભાડું ચૂકવ્યું હતું.આજીડેમ પાસેના અનમોલ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ભાડૂઆતે મકાન ખાલી કરી આપવા પાંચ લાખની માગ કરી મકાન માલિકને ખૂનની ધમકી દીધી હતી.એચ. જે. સ્ટીલ પાસેના ભારતનગરમાં રહેતા યુપીન મુનાલાલસિંહ રામદાસસિંહપટેલ (ઉ. વ. ૪૦) નું આજીડેમ પાસેના અનમોલ પાર્કમાં મકાન આવેલું છે. જેમાં, સાતેક મહિનાથી રાજસ્થાની લક્ષ્મણ બંસીલાલ શર્મા ભાડેથી રહેતા લક્ષ્મણે એક મહિનો ભાડું આપ્યા બાદ ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને મકાનના ઉપરના માળે રહેતા વિદ્યાર્થીઓને પણ કાઢી મૂક્યા હતા.મકાન માલિકે ભાડું માગતા લક્ષ્મણે તે ચૂકવવાનો ઇનકાર કરી મકાન ખાલી કરી આપવાના રૂ. પાંચ લાખ માગ્યા હતા અને રકમ નહીં આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મકાન માલિકને ધમકી આપનાર ભાડૂઆત અને તેની સાથેના શખ્સ સામે ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.અન્ય એક કિસ્સામાં ગોંડલ રોડ પરના ઓમનગર પાર્કમાં રહેતા ચંદુ લાલિંસગ લોધાએ દારૂ પીવા માટે નરેન્દ્રભાઇ કુંભાર પાસે પૈસા માગી ઝઘડો શરૂ કર્યો હતો ત્યાં ઊભેલા ઓમનગરના કિશોરસિંહકરણસિંહગોહિલે (ઉ. વ. ૪૨) ઝઘડો કરવાની ના કહેતા લોધા શખ્સે ઉશ્કેરાઇને ગરાસિયા યુવાનને તલવારનો ઘા ઝીંકયો હતો. પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.



સુરત : સાહેબ, પ્લીઝ મારા પપ્પાને મહિલાના ચક્કરમાંથી છોડાવો!

હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાને પોલીસ કમિશનરને અરજી કરી પિતાને મહિલાના ચક્કરમાંથી મુક્ત કરાવવા રજુઆત કરી. સામાન્ય સંજોગોમાં દીકરો અવળા રસ્તે ચડી ગયો હોય તો તેના પિતા તેને પાછો વાળવા માટેના પ્રયાસો કરે છે પણ અહીં ઊલટી ગંગા વહી રહી છે. એક યુવાન પુત્રએ પોતાના પિતાને અવળે રસ્તેથી પાછા વાળવા માટે પોલીસ કમિશનરને અરજી કરી છે. મહિલાના ચક્કરમાં ફસાઈ જઈને બરબાદીના પંથે આગળ વધી રહેલા તેમના પિતાને આ મહિલાના ચક્કરમાંથી મુક્ત કરાવવા માટે તેમણે કાકલુદી કરી છે.હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો ૨૬ વર્ષીય અંકિત સુરેશભાઈ દેસાઈ (રહે: અમીઝરા એપાર્ટમેન્ટ, પાણીની ભીંત, ગોપીપુરા)એ પોલીસ કમિશનરને તા. ૨-૧૦-’૧૦ના રોજ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેનાં માતાનું અવસાન થયા બાદ વિધુર પિતા સુરેશભાઈ શાંતિલાલ દેસાઈ (૪૭) અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતી ૪૫ વર્ષીય એક કુંવારી મહિલાના ચક્કરમાં ફસાઈ ગયા છે. જે મહિલાનો ધંધો જ દેહવ્યાપારનો છે. જેણે તેમના પિતાને પોતાની માયાજાળમાં બરાબરના ફસાવી દીધા છે.સુરેશભાઈને પોતાનો શિકાર બનાવી ચૂકેલી આ મહિલા હવે તેમને બ્લેક મેઇલ કરે છે. એટલું જ નહીં પણ કુમળી વયની યુવતીઓને અંકિતની ગેરહાજરીમાં ઘરે પણ મોકલે છે. પોતાના પિતાને અવળે રસ્તે ચડાવનારી આ મહિલા સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવાની યુવાને માંગણી કરી છે.


સુરતમાં રશિયન કોલગર્લ બિભત્સ હાલતમાં ઝડપાઇ!

ગાંધી જયંતીના દિવસે બેફામ ચાલી રહેલી નશાબંધી ધારા વિરુદ્ધની પ્રવૃત્તિ અંગે ‘દિવ્ય ભાસ્કર’માં રિપોર્ટ રિપોર્ટ પ્રસિદ્ધ થતાં રવિવારે ખટોદરા પોલીસે ભીમરાડમાં ૧૦ સ્થળોએ છાપા માર્યા હતા જેમાંથી પાંચ સ્થળેથી દેશી દારૂ બનાવવાની ભઢ્ઢીઓ મળી આવી હતી, જ્યારે અડાજણ પોલીસે મહિલા બુટલેગર અમી મહેતાના ઘરે છાપો મારીને તેની સાથીદાર ઝહેરાબીબી મોઇન નઝમુદ્દીન ઉપરાંત અલિશા નામની એક રશિયન કોલગર્લને પણ પકડી પાડી હતી.તેના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની પાંચ બોટલો ઉપરાંત બેડરૂમમાં તપાસ કરાતાં ઝાંપા બજાર ખાતે રહેતા વોરાજી મહાદ મુસ્તનસીર નામનો શખ્સ આ રશિયન કોલગર્લ સાથે સૂતેલો મળી આવ્યો હતો. આ ઉપરાંત રુદરપુરામાં દરજી શેરીમાં પોતાના ઘરમાં જ જરીનું કરાખાનું ધરાવતા કિરીટ ચંદુભાઈ જરીવાલાને ત્યાં અઠવાલાઇન્સ પોલીસે દરોડો પાડી ૧૮ જાતના દારૂની ૨૨૭ મોટી બોટલ કબજે કરી હતી.


નકલી દારૂ ક્યારેક સુરતીઓનો જીવ લેશે

સુરત અને તેના આસપાસના જિલ્લાઓમાં હાલ હલકી કક્ષાનો વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો છે. હાલ ૧૦૦૦થી ૧૪૦૦ કિલોમીટર દૂર રાજસ્થાન, ચંદીગઢ અને પંજાબથી આવતો દારૂ અગાઉ જેટલી જ ઓછી કિંમતમાં મળી રહ્યો છે જે વાત તેના પર મત્તુ મારનારી છે.જાણકારોનું પણ કહેવું છે કે ગુજરાતમાં સપ્લાય કરવા માટે ત્યાંની ફેક્ટરીમાં સ્પેશિયલ કેસમાં હલકી કક્ષાનો દારૂ બનાવવામાં આવે છે જેથી, જ બુટલેગરોને આટલી દૂરની લાઈન પરવડે છે. જો સારી ગુણવત્તાનો દારૂ અહીં મંગાવાય તો એક બોટલનો ભાવ બેથી ત્રણ ગણો વસૂલવો પડે. એફએસએલ વિભાગ પાસેપણ પકડાયેલા દારૂની ગુણવત્તા ચકાસવાની કોઈ જોગવાઈ નથી.


ભાવનગર : ભાજપ અને કોંગ્રેસે બાકી ઉમેદવારો જાહેર કર્યા

જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે બાકી બેઠકો પરથી આજે ઉમેદવારો જાહેર કરી અંતિમ ઘડીએ ઈચ્છુક ઉમેદવારોનો બળવો નાથવાનો પ્રયાસ કર્યો હતો.ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી માટે ભારે વિટંબણા અનુભવે છે. ભાજપે બે તબક્કે જ્યારે કોંગ્રેસે તો કટકે-કટકે ઉમેદવારો જાહેર કર્યા છે. અને હજુ પણ આવતીકાલ સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવા છતાં કોંગ્રેસ ચમારડી બેઠક જાહેર કરી શકતું નથી.કોંગ્રેસ અને યુવક કોંગ્રેસ વચ્ચેના પ્રદેશ કક્ષાએ ઉભા થયેલા મનભેદો ચૂંટણી પર દેખાય છે. યુવક કોંગ્રેસના પ્રમુખ દિગ્વીજયસિંહ પરબતસિંહ ગોહિલ વાળુકડ બેઠક પરથી ઉમેદવાર તરીકે ફાઈનલ હોવા છતાં આજ સુધી સત્તાવાર જાહેર કર્યા ન હતા. પરંતુ અંતે કોંગ્રેસે આજે વાળુકડ બેઠક પરથી દિગ્વીજયસિંહગોહિલના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. તદ્દઉપરાંત સોનગઢ બેઠક પરથી હરેશભાઈ સોલંકી અને અલંગમાં માવજી શિયાળના નામની જાહેરાત કરી હતી.જ્યારે ભાજપમાંથી બાકી ૧૪ ઉમેદવારોની પણ સત્તાવાર જાહેરાત કરી હતી.જેમાં અલંગમાં ગોબરભાઈ સોલંકી, દીહોરમાં હરકુંવરબેન પનોત, પાવઠીમાં ધર્મીષ્ઠાબેન ડોડીયા, સરતાનપરમાં ઓઘાભાઈ બાંભણીયા, ઘોઘામાં વિજયાબા ગોહિલ, વાળુકડમાં લીંબાભાઈ ડાભી, નિંગાળામાં કાળુભાઈ કેવડીયા, ઉગામેડીમાં દેવરાજભાઈ સુરાણી, સણોસરામાં મુળજીભાઈ મીયાણી, સોનગઢમાં અશોકભાઈ ધુડાભાઈ વાઘેલા, લાઠીદડમાં પોપટભાઈ અવૈયા, પરવડીમાં રમેશભાઈ ગોપાણી, વેળાવદરમાં વિઠલભાઈ સોરઠીયા, ઉમરાળામાં મહાવીરસિંહ ગોહિલ સહિતના જાહેર કરાયા હતા.


ભાવનગર : ૨૦૦૫માં કોર્પો.માં ત્રીજા મોરચાનો સફાયો થયેલો

ભાવનગર મહાનગરપાલિકાની છેલ્લી, ૨૦૦૫ની ચૂંટણીમાં ભાજપને ૫૦ ટકા અને કોંગ્રેસને ૩૭ ટકા મત મળ્યા હતા અને તે સાથે જ દ્વિપક્ષીય રાજકારણનો ભાવનગર મ્યુ. કોર્પો.માં આ ચૂંટણીથી ઉદય થયો હતો.અગાઉ ૧૯૯૫ અને ૨૦૦૦ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સીપીએમને બેઠકો મળતી હતી પરંતુ ૨૦૦૫ની ચૂંટણીમાં સીપીએમ સહિતના તમામ માન્ય રાજકીય પક્ષો અને તમામ અપક્ષોનો આ ચૂંટણીમાં સફાયો થઈ ગયો હતો. આ વખતે ૧૦મી ઓક્ટોબર યોજાનારી મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં પણો મોટા ભાગની બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.૧૦મી ઓક્ટોબરની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ ધીમે-ધીમે ભાવનગર શહેરમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે છેલ્લી ચૂંટણીનું વહિંગાવલોકન કરીએ તો કુલ ૩,૮૫,૦૫૦ મત પૈકી ભાજપને ૩૯ બેઠકો અને કુલ ૧,૯૨,૨૪૨ મત મળ્યાં હતા તો કોંગ્રેસને ૧૨ બેઠકો અને ૧,૩૮,૦૬૦ મત મળ્યા હતાં. કુલ ૩,૮૫,૦૫૦ મત પૈકી ૩૯.૨૫ ટકા એટલે કે ૧,૪૪,૬૭૭ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ઈ.સ. ૧૯૯૫માં ભાવનગરમાં ભાજપ તરફી પ્રચંડ પવન ફૂંકાયો હતો અને ૫૧ પૈકી ૪૪ બેઠકો સાથે અભૂતપૂર્વ વિજય મેળવેલો છતાં ત્યારે પણ સીપીએમને એક બેઠક અને કોંગીને છ બેઠક મળી હતી તો છેલ્લી ૨૦૦૫ની ચૂંટણીમાં સી.પી.એમ. અને જનતાદળ (યુ) સહિત માન્ય પક્ષો કે અપક્ષ તમામને જનતાએ રિજેક્ટ કરી માત્ર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને જ ચૂંટતા મ્યુ. કોર્પો.માં માત્ર દ્વિપક્ષીય રાજકારણનો ઉદય થયો હતો. હવે આ વર્ષે મજપા, નાગરિક મરચો, જેવા ત્રીજા મોરચાઓએ જોવાનું કે જનતા જનાર્દન કોને પસંદ કરે છે.


ગાંધીધામ : કોંગ્રેસ છેલ્લે નામ જાહેર કરશે

ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોમવારે છે અને ભાજપે પોતાના તમામ ઉમેદવાર આગોતરાં જારી કરી નાખ્યા હોવા છતાં કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારોના નામ અંગે સસ્પેન્શન જાળવી રાખ્યું હતું અને અસંતોષ ન ફેલાય કે હરીફો ઉંઘતા જ રહે તે માટે તમામ પત્તા છાતી સરસા ચાંપી રાખ્યાં હતાં.ગાંધીધામમાં ગત ચૂંટણી વખતે માત્ર એક જ બેઠક જીતનારા કોંગ્રેસ પક્ષને આ વખતે સત્તાધારી ભાજપના અંદરોઅંદરના ડખા તથા શાસનની નિષ્ફળતાને પરિણામે લોકોએ ભોગવેલી હાલાકીને લીધે સત્તા હાંસલ કરવાનું સપનું લાંબા સમય પછી દેખાણું છે અને તેમાં કોઇ પંચર ન કરી જાય તે માટે ફોર્મ ભરવાની અંતિમ ઘડી સુધી નામ જાહેર ન કરવાની વ્યૂહરચના અપનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ઉમેદવારો નક્કી થઇ ગયા છે અને ફોર્મ પણ ભરાઇ ગયા છે. આવતીકાલે સોમવારે જ્યારે ફોર્મ ભરવામાં આવશે, ત્યારે જ પક્ષનું રૂખ જાહેર કરવામાં આવશે.નગરપ્રમુખ પદે કોણ હશે ?ગાંધીધામ સુધરાઇમાં આ વખતે સત્તાગ્રહણ કરવાનો વિશ્વાસ ધરાવતા કોંગ્રેસ દ્વારા પ્રમુખપદ માટે મોટું માથું ઉતારવામાં આવે એવી સંભાવના હોવાનું પક્ષના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું. આ વખતે ગાંધીધામમાં પ્રમુખ તરીકે મહિલા અનામત હોવાથી પ્રદેશકક્ષાના એક મહિલા અગ્રણીને ગાંધીધામમાંથી ચૂંટણી લડાવવાનું તમામ નક્કી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



ખેતરોમાં ઓઇલ ફરી વળ્યું

કડી તાલુકાના મેડાઆદરજ ગામ નજીક આવેલ ઝાલોરા જીજીએસ-૨માંથી રવિવારે ઓઇલ મિશ્રિત એસિડીક પાણી આસપાસના ખેતરોના ચોતરફ પ્રસર્યું હતું. ડાંગર સહિતના ઉભા પાકોમાં આ ઓઇલ મિશ્રિત એસિડીક પાણી ફરી વળતાં આશરે ૨૦ વીઘા જમીનમાં પાક બળીને ખાખ થઇ જતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જ્યારે આ સંદર્ભે સ્થાનિક ખેડૂતો દ્વારા અગાઉ એનજીસીના અધિકારીઓને વારંવાર રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ન ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.કડી તાલુકાના મેડા-આદરજ ગામમાં રહેતા રામભાઇ પટેલ તેમજ અશોકભાઇ પટેલ સહીતના ખેડૂતોની વાવેતર જમીન ગામની સીમમાં આવેલ ઝાલોરા જીજીએસ-૨ પાસે આવેલી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઝાલોરા જીજીએસ-૨માંથી ઓઇલ મિશ્રિત એસિડીક પાણી નીકળી આસપાસના ખેતરોમાં પ્રસરાઈ જતું હતું. રવિવારે સવારના સુમારે સ્થાનિક ખેડૂતો કંઇક સમજે વિચારે તે પૂર્વે જ આ ક્રુડ ઓઇલ મિશ્રિત એસિડીક પાણી મેડાઆદરજ ગામની સીમમાં આવેલ જમીનમાં પથરાઈ જતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી. આ ઓઇલ મિશ્રિત એસિડીક પાણી આશરે ૨૦ વીઘા જમીનમાં ચોતરફ પ્રસરતાં ડાંગર સહિતના ઉભા પાકમાં ફરી વળતા પાક બળીને ખાખ થઇ જતા વ્યાપક નુકસાન પહોંચ્યાની રાવ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. જો કે, આ બાબતે અગાઉ સ્થાનિક ખેડૂતોએ ઓએનજીસીના ઉચ્ચ અધિકારીને અનેક રજુઆત કરવા છતાં ઓઇલને રોકવાના કોઇ પ્રયત્નો ઓએનજીસી દ્વારા ન કરાતા હોવાની રાવ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ખેડૂતોએ આ બાબતે આગામી દિવસોમાં કોઇ ફળદાયી ઉકેલ નહિ આવે તો ઓએનજીસી વિરુદ્ધ દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.



ઉનાવામાં દેશી બનાવટની બંદૂક સાથે એક ઝડપાયો


ઊંઝા તાલુકાના ઉનાવાની સીમમાં બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે વોચ ગોઠવી પરવાના વગરની દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. છરા, ગન પાવડર, છરી, મોટર સાકયકલ સહિત રૂ.૧૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને તેની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.મહેસાણા જિલ્લામાં પંચાયત અને પાલિકાઓની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા શકમંદોની અટકાયત સહિતના અગમચેતી રૂપી પગલા ભરવામાં આવી રહ્યા છે. ઉનાવાની સીમમાં એક શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી મળતાં મહેસાણા પોલીસના એસ.ઓ.જી.(સ્પેશિયલ ઓપરેશનલ ગ્રુપ)ના પી.આઇ એ. એચ. ચૌધરીના માર્ગદર્શનમાં હેડ કોન્સ્ટેબલ તખાજી સવાજી, ભગવતીબહેન, ભાનુભાઇ સહિતની ટીમે રવિવારે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ઉનાવાની સીમમાં સુરપુરા જતા માર્ગ પર માધુભાઇ પટેલના ખેતર નજીક એક શખ્સ જી.જે ૧૮ આર ૧૦૬૮ નંબરનું મોટર સાયકલ લઇને નીકળતા તેને ઉભો રાખી સઘન પુછપરછ હાથ ધરાઇ હતી. સીંધી તૈયબ ખમીસા અલ્લારખ્ખા (રહે.ઉનાવા) નામના આ શખ્સની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી પરવાના વગરની દેશી બનાવટની એક નાળવાળી બંદૂક, છરી, કાળો પાવડર, છરા નંગ ૩ સહિતનો શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો. જેથી આ શખ્સની અટકાયત કરીને તેની પાસેથી મળી આવેલ રૂ.૧૩૦૨૦નો મુ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંદૂક સાથે ઝડપાયેલ આ શખ્સ મુળ ખેરાલુ તાલુકાના લાલાવાડાનો વતની છે અને છેલ્લા થોડા સમયથી ઉનાવાની સીમમાં એક બોરની ચોકીદારીનું કામ કરતો હતો. આ શખ્સ પાસે આ હથિયારો ક્યાંથી અને કેમ આવ્યાં એ દિશામાં હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ઊંઝા પીએસઆઇ એમ.ટી.ગમાર ચલાવી રહ્યા છે.


મહેસાણા પાલિકાની ચૂંટણીમાં ૮૦૦થી વધુ કર્મી ફરજ બજાવશે

મહેસાણા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ૨૧મી ઓક્ટોબરે ૧૫૭ બૂથ ઉપર હાથ ધરાનારી મતદાન પ્રક્રિયામાં કુલ ૮૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે.જિલ્લામાં ચૂંટણીઓના ધમધમાટ અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન તંત્ર દ્વારા પણ ચૂંટણી કામગીરી થઈ રહી છે જેમાં રજાના દિવસોમાં પણ ચૂંટણીલક્ષી કામગીરી કરતી કચેરીઓમાં ચહલપહલ ચાલુ રહી હતી.મહેસાણા નગરપાલિકાની ચૂંટણી માટે એક ચૂંટણી અધિકારી, એક મદદનીશ ચૂંટણી અધિકારીની રાહબરી હેઠળ ૨૧મી ઓક્ટોબરે હાથ ધરાનારી મતદાન પ્રક્રિયા માટે ૧૫૭ બૂથ નક્કી કરાયાં છે. આ મતદાન પ્રક્રિયા માટે બે વોર્ડમાં એક એ પ્રમાણે ૭ ઝોનલ ઓફિસરો અને ૭ તેમના આસીસ્ટન્ટની નિમણૂંક કરાઈ છે. જ્યારે ૧૪ રૂટ ઈન્સ્પેકટરોની નિમણૂંક કરાઈ છે. મતદાનની કામગીરીમાં દરેક બૂથ ઉપર એક પ્રિસાઈડિંગ ઓફિસર, એક આસીસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, એક પુરૂષ પોલીંગ ઓફિસર, એક મહિલા પોલીંગ ઓફિસર તથા એક સેવક એમ કુલ પાંચ કર્મચારીઓ ફરજ બજાવશે એટલે કે, કુલ ૮૧૩ કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત ૧૦ ટકા કર્મચારીઓની વધારાના રિઝર્વ સ્ટાફ તરીકે નિમણૂંક કરાઈ છે.ઇવીએમના ઉપયોગનો તાલીમ વર્ગ યોજાયો.મતદાનમથક ઉપર ફરજ બજાવનારા પ્રિસાઈડીંગ ઓફિસર તથા આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરોનો પ્રથમ તાલીમ વર્ગ રવિવારે શહેરના કમળાબા હોલમાં યોજાયો હતો. જેમાં ચૂંટણી અધિકારી ડી.આર.પ્રજાપતિ સહિતે મતદાન પ્રક્રિયા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ઈવીએમ માસ્ટર ટ્રેનર દ્વારા ઈવીએમ ઓપરેટ કરવાની ઊંડાણપૂર્વક સમજ અપાઈ હતી.

ભવ્ય ભારત, ભવ્ય ઉદ્ઘાટન સમારંભ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



ભવ્ય ભારત, ભવ્ય ઉદ્ઘાટન સમારંભ

ચર્ચામાં અને ખાસ કરીને વિવાદોમાં રહેલી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભની જે રીતે શરૂઆત થઈ હતી તે જોઈને સમગ્ર વિશ્વ મોંમાં આંગળા નાખી ગયું હશે. કોમવેલ્થના ઉદ્ઘાટન સમારંભની શરૂઆત જ શંખનાદથી કરવામાં આવી હતી અને કદાચ આ જ શંખનાદમાં કોમનવેલ્થની સમગ્ર ટીકાઓ અને તેની નીંદાઓ દબાઈ ગઈ હતી.ભારતે જે રીતે રોશનીથી ઝળહળતા જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં કોમનવેલ્થના ઉદ્ઘાટન સમારંભની શરૂઆત કરી તેને જોઈ સમગ્ર વિશ્વના લોકો અંચબામાં પડી ગયા હશે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી ભારતીય અને વિદેશી મીડિયામાં કોમનવેલ્થ ગેમ્સના છબરડાની જ વાતો કરવામાં આવી રહી હતી. પરંતુ કદાચ શંખનાદ દ્વારા ભારતે સમગ્ર વિશ્વના અવાજને દબાવી દીધો છે.છેલ્લા કેટલાય સમયથી કદાચ આપણે ભારતવાસી હોવાના નાતે દેશમાં કે વિદેશમાં રહેતા હોવા છતાં કોમનવેલ્થની નિંદાઓથી દુખી અને નિરાશ હતા પરંતુ ઉદ્ઘાટન સમારંભ જોઈને આપણે એક ભારતવાસી તરીકે ગર્વ લઈ શકીએ છીએ. ભારતે સમગ્ર વિશ્વને આંજી નાંખ્યું છે.કોમનવેલ્થનો ઉદ્ઘાટન સમારંભ ખરેખર 2008માં ચીનના બેઈજિંગ ખાતે યોજાયેલા ઓલિમ્પિકને કટ્ટર સ્પર્ધા આપતો હતો. અમે વાચકોને કોમનવેલ્થના ઉદ્ઘાટન સમારંભની ઝાંખી કરાવવનો એક પ્રયાસ કર્યો છે.તમે પણ આ સમારંભની તસવીરો જોઈને કહી ઉઠશો કે વાહ...ભારત...વાહ..!!!


કોંગ્રેસીને પૂછજો, સોહરાબ શું સગો હતો?

‘આગામી દસમી ઓક્ટોબરના દિવસે મતદાનનો દિવસ વિકાસની વિજયાદશમી અને કોંગ્રેસની વિનાશની નીતિનો વધ કરવાનો દિવસ હશે’ આ વિધાન ચૂંટણીના પ્રચાર માટે રવિવારે સાંજે લિંબાયતમાં એક જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા.જાહેરસભામાં કેન્દ્રની યુપીએ સરકાર ઉપર સીધા નિશાન સાધ્યા હતાં. સોરાબુદ્દીન, કોમનવેલ્થનો ભ્રષ્ટાચાર, આતંકવાદ વિરોધી ગુજકોકના કાયદા સામે નકારાત્મક વલણ, મહિલા આરક્ષણ સામે ચૂપકિદી, મોંઘવારી, નકસલવાદ, માઓવાદ જેવા મુદ્દાઓને ટાંકીને કોંગ્રેસની સરકારની ઉગ્ર ટીકા કરી હતી. આ ચૂંટણીમાં લોકોના મતથી દિલ્હીની સરકારને ચેતવવી છે તેવો ઇશારો પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.મુખ્યમંત્રીએ આ ચૂંટણી માત્ર મહાનગર પાલિકામાં સત્તા મેળવવા માટે નહીં પરંતુ દિલ્હીના અત્યાચારો સામે અવાજ ઉઠાવીને તેમને ઝૂકાવવા માટેની છે. કઠલાલની બેઠક ઉપર છેલ્લા સાંઠ વર્ષ સુધી કમળ ઉગી શક્યુ નહતું પરંતુ છેલ્લી પેટા ચૂંટણીમાં લોકોએ પંજાને કચડી કાઢ્યો છે. એટલે ગુજરાતના લોકોએ એ સંકેત પણ આપી દીધા છે કે ગુજરાતને તબાહ કરનારા તત્વોને નેસ્તનાબૂદ કરવાનું કામ આ ચૂંટણીમાં થશે. કોંગ્રેસના ઉમેદવારી પત્રોમાં ક અને ખ ફોર્મના મુદ્દે ટિપ્પણી કરતાં નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે કોંગ્રેસના નેતાઓને તેમના કાર્યકરોની ચિંતા નથી. તેમને તો ગુજરાતને બદનામ કરવાની જ ફિકર છે.જાહેરસભામાં કેટલાક લોકોએ મોદીના માસ્ક પહેરીને સભામાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ પાણીનાં પાઉચ માટે ભારે સંઘર્ષ કર્યો હતો. આ દરમિયાનમાં કોર્પોરેશનના પાણી આવવાનો સમય થઈ ગયો હોવાથી મહિલાઓનું એક જુથ ચાલુ ભાષણે જ ઊઠીને જતું રહ્યું હતું.કેન્દ્રની કોંગ્રેસ સરકારને આડેહાથ લેતા મોદીએ એવું કહ્યું કે, કોમનવેલ્થના ભ્રષ્ટાચારને લીધે દેશની બદનામી થઈ છે. એવી દશા કરી છે કે નાનકડું પાકિસ્તાન પણ આપણી ઉપર સવાર થઈ રહ્યું છે, અને સવાલ કરે છે કે ‘બાથરૂમ તો બરાબર બનાવ્યું છે ને?. પહેલાં ચીન સાથે દેશની તુલના થતી હતી પણ હવે કોઈ નાના દેશ સાથે તુલના થાય છે. તેમણે એવું પણ કહ્યું કે, ગુજરાતને કેન્દ્રમાંથી રૂપિયા મોકલવાની કોંગ્રેસ દુહાઈ દે છે પણ તે કંઈ કરિયાવરમાં આપતા નથી. ગુજરાતમાંથી દરવર્ષે ૫૦ હજાર કરોડ રૂપિયા વેરો ચૂકવીએ છીએ. વિકાસના પૈસા કોઈની માલિકીના નથી. એ જનતા જનાર્દનના છે.


ટ્રેન સાથે ટકરાવા છતાં ઊભો થઈને ચાલવા લાગ્યો

આ વ્યક્તિનું ઘર ક્રોસિંગથી 100 મીટરના અંતરે જ છે.અમેરિકાના વેસ્ટવિલેમાં એક વ્યક્તિ ટ્રેન સાથે અથડાયા પછી પણ જાતે ચાલીને ઘરે જતો રહ્યો. પોલીસ જણાવે છે કે 39 વર્ષીય આ વ્યક્તિ થોડા દિવસ પહેલા રાત્રે 8 વાગ્યે રસ્તા પરથી પસાર થયો ત્યારે જ એક ક્રોસિંગ પરથી પસાર થી રહેલી ટ્રેન સાથે અથડાઈ ગયો અને એન્જિનની નીચે ફસાઈ ગયો.દુર્ઘટના પછી જ્યારે આ ટ્રેન કેપ બ્રેટન અને સેન્ટ્રલ નોવા સ્કોટિયા વચ્ચે ચાલનારી આ ટ્રેન રોકાઈ તો તે ટ્રેન નીચેથી નીકળીને ઊભો થઈ ગયો અને ચૂપચાપ ઘર તરફ ચાલવા લાગ્યો.આ વ્યક્તિનું ઘર ક્રોસિંગથી 100 મીટરના અંતરે છે. થોડી વારમાં સ્વાસ્થય અને બચાવકર્મીઓ તેને શોધતા તેના ઘરે પહોંચ્યા હતા અને તેને થયેલી ઈજાની સારવાર કરી હતી.


ટ્રેન સાથે ટકરાવા છતાં ઊભો થઈને ચાલવા લાગ્યો

આ વ્યક્તિનું ઘર ક્રોસિંગથી 100 મીટરના અંતરે જ છે.અમેરિકાના વેસ્ટવિલેમાં એક વ્યક્તિ ટ્રેન સાથે અથડાયા પછી પણ જાતે ચાલીને ઘરે જતો રહ્યો. પોલીસ જણાવે છે કે 39 વર્ષીય આ વ્યક્તિ થોડા દિવસ પહેલા રાત્રે 8 વાગ્યે રસ્તા પરથી પસાર થયો ત્યારે જ એક ક્રોસિંગ પરથી પસાર થી રહેલી ટ્રેન સાથે અથડાઈ ગયો અને એન્જિનની નીચે ફસાઈ ગયો.દુર્ઘટના પછી જ્યારે આ ટ્રેન કેપ બ્રેટન અને સેન્ટ્રલ નોવા સ્કોટિયા વચ્ચે ચાલનારી આ ટ્રેન રોકાઈ તો તે ટ્રેન નીચેથી નીકળીને ઊભો થઈ ગયો અને ચૂપચાપ ઘર તરફ ચાલવા લાગ્યો.આ વ્યક્તિનું ઘર ક્રોસિંગથી 100 મીટરના અંતરે છે. થોડી વારમાં સ્વાસ્થય અને બચાવકર્મીઓ તેને શોધતા તેના ઘરે પહોંચ્યા હતા અને તેને થયેલી ઈજાની સારવાર કરી હતી.


ગેમ્સ વિલેજમાં અવતર્યું અતુલ્ય ભારત

જમીનથી આસમાન સુધી પહોંચી રંગીન સિતારાઓની ઝાકઝમાળ, વાત હતી હિન્દુસ્તાનના જોશની. બુલંદીઓના વિચારને ઝડપ આપનારું સંગીત જે મિશાલ હતી. આપણી શાનની. કોમનવેલ્થ ગેમ્સનો ઐતિહાસિક અને ભવ્ય શુભારંભ થયો. આયોજન અગાઉ વાત વાતની ટીકાઓ થઈ રહી હતી. અને કડવાશને એક તરફ રાખીને આપણે રવિવારે એ પુરવાર કરી દીધું કે જ્યારે દેશની વાત આવે છે, જ્યારે રમતની વાત આવે છે ત્યારે ભારત શું કરી શકે છે. તેનાથી વિશ્વના એ અન્ય દેશોને કે જે એમ કહેતા હતા કે ભારતને ગેમ્સની યજમાની મળવી જોઈએ નહીં તેમને જવાબ મળી ગયો કે ભારતમાં કેટલી તાકાત છે. હવે ૧૪મી ઓક્ટોબર સુધી સમગ્ર દેશ ઝૂમશે-નાચશે, ગાશે ઉત્સવ મનાવ શે અને સમગ્ર વિશ્વને દેખાડી દેશે આપણા દેશની રમતની ભાવના. રમતના આ મહાકુંભની પ્રત્યેક પળનો જીવંત અહેવાલ તમારા સુધી પહોંચાડવા માટે ભાસ્કરની એક ડઝન જેટલા વિશેષ પ્રતિનિધિઓ, રમત પ્રતિનિધિઓ અને ફોટોગ્રાફરની એક ટીમ દિલ્હીમાં તહેનાત છે. આટલું જ નહીં કોમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલા તમામ અહેવાલોની રજૂઆત માટે પ્રખ્યાત રમત નિષ્ણાતો પણ વિશેષ ટિપ્પણી માટે ભાસ્કર સાથે સંકળાયેલા છે.


એરબસને બનાવી દીધી સિટીબસ

તાજેતરમાં રશિયાની ટાટારસ્ટન એરલાઇનમાં આ દ્રશ્ય જોવા મળ્યું હતું.સિટી બસની જેમ જ સીટોની અછતના કારણે લોકો વિમાનમાં પણ ઊભા ઊભા મુસાફરી કરવા લાગ્યા છે. માનવમાં નથી આવતું ને! સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે. તાજેતરમાં રશિયાની ટાટારસ્ટન એરલાઇનમાં આ દ્રશ્ય જોવા મળ્યું હતું. તુર્કીના એંટલ્યા એરપોર્ટ પરથી રશિયાના ઈકાટેરિંગબર્ગ માટે આ એરલાઇનના 148 સીટર વિમાને ઉડાણ ભરવાની હતી.આખરી સમયે આ વિમાનના બદલે 142 સીટ વાળુ બોઇંગ 737 મૂકવામાં આવ્યું, જેના કારણે કેટલાંક પેસેન્જરે ઊભા ઊભા જ સફર કરવી પડી. જોકે કેટલાંકે ઊભા રહેલા પેસેન્જરના બાળકોને ખોળામાં બેસાડી દીધા હતા. દર અઠવાડિયે બ્રિટનના હજારો ટુરિસ્ટો આ એરલાઇનમાં મુસાફરી કરે છે. વિમાનમાં સેફ્ટી બેલ્ટ અને ઓક્સીજન માસ્ક જેવા સુરક્ષા સાધનો પણ પૂરતા નહોતા. નારાજ પેસેન્જરોએ એરલાઇન્સ પાસે 3000 પાઉન્ડનું વળતર માંગ્યું છે.


સચિનના પ્રશંસકોના દિલ તૂટી ગયા

રવિવારનો દિવસ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પ્રસંશકો માટે ઘણો જ નિરાશાજનક રહ્યો હતો. કેમ કે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં સચિન ફક્ત 2 રન માટે સદી ચૂકી ગયો હતો. સચિન 98 રને માર્ક્સ નોર્થના બોલે એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો.પ્રથમ બે દિવસ દરમિયાન સ્ટેડિયમમાં પ્રેક્ષકોની હાજરી પાંખી જોવા મળતી હતી. પરંતુ ત્રીજા દિવસે બેટિંગ આઈકોન સચિનને જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હતા. જ્યારે સચિને 90નો આંક વટાવ્યો તે સમયે ત્યાં હાજર રહેલા તમામ લોકો ત્યાર પછીના સચિનના એક-એક રન પર તાળીઓ પાડતા હતા.તમામ લોકો સચિનની સદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જ્યારે સચિન 98 રને હતો ત્યારે તે પાર્ટ ટાઈમ બોલર નોર્થના બોલે આઉટ થઈ જતા સ્ટેડિયમમાં હાજર તમામ લોકોના દિલ તૂટી ગયા હતા.ઓસ્ટ્રેલિયાથી આવેલા પીટર માર્શે જણાવ્યું હતું કે હું સિડનીથી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ જોવા માટે આવ્યો છું. અને હું સચિન તેંડુલકરનો ઘણો મોટો પ્રશંસક છું. તેથી ગેમ્સ પહેલા સચિનને રમતો જોવો મારા માટે આનંદની વાત હતી. મને આશા હતી કે સચિન કોઈ પણ જાતની મુશ્કેલી વગર 100 રન બનાવી દેશે પરંતુ તે ઘણું દુખદ હતું કે સચિન સદી ના બનાવી શક્યો.જ્યારે ચંદીગઢની સ્કૂલમાં 9માં ધોરણમાં ભણતા આરવે અત્યંત નિરાશા સાથે જણાવ્યું હતું કે તે ઘણી નિરાશાજનક ક્ષણ હતી. સચિન આસાનીથી સદી ફટકારી દેત. મને વિશ્વાસ નથી થતો કે તે 98 રને આઉટ થયો હતો.


સલમાનનાં ભાઈ અને મુન્નીનાં છુટાછેડા થઈ જશે?

બોલિવૂડનાં હોટેસ્ટ હંક સલમાન ખાનનાં ભાઈ અરબાઝ ખાન અને ભાભી તેમજ બોલિવૂડની આઈટમ ગર્લ તરિકે જાણીતી મલાઈકા અરોરા ખાન વચ્ચે આમ તો બધુ જ બરાબર ચાલી રહ્યું છે પણ હાલમાં કાંઈક એવી વાત બની ગઈ કે તેમનાં છુટાછેડા થઈ જાય તો નવાઈ નહી.આમ તો આ જોડી એકબીજાને ખુબજ પ્રેમ કરે છે. પણ હાલમાં દેશનાં એક પ્રખ્યાત રેડીયો સ્ટેશન સાથે વાતચિત દરમિયાન જાણવાં મળ્યું હતું કે પાકિસ્તાનનો શો હોસ્ટ બેગમ નવાઝીશ અલી અને હાલમાં બિગ બોસનો સ્પર્ધક અરબાઝ ખાનનો મોટો ચાહક છે.તે જ્યારે ભારત આવી અરબાઝ મલ્લિકાને મળ્યો હતો. ત્યારે તેણે મલ્લિકાનાં વખાણમાં જણાવ્યું હતું કે તે એટલી સુંદર છે કે તેનાં લગ્ન થઈ ગયા હોય અને તે પાંચ વર્ષનાં બાળકની માતા હોય.પણ જ્યારે તેણે અરબાઝનાં વખાણ ચાલુ કર્યા ત્યારે તેણે જણાવ્યું હતું કે હું તમારો ડાય હાર્ટ ફેન છું અને જો મને એક તક મળે તો હું તમારા માટે કાંઈપણ કરવાં તૈયાર છું આપ એટલાં હેન્ડસમ છો કે મને તમારા દરેક અંગ પસંદ છે.ઉલ્લેખનિય છે કે અલી સલીમ ખુશરા આમ તો પુરૂષ છે અને તેણે પોતાની જાતિ બદલાવી છે. તે પાકિસ્તાની ટીવી ચેનલ પર શો હોસ્ટ કરે છે.તો ક્યાંય બેગમ અલીનાં આટલાં બધાં વખાણ અને અરબાઝ માટે કાંઈપણ કરી છુટવાની ઈચ્છાથી મુન્ની ગુસ્સે ના થઈ જાય અને તેમનાં છુટાછેડા ન કરાવી દે


અમદાવાદ : પત્નીને ભરબજારમાં પાઇપનાં મારી મોતને ઘાટ ઉતારી

ચાર વર્ષથી રીસામણે ગયેલી પત્નીને ભરબજારમાં માથામાં પાઇપનાં ફટકા મારી મોતને ઘાટ ઉતારી. ૧૩ વર્ષ અગાઉ પડોશમાં રહેતી યુવતી સાથેજ પ્રેમ લગ્ન કરનાર શખ્સનું હેવાની કૃત્ય. હત્યા કર્યા બાદ નદીમાં મોતની છલાંગ લગાવા ગયેલા યુવકને પકડીને લોકોએ પોલીસ હવાલે કર્યો. ૧૩ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર એક યુવકે નજીવી તકરારમાં ચાર વર્ષ અગાઉ રીસાઇને પડોશમાં રહેતા પિતાના ઘરે જતી રહેલી પત્નીને રસ્તા વચ્ચે અટકાવી માથામાં પાઇપનાં ફટકા મારી મોતને ઘાટ ઉતારી હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.એટલું જ નહી પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાના ઇરાદે સાબરમતી નદીના બ્રીજ પર પહોંચી ગયો હતો, જો કે ત્યાં ઉભેલા લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. આ અંગે ખાડીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાયપુર માંડવીની પોળ નજીક આવેલી કાકાબળીયાની પોળમાં રહેતા અમીતભાઇ શાહે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમની બહેન હેમા(ઉં.૩૪)એ ૧૩ વર્ષ અગાઉ તેમનીજ પોળમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર બાબુલાલ ઠક્કર નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.જો કે પતી-પત્ની વચ્ચેની તકરારને કારણે છેલ્લા ૪ વર્ષથી હેમાબેન પરત પિતાનાં ઘરે આવી ગયા હતા. દરમિયાન હેમાબેન શીવરંજની ચાર રસ્તા નજીકનાં એક જવેલર્સનાં શોરૂમમાં નોકરી કરતા હોઇ તે રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે કાકાબળીયાની પોળના નાંકેજ હેમાબેનને તેમના પતી ધર્મેશે અટકાવ્યા હતા અને તકરાર કરવા લાગ્યા હતા. જોતજોતામાં ઉસ્કેરાઇ ગયેલા ધર્મેશે હેમાબેનનાં માથામાં પાઇપનાં ઘા ઝીંકી દેતા તે લોહીનાં ખાબોચીયામાં ફસડાઇ પડ્યા હતા.


અમદાવાદ : ‘‘ચુંટણીના દિવસે જરૂર મતદાન કરજો’’

મહાનગર પાલીકાઓ તથા જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓ આવી રહી હોવાથી મુખ્ય બે પક્ષો સહિત તમામ પક્ષોએ ચુંટણી માટે સક્ષમ ઉમદવારોની પસંદગી કરી જોર શોરમાં ચુંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે એક તંત્ર તથા રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ પરિસ્થીતીમાં સમાજમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા માટે સુરતના એક યુવકે પોતાના ટેલીફોનની કોલર ટ્યુનમાંજ મતદાન કરવા માટેની હાલક કરતો મેસેજ શરૂ કરી દીધો છે. એટલેકે જો તેને ફોન કરીએ તો તેની કોલર ટ્યુનમાં આપણને ‘‘નમસ્કાર આપની સાથે વાત તે પહેલા મારું આપને સુચન છે. આપણો દેશ લોકશાહી દેશ છે. માટે આપણા રાષ્ટ્રને મજબુત બનાવવા ચુંટણીના દિવસે મતદાન જરૂર કરો’’ તેમ સાંભળવા મળે.સુરતના સામાજીક કાર્યકર એવા આ યુવાન પ્રવિણ ભાલાળાએ પોતાના મોબાઇલમાં મતદાન જાગૃતિ માટેનુ કોલર ટ્યુન કેમ રાખ્યું તેમ પુછતાં તેણે જણાવ્યું હતુ કે તેના મોબાઇલ પર રોજના ૫૦થી વધુ ફોન આવે છે. માટે જે કોઇ પોતાને ફોન કરે તેને એક વખત તો મતાદાન માટે મારી અરજ થઇ ગઇજ કહેવાય. સાથે સાથે આપણા આ અભિયાનથી થોડાઘણા લોકો પણ મતદાન કરે તો આપણી મહેનત લેખે લાગે તેમ તેણે જણાવ્યું હતું.


વડોદરા : બધું આઉટ ઓફ કંટ્રોલ એટલે કોંગ્રેસ

સેવાસદનની ચૂંટણી આડે અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે માંજલપુર સ્થિત સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તા.૧૦ ઓક્ટોબરે માત્ર વડોદરાનું ભાગ્ય નહિં પણ દેશમાં કેવી રાજનીતિ ચાલે છે તે નક્કી કરવાનું છે. દિલ્હીની સરકાર ગુજરાત ઉપર જુલમો ગુજારી રહી છે તેની સામેનો જંગ એટલે સેવાસદનની ચૂંટણી છે. વડોદરાની ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે નવા ફલાય ઓવરબ્રિજ બાંધવામાં આવ્યા છે પણ રેલવેવાળા મંજૂરી આપતા નથી. કોંગ્રેસને એમ કે ચૂંટણી સુધી બ્રિજ લટકતો રાખો એટલે પ્રજા મોદીને પાડી દેશે પણ વડોદરાની પ્રજા સમજદાર છે.તેમણે વધુમાં જણાવ્યુંહતું કે, ગુજરાત વિધાનસભામાં ૫૦ ટકા મહિલા અનામતનો કાયદો પસાર કર્યો પણ બબ્બે વખત બિલને મંજૂર કર્યા પછી પણ દિલ્હીની સરકારે આ ફાઇલો દબાવી દીધી છે. કોંગ્રેસનાં ઉમેદવાર જ્યારે મત લેવા આવે ત્યારે પૂછજો કે, સોહરાબુદ્દીન તમારે શું થાય ? આજે વડોદરાની આસપાસ અનેક ઉદ્યોગો આવી ગયા છે અને ભારત સરકારના જ ૨૦૦૭ થી ૨૦૦૯ સુધીના રોજગારી આપવાના આંકડા મુજબ સમગ્ર દેશમાં ૭૮ ટકા રોજગારી એકલા ગુજરાતે આપી છે. રામજન્મભૂમિનો ચુકાદો આવતાં પહેલાં ઢોંગી બિનસાંપ્રદાયિક તત્વો ચુકાદાનું સન્માન થવું જોઇએ તેમ કહેતી હતી પણ બપોરે ચુકાદો આવ્યો કે તરત જ આ મંડળીના મોતિયા મરી ગયા અને રફેદફે થઇ ગયા હતા.



વડોદરા જિલ્લા પંચાયત માટે ભાજપે ૪૭ સભ્યોની યાદી જાહેર કરી

વડોદરા જિલ્લા પંચાયતની ૫૧ બેઠકો પૈકી ૪૭ બેઠકોની યાદી ભાજપે આજે જાહેર કરી હતી. આ યાદીમાં બે માજી ધારાસભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે, વડોદરાની સોખડા, શેરખી, સયાજીપુરા સહિત ત્રણ અને સંખેડાની બોડેલી બેઠક સહિત ચાર બેઠકો અંગે ઉમેદવાર નકકી થઇ શક્યા નથી.કાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે ત્યારે છેલ્લી ઘડીએ જ ઉમેદવારોનુ કોકડુ ઉકેલાય તેવી શક્યતા છે. આ યાદીમાં નવા સીમાંકન પ્રમાણે બેઠકોમાં ફેરફાર થતા જિ.પં. પ્રમુખ રાજેશ પટેલ સહિતના ખેરખાંની બાદબાકી થઇ છે. ભાજપની ૪૭ બેઠકોની યાદીમાં ક્ષત્રિયો અને આદિવાસીઓને જ વર્ચસ્વ છે.



મુંબઇની મેટ્રો રેલ માટે હવે પાછો નવો વિવાદ

મુંબઈમાં મેટ્રો રેલવે ભૂગર્ભમાં હોવી જોઈએ કે એલિવેટેડ હોવી જોઈએ એ મામલે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. બન્ને પ્રકારનો ફાયદો પણ છે અને નુકસાન પણ છે. અમારા વિસ્તારમાં મેટ્ર^ો ભૂગર્ભમાં હોવી જોઈએ અને બીજે એલિવેટેડ હોય તો અમને વાંધો નથી એવું વલણ અનેકો લે છે જ્યારે એમએમઆરડીએ દ્વારા આ પ્રકારનું વલણ લેનારાઓના વિચાર વિશે શંકા વ્યક્ત કરે છે.મેટ્રો એલિવેટેડ જ હશે નહીં તો શક્ય નથી. આ ચર્ચાને મામલે મુંબઈ મેટ્રોપોલિટન રજિન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમઅમઆરડીએ)ના મેટ્રોપોલિટન કમિશનર રત્નાકર ગાયકવાડે કહ્યું હતું કે મુંબઈની ભૌગોલિક રચના સાર્વજનિક ટ્રાફિકની આવશ્યકતા સંબંધે મેટ્રો રેલવે ૧૪૬ કિલોમીટરનો માસ્ટર પ્લાન દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશને તૈયાર કર્યો હતો. એ પ્લાન લોકો સમક્ષ મૂકવામાં આવ્યો હતો. લોકોનાં સૂચનોનો વિચાર કરીને આખરી યોજના આંકવામાં આવી હતી. એલિવેટેડ મેટ્રો સામે જે લોકો અવાજ ઉઠાવે છે તેમાંના એક આઈઆઈટીના પ્રાધ્યાપક ધિંગરા છે. તેઓ દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન (ડીએમઆરસી)ની સમિતિમાં હતા. હવે તેઓ ડીએમઆરસી પ્લાનના વિરોધનું વલણ લે છે તો આ બેવડું ધોરણ નથી?એવો પ્રશ્ન ગાયકવાડે પૂછયો હતો. તેમને એલિવેટેડ મેટ્રોના દોષો વિશે ખબર હતી તો તેમણે ત્યારે જ એ બાબતે કેમ જાણ ન કરી? શહેરની રીતે જોવા જતાં ભૂગર્ભ મેટ્રો ઘાતક છે. એથી શહેરમાં મેટ્રો રેલવે જોઈતી હશે તો તે એલિવેટેડ હશે નહીં તો તે શક્ય નથી. એમ સ્પષ્ટપણે રત્નાકર ગાયકવાડે કહ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે, સમુદ્ર નજીકના શહેર મુંબઈમાં બાવીસ કિલોમીટ. ર ઊંડે જઈને ૧૪૬ કિલોમીટરની મેટ્રો રેલવે માટે ખોદકામ કરવું એ ટેકનીકલી અશક્ય, પર્યાવરણને ઘાતક અને આર્થિક રીતે નહીં પરવડનારું છે. વળી આટલો લાંબો માર્ગ ખોદીને કેટલી બધી માટી કાઢવી પડશે અને એ બદી માટી નાખવી ક્યાં, એનો વિચાર કરવાનો કે નહી?ભૂગર્ભ મેટ્રોનો વિચાર પરવડી શકે છે. ભારતીય જનતા પક્ષના જુથ નેતા આશિષ સેલારે બીજા છેડાની વાત કરતાં કહ્યું હતું કે, ચારકોપ-બાંદરા-માનખુર્દ એ ૩૨ કિલોમીટરનો મેટ્રોનો બીજો રૂટ પૂર્ણપણે વેપારી અને નાગરી વિસ્તાર અને વસતિમાંથી પસાર થાય છે.


રાજ્યમાં યુઆઈડી કાર્યક્રમ પહેલી નવેમ્બરથી શરૂ થશે

સમગ્ર મહારાષ્ટ્રમાં રહેવાસીઓને યુનિક આઈડેન્ટિટી ક્રમાંક (યુઆઈડી) આપવાના કાર્યક્રમની આગામી પહેલી નવેમ્બરથી શરૂઆત કરવામાં આવશે, આ પ્રક્રિયા આગામી વર્ષના ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરી કરવાનું સરકારનું લક્ષ્ય છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે જણાવ્યું હતું. રાજ્યના પ્રત્યેક નાગરિકને દસ અંકનો ઓળખ ક્રમાંક મળવાનો છે. આ ઓળખ ક્રમાંક પર આંખ, હાથનાં આંગળાં, કુટુંબની માહિતી જેવી ૧૩ જેટલી માહિતીઓ બાયોમેટ્રિક પદ્ધતિથી સમાવવામાં આવશે.યુનિક આઈડેન્ટટી ઓફ ઈન્ડિયા પ્રકલ્પ શરૂ કરવા માટે રાજ્ય સરકારે ‘આધાર’ પ્રકલ્પ નિર્માણ કર્યો છે. આ બન્ને સંસ્થાઓ વચ્ચે આ બાબતે સમજુતી કરાર પર સહીસિક્કા થયા છે. જિલ્લા અધિકારીઓને સમન્વયક તેમ જ અન્ન અને નાગરી પુરવઠા વિભાગ, રોજગાર હમી યોજના, આરોગ્ય વિભાગ અને શાળા શિક્ષણ વિભાગના અધિકારીઓની નબિંધક તરીકે નિયુક્તિ કરવામાં આવશે.પ્રત્યેક જિલ્લા માટે ચાર અથવા વધુ એજન્સીઓની નિમણુંક કરવામાં આવશે. કેન્દ્ર સરકાર માર્ચ ૨૦૧૧ સુધીની પ્રથમ દસ કરોડ નોંધણી માટે પ્રત્યેક નોંધણી પેટે રાજ્યને ૫૦ રૂપિયા લેખે રકમ આપશે. ત્યાર બાદનો ખર્ચ જોકે રાજ્ય સરકારે વેંઢારવાનો રહેશે. ગરીબી રેખા હેઠળની વ્યક્તિ આ નોંધણીથી વંચિત રહે નહીં તે માટે તે પ્રત્યેકને ૧૦૦ રૂપિયા આપવામાં આવશે. આનો લાભ રાજ્યના ગરીબી રેખા હેઠળના ચાર કરોડ લોકોને થશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.