14 July 2010

અષાઢી બીજ નિમિત્તે ભાવનગર અને અમરેલી જિલ્લાનાં ધર્મસ્થાનોમાં લોકમેળાઓ યોજાયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


અષાઢી બીજ નિમિત્તે ભાવનગર અને અમરેલી જિલ્લાનાં ધર્મસ્થાનોમાં લોકમેળાઓ યોજાયા

ભાવનગર અને અમરેલી જિલ્લાનાં ધર્મસ્થાનોમાં આજે મંગળવારે પરંપરાગત રીતે અષાઢી બીજ નિમિત્તે લોક મેળાનું ભાતીગળ આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજનાં લોકમેળામાં ઉત્સવનાં માહોલમાં આબાલવૃદ્ધ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.પાલિતાણા પંથકમાં મંગળવારે અષાઢી બીજની પરંપરાગત રીતે ઉજવણી કરાઇ હતી.પાલિતાણાના રાજસ્થળી ગામે આવેલા રામાપીર મંદિર, માલપરા ગામે આવેલા ઠાકર મંદિર સહિતનાં ધર્મસ્થાનકોમાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોનાં શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સર્વેએ પૂજન અર્ચન, આરતી અને પ્રસાદનો લાભ લઇ ધન્યતાની લાગણી અનુભવી હતી. અષાઢી બીજ નિમિત્તે બાબરાનાં ગેબી વિસામો, રામાપીર મંદિર, ગંગેશ્વર મહાદેવ (વાલકા), નીલકંઠ મહાદેવ સહિતનાં ધર્મસ્થાનકોમાં આબાલવૃદ્ધ ભાવિકો ની ભારે ભીડ જોવા મળી હતી.

સુરત : મામલતદારને કલેક્ટરે ચાલુ મિટિંગમાંથી તગેડી મૂક્યા


સુરત જિલ્લા કલેક્ટર અશોક શાહના આદેશને ગંભીરતાથી ન લેવાનું માંગરોળ મામલતદારને ભારે પડી ગયું હતું. મામલતદાર પી.જે.વસુનને મંગળવારનાં રોજ સવારનાં સાડા આઠ વાગ્યે મળેલી મિટિંગમાંથી જિલ્લા કલેક્ટરે તગેડી મૂક્યાં હતાં.કામચોરી કરતા અને નિષ્ક્રિય રહેતા અધિકારીઓ કલેક્ટર અશોક શાહનાં આ કડકાઈભર્યા વલણથી ફફડી ઉઠયા હતાં. કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે અગાઉની રેવન્યુ ઓફિસર(આરઓ)ની મિટિંગમાં માંગરોળ મામલતદાર પી.જી.વસુનને ઇ-ધરા કેન્દ્રની તમામ એન્ટ્રીનો નિકાલ કરવા માટે કલેક્ટર દ્વારા આદેશ અપાયો હતો.દરમિયાન ઉક્ત આદેશનો અમલ મામલતદાર પી.જી. વસુન દ્વારા ધરાર કરવામાં આવ્યો ન હતો અને તેઓ મંગળવારની આરઓ બેઠકમાં આવ્યા હતા. આ મામલાને ગંભીરતાથી લઈ ત્વરીત કચેરી છોડી જવા જિલ્લા કલેક્ટર અશોક શાહ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. ઇ-ધરા કેન્દ્રની તમામ એન્ટ્રીઓની કામગીરી પૂર્ણ થયા બાદ જ માંગરોળ મામલતદારને હાજર થવાનું કહીં દેવાયું હતું. કામચોર મામલતદારને કલેક્ટરે ચાલુ મિટિંગમાંથી તગેડી મૂક્યા. ગઈ રેવન્યુ ઓફિસરોની બેઠકમાં ઈ-ધરાની કામગીરી પૂર્ણ કરવા અપાયેલા આદેશની અવગણના કરી હતી.સુરત જિલ્લા કલેક્ટર અશોક શાહના આદેશને ગંભીરતાથી ન લેવાનું માંગરોળ મામલતદારને ભારે પડી ગયું હતું. મામલતદાર પી.જે.વસુનને મંગળવારનાં રોજ સવારનાં સાડા આઠ વાગ્યે મળેલી મિટિંગમાંથી જિલ્લા કલેક્ટરે તગેડી મૂક્યાં હતાં.કામચોરી કરતા અને નિષ્ક્રિય રહેતા અધિકારીઓ કલેક્ટર અશોક શાહનાં આ કડકાઈભર્યા વલણથી ફફડી ઉઠયા હતાં. કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે અગાઉની રેવન્યુ ઓફિસર(આરઓ)ની મિટિંગમાં માંગરોળ મામલતદાર પી.જી.વસુનને ઇ-ધરા કેન્દ્રની તમામ એન્ટ્રીનો નિકાલ કરવા માટે કલેક્ટર દ્વારા આદેશ અપાયો હતો.દરમિયાન ઉક્ત આદેશનો અમલ મામલતદાર પી.જી. વસુન દ્વારા ધરાર કરવામાં આવ્યો ન હતો અને તેઓ મંગળવારની આરઓ બેઠકમાં આવ્યા હતા.આ મામલાને ગંભીરતાથી લઈ ત્વરીત કચેરી છોડી જવા જિલ્લા કલેક્ટર અશોક શાહ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. ઇ-ધરા કેન્દ્રની તમામ એન્ટ્રીઓની કામગીરી પૂર્ણ થયા બાદ જ માંગરોળ મામલતદારને હાજર થવાનું કહીં દેવાયું હતું.


દહેજના લાલચુ પતિએ પત્નીનો કાન કાપ્યો

બમરોલી રોડ પર એસ.એમ.સી. ક્વાર્ટર્સમાં રહેતાં દક્ષાબેન રાઠોડ તા. ૧૧-૦૭-૧૦ના રોજ સલાબતપુરામાં રહેતાં તેમનાં નણંદ હંસાબેન નટવરભાઈ રાજપૂતના ઘરે બાળકોને લેવા ગયાં હતાં, જ્યાં તેમના પતિએ બ્લેડ વડે તેમના કાનને ઇજા પહોંચાડી હતી.
બનાવ અંગે પરિણીતાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી કે તેમના પતિએ દહેજ પેટે રૂ. પ૦ હજાર અને એક સોનાની વીંટી પણ માગી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સંસ્કૃતને લુપ્ત નહીં થવા દેવાય

ભાષાનો લોપ એટલે સંસ્કૃતિનો નાશ. ભારતીય ભાષામાં અદ્ભુત તાકાત રહેલી છે એમાં પણ સંસ્કૃત એ પ્રાચીન ભાષા છે અને તેમાં તૈયાર થયેલું સાહિત્ય અને વૈદિક ગ્રંથોને જીવંત રાખવા હશે તો તેનો લોપ થવા દેવાય નહીં તેવો વિશ્વાસ વ્યક્ત કરી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સંસ્કૃતને લુપ્ત થવા નહીં દેવાય. ગુજરાતમાં એક લાખ લોકોને સંસ્કૃતમાં બોલતા કરાશે.ગાંધીનગરમાં યોજાયેલા સંસ્કૃત મહોત્સવમાં પંડિતોના સન્માન પછી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભાષાનું ગૌરવ આપણે બધાને હોવું જોઈએ. પાંચ હજાર વર્ષ પહેલાં લખાયેલા ગ્રંથો અને જ્ઞાનને નવી પેઢી માટે તૈયાર કરવા રાજ્ય સરકારે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની રચના કરી છે.યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં નવ સંસ્કૃત પંડિતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્રણ પંડિતોને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મોદીએ સન્માન કરતાં કહ્યું હતું કે, ભાષાના પંડિતોએ આજીવિકા માટે સંસ્કૃતને અપનાવ્યું નથી પણ નવી પેઢી માટે જ્ઞાનનું સિંચન કર્યું છે. આપણે તેને આગળ ધપાવવાનું છે. કોઈ પણ ભાવ વિનાની કોઈ ભાષા ન હોઈ શકે.સંસ્કૃતિને બાંધે છે. પૂર્વજોના ભંડારો કામ નહીં લાગે તો તેમનાં ગૂઢ રહસ્યોને દુનિયા ઓળખી નહીં શકે, કારણ કે આ ભાષામાં જ પર્યાવરણ અને પ્રકૃતિનાં શસ્ત્રો મોજુદ છે.આ પ્રસંગે યુવકસેવા વિભાગના મંત્રી ફકીર વાઘેલાએ કહ્યું હતું કે, સંસ્કૃત સાથે સંસ્કૃતિ જોડાયેલી છે. આજે તો આ ભાષા શીખવા માટે વિશ્વના દેશોમાંથી લોકો ભારત આવી રહ્યા છે. વિભાગના સેક્રેટરી ભાગ્યેશ જહાએ સંસ્કૃતમાં સ્વાગત પ્રવચન કરીને પંડિતોને આવકાર્યા હતા.યંત્રોની તાકાતનું સંશોધન વિદેશીઓ કરી રહ્યા છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતની યંત્રવિદ્યાએ વિશ્વના લોકોને સંશોધનનો વિષય આપ્યો છે. રશિયન લેખકના એક પુસ્તકમાં યંત્રનો ઉલ્લેખ છે. રિટર્ન સરકિટના માધ્યમથી આજે ઇલેક્ટ્રોનિક્સ જતન જોડાયેલુંછે પણ આ સરકિટ પૌરાણિક યંત્રોમાં જોવા મળે છે. આપણે વૈદિક મેથેમેટિકસ ભૂલી ગયા છીએ પણ વિશ્વ માટે આજે પણ આ એક કોયડો છે. આપણી શક્તિઓનો ઉપયોગ બહારના લોકો કરે છે.

જજની કારમાંથી ટેપ ચોરાયું

ત્રીજા એડશિનલ જજ જે.જે. ઉપાધ્યાયની સેન્ટ્રો કારનો કાચ તોડી ચોર રૂ. ૭પ૦૦ની મતાનું ટેપ ચોરી ગયો.શહેરમાં કારટેપ ચોરોનો આતંક છેલ્લા કેટલાક સમયથી વધ્યો છે પરંતુ તેમની હિંમત હાલ એટલી વધી ગઈ છે કે તેમણે કમિશનર કચેરીની સામે આવેલી જજીસ કોલોનીમાં રહેતા જજ જે.જે. ઉપાધ્યાયની કારને પણ છોડી ન હતી. ચોરે સોમવારે મોડીરાત્રે જજીસ કોલોનીમાં જઈ જજની સેન્ટ્રો કારનો કાચ તોડી તેમાંથી રૂ. ૭પ૦૦ની મતાનું કારટેપ ચોરી લીધું હતું.ત્રીજા એડશિનલ ડિસ્ટ્રિક્ટ જજ અને એડશિનલ સેશન્સ જજ જે.જે. ઉપાધ્યાય નાનપુરામાં કમિશનર કચેરી સામે આવેલી જજીસ કોલોનીમાં રહે છે. તેમણે પોતાની કાર નંબર જીજે-પ-સીએન-૭૨૨૭ તેમના ઘર નજીક પાર્ક કરી હતી. સોમવારે મોડીરાત્રે કોઈ કારટેપ ચોરે તેમની કારને નિશાન બનાવી હતી. ચોરે જજની કારનો કાચ તોડી કારમાંથી રૂપિયા ૭પ૦૦ની મતાનું ટેપ ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે જ્યારે જજ જે. જે. ઉપાધ્યાયને ખબર પડી ત્યારે તેમણે અઠવા પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ કરી હતી.પોલીસે આ બનાવમાં ચોરીનો ગુનો નોંધ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઈ એમ.એસ. ગોહિલ કરી રહ્યા છે.


આગામી ચૂંટણીઓ જીતવા માટે વ્યૂહરચના ઘડાઈ

તાલુકા-જિલ્લામથકો પર સંગઠનની બેઠકો યોજાશે. મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે જનઆંદોલનના કાર્યક્રમો હાથ ધરાશે. ભાજપના અગ્રણી વી. સતિષનું માર્ગદર્શન. જુનાગઢના ગીર ખાતે યોજાયેલી પ્રદેશ ભાજપની ત્રિ-દિવસીય ચિંતન શિબિર સોમવારે પૂર્ણ થઈ હતી. આ ત્રણ દિવસ દરમિયાન ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા માટે સઘન ચર્ચા કરાયા બાદ કાર્યયોજના ઘડી કાઢવામાં આવી હતી. એવી જ રીતે મોંઘવારીની વિરુદ્ધમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે મોરચો માંડવા અંગે પણ વિવિધ કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા હતા.પ્રદેશ ભાજપના મહામંત્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે ચિંતન શિબિરના ત્રીજા અને છેલ્લા દિવસે રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતિષે ખાસ માર્ગદર્શન આપ્યું હતું અને તેની સાથે જ શિબિરની પૂણૉહુતિ થઈ હતી. આ ત્રણ દિવસ દરમિયાન પ્રદેશ ભાજપના અધ્યક્ષ આર.સી. ફળદુ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રુપાલા હાજર રહ્યા હતા.આ બેઠકો દરમિયાન ખાસ કરીને અમદાવાદ સહિતની અન્ય મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તથા આ ચૂંટણીઓ કેવી રીતે જીતી શકાય, સંગઠન કક્ષાએ શું કરી શકાય વગેરે મુદ્દાઓને આવરી લઈ એક કાર્યયોજના તૈયાર કરવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં તે મુજબ જ ચૂંટણી રણનીતિ ઘડીને કાર્યક્રમો નક્કી કરાશે.જિલ્લા-તાલુકા મથકો ઉપર સંગઠનની વિવિધ બેઠકો યોજવાનું પણ નક્કી કરાયું છે. જેમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદારો હાજર રહીને માર્ગદર્શન આપશે અને જરૂરી આયોજનો પણ હાથ ધરશે.
આ બેઠકમાં એવું પણ નક્કી કરાયું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારોના બે દિવસના અભ્યાસવર્ગો હાથ ધરાશે. પ્રદેશ ભાજપના સાતેય મોરચાઓ દ્વારા પણ વિવિધ કાર્યયોજનાઓ ઘડાશે. આ અંગે મંડલ સુધીની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા બેઠકો યોજાશે. રાજ્ય સરકાર દ્વારા હાલ જે ગરીબ કલ્યાણ મેળા યોજાય છે. તેમાં વધુને વધુ જરૂરતમંદ લોકોને સહાય પહોંચે તે માટે દરેક તાલુકા કક્ષાએ ભાજપ સંગઠન ભાગીદાર બનશે.આ ઉપરાંત સમગ્ર દેશમાં જ્યારે લોકો મોંઘવારીથી પરેશાન છે ત્યારે આ મોંઘવારીને નાથવામાં નિષ્ફળ ગયેલી કેન્દ્ર સરકાર સામે વિવિધ જનઆંદોલનના કાર્યક્રમો ઘડવા અંગે પણ નિર્ણય લેવાયો છે. ભાજપ સંગઠન દ્વારા કરવાના થતાં કાર્યો બાબતે પણ ચર્ચાઓ થઈ હતી.

No comments:

Post a Comment