03 March 2011

ઓસામા અને માઓ વચ્ચે અરુંધતિનું ન્યૂડ પેન્ટિંગ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



-અરુંધતિ રોય દ્વારા નક્સલ અને કાશ્મીરી ભાગલાવાદીઓનું સમર્થન કરવામાં આવે છે

-પ્રણવે આ પેન્ટિંગને 'ગોડેસ ઓફ ફિફ્ટિન મિનિટ્સ ઓફ ફેમ' એવું નામ આપ્યું

પ્રણવના કહેવા પ્રમાણે, અરુંધતિ રોય દ્વારા નક્સલ અને કાશ્મીરી ભાગલાવાદીઓનું સમર્થન કરવામાં આવે છે. જેની સામે વિરોધ નોંધાવવા માટે તેમણે આ રસ્તો અપનાવ્યો છે. પ્રણવે આ પેન્ટિંગને 'ગોડેસ ઓફ ફિફ્ટિન મિનિટ્સ ઓફ ફેમ' એવું નામ આપ્યું છે. આ પહેલા પ્રણવે વિખ્યાત ચિત્રકાર એમ. એફ. હુસૈનની ન્યૂડ તસવીર બનાવી હતી અને તેની સાથે દાઉદ ઈબ્રાહિમની ન્યૂડ તસવીર બનાવી હતી.

-સુપ્રીમના 'થમ્બસ ડાઉન' પછી થોમસનું રાજીનામું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



-થોમસની પસંદગીની ભલામણ 'ગેરકાયદેસર' હોવાનું સુપ્રિમ કોર્ટે ઠેરવ્યું

-આ પદ પર નિમણુંક કરતી વખતે હોદ્દાની ગરિમાને પણ ધ્યાનમાં લેવી જોઈએ: સુપ્રિમ

સુપ્રીમ કોર્ટે થોમસની નિમણુંકની ભલામણની હાઈ-પાવર કમિટિની ભલામણને ગેરકાયેદસર ઠેરવ્યું હતું અને કહ્યું હતુંકે, આ પદ પર નિમણુંક કરતી વખતે હોદ્દાની ગરિમાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જસ્ટિસ એસ. એચ. કાપડિયાના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની બેન્ચે આ ચુકાદો એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે આપ્યો હતો. અગાઉ આ કેસ અંગે 10 ફેબ્રુઆરીના સુનાવણી થઈ હતી અને ચુકાદાને ગુરૂવાર પર મોકૂફ રાખવામાં આવ્યો હતો. વિરપ્પા મોઈલી એ પણ સીવીસીના રાજીનામાના સમાચારોને ઔપચારિક અનુમોદન આપ્યું હતું.