24 June 2010
‘બેસ્ટ ઓફ ફાઈવ’ પદ્ધતિ હાઈ કોર્ટે ફગાવી: વિદ્યાર્થીઓ વિમાસણમાં
‘બેસ્ટ ઓફ ફાઈવ’ પદ્ધતિ હાઈ કોર્ટે ફગાવી: વિદ્યાર્થીઓ
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક શિક્ષણ મંડળ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની સર્વોત્તમ પાંચ (બેસ્ટ ઓફ ફાઈવ) ફોમ્યુંલા બુધવારે મુંબઈ વડી અદાલતે રદબાતલ કરી હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે બહાર પાડેલો આદેશ રદ કરવાનો હુકમ અદાલતે કર્યો હતો. હંગામી મુખ્ય ન્યાયમૂર્તિ જયનારાયણ પટેલ અને ન્યા. સત્યરંજન ધમૉધિકારીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.
દરમિયાન રાજ્યના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે વડી અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને બે દિવસોમાં આગામી નિર્ણય લેવાની જાહેરાત કરતાં એટલો વખત પ્રવેશ પ્રક્રિયા રોકવામાં આવનાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
બેસ્ટ ઓફ ફાઈવ ફોમ્યુંલાના વિરોધમાં આઈસીએસઈ બોર્ડના ૨૧ વિદ્યાર્થીઓના વાલીઓએ વડી અદાલતમાં અરજી કરી હતી. એ વાલીઓને તેમના બાળકોને (સંબધિત બોર્ડસને) પણ ‘બેસ્ટ ઓફ ફાઈવ’ લાગુ કરવાની માગણી કરી હતી. અરજી દાખલ કર્યા પછી અદાલતે અગિયારમા ધોરણમાં પ્રવેશને હંગામી ધોરણે સ્થગિત કર્યો હતો. મંગળવારે આ બાબતની દલીલો પૂર્ણ થતાં ન્યાયમૂર્તિઓએ ચુકાદો જાહેર કર્યો હતો. એ દરમિયાન તેમણે આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડના છાત્રોના વાલીઓને ઠપકો આપ્યો હતો. ‘આ પ્રશ્નમાં કોઈપણ વિદ્યાર્થીનાં હિતોને આંચ આવે એવું લાગતું નથી,’ એવું નિરીક્ષણ પણ અદાલતે નોંધ્યું હતું. ત્યાર પછી ખંડપીઠે બુધવારે ‘બેસ્ટ ઓફ ફાઈવ’ પદ્ધતિ રદ કરવાનો હુકમ કર્યો હતો.
વિમાસવિદ્યાર્થીઓણમાં
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આઈસીએસઈ, સીબીએસઈ અને એસએસસી બોર્ડસના વિદ્યાર્થીઓને સમાન ધોરણે લાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી પદ્ધતિઓમાં પર્સેન્ટાઇલ ફલોપ ગઈ, ૯૦:૧૦ કવોટા કચરા ટોપલીમાં ફેંકાઈ અને હવે ‘બેસ્ટ ઓફ ફાઈવ’ નાપાસ થઈ છે. ‘બેસ્ટ ઓફ ફાઈવ’ના સરકારી જીઆરને પણ ન્યાયતંત્રે બિનઅમલી બનાવતાં આ મુદ્દે સરકાર ઊંધે માથે પટકાઈ છે.
તેથી ૧૧મા ધોરણમાં ઊંચા શિકર સર કર્યાના ઝંડા રોપનારા વિદ્યાર્થીઓ વિમાસણમાં પડ્યા છે. રાજ્ય સરકારના શાળા શિક્ષણ વિભાગે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ ‘બેસ્ટ ઓફ ફાઈવ’નો જીઆર બહાર પાડ્યો હતો. પરંતુ આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડસના વિદ્યાર્થીઓના વાલીઓએ પર્સેન્ટાઇલ અને ૯૦:૧૦ કવોટાની માફક આ વિકલ્પને પણ વડી અદાલતમાં પડકાર્યો હતો. તેની અદાલતી લડાઈમાં રાજ્ય સરકાર ફરી પરાજિત થઈ હતી.
રાજકીય પક્ષોની ઉગ્ર પ્રતિક્રિયાઓ
દરમિયાન આ વિવાદાસ્પદ પદ્ધતિ અંગે સરકાર વિરુદ્ધ ચુકાદો આવતાં કોંગ્રેસ અને એનસીપી બચાવની ભૂમિકામાં આવી ગયા છે અને વિરોધ પક્ષો ટીકા કરવા ખડે પગે તૈયાર થઈ ગયા છે. આ રીતે વારંવાર નવી નવી પદ્ધતિઓની અજમાયશથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ગૂંચવણમાં મુકાતા હોવાનું જણાવતાં તાજેતરની ગૂંચવણનો અંત આણવા પોતે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને મળવા જનાર હોવાનું મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ જણાવ્યું હતું.
*PMOએ અખબાર પાછળ 12 લાખ ખર્ચ્યા
પ્રધાનમંત્રી કાર્યાલયે પોતાના અધિકારીઓ માટે આવનાર અખબાર અને સામયિકો પર વર્ષ 2009થી 2010 દરમિયાન લગભગ 12 લાખ રૂપિયા ખર્ચ્યા છે. માહિતી અધિકારના કાયદા હેઠળ અફરોઝ આલમ સાહિલ નામના એક કાર્યકર્તા તરફથી કરવામાં આવેલી અરજીના જવાબમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.
પીએમઓએ જણાવ્યું છે કે આ હિન્દી અને અંગ્રેજી સહીત વિભિન્ન ભાષાઓના 43 અખબાર અને 45 સામયિકો સબ્સ્ક્રાઈબ કરે છે. કાર્યકર્તાએ પૂછેલા સવાલોના જવાબમાં પીએમઓમાંથી આ જવાબ મળ્યા હતાં.
વાર્ષિક ખર્ચના જવાબમાં પીએમઓએ જણાવ્યું હતું કે અખબાર અને સામયિકો સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીથી ખરીદવામાં આવે છે, જેના માટે વર્ષ 2009-10 દરમિયાન 1.19 મિલિયન રૂપિયા આપવામાં આવ્યા હતાં.
પીએમઓએ જણાવ્યું કે વર્ષ 2005થી 06માં તેણે 908,735 રૂપિયા, 2006-07માં 1.01 મિલિયન રૂપિયા, 2007-08માં 1.03 મિલિયન રૂપિયા અને 2008-09માં 1.20 મિલિયન રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં.
*ટોપટેનમાં ઝી ટીવીના પાંચ શો
વર્ષનાં 24 અઠવાડિયામાં હીન્દીના મનોરંજન ટીવી ચેનલોમાં સ્ટાર પ્લસ નંબર વન રહ્યુ છે. ત્યારબાદ કલર્સ અને જી ટીવીનું સ્થાન આવે છે. પરંતુ ઝી ટીવીનો "પવિત્ર રિશ્તા" નો આ વખતના શો ને સૌથી વધુ લોકોએ જોયો. આ સીરિયલની ટીવી રેટીંગ સૌથી વધુ રહી હતી.
સૌથી વધુ જોવાયેલા ટીવી શોમાં કલર્સ ચેનલ પર દર્શાવાતી સીરિયલ "ઉતરન" (ટીવી આર 5.4)આ હપ્તે ચોથા સ્થાન પર રહી. સ્ટાર પ્લસ પર દર્શાવાતી સીરિયલ "પ્રતિજ્ઞા" આ આવૃતીમાં ત્રીજા સ્થાન પર રહી.અને આની ટીવી રેટીંગ 5.3 રહી.
"બાલીકા વધૂ" અને "ના આના ઇસ દેસ લાડો" ની ટીવી રેટીંગ ક્રમશઃ 4.9 અને 4.8 રહી છે. અને આ બન્ને શો વર્ષના 24માં હપ્તે ચોથા અને પાંચમાં સ્થાન ઉપર રહી. ટોચના દશ કાર્યક્રમોમાં સામેલ અન્ય શો, "અગલે જનમ મોહે બીટીયા કિજો", "ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર", "ઝાંસી કી રાની", "યે રિશ્તા ક્યાં કહેલાતા હે", અને "યહા મૈં ઘર ઘર ખેલી" રહ્યાં હતાં. આ રીતે 24માં હપ્તામાં પહેલા દસ કાર્યક્રમોમાં ઝી ના પાંચ શો સામેલ રહ્યાં છે.
* લાલુ સવર્ણ જાતિઓને પટાવવાની કોશિશમાં
હંમેશા પછાત જાતિઓ જાતિઓની રાજનીતિ કરનારા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ હવે અગડી જાતિને લુભાવવામાં લાગી ગયા છે. ફરીથી બિહારમાં સત્તાનો ભોગવટો કરવા મળે તે માટે લાલુ પ્રસાદ યાદવ આમ કરવા માટે મજબૂર છે.
લાલુએ કહ્યું હતું કે તેમની પાર્ટી ક્યારેય અગડી જાતિઓ એટલે કે સવર્ણોની વિરુદ્ધ રહી નથી. લાલુએ કહ્યું હતું કે તેમની પાર્ટી દલિત, મુસ્લિમ વર્ગની સાથે સાથે અગડી જાતિના વિકાસ માટે કામ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે લાલુ અત્યાર સુધી ઓબીસી, દલિત અને મુસ્લિમ વર્ગોને લોભાવવા માટે સવર્ણ જાતિઓનો વિરોધ કરતા રહ્યાં છે. બિહારમાં નવેમ્બર આસપાસ ચૂંટણી થવાની સંભાવના છે.
આ વર્ષના અંત સુધી થનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી સાથે તાલમેલ કરે તેવી સંભાવના છે. પરંતુ કોંગ્રેસ સાથે ચૂંટણી પહેલા ગઠબંધનના કોઈ સંકેતો નજરે પડી રહ્યાં નથી. કોંગ્રેસ આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાના મૂડમાં છે. ભાજપ અને જનતાદળ-યૂનાઈટેડને પોતાના મુખ્ય પ્રતિદ્વંદ્વી માનીને લાલુ પ્રસાદ યાદવે ઓબીસી વાળી પરંપરાગત વોટબેંકથી આગળ જવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા બેગૂસરાયમાં પોતાના ભાષણમાં તેમણે અગડી જાતિઓ માટે કંઈક એવું કહ્યું હતું કે જેનાથી તેઓ માત્ર ભડક્યા ન હતા, પણ લાલુને બિહારની સત્તામાંથી દૂર પણ ક્રયા હતા. હવે લાલુ કહે છે કે તેમની વાતોને વિક્ષિપ્ત કરીને રજૂ કરવામાં આવી હતી. તેમના તે કથિત ભાષણમાં પછાત અને દલિત વર્ગના લોકોને ચાર સવર્ણ જાતિઓ બ્રાહ્મણ, ભૂમિહાર, રાજપૂત અને કાયસ્થ વિરુદ્ધ ભડકાવામાં આવ્યા હતા.
*૨૬ જુલાઇથી ૨૭ ઓગસ્ટ સંસદનુ વષૉસત્ર
સંસદનુ વષૉ સત્ર ૨૬ જુલાઇથી ૨૭ ઓગસ્ટ સુધી યોજાવાનો સંભવ છે. સંસદીય વર્તુળોએ કહ્યુ હતુ કે એક મહિના લાંબુ ચાલનાર આ સત્ર અંગે સંસદની કેબિનેટ સમિતિની બેઠકમાં તારીખો ટૂંક સમયમાં નકકી થવાની ધારણા છે.
સત્ર યુનિયન કાબૉઇડના વડા વોરેન એન્ડરસનને સલામત જવા દેવાયા સહિતના અનેક મુદે તોફાની બનવાના બધા સંકેતો છે. ભાજપે એન્ડરસનને ભારત લાવવાની માંગણી અને ભોપાલ ગેસ દુર્ઘટનાનો ભોગ બનેલાનુ વળતર વધારવા લોકસભામાં સભા મોકુફી પ્રસ્તાવ લાવવાનો નિર્ણય પણ કરેલો છે.
લોકસભાના વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યુ છે કે સત્રના આરંભના દિવસે ભોગ બનેલાને વળતર આપવા માટેની ૧૯૮૯ની સમજૂતી રદ કરવાની ખટલો ચલાવવા એન્ડરસનને ભારત લાવવા અને મૃતકોના છેલ્લા આંકડા પ્રમાણે વળતર વધારવાની માંગણી કરવા લોકસભાના ૧૮૪ (મતદાન લેવુ) નિયમ હેઠળ ભાજપ પ્રસ્તાવ રજૂ કરશે.
વિપક્ષ દ્વારા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ભાવ વધારો અને ઓનર કિલિંગ જેવા બીજા અનેક મુદ્દાઓ ઉપસ્થિત કરાય એવી શક્યતા છે. સરકારની ઓનર કિલિંગ માટે આકરી શિક્ષા કરતુ બિલ રજૂ કરવાની યોજના છે. સત્ર દરમિયાન હાલમાં સંસદની સ્થાયી સમિતિ સમક્ષ પડેલ વિવાદાસ્પદ ન્યુકિલયર લાયાબિલીટી બિલ ચર્ચા અને મતદાન માટે રજૂ થાય એવો સંભવ છે.
* સાંસદોના પગાર વધીને બમણા થશે
જે ૧ હજારમાંથી વધીને ૨૦૦૦ થશે તેનો પણ લાભ મળશે. કાર્યાલય ખર્ચ પણ વધીને પ્રતિમાસ રૂ. ૩૪૦૦૦ થશે. જેમાં રૂ. ૨૦ હજારનો તોતિંગ વધારો થશે. કોન્સ્ટીટુઅન્સી એલાઉન્સ પણ બમણું થઈને દરેક સાંસદને રૂ. ૪૦ હજાર લેખે મળશે.
દરેક સાંસદને વર્ષે ઓછામાં ઓછી મફત પ૦ ફ્લાઈટો જોઈતી હતી પરંતુ સરકારે તે નકારી કાઢયું હતું. હાલ તેમને વર્ષે મળતી ૩૪ મફત હવાઈ મુસાફરીથી જ સંતોષ માનવો પડશે. પરંતુ તેઓ જો ટ્રેન મારફતે મુસાફરી કરે તો ફર્સ્ટ કલાસ એસી યાત્રાની દરેક વખતે તેમને સુવિધા મળશે.
દિલ્હીમાં આ સુવિધાઓમાં વિશેષ ઉમેરો એ છે કે તેમને પાણી અને વીજળી મફત અપાય છે પરંતુ સરકારે મફત ટેલિફોન કોલની સંખ્યા વધારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ સુવિધા વાર્ષિક ૧,પ૦,૦૦૦ કોલ પૂરતી મર્યાદિત છે.
સાંસદોના પેન્શનમાં પણ વધારો
એક વખત સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી અપાય ત્યારબાદ પેન્શનમાં પણ જંગી વધારો થશે.
સાંસદોને શું મળશે
પગાર + રૂ. ૨૦૦૦ (ડેઈલી એલાઉન્સ)+૩૪ મફત હવાઈ મુસાફરી+રૂ.૪૦,૦૦૦ કાર્યાલય ખર્ચ+રૂ. ૪૦ હજાર (કન્સિટ્યુઅન્સી એલાઉન્સ)+૧.પ લાખ મફત ટેલિફોન કોલ+ મફત ફર્સ્ટ કલાસ એસી રેલવે મુસાફરી.
શું મળતું હતું
રૂ. ૧૬૦૦૦ પગાર+રૂ. ૧૦૦૦ ડેઈલી એલાઉન્સ+૩૪ મફત વિમાની મુસાફરી+રૂ. ૨૦ હજાર (કાર્યાલય ખર્ચ)+ રૂ.૨૦૦૦૦ (કન્સ્ટીટ્યુઅન્સી એલાઉન્સ)+ ૧.પ લાખ મફત ટેલિફોન કોલ્સ+ દિલ્હીમાં રહેવાનું અને પાણી વીજળી મફત.
*ગુજરાતીઓ અટવાયા
* ગુજરાતીઓ અટવાયા
* ઇરાન વિરોધી ભારતીય વલણ પ્રશંસનીયઃUS
* 'BCCI એશિયનમાં ક્રિકેટ ટીમ મોકલે'
* સ્પાઇસ જેટના બંધ એ.સી.થી મુસાફરો ગૂંગળાયા
* શું ‘માય નેમ ઈઝ ખાન’ ‘સ્લમડોગ’ને પછાડશે?
બુધવારે વર્જિન એટલાન્ટિક એરવેઝની લંડનથી નેવાર્કની ફ્લાઈટમાં ગુજરાતીઓ સહિતના પ્રવાસીઓ ભારે પરેશાન થઈ ગયા હતા. ખરાબ વાતાવરણને કારણે ફ્લાઈટ કનેક્ટિકટ પહોંચ્યા બાદ તો ખોરવાઈ જ ગઈ હતી, જેને કારણે પ્રવાસીઓને ત્યાં ચાર કલાક ત્યાં પ્લેનમાં જ બેસી સહેવું પડ્યું હતું. અંતે બસ મારફતે તેઓ નેવાર્ક પહોંચ્યા હતા.
*9/11ના સ્થળેથી હજુ પણ મૃતદેહો મળે છે
9/11ની ઘટનાને નવ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ તેના કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી 72 જેટલા મૃતદેહો મળી આવ્યાં હતા.
આ મૃતદેહોમાં મોટા ભાગના મૃતદેહો વેસ્ટ સ્ટ્રીટ તરફના ગ્રાઉન્ડ ઝીરો ખાતેથી મળી આવ્યાં હતા. લગભગ 37 જેટલા મૃતદેહો આ સ્થળે કાટમાળમાં દટાયેલા પડ્યાં હતા.
ઉપરાંત આ સ્થળ અન્ય કારણોથી પણ વિવાદમાં ઘેરાયેલુ છે. મે મહિનામાં ન્યૂયોર્ક શહેરની કોમ્યુનિટી બોર્ડે આ ગ્રાઉન્ડ ઝીરો ઘટના સ્થળની નજીક એક મસ્જીદ અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માટેની તરફેણ કરી હતી. આ મસ્જીદ 13 માળની હશે જેમાં મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર, સ્વિમિંગ પુલ, થિયેટર અને રમત-ગમતની સુવિધા ઉપલબ્ધ હશે.
જો કે કન્ઝરવેટિવ કાર્યકર્તાઓએ અને દુર્ઘટનનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ ગ્રાઉન્ડ ઝીરો પાસે મસ્જીદ બાંધવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
* 9/11ના સ્થળેથી હજુ પણ મૃતદેહો મળે છે
9/11ની ઘટનાને નવ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ તેના કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી 72 જેટલા મૃતદેહો મળી આવ્યાં હતા.
આ મૃતદેહોમાં મોટા ભાગના મૃતદેહો વેસ્ટ સ્ટ્રીટ તરફના ગ્રાઉન્ડ ઝીરો ખાતેથી મળી આવ્યાં હતા. લગભગ 37 જેટલા મૃતદેહો આ સ્થળે કાટમાળમાં દટાયેલા પડ્યાં હતા.
ઉપરાંત આ સ્થળ અન્ય કારણોથી પણ વિવાદમાં ઘેરાયેલુ છે. મે મહિનામાં ન્યૂયોર્ક શહેરની કોમ્યુનિટી બોર્ડે આ ગ્રાઉન્ડ ઝીરો ઘટના સ્થળની નજીક એક મસ્જીદ અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માટેની તરફેણ કરી હતી. આ મસ્જીદ 13 માળની હશે જેમાં મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર, સ્વિમિંગ પુલ, થિયેટર અને રમત-ગમતની સુવિધા ઉપલબ્ધ હશે.
જો કે કન્ઝરવેટિવ કાર્યકર્તાઓએ અને દુર્ઘટનનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ ગ્રાઉન્ડ ઝીરો પાસે મસ્જીદ બાંધવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
*અભિનો એશ સાથેનો સૌથી કડવો પ્રસંગ!
અભિષેક બચ્ચન પોતાની પત્ની એશને કેન્ડલ લાઈટ ડિનર માટે લઈ ગયો હતો પરંતુ આ ડિનર અભિ માટે સૌથી મુશ્કેલીરૂપ રહ્યું હતું. અભિને જીવનનો સૌથી કડવો અનુભવ કેન્ડલ લાઈટ ડિનર વખતે થયો હતો.
આ અંગે અભિષેકે કહ્યું હતું કે, એક વખત એશે અભિને દરિયાની નજીક કેન્ડલ લાઈટ ડિનર લેવાનું કહ્યું હતું. પરંતુ આ ઘટના તેના માટે દુખદાયક બની ગઈ હતી.
અભિએ કહ્યું હતું કે, ફિલ્મોમાં દરિયા વચ્ચે કેન્ડલ લાઈટ ડિનર રોમેન્ટિક લાગે છે પરંતુ વાસ્તવિક જીવનમાં દરિયા આગળ કેન્ડલ લાઈટ ડિનર ઘણું જ ખરાબ હોય છે. દરિયા પાસે પવન આવતો રહેતો હોવાને કારણે કેન્ડલ બુઝાઈ જતી હતી.
દરિયા આગળ ઘણી જ રેતી ઉડતી હોવાથી અભિ અને એશના કપડાં રેતીવાળા થઈ ગયા હતા. આટલું જ નહિ તેઓના જમવામાં પણ રેતી હતી.
આ બાબતથી દુખી અભિએ ક્યારેય એશને દરિયા આગળ કેન્ડલ લાઈટ ડિનર લેવાની ના પાડી દીધી હતી.
હજી સુધી અભિને રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનરનો કોન્સેપ્ટ સમજાયો નથી. તેના માટે ડેટ પર ડિનરમાં જવું તે બાબત ઘણી જ ખરાબ છે. તેના મતે ડિનર પર પ્રેમિકા ક્યારેય ખુશ થશે નહિ.
* કેટની ડોક મચકોડાઈ ગઈ!
વરસાદને કારણે કેટરિનાની પાર્ટીનું આયોજન કરી શકી નથી. હવે, ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી મિલેંગીની દોબારાના શુટિંગ દરમિયાન કેટરિનાની ડોક મચકોડાઈ ગઈ છે.
સોમવાર સવારે કેટબેબી જીમમાં હતી અને તે દરમિયાન તેની ડોક મચકોડાઈ ગઈ હતી. ત્યારબાદ તેને ઘણો જ દુખાવો થયો હતો.
કેટે આ અંગે કહ્યું હતું કે, તેને ખ્યાલ નથી કે તેની સાથે આવું કઈ રીતે બન્યું. કેટ પોતાનું માથુ પણ હલાવી શકતી નથી.
આ ફિલ્મમાં કેટબેબીએ એક્શન દ્રશ્યો ભજવવાના છે અને તેથી જ તે નિયમિત રીતે જીમમાં જાય છે. જો કે કેટે પ્રોફેશનલની જેમ શુટિંગ ચાલું જ રાખ્યું છે.
*65 વર્ષે ટોપલેસ ફોટોશુટ
હોલિવૂડની લિજેન્ડરી અભિનેત્રી ડેમ હેલેન મિરેન લવ રાન્ચ નામની ફિલ્મ માટે એક મેગેઝીનમાં ટોપલેસ ફોટો આપ્યો છે.
હેલેને ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે હજી પણ સારી યુવતી છે કે જે ખરાબ થવા માટે તૈયાર છે.
જો કે તેણે સ્વીકાર્યુ હતું કે, તે ક્યારેય ખરાબ યુવતી થશે નહિ. હેલેને કહ્યું હતું કે, તે ઘણી જ ડરપોક અને સંન્યાસી જેવી છે.
1979મં ફિલ્મ કાલીગુલામાં મસ્તીખોર યુવતીની ભૂમિકા ભજવ્યા પછી હેલેને કહ્યું હતું કે, તેણે પોતાની સેક્સ્યુએલિટિનો ઉપયોગ કરિયરની શરૂઆતમાં કર્યો હતો.
હેલેને કહ્યું હતું કે, તે સારી ફિલ્મોમાં કામ કરવા માંગે છે.
પીડિતાએ છત્રાલ પાસે બાંકડા પર રાત વીતાવી
પીડિતાએ છત્રાલ પાસે બાંકડા પર રાત વીતાવી
અધ્યાપિકા ઉપર બળાત્કાર ગુજારવાના બહુચર્ચીત કેસમાં હાલમાં સારવાર લઈ રહેલી પિડીતાએ મહેસાણા ડીવાયએસપી એસ.પી.પઠાણ સમક્ષ કેટલુંક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જેમાં કથિત બળાત્કારી સાથે મળીને દિનેશ પટેલ તેમજ કેતન ઠાકર તેને બદનામ કરતા હોવાના મુદ્દે તેણીએ માતા-પિતાને જાણ કરી હતી અને તેઓ સાથે ગાડીમાં બેસીને કલ્યાણપુરા જઈ મુકેશ સાથે ઝઘડો કર્યો હતો. ત્રણે અધ્યાપકો સાથે થયેલી બોલાચાલીથી વ્યથિત બનેલ અધ્યાપિકાએ પોતાના ઘરમાં ઝેરી દવા પીવાનો પ્રયત્ન કર્યો હતો.
જેમાં તેના પિતાએ દવાની બોટલ છીનવી લેતા જીવન ટૂંકાવી દેવાના નિર્ણય સાથે તેણીએ ઘર છોડી દીધું હતું. ગત શનિવારે રાત્રે છત્રાલ સ્થિત કોટન ઈન્ડસ્ટ્રીઝ નજીક બાંકડા ઉપર રાત વિતાવનાર પિડીતા પરોઢિયે અમદાવાદ ગીતા મંદિર ગઈ હતી અને ત્યાંથી પિતા અને શિક્ષક મુકેશ પટેલને ફોન કરીને પોતે ઘરે ક્યારેય નહીં ફરે અને આત્મહત્યા કરી લેશે તેવી વાતચીત કરી હતી. ત્યારબાદ અમદાવાદથી કલોલ આવેલી અધ્યાપિકાએ અત્રેની એક દૂકાનમાંથી રૂ. ૫૦ની કિંમતની ઝેરી દવા ખરીદી હતી અને હાઈવે સ્થિત એક હોટલના રૂમમાં જઈને તે ગટગટાવી ગઈ હતી.
જો કે, દવાની અસર જણાય તે પૂર્વે પોતાના વાંકે હોટલવાળો ફસાઈ જવાના વિચારમાત્રથી તેણીએ હોટલનો રૂમ છોડી દીધો હતો અને ત્યારબાદ તેણી કલોલ એસ.ટી. ડેપો ઉપર આવી જઈને બેભાન બની ગઈ હોવાનું વિસ્તૃત નિવેદન પોલીસ સમક્ષ રજુ કર્યું હતું. છેલ્લા સાત મહિના દરમિયાન લંપટ શિક્ષકો દ્વારા ગુજારાતા અમાનુસિ બળાત્કાર અંગેનું નિવેદન હાલમાં બાકી હોઈ મહેસાણા ડીવાયએસપીએ તેણીનું વધુ નિવેદન લેવાની બુધવારે રાત્રે તજવીજ હાથ ધરી હતી.
અડધાથી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન શરૂ
અડધાથી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન શરૂ
રાજ્ય સરકારે યોજેલી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ-’૦૯ વખતે ગાંધીનગર જિલ્લામાં થયેલા ૧૦ કરોડથી ઓછા મૂડીરોકાણવાળાં ૩૦ એકમોના રૂ.૧૦૬ કરોડના કુલ મૂડીરોકાણના એમઓયુ પૈકીના ૧૮ ઉદ્યોગો ઉત્પાદનમાં આવી ગયા છે. આ ઉપરાંત ૬ એકમો અમલીકરણની કક્ષાએ પહોંચી ગયા હોવાનું તાજેતરમાં મળેલી સમીક્ષા બેઠક દરમિયાન સ્પષ્ટ થયું હતું, જ્યારે ૬ ઉદ્યોગકારો એવા છે જેઓ એકમ સ્થાપવા માટે જમીનની શોધખોળ ચલાવી રહ્યા છે.
જિલ્લાતંત્રનાં સત્તાવાર સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ઉત્પાદનમાં આવી ગયેલા ઉદ્યોગોમાં પીંડારડા ગામે ઝલક કોલ્ડ સ્ટોરેજ, રકનપુર ગામે દીપ પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, છત્રાલમાં સંગીનીતા ઇન્ડસ્ટ્રીઝ, કરણ પેપર મિલ્સ, ડી-કાલ ફાર્મા, જી-વન એગ્રો પ્રોડક્ટ, ધાનોટમાં વિરાટ એલોઇઝ, સાંતેજમાં અનિકેત ફાર્મા., વાસણા રાઠોડ પાટીદાર એગ્રો એન્ડ ફૂડ, મોસમપુરા ગામે વિનાયક ટીએમટી બાર્સ, રાજપુરામાં સાકાર ગ્લેઝડ ટાઇલ્સ, પરબતપુરામાં ગોકુલ ફ્રિઝિંગ હાઉસ, મોટી ભોંયણમાં શક્તિ પોલીફેબ, બિલેશ્વરપુરામાં રોયલ ઇન્ડસ્ટ્રીઝ, સાંતેજમાં ઇટા એન્જિનિયિંરગ સર્વિસ, ધમાસણામાં શ્યામ એગ્રો, ચિલોડામાં પર્લ એન્ટરપ્રાઇઝ અને બલાલપુરમાં સ્ટોનેકસ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.
દરમિયાન ઉપરોક્ત ઉદ્યોગોમાં આજ સુધીમાં રૂ.૩૯.૧૨ કરોડનું મૂડીરોકાણ પણ થઈ ગયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉદ્યોગોમાં કુલ ૧,૦૫૮ લોકોને રોજગારી મળવાની હતી તે પૈકી ૩૧૪ લોકોને રોજગારી મળી ચૂકી છે.
જે ઉદ્યોગો અમલીકરણ હેઠળ છે તેમાં દીપ ઇન્ટરનેશનલ અને રામ સ્ટીલ રોલિંગ મિલ્સ, મોટી ભોંયણમાં ગુંજન પેઇન્ટ્સ અને ધારા લાઇફસીન, સાંતેજમાં નિરમી ફ્લેક્સીપેક અને ઉમા કન્વર્ટર્સનો સમાવેશ થાય છે.s
* યુવતીઓને આશરો આપનાર મહિલા સંસ્થામાં ભારે હોબાળો
રાજસ્થાનથી દોડી આવેલા નિધિ જૈનના પરિવારજનોની વિકલ્પ વિમન્સ ગ્રૂપમાં તોડફોડ
રાજસ્થાનના કોટાથી ભાગેલી બે યુવતીઓએ મહિલાઓના હક માટે લડતી વડોદરાની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં આશરો લીધો હતો. યુવતીઓના પરિવારજનોને જાણ થતાં બુધવારે વડોદરા દોડી આવ્યા હતાં. જ્યાં યુવતીઓને મળવાના મુદ્દે સંસ્થાના સંચાલિકા સાથે રકઝક થતાં પરિવારજનોએ તોડફોડ કરતા ભારે હોબાળો મચી ગયો હતો.
રાજસ્થાનના કોટામાં રહેતા લલિતકુમાર જૈનની ૨૭ વર્ષીય પુત્રી નિધિ અને જોધપુર પાલી નિવાસી ૨પ વર્ષીય આકાંક્ષા રાજપુરોહિત ગત ૧ જૂને ઘરેથી ભાગી ગયાં હતાં. આ અંગે કોટા પોલીસને જાણ કરી પરિવારજનોએ શોધખોળ ચલાવી હતી. દરમિયાનમાં યુવતીઓએ ફોન કરી પોતે સલામત હોવાની પરિવારજનોને જાણ કરી હતી. કોલના આધારે યુવતીઓ વડોદરામાં હોવાનું જાણવા મળ્યું હતું.
બંને યુવતીઓ વડોદરાના અકોટા વિસ્તારમાં હોવાની પરિવારજનોને જાણ થતાં નિધિના કાકા પંકજ જૈન અને અન્ય એક યુવક આજે આવ્યા હતાં. તેઓએ અકોટાની હોટલ ગેટ વેમાં તપાસ કર્યા બાદ સામેની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં હોવાનું જાણવા મળતાં ત્યાં પહોંચ્યા હતાં.
સંસ્થા યુવતીઓ-મહિલાઓના હક માટે કાર્યરત હોવાની જાણ થતાં પરિવારજનોએ સંસ્થામાં જઇ બંને યુવતીઓને મળવાનો આગ્રહ કર્યો હતો પરંતુ આ મુદ્દે સંસ્થાના સંચાલિકા ઇન્દિરાબહેન પાઠક સાથે રકઝક થતાં પરિવારજનો ઉશ્કેરાયા હતા અને એક યુવકે દરવાજાની તોડફોડ શરૂ કરી દીધી હતી.
ઓફિસમાં તોડફોડ થતાં સંસ્થાની મહિલા કાર્યકરોમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવના પગલે સંચાલિકાએ પોલીસ કમિશનરને જાણ કરતાં જેપી રોડ પોલીસ મથકના પીએસઆઇ ચાવડા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસની એન્ટ્રી પડતાં જ યુવતીના કાકા સહિત બંને ત્યાંથી પોબારા ભણી ગયા હતાં. જોકે, કાર્યાલય પર તમાશાને જોવા લોકોનાં ટોળાં ઉમટી પડતાં પોલીસે સંસ્થામાં સંચાલિકા સહિત કાર્યકરોને પાછળના દરવાજેથી બહાર કાઢી મૂક્યા હતાં.
પોલીસે સમગ્ર વિવાદના કેન્દ્રસ્થાને રહેલી નીધિની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે,આગામી ૩ જુલાઇએ તેનું લગ્ન નક્કી કરાયું છે. લગ્ન માટે અનિચ્છા હોવા છતાં પરિવારજનોએ દબાણ કરતાં તે સહેલી આકાંક્ષા સાથે ઘર છોડીને ભાગી હતી. આ અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી.
યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા
નિધિ જૈન અને આકાંક્ષા રાજપુરોહિત છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતી. તેમના સંબંધો અંગે પરિવારજનોને જાણ થઇ જતાં ભારે વિરોધ થયો હતો. રાજસ્થાનથી ભાગેલી આ બંને યુવતીઓએ વડોદરામાં વિકલ્પ વુમન્સ ગ્રુપ સંસ્થામાં આશરો લીધો છે. આ બંને યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા સેવાઇ રહી છે. અલબત્ત,બંને મિત્રો વચ્ચે કેવો સંબંધ છે અને સંસ્થાની ભૂમિકા શું છે? તે અંગે કંઇ જાણવા મયું નથી.
સંસ્થામાં વિદેશી સહિત ૧૦ જેટલી યુવતીઓનું રોકાણ
વિકલ્પ વિમેન્સ ગ્રૂપની ઓફિસની ઉપર જ મકાન છે. જેમાં હાલ બેથી ત્રણ જેટલી વિદેશી યુવતીઓ સહિત ૧૦ થી વધુ મહિલાઓ રોકાઇ છે. આજે રાજસ્થાનથી ભાગીને આવેલી બે યુવતીઓના પરિવારજનોએ સંસ્થાની કચેરીમાં તોડફોડ કરતાં તમામને પાછળના દરવાજેથી બહાર કઢાઇ હતી.
*તારાં લગ્નના દિવસે બ્રેઇન સર્જરી કરાવીશ
યુવતીને આડકતરી ધમકી આપતાં લખ્યું, હું ગૃહખાતાથી લઇને અરુણ જેટલી સુધીના સંપર્કમાં છું
કોર્પોરેશનના અધિકારીએ યુવતીને કરેલા એસએમએસથી તેની વિકૃત માનસિકતા છતી થાય છે. તે પૈસા અને પદના જોરે યુવતીઓને ફસાવે છે. પીવાનો શોખીન છે. સુરતમાં તો છોકરી ફસાવે જ છે પણ છેક પૂનામાં પણ ગર્લફ્રેન્ડ રાખે છે અને ગોવા જઇને એન્જોય કરે છે તેવું તેણે યુવતીને કરેલા મેસેજ પરથી ફલિત થાય છે.
યુવતીએ કરેલી પોલીસ ફરિયાદમાં ફોનનંબર ૯૭૨૪૩૪૫૦૧૧ ઉપરથી મે અને જુન મહિનામાં આવેલા કુલ ૭૨ એસએમએસની સ્ક્રીપ્ટ આપી છે. આ એસએમએસનો અભ્યાસ કરતા જણાય છે કે આ પરિણીત આધેડ અધિકારી તેની દીકરીની ઉંમરની યુવતીના ૨જી જુને થનારા લગ્નને અટકાવવા માટે સૌપ્રથમ તો ઇમોશનલ બ્લેક મેઇલ કરે છે.
એસએમએસ કરનાર લંપટ અધિકારી યુવતીના લગ્નને કોઇપણ રીતે અટકાવવા માટે સામ-દામ-દંડ-ભેદ તમામ રીતરસમો અપનાવે છે. તે ઇમોશનલ બ્લેકમેઇલ કરવા ઉપરાંત બીજી ગર્લફ્રેન્ડની વાત કરી ઇષ્ર્યા જન્માવવાનો પણ પ્રયાસ કરે છે. યુવતીના લગ્નના દિવસે પોતાના બ્રેઇનના ઓપરેશનની વાત કરે છે. આટલું જ નહીં ગાંધીનગરના હોમ ડિપાર્ટમેન્ટથી લઇને રામ જેઠમલાણી અને અરૂણ જેટલીના સંપર્કમાં હોવાની છાંટ મારીને યુવતીને આડકતરી ધમકી પણ મેસેજ મારફતે આપે છે.
તારીખ ૩ મેના દિવસે તે લખે છે- ‘હું કન્ફ્યુઝ છું, આ પરિસ્થિતિમાં શું કરૂં? તારે તારા ફીયાન્સ સાથે વાત કરી મને જણાવવું જોઇએ. થોડા સમયમાં તે તારો પતિ બની જશે. મારે શું કરવાનું? પ્લીઝ..’ પ્રેમભંગમાં દિલનું ઓપરેશન કરાવવું પડે પણ આ મહાશય તો બ્રેઇનના ઓપરેશનની વાત કરે છે. યુવતીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો એક એસએમએસ તારીખ ૧૪મેના દિવસે કરે છે-‘મુંબઇ જશલોક હોસ્પિટલમાં મારી બ્રેઇનની સર્જરી છે. પાછો આવું કે નહીં એ ખબર નથી, એટલે મેં ગુનો કર્યો હોય કે નહીં, તારી સાચા દિલથી માફી માગું છું. જો શક્ય હોય તો....’
યુવતીને ૨જુને થનારા તેના લગ્નના દિવસની યાદ અપાવી બીજા એસએમએસમાં કહે છે-‘હું તારો સામનો કરી શકતો નથી. મને આમંત્રણ આપવાનો પ્રયાસ કરતી નહીં. હું ૨જી જુને મુંબઇની જશલોક હોસ્પિટલમાં એનેસ્થેસિયાના સહારે હોઇશ. પણ હવે એ તારો સબ્જેકટ નથી..’
યુવતી તમામ વાતથી તેના પતિ અને કુટુંબીઓને વાકેફ કરે છે. સમાજમાં બદનામ થવાના ડરથી અધિકારી મહાશય હવે ધમકીનો સહારો લે છે. યુવતી માનતી નથી. તમામ વાતો ફિયાન્સ અને કુટુંબીઓને બતાવે છે. અધિકારી હવે પોલીસ અને મોટા વકીલોના નામે દમ મારે છે.
તારીખ ૨૫ મેના દિવસે મોકલેલા એસએમએસમાં કહે છે-‘સુરતના જ નહીં ગાંધીનગરના ટોપ પોલીસ ઓફિસર અને હોમ ડિપાર્ટમેન્ટ જોડે કોન્ટેકટમાં છું. તેં મને નીચ કહ્યો છતાં આજ સુધી ચુપ હતો. હવે કંઇપણ કરવા આઝાદ છું’ તારીખ ૨૩ મેના દિવસે મોકલેલા એસએમએસમાં દેશના નામી વકીલોનું નામ વટાવે છે-‘તમે મને થાય એટલો બદનામ કરી લીધો. કાયદાની રીતે તમે મને કેટલું નુકસાન કરી શકશો તે વિશે સુપ્રીમ કોર્ટના રામ જેઠમલાણી, શાંતિ ભૂષણ, હરીશ સાલ્વે, સોલી સોરાબજી અને અરૂણ જેટલી જેવા વકીલોની સલાહ લેવાનું ચાલુ છે.’
૨જી જુને યુવતીના લગ્ન થઇ જાય છે. હતાશ થયેલો અધિકારી યુવતીને જલાવવા ૧૭ જુને એસએમએસ કરીને જણાવે છે-‘હું હાલ મારી પૂનાની ગર્લફ્રેન્ડ સાથે છું. તેણે મને એક રાત ગોવામાં રોકાઇ એન્જોય કરવા દબાણ કર્યું. એટલે વિદેશ જતાં પહેલા અહીં આવવું પડ્યું.’ આ દિવસે જ કરેલા બીજા મેસેજમાં હિટલરને ટાંકીને કહે છે-‘થિયરી ઓફ હિટલર- જો તમે એન્જોય કરવા માગતા હો તો હંમેશાં માનો કે આજે જ પહેલો દિવસ છે અને જો તમે કંઇ મેળવવા માગતા હો તો હંમેશાં માનો કે આજે છેલ્લો દિવસ છે...’
હીરાલાલ પટેલે પાલિકાના ‘મોબાઇલ’નો દુરુપયોગ કર્યો
મહાનગર પાલિકાના સેક્રેટરી હીરાલાલ પટેલ(એચ.એલ. પટેલ) બીપીએમસી એકટનો ભંગ નહીં થાય તે માટે મેયર સહિતના પદાધિકારીઓને કાયદાનું જ્ઞાન ધરાવવાનું મહત્વપૂર્ણ પદ ધરાવે છે અને તે માટે તેમને સરકારી મોબાઈલ ફોન નંબર ૯૭૨૪૩૪૫૦૧૧ એલોટ કરવામાં આવ્યો છે.
પરંતુ મનપાના કામ કરવાને બદલે તેમણે આ ફોનનો ઉપયોગ મહિલા કર્મચારીને સેક્સયુઅલ હેરેસમેન્ટ માટે કર્યો છે. જેનાથી, તેમના આ પદને લાંછન લાગ્યું છે. પાલિકાના સેક્રેટરીની નિમણુંક કલમ ૪૫ મુજબ શાસકોએ ખડી સમિતિમાં પસંદગી પ્રક્રિયા હેઠળ કરી છે. શાસકોના એટલે કે મેયરના સીધા નિયંત્રણ હેઠળ આવતી પાલિકાના સેક્રેટરીનું આ પ્રકરણ સપાટી પર આવતાં સ્વતંત્ર સત્તા ભોગવતા આ ઉચ્ચ અધિકારીના સેક્રેટરીએટમાં સન્નાટો છવાઈ ગયો છે.
*કચ્છી ખારેક વિશ્વમાં ટોચે પહોંચશે
બગડી જતા ૨૦ ટકા પાકમાંથી વાઇન બનાવી વિદેશોમાં કરાશે નિકાસ
કચ્છી ખારેકના સંશોધન માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, હોર્ટીકલ્ચર મશિનના એમ.ડી. બજિલકુમાર અને ચુનંદા કૃષિ વૈજ્ઞાનિકોની ટીમે પડાવ નાખ્યા છે. તેમણે આગામી દિવસોમાં કચ્છી ખારેક બ્રાન્ડનેમ બને તથા વાઇન બનાવી નિકાસ થાય તે માટે સહકારની ખાતરી આપી હતી.
માંડવીના મોટી મઉં ગામે પૂર્વ ધારાસભ્ય છબીલભાઇ પટેલની વાડીમાં કચ્છભરના ખારેક ઉત્પાદિત કરતા ખેડૂતોને કેન્દ્રના કૃષિ મંત્રાલયના જોઇનટ સેક્રેટરી અતનુ પુરકાસ્તા અને હોર્ટીકલ્ચરના એમ.ડી. બજિલકુમારે વિવિધલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે જણાવ્યું કે, કચ્છમાં ઉત્પાદન થતી કુલ ખારેકમાંથી ૨૦ ટકા પાક બગડી જવાથી નુકસાન થાય છે. તેમાંથી વાઇન બનાવી શકાય જેની નિકાસ વિદેશોમાં પણ થઇ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કચ્છમાં આ માટે પ્રયત્નો થયા હતા, જે સફળ નીવડયા હતા અને લેબોરેટરી પરિક્ષણમાં સફળતાથી વાઇન બની હતી. આ પ્રોજેક્ટ માટે સેઝમાંથી જમીન ફાળવવા માગણી કરાઇ હતી. ટીમે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
તેમણે જણાવ્યું કે, વિશ્વમાં સૌથી વધુ ખારેક ઉત્પાદન કરતા ૧૨ દેશોમાં કચ્છનો હજુ સમાવેશ થયો નથી. આગામી આઠ વર્ષમાં કચ્છ વિશ્વમાં બીજો નંબરનો ખારેક ઉત્પાદન કરતો પ્રદેશ બને તેમ છે.
ખેડૂતોએ એવી રજૂઆત કરી હતી કે, જે રીતે ઇઝરાયલના ટીસ્યુ વખણાય છે તે રીતે કચ્છની ખારેકના ટીસ્યુ પણ લેવામાં આવે અને ઇઝરાયેલની ખારેક બ્રાન્ડનેમ છે તેમ કચ્છી ખારેક પણ બ્રાન્ડનેમ બને તે માટે પ્રયત્નો કરવા જોઇએ. જેના જવાબમાં અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, ઉત્પાદન વધારો એટલે બધું આપોઆપ થઇ જશે.
આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિવિધ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો ડો. વી.ડી.શર્મા, ડો. સુભાષ આનંદ, ડો. સૂરેન્દ્રસિંગ, ડો. આર.એસ. સિંગ, ડો. સી.એમ. મુરલીધરન તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.