31 July 2010

રેસકોર્સમાં મ્યુઝિકલ જોગર્સ પાર્કને મળી ગઇ લીલીઝંડી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રેસકોર્સમાં મ્યુઝિકલ જોગર્સ પાર્કને મળી ગઇ લીલીઝંડી

વિરાણી હાઇસ્કૂલની દીવાલ પહોળી કરવાનો વિવાદ અંતે ઉકેલાયો, રૂ. ૧૮.૩૦ લાખનો ખર્ચ મંજૂર.મોર્નિંગ વોકર્સ અને સાંજે પણ તંદુરસ્તીની માવજત કરનારાઓ માટેનું મુખ્ય સ્થળ એવા રેસકોર્સમાં મ્યુઝિકલ જોગર્સ પાર્ક બનાવવા લાંબા સમયથી ચાલતું આયોજન અંતે સાકાર થવા જઇ રહ્યું છે. આજે મળેલી મનપાની સ્ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રોજેક્ટને લીલીઝંડી આપી રૂ. ૨૬.૯પ લાખના ખર્ચને સ્ટેન્‍ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે મંજૂરી પણ આપી દીધી હતી.રેસકોર્સમાં જોગર્સ પાર્ક બનાવવાનું આયોજન છેલ્લા પાંચ વર્ષથી માત્ર કાગળ પર જ રહ્યું હતું. ચાલુ વર્ષના બજેટમાં પણ આ યોજના બાકી આગળ લાવ્યા તરીકે ખેંચાઇ હતી. હવે જ્યારે મનપાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે એકપછી એક કામો ધડાધડ મંજૂરીમાં લેવાઇ રહ્યા છે.એ પૈકી માંડ કરીને જોગર્સ પાર્કનો વારો આવ્યો! આજે તે અંગેની દરખાસ્ત સ્ટેન્‍ડિંગ કમિટીમાં રજૂ થઇ હતી. સ્ટેન્‍ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે વિગત આપતા જણાવ્યું હતું કે, બહુમાળી ભવન સામેના રેસકોર્સ સંકુલમાં જોગર્સ પાર્કનું નિર્માણ થવાનું છે. વોકર્સ માટે સોફ્ટ ટ્રેક ઉપરાંત છુટક છુટક અંતરે મ્યુઝિકલ પોલ ઊભા કરવામાં આવશે. જેમાં મંદ મંદ ગીત-સંગીત ગૂંજતા રહેશે. એફ.એમ. નેટવર્ક પણ અહીં મૂકવામાં આવશે.જોગર્સ પાર્કમાં આરામદાયક રજવાડી બાંકડા અને અન્ય સુવિધાઓ પણ મૂકવામાં આવશે. જોગર્સ પાર્ક માટે રૂ. ૨૬.૯પ લાખના ખર્ચને મંજૂરી આપવા માટે આજે મોકલાયેલી દરખાસ્ત ઉપર સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે મંજૂરીની મહોર મારી હતી. ચાર માસમાં જ તેનુ કામ પૂરું કરવાની શરતે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તા. ૧પમી ઓગસ્ટની ઉજવણીના કાર્યક્રમની શ્રૃંખલામાં જોગર્સ પાર્કનું ખાતમુહૂર્ત કરી નાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

કોન્સ્ટેબલે મહિલાના ઘરમાં ઘુસી બળાત્કારનો પ્રયાસ કર્યો

ગુજરાત પોલીસની આબરૂ ઉપર વધુ એક કલંક સમાન ઘટના રાજકોટમાં બની છે. થોરાળા થોલીસ મથકના કોન્સ્ટેબલ ભરતસિંહ સોલંકીએ અગાઉ દારુનો ધંધો કરતી લોહાણા મહિલાના ઘરમાં ઘુસીને તેણીના કપડાં ફાડી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તેમજ માતાની મદદે આવેલા પુત્રને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.
લાંછન રૂપ ઘટનાનછ વિગત મુજબ, લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતી આરતીબેન(નામ બદલાવ્યુ છે)એ ફરિયાદમાં જણાવ્યુ છે કે, તે રાતે સાડા દસ વાગે સંતાનો સાથે ઘરમાં હતી ત્યારે, થોરાળા પોલીસ મથકનો ડી સ્ટાફનો કોન્સ્ટેબલ ભરતસિંહ સોલંકી નશો કરેલી હાલતમાં બળજબરીથી ઘરમાં ઘુસી ગયો હતો. અને તેણી પાસે બિભત્સ માંગણી કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો.પુત્ર હાર્દિક મદદે આવતા ભરતસિંહે તેને લાકડીથી માર મારી દૂર હડસેલી દીધો હતો.ત્યાર બાદ, ભરતસિંહે લાજ લૂંટવાના ઇરાદે તેણીનું બ્લાઉઝ ફાડી નાખી પછાડી દીધી હતી. જોકે , બૂમાબૂમ કરતા પોલીસમેન ખૂન કરી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. મોડી રાતે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. ઉલ્લેનીય છેકે, બળાત્કારનો પ્રયાસ કરનાર ભરતસિંહ અગાઉ નામચીન સલીમ મિયાંણાના એન્કાઉન્ટરમાં હત્યાનો ગુનો દાખલ ગયો હતો. અને થોડાં સમય પહેલા જ નિર્દોષ છુટ્યો હતો.પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, આરતીનો પતિ ગંભીર બિમારીના કારણે લાંબા સમયથી પથારીવશ છે. પતિની સારવાર અને સંતાનોના ગુજરાન માટે આરતીએ દેશી દારુ વેચવાનુ શરુ કર્યું હતું. તેની સામે કેસ પણ થયા છે. તેણી સ્વરુપવાન હોવાથી ચોક્કસ પોલીસ જવાનોની તેના ઉપર બુરી નજર હતી. અને તેને ફસાવવાના અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ, પતિની સારવાર માટે મજબુરીથી દારુ વેચતી આરતીએ ક્યારેય પોતાના ચારિત્રય ઉપર ડાઘ લાગવા દીધો નથી.


રાજકોટ : સ્વાઇન ફલૂએ ફરી ફૂંફાડો માર્યો છે, ત્યારે લોકજાગૃતિ આવશ્યક

રાજકોટ ખાતે રાજ્યના નોડલ ઓફિસરની હાજરીમાં તબીબોની બેઠક મળી.રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફલૂએ ફરી ફૂંફાડો માર્યો છે. દોઢ મહિનામાં આઠ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને ૩૫નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આ મહામારીથી બચવા લોક જાગૃતિ જ પ્રાથમિક આવશ્યકતા છે. લોકોને શરદી તાવમાં બેદરકારી દાખવવાને બદલે તાકીદે સારવાર લેવા રાજ્યના નોડલ ઓફિસર ડૉ. ઉપાધ્યાયે અપીલ કરી હતી.સ્વાઇન ફલૂના બીજા દોરમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ભારે અસર દેખાઇ રહી છે. ત્યારે તેની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્યના સ્વાઇન ફલૂના નોડલ ઓફિસર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના પ્રો. ડૉ. કમલેશ ઉપાધ્યાય રાજકોટ દોડી આવ્યા હતા. મહાનગરપાલિકા કચેરી તથા મેડિકલ કોલેજ ખાતે તબીબો સાથે બેઠક યોજી જરૂરી સલાહ સૂચન કર્યા હતા. જૂનાગઢ અને પોરબંદરના તબીબો પણ આ બેઠકમાં જોડાયા હતા. સ્વાઇન ફલૂના લક્ષણો ભારે તાવ, ઉધરસ, ગળામાં સોજો - ભારે વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે શરદી, તાવના કેસમાં વધારો થયો છે. ત્યારે વકરેલા સ્વાઇન ફલૂમાં લોકોએ પણ જાગૃત બનવું આવશ્યક છે. ડૉ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારે તાવ, ઉધરસ અને ગળામાં સોજો આવે ત્યારે સ્વાઇન ફલૂની શંકા વધુ દ્રઢ બને છે. આવા કિસ્સામાં લોકોએ નિષ્ણાંત તબીબોની તાકીદે સારવાર લેવી જોઇએ.એન્ટીબાયોટિકને બદલે એન્ટી વાયરસ દવા ઉપયોગી -ઇન્ડિયન મેડિકલ એશોસિએશનના નેજા હેઠળ મળેલી તબીબીની બેઠકમાં ડૉ. ઉપાધ્યાયે તબીબોને સ્વાઇન ફલૂના શંકાસ્પદ દર્દીઓ આવે ત્યારે તે કેસને ગંભીરતાથી લઇ સારવારની અપીલ કરી હતી એટલું જ નહી આવા દર્દીઓને એન્ટી બાયોટિક ને બદલે એન્ટી વાયરસ દવા આપવા પણ સૂચન કર્યું હતું.આ બેઠકમાં આઇએમએના પ્રમુખ ડૉ. ભરત કાકડિયા, સેક્રેટરી ડૉ. અતુલ હિરાણી અને પૂર્વ પ્રમુખ ડૉ. રાજેન્દ્રર લાલાણી સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.ગર્ભવતીઓ, બાળકો, વૃધ્ધો અને ડાયાબિટીશના દર્દીઓએ ખાસ તકેદારી લેવી -શિયાળામાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફલૂએ અનેકનો ભોગ લીધો હતો. ત્યારે ફરી સ્વાઇન ફલૂ ત્રાટકતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.


રાજકોટ : ગાંધીગ્રામમાં બે લુખ્ખાએ વેપારીને ફસાવવા દુકાનમાં તમંચો મૂકી દીધો

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ઓઇલના વેપારી સાથે થયેલા ઝઘડાનું વેર વાળવા રિક્ષા ચાલક સહિત બે શખ્સે ગ્રાહકના સ્વાંગમાં વેપારીની દુકાનમાં તમંચો અને બે કારતૂસ ભરેલી થેલી મુકીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, જાણ થઇ જતાં પોલીસે બન્ને આરોપીને ઝડપી લીધા હતા. તમંચો આપી જનાર કુંભાર શખ્સની શોધખોળ ચાલુ છે.ગાંધીગ્રામમાં રામાપીર ચોકડી પાસે સાંઇનાથ ઓઇલ ટ્રેડર્સ નામથી ઓઇલનો વેપાર કરતા લોહાણા કમલેશભાઇ વલ્લભભાઇ પોપટ બપોરે દુકાનમાં બેઠા હતા ત્યારે, ગૌતમનગરમાં રહેતો રિક્ષાચાલક હિતેષ છગનભાઇ ભંડેરી અને વિપુલ ભૂપેન્દ્રભાઇ શુક્લા ઓઇલ લેવા આવ્યા હતા. કમલેશભાઇ ઓઇલનું પાઉચ લેવા ઊભા થયા એ અરસામાં બન્નેએ ટેબલ નીચે એક થેલી મુકીને નાસી ગયા હતા.ગ્રાહક ઓઇલ લીધા વિના નાસી જતાં વેપારીને શંકા ગઇ હતી. દરમિયાન ટેબલ નીચે પડેલી થેલી ઉઠાવીને જોતા અંદર તમંચો જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા અને ક્રાઇમ બ્રાંચના આર.કે.જાડેજા, ઘનશ્યામસિંહ ચૌહાણને હકીકત જણાવી હતી. પી.આઇ. દિગુભા વાઘેલા સહિતના સ્ટાફે થેલીમાંથી મળી આવેલો તમંચો અને બે કારતૂસ કબજે કર્યા હતા.વેપારીના કહેવા મુજબ, ખૂનના ગુનામાં પકડાઇ ચૂકેલા હિતેષને અગાઉ વેપારી સાથે ડખ્ખો થયો હતો. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. તમંચો અલ્કા સોસાયટીના અમીરાણી નામના કુંભાર શખ્સ પાસેથી ૧૦ હજારમાં લાવ્યાની કબૂલાતના આધારે તેની શોધખોળ ચાલુ છે.


ધોરાજી : વિદ્યાર્થિનીઓને ગાળો ભાંડતા જેતપુર ડેપોમાં ધાંધલ-ધમાલ મચી

ધોરાજીના ધારાસભ્યની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો, બસના સમયનો જવાબ આપવાના બદલે કર્મચારીઓએ બેફામ વાણી વિલાસ કરતાં મામલો બિચકયો.મુસાફરો અને વિદ્યાર્થીઓને હેરાન-પરેશાન કરવા એ એસ.ટી. તંત્ર માટે સાવ સામાન્યવાત બની ગઇ છે. અમુક અધિકારીઓ તો આગળ વધી ડોનની ભૂમિકા ભજવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં શુક્રવારે જેતપુર એસ.ટી. ડેપો ખાતે પૂછપરછ કરવા ગયેલી વિદ્યાર્થિનીઓ સાથે જવાબદાર અધિકારીએ બેફામ-વાણી વિલાસ કરતા ઉશ્કેરાયેલા છાત્રોએ હંગામો મચાવી તોડફોડ કરી હતી. તંગદિલી વ્યાપી જતાં ધોરાજીના ધારાસભ્યએ ધસી જઇ મામલો થાળે પાડ્યો હતો.કોલેજમાં ફી વધારાના કારણે હડતાલ પડી હોવાથી વહેલા છુટી ગેલી છાત્રાઓએ એસ.ટી.ની બારી ખાતે બસ ઉપડવાના સમય તથા પાસ અંગે પૃચ્છા કરવા જતાં એસ.ટી.ના અમુક કર્મચારીઓએ આગવી અદામાં આવી જઇને વિદ્યાર્થીઓને મફતમાં મુસાફરી કરવી છે અને બસનો સમય પૂછવો છે.બસ, તો અમારે ઉપાડવી હોય ત્યારે જ ઉપડશે તેવું જણાવી બીભત્સ ગાળો આપી હતી. આથી ઉશ્કેરાયેલી છાત્રાઓ આ વાતની જાણ સાથે અપ-ડાઉન કરતા છાત્રોને કરતા બસ સ્ટેન્ડને બાનમાં લેતા વાતાવરણ તંગ બની ગયું હતું. બાદમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવી તોડફોડ શરૂ કરી હતી.જેની જાણ શહેર એન.એસ.યુ.આઇ. પ્રમુખ સુભાષ તેરૈયાને થતાં તુરંત જ ઘટના સ્થળે ઘસી જઇને પાસ વિભાગના ચીમનભાઇ જોશીને બીભત્સ વર્તન અંગે પૂછપરછ કરતાં આ અંગે યોગ્ય પ્રત્યુતર ન મળતા ધોરાજીના ધારાસભ્ય જયેશ રાદડિયાને બતથી વાકેફ કર્યા હતા. જેને વિના વિલંબે આવી જઇ અધિકારીઓને ખખડાવી વિદ્યાર્થીઓ સાથે સભ્ય વર્તન અને પાસની બારી સમયસર ખોલવાની બાંહેધરી અપાવી મામલો થાળે પાડ્યો હતો.


ન્યારી ડેમથી રૈયાધાર સુધી પાઇપલાઇન નખાશે
વોર્ડ નં. ૧, ૧૧ અને ૧૨ના દોઢ લાખ લોકો માટે પીવાના પાણીની કાયમી સુવિધા.


શહેરના એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી ઝડપથી ટ્રાન્સફર થઇ શકે એ માટે એક્સપ્રેસ ફિડર લાઇનની યોજના પૈકી ન્યારી ડેમથી રૈયાધાર સુધી ડાયરેકટ જોડાણ થઇ શકે એ માટે રૂ. ૧૩ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના કામને આજે સ્ટેન્ડીંગ કમિટીએ લીલીઝંડી આપી હતી.હાલ શહેરના પાણી વિતરણ માટે ગુરુકુળ ઝોન, આજી ઝોન, મવડી ઝોન, ન્યારી ઝોન, જયુબિલી ઝોન, રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટ સહિત અલગ અલગ વ્યવસ્થા છે. વર્તમાન આયોજનમાં કોઇ એક ઝોનમાં પિમ્પંગ ન થઇ શકવું અથવા તો અન્ય કોઇ મુસીબત ઉભી થાય છે ત્યારે એ ઝોનમાં પાણી વિતરણ વ્યવસ્થા ડખ્ખે ચડી જાય છે.આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા શહેરના તમામ ઝોન એકબીજા સાથે ડાયરેકટ જોડાયેલા રહે અને કટોકટીના સમયમાં એક ઝોનમાંથી બીજા ઝોનમાં ખૂબ ઝડપથી પાણી પુરવઠો ટ્રાન્સફર થઇ શકે એ માટે એક્સપ્રેસ ફિડર લાઇનની મેગા યોજના મહાપાલિકાએ બનાવી છે.
આ યોજના અંતર્ગત રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટથી ન્યારી-૧ ડેમને જોડવા માટે ૧૨ કિલોમીટર લાંબી નવી પાઇપલાઇન નાખવામા આવશે. તેના માટે રૂ. ૧૩ કરોડના ખર્ચને આજે સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે મંજૂર પણ કરી દીધી હતી. પાઇપલાઇન નખાયા બાદ રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટ પર પૂરતું નર્મદા નીર ન આવે તો પણ રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટ આધારિત વિસ્તારોમાં ન્યારી ડેમનું પાણી વિતરણ કરી શકાશે.આ રીતે વોર્ડ નં. ૧, ૧૧ અને ૧૨ના વિસ્તારોમાં અંદાજે દોઢ લાખ લોકો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે.પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાકટ અમદાવાદની હાર્ડવેર ટુલ્સ એન્ડ મશીનરી પ્રોજેક્ટ પ્રા.લી. નામની એજન્સીને ૦.૨પ ટકા ઓનથી આપવામાં આવ્યો છે.


ભગવતીપરામાં કપાયેલો પગ મળ્યો

આજી નદીના પૂરમાં કોઇ મૃતકનો પગ સ્મશાનમાંથી તણાઇ આવ્યાનું પોલીસનું અનુમાન.ભગવતીપરામા નદીકાંઠેથી કોઇ પુરુષનો કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. તાજેતરમાંજ નદીમાં આવેલા પૂરમાં સ્મશાનમાંથી પગ તણાઇ આવ્યાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી.ભગવતીપરામાં નદીકાંઠે કપાયેલો કોઇનો પગ પડ્યો હોવાની કોઇ જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલરૂમમાં જાણ કરતા બી. ડિવિઝનના ફોજદાર બારિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પગમાં પાટો બાંધેલો અને ઉપરના ભાગે સળગેલો હતો. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટના નજીકના ગામમાં કોઇ ઇજાગ્રસ્ત વ્યક્તિના મૃત્યુ બાદ નદી કાંઠે આવેલા સ્મશાને તેની અંતિમવિધિ કરવામાં આવી હશે પરંતુ કોઇ કારણસર પગ પૂરો સળગ્યો નહીં હોય અને એ વાત અંતિમવિધિ કરનારની જાણ બહાર પણ હોઇ શકે.તાજેતરમાં પડેલા ભારે વરસાદથી આજી નદીમાં પૂર આવતા પગ તણાઇ આવ્યાનું અનુમાન છે. નદીમાંથી કૂતરુ પગ બહાર ખેંચી લાવ્યું હતું. પોલીસે સ્થળ પર પંચનામું કરી નદી નજીકજ ખાડો ખોદાવી પગને દફનાવી દીધો હતો. બનાવે ભગવતીપરામાં ભારે ચકચાર જગાવી હતી.


સ્ટેડિયમનો રિપેરિંગનો ખર્ચ ૯ લાખ

૧૫મી ઓગસ્ટની ઉજવણી સંદર્ભે રંગરોગાન માટે. કોર્પોરેશન રોશની, કાર્યક્રમો પાછળ ૩૦ લાખનો ખર્ચ કરશે.સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રસંગે માત્ર ક્રિકેટ સ્ટેડિયમને રિપેરિંગનો ખર્ચ ૯.૩૬ લાખનો કરશે. રંગરોગાનની કોઇ જરૂર નથી છતાંય ખોટા ખર્ચા માટે ટેવાઇ ગયેલા તંત્રએ કાંઇ પણ જોયા વગર કોન્ટ્રાક્ટર અને વચ્ચે મલાઇ તારવી લેવાની વૃતિના કારણે આટલો બધો ખર્ચ સ્ટેન્ડિંગે પણ આજે મંજૂર કરી દીધો હતો.સ્વાતંત્રય પર્વની ઉજવણી અન્વયે જુદા-જુદા વોર્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માટે ૧૫ લાખ મંજૂર કરાયા છે. તે ઉપરાંત કોર્પોરેશન સહયોગી સંસ્થા સાથે કાર્યક્રમો યોજશે. જેનો ૮ લાખનો ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત નવિનર્મિત પ્રધ્યુમન પાર્કની માહિતી લોકોને મળી રહે તે માટે ઝૂની વિગતના ચોપાનિયા માટે ૪૨ હજારનો ખર્ચ કરશે. તેમજ સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે મહાપાલિકા અને જાહેર ઇમારતોને રોશની કરવા માટે ૫.૮૧ લાખનો ખર્ચ કરવામાં આવશે.કોર્પોરેશનના માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની ઉજવણી ત્યાં થવાની હોવાથી તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઇન્ટનેશનલ વન-ડે મેચ હોય તયારે પણ રિપેરિંગ માટે આટલો ખર્ચ કરવામાં આવતો નથી. ફૂટબોલ ગ્રાઉન્ડમાં માત્ર લોખંડીની જાળી છે. તેની બાજુમાં હોકીના ગ્રાઉન્ડમાં પણ માત્ર લોખંડી જાળી છે. અને ક્રિકેટ સ્ટેડિયમનો માત્ર પરચૂરણ રિપેરિંગનો ખર્ચ ૯ લાખ ઉપર પહોંચી ગયો છે.

શાહની વધુ પુછપરછ માટે CBI કોર્ટમાં અરજી કરે તેવી શક્યતા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

શાહની વધુ પુછપરછ માટે CBI કોર્ટમાં અરજી કરે તેવી શક્યતા

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રાકરણમાં મુખ્ય આરોપી તરીકે સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલા માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની સીબીઆઇએ ત્રણ દિવસ સુધી સાબરમતી જેલમાં ઓન કેમેરા પુછપરછ કરી હતી જે પુછપરછ ગઇકાલે પુરી થઇ હતી પરંતુ પુછપરછમાં શાહે સીબીઆઇને પુરતો સહકાર આપ્યો નહિ હોવાનું સીબીઆઇ જણાવી રહી છે.ત્રણ દિવસ ચાલેલી પુછપરછમાં સીબીઆઇને શાહ પાસેથી કોઇજ માહિતી નહિ મળતા સીબીઆઇ દ્વારા આજે મીરઝાપુર સ્થીતી ગ્રામ્ય અદાલત ખાતે આવેલી સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં શાહની વધુ પુછપરછ માટે ની મંજુરી માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.જોકે બીજી તરફ આ કેસની તપાસ ગુજરાત બહાર કરવામાં આવે તેવા પણ ચક્રો ગતીમાન થયા છે.


અમદાવાદ : દિલ્હીમાં બેઠેલા ગુજરાતને દેશનો હિસ્સો ગણે છે કે નહીં?

અમદાવાદમાં આજે વૃક્ષારોપણ પ્રસંગે આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સોહરાબુદ્દીન મુદ્દે કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાત સાથે દુશ્મન દેશ સાથે કરવામાં આવતો હોય તેવો વ્યવહાર કરી રહી છે.
મોદીએ કેન્દ્ર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે જે રાજ્યની પોલીસ તેમજ ન્યાયતંત્રને આટલું બદનામ કરવામાં આવે છે તેણે જ ગુજરાતમાં થયેલા આતંકવાદી કૃત્યોના આરોપીઓને સજા આપી છે જે બીજા રાજ્યમા હજુસુધી શક્ય નથી બન્યું. મુખ્યમંત્રીએ જમ્મુના રઘુનાથ મંદિર, મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટનો દાખલો આપતા કહ્યું હતું કે આ હુમલાના આરોપીઓ હજુસુધી નથી પકડાયા જ્યારે ગુજરાતમાં અક્ષરધામ મંદિરના હુમલા, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને ગુજરાત પોલીસે જ પકડીને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા.રાજ્યના કેટલાક કેસોને ગુજરાત બહાર ખસેડવા અંગે કેન્દ્ર સરકાર પર ફટકાર લગાવતા તેમણે કહ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી મને, સરકારને પોલીસને બદનામ કરવા પ્રયાસો કરી રહી છે અને હવે તેણે રાજ્યની ન્યાય પાલિકાને બદનામ કરવાનું શરૂ કર્યું છે.સોહરાબ કેસમાં પોલીસની ખરડાયેલી છબી પર તેમણે કહ્યું હતું કે રાજ્યની પોલીસે અત્યારસુધી રાજ્યમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં 400 જેટલા લોકોની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ હાજર કર્યા છે, ગુજરાતમાં દેશના અન્ય કોઈપણ રાજ્યની સરખામણીએ ઓછા આતંકવાદી હુમલા ઓછા થયા છે, રાજ્યનો નાગરિક શાંતિભર્યા વાતાવરણમાં જીવી રહ્યો છે અને તે ગુજરાત પોલીસને આભારી છે. રાજ્યમાં શાંતિ બનાવી રાખવા પોલીસે આતંકવાદીઓ સામે જે કાર્યવાહી કરી તેજ પોલીસનો ગુનો છે?


બ્રિટન : કેમરોનના નિવેદન બાદ ઝરદારી બ્રિટન નહીં જાય!

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોન દ્વારા પાકિસ્તાનને આતંકવાદીઓની નિકાસને પ્રોત્સાહન આપવા પર પ્રતિબંધ લગાવવાની આપવામાં આવેલી ચેતવણીની અસર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર પડી છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી બ્રિટનની પોતાની યાત્રા રદ કરી શકે છે.પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય ઝરદારીને આવું કરવા માટે આગ્રહ કરી શકે તેવી સંભાવના છે. કેમરોને જણાવ્યું હતું કે પાકિસ્તાને એવા સમૂહો સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જે અફઘાનિસ્તાન અને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.ભારત યાત્રા દરમિયાન કેમરોન દ્વારા કરવામાં આવેલા નિવેદન અંગે પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય ખૂબ નારાજ છે. જો કો ઝરદારી આવતા મહિને બ્રિટનની યાત્રા પર જવા માગે છે. વિદેશ વિભાગના પ્રવક્તા અબ્દુલ બસિતે જણાવ્યું હતું કે ઝરદારીની બ્રિટન યાત્રા હાલમાં નક્કી છે, તેમજ યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે.


કોમનવેલ્થ ગેમ્સની ઉચાપાતના તાર બ્રિટન સુધી

કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલ યોજનાઓ ફરી એક વખત વિવાદોમાં ઘેરાઇ છે. હવે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, આયોજન સમિતિએ બ્રિટનની એક કંપનીમાં મોટા માત્રામાં રકમ ટ્રાન્સફર કરી છે. જે અંગે બ્રિટિશ ટેક્સ ઓથોરિટીએ તપાસ કરવા નિયામકમંડળને જણાવ્યું છે.આયોજન સમિતિ દ્વારા ઓક્ટોબર 2009માં લંડન ખાતે યોજાયેલા ક્વિન્સ બેન્ટોન રિલે ફક્શન દરમિયાન એક ખાનગી ક્ષેત્રની કંપની એએમ ફિલ્મ્સમાં 1.68 કરોડ રૂ. ટ્રાન્સફર કર્યા હતા. આ કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ ઉપસ્થિત રહ્યાં હતા.બ્રિટિશ રેવન્યુ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ્સ વિભાગે ભારતીય હાઇ કમિશનને લખેલા એક પત્રના હવાલાથી ચેનલે જણાવ્યું છે કે, કોમનવેલ્થ ગેમ્સ અને એએમ ફિલ્મસ વચ્ચે કોઇ લેખિત કરાર કરાયો નથી. અને કોઇ ટેન્ડર પ્રક્રિયાનો ઉપયોગ પણ કરવા આવી નથી.સૂત્રોએ કહ્યું કે, બ્રિટનના અધિકારીઓએ એએમ ફિલ્મસ સાથે જોડાયેલ બાબત અંગે અમને માહિતગાર કર્યા હતા. અમે આ સુચનાઓ ભારત સરકારને મોકલી દીધી છે. આ મામલો હવે ભારત સરકાર પાસે છે.જો કે, બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સે તેમના પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા ઠેરવ્યા છે.


રતન ટાટાનું પેઇન ભૂલવવા શેમ્પેઇન

ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટા એક કાર્યક્રમમાં પેઇન ભૂલવવા માટે શેમ્પેઇન કરતાં જોવા મળ્યા. ગઇકાલે મુંબઇ ખાતે 'ટાટા-ધી ઇવોલ્યુશન ઓફ અ કોર્પોરેટ બ્રાન્ડ' નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રતન ટાટા આખો દિવસ વ્યસ્ત રહ્યા હતા, ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આખા દિવસનો થાક દૂર કરવા માટે રતન ટાટા શેમ્પેઇનની કશ મારતા જોવા મળ્યા છે.ગઇકાલે મુંબઇ ખાતે લેખક મોર્ગન વિટ્ઝલ દ્વારા લખાયેલ પુસ્તક 'ટાટા-ધી ઇવોલ્યુશન ઓફ અ કોર્પોરેટ બ્રાન્ડ'ના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં રતન ટાટાની સાથો સાથ સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ફોર્મર ડિરેકટર આર.એમ.લાલા અને લેખક મોર્ગન વિટ્ઝલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકમાં ટાટા એન્ટપ્રાઇઝ, ટાટાની પ્રતિષ્ઠા અને ઇમેજ સહિત ટાટાની વેલ્યુએબલ અને પાવરફૂલ બ્રાન્ડ વગેરેની માહિતી દર્શાવવામાં આવી છે.


શું ગુજરાતની અદાલતોને તાળાં મારી દઈએ?

ગુજરાતના ના કેસોને રાજ્યની બહાર ખસેડવા અંગે અમદાવાદમાં બોલતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ ઘટનાને કેન્દ્ર સરકારના કાવતરાનો કરાર આપતા કહ્યું હતું કે જે રીતે એકપછી એક કેસ ગુજરાતની બહાર ખસેડવામાં આવી રહ્યા છે તે ગુજરાતની ન્યાયપાલિકાનું અપમાન છે.તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં પહેલા બાળક જન્મતું ત્યારે તે મમ્મી-પપ્પા પછી બોલતા શિખતું અને પહેલા કર્ફ્યુ શબ્દ બોલતા શીખતું. આ શહેરમાં આજની જનરેશનને કર્ફ્યુ શબ્દ ખબર નથી. અને રાજ્યમાં પ્રવર્તતી શાંતી, પ્રગતિ, વિકાસમાં રાજ્યની પોલીસ અને ન્યાયતંત્રને પણ આભારી છે.જો ગુજરાતમાંથી કેસો આ રીતેજ બહાર લઈ જવા હોય તો શું ગુજરાતની અદાલતો ને તાળાં મારી દેવા? ગુજરાતની લો કોલેજ, લો યુનિવર્સિટીને બંધ કરી દેવી? આ વ્યવસાય સાથે સંકળાયેલા વકિલોને બેકાર બનાવી દેવા?તેમણે કહ્યું હતું કે હું મારી પર ગમે તેવા આક્ષેપો થાય તેનો સામનો કરીશ, અપમાનો પણ સહન કરીશ પરંતુ જો ગુજરાતની અદાલતો, ન્યાયાધિશોનું અપમાન ક્યારેય સાંખી નહીં લઉં.


એક પૈસાથી પણ સસ્તામાં વાત કરો

મોબાઇલ કોલ દરોની જંગ ખૂબ જ તેજ બની ગઇ છે. તમામ કંપનીઓ ઓછામાં ઓછા દરે કોલ સેવા આપવા માટે નીતનવા ગતકડા કરી રહી છે. તેના ભાગરૂપે જયુનિનૉરે એક પૈસા પ્રતિ સેકન્ડથી પણ સસ્તા દર પર વાત કરાવવાનો પ્લાન રજૂ કર્યો છે. રિઅલ એસ્ટેટ ફર્મ યુનિટેક અને નોર્વેની ટેલિકોમ કંપની ટેલીનૉરના સંયુકત ઉપક્રમે યુનિનૉરની તરફથી કોલ દરોમાં રિયાયત જગ્યા અને કોલના સમયના હિસાબથી મળશે.આ યોજના અંતર્ગત લોકલ અને એસટીડીનો કોલ દર 0.4 પૈસા પ્રતિ સેકન્ડથી નીચલી સપાટી સુધી આવી જશે. મોબાઇલ કંપનીઓની આવક પર આ પ્રકારની નવી રજૂઆતથી વધુ દબાણ વધશે, જ્યારે મોબાઇલ ગ્રાહકો ફાયદામાં રહેશે.કંપનીએ પોતાની નવી કોલ દર યોજનાને 'ડાયનામિક પ્રાઇસિંગ'નું નામ આપ્યું છે. આ સુવિધા 26 રૂપિયાના રિચાર્જ પર મળશે અને તેની સમયમર્યાદા ત્રણ મહિના માટે હશે. કંપની દ્વારા આપવામાં આવતી અધિકતમ છૂટથી આ નવી યોજના અંતર્ગત એક મિનિટના કોલ પર ઓછામાં ઓછો 24 પૈસા ચાર્જ લાગશે. હાલ પ્રતિ સેકન્ડ સ્કીમ પર ઓરપેરટરોના નીચલા દર એક મિનિટના કોલ પર 60 પૈસા છે. યુનિનૉર ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત 13 સર્કલોમાં મોબાઇલ સર્વિસ આપી રહી છે.


મુકેશ અંબાણી ખેડૂતોના પ્રોફેસર બનશે

દેશના ખેડૂતોની ખેતી કરવાની પદ્ધતિમાં સુધાર-વધારા કરી નવી પધ્ધતિથી ખેતી કરી શકે તેના માટે વડાપ્રધાન મનમોહન સિંહે એક માર્ગદર્શક ટીમ તૈયાર કરી છે. જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, જમશેદ ગોદરેજ અને એમએસ બંગા જેવી હસ્તીઓનો સમાવેશ કરાયો છે. હવે આ લોકો ખેડૂતોના પ્રોફેસર બનીને ખેતી કંઇ રીતે કરવી તે શીખવશે.સરકાર આ ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવતા મંતવ્યોના આધાર પર ખાદ્ય સુરક્ષાની સાથો સા ખેડૂતોની આવક વધારવાની કોશિશ કરશે. કૃષિ મંત્રાલયમાં શુક્રવારે આયોજિત બેઠકમાં વડાપ્રધાનની ઉપ સમિતિના આ સભ્યોએ ભાગ લીધો.તેમણે પોતાની પહેલી બેઠકમાં કેટલાંક મંતવ્યો આપવાની જગ્યાએ કૃષિ મંત્રાલયની સ્થિતિ જાણવાની કોશિશ કરી. ઉપસમિતિના સભ્યોમાં જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, જમશેદ, બંગા અને ડૉ. અશોક ગાંગુલી મુખ્ય છે. કૃષિ સચિવ પી.કે.બસુ ઉપ સમિતિના સંયોજક છે. ખેડૂતોની આવકમાં વધારો કરીને સ્થિતિમાં સુધારો કરવો, ખાદ્ય સુરક્ષા અને કૃષિ પ્રોડક્ટનું યોગ્ય માર્કેટિંગ કરવા જેવા વિષય પક તેમના મંતવ્યો જાણવાનો ઉદ્દેશ છે.ષિ મંત્રાલયની તરફથી બેઠકમાં એ ક્ષેત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં ખાનગી રોકાણની સખ્ત જરૂરિયાત મહેસૂસ કરવામાં આવી રહી છે. તેમાં પૂર્વી રાજ્યોમાં જ્યાં પૂરતું પાણી છે, પરંતુ સિંચાઇની સગવડતા નથી. પાણીની વ્યવસ્થા નહિં હોવાથી ત્યાં પૂર એક મોટી સમસ્યા બની ગઇ છે. ચીનના તર્જ પર અનાજની ઉત્પાદકતા વધારવાના રસ્તે હાઇબ્રીડ બીજોની ખૂબ જ અછત છે. ખેતીમાં નવી ટેકનિકનો અભાવ છે, જેને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.


આવતા મહિને મારૂતિ ધમાકો કરશે!

ભારતીય કાર બજારની સૌથી મોટી ખેલાડી મારૂતિ ઓગસ્ટ મહિનામાં ધમાકો કરવાની તૈયારી કરી રહ્યું છે. વાત એમ છે કે મારૂતિ એક સાથે પોતાની 5 પોપ્યુલર કારોના સીએનજી મોડલ બજારમાં ઉતારી શકે છે. આ કાર છે અલ્ટો, અસ્ટિલો, વૈગન આર, ઇકો અને એસએક્સ 4. જો કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં છેલ્લાં કેટલાંક સમયથી જોરદાર ભાવ વધારો થયો છે. જેના લીધે કારોની 'રનિંગ' કોસ્ટ ઘણી વધી ગઇ છે. એવામાં મારૂતિ પોતાના ગ્રાહકોને સસ્તામાં કારની સવારીનું ઓપ્શન આપવા માંગે છે.પરંતુ આ લોન્ચિંગનો બીજો એક હેતુ પણ છે. જૂન મહિનામાં પૂર્ણ થયેલ ત્રિમાસિક દરમ્યાન ભારતીય કાર બજારમાં મારૂતિનો હિસ્સો 50 ટકાથી નીચે આવી ગયો છે. ઇતિહાસમાં સૌપ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે ભારતમાં કારોના કુલ વેચાણમાં મારૂતિનો હિસ્સો 50 ટકાથી નીચે આવ્યો છે. એવામાં મારૂતિ આ મોટા ધમાકાની સાથે ફરી એકવખત નંબર વનની ખુરશી પર બેસવા માંગે છે. આ તમામ કારોના સીએનજી મોડલ ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં બજારમાં લોન્ચ કરાશે તેવી આશા છે.


આજે અમદાવાદ તોડશે વર્લ્ડ રેકોર્ડ

મેગાસિટી અમદાવાદ આજે એક વર્લ્ડ રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે. આ રેકોર્ડ છે એકજ દિવસમાં સૌથી વધુ રોપાં રોપવાનો રેકોર્ડ. સતત વિકસી રહેલું અમદાવાદ ગ્રીન સિટી બનવા તરફ ડગ માંડી રહ્યું હોય તેમ આજે શહેરમાં આઠ લાખથી વધુ રોપા રોપવામાં આવશે. આ રોપાઓ પ્રદુષણની સમસ્યાથી ત્રસ્ત અમદાવાદના કુદરતી ફેફસા બનીને તેને શુદ્ધ હવા પુરીપાડશે.
હાલમાં સૌથી વધુ રોપા રોપવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે જેમાં એકજ દિવસમાં 5.41 લાખ રોપા રોપવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર આજે આ રેકોર્ડને તોડવા માટે આઠ લાખ જેટલા રોપા રોપવાનું આયોજન કરી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર આઇ.પી. ગૌતમે આપેલી માહિતી પ્રમાણે આ માટે કોર્પોરેશન તેમજ વનવિભાગના પ્રયાસથી આઠ લાખ જેટલા રોપાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તેમજ છ લાખ જેટલા ખાડા પણ કરી દેવાયા છે.આ પ્રસંગે એક હજાર વોલેન્ટિયરો સહિત 10000 લોકો જોડાય તેવી શક્યતા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના સહયારા પ્રયાસથી આ ભગિરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.



દિલ્હીમાં બેઠેલા ગુજરાતને દેશનો હિસ્સો ગણે છે કે નહીં?

અમદાવાદમાં આજે વૃક્ષારોપણ પ્રસંગે આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સોહરાબુદ્દીન મુદ્દે કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાત સાથે દુશ્મન દેશ સાથે કરવામાં આવતો હોય તેવો વ્યવહાર કરી રહી છે.
મોદીએ કેન્દ્ર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે જે રાજ્યની પોલીસ તેમજ ન્યાયતંત્રને આટલું બદનામ કરવામાં આવે છે તેણે જ ગુજરાતમાં થયેલા આતંકવાદી કૃત્યોના આરોપીઓને સજા આપી છે જે બીજા રાજ્યમા હજુસુધી શક્ય નથી બન્યું. મુખ્યમંત્રીએ જમ્મુના રઘુનાથ મંદિર, મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટનો દાખલો આપતા કહ્યું હતું કે આ હુમલાના આરોપીઓ હજુસુધી નથી પકડાયા જ્યારે ગુજરાતમાં અક્ષરધામ મંદિરના હુમલા, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને ગુજરાત પોલીસે જ પકડીને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા.રાજ્યના કેટલાક કેસોને ગુજરાત બહાર ખસેડવા અંગે કેન્દ્ર સરકાર પર ફટકાર લગાવતા તેમણે કહ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી મને, સરકારને પોલીસને બદનામ કરવા પ્રયાસો કરી રહી છે અને હવે તેણે રાજ્યની ન્યાય પાલિકાને બદનામ કરવાનું શરૂ કર્યું છે.સોહરાબ કેસમાં પોલીસની ખરડાયેલી છબી પર તેમણે કહ્યું હતું કે રાજ્યની પોલીસે અત્યારસુધી રાજ્યમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં 400 જેટલા લોકોની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ હાજર કર્યા છે, ગુજરાતમાં દેશના અન્ય કોઈપણ રાજ્યની સરખામણીએ ઓછા આતંકવાદી હુમલા ઓછા થયા છે, રાજ્યનો નાગરિક શાંતિભર્યા વાતાવરણમાં જીવી રહ્યો છે અને તે ગુજરાત પોલીસને આભારી છે. રાજ્યમાં શાંતિ બનાવી રાખવા પોલીસે આતંકવાદીઓ સામે જે કાર્યવાહી કરી તેજ પોલીસનો ગુનો છે?


આકરી અભિવ્યક્તિ

સયાજી હોસ્પિટલ સામે આવેલા અભિવ્યક્તિ સાંસ્કૃતિક સ્થળ બહાર છેડતી કરનાર રોમિયોને યુવતીએ મેથીપાક આપી પાઠ ભણાવ્યો હતો. બનાવને પગલે લોકોનાં ટોળાં જામ્યાં હતાં.આવી હિંમત છેડતી થનારી દરેક મહિલા કરે તો રોડ રોમિયોની છેડતી કરવાની હિંમત તૂટી જાય તેમ છે. જો કે પોલીસે પણ રોડ રોમિયોથી મહિલાઓના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ.


૧૩૦૦ વિદ્યાર્થી માટે ૪ વર્ગ

એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી વધુ એક વખત વિવાદમાં ઘેરાઇ છે. ફેકલ્ટીના સત્તાધીશોએ એફ.વાય.બી.એ.નાં ૧૩૦૦ વિદ્યાર્થીઓને બેસાડવા માટે માત્ર ૪ જ વર્ગખંડની વ્યવસ્થા ઊભી કરતાં વિદ્યાર્થીઆલમમાં ભારે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.
પ્રાપ્તવિગતો મુજબ, ચાલુ વર્ષે આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોએ એફ.વાય.બી.એ.ના ૧૧૦૦ વિદ્યાર્થીઓ માટે માત્ર ૪ જ વર્ગખંડની વ્યવસ્થા ઊભી કરી હતી. ૧૧૦૦ વિદ્યાર્થીઓને બેસાડવા માટે સામાન્ય રીતે ૮ વર્ગખંડની જરૂર પડતી હોય છે. તેની સામે માત્ર ૪ જ વર્ગખંડની વ્યવસ્થા કરતાં યુવા શક્તિ ગ્રૂપના વિદ્યાર્થી રોનક સોલંકીની આગેવાનીમાં ભારે વિરોધ કરીને ડીન સમક્ષ વધુ વર્ગો વધારવાની માગણી કરાઇ હતી. આ માંગણી પર કામ ચાલુ થાય તે પહેલાં જ ધો.૧૨માં એક વિષયમાં નાપાસ થયેલાં અને હાલમાં જ પાસ થયેલાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને એફ.વાય.બી.એ.માં પ્રવેશ અપાતાં સમસ્યા વધુ ગંભીર બની છે. આવતીકાલે હજુ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આમ એફ.વાય.બી.એ.માં ચાલુ વર્ષે કુલ ૧૩૦૦ વિદ્યાર્થીઓની સંખ્યા થશે. ૧૩૦૦ વિદ્યાર્થીઓ સામે માત્ર ૪ વર્ગો હોવાથી એક વર્ગખંડમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવાની નોબત આવશે. વિદ્યાર્થીઓને ભારે ભીડમાં બેસવું પડશે અને અનેક અડચણોનો સામનો કરવો પડશે. યુવા શક્તિ ગ્રૂપ સોમવારથી આ મુદ્દા પર કોમર્સ ફેકલ્ટી ડીનને ઘેરીને ફેકલ્ટીમાં આંદોલનના શ્રીગણેશ કરશે.


સયાજી : મારું નામ મોત છે અને હું સ્મશાનમાં રહું છું...!
દર્દીને સાઇક્રીએટ્રિકને સોંપી દેવાયો

સયાજીના તાત્કાલિક વિભાગમાં દર્દીએ ‘મારું નામ મોત છે.’ કહી ધાંધલ મચાવી હતી. અંતે આ દર્દીને સાઇક્રિએટ્રિકને સોંપાયો હતો.ગુરુવારે રાતે સાડા નવ વાગે એક દર્દી સયાજીના તાત્કાલિક સારવારના મેડિસીન વિભાગમાં ચેકઅપ માટે આવ્યો હતો. તબીબે તેને લાઇનમાં આવવાનું કહેતાં આ દર્દી ગુસ્સે થયો હતો અને દરવાજામાં સૂઇ જઈ બૂમો પાડવા લાગ્યો હતો. તબીબે સિકયુરિટીને બોલાવી તેને સાઇડમાં લઇ જઇ તેને પૂછ્યું કે તારું નામ શું છે? તો એણે જવાબ આપ્યો કે, મારું નામ મોત છે. અને હું સ્મશાનમાં રહું છું. પછી તબીબે પૂછ્યુ કે તને શું થયું છે? તો એણે કહ્યું કે હું અડધો જીવું છું અને અડધો મરી ગયો છું.આખરે તેને સિકયુરિટીવાળા ગેટની બહાર મૂકવા ગયા ત્યારે તેણે જાતે જ ગળું દબાવીને કહ્યું કે, જો મને હેરાન કરશો તો મારો આત્મા તને હેરાન કરશે. તેને ફરી હોસ્પિટલમાં લવાતા નામ લક્ષ્મણ કોહલી, રહે.રાજસ્થાન જણાવ્યું હતું. આખરે દર્દીને સાઇક્રિએટ્રિકને સોંપાયો હતો.


સુરત : 70 બાળકોને ફૂડ પોઈઝનિંગ

સુરત શહેરના કામરેજમાં આવેલા વાત્સલ્યધામ (અનાથઆશ્રમ)માં આજે 70 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં તમામને હાલમાં દિનબંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી ઘટનાની વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકી નહોતી


સ્વાઇન ફ્લૂથી વધુ એક યુવકનું મોત

સ્વાઇન ફ્લૂના કારણે શહેરના વધુ એક આશાસ્પદ યુવાનનું સ્મીમેર હોસ્પિટલમાં મોત થયું છે. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમાં કુલ ૨૯ વ્યક્તિ સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ પામી છે. અત્યાર સુધીમાં ૯૩૧ કેસ શંકાસ્પદ આવ્યા છે, જેમાં ૧૬૫નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ગોડાદરા નહેર પાસે ભાવનાપાર્ક સોસાયટીમાં રહેતા વિક્કી મહેશભાઈ ખત્રી (૨૮)ને સ્વાઇન ફ્લૂના કારણે તા. ૨૯મીએ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન તા. ૩૦મીએ વહેલી સવારે પોણા છ વાગ્યે તેમનું મોત થયું હતું. ફેફસાંની બીમારીથી કાયમી ધોરણે પીડાતા આ યુવાનને તા. ૨૫મીએ સારવાર માટે હલીમા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી તેમની તબિયત વધુ લથડતાં તા. ૨૯મીએ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું છે.


એઇડ્સને પણ જાતિવાદનો વાયરસ

એઈડ્સ જેવા જીવલેણ રોગના દર્દીઓમાં પણ રાજ્ય સરકારે જાતિવાદ પેસાડી માનવતા નેવે મૂકી દીધી છે. એક વર્ષ પહેલા એઈડ્સના દર્દીઓને દવાદારૂ માટે દર મહિને રૂ. ૫૦૦ ચૂકવવા માટેની યોજના તો સરકારે જાહેર કરી પણ તેમાં સ્પષ્ટ કન્ડિશન મૂકી દેવાય કે આ સહાય માત્રને માત્ર બક્ષીપંચમાં આવતા દર્દીઓને જ ચૂકવવાનું ફરમાન સામાજિક અને કલ્યાણ વિભાગને કરવામાં આવ્યું છે જ્યારે, એસએસી, એસટી અને શ્રવણોને આ સહાય મેળવવા માટે રોજબરોજ આજીજી સાથે કચેરીના ધક્કા ખાઈ રહ્યાં છે અને અધિકારીઓ આવા દર્દીઓને જવાબ આપતા ઠાકી ગયા છે.રાજ્ય સરકાર દ્વારા બક્ષીપંચમાં આવતા એઈડ્સના દર્દીઓને માસિક સહાય ચૂકવવાની ઘોષણા કરાતા જુજ લોકો જ તેનો લાભ લઈ શકે છે. સુરતની જ વાત કરીએ તો અહીં એઈડ્સથી પીડાતા પાંચ હજાર જેટલા દર્દીઓ છે. તેમાંથી મોટાભાગના દર્દીઓ પરપ્રાંતી અને પછાત જાતિના છે જ્યારે એસસી અને એસટી જાતિના દર્દીઓ આદિજાતિ અને તકેદારી વિભાગમાં આવે છે તેમાં એઇડ્સના દર્દીઓ માટે આવી કોઈ સ્કીમ ઘોષિત કરવામાં આવી નથી. એક અંદાજ પ્રમાણે બક્ષીપંચમાં આવતા દર્દીઓ શહેરમાં માત્ર ૧૦ ટકા જ છે જેથી, તેઓ જ સરકારની યોજનાનો લાભ લઈ શકે છે. જ્યારે અને જાતિમાં આવતા બાકીના ૯૦ ટકા લોકો આ અટપટી યોજનાનો લાભ લઈ શકતા નથી.


લોકોની ખમીરીને કારણે કચ્છ ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ

કચ્છી લોકોની મહેનત અને કપરા સંજોગોમાં પણ ટકી રહીને વિકસતા રહેવાની ખમીરાઇને કારણે આજે આ સરહદી જિલ્લો સમગ્ર રાજ્યમાં ઉદ્યોગ અને રોજગારી ક્ષેત્રે પ્રથમ છે એવું મંતવ્ય રાજ્યના નાણાંમંત્રી વજુભાઇ વાળાએ આદિપુર ખાતે ગાંધીધામ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં લાભાથીgઓને સહાય વિતરણ કરતાં જણાવ્યું હતું.નાણાંમંત્રીએ વધુમાં કહયું કે, ગરીબોને અપાતી સહાયના સાચા પુણ્યશાળી તેમણે કરદાતાઓને ગણાવ્યા હતા. રાજ્યમંત્રી વાસણભાઇએ કહયું કે, વર્તમાન સરકારે અનેકવિધ યોજનાઓ શરૂ કરી અનેક લોકોને પગભર કરવાનો પ્રયાસ કર્યો છે.જિલ્લા ભાજપાના પ્રમુખ જયંતીભાઇ ભાનુશાળી ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યે જીવાભાઇ આહિર, ધનજીભાઇ સેંઘાણી, રમેશભાઇ મહેશ્ચરી, મુકેશભાઇ ઝવેરી, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, ગોપાલભાઇ ધુઆ, પંકજભાઇ મહેતા, અરજણ રબારી, વસંત કોડરાણી, જિલ્લા કલેક્ટર એમ.થેન્નારસન, જિલ્લા વિકાસ અધિકારી રાજકુમાર બેનિવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


કાંડાગરામાં નવી પાણી યોજના શરૂ કરાશે

મુન્દ્રાના કાંડાગરામાં જિલ્લાના સાંસદની ગ્રાન્ટમાંથી નિર્માણ પામનારા બોરનું ખાતમુહૂર્ત કરાયું હતું. કચ્છના સાંસદ પૂનમબેન જાટની રૂ. પ લાખની ગ્રાન્ટમાંથી નવી નિર્માણ થનારી પાણી યોજનાના બોરનું ભૂમિ પૂજન સર્વ સેવા સંઘ ભુજના પ્રમુખ તારાચંદભાઇ છેડાના હસ્તે કરાયું હતું.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નેમજીભાઇ ગંગર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગિરીશભાઇ છેડાએ રાજ્ય સરકાર તથા જિલ્લા પંચાયત, ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી અને સાંસદના પ્રયાસોથી થઇ રહેલા વિકાસના કાર્યોની વિગતો આપી સોને આવકાર્યા હતા. તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું કે, કાંડાગરાની આજુબાજુમાં આવેલા ઉદ્યોગોને કારણે ગામની વસતી દિવસો દિવસ વધતી જાય છે ત્યારે આ નવી પાણી યોજના શરૂ થવાથી સમગ્ર ગામને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાશે.સરપંચ રાજુભાઇ ગાલા, ઉપસરપંચ જયંતીભાઇ દાતણિયા, દેવચંદભાઇ ગાલા, દામજીભાઇ ગાલા, પતુભા જાડેજા, કરશનભાઇ મહેશ્વરી, ભગવાનજીભાઇ વેલુભા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરવિંદભાઇ ડોરૂ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


ભાવનગર એસ.ટી. ના ૪૦ ટકા સિડ્યુઅલ ખોરંભે પડ્યા

ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા મથકોએ ગરીબ કલ્યાણ મેળા યોજવાના લક્ષ્યાંકોમાં ગરીબ મુસાફરોની ખો નિકળી જાય તેવી પરિસ્થિતિ ઉદ્દભવી હતી. પાલીતાણા ખાતેના ગરીબ કલ્યાણ મેળો યોજવાના પગલે ભાવનગર એસ.ટી. ડિવિઝનના જ ૪૦ ટકા સિડ્યુલ્ડ ખોરવાયા હતા.મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પાલીતાણા ખાતે યોજાયેલા પાવક વનના લોકાર્પણ કાર્યક્રમમાં મેદની એકઠી કરવા ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા ૩૫૦ બસનું સંચાલન કરાયું હતું. જેમાં ૨૨૦ એસ.ટી. બસ અન્ય ડિવીઝનમાંથી મંગાવાઈ હતી. જ્યારે બાકીની ભાવનગર ડેપોની ૩૫ તેમજ જિલ્લાનાં અન્ય ડેપોમાંથી મળીને ૧૩૦ બસ ભાવનગર ડિવીઝન દ્વારા વ્યવસ્થા ઊભી કરાઈ હતી.એસ.ટી. તંત્ર દ્વારા કરાયેલી આ વ્યવસ્થાના પગલે ૪૦ ટકા ભાવનગરના સિડ્યુઅલ ખોરંભાયા હતા. જોકે, આ સુવિધા અંગે સરકારે એડવાન્સ નિગમમાં રૂ.૧૦ લાખ જમા કરાવ્યા હોવાનું એસ.ટી.ના વર્તુળોએ જણાવ્યું હતું. દરમિયાનમાં આ સુવિધાથી કુલ રૂપિયા ૨૫ લાખથી વધુ આવક થવાની શક્યતા એસ.ટી.ના સુત્રોએ વ્યક્ત કરી હતી.નિગમ ઉપરાંત આર.ટી.ઓ દ્વારા પણ પરિવહન સુવિધા ઊભી કરવા લક્ષ્યાંક અપાયો હતો. જેથી ૧૫૦ મીની અને મોટી ખાનગી બસની વ્યવસ્થા આર.ટી.ઓ. ડિપાર્ટમેન્ટ દ્વારા સગવડતા ઊભી કરાઈ હતી.ગરીબ કલ્યાણ મેળામાં લોકોનો સમુહ એકઠો કરવા તંત્ર ધંધે લાગ્યું હતું. જેની સામે પરિવહન સુવિધા ખોરવાઈ જવાથી મુસાફરો રજળી પડ્યા હતા.


અલંગ શિપબ્રેકિંગમાં લોડિંગ કામકાજ ઠપ્પ કરી દેવાયું

સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા અલંગ-સોસિયાના શિપબ્રેકિંગ ઉદ્યોગ અંગે એકાએક રજૂ કરવામાં આવેલા નીતિનિયમોના જોરદાર વિરોધરૂપે આજે તમામ શિપબ્રેકરોએ લોડિઁગ કામ ઠપ્પ કરી દેતા ઉહાપોહ મચી ગયો છે.‘સૌરાષ્ટ્ર સમાચાર’ માં એક્સાઇઝના નવા નિયમો અંગેનો વિસ્તૃત હેવાલ આજે પ્રસિદ્ધ થતા જ આખો દિવસ શિપબ્રેકરોમાં અલગ અલગ જગ્યાએ મીટિંગોના દોર ચાલુ રહ્યા હતા, દરેક જગ્યાએ હવે શું?ની ચર્ચા થતી હતી.ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજજુ ગણાતા શિપબ્રેકિંગ ઉદ્યોગ અવારનવાર અનેક સંકટોનો સામનો કરતું આવ્યું છે, અન્યાયની આ પરંપરામાં એક્સાઇઝ દ્વારા અવ્યવહારૂ નિયમો લાદવામાં આવતા હરક્તમાં આવેલા શિપબ્રેકરોએ આજે સવારે શિવશક્તિ હોલ ખાતે આપાતકાલીન બેઠક યોજી હતી અને લાદવામાં આવેલા નિયમો કોઇપણ સંજોગોમાં સ્વીકાર્ય નહીં હોવાનું જાહેર કર્યું હતું.હાલ શિપબ્રેકર્સ એસોસિએશનની એક સમિતિ તેના કાનુની અભિપ્રાય પણ મેળવી રહી છે. દરમિયાન અલંગ અને સોસિયાના તમામ પ્લોટ ધારકોએ ડિલિવરી અને લોડિઁગ કામ બંધ રાખ્યું હતુ, જો કે કટિંગ કામગીરી નિયતક્રમ મુજબ આખો દિવસ ચાલુ રહી હતી.તત્કાળ મળી ગયેલી મીટિંગમાં શિપબ્રેકરોએ લોખંડના ભાવ સતત વધઘટ થતા રહેતા હોવાથી એકજ દિવસમાં ઇન્વોઇસની અંદર જુદા જુદા ભાવ લગાવવામાં ખાતાકીય વિસંગતતાઓ ઉભી થવા, એક શિપનો માલ સંપૂર્ણપણે વેચાયો ન હોય ત્યાં બીજા જહાજનું કામ શરૂ થઇ જતું હોય તેવા સંજોગોમાં શિપના એલડીટી અને બનાવેલ બિલના વજનનો હિસાબ આપવો અશક્ય છે


કોંગ્રેસ દ્વારા સફેદ પટ્ટી બાંધી નિકળશે મૌન રેલી

સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસ સંદર્ભે ભાજપ દ્વારા કાયદેસરની પ્રક્રિયામાં અવરોધ ઉભા કરવા બાબતે વિરોધ દર્શાવવા શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા.૩૧ના રોજ મૌનરેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાશે જોકે ભાજપે મૌન રેલીમાં મોઢે કાળી પટ્ટી બાંધી હતી જ્યારે કોંગ્રેસ દ્વારા મૌન રેલીમાં મોઢે સફેદ પટ્ટી બાંધવામાં આવશે.સોહરાબુદ્દીન એનકાઉન્ટરનો મુદ્દો રાજકીય બનીગયો હોય તેમ પૂર્વગ્રહ મંત્રી અમીત શાહની ધરપકડ અને કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈના દુરૂપયોગ બાબતે ભાજપ દ્વારા તાજેતરમાં મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર સોહરાબુદ્દીન એનકાઉન્ટરની સીબીઆઈ દ્વારા ચાલી રહેલી તપાસમાં સુપ્રિમના થઈ રહેલા અપમાન અને રાજ્ય મશીનરીનો દુરૂપયોગ બંધ કરાવવા ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા.૩૧મી જુલાઈને શનિવારે સાંજે ૩-૩૦ કલાકે મોતીબાગ ટાઉનહોલ પાસૈથી મૌન રેલીનું આયોજન કર્યું છે.જે રેલી ઘોઘાગેટ ચોક, એમ.જી. રોડ, આંબાચોક, શેલારશા ચોક, દરબારીકોઠાર, જશોનાથ સર્કલ, મોતીબાગ થઈ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવશે. રેલીમાં કાર્યકરો અને આગેવાનો સફેદ વસ્ત્રમાં મોઢા પર સફેદ રૂમાલ બાંધીને સાથે જોડાશે. કોંગ્રેસની રેલી દક્ષિણા વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થશે.


મુઢ્ઢી વાળીને હાથ ઊંચા કરો, પંજો ના દેખાવો જોઇએ

સતલાસણાની કે.એમ. કોઠારી હાઇસ્કૂલ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં જંગી જનમેદનીનું અભિવાદન કરતાં મહેસુલમંત્રી આંનદીબહેન પટેલે મુઢ્ઢી વાળીને હાથ ઉંચા કરો, પંજો ના દેખાવો જોઇએ તેમ કહી મોંઘવારીનો મુદ્દો છેડતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આ પ્રસંગે સતલાસણાના ૮૦૩૪ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજના અંર્તગત ૮ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.સતલાસણાની કે.એમ. કોઠારી હાઇસ્કૂલ ખાતે શુક્રવારે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મહેસુલ મંત્રી આનંદીબહેન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોંઘવારીનો મુદ્દો છેડતાં કહ્યું હતુ કે ૧૯૪૭થી કોંગ્રેસ ગરીબોને આપેલાં વચનોનું પાલન કરતો નથી. કોંગ્રેસે અસહ્ય ભાવ વધારો કરી ગરીબોની બે પૈસા બચત પણ છીનવી લીધી છે. જગન્નાથજીની ૧૩૩મી રથયાત્રાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતુ કે છેલ્લા એક દાયકાથી રથયાત્રા ટાણે કરફ્યુ લગાવાતો નથી.
અક્ષરધામ પરનો હૂમલો હોય કે પછી સુરતના બોંમ્બ વિસ્ફોટ હોય, ગુજરાતના મુખ્યમંત્રીએ ૪૦૦ જેટલા આતંકીઓને શોધી જેલને હવાલે કર્યા છે. તેમણે સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે સ્વર્ણિમ ટાઉનશીપ અંર્તગત જિલ્લાનાં ૨૫ ગામોમાં ૧૫૦૦ આવાસનું નિર્માણ કરાશે અને આ કાર્ય છ મહિનામાં પૂર્ણ કરી દેવાશે.


કડીમાંથી ૮૨ બોટલ વિદેશી દારૂ ઝડપાયો : બે શખ્સ ફરાર

શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ કસાઇ વાડા નજીક વિદેશી દારૂનો વેપાર ચાલતો હોવાની પૂર્વ બાતમી મળતાં કડી પોલીસે શુક્રવારે રેડ કરી રૂ.૩૦,૬૦૦ની કિંમતની ૮૨ નંગ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જ્યારે બે શખ્સો પોલીસને થાપ આપી ફરાર થઇ ગયા હતા.શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ કસાઇવાડા નજીકની મિસ્જદ પાસે રહેતા હનીફભાઇ કાદરભાઇ કસાઇ અને ઇસ્માઇલભાઇ રહેમાનભાઇ નામના વેપારીના ઘરમાં વિદેશી દારૂનો મોટાપાયે વેપાર થઇ રહ્યો હોવાની પૂર્વ બાતમી મહેસાણા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એફ.એસ.પઠાણને મળી હતી. જેમની સૂચનાથી કડી પોલીસ મથકના પી. આઇ. એમ.જે.પરમાર તથા પી.એસ.આઇ એસ.ડી.ડામોર સહિત પોલીસ સ્ટાફના માણસોએ શુક્રવારે ૫ વાગ્યાના અરસામાં ઉપરોકત સ્થળએ ઓંચિતી રેડ કરી હતી.રેડ દરમિયાન ડેલા (મકાન)માંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની રૂ.૩૦,૬૦૦ ની કિંમતની ૮૨ નંગ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે હનીફભાઇ કાદરભાઇ કસાઇ અને ઇસ્માઇલભાઇ રહેમાનzભાઇ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. કડી પોલીસે રૂ.૩૦,૬૦૦ ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી નાસી છુટેલા બે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


આણંદ : વિદ્યાનગરની કોલેજો સજ્જડ બંધ

રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટની સ્વનિર્ભર કોલેજોમાં રૂ.૧૬ હજાર સુધીનો ફી વધારાના પ્રશ્ને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યવ્યાપી કોલેજ બંધનું શુક્રવારે એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે આણંદ - વિદ્યાનગરની મોટાભાગની કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ઠપ રહેવા પામ્યું હતું.જો કે, વિધાનગરમાં કેટલીક કોલેજ ચાલુ રહેતા એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ બંધ કરાવી હતી. વિધાર્થીઓના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા પર જોડાતાં રાજકીય હોબાળો મચી ગયો હતો અને વિદ્યાર્થીઓના આંદોલનમાં રાજકીય હસ્તક્ષેપ બાબતે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.કોલેજોમાં ફી વધારાના મુદ્દે એનએસયુઆઈ દ્વારા શુક્રવારે રાજ્ય બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે આણંદ જિલ્લાની તમામ કોલેજો, એસપી યુનિ.ના ડિપાર્ટમેન્ટ, શાળાઓ સજ્જડ બંધ રહી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીથી શરૂ થયેલા આજના આંદોલનમાં વિદ્યાર્થીઓએ બુટ પોલીશ, ભીખ માંગી, દાઢી કરી, કાર સાફ કરીને મોંઘીદાટ ફીનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સ્વનિર્ભર કોલેજોના આચાર્યો, ટ્રસ્ટીઓને ગુલાબનાં પુષ્પો આપી વિદ્યાર્થી હિતમાં પગલાં ભરવા ગાંધીગીરીરૂપી અરજ કરવામાં આવી હતી. આ અંગે એનએસયુઆઈએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકાર ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોના કલ્યાણની વાતો કરે છે, તો વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસથી પોતાના કલ્યાણ માટે આંદોલન ચલાવી રહ્યાં છે. તો રાજ્ય સરકારની કેમ ઉંઘ નથી ઉડતી ?મહેતા કમિટિ, જીટીયુ મેનેજમેન્ટ અને સરકાર શું વિદ્યાર્થીઓની ઉઘાડી લુંટ કરવા બેઠી છે ? તેવો વેધક પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. જો કે, વિદ્યાનગરના માનવ વિદ્યાભવન અને ફિઝીકસ વિભાગ ચાલુ રહ્યાં હતાં. આજના એનએસયુઆઈના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા જોડાતાં રાજકીય રીતે પણ ઘેરા પડઘા પડ્યાં હતાં.આ ઉપરાંત શિક્ષણનગરીમાં કોંગ્રેસના ધારાસભ્ય, જિલ્લા એનએસયુઆઈના હાર્દિક પટેલ સહિત અન્ય કાર્યકરો સાથે નીકળેલી રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી.


રાહુલ મહાજને નવી પત્ની ડિમ્પીને પણ મારી

ભાજપના સ્વ. વરિષ્ઠ નેતા પ્રમોદ મહાજનનો પુત્ર રાહુલ ફરી વિવાદમાં ઘેરાયો છે. પિતાના અવસાન બાદ તુરત ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલા રાહુલે એરહોસ્ટેસ શ્વેતાસિંહ સાથે લગ્ન કર્યા હતા પણ શ્વેતાએ તેના પર મારઝૂડનો આક્ષેપ કર્યો હતો અને છેવટે બંને છુટા પડી ગયા હતા. ત્યાર બાદ રાહુલે એક ટીવી ચેનલના રિયાલિટી શો મારફતે સ્વયંવર દ્વારા કોલકાતાની મોડેલ ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા પણ હવે રાહુલ ડિમ્પીની પણ મારઝૂડ કરતો હોવાની વાત પહાર આવી છે.પતિ, રાહુલ મહાજન મારઝૂડ કરીને ત્રાસ આપતો હોવાની ફરિયાદ સાથે જાહેર માધ્યમો સમક્ષ રોક્કળ બાદ શુક્રવારની સાંજ સુધીમાં મોડેલ ડિમ્પી ગાંગુલીની ઘણી બધી વાતો ફેરવાઈ ગઈ હતી. ગુરુવારે પરોઢિયે પિતા સાથે પિયર ભણી નીકળેલી ડિમ્પી કહે છે કે પછીથી નણંદ પૂનમને ઘરે રહી હતી અને ત્યાંથી શુક્રવારે મોડી સાંજે ફરી રાહુલને ઘરે પહોંચી ગઈ હતી.S


બેસ્ટ બેકરી કેસના દોષીઓને વડોદરા ખસેડવા ચાલતા પ્રયાસો

હાઈકોર્ટે આઈજી (પ્રઝિન્સ)ને દોષીઓને વડોદરા ખસેડવાનો મુદ્દો ઉપાડી લેવાની તાકીદ કરી: ગુજરાત પ્રઝિનના સત્તાવાળાઓએ જરૂર પ્રમાણે દોષીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી લેવા જણાવ્યું. મુંબઈ વડી અદાલતે ગુરુવારે સ્ટેટ ઇન્સપેક્ટર જનરલ (આઈજી) (પ્રઝિન્સ)ને ગુજરાત સરકાર સાથે બેસ્ટ બેકરી કેસના આઠ દોષીઓને વડોદરા જેલમાં ખસેડવા સબબ ચર્ચા કરવાનો આદેશ આપ્યો હતો.આ દોષીઓએ ચુકાદા સામે કરેલી અપીલ હાઈકોર્ટે ગુરુવારે દાખલ કરી હતી. આ દોષીઓ ફેબ્રુઆરી ૨૦૦૭થી કોલ્હાપુરની જેલમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ખટલો મહારાષ્ટ્રમાં ખસેડવામાં આવ્યો હતો.દોષીઓએ અદાલતને એવી જાણ કરતો પત્ર લખ્યો હતો કે, ‘અમે અમારી પત્ની, બાળકો અને માતાપિતા સહિતનાં કુટુંબથી દૂર છીએ. એ લોકોએ અમને મળવું હોય તો એમણે બહુ લાંબા અંતર સુધી આવવું પડે છે, જે એમને માટે બહુ મોંઘું પડે છે. અમારા મોટા ભાગનાં કુટુંબો નાણાકીય રીતે તંગીમાં છે એટલે આખરે તે લોકો અમને મળવા આવી શકતાં નથી.’એ લોકોએ એમ પણ કહ્યું હતું કે, તેમના કોઈ પણ સંબંધીનું મહારાષ્ટ્રમાં કાયમી સરનામું નથી, જે તે લોકો માટે શ્યોરિટી આપી શકે. આથી તે લોકો લાંબી મુદતની રજા પણ લઈ શકતા નથી.જસ્ટિસ બી. એચ. માલૉપલ્લેએ કહ્યું હતું કે, ‘અમારી એકમાત્ર ફિકર એવી છે કે આરોપીઓ ફરાર થઈ જશે.’ અદાલતે કહ્યું હતું કે, ગુજરાતના જેલની સત્તાવાળાઓએ અપીલના આ દોષીઓને જ્યારે અને જેમ જરૂર પડે તે મુજબ હાઈકોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી લેવી જ જોઈશે

કોલંબો ટેસ્ટમાં રચાયા અનેક રેકોર્ડ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કોલંબો ટેસ્ટમાં રચાયા અનેક રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચેની કોલંબો ટેસ્ટમાં રેકોર્ડોને વરસાદ થયો છે. એક તરફ સચિને પાંચમી બેવડી સદી ફટકારીને દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી છે તો બીજી તરફ રૈનાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે શ્રીલંકાના બેટ્સમેન જયવર્દનેએ પણ એક અલગ રેકોર્ડ નોંધાવ્યો છે.કોલંબોના એસએસસી ગ્રાઉન્ડ થયેલા રેકોર્ડો નીચે મૂજબ છે.જયવર્દને બ્રેડમેનને પાછળ રાખ્યા.શ્રીલંકાના મહિલા જયવર્દનેએ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે એક જ મેદાનમાં સૌથી વધારે વખત સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે કોલંબોમાં અત્યારસુધી 10 સદી ફટકારી છે. આગાઉ આ રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે હતો. તેમણે એક જ મેદાન પર નવ સદીઓ ફટકારી હતી.


મંગળ પર દેખાયેલી માનવાકૃતિનો ભેદ ઉકેલાયો

અમેરિકાની વિકિંગ વન ઓર્બિટરે જુલાઇ ૧૯૭૬માં મંગળ પર દેખાતી માનવ આકૃતિની તસવીર લઇ હજજારો અટકળોનું ખંડન કર્યું હતું. ત્યારે વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે, આ માનવ આકૃતિ મંગળની સપાટીનો જ ભાગ છે. નાસાએ તાજેતરમાં તેના હાઇરાઇઝ કેમેરા વડે તસવીર ખેંચતા હકીકતમાં તે મંગળ પરની એક પથરાળ ટેકરી હોવાનું માલૂમ પડ્યું હતું.મંગળ પર દેખાતી માનવાકૃતિની ૧૯૭૬માં લેવામાં આવેલી તસવીરે આમ તો ૧૯૭૬માં જ મંગળ પર માનવ જીવન હોવાની માન્યતાનું ખંડન કરી નાખ્યું હતું. પરંતુ તાજેતરમાં નાસાએ સૌથી નજીકથી તસવીર લેતાં મંગળ પર દેખાતી માનવાકૃતિ ખરેખર શું છે તેનો ખ્યાલ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મંગળ પરની એ પથરાળ ટેકરી પર સૂર્ય પ્રકાશ પડતા તડકા-છાયાને લીધે માનવીના આંખ, કાન અને નાક હોવાનો ભ્રમ થાય છે. ૧૯૬૨માં સૌ પ્રથમવાર આ તસવીર લેવામાં આવી ત્યારે તે માનવી જેવા કોઇ જીવની હોવાનું માનવામાં આવતું હતું.


ભારતની પાણીની સમસ્યાથી અમેરિકા ચિંતિત

ભારતમાં સતત વધી રહેલી વસતી તેમજ શહેરીકરણને કારણે ઉભી થયેલી પાણીની સમસ્યાથી ફક્ત ભારત જ નહીં પરંતુ અમેરિકા પણ ચિંતિત છે. અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ ભારતમાં પાણીની યોગ્ય વ્યવસ્થાની આવશ્યકતા ઉપર ભાર દેતા આ વાત કહી હતી.અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોના સહાયક વિદેશ મંત્રી રોબર્ટ બ્લેકે જણાવ્યું હતું કે ભારતમાં પાણી ફક્ત સ્વાસ્થ્ય અને વિકાસના હિત માટે જ મુખ્ય મુદ્દો નથી પરંતુ પાકિસ્તાન સાથે તેના વિવાદના કારણે પણ એક છે.બ્લેકે ભારત સંબંધિત થઈ રહેલી ઈન્ડિયા ડોનર રાઉન્ડટેબલ બેઠક સંબોધન કરતા આ વાત કહી હતી. બ્લેકે જણાવ્યું હતું કે આ પ્રકારની ફોરમમાં પાણી જેવા મોટા મુદ્દા અંગે ચર્ચા કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આ સમસ્યાનો સતત સામનો કરી રહ્યું છે. એવામાં ભારતની મદદ કરવા માટે યોગ્ય સમાધાન અમારી પ્રાથમિકતા રહેશે.બ્લેકે જણાવ્યું હતું કે ભારતમાં પાણીની તંગીને કારણે હાલત એવી થઈ છે કે નોકરી કરતા મોટા ભાગના લોકોએ તેમની મોટી આવક પાણીની ખરીદી પાછળ ખર્ચ કરવી પડે છે. આંકડા જોઈએ તો ઝડપથી વિકસિત થઈ રહેલા ભારતમાં હજુ પણ ઓછામાં ઓછા 12 ટકા લોકોને પીવા માટે શુધ્ધ પાણી મળતું નથી. 2009ના વર્ષમાં દેશમાં 626 જિલ્લાઓમાં વરસાદ પડ્યો ન હતો.બ્લેકે જણાવ્યું હતું કે ભારત પાસે પાણીનો સંગ્રહ કરવાના યોગ્ય સાધનો નથી. બ્લેકે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં શહેરી વિસ્તારમાં લોકોએ ‘પાણી માફિયાઓ’ પાસેથી પાણીની ખરીદી કરવી પડે છે. ગંદા પાણીને કારણે દર વર્ષે અહીં હજારો લોકો ડાયરિયા અને કોલેરાને કારણે મોતને ભેટે છે.


ઇનકમ ટેક્સ રિટર્ન: હજુ પણ તક
છેલ્લી તારીખ પણ રિટર્ન ભરો

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વીતી ગયા બાદ પણ રિટર્ન ફાઇલ કરી શકાય છે. પરંતુ કેટલીક શરતોની સાથે. જો કરદાતા રિટર્ન દાખલ કરવાનું ચૂકી જાય છે તો, તેમણે હજુ પણ તક મળી શકે છે. તેના માટે તેમને વિભાગને સાચા કારણો બતાવવા પડશે. ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ ભરવાની આજે છેલ્લી તારીખ છે. આજે તમે તમારૂં રિટર્ન કોઇપણ સ્થિતિમાં દાખલ કરી દો, ખાસ કરીને એ લોકો કે જેમને ક્યાંક ને ક્યાંક ટેક્સ આપવાનો બને છે. જો ત્યારબાદ પણ તમે ચૂકી જાય છો તો ગભરાવાની જરૂર નથી. કેટલીક સ્થિતિમાં રિટર્ન પાછળથી ફાઇલ કરી શકાય છે. આમ, તો તેને 31મી જૂલાઇ સુધી જ ફાઇલ કરી દેવું જોઇએ. પણ તારીખ નીકળી જાય તો તેને અસેટમેન્ટ ઇયર પૂર્ણ થાય તે પહેલાં દાખલ કરી શકાય છે.સુવિધા કોણે અને ક્યાં સુધી?ટેક્સ કન્સલટન્ટ એમકે. અરોડના મતે હાલનું એસેટમેન્ટ ઇયર 31મી માર્ચ 2010 સુધી રહેશે. જેમનો ટેક્સ બાકી નથી અને ટીડીએસ કપાઇ ચૂક્યો છે, તેઓ વર્ષના અંત સુધીમાં રિટર્ન ભરી શકે છે. એસેટમેન્ટ ઇયર પૂર્ણ થયા બાદ પણ રિટર્ન ફાઇલ ન કરવા પર દંડ લાગે છે. કર નિર્ધારણ અધિકારી રૂ.5,000 સુધીનો દંડ લગાવી શકે છે. હા, જો તમે બીમારીનું સર્ટિફિકેટ દેખાડો અથવા તો એ સાબિત કરી દો કે તમારા કાગળિયા ખોવાઇ ગયા હતા, તેના લીધે રિટર્ન ફાઇલ કરી શક્યા નહિં, તો તમને દંડમાંથી માફી પણ મળી શકે છે.


મુંબઈ પોલીસના આધુનિકીકરણ માટે કેન્દ્ર રૂ. ૧૨૬૫ કરોડ આપશે

૨૬/૧૧ના આતંકવાદી હુમલાનું પુનરાવર્તન ટાળવા માટે મુંબઈ પોલીસને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર સહિત મુંબઈના સાંસદોએ કમર કસી છે, જેને પગલે કેન્દ્ર દ્વારા મુંબઈ પોલીસના આધુનિકરણ માટે રૂ. ૧૨૬૫ કરોડની સહાય મળવાની છે.મુંબઈ પોલીસની કાયાપલટ કરવામાં આવશે. નવાં પોલીસ સ્ટેશનોનું બાંધકામ કરાશે. આઉટપોસ્ટ, પોલીસ લાઈન વધારાશે. તેમને અત્યાધુનિક શસ્ત્રો આપવા સાથે સંદેશવ્યવહારનાં અત્યાધુનિક ઉપકરણો અપાશે, એમ દક્ષિણ મુંબઈના સાંસદ મિલિંદ દેવરાએ જણાવ્યું હતું.રાજ્ય સરકાર સાથે દેવરા પણ મુંબઈ પોલીસના આધુનિકીકરણ માટે કેન્દ્ર પાસેથી ભંડોળ મેળવવામાં આગ્રહી ભૂમિકા કેન્દ્રમાં રજુ કરતા રહ્યા છે.પોલીસ માટે ફોરેન્સિક ઉપકરણો પણ વધારી અપાશે. તાલીમ માટે માળખાકીય સુવિધામાં સુધારણા લાવવામાં આવશે. કોમ્પ્યુટરાઈઝેશનમાં આધુનિકતા લાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.મુંબઈ પોલીસના આધુનિકીકરણ માટે ભંડોળ પૂરું પાડવા કેન્દ્રે ૨૦૦૯-૧૦ સુધી ત્રણ વર્ષની યોજના ઉપલબ્ધ કરી હતી, જેમાં હવે એક વર્ષનું વિસ્તરણ કરાયું છે. આથી મુંબઈ પોલીસની આધુનિક બનાવવાની યોજનામાં કોઈ બાધા નહીં આવે, એમ તેમણે જણાવ્યું હતું.


રણ મહિનામાં ચણા-અડદની દાળના ભાવ ૧૫ ટકા વધ્યા

સરકારે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસની અંદર ચાર મેટ્રો શહેરમાં અડદ અને ચણાની દાળના ભાવમાં ૧૫ ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે મગ, મસૂર અને તુવેરની દાળના ભાવમાં ૧૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ વ્યવસ્થા માટેના રાજ્યકક્ષાના મંત્રી કે વી થોમસે શુક્રવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ૨૬મી જુલાઇએ દિલ્હીમાં અડદ દાળ અને ચણાની દાળનો કિલોદીઠ ભાવ અનુક્રમે રૂ. ૭૪ અને રૂ. ૩૪.૫ હતો. ગત એપ્રિલ માસની ૨૬મી તારીખે આ બન્ને દાળનો જે ભાવ હતો તેમાં અનુક્રમે ૮.૮૨ ટકા અને ૪.૫૫ ટકા વધારો થયો છે.તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કોલકાતામાં અડદની દાળમાં ૧૩.૩૩ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ચેન્નાઇમાં ૧૪.૨૯ ટકા અને મુંબઇમાં ૧૧.૭૬ ટકાનો વધારો થયો છે. ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે આ દાળના ભાવમાં વધારો થયો છે. અલબત્ત, મગ, મસૂર અને તુવેરની દાળના ભાવમાં આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ ૧૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.અન્ય મહત્વની ચીજવસ્તુઓના ઘઉં અને લોટના ભાવમાં વધુમાં વધુ આઠ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ચાર મહાનગરોમાં સીંગતેલ, સરસવનું તેલ(મસ્ટર્ડ ઓઇલ) અને વનસ્પતિ તેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. એવી જ રીતે નવી દિલ્હીમાં દૂધના ભાવમાં ૪.૩૫ ટકાનો વધારો થયો છે. જ્યારે બટાટાના ભાવમાં ૨૨.૨૨ ટકા સુધીનો વધારો નોંધાયો છે. જોકે, ડુંગળીના ભાવ ઘટયા છે. બીજી બાજુએ, આ ચારેય મહાનગરોમાં ચોખા, ખાંડ અને ચાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.


સોહરાબ કેસ ગુજરાત બહાર ખસેડો : CBI

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ‘સ્ટેટ્સ રિપોર્ટ’ (સ્થિતપિત્ર) રજુ કર્યો છે. તેમજ મુક્ત અને ન્યાયી કાર્યવાહી માટે આ કેસને ગુજરાત બહાર તબદૂલ કરવા માટે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે. અતિસંવેદનશીલ એવા આ કેસમાં છેલ્લા છ મહિનાથી તપાસ કરી રહેલી સીબીઆઇએ ‘સ્ટેટ્સ રિપોર્ટ’માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સીધો કોઇ ઉલ્લેખ કર્યો નથી.‘રાજ્યમાં વાતાવરણ સાનુકૂળ નથી’ તેમ કહીને કેન્દ્રીય તપાસ એજન્સી સોહરાબ કેસને ગુજરાત બહાર ટ્રાન્સફર કરવા ઇચ્છે છે. કેમ કે, ગુજરાતમાં મુક્ત અને ન્યાયી તપાસ અંગે તેણે શંકા વ્યક્ત કરી છે.આ કેસમાં નરેન્દ્ર મોદીના નામનો સીધો ઉલ્લેખ નહિ હોવાના અહેવાલ છતાંય, ‘સ્ટેટ્સ રિપોર્ટ’ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ડીજીપી પીસી પાંડે અને નરેન્દ્ર મોદીને લગતો ‘ઇન્ટરનલ મેમો’ (આંતરિક પત્રવ્યવહાર) સીબીઆઇએ દાખલ કરેલા સોગંદનામા અને ‘સ્ટેટસ રિપોર્ટ’ના દસ્તાવેજોનો એક ભાગ છે.સીબીઆઇએ કહ્યું હતું કે ૨૬મી નવેમ્બર-૨૦૦૫ના રોજ અમદાવાદ નજીક કથિતપણે એક નકલી એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ કેસમાં કાર્યવાહીને ખોરવી નાંખવા માટે વગદાર રાજકારણીઓ અને અધિકારીઓ તમામ શક્ય પ્રયાસો કરશે તેવી દહેશત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીઆઇએ મોદીના અતિ વિશ્વાસુ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહની ધરપકડ સહિત આ કેસની તપાસની રજેરજ માહિતી ‘સ્ટેટ્સ રિપોર્ટ’માં દર્શાવી છે. એજન્સીના મુખ્ય તપાસનીશ અધિકારી અમિતાભ ઠાકુર દ્વારા સ્ટેટ્સ રિપોર્ટ અને એફિડેવિટ દાખલ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ ઠાકુર જ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમિત શાહની પૂછપરછ કરી રહ્યા છે.


હાઈકોર્ટના જજોની નિવૃત્તિ મર્યાદા ૬૫ વર્ષ કરાઈ

હાઇકોર્ટના જજોની નિવૃત્તિવય ૬૨થી વધારીને ૬૫ વર્ષ કરવા માટેનો માર્ગ મોકળો કરતાં સૂચિત કાયદાને કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે મંજુરી આપી દીધી હતી. આ પગલાંથી દેશની ૨૧ હાઇકોર્ટના લગભગ ૬૩૦ ન્યાયાધીશોને મદદ મળી રહેશે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કાયદા મંત્રાલય સંસદના ચાલુ ચોમાસું સત્ર દરમિયાન આ કાયદો દાખલ કરવા આતુર છે.આ માટે વિવિધ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવશે. કેમ કે, આ હેતુ માટે બંધારણીય સુધારાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષ ૧૯૬૩માં હાઇકોર્ટના જજોની નિવૃત્તિવય ૬૦થી વધારીને ૬૨ વર્ષની કરવામાં આવી હતી. ટૂંકા ગાળાની પાક લોન પૂરી પાડવા માટે પીએસયુ બેંકોને માટે ૪,૮૬૮ કરોડ રૂપિયા છુટા કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. આ યોજના હેઠળ બેંકો વાર્ષિક પાંચથી સાત ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને આપશે. આ બેંકોને સરકાર બેથી ચાર ટકા સુધીની સબસિડી આપશે.


બધાં જ ડોક્ટરો અને નર્સોનું ફરી રજિસ્ટ્રેશન થશે

કેન્દ્ર સરકાર દેશમાં બધા જ ડોક્ટરો અને નર્સોની યોગ્ય સંખ્યા જાણવા માટે તેમનું ફરી રજિસ્ટ્રેશન કરાવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રિસોર્સ ઇન હેલ્થ બિલમાં ફરી રજિસ્ટ્રેશનની જોગવાઇ કરી રહ્યું છે. ડોક્ટરો અને નર્સોના રજિસ્ટ્રેશનની માન્યતા માત્ર પાંચ વર્ષની હશે. રજિસ્ટ્રેશન વગર પ્રેક્ટિસ કરનારા ડોક્ટરો અને નર્સો માટે કડક સજાની બિલમાં જોગવાઇ કરવામાં આવશે. આ જોગવાઇ હેઠળ બધા જ ડોક્ટરો અને નર્સોએ પોતાના મૂળ રાજ્યમાં ફરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માધ્યમથી કરાવી શકાશે. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે, મેડિકલ, ડેન્ટલ ડોક્ટરો અને નર્સોના રજિસ્ટ્રેશન માટે પ્રથમવાર ઓનલાઇન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. ઓનલાઇન ટેકનિકના ઉપયોગને કારણે ડોક્ટરો અથવા નર્સો કોઇપણ શહેર કે ગામમાં ઇન્ટરનેટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે.એનસીએચઆરએચ બિલમાં ડોક્ટરો અને નર્સોના રજિસ્ટ્રેશનની માન્યતા માત્ર પાંચ વર્ષની જ રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. પાંચ વર્ષ બાદ ડોક્ટરો અને નર્સોએ ફરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.


યુવી ફીટ, રૈનાનું પત્તુ કપાશે!

શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. કારણ કે, ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર અને મિડલ ઓર્ડર બેટ્સમેન યુવરાજ સિંહ ફીટ થઇ ગયા છે.સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું છે કે, ભારત પાસે ત્રીજી ટેસ્ટ માટે સારા ખેલાડીઓ પસંદ કરવા માટે એક ફોજ તૈયાર છે. કારણ કે, ઘૂંટણની ઇજાના કારણે બહાર રહેલો ગંભીર અને તાવના કારણે બીજી ટેસ્ટ નહીં રમી શકેલો યુવરાજ હવે સાજો થઇ ગયો છે. બન્ને ખેલાડીઓ થોડા દિવસથી નેટ સેશનનો ભાગ પણ બની રહ્યાં છે. તેમજ બીજી ટેસ્ટમાં યુવરાજ સિંહ સચિનના સ્થાને ફિલ્ડિંગ ભરવા માટે આવ્યો હતો.જો કે, યુવરાજ સિંહ કે જે વોર્મ અપ મેચ અને પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર ફોર્મ દર્શાવ્યા બાદ બીજી ઇનિંગમાં ચાર રન જ નોંધાવી શક્યો હતો.અને બીજી ટેસ્ટમાં તાવના કારણે ટીમમાંથી બહાર રહ્યો હતો. તેના સ્થાને સમાવવામાં આવેલા રૈનાએ ધમાકેદાર આગમન કરતા પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારી યુવરાજને જોરદાર ટક્કર આપી છે. હવે જોવાનું એ રહ્યું કે અતિમ 11માં યુવરાજનો સમાવેશ કરવામાં આવશે કે રૈનાનો.


ઝહીર ખાન પુનરાગમન માટે તૈયાર

શ્રીલંકા ખાતે યોજાનાર ત્રીકોણીય શ્રેણી માટેની ટીમની પસંદગી શનિવારે થનાર છે. ત્યારે ભારતનો ઝડપી અને અનુભવી બોલર ઝહીર ખાન પુનરાગમન કરવા માટે તૈયાર થઇ ગયો છે. જો કે, તેના સમાવેશને લઇને હજૂ દુવિધામાં છે. જ્હોનિસબર્ગથી પરત ફર્યા બાદ હાલ તે નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાઇ ગયો છે. અને જો એકેડમીના સૂત્રો પર વિશ્વાસ રાખીએ તો તે પસંદગી પામવા માટે ઉપલબ્ધ છે.જ્યારે બીજી તરફ ઇજાના કારણે બીજી ટેસ્ટ ગુમાવનાર ગૌતમ ગંભીરની પસંદગી ત્રીકોણીય શ્રેણી માટે કરવામાં નહીં આવે. પસંદગી સમિતિના સૂત્રોએ જણાવ્યા અનુસાર સમિતિ ડાબોડી બેટ્સમેનને ઘૂંટણની ઇજામાંથી બહાર આવવા માટે થોડો સમય આપવા માગે છે.ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવિડ, લક્ષ્મણ, વિદ્ધિમાન સાહા, મુનાફ પટેલ, અભિમન્યુ મિથુન અને અમિત મિશ્રા ભારત પરત ફરશે. ઉપરાંત પહેલી અને બીજી ટેસ્ટમાં નબળું બોલિંગ પ્રદર્શન કરનાર ઇશાંત શર્માને પણ પડતો મુકવામાં આવે તેવી સંભાવનાઓ છે.બીજી તરફ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર અને યુવરાજ સિંહ અને વિરેન્દ્ર સેહવાગ પણ ત્રીકોણીય શ્રેણી માટે તૈયાર છે. ત્યારે પસંદગી સમિતિ માટે ત્રીકોણીય ટીમની પસદંગી કરવી અઘરી રહેશે.


અંતે બીજી ટેસ્ટ નિરસ ડ્રો

બોલર્સ માટે નર્કસમાન સિંહાલઝિ સ્પોર્ટ્સ ક્લબની વિકેટ પર પાંચ દિવસમાં ૧૪૭૮ રન નોંધાયા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ શુક્રવારે ડ્રો રહી હતી. આમ શ્રીલંકાએ ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ જાળવી રાખી હતી પરંતુ ભારતે આઈસીસીમાં મોખરાનો ક્રમાંક પણ જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી હતી.અહીં રમાયેલી બીજી ટેસ્ટમાં શ્રીલંકાના ચાર વિકેટે ૬૪૨ રન (ડિકલેર)ના જંગી સ્કોર સામે ભારતે શુકવારે ૭૦૭ રન ખડકી દીધા હતા અને ગૃહટીમે તેના બીજા દાવમાં ત્રણ વિકેટે ૧૨૯ રન નોંધાવ્યા ત્યારે મેચ પૂર્ણ થયેલી જાહેર કરાઈ હતી. શ્રીલંકન સુકાની કુમાર સંગાકરાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.મેચ નિરસ રીતે આગળ ધપી રહી હતી ત્યારે ભારતે નવ વિકેટે ૬૬૯ રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. ઇશાન્ત શર્મા અને પ્રજ્ઞાન ઓઝાની અંતિમ જોડીએ તેમની ભાગીદારી ૩૯ રન સુધી પહોંચાડી હતી. ભારતે આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો બીજો સર્વોચ્ચ અને વિદેશી ધરતી પર સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.


નિર્જીવ પિચ સામે ધોની-સંગાકરાની અકળામણ

શ્રીલંકા સામે હાઈસ્કોરિંગ રહેલી પ્રથમ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલી નિર્જીવ પિચની આકરી ટીકા કરીને ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું કે પિચ બોલર્સ માટે કબ્રસ્તાન સમાન બની હતી અને તમામ બોલર્સની ચોમેર ધોલાઈ થઇ હતી.
પિચ ઝડપી બોલર્સ માટે નહીં તો સ્પિનર્સ માટે પણ બનાવી હોત તો અમે ટેસ્ટ ક્રિકેટને વધારે રસપ્રદ બનાવી શક્યા હોત. પિચ પરથી બોલને બાઉન્સ પણ મળતો નહોતો. પ્રથમ ટેસ્ટમાં માત્ર બેટ્સમેન છવાયેલા રહ્યા હતા.પિચ અંગે ધોનીએ વ્યક્ત કરેલી પ્રતિક્રિયાને સમર્થન આપીને શ્રીલંકન સુકાની કુમાર સંગાકરાએ પણ જણાવ્યું હતું કે સપાટ પિચે બોલર્સ પાસે આકરી મહેનત કરાવી છે. પિચ નિર્જીવ હોવા છતાં મને મારા બોલર્સનાં પ્રદર્શનથી સંતોષ છે અને અમે ભારત માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી.ધોનીએ જણાવ્યું હતું કે સપાટ પિચ હોવાના કારણે ભારત ૧૦૦ રન પાછળ હોત તો પણ મેચને રસપ્રદ બનાવવાનો મને ક્યારેય વિચાર આવ્યો નહોતો. હરીફ ટીમે ૬૦૦ રન બનાવ્યા હતો તો અમે તેનો સારો વળતો જવાબ આપ્યો હતો અને ૫૦ રન કરતાં વધારે સરસાઇ મેળવી હતી. તેમ છતાં મેચના અંતે ટીમના દેખાવથી મને સંતોષ થયો છે.


લોકો હવે મારી ઉંમર વિશે ટીકા કરવાનું બંધ કરે: સચિન

ભારતના સૌથી સિનિયર બેટ્સમેન સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે મેં ૩૭ વર્ષની વયે પાંચમી બેવડી સદી ફટકારીને સાબિત કરી આપ્યું છે કે ઉંમરને વ્યક્તિનાં પ્રદર્શન સાથે કોઈ લેવાદેવા હોતી નથી તેથી લોકોએ મારી ઉંમર માટે વિવિધ પ્રકારની ચર્ચા બંધ કરવી જોઈએ.સચિને શ્રીલંકા સામે અહીં રમાયેલી બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને ભારતને ફોલોઓનમાંથી બચાવીને મેચ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.સચિને જણાવ્યું હતું કે મારું માનવું છે કે જ્યાં સુધી તમે માનસિક રીતે મજબૂત હોવા ઉપરાંત આકરી કસોટીમાંથી પસાર થવા માટે તૈયાર રહો છો ત્યારે ઉંમરનો કોઈ પ્રશ્ન નડતો નથી.


'ત્રેવડી સદીનો સમય આવશે ત્યારે બની જશે'

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં 203 રનની શાનદાર ઇનિંગ રમનાર માસ્ટર બ્લાસ્ટર ક્યારે ત્રેવડી સદીના ક્લબમાં જોડાશે. તેને લઇને વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉતકંઠા છે. જો કે, તે ત્રેવડી સદીના ક્લબમાં નહીં જોડાઇ શકવાની વાતને લઇને નિરાશ નથી. તેનું કહેવું છે કે, તે ક્યારેય રનના સ્કોરને ગણતો નથી. મને તે પસંદ નથી.તેણે કહ્યું છે કે, હમેંશા રમવા માટે જતો હોવ છું. લોકો મારા રેકોર્ડ તરફ જૂએ છે. જ્યારે 300 બનાવવાનો સમય આવશે. ત્યારે તે બની જશે. અને તે આવવાનો હશે તો તે બનીને જ રહેશે. આપણે અહીંયા એકસાથે મળીને યથાયોગ્ય યોગદાન આપવા આવ્યા છીએ.તેણે કહ્યું કે, ધીરજ ખુબ મહત્વ ધરાવે છે. આ એક મહત્વની ઇનિંગ હતી. આ પીચ પર મોટા શોટ રમવાની લાલચને દૂર કરવું કપરું હતું. મે મારી તમામ લાલચને જકડી રાખી હતી. અને તેથી હું ખુશ છું. એ સમય કપરો હતો. અને ત્યારે એક મોટી ભાગીદારીની જરૂર હતી. અને અમે તે કરી શક્યા.જ્યારે કોઇ નંબર વને લઇને વાત કરે છે ત્યારે સચિન ઘણો દુખી થાય છે. તેનું કહેવું છે કે આપણે અહિંયા સારુ ક્રિકેટ રમવા માટે આવ્યા છીએ. એનો મતલબ એ નથી કે અમે રેંક ચેન્જ કરવા માગીએ છીએ. પરંતુ જો અમે સારુ ક્રિકેટ રમીશું તો રેંક આપોઆપ જળવાઇ રહેશે.




હવે નાની નોકરી કરનાર માટે ખાતું ખોલાવું સરળ

ડ્રાઇવર, માળી, ગાર્ડ, સ્થાનિક કર્મચારી વગેરે માટે હવે બેન્કોમાં ખાતું ખોલાવું સરળ થશે. અત્યાર સુધી આ લોકોના ઓળક પત્રના અભાવમાં તો ક્યારેક ઓછા નાણાં મળવાના લીધે ખાતું ખોલાવામાં મુશ્કેલી પડતી રહી છે.આ લોકોની મદદ માટે માઇક્રોફાઇનાન્સ ઑક્સીજન સર્વીસ આગળ આવ્યું છે. આ કંપનીએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સાથે એક કરાર કર્યો છે. તેના અંતર્ગત કંપની દલ્હી-એનસીઆર અને મુંબઇમાં 75,000 કિઓસ્ક ખોલશે. તેમાં નાના સ્તર પર બેન્કોનું કામકાજ થશે.આ કિઓસ્કોમાં રજીસ્ટર કરાવા માટે વધુ કાગળની જરૂર નથી. તમામ ગ્રાહકોના અંગૂઠાના નિશાન બાયોમેટ્રિક્સ મશીનથી લેવામાં આવશે. ગ્રાહકોને ફોટો આઇડી કાર્ડ આપવામાં આવશે તેના દ્વારા જ તેઓ કઇપણ પ્રકારની લેણ-દેણ કરી શકશો. આ પ્રકારના ખાતાઓ ઝીરો બેલેન્સના હશે. એટલે કે તેમાં નાણાં જમા કરાવવાની ન્યૂનતમ મર્યાદા નહિં હોય.


એ પરિણીતા બીમારીથી નહીં, સાસરિયાંના ત્રાસથી મરી’તી

પતિ શંકા કરતા અને સાસુના ખરાબ ધંધા કરવાના દબાણથી કંટાળી પુત્રીએ આપઘાત કર્યો છે : મૃતકના પરિવારનો આક્ષેપ.
ગત મંગળવારે મુંજકા ગામે લોહાર પરિણીતા નિતા દેવાંગ વાઘેલાએ પોતાને ઘરે જાતે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા મોત નિપજ્યું હતું. બનાવ બાદ સાસરિયાંઓએ બીમારીથી કંટાળી પુત્રવધૂએ આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. પરંતુ મૃતકની માતાએ સાસરિયાંઓએ પુત્રીને મરી જવા મજબૂર કર્યાનો આક્ષેપ કરી જમાઇ દેવાંગ, વેવાઇ રમેશભાઇ વાઘેલા, વેવાણ ઇન્દુબેન, અને જમાઇના નાના ભાઇ કપીલ સામે ફરિયાદ નોંધાવી હતી.દેવપરા નજીક મહેશ્વરી સોસાયટી-૨માં રહેતા જયોત્સનાબેન દિલીપકુમાર પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પુત્રી નીતાના ત્રણ વર્ષ પહેલા લગ્ન કરાવ્યા હતા. નીતાને લગ્ન જીવન દરમિયાન અઢી વર્ષનો પુત્ર છે. નીતાને લગ્નજીવન દરમિયાન જમાઇ દેવાંગ શંકાઓ કરી અવારનવાર મારકૂટ કરતો હતો. એટલું જ નહીં ત્રાસ ગુજાર્યા બાદ નીતાને માવતરે મોકલી દેતો હતો. ત્યારે પુત્રી પતિના ત્રાસ અંગે વાત કરતી હતી.છેલ્લે જ્યારે નીતા માવતરે આવી ત્યારે તેણીએ જે વિગતો જણાવતા અમે ચોંકી ગયા હતા. પુત્રીના સાસુ ઇન્દુબેન નીતાને માવતરેથી પૈસા લઇ આવવા અને જો ન લાવે તો ખરાબ ધંધા કરી પૈસા કમાઇ લાવવાનું કહી દબાણ કરતા હોય આ જ કારણથી કંટાળી પુત્રીએ પગલું ભરી લીધાનું જણાવ્યું છે.

30 July 2010

રિબનો કપાશે ને ખાડા ખોદાશે, ૧૪ દિવસમાં ૬૨૫ કાર્યક્રમો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રિબનો કપાશે ને ખાડા ખોદાશે, ૧૪ દિવસમાં ૬૨૫ કાર્યક્રમો

ઉદ્ઘાટનો, ખાતમુહૂર્તોની શ્રૃંખલા : બીજી તારીખે ચાર મંત્રી, બે સચિવો રાજકોટમાં.રાજકોટમાં સ્વતંત્રતાપર્વની ભવ્ય ઉજવણીની શરૂઆત પંદર દિવસ અગાઉથી જ થઇ જવાની છે. શનિવારે જિલ્લાના પ્રભારી મંત્રી અહીં આવીને સમગ્ર કાર્યક્રમોની વિગતો આપશે અને તા.૧ થી વિવિધ કાર્યક્રમો શરૂ થશે. જિલ્લામાં જુદા જુદા લોકાર્પણ ઉદ્ઘાટનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો મળીને કુલ ૬૨૫ જેટલા જાહેર સમારોહ ૧૫ દિવસ દરમિયાન યોજાશે. તા.૨ ના રોજ રાજ્યના ચાર મંત્રીઓ અને બે સંસદીય સચિવો રાજકોટમાં છે તે ઉપરાંત જુદા જુદા દિવસે જુદા જુદા મંત્રીઓ અહીં લોકાર્પણો માટે આવશે.તા.૧ થી ૧૫ ઓગસ્ટ વિવિધ કાર્યક્રમો રાજકોટમાં યોજાશે. ૩૧મીએ રાજ્યના ઊર્જામંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી સૌરભ દલાલ રાજકોટ આવીને સમગ્ર આયોજનની વિગતો આપશે. રાજકોટ જિલ્લા કલેક્ટર એચ.એસ.પટેલના માર્ગદર્શનમાં આ કાર્યક્રમો ઘડાયા છે અને તેનું આયોજન જુદા જુદા તબક્કે થશે. તા.૧ થી શહેરના ચાર ઝોનમાં રોજ રાત્રે ૭-૩૦ થી દસ સુધી સ્થાનિક કલાવ્રુંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થશે. જે દસ તારીખ સુધી ચાલશે. તેમાંથી પસંદગી પામેલી કૃતિઓ લોકમેળાના ઉદ્ઘાટનમાં રજુ થશે.તા.૨,૩,૫,૬,૭ ઓગસ્ટે તેમજ તા. ૯ અને ૧૦ ઓગસ્ટે તાલુકા વિસ્તારમાં પણ કાર્યક્રમો યોજાશે. ૩ ઓગસ્ટે સવારે નવ વાગ્યે મિતાણાના પ્રભુનગરમાં ટાંકી, પંપરૂમ, સીસી રોડનું લોકોર્પણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે થશે. તે જ દિવસે પડધરી તાલુકાના ફતેપુરમાં વાચનાલયના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. તા.૨ ના રોજ નાણામંત્રી વજુભાઇ વાળા, નરોત્તમભાઇ પટેલ, પાંચમીએ આનંદીબેન પટેલ રાજકોટ આવશે.૧ થી ૧૪ તારીખ દરમિયાન કુલ ૬૨૫ કાર્યક્રમો યોજાશે તેવું સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું.રેસકોર્સ આસપાસ બે દિવસ નો પાકિઁગ -સ્વતંત્રતા પર્વની ઉજવણીને અનુલક્ષીને પોલીસ કમિશનર મનોજ શશીધરે બહાર પાડેલા જાહરનામા અનુસાર તા.૧૪ અને ૧૫ ઓગસ્ટ એરપોર્ટથી પોલીસ હેડક્વાર્ટર સર્કલ,બહુમાળી ભવન, ચાણકય બિલ્ડિંગ થી સરકીટ હાઉસ સુધીનો રસ્તો મહાનુભાવો પસાર થાય તે પહેલાના બે કલાક અગાઉથી બંધ થશે તે કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.


મેટાડોરે યુવાનને કચડી મારતાં ટોળું વિફર્યું: પોલીસનો લાઠીચાર્જ

દોઢસો ફૂટ રિંગરોડ પર વધુ એકવાર જીવલેણ અકસ્માત. ટોળાંનો મેટાડોરને આગ ચાંપવાનો પ્રયાસ, વાહન પોલીસ મથકે લઇ જવાતાં ટોળું પણ પાછળ જતાં પોલીસનો બળપ્રયોગ. શહેરમાં આડેધડ દોડતા વાહનોએ અનેક માનવ જિંદગીના ભોગ લીધા છે. હજુ ગઇ કાલે જ દોઢસો ફૂટ રિંગ રોડ નાના મવા ચોકડી નજીક પરપ્રાંતીય શ્રમિકને રિક્ષાએ હડફેટે લઇ રામ રમાડી દીધા હતા. ત્યાં આજે વધુ એક જીવલેણ અકસ્માતમાં મવડી ચોકડી નજીક કાળરૂપી મેટાડોરે ગરાસિયા યુવાનને ભોગ લેતા અરેરાટી ફેલાઇ ગઇ છે. ઉશ્કેરાયેલા ટોળાએ મેટાડોર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસ સમય વર્તીને મેટાડોરને માલવિયા નગર પોલીસ મથકે લઇઆવી હતી. પરંતુ ટોળાએ ત્યાં પણ પહોંચીને મેટાડોર સળગાવવાનો પ્રયાસ કરતાં પોલીસે ટોળુ વોખેરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.અકસ્માતનાં બનાવની મળતી વિગતો મુજબ પુનિતનગરમાં રહેતા અને કારખાનામાં નોકરી કરતા વનરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ નાંમના ગરાસિયા યુવાન ગુરૂવારે સાંજે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા મોટાભાઇ ભરતસિંહને ઘરે બેસવા ગયા હતા. ત્યાંથી પરત ઘરે ફરતી વેળાએ દોઢસો ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી નજીક રાધે હોટલ સામે રસ્તો ઓળંગવા જતા હતા ત્યારે માતેલા સાંઢની જેમ દોડી આવેલા જીજે.૩.એવી.૭૯૦૧ નંબરનાં આઇસર મેટાડોરે હડફેટે લઇ તેનાં વ્હીલ યુવાનનાં શરીર પર ફરિ વળતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.


કાલાવડ રોડ પર બનશે વૃક્ષોથી લહેરાતું ભવ્ય ઓધવ વન

૧૦ હજાર ચો.મી. જમીનમાં પીપળો, વડ, કદમ, પારિજાત અને બીલી વવાશે : બાંકડા-કુટીર મુકાશે : તા. ૧પમીએ વનમંત્રીના હસ્તે ભૂમિપૂજન.શહેરના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસ સામે આવેલા ૧૦ હજાર ચો.મી.ના વિશાળ પ્લોટમાં મહાપાલિકા દ્વારા સુંદર ઓધવ વનનું નિર્માણ થવાનું છે.તેમાં રૂ. ૩૦ લાખના ખર્ચે પીપળા, વડ, કદમ, પારિજાત અને બીલીના રોપાનું વાવેતર થશે. ઓધવ વનમાં લોકો નિરાતે બેસી કુદરતી માહોલને માણી શકે એ માટે બાંકડા અને કુટિર પણ મૂકવામાં આવનાર છે. આગામી તા. ૧પમી ઓગસ્ટે વનમંત્રીના હસ્તે ઓધવવનનું ભૂમિપૂજન કરવામાં આવશે.આ અંગે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સંપૂર્ણ સહયોગથી ૧૦ હજાર ચો.મી. જમીન મળી છે. પીપળો, વડ, કદમ, અને પારિજાત સહિતનાં વૃક્ષો ભારતીય સંસ્કૃતિ તથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા હોય આ પવિત્ર વૃક્ષોનું એક નંદનવન બનાવવાની ઇચ્છા હતી. થે લોકોને પણ હરવા-ફરવા માટે અને કુદરતી વાતાવરણમાં મહાલવાનો આનંદ મળે એવી લાગણી સાથે ઓધવ વન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.રાજકોટમાં થનારી ૧પમી ઓગસ્ટની ઉજવણીના કાર્યક્રમોની શ્રુંખલામાં ઓધવ વનના ભૂમિપૂજનનું પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. ૧પમી ઓગસ્ટે જ વનમંત્રીના હસ્તે ભૂમપિૂજન કરાયા બાદ ઝડપથી તેનું કામ શરૂ કરી દેવામાં આવશે.


તમે જે કેળાં ખાઓ છો તે ઝેરી રસાયણમાં બોળેલા હોય છે
મનપાની ફૂડ શાખા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી જતી મલાઇ

કેરી પકવવા જે રીતે ઘાતક એવા કાબૉઇડનો ઉપયોગ કરવામાં આવે છે એવી જ રીતે કેળામાં પણ આ રીતે ઝેરીલો પ્રયોગ છુટથી થઇ રહ્યો છે. કાચા કેળાને ત્રણ-ચાર દિવસમાં જ પકવી દેવા માટે ગ્રુફોન સહિતના કેટલાક ઘાતક રાસાયણિક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું આજે દિવ્ય ભાસ્કરની ટીમે કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન ખુલ્લું પડ્યું હતું. આ રીતે રોજ હજારો ટન ઝેરી કેળાનો ખુલ્લેઆમ વેપાર કરવામાં આવી રહ્યો છે.ડૂતો વહેલા કમાઇ લેવાની નીતિ દાખવી કાચા કેળાનો જ સોદો કરી નાખે છે અને સામે હોલસેલ વેપારીઓ વહેલી કમાણી કરી લેવાની લહાયમાં કેમિકલથી કેળા પકવવાનો શોર્ટકટ રસ્તો અપનાવી લોકોનું આરોગ્ય જોખમમાં મૂકી દે છે. કેળા પકવવા માટે ગ્રુફોન નામનું અતિ ઘાતક રાસાયણિક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીમાં ગ્રુફોન કેમિકલ ભેળવી તેમાં કેળાને બોળીને કાઢી લેવામાં આવે છે.આ કેળા માત્ર ચારથી પાંચ જ દિવસમાં પાકી જાય છે. આ રીતે દસ લિટર પાણીમાં માત્ર અડધુ ઢાંકણું ગ્રુફોન કેમિકલ નાખી એક મણ કેળા પકવી શકાય છે.જકોટમાં મોટાભાગના હોલસેલ વેપારીઓ આ રીતે જ કેળા પકવી બજારમાં મૂકી દે છે. દિવ્ય ભાસ્કરની ટીમ સમક્ષ વખારના માલિકે કેળા કઇ રીતે કેમિકલમાં બોળવામાં આવે છે એ સહિતનું ડેમોસ્ટ્રેશન કરી બતાવ્યું હતું. કેમિકલમાં કેળા બોળવા માટે હાથમાં પ્લાસ્ટિકના મોજાં પહેરવા પડે તેવું ઘાતક રસાયણ હોય છે. મોજા વગર જો હાથ બોળવામાં આવે તો હાથમાં રિતસર તમતમાટી ઉપડી જાય છે. દિવ્ય ભાસ્કરની ટીમે આ જાત અનુભવ પણ કર્યો હતો. -ફ્રૂટની મોટી વખાર ધરાવતા અમુક વેપારીઓને વિશ્વાસમાં લઇ કરેલી પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, કેરી હોય, કેળા હોય કે અન્ય કોઇ ફળની સીઝન, ફ્રૂટ પકવવા આ જ રીતે કેમિકલ, કાબૉઇડ અને ગેસનો ઉપયોગ કરીએ જ છીએ.મનપાની ફૂડ શાખા અને સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને નિયમિત પ્રસાદી મોકલાવી દેતા હોય અમારા આંગળે આવતા નથી. ક્યારેક ઉપરથી દબાણ હોય છે ત્યારે ત્યાંથી જ મેસેજ મળી જાય છે અને બાદમાં ચેકિંગ કરવા આવે ત્યાં સુધીમાં તો બધુ જ સમૂનમું કરી નાખીએ છીએ.

અંબાણીબંધુઓ વચ્ચે ફરી તકરાર?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અંબાણીબંધુઓ વચ્ચે ફરી તકરાર?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેજી-ડી6માં ગેસનું ઉત્પાદન હાલ 60 એમએમસીડીની ક્ષમતાથી વધશે ત્યારે ગેસ મેળવનાર અગ્રીમ છ કંપનીઓમાં અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવરનો સમાવેશ કરાયો નથી. આ યાદીમાં આરપાવરને પ્રાથમિકતા આપવામાં આવી નથી એવી માહિતી ઉર્જા મંત્રાલયના એક અધિકારીએ આપી હતી.મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલ પ્રાથમિક યાદીમાં જીએસપીસીના 700 મેગાવોટના પીપીવાવ પાવર પ્રોજેક્ટ માટે, ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિમિટેડના હજીરા ખાતેના 350 મેગાવોટના પ્રેજેકટ માટે, પ્રગતિ પાવર કોર્પોરેશનના 1000 મેગાવોટના બાવના પાવર પ્રોજેક્ટ માટે, લેન્કોના કોન્ડાપલ્લી ખાતેના 740 મેગાવોટના બીજા તબક્કા માટે, જીએમઆરના વેમાગીરી વિસ્તરણ પ્રોજેક્ટ અને ઉત્તરાખંડના કોશીપુર પ્રોજેક્ટ માટેનો સમાવેશ થયો છે.એક અધિકારીએ કહ્યું કે આ યાદી ઇજીઓએમને મોકલાશે. આ પ્રોજેક્ટો 2010 થી 2012ના ગાળામાં કાર્યરત થઇ રહ્યા હોવાથી તેમને અગ્રીમતા આપવામાં આવી છે.નેચરલ ગેસ મેળવનારી કંપનીઓની બીજી યાદીની જાહેરાત આવતા વર્ષે કરાશે અને આરપાવરનો આ યાદીમાં સામવેશ કરાય તેવી શક્યતા છે. રિલાયન્સ પાવરનો આંધ્રપ્રદેશ ખાતેનો 2400 મેગાવોટનો સમાલકોટ પ્રોજેક્ટ પાવર મંત્રાલય દ્વારા વર્ષ 2012-13માં કેજી-ડી6 માંથી 8 એમએમએસસીએમડી ગેસની ફાળવણી માટે પસંદ કરાયો છે. બીજી યાદી હજુ તૈયાર કરાઇ નથી તેમ એક અધિકારીએ કહ્યું હતું.ઇજીઓએમે બુધવારની બેઠકમાં કોઇપણ નવા પાવર પ્લાન્ટને ગેસની ફાળવણી કરી ન હતી. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેજી ડી 6 બ્લોકમાંથી 60 એમએમએસસીએમડીની ઉત્પાદનક્ષમતા ધરાવે છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા મહિને જ કેન્દ્રને જણાવ્યું હતું કે કેજી-ડી 6 બ્લોકમાંથી ગેસનું ઉત્પાદન 80 એમએમએસસીએમડીના મંજૂર થયેલા અંદાજ સામે લગભગ 60 એમએમએસસીએમડીના સ્તરે સ્થિર રહેશે.
અમેરિકાના અન્ય હજારો ગુપ્ત દસ્તાવેજો પણ ગાયબ

વિકીલીક્સ દ્વારા 92000 ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યાના થોડા દિવસો બાદ અમેરિકાના રક્ષા મંત્રી રોબર્ટ ગેટ્સે સ્વીકાર કર્યો છે કે આવી જ રીતે હજારો અન્ય ગુપ્ત દસ્તાવેજો રક્ષા વિભાગમાંથી ગાયબ થઈ ગયા છે. આ દસ્તાવેજો આતંકવાદ વિરુદ્ધ જંગ સંબંધિત હતાં.એડમિરલ માઈક મુલેન સાથે સંયુક્ત પેન્ટાગોન પ્રેસ કોન્ફરન્સમાં ગેટ્સે જણાવ્યું હતું કે મને હાલમાં જ ખબર પડી છે કે કેટલા દસ્તાવેજો ગુમ થયા છે. તેમણે જણાવ્યું હતું કે હકીકત એ છે કે અમને પણ ખબર નથી કે કેટલા દસ્તાવેજો ગુમ થયા છે. આ દસ્તાવેજોની સંખ્યા વધારે હોવાની શક્યતા છે. અમને દસ્તાવેજો ગુમ કરવા પાછળનો શું હેતું છે તેની કોઈ જાણકારી નથી.ગુપ્ત દસ્તાવેજો જાહેર કરનાર વેબસાઈટ વિકીલીક્સે સ્વીકાર કર્યો છે કે તેની પાસે આવા હજારો દસ્તાવેજ છે. ગેટ્સે જણાવ્યું હતું કે મારું માનવું છે કે હવે વિકીલીક્સના પ્રમુખે પણ સ્વીકાર કર્યો છે કે તેની પાસે એવા ઘણા દસ્તાવેજો છે જે તેમણે ઓનલાઈન કર્યા નથી.રોબર્ટે વધુમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન યુદ્ધ અંગેના ગુપ્ત દસ્તાવેજો જાહેર થવાને કારણે અફઘાનિસ્તાનમાં રહેલા અમેરિકન સૈન્ય પર જ ખતરો પેદા થઈ શકે છે ઉપરાંત તેના કારણે અમેરિકાની વેશ્વિક વિશ્વસનિયતા પણ ખતરમાં પડી શકે છે.


આજે પણ સંસદીય ગરિમાનું ચિરહરણ થયું

છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલું સંસદીય ગરિમાનું ચિરહરણ, આજે ચોથા દિવસે પણ ચાલુ રહ્યું હતું. જેના પગલે પહેલા બપોરે બાર વાગ્યા સુધી બંને ગૃહોને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ બંને ગૃહોને સોમવાર સુધી મોકૂફ રાખવા પડ્યા હતા.
આજે સવારે અગ્યાર વાગ્યે રાજ્યસભા મળી હતી. ત્યારે વિપક્ષના સાસંદોએ માગ કરી હતીકે, મોંઘવારી મુદ્દે તેમણે આપેલી નોટિસની ઉપર ચર્ચા કરાવવામાં આવે. આ સમયે યુપીએના સભ્ય પક્ષના સાંસદોએ વિરોધ કર્યો હતો. વિપક્ષ અને સત્તા પક્ષના સભ્યો વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાના કારણે, શરૂઆતની પાંચ મિનિટમાં જ ગૃહને મોકૂફ કરી દેવામાં આવ્યું હતું. બપોરે બાર વાગ્યે ફરીથી રાજ્યસભા મળી હતી. જેમાં કેટલાક અગત્યના ખરડાને રજૂ કરવામાં આવ્યા હતા. જેને ઉપાધ્યક્ષ રહેમાન દ્વારા ધ્વનિમતથી પસાર કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગૃહને સોમવાર સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું.આવા જ દ્રશ્યો સંસદના નીચલા ગૃહ લોકસભામાં જોવા મળ્યા હતા. વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે નિયમ 184 હેઠળ પ્રશ્નકાળને મોકૂફ કરીને મોંઘવારી અંગે ચર્ચા કરાવવાની માગ કરી હતી. જેનો સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલે વિરોધ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, ચર્ચા થઇ શકે છે પરંતુ, મતદાનની જરૂર નથી. જોકે, વિપક્ષ તેની માગ પર અડગ રહ્યુ હતું. જેના કારણે, ભારે હંગામો થયો હતો. આથી લોકસભાના સ્પીકર મીરાકુમાર દ્વારા ગૃહને બાર વાગ્યા સુધી મુલતવી કરી દેવામાં આવ્યુ હતું. અહીં, પણ રાજ્યસભાના ઘટનાક્રમનું પુનઃરાવર્તન જોવા મળ્યુ હતું. જેમાં કેટલાક અગત્યના ખરડાને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ, સ્પીકર મીરાકુમારે સોમવાર સુધી ગૃહને મોકૂફ જાહેર કર્યું હતું.


ચીનમાં ગૂગલ સેવા બંધ

વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જીન એવા ગૂગલે જણાવ્યું હતું કે ચીનના મુખ્ય ભાગોમાં તેની સેવા પ્રભાવિત થઈ છે. જેના કારણે તેણે ચીનમાં ગૂગલની સેવા બંધ કરી દીધી છે. ગૂગલના સર્ચ એન્જીન અને અન્ય સેવાઓએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું છે.જો કે ગૂગલે અચાનક આવો નિર્ણય કેમ લીધો તે અંગે કંઈ જાણી શકાયું નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનની સરકારે ફાયરવોલનો ઉપયોગ કરીને તેને બંધ કરવાનો પ્રયાસ કર્યો છે.ચીનમાં મીડિયા ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ આ પહેલો બનાવ છે જ્યારે ચીનના સર્ચ એન્જીનને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હોય.ગૂગલે આ અંગે પોતાની વેબસાઈટમાં લખ્યું છે કે ચીને પ્રતિબંધ અંગે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના લોકો ગૂગલની મોબાઈલ સેવા અને જાહેરાત સેવાનો પણ લાભ ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે ગૂગલની અન્ય સેવાઓ જેવી કે બ્લોગિંગ અને વીડિયો સેવા યૂ ટ્યૂબ મહિનાથી બંધ પડી છે.


બહાદુર પોપટે ઘરમાં ચોરી થતા અટકાવી

સામાન્ય રીતે ઘરની રખેવાળી કરવા માટે લોકો કુતરાને પાળતા હોય છે. પરંતુ અહીં તો વાત છે લંડનના એક બહાદુર પોપટની. કુઝ્યા નામના આ પોપટે તાજેતરમાં જ પોતાના માલિકની ઘરવખરીની ચોરી અટકાવી હતી.પોપટના માલિક કુરકુલે એક વર્તમાનપત્રને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે રાતના ચાર વાગ્ય હશે. ત્યારે કુઝ્યા અચાનક જોર જોરથી ચીસો પાડવા લાગ્યો હતો. પોપટ જેવી રીતે અવાજ કરી રહ્યો હતો તેના કારણે ઘરમાં ઘૂસેલા ચોર ભાગી ગયા હતાં. પોપટે એટલી જોરથી ચીસો પાડી રહ્યો હતો કે તે આસપાસના ઘરોમાં પણ સંભળાઈ રહી હતી.ચોર એક બારીમાંથી ઘરમાં ઘૂસ્યા હતાં. પરંતુ બહાદૂર પોપટને આ વાત ધ્યાનમાં આવી જતાં તેણે ચીસો પાડીને તેમને ઘરમાંથી ભગાડી મુક્યા હતાં.


ગૌરી વગરનું જીવન અશક્ય છેઃ શાહરૂખ

બોલિવૂડ કિંગ ખાન શાહરૂખમાટે તેનો પરિવાર તેની સૌથીમોટી તાકત છે. તેણે એક ખાસ મુલાકાત સમયે જણાવ્યું હતું કે,મારી અ સફળતા અને ખુશખુશાલ જીવનમાં તેનાં પરિવારનો હાથ બહુ મોટો છે શાહરૂખે જણાવ્યું હતું કે, મને લાગે છે ઉપરવાળો સાચેમાં મારા પર મહેરબાન છે.તે મારો પરિવાચ છે જેમનાં વગર હું આજે જે છું તે ક્યારેય ન હોત. તેમણે મારા માટે ઘણો ત્યાગ કર્યો છે અને તે જ કારણ છે મને ઘરે પાછા ફરવાની આટલી ઉતાવળ હોય છે. મારા મતે સફળતા ઘણી જરૂરી છે પણ સફળ હોવાની સાથે સાથે એક સુંદર કુંટુંબ પણ હોવુ જરૂરી છે.તમે તમારી સફળતા તમારા ફેમીલી સાથે વહેચવાં ઈચ્છો છો કારણ કે તમે જે કરો છો તે ફ્ક્ત તમારા પુરતું જ સિમીત નથી પણ તમારી સાથે સંકળાયેલાં બધા માટે છે. જ્યારે હું મારી પત્ની બાળકોનાં મોઢે સ્મિત જોઉ છું તો મને અંતરથી શાંતી મળ છે.શાહરૂખે તેમ પણ જણાવ્યું હતું કે, તેની પત્ની ગૌરી તેની શક્તિ છે. ''હું ગૌરી વગર એક દિવસ પણ રહી શકુ તેવી કલ્પના પણ કરી શકતો નથી. મારું કામકાજ શિડ્યુલ ઘણુ જ વ્યસ્ત હોય છે. અને ગૌરી જ છે જે મારા ઘર બાળકો અને મારી કાળજી રાખતી હોય છે. હું મારા દરેક કામ માટે ગૌરી પર નિર્ભર હોઉ છું. એક એજ છે જે જાણે છે મારે શું જોઈએ છે. તેનાં કારણે જ મારો પરિવાર એક ખુશખુશાલ અને તંદુરસ્ત પરિવાર છે. તે એક સારી માતા પણ છે તેણે અમારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન પણ કર્યુ છે.''પોતાની વાત આગળ વધારતાં એસઆરકે એ જણાવ્યું હતુંકે, ''મારુ માનવું છે કે માતા-પિતા બનવું દુનિયામાં સૌથી અઘરું કામ છે. કારણકે એ માતા-પિતા જ છે જે નક્કી કરે છે કે તેમનાં બાળકોની ઉછેર કેવી રીતે થશે તેમા પણ એખ માતાની ભૂમિકા મુખ્ય હોય છે. કારણકે તે બાળકોની સૌથી નજીક હોય છે.''


કેલેન્ડર ગર્લમાં નગ્ન જેનિફર

જેનિફર એલીસને પાંચ મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો અને હવે તે કેલેન્ડર ગર્લ્સ માટે નગ્ન થવાની છે. મંગળવારના રોજ અભિનેત્રી જેનિફરે કેલેન્ડરના પ્રોડક્શન માટેનું કામ શરૂ કર્યુ હતું. 27 વર્ષીય જેનિફર કેલી બ્રૂક, જેમ્મા અને જેરી હોલની હરોળમાં આવી ગઈ છે. જેનિફરે ન્યૂડ ફોટોશૂટ માટે પોતાનું વજન પણ ઉતાર્યુ છે. જેનિફરે હેલ કિચન શોમાં પણ ભાગ લીધો હતો. આ શોમાં તે પોતાના પુત્ર બોબીને લઈને જતી હતી. આ માટે તેણે વિવિધ દેશોમાં બે મહિના સુધી પ્રવાસ પણ કર્યો હતો. જેનિફરે કેલેન્ડર ગર્લ્સ અંગે કહ્યું હતું કે, તે ફોટોશુટને લઈને ઘણી જ ઉત્સાહિત છે.



ગુજરાતમાં સોહરાબુદ્દીન કેસની ટ્રાયલ અશક્ય

સીબીઆઇ દ્વારા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રત કરી દેવામાં આવ્યો છે. સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપનામામાં સાત પોલીસ કર્મચારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં ભૂતપૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમિત શાહ કરતા વધુ કેટલીક વ્યક્તિઓની પૂછપરછ થઇ શકે છે.સીબીઆઇના વકીલોએ એવી દલીલો રજૂ કરી હતીકે, આ કેસમાં અનેક મોટા રાજકીય માથા સંડોવાયેલા હોવાથી તપાસને અસર થઇ શકે છે. આથી તેમણે ગુજરાતની બહાર આ કેસને ખસેડવાની માગ કરી હતી.તુલસી પ્રજાપતિ કેસ સંદર્ભે અમિત શાહનું નામ દાખલ કરવામાં નથી આવ્યું. જોકે, તુલસી પ્રજાપતિ કેસમાં પણ સીબીઆઇને તપાસ કરવા દેવામાં આવે તેવી અરજ સીબીઆઇ તરફથી ઉચ્ચતમ કોર્ટમાં હાજર રહેલા વકીલોએ કરી હતી.





મોદી કેટલું જાણતા હતા?

એક સમયે દિગ્ગજ નેતા વાજપેયીએ મોદીને રાજધર્મનું પાલન કરવાની શીખ આપવી પડી હતી. આજે ફરી એવો સમય આવ્યો છે કે મોદી રાજકીય ધર્મ અને રાજધર્મ વચ્ચે અટવાઈ ગયા હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. મોદીની મરજી વગર રાજ્યના વહીવટી તંત્રમાં પાંદડું પણ હલતું નથી, ત્યારે આખાયે સોહરાબુદ્દીનકાંડથી મોદી અજાણ હોય તેવું માની શકાતું નથી. કદાચ આજે સવાલ એ નથી કે મોદી અજાણ હતા ? સવાલ એ છે કે મોદી કેટલું જાણતા હતા ? આ સવાલોનો સીબીઆઈ અને અદાલતો જે જવાબ આપે તે, પણ સત્ય કાતિલ જ હશે તે એક હકીકત છે.સોહરાબકાંડમાં પોલીસ ઓફિસરોની બદલીઓ, તપાસના બદલાતા અધિકારીઓ, ગૃહવિભાગમાં આવતા પરિવર્તનો તેમજ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની લેખિત કે મૌખિક સૂચનાઓથી મોદી અજાણ છે કે તેઓ બધું જાણે છે તે તપાસવા તેમની પૂછપરછ થઇ શકે છે. સીબીઆઇની તપાસમાં આ મુદ્દાને છોડી શકાય તેવો નથી, કારણ કે સીબીઆઇનાં સૂત્રો આ દિશામાં આગળ વધવાનું વિચારી રહ્યાં છે.આ તબક્કે અધિકારીઓ મોદીની પૂછપરછ નહીં થાય તેવો સીધો ઇનકાર કે સમર્થન પણ કરતાં નથી. નવી દિલ્હી જતાં પહેલાં ટેલિફોનિક વાતચીતમાં તપાસ અધિકારીને પૂછવામાં આવતા તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે આ કેસમાં અમારી તપાસ હજી ચાલી રહી છે. અમારે કોની પૂછપરછ કરવી અને કોની નહીં તે અત્યારે કહી શકાય નહીં.સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસમાં મીસિંગ લિંક (ખૂટતી કડીઓ) શોધવા મોદીની પૂછપરછ માટે સીબીઆઇના ડાયરેક્ટર અશ્વિનીકુમારની મંજુરી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.


મોદીએ જ બદલીઓ પર મહોર લગાવી હતી

સોહરાબુદ્દીનના બોગસ એન્કાઉન્ટરથી માંડીને તેના સાગરીત તુલસી પ્રજાપતિને બનાવટી એન્કાઉન્ટરમાં ઢાળી દેવા સુધીમાં ડી.જી. વણઝારા સહિતના અધિકારીઓની કરાયેલી ટ્રાન્સફરે પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહોર લગાવી હોવાનું સીબીઆઇનાં સૂત્રોએ જણાવ્યું છે.તેમણે કહ્યું છે કે ક્રાઇમબ્રાન્ચના ડીએસપી અભય ચુડાસમાની ધરપકડ પૂર્વે સીબીઆઇએ ૧૪મી એપ્રિલ ૨૦૧૦ના રોજ અભય ચુડાસમા અને અમિત શાહની ધરપકડની દરખાસ્ત તૈયાર કરી ઉપરી અધિકારીઓની મંજુરી માટે મોકલી હતી.આ દરખાસ્તમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અધિકારીઓની થયેલી બદલી પર નરેન્દ્ર મોદીએ આખરી મહોર લગાવી છે, પરંતુ શું તેઓ તે બદલીના હેતુથી વાકેફ હતા કે નહીં તે જાણી શકાયું નથી. સૂત્રોએ ત્યાં સુધી જણાવ્યું છે કે ૩૦મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં રજુ થનારા સીબીઆઇના રિપોર્ટમાં તે દરખાસ્તનું ટાંચણ કરવામાં આવ્યું છે.આઇપીએસ અધિકારીની બદલીની પ્રક્રિયાઆઇપીએસ અધિકારીની બદલીની દરખાસ્ત બી-બ્રાન્ચમાં તૈયાર થાય છે. ત્યારબાદ બ્રાન્ચના અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રિપોર્ટ તૈયાર કરીને ગૃહવિભાગને મોકલી આપે છે. ગૃહવિભાગમાંથી આ દરખાસ્ત ગૃહમંત્રી પાસે જાય છે. તેમની મંજુરી બાદ આખરી મંજુરી માટે મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચે છે.

અમરનાથયાત્રામાં ગુજરાતની બસ પર પથ્થરમારો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અમરનાથયાત્રામાં ગુજરાતની બસ પર પથ્થરમારો


સુરત સહિત પૂરા ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ ગયેલા સેંકડો યાત્રાળુઓની હાલત છેલ્લા બે દિવસથી ભારે કફોડી બની છે. સુરતથી પવિત્ર યાત્રામાં ગયેલા લોકો દિવ્ય ભાસ્કરને ફોનથી માહિતી જણાવ્યું હતું કે, માર્ગમાં આવતા કાશ્મીરના શ્રીનગરથી પહેલગામની વચ્ચે આવેલા કટરા ખાતે તોફાની તત્વોએ ગુજરાતની બસોને ટાર્ગેટ બનાવી આશરે ૮૦ જેટલી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.જેના કારણે શ્રદ્ધાળુઓને બુધવાર અને ગુરુવાર રસ્તા વચ્ચે પસાર કરવાનો વખત આવ્યો હતો. પરિણામે કેટલીક મહિલાઓ ગભરાઈને બીમાર પડી ગઈ હતી.સુરતથી આ યાત્રા પર ગયેલા મોહનભાઈ કોરાટે ત્યાંથી ટેલિફોનિક વાતમાં કહ્યું હતું કે કાશ્મીરને આઝાદ બનાવવાની માગ સાથે કેટલાક લોકો તોફાને ચડ્યા છે. જેણે બુધવારથી ગુજરાતની તમામ બસ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું છે. ગુજરાતની આશરે ૮૦ જેટલી બસના કાચ તોડી નાંખ્યા હતા. આ પથ્થરમારાને કારણે લોકોને રસ્તા વચ્ચે જ રોકાઈ જવાનો કપરો વખત આવ્યો હતો.


વડોદરામાં ૧૮૦૦થી વધુ લાખોપતિ પગારદારો

મંદીના માહોલમાંથી ભલે આખું વિશ્વ પસાર કરી ગયું હતું પણ વડોદરાની વાત સાવ નોખી જોવા મળે છે. હાલમાં પગારદારો માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મોસમ ચાલી રહી છે ત્યારે વર્ષે ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુ રકમનું પેકેજ મેળવનારા પૈકી ૮૩૨ કરદાતાઓએ તેમનું રિટર્ન ફાઇલ કરી દીધું છે.વડોદરા વિભાગના મુખ્ય આવકવેરા કમિશનર અરુણકુમાર જૈને જણાવ્યું હતું કે, મંદીની કોઇ અસર આવકવેરાની આવક ઉપર જોવા મળી નથી. ગત નાણાકીય વર્ષમાં ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુ રકમના પગાર મેળવનારા ૧૪૫૦ પગારદારોના રિટર્ન ફાઇલ થયા હતા. જ્યારે ચાલુ વર્ષે ૮૩૨ના રિટર્ન ફાઇલ થઇ ગયા છે.જો કે, આ વર્ષે આ આંકડો ૧૮૦૦ સુધીનો રહેશે. હાઇએસ્ટ સેલરી પેકેજ કેટલું છે તેવા સવાલના જવાબમાં ચીફ ઇન્કમટેક્સ કમિશનર અરુણકુમાર જૈને જણાવ્યું હતું કે, વર્ષે ૧.૬૯ કરોડ રૂપિયાનું પેકેજ ધરાવનાર એક પગારદાર કરદાતા પગારદારોના માળખામાં સૌથી ટોચ ઉપર છે અને ૫૦ થી ૭૦ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મેળવનારાઓની સંખ્યા પણ હવે નાની રહી નથી. અલબત્ત, જર્મન કંપની કે તેની સાથે સંકળાયેલ કંપનીમાં વધુ પગાર અપાતો હોવાનો ખુલાસો કરીને તેમણે ઔદ્યોગિક એકમ અંગે ગુપ્તતા જાળવી હતી.



રેમીના પરિવારની સેવા માટે સગીરાએ પરિવાર છોડ્યો

છ માસ પૂર્વે મહેસાણાના બળાત્કારના ગુનામાં કથિત આરોપીને જેલના સિળયા પાછળ ધકેલી દેવા માટે નિમિત બનેલી સગીરાએ પ્રેમી યુવાન આરોપીના પરિવારને મદદ કરવાના નિશ્વય સાથે ઘરનો ત્યાગ કરીને પોલીસનો આશરો લીધો છે. ગુરુવારે સવારે પ્લાસ્ટીકની થેલી સાથે પોલીસ સ્ટેશનના બાંકડે બેસી ગયેલી સગીરાએ તેના પ્રેમી એવા આરોપીના જામીન કરાવવાનું તેમજ ઘરે પરત ન ફરવાનું રટણ કરતાં પોલીસ વિમાસણમાં મૂકાઈ હતી.રામોસણા જકાતનાકા નજીક ગેરેજમાં કામ કરતા સતનામસિંહ નામના પંજાબી યુવાનની નજીકમાં રહેતી દેવીપૂજક સગીરા સાથે આંખ મળી જતાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. છ માસ પૂર્વે આ બન્ને પ્રેમીઓ ભાગી જતાં સગીરાના પિતાએ શહેર પોલીસ સ્ટેશનમાં પુત્રી ગૂમ થવા અંગે જાણવાજોગ નોંધાવી હતી. બે મહિનાની તપાસ દરમિયાન સગીરાના વાવડ ન મળતાં તેના પિતાએ ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવાના પગલે બન્ને પ્રેમીઓ પંજાબથી પોલીસના હાથે ઝડપાયા હતા. ગીરાએ બળાત્કાર ગુજારવા અંગે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત યુવાનને મહેસાણા સબજેલમાં મોકલી અપાયો હતો. છ મહિનાના વિરહને અન્તે ગુરુવારે સગીરા કપડાં ભરેલી પ્લાસ્ટીકની થેલી સાથે શહેર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી અને પોતાના પ્રેમીના જામીન કરાવવા તેમજ પંજાબ જઈ પ્રેમીના વૃદ્ધ મા-બાપની સેવા કરવાનું રટણ શરૂ કરતાં પોલીસ પણ વિચારમાં મૂકાઈ હતી.


મહેસાણા : કૌટુંબિક બહેન સાથે પ્રેમ કરનાર યુવકને ઝેરી દવા પીવડાવાઇ

કૌટુંબિક બહેન સાથે પ્રેમ હોવાના મુદ્દે મગુનાના યુવાનને બુધવારે રાત્રે ખેતરમાં બોલાવી છ કુટુંબીઓએ ઝેરી દવા પીવડાવવાના બનાવે સમગ્ર ગામમાં ચર્ચાઓ જગાવી છે. અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલો યુવાન બેભાન અવસ્થામાં હોઈ તેનું નિવેદન લેવુ અશક્ય બનતાં પોલીસે જાણવાજોગને આધારે તપાસ હાથ ધરી છે.મહેસાણા તાલુકાના મગુના ગામે રહેતો રમેશજી પરબતજી દરબારને તેના ગામમાં જ રહેતી કૌટુંબિક યુવતી સાથે આંખ મળી જતાં તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સાથે જીવવા મરવાના કોલ આપનારા આ પ્રેમીઓના પ્રેમ બાબતે તેમના પરિવારજનોને જાણ થતાં રોષ પ્રસર્યો હતો. આ દરમિયાન બુધવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવતીના પરિવારજનોએ રમેશજી દરબારને પોતાને ત્યાં બોલાવ્યો હતો અને પુત્રીનો સાથ છોડી દેવા સમજાવ્યો હતો.જો કે, આ બાબતે તેઓ વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા છ શખ્સોએ તેને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ કુટુંબીઓના હાથમાંથી છુટેલો રમેશજી ઘરે દોડી ગયો હતો અને આ બાબતે પિતાને જાણ કરતાં જ તેને તાત્કાલીક મહેસાણા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જો કે, હાલમાં તેની હાલત ગંભીર હોઈ પોલીસ માટે તેનું નિવેદન લેવુ અશક્ય બનતાં યુવકના પિતાએ નોંધાવેલી જાણવાજોગને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


વિદ્યાનગરમાં અધ્યાપકોની વિશાળ મૌન રેલી

ન્યુ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી એ.ડી.પટેલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એડીઆઈટી)ના પ્રિન્સપલ ડૉ. આર. કે. જૈન પર થયેલાં હુમલાના વિરોધમાં ગુરુવારે વિદ્યાનગરમાં વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી.કદાચ વિદ્યાનગરના ઈતિહાસમાં પ્રથમવાર પ્રિન્સપાલ, અધ્યાપકો, ઉદ્યોગપતિ તેમ જ અગ્રણી નાગરિકોની અંદાજે બે કિલોમીટર ઉપરાંત લાંબી રેલી નીકળી હતી. સરદાર પટેલની પ્રતિમાથી નીકળેલી રેલી ભાઈકાકા સ્ટેચ્યુએ સંપન્ન થયા બાદ સરદાર પટેલ જાગૃત નાગરિક સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ઈજનેરીની સ્વનિર્ભર કોલેજમાં ફી વધારાના વિરોધમાં શરૂ કરાયેલ આંદોલન હિંસક બન્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા એડીઆઈટીના પ્રિન્સપાલ ડૉ. આર.કે.જૈન પર હુમલો કરાતાં શિક્ષણ આલમ સ્તબ્ધ બની ગયું હતું. જેનાં વિરોધમાં ગુરુવારે બપોરના અઢી કલાકે વિદ્યાનગરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર કરીને મૌન રેલી કાઢવામાં આવી હતી.જેમાં ચારૂતર વિદ્યામંડળ સંચાલિત કોલેજના પ્રિન્સપાલ અધ્યાપકો સહિતનો સ્ટાફ, વિદ્યાનગર પાલિકા, વિટ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સરદાર પટેલ જાગૃત નાગરિક સમાજ, લાયન્સ ક્લબ ઓફ વિટ્ઠલઉદ્યોગનગર, રોટરી ક્લબ ઓફ આણંદ, જુનિયર ચેમ્બર્સ વિદ્યાનગર, સિનિયર સિટીઝન વિદ્યાનગર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતાં અંદાજે બે કિમીથી લાંબી રેલી જોઈને નગરજનો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. સરદાર પટેલની પ્રતિમાથી રેલી નીકળીને હોમસાયન્સ કોલેજ, બીબીઆઈટી કોલેજ, ભાઈકાકા લાયબ્રેરી, યુનિવર્સિટી સર્કલ, એસ.પી.યુનિવર્સિટી થઈને ભાઈકાકા સ્ટેચ્યુએ સંપન્ન થઈ હતી. રેલીમાં પ્રિ. આર.સી.દેસાઈ, ઉદ્યોગપતિ ઉદયન પટેલ, સરદાર પટેલ જાગૃત નાગરિક સમાજના સેક્રેટરી અશોકભાઇ પટેલ કોલેજના પ્રિન્સપાલ, અધ્યાપકોે, બિનશૈક્ષણિક સ્ટાફ સહિત અગ્રણીઓ જોડાયા હતા. રેલી સંપન્ન થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


મીરા બોરવણકર પુણેના પહેલા મહિલા પોલીસ કમિશનર બન્યાં

પુણેના પોલીસ કમિશનર સત્યપાલ સિંહની ગુરુવારે બદલી કરવામાં આવી હતી. સિંહની બદલીને કારણે ખાલી પડેલા તેમના સ્થાને સ્ટેટ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટનાં જોઈન્ટ પોલીસ કમિશનર મીરા બોરવણકરની નિમણુંક કરવામાં આવી છે. બોરવણકર પુણેનાં પ્રથમ મહિલા પોલીસ કમિશનર બન્યાં છે. નવી મુંબઈના પોલીસ કમિશનરના પદને એડશિનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનો કરાયો હતો. આ પદ ઉપર એસ્ટાબ્લિશમેન્ટ ખાતાના એડશિનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ જાવેદ અહમદની નિમણૂક કરવામાં આવી છે.રાજ્ય સરકારે ગુરુવારે એડશિનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તેમ જ ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ સ્તરના ચાલીસ પોલીસ અધિકારીઓની બદલીનો હુકમ મોડી રાતના કાઢ્યો હતો. આ આદેશ અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી બઢતી મળવાથી વંચિત રહેલાં મીરા બોરવણકરને વધારાના ડિરેક્ટર જનરલ જનરલ ઓફ પોલીસના પદ ઉપર બઢતી આપવાનો નિર્ણય લેવાની સાથે જ સરકારે બોરવણકરના ખભા પર પુણેના કમિશનર તરીકે ની જવાબદારી પણ સોંપી છે. હાલના પોલીસ કમિશનર સત્યપાલ સિંહની એડશિનલ ડિરેક્ટર જનરલ (એસ્ટાબ્લિશમેન્ટ) તરીકે ડીજી કાર્યાલયમાં બદલી કરવામાં આવી છે.નવી મુંબઈના પોલીસ કમિશનર ગુલાબરાવ પોળની પણ બદલી કરવામાં આવી હોઈને તેમના સ્થાને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસના કાર્યાલયમાં એસ્ટાબિ્લશમેન્ટના એડશિનલ જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા જાવેદ અહેમદની નિમણુંક કરવામાં આવી છે. મુંબઈ પોલીસ ફોર્સના વહીવટી વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર ભગવંત મોરેની કોલ્હાપુર ઝોનના ઇન્સપેક્ટર જનરલ તરીકે બદલી કરાઈ છે. ટ્રાન્સપોર્ટ ખાતાના જોઈન્ટ પોલીસ કમિશનર સંજય બર્વેને પુણેમાં પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં મોકલવાનો નિર્ણય સરકારે લીધો છે.



મલ્ટિપ્લેક્સોને ભીંસવા કોઈ કાર્ટેલમાં સામેલ નહોતો : આમિર

ફિલ્મો રિલીઝ કરવાની બાબતમાં મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોને ભીંસમાં લેવા માટે જુથ બંધી-કાર્ટેલ રચવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનો અભિનેતા આમિર ખાને સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આમિરે આ સંદર્ભમાં કોમ્પીટશિન કમિશન ઓફ ઈન્ડિયાએ પોતાને મોકલેલી નોટિસ હેરાનગતી સમાન હોવાનું મુંબઈ વડી અદાલતને જણાવ્યું હતું.નાણાંની ચુકવણીની બાબતે મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોમાં ફિલ્મો પ્રદર્શિત નહીં કરવાના નિર્ધારસાથે ફિલ્મ નિર્માતાઓએ ગયા વર્ષે પાડેલી હડતાળ અંગે આ મુદ્દો ઉપસ્થિત થયો હતો. મલ્ટિપ્લેક્સ માલિકોએ આ બાબતે કોમ્પીટિશન કમિશનને અરજી કરી હતી. આ અરજીના અનુસંધાનમાં સ્પર્ધા પંચે ગયા ડિસેમ્બર મહિનામાં આમીર ખાનને નોટિસ મોકલી હતી. આ નોટિસ પંચના પ્રાથમિક તપાસ અહેવાલ પર આધારિત હતી. પ્રાથમિક તપાસના અહેવાલમાં જણાવાયું હતું કે ‘‘આમિર, ફિલ્મો પ્રદર્શિત કરવાની બાબતે મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોને ભીંસમાં લેવાના ઈરાદાથી બોલિવૂડના નિર્માતાઓની ‘કાર્ટેલ’માં સામેલ છે.’’


કુરૈશીએ બન્યા મુખ્ય ચૂંટણી કમિશ્નર

ચૂંટણી કમિશ્નર એસ. વાય. કુરૈશીએ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે. તેમણે, ચૂંટણી કમિશ્નર નવિન ચાવલા પાસેથી પદભાર સંભાળ્યો છે.એસ. વાય. કુરૈશી પ્રથમ મુસ્લીમ છેકે, જેઓ મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા હોય. તેઓ લગભગ પોણા બે વર્ષ સુધી મુખ્ય ચૂંટણી અધિકારીના પદ પર રહેશે. તેઓ નવિન ચાવલાના સ્થાને મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે. જેઓ લગભગ દોઢ વર્ષ સુધી મુખ્ય ચૂંટણી કમિશ્નર રહ્યા હતા.ગુરૂવારે જ્યારે કુરૈશીના નામની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે તેમણે કહ્યું હતુંકે, દેશના મુખ્ય ચૂંટણી અધિકારી બનવાનું તેમને ગર્વ છે. તેમણે દેશના નાગરિકો સહિત સંબંધિત લોકો પાસેથી સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. જેથી તેઓ સુપેરે તેમની ફરજો બજાવી શકે.


આસામમાં વિસ્ફોટ, 4 જવાન શહીદ

આસામના ગૌહાટી જીલ્લાના ધાલુકબડ્ડીમાં આજે સીઆરપીએફના જવાનોના વાહન ઉપર આઇઇડીથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં ચાર જવાન શહિદ થયા છે.મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે જ્યારે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ના જવાનો ઉપર અજાણ્યા આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ કરવા માટે આઇઈડી (ઇમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ હુમલામાં ચાર જવાનો શહિદ થઇ ગયા છે. જ્યારે વધુ ત્રીસ જવાનોને ઇજા પહોંચી છે. ઘાયલ જવાનોને સારવા માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક જવાનોની હાલત ગંભીર હોવાથી મરણાંક વધી શકે છે.


'નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ'

સોહરાબુદ્દીનકાંડના કારણે રાજ્યમાં મચેલું રાજકીય તોફાન હવે શેરીઓમાં આવી પહોંચ્યું છે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરમાં પ્રથમવાર જાહેરસભામાં કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, મ્યુનિ.ની ચૂંટણીમાં કોંગ્રેસ સીબીઆઇના માણસોને ઊભા રાખશે તો પણ હારી જશે, કારણ કે તેમની પાસે ગુજરાતની જનતાનાં દિલ જીતવા માટે કશું જ નથી.નારોલ-નરોડા હાઇવે ઉપર ઇસનપુર ચાર રસ્તા ખાતે મ્યુનિ. દ્વારા નિર્મિત ફલાય ઓવરબ્રિજને સ્વ.ભૈરોસિંહશેખાવત નામ આપવાની સાથે લોકાર્પણ કરવાના સમારોહમાં પ્રચંડ જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આક્રોશપૂર્વક કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અને લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.નરેન્દ્ર મોદીએ કોંગી ઉપર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં મ્યુનિ.ની અને પંચાયતોની ચૂંટણી યોજાશે તેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા નહિ રાખે, પરંતુ મેદાનમાં સીબીઆઇના માણસોને ઉમેદવાર બનાવી ઉતારશે, કારણ કે કોંગ્રેસનું ભિવષ્ય-જીવનમરણની આશા સીબીઆઇ ઉપર નિર્ભર છે, તેમ છતાં ગુજરાતની જનતા તેમને પણ પરાજિત કરશે, કારણ કે ગુજરાતની જનતાનાં દિલ જીતવા તેમની પાસે કશું જ નથી.


જામનગરમાં સળગતી કારમાંથી દારૂ મળ્યો

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રસ્તા પર પસાર થતી કાર એકાએક સળગી ઉઠતા ફાયરની ટીમે આગને કાબુ કરી હતી. જો કે, કારની તલાસી લેતા પોલીસને ત્રણેક પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બગાસુ ખાતા મળી ગયેલા પતાસા બાદ પોલીસે નાસી છુટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.ચર્ચાસ્પદ બનેલા બનાવની વિગત મુજબ ખોડિયાર કોલોની વિસ્તારમાં ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મહેર સમાજ સામે પસાર થતી જીજે-૧-એઆર-૭૨૪૬ નંબરની કાર એકાએક સળગી ઉઠી હતી. અચાનક આગની પ્રગટેલી જવાળાઓ નિહાળી ચાલક કારને થંભાવી દઇ મુઠીઓ વાળી નાસી છુટયો હતો.આ બનાવના પગલે અફડાતફડી મચી જતાં ફાયરની એક ટુકડી તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તાત્કાલીક આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી સ્ટ્રાઇકિંગ રાઇડર્સ ના સ્ટાફે દોડી જઇ કારના દરવાજા અને ડેકી ખોલી ચેકીગ કરતા અંદરથી રૂ. ૧૭૦૦૦ની કિંમતનો ૩૪ બોટલ દારૂ મળી આવ્યો હતો.પોલીસે દારૂનો જથ્થો કબજે કરી પોલીસે નાસી છુટેલા કારચાલકના સગડ મેળવવા આરટીઓની મદદ માંગી તપાસ આગળ ધપાવી હતી. જો કાર સળગી ન હોત તો આ દારૂનો જથ્થો બારોબાર સગેવગે થઇ જાત એમ જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે.


કાલાવડની કોલેજમાં છાત્રોને ફરજિયાત દાનની પડાતી ફરજ

એન.એસ.યુ.આઇ. દ્વારા યુનિ.ના કુલપતિને કરાયેલી રજૂઆત.કાલાવડની એકમાત્ર કોલેજમાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે દાનના નામે વિદ્યાર્થીઓ પાસેથી લૂંટ કરવામાં આવતી હોવાની ફરિયાદ સૌરાષ્ટ્ર યુનિ.નાં કુલપતિને કરવામાં આવી છે.કાલાવડ તાલુકા એન.એસ.યુ.આઇ. દ્વારા યુનિ.ના કુલપતિને કરવામાં આવેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, કાલાવડમાં ભીમજીભાઇ વી.પટેલ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એકમાત્ર કોલેજનાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી ફી ઉપરાંત દાનનાં નામે વધારાની રકમ ફરજીયાત પણે વસુલવામાં આવે છે.જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી પાસેથી રૂ. ૧૦૦૦, બીજા વર્ષના વિદ્યાર્થી પાસેથી રૂ. ૫૦૦ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થી પાસેથી રૂ. ૨૫૦૦ રકમ લેવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લાયબ્રેરી ફી પણ લેવામાં આવે છે પરંતુ લાયબ્રેરી બંધ રાખવામાં આવે છે. કોલેજની આ અનધિકૃત વસુલાત અંગે સતાવાળાઓ સામે પગલાં લેવા અને દાનનાં નામે ઉધરાવેલ રકમ પરત કરવાની માગણી કરવામાં આવી છે. રાજ્યનાં શિક્ષણમંત્રીને પણ રજુઆત કરવામાં આવી છે.


દેલવાડા : બાઈક સ્લીપ થતા પતિની નજર સામે પત્નીનું મોત

ઊનાના દેલવાડા નજીક બાઈક પર જતા કોળી દંપતિ ઝાંખરવાડાથી ખંઢેરા તેમના ઘરે જતા હતા ત્યારે પરિણીતાની સાડીનો છેડો વ્હીલમાં આવી જતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પરિણીતાને ગંભીર ઈજા થતા તેનું પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજ્યું હતું. ખંઢેરા ગામનું કોળી દંપતિ ઘરે પહોંચે એ પૂર્વે ખંડિત થઈ જતા કોળી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના તાલુકાના ખંઢેરા ગામના મોહનભાઈ નાજાભાઈ કોળી તથા તેના પત્ની નાનીબેન (ઉ.વ.૩૫)જી.જે.૧૧ જેજે ૨૯૫૧ નંબરના બાઈક પર ઝાંખરવાડા ગામથી ખંઢેરા તરફ જઈ રહ્યું હતું. ત્યારે દેલવાડાથી થોડે દુર ખંઢેરા રોડ ઉપર નાનીબેનની સાડીનો છેડો બાઈકના પાછળના વ્હીલમાં ફસાઈ જતા મોહનભાઈએ બાઈક પરનો કાબુ ગુમાવી દેતા બાઈક પલ્ટી મારી ગઈ હતી.જેમાં નાનીબેનને માથામાં ગંભીર ઈજા થતા તેને સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.જ્યારે મોહનભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અંગે દેવશીભાઈ કરણાભાઈ ચારણીયાએ મોહનભાઈ નાજાભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાડીનો છેડો વ્હીલમાં ફસાવાથી બાઈક સ્લીપ થઈ જતા પતિની નજર સામે પત્નીનું મોત નપિજતા કોળી સમાજમાં ગમગીની વ્યાપી ગઈ હતી.


અમેરિકા “ રીંછે ઘરમાં ઘૂસીને રમકડાના ટેડિની ચોર કરી!

અમેરિકાના હેમ્પશાયરમાં જંગલી રીંછ એક ઘરમાં ઘૂસી ગયું હતું. ઘરમાં ઘૂસ્યા બાદ તેણે ઘરમાં રાખવામાં આવેલા રમકડાના ટેડીની ચોરી કરી હતી. ત્યાર બાદ તેણે ઘરમાંથી ચાલતી પકડી હતી.પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરનો દરવાજો ખુલો રહી જવાના કારણે રીંછ ઘરમાં ઘૂસી ગયું હતું. ત્યાર બાદ તેણે ઘરમાં રાખવામાં આવેલા ફળ ખાઈ ગયું હતું. તેમજ ફીશ બાઉલમાંથી પાણી પીધું હતું. ત્યાર બાદ ઘરમાં રાખવામાં આવેલા ઉનના ટેડીબિયરને લઈને ત્યાંથી ચાલ્યું ગયું હતું.મેરી બેથ પાર્કિન્સને જણાવ્યું હતું કે ખુલા દરવાજાનો લાભ લઈને તે ઘરના કિચનમાં ઘૂસી ગયું હતું. જો કે પરિવાર માટે આનંદની વાત એ હતી કે રીંછે જે બાઉલમાંથી પાણી પીધું હતું તેમાં એક માછલી પણ હતી જે સદભાગ્યે બચી ગઈ હતી.


યુવતીઓના ટૂંકા ડ્રેસ કરાવે છે અકસ્માત!

તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે ખાસ કરીને ઉનાળાની મોસમ દરમિયાન યુવતીઓ દ્વારા પહેરવામાં આવતા ટૂંકા, સેક્સી અને ગ્લેમર ડ્રેસથી વ્યાકુળ થઈને પુરુષો અકસ્માતનો ભોગ બને છે.ડેઈલી એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે 29 ટકા પુરુષ ડ્રાઈવરોએ સ્વીકાર કર્યો હતો કે ઉનાળાની મોસમ દરમિયાન જ્યારે યુવતીઓ ટૂંકા સ્કર્ટ અને ટોપ પહેરે છે ત્યારે તેમની નજર રસ્તા પર રહેતી નથી. જેના કારણે તેઓ અકસ્માત કરી બેસતા હોય છે.1300 લોકો પર કરવામાં આવેલા સર્વેમાં માલુમ પડ્યું હતું કે આશરે 25 ટકા ડ્રાઈવરો છેલ્લા પાંચ વર્ષમાં આવા જ કારણને લીધે અકસ્માત કરી ચુક્યા હતાં. મનોવૈજ્ઞાનિક ડોના ડાઉસનના જણાવ્યા પ્રમાણે મહિલાઓની સરખાણીમાં પુરુષો જ્યારે ડ્રાઈવિંગ કરે છે ત્યારે તેઓ વધારે વ્યાકુળ બની જતા હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે રસ્તા પર જતી મહિલાઓ પુરુષોને બહું ઝડપથી આકર્ષિત કરે છે. જેના કારણે તેમનું ધ્યાન ડ્રાઈવિંગ પર રહેતું નથી.


લીંબડીમાં ચાર ઈંચ: સૌરાષ્ટ્રમાં ઝાપટાં

બુધવારે એક દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં તડકો નીકળ્યા બાદ ગુરુવારે ફરી આકાશમાં વાદળો છવાયા હતા અને કાઠિયાવાડની ધરતી પર ઝાપટાંથી માંડી ચાર ઈંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. ઝાલાવાડમાં લીંબડી પંથકમાં ચાર ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જામનગર પંથકમાં ઝાપટાં જ પડ્યા હતા. ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ઓવરફલો થઈ ગયો છે.સોરઠમાં ગુરુવારના દિવસ દરમિયાન આઠ તાલુકા વિસ્તારમાં ત્રણથી માંડી પંદર મી.મી. સુધીનું પાણી પડ્યું હતું. સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. આ ઉપરાંત જામનગર જિલ્લામાં પણ કાલાવડ, જામજોધપુર, જોડિયા, લાલપુર, ધ્રોલ અને જામનગર શહેરમાં ચારથી માંડી પંદર મી.મી. સુધીનો વરસાદ નોંધાયો હતો.રાજકોટ જિલ્લામાં એક માત્ર મોરબી શહેરમાં ગુરુવારના સાંજે છ વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો. સાંજ બાદ પણ વરસાદ ધીમીધારે ચાલુ હતો. આ ઉપરાંત ગોંડલ અને રાજકોટ શહેરમાં ઝાપટાં પડ્યા હતા. અમરેલી જિલ્લાના લાઠીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જ્યારે ધારી, બગસરા, બાબરા, વડિયા અને અમરેલી શહેરમાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. પોરબંદર જિલ્લામાં વધુ અડધાથી એક ઈંચ વરસાદ થયો છે.પોરબંદર અને રાણાવાવમાં એક ઈંચ જ્યારે કુતિયાણામાં વધુ અડધો ઈંચ પાણી પડ્યું હતું. ઝાલાવાડમાં એક માત્ર લીંબડી શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. તળાજા, ઘોઘા અને મહુવામાં અડધોથી સવા ઈંચ સુધીનો વરસાદ થયો હતો. જ્યારે ભાવનગર શહેરમાં હળવા ઝાંપટા પડ્યા હતા.


જોહરીને સમન્સ અપાતાં પોલીસમા ઉત્તેજના

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા સોહરાબુદ્દીનના નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ તત્કાલીન તપાસનીશ અને રાજકોટના પોલીસ કમિશનર શ્રીમતી ગીથા જોહરીને ફરી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવતા આઇપીએલ લોબીમાં ખળભળાટ મચી ગયો છે.તટસ્થ તપાસ કરનાર ગીથા જોહરીએ બીજા તબક્કાની તપાસમાં રાજકીય દબાણ હેઠળ આરોપીઓને છાવર્યા હતા તેવો ગંભીર આક્ષેપ થયો હતો અને તેમની ધરપકડ થશે તેવી ચર્ચા પણ વહેતી થઇ હતી ત્યારે જોહરીનું નિવેદન આ કેસની ન્યાયી પ્રક્રિયામાં નિર્ણાયક હોવાનું માનવામાં આવે છે. તે નિવેદન આપીને સાક્ષી થઇ જશે કે તેમની સામે પગલાં લેવાશે તે તરફ સૌની મીટ મંડાઇ છે.ઉલ્લેખનીય છે કે, સોહરાબુદ્દીન કેસની સૌપ્રથમ તપાસ સીઆઇડી ક્રાઇમના વડા જી.સી. રાયગરે કરી હતી. રાયગરે કેસના મૂળ સુધી પહોંચી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા પ્રથમ એક્સન ટેકન રિપોર્ટમાં હત્યામાં સંડોવાયેલા અધિકારીઓના નામ જાહેર કરી દીધા હતા. તે સાથે જ રહસ્યમય સંજોગોમાં રાયગર પાસેથી રાતોરાત તપાસ લઇ લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ તપાસ તત્કાલીન ડી.આઇ.જી. ગીથાબેન જોહરીને સોંપી હતી.

29 July 2010

આવતીકાલે હોન્ડાનું "મહાબાઇક" લોન્ચ થશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આવતીકાલે હોન્ડાનું "મહાબાઇક" લોન્ચ થશે

જમાનો છે રફતારનો. હવે રફતાર અને તાકાતવાર એન્જિનના શોખીનોને હોન્ડા શુક્રવારે એક ગીફટ આપવા જઇ રહી છે. હોન્ડા આવતીકાલે VFR 1200 સુપરબાઇક લોન્ચ કરવા જઇ રહી છે. આ સુપરબાઇકની ખૂબીઓ અંગે કંપનીએ અત્યારે મૌન સાંધી દીધું છે. પરંતુ અમે તમને એની કેટલીક ખૂબીઓ બતાવી દઇએ.જેમકે તેના નામથી જ સ્પષ્ટ થાય છે કે તેનું એન્જિન 1200 સીસીનું છે. આ હોન્ડાની પોતાની મોટો જીપી ટેકનોલોજીની દેન છે. આ ટેકનોલોજીમાંથી બનેલ એન્જિનની ખાસિયત એ છે કે સામાન્ય અને સારી પરિસ્થિતિઓમાં ચાલતા તેના પાછળના સિલિન્ડરોને બંધ કરી શકે છે. જેના લીધે પેટ્રોલનો વપરાશ ઘટી જાય છે.કહેવામાં આવી રહ્યું છે કે તેની વધુમાં વધુ તાકાત 200 હોર્સપાવર સુધી પહોંચી જાય છે જે સાંભળવામાં અવિશ્વસનીય લાગે છે. આ શાનદાર સુપરબાઇકની કિંમત કેટલી હશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ધારણા છે કે તેની કિંમત અંદાજે રૂ.10,00,000ની આસપાસ હશે.


ટાટાના ફલક પર નોએલ 'રતન'

ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટા ટૂંક સમયમાં નિવૃત્ત થઇ રહ્યા છે. ત્યારે તેમનું સ્થાન કોણ લેશે તેની ચોતરફ ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લાં કેટલાંક સમયથી ટાટાના ફલક પર નોએલ 'રતન' બને તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. ત્યારે આજે નોએલ ટાટાને 70 બિલિયન ડોલરના આંતરરાષ્ટ્રીય વેપાર માટે ટાટા ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેકટર તરીકે નિણણૂક કરાઇ છે. આના પરથી લાગી રહ્યું છે કે નોએલ ટાટા જ કદાચ તેમના ઉત્તરાધિકારી બને તો નવાઇ નહિં.નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઇ છે. તેઓ રિટેલ વેન્ચર ટ્રેન્ટ લિમિટેડના એમડી છે. તેઓ 12મી ઓગસ્ટથી ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડના એમડી તરીકેનું પદ સંભાળશે તેમ કંપનીએ બીએસઇને મોકલેલ એક યાદીમાં જણાવ્યું છે.રતન ટાટાએ ડિસેમ્બર મહિનામાં કહ્યું હતું કે તેઓ હવે નિવૃત્ત થવા માંગે છે અને તેઓ નિવૃત્ત થાય તે પહેલાં તેમના ઉત્તરાધિકારી સાથે થોડોક સમય વિતાવશે. રતન ટાટા 2012ની સાલમાં સંપૂર્ણપણે નિવૃત્તિ લઇ લેશે.ટાટા ગ્રૂપની 90 કંપનીઓ છે, તેમાંથી 28 કંપનીઓ લિસ્ટેડ અને 85 દેશોમાં કાર્યરત છે. ટાટા ઇન્ટરનેશનલની દુનિયાભરમાં 42 ઓફિસો છે. હાલમાં ટાટા ઇન્ટરનેશનલ ગ્રૂપના ચેરમેન બી.મુથ્થુરામન છે.


કોહિનૂર પરત કરવાનો ઈંગ્લેન્ડનો ઈનકાર

બ્રિટન દ્વારા ભારતને કોહિનુર પરત કરવામાં નહીં આવે. ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં ઉપરોક્ત વાત કહી હતી.કેમરૂનના કહેવા પ્રમાણે, ભારતને કોહીનુર પરત કરવો શક્ય નથી. સવાલથી ક્ષણેક માટે અસ્વસ્થ થઇ ગયેલા ડેવિડ કેમરૂને કહ્યુ હતુંકે, જો કોહીનુર ભારતને પરત આપી દેવામાં આવે તો બ્રિટીશ મ્યુઝિયમ ખાલી થઇ જશે. આતી એવું કરવું શક્ય નથી.કૈમરૂનના કહેવા પ્રમાણે, કોહીનૂરને તેના મુળ સ્થાને (ભારત) પરત કરી દેવો જોઇએ. આ માટે માગ કરવામાં આવી રહી છે, પરંતુ, એમ કરવું શક્ય નહીં હોય. ઉલ્લેખનીય છેકે, ભારતીય મુળના સાંસદ કીથ વૈજે બ્રિટનમાં કેમરૂન સાથે મુલાકાત કરી હતી અને માગ કરી હતીકે, કોહીનુર ભારતને પરત કરી દેવામાં આવે.


સચિને પાંચમી બેવડી સદી ફટકારી

કોલંબો ખાતેની ટેસ્ટમાં સચિન તેંડુલકરે રનોનો વરસાદ કરતા બેવડી સદી ફટકારી છે. તેણે 338 બોલનો સામનો કરીને 23 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આ બનાવ્યા હતા. આ સાથે જ તેની બેવડી સદીની યાદી પાંચ સુધી પહોંચી ગઇ છે.બીજી ટેસ્ટમાં ભારતીય ટીમને ફોલ ઓનના ખતરામાંથી બહાર કાઢવાની સાથોસાથ સચિને એક મહાન ઇનિંગ રમી છે. તેણે ત્રીજા દિવસની તેની મેરેથોન રમતને આગળ વધારતા ચોથા દિવસે બેવડી સદી ફટકારી હતી. ચોથા દિવસની રમત શરૂ થઇ ત્યારે તે 108 પર રમતો હતો. જે લંચ બાદ 200ને પાર કરી ગઇ છે. અને સાથે જ ભારતનો સ્કોર લક્ષ્યાંકની બીલકુલ નજીક આવી ગયો છે.


પેટ્રોલ-ડિઝલ સસ્તું થશે!

સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડો કરશે. પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લિટર રૂ.1.25 અને ડિઝલમાં રૂ.1.50 ઘટાડો કરે તેવી શક્યતા છે. તેની જાહેરાત સંસદમાં થઇ શકે છે.જો કે વધતી મોંઘવારીમાંથી બહાર આવવા માટે સરકાર આ પગલું ભરવાનું વિચારી રહી છે. બજેટમાં સરકારે પેટ્રોલ-ડિઝલમાં પ્રતિ લિટર રૂ.1ની એક્સાઇઝ ડ્યૂટી નાંખી દીધી હતી. જો કે વધતી મોંઘવારીથી ચોતરફ થઇ રહેલ હુમલા સામે સરકાર આ પગલાંથી વિપક્ષને જવાબ આપવાનું વિચારી રહી છે.


વાડીમાં ચાલતી દારુની ભઠ્ઠી ઉપર દરોડો

ચોટીલાના ખાટડી ગામે ભૂપત નાગભાઇ કાઠીની વાડીમાં ચાલતી દેશી દારુની ભઠ્ઠી ઉપર ડી.આઇ. જી. ના સ્કવોડ આર.આર. સેલના ફોજદાર પી.જે. જાડેજાએ દરોડો પાડ્યો હતો. વાડીમાંથી રૂ. ૧.૬૨ લાખના મુદ્ામાલ સાથે ભૂપત કાઠીને ઝડપી લીધો હતો. જ્યારે તેનો ભાઇ રાજુ નાસી છુટતા તેની શોધખોળ ચાલુ છે.પોલીસે સ્થળ ઉપરથી ૨૨૦૦ લીટર આથો, ૨૧૦ લીટર તૈયાર દારુ અને દારુની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી જીપ કબજે કરી હતી.


રાજકોટનો યુવાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે ફિલ્મ બનાવશે

આગામી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રાજકોટના એક યુવાને બનાવેલી રાજકોટના શૈક્ષણિક ક્ષેત્ર અંગેની એક અંગ્રેજી મોશન ફિલ્મ રજુ થશે. આ ફિલ્મમાં રાજકોટના વિદ્યાર્થીઓને ભૂમિકા ભજવવાની તક મળશે. ફિલ્મનું શૂટિંગ પણ રાજકોટમાં જ થશે.રાજકોટમાં બ્લ્યૂઝ ઈન્ટરનેશનલના નામે ફિલ્મ પ્રોડક્શનનું કામ કરતા ડૉ.નિરવ રાણીંગાએ આ બીડું ઝડપ્યું છે. રાજકોટના વિખ્યાત ઓરકેસ્ટ્રા ઓર્ગેનાઈઝર મહેશભાઈ રાણીંગાના પુત્ર નિરવ રાણીંગા ફિલ્મ નિર્માણક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. સ્વામિનારાયણ અવિનાશી જેવી ટીવી સિરિયલો તથા ગુજરાતી ફિલ્મ ગિરનારી નવનાથ અને સંત બાલકદાસમાં તેમણે મુખ્ય અભિનેતા તરીકે અભિનય આપ્યો હતો. હિન્દી ફિલ્મ અપને અને ધી મેમસાબમાં તેમણે પ્રોડક્શન ટ્રેઈનર અને મદદનીશ દિગ્દર્શક તરીકે સેવા બજાવી હતી.રાજકોટને કર્મભૂમિ બનાવનાર ડૉ.રાણીંગાએ હવે શહેરને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકાવવા માટે બીડું ઝડપ્યું છે. એ માટે તેઓ અંગ્રેજી ફિલ્મ ‘બિહાઈન્ડ રિઝલ્ટસ’નું ચિત્રાંકન કરશે. રાજકોટમાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ, તેમની સંઘર્ષ ગાથા તથા એવા વિદ્યાર્થીઓને મદદરૂપ બનેલા શાળા-કોલેજના સંચાલકોની કથા આ ફિલ્મનો મુખ્ય વિષય છે. આ ફિલ્મનું શૂટિંગ રાજકોટ શહેર ઉપરાંત ગારડી વિદ્યાપીઠમાં થશે. ફિલ્મમાં રાજકોટના તેજસ્વી છાત્રોને મુખ્ય ભૂમિકામાં અભિનય કરવાની તક સાંપડશે. એ ઉપરાંત રસ ધરાવતા વિદ્યાર્થીઓને લાઈવ વર્કશોપ અને ટ્રેઈનિંગની તક પણ મળશે.


ભારતમાં સ્માર્ટ ફોન ધારકોની સંખ્યા ૩૫ લાખ

મોબાઇલ ફોનના ટચુકડા સ્ક્રીન પર ફિલ્મો, ગીતો, ગેમિંગ જેવી મનોરંજન સુવિધા ઉપરાંત મેસેજિંગ દ્વારા સતત સંપર્કમાં રહેવાની સુવિધાઓ પણ મળતી થઇ છે. ત્યારે નોકિયા મોબાઇલ દ્વારા ભારતમાં ફ્રી પુશ ઇમેઇલ સાથે મેસેજિંગના નવા વર્ઝનની શરૂઆત કરાઇ છે. ભારતમાં સ્માર્ટ મોબાઇલ ફોન ધારકોની સંખ્યા વધીને ૩૫ લાખ સુધી પહોંચી છે અને મોબાઇલ પર ડેટા અને ઇન્ટરનેટ ધરાવતાં વપરાશકારોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. ત્યારે નોકિયા ઇમેઇલની નવી સુવિધા સાથે પર્સનલ અને પ્રોફેશનલ બંને મોરચે એક કદમ આગળ વધારી રહ્યું છે.નોકિયા મેસેજિંગ સર્વિસિસના જનરલ મેનેજર સૌરવ મુખરજીના જણાવ્યા મુજબ,‘મોબાઇલ પર ઇમેઇલની સુવિધાનો ઉપયોગ કરનારો વર્ગ અત્યારે ૬ ટકાથી પણ ઓછો છે. જ્યારે એક થર્ડપાર્ટી સર્વેના તારણ મુજબ ૭૮ ટકા મોબાઇલ ધારકોએ ઇમેઇલ થકી મેસેજિંગની નવી સુવિધાથી સજજ થવાની તૈયારી બતાવી છે. પ્રોફેશનલ કંપનીઓ અને પર્સનલ વ્યક્તિ દરેકને આજે એકબીજાથી જોડાઇ રહેવા માટે અને સતત બનતી ઘટનાઓથી માહિતગાર થવા માટે ઇમેઇલની જરૂર પડે છે. તેથી નોકિયાના મેસેજિંગ સર્વિસ વાળા હેન્ડસેટ અને જીપીઆરએસ સર્વિસ ધરાવતા કોઇ પણ ગ્રાહક આ નવી સુવિધાનો ફ્રીમાં લાભ લઇ શકે છે.’


સુરતમાં નવોઢાએ દસમા માળેથી લગાવી મોતની છલાંગ

સુરતમાં ભટાર ચાર રસ્તા નજીકના એક ફ્લેટના દસમા માળેથી નવોઢાએ ગુરુવારે વહેલી સવારે પાંચ વાગ્યે મોતની છલાંગ લગાવી હતી. જેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.૧૪ મહિના પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયેલાં મુક્તાબહેન વિકાસભાઈ જૈન (૨૫), (રહે:મધુરમ એપાર્ટમેન્ટ, ભટાર ચાર રસ્તા)એ ગુરુવારે વહેલી સવારે પાંચ વાગ્યે કોઈ અકળ કારણોસર દસમા માળના પોતાના ફ્લેટમાંથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનારી નવોઢાના પતિ સી.એ.નો અભ્યાસ કરે છે તો તેમના સસરા ફાઇનાન્સર છે.પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના શંકાસ્પદ જણાઈ રહી છે કારણ કે દસમા માળેથી પડનારી વ્યક્તિને જે રીતે ગંભીર ઇજા થઈ જોઇએ તેવી ઇજા મુક્તાબહેનને થઈ નથી. વળી, વહેલી સવારે પાંચ વાગ્યે એવું તે શું બન્યું કે મુકતાબહેને આ રીતે પડતું મૂક્યું?આ અને આવા અનેક શંકાસ્પદ મુદ્દાને ધ્યાને લઈ પોલીસે મુક્તાબહેનના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો હતો. વધુ તપાસ મદદનીશ પોલીસ કમિશનર એસ.બી. રાવત કરી રહ્યા છે.


સી બી આઈ નરેન્દ્ર મોદીની પણ પૂછપરછ કરશે?

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જમણા હાથ સમાન અમિત શાહની સીબીઆઈએ કરેલી ધરપકડ બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સી સીએમ નરેન્દ્ર મોદીની પણ પુછપરછ કરે તેવી શક્યતા છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે સીબીઆઈ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસને લગતા કેટલાક સવાલોના જવાબ નરેન્દ્ર મોદી પાસેથી મેળવવા ઈચ્છે છે. આ સવાલોમાં મુખ્ય શું મોદી ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા આ સમગ્ર ઘટનાક્રમથી અવગત હતા? તેમજ આ કેસમાં રાજકારણીઓની સંડોવણીની તેઓને જાણ હતી કે નહીંનો સમાવેશ થાય છે.આ ઉપરાંત સીબીઆઈ એમપણ જાણવા ઈચ્છે છે કે આ કેસના સંદર્ભમાં અમિત શાહ દ્વારા કરાયેલા પ્રયાસોની મોદીને જાણ હતી કે નહીં.


બંને ગૃહો આવતીકાલ સુધી મોકૂફ

લોકસભા અને રાજ્યસભામાં આજે ત્રીજા દિવસે પણ હંગામાના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે, શરૂઆતમાં બંને ગૃહોને બાર વાગ્યા સુધી અને પાછળથી દિવસભર માટે મોકૂફ રાખવાની ફરજ પડી છે.ગઇકાલે બપોરે જે દ્રશ્યો જોવા મળ્યા હતા, તે દ્રશ્યો આજે ફરી સંસદના ઉપલા ગૃહમાં જોવા મળ્યા હતા. રાજ્યસભા મળીકે તરત જ યુપીએ અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી બોલી હતી. જેના કારણે ગણતરીની મિનિટોમાં ગૃહને મોકૂફ કરવાની ફરજ પડી હતી. ફરીથી બપોરે બાર વાગ્યે ગૃહ મળ્યુ હતુ. ત્યારે પણ લોકશાહીને શરમમાં મુકી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે ગૃહના ચેરમેને રાજ્યસભાને આવતીકાલ સુધી સ્થગિત રાખવાની ફરજ પડી હતી.જ્યારે લોકસભામાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. કામ રોકો પ્રસ્તાવને નકારવાના કારણ જાળવા માટે વિપક્ષ ઉત્સુક હતું. આ મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલ વચ્ચે ગૃહમાં ચર્ચા થઇ હતી. જોકે, શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો ઉશ્કેરાઇ ગયા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહીને આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. ફરી, બાર વાગ્યે ગૃહ મળ્યુ ત્યારે વિરોધપક્ષના સાસંદોએ મોંઘવારી અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે કાંઇપણ સાંભળવું અશક્ય બની ગયું હતું. જોકે, ગચાર જ મિનિટમાં લોકસભાને આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવ્યુ છે.