09 July 2010

પ્રથમ વખત વિશ્વને મળશે નવો વર્લ્ડ ચેમ્પિયન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પ્રથમ વખત વિશ્વને મળશે નવો વર્લ્ડ ચેમ્પિયન

ફીફા વિશ્વકપમાં ફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે. રવિવારે યોજાનાર ફાઇનલ મુકાબલામાં સ્પેન જીતે કે પછી નેધરલેન્ડ પરંતુ એ વાત ચોક્કસ છે કે 2010ના વિશ્વકપમાં વિશ્વને નવો વર્લ્ડ ચેમ્પિયન મળશે. અત્યારસુધી વિશ્વકપ વિજેતા માટેની પ્રબળ દાવેદાર માનવામાં આવતી બ્રાઝીલ અને જર્મનીની ટીમ વિશ્વકપમાંથી બહાર થઈ ચુકી છે. જેથી નેધરલેન્ડ અને સ્પેનને પ્રથમ વખત વિશ્વચેમ્પિયન બનવાની સોનેરી તક છે.સેમીફાઇનલ સુધી એમ માનવામાં આવતું હતું કે, જર્મની અને ઉરુગ્વેમાંથી કોઇ એક ફાઇનલમાં પહોંચશે અને વિશ્વકપ જીતશે. અને આ ક્ષણ તેમની માટે કોઇ નવી ક્ષણ ન હતી કારણ કે, જર્મની ત્રણ અને ઉરુગ્વે બે વખત વિશ્વ વિજેતા બની ચુક્યું છે. પરંતુ નેધરલેન્ડે ઉરુગ્વેનુ સ્વપ્ન તોડ્યું તો સ્પેને જર્મનીની આશાઓ પર પાણી ફેરવી દીધું. હવે ફાઇનલમાં આ બન્ને ટીમો ટાઇટલ જીતવા માટે ટકરાશે.મોના પ્રદર્શન પર એક નજર નાંખીએ તો નેધરલેન્ડની ટીમ હજૂ સુધી અજેય રહી છે. જ્યારે સ્પેનની ટીમે પ્રથમ મેચમાં જ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. નોક આઉટ રાઉન્ડમાં બન્ને ટીમો દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. નેધરલેન્ડ કે જે બ્રાઝીલ અને ઉરુગ્વે જેવી ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. તો બીજી તરફ સ્પેને જર્મની અને પોર્ટુગલ જેવી ટીમો સામે વિજય મેળવ્યો છે.રવિવારે યોજાનાર મુકાબલામાં ભલે બન્ને દેશોમાંથી કોઈ એક વિજેતા બને પરંતુ બે વાત સ્પષ્ટ છે કે, એક તો એ કે આ વિશ્વકપ યુરોપમાં જશે અને બીજી એ કે પ્રથમ વખત વિશ્વને નવો ફિફા ચેમ્પિયન મળશે.

બ્રિટન સ્થિત ભારતીય વિદ્યાર્થીઓની કેમરોન સરકારના કારણે મુશ્કેલીઓ વધશે

બ્રિટનની નવી નિમાયેલી ડેવિડ કેમરોન સરકારના કારણે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી શકે છે. કેમરોન સરકાર ચાલુ વર્ષે શિક્ષણ ક્ષેત્રમાં ફાળવવામાં આવતા બજેટમાં 25 ટકાનો ઘટાડો કરવા જઇ રહિ છે. શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવતા બજેટમાં ઘટાડાના કારણે શિક્ષણની ગુણવત્તામાં મોટા પ્રભાવ પડી શકે છે. ઉપરાંત બ્રિટન સિવાયના દેશોના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરી દેવામાં આવશે. વિશ્લેષકો માની રહ્યાં છે કે શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલા આ ઘટાડાના કારણે આગામી સમયમાં બ્રિટનને ભારત સહિત અન્ય ગેર યુરોપીયન દેશોના વિદ્યાર્થીઓથી હાથ ધોવો પડી શકે છે.ઉલ્લેખનીય છે કે બ્રિટનની અર્થવ્યવસ્થામાં શિક્ષણ ઉદ્યોગ દ્વારા દર વર્ષે આઠ અરબ પાઉન્ડનું યોગદાન કરવામાં આવે છે. બજેટમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે બ્રિટનમાં કાર્યરત કેટલાક ભારતીય પ્રોફેસરોની નોકરી જોખમમાં મુકાઇ શકે છે.યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને ચેતવણી આપી છે કે સરકારના આ નિર્ણયના કારણે યુનિવર્સિટી અને કોલેજોમાં કામ કરી રહેલા 22 હજાર લોકોની નોકરી ગુમાવી શકે છે, જેમાં આશરે દસ હજાર જેટલી શૈક્ષણિક નોકરીઓનો સમાવેશ થાય છે. સંગઠને ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓની વધારે સંખ્યા અને પ્રોફેસરોની ઘટતી જતી સંખ્યાના કારણે બ્રિટનની શિક્ષણની ગુણવત્તાને મોટો ફટકો પડશે.


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો રણટંકાર : હવે જમીનમાફિયાઓની ખેર નથી


ગુજરાતની ધરતી ઉપર જમીન માફીયા સોદાગરો અને ખેડૂતની જમીન લૂંટનારા માથાભારે તત્વોને કોઇ જ સ્થાન નથી એવો રણટંકાર કરી જીવદયા પ્રકૃતિનો વિષય છે પરંતુ જીવદયાના અભાવે વિકૃતિ સર્જાય છે એમ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુરૂવારે વિજાપુર ખાતે મામલતદાર કચેરી, પાંજરાપોળના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.વિજાપુરમાં સવા બે કરોડના ખર્ચે નવનિયુક્ત મામલતદાર કચેરી, સરકારી હોસ્પિટલ તથા પાંજરાપોળના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ પ્રસંગે ગુરુવારે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જમીન માફીયાઓ સાથે કડકાઇથી કામ લેવાનો નિર્ધારવ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી ઉપર જમીન માફીયા સોદાગરો અને ખેડૂતની જમીન લૂંટનારા માથાભારે તત્વોને કોઇ જ સ્થાન નથી એમની સામે સખ્તાઇ વર્તાશે.જીવદયાને પ્રકૃતિ ગણાવી તેમણે કહ્યું હતું કે, પાંજરાપોળ બનાવવી એ જીવદયાનો વિષય છે અને જીવદયા એ પ્રકૃતિનો વિષય છે એના અભાવે વિકૃતિ સર્જાય છે. વિશ્વમાં જીવો અને જીવવા દો સંસ્કૃતિથી પર ભારતની ધરતી ઉપર જીવો અને જીવવા દો અને જીવાડોની જીવદયા સહિષ્ણુતાની વિરલ પરંપરા ઉભી કરી છે. પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલિ વોર્મિંગની અસર સામે ઝઝુમી રહ્યું છે ત્યારે પ્રકૃતિ સાથે સંઘર્ષ નહીં પરંતુ દોહન કરવાની સાંસ્કૃતિક વિરાસત ભારતે ઉભી કરી છે અને આ જ સાચી જીવન શૈલી છે. માંસાહાર ઉપર ચાબખા મારતાં તેમણે કહ્યું હતું કે, અગ્નિ ઉપર મડદું મૂકવામાં આવે તો ચિતા કહેવાય છે.જ્યારે અગ્નિમાં અનાજ નાખવામાં આવે તો એને યજ્ઞ કહેવાય છે. જેઓ પેટમાં માંસાહાર ઠાલવે છે તે પેટની ચિતા જલાવે છે પરંતુ જેઓ શાકાહાર કરે છે તેઓ પેટમાં યજ્ઞ ચલાવે છે. આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા, જૈન અગ્રણી કુમારપાળ શાહ, ધારાસભ્ય કાન્તિભાઇ પટેલ, ઋષિકેશભાઈ પટેલ, ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મૂળચંદભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યાં હતા.રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો અભિયાન, મહિલાઓ સુરક્ષિત રહે તે માટે કટબિંધ છે ત્યારે વિજાપુર તાલુકાના જેપુર ગામની મહિલાએ પોતાની સગીર વયની પુત્રીના અપહરણના મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો કે, મારી સગીરા પુત્રીને ગામનો જ યુવાન અપહરણ કરી નાસી ગયાને વીસ દિવસ થવા છતાં પણ પોલીસ તેને પકડી શકી નથી. મહિલાઓ અસુરક્ષિત છે ત્યારે પોલીસ સામે કાર્યવાહી કરીને અમને ન્યાય આપવામાં આવે તેવી તેણીએ માંગ કરી હતી.



ઓક્ટોપસ બાબાને મારી નાખો : જર્મનોની માંગણી

ફિફા વિશ્વકપની સેમી ફાઇનલમાં સ્પેન સામે 1-0થી જર્મની હાર્યા બાદ જર્મન ચાહકો ગુસ્સે ભરાયા છે. અને પોઉલ નામના ઓક્ટોપસ બાબાને મારી નાંખવાની માંગણી કરી રહ્યાં છે.બ્રિટનમાં જન્મેલા અને જર્મનીના એક્વેરિયમમાં લાવવામાં આવેલા બે વર્ષિય ઓક્ટોપસ દ્વારા ભૂલથી સ્પેનની પસંદગી કરવામાં આવી હોય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. તો કેટલાક જર્મન ચાહકો દ્વારા ઓક્ટોપસ વિરુદ્ધ સૂત્રો કરવામાં આવી રહ્યાં છે.એક સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર ફેસબૂક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ઓક્ટોપસને મારી નાંખવા અંગે કોમેન્ટ કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક તેને ફ્રાઇ કરવાની તો કેટલાક તેને શાર્ક આગળ ફેંકી દેવીના વાતો કરી રહ્યાં છે.નોંધનીય છે કે, વિશ્વકપ દરમિયાન ઓક્ટોપસ દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની ભવિષ્યવાણી સાચી પડી હતી. જેમાં જર્મની- ઇંગ્લેન્ડ, જર્મની આર્જેન્ટિનાની મેચ છે. આ બન્ને મેચમાં ઓક્ટોપસે જર્મનીના રાષ્ટ્રધ્વજને પસંદ કર્યો હતો.તમામ ધમકીઓ છતાં પણ પોલ ૧૧ જુલાઈએ રમાનારી વર્લ્ડકપ ફાઈનલના વિજેતા અંગે પણ આગાહી કરશે. ઓબેર હુસેન સી લાઈફ એકવેરીયમના પ્રવકતાએ કહ્યું છે કે પોલ એ અગાઉ શુક્રવારે જર્મની-ઉરુગ્વે વચ્ચે ત્રીજા સ્થાન માટે રમાનારી મેચની પણ ભવિષ્યવાણી કરશે. ત્યારબાદ તે સ્પેન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાનારી ફાઈનલના વિજેતાનો સંકેત આપશે.

પંજાબ-હરિયાણા :પૂરપ્રકોપથી ૧૫નાં મોત

પંજાબ અને હરિયાણામાં મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે સતલજ-યમુના લિંક સહિત અનેક નહેરોમાં ગાબડાં પડી ગયાં છે અને એક તળાવમાં પણ તિરાડ પડી ગઇ છે. પૂરના કારણે બન્ને રાજ્યમાં કુલ ૧૫ વ્યક્તિનાં મોત ડૂબી જવાથી થયા છે. ૧૦૦ જેટલાં ગામો પણ ડૂબી ગયા છે. ઘોડાપૂરના કારણે યમુના નદીના જળપ્રવાહમાં સતત વધારો થતા ઉત્તરપ્રદેશમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.કુરુક્ષેત્રના ઉધરસિંઘ ગામ ખાતે સતલજ-યમુના લિંકમાં નવસેરથી ગાબડું પડતાં આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. મુશળધાર વરસાદના કારણે પૂરગ્રસ્ત કુરુક્ષેત્ર, અંબાલા, પટિયાલ અને લુધિયાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ જિલ્લાઓમાં રેલવે ટ્રેક, રસ્તાઓ ધોવાઇ ગયા હોવાથી વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. જેના કારણે જનજીવન ખોરવાયું છે. તમામ પૂરગ્રસ્ત જિલ્લામાં રાહત-બચાવકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. લશ્કરની સાથે નેશનલ ડિઝાસ્ટર રેસ્કયૂ ફોર્સ પણ બચાવ કાર્યમાં જોડાયા છે. પતિયાલા અને અંબાલામાં ૬-૬ અને કુરુક્ષેત્રમાં બે અને લુધિયાણામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.કુરુક્ષેત્રમાં સતલજ-યમુના લિંકમાં ૨૦ ફૂટનું ગાબડું પડી ગયું હોવાથી એક ડઝન ગામોમાં પાણી ભરાઇ ગયાં છે. પાણી ભરાઇ જવાથી કુરુક્ષેત્ર-પેહોવા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ વણસી છે. લશ્કરે અને એનડીઆરએસના ટીમ આ ગાબડું પૂરવામાં વ્યસ્ત છે.કુરુક્ષેત્રમાં આવેલા જયોતિસર નજીક બીબીપુર તળાવમાં પણ તિરાડ પડી છે. ઘગ્ગર નદીમાં સંગરુર અને પતિયાલામાં બે જગ્યાએ તિરાડ પડવાથી તેની આસપાસના ૧૦૦ ગામમાં પાણી ભરાઇ ગયાં છે. ભાખરા મેનલાઇનમાં પણ તિરાડ પડવાથી કૈથલ જિલ્લામાં લશ્કર બોલાવવું પડ્યું હતું. અહીંના સાત ગામમાં પૂરની સ્થિતિ છે.પંજાબ-હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે રેલવે ટ્રેક અને ભૂમિ માર્ગોને ભારે નુકસાન થયું છે જેથી વાહન-વ્યવહાર ખોરવાઇ ગયો છે. પંજાબ-હરિયાણા અને જમ્મુ-કાશ્મીર તરફની એક ડઝનથી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે.


રાજકોટ : શ્રીમંત લોહાણા પરિવારનો યુવાન પુત્ર દુબઇ જેલમાં


રાજકોટના એક અતિ શ્રીમંત અને પ્રતિષ્ઠિત લોહાણા પરિવારનો યુવાન પુત્ર છેલ્લા ૩૫ દિવસથી દુબઇની જેલમાં સબડી રહ્યો છે. ચેક પરત ફરવાની ઘટનાને પગલે નોંધાયેલી ફરિયાદ બાદ દુબઇ પોલીસે એ યુવાનને દુબઇની એક ફાઇવસ્ટાર હોટેલમાંથી ઝડપી લીધો હતો.બનાવની વિગત એવી છે કે મુંબઇ, દુબઇ સહિત વિશ્વના અનેક સ્થળે બોલિવુડ અને હોલિવુડના કલાકારોના સ્ટેજ શો એરેન્જ કરવા સહિતની અનેક કામગીરી કરતા રાજકોટના નીલ મહેશભાઇ કોટેચા નામના યુવાને દુબઇના એક ઇરાની શખ્સ પાસેથી ચારથી પાંચ કરોડ જેવી જંગી રકમ ઉધાર લીધી હતી. પ્રાપ્તવિગતો મુજબ એ વહેવાર પેટે નીલે આપેલા ચેક પરત ફરતા એ ઇરાની શખ્સે દુબઇના મુરત્તાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાનમાં નીલ દુબઇની એક ફાઇવસ્ટાર હોટેલમાં આવ્યો હોવાનું માલુમ પડતાં ગત તા.૫ જુનના રોજ દુબઇ પોલીસ ત્યાં ત્રાટકી હતી અને નીલની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો.સૂત્રના જણાવ્યા મુજબ નીલ સાથે એ સમયે એક મહિલા પણ હતી. ચર્ચાતી વિગત મુજબ નીલે એ મહિલાની ચેક બુકમાંથી જ ચેક આપ્યા હતા અને ચેકમાં પણ અનેક પ્રકારની ગરબડો હતી. અત્રે નોંધનિય છે કે નીલ રાજકોટમાં શૈક્ષણિક અને વ્યાપારિક ક્ષેત્રે અતિ પ્રતિષ્ઠા ધરાવતા મહેશભાઇ કોટેચાનો પુત્ર છે.આકર્ષક વ્યક્તિત્વ, પ્રભાવિત કરી દે તેવી વાક્છટા અને ઉચ્ચ અભ્યાસ ધરાવતાં નીલે અતિ ઝળહળાટ ભરી જિંદગી પસાર કરી છે. એક સમયે ભાગવનગરના રાજવી પરિવારની યુવતી સાથે તેની સગાઇ થઇ હતી. એ સગાઇ તૂટયા બાદ અન્ય બે સ્થળે તેના સંબંધ બંધાયો હતો પરંતુ લગ્ન થતા એ પૂર્વે જ એ સંબંધોનું બાળ મરણ થયા બાદ મુંબઇની એક મહિલા સાથેના તેના સંબંધો ચર્ચાસ્પદ બન્યા છે


બિહાર :કોંગ્રેસ ગુજરાતના હુલ્લડગ્રસ્તોના ફોટાનો ઉપયોગ કરશે

ચૂંટણીસામગ્રી તરીકે અન્સારીના ફોટાના ઉપયોગને વાજબી ઠરાવતો એક પત્ર કોંગ્રેસ મોવડીમંડળને પાઠવાયો. બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન નીતીશકુમારની બિનસાંપ્રદાયિક છબી ઉઘાડી પાડવા માટે ગુજરાતના ૨૦૦૨ના હુલ્લડો દરમિયાન પોતાને નહીં મારવાની હુલ્લડખોરોને કાકલુદી કરતો હુલ્લડગ્રસ્ત કુત્બુદ્દીન અન્સારીના ફોટાનો કોંગ્રેસ દ્વારા ઉપયોગ કરવામાં આવે તેવી સંભાવના છે.બિહારમાં એક ચૂંટણીસામગ્રી તરીકે અન્સારીના ફોટાનો ઉપયોગ કરવાને વાજબી ઠરાવતો એક પત્ર કોંગ્રેસ મોવડીમંડળને પાઠવવામાં આવ્યો હોવાનું કોંગ્રેસના મુખ્ય પ્રવકતા પ્રેમચંદ્ર મિશ્રાએ જણાવ્યું છે. આ બાબતના સંદર્ભમાં કોંગ્રેસ મોવડીમંડળના નિર્ણયની રાહ જોવાય છે.ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર જવાના હોવાથી કોંગ્રેસને બિહારમાં ભારે ફટકો પડવાનો ભય હોવાથી મુસ્લિમોને પોતાની તરફ આકર્ષવા અને નીતીશકુમારની બિનસાંપ્રદાયિકતાની ઓળખ છીનવી લેવા માટે ચૂંટણીસામગ્રી તરીકે ગુજરાતનાં હુલ્લડોમાં ભોગ બનેલા અન્સારીના ફોટાનો ઉપયોગ કરવાનો વિચાર બિહાર કોંગ્રેસ એકમની નેતાગીરીનો છે.મિશ્રાએ જણાવ્યું કે, લઘુમતી સમુદાયમાં જનતા દળ (યુ)ના વરિષ્ઠ નેતાઓની બિનસાંપ્રદાયિક ઓળખ ઉઘાડી પાડવા માટે ચૂંટણીસામગ્રી તરીકે અન્સારીના ફોટા ઉપયોગી પુરવાર થશે.તેમણે એમપણ જણાવ્યું કે, ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ૨૦૦૨માં કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે નીતીશકુમાર કેન્દ્રની એનડીએ સરકારમાં કેન્દ્રીય પ્રધાન હતા પરંતુ તેમણે એ વખતે ગુજરાતનાં હુલ્લડો વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યા ન હતો.અત્રે નોંધનીય છે કે, બિહારની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા માટે નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી બિહારમાં ભાજપનો પ્રચાર કરે તો ચૂંટણીઓમાં ભાજપને સફળતા મળવાની આશા છે.


સહકારી અગ્રણી અજય પટેલ અને યશપાલ ચુડાસમા સી બી આઇ થી બચવા કેન્દ્રીય મંત્રીની શરણમાં

સોહરાબ એન્કાઉન્ટરમાં સંડોવાયેલા અને ઘણા સમયથી ભૂગર્ભમાં જતાં રહેલા સહકારી અગ્રણી અજય પટેલ અને યશપાલ ચુડાસમા સીબીઆઇથી બચવા એક કેન્દ્રીયમંત્રીને શરણે ગયા છે. આ બંનેએ કેન્દ્રના મંત્રીને મળીને મધ્યસ્થી કરવા માટે દબાણ કર્યું હોવાની માહિતી સીબીઆઇને મળી છે.આ બન્ને નેતાઓએ સીબીઆઇ તેમને ઇરાદાપૂર્વક હેરાન કરી રહ્યા હોવાની પણ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. સીબીઆઇના સૂત્રોના જણાવ્યામુજબ એડીસી બેંકના ચેરમેન અજય પટેલ અને ડિરેક્ટર યશપાલ ચુડાસમા દુબઇમાં કેન્દ્ર સરકારના એક મંત્રીને મળ્યા હોવાની માહિતી સીબીઆઇને મળી છે. આ બન્નેએ તેમની ધરપકડ અટકાવવા મદદરૂપ થવા કેન્દ્રીય નેતા પર દબાણ કર્યું હતું.સીબીઆઇનાં સૂત્રોના વધુમાં જણાવ્યાનુસાર, તેમના ધ્યાનમાં આ વિગતો આવી છે અને તે દિશામાં તપાસ પણ કરી રહી છે. અજય પટેલને સાક્ષી તરીકેનું સમન્સ અપાયું છે. જ્યારે યશપાલ ચુડાસમાને આરોપી બનાવાશે. આ મહિનાના અંત સુધીમાં સીબીઆઇ અભય ચુડાસમા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેશે અને તેની સાથે જ ધરપકડનો બીજો દોર શરૂ કરવાની છે.


સ્મૃતિ શિંદેની પુત્રીને છુટાછેડાના કેસમાં સમાધાનનું સૂચન

સ્મૃતિ શિંદે છેલ્લા પાંચ વર્ષથી પતિથી અલગ રહે છે.સર્વોચ્ચ અદાલતે ગુરુવારે કેન્દ્રીયમંત્રી સુશીલકુમાર શિંદેની પુત્રી સ્મૃતિ શિંદે અને તેના પતિ વચ્ચે ચાલતા છુટાછેડાના કેસમાં સુખદ સમાધાન કરવાની શક્યતા ચકાસવા સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે છેલ્લા પાંચ વર્ષથી એકબીજાથી અલગ રહેતા આ દંપતીને નવમી ઓગસ્ટે હાજર થવા આદેશ કર્યો હતો અને સૂચન કર્યું હતું કે તેઓએ સમાધાનનો વિકલ્પ પણ વિચારવો જોઇએ.લગ્નજીવનમાં કાયમી ભંગાણ પડ્યું હોવાનું ટાંકીને પતિની સંમતિ વગર છુટાછેડાની માગણી કરતી શિંદેની પુત્રીએ દાખલ કરેલી અરજીની સુનાવણી અદાલતે કરી હતી. આ કેસમાં સમાધાનની કોઇ તક અથવા શક્યતા રહેલી છે કે કેમ? તે જાણવાની ઇચ્છા રાખીને જસ્ટિસ જી. એસ. સંઘવી અને એ. કે. ગાંગુલીની બનેલી બેંચે શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રયાસ કરવા જણાવ્યું છે.સ્મૃતિના પતિ સંજય પહડિયા વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે આ દંપતી એકબીજા સાથે વાતચીત કરે છે, પણ કોઇ હકારાત્મક ગતિવિધિ થવાની શક્યતા અંગે તે ચોક્કસ નથી. જ્યારે સ્મૃતિના વકીલે જણાવ્યું હતું કે પત્ની છેલ્લા પાંચ વર્ષથી પતિથી અલગ રહે છે અને પતિએ છુટાછેડા માટે શરૂઆતમાં સંમતિ દર્શાવ્યા બાદ પાછળથી ઇનકાર કર્યો હતો.આ દંપતીને ૧૩ અને ૧૫ વર્ષના બે પુત્ર છે જે સ્મૃતિ સાથે રહે છે. તાજેતરમાં અભ્યાસ અર્થે બન્ને પુત્ર મુંબઇ ગયા છે.પોતાની અરજીમાં સ્મૃતિએ છુટાછેડા માટે પતિ-પત્ની બન્નેની અરસપરસ સંમતિ હોવી જોઇએ તેવી હિન્દુ લગ્ન ધારાની જોગવાઇને પડકારી છે.



કાવતરું ઘડીને શ્રેયને પતાવી દેવાયો

નાણાં લીધા બાદ બીજી વાર નાણાં માટે ફોન ના કર્યો : હીરેનની ધરપકડ: જીગ્નેશભાઈ હીરેનનો અવાજ ઓળખી ગયા.
શહેર નજીક ચાપડ ગામમાં રહેતાં જમીન દલાલના ૮ વર્ષના પુત્ર શ્રેયની રૂ. ૧૦ લાખ માટે અપહરણ અને ગળે ટૂંપો દઈને હત્યા કરનાર પાડોશી યુવકની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી. હત્યારાએ અપહરણ કર્યા બાદ તુરંત જ તેની હત્યા કરી હોવા છતાં લાશને ઘરમાં ગોંધી રાખી તેના પિતા પાસેથી પુત્રને મુકત કરાવવા માટે નાણાંની માગણી કરી વિદેશ જવા આયોજન બદ્ધ રીતે આખું કાવતરું પાર પાડ્યું હોવાની વિગતો બહાર આવી હતી.ચાપડ ગામના જીગ્નેશભાઈ પટેલ ના પુત્ર શ્રેયનું તેમના જ પડોશી ૨૩ વર્ષીય હીરેન જયંતિલાલ પટેલે ગત ૫મી તારીખે અપહરણ કરી તેના ગળામાં સૂતરની દોરીથી ત્રણ આંટા મારી ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. તેણે મૃતદેહને પણ મકાનમાં જ મૂકી રાખ્યો હતો.૭મી તારીખે લેન્ડલાઈન પર હિરેને રૂ. ૧૦ લાખ માટે ફોન કરતાં જીગ્નેશભાઈએ તે કહે તેમ કરશે પરંતુ પહેલાં તેમના પુત્ર સાથે એકવાર વાતચીત કરાવવાની જીદ કરતાં તેણે સાત વાગે ફોન કરીશ તેમ જણાવ્યું હતુ. તેનો અવાજ જીગ્નેશભાઈ ઓળખી ગયાં હતા જોકે સાત વાગે બીજીવાર ફોન નહિ આવતાં આખરે પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે હીરેનને લઈ જતાં તેણે હત્યાનો ભેદ ખોલ્યો હતો.પોલીસે હિરેન અને અન્ય પાંચ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.શ્રેયને શોધવા પોલીસે ડોગસ્કવોર્ડની મદદ લેવાની તજવીજ હાથ ધરતાં હિરેનને ડોઘરમાં મૂકેલી લાશનો ભાંડો ફૂટી જશે તેવો ભય લાગતાં વહેલી સવાર હીરેન લાશને પીપમાં નાંખી પરોઢિયે ચારેક વાગ્યાના સુમારે ઢોરને દાણના બહાને તેણે લાશનેખેતરમાંદાટી દઇ નિકાલ કરી દીધો. શ્રેયને કોઇના ઘરમાં સંતાડી દીધો છે તેવું જયોતિષિઓએ જણાવતાં સ્વજનો એ તો લોકોના ઘરો ઉપરાંત ટાંકીઓમાં પણ ચેક કરી હતી.શ્રેયની લાશને દાટી પુરાવાનો નાશ કરવા માટે તેણે ખાડામાંનાખવા માટે ગામની દુકાનમાંથી જ ૧પ કિલો મીઠું ખરીધ્યું હતું. હત્યારો શ્રેયના ઘરમાં જ બેસી હિલચાલ પર નજર રાખતો હતો. હત્યા કર્યા બાદ હીરેન શ્રેયના જ ઘરમાં બેસી તમામ ફોન પણ પોતેજ રિસીવ કરતો અને હિલચાલ પર નજર રાખતો હતો.એક તબક્કે શ્રેય તળાવમાં ડૂબી ગયો હોવાની વાત વહેતી થતાં લાશ્કરો સહિત લોકોએ તપાસ કરતાં કોઇ પત્તો મળ્યો ન હતો. ત્યારેજ હીરેન તેઓની પાસેઆવી શ્રેયના ચપ્પલ તળાવની પાસે જ પડ્યા હોવાનું કહી પોલીસને ઊંધા ચશ્મા પહેરાવવા માટે પોતે જ તળાવ પાસેચપ્પલ ફેંકી આવી તે તળાવમાં ડુબી ગયો હોવાની થિયરી ઊભી કરી હતી.
ગત સોમવારે ભારત બંધ દરમિયાન શ્રેય બહાર નીકળતાં હીરેન તેને કમ્પ્યૂટર ગેમ રમાડવાના બહાનેલઇ જઇ તેનું અપહરણ કર્યુંહતું. હીરેને તેને ઘરમાં જ રાખી મૂકી લખોટી રમવા આપી દીધી હતી. લખોટી રમતા શ્રેયના મોઢા પર રૂમાલ બાંધી ગળે દોરી વડે ટૂંપો આપી ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખી હતી. શ્રેયની હત્યા કર્યા બાદ લાશ કોથળામાં નાંખી એક પીપમાં મુકી દીધી હતી.૭મી તારીખે લેન્ડલાઈન પર હિરેને તેના ગામમાં આવેલા કોઈન બોક્ષ પરથી ફોન કરી જણાવ્યું હતું કે તમારો છોકરો એકદમ સેફ છે. અમે , જમાડીયે છીએ, સાથે સુવાડીયે છે. તેણે આ અપહરણમાં પાંચ જણાં હોવાનું જણાવી તેઓએ જ શ્રેયના ચપ્પલ કાંસ પાસે ફેંક્યા હતાં તેમ જણાવ્યું હતુ.તેણે મારે રૂ. ૧૦ લાખની જરૂર છે તો તમે મને ક્યાં આપશો કેમ કહેતાં જીગ્નેશભાઈએ તેને ‘ તમે કહો ત્યાં રૂપિયા આપી દઈશ ’ તેવી ખાતરી આપી હતી જેથી તેણે જો ચાલાકી કરી તો તેમના દીકરાને પતાવી નાખશે તેવી ધમકી આપી હતી. તેણે તેનો ઈન્ફોર્મર તેમના ઘર પાસે ઊભો છે અને તે બધી માહિતી તેને આપે છે તેમ જણાવી પોલીસ, ડોગસ્કવોડ, મીડિયા વગેરેને દૂર કરવાની સૂચના આપી હતી.
હત્યારાને ફાંસીની સજા આપો : જીગ્નેશભાઈ
શ્રેયના પિતા જીગ્નેશભાઈ પટેલે ભારો આક્રોશ સાથે જણાવ્યું હતું કે શ્રેયની હત્યા બાદ પણ હીરેન તેમના ઘરમાં રહીને શ્રેયને શોધવાનો ડોળ કરતો હતો અને તેણે પોલીસને પણ મૃતદેહ શોધવા માટે ગોળગોળ ફેરવી હતી. હત્યા બાદ તેણે શ્રેયના મૃતદેહનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ તમામ વિગતો હિરેન ખતરનાક ગુનેગાર હોવાનો તેમજ તેણે યોજનાબધ્ધ રીતે હત્યા કરી હોવાનો નિર્દેશ કરે છે. આ સમગ્ર બનાવમાં તેની સાથે અન્ય ગુનેગારો અથવા તો તેના પરિવારજનો ચોક્કસપણે જોડાયેલા છે કારણકે તેઓની મદદ વિના તે હત્યા અને મૃતદેહને ઘર પાસેથી લઈ જવાની કાર્યવાહી કરી શકે તેમ નથી. તેમણે તેમના માસૂમ પુત્રના હત્યારાને ફાંસીની સજા થવી જ જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.


અમદાવાદ : રાત્રે યોજાતી બીભત્સ રેવ પાર્ટીઓનો વણથંભ્યો સિલસિલો

અમદાવાદના સીમાડે યોજાતી પાર્ટીઓમાં અર્ધનગ્ન હાલતમાં યુવતીઓ પણ બિયરના નશામાં મસ્ત બની જાય છે.અમદાવાદના સીમાડે આવેલા કેટલાંક ફાર્મહાઉસોમાં શનિવારે રાત્રે યોજાતી બીભત્સ રેવ પાર્ટીઓથી પોલીસ ભલે અજાણ હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ પાર્ટીઓમાં વ્હીસ્કી, બીયરથી માંડીને બ્રાઉન સુગર સુધીની રેલમછેલ જામે છે. થોડા દિવસો પહેલાં ‘દિવ્ય ભાસ્કર’એ આવી જ પાર્ટીઓનો પર્દાફાશ કર્યો હતો.તે સમયે જિલ્લા પોલીસે આવી પાર્ટીઓ પર ધ્યાન રાખવાનું કહ્યું હતું, પરંતુ ખરેખર તે પછી પણ આવી પાર્ટીઓ યોજાઈ રહી છે અને તેમાં યુવતીઓ પણ બિયરના નશામાં મસ્ત જોવા મળી હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે આવી પાર્ટીઓનું આયોજન કરતો એક શખ્સ ખુલ્લેઆમ નેટ પર પોતાની જાહેરાત કરે છે અને આવા ફોટા નેટ પર મૂકીને આવી પાર્ટીઓ યોજવા ઇચ્છતા નબીરાઓ અને ધનિકોને આકર્ષે છે.પ્રાપ્ત માહિતી અનુસાર એક પાર્ટીના આયોજન પાછળ આ શખ્સ રૂ. ૫થી ૧૦ લાખ ખંખેરી લે છે. જેમાં તે ઊંચી બ્રાન્ડની વિદેશી વ્હીસ્કીથી માંડીને બિયરનાં કેન અને જો ગ્રાહક ઈચ્છે તો બ્રાઉન સુગર અને સ્મેક જેવાં ડ્રગ્સ પણ પીરસે છે. મુખ્યત્વે તે દરેક વખત પાર્ટીના આયોજનનું સ્થાન બદલી નાખે છે, જેથી પોલીસને પણ તેના ગોરખધંધાની ગંધ ન આવે.પ્રાપ્ત માહિતી અનુસાર આ શખ્સ પાસે પાર્ટી યોજવા માગતા ગ્રાહકોની કોઈ કમી નથી. તેથી આવી પાર્ટીઓનું બુકિંગ તે પંદર દિવસ પહેલાં લે છે અને બુકિંગ અમાઉન્ટ પેટે રૂ. ૨ લાખથી ૨.૫૦ લાખ ખંખેરી લે છે. ગત શનિવારે શહેરના સીમાડે આવેલા એક આલીશાન ફાર્મહાઉસમાં આવી જ એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્ધનગ્ન યુવતીઓ બિયરના નશાં ધૂત થઈને બીભત્સ હરક્તો કરતી નજરે પડી હતી.પાર્ટીમાં આવનારા મહેમાનોના મનોરંજન માટે આવી પાર્ટીઓમાં કેટલીક સી-ગ્રેડની મોડલને પૈસા આપીને બોલાવવામાં આવે છે. આ યુવતીઓ લગભગ અર્ધનગ્ન અવસ્થામાં આવીને દારૂ બિયરની ચુસકી માણીને અન્ય મહેમાનોને મનોરંજન પૂરું પાડતી હોય છે.


જર્મનીના પરાજયની આગાહી કરનાર ઓક્ટોપસનું હવે શું થશે?

પોલ નામનો ઓક્ટોપસ અત્યારે જર્મનીમાં સૌથી વધુ ચર્ચામાં છે. વિશ્વકપ ફૂટબોલની સેમિ ફાઇનલમાં જર્મની સ્પેનની સામે હારી જશે એવી આગાહી આ ઓક્ટોપસની મદદથી કરવામાં આવી હતી જે સાચી પડી છે અને હવે જર્મન ફૂટબોલ પ્રેમીઓ પોલના લોહીના તરસ્યા થયા છે, જાણે પોલે જર્મનીને હરાવ્યું હોય. વર્લ્ડકપ ફૂટબોલમાં પોલની મદદથી તેના કેરટેકરે કરેલી આગાહીઓ અત્યાર સુધી સાચી પડી છે પણ તેનો અર્થ એ નથી કે પરાજય માટે પોલ જવાબદાર હોય. પણ જર્મન ફૂટબોલ રસિકોમાંના કેટલાક કહે છે કે આને લોહી તરસી શાર્કની ટાંકીમાં નાખી દો. કોઈ કહે છે, તેને ફ્રાઈ કરીને ખાઈ જાઓ, કોઈ તેને બાર્બેક્યુ કરીને અથવા સી-ફૂડ સલાડ બનાવીને ખાઈ જવાનું સૂચન કરી રહ્યા છે.મૂળ મુદ્દો એ છે કે બિચારો પોલ નામનો ઓક્ટોપસ તો જાણતો પણ નહીં હોય કે પોતે એક વિશ્વપ્રસિદ્ધ ભવિષ્યવેતા બની ગયો છે તેના ઓરેકલ દુનિયામાં પ્રસિદ્ધ છે. તો ભાવતા ખોરાકના બે ડબ્બા પાણીમાં ઉતારાય તેમાંથી જેને પહેલો પસંદ કરે તેમાંના ધ્વજ પ્રમાણેનો દેશ જીતે એવી આગાહી માણસો કરી નાખે છે. હકીકતમાં વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનો પરદો હટાવીને ભાવિમાં જોઈ લેવાની ઉત્સુકતા દરેક માણસમાં હોય જ છે. જયોતિષીઓના ધંધા એટલે જ ચાલતા રહે છે. ભવિષ્યને જાણ્યા પછી પણ તેને ઊલટાવી શકાય કે નહીં એ બાબતે લોકો હજુ વિચારતા નથી.બાબા કે તાંત્રિક કે ધૂતારા તેમને અષ્ટમ પષ્ટમ સમજાવીને પોતાની જાળમાં ફસાવી લે છે. આવું માત્ર ભારતમાં જ થાય છે એવું નથી. અંધશ્રદ્ધા ભારત હોય કે જર્મની હોય કે અમેરિકા હોય કે બ્રિટન હોય, બધે જ સરખી છે. પશ્ચિમના દેશો રેશનલ છે એવું માની લેનારાઓ મૂખૉના સ્વર્ગમાં જીવે છે. માનવ વસ્તીનો એક મોટો હિસ્સો હંમેશાં ચમત્કાર, જ્યોતિષ વગેરેમાં માનતો હોય છે. તેમના માટે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફરક હોતો નથી. આસ્થા અને આંધળી ભક્તિ તેમના માટે સરખી છે. ઓક્ટોપસ પોલ તો જાહેર થઈ ગયેલી ચીજ છે. આવું તો ઘણું ચાલતું હશે.જોકે ભવિષ્યની આગાહી કરનાર ઓક્ટોપસ તરીકે તેની નામના હમણાં જ થઈ છે એવું નથી. ઇંગ્લેન્ડના વેમાઉથ ખાતેના એકવેરિયમમાંના આ ઓકટોપસે ૨૦૦૮ની યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપમાં પણ સાચી આગાહીઓ કરી હોવાનું કહેવાય છે. હવે વિશ્વકપ ફૂટબોલની ફાઇનલમાં પોલની આગાહી પર અબજો ડોલરનો સટ્ટો લાગશે અને પછી? પોલ સાચો પડશે?

સુરત શહેરને પૂરથી બચાવી શકાય છે પરંતુ…..

સુરત શહેરને હંમેશાં પૂરથી બચાવી શકાય છે પરંતુ તેની બે શરત છે. પહેલી શરત એ છે કે ઉકાઈ ડેમની સપાટી સપ્ટેમ્બર માસમાં ૩૩૦ ફૂટ સુધી જ મેન્ટેઇન કરવામાં આવે. આ ટેકનિકના અમલને કારણે વર્ષ ૨૦૦૭માં પૂરથી શહેરને બચાવી શકાયું હતું. વર્ષ ૨૦૦૭ પછી ઉકાઈ સત્તાધીશો ઉક્ત ટેકનિકનો અમલ પણ કરી રહ્યા છે તે ઉકાઈ ડેમની સપાટીના આંકડા પરથી સાબિત થાય છે.તેની મહત્વપૂર્ણ એવી બીજી શરત પાળાની મેન્ટેનસની કામગીરીને લગતી ગંભીર બાબત છે.હાલમાં સરકારી તંત્રો દ્વારા અને તેમાં પણ સિંચાઈ વિભાગ દ્વારા પાળા મામલે ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે. તાપીના પાળા કેટલા મજબૂત છે તેની કોઈ બાંયધરી આપી શકે તેમ નથી. રાજ્યના ટોચના નદીના તજજ્ઞ એમ.ડી. દેસાઈ દ્વારા ઉક્ત ગંભીર મામલે રસપ્રદ થિયરી રજુ કરવામાં આવી છે. ઉકાઈમાં ૩૩૦ ફૂટ જેટલું પાણી હોય તો સમગ્ર વર્ષ દરમિયાન શહેરને સિંચાઈ અને પીવાના પાણીનો પુરવઠો સરળતાથી આપી શકાય તેમ છે. ઉકાઈમાં હાઇડ્રોથર્મલ દ્વારા વીજળી પણ આટલા પાણીમાં પેદા કરી શકાય છે. આ ઉપરાંત સપ્ટેમ્બર માસના અંત સુધીમાં તાપીનું રૂલ લેવલ ૩૩૦ ફૂટ સુધી રાખવામાં આવે તો તાપીમાં ગમે તેવું જોખમી પૂર આવે તો પણ તેને નિયંત્રિત કરી શકાય તેમ છે.આ છે શહેરને પૂરથી બચાવવાની ટેકનિક : તાપીનું હાલનું ડેન્જર લેવલ ૩૪૫ ફૂટ છે. તાપી એકવખત ૩૩૫ ફૂટની સપાટી ઓળંગે તે પછી જ સુરત શહેર પર જોખમ તોળાય છે. સપ્ટેમ્બર માસમાં ઉપરવાસમાં ૩૩૦ ફૂટ કરતાં વધારે સપાટી ક્યારેય જવા દેવી નહીં. આ ઉપરાંત તાપીની ઉકાઈ ખાતેની સપાટી ૩૩૦ ફૂટ જેટલી રાખવામાં આવે છે અને ઉપરવાસમાં ભારે વરસાદ પડે તેવા સંજોગોમાં ચાર લાખ કયુસેક્સ પાણી છોડીને પૂરને નિયંત્રિત કરી શકાય છે.હાલમાં તાપીને બે કિનારે અંદાજે બાવીસ કિલોમીટર જેટલા કાચા અને પાકા પાળા તાપીના પ્રચંડ પ્રવાહથી શહેરને રક્ષણ આપે છે. વર્ષ ૨૦૦૬ના પૂરમાં મોરાભાગળ અને અડાજણ વિસ્તારમાં ભંગાણ કરીને રાંદેર અને શહેરમાં ભારે તારાજી સર્જી હતી. હાલમાં પણ તાપીના બે કિનારા શહેર અને જિલ્લાનાં ગામોને રક્ષણ આપતા પાળા પૂરનો સામનો કરી શકે છે કે તેમ તે મામલે કોઈ સરકારી તંત્ર બાંયધરી આપી શકે તેમ નથી.ઉકાઇડેમમાં ઉપરવાસમાં કેટલો વરસાદ પડી રહ્યો છે તે માટે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા પચ્ચીસ જેટલા સેન્ટર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખોલવામાં આવ્યા છે. આવતા વર્ષથી સેટેલાઇટ અપલિંક થતા ઉપરવાસના વરસાદની તમામ વિગત સેકંડોમાં મેળવી શકાશે.

ફેસબુક પર વિદ્યાર્થિનીઓના અપશબ્દ જંગની આજથી તપાસ

શહેરના ફતેગંજ વિસ્તારની કોન્વેટ ઓફ જીસસ મેરી ગર્લ્સ હાઇસ્કૂલની બે વિદ્યાર્થિનીઓના જુથે અંગત અદાવતમાં સોશિ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર એકબીજા પર ગંદી ગાળો અને અશ્લીલ ભાષા કરવાની બહાર આવેલી ઘટનાને પગલે શાળા સહિત સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે. ત્યારે આ મુદ્દે આવતીકાલથી તપાસ શરૂ થવાના સંકેત જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા છે.સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર કોન્વેટ ઓફ જીસસ મેરી ગર્લ્સ હાઇસ્કૂલની બે જુથની વિદ્યાર્થિનીઓએ સામ-સામે, એકબીજાના માતા-પિતા સહિત સ્કૂલ વિરુદ્વ કરેલાં આપત્તજિનક ઉચ્ચારણો તથા અપશબ્દો લખવાના પ્રકરણ સામે શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય મીસ મેરીએ છ વિદ્યાર્થિનીઓને અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેતાં જ શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ટોક ઓફ ધ ટાઉન બનેલી ઘટનાના સંદર્ભમાં આજે સ્કૂલના સત્તાધીશોએ મૌન સેવ્યું હતું અને ઘટના અતિ ગંભીર હોવાથી અમે વિદ્યાર્થિનીઓના નામ જાહેર કરી શકતા નથી તેમ જણાવ્યું હતું.બીજીબાજુ સસ્પેન્ડ કરાયેલી છ વિદ્યાર્થિનીઓ ગંદી ગાળો અને અશ્લિલ ભાષાનો પ્રયોગ કરતી હોવાથી અન્ય વિદ્યાર્થિનીઓના વાલીઓ આજે આવી વિદ્યાર્થિનીઓ સાથે કોઇપણ પ્રકારનો સંબંધ ન રાખવાની સૂચના આપી છે. દરમિયાનમાં સસ્પેન્ડ થયેલી છ વિદ્યાર્થિનીઓના જુથે ઘટના બહાર આવ્યા બાદ પણ એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપનો મારો ચાલુ રાખતાં સનસનાટી મચી ગઇ છે.સમગ્ર પ્રકરણ અંગે શહેર જિલ્લા શિક્ષણાધિકારી એસ.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે કોન્વેન્ટની વિદ્યાર્થિનીઓએ સંસ્કાર અને મર્યાદાની હદ ઓળંગી છે. ઘટના ઘણી જ આઘાતજનક અને ચિંતાજનક છે. ઘટના કંઇ રીતે બની ? ઘટનામાં કેટલી વિદ્યાર્થિની સંડોવાયેલી છે ? તમામની તપાસ સોંપી છે. આવતીકાલથી તપાસ શરૂ થઇ જશે. વહેલી તકે રિપોર્ટ સોંપવા એજ્યુકેશન ઇન્સપેક્ટરને આદેશ કર્યો છે. રિપોર્ટ બાદ પગલાં લેવાશે.


વિશાળ મૌન રેલી બાદ કલેક્ટર સમક્ષ રજુઆત

‘કાં વેપારીઓને જેલ મુક્ત કરો, અથવા અમને બધાને અંદર નાખી દો’ તેવા સૂર સાથે જથ્થાબંધ બજર કેસમાં જેલવાસ ભોગવી રહેલા વેપારીઓએ કલેક્ટરને રજુઆત કરી છે. બજારથી ચારેક કિલોમીટર દૂર આવેલી જિલ્લા સેવા સદન સુધી મૌન રેલી યોજયા બાદ પરિવારજનો તેમજ સાથી વેપારી તેમજ ટ્રસ્ટીઓએ આ રીતે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.ત્રણ અગ્રણી વેપારી છ માસથી અને દસ જેટલા સવા માસથી પાલારા જેલમાં કેદ છે. જેઓને છોડાવવા, સરકાર પર દબાણ લાવવાની લડતની રૂપરેખા બુધવારે સાંજે બજાર પરિસરમાં ઘડાઇ હતી. જેના ભાગરૂપે આજે જથ્થાબંધ બજારમાંથી નીકળેલી વિશાળ મૌનરેલી ભીડ બજાર, અનમ રિંગરોડ, બસ સ્ટેશન થઇ કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં પહોંચી મુક્ત કરોના નારાઓ લગાવ્યા હતા. પરિવારજનો તેમજ વેપારીઓએ કલેક્ટર એમ.થેન્નારસનને રૂબરૂ મળી કુટુંબીજનોની દારૂણ સ્થિતિથી માહિતગાર કર્યા હતા. સમાહર્તાએ ઉચ્ચસ્તરે તેઓની વાત પહોંચાડવા ખાતરી આપી હતી.ભુજ ગેઇન એન્ડ સીડ્સ હોલસેલ મર્ચન્ટ એસો. સંચાલિત ભૂકંપગ્રસ્ત ભુજ બજાર નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર બજારમાં પુરી કિંમત ચૂકવ્યા છતાં જેલમાં જવું પડ્યું છે અને જામીન પણ અપાતાં નથી તે કેટલું યોગ્ય છે ? તેવો સવાલ કર્યો હતો અને સોમવારથી બજાર બંધ બાદની અસરો માટે તૈયાર રહેવા કહેવાયું છે.રેલી બાદ સૌપ્રથમ કાર્યક્રમમાં ભુજની જથ્થાબંધ બજાર સોમવારથી સંપૂર્ણપણે બંધ રાખવાની હશે. ગુરુવારના અંકમાં શરતચૂકથી માર્કેટયાર્ડ બંધ રખાશે તેવું જણાવાયું હતું, પરંતુ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ જ ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરાઇ છે.રજુઆત બાદ પત્રકારો સાથે વાત કરતાં વેપારીઓના પરિવારજનોએ રોષભેર કહ્યું હતું કે, રાજ્યમંત્રી સહિત ભાજપના એકપણ અગ્રણીએ અમારી પૂછા કરી નથી, તો જેલમાં બીમાર પડેલા વેપારીઓના કાળામસ કપડાં સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. હૃદયરોગ વાળા વેપારીને જે રીતે લઇ જવાયા તેનો પણ વિરોધ કરાયો હતો.


કમાણા ગામની સોળ વર્ષની સગીરાને ભગાડી જનારને ત્રણ વર્ષ કેદ

વિસનગર તાલુકાના કમાણા ગામની સોળ વર્ષની સગીરાને હરદેસણ ગામના શખ્સ દ્રારા સગી માસીયાઇ બહેનને લલચાવી ફોસલાવી ભગાડી જવાના કેસમાં વિસનગર ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને સગીરાના અપહરણના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને ૩૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીએ ચાલુ કેસે સગીરા પુખ્ત થતાં તેની સાથે લગ્ન કરી લીધા હતા.પરંતુ પોતાની બહેન સમાન સગીરાને ભગાડી જવાના આ કેસમાં યુવતીએ આરોપી તરફી નિવેદન આપ્યું હોવા છતાં સગીરાનું અપહરણ ગુનો બનતો હોઇ અપહરણના ગુનામાં સજા ફટકારી છે.આ અંગેની વિગત એવી છે કે મહેસાણા તાલુકાના હરદેસણ ગામમાં રહેતો સેનમા દશરથભાઇ રામજીભાઇ નામનો શખ્સ પોણા બે વર્ષ પુર્વે કમાણા ગામમાં રહેતી તેની માસીયાઇ બહેનને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.આ બનાવ અંગે યુવતીના પિતાની ફરીયાદને આધારે વિસનગર પોલીસે યુવક સામે ગુનોં દાખલ કરી આરોપી દશરથની અટકાયત કરી હતી. આ કેસ વિસનગર ફાસ્ટ ટ્રક કોર્ટમાં ચાલી જતાં એડીશન સેશન જજ પી.વી. શ્રીવાસ્તવે સરકારી વકીલ સંજયભાઇ પી બ્રહ્નભટ્ટની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને ૩૦૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે. કેસમાં આરોપીએ ચાલુ કેસે સગીરા પુખ્ત થતાં તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.અને હાલ યુવતી આરોપીના ઘરે જ છે. યુવતીના નિવેદનને આધારે કોર્ટે આરોપીને બાળાત્કારના કેસમાં નિર્દોષ છોડી મુક્યો હતો. કોર્ટે હિંદુ મેરેજ એક્ટ મુજબ માતાની ત્રણ પેઢી સુધી લગ્ન થઇ ન શકે તેથી આ લગ્ન ગેરકાયદેસર હોવાનું જણાવ્યુ હતું.અને સહમતીથી પણ જો સગીરાનું અપહરણ કરાય તો પણ ગુનો બનતો હોય કોર્ટે આરોપીને સજા ફટકારી હતી.

મુંબઈ : વરસાદનો અડધો કવોટા પૂરો થયો

ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં શહેર વિસ્તારમાં સાડા ત્રણ ઈંચ અને પરાં વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે મોસમના કુલ વરસાદનો આંક શહેર વિસ્તારમાં બાવન ઈંચ અને પરાં વિસ્તારમાં એકતાલીસ ઈંચ પર પહોંચ્યો છે. મુંબઈમાં મોસમના કુલ અપેક્ષિત વરસાદનું પ્રમાણ ૮૦થી ૧૦૦ ઈંચ હોવાથી બન્ને ઠેકાણે અડધો કવોટા ચોમાસુ શરૂ થયાના એક મહિનામાં જ પૂરો થઈ ચૂકયો છે. શુક્રવારે સવારે ૧૦.૪૦ વાગ્યે પણ ભરતીની આગાહી કરાઈ છે. શુક્રવારે હળવા-ભારે ઝાપટાં ચાલુ રહેશે.નાંદેડ જિલ્લામાં પડેલા વરસાદને લીધે શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. રત્નાગિરિ જિલ્લાના નિવસર રેલવે સ્થાનક પાસે બેર્ડેવાડી ખાતે મંગળવારે રાતે ભેખડ ધસી પડતાં કોંકણ રેલવેના ટ્રેનવ્યવહાર પર અસર થઈ હતી. ખોરવાઈ ગયેલો ટ્રેનવ્યવહાર, પાટા પરતી માટી-પથરાનો ઢગલો હટાવાયા બાદ શરૂ કરી શકાયો હતો. સવારે અગિયાર વાગ્યે ટ્રેનવ્યવહાર થાળે પડ્યો, પણ બપોરે બે વાગ્યા પછી ફરી ગતિ ધીમી પડી હતી.મુંબઈમાં મોસમનો અત્યાર સુધીમાં ૫૨ ઇંચ કરતાં વધુ વરસાદ પડતાં પાણીપુરવઠો આપતા જળાશયોની જળસપાટીમાં વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૦૯માં આ દિવસોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાનું કુલ પ્રમાણ ૧૪૫ અબજ ૭૭ કરોડ લીટર હતું. હાલનો જથ્થો ૧૫૯ અબજ ૬૩ કરોડ ૧૦ લાખ લીટરનો છે. પાણીના જથ્થામાં નોંધપાત્ર વૃદ્ધિને પગલે મુંબઈ મહાનગરપાલિકા પાણીકાપ હટાવે એવી શક્યતા સર્જાઈ છે.


પત્રકારત્વ ક્ષેત્રે ઉજળી તકો

આર્થિક મંદીની મારથી બહાર આવી રહેલી દુનિયામાં હવે મીડિયાની સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે. ઓરેલા ડિજિટલ જર્નલિજમ સ્ટડી તરફથી હાલમાં કરવામાં આવેલ સર્વે અનુસાર દુનિયા ભરના પત્રકારોમાં ગયા વર્ષની તુલનાએ નિરાશામાં ઘટાડો થયો છે.
અમેરિકા, બ્રાઝિલ અને ઘણા યૂરોપિય દેશો સહિત 15 દિવસમાં કરવામાં આવેલા આ સર્વેમાં સામે આવ્યું છે કે પરંપરાગત માધ્યમો જેવાકે રેડિયો, ટીવી અને સમાચારપત્રમાં કાર્ય કરતા પત્રકારો પર કામનું ઘણું ભારણ રહેલું હોય છે. જોકે આ પત્રકારો મીડિયાના ભવિષ્યને લઈને ઘણા આશાવાદી જોવા મળ્યા હતાં.સર્વેમાં સમાવેશ કરવામાં આવેલા પત્રકારોમાંથી 44 ટકા પત્રકારોનું માનવું છે કે પ્રિન્ટ મીડિયા ટૂંક સમયમાં સંકેલાઈ જશે. જોકે પત્રકારોનું માનવું છે કે ઓનલાઈન મીડિયામાં વધુ ઈનકમ નહી થવાના કારણે તેની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે સાથે તેમણે કહ્યુ કે મીડિયાની જાહેરાતોમાં દસ ટકાનો ઘટાડો આવશો. મોટાભાગના પત્રકારોએ જણાવ્યું હતું કે તેમના પર કામ કરવાનું ભારણ વધતુ જાય છે.પત્રકારોનું કહેવું છે કે મીડિયા સંસ્થાનોના બજેટમાં કાપ અને કામમાં વધતા ભારણને કારણે વીડિયો, બ્લોગ અને અન્ય વિચારમંચનો ઉપયોગ ઓછો કરી શકીએ છે. જોકે 40 ટકા લોકોએ એવું જણાવ્યું હતું કે વેબસાઈટ પત્રકારો માટે નવી તકો લઈને આવશે.


આઇફોન-4નો જાદુ: જુનો આઈફોન આપી નવો આઈફોન-4 વસાવો

એપ્પલનો આઇફોન-4 એક દિવસમાં સૌથી વધુ મોબાઇલ ફોન વેચવાનો તો રેકોર્ડ બનાવી ચૂકી છે, હવે તેની બદોલત વધુ એક અનોખો રેકોર્ડ પણ બનાવી દીધો છે. આ રેકોર્ડ આઇફોનના જૂના મોડલ્સના વેચાણનો છે. ગ્રાહકો પાસેથી જૂના ગેઝેટ ખરીદનાર અમેરિકાની એક ઓનલાઇન કંપની ગૈજલે ડોટ કોમ એ આઇફોનનું પ્રી-બુકિંગ શરૂ થયા બાદ, બે સપ્તાહની વચ્ચે ગ્રાહકો પાસેથી 20,000 જૂના આઇફોન ખરીદ્યા છે.એટલું જ નહિં ઓનલાઇન વેચાણ કરનરા વધુ એક વેબસાઇટ ઇ-બે ડોટ કોમ પર પણ મોટી સંખ્યામાં લોકો આઇફોનના જૂના વર્ઝનની હરાજી કરી રહ્યા છે. જો કે યુરોપ અને અમેરિકામાં આઇફોન-4નો જાદુ લોકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે. એવામાં લોકો આઇફોનના આ નવા વર્ઝનને ખરીદવા માટે પોતાના જૂના આઇફોન વેચવામાં લાગી ગયા છે.


નીતિન ગડકરીનો વાણી વિલાસ, અફઝલ ગુરુ કોંગ્રેસનો જમાઈ છે?

ભાજપ દ્વારા અત્રે આયોજિત ‘ જનઆક્રોશ રેલી’ને સંબોધતાં પક્ષપ્રમુખ નીતિન ગડકરીએ સંસદ પરના હુમલા કેસના આરોપી અફઝલ ગુરુને ફાંસીની સજા આપવામાં થઇ રહેલા વિલંબ બદલ યુપીએ સરકારની આલોચના કરતાં જણાવ્યું હતું કે, ‘અફઝલ ગુરુ શું કોંગ્રેસનો જમાઇ છે? અફઝલને ખાસ રાહતો શા માટે આપવામાં આવે છે?કોંગ્રેસ અને ભાજપની સંસ્કૃતિ વચ્ચેનો તફાવત સમજાવતાં ગડકરીએ કહ્યું હતું કે પોતે એક સામાન્ય કાર્યકરમાંથી પક્ષપ્રમુખ બન્યા છે. તેમના પક્ષમાં જ આવું સંભવ બની શકે. એક પરિવાર માટે પક્ષપ્રમુખનું પદ અનામત હોય ત્યાં આવું સંભવી જ ના શકે.પરિવારના પેઢી દર પેઢી શાસનથી ટેવાયેલા કોંગ્રેસ પક્ષમાં એક સામાન્ય કાર્યકર ઉચ્ચ પદ પર પહોંચવાનું સંભવી ના શકે.વડાપ્રધાન, ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ કે નાણાપ્રધાન પ્રણવ મુખરજી ક્યારેય કોંગ્રેસ પ્રમુખ બનવાનું સ્વ? ના જોઇ શકે કારણ કે તે પદ ગાંધી -નહેરુ પરિવાર માટે અનામત છે. સાચા અર્થમાં આંતરિક લોકશાહી માત્ર ભાજપમાં જ છે એમ કહેતાં કે તેઓ માત્ર સામાન્ય કાર્યકર જ છે અને માત્ર સુકાનીની જવાબદારીઓનું વહન કરવા પ્રયાસ કરી રહ્યા છે. કાર્યકરો પૂરી તાકાતથી કામ કરે તો જ સુકાની સફળ થઇ શકે.
ચીન દ્વારા ભારતમાં થઇ રહેલી ઘૂસણખોરી ખાળવા યુપીએ સરકાર કાંઇ કરી રહી નથી એ મુજબ આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે તેમણે આ મુદ્દે પક્ષની ઉચ્ચ સ્તરીય ટુકડી બનાવી હતી. તાજેતરમાં ટુકડીએ ચીન સાથેની સરહદની મુલાકાત લઇને ચીની ઘૂસણખોરીના અનેક બનાવોની નોંધ લીધી છે.

રાજકોટને દેશભરમાં નવમાં ક્રમે લાવનાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને ૫૦ હજારનું ઇનામ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટને દેશભરમાં નવમાં ક્રમે લાવનાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને ૫૦ હજારનું ઇનામ

સ્વચ્છતા અને સફાઇ અંગે કેન્દ્ર સરકારે કરેલાં સર્વેમાં રાજકોટ દેશભરમાં નવમાં ક્રમે આવતા આ સિદ્ધિના યશભાગી એવા મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને મ્યુનિ. કમિશનર ડો.બ્ર?ભટ્ટે રૂ.૫૦ હજારનું ઇનામ ઘોષિત કરી આગામી જનરલ બોર્ડમાં શાખા વતી વિભાગીય વડાનું જાહેર સન્માન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.પ્રજાની પાયાની સુખ સુવિધા તરફ ધ્યાન કેન્દ્રત કરવાનું મ્યુનિ. અધિકારી ડો.બ્ર?ભટ્ટ અને શાસકોના સંયુકત પ્રયાસો રાજકોટ મનપાને દેશની અગ્રિમ હરોળમાં લાવી છે. ખાસ કરીને સફાઇની બાબતમાં પયૉવરણ ઇજનેર નિલેષ પરમારે આપેલી માહિતી મુજબ હાલ શહેરમાંથી દૈનિક ૩૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ થાય છે. જે અગાઉના બે વર્ષ કરતાં દૈનિક ૬૮ મેિટ્રક ટન વધુ છે. આ બે વર્ષમાં રસ્તા પર ૨૯૦૧ નાની ડસ્ટબીન અને નાગરિકો તથા દુકાનદારોને ૬૦૦૦ ડસ્ટબીન અપાઇ છે.ફિલ્ડ વર્કની કામગીરીમાં ૨૦૦૮-૨૦૦૯માં ૧,૯૪,૬૪૧ અને ૨૦૦૯-૨૦૧૦માં ૩,૫૮,૬૩૫ દુકાનો તપાસવામાં આવી છે. પાતળા પ્લાસ્ટિક સામેની ઝુંબેશમાં ૧૪૭૦ કિલો જ’ કરવામાં આવ્યું છે.વોંકળા સફાઇમાં પણ સમયાંતરે ઝુંબેશ હાથ ધરાય છે. આ ઉપરાંત ‘વન-ડે વન વોર્ડ’ અને ‘વન-ડે વન રોડ’ જેવા અભિયાનોથી શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી થાય છે. સતત ચાલતી આ ઝુંબેશની ફલશ્રુતિરૂપે રાજકોટ સ્વચ્છતાની દ્દિષ્ટએ દેશમાં નવમાં ક્રમે આવ્યું છે અને આગામી દિવસોમાં નંબર વનની સિદ્ધિ હાંસલ કરે એવી લાગણી સાથે સફાઇની કામગીરીનો કારોભાર સંભાળતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને રૂ.૫૦,૦૦૦નું ઇનામ ઘોષિત કરી પ્રોત્સાહિત કરવાનો નિર્ણય મ્યુનિ. કમિશનર ડો.બ્રહ્નભટ્ટે લીધો છે.

કંડલા : ટ્રાન્સફર ફીના વધારાને કાયદા વિરુદ્ધ ગણાવી ટ્રસ્ટ સામે વકીલો મેદાનમાં

સંકુલના યક્ષપ્રશ્ન અને રહેવાસીઓને સીધી રીતે સ્પર્શતા ટ્રાન્સફર ફીના મુદ્દે ગાંધીધામ બાર એસો. પણ કેપીટી સામે જંગમાં ઉતર્યું છે. કેપીટી દ્વારા ટ્રાન્સફર ફીમાં અસાધારણ વધારો કાયદાની વિરુદ્ધ ગણાવીને તાત્કાલિક પાછો ખેંચવા માગણી કરાઇ છે.તાજેતરમાં નવિનયુક્તિ પામેલા બાર એસો.ના હોદ્દેદારોની તાકીદની મળેલી બેઠકમાં કેપીટીએ વધારેલા બોજ સામે ઠરાવ કરાયો હતો. બારના પ્રમુખ દિનેશ મહેશ્વરી, મંત્રી શાંતિલાલ ખાંડેકા અને ઉપપ્રમુખ પ્રતીક અંજારિયા તથા અન્ય હોદ્દેદારો-સભ્યો વતી કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પી.ડી. વાઘેલાને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવાયા મુજબ સંકુલની જમીનો પર ટ્રાન્સફર ફીમાં ફટકારાયેલો વધારો અસહ્ય અને કાયદાની વિરુદ્ધ છે, લોકોના સમાન હકો પર તરાપ મારવા સમાન છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોસર્મ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આ મુસદ્દાની લોકચળવળમાં બાર એસોસિએશને ટેકો જાહેર કર્યો છે. કંડલા પોર્ટ અને એસઆરસી હસ્તકની જમીનો પર જુના નિયમો તળે જ ફી વસૂલ કરવા તથા કેન્દ્ર સરકારની દરમિયાનગીરીથી આ વધારો પાછો ખેંચવા પણ જણાવાયું છે. સંકુલના હિતાર્થે કરાયેલો ઠરાવ મુરારિ શર્મા, વિદ્યાદત ચંદનાની, ભાર્ગવ ભટ્ટ અને ડી.એમ. અંજારિયાએ મુક્યો હતો જેને વાલજીભાઇ કારિયાએ ટેકો આપ્યો હતો. આ સાથે સંકળાયેલા સૂત્રોએ એમ પણ ભીતિ વ્યક્ત કરી હતી કે, જો આવો વધારો ઠોકી બેસાડાય તો સ્થાયી થયેલા લોકોને રહેવું ભારે પડી જાય. કેટલાકે પડોશી પોર્ટનો વધુ વિકાસ થાય એ માટે પણ ભારે વધારો કરાયાનો આક્ષેપ કર્યો હતો.


ગાંધીધામ : નકલી નોટ છાપતા આરોપીઓ નવા નિશાળિયા હતા

બંને આરોપીઓએ ત્રણ-ચાર મહિનાથી જ આ કૌભાંડ શરૂ કર્યું હતું. ગાંધીધામમાંથી રૂ. ૧૫ હજારની નકલી નોટો સાથે પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાવ્યા બાદ પોલીસે આરોપીઓ પાસેથી શક્ય તેટલી વિગતો બહાર લાવવાની તજવીજ હાથ ધરી છે. આ દરમિયાન પૂછપરછ વખતે આરોપીઓએ આ નકલી નોટ છાપવાનું કામ ત્રણ-ચાર મહિનાથી જ શરૂ કર્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. મળતી વિગતો મુજબ નકલી નોટ કૌભાંડમાં અનેકવાર ગાંધીધામનું નામ આવ્યા બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સોમવારે રાત્રે રૂ. ૧૫ હજારની નકલી નોટો સાથે એક આરોપીને પકડ્યા બાદ મંગળવારે અન્ય આરોપીને પણ પકડી પાડ્યો હતો. પીએસઆઇ બસિયાએ જણાવ્યું હતું કે, પકડાયેલા બંને આરોપીઓએ ગાંધીધામમાં ત્રણ-ચાર મહિનાથી જ નકલી નોટો છાપવાનું કામ શરૂ કર્યું હતું. આ કૃત્યમાં પ્રાથમિક તપાસમાં પકડાયેલા આ બંને આરોપીઓ સામેલ હોય તેવું લાગી રહ્યું છે તેમ છતાં અન્ય શખ્સોના નામ કઢાવવા પોલીસે તપાસ આરંભી છે તેમજ પકડાયેલી નકલી નોટ પણ જો વ્યવસ્થિત રીતે જોવામાં આવે તો કોઇપણ નાગરિક આ નકલી નોટોને ઓળખી શકે તેવી છે.


પોરબંદર : દરબારગઢમાંથી ખજાનો મળી આવ્યાની ચર્ચા

પોરબંદરના શિતલાચોક વિસ્તારમાં આવેલા ઐતિહાસીક દરબારગઢના અંદરના ભાગેથી કેટલાક લોકો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હોવાનું અને તેમાંથી સોના-ચાંદીના સીક્કા નિકળ્યા હોવાની ચર્ચાએ જોર પકડતા પોલીસે પણ ગુપ્ત રાહે તપાસ આદરી દીધી હોવાનું કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી આ દરબારગઢ બંધ હાલતમાં હોય અને તેમાથી સોના-ચાંદીના સિક્કા કાઢવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે.પોરબંદરના ઐતિહાસીક દરબારગઢ જે શિતલાચોક ખાતે આવેલો છે અને વર્ષોથી બંધ હાલતમાં છે તે દરબારગઢના અંદરના ભાગે છેલ્લા કેટલાક દિવસોથી રાત્રીના સમયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અને આ જગ્યાએ થી રાજાશાહીના વખતમાં દાટવામાં આવેલા સોના-ચાંદીના સિક્કા કાઢવામાં આવ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે. આ વિસ્તારના કેટલાક લોકોએ રાત્રીના સમયે દરબારગઢમાં પ્રવેશતા ૪ થી પ વ્યક્તિને જોયા હોવાનું પણ કહેવાય રહ્યું છે.જો કે દરબારગઢની અંદર તપાસ કરવામાં આવે તો ખરેખર ક્યાંય ખાડા ખોદવામાં આવ્યા છે કે કેમ તેમજ અહીથી સોના-ચાંદી સહિતનો ખજાનો નિકળ્યો કે કેમ તે બાબતની ચર્ચાઓનો અંત લાવી શકાય.પોરબંદરના દરબારગઢમાંથી સોના-ચાંદીના સિક્કા નિકળ્યા હોવાની ચર્ચાને પગલે પોલીસ પણ હરક્તમાં આવી ગઇ હોય તેમ છાને ખૂણે આ અંગેની તપાસ પણ આદરી દીધી છે. ત્યારે ખરેખર આ દરબારગઢમાં રાજાશાહી વખતનો ખજાનો છુપાયેલો છે કે કેમ તે બાબતે પણ અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.

ગવરીદડ : રિમાન્ડની મુદ્દત પૂરી થતાં રાજભા સતુભા જાડેજા ને જેલ હવાલે કરાયો

દસ્તાવેજો કબજે કરવામાં પોલીસ અસફળ, ગવરીદડના કૌભાંડમાં કબજો મગાશે. ૨૫ કરોડના જમીન કૌભાંડમાં પકડાયેલા પૂર્વ કોર્પોરેટરના પુત્ર અને સેનેટ સભ્ય રાજભા સતુભા જાડેજા પાસેથી બોગસ સાટાખત સહિતનું સાહિત્ય કબજે કરવામાં પોલીસને સફળતા મળી નથી. આજે રિમાન્ડની મુદ્દત પૂરી થતાં તેને જેલહવાલે કરાયો છે. ગવરીદડના કૌભાંડમાં તેનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવાશે.રાજભાએ સાગરીતો મારફત સુથી પેટે મામુલી રકમ આપી છળ કપટથી કુલમુખત્યારનામામાં સહી કરાવીને પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરાવી અનેક ખેડૂતને રાતે પાણીએ રોવડાવ્યા છે. એટલું જ નહીં જમીનના કબજા અંગે કોર્ટમાં સિવિલ દાવા દાખલ કરી મિલકતોને વિવાદમાં મૂકી દીધી છે.પૂર્વ મંત્રીના સગાની જમીન પણ હડપ કરી જતાં તેની સામે એક ગુનો દાખલ થયા પછી છેતરાયેલા ખેડૂતો હિંમત કરીને ફરિયાદ નોંધાવવા આગળ આવતા કુલ ત્રણ ગુના નોંધાયા છે. જોકે, ભેજાબાજ રાજભાએ કૌભાંડની આંટીઘૂંટીમાં પોતાનો વાળ પણ વાંકો ન થાય એ રીતે દરેક વખતે સાગરીતોને આગળ ધરી દીધા હતા. રિમાન્ડ દરમિયાન પણ બબ્બે વખત આપઘાતના પ્રયાસના નાટક કર્યા હતા. જબરુ રાજકીય પીઠબળ હોવાના કારણે કાયદાને રમકડાંની જેમ રમાડતા રાજભાને આ વખતે આકરું પડ્યું છે. જોકે, તેના પાસેથી દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા છે.રાજભાના ભાઇ મયૂરના બે કૌભાંડોની તપાસ સામે સ્ટે છેરાજભાના ભાઇ મયૂરસિંહઅને સાગરીત સંજયિંસધી સહિતના શખ્સો સામે પણ કરોડોના જમીન કૌભાંડની બે ફરિયાદ ફેબ્રુઆરીમાં થઇ હતી. જોકે, ફરાર આરોપીઓએ વકીલ મારફત હાઇકોર્ટના દ્વાર ખખડાવતા હાઇકોર્ટે તપાસ સામે સ્ટે આપતા બન્ને તપાસ પેન્ડિંગ છે.


જામનગર : લોટરીના ધંધાર્થીએ સરકારને ૧૧.૧૪ કરોડની છેતરપિંડી


જામનગરમાં લોટરીના ધંધાર્થી લોહાણા શખ્સસે એક વર્ષના ગાળામાં સરકારી પરવાના વગર કારોબાર કરી રૂ.૧૧.૧૪ કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. વર્ષ ૧૯૯૭-૯૮માં લોટરી ધંધાર્થીએ સરકારને ચોપડેલા ચુનાની પોલીસે તપાસ હાથ ધરી છે.જામનગરમાં ચકચાર જગાવનાર પોલીસ ફરિયાદની વિગતો મુજબ શહેરના ટાઉનહોલ વિસ્તાર નજીક શ્રીધન પેલેસમાં રહેતા બીપીન મણીલાલ તન્નાએ વર્ષ ૧૯૯૭-૯૮માં ઋષિતા એજન્સીના નામે લોટરીનો ધંધો શરૂ કર્યો હતો. આ વ્યવસાય શરૂ કરતા પૂર્વે લોહાણા શખ્સે સરકારી ધારા ધોરણોને નેવે મુકી પોતાની પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યુ ન હતું. વેચાણ વેરા શાખા તરફથી નોંધણી નંબર મેળવ્યા વિના બીપીન તન્નાએ તા.૨૬-૬-૧૯૯૭ થી તા.૩૧-૭-૯૮ સુધી ધંધો કરી રૂ.૧૭,૨૦,૪૧,૭૭૦નું ટર્નઓવર કર્યું હતું. ત્યારબાદ સ્થાનિક વાણિજ્ય કચેરીએ ગોરખધંધાની ચકાસણી કરતા આ પ્રકરણ ઉઘાડુ પડયુ હતું.દરમિયાન વેટ શાખાએ ઉપરોકત બાબતે અનેક નોટીસ આપવા છતાં કોઇ પ્રત્યુત્તર નહીં મળતા વાણિજ્ય કચેરીના નિયામક કે.બી. જાડેજાએ લોહાણા શખ્સ સામે વેચાણ વેરા કાયદાની કલમ-૭૫(૧)(૬) તથા ૪૭(ક)(૧)(૩-ક) મુજબ નોંધણી વગર ધંધો કરી રૂ. ૧૧.૧૪ કરોડનું ટર્નઓવર કર્યાની સીટી-બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એચ.જે. છેલાવડાએ લોહાણા શખ્સની શોધખોળ હાથ ધરી છે.



બગસરા : નાગરિક બેંક પર ચેરમેન પદ મેળવવા કોંગ્રેસે કબજો જમાવ્યો
બગસરા નાગરિક બેંકની ગુરૂવારે યોજાયેલ ચેરમેન પદની ચૂંટણીમાં ભા.જ.પ.ને લપડાક આપી કોંગીએ બેંક પર કબજો મેળવ્યો હતો. બગસરા નાગરિક સહકારી બેંકના ચેરમેનની ચૂંટણી જાહેર થયા બાદ સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ હતું. ચેરમેન પદ મેળવવા માટે બન્ને પક્ષના ઉમેદવારોએ ખૂબ જ બળ લગાડ્યું હતું.આજે ગુરૂવારે યોજાયેલ ચૂંટણીમાં ભા.જ.પ ના કનુભાઇ પટોળીયાને મ્હાત આપી કોંગીએ ચેરમેન તેમજ વાઇસ ચેરમેન બન્ને પદ ખૂંચવી લીધા હતા. નાગરિક બેંકના નવા ચેરમેન તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ નાગજીભાઇ ધાધલ તેમજ વાઇસ ચેરમેન તરીકે યુવા કાર્યકર છગનભાઇ હિરાણીની જાહેરાત બેંક દ્વારા કરવામાં આવી હતી. આ બેંક પર કોંગ્રેસના વાવટો લહેરાયો હતો. આ બેઠકમાં બેંકના ડિરેક્ટર દિનેશભાઇ વિસાણીનું રાજીનામુ પણ મંજૂર કરવામાં આવ્યું હતું.


રાજકોટ : ચંદ્રયાનમાં જે પાટર્સનો ઉપયોગ થયો હતો તેમાંના કેટલાક રાજકોટમાં બન્યા હતા

નાના નાના ઉદ્યોગોએ રાજકોટને મોટું નામ અપાવ્યું છે. અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે અદ્રિતીય કહી શકાય તેવી સિદ્ધિ ગત વર્ષે ભારતે મેળવી, ચંદ્રયાને એવું શોધ્યું કે ચંદ્ર પર તો પાણી પણ છે. આ એચિવમેન્ટ અમદાવાદ સ્થિત રાષ્ટ્રીયકક્ષાની સંસ્થા ઇસરો અને એવાં જ એક સંસ્થાન, વિક્રમ સારાભાઇની કર્મભૂમિ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનું હતું. પી.આર.એલ.ના ડિરેક્ટર ગોસ્વામી અને તેમની ટીમ આ અભિયાનમાં ‘ફ્રન્ટફૂટ’ પર હતી, ગુજરાતીઓ માટે ગૌરવ એ છે કે આ મશિનમાં જે કેમેરાનો યુઝ થયો તે અમદાવાદમાં છે. પરંતુ રાજકોટનું પણ આ અભિયાનમાં યોગદાન છે. હા,ચંદ્રયાનમાં જે પાટર્સનો ઉપયોગ થયો હતો તેમાંના કેટલાક રાજકોટમાં બન્યા હતા.ગયા અઠવાડિયે જ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપુર્વ પ્રમુખ હિતેષ બગડાઇએ આ માહિતી આપી હતી કે ચંદ્રયાનના અમુક સ્પેરપાર્ટ રાજકોટમાં બન્યાં હતા. રાજકોટના ૨૦૦૧ના ગેઝેટમાં પણ ઉલ્લેખ છે કે એચ.જે.સ્ટીલ્સમાં ઉત્પાદિત સામાન સંરક્ષણ માટે, તેમજ ઇસરોમાં જાય છે. અનેક યુધ્ધ વાહનો, શસ્ત્રોના નાના નાના પાર્ટ અહીં બને છે અને આ રાજકોટની મોટી સિસિદ્ધિ છે. સ્થાપના પછીના ૪૦૦ અને દેશની આઝાદી પછીના ૬૪ વર્ષ પછી રાજકોટનો ઔધ્યોગિક વિકાસ અમદાવાદ કે અંકલેશ્વર જેવો થયો નથી. પરંતુ અહીં નાના ઉદ્યોગો વર્ષોથી ધબકે છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર સાથે લડી ઝઘડીને ઉદ્યોગોના હક્ક અપાવે, ટેક્સમાં રાહત અપાવે પ્રોત્સાહક નીતિ અપનાવે તેવા નેતાઓ નથી તેથી પાણી નથી અને પાણી નથી એટલે વિકાસ ઓછો છે. પરંતુ જે સ્થિતિ છે તેની અંદર રહીને રાજકોટ અને આસપાસમાં ઉદ્યોગોના વિકાસની નોંધ તો લેવી જ પડે.શહેરની હદની બહાર નીકળીને વાત કરવામાં આવે તો દોઢ સદી પૂર્વે વાંકાનેરમાં કાપડ ઉદ્યોગ શરૂ થયો,૧૯૩૩માં ત્યાં અમરસિંહ મિલની સ્થાપના થઇ.ધોરાજીમાં ૧૮૭૦-૭૧માં ધોરાજીમાં જીનિંગ મિલની સ્થાપના થઇ. રાજકોટમાં ત્યારે મદ્રાસી કાપડ પર પ્રિન્ટિંગનું કામ થતું અને ફેન્સી પટોળાં પરનું કામ થતું.૧૯૨૭માં રાજકોટ ઓઇલમિલ નામની પ્રથમ ઓઇલમિલની સ્થાપના થઇ હતી. એ સમયેતેલના દૈનિક ૬૦૦ ડબ્બા અને ૬૦૦ મણ ખોળનું ઉત્પાદન થતું. રાજકોટ માં કોટેચા ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના ૧૯૪૬માં થઇ હતી. ત્યાં દૈનિક ૪૦૦ ડબ્બાનું ઉત્પાદન થતું.એવી જ ઇન્ડસ્ટ્રી છે પી.એમ.ડીઝલ,પોપટભાઇ પટેલ અને તેમના પરિવારે ‘ફિલ્ડ માર્શલ’ના નામે આ ઉદ્યોગના ‘મેદાન’માં ખરેખર ફિલ્ડ માર્શલ તરીકે કામ કર્યું છે. છગનભાઇ પટેલે પણ ગુજરાત ફોર્જિંગના નામથી આ જ ઉદ્યોગમાં કાઠું કાઢયું હતું.૧૯૭૪માં સ્થપાયેલી ફોર્જ એન્ડ ફોર્જ કંપની કે કે.એસ.ડીઝલ્સ,એચ.જે.સ્ટીલ્સ પણ એવાં જ નામો છે જે દેશની બહાર ગૂંજે છે. કુલ ઉત્પાદનમાંથી ૫૫ ટકાની નિકાસ થાય છે. જેમાં મુખ્ય દેશો દુબઇ, કેન્યા, જોર્ડન, સિરિયા, ઇરાન, ઇરાક સુદાન છે. આ ઉપરાંત લેથ, સ્પેરપાટ્gસ, પાવર પ્રેસ, વૂડ વકિ•ગ, મિલ મશીનરી જેવા ઉદ્યોગો પણ રાજકોટમાં ધબકે છે.


રાજકોટ મહાપાલિકા રોડે ચડ્યું : પાંચ કરોડ બાદ ૮૬ લાખના કામો

મહાપાલિકા ધીમે ધીમે રોડે ચડ્યું હોય તેમ પાંચ કરોડના રોડના કામો શરૂ થયા બાદ રૂ.૮૬ લાખના રોડ કામો મંજૂરી તરફ આગળ વધી રહ્યાં છે.શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે ચોમાસા પહેલા પૂર્ણ કરવાની શરતે રૂ.૨૫ કરોડ ફાળવ્યા છે. જેમાંથી મોટાભાગે શહેરના રોડના અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કાર્યોજ હાથ ધરાવાની ફોમ્ર્યુલા ઘડાઇ ચુકી છે.તાજેતરમાં જ રૂ.પાંચ કરોડના રોડના કામો મંજૂર થઇ શરૂ પણ ગયા છે. ત્યારે હજુ બાકી રહી ગયેલા રોડ વિભાગના રૂ.૮૬ લાખના કામોની પણ મંજૂરી માટેની તૈયારી થઇ ગઇ છે. જે આગામી દિવસોમાં જ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવશે.પરંતુ એ પણ હકીકત છે કે, આ રૂ.૮૬ લાખના કામો પૈકી મોટાભાગના કામો મંજૂરીની અપેક્ષાએ શરૂ થઇ ગયા છે.




રાજકોટમાં સતત એક કલાક આભ વરસતા દે ધનાધન, પોણા બે ઇંચ

સતત એક કલાક આભ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં : મોસમનો કુલ વરસાદ ૧૦ ઇંચે પહોંચ્યો. ગત શનિવારની હેલીથી મંડાયેલા મેઘરાજાએ આજે રાજકોટવાસીઓને અમીવર્ષાથી ભીંજવી દીધા હતા. બપોર સુધી આકાશ કોરુધાકોડ રહ્યા બાદ અચાનક કાળાડિબાંગ વાદળોની જમાવટ થઇ હતી અને સુસવાટા નાખતા ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત એક કલાક સુધી ધીંગી ધારે વરસાદ પડ્યો હતો અને એક કલાકમાં જ પોણા બે ઇંચથી વધુ પાણી પડી જતાં ચોમેર પાણી પાણી થઇ ગયું હતું.છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા ક્યારેક હળવાથી ભારે ઝાપટાં સ્વરૂપે તો ક્યારેક ધોધમાર વરસી રહ્યા છે. આજે પણ મેઘાએ બપોરની પાળી સાચવી લીધી હતી અને સવારથી બપોર સુધી ધૂપ-છાંવ જેવું વાતાવરણ રહ્યું હતું. આકાશમાં કોરાકટ વાદળો આવ-જા કરતા હતા. બે વાગ્યાના અરસામાં અચાનક આકાશ ગોરંભાઇ ગયું હતું. સમી સાંજ જેવું અંધારુ થઇ ગયું હતું અને બાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.લગભગ એકાદ કલાક સુધી ધીંગી ધારે વરસાદ ચાલુ રહેતા શહેરના મહિલા કોલેજ અન્ડરબ્રિજ, રૈયા રોડ પર આઝાદા ચોક, સંતકબીર રોડ પર કે.ડી. ચોક, લક્ષ્મીનગર નાળુ, માલવિયા ચોક, એરપોર્ટ નજીક આવેલા રામેશ્વર ચોક સહિતના વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા હતા. એક કલાકમાં ૪૧ મી.મી. એટલે કે પોણા બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું.આજના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૦ ઇંચ થઇ ગયો છે. જો કે આટલા વરસાદ પછી પણ શહેરની જીવાદોરી એવા આજી અને ન્યારી ડેમમાં પર્યાપ્તમાત્રામાં જળરાશી ઠલવાઇ નથી.


જામજોધપુર : ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ, ધારાસભ્યની અવગણના

જામજોધપુરમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનાં આમંત્રણ કાર્ડમાંથી જિલ્લાના સાંસદ અને જામજોધપુરના ધારાસભ્યનાં નામોની બાદબાકી કરી સરકાર પ્રોટોકોલનો ભંગ કરી પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓની અવગણના કરતી હોવાનો આક્ષેપ જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રસીકભાઇ જોષીએ કર્યો છે.તેમણે જણાવ્યું છે કે, જે વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાવાનો છે તે વિસ્તારનાં જ લોક પ્રતિનિધિની અવગણના કરી સરકાર રાજકીય કિન્નાખોરી દર્શાવી રહી છે. સાંસદ કે ધારાસભ્યને આમંત્રીત મહેમાન તરીકે પણ કાર્ડમાં સમાવેશ કરવામાં ન આવે તે લોકશાહી નહીં પરંતુ મોદીશાહી છે.રાજપાલે આ અંગે સરકારનો ખુલાસો માગવો જોઇએ. લાભાર્થીઓને તેનો લાભ આપવો તે સરકારની ફરજ છે. તે માટે આટલા મોટા તમાશા કરવાની જરૂર ન હોવાનું તેમણે જણાવ્યુ છે. સરકાર જો ખરેખર પ્રજાનું હિત ઇચ્છતી હોય તો તાલુકા પંચાયત કે તલાટી દ્વારા પણ લોકોને સહાય ચુકવી શકાય છે.

અંબાણી અને ટાટાના ફોન ટેપ થયા હતા

તાજેતરમાં ચાર નેતાઓના ફોન ટેપ થયા હોવાના અહેવાલ એક સામયિકમાં પ્રકાશિત થયા હતા. ત્યારે આજે મુંબઇથી પ્રકાશિત થતા અખબારે સનસનાટીપૂર્ણ રિપોર્ટ છાપ્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે માત્ર રાજનેતાઓ જ નહીં, પરંતુ મુકેશ અંબાણી, ટાટા જૂથના રતન ટાટા અને ભારતી-એરટેલ ગ્રુપના સુનિલ મિત્તલના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. ઉપરાંતમાં બે વરિષ્ઠ પત્રકારોના પણ ફોન ટેપ કરવામાં આવ્યો હોવાનો દાવો આ અખબાર દ્વારા કરવામાં આવ્યો છે.અખબાર દ્વારા દાવો કરવામાં આવ્યો છેકે, સીબીઆઇ અને આવકવેરા વિભાગના સ્ત્રોતો પાસે તેમને કેટલાક દસ્તાવેજો મળ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છેકે, રતન ટાટા, મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલના ફોન ટેપ થયા હતા.દસ્તાવેજોની વિગતો પ્રમાણે ટાટાના મહત્વકાંક્ષી નેનો પ્રોજેક્ટને સિંગુરથી ગુજરાત ખસેડવા અંગેના કેટલાક વાર્તાલાપો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ચોક્કસ પ્રધાનોને ટેલિકોમ પ્રધાન ન બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો વખતે થયેલી વાતચીત પણ આ દસ્તાવેજોમાં નોંધાયેલી છે.ટાટા અને મુકેશ અંબાણીના જનસંપર્કનું કામ કરનારી કંપની વૈશ્વી કોમ્યુનિકેશન્સ અને ન્યૂકોમ કનસલટિંગના વડા નીરા રાડિયાને મુખ્ય ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. નીરા ઉપરાંત તેમના સાથીઓના પણ ફોન ટેપ કરવામાં આવ્યા હતા.તત્કાલિન ગૃહપ્રધાન જી. કે. પિલ્લાઇએ સ્વીકાર્યું છેકે, તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક ફોન ટેપ કરવામાં આવ્યા હોય તેવી સંભાવના છે. તેમના કહેવાથી કેન્દ્રીય કર વિભાગ અને આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી અરજી પર ફોન ટેપિંગને મંજૂરી આપવામાં આવતી હોય છે. પિલ્લાઇના કહેવા પ્રમાણે, તેમાં કશુ ખોટું ન હતું કારણકે, કરચોરીને લગતા કેટલાક બાબતોમાં આ પ્રકારની મંજૂરી આપવામાં આવતી હોય છે.કેન્દ્રીય કર વિભાગના કહેવા પ્રમાણે તેમના દ્વારા કોઇ ઉદ્યોગપતિ કે પત્રકારોના ફોન ટેપ કરવામાં આવ્યા ન હતા. રિલાયન્સના જનસંપર્ક વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, કોઇ ફોન ટેપિંગ નહીં થયું હોય. કારણકે, ખુદ કેન્દ્ર સરકારે આ વાત કરી છે. આ અંગે ભારતી- એરટેલ તથા નીરા રાડિયાનો અખબાર દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ બંને પક્ષોના પ્રતિભાવો મળ્યા ન હતા. તેમ પણ મુંબઇથી પ્રકાશિત થતા આ અખબારે તેના અહેવાલમાં નોંધ્યું છે.

ડેન્ટલ કાઉન્સિલના અધ્યક્ષ ડો.કોહલી સામે ફરિયાદ

સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલી કાઉન્સિલલોમાં ભ્રષ્ટાચારના મામલા અટકી રહ્યા નથી. સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલા મેડિકલ કાઉન્સિલલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)ના અધ્યક્ષ કેતન દેસાઇ પછી હવે ડેન્ટલ કાઉન્સિલલ ઓફ ઇન્ડિયા (ડીસીઆઇ)ના અધ્યક્ષ ડોકટર અનિલ કોહલી સામે પ્રશ્નો ઊભા થયા છે. આ દસ્તાવેજોથી જાણવા મળે છે કે, ત્રણ સાંસદોએ ડીસીઆઇમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ, મુખ્ય સતર્કતા પંચથી માંડીને કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ અને નાણાપ્રધાન પ્રણવ મુખરજી સુધી કરી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ડો.કોહલીએ ૨૦૦૮-૦૯માં આવકવેરા વિભાગને પોતાની આવકની ખોટી માહિતી આપી હતી.ડેન્ટલ કાઉન્સિલલમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની આરોગ્ય મંત્રાલયને ઘણી વાર ફરિયાદ કરી ચૂકેલા સમાજવાદી પક્ષના સાંસદ વૃજભૂષણ શરણસિંહે વડાપ્રધાનને પત્ર પાઠવીને આ મામલે માહિતી આપી છે. ભાસ્કર પાસે ડો. અનિલ કોહલી, તેમની પત્ની સુષ્મા કોહલી, બે પુત્રીઓ મિલ્લકા અને સોનાલી કોહલીના લાજપતનગર સ્થિત યુનિયન બેંકના ખાતાઓમાં ૨૦૦૪થી ૨૦૦૯ સુધીની એન્ટ્રીની વગિતો છે. આ સમગ્ર પ્રકરણ વિશે ભાસ્કરે ડેન્ટલ કાઉન્સિલલના અધ્યક્ષ અનિલ કોહલી સાથે વાત કરવાના ઘણાં પ્રયાસો કર્યા પરંતુ તેમણે કોઇ જવાબ ન આપ્યો.
ડો. કોહલી નિયમોનો ભંગ કરીને બીજી વાર કાઉન્સિલલના અધ્યક્ષ બન્યા. લાઇસન્સ આપવા માટે લાંચ લેવાના પણ આરોપો. આરોગ્ય મંત્રાલય સાથે સાઠગાંઠના પણ પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. કોહલી પરિવારની સંપત્તિ. - ડો. કોહલીના ખાતામાં (૨૦૦૪-૦૯ દરમિયાન) ૫,૦૦,૬૮,૦૦૦ જમા થયા. પત્ની સુષ્મા કોહલીના ખાતામાં (૨૦૦૫-૦૯ દરમિયાન) ૩,૦૦,૪૦,૦૦૦ જમા કરાયા. - મોટી પુત્રી મિલ્લકા કોહલીના ખાતામાં ૧,૦૦,૨૯,૦૦૦ જમા. નાની પુત્રી સોનાલી કોહલીના ખાતામાં આશરે ૬૦ લાખ રૂપિયા.


બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેનનો એક્સ બોયફ્રેન્ડ જાહેરમાં ઝગડી પડ્યો

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેનનો એક્સ બોયફ્રેન્ડ અને એક્ટર રણદિપ હુડ્ડા જાહેરમાં તેનાં કો-સ્ટાર એજાઝ ખાન સાથે ઝગડી પડ્યો હતો.એક ફિલ્મમાં બોક્સરની ભૂમિકા માટે ચાલી રહેલાં ફોટોશૂટ સમયે આ ઘટના બની હતી. એજાઝે રણદિપ પણ આક્ષેપ મુકતાં કહ્યું હતું કે, ફિલ્મનાં પ્રોડ્યુસર પંચાલી ચક્રવર્તીનાં રણદિપ સાથે નિકટનાં સંબંધો છે તેથી જ તેને ફિલ્મમાંથી હટાવી રણદિપને લેવામાં આવ્યો છે.એજાઝે જણાવ્યું હતું કે, ''મારું ફોટોશૂટ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક જ રણદિપ આવી ગયો હતો અને તેણે મને કહ્યું હતું કે કોઈ બોક્સરને સિક્સ પેક હોતા નથી. હું આ ફોટોઝમાં એક બોડીબિલ્ડર જેવો લાગુ છું બોક્સર જેવો નહી. જ્યારે મે તેને દલીલ કરી હતી કે તે એવી કઈ ફિલ્મ જોઈ છે જેમાં બોક્સરનાં સિક્સ પેક એબ હોતા નથી? તો તેણે મને કહ્યું હતું કે,રેગીંગ બુલ ફિલ્મમાં રોબર્ટ દિ નીરોને સિક્સ પેક નથી. આ ચર્ચા અમારી જાહેરમાં જ થઈ હતી.''
આ વિશે રણદિપે જણાવ્યું હતું કે, ''એજાઝ હવે આ ફિલ્મનો હિસ્સો નથી. તે ગમ્મે તે કહે પરતું હવે તે આ ફિલ્મનો ભાગ નથી. મારે તે બનાવ અંગે કાઈ કહેવું નથી કારણકે મને ફિલ્મની રિલીઝ પહેલાં તેનાં વિશે કાઈ પણ બોલવાની ના પાડવામાં આવી છે.''


બોલિવૂડની સુંદર એકટ્રેસ કરિના કપુર ફરી પ્રેમમાં!!

બોલિવૂડની સુંદર એકટ્રેસ કરિના કપુર હાલમાં તેની ફિલ્મ એજન્ટ વિનોદનાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સેફ અલી ખાનનાં હોમ પ્રોડક્શનની ફિલ્મ છે. હાલમાં બેબો ફિલ્મનાં શૂટિંગ માટે મોરેક્કોમાં છે. તેને આ જગ્યા એટલી તે પસંદ પડી ગઈ છે કે તેને તેનાંથી પ્રેમ થઈ ગયો છે.સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, કરિના આ લોકેશનનાં વખાણ કરતાં થાકતી નથી. સેફ કરિના હાલમાં ફિલ્મનું શૂટિંગ પુરુ કરવામાં વ્યસ્ત છે તેઓ સ્પેન આફ્રિકાની બોર્ડર પર શૂટિંગ કરી રહ્યાં છે. બેબોને આ જગ્યા એટલી પંસદ પડી ગઈ છે કે તેને નવાઈ લાગે છે કે આટલી સુંદર જગ્યા હોવા છતા હજી પણ બોલિવૂડની એક પણ ફિલ્મનું શૂટિંગ આ જગ્યા પર થયુ નથી.સેફ અને કરિના હાલમાં ફિલ્મનાં સટન્ટ સિનનું શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્મમાં સેફનો લુક ઘણો જ અલગ છે. તે કરિનાનાં મોરેક્કો સાથેનાં પ્રેમથી ઘણો ખુશ છે.આશા રાખીએ મોરેક્કોમાં કરિના સેફને ભુલીનાં જાય અને સેફિના એક સાથે સુંદર સમય વિતાવે!


આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ બજારમાં 191.3 મે.ટન સોનું ઠલવાશે

આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઇએમએફ) ખુલ્લા બજારમાં 191.3 મેટ્રિક ટન સોનું વેચશે તેવી માહિતી આઇએમએફના સૂત્રો પાસેથી મળી છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં આઇએમએફે 403.3 મેટ્રિક ટન સોનું દુનિયાના વિકાસશીલ દેશોને વેચવાની વાત કરી હતી. તેમાંથી હજુ પણ 191.3 મેટ્રિક ટન સોનું વેચવાનું બાકી છે.આઇએમએફે ભારતીય સેન્ટ્રલ બેન્કને 200 ટન સોનું વેચવાની વાત કરી હતી, તે ઉપરાંત શ્રીલંકા અને મોરેશિયસે પણ આઇએમએફ પાસેથી સોનું ખરીદવાની તૈયારી દર્શાવી હતી.આઇએમએફના ફાઇનાન્સ ડિરેકટર એન્ડ્રુ ટ્વિડિએ કહ્યું કે હજુ પણ આઇએમએફ ઓપન ટુ ઓફ માર્કેટમાં સોનું વેચશે. આઇએમએફ સોનું વેચવા માટે તૈયાર છે. અત્યારસુધીમાં ભારત, શ્રીલંકા અને મોરેશિયસને એક ઔસ સોનું અંદાજે 1050 ડોલરે વેચ્યું છે.આઇએમએફે સોનું વેચવાની વાત કરતાં હવે સોનામાં ઘટાડો જોવા મળે તો નવાઇ નહિં. આઇએમએફ જ્યારે જ્યારે સોનું વેચવાની વાત કરે છે ત્યારે બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.


હોમલોન અને ઓટો લોન માર્ચ સુધી મોંઘી થશે નહિં

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં 0.75%નો વધારો જાહેર કર્યો. છતાં તાત્કાલિક ગ્રાહકો પર આ વ્યાજદરની અસર પડશે નહિં. હાલમાં બેન્કો માર્ચ સુધી પીએલઆરમાં વધારો કરશે નહિં. જો કે, હવે પીએલઆર દરમાં વધારો કરી શકે છે. આ દર પર મોટી કંપનીઓ ઓછા સમય માટે બેન્કોથી લોન લે છે. સીઆરઆરમાં 0.75 બેસીસનો વધારો થયા બાદ કોમર્શિયલ બેન્કોના સીઇઓએ હવે પીએલઆર દરો વધારવાના સંકેત આપ્યા હતા. જો કે કાર લોનના વ્યાજદરો વધવાની સંભાવના નથી. કારણ કે આ સેગમેન્ટમાં બેન્કો વચ્ચે મોટી હરિફાઇ ચાલી રીહ છે.સીઆરઆરમાં 0.75 ટકાનો વધારો કરતાં હવે સીઆરઆર 5 ટકાથી વધીને 5.75 ટકા થઇ જશે. તેની સાથે જ બેકિંગ સીસ્ટમના 36,000 કરોડ પાછા ખેંચી લેવાશે. આ અંગે દેના બેન્કના સીએમડી ડીએલ રાવલે કહ્યું કે, \"સીઆરઆરમાં વધારો થયો છતાં સિસ્ટમમાં જરૂરી મૂડી છે. એવામાં વ્યાજદરો જલ્થી વધારવા જોઇએ નહિં. જો લોનની માંગ વધી તો વ્યાજ દરો વધારવા જોઇએ.\" બેન્કો હજુ 3.5 ટકા રિવર્સ રેપોના અંતર્ગત રૂપિયા 75,000-85,000 કરોડ આરબીઆઇમાં જમા કરાવે છે.સીઆરઆરમાં વધારો થતાં પંજાબ નેશનલ બેન્કે રૂ.1,800 કરોડ, એચડીએફસી બેન્કે રૂ.1,500 કરોડ, યુનિયન બેન્કે રૂ.1,200 કરોડ અને કેનેરા બેન્કે રૂ. 1,600 કરોડ આરબીઆઇને જમા કરાવા પડશે.

સોમવારથી એકાંતરા પાણીકાપ સામે આંદોલન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સોમવારથી એકાંતરા પાણીકાપ સામે આંદોલન

રેલી, ધરણાં, ઘેરાવ, ઘંટારવ, નાલેશીયાત્રા સહિતના આંદોલાત્મક કાર્યક્રમો ઘડાયા. સોમવારથી એકાંતરા પાણીકાપના કારમા દિવસો શરૂ થવા જઇ રહ્યા છે ત્યારે મનપાના શાસકોની અણઆવડતના પાપે જ પ્રજાને પાણીકાપની ગર્તામાં ધકેલાવાનો વખત આવ્યો હોવાના રોષ સાથે કોંગ્રેસે શાસકો પૂરતું નર્મદા નીર લઇ આવી પાણીકાપ ઉઠાવે એવી માગણી સાથે આંદોલન ફૂંકર્યું છે. સોમવારથી તબક્કાવાર રીતે રેલી, ઘેરાવ, ધરણાં, ઘંટારવ, નાલેશીયાત્રા સહિતના આંદોલન છેડવાની તૈયારી ચાલી રહી છે.શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને મનપાના વપિક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજાના સંયુક્ત નિવેદનમાં એવો આક્રોશ વ્યક્ત કરાયો છે કે, નર્મદાનાં નીરથી આજી ડેમ ભરી દેશું એવા દીવા સ્વપ્નો દેખાડનાર મ્યુનિ. કમિશનર ડૉ. બ?ભટ્ટ અને પદાધિકારીઓએ વર્ષ આખંુ પૂરતું નર્મદા નીર લઇ આવવાનો પ્રયાસ ન કર્યો અને તેના પાપે આજી ડેમ વહેલો ડૂકી જતાં આજે પ્રજાને પાણીકાપના દિવસો જોવાનો વખત આવ્યો છે.રાજકોટને કરાર મુજબ નર્મદા નીર મળે તો પણ પાણીકાપનો આ ઉતાવળો નિર્ણય ઉચિત નથી એ નરી વાસ્તવિકતા છે પણ શાસકો પ્રજાના આંખે પાટા બાંધી ખોટા બચાવ કરે છે. શાસકોને પૂરતું નર્મદા નીર લઇ આવી પાણીકાપ હટાવી લેવાની ફરજ પાડવા માટે કોંગ્રેસે પણ લડતનો મોરચો માંડયોછે. આ અંગે સાંસદ કુંવરજી બાવિળયા, પ્રદેશ અગ્રણી શાંતાબેન ચાવડા, જશવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કાશ્મીરાબેન નથવાણી, અશોક ડાંગર, પિયુષ મહેતા, જીતુ ભટ્ટ, નાથાભાઇ કીયાડા, ડૉ. હેમાંગ વસાવડા સહિતનાની હાજરીમાં મળેલી મિટિંગમાં રેલી, ધરણાં, ઘેરાવ, ઘંટારવ, નાલેશીયાત્રા સહિતના કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે.


આસામ : નકસલવાદીઓએ ગરીબરથ ટ્રેનને વિસ્ફોટથી ઉડાવી દીધી

એક બાળકનું મોત, બે સુરક્ષાકર્મી સહિત ૧૩ ઘાયલ, છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાના ઘર પર હુમલામાં બેનાં મોત.
આસામના નકસલવાદી સંગઠન નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના નકસલોએ ગુરુવારે પ્રચંડ બોમ્બ વિસ્ફોટ કરી રેલવે ટ્રેક ઉડાવી દેતા ગરીબરથ ટ્રેનના ૬ ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે બે સુરક્ષાકર્મી સહિત ૧૩ વ્યક્તિને ઈજા પહોંચી હતી. બીજી તરફ છત્તીસગઢમાં નકસલોએ એક કોંગ્રેસી નેતાના ઘર પર હુમલો કરી તેમના બે સંબંધીઓને રહેંસી નાખ્યા હતા. અન્ય એક ઘટનામાં ઝારખંડમાં સશસ્ત્ર નકસલવાદીઓએ રેલવે સ્ટેશન પર હુમલો કરતા એક સુરક્ષાકર્મી શહીદ થયો હતો.આસામના કોકરાઝાર જિલ્લામાં ગુરુવારે બે વાગે નકસલોએ બોમ્બ વિસ્ફોટ કરી રેલવે ટ્રેક ઉડાવી દીધો હતો જેના કારણે ગુવાહાટી-કોલકાતા વચ્ચે દોડતી ગરીબરથ ટ્રેનના છ ડબા પાટા પરથી ખડી પડ્યા હતા અને ગુવાહાટીના રહેવાસી એ બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર આસામમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી.નકસલવાદીઓએ આપેલા બે દિવસીય બંધના એલાન દરમિયાન ગુરુવારે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં કોંગ્રેસના નેતા અવધેશ ગૌતમના ઘર પર કેટલાક નકસલવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં અવધેશ ગૌતમના બે સંબંધીઓનાં મોત નીપજ્યાં હતાં જ્યારે તેમના પુત્ર અને એક સુરક્ષાકર્મીને ઈજા પહોંચી હતી.નકસલોએ આ જ જિલ્લાના કુકોંડા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે કરેલા જવાબી ગોળીબારમાં છ નકસલો માર્યા ગયા હતા. જોકે હજુ સુધી કોઈના મૃતદેહો મળ્યા નથી.


બોસ ઉદ્ધત હોય તો કર્મચારીઓ ભૂલો કરે

એક નવા અભ્યાસ અનુસાર જો તમારી ઓફિસમાં ઉદ્ધત બોસ અથવા આક્રમક સાથીઓ હોય તો તમે ભૂલ કરો તેવી શક્યતા વધી જાય છે.સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એબર્ડીનના સંશોધકોને તેઓના અભ્યાસમાં જણાયું હતું કે ઓફિસમાં ઉદ્ધતાઈથી સ્ટાફ વધુ ભૂલો કરી શકે છે, ભલેને તેઓ પર પ્રત્યક્ષ આક્રમકતા ન આચરવામાં આવી હોય. યુનિવર્સિટી ઓફ એબર્ડીનમાં સંશોધનનું નેતૃત્વ કરનાર પ્રોફેસર રહોના ફ્લિને જણાવ્યું હતું, ‘માનવ ધ્યાન શક્તિશાળી રીતે લાગણીથી ચાલે છે.’એક પ્રયોગમાં પ્રોફેસરે વિદ્યાર્થીઓનું અપમાન કરતા તેઓએ વિવિધ કાર્યો પર ખરાબ પરફોર્મ કર્યું હતું, જ્યારે જેઓ સાથે ઉદ્ધતાઈથી વાત ન કરાઈ હતી તે વિદ્યાર્થીઓએ આ જ કાર્યો સારી રીતે કર્યા હતાં.અન્ય એક પ્રયોગમાં જુથપ્રયોગ માટે મોડા આવેલા એક વિદ્યાર્થીનું પ્રયોગના વડાએ અન્ય વિદ્યાર્થીઓની સામે જ અપમાન કર્યું હતું.જો કે ઉદ્ધતાઈનું સ્તર આત્યંતિક ન હતું અને સામાન્ય અવાજમાં ટિપ્પણી કરાઈ હતી, તેમ છતાંય જે વિદ્યાર્થીઓએ આ બનાવ જોયો હતો તેઓએ ખરાબ રીતે કાર્યો કર્યાં હતાં, જ્યારે આ બનાવ ન જોનાર જૂથના વિદ્યાર્થીઓએ તેઓ કરતા સારી રીતે કામો કર્યા હતાં.પ્રોફેસર ફ્લિને જણાવ્યું હતું કે પરફોર્મન્સ અને ઉદ્ધતાઈ વચ્ચેની કડી ખાસ કરીને આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં ચિંતાજનક છે, જેમાં દર્દીઓ જોખમમાં મુકાય છે. ઓપરેશન થિયેટરમાં ડોક્ટરો વચ્ચેની ઉદ્ધતાઈનું પ્રદર્શન ટીમના પરફોર્મન્સ પર અસર કરી શકે છે.


મેક્સિકન : મેયરે ટોણો મારનારને ગોળીએ દીધો

એક મેક્સિકન મેયરે એક પુરુષને ગોળીએ દીધો હતો અને બીજા પુરુષને ઘાયલ કર્યો હતો, કારણ કે તેઓએ મેક્સિકોના રાજ્ય ઓઆકસાકામાં ગવર્નરની ચૂંટણીમાં હારવા બદલ મેયરના પક્ષની મજાક ઉડાવી હતી. સાન પેડ્રો ટોટોલાપનના મેયર ગેરાર્ડો જેરકિન ડિયાઝની ધરપકડ કરવામાં આવી હતી.જેરકિન ઇન્સ્ટિટ્યૂશનલ રિવોલ્યુશનરી પાર્ટી (પીઆરઆઈ)માં છે, જેનો ઉમેદવાર રવિવારે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ એકશન પાર્ટી (પીએએન) અને લેફટસ્ટિ પાર્ટી ઓફ ધ ડેમોક્રેટિક રિવોલ્યુશન (પીઆરડી)વચ્ચેના જોડાણના હોદ્દેદાર સામે હારી ગયો છે.પીઆરડીના સભ્ય અને તેના સાથીએ ગવર્નરની ચૂંટણી હારનાર પક્ષના સભ્ય હોવા બદલ જેરકિનની મજાક ઉડાવતા જેરકિને પીઆરડીના સભ્ય પર ત્રણ ગોળીઓ છોડતા તેનું મોત નિપજ્યું હતું.


અમેરિકા ; બોબી જિંદાલે ધાર્મિક સ્થળોમાં ગન લઈ જવાની મંજુરી આપી

અમેરિકાના લુઇઝિયાના પ્રાંતના ભારતીય મૂળના ગવર્નર બોબી જિંદાલે ચર્ચ, મસ્જિદ અને યહૂદી પ્રાર્થના સ્થળોમાં હેન્ડગન લઇ જવાની પરવાનગી આપી દીધી છે. તેમણે આ સંબંધિત બિલ પર મંગળવારે હસ્તાક્ષર કરી દીધા છે, પણ હિંસા વિરોધી કાર્યકર્તાઓએ તેમના આ પગલાનો વિરોધ કર્યો છે.સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ નિયમનો અમલ ૧૫મી ઓગસ્ટથી થઇ જશે. જે ચર્ચ, યહૂદી પ્રાર્થના સ્થળ અને મસ્જિદ પોતાના ત્યાં હેન્ડગન લાવવાની સંમતિ દેશે, તેણે પોતાના સંઘને આ નિર્ણયની જાણકારી આપવાની રહેશે. બિલના સમર્થકોનું કહેવું છે કે આનાથી ચર્ચમાં ગુનાઇત ગતિવિધિઓ રોકાશે. સાથોસાથ મંત્રી અને પાદરી પોતાના સુરક્ષા કાફલામાં પણ હેન્ડગન લઇ જઇ શકશે.આ બિલના વિરોધીઓનું કહેવું છે કે સંભવિત હુમલાના નિશાન પર રહેલા ધાર્મિક સ્થળોમાં આ નિયમથી ભલે સુરક્ષા વ્યવસ્થા વધે, પણ સાથોસાથ ધાર્મિક સ્થળોમાં આવનારા લોકો માટે ખતરો પણ વધશે. દરમિયાન, જિંદાલે બાળકોનું શારીરિક શોષણ કરનારાઓને શોધી કાઢવા અને સજા કરવા માટેની કાયદાની ક્ષમતાને સઘન બનાવવા માટે ગવર્નર્સ ૨૦૧૦ લેજિસ્લેટિવ પેકેજમાંથી પાંચ બિલ પર હસ્તાક્ષર કર્યા છે.


મેક્કુલમ આઈ. પી. એલ. માટે દેશ છોડવાનો હતો

ન્યૂઝીલેન્ડના વિકેટકિપર બેટ્સમેન બ્રેંડન મેક્કુલમે ખુલાસો કર્યો છે કે, તે ભારતીય પ્રીમિયર લીગ(આઈપીએલ)ની ચમક દમક અન રકમથી અંઝાઈ ગયો હતો અને દેશ કરતા આઈપીએલને મહત્વ આપવાનું વિચારી રહ્યો હતો.મેક્કુલમે પોતાના પુસ્તક ઇનસાઇડ ટી-20માં ક્રિકેટના નાના ફોર્મેટના પરિણામો અંગે જણાવતા આ વાત કરી હતી. મેક્કુલમે કહ્યું કે, આઈપીએલ 2માં મારું જે પ્રદર્શન રહ્યું તેનાથી હું ઘણો અસંતુષ્ટ હતો અને તેમાં સુધારો કરવા માગતો હતો.તેણે કહ્યું કે, હું સ્વિકાર કરુ છું કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે કરાર પર સાઇન નહીં કરવા અંગે હું વિચારી રહ્યો હતો. હું મારી પત્ની સાથે રજાઓ ગાળવા ફિઝી ગયો હતો. જેથી હું ક્રિકેટ વિશે અને મારા જીવનમાં તેના મહત્વ અંગે વિચારી શકું.મે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે કરાર અને ક્રિકેટના મહત્વ અંગે ઘણું વિચાર્યું અને અંતે મે મારા દેશને પસંદ કર્યો. હું અન્ય કોઇ જવાબદારીના કારણે દેશના ક્રિકેટ બોર્ડ સાથે દગો કરી શકું નહીં. તેમ મેક્કુલમે જણાવ્યું હતું.કોલકતા નાઇટ રાઇડર્સના સભ્ય મેક્કુલમે આઇપીએલ 1નો સ્ટાર ખેલાડી રહ્યો હતો. અને તેણે 2008માં બેંગ્લોર સામે 158 રનની શાનદાર બેટિંગ કરી હતી. 2009માં તેને કોલકતા નાઈટ રાઇડર્સનું સુકાની પદ સોંપવામાં આવ્યું. પરંતુ તેમાં ટીમ 14માંથી માત્ર ત્રણ મેચ જ જીતી શકી હતી. ત્યાર બાદ 2010માં ટીમનું સુકાની પદ ફરી સૌરવ ગાંગુલીના હાથમાં સોંપવામાં આવ્યું હતું.


'અર્થ ક્રાંતિ' નામની સંસ્થાના મતે બજારમાં રૂ.50 સુધીની જ નોટો ચાલુ રાખો

દેશને ચલાવવાનો ખર્ચ વધી રહ્યો છે, પરંતુ આવકમાં એ હિસાબથી વધારો થઇ રહ્યો નથી. પરિણામ આપણી સામે છે. નાણાંકીય ખાધ વધી રહી છે. આ ખાધને ઓછી કરવા માટે સરકારને કડક પગલાં ભરવા પડી રહ્યા છે. પાછી એવામાં મોંઘવારી વધી રહી છે. આખરે આ સમસ્યાનું સમાધાન શું? કેવાં પ્રકારના પગલાં ભરવામાં આવે કે જેથી કરીને નાણાંકીય ખાધ ઘટે અને સામાન્ય પ્રજાને રાહત મળે. સ્થિતિ વિન-વિન ની છે.'અર્થ ક્રાંતિ' નામની સંસ્થાના મતે આ સમાધાન થઇ શકે છે. તેના માટે આપણે એક અગત્યનું પગલું ભરવું પડશે. પ્રથમ પગલું તો બજારમાં રૂ.50 સુધીની જ નોટો ચાલુ રાખો, 100, 500 અને 1,000 રૂપિયાની નોટોનું ચલણ બંધ કરી દો. બીજું પગલું બેન્ક ટ્રાન્ઝેકશન ટેક્સ (બીટીટી) લગાવામાં આવે. એટલે બેન્કમાં જમા રકમ પર ટેક્સ લાગે.અર્થક્રાંતિના ચેરમેન અનિલ બોકિલે કહ્યું કે અત્યારે ભારતનું આર્થિક સેકટર બે મુખ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. બ્લેક મની દેશમાં વધી રહ્યું છે. આપણા જીડીપી જેટલો આકાર છે, તેના કરતાં પણ બ્લેક મની વધારે છે. તેને બહાર કાઢવાની જરૂર છે. આ સિવાય બજારમાં નકલી નોટો પણ છે. તેને પણ અર્થંતંત્રને ખરાબ રીતે નુક્સાની પહોંચાડી છે. બ્લેકમની બહાર આવી શકે છે અને નકલી નોટોનું ચલણ ઓછું કરી શકીએ છીએ, જો આપણે મોટી નોટોનું ચલણ બંધ કરી દઇએ તો.અર્થક્રાંતિના ચેરમેને કહ્યું કે બીટીટી લગાવાથી બેન્કોની આવક વધશે. તેનો ઉપયોગ સરકાર અન્ય પ્રોજેક્ટોમાં કરી શકે છે. બીટીટીની પોઝિટિવ અસર કોમોડીટ અને સર્વિસ પર લાગેલા ટેક્સ પર પડશે. સરકારે તેના પર ટેક્સ વધારવાની જરૂર નહિં પડે. એવામાં મોંઘવારીને સાચી રીતે કંટ્રોલ કરવામાં મદદ મળશે. અત્યારે એ પગલાં ઉઠાવવાની જરૂર છે, જેની બુનિયાદી વર્તમાનમાં છે, પણ તેની અસર લાંબાગાળે પડશે.


મેગન ફોક્સનાં દરિયા કાઠે હવાઈ બિચ પર લગ્ન

હવાઈનાં દરિયા કાઠે ભલે સુર્ય માટે આથમવા ઘણાં કિનારા હોય પરતું મેગન ફોક્સ માટે તો એક જ વ્યક્તિ છે જેની સાથે તે આ હવાઈનાં બિચ પર એક થશે.24 વર્ષિય હોલિવૂડ એકટ્રેસ મેગન ફોક્સ તેનાં જીવનનો સૌથી મોટો રોલ ભજવ્યો છે તેણે હાલમાં જ તેનાં ફિઆન્સ બ્રેઈન ઓસ્ટિન ગ્રીન સાથે લગ્ન કર્યા છે.મોગન તેનાં સફેદ સ્ટ્રીપલેસ અરમાની વેડીગ ડ્રેસમાં ખુબજ સુંદર લાગી રહી હતી. તેનાં હાથમાં સફેદ રોઝ અને 16 ફિટ લાંબો કપડું જાણે કોઈ પરી ધરતી પર ઉતરી હોય તેવું લાગતું હતું.મેગનનાં આ ફોટામાં જાણે તે બિચ પર તેની ફિલ્મનાં શૂટિંગ અર્થે આવી હોય અને લગ્ન કર્યા હોય તેવુ લાગતુ હતું જોકે આ તેનાં રિલ નહી પરતું રિઅલ લાઈફનાં લગ્ન હતાં.આ જોડી 24 જુને લગ્ન ગ્રંથીથી જોડાઈ હતી, તેઓ એ હવાઈ દરિયા કિનારે સનસેટનાં કુદરતી અલહાદક વાતાવરણમાં લગ્ન કર્યા હતા


કેમેરોન ડિયાઝ વજન વધારવા આકરી કસરત કરે છે

હોલિવૂડની અભિનેત્રી કેમેરોન ડિયાઝ વજન વધારવા માટે આકરી કસરત કરી રહી છે, કારણ કે જો તે કસરત કરવાનું બંધ કરશે તો તે ખરેખર સુકલકડી બનશે તેવું તેનું કહેવું છે.‘ચાર્લીઝ એન્જલ્સ’ ફેમ ડિયાઝ તેના કોમળ શરીર માટે જાણીતી છે, પરંતુ તે કબૂલે છે કે તેનું ધડ બરાબર નથી અને તેનું વજન તંદુરસ્ત વજન કરતાં ઘટી ન જાય તે માટે તે સખત મહેનત કરે છે. તે જિમ્નેશિયમમાં રોજ કસરત કર્યા વિનાના જીવનની કલ્પના જ કરી શકતી નથી.તે કહે છે, ‘કસરત મારા માટે ભોજન, નિદ્રા અને શ્વાસ છે. હું સાતત્યપૂર્ણ છું અને હું જ્યારે સાતત્યપૂર્ણ ન હોઉં ત્યારે તે મારા શરીર પર દેખાય છે. હું ખરેખર દૂબળી બની જાઉં છું. હું પાતળી રહેવા નહીં, પરંતુ વજન વધારવા કસરત કરું છું.’


ફિફા વર્લ્ડ કપ 2010નું શકિરાનાં ડાન્સ સાથે સમાપન

કોલેમ્બિયન સિંગર શકિરા ફિફા વર્લ્ડ કપ 2010નું સમાપન ફિફા બોર્ડ દ્વારા ફિફા કપનાં ગીત તરીકે સ્વિકૃતિ મેળવેલ વાકા વાકા- ધિસ ટાઈમ ફોર આફ્રિકા ગીત પર ફરી પર્ફોમ કરીને કરશે.તેણે ફિફા વર્લ્ડ કપની શરૂઆત એક મહિના પહેલાં આજ ગીત પર લોકલ ગ્રુપ ફ્રેશલીગ્રાઉન્ડ સાથે પર્ફોમ કરીને કરી હતી અને આજ રીતે તે ફિફા વર્લ્ડ કપનું સમાપન પણ કરશે.નિર્માતાઓએ વચન આપ્યું છે કે વર્લ્ડકપની છેલ્લી સાંજ એટલે કે સન્ડે નાઈટની ઉજવણી દર્શકો માટે અનેરી રહેશે તેની રોનક સાવ અલગ જ હશે.સાઉથ આફ્રિકા ફિફા ઓર્ગેનાઈઝ કમિટીનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ''આ વખતનો કાર્યક્રમ યુવાનોને પંસદ પડે તેવું હશે તેમજ તેમાં થોડી વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થશે તેની લાઈટ અને સ્પેશલ ઈફેક્ટસ દર્શકોને જરૂર પસંદ પડશે.''

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ મરાઠી અભિનેત્રી સોનાલી કુલકર્ણી પાછળ લટ્ટુ


સોનાલીએ મરાઠી ફિલ્મમાં અપ્સરાની ભૂમિકા કરી હતી અને ત્યારથી તે અપ્સરા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતી છે. માનવામાં આવે છે કે, મુખ્યમંત્રી અશોક ચવ્હાણ સોનાલી કુલકર્ણીના દિવાના બની ગયા છે.
આ અભિનેત્રીને ખુશ કરવા માટે મુખ્યમંત્રીએ કેટલાંક ટોચના અધિકારીઓ પર ગુસ્સો પણ કર્યો હતો. મુખ્યમંત્રીની ઓફિસમાં આ મુદ્દો વિવાદનું કારણ બન્યો છે. સોનાલીને લઈને મુખ્યમંત્રી કોઈ નવી મુસબીતમાં મુકાય તેવી પૂરી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સોનાલીને મ્હાડામાં મકાન અપાવવા માટે મુખ્યમંત્રી પોતાનો અંગત રસ દાખવી રહ્યા છે. મધ્યમ અને ગરીબ વર્ગને સસ્તામાં મકાનમાં આપવાની યોજના મ્હાડા વિભાગ ચલાવી રહ્યો છે.સોનાલી પાસે મ્હાડાનું એક મકાન તો છે. નિયમ પ્રમાણે મ્હાડામાં વ્યક્તિ બીજું મકાન ખરીદી શકે નહિ પરંતુ મુખ્યમંત્રી સોનાલી માટે તમામ નિયમો તોડવા તૈયાર થઈ ગયા છે.અશોક ચવ્હાણે મ્હાડામાં જૂનુ મકાન પરત કરીને નવું મકાન કઈ રીતે લઈ શકાય તે નિયમ બનાવવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીના આવા આદેશને કારણે અધિકારી વર્ગમાં નારાજગી દેખાઈ રહી છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય જેટલી પણ ફિલ્મોમાં કામ કરે છે તેમાં દિગ્દર્શકની પત્ની સાથે સારા સંબંધો બનાવી લે છે. ઐશ્વર્યા રાયે મણિ રત્નમ સાથે છેલ્લે ફિલ્મ રાવણમાં કામ કર્યુ છે. મણિની પત્ની સુહાસિની રત્નમ સાથે પણ એશબેબીના સારા સંબંધો છે.કહેવામાં આવતું હતું કે, સુહાસિની રત્નમ એશને લઈને એક ફિલ્મ બનાવે છે. ફિલ્મ રાવણ સુપર ફ્લોપ જવા છતાં પણ સુહાસિની અને એશ વચ્ચેના સંબંધોમાં કોઈ ફરક પડ્યો નહોતો. સુહાસિની બચ્ચન બહુને લઈને એક ફિલ્મ બનાવવાની હતી.જો કે સુહાસિનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, હાલમાં ફિલ્મ બનાવવાનો કોઈ વિચાર નથી. સુહાસિની હાલમાં અન્ય કામોમાં વ્યસ્ત છે અને આ જ કારણોસર નવા પ્રોજેક્ટ વિષે વિચારી શકાય તેમ નથી.માનવામાં આવે છે કે, રત્નમ અને એશ વચ્ચે સારા સંબંધો છે. આ દરિમયાન એશ પોતાની આગામી ફિલ્મ એક્શન રિપ્લે, ગુઝારીશ અને એન્ધીરનને લઈને ઉત્સાહિત છે.


અભિનેત્રી અસીનને પણ બોલિવૂડના ગોડફાધર મળી ગયા

દક્ષિણની ફિલ્મોથી બોલિવૂડમાં આવનાર અભિનેત્રી અસીનની પ્રથમ હિન્દી ફિલ્મ ‘ગજિની’ને ભલે ભારે સફળતા મળી હોય પરંતુ આ ફિલ્મના કારણે તેની કારકિર્દીની ગાડી પાટે ચડી શકી નહીં. આમ પણ કહેવાય છે કે બોલિવૂડમાં ગોડફાધર વગર કોઈનો ઉદ્ધાર નથી.આજકાલ કંઈક આવું જ આસીનની જિંદગીમાં પણ આ બની રહ્યું છે. આસીનને પણ હવે બોલિવૂડમાં ગોડફાધર મળી ગયા છે. બોલિવૂડનાં વર્તુળોના અહેવાલો અનુસાર ફિલ્મસર્જક બોની કપૂરે આસીનની કારકિર્દી પાટે ચડાવવાનું બીડું ઝડપ્યું છે.
હવે આસીન પણ નિશ્વિંત બની ગઈ છે કે પોતાની કારકિર્દીની કોઈપણ બાબત હોય તો બોની અને તેના પરિવારની મદદ લઈ શકે છે.

કાશ્મીરા શાહ લગ્ન વગર જ કૃષ્ણા સાથે

કાશ્મીરા શાહ અને કૃષ્ણા વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી સંબંધો છે. જો કે તેઓ લગ્ન કરવાના હોય તેમ લાગતું નથી.દેસી ગર્લમાં રોશની ચોપરા આગળ હારનાર કાશ્મીરા થોડી ઉદાસ છે પરંતુ તેણે પોતાના પ્રેમી કૃષ્ણા વિશે વાત કરી હતી.કાશ્મીરાએ કહ્યું હતું કે, તેના સંબંધો કૃષ્ણા સાથે છે પરંતુ તેને હાલમાં તેની સાથે લગ્ન કરવા નથી.વધુમાં કાશ્મીરાએ જણાવ્યું હતું કે, અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છીએ પરંતુ હાલમાં લગ્ન કરવા અંગે કંઈ જ વિચાર્યુ નથી.કૃષ્ણાના પરિવારે કાશ્મીરા સાથેના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી. કૃષ્ણાના મામા ગોંવિદાએ પણ ક્યારેય કાશ્મીરાનો સ્વીકાર કર્યો નથી. તેમ છતાં કૃષ્ણા અને કાશ્મીરા પોતાના સંબંધોને લઈને મક્કમ છે.

ઉતરણ સીરિયલમાં તેના પાત્રથી નારાજ તપસ્યા ઉતરણ છોડી દેશે?

રશ્મી ઝરા નચકે દિખા, કોમેડી સર્કસમાં પણ આવે છે. જો કે આપણે તેને તપસ્યા તરીકે જ ઓળખીએ છીએ, ઉતરણને કારણે રશ્મીની અલગ ઓળખ બની છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રશ્મી ઉતરણ સીરિયલમાં તેના પાત્રથી નારાજ છે. જો તેના પાત્રમાં ફેરફાર કરવામાં નહિ આવે તો તે આ સીરિયલ છોડી દેશે.આ પહેલા ઈચ્છાએ એટલે કે ટીનાએ પણ સીરિયલ છોડવાની ધમકી આપી હતી પરંતુ પછીથી તે માની ગઈ હતી.

ટેલપિથી અંગે ગીતાદર્શન


ગીતાજીમાં કહ્યું છે કે ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુ:ખો ટળે છે અને આવા નિર્મળ ચિત્તવાળાની બુિદ્ધ જલદી સ્થિર થાય છે.કહેવાનું તાત્પર્ય એ છે કે રાગ-દ્વેષરહિતનું નિર્મળ જીવન જીવવાથી અંતરમનની પ્રસન્નતા અનુભવાય છે. આવા પ્રસન્ન ચિત્તવાળાને પરમાત્મ તત્વનો સહજતાથી અનુભવ થઇ શકે છે. ગીતાનો આ સંદેશ સમાજના તમામ વર્ગના મનુષ્યોને સમાન રીતે લાગુ પડે છે. એક શ્રમજીવીને વિચાર સંપ્રેષણનાં આંદોલનો થકી અતીતની સાક્ષાત્ પ્રતીતિ કેવી પ્રાપ્ત થઇ તેની હૃદયસ્પર્શી સત્ય ઘટના રજુ કરેલી છે.Beyond Telepathyના લેખક એન્ટ્રિચા પુહેરિવે બોસ્ટન શહેરના એક વેલ્ડિંગ કરવાવાળા કર્મચારી જૈક સુલેવનના જીવનની એક અત્યંત રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એક વાર જૈક સુલેવન વોશિંગ્ટન શહેરની એક સડક ઉપર કામ કરી રહ્યો હતો. તે સમયે તેની સાથે કોઇ મદદનીશ હાજર ન હતો. સડક ઉપર કામ કરતાં કરતાં દુભૉગ્યવશ જૈકનો પગ લપસ્યો અને બાજુના કાદવ-કીચડવાળા ઊંડા નાળામાં ફસડાઇ ગયો! ધીમે ધીમે તે અંદરની તરફ ખેંચાવા લાગ્યો. ત્યાં તેને બચાવવાવાળું કોઇ જ ન હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતા જૈકને પકડવા માટે કોઇ તરણું પણ હાથ આવે તેમ ન હતું. વિચારશૂન્ય અવસ્થામાં એકાએક તેને પોતાના ખાસ મિત્ર મિટ્ટેકરની યાદ આવી ગઇ. અનેકવાર મુશ્કેલીના સમયમાં મિટ્ટેકર તેને મદદરૂપ થયો હતો. તે સાથે જ એક અજીબ ઘટના બની. જે ક્ષણે જૈક સુલેવને સહાયતા માટે પોતાના મિત્રનું સ્મરણ કર્યું, તત્ક્ષણે મિટ્ટેકરના મનમાં પણ એવી જ તીવ્ર લાગણી ઉદ્ભવી અને અજાણતાં જ તે એ જ સડક પરથી પસાર થતો હતો, જેની નજીકમાં જ તેનો મિત્ર જૈક પૂર્ણપણે ડૂબી ચૂકવાની તૈયારીમાં હતો.કીચડથી ભરેલા નાળામાં ગરકાવ થવાની અંતિમ ક્ષણે સુલેવનના બંને હાથ છેલ્લા પ્રયત્નરૂપે બચવાનાં હવાતિયાં મારતા ઉપર ઊઠ્યા હતા! મિટ્ટેકરની નજરમાં દૂરથી તે આવી ગયું! અંતરમાં જીવદયાની ભાવના ઉદ્ભવતા ત્વરિત દોડી જઇ ડૂબતા માણસના બંને હાથ પકડી લીધા. પોતાના દોસ્તને જ મૃત્યુના મુખેથી બચાવ્યો હોવાનું જાણતાં જ મિટ્ટેકર ગદ્ગદિત થઇ ગયો.આ પ્રકારની ઘટનાઓથી એક વાત સ્પષ્ટ થાય છે કે એ એક શક્તિશાળી વિચાર સંપ્રેષણની ક્રિયા છે. જેના દ્વારા પોતાને આદ્રભાવે યાદ કરતા પરિચિત વ્યક્તિને જાણે-અજાણે મદદરૂપ થઇ શકાય છે. ટેલિપથી ફકત વપિત્તિઓની જ પૂર્વ જાણકારી પૂરતી મર્યાદિત સંવેદનારૂપે કાર્ય કરતી નથી, પરંતુ જીવનનાં માંગલિક કાર્યોની પણ પૂર્વ સૂચના મેળવી આપવા મદદરૂપ થાય છે. ક્યારેક આવી જાણકારી તીવ્રતમ વૈચારિક સ્પંદનો દ્વારા પ્રાપ્ત થાય છે. તો ક્યારેક સ્વપ્નના માધ્યમથી પૂવૉભાસ રૂપે અનુભવી શકાય છે.સામાન્યત: જ્યારે સ્વપ્નમાં પિતૃઓનો મિલાપ થાય અથવા જાગૃત અવસ્થામાં પણ પોતાના દિવંગત પૂર્વજોનો તાદાત્મ્યતાનો આભાસ થઇ આવે, ત્યારે અવશ્ય માની લેવું કે પરિવારમાં કોઇ મંગલમય પ્રસંગ સંપન્ન થવાનો આ પૂર્વ સંકેત છે.પરંતુ તે માટેની પૂર્વશરત એ ઉપર દર્શાવેલા ગીતાદર્શનમાં બતાવેલી આંતરમનની નિર્મળ અવસ્થા કેળવવાની છે. રાગ-દ્વેષ, વેર-ઝેર, છુતાછત, દેખાદેખી, મારું-તારું, સ્વાર્થ-દંભ જેવા અહંકારી વિકારો મનમાં ન ઉદ્ભવવા દેવા તે આંતરિક પ્રસન્નતા પામવા માટેનું પ્રથમ સોપાન છે.


જગન્નાથજીનું મામેરું જોવા મોટી સંખ્યામાં ભકતોની ભીડ

સરસપુર ખાતે અત્યારે મોસાળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે રણછોડરાયજી મંદિર-સરસપુર ખાતે અગિયારશના પવિત્ર દિવસે, ગુરુવારે મોસાળાના દર્શન થયા હતા. જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભકતોની ભીડ ઉમટી પડી છે. આ વર્ષે ભગવાનને લગભગ સવા લાખ રૂપિયાથી વધુનું મોસાળું અર્પણ કરાયું હતું. જ્યારે આ વર્ષે પ્રથમવાર મોસાળાનાં દર્શનાર્થીઓને ગાંઠીયા-બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોસાળાના દર્શન પૂર્વે જગન્નાથજી મંદિરના દિલીપ મહારાજની નિશ્રામાં મંદિરમાં આરતી થઇ હતી.આ અંગે વિગતો આપતા રણછોડરાયજી મંદિર-સરસપુર ખાતે છેલ્લા ૩૬ વર્ષથી સેવા આપતા ધીરુભાઇ કાપડીયાએ જણાવ્યું કે આ વર્ષે ભગવાનનું મોસાળું લગભગ સવા લાખ રૂપિયાથી વધુનું તૈયાર થયું છે. જેમાં ભગવાનનાં આલંકારિક વસ્ત્રોથી માંડીને પાર્વતી શણગાર સુધીનો સમાવેશ થયો છે.તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી અમે રથયાત્રાના અગાઉ મામેરું સ્થાનિક જનતાના દર્શનાર્થે મૂકીએ છીએ. તેનું કારણ છે કે મોસાળાના ત્રણ દિવસ પૂર્વેથી સમગ્ર સરસપુરની જનતા પૂર્વ તૈયારીમાં લાગી જાય છે. જેથી રથયાત્રાના દિવસે અહીંના લોકોને મોસાળાનાં દર્શન નહીં થતાં હોવાથી તેના પૂર્વે આ મોસાળાનાં દર્શન લોકોને થાય તે હેતુ છે. આ વર્ષે તો ગાંઠીયા-બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભગવાનનાં મામેરાના દર્શનાર્થે ભકતોની ભીડ જામી- ભગવાનને સવા લાખ રૂપિયાથી વધુનું મોસાળું- આ વર્ષે ભકતોને પ્રથમવાર ગાંઠીયા-બુંદીનો પ્રસાદ વહેંચાયો. તેમણે કહ્યું કે મોસાળામાં વિવિધ અલંકારો ભગવાનનાં મોટા પાઘ, નવા વસ્ત્રો, સુભદ્રાજીને પાર્વતી શણગાર થશે. જેમાં સોનાની ચુની, બુટ્ટી, ચાંદીની પાયલ, કલાત્મક ચાંદીના હાર અને અન્ય શ્રૃંગારની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર મોસાળું રથયાત્રાને દિવસે ભગવાનને અર્પણ કરાશે.રણછોડરાયજી મંદિર-સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીની પ્રતિકૃતિ પણ અહીં રાખવામાં આવી છે. જેના દર્શનાથેg મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે આવી રહ્યાં છે. જે અમાસની વહેલી પરોઢ સુધી અહીં રહેશે. ત્યારબાદ નજિ મંદિરે પ્રભુના વિગ્રહના દર્શન થઇ શકશે.

નેપાળ : ગંડકી નદીના તળમાં કાળા રંગના, ચમકતા અને ઈંડાકાર શાલિગ્રામ પત્થર

ગંડકી નદીના તળમાં કાળા રંગના, ચમકતા અને ઈંડાકાર પત્થરો મળી આવ્યા છે જેમને શાલીગ્રામ કહેવામાં આવે છે. શાલિગ્રામ પત્થરમાં એક છીદ્ર હોય છે અને એ પત્થરની અંદર શંખ,ચક્ર, ગદા કે પદ્મ ખુલે છે.કેટલાક પત્થરો પર સફેદ રંગના છરા ચક્ર સમાન હોય છે.આ પત્થરને ભગવાન વિષ્ણુનું રુપ માનવમાં આવે છે.કેટલાક પત્થરો પર સફેદ રંગના ગોળ છકા ચક્ર સમાન હોય છે. આ ચક્રને ભગવાન વિષ્ણુનું સ્વરુપ માનવામાં આવે છે.તેની પૂજા શાલિગ્રામના સ્વરુપમાં કરવામાં આવે છે.શાલીગ્રામને અતિમૂલ્યવાન પત્થર ગણવામાં આવે છે.વૈષ્ણવજન તેનું પુરેપુરુ સન્માન કરે છે.વેદોમાં કહેવામાં આવ્યું છે કે જેમના ઘરમાં શાલિગ્રામ પત્થર હોય તે ઘર સમસ્ત તીર્થની ઝાંખી કરાવે છે.સર્વ તીર્થોથી વિશેષ છે. તેના દર્શન અને પૂજાથી સમસ્ત ભોગનું સુખ મળે છે. ભગવાન શિવે પણ સ્કંદપુરાણમાં કાર્તિક માહાત્મયમાં ભગવાન શાલિગ્રામની સ્તુતી કરી હતી.દરેક વર્ષે કાર્તિક માસમાં બીજના દિવસે મહિલાઓ પ્રતિક સ્વરુપે તુલસી અને ભગવાન શાલીગ્રામનો વિવાહ કરાવે છે. એ પછી જ હિંદુ ધર્મના લોકો વિવાહ કે લગ્ન જેવા શુભ કાર્યો કરે છે. બ્રહ્મપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શાલિગ્રામની પૂજા થાય છે તથા ભગવાન વિષ્ણુ સાથે ભગવતી લક્ષ્મી પણ નિવાસ કરે છે.પુરાણોમાં લખવામાં આવ્યું છે કે શાલીગ્રામ શીલાનું જળ જે પોતાના શરીર પર રેડે છે તેને સમસ્ત યજ્ઞ અને સંપૂર્ણ તીર્થનું સન્માન મળે છે. તે સ્નાનનું વિશેષ મહત્વ છે. જે નિરંતર શાલીગ્રામ શિલાના જળનો અભિષેક કરે છે તે સંપૂર્ણ દાન, પુણ્ય તથા પૃથ્વીની સમગ્ર પ્રદક્ષિણા ઉત્તમ ફળનો અધિકારી છે.મૃત્યુકાળમાં તેનું જલપાન કરવાવાળા સમસ્ત પાપમાંથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જતા રહે છે.


અમદાવાદ : જય રણછોડ…માખણચોર.

રથયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે. સદ્નસીબે વર્ષાનો પ્રારંભ થઇ ચૂકયો છે અને રથયાત્રા પણ ધર્મની ઉચ્ચભાવના સાથે ઉત્સાહભેર પસાર થઇ જશે. કારણ કે આ યાત્રા સદ્ભાવ અને સમભાવની યાત્રા છે. જગન્નાથજીની માનવ કલ્યાણાથેg રંગચંગે નીકળતી યાત્રા છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભકત સમુદાયને ઉમળકાભેર મળવા વાજતે-ગાજતે નગરના રસ્તે નીકળી પડે છે ને સહુ તેને જય રણછોડ...માખણચોરના દિક્ઘોષથી વધાવતાં રહે છે. ૧૩૨ વર્ષ પુરાણી આ રથયાત્રાની પરંપરા પણ હવે તો અમદાવાદની એક આગવી ઓળખ બની ગઇ છે. હવે તેના દર્શનાર્થે પણ શ્રદ્ધાસભર લાખો ભાવિકો જોડાય છે અને સમગ્ર અમદાવાદમાં જાણે કે ધન્યતા અને અહોભાવનો મહાસાગર હિલ્લોળા લે છે.જગદીશ મંદિરના મહંતશ્રી નરસિંહદાસજીના નેતૃત્વમાં ઇ.સ. ૧૮૭૮ની અષાઢીબીજની વહેલી સવારે રથયાત્રાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થયો જે આજદિન સુધી ૧૩૩મા વર્ષે પણ નીકળનારી રથયાત્રા કોઇપણ પ્રકારના વિઘ્નવિના અવિરતપણે વહેતી રહીને વર્ષોવર્ષ તેનું મહાત્મ્ય અને મહત્વ અધિકાધિત વધારતી રહી છે!ઇ.સ. ૧૮૭૮માં સૌપ્રથમ નીકળેલી રથયાત્રામાં સાધુ-સંતો, ભજનમંડળીઓ, નિશાન, ગજરાજો, ધજા-પતાકા, ઢોલ-નગારાં અને બેન્ડવાજાં સામેલ હતાં પરંતુ સમયનાં પરિવર્તને પાછળથી આ રથયાત્રામાં પોલીસદળ, અખાડાઓ, ટ્રકો અને ઊંટગાડીઓ જોડાઇ. આ ટ્રકોમાંથી ઠંડં પાણી, મગ-જાંબુ-કાકડી ને ચોકલેટો વહેંચવામાં આવતાં હતાં જે આજે પણ વહેંચાય છે. ગુલાલના ગુબ્બાર ઉડાવતી ભજનમંડળીઓની સાથે કાનઘેલી સાહેલીઓ રાસ રમતી માથે મટુકી મૂકીને તરહ તરહનાં નાચગાન કરે છે. અખાડાની સાથે અંગકસરતનાં કરતબો દર્શાવતી મોટી ફોજ રથયાત્રાની છડી પોકારતી આજે પણ આગળ ધપે છે.૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછીની પ્રથમ રથયાત્રામાં હજારો લોકો દર્શનાર્થે ઊમટયા હતા પરંતુ આ રથયાત્રામાં દર વર્ષે પગપાળા સાથે રહેતા મહાનસંતશ્રી નરસિંહદાસજી સ્થૂળ દેહે હાજર નહોતા. તે વર્ષે નવા મહંત સેવાદાસજીએ આ રથયાત્રાની આગેવાની લીધી હતી. આ રથયાત્રાની ખાસ વાત તો એ હતી કે મુંબઇથી આવેલા સરકારી કર્મચારીઓ પોતાના કુટુંબ સાથે અમદાવાદની રથયાત્રાનો ઐતિહાસિક મહોત્સવ નિહાળવા મોટી સંખ્યામાં આવ્યા હતા.


ફેવરિટ બની યૂઝ્ડ લકઝુરિયસ કાર

શહેરમાં યૂઝડ કાર એટલે કે પ્રી-ઓન્ડ કારનાં માર્કેટમાં પુન: વધારો દેખાવા લાગ્યો છે. લાખો રૂપિયાનાં ફાયદા સાથે બજારમાં ઉપલબ્ધ પ્રી-ઓન્ડ કારમાં લકઝુરિયસ કારનાં માર્કેટ તરફ આજે યંગસ્ટર્સ ખૂબ આકષૉઈ રહ્યા છે.કોલેજિયન હોય કે કોર્પોરેટ સેક્ટર્સ. આજકાલ બધી જ જગ્યાએ નાની કારને બદલે લકઝુરિયસ કાર વધુ પસંદ કરવામાં આવી રહી છે. આ કારણોસર છેલ્લા થોડાંક વર્ષોમાં લકઝુરિયસ યૂઝડકારમાં માર્કેટમાં દેખીતો વધારો નોંધાઈ રહ્યો છે. હવે લકઝુરિયસ યૂઝડ કાર લોકો માટે ફાયદામંદ સોદો સાબિત થઈ રહી છે. આવી વધતી જતી ડિમાન્ડ જોઈને મોટીમોટી કંપનીઓ પણ આ માર્કેટ સર કરવા મેદાને પડી છે.મહાદેવ મોટર્સનાં ઓનર મિતુલ ટીલાવત કહે છે કે, આ માર્કેટમાં છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ૨૫થી૩૦% સેલિંગ વધેલું દેખાય છે. પહેલાં ૧ લાખ થી ૫ લાખથી કિંમતની કારનું વેચાણ વધું હતું પરંતુ આજે ટ્રેન્ડ બદલાઈ ગયો છે.આજે ૨.૫ લાખથી ૧૦ લાખની કારનું વેચાણ વધી ગયું છે. એમાંયે લકઝુરિયસ સેકન્ડ હેન્ડ કારની ડિમાન્ડ વધવા લાગી છે. બી.એમ.ડબલ્યૂની નવી ગાડી ૫૦ લાખની હોય તો તે ૬-૮ મહિના વાપર્યા પછી લગભગ ૩૦થી ૩૫ લાખમાં વેચાય છે.


ભરૂચ : મદ્રેસાની ૨૧૦ વિદ્યાર્થિનીઓને ફૂડપોઈઝનિંગ

ભરૂચ તાલુકાના મનુબર ગામની દારૂલ-ઉલ-બનાસમાં ભણતી વિદ્યાર્થિનીઓએ વાર્ષિકોત્સવમાં ભોજન આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસર થતાં તેમને પટેલ વેલફેર હોસ્પિટલમાં તાબડતોબ ખસેડવામાં આવી હતી. અસરગ્રસ્ત ૨૧૦ વિદ્યાર્થિનીઓને સારવાર આપવામાં આવી હતી. જ્યાં તમામની હાલત સુધારા પર હોવાનું તબીબી વર્તુળોએ જણાવ્યું હતું. જ્યારે પાંચ વિદ્યાર્થીનીની તબીયત વધુ બગડી હતી.મનુબર ગામમાં દારૂલ-ઉલ-બનાસ નામની મદ્રેસા આવેલી છે. જેમાં વાર્ષિકોત્સવ નિમિત્તે ભોજન સમારંભ આયોજિત કરાયો હતો. જેમાં સંસ્થામાં અભ્યાસ કરતી છાત્રાઓએ ભોજન આરોગ્યું હતું. સમારંભ બાદ સાંજનાં પાંચ કલાકના અરસામાં વિદ્યાર્થિઓની સાગમટે ઊલટીની ઝપેટમાં આવી જતાં ટ્રસ્ટીઓ હેબતાઇ ગયા હતા. અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે તાત્કાલીક સંસ્થાનાં સંચાલકોએ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડી હતી. બનાવની જાણ થતા નગરસેવક સલીમ અમદાવાદી, હોસ્પિટલનાં પ્રમુખ મોહમદભાઇ ફાંસીવાલા સહિતનાં અગ્રણીઓ દોડી આવ્યા હતા. છાત્રાઓને ઊલટીનાં વાવર વાયુવેગે ફેલાતા હોસ્પિટલનાં પટાંગણમાં ચિંતાતુર વાલીઓનાં ટોળા ઉમટી પડ્યાં હતા. પાંચ વિદ્યાર્થિનીઓની તબિયત વધુ બગડી હોવાનું તબીબી વર્તુળોમાંથી જાણવા મળ્યુ હતું.


દવાઓની એક્સ્પાયરી ડેટ સુધારવાનું કૌભાંડ પકડાયું

જીવન રક્ષક ગણાતી દવાઓની એક્સ્પાયરી ડેટ વીતી જાય પછી તેની પરની તારીખ બદલીને બજારમાં પુન: વેચવાનું અને તેની નવી વધારે કિંમત વસૂલવાનું કૌભાંડ વડોદરામાં બહાર આવતાં ચકચાર મચી છે. બે બાઈક ચોર પકડાયા બાદ તેના બનાવટી દસ્તાવેજ બનાવનારાઓને ત્યાં પોલીસે પાડેલા દરોડામાં ૧૦૦૧ જેટલી એક્સ્પાયરી ડેટની દવાઓ મળી આવ્યા બાદ ઉપરોકત હકીકતોનો ખુલાસો થતાં રોગ ભગાડવા રોજ દવાની ગોળીઓ ગળનારાના પગ નીચેથી ધરતી ખસી ગઈ છે. દરોડામાં મળેલી દવાઓ જોઈને ચોંકી ઉઠેલી પોલીસે તપાસ કરતાં આ દવાઓની એક્સ્પાયરી ડેટ સુધારવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં શહેરના કેટલાક મેડીકલ સ્ટોરવાળાઓ પણ સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા છે.શહેરમાંથી બાઈક ચોરી કરતાં પકડાયેલા બે ઉઠાવગીરો પાસેથી મળેલી માહિતીના આધારે બાઈકના બોગસ દસ્તાવેજો બનાવી આપનાર પ્રવીણ દલસુખભાઇ શાહ (રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ, નવજીવન, વડોદરા)ની સંડોવણી સપાટી પર આવી હતી. પોલીસે તેના ઘરની ઝડતી લેતાં તેના ઘરેથી દવાની અલગ અલગ ૧૪ બ્રાન્ડની દવાના ૧૦૦૧ પત્તા મળી આવ્યાં હતા. આ તમામ અકસપાયર ડેટની હતી અને પ્રવીણ કેમિકલની મદદથી એક્સપાયર ડેટનું લખાણ દુર કરી તેની જગ્યાએ નવી એક્સપાયર ડેટ પ્રિન્ટ કરતો હોવાનું અને દવાની કિંમતમાં પણ ફેરફાર કરતો હોવાનું બહાર આવ્યું હતું.આ એક્સપાયર ડેટની દવાઓ શહેરના કેટલાક મેડિકલ સ્ટોર દ્વારા વાળા વેંચી રહ્યાં હોવાની ચોંકાવનારી વિગતો પણ સપાટી પર આવતાં રોગ ભગાડવા દવા ખાતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું મસ મોટું કૌભાંડ બહાર આવ્યું છે.પી.આઇ. એચ.એમ. આલ્શિકાએ જણાવ્યું હતું કે, પ્રવીણ શાહને ક્યાં મેડિકલ સ્ટોરના સંચાલકે નવી એક્સપાયર ડેટ નાંખવા દવાનો જથ્થો આપ્યો છે અને આ પ્રકારે અન્ય કેટલા મેડિકલ સ્ટોરના સંચાલકો અકસપાયર ડેટની દવામાં નવી તારીખ નાંખી માનવ જિંદગી જોખમમાં મુકી રહ્યાં છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તેમણે આ કૌભાંડમાં કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો અને દવાના હોલસેલના વેપારીઓની સંડોવણીની પણ શક્યતાં વ્યક્ત કરી હતી.


નવસારી : ફેમિલી કોર્ટમાં પ્રિન્સપલ જજનો ચાર્જ સંભાળતા ડી.આર. શાહ

ફેમિલી કોટનાં પ્રિન્સપાલ જજ ગીતાબહેન ગોપીની હિંમતનગરનાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી સાથે બદલી થતાં તેમના સ્થાને નવસારીમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કાર્યરત ડી. આર. શાહની સુરતની ફેમિલી કોર્ટના પ્રિન્સપાલ જજ તરીકે બદલી થઈ હતી. ન્યાયાધીશ ડી.આર. શાહે શુક્રવારે ફેમિલી કોર્ટમાં પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો.૨૦૦૮માં જ્યારે ફેમિલી કોર્ટની સ્થાપના થઈ ત્યારે સૌ પ્રથમ ન્યાયાધીશ ડી.આર. શાહ જ સુરતની ફેમિલી કોર્ટના પ્રિન્સપાલ ડિસ્ટ્રિક્ટ જજ હતા.આઠેક મહિનામાં જ તેમની બદલી નવસારીના ડિસ્ટ્રિકટ જજ તરીકે થઈ હતી. તેઓ પુન: સુરતમાં બદલી પામીને આવતા ઇન્ડિયન એસોસિયેશન ઓફ લા¸યર્સનાં પ્રમુખ પ્રીતિ જોશી તથા તેમની ટીમના સભ્યો મીતલ પાઠક, મોના ત્રિવેદી, બેલા પટેલ વગેરેએ પ્રિન્સપાલ જજ ડી. આર. શાહને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરી આવકાર આપ્યો હતો.


સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં આજથી ઈ-ક્લાસનો પ્રારંભ

વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ આજે દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે ત્યારે શિક્ષણજગતમાં પણ ટેક્નોલોજીનો દિવસે ને દિવસે ઉપયોગ વધી રહ્યો છે ત્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા ગુરુવારે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા ઈ-ક્લાસનો પ્રારંભ કરાવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે મલ્ટીમીડિયા પ્રોજેક્ટર દ્વારા ભણવવાના નવતર પ્રયોગસમા ‘ઈ-ક્લાસ’નું ઉદ્ઘાટન કલેક્ટર એ.જે. શાહ, જિલ્લા શિક્ષણાધિકારી ડી.એસ. પટેલ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુ.કે. જેઠવાના અતિથપિદે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોસાયટીના ચેરમેન રજનીકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે એકથી વધુ વર્ગખંડમાં એક જ વિષય એક્સાથે ભણાવી શકાશે. સાર્વજનિક સોસાયટીની તમામ શાળાઓમાં કુલ ૭૫ જેટલા મલ્ટીમીડિયા ક્લાસરૂમો પૈકી ૪૪ તૈયાર થઈ ચૂક્યા છે, જે માટે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ઈ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સમાજવિદ્યા જેવા વિષયો ભણાવવામાં આવશે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુ.કે. જેઠવાએ કહ્યું હતું કે ૨૦ સદી અને ૨૧ સદીના શિક્ષણમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે અને શિક્ષણની બાબતમાં ટેક્નોલોજીના આધારે શિક્ષણના નવા અખતરા થઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે ઈ ક્લાસ ડિજિટલ ક્લાસરૂમના શિક્ષણ માટે વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, વાલીઓએ તેનાં દૂષણો પ્રત્યે જાગૃત રહેવું પડશે. જિલ્લા કલેક્ટર એ.જે. શાહે જણાવ્યું હતું કે ઈ લર્નિંગના નવા કાર્યક્રમ આજના સમયનો તકાદો ગણાવી સાર્વજનિક સોસાયટીના સંચાલકોનો ધન્યવાદ આપ્યા હતા.


૧૪ જુલાઇએ કેન્સર હોસ્પિટલનો ‘કેસ’ રાજ્ય સરકારમાં

રાજકોટની કેન્સર હોસ્પિટલના વહીવટ અંગે સતત ઉઠતી ફરિયાદોના પગલે રાજ્ય સરકારે તપાસ માટે એક ખાસ સમિતિની રચનાનો આદેશ આપતા મેડિકલ ફિલ્ડમાં ખળભળાટ મચી ગયો છે. કેન્સર હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ અને દર્દીઓ સાથે વિશ્વાસઘાત થતો હોવાની ફરિયાદો વર્ષોથી ચાલુ છે. તા.૧૪ જુલાઇએ આ સમિતિ સમક્ષ તમામ ટ્રસ્ટીઓ તેમજ એથિક કમિટીના સભ્યોને હાજર રહેવા આદેશ કરાયો છે.રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલી અનિલાબેન કોઠારી કેન્સર હોસ્પિટલના સંચાલનની ક્ષતિઓ અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદો અવાર નવાર ઉઠી છે ત્યારે, હોસ્પિટલના ટ્રસ્ટી કિશોર ઘીયાએ તા.૩ જુલાઈ, ૨૦૧૦ના રોજ ટ્રસ્ટી મંડળને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારના સ્વાસ્થ્ય અને તબીબી સેવા કમિશનર તરફથી તેમને તા.૨૮ જૂને પત્ર મળ્યો છે.જેમાં જણાવ્યું છે કે, કેન્સર હોસ્પિટલ સંદર્ભે ઉઠેલી ફરિયાદોની તપાસ માટે રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીની રચના કરી છે. સૌરાષ્ટ્રની આ પ્રતિષ્ઠિત તબીબી સંસ્થાને બચાવવા માટે શું કરવું જોઈએ તેનાં સૂચનો કરવા તેમણે સંચાલક મંડળના સભ્યોને અનુરોધ કર્યો છે અને ડોક્ટરો દ્વારા થતી પ્રાઈવેટ પ્રેક્ટિસ અટકાવવા સૂચન માગ્યા છે.


રાજકોટ : લોન, મિલકત છતાં ૬૦૦ કર્મચારી દ્વારા પ્લોટની માગણી

સરકારી કર્મચારીઓને પ્લોટ આપવા માટે કલેક્ટર તંત્રએ હાથ ધરેલી કાર્યવાહી દરમિયન મકાનની લોન લેનાર કે વડીલો પાર્જિત મિલકત ધરાવતા ૬૨૩ કર્મચારીઓ દ્વારા પણ પ્લોટની માગણી કરાતા આ તમામ સામે કાર્યવાહી હાથ ધરી ખાતાના અધિકારીનો દાખલો, રજિસ્ટર દસ્તાવેજ રજૂ કરવા તાકીદ કરાઇ છે .રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા સરકારી કર્મચારીઓને મકાન બનાવવા માટે પ્લોટ ફાળવવા નિર્ણય લેવાયા બાદ અરજી માગવામા આવતા ૩૫૦૦ કર્મચારીઓએ અરજી કરી હતી સ્ક્રુટીની દરમિયાન ૭૫૦ અરજીઓ ખોટી હોવાનું જણાતા આ અંગે કલેક્ટર તંત્રએ કડક પગલાં લેવાની જાહેરાત કરતા ૧૨૭ કર્મચારીએ ત્વરિત પ્લોટની માગણી કરતી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી જ્યારે હજુ ૬૨૩ કર્મચારીઓએ પોતાની અરજી પરત ખેંચી નથી જ્યારે જેમણે પોતાની અરજી પરત ખેંચી નથી તેવા કર્મચારીઓને તેમના રહેણાકનો આધાર, કર્મચારી કે પરિવારજનોના નામે જે મિલકત હોય તેનો રજિસ્ટર દસ્તાવેજ, મકાન ભાડાની પહોંચ રજૂ કરવા જણાવાયું છે.આ ઉપરાંત કેટલાક કર્મચારીઓ દ્વારા તો મકાન પેશગી પણ લેવામાં આવી છે તો તે રકમ ક્યાં વાપરી? આ અંગે ખાતાના અધિકારીનો દાખલો પણ રજૂ કરવા તાકીદ કરાઇ છે. જોકે આમ છતાં કોઇ ગેરરીતિ આચરાશે તો તેવા કર્મચારી સામે પગલાં લેવાની પણ કલેક્ટર તંત્ર તરફથી ચીમકી અપાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આશરે ૨૭૦૦ કર્મચારીને માધાપર, રૈયા, નાનામવા તથા વાજડી-વિરડા ખાતે પ્લોટ ફાળવવા નિર્ણય લેવાયો છે.


રાજકોટ : ત્રાસ ગૂજારીને પુત્રવધૂને કાઢી મૂકી

મહિલા પોલીસ મથક શરૂ થયા બાદ મહિલા પર થતાં અત્યાચારોની અસંખ્ય ફરિયાદો નોંધવા પામી છે. ત્યારે વધુ એક પરણિતા સાસરીના ત્રાસનો ભોગ બનતા ન્યાય મેળવવા પોલીસ્નો આશરો મેળવ્યો છે. હાલ જૂનાગઢ માવતરે રહેતી શીતલ નામની પરણિતાએ રાજકોટ કોઠારિયા રોડ, શ્રધ્ધા પાર્ક-ર માં રહેતા પતિ ચંદ્રેશ નારણભાઇ પંચાસરા દિયર સંજય, નણંદ મીના, વિરુધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ શીતલને પતિ સહિતનાઓ છેલ્લા ત્રણ વર્ષથી યેનકેન પ્રકારે ત્રાસ ગુજારતા હતા. તેમજ પતિએ તુ ગમતી નથી તારા માવતરે જતી રહે તેમ કહી માર માર્યાનું જણાવ્યું છે. બનાવ અંગે હેડ કોન્સ. સવિતાબેન ગુનો નોંધી પતિ, દિયર અને નણંદની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.


ડેમના તળિયાં દેખાયાં ત્યારે પાણીકાપ અનિવાર્ય બન્યો છે: મેયર

રાજકોટમાં દસ-દસ ઇંચ વરસાદ પડી જવા છતાં સ્થાનિક જળાશયોમાં નવાં નીર ન આવતા સંભવિત સ્થિતિને તેમજ લાંબાગાળાના આયોજનના ભાગરૂપે મહી-પરિએજનું પાણી ગોંડલથી રાજકોટ લઇ આવવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હોવાનું આજે મેયર સંધ્યાબેન વ્યાસ અને શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરી સહિતના શાસકોએ જણાવ્યું હતું.મેયર સંધ્યાબેન વ્યાસે પાણીનું વર્તમાન ચિત્ર અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, ગત તા. ૧લી નવેમ્બરના રોજ મ્યુનિ. કમિશનરે સૂચવેલી એકાંતરા પાણીકાપની દરખાસ્ત જ્યારે શાસકોએ ફગાવી હતી ત્યારે જળાશયોની સ્થિતિમાં આજી-૧ ડેમમાં ૪૭૧.૭૦ એમસીએફટી, ન્યારી-૧માં ૮૦૦ એમસીએફટી, લાલપરી-રાંદરડામાં ૧૧પ એમસીએફટી, ભાદર-૧માં ૧૭૪૬.૯૩ એમસીએફટી અને ન્યારી-૨માં ૩પ૦ એમસીએફટી જથ્થો હતો. ઉક્ત જળસ્ટોક પણ આખંુ વર્ષ ચાલે તેમ ન હતો છતાં દૈનિક પાણી વિતરણ જાળવી રખાયું.જ્યારે વર્તમાન સ્થિતિએ દસ ઇંચ વરસાદ પડી ગયો હોવા છતાં આજી-૧માં ૩૯ એમસીએફટી, ન્યારી-૧માં ૧૦૦ એમસીએફટી, ભાદર-૧માં ૩પ૦ એમસીએફટી, લાલપરા-રાંદરડા હજુપણ ખાલીખમ અને ન્યારી-૨માં પણ પીવા માટે પાણી ઉપાડી શકાય એટલું લેવલ થયું નથી. જો જળાશયોમાં હજુપણ નવાં નીર નહીં આવે તો વિકલ્પરૂપે મહી-પરિએજનું પાણી ગોંડલથી રાજકોટ લઇ આવવાના પ્રયાસો અત્યારથી જ ચાલુ કરી દેવામાં આવ્યા છે. મેયર સહિતના અગ્રણીએ જણાવ્યું હતું કે રાજકોટને પુરતુ પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો સતત ચાલી રહ્યા છે.

ધુવારણ : NTPC રાજ્યમાં ૬૬૦ મે.વો.ના 2 પાવર પ્લાન્ટ સ્થાપશે

ધુવારણ ખાતે પાવર પ્લાન્ટ સ્થાપવા ગુજરાત સરકારની મંજુરી. કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકી સાથે દિલ્હી ખાતે બેઠક યોજાઈ. વધતી જતી ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા એનટીપીસીએ ગુજરાતમાં કોલસા આધારિત ૬૬૦ મેગાવોટના બે પાવર પ્લાન્ટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે. ગુજરાત સરકારે ધુવારણ ખાતે પાવર પ્લાન્ટ માટે શરતી મંજુરી આપી છે. જેમાં ૫૦ ટકા વીજળી ગુજરાતની સરકારીવીજ કંપનીઓને વેચવા અને ઘરેલુ કોલસાનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. તેનો ફિઝિબિલિટી રિપોર્ટ માર્ચ -૨૦૧૧ સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા છે.નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી ભરતસિંહસોલંકી અને ગુજરાતના ઊર્જા રાજ્યમંત્રી સૌરભભાઈ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના ઊર્જા અગ્રસચિવ પાંડિÛન, ઊર્જા મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી આઇ.સી.પી. કેસરી અને એનટીપીસીના સીએમડી આર.એસ. શર્મા હાજર રહ્યા હતા.નવી દિલ્હી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જ્યારે એનટીપીસીએ ગુજરાતમાં બે થર્મલ પાવર સ્ટેશન સ્થાપવાની દરખાસ્ત રજુ કરતાં ગુજરાત સરકારે રાજ્ય વીજ નિગમના હાલના ધુવારણ વીજમથક ખાતે ઉપલબ્ધ વધારાની જમીનમાં આ પ્રોજેક્ટની સ્થાપના માટે સૈધ્ધાંતિક મંજુરી આપી હતી. જાણવા મળ્યા મુજબ એનટીપીસીની દરખાસ્તની સામે ગુજરાત સરકારે એવી શરત મૂકી હતી કે આ પ્રોજેક્ટ હેઠળ માત્ર ઘરેલુ કોલસાનો ઉપયોગ કરવો પડશે.આયાતી કોલસાનો ઉપયોગ નહીં કરાય એટલું જ નહીં, પરંતુ આ કુલ ૧૩૨૦ મે.વો.ના વીજમથકો દ્વારા જે વીજ ઉત્પાદન કરાશે. તેની ૫૦ ટકા જેટલી વીજળી ગુજરાતમાં વેચવી પડશે. જે ગુજરાત સરકારની વીજકંપની દ્વારા ખરીદી લેવાશે. જો આ શરતો મંજુર રખાશે તો આ સૂચિત વીજ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે બાકીની તમામ મદદ કરવા તૈયારી દર્શાવી છે.સૂચિત થર્મલ પાવર પ્લાન્ટ સુપર ક્રિટિકલ ટેક્નોલોજીથી ચલાવાશે. એનટીપીસીએ પ્રોજેક્ટની ટેક્નો ઈકોનોમિક ફિઝિબિલિટી સ્થાપિત કરવા માટે સૂચિત સ્થળે ખાસ અભ્યાસ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ટૂંકમાં ગુજરાત સરકાર અને એનટીપીસી વચ્ચે એમઓયુ કરાશે. ગુજરાતમાં વીજ ઉત્પાદનની હાલની સ્થિતિ


તળાજા : રોગચાળો ફેલાવાની શક્યતા

તળાજામાં તથા આજુબાજુનાં વિસ્તારમાં તાજેતરમાં ધીમીધારે વરસાદથી રસ્તા પર અને ખાસ કરીને રહેણાંકી સોસાયટીમાં નીચાણ વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાતા તથા રોડ પરનાં ખાડાઓમાં કાદવ-કીચડ સર્જાતા ઉદભવેલ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ ફેલાઇ રહ્યો છે. તેમજ ખાડાઓમાં સંગ્રહાયેલ પાણીને કારણે વાતાવરણ દુષિત થવાથી મચ્છર અને વાઇરસજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા જણાંઇ રહી છે.આ સંજોગોમાં તળાજા નગરપાલિકા દ્વારા ખાડાઓ પુરી પાણીનાં નિકાલની તથા સઘન સફાઇ અને જંતુનાશકોનો છંટકાવ કરી જાહેર આરોગ્યની જાળવણી માટે તાત્કાલિક પગલા લેવાય તેવી આમ નાગરીકોની લાગણી છે.


બંદરો પર યુદ્ધ સામગ્રીની આયાત દેશ માટે જોખમી

ગાંધીધામ : સુપ્રીમે કંડલાના કેસમાં સોલિસીટરના વખાણ કર્યા

વર્ષ ૨૦૦૪માં કંડલા બંદર ખાતે જપ્ત કરવામાં આવેલા યુદ્ધ સામગ્રી અને વિસ્ફોટકોના કેસમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાની ગંભીર નોંધ લઇને આયાત પર કડક સુપરવિઝન થાય તે દ્રષ્ટિએ સોલિસીટર જનરલ ગોપાલ સુબહ્નણ્યમે તૈયાર કરેલી સર્વગ્રાહી નીતિના વખાણ કર્યાં હતાં.પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગઇકાલે જાહેર કરેલા ચુકાદામાં ન્યાયાધીશો જી.એસ. સિંઘવી અને અશોકકુમાર ગાંગૂલીની બેંચે નોંધ્યું હતું કે, હેવી મેટલ સ્ક્રેપના નામે યુદ્ધ સામગ્રી અને વિસ્ફોટકોની થતી આયાતથી દેશની સુરક્ષા સામે ખતરો ઊભો થાય છે. આ બાબતે સોલિસિટર જનરલે જે નીતિ રજૂ કરી છે તે મુદ્દે ગૃહમંત્રાલયે પણ નિર્ણયો લીધા છે. ૧૦ પાનાના ચુકાદામાં ન્યાયાધીશોએ કોર્ટના રજિસ્ટ્રારને પણ એવો આદેશ આપ્યો છે કે, કેન્દ્રના નિર્ણયની એક નકલ સોલિસીટર જનરલની કચેરીને મોકલવામાં આવે

08 July 2010

આણંદ : અમૂલ એશિયાની નંબર વન બ્રાન્ડ બની

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

8 JULY 2010
આણંદ : અમૂલ એશિયાની નંબર વન બ્રાન્ડ બની

ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલ સતત બીજા વર્ષે ભારતીય બ્રાન્ડની સ્થિતિમાં તો અવવ્લ બરકરાર રહી છે, સાથો સાથ તે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં પણ નંબર વન ડેરી બ્રાન્ડ બની છે. એ જ નહિં અમૂલ બ્રાન્ડે આ વર્ષે પોતાના રેકિંગમાં જબરદસ્ત સુધારો પણ કર્યો અને તે ગયા વર્ષના 83માં સ્થાન પરથી 10 નંબરની છલાંગ લગાવીને આ વર્ષે 73મા સ્થાન પર પહોંચી ગઇ. મીડિયા મેગેઝિન દ્વારા એશિયા પ્રશાંત ક્ષેત્રમાં મુખ્ય 1,000 બ્રાન્ડોની યાદી તૈયાર કરવામાં આવી, જેમાં અમૂલ ભારતમાંથી એક જ એવી બ્રાન્ડ છે, જેને ગ્રાહકો વચ્ચે પોતાની ખાસ ઓળખ બનાવી છે અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં તે 73 સૌથી લોકપ્રિય બ્રાન્ડના રૂપમાં ઉભરી છે. અમૂલ દ્વારા રજૂ કરાયેલ એક વિજ્ઞપ્તિ પ્રમાણે અમૂલને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં અવ્વલ ડેરી બ્રાન્ડના રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તે ક્રાફટ, ડચ લેડી, ડ્યૂમેક્સ, વાલ્સ, એંકર, મેંગનોલિયા અને અવરીડે જેવી બ્રાન્ડોથી આગળ છે. એસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, સિંગાપુર, તાઇવાન અને થાઇલેન્ડમાં ગ્રાહકોની વચ્ચે એક સર્વે બાદ આ યાદી તૈયાર કરવામાં આવી.

આણંદ : વલાસણ 'કોલેરાગ્રસ્ત' જાહેર

આણંદ જીલ્લાના વલાસણ ગામને ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા 'કોલેરાગ્રસ્ત' જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત આસપાસના પાંચ ગામોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.આણંદના જીલ્લા કલેક્ટર આર. એન. જોષીએ વલાસણને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે. ગઇકાલે આ ગામમાં કોલેરાના બે કેસ નોંધાયા હતા. જે પોઝિટીવ હોવાનું બહાર આવ્યું હતું. વલાસણ આપસપાસના કરમસદ, સંદેસર, વિદ્યાનગર, ગુંતેલી અને રવિપુરામાં આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગે સ્થાનિક વહિવટી તંત્રને કોલેરા મોટી માત્રામાં ન ફેલાઇ તે માટે પૂરતા પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. કોલેરાના વધુ કેસોની તપાસ માટે ડોર-ટુ-ડોર સર્વે હાથ ધર્યો છે.

ઓનર કિલિંગની ઘટનાઓ પર આધારિત ફિલ્મ ‘ખાપ’

દેશમાં વધી રહેલી ઓનર કિલિંગની ઘટનાઓ પર આધારિત ફિલ્મ ‘ખાપ’ માં એક કટ્ટર ગ્રામ પ્રમુખની ભૂમિકા ભજવવા જઇ રહેલા બોલિવૂડના અભિનેતા ઓમ પુરીએ કહ્યું કે તે આ ફિલ્મમાં ખોટી શાનના નામે થઇ રહેલી હત્યાઓ પર કેિન્દ્રત છે. રાષ્ટ્રીય પુરસ્કાર વજિેતા અભિનેતા પુરીએ કહ્યું કે ખોટી શાનના નામે યુવાઓની હત્યા ઘૃણાસ્પદ કાર્ય છે અને તેના પર તત્કાળ કોઇ એકશન લેવી જોઇએ. ફિલ્મ વિશે ઓમ પુરીએ જણાવ્યું હતું કે, ફિલ્મ ખાપમાં માસૂમ બાળકોને માત્ર એટલા માટે મારી નાખવામાં આવે છે કારણ કે તેઓ પોતાના માતાપિતાની વિરુદ્ધમાં જઇને લગ્ન કરવા ઇચ્છે છે. કોઇને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી. આ ફિલ્મમાં હું એક પંચાયતના સરપંચની ભૂમિકા ભજવી રહ્યો છું, જે પહેલા ખાપ પંચાયતની માન્યતાઓને માને છે પરંતુ ફિલ્મના અંતે પરિવર્તનને સ્વીકાર કરી લે છે.

પાસપોર્ટ સરેન્ડર વખતે વધુ ફી વસુલાશે

બ્રિટનની નાગરિકતા સ્વીકાર્યા બાદ ભારતનો પાસપોર્ટ જમા કરાવતી વખતે દંડ વસુલ કરવાના વિદેશ મંત્રાલયના નિર્ણયનો ભારતીય મૂળના લોકો વિરોધ કરવામાં આવ્યો છે.ભારતીય કાયદા પ્રમાણે એક વખત ભારતીય મૂળના લોકો વિદેશની નાગરિકતા સ્વીકારી લે ત્યાર બાદ તેમણે તેની નજીક આવેલા ભારતીય દૂતાવાસ ખાતે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડે છે. પાસપોર્ટ જમા કરાવતી વખતે તેમણે 102 પાઉન્ડનો દંડ પણ આપવો પડે છે. ત્યાર બાદ એવું પ્રમાણપત્ર આપવામાં આવે છે કે વ્યક્તિએ પોતાનો પાસપોર્ટ દૂતાવાસ ખાતે જમા કરાવ્યો છે.આ પ્રમાણપત્ર ભવિષ્યમાં વિઝા તેમજ ભારતીય પ્રવાસી કાર્ડ બનાવવા માટે ઉપયોગી છે. એચએસએમપી ફોરમના અમિત કાપડિયાએ પાસપોર્ટ જમા કરાવતી વખતે લેવામાં આવતી રકમને કોઈ ગુનો કર્યા બાદ લેવામાં આવતા દંડની રકમ સાથે સરખાવી છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશી નાગરિકતા મેળવતા લોકો પર ભારત સરકાર વારંવાર આવા પ્રકારના દંડ લગાવવાનો પ્રયાસ કરે છે, તેમજ અમે આ બાબતે ખૂબ ચિંતિત છીએ.તેમણે જણાવ્યું હતું કે ભારતમાં જન્મેલા લોકો માટે બ્રિટનની નાગરિકતા મેળવવા માટે 31 મે 2010 સુધી 14 પાઉન્ડ જેટલી જ રકમ આપવી પડતી હતી. પરંતુ જૂન 2010 બાદ આ રકમ વધારીને 102 પાઉન્ડ કરી દેવામાં આવી છે. કાપડિયાની જેમ ભારતીય મૂળના અનેક લોકોએ ભારતીય હાઈ કમિશન ખાતે આ બાબતે ફરિયાદ કરી છે.

જમ્મુ : જન. જામવાલ - ઑપરેશન બ્લુસ્ટારના હિરો હતા

ગઇકાલે અકસ્માતે ચાલેલી ગોળીમાં રિયર એડમિરલ એસ.એસ. જામવાલનું મોત થયું છે. જેના કારણે, તેમના વતન જમ્મુમાં પિતા મેજર જનરલ (રિટાયર્ડ) જગદીશ જામવાલ તૂટી ગયા છે.રિયર એડમિરલ એસ. એસ. જામવાલના મોતના સમાચાર સાંભળીને તેમના વતન જમ્મુમાં સોપો પડી ગયો હતો. લોકો તેમના પિતા મેજર જનરલ (રિટાયર્ડ) જગદીશ જામવાલને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ઓપરેશન બ્લુસ્ટાર વખતે મેજર જનરલ (રિટાયર્ડ) જગદીશ જામવાલ ભારતીય સેનાની 15 મી કોરના ઓપરેશન ઇન કમાન્ડ હતા. જેમને ઓપરેશન બ્લુસ્ટાર દરમિયાન સુવર્ણ મંદીરમાં રહેલા શીખ આતંકવાદીઓને ઝેર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામને બહાદુરીપૂર્વક અંજામ આપનારા જનરલ પુત્રની મોતથી તૂટી ગયા હતા.
એકદમ નિરાશ અને હતાશ થઇ ગયેલા જામવાલ મહા મુશ્કેલીથી સ્વસ્થતા રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે પુત્ર રિયર એડમિરલ સત્યેન્દ્ર જામવાલ આદર્શ અધિકારી ઉપરાંત આદર્શ પુત્ર પણ હતા. મૃત્યુના એક દિવસ પહેલા જ તેમણે પિતા સાથે આ વાત કરી હતી. ત્યારે તેમને કલ્પના પણ ન હ તી કે બીજા દિવસે પુત્રના મોતના સમાચાર આવશે. 80 વર્ષીય જનરલ જામવાલના મતે પુત્ર તેમની તાકત હતો.આ તરફ રિયર એડમિરલ એસ. એસ. જામવાલના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યું છે. આવતીકાલે તેમની અંતિમવિધિ કરવામાં આવે તેવી વકી છે.

બોસ સાથે અથડામણ ટાળવા ‘ચા’ પીવો

ઓફિસ કે ઘરમાં જો તમે તનાવનો અનુભવ કરી રહ્યા છો તો હવેથી ચિંતા કરવાનું છોડી દો. તમારા ચાના કપમાં બે ચમચી સુગર ઉમેરી ગરમા ગરમા ચાની ચુસ્કી લગાવો. થોડી જ વારમાં તમારો તનાવ દૂર થઈ જશે.એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે મીઠા પદાર્થો લોકોની આક્રમકતાને ઓછી કરી નાખે છે, તેમજ લોકોને ઝઘડો કરતાં રોકે છે. સુગર મગજને ઉર્જા આપે છે, જે મગજની આક્રમકતા તેમજ આવેશોને રોકી રાખે છે. જેના કારણે લોકો તનાવ ભરી સ્થિતિમાં અન્ય કોઈ સાથે ઝઘડો કરતા અટકે છે.રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ બોસ સાથે કોઈ વિવાદાસ્પદ મુદ્દા અંગે ચર્ચા કરવાની હોય, તેમજ તેના કારણે કોઈ વાતાવરણ બગડવાની શક્યતા જણાંતી હોય ત્યારે એક કપ ચા પીધા બાદ જ ચર્ચા કરવા માટે જવું. જેના કારણે તમારા આક્રોશને નિયંત્રિત કરવામાં મદદ મળી રહેશે.ડેઈલી મેઈલે સંશોધકોના હવાલેથી લખ્યું છે કે, દિવસભર ઓફિસમાં કામ કર્યા બાદ તનાવભરી સ્થિતિમાં ઘરે જતાં પહેલા કોઈ મીઠું પીણું પી લેવું, જેના કારણે ઘરના સભ્યો કે રસ્તામાં આવતા લોકો તમારા ગુસ્સાનો શિકાર ન બને.આ શોધ માટે સંશોધકોએ મહિલાઓ તેમજ પુરુષોના એક જૂથને લીંબુ પાણી આપ્યું હતું. જેમાંથી અમુકમાં સુગર ઉમેરવામાં આવી તો અમુકમાં નહીં. ત્યાર બાદ માલુમ પડ્યું હતું કે જે લોકોએ સુગર સાથેનું લીંબુ પાણી પીધું હતું તેમનો ગુસ્સો પ્રમાણમાં ઓછો હતો.

કરિના કપૂર માતા બનતા તેની બહેન કરિશ્મા ખુશ!

કરિના કપૂર હાલમાં સૈફ અલી ખાનની ફિલ્મ એજન્ટ વિનોદના શુટિંગ માટે મોરેક્કોમાં છે. જો કે બેબોને ફિલ્મ વી આર ફેમિલીના રોલ માટે રોજ હજારો મેસેજ આવે છે.કરિનાના ચાહકો અને મિત્રો બેબોને આ ફિલ્મને લઈને સારા પ્રતિભાવો આપી રહ્યા છે અને તેને કારણે કરિના પણ ઘણી જ ખુશ છે. જો કે કરિના કરતાં પણ વધારે તેની બહેન કરિશ્મા ઘણી જ ખુશ છે.લોલોએ બેબો વિષે લખ્યું છે કે, અભિનયની બાબતમાં તુ ઘણી જ પરિપક્વ થઈ છે અને આ ફિલ્મનો અભિનય તને કરિયરમાં ઘણો જ આગળ લઈ જશે. કરણ જોહરની ફિલ્મ વી આર ઈન ફેમિલીમાં બેબો માતાની ભૂમિકા ભજવી રહી છે.કરિના અને કાજોલના અભિનયની તુલના કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ સ્ટેપ મોમની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ પણ છે.

ટેલિવિઝન પર એક રેકોર્ડ બનાવા જઇ રહી છે ફિલ્મ 3 ઇડિયટ્સ

ભલે 3 ઇડિયટ્સના નામથી બોલાવામાં આવે છે. પરંતુ નાણાં કમાવાવામાં તેનો જવાબ નથી. જી હાં, અમે વાત કરી રહ્યા છે આમિર ખાનની બ્લાક બસ્ટર ફિલ્મ 3 ઇડિયટ્સ. અંદાજે 45 કરોડના ખર્ચથી બનેલ આ ફિલ્મના દુનિયાભરમાંથી રૂ.400 કરોડની કમાણી જે એક રેકોર્ડ છે. પહેલાં 10 દિવસમાં ફિલ્મે ભારતમાં 240 કરોડ રૂપિયાની કમાણી કરી.હવે આ ફિલ્મ ટેલિવિઝન પર એક રેકોર્ડ બનાવા જઇ રહી છે. સોની એન્ટરટેઇનમેન્ટ ચેનલ આ ફિલ્મને 25મી જૂલાઇના રોજ દેખાડી રહી છે. ચેનલે તેના માટે જાહેરાતનો દર દર સેકન્ડે 2.20 લાખ નક્કી કર્યો છે. તેના તમામ ટાઇમ સ્લોટ વેચાઇ ચૂક્યા છે. જો કે એ ખબર નથી પડી કે કંપની કેટલાં નાણાં કમાશે, પરંતુ એટલું તો નક્કી છે કે આ રેકોર્ડ કમાણી કરશે. શાહરૂખની ફિલ્મ 'માઇ નામ ઇઝ ખાન'એ ટેલિવિઝન પર રેકોર્ડ કમાણી કરી હતી. પરંતુ 3 ઇડિયટ્સ આ રેકોર્ડ પણ તોડી દેશે. જો તે રૂપિયા 100 કરોડની પણ કમાણી કરી લે છે કો કોઇ આશ્ચર્ય નથી. આ ફિલ્મ ટીવી પર જોવા માટે રૂપિયા 21 કરોડમાં વેચાઇ ગઇ હતી. 3 ઇડિયટ્સના 12 સ્પોન્સર છે જેમાં એટેલ, કેડબરી, લક્સ વગેરે મુખ્ય છે. તેમણે વિજ્ઞાપનદાતાઓની સરખામણીમાં પ્રતિ દસ સેકન્ડ ઓછા નાણાં આપવા પડશે.

72 કલાક સુધી બેટરી ચાલનાર ફોન રજૂ

ગ્રાહકોની બદલાતી માંગ પ્રમાણે ઝેન મોબાઇલે આજે ડુએલ સિમવાળો ફોન એમ-25 રજૂ કર્યો છે. કંપનીએ આ ફોનને બજારમાં 72 કલાક સુધી ચાલનાર બેટરીની સાથે ઉતાર્યો છે. ફોનની કિંમત રૂ.3,400 રાખવામાં આવી છે.કંપનીની એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે ફોનને સતત 16 કલાક સુધી ઉપયોગ કરી શકાય છે. સાથો સાથ તેની સ્ક્રીન પણ મોટા આકારની છે.કંપનીના પ્રબંધ નિર્દેશક દીપેશ ગુપ્તા દ્વારા રજૂ કરાયેલ એક યાદીમાં કહ્યું કે 72 કલાકની બેટરી બેકઅપ વાળા એમ-25 એ ગ્રાહકો માટે બહુ કામમાં આવી શકે છે, જે ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે. તેમણે કહ્યું કે કંપની પોતાનું વિતરણ નેટવર્ક વધારવા માટે પ્રયાસ કરી રહી છે જેથી કરીને તેનો લાભ વઘુ લોકો સુધી પહોંચી શકે.ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેતરમાં જ અમિતાભ બચ્ચનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.


લાલ' બંધમાં લોહી રેડાયુ

માઓવાદી નેતા ચેરુકુરી રાજકુમારને આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. જેના પગલે પ્રતિબંધિત માઓવાદી સંગઠન દ્વારા બે દિવસીય બંધનું એલાન આપ્યું છે. જેને આજે વહેલી સવારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.માઓવાદીઓ ઝારખંડના લેહતર અને ધનબાદમાં ત્રાટક્યાં હતા. અહીં તેમણે હેગરા રેલવે સ્ટેશનની ઇમારત ઉડાવી દીધી હતી. ઉપરાંત તેમણે નિચિતપુર પાસે રેલવે ટ્રેક ઉડાવી દીધો હતો. જેના કારણે અહીંથી પસાર થતી ટ્રેનોને કલાકો સુધી અટકાવી દેવામાં આવી હતી. લગભગ 100 થી 120 માઓવાદીઓ હેગરા સ્ટેશન પર ત્રાટક્યા હતા અને બિલ્ડિંગને ઉડાવી દીધું હતું. સાવચેતીના પગલારૂપે આ સ્ટેશન પરથી પસાર થતી તમામ ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે.અન્ય એક ઘટનામાં માઓવાદીઓએ ધનબાદ જિલ્લાના નિચિતપુર પર ટ્રેનના પાટા ઉડાવી દીધા હતા. જેના કારણે અહીં ટ્રેન વ્યવહાર ખોરવાય ગયો હતો. આથી રાજધાની એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેનોને નજીકના સ્થળો પર રોકી દેવામાં આવી હતી. જ્યારે સવારે લગભગ નવ વાગ્યા આસપાસ ટ્રેન વ્યવહાર ફરી શરૂ થઇ ગયો હતો.બીજી બાજુ આસામના કોરઝાર જીલ્લામાં પ્રતિબંધિત સંગઠન એનડીએફબીએ ટ્રેકને ઉડાવી દીધો હતો. જેના કારણે કોલકત્તા જતી ગરીબરથ એક્સપ્રેસનું એન્જીન અને પાંચ બોગી પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આ ઘટના સવારે 2.25 કલાકે ઘટી હતી. અકસ્માતમાં ટ્રેનના ડ્રાઇવર સહિત છને ઇજા પહોંચી છે. જ્યારે એક બાળકનું મોત નિપજ્યું છે. મુસાફરોને અન્ય ટ્રેન દ્વારા તેમના ગંતવ્ય માટે રવાના કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રેન વ્યવહારને પુનઃ શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.માઓવાદીઓ આજે છત્તિસગઢના દંતેવાડામાં એક પોલીસ સ્ટેશન તથા કોંગ્રેસી નેતા અવધેશ ગૌતમના ઘર ઉપર ત્રાટક્યા હતા. અહીં તેમણે કોંગ્રેસી નેતા સહિત અન્ય એક શખ્સની હત્યા કરી હતી. જ્યારે બે અન્યને ઇજા પહોંચાડી હતી. જેમાં અવધેશ ગૌતમના પુત્ર અને સુરક્ષા કર્મચારીનો સમાવેશ થાય છે.

એરલાઇન્સનું વિશાળકાય વિમાન એરબસ A380ની મુસાફરી માટે ખાસ ઓફર

દિલ્હી એરપોર્ટ પર નવા ટર્મિનલ ટી3 પર અમીરાત એરલાઇન્સનું વિશાળકાય વિમાન એરબસ A380, 15મી જૂલાઇના રોજ લેન્ડ કરશે. આ વિમાનમાં 517 લોકો મુસાફરી કરી શકે છે. અમીરાત એરલાઇનની ફલાઇટ સંખ્યા ઇકે-516 દુબઇ થી દિલ્હીની સફર કરે આઇજીઆઇ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે. એરબસના આ જમ્બો એરક્રાફટમાં 15 ફ્લેટ બેડ ફર્સ્ટ કલાસ સૂઇટ છે. સાથો સાથ તેમાં 76 ફૂલ ફ્લેટ સિટો પણ છે. ઇકોનોમી ક્લાસ પેસેન્જર્સ માટે તેમાં 427 સીટો છે.આ બીજો મોકો હશે જ્યારે એ-380 દિલ્હીમાં લેન્ડ કરશે. આ પહેલાં જૂન 2005માં દિલ્હીમાં તેનું લેન્ડિંગ થયું હતું. ત્યારે કિંગફિશર એરલાઇન્સે એ-380 બનાવનાર કંપની એરબસને આવા 5 વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો.આ વખતે આ વિમાનમાં દુબઇથી દિલ્હી આવનાર લોકોને કંપની ખાસ ઓફર આપી રહી છે. જેના અંતર્ગત દુબઇથી દિલ્હીની રિટર્ન ટિકિટ રૂ.9,900માં આપવામાં આવી રહી છે. જો કે આ કિંમત સિવાય મુસાફરોએ અન્ય ટેક્સ પણ આપવા પડશે.15મી જૂલાઇના રોજ આ વિમાન દિવસે અંદાજે 2.15 વાગ્યે ઉતરશે અને એ દિવસે સાંજે 5.50 વાગ્યે દુબઇ માટે ઉડાન ભરશે. દિલ્હી એરપોર્ટ પર આ વિમાન યાત્રીઓ માટે ખાસ મોટા એરોબ્રીજની સગવડ કરવામાં આવી રહી છે.


અમેરિકા : ભારતીય મૂળના મુસ્લિમની મેયર તરીકે પસંદગી

અમેરિકામાં એક ભારતીય મૂળના અમેરિકન મુસ્લિમ નાગરિકની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જેવીશ લોકોથી પ્રભાવીત એવા ન્યૂ ઝર્સીના એક ટાઉનમાં મોહમ્મદ હમીદુદ્દીનની પસંદગી મેયર તરીકે કરવામાં આવી છે.હમીદુદ્દીન ભારતના હૈદ્રાબાદ શહેર સાથે સબંધ ધરાવે છે. ગયા અઠવાડિયે ન્યૂ ઝર્સીની ટીનેક ટાઉનશિપના મેયર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.હમીદુદ્દીને બે વર્ષ પહેલા કાઉન્સીલની બેઠક પર વિજય મેળવ્યો હતો. પહેલી જૂલાઈના રોજ યોજાયેલી ટાઉનશીપની વાર્ષીક બેઠકમાં હમીદુદ્દીનને સાતમાંથી પાંચ વોટ મળ્યા હતાં. બેઠકમાં આદમ ગુસેનની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી.મેયર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ હમીદુદ્દીને એબીસી ન્યૂઝને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, દુનિયામાં આવું કોઈ પણ જગ્યાએ શક્ય બન્યું નથી. જ્યાં જેવીશથી પ્રભાવિત વસ્તીમાં એક મુસ્લિમની મેયર તરીકે પસંદગી કરવામાં આવી હોય. તેમજ વર્ષોથી લડી રહેલી બે કોમને એક કરવાનો મને જે મોકો મળ્યો છે તેને હું સાર્થક કરી બતાવીશ.


નવરંગપુરા : સેન્ટ ઝેવિયર્સમાંથી પીધેલા થ્રી-ઇડિયટ્સ મળ્યા

નવરંગપુરા વિસ્તારમા આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કુલમાં આજે સવારે ત્રણ ભુતપુર્વ વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં સ્કુલમા પ્રવેશી કલાસરૂમમાં જઇ સુઇ ગયા હોવાની ઘટના પ્રકાશમા આવી છે. સ્કુલ શરુ થયા બાદ વિદ્યાર્થીઓએ આ ત્રણેય દારુ પીધેલી હાલતમાં યુવાનો કલાસમાં સુતા હોવાની જાણ કરતાં સ્કુલ સત્તાવાળાઓએ તેમને પકડી પોલીસને હવાલે કર્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કુલમાં આજે સવારે પોણા સાત વાગ્યાના સુમારે ત્રણ ભુતપુર્વ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને કલાસરૂમ નંબર ૧૪માં જઇને સુઇ ગયા હતા. ત્યાર બાદ સ્કુલ શરુ થવાના સમયે વિદ્યાર્થીઓ કલાસમાં આવતાં તેમણે ૨૫ વર્ષની આસપાસની ઉંમર ધરાવતા ત્રણ યુવાનોને કલાસરૂમમાં સુતા જોયા હતા.જેથી તેમણે આ અંગે સ્કુલના પટ્ટાવાળાનું ધ્યાન દોર્યું હતું. પટ્ટાવાળાએ આચાર્યને જાણ કરતા તેમણે પકડી લેવા સુચના આપવામાં આવી હતી.
ત્રણેય વિદ્યાર્થીઓને પકડવા જતા બે વિદ્યાર્થી ઝડપાઇ ગયા હતા, જ્યારે એક વિદ્યાર્થી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ વિદ્યાર્થીઓ લોયલા સ્કુલના જ ભુતપુર્વ વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનો બર્થ ડે હોઇ તેઓ ટિચરને મળવા માટે આવ્યા હતા. પરંતુ સ્કુલમાં કોઇ હાજર ન હોઇ કલાસરૂમમાં જઇને સુઇ ગયા હતા.સ્કુલ સત્તાવાળાઓએ આ વિદ્યાર્થીઓને પકડી ગુજરાત યુનિવર્સિટી પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.

હરિયાણામાં પૂરની પરિસ્થિતી વકરી

છેલ્લા ત્રણ દિવસથી પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે, સામાન્ય જનજીવન અસ્તવય્સત થઇ ગયું છે. અને લોકોને જનજીવનની સામાન્ય ચીજવસ્તુઓ મેળવવામાં તકલીફ પડી રહી છે.રાષ્ટ્રીય ધોરી માર્ગ એક અંબાલાને ચંદીગઢ અને દિલ્હી સાથે જોડે છે. પરંતુ, આજે વહેલી સવારે હરિયાણાના શબ્દ શહેરના લોકો રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ઉતરી આવ્યા હતા અને તેનું પરિવહન અટકાવી દીધું હતું. આ સમાચાર મળતા વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હરિયાણાના અંબાલા અને કુરૂક્ષેત્રમાં પૂરના પાણીના કારણે સ્થિતી વધુ વકરી છે. વધુમાં, સતલજ યમુના લિન્કમાં ગાબડું પડ્યું છે. ઉદારસી પાસે લિન્ક કેનાલમાં લગભગ 30 ફૂટની તિરાડ પડી છે. જેના કારણે લિન્ક કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં તથા વિસ્તારોમાં જઇ રહ્યું છે. ગઇકાલે પણ આ લિન્કમાં 45 ફૂટની તિરાડ પડી હતી.ઘાઘર, ટીંગરી નદી ઉપરાંત નર્વાણ કેનાલમાં જબરદસ્ત પાણી વહી રહ્યાં છે. જેના કારણે, હાલત વણસી ગયા છે. નવદીલ્હી જતી કાલકાજી એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેનોને ભારે વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી છે.

ઓબામાને પણ પગાર વધારો ન મળ્યો

ભારતમાં સાંસદો ભલે પોતાનો પગાર વધારવામાં સફળ રહ્યા હોય, પરંતુ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને ગયા વર્ષ એક પણ પૈસાનું ઈન્ક્રીમેન્ટ મળ્યું નથી. ઓબામા દર વર્ષ ચાર લાખ ડોલર પગાર તરીકે મેળવે છે.જો કે મંદીનો માર સહન કરી રહેલા ઓબામા સરકારના મોટા ભાગના અધિકારીઓને પગાર વધારો મળ્યો નથી. અમેરિકાએ એક રિપોર્ટ દ્વારા આ વાત જાહેર કરી છે. વ્હાઈટ હાઉસ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વ્હાઈટ હાઉસમાં 469 કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરે છે.વ્હાઈટ હાઉસ આ અધિકારીઓના વેતન ઉપર દર વર્ષે 3.90 કરોડ ડોલરનો ખર્ચ કરે છે. દર વર્ષે આ બાબતે એક રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે આ રિપોર્ટને ઈન્ટરનેટ પર મુકવામાં આવ્યો છે.વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલી સેલેરી સ્લીપમાં દરેક કર્મચારીઓના મળતા વાર્ષીક પગારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2009માં કર્માચારીઓની સંખ્યા 485ની હતી. આ કર્મચારીઓનો પગાર વાર્ષીક ધોરણે 21 હજાર ડોલરથી 1.80 લાખ ડોલર છે.
વ્હાઈટ હાઉસના 23 મુખ્ય અધિકારીઓને વાર્ષીક 1.72 લાખ ડોલર પગાર તરીકે ચુકવવામાં આવે છે. આ કર્મચારીઓમાં ચીફ ઓફ સ્ટાર આર. ઈમૈનુઅલ, પ્રેસ સેક્રેટરી રોબર્ટ ગિબ્સ, ઓબામાના ભાષણ લખનાર જોન ફૈવર, વકીલ બોબ બોઅર વગેરેનો સમાવેશ થાય છે.ઓબામાના બોડીગાર્ડને તેમજ ભૂતપૂર્વ બાસ્કેટબોલ સ્ટાર રેગી લવને વાર્ષીય એક લાખ ડોલર પગાર ચુકવવામાં આવે છે. વ્હાઈટ હાઉસમાં ત્રણ લોકો એવા પણ છે જે પગાર લીધા વગર જ કામ કરે છે.

પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પોનું અસ્તિત્વ : અમેરિકા

અમેરિકાએ તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું છે કે પાકિસ્તાનના પછાત વિસ્તારોમાં હજી પણ આતંકવાદી કેમ્પો ધમધમે છે. ઓબામા વહિવટી તંત્રના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં અલ-કાયદા હજી પણ મોટા પ્રમાણમાં આતંકવાદી કેમ્પો ચલાવી રહ્યું છે. તેની સાથે અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે આતંકવાદ સામે લડવા માટે અમેરિકાને પાકિસ્તાન તરફથી પુરતો સહકાર મળી રહ્યો છે.ન્યૂ યોર્કની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા દ્વારા ધરપકડ કરવામાં આવેલા પાંચ આતંકવાદીઓએ 2008 અને 2009ના વર્ષમાં પાકિસ્તાનના વર્ઝિરિસ્તાનમાં આતંકવાદી તાલિમ મેળવી હતી.ન્યૂ યોર્કમાં ગયા વર્ષ સબવે ટ્રેનમાં થયેલા બ્લાસ્ટ બાબતે અમેરિકાએ અલ-કાયદાને દોષિત ગણાવ્યું હતું. જો કે અમેરિકાના સ્ટેટ ડિપોર્ટમેન્ટના પ્રવક્તા માર્ક ટોનરે જણાવ્યું હતું કે, અમને આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાન તરફથી પુરતો સહકાર મળી રહ્યો છે.


ચીનમાં ભૂતપૂર્વ ચીફ જજ દોષિત જાહેર થતાં ફાંસીની સજા

ભ્રષ્ટાચાર, બળાત્કાર તથા અન્ય ગુનાઓમાં દોષિત જાહેર થતાં ચીનની કોર્ટે ભૂતપૂર્વ ચીફ ન્યાયધિશને ફાંસીની સજા ફટકારી છે.
દક્ષિણ-પશ્ચિમ ચાંગક્વિંગ વિસ્તારના ભૂતપૂર્વ ન્યાયપાલિકાના પ્રમુખ વેન કિયાંગ(55)ને લાંચ, ગુનેગારોને આશરો આપવો, બળાત્કાર જેવા ગુનાઓ તેમજ પોતાની આવક બાબતે કોઈ ખુલાસો નહીં આપી શકવાના ગુનામાં ફાંસીની સજા ફટકારી હતી.ચાંગક્વિંગ મ્યુનિસિપલ હાયર પીપલ કોર્ટે 21મેના રોજ વેનની ફાંસી નહીં આપવાની અરજીને ફગાવી દીધી હતી. હકીકતમાં 14 એપ્રિલે નીચલી કોર્ટે અનેક ગુનાઓમાં દોષિત વેનને ફાંસીની સજા ફટકારી હતી. મ્યુનિસિપલ હાયર પીપલ કોર્ટના જણાવ્યા પ્રમાણે વેનની અરજીને હાઈકોર્ટમાં મોકલવામાં આવી હતી. હાઈકોર્ટે પણ વેનની સજા યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. વેનની સપ્ટેમ્બર 2009માં ધરપકડ કરવામાં આવી હતી.


રમતની દુનિયામાં અપસેટ કરી મૂકે એવા અપસેટ્સ!

ગયા અઠવાડિયે રમતપ્રેમીઓને બે આઘાત લાગ્યા. એક તો વિમ્બલડનમાંથી રોજર ફેડરર બહાર ફેંકાઇ ગયો અને બીજું પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂકેલું બ્રાઝિલ નેધરલેન્ડ સામે પરાજિત થઇને સોકર વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગયું.સોકરની દુનિયામાં આવા અપસેટ્સની નવાઇ નથી. ૧૯૫૦ના વર્લ્ડ કપમાં ફૂટબોલના અરસિક ગણાતા અમેરિકાએ ‘કિંગ ઓફ સોકર’ ગણાતા ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યાર પછીના વર્લ્ડ કપમાં તત્કાલીન વેસ્ટ જર્મનીની ટીમે પાછલી સળંગ ૩૨ મેચ જીતી ચૂકેલા હંગેરીને હરાવીને અપસેટ સજેઁલો.૧૯૯૨ની યુઇએફએ ચેમ્પિયનશીપમાં યુગોસ્લાવિયાને યુદ્ધ પ્રતિબંધોને કારણે પ્રતિબંધિત કરાયેલું. તેને બદલે છેલ્લી ઘડીએ ડેનમાર્કનો ચાન્સ લાગી ગયો. આ ડેનમાર્કે સેમી ફાઇનમાં તત્કાલીન ચેમ્પિયન નેધરલેન્ડ્સ અને ફાઇનલમાં જર્મનીને હરાવીને આખી ચેમ્પિયનશીપ જ જીતી લીધી. ગયા વર્ષે સળંગ ૧૫ મેચ જીત્યા પછી કન્ફેડરેશન કપમાં નંબર વન ટીમ સ્પેન યુ.એસ. સામે હારી ગયેલી!‘

ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર શ્રીલંકા પ્રવાસ માટે આતુર

ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું કહેવું છે કે તે ગાલે ખાતે 18 જુલાઈથી શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ માટે તૈયાર છે. એટલું જ નહીં તે આ પ્રવાસ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.સચિન તેંડુલકર તેના પરિવાર સાથે ત્રણ અઠવાડિયાનું વેકેશન મનાવીને પરત ફર્યો છે અને હવે તે શ્રીલંકા પ્રવાસ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો છે. તેંડુલકરે કહ્યું હતું કે હું ત્રણ અઠવાડિયાની રજાઓ માણીને પાછો ફર્યો છું અને હું ઘણો જ પ્રસન્ન છું.હું મારા પરિવાર સાથે વેકેશન માણી પરત ફર્યો છું. અમે સારો એવો સમય આનંદ માણ્યો. હવે હું મારૂ સમગ્ર ધ્યાન શ્રીલંકા પ્રવાસ પર કેન્દ્રીત કરી રહ્યો છું. તેંડુલકરે તેના વેકેશન દરમિયાન લંડનમાં સંપન્ન થયેલા વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં લારા સાથે એક મેચ પણ જોઈ હતી. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની ધરતી પર સચિન તેંડુલકર સૌથી વધુ સફળ રહેનારો ભારતીય ક્રિકેટર છે. તથા હાલમાં તેનું શાનદાર ફોર્મ જોતા તે કોઈ નવો ઈતિહાસ રચે તેવી શક્યતાને નકારી શકાતી નથી. કેમ કે વન ડેમાં બેવડી સદી ફટકાર્યા બાદ સચિની નજર હવે ટેસ્ટમાં લારાના સૌથી વધુ 400 રનના રેકોર્ડને તોડવા પર હશે.


ફુગાવાનો દર ઘટીને 12.63%

મોંઘવારી દરના આંકડા આજે રજૂ થઇ ગયા છે. 26મી જૂનના રોજ પૂરા થતાં સપ્તાહમાં ખાદ્ય ફુગાવાનો દર ઘટીને 12.63% રહ્યો છે. જ્યારે ઇંધણનો દર વધીને 18.02 % રહ્યો.જો કે, વીતેલા સપ્તાહમાં આવેલા આંકડાની સરખામણીમાં મોંઘવારીના દરમાં નજીવો ઘટાડો નોંધાયો છે. વીતેલા સપ્તાહમાં મોંઘવારીનો દર 12.92% હતો, જ્યારે ઇંધણીનો દર 12.90% હતો, જે વધીને 18.02 % આવ્યો.વાર્ષિક આધાર પર શાકભાજીના ભાવમાં 4%નો ઘટાડો નોંધાયો છે. બટાટાના ભાવમાં 42% અને ડુંગળીના ભાવમાં 8.75%નો ઘટાડો થયો છે. મે માં ફુગાવાનો દર 10.16% પર આવ્યો છે.


જમ્મુ-કાશ્મીરના ભાગ્યમાં લશ્કર જ

ઓમર પાસે સમય ઓછો છે : રાષ્ટ્રપતિ શાસનની ઘડીઓ ગણાય.જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ફરી ૨૦ વર્ષ પહેલાંની સ્થિતિ આવીને ઊભી હોય એવું લાગી રહ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સૈન્ય તેનાત કરવું પડ્યું છે. ચૂંટણીના દોઢ જ વર્ષમાં ઓમર અબ્દુલ્લાની અણઆવડત દેખાઇ આવી છે અને કાશ્મીરનું ગંદું રાજકારણ પણ બહાર આવ્યું છે. કોંગ્રેસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી બંને ઓમરની પરિસ્થિતિની મજા લઈ રહ્યાં છે.પરિસ્થિતિ વણસવા પાછળ પાકિસ્તાન અને ત્રાસવાદીઓની જેવડી ભૂમિકા છે તેનાથી બહુ નાની નહીં એવડી ભૂમિકા કાશ્મીરના રાજકીય પક્ષોની પણ છે. પાકિસ્તાન તો કાશ્મીરમાં અવ્યવસ્થા ફેલાવવા માટે તમામ પ્રયત્ન કરતું જ રહે તે સ્વાભાવિક છે. ત્રાસવાદીઓ પણ કાશ્મીરમાં શાંતિ સ્થાપવામાં મદદ કરે એવી અપેક્ષા રાખી શકાય નહીં. પણ જ્યારે મુફિત મોહમ્મદ સઈદનો પક્ષ પીડીપી અને ખુદ ઓમર અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સના કેટલાક નેતાઓ અસ્થિરતા ફેલાવવામાં મદદગાર થાય ત્યારે વાડ જ ચીભડાં ગળે એવી દશા પેદા થાય છે. શ્રીનગર શહેરમાં ૧૯ વર્ષ પછી સેના મોકલવી પડી એ દર્શાવે છે કે સ્થિતિ ગંભીર છે. એવું નથી કે ઓમર અબ્દુલ્લાનો આમાં કોઈ વાંક નથી. ઓમર સત્તા પર આવ્યા તે વખતે જે અપેક્ષાઓ હતી તે પૂર્ણ થઈ નથી. નાગરિકોને લાગે છે કે, ઓમર કશું કરી શક્યા નથી. ભરોસાની ભેંસે પાડો જણ્યો છે. કેન્દ્ર સરકારે ગૃહ સચિવને શ્રીનગર દોડાવ્યા તે દર્શાવે છે કે ઓમર પાસે સમય બહુ ઓછો છે. ઝડપથી સ્થિતિ થાળે પાડવામાં તેઓ નિષ્ફળ રહેશે તો રાજ્યમાં ફરીથી રાષ્ટ્રપતિ શાસન આવતાં વાર નહીં લાગે. કેન્દ્ર સરકાર બહુ લાંબો સમય ધીરજ ધરીને બેસી રહી શકે તેમ નથી. સરકારે કહ્યું છે કે શ્રીનગરમાં સેના મોકલાઈ છે તે માત્ર ભાંગફોડિયા પર દબાણ ઊભું કરવા માટે જ છે. પણ વાસ્તવમાં એવું હોવું જોઈએ નહીં અને હોતું પણ નથી. સૈન્યની ફલેગમાર્ચ માત્ર સેરેમોનિયલ પરેડ નથી હોતી, ઠંડી તાકાતનું પ્રદર્શન હોય છે. અને આ તાકાત આખા કાશ્મીરમાં પ્રદર્શિત થાય એ જરૂરી છે. વર્ષો સુધી ધીમે ધીમે લડતા રહેવા કરતા આ ગૂમડાનો એક જ ઝાટકે ઉપાય કરવાની વ્યૂહરચના ઘડી કાઢવી જરૂરી છે. લશ્કરી, સામાજિક અને રાજકીય પગલાંઓનું યોગ્ય સંકલન કરીને ઝુંબેશ ચલાવવામાં આવે તો કાશ્મીરમાં શાંતિ સ્થપાવી અશક્ય નથી પણ તેના માટે રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે, જે કાશ્મીરના જ નહીં, કેન્દ્રના નેતાઓમાં પણ નથી.


ઑનર કિલિંગ્સ મુદ્દે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ નિર્ણય લેશે

ઉત્તર ભારતમાં ઑનર કિલિંગના મુદ્દે છાશવારે પ્રેમી યુગલોની હત્યા થતી રહે છે. આ દુષણને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કાયદો લાવવામાં આવશે. આ અંગે કેબિનેટના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની પણ નિમણુંક કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ પ્રધાન અંબિકા સોનીએ કહ્યું હતુંકે, વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં ભારતીય દંડ સંહિતા અને ક્રિમિનલ પ્રોસિજર કોડ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં કયા પ્રકારના સુધારાથી ઑનર કિલિંગ અટકાવી શકાય તેની ઉપર પણ કેબિનેટે ચર્ચા કરી હતી. આ મુદ્દે તમામ રાજ્ય સરકારો પાસેથી પણ અભિપ્રાય મંગાવવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ઉત્તરભારતમાં ઑનર કિલિંગના નામે છાશવારે પ્રેમી યુગલોની હત્યા થતી રહે છે. જેમણે આંતરજ્ઞાતિય કે સગોત્ર લગ્ન કર્યા હોય. કેન્દ્ર સરકાર ઉપર દબાણ હતુંકે, આ અંગેનો ખરડો ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવે.


દિલ્હીમાં ફરી ઓનર કિલિંગ : મહિલા તેના પ્રેમીની હત્યા

રાજધાનીમાં ઓનર કિલિંગની એક વધુ ઘટના નોંધાઇ છે. એક સ્ત્રીના પતિએ સંબંધીઓની મદદથી વર્ગ ચારમાં સરકારી ફરજ બજાવતી પોતાની પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી છે. પતિ, મહિલાના પિતરાઇ, તેના ભાઇઓએ સાથે મળીને પ્રેમી અને તે મહિલાની હત્યા કરી હોવાના આક્ષેપ છે.ઉત્તમકુમાર અને અંજુની થયેલી હત્યાના કિસ્સામાં છ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પરિવારના સભ્યોએ જ હત્યાઓ કરી હોવાથી કેસ ઓનર કિલિંગનો છે. અંજુ અને ઉત્તમકુમાર જુદી જુદી જ્ઞાતિના હતા. ઉત્તમકુમાર ૨૭ જુનથી લાપતા હોવા સંબંધે તેના ભાઇએ ફરિયાદ નોંધાવતાં થયેલી તપાસમાં હકીકતો ખૂલી હતી.કુમાર સફદરગંજ હોસ્પિટલમાં વિદ્યુત વિભાગમાં ફરજ બજાવતો હતો . તપાસમાં માલુમ પડ્યું હતું કે તે અંજુના પ્રેમમાં હતો. અગાઉ અંજુ તેની સાથે ભાગી પણ ગઇ હતી. તપાસકર્તાને લાગ્યું કે અંજુની ૨૨ જુનના રોજ કરમવીર દ્વારા હત્યા થઇ હતી. કરમવીરે પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસના ધ્યાને બીજી હકીકત આવી હતી કે અંજુ સાથોસાથ તેના પડોશી નવીનકુમાર સાથે પણ પ્રેમમાં હતી. અંજુ છેલ્લા કેટલાક મહિનાથી તેના સંપર્કમાં હતી.

મોદી ઇફેક્ટ : અનંત કુમારની પાંખો કપાશે

બિહાર ભાજપના ચૂંટણી પ્રભારી અનંત કુમાર તાજેતરમાં અમદાવાદની મુલાકાતે હતા. અહીં તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીની હાજરીમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન પ્રચાર કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. જેને હાજર લોકોએ તાળીઓથી વધાવી લીધી હતી. પરંતુ, આ તાળીઓ હવે અનંતકુમારને ભારે પડે તેમ છે.ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અનંતકુમારના 'વણનોતર્યા' આમંત્રણના કારણે બિહાર શાંત પડેલો 'જાહેરાત વિવાદ'નો મધપૂ઼ડો ફરી છંછેડાઇ ગયો છે. જોકે, માત્ર અનંત કુમાર જ નહીં પરંતુ હાજર રહેલા અરૂણ જેટલીની પણ મુશ્કેલીઓ વધી શકે છે. કારણકે, વર્ષ 2005માં તેમણે જનતાદળ યુનાઇટેડ સાથે સીટોની ફાળવણી અંગેની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં ભાજપને સારો એવો ફાયદો થયો હતો અને પંદર વર્ષ જૂની લાલુ-રાબડી સરકારને ઉખેડી ફેંકવામાં એનડીએને સફળતા મળી હતી. આ વખતે જેટલી અને વૈંકેયા નાયડુને આ જવાબદારી મળી શકે છે.સી. પી. ઠાકુર અને સુશિલકુમાર સહિત બિહાર ભાજપના કેટલાક નેતાઓ અનંતકુમારના વલણથી નારાઝ છે. તેમણે આ અંગે પક્ષની કેન્દ્રીય નેતાગીરીને પણ જાણ કરી છે. એવું માનવામાં આવે છેકે, આ અંગે કેન્દ્રીય નેતાગીરી દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવશે. જેથી જેડીયુ સાથે જોડાણ ટકી રહે. કારણકે, બિહાર ભાજપના આ નેતાઓ જનતાદળ યુનાઇટેડ સાથે જોડાણ ટકી રહે તે માટે નખશીખ જોર લગાડી રહ્યાં છે. ખુદ ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ પણ એવું નિવેદન આપ્યું છેકે, વરૂણ ગાંધી અને નરેન્દ્ર મોદીને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ઉતારવા કે નહીં તે અંગે પક્ષ દ્વારા હવે પછી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ગત ચૂંટણીઓ દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વિધાનસભાના ચૂંટણી પ્રચારથી દુર રાખવામાં આવ્યા હતા.પરંતુ, અનંત કુમારના આમંત્રણે કેન્દ્રીય નેતાગીરીની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ લોકો જનતા દળ યુનાઇટેડ સાથે કોઇપણ જાતના મતભેદ નહીં હોવાના તથા સાથે મળીને ચૂંટણી લડવાનો રાગ આલાપી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક પટનામાં મળી હતી, ત્યારે નરેન્દ્ર મોદીના સમર્થનમાં સ્થાનિક અખબારોમાં મોટાપાયા પર જાહેરાતો પ્રકાશિત થઇ હતી. જેના કારણે ગિન્નાયેલા નીતિશ કુમારે ભાજપના નેતાઓ સાથેનો ભોજન સમારંભ રદ્દ કરી નાખ્યો હતો. એટલું જ નહીં તેમણે, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલો કોશી પૂર રાહતનો રૂપિયા પાંચ કરોડનો ચેક પણ પરત કરી દીધો હતો.

આણંદ : અમૂલ એશિયાની નંબર વન બ્રાન્ડ બની

ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલ સતત બીજા વર્ષે ભારતીય બ્રાન્ડની સ્થિતિમાં તો અવવ્લ બરકરાર રહી છે, સાથો સાથ તે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં પણ નંબર વન ડેરી બ્રાન્ડ બની છે. એ જ નહિં અમૂલ બ્રાન્ડે આ વર્ષે પોતાના રેકિંગમાં જબરદસ્ત સુધારો પણ કર્યો અને તે ગયા વર્ષના 83માં સ્થાન પરથી 10 નંબરની છલાંગ લગાવીને આ વર્ષે 73મા સ્થાન પર પહોંચી ગઇ. મીડિયા મેગેઝિન દ્વારા એશિયા પ્રશાંત ક્ષેત્રમાં મુખ્ય 1,000 બ્રાન્ડોની યાદી તૈયાર કરવામાં આવી, જેમાં અમૂલ ભારતમાંથી એક જ એવી બ્રાન્ડ છે, જેને ગ્રાહકો વચ્ચે પોતાની ખાસ ઓળખ બનાવી છે અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં તે 73 સૌથી લોકપ્રિય બ્રાન્ડના રૂપમાં ઉભરી છે. અમૂલ દ્વારા રજૂ કરાયેલ એક વિજ્ઞપ્તિ પ્રમાણે અમૂલને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં અવ્વલ ડેરી બ્રાન્ડના રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તે ક્રાફટ, ડચ લેડી, ડ્યૂમેક્સ, વાલ્સ, એંકર, મેંગનોલિયા અને અવરીડે જેવી બ્રાન્ડોથી આગળ છે. એસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, સિંગાપુર, તાઇવાન અને થાઇલેન્ડમાં ગ્રાહકોની વચ્ચે એક સર્વે બાદ આ યાદી તૈયાર કરવામાં આવી.


હારેલા ફૂટબોલરોને ગટરમાં સ્નાન કરાવતો સદ્દામનો પુત્ર

ઈરાકમાં વર્ષો સુધી શાસન કરનારા સરમુખત્યાર સદ્દામ હુસૈન જેટલો ક્રુર અને ઘાતકી હતો તેનો પુત્ર ઉદ્ધૈ હુસૈન પણ તેટલો જ ઘાતકી હતો. હુસૈનના પુત્રનો ફૂટબોલ પ્રેમ પણ તેના પિતાના સ્વભાવ જેવો ઘાતકી હતો.


ઈરાક : ફરીથી સાચા પડ્યા 'બાબા ઓક્ટોપસ'

ઉદ્ધૈ હુસૈને ઈરાકી ફૂટબોલ ટીમ પર અત્યાચાર ગુજારવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. જો ઈરાકના એથ્લેટ્સ અને ફૂટબોલરો કોઈ મોટી શ્રેણીમાં હારીને આવે કે પછી ખરાબ દેખાવ કરીને પરત ફરે ત્યારે ઉદ્ધૈ તેઓ પર ભયંકર અત્યાચારો ગુજારતો હતો.24 ઓક્ટોબરના રોજ બૈરૂત ખાતે રમાયેલી એશિયન કપની ક્વાર્ટર ફાઈનલમાં ઈરાકની ટીમ જાપાન સામે 1-4થી હારી ગઈ હતી. ત્યારે ઈરાકી ઓલિમ્પિક સમિતિના પ્રમુખ બની બેઠેલા ઉદ્ધૈ હુસૈને તેની ટીમના ખેલાડીઓ પર અત્યાચાર ગુજારવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. દિવસો સુધી તેના ખેલાડીઓને ચાબુકથી ફટકારવામાં આવ્યા હતા.તેણે તે મેચના ગોલકિપર હાશિમ હસન, ડિફેન્ડર અબ્દુલ જબેર અને સ્ટ્રાઈકર ચિથેરને મુખ્ય જવાબદારો ગણીને જેલની સજા કરી હતી. જ્યારે ટીમ બગદાદ પરત ફરી ત્યારે તે ત્રણેય ખેલાડીઓને ઓલિમ્પિક સમિતિના મુખ્યમથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તે બિલ્ડિંગના ભોંયરામાં આવેલી જેલમાં રાખ્યા હતા અને તેના બોડિગાર્ડોએ ત્રણેય ખેલાડીઓને સતત ત્રણ દિવસ સુધી ચાબુક ફટકાર્યા હતા.આ પહેલા 1994માં યુએસએમાં રમાયેલા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી શકવામાં નિષ્ફળ રહેલી ટીમના ફૂટબોલરો પણ ભયંકર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. તે ટીમના ખેલાડીઓને બગદાદ પાસે આવેલી ઈરાકની કુખ્યાત જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને તેમની ઉપર ત્રાસ ગુજારવમાં આવ્યો હતો. ત્યાં ખેલાડીઓને ગટરમાં નહાવાની ફરજ પાડવામાં આવતી હતી. જ્યારે કેટલાક ખેલાડીઓને કોન્ક્રિટ (સિમેન્ટ કપચીથી બનેલા)ના બોલને કિક મારવાની ફરજ પાડવામાં આવતી હતી.જો કે ખાડી યુદ્ધ (ગલ્ફ વોર) બાદ ઈરાક પર એશિયન ગેમ્સ અને મોટા ભાગની આરબ કોમ્પિટિશનમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 1996માં ઈરાક ફૂટબોલ રેન્કિંગમાં 139માં સ્થાને હતું જે ઈરાકી ફૂટબોલ ઈતિહાસનું સૌથી નીચું સ્થાન રહ્યું હતું. જો કે 1970-80ના દાયકામાં ઈરાકી ટીમ તેની ટોચ પર હતી. આ દરમિયાન મેક્સિકોમાં રમાયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં પંહોચી ગઈ હતી.ઉપરાંત મોસ્કો, લોસ એન્જલસ તથા સિઓલ ખાતે રમાયેલા ઓલિમ્પિક ગેમ્સમાં ચેમ્પિયન રહી હતી. 1982માં તેણે એશિયન ગેમ્સ જીતી હતી. જ્યારે 4 વખત આરબ નેશન્સ કપમાં પણ વિજેતા બની હતી. ત્રણ વખત ગલ્ફ નેશન્સ કપ પણ જીતી ચૂકી છે.


ગ્રામ્ય જીવન પર આધારિત આમિરની આગામી ફિલ્મ ‘પીપલી લાઈવ’

બુધવારના રોજ દિલ્હીમાં આમિર પોતાની આગામી ફિલ્મ પીપલી લાઈવના પ્રમોશન અર્થે આવ્યો હતો. આ સમયે તે એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહ્યો હતો. આમિરે પોતાની જાત પર જ મજાક કરી હતી. તેણે પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજીની મજાક કરી હતી.પીપલી લાઈવ ગ્રામ્ય જીવન પર આધારિત છે. આ ફિલ્મ ખેડૂતના વિષય પર બનાવવામાં આવી છે. જ્યારે એક ખેડૂત આત્મહત્યાની વાત કરે છે ત્યારે તેનું જીવન કઈ રીતે બદલાઈ જાય છે તેની વાત કરવામાં આવી છે.

અમેરિકા : આને કહેવાય ફેસબુકનો ચસ્કો...

અમેરિકનો સવારે બ્રશ કરતા પહેલા પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે.સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટો જેવી કે, ફેસબુક, ટ્વિટર, ઓરકુટ વગેરેએ આપણા જીવનનું એકલતાપણું દૂર કરવામાં ઘણી મદદ કરી છે. પરંતું આ વેબસાઈટોનો પ્રભાવ હવે એટલો બધો વધી રહ્યો છે કે લોકો અન્ય વ્યસનની જેમ ફેસબુક અને ટ્વિટરના પણ વ્યસની બની રહ્યા છે.અમેરિકામાં હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અહીંના લોકો સવારે ઉઠ્યા બાદ બ્રશ કરતા પહેલા ફેસબુક ચેક કરે છે. એટલે કે સવારે ઉઠતાની સાથે લોકો પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે. ઓક્સિજન મીડિયા દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં અહીની 18 થી 34 વર્ષની મહિલાઓએ સ્વીકાર કર્યો હતો કે તેઓ સવારે ઉઠ્યા બાદ કંઈ પણ કરતા પહેલા પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે. ત્યાર બાદ હાથ-પગ ધોઈને ફ્રેશ થાય છે.સંશોધનમાં 20 ટકા મહિલાઓએ સ્વીકાર કર્યો હતો કે તેઓ મોડી રાત્રે કોઈની જાણ બહાર ફેસબુકનો ઉપયોગ કરે છે. તો 26 ટકા મહિલાઓએ એવો જવાબ આપ્યો હતો કે તેઓ અડધી રાત્રે ઉઠીને પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે. જ્યારે 39 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેમને હવે ફેસબુકનું વ્યસન થઈ ગયું છે.સર્વેમાં ભાગ લેનાર લોકોમાંથી અમુકે જણાવ્યું હતું કે, તે પોતાનું કેરિયર બનાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. તો કોઈએ કહ્યું હતું કે ફેસબુક તેમને વાસ્તવિક જીવન કરતા વધારે ખુશી આપે છે. તો અમુક લોકોએ ફેસબુકને સમાચાર જાણવાનું માધ્યમ ગણાવ્યું હતું. આ સર્વેમાં 18 થી 54 વર્ષના 1605 લોકોએ ભાગ લીધો હતો.

જર્મની : ફરીથી સાચા પડ્યા 'બાબા ઓક્ટોપસ' !

જર્મન ટીમનું ભવિષ્ય ભાંખનારા બાબા પૌલ ઓક્ટોપસની વધુ એક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. જો કે આ વખતને તેણે કરેલી ભવિષ્યવાણી જર્મન ટીમ અને તેના કરોડો પ્રશંસકો માટે સારી નથી રહી.ઓક્ટોપસે જર્મની અને સ્પેન વચ્ચે રમાનારી સેમિફાઈનલ મેચ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે સ્પેન સામે જર્મનીનો પરાજય થશે. જો કે પહેલા કેટલાક લોકોએ તેને નકારી કાઢી હતી. પરંતુ જ્યારે સેમિફાઈનલનો અંત આવ્યો ત્યારે જર્મની 0-1થી હારી જતા જર્મન પ્રશંસકોના સપનાઓ ચકનાચૂર થઈ ગયા હતા.આ પહેલા આર્જેન્ટિના સામે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ઓક્ટોપસે જર્મની માટે આગાહી કરી હતી કે જર્મની આર્જેન્ટિનાને હરાવી દેશે. જો કે તે વખતે લોકોને તે માનવામાં આવતું નહોતું. કેમ કે આ વખતે ડિએગો મારાડોનાની આર્જેન્ટિના ટીમે શાનદાર રમત દાખવી હતી. પરંતુ જર્મનીએ ક્વાર્ટર ફાઈલનમાં આર્જેન્ટિનાને 4-0થી સજ્જડ પરાજય આપ્યો હતો.
હવે જ્યારે જર્મનીનો સેમિફાઈનલમાં પ્રવેશ થયો છે ત્યારે હવે 11 જુલાઈના રોજ સ્પેન અને નેધરલેન્ડ ફાઈનલમાં આમનેસામને થશે.


મેડિકલ વિદ્યાર્થિનીએ વિમાનના ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો

ભારતની યુવા મેડિકલ વિદ્યાર્થિનીએ તુર્કમેનિસ્તાન ખાતેથી પરત ફરતી વખતે વિમાનના ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો હોવાનો કેસ સામે આવ્યો છે. બાળકને જન્મ આપ્યા બાદ યુવતીએ એરપોર્ટ ખાતેથી બાળકને તરછોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.એરપોર્ટ પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાની ઓળખ અમનદીપ કૌર મન તરીકે કરવામાં આવી છે, તેમજ તે પંજાબના હોશિયાર પુરની વતની છે. અમૃતસર એરપોર્ટ ખાતે વિમાને લેન્ડિંગ કર્યું ત્યારે યુવતીએ તાજા જન્મેલા બાળકને વિમાનના ટોઈલેટમાં જ છોડીને બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રુ મેમ્બરને ટોઈલેટમાં બાળક હોવાનું માલુમ પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી.અમનદીપ તુર્કમેનિસ્તાનની એક કોલેજ ખાતે મેડિકલનો અભ્યાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ફ્લાઈટ્માં અમનદીપ ખૂબ પરેશાન હતી. તેમજ વારંવાર વિમાનના ટોઈલેટમાં જતી હતી. વિમાનના સ્ટાફે પણ તેને પોતાની તબિયત અંગે પૂછપરછ કરી હતી.પરંતુ એરપોર્ટ ખાતે પ્લેન લેન્ડ થયાંની સાથે તેણે તાત્કાલિક નીચે ઉતરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એરપોર્ટ બહાર નિકળે તે પહેલા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ટોઈલેટની અંદર બાળકના રડવાનો અવાજ સાંભળીને એરક્રાફ્ટનો સ્ટાફ ચક થઈ ગયો હતો.પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતમાં અમનદીપે બાળકને જન્મ આપવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ પૂછપરછ દરમિયાન તે ભાંગી પડી હતી. અને તેણે જ બાળકને જન્મ આપ્યાનું કબૂલ્યું હતું. પોલીસે યુવતી સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં યુવતી તેમજ તેની બાળકી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.