28 August 2010

શનિવારે ફાઇનલ એટલે ભારત જીત્યું સમજો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

શનિવારે ફાઇનલ એટલે ભારત જીત્યું સમજો

પહેલા વિશ્વ કપ, પછી સતત બે વિશ્વ શ્રેણી અને પછી ઇંગ્લેન્ડને તેના જ દેશમાં હરાવવું. ટીમ ઇન્ડિયા માટે શનિવારનો દિવસ સુખનવંતો રહ્યો છે. દરેક મોટી શ્રેણીની ફાઇનલ શનિવારે રમાઇ છે તેમાં ભારતને જીત મળે છે. આ અનોંખ સંયોગનો લાભ ધોનીની સેનાને પણ મળશે.ઇતિહાસ સાક્ષી છે કે શનિવારના દિવસે ભારતીય ક્રિકેટ ટીમનો તારો આસમાનમાં હોય છે. ટીમ ઇન્ડિયાએ જીતેલો એકમાત્ર વિશ્વકપનો ફાઇનલ મુકાબલો પણ શનિવારે રમાયો હતો. અને ભારત વિજેતા થયું હતું.1983 વિશ્વ કપ- ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર ભારતે પ્રથમ વિશ્વકપ જીત્યો હતો. 25 જૂન 1983એ યોજાયેલા ફાઇનલ મુકાબલામાં ભારત સામે એ સમયની મહાન ટીમ વેસ્ટ ઇન્ડિઝ હતી. પરંતુ કપિલ દેવની સેનાએ કમાલ કરતા 43 રનથી આ મુકાબલો જીત્યો હતો.1993 હીરો કપ- વંડર બોયના નામથી જાણીતો થયેલો મોહમ્મદ અઝહરુદ્દિનના નેતૃત્વ હેઠળ ભારતે પ્રથમ વખત હીરો કપ પર કબ્જો જમાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ઝિમ્બાવે અને વેસ્ટ ઇન્ડિઝ સાથે હોમ ગ્રાઉન્ડ પર યોજાયેલી સીબી જુબલી ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું. આ મેચ પણ શનિવારે યોજાઇ હતી. ભારતે વેસ્ટ ઇન્ડિઝને 102ના મોટા અંતરથી હરાવ્યું હતું.1994 સિંગર વિશ્વ શ્રેણી- અઝહરુદ્દિનના સુકાનીપદ હેઠળ ભારતીય ધૂરંધરોએ ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાને 98માં ઓલઆઉટ કરી દીધું હતું. આ મેચ 17 સપ્ટેમ્બર 1994ના રોજ રમાઇ હતી. અને ત્યારે પર શનિવાર જ હતો.1994-95 વિલ્સ વિશ્વ શ્રેણી- ઘરેલુ મેદાનો પર રમાયેલી આ ટૂર્નામેન્ટ પણ ભારતના ભાગે આવી હતી. જોગાનુજોગ આ શ્રેણીની ફાઇનલ પણ શનિવારે જ રમાઇ હતી. ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 72 રનથી હરાવીને શ્રેણી પોતાના નામે કરી હતી.2002 નેટવેસ્ટ શ્રેણી- ઇંગ્લેન્ડના લોર્ડ્સ મેજાન પર થયેલી આ શ્રેણીની ફાઇનલને કોઇ ભારતીય ક્રિકેટ પ્રેમી ભૂલી શક્યું નહીં હોય. સુકાની સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ભારતની યુવા બ્રિગેડે ઇંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું હતું. મેચ જીત્યા બાદ ગાંગુલીએ ટી-શર્ટ ઉતારીને લહેરાવ્યું હતું. મેચમાં એ સમયના યુવા ખેલાડી કૈફ અને યુવારજે શાનદાર બેટિંગ કરીને પોતાની ક્ષમતા પુરવાર કરી હતી.


વિધાનસભા અધ્યક્ષ અશોકભાઈ ભટ્ટની તબિયતમાં સુધારો

ગુજરાત વિધાનસભાના સ્પીકર અશોકભાઈ ભટ્ટની તબિયત આજે વહેલી સવારે નાજુક થયા બાદ હવે તબિયતમાં સુધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. અશોકભાઈને બે દિવસ પહેલા શહેરની સાલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, છેલ્લા એક મહિનાથી અશોકભાઈની તબિયત બરાબર નહોતી અને તેમને ત્રણ વાર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી ચૂક્યા હતા. આજે હૃદયને લોહી પહોંચાડતી એક નળીમાં સ્ટેન્ટ મૂક્યા બાદ તબિયતમાં સુધારો થયો છે.સાલ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારે અશોકભાઈની તબિયત વધુ લથડી હતી. નિષ્ણાત ડોક્ટરોની ટીમે ખડે પગે રહીને સારવાર કરતાં થોડો સુધાર જણાયો હતો. જોકે, હાલ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે અને ચોવીસ કલાક નિષ્ણાત તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ અશોકભાઈની તબિયતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડો. સમીર દાણી દ્વારા અશોકભાઈને હૃદયને લોહી પહોંચાડતી નળીમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા બાદ અશોકભાઈની તબિયત સુધારા પર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.


આ છે KKRની પોલ ખોલનાર ‘ફેક IPL પ્લેયર’

યાદ છે તમને, 2009માં સુરક્ષાના પગલે ભારતની ક્રિકેટ લીગ આઇપીએલની મેચો સાઉથ આફ્રિકામાં યોજાઇ હતી. તે દરમિયાન એક જોરદાર વિવાદ ચગ્યો હતો. અને તે વિવાદ ઉભો કરનાર હતો ફેક આઇપીએલ પ્લેયર. જો કે, હવે આઇપીએલનો આ ફેક આઇપીએલ પ્લેયર લોકો વચ્ચે આવી ગયો છે.તે કોલકતા નાઇટ રાઇડર્સ ટીમનો પોતે એક હિસ્સો હોવાનું જણાવી ફેક આઇપીએલ પ્લેયર નામના બ્લોગ થકી શાહરુખની ટીમની પોલ ખોલતો હતો.શનિવારે ટાઇમ્સ નાઉ ન્યુઝ ચેનલ પર તેણે પોતાની ઓળખ લોકો સમક્ષ મુકી હતી. તેણે પોતાના બ્લોગ પર લખ્યું છે કે, ફેક આઇપીએલ પ્લેયર તરીકે હવે આરામ કરવાનો સમય આવી ગયો છે. એ પ્રવાસ ઘણો ઉત્સુકતા ભરેલો હતો. પરંતુ દરેક સારી બાબતની જેમ તેનો પણ અંત લાવવો જ જોઇએ.


'કેટરિના વિશે કાઈ જ ન પુછતાં'

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન હાલમાં જ તેની આવનારી ફિલ્મ દબંગનાં પ્રોમોશન માટેની પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન ઘણો જ ગુસ્સામાં નજર આવ્યો હતો. તે પત્રકારો દ્વારા કેટરિના સાથેનાં બ્રેકઅપ અંગેનાં સવાલો વારંવાર પુછાતા ભડકી ઉઠ્યો હતો.આ પ્રેસ કોન્ફરેન્સમાં સલમાને આવતા પહેલાં જ ચોખ્ખુ જણાવી દિધુ હતું કે તે તેનાં અંગત જીવન ખાસ કરીને કેટરિના સાથેનાં બ્રેકઅપ બાબતે કોઈ વાત કરશે નહી. તે ફક્ત દબંગને પ્રમોટ કરવામાટે આ કોન્ફરન્સમાં આવ્યો છે.પણ મીડિયા તેનાં અને કેટરિનાનાં બ્રેકઅપ વિશે વધુમાં વધુ જાણવા ઉત્સુક હતી તેથી કેટલાંક પત્રકારોએ તેને આ પ્રશ્ન સાથે સંકળાયેલાં પ્રશ્નો પુછ્યા હતાં તે સાંભળીને સલમાન ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. અને મીડિયાનાં કોઈપણ સવાલનો જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો. પછી ઘણી મહેનત બાદ સલમાન માન્યો હતો અને મીડિયા સાથે વાત કરવા રાજી થયો હતો.


આમાથી તમારો યૂથ આઈકોન કોણ છે?

બોલિવૂડમાં એક્ટર બનવા માટે ફ્ક્ત એક્ટિંગ અને ટેલેન્ટ હોવું જ જરૂરી નથી. અહી જો ખ્યાતિ અને નામની વાત કરીયે તો યુવાઓ વચ્ચે સ્ટાર્સનું લોકપ્રિય થવુ વધુ જરૂરી છે. આજકાલ આ સ્ટાર્સ દર્શકોનાં જીવનમાં પોતાનું સ્થાન બનાવવાં ફક્ત થિયેટરનો જ ઉપયોગ કરતાં નથી પણ સોશલ નેટવર્કિંગ સાઈટ્સ, વેબસાઈટ પોલ્સ પણ એક માધ્યમ બની ગયું છે. જેનાંથી સ્ટાર્સ સહેલાંઈથી તેમનાં ચાહકો સુધી પહોચીં શકે છે. તો ચાલો આજે બોલિવૂડનાં યુથ આઈકોન વિશે વાત કરીયે અને આપ જણાવો આપ કોને યુથ આઈકોન માનો છો.


પિતાનો જીવ બચાવવા પહોંચી ત્રણ વર્ષની બાળકી

રણ વર્ષીય એલેઝેન્ડ્રા ટફોયા ક્યારેક પોતાના માતા-પિતા વગર ઘરમાંથી એકલી બહાર પણ નિકળતી ન હતી. પરંતુ થોડા દિવસો પહેલા તે પોતાના પિતાની મદદ કરવા માટે ચાલીને જ ફાયર ફાઈટરોની મદદ લેવા માટે નિકળી પડી હતી. એલેઝેન્ડ્રાનો પરિવાર કેલિફોર્નિયાની મેનટિકા ફાયર સ્ટેશનથી અડધા કિલોમીટર દૂરના અંતરે રહે છે.તેની માતાએ તેને શીખવ્યું હતું કે ક્યારેય પણ ઈમરજન્સીની હાલતમાં ફાયર ફાઈટર્સ તેની મદદ કરે છે. આથી તેના પિતા બેભાન થઈ જતાં તે મદદ માટે ફાયર સ્ટેશને પહોંચી ગઈ હતી. આ પહેલા તે ફાયર સ્ટેશને ક્યારેય ગઈ ન હતી. ફાયર સ્ટેશને પહોંચીને તેણે ફાયર ફાઈટરોની મદદ માંગી હતી તેમજ તેના પિતાને હોસ્પિટલે પહોંચાડ્યા હતાં.એક ફાયર ફાઈટરે જણાવ્યું હતું કે એલેઝેન્ડ્રા ખૂબ બહાદૂર છોકરી છે. તેના પિતાની તબિયત કોઈ દવાના રિએક્શન બાદ ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે જો એલેઝેન્ડ્રા સમય પર પહોંચી ન હોત તો તેના પિતાનું મોત થઈ શક્યું હોત. ઘટના બાદ ફાયર ફાઈટરોએ હવે ત્રણ વર્ષની બાળકીનુ સન્માન કરવાનું નક્કી કર્યું છે. એવું પણ શક્ય છે કે તેની બહાદૂરીને જોઈને આગામી વર્ષોમાં તે બાળકીને નોકરી પણ આપી દે.


મારૂતિની નવી રિટ્ઝમાં ચાવી વગર એન્ટ્રી

કાર બનાવનાર ભારતની સૌથી મોટી કંપની મારૂતિ સુઝુકીએ પોતાની સ્મોલ કાર રિટ્ઝનું એક નવું મોડલ રજૂ કર્યું છે. તેનું નામ રિટ્ઝ જેનસ છે. આ મોડલની બહુ ઓછી ગાડીઓ બજારમાં ઉતારવામાં આવશે. પરંતુ તેની કિંમત રૂ.17,000 વધુ હશે. આ લિમિટેડ એડિશનની ફકત 500 કારો જ ઉતારવામાં આવી રહી છે.આ કોરાના એન્જિન વગેરેમાં કોઇ ફેરફાર નહિં હોય પરંતુ તેના બહારના હિસ્સાને સુંદર બનાવી દેવાશે. હાલ રિટ્ઝના બે મોડલ છે- વીએક્સાઇ અને વીડીઆઇ. વીએક્સઆઇની કિંમત રૂપિયા 4.52 લાખ અને વીડીઆઇની 5.31 લાખ (દિલ્હીનો એક્સ શોરૂમ)છે.રિટ્ઝ જેનસની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ઘૂસવા માટે ચાવીની જરૂર નહિં પડે. તેનું સ્ટિયરિંગ ઝૂકી જાય છે અને તેમાં ઇન્ટિગ્રેટેડ મ્યુઝિક સીસ્ટમ છે, જે ખૂબ જ સારો અવાજ કરે છે. એવું લાગી રહ્યું છે કે મારૂતિએ નિસાનની માઇક્રાના તર્જ પર નવ યુવાનોને રિઝવવા માટે આ મોડલ રજૂ કર્યું છે.

શ્રાવણી સરવડાને બદલે અષાઢી ઉન્માદભર્યો વરસાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


શ્રાવણી સરવડાને બદલે અષાઢી ઉન્માદભર્યો વરસાદ

રાજકોટમાં શુક્રવારે મેઘરાજાની પુન: પધરામણી થઇ હતી. સાંજે ૬-૩૦ વાગ્યાના અરસામાં ગગનગોખે જમા થયેલા કાળા ડિબાંગ વાદળોએ વરસવાનું શરૂ કર્યું હતું અને બે ઇંચ વરસાદ પડી ગયો હતો. રાબેતા મુજબ જ શહેરમાં અનેક સ્થળો થોડી કલાકો માટે પાણીથી છલોછલ થઇ ગયા હતા. લાં...બા વરાપ પછી શુક્રવારે રાજકોટમાં વાતાવરણમાં અષાઢી પલટો આવ્યો હતો.બપોર બાદ ગગન ગોખે વાદળોની જમાવટ થવા લાગી હતી. સાંજે ૫-૩૦ વાગ્યાના અરસામાં તો ધોળા દિવસે અંધારું કરી દે આવા શ્યામરંગી જલસભર વાદળોએ આકાશનો કબજો લઇ લીધો હતો અને ત્યારબાદ ઉગમણી દિશાએથી વાતા પવન સંગે મેઘછાલકો વરસવા લાગી હતી. અડધી’ક કલાક સુધી અંધાધૂંધ વરસ્યા બાદ મેઘરાજાએ ફરી એક વખત પોરો ખાધો હતો અને ત્યારબાદ ફરી એક વખત રાત્રે આઠ વાગ્યાથી ઝીલમીલ ઝીલમીલ ઝાપટાં વરસવા શરૂ થયા હતા. રાત્રે દસ વાગ્યા સુધીમાં શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાઇ ચૂકયો હતો.સાંજે સાડા છ વાગ્યાના અરસામાં શહેર પરના આકાશમાં એક સાથે અલગ અલગ દ્રશ્યો સર્જાયા હતા. ઉગમણી દિશાની ક્ષિતિજે શ્યામરંગી ઘટાટોપ વાદળો છવાયા હતા. એ જ રીતે આથમણી દિશાએ પણ કાળા ડિબાંગ વાદળોની જમાવટ હતી. તો શહેર ઉપરના આકાશમાં ખૂબ નીચાઇએ વાદળાઓની સંતાકૂકડી જોવા મળી હતી. એ સાથે જ મિનિટો સુધી વાદળોની ગર્જનાઓ સાથે વીજળી ચમકતી રહી હતી.


સૌરાષ્ટ્રમાં ફરી મેઘમહેર : ૧થી ૬ ઈંચ

સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસું જામ્યું છે. છેલ્લા બે દિવસથી જુનાગઢ અને અમરેલીમાં અવિરત મેઘસવારી બાદ શુક્રવારે કાઠિયાવાડના દરેક જિલ્લાઓમાં ૧થી ૬ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે. ઊના અને કેશોદ પંથકના ગામડાંઓમાં એક કલાકમાં ૩થી ૬ ઈંચ સુધીનો વરસાદ પડી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. રાજકોટ જિલ્લાના કેટલાક શહેરોમાં ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે બે કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. અને રાત્રિના સમયે પણ વરસાદ ચાલુ હોવાના વાવડ મળી રહ્યાં છે.જુનાગઢથી મળતા અહેવાલ મુજબ સમગ્ર જિલ્લામાં શુક્રવારે ફરી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ઊના તાલુકાના કરણી ગામમાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કણકિયામાં સાડા ચાર ઈંચ, આંબાવડમાં ૪, ધોકડવામાં સાડ ત્રણ ઈંચ, સીમાસી ૩, ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કોડીનારના ડોળાસામાં ત્રણ ઈંચ અને કેશોદના અજાબ ગામમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત જુનાગઢ જિલ્લામાં માંગરોળ પંથકમાં પોણા ત્રણ ઈંચ અને કોડીનારમાં ત્રણ ઈંચ વરસાદ થયો હતો. માળિયાહાટીનામાં વધુ અઢી ઈંચ ખાબક્યો હતો. કેશોદ અને તાલાલા પંથકમાં બબ્બે ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. મેંદરડામાં દોઢ ઈંચ અને વંથલી તેમજ સુત્રાપાડામાં એક-એક ઈંચ વરસાદ પડી ગયો હતો. વેરાવળ, ઊના, માણાવદર અને વિસાવદરમાં ઝાપટાં પડ્યા હતા.અમરેલીથી મળતા સમાચાર મુજબ ચલાલા પંથકમાં સવા ત્રણ ઈંચ જ્યારે અમરેલી શહેરમાં ત્રણ ઈંચ પડી ગયો હતો. બાબરા, બગસરા, સાવરકુંડલા અને ખાંભામાં એક-એક ઈંચ વરસાદ થયો હતો. ધારી અને લાઠીમાં સવા ઈંચ વરસાદ પડી ગયો હતો. લીલિયામાં પોણો ઈંચ પાણી પડ્યું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ છે ત્યારે વધુ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. વડિયા અને આસપાસના વિસ્તારોમાં દોઢથી ચાર ઈંચ જેટલો વરસાદ પડતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું.

રાજકોટમાં પાકિસ્તાનના આઠ હિન્દુ યુગલોના અનોખા લગ્ન

સમૂહ લગ્નોત્સવો તો યોજાતા જ હોય છે. પરંતુ રાજકોટમાં આજે એક અનોખા સમૂહ લગ્ન સંપન્ન થયા છે. પાકિસ્તાન રહેતા આઠ હિન્દુ પરિવારની છ દીકરી અને બે પુત્ર સરહદના બંધનો તોડી રાજકોટ- કચ્છના જ્ઞાતિના પ્રિય પાત્ર સાથે લગ્નની પવિત્ર ગાંઠે બંધાયા છે.આઝાદી પૂર્વે દેશના ભાગલા પડ્યા ત્યારે કચ્છ પંથકના મેઘવાર સમાજના અનેક પરિવારો પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. ત્યાં હિન્દુ ધર્મ ઉપર અનેક પ્રકારના અંકુશ છે. સંતાનોના ઉજજવળ ભાવિ માટે પાકિસ્તાન રહેતા મેઘવાર સમાજના પરિવારે માદરે વતનમાં મૂરતિયા અને કન્યા પસંદ કરી જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક કરી સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. અને આ માટે સમાજ કલ્યાણ વિભાગની મંજૂરી મેળવી હતી. મેઘવાર સમાજના પ્રમુખ જમનાદાસ મેઘજીભાઇ વિસરીયાએ રણછોડનગરમાં મચ્છુ કડિયા લુહાર જ્ઞાતિ મંડળ સમાજની વાડીમાં સમૂહ લગ્ન યોજવાની મંજૂરી મેળવી હતી.પાકિસ્તાન રહેતા મેઘવાર પરિવારની દીકરી આરતી ગોવિંદભાઇ બુઢ્ઢા, સવિતા બાબુલાલ બુચિયા, ગંગા એતીશ્યામ બુઢ્ઢા, ચંદા આતુભાઇ ભોયા, સવિતા ગોપાલભાઇ સુંઢા અને રમીલા કરસનભાઇ સુંઢાએ અનુક્રમે દીપક વિસરીયા, લાલજી ધુવા, તેજપાર આયડી, દિનેશ દેવરિયા, વિજય ચાવડા અને હિતેશ પીંગરસુર સાથે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.જ્યારે ત્રણ ભારતીય યુવતી ભાવના, નીતા અને મયુરીએ અનિલ ગડણ, અશોક બળધા અને સંદપિ ઘેડા સાથે લગ્નગ્રંથિથી જોડાઇ હતી. આ આઠ દંપતી હવે ભારતમાં જ સ્થાયી થવાના છે. આ માટે જરૂરી કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નિયમ મુજબ આ નવ દંપતીએ કોર્ટમાં પણ લગ્ન કરવા પડશે. આ સમૂહ લગ્નમાં એક હજાર જાનૈયા જોડાયા હતા. અને ધામધૂમથી જાનને વિદાય અપાઈ હતી. જ્ઞાતિ તરફથી નવ દંપતીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.સમાજના દાતાઓ તરફથી કરિયાવરમાં દરેક દંપતીને સોનાની ખિરોલ, નાકની ચૂંક, ચાંદીના પોચા, ઝાંઝરા, ઉપરાંત કબાટ, સેટી પલંગ, ગાદલાનો સેટ, કુકર, કાંસાના થાળી-વાટકા, સ્ટવ, બ્લેન્ડર, ખુરશી, કાંડા ઘડિયાળ, સિલિંગ ફેન, સ્ટીલનો ઘોડો, સહિતની જરૂરી ઘરવખરી ભેટમાં આપી હતી.


જસદણ : વીરનગરના સરપંચે ત્રણ મહિલાઓને બેફામ ફટકારી

જસદણ તાલુકાના વીરનગર ગ્રામ પંચાયતના સરપંચે ગરીબ કલ્યાણ મેળાની ત્રણ લાખની સહાયના મુદ્દે રજુઆત કરવા આવેલી ત્રણ મહિલાને બેફામ ફટકારી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે સરપંચે એવો ખુલાસો કર્યો હતો કે, સહાય મળી જ નથી તો પછી ગરીબ લોકોને આપું જ કેવી રીતે.જસદણમાં તાજેતરમાં જ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક લોકોએ એવી વાત વહેતી કરી હતી કે, વીરનગરના સરપંચ મોહનભાઈ રાદડિયાને ત્રણ લાખ રૂપિયાની સહાય ગરીબોને આપવા માટે આવી છે. આથી વીરનગરમાં જ રહેતા હંસાબેન વિટ્ઠલભાઈ રોજાસરા, હંસાબેન ડાયાભાઈ પરમાર અને ભારતીબેન નામની મહિલાઓ ગુરુવારની રાત્રિએ સરપંચના ઘરે ગયા હતા અને ત્યાં સરપંચના પત્નીને ‘તારો વર સહાયના પૈસા ખાઈ જાય છે’ તેમ કહીને ભારે ગોકીરો બોલાવ્યો હતો.દરમિયાન શુક્રવારે ફરી આ મહિલાઓ પંચાયત કચેરીએ ગઈ હતી અને સરપંચ રાદડિયા સમક્ષ ત્રણ લાખની સહાયના મુદ્દે રજુઆત કરી હતી. જો કે પોતાને કોઈ સહાયના રૂપિયા મળ્યા ન હોય સરપંચે તેના સાગરીતની સાથે મળીને ત્રણેય મહિલાઓને ઝૂડી નાખી હતી. અને આખો મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. જો કે માફામાફી બાદ કોઈ ફરિયાદ થઈ ન હતી અને ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. ત્રણેય મહિલાઓએ જણાવ્યું હતું કે, સરપંચ માથા ફરેલા છે અને તેઓ શું બોલે છે તેનું તેને ભાન નથી હોતું. આ ઉપરાંત ભ્રષ્ટાચારના પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.


રાજકોટ : જંકશનમાં ત્રણ દુકાનમાં તોડફોડ: વેપારીઓમાં ફફડાટ

શહેરમાં માત્ર ‘વહીવટ’માં વ્યસ્ત પોલીસતંત્રની ઢીલી નીતિને કારણે લુખ્ખાઓ બેફામ બન્યા છે. જેના કારણે સામાન્ય લોકોને જીવવું દોહલ્યું બન્યું છે. ત્યારે જંકશન વિસ્તારમાં રાત્રિના ત્રણ લુખ્ખાઓએ ત્રણ દુકાનમાં તોડફોડ કરી છરી બતાવી વેપારીઓને ધમકાવતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.જંકશન મેઇન રોડ પર આવેલી ‘એ ટુ ઝેડ પાન’ની દુકાને રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં બાઇકમાં ત્રણ શખ્સો છરી સાથે ધસી આવ્યા હતા અને દુકાનના માલિક ધરમદાસભાઇ સાથે બોલાચાલી કરી ધમાલ મચાવી હતી. ત્રણેય લુખ્ખાઓએ પાનની દુકાન તેમજ બાજુમાં આવેલી ‘એ ટુ ઝેડ કોલ્ડ્રિંક્સ’ અને ‘કૈલાશ આઇસ્ક્રિમ’ દુકાનમાં પણ તોડફોડ કરી ઠંડા પીણાના ગાલા રોડ પર ફગાવી દીધા હતા.માથાંભારે તત્વોના સરાજાહેર આતંકને ટોળે વળેલાં લોકોએ નિહાળ્યો હતો પરંતુ કોઇએ લુખ્ખાઓને ટપારવાની હિંમત કરી ન હતી. તોડફોડ કરી સીન જમાવ્યા બાદ ત્રણેય શખ્સો બાઇકમાં નાસી છુટયા હતા. બાદ આ અંગે જાણ કરાતાં પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી.વેપારી ધરમદાસભાઇએ જણાવ્યું કે, મહમદ નામનો ઇસમ રાત્રીના આઠેક વાગ્યે બાઇક લઇને નીકળ્યો હતો ત્યારે કોઇની સાથે સામાન્ય અકસ્માત થતાં ‘હમણાં આવું છું અહિયાં જ ઊભો રહે જે’ તેમ તે વ્યક્તિને કહી જતો રહ્યો હતો. એ વ્યક્તિ થોડીવાર ‘એ ટુ ઝેડ પાન’ પાસે ઊભા રહ્યા બાદ જતો રહ્યો હતો. ત્યારબાદ મહમદ પોતાના બે સાગરીતો સાથે આવ્યો હતો અને અકસ્માત સર્જનાર એ શખ્સનું સરનામું આપો તેમ કહી આતંક મચાવ્યો હતો.


ધોરાજીમાં માત્ર બે કલાકમાં ધોધમાર ૬ ઇંચ ખાબક્યો

ધોરાજીમાં શુક્રવારે સાંજે ૫ થી ૭ સુધીની માત્ર બે કલાકમાં છ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં આખું શહેર જળબંબાકાર થઇ ગયું હતું. નદી બજારમાં દુકાનોમાં બેથી પાંચ ફૂટ સુધીના પાણી ઘૂસી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ધોરાજીમાં ગુરુવારની રાત્રે પણ બે ઇંચ વરસાદ પડતાં ચોવીસ કલાકમાં આઠ ઇંચ પાણી વરસી ગયું છે. સૂપડાધારે વરસેલા અતિભારે વરસાદને કારણે શહેરમાં જળહોનારતનો ભય સર્જાયો હતો. સદભાગ્યે બે કલાક બાદ મેઘસવારી અટકી જતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.ધોરાજીમાં ગુરુવારે રાત્રે બે ઇંચ વરસાદ પડ્યા બાદ શુક્રવારે બપોર પછી આકાશ ઘટાટોપ બનવા લાગ્યું હતું.કાળા ડીબાંગ વાદળોએ જમાવટ કરતાં ધોળે દિવસે અંધકાર છવાયો હતો અને સાંજે પાંચ વાગ્યાથી આકાશ વરસવા લાગ્યું હતું.માત્ર ચાર ફૂટ દૂરનું પણ દેખાય નહીં એવા સૂપડાધારે વરસેલા વરસાદે ધોરાજી શહેરને તળાવમાં પલટાવી નાખ્યું હતું. બે કલાક સુધી વાદળો અવિરત વરસ્યા હતા અને છ ઇંચ પાણી પડી ગયું હતું.


મહેસાણાની આંગડિયા લૂંટમાં સંડોવાયેલાની કુંડળી તપાસાશે

ગોંડલ સહિત રાજકોટમાં આડેદહાડે આંગડીયા પેઢીમાં ચોરીના વધતા જતા બનાવો પર બ્રેક લગાવવા રાજકોટ પોલીસે મહેસાણા એલસીબી પાસે મહેસાણામાં અગાઉ આંગડીયા લૂંટ તેમજ ચોરીમાં સંડોવાયેલા વ્યક્તિઓની ગુનાખોરીની કુંડળીની વિગતો માગી છે.રાજકોટ જિલ્લામાં સમયાંતરે આંગડીયા પેઢીમાં ચોરી તેમજ લૂંટના બનાવો વચ્ચે ગત ૨૪ ઓગસ્ટના રોજ ગોંડલ ખાતે આંગડીયા પેઢીની ઓફિસને નિશાન બનાવવાના બનાવે રાજકોટ પોલીસને ધ્રુજાવી મૂકી હતી. ગોંડલ નાની બજારના જે.જે. કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા બાબુલાલ કાંતિલાલ પટેલ આંગડીયા પેઢીની ઓફિસ આગળની જાળીના બે તથા શટરના બે તાળા ડુપ્લિકેટ ચાવીથી ખોલી ચોરોએ હાથ ફેરો કર્યો હતો.અત્રેની ઓફિસના કબાટની તિજોરી તોડી તેમાં પડેલા રૂ. ૧૮.૧૧ લાખની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયેલા ચોરોને ઝડપી લેવા સ્થાનિકની સાથોસાથ રાજકોટ એલસીબી સહિતની શાખાઓ ચોરીનું પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે.આ સંજોગોમાં મહેસાણા તેમજ જિલ્લામા અગાઉ થયેલી આંગડીયા પેઢીઓમાં થયેલી ચોરીઓ તેમજ લૂંટમાં ઝડપાયેલા શખ્સોની રાજકોટ એલસીબી શાખાએ મહેસાણા એલસીબી પાસે ગુનાખોરીની કુંડળી માંગી છે. જે અનુસંધાને સ્થાનિક એલસીબીએ પોલીસ ચોપડે બંધ આંગડીયા ચોરીના આરોપીઓનો ઈતિહાસ ફંફોસવા તજવીજ હાથ ધરી છે.


રાજકોટ : લોકસાહિત્ય સર્જક ઝવેરચંદ મેઘાણીની ૧૧૫મી જન્મતિથિ ચોટીલામાં ઉજવાશે

પાંચાળની કંકુવરણી ગણાતી ભાતીગળ ભોમકા ચોટીલામાં જન્મીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યને જગતની સામે મુકનાર શિરમોર સર્જક ઝવેરચંદ મેઘાણીની ૧૧૫મી જન્મતિથી નિમિત્તે તેમના જન્મસ્થળ ચોટીલા ખાતે બે દિવસનો ઉત્સવ જાશે,મેઘાણીપ્રેમીઓની સાથે જ નવી પેઢી પણ તેમના જીવન અને કાર્યથી પરિચિત થાય તે ઉદ્દેશથી તા.૨૭ અને ૨૮ના બે દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.ઝવેરચંદ મેઘાણીના સમગ્ર સાહિત્યને વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવીને નવી પેઢીને આ અમર વારસાથી પરિચિત કરાવનાર તેમના પૌત્ર પિનાકી મેઘાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે તા. ૨૮ ઓગસ્ટે ઝવેરચંદભાઇના જન્મદિવસે ચોટીલા માર્કેટ યાર્ડ પાસે રાત્રે ૮ વાગ્યે સોરઠી સંતવાણીનો કાર્યક્રમ થશે,ડાયરા તો અનેક થાય છે પરંતુ તેમના સંપાદિત-રચિત ભજનોની આવી રજુઆત પ્રથમ વખત થશે.ભીખુદાન ગઢવી, લાખઅથ્ભઅથ્ઇ ગઢવી,નિરંજન પંડ્યા,ભઅથ્રતીબેન વ્યાસ તેમજ નિરંજન રાજ્યગુરૂ આ ભજન-સંતવાણી રજુ કરશે. જાહેર જનતાને આ કાર્યક્રમોમાં હાજર રહેવા નિમંત્રણ અપાયું છે.


રાજકોટમાં ચાર વોર્ડમાં ભૂગર્ભ ગટર માટે ૨૭.૪૦ કરોડનો ખર્ચ થશે

મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં. ૨, ૫, ૬ તથા ૧૭માં રહેતા ૪૦,૪૫૦ પરિવારોને ભૂગર્ભ સુવિધા આપવા ૨૭.૪૦ કરોડના ખર્ચને ૨૭ ટકા ઓન સાથે સવૉનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ ચાર વોર્ડમાં કોન્ટ્રાક્ટરને ૧૮ માસમાં પોતાની કામગીરી પૂર્ણ કરવા મુદ્દત અપાઇ છે.સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલા આ કામમાં હાઉસ કનેકશન તેમજ ચેમ્બર બનાવવાના કામનો સમાવેશ થતો નથી. આ કામ માટે અલગથી ટેન્ડર બહાર પાડવામાં આવશે. વોર્ડ નં. ૨માં વાંકાનેર સોસાયટી, મોમીન સોસાયટી, બજરંગવાડી, પુનિતનગર, ભોમેશ્વર સોસાયટી, પ્રેસ કોલોની, રેલનગર, રાજીવનગર, મોચીનગર, સંજયનગર, ગાંધીગ્રામ શે. નં. ૧ થી ૭માં ડ્રેનેજ સુવિધા ઉપલબ્ધ થશે તો વોર્ડ નં. ૫માં ઉત્સવ સોસાયટી, ગંગા પાર્ક, અક્ષરધામ, ગાયત્રી સોસાયટી, જમના પાર્ક, ગણેશપાર્ક, સરદાર પાર્ક, તિરૂપતિ બાલાજી પાર્ક સહિતના વિસ્તારોને ભૂગર્ભ કનેકશન અપાશે.જ્યારે વોર્ડ નં. ૬માં મણીનગર, શ્રીરામ સોસાયટી, મનહર સોસાયટી, યાર્ડ પાછળના ક્વાર્ટર, શિવમ સોસા., માલધારી, ન્યુ શક્તિ, લાલપરી મફતિયુ, નરસિંહપરા, શિવનગર, બજરંગનગર તથા વોર્ડ નં. ૧૭માં દેવકીનંદન, સત્યમ પાર્ક, શ્રીરામપાર્ક, અનમોલ પાર્ક, પરશુરામ સોસાયટી, આરતી સોસાયટી સહિતના વિસ્તારોને ડ્રેનેજ સિસ્ટમ હેઠળ આવરી લેવાશે.


જામનગરમાં બેના અને રાજકોટમાં એકનું સ્વાઈન ફલૂથી મોત

રાજકોટમાં સ્વાઈન ફલૂના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે વેરાવળની મહિલાનું મોત નિપજતા મૃત્યુ આંક ૧૪૬ થયો હતો. તેમજ જામનગરમાં પણ એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ થયા હતા.સોમનાથ વેરાવળમાં રહેતા રમાબેન રામભાઈ રાઠોડ (ઉ.વ.૪૬)ને શુક્રવારે વહેલી સવારે રાજકોટ હોસ્પિટલના સ્વાઈન ફલૂના વોર્ડમાં દાખલ કરાયા હતા. જેમનું સારવારમાં મોત નિપજ્યું હતું.રમાબેનના મોત સાથે રાજકોટ હોસ્પિટલના સ્વાઈન ફલૂ વોર્ડનો મૃત્યુ આંક ૧૪૬ થયો હતો. મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે આજે વધુ ૧૨ સેમ્પલનું પ્úથક્કરણ થયું હતું. જેમાંથી નવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાઈન ફલૂ વોર્ડમાં હાલમાં ૨૩ દર્દી દાખલ છે. જેમાંથી ૨૦ પોઝિટિવ છે અને ત્રણનો રિપોર્ટ પેન્ડિંગ છે. પાંચ દર્દીઓની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું.તેમજ જામનગરમાં ટીટોળી ફળીમાં રહેતા હાસમભાઈ કાસમભાઈ (ઉ.વ.૪૮)ને બે દિવસ પૂર્વે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનો સ્વાઈન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાસમભાઈનું શુક્રવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોબાઇલ વિક્રેતાઓ પર દરોડા

મોબાઇલ વિક્રેતાઓ દ્વારા બેફામ વેટ ચોરી થતી હોવાની શંકાના આધારે આજે બપોરથી જ વેટ-એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ, જામનગર, મોરબી, ભુજ, અમદાવાદ, ભાવનગર સહિત રાજ્ય વ્યાપી દરોડાનો દૌર આરંભાયો છે. આ દરોડાના પગલે બપોર બાદ રાજકોટ, મોરબી, ભુજ, જામનગર શહેરમાં બ્રાન્ડેડ તેમજ ચાઇનીઝ મોબાઇલ વેચાણ કરતી દુકાનોને ટપોટપ તાળાં લાગી ગયા હતા.મોબાઇલ વિક્રેતાઓ દ્વારા મોબાઇલ ફોનના વેચાણમાં બહુ મોટા પ્રમાણમાં વેટ ચોરી થતી હોવાનું જાણમાં આવ્યા બાદ વેટના એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ સર્વે દરમિયાન અનેક સ્થળે બિલ વગર જ ધંધો થતો હોવાનું ખૂલ્યા બાદ રાજકોટ, મોરબી, ભુજ, જામનગર સહિતના શહેરોમાં વેટ-એન્ફોર્સમેન્ટ વિભાગની ટીમો ત્રાટકી હતી.રાજકોટના યાજ્ઞિક રોડ પર ત્રાટકેલી ટુકડીને કશું હાથ લાગ્યું નહોતું. વેપારી દ્વારા નીલ રિટર્ન રજુ કરાતા એન્ફોર્સમેન્ટ ટુકડી પરત ફરી હતી. જો કે રાજકોટમાં અનેક દુકાનો બપોર પછી ખુલ્લી જ નહોતી.આજે બપોરના ૧ વાગ્યાથી શરૂ થયેલી આ કાર્યવાહી મોડી રાત્રિના પણ ચાલુ હતી


ત્રાસવાદનો રંગ ભગવો નહિ પણ કાળો છે

ગૃહપ્રધાન પી. ચિદમબરમે ભગવા ત્રાસવાદને મુદ્દે આપેલા નિવેદનને મુદ્દે ભાજપ અને શિવસેનાના ઉગ્ર વિરોધ પછી કોંગ્રેસે શુક્રવારે ચિદમ્બરમ્ના નિવેદનથી અંતર બનાવી લેતાં કહ્યું હતું કે, ભગવો કે કેસરિયો રંગ પ્રશ્ન નથી. સમસ્યા ત્રાસવાદ અંગેની છે અને ત્રાસવાદ એક જ રંગ ધરાવે છે અને તે છે..‘કાળો’.કોંગ્રેસના મહામંત્રી અને મીડિયા વિભાગના વડા જનાર્દન દ્વિવેદીએ કહ્યું હતું કે, ભગવો કે કેસરીયા રંગનો મુદ્દો નથી, મુદ્દો ત્રાસવાદનો છે. ત્રાસવાદને કોઇ રંગ નથી. ત્રાસવાદનો રંગ કાળો છે. તમે તેને ગમે તે રંગ સાથે જોડો ત્રાસવાદ એ ત્રાસવાદ જ છે અને તેનો વિરોધ થવો જોઇએ.દરમિયાન આ મુદ્દે વિરોધ કરવા જતાં ભાજપ આજે રાજ્યસભામાં એકલું અટૂલું પડી ગયું હતું. ડાબેરી સહિતના વિરોધપક્ષે આ મુદ્દે ભાજપને નિશાન બનાવવા કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. આ પ્રશ્ને બે વાર ગૃહની બેઠક મુલતવી રહ્યા બાદ શૂન્ય કલાક દરમિયાન ગૃહની બેઠક મળતાં માર્ક્સવાદી નેતા વૃંદા કરાતે અરુણ જેટલીએ પોતે ભગવા ત્રાસવાદને મુદ્દે વિરોધ કરવામાં ગૃહના મોટાભાગના સભ્યોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવાના દાવાને પડકાર્યો હતો. કરાતે જણાવ્યું હતું કે જેટલી માત્ર તેમના પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દેશમાં પાયાના બિનસાંપ્રદાયિક વલણોને સમર્થન ના આપી રહેલાં પરબિળો જ આવી બાબતને પ્રોત્સાહન આપે છે. હિન્દુત્વના નામે આ રીતે આચરવામાં આવતા ત્રાસવાદને વખોડવો જોઇએ.આ વિધાન સામે ભાજપના સભ્યોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે ભગવો રંગ રાષ્ટ્રધ્વજમાં પણ છે. રાજ્યસભામાં ભગવા ત્રાસવાદને મુદ્દે એકલા પડી ગયા છતાં ભાજપે ગૃહપ્રધાનને પી. ચિદમ્બરમને નિશાન બનાવવાનું ચાલુ જ રાખ્યું હતું. ભાજપ પ્રવકતા રાજીવપ્રસાદ રૂડીએ સંસદ બહાર પત્રકારોને જણાવ્યું હતું કે ત્રાસવાદને કોઇ ધર્મ સાથે સાંકળવો ના જોઇએ. દેશના ગૃહમંત્રીનું આવું નિવેદન કમનસીબ કહી શકાય.


પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ નજીક ફાયરિંગ

પાકિસ્તાનના પેશાવર સ્થિત અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ નજીક ફાયરિંગ થતાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. દૂતાવાસના વિસ્તાર પર હેલીકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે. આ આતંકવાદી હુમલો હોવાની વાત પણ નકારી શકાય તેમ નથી. હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.

પાકિસ્તાનમાં ભારતીય ચેનલો પર પ્રતિબંધ

પાકિસ્તાનના લોકો હવે શ્રેષ્ઠ સીરિયલો અને બોલીવૂડ ફિલ્મો જોઈ નહીં શકે, કારણકે રાષ્ટ્રીય મીડિયા નિયામક પ્રાધિકરણના આદેશ અનુસાર હવે અહીંના કેબલ ઓપરેટરોએ ભારતીય મનોરંજન ચેનલોનું પ્રસારણ બંધ કરી દીધું છે.દેશભરમાં સ્ટાર અને સોની નેટવર્ક જેવી અગ્રણી ભારતીય મનોરંજન ચેનલોનું પ્રસારણ બંધ થઈ ગયું છે, જ્યારે બીબીસી અને સીએનએન જેવી આંતરરાષ્ટ્રીય ચેનલો છેલ્લા કેટલાંક દિવસોથી અહીંના કેટલાક વિસ્તારોમાં પ્રસારિત કરવામાં નથી આવી રહી.ઈસ્લામાબાદ ખાતેના નયાતાલ કેબલ નેટવર્કે પોતાના ગ્રાહકોને મોકલાવેલા એક મેસેજમાં લખ્યું છે કે પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ અમુક ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે આમાં ચોક્કસ વિસ્તારોના નામ આપવામાં આવ્યા નથી. પીઈએમઆરએના અધ્યક્ષ મલિક મુસ્તાકે પત્રકારોને જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના હુકમ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.માધ્યમોમાં એવું પ્રસારિત કરવામાં આવી રહ્યું છે કે 25 ઓગસ્ટના રોજ સૂચના અને પ્રસારણ મંત્રાલયની ભલામણના આધારે સુપ્રીમ કોર્ટે ભારતીય ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન કેબલ ઓપરેટર સંઘના અધિકારી મહોમ્મદ સાદિક આ અંગે વાત કરતા કહે છે કે સ્ટાર પ્લસ, સોની, સેટ મેક્સ, સ્ટાર ગોલ્ડ, ઝી ટીવી, ઝી સિનેમા, સ્ટાર મુવીઝ જેવી મનોરંજન ચેનલો ઈએસપીએન, સ્ટાર સ્પોર્ટ્સ, સુપર સ્પોર્ટ્સ જેવી સ્પોર્ટ્સ ચેનલો તથા સીએનએન, બીબીસી અને અલ ઝઝીરા જેવી સમાચાર ચેનલો સહિત કુલ 30 ચેનલોનું પ્રસારણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


રાહુલ ગાંધી અને નક્સલવાદી એક મંચ પર

ઓરિસામાં લંજીગઢ ખાતે એક કાર્યક્રમમાં રાહુલ ગાંધી મંચ પર શંકાસ્પદ નકસલવાદી નેતા સાથે બેઠા હોવાને મુદ્દે ભાજપે સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે. ભાજપના પ્રવકતા પ્રકાશ જાવડેકરે આ ગંભીર બાબત હોવાનું કહેતા જણાવ્યું હતું કે, સરકારના એક પ્રધાન મમતા બેનરજી નકસલવાદીઓની ખુલ્લેઆમ તરફદારી કરી રહ્યા છે અને કોંગસી નેતા રાહુલ ગાંધી નકસલવાદી સાથે મંચ પર બેસે છે એવા સંજોગોમાં સરકાર નકસલવાદને લડત કઇ રીતે આપશે?કોંગ્રેસ પ્રવકતા મનીષ તિવારીએ તેના જવાબમાં જણાવ્યું હતું કે નિયમગીરી પહાડી પ્રદેશની રાહુલ ગાંધીની મુલાકાતનો ઉદ્શ દેશની જનતાને એ સંદેશો આપવાનો હતો કે, સત્તા માટેની હોહા વચ્ચે તેમની ચિંતાઓની અવગણના નહીં કરવામાં આવે. દિલ્હીમાં તેઓ આદિવાસી હિતોના પ્રહરી છે એમ જણાવીને રાહુલ ગાંધીએ તેમને ન્યાયની ખાતરી આપતો સંવેદનશીલ સંદેશો આપ્યો છે.


'માયા' મુદ્દે માયાવતી પર ગાળિયો તૈયાર

ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન માયાવતી સામે બિનહિસાબી મિલકતના કેસમાં ખટલો ચલાવવા માટે નક્કર અને વિશ્વસનીય પુરાવા સીબીઆઇને મળ્યા હોવાનું સુપ્રીમકોર્ટમાં સીબીઆઇએ જણાવ્યું છે.માયાવતી અંગે સીબીઆઇના વલણમાં દેખીતી રીતે પરિવર્તન આવ્યું છે. માયાવતીની સંપત્તિ ૨૦૦૩માં રૂપિયા એક કરોડ હતી જે ૨૦૦૭માં વધીને રૂપિયા ૫૦ કરોડ થઇ ગઇ હતી. સુપ્રીમકોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં સીબીઆઇએ એવી સ્પષ્ટતા કરી છે કે, માયાવતી સામેનો કેસ પડતો મૂકવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. માયાવતી સામેના કેસની સોમવારે થનારી સુનાવણી મોકૂફ રાખવાની માયાવતીના વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીનો સીબીઆઇ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગના સત્તાવાળાઓ દ્વારા માયાવતીને આપવામાં આવેલી કલીન ચીટ સ્વીકારવાની માયાવતીની અરજી અંગે વિચારણા કરવાની સીબીઆઇએ તૈયારી દર્શાવ્યાના આશરે ચાર મહિના બાદ તપાસ એજન્સીએ સુપ્રીમકોર્ટમાં રજુ કરેલા તેના સોગંદનામામાં ઉપરોકત રજુઆત કરી છે. સીબીઆઇ દ્વારા એવી પણ રજુઆત કરવામાં આવી છે કે, માયાવતીએ બિનહિસાબી સંપત્તિ એકત્રિત કરી હોવાનું દર્શાવવા માટે તપાસ એજન્સી પાસે પૂરતા પુરાવા છે.માયાવતીએ એવો દાવો કર્યો કે, પક્ષના કાર્યકરો તરફથી મળેલાં દાન દ્વારા તેમને નાણાં મળ્યાં છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને ૨૦૦૮ના મે મહિનામાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં રાજકીય કારણસર નોંધવામાં આવેલા કેસમાં તેમની સામે ફોજદારી કાર્યવાહી બંધ કરવાની માગણી કરવામાં આવી હતી. માયાવતીએ એવી રજુઆત કરી હતી કે, ૨૦૧૦ની ૫મી અને ૧૯મી એપ્રિલના આવકવેરા કમિશનરના આદેશને પગલે તેમની સામેનો કેસ બંધ કરવો જોઇએ. આવકવેરા કમિશનરે બિનહિસાબી મિલકતના કેસમાં તેમને કલીન ચીટ આપી હતી.


રિલાયન્સમાં જોરદાર ખોટ

આ સપ્તાહમાં શેરબજારમાં સતત ઘટાડાના લીધે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બેન્કના રોકાણકારોને તગડી ખોટ થઇ છે. આ દરમ્યાન સેન્સેક્સ 456 અંક તૂટી ચૂક્યો છે.સપ્તાહમાં મંગળવારે બીએસઇનો ઇન્ડેક્સ 18,454 અંક સુધી પહોંચ્યો હતો, પણ શુક્રવારે 17,998 અંક પર બંધ રહ્યો છે. તેના લીધે કટેલીય કંપનીઓના શેરોમાં ઘટાડાની સાથો સાથ તેમની માર્કેટકેપિટાલાઇઝેશન પણ ઘટી ગઇ છે. માર્કેટ કેપિટાલાઇઝેશનની દ્રષ્ટિએ જોવા જઇએ તો ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર આ સપ્તાહમાં રૂપિયા 994 પરલ પહોંચ્યો હતો, જે શુક્રવારે ઘટીને રૂ.952 પર બંધ થયો છે. આમ, એક જ સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોને પ્રતિ શેર રૂ.42ની ખોટ થઇ છે.જ્યારે આ દરમ્યના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટાલાઇઝેશન 3.25 લાખ રૂપિયાથી ઘટીને 3.11 લાખ કરોડ થઇ ગઇ છે. આ જ રીતે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર સપ્તાહમાં રૂપિયા 1,023 સુધી પહોંચ્યો હતો, પરંતુ શુક્રવારે તે ઘટીને રૂપિયા 958 પર બંધ રહ્યો. આ રીતે રોકાણકારોને એક જ સપ્તાહમાં પ્રતિ શેર રૂપિયા 65ની ખોટ થઇ. સાથો સાથ તેની માર્કેટ કેપિટાલાઇઝેશન 1.14 લાખ કરોડ રૂપિયાની ઘટીને 1.06 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. એટલે કે બજારમાં માર્કેટકેપિટાલાઇઝેશન પણ 8,000 કરોડ ઘટી ગઇ છે.આ સિવાય આ સપ્તાહમાં જે શેરોમાં રોકાણકારોને ખોટ ગઇ છે તેમાં મુખ્ય જય કોર્પ, એચડીઆઇએલ, બેન્ક ઓફ ઇન્ડિયા અને ડીએલએફ છે. જયકોર્પનો શેર સપ્તાહમાં રૂ.299થી તૂટીને રૂ.258, એચડીઆઇએલનો શેર રૂ.299થી તૂટીને રૂ.260, બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર રૂ.472થી તૂટીને રૂ.447, ડીએલએફનો શેર રૂ.336થી તૂટીને રૂ.307 પર આવી ગયો. બજારના સૂત્રોનું માનવું છે કે આ મામૂલી કરેક્શન છે અને બજાર આવતા સપ્તાહે ઉપરમાં રહેશે.


કાશ્મીરને અલગ ગણવા ચીન રઘવાયું

વિશ્વના સૌથી ઝડપી અર્થતંત્ર બનવાના ધખારામાં રાચતું સ્વાર્થી ચીન પડોશી ભારત સાથે ફરીવાર ડખો ઊભો કરવા જઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે લશ્કરી સંબંધોના ભાગરૂપે દર વર્ષે અધિકારીઓ પરસ્પર પ્રવાસ ખેડતા હોય છે. આ વખતે ચીન જનારા ભારતના નોર્ધન કમાન્ડર લેફ. જન. બી.એસ.જસવાલને વિઝા નહીં આપીને ચીને ભારતવિરોધી અસલ માનસિકતા દેખાડી છે. આ અધિકારી જમ્મુ-કાશ્મીરના હોઈ ચીને તેમને માટે ખાસ વિઝાનો આગ્રહ રાખ્યો છે. આ સંવેદનશીલ રાજ્યને ચીન ભારતનો હિસ્સો ગણતું નથી એટલે ભારતીય પાસપોર્ટ મુજબ ત્યાંના રહીશોને વિઝા આપતું નથી. સ્ટેપલ વિઝા વડે કાશ્મીરના ભારતથી અલગ તારવવાનો ચીનાઓનો આ રવૈયો ભયજનક છે. ચીન છેલ્લા કેટલાક સમયથી ભારત પ્રત્યે આક્રમક વર્તાય છે.
એ ભારત કરતાં પાકિસ્તાનને સવાયું પડોશી ગણે છે. હિન્દી-ચીની ભાઈ-ભાઈ વાળી વાત હવે હવામાં ઊડી ગયેલ છે. આ વિઝા પ્રકરણને કારણે બંને દેશો વચ્ચે નવેસરથી તણાવ ઊભો થયો છે. થોડા સમય પહેલાં તેણે ભારતીય સરહદ પર આધુનિક મિસાઈલ સીએસએસ-ફાઈવ ગોઠવી હતી. બ્રહ્નપુત્રા પર બંધ બાંધીને ભારતમાં આવતું પાણી રોકે છે. એવરેસ્ટની નજીકમાં એણે એરબેઝ બનાવ્યું છે. અમેરિકી સૈન્યના મુખ્યમથક પેન્ટાગોને તાજેતરમાં કહ્યું હતું કે ભારત-ચીન સરહદે તણાવ વધી રહ્યો છે. પૂર્વોત્તર વિસ્તારોમાં ચીનના ઊંબાડિયાં નવાં નથી. છેલ્લા બે દાયકામાં લેહ-લડાખ ને પૂર્વોત્તર વિસ્તારોમાં ચીને ભારતની ઘણી બધી જમીન પચાવી પાડેલી છે. તિબેટના મુદ્દે પણ એ ભારત પ્રત્યે નારાજગી દેખાડતું રહ્યું છે.પીઓકેમાં પણ ચીનની સક્રિયતા વધી રહી છે. અકસાઈ વિસ્તારને તો એ પોતાના પિતાશ્રીની જાગીર જ માને છે. ચીનની સીધી સ્પર્ધા અમેરિકા સાથે છે. ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર સહિતની વધેલી ઘનિષ્ઠતા એને પસંદ નથી. એટલે એ પાકિસ્તાન જોડે વધુ ઘરોબો કેળવીને દ.એશિયામાં ભારત સામે મોરચાબંધી ઊભી કરે છે. ભારત સાથે વિઝાના મામલે સંબંધો વધુ વણસાવીને ચીન પોતાની આણ પ્રવર્તાવવા માગે છે. પાક, નેપાળ, બાંગ્લાદેશ વગેરે તમામ પડોશીઓને ભેગા કરીને ચીને ભારત સામે મોરચાબંધી ખોલી છે ત્યારે ભારતે ચીનના ડ્રેગનનો અસલ ચહેરો ઓળખી લેવાની જરૂર છે. ચીનના પેંતરાઓમાં ફસાય નહીં એવી સજ્જડ નીતિ ભારતે અખત્યાર કરવાની જરૂર છે.


સલમાનની સફર દબંગથી લઈને બિગ બોસ સુધી

વોન્ટેડ’ની સફળતા પછી ‘દબંગ’ના જોરદાર પ્રોમોઝને કારણે ચારેકોર સલમાનની ચર્ચા છે. મોટા પડદાથી સાવ અલગ નાના પડદે સલમાનની દાદાગીરીને દેખાડવા માટે એક નહીં પણ બબ્બે ચેનલ તેની પાછળ પડી છે.‘કલર્સ’ ચેનલે તો તેને ‘બિગ બોસ- સિઝન-૪’ માટે ક્યારનોય રાજી કરી લીધો છે તો સોની ચેનલે પોતાના શો ‘દસ કા દમ’ની ત્રીજી સિઝન માટે સલમાન સાથે વાત કરી લીધી છે. બંને સિઝનમાં તેર-તેર એપિસોડ ધરાવતી ‘દસ કા દમ’ સલમાનને કારણે ખાસી લોકપ્રિય બની. હવે તો મસમોટી રકમ સાથે ‘કલર્સ’ ચેનલે પણ તેને પોતાનો કરી લીધો છે.‘બિગ બોસ’ બનવા પાછળના આકર્ષણ અંગે સલમાનને પૂછવામાં આવ્યું તો તે કહે છે, ‘આ શો બધાને ગમે છે. મને પણ ગમે છે. તો પછી મારે એને હોસ્ટ શું કામ ન કરવો જોઈએ? ચેનલે મારી સામે પ્રસ્તાવ મૂક્યો એટલે હું કરી રહ્યો છું.’આ વખતના શોમાં કંઈ વિશેષ છે? આ સવાલનો સલમાન પોતાના અંદાજમાં જવાબ આપે છે, ‘આ વખતે દર્શકોને વધારે મજા આવશે કારણ કે હું હોસ્ટ કરવાનો છું. આ વખતે ‘બિગ બોસ’ના ઘરમાં જ નહીં, બહાર પણ ડ્રામા થશે.’ આ જવાબને વિસ્તારથી આપવા માટે તેને કહેવામાં આવ્યું તો તે કહે છે, ‘હું એકલો કેમેરા સામે લાંબા સમય સુધી શું કરીશ?દર્શકોને ઘરની બહારનું મનોરંજન મળે તો એમાં ખોટું શું છે?’ અગાઉના હોસ્ટ રહી ચૂકેલા અમિતાભ અને શિલ્પા સાથે સરખામણી થવાની શક્યતાને કારણે સલમાન વિચારમગ્ન થઈને કહે છે, ‘બચ્ચનસાહેબથી નહીં પણ શિલ્પા કરતાં ચડિયાતો બનવાનો પ્રયત્ન કરીશ. બાકી દર્શકો પર છોડું છું કે તેઓ મને કેટલો પસંદ કરે છે!’

આજે બદલો લેવા ભારત આતુર,શ્રીલંકા સામે આજે ફાઇનલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આજે બદલો લેવા ભારત આતુર,શ્રીલંકા સામે આજે ફાઇનલ

ત્રિકોણીય શ્રેણી એશિયા કપ પછી સળંગ બીજી ટ્રોફી જીતવાની ભારતને તક, ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીની લીગ મેચમાં સૂરજ રણદિવે જાણી જોઇને ફેંકેલા નોબોલ અને શ્રીલંકાની અંચઈનો બદલો લેવા તથા શ્રીલંકન ધરતી પર સળંગ બીજી ટ્રોફી જીતવાના મજબૂત ઇરાદા સાથે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે અહીં રમાનારી ફાઇનલમાં રમશે.ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ફાઇનલનું ટેન સ્પોર્ટ્સ પરથી બપોરે ૨.૩૦ કલાકે જીવંત પ્રસારણ કરાશે. હજી જુન મહિનામાં જ ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઇનલ રમાઈ હતી જેમાં ધોનીની ટીમ જીતી ગઈ હતી. આમ ભારત સળંગ બીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે તો બીજી તરફ શ્રીલંકન ટીમ એશિયા કપની ફાઇનલનો બદલો લેવા માટે આતુર રહેશે.આ રીતે શનિવારની ફાઇનલ રોમાંચક બને તેવી પૂરેપૂરી સંભાવના છે. વર્તમાન શ્રેણી મેદાન પર અને મેદાન બહાર વિવાદાસ્પદ રહી છે. સૂરજ રણદિવના નોબોલ સિવાય પણ શ્રેણીમાં કેટલાક વિવાદ સર્જાયા હતા. છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે ૧૦૫ રનથી શાનદાર વિજય હાંસલ કરીને ભારતે ફાઇનલમાં દમામભેર પ્રવેશ કરી લીધો હતો. એ મેચમાં સેહવાગે સદી ફટકારી હતી તો બાકીની જવાબદારી બોલર્સે સંભાળી લીધી હતી.
ભારતે આ મેચમાં વધારે સંભાળવાનું છે, કેમ કે સેહવાગની સદીને બાદ કરતાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જ નહીં પરંતુ એ સિવાયની મેચોમાં પણ ભારતના બેટ્સમેન સદંતર નિષ્ફળ રહ્યા છે. સેહવાગ સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન સમગ્ર શ્રેણીમાં કુલ મળીને પણ ૧૦૦ રન નોંધાવી શક્યો નથી. ખુદ ધોનીએ કબૂલ્યું હતું કે સેહવાગને બાદ કરતાં અન્ય બેટ્સમેન ફોર્મ માટે ઝઝૂમી રહ્યા છે.જોકે શનિવારની મેચમાં બંને ટીમ સામેનો સૌથી મોટો પડકાર હરીફો નહીં પણ હવામાન રહેશે. વરસાદને કારણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.આ પ્રકારના હવામાનમાં બોલર્સ વધારે ખતરનાક બની જતા હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીએ તો શ્રીલંકાનું પલ્લું ભારે રહેશે તેમ કહી શકાય. શ્રીલંકા પાસે મલિંગા અને થિસારા પરેરા જેવા બોલર છે જે હાલમાં તેમના શ્રેષ્ઠ ફોર્મમાં છે.

*હિટ એન્ડ રન કેસમાં જામીન ફગાવાયા

એક પછી એક છ નિર્દોષ વ્યક્તિને પોતાની કારને અડફેટે લઈને પાંચ નિર્દોષને ઉડાવી મૂકનાર હિટ એન્ડ રન કેસના આરોપી અંતિક નીલેશભાઈ શાહની જામીનઅરજી એડશિનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે. જે. ઉપાધ્યાયે ફગાવી દેતા કોર્ટે નોંધ્યું હતું કે ફાસ્ટ ડ્રાઇવિંગના કેસ જે રીતે વધી રહ્યા છે તે જોતાં આરોપીને જામીન આપી શકાય નહીં અને આવા કેસ ફાસ્ટ ડ્રાઇવિંગ કરનારાઓ માટે લાલબત્તી સમાન છે.ભૂતકાળમાં સલમાન ખાને ફાસ્ટ ડ્રાઇવિંગ કરીને મુંબઈની ફૂટપાથ પર સૂતેલા ચાર નિર્દોષને તેની કાર નીચે કચડી નાંખ્યા હતા. સુરતના હિટ એન્ડ રન કેસની વાત કરીએ તો કદમપલ્લી રોડ પર અરિહંત એપાર્ટમેન્ટમાં અંતિક શાહે ફાસ્ટ ડ્રાઇવિંગ દરમિયાન પોતાનો કાબૂ ગુમાવતા પાંડેસરામાં એક પછી છ નિર્દોષને અડફેટે લીધા હતા. એટલું જ નહીં અંતે તેની કાર ડિવાઇડર સાથે ભટકાઈ હતી. અંતિક પોતાની કારની અડફેટે લેનાર પાંચ વ્યક્તિના મૃત્યુ થયા હતાં.કદમપલ્લી અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અંતિક શાના વકીલ તરફથી આ કેસમાં ફિલ્મસ્ટાર સલમાનખાનના ચુકાદાને મૂકવામાં આવ્યો હતો. અને આ કેસમાં કલમ ૩૦૪ નહીં પરંતુ ૩૦૪(અ) ( બેદરકારીથી થયેલું કૃત્ય) લગાડવા માટે દલીલો કરી હતી. જેની સામે ડીજીપી નયન સુખડવાલાએ એવી દલીલો કરી હતી કે સલમાનખાનના કેસમાં એરર ઓફ જજમેન્ટ ઇન ડ્રાઇવિંગનો લાભ મળી શકે પરંતુ આ કેસમાં તે શક્ય નથી કેમ કે પ્રથમ વખત એક વ્યક્તિ કારની અડફેટે આવ્યો એટલે એ બાબત કારચાલકના નોલેજમાં તો આવી જ ગઈ હતી પરંતુ તેમ છતાં તેને વારંવાર આ કૃત્યને રિપીટ કર્યા કર્યું અને તેના કારણે પાંચ નિર્દોષએ જીવ ગુમાવ્યા છે માટે અરજદારને જામીન આપવા જોઇએ નહીં. તેમની દલીલોને કોર્ટે ગ્રાહ્યો રાખી હિટ એન્ડ રન કેસના આરોપી અતીત શાહના જામીન શુક્રવારે નામંજુર કર્યા હતા

*‘રક્ષાબંધનના દિને જ દગો દીધો!’

સુરતની એમટીબી કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલી સુજાતા (૨૮)ને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગયા રવિવારે માંગરોળ તાલુકાના મોરઆમલી ગામેથી પકડી પાડી હતી. સુજાતા છેલ્લાં ત્રણ વર્ષથી સમયાંતરે મોરઆમલી ગામે પ્રવીણભાઈ માંગરોળાના ઘરે રહેવા આવતી હતી અને તેમના પુત્ર અજયને રાખડી પણ બાંધતી હતી. પ્રવીણભાઈની પુત્રી પ્રીતિ સુજાતાની સાથે હોસ્ટેલમાં રહેતી હોવાથી તેઓ પરસ્પર પરિચયમાં આવ્યાં હતાં.શુક્રવારે સવારે જ્યારે પ્રવીણભાઈનો સંપર્ક કરાયો ત્યારે તેમણે એવું કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી સુજાતા રક્ષાબંધન પર નિયમિત રીતે તેમના ઘરે આવી મારા પુત્ર અજયને રાખડી બાંધતી હતી. આ ઉપરાંત સમયાંતરે અનેક વખત તેમના ઘરે તે આવી છે, જ્યારે પણ તે આવતી ત્યારે દર વખતે તેની સાથે અલગ અલગ મિત્રોને લાવતી હતી. જે પોતાના કોલેજના મિત્રો હોવાની ઓળખાણ આપતી હતી. પોતે અનાથ હોવાનું કહેતી હતી જેના કારણે પ્રવીણભાઈના પરિવારને તેના પર લાગણી હતી અને તેને મદદ પણ કરતા હતા.જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે સુજાતાએ એવું કહ્યું હતું કે, ‘ રક્ષાબંધનના દિવસે જ દગો કર્યો’ આમ કહી તે પ્રવીણભાઈના પરિવાર તરફ પોતાને પકડાવી દીધાની શંકા વ્યક્ત કરતી હતી. પણ વાસ્તવિકતા એ છે કે આ પરિવારે કોઈ ગદ્દારી કરી નથી. પોલીસે બે મહિના સુધીની તપાસના અંતે તેને પકડી પાડી હતી.નકસલી સુજાતા પોતે અનાથ હોવાનું કહી લોકો સાથે સંબધ વિકસાવતી હોવાની વાત અંગે એસઆઈટીને પુછાયું તો તેમણે કહ્યું કે સુજાતાએ એવી કબૂલાત કરી છે કે ૧૯૯૬ના વર્ષથી તે પોતાનાં માતાપિતાથી અલગ થઈ ગઈ છે. ત્યાર પછી ક્યારેય તેણે તેનાં માતાપિતાનો સંપર્ક કર્યો જ નથી જેથી તે જીવતાં છે કે નહીં, તે પણ પોતે જાણતી ન હોવાની કબૂલાત કરી હતી.

ગારિયાધાર અને ઢસામાં દોઢ અને બોટાદમાં એક ઈંચ વર્ષા

ભાવનગર જિલ્લામાં શ્રાવણની મેઘમહેર ખંડવૃષ્ટિ સ્વરૂપે વરસી રહી છે જેમાં આજે સતત બીજા દિવસે ગારિયાધાર પંથક અને ઢસા ગામમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસી ગયો તો બોટાદમાં પણ લાંબા વિરામ બાદ એક ઈંચ વરસાદ વરસી જતાં ઠંડક પ્રસરી વળી હતી. જિલ્લામાં અન્ય સ્થળોએ શ્રાવણી સરવડાથી માંડીને અડધા ઈંચ સુધીના વરસાદ વરસ્યાના વાવડ મળ્યાં છે.ગારિયાધાર ખાતે ગઈકાલે દોઢ ઈંચ વરસાદ વરસી ગયા બાદ આજે પણ વધુ દોઢ ઈંચ વરસાદ વરસી જતાં આ ઓછા વરસાદવાળી ધરા પર હવે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. આજે બે રાઉન્ડમાં ગારિયાધારમાં ૩૬ મીમી વરસાદ ખાબકી ગયો હતો. તો ઢસામાં આજે બપોરે અઢી વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન દોઢ કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો.બોટાદમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પ્રકોપ પણ વધી ગયો હતો. અને ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજરોજ બપોરના ૨-૩૦ કલાકે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. અને અચાનક જોરદાર કડાકા સાથે બોટાદનાં હીકલી વિસ્તારમાં મહાજન વાડી યોગી પેલેસ હિરાનું કારખાનુ જ્યાં બપોરના અરસામાં અગાસીના ખૂણે વીજળી પડતા ખૂણો તૂટી ગયો હતો. જ્યારે બીજો બનાવ બોટાદ લીબડા ચોક પાસે શાન્તીલાલ શેઠની શેરીમાં રહેતા મીલનભાઈ રતીલાલ સોની ને ત્યાં વીજળી પડતા ટીવી, વીસીટી, ડીસ ટીવી ઉડી ગયા હતા તેમજ આજુબાજુના મકાનોમાં પણ ટીવી, ક્રીઝ ઉડી ગયા હતા. બપોર બાદ પડેલા વરસાદમાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો.મહુવા શહેર તાલુકામાં આજે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેલ અને સવારે ધીમી ધારે વરસાદ વરસતા ૧૦ મી.મી. વરસાદ પડતા મૌસમનો કુલ વરસાદ ૪૯૮ મીમી(૨૦ ઇંચ) થવા જાય છે તથા પડેલ વરસાદથી માલણ, સુરજવડી, ધાતરવડી ડેમ છલક સપાટીએ પહોચ્યા છે. મહુવા તાલુકાના માલણ ડેમની સપાટી ૩૩.૪૬ (૩૪), રોજકી ડેમની સપાટી ૨૦.૬૬ (૩૨.૫૦) તથા રાજુલા તાલુકાના સુરજવડી ડેમની સપાટી ૩૫.૦૩(૩૫), ધાતરવડી ડેમની સપાટી ૩૪.૨૫ (૩૪) ની ભયજનક સપાટીએ પહોચેલ છે. (કૌંસમાં દર્શાવેલ છલક સપાટી છે.)


બચત ખાતામાં ગોલમાલ કરનાર પિતા-પુત્રને જેલ

શહેરમાં પોસ્ટ વિભાગમાં નાની બચત યોજના તળે અનેક નાના રોકાણકારોના નાણા લઈને પોસ્ટ ઓફીસના ખોટા સહી-સિક્કા બનાવીને બચત પાસબુકમાં જમા પૈસાની નોંધ દાખલ કરીને લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર વિપ્ર પિતા-પુત્રને જેલની સજા ફટકારવામાં આવેલ છે. ચફિ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા જેમાં પિતા દુર્ગેશ રાવળને પાંચ વર્ષની સજા અને પુત્ર રીતેશ રાવળને બે વર્ષની સજા ફરમાવી છે.ફુલસરમાં અમરપાર્ક સોસાયટીમાં રહેતા અને પોસ્ટ ખાતામાં રીકરિંગ એજન્ટનું કામ કરનાર દુર્ગેશભાઈ રવિશંકર રાવળ અને એલઆઈસી એજન્ટનું કામ કરનાર પુત્ર રીતેશ ઉર્ફે રીન્કુ દુર્ગેશ રાવળ તથા દુર્ગેશ રાવળની પત્ની પ્રેમીલાબેન, પુત્ર રીતેશની પત્ની હીરલબેન તથા મામાકોઠ રોડ ઉપર આવેલ પોસ્ટ ઓફીસના મુખ્ય ઓફીસર ભરત રામજી ડાભી વિરૂદ્ધ સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ થઈ હતી.આ કેસમાં પિતા-પુત્રને જેલની સજા ફરમાવીને અને પોસ્ટ ખાતાના ઓફીસર ભરત ડાભી અને પ્રેમીલાબેન, હીરાબેનને સજામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.


કાળીયાબીડ જેવું જ સહારા ટાઉનશિપનું પણ ડિંડક

ભાવનગરના સીદસર વિસ્તારમાં સાત વર્ષ પહેલા ટાઉનશીપ બનાવવા માટે સહારા ઈન્ડીયા કોમર્શિયલ કોર્પોરેશન લીમીટેડ લખનૌ દ્વારા એક્સો બે એકર જેટલી વિશાળ જમીન ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી હતી. પણ સરકારી નિયમાનુસાર આ જમીન એક વર્ષમાં બીન ખેતી કરવાની હોય છે જે નિયમનો ભંગ થતા અને ટાઉનશીપ બનાવવાની કોઈ કાર્યવાહી ન થતા કરોડો રૂપિયાની આ જમીન રાજ્યસાત કરવા માટે માંગણી કરવામાં આવી છે.ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવવાની યોજના બનાવવામાં આવી હતી પણ તેમાં સરકારી નિયમોનો ભંગ થતા ઘણા લાંબા સમયથી તેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આવો જ એકબીજો વિવાદ સહારા ટાઉનશીપ યોજનાનો ઊભો થયો છે.૨૦૦૩ સહારા ઈન્ડીયા દ્વારા ભાવનગરના સીદસર વિસ્તારમાં ટાઉનશીપ યોજના બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ માટે જુદાજુદા ૩૦થી વધુ ખેડૂતો પાસેથી અંદાજે ૧૦૨ એકર જેટલી વિશાળ જગ્યાની ખરીદી પણ કરવામાં આવી હતી.કંપની વતી અમદાવાદના તરૂણ એસ. વર્મા દ્વારા આ અંગે જીલ્લા કલેક્ટરને અરજી કરી ટાઉનશીપ બનાવવાનો હેતુ રજુ કરી એક વર્ષની મુદતમાં જમીન બીનખેતી કરવાની શરતે જમીન ખરીદવાની મંજુરી મેળવવામાં આવી હતી. એક વર્ષ દરમિયાન જમીન બીનખેતી કરવા માટે કોઈ કાર્યવાહી થઈ ન હતી. ૨૦૦૪ને બદલે તંત્રએ ૨૦૦૬માં એક વર્ષમાં બીનખેતી કરવાની વધુ એક મુદત આપી હતી.


પરોઢે વરસાદની ધબધબાટી

દસ દિવસના અંતરાલ બાદ ભુજ શહેર પર શુક્રવારની પરોઢે જાણે ગગન અનરાધાર વરસી પડ્યું હતું. માત્ર પોણો કલાકમાં જ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અવિરત ચમકતી વીજળી અને મેઘગર્જનાએ ડરામણો માહોલ ખડો કર્યો હતો. ભારે પવનોને લીધે કોલેજ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું.ગુરુવારના ૩૬ ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેર બનેલા ભુજમાં અસહ્ય ઉકળાટ વર્તાતો હતો. રાત્રે પણ ગરમીનું પ્રમાણ ઘટયું નહોતું. અલબત્ત આકાશ એકદમ સ્વચ્છ હતું. પરંતુ, પરોઢના ચાર વાગ્યે અચાનક જ વાતાવરણ પલટાયું હતું. કન્ટ્રોલરૂમના જણાવ્યાનુંસાર ૪૦ મિલિમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. હેઠવાસમાં પાણી વહી નીકળતાં ભારતનગર પાસે દીવાલ ધસી પડી હતી. સ્થાનિક લોકો ઉપરાંત સુધરાઇ દ્વારા તેને હટાવવાની કામગીરી કરાઇ હતી.પવન જોશભેર ફૂંકાતાં તાલુકા પંચાયત પામે આવેલું ઝાડ ધરાશાયી થયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારો ઘનશ્યામનગર, બસ સ્ટેશન,, છઢ્ઢીબારી, મંગલમ ચોક, કૈલાસનગર , શિવકૃપાનગર, શકિતનગર, જયુબિલી સર્કલ વગેરેમાં ગોઠણસમા પાણી ભરાયાં હતાં. મંગલમથી લેઇકવ્યૂ જતા માર્ગે તળાવનું પાણી એક તબક્કે રોડ પર આવી ગયું હતું.


ભારતનગરમાં ટોળાં એકત્ર થયાં

ભારતનગરમાં આજે ગટર સમસ્યાના મુદ્દે સુધરાઇમાં રજુઆત કરવા ગયેલા લોકોને તોડફોડ બાદ પોલીસે રાઉન્ડઅપ કરતાં મોડી સાંજે ભારતનગરમાં લોકોના ટોળા જમા થયાં હતાં. દુકાનો આપો આપ બંધ થઇ ગઇ હતી અને એક તબક્કે આવતીકાલે ભારતનગર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જોકે, મોડી રાત્રે સમાધાન થઇ જતાં તે પાછું ખેંચાયું હતું.આ કૃત્ય બદલ પોલીસે મનોજકુમાર, વિપુલભાઇ, જગદીશભાઇ, સૂર્યકાન્તભાઇ, ત્રિલોકચંદ, સુરેશભાઇ તથા દિનેશભાઇની અટકાયત કરી હતી. ભારતનગર વેપારી એસોસિયેશનના પ્રમુખ રમેશ મિરાણીએ જણાવ્યું હતું કે, રાઉન્ડઅપ કરવામાં આવેલા ભારતનગરના લોકોને પોલીસ દ્વારા રાત સુધીમાં છોડી મૂકવામાં આવશે.


આમિર ખાનને રૂ. ૫૦૦નો દંડ

પાંચ વર્ષ જુના એક કેસની સુનાવણીમાં ગેરહાજર રહીને તે વિશે જાણ કરવાની પણ તસદી ન લેવા બદલ કોર્ટે અભિનેતા આમિર ખાનને રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો છે.મુંબઈની સ્થાનિક કોર્ટે, અભિનેતા આમિર ખાન, દિગ્દર્શક કેતન મહેતા, નિર્માતા બોબી મહેતા તથા અન્યોને પાંચ વર્ષ જુના કેસની સુનાવણીમાં તેડું મોકલવા છતાં ગેરહાજર રહેતાં એકત્રિતપણે રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો હતો.જુનિયર ડિવિઝનના સિવિલ જજ આઝાદ સિંહે આ આદેશ પસાર કર્યો હતો. ૨૦૦૫માં રિલીઝ થયેલી ફિલ્મ ધ રાઈઝિંગમાં સ્વાતંત્રય સેનાની મંગલ પાંડેની ભૂમિકા ખોટી રીતે ભજવવાનો એક જાહેર હિત અરજીમાં આરોપ છે, જેની સુનાવણી ચાલી રહી છે.



પ્રેમાંધે ગુજરાતી તરુણીને પતાવી દીધી

માલવણીના એક પ્રેમાંધ કોલેજિયને દહિસરમાં રહેતી ગુજરાતી ટીનેજર ઉપર ચાકુના ૧૨ ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ગુરુવારે રાતે સુમારે ૯ વાગ્યે બનેલી આ ઘટનામાં ગોરેગાવ બાંગુરનગર પોલીસે હત્યારા આદિલ રફિક એહમદ શેખ (૨૧)ની ધરપકડ કરી હતી. શેખને શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવતાં બીજી સપ્ટેમ્બર સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.દહિસર પૂર્વમાં આવેલા શુક્લા કમ્પાઉન્ડમાં રિકા ચાલમાં રહેતી દર્શના પંચાલ (ઉ. વ. ૧૯)ની શેખે હત્યા કરી હતી. બંને કેજી મિત્તલ કોલેજમાં બીએમએમના બીજા વર્ષમાં ભણતાં હતાં. શેખને તેના જ્ઞાતિની વર્ગની જ અન્ય એક વિદ્યાર્થિ સાથે પ્રેમસંબંધ હતો. જોકે દર્શના તે યુવતીને શેખથી દૂર રહેવા માટે કહેતી હતી. આથી શેખને દર્શના પર રોષ હતો, એવું હમણાં સુધીની તપાસમાં જણાયું છે એમ પોલીસે જણાવ્યું હતું.હવે બન્યું એવું કે ગુરુવારે કોલેજિયનોના નિયમ પ્રમાણે તેમની કોલેજની કેન્ટીનમાં બર્થડે પાર્ટી રખાઈ હતી, જેમાં શેખ, દર્શના, શેખ ચાહતો હતો તે ટીનેજર અને અન્ય ફ્રેન્ડ્સ હતાં. દર્શનાનો ૨ ઓગસ્ટે અને શેખની પ્રેમિકાનો પણ આ મહિનામાં જ બર્થડે હતો. નિયમ પ્રમાણે એકાદ મહિનામાં જેટલા વિદ્યાર્થીનો બર્થડે હોય, તેઓ કોઈ એક દિવસ નક્કી કરીને એક્સાથે ફ્રેન્ડ સર્કલને પાર્ટી આપે છે.આમ, બર્થડે પાર્ટી પૂરી થઈ ગયા બાદ શેખ દર્શનાને એવી વિનંતી કરીને લઈ ગયો હતો કે, તેની પ્રેમિકા તેની સાથે બોલતી ન હોવાથી ગિફ્ટ લેશે નહીં તો હું તને અપાવું છું, તે ગિફ્ટ તેને આપી દેજે. આમ કહીને તે દર્શનાને ઈનઓર્બિટ મોલમાં લઈ ગયો હતો. ત્યાંથી ફોસલાવીને મલાડ ડિમ્પંગ રોડ પર લઈ ગયો હતો. જ્યાં તેણે પૂર્વયોજના અનુસાર ચાકુના ઘા ઝીંકીને દર્શનાની ક્રૂરતાથી હત્યા કરી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.


મુલુંડ : ધનવાન બનવા ભાણેજે મામીની હત્યા કરી

મુલુંડના વસંત ઓસ્કાર કોમ્પ્લેકસની કાસ્કેડ બિલ્ડિંગમાં રહેતી ધનવાન મામીની લૂંટને ઈરાદે હત્યા કરી હોવાની વાતને ભાણિયાએ કબૂલ કરી છે.બુધવારે બે અજ્ઞાત શસ્ત્રધારી શખસોએ ઘરમાં ઘૂસીને પોતાને ઘાયલ કરીને મામીની હત્યા કરી હોવાની ભાણિયાની ફરિયાદ આમ છેતરામણી નીકળી હતી.મુલુંડના નિર્મલ લાઈફસ્ટાઈલ મોલની નજીક વસંત ઓસ્કર કોમ્પ્લેકસ વિસ્તારમાં કાસ્કેડ બિલ્ડિંગની બી વિંગના ૨૦૩ નંબરના ફ્લેટમાં રહેતી મંગલા અરુણ હરદે (૫૮)ના ઘરમાં અજ્ઞાત શખસોએ ઘૂસી જઈને તેની ઉપર ઘાતક શસ્ત્ર વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી. આ પછી પુણેથી આવેલા હરદેના ભાણિયા સાકેત પાનસેએ પોલીસ સમક્ષ ખોટું ગાણું ગાયે રાખ્યું હતું. જોકે તેની વાતમં વિસંગતી જણાતાં તેની પર શંકા દ્રઢ બની હતી.પુણેની જી. એસ. મોઝે એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો સાકેત તેના પરિવારની સાથે પુણે રહેતો હતો. તે નાણાકીય તકલીફનો સામનો કરી રહ્યો હોવાથી તેના ઘરમાં રોજ રોજ ઝઘડા થતા હતા. આથી તેણે મુંબઈમાં રહેતી મામીના ઘરમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. મુંબઈમાં રહેતી તેની મામીનો દીકરો એક બિઝનેસ કંપનીમાં કન્સલ્ટન્સીનું કામ કરતો હતો અને તેની પુત્રવધૂ પણ સોફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી એટલે મામીને પૈસાની તકલીફ નથી અને રાતોરાત ધનવાન બનવા માટે તેણે આ ગુનો કરવાની યોજના બનાવી હતી એમ પોલીસે જણાવ્યું હતું.


ગુજરાતી-હિન્દી ભાષા મરજિયાતથી રોષ

એસ.પી.યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે અમલમાં મુકાયેલા ચોઇસ બેઈઝડ ક્રેડીટ સિસ્ટમમાં ગુજરાતી અને હિન્દી ભાષા મરજિયાત રખાતાં નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હરીશ પાઢને આવેદનપત્ર આપ્યું હતું.એનએસયુઆઈ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે આર્ટ્સ ફેકલ્ટીમાં માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીને મરજિયાત કરીને સંસ્કૃતિને નષ્ટ કરવા સાસથે અપમાન કર્યું છે જેને એનએસયુઆઈ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આ ઉપરાંત એસ.પી.યુનિવર્સિટીમાં ચોઇસ બેઈઝડ ક્રેડીટ સિસ્ટમના અમલ માટે પૂરતી અનુકૂળતા ન હોવા છતાં ટૂંકાગાળામાં ઉતાવળે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે ૧૬ હજાર વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે.ગુજરાત સરકાર દ્વારા ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સંસ્કૃતિને નષ્ટ કરવા ઈચ્છતાં તત્વોને સબક શીખવાડવા એનએસયુઆઈ ‘વાંચે ગુજરાત પણ ગુજરાતી અને હિન્દીમાં’ અભિયાન સરદાર પટેલની પ્રતિમા સામે ચલાવશે. ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીને ફરજિયાત રાખવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ.


તારાપુરમાં યુવક-મગર વચ્ચે જીવ સટોસટનો જંગ

તારાપુર તાલુકાના મોરજ ગામે ગુરૂવારે એકાએક ધસી આવેલા મગરે બાળકોને શિકાર કરવાની કોશિષ કરતાં સ્થાનિક યુવકે જીવ જોખમમાં મુકી મગર સાથે બાથ ભીડી હતી. વીસ મિનિટ સુધી ચાલેલા આ જીવસટોસટના ખેલમાં ગ્રામજનોથી મદદથી આખરે મગરને ઝબ્બે કરવામાં આવ્યો હતો.નદીમાં ઉપરવાસથી તણાઈ આવેલો એક મગર ગુરૂવારની સમી સાંજે મોરજ ગામે શિકારની શોધમાં આવી ચડ્યો હતો. હજુ કોઈ કંઈ સમજે તે પહેલા મગરે ગામની ઈન્દિરાનગરી કોલોનીમાં પહોંચી બાળકોનો શિકાર કરે તે પહેલા ગામના શેખ મજીદમીયાં ડોસુમીયાંએ મગર સાથે ભાથ ભીડી હતી.આ અંગે મજીદમીયાંએ જણાવ્યું હતું કે, ‘ભુખના કારણે આક્રમક બનેલા મગરની સીધી પૂંછડી પકડતા તેણે વાંકા વળી ડાબો પગ જડબામાં પકડી લીધો હતો. જેને કારણે હું ફસડાઈ પડ્યો હતો. જો કે, હિંમત કરી મગરનુ જડબું પહોળું કરી પગ છોડાવ્યો હતો. લગભગ વીસ મિનિટ સુધી ચાલેલી આ ખરાખરી જંગમાં ૩૦ જેટલા ગ્રામજનોએ એક સંપ કરી દોરડાથી મગરની પકડી લીધો હતો.’આ ખરાખરીના ખેલમાં મજીદમીયાંને હાથ - પગમાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. જ્યારે મગરને વન અધિકારીઓને હવાલે કરવામાં આવ્યો હતો. જેને બાદમાં ખંભાત તાલુકાના વિશાળકાય કનેવાલ તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો.


મહેસાણા : પોલીસપુત્રએ આડાસંબંધની માગણી કરતાં પરિણીતાએ એસિડ પીધો

મહેસાણાના લાખવડી ભાગોળ વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં જઈ આડોસંબંધ બાંધવા માટે ધમકી આપનારા પોલીસપુત્રથી કંટાળી જઈ પરિણીતાએ એસિડ ગટગટાવી જઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. ગંભીર હાલતમાં મહિલાને સારવાર અર્થે ખસેડ્યા બાદ શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ પુત્રની વિરુદ્ધમાં ગુનો નોંધાતાં ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.મહેસાણા સ્થિત લાખવડી ભાગોળ વિસ્તારમાં આવેલ પોલીસ લાઈનની બાજુમાં રહેતા ભરતજી બાબુજી ઠાકોરે ચાર વર્ષ પૂર્વે શોભા નામની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. ગુરુવારે સવારે ભરતજી તથા તેના પરિવારના અન્ય સભ્યો શાકભાજીની લારી લઈને ગામમાં ગયા હતા જ્યારે શોભા ઘરમાં કામે લાગી હતી. આ દરમિયાન નજીકમાં પોલીસ લાઈનમાં રહેતો પોલીસ પુત્ર ધર્મેશ દરબાર શોભાની એકલતાનો લાભ લઈ તેના ઘરે પહોંચી જઇ આડો સંબંધ બાંધવા ધમકીઓ આપી હતી.પરિણીતાએ તેની વાતનો વિરોધ કરતા ધર્મેશે તેઓ વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની વાત તેણીનાં સાસરિયાંને જણાવી દેવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. ઉપરોક્ત બનાવના પગલે હેબતાઈ ગયેલી મહિલાએ એસિડ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘઉં દળવીને પરત ફરેલી પરિણીતાની દેરાણીએ તેણીની હાલત જોઈ ચોંકી ગઈ હતી અને અન્યની મદદથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. ભાનમાં આવ્યા બાદ પરિણીતાએ આપેલા નિવેદનના આધારે મહેસાણા શહેર પોલીસે ધર્મેશ દરબારની વિરુદ્ધમાં ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.



ઉત્તર ગુજરાતમાં પ્રથમ ટેલિમેડિસીન પ્રોજેક્ટ બહુચરાજીને મળ્યો

ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર બહુચરાજીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આધુનિક ટેલિમેડિસીન પ્રોજેક્ટ અમલમાં મૂકવાનું આયોજન કરાતાં સાંસદ જયશ્રીબેન પટેલે એમ.પી. ફંડમાંથી રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે. આ પ્રોજેક્ટ અમલમાં આવતાં બહુચરાજી તાલુકાની પ્રજાને દેશની ખ્યાતનામ હોસ્પિટલોના નિષ્ણાત તબીબોની સેવા ઘરઆંગણે ઉપલબ્ધ થશે.બહુચરાજી, ખેરાલુ, સતલાસણા જેવા અંતરિયાળ વિસ્તારના તાલુકાઓમાં આધુનિક તબીબી સેવા ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યારે આવા અંતરિયાળ વિસ્તારોની પ્રજાને નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટે ટેલિમેડિસીન પ્રોજેક્ટ હાથ ધરવાનું આયોજન કરાયું છે.મહેસાણાનાં સાંસદ અને પાર્લામેન્ટની હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર કમિટીનાં સભ્ય જયશ્રીબેન પટેલે બહુચરાજી તાલુકામાં ટેલિમેડિસીન સેવા ઉપલબ્ધ કરાવવા એમ.પી. ફંડમાંથી રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવાતાં ઉ.ગુ.માં સૌ પ્રથમ બહુચરાજીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટેલિમેડિસીન પ્રોજેક્ટના અમલની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે.તાજેતરમાં કડી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી આનંદીબેન પટેલ, નિતીનભાઈ પટેલ તથા સાંસદ જયશ્રીબેન પટેલના હસ્તે રૂ.૧૦ લાખનો ચેક જિલ્લા આરોગ્ય અધિકારીને અર્પણ કરાયો હતો.બહુચરાજીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટેલિમેડિસીન પ્રોજેક્ટનો અમલ કરાતાં તાલુકાના દર્દીઓ અમદાવાદની એપોલો હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, મુંબઈની હિન્દુજા હોસ્પિટલ સહિત દેશની ૪૦ જેટલી ખ્યાતનામ હોસ્પિટલોના નિષ્ણાત તબીબોની સેવા ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા ઘરઆંગણે મેળવી શકશે.ગંભીર પ્રકારના રોગોમાં ઈલેકટ્રોકાર્ડિયોગ્રામ જેવી સારવાર સમયસર આપવા ઉપરાંત દર્દીઓના એક્સરે, એમઆરઆઈ રિપોર્ટ બતાવીને નિષ્ણાતોની સલાહ મેળવી શકાશે.આ પ્રોજેક્ટ મારફત દેશના ખ્યાતનામ તબીબો દ્વારા મેડિકલ કેમ્પ પણ યોજાશે. ઉલ્લેખનિય છે કે, બીપીએલ કાર્ડધારકોને આ સુવિધા ૫૦ ટકા ચાર્જથી ઉપલબ્ધ થઈ શકશે.

આજી ડેમમાં દોઢ ફૂટ નવાં નીરની આવક

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


આજી ડેમમાં દોઢ ફૂટ નવાં નીરની આવક

રાજકોટવાસીઓ ખુશ થઇ જાય એવા સમાચાર છે. આજી ડેમ ઉપરવાસના વિસ્તારમાં આજે મોડી રાત્રી સુધીમાં અઢી ઇંચ વરસાદ પડતાં જ ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હતી. સાંજે ૨૩ ફૂટની સપાટી હતી તે રાત્રીના સાડા ચોવીસ ફૂટ પર પહોંચી ગઇ હતી હજુ પણ વરસાદી વાતાવરણ તેમજ ઉપરવાસ વરસાદના કારણે પાણીની ધીમી આવક ચાલુ હોય સવાર સુધીમાં સપાટી ૨૫ ફૂટ પર પહોંચવાની શક્યતા નકારાતી નથી હાલમાં સપાટી સાડા ચોવીસ ફૂટ પર પહોંચી ગઇ હોય ૨૯ ફૂટની સપાટી ધરાવતા આજીને હવે છલકાવા આડે સાડા ચાર ફૂટનું છેટું રહી ગયું છે.શહેરીજનોના પ્રિય એવા આજી ડેમમાં આજે સાંજે થયેલી મેઘમહેરને કારણે ૫૭ એમસીએફટી જેટલું નવું પાણી આવ્યું છે. જ્યારે ઉપલબ્ધ પાણીનો કુલ જથ્થો ૬૦૮ એમસીએફટી થતાં ચોમાસુ પૂર્ણ થતાં પૂર્વેજ રાજકોટની જળ સમસ્યા હલ થઇ ગઇ છે તો ભાદર ડેમની સપાટી પણ ૩૧ ફૂટે પહોંચી હોવાના અહેવાલ છે. આમ સતત પાણી વિતરણની સમસ્યાથી પીડાતા રાજકોટવાસીઓ માટે એક વર્ષ સુધી પાણીની હાડમારી દૂર થઇ ગઇ છે.શુક્રવારે રાત્રે પણ ડેમમાં પાણીની ધીમી આવક ચાલુ હતી. હવે ડેમના સ્ત્રાવ વિસ્તારમાં એક કે બે વખત ભારે વરસાદ આવે તો આ વર્ષે ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે.


જોહરીનો આરોપ: CBI દબાણ કરી રહી છે

જોહરીએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિંહને હટાવવાની માગણી કરી, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એક નવો વળાંક આવ્યો છે, આઈપીએસ ઓફિસર ગીથા જોહરીએ આ કેસની તપાસ કરી રહેલ સીબીઆઈ પર ગંભીર આરોપ મુક્યો છે.
ગીથા જોહરીએ જણાવ્યું છે કે સીબીઆઈ સોહરાબુદ્દીન કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને ફસાવવા માટે દબાણ કરી રહી છે. જોહરીએ આ અંગ સુપ્રિમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે. આ અરજીમાં જોહરીએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિંહને હટાવવાની માગણી કરી છે.સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં જોહરીએ વધુમાં જણાવ્યું છે કે સીબીઆઈ તેના પર સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓના નામ સામેલ કરવાનું દબાણ કરી રહી છે.ભાજપના નેતા અમિત શાહ પહેલાથી જ જેલમાં છે. જોહરીએ માંગ કરી છે કે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિહને હટાવવામાં આવે અને તેને ગવાહ બનાવવામાં આવે. જોહરીએ એ પણ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈએ તેની ખાનગી સહાયકને પણ ઘમકાવી છે.


વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ફાઉન્ડેશન બોર્ડના સભ્ય પદે મુકેશ

ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ)ના ફાઉન્ડેશન બોર્ડમાં જોડાયા હતા. આ વિશ્વના વ્યવસાયિક અગ્રણીઓનું સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય જુથ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન તથા ડિરેક્ટર સ્વીત્ઝરલેન્ડ સ્થિત સંસ્થામાં જોડાશે તેમ એક નિવેદનમાં જણાવાયું છે.ફાઉન્ડેશન બોર્ડમાં જોડાનાર અન્ય હસ્તીઓમાં ફ્રેન્ચ ટેલિકોમ કંપની અલકેટેલ-લ્યુસેન્ટના સીઈઓ જે વરવાયેન અને ઈન્ટરનેશનલ મનીટરી ફંડ (આઈએમએફ)ના ખાસ સલાહકાર ઝૂમીનનો સમાવેશ થાય છે.અંબાણીના ફાઉન્ડેશન બોર્ડમાં સમાવેશ અંગે ડબલ્યુઈએફના સ્થાપક અને એકઝિકયુટિવ ચેરમેન કલાઉસ શેવાબે કહ્યું હતું કે, મુકેશ અંબાણી વ્યવસાયિક કુશાગ્રતાનું અસાધારણ સ્તર અને ફોરમના આદશોg પ્રતિ કટબિધ્ધતા પૂરી પાડશે. તેમણે ભારતમાં સંસ્થાની પ્રવૃત્તિના સંકલનમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે.


હપ્તેથી સોનું ખરીદો

તહેવારોની સીઝન જેમ-જેમ નજીક આવી રહી છે, સોના-ચાંદીના ભાવ વધવા લાગ્યા છે. એવામાં જ્વેલરી બનાવનાર કંપનીઓ અને જ્વલર્સોને ગ્રાહકોની અછત સતાવવા લાગી છે. આથી અત્યારથી જ જ્વેલર્સ ગ્રાહકો માટે ઘણી ઓફરો લાવવાની તૈયારીમાં છે. તેમાંથી એક છે હપ્તાથી જ્વેલરી ખરીદવાની સુવિધા. આ સિવાય તનિષ્ક, ઓરા, ગીતાંજલિ જેવી મોટી જ્વેલરી કંપનીઓ તહેવારો દરમ્યાન મેકિંગ ચાર્જ પર છૂટ, ખાસ લાઇટ જ્વેલરી અને 20 થી 25 ટકા ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરવા જઇ રહી છે.કેટલાંક જ્વેલર્સે તો તહેવારો માટે ઓફર પણ શરૂ કરી દીધી છે. મુંબઇના મીનાવાલ જ્વેલર્સના પ્રવક્તાએ કહ્યું કે ગ્રાહક રૂ.5000ના સરળ હપ્તા પર 12 મહિનામાં ઘરેણાંના નાણાં ચૂકવી શકે છે. તેમણે કહ્યું કે સીધી ખરીદી કરનારને ઘરેણાં પર 20 ટકા છૂટ પણ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ સુવિધા મુંબઇ, દિલ્હી અને બેંગલુરૂના સ્ટોરમાં ઉપલબ્ધ છે. મુંબઇના ઝવેરી બજારમાં કેટલાંય જ્વેલર્સ પણ તહેવારોમાં આ પ્રકારની ઓફર રજૂ કરવા જઇ રહ્યા છે.પ્રકાશ જ્વેલર્સ એન્ડ સન્સના પ્રકાશ જૈનના મતે ગણતી, નવરાત્રિ, દશેરા, ધનતેરસ અને દિવાળીમાં ગ્રાહક 12 મહિનાના સરળ હપ્તા પર ઘરેણાં ખરીદી શકશે. તેમણે કહ્યું કે 20 થી 30 ટકા છૂટની સાથે મેકિંગ ચાર્જ ઓછો કરવા પણ વિચાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવેલ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટ પ્રમાણે સોનાની ખપત સૌથી વધુ ભારતમાં છે. રિપોર્ટના મતે જાન્યુઆરી થી જૂન સુધીમાં દેશમાં 45,700 કરોડ રૂપિયાના સોનાના ઘરેણાંની ખરીદી કરવામાં આવી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 67 ટકા વધુ છે.


સાપુતારાને 'ટુરિઝમ હબ' તરીકે વિક્સાવાશે

ગુજરાત સરકર રાજ્યના હિલ સ્ટેશન સાપુતારાને 'ટુરિઝમ હબ' તરીકે વિક્સિત કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. સાપુતારાના વિકાસ માટેનો માસ્ટર પ્લાન ધી રિસર્ચ એન્ડ ડિઝાઇન સેલ ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સુરતે તૈયાર કરી દીધો છે. તેઓ પ્રથમ તબક્કાનું આયોજન તો કરી ચૂક્યા છે. રાજ્ય સરકાર પ્રથમ તબક્કાના આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 150 કરોડનું રોકાણ કરશે. ગુજરાતના દક્ષિણે ડાંગ જિલ્લામાં 1000 મીટરની ઊંચાઇએ સાપુતારા હિલ સ્ટેશન આવેલ છે. જેને રાજ્ય સરકાર 'ગ્રેટ ટુરિઝમ' તરીકે વિક્સિત કરવા માંગે છે. જંગલોથી ઘેરાયેલ આ હિલ સ્ટેશન પર પશુપંખી અને ફળફૂલો ખૂબ જોવા મળે છે. રાજ્ય સરકારના આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરાશ. જેમ કે ટાઉન સેન્ટર, સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, ગવર્નર્સ હિલ અને તળાવનો વિકાસ કરાશે. નવા ટુરિસ્ટ સ્પોટ્સનો પણ વિકાસ કરાશે. આ પ્રોજેક્ટના ભાગ રૂપે નવા તળાવો, આદિવાસીઓના અનુભવો, વાઇલ્ડલાઇફ સેન્ટર, અલગ-અલગ પાર્ક (એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, થીમ પાર્ક), મીની ગોલ્ફ કોર્સ, હોટેલ, રિસોર્ટ્સ, શોપિગ અને એન્ટરટેઇનમેન્ટ કોમ્પલેક્સ, ફૂ઼ડ કોર્ટ એન્ડ રેસ્ટોરાં, અલગ-અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ (સ્પોર્ટ્સ અને એડવન્ચર, આર્ટ્સ અને ક્રાફ્ટ) વગેરે ઉભા કરાશે.
માસ્ટર પ્લાન્ટના વિકાસ અંતર્ગત 12 હોટેલ અને ત્રણ રિસોર્ટ્સ ઉભી કરાશે. ટુરિઝમ ડેસ્ટીનેશનનો વિકાસ ઇકોલોજીકલ અને કલ્ચરલ આધારિત કરવાનો હેતુ છે તેમ એસઇસીટીના વાઇસ પ્રિન્સિપાલે કહ્યું હતું.


સમન્સ મળશે પછી જવાબ આપીશ : જોહરી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ તરફથી બીજી મુદ્દતનો સમન્સ મળ્યો નથી, જે મળ્યા પછી જવાબ આપવા માટે હાજર રહીશ, એમ રાજકોટના પોલીસ કમિશનર ગીથા જોહરીએ જણાવ્યું હતું. બુધવાર ૧૮ તારીખ સુધીમાં જોહરી સીબીઆઇ સમક્ષ હાજર થશે તેવી ધારણાઓ હતી.ગુરુવારે તેમનો ટેલિફોનિક સંપર્ક કરાતાં જોહરીએ પોતાને સીબીઆઈ તરફથી નવી મુદતનો સમન્સ મળ્યાનો ઇનકાર કર્યો હતો. સીબીઆઇ તેમની અગાઉ પૂછપરછ કરી ચૂકી છે. જે સવાલ પુછાયા હતા તેના જવાબ દઈ દીધા છે. સીબીઆઇને વિશેષ તપાસની જરૂર જણાઈ હશે.સમન્સ મળ્યે હાજર રહીશ એમ તેમણે કહ્યું હતું. તબીબે તેમને એક સપ્તાહ સુધી સંપૂર્ણ આરામની સલાહ આપી છે. આથી તેમણે સીબીઆઇના અધિકારી કંડા સ્વામીને ટેલિફોનથી જાણ કર્યાનું જાણવા મળ્યું હતું.


જોહરી લાંબી રજા પર જતાં અનેક અટકળો

રાજકોટ પોલીસ કમિશનર ગીથા જોહરી માંદગીનું કારણ આપી લાંબી રજા પર ઉતરી ગયાં છે. બુધવારે તેઓ સીબીઆઇ સમક્ષ હાજર થવાનાં હતાં. તેમની સાથે ઓ.પી. માથુરની પણ પૂછપરછ થવાની હતી, પરંતુ ગીથા જોહરી લાંબી રજા પર ઉતરી જવાને કારણે ઓ.પી. માથુરને પણ વધુ એક વખત મુદત મળી ગઈ છે.બીજી બાજુ સીબીઆઇ ગીથા જોહરી, ઓ.પી. માથુર અને પ્રશાંતચંદ્ર પાંડેને નવેસરથી સમન્સ આપી બોલાવે તેવી સંભાવના છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના ચેરમેન નિવૃત્ત આઇપીએસ ઓ.પી. માથુરની પૂછપરછમાં ઓ.પી. માથુરે ગીથા જોહરી પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. ગીથા જોહરી લાંબી રજા પર ઉતરી જતાં તેઓ સીબીઆઇ સમક્ષ હાજર નહીં થાય તેવું સીબીઆઇના અધિકારીઓ માની રહ્યા છે.જો ગીથા જોહરી નહીં આવે તો ઓ.પી. માથુરને પણ વધુ એક વખત મુદત મળી જશે. સીબીઆઇનાં સૂત્રોના જણાવ્યા અનુસાર નિવૃત્ત ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડે પણ આગામી ૧૯મીએ આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે. સીબીઆઇ આ ઉચ્ચ આઇપીએસ અધિકારીઓને નવેસરથી સમન્સ આપી પૂછપરછ માટે બોલાવે તેવી સંભાવના છે.ગયા અઠવાડિયે જ તેઓ વિદેશ પ્રવાસેથી આવ્યા બાદ સ્વાતંત્રયદિનની ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત થઈ ગયાં હતાં. આજ સુધી રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં હાજર ગીથા જોહરી અચાનક રજા પર ઉતરી જવાને કારણે મામલો વધુ પેચીદો બની ગયો છે.


માથુર, જોહરી બુધવારે CBI સમક્ષ હાજર થશે

રક્ષાશક્તિ યુનિવર્સિટીના ચેરમેન નિવૃત્ત આઇપીએસ ઓ.પી. માથુર અને રાજકોટ પોલીસ કમિશનર ગીથા જોહરી સહિત નિવૃત્ત ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડેની પૂછપરછ આગામી બે દિવસમાં શરૂ થી જશે. ગીથા જોહરી અને ઓ.પી. માથુર બુધવારે ૧૮મી ઓગસ્ટ અને પ્રશાંતચંદ્ર પાંડે ૧૯મી ઓગસ્ટના રોજ સીબીઆઇ સમક્ષ હાજર થાય તેવી સંભાવના છે.આ અઠવાડિયામાં ત્રણ ઉચ્ચ આઇપીએસ અધિકારીઓની પૂછપરછ થવાની હોવાથી અઠવાડિયાથી શાંત થઈ ગયેલા વાતાવરણમાં ફરી ગરમાવો આવશે.
સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં ગઈ ૭, ૮ ઓગસ્ટના રોજ પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની પૂછપરછ થયા બાદ રાજકોટ પોલીસ કમિશનર ગીથા જોહરી અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના ચેરમેન ઓ.પી. માથુરની ગઈ ૧૦મી ઓગસ્ટે સંયુક્ત પૂછપરછ થવાની હતી, પરંતુ રાજ્યકક્ષાની સ્વાતંત્રય દિનની ઉજવણી રાજકોટમાં થવાની હોવાથી ગીથા જોહરીએ ૧૫મી સ્વાતંત્રયદિનની ઉજવણી બાદ સીબીઆઇ સમક્ષ હાજર થશે તેવો સમય માગ્યો હતો.ગીથા જોહરીએ મુદત માગી હોવાથી ઓ.પી.માથુરને પણ અઠવાડિયાની મુદત મળી ગઈ હતી. બે દિવસ પછી બુધવારે ૧૮મી ઓગસ્ટે માથુર અને ગીથા જોહરી સીબીઆઇ સમક્ષ હાજર થશે તો તેમની પૂછપરછ કરવામાં આવશે.તેવી જ રીતે ગુજરાતના તત્કાલીન પોલીસવડા અને પોલીસ આવાસ નિગમના ચેરમેન પ્રશાંતચંદ્ર પાંડેને સીબીઆઇએ ગઈ ૧૧મી ઓગસ્ટે સીબીઆઇ સમક્ષ હાજર થવા સમન્સ આપ્યું હતું. તેઓ પણ કામમાં રોકાયેલા હોવાથી મુદત માગી હતી. હવે પ્રશાંતચંદ્ર પાંડે ૧૯મી ઓગસ્ટે શુક્રવારે સીબીઆઇ સમક્ષ હાજર થાય તેવી સંભાવના છે.આવતી કાલે મંગળવારે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. છેલ્લા એક અઠવાડિયાથી શાંત થયેલા સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર મામલામાં આગામી બુધવારથી ફરીથી ગરમાવો આવવાની શક્યતા છે.


અધિકારીઓ પકડાતાં શાહ, કટારિયાની મિટિંગ થઇ હતી

ત્રણ આઈપીએસ અધિકારીની ધરપકડ પછી અને ચાર્જશીટ સમયે રાજસ્થાનથી કોણ આવ્યું હતું તે અંગે તપાસ. સર્કિટહાઉસના ચેક ઈન રજિસ્ટરની કોપી સીબીઆઈએ મેળવી. ૨૪મી એપ્રિલ ૨૦૦૭ના રોજ ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન અને ઉદેપુરના તત્કાલીન એસ. પી. દિનેશ એમ. એન.ની ધરપકડ બાદ રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા અને રાજસ્થાનના તત્કાલીન ડીજીપી ગીલ ગાંધીનગર દોડી આવ્યા હતા.તેમણે ૨૫-૨૬એપ્રિલના રોજ અમિત શાહ અને પોલીસવડા પી.સી. પાંડે સાથે ગાંધીનગર સર્કિટહાઉસમાં બંધ બારણે એક મિટિંગ કરી હતી. તે મિટિંગના પુરાવા એકત્ર કરવા માટે સીબીઆઈએ શુક્રવારે ગાંધીનગર અને અમદાવાદના સર્કિટ હાઉસના મેનેજરો અને કર્મચારીઓની પૂછપરછ કરી તેમના નિવેદનો લીધા હતા.એટલું જ નહીં પરંતુ તે પછી સીઆઈડી ક્રાઈમે સોહરાબુદ્દીનકેસમાં ચાર્જશીટ રજૂ કરી ત્યાં સુધી રાજસ્થાનથી આ કેસ બાબતે કોણ કોણ આવ્યું હતું તે જાણવા માટે સર્કિટના તે ચેક ઈન રજિસ્ટરની કોપીઓ પણ મેળવી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.સીબીઆઈનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ રાજસ્થાનના ગૃહસચિવ પાસે તે સમયે ગાંધીનગર દોડી આવેલા રાજકારણીઓ અને અધિકારીઓના નામની યાદી અને તે પ્રવાસની પાછળ થયેલા ખર્ચની વિગતો પણ માગી હતી.


વિદેશથી આવતા ફંડ પર વધુ અંકુશ

આંતરિક સુરક્ષાના બદલાયેલા માહોલ અને બીજી તરફ દેશમાં જંગી માત્રામાં વિદેશોમાંથી આવી રહેલાં નાણાંના પ્રવાહના નિયમન માટે સંસદે શુક્રવારે નવા કાયદાને મંજુરી આપી દીધી છે. વિદેશમાંથી ભેટ તરીકે, ફંડ તરીકે કે અન્ય કોઈ સ્વરૂપે ભારતમાં કોઈ વ્યક્તિના નામે કે સામાજિક સંગઠનના નામે આવતા નાણાંની હવે આ નવા કાયદા હેઠળ આકરી ચકાસણી થશે.
આ બિલ પછી હવે દર પાંચ વર્ષે એનજીઓએ તેનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવાનું રહેશે જેથી નિષ્ક્રિય સંસ્થા(એનજીઓ)ની બાદબાકી થઈ શકશે. સંસદમાં શુક્રવારે ફોરેન કોન્ટ્રીબ્યુશન(રેગ્યુલેશન) બિલ ૨૦૧૦ ને મંજુરી આપી દેવાઈ હતી.


પીએસઆઇની પિસ્તોલે જમાદારની હથેળી વીંધી

સબ ઇન્સપેક્ટર વાઘેલાથી ટ્રીગર દબાઈ ગયું, ઇજાગ્રસ્ત એએસઆઇ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ.મહિધરપુરા પોલીસ મથકમાં શુક્રવારે સાંજે સાડા ચાર વાગ્યે પોલીસ સબ ઇન્સપેક્ટર હસમુખ વાઘેલા પોતાની સરકારી પિસ્તોલ સાફ કરી રહ્યા હતા ત્યારે શરતચૂકથી એક ગોળી છુટી ગઈ હતી. જે ત્યાં હાજર એએસઆઈના જમણા હાથની હથેળીમાંથી આરપાર નીકળી ગઈ હતી. ઇજાગ્રસ્ત એએસઆઇ અશોક દેવરામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોસઈ એચ.જી વાઘેલાની સરકારી પિસ્તોલ બપોરે વરસાદમાં પલળી ગઈ હતી. જેથી સાંજે સાડા ચાર વાગ્યે તે મહિધરપુરા પોલીસ મથકના ઇન્વેસ્ટિગેશન રૂમમાં પોતાની પિસ્તોલ સાફ કરી રહ્યા હતા. આ વખતે ભૂલથી પિસ્તોલનું ટ્રીગર દબાઈ જતાં પિસ્તોલમાંથી સનનન કરતી ગોળી છુટી હતી. જે ત્યાં હાજર એએસઆઈ અશોક દેવરામ તિલેકરના જમણા હાથની હથેળીમાંથી આરપાર નીકળી ગઈ હતી.આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો મહિધરપુરા પોલીસ મથક પર પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત એએસઆઇને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. ગોળી હાથમાં વાગી હોવાના કારણે એએસઆઈની સ્થિતિ સારી રહી હતી.


મુંબઇ એરપોર્ટ પર વિમાનનું ટાયર ફાટવાથી અફડાતફડી

મુંબઇથી ચેન્નઇ તરફ જનારા વિમાનના ટેક ઓફ દરમિયાન ટાયર ફાટી જવાથી 40 થી 50 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. જેટ એરવેઝનું વિમાન 9w2302 ટેક ઓફ દરમિયાન દુર્ઘટના ગ્રસ્ત થઇ ગયું હતું. વિમાનમાં આશરે 140 મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતા. વિમાન દુર્ઘટનામાં કેટલાય પ્રવાસીઓને ઇજા થઇ હતી. ડીજીસીએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ યાત્રીઓ સુરક્ષિત છે.વિમાન દુર્ઘટનાની થોડીક જ ક્ષણોમાં મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટનામાં ઘાયલ લોકોને નાનાવટી અને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વિમાનના યાત્રીઓએ જણાવ્યું કે વિમાને ટેક ઓફ કર્યા બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે વિમાનનું ટાયર ફાટી ગયું છે અને તેમાં આગ લાગી ગઇ છે. ત્યારબાદ વિમાનનું પાછું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને મુસાફરોને સુરક્ષિત બહાર નિકાળવામાં આવ્યાં હતા.વિમાનની બહાર નિકળતી વખતે અફડા તફડીમાં મુસાફરોને ઇજા થઇ હતી. 12 ડોક્ટરોની ટીમે એરપોર્ટ પર જ સામાન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર આપી હતી. ડીજીસીએ દ્વારા વિમાન દુર્ઘટના અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.


તૂર્કીમાં ભેખડો ધસી પડતાં ૧૧નાં મોત

તૂર્કીના કાળા સમુદ્ર નજીક ગુંડોગુ પ્રાંતમાં આવેલા ભારે વરસાદના કારણે શુક્રવારે ઠેરઠેર પૂર અને ભેખડ ધસી પડતાં મકાનો અને ઈમારતો ધરાશાયી થયાં હતાં. વરસાદી દુર્ઘટનામાંઓમાં કુલ ૧૧ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.


કેટરિનાને 'ખાન' તરફથી મળી સ્પેશલ ટ્રીટ

ફરાહ ખાન બોલિવૂડમાં તેનાં દોસ્તાના સ્વભાવને કારણે ઘણી જ પ્રિય છે. એટલે જ કદાચ બોલિવૂડમાં તેનાં મિત્રોની લિસ્ટ ઘણી જ લાંબી છે.થોડા સમય પહેલાં ફરાહ ખાને કેટરિનાને વચન આપ્યું હતું કે જો તે સારો ડાન્સ કરશે તો તે તેને ટ્રીટ આપશે. તો ગત દિવસોમાં ફરાહ ખાને તેનું વચન પાળતાં કેટરિનાને સ્પેશલ ટ્રીટ આપી હતી.ફરાહે આ વિશે જણાવ્યું હતું કે, કેટરિનાએ સૈલા કી જવાની ગીત પર ઘણો જ સુંદર ડાન્સ કર્યો છે. કેટરિનાની ઈચ્છા સ્પેશલ ફૂડ સિનાબૂન ખાવાની હતી. જે ફરાહે ત્રણ ડઝન સિનાબૂન મંગાવી તેની ઈચ્છા પુરી કરી હતી. આ પાર્ટીમાં અક્ષય કુમાર અને વિશાલ શેખરે પણ હાજરી આપી હતી.કેટરિનાએ જણાવ્યું હતું કે તેને સિનાબૂન ખુબજ પસંદ છે પણ તે ખાધા બાદ મારે વર્કઆઉટ કરવું પડશે કારણકે આમાં સૌથી વધુ ફેટ હોય છે.


મોબાઇલ પર જાણો અનાજના ભાવ

જો તમારી પાસે એરટેલનું કનેક્શન છે તો તમારા માટે સારા સમાચાર છે. જો કે ભારતની સૌથી મોટી જીએસએમ મોબાઇલ ઓપરેટર કંપની, એરટેલે પોતાના ગ્રાહકોને એક ખાસ સર્વિસ આપવાની જાહેરાત કરી છે.'ઓવીઆઇ ટુલ' નામની આ સર્વિસ આપવા માટે એરટેલે મોબાઇલ હેન્ડસેટ બનાવનાર ફિનલેન્ડની જાણીતી કંપની નોકિયા સાથે હાથ મિલાવ્યા છે. આ સર્વિસ દ્વારા તમને દાળ, ચોખા, ઘઉંની કિંમતોથી લઇને એજ્યુકેશન અને હેલ્થની ટિપ્સની સાથો સાથ મોનરંજન સાથે જોડાયેલ તમામ જાણકારીઓ પણ અપાશે.જો કે એરટેલના ગ્રાહકોએ આ ખાસ સર્વિસ અલગથી એક્ટિવેટ કરાવવું પડશે. અને ઓવીઆઇની એક સર્વિસ માટે દર મહિને રૂ.10 ચૂકવવા પડશે. કંપનીને આશા છે કે આ નવી સર્વિસ લોકોને ઘણી પસંદ આવશે. આ પહેલાં નોકિયાએ લોકો સુધી 'ઓવીઆઇ ટૂલ સર્વિસ' પહોંચાડવા માટે રિલાયન્સ કંપની સાથે પણ કરાર કરી ચૂકી છે.


તો આવો મિજાજ છે આપણાં 'ચુલબુલે' ખાનનો

સલમાનની ફિલ્મ 'વીર'નો જોરે શોરે પ્રચાર થયો હતો પણ તે બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. જેથી પ્રોડ્યુસરને થયેલાં નુક્સાનની ભરપાઈ પેટે સલમાન ખાને ના ફક્ત તેની ફીમાં ઘટાડો કર્યો હતો પણ તે સાથે તેણે પ્રોડ્યુસર ગલાની માટે વધુ એક ફિલ્મમાં કામ કરવાનું વચન પણ આપ્યું હતું.આવું તેણે એટલે કહ્યું હતું કારણકે તે સમયે ગલાનીએ ફિલ્મમાં તેને ખાસુ નુક્સાન થયાની વાતો કરી હતી. પણ હવે સલમાનને જાણ થઈ છે કે ઈરોસ ઈન્ટરનેશનલ દ્વરા ફંડ મેળવેલ આ ફિલ્મમાં ગલાનીને નુક્શાન નહી પણ ફાયદો થયો છે. તો તેણે કોઈપણ ચર્ચા વગર ગલાનીને 15 કરોડની રકમની માંગણી કરતી કાયદાકીય નોટિસ પાઠવી દીધી છે.આ નોટિસની એક કોપી તેણે ઈરોસ ઈન્ટરનેશનલને પણ પાઠવી છે. જો કે સુત્રોનાં જણાવ્યાં અનુસાર ઈરોસે આવા કોઈ જ વિવાદમાં ન પડતા સલમાનને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધુ છે કે, તેમણે ગલાનીનાં સાથે ફિલ્મ વિરનાં ફાયદામાં ભાગ આપવાની ડીલ કરી હતી. તેનો અર્થ થાય છે કે ગલાનીને એક નિશ્ચિત રકમ અને વીરનાં ફાયદાનો અડધો ભાગ આપવામાં આવશે. આ ત્યારે જ બનત જ્યારે 'વીર' બોક્સ ઓફિસ પર સફળ થઈ હોત.ખરેખરમાં ફિલ્મ 'વીર'નાં નિષ્ફળ જતા ગલાનીએ જાહેર કર્યુ હતું કે તેને આર્થિક રીતે ઘણું જ નુક્સાન થયુ છે. તેથી જ દિલદાર સલમાને તેનાં નુક્સાનને ઓછુ કરવા તેની ફીમાં ઘટાડો કર્યો હતો. પણ આ સારી ભાવનાં લાંબો સમય સુધી ટકી નહતી કારણકે ગલાનીએ તેની સાથે ગેમ રમી હોવાનું સલમાનને લાગ્યું હતું અને તેણે તેની ફીની પુરે પુરી રકમ વસુલવાની નોટીસ પાઠવી દીધી છે.સુત્રોનાં જણાવ્યાં અનુસાર ગલાનીએ વચ્ચે જાહેર કર્યુ હતું કે તેણે ફિલ્મ 'વીર'થી દસ કરોડનો ફાયદો થયો છે. એ પણ ત્યારે જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર કાંઈ ઉકાળી શકી નથી. તો આટલી બાબત સલમાનને ગુસ્સે કરવાં ઓછી નથી. અને તેથી જ તેણે ગલાનીને નોટિસ પાઠવી દીધી હતી.


કેટરિનાની નજર તો દીપિકાનાં મિત્રો પર છે

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કેફ આજકાલ સલમાન સાથેનાં બ્રેક અપ બાદ એકલી પડી ગઈ છે. તેથી જ કદાચ તે આ દુઃખમાંથી બહાર આવવાં કોઈ મજબુત વ્યક્તિની શોધમાં છે. તેથી જ લાગે છે કેટરિનાની નજર તેની સ્પર્ધક દીપિકાનાં મિત્રો પર છે.પહેલાં દીપિકાનાં એક્સ બોયક્રેન્ડ રણબિર કપૂર સાતએ તેની મિત્રતા વધારી અને હવે તે દીપિકાનાં ખાસ મિત્રો સાથે નિકટતા વધારી રહી છે. હાલમાં સમાચાર છે કે આજકાલ કેટરિના વેક અપ સિડનાં નિર્દેશક અયાન મુખર્જી સાથે મિત્રતા વધારી રહી છે. કેટને આજકાલ અયાન સાથે ઘણી જ જોવામાં આવે છે.થોડા સમય પહેલાં અયાનઅને દીપિકા સાથે જોવા મળતા હતાં પણ હવે કેટરિના તેની સાથે જોવા મળી રહી છે. કેટિના પણ અયાનનાં સાથથી ઘણી જ ખુશ છે. તે તેનાં સાથે લોન્ગ ડ્રાઈવ અને ડિનરની મજા લઈ રહી છે.ઉલ્લેખનીય છે કે દીપિકાનાં મિત્રોને આજકાલ કેટરિના તેનાં ખાસ મિત્રો બનાવવાં લાગી છે. ક્યાંય આ સ્ટાર વોરની શરૂઆત તો નથી ને!!


યુનિવર્સિટીના કુલસચિવને RITના ભંગ બદલ છઠ્ઠી વખત દંડ થયો

ગુજરાત યુનિવર્સિટીની રૂ.૧૦૦ કરોડની બેંક ડિપોઝિટો અંગેની વિગતો આપવામાં આનાકાની કરનાર કાર્યકારી કુલસચિવને રૂ.૨૫ હજારનો દંડ. યુનિ.ના કુલસચિવને RTIના ભંગ બદલ છઠ્ઠી વખત દંડ થયો. ગુજરાત યુનિવર્સિટીનીં રૂ.૧૦૦ કરોડની બેંક ડિપોઝીટની તબદિલી અંગે ગુજરાત તકેદારી આયોગે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ પાસે અહેવાલ માંગ્યો છે. બીજી તરફ આ અંગેની વિગતો આપવામાં આનાકાની કરનારા ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવને ગુજરાત ઇન્ફર્મેશન કમિશને રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.ગુજરાત યુનિવર્સિટીના આ અધિકારીને આ પ્રકારનો દંડ છઠ્ઠી વખત ફટકારવામાં આવ્યો છે. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે, હજુ સુધી તેમણે એક પણ વખત દંડની રકમ જમા કરાવી નથી. ગુજરાત યુનિવર્સિટીની ફિક્સ ડિપોઝિટો અંગેએસબીઆઈના ચીફ મેનેજર મનહરસિંહ ચુડાસમાએ તા.૨૩-૩-૦૭ના રોજ યુનિવર્સિટીને પત્ર લખીને એફડી પર ૧૧ ટકાના વ્યાજ દરની ઓફર કરી હતી. તેમ છતાં ગુજરાત યુનિવર્સિટીએ ભારતીય સ્ટેટ બેંકમાંથી અધવચ્ચેથી ડિપોઝીટ ઉપાડી લઇને અન્ય બેંકમાં ૧૦.૭૫ ટકાના વ્યાજથી મૂકી હતી.આમ કરવાથી ગુજરાત યુનિવર્સિટીને વ્યાજમાં ૦.૨૫ ટકાનું નુકસાન થયું હતું. એટલું જ નહીં પરંતુ અધવચ્ચેથી ડિપોઝીટ ઉપાડી લેવાના કારણે ૧ ટકા પેનલ્ટી કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પ્રદિપ પ્રજાપતિએ ગુજરાત યુનિવર્સિટીએ જુન ૨૦૦૬થી ૧૫ ફેબ્રુઆરી-૦૮ સુધીમાં કેટલી ડિપોઝીટો ભારતીય સ્ટેટ બેંક -યુનિવર્સિટી શાખામાંથી ઉપાડીને કેટલાં વ્યાજના દરથી અન્ય બેંકમાં જમા કરાવી તેમ જ પાકતી મુદત પહેલા આ ડિપોઝીટો ઉપાડી લેવાથી યુનિવર્સિટીને કેટલું નુકસાન થયું?વગેરે પ્રકારની માહિતી જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ ગુજરાત યુનિવર્સિટી પાસે ૧૬-૨-૦૮ના રોજ માંગી હતી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ બે વર્ષથી વધુ સમય બાદ એટલે કે તા.૧૬-૬-૧૦ના રોજ માહિતી પુરી પાડી હતી. તે પણ અપુરતી આપી હોવાથી ચીફ ઇન્ફર્મેશન કમિશનર આર.એન. દાસે તા. ૨૧મી ઓગસ્ટ ૨૦૧૦ના રોજ સમયમર્યાદામાં વિગતો પુરી પાડવામાં નિષ્ફળ જવા બદલ કાર્યકારી કુલસચિવને ૨૫ હજાર રૂપિયા દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. આ સાથે જ તેમણે દંડની રકમ બે હપ્તામાં કુલસચિવના પગારમાંથી વસૂલ કરવા નિર્દેશ આપ્યા હતા.


વડોદરામાં સ્કાયવોકનું લોકાર્પણ અને ગરીબ કલ્યાણ મેળો

વડોદરામાં શનિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળામાં ૫૨૩૯ લાભાર્થીઓને રૂ.૨૪.૬ કરોડની વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરાશે. મુખ્યમંત્રી મોદીના હસ્તે સ્ટેશન વિસ્તારમાં બનાવાયેલા સ્કાયવોક સહિત વિવિધ કામોનું લોકાર્પણ કરવાના કાર્યક્રમ પણ યોજાશે.આવતીકાલે શનિવારે સાંજે ૫.૩૦ કલાકે અકોટા સ્ટેડિયમ ખાતે શહેરના ગરીબોને સરકારની કલ્યાણ યોજનાઓના લાભો હાથોહાથ પહોંચાડવા માટેનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં સરકારની યોજનાઓમાંથી રૂ.૨૪.૬ કરોડના લાભોનું વિતરણ થશે.જેમાં યુ.સી.ડી. વિભાગના ૨૮૯, બી.એસ.પી.યુ. અંતર્ગત ૩૮૩, આઇસીડીએસ વિભાગના ૫૩૯, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત ૬૭, પ્રાંત વિભાગ અંતર્ગત ૨૪૦ તેમજ અન્ય વિભાગના મળી કુલ-૫૨૩૯ લાભાર્થીઓને રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે લાભો અપાશે.મુખ્યમંત્રી મોદીની મુલાકાત પ્રસંગે હરણી વિસ્તારમાં પાણીની નવી ઓવરહેડ ટાંકી બનાવવાના સ્થળે ખાતમુહૂર્ત, વિવિધ રસ્તાઓના કામોનો શુભારંભ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ કામોનું લોકાર્પણ પણ કરાશે.મુખ્યમંત્રી મોદીના કાર્યક્રમ દરમિયાન સ્ટેશન તરફનો રૂટ બંધ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરામાં સ્કાઇવોકના ઉદઘાટન કાર્યક્રમમાં તેમજ અકોટા ખાતે ગરીબ મેળાના કાર્યક્રમમાં આવવાના હોવાના કારણે ટ્રાફિક પોલીસે સલામતીના કારણોસર વૈકલ્પીક ડાયવર્ઝન આપ્યો છે.એ.સી.પી. એમ.જે.પંચોલીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાંજે ૫:૩૦ કલાકે સ્ટેશન આવશે એટલે આ સમયે કોઠી તેમજ જેલ રોડ તરફથી આવતો ટ્રાફિક સ્ટેશન તરફ નહી જઇ શકે અને આ ટ્રાફિક કાલાઘોડા ફતેગંજ સર્કલ તરફ જશે.આજ રીતે અલકાપુરી તરફથી સ્ટેશન આવતો ટ્રાફિક પ્રોડક્ટિવિટી નાકા થી કુંજ સોસાયટી થઇ ગેંડા સર્કલ તરફ જશે. રેલવે સ્ટેશનનાં મુસાફરો જે સિટીમાં જવા માંગે છે તેઓ આ માટે રેલવે આઉટ ગેટથી નટરાજ ટોકીઝ અને એસ.ટી. ડેપોના માર્ગે જશે. એસ.ટી. તરફથી આવતી બસો તેમજ અન્ય વાહનો રેલવે સ્ટેશન તરફ ન આવતાં પંડ્યાં હોટલ થઇ શાસ્ત્રી બ્રિજના નાકે જશે.પોલીસે સાંજના પાંચથી સાડા છના સમય વચ્ચે નીકળતાં મુસાફરોને તેઓના સ્થળ પર પહોંચવા માટે થોડા વહેલા નીકળવા માટેની વિનંતી કરી છે.


કુલદીપ શર્મા સામે સુરતમાં ગુનો નોંધવાની તૈયારી શરૂ

કુલદીપ શર્મા સામે કચ્છમાં થયેલા ૨૬ વર્ષ પહેલાના એન્કાઉન્ટરનો કેસ નબળો પડે તે પહેલાં સુરતમાં આસીફ અમદાવાદી એન્કાઉન્ટર કેસની ફાઇલ પરથી ધૂળ ખંખેરાઇ છે અને તેના જ એક ભાગરૂપે તે વખતે ડી.સી.બી.માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં અને હાલ સુરતમાં પીઆઇ રહેલાં ચાર અધિકારીઓની ગૂપચૂપ અને રાતોરાત અને તાત્કાલિક અસરથી સુરત બહાર અચાનક બદલી કરી દેવાઇ છે.જ્યારે સૂત્રોના જણાવ્યા મુજબ આસીફ અમદાવાદી એન્કાઉન્ટર કેસમાં પણ ગુનો નોંધવાની તૈયારી શરૂ કરી હોવાનું જણાવા મળ્યું છે અને તેના જ એકભાગ રૂપે આ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સુરતમાં ૧૯૯૯ના વર્ષમાં આસીફ અમદાવાદીનું એન્કાઉન્ટર કરાયું ત્યારે શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચમાં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવનારા અને હાલમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવનારા રાંદેરના ઇન્સપેક્ટર આર.એચ. હડિયા- જામનગર, ચોકબજારના જી.આર. પટેલની ભાવનગર, કાપોદ્રાના વી.બી. પટેલની જુનાગઢ અને સુરત રેન્જના આઇજીપીના રીડર તરીકે ફરજ બજાવતા આર.એલ. માવાણીની અમરેલી બદલી કરાઇ છે. જે તમામને તાત્કાલિક અસરથી છુટા કરવાની નોંધ પણ બદલીના હુકમમાં હોવાથી તમામને તાત્કાલિક અસરથી છુટા પણ કરી દેવાયા છે.૧૯૮૪ના વર્ષમાં જ્યારે કુલદીપ શર્મા કચ્છના ડીએસપી હતા ત્યારે તેમના કાર્યકાળમાં થયેલા એન્કાઉન્ટર સંદર્ભે ૨૬ વર્ષ બાદ ગુનો નોંધાયો હતો. આ ફરિયાદ રદ કરવા માટે કુલદીપ શર્માએ હાઇકોર્ટનું શરણું ગ્રહણ કર્યું છે. જેનો નિર્ણય આગામી ૩૧ઓગસ્ટના રોજ જાહેર થશે. કદાચ આ ફરિયાદ રદ થાય તો પણ કુલદીપ શર્મા સામે પગલાં લઈ શકાય તે વાતને ધ્યાને લઈ જ્યારે કુલદીપ શર્મા સુરતના પોલીસ કમિશનર હતા ત્યારે જે એન્કાઉન્ટર થયું તે આસીફ અમદાવાદી એન્કાઉન્ટરનું પોપડું ઉખેડાઈ રહ્યું છે.


માકેન્સરને ‘કેન્સલ’ કરી હવે પીડિતોની વહારે

‘કેન્સરની સારવાર કરાવતાં જીવનમાં દર્દ અને દુ:ખનો અહેસાસ થયો. હોસ્પિટલમાં મારી સરખામણીમાં અન્ય દર્દીઓની હાલત વધુ ગંભીર હતી. કેન્સર સામે લડી રહેલા વ્યક્તિઓ ખરા અર્થમાં લડવૈયા છે.’’ ભારે હૃદયે આ વાતને કહેનાર વડોદરાના ભદ્રેશ વોરા આ લડાઈને જીતી ચૂક્યા છે.પરંતુ આટેલેથી સંતોષ ન માનતા કેન્સરપીડિતો અને તેમના પરિવારોને આ પીડામાંથી થોડી રાહત કે મુક્તિ મળે તે માટે બીડુ ઝડપ્યુ છે અને કેન્સર પીડિતોની જરૂરિયાતો પૂર્ણ કરવા ‘કેન્સર હેલ્થ ડેસ્ક સોસાયટી’ શરૂ કરીને માધ્યમ બનવાનો નિશ્વય કર્યો છે.વડોદરામાં જીઇબી માટે કામ કરતાં ભદ્રેશભાઈ વોરાને ડિસેમ્બર ર૦૦૯માં જીભનું કેન્સર થયું હતું. કેન્સરગ્રસ્ત વ્યક્તિના જીવનમાં કેન્સર નામનો ભય એક અણ ઉચ્ચારેલ સત્ય છે. કેન્સરની પીડા અને દર્દમાં વીતાવેલી પળોનું શબ્દોમાં વર્ણન કરતાં ભદ્રેશ વોરા કહે છે કે કેન્સર થયું હોવાથી ડોક્ટરે મને જીભનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું ત્યારે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા મારા દીકરાની પરીક્ષા હતી.જેથી ઓપરેશન વિશે દીકરાને ખબર ન આપી. ઓપરેશન થઈ ગયા બાદ કરમસદ રેડીએશન માટે આવતાં હતા. એકવાર જીભમાંથી લોહી નીકળતાં હોસ્પિટલાઈઝ થવું પડ્યું હતું. કેન્સરગ્રસ્ત દર્દીઓની પીડાથી મારું હૃદય હચીમચી ઉઠયું હતું. ત્યારે મને કેન્સરગ્રસ્ત વ્યક્તિઓ માટે ક઼ઈક કરવાનો વિચાર આવ્યો. સારવાર બાદ મોઢાના કેન્સરથી હું તો ઉગરી ગયો એમ કહું કે નવજીવન મળ્યું તો પણ કંઈ ખોટું નથી.પરંતુ મેં નિશ્વય કર્યો કે કેન્સરપીડિત અને તેમના પરિવારોને મદદરૂપ થવું જોઈએ. કેન્સર લાંબી સારવાર માંગી લે છે. જેથી કેન્સરપીડિતોને શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક કોઈપણ પ્રકારની જરૂરિયાત પૂર્ણ કરવા માધ્યમ બનીશું. જેમાં કેન્સરના ઘણાં દર્દીઓ આર્થિક રીતે સક્ષમ હોય છે. પરંતુ માનસિક કે સામાજિક સહાયની જરૂર હોય છે. બીજી તરફ કેટલાંક દર્દીઓ કેન્સરની સારવાર માટે આર્થિક રીતે સક્ષમ નથી હોતા. પરંતુ કેન્સરપીડિતોને હિંમત અને પ્રોત્સાહન આપી શકે છે.


આમિર ખાન અજબ ટેવ ધરાવે છે

આમિર ખાને હાલમાં જ ખુલાસો કર્યો હતો કે, તેને ફિલ્મમાં તેનાં દ્વારા રોલમાં પહેરેલાં કોસ્ટ્યુમ્સ સંભાળી રાખવાની ટેવ છે. હાલમાં પણ તેની પાસે તેની બધી જ ફિલ્મોનાં કોસ્ટ્યૂમ્સ તેની પાસે સંભાળેલા છે.આમિરે આ વિશે જણાવ્યું હતું કે તેણે ફિલ્મ થ્રી ઈડિયટ્સમાં રેન્ચોનાં રોલમાં પહેરેલાં કોસ્ટ્યૂમ પણ તેની પાસે સંભાળેલાં છે. આવું તે હમેશાં કરે જ છે.જ્યારે આમિરને પુછવામાં આવ્યું કે તે આવું કેમ કરે છે તો તેણે જણાવ્યું હતું કે, આમ કરી તે ફિલ્મ સાથે સંક્ળાયેલી તેની યાદોને તેની પાસે રાખે છે. આમિરે આ વાત ફિલ્મ થ્રી ઈડિયટ્સની ડિવીડી લોન્ચ દરમિયાન કરી હતી. આ પ્રેસ્ કોન્ફરેન્સ મુંબઈમાં યોજાઈ હતી. આ સિવાય આમિરને પુછવામાં આવ્યું હતું કે તે મરાઠી ફિલ્મ પ્રોડ્યુસ કરવાની ઈચ્છા રાખે છે.જેનાં જવાબમાં તેણે જણાવ્યું હતું કે, ''હાં બિલકુલમ મને તેમ કરવામાં ખુશી થશે. મારા માટે ભાષાનો ક્યારેય બાધ નથી. અને જો સારી સ્ક્રિપ્ટ મળે તો હું જરૂરથી હું પ્રોડ્યુશ કરીશ.''

27 August 2010

ભારતે ચીન સાથે તમામ સંરક્ષણ આપલે રદ્દ કરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



ભારતે ચીન સાથે તમામ સંરક્ષણ આપલે રદ્દ કરી

ભારત અને ચીનના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ભારતે ચીન સાથે તમામ સંરક્ષણ સંબંધો તોડી નાખ્યા છે. ચીને ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફને ચીન યાત્રાની મંજૂરી આપી નથી. ત્યાર બાદ ભારતે આ પગલું લીધું છે. ચીન જમ્મુ-કાશ્મીરને વિવાદીત ક્ષેત્ર માને છે. ભારતીય સેનાના આ વરિષ્ઠ અધિકારીના તાબા હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર આવે છે અને ચીનના આ નિર્ણયનું કારણ પણ તે છે.મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી સંરક્ષણ સંબંધો હેઠળ દર વર્ષે ચીનની યાત્રા પર જાય છે. આ સંદર્ભે ઉત્તરીય કમાન્ડના ચીફ લેફ્ટિનન્ટ જનરલ બી. એસ. જસવાલને આ માસમાં ચીન જવાનું હતું. તેના માટે ભારતીય સેનાએ જૂનથી જ તૈયારીઓ આરંભી દીધી હતી. જો કે ચીનના આ પગલાંથી ભારત આચંબિત છે. ચીને જસવાલના નામ પર એમ કહીને વાંધો દર્શાવ્યો હતો કે જસવાલ જમ્મુ-કાશ્મીરના વિવાદીત ક્ષેત્રને ‘નિયંત્રિત’ કરે છે.ચીનના આ નિર્ણય પર ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના આ પગલાંનો જવાબ આપતાં ભારતે ચીની સેનાના બે અધિકારીઓને ભારત આવવાની પરવાનગી આપી નથી. ચીનના બંને અધિકારીઓ નેશનલ ડિફેન્સ કોલેજમાં ટ્રેનિંગ માટે આવવા માગતા હતા. આ સાથે ભારતે પોતાની સેનાના અધિકારીની ચીન યાત્રાને પણ રદ્દ કરી દીધી છે. ભારતે ચીનને આ નિર્ણયના કારણની જાણકારી પણ આપી છે કે જેથી આ મામલામાં કોઈ ભ્રમની સ્થિતિ ન રહે.


1962ના ભારત-ચીન યુદ્ધનો રિપોર્ટ જાહેર થશે નહીં

ભારત-ચીન વચ્ચે 1962માં થયેલા યુદ્ધના સરકારી રેકોર્ડ માહિતીના અધિકાર કે અન્ય કોઈ કાયદા હેઠળ સાર્વજનિક નહીં કરી શકાય. કારણ કે તેનાથી બંને દેશો વચ્ચે સીમા વિવાદ પર ચાલી રહેલી વાતચીતને અસર થઈ શકે છે.મુખ્ય માહિતી કમિશનર (સીઆઈસી) વજાહત હબીબુલ્લાએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ વર્ગીકૃત રિપોર્ટના કેટલાંક અંશો રાષ્ટ્રીય હિતમાં નથી. તેમાં ભારતીય સેનાના તત્કાલિન શીર્ષસ્થ અધિકારીઓની અક્ષમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરના મામલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે નૈયરે ભારત-ચીન યુદ્ધ દરમિયાન ભારતના તત્કાલિન વિદેશ મંત્રી સ્વર્ણ સિંહ અને પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલી વાતચીતની જાણકારી માંગી હતી. પરંતુ તેમના આગ્રહને નામંજૂર કરવામાં આવ્યો હતો. જો કે સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી છે. આ કમિટી અંતિમ નિર્ણય કરશે.હબીબુલ્લાએ કહ્યું હતું કે અમેરીકા અને બ્રિટનમાં કોઈ યુદ્ધના 20 વર્ષ બાદ તેની સાથે સંલગ્ન દસ્તાવેજોને વર્ગીકૃત શ્રેણીમાંથી હટાવાની જોગવાઈ છે. પરંતુ ભારતમાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ આમ કરી શકાય છે.


ભારત-ચીન વચ્ચેના તણાવનું પરિણામ યુદ્ધ હશે?

ચીન છેલ્લા કેટલાંક સમયથી ભારત પ્રત્યે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. તાજેતરમાં ચીને ચીને ભારતની સરહદ પર આધુનિક મિસાઈલ સીએસએસ-5 તેનાત કરી દીધી છે. આ સિવાય ઓછાં સમયમાં પોતાના એરબેઝ ભારતની સરહદ પર લઈ જવાની પણ તૈયારી કરી લીધી છે. તેની સામે ભારતે પણ પોતાની પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ અગ્નિ-2 અને પૃથ્વી-3ની તેનાતી માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલો છે.ત્યારે ભારત અને ચીન સરહદે તણાવ વધી રહ્યો હોવાના અમેરીકી સૈન્ય મુખ્યમથક પેન્ટાગોનના તાજેતરના અહેવાલો પણ ચીનની મનસા સંદર્ભે ભારતના મનમાં શંકા પ્રેરવા માટે પુરતાં છે. તેવા સંજોગોમાં ભારતે પૂર્વોત્તરની વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાના સામરીક અને લશ્કરી હિતો સાચવવા માટે પૂરતાં પગલાં ભરવા પડશે. ત્યારે ભારત અને ચીન સંબંધોને તાજેતરની કેટલીંક પરિસ્થિતિની પૃષ્ઠભૂમિમાં જોઈએ તો તેમાં દક્ષિણ એશિયામાં જૂનાં સામરીક સમીકરણો નવા સ્વરૂપે રચાતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે લોકાના મનમાં આશંકા ઉભી થવી સ્વાભાવિક છે કે 1962ની જેમ ચીન ફરીથી ભારતીય સરહદો પર કોઈ લશ્કરી છમકલું તો નહીં કરે ને?તાજેતરમાં ચીને ભારતને તિબેટના મુદ્દે સમજદારી પૂર્વક વર્તવાની સલાહ પણ આપી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ ચીન પોતના હિતોને સાચવવા માટે નિર્માણ કાર્યો કરી રહ્યું છે. તેની ક્ષેત્રમાં સક્રિયતા ભારત માટે પડકાર ઉભા કરી રહી છે અને તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.


ભારત ચીન સરહદે મિસાઈલ તેનાત કરવાની તૈયારીમાં?!

ભારત સાથેની ચીન સરહદે પીપલ્સ લિબરેશન આર્મીની હરકતોથી બચવા માટે ભારતે પણ કમર કસી લીધી છે. હવે ભારત ચીન સાથેની સરહદે પરમાણુ ક્ષમતાવાળી મિસાઈલો તેનાત કરવાનું વિચારી રહ્યું છે. સાથે ભારત ચીન સરહદ નજીકના વિસ્તારોમાં સારી સડક બનાવવા પર પણ ભાર મૂકી રહ્યું છે. ભારત ચીનની સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી રહ્યું છે. ભારત ચીનની ઉત્તર-પૂર્વીય સરહદો પર પરમાણુ હથિયારવાળી બેલેસ્ટિક મિસાઈલમાં 2000 કિલોમીટર સુધીની મારક ક્ષમતાવાળી અગ્નિ-2 અને 350 કિલોમીટર સુધી માર કરનારી પૃથ્વી-3 મિસાઈલની તેનાતી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. તાજેતરમાં જ અમેરીકાને સૈન્ય મુખ્યાલય પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત અને ચીન સરહદે તણાવની આશંકા છે. ચીને ભારતની સરહદ પર આધુનિક મિસાઈલ સીએસએસ-5 તેનાત કરી દીધી છે. આ સિવાય ઓછાં સમયમાં પોતાના એરબેઝ ભારતની સરહદ પર લઈ જવાની પણ તૈયારી કરી લીધી છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે ચીનની આ લશ્કરી પ્રવૃતિઓને ઘણી ગંભીરતાથી લીધી છે અને પાછલા થોડા સમયથી આ વિસ્તારમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી છે. નોર્થ-વેસ્ટ બંગાળમાં વધારાની જમીન લઈને મિસાઈલ તેનાતીનું કામ શરૂ કરી દીધું છે. આસામના તેજપુર અને છાબુઆમાં એસયૂ-30 એમકેઆઈ ફાઈટર વિમાનોના બે સ્ક્વોર્ડન પણ તેનાત થઈ રહ્યાં છે. પહેલા ભારતના આવાગમનની વ્યવસ્થા પણ ઘણી કમજોર હતી, પરંતુ હવે ભારતે પોતાની સરહદમાં પાક્કી સડકોના નિર્માણનું કામ શરૂ કરી દીધું છે. લગભગ 70 મહત્વપૂર્ણ સડકો પર નિર્માણ કાર્ય ચાલુ છે. ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત અને સંરક્ષણ બાબતોના નિષ્ણાંત જી. પાર્થસારથિએ કહ્યું છે કે ભારતે આક્રમક થવું જોઈએ નહીં, પરંતુ બચાવ માટે તૈયાર રહેવાની જરૂર છે. આવી બાબતોને મીડિયામાં પણ વધારે ઉછાળવાની આવશ્યકતા નથી.




ચીનને ભારતની ચેતવણી: વધારે સંવેદનશીલ બનો

ભારતીય સેનાના જમ્મુ-કાશ્મીર માટે જવાબદાર વરિષ્ઠ સૈન્ય અધિકારીને ચીને વીઝા આપવાનું ઈન્કાર્યું હોવાના અહેવાલ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને ચીને એકબીજાની ચિંતાઓ સંદર્ભે વધારે સંવેદનશીલતા દર્શાવી જોઈએ.ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે કહ્યું છે કે જ્યારે આપણે ચીન સાથે આપલેની કિંમત કરીએ છીએ, ત્યારે એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતા હોવી જોઈએ.ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટનેન્ટ જનરલ બી. એસ. જસવાલને ચીનની મુલાકાતે જવાનું હતું. પરંતુ જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર લેફ્ટનન્ટ જનરલ જસવાલના અંતર્ગત આવતો હોવાને કારણે ચીને તેમને વીઝા આપવાનો ઈન્કાર કર્યો હતો.જો કે વિષ્ણુ પ્રકાશે માત્ર એટલું જ કહ્યું હતું કે મુલાકાત નિશ્ચિત કારણોને કારણે રદ્દ કરાય છે.તેમણે ઉમેર્યું હતું કે ચીન સાથે મામલાના હલ માટે વાતચીત હજી ચાલુ છે. ચીન સાથે આ મામલાઓ સંદર્ભે અમારી વાત ચાલુ છે. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે મહત્વના, બહુકોણીય અને જટિલ સંબંધો છે. અમારું વચ્ચે સંરક્ષણ સહીત ઘણાં ક્ષેત્રોમાં સંબંધો વિકસિત થઈ રહ્યાં છે. તાજેતરના વર્ષોમાં અમારી વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે જુદાં-જુદાં સ્તરે ઉપયોગી આપલે થઈ છે.આ સંદર્ભે સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટોનીએ હૈદરાબાદ ખાતેથી પ્રતિક્રિયા આપી છે કે સમજૂતીઓ તૂટવાનો કોઈ પ્રશ્ન જ નથી.



સલમાન-કેટરિનાની પ્રેમની નૈયા આ રીતે ડૂબી

સલમાન ખાનનું દિલ ફરી એક વખત તુટ્યુ છે. અને તેનાં આ સંબંધોનાં બ્રેક અપને કારણે હાલમાં તે ચર્ચામાં છે. કેટરિના સાથેનાં બ્રેક અપ વિશે જે રિતે સલમાન ખાને જાહેરમાં સ્વિકાર્યુ છે તે વાતથી સૌ કોઈ આશ્ચર્ય ચકિત છે. કેટરિનાને પણ આ વાતનું ઘણું જ દુઃખ થયુ છે કે સલમાને આટલાં સહેલાઈથી જાહેરમાં તેમનાં સંબંધો તુટ્યાની વાત સ્વિકારી લીધી છે.ફિલ્મ મેને પ્યાર ક્યુ કિયાથી સાથે કામ કરી બનેલી આ જોડી છેલ્લા છ વર્ષથી ઓફ સ્ક્રિન પણ કપલ હતું અને આ ફિલ્મ બાદ તો કેટરિનાએ પાછા વળીને જોયુ નથી. જો કે આ બન્નેએ તેમનાં વચ્ચેનાં સંબંધોનો ખુલાશો તો ક્યારેય જાહેરમાં કર્યો જ નહતો, પણ તેમનું નામ હમેશાં ચર્ચાતું રહેતું હતું અને છેલ્લા એક વર્ષમાં તો તેમને ઘણી લાઈમ લાઈટ મેળવી લીઘી છે. જોકે હાલમાં તેમનાં સંબંધો પર પૂર્ણવિરામ મુકાતા એક નવાં જ મુદ્દાએ તેઓ સમાચારમાં છે.બન્ને અલગ થયાનું સ્વિકારતાં જ તેમનાં નામો અલગ અલગ વ્યક્તિઓ સાથે સાંકળવામાં આવ્યાં છે. કેટરિનાનું નામ રણબિર સાથે જોડાયું તો સલમાનનું નામ ફિલ્મ વિરમાં તેની કો-સ્ટાર ઝરિન સાથે જોડાવવાં લાગ્યું છે પણ તેમનાં આટલાં જુના અને સુંદર સંબંધોમાં એવું તે શું થયુ કે તેનો અંત આવી ગયો. તો ચાલો જરાં સલમાનનાં ભુતકાળ પર નજર કરીએ તો તેનો જવાબ જાણી શકાય.. સલમાનનું સૌ પહેલાં નામ શાહિન જાફરી સાથે જોડાયુ હતું. તે સલમાનનાં જીવનમાં ત્યારે આવી હતી જ્યારે સલમાન ઈન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન બનાવવાંની શરૂઆત કરી રહ્યો હતો. શીહિને તેનાં કરિયરની શરૂઆતમાં તેની પડખે ઉભી રહી હતી. તો બીજી તરફ સલમાન સફળતાની સિડીઓ સર કરવા લાગ્યો હતો. ત્યાજ તેની અને શાહિન વચ્ચે દુરીઓ આવવાં લાગી અને એક દિવસ તે શાહિનને છોડી સંગીતા બિજલાની સાથે જતો રહ્યો હતો. સલમાન-સંગિતાએ જોડે એક પણ ફિલ્મમાં કામ કર્યુ ન હતું પણ તે સમયે તેમનાં સંબંધોની ચર્ચા ખુબજ થતી હતી.તેમનાં લવ અફેર એટલાં ચર્ચીત હતાં કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. પણ જ્યારે સલમાનનું નામ પાકિસ્તાની સ્ટાર સોમી અલી સાથે ચર્ચાવા લાગ્યું. તેનાં અને સંગીતાનાં સંબંધોનો અંત આવી ગયો. અને સલમાન સોમીનાં સંબંધો સમાચારમાં આવવાં લાગ્યા હતાં.સંગીતાએ મીડિયામાં સલમાન પર કેટલાંયે આરોપો લગાવ્યાં પણ સલમાને ચુપકીદી સેવી લીધી હતી. સોમી સાથે પણ તેનાં સંબંધો થોડો સમય ટક્યા અને બાદમાં તુટી ગયા હતાં તેણે સોમીને પણ છોડી દીધી હતી.


સેહવાગની એ અદા પર ફીદા છે હેડન

હાલ શ્રીલંકા ખાતે ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીમાં વિરેન્દ્ર સેહવાગને બાદ કરતા એકપણ ભારતીય બેટ્સમેન પોતાની પ્રતિભા દર્શાવી શક્યો નથી. સેહવાગે ચાલું ત્રિકોણીય શ્રેણીમાં 240 રન બનાવી લીધા છે. તેમજ તે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમા પણ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન ફટકારીને કી બેટ્સમેન સાબિત થયો હતો. ત્યારે તેની બેટિંગના ભરપૂર વખાણ કરતા ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન મેથ્યુ હેડને કહ્યું છે કે, વિરેન્દ્ર સેહવાગ વિશ્વનો શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન છે.2009માં વિશ્વ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી તે પહેલા મેથ્યુ હેડનને એક શ્રેષ્ઠ ઓપનિંગ માનવામાં આવતો હતો. તેણે ડીએનએ સાથેની વાતચીતમાં કહ્યું કે, વિરેન્દ્ર સેહવાગ છે છાપ મેચમાં છોડીને જાય છે તે છાપ કેટલાક ખેલાડી જ છોડી શકે છે. હેડને કહ્યું કે,સેહવાગ પાસે સૌથી મોટી તાકાત કુદરતી ક્ષમતા છે. જે તેને મુક્ત રીતે રમવા પ્રેરે છે. તે દરેક મેચમાં પોતાની છાપ છોડીને જાય છે. પછી તે ટેસ્ટ હોય, વનડે હોય કે ટી-20. તે ઘણા ઝડપી બોલને અદ્દભૂત રીતે રમી મેચમાં નાટ્યાત્મકતા અને ઉત્સુકતા પેદા કરે છે.હેડને કહ્યું કે,તે સેહવાગની ઓફ વિકેટમાં સ્ક્વેર ફટકારવાની ક્ષમતાથી આશ્ચર્યચકિત છે. કારણ કે તે જરા પણ પોતાના પગને હલાવ્યા વગર આ શોટ ફટકારી શકે છે. અને એ તેની બેટિંગની સૌથી સારી બાબત છે. આ ઉપરાંત તેનામાં ઓવર ધ ટોપ અને ઓવર બેકવર્ડ પોઇન્ટ શોટ ફટકારવાની ક્ષમતા ગજબની છે.ઉપરાંત હેડન કે જે પોતાના વિસ્ફોટક અંદાજ માટે જાણીતો છે. તેણે કહ્યું કે, સેહવાગ ભારતના કેટલાક સારા બેટ્સમેન જેમ કે, સચિન તેંડુલકર અને સુરેશ રૈનાની માફક એક શ્રેષ્ઠ બેટ્સમેન છે. અન્ય ભારતીયોની જેમ મારી માટે પણ સચિન શ્રેષ્ઠ છે. છતાં, સેહવાગ મોટી છાપ છોડીને જાય છે.


40 ટકા બ્રિટિશરોને ‘ભૂત’ દેખાય છે

ભૂત જેવી કોઈ વસ્તુનું દુનિયામાં અસ્તિત્વ નથી એવું વારંવાર કહેવામાં આવતું હોવા છતાં બ્રિટનમાં આશરે 40 ટકા લોકોએ અસામાન્ય અનુભવ કર્યો હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તેમણે કોઈ ભૂત અથવા આકાશમાં ઉડતી જણાવી વસ્તુ(યૂએફઓ)જોઈ છે. ત્રીસ હજાર લોકો ઉપર કરવામાં આવેલા એક અભ્યાસમાં માલુમ પડ્યું છે કે દર પાંચમાંથી એક અથવા વિસ ટકા લોકોનું કહેવું હતું કે તેમણે ભૂત જોયું છે. જ્યારે 19 ટકા લોકો આકાશમાં કોઈ રહસ્યમય વસ્તુઓ નિહાળી ચુક્યા હતાં.
અન્ય 16 ટકા લોકોનું માનવું છે કે તેમને કોઈ ઘટનાનો પૂર્વાભાસ થઈ ચુક્યો છે, જ્યારે છ ટકા લોકોનું કહેવું છે કે તેમને કોઈ દેવી આત્મ મદદ કરી રહી છે. સર્વેમાં માલુમ પડ્યું છે કે 44 ટકા બ્રિટિશરો એવું માને છે કે એલિયન્સ પૃથ્વી પર આવતા રહે છે. પાંચમાંથી એક વ્યક્તિઓને વિશ્વાસ છે કે એલિયનો તેમની વચ્ચે હોઈ શકે છે.જો આ વાત સાચી હોય તો એવું પણ બની શકે કે જે લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં તેમાંથી અમુક લોકો એલિયન પણ હોય શકે. આ અદભૂત સંશોધન કરનાર સંસ્થાના સ્થાપક મેલકોમ રોબિન્સન એક અસામાન્ય વસ્તુઓના નિષ્ણાંત છે. તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં બ્રિટનના લોકોએ ભૂતો, યૂએફઓ અને પરગ્રહ વાસીઓના જીવન અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આથી આ સર્વે પરથી એવું સાબિત થાય છે કે બ્રિટિશરો અજબ-ગજબ બનાવોમાં વિશ્વાસ ધરાવે છે.


લંડનની એક વ્યક્તિએ મનુષ્યના પેશાબમાંથી બનાવી વ્હિસ્કી!


શું તમે વ્હિસ્કી પીવાના દિવાના છો તો હવે તમને અલગ જ પ્રકારની વ્હિસ્કીની મજા માણી શકો છો. લંડનની એક વ્યક્તિએ ખાસ પ્રકારની વ્હિસ્કી બનાવ્યાનો દાવો કર્યો છે. જે ડાયાબિટીસના રોગથી પીડાતા વ્યક્તિના યુરિનમાંથી બનાવવામાં આવે છે.
લંડનના જેમ્સ ગિલ્પીન નામના ડિઝાઈનર દ્વારા આ ખાસ વ્હિસ્કી તૈયાર કરવામાં આવી છે, જેને ‘ગિલ્પીન ફેમિલી વ્હિસ્કી’ નામ આપવામાં આવ્યું છે. આ વ્હિસ્કી મોટી ઉંમરના ડાયાબિટીસના દર્દીઓના યુરિનમાંથી બનાવવામાં આવે છે. જેમાં ગિલ્પીનના દાદીમાનો પણ સમાવેશ થાય છે.આશ્ચર્યની વાત એ છે કે ગિલ્પીન પોતે પણ ડાયાબિટીસના રોગથી પીડાઈ રહ્યો છે. વ્હિસ્કી બનાવવા માટે તે સૌપ્રથમ પાણીને જેમ ફિલ્ટર કરવામાં આવે છે તેવી રીતે યુરિનને ફિલ્ટર કરે છે. ત્યાર બાદ તેમાંથી સુગરનું તત્વ દૂર કરવામાં આવે છે. ત્યાર બાદ વધેલા પ્રવાહીનો ઉપયોગ વ્હિસ્કી બનાવવા માટે કરવામાં આવે છે.બીજી આશ્ચર્યની વાત એ છે કે ગિલ્પીન આ ખાસ વ્હિસ્કીને બજારમાં વેચવાની કોઈ ઈચ્છા ધરાવતો નથી. તે માને છે કે આ તેનો એક આર્ટ પ્રોજેક્ટ છે.



ત્રણ વિદ્યાર્થીઓ લેડીઝ ટોઇલેટમા ઘૂસ્યા અને..

શહેરના પોશ વિસ્તારમા આવેલી એક પ્રતિષ્ઠીત સ્કુલમા ધોરણ-૯મા અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ રિસેસ દરમ્યાન લેડીઝ ટોઇલેટમા ઘુસી જતા ભારે હોબાળો મચી ગયો હતો. લેડીઝ ટોઇલેટમા એક વિદ્યાર્થીની હાજર હોઇ તેણે બુમાબુમ કરી મુકતા ત્યાથી પસાર થતી શિક્ષીકાએ આ ત્રણેય છોકરાઓને આચાર્યને સોંપ્યા હતા. જોકે ઘટનાના લીધે સ્કુલની પ્રતિષ્ઠા ન જોખમાય તે માટે સ્કુલ દ્વારા સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરાયો છે. આ અંગે સ્કુલ સત્તાવાળાઓનો સંપર્ક કરતા તેમણે આવી કોઇ ઘટના બની જ ન હોવાનુ જણાવ્યુ હતુ.પ્રાપ્તમાહીતી અનુસાર શહેરના પોશ ગણાતા વિસ્તારમા આવેલી પ્રતિષ્ઠીત સ્કુલમા ગત શુક્રવારના રોજ બનેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે. હજુ પણ આ ઘટનાની સ્કુલના વિદ્યાર્થીઓમા ચર્ચાઓ ચાલી રહી છે. આ સ્કુલમા ધોરણ-૯મા અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ પહેલા માળે આવેલી લોબીમાથી પસાર થતા હતા. લોબીમાથી પસાર થતી વખતે આ ત્રણેય છોકરાઓની આળગ ચાલતી એક છોકરી લેડીઝ ટોઇલેટમા ઘુસી ગઇ હતી. વિદ્યાર્થીનીને લેડીઝ ટોઇલેટમા ઘુસતા જોઇ આ ત્રણેય વિદ્યાર્થીઓ પણ તેની પાછળ લેડીઝ ટોઇલેટમા ઘુસી ગયા હતા.દરમ્યાન ટોઇલેટમા હાજર વિદ્યાર્થીનીએ લેડીઝ ટોઇલેટમા ત્રણ વિદ્યાર્થીઓ ઘુસી આવેલા જોઇ અવાચક બની ગઇ હતી અને કંઇ પણ સમજણ ન પડતા અંતે વિદ્યાર્થીનીએ જોરજોરથી બુમો પાડવાનુ શરુ કરી દીધુ હતુ. લેડીઝ ટોઇલેટમાથી વિદ્યાર્થીની બુમો સંભળાતા ત્યાથી પસાર થતી શિક્ષીકા ટોઇલેટ પાસે આવી પહોંચી હતી અને તેમણે આ ત્રણેય વિદ્યાર્થીઓને લેડીઝ ટોઇલેટમાથી બહાર કાઢી પ્રિન્સીપાલ પાસે લઇ ગયા હતા.આચાર્યએ આ ત્રણેય વિદ્યાર્થીઓને ઠપકો આપી જવા દીધા હતા. જોકે તેમની સામે પગલા લેવાનુ સ્કુલ દ્વારા ટાળવામા આવ્યુ હતુ. જો પગલા લેવામા આવે તો સમગ્ર ઘટના પ્રકાશમા આવી જાય તેવા ભયના લીધે સ્કુલ તંત્ર દ્વારા પગલા લીધા વિના ઘટના પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. આ અંગે સ્કુલ સત્તાવાળાઓનો સંપર્ક કરતા તેમણે શાળામા આવી કોઇ ઘટના બની જ ન હોવાનુ જણાવ્યુ હતુ.


દિલ્હી: નેનો બળીને ખાક

ટાટા ગ્રૂપની નેનો કોઇને કોઇ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે ફરી એક વખત નેનોમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે.દિલ્હીના અરબિંદો માર્ગ પર ઉભેલી નેનો કારમાં અચાનક આગ લાગી ગઇ. આગ એટલી તેજ હતી કે કાર મિનિટોમાં જ બળીને ખાક થઇ ગઇ. નસીબ એટલા સારા કે કારમાં જ્યારે આગ લાગી ત્યારે અંદર કોઇ બેઠું ન હતું. આ અકસ્માતનો રિપોર્ટ પોલીસમાં નોંધવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે થોડાંક સમય પહેલાં પણ નેનોમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ કંપનીએ કારમાં કંઇ રીતે આગ લાગી તે અંગેનો પોતાનો રિપોર્ટ પણ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં કંપનીએ કહ્યું હતું કે કારમાં એવી કોઇ જ ખામી જોવા મળી નથી, જેનાથી કારમાં આગ લાગે. નેનોમાં જોવા મળેલ ખામીઓને દૂર કરવા માટે એક રિસર્ચ ટીમ તૈયાર કરવામાં આવી હતી, જેના પર ખુદ ટાટા ગ્રૂપના રતન ટાટાએ રસ લઇને રિપોર્ટની રજેરજ માહિતી મેળવી હતી.


શું ભારતમાં ગરીબીનો સંબંધ શરમ સાથે છે?

શું ગરીબ લોકો પોતાની ગરીબીને કારણે શરમ અનુભવી રહ્યા છે? આ અંગે ભારત સહિત વિશ્વના આઠ દેશોમાં આંતરાષ્ટ્રિય સ્તરે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. સંશોધનની આગેવાની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટ વોકર કરશે. સંશોધન દ્વારા એવું જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે શું ગરીબીના કારણે વ્યક્તિના આત્મસન્માનમાં કોઈ કમી આવે છે અથવા ગરીબીને કારણે લોકો શરમ અનુભવે છે. આ ઉપરાંત સરકારની કલ્યાણકારી નીતિઓનું પરિણામ નકારાત્મક આવી રહ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.આઠ દેશમાં કરવામાં આવનાર આ અભ્યાસ પાછળનો હેતુ ગરીબીથી પ્રભાવિત લોકો અંગે સમજ મેળવવાનો છે, જેના કારણે ગરીબ નિરોધક ઉપાયોનો વધુ અસરકારક રીતે અમલ કરી શકાય. આ અંગે સંશોધન કરવા માટે આશરે એક ડઝન જેટલા શોધકર્તાઓ બાળકો અને તેના માતા-પિતાઓને કેટલાક પ્રશ્નો પૂછશે. ગરીબ હોવાને કારણે લોકો કેવો અનુભવ કરી રહ્યા છે તેમજ અન્ય લોકો તેની સાથે કેવા પ્રકારનું વર્તન કરે છે તે અંગે પ્રશ્નો પૂછવામાં આવશે.આ અભ્યાસ અંતર્ગત બ્રિટન, નોર્વે, ચીન, ભારત, પાકિસ્તાન, યુગાન્ડા, દક્ષિણ કોરિયા અને જર્મનીના લોકોને પ્રશ્નો પૂછવામાં આવશે. આ બધા દેશોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની વચ્ચે રહેલા માનસિક અંતર અંગે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે.ઓક્સફોર્ડના પ્રોફેસર વોકરે જણાવ્યું હતું કે ભારત અને ચીનમાં શક્ય છે કે કોઈ પરિવાર સન્માન ગુમાવે તો પરિવારના લોકો શરમ અનુભવે છે. વોકરે જણાવ્યું હતું કે અલગ-અલગ સંસ્કૃતિઓમાં ગરીબીના અનુભવને સમજવા માટે શરમના મહત્વનું વિશ્વેષણ કરવામાં આવ્યું હોય તેવો આ પહેલો બનાવ છે. અભ્યાસમાં સંશોધકો એ જાણવાનો પ્રયાસ કરશે કે ગરીબી અને શરમ વચ્ચે શું સંબંધ છે?


અચ્છા તો આ છે સેહવાગની સફળતાનું રહસ્ય

ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ જે રીતે ડામ્બુલાની વધુ ઉછળતી પીચ પર સફળ બેટ્સમેન તરીકે સાબિત થઇ રહ્યો છે. તેનાથી અન્ય બેટ્સમેનોને ઇર્ષા થઇ શકે છે.જે પીચ પર ભારત, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં છે. તે પીચમાં સેહવાગે 99 અને 110 જેવી મોટી ઇનિંગો રમી છે. અને ટૂર્નામેન્ટમાં 240 રન બનાવી લીધા છે. જો કે, સેહવાગની આ સફળતાનું રહસ્ય ફિરોઝશાહ કોટલાના પીચ ક્યૂરેટર રાધેશ્યામે આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે.તેમણે કહ્યું કે, સેહવાગ ખાલી સમયમાં મેટિંગમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરતો હતો. જેના કારણે તે આ વધુ ઉછળતી બોલમાં બેકફૂટ પર આસાનીથી રમી રહ્યો છે.રાધેશ્યામે કહ્યું કે, મેટિંગમાં બોલ ઘણો ઉછળે છે. અને સ્વિંગ પણ થાય છે. તે સમયે તમે મેટિંગમાં જેટલો સમય વધારે અભ્યાસ કરો છો તેટલો જ તમને ઝડપી બોલિંગ રમવાનો અભ્યાસ થશે. ઉપરાંત મેટિંગની પીચો પર રમ્યા બાદ તમને વિદેશની ઝડપી પીચો પર રમવામાં ક્યારેય પણ મુશ્કેલી નહીં થાય.


રાજકોટ હવે પહેલાં જેવું સલામત રહ્યું નથી

નિષ્ક્રિય પોલીસતંત્રના પાપે કાયદો વ્યવસ્થા જેવુ કંઇ રહ્યુ નથી. ગુનેગારોને પોલીસનો ડર ન હોવાથી અપહરણ,લૂંટ, બળાત્કાર, નજીવા પ્રશ્ને ખૂન, ખૂની હુમલાની ઘટના રોજીંદી અને સામાન્ય બની ગઇ છે. ચાલુવર્ષના ગુનાખોરીના આંકડા મુજબ સાત માસમાં ૨પ ખૂન, ખૂનની કોશિશના ૧૩ બનાવ, પ૯૦ચોરી,.૧૮ લૂંટ અને ધાડના પાંચ ગુના નોંધાયા છે.પોલીસની છબી એ હદે ખરડાયેલી છે કે પ્રજા ગુંડા તત્વો કરતા પોલીસના નામથી વધુ ફફડે છે. બિહાર અને યુ. પી. કરતા પણ ભયાનક હદે જે ઘટનાઓ બની રહી છે એ જોતાં રાજકોટમાં ગુંડારાજ સ્થાપિત થઇ ગયાનું પ્રજા મહેસૂસ કરે છે.પખવાડિયામાં નોંધાયેલા ગંભીર બનાવો બાદ પ્રજાનો પોલીસ પરનો રહ્યો સહ્યો ભરોસો પણ ઊઠી ગયો છે. થોરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ ભરતસિંહ એક રાતે દારૂ ઢીંચીને લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી સ્વરૂપવાન મહિલા બૂટલેગર ભારતીના ઘરમાં ઘૂસી નિર્લજ્જ હુમલો કરીને તેણીના કપડાં ફાડી નાખ્યા. માતાની લાજ બચાવવા આવેલા પુત્રને લાકડીથી ફટકાર્યો હતો.ત્યારબાદ એસઆરપીના ફોજદારના ૧૬ વર્ષના પુત્રને આજીડેમ નજીક ઠોકરે લેનાર ટ્રેક્ટર ચાલકને કિશોરના પિતાએ ઢોર માર માર્યો, થોરાળા પોલીસે ફરિયાદ લેવાના બદલે ટ્રેક્ટરચાલક દિનેશને ગાળો દઇને કાઢી મૂક્યો ! હદ તો ત્યારે થઇ કે હોસ્પિટલમાં દાખલ દિનેશની ખબર કાઢવા આવેલા તેના ભાઇ મુકેશનું એસઆરપીના ફોજદાર અગ્રાવતે હોસ્પિટલના ઝાંપેથી અપહરણ કરી તેને માર મારીને પડધરી પાસે ફેંકી દીધો.આજે આવા વધુ બે બનાવમાં ચોરીનું આળ મૂકીને પડોશીએ યુવાનનું અપહરણ કરી ઝાડવે બાંધીને સાકળથી માર્યો હતો. જ્યારે ગાંધીગ્રામના પિતા પુત્રને પાંચ શખ્સોએ પોલીસ કમિશનર કચેરીની સામે બેઝબોલના ચાર ધોકા તૂટી ગયા ત્યાં સુધી મરણતોલ માર મારી એક લાખ રૂપિયા અને બે મોબાઇલ લૂંટીને ભાગી ગયા છે.


અમદાવાદ : વૃદ્ધાશ્રમમાં જન્માષ્ટમી પૂર્વે શનિવારે ‘નંદ મહોત્સવ’ ઉજવાશે

શહેરના અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠ-અમદાવાદ દ્વારા શનિવારે વૃદ્ધાશ્રમમાં જઇને વડીલોની વચ્ચે જઇને શ્રી નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે રવિવાર, તા.૨૯મીએ વલ્લભસદન ખાતે મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું આ વિદ્યાપીઠ દ્વારા આયોજન કરાયું છે.આ અંગે અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠના મનહરભાઇ બાકોદરાએ જણાવ્યું કે અમારી સંગીત વિદ્યાપીઠ દ્વારા શનિવારે સાંજે ૪ વાગ્યે મણિબેન ત્રિભોવનદાસ માતૃગૃહ-ચંદ્રનગર ખાતે જઇને વડીલોની વચ્ચે જન્માષ્ટમી નિમિત્તે શ્રી નંદ મહોત્સવનું આયોજન કરવું છે. જેથી તેઓ પણ જન્માષ્ટમી પૂર્વે આ મહોત્સવની આનંદ-ઉલ્લાસપૂર્વક ઝલક મેળવી શકે. જેમાં અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠના ભાઇ-બહેનો દ્વારા જન્માષ્ટમીની વધાઇ-ઢોળ ગાન વગેરેનું આયોજન થશે.તેમણે કહ્યું કે તા.૨૯, રવિવારે વલ્લભસદન-આશ્રમ રોડ ખાતે બપોરે ૩ વાગ્યાથી આ નંદ મહોત્સવનો કાર્યક્રમ યોજાશે. જેમાં મટકી ફોડ પણ થશે. સાથે ઠાકોરજીને પારણે પણ ઝૂલાવાશે અને રાસ-ગરબા પણ થશે. તેને માટે અમે એક સુંદર રૂપક પણ તૈયાર કર્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિરોમાં તો એક મહિના અગાઉથી જન્માષ્ટમી નિમિત્તે વધાઇ ગાન ગવાતા હોય છે.


રાજકોટ : પ્રશ્નો ઉકેલવા માધ્યમિક શાળા સંચાલકોની માગણી

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલનમાં શિક્ષકો અને વહીવટી સ્ટાફની ભરતી, વર્ગ ખંડોની ગુણવતા સહિતના પ્રશ્નોનાં ઉકેલ બાબતે જામનગર જિલ્લા શાળા સંચાલક મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજ્યનાં શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી છે.સંકલન સમિતિના કન્વીનર્સ બિપીન ઝવેરી અને મુળુભાઇ કંડોરીયાની આગેવાની હેઠળ જિલ્લાના શાળા સંચાલકોએ જિલ્લા કલેક્ટર તથા શિક્ષણાધિકારી મારફત શિક્ષણમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, શાળાઓમાં નવેમ્બર-૨૦૦૯થી ભરતી બંધ કરેલ છે. જગ્યાઓ ખાલી હોવાથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યુ છે. એક તરફ સરકાર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સુધારણા અભિયાન અન્વયે ૧૦ હજાર વિદ્યા સહાયકોની ભરતી કરે છે. તે જ સરકારના શિક્ષણ વિભાગમાં માધ્યમિક શાળાઓનાં વર્ગો શિક્ષકોથી વંચિત રહે છે.આચાર્યોની ભરતી ઓનલાઇન કરવાની પધ્ધતિ સામે વિરોધ દર્શાવી શાળા સંચાલકોએ જણાવ્યું છે કે, કોઇપણ કાર્ય માટે પસંદ થયેલ ઉમેદવારની ગુણપત્રકોના આધારે થતી પસંદગી ક્યારેય યોગ્ય કરાવી શકાતી નથી. ત્યારે આ પધ્ધતિ અંગે પુન: વિચારણા જરૂરી છે. શાળામાં ખાલી પડેલી વહીવટી કર્મચારીઓની ભરતી પરનો પ્રતિબંધ દુર કરવા, શાળાના વર્ગોની ગુણવતા સુધારવા માંગણી કરવામાં આવી છે.

રાજકોટમાં થયો પ્રીમીયર લીગ હોકી ટુનૉમેન્ટનો પ્રારંભ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટમાં થયો પ્રીમીયર લીગ હોકી ટુનૉમેન્ટનો પ્રારંભ

રાજકોટના રેસકોર્ષ મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે રાજ્યની સૌ પ્રથમ નાઇટ સેવન સાઇડ ગુજરાત પ્રીમીયર લીગનો પ્રારંભ થયો છે. મેયર સંધ્યાબેન વ્યાસે વિધીવત ટુનૉમેન્ટનું ઉદઘાટન કરી ટુનૉમેન્ટ શરૂ કરાવી હતી. લીગ કમ નોક આઉટ ટુનૉમેન્ટના પ્રથમ દિવસે પાંચ મેચ રમાયા હતા. જેમા રેડ વિંગ્સે બ્લીઝાર્ડસને ૩-૨થી, ફલાયર્સની ટીમે બે લાઇટર્સને પ-૨થી, પ્રોવેલર્સે ગ્લેટીયર્સની ટીમને ૩-૧થી, ઇસલેન્ડર્સની ટીમે ગ્રીઝલેસને ૧-૦થી જ્યારે પ્રોવેલર્સે બ્લીઝાર્ડસને ૪-૧થી હરાવ્યું હતુ. રમતનું સુંદર પ્રદર્શન કરનાર રેડ વિંગ્સના સમર્થ ડાભી, ફલાયર્સની દેવીકા વાઘેલા, ઇસલેન્ડર્સની રમીલા મેવાડા અને પ્રોવેલર્સનો પાર્થ દોશી બંન્ને મેચમા મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.રાજકોટ મહાનગર પાલીકા અને જયોતિ સી.એન.સી દ્રારા રાજ્યમા પ્રથમ જ વખત હોકીની નાઇટ ટુનૉમેન્ટનું આયોજન થયુ હોય હોકીના ભૂતપુર્વ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા. હોકી રાજકોટના પ્રમુખ વીનેશભાઇ પટેલ, સેક્રટરી મહેશ દિવેચા સહિતનાઓ ટુનૉમેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.


‘અમને સરકારી કર્મી જાહેર કરો’

જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની મહિલા કાર્યકરોએ ગુરૂવારે બપોરે મહેસાણા ખાતે રેલી કાઢી હતી. જેમાં મોંઘવારી સહિતની બાબતે વિરોધ પ્રદર્શિત કરી ખાનગીકરણ બંધ કરવા તથા આંગણવાડી કાર્યકરોને સરકારી કર્મચારી તરીકે જાહેર કરી લાભ આપવા અંગે રજુઆતો વ્યક્ત કરતું અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.મહેસામા જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ જિલ્લાની આંગણવાડી મહિલા કાર્યકરો, પાણી પુરવઠા બોર્ડ, એસ.ટી નિગમ, વિધ્યુત બોર્ડ સહિતના કર્મચારીઓએ પોતાની પડતર માગણી સંતોષવા તથા મોંઘવારીનો વિરોધ વ્યક્ત કરવા ગુરૂવારે બપોરે મહેસાણા શહેરમાં રેલી કાઢી હતી.મોંઘવારી હટાવો મજદુરોને બચાવો, મોંઘવારીના સાચા સાથી સરકારના મોટા હાથી, આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી બનાવો સહિતના સુત્રોચ્ચાર તથા વિવિધ બેનરો સાથે શહેરના પીલાજીગંજ ખાતેથી નીકળેલી આ રેલી તોરણવાળી માતાના ચોક થઇ કલેક્ટર કચેરી આવી પહોંચી હતી.જ્યાં ઉપસ્થિત અધિક કલેક્ટર આર.કે.પટેલને પોતાની માંગણી મામલે રજુઆત કરી આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. જે સ્વીકારી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત પહોંચાડવાની અધિક કલેક્ટરે હૈયાધારણા આપી હતી. આ રેલીમાં જિલ્લા ભારતીય મજદુર સંઘના પ્રમુખ વલ્લભભાઇ પટેલ, મંત્રી રાજેન્દ્રર એન.નાયક, ઉ.ગુ. વિભાગીય મંત્રી ઉદ્દયન રાવલ, વિધ્યુત કર્મચારી મંડળના જે.એમ.પટેલ, જિલ્લા આંગણવાડી કર્મચારી પ્રમુખ વિજ્યાબેન, મંત્રી શર્મિષ્ઠાબેન જોશી સહિત કર્મચારીઓ, અગ્રણીઓ જોડાયા હતા.ખાનગીકરણ બંધ કરો.જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના મંત્રી શર્મિષ્ઠાબેન જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, ખાનગીકરણ બંધ કરી આંગણવાડીઓને સરકાર હસ્તક રાખવામાં આવે અને એમાં ફરજ બજાવતા કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરી તમામ લાભ આપવામાં આવે. સાથોસાથ સુપરવાઇઝરની ભરતી આંગણવાડી કાર્યકરોને બઢતી આપીને જ કરવામાં આવે તેમજ પેન્શન યોજના, બોનસ, તહેવારોની રજા સહિતના લાભ આપવા અમારી માંગ છે.મોંઘવારીએ ઘરનું બજેટ ખોરવ્યુંમહેસાણા જિલ્લા મજદૂર સંઘના મંત્રી રાજેન્દ્રર એન. નાયકે જણાવ્યું હતું કે, વધી રહેલી મોંઘવારીએ ગરીબ, સામાન્ય તથા મધ્યમ વર્ગીય લોકોની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી નાખી છે. મોંઘવારીથી ગરીબ તથા મધ્યમ વર્ગ દિન-પ્રતિદિન નીચે જઇ રહ્યો છે જ્યારે ઘનિક વર્ગ વધુને વધુ અમીર બની રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રમિક કાયદાનો કડક રીતે અમલ કરવો જોઇએ. કોન્ટ્રાકટ પ્રથા અને આઉટ સોશિઁગ બંધ કરી નોકરીની તકો ઉભી કરવી જોઇએ.


ધમકી આપનાર શખ્સને પોલીસ સાંભળી ગઇ

શહેરમા મારામારી, ખૂનની ધમકી સહિતના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે આવા જ એક બનાવમા ગ્રીનલેન્ડ ચોકડી નજીક કાર સાથે ઉભેલો શખ્સ મોબાઇલ ફોન પર કોઇને ધમકી આપતો હતો. આ સમયે ત્યાં ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસમેન તે શખ્સની વાતો સાંભળી જતા સમયસુચકતા વાપરી તુરંત કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેના આધારે બી ડીવીઝન પોલીસ મથકની મોબાઇલ ઘટના સ્થળે દોડાવાઇ હતી.પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી જીજે.૩સીઇ.૮૨૮૪ નંબરની સેન્ટ્રો કાર સાથે કુવાડવા રોડ, ગુરૂદેવ પાર્ક-૬મા રહેતા કિશોર બાબુભાઇ લીંબાસીયા નામના પટેલ શખ્સને ઝડપી લીધો હતો. કારની તલાસી લેતા અંદરથી તલવાર, બેઝબોલનો ધોકો મળી આવ્યો હતો. પુછપરછમા તેને નવાગામના કોળી શખ્સ પાસેથી રૂ.૧૦ હજાર ઉઘરાણીના લેવાના હોય અને તેને ફોન પર ધમકી આપી તે નવાગામ જતો હોવાની કેફિયત આપી હતી. પોલીસે પટેલ શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.


પ્રશ્નો ઉકેલવા માધ્યમિક શાળા સંચાલકોની માગણી

રાજ્યના શિક્ષણમંત્રીને પાઠવેલું આવેદન,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલનમાં શિક્ષકો અને વહીવટી સ્ટાફની ભરતી, વર્ગ ખંડોની ગુણવતા સહિતના પ્રશ્નોનાં ઉકેલ બાબતે જામનગર જિલ્લા શાળા સંચાલક મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજ્યનાં શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી છે.સંકલન સમિતિના કન્વીનર્સ બિપીન ઝવેરી અને મુળુભાઇ કંડોરીયાની આગેવાની હેઠળ જિલ્લાના શાળા સંચાલકોએ જિલ્લા કલેક્ટર તથા શિક્ષણાધિકારી મારફત શિક્ષણમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, શાળાઓમાં નવેમ્બર-૨૦૦૯થી ભરતી બંધ કરેલ છે. જગ્યાઓ ખાલી હોવાથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યુ છે. એક તરફ સરકાર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સુધારણા અભિયાન અન્વયે ૧૦ હજાર વિદ્યા સહાયકોની ભરતી કરે છે. તે જ સરકારના શિક્ષણ વિભાગમાં માધ્યમિક શાળાઓનાં વર્ગો શિક્ષકોથી વંચિત રહે છે.આચાર્યોની ભરતી ઓનલાઇન કરવાની પધ્ધતિ સામે વિરોધ દર્શાવી શાળા સંચાલકોએ જણાવ્યું છે કે, કોઇપણ કાર્ય માટે પસંદ થયેલ ઉમેદવારની ગુણપત્રકોના આધારે થતી પસંદગી ક્યારેય યોગ્ય કરાવી શકાતી નથી. ત્યારે આ પધ્ધતિ અંગે પુન: વિચારણા જરૂરી છે. શાળામાં ખાલી પડેલી વહીવટી કર્મચારીઓની ભરતી પરનો પ્રતિબંધ દુર કરવા, શાળાના વર્ગોની ગુણવતા સુધારવા માંગણી કરવામાં આવી છે.


વૃક્ષ બનો, પતંગ નહીં: નીતિન ગડકરી

ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ રાજ્યમાં પક્ષના સભ્યોને લોકો અને કાર્યકર્તાઓની સંભાળ રાખવાની સલાહ આપતાં કહ્યું છે કે પતંગ બનવા કરતાં વૃક્ષ બનો.ભાજપના સભ્યોને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે રાજકીય નેતાઓના મૂળિયા સામાન્ય લોકો અને પક્ષના કાર્યકર્તાઓમાં અસ્તિત્વ ધરાવે છે.તેઓ ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સમાપન ભાષણ આપી રહ્યાં હતા. ગડકરીએ કહ્યું હતું કે જે લોકો સામાન્ય લોકો અને પક્ષના કાર્યકર્તાઓની જરૂરિયાત સંતોષવામાં નિષ્ફળ જાય છે, તેઓ પોતાના મૂળિયાંથી કપાય છે.તેમણે કહ્યું હતું કે જે અધિકારીઓ નેતાઓની કારના દરવાજા ખોલે છે, તેઓ ચૂંટણી હારવા પર તેમને ભૂલી જાય છે. ગડકરીએ આ બેઠકમાં એક કલાકથી વધારે સમય સુધી ભાષણ આપ્યું હતું. તેમણે ધારાસભ્યોને સામાજીક કાર્ય કરવા માટે આગ્રહ કર્યો હતો. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અધ્યક્ષ ગડકરીને સમ્માનિત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે જાણીતાં પત્રકાર અને ભાજપના નેતા અરુણ શૌરીએ લોકસભાની ચૂંટણી બાદ એક ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તત્કાલિન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ સંદર્ભે ‘કટી પતંગ’ શબ્દ વાપર્યો હતો.


પાકિસ્તાનને ખુલ્લા હાથે મદદ કરી રહેલું અમેરિકા

અમેરિકાએ વિવિધ કામો માટે અનામત રાખવામાં આવેલા ભંડોળમાં કાપ મૂકીને પાક.ને વધારાની મદદ કરી,પૂરના સંકટનો સામાનો કરી રહેલા પાકિસ્તાનની મદદ કરવા માટે અમેરિકા કોઈ કસર છોડવા માગતું નથી એવું લાગી રહ્યું છે. આ માટે જ તેણે પોતાની પ્રાથમિકતાઓ માટે અનામત રાખવામાં આવેલા ભંડોળમાં કપાત કરીને પાકિસ્તાનને વધારાની પાંચ કરોડ ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે.પાંચ કરોડ ડોલર આપવાની જાહેરાતની સાથે જ અમેરિકા દ્વારા આપવામાં આવેલી રાશિ 20 કરોડ ડોલર થઈ ગઈ છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા પી જે ક્રાઉલે પત્રકારોને જણાવ્યું હતું કે પાંચ કરોડ ડોલરની આ રકમ કેરી લુકાર બર્મન બિલની પ્રાથમિકતાવાળા અન્ય કાર્યો માટે અનામત રાખવામાં આવેલી રકમમાંથી કાપીને આપવામાં આવશે. તેની સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા તેની યોજનાઓનું ફરીથી મુલ્યાંકન પણ કરશે.તેની સાથે સાથે અમેરિકા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાના સહાય કેન્દ્રોને શરૂ રાખશે. જે અંતર્ગત હંગામી ધોરણે પુલો પણ બનાવવામાં આવશે. અમેરિકન સૈન્ય તેમજ સૈન્યના વિમાનો પૂરગ્રસ્તોની મદદ કરવાનું ચાલું જ રાખશે.વિદેશ વિભાગના જણાવ્યા પ્રમાણે 25 ઓગસ્ટ સુધી વિમાન દ્વારા 8010 લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતાં. તેમજ 180,000 કરોડ પાઉન્ડની રાહત સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં રાહત શિબિરો બનાવવા માટે પ્લાસ્ટિકના 1000 રોલ મોકલવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી પ્લાસ્ટિકના 5063 રોલ આપવામાં આવ્યા છે. આ દ્રારા બનનારી રાહત છાવણીમાં આશરે 52 હજાર લોકોને આશરો આપી શકાશે.


પાકમાં ભારતીય માછીમારો માટે ખુશીના સમાચાર

પાકિસ્તાની અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે કે અહીંના કુલ 456 ભારતીય માછીમારોએ પાકિસ્તાનની જેલમાં સજા પૂરી કરી લીધી છે. આ સાથે તેમણે આ ભારતીય માછીમારોને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.કિસ્તાની વિદેશ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક રિપોર્ટમાં આ સૂચના આપી છે. આ રિપોર્ટમાં વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને એવું સૂચવ્યું છે કે હવે આ માછીમારોને સજા પૂરી થઈ ગઈ છે અને તેમને છોડી શકાય તેમ છે.કાનૂની કાર્યવાહી દરમિયાન પ્રમુખ ન્યાયાધીશ ઈફ્તિયાર ચૌધરીએ એવી ટિપ્પણી કરી હતી કે પાકિસ્તાને પહેલા પણ ભારત કરતા વધારે માછીમારોને મુક્ત કર્યા છે.ભારતીય ઉચ્ચ આયોગે 10મી ઓગસ્ટે એક નોંધમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયને સૂચવ્યું હતું કે સજાની મુદ્દત પૂરી કરી ચૂકેલા અને નાગરિકતા સાબિત થઈ ચૂકી હોય તેવા ભારતીય માછીમારોના યાત્રા દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને વતન મોકલાવતી વખતે તેમને સોંપવામાં આવશે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય ઉચ્ચ આયોગ પાસેથી યાત્રા દસ્તાવેજ મળ્યા પછી ટૂંક સમયમાં જ માછીમારોને ભારત મોકલવામાં આવશે.


રાહુલ ગાંધીની રેલીમાં માઓવાદી નેતાએ ભાષણ આપ્યું?

શું કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની લાંજીગઢની રેલીમાં મંચ પર એક માઓવાદી નેતા હતો? અહીં થયેલી તેમની રેલી બાદ આ સવાલને કારણે રાજકીય વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. ગુરુવારે રાહુલે અહીં આદિવાસીઓની એક રેલીને સંબોધિત કરી હતી. મંચ પર સ્થાનિક નેતા લાડો સિકોડા પણ ઉપસ્થિત હતો. તેમણે એ જ મંચ પરથી આદિવાસીઓને સંબોધિત કર્યા કે જેના બાદ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું. પોલીસનું કહેવું છે કે લાડો સંદિગ્ધ માઓવાદી છે.38 વર્ષીય લાડો એ જ જનજાતીય સમુદાયનો નેતા છે કે જે નિયામગિરી હિલ્સ પર બોક્સાઈટ ખનનની કોશિશ માટે વેદાંતા ગ્રુપનો વિરોધ કરી રહ્યો છે. કોંગ્રેસ મહાસચિવના હેલિકોપ્ટરથી રેલી સ્થળે પહોંચતાં પહેલા લાડો સિકોડાએ જ ત્યાં ઉપસ્થિત હજારો આદિવાસીઓને એ જ મંચ પરથી સંબોધિત કર્યા હતા કે જ્યાંથી રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ આપ્યું હતું.



ભારતીયો માટે બ્રિટન જવુ કપરું બનશે

બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરોનની સરકાર દ્વારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવાના ચાલી રહેલા પ્રયાસો સામે રજૂ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે અહીંયા આવનારા પ્રવાસીઓમાં ભારતીય ઉપમહાદ્વીપના લોકોની સંખ્યા સૌથી વધારે છે. વાસ્તવમાં આ ગઠબંધન સરકારનો ઉદ્દેશ્ય માત્ર ભારત જ નહીં યુરોપીય સંઘથી બહારના દેશોમાંથી આવનારા પર્યટકોની સંખ્યામાં પણ ઘટાડો કરવાનો છે. પ્રકાશિત થયેલા આંકડા પ્રમાણે ગયા વર્ષના પ્રવાસીઓની સંખ્યાના આંકડામાં વર્ષ 2008ની સરખામણીએ 33000નો વધારો થયો છે.આ સિવાય બ્રિટનમાંથી અન્ય દેશોમાં જનારાઓની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો થયો છે. અહીં રહેવાની પરમિશન મેળવતા પ્રવાસીઓમાં ભારતીય ઉપમહાદ્વીપના લોકોની સંખ્યા સૌથી વધારે એટલે કે 34 ટકા છે. બાકીના 25 ટકા લોકો આફ્રિકા અને 21 ટકા એશિયાના અન્ય દેશોના છે.તાજેતરમાં ભારતની મુલાકાત કરી ચૂકેલા બ્રિટિશ ઈમિગ્રેશન મિનિસ્ટર ડેમિયન ગ્રીને જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે બ્રિટન આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો કરવા માગીએ છીએ, પરંતુ બ્રિટને કુશળ, લાયક અને મહેનતુ લોકોનું હમેશા સ્વાગત કર્યું છે અને કરતુ રહેશે.


પ્રતિષ્ઠા સાવ પાણીમાં

જે નેતાઓએ પગારવધારા માટે ધમપછાડા કર્યા તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિના અને ભ્રષ્ટાચારના કેસો ચાલે છે. આઝાદી ટાણે પગાર ૨૦૦-૨૫૦ હતો ને આજે ૫૦ હજારે પહોંચ્યો. પગાર અને અન્ય સુવિધાઓ ગણતાં રોજની માંડ ૨૦ કમાતી ૭૦ ટકા પ્રજાના માથે મહિને ૩ લાખના ખર્ચનો એક સાંસદ પડે છે.આજથી ૧૦૨ વર્ષ પૂર્વે ‘હિંદ સ્વરાજમાં ગાંધીજીએ બ્રિટિશ પાર્લમેન્ટના સંદર્ભમાં સંસદ અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતા સંસદ માટે વાંઝણી અને વેશ્યા જેવા અત્યંત આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હોત. ગાંધીજી આજે હયાત હોત તો ભારતીય સંસદ માટે આનાથી પણ વધુ કઠોર શબ્દો પ્રયોજયા હતા. ચર્ચિલના શબ્દોને દુર્ભાગ્યે આજે પણ યાદ કરવા પડે છે કે લાખો નાગા-ભૂખ્યા ભારતીયોનું ભાવિ આપણે લુટારા-પીંઢારાઓના હાથમાં સોંપી રહ્યા છીએ. ૬૪ વર્ષમાં સંસદ, સંસદસભ્યો અને રાજનેતાઓ વિશે નિત્ય એવી ઘટનાઓ બને છે કે જેમણે એક દિવસ પણ ચર્ચિલને ખોટા પડવાની તક આપી નથી.
હરિજન બંધુમાં ૧૪-૪-૪૬ના રોજ ગાંધીજીએ લખ્યું છે કે પ્રધાનો અને સભ્યો પ્રજાના સાચા સેવક હોવા જોઈએ, મુખી કે શેઠ નહીં. જો તેઓ સરકારી ધોરણ (પગારનું) સ્વીકારે તો તેઓ ખુએ. (પ્રતિષ્ઠા ગુમાવે) અમુક પગાર બધાને મળે છે તે બધાએ લેવો જ જોઈએ એવું નથી. કોઈ શ્રીમંત માણસ (સભ્ય) પૂરો પગાર અથવા તો તેનો અંશ માત્ર પણ લે તો તે હાસ્યાસ્પદ ગણાય. દુનિયાની ગરીબમાં ગરીબ પ્રજાના તેઓ પ્રતિનિધિ છે. ગરીબોના પૈસામાંથી તેમનો પગાર નીકળે છે. જેઓ વગર પગારે સેવા નથી આપી શકતા તેમના માટે પગાર છે. આ મુખ્ય વસ્તુઓ ધ્યાનમાં રાખીને તેઓએ જીવવાનું છે ને રાજતંત્ર ચલાવવાનું છે.
પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો પાસે ૧૯૪૬માં ગાંધીજીની આ અપેક્ષા હતી જેની આજે સદંતર-સરિયામ ઉપેક્ષા થઈ રહી છે. ‘હિંદ સ્વરાજમાં ગાંધીજીએ નોંધ્યું છે કે ‘જેટલો વખત અને પૈસા પાર્લમેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા જો થોડા સારા માણસોને મળે તો પ્રજાનો ઉધ્ધાર થઈ જાય. પાલૉમેન્ટ તો માત્ર પ્રજાનું રમકડું છે ને તે પ્રજાને બહુ ખરચમાં નાખે છે. સાંસદો પગારવધારા માટે સંસદમાં ધમાલ કરે ને ટેક્સ ફ્રી ૩૦૦ ગણો વધારો મેળવે છતાં ધરવ ન હોય અને વધુ મેળવવા મોક સંસદ કરે ત્યારે અંગ્રેજો આનાથી વધુ સારા હતા તેવી તીવ્ર લાગણી પ્રજા અનુભવે છે. રાજાઓ તો પોતાનું સર્વસ્વ દેશને આપીને સાલિયાણાં મેળવતા હતા અને તે પણ બંધ કરાયાં. જ્યારે આજે દેશને કશું આપ્યા વિના સાંસદોની નાક દબાવીને મેળવવાની કામદાર સંગઠનો જેવી બેશરમ અને નિર્લજ પદ્ધતિ લોકસેવકની ભૂમિકામાંથી તેમને સરકારી કર્મચારી બનાવી દે છે. પગારવધારો મેળવ્યો પણ તેમની પ્રતિષ્ઠા ને વિશ્વસનીયતા ધૂળમાં મળી ગઈ છે. આ અસાધ્ય ચેપી રોગ ડોશી મર્યા પછી જમ પેંધી જાય તેમ ૩૨ રાજ્યોના ૩ હજારથી વધુ ધારાસભ્યો અને સાંસદથી સરપંચ સુધી ફેલાશે.દુભૉગ્ય એ વાતનું છે કે જે નેતાઓએ પગારવધારા માટે ધમપછાડા કર્યા તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિના અને ભ્રષ્ટાચારના કેસો ચાલે છે. આઝાદી ટાણે પગાર ૨૦૦-૨૫૦ રૂપિયા હતો ને આજે રૂ. ૫૦ હજારે પહોંચ્યો. પગાર અને અન્ય સુવિધાઓ ગણતાં રોજની માંડ રૂ. ૨૦ કમાતી ૭૦ ટકા પ્રજાના માથે મહિને રૂ. ૩ લાખના ખર્ચનો એક સાંસદ પડે છે. જે દેશોમાં સાંસદોનો વધુ પગાર છે તે ત્યાં જીડીપી દરથી માત્ર ૪થી ૬ ગણો છે, જ્યારે ભારતમાં ૨૪ ગણો વધુ છે. ચૂંટણી સમયે કરોડો રૂપિયા પાણીની જેમ વેરતા કેટલા સાંસદને પગારની જરૂર છે?૩૦૦ જેટલા કરોડપતિ સાંસદો બંને સંસદગૃહોમાં છે. વળી, સાંસદો માત્ર સાંસદ નથી તેઓ પોતાના ધંધા, વ્યવસાય, વેપાર ચલાવે છે અને સાંસદ તરીકે તેનો લાભ લઈને વિસ્તારે પણ છે. કોઈ સરકારી કર્મચારી બીજી નોકરી કરી શકતો નથી. કોઈ ખાનગી કે સરકારી કંપનીના કર્મચારીઓના પગારો પણ એક સાથે ૩૦૦ ગણા વધી જતા નથી. સંસદ ૫ વર્ષ રોજ ચાલતી નથી, છતાં પેન્શન મળે છે. હવે પ્રો.ફંડ- ગ્રેજયુઈટી માગે તો નવાઈ ન પામતા. કેમ કે રાજકારણને રાજનેતાઓએ ધંધો બનાવી દીધો છે.જોકે કેટલાક પગારવધારાને કાળાં નાણાં ધોળા કરવાનો કીમિયો ગણાવે છે. ખરેખર તો દેશના નિષ્પક્ષ, અનુભવી અને બિનરાજકીય જાહેરજીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની સમિતિએ સાંસદોના વેતન અંગે વિચારે તેવી કાયમી વ્યવસ્થા વિચારવી જોઈએ. આપણા બંધારણમાં સાંસદોના વિશેષાધિકારો, લાયકાતો વિશે છે પણ તેમની શૈક્ષણિક લાયકાત કે ફરજો વિશે ઉલ્લેખ નથી. પગાર મેળવે તો તેમના કાર્યનું મૂલ્યાંકન થવું જોઈએ યા કામગીરી સાથે પગાર જોડવો જોઈએ. તેમના માટે કડક આચારસંહિતા પણ હોવી જોઈએ.પૈસા લઈ પ્રશ્નો પૂછનારા કે મતદાન કરનારા, મકાનો ખાલી ન કરનારા કે ફોન-વીજળીનાં બિલ ન ભરનારાને પગાર કેવી રીતે મળે? સંસદમાં નિયમિત હાજરી હોવી જોઈએ. અંગ્રેજી-હિંદીનું જ્ઞાન હોવું જોઈએ. હાજરી પૂરીને જતા રહેનારાની સંખ્યા મોટી છે. ઘણી વાર ગૃહમાં કોરમ પણ હોતું નથી. કામ ન કરનારને પાછા બોલાવવાનો પ્રજાને બંધારણીય હક મળવો જોઈએ. રાજકારણ સેવા માટે નથી અને સાંસદ લોકસેવક નથી એટલે કાયદામાંથી તેમના માટે ‘લોકસેવક’ શબ્દ કાઢી નાખવો જોઈએ.લોહિયા અને સરદાર જેવાને ગામમાં ઘર કે સીમમાં ખેતર નહતું તેવા સાંસદોની આજે યાદી કરીએ તો કેટલા નીકળે? દુભૉગ્યે આ મુદ્દે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધા પક્ષો સંમત હતા. કોઈએ તોફાન કર્યું તો કોઈએ ચૂપ રહીને તેનો વિરોધ ન કરીને સમર્થન આપ્યું. લાલચુ અને બેશરમ જન પ્રતિનિધિઓ જનતાની સહાનુભૂતિને બદલે ઘૃણા અને ધિક્કારને પાત્ર બન્યા છે.


ગ્રામીણ સ્તરે શોધો સારી પ્રતિભાઓને

ડિસેમ્બર આવતાંની સાથે કેમ્પસ ઇન્ટરવ્યૂનો સિલસિલો શરૂ થઈ જશે. પરંતુ મોટા ભાગના કેમ્પસ ઇન્ટરવ્યૂ દેશભરમાંથી થોડી ઘણી કોલેજોમાં જ થાય છે, જેણે માર્કેટને સારી રીતે મેનેજ કર્યું હોય. એવી સંસ્થાઓની સંખ્યા પણ ઓછી નથી. જે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીને એ પ્રતીક્ષામાં રહે છે કે, કેટલોક હિસ્સો તેમના ‘ખોળા’માં આવીને પડે.
કેટલીક અગ્રણી કંપનીઓ અંતિમ ક્ષણોમાં પણ ભરતી કરે છે. તમે આપણાં મોટાં મોટાં કોર્પોરેશનોને પૂછશો કે, તેઓ ક્યાંથી પ્રતિભાઓ મેળવે છે કે આવતા વર્ષની જરૂરિયાતના હિસાબે ક્યારે પ્રતિભાઓ લેશે તો સ્ટાન્ડર્ડ જવાબ એ જ હશે કે, ડિસેમ્બર-જાન્યુઆરીની આસપાસ અને મોટા ભાગે સંબંધિત શહેરની દસ-બાર કોલેજોમાંથી તેઓ આ પ્રતિભાઓ મેળવે છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર તરુણ ખન્ના, જે ‘વિનિંગ ઇન ઇમજિઁગ માર્કેટ્સ-અ રોડમેપ ફોર સ્ટ્રેટેજી એન્ડ એક્ઝિકયુશન’ જેવા પુસ્તકના સહલેખક પણ છે તેમનું કહેવું છે કે, તેની મર્યાદા દેશભરની ૨૦,૦૦૦ કોલેજો સુધી શા માટે નથી થઈ શકતી ?ટેલેન્ટ પુલ મેળવવાનું સૌથી સરળ માધ્યમ એ છે કે, પ્રતિભાઓને ઓળખવાનું કામ આખા વર્ષ દરમિયાન કરવામાં આવે અને આ કામ કંપનીના એચઆર વિભાગે કરવું જોઈએ. તેમણે સતત દેશના તમામ ભાગમાં ફરીને એ વખતે જ પ્રતિભાઓને નિશ્વિત કરી દેવી જોઈએ, જ્યારે તે તૈયાર થતી હોય. તરુણ ખન્ના અનુસાર શહેરોની સરખામણીએ અડધા ખર્ચમાં ગ્રામીણ વિસ્તારોમાંથી શ્રમશક્તિ મળી શકે છે અને ભારતમાં તેની અપાર ક્ષમતા છે.અહીંયા તમામ કંપનીઓ એક ભૂલ કરે છે કે, તે ઊભરતા બજારમાં બરાબર એ જ મોડલ સાથે પ્રવેશે છે, જે તેમના પોતાના ઘર અથવા કહોને કે, દેશમાં કારગર રહ્યા હોય. વાસ્તવમાં દરેક યુરોપિયન રાષ્ટ્ર બરાબર આપણે ત્યાં એક રાજ્ય છે. આ કંપનીઓ પોતાની પ્રતિભા-શોધને તે જ ભૌગોલિક સીમા સુધી સીમિત રાખે છે.પરંતુ આ કવાયતનું પરિણામ એ છે કે, ઉદ્યોગપતિઓને એ શ્રમશક્તિ માટે વધારે પૈસા ચૂકવવા પડે છે, જે તેમને અડધી કિંમતે મળી શકે છે. શહેરી શ્રમશક્તિમાં તમને ભાષા, સ્ટાઈલ અને પેકેજિંગ મળી શકે છે, જ્યારે ગ્રામીણ શ્રમશક્તિ છેક નીચેના સ્તર સુધી કામ કરવાના પોતાના સ્વભાવને કારણે ગ્રાહકોને સારી રીતે સમજે છે.ફંડા એ છે કે, જો તમે ઓછી કિંમતે શ્રમશક્તિ હાંસલ કરવા તમારે ગ્રામીણ બેલ્ટમાં ફરીને વર્ષભર તેની શોધ ચલાવવી પડશે.


ઇમાનદારી નૈતિકતાનું ઘરેણું છે

એક વખત ગુજરાતના સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો. અનાજ વગર મનુષ્યો અને ચારા વગર પશુઓ તડફડવા લાગ્યાં. ચોમાસું પૂરું થવાની તૈયારીમાં હતું પરંતુ આકાશમાં વાદળના નામોનિશાન ન હતાં. ચારેય તરફ હાહાકાર મચેલો હતો. તે સમયના રાજાએ વરસાદ માટે યજ્ઞ કરાવ્યો, સાધુ-મહાત્માઓએ પ્રાર્થના કરી, મંદિરોમાં અલખ જગાવી પરંતુ કોઈ પરિણામ ના મળ્યું.રાજા ચિંતામાં પડી ગયા કે શું કરવું? પ્રજાને ભૂખે મરતી જોવી કષ્ટદાયક હતું. એક દિવસ રાજા પાસે કોઈ સંત આવ્યા. તેમણે રાજાને કહ્યું કે તમારા નગરના અમુક વેપારી ઇચ્છે તો વરસાદ પડી શકે છે. તમે તેમની પાસે જઈને પ્રાર્થના કરો. રાજા તુરંત જ તે વેપારીઓના ઘરે ગયા. તેમને હાથ જોડીને પ્રાર્થના કરી કે, ભાઈ તમારી વાત ભગવાન સાંભળશે. આથી કૃપા કરીને વરસાદ વરસાવો.વેપારી તો રાજાને પોતાના ઘરે જોઈને જ ચમકી ગયા હતા અને પછી તેમાં તેમની પ્રાર્થના સાંભળી તો તેમનું મગજ ચકરાઈ ગયું. પછી બોલ્યો કે અન્નદાતા, હું તો તુચ્છ મનુષ્ય છું. મારા કહેવાથી વરસાદ કેવી રીતે આવે? પરંતુ રાજાએ તો જીદ પકડી કે તમારે ગરીબ પ્રજા અને અબોલ પશુઓ પર દયા કરવી જ પડશે.આ જોઈને વેપારીએ પોતાનું ત્રાજવું ઉઠાવ્યું અને બોલ્યો, દેવતા અને લોકપાલ સાક્ષી છે, જો આ ત્રાજવાથી મેં ક્યારેય પણ ઓછું કે વધારે જોખ્યું હોય, જો આ ત્રાજવું સત્ય અને ઇમાનનો સામાન જ જોખતું હોય તો દેવરાજ ઇન્દ્ર વરસાદ વરસાવે. વેપારીની વાત પૂરી પણ થઈ ન હતી કે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું અને વરસાદ પડવા લાગ્યો.કથાનો સાર એ છે કે ઇમાનદારીથી સમાજ નૈતિક રીતે સ્વચ્છ અને સંસ્કારવાળો બને છે.


ઇંગ્લેન્ડનું અર્થતંત્ર ખતરામાં

ઇંગ્લેન્ડની નાઈટક્લબો પર હવે મંદીની અસરો વર્તાઈ રહી છે. વધતી બેરોજગારી અને ઓછી આવકના પરિણામે લોકોએ નાઇટક્લબોમાં જવાનુ બંધ કરી દીધુ છે. જેના કારણે ત્યાં ધડાધડ નાઈટક્લબો બંધ થઈ રહી છે.ઇંગ્લેન્ડમાં નાઇટક્લબ ચેન ચલાવનારી સૌથી મોટી કંપની 'લુમિનાર ગ્રુપે' આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 11 નાઇટક્લબોમાં તાળા લગાવી દીધા છે. સાથે જ કંપનીના શેરમાં પણ આ વર્ષ દરમિયાન 74 ટકાનો ઘટાડો નોંધાયો છે.આજ રીતે નોર્થ ઇંગ્લેન્ડમાં ક્લબો ચલાવનારી કંપની લેઝર હોલ્ડિંગ લિમિટેડને પણ પાછલા ચાર મહિના દરમિયાન પોતાની બે નાઇટક્લબો બંધ કરવી પડી છે.વાસ્તવમાં ઇંગ્લેન્ડમાં નાઇટક્લબમાં જનારાઓમાં સૌથી વધારે સંખ્યા અંડરગ્રેજ્યુએટ સ્ટ્યુડન્‍ટની હોય છે. તેઓને ત્યાં આસાનીથી પાર્ટ ટાઈમ જૉબ મળી જાય છે. અને આ આવકથી તેઓ પોતાના નાઇટક્લબ જવાના શોખને સરળતાથી પૂરો કરી શકતા હતા.પરંતુ હવે ઇંગ્લેન્ડમાં લોકોને નોકરી મળી નથી રહી. ઘણા લોકોને પોતાની નોકરીથી હાથ ઘોવા પડ્યા છે. આવામાં હવે લોકો નાઇટક્લબોમાં પૈસા ખર્ચવામાંથી બચી રહ્યા છે. જેના પરિણામે નાઇટક્લબ ચલાવનારી કંપનીઓનો ધંધો ખાસ્સો પડી ભાંગ્યો છે.


ભારતની ખરી કસોટી ફાઇનલમાં

ત્રિકોણીય વન-ડે શ્રેણી - અત્યાર સુધી સામાન્ય રમત દાખવનારી ધોનીની ટીમે શ્રીલંકા સામે ચેતીને રમવું પડશે.શ્રીલંકામાં યોજાયેલી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં બુધવારે ન્યૂઝીલેન્ડ સામે ૧૦૫ રનથી વિજય હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશેલી મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમની ખરી કસોટી હવે થવાની છે.વર્તમાન શ્રેણીમાં ભારતનો દેખાવ અત્યંત સામાન્ય રહ્યો છે. શ્રીલંકા સામેની લીગ મેચમાં વીરેન્દ્ર સેહવાગે ૯૯ રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો એ સિવાય બુધવારની મેચને બાદ કરતાં ભારતનો દેખાવ ખાસ નોંધપાત્ર રહ્યો નથી.તાજેતરના ગાળામાં ભારતે બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું હોય તેવી ઘણી મેચ છે પરંતુ માત્ર બોલિંગના આધારે ટીમ જીતી હોય તેવા દાખલા જુજ છે. આ શ્રેણી પણ તેમાંથી બાકાત નથી.જોકે આ વખતે તો માત્ર બોલિંગ જ નહીં પણ બેટિંગમાં પણ નિરાશા જ સાંપડી છે ત્યારે હવે ૨૮મીએ રમાનારી ફાઇનલમાં ધોનીની ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં જોરદાર દેખાવ કરવો પડશે. આ સાથે ભારતે ચેતીને પણ રમવું પડશે. શ્રીલંકાને તેના ઘરઆંગણે હરાવવું ક્યારેય આસાન રહ્યું નથી. ભૂતકાળમાં ભારત ઘણી વખત મહત્વની મેચોમાં શ્રીલંકામાં હારી ચૂક્યું છે એ હકીકતથી ધોની સારી રીતે વાકેફ હશે.આ જ રીતે ફાઇનલમાં ભારતીય ટીમ છેલ્લી ઘડીએ હતાશ થઈ જાય છે અને તેનાં પ્રદર્શન પર અસર પડતી હોય છે તે વાત પણ નવી નથી. અગાઉ સૌરવ ગાંગુલી સુકાની હતો ત્યારે ભારતીય ટીમ ફાઇનલમાં પરાસ્ત થતી રહેતી હતી. આ શ્રેણીમાં સચિન તેંડુલકર નથી તેની ગેરહાજરીની પણ ટીમ પર અસર પડી છે.સચિનની ગેરહાજરીમાં વીરેન્દ્ર સેહવાગે ઘણી જવાબદારી અદા કરી છે. સેહવાગે ચાર મેચમાં ૨૪૦ રન નોંધાવ્યા છે જેની સરખામણીએ શ્રીલંકાનો દિલશાન ૧૨૯ રન સાથે બીજા ક્રમે છે તો ન્યૂઝીલેન્ડનો રોઝ ટેલર ૧૧૯ રન સાથે ત્રીજા ક્રમે છે.આ શ્રેણીમાં માત્ર સાત જ અડધી સદી નોંધાઈ છે તો સદી ફટાકારનારો એકમાત્ર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ જ છે. એમાંય શ્રીલંકા સામે સૂરજ રણદિવના વિવાદાસ્પદ નોબોલથી સેહવાગ સદી ચૂકી ગયો હતો.ભારતની સૌથી મોટી ચિંતા તેના ખેલાડીઓનું સાતત્ય વિહોણું પ્રદર્શન છે. એક મેચમાં બોલર ચાલે તો બીજી મેચમાં હરીફ ટીમની વિકેટ ખેરવવામાં ફાંફાં પડી જાય. બેટિંગમાં પણ એ જ હાલત છે. ન્યૂઝીલેન્ડ સામે ૧૦૦થી ઓછા સ્કોરમાં ભારત ઓલઆઉટ થઈ ગયું હતું તો શ્રીલંકા સામે તે માત્ર ૧૦૩ રન નોંધાવી શક્યું હતું.બુધવારે પ્રવીણકુમાર અને મુનાફ પટેલ સહિત તમામ બોલરે પ્રશંસનીય બોલિંગ કરી હતી પરંતુ સેહવાગના ૧૧૦ રનને બાદ કરો તો ટીમનો સ્કોર કેટલે પહોંચ્યો હોત તે વિચારવાની બાબત છે. ભારતના ૨૨૩ રનમાંથી સેહવાગના ૧૧૦ અને એક્સ્ટ્રાના બાવીસ રનને બાદ કરો તો બાકીના બેટ્સમેનનું યોગદાન માત્ર ૯૧ રનનું રહ્યું હતું.


ચેમ્પિયન્સ લીગ સફળતા લાવશે

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં રમવાની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ખભાની સર્જરીને કારણે છેલ્લા લગભગ ૧૨૫ દિવસથી હું ક્રિકેટ રમી શક્યો નથી.હવે ફિટ થઈ ગયો છું અને મને સાઉથ આફ્રિકા જવાની તક મળી છે ત્યારે મને લાગે છે કે ત્યાંની પરિસ્થિતિ મને સફળતા અપાવશે.આઈપીએલમાં ચેન્નાઈ સામેની મેચમાં હું ઘાયલ થયો હતો જેને કારણે મારે સર્જરી કરાવવી પડી હતી. મને વિશ્વાસ છે કે હવે હું સંપૂર્ણ ફિટ છું તેમ છતાં હું મારા માટે કોઈ લક્ષ્યાંક નક્કી કરવા માગતો નથી.ભારતમાંથી ક્વોલિફાઇ થયેલી ટીમ માટે ગયા વર્ષની ચેમ્પિયન્સ લીગ ખાસ નોંધપાત્ર રહી ન હતી. એ વાત સાચી છે કે અમે અન્ય ટીમની માફક એક નથી. હું અંગત રીતે સાઉથ આફ્રિકામાં રમવામાં આનંદ અનુભવું છું અને ત્યાંની ઘણી સુખદ યાદગીરી પણ મારી સાથે છે.


‘ઘોનીએ ઘણુ સારું કામ કર્યું છે પણ...

ન્યૂઝીલેન્ડ સામેની નિર્ણાયક મેચ શરૂ થઇ તે પૂર્વે ભારતીય ટીમને થાકેલી ટીમ કહેનાર વસિમ અકરમે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના કામના ભરપેટ વખાણ કર્યા છે.વસિમ અકરમે કહ્યું કે, મે ભારતીય ટીમના ખેલાડીઓમાં દમ નહીં હોવાનું કહ્યું એ પાછળ મારો કોઇ અંગત સ્વાર્થ ન હતો. પરંતુ હું માત્ર યુવા બોલરોને મદદ કરવાના અનુંસઘાને હતો. અને અનિલ કુંબલે સહિતના અન્ય અનુભવી ખેલાડીઓ એ વાત સાથે સહમત છે.તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમે ખરાબ પ્રદર્શન કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ પર નિશાન તાક્યુ છે. તેનું કહેવું છે કે ભારતીય ક્રિકેટરોએ વધારે પડતા ક્રિકેટની ફરીયાદ કરવાના બદલે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. તેનું કહેવું છે વધારે પડતું ક્રિકેટ અભિશાપ નહી વરદાન છે.જેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે, મારી માટે એ વાત મહત્વની છે કે, ટીમ કઇ દિશામાં જઇ રહી છે. જો તમે એમ કહેતા હોવ કે ટીમના ખેલાડીઓમાં દમ નથી. તો તેઓએ ખરાબ સ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા અને ટી-20 વિશ્વકપ સહિત અન્ય કેટલીક ટૂર્નામેન્ટમાં અમે ઘણા સફળ રહ્યા હતા. તેમજ એશિયા કપમાં પણ અમારું પ્રદર્શન સારું હતું.જો કે, તેમણે કહ્યું છે કે, ધોનીએ ઘણું સારું કામ કર્યું છે. તેની આગેવાનીમાં ભારતે ઘણી સફળતા મેળવી છે. હું તમની મદદ માટે છું. હું યુવાનોની મદદમાં છું. આ વિચાર માત્ર યુવા ખેલાડીઓ અને બોલરો માટે જ છે. તેનો સંબંધ ભારતીય ટીમ સાથે નથી. તેથી તેઓએ બેજીકમાં પાછું ફરવું જોઇએ તેથી તેઓ 10થી15 વર્ષ સુધી રમી શકે છે. અને તેના કારણે ભારત સતત પાંચ થી છ વર્ષ સુધી પ્રથમ ક્રમાંકે રહી શકે છે.


વિબગ્યોર કંપનીના વધુ એક ગ્રાહકે બાઇકને અગ્નિદાહ દીધો!

બાઇક હોલ્ડર સંગઠને શાસ્ત્રી મેદાનમાં ચાઇનીઝ બાઇકને આગ ચાંપી સૂત્રોચ્ચાર કર્યા, અગાઉ પણ એક ગ્રાહકે બાઇક સળગાવ્યું હતું,કેફિયતી ભાવ, એક લિટરે ૧૨પ કિ. મી. થી વધુ એવરેજ જેવી લોભામણી જાહેરાતથી લલચાઇને ચાઇનીઝ બાઇક ખરીદનાર ગ્રાહકોને હવે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. કંપનીના ડીલરોએ હાથ ઊંચા કરી દેતા થોડા સમય પહેલા કોલકાત્તાની વબિગ્યોર કંપનીના ચાઇનીઝ બનાવટના બાઇકને શો-રૂમ સામે જ ગ્રાહકે આગ ચાંપી હતી અને હવે આવા બાઇક હોલ્ડરોએ સંગઠન બનાવીને આજે શાસ્ત્રી મેદાનમાં વધુ એક બાઇકને આગ લગાવીને કંપની વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. આગ બૂજાવવા ગયેલું ફાયર ફાઇટર કાદવમાં ખૂંપી જતા રમૂજ ફેલાઇ હતી.મળતી વિગતો મુજબ, અખિલ ભારતીય વબિગ્યોર કંપનીના બાઇક ખરીદનાર ગ્રાહકોએ એક સંગઠન બનાવ્યું છે. મહેશ કણજારિયા નામના ગ્રાહકે કહ્યું હતું કે, કંપની દ્વારા બાઇક ૧૧૭ની એવરેજ આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ , માત્ર ૪૦ની એવરેજ આવે છે. કંપનીમાં સ્પેર પાર્ટ પણ ન હોવાથી ગ્રાહકો પરેશાન થઇ ગયા છે.ન્યાય મેળવવા તેમજ અન્ય કોઇ ન છેતરાય એ માટે સંગઠન ઊભું કરવામાં આવ્યું છે અને વિરોધ વ્યક્ત કરવા આજે શાસ્ત્રી મેદાનમાં વબિગ્યોર કંપનીના બાઇકને સળગાવ્યું હતું તેમજ કંપનીના બેનર ઉપર દોણી મૂકીને નવતર પ્રકારે વિરોધ વ્યક્ત કરાયો છે.ઉલ્લેખનીય છે કે, વીસ દિવસ પહેલાં વાંકાનેરના કાળુ પાચિયા નામના યુવાને ૩૬ હજારનું ચાઇનીઝ બાઇક ખરીદ કર્યું હતું. એવરેજ ઉપરાંત વાયરિંગ સળગી જવું, સ્પેર પાર્ટસના મુદ્દે અનેક વખત ફરિયાદ કરવા છતાં યોગ્ય જવાબ નહીં મળતા તેણે બાઇકને જોડાનો હાર પહેરાવીને નિર્મલા રોડ પર કંપનીના શો-રૂમ સામે જ બાઇક સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો.


રાજકોટમાં ગુંડારાજ : માફિયાઓને પોલીસનો ભય નથી

કમિશનર કચેરી સામે પિતા-પુત્રને મરણતોલ માર મારી ૧લાખની લૂંટ, કારમાં આવેલા શખ્સોએ બેઝબોલના ચાર ધોકા તૂટી ગયા ત્યાં સુધી ફટકાર્યા,ગાંધીગ્રામમાં રહેતા લોહાણા પિતા-પુત્રને બજરંગવાડીના પાંચ શખ્સ પ્લોટ જોવાના બહાને પોલીસ કમિશનર કચેરી સામે રેસકોર્સ મેદાનમાં લઇ જઇ પિતા-પુત્રને બેઝબોલના ધોકાથી અડધા કલાક સુધી બેરહેમીથી માર માર માર્યો હતો. લોકોના ટોળા એકત્ર થઇ જતાં એક લાખ રૂપિયા રોકડા અને બે મોબાઇલ લૂંટીને નાસી ગયાનો બનાવ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા અને જમીન,મકાનનો ધંધો કરતા સતિષભાઇ લીલાધરભાઇ પૂજારા અને તેના પુત્ર દિપેશ સાંજે રામાપીર ચોકડી પાસે હતા ત્યારે બજરંગવાડીમાં રહેતા મહેન્દ્ર પટેલ, તેના પુત્ર સહિત પાંચ શખ્સ કાર લઇને આવ્યા હતા અને પ્લોટ જોવાના બહાને કારમાં બેસાડીને રેસકોર્સમાં કમિશનર કચેરી સામે શિવાજીના પૂતળા પાછળ લઇ ગયા હતા. કારમાંથી ઉતારીને પાંચેય શખ્સ બેઝબોલના ધોકા તેમજ હોકીથી હુમલો કરી ઢોર માર માર્યો હતો. આરોપીઓ ખિસ્સામાંથી એક લાખ રોકડા અને બે મોબાઇલ લૂંટી લીધા હતા.બનાવસ્થળે હાજર ટોળાંમાં થઇ રહેલી ચર્ચા મુજબ, હુમલાખોરો એટલા નિર્દયી હતા કે મારી મારીને બેઝબોલના ચાર ધોકાના આઠ કટકા કરી નાખ્યા હતા. પોલીસને જાણ ન કરાઇ હોત તો કદાચ બન્નેને મારી નાખ્યા હોત. કમનસીબી એ છે કે પ૦ મીટર દૂર જ પોલીસ કમિશનરની કચેરી છે છતાં એક પણ પોલીસમેનને ઘટનાની જાણ થઇ ન હતી અને ટોળાંમાંથી પણ હુમલાખોરના આતંકથી પિતા-પુત્રને બચાવે તેવો એક પણ મર્દ ન હતો.રાજકોટમાં જાતે જ ન્યાય તોળવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ અંગત અદાવતમાં અપહરણ કરીને માર મારવાની એક જ દિવસમાં બે ઘટના નોંધાતા શહેરીજનોમાં નિષ્ક્રિય પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો છે.ચોરીનું આળ મૂકીને યુવાનને ઝાડ સાથે બાંધી સાકળથી ફટકાર્યો,ભોમેશ્વરના ક્રિશ્ચિયન યુવાનને ચોરીની કબૂલાત કરાવવા ઇશ્વરિયા અને ઘર પાસે માર્યો, પોલીસ ફરિયાદમાં સ્વૈચ્છાએ સાથે ગયાની કેફિયત !કાયદો હાથમાં લેવો એ હવે રમત થઇ ગઇ છે. આટકોટમાં પાંચ દિવસ પહેલાં એક પરિવારના સભ્યોને માથાભારે શખ્સોએ ડંકી સાથે બાંધીને બે કલાક સુધી માર માર્યાની ઘટના બાદ અકસ્માત સર્જનાર ટ્રેક્ટરચાલકના ભાઇનું એસ. આર. પી. ના ફોજદારે અપહરણ કરીને બેફામ માર માર્યો હતો.આજે રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા ક્રિશ્ચિયન યુવાનને ચોરી કર્યાની શંકાથી પાડોશી ભરવાડ બંધુએ છરીની અણીએ અપહરણ કરી ઇશ્વરિયા નજીક ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. બાદમાં ઘર પાસે પણ જાહેરમાં બેરહેમીથી માર માર્યાનો બનાવ નોંધાતા ભારે ચકચાર જાગી છે. ભોમેશ્વરમાં રહેતા અને ઇલેક્ટ્રિકનું કામ કરતા ઝેવિયર જીજ્ઞેશ ડીસોઝા (ઉ.વ. ૨૩) એ હોસ્પિટલ પોલીસ ચોકીમાં લખાવ્યા મુજબ, તે આજે સવારે ઘરેથી દૂધ લેવા નીકળ્યો હતો ત્યારે પાડોશમાં રહેતા ભરત કાળુ ભરવાડ અને તેના ભાઇ દેવકરણ સહિત ત્રણ શખ્સ છરીની અણીએ અપહરણ કરી ઇશ્વરિયા લઇ ગયા હતા.જ્યાં, ત્રણેય શખ્સે ‘અમારા ઘરમાંથી દોઢ લાખના ઘરેણાંની ચોરી થઇ છે અને એ ચોરી તે કરી છે’ તેમ કહી માર્યો હતો. મેં ચોરી કર્યાનો ઇનકાર કરતા બળજબરીથી કબૂલાત કરાવવા ઝાડ સાથે બાંધીને સાકળથી પીટાઇ કરી હતી. બે કલાક સુધી માર માર્યા પછી તેને ભોમેશ્વરમાં ઘર પાસે લાવી જાહેરમાં ધોલાઇ કરી હતી. ઘટનાના પગલે તમાશો જોવા લોકો ટોળે વળ્યા હતા પરંતુ યુવાનને બચાવવાની કોઇએ હિંમત કરી ન હતી.ફોજદાર ડી. એલ. વાજાના કહેવા મુજબ, યુવાને ફરિયાદમાં પાડોશી ભરવાડ બંધુ સહિત ત્રણ શખ્સે ચોરીનું આળ મૂકીને સાકળથી માર્યાનું જણાવ્યું છે. પરંતુ, અપહરણ કરી ગયાનો ઇનકાર કરી પોતે બાઇક લઇને સ્વૈચ્છાએ સાથે ગયો હોવાનું અને બાઇક લઇને પરત આવ્યાનું જણાવ્યું હતું. આરોપીઓ કાર લઇને આવ્યા હતા. પરંતુ, કારના નંબર કે કલર તેને યાદ નથી.


પ્રેમીએ પત્ની સાથે મળી પ્રેમિકાને ધોકાવી

પ્રેમિકા પરત પતિ પાસે ચાલી જતા મામલો બિચક્યો : બન્નેના પરિવારને પ્રેમસંબંધની જાણ હતી,શહેરના કોઠારિયા રોડ, બ્રહ્માણી હોલ પાછળ, રાધેશ્યામનગર-૧માં રહેતી ગાયત્રી ગુણવંતભાઇ દવે નામની વિપ્ર પરિણીતાને પાડોશમાં રહેતા પ્રવીણ કોળી અને તેની પત્ની ભારતીએ ઘરમાં ઘૂસી ઝઘડો કરી દીવાલ સાથે માથું અથડાવી માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી.ઘવાયેલી વિપ્ર મહિલાના જણાવ્યા મુજબ, તેને પાડોશમાં રહેતા પ્રવીણ સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. બન્નેને બબ્બે સંતાનો છે અને આ પ્રેમસંબંધની પતિને તેમજ પ્રવીણની પત્ની ભારતીને પણ ખબર છે. પ્રવીણે લક્ષ્મીવાડીમાં મકાન ભાડે લઇ દીધા બાદ બન્ને સાથે રહેતા હતા. પરંતુ થોડા સમય પહેલા પતિ ગુણવંત બીમારીમાં સપડાયા હતા અને ઓપરેશન કરાવવું પડ્યું હતું. પતિના ઓપરેશનની જાણ પોતાને થતા તે પરત પતિ પાસે આવી ગઇ હતી. જે પ્રવીણને નહીં ગમતા બુધવારે સાંજે ઘરે ધસી આવી હુમલો કર્યો હતો.૮૦ ફૂટ રોડ, ન્યૂ ગોપવંદના સોસાયટી-૨માં રહેતા રાજેશ હિંમતભાઇ ગજેરા નામના પટેલ યુવાન બુધવારે સાંજે હસનવાડી મેઇન રોડ પર હતો. ત્યારે પંકજ, કેતન, અમિત સહિત ચાર શખ્સોએ બેઝબોલનો ધોકો તેમજ તલવાર જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલામાં પટેલ યુવાનને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પટેલ યુવાનને અગાઉ પંકજની બહેન સાથે પ્રેમસંબંધ હતો. જેનું મનદુ:ખ રાખી હુમલો કર્યો હતો.


અમિત જેઠવા બાદ હવે અમારો જીવ જોખમમાં છે'

અમિત જેઠવાની ઠંડે કલેજે કરાયેલી હત્યા બાદ કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડે તેમની પોતાની તથા તેમના ભત્રીજા પિન્ટુની પણ હત્યાનો કારસો રચાયાની દહેશત વ્યક્ત કરી, મુખ્યમંત્રી મોદી સમક્ષ પોલીસ રક્ષણની માગણી કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.ધીરસિંહભાઇએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ મે માસમાં એક આનામી પત્ર મળ્યો હતો જેમાં તેમના ભત્રીજા પિન્ટુ ઉર્ફે રણજીતસિંહ ભૂપતભાઇ બારડની હત્યા માટે એક મોટા રાજકીય માથાએ રૂ.૫૦ લાખની સોપારી આપી હોવાની વિગત દર્શાવવામાં આવી હતી. એ અંગે ધીરસિંહભાઇએ ગત તા.૨૧-૦૫-૧૦ના રોજ જુનાગઢના ડી.આઇ.જી. સહિતનાઓનું પત્ર લખીને ધ્યાન દોર્યું હતું.ત્યારબાદ વેરાવળના ડી.વાય.એસ.પી.એ ધીરસિંહભાઇ તથા તેમના ભત્રીજાનું નિવેદન લીધું હતું. પરંતુ રક્ષણ આપવા માટે કોઇપણ કાર્યવાહી કરવામાં નહોંતી આવી. દરમિયાનમાં અમિત જેઠવાની હત્યા માટે કોડીનાર વિસ્તારના એક મોટા ઉદ્યોગગૃહમાં કાવતરું ઘડાયું હોવાની ચર્ચાનો હવાલો આપી ધીરસિંહભાઇએ જણાવ્યું હતું કે એ અંગેની મિટિંગમાં ટોચના રાજકીય માણસો અને ઔદ્યોગિક કંપનીના અધિકારીઓ સામેલ હતા.ધીરસિંહભાઇએ ઉમેર્યું છે કે એ ઉદ્યોગગૃહ દ્વારા થતી ખનિજ અને માટીની ચોરી પ્રદૂષણને કારણે ખેતી અને પીવાના પાણીના તોને થતું નુકસાન સરકારી અને ગૌચરની જમીનમાંથી થતી ખનિજ ચોરી તથા ગેરકાયદે ઓવરલોડિંગ વાહનો અંગે હું ધારાસભ્ય તરીકે વારંવાર રજુઆત કરતો આવ્યો છું. પરિણામે એ કંપની પૈસા આપીને રાજકીય માણસો સાથે મળીને મારી તથા મારા ભત્રીજાની હત્યા કરશે તેવી દહેશત છે. એ સંજોગોમાં ધીરસિંહભાઇએ રક્ષણની માંગણી કરતાં ભારે ચકચાર જાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર ધારાસભાની બેઠક છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના એટલે કે દીનુભાઈ સોલંકીના કબજામાં હતી. દીનુભાઈ સાંસદ બન્યા બાદ એ બેઠકની પેટા ચૂંટણીમાં વિજય મેળવીને ધીરસિંહભાઈ બારડે ભાજપના એ જુના અને મજબૂત ગઢના કાંગરા ખેરવી નાખ્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ ધીરસિંહભાઈ એ વિસ્તારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત રજુઆતો સાથે લડત ચલાવી રહ્યા છે.


રાજકોટમાં ગુંડારાજ : માફિયાઓને પોલીસનો ભય નથી

કમિશનર કચેરી સામે પિતા-પુત્રને મરણતોલ માર મારી ૧લાખની લૂંટ, કારમાં આવેલા શખ્સોએ બેઝબોલના ચાર ધોકા તૂટી ગયા ત્યાં સુધી ફટકાર્યાગાંધીગ્રામમાં રહેતા લોહાણા પિતા-પુત્રને બજરંગવાડીના પાંચ શખ્સ પ્લોટ જોવાના બહાને પોલીસ કમિશનર કચેરી સામે રેસકોર્સ મેદાનમાં લઇ જઇ પિતા-પુત્રને બેઝબોલના ધોકાથી અડધા કલાક સુધી બેરહેમીથી માર માર માર્યો હતો. લોકોના ટોળા એકત્ર થઇ જતાં એક લાખ રૂપિયા રોકડા અને બે મોબાઇલ લૂંટીને નાસી ગયાનો બનાવ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા અને જમીન,મકાનનો ધંધો કરતા સતિષભાઇ લીલાધરભાઇ પૂજારા અને તેના પુત્ર દિપેશ સાંજે રામાપીર ચોકડી પાસે હતા ત્યારે બજરંગવાડીમાં રહેતા મહેન્દ્ર પટેલ, તેના પુત્ર સહિત પાંચ શખ્સ કાર લઇને આવ્યા હતા અને પ્લોટ જોવાના બહાને કારમાં બેસાડીને રેસકોર્સમાં કમિશનર કચેરી સામે શિવાજીના પૂતળા પાછળ લઇ ગયા હતા. કારમાંથી ઉતારીને પાંચેય શખ્સ બેઝબોલના ધોકા તેમજ હોકીથી હુમલો કરી ઢોર માર માર્યો હતો. આરોપીઓ ખિસ્સામાંથી એક લાખ રોકડા અને બે મોબાઇલ લૂંટી લીધા હતા.બનાવસ્થળે હાજર ટોળાંમાં થઇ રહેલી ચર્ચા મુજબ, હુમલાખોરો એટલા નિર્દયી હતા કે મારી મારીને બેઝબોલના ચાર ધોકાના આઠ કટકા કરી નાખ્યા હતા. પોલીસને જાણ ન કરાઇ હોત તો કદાચ બન્નેને મારી નાખ્યા હોત. કમનસીબી એ છે કે પ૦ મીટર દૂર જ પોલીસ કમિશનરની કચેરી છે છતાં એક પણ પોલીસમેનને ઘટનાની જાણ થઇ ન હતી અને ટોળાંમાંથી પણ હુમલાખોરના આતંકથી પિતા-પુત્રને બચાવે તેવો એક પણ મર્દ ન હતો.રાજકોટમાં જાતે જ ન્યાય તોળવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ અંગત અદાવતમાં અપહરણ કરીને માર મારવાની એક જ દિવસમાં બે ઘટના નોંધાતા શહેરીજનોમાં નિષ્ક્રિય પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો છે.ચોરીનું આળ મૂકીને યુવાનને ઝાડ સાથે બાંધી સાકળથી ફટકાર્યો,ભોમેશ્વરના ક્રિશ્ચિયન યુવાનને ચોરીની કબૂલાત કરાવવા ઇશ્વરિયા અને ઘર પાસે માર્યો, પોલીસ ફરિયાદમાં સ્વૈચ્છાએ સાથે ગયાની કેફિયત !કાયદો હાથમાં લેવો એ હવે રમત થઇ ગઇ છે. આટકોટમાં પાંચ દિવસ પહેલાં એક પરિવારના સભ્યોને માથાભારે શખ્સોએ ડંકી સાથે બાંધીને બે કલાક સુધી માર માર્યાની ઘટના બાદ અકસ્માત સર્જનાર ટ્રેક્ટરચાલકના ભાઇનું એસ. આર. પી. ના ફોજદારે અપહરણ કરીને બેફામ માર માર્યો હતો.આજે રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા ક્રિશ્ચિયન યુવાનને ચોરી કર્યાની શંકાથી પાડોશી ભરવાડ બંધુએ છરીની અણીએ અપહરણ કરી ઇશ્વરિયા નજીક ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. બાદમાં ઘર પાસે પણ જાહેરમાં બેરહેમીથી માર માર્યાનો બનાવ નોંધાતા ભારે ચકચાર જાગી છે.


રાજકોટ : ત્રણ દરોડામાં ૧.૩૬ લાખના મુદ્દામાલ સાથે ૩૨ જબ્બે

તિલક પ્લોટ, અટિકામાં રાત્રિના સમયે પોલીસ ત્રાટકી : ગુરુપ્રસાદ ચોકમાં પાડેલા જુગારના દરોડા સમયે શરાબની બોટલો પણ મળીશહેરમાં જુગારની મોસમ પૂર બહારમાં ખીલી છે ત્યારે પોલીસે વધુ ત્રણ સ્થળે દરોડા પાડી ૩૨ પત્તાપ્રેમીઓને રૂ. ૧.૩૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.તિલક પ્લોટ-૨માં અનિલ રાણાભાઇ અઘેરા નામના શખ્સના મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે મધરાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમી રહેલા ૧૪ શખ્સોને રૂ. ૨૭, ૧૧૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. નવ મોબાઇલ અને બે બાઇક મળી કુલ રૂ. ૬પ, ૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો મકાન માલિક અનિલ પોલીસને હાથતાળી આપી નાસી છૂટયો હતો.તેમજ, ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા રાજ્યોગી ટાવરમાં મનીષ નટવરલાલ કથરેચાના ફલેટમાં પોલીસે દરોડો પાડી મકાન માલિક સહિત ૧૨ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જુગારના પટમાંથી મળી આવેલા રૂ. ૨૬, પ૯૦ની રોકડ ઉપરાંત બાર મોબાઇલ મળી કુલ રૂ. ૬૪,૨૯૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જુગારના દરોડા સમયે ફલેટના માલિક મનીષ પાસેથી વિદેશી દારૂની ૧૧ બોટલ પણ મળી આવતા પોલીસે કબજે લઇ પ્રોહિબશિનનો અલગથી ગુનો નોંધ્યો હતો. જ્યારે ત્રીજો દરોડો અટિકા સાઉથમાં વેલડોર નામના કારખાના પાસે પાડ્યો હતો. જ્યાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને રૂ. ૬૧પ૦ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.