14 August 2010

કોંગ્રેસ આંતકી છે: નરેન્દ્ર મોદી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કોંગ્રેસ આંતકી છે: નરેન્દ્ર મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એકવાર ફરીથી કોંગ્રેસ પર નિશાનો તાક્યો છે. રાજકોટમાં આયેજિત એક સમારોહ દરમિયાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તુલના આંતકવાદીઓની સાથે કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આઝાદીના અવસર પર હાજરી નઆપીને કોંગ્રેસે આંતકીઓ જેવો વ્યવહાર કર્યો છે. કોંગ્રેસે સ્વતંત્રતા દિવસનું અપમાન કર્યું છે અને આ માટે દેશની જનતા તેમને ક્યારેય માફ કરશે નહીં.ઉલ્લેખનીય છે કે આઝાદીના 64મી વર્ષગાંઠ પર રાજકોટમાં બે દિવસીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સિવાય ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસે મોદીના આ આયોજિત સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓના સમારોહમાં હાજર નહીં રહેનાર પર મોદીને નિશાનો તાકવાની વધુ એક તક મળી હતી. મોદીએ રાજકોટમાં કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે આ કોઈ લગ્ન સમારોહ નથી, પરંતુ રાષ્ટ્રીય પર્વ છે. આઝાદીના આ અવસર પર કોંગ્રેસીએ રાષ્ટ્રીય પર્વનું અપમાન કર્યું છે.રાજકોટમા સૌરાષ્ટ્ર યુનિર્વસીટી ખાતે ફોરેન્સીક લેબ સંકુલ અને સ્ટુડન્ટ કન્વેન્શન સેન્ટરના લોકાર્પણના કાર્યક્રમમાં છાત્ર શકિતને સંબોધતા મુખ્યમંત્રી મોદીએ કહ્યું હતું કે યુવાનો દેશનું ભવિષ્ય છે અને આતંકવાદ સામે લડવા માટે તેમનો સહયોગ અત્યંત જરૂરી છે.યુવાનો બુલેટ (ગોળી) બનશે તો પોતાની પાસે આતંકવાદ સામે લડવાનું જીગર હોવાનું કહીને વિદ્યાર્થીઓને જોમ ચડાવ્યું હતું. સમગ્ર ભારત દેશમા ગુજરાત રાજ્યએ ફોરેન્સીક યુનિર્વસીટી સ્થાપવાની પહેલ કરી હોવાનું કહીને તેઓએ ઉમેર્યું હતું કે ગુજરાતની પોલીસ હવે અત્યંત પેચીદા કેસ પણ આસાનીથી ઉકેલી શકસે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.સૌરાષ્ટ્ર યુનિર્વસીટી દ્વારા સમગ્ર વિશ્વમા નામના પામેલા કાઠીયાવાડી અશ્વોની માવજત લેવાનું જે ભગીરથ કાર્ય શરૂ કરવામા આવ્યું છે તેની સરાહના કરી હતી. છેલ્લા દસ વર્ષના શાસનમા ગુજરાતમાંથી કફર્યું દેશવટો આપી દેવાયો હોવાની વાત જણાવીને રાજ્યમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી નિયંત્રણમા હોવાનું પણ કહ્યું હતુ.


સ્વાતંત્ર્યદિન આવ્યો, પાછી દહેશત લાવ્યો

ભારતનો સ્વાતંત્રય દિન હોય ને ત્રાસવાદી હુમલાની ધમકી ન હોય એવું છેલ્લા થોડા દાયકાઓમાં કદી બન્યું છે ખરું? આ વખતનો ૬૩મો સ્વાતંત્ર્યદિન પણ આવી જ ધમકીઓ- દહેશતોની ઝોળીઓ ભરીને આવ્યો છે. એક તરફ પેલી મોંઘવારી ડાકણ બેફામ બનેલી છે. યુપીએ સરકારનું કારભારું પ્રતિદિન ભાવવધારાને અસહ્ય બનાવતું જઈ રહ્યું છે.સામાન્ય માણસ માટે કપરા દિવસ આવ્યા છે. ત્રાસવાદ, અલગતાવાદ, નકસલવાદ, માઓવાદનાં ભૂતડાં ય ધૂણી રહ્યાં છે. પાકપ્રેરિત આઈએસઆઈ બ્રાન્ડ ત્રાસવાદમાં જૈશ-લશ્કરની સાથે તાલિબાનો અને અલ-કાયદા પણ ભળવા બેઠા છે. કર્ણાટક પોલીસે પકડેલા કાવતરા મુજબ માઓવાદીઓની આઈએસઆઈ અને અન્ડર વર્લ્ડ સાથેની લિન્ક પકડાઈ છે. કાશ્મીરની ગલીઓમાં રોજેરોજ અલગતાવાદના પથ્થરમારા ચાલે છે. દેશમાં આંતરિક સલામતી ચિંતાજનક રીતે જોખમાઈ રહી છે.વિશ્વભરમાં પોલીસગીરી કરતું અમેરિકા પાછું શાણું થઈને ચેતવે છે કે ત્રાસવાદીઓ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. અત્યાર લગી તેની આવી ચેતવણી ભારત માટે હતી, હવે (ફોમૉલિટી ખાતર પાક અને મિડલઇસ્ટનાં નામ પણ એ ઉમેરી રહ્યું છે.) આને ચેતવણી ગણવી કે ચીમકી? આઝાદદિન ટાણે ભારતને ફફડતું રાખવાનો કીમિયો ખતરનાક છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી છ હજાર ટન દારૂગોળો ભરેલી ૬૧ ટ્રકો ગુમ થયાની ઘટના ધ્રુજારી લાવનારી છે. પોલીસને દહેશત છે કે બીજા રાજ્યોમાં આ દારૂગોળો વેચાઈ ગયો છે. એ કોને વેચાયો હશે?
ત્રાસવાદીઓ જોડે ભાઈબંધી ધરાવનારા પેલા નકસલવાદીઓને? એ દારૂગોળો હવે ક્યાં ફૂટશે? દહેશતોના ડુંગરા ખડકાઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સની પછવાડે કરોડોના ભ્રષ્ટાચારોની ફરિયાદોના ગંજ ખડકાય છે. અલગતાવાદના વાવાઝોડામાં ફરીથી કાશ્મીરમાં સળગેલું છે ત્યારે એને હિલિંગ ટચ આપવાને બદલે વડાપ્રધાન મનમોહનસિંહ રઘવાયા થઈને ફારુક ઉમરના ઇશારે ‘સ્વાયત્ત’ વાદનાં ગાણાં ગાઈ રહ્યાં છે.સરકાર સામે ચાલીને કાશ્મીરનું ડોકું તાસક પર મુકવા જઈ રહ્યાંનું લાગે છે. આઝાદ દિન ટાણે દેશ અનેક પરેશાનીઓ, કઠણાઈઓ અને પડકારોમાં ઘેરાયો છે. શાસક પક્ષ-ગઠબંધન ચૂંટણીલક્ષી વેતરણમાં છે. વામણો વપિક્ષ તરતો રહેવા તરણાં ઝાલી રહ્યો છે. કોઈ ઉમંગ, ઉત્સાહ વગર દહેશતો વચ્ચે સ્વાતંત્રયદિન આવ્યો છે ત્યારે સારે જહાં સે અચ્છા... કહેવડાવવાની જાણે હોડ જામી છે.



આજે મોદીનું રાજકોટમાં આગમન : ભરચક્ક કાર્યક્રમો

હોર્ડિંગ્સ વિવાદ, ઉઘરાણા અને પ્રજાની અગવડતા વચ્ચે સ્વાતંત્રય પર્વની ઉજવણીની ચકાચૌંધ. આવતીકાલે મોદી ત્રિરંગો લહેરાવશે : ચાર લોકાર્પણ, ત્રણ સ્થળે મોદીની જાહેર સભા.દેશના ૬૪મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની પંદર દિવસથી શહેરમાં ચાલી રહેલી ઉજવણીના અંતિમ તબક્કામાં આજથી બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. શનિવારે આખો દિવસ ભરચક્ક કાર્યક્રમો યોજાશે અને રવિવારે સવારે ધ્વજવંદન તેમ જ પરેડ થશે. જિલ્લા વહીવટી તંત્રે આ આયોજનને આજે આખરી ઓપ આપ્યો હતો. શહેરની સરકારી ઇમારતોને કરાયેલી રોશની અને વિવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા વિશેષ માહોલ ઊભો કરવાના પ્રયાસ તંત્રે કર્યા છે.છેલ્લા પંદર દિવસથી સમગ્ર તંત્ર ઉજવણીની તૈયારીમાં લાગી ગયું છે. એ દરમિયાન મોદીની તસવીરોવાળા હોર્ડિંગ્સના અતિરેકને કારણે તથા સ્વાતંત્રય પર્વમાં લોકભાગીદારીના નામે તંત્ર દ્વારા કરવામાં આવેલા ઉઘરાણા તેમજ મોદી જે સ્થળેથી પસાર થવાના છે એ સિવાયના રાજકોટમાં કાંઇ જ કામ ન થવાના મુદ્દે લોકરોષ વચ્ચે આ વર્ષે આ પર્વ વિવાદમાં સપડાઇ ગયું છે.આવતીકાલે શનિવારે સવારથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શહેરમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ ઉપરાંત સરકારના વિવિધ વિભાગો સતત કાર્યરત છે. રવિવાર બપોર સુધી સ્વતંત્રતા પર્વના જુદા જુદા કાર્યક્રમો થશે. આવતીકાલે સવારે વિરાણી હાઇસ્કૂલ ખાતેથી ‘વાંચે ગુજરાત’અભિયાન અંતર્ગત જ્ઞાન પ્રબોધિની રેલી યોજાશે જેને મુખ્યમંત્રી સંબોધશે. ત્યાર બાદ ફોરેન્સિક લેબોરેટરીનું લોકાર્પણ થશે, અને ત્યાંથી મુખ્યમંત્રી સીધા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બે શિક્ષણ ભવનના લોકાર્પણ માટે પહોંચશે. સવારે ૧૧-૧૫ કલાકે આવાસયોજનાનું લોકાર્પણ કરશે અને ૧૨-૩૦ કલાકે માધાપર પાસેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. આ બન્ને કાર્યક્રમો માટે સંયુક્ત જાહેરસભા ૧૫૦ ફૂટ રિંગરોડ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે યોજાશે.બપોરે ૧-૧૫ વાગ્યે મહાનગરપાલિકા નિર્મિત પ્રધ્યુમનપાર્ક વિધિવત રીતે ખુલ્લું મુકાશે, સાંજે પાંચ વાગ્યે રેસકોર્સમાં ફૂટબોલ મેદાનમાં એટહોમ કાર્યક્રમ યોજાશે જેમાં શહેર-રાજ્યના નામાંકિત મહાનુભાવોને નિમંત્રિત કરાયા છે. સાંજે સાત પંદરે રેસકોર્સમાં ફન વર્લ્ડની બાજુના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રવિવારે તા.૧૫ મી ઓગસ્ટે સવારે ૯ વાગ્યે ધ્વજવંદન થશે, તે સમયે એરફોર્સના હેલિકોપ્ટરો પણ ધ્વજને સલામી આપશે, પુષ્પવૃષ્ટિ કરશે. પરેડ પણ યોજાશે. સ્વતંત્રતા દિવસનો રાજ્ય મહોત્સવ અહીં ઉજવાઇ રહ્યો છે ત્યારે રાજ્યના આગેવાનો વિવિધ ક્ષેત્રના લોકો, પૂર્વ ધારાસભ્યો, સચિવો અહીં આવ્યા છે.ધન્ય ધરા સૌરાષ્ટ્ર જોવા માટે પ્રેમ મંદિર, પીડીએમ, આજીડેમ ચોકડી, મઢી, ગાંધીગ્રામ, મોરબી રોડથી વિનામૂલ્યે સિટી બસની વ્યવસ્થા લોકો માટે તંત્રએ કરી છે.


કાલે ઢેબર ચોકમાં કોંગીની સત્ય ઉજાગર સભા યોજાશે

સોહરાબુદ્દીન પ્રકરણથી ગુજરાતના રાજકારણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારનો જંગ શરૂ થયો છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં સત્ય ઉજાગર શીર્ષક હેઠળ સભા સહિતના કાર્યક્રમો શરૂ કર્યા છે. તે સંદર્ભે તા. ૧પમી ઓગસ્ટે બપોરે ૨ વાગ્યે ઢેબર ચોકમાં જંગી જાહેરસભા યોજાવાની છે. જેમાં કોંગ્રેસના તેજતોખાર નેતા શંકરસિંહ વાઘેલા, વિધાનસભાના વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, નરહરી અમીન સહિતના નેતાઓ સભા ગજાવશે.કોંગ્રેસે મોદી સરકાર સામે એવા ચાબખા માર્યા છે કે, ગુજરાતમાં જ્યારથી મોદી સરકારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે કાયદો કાનૂન ખાડે ગયા છે. ખૂદ રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ ખંડણીખોરી અને નકલી એન્કાઉન્ટર જેવા ષડયંત્રના મુખ્ય સૂત્રધારના આરોપમાં જેલવાસ ભોગવતા હોય તેનાથી મોટી કમનસીબી બીજી શું હોઇ શકે? આ જ તો છે મોદી સરકારનો અસલી ચહેરો.વધુમાં જણાવ્યા મુજબ મોદીએ હર હંમેશ પોતાની પ્રસિધ્ધિ પાછળ પ્રજાના પૈસાનો બેફામ દુરૂપયોગ કર્યો છે. સરકારી તિજોરી ઉપર ભારણ નખાતું આવ્યું છે.જુદા જુદા મેળાના નામે ખર્ચ દેખાડી જબરો વહીવટ થઇ રહ્યો છે. તેની સામે માત્રને માત્ર રાજ્યના વિકાસની ભ્રામક વાતો થઇ રહી છે. ગુજરાતમાં જે કંઇ પણ મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે તે મોટાભાગના કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી જ થાય છે અને આવા કામોને મોદી ભાજપના નામે ચડાવી દઇ પ્રજાને મૂર્ખ બનાવે છે.મોદી સરકારના રાજમાં કેવા કેવા ખેલ ખેલાય છે તેને રાજ્યભરમાં ખુલ્લા પાડવા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. રાજ્યના વિવિધ મહાનગરોમાં સભા સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં તા. ૧પમીએ બપોરે ૨ વાગે ઢેબર ચોકમાં જંગી જાહેર સભા યોજાવાની છે.સભામાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, પૂર્વ કેન્દ્રિય મંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન, સાંસદ કુંવરજી બાવિળયા, વિટ્ઠલ રાદડિયા સભા ગજાવશે. સભામાં જશવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મનપાના વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર અશોક ડાંગર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ રાણપરિયા, મહેશ રાજપૂત, જીતુભાઇ ભટ્ટ, કાશ્મીરાબેન નથવાણી, પિયુષ મહેતા, અશોકસિંહ વાઘેલા, શાંતાબેન ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.


ધ્વજવંદન બાદ અને આજે સાંજે દર્શનીય સાંસ્કૃતિક કાર્યક્રમો

સ્વતંત્રતા પર્વ નિમિત્તે લોકાર્પણો અને ભૂમિપૂજનોના સરકારી કાર્યક્રમો ઉપરાંત લોકોને ગમે તેવા કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. દસ દિવસથી જુદા જુદા ઝોનમાં યોજાયેલા કાર્યક્રમ બાદ હવે બે દિવસ મુખ્યમંત્રી અને રાજ્યપાલની હાજરીમાં કાર્યક્રમ થશે.શનિવારે સવારે ૮-૪૦એ વિરાણી હાઇસ્કૂલથી વાંચે ગુજરાતની જ્ઞાન પ્રબોધિની રેલી નીકળશે તે પૂર્વે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો ૫૦૦૦ પુસ્તકો તરતાં મુકશે. આ યાત્રામાં ગુજરાતના સાહિત્ય વારસાની ઝાંખી આપતા ૩૦ ફ્લોટ્સ શહેરના માર્ગો પર ફરશે. સાંજે ૭-૩૦ કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ‘ધન્ય ધરા સૌરાષ્ટ્ર’કાર્યક્રમ યોજાશે જેમાં ગરબા, હુડો,તલવાર રાસ જેવા લોકનૃત્યો ઉપરાંત સૌરાષ્ટ્રની લોકકથાઓનું મંચન, ઐતિહાસિક પ્રસંગોની રજુઆત થશે.
આ તમામ કાર્યકમોનું જીવંત -પ્રસારણ સ્થળ પર ૨૧ એલઇડી સ્ક્રીન દ્વારા થશે.રવિવારે સવારે ધ્વજવંદન સમયે હેલિકોપ્ટર પુષ્પવૃષ્ટ કરશે, ત્યાર બાદ પરેડની સલામી મુખ્યમંત્રી ઝીલશે અને એ સમયે શાળાનાં બાળકો દ્વારા સામુહિક યોગાસનો રજુ થશે. આજે પણ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.રિહર્સલનો ધમધમાટ - સ્વાતંત્રય પર્વ નિમિત્તે થનારા ધ્વજવંદનનું રિહર્સલ ત્રણ દિવસથી થાય છે આવતીકાલે પણ થશે ઉપરાંત આજે એરફોર્સના ત્રણ હેલિકોપ્ટરોએ રાજકોટને ચક્કર લગાવ્યાં ત્યારે લોકોમાં કૂતુહલ જાગ્યું હતું.બે દિવસથી રેસકોર્સ-એરપોર્ટ વચ્ચે અને જ્યાં જ્યાં મોદી જવાના છે ત્યાં તેમના કોન્વેયનું રિહર્સલ પણ થયું હતું.


આજે રાજ્યપાલ સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલ ડૉ.શ્રીમતી કમલા બેનિવાલ આજે સાંજે ૫-૪૫ વાગ્યે દિલ વિધાઉટ બીલ નામે જાણીતી શ્રી સત્ય સાઈ હોસ્પિટલની મુલાકાત લેશે.તાજેતરમાં સત્ય સાઈ હોસ્પિટલે તેના સેવાયજ્ઞનો એક દાયકો પૂર્ણ કર્યો છે. આ તબક્કે શ્રી સત્ય સાઈ હોસ્પિટલ તેના સેવાયજ્ઞને વધુ વ્યાપક બનાવવા જઈ રહી છે.ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૪,૫૦૦ દર્દીઓનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાંઆવ્યું છે તથા એક લાખ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા છે. આ તબક્કે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના આ સેવાયજ્ઞને આશીર્વાદ પાઠવવા આજે સાંજે ૫-૩૦ કલાકે ગુજરાતના રાજ્યપાલ ઉપસ્થિત રહેશે.



રાજકોટમાં મોદીનાં પોસ્ટરો પર કીલ લગાડી તોડફોડ કરાઇ

રાજકોટમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્રય ખર્ચની ઉજવણી નિમિત્તે શહેરમાં ઠેર ઠેર લગાડવામાં આવેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટરોમાં તોડફોડ કરવાનું હીન કૃત્ય અજાણ્યા તત્વોએ આચરતાં શહેરીજનોમાં નારાજગીની લાગણી ફેલાઇ છે.
સ્વાતંત્રય ખર્ચ ઉપર રોડ ડીવાઇડરો ઉપર તથા અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં મોદીની તસવીરોવાળા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવતાં ભારે વિવાદ થયો હતો. લોકરોષને ઠંડો પાડવા તંત્ર દ્વારા બાદમાં શહીદોના કેટલાક હોર્ડિંગ્સ લાગવવામાં આવ્યા હતા અને સાથે જ મોદીના કેટલાક પોસ્ટરો ઉતારી લેવામાં આવ્યા હતા.દરમિયાનમાં ગત રાત્રે વિરાણી હાઇસ્કૂલ પાસે કોઇ અજાણ્યા શખ્સોએ એક હોર્ડિંગ્સમાં મોદીના ચહેરા ઉપર કીલ કે કાદવ જેવો કાળો પદાર્થ લગાડી દીધો હતો. એટલું જ નહીં, જેનું મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે એ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવાસ યોજના નજીક લગાવાયેલ વિશાળકાય હોર્ડિંગ્સને તોફાની તત્વોએ ફાડી નાંખી ચીંથરેહાલ કરી દીધું હતું.આટલું ઓછુ હોય તેમ શહેર મધ્યે કિસાનપરા ચોકમાં જ મોદીની તસ્વીરવાળા એક વિશાળકાય હોર્ડિંગ્સને આગ ચાંપી દેતાં અડધુ હોર્ડિંગ્સ સળગી ગયું હતું. આ પ્રકારની ઘટનાઓના સમાચાર મળતાં તંત્ર દોડધામમાં મુકાઇ ગયું હતું અને નુકસાનગ્રસ્ત તમામ પોસ્ટરોને ઉતારી લેવાયા હતા.આ બનાવથી સમજુ અને પ્રબુધ્ધ નાગરિકોમાં નારાજગીની લાગણી ફેલાઇ હતી. મોદીની તસ્વીરોવાળા હોર્ડિંગ્સ લગાવવામાં તંત્રે કાયદાનો ભંગ કર્યો છે એ સાચું પણ તેનો વિરોધ અહિંસક રીતે અને લોકશાહી પધ્ધતિથી કરવો જોઇએ.


રાજકોટ : સતત ધાર્મિકવૃત્તિથી માનસિક સંતુલન ગુમાવતા આપઘાત કર્યો’તો

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ગુલમહોર એપાર્ટમેન્ટના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેનાર અજાણ્યો યુવાન મવડી પ્લોટના ઉદયનગરનો રાજુ રતિભાઇ સિતાપરા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.ગુરુવારે બપોરે ગુલમહોર એપાર્ટમેન્ટના સાતમા માળેથી અજાણ્યા યુવાને નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મૃતકની ઓળખ નહીં મળતા પોલીસ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. દરમિયાન આજે સવારે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી આવેલા ઉદયનગરના મગનભાઇ સિતાપરાએ આ મૃતક યુવાન તેમનો ભત્રીજો રાજુ હોવાનું જણાવ્યું હતું.રતિભાઇના બે પુત્રો પૈકી નાનો રાજુ મિસ્ત્રી કામ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી રાજુ સતત ધાર્મિકની વાતો કર્યા કરતો હોય જેને કારણે તે માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. આ કારણથી તેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી.ઘરેથી બપોરે કીધા વગર નીકળી ગયા બાદ રાત સુધી પરત નહીં ફરતા પોલીસમાં જાણ પણ કરી હતી. પરંતુ સવારે અખબારમાં રાજુનો ફોટો નજરે પડતા ખબર પડી હતી. રાજુના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેની પત્ની હાલ માવતરે આણુ વાળવા ગઇ છે.


રાજકોટનો સૌરભ રમવાની ઉંમરે સરસ રમકડાં બનાવે છે

રમકડું-ટોય અને બાળક વચ્ચે તો કેવો અતૂટ સંબંધ હોય!અરે રાત્રે ઊંઘતી વખતે પણ બાર્બીડોલ કે ડીઅર ડીઅર ટેડીબીઅર સાથે જ હોય.પરંતુ રમકડાંથી રમવાની ઉંમરે કોઇ બાળક રમકડાં બનાવતો હોય તો એ તો કેટલું વિશેષ કહેવાય? રાજકોટમાં રહેતો સૌરભ ચૌહાણ એક એવો બાળક છે જેની ઉંમર તો હજી રમવાની છે પરંતુ કુદરતે તેને સર્જનાત્મકતા ભેટમાં આપી છે તેથી તે કલે એટલે કે અલગ પ્રકારની માટીના રમકડાં બનાવે છે.અને ગેરસમજ ન કરતા એ માત્ર તેનો શોખ છે જરૂરત નથી.
સૌરભ ચૌહાણ સેન્ટ્રલ સ્કૂલમાં ભણે છે.તેના પિતા રાજકુમાર કોલેજમાં ફરજ બજાવે છે અને માતા સખીમંડળમાં છે.પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા સૌરભને માટીના રમકડાં બનાવવાનો શોખ છે અને પિતા હર્ષદભાઇ તથા મમ્મી શારદાબેન તેનો આ શોખ પોષે છે. સૌરભ માટીમાંથી કાચબા, ગાય,હરણ,સિંહજેવા નાના નાના રમકડાં બનાવે છે,ક્યારેક હેલિકોપ્ટર ક્યારેક વહાણ પણ બને.એક નાનું રમકડું બનાવતાં તેને દસ મિનિટ તો માંડ થાય!ખાસ તો એ છે કે સૌરભ જે કાંઇ પણ બનાવે તે આબેહુબ બનાવે છે,રંગ,આકાર એવાં હોય કે જોનારા થોડી વાર તો છેતરાઇ જાય! જવાહરલાલ નેહરુ તેના પ્રિય નેતા છે.તે માણસની પ્રતિકૃતિ પણ બનાવી શકે છે.તે ત્રીજા ધોરણમાં હતો ત્યારથી આ ઋચિ કેળવાઇ અને અત્યારે તો તેમાં માસ્ટરી છે.મોતીના દાણા જેવા અક્ષરથી લખી શકતો સૌરભ કહે છે,મમ્મી-પપ્પા મારા આદર્શ છે,મદદ ઇચ્છતા વ્યક્તિઓને મદદ કરવી તેવું વાલીઓએ શિખવ્યું છે.મોટા થઇને મારે એવી સ્કૂલ ખોલવી છે કે જેમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કરી શકું.રમકડાં ઉપરાંત તે ઇલેક્ટ્રિક વાયરોથી રમકડાં બનાવવાનો પણ પ્રયોગ કરે છે.

રાજકોટમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોર્ડિંગ્સ યુધ્ધ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોર્ડિંગ્સ યુધ્ધ

હાલ વાઇબ્રન્ટ ઉજવણીમાં પ્રજાના પૈસે ચારેકોર મુખ્યમંત્રી મોદીના જ મોડેલીંગ ફોટાવાળા હોર્ડિંગ્સ-બેનરો ખડકી દેવાતા તેની સામે કોંગ્રેસે પણ હોર્ડિંગ્સ યુધ્ધ છેડ્યું છે. કોંગ્રેસે સીધા જ મોદીને નિશાન બનાવતા ધગધગતા કટાક્ષો સાથેના બેનરો ઊભા કર્યા છે.મુખ્યમંત્રી મોદીનું એક જૂનું અને જાણીતું સૂત્ર છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી! આ સૂત્રને હોર્ડિંગ્સના માધ્યમ દ્વારા કટાક્ષના અંદાજમાં પ્રજા સામે કોંગ્રેસે છડેચોક દેખાય એ રીતે મૂકર્યું છે. હોર્ડિંગ્સમાં ભ્રષ્ટાચારના ધગધગતા આક્ષેપોની જડી વરસાવવામાં આવી છે.રાષ્ટ્રીય પર્વમાં શહીદો અને સ્વાતંત્રય સેનાનીઓના બદલે મોદીના ફોટા ખડકી દેવાયાના આ મામલે લોકોમાં જબરો રોષ ફાટી નીકળ્યા બાદ મોદીના બેનરો ઓછા કરી સ્વાતંત્રય સેનાનીઓના ફોટાવાળા બેનરો મુકવાની ફરજ પડી છે. આમછતાં હજુપણ પોણાભાગના હોર્ડિંગ્સમાં માત્ર મોદીનો જ પ્રચાર થયેલો છે ત્યાંરે તેની સામે કોંગ્રેસે પણ હોર્ડિંગ્સ રૂપી જ શસ્ત્ર ઉગામ્યુ છે.સીધા જ મોદીને નિશાન બનાવતા કટાક્ષો સાથે પ્રદેશ કક્ષાએથી તોતીંગ બેનરો આવ્યા છે અને આજે રાતોરાત આ હોર્ડિંગ્સ શહેરના મુખ્ય ચોકમાં લગાવવાની કવાયત શરૂ કરી દેવામા આવી હતી. શહેરના જિલ્લા પંચાયત ચોક, ત્રિકોણબાગ, કે.કે.વી. સર્કલ, રૈયા ચોકડી તેમજ ઉપલાકાંઠાના વિસ્તારો સહિત તમામ મુખ્ય ચોકમાં આ હોર્ડિંગ્સ મૂકવામા આવનાર છે.


ગુજરાત યુનિવર્સિટી ખાતે ધ્વજ વંદન

ભારતના ૬૪માં પ્રજાસત્તાકદિન પર્વ નિમિત્તે રવિવારે સવારે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિ ડો. પરિમલ ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવનાર છે. તે પછી દેશ ભિકતના ગીતોનું ગાન કરવામાં આવનાર છે. ઉપરાંત ગત વર્ષે રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તર પર ઝળકેલા રમતવીરોનું રોકડ રકમના પુરસ્કારથી સન્માન કરવામાં આવનાર છે.ગુજરાત યુનિવર્સિટી ટાવર પાસેના વિશાળ ચોકમાં રવિવારે સવારે નવથી દશ દરમ્યાન આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેના ભાગરૂપે કુલપિતના હસ્તે ધ્વજવંદન કરાયા પછી દેશ ભિકતના ગીતોના ગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.ડ્રાઈવઈન વિસ્તારની જે. જી. કોલેજ ઓફ પફોgમીંગ આર્ટસ અને નવરંગપુરા વિસ્તારની એચ.એલ. કોલેજના વિદ્યાર્થીઓ દેશ ભિકતના ગીતોનું ગાન કરશે. ત્યાર બાદ ગયા વર્ષે રાષ્ટ્રીય સ્તર પર રમતની સ્પર્ધામાં ઝળકેલા યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા રમતવીરોનું કુલપતિના હસ્તે સન્માન કરાશે છે.ગુ.યુનિના યુથ વેલ્ફેર- કલ્ચર વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર વી.કે.ચાવડાએ જણાવ્યું છે કે,‘દેશભિકતની ભાવનાનો વ્યાપ વધે તે હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપરાંત વિવિધ કોલેજોના એનસીસી- એનએસસ- કલ્ચરલ -રમત-ગમત વિભાગના આશરે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે.બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં પણ સ્વાતંત્રય પર્વ નિમિત્તેધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શહેરના લાલ દરવાજા વિસ્તારની સીટી આર્ટસ કોલેજ,આશ્રમરોડ વિસ્તારની એચ.કે. આર્ટસ કોલેજ, ડ્રાઈવઈન વિસ્તારમાં આવેલ જે.જી કોલેજ સહિતની વિવિધ કોલેજોમાં સ્વાતંત્રય દિન પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિત દેશભિકતના વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા છે.સીટી આર્ટસ કોલેજમાં એમ.એન. નાણાવટી, સદગુણા આર્ટસ, બી.ડી આર્ટસ કોલેજ માટે સહિયારા સ્વાતંત્રય પર્વનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સીટી આર્ટસ કોલેજના કેમ્પસમાં ગુજરાત લો સોસાયટીના એક્ઝિકયુટિવ વાઈસ પ્રેસિડેન્ટ સુધીર નાણાંવટીના હસ્ત ધ્વજવંદન કાર્યક્રમ રખાયો છે.આશ્રમરોડ વિસ્તારની એચ.કે. આર્ટસ કોલેજમાં સવારે પ્રો.દિનેશ શુકલના હસ્તે ધ્વજવંદનનું આયોજન કરાયુંછે. ત્યાર બાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભિકતના ગીતોનું ગાન- ભારત દર્શન આધારિત નૃત્યો પ્રસ્તુત કરવામાં આવનાર છે.


પોલીસે આઝમની સાથે તેની પત્ની-બાળકીને જેલમાં ગોંધી રાખ્યાં હતાં

પોલીસે આઝમની સાથે તેની પત્ની તથા બાળકીને પણ જેલમાં ગોંધી રાખ્યાં હતાં. સીબીઆઇ સમક્ષના નિવેદનમાં સોહરાબુદ્દીનના સાથી આઝમખાનની પત્ની રિઝવાનાએ જણાવ્યું હતું કે, હમીદલાલા મર્ડરકેસમાં પોલીસ આઝમને શોધતી હતી માટે અમે મોડાસામાં રહેતા એક સ્વજનના ઘરે ચાલ્યા ગયા હતા.જ્યાંથી પોલીસે અમને પકડી લઈ રાજસ્થાન મોકલ્યાં હતાં, જયાં પોલીસે આઝમની સાથે મને તથા અમારી નાનકડી પુત્રીને પણ કસ્ટડીમાં જ ગોંધી રાખ્યાં હતાં અને આઝમને ખૂબ મારો માર્યો હતો. જ્યાં ૧૦-૧૨ દિવસ પછી આ બાબતે આઝમની માતા હુસેનાને જાણ થતાં તેમણે આ બાબતે કોર્ટમાં રજુઆત કરતાં મારો તથા મારી નાનકડી દીકરીનો છુટકારો થયો હોવાનું રિઝવાનાએ સીબીઆઇ સમક્ષ જણાવ્યું હતું.આઝમની માતાએ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવા પોલીસે તેના પગ પકડ્યા હતાં. આઝમનાં માતા હુસેનાબાનુએ પોતાના નિવેદમાં સીબીઆઇને જણાવ્યું હતું કે પોલીસે આઝમની સાથે તેની પત્ની તથા પુત્રીને પણ ગેરકાયદે રીતે ગોંધી રાખ્યાં હોવાનું જાણી આ મુદ્દે તેમણે કોર્ટમાં અરજી કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.આઝમની પત્ની તથા પુત્રીને મુકત કરી દીધાં હતાં તથા કોર્ટમાં પોલીસ વિરુદ્ધ કરેલી અરજી પાછી ખેંચવા પોલીસે હુસેનાના પગ પકડી લીધા હતા.


ઇસ્ટ ઇન્ડિયા કંપની પર ભારતીયનું રાજ

પંદરમી ઓગ્સટે જ્યાં દેશવાસીઓ સ્વતંત્રતા દિવસનો જશ્ન મનાવી રહ્યા હશે ત્યારે બજારમાં ઉતરી રહેલ લંડનની એક કંપની પણ 15મી ઓગસ્ટના રોજ જશ્ન મનાવાની તૈયારી કરી રહ્યું છે.આ કોઇ મામૂલી કંપની નથી - 15મી ઓગસ્ટના રોજ ઐતિહાસિક ઇસ્ટ ઇન્ડિયા કંપની ફરીથી બજારમાં ઉતરી રહી છે અને ખાસ વાત એ છે કે આ લંડનમાં રહેનાર ભારતીય મૂળના સંજીવ મહેતાએ ખરીદી છે. આવતા વર્ષએ ભારતમાં લાવવાની પણ યોજના છે.આ એ જ ઇસ્ટિ ઇન્ડિયા છે જે અંગ્રેજોના રોજ દરમ્યાન ક્યારેક 18મી અને 19મી સદીમાં ભારત પર હકુમત ચલાવી હતી અને વિશ્વમાં અંદાજે 50 ટકા વેપાર પર તેનો કબ્જો હતો.મુંબઇમાં જન્મેલા, ઉછરેલા અને હવે લંડનમાં રહેતા સંજીવ મહેતા આ કંપનીના માલિક છે. ગુમનામીમાં ખોવાઇ ચૂકેલ આ કંપનીને ખરીદવા અને બજારમાં લાવવાનો નિર્ણય આખરે સંજીવ મહેતાએ કંઇ રીતે કર્યો.સંજીવ મહેતાએ કહ્યું કે ઇસ્ટિ ઇન્ડિયા કંપનીને બ્રિટાની સામ્રાજ્યએ 1874માં પૂરી રીતે પોતાની આધીન કરી લીધી હતી. 80ના દાયકામાં લંડનમાં કેટલાંક 30-40 લોકોને લાગ્યું કે ઇસ્ટ ઇન્ડિય કંપની બહુ જ શક્તિશાળી બ્રાન્ડ છે. તે લોકોએ તેને ખરીદી લીધી અને ફરીથી બિઝનેસ શરૂ કર્યો. તેમણે ઘણા નાણાં પણ લગાવ્યા. પરંતુ મેં જોયું કે તેમનો કંપની સાથે કોઇ ભાવનાત્મક સંબંધ ન હતો. માલિકોમાં કોઇ ભારતીય ન હતું. પરંતુ હું ભારતીય હોવાથી મને આ કંપનીનું મહત્વ અને ભાવનાત્મક જવાબદારી સમજાતી હતી. મેં કંપની ખરીદવાનો નિર્ણય લીધો. મેં થોડાંક વર્ષ પહેલાં આ લોકોનો સંપર્ક કર્યો અને છેલ્લાં છ વર્ષમાં તેમની પાસેથી પૂરી કંપની ખરીદી લીધી.


વડોદરામાં રાત્રિ બજારનું ખાતમુહુર્ત કરાયું

સ્વાતંત્રય દિન પર્વની ઉજવણી અંતર્ગત આજે વડોદરા શહેરમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલના હસ્તે સેવાસદન દ્વારા બનાવવામાં આવનાર રાત્રિ બજારનું ખાતમુહુર્ત કરાયું હતું. આ ઉપરાંત નવનિર્મિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સેન્ટ્રલ લાઇટિંગનું લોકાર્પણ કરાયું હતું. સાથેસાથે સ્વર્ણિમ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.વડોદરા મહાનગર સેવાસદનના ઉપક્રમે સ્વાતંત્રય દિન પર્વની ઉજવણી અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રાજ્યના શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલ, સંસદીય સચિવ યોગેશ પટેલ, મેયર-સાંસદ બાળકૃષ્ણ શુકલ અને ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલે રૂ.૬.૯૨ કરોડના ખર્ચે કલ્યાણનગર પાસે બનાવાયેલા અત્યાધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૮૫ લાખ લિટર ગંદા પાણીનું દુગઁધ રહિત શુિદ્ધકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે શહેરના જુદાજુદા ૧૦ માર્ગો ઉપર રૂ.૨.૬૦ કરોડના ખર્ચે ઊભી કરાયેલી સેન્ટ્રલ લાઇટિંગની સુવિધા જનતાને અર્પણ કરી હતી.આ ઉપરાંત મંત્રીના હસ્તે કારેલીબાગ વિસ્તારમાં એલ.એન્ડ ટી. સર્કલ પાસે સેવાસદન દ્વારા દોઢ લાક ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવનાર રાત્રિ બજારનું ખાતમુહુર્ત કરાયું હતું. જ્યારે સ્વર્ણિમ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં ૧.૬૧ લાખ વૃક્ષો ઉછેરવા માટેની ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઝુંબેશ શરૂ થતાં જ વન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આજથી જ તરુપ્રસાદમ્ વિતરણ અંતર્ગત જુદાજુદા રોપાઓ શહેરીજનોને નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા.


પાદરામાં વડોદરાનું સ્વાતંત્રય પર્વ મનાવાશે

વડોદરા જિલ્લાના પાદરા નગરમાં આવતીકાલે ૬૪ માં સ્વાતંત્રય પર્વની ઉજવણીનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રાજ્યના પંચાયત મંત્રી નરોત્તમભાઇ પટેલ ત્રિરંગો લહેરાવશે.પાદરા નગરમાં આવેલી પી.પી.શ્રોફ હાઇસ્કૂલના મેદાનમાં સવારે ૯ વાગે જિલ્લા કક્ષાનો સ્વાતંત્રય દિન પર્વનો મુખ્ય ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. રાજ્યના પંચાયત મંત્રી નરોત્તમભાઇ પટેલ જિલ્લાના સ્વાતંત્રય સેનાનીઓ, સાંસદો, ધારાસભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વાતંત્રય દિન પરેડનું નિરીક્ષણ કર્યા બાદ ધ્વજ વંદન કરી રાષ્ટધ્વજને સલામી આપશે.સ્વાતંત્રય દિનની ઉજવણી પ્રસંગે પાદરા નગરના રહેણાંક વિસ્તારોમાં રાજ્ય સરકારની ગ્રાંટમાંથી બનાવાયેલા આર.સી.સી. ના રોડનું લોકાર્પણ કરાશે. તેમજ અન્ય નવા બનાવવામાં આવનારા રોડ માટે ખાતમુહુર્ત વિધિ યોજાશે. સ્વાતંત્રય દિનની પૂર્વ સંધ્યાએ પાદરા નગરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગીત-સંગીત, નૃત્ય, મિમક્રિીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.રાજ્યના પંચાયત મંત્રી નરોત્તમભાઇ પટેલની મુલાકાત દરમિયાન પાદરાના ધારાસભ્ય દિનેશભાઇ પટેલ(દિનુ મામા) દ્વારા પાદરામાં તાલુકા કક્ષાનું સરકારી ગેસ્ટ હાઉસ બનાવવા માટે રજુઆત કરાશે તેમ જાણવા મળ્યું છે.


ચેમ્બુરમાં દિલધડક એન્કાઉન્ટરમાં રવિ પુજારીનો ગુર્ગો ઠાર

શુક્રવારે સવારે ચેમ્બુર સ્થિત ડાયમંડ ગાર્ડનની નજીક કાવેરી સોસાયટીમાં રહેતા બિલ્ડરના ઘરમાં ખંડણી માગવા ગયેલા રવિ પૂજારી ગેંગના ગુંડા આનંદ ડેંગરેનું પોલીસ એન્કાઉન્ટરમાં ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. લગભગ બે કલાક સુધી શ્વાસ થંભાવી દે તે રીતે ઓપરેશન ચાલ્યું હતું અને આખરે ડેંગરેને ઠાર મારવામાં આવ્યો હતો. આ વર્ષે વર્સોવા નજીક હરીશ મારોલિયાનું પોલીસે કરેલા એન્કાઉન્ટરનું યાદ તાજી કરાવી ગયું હતું.ચેમ્બુરના બિલ્ડર વિજય ભતીજા અને તેનો પરિવાર બહાર ગયો હતો ત્યારે ડેંગરે કાવેરી સોસાયટીમાં રહેતા ભતીજાના ઘરે આવ્યો હતો. સોસાયટીના વોચમેનને તેણે પોતે ટેલિફોન કંપનીમાંથી આવ્યો હોવાનું કહ્યું હતું અને તે ભતીજાના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં ગયો હતો. ભતીજાના ઘરમાં કામ કરતી નોકરાણીને તેણે તેના માલિક વિશે પૂછ્યું હતું. તેણે ભતીજા બહાર ગયા હોવાનું કહ્યું હતું ત્યારે ડેંગરેએ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢીને તેને ફ્લેટની અંદર ધકેલી હતી અને કપડાં વડે તેના હાથ-પગ બાંધી દીધા હતા. ત્યાર બાદ તેણે ભતીજાને ફોન કર્યો હતો.‘ડેંગરેનો ફોન આવતાં ભતીજા તરત જ પત્ની સાથે ઘરે પહોંચ્યાં હતાં. ઘરે પહોંચ્યા ત્યાં ડંગરેએ બંદૂકની ધાકે તેને, તેની પત્ની પ્રાચી અને નોકરાણીને બેડરૂમમાં બંધ કરી દીધાં હતાં. ત્યાર બાદ તેણે ભતીજા પાસેથી રૂ. ૨૫ લાખની માગણી કરી હતી અને જો તે નહીં આપે તો તેની પત્ની અને નોકરાણીને ખતમ કરી દેશે એવી ધમકી આપી હતી. આટલી મોટી રકમ તેની પાસે ન હોવાનું ભતીજાએ ડેંગરેને કહીને પૈસાની સગવડ કરવા માટે સમય માગ્યો હતો. ડેંગરેએ ત્યાર બાદ ભતીજાને ફ્લેટની બહાર ધકેલી દઈને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો, જ્યારે ઘરમાં નોકરાણી અને તેની પત્નીને બંધક બનાવી હતી.ભતીજાએ તક મળતાં પોલીસને જાણ કરી હતી. તાબડતોબ એક પોલીસ ટુકડી તેમ જ વિભાગીય કોમ્બેટ વેન અને વિભાગીય િકવક રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યાં હતાં.


કેમેરામેન શુટિંગ કરતા રહ્યા ને યુવાન સળગ્યો

ઊંઝાના કામલી ગામના યુવાને શુક્રવારે ઊંઝા પોલીસમથકે શરીરે કેરોસીન છાંટયા બાદ આગ ચાંપી દીધી હતી. જોકે પોલીસે આગ ઠારીને મહેસાણા સિવિલમાં ખસેડતાં થોડા જ સમયમાં યુવાનનું મોત થયું હતું.કામલીનો કલ્પેશ ગણપતભાઈ મિસ્ત્રી (ઉં.વ.૨૯) શુક્રવારે બપોરે ૧.૩૦ વાગ્યા આસપાસ બાઇક પર ઊંઝા પોલીસમથકે પહોંચ્યો હતો. અહીં કલ્પેશે શરીરે બોટલમાંથી પ્રવાહી છાંટવાની શરૂઆત કરતાં લોકો એકત્ર થયા હતા. આ હાલતમાં કલ્પેશ પોલીસમથકમાં પહોંચ્યો હતો. ત્યારબાદ દીવાસળી સળગાવતાં જ તે આગની જવાળામાં લપેટાયો હતો. હાજર લોકોએ કોથળા અને ગાદલાની મદદથી આગ ઓલવી હતી. કલ્પેશને પોલીસની જીપમાં ઊંઝા કોટેજ હોસ્પિટલે ખસેડ્યા બાદ તેને મહેસાણા ખસેડાયો હતો. જેમાં ગણતરીના કલાકોમાં જ તેનું મોત થયું હતું.કલ્પેશ મિસ્ત્રીએ સિવિલમાં મહેસાણા નાયબ મામલતદાર તથા ઊંઝા પોલીસ સમક્ષ મરણોન્મુખ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેની માતાએ ખોટી ફરિયાદ દાખલ કરાવીને જેલમાં પૂરાવી દેતાં લાગી આવતાં આત્મહત્યાનું પગલું ભર્યું છે. અમદાવાદમાં રહેતી કલ્પેશની સાવકી માતાએ થોડા દિવસ પહેલાં ઊંઝા પોલીસમથકે હેરાનગતિ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બે દિવસ પહેલાં કલ્પેશની અટકાયત કરી હતી. જોકે ગુરુવારે સાંજે તેને જામીન પર મુક્ત કર્યો હતો.


ઓબામાએ મસ્જિદ નિર્માણનું સમર્થન કર્યુ

બરાક ઓબામાએ ન્યૂયોર્કમાં 11મી સપ્ટેમ્બર 2001ના દિવસે આતંકવાદી હુમલાનું નિશાન બનેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજીક ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્ર અને મસ્જિદ બનાવવાની યોજનાનું સમર્થન કર્યુ છે. રમઝાન મહિના નિમિતે વ્હાઇટ હાઉલમાં આપવામાં આવેલી ઇફ્તાર પાર્ટીના અવસર પર ઓબામાએ જણાવ્યું હતું કે મુસલમાનોને પણ બીજા અમેરિકાનોની જેમ ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક છે.ઓબામાએ જણાવ્યું હતું કે એક વર્ગ આ યોજનાનો એટલા માટે વિરોધ કરી રહ્યો છે કે તેમનું માનવુ છે કે આ જગ્યા પર 3000 લોકોના મૃત્યું નિપજ્યાં હતા અને આ સ્થળે મસ્જિદનું નિર્માણ મૃતકોનું અપમાન અને અસંવેદનશીલતા વ્યક્ત કરે છે.ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્કની એક મુસ્લિમ સેવા સંસ્થા કોરડોબા ઇસ્ટિટ્યુયે આ યોજના બનાવી છે. આ સંસ્થા જુદા જુદા ધર્મોમાં માનનારા લોકો અને મુસલમાનોની વચ્ચે વધારે સારા સબંધો વિકસાવવા માટે કામ કરે છે.આ પહેલા રાષ્ટ્રપતિએ આ બાબતે કોઇ નિવેદન કર્યુ નહોતું પરંતુ વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીના અવસર પર ઓબામાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે એક નાગરિકની અને રાષ્ટ્રપતિની જેમ હું માનું છું કે મુસલમાનોને પણ પોતાનો ધર્મ પાળવાનો અધિકારી છે, જેવી રીતે દેશના અન્ય નાગરિક છે. તેમણે જણાવ્યું કે હુમલો કરનારા આતંકવાદીઓની સાથે સામાન્ય મુસલમાનોને જોડવા તે મોટી ભૂલ ગણાશે. ઓબામાએ અલકાયદાને ઇસ્લામનું વિકૃત રૂપ ગણાવ્યું હતું.બરાક ઓબામાએ આ ઇફ્તાર પાર્ટીમાં મુસ્લિમ સમુદાયના સો જેટલા ખાસ મહેમાનોને આમંત્રિત કર્યા હતા. જેમાં સાઉદી અરબ અને ઇન્ડોનેશિયાના જેવા કેટલાક ઇસ્લામિક દેશોના રાજદૂત અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.રાષ્ટ્રપતિ ઓબામા જાણતા હતા કે આ વાત સમગ્ર દુનિયાના સમાચાર પત્રોની સાથે સાથે અમેરિકાના મુસ્લિમ સમુદાયમાં પણ પહોંચશે. બની શકે કે આ મુદ્દાથી અમેરિકામાં થનારા દ્રીવાર્ષિક ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો મળી જાય. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાં બાદ ઓબામા દુનિયાના મુસ્લિમ સમુદાય સાથે સબંધો સુધારવાના પ્રયાસોમાં લાગ્યા છે.


ચીન ગૂગલને ટક્કર આપશે!

થોડાંક સમય પહેલાં જ ગૂગલનું લાઇસન્સ રિન્યૂ કર્યા બાદ ચીન સરકારે એક નવું સર્ચ એન્જિન લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે, જે ગૂગલને પણ ટક્કર આપી શકે છે. નવા સર્ચ એન્જિનને તૈયાર કરવાની જવાબદારી ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆ ને આપવામાં આવી છે. પ્રસ્તાવિત સર્ચ એન્જિન ગૂગલ અને સ્થાનિક પોર્ટલ બાયડૂને જોરદાર ટક્કર આપશે.શિન્હુઆના વાઇસ પ્રેસિડન્ટ જૂ જિસંગે કહ્યું કે સર્ચ એન્જિનને તૈયાર કરવા માટે શિન્હુઆની સાથે દુનિયાની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની ચાઇના મોબાઇલ કોમ્યુનિકેશન કોર્પોરેશન પણ સહયોગ કરશે. નવા સર્ચ એન્જિન બનાવનાર કંપનીને "સર્ચ એન્જિન ન્યૂ મીડિયા ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન કંપની"નું નામ આપવામાં આવ્યું છે. આ કંપની સર્ચ એન્જિન સિવાય ઇન્ટરનેટ, એડવર્ટાઇઝિંગ અને પિંકટ મીડિયાના ક્ષેત્રમાં નવા બિઝનેસ શરૂ કરશે.નવા સર્ચ એન્જિનમાં સંચાર ટેકનિકની ભરપૂર ક્ષમતા હશે અને તે લોકો સુધી માહિતી પહોંચાડવા માટે અને પબ્લિક ઓપિનિયન લેવામાં મદદગાર સાબિત થશે. ચીનની આ તૈયારીથી ગૂગલને જોરદાર ટક્કર મળી શકે છે. આ પહેલાં ચીન સરકારે ગૂગલની કોઇ લિંક પર સર્ચ રિઝલ્ટને સરકાર દ્વારા સેન્સર કરાવા માટે ગૂગલને આગ્રહ કર્યો હતો પરંતુ કંપનીએ સરકારનો આ આદેશ માનવાનો ઇન્કાર કરી દીધો હતો જેના લીધે ગૂગલના લાઇસન્સને રદ કરી દેવામાં આવ્યું હતું. જોકે પાછળથી ગૂગલનું લાઇસન્સ ફરીથી રિન્યૂ કરી દેવામાં આવ્યું હતું.


રાજકોટ : પાંદડાં ચાવો, રોગ હટાવો

વનસ્પતિના પાંદડાંઓમાં અગણિત ગુણ છે. જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો હિઠલા અને જીવલેણ રોગોમાં પણ એ ચમત્કારિક પરિણામ આપી શકે છે. છેલ્લા ઘણા સમયથી પર્ણ ચિકિત્સાનું મહત્વ વધ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના લોકોને એ પધ્ધતિનો લાભ મળે એ હેતુથી રાજકોટ ખાતે આગામી તા.૧૮ અને ૧૯ ઓગસ્ટના રોજ મુંબઈના પ્રખ્યાત નેચરોપેથી ડૉ. રાજ મર્ચન્ટનો બે દિવસીય નિ:શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે.ડૉ.મર્ચન્ટ મૂળ કચ્છના છે. નાસિકથી નેચરોપેથીમાં એમ.ડી. થયા બાદ વર્ષોથી તેઓ મુંબઈમાં પર્ણ ચિકિત્સા કરે છે. નેચરોપેથી અને પર્ણચિકિત્સાના ક્ષેત્રે તેઓ સન્માનનીય ખ્યાતિ ધરાવે છે. તેમના જણાવ્યા મુજબ આયુર્વેદમાં ઔષધો પર અનેક પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે.જ્યારે પર્ણ (હર્બલ) ચિકિત્સામાં વનસ્પતિનો નૈસગિઁક સ્વરૂપે ઉપયોગ થતો હોવાથી તે વધુ અસરકારક સાબિત થાય છે. ચાર દાયકાનો અનુભવ ધરાવતા ડૉ.મર્ચન્ટ કહે છે કે કેન્સર, થાઈરોઈડથી માંડીને ડાયાબિટીશ અને માઈગ્રેન જેવા હિઠલા રોગો મટી શકે છે.એક પણ બીમારી એવી નથી જેનો ઉકેલ પર્ણ ચિકિત્સામાં ન હોય. રાજકોટમાં આ કેમ્પ ૧૪, મનહર પ્લોટ, ડૉ. મોઢાની હોસ્પિટલ પાછળ આવેલ સત્યમ સારવાર કેન્દ્ર ખાતે યોજાશે. દર્દીઓ પોતાની ફાઈલ તથા રિપોર્ટ અગાઉથી આપી જાય તેવો અનુરોધ કરાયો છે.

છાત્ર શક્તિને આતંક સામે લડવા નરેન્દ્ર મોદીનું આહવાન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


છાત્ર શક્તિને આતંક સામે લડવા નરેન્દ્ર મોદીનું આહવાન


રાજકોટમાં થતી ૧પમી ઓગસ્ટની વાઇબ્રન્ટ ઉજવણીના કાર્યક્રમોમાં મહાપાલિકા દ્વારા તૈયાર થયેલી આવાસ યોજનાનું મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે મોદીએ કહ્યું હતુ કે, ગરીબી અને સાક્ષરતાને આપણે રાજ્યવટો આપવો છે અને ગુજરાત સરકાર આ જ અભિગમથી વિકાસનો રાહ પકડી આગળ વધી રહી છે ત્યાંરે આજે આ આવાસ યોજનાની લોકાર્પણ વિધિ કર્યા બાદ સભામાં મોદીએ આવાસના લાભાર્થીઓ જોગ એવી અપિલ કરી હતી કે, આજે આવાસના બદલમાં હું માત્ર એટલી જ અપેક્ષા રાખી રહ્યો છું કે, તમે તમારા બાળકોને ભણાવવામાં કોઇ કચાશ ન રાખતા.મુખ્યમંત્રીએ સભાના પ્રારંભથી જ રાજ્યના વિકાસની ગાથા વર્ણવી હતી અને કહ્યું હતુ કે, ગુજરાતની ભાજપ સરકારનો માત્ર એક જ મંત્ર છે અને એ છે વિકાસ વિકાસ અને વિકાસ. અને આ વિકાસ સાથે જોડાયેલુ મહત્વનું પાસુ છે આવાસ. મારા રાજ્યમાં હર એક ગરીબને ઘરનું ઘર આપવાનું ભાજપનું સ્વપ્ન છે. રહેવા માટે છત્રછાયાં મળી જાય એટલે વિકાસ આપોઆપ આગળ વધે છે. મકાન મળ્યા પછી તેમા ફ્રીજ, ટીવી, પડધા, સોફા જેવી સુવિધા માટે આવાસમાં રહેનાર પરિવારને ઇચ્છા જાગૃત થાય છે. આ ઇચ્છા પૂરી કરવા માટે તેને વધુ કમાવવાની ઇચ્છા થાય છે અને આમ એક ઘર પૂરતો થતો વિકાસ ધીમે ધીમે રાજ્યનો અને સાથે દેશનો વિકાસ આગળ વધતો જાય છે. લોકાર્પણ સભામાં મુખ્યમંત્રીએ આવાસના ગરીબ લાભાર્થીઓ જોગ એક એવી જાહેર અપિલ કરી હતી કે, ગાંધીનગરથી અહીં રાજકોટ આવેલો આ મુખ્યમંત્રી આવાસના બદલમાં માત્ર એટલુ જ માગે છે કે, તમે તમારા બાળકોને ભણાવવામા કોઇ કચાશ ન રાખતા અને મને વિશ્વાસ છે કે, આ વચન તમે મને જરૂર આપશો.વધુમાં મુખ્યપ્રધાન મોદીએ કહ્યું હતુ કે, દરેક મુસીબતોની માત્ર એક જ દવા છે અને એ છે વિકાસ. વિકાસની એક તંદુરસ્ત હરીફાઇ હોવી જોઇએ. પણ કમનસીબે દેશ પાસે એવુ નેતૃત્વ નથી કે તંદુરસ્ત હરીફાઇ થઇ શકે. હું તો ભારત સરકારને પણ ખૂલ્લૂ આમંત્રણ આપુ છું કે, આવો, અમારી સાથે તંદુરસ્ત હરીફાઇ કરવા. સરખુ બજેટ ફાળવી અને પછી જુઓ કોનો વિકાસ આગળ વધી જાય છે. મારે કહેવાની જરૂર નથી કે, ગુજરાતનો જ વિકાસ ડંકો વગાડે. અલ્ટીમેટમ મારા ગુજરાતના વિકાસ સાથે મારા દેશનો જ વિકાસ થવાનો છે ને. સભાના અંતમાં મુખ્યમંત્રીએ રાજ્ય અને દેશના વિકાસના સૌ ખંભેખંભા મિલાવીને આગળ વધે એવી લાગણી સાથે સૌને સ્વાતંત્રય પર્વની શુભેચ્છા પાછવી હતી.


નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરારાજે સિંધિયાએ એવો મત વ્યક્ત કર્યો છેકે, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ માટે સીબીઆઇનો દુરૂપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.સિંધિયાએ એવો મત વ્યક્ત કર્યો હતોકે, સોહરાબુદ્દીન કેસમાં નરેન્દ્ર મોદીને ફસાવવામાં આવી રહ્યાં છે. વાસ્તવમાં યુપીએ સરકાર આતંકવાદ પ્રત્યે નરમાઈ દાખવી રહી છે. તેમના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકાર સોહરાબુદ્દીન જેવા આતંકવાદીઓને બચાવી રહી છે અને સીબીઆઇ તેને હીરો બનાવી રહી છે.રાજેએ એવો મત વ્યક્ત કર્યો હતોકે, સીબીઆઈના પગલાના કારણે નકારાત્મક સંદેશો વહેતો થયો છે. કારણકે, સીબીઆઈએ આતંકવાદી અને અપરાધીને નાયકરૂપે રજૂ કર્યા છે. જે ખોટું છે.


વિઝાના ઝટકા બાદ, ઓબામાના મસ્કા

વિઝા ફીનો વધારો કરીને ભારતીયો માટે મુશ્કેલી પેદા કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હવે ભારતીયોના જખ્મ પર મલમ લગાવ્યાં આવ્યાં છે. સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવવા માટે મોકલેલા પોતાના સંદેશમાં ઓબામાએ જણાવ્યું છે કે તે ભારતની સાથે વધારે સારા સબંધો વિકસાવવા માંગે છે.ઉલ્લેખનીય છે કે ઓબામા પ્રશાસને શુક્રવારે એક બીલને લીલી ઝંડી આપી હતી, જે અનુસાર ભારતીય લોકોએ અમેરિકા જવું આઠ ગણું મોંઘુ બનશે. આ ઉપરાંત અમેરિકાએ કાલે જ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે તેમનું ભારતમાં ફરવું જોખમકારક સાબિત થઇ શકે છે, કારણે ભારતમાં આતંકવાદી હુમલાનો ભય વર્તાઇ રહ્યો છે.ઓબામાના નિવેદનને તેમના આગામી ભારતના પ્રવાસ માટે ખુબ જ અગત્યનું માનવામાં આવે છે. સંદેશમાં ઓબામાએ નવેમ્બરમાં યોજાનારા પોતાના ભારત પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા 21મી સદીમાં ભારત સાથે મજબૂત ભાગીદારી ઇચ્છે છે.


હવે સરકાર નક્કી કરશે કલમાડીનું ભાવિ

કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને ચાલી રહેલા ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપોનો સામનો કરી રહેલા આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીના ભવિષ્યનો નિર્ણય હવે સરકાર કરશે. અહેવાલ છે કે રમતગમત મંત્રી એમએસ.ગીલ સાથે ચર્ચા કર્યા બાદ સરકાર નિર્ણય કરશે.વડાપ્રધાનના આવાસ ખાતે શુક્રવારના રોજ યોજાયેલી કોંગ્રેસ કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે કલમાડીના ભવિષ્યના સંબંધમાં નિર્ણય સરકાર પર છોડી દેવામાં આવે. કોર કમિટીની બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના સંબંધમાં ચર્ચા થઈ હતી.આ દરમિયાન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાઈકમાન્ડ તે નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે મીડિયા અહેવાલોને આધાર બનાવીને અધિકારીઓને બદલવાની જગ્યાએ સૌનું ધ્યાન રમતના સફળ આયોજન પર હોવું જોઈએ.કોમનવેલ્થ ગેમ્સ તૈયારીઓ પર રહેશે કેબિનેટ સચિવની નજર.કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં એક પછી એક ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા બાદ સરકારે એક કડક નિર્ણય લેવાની તૈયારીઓ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે સુરેશ કલમાડીને સાણસામાં લેતા ગેમ્સની તૈયારીઓની દેખરેખની જવાબદારી કેબિનેટ સચિન કે.એમ.ચંદ્રશેખરને સોંપી છે.


ગુજરાતમાં Kurl-onનું સૌપ્રથમ વખત રોકાણ

ગુજરાતમાં ઝઘડિયા ખાતે મેટ્રેસનું ઉત્પાદન કરતી કંપની Kurl-on લિમિટેડ પ્લાન્ટ નાંખવા જઇ રહી છે. આ કંપની સૌપ્રથમ વખત ગુજરાત ખાતે રોકાણ કરવા જઇ રહી છે. કંપની ઝઘડિયા ખાતે 80 કરોડના ખર્ચે મેટ્રેસનો પ્લાન્ટ સ્થાપીને રોજના 4000 મેટ્રેસ (ગાદલા-ગોદડાવાળી પથારી)નું ઉત્પાદન કરશે.હાલમાં કુર્લ-ઓન રોજના અંદાજે 10,000 મેટ્રેસનું ઉત્પાદન સાત પ્લાન્ટમાંથી કરી રહી છે. જેમાંથી બે પ્લાન્ટ બેંગ્લોર, બે તુમકુર, ભુવનેશ્વર, ગ્લવાલિયર અને ઉત્તરાંચલમાં આવેલ છે.કુર્લ ઓન લિમિટેડના ચેરમેન સુધાકર પાઇને કંપનીના વિસ્તરણ પ્લાન અંગે પૂછતા તેમણે જણાવ્યું કે અમે ગુજરાતમાં વિસ્તરણ યોજના અંતર્ગત 25 એકર જમીન ઝઘડિયા ખાતે ખરીદી છે. ત્યારે અમે 80 કરોડના ખર્ચે મેટ્રેસ પ્લાન્ટ સ્થાપીશું, અમે આ પ્રોજેક્ટ માટેનું કેટલુંક ફંડ પ્રાઇવેટ ઇક્વિટ દ્વારા મેળવીશું.દેશમાં કુર્લ ઓનના અંદાજે 5000થી વધુ ડિલરોનું નેટવર્ક છે અને વાર્ષિક ટર્નઓવર રૂ.417 કરોડનું છે. દેશમાં કંપનીની 45 ઓફિસ અને 50થી વધુ ગોડાઉનો છે. કંપની આઇપીઓ લાવવાનું પણ વિચારી રહી છે. પણ કંપની ક્યારે આઇપીઓ લઇને આવશે તે હજુ નક્કી કરાયું નથી તેમ પાઇએ વધુમાં કહ્યું હતું.



ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ સચિનની પસંદની ટીકા કરી

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ એસોસિયેશને વન ડેના નવા ફોર્મેટને ઘરેલૂ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લાગુ કરવાની વાતની આકરા શબ્દોમાં ટીકા કરી છે.આ નવા ફોર્મેટમાં એક ટીમ 50 ઓવરના બદલે 45 ઓવર રમશે અને તે પણ બે ભાગમાં. ટીમ 20 અને 25 ઓવરના એમ બે ભાગમાં રમશે. ઓસ્ટ્રેલિયા તેની ડોમેસ્ટિક સિઝનની 31 મેચમાં આ નવા ફોર્મેટનો અમલ કરવા જઈ રહ્યું છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ પ્રશંસકોની માંગ જોતા આ નવા ફોર્મેટને મંજૂરી આપી દીધી છે પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશને (એસીએ) કહ્યું છે કે આનાથી ખેલાડીઓ નિરાશ થયા છે.એસીએના ચિફ એક્ઝિક્યુટિવ પોલ માર્શે કહ્યું હતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓની સાથે ચર્ચા કર્યા પહેલા જ આ વર્ષે ડોમેસ્ટિક વન ડેમાં નવા ફોર્મેટને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ફોર્મેટને સમજવું સરળ નથી અને ખેલાડીઓ તેનાથી ઘણા જ નિરાશ થયા છે.ઉલ્લેખનીય છે કે ટી20 ક્રિકેટની લોકપ્રિયતાના કારણે વન ડેમાં લોકોનો રસ થોડો ઓછો થઈ ગયો હોવાની વાતો ચર્ચાઈ રહી છે. તેના કારણો વન ડેમાં પણ લોકોનો રસ જળવાઈ રહે તે માટે આ નવા ફોર્મેટને લાગુ કરવાની વિચારણા ચાલતી હતી. એટલું જ નહીં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ આ ફોર્મેટને સમર્થન આપ્યું હતું.


ચીનમાં યુવતીએ સતત ત્રણ દિવસ સુધી હાથથી જમીન ખોદી

ચીનમાં માત્ર અઢાર વર્ષની યુવતીએ સતત ત્રણ દિવસ સુધી પોતના હાથ વડે ખોદીને પોતાના કુટુંબીજનોને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. યુવતીના કુટુંબીજનો પૂરના કાદવમાં ફસાઇ ગયા હતા. રાહત કર્મચારીઓએ જણાવ્યું હતું કે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હોવા છતાં છેક સુધી પોતાના પરિવારને બચાવવાના પ્રયાસો ચાલુ રાખ્યાં હતા.ત્રણ દિવસ બાદ તેની કાકી તેને દવાખાને લઇ ગઇ હતી. હોસ્પિટલમાં યુવતીએ જણાવ્યું હતું કે તેના પરિવારજનોને જોવા માંગતી હતી પણ તેના પગમાં સખત દુખાવો થતો હતો.ચીનમાં આવેલા પૂરમાં યુવતીના માતા-પિતા અને ભાઇ માર્યા ગયા હતા, જ્યારે હોસ્પિટલમાં યુવતીના ડાબા પગ પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે કાદવ મારી પર આવ્યો તે પહેલા મારા પિતાએ મને જોરથી ધક્કો મારીને દૂર મોકલી દીધી હતી, જેના કારણે મારો જીવ બચી ગયો હતો.


લગ્નકંકોત્રી પર ‘શુભ વિવાહ’ને બદલે‘જયિંહદ’ લખાતું

પત્રિકા પર ભારતમાતા અને નેતાજીના ફોટા શોભતા હતા. આવતીકાલે દેશભરમાં જે સ્વાતંત્રય દિનની ઉજવણ થશે પરંતુ છ દાયકા પહેલા ભારતના લોકો દેશ આઝાદ કેમ થાય તે માટે કંઇ પણ કરી છુટવા તૈયાર હતા. દરેક સ્થળે અને પ્રંસગે માત્ર અને માત્ર દેશભકિત અને આઝાદીનીજ વાતો થતી હતી.એટલે સુધી કે લગ્નની કંકોત્રી પર પણ માભોમ(ભારતમાતા)નો ફોટો થાત નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોટા શોભતા હતા. જ્યારે પત્રિકા પર ‘શુભ વિવાહ’ ને બદલે ‘જય હિંન્દ’ લખેલું જોવા મળતું હતું.
૧૯૪૭માં પહેલી મે નારોજ યોજાનાર મુળ વિસનગરના પરંતુ મુંબઇમાં વસતા ભોજક પરિવારના બે પુત્રો ચંપકલાલ તથા વિમળકાંતના લગ્નની કંકોત્રી પર ભોજક પરિવાર દ્વારા અખંડ ભારતના ફોટા સાથે સુભાષચંદ્ર બોઝનો ફોટો છપાવ્યો હતો. જ્યારે શુભ વિવાહ’ને બદલે જય હિન્દ લખાવ્યું હતું.આ અંગે માહિતી આપતાં હાલ અમદાવાદ,બોપલ સ્થીત સ્ટર્લીગ સટીમાં રહેતા ભોજક પરિવાર રાજેશભાઇએ જણાવ્યું હતું કે તેમના પિતાજી કહેતા હતા કે તે વખતે કોઇપણ સમારંભમાં લોકો એકત્રિત થાય ત્યારે માત્ર દેશભિકતનીજ વાત થતી હતી.


કેટરિના-સલમાન દુરીયા મીટ રહી હૈ

સલમાન કેટરિનાનાં ચાહકો માટે હવે સારા સમાચાર છે. બોલિવૂડનાં આ જોડી છેલ્લા ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. પણ થોડા સમયથી એકબીજાથી દુર થઈ ગઈ હતી. પણ હવે તેમનાં વચ્ચે સુલેહ થઈ ગઈ છે.જોકે હાલમાં તો સલમાન તેની દિલરૂબાથી દુર છે. કરાણકે કેટરિના તેની આગામી ફિલ્મ 'ઝિંદગી મિલેગીનાં દોબારા'ની શૂટિંગ માટે સ્પેનમાં વ્યસ્ત છે. હાલમાં તો કોઈજ નથી જાણતું કે બન્ને કયા કારણે અલગ થયા હતાં પણ એ વાત સારી છે કે હવે તેઓ પાછા એક થઈ ગયા છે.હાલમાં તો ત્રણ-ચાર મહિનાનાં અબોલા બાદ બન્ને વાત કરતાં થઈ ગયા છે. કહેવાય છે કે સલમાને પહેલ કરી હતી અને કેટરિનાનાં જન્મદિવસે તેને વિશ કર્યુ હતું અને તે દિવસથી જ બન્ને ફોન દ્વારા એકબીજાનાં કોન્ટેક્ટમાં છે.બોલિવૂડમાં એવી વાત પણ વહેતી થઈ હતી કે કેટરિનાને સલમાન અન્ય અભિનેત્રીઓ સાથે વધુ પડતો ક્લોઝ થાય તે તેને પસંદ ન હતું અને કદાચ આ જ કારણ તેમનાં સંબંધોમાં તીરાડ પડી હતી.ચાલો અત્યારે ભલે બન્ને વચ્ચે ફ્ક્ત દોસ્તી થઈ ગઈ છે પણ આશા રાખીએ કે કેટરિનાનાં મુંબઈ પાછા ફર્યા બાદ બન્નેએક થઈ જાય


નેનો બુકિંગ વગર મળશે

ટાટા મોટર્સ દ્વારા રજૂ કરાયેલ દુનિયાની સૌથી સસ્તી કાર નેનો લોકોના દિલોદિમાગમાં છવાયેલ છે. નેનો ખરીદવા માટે હજુ પણ કેટલાંય લોકો આતુર જણાય છે. ત્યારે ટાટા મોટર્સે જણાવ્યું છે કે હવે થોડાંક સમય બાદ નેનો કારની ખરીદી માટે બુકિંગ કરાવવું પડશે નહિં, હાથો હાથ તરત જ મળી જશે. ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે નેનો કાર ખરીદવા માટે અગાઉ બુકિંગ કરાવું પડે છે.
તાજેતરમાં જ નેનો કારનો પ્લાન્ટ ગુજરાત ખાતે કાર્યરત થઇ ગયો છે. નેનો કારના પ્લાન્ટને લઇને થયેલ વિવાદ અને તેના લીધે પ્રોડક્શનમાં વિલંબ થતાં કંપની હાલ અગાઉના બુકિંગ ઓર્ડરો પૂરા કરી રહી છે. પરંતુ ટૂંક સમયમાં જ કંપની બુકિંગ કારો પૂરી પાડી દેશે. ત્યારબાદ બુકિંગ વગર જ સીધે સીધી નેનો મળતી થઇ જશે તેમ ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યું હતું. નેનો બુકિંગ કરાયા વગર ક્યા દિવસથી હાથો હાથ મળતી થશે તે અંગંની હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી.ટાટા મોટર્સે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં રેકર્ડ બ્રેક સૌથી ઊંચો નફો નોંધાવ્યો છે. તેમજ ગઇકાલે એટલે કે શુક્રવારે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ટાટા મોટર્સને ક્રેડિટ રેટિંગ પોઝિટિવ આપ્યું છે.કંપનીએ ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ અને જૂલાઇ મહિનામાં 23,779 નેનોનું વેચાણ કર્યું છે. હાલમાં કંપનીએ 1.5 લાખ નેનો બુક થયા બાદ હાલ બુકિંગ બંધ કરી દીધું છે.


હરાબુદ્દીન અને કૌશરના નિકાહ કરાવ્યા હતા

સોહરાબુદ્દીન અને કૌશરે લગ્ન કર્યા હતાં કે કેમ? અથવા તેઓ લગ્ન વગર જ સાથે રહેતા હતા તેવા ઘણા સવાલોનો જવાબ સીબીઆઇને ઉદયપુરની કહલે સાત મસ્જીદના ઇમામએ આપેલા નિવેદનથી મળી જાય છે. ઇમામ મન્નાને સીબીઆઇને જણાવ્યું હતું કે તેણેજ સોરહાબુદ્દીન તથા કૌશરના નિકાહ ૨૦૦૪માં કરાવ્યા હતા.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે ઘણાં બધાનાં નિવેદનો લીધાં છે. જેમાં કૌસરબી તથા સોહરાબુદ્દીનનાં નિકાહ કરાવનાર કાજી અબ્દુલ મન્નાનની પણ પૂછપરછ કરી હતી.સીબીઆઇ સમક્ષ અબ્દુલ મન્નાને પોતાન નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઉદયપુરની કહલે સાત મિસ્જદમાં ઇમામ તરીકે ફરજ બજાવે છે તથા ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. ઉપરાંત એ ધાર્મિક વિધિ મુજબ શાદી પણ કરાવે છે.તેણે જણાવ્યું હતું કે, તેના મહોલ્લામાં રહેતા આસીફ નામના યુવકના બોલાવવાથી તેના ઘરે ગયો હતો અને ત્યાં આસફિના મિત્ર સોહરાબુદ્દીન તથા કૌસરબીનાં નિકાહ કરાવ્યાં હતાં. અને તેમના નિકાહની રજીસ્ટરમાં નોંધણી પણ કરી હતી. અને ત્યારબાદ ક્યારેય સોહરાબુદ્દીન કૌસરબીને જોયાં જ નથી.


કર્મચારીઓનું લોહી ચૂસે છે ઇન્ફોસીસ: અમેરિકા

આઉટસોર્સિંગ કરતી કંપનીઓની ટીકા કરતાં અમેરિકન સેનેટર ચાર્લ્સ સ્કુમેરે ભારતની આઇટી કંપની ઇન્ફોસીસને પહેલાં 'ચોપ શોપ' કહી હતી, હવે તે કહે છે કે ઇન્ફોસીસ 'ચોપ શોપ' નહિં પણ 'બોડી શોપ' છે. ચોપ શોપ એટલે જ્યાં ચોકાયેલ કારને ભાંગી તોડીને તેના વિવિધ પાર્ટ્સને અલગ કરીને વેચવામાં આવે છે, જ્યારે બોડી શોપ એટલે કામદારોનું શોષણ કરવું તેવો અર્થ થાય છે.ડેમોક્રેટિક પક્ષના ન્યૂયોર્કના સેનેટર ચાર્લ્સ સ્કુમેરે ગઇકાલે સેનેટર ફ્લોર પરથી આ નિવેદન વીઝા ફીમાં વધારો કરવામાં આવ્યો હતો, તેને સંલગ્ન કર્યું હતું. તેમણે કહ્યું કે હું મારા અગાઉના નિવેદનમાં ફેરફાર કરીને કહેવા માંગું છું કે ઇન્ફોસીસ કબાડીની દુકાન નહિં પણ કામદારોનું શોષણ કરતી કંપની છે.ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તાજેતરમાં જ એલ વન અને એચ વનબી વીઝા ફીમાં વધારો જાહેર કર્યો છે, તેની સીધી અસર સૌથી વધુ ભારતીય આઇટી કંપનીઓને પડી રહી છે. આથી આઇટી કંપનીઓએ તેનો વિરોધ નોંધાવ્યો હતો.


ત્યારે લગ્નકંકોત્રી પર ‘શુભ વિવાહ’ને બદલે‘જયિંહદ’ લખાતું

પત્રિકા પર ભારતમાતા અને નેતાજીના ફોટા શોભતા હતા. આવતીકાલે દેશભરમાં જે સ્વાતંત્રય દિનની ઉજવણ થશે પરંતુ છ દાયકા પહેલા ભારતના લોકો દેશ આઝાદ કેમ થાય તે માટે કંઇ પણ કરી છુટવા તૈયાર હતા. દરેક સ્થળે અને પ્રંસગે માત્ર અને માત્ર દેશભકિત અને આઝાદીનીજ વાતો થતી હતી.એટલે સુધી કે લગ્નની કંકોત્રી પર પણ માભોમ(ભારતમાતા)નો ફોટો થાત નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોટા શોભતા હતા. જ્યારે પત્રિકા પર ‘શુભ વિવાહ’ ને બદલે ‘જય હિંન્દ’ લખેલું જોવા મળતું હતું.૧૯૪૭માં પહેલી મે નારોજ યોજાનાર મુળ વિસનગરના પરંતુ મુંબઇમાં વસતા ભોજક પરિવારના બે પુત્રો ચંપકલાલ તથા વિમળકાંતના લગ્નની કંકોત્રી પર ભોજક પરિવાર દ્વારા અખંડ ભારતના ફોટા સાથે સુભાષચંદ્ર બોઝનો ફોટો છપાવ્યો હતો. જ્યારે શુભ વિવાહ’ને બદલે જય હિન્દ લખાવ્યું હતું.આ અંગે માહિતી આપતાં હાલ અમદાવાદ,બોપલ સ્થીત સ્ટર્લીગ સટીમાં રહેતા ભોજક પરિવાર રાજેશભાઇએ જણાવ્યું હતું કે તેમના પિતાજી કહેતા હતા કે તે વખતે કોઇપણ સમારંભમાં લોકો એકત્રિત થાય ત્યારે માત્ર દેશભિકતનીજ વાત થતી હતી.કોઇ પણ પત્રિકા પર પણ દેશદાઝ અંકીત થતી જોવા મળતી હતી માટે લગ્ન પત્રિકા દ્વારા લગ્નના આમંત્રણની સાથે આઝાદા માટેનો પણ મેસેજ મોકલવાનો પ્રયાસ કરવા માટે કંકોત્રી પર પર દેશપ્રેમના વાક્યો કે ભારતમાતાના ફોટા જોવા મળતા હતા. માટે લગ્નની કંકોત્રી પર તેમણે અખંડભારત અને સુભાષચંદ્ર બોઝનો ફોટો છાપ્યો હતો.


પાલિતાણામાં દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સોને જ દવાની જરૂર

પાલિતાણા શહેરમાં દસ જેટલી એમ્બ્યુલન્સ છે પરંતુ આમાથી અપવાદરૂપ એક-બેને બાદ કરતા કોઇ એમ્બ્યુલન્સ ક્યારેય કોઇપણ સ્થળે સમયસર પહોંચતી જ નથી અને સંસ્થાઓ કે ટ્રસ્ટોની એમ્બ્યુલન્સ તો સંસ્થાનાં જ કામમાં રોકાયેલી રહે છે. જેથી લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તો છે પરંતુ તે ખુદ ઘણાં સમયથી બિમાર હોવાથી બંધ હાલતમાં પડી છે. અગાઉ પણ બંધ પડેલ આ એમ્બ્યુલન્સ રીપેરિંગનાં વાંકે ઘણો સમય બંધ રહેલ બાદમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રીપેરિંગ કરવામાં આવેલ ત્યારબાદ થોડા સમય પહેલા દર્દીને ભાવનગર લઇ જતી વખતે અકસ્માત થતાં હાલમાં આ એમ્બ્યુલન્સ મૃતપાય હાલતમાં છે.વર્તુળોનાં જણાવ્યા પ્રમાણે ઘણી એમ્બ્યુલન્સ તો શાકભાજી અને માલસામાનની હેર-ફેર કરતી જ જોવા મળે છે અને ટ્રસ્ટોની કે સંસ્થાઓની એમ્બ્યુલન્સ અંગત કામમાં જ રોકાયેલી હોય છે. જેથી લોકો અકસ્માતની જાણકર્યા પછી રાહમાં રહે છે પણ સમયસર એમ્બ્યુલન્સ આવતી ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.હાલે ૧૦૮ એમ્બ્યુલન્સ વધારેમાં વધારે કેસમાં પહોંચી જાય છે. પણ ક્યારેક અન્ય કેસોમાં રોકાયેલી હોય અને સમય લાગે તેમ હોય ત્યારે આવી સંસ્થાઓ ટ્રસ્ટોની એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતી હોય છે. પણ સમયસર ચાલતી ન હોય લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે.


ઇભલા શેઠને મારવાના કેસમાં કુલદીપ શર્માને કોર્ટનો સમન્સ

કચ્છના નકલી એન્કાઉન્ટર કેસમાં સપડાયેલા રાજ્યના એડશિનલ ડીજીપી ડૉ. કુલદીપ શર્મા સામે કચ્છનો એક ૨૬ વર્ષ જૂનો વધુ એક કેસ ઊભો થતાં તેમની મુસીબતમાં વધારો થયો છે. ઇભલા શેઠને મારવાના પ્રકરણમાં લાંબી કાનૂની હલચલ બાદ છેવટે સમગ્ર પ્રકરણ ભુજની ચીફ કોર્ટમાં આગામી ૨૭મી ઓગસ્ટે શરૂ થશે જેમાં કુલદીપ શર્મા સહિત અન્ય બે વ્યક્તિઓને પણ કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે.તા. ૫/૫/૧૯૮૪ના રોજ આ કેસના ફરિયાદી શંકર ગોવિંદજી જોષી તેમની સાથે કોઠારાના મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ (ઇભલા શેઠ) સાથે તત્કાલીન કચ્છના ડીએસપી કુલદીપ શર્મા સામે એક પોલીસ કેસની રજુઆત કરવા ગયા હતા. આ ડેલીગેશનમાં તે વખતના ધારાસભ્ય ખરાશંકર જોષી પણ સામે હતા. પ્રતિનિધિ મંડળમાં ઇભલા શેઠને જોતાં જ કુલદીપ શર્માનો મિજાજ છટકયો હતો અને ‘મારી ઓફિસમાં પગ કેમ મુકયો’ તેમ કહીને ઇભલા શેઠને ફટકાર્યા હતા. ત્યાર બાદ ફરિયાદી શંકર જોષી તેમજ ઇભલા શેઠે કુલદીપ શર્માના આ સરમુખત્યારશાહી અભિગમને કોર્ટમાં પડકારવાનું નક્કી કરીને ભુજની ચીફ કોર્ટમાં કેસ કર્યો હતો. જેની સામે કુલદીપ શર્માએ આ ફરિયાદની ગુજરાત હાઇકોર્ટ સુધી પડકારી હતી અને છેવટે તા. ૭/૨/૧૯૮૬ના રોજ હાઇકોર્ટે પણ એવો ચુકાદો આપ્યો હતો કે ઇભલા શેઠ અને શંકર જોષીની ફરિયાદને ગ્રાહ્ય રાખી કેસ તાત્કાલિક ચલાવો.ત્યાર બાદ પણ કુલદીપ શર્માએ આ પ્રકરણમાં કેસ ચલાવવા માટે સરકારની મંજુરી લેવી પડે તેમ જણાવીને ખોટી તકરાર ઉભી કરી હતી અને છેવટે શર્માએ ફરીથી ભુજની સેશન કોર્ટમાં આ અંગે રિવિઝન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી તા. ૧૨/૧૨/૧૯૮૪ સુધી લંબાવાઇ હતી અને બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે છેવટે કુલદીપ શર્માની અરજીમાં કોઇપણ જાતનું તથ્ય ન હોવાનું જણાવીને આ કેસમાં સરકારની મંજુરી લેવાની કોઇ જરૂર નથી તેવો ચુકાદો આપ્યો હતો.ત્યાર બાદ પણ શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં ફરીથી એપ્લિકેશન કરી હતી. કુલદીપ શર્મા કાયદાની પરિસ્થિતિના સારા જાણકાર હોવાથી યેનકેન પ્રકારે તેઓ હાઇકોર્ટમાં પણ દલીલો કર્યા વગર સમય કાઢી નાખવામાં સફળ રહ્યા હતા. છેવટે શર્માએ છેલ્લે પોતે જ એવી રજુઆત કરી કે ફાઇલમાં કેસ ચલાવવા માટે સરકારી પરવાનગીની જરૂરત પડે તેવી કોઇ હકીકત આ રેકોર્ડમાંથી નીકળી આવતી નથી, પરંતુ તેમને જો હકીકત ધ્યાનમાં આવશે તો કેસમાં લાવીશું અને જરૂર પડ્યું એના માટે અરજી પણ કરીશું તેમ કહીને અરજી પાછી ખેંચી લીધી હતી.જેને કારણે કેસનો સ્ટે ઉઠી જતાં સમગ્ર મામલો ફરી એક વાર તા.૧૦/૮/૨૦૧૦ના રોજ ભુજની ચીફ કોર્ટમાં આવ્યો હતો. જેમાં ફરિયાદી શંકર ગોવિંદજી જોષી તરફથી જાણીતા વકીલ એમ. બી. સરદારે આ કેસની કાર્યવાહી કરવાની અરજી કરવા અંગે રજુઆત કર્યા બાદ કોર્ટે આગામી ૨૭/૮/૨૦૧૦ના રોજ રાજ્યના વરિષ્ઠ આઇપી અધિકારી કુલદીપ શર્મા અને અન્ય બે વ્યક્તિઓને ભુજની ચીફ કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ કર્યો છે. આ કેસની સમગ્ર કામગીરી દરમિયાન વકીલ એમ. બી. સરદારની સાથે તેમના આસિસ્ટન્ટ આર. એસ. ગઢવી અને આર.આર. ચૌધરી હાજર રહ્યા હતા.


કાશ્મીરને સ્વાયત્તતા, આખા દેશને બરબાદ કરશે: ઠાકરે

‘જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા આપવાથી દેશ બરબાદ થઈ જશે. આ પ્રકારનો વિચાર તીવ્ર ટીકાને પાત્ર છે અને એવી વાતો કરવા બદલ કોંગ્રેસે સત્તા છોડી દેવી જોઈએ,’’ એમ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ જણાવ્યું હતું.વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ‘બંધારણની મર્યાદામાં રહીને કાશ્મીરની સ્વાયત્તતા અંગે કેન્દ્ર સરકારની વિચારણા’ના કરેલા નિવેદન સામે ઠાકરેએ આકરા પ્રત્યાઘાત વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘‘પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કાશ્મીરને સ્વાયત્ત દરજજો આપીને શેખ અબદુલ્લાને તેના વડા પ્રધાન બનાવવાની વાત કરી ત્યારે આખા દેશ અને તમામ સંસદસભ્યોએ તેની સામે વિરોધ કર્યો હતો. તેથી નેહરુએ એ બાબતમાં પારોઠનાં પગલાં ભરવા પડ્યાં હતાં.’’ઠાકરેએ તેમની બેફામ શૈલીમાં જણાવ્યું હતું કે ‘‘સંસદસભ્યોના જોરદાર વિરોધને કારણે નેહરુની ટાલ પરના થોડા છુટાછવાયા વાળ પણ ખરી પડ્યા હતા અને કાશ્મીરને સ્વાયત્તતા આપવાનો વિચાર તેમણે પડતો મૂકવો પડયો હતો. હવે શેખ અબદુલ્લાના વંશજો ફારુક અને ઉમર પણ સ્વાયત્ત દરજજાની તરફેણ કરે છે. પરંતુ એ નહીં બને. જો એવું બનશે તો આખું ભારત તેનો વિરોધ કરશે.’’સ્વાયત્તતાની દિશામાં ગતિવિધિનું સ્વાગત કરતાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને કેન્દ્રના પ્રધાન ફારુક અબદુલ્લાના નિવેદનનો ઉલ્લેખ કરતાં તેમણે આ ટીકાત્મક લેખ પ્રગટ કર્યો હતો.

13 August 2010

રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ એસો.ના પ્રમુખ આવું મેદાન જોઇ શકશે?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ એસો.ના પ્રમુખ આવું મેદાન જોઇ શકશે?

વરસાદને લીધે પાણી અને ગારો તથા લોખંડના ડોમને લીધે ગમે ત્યારે શોટ સર્કિટની ભીતિ.સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં થયેલા અતિરેક અને અતિ વ્યયની ચર્ચા તો પખવાડિયાથી શહેરીજનોના મુખે છે પરંતુ હદ તો એ છે કે જે તૈયારી પાછળ આખું તંત્ર ઊંધે કાંધ લાગેલું છે તેમાં એવી ક્ષતિ છે કે કોઇ મોટો અકસ્માત થવાની શક્યતા અને દહેશત રેસકોર્સ મેદાનમાં ડોકાઇ રહી છે કારણ કે ત્યાં મેદાનમાં જીવંત વીજવાયરો છે જે ભેજને લીધે ગમે ત્યારે ભડકાનું રૂપ લઇ શકે છે.મુખ્યમંત્રીની હાજરીમાં તા.૧૪મી અને ૧૫મીએ યોજાનારા કાર્યક્રમોની તૈયારી અને ખર્ચ વિક્રમજનક છે કારણ કે સરકારી તંત્ર આટલી ત્વરાથી કામ આવા સમયે જ કરે છે.એટલે જે ડોમ નંખાયો છે તે વરસાદી પાણી રોકી શકે તેવી કાળજી રાખીને તે જ બાબતનો પ્રચાર વારંવાર કરાયો છે છતાં એકાદું ઝાપટું આવેને મેદાન કાદવથી ભરાઇ જાય છે.તેના કરતાં પણ વિશેષ બાબત એ છે કે ઇલેક્ટ્રિક ફિટિંગમાં જો સ્હેજ પણ ખામી હશે તો દુર્ઘટના થશે.રેસકોર્સ મેદાનમાં જ્યાં વિશાળ ડોમ છે ત્યાં રોશની છે, લાઇટોની ઝાકઝમાળ છે. વીજવાયરની લાઇનો બિછાવવામાં આવી છે તે પાણીના ખાબોચિયાંમાંથી, કાદવમાંથી પસાર થાય છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો દાવો છે કે ફિટિંગ વ્યવસ્થિત કરાયું છે પરંતુ થોડું પણ જો લુઝ ફિટિંગ હોય કે પછી ટેપ ઉખડેલી હોય અને વાયરને પાણી અડે તો આગ લાગે તે તો દૂર પરંતુ પાણીમાં વીજપ્રવાહ ફેલાય તેને લીધે પણ મોટી દુર્ઘટના સંભવી શકે.જ્યાં ખુલ્લામાં પ્રોગ્રામ યોજાવાના છે તે બધે જ આ હાલત છે. તંત્ર મોરમ નાંખીને પાણીના ખાબોચિયા ઓછા કરી શકે પરંતુ જમીનની અંદરનો ભેજ તો એવો જ રહે અને અત્યારે તો ઓછી મેદની છે હવે કાર્યક્રમો શરૂ થયા છે જો તંત્રની અપેક્ષા મુજબ લોકો ત્યાં જશે તો તેમના પગ નીચે વાયર કચડાશે તે સ્વભાવિક છે.રેસકોર્સના ક્રિકેટ સ્ટેડિયમ પર તંત્રે જાણે અત્યાચાર કર્યો છે. આઉટફિલ્ડ અને પીચ કાદવથી બગડી ગયાં છે. મુખ્યમંત્રી ત્યાં ધ્વજવંદન કરવાના છે, પરંતુ તેઓ તો ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પણ છે અને તેમની હાજરીમાં તેમના જ કાર્યક્રમ માટે ક્રિકેટ મેદાનની આવી અવદશા થશે ? આ સવાલ ક્રિકેટ પ્રેમીઓને હચમચાવી રહ્યો છે.


તંત્રે રહી રહીને મોદીના કેટલાક હોર્ડિંગ્ઝ ઉતાર્યા : બુંદ સે ગઇ હોજ સે આવશે?

રાજકોટમાં સ્વાતંત્રય પર્વની ઉજવણી નિમિત્તે શહેર આખાના મુખ્ય માર્ગોના રોડ ડીવાઇડરો ઉપર ગેરકાયદે રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ૭૫૦ હોર્ડિંગ્ઝ લગાવી દેવાના પ્રકરણમાં રાજકોટનું અતિ ઉત્સાહી તંત્ર ભાઠે ભરાઇ ગયું હોય એવું ચિત્ર ઉપસ્યું છે.
શહેરમાં ‘મોદી-મોદી’ કરાવી દેવાના ભક્તિભાવમાં તણાઇને હોર્ડિંગ્ઝનો અતિરેક કરી દેનાર તંત્ર લોક વિરોધ બાદ એવું મુંઝાયું છે કે હવે મોદીના લગાડી દેવાયેલા હોર્ડિંગ્ઝ ઉતારવાની નવતર કામગીરી શરૂ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યાં ધ્વજવંદન થવાનું છે તથા રાજ્યપાલનો ‘એટહોમ’ કાર્યક્રમ યોજાવાનો છે તે રેસકોર્સના રિંગ રોડ ઉપરથી મોદીના ૪૫ પૈકીના ૨૦ હોર્ડિંગ્ઝ ઉતારી તંત્રે ભૂલ ઉપર ઢાંક પીછોડો કરવાની કવાયત આદરી છે.રાજકોટમાં રાતોરાત મુખ્યમંત્રીની તસ્વીરોવાળા આટલા બધા હોર્ડિંગ્ઝ લટકાવી દેવામાં આવતાં લોકો અચંબિત બની ગયા હતા. સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં શહીદોના હોર્ડિંગ્ઝ હોવા જોઇએ, દેશને આઝાદી મળી એમાં મોદીની કોઇ ભૂમિકા નહોતી, અન્ય એક પણ રાજ્યોમાં સ્વાતંત્રય પર્વ ઉપર એ રાજ્યોના મુખ્યમંત્રીઓના હોર્ડિંગ્ઝ નથી લગાવવામાં આવતા ત્યારે અહીંયા સરકારી મશીનરીનો ભયંકર હદે દુરુપયોગ કરીને આટલી મોટી સંખ્યામાં નરેન્દ્રભાઇની તસ્વીરો વાળા હોર્ડિંગ્ઝ લગાવી દેવાનું કારણ શું ? એવો પ્રશ્ન ઉઠ્યો હતો. પ્રજાના પૈસે ઉજવાતું સ્વાતંત્રય પર્વ મોદીના પ્રચારનું પર્વ બની ગયું છે એવી ટીકા કોંગ્રેસે કરી હતી. એકંદરે તંત્રનું આ પગલું પ્રજામાં ટીકાસ્પદ તથા હાસ્યાસ્પદ બન્યું હતું.લોકોની એ લાગણીને દિવ્ય ભાસ્કરે વાચા આપ્યા બાદ તંત્ર હચમચી ઉઠયું હતું. લોકરોષ ઠંડો પાડવા માટે રાતોરાત શહીદોના હોર્ડિંગ્ઝ તૈયાર કરીને કેટલાક સ્થળે લગાવવામાં આવ્યા હતા. જો કે મોદીના હોર્ડિંગ્ઝની સંખ્યાની તુલનામાં એ સંખ્યા નહીંવત હતી અને પરિણામે લોકોની નારાજગી યથાવત રહેતાં તંત્રે ગતરાતથી મોદીના હોર્ડિંગ્ઝની સંખ્યા ઘટાડવાની કામગીરી હાથ ધરી હતી.તે અંતર્ગત રેસકોર્સ રિંગ રોડ, સંત કબીર રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ વગેરે સ્થળેથી મુખ્યમંત્રીના કેટલાક હોર્ડિંગ્ઝ ઉતારી લેવામાં આવ્યા હતા. ગતરાતે ચૂપચાપ આ કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી.


નિફ્ટી ઓગસ્ટમાં 5560 સુધી જઇ શકે છે

બજાર આજે મજબૂત જોવા મળી રહ્યું છે, પરંતુ વેચવાલીની ધારણાઓનો ઇન્કાર કરી શકાય નહિં.નિફ્ટી 5400ની નીચે જતા 5350 પર મજબૂત સહારો છે. જો કે હું નિફ્ટીને 5280ની નીચે જતા જોતો નથી. પરંતુ જો આ સપાટી તૂટી તો મોટો ઘટાડો આવવાનો ખતરો રહેશે. આવતા કેટલાંક દિવસો માટે નિફ્ટીનો દાયરો 5350-5500ની વચ્ચે રહી શકે છે. ઓગસ્ટ સીરીઝની વાત કરીએ તો નિફ્ટી ઉપરમાં 5560 સુધી જઇ શકે છે. બેકિંગ, ઓટો, એફએમસીજી જેવા ક્ષેત્રો ઠીક લાગી રહ્યા છે. રૂપિયામાં મજબૂતીથી આઇટી શેરોમાં નરમાઇ આવી છે. પરંતુ જો ડોલરની સરખામણીમાં રૂપિયો મજબૂત થતાં 45 રૂપિયા પ્રતિ ડોલર સુધી જાય તો આઇટી શેરોમાં ખરીદી કરવી જોઇએ. મને નથી લાગતું કે રૂપિયો આનાથી વધુ મજબૂત હશે. જ્યારે ખાંડ અને સિમેન્ટ ક્ષેત્ર કંઇક નરમ લાગી રહ્યા છે.આ મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક રોકાણકાર (ડીઆઇઆઇ) સતત વેચવાલી કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડો પર રોકાણકારોને નાણાં નીકાળવાનું દબાણ તો છે જે, સાથો સાથ પ્રોફિટબુકિંગ પણ થઇ રહ્યું છે. ખાસ કરીને ઇક્વિટી ફંડોમાં નવું રોકાણ આવી રહ્યું નથી. એવામાં ફંડ મેનેજરોને મજબૂરીમાં શેર વેચવા પડી રહ્યા છે. બીજીબાજુ રોકાણકારોમાં ડાયરેક્ટ ટેક્સ કોડને લઇને ભ્રમની સ્થિતિ છે. ડીટીસીનો જે હાલનો ડ્રાફ્ટ છે તે મુજબ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ખત્મ થઇ જશે. એ જ કારણ છે કે જૂના રોકાણકાર 1 એપ્રિલ, 2011 પહેલાં નફો નીકાળી લેવા માંગે છે. સંસદના ચોમાસુ સત્રમાં ડીટીસી વિધેયક રજૂ કરવાનું છે. જો સરકાર ડીટીસીમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર બજારના હિતમાં નિર્ણય કરે છે તો બજારમાં વધુ તેજી આવી શકે છે. પરંતુ જો હાલનો ડ્રાફ્ટ જ લાગુ થાય છે તો બજારમાં વેચવાલીનું દબાણ આવશે.


કહીં પે નિગાહેં, કહીં પે નિશાના

કોઈ દવાને ન ગાંઠે એવા બેકટેરિયાને નવીદિલ્હી મેટ્ટાલો નામ આપવા પાછળ વિદેશી ફાર્મા કંપનીઓનું કાવતરું હોવાનું સાબિત કરવું પડે તેમ નથી. વળી, આ બેકટેરિયાને સુપરબગ પણ કહેવામાં આવ્યું છે. બ્રિટિશ જર્નલ લાન્સેટના અહેવાલ પ્રમાણે ભારત અને પાકમાં સારવાર લઈને પરત આવેલા ૩૭ લોકોમાં આ સુપર બગ જોવા મળ્યાં છે.પાકમાં સારવાર લીધેલાઓમાં પણ આ બેકટેરિયા દેખાયાં હોવા છતાં નામ નવીદિલ્હી અપાયું છે કહીં પે નિગાહેં, કહીં પે નિશાના જેવું છે. ભારતમાં વિકસી રહેલા મેડિકલ ટુરિઝમને તોડવા માટેની મંછા આ નામકરણ પાછળ છે. એવા કેટલાય એન્ઝાઈમ દુનિયામાં છે જેને કોઈ દવા અસર કરતી નથી. વાતાવરણ તો જાણે એવું ઊભુ કરવાનો પ્રયાસ થયો છે કે સુપર બગ એઇડ્સ કરતાં પણ વધુ ખતરનાક હોય. આ નવાં ઓર્ગેનિઝમ અંગેનો અહેવાલ પ્રકાશિત કરવા પાછળ બે મલ્ટિનેશનલ ફાર્મા કંપનીઓનું ભેજું હોવાનું ભારત સરકાર પણ કહે છે.ભય ફેલાવે તેવું વાતાવરણ પેદા કરીને આ કંપનીઓ પોતાની દવા વેચવા માગતી હોય તેની સાથે જ, હેલ્થકેર સેક્ટરમાં ભારતની થઈ રહેલી પ્રગતિ રોકવાનો આશય પણ સ્પષ્ટ છે. નહીંતર, કોઈ બેકટેરિયા સાથે અથવા બીમારી સાથે કોઈ શહેરનું નામ જોડવાની કોઈ જરૂર જ ન હોય. અહીં તો એવું સાબિત કરવાનો પ્રયત્ન છે કે આ બેકટેરિયા ભારતમાં પેદા થયો છે અને ભારતમાં સારવાર લેવાથી આ બેકટેરિયાનો ચેપ લાગવાનો ભય છે. ભારતમાં મેડિકલ ટુરિઝમ ૧૨૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતું વિશાળ સેક્ટર છે, અને કૂદકે અને ભૂસકે તેનો વિકાસ થઈ રહ્યો છે.


જીભના વધારે ચટાકા ચટપટા બટાકા

બધાં જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ દરેક ઘરમાં સૌથી વધુ માનીતું શાક છે. તેનું કારણ તે દરેક શાક સાથે ભળી જાય છે. તેની જાતજાતની વાનગી બને છે. બટાકાં કોમ્પ્લેકસ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે, જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તમે માનો છો, તેટલાં તે હાઇ કેલેરી નથી. એક મીડિયમ સાઇઝના બટાકામાં લગભગ ૧૫૦ કેલેરી હોય છે. તેમાં ૫ ગ્રામ ફાઇબર હોય છે, જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમાં વિટામિન અને મીનરલ્સ ભરપૂર છે.એક બટાકામાંથી લગભગ ૯૦૦ મિલીગ્રામ પોટેશિયમ મળી રહે છે જે તમારી રોજની ૨૦ ટકા જરૂરિયાત પૂરી કરે છે. પોટેશિયમ શરીરના વિકાસ માટે તેમ જ સેલના મેન્ટેનન્સ માટે ખૂબ જરૂરી છે. આ નર્વ સિસ્ટમને મદદ કરે છે તેમ જ શરીરના મસલ્સને મદદરૂપ થાય છે. શરીરના બ્લડ પ્રેશરને મેન્ટેન કરવા માટે પણ બટાકામાંનું પોટેશિયમ ઉપયોગી થાય છે.અમુક પ્રમાણમાં વિટામીન ‘સી’ અને વિટામીન બી૬ પણ ધરાવતાં બટાકા બ્લડ કલોટિંગમાં મદદરૂપ છે. તેના લીધે વાગેલા ઘા પર રૂઝ ઝડપથી આવે છે. જો બટાકા આટલાં બધા હેલ્ધી છે તો વધુ વજનવાળા લોકો તે ખાતાં આટલો બધો વિચાર કેમ કરે છે? ચાલો, બટાકા વિશે આપણા મનમાં વારંવાર ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવીએ.બટાકાની ચિપ્સ અથવા વેફર્સ કેટલી ખવાય?જ્યારે બટાકાને તળવામાં આવે ત્યારે તેમાં તેલની ચરબી આવે છે, જે તેની કેલેરીમાં વધારો કરે છે. તે ઉપરાંત, તેમાં એક્રીલામાઇડ (acrylamide) નામનું ટોકિસન ઉમેરાય છે. જ્યારે સ્ટાર્ચવાળા પદાર્થો વધુ પડતાં તાપમાનમાં બનાવવામાં આવે ત્યારે આ ટોકિસન ઉત્પન્ન થાય છે. આવા ટોકિસન શરીર માટે નુકસાનકારક છે.બટાકાનો ઉપયોગ : એક મીડિયમ સાઇઝનાં બટાકામાં ૧૫૦ કેલેરી આવતી હોવાથી રોજિંદા ખોરાકમાં દરેક શાકમાં બટાકા નાખીને ખાવાની પદ્ધતિને બદલવાની જરૂર છે. દરરોજ બટાકાને દરેક શાકમાં નાખવાના બદલે અઠવાડિયામાં એક અથવા બે વખત બટાકાનું શાક અથવા પેટિસ બનાવીને ખાવી વધુ હિતાવહ છે. બટાકાની છાલમાં ફાઇબર છે તેમ જ વિટામિન, મીનરલ્સ પણ રહેલા છે.


DAVPની આકાશવાણી પર બમણી આવક

સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક એકમ ડીએવીપીનું ઓલ ઈન્ડિયા રેડિયો પર જાહેરખબરોનો સૌથી વધારે ઘસારો છે. અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર ડીએવીપી ઓલ ઈન્ડિયા રેડિયો પર જાહેરખબરોનું 66.71 મિલિયન રૂપિયાની આવક થઈ જ્યારે અન્ય 44 એજન્સીઓ પણ એક-એક લાખ દબાવીને બેઠી છે. આ જ રીતે 23 એજન્સીઓનું દૂરદર્શન પર કૂલ 997.37 મિલિયન રૂપિયાની આવક છે.જોકે આનાથી સરકારી પ્રસારકોના સ્વાસ્થ્ય પર કોઈ ખાસ અસર પડી નથી. હાલના નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસીમાં દૂરદર્શને 1.43 અરબ રૂપિયાનો રેવન્યૂ જનરેટ કર્યો, તો આ જ સમયગાળામાં આકાશવાણીએ 447.87 મિલિયન રૂપિયાની આવક કરી.ગયા માર્ચમાં સમાપ્ત થયેલ નાણાકિય વર્ષ દરમિયાન દૂરદર્શને 10 બિલિયન રૂપિયાનો રેવન્યૂ જનરેટ કર્યો. આકાશવાણીની આવક 2.49 બિલિયન રૂપિયા સુધી પહુંચી ગઈ. જેમાં 385.9 મિલિયન રૂપિયા નોન કમર્શિયલ રેવન્યૂ હતો.


લાખોના ખર્ચે નાખેલી મોરમ ઉપર વરસાદે પાણી ફેરવ્યું

સ્વાતંત્રય પર્વની ઉજવણી માટે કરોડો રૂપિયાના મંડપ પાથરી દેવામં આવ્યા છે. પરંતુ મંડપ બહાર કીચડ છવાઇ ગયું હતું. કીચડને દૂર કરવા અને લોકોને કોઇ તકલીફ ના પડે માટે ગઇકાલે આખી રાત યુદ્ધના ધોરણે બૂલડોઝર ફેરવી પાણી બહાર કાઢી રાતોરાત મોરમ પાથરવામાં આવી હતી. ગ્રાઉન્ડને ટનાટન બનાવવા માટે એક હજાર ટ્રેક્ટર મોરમ પાથરી દેવામાં આવી હતી. પણ આજે વરસાદે મોરમ ઉપર પાણી ફેરવી દીધું હતું.ડબલ ખર્ચે મોરમ પાથરવામાં આવી હતી અને આજે સવારે મેદાન ટનાટન બનાવી દેવાયું હતું. પરંતુ આજે સાંજે મેઘરાજા મહેરબાન થઇ જતાં આઠ લાખ રૂપિયાના ખર્ચે નાખેલી મોરમ ઉપર પાણી... પાણી થઇ ગયું હતું અને આડેધડ ખર્ચા ઉપર પાણીઢોળ થઇ ગયું હતું. પ્રજાના પૈસા હોવાથી સરકારી બાબુઓ મોદીજીને ખુશ કરવા અને માનવમેદની એકત્ર કરવા બેફામ અને આડેધડ ખર્ચા કરી રહ્યા છે.મેઘરાજાન પણ રોજ એક ઝાપટું વરસાવી રહ્યા હોવાથી મેદાનની હાલત બદતર થઇ ગઇ છે. તેને સમુનમું કરવા માટે કલેક્ટર રોજ બેફામ ખર્ચા કરી રહ્યા છે. ગઇકાલે મોરમ પાથરી હતી તો આજે વરસાદે પાણીમાં મોરમને ભેળવી દેતાં કલેક્ટર ચાલુ વરસાદે ચિંતામાં મૂકાઇ ગયા હતા અને માથે ઊભા રહી તાબડતોબ પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી હતી. એટલે કે કલેક્ટરની હાલત વરસાદે એક સાંધે ને તેર તૂટે તેવી કરી નાખી છે.માત્ર ગ્રાઉન્ડ પર જ નહીં યુનિવર્સિટી, ૧૫૦ ફૂટ રિંગરોડ સહિતના જે જે સ્થળે મોદીના કાર્યક્રમો છે ત્યાં બધે જ વરસાદી ઝાપટાંને લીધે સતત કાદવ કીચડ રહે છે.

પ્રજા કોમનવેલ્થનો ભ્રષ્ટાચાર જોઇ જ રહી છે: વિજય રૂપાણી

પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ છે તેને માત્ર સરકારી ઉજવણી ન રહેવા દઇને નરેન્દ્રભાઇ મોદીએ લોકોનો ઉત્સવ બનાવી દીધું છે, શાનદાર રીતે આ પર્વ ઉજવાઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસ હંમેશ મુજબ કમળો થયો હોય તેવી રીતે પીળું જોઇ રહી છે તેવું સાંસદ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે.રાજ્યસભાના સદસ્ય રૂપાણીએ કહ્યું છે કે મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આઝાદી પર્વ કે પ્રજાસત્તાક દિવસ ગાંધીનગરના ઔપચારિક કાર્યક્રમો ન બની રહેતાં લોકોના ઉત્સવો બની ગયાં છે.આ વર્ષે રાજકોટમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી થઇ રહી છે. ૨૦૦થી વધારે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેને બિરદાવવાને બદલે કોંગ્રેસ ઇષ્ર્યાથી પીડાઇને અને નરેન્દ્રભાઇની લોકપ્રિયતાથી ગભરાઇને પ્રજાના પૈસા ખર્ચાઇ રહ્યા છે તેવા નિવેદનો કરી રહી છે. દિલ્હીમાં કોમનવેલ્થ ગેઇમમાં પ્રજાના ૨૦૦૦ કરોડ સીધા જ વપરાઇ રહ્યા છે, પ્રજા કોંગ્રેસીઓનો આ ખુલ્લો ભ્રષ્ટાચાર જોઇ જ રહી છે ત્યારે લાજવાને બદલે કોંગ્રેસ ગાજી રહી છે તે તેની નફ્ફટાઇની ચરમ સીમા છે. અહીં તો લોકો સ્વયંભૂ ઉત્સાહથી ખર્ચ કરી રહ્યા છે તે લોકભાગીદારીનું પ્રતીક છે, દિલ્હીમાં તો સરકારની તિજોરી કોંગ્રેસ લૂંટી રહી છે.


રાજ્યપાલના કાર્યક્રમ માટે પ્લેટ નક્કી કરવા ખાસ ઓફિસરો આવ્યા

૬૪માં સ્વતંત્રતાપર્વની ઉજવણી માટે હવે તો ગણતરીની કલાકો છે. તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે અને શનિ-રવિ બે દિવસ અહીં સરકારી રસોડે કુલ ૨૦૦૦ લોકો ભોજન લેશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીનો સ્ટાફ સિર્કટ હાઉસમાં રહેશે. સી. એમ. નું મેનુ આવતીકાલે સાંજે ફાઇનલ થશે. જે કાર્યક્રમ રાજ્યપાલ તરફથી યોજાયો છે તેમાં તો રજવાડી ઠાઠ રહેશે અને તેનું સંપૂર્ણ માર્ગદર્શન રાજભવનમાંથી આવ્યું છે.મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે આવશે. પરંતુ તેમો સિક્યોરિટી સ્ટાફ શુક્રવારે આવી જશે, તેમનું ભોજન સિર્કટ હાઉસમાં તૈયાર થશે, તેમનું કોન્વોય અને રાજ્યપાલનો વિશેષ સ્ટાફ સિર્કટ હાઉસમાં રહેશે.ઓછા તેલ મસાલા વાળું છતાં સ્વાદિષ્ટ અને સાિત્વક ભોજન હોવું જોઇએ તેવો આદેશ છે. પુરવઠા વિભાગના અધિકારીએ આજે કલેક્ટર અને સિર્કટ હાઉસના મેનેજર સાથે ચર્ચા કરી હતી,અને મેનુ ગાંધીનગર મોકલ્યું છે.ધન્ય ધરા સૌરાષ્ટ્રની કાર્યક્રમના કલાકારો માટે અને પોલીસ વિભાગ માટે પણ અલગથી ભોજન તૈયાર થશે. તા.૧૪ની સાંજે એટહોમ કાર્યક્રમ યોજાશે તેમાં ‘હાઇ ટી’પણ સર્વ કરાશે,તેના માટેની પ્લેટ પણ ખાસ રહેશે,આ પ્લેટ કેવી રહેશે તે નક્કી કરવા રાજભવનનો સ્ટાફ આવ્યો હતો અને હાઇ-ટી માં સમોસા, વિવિધ પ્રકારના બિસ્કીટ, વેફર્સ, પેટીસ તેમજ ચા-કોફી રહેશે.


ગાંધીગ્રામની વિપ્ર પરિણીતાએ ગળેફાંસો ખાધો

શહેરમાં વધી રહેલા આપઘાતના બનાવોમા શુક્રવારે વધુ એક બનાવમાં વિપ્ર પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા બે સંતાનો માતા વિહોણા થયા હતા.ગાંધીગ્રામ-૩બી માં રહેતી દપિ્તી કેતનકુમાર વ્યાસ નામની વિપ્ર પરિણીતાએ આજે સવારે મકાનના ઉપરના રૂમમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા પરિવારજનો દિપ્તીને બેભાન હાલતમાં નજીક આવેલી ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ તે પહેલા તેણીએ દમ તોડતા અરેરાટી ફેલાઇ ગઇ છે.બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. વિપ્ર પરિણીતાના આપઘાતનું કારણ જાણવા મયું નથી.ફોટોગ્રાફીનું કામકાજ કરતા કેતનભાઇના જણાવ્યા મુજબ આજે સવારે પુત્રને સ્કૂલે જવા તેની મમ્મીને બોલાવવા ઉપરના રૂમે જતા માતા લટકતી જોઇ હતી અને મને જાણ કરતા હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવથી વિપ્ર પરિવારમાં શોકનું મોજુ ફરિ વળ્યું છે.


સ્વર્ણિમ્ મહોત્સવમાં મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં હલ્લાબોલ !

મહાપાલિકાના અધિકારીઓ ભાજપના ઇશારે સ્વર્ણિમ્ મહોત્સવમાં બેફામ બન્યા હોવાના રોષ સાથે કોંગ્રેસનો મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં હલ્લાબોલ. રાજકોટમાં ચાલતી સ્વાતંત્રય પર્વની ઉજવણી ભાજપ અને મોદીના પ્રચાર માટે જ થઇ રહી હોય અને એમાં મ્યુનિ. કમિશનર સહિતના મનપાના અધિકારીઓ ભાજપના ગાડે બેસીને પ્રજાના પૈસા અને પ્રજાની મિલકત-મશીનરીનો બેફામ દુરુઉપયોગ કરતા હોવાના રોષ સાથે આજે શહેર કોંગ્રેસે મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં હલ્લો મચાવ્યો હતો.મહાપાલિકાનું આખું તંત્ર મોદી ભક્તિની ચરમસીમાએ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમાં મ્યુનિ. કમિશનર પણ બાકાત નથી રહ્યા એવા ઉગ્ર રોષ આજે કોંગ્રેસે ઠાલવ્યો હતો. કોંગ્રેસે આક્રોશ ઠાલવ્યો હતો કે, સત્તાના મદમાં રાચતા ભાજપે સરમુખત્યારશાહીની અધમસીમા વટાવી છે. ઉજવણીને ભાજપનો પ્રચાર બનાવી દીધો છે. ચારેબાજુ જાણે મોદીનો ફેશન શો હોય એ રીતે અવનવી અદાઓમાં ફોટાવાળા બેનરો ખડકી દીધા છે. રોડ-ડિવાઇડરો પર ઠેર ઠેર આવા દબાણો હોવા છતાં સામાન્ય દિવસોમાં દબાણના નામે ગરીબ ધંધાર્થીઓના માલસામાન જપ્ત કરવા નીકળતા મ્યુનિ. કમિશનર અને તેની ટીમ અત્યારે ચારેબાજુ મોદીના ફોટાવાળા હોર્ડિંગ્સ-બેનરોના ફોટાવાળા બેનરોના દબાણ સામે ઘૂંટણિયે પડી ગયા છે.મ્યુનિ. કમિશનર શહેર ભાજપ પ્રમુખની ભૂમિકામાં અને ત્રણેય ડેપ્યૂટી કમિશનર મહામંત્રીની ભૂમિકામાં આવી શાસકપક્ષ કહે તેટલું જ પાણી પી રહ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વપિક્ષી નેતા નરેન્દ્રરસિંહ જાડેજા, પૂર્વ મેયર અશોક ડાંગર, જીતુ ભટ્ટ, કાશ્મીરાબેન નથવાણી, પીયૂષ મહેતા, મહેશ રાજપૂત, અશોકસિંહ વાઘેલા, અતુલ રાજાણી, નવનીત વ્યાસ, પ્રવીણ સોરાણી, દેવજીભાઇ ખીમસુરિયા સહિતના સભ્યો મ્યુનિ. કમિશનરને ઢંઢોળવા પહોંચ્યો હતો.

વેકેશનમાં ભુજ-મુંબઇ વચ્ચે વધારાની ટ્રેનો ચલાવવા માંગ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


વેકેશનમાં ભુજ-મુંબઇ વચ્ચે વધારાની ટ્રેનો ચલાવવા માંગ

ડી.આર.યુ.સી. કમીટિના મેમ્બરે ઝોનલ કક્ષાએ સયાજી અને કચ્છ એક્સપ્રેસ ઉપરાંત વેકેશનમાં વધારાની ટ્રેનો અંગે વિવિધ રજૂઆત કરતાં સાનૂકુળ પ્રતિસાદ મળ્યો હતો.કમીટિના મેમ્બર લીલાધર ચંદેએ કચ્છ આવવા માટે મુંબઇથી ઉપડતી સયાજી અને કચ્છ એક્સપ્રેસ બંને ટ્રેનો બાંદરાના બદલે દાદર ટર્મિનલ દાદરથી ઉપડવાની રજૂઆત કરતા પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, હાલે દાદર ટર્મિનલમાં રિપેરિંગ ચાલતું હોવાથી તુરંતમાં બંને ટ્રેનો દાદરથી ઉપાડવાની ખાતરી અપાઇ હતી.વેકેશન દરમિયાન આવતી વધારાની ટ્રેનો ગાંધીધામથી મુંબઇ ચલાવવામાં આવે છે. જેના બદલે આ ટ્રેનો ભુજ લંબાવવા રજૂઆત કરતા પ્રત્યુત્તરમાં ટાઇમનું સેટિંગ કરી ભુજ સુધી લંબાવવા ખાતરી અપાઇ હતી.


આખરે મેડિકલ સર્વન્ટ્સ કો.ઓ.સોસાયટીની ચૂંટણી જાહેર

ગત સપ્તાહ વહીવટદારના નિર્ણયને કારણે વિવાદમાં સપડાયેલી મેડિકલ સર્વન્ટ્સ કો.ઓ.સોસાયટી લિ.ના નિયામક મંડળની ચૂંટણી તા.૭ મી સપ્ટેમ્બરે યોજવાની જાહેરાત થઇ છે. ચૂંટણીની જાહેરાત સાથે સયાજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં આનંદ વ્યાપ્યો છે.સયાજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના કર્મચારીઓની બનેલી મેડિકલ સર્વન્ટ્સ કો.ઓ.સોસાયટીના વહીવટદાર દ્વારા ગત સપ્તાહ દિવાળી પહેલાં જ સભાસદો માટે દિવાળીની ગીફ્ટ ખરીદી લેવાતાં વિવાદ સર્જાયો હતો. આ વિવાદને પગલે જિલ્લા રજિસ્ટ્રારે વિવાદાસ્પદ વહીવટદારને બદલી નવા વહીવટદારની નિયુક્તિ કરી હતી.દરમિયાન નવા વહીવટદાર આવ્યા બાદ કો.ઓ.સોસાયટીની ચૂંટણી યોજવાના ચક્રો ગતિમાન થયા હતા. આ અંગે ગુરુવારે મોડીરાત સુધી ચાલેલી બેઠકમાં તા.૭ મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજવાનું નક્કી કરાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રમુખ, મંત્રી અને નવ કારોબારી સભ્યો નિયુકત કરવા તા.૭ મીએ મંગળવારે સવારે ૮ થી ૫ દરમિયાન ચૂંટણી યોજાશે. જેમાં ૧૧૫૦ સભાસદો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.


વડોદરામાં ચાર દિવસના વિરામ બાદ ફરી મેઘો

વડોદરા શહેરમાં ચાર દિવસના વિરામ બાદ આજે બપોરથી મેઘરાજાનું પુન: ધમાકેદાર આગમન થયું હતું. બપોરે ૧૨ વાગ્યાથી મોટાં ફોરાં સાથે વરસી રહેલા મુશળધાર વરસાદથી માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાઇ પડ્યા હતા.
ગત શનિવારે શહેરમાં ચાર ઇંચ વરસાદથી જનજીવન ખોરવાઇ ગયા બાદ રવિવારે ઝરમર ઝરમર વરસાદ વરસી સોમવારથી આજ બપોર સુધી મેઘરાજાનો વિરામ રહ્યો હતો. પરંતુ આજે સવારથી શહેર માથે મંડરાયેલા કાળાડિબંગ વાદળોએ બપોરે ૧૨ વાગ્યાથી શહેરમાં આક્રમક બેટિંગ શરૂ કરતાં લોકો અટવાઇ પડ્યા હતા.છેલ્લા એક કલાકથી વરસી રહેલા વરસાદને કારણે શહેરના દાંડિયાબજાર, રાવપુરા-જી.પી.ઓ., સયાજીગંજ, નિઝામપુરા સહિત વિવિધ વિસ્તારોમાં માર્ગો જળબંબાકાર થયા હતા. માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી થઇ હતી.


ભાજપ અને કોંગ્રેસ કરશે એકબીજાનું ‘એન્કાઉન્ટર’

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને સીબીઆઈની તપાસના મામલે શુક્રવારે શહેરમાં ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ સામસામે રાજકીય ‘એન્કાઉન્ટર’ કરશે. ભાજપે તે માટે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વેંકૈયા નાયડુને ઉતાર્યા છે તો તેની સામે કોંગ્રેસે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને હવાલો સોંપ્યો છે. તેમની સાથે બીજા નેતાઓ પણ જોડાશે.સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓની હાજરીમાં એક જ દિવસે એક જ શહેરમાં થનારી સામ-સામે સભાઓનું મહત્વ વધી જાય છે. જોકે, આ સભાઓમાં મુદ્દા રોડ, પાણી અને ગટરના નહીં હોય પરંતુ સોહરાબુદ્દીન અને સીબીઆઈ રહેશે. ભાજપના વૈંક્યા નાયડુ ‘કોંગ્રેસ દ્વારા સીબીઆઈના રાજકીય દુરુપયોગ’ને મુદ્દે કોંગ્રેસ ઉપર શરસંધાન કરશે.ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ દ્વારા સોહરાબના જનાજા પર બેસીને ગુજરાત અને નરેન્દ્ર મોદીની સરકારનું રાજકીય એન્કાઉન્ટર કરાઈ રહ્યું છે. કોંગ્રેસનું એન્કાઉન્ટર કરવામાં વેંકૈયાની સાથે પ્રદેશ ભાજપ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાશે. બીજી બાજુ કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા ‘ભાજપનો ખંડણીખોર અને ખરડાયેલો ચહેરો’નો મુદ્દો ઉપાડી ભાજપ ઉપર પ્રહાર કરશે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ ખંડણીખોર બની ગયા છે અને પોલીસનો દુરુપયોગ કરે છે. જ્યારે વાઘેલાની સાથે કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી તુષાર ચૌધરી અને માજી ઉપ મુખ્યમંત્રી નરહરી અમીન પણ આવશે.


ઉધના : પુત્રી-પત્નીને બચાવી ખુદ મોતને ભેટ્યા

ઉધનાની ભીમનગર ઝૂંપડપટ્ટીમાં એક વિચિત્ર કિસ્સો બન્યો હતો, જેમાં પુત્રી અને પત્નીને વીજકરંટ લાગતાં જોઈ ગયેલા આધેડ તેમને બચાવવા દોડ્યા હતા. આ આધેડે પોતાની પુત્રી અને પત્નીને નવું જીવતદાન તો આપ્યું પણ તેઓ પોતે મોતનો કોળિયો બની ગયા હતા. પત્ની-પુત્રીને ધક્કો મારી તેઓ વીજપ્રવાહ ધરાવતા પતરાના કબાટ સાથે ચોંટી ગયા ને ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા.ઉધનાની ભીમનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા ૪પ વર્ષીય શેશરાવ તુલસીરામ સૂરવારે સામાજિક કાર્યકર હતા. તેઓ ગુરુવારે સવારે રાબેતા મુજબ ઘરેથી નીકળવા માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે ૭.૨૯ વાગ્યે તેમની દીકરી ઘરમાં મૂકેલા પતરાના કબાટમાં કપડાં કાઢવા માટે ગઈ હતી.કબાટની પાછળથી પસાર થતો એક વાયર બ્રેક થઈ જતાં કબાટમાંથી વીજપ્રવાહ પસાર થઈ રહ્યો હતો તેથી તે કબાટ સાથે કરંટ લાગતાં ચોંટી ગઈ હતી પુત્રીને આવી સ્થિતિમાં જોતાં જ તેની માતા તેને બચાવવા દોડી હતી અને કંઈક સમજયા કે જાણ્યા વગર દીકરીને સ્પર્શ કરતાં જ તેને કરંટ લાગ્યો હતો. તેમનું મકાન એક નાનકડી ખોલી જેવું હોઈ શેશરાવના ધ્યાને પણ આ ઘટના આવતાં તેમણે પુત્રી અને પત્નીને એવી રીતે ધક્કો માર્યો કે તે બંને તો ફેંકાઈને બચી ગયાં પરંતુ શેશરાવ કબાટ સાથે ચોંટી ગયા હતા અને સતત એક મિનિટ સુધી તેમને કરંટ લાગતાં ૭.૩૦ વાગ્યે તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.શેશરાવનાં પત્ની મદદની બૂમો પાડતાં મકાનની બહાર દોડ્યાં હતાં. આથી લોકોએ ૭.૩૨ વાગ્યે ઘરમાં જતો વીજપ્રવાહ મૂળમાંથી જ કાપી નાંખ્યો હતો પરંતુ શેશરાવનો જીવ બચી શક્યો ન હતો. બનાવ અંગે ઉધનાના એએસઆઈ શાંતારામ વધુ તપાસ ચલાવી રહ્યાં છે. આ મિટર પેટીમાંનો વીજળીનો જીવંત વાયર ઘરમાંની કબાટ પાછળથી પસાર થતો હતો અને તેમાંથી કોઇ રીતે વાયર કપાતા કરંટ પસાર થયો હતો.


સુરત : આદિવાસી માટે ઝઝૂમતા લોકો નક્સલવાદી નથી

સુરતના પ્રિન્સપાલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં નવ નકસલવાદીઓની જામીનઅરજી પર અધૂરી રહેલી ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષની દલીલો ગુરુવારે પણ ચાલુ રહી હતી, જેમાં શકમંદ નકસલવાદી આરોપીતરફે એડ્વોકેટ કિરીટ પાનવાલાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આદિવાસીઓના વિકાસ માટે ઝઝૂમતા લોકોને નકસલવાદી તરીકે ચિતરી દેવામાં આવ્યાં છે. જો તેઓ ખરેખર નકસલવાદી હોય તો આટલા વર્ષોમાં ક્યારેય તો દક્ષિણ ગુજરાતમાં કોઈ અયોગ્ય બનાવ બન્યો હોત ને...પરંતુ નકસલીઓની સાથે સાંકળી શકાય તેવો એક પણ બનાવ ગુજરાતમાં બન્યો નથી.ઉપરાંત એડ્વોકેટ પાનવાલાએ જસ્ટિસ ભગવતીનો ૧૯૭૧નો માઓત્સે તુંગની બુક પરનો પ્રતિબંધ ઉઠાવી લેતો ચુકાદો ટાંકી જણાવ્યું હતું કે ડાબેરી કે નકસલી પુસ્તકો મળી આવેલા હોઈ તેથી કશું વાંધાજનક કહી શકાય નહીં. પુસ્તક વાંચવું ગુનો નથી. ખરેખર પગલાં લેવાં હોય તો પ્રકાશક સામે લેવાં જોઇએ. માટે નકસલી સાહિત્યનું આરોપી પાસેથી મળવું કે તેને બાળી નાખવું એ ખરેખર કોઈ પુરાવો નથી.જોકે, તેમની વધુ દલીલો માટે કોર્ટે તા. ૧૬મી ઓગસ્ટની મુદત ફાળવી હતી. જ્યારે આ કેસમાં સરકાર પક્ષ તરફથી ડીજીપી નયન સુખડવાલાએ કોર્ટમાં દલીલો કરતાં કહ્યું હતું કે આ કેસનો નકસલવાદી આરોપી નિરંજન મહાપાત્ર ઓરિસ્સામાંથી ઝડપાયેલી મીલી પાન્ડા નામની નકસલી મહિલાના સીધા સંપર્કમાં હતો અને આ બાબતથી નિરંજનનું નકસલી પ્રવૃત્તિ સાથેનું સીધું કનેકશન ફલિત થાય છે. તેના નિવાસસ્થાને રેડ કરતાં એજન્ડા બુક પકડાઈ હતી જેમાં માંડવીની જવાબદારી માકા ચૌધરીને, સોનગઢની જવાબદારી જયરામ હીલાલ ગોસ્વામીને અને ભાવનગરની જવાબદારી કામખ્યાસિંહને સોંપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે.ઉપરાંત જે આદિવાસી વિસ્તારોમાં મિટિંગો થતી હતી તે નકસલીપ્રવૃત્તિની ચર્ચામાં નિરંજન હાજર રહેતો હતો. આ મિટિંગો માઓઇસ્ટ સાથેના સંકલનથી યોજાતી હતી તેવું સાહેદ લલ્લુભાઈ લાલભાઈના નિવેદનમાંથી ફલિત થાય છે.ઉપરાંત પીપલ્સ વોર ગ્રુપના માઓઇસ્ટ સૂર્યદેવરા, શ્રીધર અને વરનોન સાથે મુંબઈમાં જનશક્તિ પાર્ટીના સત્યમ રાવ, અવિનાશ અને વિશ્વનાથ વચ્ચે મિટિંગ થઈ હતી. તેમાં મહારાષ્ટ્ર, ગુજરાતમાં નકસલી પ્રવૃત્તિ કરવા સંકલન સધાયું હતું. જે બાબતના પુરાવા વિશ્વનાથના ઘરેથી મળેલા દસ્તાવેજમાંથી મળી આવ્યા છે. જ્યારે સૂર્યદેવરા અને સત્યમ રાવ પણ એકબીજાના સંપર્કમાં હતા તેવું સાક્ષી કૈલાસ અને દુગૈયાના નિવેદનમાંથી નીકળતું હોવાની દલીલો સરકારપક્ષે કરાઈ હતી.


વિધવા સહાય માટે પુખ્તવયના પુત્રોને સગીર બનાવાયા

હેતુ સિદ્ધ કરવા ભાવનગર મહાપાલિકા દ્વારા યોજાયેલા ગરીબ મેળામાં વચેટીયાઓની ભૂંડી ભૂમિકાનો નવ વિધવાઓ ભોગ બનતા તમામ સામે કાર્યવાહી શરૂ થઈ છે જ્યારે વિધવા સહાયમાં જ પુખ્તવયના બાળકોને ખોટા દાખલા રજુ કરી સગીર બનાવવાના પણ કિસ્સા બહાર આવતા ૧૪ અરજદારોને મહાપાલિકા દ્વારા નોટીસ ફટકારી છે.લાભાર્થીઓને સરકારની સીધી સહાય મેળવવામાં બાધારૂપ બનતા વચેટીયાઓએ ભાવનગરમાં પણ માજા મુકી છે. ભાવનગર મહાપાલિકા આયોજિત ગરીબ કલ્યાણમેળામાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ખોટી રીતે લાભ લેવા જન્મ-મરણના ખોટા પુરાવા રજુ કરી વિધવા સહાયનો લાભ લેવાનો પ્રયાસ કરતા હાથોહાથ ઝડપાઈ ગયા હતા અને વચેટીયાઓ દ્વારા ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.વચેટીયાઓની મદદથી ગેરકાયદેસર સહાય મેળવવાના કિસ્સા બહાર આવ્યાનો રાજ્યભરમાં કદાચિત ભાવનગરમાં પ્રથમ દાખલો હશે. જે નવ મહિલાઓ સામે મહાપાલિકાના યુસીડી વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ ખરેખર ગુન્હેગાર તો હજુ જાહેરમાં ફરે છે. આવા વચેટીયાઓને જબ્બે કરી કડક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.જ્યારે આજ વિધવા સહાયમાં વર્ષો પૂર્વે નિયમ હતો કે જે વિધવાઓના પુખ્તવયના પુત્રો હોય તેઓને સહાય મળી શકે નહીં. પરંતુ સમય જતા તે નિયમ પણ નીકળી ગયો છે જે નિયમમાં ફેરફારની પણ વચેટીયાઓને ખબર નહીં હોવાથી ખોટા જન્મના પ્રમાણપત્ર રજુ કરી પુખ્તવયના બાળકોને સગીરવયના દર્શાવતા આવા ૧૪ અરજદારોને મહાપાલિકા દ્વારા તેઓ પર પોલીસકેસ ન કરવાની નોટીસ ફટકારતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.અભણ અરજદારોને ફોર્મ ભરવા અને યોજનાઓની વિગતો આપવા મહાપાલિકાના સંબંધિત અધિકારીઓ તૈયાર જ હોવા છતાં ખોટી રીતે લાભ લેવા અરજદારો વચેટીયાઓનો ભોગ બને છે.
રાજ્ય સરકારના ગરીબ કલ્યાણ મેળામાં સહાય મેળવવા માટે કેટલાક દલાલોએ ૯ જેટલી મહિલાઓના ખોટા પુરાવા ઊભા કરીને તેઓને વિધવા જાહેર કરીને નાણાંકીય લાભ મેળવવાની કોશીષ કરી હતી આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના યુસીડી વિભાગના હરેશ ફતનાણીએ શહેરના એ ડીવીઝન પોલીસમાં અરજી આપીને ૯ મહિલાઓ વિરૂદ્ધ પગલા ભરવાનું જણાવ્યું હતું. જે મહિલાઓને ખોટા પુરાવા દેવાના વિધવા જાહેર કરી છે તેમાં ચુડાસમા ગૌરીબેન બાબુભાઈ, ગોહેલ જીવુબેન લક્ષ્મણ, પઠાણ રોશનબેન સલીમભાઈ, ગુજરીયા ગવુબેન છગનભાઈ, રાઠોડ હેવુબેન ભરતભાઈ, હસીના ઐયુબભાઈ, મકવાણા રમાબેન જેન્તીભાઈ, ગોહેલ બેબીબેન લાલજીભાઈ, ચૌહાણ લાભુબેન દેહુરભાઈ, વિરૂદ્ધ ફરિયાદ અપાતા જેમાં એ ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.જી. રાણાએ જણાવ્યું હતું કે ખોટા પુરાવા ઉભા કરેલ છે તેવી ફરીયાદ મળ્યા બાદ આ અંગે તમામ મહીલાઓ પાસેથી પ્રથમ તો તેમના પતિના અવસાન થયાના દાખલા મેળવીને, આ કેસમાં નક્કર પુરાવા મળશે ત્યારબાદ તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરીને પગલા ભરાશે.


ભાવનગર : ભૂતકાળના ખાતમુહૂર્તોનાં મુહૂર્ત ક્યારે આવશે ?

ભાવનગરના વિકાસ માટે અચાનક સરકારને શુરાતન ચડ્યું હોય તેમ આવતીકાલે શુક્રવારે લોકાર્પણ અને ભૂમિપૂજનોની હારમાળા સર્જી છે પરંતુ ભૂતકાળમાં અનેક પ્રોજેક્ટો એવા છે કે જેઓના ખાતમુહૂર્ત થયા બાદ તેના લોકાર્પણના હજુ મુહૂર્ત આવ્યા જ નથી ત્યારે આવતીકાલના ભૂમિપુજનો વાસ્તવિક સ્વરૂપે આવશે જ તેની શી ખાત્રી છે.ચૂંટણી આવી એટલે રાજકીય પક્ષોને પ્રજાની પડી હોય તેવું દેખાડવા માટે વિકાસ કામોના નામે કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આવતીકાલ તા.૧૩ના રોજ મંત્રી નિતીનભાઈ પટેલ અને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે ભૂમિપુજન અને લોકાર્પણનું આયોજન કરાયું છે.પરંતુ આ જ મંત્રીઓ કદાચિત ભૂતકાળ ભૂલી ગયા હશે કે તેઓના હસ્તે થયેલા ખાતમૂર્હૂતોના હજુ મુહૂર્ત જ આવ્યા નથી. શહેરી વિકાસમંત્રી નિતીનભાઈ પટેલે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઘન કચરાના નિકાલ માટે પણ ખાતમુહૂર્ત કર્યા હતા. જેનું હાલમાં શું થયું તે પદાધિકારીઓને પણ ખબર નહીં હોય. ત્યારે સૌરભભાઈ પટેલે ઘરે-ઘરે ગેસ પાઈપલાઈન નાંખવાના દીવા સ્વપ્નનું મુહૂર્ત કર્યું હતું. જ્યારે ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્પસર પ્રોજેક્ટનું ભાવનગરમાં ખાતમુહૂર્ત કર્યું હતું પરંતુ આ બધી યોજનાઓ ખોરંભે ચડી ગઈ છે. ત્યારે નવા ભૂમપિૂજન થશે.સ્ટેન્ડિંગે મંજુરી આપી નથી છતાં કામોના ભૂમિપૂજનઆવતીકાલ શુક્રવારે મંત્રીઓના હસ્તે ડાયમંડ ચોક ઈએસઆર અને શેત્રુંજી પમ્પીંગ સ્ટેશનનું કામ તેમજ સરદારનગર સુચિત બ્રીજનું ભૂમિપુજન કરવામાં આવશે. પરંતુ આ ત્રણે’ય કામ હજુ સુધી સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુરી માટે આવ્યા જ નથી તેમ છતાં તે કામોના કાલે ભૂમપિુજન કરવામાં આવશે. જે તંત્રની અણઆવડત અને બેદરકારી છતી કરે છે.


વાગડની ધરા ફરી ધણધણી ૪ની તીવ્રતાનો આંચકો

બુધવારે પૂર્વ કચ્છની ધરા આઠ હળવા કંપનો સાથે ધ્રુજી હતી ત્યાંજ ગુરુવારે વહેલી સવારે પુન: ૪ રિકટર સ્કેલની તીવ્રતાનો આંચકો આવતા વાગડ ધણધણી ઉઠયુ હતું. ભચાઉ તાલુકાના વામકા પાસે કેન્દ્રબિંદુ રહ્યું હતું. મળતી માહિતી મુજબ સવારે પ:૨૫ની આસપાસ વાગડની ધરતીએ કરવટ બદલતાં ભચાઉ તાલુકાના સામખિયાળી ખડીરથી માંડી ગ્રામ્ય વિસ્તારો તથા રાપર તાલુકાના ગામોએ કંપનની અસર અનુભવતા મીંઠીનીંદર માણી રહેલા લોકો સફાળા જાગી ઘર બહાર દોટ મૂકી હતી.વાગડ ફોલ્ટ પુન: સક્રિય થઇ રહ્યો છે. તેના એંધાણ વર્તાઇ રહ્યા છે. તેવું લોકોએ જણાવ્યું હતું. પેટાળમાં ફરી સળવળાટ શરૂ થતાઆ અંગે ગાંધીનગર સ્થિત ઇનસ્ટિટ્યૂટ ગુજરાત સિસ્મોલોજી રિસર્ચની વેબસાઇડ પરથી મળતી વિગતો મુજબ ૫:૨૫ વાગ્યાની આસપાસ ૪ રિકેટરસ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ વામકા નજીક ૨૩.૪ ઉત્તરઅક્ષાંશ અને ૭૦.૨ પૂર્વ રેખાંશ પર હોવાનું જણાવાયું છે, જ્યારે દિલ્હી સિસ્મોલોજી વિભાગના જણાવ્યા મુજબ આ કંપન ૩.૮ રિકેટરસ્કેલનું હતું વહેલી સવારે આવેલા આંચકાની તીવ્રતા એટલી હતી કે મીઠી નીંદરમાં પલંગ પર સૂતેલા લોકોએ પલંગ રીતસરનો હલતો અનુભવ્યો હતો.વામકા નજીક મુખ્ય કેન્દ્ર બિંદુ હોવાથી કકરવા, ખારોઇ, મનફરા, ભરૂડિયા કંથકોટ વગેરે ગામોથી છેક ખડીર સુધી આંચકો અનુભવાયો હતો તેવુ કકરવાથી પ્રતિનિધિ નુરમામદ કાસમે વિગતો આપતાં જણાવ્યું હતું. વહેલી સવારે પ:૨૫ આંચકો આવતા મીઠીનીંદર માણી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા. સવારનું શાંત વાતાવરણ હોવાથી લોકોએ તેની અસર વધુ અનુભવી હતી જોકે, કોઇ જાનહાનિ કે નુકસાન થવા પામ્યુ નથી.લાકડિયાથી પ્રવીણ મચ્છોયાએ કહ્યું હતું કે, પરોઢે પ:૨૪ વાગ્યે આંચકો કટારિયા, વસટવા, શીવલખા, ખોડાસર, ચિત્રોડ વગેરે ગામોમાં અનુભવાયો હતો. નિળયા ખખડયા હા તથા લોકોના ઘરમાં વાસણ પણ પડી ગયા હતા. પક્ષીઓએ પણ કોલાહલ કરી નાખ્યો હતો.૪ની તીવ્રતાના આંચકાની અસર જોકે ગાંધીધામ કે અંજાર તાલુકામાં અનુભવાયી ન હતી.રાપરથી ભારુ પરમારે કહ્યું હતું કે, પાંચેક વાગ્યાના ગાળામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત બન્યા હતા. રામવાવ તથા પ્રાંથળ વિસ્તારમાં ભૂકંપ વધારે અનુભવાયો હતો, તેવુ રામવાવથી સામજી આહિર અને બાલાસરથી પાંચાભાઇ પટેલે જણાવ્યું હતું.


નલિયાના મંદિરમાં આભૂષણના બદલે રોકડ રકમની થઇ તસ્કરી

નલિયા ખાતે આવેલા બે મંદિરોમાંથી બદમાશ શખ્સો દાનપેટીમાંથી અંદાજે રૂ. આઠ હજાર જેવી રોકડ ઉઠાવી ગયા હતા. જોકે, હરામખોર તત્વોએ મંદિરમાં રહેલા સોના-ચાંદીના આભૂષણોને હાથ લગાડ્યો ન હતો.શહેરના ભાનુશાલી કટારમલ નુખના કુળદેવી મોમાય માતાજી તેમજ સતીમાના મંદિરને ગત મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને દાનપેટીમાંથી સાતથી આઠ હજારની રોકડ ઉપાડી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, મંદિરમાં રહેલા-સોનાના આભૂષણોને નજર અંદાજ કરીને તસ્કરોએ માત્ર રોકડ ઉપર જ હાથ સાફ કર્યો હતો. આ મામલે શિવજીભાઇ રામજીભાઇ ભાનુશાલીએ ફરિયાદ કરતા પોલીસે તપાસ આરંભી છે.તસ્કરીની આ ઘટના સમયે જ ગામના જૈન મંદિર તથા પીર ફિળયામાં આવેલા ભલારા દાદાના સ્થાનકમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ જૈનો પરદેશ રહેતા હોવાથી કોઇ ફરિયાદ નોંધાવા પામી નહોતી. એક જ રાત્રે ત્રણ મંદિરોમાં તસ્કરો ત્રાટકવાની આ ઘટનાએ શ્રદ્ધાળુઓમાં રોષ જગાવ્યો છે


બલોલમાં હોબાળો : એસટી બસો રોકી દેવાઇ

મહેસાણા - બહુચરાજી માર્ગે આવેલા બલોલ ગામેથી પસાર થતી સવારના સમયની ચાર જેટલી એસટી બસ બંધ કરી દેવાતાં હાલાકી ભોગવી રહેલા વિદ્યાર્થીઓ સહિત ધંધાર્થીઓ ગુરૂવારે સવારે માર્ગ ઉપર ઉતરી આવ્યા હતા અને આઠ જેટલી બસો રોકી દેતાં હોબાળો મચી ગયો હતો. સાંથલ પોલીસ આવ્યા બાદ એસટી વિભાગીય નિયામક સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં બસો ચાલુ કરવાની ખાતરી અપાતાં મામલો થાળે પડ્યો હતો.મહેસાણા-બહુચરાજીના માર્ગે આવેલા બલોલ ગામમાંથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ તેમજ ધંધાર્થીઓ સહિત ૨૫૦થી વધુ લોકો સવારે મહેસાણા, વિસનગર સહિતના સ્થળોએ જતા હોય છે. આ માર્ગેથી સવારના સમયે પસાર થતી ઈડર -બહુચરાજી, બહુચરાજી-અંબાજી, વિરમગામ-અંબાજી, પાટડી-વડનગર સહિત કેટલીક બસો એસટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાઇ છે અને આગળથી આવતી બસો કેટલીકવાર અહીં ઊભી પણ રહેતી નથી.આ બાબતે ગ્રામ પંચાયત તેમજ વિદ્યાર્થીઓ અને સંગઠનો દ્વારા કરાયેલી રજુઆતો બાદ પણ એસટી તંત્ર દ્વારા પગલાં ન લેવાતાં ગુરૂવારે સવારે વિદ્યાર્થીઓ સહિત બલોલવાસીઓએ આક્રોશ ઠાલવ્યો હતો અને અહીંથી પસાર થતી આઠ જેટલી બસો ગામમાં જ થોભાવી દેતાં હોબાળો મચી ગયો હતો.વાતાવરણ ગરમાતાં સાંથલ પોલીસ મથકના પીએસઆઈ અગ્રવાલ તથા બહુચરાજી ડેપો મેનેજર સાગરભાઈ અહીં આવી પહોંચ્યા હતા. છેવટે મહેસાણા એસટી વિભાગીય નિયામક સાથે ટેલિફોનિક વાતચીતના અંતે સમાધાન થયા બાદ અઢી કલાકથી ચાલતો મામલો થાળે પડ્યો હતો અને રોકેલી બસો રવાના કરાઈ હતી.ગામના ઉપસરપંચ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે, બપોરે પોણા બાર વાગ્યે વિભાગીય નિયામક કમલ હસન બલોલ આવ્યા હતા અને પંચાયતમાં બહુચરાજી ડેપો મેનેજર સાગરભાઈ, ગામના સરપંચ હેદુજી, ઉપસરપંચ, અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી ત્રણ જેટલી બસો ચાલુ કરવાની તેમજ અનિયમિત બસો નિયમિત કરવા ડેપો મેનેજરોને સૂચનાઓ આપી હતી.


સસરા પાસેથી ૧.૮૦ લાખ સેરવ્યા : પત્નીને તરછોડી દીધી

અન્ય યુવતીના પ્રેમમાં પાગલ બની પત્નીને તરછોડનાર મહેસાણાના યુવાને ધંધા માટે લીધેલ રૂ. ૧.૮ લાખ તથા સોનાના દાગીના ચાઉં કરી જવાના મુદ્દે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે, યુવતીના પરિવાર પાસેથી યુવાને ધંધાના વિકાસ માટે રકમ લઈ પરત કરવાના મુદ્દે હાથ અધ્ધર કરી દીધા હતા.મહેસાણાના બિલાડી બાગ વિસ્તારમાં રહેતી ચંદનાણી ભારતીબેને શહેરની સનસિટી સોસાયટીમાં રહેતા આશિષ અમરતલાલ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્નના ટૂંકા ગાળામાં જ આશિષે પોતાના ધંધા માટે ભારતીના પિતાને વિશ્વાસમાં લઈને રૂ. ૧.૮ લાખ ઉછીના લીધા હતા.જો કે, અન્ય યુવતીના પ્રેમમાં પાગલ આશિષે પત્નીને ઘરમાંથી તગેડી મૂકી હતી અને તેણીના સોનાના દાગીના તથા તેના પિતા પાસેથી લીધેલ રકમ પરત કરવાના મુદ્દે હાથ ઊંચા કરી દીધા હતા. તાજેતરમાં અમદાવાદ પીકઅપ સ્ટેન્ડ નજીક ભારતીનો તેના પતિ સાથે ભેટો થઈ જતા તેને પિતાએ આપેલી રકમ તથા સોના-ચાંદીના દાગીનાની માગણી કરતા જ તેના પતિનો પિત્તો ગયો હતો.ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર પતિની વિરુદ્ધમાં ભારતી ચંદનાણીએ મહેસાણા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા વધુ તપાસ હાથ ધરી છે.


ફિણાવ ગામના તળાવમાં મગરે દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ

ખંભાતના ફિણાવ ગામના પાદર સ્થિત તળાવમાં ગુરૂવારે બપોર બાદ એકાએક વિશાળ કદના મગરે દેખા દેતા ત્રણ હજારની વસ્તી ધરાવતાં ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ અંગે ફિણાવના કમલેશભાઇએ જણાવ્યું હતું કે ફિણાવના તળાવનો મહિલાઓ પણ કપડાં-વાસણ માટે ઉપયોગ કરે છે. આ ઉપરાંત સ્થાનિકો તથા બાળકો પણ તળાવમાં નહાવા જાય છે, ત્યારે કેટલાક ખેડૂતોની સમયસૂચકતાને કારણે જાનહાનિ ટળી છે. બપોરના સમયે મગર તળાવના મધ્ય ભાગમાં સતત અડધા કલાક સુધી દેખાયો હતો.તળાવમાં મગર હોવાની માહિતી મળતાં જ સ્થાનિક સરપંચે તાબડતોબ જિલ્લા વન વિભાગ તથા વડોદરા પ્રાણીસંગ્રહાલયના સત્તાધીશોને પણ જાણ કરી દીધી છે. તેની સાથે સાંજ પછી કોઈ ગ્રામજન ઉપર મગર હુમલો કરી તથા રાત્રિના સમયે મગર ગામના રહેણાંક વિસ્તારોમાં ધસી આવી ગ્રામજનોને નુકશાન ન કરે તેની તકેદારીરૂપે તળાવની ફરતે તાબડતોબ હેલોઝન તથા મરક્યુરી ફલડ લેમ્પ લગાવવામાં આવ્યો છે. જ્યારે વન વિભાગ તથા સરપંચ દ્વારા ગ્રામજનોને સ્પષ્ટ ખાસ તાકીદ કરીને તળાવના પાણી તરફ બીજી સૂચના ન મળે ત્યાં સુધી ન જવા જણાવ્યું છે. આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે રાત્રિ રોનનું પણ આયોજન હાથ ધરાયું છે.ઉપરવાસના વરસાદી પાણીની આવક શરૂ થતાં ખંભાતના અખાતને મળતા નિકાસ કાંસ છલકવા લાગ્યા છે. વન વિભાગના અધિકારી પટેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ઉપરવાસના પાણીની આવક જારી હોઈ નિકાસના પાણીમાં મગર તળાવ સુધી આવી શકે છે. મગરને બહાર કાઢવા તમામ પ્રયત્નો હાલ ચાલી રહ્યો છે.મગર પાંચ ફૂટનો હોવાનો અંદાજ.ફિણાવના તળાવ કિનારે ગુરૂવારે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, વિશાળ કદનો મગર બપોરના સમયે દોઢથી બે ફૂટ પાણી ઉડાડતો હતો. તે અંદાજિત પાંચ ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે. જો કે માનવભીડ એકત્ર થતાં જ તે તે તળાવના ઉંડા નીરમાં ગરકાવ થઈ જાય છે.


તારાપુરમાં ટ્રક ભરી ગેરવલ્લે થતો ઘઉંનો જથ્થો ઝડપાયો

તારાપુર - ખંભાતમાં સરકારી ઘઉંને બારોબાર વેચી મારવાનું કૌભાંડ તારાપુર મામલતદારે બુધવારની સાંજે ઝડપી પાડ્યું હતું. ખંભાતથી ૬૫ ટન સરકારી ઘઉં ભરી જતા મીની ટ્રકને મામલતદારે ઉંટવાડા નજીક જ ઝડપી પાડ્યો હતો.સુત્રોના જણાવ્યાનુસાર, તારાપુર મામલતદાર દેવાંગી દેસાઈ અને તેમની ટીમે ખંભાત - તારાપુર રોડ પર ઉંટવાડા ગામ નજીક વાહન ચેકીગ કર્યું હતું. આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતી મીની ટ્રક નં.જીજે ૫ ડબલ્યું ૯૬૩૬ને રોકી તલાશી લેતા તેમાં ૧૩૦ કટ્ટા એટલે કે ૬૫ ટન સરકારી ઘઉં મળી આવતાં મામલતદારે ચાલકની પૂછપરછ કરી હતી. આ પુછપરછમાં ચાલકે પોતાનું નામ વિજયકુમાર રાવળ (રહે.તારાપુર) હોવાનું જણાવ્યું હતું અને આ જથ્થો ખંભાતના એક ગોડાઉનમાંથી ઉપાડી તેને તારાપુર પહોંચાડવાનો હતો.જો કે, તે કોઈ પુરાવા રજુ કરી શકતા આ સરકારી ઘઉં બારોબાર વેચી મારવાનું કૌભાંડ હોવાની શંકા જતાં મીની ટ્રક અને ઘઉં કિંમત રૂ.૪૫,૫૦૦ સહિત સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ચાલક વિજયકુમાર ખંભાતના ગોડાઉન સિવાય વધુ વિગત આપી ન શકતા તારાપુરની ટીમે તુરત જ ખંભાત ગોડાઉનમાં તપાસ કરી આ જથ્થો ક્યા દુકાનદારે બારોબાર મેચી માર્યો છે ? સમગ્ર નેટવર્કમાં કોઈ સંડોવાયું છે કે કેમ ? તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.


અભિનેત્રી સાધનાને ઘર ખાલી કરાવવા માટે બિલ્ડરની ધમકી

ફિલ્મ નિર્માતા અને બિલ્ડર લાકડાવાલાએ આરોપ નકાર્યા, સાધના જ ઘરમાં અનધિકૃત પ્રવૃત્તિ ચલાવી રહી હોવાનો વળતો આરોપ. સાઈઠ અને સિત્તેરના દાયકામાં ફિલ્મોધ્યોગ ગજવનારી અને લાક્ષણિક હેરસ્ટાઈલ (સાધના કટ)થી સૌનું ધ્યાન આકર્ષનારી અભિનેત્રી સાધના સાધના નૈયરે ફિલ્મકાર અને બિલ્ડર યુસુફ લાકડાવાલા તેને ઘર ખાલી કરાવવા માટે ધમકી આપી રહ્યો છે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે લાકડાવાલા આ આરોપ સદંતર જુઠાણું હોવાનો બચાવ કરી રહ્યા છે.સાંતાક્રુઝ સ્થિત આશા ભોંસલેના બંગલામાં ભાડૂત તરીકે છેલ્લાં અનેક વર્ષથી સાધના, લાકડાવાલા અને અન્ય એક ભાડૂત રહે છે. સાધના પહેલા માળે, લાકડાવાલા ઉપરના માળે રહે છે. પાણીની અછત હોવાને કારણે સાધનાએ તેની સેક્રેટરીને અગાશી ઉપર જઈને પાણીની ટાંકી તપાસવા મોકલી હતી. તે સમયે બિલ્ડરે તેને પોતાના માળ પર નહીં આવવા ધમકાવી હતી એવી ફરિયાદ હોવાનું પોલીસે જણાવ્યું હતું.સાધનાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે લાકડાવાલાએ ફોન કરીને જાનથી મારી નાખવાની અને લાશના ટુકડા કરીને મૃતદેહની ભાળ નહીં મળે એવી જગ્યા ફેંકી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત ઘર ખાલી કરાવવાની પણ ધમકી આપી હતી,અગાઉ પણ લાકડાવાલાએ આવા પ્રકારનો ત્રાસ આપ્યો હતો. એ સમયે લાકડાવાલાને શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ તેમની ભાષામાં સમજાવ્યા હતા એમ સાધનાએ ફરિયાદમાં જણાવ્યાનું પોલીસે જણાવ્યું હતું.


આખરે મુંબઈના બંદર પરથી જહાજોની અવરજવર શરૂ થતાં હાશકારો

અરબી સમુદ્રમાં વરલી નજીક પનામાના બે જહાજ ટકરાયા બાદ સર્જાયેલી હાલાકીના પાંચ દિવસ પછી મુંબઈના બંદર પરથી જહાજોની અવરજવર બુધવારે મોડી રાતથી શરૂ કરવામાં આવી હતી. નૌકા દળની આગેવાનીમાં આ અવરજવર શરૂ કરવામાં આવી હતી. આને કારણે મુંબઈને માથે ઈંધણની અછત સર્જાવાનો ભય પણ ટળ્યો છે.બુધવારે રાત્રે ૧૦.૦૦ કલાકે નૌકા દળની આગેવાનીમાં અટવાયેલાં જહાજોની મુંબઈમાંથી અવરજવર શરૂ કરવામાં આવી હતી. આ અગાઉ તટરક્ષક દળ તથા અન્ય એજન્સીઓએ આ જહાજોના માર્ગમાં આવતાં દુર્ઘટનાગ્રસ્ત જહાજમાંથી પડેલાં કન્ટેઈનરોને દૂર કરાયાં હતાં. ત્યાર બાદ ધીમે ધીમે જહાજોની અવરજવર શરૂ કરવામાં આવી હતી, એમ સંરક્ષણ દળના પ્રવકતા કેપ્ટન એમ. નામ્બિયારે જણાવ્યું હતું.ગુરુવાર સુધીમાં સાત જહાજને મુંબઈ બંદરથી બહાર જવાનો માર્ગ કરાયો હતો, જ્યારે પાંચ જહાજને મુંબઈ બંદરે આવવાનો માર્ગ કરાયો હતો, એમ તેમણે જણાવ્યું હતું.આ જહાજોને હેલિકોપ્ટર દ્વારા હવાઈ સહાયતા પણ કરવામાં આવી હતી, જ્યારે બે સર્વેક્ષણ બોટ પણ સજ્જ રખાઈ હતી, જેથી અવરજવર કરનારાં જહાજોના માર્ગમાં કોઈ અવરોધ નહીં આવે, એમ તેમણે જણાવ્યું હતું.નૌકા દળનું જહાજ માતંગા અવરજવર કરતાં જહાજોનું માર્ગદર્શન કરતું હતું. શનિવારે એમએસસી ચિત્રા અને એમવી ખલિજિયા-૩ જહાજ ટકરાયાં હતાં. આમાંથી ખલિજિયાને હેમખેમ કિનારે લાવવામાં આવ્યું હતું. જોકે રસાયણો, જંતુનાશકો, ખાદ્યપદાર્થ ભરેલાં ૧૨૧૯ કન્ટેઈનર સાથેનું ચિત્રા ડૂબવા લાગ્યું હતું. તેમાંથી લગભગ ૨૫૦ કન્ટેઈનર પાણીમાં સરકી ગયાં હતાં. આ કન્ટેઈનરો રાયગઢ, ઉરણ સુધી પહોંચી ગયાં હતાં. કમસેકમ ૩૧ કન્ટેઈનરોમાં ઘાતક રસાયણ છે. આને કારણે દરિયાઈ જીવ માટે જોખમરૂપ બની ગયાં છે. વળી, સમુદ્રની થપાટોને કારણે અમુક કન્ટેઈનર ફૂટીને તેમાંથી તેલનો ઢોળાવ થયો છે, જેની પર રસાયણનો છંટકાવ કરીને તેને દૂર કરી પાણી સાફ કરવા વિવિધ એજન્સીઓ કામે લાગી છે.જેએનપીટી, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, તટરક્ષક દળ, વિદેશી નિષ્ણાતો દ્વારા કન્ટેઈનરો કિનારે લાવવાની અને પાણી સાફ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.


વિઝા મુદ્દો ઓબામાની મુલાકાતને ન નડે તેની ચિંતા

એચ-૧બી તથા એલ-૧ વિઝા ફીમાં અમેરિકાએ કરેલા જંગી વધારાથી ભારતની આઈટી કંપનીઓની વધતી નારાજગી વચ્ચે અમેરિકા હવે એવું ઈચ્છતું નથી કે પ્રમુખ ઓબામાની ભારત મુલાકાત પૂર્વે બન્નેના સંબંધોમાં ઓટ આવે. આ કારણે હવે ઓબામા તંત્રે કેપિટલ હિલ તથા વ્યવસાયિક સમુદાય સાથે વાતચીતનો પ્રારંભ કર્યો હતો.ઓબામા નવેમ્બરમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમેરિકા એ વાતે ઉત્સુક છે કે આ મુદ્દાની બન્ને દેશો વચ્ચે ઝડપભેર વધતા આર્થિક સંબંધો પર કોઈ માઠી અસર ન પડે. આઈ.ટી. કંપનીઓ પર વાર્ષિક ૨૫૦ મિલિયન ડોલરનો બોજો પડશે. વિઝા ફીમાં વધારાને પગલે ભારતીય આઈ.ટી. કંપનીઓનો વિઝાનો ખર્ચ વધશે અને આ પેટે નવો વાર્ષિક ૨૫૦ મિલિયન ડોલરનો આર્થિક બોજો વધશે પરંતુ આ બાબતે હજુ એક સૂત્રતા જણાતી નથી.સૂત્રોના કહેવા મુજબ ‘આ એક એવોમુદ્દો છે કે જેની અમારી હિલના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. અમે સરકાર સાથે પણ વાતચીત કરી હતી અને અમે વ્યવસાયિક સમુદાયની ચિંતાઓથી પણ અવગત થઈ રહ્યા છીએ.૫૦ કરતા વધુ કર્મીઓ ધરાવતી કંપનીઓને લાગુ પડશે.આ ફી વધારો એવી કંપનીઓને લાગુ પડશે કે જેના ૫૦ કરતા વધુ કર્મચારીઓ હોય અને તેના મોટાભાગના કર્મીઓ વિઝા ધરાવતા વિદેશી કામગારો હોય. ખરડાની સેનેટ સમીક્ષામાં ભારતની કંપનીઓ વિપ્રો, ટાટા, ઈન્ફોસિસ અને સત્યમના નામોમાં જ માનતા અમેરિકાના વિવિધ સ્થળોએ ટેકનિશિયન અને એન્જિ. માટે સેંકડો આવા વિઝાનો ઉપયોગ કરે છે.


કિવિ-શ્રીલંકા વચ્ચે આજે જંગ

ત્રિકોણીય વન-ડે શ્રેણીના પ્રારંભિક મુકાબલામાં ભારતને ૨૦૦ રનથી હરાવીને પોતાનાં અભિયાનની સંગીન શરૂઆત કરનાર ન્યૂઝીલેન્ડની ટીમ શુક્રવારે યજમાન શ્રીલંકા સામે રમશે ત્યારે તે વિજયકૂચ જાળવી રાખવાના ઇરાદા સાથે ઊતરશે. સંગાકરાનાં નેતૃત્વ હેઠળની શ્રીલંકન ટીમ પણ પોતાના અભિયાનની વિજય સાથે શરૂઆત થાય તેવો લક્ષ્યાંક રાખી રહી છે. આ મેચનું ટેન સ્પોર્ટ્સ પર બપોરે ૨:૩૦ કલાકે પ્રસારણ કરવામાં આવશે. શ્રીલંકન ટીમને પોતાના ઘરઆંગણાની પરિસ્થિતિનો ફાયદો મળશે.
દમ્બુલ્લામાં યજમાન શ્રીલંકન ટીમે ૨૮ મેચ રમી છે જેમાં તેણે ૨૦ વિજય મેળવ્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમે અહીં રમેલી છ મેચમાં ચાર મેચ જીતી છે. પ્રારંભિક મુકાબલામાં ભારત સામે શાનદાર વિજય મેળવીને ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી વન-ડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે, જે ચોક્કસપણે કિવિ ક્રિકેટરોનો આત્મવિશ્વાસ વધારશે. ત્રિકોણીય શ્રેણીના બીજા મુકાબલામાં બંને ટીમોને ખેલાડીઓની ઇજાની કોઇ સમસ્યા સતાવી રહી નથી.ટીમની ક્ષમતા પર નજર નાખીએ તો સુકાની સંગાકરા, ઉપસુકાની મહેલા જયવર્દને, ઓપનર તિલકરત્ને દિલશાન તથા તરંગા ફોર્મમાં છે અને તેઓ શ્રીલંકન બેટિંગ લાઇનઅપને વધારે મજબૂત બનાવી રહ્યા છે. ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝ પણ બેટ દ્વારા ઉપયોગી યોગદાન આપી શકે છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના બેટિંગક્રમમાં અપેક્ષા મુજબ નવા ખેલાડીઓનો સમાવેશ થાય છે પરંતુ સુકાની રોઝ ટેલર અને સ્કોટ સ્ટાયરિસની જોડી પ્રથમ મુકાબલામાં ભારતને ભારે પડી હતી. આ બંને બેટ્સમેન સાથી ખેલાડીઓનાં સમર્થન વડે ટીમને જંગી સ્કોર સુધી પહોંચાડી શકે છે. કિવિ બેટ્સમેનોને કાબૂમાં રાખવા માટે શ્રીલંકન ટીમ મુખ્યત્વે તેના સ્પિનઆક્રમણ પર વધારે મદાર રાખશે. બોલિંગમાં શ્રીલંકાનું સ્પિનઆક્રમણ મજબૂત છે તેમ કિવિ ટીમ તેના ઝડપી બોલર્સ પર આધાર રાખી રહ્યું છે. શ્રીલંકાનો મેન્ડીસ, રણદીવ પિચ પરથી થોડીક મદદ મળે તો હરીફ ટીમને વેરવિખેર કરવાની ક્ષમતા ધરાવે છે. લસિત મલિંગાની હાજરીમાં શ્રીલંકાના પેસ એટેકને ન્યૂઝીલેન્ડની ટીમ હળવાશથી લઇ શકે તેમ નથી.મલિંગા ઇનિંગ્સના અંત ભાગની ઓવર્સમાં ઘાતક યોર્કર નાખે છે જેના કારણે કિવિ બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જાય તેવી સંભાવના છે. ટફી અને મિલ્સે ભારતને માત્ર ૮૮ રનમાં સમેટીને ન્યૂઝીલેન્ડના ઘાતક આક્રમણનો પરચો આપી દીધો હતો. વેટ્ટોરીની ગેરહાજરીમાં ટીમનું સુકાન સંભાળનાર રોઝ ટેલર વધુ એક વખત મોટી ઇનિંગ્સ રમે તેવી પૂરી સંભાવના છે.

જેટલી, રાજનાથ સિંહ અને નાયડુ ગુજરાતમાં

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


જેટલી, રાજનાથ સિંહ અને નાયડુ ગુજરાતમાં

સીબીઆઈ દુરુપયોગના વિરોધમાં આજે અમદાવાદ, વડોદરા અને સુરતમાં અલગ અલગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં અરુણ જેટલી, વડોદરામાં રાજનાથ સિંહ જ્યારે સુરતમાં વેંકૈયા નાયડુ સભા હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત આગામી સપ્તાહ દરમ્યાન વધુ આક્રમક આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું પણ વિચારાયું હોવાના સંકેત મળી રહ્યાં છે. વેંકૈયા નાયડુ સુરતમાં આવી પહોંચ્યો છે જ્યાં તેઓએ પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતો. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે મારો કોંગ્રેસ પર સીધો આરોપ છે કે તે સીબીઆઈનો દુરોપયોગ કરી રહ્યો છે.
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની ધરપકડને પગલે ભાજપે કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના આક્ષેપ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જેના ભાગરૂપે હવે અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપના સિનિયર રાષ્ટ્રીય આગેવાનોની હાજરીમાં સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં સેમિનારો યોજવાનું નક્કી કર્યું છે.રાજ્યમાં કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં આ સેમિનારનું આયોજન કરાયું છે.એવી જ રીતે શુક્રવારે જ વડોદરા અને સુરત ખાતે પણ આવા જ સેમિનારો યોજાશે.વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય આગેવાન રાજનાથ સિંહ અને સુરતમાં યોજાનારા સેમિનારમાં વેકૈંયાનાયડુ ખાસ સંબોધન કરશે.નોંધનીય છે કે અમિતશાહની ધરપકડ બાદ ભાજપ દ્વારા સીબીઆઈના દુરુપયોગનો આક્ષેપ કરીને આ બાબતને શેરીઓમાં લઈ જવાની ચિમકી આપાઈ હતી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.ફળદુ તથા અન્ય આગેવાનોના નેતૃત્વમાં અમદાવાદ સહિતના મહાનગરોમાં મૌન રેલીઓ યોજી હતી તથા તે પછી આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું નક્કી કરાયું હતું પરંતુ તે પછી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી.


ગૂગલ-સ્કાઈપ પર પણ લાગી શકે પ્રતિબંધ!

બ્લેકબેરીને 31 ઓગસ્ટનો અલ્ટિમેટમ બાદ હવે ભારતમાં ગૂગલ અને સ્કાઈપ પર પણ પ્રતિબંધ. મોબાઈલ ફોન સર્વિસ બ્લેકબેરી પર ભારતમાં સુરક્ષા કારણે લટકતી તલવાર છે. પરંતુ હવે ભારત સરકારે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ ઈન્ટરેનેટ ટેલિફોન સર્વિસ પુરી પાડનાર ફર્મ સ્કાઈપ સુધી પહોંચી ગઈ છે. સુરક્ષા કારણે કેન્દ્ર સરકારે બ્લેકબેરીને ચેતવણી આપી છે કે જો 31 ઓગસ્ટ સુધી સુરક્ષા શરતોને પુરી નહિ કરી તો ભારતમાં તેની સેવાઓ બંધ કરી દેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહમંત્રાલયમાં ટેલિકોમ અને ઈન્ટરનેટ સર્વિસ આપનાર કંપનીઓની સાથે બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે ઈન્ટરનેટના આધારે આપવામાં આવી રહેલ બધી સંચાર સેવાઓના ડેટા સુધી પહોંચી અને તેની નિયમિત મોનીટરીંગ ઈચ્છે છે. દૂરસંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતની સુરક્ષા ચિંતાઓ બ્લેકબેરી, સ્કાઈપ અને ગૂગલને લઈને છે. પરંતુ સરકાર તેની શરૂઆત બ્લેકબેરીથી કરી રહી છે.ગૃહમંત્રાલયે બ્લેકબેરી સેવાઓને 31 ઓગસ્ટ સુધીનો અલ્ટીમેટમ આપ્યો છે. આ સિવાય સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને હવે ભારતમાં ગૂગલ અને સ્કાઈપ પર પણ બેન લગાવી શકે તેવી સંભાવના છે. તે આ બન્ને ઈન્ટરનેટ આધારિત સંદેશ સેવાઓને પણ બંધ કરી શકે છે.પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય દૂરસંચાર અધિકારીઓ અને ઓપરેટર સંઘોની ગુરૂવારે થયેલ બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે ઈન્ટરનેટના આધારે આપવામાં આવી રહેલ બધી સંચાર સેવાઓના ડેટા સુધી પહોંચી અને તેની સતત દેખરેખ ઈચ્છે છે.આ વિષે દુરસંચાર મંત્રાલય પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતની સુરક્ષા ચિંતા ફક્ત બ્લેકબેરી જ નહીં પરંતુ સ્કાઈપ અને ગૂગલને લઈને પણ છે. પરંચુ સરકારી સ્તર પર આની શરૂઆત બ્લેકબેરીથી થઈ રહી છે.સરકારે બ્લેકબેરી ફોનની ઘણી સેવાઓને રોકવા માટેનો નિર્ણય ટાળીને બ્લેકબેરીને 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મંત્રાયલે દુરસંચાર વિભાગે તેની જાણકારી આપી છે. ગૃહમંત્રાલયે ભારતીય નિયમોને ધ્યાનમાં રાખીને ફોન કંપનીને 31 ઓગસ્ટ સુધી અલ્ટિમેટમ આપ્યો છે.


કડક સુરક્ષા સાથે અમિનને કોર્ટમાં લવાયા

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરકેસમાં તાજના સાક્ષી બની પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપવા માટે કોર્ટમાં અરજી કરનાર ડો. નરેન્દ્ર અમીનને કડક સુરક્ષાની સાથે કોર્ટમાં હાજર કરાયા છે. સોહરાબુદ્દી કેસના 11 આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યાં છે. યશપાલ ચુડાસમાના આગોતરા જામીનની સુનાવણી 18મી તારીખે રાખવામાં આવી છે. વણઝારા સહિત 11 ઓરોપીઓને આજે ચાર્જશીટની નકલ આપી છે. સીબીઆઈ કોર્ટે 11 આરોપીઓને ચાર્જશીટની નકલ આપી છે.સોહરાબુદ્દી કેસના 11 આરોપીઓને લાવવાના હોવાથી કોર્ટ બિલ્ડિંગમાં કડક સુરક્ષા મુકવામાં આવી છે. મેટલ ડિટેક્ટર લગાવવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત તૈનાત કરાયો છે. સીબીઆઈ કોર્ટ રૂમની બહાર પણ પોલીસ મુકવામાં આવી છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટરકેસમાં તાજના સાક્ષી બની પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપવા માટે કોર્ટમાં અરજી કરનાર ડૉ. નરેન્દ્ર અમીનને કોર્ટ સવાલ કરશએ કે તમારે તાજના સાક્ષી બનવું છે કે કેમ? અને તમે સ્વેચ્છાએ સાક્ષી બનવા માગો છો કે તમારા ઉપર કોઇનું દબાણ છે?કદાચ તમારું નિવેદન તમારા માટે પણ સજાનું કારણ બની શકે છે. જોકે આ સવાલો બાદ પણ અમીન તાજના સાક્ષી બનવાની તૈયારી બતાવશે તો જેના કારણે તેમને કોર્ટ દ્વારા તા.૧૮મી ઓગસ્ટ સુધી આ મુદ્દે વિચારણા કરવાનો સમય આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ તેમનું સીઆરપીસી ૧૬૪ મુજબ અદાલતમાં બંધબારણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવશે.


મુંબઇમાં 11 કરોડમાં ફ્લેટ વેચાયો

મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં એક ફ્લેટ 11.3 કરોડમાં વેચાયો છે. અપ્પા સાહેબ મરાઠા માર્ગ પર બનેલા એક એપાર્ટમેન્ટમાં ફ્લેટનો વિસ્તાર અંદાજે 2300 સ્કવેર ફીટ છે. તે હિસાબે પ્રતિ સ્કવેર ફીટ વિસ્તાર અંદાજે 49,000 રૂપિયાનો પડ્યો. સામાન્ય રીતે લોઅર પરેલ વિસ્તારમાં પ્રતિ સ્કવેર ફીટ વિસ્તારની કિંમત 18,000 રૂપિયાથી 30,000 રૂપિયા પ્રતિ સ્કવેર ફીટની વચ્ચે છે.
જો કે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં હાઇ એન્ડ ફ્લેટ્સની માંગ ઝડપથી વધી રહી છે. તેના લીધે કિંમતોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. છેલ્લાં ત્રણ મહિના દરમ્યાન જ લોઅર પરેલ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ 23 ટકા સુધી વધે છે. મોંઘી પ્રપોર્ટીની માંગમાં આવેલ તેજીને જોતા બિલ્ડર્સ પણ લકઝરી ફ્લેટ્સ બનાવા પર વધુ જોર આપી રહ્યા છે. વીતેલા 6 મહિનાઓ દરમ્યાન તમામ મોટા બિલ્‍ડર્સે લોઅર પરેલ વિસ્તારમાં પોતાની પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યો છે. અને જાણકારોની માનીએ તો આવનારા દિવસોમાં અહિં પ્રોપર્ટીમાં વધુ ઉછાળો આવશે.


આવતા સપ્તાહથી સાંસદોને બખ્ખાં!

મોંઘવારીના આ દોરમાં સામાન્ય વર્ગના લોકો માટે ધર ખર્ચ કાઢવો મુશ્કેલ થઇ રહ્યો છે. પરંતુ આપણા સાંસદોના પગારમાં જલ્દીથી ભારે ભરખમ વધારો થવાનો છે. આવતા સપ્તાહે સંસદમાં તેની સાથે જોડાયેલ વિધેયક પસાર થઇ શકે છે. સાંસદોનો પગાર મહિનાનો રૂપિયા 16000 થી વધીને રૂ.80,000 થવાનો છે. તેની સાથે જ ખાનગી સચિવોની સેલેરીને પણ માસિક રૂ.14,000 થી વધીને રૂ.30,000 કરવાનો પ્રસ્તાવ છે.એટલું જ નહિં સંસદ સત્ર દરમ્યાન સાંસદોના દરરોજ મળનાર ભથ્થાને પણ રૂ.1,000 થી વધારીને રૂ.2000 કરવાનું છે. તેમના માટે વાર્ષિક વિમાની મુસાફરીની સંખ્યા 34 થી વધારીને 50 કરવાની છે. આ સિવાય સાંસદોને કાર ખરીદવા માટે મળનાર વ્યાજ વગરની લોન રૂપિયા 1 લાખથી વધારીને 5 લાખ કરી દેવાશે.પરંતુ આ આખા મામલામાં પૂર્વ સાસંદોનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. પૂર્વ સાંસદો માટે પેન્શન માસિક રૂપિયા 8,000 થી વધારીને રૂ.16,000નો પ્રસ્તાવ પણ છે. આ પ્રસ્તાવોને મંજૂરી મળ્યા બાદ સાંસદોના પગાર અંદાજે માસિક રૂ.1.25 લાખ થઇ જશે.


ડભોઇના તરસાણા ગામે મહિલાનાં કપડાં ફાડી આબરૂ લેવાની કોશિશ

ડભોઇના તરસાણા ગામે રહેતા જયંતી રાઠોડિયાની પત્ની સુમિત્રા ગત ૨૦ મી જુલાઇએ ઘરમાં બાળકો સાથે સૂઇ ગઇ હતી. મધરાતે ગામનાં લાલા ચીમન રાઠોડિયાએ ઘરમાં પ્રવેશ કરી મહિલાની આબરૂ લેવાની કોશિશ કરી હતી. તેણે મહિલાના કપડાં પણ ફાડી નાખતાં મહિલાએ બૂમરાણ મચાવ્યું હતું. જેથી લાલા રાઠોડિયા ભાગી છુટ્યો હતો. મહિલાએ પતિને જાણ કરતાં બીજા દિવસે ઘરે આવી તારા ઘરવાળાને કેમ કહ્યું તેમ કહી મહિલાના વાળ પકડી માથું થાંભલામાં પછાડ્યું હતું. મહિલાએ ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


દુનિયાનું સૌથી મોટું 3D LED ટીવી રજૂ

કોરિયાની કંપની સેમસંગે ટેલિવિઝનની દુનિયામાં વધુ એક હંગામો કર્યો છે. અમેરિકામાં કંપનીએ સી 8000 સીરીજના સૌથી મોટું 3D LED ટીવી રજૂ કર્યું છે. તેની સ્ક્રીન બિલકુલ ફ્લેટ છે અને 65 ઇંચનું છે. આ ટીવી ખૂબ જ પાતળું છે અને તેને જોવા માટે કંપની ખાસ પ્રકારના ચશ્મા આપી રહી છે. તેની કિંમત અમેરિકામાં 6000 ડોલર એટલે કે રૂપિયા 2,80,000 છે. આ ટીવીને એનર્જી સ્ટાર 4નો દરજ્જો મળ્યો છે. તેમાં વધુ વીજળીનો ખર્ચ થતો નથી. તેની સાથે કંપની કેટલીક એવા મુવીઝ આપી રહી છે જે 3D માં જ બન્યા છે.આ વર્ષે ગરમીના લીધે કોરિયાની જ કંપની એલજીએ 84 ઇંચનું એક UHD 3 D ટીવી રજૂ કર્યું હતું. પરંતુ તે બજારમાં ઉતાર્યું નથી. કંપની એવા ટીવી પર કામ કરી રહી છે જેને જોવા માટે ચશ્મા પહેરવા પડશે નહિં.


બ્રિટનના સરળ વિઝા થકી ભારતીય પ્રવાસીને આકર્ષશે

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોને ગુરુવારે જણાવ્યું હતું કે બ્રિટનના પ્રવાસ ઉદ્યોગને વેગ આપવા ભારતીયો માટે વિઝા નિયંત્રણોમાં ખાસ છૂટછાટ આપવામાં આવશે. ધનવાન ભારતીય મુલાકાતીઓ વેસ્ટ એન્ડમાં પહોંચીને મબલક ખરીદી કરતાં જોવા મળતાં સરકારે આ નિર્ણય લીધો છે.બ્રિટનનો પ્રવાસન ઉદ્યોગ રોજગારી અને આવક ઊભી કરીને અર્થતંત્રમાં મહત્વનું પ્રદાન કરી રહ્યો છે. વાર્ષિક અર્થતંત્રમાં આ ક્ષેત્રનું વાર્ષિક પ્રદાન ૧૧૫ અબજ પાઉન્ડનું પ્રદાન રહે છે. ભારત અને ચીનના મુલાકાતીઓને વિઝિટર્સ વિઝા આપવાની પ્રક્રિયાને સરળ બનાવીને આ વર્ષે બ્રિટિશ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા પગલાં લેવાશે.વડાપ્રધાને જણાવ્યું હતું કે પ્રવાસીઓને બ્રિટન આવતાં અવરોધોને દૂર કરવા સરકાર પગલાં લેશે. આ હેતુસર ભારત અને ચીન જેવા દેશમાં વિઝા ડિલિવરી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ઓનલાઇન વિઝા અરજીની સંખ્યા વધારવા પગલાં લેવામાં આવશે.વર્ષ ૨૦૧૧ સુધીમાં કુલ પૈકી ૭૫ ટકા વિઝા અરજીઓ ઓનલાઇન મળી શકે અને વર્ષ ૨૦૧૪ સુધીમાં તો ૧૦૦ ટકા અરજી ઓનલાઇન મળી શકે તેવી માળખાકીય વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સ્થાનિક સત્તાવાળાને વધુ સત્તા આપવા અને નાના ધંધારોજગારને નિરુત્સાહ કરતા અધિકારીઓને પદ પરથી દૂર કરવા વિચારણા થઇ રહી છે.


બ્લેકબેરી 'ટસની મસ' થવા તૈયાર નહિં

દેશમાં સરકાર સિક્યોરિટીની ચિંતા વ્યક્ત કરતાં બ્લેકબેરી બનાવતી કંપની કેનેડાની રિસર્ચ ઇન મોશન એટલે કે રિમ પાસે ડિકોડ માંગ્યું છે. છતાં પણ હજુ બ્લેકબેરી ટસની મસ થવા માટે તૈયાર નથી. રિમે કહ્યું કે જો અમને ભારતની કોર્ટનો આદેશ હશે તો અમે તેમને જોઇતી માહિતી પૂરી પાડીશું. પણ આ રિમ કંપનીએ ડિકોડ આપવાની વાતનો હજુ ઉચ્ચાર સુદ્ધાં કર્યો નથી.ગઇકાલે ગૃહમંત્રાલયની બ્લેકબેરીના વિવાદને લઇને બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં ભારત સરકારે બ્લેકબેરીને 31મી ઓગ્સટ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકારે રિમને સિક્યોરિટી એજન્સીને ટેકનોલોજી પૂરી પાડવા માટેની વાત કરી છે.ઉલ્લેખનીય છે કે બ્લેકબેરીની સુરક્ષાને લઇને ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં પણ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. બ્લેકબેરી ફોન પર આવતા એસએમએસ અને ઈ-મેલ પર નજર રાખવાની તેઓ સુરક્ષા એજન્સીઓને મંજુરી આપવાની ના પાડે છે. કંપની કહે છે કે તેમના સર્વરમાં ડેટાની સુરક્ષા વ્યવસ્થા એટલી હદે ચુસ્ત રાખવામાં આવી છે કે ગ્રાહક સિવાય ખુદ કંપની પણ તેને ચકાસી શકે તેમ નથી. અગાઉ સરકારે કંપનીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો બ્લેકબેરી પર આવતા સંદેશાના ડેટા પર સુરક્ષા એજન્સીઓને નજર રાખવાની મંજુરી નહીં અપાય તો નાછૂટકે ભારતમાં તેમની સેવાઓ બંધ કરવાનો આદેશ આપવો પડશે પણ સરકારે આવું કંઇ કર્યું નહિં અને 31મી ઓગસ્ટનું અલ્ટીમેટમ આપી દીધું.


શિક્ષકે વિદ્યાર્થીનું માથું બેન્ચ પર પછાળ્યું

વાલીએ ફરિયાદ કર્યા બાદ પ્રિન્સિપાલે ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો,વલસાડની આવાંબાઇ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીને ફટકારવાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વધુ એક ઘટના વલસાડ શહેરને અડીને આવેલા પારડીસાંઢપોરની ઇંગ્લીશ મીડિયમ સ્વામીનારાયણ વિદ્યાધામમાં પ્રકાશમાં આવી છે.આ શાળાના કોમ્પ્યુટર ઇન્સ્ટ્રકટર તરીકે ઓળખાતા શિક્ષકે નજીવી બાબતમાં ધો-પાંચના એક વિદ્યાર્થીનુ બેન્ચ સાથે માથુ અફાડી માર માર્યો હતો. જે અંગેની જાણ વાલીને થતા તેઓએ ભારે આક્રોશ સાથે આચાર્યને રજૂઆત કરી હતી. વલસાડની શાળાઓમાં એક સપ્તાહમાં વિદ્યાર્થીને ફટકારવાનો બીજો બનાવ બનતા વાલીઓ ચિંતિત બન્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોમ્પ્યુટરના પિરિયડ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા. પરંતુ ઇન્સ્ટ્રકટર (શિક્ષક) અમીજની નજર મોહિત ભરતભાઇ રાજપૂરોહિત પર પડતા શિક્ષકે બાળકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. બાળક ધ્રૂસકે ધ્રૂસકે રડી પડતા આ અંગેની જાણ શાળાના આચાર્યને કર્યા વિના જ અન્ય વિદ્યાર્થીઓ મારફત મોહિતને તેના ઘરે રવાના કરી દીધો હતો. ત્યારબાદ કોઇ ઘટના બની જ ન હોય એમ અમીન પોતાના ઘરે ચાલી નિકળ્યો હતો. બીજીતરફ બાળક ઘરે પહોંચ્યા બાદ તેને ચક્કર આવતા હોવાનુ અને ઉલટી કરતો હોવાનુ માતા આશાબેનને નજરે ચઢયુ હતુ. જેથી તેમણે શું થયુ એ અંગે પૂછપરછ કરતા મોહિતે જણાવ્યું હતું કે, અન્ય કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા. પરંતુ શિક્ષક અમીનને પોતે મસ્તી કરતો હોવાનુ જણાતા તેમણે પોતાને માથાના ભાગે અને પેટના ભાગે માર માર્યો હતો.પુત્રને થયેલી ઇજાને પગલે પિતા ભરતભાઇ તાત્કાલિક શાળા ઉપર પહોંચી જઇ આચાર્ય મનોજ રાઉતને ફરિયાદ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટીચર અમીન ઘરે પહોંચી ગયો હતો.


જેટલી, રાજનાથ સિંહ અને નાયડુ ગુજરાતમાં

સીબીઆઈ દુરુપયોગના વિરોધમાં આજે અમદાવાદ, વડોદરા અને સુરતમાં અલગ અલગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં અરુણ જેટલી, વડોદરામાં રાજનાથ સિંહ જ્યારે સુરતમાં વેંકૈયા નાયડુ સભા હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત આગામી સપ્તાહ દરમ્યાન વધુ આક્રમક આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું પણ વિચારાયું હોવાના સંકેત મળી રહ્યાં છે. વેંકૈયા નાયડુ સુરતમાં આવી પહોંચ્યો છે જ્યાં તેઓએ પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતો. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે મારો કોંગ્રેસ પર સીધો આરોપ છે કે તે સીબીઆઈનો દુરોપયોગ કરી રહ્યો છે.
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની ધરપકડને પગલે ભાજપે કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના આક્ષેપ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જેના ભાગરૂપે હવે અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપના સિનિયર રાષ્ટ્રીય આગેવાનોની હાજરીમાં સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં સેમિનારો યોજવાનું નક્કી કર્યું છે.રાજ્યમાં કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં આ સેમિનારનું આયોજન કરાયું છે.એવી જ રીતે શુક્રવારે જ વડોદરા અને સુરત ખાતે પણ આવા જ સેમિનારો યોજાશે.વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય આગેવાન રાજનાથ સિંહ અને સુરતમાં યોજાનારા સેમિનારમાં વેકૈંયાનાયડુ ખાસ સંબોધન કરશે.નોંધનીય છે કે અમિતશાહની ધરપકડ બાદ ભાજપ દ્વારા સીબીઆઈના દુરુપયોગનો આક્ષેપ કરીને આ બાબતને શેરીઓમાં લઈ જવાની ચિમકી આપાઈ હતી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.ફળદુ તથા અન્ય આગેવાનોના નેતૃત્વમાં અમદાવાદ સહિતના મહાનગરોમાં મૌન રેલીઓ યોજી હતી તથા તે પછી આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું નક્કી કરાયું હતું પરંતુ તે પછી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી.હવે આજે પ્રદેશ ભાજપ દ્વારા એકાએક ભાજપના રાષ્ટ્રીય આગેવાનોની હાજરીમાં ત્રણ મહાનગરોમાં સેમિનારો યોજવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી સપ્તાહમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો ઘડાશે એવા નિર્દેશ આપવામાં આવ્યા છે.


સાહેબ, સુરક્ષાકર્મી હટાવી લો મારી પુત્રીને

સાહેબ મારા ઘરેથી પોલીસ સુરક્ષા હટાવી લો. મારી પુત્રીને સુરક્ષાકર્મીની કોઈ જરૂરીયાત નથી. અમે બે ટકનું ખાવાનું અમે મહા મુશ્કેલીથી મેળવીએ છીએ ત્યારે આ પોલીસકર્મીને ક્યાંથી ખવડાવીએ. આ આજીજી ઘરેથી ભાગીને કથિત પ્રેમલગ્ન કરનાર યુવતીના વૃદ્ધ માતા-પિતાએ અદાલતમાં કરી છે. તેઓએ નાયાધીશને એક અરજી આપીને આ સુરક્ષા હટાવી લેવાની માંગ કરી છે. યુવતીનો પ્રેમી જેલમાં છે અને તે પોતાના માતા પિતા પાસે રહે છે. હાઈકોર્ટના આદેશથી તેને સુરક્ષા આપવામાં આવી છે.
હરિયાણાના ભૂનાના ફતેહાબાદ રોડ સ્થિત ઢક્કી વિસ્તારમાં રહેતા અદલ સિંહની 18 વર્ષની પુત્રી અનિતા 28 જૂનના રોજ ઘરેથી ગૂમ થઈ ગઈ હતી. યુવતીના પરિવારજનોએ તેમની પાડોશમાં રહેતા દિનેશ નામના યુવાન સામે કેસ કર્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે લલચાવી-ફોસલાવીને યુવતીને ઉપાડી ગયો છે. 30 જૂનના રોજ પોલીસે બન્નેને ઉકલાના રેલવે સ્ટેશન પર પકડી લીધા જ્યાં દિનેશે જણાવ્યું કે બન્નેએ કોર્ટમાં લગ્ન કરી લીધા છે અને સુરક્ષાની માગણીની અરજી પણ કરી છે. આ દરમિયાન તે લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરી શક્યો ન હતો.બીજા દિવસે બન્નેને ફતેહાબાદ કોર્ટમાં રજૂ કરવમાં આવ્યાં જ્યાં યુવતીએ જે જુબાની આપી તેનાથી સમગ્ર કહાની પલટી ગઈ હતી. અનિતાએ આરોપ લગાવ્યો કે દિનેશ તેને નશીલી દવા પીવડાવી ઘરેથી ભગાડી ગયો હતો. ત્યાર બાદ પણ તે તેને નશો આપી રહ્યો હતો. પોતાના બચાવમાં આરોપીએ તેની સાથે આર્ય સમાજના મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ તે તેને ઘાક ઘમકી આપીને હાઈકોર્ટમાં લઈ ગયો હતો. અનિતાનું કહેવું છે કે દિનેશે તેની સાથે બળજબરી પૂર્વક લગ્ન કર્યા છે. યુવતીની જુબાનીના આધારે દિનેશને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.બીજી તરફ યુવતીને તેની ઈચ્છા અનુસાર તેના પરિવાર સાથે મોકલી આપવમાં આવી છે. યુવતીનું કહેવું હતું કે તેની જાનને જોખમ છે આથી તેને સુરક્ષાકર્મી આપવમાં આવ્યો છે જે યુવતીના ઘરમાં રહે છે. હવે યુવતીના માતા પિતાએ આ સુરક્ષાકર્મીને હટાવવાની માગ કરી છે અને કહે છે કે તેઓ મજૂરીકામ કરે છે. તેઓને ખાવાના ફાફા છે ત્યા આ સુરક્ષાકર્મીને શું ખવડાવે, મજૂરીકામ કરીને તેઓ તેના પરિવારનું ભરણપોષણ કરે છે. કોર્ટમાં કરાયેલી આ અરજીમાં યુવતીનું પણ સમર્થન છે.

એશ-અભિને કોઈ લેવા નથી માંગતું

મણિરત્નમની ફિલ્મ ગુરૂમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી હતી. આ ફિલ્મ ઘણી જ હિટ રહી હતી અને લોકોને ગમી હતી. આ જ કારણોસર મણિ રત્નમે ફિલ્મ રાવણમાં આ જોડીને લીધી હતી. જો કે આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.હવે, મણિ રત્નમ પોતાની આગામી ફિલ્મમાં એશ-અભિ નહિ પરંતુ વિદ્યા અને માધવનને લઈને એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ જોડી ફિલ્મ ગુરૂમાં જોવા મળી હતી.મણિની આ ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત હશે. વિદ્યા અને માધવનની કેમેસ્ટ્રી કમાલની છે. માધવન અને વિદ્યાએ સાથે કામ કર્યુ ત્યારથી જ તેઓ અન્ય ફિલ્મોમાં સાથે કામ કરવા માંગતા હતા. લાગે છે કે, હવે મણિને એશ-અભિની જોડી પર વિશ્વાસ નથી.


સ્વપ્નમાં સાપ એટલે કાલસર્પ દોષ નિશાની

સપનામાં અનેક ઘટનાઓ ફિલ્મની જેમ દેખાતી હોય છે. સપનામાં દેખાનારી ઘટનાઓ આવનારા ભવિષ્યના સંકેતો છે. જે રીતે ફિલ્મોમાં દર્શક અને નાયક કોઈ પણ એક વ્યક્તિ હોય છે એ જ રીતે આપણા સ્વપ્ન પણ ક્યારેક ડરાણમા અને ભયભીત કરનારા હોય છે.જો સપનામાં સાપ દેખાય તો એનો મતલબ છે કે તમારી કુંડળીમાં કાલસર્પ દોષ છે. તો જાણીએ કેટલાક એવા સંકેતોને જેના દ્વારા આપણે આપણી કુંડળીની અને જન્માક્ષરમાં કયો રોગ છે તેની જાણકારી મેળવી શકીએ.- સૂતેલા સાપને શરીર તરફ આવતો જોઈને ક્યારેય ન ગભરાવવું.- પાણી પર તરતો સાપ જોવો.- સાપની જોડી હાથમાં લપેટાયેલી જોવી. સપનામાં અસંખ્ય સાપ જોવા.સપનામાં ઉડતો સાપ જોવો.- સાપની જાડી હાથ અને પગમાં લપેટાયેલી જોવી.- સપનામાં અસંખ્ય સાપ જોવા.આ રીતે કોઈ પણ સાપ સ્વપ્નમાં દેખાય તો આપણા જીવનમાં કાલસર્પ દોષ હોવાના સંકેતો મળે છે અને જો આ પ્રકારના સાપ વારંવાર સપનામાં જોવા મળે તો કાલસર્પદોષની પૂજા અવશ્ય કરાવવી. એનાથી કાલસર્પ દોષ શાંતિ મળશે અને માનસિક શાંતિ પણ મળશે. આ સાથે જ તમને સાપના સ્વપ્ન દેખાતા બંધ થઈ જશે.


સપ્ટેમ્બરમાં લોન્ચ થશે 'નવી i10'!

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયા લિમિટેડ પોતાની પોપ્યુલર કાર, i10ને નવા અંદાજમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો સપ્ટેમ્બર મહિનામાં i10ને નવા લુક સાથે લોન્ચ કરી દેવામાં આવશે. જો કે તેના બેઝિક લુકમાં ખાસ ફેરફાર કરવામાં આવશે નહિં. પરંતુ નવી i10માં તમને પહેલાંની સરખામણીમાં વધુ ફીચર્સ મળશે. અને તેનું ઇન્ટિરિયર પણ પહેલાં કરતાં ઘણું સારૂં જોવા મળશે. એટલું જ નહિં નવી i10માં ઇન્ટિરિયર સ્પેસ પણ વધુ હશે.નવી i10ને હ્યુન્ડાઇના પોપ્યુલર કાપા એન્જિનની સાથે પણ લોન્ચ કરાશે. પરંતુ જૂની i10ની સરખામણી માટે 10,000 રૂપિયા સુધી વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. હાલ દિલ્હીમાં ' i10 કાપા'ની એક્સ શોરૂમમાં કિંમત 4.10 લાખ રૂપિયા છે. એટલે કે નવી i10 કાપા માટે તમને અંદાજે 4.40 લઆખ રૂપિયા ચૂકવવા પડશે. ત્યારે i10ના 'ઇરા મોડલ'ની દિલ્હીમાં કિંમત હાલ 3.83 લાખ રૂપિયા છે. તે હિસાબથી નવી i10 ઇરા તમને 3.93 લાખ રૂપિયામાં મળશે.હ્યુન્ડાઇ ભારતમાં પોતાની સૌથી પોપ્યુલર સેન્ટ્રોને પણ નવા અંદાજમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેને જલ્દીથી 800 સીસીના એન્જિનની સાથે લોન્ચ કરાશે. હજુ હાલમાં જ મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ પણ પોતાની સૌથી વધુ વેચાનાર કાર અલ્ટોને એક નવા રંગરૂપમાં લોન્ચ કરી છે.



ટીવી અભિનેત્રીની અશ્લિલ સીડી બનાવાઈ'

એક ટીવી અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવતાં પોતાના શોષણની દર્દ ભરી કહાની સંભળાવી છે. આ અભિનેત્રી પર આરોપ લગાવ્યો હતો કે કેવી રીતે એક વ્યક્તિ તેને પ્રોડ્યુસર બનીને મળ્યો અને પછી ફિલ્મ બનાવવાના નામે તેની સાથે યૌન શોષણ કર્યું હતું.ઘણી ટીવી સીરયલોમાં કામ કરી ચુકેલ અભિનેત્રીએ કહ્યું હતું કે સૈયદ અમીન નામના એક વ્યક્તિ તેને પ્રોડ્યુસર બનીને મળ્યો હતો અને પછી ફિલ્મ બનાવવાના નામે તેની સાથે યૌન શોષણ કરતો રહ્યો હતો. અમીને પોતાના સાથી ઉમેશ રમેશવાલાની સાથે મળીને 6 મહિના સુધી અભિનેત્રીની સાથે શોષણ કર્યું હતું. અમીને અભિનેત્રીને ફ્લેટ અને કાર આપવાનું પણ સપનું બતાવ્યું હતું.એક દિવસ અમીને તેને સીડી આપીને કહ્યું કે આમાં તારા નવા ઘરનો નકશો છે. પરંતુ તે સીડીમાં અભિનેત્રીની જ અશ્લિલ ફિલ્મ હતી. અમીનને ઉમેશની સાથે મળીને છોકરીની સાથે સેક્સ કરતાં સીડી બનાવી હતી અને આ સીડીના આધારે તે અન્ય લોકોની સાથે પણ સેક્સ કરાવવા માટે બ્લેકમેલ કરવા લાગ્યો હતો.ઈજાગ્રસ્ત અભિનેત્રીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અમીન અને ઉમેશની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી પરંતુ બાદમાં તે બન્નેએ તેના માટે વધારે મુશ્કેલી ઉભી કરવાની શરૂઆત કરી દીધી હતી. અભિનેત્રીને કેસ પાછો ખેંચવા માટે ધમકીઓ પણ આપવામાં આવી હતી અને પૈસાની પણ ઓફર કરવામાં આવી હતી.અત્યારે અભિનેત્રીએ આરોપીઓના ડરથી ઘર બદલી નાખ્યું છે અને તે આ મુદ્દે કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનના આટાફેરા કરી રહી છે.


પોલીસને નવી હેલ્પલાઇન શરૂ કરવી પડી...!

શહેરીજનોનાં ગળામાંથી સોના-ચાંદીના દાગીનાં આંચકી આંખનાં પલકારામાં નાસી છુટતા ચેઇન સ્નેચરોથી પોલીસ પણ ત્રાહીમામ પોકારી ઉઠી છે. આવા બાઇક સવારોને ઝડપી પાડવા પોલીસને ના છુટકે વધુ એક હેલ્પલાઇન શરૂ કરવાની ફરજ પડી છે. પોલીસે પણ આ ૧૦૯૫ નંબરની શરૂ કરેલી નવી ટોલફ્રી સર્વીસનો ઉપયોગ ચેઇન સ્નેચિંગ જેવા કિસ્સામાં તાત્કાલીક કરવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે.પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, આપણા દેશમાં કોઇ પણ વ્યક્તિને, કોઇ પણ જગ્યાએ મુસીબતનાં સમયમાં જ્યારે પોલીસની મદદની જરૂર પડે ત્યારે તે પોલીસ કંટ્રોલ રૂમનાં ટોલફ્રી નંબર ૧૦૦ પર ફોન કરીને પોલીસની મદદ માંગી શકતી હતી. જો કે દિવસેને દિવસે વિકસતા અમદાવામાં પોલીસ કંટ્રોલ રૂમ સતત વ્યસ્ત રહેવા લાગ્યો છે.બીજી તરફ ધોળા દિવસે ખાસ કરીને મહિલાઓના ગળામાંથી ધૂમ સ્ટાઇલે બાઇક પર આવતા લૂંટારૂઓ ચેઇન ખેંચીને નાસી છુટતા હોવાની ઘટનાઓ વધવા લાગી છે. જો કે આવા લૂંટારૂઓને પકડી પાડવામાં નીષ્ફળ પોલીસ ઘટના સમયે ભોગ બનનાર વ્યક્તિ તાત્કાલીક પોલીસને જાણ ન કરતી હોવાનો લુલો બચાવ કરી રહી છે.


જોધપુરની હોટલમાં વિદેશી મહિલાની લાશ મળી

જોધપુરની એક વિદેશી મહિલાની લાશ મળી આવી છે. જેના કારણે, આ વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ છે.મળતી માહિતી પ્રમાણે, હોટલના સ્ટાફને શંકા ગઇ હતી. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, વિદેશી મહિલા સાથે રહેલો શખ્સ હાલ ફરાર છે. જેના આધારે પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટીએ તેની ઉપર શંકા સેવવામાં આવી રહી છે.આ અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રેમ, સેક્સ તથા નાણા સહિતના એંગ્લો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.