24 September 2010

રાજકોટ : જામનગર રોડ પર ટ્રક ચાલકે યુવાનને કચડી માર્યો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ : જામનગર રોડ પર ટ્રક ચાલકે યુવાનને કચડી માર્યો

જામનગર રોડના સાંઢિયા પુલ પરથી પસાર થઇ રહેલા સાયકલ સવાર રજપૂત યુવાનને કાળમુખા ટ્રકના ચાલકે ઠોકરે લેતા પટકાયેલ યુવનનુ માથુ તોતીંગ વ્હીલ હેઠળ છૂંદાઇ ગયું હતું. અકસ્માત બાદ ચાલક થોડે દૂર ટ્રક રેઢો મુકીને ભાગી ગયો હતો.જામનગર રોડ પર રાજીવનગરમાં રહેતો દપિક બાબુભાઇ ડોડીયા (ઉ.વ.૩૨) નામનો યુવાન રોજર્સ મોટરમાં નોકરી કરતો હોવાથી આજે સવારે સાયકલ લઇને નોકરીએ જવા રવાના થયો હતો.સાંઢિયા પહોંચતા પૂર ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે સાયકલને ટક્કર મારતા યુવાન પડી ગયો હતા અને તેની ઉપરથી ટ્રકના રાક્ષસી પૈડા ફરી વળતા તેના સ્થળ ઉપર જ પ્રાણ નિકળી ગયા હતા.


BJPના ઉમેદવારોએ શપથ લઇ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા

રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમા શહેરના તમામ વોર્ડના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાતા ચૂંટણીમા ગરમાવો શરૂ થયો છે. યાદી જાહેર કરાયા બાદ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો શુક્રવારે સવારે તેમના બહોળી સંખ્યામા ટેકેદારો સાથે બહુમાળી ભવન ખાતે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે એકઠા થયા હતા.રાજકોટ શહેર ભાજપના અગ્રણીઓ ધનસુખ ભંડેરી, રાજભા ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહી વિજયના સંપુર્ણ વિશ્વાસની કેસરીયા ફોજને હાકલ કરી હતી.
ઉમેદવારી નોંધાવવા જતા પહેલા તમામ ઉમેદવારોએ સામુહિક શપથ લઇ સરદારની પ્રતિમાને હાર પહેરાવી ફોર્મ ભરવા રવાના થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રૂપી પોલીસે ચુશ્ત બંદોબસ્ત રાખ્યો હતો.


વાંકાનેરના સરધારકા ગામે દર્શન કરવા જતાં ભગવાનને જ લૂંટી લીધાં!

વાંકાનેરના સરધારકા ગામે કુંભાર જ્ઞાતિના કુળદેવીના મંદિરમાં દર્શન કરવાના બહાને આવેલો શખ્સ વૃધ્ધા પાસેથી મંદિરની ચાવી લઇ ગયા બાદ માતાજીના સોનાના તમામ આભૂષણ ચોરી કરી ચાવી પરત આપી ગયાનો બનાવ નોંધાતા ભારે ચકચાર જાગી છે. ૨.૪૦ લાખના ઘરેણાની ચોરી અંગે પોલીસે આનાકાની બાદ ૧૨૦ ગ્રામ વજન સોનાના ઘરેણાની કિમત માત્ર પ૯ હજાર ગણતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.સરધારકા રહેતા ભોરણીયા કાનજીભાઇ છગનભાઇ કુંભારે આપેલી માહિતી મુજબ, ગામમાં તેમના કુળદેવી ચામુંડા માતાજીનું મંદશિ છે. મંદિરની ચાવી ઘરે રાખવામાં આવે છે. કાનજીભાઇ લગ્ન પ્રસંગે મોરબી ગયા હતા. વૃધ્ધ માતા જીવંતિકાબેન અને પુત્રી ઘરે હતા. સવારે ૧૧ વાગે બાઇક લઇને આવેલા યુવાને પોતે કુંભાર હોવાનું કહી કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે ચાવી માંગી હતી. જ્ઞાતિના યુવક હોવાનું માનીને વૃધ્ધાએ ચાવી આપી દીધી હતી.થોડીવાર પછી એ યુવક દર્શન કરીને ચાવી પાછી આપી ગયો હતો. સાંજે ધૂપ દિવા કરવા મંદિરે ગયેલા વૃધ્ધાને અંદરનું દ્રશ્ય જોઇ ધ્રાસકો પડ્યો હતો. માતાજીને ચડાવાયેલ સોનાના હાર, મુગટ, છતર અને ત્રિશુલ મળી આશરે ૧૨૦ ગ્રામ વજનના સોનાના આભૂષણ ગાયબ હતા.બપોરે દર્શનના બહાને આવેલો યુવક જ ચોરી કરી ગયાનું સમજાઇ ગયું હતું. મોરબીથી પરત આવી ગયેલા કાનજીભાઇએ ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ લીધી નહીં અને આગેવાનોને લઇને જતા પોલીસે ૧૨૦ ગ્રામ સોનાના ઘરેણાની કિમત માત્ર પ૯ હજાર આંકી હોવાનો કાનજીભાઇએ આક્ષેપ કર્યો છે.અંજારના સાડી વિક્રેતાઓનું રૂ.૧.૦૩ કરોડનું ડિસ્કલોઝર

અંજારના સાડીના મોટા ધંધાર્થીઓને ત્યાં ત્રાટકેલા આવકવેરા વિભાગે ગુરુવારે સવાર સુધી કામગીરી કર્યા બાદ કુલ રૂપિયા ૧ કરોડ ત્રણ લાખના બેનામી વ્યવહારો પકડી પાડ્યા છે, તો એક સાડીના શો રૂમના માલિકો દ્વારા ત્રણ વર્ષથી આઇટી રિટર્ન ફાઇલ ન કરાતાં તમામ હિસાબી ચોપડાઓ જપ્ત કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી ગાંધીધામ સ્થિત અધિક આયકર કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવી હતી. સાડીમાં મોટું નામ ધરાવતા અંજાર નગરની ચાર સાડી શોપ બુધવારે આયકરની ઝપટે ચઢી હતી. માલાશેરીમાં ધંધો વિકસાવનારી રોયલ, શણગાર, સુહાગન અને લાડલી નામની દુકાનોમાં સર્વે હાથ ધરાયો હતો. સ્ટોક સહિતની ઝીણામાં ઝીણી વિગતો એકત્ર થતાં આયકર કર્મચારીઓની કામગીરી ગુરુવાર સવાર સુધી ચાલી હતી.માહિતગારોના જણાવ્યા પ્રમાણે અંજારના ચાર મોટા શો રૂમમાંથી લાખોના બેહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. સ્ટોક અને રોકડ ઉપરાંત અન્ય માહિતીની આકારણી બાદ કુલ રૂપિયા ૧.૦૩ કરોડના બેનંબરી વ્યવહારો પકડી પાડવામાં આવ્યા છે. સંબંધિત સૂત્રોના કહેવા મુજબ રોયલ સાડીના રોકડ વ્યવહાર સહિત સૌથી વધુ રૂપિયા ૫૧ લાખના, શણગારના રૂપિયા ૩૦ લાખના અને સુહાગનના રૂપિયા ૨૨ લાખના બેનામી નોંધ જણાઇ હતી અને તે સ્વીકારીને માલિકો દ્વારા ડસ્કિલોઝર જાહેર કરાયું હતું.તો, લાડલી નામની દુકાનના માલિકોએ છેલ્લા ત્રણ વર્ષથી આઇટી રિટર્ન જ ફાઇલ ન કરતાં સ્ટોક સહિતની વિગતોના ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. જેની ઝીણામાં ઝીણી આકારણી કરીને કેટલી કરચોરી કરવામાં આવી એ જાણી શકાશે.મહેસાણા : લગ્ન પૂર્વે યુવતી દાગીના લઈ પિતરાઈ સાથે નાસી ગઈ

મહેસાણાના કસ્બા વિસ્તારમાં લગ્નની તૈયારીઓ વચ્ચે મુસ્લિમ યુવતી આઠ તોલા સોનાના દાગીના તેમજ રૂ. ૨લાખ સાથે પિતરાઈ ભાઈ જોડે નાસી જવાના બનાવને પગલે મુસ્લિમ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા ગૃહવિભાગ તેમજ આઈજીને લેખિત રજુઆત કરી યોગ્ય પગલા ભરવા માંગણી કરી છે.મહેસાણાના કસ્બા વિસ્તારમાં રહેતા ઈનાઈતુલ્લા શાહમહંમદ અન્સારીની પુત્રી મહેજબીનબાનુના ૨૦ સપ્ટેમ્બરના રોજ લગ્નની તૈયારીમાં પડ્યું હતું. આ દરમિયાન ગત તા.૯-૮-૨૦૧૦ના રોજ ઈનાઈતુલ્લા તેમની દૂકાનમા હાજર હતા તે સમયે બજારમાંથી પરત ફરેલી તેમની પત્નીએ ઘરે મુકીને ગયેલ પુત્રી મહેજબીનબાનુ ઘરમા ન જણાતા ચોંકી ગયા હતા.યુવતીની શોધખોળ દરમિયાન તે તેની માસીના પુત્ર વલીઉલ્લા મજીબુલ્લા અન્સારી સાથે રીક્ષામાં બેસીને ક્યાંક ગઈ હોવાનું જાણી તમામ ચિંતામા મૂકાયા હતા. ત્યારબાદ ઘરમાં તપાસ કરતા તેના લગ્નના ખર્ચ માટે રાખેલા રોકડ રૂ. ૨ લાખ તથા ૮ તોલા સોનાના દાગીના પણ ગૂમ જોતા તમામની ધડકણો થંભી ગઈ હતી.ઈનાઈતુલ્લા તેમજ તેમના સગા સંબંધીઓએ કરેલી તપાસ દરમિયાન વળીઉલ્લા મન્સુરી યુવતી સાથે ઉત્તર પ્રદેશથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમા વડોદરા રેલવે સ્ટેશને ઉતર્યો ત્યારે પૂર્વ માહિતીને આધારે તેના સગાઓએ તેનો સંપર્ક કર્યો હતો. જેમાં તેને મહેજબીનબાનુને સોંપી દેવા તેમજ રોકડ અને સોનાના દાગીના પરત કરવાની વાત તેને અવગણીને જતા રહ્યા હતા. ઉપરોક્ત ઘટનાક્રમ બાદ યુવતીના પિતાની સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા તેઓએ ગૃહમંત્રી તેમજ આઈજીને લેખિત રજુઆત કરી યોગ્ય પગલા ભરવા માંગણી કરી છે.


આણંદ : ‘દલા તરવાડી’ નગરસેવકોની વિકેટ ઉડશે

આણંદ નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નગરસેવક તરીકે પ્રજાકીય કામો કરવાના ઓઠા હેઠળ વહીવટ કરનારા અને ભાજપની પ્રતિભા માટે લાંછનરૂપ બનેલા કેટલાક કાઉન્સિલરને આગામી ચૂંટણી ટિકિટમાંથી હાથ ધોવા પડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરમિયાન ભાજપની છાપ ખરડનારા કેટલાંક કાઉન્સિલરો અંગે મોવડીમંડળ સમક્ષ વ્યાપક ફરિયાદો પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પણ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કહેવાય છે. જેથી ચૂંટણીમાં નવા નિશાળીયાને તક આપવામાં આવે તો નવાઈ નહીં.આણંદ નગરપાલિકાની ચૂંટણીને લઈને હાલમાં શહેરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. એમાંય ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડવા માટે લોકો રીતસર પડાપડી કરી રહ્યા છે. જેમાં ભાજપના ચાર કાઉન્સિલરને બાદ કરતાં તમામ કાઉન્સિલરોએ પણ ટિકિટની માગણી કરી છે.ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો પોતાની ફરજ અને જવાબદારી નિભાવવામાં કેટલા પાવરધા રહ્યા અને કેટલાં ઉણા ઉતર્યા છે તેનો જમા-ઉધારનો હિસાબ પ્રદેશના નેતાઓ સાથે નગરજનોએ પણ માંડ્યોછે, ત્યારે શહેરમાં વિકાસના કામોના ઓથા હેઠળ કાઉન્સિલરોએ કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતથી કરેલી કટકી તથા ટ્રાફિક, રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ, વિકાસના કામોમાં થયેલા અસહ્ય વિલંબથી પ્રજાના પૈસાનું થયેલું પાણી, મહિલા કાઉન્સિલરોના પતિદેવો દ્વારા ચલાવાતો વહીવટ, પાલિકાની દુકાનોની ફાળવણી કે ફ્લેટની ફાળવણીમાં વ્હાલાંદવલાંની નીતિથી નગરપાલિકાને આર્થિક નુકશાન પહોંચાડવા જેવા અનેકવિધ મુદ્દાઓ પર અવારનવાર ફરિયાદો થઈ ચૂકી છે. જેની મુખ્યમંત્રી અને પ્રદેશના નેતાઓને પણ ગંભીર નોંધ લીધી છે.


હિમાયત બેગના વકીલ રહેમાને એનસીપીમાંથી રાજીનામું આપ્યુ

જર્મન બેકરી વિસ્ફોટ કેસમાં આરોપી હિમાયત બેગનું પ્રતિનિધિત્વ કરતા વકીલ એ. રહેમાને રાષ્ટ્રવાદી કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના લઘુમતી કોષના મહામંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ત્રાસવાદી મિરઝા બેગની વકીલાત કરવા બદલ પક્ષમાં વરિષ્ઠ નેતાઓ નારાજ હોવાથી પોતે રાજીનામું આપ્યું હોવાનું એડવોકેટ એ. રહેમાને જણાવ્યું હતું.વરિષ્ઠ ધારાશાસ્ત્રી એ. રહેમાને ૨૦ સપ્ટેમ્બરે પહેલી વખત મિરઝા હિમાયત બેગ તરફથી દલીલો કરી હતી. પુણે બાર એસોસિયેશનના સહયોગી વકીલોએ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારની વકીલાત નહીં કરવા રહેમાનને અપીલ કરી હતી, પરંતુ એ અપીલને ગણકાર્યા વિના રહેમાને બેગની બ્રિફ સ્વીકારી હતી. તેથી પુણે બાર એસોસિયેશન તરફથી ગંભીર પ્રતિક્રિયાઓ જાગી હતી. બાર એસોસિયેશનના પ્રમુખ મિલિંદ પવારે સ્પષ્ટતા પણ કરી હતી કે આ અપીલ નૈતિક ધોરણે હોવાથી વ્યક્તિગતરૂપે એ બંધનકારક ન ગણાય.એડવોકેટ રહેમાને સ્પષ્ટતા કરી હતી કે ‘‘મૈં રાષ્ટ્રવાદી કોંગ્રેસના લઘુમતી વિભાગના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું નથી. મેં રાજીનામાનો પત્ર પક્ષના લઘુમતી વિભાગના પ્રમુખ હબીબ ફકીબને મોકલ્યું છે, પરંતુ તેમણે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી.’’કંજક્ટિવાઈટિસનો ફેલાવો ચિંતાજનક

મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કંજક્ટિવાઈટિસ પ્રયસો હોવાથી તે વ્યપાક રોગચાળાનું પ્રમાણ ધારણ કરી શકે છે એવી ડૉ. કેકી મહેતાએ ચેતવણી ઉચ્ચારી છે.તેઓ મુંબઈમાં કોલાબા ખાતે શહેરની અગ્રણી નેત્ર સંસ્થા, મહેતા ઈન્ટરનેશનલ આઈ ઈન્સ્ટિટ્યુટના મેડિકલ ડિરેક્ટર તથા બ્રીચ કેન્ડી અને સૈફી હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મોલોજિસ્ટ છે. મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, દિલ્હી તથા નેશનલ કેપિટલ રીજન (ટઈદ)માં પણ કંજક્ટિવાઈટિસના કેસો નોંધાયા છે.ડૉ. મહેતાના જણાવ્યા મુજબ છેલ્લા બે સપ્તાહમાં મુંબઈમાં કંજક્ટિવાઈટિસના કેસોની સંખ્યા વધી છે. મુંબઈમાં ગત વર્ષની સરખામણીએ કેસો વધ્યા હતા.


બ્રિટનના મહારાણીએ નાણાં વાપરવા મંત્રીઓને પૂછવું પડશે!

બ્રિટિશ સંસદ રાજવી પરિવારના ખર્ચા માટે દર વર્ષે આશરે 3.8 કરોડ પાઉન્ડ ફાળવે છે. રાજવી પરિવાર છેલ્લાં કેટલાંય સમયથી આ રકમ વધારવાની માંગણી કરી રહ્યો છે, પરંતુ આ સમજૂતિથી તેમની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. બંધારણના જાણકારોનું એવું માનવું છે કે સમજૂતિથી રાજવી પરિવારના ખર્ચા પર નિયંત્રણ લાવી શકાય તેમ છે.આ સમજૂતિ એટલા માટે જરૂરી બની છે કારણ કે વર્ષ 2005માં એક વિવાદ સર્જાયો હતો, જ્યારે મંત્રીઓએ રાજવી પરિવાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પછી તપાસ માટે સલાહકારને બકિંગહામના પેલેસમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી 2006માં મહારાણીને સમજૂતિ માટે મનાવી લેવાયા હતા.


ઉત્તરાખંડમાં પૂરથી પરિસ્થિતિ ખરાબ, 3000 પર્યટકો ફસાયા

દિલ્હીમાં જો કે પૂરની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, પંરતુ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં પૂરની પરિસ્થિતિ હજીપણ ગંભીર છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સ્થિર થયું છે, પરંતુ જોખમ હજી ગયું નથી. ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લામાં પૂર રાહત માટે સેના બોલાવાય છે. કાસગંજ પાસે પાટા વહી જવાથી એક પ્રવાસી ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. જો કે તેમાં જાનમાલનું વધુ નુકસાન થયું નથી. આ સિવાય પંજાબ, હરિયાણામાં પણ પૂરથી મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે.હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે યમુનાનું જળસ્તર વધી રહ્યું છે. જો કે હવે બેરેજમાંથી ઓછા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ જોખમ હજી યથાવત છે. હથિનીકુંડ બેરેજમાંથી ગત ચાર દિવસમાં 12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બેરેજમાંથી ગુરુવારે પણ પાણી છોડવામાં આવ્યું હતું. જે શુક્રવાર સાંજ સુધી દિલ્હી પહોંચશે.


અયોધ્યા ચૂકાદો, નાહકનો લંબાયો

અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળની માલિકીના હક માટે અલાહાબાદ હાઈકોર્ટમાં ચાલતા કેસનો ચૂકાદો સુપ્રીમ કોર્ટના ગોદાને લીધે વધૂ પાંચ દિવસ પાછો ઠેલાયો છે. ૨૪મી સપ્ટેમ્બરે આ ચૂકાદો આવવાનો હતો, હવે ૨૮મીને મંગળવાર સુધી ઠેલાયો છે. શુક્રવારે આવનારા ચૂકાદા માટે દેશભરમાં એક પ્રકારનો માહોલ ઉભો થયો હતો.જે પાર્ટીની વિરૂદ્ધનો ચૂકાદો આવતો તે ઉપલી કોર્ટમાં એને પડકારવાની જ હતી. ૬૦ વર્ષ જુનો અનેક કાનૂની વિવાદોવાળો તેમજ બંનેય પક્ષે તીક્ષ્ણ ધાર્મિક લાગણીઓથી લદાયેલો આ કેસ છે. દેશનો ઘણો વર્ગ હવે તો આ કેસનો કોઈ સુખદ નિવેડો આવે એવું ઇચ્છતો થયો છે. બીજી તરફ રાજકીય પક્ષો પોત-પોતાની તરફેણમાં આ ચૂકાદાના પરિણામ-પ્રત્યાઘાતને તાણવા-વાળવાહણહણી રહ્યા છે.સુપ્રીમની બેન્ચના બે જજ વચ્ચે પણ સંમતિ ન સધાઈ નથી ત્યારે હવે પછી સુપ્રીમમાં આ કેસ માટે કેવો વળાંક આવે છે તેની ઇંતેજારી પણ પ્રવર્તી રહી છે. ૬૦ વર્ષમાં ન થઈ અને પાંચ દિવસના આ ટૂંકા ગાળામાં હવે શી મધ્યસ્થી કે સર્વસંમતિ થવાની છે? સુપ્રીમ કોર્ટ આ કેસમાં આવતાં વળી નવો ફણગો શરૂ થયો છે. પાંચ દિવસ પછી આ કેસ પાછો આગળ ચાલશે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચના જસ્ટિસ ડી.વી. શર્મા તો ૧લી ઓક્ટોબરથી નિવૃત્ત થઈ રહ્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટ જો ચૂકાદાની આડેનો સ્ટે ઉઠાવી લે તો વર્તમાન લખનઉ બેન્ચ પાસે ચૂકાદો આપવા માટે માત્ર બે દિવસ બચશે.માનો કે ડી.વી. શર્માને એક્સ્ટેન્શન ન મળે તો નવા જજ આવશે. એ આખા કેસનો અભ્યાસ કરીને પોતાની નજરે જોશે, એટલે પાછા દિવસ ઓર ઠેલાશે. આ ઠેલણગાડીમાં આખો દેશ ઊંચે શ્વાસે રહેશે, હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોમાં એક પ્રકારનો ઉચાટ વધતો જશે. બંનેના કટ્ટર નેતાઓ એમાં પોતાના સ્વાર્થનાં ઘાસલેટ છાંટતા રહેશે. સલામતી તંત્રની ઊંઘ હરામ થશે, એમાં પણ ક્યાંક કંઈક છમકારો થયો તો. . . તો પાછી ગરબડ શરૂ.

પાણીની બોટલમાં ISI માર્કો ફરજિયાત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પાણીની બોટલમાં ISI માર્કો ફરજિયાત

સરકારે બોટલબંધ પાણી એટલે કે પાણીની બોટલમાટે આઈસીઆઈ માર્કો લગાવો ફરજિયાત કરી દિધો છે. આ કાયદો પાણીના ડ્રિન્કિંગ અને મિનરલ વોટર ઉપર લાગૂ થશે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયએ ગુરૂવારે તેની સાથે સંબંધીત એક નિવેદન પ્રસ્તુત કર્યુ હતુ.નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે બોટલ અથવા પાઉચ વગેરેમાં વેચવામાં આવતા પાણી અથવા મિનરલ વોટરની મેન્યૂફેક્ચરિંગ, વેચાણ, તેમજ જાહેરાત ભારતીય માનાંક બ્યૂરો (બીઆઈએસ)ના પ્રમાણીત થયા વગર નહી કરવુ. બીઆઈએસ આઈએસઆઈ માર્કો આપવાનુ કામ કરે છે.બીઆઈએસ એ ખાદ્ય મિશ્રણ પ્રતિબંધક કાયદાની સ્વરૂપે ડ્રિન્કિંગ વોટર તેમજ મિનરલ વોટર માટે અલગ-અલગ પ્રમાણો નક્કી કર્યા છે. અત્યારે 18 બીઆઈએસ લાઇસન્સ ધરાવનાર કંપનીઓ પેકેજ્ડ પ્રાકૃતિક મિનરલ વોટરનુ વેચાણ કરી રહી છે.જ્યારે 2,354 એવી કંપનીઓ છે જે આરઓ (રિવર્સ ઑસમોસિસ) દ્વારા પેકેજ્ડ ડ્રિન્કિંગ તેમજ 633 કંપનીઓ પ્રાકૃતિક સાધનોથી પાણીની બોટલનુ વેચાણ કરી રહી છે.


અમેરિકા પર હુમલાથી ખુશ હતો સદ્દામ

પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈન 2008માં પૂર્વીય આફ્રિકામાં અમેરિકાના બે દૂતાવાસો પર થયેલા હુમલાથી બહુ જ ખુશ હતો. આ જાણકારી ઈરાકના પૂર્વ વિદેશમંત્રી તારીક અઝીઝે એફબીઆઈને સોંપી છે. આ ખુલાસો કેટલાંક ખાનગી દસ્તાવેજોમાંથી થયો છે. અઝીઝે જણાવ્યા અનુસાર સદ્દામને ઓસામા બિન લાદેન જોડે નિકટતા વધારવાની કોઈ ઈચ્છા નથી.27 જૂન, 2004ના રોજ થયેલી પૂછપરછમાં અઝીઝના હસ્તલિખિત દસ્તાવેજો પ્રમાણે ‘સદ્દામ ઈસ્લામિક ચરમપંથીઓ પર વિશ્વાસ નહોતો કરતો.’ જો કે તે અલકાયદાને એક પ્રભાવશાળી સંગઠન માનતો હતો. ઈરાકના ટોચના અધિકારીઓની પૂછપરછના એફબીઆઈ પાસે હજારો દસ્તાવેજો છે, જેમાંનો આ એક છે.એફબીઆઈએ આ પહેલા સદ્દામ સાથેની પૂછપરછના કેટલાંય દસ્તાવેજો જાહેર કર્યા હતા, જેમાં સદ્દામે એ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો કે તેના લાદેન સાથે કોઈ સંબંધો હતા. અઝીઝે એફબીઆઈને જણાવ્યું છે કે તે લાદેન અને બીજા ચરમપંથીઓને ‘અવસરવાદી’ માનતો હતો.


ખાલી બેઠકો માટે સંસ્થાઓ ખાતે કાઉન્સેલીંગ શરૂ

ડિપ્લોમા અભ્યાસક્રમની ખાલી બેઠકો ભરવાની જવાબદારી જે તે સંસ્થાઓને સોંપાયા બાદ પોલીટેકનીક દ્વારા કાઉન્સેલીંગની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. આ કાર્યવાહી બે દિવસ સુધી ચાલશે અને તેના આધારે પોલીટેકનીક સંસ્થાઓમા વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામા આવશે.પ્રાપ્તમાહીતી અનુસાર ડિપ્લોમા એડમિશન કમિટી દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહી બાદ ખાલી પડેલી બેઠકો ભરવાની જવાબદારી જે તે સંસ્થાઓને સોંપવામા આવી હતી. જેના પગલે પોલીટેકનીક સંસ્થાઓ દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પ્રવેશને લગતી મોટાભાગની કાર્યવાહી પુર્ણ થયા બાદ આજે બપોરથી પોલીટેકનીક સંસ્થાઓ દ્વારા કાઉન્સેલીંગની કાર્યવાહી હાથ ધરી છે.મેરીટમા સમવિષ્ટ વિદ્યાર્થીઓને કાઉન્સેલીંગ માટે બોલાવી પ્રવેશની ફાળવણી કરવામા આવી રહી હોવાનુ જાણવા મળે છે. આ કાર્યવાહી બે દિવસ સુધી ચાલશે, જેથી જે વિદ્યાર્થીઓ આજે કાઉન્સેલીંગ માટે જઇ શક્યા ન હોય તેઓ આવતીકાલે કાઉન્સેલીંગ માટે જઇ શકશે.


વિસર્જનયાત્રામાં નાચતા યુવકોએ પથ્થરમારો કર્યો

શહેરમાં ગઈ કાલે દબદબાભેર થયેલા શ્રીજી વિસર્જન દરમિયાન સિટી પોલીસ સ્ટેશન પાસે તેમજ બદામડીબાગ પાસે થયેલાં પથ્થરમારા તેમજ વાહન અને લારીઓની તોડફોડના બનાવમાં પાણીગેટ કહાર મહોલ્લાના શ્રી ગણેશ યુવક મંડળની સંડોવણી સપાટી પર આવી હતી.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, શ્રીજી વિસર્જન દરમિયાન શહેરના સંવેદનશીલ માંડવીથી પાણીગેટ વચ્ચેના રોડ પર રાતે સાડા આઠ વાગે પાણીગેટ કહાર મહોલ્લાના શ્રી ગણેશ યુવક મંડળની સવારી પાણીગેટથી આગળ રાજપુરાની પોળ પાસે આવતાં જ મંડળમાં ડાન્સ કરી રહેલાં કેટલાક યુવકોએ અચાનક રાજપુરાની પોળ પાસેની દુકાનો અને મકાનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો.આ બનાવના પગલે ગણતરીની મિનિટોમાં પરિસ્થિતિ તંગ બની હતી. ટોળાએ રોડની બંને તરફ બનાવેલી બેરિગેટ તોડી નાખ્યા બાદ લારીઓ ઊંઘી પાડી દઈ એક વાહનની આગચંપીનો પ્રયાસ કર્યો હતો.પોલીસ કાફલાએ મંડળમાં સામેલ યુવકોને આગળ ધકેલવાની શરૂઆત કરતાં ટોળાએ પોલીસ કાફલા પર પથ્થરમારો શરૂ કર્યો હતો જેને કારણે ડીસીબી પીઆઈ રામગિઢયા અને સિવિલ ડિફેન્સના મહેન્દ્રસિંહ કનકસિંહને ઈજાઓ પહોંચી હતી. પોલીસે લાઠીચાર્જ કરી માંડ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.


ચૂનો ચોપડી ચેક આઉટ ચતુર દંપતી

ખાતામાં નાણાં પૂરતાં ન હોઇ થોડાક દિવસ બાદ ચેક વટાવવા જણાવ્યું મહિનાના રોકાણ બાદ અચાનક દંપતી ગાયબ થઇ ગયું.
હોટલ સંચાલકે રૂમમાં તપાસ કરતાં સામાનમાં જુનાંપુરાણાં કપડાં મળ્યાં મોબાઇલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહેતાં પોલીસને જાણ કરાઇ.શહેરના સયાજીગંજ વિસ્તારની એક જાણીતી હોટલમાં તાજેતરમાં પોતાની નાની બાળકી સાથે આવેલા દંપતીએ વડોદરામાં વેપાર સંદર્ભે આવ્યાં હોવાનું જણાવીને હોટલમાં આશરે એક માસ સુધી રોકાણ કર્યા બાદ રૂ. ૧ લાખથી વધુના બિલની ચૂકવણી કરવાના બદલે હોટેલ સ્ટાફની હાજરીમાં જ આબાદ રફુચક્કર થઈ જવાની ઘટનાએ શહેરની હોટલ લોબીમાં ભારે ચકચાર જગાવી છે. આ બાબતની પોલીસને જાણ કરતાં પોલીસે દંપતીની શોધખોળ કરી હતી પરંતુ તેઓના તમામ ફોન નંબરો બંધ હોવાની જાણ થતાં પોલીસ માટે પણ દંપતીની શોધ પડકારરૂપ બની છે.થોડાક સમય અગાઉ આવેલી સુપરહીટ હિન્દી ફિલ્મ ‘બન્ટી ઓર બબલિ’માં શીર્ષક કલાકારોનું પાત્ર ભજવનારાં અભિષેક બચ્ચન અને રાની મુખર્જી દ્વારા વિવિધ વેપારીઓને અલગ અલગ સ્વરૂપે નીતનવા નુસખા દ્વારા ઠગી લેવાના બનાવોનું સુંદર રીતે ચિત્રણ કરાયું હતું. જોકે આ ફિલ્મી બન્ટી ઓર બબલિને પણ ટક્કર મારે તેવા વાસ્તવિક દંપતીએ શહેરના એક હોટલ માલિકને એક બે દિવસ સુધી નહિ પરંતુ પુરા એક મહિના સુધી ગોળગોળ ફેરવીને ઠગાઈ કરી હોવાની વિગતો ડીબી ગોલ્ડને સાંપડી છે.
મળતી વિગતો મુજબ સયાજીગંજના હાર્દસમા વિસ્તારમાં આવેલી હોટલમાં થોડાક દિવસો પૂર્વે એક દંપતી તેઓની નાની બાળકી સાથે આવ્યા હતા. પતિ-પત્ની તેઓ વેપાર-ધંધાના કામઅર્થે આવ્યાં હોઈ તેઓને લાંબા સમય સુધી હોટલમાં રોકાવાનો પ્લાન છે તેમ જણાવ્યું હતું. પતિ-પત્નીએ લાંબા સમયના રોકાણની વાત કરતાં તેઓની પાસેથી જરૂરી વિગતો લઈ હોટલના રિસેપ્શનિસ્ટે તેઓને માંગણી મુજબનો એસી રૂમ ફાળવી આપ્યો હતો.


ચુકાદા પર બ્રેક: ટેન્શનનું એક્સટેન્શન

અયોધ્યા કેસનો ચૂકાદો તા.૨૪મીએ આપવા સામે સુપ્રિમ કોર્ટે બ્રેક મારી દેતાં છેલ્લા એક સપ્તાહથી ચૂકાદાના કારણે ઊભી થયેલી અજંપાની હવા પણ ઓસરી ગઇ છે. બાળકોને શાળાએ મોકલવા કે નહિ?થી માંડીને કાલે તોફાનો થશે કે કેમ? જીવન જરૂરી ચીજવસ્તુઓ મળશે કે નહિ? જેવા અનેક સવાલોના જવાબો શોધવામાંથી રાહત રહી છે. તો વળી હવે જે ૨૪મીએ થવાનું હતું તે એક અઠવાડીયું પાછું ઠેલાયું અને આવી જ અજંપો લંબાયો હોવા અંગે કેટલાકે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.અયોધ્યા વિવાદનો ચૂકાદો તા.૨૪ સપ્ટેમ્બરે આવવાનો હતો ત્યારે આ ચૂકાદાના કેવા પ્રત્યાઘાતો પડશે તે બાબત ભારે ચર્ચાનો વિષય બની હતી. સાથે સાથે વડોદરામાં ચુકાદાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ તો નહીં બને ને ? તેવી દહેશત પણ ફેલાઈ હતી. જેના કારણે લોકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ બાબતે તેઓને કોઇ પરેશાનીનો સામનો કરવો ન પડે તે માટે ખરીદી કરી લીધી હતી.તો વળી સંવેદનશીલ વિસ્તારોમાં દુકાન ધરાવતાં કેટલાક વેપારીઓએ તેઓની દુકાનમાંથી માલ સામાન અન્યત્ર ખસેડવાની હીલચાલ પણ શરૂ કરી દીધી હતી. તા.૨૪મીએ ચુકાદો આવવાનો હોવાના કારણે કેટલીક સ્કૂલના રિકશા ચાલકો અને વાન ચાલકોએ પણ તેઓ વિદ્યાર્થીઓને સ્કૂલે નહી લઇ જાય તેવી જાહેરાત કરી દીધી હતી.


સુરતમાં ભૂકંપનું જોખમ વધ્યું

હાલમાં દર વર્ષે ભારત દેશ ઇશાન ખૂણા તરફ ૫૦ મિલિમીટર જેટલો સરકી રહ્યો છે, જેથી ભૂગર્ભીય ટેક્ટોનિક પ્લેટ બેન્ડ થતાં ભૂકંપના આંચકા અનુભવાય છે, નવા આલ્ફા ઝોન ફેકટરના કારણે સુરત પર ભૂકંપનું જોખમ ચાર ગણું વધી ગયું છે.સુરતને સ્પર્શતી મોટાભાગની ફોલ્ટલાઇન સક્રિય થઈ છે અને પહેલાં ભૂકંપ સમયે એક જ આંચકો અનુભવતા હતા તેની માત્રા વધી ચૂકી છે અને હવે ચોક્કસ અંતરે ભૂકંપના એક સામટાં ત્રણ આંચકા આવે છે. જેની તીવ્રતા ભલે ઓછી હોય પરંતુ જોખમ વધી ચૂક્યું છે. ભૂકંપ માટેના ઝોન-૩ માં આવતા અમદાવાદ, સુરત, મુબંઈ અને દિલ્હી જેવા શહેરો માટે આ સારી નિશાની નથી.
ન્ટના વડા અને ભૂકંપ વિષયને લઈને પીએચડી કરનાર ડૉ. અતુલ દેસાઈએ ઉપર મુજબ જણાવ્યું હતું. તેઓએ હાલની સ્થિતિ પર પ્રકાશ પાડતા વધુમાં કહ્યું હતું કે ૧૯૮૪ના વર્ષમાં ઇન્ડિયન સ્ટાન્ર્ડડ કોડ ૧૮૯૩ પ્રમાણે સુરતનો અર્થકવીક ઝોન-૩ હતો. ત્યારે બેંગ્લોર ઝોન-૧માં આવતું હતું એટલે કે બેંગ્લોર ભૂકંપ સામે સૌથી સેફેસ્ટ સિટી હતું. અને સુરતનું આલ્ફા ઝોન ફેકટર ૦.૦૪ હતું.
૨૦૦૨માં જે નવા સ્ટાન્ર્ડડ તૈયાર કરાયા તે મુજબ ઝોન-૧તો કાઢી જ નાંખવો પડ્યો. એટલે કે ભૂકંપ સામે કોઈ શહેર સલામત રહ્યું નથી. સુરતનો ઝોન-૩ જ રહ્યો છે પરંતુ સુરતના આલ્ફા ઝોન ફેકટરમાં ચાર ગણો વધારો થઈ ચૂકયો છે. એટલે કે સુરત અત્યારે ૦.૧૬ના ફેકટર પર છે. આલ્ફા ઝોન ફેકટરથી તમે બિલ્ડિંગ, બ્રીજિસ, ડેમ વગેરે જેવા સ્થાનો પર ભૂકંપ સમયે જે લોડ આવે તેની માત્રા દર્શાવે છે. આ ફેકટર વધતાં સુરત માટે ભૂકંપ સમયે જોખમ ચાર ગણું વધી ચૂક્યું છે તેમ કહી શકાય.


સુરત : ફોસ્ટા દ્વારા પણ એર કનેક્ટિવિટી માટે સતત રજુઆતો

સુરત શહેરના લોકો હવે એરપોર્ટના મામલે તેમને થઈ રહેલો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કરવા તૈયાર નથી. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (ફોસ્ટા) દ્વારા સુરત શહેરને અન્ય શહેરો સાથે એર કનેક્ટિવિટી મળે તે માટે નજીકના ભૂતકાળમાં ખાનગી એરલાઇન્સના સંચાલકો સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી.ફોસ્ટા દ્વારા જે તે સમયે એરલાઇન્સને ઓફિસ માટે જગ્યા આપવા ઉપરાંત મુસાફરો માટે ખાસ બસની સુવિધા આપવા માટે પણ તૈયારી દર્શાવાઈ હતી. ફોસ્ટાના પ્રમુખ દેવકશિન મંઘાણીના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા એર ઇન્ડિયા, લુઆન એરવેઝ, ગો એરવેઝ, સ્પાઇસ ઝેટ, વેન્ચુરા એરવેઝ વગેરે એરલાઇન્સના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી હતી.ફોસ્ટા દ્વારા આ એરલાઇન્સોને એવી ઓફર પણ આપવામાં આવી હતી કે જો સુરતમાંથી અન્ય શહેરો સાથેની કનેક્ટિવિટી આપવામાં આવશે તો જે તે એરલાઇન્સને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફોસ્ટા દ્વારા ઓફિસ માટે જગ્યાની પણ ગોઠવણ કરી આપવામાં આવશે. આ ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાંથી એરપોર્ટ સુધી જવા માટે ખાસ બસ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.ફોસ્ટાની આ ઓફર બાદ લુઆન એરવેઝ દ્વારા સુરતને અન્ય શહેરો સાથે કનેકટિવીટી આપવા માટેની પ્રાથમિક તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે પરંતુ તેને હજુ સુધી મંજુરી મળી નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો પણ સુરતને અન્ય શહેરો સાથે ઝડપથી એર કનેક્ટિવિટી મળે તે દિશામાં સક્રિય થયા છે. ફોસ્ટા ઉપરાંત પણ શહેરના અનેક વેપારી સંગઠનો એ મુદ્દે એકમત છે કે સુરતને કોઇપણ ભોગે એર કનેક્ટિવીટી મળવી જ જોઇએ


પાન-બીડી @ લેપટોપ!

કોઈ વડીલને જમાના વિષે પૂછતાં તરત જણાવશે કે જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. આ વાતની સાબિતી આપતો દાખલો શહેરના હાર્દસમા ઘોઘાગેઈટ ચોક ખાતેની જય મહાદેવ પાન નામની દુકાનમાં હાજરાહજુર છે.૨૧મી સદીના પરિવર્તનને સ્વીકારતા પાન-બીડીના હોલસેલ વેપારી કિશોરભાઈ આગીચા માત્ર ૧૦ ધોરણ પાસ હોવા છતાં પોતાનો પાનનો વ્યવસાય સંપૂર્ણપણે લેપટોપ કોમ્પ્યૂટર ઉપર કરી રહ્યા છે.કિશોરભાઈના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા પાંચ વર્ષથી લેપટોપ દ્વારા વ્યવસાય ચલાવે છે. તેઓએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મેં ભલે માત્ર ધો.૧૦ સુધી જ અભ્યાસ કર્યો હોય પરંતુ આજનો આઈ.ટી. યુગમાં હું પણ કંઈ ઉતરતો નથી. લેપટોપના ઉપયોગથી મારું કામ એકદમ સરળ થઈ ગયું છે. પાન-બીડી, સીગરેટ પાન-મસાલા વગેરેની ખરીદી કરવા આવતા વેપારીઓને હું સીધી જ લેપટોપની એક કિલક દ્વારા હિસાબ-કિતાબ કરી આપું છું. માલની ગણતરી કરવાની, હિસાબ-કિતાબ રાખવાની, કેલકયુલેટરથી ગણતરી કરવાની વગેરે ઝંઝટમાંથી મને મુકિત મળી ગઈ છે.કોઈ ચારભાઈ બીડીનું પેકેટ ખરીદવા આવે ત્યારે કિશોરભાઈ લેપટોપ ઉપર ચારભાઈ બીડી ટાઈપ કરીને કિલક કરે છે કે તરત જ તેનો ભાવ સ્ક્રીન ઉપર જોવા મળે છે. કિશોરભાઈએ કમ્પ્યૂટરમાં પોતાના વ્યવસાયને અનુકૂળ એવો સોફટવેર ઈન્સ્ટોલ કરાવ્યો છે. જેના કારણે જે કોઈપણ વસ્તનું વેચાણ કરવામાં આવે તેનો સીધો હિસાબ-કિતાબ લેપટોપમાં રહે છે.


ભાવનગર : વેપાર-ધંધા વગર જ બે કરોડના બેન્ક વ્યવહારો કર્યા

ભાવનગર શહેરના આંબાવાડી મંગળા માતાજીના મંદિર પાસે પ્લોટ નં.૧૨૬૪માં આવેલ ગાયત્રી એન્ટરપ્રાઈઝના નામે જનક પરશોત્તમભાઈ પંડયાએ નોંધણી નંબર લીધા બાદ છેલ્લા દોઢ વર્ષમાં રાતીપાયનો વેપાર-ધંધો નહીં કરવા છતાં બેન્કમાં કરોડોના વ્યવહારો કર્યાનું પ્રકાશમાં આવ્યું છે.બોગસ બિલીંગ કરવાના હેતુસર ટીન નં.૨૪૧૪૦૫૦૩૬૩૮ લીધા બાદ વેપારીના કરતુતો બહાર આવતા વેટ તંત્રએ ટીન નંબર ધડમૂળમાંથી રદ કરી નાંખ્યો છે. નવાઈની વાત તો એ છે કે, ગાયત્રી એન્ટરપ્રાઈઝના નામે સને ૨૦૦૬-૦૭ થી સને ૨૦૦૮-૦૯ ત્રણ વર્ષ સુધી ૨૦ લાખથી માંડી ૯૦ લાખ સુધીના વ્યવહારો કર્યા હતાં. અને વેરો પણ ભર્યો હતો. પરંતુ છેલ્લે સને ૨૦૦૯-૧૦ થી ૩૦-૬-૧૦ સુધીમાં બિલકુલ વ્યવહારો કર્યા વગર જ બેન્કમાં ૨ કરોડ ૮ લાખ ૭૫ હજારના વ્યવહારો એક જ વર્ષમાં કર્યા હતા, ત્યારબાદ છેલ્લા છ માસમાં રૂપિયા ૧૦ લાખ ૧૭ હજારના બેન્ક વ્યવહારો ધ્યાને આવ્યા છે, ઉલ્લેખનિય છે કે, ધંધાનો હેતુ લોખંડ-સિળયા તથા સીટીડી બ્રાસના પુન: વેચાણનો હતો.


એક્સાઇઝ અને ઇન્કમટેક્સના શિપબ્રેકરોને ત્યાં વ્યાપક દરોડા

સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના એન્ટી ઇવેઝનની વાપી સ્કવોડ દ્વારા સેનવેટ ક્રેડિટ અને અન્ય ગેરરીતિઓ સબબ તથા આયકર વિભાગ દ્વારા કરચોરીના મુદ્દે આજે શહેર અને જિલ્લામાં શિપબ્રેકિંગ વ્યવસાય અને સંલગ્ન વ્યવસાયકારો પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા.આજે સવારથીજ વાપી સેન્ટ્રલ એક્સાઇઝની તથા ઇન્કમટેક્સ વિભાગની ટુકડીએ શહેરમાં અલગ અલગ જગ્યાએ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધયું હતું. એક્સાઇઝ વિભાગ દ્વારા અલંગના ઓઇલના ધંધાર્થી મિનાઝભાઇને શોધવા શહેરમાં ઠેરઠેર સર્ચ ઓપરેશન હાથ ધયું હતું. તથા અન્ય એક વેપારીની શોધમાં શિશુવિહાર સર્કલમાં આવેલા ફલેટમાં અધિકારીઓનો કાફલો ધસી ગયો હતો. ત્યારબાદ મિનાઝભાઇની ભાળ મેળવવા અલંગ ખાતે શ્રીજી યાર્ડમાં તથા મહુવા સુધી અધિકારીઓએ કસરત કરી હતી, પરંતુ તે નિરર્થક નિવડી હતી. થોડા સમય અગાઉ અલંગના ઓઇલના ધંધાર્થી મિનાઝભાઇને ત્યાં સેન્ટ્રલ એક્સાઇઝના એન્ટી ઇવેઝનની રેડ પડી હતી, અને ત્યારબાદ તેઓ પોતે આપેલા નિવેદનમાંથી ફરી ગયા હતા અને અધિકારીઓએ બળજબરી વાપરી નિવેદનો નોંધ્યા હોવાની વાત ઉચ્ચારી હતી, તેના પડઘારૂપે વાપીની ટુકડીએ પુન: ચેકિંગ કર્યું હતું. આજની દરોડાની કામગીરી દરમિયાન મોટી રકમના વાંધાજનક દસ્તાવેજો અધિકારીઓ સીઝ કરી લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં સમયાંતરે આંગડીયા અને શિપબ્રેકરોને ત્યાં રેડ કરી રહેલા એક્સાઇઝના એન્ટી ઇવેઝન વિભાગે શિપબ્રેકિંગ સંલગ્ન વ્યવસાયકારોને ત્યાં સવારથીજ ચેકિંગ આદર્યું હતું. શહેરના કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પણ અલંગના ભંગારને લગતી કામગીરી પર આજે દરોડાને પગલે બ્રેક લાગી હતી, મોટાભાગના લોકોએ ધંધા બંધ રાખ્યા હતા.

રામમંદિર: વિવાદના ચુકાદાને હજી લાંબો ‘વનવાસ’?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રામમંદિર: વિવાદના ચુકાદાને હજી લાંબો ‘વનવાસ’?

સુપ્રિમ કોર્ટે અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદીત પરિસરના માલિકી હક મામલામાં શુક્રવારે આવનારા ચુકાદા પર એક સપ્તાહની રોક લગાવી દીધી છે. તેના કારણે ચુકાદો લાંબા સમય સુધી લટકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. હકીકતમાં આ મામલાની સુનાવણી કરી રહેલી અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચના ત્રણ જજોમાંથી એક જસ્ટિસ ધર્મવીર શર્મા 1 ઓક્ટોબરે સેવાનિવૃત થઈ રહ્યાં છે. આ સ્થિતિમાં બેન્ચમાં નવા જજને સામેલ કરાયા બાદ ચુકાદાની પ્રક્રિયા નવેસરથી ચાલુ થશે.જાણકારો જણાવે છે કે જો નવી બેન્ચ ઝડપથી સુનાવણી કરે, તો પણ અંતિમ દલીલોમાં કેટલાંક મહિના લાગી શકે છે. આ પરિસ્થિતિમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદામાં કેટલાંક મહિનાઓ લાગી શકે છે. સુપ્રિમ કોર્ટના વકીલ ડી.બી.ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, નવી બેન્ચ બનવાની સ્થિતિમાં બંને પક્ષોને ફરીથી નવી બેન્ચ સામે અંતિમ દલીલો કરવી પડશે. અંતિમ દલીલો બાદ ચુકાદાને સુરક્ષિત કરવામાં આવશે.ચુકાદા પર એક સપ્તાહ માટે રોક લગાવા સંદર્ભે નિરાશા વ્યક્ત કરતાં વિશ્વ હિંદુ પરિષદે કહ્યું છે કે સુપ્રિમ કોર્ટના આ પગલાંથી મામલામાં અનિશ્ચિતકાલીન વિલંબ થશે. વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ પ્રવિણ તોગડિયાએ કહ્યું છે કે જો ચુકાદો સંભળાવ્યા પહેલા એક જજ નિવૃત થાય છે, તો નવી બેન્ચ દ્વારા નવેસરથી સુનાવણી કરવામાં આવશે. આ સ્થિતિમાં અંતિમ ચુકાદો આવવામાં અનિશ્ચિતકાલીન વિલંબ થઈ શકે છે.


“કોમનવેલ્થની યજમાની માટે ભારત ખોટી પસંદગી”

દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થમાં અપૂરતી તૈયારીઓ બદલ ઓસ્ટ્રેલિયાએ ભારતની ટીકા કરી.ભારતની રાજધાની દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં પહેલા ભ્રષ્ટાચાર અને બાદમાં સ્પોર્ટ્સ વિલેજમાં ગંદકી અને બેદરકારીના કારણે વિશ્વનો ત્રીજો શક્તિશાળી દેશ જાહેર થયેલા ભારતની આબરૂના કાંકરા થઈ ગયા છે. સમગ્ર વિશ્વ આજે ભારતની ટીકાઓ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ જોન કોટ્સે તો એટલે સુધી કહીં દીધું છે કે ભારતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની આપવી જ નહોતી જોઈતી.ધ ઓસ્ટ્રેલિયન એસોસિયેટેડ પ્રેસના જણાવ્યા પ્રમાણે તૈયારીઓમાં થઈ રહેલા વિલંબ પર જોન કોટ્સે કહ્યું કે જો તમે પ્રાથમિક જરૂરીયાતોની ચિંતમાં જ રહેશો તો પછી રમત પર ક્યારે ધ્યાન આપશો.તેમણે તો એ પણ કહ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને જાતે જ તૈયારીઓમાં ભાગ લેવો જોઈતો હતો. કોટ્સે કહ્યું હતું કે ફેડરેશન પાસે સંસાધનોની ઉણપ છે તેથી તે ઓલિમ્પિક સમિતિની જેમ તૈયારીઓ પર ઝીણવટ ભરેલી નજર રાખી શકે નહીં.


નરોડા પાટિયા કેસમાં આજે મહત્વનો ચુકાદો

નરોડા પાટિયા કેસમાં રાહુલ શર્માની સીડી અને સબંધિત પુરાવાની વધુ તપાસ અંગે આજે ચુકાદો. નરોડા પાટિયા કેસમાં આઇપીએસ ઓફિસર રાહુલ શર્માની સીડી તથા તહેલકા સ્ટિંગ ઓપરેશન સહિતના બીજા મહત્વના પુરવાની વધુ તપાસનો ચૂકાદો આજે સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટ આપશે.સીટની તપાસ સામે કેટલાક પ્રશ્નો ઉભા કરી જનસંઘર્ષ મંચે કરેલી અરજીના અનુસંધાનમાં સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ શ્રીમતિ જ્યોત્સનાબહેન ગોકાણી આજે પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા છે. સ્પેશિયલ જજના ચૂકાદા ઉપરથી નક્કી થશે કે સીટે સંલગ્ન કેસમાં વધુ તપાસ કરવી કે નહીં.ગોધરાની ઘટના બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. અમદાવાદના નરોડા પાટિયા ખાતે પણ ભારે તોફાનો ફાટી નિકળ્યા હતાં. તોફાનો સમયે આઇપીએસ ઓફિસર રાહુલ શર્માએ અધિકારીઓ અને નેતાઓના કોલની સીડી ઉતારી હતી. ઉપરાંત જાણીતા મેગેઝિન તહેલકાએ પણ એક સ્ટિંગ ઓપરેશન કરીને કેટલીક સ્ફોટક વિગતો રજુ કરી હતી.


“ભારતે લાંચ આપી કોમનવેલ્થની યજમાની મેળવી છે”

દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે ભારતે 72 દેશોને ભારે મોટી રકમ ચૂકવી હતી.ભારતની રાજધાની દિલ્હીમાં યોજાનારી અને પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલી કોમનવેલ્થ ગેમ્સ ફરી એક મોટા વિવાદમાં સપડાય તેવી શક્યતાઓ છે.એક મીડિયા અહેવાલ અનુસાર ભારતે 3થી14 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની લેવા માટે કોમનવેલ્થના 72 દેશોને લાંચ આપી હોવાનો ખુલાસો થયો છે. ભારતે પ્રત્યેક દેશને 1,00,000 ડોલરની લાંચ આપીને કોમનવેલ્થની યજમાની મેળવી હતી.ડેઈલી ટેલીગ્રાફે દાવો કર્યો છે કે જમૈકામાં યોજાયેલા અંતિમ પ્રેઝન્ટેશનમાં ભારતે 72 કોમનવેલ્થ દેશોને મોટી રકમની લાંચ આપીને તે બોલીમાં હેમિલ્ટનને હરાવ્યું હતું.તેમાં કહેવામાં આવ્યું છે કે જમૈકામાં યોજાયેલી અંતિમ બોલીમાં ભારતે દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની બોલી જીતી હતી. જો કે ભારતે જો તે સફળતાપૂર્વક બોલી જીતી જશે તો 72 દેશોને એથલેટ ટ્રેઈનિંગ સ્કીમ માટે પ્રત્યેક દેશને 1,00,000 ડોલર આપાવાનું કહ્યું હતું.નાના દેશોએ કે જેઓને આ રમતોત્સવમાં બહુ ઓછો રસ હતો તેમણે તેમનો વોટ પાછો ખેંચી લીધો હતો અને ભારતે કેનેડિયન શહેર હેમિલ્ટનને 46-22થી હરાવીને યજમાની મેળવી હતી. હેમિલ્ટને પ્રત્યેક દેશને 70,000 ડોલર ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.


વિલેજમાં નહીં હોટલમાં રહેશે ઈંગ્લેન્ડની ટીમ

કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે થોડા સમય બાદ ભારત પહોંચી જશે પરંતુ તેમની ટીમે સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ સ્પોર્ટ્સ વિલેજમાં નહીં રહે પરંતુ તેઓ હોટલમાં રહેવાના છે.તેમણે એટલા માટે આવો નિર્ણય લીધો છે કે તેમનું માનવું છે કે સ્પોર્ટ્સ વિલેજ હજી સુધી રહેવા માટે લાયક નથી. શુક્રવારના રોજ ઈંગ્લેન્ડની ટીમ 22 સભ્યો સાથે ભારત આવશે. જ્યારે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના અધ્યક્ષ માઈક ફેનલ તૈયારીઓનું નિરિક્ષણ કરવા માટે ગેમ્સ વિલેજની મુલાકાતે છે.ફેનલ ગુરૂવારના રોજ દિલ્હી પહોંચ્યા હતા. ફેનલ પહેલા આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી સ્પોર્ટ્સ વિલેજ પહોંચ્યા હતા. સ્પોર્ટ્સ વિલેજની મુલાકાત બાદ ફેનેલ કેબિનેટ સચિવને પણ મળશે.


આવી કોમનવેલ્થમાં શું મજા આવશે

વિશ્વની નબંર ત્રણ બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે કોમનવેલ્થ ગેમ્સમાંથી ટોચના ખેલાડીઓ ખસી જતા ઘણી જ નિરાશ થઈ છે. સાથે સાથે તેણે ડર વ્યક્ત કર્યો હતો કે ક્યાંક દિગ્ગજ ખેલાડીઓના ભાગ ન લેવાના કારણે ક્યાંક દર્શકો રોમાંચક સ્પર્ધા જોવાથી વંચિત રહી ના જાય.સાયનાએ કહ્યું હતું કે રમતોત્સવમાં કેટલાક ટોચના ખેલાડીઓ ખસી જવાથી હું ઘણી જ નિરાશ છું. જો કોઈ સ્પર્ધા નહીં થાય તો મજા નહીં આવે. લોકો રોમાંચક સ્પર્ધા જોવા ઈચ્છે છે.જો કે સાયનાએ પોતાના દેશનું સમર્થન કરતા કહ્યું હતું કે ઘરઆંગણે રમાતી કોમનવેલ્થમાં રમવા માટે હું ઘણી જ ઉત્સાહિત છું અને હું ગોલ્ડ મેડલ જીતવાનો ધ્યેય રાખુ છું.


હવે મદદ માંગવાનું બંધ કરો: ઓબામા

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વિકાસશીલ દેશોને અપીલ કરી છે કે તેઓ વિકાસ અને મદદને લઇને પોતાનું વલણ બદલે. સાથોસાથ તેમણે ચેતવણી પણ આપી છે કે જો આવું નહીં થાય તો દેશો ગરીબી દૂર કરવાના પોતાના લક્ષ્યાંકોને ક્યારેય પૂરા નહીં કરી શકે. સંયુક્ત રાષ્ટ્રના સહસ્ત્રાબ્દી વિકાસ ઉદ્દેશ્ય સંમેલનને સંબોધતા તેમણે આ વાત કરી હતી.ઓબામાએ આ સમારોહમાં કહ્યું હતું કે વિકાસ એ સૌ માટે અગત્યનો મુદ્દો છે. પરંતુ અત્યારે વિકાસશીલ દેશો સહાય માટે વિકસિત દેશો પર નિર્ભર રહે છે તે વ્યાજબી નથી. આ માટે આવા દેશોએ તેમનું વલણ બદલવુ પડશે. વિકાસશીલ દેશોએ પોતે જ પોતાની મદદ કરવાની છે. તે જ આખી દુનિયાના હિતમાં રહેશે કારણ કે વિકાસશીલ અને વિકસિત બંને દેશો સમૃદ્ધિ અને સફળતા ઈચ્છે છે.
આ પ્રસંગે ગરીબી અને ભૂખમરો દૂર કરવો, લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવું, બાળમૃત્યુદર ઓછો કરવો, માતૃસ્વાસ્થયમાં સુધારો લાવવો, એચઆઈવી એઇડ્સ સામે લડવું તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓને સહસ્ત્રાબ્દી વિકાસ ઉદ્દેશ્યો તરીકે ગણાવ્યા હતા.મહારાણીની મશાલ પાછળ દેશ દોડી રહ્યો છે: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવએ ક્વિન્સ બેટનનો વિરોધ કર્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે બ્રિટનની મહારાણીની મશાલ પાછળ આખો દેશ દોડી રહ્યો છે. જે અંગ્રેજોએ આપણાં લાખો લોકોને બર્બરતાપૂર્વક મારી નાખ્યા હતા, તેમની ગુલામીને યાદ કરવી બેવકૂફી છે. ઈંગ્લેન્ડની ગુલામી સહન કરનારા 70 દેશોનો સમૂહ કોમનવેલ્થ કહેવાય છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં થઈ રહેલા ભારે ખર્ચા સંદર્ભે ચિંતા વ્યક્ત કરી છે.કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં તંત્રની તૈયારીના શરમજનક પ્રદર્શન પર ચોતરફા હુમલા થઈ રહ્યાં છે. કોમનવેલ્થ ગેમ્સની તૈયારી હજી પૂર્ણ થઈ ન હોવાથી વડાપ્રધાન સુધીના તમામ લોકો ચિંતામાં છે. અપૂરતી તૈયારીના કારણે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની દેશની આબરૂનો ફજેતો થયો હોવાની વાત પણ થઈ રહી છે. તો કોમનવેલ્થ ગેમ્સમાં આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી તરફ ભ્રષ્ટાચાર બાબતે આંગળી ચિંધાયેલી છે.અમેરિકા પર હુમલાથી ખુશ હતો સદ્દામ

પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈન 2008માં પૂર્વીય આફ્રિકામાં અમેરિકાના બે દૂતાવાસો પર થયેલા હુમલાથી બહુ જ ખુશ હતો. આ જાણકારી ઈરાકના પૂર્વ વિદેશમંત્રી તારીક અઝીઝે એફબીઆઈને સોંપી છે. આ ખુલાસો કેટલાંક ખાનગી દસ્તાવેજોમાંથી થયો છે. અઝીઝે જણાવ્યા અનુસાર સદ્દામને ઓસામા બિન લાદેન જોડે નિકટતા વધારવાની કોઈ ઈચ્છા નથી.27 જૂન, 2004ના રોજ થયેલી પૂછપરછમાં અઝીઝના હસ્તલિખિત દસ્તાવેજો પ્રમાણે ‘સદ્દામ ઈસ્લામિક ચરમપંથીઓ પર વિશ્વાસ નહોતો કરતો.’ જો કે તે અલકાયદાને એક પ્રભાવશાળી સંગઠન માનતો હતો. ઈરાકના ટોચના અધિકારીઓની પૂછપરછના એફબીઆઈ પાસે હજારો દસ્તાવેજો છે, જેમાંનો આ એક છે.એફબીઆઈએ આ પહેલા સદ્દામ સાથેની પૂછપરછના કેટલાંય દસ્તાવેજો જાહેર કર્યા હતા, જેમાં સદ્દામે એ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો કે તેના લાદેન સાથે કોઈ સંબંધો હતા. અઝીઝે એફબીઆઈને જણાવ્યું છે કે તે લાદેન અને બીજા ચરમપંથીઓને ‘અવસરવાદી’ માનતો હતો.


લગ્ન ભારતીયોના, અને બલ્લે બલ્લે અમેરિકાને

અમેરિકામાં યોજાનારા ભારતીયોના લગ્નોમાં આ દિવસોમા તો અમેરિકનોને બલ્લે બલ્લે થઈ રહી છે.તે સાંભળીને તમને થોડી નવાઈ તો જરૂર થશે કે ભાઈ લગ્ન ભારતીયોના અને બલ્લે બલ્લે અમેરિકનોને શેની?તો મિત્રો તમને જણાવી દઈએ કે અમેરિકાની હોટલોમાં ભારતીય હિન્દૂ પરંપરા પ્રમાણે લગ્ન કરવાની રીતભાત ઝડપથી વધી રહી છે. પૂરા ઠાઠમાઠ સાથે યોજાનારા આ લગ્નોમાં હોટલો અને કોમ્યૂનિટી હોલ્સની સારી એવી કમાણી થઈ રહી છે.વાયસ ઑફ અમેરિકાની એક રિપોર્ટ પ્રમાણે, તાજેતરમાં જ ભારતીય મૂળના તરૂણ ગુલજરાની અને પ્રીતિ ગુરનાની, ફ્લોરિડાના ગેલાર્ડ પામ્સ રિસોર્ટમાં લગ્નગ્રંથીમાં જોડાયા હતા. આ લગ્નમાં 250 થી પણ વધારે મહેમાનોએ હાજરી આપી હતી.હિન્દૂ દંપત્તિ દ્વારા શાહી અંદાજમાં ભોજન આપવાની પરંપરા પ્રમાણે, મંદીના આ સમયમાં અમેરિકાની હોટલોને સારી એવી કમાણી થઈ રહી છે. અરે મારા ભાઈ હવે તો અમેરિકામાં હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવા માટે ખાસ પ્રકારના ટ્રેઇનિંગ કૉર્સ પણ ચાલવા લાગ્યા છે.ખાસ કરીને આપણી હિંન્દૂ પરંપરા પ્રમાણે યોજાનારા લગ્નોમાં ત્રણ-ચાર જેવા પ્રશંગોનો સમાવેશ થાય છે. જેના કારણે આવી હોટલોની બુકિંગ પણ લાંબા સમય સુધી કરવામાં આવે છે. અને તેના કારણે અમેરિકામાં હોટલનું બિલ લગભગ સરેરાશ 2 લાખ ડૉલરની આસપાસ પડે છે.


ગ્રહોના મિલનથી દેશમાં થશે ઉથલ-પાથલ


21 અને 23 સપ્ટેમ્બરે દર વર્ષે વિંટર ઈક્યુનોક્સ થાય છે. આ દરમ્યાન રાત અને દિવસ બંને સમાન થાય છે. તે દરમ્યાન ગુરુ અને શુક્ર પૃથ્વીની પાસે આવે છે. આ દિવસે ચંદ્ર, ગુરુ અને ધરતીનું મિલન થાય છે. પરંતુ આ વર્ષે ગુરુ પૃથ્વીથી જેટલો નજીક આવ્યો છે તેટલો પાછલા 47 વર્ષથી નથી આવ્યો. હવે ગુરુની આટલી સમીપતા વર્ષ 2022 માં જોવા મળશે.જ્યોતિષ અનુસાર આ સમયે ગુરુની સ્થિતી વકરી છે. ગુરુ જળ રાશિમાં સ્થિત છે. આ માટે પૃથ્વી પર જળ સંબંધિત મુશ્કેલીઓ હોવાના યોગ બને છે. બાર રાશિઓમાંથી મીન રાશિને જળતત્વની રાશિમાં માનવામાં આવે છે. આ માટે ભારતની રાજધાની દિલ્લી જેની રાશિ મીન છે એ યમુનાના સંકટથી પરેશાન છે અને યમુનાનું પાણી સતત વધી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં પૃથ્વી પર જળ સંબંધિત પ્રબળ આપદાઓનો યોગ બને છે. સંભવ છે કે દિલ્લીમાં જલ્દી શરુ થનારા કોમનવેલ્થ ગેમમાં તેની વિપરીત અસર જોવા મળે.
ગુરુ મીન રાશિમાં છે. સૂર્ય અને શનિ ગુરુ પર એક સાથે દ્રષ્ટિ નાખી રહ્યા છે. તેનાથી દેશ અને ન્યાયાલય તથા શાસન સંબંધિત નિર્ણયો પર તેનો ઉંડો પ્રભાવ જોવા મળે છે. ગુરુની દ્રષ્ટિ વક્ર થવાથી દેશમાં ધર્મ સાથે જોડાયેલા લોકોની ભાવનાઓને આઘાત લાગી શકે છે. સાથે જ દેશમાં મીન રાશિ ધરાવનારા દરેક શહેરોને તેનાથી નુક્સાન પહોંચવાના યોગ છે.


અમિતાભ એક ચહેરા અનેક

અમિતાભ બચ્ચન પોતાની દરેક ફિલ્મમાં પોતાનો લુક અલગ અલગ રાખે છે. અમિતાભ બચ્ચન પ્રતિભાશાળી અભિનેતા છે. અભિનય તો જાણે કે તેમના લોહીમાં હોય તેમ લાગી રહ્યું છે. બિગ બીએ પોતાના લુકમાં ઘણાં જ ફેરફાર કર્યા છે.તાજેતરમાં જ રાજકુમાર સંતોષીની ફિલ્મ પાવરમાં બિગ બી તદ્દન અલગ જ લુકમાં જોવા મળશે. બિગ બી આ ઉંમરે પણ સખત મહેનત કરે છે. બિગ બીની કામ કરવાની ધગશ જોઈને કોઈ પણ યુવા કલાકારને શરમ આવે તે સ્વાભાવિક છે. આજે પણ સીનિયર બચ્ચન કામથી કંટાળતા નથી.આફ્રિદીનો ‘દર્દ-એ-ઈંગ્લેન્ડ’ પ્રવાસ

પાકિસ્તાની વન ડે ટીમના સુકાની શાહિદ આફ્રિદીએ ઈંગ્લેન્ડના પ્રવાસને તેની કારકિર્દીનો સૌથી કપરો પ્રવાસ ગણાવ્યો હતો. આફ્રિદીએ કહ્યું હતું કે 14 વર્ષની મારી કારકિર્દીનો આ સૌથી કપરો પ્રવાસ હતો. હોટલની બહાર પણ અમારા માટે ઘણું ખરાબ વાતાવરણ હતું. લોકો અમારો ઉપહાસ કરતા હતા અને ખેલાડીઓ અત્યંત દબાણમાં હતા. પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ, ટી20 અને વન ડે શ્રેણી હારી ગયુ હતું અને તેના કેટલાક ખેલાડીઓ સામે ફિક્સિંગના આરોપોથી ટીમ હચમચી ઉઠી હતી. ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ અને ઝડપી બોલર મોહમ્મદ આસિફ, મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝની સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી હતી.જો કે ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ સમાચાર પત્રએ ધડાકો કર્યો હતો કે બટ્ટ, આસિફ અને આમિર સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતા અને બોલરોએ ચોથી ટેસ્ટમાં નો બોલ નાંખવા માટે પૈસા લીધા હતા, આવા આરોપો બાદ આઈસીસી દ્વારા ત્રણેય ખેલાડીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.જૂલાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ શાહિદ આફ્રિદીએ ટેસ્ટ ટીમનું સુકાની પદ છોડી દીધુ હતું.તેણે કહ્યું હતું કે આ ઘણો કપરો પ્રવાસ હતો કારણ કે ફિક્સિંગના આરોપો લગાવવામાં આવ્યા હતા. હોટલની બહાર પણ ખેલાડીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ટીમ વિરૂદ્ધ ઘણા નકારાત્મક અહેવાલો પ્રકાશિત થયા હતા. અમે અત્યંત દબાણમાં હતા.


સ્યુઇસાઇડ નોટ: 'હું મારી ફરજ બજાવી શક્યો નથી

શહેરના ધરમ સિનેમા રોડ, કસ્તુરબા ટેલીફોન એક્સચેંજ પાછળ આવેલા સરકારી ર્ક્વાટર ૧/૩૦મા ગાંધીગ્રામ-૬મા રહેતા હીરેન સુરેશભાઇ દવે નામના વિપ્ર યુવાનને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમા નોંધાયો હતો.બનાવ બાદ દોડી ગયેલી પોલીસ તપાસમા આ ર્ક્વાટર રમણીકભાઇ દવેનું હોવાનું અને તેના ભત્રીજાએ આપઘાત કર્યાનું બહાર આવ્યું હતુ.યુવાને આપઘાત કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં કાકાને સંબોધીને મારી ભૂલો માફ કરજો, હું મારી ફરજ બજાવી શક્યો નથી, મારી પાછળ કોઇ ખર્ચ કરતાં નહીં અને મારા મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવને પગલે વિપ્ર પરિવારમાં શોકનું મોજું ફરિ વળ્યું છે.


આવી કોમનવેલ્થમાં શું મજા આવશે!!

વિશ્વની નબંર ત્રણ બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે કોમનવેલ્થ ગેમ્સમાંથી ટોચના ખેલાડીઓ ખસી જતા ઘણી જ નિરાશ થઈ છે. સાથે સાથે તેણે ડર વ્યક્ત કર્યો હતો કે ક્યાંક દિગ્ગજ ખેલાડીઓના ભાગ ન લેવાના કારણે ક્યાંક દર્શકો રોમાંચક સ્પર્ધા જોવાથી વંચિત રહી ના જાય.સાયનાએ કહ્યું હતું કે રમતોત્સવમાં કેટલાક ટોચના ખેલાડીઓ ખસી જવાથી હું ઘણી જ નિરાશ છું. જો કોઈ સ્પર્ધા નહીં થાય તો મજા નહીં આવે. લોકો રોમાંચક સ્પર્ધા જોવા ઈચ્છે છે.જો કે સાયનાએ પોતાના દેશનું સમર્થન કરતા કહ્યું હતું કે ઘરઆંગણે રમાતી કોમનવેલ્થમાં રમવા માટે હું ઘણી જ ઉત્સાહિત છું અને હું ગોલ્ડ મેડલ જીતવાનો ધ્યેય રાખુ છું.


અમેરિકા પર હુમલાથી ખુશ હતો સદ્દામ

પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈન 2008માં પૂર્વીય આફ્રિકામાં અમેરિકાના બે દૂતાવાસો પર થયેલા હુમલાથી બહુ જ ખુશ હતો. આ જાણકારી ઈરાકના પૂર્વ વિદેશમંત્રી તારીક અઝીઝે એફબીઆઈને સોંપી છે. આ ખુલાસો કેટલાંક ખાનગી દસ્તાવેજોમાંથી થયો છે. અઝીઝે જણાવ્યા અનુસાર સદ્દામને ઓસામા બિન લાદેન જોડે નિકટતા વધારવાની કોઈ ઈચ્છા નથી.27 જૂન, 2004ના રોજ થયેલી પૂછપરછમાં અઝીઝના હસ્તલિખિત દસ્તાવેજો પ્રમાણે ‘સદ્દામ ઈસ્લામિક ચરમપંથીઓ પર વિશ્વાસ નહોતો કરતો.’ જો કે તે અલકાયદાને એક પ્રભાવશાળી સંગઠન માનતો હતો. ઈરાકના ટોચના અધિકારીઓની પૂછપરછના એફબીઆઈ પાસે હજારો દસ્તાવેજો છે, જેમાંનો આ એક છે.એફબીઆઈએ આ પહેલા સદ્દામ સાથેની પૂછપરછના કેટલાંય દસ્તાવેજો જાહેર કર્યા હતા, જેમાં સદ્દામે એ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો કે તેના લાદેન સાથે કોઈ સંબંધો હતા. અઝીઝે એફબીઆઈને જણાવ્યું છે કે તે લાદેન અને બીજા ચરમપંથીઓને ‘અવસરવાદી’ માનતો હતો.

23 September 2010

રામમંદિર: ચુકાદા માટે 28 સપ્ટેમ્બરે SCમાં સુનાવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રામમંદિર: ચુકાદા માટે 28 સપ્ટેમ્બરે SCમાં સુનાવણી

બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પરના અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચના ચુકાદા પર સુપ્રિમ કોર્ટે 28 સપ્ટેમ્બર સુધી તાત્કાલિક અસરથી રોક લગાવી છે. સુપ્રિમ કોર્ટમાં સેવાનિવૃત બ્યૂરોક્રેટ રમેશચંદ્ર ત્રિપાઠીની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ સંદર્ભે આવતીકાલના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટ આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરે હાથ ધરશે.રમેશચંદ્ર ત્રિપાઠીએ પોતાની અરજીમાં સુપ્રિમ કોર્ટને વિનંતી કરી હતી કે કોમનવેલ્થ ગેમ્સ સુધી ચુકાદાને ટાળી દેવામાં આવે અને તે સમયગાળા દરમિયાન વિવાદના પક્ષકારો વચ્ચે સમાધાન અને સુલેહની કોશિશો કરવામાં આવે. સુપ્રિમ કોર્ટે આ દલીલો બાદ આજે સુનાવણી કરતાં ચુકાદાને 5 દિવસ પૂરતો ટાળી દેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે રમેશચંદ્ર ત્રિપાઠી આ વિવાદનો ચુકાદો ટાળી દેવાની એક અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં પણ કરી હતી. જો કે કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી અને ત્રિપાઠીને ભારે રકમનો દંડ પણ ફટકાર્યો હતો. જો કે તેની સામે ત્રિપાઠીના વકીલે બુધવારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. બુધવારે સુપ્રિમ કોર્ટની બેન્ચે આ સંદર્ભે સુનાવણી કરવાનો ઈન્કાર કરીને અન્ય ખંડપીઠ પાસે જવાનું કહ્યું હતું. હાલ દેશભરમાં આ વિવાદ સંદર્ભે આવનારા ચુકાદાને લઈને ભારે ઈન્તેજારીનો માહોલ છે.


દેશની ઈજ્જત બચાવવા હવે મનમોહન મેદાનમાં

ભારતની રાજધાની દિલ્હી ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ હાલમાં સૌથી કપરા સમયમાં છે. આ ઘટનાથી ચિંતિત બનેલા વડાપ્રધાન મનમોહન સિંહે તાકીદના ધોરણે એક બેઠક બોલાવી છે.આ બેઠકમાં રમત મંત્રી એમએસ.ગીલ અને શહેરી વિકાસ મંત્રી જયપાલ રેડ્ડીને બોલવવામાં આવ્યા છે. આ બેઠકમાં 3થી 14 ઓક્ટોબરના દરમિયાન યોજાનારા રમતોત્સવની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવશે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠકમાં કોમનવેલ્થ આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીને બોલાવવામાં આવ્યા નથી.સૂત્રોના જણાવ્યા મુજબ મનમોહન ગીલ અને રેડ્ડીને મળશે. આ બન્ને નેતાઓ ગેમ્સની તૈયારીની દેખરેખ માટે બનાવેલી સમિતિના વડા છે.આંતરરાષ્ટ્રીય સમુદાયો દ્વારા સ્પોર્ટ્સ વિલેજની કરેલી આકરી ટીકાઓ અને તેની સ્વચ્છતા અને સુરક્ષા અંગેના મુદ્દાઓ ઉઠાવ્યાના બે દિવસ બાદ વડાપ્રધાને આ બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા અને સુરક્ષાને લઈને કેનેડા, સ્કોટલેન્ડ અને ન્યૂઝિલન્ડ જેવા દેશોએ તેમના ખેલાડીઓને દિલ્હી મોકલવામાં વિલંબ કર્યો છે.આંતરરાષ્ટ્રીય સમુદાયોની ટીકાને કારણે પહેલા જ શરમજનક સ્થિતિ ઉભી થઈ તેટલું ઓછુ હોય તેમ ગઈ કાલે રમતોત્સવના મુખ્ય સ્ટેડિયમ એવા જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમની છતનો ભાગ તૂટી પડ્યો હતો. તેના એક દિવસ પહેલા જ સ્ટેડિયમની બહાર બનાવવામાં આવેલો ફૂટ ઓવર બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો જેમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


ભારત કાશ્મીરને પોતાનું માનવાનું બંધ કરે :પાકિસ્તાન

પાકિસ્તાને આજે ફરીથી પોતાના લખ્ખણ દેખાડતા કહ્યું હતું કે ભારત કાશ્મીરને પોતાનું અભિન્ન ભાગ માનવાનું બંધ કરે અને ત્યાર બાદ જ આ મુદ્દે કોઈ ઉપયોગી ચર્ચા થઈ શકે છે.પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા અબ્દુલ બસિતે કહ્યું હતું કે જ્યાં સુધી ભારત કાશ્મીરને પોતાનો અભિન્ન ભાગ ગણતું રહેશે અને ભારતીય બંધારણ પ્રમાણે કાશ્મીરના સમાધાનની માગણી કરતું રહેશે ત્યાં સુધી આ મુદ્દે કોઈ પણ ઉપયોગી અને પરિણામજનક વાર્તાલાપ થઈ શકે નહીં.બસિતે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની ભારત યાત્રાનો આધાર પણ એ વાત પર રહેશે કે શું ભારત વિશાળ અને બંને દેશ વચ્ચે વાર્તાલાપ ચાલું રહે તે માટે સહમતી દર્શાવે છે કે નહીં.બસિતના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન પણ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે મુલાકાત અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિંસાના સમાધાન માટે ભારત સરકાર દ્વારા એક ડેલિગેશન બનાવીને તેને જમ્મુ-કાશ્મીરના મોકલવા બાબતે પૂછવામાં આવેલા એક પ્રશ્નને જવાબમાં બસિતે આવી પ્રતિક્રિયા આપી હતી. બસિતે જણાવ્યું હતું કે હુરિયત કોન્ફરેન્સે સરકારની આવી ઓફર પહેલા જ નકારી કાઢી છે.


અમેરિકાના 400 ધનીકોમાં 4 ભારતીય: ફૉર્બ્સ

ફૉર્બ્સના 400 સૌથી ધનાઢ્ય અમેરિકન લોકોના લિસ્ટમાં 4 ભારતીયનો સમાવેશ થઈ ગયો છે. જેમાં 252માં ક્રમે ભારત દેસાઈ, 288 માં ક્રમે કવિતર્ક રામ શ્રીરામ, 290માં ક્રમે રોમેશ વાધવાની, અને 308માં ક્રમે માઇક્રો સિસ્ટમના સહ સંસ્થાપક વિનોદ ખોસલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.એક વાર ફરી બિલ ગેટ્સ આ લિસ્ટમાં સૌથી ઉપર રહ્યા છે. ફોર્બ્સના આ લિસ્ટમાં તેઓ 17 વર્ષથી પહેલા સ્થાને બનેલા છે. તેઓએ 54 અબજ ડૉલરની સંપત્તિ સાથે અમેરિકામાં સૌથી અમિર વ્યક્તિ તરિકે પોતાનુ સ્થાન ટકાવી રાખ્યુ છે. બર્કશર હેથવેના મુખ્ય કાર્યકારી અધિકારી ઉદ્યોગપતિ વૉરેન બફેટ આ વર્ષે 45 અબજ ડૉલર સાથે આ લિસ્ટમાં બીજા નંબરના સ્થાને બનેલા છે. જ્યારે ત્રીજા સૌથી ધનાઢ્ય અમેરિકન વ્યક્તિના સ્થાને છે, સૉફ્ટવેર કંપની ઓરેકલના સહ સંસ્થાપક અને સિઈઓ લૈરી એલિસન.અન્ય લોકોની વચ્ચે આ લિસ્ટમાં ફેસબૂકનાં સંસ્થાપક અને સીઈઓ માર્ક ત્સુકરબેર્ગ 6.9 અબજ ડૉલરની સંપત્તિ સાથે 35માં સ્થાને છે. તેઓ એપ્પલના બૉસ સ્ટીવ જૉબ્સ અને મિડિઆ મુગલ ઓપ્રાહ વિનફ્રી કરતા વધારે ધનાઢ્ય છે. સ્ટીવ જૉબ્સ 42માં સ્થાને છે જ્યારે ઓપ્રાહ વિનફ્રી 130માં સ્થાને છે. ફોર્બ્સની પત્રિકામાં બિલ ગેટ્સ ઉપર ટિપ્પણી કરતા કહેવામાં આવ્યુ છે કે "ગેટ્સ માત્ર સંપત્તિમાં જ દુનિયાના સૌથી ધનિક નહી પણ ઉદારતાની બાબતમાં પણ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે." બિલ ગેટ્સ અત્યાર સુધીમાં કુલ 28 અબજ ડૉલર દાનમાં આપી ચુક્યા છે.ગેટ્સ અને બીજા સ્થાને બનેલા બફેટ બન્ને ધનિકો, અમેરિકનોને આ અપીલ કરતા આવ્યા છે કે તેઓએ વધારેમાં વધારે રૂપિયા દાનમાં આપવા જોઈએ. બફેટે પણ આવી જાહેરાત કરી છે કે તેઓ પોતાની મૃત્યુ પછી પોતાની સંપત્તિમાનો અમુક ભાગ બિલ ગેટ્સની 'બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન'માં દાનમાં આપશે.


કેટરિના-રીતિક વચ્ચે બોલિવૂડના ઈતિહાસનું સૌથી પ્રગાઢ ચુંબન!

ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી મિલેંગી ના દોબારમાં રીતિક રોશન, કેટરિના કૈફ, અભય દેઓલ, કલ્કી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની ચર્ચા થઈ રહી છે.આ ફિલ્મનું દિગ્દર્શન ઝોયા અખ્તર કરવાની છે. આ પહેલા ઝોયાએ લક બાય ચાન્સ જેવી સફળ ફિલ્મ આપી છે. ફિલ્મનું શુટિંગ સ્પેનમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં રીતિક અને કેટરિના વચ્ચે પ્રગાઢ ચુંબન જોવા મળશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીતિક અને કેટરિના વચ્ચે સૌથી લાંબુ ચુંબન દ્રશ્ય જોવા મળશે. ફિલ્મમાં કેટરિનાને જાણ થાય છે કે, તે ખરી રીતે રીતિકના પ્રેમમાં છે. આ સમયે રીતિકની સાથે અભય અને ફરાહન પણ હોય છે. કેટરિના રીતિકની બાઈક બેઠી હોય છે. કેટ તરત જ બાઈકને ઉભી રાખે છે અને રીતિકને ચુંબન કરવા લાગે છે. આ સમયે કેટરિના પોતાની લાગણી વ્યક્ત કરતી હોય છે.કેટરિના રીતિકને ચુંબન કરવા તૈયાર થઈ ગઈ હતી. તેને રીતિકને ચુંબન કરવા સામે કોઈ જ વાંધો નથી. માનવામાં આવે છે કે, બોલિવૂડના ઈતિહાલમાં આ કેટરિના-રીતિકનું ચુંબન સૌથી લાંબુ છે. ઉલ્લેખનીય છે કે, રાજા હિન્દુસ્તાનીમાં કરિશ્મા કપૂર અને આમિર વચ્ચે સૌથી લાંબુ ચુંબન હતું. હવે આ રેકોર્ડ રીતિક અને કેટરિનાના નામે થઈ ગયો છે.


GM ( જનરલ મોટર્સ )નું હાલો...હાલોલ, ગુજરાત

જનરલ મોટર્સના ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડન્ટ પી. બાલેન્દ્રન ઉપરાંત પ્રેસિડન્ટ કાર્લ સ્લીમએ હાલોલ ખાતેના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તાજેતરમાં, અહીં લિક્વિફાઈડ નેચરલ ગેસના ઈન્ટિગ્રેટેડ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. કંપનીએ શાંઘાઈ ઓટોમેટિવ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન સાથે મળીને ત્રણ કોમર્શિયલ લાઈટ વ્હીકલ અને બે પેસેન્જર કારનું નિર્માણ કરવાના છે. જેમાં હાલોલ પ્લાન્ટ ખાતે લાઈટ કોમર્શિયલ વ્હીકલનું નિર્માણ કરવામાં આવશે


મિસ ગ્રેટ બ્યુટી કોન્ટેસ્ટની પ્રતિસ્પર્ધી સેક્સ વર્કર

લંડનમાં આયોજિત થનારી મિસ ગ્રેટ બ્રિટન સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી એક પ્રતિસ્પર્ધી સેક્સ વર્કર રહી ચૂકી છે. આ મામલો સામે આવતા આયોજકોએ આ મોડલને બહાર કાઢી મૂકી છે. 27 વર્ષીય લોરા એનિસને તાજેતરમાં જ મિસ પ્લાઈમાઉથ સિટીથી નવાજવામાં આવી છે અને તે નવેમ્બરમાં આયોજિત થનારી મિસ ગ્રેટ બ્રિટન કોમ્પિટિશનમાં ભાગ લેવાની હતી.એક અહેવાલ પ્રમાણે પ્રતિયોગિતાના આયોજક આ બ્યુટી ક્વીનની હકીકતથી અજાણ હતા. લોરાએ 1999માં ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું અને એવા મસાજ પાર્લરમાં પણ કામ કરતી હતી, જ્યાં સેક્સનો ધંધો ચાલતો હતો. આ પહેલા આ વર્ષે પોતાની સાચી ઉંમર છુપાવવાના કારણે મિસ કાર્નિવલ બ્યુટી કોમ્પિટિશનનો તાજ પણ તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો.આ પછી બ્યુટી ક્વીને મિસ ગ્રેટ બ્રિટન માટે નસીબ અજમાવવાનો નિર્ણય લીધો. આ પ્રતિયોગિતાના નિયમો પ્રમાણે પ્રતિસ્પર્ધીઓએ નગ્ન ફોટોશૂટ ન કારવ્યું હોવું જોઇએ અને તે વેશ્યાવૃત્તિમાં પણ સંકળાયેલા ન હોવા જોઇએ. જો કે મિસ ગ્રેટ બ્રિટન કોમ્પિટિશનના આયોજક લિઝ ફલર આ ઘટનાથી બહુ દુઃખી છે.

રાજકોટ : મહિલા પાસેથી બે બુકાનીધારીઓ ૪૦ હજારના ઘરેણાં લૂંટી ગયા

રાજકોટ જિલ્લામાં ખેત મજૂરોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ટોળકીના બુકાનીધારી બે સભ્યએ ટંકારાના હરબટીયાળી ગામે ભર બપોરે ખેતરમાં મજૂરી કરી રહેલી પટેલ મહિલા ઉપર હુમલો કરી રૂ. ૪૦ હજારની કિમતના ઘરેણાની લૂંટ ચલાવ્યાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે ગભરાટ ફેલાયો છે. જો કે બનાવ અંગે હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.


રાજકોટ : મધરાતે રેલ-વે ફાટક ખોલવાનું કહી તલવારથી હુમલો

શહેરના કોઠારિયા સોલવન્ટ નજીક મોડી રાતે કાર લઇને નિકળેલા બે દારૂડિયાએ ટ્રેન આવવાના સમયે ફાટક બંધ હોવાથી ફાટક ખોલાવવા ગેટમેનને ઢોર માર મારી તલવારથી હુમલો કરતા ઘવાયેલા ગેટમેનને હોસ્પિટલમાં ખસેડાયો છે.કોઠારિયા સોલવન્ટ નજીક ફાટક નંબર ૧પ ઉપર ફરજ બજાવતા ગેટમેન મનસુખભાઇ ગોવિંદભાઇ ઝાલા (ઉ.વ.પ૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાતે અઢી વાગે ટ્રેન આવવાનો સમય થતાં ફાટક બંધ કર્યું હતું. દરમિયાન સફેદ કલરની કારમાં આવેલા બે શખ્સે ફાટક ખોલવાનું કહેતા તેમણે ટ્રેન પસાર થયા પછી જ ફાટક ખૂલશે તેવો જવાબ આપ્યો હતો.આથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સ તેની ઉપર તૂટી પડ્યા હતા. અને તલવાર,પાઇપથી હુમલો કરીને આખા શરીરે ઇજા કરી નાસી ગયા હતા. બન્ને હુમલાખોર નશામાં હોવાની ગેટમેને શંકા વ્યકત કરી હતી.


અમિતાભની રાષ્ટ્રભાવના

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને અયોધ્યા વિવાદ પર આવનારા કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને લોકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરી છે.બિગ-બીએ પોતાના બ્લોગ પર કહ્યું છે કે અયોધ્યા, બાબરી મસ્જિદ વિવાદ પર 24 સપ્ટેમ્બરે કોર્ટનો ચુકાદો આવવાનો છે અને તે દરમિયાન ઘણાં લોકોએ આપણને શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ જારી કરીને આગ્રહ કર્યો છે.અમિતાભે કહ્યું છે કે કેટલાંક લોકો ફિલ્મ ઉદ્યોગમાં વ્યાપ્ત ધર્મનિરપેક્ષતા અને એકજૂટ પ્રકૃતિ સંદર્ભે જાણવા ઈચ્છે છે. સાથએ તેઓ એ પણ જાણવા ઈચ્છે છે કે પ્રતિક્રિયા હિંસક થઈ જાય ત્યારે ફિલ્મ ઉદ્યોગમાં સમુદાયો વચ્ચ મતભેદ થાય છે કે નહીં?તેમણે કહ્યું હતું કે તેઓ માને છે કે આપણે લોકો રાષ્ટ્રીય એકતાનું સૌથી મોટું ઉદાહરણ છીએ અને આપણને તેનો ગર્વ છે. મહાનાયકે કહ્યું હતું કે 1992, બોમ્બ વિસ્ફોટ બાદ અમે બધાં લોકોએ સાથે મળીને શાંતિ માર્ચ કાઢી હતી. ભાઈચારો સ્થાપિત કરવાની વિનંતી કરતાં આ શાંતિ માર્ચ હુલ્લડ પ્રભાવિત વિસ્તારોમાંથી પસાર થઈ હતી.તેમણે કહ્યું હતું કે ફિલ્મોમાં તેઓ વિભિન્ન ધર્મોના પાત્રોની ભૂમિકા ભજવે છે. જ્યારે વાસ્તવમાં તેઓ તે હોતા નથી પરંતુ તેમની વચ્ચે એક અલિખિત નિયમ હોય છેકે જે તેમને એકજૂટ, સાથ સાથ ને પારદર્શી બનાવી રાખે છે.


રાજકોટ : ખુલ્લા પ્લોટમાથી વિદેશીદારૂનો જથ્થો રેઢો મળ્યો

શહેરના સંત કબીર રોડ, પ્રજાપતિની વાડી સામે આવેલા ખુલ્લા પ્લોટમા ચાર થેલા બિનવારસી હાલતમા પડ્યા હોવાની કોઇ નાગરિકે ગુરૂવારે સવારે પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. જેના પગલે બી ડીવીઝન પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઇ તપાસ કરી હતી. તપાસમા ખુલ્લી જમીનમા ચાર ગુટખા કંપની થેલા પડ્યા હતા અંદર ચેક કરતા વિદેશીદારૂની પ૦ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ કબ્જે લઇ જથ્થો કોનો છે તે અંગે તપાસ હાથ ધરી છે.

આગામી ૨૫મીના રોજ અડવાણી સોમનાથ દર્શને?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavourઆગામી ૨૫મીના રોજ અડવાણી સોમનાથ દર્શને?

પ્રતિવર્ષની માફક સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા છેલ્લાં બે દાયકાથી અચુકપણે આવતાં ભાજપનાં રાષ્ટ્રીય અગ્રણી લાલકૃષ્ણ અડવાણી સંભવત: આગામી તા.૨૫નાં ૨૧મી વખત પ્રભાસતિર્થ ખાતે આવનાર હોવાનું જાણવા મળે છે.અત્રે નોંધનીય બની રહેશે કે, તા.૨૪નાં અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવનાર છે. અને તેનાં બિજા દિવસે અડવાણીની પ્રતિક્રિયા જાણવા સોરઠવાસીઓમાં ભારે ઈંતજારી જોવા મળી રહી છે.૨૧ વરસ પહેલા સોમનાથ ખાતેથી સોમનાથ-અયોધ્યા રથયાત્રાનો પ્રારંભ અડવાણીજીના વડપણ હેઠળ કરવામાં આવ્યો હતો અને કેન્દ્રમાં ભાજપે કેસરીયો લહેરાવી સતામાં બિરાજમાન થઈ હતી. ત્યારથી અડવાણીજી સોમનાથ મહાદેવને શીશ નમાવવા સાથે પૂજા-અર્ચન કરવા દર્શનાર્થે તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ અતિવ્યસ્ત કાર્યક્રમો વચ્ચે અચૂક આવ્યા છે.ત્યારે આગામી તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ પણ તેમના આગમન તથા સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.અડવાણીજી ભગિરથમનો રથ માટે સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવવા તથા બલ પ્રાપ્તિ માટે અચુક રહેલ છે ત્યારે અડવાણીજીની આગામી તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ સોમનાથની યાત્રા મહત્વપૂર્ણ બની રહેશે.

ટેપ વગાડવા પ્રશ્ને બે પડોશીએ સામસામે છરીના ઘા ઝીંક્યા

મવડી વિસ્તરમાં વિશ્વાનગર આવાસ યોજનાના કવાર્ટરમાં ટેપ ધીમે વગાડવાના મુદ્દે પડોશીઓ વચ્ચે ઝઘડો થતા બન્નેએ એક બીજા ઉપર છરીથી હુમલો કર્યો હતો. ઘવાયેલા મહિલા બન્નેને હોસ્પિટલમાં ખસેડાયા છે.કવાર્ટરમાં રહેતા ભાવનાબા ગિરવાનસિંહ ગોહિલ (ઉ.વ.૪પ) એ આરોપી તરીકે અન્ય બ્લોકમાં રહેતા કમલેશ ગુપ્તાનું નામ જણાવ્યું છે. આરોપીએ ભાવનાબાને ટેપ ઘીમે વગાડવાનું કહીને ગાળો ભાંડી હતી. તેમજ છરીથસ હુમલો કરી ખંભામાં ઇજા કર્યાનું જણાવ્યુ હતું.સામા પક્ષે પ્રિયંકા કમલેશભાઇ ગુ’ા (ઉ.વ.૧૩) એ પડોશી ભાવનાબા, શક્તિસિંહ અને બે અજાણ્યા શખ્સે તેણીના પિતા કમલેશભાઇને મારી પીઠ અને પડખામાં છરીના ઘા મારી નાસી ગયાનું જણાવ્યું હતું.
મહેસાણામાં જુગારના બે દરોડા : છ શકુનિ ઝડપાયા

મહેસાણાના સિન્ધી માર્કેટ તેમજ કસ્બા વિસ્તારમાં વરલી મટકાના જુગાર પર મંગળવારે ત્રાટકેલી શહેર પોલીસે કુલ રૂ. ૫૫૮૦ સાથે છ જુગારીઓની ધરપકડ કરી હતી. આ અંગે શહેર પોલીસે વિવિધ બે ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ, મહેસાણાના સિન્ધી માર્કેટમાં વરલી મટકાનો આંખ ફરકનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે શહેર પોલીસે મંગળવારે સાંજે અત્રે ઓંચિતી રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે બનાવ સ્થળેથી રોકડ રૂ. ૨૮૨૦ સાથે પરાગકુમાર જયંતિલાલ રાવલ (રહે નીચો ભાટવા),ડો, અશોકકુમાર રમણલાલ શાહ (રહે દેસાઈ નગર) તથા શૈલેષજી પૃથ્વીજી (રહે ગેરીતા તા. વિજાપુર)ને ઝડપી લીધા હતા.આ ઉપરાંત અન્ય એક દરોડાની વિગતો મુજબ, શહેરના કસ્બા વિસ્તારમાં રહેતા જયંતિલાલ વરલી મટકાનો આંખ ફરકનો વરલી મટકાનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે મહેસાણા પોલીસે અત્રે ઓંચિતી રેડ કરી હતી.રેડ દરમિયાન પોલીસે રોકડ રૂ. ૨૭૬૦ સાથે વિશ્વાસ જયંતિલાલ રાવળ, મફાજી મણાજી ઝાલા (રહે મીરા દરવાજા પાટણ) અને ગુલાબભાઈ ગજરાભાઈ બેલીમ (રહે કસ્બા)ને ઝડપી લીધા હતા. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઊંઝા પાલિકામાં ભાજપ વિરુદ્ધ એકતા વિકાસ પેનલ

ઊંઝા પાલિકાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા પોતાની સત્તા કાયમ રાખવા ઉમેદવારોની પસંદગીમાં અનેક માપદંડો ચકાસવામાં આવી રહ્યા છે. જો કે, આ વખતે પણ ઊંઝા પાલિકામાં કોંગ્રેસના બેનર હેઠળ એકપણ ઉમેદવાર ન ઝંપલાવે એવી શક્યતા દેખાઇ રહી છે. આ તરફ ઊંઝા નાગરિક બેન્કની ચૂંટણીમાં વિજયી બનનાર એકતા વિકાસ પેનલ દ્વારા પાલિકાની તમામ બેઠકો પર ઝંપલાવવા આયોજન થયું છે.ઊંઝા પાલિકાના ૧૨ વોર્ડની કુલ ૩૬ બેઠકો માટે આગામી ૨૧ ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીમાં ૩૭ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઊંઝા પાલિકામાં ચાર બેઠકો ક્ષીપંચ માટે અને ત્રણ બેઠકો એસ.સી. માટે અનામત છે. જેમાં આ બન્ને કેટેગરીમાં એક-એક બેઠક સ્ત્રી અનામત રાખવામાં આવી છે. જ્યારે જનરલ કેટેગરીની બાકીની ૨૯ બેઠકોમાં પણ ૧૦ બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. વેપારી નગર ઊંઝામાં ચૂંટણી અરાજકીય પક્ષોના બેનર તળે નહિ પણ વ્યક્તિ કે જેતે કુટુંબની શાખ પર લડાતી હોવાથી અહીં ચૂંટણીનો માહોલ અનેરો હોય છે.ઊંઝા પાલિકામાં સત્તાધારી ભાજપ દ્વારા ટીકીટવાંચ્છુકોની સેન્સ લેવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવાની કવાયત હાલ શરૂ થઇ છે. આ તરફ પોલિકાની ચૂંટણીમાં ક્રોંગ્રેસના બેનર નીચે એકપણ ઉમેદવાર ચૂંટણી ન લડે એવા સંજોગો હાલ દેખાઇ રહ્યા છે. જોકે, એકતા વિકાસ પેનલની આગેવાનીમાં તમામ બેઠકો પર ભાજપની સામે ઉમેદવારો ઉભા રાખવાનું આયોજન હાલ થઇ રહ્યુ છે.

આગામી ૨૫મીના રોજ અડવાણી સોમનાથ દર્શને?

પ્રતિવર્ષની માફક સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા છેલ્લાં બે દાયકાથી અચુકપણે આવતાં ભાજપનાં રાષ્ટ્રીય અગ્રણી લાલકૃષ્ણ અડવાણી સંભવત: આગામી તા.૨૫નાં ૨૧મી વખત પ્રભાસતિર્થ ખાતે આવનાર હોવાનું જાણવા મળે છે.અત્રે નોંધનીય બની રહેશે કે, તા.૨૪નાં અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવનાર છે. અને તેનાં બિજા દિવસે અડવાણીની પ્રતિક્રિયા જાણવા સોરઠવાસીઓમાં ભારે ઈંતજારી જોવા મળી રહી છે.૨૧ વરસ પહેલા સોમનાથ ખાતેથી સોમનાથ-અયોધ્યા રથયાત્રાનો પ્રારંભ અડવાણીજીના વડપણ હેઠળ કરવામાં આવ્યો હતો અને કેન્દ્રમાં ભાજપે કેસરીયો લહેરાવી સતામાં બિરાજમાન થઈ હતી. ત્યારથી અડવાણીજી સોમનાથ મહાદેવને શીશ નમાવવા સાથે પૂજા-અર્ચન કરવા દર્શનાર્થે તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ અતિવ્યસ્ત કાર્યક્રમો વચ્ચે અચૂક આવ્યા છે.ત્યારે આગામી તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ પણ તેમના આગમન તથા સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.અડવાણીજી ભગિરથમનો રથ માટે સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવવા તથા બલ પ્રાપ્તિ માટે અચુક રહેલ છે ત્યારે અડવાણીજીની આગામી તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ સોમનાથની યાત્રા મહત્વપૂર્ણ બની રહેશે.


ઈરાનમાં મિલિટ્રી પરેડ દરમિયાન વિસ્ફોટ, 10ના મોત

ગઈકાલે ઉત્તર પશ્ચિમી ઈરાનમાં મિલિટ્રી પરેડ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં 10 દર્શકોના મોત નીપજ્યા છે. ઈરાની અધિકારીઓ આને કુર્દિશ અલગાવવાદીઓની હરકત માને છે.ઈરાક અને તુર્કી સીમા નજીક મહાબાદ શહેરમાં થયેલા આ શક્તિશાળી વિસ્ફોટમાં 57 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યના ગવર્નર વાહિદ જલાલદેહે જણાવ્યા અનુસાર મરનારામાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો હતા.ઉલ્લેખનીય છે કે સીમાવર્તી વિસ્તારોમાં ઈરાની સેના વર્ષોથી કુર્દીશ અલગાવવાદીઓ સાથે લડતી રહી છે. કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી તુર્કી અને ઈરાકમાં પણ અલગ કુર્દિસ્તાન બનાવવાની માંગને લઈને સંઘર્ષ કરી રહી છે.“વર્લ્ડ કપ પહેલા મજબૂત ટીમો સામે રમવુ સારૂ રહેશે”

ટીમ ઈન્ડિયાના કોચ ગેરી કર્સ્ટને કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં શરૂ થનારા વર્લ્ડ કપ માટે ભારતની તૈયારીઓ ઘણી સારી છે અને તેઓ વર્લ્ડ કપને લઈને ઘણા જ ઉત્સાહિત છે. કર્સ્ટને કહ્યું હતું કે હાલમાં ટીમ ઈન્ડિયામાં ઘણા સારા ખેલાડીઓ છે અને હાલમાં કોઈ ખેલાડીને ગંભીર ઈજાઓ થઈ હોવાનું દેખાઈ નથી રહ્યું.તે વાત સાચી છે કે હાલમાં ટીમ ઈન્ડિયાનું ફોર્મ સારૂ નથી પરંતુ વર્લ્ડ કપ જેવી મહત્વની અને મોટી શ્રેણીમાં જીત ટીમના આત્મવિશ્વાસ પર આધાર રાખે છે. વર્લ્ડ કપ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે શ્રેણીઓ રમવાની છે.ભારતે હજી આ સત્રમાં ઘણું ક્રિકેટ રમવાનું છે. પહેલા ટીમને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમવાનું છે અને બાદમાં ન્યૂઝિલેન્ડ સામે ટક્કર લેવાની છે. ત્યાર પછી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે અને બાદમાં ભારતીય ઉપખંડોમાં રમાનારા વર્લ્ડ કપમાં ભાગ લેશે.વિદેશી રોકાણકારો ભારતીય બજારો પાછળ ઘેલા થયા

શેર બજારોની તોફાની તેજી પાછળનુ કારણ છે વિદેશી નાણું, અને વિદેશી નાણાકીય સંસ્થાઓ હજુ પણ નાણાનું રોકાણ કરી રહી છે. વિદેશીઓની નજરમાં ભારતીય બજારોમાં નાણા રોકવામાં કોઈ જોખમ નથી અને તેઓ અહી સારી કમાણી કરી રહ્યા છે.અત્યારે પાછલા આઠ સત્રમાં વિદેશી રોકાણકારોએ 3.25 અબજ ડૉલરનુ રોકાણ કર્યુ છે અને તેઓ હજુ પણ બજારમાં નાણા રોકવાથી પાછળ નથી ખસી રહ્યા.ન્યૂઓર્ક સ્થિત બ્લેક રૉક ઇન્કના રૉબર્ટ ડૉલે આ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે અત્યારે ઉભરતા બજારો પ્રમુખ છે અને એટલા માટે રોકાણકારોની નજર તેની ઉપર બનેલી છે.એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ જણાવ્યુ કે અત્યારે ભારત પ્રત્યે રોકાણકારોની આશાઓ બનેલી છે અને એટલા માટે એવુ કોઈ કારણ નથી જેનાથી તેઓ અહી પોતાના પૈસા લગાવાથી ખચકાય.તેઓએ જણાવ્યૂ હતુ કે અત્યારે ઇક્વિટીમાં પૈસા લગાવનારા થોડા સાવધાન છે, અને તે જ કંપનીઓ પાછળ નાણા રોકવામાં આવી રહ્યા છે જે કંપનીઓ તેજીમાં રમી રહી છે.


આપણે ખરેખર ગરીબ છીએ?

આપણે એવા વિકાસ પાછળ મુઢ્ઢીવાળી દોડી રહ્યા છીએ કે, ૨૦૧૦ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઔદ્યોગિક વિકાસના દરે તેર ટકાને પાર કર્યો છે પણ આટલા વિકાસ છતાં રોજગારી વધતી નથી. પરિણામે ભારતની સાઠ ટકા રોજગારી સ્વરોજગારમાંથી આવે છે અને નેવું ટકા રોજગારી અસંગિઠત ક્ષ્ક્ષેત્રમાંથી મળે છે. ખબર નથી રોજગારી વગરના વિકાસને વિકાસ કેવી રીતે કહેવો?ભારતની રાજધાની દિલ્હી, કોમનવેલ્થ રમતોત્સવ માટે સજ્જ થઈ રહી છે. ખર્ચ થવાનો અંદાજ છે માત્ર ને માત્ર ૯૦૦ કરોડ ડોલર. આટલો ખર્ચાળ આ તમાશો ચાલતો હશે ત્યારે રોજની વીસ રૂપિયાની આવકમાં જીવતો ભારતવાસી આ વીસ રૂપિયા કમાવાની પળોજણમાં પડ્યો હશે.કમ સે કમ ચોસઠ વરસથી વિકાસની રાજરમત ચાલી રહી છે. આમાં વડાપ્રધાને ભારતને નવી આર્થિક નીતિની ભેટ આપ્યાને આજકાલ કરતાં બે દાયકા થઈ ગયા છે. આ રમતના છેલ્લા ભાગનું નામ ભારત નિર્માણ છે. વૈશ્વિક મંદીએ વિશ્ચના મૂડીવાદી વિકાસના રથનાં પૈડાં કાદવમાં ખૂંપાવી દીધાં છતાં ભારતનો વિકાસ વણથંભ્યો ચાલી રહ્યાની યાદ વડાપ્રધાન, નાણાપ્રધાન અને યોજના આયોગના ઉપાધ્યક્ષ બિચારા વારંવાર આપે છે.વીસ વરસમાં વાર્ષિક વિકાસદર માંડ દોઢ વખત નવ ટકાને પાર કરી શક્યો છે. આર્થિક વિકાસનો દર ઊંચો જાય છે પણ અથાગ પ્રયાસો અને નામી-અનામી ગરીબીનાબૂદીના કાર્યક્રમો પાછળના અબજોના ખર્ચ પછી ખુદ વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના પૂર્વ અધ્યક્ષ ડૉ.. સુરેશ તેન્ડુલકર આપણી ગરીબાઈનો છેલ્લો હિસાબ માંડી જણાવે છે કે, ભારતમાં ગરીબીની રેખા નીચે જીવનારી જનસંખ્યાના હિસાબે ચાળીસ કરોડથી વધુ સંખ્યા થઈ. સવાલ એ ઊઠે છે કે, શું ગરીબી વધી રહી છે?


ચુકાદા પછી શું ટેન્શન... ટેન્શન...

ચુકાદો શું આવશે તેના કરતાં ચુકાદા પછી શું થશે એની ચિંતા દેશને સતાવી રહી છે. ૨૪મીએ આવનાર ચુકાદો જો મુલતવી ન રહે તો તે પછીનો સમય ભારે રહેશે. ધર્માચાર્યો, મૌલવીઓ, સરકાર અને વહીવટીતંત્ર લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે તે જોતાં બધાને નવા-જુની થવાની દહેશત સતાવી રહી છે તે સ્પષ્ટ થાય છે. કેન્દ્ર સરકાર પણ શાંતિ જાળવવા માટે ખાસ અપીલો બહાર પાડી રહી છે. બલકે એસએમએસ પર ૭૨ કલાક સુધી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરાયો છે તે ચુકાદાની ગંભીરતા દર્શાવે છે. ગમે તે પક્ષના તરફેણમાં ચુકાદો આવે, ટેન્શન તો થવાનું જ.આ તંગદિલી માત્ર ચુકાદો અનામત રાખીને, તેને રિફર કરીને અથવા ગોળ ગોળ ચુકાદો આપીને જ નિવારી શકાય તેમ છે. પણ, અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચના ત્રણ ન્યાયમૂર્તિઓમાં પડેલા તડાં દર્શાવે છે કે, ચુકાદા બાબતે ભારે ખેંચતાણ છે. ૬૩ વર્ષ પછી કાનૂની લડાઈમાં નિર્ણય આવી રહ્યો છે. રામજન્મભૂમિ વિવાદ આ નિર્ણયથી ઉકલી જવાનો નથી પણ જે જમીન પર એક સમયે મંદિર હતું, તે પછી મસ્જિદ હતી અને તે બાદ અત્યારે મેકશિફ્ટ મંદિરમાં રામલલ્લા બિરાજે છે તે સ્થળની માલિકી કોની? નિર્મોહી અખાડાની કે બાબરી એકશન કમિટીની કે અન્ય કોઈની? એ બાબતે નિર્ણય આવવાનો છે.


આવું પ્લેન જોયું છે ક્યાંય?

‘ધ બેટલ ઓફ બ્રિટન’ ની 70મી વર્ષગાંઠ ઉજવવા માટે યોર્કશાયરના એક ખેડૂતે નવો રસ્તો શોધી કાઢ્યો છે. શહેરની બહાર ટોમં પિઅસીનું ખેતર છે,જ્યાં અત્યારે બાજરીનો પાક લેવાયો છે.ટોમે આ પાકની વચ્ચે ખેતર જેવડું એક ફાઇટર પ્લેન બનાવ્યું છે. બીજા વિશ્વયુદ્ધન એક ફાઇટર પ્લેન જેવડી જ આ આશરે 1000 ફૂટ લાંબી આકૃતિ છે. ટોમ આ પહેલા પણ પોતાના ખેતર ઉપર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ફ્લાઇંગ સ્કોટ્સ મેન, બિગ બૈન અને વાઇકિંગ લોંગ શિપ બનાવી ચૂક્યા છે.

માના સાનિધ્યે આજે પૂનમનો મહાઅવસર

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


માના સાનિધ્યે આજે પૂનમનો મહાઅવસર

ભાદરવી મહાકુંભના અવસરે ગુરુવારે પૂનમ હોઇ લાખો શ્રદ્ધાળુઓ માનાં દર્શન કરવા પૂનમની પૂર્વસંધ્યાએ બોલ માડી અંબે.. જય જય અંબેના જયઘોષ સાથે યાત્રાધામ અંબાજીમાં આવી પહોંચતાં માઇમંદિર સહિત સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ છવાયો છે.ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી સાત દિવસીય મહામેળાનો ગુરુવારે અંતિમ દિવસ હોઇ અને પૂનમના મહાત્મયને લઇને શ્રદ્ધાળુઓમાં પણ હરખની હેલી પ્રસરી છે. જ્યારે છ દિવસ દરમિયાન ૨૦ લાખ શ્રદ્ધાળુઓ આ મહાઅવસરનો લાભ લઇ ચૂક્યા હોઇ પૂનમે પણ શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહને ધ્યાનમાં લઇને મંદિર સહિત આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.આ વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાએ અગાઉ કરતાં જાણે કે વધુ કૃપા કરીને દર્શનાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તેની કાળજી રાખી છે. મેળા દરમિયાન મેઘરાજાએ પણ શાંત બેસીને ભક્તોને મદદ કરી છે. સાત દિવસ માટે શરૂ થયેલા મેળામાં ચૌદસના દિવસે અંદાજે વધુ ચાર લાખ ભક્તોએ આરાસુરી ધામમાં આવીને મા અંબાના ચરણોમાં નતમસ્તક વંદન કરી દર્શનનો લાભ લીધો હતો. મેળા નિમિત્તે બુધવાર સુધીમાં અંદાજે ૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લેતાં વહિવટી તંત્ર પણ માની કૃપાથી કોઇ જ અનિચ્છનીય ઘટના ન બનવાને કારણે ખૂબ જ સંતોષ અનુભવે છે.


અમદાવાદમાં ધોળે દિવસે રૂ.૩ લાખની ચોરી

પાલડીમાં ગૃહિણી ખરીદી કરવા ગઇ હોવાની તકનો લાભ લઇ ધોળે દિવસે ત્રણ કલાકમાં તસ્કરો મકાનનું તાળુ તોડી રોકડ તેમજ દાગીના મળીને અંદાજે રૂ.૩ લાખની મત્તા લઇ ગયા હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી.પ્રાપ્તમાહિતી અનુસાર,પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા સનરાઈઝ પાર્ક ત્રીજો માળ મકાન નં-૧૨ ખાતે રહેતા કાહેરભાઇ લાઠીવાલા વણાંકબોરી ખાતે જીઈબીમાં નોકરી કરતા હોવાથી તેઓ ત્યાં જ રહે છે. જ્યારે પાલડી ખાતેના તેમના મકાનમાં પત્ની અને બે દીકરીઓ રહે છે. કહેરભાઇ શનિ-રવિની રજામાં પરિવારને મળવા ઘરે આવે છે.નિત્યક્રમ અનુસાર કહેરભાઇની બે દીકરીઓ બુધવારે સ્કુલે ગઇ હતી જ્યારે તેમના પત્ની બપોરે ૧૨.૦૦ વાગે ખરીદી કરવા બહાર ગયા હતા અને બપોરે ૩.૦૦ વાગે ઘરે પાછા આવ્યા હતા. ઘરે આવીને તેમણે જોયું તો તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલુ હતુ તેમજ તિજોરીમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળીને અંદાજે રૂ.૩ લાખની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે એલિસબ્રજિ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.


ઝરીન ક્યાં ખોવાઈ ગઈ?

ઝરીન ખાન ક્યાં ગઈ?આ સવાલ દરેકના મનમાં મૂંઝવી રહ્યો છે. ઝરીનની ફિલ્મ વીર સુપરફ્લોપ રહી છે. ત્યારબાદ ઝરીને એકપણ ફિલ્મ સાઈન કરી રહી નથી.ઝરીન માત્રને માત્ર સલમાનની સલાહ લઈ રહી છે. જો કે ઝરીને કહ્યું હતું કે, તેને ઘણી ફિલ્મોની ઓફર આવે છે પરંતુ તેને ગમે તેવી સ્ક્રીપ્ટ હજી સુધી તેને મળી નથી.હાલમાં તો ઝરીન માત્રને માત્ર જાહેરાતોમાં કામ કરીને ખુશ છે. તેણે હાલમાં બે એન્ડોર્સમેન્ટ સાઈન કરી છે પરંતુ કોઈ ફિલ્મ સાઈન કરી નથી.માનવામાં આવતું હતું કે, પાર્ટનરની સિક્વલમાં ઝરીન કામ કરી રહી છે. જો કે ગોવિંદા અને સલમાન વચ્ચે તકરાર થતાં પાર્ટનરની સિક્વલનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયુ છે.


જ્હોન-અભિ અસમંજસમાં મુકાઈ ગયા

ફિલ્મ દોસ્તાનાનાં પ્રેમીઓ હાલમાં એક અસમંજસમાં પડી ગયાં છે. કારણકે આ બન્ને સ્ટાર્સને બે અલગ અલગ વ્યક્તિએ એક જ ફિલ્મ 'મિલતે હૈ' માટે એક જ રોલ માટે ઓફર કરી છે.હાલમાં અભિષેક બચ્ચનની નજીકનાં બે ખાસ મિત્રોએ તેને ફિલ્મમાં આ રોલ અદા કરવાની ઓફર કરી હતી. વિદ્યા બાલન જે આ ફિલ્મમાં મુખ્ય કિરદારમાં છે ફિલ્મમાં અન્ય એક હિરોઈન મેઘના ગુલ્ઝારએ ફિલ્મમાં એક્ટરનું મુખ્ય પાત્ર ભજવવાં અભિને ઓફર કરી હતી જ્યારે ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાએ આ રોલ માટે જ્હોન અબ્રાહમનો સંપર્ક સાધ્યો હતો.જોકે હવે સમય જ કહેશે કે ફિલ્મમાં અભિષેક કે જ્હોન મુખ્ય કિરદાર અદા કરશે. ઉલ્લેખનિય છે કે, ફિલ્મમાં વિદ્યા મુખ્ય પાત્રમાં છે જેણે અભિષેક સાથે આ પહેલાં ફિલ્મ 'પા'માં કામ કર્યુ હતું અને તેની ફરી એક વખત અભિ સાથે કામ કરવાની ઈચ્છા હતી જ્યારે ફિલ્મ સલામ-એ- ઈશ્ક બાદ જ્હોન વિદ્યા વચ્ચે વધેલી નિકટતા બાદ બિપાશાએ જ્હોનને તેની સાથે કામ ન કરવાની ધમકી આપી છે.તો હવે જોવું રહ્યું કે ફિલ્મમાં ફરી એક વખત 'પા'ની જોડી જામે છે કે પછી સલામ-એ-ઈશ્ક ફરમાવવામાં આવે છે.


સલ્લુની ભાભીએ જાહેરમાં સ્તન બતાવ્યા

મલાઈકા અરોરા ખાને મુન્ની બદનામ હુઈ આઈટમ સોન્ગ કરીને તમામ લોકોની વાહવાહ મેળવી લીધી છે. જો કે મલાઈકા એમને એમ બદનામ થઈ નથી.જો મલાઈકાના આ ફોટા પર નજર નાંખવામાં આવશે તો ખ્યાલ આવશે કે મુન્ની શા માટે બદનામ થઈ છે.સુપર હોટ મલાઈકા અરોરા ખાન આ ફોટામાં શું બતાવી રહી છે તે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. જો કે તમે બીજું કંઈ વિચારો તે પહેલા જ અમે કહી દઈએ કે, મલાઈકા પોતાનું નવું પેડન્ટ બતાવી રહી છે.જો કે આ ફોટાને જોઈને આ વાત માનવા કોઈ તૈયાર થશે નહિ તે વાત તો નક્કી છે. ફોટા પરથી તો એમ જ લાગે છે કે, મલાઈકા પોતાના સ્તનનું પ્રદર્શન કરી રહી છે. તમે આ માનો કે નહિ પરંતુ મલાઈકા પોતાના સ્તન નહિ પરંતુ પેડન્ટ બતાવે છે. બાકી તમારે જે વિચારવું હોય તે વિચારી શકો છો.મુન્ની બદનામ હુઈ ગીતને કારણે મલાઈકા ઘણી જ લોકપ્રિય થઈ ગઈ છે. આમ પણ ફિલ્મ દબંગ સુપરડુપર હિટ રહી છે. અરબાઝ ખાન પોતાની પત્નીના આઈટમ સોન્ગને લઈને ગર્વ અનુભવે છે.જો કે આ ફોટો જોઈને અરબાઝ શું કહેશે તે તો અમને ખબર નથી.


નોકિયાની બોલતી બંધ, ફ્લાઈનો થીએટર મોબાઇલ લૉન્ચ

યૂરોપની પ્રખ્યાત મોબાઇલ બનાવનારી કંપની ફ્લાઈ ઇલેક્ટ્રૉનિક્સ ભારતમાં પોતાનો નવો મોબાઇલ લૉન્ચ કરી દિધો છે. આ નવા મોબાઇલનુ નામ છે ફ્લાઈ ફોન 'થીએટર MV-135'.કંપનીનુ કંપનીનુ કહેવુ છે કે આ ફોનની જબરદસ્ત સાઉન્ડ ક્વોલિટી અને વિડિઓ ક્વોલિટીના કારણે તેને થીએટરનુ નામ આપવામાં આવ્યુ છે. આ મોબાઇલ ત્રણ વિડીઓ ફૉર્મેટ્સ 3 જીપી, એવીઆઈ અને એમપી4ને પણ સપોર્ટ કરે છે.આ ફોનમાં 30x40 એમએમનુ મોટુ સ્પીકર મુકવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે આ સ્પીકરના કારણે મોબાઇલ ફોન ઉપર મ્યુઝિક સાંભળતા અથવા વિડીઓ જોતા તમને થીએટરનો અનુભવ થશે.આ ખાસ મોબાઇલની બીજી ખૂબિઓની વાત કરીએ તો આ એક ડ્યૂઅલ મોબાઇલ ફોન છે, જેમાં 2.4 ઇન્ચની ટીએફટી ડિસ્પલે પણ આપવામાં આવી છે.આની સાથે જ તેમા સ્ટીરિયો એફએમ પણ ઉપલબ્ધ છે. કંપનીને આશા છે કે ભારતીય ગ્રાહકોને ફ્લાઈનો આ મોબાઇલ ખુબ જ પસંદ પડશે. આ મોબાઇલની કિંમત છે 3,949 રૂપિયા.


ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે...

મંગળવારનો દિવસ રાધોગઢની 3 બહેનો માટે મંગળકારી સાબિત થયો. બાળપણથી અવાજની દુનિયાથી દૂર આ બહેનોનું નસીબ ત્યારે બદલાયું જ્યારે એક શિબિરમાં જેવું તેમના કાનમાં શ્રવણયંત્ર લગાવવામાં આવ્યું કે તરત જ તેઓ અંદરોઅંદર વાતચીત કરવા લાગી.રાધોગઢ ગામમાં પ્રથમ વખત આલિ યાબર જંગ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેન્ડીકેપ્ટ, મુંબઈ દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ઉપચાર માટે મુંબઈથી ચિકિત્સકો આવ્યા હતા. આ ગામમાં રહેતા જયનારાયણ પ્રજાપતિની ત્રણ દીકરીઓ 18 વર્ષીય અંજુ, 16 વર્ષીય અંજુબાઈ અને 12 વર્ષીય ગાયત્રી બાળપણથી જ સાંભળી શકતી નહોતી. આ કારણે તેઓ બોલી પણ નહોતી શકતી. મુંબઈથી આવેલા ડોક્ટર આર. કે. શર્મા આ ત્રણેય બહેનો માટે ભગવાન સાબિત થયા છે. શ્રવણશક્તિ ન હોવાને કારણે આ બહેનો બોલી પણ નહોતી શકતી. જેવો આ બહેનોના કાનમાં શ્રવણયંત્ર દ્વારા અવાજ પડ્યો કે તરત જ આ બહેનો અંદરોઅંદર વાતચીત કરવા લાગી હતી.


ધોની-કુંબલે આમને સામને થશે

છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી ચેમ્પિયન્સ લીગ ટી૨૦ ટૂનૉમેન્ટની લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વોરિયર્સને દસ રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો ભારતની જ અન્ય એક ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે.બીજી તરફ વોરિયર્સે પરાજય મેળવ્યો હોવા છતાં તે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયું હતું અને તેનો મુકાબલો સાઉથ ઓસ્ટ્રેલિયા રેડબેકસ સામે થશે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ચેન્નાઈના છ વિકેટે ૧૩૬ રનના જવાબમાં વોરિયર્સની ટીમ આઠ વિકેટે ૧૨૬ રન નોંધાવી શકી હતી. વોરિયર્સ માટે જેકોબ્સે સવૉધિક ૩૨ રન બનાવ્યા હતા. અશ્વિને ત્રણ અને મુરલીધરને બે વિકેટ ખેરવી હતી.ઓપનર્સની સંગીન શરૂઆત બાદ વિરાટ કોહલીના મેચવિનિંગ યોગદાન વડે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લાયન્સને છ વિકેટે હરાવીને ચેમ્પિયન્સ લીગ ટી૨૦ ક્રિકેટ ટૂનૉમેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર લાયન્સના છ વિકેટે ૧૫૯ રનના જવાબમાં બેંગલોરની ટીમે ૧૯ ઓવરમાં ચાર વિકેટે ૧૬૦ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. આ સાથે લાયન્સનાં અભિયાનનો અંત આવ્યો હતો.મનીષ પાંડે અને દ્રવિડે પ્રથમ વિકેટ માટે ૫૩ રનની ભાગીદારી નોંધાવી ટીમના વિજયનો પાયો નાખ્યો હતો. પાંડેએ ૩૬ બોલમાં ૪૪ અને દ્રવિડે ૨૬ બોલમાં ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ કોહલીએ પણ શાનદાર ફોર્મને જાળવી રાખીને ૪૯ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.


ભાવનગર : મા એ દીકરીને વેશ્યાવૃત્તિ તરફ ધકેલી

આર્થિક મજબુરીમાં સગી માતા તેની પુત્રી પાસે વૈશ્યાગીરી કરાવતા અને પુત્રીએ મુંબઈની બાર ડાન્સરને લાવીને સિદસરના હિલપાર્કમાં ભરવાડ જીવાભાઈની ઓરડીમાં ધંધો શરૂ કરતા, આ અંગેની પૂર્વ બાતમી એ.એસ.પી. પ્રદીપ શેદુળને મળતા એલસીબી પોલીસને સાથે રાખીને માતા અને તેની પુત્રી તથા બાર ડાન્સર અને વૈશ્યાગીરીના કોઠા ઉપર ગયેલ ગ્રાહક સહિત ચાર શખ્સો સામે વૈશ્યાધારી કલમ હેઠળ ગુન્હો દાખલ કરીને ધરપકડ કરી હતી.શહેરના સિદસર રોડ ઉપર હીલપાર્ક નંબર બેમાં જી.ઈ.બી. સબસ્ટેશન પાસે, ભરવાડ જીવાભાઈની ઓરડીમાં લોહીનો વેપાર ચાલે છે તેવી માહિતી મળતા, એ.એસ.પી. પ્રદીપ શેદુળ સહિતનાએ દરોડો કરતા ઘોઘાના વાલેસપુર ગામે રહેતી ક્રીષ્ચયન ઈન્માન્યુલ એલ્વીના બકુલ ચાવડા અને તેની પુખ્ત વયની પુત્રી પ્રિયા તથા મુંબઈથી આવેલ બારડાન્સર અને વિઠલવાડી ખાતે થોડા સમયથી રહેણાંક ધરાવતી કોળી સંગીતા તથા ગ્રાહક બનીને ગયેલ પટેલ મેહુલ રમણલાલ ગાબાણી (રે.આર.ટી.ઓ. રોડ, શિવનગર) સહિતનાને ઝડપી લેવાયા હતા.આ જગ્યા ઉપર ૬ માસથી કુટણખાનુ ચાલતુ હતું. ઝડપાયેલ મહિલાનો પતિ વાલેસપુર ખેતીકામ કરતો હોયને આર્થિક જીવન ગુજારવા માટે માતા-પુત્રી લોહીના વેપારના રસ્તે ચડી ગયા હતા તેમ પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.


ભાવનગર : યુવક કોંગ્રેસ ભાજપનું એન્કાઉન્ટર કરી સત્તા પરિવર્તન લાવશે

યુવક કોંગ્રેસની યુવા જાગરણ યાત્રાના સમાપન સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ આગેવાનોએ ભાજપ પર કરેલા તાતા પ્રહારો,‘મોદી સરકારના કરતુતોને યુવક કોંગ્રેસ લોકો સુધી લઈ જઈ બનાવટી એન્કાઉન્ટર કરનારાઓનું સાચુ એન્કાઉન્ટર આગામી ૨૦૧૩માં કરી ગુજરાતમાં સત્તા પરિવર્તન કરશે.’ના ગુજરાત સરકાર પર તિક્ષ્ણ પ્રહારો આજે યુથ કોંગ્રેસની ભીલાડથી ભાવનગરની પદયાત્રાના કાર્યકરોથી ખીચોખીચ ભરેલા ગુલીસ્તાં મેદાનમાં યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી વિકાસ ઉપાધ્યાયે કર્યા હતા.ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા ભીલાડથી ભાવનગર ૧૭૨૫ કિ.મી.ની ૧૨૫ દિવસની યુવા જાગરણ પદયાત્રાનો આજે શહેરના ગુલીસ્તાના મેદાન ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. સમારોહમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને કદાચિત લાંબા સમય બાદ આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો હતો.


કોંગ્રેસના આઠથી દસ નગરસેવકો રિપિટ થવાની સંભાવના

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી એકા’દ બે દિવસમાં જ પ્રસિદ્ધ થશે જ્યારે કોંગ્રેસમાં વર્તમાન બાર પૈકી આઠથી દસ નગરસેવકોને રિપિટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રદેશ કક્ષાએ પણ ઉમેદવારો માટે નિર્ણય થઈ ગયો છે. પરંતુ બળવાથી બચવા અંતિમ દિવસોમાં જ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરશે. અંતર્ગત સૂત્રોમાંથી પ્રાપ્ય માહિતી અનુસાર આગામી ચૂંટણીમાં ૧૨ નગરસેવકો પૈકી આઠથી દસ નગરસેવકોને રિપીટ કરવાની સંભાવના છે.કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નં.૧ વડવા-બમાંથી હિમ્મતભાઈ મેણીયા, રૂસ્તમભાઈ ચાવડા, જયોતિબેન બારૈયા, વોર્ડ નં.૨ કણબીવાડમાંથી ઈકબાલભાઈ આરબ, અલ્પેશ પટેલ, ગોમીબેન પરમાર અથવા યુવક કોંગ્રેસના બિન્દુબેન પરમાર, વોર્ડ નં.૩ કરચલીયાપરામાંથી ઉદયસિંહ રાઠોડ, કાનાભાઈ ચૌહાણ, જયાબેન બેરડીયા, વોર્ડ નં.૪ ઉત્તર કૃષ્ણનગરમાંથી ભરતભાઈ બુધેલીયા, જીતુભાઈ સોલંકી, રામુબેન વાજા, વોર્ડ નં.૫ દક્ષિણ કૃષ્ણનગરમાંથી રાજેશ જોષી અથવા કિરણભાઈ ગાંધી, ભદ્રેશ ચૌહાણ, પ્રતિમાબેન ભટ્ટ, વોર્ડ નં.૬ તખ્તેશ્વરમાંથી ઈલ્યાસ કુરેશી, ભગવાનદાસ, ધર્મિષ્ઠાબેન ત્રિવેદી,વોર્ડ નં.૭ પીરછલ્લામાંથી યુવક કોંગ્રેસના ઈમરાન કોમરેડ, ઉમંગ જોષી, રંજનબેન સોની, વોર્ડ નં.૮ વડવા-અમાંથી જેન્તીભાઈ ધરાજીયા, ટીણાભાઈ, દર્શનાબેન જોષી, વોર્ડ નં.૯ કુંભારવાડામાંથી જી.પી. મકવાણા, મહેન્દ્રસિંહ ગોહિલ, જેતુનબેન રાઠોડ, વોર્ડ નં.૧૦ ચિત્રા-ફુલસરમાંથી ચેતનસિંહ સરવૈયા, એ.ડી. ચુડાસમા, રૈયાબેન સોલંકી, વોર્ડ નં.૧૧ પાનવાડીમાંથી ઉપેન્દ્રસિંહ ગોહિલ, ત્રીકમ પટેલ, ઈન્દુબેન ધરાજીયા, વોર્ડ નં.૧૨ વડવા-કમાંથી લાલજી પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, શકિનાબેન રાઠોડ,વોર્ડ નં.૧૩ ઘોઘાસર્કલમાંથી ધર્મેન્દ્ર ડાભી, યુવક કોંગ્રેસના અમિત પરમાર, જયોતિબેન, વોર્ડ નં.૧૪ સરદારનગર ઉત્તર બાબુભાઈ બારૈયા અથવા નિખિલ પંડયા ભગવાનભાઈ ભરવાડ, ઈલાબેન ડોડીયા, વોર્ડ નં.૧૫ સરદારનગર દક્ષિણમાંથી વિક્રમસિંહ ગોહિલ, જયેશ જોષી, પાર્વતીબેન ચાવડા, વોર્ડ નં.૧૬ કાળિયાબીડમાંથી જીતુભાઈ ઉપાધ્યાય, ધીરૂભાઈ કરમટીયા, આશાબેન પટેલ અને વોર્ડ નં.૧૭ બોરતળાવમાંથી જયદપિસિંહ ગોહિલ, મુકેશ પટેલ તેમજ ગીતાબેન ડાભી સંભવિત ઉમેદવારો હોવાનું જાણવા મળે છે
જોકે, ઉમેદવારોનો અંતિમ નિર્ણય પ્રદેશ પર જ છે અને અંતિમ તબક્કામાં ફેરફાર કરે તો ચિત્ર પલટાઈ પણ શકે.


બોરસદમાં શ્રીજીની યાત્રામાં કોમી ભડકો

બોરસદ ખાતે ગણેશજીની શોભાયાત્રા દરમિયાન બેન્ડવાજાં વગડાવાની બાબતમાં નગીના મસ્જિદ પાસે ભારે પથ્થર, એસિડ બલ્બ અને કાકડાનો મારો થતાં અફડાંતફડી મચી ગઇ હતી. એસઆરપી સહિત અધધ બંદોબસ્ત છતાં સતત બે કલાક સુધી ચાલેલાં ધમાસણમાં ૫૦થી વધુ નાગરિકોને ઇજા થવાની સાથે ચાર વાહનો અને એક દૂકાનને આગ ચાંપવાના બનાવો બન્યાં હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ૧૩ રાઉન્ડ ગોળીબાર અને ૩૦થી વધુ ટિયરગેસના સેલ છોડવા પડ્યાં હતાં. હાલ બોરસદની સ્થિતિ ભારેલાઅગ્નિ જેવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ બોરસદ નગરમાં સ્થાપિત ગણેશદાદાની ૨૩ મૂર્તિઓ સાથેની શોભાયાત્રા સવારે સાડાદસ કલાકે ગાંધી ગંજથી નગરયાત્રાએ નીકળી હતી. ડીજે અને બેન્ડ વાજાના તાલે નાચતું કૂદતું યુવાધન ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે આગળ વધી નગના મસ્જિદે પહોંચતાં બોરસદ પીઆઇ રાઠોડ, ડીવાયએસપી તેમજ મુસ્લીમ આગેવાનોએ શોભાયાત્રાનું સ્વાગત કરી ગણેશ દાદાની પૂજા કરી હતી. ત્યાંથી શોભાયાત્રા આગળ વધી હતી. લગભગ બારેક મૂર્તિઓ મસ્જિદ પાસેથી પસાર થવાની બાકી હતી, તે વખતે એક મંડળના બેન્ડવાળાઓએ બેન્ડ બંધ કરી દેતાં યુવક મંડળના યુવકોએ વાજા હાથમાં લઇ વગાડવાની શરૂઆત કરી હતી.એ જ સમયે મસ્જિદ પાસેથી તેમજ તેની પાછળથી કોમી તત્વોએ એકાએક ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. એકાએક હુમલો થતાં શોભાયાત્રીઓ ગભરાઇ જઇ નાસભાગ કરી મૂકી હતી. પથ્થરની સાથે એસિડ ભરેલાં બલ્બ અને કાકડા તેમજ ડબ્બા બોંબ ફેંકાવાનું શરૂ થયું હતું. પથ્થરો ગણેશની મૂતિઓ ઉપર પડતાં સાત જેટલી મૂર્તિઓ ખંડિત થવા પામી હતી. મૂર્તિઓ ખંડિથ થતાં ગણેશભક્તોની લાગણી દૂભાતાં તેઓ રોષે ભરાયાં હતાં અને જે પથ્થરો તેમની ઉપર આવતાં હતાં તે જ પથ્થરો સામે મારવાનું શરૂ કરી દીધું હતું.


બે શખ્સોએ મિત્રને જ ગળે ચપ્પુ મારી નહેરમાં ધક્કો માર્યો!

આણંદ તાલુકાના બોરીઆવી મોટી નહેર પાસે સોમવારની રાત્રે મહેમદાવાદના બે ઇસમોએ કુદરતી હાજત માટે પાણી નહીં લાવનાર પોતાના મિત્ર ખેડાના ઇસમને ગળા ઉપર ચપ્પુ મારી નહેરમાં ધકકો મારી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બન્યો છે.મહેમદાવાદમાં રહેતા અને રિક્ષા ચલાવતા ટીનાભાઇ નામના ઇસમની પત્ની થોડા સમયથી ભાગી ગઇ હોઇ તેઓએ ખેડાનાં તેમના મિત્ર અતુલભાઇ પટેલને પોતાના ઘરે બોલાવ્યાં હતાં. તે વખતે ટીનાભાઇ અને ત્યાં હાજર રહેલા તેમના બનેવીએ અતુલભાઇને‘મારી પત્ની ભાગી ગઇ છે જેથી ભૂવાને બતાવવા જવાનું છે’ તેમ કહી રિક્ષામાં બેસાડી નડિયાદ થઇ આણંદ તરફ લાવ્યાં હતાં.રાત્રિના બારેક વાગ્યાના સુમારે બોરીઆવી નહેર પાસે ટીનાભાઇએ રિક્ષા ઉભી રાખી કુદરતી હાજત માટે કેનાલમાંથી પાણી લઇ આવવા અતુલભાઇને કહેતાં તેઓએ પાણી લાવી આપવાની ના પાડતાં ટીનાભાઇએ ઝઘડો કર્યો હતો. જેમાં ટીનાભાઇના બનેવીએ અતુલભાઇને પકડી રાખ્યા અને ટીનાભાઇએ તેમના ગળા ઉપર છરી મારી નહેરમાં ધકકો મારી દીધો હતો.


ભાવિકોના ઘોડાપુર વચ્ચે શ્રીજીનું વિસર્જન

આણંદ શહેર સહિત ઉમરેઠ, પેટલાદ અને ખંભાતમાં ઠેર ઠેર પ્રસ્થાપિત કરાયેલ વિઘ્નહર્તા દેવ ગણપતિબાપાને બુધવારે વાજતેગાજતે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ડી.જે., ઢોલ - નગારા અને ત્રાંસા સાથે અબીલ ગુલાલની છોળો ઉછળતાં ગણપતિબાપાની કલાત્મક મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.મુખ્ય શોભાયાત્રામાં નહીં જોડાનાર યુવક મંડળોએ છુટા છવાયા જઈને ગણેશ વિસર્જન કર્યું હતું. ગણેશ વિસર્જન પ્રસંગે આણંદમાં તમામ બજારો બંધ રહ્યા હતા તેમ જ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહ્યો હતો.ગણપતિબાપાની સ્થાપના કર્યા બાદ દસ દિવસ સુધી પૂજા અર્ચના, ભજનકિર્તન સાથે અનેક ધાર્મિક કાર્યક્રમોથી ઉત્સવમય માહોલ છવાઈ ગયો હતો અને બુધવારે સવારના ગણપતિબાપાને વાજતેગાજતે ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

વિઘ્નહર્તા, વહેલા આવજો હો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


વિઘ્નહર્તા, વહેલા આવજો હો

મંગલમૂર્તિ ગણશેજીને લોકોએ 'વિનાયક ચતૂર્થી'ના દિવસે ઘરોમાં તથા જાહેર સ્થળો પર સ્થાપિત કર્યા હતા. બુધવારે અનંત ચતૂર્થીના દિવસે શ્રદ્ધાળુઓએ બાપાને ભાવભરી વિદાય પણ આપી. દરેક જગ્યાએ મંગમૂર્તિ વ્હેલા આવજો, પુઢચ્યા વરસી લવકરયાં વગેરે જેવા ગગનભેદી નારાઓ સાંભળવા મળ્યા હતા. કેમેરાની આંખે કેટલીક અવિસ્મરણીય તસવીરો જીલાઈ હતી. જેમાં છેલ્લી તસવીર પણ સામેલ છે. જાણે, દાદા ગણેશજી ભાવિકોને અલવિદા ન કહેતા હોય.


રામમંદિર:વિવાદ પર ચુકાદા બાદના વિકલ્પો

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં 24 સપ્ટેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠનો ચુકાદો આવવાનો છે. પરંતુ જાણકારો માને છે કે અયોધ્યા વિવાદ અહીં થોભશે નહીં. તે સુપ્રિમ કોર્ટમાં પહોંચશે અને જેટલી પણ જોગવાઈ છે, તેનો ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે આખરી ચુકાદો આવતાં ઘણાં વર્ષો લાગી જશે.જાણકારો જણાવે છે કે જ્યારે કોઈ મામલાની સુનાવણી નીચલી કોર્ટમાં થાય છે, તો તેના ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવે છે. હાઈકોર્ટના ચુકાદા બાદ જેની વિરુદ્ધ ચુકાદો આવે છે, તે તેની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન (એસએલપી) દાખલ કરી શકે છે. એસએલપીને સુનાવણી માટે સ્વીકાર કરવી કે નહીં, તે સુપ્રિમ કોર્ટ પર નિર્ભર કરે છે. પરંતુ પ્રવર્તમાન વિવાદ થોડો અલગ છે. કાયદાના જાણકાર આર.કે.આનંદે જણાવ્યું હતું કે હાલના કેસની સુનાવણી સીધી અલ્હાબાદ હાઈકોર્ટમાં થઈ એવામાં અપીલીય કોર્ટ સુપ્રિમ કોર્ટ હશે અને જે પણ પાર્ટી હાઈકોર્ટના ચુકાદાથી સંતુષ્ટ નહીં હોય, તે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. આ અપીલ પર સુપ્રિમ કોર્ટ સુનાવણી કરી શકે છે.આ મામલામાં સુપ્રિમ કોર્ટ સુનાવણી બાદ પણ ચુકાદો આપે, ત્યાર બાદ પણ કેટલાંક કાયદાકીય પડાવ બાકી રહે છે. સુપ્રિમ કોર્ટના વકીલ ડી.બી.ગોસ્વામીએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સંબંધિત પાર્ટી આ ચુકાદા વિરુદ્ધ રિવ્યુ પિટિશન દાખળ કરી શકે છે. રિવ્યુ પિટિશન એ ખંડપીઠ સામે દાખલ કરવામાં આવે છે કે જે ખંડપીઠે ચુકાદો આપ્યો હોય છે. કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે, રિવ્યુ પિટિશન પર સુનાવણીનો સ્વીકાર કરવો કે નહીં, તે સુપ્રિમ કોર્ટ પર નિર્ભર છે. કોર્ટ ચાહે તો રિવ્યુ પિટિશનનું આકલન કરી શકે છે. આ દરમિયાન સંબંધિત પક્ષકારોના વકીલોને દલીલી માટે પણ કહી શકે છે અને કોર્ટ તેમ ન પણ કરે. રિવ્યુ પિટિશન પર સુનાવણી એ જ ખંડપીઠ કરે છે કે જેમણે ચુકાદો આપ્યો હોય છે. જાણકારો જણાવે છે કે મોટાભાગના કેસમાં રિવ્યુ પિટિશન રદ્દ થઈ જતી હોય છે.


ચીનની જાપાનને આખરી ચેતવણી

ચીની પ્રધાનમંત્રી વેન જિયાબાઓએ જાપાનને કડક શબ્દોમાં ચેતવ્યું છે કે તે ચીની ધરપકડ કરાયેલા કેપ્ટનને તરત જ વિના કોઈ શરતે છોડી દે. જો વહેલી તકે તેને છોડી નહીં દેવાય તો ચીન કડક પગલા ભરશે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના સત્રમાં હિસ્સો લેવા પહોંચેલા વેન જણાવે છે કે, ‘હું જાપાનને અનુરોધ કરું છું કે તે કેપ્ટનને તરત જ વિના કોઈ શરતે છોડી દે.’સિન્હુઆ સંવાદ સમિતિ જણાવે છે કે જો જાપાન પોતાની ભૂલોને વળગી રહેશે તો ચીન પણ ચૂપ નહીં બેસે. આ પછી ઊભી થયેલી કોઈ પણ પરિસ્થિતિ માટે જવાબદાર જાપાન જ ગણાશે. હવે જાપાને આ કેપ્ટનની અટકાયત 29 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ ચીની કેપ્ટનને જાપાની તટરક્ષક દળે 7 સપ્ટેમ્બરે પૂર્વી ચીન સાગરના ડિઅઓયુ દ્વીપ સમૂહથી બાનમાં લીધો હતો. ત્યારથી જ આ બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.આની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે, જ્યાં વેનનો અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવાનો કાર્યક્રમ છે. ત્યાં જ તેમણે જાપાની પ્રધાનમંત્રી નઓતો કાનને મળવાની કોઈ પણ સંભાવનાને રદબાતલ કરી દીધી છે.


આઈએસઆઈએ હજુ 5.55 અબજનો ગોટાળો ક્યાં કર્યો?

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સરકારને 5.55 અબજ રૂપિયાનો હિસાબ આપવામાં નિષ્ફળ ગઈ છે. હવે દેશના વરિષ્ટ અધિકારીઓ એ જણાવતા અચકાઈ રહ્યા છે કે આટલી મોટી રકમ તેમણે ક્યાં વાપરી છે. પાકિસ્તાન નાણાં મંત્રાલયે સંસદીય એકાઉન્ટ કમિટિને જણાવ્યું છે કે આઈએસઆઈને આ રકમ નાણાંકીય વર્ષ 2007-08માં અનુપૂરક બજેટ તરીકે આપવામાં આવી હતી.જ્યારે સમિતિએ આ વિશે વધુ જાણકારી માંગી ત્યારે નાણાં સચિવ સિદ્દિકીએ માત્ર એટલું જ કહ્યું હતું કે, ‘આ બહુ જ સંવેદનશીલ જાણકારીઓ છે અને હું તે વિશે જાહેરમાં વિગતો આપી શકું તેમ નથી.’ તેમણે માત્ર એટલું જ સ્પષ્ટ કહ્યું હતું કે આ રકમ આઈએસઆઈના વિભિન્ન ઓપરેશનો માટે આપવામાં આવી છે.પરંતુ તેમણે આનાથી વધારે કોઈ જાણકારી આપી નહોતી. સમિતિના સભ્યોએ વારંવાર પૂછવા છતાં પણ સિદ્દિકી આ વિશે કંઈ જ જણાવી શક્યા નહોતા.


રામમંદિર: ચુકાદો શુક્રવારે, અમનની ઉમ્મીદ

સુપ્રિમ કોર્ટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટે અયોધ્યા પર આવનારા ચુકાદાને રોકવાની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધા બાદ હવે એ નક્કી થઈ ગયું છે કે 24 સપ્ટેમ્બરે ચુકાદો આવશે. પરંતુ કાયદાના જાણકારો અને રાજકીય પક્ષોના નેતાઓને શંકા છે કે ચુકાદો, ચુકાદા જેવો હશે. એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાનું કહેવું છે કે અલ્હાબાદ હાઈકોર્ટ ગુગલી પણ મારી શકે છે. એટલે કે એવો ચુકાદો સંભળાવી શકે કે કોઈ એક પક્ષ જીતનો અને બીજો પક્ષ હારનો અનુભવ નહીં કરે.હિંદુ અને મુસ્લિમ નેતાઓ ચુકાદો શું હશે? થી વધારે એ વાત પર ચિંતિત છે કે ચુકાદા બાદ શું થશે? 1992 બાદ ગંગા-જમુનામાં ઘણું પાણી વહી ચુક્યું છે. બંને ધર્મોના મોટાભાગના નેતાઓનું માનવું છે કે હવે આપણે ભૂલ કરવાની સ્થિતિમાં નથી.ભારત દુનિયાની મોટી તાકાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. યુવાનો આ પ્રગતિના વાહક છે. તેઓ દેશની શાંતિ-વ્યવસ્થામાં કોઈ વિઘ્ન-અડચણ સહન કરશે નહીં. ધાર્મિક નેતાઓનું કહેવું છે કે 1992માં દેશના કોમી તણાવના પરિણામોની ખબર ન હતી. પરંતુ હવે તેનું શું નુકસાન થશે, તે સૌ જાણે છે.અફવાઓ દેશની સૌથી મોટી શત્રુ છે. અફવાઓ પર વિશ્વાસ કરનારો કોઈ દેશ અંદરથી મજબૂત બની શકે નહીં. કાયદાના જાણકાર કોંગ્રેસના એક નેતાનું કહેવું છે કે આટલા મોટા વિવાદાસ્પદ મામલામાં જજ એવો કોઈપણ ચુકાદો આપવાથી બચશે કે જેનાથી દેશના બે મોટા સમુદાયોમાં એકને જીત અને અન્યને હારનો આભાસ થાય. જો કે આ પ્રકારના અનુમાન દર્શાવનારા લોકોનું કહેવું છે કે આ એક આકલન છે, પરંતુ પરિસ્થિતિઓને જોતાં લાગે છે કે આટલા જૂના કેસમાં હજી કોઈ સ્પષ્ટ ચુકાદો આવવાની શક્યતા નથી. મામલો ત્યાર બાદ સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. ત્યાં તેના નિપટારામાં ઘણાં વર્ષો લાગી શકે છે.


રામમંદિર: થોક SMS-MMS પર 72 કલાકની રોક

કેન્દ્ર સરકારે 72 કલાક માટે દેશમાં તમામ મોબાઈલ સર્વિસ સર્કલમાં થોક એસએમએસ અને એમએમએસ પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય બુધવારે મોડી રાત્રિથી શનિવાર સુધી પ્રભાવી રહેશે. આ સમયગાળામાં અયોધ્યા વિવાદ પર શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ ચુકાદો સંભળાવાની છે.દૂરસંચાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણકારી આપી છે કે આ પગલું કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહને કારણે ઉઠાવામાં આવ્યું છે. તમામ ટેલિકોમ ઓપરેટરોને આ સંદર્ભે અમલ કરવાનું જણાવાયું છે. તેના માટે આધિકારીક નોટિસ પણ જારી કરવામાં આવી છે. જરૂરત પડશે તો આ રોકના સમયગાળાને વધારી દેવામાં આવશે.આ પહેલા, એવો ગુપ્તચર રિપોર્ટ મળ્યો હતો કે કેટલાંક તોફાની તત્વો કાશ્મીરની તર્જ પર એસએમએસ અને એમએમએસ મોકલીને લોકોની ભાવના ભડકાવાની કોશિશ કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે આ નિર્ણય લેવાયો છે.અખ્તર બોલ ટેમ્પરિંગ કરતો ઝડપાયો

લાગે છે કે પાકિસ્તાની ક્રિકેટરો તેમની ટીમની બદનામી કરવા બેઠા છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં એક પછી એક સ્પોટ અને મેચ ફિક્સિંગના વિવાદો કે ખેલાડીઓના ઝઘડા અને શરમજનક પરાજય આ બધી વાતોને લઈને પાકિસ્તાની ક્રિકેટ ટીમ વિવાદોમાં રહી છે.હવે શરમજનક પ્રવાસની અંતિમ મેચમાં પણ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે તેનું પોત પ્રકાશ્યું છે. અંતિમ વન ડેમાં અખ્તર બોલ સાથે ચેડા કરતો કેમેરામાં કેદ થઈ ગયો છે. જેના કારણે ફરીથી વિવાદ ઉભો થાશે તે વાતને નકારી શકાય તેમ નથી જ.તસ્વીરોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે અખ્તર બોલ સાથે ચેડા કરી રહ્યો છે. તેણે બોલને જમીન પર રાખીને તેનાથી તેના ખીલાવાળા બૂટ વડે કંઈક કરતો જોવા મળે છે. જ્યારે અન્ય તસવીરમાં તે પોતાના અંગૂઠા વડે બોલ સાથે છેડછાડ કરી રહ્યો છે.બ્રિટનની ડેઈલી મેઈલ વેબસાઈટમાં આ ફોટોગ્રાફ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ ઘટના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી શ્રેણીની અંતિમ અને પાંચમી વન ડેની છે. અખ્તર 41મી ઓવરમાં પોલ કોલિંગવૂડ સામે બોલિંગ કરતા પહેલા બોલ સાથે ચેડા કરતો જોવા મળે છે.જો કે તેમ છતાં તે પોતાની ટીમને જીતાડી શક્યો નહોતો. આ મેચમાં અખ્તરે 3 વિકેટ લીધી હતી. પરંતુ પાકિસ્તાનનો 121 રને શરમજનક પરાજય થયો હતો અને આ હાર સાથે જ તેણે વન ડે શ્રેણી પણ ગુમાવી છે. પાંચ મેચની વન ડે શ્રેણીને ઈંગ્લેન્ડે 3-2થી જીતી લીધી હતી.જો કે આ પ્રથમ વખત નથી કે શોએબે બોલ સાથે ચેડા કર્યા હોય. ચાર વર્ષ પહેલા પણ ઈંગ્લેન્ડ સામેની વન ડે દરમિયાન તે પોતાના અંગૂઠા વડે બોલને ખોતરતો કેમેરામાં કેદ થયો હતો.જ્યારે 2002માં પણ ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે ચેડા કરતો જોવા મળ્યો હતો. તે સમયે તેને તેના વર્તન માટે ચેતવવામાં પણ આવ્યો હતો. બાદમાં તેવી જ હરકત તેણે શ્રીલંકામાં ન્યૂઝિલેન્ડ સામે કરી હતી. જેમાં તે દોષિત ઠર્યો હતો અને તેના પર બે વન ડેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને મેચ 75 ટકા મેચ ફી કાપી લેવામાં આવી હતી.


કેનેડાએ પણ કોમનવેલ્થને ફટકો આપ્યો, બે ખેલાડીઓની ના

ભારતની રાજધાની દિલ્હી ખાતે 3થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં કરવામાં આવેલી બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ વિશ્વની સામે આવ્યા બાદ એક પછી એક ટોચના ખેલાડીઓ આ રમતોત્સવમાંથી હટી રહ્યા છે.સુરક્ષા અને સ્વચ્છતા સામે ઉભા થયેલા સવાલોને લઈને હવે કેનેડાના બે તિરંદાજોએ પણ કોમનવેલ્થ ગેમ્સમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડાયટમાર ટ્રિલિયસ અને કેવિન ટાટરાઈને દિલ્હી આવવાની ના પાડી દીધી છે. આ એથલીટોએ કોમનવેલ્થમાં ઉપલબ્ધ કરવામાં આવનારી સુરક્ષા અને સ્વાસ્થ્ય સંબંધીત સગવડો પર ચિંતા વ્યક્ત કરી છે.આ સાથે જ કેનેડાએ બાકીના એથલીટોનો દિલ્હી પ્રવાસ હાલ પૂરતો ટાળ્યો છે. કેનેડાના ખેલાડીઓની એક ટૂકડી શુક્રવારના રોજ દિલ્હી પહોંચવાની હતી. પરંતુ કેનાડાના અધિકારીઓએ હાલ પૂરતો દિલ્હી પ્રવાસ ટાળવાનો આદેશ આપ્યો છે. ચર્ચાઈ રહ્યું છે કે કેનેડા આવતા બે દિવસોમાં નક્કી કરશે કે તેઓએ કોમનવેલ્થમાં ભાગ લેવો કે નહીં.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે બ્રિટનના ટોચના ત્રણ ખેલાડીઓએ પણ કોમનવેલ્થમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જ્યારે આ પહેલા પણ અમેરિકા અને બ્રિટનના ટોચના ખેલાડીઓ કોઈના કોઈ કારણસર રમતોત્સવમાંથી હટી ગયા છે. જ્યારે સ્કોટલેન્ડના ખેલાડીઓએ પણ હાલ પૂરતો દિલ્હી પ્રવાસ ટાળ્યો છે. સ્કોટલેન્ડના ખેલાડીઓને બુધવાર સુધી દિલ્હી પહોંચવાનું હતું પરંતુ તેઓ હજી સુધી આવ્યા નથી.


ભાજપના સંભવિત ઉમેદવારોમાંથી કોઇ કપાયુ તો નથી ને..?

મહાનગર સેવાસદનની ચૂંટણી માટે ભાજપની સંભવિત યાદી લીક થયા પછી તેમાં ફેરફારની શક્યતાના પગલે કપાયેલા ઉમેદવારોની મીટ ભાજપ કાર્યાલય તરફ જ મંડાઇ રહી હતી.વડોદરા શહેર ભાજપ કાર્યાલયમાં બુધવારે તેર વોડ•ના સંભવિત ૩૯ ઉમેદવારોને બોલાવવામાં આવતાં પેપર ફુટી ગયું હતું. ૩૯ ઉમેદવારોની યાદી પ્રદેશ સ્તરેથી જ જાહેર કરવામાં આવશે તેમ શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે જાહેરાત કરતાં મામલો ગૂંચવાયો હતો.આ ગૂંચવાડા વચ્ચે સંભવિત ૩૯ ઉમેદવારો આજે ફોર્મ ભરનાર છે ત્યારે તેમના મેન્ડેટને લઇને પણ ગૂંચવાડો ઉભો થાય તેવી વકી છે. જોકે, ભાજપની ઉમેદવારોના યાદી સંભવિત હોવાથી છેલ્લી ઘડીએ ફેરફાર થશે તેવી આશંકા વ્યકત કરવામાં આવતાં આજે સવારથી ભાજપી કાર્યાલયમાં ટિકીટ વાંચ્છુ ઉમેદવારોનો ટોળા જામ્યા હતા.


કલમાડી આત્મહત્યા કરવા ગયા

કલમાડીએ કોમનવેલ્થ ગેમ્સના એક પછી એક છીંડા બહાર આવતા અને ભ્રષ્ટાચારના ભારે આક્ષેપોથી વ્યથિત થઈને કોમનવેલ્થ વિલેજના જ એક રૂમમાં ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના રૂમની છત પણ તૂટી પડતા કલમાડી આબાદ બચી ગયા હતા.અગાઉથી જ સમસ્યામાં ઘેરાયેલી કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિની મુશ્કેલીમાં બુધવારે વધારો થયો હતો અને ગેમ્સના મુખ્ય સ્થળ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ કોમ્પ્લેકસનો એક ભાગ તૂટી પડ્યો હતો. હજી મંગળવારે જ ગેમ્સ વિલેજનો એક બ્રિજ તૂટી પડ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં જ્યાં વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ યોજાવાની છે તે નહેરુ સ્ટેડિયમની છતમાંથી બે-ત્રણ ટાઇલ્સ ખરી પડી હતી. આ ટાઇલ્સ બે બાય બે ફિટની હતી, જોકે તેનાથી કોઈને ઇજા પહોંચી ન હતી.ગેમ્સનાં સ્ટેડિયમ સંકુલમાં છેલ્લા ત્રણ દિવસમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના બની છે. સોમવારે એક કેનોપી તૂટી પડી હતી જેમાં એડશિનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિત બે પોલીસ જવાન ઘાયલ થયા હતા.મંગળવારે એક ઓવરબ્રિજ તૂટી પડ્યો હતો જેમાં ૨૭ મજૂરને ઇજા પહોંચી હતી. કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં થઈ રહેલી ઢીલાશને કારણે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને આયોજન સમિતિની આકરી ટીકા થઈ રહી છે.


‘સમુદ્રી લૂંટારા’એ લગ્ન કર્યા
બ્રિટનના ડીવોનમાં એક કપલે પાઇરેટ્સ ઓપ કેરેબિયન ફિલ્મની સ્ટાઇલમાં લગ્ન કર્યા. આ સીરીઝની પહેલી ફિલ્મના પાત્રોથી તેઓ એટલા પ્રભાવિત હતા કે 46 વર્ષીય મિક એશફીલ્ડ જેક સ્પેરો અને 35 વર્ષીય વિકી લુડલો એલિઝાબેથ સ્વોનના ગેટઅપમાં હતા.એટલું જ નહીં, ક્લોવેલી ગામમાં થયેલા આ લગ્નમાં ઉપસ્થિત મહેમાનો પણ પાઇરેટ્સની જેમ તૈયાર થઈને આવ્યા હતા. તેમણે પાઇરેટ્સની જેમ જ લગ્નના સોગંદ ખાધા હતા. આ પછી તેઓ ફિલ્મમાં દર્શાવ્યું હતું તે રીતે જ લાકડાના એક જહાજમાં છલાંગ લગાવીને બેઠા હતા.મિક અને વિકી બંને ઓક્સફોર્ડના ન્યુફીલ્ડ ઓથરેપેડિક સેન્ટરમાં કામ કરે છે. મિક સીનિયર ઓપરેટિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રેક્ટિસ કરે છે, જ્યારે વિકી ત્યાં સ્ટાફ નર્સ છે. તેમનું આ ગ્રુપ દર વર્ષે સપ્ટેમ્બરમાં ‘પાયરેટ્સ ઓફ કેરેબિયન’ના ચરિત્રોની જેમ સજીને કેન્સર રિસર્ચ ચેરિટી માટે ફંડ એકઠું કરે છે.મિક જણાવે છે કે તેમને આ આઇડિયા ટોક લાઇક એ પાઇરેટ ડે નામની સંસ્થાએ આપ્યો હતો. પહેલા તેમણે ધાર્મિક રીત-રિવાજ પ્રમાણે લગ્નની સોગંદ લીધી, પછી તેમણે પાઇરેટ્સની જેમ શપથ લીધા. આ અનોખા લગ્નમાં બાળકો પણ પાઇરેટ બનીને આવ્યા હતા. તેમના હાથમાં પઇરેટ જેવા હથિયારો અને ખોપડી બનેલા ઝંડા પણ હતા.

22 September 2010

આજે ભાવભેર ગણપતિ વિસર્જન થશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


આજે ભાવભેર ગણપતિ વિસર્જન થશે

શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલ ગણપતિ મહોત્સવનું કાલે સમાપન થશે અને અગલે બરસ તું જલદી આના સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવશે. સતત દસ દિવસ સુધી ગણપતિનું પૂજન-અર્ચન કર્યા બાદ ભારે હૈયે ગણપતિને ભક્તો વિદાય કરશે અને નદીમાં મૂર્તિને પધરાવશે.સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા સામૂહિક ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ બુધવારે બપોરે શાસ્ત્રીમેદાન ખાતેથી થશે. બપોરે ૧૨ વાગ્યાથી ગણેશજી એકત્ર થશે ત્યારબાદ, સમૂહમાં વાજતે-ગાજતે વિસર્જનયાત્રાનો પ્રારંભ થશે. ખોખળદડ નદીના પુલતળે ગણેશજીને પધરાવાશે તે ઉપરાંત હનુમાનધારા પાસે પણ અમુક લોકો મૂર્તિને પધરાવશે.દસ દિવસથી વિવિધ ગણેશ પંડાલોમાં ભક્તિનો અનેરો માહોલ જામ્યો હતો અને ગણપતિદાદાની ઉત્સાહભેર સેવા કરવામાં આવી હતી ત્યારે અંતિમ દિવસે ભક્તો આજે ભારે હૈયે ભાવભેર ગણેશજીને વિદાયમાન આપશે અને અગલે બરસ તું જલદી આનાના નારા લગાવશે.


રાજકોટમાં કોંગ્રેસે પેનલ તૈયાર કરી

કોંગ્રેસે મંગળવારે સાંજ સુધીમાં વડોદરા અને સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોનાં નામની પેનલ પર મંજુરીની મહોર મારી છે. ગુરુવારે ભાવનગર, જામનગર, રાજકોટ મહાનગરપાલિકાની પેનલ માટે ઝોનના આગેવાનો અને પ્રદેશના આગેવાનો પુન: મળશે. અમદાવાદનો મામલો ૨૪મીએ રાત્રે હાથ પર લેવામાં આવશે.ભાવનગર ખાતે બુધવારે યુવક કોંગ્રેસની રેલીના સમાપનમાં સંભવત: રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતાને પગલે પ્રભારી બી. કે. હરિપ્રસાદ, કેન્દ્રીય ઊર્જાપ્રધાન ભરત સોલંકી, પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ, વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો ભાવનગરના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી હવે બુધવારે રાત્રે ઉમેદવારો અંગેની ચર્ચા થાય તેવી શક્યતા છે.


વોર્ડ ૨૨માં બે અપક્ષોએ ફોર્મ ભરવાના શ્રીગણેશ કર્યા

મનપા ચૂંટણી માટે ફોર્મ વિતરણના બીજા દિવસે આજે કુલ ૨૭૮ ઉમેદવારોએ ફોર્મ લીધાં હતાં. હજી મુખ્યપક્ષો તો પોતાના ઉમેદવારો નક્કી કરવામાં વ્યસ્ત છે. આજે વોર્ડનં.૨૨ માટે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા હતાં. ફોર્મમાં ભૂલ થાય તો રદ ન થાય તે માટે લોકો એક સાથે ચાર ચાર ફોર્મ લઇ જાય છે. છ સ્થળેથી ફોર્મ અપાઇ રહ્યાં છે અને ત્યાંજ રજુ કરવાના રહે છે.
આ વખતે ચૂંટણીપંચે ઉમેદવારીપત્રોની ફિ રૂ.૫૦ રાખી છે તેમ છતાં સારી એવી સંખ્યામાં આ ફોર્મ ઉપડી રહ્યાં છે. ગઇકાલે ૨૭૧ ફોર્મ ઉપડ્યાં હતાં જ્યારે આજે બીજા દિવસે કુલ ૨૭૮ ફોર્મ જુદા જુદા વોર્ડ માટે ઊપડ્યાં હતાં. વોર્ડનં. ૨૨ માં હેમતભાઇ વાઘેલા તથા મનીષાબેન સંજયભાઇ વાઘેલા નામના બે ઉમેદવારોએ બબ્બે ફોર્મ ભરીને પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.વોર્ડ નં. ૧ થી ૪ માટે ૨૨, ૫ થી ૮ માટે ૫૫, ૯ થી ૧૨ માટે ૧૬, ૧૩ થી ૧૬ માટે ૭૭, ૧૭ થી ૨૦ માટે ૬૨ અને ૨૧ થી ૨૩ માટે ૪૬ ફોર્મ ઉમેદવારો લઇ ગયા હતા. એક એક વ્યક્તિ ચાર કે ત્રણ ફોર્મ લઇ જતાં હોય છે તેથી પણ સંખ્યા વધારે લાગે છે. આજે કુલ ૨૭૮ ફોર્મ ૨૩ વોર્ડ માટે ગયા છે અને ફોર્મ ભરીને પરત આપવાની છેલ્લી તારીખ ૨૫ સપ્ટેમ્બર છે. ભાજપ, કોંગ્રેસ અને મજપા તથા જો કોંગ્રેસ સાથે જોડાણ ન કરે તો એનસીપી વગેરે પક્ષના ઉમેદવારો તા. ૨૪ અને ૨૫ ના રોજ ફોર્મ ભરશે.


સ્ટ્રીટલાઇટ ચાલુ નહીં જ થાય, તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ

શહેરના જામનગર રોડ પર આવેલા વાલ્મીકિ વાડી વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ બંધ હોય વિસ્તાર રાત પડેને ભેંકાર બની જાય છે. છેલ્લા ત્રણેક દિવસથી રહેવાસીઓ ફરિયાદ કરે છે પણ કોઇ નિવેડો આવતો નથી. આ વિસ્તારના ડે. ઇજનેર ઝાલા પણ એવો ઉડાઉ જવાબ આપે છે કે, સ્ટ્રીટલાઇટ રિપેર થવાની હશે ત્યારે થશે, ફરિયાદ કરવા જવું હોય ત્યાં જાવ !મહાપાલિકાની ચૂંટણીની આચારસંહિતામાં પ્રજાની પ્રાથમિક સેવામાં પણ આચારસંહિતા આવી હોય એવા જલસા નિંભર તંત્રવાહકોને થઇ ગયા છે. મ્યુનિ. કમિશનર દોડાવે તો જ દોડવાનું, બાકી ઓફિસ ભલીને ઘર ભલું ! એવું માનતા કર્મચારીઓ પ્રજાના પ્રશ્નને પણ ઠેબે ચડાવી દે છે.આવી જ હાલત જામનગર રોડ પર આવેલા વાલ્મીકિ વાડી વિસ્તારની છે. અહીં છેલ્લા ઘણા દિવસથી સ્ટ્રીટલાઇટ બંધ છે. રાત પડે ને આ વિસ્તાર અંધારામાં ગરકાવ થઇ જાય છે. રાત્રે આવા ભેંકારમાં પડવા આખડવાથી લોકોને ઇજા થાય છે.સ્ટ્રીટલાઇટના આ પ્રશ્ને મનપાના કોલ સેન્ટરમાં પણ ફરિયાદ કરેલી છે પણ હજુ સુધી કોઇ નિવેડો આવ્યો નથી. સૌથી મોટી આઘાતજનક વાત એ છે કે, આ વિસ્તારના ડેપ્યુટી ઇજનેર ઝાલા લોકોને એવો ઉધ્ધતાઇભર્યો જવાબ આપે છે કે, લાઇટ ચાલુ થવાની હશે ત્યારે થશે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો !નઇમુદ્દીન દબાણ હેઠળ નિવેદન બદલી રહ્યો છે: રૂબાબુદ્દીન

અમિત શાહના જામીનની સુનાવણીની પૂર્વ સંધ્યાએ મંગળવારે સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીને સીબીઆઇ જજ સમક્ષ લેખિતમાં રજુઆત (એફિડેવિટ) કરી હતી અને તેણે એવો આક્ષેપ કર્યો છે કે શાહ જેલમાં રહીને પણ પોતાના ભાઈ નઇમુદ્દીનનું ભારે દબાણથી નિવેદન બદલાવી શકે છે. જો તેમને જામીન મળે તો તે ચોક્કસ આ કેસના સાક્ષીઓ પર દબાણ લાવી તેમનાં નિવેદનો બદલાવી શકે છે, તેથી શાહને જામીન આપવા જોઈએ નહીં. સાથેસાથે રૂબાબુદ્દીને શાહ પર અનેક આક્ષેપો પણ કર્યા હતા.પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌસરબી હત્યા પ્રકરણમાં ધરપકડ કરી કોર્ટના આદેશથી જેલમાં રાખ્યા છે. શાહે ધરપકડ બાદ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.જે પ્રકરણમાં પક્ષકાર બનવા માટે સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીને કોર્ટમાં રજુઆત કરી શાહને જામીન ન મળે તે માટે રજુઆત કરતી અરજી કરી હતી, જે અરજી હાઇકોર્ટે તા. ૩-૯-૨૦૧૦ના રોજ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે એવો આદેશ કર્યો હતો કે રૂબાબુદ્દીન આ પ્રકરણમાં માત્ર લેખિતમાં કોર્ટ સમક્ષ રજુઆત કરી શકે છે.આ સમય દરમિયાન સોહરાબુદ્દીનના સૌથી નાના ભાઈ નઇમુદ્દીને ફેબ્રુઆરી-’૧૦માં સીબીઆઇ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, તેમના પરિવારને સોહરાબુદ્દીન મુદ્દાની પિટિશન પાછી ખેંચી લેવા રૂ. ૫૦ લાખની ઓફર કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.


પ્રિયંકાએ રણબિરને ચુંબનો કરતાં શાહિદ

પ્રિયંકાનો પ્રેમી શાહિદ કપૂર આજકાલ થોડો ઉદાસ જોવા મળી રહ્યો છે. પ્રિયંકાએ ફિલ્મ અન્જાના અન્જાનીમાં રણબિરને ચુંબન કર્યુ છે. આ વાત શાહિદને બિલકુલ પસંદ આવી નથી.ફિલ્મ અન્જાના અન્જાનીમાં રણબિર અને પ્રિયંકાએ એકબીજાને હોઠો પર બે વાર ચુંબન કર્યુ છે.ફિલ્મના પ્રોમોમાં જે લોકોએ પણ આ ચુંબનો જોયા છે, તેઓને રણબિર અને પ્રિયંકાની કેમેસ્ટ્રી ગમી છે. જો કે પિગ્ગી ચોપ્સના પ્રેમીને આ વાત બિલકુલ પસંદ આવી નથી.ગયા અઠવાડિયે પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂર ફિલ્મ દબંગ એકસાથે જોવા મગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંનેએ ફિલ્મ અન્જાના અન્જાની વિષે ચર્ચા કરી હતી.શાહિદે હજી સુધી ફિલ્મના પ્રોમો જોયા નથી. માનવામાં આવે છે કે, પ્રિયંકા રણબિરને ચુંબન કરે છે તે વાત શાહિદને ગમી નથી, તેથી શાહિદ ફિલ્મના પ્રોમો જોવા તૈયાર નથી.શાહિદ અને પ્રિયંકા વચ્ચે કોઈ સંબંધ નથી તે વાતને તેઓએ ખોટી ઠેરવી છે. પ્રિયંકા જ્યારે બ્રાઝિલ ખતરો કે ખિલાડીના શુટિંગ અર્થે જતી હતી ત્યારે શાહિદ તેને એરપોર્ટ પર મૂકવા ગયો હતો.વાગુદળ : મારું પૂરું થઇ ગયું છે તું દરવાજો ના ખોલીશ

ધ્રોલ નજીક વાગુદળ ગામના વગડામાં આવેલી વાડીમાં ઘુસેલા પાંચ લુટારૂ શખ્સોએ ગાઢ નિંદ્રામાં પોઢેલા વૃધ્ધ દંપતિ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી વૃધ્ધની કરપીણ હત્યા નિપજાવી છે. જ્યારે વૃધ્ધાને ગંભીર ઇજા પહોંચાડી રૂપિયા સાત હજારના મુદામાલની લુંટ ચલાવી અજ્ઞાત શખ્સો નાશી છુટતા સનસનાટી પ્રસરી ગઇ છે.પોલીસે પરપ્રાંતિય મજુરો સામે શંકાની સોય તાણી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જામનગર જિલ્લાભરમાં ટોકીગ પોઇન્ટ બનેલા બનાવની પ્રાપ્તવિગતો મુજબ, ધ્રોલ નજીક ૩ કિમી દુર વાગુદળ ગામના રસ્તા પર વગડામાં આવેલી વાડીએ સુતેલા હિરાભાઇ બેચરભાઇ મકવાણા ઉર્ફે લધર ભગત (ઉ.વ.૬૫) અને તેમના પિત્ન પાનીબેન (ઉ.વ.૬૦) પર પાંચ અજ્ઞાત લુંટારૂ શખ્સોએ ધોકા, પથ્થર સહિતના તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.જેમાં વૃધ્ધને માથાના ભાગે ઉપરા ઉપરી પ્રહારો કરવામાં આવતા તેમની ઘટનાસ્થળે જ લોથ ઢળી પડી હતી. જ્યારે વૃધ્ધાને પણ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ફટકારી અજ્ઞાત લુંટારૂ શખ્સો તેણીના હાથમાં પહેરેલી પીળી ધાતુની બંગડીઓ, એક હજારની રોકડ, બે મોબાઇલ, એક કાંડા ઘડીયાળ સહિત રૂ.૭૮૦૦ની મતા લુંટી નાશી છુટયા હતા.

ચાર ચાર મુદત બાદ આજે શાહના જામીનની સુનાવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavourચાર ચાર મુદત બાદ આજે શાહના જામીનની સુનાવણી

ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની જામીન માટે ચાર ચાર મુદત પડી ગયા બાદ આજે સુનાવણી હાથ ધરાશે હવે જોવાનું એ રહ્યું કે આજે શાહને જામીન મળે છે કે પાછી તારીખ પડે છે.ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરી કોર્ટના આદેશથી જેલમાં રખાયેલા ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના જામીન અંગેની સુનાવણી આજે હાથધરાશે . હવે આજે શાહને જામીન મળશે કે નહિ તે અંગે રાજ્યભરમાં ઉત્તેજના છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા કેસમાં સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા બાદ સીબીઆઇની પરવાનગીથી તેમની ઓન કેમેરા ત્રણ દિવસની પુછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઈકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રીમાન્ડ પણ આપ્યા હતા.


રોહિત-કોહલી મન ફાવે તેમ વર્તે છે: યુવરાજ

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયેલા સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી સિનિયર ખેલાડીઓનું કહ્યું માનતા નથી અને પોતાના મનમાં જે આવે તે રીતે વર્તે છે. એક સ્પોર્ટ્સ વેબસાઈટને આપેલી મુલાકાતમાં યુવરાજ સિંહે આ વાત કરી હતી.મેદાન બહારની પ્રવૃત્તિઓના કારણે યુવરાજ સિંહ અવારનવાર લોકોની ટીકાઓનો ભોગ બને છે. જેમાં તેની મેદાન બહારની પ્રવૃત્તિઓના કારણે તે મેદાનમાં કંગાળ પ્રદર્શન કરે છે તેવી ટીકાઓ થતી રહે છે. યુવરાજને પોતાને થયેલા અનુભવોના આધારે જણાવ્યું હતું કે તમને થોડી સફળતા હાંસલ થાય અને તમે વિચારો કે હવે હું પ્રત્યેક વખતે તેવું પ્રદર્શન કરી શકું છુ કે જે સંભવ નથી.બાદમાં તમે જ્યારે ભારત માટે રમતા હોવ ત્યારે તમે વિચારો કે હું જે ઈચ્છું તે કરી શકુ છુ જે ક્યારેય સંભવ નથી. તે ફક્ત પરિપક્વતા છે. તમને અનુભવ નથી તેથી તમે ભૂલો કરો છો અને તમે તેમાથી અને સિનિયર ખેલાડીઓમાંથી કંઈક શીખો છો.આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે યુવરાજ સિંહ પોતાના અનુભવોના આધારે તેઓને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તેઓ તેનું સાંભળતા નથી. હું જોઈ શકું છું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા યુવા ક્રિકેટરો ઘણા પ્રતિભાશાળી છે. એક સિનિયર તરીકે હું તેમને મેં કરી હતી તેવી ભૂલો ન કરવાનું કહું છું અને તેને તેમના સારા ભાવિ માટે માર્ગદર્શન આપતો રહું છું. જ્યારે મેં રમવાનું શરૂઆત કરી હતી ત્યારે તમને બેધ્યાન કરવા માટે ઘણી બાબતો હતી. હવે તેવી બાબતો ઘણી વધી ગઈ છે અને યુવા ખેલાડીઓને મારી સલાહ છે કે મેદાનની બહાર શું થઈ રહ્યું છે તેનાથી બેધ્યાન ના થાઓ અને તમારૂ ધ્યાન ફક્ત રમત પર જ કેન્દ્રિત કરો.


'સ્પ્લેન્ડર' અને 'ડિસ્કવર' વચ્ચે ખરાખરીની જંગ

બજાજ ઑટોએ દેશમાં સૌથી વધારે વેચાનારી બાઇક બ્રાન્ડ સ્પ્લેન્ડરને પછાડવાની યોજના બનાવી લીધી છે.તેના સ્વરૂપે પોતાની 150સીસીની બાઇક ડિસ્કવરની ઉત્પાદન ક્ષમતા વધારીને ઓક્ટોબરમાં બમણી કરી દીધી છે. કંપનીએ જણાવ્યુ કે થોડા જ સમયમાં 10 લાખથી પણ ડિસ્કવરનુ વેચાણ થવાથી ઉત્સાહીત થઈને તેની ઉત્પાદન ક્ષમતા 20 લાખ બાઇક કરી દેવામાં આવશે.પાછલા મહીને 1 લાખ 27 હજાર 397 ડિસ્કવર બાઇકનુ વેચાણ થયુ હતુ અને કંપની તેને ધ્યાનમાં રાખીને વેચાણમાં હજુ પણ વધારો થવાની આશા વ્યક્ત કરે છે. કંપની અત્યારે એક મહીનામાં સરેરાશ 85 હજાર ડિસ્કવર બાઇકનુ વેચાણ કરે છે. આ બાઇકને 2010માં પ્રસ્તુત કરવામાં આવી હતી.ડિસ્કવર બ્રાન્ડના વેચાણમાં પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે અપ્રિલથી ઑગસ્ટ સુધીમાં 242 ટકા વધારો થયો છે. કપની તેઓ દાવો કરે છે કે હવે તે દેશમાં સૌથી વધારે વેચાનારી બાઇક બની ગઈ છે.કંપનીના પ્રેસીડેન્ટ એસ શ્રીધરે કહ્યુ હતુ કે બજાજ ડિસ્કવર આ ક્લાસની બાઇક્સના બજારમાં પ્રથમ સ્થાને પહોંચવાની દિશામાં જ છે. ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાથી તેના વેચાણમાં વધારો થઈ જશે.


'સ્પ્લેન્ડર' અને 'ડિસ્કવર' વચ્ચે ખરાખરીની જંગ

બજાજ ઑટોએ દેશમાં સૌથી વધારે વેચાનારી બાઇક બ્રાન્ડ સ્પ્લેન્ડરને પછાડવાની યોજના બનાવી લીધી છે.તેના સ્વરૂપે પોતાની 150સીસીની બાઇક ડિસ્કવરની ઉત્પાદન ક્ષમતા વધારીને ઓક્ટોબરમાં બમણી કરી દીધી છે. કંપનીએ જણાવ્યુ કે થોડા જ સમયમાં 10 લાખથી પણ ડિસ્કવરનુ વેચાણ થવાથી ઉત્સાહીત થઈને તેની ઉત્પાદન ક્ષમતા 20 લાખ બાઇક કરી દેવામાં આવશે.પાછલા મહીને 1 લાખ 27 હજાર 397 ડિસ્કવર બાઇકનુ વેચાણ થયુ હતુ અને કંપની તેને ધ્યાનમાં રાખીને વેચાણમાં હજુ પણ વધારો થવાની આશા વ્યક્ત કરે છે. કંપની અત્યારે એક મહીનામાં સરેરાશ 85 હજાર ડિસ્કવર બાઇકનુ વેચાણ કરે છે. આ બાઇકને 2010માં પ્રસ્તુત કરવામાં આવી હતી.ડિસ્કવર બ્રાન્ડના વેચાણમાં પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે અપ્રિલથી ઑગસ્ટ સુધીમાં 242 ટકા વધારો થયો છે. કપની તેઓ દાવો કરે છે કે હવે તે દેશમાં સૌથી વધારે વેચાનારી બાઇક બની ગઈ છે.કંપનીના પ્રેસીડેન્ટ એસ શ્રીધરે કહ્યુ હતુ કે બજાજ ડિસ્કવર આ ક્લાસની બાઇક્સના બજારમાં પ્રથમ સ્થાને પહોંચવાની દિશામાં જ છે. ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાથી તેના વેચાણમાં વધારો થઈ જશે.


વકીલે પરણિતાને અશ્લીલ SMSથી બદનામ કરી

પરણિતાને બદનામ કરવાના ઈરાદાથી વકીલે અશ્લીલ એસએમએસ બનાવ્યો અને તેને લગભગ 2500 લોકોને મોકલી દીધો હતો. તેમાં પરણિતા, તેના પતિ અને તેના સસરાના નંબર લખ્યા હતા. વકીલની આ કરતૂતની ખબર ત્યારે પડી કે જ્યારે આ લોકોને ફોન આવ્યા હતા.આખો મામલો સમજમાં આવ્યા બાદ પરણિતાના પિતાએ વકીલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપીના કબ્જામાંથી સાત સિમ કાર્ડ અને ત્રણ મોબાઈલ ફોન કબ્જે કરાયા છે. આરોપીને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી વકીલને જ્યુડિશ્યલ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.આરોપી લગભગ એક વર્ષથી પરણિતાને પરેશાન કરી રહ્યો હતો. આરોપીની ઓળખ ગુરવિન્દર સિંહ સભ્રવાલ (લાજપત નગર) થઈ છે. પરણિતાના પિતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપી તેમનો સંબંધી છે. લગભગ દોઢ વર્ષ પહેલા તેણે તેમની પુત્રીનું માંગુ નાખ્યું હતું. પરંતુ પરણિતાના પિતાએ તે વખતે ઈન્કાર કર્યો હતો.


ટીમ ઈન્ડિયાના ‘દબંગ’ વીરૂથી થથરે છે પંટર

1 ઓક્ટોબરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યારે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને થાય છે ત્યારે પ્રત્યેક મેચ રોમાંચક બની જાય છે.જો કે આ વખતે ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગે ભારત આવતા પહેલા જ જાહેરાત કરી દીધી છે કે કાંગારૂ ટીમ હવે નંબર એક ટેસ્ટ ટીમ બનીને જ જંપશે. તેના આ વાક્યમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે તે કોઈ પણ હાલતમાં ભારતને હરાવવા ઈચ્છે છે.પરંતુ સાથે સાથે રિકી પોન્ટિંગને ભારતીય સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગથી ડર લાગી રહ્યો છે. પોન્ટિંગે ભારત પ્રવાસ પહેલા જ કહ્યું હતું કે વિરેન્દ્ર સેહવાગ તેમના માટે સૌથી મોટો ખતરો છે. તેણે કહ્યું હતું કે સેહવાગ અમારા માટે સૌથી મોટો પડકાર છે.આમ પણ એક વખત સેહવાગ મેદાન પર જામી જાય છે ત્યારે તેને આઉટ કરવો ઘણો કપરો બની જાય છે. અને એમાં પણ જો વિરોધી ટીમના બોલરોને નસીબે સાથ ના આપ્યો તો પછી તેમને સેહવાગથી કોઈ બચાવી શકતું નથી.ઓસ્ટ્રેલિયા સામે સેહવાગે અત્યાર સુધી 15 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 51.13ની સરેરાશ સાથે 1483 રન ફટકાર્યા છે. જેમાં તેણે 3 સદી અને 7 અડધી સદી ફટકારી છે.જ્યારે આ વખતે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે જે મેદાન પર ટેસ્ટ મેચો રમાવવાની છે તેમાં મોહાલી અને બેંગ્લોરનો સમાવેશ થાય છે. આ બન્ને સ્ટેડિયમમાં ભારત અને કાંગારૂ ટીમ આમને સામને થશે.


આત્મવિશ્વાસે હરાવી દુનિયા!

કોઈ વ્યક્તિ સ્વિમિંગમાં રેર્કોર્ડ બનાવે તે કંઈ નવાઈની વાત નથી, પણ જો કોઈ એવી વ્યક્તિ રેકોર્ડ બનાવે કે જેના હાથ-પગ ન હોય તો? વાત ગળે ઉતરે તેવી નથી, પણ હકીકત છે. આ અપંગ વ્યક્તિ તેના આત્મવિશ્વાસે માત્ર ચાલતો જ નથી, તરે પણ છે. તેણે અપંગ હોવા છતાં આખી ઈંગ્લિશ ચેનલ પાર કરી લીધી છે.આ વ્યક્તિ છે 42 વર્ષનો ફિલિપ ક્રોઇઝોન. આ સ્પર્ધા તેણે નિયત સમય કરતા 10 કલાક પહેલા જ પૂરી કરી લીધી છે. તેણે આ માટે માછલીના તરવાના અવયવો જેવા ખાસ પ્રોસ્થેટિક અવયવોની મદદ લઈને એ કરી બતાવ્યું છે, જે સારા હાથ-પગવાળા પણ નથી કરી શકતા. ક્રોઇઝન આ સ્પર્ધામાં 2 માઇલ પ્રતિ કલાકની ઝડપથી તર્યો હતો.ફ્રાંસની આ વ્યક્તિએ શનિવારે સવારે 8 વાગ્યે ફોક સ્ટોન, કેન્ટથી તરવાનું શરૂ કર્યું હતું અને રાત્રે 9:30 સુધી તો કોલાઈસ નજીક વિન્સેટ સુધી પહોંચી પણ ગયો હતો. ખરેખર તો ક્રોઇઝોન માટે આ એક મોટો પડકાર જ હતો, પણ તે શારીરિક ખોડખાંપણ ધરાવતા લોકો માટે એવું ઉદાહરણ સ્થાપિત કરવા માગે છે, જેથી તેમને પણ એ અહેસાસ થાય કે તેઓ સામાન્ય માણસની જેમ દુનિયામાં બધું જ કરી શકે છે.


આજથી ત્રણ દિવસ કોઇ કેદી કોર્ટમાં હાજર રહેશે નહી

આજથી ત્રણ દિવસ સુધી માત્ર એસઆઇટીને બાદ કરતાં કોઇ પણ કોર્ટમાં કોઇ પણ કેદીને ઉપસ્થીત રાખી શકાશે નહિ. કેમકે આજથી શહેરમાં ગણેશ વિસર્જન અને અયોધ્યા પ્રકરણના ચુકાદાને લઇને તમામ પોલીસ કર્મીઓ તથા એસ.આર.પી.ને બંદબોબસ્તમાં તૈનાત કરી દેવાયા હોવાથી પોલીસ ત્રણ દિવસ સુધી જા’ો આપશે નહિ.તા. ૨૨,૨૩ તથા ૨૪મીએ ગણેશ વિસર્જનના બંદોબસ્ત તથા બાબરી મિસ્જદના ચુકાદાને લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સમગ્ર શહેરમાં પોલીસ તહેનાત કરી દેવાતાં આ ત્રણ દિવસ પોલીસ કોઈ પણ કેદીને જાપ્તો આપી શકશે નહીં, જે અંગે કોર્ટનું ધ્યાન દોરતો પત્ર પોલીસ કમિશનર કચેરીએ ચીફ મેજિસ્ટેટ તથા પ્રિિન્સપાલ સેશન્સ જજને લખ્યો હતો. અત્રે નોંધનીય છે કે આજે તા. ૨૨,૨૩ તથા ૨૪મીના રોજ કોર્ટના મુદતના કામકાજે જેલમાંથી આરોપીઓને લાવવામાં આવશે નહીં.


ST બસની છત બેસી મુસાફરી કરનાર સામે તંત્રની લાલ આંખ

અંબાજી જવા માટે એસ.ટી. બસની છત પર બેસીને મુસાફરી કરતાં મુસાફરો સામે એસ.ટી. નિગમે આંખ લાલ કરી છે. તેમજ છત પર બેસીને પ્રવાસ કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઊચ્ચારી છે.ભાદરવી પૂનમને દિવસે અંબાજીમાં માં અંબાનાં દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઊમટી પડે છે. જેમાં ખાસ કરીને દસમથી પૂનમ સુધી પગપાળા સંઘોથી માંડીને શહેરનાં વિવિધ શહેરોમાંથી એસ.ટી. અને પ્રાઇવેટ વાહનો દ્વારા અંબાજી આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યા પણ ઘણી મોટી છે.
અંબાજી જાવ તેમજ આવવા માટેના ધસારાને પગલે પ્રાઇવેટ અને એસ.ટી. બસો ચિક્કાર રહેતી હોવાથી કેટલાંક મુસાફરો વહેલા પહોંચવાની હોડમાં એસ.ટી. બસની છત પર બેસીને મુસાફરી કરતાં હોય છે. જેમાં કેટલીકવાર અકસ્માતનાં કિસ્સા પણ બને છે. જેને ધ્યાનમાં લઇને એસ.ટી. નિગમ દ્વારા સતત પટ્રોલિંગ કરીને છત પર બેસીને મુસાફરો સામે કાયદે,રની કાર્યવાહી કરશે. તેમ એસ.ટી. નિગમનાં સચિવ પી.ડી. પટેલે જણાવ્યું હતું.