કોર્ટેની કોક્સના પતિ ડેવિડ આર્કેટ્ટે જણાવ્યું હતું કે, તેઓને જ્યારે પણ સેક્સ માણવું હોય ત્યારે તેઓ પૂરતું આયોજન કરે છે. 38 વર્ષીય ડેવિડે કહ્યું હતું કે, તેઓ અઠવાડિયામાં એક વાર સેક્સ માણે છે. જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે તમે સેક્સને અવગણી શકતા નથી. તમારે સેક્સ માટે એક પ્રકારનું આયોજન કરવું પડે છે. માટે જ અમે આ અંગે આયોજન કરીએ છીએ અને અઠવાડિયે એક વાર સેક્સ માણીએ છીએ. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે નવા વર્ષની પાર્ટી હતી ત્યારે તેણે કોર્ટનીની 40 મિનિટ રાહ જોવાની થઈ ત્યારે તે હતાશ થઈ ગયો હતો. કોર્ટેની મિત્રો સાથે ગપ્પા મારી રહી હતી. ડેવિડ ત્યાર બાદ ઘરે આવી ગયો હતો. ઘરે આવીને તેણે જોયું કે, કોર્ટેની રસોડામાં હતી.
હોટ એન્ડ સેક્સી બિપ્સનો જન્મદિવસ
નિઠારી કાંડ : સુરેન્દ્ર કોહલીની ફાંસી પર રોક
માર્ગ અકસ્માતો ડામવા વાહનો પર સેસ લાદો : સર્વોચ્ચ અદાલત
જીએસટી માટે કેન્દ્રની કોઈ તૈયારી નથી : ભાજપ
જમીન જૂની શરતમાં ફેરવવા ૩૫ ટકા સ્ટાન્ડર્ડ કપાત ગણાશે
ગરીબ લાભાર્થીને મફત અપાતા પ્લોટોની કિંમત જ અબજો રૂપિયાની છે - મોદી
*ઈસ્લામની આલોચના કરી શકો છો: મુંબઈ હાઈકોર્ટ
*શર્માની ધરપકડથી ઓફિસરો સ્તબ્ધ
*અમિતાભ ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા તૈયાર
‘પા’ને ૧૦૦ ટકા કરમુક્તિ
08 January 2010
આફ્રિકાના રસ્તાઓ પર નેનો દોડશે
'જનતાની કાર' તરીકે પ્રખ્યાત બહુ ચર્ચિત કાર નેનો આફ્રિકાના રસ્તાઓ પર દોડતી નજર આવશે. રતન ટાટાની આ લાખેણી કારને આફ્રિકાના દેશોમાં દોડાવા માટેની તપાસ ચાલી રહી છે. ટાટા આફ્રિકા હોલ્ડિંગ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર રમણ ધવને કહ્યું કે અમે નિશ્ચિત સમયમાં આફ્રિકાના રસ્તાઓ પર નેનોને દોડતી જોવા માંગીએ છીએ. ટાટા આફ્રિકના 10 દેશોમાં સ્થાન ધરાવે છે. ધવને કહ્યું કે બીજા દેશોની જેમ આફ્રિકાના દેશોમાં પણ ગાડીઓનો જબરદસ્ત ક્રેઝ છે. નેનોની સવારી માટે આફ્રિકાના લોકોએ થોડોક સમય રાહ જોવી પડશે. કારણ કે આફ્રિકાના બજાર સાથે જોડાયેલા કાયદા-કાનૂન અને માપ દંડને લઇને કંપનીએ અભ્યાસ શરૂ કરી દીધો છે.
રૂપિયો 15 મહિનાની ટોચે
ડોલર સામે ભારતીય રૂપિયો સતત મજબૂત બનતો જાય છે. આજે ડોલર સામે રૂપિયો 10 પૈસા ઉપરમાં ખૂલતા 15 મહિનાની ટોચ રૂ.45.74 પર પહોંચી ગયો છે. બીજી બાજુ એશિયન કરન્સી પણ મજબૂતીથી ટ્રેડ થઇ રહી છે. આંતર બેન્ક ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) બજારમાં ડોલર સામે રૂપિયો સપ્ટેમ્બર, 2008 બાદની સૌથી ઊંચી સપાટી રૂ.45.74 પર છે. ગઇ કાલે ડોલર સામે રૂપિયો 40 પૈસા ઉછળીને દિવસના અંતે રૂ.45.84/85 પર બંધ રહ્યો હતો. ડિલરો કહે છે કે શેરબજારો મજબૂત થઇ રહ્યા હોવાથી એશિયન કરન્સી સામે ડોલર નબળો પડી રહ્યો છે. રૂપિયાને વધવા માટે મજબૂત સપોર્ટ મળ્યો છે.
દાઉદ ઇબ્રાહિમ મોટો ખતરો : યુએસ કોંગ્રેસ
અમેરિકાનું માનવું છે કે દાઉદ ઇબ્રાહિમ દક્ષિણ એશિયામાં સૌથી મોટો ખતરો છે. અમેરિકન કોંગ્રેસના એક રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાની જાસુસી એજન્સી આઇએસઆઇ દાઉદ ઇબ્રાહિમને સતત મદદ કરી રહી છે. અને તેના આધારે જ દાઉદે લગભગ 5000 આતંકવાદીઓ તૈયાર કર્યા છે. દાઉદના આ આતંકવાદીઓ દક્ષિણ એશિયાના વિસ્તારોમાં અમેરિકાના ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે તેવો અંદેશો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
રાણા પાક. સૈન્યનો ભાગેડું પોતે પાકિસ્તાનમાં હવે જઇ શકે તેમ ન હોવાથી બોન્ડ પર છોડવા અરજી દાખલ કરી
પોતે પાકિસ્તાનમાં હવે જઇ શકે તેમ ન હોવાથી બોન્ડ પર છોડવા અરજી દાખલ કરી
ભારત પર આતંકવાદી હુમલાનું કાવતરૂં રચવા માટે તેમજ 26/11ના હુમલાના શકમંદ એવા પાકિસ્તાની-કેનેડિયન નાગરિક તવ્વહુર હુસૈન રાણાએ કબુલ કર્યું હતું કે તે પાકિસ્તાની સૈન્યનો ભાગેડુ છે. તેણે આ કારણ આગળ ધરીને જામીન અરજી કરી છે. તેણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે પાકિસ્તાન અથવા ક્યાંય પણ જઇ શકે તેમ નથી. પોતે પાકિસ્તાનમાં હવે જઇ શકે તેમ ન હોવાથી તે ફ્લાઇટ રિસ્ક ધરાવતો વ્યક્તિ નથી અને તેને આ કારણે બોન્ડ પર છોડવામાં આવે તેવી તેણે અરજી દાખલ કરી હતી. જોકે, જજ કેનલીએ તેની અરજીની સુનાવણી મોકુફ રાખી છે તેના વકીલે જણાવ્યું કે 14 જાન્યુઆરી સુધીમાં સુનાવણી થઇ શકે છે. ફેડરલ પ્રોસિક્યુટરે જણાવ્યું કે તે જેલમાં જ રહેવો જોઇએ કારણ કે તે મુંબઇમાં 26/11ના રોજ થયેલા હુમલા અંગે પુરી માહિતી ધરાવે છે. જેમાં 166 લોકોના મોત થયા હતા. એફ.બી.આઇ.એ જણાવ્યું કે હેડલી દ્વારા ચલાવાતા લશ્કર-એ-તોઇબાનો રાણા સહ-કાવતરાખોર છે અને તેને 26/11ની અગાઉથી માહિતી હતી.

શ્રીનગર ધિન્ગાણામાં બેય આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રી નગરના હાર્દ સમા વિસ્તાર લાલ ચોકમાં ગઇ કાલે હુમલો કર્યા બાદ અહીંની એક હોટેલમાં ઘુસી ગયેલા આતંક વાદીઓનો સફાયો કરવા સુરક્ષા દળોએ કરેલા અંતિમ હુમલામાં બંને આતંક વાદીઓ ઠાર થતા છેલ્લા બાવીસ કલાકથી ચાલી રહેલું ઓપરેશન સમાપ્ત થયું હતું. સુરક્ષા એજન્સીઓએ આતંક વાદીઓના વાયરલેસ સંદેશાઓ આંતર્યા બાદ તેમની ઓળખ પણ મેળવી લીધી હતી. આ બંને આતંક વાદીઓ પાકિસ્તાનના હતા જેમા એકનું નામ ક્વારી અને બીજાનું ઉસ્માન હતું. લાલ ચોકમાં આવેલી હોટેલ પંજાબ પર સુરક્ષા દળોએ આજે સવારે ખુબ નજીકથી હુમલો કરતાં તેમાં આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ આ હોટેલમાં ગઇ કાલે છુપાઇ ગયા હતા તેઓ સૌથી ઉપરના માળે છુપાયા હોવાનો સુરક્ષા દળોને અંદેશો હતો. આતંક વાદીઓ હોટેલમાંથી ગોળીબાર ઉપરાંત બોંબમારો પણ કરી રહ્યા હતા. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ ઓપરેશનને ગઇ કાલે રાત્રે 11 વાગ્યે કામચલાઉ રીતે બંધ કરી દેવાયુ હતું જેને આજે સવારે સાત વાગ્યે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ગઇ કાલે આતંક વાદીઓએ કરેલા હુમલામાં ઘવાયેલા નાગરિકે આજે સવારે એસ.એચ.એમ.એસ. હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આતંક વાદીઓએ ગઇ કાલે શ્રી નગરના લાલ ચોકમાં કરેલા હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘવાયો હતો.
પતિ પ્રેમ કે અંધ શ્રદ્ધા ?
અંધ વિશ્વાસના નમૂના ભારતમાં ઘણી વાર જોવા મળે છે. પૂનાની 44 વર્ષીય ગૃહિણીને એક મહિલાએ કહ્યું કે, તેના પતિ પર કાળો જાદુ કરવામાં આવ્યો છે અને કેટલીક વિધી કરીને પોતે તે દૂર કરી દેશે. જો કે એ મહિલાનો પતિ સાજો તો ન થયો અને ડિસેમ્બરમાં પાર્કિન્સન રોગથી મૃત્યુ પામ્યો પરંતુ વિધિ કરનારી મહિલા માલામાલ થઈ ગઈ છે. રૂચા ગોડસે નામની આ મહિલાએ રૂપિયા 83 લાખ પડાવ્યા હતા. કો થરૂડ પોલીસે રૂચા ગોડસેની ધરપકડ કરી છે. રૂચાએ સુજાતા દેવધરને જણાવ્યું હતું કે, તેના પતિ પ્રમોદ પર કાળો જાદુ થયો છે. રૂચાએ સુજાતાના મનમાં કાળો જાદુનો ભય ઉભો કર્યો હતો. આ બનાવ મે અને ઓગસ્ટ 2009 દરમિયાન બન્યો હતો. પોલીસ ઈન્સેપક્ટર એ ડી વાળમ્બેએ કહ્યું કે, સુજાતાનો પતિ પાર્કિન્સન રોગથી પીડાતો હતો. તેઓ ગન્નજય સોસાયટીમાં રહેતા હતા. તેમના બંને સંતાનો વિદેશમાં વસે છે. દેવધર પરિવારની બાજુમાં રહેતી રૂચા અને સુજાતા વચ્ચે સારા સંબંધ હતા. ગોડસેએ સુજાતાને કહ્યું હતું કે, તેના પતિ પર કોઈએ કાળો જાદુ કર્યો છે. તેણે દાવો કર્યો હતો કે, તેને જ્યોતિષી વિદ્યા આવડે છે અને તે વિધી દ્વારા તેના પતિને સારો કરી દેશે. વધુમાં ગોડસેએ કહ્યું હતું કે, તે નવ ગ્રહ પૂજા દ્વારા તેના પતિ પરથી કાળો જાદુ દૂર કરી દેશે. વિધી કરાવ્યા પહેલા નક્કી કરવામાં આવ્યું કે, સુજાતા રોકડ રકમ રૂચાને આપશે અને રૂચા વિધી કરાવ્યા બાદ તે રકમ પરત કરશે. ત્રણ મહિના પછી ગોડસેએ રૂપિયા 1.03 કરોડ પડાવી લીધા હતા. જ્યારે પણ રૂચા પૈસાની માંગણી કરતી ત્યારે સુજાતા તેને નાણાં આપતી હતી. એક સમયે તો તેણે પોતાના સગાંસબંધી પાસેથી ઉધાર નાણાં લાવીને રૂચાને આપ્યા હતા. રૂચાએ માત્ર 20 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જો કે તેને કહ્યું હતું કે, તે બાકીની રકમ ચેકથી ચૂકવી દેશે. પરંતુ તમામ ચેક બાઉન્સ થયા હતા. આ દરમિયાન સુજાતાનો પતિ ડિસેમ્બર મહિનામાં મૃત્યુ પામ્યો હતો. તેના બંને સંતાનો વિદેશથી ભારત આવ્યા હતા અને સુજાતાએ પોતાના બંને દિકરાઓ સાથે રૂચાની વાત કરી હતી. પરિણામે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રૂચા એક ગૃહિણી છે અને તેનો પતિ બેન્કમાં કર્મચારી હતો.
કોની તાકાત છે કે મારી ધરપકડ કરે ? : આસારામ
ગુજરાતના મુખ્ય મંત્રીએ પોતાની સાત વાર માફી માંગી હોવાનો દાવો કરતા આસારામે આજે અહીં જણાવ્યું કે દુનિયાની કોઇ એવી તાકાત નથી કે જે મારી ધરપકડ કરી શકે. હરદા નજીકના ચારખેડા ગામે આવેલા પોતાના આશ્રમમાં ભેગા થયેલા શિષ્યોને બુધવારે મોડી સાંજે સંબોધિત કરતાં આસારામે કહ્યું કે, "મોદી મારી સાત વાર માફી માંગી ચુક્યા છે. તેમણે પોતે મને મારા ભક્ત ગણાવતા કહ્યું હતું કે આપની સાથે જે થઇ રહ્યું છે તેમાં આપનો કોઇ દોષ નથી."
આસારામે કહ્યું કે દુનિયાની કોઇ એવી તાકાત નથી કે જે મારી ધરપકડ કરી શકે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતમાં અરજી પોતે નહી પણ ભક્તોએ કરી હતી. સુપ્રિમે એ અરજીને નકારી નથી પરંતુ પોતે જ તે પાછી ખેંચી લીધી છે. આસારામે કહ્યું હતું કે જે રીતે જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ કર્યા બાદ તામિલનાડુમાં જયલલિતાને સત્તા ગુમાવી પડી હતી તે રીતે તેમના વિરૂદ્ધ ષડયંત્ર કરનારાની સત્તા પણ પલટી જશે.

પક્ષીરક્ષા-જીવદયા માટે અમદાવાદનાં ૨૫૦૦ બાળકો-કિશોરો પતંગ નહીં ચગાવે પક્ષીઓની કરૂણ અવસ્થાને દર્શાવતી ફિલ્મ નિહાળ્યા બાદ બાળકો-કિશોરોએ કરેલો નિર્ણય
પક્ષીરક્ષા-જીવદયા માટે અમદાવાદનાં ૨૫૦૦ બાળકો-કિશોરો પતંગ નહીં ચગાવે
પક્ષીઓની કરૂણ અવસ્થાને દર્શાવતી ફિલ્મ નિહાળ્યા બાદ બાળકો-કિશોરોએ કરેલો નિર્ણય
એકબાજુ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે અને ૩૪ દેશોમાંથી ૧૦૫ પતંગ રસિકો આવશે ત્યારે અમદાવાદના ૨૫૦૦ બાળકો-કિશોરોએ જૈન સાધુઓની પ્રેરણાથી પક્ષી રક્ષા-જીવ દયા માટે પતંગ નહીં ચગાવવાનો સંકલ્પ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મોટી સંખ્યામાં વસતા જૈનો આજે પણ અમદાવાદને ‘રાજ નગર’ તરીકે ઓળખે છે. દિવાળીમાં ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ન ફેલાય તે માટે ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ પણ મોટી સંખ્યામાં જૈન બાળકોએ અગાઉ કર્યો હતો. આ અંગે સજાગ ગ્રુપના પૌરીક શાહે જણાવ્યું કે જૈન સાધુ પંન્યાસ મુક્તિ વલ્લભ વિજયજી અને ગણિવર્ય ઉદય વલ્લભ વિજયજી મ.સા.ની પ્રેરણાથી અને સજાગ ગ્રૂપના પ્રયાસથી અમદાવાદના ૨૫૦૦થી વધુ બાળકો-કિશોરોએ પતંગ નહીં ચગાવવા સંકલ્પપત્રો ભયૉ છે. પાલડીની ૩૫ જૈન પાઠ શાળા અને સાબરમતીની ૧૧ જૈન પાઠ શાળાના ૧૦૦૦થી વધુ બાળકોએ પતંગ નહીં ચગાવવાનો નિર્ણય કર્યો છે આ માટે છેલ્લા એક મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તરાયણ-પતંગોત્સવ દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની કરૂણ અવસ્થાને બતાવતી ૧૦ મિનિટની ડોકયુમેન્ટરી ફિલ્મ પાલડીની જૈન પાઠ શાળામાં પ્રોજેકટર દ્વારા બતાવવામાં આવી હતી.
ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ૫૦ યુવાનો ૧૩મીથી ૧૬મી જાન્યુઆરી દરમિયાન ખડેપગે
૧૩મીથી ૧૬મી જાન્યુઆરી દરમિયાન સજાગ ગ્રુપના ૫૦ જેટલા યુવાનો પતંગ
ચગાવવાને બદલે પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ખડેપગે સેવા આપશે અને જીવ દયાના કાર્યમાં જોડાશે. પાલડી વિસ્તારમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક પક્ષી સારવાર કેન્દ્ર રાખવામાં આવ્યું છે.

આઈડિયા કપ ત્રિકોણીય શ્રેણી : ભારતનો છ વિકેટે વિજય, મેન ઓફ ધ મેચ સુકાની ધોનીની સદી
સુકાની ધોની (101 નોટ આઉટ), વિરાટ કોહલી (91) અને સુરેશ રૈના (51 નોટ આઉટ)ની લડાયક બેટિંગની મદદથી ભારતે બાંગ્લા દેશને છ વિકેટે હરાવીને 2010માં વિજયનું ખાતુ ખોલાવ્યું છે. 297 રનના વિજય લક્ષ્યાંકને ભારતે 47.3 ઓવરમાં સર કરી લીધો હતો. આઈડિયા કપ ત્રિકોણીય શ્રેણીની બાંગ્લા દેશ અને ભારત વચ્ચે રમાયેલી ત્રીજી ઍક દિવસીય મેચમાં બાંગ્લા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
યજમાન ટીમ ભારતીયો પર ભારે પડી
બાંગ્લા ટીમે આપેલા 297 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત નબળી રહી હતી. આક્રમક ઓપનર વિરેન્દ્ર સેહવાગ 13 રન પર આઉટ થતા ભારતને મોટો ફટકો પડ્યો હતો. સેહવાગ બાદ ગૌતમ ગંભીર 18 અને યુવરાજ સિંહ ઍક રને પેવેલિયન પરત ફરતા ભારત મુશ્કેલીમાં મૂકાયું હતું.
જોકે ત્યાર બાદ સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ બાજી સંભાળતા ક્રિકેટ ચાહકોના જીવમાં જીવ આવ્યો હતો. ધોની અને કોહલી વચ્ચે 152 રનની ભાગીદારી થઈ હતી, કોહલી 91 રને આઉટ થતા નવ રને સદી ચૂકી ગયો હતો. ચાલું ત્રિકોણીય શ્રેણીમાં નબળી ગણાતી બાંગ્લા દેશની ટીમે ભારતીય ટીમની નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગને કારણે જીત માટે 297 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. બાંગ્લાદેશના બેટધરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી અને મેચના અંતે પૂછડિયાઓએ તોફાની બેટિંગ કરી ભારત સામે 296 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગના બાંગ્લાદેશના સુકાનીના નિર્ણયને ટીમના ઓપનર બેટધરોએ યોગ્ય ઠેરવ્યો હતો. તમિમ ઈકબાલ અને ઈમરૂલ કેયસે મજબૂત શરૂઆત કરાવી હતી. તમિમ ઈકબાલે આક્રમક સ્વરૂપ ધારણ કરીને 42 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. જ્યારે ઈમરૂલે મક્કમતાપૂર્વક ફટકાબાજી કરતા 100 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 70 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં મોહમ્મદ અબ્દુલ્લા તોફાની બેટિંગ કરીને ભારતીય બોલરોને ચોમેર ફટકારી 8 ચોગ્ગાની મદદથી 60 રન સાથે અણનમ રહ્યો હતો. આ મેચમાં પણ ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ ઘણી નબળી રહી હતી. હરભજન સિંહે બે મહત્વપૂર્ણ કેચ પણ છોડ્યા હતા. ભારતની આ નબળી બોલિંગ અને ફિલ્ડિંગનો યજમાન ટીમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
બાંગ્લાદેશ બેટિંગ: (ઓવર / રન / વિકેટ )
5/28/0, 10/73/0, 15/98/1, 20/122/1, 25/138/1, 30/159/3, 35/194/4, 40/208/5, 45/245/6, 50/296/6

07 January 2010
શાહરૂખે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી
કાર બનાવતી કોરિયાની કંપની હ્યુન્ડાઇએ સ્મોલ કાર વર્ઝનમાં ઇલેક્ટ્રિક કાર હ્યુન્ડાઇ i10 બોલિવુડ અભિનેતા શાહરૂખના હસ્તે ભારતમાં લોન્ચ કરી છે. દેશમાં સ્મોલ કાર અને ઇલેકટ્રિક કારનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે તે ધ્યાનમાં રાખીને હ્યુન્ડાઇએ i10 ઇલેક્ટ્રિક દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 10મા ઓટો એક્સપોમાં રજૂ કરી છે.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના ડાયરેકટર (માર્કેટિંગ અને સેલ્સ) અરવિંદ સક્સેનાએ કહ્યું કે, "ભારતીય બજારમાં નજીકના ભવિષ્યમાં ઇલેકટ્રિક કારનો દબદબો વધતો જશે તેને ધ્યાનમાં રાખીને અમે ઇલેકટ્રિક કાર લોન્ચ કરી છે. ગ્રાહકો પણ આ પ્રકારની કોમ્પેક્ટ કારમાં ઇલેક્ટ્રિક વર્ઝન માંગી રહ્યા હતા." કંપનીએ i10 ઇલેક્ટ્રિક કાર ગયા વર્ષે ફ્રેન્કફ્રૂટ મોટર શોમાં સપ્ટેમ્બર મહિનામાં ડિસપ્લે કરી હતી. ત્યાર બાદ કંપનીએ આ વર્ષે સાઉથ કોરિયામાં મર્યાદિત કારનું ઉત્પાદન કરીને સાઉથ કોરિયાના બજારમાં કાર મૂકી છે. હાલમાં ભારતીય બજારમાં ફોર વ્હિલરમાં ફકત રેવા કંપનીની જ ઇલેક્ટ્રિક કાર દોડે છે. કંપનીએ i10નું 2007માં વૈશ્વિક સ્તરે લોન્ચિંગ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય બજારમાં 3 લાખથી વધુ i10નું વેચાણ કર્યું છે. બીજી બાજુ કંપનીએ આ ઓટો એક્સપોમાં i10 સહિત લક્ઝુરીયસ સેડાન જીનીસીસનું પણ પ્રદર્શન કર્યું છે.

અશ્લિલ હરકતોની વીડિયો ઓન લાઈન
મહિલાઓ સાથે અંગત પળો માણ્યા બાદ ગુપ્ત રીતે વીડિયો ઉતારીને ઓન લાઈન મુકવાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે હવે વેબ કેમમાં મહિલા સાથે ચેટિંગ કરી તેની કેટલીક અશ્લિલ તસવીરો નેટમાં ઓન લાઈન મુકવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સિંગાપોરમાં ઘટી છે. જ્યાં એક મહિલા સાથે વેબ કેમમાં ચેટિંગ દરમિયાન અશ્લિલ હરકત કરાવી એક યુવકે તેની વિડિયો ઓન લાઈન મુકી હતી. એક યુવક તેના એમ.એસ.એન. વેબકેમ થકી સિંગાપોરની યુવતી સાથે ચેટ કરતો હતો. ઓન લાઈન ચેટ થકી થયેલી મિત્રતા ખૂબ જ ગાઢ બની ગઈ હતી. ગાઢ બનેલી મિત્રતાનો લાભ લઈ યુવકે એક દિવસ એ યુવતી સાથે ચેટીંગ દરમિયાન કેટલીક અશ્લિલ માંગણીઓ કરી હતી. શરુઆતમાં યુવતીએ ના પાડી હતી પરંતુ ત્યાર બાદ તે વાતોમાં આવી ગઈ હતી. યુવકે યુવતી પાસે શરીર પર રહેલા વસ્ત્રોના આવરણને હટાવવા માટે આગ્રહ કરતા તેણીએ એક પછી એક વસ્ત્રો ઉતારી નાંખ્યા અને કેટલાક ટુ પીસ સેક્સી ફોટા પડાવ્યા હતા. વેબ કેમ થકી આ પ્રકારની માંગણી કરી રહેલા તેના મિત્રની મેલી ઈચ્છાથી અજાણ યુવતીને નહોતી ખબર કે તેનો મિત્ર તેની પાસે જે કંઈ કરાવી રહ્યો છે. તેને તે ઓનલાઈન મુકી દેશે. જ્યારે યુવતીને આ અંગે જાણ થઈ ત્યારે તેણે અન્ય યુવતી કે જે વેબકેમ પર તેમના મિત્રો સાથે ચેટ કરી રહી છે, તેમને મિત્રની કેટલીક માંગણીઓ ન સ્વિકારવા અનુરોધ કર્યો છે.
પટેલ અટક પર બ્રિટનમાં સંશોધન
બ્રિટનમાં સંશોધનકર્તાઓ પટેલ, સિંહ, અહમદ અને અલી જેવી અટકો સહિત હજારો અટકોની ઉત્પતિ અંગે સંશોધન કરશે. બ્રિસ્ટલ સ્થિત વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ યુનિવર્સિટીના ભાષા નિષ્ણાંતોના એક જૂથે આ અંગે એક યોજના શરૂ કરી છે.
યોજના પાછળ 8,40,000 જેટલો ખર્ચ કરવામાં આવશે. આ યોજના હેઠળ બ્રિટન હવે અત્યાર સુધીનો સૌથી મોટો અટક ડેટાબેઝ તૈયાર કરશે. એપ્રિલ મહિનામાં શરૂ થનાર ચાર વર્ષીય યોજના હેઠળ લગભગ 1, 50, 000 અટકોના અર્થ, ઉત્પતિ અને સમયની સાથે તેમાં આવેલા ફેરફાર અંગે સંશોધન કરવામાં આવશે. સંશોધનકર્તા ફક્ત બ્રિટિશ અટકો પર સંશોધન નહિ કરે પરંતુ 19મી અને 20મી સદીમાં બ્રિટન આવેલા લોકોની અટકનો અભ્યાસ કરવામાં આવશે. 1945 પછી બ્રિટનમાં આવીને વસેલા લગભગ 75 હજાર અટકોનો અભ્યાસ આ વર્ષે કરવામાં આવશે. આ તમામ અટકોનો બ્રિટનમાં સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીનાં ભાષા વિજ્ઞાનના પ્રોફેસર રિચાર્ડ કોટ્સે કહ્યું હતું કે, પરિવારના નામો અને તેના ઈતિહાસ અંગે જાણવામાં લોકોને ઘણી જ ઉત્સુકતા હોય છે. આ યોજનામાં આધુનિક પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવામાં આવશે અને જાણકારીને વિસ્તૃત બનાવવામાં આવશે. આ અંગે ભારતીય, કેરેબિયન, આફ્રિકા, ચીન અને જાપાનના વિદ્વાનોની પણ મદદ લેવામાં આવશે.

ભારતીય મૂળના ૨૫૦૦૦ તબીબો બ્રિટનથી પાછા ફરશે
બ્રિટનમાં વસી રહેલા ૨૫૦૦૦ જેટલા ભારતીય મૂળના તબીબો આગામી બે ચાર વર્ષમાં ભારત પાછા ફરવાની અને કેન્દ્ર સરકાર દ્વારા ઊભી થનારી એ.આઇ.આઇ.એમ.એસ. જેવી સંસ્થામાં જોડાવાની યોજના બનાવી રહ્યા છે. ભારતના પ્રવાસે આવેલા બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજીનના પ્રમુખ રમેશ મહેતાએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં નિવૃત્ત થનારા વરિષ્ઠ તબીબો ભારત આવવા વિચારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ તબીબોને સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. મંત્રાલયે પણ બ્રિટનના આ તબીબી સંગઠનને જણાવ્યું હતું કે ‘એ.આઇ.આઇ.એમ.એસ.’ના મોડેલ આધારે ઊભી થનારી નવી સાત તબીબી કોલેજોમાં ગુણવત્તા યુક્ત તબીબોની અછત રહેવાની સરકારને ચિંતા છે.
નવી તબીબી કોલેજો
બ્રિટિશ સંગઠન માને છે કે વર્તમાનમાં તાલીમ લઇ રહેલા ૧૫૦૦૦ તબીબો ભારતમાં ઊભી થનારી સાત નવી તબીબી કોલેજોમાં મદદરૂપ રહેશે. કેન્દ્ર સરકાર સાત રાજયોમાં એઈમ્સ જેવી તબીબી કોલેજો ઊભી કરવાની દરખાસ્તને લીલી ઝંડી આપી ચૂકી છે. આ પ્રત્યેક કોલેજ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ઊભી થશે.

હાસ્ય ભાષામાંથી જ ઉત્પન્ન થાય છે
કોમેડી દરેક જગ્યાએ તમામ વાતોમાં હોય છે. હાસ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો હાસ્યનું સર્જન આપોઆપ જ થઇ જાય છે. ‘લાંબા આયુષ્ય માટે જિંદગીમાં હસતા રહેવું ખૂબ જ જરૂરી છે. સ્ટેજ ઉપર લાઇવ પરફોર્મન્સ આપતી વખતે લોકોને રડાવવા મને પસંદ નથી. આ માટે જયાં સુધી જીવીશ ત્યાં સુધી સ્ટેજ પરથી લોકોને હસાવતો રહીશ. આ મારા જીવનનો ઉદેશ છે,’ આ ‘ગંભીર’ વિધાનો એક હાસ્ય કલાકારના છે. એક કાર્યક્રમમાં અમદાવાદના ત્રણ વિધાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે શહેરમાં આવેલા પરાગ કંસારાએ પોતાના વિચારો શેર કર્યા હતા. લાફટર શોના માઘ્યમથી આખા દેશમાં પ્રખ્યાત થયેલા આ ગુજરાતી હાસ્ય કલાકાર કહે છે કે, ‘આજે કોમેડીનો યુગ ચાલી રહ્યો છે. ૨૦૦૫માં લાફટર શો દ્વારા આ યુગની શરૂઆત થઇ છે તેવું કહેવું કદાચ ખોટું નથી. હાસ્યના આ યુગમાં મારી પણ ‘‘ભાવનાઓ કો સમજો’’ નામની હિન્દી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મમાં ૫૪ લોકોએ રમૂજી ભૂમિકા કરી છે જે વિશ્વ વિક્રમ છે.’ નાનપણથી જ સ્ટેજ પ્રત્યે લગાવ ધરાવનાર પરાગ કંસારા ૨૦૦૫માં લાફ્ટર શોમાં જોડાયા તે પહેલા જાદુની સાથે મિમિક્રી દ્વારા લોકોને હસાવતા હતા. શાહબુદીન રાઠોડ અને જગદીશ ત્રિવેદી જેવા હાસ્ય કલાકારોને આદર્શ માનનાર પરાગ કહે છે કે, ‘સ્ટેજ પર જ રહીને લોકોને હસાવવા છે. ફિલ્મ લાઇનમાં કોમેડી સિવાય પણ સારી ઓફર મળશે તો હું ચોક્કસ સ્વીકારીશ.’
06 January 2010
અમર સિંહ કોંગ્રેસમાં જોડાશે ? ? ? ?
સમાજવાદી પાર્ટીના મહા સચિવ અને અન્ય પદો પરથી અમર સિંહે સ્વાસ્થ્ય સંબંધી કારણો આગળ ધરીને બુધવારે રાજીનામું ધરી દીધુ હતું. આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી અમર સિંહ અને સપાના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ વચ્ચે મતભેદ વધ્યા હોવાની અટકળો ચાલી રહી હતી. ખુદ અમર સિંહ પણ અન્ય પક્ષમાં જોડાવા અંગેની વાતને નકારતા નથી. અમર સિહં હાલ દુબઇ છે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા પણ દુબઇમાં અમર સિંહ સાથે મોજૂદ છે અને ત્યાં સપાના નેતા સંજય દત્ત પણ હાજર છે. અમર સિંહના કોંગ્રેસમાં જવા અંગેની અટકળો પણ તેજ બની છે.
સિંહે જણાવ્યું કે તેમણે સપાના મહા સચિવ, પ્રવક્તા અને સંસદિય બોર્ડ અને અન્ય પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે ત્રણેય પદો પરનું રાજીનામું તેમણે ફેક્સ દ્વારા મુલાયમ સિંહ યાદવને મોકલી આપ્યું છે. નવેમ્બર 2009માં ફિરોઝાબાદ લોક સભા સીટ પર થયેલી ચૂંટણીઓમાં પાર્ટીને અપમાનજનક હાર મળી હતી ત્યારબાદ સિંહે એમ કહેતા યાદવની આલોચના કરી હતી કે પક્ષની હારનું કારણ સપાના પ્રમુખ અને તેમના પરિવાર પરનો તેમનો વધુ પડતો આત્મ વિશ્વાસ હતો. ફિરોઝાબાદ સીટ પરથી યાદવની પુત્રવધુ ડિંપલ યાદવ લડી હતી. ડિમ્પલને તેના કોંગ્રેસી પ્રતિનિધિ રાજ બબ્બરે હરાવી હતી. લોક સભાની ચૂંટણીઓ વખતે પણ રામપુર સીટ પર જયા પ્રદાની ઉમેદવારીને લઇને સિંહ અને પક્ષ વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા. જયા પ્રદાની ઉમેદવારીનો આઝમ ખાને ઉગ્ર વિરોધ કર્યો હતો અને બાદમાં પક્ષ છોડી દીધો હતો. સિંહે જણાવ્યું કે, "મારા રાજીનામા પાછળ કોઇ રાજનીતિક કારણ નથી. મેં ડોક્ટરોની સલાહને માનીને આ પગલું લીધું છે. થોડા સમય પહેલા મારી કિડનીનું ટ્રાન્સ પ્લાન્ટેશનનું ઓપરેશન થયું છે અને ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે." ઓપરેશનના ત્રણ મહિના બાદ રાજીનામું કેમ આપ્યું ? તે અંગે સિંહે જણાવ્યું કે આ પહેલા પણ મેં ત્રણ વાર રાજીનામું આપ્યું હતું પરંતુ નેતાજી (મુલાયમ સિંહ) મારો અનુરોધ ઠુકરાવી દેતા હતા. તેમના પ્રત્યે મારા મનમાં ખુબ સમ્માન છે. સિંહે ક્હ્યું કે,"મારા માટે પરિવાર અને મારૂં સ્વાસ્થ્ય સૌથી પહેલા છે. ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે અને વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેમની સલાહનું પાલન કરવું શક્ય નથી. આ કારણે મે ત્રણેય પદો પરથી રાજીનામું આપવાનો ફેંસલો કર્યો છે. સિંહે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સામાન્ય કાર્યકર્તા બની રહેશે અને સપાના પ્રમુખને અનુરોધ કરશે કે તેમના બાદ રામ ગોપાલ યાદવને પાર્ટીનો રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવે.

રીડિંગ નેટવર્ક બનાવવા બુક કલબ
વ્યસ્ત શિડયુલમાં પુસ્તક વાંચવાનો સમય રહ્યો નથી ત્યારે લોકોમાં વાંચનની ટેવ વધારવા માટે ‘કારવા’ એન.જી.ઓ.એ આ પ્રોજેકટ હાથ ધર્યો છે. સ્ટુડન્ટ, બિઝનેસ કલાસ, વર્કિંગ વુમન અને હાઉસ વાઇફ દરેક કેટેગરીમાં ‘બુક કલબ’ અંગે રિસર્ચ કરીને અલગ અલગ કેટેગરી પ્રમાણે બુક કલબની સ્થાપના કરવામાં આવી છે. એક પુસ્તક વાંચવું અને એક બીજા સાથે વિચારોની આપ-લે કરવી આ બંને બાબતોનો સમન્વય છે ‘બુક કલબ’. આ પ્રોજેકટ અંગે વાત કરતા બુક કલબ પ્રોજેકટના કો-ઓર્ડિનેટર કહે છે કે, ‘કેટેગરી પ્રમાણે ૧૦થી ૧૫ વ્યક્તિઓના ગ્રૂપ અમે બનાવ્યા છે. જેઓ દર સપ્તાહે એક વખત એક બીજાને મળીને કોઇ પણ એક પુસ્તક અંગે ચર્ચા વિચારણા અને અભિપ્રાયોની આપ-લે કરશે. સતત કોઇ એક વ્યક્તિ દ્વારા વાંચવાની પ્રક્રિયા બોરિંગ લાગે છે તેથી અમે બુકના ઇન્ટર એકિટવ સેસન થાય તેવું નક્કી કર્યું છે. જેમાં અમારી સાથે શહેરનું યૂથ, બિઝનેસ મેન અને વર્કિગ વુમન અને હાઉસ વાઇફ પણ જોડાયેલી છે. બુક કલબની આ વિચાર ધારાને દેશભરમાં પ્રસરાવીને લોકોમાં પુસ્તક વાંચન અંગે જાગૃતિ લાવવા માંગીએ છીએ.’
ઘર-વાળી ટકાવવા બહાર-વાળી જરૂરી
જો તમારો પતિ અન્ય કોઈ સ્ત્રીના પ્રેમમાં હોય તો તમારે તેની પાછળ ચાકુ લઈને ફરવાની જરૂર નથી લગ્ન બાહ્ય સંબંધો તમારા લગ્ન જીવન માટે સારા સાબિત થઈ શકે તેમ છે. ફ્રાન્સમાં કરવામાં આવેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના સંબંધો લગ્ન જીવન માટે શુભ સાબિત થાય છે. મનોવૈજ્ઞાનિક માર્યસે વૈલ્લિન્ટના વિવાદાસ્પદ પુસ્તકમાં પુરૂષ, પ્રેમ, વફાદારી વિશે ચર્ચા કરવામાં આવી છે. વૈલ્લિન્ટના મતે જે પુરૂષોના જીવનમાં અન્ય સ્ત્રીનું અસ્તિત્વ હોય તેઓ ખરેખર પોતાના લગ્ન જીવનને મજબૂત બનાવવા માંગતા હોય છે.
ઇલેકટ્રોનિક બાઇક હવે વધુ ઝડપે દોડશે
ભારતમાં ઇલેકટ્રોનિક બાઇકસનું બજાર એટલા માટે જોર નથી પકડી રહ્યું કેમ કે તે પેટ્રોલના વાહનો જેટલી ઝડપે ચાલતા નથી. આ વર્ષે ચિત્ર બદલાઈ જશે. બજાજ, ઇલેકટ્રોથર્મ અને હીરો જેવી કંપનીઓએ ૪૦ થી ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી ઇલેકટ્રોનિક બાઇકસ ૨૦૧૦માં રજૂ કરવાની જાહેરાત કરી છે. આ બાઇકસની બેટરી વધુ ચાલશે અને તેને ચાર્જ કરવાનો સમય પણ અડધો થશે. વર્તમાનમાં ઇલેકટ્રોનિક બાઇકસ એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ ૭૦ થી ૮૦ કિમી ચાલે છે, પરંતુ નવી બાઇકસ એક વખત ચાર્જ કર્યા બાદ ૧૦૦ કિમી સુધી ચાલશે અને તેને ચાર્જ કરવા માટે ચાર કલાક પૂરતા રહેશે.
સરકારી કર્મચારીઓ માટે કોમ્પ્યુટરની પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયને પડકાર
રાજ્ય સરકાર દ્વારા અંધ જનો, બહેરા-મૂંગા, વિકલાંગ સહિતના કર્મચારીઓને કોમ્પ્યુટરની પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયને ગુજરાત હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ ડી.એચ.વાઘેલાએ રાજય સરકાર, મુખ્ય સચિવ, સામાન્ય વહીવટી વિભાગના સચિવ, સમાજ કલ્યાણ વિભાગના સચિવ સહિતના સત્તાવાળાઓને શો-કોઝ નોટિસ જારી કરી છે અને વધુ સુનાવણી તા.૧૮મી જાન્યુઆરીએ મુકરર કરી છે. રાજય સરકારે તા.૧-૧-૦-૨૦૦૭ના એક પરીપત્ર મારફત તમામ કર્મચારીઓને કોમ્પ્યુટરને લગતી સી.સી.સી. પરીક્ષા ફરજિયાત પાસ કરવાનું ફરમાન જારી કયું છે. તેમાં અંધ જનો, બહેરા-મૂંગા અને વિકલાંગ કર્મચારીઓને પણ આવરી લેવાયા છે પરંતુ વાસ્તવમાં તેઓને આ પરીપત્ર કે આદેશ લાગુ પડી શકે નહી. સરકારે સ્પષ્ટ ઠરાવ્યુ છે કે, જે કર્મચારીઓ કોમ્પ્યુટરની પરીક્ષા પાસ નહી કરે તેઓને નોકરીમાં ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળવા પાત્ર થશે નહી. સરકારના આ ઠરાવના કારણે અંધ જનો સહિત વિકલાંગ કર્મચારીઓ ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત થઇ જાય. ડિસેબલીટીઝ એકટ હેઠળ અંધ જનો અને વિકલાંગ કર્મચારીઓને પણ નોકરીમાં સમાન તક મેળવવાનો અધિકાર છે. વળી, સરકારે તેની આ જોગવાઇમાં ૪૫ વર્ષથી વધુની વયના કર્મચારીઓને બાકાત રાખ્યા છે. સરકારના આ નિર્ણયથી બંધારણીય જોગવાઇઓ અને ડિસેબલીટીઝ એકટના નિદેઁશોનો ભંગ થાય છે. ખરેખર તો, અંધ જનો માટે કોમ્પ્યુટરના ટોકિંગ સોફ્ટવેર કે કોમ્પ્યુટર શીખવવાની કોઇ વ્યવસ્થા જ નથી. એટલુ જ નહી, તાલીમ મેળવ્યા બાદ પણ કર્મચારીઓ માટે તે વ્યવહારૂ કામમાં આવવાનું જ નથી. અંધ જનોને તો સીવણ, મિસ્ત્રીકામ અને હાથથી શીખી શકાય તેવા કાર્યો શીખવવામાં આવે છે. આ સંજોગોમાં અંધ જનો- વિકલાંગ કર્મચારીઓને કોમ્પ્યુટરની ફરજિયાત પરીક્ષામાંથી મુકિત અપાવવા હાઇ કોટેં સરકારના સંબંધિત સત્તાવાળાઓને આદેશો કરવા જોઇએ. ડિસેબલીટીઝ એકટ-૧૯૯૫ની જોગવાઇઓનો તમામ વિકલાંગ કર્મચારીઓના કિસ્સામાં અમલ કરાવવા પણ બ્લાઇન્ડ મેન એસોસીએશન તરફથી કરાયેલી રિટમાં માંગણી કરાઇ છે.
દુબઈમાં બુર્જમાં બે માળ માટે NRIએ રૂપિયા 114 કરોડ ખર્ચ્યા
એન.આર.આઈ. બિઝનેસમેન બી આર શેટ્ટીએ બુર્જ ખલીફામાં બે માળ ખરીદ્યા છે. શેટ્ટી અબુ ધાબીમાં એક કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ. છે. તેઓ મલ્ટી સ્પેશિયાલિસ્ટ આરોગ્ય સુવિધા આપતી ન્યૂ મેડિસીન સેન્ટર કંપનીમાં કામ કરે છે. તેમણે બુર્જ ખલીફામાં રૂપિયા 115 કરોડના ખર્ચે ફ્લોર લીધો છે. 67 વર્ષીય શેટ્ટી શરૂઆતમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ હતા અને હવે મલ્ટી મિલિયોનર બની ગયા છે. તેમણે બે ફ્લોર લીધા છે. એક ફ્લોરની કિંમત રૂપિયા 57 કરોડ છે. શેટ્ટીએ 3000 દિરહામ (રૂપિયા 38000) પ્રતિ ચોરસ મીટર ખર્ચ્યા છે. દુબઈમાં મંદી હોવા છતાં લોકો બુર્જમાં એપાર્ટમેન્ટ લેવા માટે મોં માંગ્યા દામ ચૂકવવા તૈયાર છે. જો કે શેટ્ટી કોઈ પણ કિંમતે બુર્જમાં પોતાનો એપાર્ટમેન્ટ વેચવા તૈયાર નથી. શેટ્ટીને ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં તેમના એપાર્ટમેન્ટનો કબજો મળી જશે.
બિગ બી અમદાવાદમાં
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે ‘પા’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ ગોઠવાતા હિન્દી ફિલ્મોના મહા નાયક અમિતાભ બચ્ચને બુધવારે બપોરે અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પ્રાઇવેટ ચાર્ટર પ્લેનમાં ઉતરેલા બીગ બીની એક ઝલક જોવા માટે તેમના ચાહકો એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની બહાર ટોળે વળ્યાં હતાં. બીગ બીએ ચાહકોની સાથે હાથ મિલાવીને અભિવાદન પણ કયૉ હતા. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર જયારે પણ કોઇ સેલિબ્રિટિ આવતી હોય ત્યારે અનેક ચાહકો પહોંચી જતાં હોય છે. અમિતાભ બચ્ચનને રૂબરૂ જોવા ચાહકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો.
બીગ બીની આ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને જ સિક્યોરિટી માટે પોલિસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. જેના લીધે અનેક ચાહકોને નિરાશા પણ હાથ લાગી હતી. અલબત્ત, જીવનમાં એક વાર અમિતાભને જોવાનો લ્હાવો મેળવવા આવેલા ચાહકોને હવામાં હાથ હલાવીને બીગ બીએ બધા અમદાવાદીઓનો આભાર માન્યો હતો. ત્યારબાદ કારમાં બેસીને તાજ હોટલમાં પહોંચી ગયા હતા.

આસારામ આશ્રમે દબાણ જાતે દુર કર્યું
આસારામ આશ્રમે દબાણ જાતે દુર કર્યું
આસારામ આશ્રમ દ્વારા મોટેરા ખાતે સરકારની ૬૭૦૦૦ ચો.મી. જમીન પર કરેલા દબાણ પૈકીનું બાંધકામ જાતે જ દુર કરી જિલ્લા કલેકટરને તેની જાણ કરવામાં આવી છે. નદીના પટમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેના માટેની નાની ઓરડી દુર કરવામાં આવી છે. તે ઉપરાંત ફેન્સીંગ પણ દુર કરવામાં આવી છે. આશ્રમના જન સંપર્ક અધિકારી ઉદય સાંગાણીએ જણાવ્યું કે સરકારી જમીન પરના દબાણો દુર કરવા માટે રેવન્યુ ધારાની કલમ ૨૦૨ હેઠળ નોટીસ બાદ અમે નદીના પટમાં કહેવાતા ૫૧૦૦૦ વાર જગ્યાના બાંધકામમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેની ઓરડી હટાવી લેવામાં આવ્યો છે. આમ હવે આ જગ્યા પર કોઇ ગેરકાયદે દબાણ રહેતું નથી. જયારે ૧૫૪૫૧ વાર જગ્યામાં કરાયેલા દબાણ બાબતે તેમણે જણાવ્યું હતુંકે આ જમીન પર મજુરોના માલ-સામાન મુકવાની ઓરડી તથા ચોકીદારનો સેડ દુર કરવામાં આવ્યા છે. હવે સરકારી જમીન પરનું દબાણ સંપુર્ણ દુર થઇ ગયું છે.

05 January Fresh news અમિતાભ અને મોદી સાથે બેસી પા ફિલ્મ જોશે
05 January Fresh news
અમિતાભ અને મોદી સાથે બેસી પા ફિલ્મ જોશે
હિન્દી ફિલ્મના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે પહેલીવાર મિલન થશે. આ મિલન ગાંધીનગર પાસેના એક મલ્ટીપ્લેકસમાં થવાનું છે.
અમિતાભ અને નરેન્દ્ર મોદી એબીસીએલના સાહસ અને અમિતાભ અભિનિત પા ફિલ્મ સાથે બેસીને જોશે. આ ફિલ્મમાં અમિતાભ તેના પુત્ર અભિષેકના પુત્રની ભૂમિકા ભજવે છે. બુધવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ સ્પેશ્યલ શો રાખવામાં આવ્યો છે.
અમિતાભ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી સીધો મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગાંધીનગર જશે ત્યાંથી તેઓ નજીકના મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોવા જશે.
આ શો માટે અમિતાભ સાથે કોણ આવવાનું છે તેની માહિતી જાણવા મળી નથી પરંતું મુખ્યમંત્રીનો સાંજનો સમય અનામત કરી દેવામાં આવ્યો છે. મોદીએ આ અગાઉ ચરિત્ર અભિનેતા અનુપમ ખેર સાથે ગાંધીનગરમાં વેનસ્ડે ફિલ્મ જોઇ હતી.*
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની કરપીણ હત્યા
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. ગત સપ્તાહે વધુ એક ભારતીયનું શબ મળી આવતાં તેના પર પણ ઓસ્ટ્રેલિયન ગોરાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા છે. ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટની હત્યાને પગલે સર્જાયેલો તનાવ દૂર કરવા માટે બેઠક યોજવા બન્ને દેશોના સત્તાવાળાઓ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ભારતના વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિશ્નાએ ભારતીયો પર આવા હુમલાના આર્થિક પરિણામો આવવાની અને બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડવાની ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી છે. અપરાધીઓને સજા કરવા માટે કડક પગલાં ભરવાનું વિદેશ પ્રધાને ઓસ્ટ્રેલિયાને જણાવ્યું છે.
પોલીસે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતમાંથી ગત ૨૯મી ડિસેમ્બરે ગીરીફિથ નજીક આવેલા એક માર્ગની બાજુમાં એક આંશિક બળેલું શબ મળી આવ્યું છે. જોકે, આ શબની વિધિસર રીતે ઓળખ કરવાનું હજી બાકી છે પરંતુ આ શબ એક ૨૫ વર્ષીય ભારતીયનું હોવાનું માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન અધિકારીઓ ભારતમાં આ યુવાનના પરિવાર સાથે સંપર્કમાં છે અને ભારતીય દૂતાવાસ શબ ઓળખી પાડવામાં મદદ કરશે તેવું એક નિવેદનમાં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે જણાવ્યું છે.
રવિવારે મેલબોર્નમાં ૨૧ વર્ષીય નીતિન ગર્ગની હત્યા કરવામાં આવ્યા બાદ વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ નવી દિલ્હી અને કેનબરા વચ્ચે સર્જાયેલો રાજદ્વારી તનાવ દૂર કરવાના પ્રયાસમાં ભારતીય રાજદ્વારીઓ ઓસ્ટ્રેલિયન અધિકારીઓને મળે તેવી સંભાવના છે.*
શું ભારતીય છોકરીઓ ખોટું બોલતી નથી?
શું ભારતીય છોકરીઓ સેક્સ્યૂઅલ બાબતોમાં ખોટૂં બોલતી નથી? શું તે ક્રાઈમ થયા બાદ જ ફરીયાદ કરે છે? સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે કોઈ પણ ભારતીય છોકરી કોઈના પર સેક્સ્યૂઅલ એસોલ્ટનો ખોટો આરોપ લગાવી શકે નહી કારણ કે તે જાણે છે કે તેને જિંદગીભર સોસાયટીથી શું સહન કરવું પડશે. પરંતુ રેપના ઘણાં આવા મામલા છે કે જે બાદમાં ખોટો સાબિત થાય છે.
સુપ્રીમ કોર્ટના જજે જણાવ્યું હતું કે ઈન્ડિયન સોસાયટી વેસ્ટર્ન દેશોની જેમ મોર્ડન નથી. અહિં સેક્સ્યૂઅલ એટેકની પીડિતા સામાજિક પ્રતિક્રિયાને લઈને એટલી ગભરાયેલી હોય છે કે તે ફરિયાદને અંતિમ વિકલ્પ તરીકે લે છે. તે ત્યારે ફરિયાદ કરે છે જ્યારે અપરાધ ખરેખર થયો હોય. સપ્ટેમ્બર 2009માં દિલ્હીની સેશન કોર્ટના જર્જ અનિલ શર્માએ એક મહિલા અને તેની પુત્રી પર ક્રિમિનલ કેસ ચલાવવાનો ઓર્ડર આપ્યો હતો કારણ કે તેઓએ એક શખ્સ પર રેપનો ખોટો આરોપ લગાવ્યો હતો બાદમાં તે ફરી ગઈ હતી.
જયપુરમાં ઔધોગિકરણની હિમાયત કરી રહેલ એક વ્યક્તિ પર એક મહિલાએ રેપનો કેસ કર્યો હતો, પરંતું બાદમાં પોલિગ્રાફિ ટેસ્ટથી સાબિત થયું હતું કે મામલો ખોટો છે. 2008માં પણજીમાં એક મહિલાએ પોતાના પાડોશી પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેની સાથે રેપ કર્યો હતો અને તેણે રેપિસ્ટના પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં ડીએનએ ટેસ્ટથી ખબર પડી કે પુત્રનો પિતા કોઈ બીજો જ છે. એપ્રિલ 2009માં દિલ્હી પોલીસે 38 વર્ષની એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે લોકો પર રેપનો આરોપ લગાવીને તેની પાસે પૈસા પડાવતીહતી.
સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે કોર્ટે જે પણ કહ્યું છે તેનો સંબંધ વધારે મામલા સાથે છે કે આવા ધણાં મામલામાં મહિલાઓ ખોટું બોલતી નથી. જો હજારમાંથી એક મહિલા ખોટું બોલી રહી છે તો તેનો મતલબ એ થયો કે બીજી મહિલાઓ સાચુ બોલી રહી છે. મહિલા એક્ટિવિસ્ટ અંજલિ સિન્હાએ કહ્યું હતું કે કોર્ટે જે કહ્યું છે તેને સમર્થન કરવું જોઈએ. અપવાદ તો દરેક મામલામાં હોય છે. મુખ્ય વાત તો એ છે કે 100માંથી ચાર કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે.*
મહિલાઓ શારીરિક ઉત્તેજનાને... ?
મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે સેક્સની લાગણી અનુભવતી હોય છે. તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે મહિલાઓ શારીરિક ઉત્તેજનાને ગુનાહિત લાગણીની રીતે જોતી હોવાથી તેઓ પુરૂષોની તુલનાએ સેક્સને ઓછી રીતે માણી શકે છે.
સંશોધન પ્રમાણે પુરૂષો માનસિક અને શારીરિક ઉત્તેજનાને અનુભવે છે અને તે જ સમયે મહિલાઓ પોતાની શારીરિક ઉત્તેજનાને પ્રમાણમાં ઓછી જાહેર કરે છે.
સંશોધન પ્રમાણે કેટલીક મહિલાને શારીરિક ઉત્તેજના થતી હોય છે તે વાતનો ખ્યાલ હોતો જ નથી. સંશોધનકર્તાના મતે મહિલાઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધારે જોવા મળે છે .
કેટલીક મહિલાઓ ઉત્તેજીતની લાગણી અનુભવ્યા વગર જ સેક્સ માણતી હોય છે. અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજનાની લાગણી વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોય છે પરંતુ સ્ત્રીઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધુ જોવા મળે છે.
આ જ કારણોસર મહિલાઓ પોતાની સેક્સ લાઈફથી ઓછી સંતુષ્ટ હોય છે.
પુરૂષો માટે મગજથી તેઓ શારીરિક ઈચ્છા પૂર્તિ માટે હોય છે અને આ બાબત પેઢી દર પેઢી જોવા મળતી હોય છે. પરિણામે પુરૂષોમાં સેક્સની વૃત્તિ વધારે જોવા મળતી હોય છે.
અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજના મહિલાઓ અને પુરૂષોમાં અલગ હોય છે તે બાબતનો નિર્દેશ કરે છે.

03 January 2010
થ્રી ઈડિયટ્સ ફિલ્મના કલાકારો ગાંધીનગરમાં
થ્રી ઇડિયટ્સ ફિલ્મના પ્રચાર માટે અગાઉ ગુજરાતની મુલાકાત લઇ ચૂકેલો ફિલ્મસ્ટાર આમિરખાન રવિવારે સાંજે ગાંધીનગરની મુલાકાતે આવ્યો હતો. એક મિલ્ટપ્લેક્સમાં તેણે આ ફિલ્મની સફળતા વિશે દર્શકોને માહિતગાર કર્યાં હતાં. તેની સાથે આ ફિલ્મના અન્ય કલાકારો આર.માધવન અને શરમન જોષી ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગરમાં આ કલાકારોએ ડિનર પણ લીધું હતું. ફિલ્મની વાર્તા અંગે સર્જાયેલો વિવાદ છેડાયો ન હતો.
ઉત્તરાયણની મજા, નિર્દોષ પક્ષીઓ માટે મોતની સજા ૧૦૦થી વધુ પક્ષીઓના મોત: ૫૦૦થી વધુ ઘાયલ
ઉત્તરાયણનું પર્વ પતંગ રસિયાઓ માટે ઉત્સાહ અને મોજ મસ્તીનું બની રહે છે પરંતુ આ તહેવાર નિદોઁષ પક્ષીઓ માટે મોતની સજા સમાન અને અત્યંત કાતિલ બની રહે છે. ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીથી કપાઇ જવાના કારણે અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ પક્ષીઓના મોત નીપજયા છે, જ્યારે ૫૦૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. સૌથી વધુ સમડી અને કબૂતરનો ભોગ લેવાયો છે. ચાઇનીઝ દોરી પશુ-પક્ષીઓ માટે અત્યંત ઘાતક સાબિત થતી હોઇ રાજય સરકારે તેના પર પ્રતબિંધ મૂકયો હોવા છતાં તેનું વેચાણ ચાલુ છે, બીજી બાજુ, કાચ અને લુગ્દીવાળી માંજા દોરી પણ પક્ષીઓના મોત માટે લગભગ એટલી જ જવાબદાર ઠરી રહી છે. અબોલ પશુ-પક્ષીઓ અને જીવો માટે કાર્યરત સંસ્થા આશા ફાઉન્ડેશનના કો-ઓિર્ડનેટર હરમેશ ભટ્ટે જણાવ્યુ કે, અત્યાર સુધીમાં તેમની સંસ્થા પાસે ૧૦૨થી વધુ ઘાયલ પક્ષીઓના કેસ આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષી મોર, ગીધ, યાયાવર પક્ષીઓ, સમડી, કબૂતર, ઘુવડ, પોપટ, ચકલી વગેરેનો સમાવેશ થાય છે. જયારે ૩૨થી વધુ પક્ષીઓના કરૂણ મોત નીપજયા છે. ગીતાબહેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટના સંચાલક બચુભાઇએ જણાવ્યુ કે, તેમની સંસ્થા પાસે ૨૦૦થી વધુ ઘાયલ પક્ષીઓના કિસ્સા આવ્યા છે, જ્યારે ૨૫થી વધુ પક્ષીઓના મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ કબૂતર, સમડી ઉપરાંત ઘુવડ, પોપટ, કાબર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય બે વાંદરા પણ ગંભીર રીતે ઘાયલ થવાથી મોતને ભેટ્યા હતા. પશુ-પક્ષી અને અન્ય જીવો માટે નવકાર એનીમલ હેલ્પલાઇન, જીવદયા હેલ્પ લાઇન સહિતની સંસ્થાઓ પણ કાર્યરત છે. જયાં રોજબરોજ પતંગની દોરીથી કપાઇ જવાથી ઘાયલ પક્ષીઓ અને તેમના મોતના નવા નવા કિસ્સા નોંધાય છે
રાજ્યભરમાં અષાઢી માહોલ, ઠેર-ઠેર માવઠું
સૌરાષ્ટ્ર-કરછ, મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે માવઠું આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તીવ્ર બની રહી હોય તેમ છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના હવામાનમાં ભારે તફાવત સર્જાયો છે. ખોરવાયેલા ઋતુ ચક્ર બાદ ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ગોરંભાયેલા વાતાવરણને પગલે શનિવારે મોડી રાત્રે સૌરાષ્ટ્ર, કરછ ઉપરાંત દ.ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જયારે રવિવાર પરોઢથી જ અમદાવાદમાં પણ સમયાંતરે હળવાં ઝાપટાં નોંધાયાં હતાં. જાન્યુઆરી માસમાં વરસાદ થતા લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. લગભગ તમામ જિલ્લાઓમાં થઇ રહેલા માવઠાને પગલે રવી પાકને ભારે નુકસાન જવાની ભીતિ ઉપરાંત રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ હવામાન ખાતાએ આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરી છે.

કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં ઝીરો બેલેન્સ
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ એટલી હદ સુધી પોતાના સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી રકમ ઉપાડે છે કે તેમના ખાતાની સિલક ઝીરો થઇ જાય છે. તાજેતરમાં સમીક્ષા દરમ્યાન ઝીરો સિલકના ખાતા જોવા મળ્યાં છે. આ ઘટનાથી ચોંકેલી રાજય સરકારે હવે એવા નિયંત્રણો મૂકયાં છે કે કોઇ પણ ગફલત માટે વહેંચણી અધિકારીને સજા કરાશે. એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા સામાન્ય ભવિષ્ય નિધિ ખાતાઓના હિસાબોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. આ કચેરીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ખાતા ધારકોની સિલક માયનસ થઇ ગઇ છે. તેમના ખાતામાં ઝીરો સિલક માટેનું કારણ ઉપાડ અને વહેચણી અધિકારી દ્વારા નિયમોનુસાર મળવાપાત્ર મયૉદા કરતાં વધારે જીપીએફ ઉપાડ મંજુર કરવામાં આવે છે. સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં માઇનસ બેલેન્સ થઇ જાય તે ખૂબ જ ગંભીર નાણાકીય અનિયમિતતા ગણાય છે. સરકાર આવી ઘટનાને ગંભીરતાથી જુએ છે. રાજયના નાણા વિભાગના ઉપ સચિવ કે. બી. દાણીની સહીથી બહાર પાડવામાં આવેલા આદેશમાં તમામ વિભાગોને આવી અનિયમિતતાની ઘટના ફરી ન બને તેની કાળજી રાખવા જણાવાવ્યું છે સિલક કરતાં વધારે ઉપાડ થયાનું ધ્યાન પર આવશે તો ઉપાડ અને વહેંચણી અધિકારીની જવાબદારી ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમને સજા પણ કરી શકાશે. .
Subscribe to:
Posts (Atom)