17 July 2010

રાજકોટ : જાહેરમાં બે સ્થળે જુગાર રમતા નવ પકડાયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : જાહેરમાં બે સ્થળે જુગાર રમતા નવ પકડાયા

શહેરમાં શ્રાવણ માસ પહેલા જ શરૂ થયેલા જુગારધામો પર પોલીસે ઘોંસ બોલાવી છે. ત્યારે પોલીસે પોપટપરા અને ધરમનગર આવાસમાં દરોડા પાડી નવ જુગારીઓને રૂ.૭૨૮૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.પ્રથમ જુગારનો દરોડો પોપટપરા વિસ્તારનાં કૃષ્ણનગર-૨માં પાડયો હતો. જયાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રાજુ ગુલુમલ રેવાજણી, મુકેશ લક્ષ્મણ હેમલાણી, સુમિત મહેશ ચાવડા, કમલ ઠાકોર જેતવાણી, જેરામ લક્ષ્મણ માખીજા અને વીકી સુરેશ મધીયાણીને ઝડપી લીધા હતા. પોલીસે જુગારનાં પટમાંથી રોકડા રૂ.પ૮૩૦ કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.અન્ય દરોડો ધરમનગર આવાસમાં પાડયો હતો. જયાંથી અમીત પ્રતાપ ચૌહાણ, મનસુખ ડાયા હીરાણી અને જહુર કાસમ શીશાગીંયાને જુગાર રમતા રૂ.૧૪પ૦ની રોકડ સાથે ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા હતા

કુરેશીએ મુશર્રફની યાદ આપવી દીધી..

પાકિસ્તાન સાથે સંબંધો સામાન્ય બને તે માટે ભારતના વિદેશ મંત્રી કૃષ્ણા પાકિસ્તાનની યાત્રાથી પરત આવી ગયા છે. જો કે ફરી એક વખત પાકિસ્તાનની આડોડાઈને કારણે બંને દેશ વચ્ચેની મંત્રણા નિષ્ફળ નિવડી છે.જોકે અત્યાર સુધી કોઈ મોટા ત્રાસવાદી હુમલા બાદ ભારત-પાક મંત્રણા હંમેશા નિષ્ફળ રહી છે. આ પહેલા કારગિલ યુદ્ધ બાદ ભારતને આવો અનુભવ થઈ ચુક્યો છે. મુંબઈ હુમલા બાદ ફરી એક વખત આજ ઘટનાનું પુનરાવર્તન થયું છે.કારગિલ યુદ્ધ બાદ 15 જૂલાઈ 2001ના રોજ યોજાયેલી આગ્રા શિખર વાર્તા અને 26/11ના મુંબઈ હુમલા બાદ બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચેની શાંતિ વાર્તામાં એક વસ્તુ સમાન છે. અને એ છે વાતચીતનું પરિણામ. જૂલાઈ મહિનાએ ફરી એક વખત બંને દેશ વચ્ચે સંબંધો સામાન્ય બનવાની આશા પર પાણી ફેરવી નાખ્યું છે.જો કે મુંબઈ હુમલા બાદ બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ નહીં આવે એવી આશંકા તો પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રીના આમંત્રણ પર કૃષ્ણાએ પાકિસ્તાન જવાબનું નક્કી કર્યું હતું.આખરે મોટી આશા સાથે કૃષ્ણા પોતાની સાથે ત્રીસ જેટલા પત્રકારોને લઈને પાકિસ્તાન જવા રવાના થયા હતાં. પરંતુ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન કુરેશીએ જે કંઈ પણ કર્યું તેનાથી લોકોને આગ્રા શિખર બેઠક દરમિયાન મુશર્રફના વર્તનની યાદ આવી ગઈ હતી.ઈસ્લામાબાદ ખાતે બંને દેશોએ પોતાની વચ્ચે ઉભા થયેલા મતભેદોને દૂર કરવા માટે વાતચીતનો સમય બે ગણો વધાર્યો હતો. પરંતુ વાતચીત બાદ બંને વિદેશ મંત્રીઓએ જ્યારે પત્રકાર પરિષદને સંબંધન કર્યું ત્યારે પાકિસ્તાનનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો હતો. પત્રકાર પરિષદમાં એક સમય એવો પણ આવ્યો કે બંને નેતા એક બીજાની વાત કાપવા લાગ્યા હતાં. ત્યારથી જ નક્કી હતું કે બંને દેશ વચ્ચેની મંત્રણાનું કોઈ પરિણામ નહીં નિકળે.આટલું ઓછું હોય તેમ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કૃષ્ણા ભારત આવવા રવાના થયાં ત્યાર બાદ પત્રકારોને સંબોધન કરતી વખતે ભારતના વિદેશ મંત્રીને અનેક ટોણા માર્યા હતાં. કુરેશીએ કહ્યું કે ભારતના વિદેશ મંત્રી તૈયારી વગર અહીં આવી ગયા હતાં. તેમજ બંનેની વાતચીત દરમિયાન કૃષ્ણા સતત નવી દિલ્હી સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતાં. સમગ્ર ઘટનાક્રમે બધાને મુશર્રફની યાદ અપાવી દીધી હતી.

અમેરિકા : ભારતીયો સાથે વંશીય ભેદભાદ રાખવા બદલ કેસ દાખલ
ભારતીયો વિરુદ્ધ વંશીય ભેદભાવ રાખવા બદલ અમેરિકાના વોશિંગ્ટનના રેન્ટન ખાતે એક એપાર્ટમેન્ટના માલિક તેમજ વ્યવસ્થાપક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. માલિક તેમજ વ્યવસ્થાપક પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ અન્ય ભાડૂઆતની સરખાણીમાં ભારતીયોની ઉપેક્ષા કરે છે. એટલું જ નહીં ક્યારેક તેમને ભારત પાછા ચાલ્યા જવાનું કહેવામાં આવે છે. વોશિંગ્ટનના પશ્ચિમ જિલ્લામાં આવેલા જિલ્લા કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં દંડ તેમજ વંશીય ભેદભાવ રોકવા માટે આદેશ આપવાની માગણી કરવામાં આવી છે. આ કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે સમરહિલ પ્લેસ એપાર્ટમેન્ટના માલિક તેમજ અન્ય લોકોએ મળીને પાંચ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીયોને કાઢી મૂક્યા હતાં. તેમજ તેમની સાથે અન્યની સરખાણીમાં ખરાબ વર્તન કર્યું હતું.

સુરતની સહકારી બેન્કોના ૮૫ કરોડ ફસાયા

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ (ટફ) યોજનાને હાલ પુરતી સ્થગિત કરવાનો નિર્ણય તાજેતરમાંજ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ટેક્સટાઇલ ઉદ્યોગકારો ઉપરાંત ટફ યોજના હેઠળ લોન આપનારા કો-ઓપરેટિવ બેન્કોની વ્યાજ સબસીડીની અંદાજે રૂપિયા ૮૫ કરોડથી વધુ રકમ બાકી હોવાથી સંચાલકોની હાલત પણ કફોડી થઇ ગઇ છે. ગત ઓકટોબર ૨૦૦૮થી બાકી રહેલી ટફ સબસીડીની રકમ ચૂકવી આપવા માટે સાઉથ ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્ક એસોસિયેસન દ્વારા રજુઆત પણ કરવામાં આવી છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ગત તા.૩૦મી જુનના રોજથી ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અને આધુનિકીકરણ માટે આપવામાં આવતી ટફ લોન તાકીદની અસરથી સ્થગિત કરવાનો પરપિત્ર જારી કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયને પગલે ટફ યોજના અંતર્ગત લોન આપનારી બેન્કોના સંચાલકોની પરેશાનીમાં વધારો થયો છે. ટફ યોજના હેઠળ ભૂતકાળમાં લોન આપી હોય તેવી કો-ઓપરેટિવ બેન્કોને ગત ઓકટોબર ૨૦૦૮ પછી વ્યાજ સબસીડીની રકમ ચૂકવવામાં આવી નથી. માત્ર સુરત શહેરની વાત કરીએ તો શહેરની ૧૪ જેટલી કો-ઓપરેટિવ બેન્કો દ્વારા ટફ યોજના હેઠળ અલગ અલગ ઉદ્યોગસાહસિકોને આપવામાં આવેલી લોનની વ્યાજ સબસીડીની અંદાજે રૂપિયા ૮૫ કરોડથી વધારે રકમ બાકી છે.છેલ્લા લગભગ પોંણા બે વર્ષથી કો-ઓપરેટિવ બેન્કોને વ્યાજ સબસીડી ચૂકવવા માટે રીતસર ધક્કે ચડાવવામાં આવી રહી છે. સાઉથ ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્ક એસો.ના પ્રમુખ જયવદન બોડાવાળાની અધ્યક્ષતામાં ગઇ તા. ૭મીના રોજ કો-ઓપરેટિવ બેન્ક સંચાલકોની એક બેઠક પણ મળી હતી. આ બેઠકમાં સરકાર પાસેથી બાકી રહેલી વ્યાજ સબસીડીની રકમ ઝડપથી પરત મળે તેના માટે તમામ બેન્કો પાસેથી બાકી રહેતી વ્યાજ સબસીડીની રકમના આંકડાઓ મંગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાકી રહેલી ટફ વ્યાજ સબસીડીની રકમ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત પણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે કેન્દ્ર સરકાર દ્વારા કો-ઓપરેટિવ બેન્કોની વ્યાજ સબસીડીની રકમ ક્યારે છુટી કરવામાં આવે છે.

ચંદ્રાબાબુ નાયડુએ જામીન લેવાનો ઈન્કાર કર્યો

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધર્માબાદમાં ધરપકડ કરાયેલા તેલુગુ દેશમ્ પાર્ટીના એન. ચંદ્રાબાબુ નાયડુ અને તેમની પાર્ટીના 74 ધારાસભ્યોએ શનિવારે જામીન લેવાનો ઈન્કાર કરી દીધો છે અને વિવાદાસ્પદ બાભલી સિંચાઈ પરિયોજના સ્થળ પર જવાની મંજૂરીની માગણી કરી રહ્યાં છે.જામીન માટેના બોન્ડ પર ધરપકડ કરાયેલા નેતાઓના હસ્તાક્ષર લેવામાં નિષ્ફળ ગયા બાદ મહારાષ્ટ્ર પોલીસ આઈટીઆઈ પરિસરમાં સ્થાનિક જિલ્લા મેજીસ્ટ્રેટને લઈ આવી કે જેથી મામલાની સુનવણી થઈ શકે. ધરપકડ બાદ પરિસરમાં આ નેતાઓને બંધ કરવામાં આવ્યા છે.જિલ્લા અધિકારીએ ટીડીપી નેતાઓને તુરંત આંધ્ર પ્રદેશ પાછા ફરવાનું કહ્યું છે અને જામીની પેશકશ પણ કરી છે. શરૂઆતમાં ટીડીપી નેતાઓ પર સીઆરપીસીની કલમ-151 હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો અને બાદમાં ભારતીય દંડ સંહીતાની કલમ-135, 143 અને 188 પણ લગાવી દેવાય છે. આ કલમો લગાવ્યા બાદ ધરપકડ કરાયેલા વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે.ચંદ્રાબાબુ નાયડુ અને અન્યોએ તેનો પૂરજોર વિરોધ કર્યો અને કહ્યું કે વિવાદાસ્પદ સ્થળે નિરીક્ષણની અનુમતિ મળ્યા બાદ જ તેઓ પાછા ફરશે. નેતાઓનો આરોપ છે કે આ પરિયોજનાનું નિર્માણ મહારાષ્ટ્રે ગેરકાયદેસર રીતે કર્યું છે.

મુંબઇ : મધરાત્રે સીટી બસમાંથી ગેસ લીકેજ થતા તંત્રમાં દોડધામ

મુંબઇમાં થોડા દિવસ અગાઉ થયેલી ગેસ ગળતરની ઘટનાએ ભારે ચકચાર મચાવી દિધી હતી, આવી જ એક ઘટના શુક્રવારે રાત્રે શહેરમાં ઘટવા પામી હતી. સદનસીબે દોડી આવેલા ફાયરનાજવાનોએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિને કાબુમાં લીધી હતી.ફાયરબ્રીગેડનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, શુકવાર રાત્રે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભુલાભાઇ ચાર રસ્તા નજીક એક સીટી સીએનજી બસમાંથી ગેસ લીક થયાનો કોલ કંટ્રોલ રૂમને મળ્યો હતો. સદનસીબે રાત્રે સુમસામ રસ્તા પર અને ખાલી બસમાં કોઇ મુસાફર ન હોઇ કોઇ વ્યક્તિતો બસમાં ફસાઇ ન હતી, જો કે ગેસ આસપાસનાં વિસ્તારમાં ફેલાય તેવી ભીતીને પગલે તાત્કાલીક ફાયરબ્રીગેડનાં જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસનાં લીકેજ થયેલા ગેસ સીલીન્ડરના વાલ્વને ભારે જહેમતબાદ બંધ કરી સ્થિતિને કાબુમાં લીધી હતી.


લાંભા : રીક્ષા ચાલકને કેફી પદાર્થ પીવડાવી લૂંટી લીધો

લાંભા નજીક એક રીક્ષા ચાલકને મુસાફરનાં સ્વાંગમાં આવેલા બે ગઠીયા કેફી પદાર્થ પીવડાવી રોકડ તથા મોબાઇલ ફોન લૂંટી નાસી છુટા હોવાની ફરિયાદ અસલાલી પોલીસ મથકમાં નોંધાઇ છે.સુત્રોનાં જણાવ્યા અનુસાર નરોડાનાં પ્રશ્વનાથ ટાઉનશીપ નજીક રહેતા અશોકભાઇ અગ્રવાલને બે પેસેન્જરો લાંભા જવાનું કહી તેમની રીક્ષામાં બેઠા હતા. લાંભા મંદિરે દર્શન કર્યા બાદ બન્ને ગઠીયા તેજ રીક્ષામાં પરત બેસી આવવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં અશોકભાઇને લાંભા નજીક એક પાર્લર પર રીક્ષા ઉભી રાખવાનું જણવી એક ગઠીયો કોલ્ડ્રÃકસ લઇ આવ્યો હતો.જયાં કોલ્ડીંકસ અશોકભાઇને પણ પીવડાવ્યું હતુ. કોલ્ડીંકસ પીતાની સાથેજ અશોકભાઇને ઘેન ચડવા લાગ્યુ હતુ. જો કે તેઓ ભાનમાં આવ્યા ત્યારે બન્ને ગઠીયા તેમનો મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા ૪ હજાર મળી કુલ ૭ હજારથી વધુની મતા લૂંટી ગયા હતા. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એસ. એમ. એસ. કરો બ્લડ મેળવો!

તબીબી ક્ષેત્રમાં ‘બ્લડ સ્ટોક પોર્ટલ’ દ્વારા નવી ક્રાંતિ લાવવાની તૈયારી રાજ્યમાં થઇ ગઇ છે. આ પોર્ટલના લીધે કોઇ પણ વ્યક્તિ મોબાઇલ પરથી માત્ર એક એસ એમ એસ કરીને ગમે તે બ્લડ ગ્રુપની ઉપલબ્ધતા જાણી શકશે. એટલું જ નહીં તે બ્લડ ગ્રુપ વ્યક્તિના નજીકના ક્યા સ્થળથી મળી રહેશે તે પણ જાણી શકાશે.મિસ અ મિલ નામના ટ્રસ્ટે આ પોર્ટલ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સાથે એક એમઓયુ સાઇન કર્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ આજે સાંજે આ પોર્ટલનું વિધિવત્ ઉદ્ઘાટન કરશે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એર માર્શલ પીકે દેસાઇના જણાવ્યા મુજબ, ‘માત્ર મોબાઇલ જ નહીં વેબસાઇટ ઉપર જઇને પણ ગુજરાતની કોઇ પણ વ્યક્તિ બ્લડની ઉપલબ્ધતા સેકન્ડમાં જાણી શકે છે.’ આ પોર્ટલનું સંચાલન ઇન્ડિયન રેડ ક્રોસની પાલડી સ્થિત બ્રાન્ચથી જ કરવામાં આવશે.

કેન્દ્ર દ્વારા ગુજરાત પ્રત્યે ઓરમાયુ વર્તન: જયનારાયણ વ્યાસ

બરોડા મેડીકલ કોલેજ એલ્યુમિનાઇ એસોસિએશન દ્વારા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલ રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહના ઉદઘાટન પ્રસંગે વડોદરા આવેલ રાજ્યના આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે એમસીઆઇ દ્વારા ગુજરાતની ત્રણ મેડીકલ કોલેજને પરવાનગી ન મળવાની બાબતની ટીકા કરી હતી.આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, જે ત્રણ મેડીકલ કોલેજને પરવાનગી નથી મળી એને કારણે ગુજરાતના ગરબિ વિદ્યાર્થીઓને મોટું નુકસાન થશે. અને ખાનગી ક્ષેત્રે ૪૦ ટકા, સરકારી ક્ષેત્રે ૨૫ ટકા તથા પોસ્ટ ગ્રેજયુએટ ક્ષેત્રે લગભગ ૬૦ ટકા જગ્યાઓ ખાલી પડી રહેશે.વધુમાં તેમણે જણાવ્યું કે, કેતન દેસાઇ જે કોલેજ માટે પકડાયો હતો એ કોલેજને તો એમસીઆઇએ પરવાનગી આપી છે, અને જયાં ખેરખર સારું કામ થઇ રહ્યું છે એ કોલેજ પરવાનગીથી વંચિત રહી ગઇ છે. પણ અમે આ અંગે એમસીઆઇને રજૂઆત કરીશું. અને હું ખાતરી આપું છું કે આવતા બે વર્ષમાં ગુજરાતમાં નવી આઠ થી નવ કોલેજ હશે.કેન્દ્ર સરકાર ગુજરાત તરફ ઓરમાયુ વર્તન રાખે છે એમ કહેતાં એમણે જણાવ્યું કે, હાલમાં જ અમેરીકાના ફેડરલ ડ્રગ એડમીનીસ્ટ્રેશન (એફડીએ) સેક્રેટરી રોઝએ ભારતના વિદેશ મંત્રાલયને પત્ર લખી જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં દવાઓના ઉત્પાદનનું કામ કરવા માંગે છે. અને એ માટે એમણે ખાસ લખીને મોકલાવ્યું હતું કે તેઓ ગુજરાતના આરોગ્ય મંત્રીને મળવા માંગે છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયના સેક્રેટરીએ એમણે સાફ ના પાડતા કહી દીધુ હતું કે, એમને મળવાની કોઇ જરૂર નથી. કેન્દ્ર સરકારના આવા વલણ પરથી સાફ દેખાય છે કે તેઓ ગુજરાત પ્રત્યે ઓરમાયુ વર્તન ધરાવે છે.


શહેરના ૨૦૦થી વધુ વિકલાંગ આર્થિક રીતે પગભર થશે

શહેરમાં રહેતા માનસિક રીતે બીમાર તથા વિકલાંગ યુવાનો કે જેઓ હાલ જાતે કમાઈને ખાઈ શકતા નથી, તેવા વિકલાંગ યુવાનોન નવી સિવિલ હોસ્પિટલમાં વોકેશનલ ટ્રેનિંગ ફોર એડલટ્સના નામથી ૧લી ઓગસ્ટ વર્ગો શરૂ કરવામાં આવશે. આ તાલીમમાં વિકલાંગોને હેન્ડવર્કથી લઈ નાના મશીનોની મદદથી લઘુઉદ્યોગ કરી શકે તેવું જ્ઞાન આપવામાં આવશે.નવી સિવિલ હોસ્પિટલમાં ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે માનસિક રીતે વિલાંગોને ઇલાજની સાથોસાથ હૂંફની પણ જરૂર હોય છે. તેઓ જો પોતાના પગ પર ઊભા રહી શકતા હોય એટલે કે આર્થિક રીતે જાતે પોતાનું ભરણપોષણ કરી શકવા સક્ષમ હોય તો તેમને યોગ્ય તાલીમ આપવી એ બહુ અનિવાર્ય છે.આથી જ નવી સિવિલ હોસ્પિટલના ડીડીઆરસીમાં શનિવારે સવારે માવજત પેરન્ટ્સ એસોસિયેશન સભ્યો, સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. મહેશ વાડેલ, મનોચિકિત્સક ડો. કમલેશ દવે અને ૩૦થી વધુ માનસિક રીતે વિકલાંગ યુવાનોના માતાપિતાની બેઠક મળી હતી. આ બેઠકમાં સિવિલ સપરિન્ટેન્ટન્ટ ડો. મહેશ વાડેલે કહ્યું હતું કે કોઈપણ વિકલાંગ વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર બને તે જરૂરી છે, આ માટે તેમને તક મળવી જોઈએ. આ કામ માટે વિકલાંગના માતાપિતા તેમજ સમાજનો સહકાર ખૂબ આવશ્યક છે. ૧લી ઓગસ્ટથી નવી સિવિલના ડીડીઆરસીમાં આ વર્ગો શરૂ કરવામાં આવશે. હજુ તો કલાસ શરૂ થયા નથી તે પહેલા જ ૩૦થી વધુ માનસિક રીતે વિકલાંગ એવા યુવાનોની વ્યવસાિયક તાલીમ માટે નોંધણી થઈ ચૂકી છે. ડો. મહેશ વાડેલને આશા છે કે તેઓ એક વર્ષમાં ૨૦૦થી વધુ વિકલાંગ યુવાનોને આર્થિક રીતે પોતાના પગ પર ઊભા કરી દેશે.સમાજ કલ્યાણ વિભાગ સાધનો ખરીદવા મદદ કરશે.સિવિલમાં વિકલાંગ યુવાનોની ટ્રેનિંગ પૂરી થઈ ગયા બાદ તેમના લઘુઉદ્યોગ માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જોગવાઈ મુજબની તમામ મદદ આ વિકલાંગ યુવાનોને કરવામાં આવશે અને તેમને આર્થિક રીતે પગભર કરી દેવાશે.

‘દુર્ગારૂપ’ મામલે સોનિયા ગાંધી હાજિર હો!

બિહારની એક કોર્ટે ઉત્તરપ્રદેશમાં 2007માં એક પોસ્ટરમાં સોનિયા ગાંધીને દેવી દુર્ગાના રૂપમાં દેખાડીને ધર્મનું અપમાન કરવાની ફરિયાદ સંદર્ભે તલબ કર્યા છે. એડિશનલ સેશન્સ જજ જસ્ટિસ એસ. કે. શ્રીવાસ્તવે 29 જુલાઈએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સ્વયં કોર્ટમાં હાજર થવા અથવા પોતાના વકીલને મોકલવા કહ્યું છે. મહત્વપૂર્ણ છે કે વકીલ સુધીર કુમાર ઓઝાએ સોનિયાને દેવી દુર્ગા સ્વરૂપે દર્શાવા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ડિસેમ્બરમાં આપવામાં આવેલી અરજીમાં આઈપીસીની કલમ-295, 295-એ અને 120-બી હેઠળ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પાર્ટી કાર્યાલયમાં લગાવાયેલા પોસ્ટરમાં સોનિયા ગાંધીને દેવી દુર્ગા સ્વરૂપે દેખાડીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. ઓઝાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે મુરાદાબાદ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની મિલીભગતથી પાર્ટીના મુરાદાબાદ કાર્યાલયમાં ગત વર્ષ 21 જૂને એક પોસ્ટર લગાવ્યું હતું. જેને વિભિન્ન ટીવી ચેનલોએ દેખાડયું હતું અને કેટલાંક અખબારોમાં પણ તેની તસવીર પ્રકાશિત થઈ હતી.

ચિલઝડપ કરતી ટોળકી પાસેથી ઘરેણા લેનાર સામે ફરિયાદ

શહેરમાં તરખાટ મચાવતી સમડી ગેંગનાં છ શખ્સોને પોલીસે એક વર્ષ પહેલા ઝડપી લઇ ૨૪ જેટલા ચિલઝડપનાં બનાવોનો ભેદ ઉકેલાયો હતો. દરમિયાન ચિલઝડપ કરતી ટોળકીની પુછપરછમાં ચોરાઉ તમામ ચેઇન સોની બજાર,સીલ્વર ચેમ્બર્સમાં આવેલી ઓમ જવેલર્સ નાંમની સોનાનાં ઘરેણા બનાવવાની દુકાન ધરાવતા રાજેશ ઉર્ફે રાજુ રમેશ ભટ્ટી નાંમના શખ્સને આપ્યાની કબુલાત આપી હતી. જેનાં આધારે ક્રાઇમ બ્રાંચનાં એ.એસ.આઇ. ચમનશાએ સોની કારીગરની અટકાયત કરી તેની પાસેથી રૂ. પ.૩૩ લાખની કિંમતનાં સોનાનાં ચેઇન, કંઠી સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. સોની કારીગર જાણતો હોવા છતા ચોરાઉ માલ ખરિદતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ રાજેશ ઉર્ફે રાજુ અગાઉ પણ ચોરાઉ ઘરેણા ખરિદવાનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.

ઘનઘોર વાદળો છતાં ઝરમર વરસાદ વરસ્યો

આણંદમાં એક અને ઉમરેઠમાં બે મિમી નોંધાયો.આણંદ સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે સવારથી આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા હતા. હમણા જોરદાર વરસાદ થશે તેવો માહોલ રચાયો હતો. પરંતુ જિલ્લાના માત્ર બે તાલુકામાં ઝરમર વરસાદ થઈને બંધ થઈ ગયો હતો.આણંદ જિલ્લામાં કેટલાંક સ્થળે ઝરમર વરસાદ થયો હતો. ગુરુવારે સવારથી આકાશમાં કાળાડિઁબાગ વાદળો છવાયા હતા. બપોરના અઢી કલાકે વરસાદનું એક ઝાપટુ પડ્યું હતું.સવારના ૮ કલાકથી સાંજના ૪ કલાક સુધીમાં જિલ્લામાં માત્ર ૩મીમી વરસાદ નોંધાયો હતો. પૂર નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર આણંદ તાલુકામાં એક મીમી અને ઉમરેઠ તાલુકામાં બે મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે અન્ય છ તાલુકા સાંજ સુધી કોરાધાકડ રહ્યા હતા. જો કે બે દિવસમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.વરસાદની આગાહી ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આગામી સપ્તાહમાં ૬૧ મીમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.જેમાં તા.૧૭મીએ ર૬ મીમી, તા.૧૮મીએ ૧૩ મીમી, તા.૧૯મીએ ૩ મીમી, તા.ર૦મીએ ૪ મીમી, તા.ર૧મીએ ૮ મીમી, વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ખેડા જિલ્લામાં ૭પ મીમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.તા.૧૭મીએ ૪૦ મીમી, તા.૧૮મીએ ૧૧ મીમી, તા.૧૯મીએ શૂન્ય, તા.ર૦મીએ મીમી, તા.ર૧મીએ પ મીમી વરસાદ થવાની સંભાવના છે


કપડવંજના ૨૦ હજાર લોકો બીમારીમાં ભગવાન ભરોસે

વડોલ, માલઈંટાડી, ચખિલોડ અને ૧૫ પેટા પરાંઓના માટે કાપડીવાવના ચાર રસ્તે આરોગ્ય કેન્દ્ર બનાવવા માગ કપડવંજ તાલુકાના અંદાજે ૨૦ હજાર જેટલી વસ્તી ધરાવતાં ગામડાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાઓથી વંચિત છે. રમોસડી, રામપુરા, વેજલપુર, સોરણા જેવા પૂર્વપંથકના ગામડાંના લોકોને પ્રાથમિક આરોગ્યલક્ષી સેવાઓ માટે ૨૦ કિલોમીટર દૂર તોરણા, પીએચસી(પ્રાયમરી હેલ્થ સેન્ટર) સેન્ટર જવું પડે છે.તેવી જ રીતે વડોલ, માલઈંટાડી, ચખિલોડ પૂર્વગાળાના લોકોને અંતિસર પીએચસી સેન્ટર સુધી લાંબા થવું પડે છે. પૂર્વગાળાના લોકોને પ્રાથમિક આરોગ્યલક્ષી સેવાઓ માટે દૂર-દૂર સુધી ભટકવું પડી રહ્યું છે.આ સંદર્ભે માલઈંટાડી પગીભાગના સરપંચ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘માલઈંટાડીમાં પેટા પ્રા.આરોગ્ય કેન્દ્ર મંજૂર થયેલું છે, પણ મકાનના અભાવે કામ અટકી ગયું છે.પંચાયતે મકાન બાંધવા જમીન પણ આપવાની તૈયારી દેખાડી છે, છતાં જિલ્લા પંચાયત આ અંગે કોઈ યોગ્ય નિરાકરણ લાવતું નથી. આ અંગે વારંવાર પેટા કેન્દ્રના મકાન બાંધકામ બાબતે રજૂઆત કરેલ છે.’આ સંજોગોમાં તંત્ર દ્વારા કાપડીનીવાવ પાસે પીએચસી સેન્ટરનું નિર્માણ થાય તો વડોલ, માલઈંટાડી, ચખિલોડ, રામપુરા, સોરણા અને તેનાં પેટાપરા વિસ્તારના પ્રજાજનોને તેનો લાભ મળી શકે તેમ છે. કપડવંજ તાલુકાના વઘાસ, અંતિસર, તોરણા, મોટીઝેર પીએચસી સેન્ટરો છે.આંતરસુબામાં રેફરલ હોસ્પિટલ આવેલી છે. પૂર્વગાળા વિસ્તારના પ્રજાની માગણી છે કે કાપડીનીવાવ નજીક બાલાસિનોર-કપડવંજ-ડાકોર અને મોડાસાને જોડતાં રસ્તાની ચોકડી પર પીએચસી સેન્ટર બનાવાય તો આ વિસ્તાર આરોગ્ય સેવાઓથી સમૃદ્ધ બની શકે તેમ છે.અત્રે ઉલ્લેખનીય છેકે આ વિસ્તારમાં ચિકનગુનિયા, મેલેરીયા જેવા રોગો દેખા દે છે ત્યારે બિમારીને કાબૂમાં લેવા દોડધામ કરવી પડે છે.


મુરલીધરનની પત્ની બનશે ધોની કપલની ટુરિસ્ટ ગાઇડ

શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના સુકાની મેહેન્દ્રસિંહ ધોની અને તેમની પત્ની સાક્ષીને શ્રીલંકાની સુંદરતાના દર્શન કરવવાની ઇચ્છા સ્પિન લેજન્ડ મુથૈયા મુરલીધરનની પત્ની માધી દ્વારા કરવામાં આવી છે.માધીએ કહ્યું છે કે, હું ધોનીની પત્ની સાક્ષીને કોલંબોમાં મળી ન હતી. પરંતુ હું તેને ગાલે ટેસ્ટ દરમિયાન મળીશ. હું આ નવદપંતિને શ્રીલંકાની સુદંરતા અને બીચ બતાવવા માગુ છું. અને તે માટે હું ધોની સાથે વાત કરીશ.તેણે કહ્યું કે, મે મુરલીને એક પાર્ટી યોજવા અંગે વાત કરી છે. અને અમે આ નવદંપતિને ડિનર માટે આમત્રંણ પઠાવવાની યોજના બનાવી રહ્યાં છીએ.ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરત કરી ચુકેલા મુથૈયા મુરલીધરનની પત્ની માધીએ કહ્યું કે, મુરલીની નિવૃતિથી મને ખુશી થઇ છે, કારણ કે, તે હવે વધારે સમય ઘરને આપી શકશે.


સેમસંગ 'વેવ' વેલ્યૂ ફોર મની

ભારતમાં સ્માર્ટફોનના બજારમાં કંઇક નવું કરવાના ઇરાદાથી સેમસંગે પોતાનો વિશેષ ફોન સેમસંગ વેવને અહિં લોન્ચ કર્યો છે. તેની સૌથી મોટી ખાસિયત છે તેની સારામાં સારી ઓપરેટિંગ સિસ્ટમ 'બાડા', જેના દ્વારા સેમસંગ એપ્સમાં જઇને તમે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી શકો છો. સેમસંગ એપ્સ કંપનીનો એપ્લિકેશન સ્ટોર છે, જ્યાં આ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઓનલાઇન પહોંચાડી શકાય છે. આ ઓનલાઇન એપ્લિકેશન સ્ટોરમાંથી ઘણી એપ્લિકેશન મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. વેવ 'બાડા' પ્લેટફોર્મ પર સેમસંગનો પહેલો ફોન છે.તેની સાથે કંપની દાવો કરી રહી છે કે આ ફોન દ્વારા કેટલાંય ફીચર્સ પહેલી વખત ભારતીય બજારમાં આવ્યા છે. જો કે સૌપ્રથમ વખત અહિં 20,000 થી ઓછી કિંમતના કોઇપણ ફોનમાં 5 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. સાથો સાથ આ ફોન દ્વાર પહેલી વખત ભારતમાં બ્લૂટુથ 3.0 રજૂ કરવામાં આવ્યો છે.ફોનની ખાસિયતની વાત કરીએ તો તેની સ્ક્રીન ખૂબ જ આકર્ષક છે. તેની 3.3 ઇંચ ડિસ્પ્લે અને સારા રિઝોલ્યૂશનવાલા ટચસ્ક્રીનથી તમે વીડિયો અને ફોટો બંને સારામાં સારી જોઇ શકો છો. કંપનીનો દાવો છે કે સૂર્યના પ્રકાશમાં તે 20 ટકા વધુ ચમકીલો અને 80 ટકા વધુ વિજિબલ છે. વેવમાં 1 ગીગા ર્હટ્ઝના એકદમ તેજ મનાવાવાળા સીપીયબ હાર્ડ ડેફિનિશન વીડિયોને નોનસ્ટોર ચલાવી શકાય છે. તેનાથી ગેમિંગની મજા પણ બે ગણ થઇ જાય છે અને એક સાથે ઘણી એપ્લિકેશન્સ સરળતાથી ચલાવી શકાય છે.ફોનનો લુક અને ફિનિશિંગ આકર્ષક છે. ઓડિયો ક્વોલિટીના મામલામાં પણ વેવ પોતાની કેટેગરીના બીજા સ્માર્ટફોનથી પાછળ નથી. પણ તેમાં કેટલીક ખામીઓ છે જેને નજરઅંદાજ કરી શકાય નહિં. જો કે તમે બાડા દ્વારા તમે સેમસંગના એપ્લિકેશન સ્ટોરમાં તો જઇ શકો છો, પરંતુ અહિં ડાઉનલોડ કરવા માટે ઘણી ઓછી એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. લેન્સની ઉપર કવરની પણ કમી છે. એક મોટી કમી એ પણ છે કે તેમાં વિડીય કોલનો કેમેરો પણ આપવામાં આવ્યો નથી. છતાંય અંદાજે 19,000 રૂપિયાના પ્રાઇસ ટેગની સાથે કેટલીક કમીઓ છતાં સેમસંગને વેલ્યૂ ફોર મની તો કહી જ શકાય છે.


ધોનીની પત્ની સાક્ષી તાજમાં આપશે સખીઓને પાર્ટી

ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી પોતાની સખીઓને કોલક્તામાં લગ્નની પાર્ટી આપવા માગે છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મિસીઝ ધોનીની ઇચ્છા પાર્ટી તાજ બંગાલ હોટલમાં આપવાની છે.સાક્ષીની એક નિકટની સખીએ જણાવ્યું કે, મિસીઝ ધોનીએ મને તાજ હોટલનો ડિસ્કોથેક બુક કરાવવા કહ્યું છે. જ્યાં તેઓ પોતાની સખીઓ સાથે મોજ મસ્તી કરવા માગે છે. ધોની સાથે સાક્ષીના લગ્ન એટલા જલ્દીમાં યોજાઇ ગયા કે તે પોતાના બધા મિત્રોને બોલાવી શકી ન હતી.
સાક્ષી જ્યારે પ્રથમ વખત ધોનીને મળી ત્યારે તે તાજ બંગાળમાં મેનેજમેન્ટની ટ્રેનિંગ લઇ રહી હતી. અને ત્યાં જ તે સખીઓ સાથે પોતાના લગ્નની ઉજવણી કરવા માગે છે. તેમ સાક્ષીની મીત્રએ જણાવ્યું છે.


કાશ્મીર વિના પાકિસ્તાન અધુરું, તો પાકિસ્તાન વગર ભારત અધુરું.....

તાજેતરમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની વાતચીતમાં ઉભરી આવેલી ખટાશે ફરીથી એક વખત ભારત અને પાકિસ્તાનના સંબંધો ખોરંભે પાડયા છે. સાર્ક દેશોની થિમ્પૂ ખાતેની સમિટ વખતે બંને દેશોના વડાપ્રધાનોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસ બહાલીના પ્રયાસ રૂપે બંને દેશોના વિદેશ મંત્રીઓને વાતચીતની ભૂમિકા તૈયાર કરવા માટે નિર્દેશો આપ્યા હતા. તેના પરિણામ સ્વરૂપે ગત માસમાં બંને દેશોના વિદેશ સચિવોની ઈસ્લામાબાદમાં મુલાકાત થઈ હતી. તો ત્યાર બાદ સાર્ક દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ભારતીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે પાકિસ્તાનના આંતરીક બાબતોના મંત્રી રહમાન મલિક સાથે મુલાકાત કરી હતી. તો એસ.એમ.કૃષ્ણા પાકિસ્તાનના વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા દ્વારા અપમાનિત થઈને સ્વદેશ પાછા ફર્યા છે.પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પ્રોટોકોલની પરવાહ કર્યા વગર એસ.એમ.કૃષ્ણાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દેશ-વિદેશના પત્રકારો સાથે ભાંડતા રહ્યાં હતા. પાકિસ્તાની વિદેશ મંત્રીએ ભારતીય કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લઈની મુંબઈ હુમલામાં આઈએસઆઈની સંડોવણીની ડેવિડ કોલમેન હેડલીની એનઆઈએની પૂછપરછમાં નીકળેલા તથ્યોના આધારે કરાયેલી વાતને વાંધાજનક ગણાવી હતી. તેમણે જી. કે પિલ્લઈના આ નિવેદનને જમાત-ઉદ-દાવાના સરગના હાફિઝ સઈદના નિવેદનો સાથે સરખાવીને હદ કરી નાખી હતી. તો તે સમયે પ્રોટોકોલનું કદાચ ધ્યાન રાખવામાં પડેલા એસ. એમ. કૃષ્ણાની ચુપકીદી પર વિપક્ષ તૂટી પડયું છે અને તેમણે ભારત તથા પાકિસ્તાનની વાતચીત બંધ રાખવાની માગણી કરી છે. જો કે જરૂરત તો એ છે કે ભારત સાથે દરેક વાતચીતમાં કાશ્મીરનો મુદ્દો ઉછાળનારા પાકિસ્તાનને કહેવામાં આવે કે અપ્રાકૃતિક ભાગલા જ ખોટા છે. જો કાશ્મીર વગર પાકિસ્તાન અધૂરું લાગતું હોય તો ભારત પણ પાકિસ્તાન વગર અધુરું છે. ત્યારે અખંડ ભારતની સંકલ્પના કે જે 14-15મી ઓગસ્ટ, 1947ના રોજ તૂટી હતી. તેને ફરીથી મૂર્તિમંત કરવા માટે નીચેની કાવ્યપંક્તિઓ બંને દેશના લોકો અને નેતાઓને આગામી ઓગસ્ટ માસમાં ભારત અને પાકિસ્તાનના 63મા સ્વતંત્રતા દિવસે આહવાન છે. 15 અગસ્ત કા દિન કહેતા-આઝાદી અભી અધૂરી હૈ.સપને સચ હોને બાકી હૈ,રાવી કી શપથ ન પૂરી હૈ15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ, વિભાજનની કરુણાંતિકા સાથે મળેલી લોહી નીતરતી આઝાદી, અધૂરી આઝાદી! એટલા માટે અધૂરી આઝાદી કારણ કે અખંડ ભારતનો એક ભૂભાગ 1947માં પાકિસ્તાન બન્યો અને સ્વભાવગત અનેકતામાં એકતાવાળું એકાત્મ ભારત ખંડિત બન્યું. દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંત અને જિન્નાની જીદ્દ તથા તત્કાલીન નેતાઓની મહત્વકાંક્ષાઓ અને રાજકીય ઉદાસિનતાને કારણે સદીઓથી એકાત્મ રહેલું રાષ્ટ્ર ખંડિત બન્યું છે. આજે આઝાદીના 60થી વધારે વર્ષો વિત્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન ક્યાં આવીને ઉભા છે? ભારતે પાકિસ્તાન સાથે ત્રણ અને ચીન સાથે એક પારંપરિક યુધ્ધ કર્યું છે. જ્યારે પાકિસ્તાન સાથે કારગીલમાં મર્યાદિત યુધ્ધ પણ કરવું પડયું છે. 1971ના યુધ્ધમાં દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંતને નિષ્ફળ સાબિત કરીને પૂર્વ પાકિસ્તાનના અલગ થવાથી બાંગ્લાદેશની રચના થઈ હતી. આજે બાંગ્લાદેશ ગરીબી અને અસ્થિરતાની સમસ્યા સાથે જીવી રહ્યું છે. ભારતમાં પંજાબ, કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની સંડોવણી અને દોરીસંચાર થકી આતંકવાદ ચાલી રહ્યો છે. મુંબઈની 26/11ની આતંકવાદી ઘટનાના ઘાવ હજી પણ રુઝાયા નથી. ભારત અને ભારતીય રાષ્ટ્રીય પ્રવાહના દ્રોહ પર, તેના વિરોધના પાયા થકી રચાયેલા પાકિસ્તાનમાં રાજકીય આતંકવાદથી ભારતમાં નિર્દોષોના રક્ત વહી રહ્યાં છે. જ્યારે 14મી ઓગસ્ટ, 1947ના દિવસે આઝાદ થનારા પાકિસ્તાનમાં પણ તાનાશાહી શાસન, રાજકીય અસ્થિરતા અને અરાજકતા, તેમજ કટ્ટરપંથીઓ દ્વારા દૂધ પાઈને ઉછેરેલા સાપ જેવાં તાલિબાનોની સમસ્યાએ પણ માથું ઉચક્યું છે. પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી આકાઓ દ્વારા પેદા કરવામાં આવેલા જેહાદી ઝનૂન થકી તાલિબાનનો ભસ્માસૂર પાકિસ્તાનને પણ રક્તરંજિત કરી રહ્યો છે. હાથના કર્યા હૈયે વાગ્યા હોવા સંદર્ભની કબૂલાત પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી કરી ચૂક્યા છે. ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્ર હોવાના કારણે ક્ષેત્રમાં પરમાણુ યુધ્ધનો ખતરો ઝળુંબી રહ્યો છે, કારણ કે પાકિસ્તાન ભારતને પારંપરિક યુધ્ધમાં હરાવી શકે તેવી સજ્જતા અને સ્થિતિ ધરાવતું નથી.

આઇફોન-4 માટે મફતમાં [સુરક્ષા કવર] સિક્યોરિટી મળશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આઇફોન-4 માટે મફતમાં [સુરક્ષા કવર] સિક્યોરિટી મળશે

કંપનીએ આ નવો ફોન તાજેતરમાં જ બજારમાં ઉતાર્યો છે. તેમાં કેટલીક ટેકનિકલી ખામીઓ છે.આ ખામીઓના લીધે લોકોને આ આઇફોન-4 ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રહાકો કહી રહ્યા છે કે આ ફોનને એક ખાસ રીતે પકડવામાં આવે તો કોલ વચ્ચેથી જ કપાઇ જાય છે.મોટી સંખ્યામાં જ્યારે ગ્રાહકો આ પ્રકારની ફરિયાદ લઇને શોરૂમ પર પહોંચવા લાગ્યા તો કંપનીએ આનન ફાનનમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને સીઇઓ સ્ટીવ જોબ્સે મફતમાં તમામને સુરક્ષા કવર આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે અત્યારસુધીમાં જેટલા પણ ફોન ખરીદ્યા છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં જે લોકો ફોન ખરીદશે તેમણે સુરક્ષા કવર મફતમાં અપાશે.જોબ્સે કહ્યું કે કવર લગાવ્યા બાદ પણ જે લોકોના ફોનમાં મુશ્કેલી આવે છે તો તેમને નાણાં પરત કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે ફોનના બહારના એન્ટિનામાં કેટલીક મુશ્કેલી છે.એપ્પલે 24મી જૂનના રોજ આઇફોન-4 બજારમાં ઉતાર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 30 લાખ ફોન વેચાઇ ચૂકયા છે. આ કંપનીની સૌથી ઝડપથી વેચાનાર પ્રોડક્ટ બની ચૂકી છે. અત્યાર સુધી કંપની ફોનમાં આવી રહેલ સમસ્યાને ખાસ ગંભીરતાથી લેતી ન હતી. પહેલાં તેમણે કહ્યું હતું કે આ તો સોફટવેરની સમસ્યા છે. પરંતુ જ્યારે કેટલાંય ગ્રાહકોના સંગઠનોએ આ ફોનનો ટેસ્ટ કર્યો તો ખબર પડી કે એન્ટીનામાં પ્રોબ્લેમ છે.સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીના ચીફ એન્ટિના એન્જિનિયરે ફોન બજારમાં આવ્યો તેના મહિનાઓ પહેલાં જ આ સમસ્યા અંગે ચેતાવણી આપી હતી, પરંતુ સ્ટીવ જોબ્સે તેના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું


ઝારખંડ : નશામાં ઘૂત એક જવાને સાત સાથી જવાનોને મોતને ઘાટ ઉતાર્યા

ઝારખંડના સરાયકેલા-ખરસાંવા જિલ્લામાં સીઆરપીએફ કેમ્પમાં નશામાં ઘૂત એક જવાને પોતાના સાત સાથીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. નશામાં ઘૂત હરવિંદરસિંહ નામનો આ જવાન અમૃતસરનો રહેવાશી છે. આ ગાળીબારમાં સીઆરપીએફના એક જવાનની હાલત ગંભીર છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. સરાયકેલરા-ખરસાંવા જિલ્લાના અધિકારીએ ઘટનાની પુષ્ટિ આપી મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના ગત્ રાત્રી દરમિયાનની છે. જેની જાણકારી લોકોને આજે સવારી મળી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ઉમરે ચિદમ્બરમ્ સાથે કાશ્મીરની સ્થિતીની ચર્ચા કરી

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત બાદ ઉમરે પત્રકારોને કહ્યું હતું કે તેમણે જમ્મુ-કાશ્મીરની તાજેતરની પરિસ્થિતિ પર ચર્ચા કરી છે. મુલાકાત દરમિયાન એ વાત પર ચર્ચા કરવામાં આવી હતી કે પોલીસ અને અર્ધ લશ્કરી દળોને એના માટે યોગ્ય બનાવી શકાય કે ભીડ પર કાબૂ મેળવી શકે અને નિર્દોષોના જીવ પણ ન જાય.તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી સાથે આ મુલાકાતમાં આગળના પગલાંની પણ ચર્ચા કરવામાં આવી છે કે જેથી કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે શાંતિ બહાલ કરી શકાય ઉમર અબ્દુલ્લા સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીને મળે તેવી સંભાવના પણ છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા કાશ્મીર ખીણમાં સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે ઘણી હિંસક ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં 14 લોકોના જીવ ગયા છે.


ઈન્દૌર : વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ

મધ્યપ્રદેશના ઈન્દૌરના એરપોર્ટ પર દિલ્હી માટે ઉડેલા એક વિમાન સાથે શનિવાર સવારે એક પક્ષી ટકરાતા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.અહીંના દેવી અહલ્યાબાઈ એરપોર્ટના નિદેશક વિવેક ઉપાધ્યાયે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વિમાન ગો એરવેઝનું હતું. તેણે સવારે 7-45 કલાકે ઈન્દૌરના એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. ઉડાણ ભર્યાની 15 મિનિટમાં તેની સાથે પક્ષી ટકરાતાં તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું.વિમાનની તપાસ કરવા માટે મુંબઈથી એન્જીનિયર પહોંચી રહ્યાં છે. ઉડાણોના રદ્દ થવાની કે ન હોવાની હાલ પૂરતી કોઈ માહિતી નથી.


‘ઈરાની પરમાણુ વૈજ્ઞાનિક શાહરામ અમીરી અમેરિકાના જાસૂસ’

અમેરિકાના એજન્ટો પર અપહરણનો આરોપ લગાવનાર ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક શાહરામ અમીરી અમેરિકાની જાસૂસી એજન્સી(સીઆઈએ) માટે જાસૂસી કામ કરતા હતાં.‘ન્યૂયોર્ક ટાઈમ્સે’ અમેરિકાના અધિકારીઓના હવાલેથી લખ્યું છે કે અમીરી સીઆઈએને ગુપ્ત માહિતી આપતા હતાં. ગુરુવારે તહેરાન પાછા ફરેલા અમીરીએ જણાવ્યું હતું કે ઈરાની પરમાણુ કાર્યક્રમ અંગે ખોટું બોલવા માટે તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ અમેરિકાએ તેના અપહરણની વાતનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે ઈરાનના વૈજ્ઞાનિક પર અમેરિકામાં કોઈ દબાણ કરવામાં આવ્યં ન હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકે અમેરિકાના ગુપ્તચર અધિકારીઓને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તહેરાનની એક યુનિવર્સિટીને પરમાણુ કાર્યક્રમ માટે મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવી છે. સમાચાર પત્રના જણાવ્યા પ્રમાણે અમીરીએ તેના દેશના પરમાણુ કાર્યક્રમની ગુપ્ત માહિતી પણ સીઆઈએને આપી હતી.અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમીરી જ્યારે ગુપ્તચરના રૂપમાં સુચનાઓ આપવાનું કામ કરતા હતાં ત્યારે તેઓ સાઉદી આરબ પણ ગયા હતાં. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે અમીરી અમેરિકાના એરિઝોના વિસ્તારમાં રહેતા હતાં. જો કે તેમણે પોતાની પત્ની અને બાળકોને પણ અહીં લાવવા માટેના પ્રયાસો કર્યા હતાં કે નહીં તે અંગે જાણી શકાયું નથીનોંધનીય છે કે અમેરિકા એવું કહી રહ્યું છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવા માટે પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. જ્યારે ઈરાનનું કહેવું છે કે તે પરમાણુ શક્તિનો ઉપયોગ ફક્ત શાંતિપૂર્ણ રીતે ઉદેશ્યો પાર પાડવા માટે કરી રહ્યું છે.

ભારત-પાકિસ્તાન મંત્રણા નિષ્ફળ

પાક. કાશ્મીરને અને ભારત ત્રાસવાદને વળગી રહેતાં મામલો બગડ્યો. ભારત-પાકિસ્તાન વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવવા નવેસરથી થયેલી પહેલને ફટકો પડ્યો છે. પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને ઉઠાવતાં બન્ને દેશના વિદેશમંત્રી વચ્ચેની ભારત-પાક. મંત્રણા પડી ભાંગી છે. મંત્રણા નિષ્ફળ રહેતાં બન્ને પક્ષે એકબીજા પ્રત્યે આરોપ-પ્રતિઆરોપનો દોર ચાલ્યો હતો. અલબત્ત, પાકિસ્તાનની આ કૂટનીતિ અંગે ભારતના વિરોધ પક્ષોએ ઘેરા પ્રત્યાઘાત આપ્યા છે અને વાટાઘાટો કાયમને માટે બંધ કરી દેવાનો આગ્રહ રાખ્યો છે.મંત્રણા નિષ્ફળ રહેવા માટે પાક. વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ ભારત પર આરોપ મૂક્યો છે કે તેનું વલણ ‘પસંદગી’નું હતું. જ્યારે ભારતીય વિદેશમંત્રી એસએમ કૃષ્ણા નવી દિલ્હીના ઇશારે વર્તી રહ્યા હતા. તેમણે ગૃહસચિવ પિલ્લાઇના હાફિઝ સઇદ અંગેના નિવેદન અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો. આ આરોપને કૃષ્ણાએ નકાર્યા છે. મુખ્ય મુદ્દો એ છે કે શુક્રવારની મંત્રણા દરમિયાન પાકિસ્તાને કાશ્મીર મુદ્દા વગર ચર્ચા નહિ કરવા અડોડાઇ કરી હતી. જ્યારે ભારત મોટાભાગે ત્રાસવાદના મુદ્દા પર વધુ ભાર મૂકવા ઇચ્છતું હતું.ભારતીય વિદેશમંત્રી કૃષ્ણાએ જણાવ્યું હતું કે ભારત તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા તૈયાર નહોતું, તેવા કુરેશીના દાવામાં કોઇ સત્ય નથી. અમે સંપૂર્ણપણે તૈયાર હતા. પ્રતિનિધિ પાસે સર્વાધિકાર હતા. દિલ્હી સાથે વાત કરવાની કોઇ જરૂર નહોતી. તમામ મહત્વપૂર્ણ અને જવલંત મુદ્દાઓ અંગે ચર્ચા થઇ. વિશ્વાસની દરારને ઘટાડવાના ઉપાયો અંગે પણ ચર્ચા થઇ. કૃષ્ણાએ શુક્રવારે ઇસ્લામાબાદથી પાછા ફર્યા બાદ આ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.મંત્રણા દરમિયાન ટેલિફોન પર દિલ્હી સાથે સતત વાત કરવાના કુરેશીના આરોપને તેમણે ખોટા ગણાવ્યા. તેમણે જણાવ્યું હતું કે વાર્તાલાપ દરમિયાન મેં ફોનનો ઉપયોગ કર્યો જ નથી. ભારત સાથે કોઇ સંપર્ક નહોતો. કેમ કે, જે જવાબદારી અને અધિકાર મને અપાયા હતા તે એકદમ સ્પષ્ટ હતા. દિલ્હીથી કોઇ વધારાના નિર્દેશ લેવાની જરૂર નહોતી.કૃષ્ણાએ ઉમેર્યું હતું કે તે ઉપરાંત જો ટેલિફોન પર કોઇ વાત થઇ હોય તો કૂટનીતિ અનુસાર તે કાંઇ ખોટું નથી. કેમ કે, મુખ્યાલય સાથે સંપર્કમાં રહેવું એ કોઇ ખોટી બાબત નથી. હું હંમેશા મુખ્યાલય સાથે સંપર્કમાં રહેતો હોઉં છું.કાશ્મીર જેવા મુદ્દાઓ અંગે તીવ્ર મતભેદથી ભારત-પાક. વાર્તાલાપ પડી ભાંગ્યા બાદ દિલ્હી પાછા ફરેલા વિદેશમંત્રી કૃષ્ણાએ વડાપ્રધાન મનમોહનસિંઘને પાકિસ્તાનમાં થયેલી મંત્રણા અંગે માહિતી આપી હતી. બન્ને વચ્ચે લગભગ ૧૦ મિનિટ સુધી વાતચીત થઇ હતી. જોકે, આ સંબંધમાં પત્રકારોને વિગતો આપવાનો કૃષ્ણાએ ઇનકાર કર્યો હતો.વિદેશમંત્રીઓ વચ્ચેની વાતચીત નિષ્ફળ રહેવા બદલ પાકિસ્તાને દોષનો ટોપલો ભારત પર ઢોળ્યો હતો. પાકિસ્તાની વિદેશમંત્રી કુરેશીએ જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દાને સામેલ કર્યા વગર મંત્રણા આગળ ન વધી શકે. વિદેશમંત્રી કૃષ્ણા અહીં ભારતીય પ્રતિનિધિમંડળના નેતા હતા, પણ તેઓને સતત દિલ્હીથી નિર્દેશો મળતા રહ્યા. એવું લાગે છે કે ભારત ભવિષ્ય માટે કોઇ વાયદો નથી કરવા માગતું.
કૃષ્ણાએ હજુ ઇસ્લામાબાદ છોડ્યું પણ નહોતું, ત્યાં જ કુરેશીએ પત્રકારોને જણાવ્યું હતું કે કાશ્મીર જેવા મહત્વપૂર્ણ મુદ્દાને પડતો મૂકીને વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો અંગે વાતચીત કરવાનો કોઇ અર્થ નથી. તેવું કહેવાયું છે કે પાકિસ્તાનીઓ અને કાશ્મીરીઓને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સાથે કોઇ મતલબ ન હોવો જોઇએ, પણ આ વાત સંભવ નથી. ત્યાં માસૂમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સેના ગોઠવાઇ છે. કેટલાય વિસ્તારોમાં કરફ્યૂ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન તેનાથી અલગ કેવી રીતે રહી શકે?કુરેશીએ જણાવ્યું હતું કે કેટલાક પસંદગીના મુદ્દે કેવી રીતે વાતચીત થઇ શકે. તમામ વિષયોને એક્સાથે લઇને આગળ વધીએ ત્યારે જ સફળતા મળી શકે. માત્ર ભારતની રુચિના મુદ્દા પર વાતચીત કેવી રીતે સંભવ છે. પાકિસ્તાનનાં હિતોનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યું બુધવાર રાતે ડિનર દરમિયાન કૃષ્ણા સાથે સારી વાતચીત થઇ, પણ શુક્રવારે બધું જ બદલાઇ ગયું. કૃષ્ણા ફોન સાંભળવા ઊભા થઇને બહાર જતા હતા એટલું જ નહિ પણ સતત દિલ્હીથી તેમને નિર્દેશો મળતા હતા.
પાકિસ્તાની વિદેશમંત્રી કુરેશીનાં નિવેદનોની ઝાટકણી કાઢીને ભાજપે, પાકિસ્તાન સાથે વાટાઘાટો બંધ કરવી જોઇએ તેવી માગણી કરી હતી. કેમ કે, દેશ વારંવાર અપમાન સહન ન કરી શકે. ભાજપે જણાવ્યું હતું કે પાકિસ્તાની વિદેશમંત્રી ડિપ્લોમ્સીની એબીસી પણ જાણતા નથી. અગાઉ પણ પાકિસ્તાને આવું વર્તન કર્યું છે માટે હવે વાટાઘાટો બંધ કરો. વપિક્ષી નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે કુરેશીને કુટનીતિનો કખગ પણ આવડતો નથી.જ્યારે યશવંતસિંહાએ તો કુરેશીની કાબેલિયત સામે સવાલ ઊભો કરી દીધો હતો. તેમણે જણાવ્યું કે પાક. વિદેશ મંત્રી તો કોઈ પણ એલચી કચેરીના સેકન્ડ સેક્રેટરી બનવાને પણ યોગ્ય નથી. પક્ષના પ્રવકતા રવિશંકર પ્રસાદે એ વાતે અફસોસ વ્યક્ત કર્યો હતો કે વિદેશ મંત્રી કૃષ્ણાએ કુરેશીના વાંધાજનક નિવેદનોનો યોગ્ય જવાબ કેમ ના આપ્યો. તેમણે કૃષ્ણાની પણ આકરી ઝાટકણી કાઢી હતી.પાક. વિદેશ મંત્રી શાહમહેમૂદ કુરેશીએ ગૃહસચિવ જી.કે. પિલ્લાઇ દ્વારા કરાયેલા નિવેદનનું બહાનું કાઢી સમગ્ર વાટાઘાટ પ્રક્રિયાને તોડી પાડી હતી. પિલ્લાઇએ એક મુલાકાતમાં એવું જણાવ્યું હતું કે લશ્કર-એ- તોઇબાના ત્રાસવાદી ડેવિડ હેડલીએ તાજેતરમાં એનઆઈએની પૂછપરછમાં જણાવ્યું હતું કે મુંબઈ હુમલામાં પ્રારંભથી અંત સુધી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સામેલ હતી. બસ આ મુદ્દે કુરેશી અડી ગયા હતા.તેમણે પિલ્લાઇની સરખામણી જમાત-ઉદ-દાવા અને મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ ગણાતા હાફિઝ સાથે કરી દીધી હતી. હાફઝિ સઇદને નિવેદનબાજી કરતા પાકિસ્તાન રોકી શકે નહીં તેમ પાક. અગાઉ જણાવી ચૂક્યું છે અને પિલ્લાઇના નિવેદનને પણ તેમણે હાફિઝ સઇદના નિવેદન જેવું જ ગણાવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે કુરેશીએ વાટાઘાટના પ્રથમ દિવસે આ મુદ્દો ઉપસ્થિત કર્યો ન હતો.


અમેરિકા : આવી ગઈ ટોઈલેટ કાર!

અમેરિકાના એક પરિવારે મુસાફરી દરમિયાન થતી ટોઈલેટની સમસ્યાથી છૂટકારો મેળવવાનો સરળ રસ્તો શોધી કાઢ્યો છે. આ પરિવારે ટોઈલેટ સિટવાળી એક અનોખી કાર બનાવી છે. એટલે કે હવે મુસાફરી દરમિયાન ટોઈલેટ લાગે તો આજુબાજુ જોવાની ઝંઝટમાંથી મુક્તી.પરિવારના અગ્રણી ડેવ હર્શને આ કાર બનાવતા ચાર વર્ષ લાગ્યા હતાં. આ પહેલા તેણે કારના ત્રણ નમૂના તૈયાર કરવા પડ્યાં હતાં ત્યારે જઈને તેની પરફેક્ટ કાર તૈયાર થઈ હતી. ડેવે પોતાના બાળકોની રમકડાની કારની નકલ કરીને આ કાર તૈયાર કરી હતી.આ કારમાં 6.5 હોર્સપાવરનું એન્જીન લાગેલું છે. તેમજ બે લોકો આ કારને આરામથી 30 માઈલ પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકે છે. આ કારમાં છ ટોયલેટ રોલ પણ છે. ડેવે જણાવ્યું હતું કે મારી પહેલી કારનો નમૂનો કંઈ ખાસ ન હતો. તેમાં સાદી રીતે એક કારની ઉપર ટોઈલેટ સીટ લગાવી દેવામાં આવી હતી. આ કાર થોડું જ ચાલી હતી કે ટોઈલેટ સીટ કારમાંથી નીચે પડેને ભાંગી ગઈ હતી.ત્યાર બાદ બીજી કારમાં ટોઈલેટની એક જ સીટ લગાવવામાં આવી હતી. આ કાર પણ એક પ્રવાસ પુરો કરી શકી ન હતી. મારો મિત્ર જેવો જ ટોઈલેટ પર બેઠો કે તેની સીટ તૂટી ગઈ હતી. પરંતુ હવે મે ટોઈલેટ સુવિધાવાળી પરફેક્ટ કાર તૈયાર કરી લીધી છે. આ કાર બધી જ પરિક્ષાઓમાંથી પસાર થઈ ગઈ છે. તેમજ લોકોને મારી કાર એટલી પસંદ પડી ગઈ છે કે તે તેનો ફોટોગ્રાફ્સ પણ લઈ રહ્યા છે.


ગાયત્રીની દસ ભુજાઓનું રહસ્ય

વૈજ્ઞાનિક શોધ સંશોધન બાદ દેવી દેવતાઓની સ્થાપ્નાનો ઈતિહાસ રચાયો છે. આજકાલના ભણેલા લોકો દેવી દેવતાઓની પૌરાણિક વાર્તાઓને અંધવિશ્વાસમાં ગણાવે છે.પરંતુ આ રીતે દેવી દેવતાઓ વિશેની પૌરાણિક વાતોને અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા ના ગણવી જોઈએ. પરંતુ તેમનું આ રીતે વિચારવું અધૂરા જ્ઞાનની નિશાની છે. ચિત્રોમાં અને મૂર્તિઓમાં દેવી દેવતાઓને એકથી વધુ ભુજાઓવાળા અને અનેક મુખોવાળા દર્શાવવામાં આવે છે.પરંતુ મનમાં થાય કે આ રીતે દેવી દેવતાઓને જુદા સ્વરુપમાં રજુ કરવાનો વાસ્તવિક અર્થ શું છે? આ પ્રકારના અનેક પ્રશ્નો અને જિજ્ઞાસાઓને સમાધાન સ્વરુપે વિશેષ ઉત્તર સ્વરુપે સ્વીકારવા જોઈએ. ઈશ્વરના વિવિધ સ્વરુપ વિશે જાણતા આપણે ગાયત્રીની દસ ભુજાઓના અર્થ વિશે જાણીએ.મનુષ્યના જીવનમાં દસ શૂળ એટલે કે દસ કષ્ટ છે- દોષયુક્ત દ્રષ્ટિ, પરાવલંબન (બીજા પર નિર્ભર રહેવું) ભય, ક્ષુદ્રતા , અસાવધાની, ક્રોધ, સ્વાર્થ, અવિવેક, આળસ અને તૃષ્ણા. ગાયત્રીની દસ ભુજાઓ આ દસ કષ્ટોનો નષ્ટ કરે છે. ગાયત્રીની ડાબી પાંચ ભુજાઓ મનુષ્યના જીવનમાં પાંચ આત્મિક લાભ આપનારી છે. આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મ-અનુભવ અને આત્મ કલ્યાણ આપનારી છે તથા ગાયત્રીની જમણી બાજુની પાંચ ભુજાઓ પાંચ સાંસારિક લાભ, સ્વાસ્થય, ધન ,વિદ્યા, ચાતુર્ય અને બીજાને સહયોગ આપનારી છે.આ દસેય ભુજાઓ પ્રમાણે ગાયત્રીનું ચિત્રણ તેના અલૌકિક સ્વરુપ પ્રમાણે કરવામાં આવે છે. આ દસેય ભુજાઓ આપણા જીવનના વિકાસની દસ દિશાઓ છે.ગાયત્રીના માતાના દસ હાથ સાધકને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરનારા છે. ગાયત્રીને સહસ્ત્ર નેત્રો, સહસ્ત્ર કર્ણો, સહસ્ત્ર ચરણો પણ કહેવામાં આવે છે. તેની ગતિ સર્વત્ર છે.

રાજકોટ : પ્રધ્યુમન-પાર્ક ઝૂમાં બેટરી સંચાલિત બે વાહન ટૂંક સમયમાં દોડશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : પ્રધ્યુમન-પાર્ક ઝૂમાં બેટરી સંચાલિત બે વાહન ટૂંક સમયમાં દોડશે

મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા અને ૧૩૬ એકરમાં પથરાયેલા પ્રધ્યુમન પાર્ક ઝૂની મુલાકાતે આવતા સહેલાણીઓની સુવિધા માટે બેટરીથી ચાલતા વાહનો ટૂંક સમયમાં જ દોડતા થઇ જશે. પ્રાથમિક તબક્કે એક છ સીટની અને એક ૧૧ સીટના એમ બે વાહનો ખરીદવાની દરખાસ્ત આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થતાં વાહન માટે રૂ. ૯.૪૭ લાખના ખર્ચને સ્ટેંડિંગ ચેરમેન કશ્યપ શુક્લે લીલીઝંડી આપી હતી.પ્રધ્યુમનપાર્ક ઝૂ આમતો ચાલુ થઇ ગયું છે પણ સત્તાવાર રીતે આગામી તા. ૧પમી ઓગસ્ટે મુખ્યમંત્રીના હસ્તે પ્રધ્યમન પાર્ક ઝૂના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. એ પૂર્વે ઝૂમાં કેટલાક બાકી વિકાસ કામો અને સુવિધા કાર્યરત કરવા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ઝૂનું કુલ ક્ષેત્રફળ ૧૩૭ એકરમાં પથરાયેલું છે. રોડ પર ચાલતા અંતર ચાર કિલોમીટરથી વધુ અને રોડથી અંદરની બાજુએ કોઇ સહેલાણી ચક્કર મારતા આગળ વધે તો છ થી સાત કિલોમીટર જેટલું અંતર થઇ જાય છે.ઝૂમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસ સંચાલિત વાહનો લઇ જવા પર પાબંધી છે ત્યાંરે સહેલાણીઓને ખાસ કરીને ઉંમર લાયક હોય તેઓ માટે ઝૂમાં પ્રાણીઓને નિહાળવાનો આનંદ આરામથી લઇ શકે એ માટે બેટરીથી ચાલતી અનેગોલ્ફકારના નામથી ઓળખાતા વાહનોની ઝૂમાં મૂકવા અંગે ઝૂ સુપ્રિ. ડૉ.મારડિયાના અભિપ્રાય મુજબ તૈયાર કરેલી દરખાસ્ત આજે સ્ટેન્ડિંગમાં રજૂ કરવામા આવી હતી.પ્રાથમિક તબક્કે આવા બે વાહનોની ખરીદી માટે રૂ. ૯.૪૭ લાખનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કશ્યપ શુક્લે મંજૂર કર્યો હતો અને જરૂર પડયે અન્ય ચાર વાહન પણ આજ ભાવે લેવાનું પણ સાથે મંજૂર કરી દીધું હતું. વાહન મદ્રાસની કેરીઓલ પ્રાઇવેટ લિમિટેડની બનાવટની છે. પખવાડિયામાં જ આ બન્ને વાહનો આવી જશે અને પાંચ દિવસ ટ્રાયલ પર ચલાવાયા બાદ પ્રજાની સુવિધા માટે ચાલુ કરાશે. વાહનની સેવા માટે ૩ થી ૧૨ વર્ષના બાળકો તેમજ સિનિયર સિટીઝન માટે ટિકિટનો દર રૂ. પ અને ૧૨ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે વ્યક્તિદીઠ રૂ. ૧૦ રહેશે.
છ સીટના વાહન માટે ફેમિલી પેકેજ -થમિક તબક્કે બેટરી સંચાલિત મંજૂર થયેલા બે વાહનોમાં એક ૬ સીટનું અને એક ૧૧ સીટનું આવવાનું છે. છ સીટના વાહન માટે ફેમિલી પેકેજની અલગ સુવિધા રાખવામાં આવી છે. છ સભ્યોનો કોઇ પરિવાર તેની રીતે ઝૂમાં ફરવા માગતો હોય તો ૪પ મિનિટના આ પેકેજનો ચાર્જ માત્ર રૂ. ૨પ૦ જ રાખવામાં આવ્યો છે.અંધ-અપંગ, મૂકબધિર માટે નિ:શુલ્ક સેવા -ઝૂમાં બેટરી સંચાલિત વાહનમાં મુસાફરી કરવા માટે રાખેલા ટિકિટ ચાર્જમાં અંધ-અપંગ કે મૂકબધિર માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક સેવા રાખવામાં આવી છે. જ્યારે અન્યો માટે ચાર્જની જોગવાઇમાં ૩ થી ૧૨ વર્ષના બાળકો ઉપરાંત સિનિયર સિટીઝન માટે રૂ. પ અને ૧૨ વર્ષથી વધુ ઉંમર હોય તેવા માટે રૂ. ૧૦ રહેશે.

સુરતમાં ૨૦૦૬માં આવેલા પૂરનો ઈતિહાસ ભયાનક

વર્ષ ૨૦૦૬માં તાપીમાં આવેલા ભયાનક પૂરમાં સુરતના ઈતિહાસમાં દોઢસો વર્ષ પછી આવેલું સૌથી મોટું પૂર માનવામાં આવે છે. આવનારા દિવસોમાં સુરત શહેરે પાંચ લાખથી ત્રેવીસ લાખ કયુસેક પાણીના ભયાનક પૂરની માનસિક તૈયારી રાખવી પડશે. ગ્લોબલ વોર્મિંગને કારણે દેશમાં અને વિશ્વમાં વાતાવરણમાં જે ચોંકાવનારા ફેરફાર જોવા મળી રહ્યા છે. તેનાથી તાપી બેસિન પણ બાકાત રહી શકે તેમ નથી. સુરત સિટિઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટે શહેરના ખ્યાતનામ તજજ્ઞો અને પ્રોફેસરો પાસે કરાવેલા અભ્યાસમાં ઉક્ત ચોંકાવનારાં તારણ કાઢવામાં આવ્યાં છે. સુરતમાં પૂરનો બસો વર્ષનો ઈતિહાસ તપાસીએ તો તાપીમાં આવતા પૂર એક વિશેષતા ધરાવે છે. તાપીમાં મોટા ભાગનાં પૂર ચોક્કસ વર્ષના અંતરાલમાં જ આવ્યાં છે.વર્ષ ૧૯૯૪, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૬ વીતેલાં સોળ વર્ષમાં ચાર વર્ષના અંતરાલમાં પૂર આવ્યાં છે. તેમાં ચાલુ વર્ષ ૨૦૧૦માં પણ તાપી તેની સાયકલનું અનુસરણ કરે તો ચાલુ વર્ષે પૂર આવવાની દહેશત રહે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે દેશ અને વિશ્વમાં જે રીતે વાતાવરણમાં ચોંકાવનારો પલટો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે સુરતમાં વર્ષ ૨૦૦૬ કરતાં પણ વધારે ભયાનક પૂર આવવાની દહેશત છે. સુરતના લોકોએ આ માટે હંમેશાં માનસિક રીતે તૈયારી રાખવી પડશે. હાલમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં ૦.૨થી ૦.૪ ડિગ્રી સેન્ટિગ્રેટેડ ચેન્જ આવ્યો છે. આવતા દિવસોમાં ઉક્ત વધારો ન ધારેલા ફેરફાર લાવી શકે છે. - એમ.ડી. દેસાઈ, પ્રોફેસર, એસવીએનઆઇટી બસો વર્ષનો ઈતિહાસ જાણવો રસપ્રદ છે.તાપીમાં વર્ષ ૧૮૬૯થી વર્ષ ૧૮૮૪નો સમય દરમિયાન તાપીમાં દર બેથી અઢી વર્ષની સાયકલમાં સુરત શહેરે તાપીના પૂરનો સામનો કરવો પડ્યો હતો.વર્ષ ૧૯૧૪થી વર્ષ ૧૯૪૯ના સમયમાં તાપીમાં અંદાજે પ્રતિ સાડા ત્રણ વર્ષના ગાળામાં પૂર આવ્યા છે.૧૯૪૯થી ૧૯૭૯નો સમય એવો રહ્યો હતો કે તેમાં સુરતે તાપીમાં પૂરનો દર ચારથી છ વર્ષનાં એકાંતરે સામનો કરવો પડ્યો હતો.આ ઉપરાંત તાપીમાં વર્ષ ૧૯૪૪, ૧૯૪૫ અને ૧૯૫૮,૧૯૫૯ તથા ૧૯૬૮, ૧૯૬૯, ૧૯૭૦ અને ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩નાં વર્ષોમાં સતત પૂરનો સામનો સુરતના લોકોએ કરવો પડ્યો હતો.


કેશોદમાં અઢી ઈંચ વરસાદ,તાલાલામાં ૧ અને જુનાગઢમાં અડધો ઈંચ

જુનાગઢ જિલ્લામાં આજે બપોર પછી મેઘરાજાએ કેશોદમાં અઢી ઈંચ પાણી વરસાવી દીધું હતું. કેશોદ અને આસપાસનાં ગ્રામ્ય પંથકોમાં સારા વરસાદને પગલે ખેતરો અને નાળાઓમાં પાણી વહી નીકળ્યા હતા.જ્યારે તાલાલામાં પણ એક ઈંચ વરસાદ પડી ગયો હતો. જુનાગઢમાં અડધો ઈંચ પાણી પડી ગયું હતું. ફલ્ડ કંટ્રોલમાં સવારનાં ૮ થી સાંજનાં ૮ સુધીમાં કેશોદમાં ૬૦ મીમી, તાલાલામાં ૨૫ મીમી, જુનાગઢમાં ૧૩ મીમી, કોડીનારમાં ૬ મીમી, માંગરોળમાં ૪ મીમી, વેરાવળમાં ૩ મીમી અને માણાવદરમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે. સોરઠમાં હજુપણ વરસાદી વાદળો ઘેરાયેલા છે. અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે.સારા વરસાદથી સોરઠનું પાક-પાણીનું ચિત્ર ઉજળુ બન્યું છે. ખેડૂતો પણ ખેતીકાર્યમાં ઉમંગથી લાગી ગયા છે. અષાઢી બીજનું શુકન મેઘરાજાએ સાચવતાં લોકોમાં નવી આશાનો સંચાર થયો છે.


જામનગરમાં મેઘાનું ઝમાઝમ :ત્રણ કલાકમાં ત્રણ ઇંચ

સવારે ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં ચોમેર પાણી-પાણી : ખંભાળિયા, ધ્રોલમાં ઝાપટાં : લાખોટા તળાવ અને નવ જળાશયોની પાણીની સપાટીમાં વધારો.જામનગરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવતા શુક્રવાર સવારે ત્રણ કલાકમાં ત્રણ ઇંચ ઝમાઝમ વરસાદથી ચોમેર પાણી-પાણી થઇ ગયું હતું. ખંભાળિયા અને ધ્રોલમાં ઝાપટા પડ્યા હતાં તો અન્ય તાલુકાઓમાં છુટાછવાયા છાંટા પડ્યા હતા. વરસાદને કારણે લાખોટા તળાવ અને નવ જળાશયોમાં પાણીની આવકથી સપાટીમાં વધારો થયો છે.હાલારમાં અષાઢી માહોલ વચ્ચે ગઇકાલે ધ્રોલમાં દોઢ, જામનગરમાં સવા ઇંચ વરસાદ અને અન્ય તાલુકાઓમાં ઝાપટા પડ્યા હતાં. આ સિલસિલો આજરોજ પણ યથાવત રહ્યો હતો. જામનગરમાં સવારે ૬ વાગ્યાની આસપાસ ભારે મેઘાડંબર વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી હતી. ત્યારબાદ ધીમે-ધીમે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સવારે ૭ થી ૧૦ એટલે કે ત્રણ કલાકમાં ત્રણ ઇંચ પાણી વરસી ગયું હતું.આથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં. સવારે મેઘરાજાના આગમનથી શાળાએ જતાં બાળકોને ખુબ જ મુશ્કેલી પડી હતી તો ધંધા-રોજગાર પર જતાં લોકો ભીંજાઇ ગયા હતાં. બીજીબાજુ વહેલી સવારે ઝમાઝમ વરસાદથી યુવાનો અને ભુલકાઓએ ન્હાવાની મોજ માણી હતી.
શહેર ઉપરાંત ખંભાળિયા અને ધ્રોલમાં ગરમી અને બફારા વચ્ચે સવારે વરસાદના ઝાપટા પડ્યા હતાં. જ્યારે અન્ય તાલુકાઓમાં છાંટા પડ્યાના અહેવાલો મળ્યા છે. જિલ્લામાં વરસાદને પગલે લાખોટા તળાવમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે. તો અન્ય નવ જળાશયોમાં નવા નીર આવતાં પાણીની સપાટીમાં વધારો થયો છે.જેમાં કંકાવટી ડેમમાં સૌથી વધુ ૪ ફુટ સપાટી વધતા કુલ સપાટી ૧૧.૮૦ ફુટે પહોંચી છે. આ ઉપરાંત શહેરને પાણી પુરૂ પાડતા સસોઇ અને રણજીતસાગર ડેમ તથા રૂપારેલ અને ખોડાપીપર ડેમની સપાટી નહીંવત વધી છે. ફુલઝર-૧માં અડધો ફુટ, વીજરખીમાં પોણો ફુટ, ઉંડ-રમાં ૧.૩૧ ફુટ અને ખોડાપીપરમાં ૧ ફુટ પાણીની આવક થઇ છે.મોસમનો કુલ વરસાદ જામનગર-શહેર ૫૩૦કાલાવડ ૨૯૮ખંભાળિયા ૩૫૬ભાણવડ ૩૦૫લાલપુર ૩૮૭જામજોધપુર ૩૧૦દ્વારકા ૩૬૯ધ્રોલ ૧૩૨જોડિયા ૧૯૫કલ્યાણપુર ૩૧૯.જામ્યુકોની પોલ ખોલતા મેઘરાજા - જામનગરમાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી પંચેશ્વર ટાવર, નદીપા, જયશ્રીટોકીઝ, લીમડાલાઇન, આણદાબાવા ચકલો, જલાની જાર સહીતના વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતાં લોકોમાં ભારે રોષની લાગણી
ફેલાઇ હતી


રૂપેણબંદરના માછીમારી ઉદ્યોગ પર જોખમ

રૂપેણબંદરના માછીમારોને વહેલી તકે નવી હોડીના કોલ નહીં આપવામાં આવે તો.છેલ્લા ત્રણ વર્ષથી સંબંધિત વિભાગો દ્વારા સતત ઉપેક્ષા : ફશિરીઝ વિભાગની જોગવાઇથી બેવડાતી મુશ્કેલી.રૂપેણબંદરના માચ્છીમારોને વહેલી તકે હોડીના નવા કોલ નહીં આપવામાં આવે તો માચ્છીમારી ઉદ્યોગ પડી ભાંગવાની ભીતિ માછીમાર સમાજે વ્યક્ત કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે સંબંધિત વિભાગોને રજુઆત કરવા છતાં સતત ઉપેક્ષા દાખવવામાં આવી છે. આ સ્થિતિમાં ફશિરીઝ વિભાગની નવી જોગવાઇથી માછીમારોની મુશ્કેલી બેવડાઇ છે.દ્વારકા નજીક આવેલા રૂપેણબંદર વિસ્તારના માછીમારો દ્વારા નવી હોડી માટેના કોલ મેળવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહયા છે અને સંબંધિત વિભાગને અવાર-નવાર રજુઆતો પણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી. આથી નવા કોલ મેળવવા માટે સાગર રૂપેણ માછીમાર સમાજના પ્રમુખ સતારભાઇ ભરૂચાએ ફશિરીઝ કમિશનરને રજુઆત કરી છે. જેમાં જણાવ્યાનુસાર માછીમારીની સીઝન આગામી ૧૫ ઓગષ્ટથી શરૂ થવાની છે. જેને હવે ગણતરીના દિવસો બાકી છેદ્વારકાના રૂપેણબંદર ખાતે નવી હોડી ધરાવનાર માછીમારો છેલ્લા ત્રણ વર્ષથી કોલ મેળવવા માટે પ્રયાસો કરી રહયા છે. પરંતુ સંબંધિત વિભાગ દ્વારા કોઇ સંતોષકારક જવાબ મળ્યો નથી. હાલમાં જ્યારે નવા કોલ બનાવવા માટે માછીમારો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહયા છે. ત્યારે ફશિરીઝ વિભાગ દ્વારા માત્ર ૩૨ ફુટની લંબાઇવાળી હોડીના માલીકોને નવા કોલ ઇસ્યુ કરવામાં આવશે તેમ જણાવાયું છે. પરંતુ રૂપેણબંદરમાં મોટાભાગના માછીમારો ૩૩ થી ૩૭ ફુટની લંબાઇવાળી હોડી ધરાવે છે.રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાવી આપતા અને પોતાની જાનના જોખમે દરિયામાં માછીમારી કરવા જતાં માછીમારોને જો સામાન્ય કોલ મેળવવામાં પણ આટલી મુશ્કેલી પડતી હોય તે કેટલે અંશે વાજબી ગણાય ? અગાઉ રૂપેણબંદર વિસ્તાર ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક હતો અને માછીમારોના તમામ પ્રશ્નો ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક રજુ થતાં ત્યારે સરળતા હતી. પરંતુ જયારથી ફશિરીઝ વિભાગ પાસે આ કામગીરી આવી છે.

ત્યારથી કોલ સંબંધી કોઇપણ પ્રકારની માહિતી પુરી પાડવામાં આવી નથી. માત્ર માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા નાના અને ગરીબ માછીમારોને તાત્કાલીક અસરથી નવા કોલ નહીં મળે તો હેરાન થઇ જશે અને માછીમારોનો ઉદ્યોગ ભાંગી પડશે તેવી ભીતિ પ્રમુખે વ્યક્ત કરી છે.


25 લાખ મુસ્લિમોની ફેસબુક છોડવાની ધમકી

ફેસબુક પરથી અમુક ખાસ ઈસ્લામિક સામગ્રી હટાવવામાં આવતા નારાજ થયેલા 25 લાખ મુસ્લિમોએ સોશિયલ નેટવર્કિંટ વેબસાઈટને છોડવાનો નિર્ણય કર્યો છે.ડેઈલી મેઈલના જણાવ્યા પ્રમાણે વેબસાઈટ પરથી ખૂબ લોકપ્રીય પેજોને હટાવવામાં આવતા મુસ્લિમ સમાજ નારાજ થયો છે. તેમજ ફેસબુકના અનેક પેજ પર એક સંદોશો મુકવામાં આવ્યો છે, જેમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકેરબર્ગ પર 25 લાખથી વધારે મુસ્લિમોની ભાવનાની અવગણના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોતાના સંદેશમાં મુસ્લિમોએ દૂર કરવામાં આવેલા પેજને ફરીથી મુકવાની તેમજ ઈસ્લામ વિરોધ કોમેન્ટને લઈને નવા નિયમો બનાવવાની માગણી કરી છે. મુસ્લિમોએ એવી પણ માગણી કરી છે કે તે ઈસ્લામ વિરોધ પ્રતિકો બાબતે કડક નિયમો બનાવે, તેમજ આવા પ્રતિકો દર્શાવતા પેજને દૂર કરવામાં આવે.જ્યારે ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આઈ લવ મુહમ્મદ અને કુરાન લવર્સને એટલા માટે દૂર કરવામાં આવ્યા છે કારણ કે તે સ્પામનું કામ કરતા હતાં. જે કંપનીના નિયમોની વિરુદ્ધ છે.સાવરકુંડલા પાસે ત્રણ ખેડૂત ગાડાં સાથે તણાયા

એક ખેડૂત મહામહેનતે કાંઠે પહોંચી શક્યો: એક બળદ પણ બચી ગયો, સાવરકુંડલાથી ૧૦ કિ.મી. દૂર આવેલા મોલડી ગામ પાસેની ઇટિયો નદીમાં શુક્રવારની બપોરે અઢી વાગ્યાની આસપાસના સમયે ત્રણ ખેડૂત બળદગાડા સાથે પાણીમાં તણાઇ ગયા હતા. જો કે એક ખેડૂત મહામહેનતે કાંઠે પહોંચી શકતા તેમનો જીવ બચી ગયો હતો. બે ખેડૂત લાપતા બનતા અમંગળ આશંકા જોવાઈ રહી છે. જ્યારે પાંચ બળદ પણ મોતને શરણ થયા હોવાના અહેવાલ મળે છે.મોલડીની ઉપરવાસના ગામડાંમાં અંદાજે ચારેક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય ઇટિયો નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને પોતાના ઘર તરફ જઇ રહેલા ખેડૂતો ત્રણ બળદગાડા સાથે ધસમસતા પૂરમાં તણાઇ ગયા હતા.મોલડી ગામમાં રહેતા લાલજીભાઇ પરમાભાઇ ડોબરિયા, કાળુભાઇ જીવાભાઇ સાવલિયા અને કાળુભાઇ ભીમાભાઇ સાવલિયા બળદગાડા લઇને મોલડી ગામની સીમમાંથી ઘર તરફ આવી રહ્યા હતા. આ સમયે ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો. નદીમાં પાણી વહેતું હતું પરંતુ તણાઇ જવાની કોઇ શક્યતા ન હતી. ત્રણેય ખેડૂત નદીની વચ્ચોવચ્ચ પહોંચ્યા ત્યારે અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને જોતજોતામાં ત્રણેય ગાડા સાથે તણાવા લાગ્યા હતા, અને પલકવારમાં માથાં ઉપરથી પાણી વહી ગયું હતું.કાળુભાઇ ભીમાભાઇ નામના ખેડૂત મહામહેનતે કાંઠે પહોંચી શક્યા હતા. જો કે લાલજીભાઇ ડોબરિયા અને કાળુભાઇ જીવાભાઇ સાવલિયા પાણીમાં તણાઇ ગયા હતા. પાંચ બળદ પણ ગાડા સમેત પૂરમાં ગરક થઇ ગયા હતા. લાપતા બીજા ખેડૂતની શોધખોળ માટે ગ્રામજનો નદીકાંઠે ઊમટી પડ્યા હતા. પરંતુ મોડીરાત સુધી તેમનો કોઇ પતો લાગ્યો ન હતો.સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, મોલડી ગામની બાજુમાં જ આવેલા ઝીંઝુડા અને આસપાસના વિસ્તારોમાં અંદાજે ચાર ઇંચથી વધુ વરસાદ ગણતરીની કલાકોમાં પડી ગયો હતો અને આ કારણોસર ઇટિયો નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને ત્રણેય ખેડૂત ગાડા સમેત તણાઇ ગયા હતા.સાવરકુંડલામાં આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. બરોબર આ સમયે જ મેઘરાજાએ પણ અમીવર્ષા કરી એક ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. જોકે ખારાપાટ કહેવાતા નાના-મોટા ઝીંઝુડા, અમૃતવેલ, ધાર, કેરાળા, ભુવા અને જૂના સાવર સુધીના ગામડાંઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો આથી ઇટિયો સહિતની નદીઓમાં પૂર આવ્યા હતા.રાજકોટ : સૌરાષ્ટ્રને હજી પીવાના પાણીની કટોકટી કનડી રહી છે ત્યારે હજુ જળાશયો તૃપ્ત થાય તેવો વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગની આગાહી મુજબ હવે રાજ્યમાં ચોમાસું જામવાના સંકેત વચ્ચે આગામી ૩૬ કલાકમાં ભારેથી અતભિારે વરસાદની સંભાવના છે.ગત સપ્તાહે વરસાદી માહોલ રહ્યા બાદ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ફક્ત છુટો છવાયો વરસાદ નોંધાયો ત્યારે આજે સમગ્ર રાજ્ય પર વાદળોની જમાવટ થતા મોડી સાંજે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં વરસાદી માહોલ સર્જાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમી તટે વ્યાપક વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે આગામી ૪૮ કલાકમાં ગુજરાત, અંતરિયાળ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પર સચરાચર ભારે વરસાદની સંભાવના છે.


'ઇશરત કેસની સી. બી. આઇ. તપાસ સામે પણ વાંધો નથી'

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ, સીટ કે અન્ય કોઈ પણ પ્રકારની તપાસ સામે અમને વાંધો નહીં હોવાની રજુઆત પોલીસ અધિકારી જી.એલ. સિંઘલ વતી તેના એડ્વોકટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. બીજી તરફ ગોપીનાથ પિલ્લાઈ વતી એવી રજુઆત કરવામાં આવી હતી કે ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન રાજ્યમાં થયેલાં છ એન્કાઉન્ટરના સમર્થનમાં આતંકવાદીઓ મુખ્યમંત્રી મોદીની હત્યા કરવા માટે આવ્યા હોવાની વાત કહેવામાં આવી છે, ત્યારે રાજ્યના વડા તરીકે મુખ્યમંત્રી મોદીએ જ આ તમામ બનાવોની તપાસ માટે સમિતિ નિમવી જોઈતી હતી. જો કે તેમણે આ બાબતે એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી.બીજી તરફ તમાંગનો રિપોર્ટ રદ કરવાની માગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરનારા પોલીસ અધિકારી જી.એલ. સિંઘલના એડ્વોકેટ નિરૂપમ નાણાવટીએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે, અમને માત્ર મેજિસ્ટ્રેટ તમાંગના રિપોર્ટ સામે વાંધો છે. આ તપાસ તેમના ન્યાય અધિકાર ક્ષેત્રમાં નથી આવતી. તેમના દ્વારા માત્ર ગોપીનાથ પિલ્લાઈનું નિવેદન નોંધ્યું હતું. તેમણે તપાસ અધિકારી, તબીબ કે અન્ય કોઈને પણ નિવેદન માટે બોલાવવાની તસદી લીધી ન હતી. પોલીસે ક્યા બદ્ઇરાદા માટે એન્કાઉન્ટર કર્યું તેના કોઈ પુરાવા નથી. તમાંગ રિપોર્ટમાં કહેવાયું છે કે પોલીસે નાળિયેર પ્લાન્ટ કર્યા છે, જ્યારે ગોપીનાથ પિલ્લાઈએ તેની એફિડેવિટમાં પણ કહ્યું છે કે તેમણે જાવેદનાં સંતાનો માટે તેને નાળિયેર આપ્યાં હતાં.ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં જાવેદના પિતા ગોપીનાથ પિલ્લાઇ વતી રજુઆત કરતાં એડ્વોકેટ મુકુલ સિંહાએ જણાવ્યું હતું કે, રાજકીય હસ્તક્ષેપને કારણે રાજ્યની તપાસ એજન્સી આ કેસમાં યોગ્ય તપાસ કરી શકશે નહીં. પોલીસની એક એજન્સીએ કાયદાનું ઉલ્લંઘન કરીને એન્કાઉન્ટર કર્યું છે, ત્યારે બીજી એજન્સી તેમાં યોગ્ય તપાસ કરશે તે સંદેહાસ્પદ છે. એસીપી પરીક્ષિતા ગુર્જર દ્વારા પણ યોગ્ય તપાસ થઇ નહીં હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન થયેલાં છ એન્કાઉન્ટર પૈકી ત્રણ બનાવટી હોવાનું બહાર આવ્યું છે અને તેમાં પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સોહરાબુદ્દીન, કૌસરબી અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે.તેમણે એવી પણ રજુઆત કરી હતી કે, આતંકવાદીઓ મુખ્યમંત્રી મોદીની હત્યાના ઇરાદે આવ્યા હતા. તેથી તમામ એન્કાઉન્ટરની તપાસ કરવા એક સમિતિ રચવી જોઈતી હતી, પરંતુ તેમણે કોઈ તપાસ માટે આદેશ આપ્યો નથી. જો આતંકવાદીઓ મુખ્યમંત્રીની હત્યા માટે આવ્યા હોય તે સાચું હોય તો પણ તે દેશ માટે ખતરો છે અને જો એન્કાઉન્ટર બનાવટી હોય તો પણ તે દેશ માટે ખતરાસમાન છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ૧૧મી જુન ૨૦૦૪ના રોજ ગુજરાત પોલીસ પુના ગઈ હતી અને તેમણે જે કારમાં જાવેદ ગયો હતો તે કારના ગેરાજવાળાની પૂછપરછ કરી હતી, તેથી ૧૧મીથી જ જાવેદ પોલીસના કબજામાં હતો.


IMAમાં સરેરાશ ૨૬ લાખના પગારનું પેકેજ

પીજીપીએક્સ પ્લેસમેન્ટમાં ગત વર્ષ કરતાં ૨૯ ટકા વધુ વાર્ષિક સેલેરી પેકેજ,૨૦૧૦ની બેચના ૬૬ વિદ્યાર્થીમાંથી ૬૪ની નિમણુંક, સૌથી વધુ નોકરીઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને આઇટી-આઇટીઇએસ ક્ષેત્રે અપાઈ આઇઆઇએમ-એનાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એક્ઝિક્યુટિવ્ઝ-પીજીપીએક્સની ચોથી બેચની પ્લેસમેન્ટ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પડી હતી. ૨૦૧૦ની બેચના કુલ ૬૬ વિદ્યાર્થીઓમાંથી ૬૪ની નિમણૂક કરવામાં આવી હતી. ગયા વર્ષ કરતાં ૨૯ ટકા વધારે એમ ૨૬.૧લાખનું સરેરાશ વાર્ષિક સેલરી પેકેજ વિદ્યાર્થીઓને ઓફર થયું હતું.પીજીપીએક્સની બેચમાં રિક્રુટર તરીકે એક્સિસ બેંક, ટીસીએસ, આઇબીએમ, વિપ્રો, મહિન્દ્રા સત્યમ, એચસીએલ, મેક.કિન્સી, પોલારિસ, હીરોહોન્ડા, આરપીજી, આરઆઇએલ, ટેસ્કો જેવી કંપનીઝ ઉપરાંત નાના-મધ્યમ કદના ઉદ્યોગોની પણ હાજરી હતી. આઇટી, આઇટીઇએસ, કન્સલ્ટિંગ બેચના પસંદગનાં ક્ષેત્ર હતાં પરંતુ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઓપરેશન્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, કન્સલ્ટિંગનાં ક્ષેત્રોમાં સૌથી વધુ પ્લેસમેન્ટ થયાં. બેચના વિદ્યાર્થીઓમાં દસ વર્ષના અનુભવી તથા પાંચ વર્ષ વિદેશમાં કામનો અનુભવ ધરાવતા વિદ્યાર્થીઓ હતા.સીઇઓ, વીપી, જીએમ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેવા પદની ઓફર્સ વિદ્યાર્થીઓને મળી હતી. સૌથી વધુ નોકરીઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટના પદની તથા આઇટી-આઇટીઇએસ ક્ષેત્રે ઓફર થઇ હતી.


વડોદરામાં પાકિસ્તાનના ધ્વજને આગ

ભારત અને પાકિસ્તાનના વિદેશમંત્રીની ઇસ્લામાબાદ ખાતે મંત્રણા દરમિયાન પાકિસ્તાનના વિદેશમંત્રીએ કાશ્મીરના મુદ્દે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સામે આજે એ.બી.વી.પી.ના વિદ્યાર્થીઓએ મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પાકિસ્તાનનો ધ્વજ અને પાકિસ્તાનના વિદેશમંત્રીનું પૂતળું બાળીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.


વડોદરા : આગામી માસથી ૨૦ હજાર ગેસ જોડાણ માટે ફોર્મ મળશે

શહેરમાં પાઇપલાઇનથી રાંધણગેસનો પુરવઠો મેળવવા ઇચ્છુક નાગરિકો માટે આનંદના સમાચાર એવાં છે કે આગામી મહિનાથી વધારાનાં ૨૦ હજાર કનેકશનો માટેનાં ફોર્મના વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે.મહાનગર સેવાસદનના ગેસ પ્રોજેક્ટ વિભાગ અને ગેઇલ ઇન્ડિયા લિ.નું જોઇન્ટ વેન્ચર કરીને નવી કંપનીના ગઠનને આગળ ધપાવવાની દિશામાં દિલ્હી ખાતે સાંસદ મેયર બાળુ શુક્લ, ગેસવિભાગના પ્રોજેક્ટ એન્જિનિયર શૈલેશ નાયક, ગેઇલના એક્ઝિકયુટિવ ડાયરેકટર(માર્કેટિંગ) જે.વાસન અને જનરલ મેનેજર એસ પી શર્માની સંયુક્ત બેઠક મળી હતી.જેમાં, વડોદરાવાસીઓને ગેસનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. તદુપરાંત, સી એન જી સ્ટેશનો ઊભાં કરવા વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેથી, ઓગસ્ટ માસ સુધીમાં, વડોદરા શહેરને વધારાનાં આશરે ૨૦ હજાર કનેકશનો આપવા માટેનાં ફોર્મના વિતરણની કામગીરી શરૂ કરી શકાશે વધુમાં, શહેરમાં ત્રણ નવાં સી એન જી સ્ટેશનો સ્થાપવા માટે મળેલી સૈદ્ધાંતિક મંજૂરીની કામગીરી કરવા માટે ગેઇલ અને સેવાસદને સંમતિ આપી હતી.


કચ્છ કોરું : આગમી બે ત્રણ દિવસમાં મેઘમહેર ન થાય તો પાક નિષ્ફળ જવાની ભીતિ

ગુરુવારે પૂર્વ કચ્છને પલાળનાર મેઘ મહારાજે શુક્રવારે પોરો ખાતાં આકાશભણી મીટ માંડી સચરાચર વરસાદની રાહ જોતા કિસાનોની ઇંતેજારી લંબાઇ હતી. જોકે ભુજ સાંજે ૬ વાગ્યાના અરસામાં જોરદાર ઝાપટું પડતાં માર્ગો ભીંજાયા હતા.ભુજમાં અનુભવાયેલા બફારા બાદ સાંજે પડેલા ઝાપટાંને બાદ કરતાં આખો દિવસ કોરો રહ્યો હતો. તે સાથે તાપમાનનો પારો ૩૬.૪ જેટલો નોંધાતા સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે ગરમી વર્તાઇ હતી.જિલ્લાભરમાં રહેલાં તડકી-છાયડીના વાતાવરણ વચ્ચે જોઇએ તેવો મેઘ માહોલ ન રચાતાં અગાઉના વરસાદ બાદ વાવણી કરી ચૂકેલા ધરતીપુત્રો થોડા ચિંતિત બન્યા છે. દિવસ દરમિયાન પડતા તાપના કારણે પાક મૂરઝાય તે પહેલાં મન મૂકીને મેઘો વરસે તેવું ધરતી પુત્રોની સાથે કચ્છવાસીઓ ઇચ્છી રહ્યા છે.બીજી બાજુ આગામી બે-ત્રણ દિવસમાં સચરાચરો વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ કિસાનો વ્યક્ત કરી રહ્યા છે. પદ્ધર, કુકમા, શેખપીર, ભુજોડી સુધી અડધો ઇંચ પાણી પડ્યું હતું.


ભુજ : શનિવારે અદાણી જુથના ચેરમેન મેડિકલ કોલેજની મુલાકાત લેશે

અદાણી જુથના સર્વેસવૉ આવતીકાલે શનિવારે પ્રથમ વખત ભુજની મુલાકાતે આવી રહ્યા છે. ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા આયોજિત બિઝનેસ મીટમાં કચ્છમાં સ્થપાયેલા ઔદ્યોગિક એકમોના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચામાં ભાગ લેશે.આ પૂર્વે તેઓ સીધા મેડિકલ કોલેજ પરિસર જોવા જવાના છે.ચેમ્બર પ્રમુખ રાજેશ ભટ્ટના જણાવ્યા અનુસાર દર વર્ષે યોજાતા વાણિજિયક પરિસંવાદ અંતર્ગત આ વખતે દેશના ટોચના ઉદ્યોગપતિઓની હરોળમાં આવતા ગૌતમભાઇ અદાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે.તેઓ સવારે ૧૦ વાગ્યે હવાઇ માર્ગે ભુજ આવીને જનરલ હોસ્પિટલ સ્થિત ગુજરાત અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે જશે. તેમની બિઝનેસ મીટમાં વચ્ચે ઉપસ્થિતિ દરમિયાન સામાજિક જવાબદારી વિશે પણ ચર્ચા કરશે.


થાણે મેયર મેરેથોનમાં ૩૦ હજારથી વધારે સ્પર્ધકો ભાગ લેશે

થાણે મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરાયેલી ૨૧મી મેયર મેરેથોનને હરીફોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે ત્યારે અત્યાર સુધીમાં ૩૦ હજાર, ૧૫૪ સ્પર્ધકોએ નામ નોંધાવ્યાં છે. આમાં અનેક રાષ્ટ્રીય દોડવીરોએ પણ હિસ્સો લીધો છે. આ વખતે સ્પર્ધાના ચાર દિવસ અગાઉ જ ગયા વર્ષના સ્પર્ધકોની સંખ્યાને પાછળ પાડી દીધી છે. ગયા વર્ષે ૩૦ હજાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ વર્ષે સ્પર્ધામાં દત્તાત્રેય જયભાઈ, નવીન હુજા, અમોલ ફનેg, દિનેશ કુમાર, કાલિદાસ દહિફુલે, પ્રકાશ ભોસલે, દીપક કુમાર, સાગર દળવી, પ્રકાશ પુરે, પુરુષોત્તમ ભોયે, પારસકુમાર, અશોક કુંભારે, ચિતપ્પા એસ. નીલમ કદમ, રેશમા પાટીલ, ગીતા રાણી, સંગીતા યાદવ, વિજયમાલા પાટીલ, રાજશ્રી પાટીલ, રૂપેન્દર કૌર, સુપ્રિયા પાટીલ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા ખેલાડી હિસ્સો લેશે. સ્પર્ધાના હરીફો પર્યાવરણનો સંદેશો લઈને દોડવાના છે અને લગભગ ૩૫ હજાર સ્પર્ધક હિસ્સો લેશે એવો વિશ્વાસ મેયર વૈતીએ વ્યક્ત કર્યો હતો.મેરેથોનના દિવસે એટલે કે રવિવારે ૧૮ જુલાઈના થાણે મહાપાલિકા અને થાણે જિલ્લા હૌશી એથ્લેટિક સંઘટનાના સંયુક્ત સહકારથી બદલાપુરથી થાણે અને થાણેથી બદલાપુર એમ વિશેષ લોકલ દોડશે.


કર્ણાટક : બેલગામ, ૮૬૫ ગામડાંને કેન્દ્રશાસિત બનાવવા સામે ભાજપનો વિરોધ

કર્ણાટકના સીમાવર્તી બેલગામ શહેર અને ૮૬૫ ગામડાં અંગે સર્વોચ્ચ અદાલત નિર્ણય લે એટલા વખત માટે એ પ્રાંતને કેન્દ્રશાસિત જાહેર કરવાની માગણી સામે ભાજપના મહારાષ્ટ્ર એકમે વિરોધ નોંધાવ્યો હતો.વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એકનાથ ખડસેએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘‘કેન્દ્રશાસિત પ્રદેશ બને એટલે કેન્દ્ર સરકારનું શાસન આવે અને કેન્દ્ર સરકાર પહેલેથી જ કર્ણાટક તરફી રહી છે. તેથી એ પ્રાંતને કેન્દ્રશાસિત બનાવવાથી કોઈ હેતુ નહીં સરે. તે ઉપરાંત કેન્દ્રના હાલના કાયદા પ્રધાન કન્નડભાષી વીરપ્પા મોઈલી છે.તેથી આ માગણી કરીને આખો વિવાદિત પ્રાંત કેન્દ્રને સોંપી દેવા જેવું બને અને કેન્દ્ર સરકારને મહારાષ્ટ્ર માટે કોઈ સહાનુભૂતિ નથી. કોઈપણ પૂર્વશરત વિના બેલગામ શહેર અને ૮૬૫ ગામડાં મહારાષ્ટ્રમાં ભેળવી દેવાય એ જ મહારાષ્ટ્ર ભાજપની માગણી છે.’’ એમ પણ ખડસેએ જણાવ્યું હતું.ગુરુવારે દિલ્હીમાં વડાપ્રધાન મનમોહનસિંહ સાથેની મુલાકાત દરમિયાન વિવાદિત પ્રદેશને કેન્દ્રશાસિત જાહેર કરવાની માગણીનો સમાવેશ કરાયો નહીં હોવાના અહેવાલોને નકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘અમે પોતે તેનો વિરોધ કરીએ છીએ.’ખડસેએ જણાવ્યું હતું કે ‘‘ કર્ણાટકમાં મરાઠીભાષી લોકો પર અત્યાચાર રોકવા માટે વડા પ્રધાનની મધ્યસ્થી પોલીસના અત્યાચારો અંગે માનવહક ભંગ વિશે તપાસ યોજવા અને આ વિવાદમાં કેન્દ્ર સરકારને તટસ્થ વલણ અખત્યાર કરવાના મુદ્દાના કેન્દ્ર સરકાર માટેના આવેદનપત્રમાં સમાવેશ અંગે વિધાનસભામાં ઠરાવ પસાર કરાયો હતો અને એ ઠરાવને સર્વ સંમતિથી વળગી રહેવાનો નિર્ણય લેવાયો હતો.’’

મહેસાણા : પાણી ન મળતાં રહીશોનો પાલિકામાં હલ્લો

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં હાઈવે સ્થિત સ્વાગત બંગલોઝમાં છેલ્લા આઠ દિવસથી પાણી ન મળતું હોઈ મહિલાઓ સહિત રહીશોએ શુક્રવારે પાલિકામાં ધસી આવી ઉગ્ર રજુઆતો કરી હતી. જો કે, પાલિકાનાં ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો. મહેસાણાના નાગલપુર હાઈવે પર જયોતિ પેટ્રોલ પંપ પાસે આવેલા સ્વાગત બંગ્લોઝમાં પાલિકાના ટ્યુબવેલ ઉપરથી પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે, અપૂરતો આવતો પાણી પુરવઠો છેલ્લા આઠ દિવસથી તો બિલકુલ બંધ થઈ જતાં ૪૯ જેટલાં મકાનોના રહીશોને પારવાર મુશ્કેલીઓ ઊભી થઈ છે.પાયાની જરૂરીયાત એવા પાણીથી આઠ-આઠ દિવસથી વંચિત રહીશોને પૈસા ખર્ચીને પાણીનાં ટેન્કર મંગાવવાં પડે છે. પાણીના કકળાટથી ત્રાસેલી આ સોસાયટીની મહિલાઓ સહિત રહીશો શુક્રવારે બપોરે રેલી સ્વરૂપે મહેસાણા પાલિકામાં ધસી આવ્યા હતા અને ચીફ ઓફિસર સમક્ષ રોષ ઠાલવી ઉગ્ર રજુઆતો કરી હતી.જેને પગલે ચીફ ઓફિસરે પાલિકાના એન્જીનિયર સહિતની ઉપસ્થિતિમાં જરૂરી કાર્યવાહી કરીને તેમને નિયમિત પાણી પૂરું પાડવાની કાર્યવાહી ઝડપી બનાવવાનાં સૂચનો કર્યા હતાં અને હાલ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રોજ ત્રણ સમયે બે-બે ટેન્કર પાણી પાલિકા દ્વારા મોકલવાની બાંહેધરી આપી હતી. સ્વાગત બંગ્લોઝમાં સર્જાયેલી પાણીની આ સમસ્યા અંગે પાલિકાના એન્જીનિયરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણી પૂરું પાડતા બોરમાં ખામી સર્જાઈ છે જેનું સમારકામ ચાલુ છે અને પૂર્ણ થઈ જતાં પુરવઠો શરૂ થઈ જશે.

રાજકોટમાં મેઘરાજાની હાઉકલી, અડધો ઈંચ વરસાદ - મોસમનો કુલ વરસાદ ૧૨ ઇંચ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં મેઘરાજાની હાઉકલી, અડધો ઈંચ વરસાદ - મોસમનો કુલ વરસાદ ૧૨ ઇંચ

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું અપાર હેત વરસી રહ્યું છે ત્યારે રાજકોટવાસીઓના હૈયે ધરપત મળે એવી કૃપા હજુ વરસતી નથી. ત્રુટક ત્રુટક વરસતા મેઘરાજાએ આજે ફરી દર્શન દીધા હતા અને અડધી કલાક ધોધમાર વરસતા અડધો ઇંચ પાણી પડી ગયું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ ૧૨ ઇંચે પહોંચી ગયો છે. જો કે એમ છતાં હજુ જળાશયો ખાલીખમ રહ્યા છે.
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઉઘાડ રહ્યો હતો. ક્યારેક ઝરમરિયા ઝાપટાં વરસતા હતા પણ વાદળોની જોઇ એવી જમાવટ થતી ન હતી. દરમિયાન આજે સાંજથી ફરી અષાઢી માહોલ છવાયો હતો. દિવસભર અસહ્ય ઉકળાટ અને બફારો રહ્યા બાદ મોડી સાંજે ગોરંભાયેલાં વાદળોની સવારી આવી પહોંચી હતી અને સુસવાટા નાખતા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે માત્ર અડધી કલાક જ વરસાદ ચાલુ રહ્યો હતો અને આ અડધી કલાકમાં અડધો ઇંચ પાણી પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આજના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૨ ઇંચે પહોંચી ગયો છેબીજીબાજુ બાર-બાર ઇંચ પડી જવા છતાં હજુ શહેરના આધારસ્તંભ એવા આજી અને ન્યારી ડેમમાં પર્યાપ્તમાત્રામાં નવાં નીરની આવક થઇ નથી. શહેરમાં હાલ પાણીકાપના કારમા દિવસો ચાલી રહ્યા છે. મેઘરાજા એવી કૃપા વરસાવે કે વર્ષ આખું પાણીકાપનું મોઢું પણ ન જોવું પડે એવા અનરાધાર વરસાદની લોકો ચાતક નજરે વાટ નીરખી રહ્યા છે.મારો વહાલો આ સાદ સાંભળે એવી યાચના લોકો કરી રહ્યા છે.


રાજકોટ : રેસકોર્સ ‘ઓપન એર થિયેટર’ માં બિયર પીતા ત્રણ શખ્સોની ધરપકડ

કારખાનેદાર અને આઇસીઆઇસીઆઇના કર્મી સહિત ત્રણની ધરપકડ. આમ્રપાલી ફાટક નજીક સીઝન સ્ટોરના ઓઠા હેઠળ દારૂ-બિયર વેંચતા ઇસમની શોધખોળ.રેસકોર્સ મેદાનમાં આવેલા ઓપન એર થિયેટરમાં અગાઉ અનેક કલાકારોએ નાટક રજૂ કરી લોકોની વાહવાહ મેળવી છે. પરંતુ ગુરુવારે રાત્રીના ત્રણ શખ્સો અલગ રીતેજ ‘નાટક’ કરવાના હતા ત્યાં પોલીસ ત્રાટકી હતી. બિયરની પાર્ટી માણવા બેઠેલા કારખાનેદાર અને આઇસીઆઇસીઆઇના કર્મચારી સહિત ત્રણેયને પોલીસે ઝડપી લીધા હતા.
રેસકોર્સના ઓપન એર થિયેટરમાં ત્રણ શખ્સોએ મહેફિલ માંડી હોવાની બાતમી મળતા, પ્ર.નગરના અજીતસિંહ ઝાલા અને મેરામભાઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. બિયરના ટીન ખોલી ત્રણેય શખ્સો ઘુંટ ભરે તે પહેલાંજ પોલીસ પહોચી ગઇ હતી.પોલીસે બિયરના ત્રણ ટીન સાથે વૈશાલીનગરમાં રહેતા કારખાનેદાર વાણંદ સમીર સુરેશ ભટ્ટી (ઉ.વ.૨૪) અવંતીપાર્કમાં રહેતો અને કાર વેલ્યુએશનનું કામ કરતાં કુંભાર ઉદય પ્રવીણ મકવાણા (ઉ.વ.૨૪) અને ગાંધીગ્રામમાં રહેતા આઇસીઆઇસીઆઇ બેંકના કર્મચારી દિલીપ ઉર્ફે ચિંતન નરેન્દ્ર ભટ્ટ (ઉ.વ.૨૬) ને ઝડપી લીધા હતા.બિયરનો નશો ચડે તે પૂર્વેજ ઝડપાઇ જતાં ‘પોપટ’ બની ગયેલા ત્રણેય શખ્સોએ આમ્રપાલી ફાટક પાસે ‘સાગર સીઝન’ નામે દુકાન ચલાવતા મુસ્તફા પાસેથી બિયર ખરીધ્યાની કબૂલાત આપતાં પોલીસે મુસ્લિમ શખ્સની શોધખોળ શરૂ કરી હતી. ઉપરોકત સ્થળે દારૂ-બિયરનું સરાજાહેર વેચાણ થતુ હોવાની લોકોમાં ભારે ચર્ચા હતી ત્યારે બિયર સાથે ઝડપાયેલી ત્રિપુટિએ પણ કબૂલાત આપતા પોલીસ નક્કર કામગીરી કરે છે કે માત્ર ધરપકડનું ‘નાટક’ કરી કાર્યવાહી પૂરી કર્યાનો સંતોષ મેળવશે તેના પર સહુની મીટ મંડાઇ છે.


જૂના અને નવા રાજકોટમાં ઓડિટોરિયમ, જિમ્નેશિયમ, કોમ્યુનિટી હોલ અને લાઇબ્રેરી બનાવવા માટેની ગતિવિધિ શરૂ.

મહાપાલિકાના ચાલુ વર્ષના બજેટમાં શાસકોએ ઉમેરેલા પ્રોજેક્ટ પૈકી જૂના રાજકોટ અને નવા રાજકોટમાં ઓડિટોરિયમ, જિમ્નેશિયમ, કોમ્યુનિટી હોલ અને લાઇબ્રેરી બનાવવા માટેની ગતિવિધિ શરૂ થઇ ગઇ છે. આ તમામ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલી દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આજે કુલ જુદા જુદા વિકાસકામો માટે કુલ રૂ. ૨૩ કરોડના ખર્ચને ચેરમેન કશ્યપ શુક્લે મંજૂરી આપી હતી.સ્ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાં મુખ્ય એવા કામોમાં વોર્ડ નં. ૧,૧૧,૧૨, ૧૩,૨૧,૨૨-બ તથા ૨૩-બમાં સફાઇ કરવાના કોન્ટ્રાકટની મુદત લંબાવવી, પ્રધ્યુમનપાર્ક ઝૂ જતાં રોડ પર સાગરનગર મફતિયાપરા તરફ નેશનલ હાઇવેથી માર્કેટિંગયાર્ડ સુધીના ભાગમાં ચેનલ લીંક જાળી નાખવા રૂ. પ.૦૪ લાખ, વોર્ડ નં. ૨૧માં પુનિતનગરમાં આવેલી પ્રાથમિક શાળા નં. ૮૭ની કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂ. ૯.૭૨ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.જ્યારે પારેવડી ચોકમાં રૂ. ૩.પ૪ લાખના ખર્ચે આકર્ષક ટ્રાફિક સર્કલ, નવા રસ્તા માટે બાંધકામ શાખા હસ્તકના બજેટમાંથી વર્ગફેર કરી રૂ. ૭૦ લાખની જોગવાઇ કરવી, ભાવનગર રોડ પર બેડીપરા ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા બાળકોના સ્મશાનગૃહનો વહીવટ ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટને સોંપવા, ગુલાબનગર ખાતે આવેલા કોમ્યુનિટી સેન્ટરનું સંચાલન વિશેષ સમય માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનને સોંપવું એ સહિતનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રેમમંદિરથી છેક યુનિવર્સિટી ગેટ સુધી રસ્તા પર સેન્ટ્રલ લાઇટ ઝળહળશે -શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર, શહીદ ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનથી લઇ યુનિવર્સિટી તરફ રૂડા-૧, ૨ સહિત રોડની બન્ને બાજુ અનેક સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તાર કૂદકેને ભૂસકે વિકસી રહ્યો છે. છેક મુંજકા સુધી ડેવલોપમેન્ટ ચાલુ છે ત્યારે રાત્રે આ રોડ પરથી અંધારાં દૂર કરવા માટે સેન્ટ્રલ લાઇટિંગ મૂકવામાં આવનાર છે અને તેના માટે ડિવાઇડર બનાવવા રૂ. ૨૩ .૬૧ લાખનો ખર્ચ આજે સ્ટેન્‍ડિંગ કમિટીમાં મંજૂર થયો હતો.કીડની હોસ્પિ.થી રૈયાગામ તરફ, નાના મવા સહિત પાંચ માર્ગો પર ડિવાઇડર બનશે -મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આજે ડિવાઇડર બનાવવાના કામનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો. જેમાં નાના મવા મેઇન રોડ પર લક્ષ્મીનગરનાલાથી ૧પ૦ ફૂટ રિંગ રોડ સુધી રૂ. ૨૯.૨પ લાખના ખર્ચે, આકાશવાણી કવાટર્સથી યુનિવર્સિટી રોડ સુધી રૂ. ૧૮.૮૩ લાખના ખર્ચે, કોટેચા ચોકથી એસ.એન.કે. ચોક સુધી રૂ. ૨૮.૯૪ લાખના ખર્ચે ડિવાઇડર બનશે. પંચશીલ-૮૦ ફૂટ રોડ પર રૂ. ૩૦ લાખના ખર્ચે ડિવાઇડર સાથે બન્ને સાઇડ ફૂટપાથ બનાવવાનું મંજૂર થયું છે.રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.ની કાર ચોરનાર ગેંગ ઝડપાઇ.

રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.ની અમદાવાદમાંથી ચોરી થયેલી કાર સાથે કચ્છના સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. પૂછપરછમાં ચોરાઉ કારને બોગસ આર.સી.બુકના આધારે વેચી નાખવાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદ,સુરત જેવા શહેરમાંથી ચોરી થતી લકઝરીયસ કાર ગાંધીધામની ગેંગ મફતના ભાવે ખરીદ કરી નવા રંગ-રૂપ,નંબર સાથે સૌરાષ્ટ્રમાં વેચવા આવે છે. તેવી ક્રાઇમબ્રાંચના આર.કે.જાડેજા, ચેતનસિંહને બાતમી મળી હતી. ફોજદાર ડી.એન.પટેલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી જામટાવર નજીકથી એચ.આર. ૨૨ એફ ૮પ૮૬ નંબરની વરના કાર સાથે અંજારના સતાપર ગામે ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર પ્રેમિંસગ યાદવ, આદીપુરના પ્રતીકરાજ ઉર્ફે રાજા ખુમાનસિંહ જેઠવા અને મેઘપરના ઇમ્તીયાઝ ઉર્ફે ઇમરાન કાસમ રાયમાની અટકાયત કરી હતી.કારની તલાશી લેતા હરિયાણા પાસિંગની આર.સી.બુક અને જી.જે.૩. સી.એ. પ૧૯૪ નંબરની નંબર પ્લેટ મળી હતી. એ નંબર પ્લેટ ત્રણ દિવસ પહેલા અમદાવાદમાંથી રાજકોટના પી.આઇ.ની ચોરી થયેલી કારની હતી. આકરી પૂછતાછમાં ત્રિપુટીએ ચોરાઉ કાર અમદાવાદના યાદવ નામના શખ્સ પાસેથી માત્ર ૧.૪પ લાખ રૂપિયામાં ખરીદ કર્યાની કબૂલાત આપી હતી.આ ગેંગ ચોરાઉ કારના એન્જિન,ચેસીસ નંબર ગ્રાઇન્ડરથી ભૂંસી નાખી નવા નંબર એમ્બોસ કરી, રાજ્ય બહારના પાસિંગની બોગસ આર.સી.બુક બનાવી સૌરાષ્ટ્રમાં વેચી નાખે છે. અત્યાર સુધીમાં ૨૦ જેટલી ચોરાઉ કાર વેચી નાખ્યાની વિગતો બહાર આવી છે.નોંધનીય છે કે, સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોક યાદવ અગાઉ પણ વાહનચોરીના ગુનામાં બે વખત પોલીસ ચોપડે ચડી જતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.તાજેતરમાં રાજકોટ નજીક એક કારનો અકસ્માત થયો હતો. નંબરના આધારે અમદાવાદ રહેતા એ કારના માલિકનો પોલીસે સંપર્ક કરતા તેની કાર અઢી માસ પહેલા ચોરી થયાનું ખુલ્યું હતું.અમદાવાદના બે ઉઠાવગીરની શોધખોળ -સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ માટે કારની ઉઠાંતરી કરતા અમદાવાદના અંકિત યાદવ અને બાદલ યાદવ નામના બે શખ્સ સુધી પહોંચવા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.હરિયાણા આર.ટી.ઓ.માંથી ડેટા મેળવ્યા!આરોપીઓએ હરિયાણા આર.ટી.ઓ.માંથી કોમ્પ્યુટર ડેટા મેળવી રાખ્યા છે. ચોરાઉ કારના એન્જિન, ચેસીસ નંબર હરિયાણાના નંબર એમ્બોસ કરી દેતા હતા.


ડ્રેનેજનું રૂ. ૧૨ કરોડનું કામ રૂ. ૧૯ કરોડમાં ધરી દેવાયું (ઊંચા ભાવ)ની ઉદાર નીતિ સાથે લીલીઝંડી!


સરકારના એસ.ઓ.આર.ના નામે ડ્રેનેજ કામમાં ઓન(વધુ રકમ)થી કામ આપવા શરૂ થયેલી મહાપાલિકાની ઉદાર નીતિમાં વધુ એક વખત તોતિંગ ઓનથી કામની લહાણી કરી દેવામાં આવી છે. શહેરના રૈયા અને મવડીના બાકી વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક માટેના જુદા જુદા બે કામ ૬૦ ટકા અને ૬૨ ટકા ઊંચા ભાવથી મૂળ રૂ. ૧૨ કરોડનું કામ રૂ. ૧૯.૨૬ કરોડમાં આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીના નાળચામાંથી પણ આજે પસાર કરી દેવામાં આવી હતી.રૈયા ગામ અને વોર્ડ નં. ૧ના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ ફેઇઝ-૩ અને પાર્ટ-૨ હેઠળ ઝોન-૬એમાં હાઉસ કનેકશન ચેમ્બર તથા ડ્રેનેજ કલેકટીવ સિસ્ટમ નાખી સમગ્ર વિસ્તારમાં ડ્રેનેજના નેટવર્ક સાથે જોડાણ કરવા માટે મુળભૂત રીતે રૂ.પ કરોડ, ૭પ લાખ અને ૮૦ હજારના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમ ડ્રેનેજના અન્ય કામ માટે થતું આવ્યું છે તેમ આ કામ માટે પણ ૬૦.પ૦ ટકા ઓનથી રૂ.૯ કરોડ અને ૨૪ લાખમાં રાજકોટના કોન્ટ્રાક્ટર ફિનિકસ પ્રોજેક્ટ પ્રા.લી.ને આપી દેવાયું હતું. આ કામ ૧૮ માસની સમય મર્યાદામાં પૂરું કરવાની શરત રહેશે.જ્યારે ડ્રેનેજના અન્ય કામની દરખાસ્તમાં ડ્રેનેજ ફેઇઝ-૩ પાર્ટ-૨ હેઠળના ઝોન-૩એમાં મવડી અને વોર્ડ નં. ૧૩ના વિવિધ વિસ્તારોમાં હાઉસ કનેકશન ચેમ્બર સાથે ડ્રેનેજ કલેકટીવ સિસ્ટમ નાખવા મૂળ રૂ. ૬ કરોડ ૧૮ લાખ ૭૦ હજારનું કામ ૬૨ ટકા ઓન સાથે રૂ. ૧૦ કરોડ ૨ લાખ ૨૯ હજારમાં અમદાવાદની જયહિન્દ પ્રોજેક્ટ લી. કંપનીને આપવામાં આવ્યું હતું.
આમ મૂળ રૂ. ૧૨ કરોડનું કામ તોતિંગ ઓનથી અપાતા પ્રજા પર વધારાનો રૂ. ૭.૨૬ કરોડનો બોજ આવી પડશે


આઇ. સી. સી. ની નવી ડોપ ટેસ્ટ પદ્ધતિ ઓગસ્ટથી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)એ પોતાનો એન્ટી ડોપિંગ કોડ તૈયાર કરી લીધો છે. જે 1લી ઓગસ્ટથી લાગૂ કરવામાં આવશે. જેમાં બીસીસીઆઇની આપત્તિઓના કારણે વાડાના વેયરઅબાઉટ ક્લોઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા નિયમો અનુસાર ખેલાડીઓના રોકાણ સ્થાન સંબંધિત સુચનાઓ પર બે પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવશે. તેમજ ડોપિંગ ટેસ્ટ માટે ખેલાડીઓને બે પૂલમાં વહેંચવામાં આવશે. જેમાં એક ઇન્ટરનેશનલ રજીસ્ટર્ડ ટેસ્ટ પૂલ(આઈઆરટીપી) અને બીજૂ નેશનલ પ્લેયર્સ પૂલ(એનપીપી) હશે.આઈઆરટીપી હેઠળ એ ખેલાડીઓને રાખવામાં આવશે જે ડોપિંગ કેસમાં સંડોવાયા હોય અને જેમના પર પ્રતિબંધિત પ્રદાર્થ લઇ જવાની સંભાવનાઓ વધારે હોય. જ્યારે એનપીપીમાં સમાવેશ કરાયેલા ખેલાડીઓએ પોતાની અંગત બાબતો અથવા જ્યાં રોકાયા છે તે અંગે માહિતીઓ આપવી પડશે. એનપીપીમાં (આઇસીસી રેંકિંગની ટોપ 8 ટીમોના પ્રત્યેક 11 ખેલાડી)88 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. મોટાભાગના ખેલાડીઓને એનપીપીમાં રાખવામાં આવશે. જ્યારે આ ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં હોય , રમતા હોય ટ્રેનિગ શિબિરમાં હોય ત્યારે તેમનો ટેસ્ટ થશે. પરંતુ જ્યારે તેઓ ટીમ સાથે ન હોય ત્યારે અને કોઈ પ્રવાસ પર જાય ત્યારે ટીમ મેનેજમેન્ટે તે ખેલાડી અંગેની માહિતી આપવી પડશે.
ઉલ્લેખનીય છે કે, વાડાના વેયરઅબાઉટ ક્લોઝના નિયમનો સચિન સહિતના ભારતના ટોચના ખેલાડીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને બીસીસીઆઇએ તેઓનું સમર્થન કર્યું હતું અને વાડાના આ નિયમનો વિરોધ કર્યો હતો. જેને લઇને આઇસીસી દ્વારા વેયરઅબાઉટ ક્લોઝ નિયમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.


જૂલાઈમાં બે ક્રિકેટ સ્ટારોની ટેસ્ટને અલવિદા: મુરલીધરન અને શાહિદ આફ્રિદી


જૂલાઈનો મહિનો ટેસ્ટ ક્રિકેટના બે તારાના અસ્તનો રહ્યો છે. એક તરફ શ્રીલંકાના મહાન ઓફ સ્પિન બોલર મુથૈયા મુરલીધરન ભારત સામેની ગાલે ટેસ્ટ બાદ નિવૃતિ લેવાના છે. તો બીજી તરફ ઇજાના કારણે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન નહીં કરી શકનાર આફ્રિદી ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દેવાનો છે. બન્ને ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી પર નજર નાંખીએ તો મુરલીધરને પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે ખેતરામા સ્ટેડિયમમાં 20 વર્ષની વયે રમી હતી. જેમાં તેણે 141 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. તેણે કારકિર્દીની પ્રથમ વિકેટ ક્રેઇગ મેક્ડ્રોમોટ્ટના રૂપમાં મેળવી હતી.ત્યાર બાદે તેણે તેની પ્રતિભાના અવાર નવાર દર્શન કરાવ્યા હતા. અને 1992-93માં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકના વિજયમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. મુથૈયા મુરલીધરનને 132 ટેસ્ટ રમી છે જેમાં તેણે 792 વિકેટ મેળવી છે. તેણે 45 વખત ચાર વિકેટ, 66 વખત પાંચ અને 22 વખત 10 વિકેટ મેળવી છે. બીજી તરફ વનડે ક્રિકેટમાં પાકિસ્તાન માટે તોફાની બેટિંગ કરનાર શાહિદ આફ્રિદી કે જે ઓસ્ટ્રેલિયા સામેની લિડ્સની ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી રહ્યો છે. તે ચાર વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફર્યો હતો. જો કે, ઇજાઓની સમસ્યાનો સામનો કરી રહેલો આફ્રિદી લોર્ડ્સના મેદાનમાં જોઈએ તેવું પ્રદર્શન કરી શક્યો ન હતો.આફ્રિદીની કારકિર્દી પર નજર નાખીએ તો તે માત્ર 27 જ ટેસ્ટ રમ્યો છે. જેમાં તેણે 1,716 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 5 અડધી સદી અને 8 સદી ફટકારી છે. અને તેના ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન 156 છે.ટેસ્ટ ક્રિકેટ શાહિદ આફ્રિદીના આક્રમક સ્વાભાવ પ્રમાણે અયોગ્ય રહ્યું છે. કારણે કે, ટેસ્ટ ક્રિકેટ બેટ્સમેનની ધીરજની કસોટી સમાન છે. જેના કારણે તેની 13 વર્ષના ટેસ્ટ કારકિર્દીમાં તે માત્ર 27 જ ટેસ્ટ રમ્યો છે.


પ્રથમ ક્રિકેટ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇંગ્લેન્ડમાં!

આઇસીસીના ચીફ એક્ઝીક્યુટીવ હારૂન લોગાર્ટે આડકતરી રીતે જણાવ્યું હતું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2013માં ઇંગ્લેન્ડમાં યોજાઈ શકે છે.ટી20 ફોર્મેટની વધતી જતી લોકપ્રિયતાના કારણે ટેસ્ટ ક્રિકેટ તરફ લોકોનો રસ ઘટી રહ્યો હોવાની શક્યાતાના પગલે ટેસ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના આઇસીસીની ગવર્નિંગ બોડી દ્વારારજૂ કરવામાં આવી છે.લોગાર્ટે જણાવ્યું હતું કે, અમે ટેસ્ટ પ્રત્યે લોકોને રસ જળવાઈ રહે તે માટે ટેસ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવા માગીએ છીએ. જે નજીકના વર્ષો એટલે કે 2012 અથવા 2013માં યોજાય તેવી શક્યતાઓ છે. અને તે ઇંગ્લેન્ડમાં યોજાશે.તેમણે કહ્યું કે, આ ટૂર્નામેન્ટ 2013માં સ્લોટમાં હશે. જેના પર અમે કામ કરી રહ્યાં છીએ. જેમાં એક રેકિંગ ટેબલ હશે. અને તેમાં ટોચની ચાર ટીમો સેમી ફાઇનલ અને ફાઇનલમાં પહોંચશે.


કેટરિનાએ તેનાં જીવનનું રહસ્ય જણાવ્યું

બોલિવૂડની બાર્બી ડોલ કેટરિનાએ જણાવ્યું હતું કે તેને જીવનમાં ઘણાં સંઘર્ષો સર કરવાં પડ્યાં છે તેનું જીવન ખુબ અઘરું રહ્યું છે. જો કે તેણે તે પણ કહ્યું હતું કે તે પોતાની જાતને હજી પણ બાળક સમજે છે જેનાં માથા પર હમેશાં ઈશ્વરનો હાથ છે.તે ક્યારેય તેના વિશે મીડિયા દ્વારા ઘડી કાઢવામાં આવેલી વાર્તાઓ ગોસીપ પર ધ્યાન આપતી નથી. તે માને છે કે આવી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. જો તમે ધ્યાન આપશો તો તમે જ દુઃખી થશો.તેણે જણાવ્યું હતું કે, હું ખુશ છું કે હું મારા નિયમો પ્રમાણે જ જીવન જીવુ છું અને ક્યારેય પૈસા માટે ફિલ્મો કરતી નથી. તેણે તે પણ સ્વિકાર્યુ હતું કે, ફિલ્મ બૂમ તેની એક ભૂલ હતી. અને તે તેની આ ભૂલને ભૂલી જવા માંગે છે.તેણે જીવનમાં ઘણું સહન કર્યુ છે અને હવે તે તેની માતાને ચેરિટીનાં કામમાં મદદ કરી તેનું જીવન સહેલાઈથી જીવવાં ઈચ્છે છે.


કંગનાનો નવો પ્રેમ કોણ છે?

બોલિવૂડમાં હાલમાં જે ખબર વાયુવેગે ફેલાઈ રહી છે તે છે કે કંગના નિર્દેશક મોહિત સૂરીને ડેટ કરી રહી છે. ભલે આ કપલ જાહેરમાં તેમનાં સંબંધોને સ્વિકારતા ન હોય પરતું તેઓ મીડિયાની આંખોથી બચી કેવી રીતે શકે. મીડિયાએ ઘણી વખત તેઓને સાથે જોયા છે.એક અહેવાલ મુજબ ફિલ્મ લ્મહેનાં શૂટિંગ સમયથી મોહિત અને કંગના એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરતું તે સમયે મોહિત ઉદિતા ગોસ્વામી સાથે વધુ સિરીઅસ હતો. જોકે મોહિત તેનાં કંગના સાથેનાં સંબંધોનો હાલમાં સ્વિકાર કર્યો નથી.
તેમજ કંગના પણ એજ કહે છે કે હાલમાં તે સિંગલ જ છે અને હમણાં કોઈની સાથે મિંગલ થવાની કોઈજ તૈયારી નથી.જો તમારું વજન વધારે છે તો ભાડું વધારે ચૂકવવું પડશે

જો તમારું વજન વધારે છે અને તમે ટેક્સી દ્વારા પ્રવાસ કરો છો તો તમારું વજન ઓછું કરવાનું શરૂ કરી દો! શ્રીલંકાની ઓપન યુનિવર્સિટીના એન્જીનિયરિંગના એક વિદ્યાર્થીએ એક એવા ટેક્સી મીટરની શોધ કરી છે જે કિલોમીટરના બદલે પ્રવાસીના વજન પ્રમાણે ભાડું બતાવશે. આ વિદ્યાર્થીનું નામ છે કાલિન્દુ સિરીવારદેને.લિન્દુએ દાવો કર્યો છે કે તેણે જે ટેક્સી મીટર બનાવ્યું છે તે પ્રવાસમાં લાગતા સમય, રસ્તાની હાલત અને મુસાફરના સામાન સહિતના વજનના આધારે ભાડું બતાવશે.કાલિન્દુએ જણાવ્યું હતું કે કિલોમીટર પ્રમાણેના ભાડાની સિસ્ટમમાં મોટા ભાગે ડ્રાઈવર અથવા મુસાફરને નુકશાન થાય છે. તેનું કહેવું છે કે આ મિટરના ઉપયોગથી કોઈને નુકશાન નહીં થાય. જો કે તેણે જણાવ્યું હતું કે વધારે વજન ધરાવતા તેમજ વધારે સામાન લઈને પહાડના રસ્તામાં મુસાફરી કરતા લોકોએ વધારે ભાડુ ચુકવવું પડશે.


આને મહિલાનું નસીબ કહેશો કે બીજું કંઈ!

લીસા વિત્ચાલ્સ નામની 27 વર્ષીય મહિલાને ક્યારેય માતા ન બની શકવાનું દુઃખ હતું. ડોક્ટરોએ લીસાને જણાવ્યું હતું કે ભવિષ્યમાં તે ક્યારેય માતા નહીં બની શકે. પરંતુ એક દિવસ લીસાને પેટમાં જોરદાર દુ:ખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે ચાર કલાક બાદ એક બાળકને જન્મ આપ્યો હતો.આ પહેલા ડોક્ટરોએ મહિલાએ કહ્યું હતું કે તે ક્યારેય માતા બની શકશે નહીં. પરંતુ પેટલા દુઃખાવા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે તે નવ મહિનાથી ગર્ભવતી છે. હોસ્પિટલ ખાતે લીસાએ પુત્રને જન્મ આપ્યો હતો.લીસાએ જણાવ્યું હતું કે જ્યારે મને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે હું બાળકને જન્મ આપવાની છું. પરંતુ જ્યારે ખરેખર હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો ત્યારે મને આઘાત લાગ્યો હતો, હું માનવા તૈયાર ન હતી કે મારી કુખે બાળકનો જન્મ થયો છે. તેમજ મને વિશ્વાસ ન હતો કે હું માતા બની ગઈ છું.લીસા અને તેના પતિએ ગયા વર્ષ કરાવેલા એક ટેસ્ટમાં માલુમ પડ્યું હતું કે અંડ્ડાણું ન હોવાને કારણે ભવિષ્યમાં તે માતા નહીં બની શકે. એટલું જ નહીં નવ મહિના સુધી કરવામાં આવેલો પ્રેગ્નેન્સી ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો.જો કે પેટનો દુઃખાવો ઉપડતા હોસ્પિટલે ગયા બાદ ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે તે ગર્ભવતી છે, તેમજ તેના પેટમાં રહેલું બાળક હ્રદયની બીમારીથી પીડાઈ રહ્યું છે. જેના કારણે લીસાની તાત્કાલિક ડિલવરી કરવી પડી હતી.


કેટરીના સલમાનને નહીં પરણે: ગ્રહોનો સંયોગ નથી

અભિનેત્રી કેટરીના કૈફ કદી જાહેરમાં સલમાન ખાન પ્રત્યે પોતાનો પ્રેમ જતાવ્યો નથી. આટલું જ નહીં શુક્રવારે ૨૬મા જન્મદિને તેણે આપેલી મુલાકાતમાં સલમાન સાથે બ્રેક અપ થઇ ગયાનો ઇશારો કર્યો હતો. કેમકે, તેણે સ્પષ્ટ કહ્યું કે, આગામી સમયમાં મને મારો મી. રાઇટ મળી જશે.બોલિવૂડમાં ચર્ચાતી વિગતો મુજબ- કેટરીના કૈફ આમ એટલા માટે કહે છે કેમ કે, સલમાન સાથેના તેના સંબંધો પૂરા થઇ ગયા છે અગર તે મીડિયાને ગેરમાર્ગે દોરી રહી છે. જે તે હોય તે પણ કેટરીનાના ગ્રહો સલમાનના ગ્રહો સાથે મેળ ખાતા નથી તે પાક્કું છે.જયોતિષશાસ્ત્રી ભાવિક સંઘવીએ કેટરીનાની જન્મકુંડળી પરથી ભવિષ્ય ભાખ્યું છે કે, કેટરીના સલમાનને નહીં પરણે અને જો તેઓ પરણશે તો લાંબુ નહીં ટકે. તેઓ બન્ને અલગ વ્યક્તિત્વ ધરાવે છે. સંઘવીએ સલમાનના ગ્રહોનો પણ અભ્યાસ કર્યો હતો.સલમાનને જીવનસાથી સાથે મતભેદ રહેશે સલમાનની કુંડળીમાં સાતમા અને નવમાં (મંગળ) સ્થાનમાં રહેલા ગ્રહો તેને જીવનસાથી સાથે સતત મતભેદ રહેશે તેવું સૂચવે છે. કેટરીના-સલમાન બન્ને ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવતી વ્યક્તિ હોઇ મિત્રતા સુધી ઠીક છે પણ લગ્ન કરવા યોગ્ય નથી.જુલાઇ-૨૦૧૧ પહેલાં લગ્ન કરવા જોઇએ નહીં
સંઘવીએ કેટરીનાને પણ સલાહ આપી છે કે, તેણે સલમાનને જીવનસાથી તરીકે પસંદ કરવો જોઇએ નહીં. તેણે સલમાનને ગંભીરતાથી ન લેવો જોઇએ. કેટરીનાએ જુલાઇ-૨૦૧૧ પહેલાં લગ્નનો વિચાર કરવો જોઇએ નહીં.


કરણની પાર્ટીમાં એસઆરકે આઉટ આમિર ઈન

લાગે છે શાહરૂખ ખાન હવે કરણ જોહરનો માનીતો હિરો રહ્યો નથી. કદાચ આ કારણે જ કરણે શાહરૂખે ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરીની સફળતાની પાર્ટીમાં બોલાવ્યો નહતો. આશ્ચર્યની વાતતો એ હતી કે આ પાર્ટીમાં સુપર સ્ટાર આમિર ખાનને બોલાવવામાં આવ્યો હતો. પરતું એસઆરકે ને નહી તે વાત કાંઈ અજૂગતી લાગતી હતી.આ વાર્તામાં બીજુ પણ એક ટ્વિસ્ટ હતું જો સુત્રોની વાત પર વિશ્વાસ મુકીએ તો પાર્ટીમાં ફ્ક્ત આમિર જ એક એવો મહેમાન હતો જે ફિલ્મની કાસ્ટ અને ક્રૂની બહારનો હતો. અને પાર્ટીમાં હાજર હતો. સુત્રોએ તે પણ જણાવ્યું હતું કે કરણ અને આમિર વચ્ચે ઘણી નીકટતા હતી બન્ને મોટા ભાગનો સમય સાથે જ વિતાવ્યો હતો.

16 July 2010

ગુજરાત અપનાવશે ‘મોંઘવારી ’નાથવાનો કિમીયો?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ગુજરાત અપનાવશે ‘મોંઘવારી ’નાથવાનો કિમીયો?

દિલ્હી સરકારે પેટ્રોલ પંપ માલિકોના દબાણમાં ઝૂકતા ડિઝલ પર વેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કરી દીધો છે. ડિઝલ પર લાગેલા 20 ટકા વેટને સરકારે ફરીથી 12.5ટકા કરી દીધો છે. હવે દિલ્હીમાં ડિઝલની કિંમત પ્રતિ લિટર રૂ.2.70 ઘટી જશે. ડિઝલના નવા રેટ 20મી જૂલાઇથી લાગુ થશે.ગયા બજેટમાં દિલ્હી સરકારે ડિઝલ પર વેટ વધારી દીધો હતો. તેમનું કહેવું હતું કે ડિઝલનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ માટે નહિં પણ કાર ચલાવવા માટે થઇ રહ્યો છે. દિલ્હીમાં ડિઝલ કારોની સંખ્યા સતત વધી રહી છે. તેના ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ડિઝલની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો હતો. જેથી કરીને ડિઝલ કાર ખરીદવાની સાથે હતોત્સાહિત કરી શકાય. પરંતુ પેટ્રોલ પંપ માલિકોની લોબીએ સરકાર પર જબરદસ્ત દબાણ કર્યું કે ડિઝલ પરના વેટમાં ઘટાડો કરે.દિલ્હીમાં વેટ વધવાથી હરિયાણા અને યુપીની સરખામણીમાં ડિઝલ મોંઘું થઇ ગયું હતું, જેના લીધે દિલ્હીમાં વેચાણમાં 50 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. દિલ્હીમાં હાલમાં ડિઝલ પ્રતિ લિટર રૂ.40.10ના ભાવે વેચાય છે જે 20મી જૂલાઇથી રૂ.37.40ના ભાવે વેચાશે. પરંતુ આ ઘટાડો છતાં દિલ્હીમાં હરિયાણાની સરખામણીમાં ડિઝલ 1રૂપિયા મોંઘું છે.હાલ ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશો પર વેટનો દર સૌથી વધુ છે. જેના કારણે બહારથી આવતા ટ્રકધારકો ગુજરાતમાં ડિઝલ પૂરાવાનું ટાળે છે. એટલે સુધીકે, ગુજરાતનો ટ્રક જો બહારના રાજ્યમાંથી આવતો હોય તો તે મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં ડિઝલ પૂરાવીને આવવાનું પસંદ કરે છે.
ગુજરાતમાં વિપક્ષ પણ અનેક વખત માગ કરી ચૂક્યું છેકે, ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ સહિતના પેટ્રોલિયમ પેદાશો પરનો વેટનો દર બહુ ઊંચો છે. જો, તેને ઘટાડવામાં આવે તો મોંઘવારીથી પીડાતી જનતાને રાહત મળી શકે તેમ છે.


અમદાવાદ એરપોર્ટના નવા ટર્મિનલ ‘રન-વે દર્શન’

અમદાવાદ એરપોર્ટના નવા ટર્મિનલ -૨નું ડિઝાઈન ખૂબ જ અધ્યતન સ્ટાઇલનું હોવાથી મુસાફરો ઉપરાંત તેમને લેવા કે મુકવા આવતાં લોકોને ઘણી રાહત થશે. આ નવું ટર્મિનલ સંપૂર્ણપણે કાચથી બનેલું હોવાથી અંદર પ્રવેશનારી દરેક વ્યક્તિ રન-વેના સીધા ‘દર્શન’ કરી શકશે.હાલ ચાલતા ઇન્ટરનેશનલ ટર્મિનલમાં રન-વેથી વિમાનોની અવરજવર જોવા માટે વ્યુઅર્સ ગેલેરીમાં જવું પડે છે અને તેના માટે રૂ. ૬૦ની ટિકિટ લેવી પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ટર્મિનલ-૨માં પ્રવેશ ફી તો રાખવામાં આવશે. પરંતુ તે કેટલી હશે તે હજુ નક્કી થયું નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે રન-વેથી અવરજવર કરતા વિમાનો જોવાનો લ્હાવો ટર્મિનલમાં પ્રવેશતી દરેક વ્યક્તિ સરળતાથી લઇ શકશે.


દિલ્હી :શાહી વિમાનની શાહી સવલતોની એક ઝલક

દિલ્હીના ઇન્દિરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દુનિયાનું સૌથી મોટું વિમાન A380એ તાજેતરમાં જ નવા આકાર પામેલા ટર્મિનલ 3 પર લેન્ડિંગ થયું હતું. દુબઇની એરલાઇન્સ કંપની એમિરેટ્સનું આ વૈભવી વિમાન ગઇકાલે આપણા આંગણે આવ્યું ત્યારે આ શાહી વિમાનની આ શાહી સવલતોની એક ઝલક અહિં પ્રસ્તુત છે.


મેકડોનાલ્ડમાં એક બર્ગર કે ચિપ ખવડાવો યુવતી પટાવો!

કોલેજીયન યુવકો બહુ સારી રીતે જાણતા હશે કે કોઈ યુવતીને પટાવવા માટે કેટલા પાપડ પેલવા પડે છે. પરંતુ સ્કોટલેન્ડના પર્થમાં ચપટી વગાડતા જ યુવતી પટી જાય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે.અહીંની દસમાંથી એક યુવતીએ સ્વીકાર કર્યો હતો કે મેકડોનાલ્ડમાં એક બર્ગર કે ચિપ માટે કોઈ પણ યુવક સાથે ડેટિંગ પર જવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે બીજા નંબરે રહેલી ગ્લાસગોની યુવતીઓએ જણાવ્યું હતું કે તે એક ફિલ્મ માટે ડેટિંગ પર જવા તૈયાર છે.જ્યારે સ્કોટલેન્ડના દંન્દીની 14 ટકા મહિલાઓએ કહ્યું હતું કે જો તેનો બોયફ્રેન્ડ તેને જમવા માટે બહાર લઈ જાય તો તે તૈયાર થવા પણ રહેતી નથી. ગ્રુપોલા ડોટ કોમ નામની એક વેબાસાઈટે 1655 મહિલાઓ પર કરેલા અભ્યાસ બાદ આ તારણો રજૂ કર્યા હતાં.જ્યારે સ્કોટલેન્ડના એબેરદીન શહેરની 15 ટકા યુવતીઓએ કહ્યું હતું કે જે કોઈ તેના પર 150 પાઉન્ડનો ખર્ચ કરી શકે તેની સાથે તે ડેટિંગ પર જવાનું પસંદ કરશે. જ્યારે 16 ટકા અબેરદીન યુવતીઓએ કહ્યું હતું કે તે એક વખત ડેટ પર ગયા બાદ તે યુવક સાથે સુવાનું પસંદ કરશે.


સિંહના બચ્ચા સાથે નગ્ન પોઝ

હોલિવૂડ અભિનેત્રી જુલિયન મૂરેએ એક જાહેરાત માટે થોડા સમય પહેલા જ સિંહના બચ્ચા સાથે નગ્ન પોઝ આપ્યો છે. ડિસેમ્બરમાં મૂર 50 વર્ષની થશે.મર્ટ એલાસ અને મર્ક્યુસ પીગોટ્ટે જાહેરાતનું શુટ કર્યુ છે. મૂરેએ ગળામાં ફેન્સી નેકલેસ, બુટ્ટી, ઘડિયાળ અને બ્રેસલેટ પહેર્યુ છે.મૂરેએ પોતાના લાંબા વાળને પોતાના ખભા પર રાખ્યા છે. તેણે પોતાના શરીરને સિંહના બચ્ચા દ્વારા ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય તેણે હાથમાં એક મોંઘી બેગ રાખી છે.મૂરેની હમણાં જ ધ કિડ્સ આર ઓલ રાઈટ નામની ફિલ્મ રીલિઝ થઈ છે. તેમાં તેણે લેસ્બિયન માતાની ભૂમિકા ભજવી છે અને તેને બે બાળકો હોય છે.આ ફિલ્મમાં બાળકો પોતાના પિતાને ઓળખી નાંખે છે અને બાળકો કઈ રીતે પિતાને ઓળખે છે તે દર્શાવવામાં આવ્યું છે.

અમેરિકા : મહિલાએ પુત્રીના બાળમિત્રો સાથે શરીર ભૂખ સંતોષી

અમેરિકાની એક મહિલા પર બે બાળકોની જાતીય સતામણી કરવાના આરોપ લગાવવામાં આવ્યો છે. બંનેની ઉંમર 14 અને 15 વર્ષ છે. બંને બાળકો મહિલાની પુત્રીના મિત્રો છે.શિકાગોની 40 વર્ષીય કેથલીન મિલર પર તેની 14 વર્ષની પુત્રીના બે બાળ
મિત્રોને દારૂ પીવડાની તેની સાથે સેક્સ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્રણ બાળકોની માતા એવી કેથલીન જ્યારે એક બાળક સાથે સેક્સ કરી રહી હતી ત્યારે અચાનક તેની પુત્રી રૂમમાં આવી પહોંચી હતી. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે બાળકે ફેસબુક પર આવા કૃત્ય બદલ બાળકીની માફી માગી લીધી છે. પરંતુ બાળકના પિતાએ ફેસબુક પર આવો આવો સંદેશો જોઈ લેતા તેણે કેથલીન સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.સ્થાનિક સ્ટેટ એટર્ની જનરલ ઓફિસના જણાવ્યા પ્રમાણે મહિલાએ ફેબ્રુઆરીથી જૂન વચ્ચે પોતાના ઘરે બંને બાળકોનું શારીરિક શોષણ કર્યું હતું. જ્યારે કેથલીનના વકીલે એવી દલીલ કરી હતી કે મહિલાએ બાળકો સાથે કોઈ ખોટું કામ કર્યું નથી. તેમજ બંને બાળકો ડ્રગ્સ અને આલ્કોહોલ લઈને મહિલાના ઘરે આવ્યા હતાં. કેથલીનના વકીલે વધુમાં જણાવ્યું હતું કે આવા આરોપ બાદ મહિલાને પરિક્ષણ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પોલીસે મહિલા જેલમાં છે, તેમજ તેના ત્રણેય બાળકોની સાર-સંભાળ તેની બહેન રાખી રહી છે.

શાહરૂખ ‘કૂતરો’ અને અસીન ‘ગાય’...!

આમિર ખાન ઘણી વખત બ્લોગ પર પોતાના કૂતરા શાહરૂખની વાત કરતો હોય છે. હવે, દક્ષિણ ભારતના ફિલ્મ દિગ્દર્શકે પોતાની ફિલ્મમાં પ્રાણીઓના નામ બોલિવૂડ અભિનેતા-અભિનેત્રીઓના નામ રાખ્યા છે.દિગ્દર્શક પંડીરાજે પોતાની આગામી ફિલ્મ વંસામમાં ગાયનું નામ અસીન રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. ગાયનું નામ અસીન માત્ર મજાક ખાતર રાખ્યું છે.ઉલ્લેખનીય છે કે, તમિલ સિનેમામાં અસીનનું નામ ઘણું જ મોટું છે. આમિરે પોતાના કૂતરાનું નામ શાહરૂખ રાખ્યું હતું.જાતિ પરીક્ષણ રોકવા તંત્રનો નવો નુસખો

હવે આ કોલ્હાપુર પેટર્ન આખા રાજ્યમાં લાગુ કરવાની આરોગ્ય પ્રધાનની વિધાન પરિષદમાં જાહેરાત : કોલ્હાપુરમાં દરેક સોનોગ્રાફી મશીનમાં આ ઉપકરણ બેસાડવામાં આવ્યું છે.માતાના ગર્ભમાંથી ‘છોકરી’ શોધી કાઢીને સોનોગ્રાફી સેન્ટરમાં જઈને ગર્ભની જાતિ નક્કી કરવાનો કોઈએ પ્રયાસ કર્યો તો તમારા ઉપર સાઈલન્ટ ઓબ્ઝર્વરની નજર છે એ ધ્યાનમાં રાખજો, એવી ચીમકી રાજ્ય સરકારે વિધાન પરિષદમાં આપી હતી અને સ્ત્રીભ્રૂણ હત્યાના વિરોધમાં તેની ઝુંબેશ વધારે ઉગ્ર કરવાનો સંકેત આપ્યો હતો.રાજ્યમાં સ્ત્રીભ્રૂણની હત્યા રોકવા બાબતે મોહન જોશી, જયપ્રકાશ છાજેડ, સુભાષ ચવ્હાણ અને અન્ય સભ્યોએ પ્રશ્ન પૂછ્યો હતો. તેનો જવાબ આપતાં આરોગ્ય પ્રધાન સુરેશ શેટ્ટીએ કહ્યું હતું કે, ‘કોલ્હાપુરના જિલ્લાધિકારીએ ત્યાંના સોનોગ્રાફી સેન્ટરોમાંનાં દરેક મશીનમાં સાઈલેન્ટ ઓબ્ઝર્વર નામનું ઉપકરણ બેસાડ્યું છે.આ કોલ્હાપુર પેટર્ન હવે રાજ્ય્ભરમાં લાગુ કરાશે. મહિનાની અંદર સોનોગ્રાફી મશીનમાં શાની શાની તપાસ કરાઈ તેની નોંધ આ ઓબ્ઝર્વર કરે છે. તેના પરથી ક્યા દિવસે કોણે ગર્ભનું જાતિ પરીક્ષણ કરાવ્યું છે તે જાણી શકાશે. આ પ્રકારની તપાસ કરાવનારાં પર પગલાં લેવાનું સરળ બનશે.


આરોપીને હાથકડી સાથે રજુ કરતાં કોર્ટે પોલીસને ઝાટકી

નરોડાપાટિયા કેસના આરોપીની અરજીને ધ્યાને લઈ કોર્ટમાં હાથકડી નહીં પહેરાવવા પોલીસને આદેશ,આરોપીને પણ તેનું વર્તન સુધારવા કોર્ટની તાકીદ નરોડા પાટિયા કેસના આરોપીને ગુરુવારે કોર્ટ સમક્ષ હાથકડીમાં રજુ કરાતા,ડેઝિગ્નેટેડ કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી.પોલીસના આ વલણ સામે આરોપીએ કોર્ટમાં હંગામો મચાવીને અરજી કરી હતી. જેને ધ્યાને લઈ કોર્ટે પોલીસને હૂકમ કર્યો હતો કે, આરોપીની હાથકડી દૂર કરવી તેમજ જ્યાં સુધી કોર્ટ આદેશ ન કરે ત્યાં સુધી આરોપીને કોર્ટમાં હાથકડી પહેરાવી લાવવો નહીં. કોર્ટે આરોપીને ટકોર પણ કરી હતી તે પોતાનું વર્તન સુધારે.સામાન્ય રીતે કોર્ટમાં કોઈ પણ આરોપીને હાથકડી પહેરાવીને ન લાવી શકાય નહીં. તેમ છતાં ગુરુવારે નરોડા પાટિયા કેસના આરોપી ક્રિપાલસિંહને પોલીસે હાથકડી પહેરાવીને ડેઝિગ્નેટેડ કોર્ટનાં જજ ડો. જયોત્સનાબહેન યાક્ષિકની સમક્ષ રજુ કર્યો હતો. આરોપીએ કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે, પોલીસે નિયમની વિરુદ્ધ હાથકડી પહેરાવી તેને કોર્ટમાં રજુ કર્યો છે. સામે પોલીસે દાવો કર્યો હતો કે, આરોપીનું વર્તન યોગ્ય નથી.તેમના અસામાન્ય વર્તનને કારણે અમે તેમને હાથકડી પહેરાવી હતી. બંને પક્ષની વાત સાંભળીને કોર્ટે હુકમ કર્યો હતો કે, કોર્ટ જ્યાં સુધી પરવાનગી ન આપે ત્યાં સુધી આરોપીને હાથકડી પહેરાવવી નહીં અને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવું. તે સાથે પોલીસને અન્ય કેદીને લગતા અન્ય કાયદાઓનું પણ ચુસ્તપણે પાલન કરવા આદેશ કર્યો હતો.


નવીદિલ્હીમાં ઇન્દિરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન નહીં 'શ્વાનરાજ' માટેનો રનવે

નવીદિલ્હીમાં ઇન્દિરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમિરાતનું એરબસ એ-380 વિમાન ઉતર્યું હતું. જોકે, આ સમયે જ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલ્લી ગઇ હતી.અમિરાત એરબસના ભવ્ય વિમાનના ઉતરાણ પહેલા જ એક શ્ર્વાનરાજ જમીન રનવે ઉપર આવી ચડ્યા હતા. જેમણે લગભગ પાંચ મિનિટ સુધી એરપોર્ટના સંચાલકોને કવાયત કરાવી હતી. ત્યારબાદ એરપોર્ટના વાહનોએ તેમને નસાડી મુક્યો હતો. જોકે, તેનાથી નવીદિલ્હીના નવા એરપોર્ટના રનવેની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થઇ ગયા છે.ગુરૂવારે બપોરે બે વાગ્યા અને પચાસ મિનિટે આ વિમાન રનવે ઉપર ઉતરવાનું હતું. પરંતુ, વિમાન જમીનને અડકે તે પહેલા છેક છેલ્લી ઘડીએ વિમાનનું લેન્ડિંગ નહીં કરાવવાનો નિર્ણય લીધો હતો. કારણકે, એ સમયે વાતાવરણ લેન્ડિંગ માટે અનુકૂળ ન હતું. આથી પાઇલોટે વિમાનને હવામાં લગભઘ ચાલીસ મિનિટ સુધી ચક્કર લગાવડાવ્યા હતા. જો, શ્ર્વાનરાજ વધુ સમય માટે રનવે પર રહ્યાં હોત તો વિમાનનું સલામત ઉતરાણ પણ ખતરામાં પડી જાત. જોકે, આ પછી વિમાનનું વોટર કેનન સેલ્યુટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.


સૌથી અલગ રૂપિયો : ઐતિહાસિક પરંપરાથી જ જન્મ્યાં છે મુખ્ય કરન્સીઓનાં ચિહ્ન

આપણું ચલણ રૂપિયાનું પ્રતીક ચિહ્ન લાવવા પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા ચલણને મજબૂત રીતે રજુ કરવાની સાથે તેને પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળના ચલણથી અલગ દેખાડવાનું પણ છે. આપણા આ પાડોશીઓને ત્યાં પણ ઉચ્ચારણના નજીવા તફાવતની સાથે ચલણ માટે રૂપિયા શબ્દનો જ ઉપયોગ થાય છે. આપણે ત્યાં રૂપિયો અંગ્રેજોના જમાનાથી ચલણમાં છે. તે વખતે આ ૧૧.૬૬ ગ્રામ વજનનો સિક્કો હતો, જેમાં ૯૧.૭ ટકા ચાંદી હતી. ત્યારે આ ૧૬ આના, ૬૪ પૈસા અને ૧૯૨ પાઇમાં વહેંચવામાં આવતો હતો. ૧૯૫૭માં રૂપિયાને ૧૦૦ પૈસામાં વહેંચવામાં આવ્યો.આ વિશ્વની સૌથી જુની કરન્સી છે, જે આજે પણ ઉપયોગમાં છે. ૧૩મી સદીના ઇંગ્લેન્ડમાં સ્ટર્લિંગ નામનો ચાંદીનો સિક્કો ચાલતો હતો. ૨૪૦ સિક્કા એક પાઉન્ડની બરાબર થતા હતા. જ્યારે રકમ વધુ હોય તો, પાઉન્ડ્સ ઓફ સ્ટર્લિંગ કહેવામાં આવતું હતું. ધીમે ધીમે ચલણનું નામ જ પાઉન્ડ સ્ટર્લિંગ થઇ ગયું. રોમન લોકો પાઉન્ડ માટે લિબ્રી શબ્દનો ઉપયોગ કરતા હતા. પાઉન્ડ સ્ટર્લિંગના ચિહ્નનું એલ આ જ શબ્દથી આવ્યું છે.

એક ભૂલ અને ખેલ...

નોર્વેનો બહાદૂર ઈસ્કિલ ખતરનાક સ્ટન્ટ કરવા માટે જાણીતો છે. 30 વર્ષીય ઈસ્કિલે તાજેતરમાં નોર્વે ખાતે આવા અમુક ખતરનાક સ્ટન્ટ કર્યા હતાં. જેમાં તેણે એક હજાર મિટર ઉંચાઈ પર આવેલા એક પથ્થર પર ઉંચી ખુરશી પર ઉભા રહેવાનો સ્ટન્ટ કર્યો હતો. આ ઉપરાંત તેણે 300 ફૂટની ઉંચાઈ પર પોતાના શરીરને બેલેન્લ કરીને ખતરનાક સ્ટન્ટ કર્યા હતાં. ઈસ્કિલ દ્વારા કરવામાં આવેલા સ્ટન્ટમાં ખાસ વાત એ હતી કે તે સ્ટન્ટ કરતી વખતે જો જરાપણ ભૂલ કરી બેસે તો તેનાથી તેનો જીવનું જોખમ રહેલું હતું. પોતાના શરીરને આવા સ્ટન્ટ કરવા માટે ફીટ રાખવા માટે ઈસ્કિલ દરરોજ યોગા કરે છે.


કૃષ્ણાને કુરૈશીનો ટોણો, તૈયારી વગર પાકિસ્તાન આવી ગયા

ગુટલીબાજ પાકિસ્તાને ફરી એક વખત પોતાના નાપાક ઈરાદાઓ જાહેર કર્યા છે. ભારતના વિદેશ મંત્રી કૃષ્ણા પાકિસ્તાનના પ્રવાસ છે એવા સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરૈશીએ એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે બંને દેશ વચ્ચે વાર્તાલાપ માટે ભારત ગંભીર નથી. ભારતના વલણને અયોગ્ય ગણાવતા તેમણે જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન કાશ્મીર મુદ્દાને અવગણી શકાય નહી. એક વખત ફરી કાશ્મીરનો રાગ તાણતા તેમણે કહ્યું હતું કે, સીરક્રીક પર વાતચીત થઈ શકે છે તો સિયાચિન પર કેમ નહીં.કુરૈશીએ ભારત-પાક શાંતિ મંત્રણાની નિષ્ફળતા અંગે ભારતને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે, ભારત શાંતિ મંત્રણા માટે સંપૂર્ણ રીતે તૈયાર ન હતું. કુરૈશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન હંમેશા વાર્તાલાપ માટે તૈયાર છે, આથી ભારતે તેની અવગણના કરવી જોઈએ નહી.કુરૈશીએ જણાવ્યું હતું કે ભારત જેને અગ્રિમતા આપી રહ્યું છે એવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે અને પાકિસ્તાનના દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની અવગણના કરવામાં આવશે તો મને નથી લાગતું કે બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણા શક્ય છે.કુરૈશીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ભારતના પ્રશ્નોને સમજીએ છીએ તેમજ તેના ઉપર કામ કરવા માગીએ છીએ. પરંતુ બીજી તરફ ભારતે પણ પાકિસ્તાનની સમષ્યાઓ અને મુખ્ય પ્રશ્નોને સમજવા જોઈએ.


જન્માષ્ટમીએ દ્વારકાથી રામદેવજીની ‘ભારત નિર્માણ યાત્રા’

‘યોગ ગુરુ’ તરીકે જાણીતા થયેલા સ્વામી રામદેવજી પોતાની ‘ભારત નિર્માણ યાત્રા’નો પ્રારંભ ગુજરાતથી દ્વારકાધીશના આશીર્વાદ લઇ જન્માષ્ટમી, તા.૨ સપ્ટેમ્બરથી કરવાના છે. યાત્રાના પ્રથમ દિવસે જ દ્વારકા ખાતે ‘વિરાટ સંત સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સંન્યાસીઓ, સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. આ યાત્રા પ્રથમ તબક્કામાં દેશભરના ૩૦૦ જિલ્લાઓમાં ફરશે. આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને માહિતી આપતા કેન્દ્રીય પ્રભારી ડો.જયદીપ આર્યએ જણાવ્યું કે આ ‘ભારત નિર્માણ યાત્રા’નો મુખ્ય હેતુ ભ્રષ્ટાચાર સામે જન આંદોલન ઉભું કરવાનો, ભાષા-પ્રાંત-જાતિ વાદ દૂર થાય તેનો અને રાષ્ટ્રપ્રેમી, સાિત્વક લોકોના સંગઠનનો છે. જેનો પ્રારંભ સ્વામી રામદેવજી દ્વારકાથી જન્માષ્ટમીના દિવસે કરશે. આ યાત્રા માટે વિશિષ્ટ રથ બનાવવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે ૩૦ દિવસમાં ૩૦ જિલ્લાઓ એમ, ૩૦૦ દિવસમાં ૩૦૦ જિલ્લાઓ સુધી યાત્રાનાં પ્રથમ તબક્કામાં આ યાત્રા જશે. યાત્રામાં દરરોજ યોગ શિબિર, ખેડૂત સંમેલન અને આદર્શ ગામમાં જઇ કૃષિ, વ્યસનમુિકત સહિત વિવિધ વિષયો પર ગ્રામજનો સાથે ચર્ચા થશે. સ્વામી રામદેવજી ભારતને જગદ્ગુરુ અને સુપર પાવર બનાવવા માગે છે. તે માટે સાિત્વક લોકો સંગઠીત બને તે માટે આ યાત્રાનો પ્રયાસ રહેશે. દરેક જિલ્લામાંથી ૧ લાખ સભ્યો બને તે માટેનું આંદોલન ચાલી રહ્યું છે.તેમણે કહ્યું કે આ યાત્રા રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે નહીં પણ રાજનીતિની સફાઇ માટેની છે. ભ્રષ્ટાચાર મુકત ભારતના નિર્માણ માટે આ યાત્રા નીકળશે. જેવી રીતે આધ્ય શંકરાચાર્યજીએ ભારતને જોડવા માટે યાત્રા કરી હતી. તે જ રીતે આ યાત્રા જાતિવાદ-પ્રાંતવાદ-ભાષાવાદથી મુકત થઇ એક સંગઠીત ભારત માટેની પણ છે.દ્વારકાથી તા.૨ સપ્ટેમ્બરથી પ્રારંભ થનારી આ યાત્રા જામનગર, પોરબંદર, સોમનાથ મહાદેવ, જુનાગઢ, ઉપલેટા, રાજકોટ, મહુવા, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ-પાલનપુર થઇ તા.૧૫મી સપ્ટેમ્બરે આ યાત્રા રાજસ્થાન પ્રવેશ કરશે. અમદાવાદમાં આ યાત્રા તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ આવશે.સગીર પર ભારે પડ્યો 'નસબંદી' નો ટાર્ગેટ

હાલ મધ્યપ્રદેશમાં વસ્તી નિયંત્રણ સપ્તાહની ઊજવણી ચાલી રહી છે. જેના અનુસંધાને દરેક જીલ્લાની હોસ્પિટલોમાં પરિવાર નિયોજન સંબંધી અભિયાન ચાલી રહ્યાં છે. જેમાં દરકે હોસ્પિટલના કર્મચારીને પુરૂષ નસબંદી કરાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જોકે, તેના કારણે એક કિશોર મુસીબતમાં મુકાઇ ગયો છે.સુખચેન નામનો સત્તર વર્ષનો કિશોર રિક્શા ચલાવીને આજીવિકા રળતો હતો. એક દિવસ તે માંડલાની હોસ્પિટલમાં કેટલાક મુસાફરોને મુકવા માટે પહોંચ્યો હતો, ત્યારે હોસ્પિટલના કર્મચારીઓ તેને જબરદસ્તીથી અંદર લઇ ગયા હતા. સુખચેનને 1,100 રૂપિયા આપવાની લાલચ આપીને તેની નસબંદી કરી નાખી હતી.સુખચેનની માતા અને તેના પરિવારજનોએ હોસ્પિટલના કર્મચારીઓ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. એ. કે. સક્સેના, કલેક્ટર કે. કે. ખરે સહિતના અધિકારીઓએ આ ઘટનામાં તપાસનું આશ્વાસન આપ્યું છે તથા દોષિતો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.


વટવામાં કેમિકલ ચોરીના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

વટવામાં કેમિકલ ફેકટરી ભાડે રાખી કેમીકલ ભરેલા ટેન્કરોની હેરાફેરી કરતા ડ્રાયવર-કલીનર સાથે સાંઠ ગાંઠ કરીને ચાલતા કેમિકલ ચોરીના રાજ્ય વ્યાપી કૌભાંડનો ડીજી વજિીલન્સ સ્કવોડે પર્દાફાશ કર્યો છે. હાલમાં પોલીસે ગોડાઉનના બે કર્મચારી તેમજ ટેન્કર ડ્રાયવરની ધરપકડ કરી કેમિકલ ભેરલુ ટેન્કર,ખાલી-કેમિકલ ભરેલા બેરલ સહિત રૂ.૧૧.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દેવાંગ તેમજ તેની પાસેથી કેમિકલ ખરીદતા નટુભાઇ પટેલ નામના વેપારીની શોધખોળ શરુ કરી છે.પ્રાપ્તમાહિતી અનુસાર,રીફાઈનરીઓમાંથી જુદા જુદા કેમિકલો ભરીને નીકળતા ટેન્કર ચાલકો તેમજ કલીનરો સાથે સાંઠ ગાંઠ કરીને કેમિકલ ચોરીના ચાલતા રાજ્યવ્યાપી કૌભાંડ વિશે મળેલી બાતમીના આધારે ડીજી વજિીલન્સ સ્કવોર્ડના પીઆઈ કે.એમ.કાપડિયાએ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મોહનભાઇ તેમજ કોન્સ્ટેબલ બેન્ઝામીન સહિતના સ્ટાફ સાથે વટવામાં વોચ ગોઠવી હતી. દરમિયાનમાં વહેલી સવારે ત્યાં આવી પહોંચેલા ટેન્કરનો પોલીસે પીછો કરતા આ ટેન્કર વટવા ગુજકો માશલોના ગ્રાઉન્ડ ની પાછળ આવેલ હેતલ કેમિકલમાં પહોંચ્યુ હતુ.જયાં ટેન્કરમાં પાઇપ નાખીને ૨૦૦ લીટરના બે બેરલ ભરીને કેમિકલ કાઢવામાં આવી રહ્યુ હતુ. જેથી પોલીસે કેમિકલની ચોરી કરતા રાજેન્દ્ર સહીરામ વણઝારા અને દેવા જગરામ વણઝારા તેમજ ટેન્કર ચાલક જસવીન્દરસિંગ અજીતસિંગ સંધી(જાટ)ને ઝડપી લીધા હતા.જ્યારે પોલીસે તપાસ કરતા તેમણે ટેન્કરમાંથી બે બેરલભરીને ફોર્મલ ડી હાઈડ નામનું કેમિકલ તેમજ આ જ કેમિકલ ભેરલા ટેન્કર સહિત કુલ રૂ.૧૧.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે હેતલ કેમિકલ ફેકટરીના મૂળ માલિક ભરતભાઇપટેલ પાસેથી સેટેલાઈટ ખાતે રહેતા દેવાંગ ઉર્ફે ગૌરાંગ શાહે છ માસ અગાઉ આ ગોડાઉન ભાડેથી રાખ્યુ હતુ. દેવાંગ જુદી જુદી રીફાઈનરીઓમાંથી કેમિકલો ભરીને નીકળતા ટેન્કરના ચાલકો-કલીનરો સાથે સાંઠ ગાંઠ કરીને ટેન્કર પોતાના ગોડાઉન સુધી લાવતો હતો.જયાં તેણે નોકરી રાખેલા રાજેન્દ્ર અને દેવા નામના માણસો ટેન્કરોમાંથી પાઈપ દ્વારા કેમિકલ કાઢી લેતા હતા.આટલું જ નહીં દેવાંગ આ બંને માણસોને ડ્રાયવર-કલીનરે ચુકવવા માટે એડવાન્સ પૈસા પણ આપી રાખતો હતો. જ્યારે ફોર્મલ ડી હાઈડ કેમિકલાના બે બેરલના ટેન્કર ડ્રાયવરને રૂ.૧૪૦૦ ચુકવવામાં આવ્યા હતા.વધુમાં તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતુ કે દેવાંગ છેલ્લા છ માસથી આ કૌભાંડ આચરતો હતો અને ચોરી કરેલુ કેમિકલ ઘોડાસરના નટુભાઇ પટેલ નામના વેપારીને વેચી દેતો હતો. આ માહિતીના આધારે પોલીસે દેવાંગ અને નટુની શોધખોળ શરુ કરી છે.


કોમનવેલ્થ દરમિયાન જ ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચે ક્રિકેટ મેચ રમાશે

ભારતીય ઓલમ્પિક સંઘ(આઈઓએ) દ્વારા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન બીસીસીઆઇ ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણી યોજે નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ બીસીસીઆઇએ ઓઈઓએની આ રજૂઆતને નકારી દીધી છે. જો કે, બીસીસીઆઇ દ્વારા કેટલા ફેરફાર કરવામાં આવ્યા છે.તેમ છતાં મેચો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન યોજાશે. આઈઓએ એ આ માટે ખેલ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. જો કે, બોર્ડનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમના પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવા અંગે કોઈએ પણ દબાણ કર્યું નથી.નવા કાર્યક્રમ અંતર્ગત બે ટેસ્ટ મેચ એક દિવસ પહેલા શરુ થશે. પ્રથમ ટેસ્ટ મોહાલીમાં 1 ઓક્ટોબરે અને બીજી ટેસ્ટ બેંગ્લોરમાં 9 ઓક્ટોબરથી શરુ થશે. વનડે શ્રેણીના કાર્યક્રમમાં પણ થોડાક ફેરફાર કરવામાં આવ્યો છે.પ્રથમ વનડે 17 ઓક્ટોબરે કોચિ, બીજી 20 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં રમાશે, જ્યારે ત્રીજી વનડે 24મીએ ગોવા ખાતે યોજાશે. બીસીસીઆઇએ ન્યુઝીલેન્ડના 4 નવેમ્બરથી શરુ થતાં ભારત પ્રવાસના કાર્યક્રમની પણ ઘોષણા કરી હતી.

વેરાવળનાં પાટણસોમનાથમાં નિંદ્રાધીન તરૂણીનું સર્પદંશથી મોત

વેરાવળનાં પાટણસોમનાથ ગામની સીમનાં જંગલમાં રહેતી કિરણ બાબુભાઇ ગોસ્વામી નાંમની બાવાજી તરૂણી શુક્રવારે મોડી રાત્રે તેનાં ઘરે સુતી હતી. ત્યારે નિંદ્રાધીન તરૂણીને સપેg દંશ દેતા બુમાબુમ કરી મુકી હતી. જેથી પરિવારજનો જાગી જતા તરૂણીએ સાપે દંશ માર્યાની વાત કરતા પરિવારજનો તુરંત સારવાર માટે વેરાવળ હોસ્પિટલ લઇ ગયા હતા.તરૂણીની તબિયત બગડતા વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખસેડાઇ હતી.પરંતુ તરૂણીની સારવાર કારગત ન નિવડતા તેણીએ ટુંકી સારવારમાં જ દમ તોડયો હતો. બનાવથી બાવાજી પરિવારમાં શોકનું મોજું ફરિ વયું છે. હોસ્પિટલ ચોકીનાં સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી છે.

રાજકોટને પાણી પાણી કરવાનું વચન ક્યાં ગયું?’

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટને પાણી પાણી કરવાનું વચન ક્યાં ગયું?’

રાજકોટમાં ભર ચોમાસે ઝીંકાયેલા પાણીકાપ પાછળ માત્રને માત્ર મનપાના શાસકોની જ અણઆવડત જવાબદાર હોય પૂરતું નર્મદા નીર આપી પાણીકાપ ઉઠાવી લેવાની માગણી સાથે આજે કોંગી આગેવાનો મુખ્યમંત્રીને મળવા ગયા હતા પરંતુ મિટિંગમાં વ્યસ્ત હોવાનું કારણ આપી મુખ્યમંત્રીને મળવાની ના પાડી દેતા કોંગી આગેવાનોને મુખ્યમંત્રીના મદદનીશને આવેદન આપી તેમાં એવો રોષ વ્યક્ત કર્યો હતો કે,રાજકોટને પાણી પાણી કરી દઇશું એવુ તમારું વચન ક્યાં ગયું?રાજકોટમાં ઝીંકાયેલો પાણીકાપ ઉઠાવી લેવામાં નહીં આવે તો રસ્તારોકો જેવા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપ્યા બાદ સરકારને અલ્ટીમેટમ આપવાના ભાગરૂપે કોંગી આગેવાનોએ કલેક્ટર એચ.એસ.પટેલના માધ્યમથી મુખ્યમંત્રીનો સમય માગ્યો હતો. બે દિવસથી કોઇ પ્રત્યુત્તર ન મળતા અંતે આજે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મનપાના વપિક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર અશોક ડાંગર, પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપૂત સહિતના આગેવાનો ગાંધીનગર મોરચો લઇને ગયા હતા.જો કે ત્યા મુખ્યમંત્રીએ પોતે મિટિંગમાં વ્યસ્ત હોય સમય આપી શકશે નહીં તેમ કહી મળવાની ના પાડી દીધી હતી. સામે કોંગી આગેવાનો પણ મુખ્યમંત્રીના મદદનીશને આવેદન આપી નીકળી ગયા હતા. આવેદનમાં એવો આક્રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, ૨૦ મિનિટ પાણી મેળવવું એ રાજકોટવાસીઓનો અધિકાર છે. પ્રજા પૂરતો ટેક્સ ભરે છે. તેની સામે સરકાર માત્ર પોકળ વચનો જ આપે છે.કોંગી આગેવાનોએ મુખ્યમંત્રીને એવો સણસણતો સવાલ પણ પૂછયો છે કે, રાજકોટ આવીને વારંવાર બરાડા પાડીને એવું કહો છો કે, રાજકોટને પાણી પાણી કરી દઇશું. આ વચન ક્યાં ગયા


સેહવાગ, યુવરાજ, અને ધોની સચિન માટે આટલું કરશે?

ન્યુઝીલેન્ડના પૂર્વ બોલર અને હાલના કોમેન્ટેટર ડેન્ની મોરિસન ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે, ભારત 2011નો આઈસીસી વિશ્વકપ જીતી શકે છે. સચિનના વિશ્વકપના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ટીમના વિસ્ફોટક બેટ્સમેનો સેહવાગ, યુવરાજ, ધોની અને ગંભિરે સારું પ્રદર્શન કરવું પડશે. પરંતુ પ્રશ્ન એ છે શું તે સચિન માટે તેવું કરી શકશે ખરા?44 વર્ષિય મોર્રિસને જણાવ્યું હતું કે, મારું માનવું છે કે, 2011નો વિશ્વકપ જીતવાની ભારત પાસે એક સૂવર્ણ તક છે.પોતાના હોમ ગ્રાઉન્ડ રમવાનું હોવાથી તેમને ફાયદો થશે. જો કે, તેમના પર સારા પ્રદર્શનનું દબાણ રહેશે પરંતુ તે શ્રેણી હોસ્ટિંગનો એક ભાગ છે.માસ્ટર બ્લાસ્ટર સચિને ભારતના વિજય માટે કેટલાક સારા શોર્ટ ફટકારવા પડશે. જો કે, માત્ર સચિનના કારણે જ ભારત વિશ્વકપ જીતી શકે નહીં. આ માટે ટીમના સાથી અને અનુભવી ખેલાડીઓ વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ગૌતમ ગંભિર અને સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ પણ સારું પ્રદર્શન કરવું પડશે.ટેસ્ટમાં 160 અને વનડેમાં 126 વિકેટ મેળવનાર ન્યુઝીલેન્ડના ઝડપી બોલરનું કહેવું છે કે, તમે અનુભવી શકો છો કે, ભારત કંઇક નવું કરવા ઇચ્છી રહ્યું છે.


સચિન વનડેમાં પણ બે વખત બેટિંગ કરશે?

અંધવિશ્વાસમાં માનનાર ખેલાડીઓમાનો એક માસ્ટર બ્લાસ્ટર સચિને તેંડુલકર વનેડમાં આઉટ થયા બાદ જ્યાં સુધી ઇનિંગ પુરી થતી નથી ત્યાં સુધી પોતાના પેડ ઉતારતો નથી. પરંતુ બહું જલ્દી તે એક દિવસિય સ્પર્ધામાં બીજી વખત બેટિંગ કરવા માટે આવું કરશે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વનડે મેચો પ્રત્યે ક્રિકેટ રસીકોનો રસ જળવાઇ રહે તે માટે એક નવો પ્રયોગ કરવા જઇ રહ્યું છે. જે અંતર્ગત વનડે મેચોમાં એક અથવા બે ટોચના ખેલાડીઓને બે વખત બેટિંગ કરવાની પરવાનગી આપવામાં આવશે.ટી-20 જેવા ઝડપી ફોર્મેટનું ક્રિકેટની દૂનિયામાં આગમન થયા બાદ ટેસ્ટ અને વનડે ક્રિકેટની લોકપ્રિયતા નોંધનીય ઘટાડો આવતા આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યોં છે. સૌપ્રથમ આ પ્રયોગનો અમલ ઓસ્ટ્રેલિયાની સ્થાનિક મેચોમાં કરવામાં આવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું લક્ષ્ય ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર 2015 આઈસીસી વિશ્વકપમાં આ પ્રયોગનો ઉપયોગ કરવાનું છે.
ડીએનએ સાથેની ખાસ વાતચીતમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કોમ્યિનિકેશન મેનેજર પીટર યંગે કહ્યું કે, અમે આ નવો નિયમ વર્ષ 2011માં યોજાનાર સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લાગૂ કરીશું. જો આ પ્રયોગ સફળ થશે તો અમે તેના પરિણામ અમે આઈસીસી સમક્ષ રાખીશું જેથી કરીને 2011માં યોજાનાર વિશ્વકપમાં પણ આ નિયમ લાગૂ કરી શકાય.


પરણિત ધોનીને કેટ કેટરિના પ્રત્યે ’કૂણી લાગણી’!

ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના લગ્નને હજી થોડાક જ દિવસો થયા છે. ધોનીએ પોતાની નાનપણની મિત્ર સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા છે પરંતુ ધોનીને કેટરિના પ્રત્યે કૂણી લાગણી છે.પરણિત ધોનીએ થોડા સમય પહેલા જ પોતાની વેબસાઈટ બનાવી છે. તેની વેબસાઈટમાં તેણે પોતાની મનપસંદ અભિનેત્રીઓમાં કેટરિના અને ચિત્રાગંદાના નામનો ઉલ્લેખ કર્યો છે.ચિત્રગંદાએ વર્ષ 2003માં હજારો ખ્વાહિશે ઐસીમાં કામ કર્યુ છે અને તે જાણીતા ભારતીય ગોલ્ફર જ્યોતિ રાંધવાની પત્ની છે. જ્યારે ધોનીના અન્ય મનપસંદ કલાકારો બિગ બી, સંજય દત્ત અને જ્હોન અબ્રાહમ છે.


ઉત્તર અને મધ્ય ગુજરાત કોરાધાકોર


સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો અમદાવાદ સહિત ઉત્તર તથા મધ્ય ગુજરાત લગભગ કોરાધાકોર રહ્યા હતા. સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં માત્ર બે કલાકમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયું હતું. ઉપલેટાના ભાયાવદરમાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ અને ઢાંકમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ તૂટી પડતાં પંથકના વિસ્તારો સરોવરમાં ફેરવાયા હતા. ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામે માત્ર દોઢ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતાં ગામનું સ્થાનિક તળાવ છલકાયા બાદ તૂટી પડતાં ગામ પાણી વચ્ચે કેદ થઈ ગયું હતું. જુનાગઢ જિલ્લામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઇ ઉઠ્યાં હતાં. વડોદરામાં છાંટા પડ્યા હતા. બીજી બાજુ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત કોરું રહ્યું હતું.પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં બારેમેઘ ખાંગા થતાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. બરડા પંથકમાં પણ હળવાથી ભારે ઝાપટાં પડ્યાં હતાં. જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ત્રણ ઇંચ, વેરાવળ, કેશોદ, સુત્રાપાડા અને માણાવદરમાં એક-એક ઇંચ, માધવપુરમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી શહેરમાં ૩ ઇંચ અને બાબરા, લાઠી, રાજુલામાં એક એક ઇંચ વરસાદ વરસાવી વરુણદેવે કૃપાદ્રષ્ટિ વરસાવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ઢાંકમાં બપોરે બે કલાકમાં છ ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં ઢાંકનગર તથા સીમમાં ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં.૩૬ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.ગુરુવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યા બાદ રાજ્યના હવામાન વિભાગે એવી આગાહી વ્યક્ત કરી છે કે, આવતા ૩૬ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી
શકે છે.


યુવરાજના પુનરાગમનનું રહસ્ય

શ્રીલંકા પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયામાં ભારતને વનડે સ્પેશલિસ્ટ ખેલાડી યુવરાજસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેણે ટીમમાં પોતાની પસંદગી યોગ્યપણે થઇ હોય તેમ વોર્મઅપ મેચમાં સદી ફટકારી સાબિત કરી દીધું છે. પરંતુ સતત કંગાળ પ્રદર્શન કરનાર યુવરાજસિંહ એકાએક શાનદાર ફોર્મમાં કેવી રીતે આવી ગયો તે અંગે બધા આશ્ચર્ય અનુભવી રહ્યાં છે. જો કે યુવરાજના આ શાનદાર પુનરાગમન અંગેનું રહસ્ય તેના પિતા અને પૂર્વ ટેસ્ટ ખેલાડી યોગરાજ સિંહે પત્રકારનો જણાવ્યું છે.
યોગરાજે કહ્યું કે, યુવરાજની ફિટનેસ ક્ષમતા સામે પ્રશ્નો ખડા કરીને તેને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ મે દરરોજ છથી આઠ કલાક તેની પાસે સખત મહેનત કરાવી હતી. જેમાં તેની ફિટનેસ, સ્ટ્રેંથ ટ્રેનિંગ અને સ્કિલ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.યોગરાજે ઉમેર્યું હતું કે, યુવરાજ ઇજાઓના કારણે સારું પ્રદર્શન કરી રહ્યો ન હતો. જ્યારે તમને ખભા, ઘુટણ અને આંગળીઓમાં ઇજા પહોંચી હોય ત્યારે તમે સારું પ્રદર્શન કરી શકતા નથી. ડોક્ટરે તેને ત્રણથી ચાર અઠવાડિયા આરામ કરવા જણાવ્યું હતું. પરંતુ તેણે ડોક્ટરની સલાહ અવગણીને રમવાનું ચાલું રાખ્યું.યોગરાજે કહ્યું છે કે, તેઓ યુવરાજની ફિટનેસ ક્ષમતાથી સંતુષ્ઠ છે. તે હવે ફિટ લાગે છે. મે તેની ફિટનેસ ક્ષમતાનું પૃથ્થકરણ કર્યું છે અને મને તે યોગ્ય લાગે છે. મારું માનવું છે કે, કોઇપણ તેના ફિટનેસ રિપોર્ટમાં અનફિટ લખેલું વાંચવા નહીં મળે.ઉલ્લેખનીય છે કે, જ્યારે યુવરાજસિંહ બેટિંગ કરતો હોય છે ત્યારે તેના પિતા યોગરાજ સિંહ ક્યારેય પણ ટીવી પર મેચ જોતા નથી કે, પછી ઇન્ટરનેટ અથવા તો રેડિયો પર કોમેન્ટરી સાંભળતા નથી. પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે યુવરાજે કોલંબો ખાતેની પ્રેક્ટીસ મેચમાં 146 બોલમાં 118 રન ફટકાર્યા છે ત્યારે તેઓ ઘણા ખુશ થયા હતા.રાજકોટ : નામચીન શેર દલાલ જિજ્ઞેશ પર ઓફિસ પાસે જ છરીથી હુમલો

૨૦ કરોડની ખંડણી માટે આંતરરાષ્ટ્રીય માફિયા ફઝલુના ઇશારે ઝવેરી પુત્ર ભાસ્કર પારેખનું અપહરણ કરવાના ગુનામાં પકડાઇ ચૂકેલા અને શેર બજારના ડબા ટ્રેડિંગ સાથે સંકળાયેલા કબાડિયા શેર દલાલ જીજ્ઞેશ કીર્તિભાઇ શાહ ઉપર આજે સવારે તેના પૂર્વ પાર્ટનર નિતિન બુંદેલાએ હુમલો કરી છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. બુંદેલાએ ૧૨ લાખની લેણી રકમ અંગે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.જિજ્ઞેશ ઉર્ફે જીગાએ ૧૦ દિવસ પહેલા પંચનાથ પ્લોટમાં સાકેત પ્લાઝા બિલ્ડીંગમાં કે-નેટ નામથી શેરની ઓફિસ શરૂ કરી હતી. ફરિયાદની વિગત મુજબ આજે સવારે ૧૦.૩૦ વાગે ઓફિસની બહાર પાન ખાવા નીકળ્યો હતો. ત્યારે અચાનક પૂર્વ પાર્ટનર નિતિન બુંદેલાનો ભેટો થઇ ગયો હતો. બુંદેલાએ હિસાબની લેતી દેતીના બાકી નીકળતા રૂ.૧૨ લાખની ઉઘરાણી કરતા બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા બુંદેલાએ છરીથી હુમલો કરી જીગાને છાતી,પડખા અને ડાબા હાથમાં કુલ ત્રણ ઘા ઝીંકી દીધા હતા.હંમેશા વિવાદમાં રહેતા શેર દલાલ જીગા વિરૂદ્ધ શેરના ડબા અંગે પોલીસમાં અનેક અરજી થઇ છે.જીગાએ થોડા સમય પહેલાં દારૂના બંધાણી મિત્ર સાથે ધર્મની માનેલી બહેનના લગ્ન કરાવ્યા હતા. અને બનેવીને ઘરમાં દારૂ પીવા દેવા માટે બહેન ઉપર દબાણ કરવાના ગુનામાં તેની ધરપકડ થઇ હતી . ભાસ્કર અપહરણની ટીપ આપનાર મેહુલ પાંઉને ત્યાં નોકરી કરતા જીગાએ હાલમાં જે બ્રોિંકગની આઇ.ડી. લીધી છે એ પણ મેહુલ પાંઉની હોવાનું ચર્ચાય છે. સ્ત્રી મિત્રના કારણે પણ થોડા સમય પહેલા એક યુવાનને જીગાએ ધમકી આપી હતી પરંતુ સમાધાન કરી ફરિયાદ થતાં અટકાવી હોવાનું કહેવાય છે.


જામનગર જિલ્લામાં ફરી ઘૂટાયો અષાઢી રંગ

ચાર દિવસનાં વિરામ બાદ હાલારમાં ફરી અષાઢી માહોલ છવાયો છે. અસહ્ય ઉકળાટ બાદ સાત તાલુકાઓમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધ્રોલ અને જામનગર વચ્ચેનાં ગામડાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે આકાશી વીજળીએ ખીલોશમાં બે બળદનો ભોગ લીધો છે. જામનગર જિલ્લામાં આજે પરોઢથી ફરી વરસાદ શરૂ થયો છે.ખાસ કરીને વરસાદની ખેંચ ધરાવતા ધ્રોલ તાલુકામાં આજે મેઘરાજાએ મહેર વરસાવી હતી. સવારે ધ્રોલ તથા આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે ધ્રોલ શહેરમાં દોઢ ઇંચ નોંધાયો હતો. જ્યારે આજુબાજુનાં ગામડાઓમાં બે થી ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતું. ફલ્લામાં પણ સવારે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને કારણે કંકાવટી ડેમમાં વધુ દોઢ ફુટ જેટલા નવા પાણીની આવક થઇ હતી.ધ્રોલ ઉપરાંત જામનગર શહેરમાં પણ સવારે જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેને કારણે માર્ગો ઉપર રાબેતા મુજબ પાણી ભરાઇ ગયા હતાં. વરસાદને પગલે વાતાવરણમાં ટાઢોડું છવાઇ જતાં બે દિવસથી બફારો અનુભવતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.જિલ્લાના જોડિયા અને લાલપુરમાં પણ અનુક્રમે પોણો અને અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જામજોધપુરમાં પોણો ઇંચ જ્યારે ભાણવડ, દ્વારકામાં ઝાપટા વરસ્યા હતાં.


જામનગરમાં ગોકુલનગરમાંથી બે ભાઇઓ સહિત ત્રણ બાળકો ભેદી રીતે ગુમ
બપોરે રમતા-રમતા અચાનક ગાયબ થઇ જતાં બન્ને પરિવારમાં ચિતાનું મોજું :

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાંથી બુધવારે બે સગા ભાઇઓ સહિત ત્રણ બાળકો એકાએક ગુમ થઇ જતાં ચકચાર સાથે સનસનાટી મચી ગઇ છે. એક ઘડી સુધી સમગ્ર વિસ્તારમાં ફાફા મારી બે માસુમોના પિતાએ પોલીસમાં જાણ કરી હતી.જામનગર શહેર સહિત જિલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની પ્રાપ્તવિગતો મુજબ શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હરેશ જમન પરમાર (ઉ.વ.૧૪) અને તેનો નાનો ભાઇ મનસુખ (ઉ.વ.૧૨) તથા પાડોશમાં જ રહેતા મુંગારામ કુશ્વાહનો પુત્ર ભીમુ (ઉ.વ.૧૧) ગઇકાલે બપોરે પોતાના ઘર નજીક રમતા હતાં. લાંબા સમય સુધી બાળકો ઘરે પરત નહી ફરતા પિતા જમનભાઇએ આજુબાજુ શોધખોળ કરી હતી.છેવટે મુંગારામના ઘરે પણ તપાસ કરતા તેનો પુત્ર પણ બપોર બાદ ઘરે આવ્યો નહી હોવાનું જાણવા મળ્યું હતું. એકાએક ત્રણેય માસુમ ગુમ થઇ જતા બન્ને પરિવારજનો હાફળાફાફળા થઇ ગયા હતાં અને સમગ્ર ગોકુલનગર વિસ્તારની શેરીઓ ભેંદી વળ્યા હતાં. બાળકોને શોધતા રાત્ર પડી જતાં આખરે ચિંતાતુર બનેલા પડી ગયેલા ચેહરાએ પોલીસનો સહારો લઇ ગુમ નોંધ લખાવી હતી.જેના આધારે ઉદ્યોગનગર ચોકીના ફોજદાર ડી.કે. રાઠોડએ ત્રણેય બાળકોની શોધખોળ હાથ ધરી હતી. દેશમાં હાહાકાર મચાવનાર નિઠારી કાંડ જેવી ઘટનાની સ્મૃતિ માત્રથી કંપારી છુટી જાય છે ત્યારે આ ગુમ બાળકોના વાલીઓમાં ચિંતાનું મોઝુ પ્રસરી ગયું છે. એકી સાથે ત્રણ-ત્રણ બાળકો ગુમ થઇ જવાની આ ઘટના ગંભીર હોવા છતાં પોલીસે સામાન્ય ગણી ગુમસુધા રીપોર્ટમાં નોંધ કરી રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

જળાશયોમાં ૧૩.૨૨ ટકા જિવંત જળ જથ્થાનો સંગ્રહ

સિંચાઈ તંત્ર હેઠળનાં ૫૩ ડેમોમાં ૧૮.૭૩ ટકા જિવંત જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ૧૫૦૦૦ ઝઈઊર પાણીનો સંગ્રહ થયો. ભાવનગર જિલ્લામાં મેઘરાજાના બીજા તબકકા બાદ હાલમાં જળાશયોમાં ૧૩.૨૨ ટકા જળ જથ્થાનો સંગ્રહ થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંચાઈ તંત્ર હસ્તકના જળાશયોમાં ૮૫ હજાર એમસીએફટી જળ જથ્થો સંગ્રહ થવાની સમક્ષા છે, જેની સામે ૧૫ હજાર એમસીએફટી પાણીના જથ્થાનો સંગ્રહ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં બે ડઝન જેટલા નાના-મોટા જળાશયો છે, શેત્રુંજીથી માંડી રોજકી, સૂરજવડી, માલગઢ, ગોમા, લીંબાળીથી લઈ બગડ, પિંગળી સહિતના જળાશયોમાં પાણીનો નોંધપાત્ર જથ્થો સંગ્રહ થાય છે. જે જમીનમાં જળસિંચન માટે આશિર્વાદરૂપ બને છે.પરંતુ ચોમાસાની ઋતુને ૧ માસ પૂર્ણ થયો છે ત્યારે ભાવનગર જિલ્લાના જુદાં-જુદાં જળાશયોમાં વરસાદી નીરની થયેલી આવકમાં ૧૩.૨૨ ટકા જળ જથ્થો જીવંત હોવાનું સિંચાઈ ખાતાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, ભાવનગર સિંચાઈ ખાતા હસ્તક ૫૩ ડેમોનો સમાવેશ થાય છે. જેમાં ૧૮.૭૩ ટકા જીવંત જળ જથ્થો છે.એક અંદાજ મુજબ ભાવનગરના જળાશયોમાં કુલ ૪૭૮.૧૧ મીલીયન ઘનમીટર પાણી એકઠું થયું છે. જેમાંથી ડેડ સ્ટોરેજને બાદ કરતાં ૬૩.૨૧ મીલીયન ઘન મીટર જીવંત જથ્થો સંગ્રહ થયો છે. જોકે, હાલમાં મેઘરાજાએ ફરી મંડાણ કર્યું છે, ત્યારે આગામી થોડા સમયમાં જળાશયોની સંગ્રહ સપાટી વધશે તેવી લોકોમાં આશા બંધાઈ છે.

જિલ્લાના ૩ તાલુકામાં સિઝનનો વરસાદ ૧૦ ઈંચને વટાવી ગયો

અષાઢ માસના આરંભ સાથે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયુ છે ગઈકાલે વલભીપુરમાં ચાર ઈંચ સહિત ગોહિલવાડમાં અષાઢી વરસાદી માહોલ છવાઈ જતાં પ્રજાજનોના હૈયામાં ખુશાલી પ્રસરી વળી છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૨૫.૧૨ ઈંચની સામે આજે સવાર સુધીમાં ૭.૫૦ ઈંચ એટલે કે સિઝનના કુલ વરસાદના ૨૯.૮૬ ટકા વરસાદ વરસી ગયો છે.ભાવનગર શહેર-જિલ્લામાં અષાઢી મેઘમાહોલ જામી ગયો છે. જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદ સંતોષકારક રહેતા પ્રજાજનો અને ખાસ તો ધરતીપુત્રો આનંદમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં જિલ્લાના ત્રણ તાલુકા ભાવનગર, તળાજા અને વલભીપુરમાં સિઝનનો કુલ વરસાદ ૧૦ ઈંચને વટાવી ગયો છે. સમગ્ર જિલ્લામાં ૩૧૦ મીમી વરસાદ સાથે ભાવનગર હજી મેઘકૃપામાં મોખરે છે. તો સિઝનનો કુલ વરસાદ જ્યાં માત્ર ૮૭ મીમી જ વરસ્યો છે તે ઉમરાળા અને ૯૯ મીમી વરસ સાથે ગારિયાધાર હજી વ્યાપક અને ધોધમાર મેઘમહેર ઝંખી રહ્યા છે.ભાવનગર જિલ્લામાં આ વર્ષે ગત વર્ષની તુલનામાં વરસાદ વધશે તેવી આશા પ્રબળ બની છે.


વિસાવદર : મજૂરીનો ભાવ ન વધતા રત્નકલાકારો હડતાળ પર

તાજેતરમાં વિસાવદરમાં રત્નકલાકારોને ચુકવાતી મજુરીમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ શહેરનાં આઠથી દસ કારખાનાઓમાં ભાવ ન વધતા આજે કારીગરોએ મજુરીનાં ભાવ વધારાના પશ્ને શહેરના તમામ કારખાનાઓ બંધ કરાવી હડતાળ રાખી હતી. ભાવ વધારાના પ્રશ્ને બે થી ત્રણ હજાર જેટલા રત્ન કલાકારો કામથી અગળા રહેતા શહેરમાં ચકચાર વ્યાપી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ વિસાવદરમાં હાલ ૪૦ થી ૪૫ જેટલા હીરાના કારખાનાઓ આવેલા છે. જેમાં આશરે બે થી ત્રણ હજાર જેટલો રત્ન કલાકારો કામ કરી રહ્યાં છે. તાજેતરમાં હીરાના કારખાનેદારોએ રત્ન કલાકારોની મજુરીના ભાવો વધાર્યા હતા. પરંતુ આઠથી દસ કારખાનેદારોએ પોતાને ત્યાં કામ કરતા રત્ન કલાકારોની મજુરી વધારી ન હતી. આથી આ રત્નકલાકારોમાં રોષ ફેલાયો હતો.આજે સવારથી જ આ રત્ન કલાકારોની મજુરીના ભાવ ન વધવાના પ્રશ્ને શહેરના તમામ રત્ન કલાકારો કામથી અળગા રહ્યાં હતા અને હડતાળ રાખી હતી. આઠ-દસ કારખાનાઓના રત્નકલાકારોની મજુરીના પ્રશ્ને શહેરના ૩૦ થી ૩૫ કારખાનાઓ બંધ રહ્યાં હતા. આ અંગે અમુક રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે અમે ધણા સમયથી મજુરીના ભાવમાં વધારો કરવાની માંગણી કરી રહ્યાં છીએ.દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. પંરતુ અમારા વેતનમાં વધારો થતો નથી. એટલા માટે આજે હડતાળ પાડી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી માંગ નહી સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. હડતાળ ચાલુ રહેશે હડતાળ સમયે પોલીસને ફોન કરવા છતા કોઈ પોલીસ કર્મી આવ્યા ન હતા.