23 July 2010

રાજકોટ : લાપતા થયેલો તરૂણ દિવમાં મોજ મજા કરતા મળ્યો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : લાપતા થયેલો તરૂણ દિવમાં મોજ મજા કરતા મળ્યો

શહેરનાં રામનાથપરા વિસ્તારનાં ભવાનીનગરનો મયુર રમેશભાઇ ભટ્ટી નાંમનો તરૂણ શનિવારે શાળાનાં કાર્યક્રમમાં જવા ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય રીતે લાપતા થયો હતો. પુત્ર સાથે મોબાઇલ પર સંપર્ક થતાં તેને પાંચેક શખ્સોએ અપહરણ કરી ગોંધી રાખ્યાનું જણાવી ફોન કાપી નાંખતા પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા અને તુરંત પોલીસ પાસે દોડી ગયા હતા. પરિવારજનોની પુછપરછમાં તરૂણનું અપહરણ નહીં પરંતુ સ્વેચ્છાએ જ ઘર છોડીને ગયાનું પોલીસે તારણ કાઢી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન ગુમ થયેલો તરૂણ દિવમાંથી શંકાસ્પદ હાલતમાં સ્થાનિક પોલીસનાં સકંજામાં આવી ગયો હતો અને સાચી હકિકત જણાવતા દિવ પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી હતી.છેલ્લા ત્રણ દિવસથી તરૂણને શોધવા દોડધામ કરી રહેલી પોલીસને તરૂણ મળી ગયાની જાણ થતા રાહતનો દમ લીધો હતો. એ. ડિવીઝન પોલીસ મથકનાં હેડ કોન્સ.એસ.કે.ઝાલા સહિતનો સ્ટાફ તરૂણનો કબ્જો લેવા દિવ રવાના થયા છે. લાપતા થયેલો પુત્ર દિવમાંથી મળી આવ્યાનાં ખબરથી પરિવારજનોમાં આનંદની લાગણીઓ ફેલાઇ છે.


વાયબ્રન્ટ ચાર્જર્સ ! : અદાણી હૈદરાબાદની ટીમ ખરીદશે ?

ઇનવેસ્ટમેન્ટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગુજરાત સ્થિત અદાણી ગૃપ આઇપીએલ 2009ની વિજેતા ટીમ ડેક્કન ચાર્જર્સને 280-300 મીલિયન ડોલરમાં ખરીદવાની અણી પર છે.એક ટોચની ફાઇનાન્સિયલ ઇન્સિટટ્યુટના ટોચના એક્ઝીક્યુટિવે જણાવ્યું હતું કે, અદાણી અને ડેક્કન વચ્ચેની ડીલ લગભગ પૂર્ણતાના આરે છે.ડેક્કન કોર્નિકલ ડેક્કન ચાર્જર્સમાં 80 ટકા શેર ધરાવે છે. અને તેણે 107 મીલિયન ડોલરમાં આઇપીએલની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. જો કે, એ વાત બહાર આવી નથી કે ડેક્કન કોર્નિકલ તેના બધા શેર વેચી દેવા માગે છે કે પછી થોડાક શેર વેચવા માગે છે.હાલ ડેક્કન કોર્નિકલ હૈદરાબાદની ટીમના માલિકી હક ધરાવે છે. અને તેથી ટીમનું નામ ડેક્કન ચાર્જર્સ રાખવામાં આવ્યું હતું. જ્યારે હવે ટીમના માલિક બદલાશે તો તે ટીમના નામમાં પણ ફેરફાર કરી શકે છે.આઇપીએલ સિઝન-૪ માટેની ટીમની હરાજી માર્ચમાં થઇ હતી જેમાં ગુજરાતનાં અગ્રણી ઔધોગિક જૂથ અદાણી ગ્રૂપ પણ ભાગ લીધો હતો. અને તેથી ગુજરાતના લાખો ક્રિકેટપ્રેમીઓને એવું લાગતું હતું કે આવતા વર્ષે આઈપીએલમાં અમદાવાદની ટીમ રમશે. જોકે પૂણે અને કોચી માટે સર્વાધિક બીડ આવતા અમદાવાદની ટીમનું સપનું રોળાઈ ગયું હતું. હરાજીમાં અદાણી ગ્રૂપની બોલી ૧૪૦૦ કરોડની રહી હતી. જ્યારે રોન્ડેવુઝે સ્પોર્ટસ વર્લ્ડ લિમિટેડે ૧૫૧૬.૬૭ કરોડની અને સહારા એડવેન્ચર સ્પોર્ટસ ગ્રૂપે ૧૭૦૨ કરોડની બોલી લગાવી હતી. અને આ બન્ને ગ્રૂપ આઇપીએલની ટીમ મેળવવામાં સફળ રહ્યા હતા. સહારાએ પુણે અમદાવાદ અને નાગપુર માટે સરખી બોલી લગાવી હતી. પરંતુ અંતમાં પુણે પર પસંદગી ઉતારી હતી. તો રોન્ડેવુઝે કોચીની ટીમ જીતવામાં સફળ રહ્યું હતું.જો કે, રોન્ડેવુઝે સ્પોર્ટસે ખરીદેલી કોચીની ટીમ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી.તેમાં પણ ખાસ કરીને શશી થરૂરની નિકટની મિત્ર સુનંદા પુષ્કરના 19 ટકા શેર હોવાની વાત બહાર આવ્યા બાદ એક મોટો વિવાદ ચગ્યો હતો. અને જેના કારણે શશી થરૂરે અને આઇપીએલના જે તે સમયના કમિશ્નર લલિત મોદીને ખુરશી છોડવાનો સમય આવ્યો હતો.


આઈ. પી. એલ. અમદાવાદ ટીમનું સ્વપ્ન રોળાયું

ઈન્ડિયન પ્રીમિયર લીગની આવતા વર્ષે યોજાનાર સિઝન-૪ માટે રવિવારે નવી બે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની હરાજીમાં ગુજરાતનું અગ્રણી ઔધોગિક જૂથ અદાણી ગ્રૂપ પણ હોવાથી આવતા વર્ષે આઈપીએલમાં અમદાવાદની ટીમ રમશે તેવી ગુજરાતના લાખો ક્રિકેટપ્રેમીઓ આશા રાખીને બેઠા હતા. જોકે પૂણે અને કોચી માટે સર્વાધિક બીડ આવતા અમદાવાદની ટીમનું સપનું રોળાઈ ગયું છે.આઈપીએલની બે નવી ટીમ માટે રવિવારે યોજાયેલી હરાજીમાં સહારા ઈન્ડિયાએ પૂણેની ટીમ માટે રૂ. ૧૭૦૨ કરોડ અને રેન્દેવૂ સ્પોટર્સ વર્લ્ડ લિમિટેડ કંપનીએ કોચીની ટીમ માટે રૂ. ૧૫૩૩.૩૨ કરોડની બોલી લગાવી ફ્રેન્ચાઈઝી ખરીદી હતી.બંને કંપની આગામી ૧૦ વર્ષ સુધી તેમની ટીમની માલિક રહેશે. બંને ટીમની હરાજીથી આઈપીએલને કુલ રૂ. ૩૨૩૫.૩૨ કરોડ મળ્યા છે. આઈપીએલના કમિશનર લલિત મોદીએ જણાવ્યું હતું કે બે ટીમની ખરીદી માટે કુલ પાંચ બીડર્સ મેદાનમાં હતા.સહારા ઈન્ડિયાએ પૂણે, અમદાવાદ અને નાગપુરની ટીમ માટે એક સરખી રૂ. ૧૭૦૨ કરોડની બોલી લગાવી હતી. ત્યારબાદ તેણે પૂણે પર પસંદગી ઉતારી હતી. બીજી તરફ કોચીની ફ્રેન્ચાઈઝી માટે રેન્દેવૂએ રૂ. ૧૫૩૩.૩૨ કરોડની સર્વાધિક બોલી લગાવી હતી.તેમણે કહ્યું હતું કે વિદેશમાં ફરી આઈપીએલ ટૂર્નામેન્ટ રમાડવાની હાલ કોઈ જ યોજના નથી. આવતા વર્ષે રમાનાર ટૂર્નામેન્ટમાં આઈપીએલની ૧૦ ટીમે મેદાનમાં ઉતરશે અને કુલ ૯૪ મેચ રમાશે. મોદીએ ઉમેર્યું હતું કે હાલ આઈપીએલની ટીમ વધારવાની કોઈ જ યોજના નથી. ટીમમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા વધારવાની શક્યતાઓ તેમણે નકારી કાઢી હતી.હરાજી- ૧૭૦૨ - કરોડમાં સહારાએ પૂણેની ફ્રેન્ચાઇઝી ખરીદી.- ૧૫૩૩.૩ - કરોડમાં રેન્દેવૂએ કોચીની ફ્રેન્ચાઇઝી ખરીદી.મારો કોઈ હિસ્સો નથી: થરૂર વિદેશ રાજયમંત્રી શશી થરૂરે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોચીની ફ્રેન્ચાઈઝીમાં તેમનો કોઈ જ હિસ્સો નથી. તેમણે કહ્યું હતું કે ‘મેં આઈપીએલની ટીમ ખરીદવા કંપનીઓને પ્રેરિત કરી હતી પરંતુ ટીમની ખરીદીમાં મારા સૂચનથી વિશેષ કંઈ જ નથી. ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે પાસે પૂરતી વ્યવસ્થા નથી કે સમય પણ નથી. ટીમની ખરીદી સંપૂર્ણપણે વ્યવસાયિક કામગીરી છે.’
બોલિવૂડનું સૌથી ચર્ચિત યુગલ એટલે કે સૈફ અલી ખાન અને કરિના કપૂરે વીડિયોકોનના સમર્થનમાં હરાજીમાં હાજરી આપી હતી. જોકે વીડિયોકોન કોઈ ટીમની ફ્રેન્ચાઈઝી લેવામાં નિષ્ફળ રહી હતી.- સહારા ઈન્ડિયાએ પૂણે, અમદાવાદ, નાગપુર માટે બોલી લગાવી- પૂણેની ટીમ માટે કુલ ત્રણ બીડર્સે બોલી લગાવી હતી- નવી બે ટીમથી આઈપીએલ કુલ રૂ. ૩૨૩૫.૩૨ કરોડની કમાણી- હરાજી માટે પૂણે, અમદાવાદ, નાગપુર, કાનપુર, ધર્મશાલા, વિઝાગ, રાજકોટ, કટક, વડોદરા, કોચી, ઈન્દોર, ગ્વાલિયરની ટીમો હોડમાં હતી- નવી બે ટીમની કુલ આવક અગાઉની આઠ ટીમ કરતાં વધારેકોણ હતું મેદાનમાં - સહારા ઈન્ડિયા, અદાણી ગ્રૂપ, રેન્દેવૂ સ્પોર્ટસ વર્લ્ડ, વીડિયોકોન ડિજિટલ સોલ્યુ., પૂણે કન્સોર્ટિયમ- હરાજીમાં જીતવાથી અમે ખૂબ ખુશ છીએ. અમે પહેલાથી જ દેશની રમતો અને ખાસ કરીને ક્રિકેટ માટે સક્રિય છીએ. અમારા અઘ્યક્ષ છેલ્લા ૧૫ વર્ષથી દેશની વિવિધ રમતોને પ્રોત્સાહન આપે છે. - અમને ઘણી ખુશી છે કે આઈપીએલમાં કેરળની ટીમ સર્વાધિક બોલી લગાવવામાં સફળ રહી છે. સ્થાનિક ખેલાડીઓને તક આપવાની અમારી પ્રાથમિકતા રહેશે.


કોચીની ટીમ ગુજરાતને મળી શકે છે: જયવંત લેલે

‘આઇ પી એલ ની કોચીને ફાળવાયેલ ટીમ ગુજરાતને સત્તાવાર રીતે મળી શકે છે.’ એવો ખુલાસો બીસીસીઆઇમાં મંત્રીનો મહત્વનો હોદ્દો સંભાળી ચૂકેલ વડોદરાના જયવંત લેલેએ આજે એક ખાસ મુલાકાતમાં કરતાં આ વિવાદમાં એક નવી સંભાવનાનો ઉમેરો થયો છે.આઇપીએલની કોચી ટીમની ફાળવણી અંગે, તેમાં મંત્રી શશી થરૂરની કહેવાતી સંડોવણી અને તેમની મિત્ર સુનંદાને ફાળવાયેલ ૬૯ કરોડના શેર મામલે મોટો હોબાળો થયો છે. આ પ્રશ્ન હાલ ચાલી રહેલ કોંગ્રેસની કોર ગ્રૂપની મીટિંગમાં ચર્ચાઇ રહ્યો છે.યારે બીસીસીઆઇના પૂર્વ મંત્રી જયવંત લેલેએ ઘટસ્ફોટ કર્યો હતો કે કોચીને ફાળવાયેલ આઇપીએલની ટીમ ગુજરાતને મળી શકે છે તેમણે આમ કહેતાં તેના કારણો પણ દર્શાવ્યા હતા.તેમના મતે કોચીએ ૧૫૩૩ કરોડના જંગી બીડ સાથે આઇપીએલની ટીમ મેળવી હતી. પરંતુ તે બાદ હોબાળો થયો અને તપાસ કરતાં તે ખરીદનારના નામ પણ જાહેર થયા છે. નાણા મંત્રાલય અને ઇન્કમટેકસ વિભાગ પણ આઇપીએલના નાણાંકિય ભ્રષ્ટાચારના મામલે તપાસ કરી રહ્યું છે.ત્યારે એ વાત ઘ્યાનમાં આવી છે કે કોચી ટીમના માલિકો ટીમ ખરીદવા માટે જે જંગી રકમ આપી છે તે જંગી રકમ કયાંથી, કેવી રીતે લાવ્યા તે ‘સોર્સ ’ બતાવી શક્યા નથી.હવે તા. ૨૩ના રોજ બીસીસીઆઇની ગવર્નિંગ બોડીની મીટિંગ મળનાર છે.જો તેમાં આ નાણાંકિય મુદ્દે કોચીને ટીમની ફાળવણી રદ કરવામા આવે તો એ ટીમ ગુજરાતને બીજા ક્રમના બીડર તરીકે મળી શકે છે. ગુજરાત તરફથી અદાણી ગ્રૂપ દ્વારા રૂ. ૧૪ કરોડની બીડ મૂકવામા આવી હતી.માટે શક્યતા એ છે કે જો બીસીસીઆઇ નાણાંકિય ભ્રષ્ટ્રાચારમાં પડવા માગતી ન હોય તો કોચીને ટીમનીફાળવણી રદ કરીને ગુજરાતને ફાળવણી કરી શકે છે.બીસીસીઆઈ ભૂકંપમાં ગુજરાતને મદદ કેમ ના કરી શક્યું?જયવંત લેલેએ બીજો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૨માં ધરતીકંપ આવ્યો હતો ત્યારે બીસીસીઆઇ દ્વારા રૂ. બે કરોડની ગુજરાતને મદદ કરવાની ઓફર ઇન્કમટેકસ વિભાગ દ્વારા ઠુકરાવવામાં આવી હતી. ત્યારે કારણ એવું આપવામાં આવ્યું હતું કે બીસીસીઆઇની નોંધણી ચેરિટી હેઠળ થઇ હોવાથી ચેરિટી મેળવનાર ચેરિટી કરી શકે નહીં. માટે બીસીસીઆઇગુજરાતને રૂ. બે કરોડની મદદ કરી શકે નહીં.કરો઼ડો કમાતી બીસીસીઆઇ અને આઈપીએલની ચેરિટી હેઠળ નોંધણી!બીસીસીઆઈની મદ્રાસ ખાતે ચેરિટીમાં નોંધણી થઇ છે. અહીં સવાલ એ થાય છે કે બીસીસીઆઇની નોંધણી ચેરિટી હેઠળ કેવી રીતે થઇ શકે...? તેઓ ક્રિકેટના નામે મનોરંજન પીરસીને કરોડોની કમાણી કરે છે.આઇપીએલનો કરોડોનો નફો છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે આઇપીએલની નોંધણી પણ ચેરિટી હેઠળ જ થઇ છે. ત્યારે એક વાત ચોક્કસ છે કે ભ્રષ્ટાચારનો રેલો ભૂતકાળથી ચાલ્યો આવે છે. જેમાં ચેરિટી કમિશનર સહિતના અનેક મોટાં માથાઓ સંડોવાયેલા હોઇ શકે છે.


આઈ.પી.એલ: પુણે - કોચીએ જુની ટીમોને ટક્કર મારી !

રવિવારના રોજ ચેન્નાઈ ખાતે આઈપીએલ - 4ની હરાજી કરવામાં આવી હતી. જેમાં નવી બે ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સહારાએ પૂણે અને રેન્દેવૂ સ્પોર્ટર્સ વર્લ્ડ લિમિટેડે કોચીની ટીમ ખરીદી હતી. આ બન્ને ટીમો 2011માં આઈપીએલ રમશે. આઈપીએલ કમિશ્નર લલિત મોદીએ જણાવ્યું હતું કે સહારા એડવેન્ચર સ્પોર્ટ્સ ગ્રુપે અમદાવાદ, નાગપુર અને પૂણે ત્રણ શહેરો માટે અલગ-અલગ 37 કરોડ ડોલર (1702 કરોડ)ની બોલી લગાવી હતી. પરંતુ તેઓને તેમાંથી એક શહેર પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. અને અંતે પૂણેની ટીમ ખરીદવામાં આવી હતી.જ્યારે રેન્દેવૂ સ્પોર્ટ્સ વર્લ્ડ લિમિટેડે બીજી સર્વાધિક બોલી લગાવી 33.33 કરોડ ડોલર (1533.32 કરોડ રૂપિયા)ની કોચીની ટીમ ખરીદી હતી. રેન્દેવૂ સ્પોર્ટ્સ વર્લ્ડમાં પાંચ કંપનીઓની ભાગીદારી છે. હરાજી માટે પાંચ ગ્રુપ ક્વોલિફાઈ થયાં હતાં. મોદીએ કહ્યું હતું કે મને આશા છે કે તે સારો વેપાર કરશે.
બે નવી ફ્રેન્ચાઈઝી પૂણે અને કોચી લગભગ 3235 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ પહેલા આઠ ટીમોની સામૂહિક કિંમત 2840 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ બન્ને સમૂહો સિવાય અદાણી ગ્રુપ અને વિડિયોકોન પણ હરાજીમાં સામેલ હતાં. પૂણે માટે ત્રણ બોલી લાગી હતી, પરંતુ સહારાએ અદાણી ગ્રુપ (31.5 કરોડ ડોલર) અને પૂણે કંસોરટિયમ (26.13 કરોડ ડોલર)થી મોટી બોલી લગાવી હતી.આઈપીએલની નવી ટીમ ખરાદનાર સહારા પરિવાર આગામી સપ્ટેમ્બર સુધી ટીમ અને ખેલાડીઓના નામની જાહેરાત કરશે. સહારા પરિવારના પ્રમુખ સુબ્રત રાયે કહ્યું હતું કે આઈપીએલમાં ટીમ મળવાથી ખુશ છે. હવે રમતના માધ્યમથી દેશની સેવા કરવાનો એક અનોખો માર્ગ મળ્યો છે. રાયે કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિના સુધી તે ટીમ અને ખેલાડીઓના નામની જાહેરાત કરશે.


નિરાશાનો અંત - નિશાંત પટેલ મળી આવ્યા

કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીના અતિ નજીકના વિશ્વાસુ માણસ ગણાતા નિશાંત ઉત્તરપ્રદેશના હરદોઇમાંથી અચાનક લાપતા થઇ ગયા હતા. જેઓ લખનઉના બુધેશ્વર ચાર રસ્તા પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા.રાહુલ ગાંધીના નજીકના એવા નિશાંત પટેલ હરદોઇની ઉત્સવ હોટલમાં રૂમ નંબર 101માં ઉતર્યા હતા અને ત્યાંથી જ લાપતા થયા હતા. ઉત્તરપ્રદેશમાં યુવાનોમાં રાહુલ ગાંધીને લોકપ્રિય બનાવવા માટે તથા કોંગ્રેસ માટે નવા કાર્યકરોની ભરતી કરવાના માટે ચાલી રહેલા અભિયાનમાં નિશાંત પટેલ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યાં હતા.નિશાંત પટેલના પિતા હસમુખ પટેલ પણ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દરમિયાન પ્રધાન પણ રહી ચૂક્યાં છે. સોમવારે સવારે પાર્ટીના કેટલાક ચૂંટણી અધિકારીઓ નિશાંત પટેલના રૂમમાં પહોંચ્યા હતા. જેઓ સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારોમાં ચૂંટણી કરાવવાની ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે તેમના મોબાઇલ સહિતના સાધનો જેમ-તેમ પડ્યા હતા. પરંતુ ઘણી વખત સુધી નિશાંત પટેલનો કોઇ પતો ન લાગતા તેમના માતા-પિતાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ, તેમણે કોઇપણ જાતની જાણકારી હોવાનો ઇન્કાર કર્યો હતો. નિશાંત તેમના માતા-પિતાના એક માત્ર પુત્ર છે.દરમિયાન નિશાંત પટેલ લખનઉના બુદ્ધેશ્ર્વર ચાર રસ્તા પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથા ઉપર ઇજાના નિશાન મળી આવ્યા છે. આથી તેઓ ભાનમાં આવશે ત્યારે જ જાણી શકાશેકે, નિશાંત પટેલની સાથે શું થયુ હતું. દરમિયાન પોલીસે આ કેસમાં ચાર શખ્સોની અટકાયત કરી હતી. જેમનુ નિશાંતના લાપતા થવામાં કનેકશન હોવાનું માનવામાં આવે છે.


બિહાર વિધાનસભામાં લોકશાહીના ચિર ખેંચાયા

ચોમાસું સત્ર દરમિયાન બિહાર વિધાનસભામાં આજે વરવાં દ્રશ્યો જોવા મળ્યા હતા,જેમાં જનતા દળ યુનાઇટેડ અને રાજદના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઇ હતી.મળતી માહિતી પ્રમાણે આજે, બિહાર વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જે દરમિયાન જનતાદળ યુનાઇટેડ અને રાષ્ટ્રીય જનતા દળના વિધાનસભ્યો વચ્ચે બોલાચાલી થઇ હતી.જોત-જોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વિધાનસભ્યોએ એક બીજા ઉપર ખુર્શીઓ પણ ફેંકી અને બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો.વિપક્ષની માગ હતીકે અંદાજે 11 હજારથી વધુ કરોડના કૌભાંડ મુદ્દે સરકારે રાજીનામું આપી દેવું જોઇએ. કારણકે, કેગે આ કૌભાંડ અંગે કડક વલણ લીધું હતું. પટના હાઇકોર્ટે આ કૌભાંડની તપાસ સીબીઆઇ પાસે કરાવવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છેકે, દેશની લોકશાહીમાં આવા બનાવો અનેક વખત નોંધાયા છે. જેમાં પૈસા આંપીને સાંસદો ખરીદવાનું કૌભાંડ હોય કે પછી કલ્યાણસિંહના વિશ્વાસમત વખતે વિધાનસભ્યો દ્વારા મારામારી. ગુજરાતમાં પણ ખજૂરિયા અને હજૂરિયા કાંડ વખતે વિધાનસભ્યો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઇ હતી અને શરમજનક દ્રશ્યો સર્જાયા હતા.


ઓસ્ટ્રેલિયા પોલીસની ભારતમાં કચેરી

ભારત સાથે મળીને આંતકવાદી તથા અસામાજીક તત્વોને નાથવા માટે ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા ભારતમાં કચેરી ખોલવામાં આવી છે.ઓસ્ટ્રેલિયાની સંઘીય પોલીસના વડા ટોનિ નેગસે દિલ્હી ખાતે ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનની કચેરીમાં પોલીસ દફતરનું ઉદ્ઘાટન કર્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ટોનીએ કહ્યું હતુંકે, ઓસ્ટ્રેલિયનોની સુરક્ષા માટે ઓસ્ટ્રેલિયન પોલીસ દળ કટિબદ્ધ છે. આતંકવાદ તથા સાઇબર ક્રાઇમથી દેશના નાગરિકોને બચાવવા માટે આ કચેરી ખોલવામા આવી છે.ઓસ્ટ્રેલિયન પોલીસ ભારત સાથે મળીને ડ્રગ્સ, માનવ તસ્કરી, આતંકવાદ અને સાઇબર ક્રાઇમ સહિતના ગુનાઓને નાથવા માટે કાર્ય કરશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે પોલીસ અધિકારીઓને તાલિમનું આદાનપ્રદાન સહિતના મુદ્દા પર સહકાર વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે. આ સાથે વિશ્વમાં ઓસ્ટ્રોલિયાની પોલીસના 33 સ્ટેશન કાર્યરત થઇ ગયા છે. જેમાં લગભગ એક સો જેટલા અધિકારીઓ કુલ કામગીરી બજાવી રહ્યાં છે.


કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનો ઉપયોગ ખતરનાક

લગ્ન બાહ્ય સંબંધો, લગ્ન પહેલાં શારીરીક સુખ માણતા યુવાન-યુવતીઓ તેમજ ટીનએજરોમાં જાગૃતતા આવી છે. પરંતુ, અનિચ્છનીય ગર્ભ રોકવા માટે હવે લોકોમાં કોન્ડોમને બદલે કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ (ગર્ભ નિરોધક ગોળી)નો મહત્તમ ઉપયોગ કરાતો હોવાનું શહેરનાં વિવિધ વિસ્તારોનાં મેડિકલ સ્ટોર્સ પર થયેલા સર્વે પરથી જાણવા મળ્યું છે. પરંતુ, ડોક્ટરની સલાહ વગર કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનો ઉપયોગ વિવિધ રોગો નોંતરીને ખતરનાક પરિણામો લાવી શકે છે. એન્વાયમેન્ટલ બ્યુરો ઓફ ઇનેવેસ્ટીગેશનનાં મેનેજિંગ ડાયરેકટર ડો. ડી.જે. મોહને જણાવ્યું હતું કે, કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનાં ઉપયોગ અંગે શહેરનાં ઇસ્ટ-વેસ્ટ અને ન્યુ વેસ્ટ વિસ્તારોનાં ૫૦૦ મેડિકલ સ્ટોર્સ પર સર્વે કરાયો હતો. જેમાં કોન્ડોમ પ્રત્યેની સુગને કારણે હવે ૧૫થી ૪૦ વર્ષનાં લોકોમાં કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનો ઉપયોગ વધ્યો છે. તેમાં પણ લોકોની નજરથી બચવા યુવાન-યુવતીઓ પોતાના રહેણાંક સિવાયનાં અન્ય વિસ્તારોનાં મેડિક સ્ટોર્સ પરથી પીલ્સ ખરીદી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ, અણસમજમાં કરાયેલો કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનાં ઉપયોગથી માસિકની અનિયમિતતા, વધુ પડતું માસિક, હોર્મોન્સનું અસંતુલન, વાળ ખરવા, વજન વધવું,તણાવ, પેઢુમાં દુખાવો, આંખો નીચે કાળા કુંડાળા અને ભવિષ્યમાં ગર્ભધારણ કરવામાં પણ તકલીફો થઇ શકે છે. જેના કારણે આગળ જતાં ગોનોરિયા, બેકટેરીયલ વેજિનોસીસ, પેલ્વીક ઇન્ફલામેટ્રી ડિસીઝ જેવાં સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ડિસીઝ (એસટીડી) થવાની સંભાવના વધી જાય છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં વિવિધ માધ્યમો દ્વારા કરાતી કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સની જાહેરાતોને કારણે હવે મોટાભાગનાં લોકોમાં સેક્સ માણતા અગાઉ ડોક્ટરનાં પ્રિસ્કીપ્શન વગર વેચાતી કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ તરફ આકષૉયા છે, જે ખતરનાક સાબિત થઇ શકે છે. તેથી કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સની જાહેરાતો તેમજ ડોક્ટરના પ્રિસ્કીપ્શન વગર વેચાણ પર પ્રતબિંધ લાવવાની તાતી જરૂર છે. કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ ગુદામૈથુન, મુખમૈથુન દ્વારા ફેલાતા વિવિધ જાતીય રોગો, યોનિનું ઇન્ફેકશન તેમજ કેટલાંક કિસ્સામાં અનિચ્છનીય ગર્ભ રોકવામાં નાકામ સાબિત થઇ શકે છે. દેશમાં દર વર્ષે ૪૦ મિલિયન જેટલાં સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ડિસીઝનાં નવા કેસ ઉમેરાય છે. એટલે કે, દેશનાં ૩થી ૪ ટકા લોકો આ રોગથી પીડાય છે.


અલ-કાયદાના મેગેઝીન પાછળ અમેરિકનનો હાથ!

અમેરિકાના અધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આતંકવાદી સંગઠન અલકાયદાના નવા ઓનલાઈન મેગેઝીનના પ્રકાશન પાછળ સાઉદી અરેબિયા મૂળના એક અમેરિકન નાગરિકનો હાથ છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે 2009માં અમેરિકા છોડીને યમનમાં સ્થાયી થયેલો સમીર ખાન અનેક ઓનલાઈન બ્લોગનું સંચાલન કરે છે.સમીરે અલકાયદા સહિત અનેક આતંકવાદી સંગઠનોના સંદેશાઓનું અનુવાદ કરીને તેને ઓનલાઈન મૂકવાની શરૂઆત કર્યા બાદ અમેરિકાની જાસૂસી સંસ્થાના અધિકારીઓ સચેત બની ગયા હતાં. સમીરે આતંકવાદનું સમર્થન કરતા અનેક વીડિયો પણ ઈન્ટરનેટ પર મૂક્યા છે.અમેરિકા વિરોધી ઓનલાઈન પત્રિકા ‘ઈન્સ્પાયરે’ ‘હાઉ ટૂ મેક બોમ્બ ઈન ધ કિચન ઓફ યોર મોમ’ જેવા લેખ શીર્ષક સાથે લેખ લખવાની શરૂઆત કરી હતી.નોંધનીય છે કે સમીરનો જન્મ સાઉદી અરેબિયામાં થયો હતો. સાત વર્ષની ઉંમરે તે અમેરિકા ચાલ્યો ગયો હતો. 2004ના વર્ષમાં તેણે બ્લોગ લખવાની શરૂઆત કરી હતી. અમેરિકાના અધિકારીઓને એવી આશંકા છે કે ઈન્સપાયરના પ્રકાશનમાં સમીર ખાનનો હાથ છે.


પાકિસ્તાન સરકારને લાદેનની ખબર છે : હિલેરી

અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને એવો દાવો કર્યો છે કે 9/11 હુમલાનો મુખ્ય આરોપી તેમજ અલ-કાયદાનો પ્રમુખ ઓસામા બિન લાદેન હજુ સુધી પાકિસ્તાનમાં જ છૂપાયો છે.અફઘાનિસ્તાનમાં એક આતંરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કાબુલ આવેલા હિલેરીએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમેરિકાને વિશ્વાસ છે કે લાદેનની સાથે-સાથે તાલિબાન પ્રમુખ મુલ્લા ઉમર પણ પાકિસ્તાનમાં જ છે. તેમજ પાકિસ્તાન સરકાર તેમના વિશે બહુ સારી રીતે જાણે છે.હેલિરીએ જણાવ્યું હતું કે, ‘મારું માનવું છે કે બિન લાદેન પાકિસ્તાનમાં જ છે. જો અમે તેને પકડી શકીશું તો અમારા માટે સારી વાત હશે. હું પુરા વિશ્વાસ સાથે કહી શકું છું કે પાકિસ્તાન સરકારના કોઈને કોઈ અધિકારી અથવા મંત્રીને લાદેન વિશે પુરી જાણકારી છે. હું ઈચ્છું છું કે તે લાદેનની માહિતી અમેરિકાને આપે, તેમજ તેને પકડવામાં અમારી મદદ કરે’.નોંધનીય છે કે પાકિસ્તાને દુનિયાના મોસ્ટ વોન્ટેડ એવા આ આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો કર્યો છે. પરંતુ અમેરિકાના અધિકારીઓને એવી શંકા છે કે લાદેન તેમજ તેના સહયોગી અયમાન અલ જવાહિરી પાકિસ્તાનમાં જ છૂપાયા છે

સોનમને ચુંબન કરવાની મજા આવી : અભય

અભય દેઓલ અને સોનમ કપૂર ફિલ્મ આયેશામાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ યુવાવર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ફિલ્મ એમ્મા નામની નોવલ પર આધારિત છે.આ ફિલ્મમાં અભય અને સોનમ કપૂર વચ્ચે ચુંબનો દ્રશ્યો પણ છે. સોનમ પહેલીવાર ફિલ્મ આયેશામાં ચુંબન દ્રશ્યો કરવાની છે. અભયે ફિલ્મ એક ચાલીસી કી લાસ્ટ લોકલમાંન નેહા ધૂપિયા, ફિલ્મ દેવ ડીમાં માહિ ગીલ અને ઓય લકી, લકી ઓયમાં નીતુ ચંદ્રાને ચુંબનો કર્યા હતા. સોનમને ચુંબન કરવાનો અનુભવ કેવો રહ્યો આ વાત જ્યારે અભયને પૂછવામાં આવી તો તેણે કહ્યું હતું કે, સોનલ કમાલની કિસર છે. અત્યાર સુધીમાં સૌથી સારૂં ચુંબન કર્યુ હોય તો તે સોનમ છે.સોનમ સાથે ઉત્કટ પ્રણય દ્રશ્યો ભજવવામાં શરમ આવી કે નહિ તો અભયે કહ્યું હતું કે, ના એવી કોઈ શરમ નહોતી આવી. લીપ લોક સીન એટલા મુશ્કેલ હોતા નથી.ફિલ્મ આયેશા ઓગસ્ટ મહિનામાં રીલિઝ થવાની છે. દર્શકોને અભય અને સોનમના ચુંબન દ્રશ્યો ગમે છે કે નહિ તે તો આવનાર સમય જ કહેશે.


આજે પતિ-પત્ની વચ્ચે કેમ અશાંતિ જોવા મળે છે?

અત્યારે પણ કેટલાય લોકો માને છે કે અઘ્યાત્મ સાધનામાં દાંપત્ય સંકટરૂપ છે, ગૃહસ્થી અડચણરૂપ છે, પરિવાર વિધ્ન છે અને નારી તો નર્કનું દ્વાર છે. જે લોકો ભગવાન સુધી પહોંચવા માગે છે કે ભગવાનને પોતાના સુધી લાવવા માગે છે, તે એ સમજી લે કે એકાકી જીવનથી તો ભગવાને પોતાને પણ અળગા રાખ્યા છે.ઈશ્વરના બધાં જ સ્વરૂપ લગભગ સપત્નીક છે. પછી પરિવાર તથા પત્ની અવરોધરૂપ કેવી રીતે બની શકે છે. અઘ્યાત્મએ કામનો વિરોધ કર્યો છે, સ્ત્રીનો નહીં. અનિયમિત કામવાસના સ્ત્રીની પુરુષ પ્રત્યે અને પુરુષની સ્ત્રી પ્રત્યે નુકસાનકારક છે. ભારતીય સંસ્કૃતિમાં ઋષિ-મુનિઓનાં એવાં અનેક ઉદાહરણ છે, જેમણે પોતાની ધર્મપત્નીની સાથે જ તપસ્યા કરી છે.અવરોધ તો દૂરની વાત છે, એ તેમની સહાયક બની રહી હતી. વીતેલા સમયમાં અઘ્યાત્મ સાધકોએ વિવેકશીલ ચિંતનને અત્યંત મહત્ત્વ આપ્યું હતું. વિવેકના કારણે સ્ત્રી-પુરુષનો ભેદ અઘ્યાત્મએ સ્વીકાર્યો નથી. જયારે ભેદ જ નથી તો સ્ત્રી અવરોધક કેવી રીતે બની શકે? નારીનો સાથ અને કામભાવના તદ્દન જુદા-જુદા છે.બ્રહ્મચર્યને સાધવા માટે નારીને નર્કની ખાણ ગણવીએ બ્રહ્મચર્યનું અપમાન છે. વાસનાનો જન્મ સહવાસથી નહીં, પરંતુ કુવિચાર અને દુર્બુદ્ધિથી થાય છે. સ્ત્રી-પુરુષના સહવાસને અઘ્યાત્મમાં પવિત્રતાથી જોવામાં આવ્યો છે. આથી લગ્ન પહેલાં સ્ત્રી-પુરુષે અઘ્યાત્મિક અનુભૂતિઓમાંથી પસાર થવું જોઈએ.પતિ-પત્નીના સંબંધોમાં પવિત્રતા ને પરિપકવતા માટે અઘ્યાત્મિક અનુભવ જરૂરી છે. આ સંબંધમાં આજે જેવી અશાંતિ જોવા મળી રહી છે, તેનું નિદાન ભૌતિક સંસાધનો અને પદ્ધતિથી મેળવી નહીં શકાય. તેમાં આઘ્યાત્મિક માર્ગદર્શન ઉપયોગી રહેશે.


જ્હોનને પહેરવો પડ્યો ધોનીનાં સાળાનો કુર્તો..

જ્હોન અબ્રાહમ બોલિવૂડમાં તેનાં સ્ટાઈલ અને બોડી માટે ઘણો જાણીતો છે. તો પછી એ જ્યાં જાય ત્યાં તેનું ક્લેક્શન લઈને જવાનો તે વાત તો સામાન્ય છે.ટુંક સમય પહેલાં જ આ હોટ સ્ટારે તેનાં ખાસ મિત્ર અને ક્રિકેટર ધોનીનાં લગ્નમાં હાજરી આપી હતી.પણ પહેલી વખત આવું બન્યું હશે કે જ્હોને તેનાં કપડાંનાં ક્લેક્શન બાબતે શરમ અનુભવી પડી હતી.ધોનીનાં લગ્નમાં જ્હોન તેની સાઈઝ કરતાં ઘણાં મોટા કુરતાંમાં જોવા મળ્યો હતો જે તેનાં પર જરાં પણ શોભી રહ્યો ન હતો.ખરેખરમાં જ્યારે તે લગ્નસ્થળે પહોચ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે તેની કપડાંથી ભરેલી બેગ ખોવાઈ ગઈ છે.સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, જ્હોન તેનાં કપડાંની બેગ બાબતે ઘણો ચિત્તિંત હતો તેણે દરેક જગ્યાએ તેની બેગ સોધવાનો પ્રયત્ન કર્યો હતો.જાણો છો ખરેખરમાં શું બન્યું હતું આ સ્ટાઈલ આઈકોન સાથે?ધોનીનાં મિત્રોએ મસ્તીમાં જ્હોનની બેગ સંતાડી દીધી હતી.સુત્રોએ જણાવ્યું હતું કે,'' તેઓએ થોડા સમય માટે તેની બેગ છુપાવી તેને પાછી આપી દેવાનો પ્લાન બનાવ્યો હતો પરતું અચાનક વરસાદ પડી જતાં તેની બેગ પલળી ગઈ હતી. ઉપરાંત બેગ એવી જગ્યાએ સંતાડવામાં આવી હતી જ્યાં વરસાદનું પાણી ભરાતું હતું, પાણી બેગમાં ભરાઈ ગયું હતું અને જ્હોનનાં કપડાં ખરાબ થઈ ગયા હતા.''અને અંતે જ્હોન પાસે કોઈ ઉપાય ન વધતાં તેને ધોનીનાં સાળાનાં કપડાં પહેરવાં પડ્યાં હતા.સુત્રોએ જણાવ્યું હતું કે,''સાક્ષીનાં ભાઈએ જ્હોનને તેનો કુર્તો પહેરવાં આપ્યો હતો નહીતર જ્હોને તેને મુસાફરી સમયે પહેરેલાં કપડાં જ પહેરવાનો વારો આવત. એવું ન હતું કે જ્હોન નવાં કપડાં ખરીદી શકતો ન હતો પણ તેની પાસે એટલો સમય જ ન હતો.''આ વિશે જ્હોને જણાવ્યું હતું કે,'' મે ધોનીનાં સાળાનો કુર્તો પહેર્યો હતો. મને છોકરી વાળાની જેમ પાઘડી અને તેવો ડ્રેસ પહેરવાની મજા આવી હતી.''



પટેલ પરિવારોની હિજરતની ચીમકી

મોટા મવામાં ખૂનના આરોપી વિનુ ઉર્ફે દેવજી મકવાણાનું મકાન સળગાવી પરિવારની હત્યાના પ્રયાસ કરવાના પ્રકરણમાં પટેલ સમાજના યુવાનોને ખોટી રીતે ફસાવી દેવાયાના આક્ષેપ સાથે પ૦૦થી વધુ મહિલા-પુરુષે કમિશનરને આવેદન પાઠવી તટસ્થ તપાસની માગણી કરી છે.સરપંચ ચંદુભાઇ પરસાણાની આગેવાની હેઠળ ઇન્ચાર્જ કમિશનર મનોજ શશીધરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, તત્કાલીન સરપંચ મયૂરભાઇની હત્યાના મુખ્ય સૂત્રધાર રમેશ રાણાએ હત્યા કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી મહત્વના સાક્ષીઓને દબાવવા રમેશે ષડયંત્ર રચી મકાનને આગ લગાડાવી છે. અને આરોપી તરીકે ઇરાદા પૂર્વક ખૂન કેસના સાક્ષીઓના જ નામ લખાવડાવ્યા છે.આગ, હત્યાના પ્રયાસમાં જેટલા આરોપીના નામ છે તે વ્યક્તિઓના મોબાઇલના ડિટેઇલ બિલ મગાવી બનાવ સમયે તેમની હાજરી ચકાસવી જરૂરી છે. ખૂનના આરોપીઓને બચાવવા માટે રચાયેલા ષડયંત્રની તટસ્થ તપાસ કરી ન્યાય અહીં અપાવાય તો મોટા મવાના તમામ પટેલ પરિવારને હજિરત કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

મોરબી રોડ પર કૂવામાં નરાધમો મૃત પશુ ઘેટાં, બકરાંના અવશેષ ફેંકી ગયા
મોરબી રોડ પર આવેલી કૈલાશ નગર સોસાયટીના કૂવામાં કોઇ નરાધમો ઘેટાં, બકરાંના કપાયેલાં ડોકાં, ચામડાં વગેરે નાખી જતાં માથું ફાડી નાખે તેવી દૂગઁધ કૂવામાંથી આવી રહી છે. આ કૃત્ય કરનાર શખ્સોને પકડી કડક શિક્ષા કરવાની માગણી સ્થાનિક નાગરિકોએ કરી છે. છેલ્લા ત્રણેક દિવસથી કૂવામાં મૃત પશુઓના અવશેષ તરી રહ્યા છે. શહેરના સિમાડે મોરબી રોડ પર વેલ નાથપરા પાસે આવેલ શાળા નં. ૭૧ સામે કૈલાશ નગર સોસાયટી તેમ જ સ્કાય રેસિડેન્સી પાસે આવેલા એક ખેતરના અવાવરું કૂવામાં કોઇ અજાણ્યા શખ્સોએ મરેલા પશુઓ નાખ્યા હોય ભારે દૂગઁધ પ્રસરી રહી છે. આ અંગે વોર્ડ નંબર પાંચના કોંગી અગ્રણી દ્વારા મ્યુ. કમિશનરને લેખિત ફરિયાદ કરી કૂવામાંથી મરેલા પશુઓના અવશેષ બહાર કાઢવા તેમ જ જવાબદારો સામે કડક પગલાં લેવા કૈલાશ નગરના મુકેશભાઇ, બેચરભાઇ, પરેશભાઇ ઉપરાંત, સ્કાય રેસિડેન્સીના હરેશભાઇ, હિરેનભાઇ, રાજેશભાઇ, મયૂરભાઇ વગેરેએ માગણી કરી છે

બજરંગવાડીનાં ક્વાટર્સ સહિત અનેક સ્થળે મકાનોમાં પાણી ઘૂસ્યાં

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

બજરંગવાડીનાં ક્વાટર્સ સહિત અનેક સ્થળે મકાનોમાં પાણી ઘૂસ્યાં

રાજકોટમાં આજે ઓળઘોળ થયેલા મેઘરાજાએ સાંબેલાધારે સાડા ચાર ઇંચ વરસાદ ઠાલવી દેતાં નિચાણવાળા વિસ્તારોની હાલત કફોડી બની હતી. બજરંગવાડીમાં આવેલા ૨પ વારિયા ક્વાટર્સ, ભોમેશ્વરમાં વોંકળા કાંઠાના મકાનો અને હંસરાજનગર તથા ગાયકવાડી સહિતના વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાયા હતા.આજે વરસતા વરસાદે ફાયર બ્રિગેડ શાખાની કચેરીના ફોન સતત રણકતા રહ્યા હતા. આમ તો શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે જ્યાં હાલત સૌથી વધુ ખરાબ થઇ હતી તેવા વિસ્તારોમાંથી ૩૨ જેટલા કોલ ફાયર બ્રિગેડને આવતા પાણી ઉલેચવા માટે રેસ્કયુ ટીમને દોડી જવું પડ્યું હતું.
દરમિયાન બજરંગવાડી વિસ્તારમાં આવેલા ૨પ વારિયા કવાટર્સમાં છેક મકાનમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઇ હતી. ભોમેશ્વરમાં વોંકળા કાંઠાના વિસ્તારોમાં આવેલા મકાનોમાં વોંકળાનું ગંદંુ પાણી ઘૂસી ગયા હતા. હંસરાજનગરમાં પણ અનેક મકાનોમાં એક-એક બબ્બે ફૂટ પાણી ભરાયા હતા.આ ઉપરાંત મહિલા કોલેજ અન્ડરબ્રિજ, ભગવતી હોલવાળી શેરી, ન્યૂ જાગનાથ-૨૧માં, મોરબી રોડ પરની ગાંધી વસાહત, ગાંધીગ્રામ શેરી નં. ૭, રાજીવનગર શેરી નં. ૧૭, રાવલનગર શેરી નં. ૪-પ, અને ૧૨, ગાયકવાડી શેરી નં. ૨/૧૧, સાધુ વાસવાણી રોડ પર મનપાના કવાટર્સ પાસે અને કુવાડવા રોડ પર સહિતના વિસ્તારોમાં પાણી ઉલેચવા માટે ફાયર બ્રિગેડને જવુ પડ્યુ હતુ.


રાજકોટ : આજીનું ઘોડાપૂર જોવા લોકો ઊમટી પડ્યા

રાજકોટ ઉપર છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા હોય તેમ રાજકોટને પાણી-પાણી કરી દીધું છે. આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ૧૧ના ટકોરે મેઘરાજા દે ધનાધન પડતા આજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અને આ અદ્દભૂત ર્દશ્યને જોવા રાજકોટ વાસીઓ ઉમંગભેર જોવા માટે ઉમટી પડ્યા હતાં.શહેર ઉપર મેઘરાજાએ આજે ચાર ઇંચ જેટલું પાણી વરસાવી દેતા ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું હતું અને ડેમોમાં પણ નવાનીરની આવક થઇ હતી. અને આજીનદી બે કાંઠે વહી રહી છે. તેવા સમાચાર શહેરમાં પ્રસરી જતાં રંગીલા રાજકોટવાસીઓ વરસતા વરસાદમાં આ ઘોડાપૂર જોવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.લોકો રામનાથપરા પુલ, નવા થોરાળા અને કેસરી હિંદ પુલ ઉપરથી શહેરીજનોએ આ અદ્દભુત નજારાને જોવાનો લહાવો મેળવ્યો હતો. કેસરી હિંદ પુલ ઉપર જાણે અડધુ રાજકોટ ઉમટી પડ્યું હોય તેવી ભીડ જામી હતી.


રાજકોટ: નાલામાં સ્કૂલ બસ તણાઇ

પોપટપરાના નાલામાં પાણીના ધસમસતા વહેણમાં બસ હોડીની જેમ તરવા લાગી : ભીલવાસમાં બાળકનો પગ ખુલ્લી ગટરમાં ફસાતાં ફાયરબ્રિગેડની રેસ્કયુ ટીમને દોડી જવું પડ્યું. શહેરમાં આજે માત્ર અઢી કલાકમાં જ સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે પોપટપરાના નાલામાં એક સ્કૂલ બસ તણાઇ હતી. જો કે સદ્નસીબે ચાલકે બસ કાબૂમાં લઇ લેતા દુઘર્ટના સહેજમાં ટળી ગઇ હતી.જ્યારે ભીલવાસમાં કોઇએ ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખોલી નાખવાની બેદરકારી દાખવતા એક બાળક તેમાં ગરક થતાં સહેજમાં રહી ગયો હતો.આજે બપોરે ધોધમાર વરસતા વરસાદમાં પોપટપરાના નાલામાં કમરડૂબ પાણી ભરાઇ ગયા હતા. પાણીનું સ્તર સતત ઊંચુ જતું હતું અને ધસમસતા વહેણ જાણે દરિયો ઘૂંઘવતો હોય તેમ ઉછળી રહ્યા હતા. નાલા અને આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો અને એ જ અરસામાં એક સ્કૂલ બસ ત્યાંથી પસાર થઇ હતી.બસના ચાલકને અંદાજ પણ ન હતો કે, પાણીના વહેણમાં કેટલું જોર છે. બસ નાલા પાસે પહોંચતાની સાથે જ ઉપરથી ધસમસતા આવેલા વહેણમાં બસ દરિયામાં હાલક ડોલક થતી હોડીની જેમ ફંગોળાવા લાગી હતી. બનાવના પગલે બસમાં બેઠેલાં બાળકો ભયના માર્યા ચિચિયારી કરવા લાગ્યા હતા.


બે ઇંચથી વધારે વરસાદ પડે કે તરત ન્યૂ રાજકોટ વિખૂટું

રાજકોટનો વિકાસ જોવો હોય, તેનું આધુનિક સ્વરૂપ જોવું હોય તો કઇ તરફ જવાય? એક જવાબ હોય પશ્ચિમ રાજકોટ,ન્યૂ રાજકોટ. છેક જામનગર રોડથી શરૂ કરી મવડી રોડ સુધી ઊંચી ઇમારતોની હારમાળા, આકર્ષક હાઉસિંગ સ્કીમ્સ, ટેનામેન્ટસ થોડી હોટેલ્સ અને મોલ વગેરે વગેરે. પરંતુ આ વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલીઓ એટલી બધી છે કે જે રહેતા હોય તે જ જાણે. આમ પણ પ્રાથમિક સુવિધાઓ તો કોર્પોરેશને અહીં હજી સુધી આપી નથી એટલે પાણીની સમસ્યા અને સફાઇના પ્રશ્નો તો શાશ્વત છે પરંતુ અહીં રહેતા લોકોની વધારે કસોટી થાય છે ચોમાસામાં.બે ઇંચ વરસાદ પડે કે તરત અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ જાય. આ પરિસ્થિતિનું કારણ એ છે કે વિસ્તારોમાં પાણીના વહેણનો કોઇ માર્ગ જ નથી,જ્યાં વોંકળા હતા તે જમીનો કાં તો વેચાઇ ગઇ છે કે પછી તેમાં ભરતી ઠલવાઇ ગઇ છે.અમીનરોડનો છેવાડો હોય કે કાલાવડ રોડની કોઇ સોસાયટી કે પછી યુનિ.રોડ પરનું બિલ્ડિંગ કે ૧૫૦ ફૂટ રીંગરોડ પરની ટાઉનશીપ હોય, આ વિસ્તાર કોર્પોરેશનને સૌથી વધારે વેરો આપે છે. કદાચ અન્ય વેરાઓ પણ આ વિસ્તારમાંથી જ વધારે ભરાતા હશે પરંતુ તેમને કોઇ સવલત મળતી નથી.આજે બપોરે વરસાદ પડ્યો ત્યારે રૂડા નગર-૧ પાછળના વોંકળામાં એવું તો પૂર આવ્યું હતું કે ઘરોમાં પાણી ઘૂસ્યાં હતા. નિધી કર્મચારી સોસાયટી, સાંઇબાબા પાર્ક, વૃંદાવન સોસાયટી અને આ વિસ્તારમાં જ આવેલો નાના મવા ટીપી રોડને જોડતા પુલ પર આજે ધસમસતી નદી જઇ રહી હતી. આ વિસ્તારોના ૫૦ હજાર થી વધારે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, વાસ્તવમાં આ બેઠો પુલ જ્યાં છે તે વોંકળો બૂરાઇ ગયો છે. સૂત્રો કહે છે એક હોટેલના નામે ગ્રીન સિટી નામની જે વસાહત ત્યાં બની છે તેનો તમામ ડેબ્રઝિ એટલે કે બિલ્ડિંગ મટિરીયલ વેસ્ટ ત્યાં ઠલવાયો હતો. તેથી વોંકળો બંધ છે,વોંકળા સફાઇ કરનાર સ્ટાફ પણ આ જાણે છે પરંતુ ભ્રષ્ટ ઓફિસરોએ આ વોંકળો દબાતો અટકાવ્યો નહોતો.એવી રીતે જ આવાસ યોજનાની બાજુમાં બનેલી સ્કીમ અને આવાસ યોજનાના ૧૪૦૦ મકાનોને લીધે પાણી રોકાય છે અને વધારે પ્રવાહ સાથે વોંકળામાં જાય છે. સત્યસાંઇ હોસ્પિટલ પાસે પણ આ સ્થિતિ છે. સાધુ વાસવાણી રોડ પર પણ એવું છે. વોંકળાની જમીનો વગદાર બિલ્ડરોએ દબાવી છે, કોર્પોરેટરો પૈકીના કેટલાકે તેમાં ભાગીદારી કરી છે કેટલાકે રોકડી કરી છે તેને લીધે સામાન્ય પ્રજા હેરાન થાય છે.


રાજકોટને દિવસભર ભીંજવતા મેઘરાજા, અઢી ઇંચ વરસાદ
મોસમનો કુલ વરસાદ ૧પ ઇંચે પહોંચ્યો, સતત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં.

રાજકોટમાં આજે આખો દિવસ મેઘકૃપા અવિરતપણે વરસતી હતી. ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધીંગી ધારે વરસાદ ચાલુ રહેતા મોડી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. દિવસ દરમિયાન કાળાડિઁબાગ વાદળોથી આકાશ ઘેરાયેલું રહ્યું હતું અને એક તબક્કે તો એવું લાગતું હતું કે, હમણા બારે મેઘ ખાંગા થશે. જો કે વરસાદનું જોર જોઇ એવું જામ્યું ન હતું. આજના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧પ ઇંચે પહોંચી ગયો છે.વર્ષારાણીએ આજે રાજકોટવાસીઓને ટાઢાબોળ કરી દીધા હતા. આજે સવારથી જ મેઘાડંબર છવાયેલો રહ્યો હતો. સમી સાંજે જેવું અંધારું હોય એવો માહોલ દિવસભર રહ્યો હતો. બપોરે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પ્રારંભે વરસાદનું જોર એવું હતું કે, જાણે આભ નીચોવાતું હોય એવી ધીંગી ધારે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. પરંતુ થોડીવારમાં જ વરસાદનું જોર નરમ પડી ગયું હતુ.જો કે એ પછી મોડી સાંજ સુધી ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમી ધારે મેઘરાજા હેત વરસાવતા હતા. આ લખાય છે ત્યારે પણ મેઘાડંબરભર્યા વાતાવરણ વચ્ચે ભારે ઝાપટું વરસી રહ્યું છે. આજે આખા દિવસમાં અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. દિવસભર વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો બીજીબાજુ વરસાદમાં નહાવાના શોખિન શહેરીજનો મેઘરાજાના હેતથી તરબતર થવા નિકળી પડ્યા હતા.સાંજે રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ જેવા વિસ્તારોમાં યુવાનો વાહનો લઇને ઉમટી પડ્યા હતા. સતત વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા રહ્યા હતા. ખાસ કરીને રૈયા રોડ પર આવેલા આઝાદા ચોકમાં, રૈયા ચોકડીથી સાધુ વાસવાણી રોડ, એરપોર્ટ નજીક રામેશ્વર ચોકમાં, લક્ષ્મીનગર અને પોપટપરા નાલામાં, ગીતા મંદિર, એરપોર્ટ રોડ, રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ હેડ કવાટર્સ ચોક, પારેવડી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.




સ્કૂલ છુટવાના સમયે જ વધેલા વરસાદને લીધે ટ્રાફિકની મુશ્કેલી સર્જાઇ

રાજકોટમાં કોર્પોરેશનની ઢીલને લીધે બીઆરટીએસનો જે પ્રોજેક્ટ મોડો થયો છે તેને લીધે દોઢથી બે લાખ લોકોએ આજે વરસાદમાં અપૂર્વ મુશ્કેલી અનુભવી હતી.બપોરે શાળા છુટવાના સમયે જ ધોધમાર વરસાદ શરૂ થતાં બાળકોને લેવા-મુકવા જતા વાલીઓ માટે સંકટ સજાર્યું હતું કારણ કે શહેરનો એક પણ વિસ્તાર એક પણ રોડ એવો નહોતો જ્યાં પાણીના રેલા જતા ન હોય. રિક્ષા, વેનમાં આવતા બાળકો પણ ઘરે એક એક કલાક મોડા પહોંચ્યા હતા.મહાન મહાનગરપાલિકાના પાપે અનેક રસ્તામાં પડેલા ખાડા કે ગટરના ખુલ્લા ઢાંકણાને લીધે વાહનચાલકો માંડ માંડ પહોંચી શક્યા હતા. ખાસ કરીને દોઢ-સો ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિ.રોડ સહિતના વિસ્તારોમાં આ સ્થિતિ સર્જાઇ હતી.સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર વિસ્તારની તમામ શેરીઓ નદીમાં ફેરવાઇ ગઇ હતી. અનેક વાહનો બંધ પડ્યા હતા તો જેઓ વાહન પર હતા તેઓ પણ અડધો એક કિલોમીટર મહામુશ્કેલી થઈ પાર કરી શક્યા હતા અને મુખ્યમાર્ગો પર આવી શક્યા હતા.

ભાદરમાં સાડા બાર ફૂટ, આજીમાં અઢી ફૂટ નવું પાણી આવ્યું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભાદરમાં સાડા બાર ફૂટ, આજીમાં અઢી ફૂટ નવું પાણી આવ્યું


મેઘરાજાએ ચમત્કાર સર્જયો: માત્ર બે કલાકમાં રાજકોટની પાણી સમસ્યા હળવી કરી દીધી.- ન્યારી-૧ ડેમમાં અડધા ફૂટની આવક, લાલપરી-રાંદરડા એક દી’માં છલકાયા.રાજકોટ ઉપર આજે ઓળઘોળ થયેલા મેઘરાજા સ્થાનિક જળાશયો ઉપર અનરાધાર હેત વરસાવતા ઓક્સિજન ઉપર જીવતા આ જળાશયોમાં નવા પ્રાણના સંચાર થયા છે અને સાથોસાથ રાજકોટની જળસમસ્યા પણ હળવી થઇ ગઇ છે.ખાસ કરીને રાજકોટ ઉપરાંત ગોંડલ પંથકની જીવાદોરી અને પાક માટે આર્શીવાદરૂપ રહેતા ભાદર ડેમમાં ગત રાતથી ચોવીસ કલાકમાં એક્સાથે ૧૨ ફૂટ ધીંગી જળરાશી ઠલવાઇ ગઇ છે.આ ઉપરાંત તળિયાઝાટક પડેલા આજી-૧માં ૨.૬૦ ફૂટ નવાં નીરની પધરામણી થઇ છે. જ્યારે રાજકોટની પીવાના પાણીની જરૂરિયાતને ટેકો આપતા લાલપરી-રાંદરડા ઓવરફ્લોથઈ ગયા હતા. ન્યારી-૧ ડેમમાં પ્રવર્તમાન જળસમસ્યાના સંજોગોમાં મહત્વનું અડધો ફૂટ પાણી આવ્યું છે.
શહેરમાં ગઇકાલની સ્થિતિએ પંદર-પંદર ઇંચ વરસાદ પડી જવા છતાં સ્થાનિક જળાશયો ખાલીખમ્મ પડ્યાં હતાં. ડેમમાં નવાં નીર નહીં આવે તો શું થશે? એવી કલ્પનામાત્રથી શહેરીજનોના જીવ પડીકે બંધાઇ ગયા છે એવા ટાણે જ વહાલા મેઘરાજાએ પ્રજાનો પોકાર સાંભળી લઇ આજે અનરાધાર સ્નેહ વરસાવ્યું હતુ.જળાશયો ઉપર પણ અમીદ્રષ્ટિ કરી હતી. ખાસ કરીને ભાદરમાં ૧૨ ફૂટ નવાં નીરની પધરામણી થઇ છે. ગોંડલ-જેતપુર અને ભાદરના સ્રાવ વિસ્તારમાં ગઇકાલ સાંજથી વરસેલા અનરાધાર વરસાદના કારણે ભાદરમાં રાતથી પાણીની આવક ચાલુ થઇ હતી અને આ લખાય છે ત્યારે પણ ભાદરમાં ધીંગી આવક ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે. નવાં નીરની આવક સાથે ભાદરની કૂલ સપાટી ૨૩ ફૂટે પહોંચી ગઇ છે અને ભાદરમાં ૨૯૦૦ એમ.સી.એફ.ટી. જળજથ્થો સંગ્રહ થયેલો છે. ભાદરમાંથી રાજકોટ મનપા દૈનિક ૧૦૦ લાખ ગેલન ઉપાડ કરે છે અને ગુરુકૂળ અને જયુબિલી ઝોનને પાણી પૂરું પાડે છે અને હાલમાં આ બન્ને ઝોનને ૧૧માસ ચાલે તેટલો જળજથ્થો સંગ્રહ થઇ ચૂકયો છે.ભાદર ઉપરાંત ઘરઆંગણેના અન્ય જળાશયોમાં જેની હાલત પહેલેથી જ અતિ ચિંતાજનક છે અને તળિયાઝાટક થઇ ગયેલા આજી-૧ ડેમમાં આજના વરસાદથી એક્સાથે અઢી ફૂટની આવક થતા કુલ સપાટી ૧૧.૭૦ પહોંચી છે.જો કે ચાર મહિના સુધી ચાલે તેટલુ પાણી આજીમાં આજે માત્ર અઢી કલાકમાં જ આવી ગયું છે. જ્યારે ન્યૂ રાજકોટના આધારસ્તંભ એવા ન્યારી-૧ ડેમમાં અડધા ફૂટની નવી આવક સાથે સપાટી ૧૩.૨પ ફૂટે પહોંચી છે


જૂલાઇમાં નિફ્ટી 5515 સુધી જઇ શકે છે

બજાર આજે ઘણું મજબૂત જોવા મળી રહ્યું છે અને નિફ્ટીનો આજનો દાયરો 5390-5475ની વચ્ચે રહી શકે છે.આમ, તો મને એ વાતની આશંકા ઓછી જ છે કે નિફ્ટી 5390 સુધી તૂટશે. મારા મતે જૂલાઇ સીરીઝમાં નિફ્ટી 5515 સુધી જઇ શકે છે. જૂલાઇ સીરીઝમાં સેટલમેન્ટ 5400 થી 5000ની વચ્ચે થઇ શકે છે.મને લાગે છે કે નિફ્ટીની મજબૂતી ઓછામાં ઓછી ઓગસ્ટના મધ્ય સુધી બની રહેશે. પરંતુ અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે તે સમયે નિફ્ટી કઇ સપાટી પર હશે. તે 29મી જૂલાઇના રોલઓવર આંકડાઓ પછી જ ખબર પડશે. જો રોલઓવર સારા રહે છે તો નિફ્ટી મોટા લક્ષ્યની તરફ વધી શકે છે. પરંતુ જો રોલઓવર વધુ નહિં રહે તો મને મોટી વૃદ્ધિની આશા ઓછી હશે.વિપ્રોના ત્રિમાસિક પરિણામો સારા રહ્યા છે પરંતુ મને લાગે છે કે ટીસીએસના પરિણામો ઘણા સારા હતા. જો કે આઇટી કંપનીઓને અમેરિકા સિવાય એશિયન દેશોમાં પોતાનો વેપાર વધારવો પડશે. એમ નહિં થતા તેની મુશ્કેલીઓ ઓછી થશે નહિં.અત્યારે કેપિટલ ગુડઝ, રિઅલ એસ્ટેટ અને બેકિંગ ક્ષેત્રમાં રોકાણ કરી શકાય છે. બેકિંગ ક્ષેત્રમાં પણ ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ)માં સારી ચાલ શરૂ થઇ ગઇ છે, જે એક સકારાત્મક સંકેત છે. મને લાગે છે કે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં હજુ તેજીની ઘણી ગુંજાઇશ બાકી છે.


‘આતંકવાદને મદદ કરવી પાક.ને ભારે પડશે’

અમેરિકાએ આતંકવાદ મુદ્દે કડક પગલા લેવાનું કહેતા પાકિસ્તાનને ચેતવણી આપી છે કે વોશિંગ્ટન પર થતાં કોઈ પણ હુમલાનો સંબંધ ઈસ્લામાબાદ સાથે હોવાનું ખુલશે તો બંને દેશના સંબંધો પરત તેની ખરાબ અસર પડશે.અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે જો આતંકવાદી સંગઠનોને રોકવામાં નહીં આવે તો એવું બનશે કે તમારા ઘરની પાછળ જ જેરી સાપ બેઠો હશે. હિલેરીએ જણાવ્યું હતું કે તેમને હંમેશા એવા આતંકવાદી હુમલાનો ડર રહે છે જેનો તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોય છે.હિલેરીએ બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન આતંકવાદ સામે લડવા માટે જરૂરી તમામ પગલા ભરશે. પરંતુ એ વાત પર કોઈ શંકા નથી કે ભવિષ્યમાં અમેરિકા પર કોઈ હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું માલુમ પડશે તો તેની ખૂબ માઠી અસર થશે.


સાવધાન સચિન, પોન્ટિંગ આવી રહ્યો છે નજીક

ઓસ્ટ્રેલિયાનો સુકાની રિકી પોન્ટિંગ ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર રનોના શિખર સુધી પહોંચનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. પોન્ટિંગે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે 40 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. પોન્ટિંગ ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બાદ 12 હજાર રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે.સચિન હાલ 167 ટેસ્ટ મેચો સાથે 13539 રન પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સુકાનીએ 146મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. પોન્ટિંગ પ્રથમ ઇનિંગમાં માત્ર છ રન જ બનાવી શક્યો હતો. જ્યારે બીજી ઇનિંગમાં તેણે મોહમ્મદ ઓમરની ઓવમાં થર્ડમેન પર ચોગ્ગો લગાવીને 12 હજાર રન પુરા કર્યાં છે.
37 વર્ષિય સચિન અને 35 વર્ષિય પોન્ટિંગ બન્ને 12 હજાર રન પુરા કરવાના મુદ્દે સમાનતા પર છે. બન્ને બેટ્સમેનોએ આ શિખર સુધી 247મી ઇનિંગ રમી છે. જો કે, આ સિદ્ધિ માટે સચિને 152 મેચ રમી હતી. જ્યારે પોન્ટિંગ 146મી ટેસ્ટમાં આ આંક સુધી પહોંચ્યો હતો.પોન્ટિંગે આઠ ડિસેમ્બર 1995માં પર્થમાં શ્રીલંકા વિરુદ્ધ પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. પોન્ટિંગને 12 હજાર રન સુધી પહોંચતા 14 વર્ષ 225 દિવસ લાગ્યા છે. જ્યારે સચિનને ત્યાં સુધી પહોંચતા 18 વર્ષ અને 337 દિવસ લાગ્યા હતા.


‘બહુ થયું વિકેટકિપિંગ હવે તો સેહવાગ બનવું છે’

વિકેટકિપિંગ તરીકેની ભૂમિકાને અલવિદા કહેવાનો નિર્ણય કરનાર ન્યુઝીલેન્ડના ખેલાડી બ્રેન્ડેન મેક્કુલમની ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બેટિંગ કરવાની ઇચ્છા છે.વિકેટકિપિંગ છોડ્યા બાદ મેક્કુલમ એક સ્પેશલિસ્ટ બેટ્સમેન તરીકેનું સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. તેનું માનવું છે કે, તે ન્યુઝીલેન્ડને આકર્ષક શરૂઆત આપી શકે છે. તેણે કહ્યું છે કે, જે રીતે ભારતીય વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગ, શ્રીલંકાનો દિલશાન, ઇન્ડિઝનો ગેઇલ ટેસ્ટ ક્રિકેટમાં આગવી વિસ્ફોટક શૈલીના કારણે ટીમને શાનદાર શરૂઆત આપે છે. અને હું પણ તેમના જેવી શૈલીથી બેટિંગ કરી શકું છું.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ન્યુઝીલેન્ડ એક સારી ઓપનિંગ પાર્ટનરશિપની શોધમાં છે. ત્યારે મેક્કુલમ દ્વારા ઓપનિંગ બેટિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવતા તે પસંદગીકારોની સમસ્યાને થોડી હળવી કરી શકે છે.


વુડ્સ વિશ્વનો સૌથી ધનિક ખેલાડી

અનેક યુવતિઓ સાથે લગ્નેતર સંબંધો બાંધવાના કારણે વિવાદોમાં ફસાયા બાદ અમેરિકાના ગોલ્ફ સ્ટાર ટાઇગર વુડ્સનું હજૂ પણ વિશ્વના સૌથી ઘનિક ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે.ફોર્બ્સે જાહેર કરેલી સૌથી ઘનિક ખેલાડીની યાદીમાં ટાઇગર વુડ્સ 105 મિલિયન ડોલર સાથે ટોચ પર છે.તેમ સ્પોર્ટ્સ ઇલિસ્ટ્રેટેડે જણાવ્યું છે કે, લગ્નેતર સંબંધોના કારણે ગત ડિસેમ્બરમાં તેની આવક 70 મિલિયન ડોલરથી 22 મિલિયન ડોલર થઇ ગઇ હતી. 200નના વર્ષમાં તેની આવકમાં ઘટાડો થતા તેની વાર્ષિક આવક 90.5 મિલિયન ડોલર રહી હતી.



સંસ્કારમૂર્તિ ઉમાશંકર : એક અલગ સ્વરૂપે

સંસ્કારમૂર્તિ ઉમાશંકર માટે શબ્દ એક ‘અગ્નિદિવ્ય’નું સ્વરૂપ હતું : તે કવિ હતા, નાટકો લખ્યાં, નવલિકાઓ આપી, એક નવલકથા પર હાથ અજમાવ્યો, અનુવાદો કર્યા, ‘સંસ્કૃતિ’ના તંત્રી-સંપાદક બન્યા, નિબંધોનું સર્જન કર્યું, શાંતિનિકેતનના કુલપતિ બન્યા અને જ્ઞાનપીઠનું પ્રથિતયશ સન્માન મેળવ્યું, સાહિત્ય પરિષદને પ્રતિષ્ઠા આપી, તેમનું સ્મરણ સાંપ્રત ચેતનાના અનુબંધે કરવું જોઈએ.ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષે તેમની સ્મૃતિમાં કેવા ઉત્સવો ઉજવીશું? એકલા કવિ ઉમાશંકર તરીકેના? ‘વિશ્વશાંતિ’ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં રચ્યું હતું અને ‘હું ગુર્જર ભારતવાસી!’ એમ પણ ગાયું. એ ખરું, પણ ઉમાશંકરની એકલા કવિ તરીકેની ઓળખ અધૂરી ગણાશે. ઇડર નજીકના બામણા ગામે જન્મેલા મૂળમાં ઉમિયાશંકર ઉમાશંકર બનીને છવાયા તેની વાત તેમણે પોતે જ કરી હતી : ‘શબ્દ લઈને હું નીકળ્યો’તો ને ક્યાં ક્યાં પહોંચ્યો.’સંસ્કારમૂર્તિ ઉમાશંકર માટે શબ્દ એક અગ્નિદિવ્ય’નું સ્વરૂપ હતું : શીતળ, વેદનાસિકત અને અજવાળાંને આંબવા મથતો શબ્દ. તેમાં વિશ્વની શાંતિનો રણકાર આવે તો જઠરાગ્નિ ભભૂકવાનો પુણ્ય પ્રકોપ પણ ખરો. શિક્ષક કવિ એમ પણ પૂછી લેશે કે દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું? આ નાગરિક ધર્મે કવિને એકદંડિયા મહેલની બહાર જમીન પર, ભીડમાં લઈ જવાનું બળ પૂરું પાડ્યું. એટલે તે કવિ હતા, નાટકો લખ્યાં, નવલિકાઓ આપી, એક નવલકથા પર હાથ અજમાવ્યો, અનુવાદો કર્યા, ‘સંસ્કૃતિ’ના તંત્રી-સંપાદક બન્યા, નિબંધોનું સર્જન કર્યું, શાંતિનિકેતનના કુલપતિ બન્યા અને જ્ઞાનપીઠનું પ્રથિતયશસન્માન મેળવ્યું, સાહિત્ય પરિષદને પ્રતિષ્ઠા આપી.પણ આ બધા તો કેટલાક પડાવ હતા. તેમનું સ્મરણ સાંપ્રત ચેતનાના અનુબંધે કરવું જોઈએ. સદ્ભાગ્યે એકદંડિયા મહેલમાં રહીને સાહિત્યપંડિત થવાનું તેમણે અને તેમના સમકાલીનોમાંના કેટલાક સાહિત્યકાર- શિક્ષણકારોએ પસંદ કર્યું નહોતું. ઇન્દુલાલ યાજ્ઞિક આત્મકથાના યે નાયક રહ્યા, જયંતિ દલાલે સાહિત્યની સમાંતરે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લીધું, એસ.આર. ભટ્ટે શિક્ષણ-સાહિત્યની સાથે જાહેર જીવનમાં પણ ઝુકાવ્યું હતું.યાદ આવ્યું કે ગુજરાત યુનિ.બિનશૈક્ષણિક સ્થાપિતોનું મેદાન બની જાય તેની સામે ઉમાશંકરે જંગમાં ઝુકાવ્યું અને ઉપકુલપતપિદે રહ્યા હતા? એ સમય એટલા માટે ય યાદ છે કે ત્યારે અમે કેટલાક એમ.એ.ના ભાષાભવનના છાત્ર હતા. ઉમાશંકર જોશી ઉપકુલપતપિદની ખુરશી પરથી સીધા એમ.એ.નો વર્ગ ભણાવવા પણ આવે અને ‘ગાંધીજીની આત્મકથા’નું અનુશીલન કરાવે. પછીથી આજોલના જ્ઞાનસત્રમાં સાહિત્યચર્ચામાં ગાંધી અને સાત્ર વિશે થોડુંક બોલ્યો હતો, ત્યારે ભોજન સમયે તેમણે ઝીણી આંખે પૂછ્યું: તેં ગાંધીને આવા સ્વરૂપે ક્યાંથી જાણ્યા? મેં જવાબ આપ્યો : હું એમ.એ.માં આપનો વિદ્યાર્થી હતો અને... વાક્ય પૂરું કરું તે પહેલાં ચહેરા પર લાલાશ સાથે, હળવાશમાં કહે: ‘મેં ગાંધીને આવો શીખવ્યો હતો?’ એટલો જ હળવાશથી જવાબ આપ્યો : તમે જ કહેતાને કે જેનું જેટલું વિત્ત હશે, એટલું અને એવું શીખશે! નવ નિર્માણ આંદોલન થકી વિધનસભાનું વિસર્જન અને ચૂંટણી સમયે શું એવો વિચાર વપિક્ષોમાં શરૂ થયો હતો. સંયુક્ત પરબિળ બન્યા વિના છુટકો ન હોતો. ઉમાશંકરભાઈને કોંગ્રેસનો કંઈ સારો અનુભવ તો હતો નહીં. જનસંઘ પ્રત્યે કૂણી લાગણી ક્યાંથી હોય? એ દિવસોમાં અટલબિહારી વાજપેયી અમદાવાદ આવી રહ્યા હતા. તેમની સંમતિ લઇને નક્કી કર્યું કે ક્યાંક ભોજનમાં ઉમાશંકરભાઈ, બી.કે. મજમુદાર અને અટલબિહારી વાજપેયી સાથે હોય, એકબીજાના વિચારોની અને મતભેદોની આપ-લે થાય. શાહપુરમાં એક કાર્યકર્તાને ત્યાં આ ભોજન થયું. બી.કે. આવી શક્યા નહીં (પછીથી તેમના ઘરે જઈને કલાકેક ચર્ચા ચાલી. બી.કે. તો એક જમાનાના સમાજવાદી, પક્ષોથી ત્યારે દૂર પણ, રાજકારણની પૂરી સમજ.) આશ્ચર્યવત્ ઉમાશંકર આવ્યા.


રેલવે દુર્ઘટના પર નિવેદનબાજ નેતાઓને શું કહેશો

કોઈપણ ઘટના બને અને તે ગમે તેવી હોય, પણ રાજકીય રોટલા શેકનારા નેતાઓ તે ઘટના કે તેવી ઘટનાઓથી નિપટવા માટેની તૈયારીઓ કરવા કરતાં નિવેદનબાજી કરવામાં વધારે રસ ધરાવે છે. ભારતના રાજકારણમાં નેતાઓ હંમેશાથી નિવેદનબાજો રહ્યાં છે. આ નિવેદનબાજ નેતાઓ કોઈપણ મુદ્દે તોપના ભડાકા જેવા નિવેદનો કરી શકે છે.પરંતુ જ્યારે લોકો માટે કામ કરવાનો વખત આવે, ત્યારે તેઓ પરિણામલક્ષી કામ કરી શકતા નથી. પશ્ચિમ બંગાળમાં બે માસમાં બીજી મોટી રેલવે દુર્ઘટના બની છે. આ રેલવે દુર્ઘટના બાદ પણ નિવેદનબાજ નેતાઓનો કાફલો નિવેદનો આપવા માટે ઉતરી પડયો છે.કોઈ મમતાનો બચાવ કરી રહ્યા છે, તો કોઈ મમતાની ટીકા કરી રહ્યાં છે, કોઈ અફસોસ વ્યક્ત કરી રહ્યાં છે, તો ખુદ મમતા દુર્ઘટના પર કંઈક સંદેહ હોવાની અસ્પષ્ટ વાત કરી રહ્યાં છે. જનતાને આવા નેતાઓના નિવેદનોથી કંઈજ લેવા દેવા નથી. તેમને તો તેમને મળતી રેલવેની સુવિધા અને સેવા સુચારું અને સુરક્ષિત બને તેમાં જ રસ છે.પ્રણવ મુખર્જીઓ રેલવે દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે દુર્ઘટના માત્ર દુર્ઘટના હોય છે. તેનું કોઈ અનુમાન લાગાવી શકે નહીં. તેમનું કહેવું છે કે તેના માટે કોઈપણ પ્રકારે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવી શકાય નહીં.


બિહારના ધારાસભ્યોને ગુંડા નહીં તો બીજું શું કહેવું?

બિહારના નેતાઓને વિધાનસભામાં ધાંધલ મચાવતા જોઈને લાગે કે ગુંડા શબ્દ તો આ મહાનુભાવો માટે બહુ નાનો પડે. એકબીજા પર મુક્કા અને લાતો વરસાવતા આ માનનીય ધારાસભ્યોએ પોતાના યુï કૌશલ્યના ઉત્કૃષ્ટ નમૂના ગૃહની મધ્યમાં પ્રદર્શિત કર્યા. કોઈએ સ્પીકર પર ચપ્પલ પણ ફેંકર્યું. માઈકની તોડફોડ અને પાટલીઓ ઉછાળવાનું તો બહુ સામાન્ય થઈ ગયું. જયોતિકુમારી નામની કોંગ્રેસની એક ધારાસભ્યએ તો ૨૦ કૂંડા તોડવાનો રેકોર્ડ બનાવી નાખ્યો.જયોતિકુમારી વિધાન પરિષદની સભ્ય છે એટલે વિધાનસભાની ધાંધલ સાથે તેને કશી લેવાદેવા ન હોવી જોઈએ પણ, આ મહિલા સભ્ય (?)એ વિધાન પરિષદને તાળાબંધી કરી દીધી હતી અને તેમને વિધાન પરિષદમાંથી દૂર કરવા જ્યારે માર્શલોનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે તેમણે જમીન પર ઢસડાવાનું પસંદ કર્યું અને પછી શબ્દાર્થમાં રણચંડી બની ગયાં. બિહારમાં છેલ્લા બે દિવસથી વિધાનસભામાં આવી ધમાલ ચાલી રહી છે. ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે નાટક વધ્યાં છે. નીતીશકુમારને ભીડવવા માટે કા‹ંગ્રેસ સહિતના વિરોધપક્ષો ધમાલ મચાવી રહ્યા છે.ધારાસભાઓમાં ધાંધલ આપણા માટે નવી નથી. પણ હમણાં તેમાં સારો એવો ઉછાળો આવ્યો છે. એવા લોકો ચૂંટાવા માંડ્યા છે કે શિસ્ત કે નૈતિકતાની અપેક્ષા રાખવી વધુ પડતી છે. આવા ધારાસભ્યોને ચલાવી પણ લેવાય નહીં એટલે શિસ્તનો ભંગ કરનાર, લોકતંત્રની આબરૂને દાગ લગાડનાર ગૃહમાં તોફાન કરનાર, બેકાબૂ અને બદતમીઝ ધારાસભ્યોને પાછા બોલાવી લેવાની સત્તા જનતા પાસે હોવી જોઈએ.ચૂંટણી સુધારાઓ કરવાની વાતો વર્ષોથી થતી રહી છે તે ભલે ટલ્લે ચડતી હોય, એ જ સુધારો તાત્કાલિક થઈ જવો જોઈએ, રાઈટ ટુ રિકોલનો સુધારો જનતા જેમને ચૂંટીને મોકલે છે તે લોકપ્રતિનિધિઓ જો અપેક્ષામાં ખરા ન ઉતરે અને અયોગ્ય વર્તન કરે, ગેરરીતિ આચરે તો તેને પાછા બોલાવીને ઘરે બેસાડી દેવાનો હક્ક તો કમ સે કમ પ્રજાને હોવો જોઈએ. આ અધિકાર મળે તો ચૂંટાયા પછી જનપ્રતિનિધિઓ માંતેલા સાંઢ બની જાય છે તે બંધ થઈ જાય. પ્રજાની બીકે ગરીબ ગાય જેવા બની જાય. ગુંડા જેવા જનપ્રતિનિધિઓને તો સુધારી શકાય નહીં પણ, નિયમો તો જરૂર સુધારી શકાય.


હિમેશ-ઈમરાન ખતરો કે ખિલાડીમાં?

ફિયર ફેક્ટર એટલે કે ખતરો કે ખિલાડી નામનો રિયાલિટી શો કલર્સ ચેનલ પર શરૂ થવાનો છે. આ શોની હોસ્ટ પ્રિયંકા ચોપરા છે. આ શોમાં મિલિંદ સોમન, સોનુ સુદ અને ડિનો મોરિયા જેવા અભિનેતા ભાગ લઈ રહ્યા છે.ચેનલે ઈમરાન હાશ્મી અને હિમેશ રેશમિયાનો પણ સંપર્ક કર્યો છે. જો કે હજી સુધી તેઓએ કામ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ જો તેઓ હા પાડશે આ શો માટે તેઓ ઘણાં જ મહત્વના બની રહેશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચેનલ હિમેશ અને ઈમરાન ફિયર ફેક્ટરમાં ભાગ લે તેવા પ્રયાસો કરી રહી છે. હાશ્મી હાલમાં પોતાની ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારબાદ તેણે એકપણ ફિલ્મ સાઈન કરી નથી. તેથી તેની પાસે પૂરતી તારીખો છે.હિમેશે હાલમાં જ પોતાની ફિલ્મ ઈશ્ક અનપ્લગનું કામ પૂરું કર્યુ છે. હિમેશ માટે પણ તારીખોની કોઈ સમસ્યા નથી.શરૂઆતમાં ફિયર ફેક્ટરમાં ક્રિકેટર્સને લેવાના હતા. પરંતુ માત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી બ્રેટ લીએ હા પાડી હતી. તેથી હવે ક્રિકેટર્સને બદલે અભિનેતાઓને લેવામાં આવી રહ્યા છે.ફિયર ફેક્ટરનું શુટિંગ ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાથી બ્રાઝિલમાં શરૂ થશે.


રાજકોટમાં છાત્રોએ ગાડીઓ સાફ કરી ફી વધારા સામે વિરોધ કર્યો

અમુક વિદ્યાર્થીઓએ બૂટ પોલીસ કર્યા અને ચાનું વેચાણ કર્યું- આજે એનએસયુઆઇની આગેવાની હેઠળ રેલી કાઢવામાં આવશે.રાજકોટની ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીની જાણ બહાર કમ્મરતોડ ફી વધારો કરી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે કચવાટ ફેલાયો હતો.આથી વિરોધ પ્રદર્શીત કરવા માટે ગુરૂવારે એનએસયુઆઇની આગેવાની હેઠળ ચારેય કોલેજના અંદાજે ૪૦૦ જેટલા છાત્રોએ યાજ્ઞિક રોડ પર પહોંચી માલેતુજારોની કાર સાફ કરી હતી. જ્યારે અમુક વિદ્યાર્થીઓએ બુટ પોલીશ્ડ કર્યા હતા અને ચાનું વેચાણ કરી કોલેજોના સંચાલકોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો.રાજકોટમાં આવેલી દર્શન, તક્ષશિલા, ભરાડ અને મારવાડી કોલેજમાં વિદ્યાર્થીઓના પરિવારજનોને અસહ્ય લાગે તેટલી ફીમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના ફી વધુ લેવાનું શરૂ કરી દેવાતા છેલ્લા પાંચેક દિવસથી ભારે ઉહાપોહ મચ્યો હતો.દરમિયાન ગુરૂવારે એનએસયુઆઇના પ્રદીપ ડવ તેમજ ભરતસિંહ જાડેજાની આગેવાની હેઠળ ઉપરોકત ચારેય કોલેજના અંદાજે ૪૦૦ જેટલાં વિદ્યાર્થીઓ રાજકોટના યાજ્ઞિક રોડ પર એકત્ર થયા હતા અને કોલેજોએ વધારી દીધેલી ફી પરિવારજનો આપી શકે તેમ ન હોય પોતે લોકોની કાર સાફ કરીને તેમજ બુટ પોલીશ્ડ કરી અને ચા વેચીને પૈસા એકત્ર કરવાનો નવતર પ્રયોગ કર્યો હતો.છાત્રોનો આ પ્રકારનો વિરોધ જોઇને ત્યાંથી પસાર થતાં લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા અને છાત્રોની વ્યાજબી વાતમાં સુર પુરાવ્યો હતો. ઘણા કાર ચાલકો છાત્રોને સફાઇના બદલામાં મદદરૂપ થયા હતા.જો કે કોલેજના સંચાલકો દ્વારા કોઇ હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવતાં એનએસયુઆઇ દ્વારા આજે (શુક્રવાર) રેલીનું આયોજન કરાયું છે. આ રેલી યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ. કોલેજથી બહુમાળી ભવન સુધી જશે.


કુચિયાદડ પાસે અકસ્માતમાં મુંબઇના વેપારીનું મોત : ૩ને ઇજા

કુવાડવા નજીક કુચિયાદડ પાસે કાર રોડ ડિવાઇડર પર ચડી જતાં સર્જાયેલા અકસ્માતમાં મુંબઇના વણિક વેપારીનું મૃત્યુ થયું હતું. જ્યારે, ત્રણને ઇજા થઇ હતી. પિતાના ફૂલ પધરાવવા ગોંડલ જઇ રહેલા વેપારીને રસ્તામાં કાળ આંબી જતાં અરેરાટી મચી ગઇ હતી.રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર કુરિયાદડ અને બેટી ગામ વચ્ચે ચાલુ વરસાદમાં કાર રોડ ડિવાઇડર પર ચડી ગયા બાદ પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા મુંબઇના વિરારમાં રહેતા કમલેશભાઇ ઠાકોરભાઇ દોશી (ઉ. વ. ૪૫) મોટાભાઇ કિરીટભાઇ દોશી (ઉ. વ. ૫૦) અને તેમના મિત્રો જતીન સતીષભાઇ મહેતા (ઉ. વ. ૨૯) તથા પંકજભાઇ શાહ (ઉ. વ. ૪૭) ને ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વેપારી કિરીટભાઇ દોશીનું સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું.


રાજકોટ : વિદ્યાર્થિની સાથે કારખાનેદાર કઢંગી હાલતમાં ઝડપાયો

શહેરના ૧૫૦ ફૂટ રિંગરોડ પરના ક્રિષ્ના બંગ્લોઝમાં રહેતા પટેલ કારખાનેદાર અને તેની ગર્લફ્રેન્ડ મકાનમાં પૂરાયા હતા અને રંગરેલિયા મનાવતા હતા ત્યારે વિસ્તારના લોકોએ બન્નેને મકાનમાં પૂરી પોલીસને બોલાવતા ચકચાર મચી ગઇ હતી.ક્રિષ્ના બંગલોઝમાં મકાન ભાડે રાખીને રહેતો પટેલ નીતિન પરષોત્તમભાઇ ખાચરિયા (ઉ. વ. ૨૫) અવાર નવાર યુવતીઓને પોતાના ઘરે લઇ આવતો હોય તેની આવી ચેષ્ટાઓથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને પટેલ શખ્સને રંગેહાથ ઝડપી લેવા વોચ ગોઠવી હતી.બુધવારે રાત્રિના નીતિન એક યુવતીને ઘરમાં લઇને ઘૂસ્યો હતો અને મકાનનું બારણું ખૂલ્લું રાખી કઢંગી હાલતમાં બન્ને બીભત્સ ચેનચાળા કરતા હતા. આ દ્રશ્ય જોઇ ઉશ્કેરાયેલા લતાવાસીઓએ બારણું બહારથી બંધ કરી પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી અને બન્નેની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જેતપુરનો વતની નીતિન નહેરુનગરમાં કારખાનું ધરાવે છે અને એકલો રહે છે. જ્યારે, તેની સાથે ઝડપાયેલી યુવતી મહેસાણાના ખેરવા ગામની પ્રિયા કિશોરભાઇ વીરપરિયા (ઉ. વ. ૨૨) હતી.રાજકોટના વૃંદાવન સોસાયટીમાં ફૈબા સાથે રહી યુવતી આત્મીય કોલેજમાં અભ્યાસ કરે છે. પટેલ શખ્સ સાથે પરિચય હોય બન્ને રાત્રિના મોજમસ્તી માટે મળ્યા હતા ત્યાં જ ઝડપાઇ ગયા હતા. બનાવથી એ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.લતાવાસીઓએ બન્નેની ધોલાઇ કરી પોલીસને સોંપ્યા.કારખાનેદાર નીતિન કોલેજિયન યુવતીને લઇને મકાનમાં જતાં જ વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને બન્નેને કઢંગી હાલતમાં પકડી ઢોર માર માર્યો હતો. બાદમાં, પોલીસને બોલાવી બન્નેને પોલીસ હવાલે કર્યા હતા.


રાજકોટ : હવે તો પાણીકાપ ઉઠાવી લો !

સ્થાનિક જળાશયોમાં સરેરાશ છ મહિના જેટલો જળજથ્થો ઉપલબ્ધ થઇ ગયો, નર્મદાનાં નીરની ચોરી પણ ઘટી છતાં પાણીકાપના કોરડા વિંઝવાની તંત્રની નીતિ.આવા ભરચોમાસે, આભમાંથી અનરાધાર મેઘકૃપા વરસતી હોય, જળાશયોમાં નવાં નીરની પધરામણી થઇ હોય છતાં રાજકોટવાસીઓની એ કમનસીબી છે કે હજુ પણ પાણીકાપના કોરડા સહન કરવા પડી રહ્યા છે. મેઘરાજાએ આવું સુખ કરી દીધુ હોવા છતાં પાણી વગરના મનપાના તંત્રવાહકો અને શાસકોમાં તો પાણી ન જ આવ્યું!પાંચ આંકડાનો પગાર ખાતા મનપાના અધિકારીઓ પાણી વિતરણની બાબતમાં સંપૂર્ણ નપાણિયા સાબિત થઇ રહ્યા છે તો બીજીબાજુ શાસકોની પણ અણઆવડત છતી થઇ રહી છે.આ અગાઉ શાસકોએ એવા લુખ્ખા વચનો આપ્યા હતા કે, જળાશયોમાં નવાં નીર નહીં આવે ત્યાં સુધી રાજકોટવાસીઓ ઉપર પાણીકાપ નહીં જ નખાય. વચનોને ભૂલીને શાસકોએ પાણીકાપ લાદી દીધો. હકીકતમાં જો નર્મદાનો રાજકોટને કરાર મુજબનો જથ્થો મળતો હોત તો આજે સ્થિતિ આ ન હતો.માત્ર ચોવીસ જ કલાકમાં રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર, આજી, રાંદરડા-લાલપરી સહિતનાં જળાશયોમાં મેઘરાજાએ નવા પ્રાણ પૂરી દીધા. ભાદરમાં એક સાથે સાડા બાર ફૂટ પાણી આવી ગયું, જે રાજકોટના જયુબિલી અને ગુરુકૂળ ઝોનને ૧૦ માસ ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે.જ્યારે આજી ડેમમાં આજે માત્ર અઢી કલાકમાં જ ચાર મહિનાનું પાણી ઠલવાઇ ગયું છે. આ ઉપરાંત રાંદરડા-લાલપરી ઓવરફ્લોની આરે છે અને મયાર્દિત માત્રામાં મળતો તેનો ટેકો વર્ષ આખું ચાલે તેવી સ્થિતિ હવે થઇ ગઇ છે.ન્યારી-૧માં વધુ અડધા ફૂટની આવક સાથે આ ડેમ પણ ચાર માસ ચાલે તેટલો જીવંત બની ગયો છે. આમ સરેરાશ ગણીએ તો રાજકોટને છ માસ ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ છે જ, અને રહી વાત નર્મદાના નીરની. તો કેનાલમાંથી પાણીચોરીનું પ્રમાણ પણ ઘણું ઓછું થઇ ગયું હોય કરાર મુજબ ૧૬પ લાખ ગેલન મેળવી પાણીકાપ ઉઠાવી શકાય તેમ છે જ, તેમાં કોઇ બે મત નથી. પરંતુ મહાપાલિકાના તંત્રવાહકોમાં પાણીનો છાંટો નથી.અહીં મનપાના તંત્રવાહકો અને શાસકોની અણઆવડત છતી થઇ રહી છે તેમાં પણ શંકાને કોઇ સ્થાન નથી. અધિકારીઓનું પણ પાણી મપાઈ ગયું છે.

સૌરાષ્ટ્રના ૧૦ ડેમ ઓવરફ્લો : જળાશયોમાં નવાં નીર આવ્યા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સૌરાષ્ટ્રના ૧૦ ડેમ ઓવરફ્લો : જળાશયોમાં નવાં નીર આવ્યા

જુનાગઢ અને અમરેલી જિલ્લામાં બુધ અને ગુરુવારે પડેલા અનરાધાર વરસાદથી મોટાભાગના જળાશયોમાં નવાં નીર આવ્યા છે. ૧૦ ડેમ ઓવરફલો થઈ ગયા છે. જ્યારે ૧૬ ડેમ છલકાવાની તૈયારીમાં છે.જેમાં રાજકોટનો ન્યારી-૨ ડેમ પાણીની ધીંગી આવકને પગલે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ભાદર ડેમના બે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે આથી હેઠવાસના ગામના લોકોને સલામત સ્થળે ચાલ્યા જવાની સૂચના આપવામાં આવી છે.જુનાગઢથી મળતા અહેવાલ મુજબ છેલ્લા બે દિવસમાં સમગ્ર જિલ્લામાં સાંબેલાધારે વરસાદ વરસતાં મોટાભાગની નદીઓ ગાંડીતૂર થઈ છે અને સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડતા તમામ જળાશયોમાં વિપુલ પ્રમાણમાં જળરાશી ઠલવાઈ છે. હિરણ-૨માં ૧૪.૯ ફૂટ નવું પાણી આવતા ઓવરફલો થઈ ગયો હતો અને સાત દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંબાજળ, ઉંબેણ, ગળથ, ઓઝત, ઓઝત (વંથલી), મોટાગુજરિયા ડેમ પણ ઓવરફલો થઈ ગયા છે. તમામ ડેમના પાટિયા અડધાથી ત્રણ-ત્રણ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે.આ ઉપરાંત અમરેલી જિલ્લાનો ઠેબી ડેમ પણ છલકાઈ જતાં તેના ચાર દરવાજા બે ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા. જ્યારે વડિયા ડેમ અને શેલદેદૂમલ ડેમ પણ ઓવરફલો થઈ ગયા હતા. જ્યારે બગસરા પાસે આવેલો મુંજિયાસર ડેમ છલકાવવાની તૈયારીમાં છે.
ખોડિયાર ડેમમાં ૧૦ ફૂટ નવાં નીર આવ્યા હતા. જુનાગઢ જિલ્લાના હિરણ-૧, મધુવંતી, ધ્રાફડ, શિંગોળા, મચ્છુન્દ્રી, રાવલ, પ્રેમપરા, વૃજમી, મઘરડી સહિતના ડેમ છલકાવવાની તૈયારીમાં છે.અમરેલી જિલ્લાના લાઠી પાસે આવેલા જરખિયા ગામનું તળાવ ફાટતાં આસપાસના ગામમાં પાણી ઘૂસી ગયા હતા જ્યારે બાબરા તાલુકાના વાંડિળયા ગામની સીમમાં આવેલું તળાવ પણ ભારે પૂરના કારણે તૂટી ગયું હતું. અને પૂરના પાણી ગામમાં ઘસી આવ્યા હતા.


ભરોસપાત્ર મારૂતિ-800ની જેમ મુરલી-800 પણ ‘આઉટ’

વિશ્વ ક્રિકેટમાં 800 વિકેટ મેળવવાનો માઇલસ્ટોન રચનાર મુથૈયા મુરલીધરનની નિવૃતિ બાદ વિશ્વભરના ક્રિકેટ સાથે જોડાયેલી હસ્તીઓએ તેને અભિવાદન સાથે શુભેચ્છા પાઠવી રહ્યાં છે. કેટલાકે તેને મહાન કહ્યો તો કેટલાકે તેના જેવો બોલર હવે જોવા નહીં મળે તેમ કહ્યું પરંતુ ભારતની ગ્લેમરસ ગર્લ અને ક્રિકેટ સાથે જોડાયેલી મંદીરા બેદીએ મુરલીધરનની સરખામણી મારુતી 800 સાથે કરી છે.આજે મોટાભાગની હસ્તિઓ પોતાના વિચારો અને વાતો ટ્વીટર થકી પોતાના ફોલોઅર્સને જણાવે છે. મંદીરાએ પણ મુરલીની સિદ્ધિને વખણવા આ માઇક્રો વેબસાઇટનો ઉપયોગ કર્યો છે. ભારત સામેની મેચમાં જ્યારે મુરલીએ 800 વિકેટ મેળવી ત્યારે મંદીરાએ ટ્વીટરમાં કહ્યું કે, મુરલીએ 800 વિકેટ મેળવી તેનાથી હું ખુશ છું.તમને યાદ હોય તો મારુતિએ વર્ષો પહેલા મારુતિ 800 નામનું મોડેલ બહાર પાડ્યું હતું. જે તમામ વર્ગના લોકો માટે ભરોસાપાત્ર હતું. તેમ છતાં આજે તે માર્કેટમાંથી અલિપ્ત થઇ ગયું છે. મને પણ મુરલી 800 મહદઅંશે મારુતિ 800ની જેમ લાગી રહ્યો છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધાથી આઠ ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટ અને જૂનાગઢ પંથકમાં બે તરુણો સહિત ચાર વ્યક્તિ નદીમાં તણાઇ : એક તરુણની લાશ મળી.સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી સાંબેલાધારે વરસી રહેલા મેઘરાજાએ ગુરુવારે પણ સોરઠ, અમરેલી, રાજકોટ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં અડધાથી આઠ ઈંચ સુધીનો વધુ વરસાદ વરસાવી દીધો હતો.સતત પડી રહેલા વરસાદના કારણે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં અનેક માર્ગો પરનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જ્યારે ૧૦થી વધુ ગામડાંનો સંપર્ક તૂટી ગયો હતો.ગુરુવારે રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આઠ ઈંચ સુધીનો વરસાદ ખાબકયો હતો. નદીમાં ઘોડાપૂર આવવાથી બે તરુણ સહિત ચાર વ્યક્તિ તણાઈ ગયાની ઘટનાઓ પણ બની હતી. લાપત્તા થયેલાઓને શોધવા માટે રેસ્કયૂ ટીમને કામે લગાડવામાં આવી હતી. ગોંડલ પાસે એક પુલ ધોવાઈ જતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો.જુનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે દોઢથી પોણા છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ તાલાલા અને વિસાવદરમાં ૧૪૭ મી.મી. પાણી પડ્યું હતું. આ ઉપરાંત માળિયા હાટીનામાં ૧૪૧, અને માંગરોળમાં ૧૫૫ મી.મી. વરસાદ નોંધાયો હતો.મેંદરડા પંથકમાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબકતાં અનેક નદી-નાળા છલકાઈ ગયા હતા. જ્યારે ઊના, કેશોદ અને વંથલીમાં અઢીથી સવા ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. માધવપુરમાં પણ પાંચ ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. વેરાવળની દેવકા નદીમાં ઘોડાપૂર આવતા શહેરના છેવાડાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા.કેશોદ, માંગરોળ હાઈવે પાણી ભરાઈ જવાના કારણે પાંચ કલાક સુધી ઠપ્પ થઈ ગયો હતો. કપિલા નદીમાં બોડાસ ગામના ભીખા વરજાંગભાઈ વાઢેર તણાઈ ગયા હતા તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જ્યારે કોડીનારના છાછર ગામનો પણ એક યુવાન નદીમાં તણાઇ ગયો હતો. પોરબંદર જિલ્લામાં સર્વત્ર સાડાત્રણથી છ ઈંચ વરસાદ પડી ગયો હતો. ગુરુવારે સાંજે છ વાગ્યા સુધીમાં કુતિયાણા પંથકમાં છ ઈંચ જ્યારે બરડાડુંગર અને આસપાસના વિસ્તારોમાં ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો. રાણાવાવમાં સાડાત્રણ જ્યારે પોરબંદર શહેરમાં ચાર ઈંચ પાણી પડીગયું હતું.ભાદરના બે દરવાજા ખોલવામાં આવતા તેના હેઠવાસમાં આવતા પોરબંદર અને કુતિયાણા તાલુકાના ગામના લોકોને સાવચેત રહેવા સુચના અપાઇ છે.જામનગર જિલ્લામાં પણ સતત બીજા દિવસે છુટાછવાયા સ્થળે મેઘવર્ષા થઈ હતી. ખંભાળિયા અને જોડિયામાં સાડાત્રણ ઈંચથી વધુ વરસાદ થયો હતો. જ્યારે કલ્યાણપુર, ધ્રોલ અને ભાણવડમાં બબ્બે ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. જામનગર શહેર અને દ્વારકામાં એક ઈંચથી વધુ પાણી પડી ગયું હતું. જામજોધપુરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.રાજકોટ જિલ્લામાં ગુરુવારનો દિવસ મેઘરાજાએ પસંદ કર્યો હોય તેમ ઝાપટાંથી માંડીને આઠ ઈંચ સુધીનું પાણી વરસાવી દીધું હતું. ગોંડલ, વાસાવડ વચ્ચે આવેલા શિવરાજગઢ, માંડણકુંડલા, દેવચડી, બાંદરા, મોવિયામાં સવારથી બપોર સુધીમાં પાંચથી આઠ ઈંચ વરસાદ પડ્યો હતો. આથી માંડણકુંડલા પાસેનો પુલ ભારે પૂરમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર થંભી ગયો હતો. રાજકોટ પાસે ઘંટેશ્વર નજીક નદીમાં બે તરુણો તણાઇ ગયા હતા. જેમાંથી એકની લાશ મળી હતી.ગોહિલવાડમાં સૌથી વધુ વરસાદ શિહોરમાં પાંચ ઈંચ નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં પોણાચાર ઈંચ પાણી પડી ગયું હતું. ઉમરાળા, વરતેજ અને તળાજામાં બબ્બે ઈંચ વરસાદ થયો હતો.જ્યારે ભાવનગર શહેર અને ઘોઘા પંથકમાં એક ઈંચથી વધુ વરસાદ થયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. ઝાલાવડમાં ચોટિલા, વઢવાણ, ધ્રાંગધ્રા અને મૂળીમાં અડધા ઈંચથી વધુ વરસાદ થયો હતો. સાયલા, દસાડા અને લીંબડીમાં ઝાપટાં પડ્યા હતા.કચ્છમાં અત્યાર સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી પરંતુ ગુરુવારે માંડવી પંથકમાં સવા છ ઈંચ વરસાદ પડતાં લોકો હરખાયા હતા. ભુજમાં પણ સવા બે ઈંચ પાણી પડ્યું હતું. મુદ્રા અને નખત્રાણા પંથકમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. કચ્છમાં અન્યત્ર ઝાપટાં પડ્યા હતા.





સવારથી જ શહેરમાં છૂટોછવાયો વરસાદ

બે દિવસથી શહેર પર મહેર કરનાર મેઘરજાની મહેર આજે સવારથીજ શરૂ થઇ ગઇ હતી એટલે કે આજે સતત ત્રીજી દિવસે પણ શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાત પડ્યો હતો.ગઇકાલે લગભગ આખો દિવસ વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું જેને કારણે ગરમીમાં શેકાતા લોકોએ રાહત અનુભવી હતી તો બીજી તરફ આખો દિવસ વરસાદ થતાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ જતાં.કાદવ થવાથી તથા વૃક્ષો તથા ભુવા પડવાથી લોકોને ઘણી જગ્યાએ મુશ્કેલીમાં પણ મુકાઇ ગયા હતા.આજે સવારે થોડા સમય સુધી સુર્યનારાયણના દર્શન થયા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળો ઘેરાયા બાદ વરસાદ શરુ થઇ ગયો હતો. રાજ્યભરમાં વરસાદને લીધે લોકો અને ખાસ કરીને ખેડુતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.


ભાયાવદર :પુત્રને પિતાએ જીવતો કૂવામાં ફેંકી પતાવી દીધો
પતિ-પત્નીના ઝઘડામાં નિર્દોષ માસૂમ પુત્રનો જીવ લઇ લીધો.ભાયાવદરના અરણી રોડ ઉપર ૧૦ દિવસ પહેલાં કૂવામાંથી મળેલી ૪ વર્ષના માસૂમ બાળકની કોહવાઇ ગયેલી લાશની ઓળખ મળી ગઇ છે. જામકંડોરણાના ચાવંડીગામે રહેતા મનસુખ માવાભાઇ પરમારે જ ગૃહકલેશના કારણે એકના એક પુત્રને જીવતો કૂવામાં ફેંકી નિર્દયતાથી હત્યા કર્યાની વિગતો ખૂલી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.સબ ઇન્સપેક્ટર એસ. એ. જોષીએ આપેલી માહિતી મુજબ ૧૨ તારીખે અરણી રોડ પરના અવાવરું કૂવામાંથી બાળકની કોહવાઇ ગયેલી લાશ મળી હતી. વાલી વારસની શોધખોળ કરી હતી પરંતુ, લાશની ઓળખ થઇ શકી ન હતી.દરમિયાન, ગઇકાલે બુધવારે ભાયાવદરમાં પિયર માતા સાથે રિસામણે રહેતી સાધના મનસુખભાઇ પરમાર (ઉ. વ. ૨૫) એ બાળકના વસ્ત્રો અને ફોટા પરથી મૃતદેહ પોતાના લાડકવાયા ભાવેશ (ઉ. વ. ૪)ની હોવાનું ઓળખી બતાવ્યું હતું.

નરોડા : દીકરીની ફી ભરવામાં અસમર્થ પિતાનો આપઘાત

દીકરીની ધોરણ ૧૨ની ૧૫૦૦ રૂપિયા ફી ભરવામાં અસમર્થ પિતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હોવાની કરૂણ ઘટના નરોડા પોલીસ મથકમાં નોંધાઇ છે. ગુરુવાર મધરાત્રે ઘરના સભ્યો સુતા હતા ત્યારે પિતાએ ગળે ફાંસો ખાઇ લીધો હોવાની જાણ પરિવારને સવારે થતા પરિવાર પર જાણે આભતુટી પડ્યું હતું.નરોડા પોલીસ મથકનાં સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર, નરોડાનાં હરીદર્શન ચાર રસ્તા નજીક સુભમ બંગલોઝમાં રહેતા રાજેન્દ્રભાઇ બાલુભાઇ પટેલ (ઉં.૪૦) નાં પરિવારમાં પત્ની નીલમબેન તથા ધોરણ ૧૨ અભ્યાસ કરતી પુત્રી હતા. ગુરૂવારે નીલમબેને તેમના પતિ રાજેન્દ્રભાઇને દીકરીની ફી પેટે ૧૫૦૦ રૂપિયા ભરવાના હોવાનું જણાવ્યું હતું.જો કે છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં મુકાઇ ગયેલા રાજેન્દ્રભાઇ ફીના રૂપિયા ક્યાંથી લાવવા તે અંગે મુંજવણમાં મુકાયા હતા. દરમિયાન ગુરૂવારે રાત્રે પત્ની તથા પુત્રી સુતા હતા, ત્યારે ઘરની છત સાથે ગળે ફાંસો ખાઇ તેમણે આપઘાત કરી લીધો હતો. જ્યારે સવારે પત્ની નીલમબેન ઉઠ્યા ત્યારે તેમનાં પતીની લાશ લટકતી જોઇ તે ભાંગી પડ્યા હતા. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ વર્ષે ગણેશજી ૯ ફુટથી મોટા નહીં રાખવાનો હુકમ
ચાલુ વર્ષે યોજાનારા ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ ૯ ફુટથી મોટી નહીં રાખવાનો હુકમ શહેર પોલીસ કમિશનર એસ. કે. સાઇકીયાએ એક જાહેરનામુ બહાર પાડી કર્યો છે. એટલું જ નહીં ગણેશજીની મૂર્તિ ઉપર કોઇની પણ ધાર્મિક લાગણીઓ દુભાય તેવા ચિન્હો નહીં લગાડવા તથા ખંડીત થયેલી મૂર્તીઓને ગમે ત્યાં બીન વારસી હાલતમા નહીં મુકવાની કડક સુચના પોલીસ કમિશનરે આપી છે.શહેર પોલીસ કમિશનર એસ. કે. સાઇકીયાએ જાહેરનામાં દ્વારા જણાવ્યું છે કે, તારીખ ૧૧-૯-૧૦ નાં રોજ ગણેશ મહોત્સવ નિમિત્તે ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના થનારી છે, જ્યારે ૨૦-૯-૧૦નાં રોજ મૂર્તિ વિસર્જન થવાનું છે. આ પહેલા મૂર્તિકારોએ પોતાના મૂર્તિ બનાવવાનાં સ્થળની આસપાસ ગંદકી ન ફેલાવવી જેનાથી રોગચાળો ન થાય.
બીજી તરફ સાઇકીયાએ ઉમેર્યું છે કે મૂર્તિની ઉંચાઇ બેઠકથી ૯ ફુટ સુધી જ રાખવી અને મૂર્તિ ઉપર કોઇ પણ પ્રકારે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરાય તેવા ચીન્હ ન લગાડવા. એટલું જ નહી, ન વેચાયેલી મૂર્તિઓ કે ખંડીત થયેલી મૂર્તિઓને ગમે ત્યાં બીનવારસી હાલતમાં ન મુકવી. આ હુકનો ભંગ કરનાર વિરૂધ્ધ કડક પગલા ભરવાની ચીમકી પણ કમિશનરે ઉચ્ચારી છે.

ખંભાતમાં અઢી ઈંચ વરસાદ ખાબકયો

આણંદ સહિત બોરસદ, પેટલાદ, તારાપુર, સોજિત્રામાં ગુરૂવારે હળવો વરસાદ.આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાની મહેર થતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જવા પામી હતી. બુધવારની સાંજથી લઈને ગુરુવારની બપોર સુધીમાં જિલ્લામાં કુલ રરર મીમી વરસાદ નોંધાયો હતો. એમાંય ખંભાત તાલુકામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસાતાં જળતરબોળ થઈ જવા પામ્યું હતું. જ્યારે સૌથી ઓછોઉમરેઠ તાલુકામાં માત્ર પ મીમી વરસાદ નોંધાયો હતો.છેલ્લા સાત-આઠ દિવસથી અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. બુધવારે આકાશમાં વાદળો ઘેરાવા સાથે સમી સાંજે મેઘરાજાની મહેર થવા પામી હતી. જે બીજા દિવસે પણ મેઘમહેર જારી રહેતાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું.કલેક્ટર કચેરી ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના જણાવ્યા મુજબ બુધવારે સાંજથી ગુરુવારે નમતી બપોરના ૪ કલાક સુધીમાં તાલુકા પ્રમાણે આણંદમાં ર૩ મીમી, ઉમરેઠમાં પ મીમી, બોરસદમાં૧૦ મીમી, આંકલાવમાં ૧૦ મીમી, પેટલાદમાં ૩૬ મીમી, સોજિત્રામાં ૩૫ મીમી, ખંભાતમાં ૬૩ મીમી, અને તારાપુર ૪૦ મીમી વરસાદ નોંધાયો હતો. અડધાથી અઢી ઈંચ વરસાદ વરસતાં જિલ્લામાં ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.



બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં નિવેદન કાર્યવાહી શરૂ

છ માસ પૂર્વે પ્રાંતના બનાવટી હુકમોને આધારે આચરાયેલા કરોડોના બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં શહેર પોલીસે ૨૦૦૯ના વર્ષ બાદ મહેસાણા મામલતદાર, પ્રાંત કચેરી તેમજ ઈ-ધરામાં ફરજ બજાવતા કર્મચારીઓનાં નિવેદન સહિતની હાથ ધરેલી કાર્યવાહીને પગલે કૌભાંડીઓમાં પુન: ફફડાટ પ્રસર્યો છે. નોંધનીય છે કે, આ દસ્તાવેજ કૌભાંડમાં અગાઉ બે નાયબ મામલતદાર, તલાટી, જમીન દલાલ તેમજ કૌભાંડી કમ્પ્યૂટર ઓપરેટરને જેલભેગા કરાયા હતા.મહેસાણા પ્રાંત અધિકારીએ અગાઉ કરેલા હુકમોને આધારે બનાવટી દસ્તાવેજ કૌભાંડ છ માસ પૂર્વે પ્રકાશમાં આવતાં જિલ્લા કલેક્ટર કચેરીમાં ધરતીકંપ સજાર્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મનાતા પ્રાંત કચેરીના કમ્પ્યૂટર ઓપરેટર શૈલેષ દેસાઈની ધરપકડ બાદ તેણે કરેલી ચોંકાવનારી કબુલાતને પગલે શહેર પોલીસે નાગલપુર, રામોસણા જકાતનાકા સહિતની લાખોની કિંમતની જમીનો નવીમાંથી જુની શરતમાં ફેરવવા આચરાયેલા કૌભાંડ અંગે વિવિધ ચાર ફરિયાદો નોંધાઈ હતી.જે અનુસંધાને પોલીસે સમયાંતરે બે નાયબ મામલતદાર, તલાટી, જમીન દલાલની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસની તપાસ કરનાર પી.આઈ. કે.બી. પટેલને લાંચના ગુનામાં સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો. જો કે, છેલ્લા ચાર મહિનાથી હાંસિયામાં ધકેલાયેલી તપાસ બાદ શહેર પીઆઈ લિયાકતઅલી પરમારે મહેસાણા મામલતદાર, પ્રાંત કચેરી અને ઈ-ધરામાં વર્ષ ૨૦૦૯થી કામ કરતા કર્મચારીઓના નિવેદનનો ધમધમાટ શરૂ કરતા કૌભાંડીઓમાં પુન: ફફડાટ પ્રસર્યો છે. નોંધનીય છે કે, આ બહુચર્ચીત કેસમાં જરૂરી રેકર્ડ મેળવવા પણ શહેર પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.


ઉત્તર ભારત અને મુંબઈમાં ભારે વરસાદ : વધુ ૧૨નાં મોત

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સંખ્યાબંધ રાજ્યોમાં આજે ભારે વરસાદે વધુ ૧૨ વ્યક્તિનો ભોગ લીધો હતો. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ચાર-ચાર મૃત્યુ નોંધાયાં હતાં. ઉત્તરાખંડમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. ઉધમસિંઘ નગર વિસ્તારમાં પૂરમાં ચાર વ્યક્તિ તણાઇ જતાં રાજ્યમાં વરસાદને કારણે થયેલા મૃત્યુનો આંક ૧૫ પર પહોંચ્યો છે. રાજ્યમાં અઢી લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. ઉ.પ્રદેશમાં ગંગા યમુના જેવી મુખ્ય નદીઓ સહિતની નદીઓમાં પૂર આવ્યાં છે. અયોધ્યા ખાતે ગંગા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.મુંબઈમાં ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં શહેર- પરાંમાં ત્રણેક ઈંચ વરસાદ પડ્યો હતો. મુંબઈ શહેર, ઉપનગરો, થાણે, નવી મુંબઈ અને છેક વસઈ, નાલાસોપારા અને વિરારમાં બુધવારે રાતથી શરૂ થયેલા વરસાદને લીધે અનેક ઠેકાણે પાણી ભરાયું હતું. પશ્ચિમના ઉપનગરોમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલાક ઠેકાણે રસ્તા પર વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલતો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અંધેરી અને કાંદિવલી વચ્ચે સવારથી બપોર સુધી કાચબાની ગતિએ વાહનવ્યવહાર આગળ વધતો હતો.થાણેમાં અને કોંકણમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અલબત્ત, ઝાપટાંના આ દોરમાં શહેરને પાણીપુરવઠો આપતા સરોવરોની ખાધ પૂરી થાય અને પાણીકાપ રદ કરાય એવી આશા રખાય છે.રાયગડ-રત્નાગિરિમાં અનેક નદીઓ બન્ને કાંઠા પાર કરીને વહી રહી છે. રાયગડમાં સરેરાશ છ ઈંચ વરસાદ પડ્યો છે. તેમાં રોહા ખાતે સૌથી વધુ ૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે. સાવિત્રી અને ગાંધારી નદીઓ જોખમી સપાટી પાર કરી ચૂકી છે. પૂરનું પાણી મહાડ શહેરમાં ધસી જવાની શક્યતા ઊભી થઈ છે.
રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વરમાં સરેરાશ સાડા આઠ ઈંચ, દાપોલીમાં સાડા સાત ઈંચ, ખેડમાં સાડા છ ઈંચ વરસાદ પડ્યો છે અને તેનું જોર હજુ યથાવત છે. દાપોલી-ખેડ માર્ગ પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ થયો હતો. ખેડ, રાજાપુર, ચપિલુણના બજારોમાં પણ પાણી ભરાયું હતું. તેની શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. રત્નાગિરિની ચોરડ નદીના પુલ પરથી પાણી વહેતું હોવાથી અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સિંધુદુર્ગ જિલ્લાની નદીઓ પણ પુલોની ઉપરથી વહેતી હતી.થાણે જિલ્લામાં પાલઘર ખાતે સૌથી વધુ સાત ઈંચ, વસઈમાં પાંચ ઈંચ અને શાહપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રમાં પુણે, સોલાપુર, કોલ્હાપુર અને પંઢરપુરમાં પણ વરુણરાજા પ્રસન્ન થયા છે.

ગૌરીવ્રતની ઉજવણી કરવા બાલિકાઓમાં થનગનાટ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ગૌરીવ્રતની ઉજવણી કરવા બાલિકાઓમાં થનગનાટ

ચરોતરમાં શુક્રવારથી શરૂ થતાં ગૌરી વ્રત તેમ જ જયા પાર્વતીના વ્રતની ઉજવણી કરવા બાલિકાઓમાં થનગનાટ વર્તાઈ રહ્યો છે. પરંપરા મુજબ બાલિકાઓ જવારા વાવીને ઉછેર કરે છે. આણંદ, નડિયાદ સહિત તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌરીવ્રતની અષાઢ સુદ તેરસથી ધામધૂમથી ઉજવણી થાય છે.જેમાં પાંચ દિવસ સુધી બાલિકાઓ રંગબેરંગી અવનવા વસ્ત્રો પહેરી જવારા તેમ જ શિવ મંદિરે જઈ વિશેષ પૂજા-અર્ચન કરીને અલુણાં વ્રતરૂપી આરાધના કરશે. આ ઉપરાંત વ્રત દરમિયાન મંદિર, બગીચા તથા જાહેર સ્થળોએ સમી સાંજે બાલિકાઓ પોતાની સહેલીઓ સાથે મોજ માટે પણ જતી હોય પોલીસ તંત્ર દ્વારા સાર્વજનિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આણંદ શહેરમાં વ્રતના પાંચ દિવસ દરમિયાન લોટેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, રાધા-કૃષ્ણ મંદિર તેમ જ કૈલાશનાથ શિવાલય સહિત અન્ય મંદિરોમાં જયાપાર્વતી વ્રતના પૂજા-અર્ચન માટે વિશેષ આયોજન કરાયું છે. ખંભાતના ઐતિહાસિક માદળા બાગ તથા લાલ બાગમાં માત્ર બાલિકાઓને જ ગૌરીવ્રત સમયે બગીચામાં પ્રવેશ મળશે તેવી વ્યવસ્થા કરાઈ છે.ખોડિયાર મંદિરના પૂજારી સંદીપકુમાર ભટ્ટના જણાવ્યા મુજબ ગૌરીવ્રતમાં બાલિકાઓ પાંચ દિવસ મીઠા વગરનું(અલુણા) ભોજન જમશે. અષાઢ સુદ તેરસથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે. જેમાં બાલિકાઓ અબીલ-ગુલાલ, કંકુ, નાડાછડી, કમરકાકડી, સાકર, નાગરવેલના પાન, ફુલ, ફળ, સોપારી, ધૂપ-દીપ વડે પૂજન અર્ચન કરશે.


અમિત શાહની ધરપકડ થાય તો પછી જામીન મળવા મુશ્કેલ

સોહરાબુદ્દીન કેસમાં જો અમિત શાહની ધરપકડ થાય તો તેને જામીન મળવા મુશ્કેલ હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે. જોકે બીજી તરફ જે રીતે સમન્સ પાઠવી તેમને બોલાવવામાં આવ્યા છે તે જોતાં સીબીઆઇ કે પોલીસ આ જોગવાઇ પ્રમાણે કોઇ પણ વ્યક્તિ પાસે માહિતી મેળવવા આ સમન્સ પાઠવી તેમને બોલાવી શકે છે.સીઆરપીસી(ક્રિમિનલ પ્રોસજિર કોડ) ના ૧૬૦ કલમ હેઠળ પોલીસ કે સીબીઆઇને એવી સત્તા મળેલી છેકે તપાસ કરતા અધિકારીને તેના હકૂમત(થાણા)ના વિસ્તારમાં કે તેની નજીકના હકૂમત વિસ્તારમાં રહેતા કોઇ વ્યક્તિ વિશે તેને એવી માહિતી મળે કે તે વ્યક્તિ તે જે બાબતે તપાસ કરે છે તેની હકીકત જાણે છે અથવા કહી શકે છે તેને આધારે તેની પૂછપરછ માટે પોતાની સમક્ષ હાજર થવા ફરમાવી શકે છે. જે કલમ હેઠળ સીબીઆઇએ અમિત શાહને નોટિસ પાઠવી છે.કાનૂનવિદો માને છેકે હવે આ કેસમાં જો અમિત શાહની ધરપકડ થાય તો તેને જામીન મેળવવા મુશ્કેલ થઇ શકે છે. એડવોકેટ મુકુલસિંહાએ જણાવ્યું હતું કે ૧૬૦ મુજબ સીબીઆઇએ સમન્સ પાઠવ્યું છે. પોલીસ સામાન્ય રીતે કોઇ વ્યક્તિને સમન્સ પાઠવી બોલાવે છે જો તે પૂછપરછમાં વ્યક્તિ પોતે ગુનેગાર હોવાનું બહાર આવે તો તેને આરોપી બનાવે છે અને જો તેમાં તેની કોઇ ભૂમિકા ન હોય પણ તેને ગુનાની જાણકારી હોય તો તેને સાક્ષી બનાવે છે.


CBIએ મને હાજર થવા પૂરતો સમય આપ્યો નથી'

એન્કાઉન્ટર સાચું છે કે ખોટું તેનો નિર્ણય અદાલત કરશે. કોંગ્રેસના ઈશારે સીબીઆઈની કાર્યવાહી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પૂછપરછ માટે સીબીઆઈ સમક્ષ હું હાજર થતો નથી, ભાગતો ફરું છું અને સીબીઆઈ સમક્ષ આવવા તૈયાર નથી તેવા ગપગોળા ફેલાવનારાને મોકળું મેદાન મળે તે હેતુથી જાણી બૂઝીને મને પૂછપરછ માટે હાજર થવાનો પૂરતો સમય આપવામાં આવ્યો નથી, તેવું ગૃહરાજ્યમંત્રી અમિત શાહે જણાવી તેમણે કહ્યું કે, શુક્રવારે બપોરે ૧ કલાકે હાજર થવાનો બીજો સમન્સ સીબીઆઈએ પાઠવ્યો છે ત્યારે શુક્રવારે સીબીઆઈ સમક્ષ હાજર થઈને તમામ પ્રશ્નોના જવાબ આપીશ.અલબત્ત, જનતાનાં દિલ જીતી ન શકનારી કોંગ્રેસને આ સમગ્ર ષડ્યંત્ર માટે જવાબદાર ઠેરવતાં તેમણે કહ્યું કે, ગુજરાતની ભાજપ સરકારનું રાજકીય એન્કાઉન્ટર કરવા માટે કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને ગુજરાત કોંગ્રેસના ઇશારે આ કારસો ઘડી કાઢવામાં આવ્યો છે.સીબીઆઈના સમન્સ અંગેની પ્રતિક્રિયા રૂપે એક નિવેદનમાં ગૃહરાજ્યમંત્રી શાહે જણાવ્યું કે, અંગત કારણોસર આજે હેડક્વાર્ટરની બહાર હતો ત્યારે તેમના નિવાસસ્થાને સીબીઆઈએ સમન્સ પહોંચાડ્યો હતો. તેમને આ માહિતી મળી ત્યારે એક વાગ્યા સુધીમાં સીબીઆઈ
ની પૂછપરછ માટે પહોંચવું મુશ્કેલ હતું. સીબીઆઈ જેવી સંસ્થા રાજ્ય સરકાર સાથે આ પ્રકારના વ્યવહાર અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે સીબીઆઈના વ્યવહાર અંગે શંકા વ્યક્ત કરી છેશાહે ગુજરાતની જનતા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અનેક પ્રક્રિયાઓ થઈ છે. તેમાં ક્યારેય ગૃહમંત્રી તરીકે કે વ્યક્તિગત રીતે તેમનો સંબંધ હોય તેવો કોઈ પણ તબક્કે ઉલ્લેખ કે ફરિયાદ થયાં નથી, છતાંય કેન્દ્રના કોંગી શાસને તેમનું અને ગુજરાતની ભાજપ સરકારનું રાજકીય એન્કાઉન્ટર કરવા આ કારસો ઘડી કાઢ્યો છે.શાહે વધુમાં ઉમેર્યું છે કે, એન્કાઉન્ટર સાચું હતું કે ખોટું તેનો નિર્ણય અદાલત કરવાની છે, પરંતુ ગૃહરાજ્યમંત્રી તરીકે તેમણે હંમેશાં દેશના બંધારણનું, લોકશાહીના નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું છે.


અમિત શાહની ઓફિસ-બંગલે નોટિસો લાગી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલી સીબીઆઇના અધિકારીઓએ ગુરુવારે સવારે વરસતા વરસાદમાં ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના નારણપુરાસ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. જોકે અમિત શાહ હાજર ન હોવાથી અને ઘરને તાળું મારેલું હોવાથી એક કલાક રાહ જોયા બાદ અધિકારીઓ ઘરના દરવાજે બપોરે ૧ વાગ્યા સુધીમાં ગાંધીનગર સીબીઆઇની કચેરીમાં હાજર થવા અંગેના સમન્સની નોટિસ ચોંટાડીને રવાના થયા હતા. સીબીઆઇએ ગાંધીનગરના બંગલે અને કચેરીમાં પણ સમન્સ મોકલાવ્યું હતું.એટલું જ નહીં બન્ને નિવાસસ્થાનને સીલ પણ કરી દેવાયા હતા. સીબીઆઇના અધિકારીઓએ ગૃહમંત્રીના સુરક્ષાકર્મીની પણ એક કલાક સુધી પૂછપરછ કરી હતી. સવારથી જ સોસાયટીમાં સીબીઆઇના અધિકારીઓની ચહલપહલને પગલે રહીશોમાં તર્ક-વિતર્ક વહેતા થયા હતા.સીબીઆઇએ રાજ્યના ગૃહમંત્રી અમિત શાહને ૨૨મીએ ગુરુવારે બપોરે ૧ વાગ્યા સુધીમાં ગાંધીનગર ખાતેની કચેરીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. જોકે અમિત શાહ સીબીઆઇ સમક્ષ હાજર ન થતાં સવારથી જ નારણપુરા વિસ્તારમાં સંઘવી હાઇસ્કૂલ પાસેની શિવકુંજ સોસાયટીના મકાન નં-૧૦ ખાતેના ગૃહમંત્રીના નિવાસસ્થાને ખાનગી ડ્રેસમાં મોટી સંખ્યામાં સીબીઆઇના અધિકારીઓની ટીમ આવી હતી. અધિકારીઓએ સોસાયટીમાં આંટાફેરા કર્યા હતા. બાદમાં બપોરે ૧૧.૪૫ વાગ્યે ગૃહમંત્રીના બંગલા પાસે આવ્યા હતા.


કોંગ્રેસ દ્વારા અમિત શાહ પર નિશાન : ભાજપ

ભાજપના વરિષ્ઠ નેતા ચંદન મિત્રાએ એવો આક્ષેપ લગાવ્યો છેકે, સોમવારથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઇ રહ્યું છે. ત્યારે ભોપાલ ગેસ દુર્ઘટના, મોંઘવારી સહિતના ગંભીર મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન હટાવવા માટે કોંગ્રેસ દ્વારા અમિત શાહ પર નિશાન સાધવામાં આવ્યું છે.એક ખાનગી ચેનલ પર ચર્ચામાં ભાગ લેતી વખતે ચંદન મિત્રાએ એવો મત વ્યક્ત કર્યો હતોકે, સીબીઆઇએ કોંગ્રેસ બ્યુરો ઓફ ઇનવેસ્ટિગેશન બની ગયું છે અને તેનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય હિતમાં કરવામાં આવે છે.માત્ર છ કલાકમાં રાજ્યના પ્રધાનને હાજર થવાના સમન્સ પાઠવવા ગેરવ્યાજબી છે. તેમના કેહવા પ્રમાણે, ગુજરાતમાં ભાજપે કોંગ્રેસના છક્કા છોડાવી દીધા છે આથી અહીંની સરકારને બદનામ કરવા તથા તેને પરેશાન કરવા માટે સોહરાબુદ્દીનની હત્યાને ચગાવવામાં આવી રહી છે. તેમના કહેવા પ્રમાણે, સોહરાબુદ્દિન ગુંડો હોવાથી તેના મોત ઉપર આટલી રો ક્કળ કરવી બરાબર નથી. ખુદ અમિત શાહ પણ તેમના નિવેદનમાં આરોપ મુકી ચૂક્યા છેકે, તેમનું પોલિટીકલ એન્કાઉન્ટર કરવાના ઉદ્દેશ્યથી સોરાબુદ્દિન કેસને ચગાવવામાં આવી રહ્યો છે.


'અમિત શાહને પુછાનારા સવાલોની યાદી આપો'

ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે તેમને મોકલવામાં આવેલા સીબીઆઇના સમન્સની સામે કાયદાકીય મોરચો ખોલ્યો છે. અમિત શાહના વકીલ મિતેષ અમિન આજે સીબીઆઇની કચેરીએ પહોંચ્યા હતા.મિતેષ અમિને આ પહેલા પત્રકારો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતુંકે, સીબીઆઇ અમિત શાહને કયા-કયા પ્રશ્નો પુછવા માગે છે તેની યાદી તેમને સુપ્રત કરવામાં આવે. તેમણે આશા વ્યક્ત કરી હતીકે, સીબીઆઇ દ્વારાસહકાર આપવામાં આવશે.મિતેષ અમિને ઉમેર્યું હતુંકે, અમિત શાહ સીબીઆઇ અને તપાસને સહકાર આપવા માગે છે. પરંતુ, ગઇકાલે તેઓ બહાર હોવાથી સમયસર હાજર રહી શક્યા ન હતા. બપોરે એક વાગ્યે અમિત શાહે હાજર થવાનુ છે ત્યારે જ તેમના વકીલ થોડો સમય પહેલા સીબીઆઇ સમક્ષ હાજર થયા હતા. જો આજે બપોરે એક વાગ્યા સુધીમાં અમિત શાહ હાજર નહીં થાય તો તેમની વિરૂદ્ધ ધરપકડનું વોરન્ટ પણ નિકળી શકે છે. જોકે, વધુ કાયદાકીય દાવપેચ ઉપર મિતેષ અમિને પ્રકાશ પાડ્યો ન હતો.


પાલનપુર: આંગડિયાની પેઢી પર ફાયરિંગ

પાલનપુરમાં આવેલી રમેશ અંબાલાલ એન્ડ કુ.ની આંગડિયાની પેઢી પર આજે અજાણ્યા શખ્શો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં પેઢીમાં કામ કરતાં બે કર્મચારીઓને ઇજા પહોંચી હતી. આ બંને ઘાયલોને હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ લખાય છે ત્યાં સુધી ઘટનાની વિશેષ વિગતો જાણવા મળી નથી.


ભાજપનો વડાપ્રધાનના ભોજન સમારંભનો બહિષ્કાર

અમિત શાહ મુદ્દે ભાજપ બેક ફૂટ પર આવી ગયું છે. આથી અમિત શાહને સમન્સના મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ઘરે એક બેઠક મળી હતી. જેમાં રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરૂણ જેટલી,. લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. જેમાં આ મુદ્દે શું રણનીતિ અપનાવી તેની ચર્ચા કરવામાં આવી હતી.સીબીઆઇના વલણની સામે વિરોધ નોંધાવવા માટે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા ભોજન સમારંભનો બહિષ્કાર કરવાનો ભાજપને નિર્ણય લીધો છે. જોકે, આ અંગે ઔપચારિક ઘોષણા કરવામાં નથી આવી. એવું માનવામાં આવે છેકે, બપોરે એક વાગ્યા પછી આ અંગે કોઇ ઔપચારિક વલણ જાહેર કરવામાં આવશે.


ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહમ્મદ અઝહરુદ્દિન અને અભિનેત્રી સંગીતા છૂટાછેડા લેશે?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહમ્મદ અઝહરુદ્દિન અને પૂર્વ અભિનેત્રી સંગીતા બિઝલાણીના જીવનમાં પતિ પત્ની અને વો જેવી સ્થિતિ સર્જાઇ હોવાના કારણે તેઓ એકબીજાને છૂ઼ટાછેડા આપવાના હોવાના અહેવાલ છે.એક અહેવાલ મુજબ મહમ્મદ અઝહરુદ્દિન અને સંગીતા બિઝાલાણીના 14 વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ પડવાના એધાંણ છે. કારણ કે હાલ તેમની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. અને અઝહરુદ્દિને છૂડાછેડા માટે અરજી કરી હોવાનું વિશ્વનિય સુત્રોનું કહેવું છે. જો કે, બન્ને વચ્ચેના ખટરાગનું કારણ બેડમિન્ટન ચેમ્પિયન કે જે અઝહરુદ્દિનથી અડધી ઉમરની છે તે હોવાનું મનાવામાં આવી રહ્યું છે.


ઉતરનનો જાણીતો કલાકાર નંદીશ સંધુ એટલે કે વીરએ કારમાં કપડાં બદલ્યા, પોલીસે પકડ્યો!

તાજેતરમાં જ સીરિયલ ઉતરનનો જાણીતો કલાકાર નંદીશ સંધુ એટલે કે વીર કારમાં શર્ટ બદલતો હતો, ત્યારે આરટીઓ અધિકારીએ પકડી પાડ્યો હતો.કેટલાંક દિવસ પહેલા નંદીશ સીરિયલના સેટ પર જલ્દી પહોંચવા માંગતો હતો. તેણે તૈયાર થવાની તમામ વસ્તુઓ કારમાં લઈ રાખી હતી. જ્યારે તે કાર ચલાવી રહ્યો હતો ત્યારે જ તેણે બ્રશ પણ કર્યો હતો અને પછી
પોતાના કપડાં બદલવા જઈ રહ્યો હતો.જો કે જ્યારે તે કપડાં બદલી રહ્યો હતો ત્યારે પોલીસની નજર તેની કાર પર પડી હતી અને પોલીસે કારનો દરવાજો ખખડાવ્યો હતો. આ સમયે નંદીશ શર્ટ પહેરી રહ્યો હતો. નંદીશે સિલ્ટ બેલ્ટ પહેર્યો ના હોવાથી પોલીસે તેને બેલ્ટ પહેરવાની સૂચના આપી હતી.નંદીશે પોતાની આખી વાત પોલીસને સમજાવી હતી, ત્યારે પોલીસ પોતાનું હસવું રોકી શકી નહોતી.


ભારતીય વિદ્યાર્થીઓ માટે લેપટોપ રૂ.1500માં!

બજારમાં સસ્તામાં સસ્તા લેપટોપની કિંમત રૂપિયા 15,000થી ઓછી નહિં હોય. પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રકારનું લેપટોપ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની કિંમત માત્ર રૂપિયા 1500 હશે. જો કે વિદ્યાર્થીઓને આ લેપટોપ આવતા વર્ષે મળશે.આ લેપટોપમાં કીપેડની સાથે જ ટચ સ્ક્રીન ફીચર પણ છે. સાથો સાથ તેમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી અને યુએસબી પોર્ટ પણ આપવામાં આવ્યા છે.માનવ સંસાધન વિકાસ મંત્રાલયના પ્રયાસોના લીધે વિદ્યાર્થીઓ માટે આ ખાસ લેપટોપ તૈયાર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઓછી કિંમતવાળા લેપટોપ બનાવવાની જાહેરાત કરાઇ હતી. જો કે ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેની કિંમત રૂ.500ની આસપાસ હશે. પરંતુ કિંમત તેના કરતાં ત્રણ ગણી વધુ છે. જો કે માનવ સંસાધન વિકાસ મંત્રીનું કહેવું છે કે આવનારા દિવસોમાં તેની કિંમત ઘટાડીને રૂ.1,000 સુધી કરાશે. જેથી કરીને વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ ઉઠાવી શકે.


યુકેના વેસ્ટ મિડલેન્ડના રાઉલી રીગી ખાતે મરઘીમાં જીસસ દેખાયા!

દુનિયામાં દરરોજ અનેક અજબ ગજબ બનાવો બનતા હોય છે. જો કે ક્યારેક જાણી જોઈને લોકોને ઉલ્લુ બનાવવા માટે આવું ડિંડક ઉભું કરવામાં આવતું હોય છે. તો ક્યારેક કોઈ એવી ઘટના બને છે જેને જોઈને આપણે પણ એવું માનવા પ્રેરાવું પડે છે.
યુકેના વેસ્ટ મિડલેન્ડના રાઉલી રીગી ખાતે એક પરિવારના ઘરે પાળેલા 20 જેટલા મરઘા પર શિયાળે હુમલો કર્યો હતો. જંગલી શિયાળના હુમલાને કારણે 19 મરઘા મરી ગયા હતાં. પરંતુ સદભાગ્યે એક મરઘી બચી ગઈહતી.ગ્લોરિયા નામની મરઘીના માલિકે જ્યારે બચી ગયેલી મરઘી તરફ જોઈ ત્યારે તેની પીઢ ઉપર ભગવાન જીસસનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. 25 વર્ષીય કોપ મિત્ચેલ ગ્રેઈનરે જણાવ્યું હતું કે દ્રશ્યને જોઈને મને આઘાત લાગ્યો હતો.ગ્રેઈનેરે વધુમાં જણાવ્યું હતું કે ગ્લોરિયા અમારી સૌથી પ્યારી મરઘી હતી


નરેન્દ્ર મોદીની ભૂમિકાની પણ તપાસ કરો: રૂબાબુદ્દીન

ગુજરાતના ભ્રષ્ટાચારના રેકેટને દબાવવા સોહરાબુદ્દીનને મારી નખાયો. અમિત શાહની ધરપકડથી સત્યનો પર્દાફાશ નહીં થાયસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇની સઘન તપાસ બાદ રાજ્યકક્ષાના ગૃહમંત્રી અમિત શાહને સમન્સ પાઠવવામાં આવ્યું છે, પરંતુ આ કેસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાની પણ તપાસ કરવાની માગણી સોહરાબુદ્દીનના નાના ભાઈ રૂબાબુદ્દીને કરી છે. ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનનાં અન્ય મોટાં રાજકીય માથાંની પણ આ એન્કાઉન્ટરમાં સંડોવણી હોવાથી તેમની તપાસ કરવાની માગણી કરી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાની તપાસની માગણી પણ તેણે કરી છે.સીબીઆઇના સમન્સ બાદ અમિત શાહે શરમ અનુભવવી જોઈએ અને મંત્રીપદેથી રાજીનામું આપવું જોઈએ, તેમ જણાવતાં રૂબાબુદ્દીને કહ્યું હતું કે, ‘સીબીઆઇની તપાસ સાચી દિશામાં ચાલી રહી છે અને અમે સુપ્રીમ કોર્ટથી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.જોકે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો રેલો માત્ર અમિત શાહ સુધી જઈને અટકે તે પૂરતું નથી. મને પૂરી શંકા છે કે આ એન્કાઉન્ટરમાં બીજાં કેટલાંક રાજકીય માથાંની સંડોવણી પણ છે. તેથી તે દિશામાં પણ તપાસ થવી જોઈએ. મુખ્યમંત્રીની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.’મોટા ભાઈ સોહરાબુદ્દીન અને ભાભી કૌસરબીની ઠંડે કલેજે હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે રૂબાબુદ્દીને ઉમેર્યું હતું કે, ‘ગુજરાત એટીએસે મારાં ભાઈ અને ભાભી ઉપરાંત તુલસીરામ પ્રજાપતિનું અપહરણ કર્યું હતું અને મોટા પાયે ચાલી રહેલા ભ્રષ્ટાચારના રેકેટને દબાવવા સોહરાબુદ્દીની હત્યા કરી હતી. આ કામને અંજામ આપવા ખૂબ મોટી સોપારી અપાઈ હોવાની પણ આશંકા છે. જોકે કોણે, કોને સોપારી આપી હતી તે સીબીઆઇની તપાસમાં બહાર આવશે.’રૂબાબુદ્દીનના વકીલ જનસંઘર્ષ મંચના ડૉ. મુકુલ સિંહાએ જણાવ્યું હતું કે, ‘આ કેસમાં અમુક ચોંકાવનારાં તથ્યો બહાર આવતાં રાજ્યકક્ષાના મંત્રી અમિત શાહને સમન્સ પાઠવવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે માત્ર પોલીસ અધિકારીઓ જ નહીં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં મોટાં રાજકીય માથાંની સીધી સંડોવણી છે.’


વૈશ્વિક શેરબજારોમાં સકારાત્મક સંકેતો,સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી

વૈશ્વિક શેરબજારોમાંથી મળેલ સકારાત્મક સંકેતોના ધ્યાનમાં રાખતા ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સોમાં આજે સવારે વૃદ્ધિ જોવા મળી રહી છે.બીએસઇ ખાતે સેન્સેક્સ સવારે 9.10 વાગ્યે 75 અંકની મજબૂતી સાથે 18,188 પર હતો. નિફ્ટી 14 અંકની વૃદ્ધિ સાથે 5,456 પર હતી. એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપ ઇન્ડેક્સમાં 0.29 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બીએસઇ ખાતે સ્મોલકેપમાં 0.59 ટકા અને મિડકેપમાં 0.51 ટકાની વૃદ્ધિ છે.બીએસઇ ખાતે સેકટરોલ ઇન્ડેક્સની વાત કરીએ તો હેલ્થકેર ઇન્ડેક્સને બાદ કરતાં અન્ય ઇન્ડેક્સોમાં મજબૂતીનો દોર રહ્યો છે. ઓટો ઇન્ડેક્સ 0.81 ટકા સૌથી ઉપર છે. સેન્સેક્સ ખાતે 22 શેરોમાં મજબૂતી અને 7 શેરોમાં વૃદ્ધિ છે. હિન્દુસ્તાન યુનિલીવરનો શેર સપાટ છે. વિપ્રોનો શેર 2.89 ટકા સૌથી ઉપરમાં ટ્રેડ થઇ રહ્યો છે.


વડોદરા જિલ્લામાં ત્રણ નવી ગ્રામ પંચાયતોની રચના કરાશે

વડોદરા જિલ્લામાં આગામી દિવસોમાં ત્રણ નવી ગ્રામ પંચાયતોની રચના કરવા અંગેની દરખાસ્ત વડોદરા જિલ્લા પંચાયતે રાજ્યના વિકાસ કમિશનર(પંચાયત) સમક્ષ મોકલી આપી છે. નવી બનનારી ત્રણ ગ્રામ પંચાયતો જિલ્લાના સાવલી તાલુકાની છે.તાજેતરમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી વરસડા જુથ ગ્રામ પંચાયતનું વિભાજન કરી નવી ત્રણ ગ્રામ પંચાયતની રચના કરવાની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતમાં આવી હતી. આ દરખાસ્તને તાજેતરમાં મળેલી કારોબારી સમિતિએ મંજુરી આપતાં નવી ત્રણ ગ્રામ પંચાયતની રચનાનો માર્ગ મોકળો થયો છે. ત્યારબાદ જિ.પં. દ્વારા આ દરખાસ્તને રાજ્ય સરકારની મંજુરી માટે વિકાસ કમિશનર સમક્ષ મોકલી આપી હોવાની માહિતી સાંપડી છે.વરસડા જુથ ગ્રામ પંચાયતનું વિભાજન કરી નવી ત્રણ ગ્રામ પંચાયતો વરસડા ગ્રામ પંચાયત, કોઠારા ગ્રામ પંચાયત અને શાહેપુરા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવશે. તેમાં કુલ-૧૦ ગામોનો સમાવેશ થશે.


વડોદરા : તુલસીવાડીમાં રોગચાળો : બે મોત

ગક્ષેત્રી વિસ્તારમાં રોગચાળો માંડ માંડ કાબૂમાં આવ્યો છે ત્યાં આજે તુલસીવાડી વિસ્તારમાં રોગચાળાએ માંથુ ઉંચકતાં સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. એટલુ જ નહીં, આ રોગચાળામાં બેના ભોગ લેવાયા હતા.દૂષિત પાણીની ફરિયાદોના પગલે ગક્ષેત્રી વિસ્તારની પંદરથી વધુ સોસાયટીઓમાં ઝાડા ઊલટીના રોગચાળાએ પગપેસારો કર્યો હતો. ગક્ષેત્રીના ૩૦૦ થી વધુ રહીશોને રોગચાળાનો ભોગ બનવાનો વારો આવતાં એક તબક્કે મેયરે પણ સ્થળ સ્થિતિની સમીક્ષા કરવા દોડી જવાનો વારો આવ્યો હતો. આ કિસ્સામાં, મકાનોના વધારાના બાંધકામ નીચે પાણી- ડ્રેનેજની લાઇનો દબાઇ ગઇ હોવાનો ભાંડો ફૂટયો હતો તે નોંધનીય છે. ગક્ષેત્રીની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે ત્યારે શહેરના કારેલીબાગના તુલસીવાડીના સંજયનગર-૧ વસાહતમાં ઝાડા ઊલટીના વાવરે દેખા દીધી છે. નવાઇની વાત તો એવી છે કે, સમગ્ર વિસ્તારમાં દૂષિત પાણીની કોઇ ફરિયાદ નથી ત્યારે ઝાડા ઊલટીના વાવરથી સેવાસદન પણ વિમાસણમાં મૂકાઇ ગયું છે.ઝાડા ઊલ્ટીના કારણે તુલસીવાડીના સંજયનગર-૧માં રહેતાં પન્નાબહેન જયંતિભાઇ પરમાર(ઉ.વ.૫૮)નું અને ૧૧ માસની બાળકી છાયા અશોકભાઇ પંડયાનુ મોત નિપજ્યું હતું. જેની જાણ થતાં જ સેવાસદનના આરોગ્ય વિભાગના તબીબોની ટુકડી ત્યાં દોડી ગઇ હતી.સેવાસદનના અધિક આરોગ્ય અમલદાર ડૉ.મૂકેશ વૈધ્યે જણાવ્યું હતું કે, તુલસીવાડીમાં દુષિત પાણીની કોઇ ફરિયાદ મળી નથી પણ તેમ છતાં ઝાડા ઉલ્ટીના રોગચાળો શરૂ થયો હોવાની વાત મળતાં તબીબ અને પેરામેડિકલ સ્ટાફને ત્યાં દોડાવવામાં આવ્યા છે. જોકે, ઝાડા ઊલટીના કારણે બેના મોત થયા હોવા અંગે તેમણે સત્તાવાર સમર્થન આપ્યું ન હતું.


કામરેજના લસકાણામાં ઉડિયા અને ભરવાડો વચ્ચે ઘર્ષણ વધ્યું

કામરેજના લસકાણામાં ઓરિસ્સાવાસી કારીગરો અને ભરવાડ રિક્ષાચાલકો વચ્ચેના વૈમનસ્ય પાછળ પોલીસની જ ગુનાઇત બેદરકારી હોવાનો આક્ષેપ સ્થાનિક ઉદ્યોગપતિએ કર્યો છે. ઉદ્યોગપતિએ વિસ્તારમાં કાયમી શાંતિ જળવાઈ રહે તેવી કાયદાકીય વ્યવસ્થા ગોઠવવા ગૃહમંત્રીને રજુઆત કરી છે.શ્રી ક્રિષ્ણા કો.ઓ. ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ મનજીભાઈએ ગૃહમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી છે કે રિક્ષાચાલકની દાદાગીરી સંદર્ભે અનેક વખત કામરેજ પોલીસમાં લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં સમયસર અને અસરકારક પગલાં કામરેજ પોલીસ તરફથી ન લેવામાં આવ્યાં હોવાના કારણે વાત આટલે સુધી પહોંચી હતી.અટકાયત કરાયેલા આરોપીને કઠોર કોર્ટમાં રજુ કરી સબજેલમાં લઈ જવાયા હતા, પરંતુ સબજેલમાં આરોપી માટે જગ્યા ન હોવાથી ગુરુવારના રોજ રજુ કરેલા આરોપીને બારડોલી તથા નવસારી સબજેલમાં મોકલી દેવાનો કઠોર નામદાર કોર્ટના જજે હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.


સુરત : રાંદેર અને અડાજણમાં પડ્યો ૫.૫ ઇંચ વરસાદ

શહેરમાં બુધવારે રાતથી શરૂ થયેલો ઝરમરિયો વરસાદ વહેલી સવારે ધોધમાર બની ત્રાટકતાં શહેરના નદી પારના ‘ગ્રીન બેલ્ટ’ ગણાતા વિસ્તારો અડાજણ-પાલ-રાંદેરમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૫.૫ ઇંચ પાણી ઝીંકાઈ ચૂક્યું હતું. ગુરુવારે સવારથી લગભગ ત્રણ કલાકમાં જ ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.જો કે, આખી રાત ઉપરાંત વહેલી સવારે જ મુખ્ય વરસાદ વરસતાં શહેરીજનોને ખાસ હાલાકીનો સામનો કરવો પડ્યો ન હતો. આ સાથે જ રાજ્યના હવામાન વિભાગે આગામી ૩૬ કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદ ઉપરાંત ભારેથી અતભિારે વરસાદની આગાહી કરી છે.ગત અઠવાડિયે શહેરમાં નોંધપાત્ર કૃપા ન વરસાવનારા મેઘરાજા બુધવારે મોડી સાંજથી જ વરસવાના મૂડમાં આવી ગયા હતા. દિવસભર શહેરના આકાશે વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને રાત સુધીમાં વરસાદનો ત્રીજો સ્પેલ શરૂ થઈ ગયો હતો. આખી રાત દરમિયાન છુટાછવાયા ઝાપટાં વરસ્યાં હતાં, પરંતુ ગુરુવારે વહેલી સવારથી તેજ ગતિના પવનો સાથે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી અને લગભગ ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચથી વધુ પાણી ઝીંકાઈ ગયું હતું. તળ સુરત, રાંદેર-અડાજણ તથા કતારગામને બાદ કરતાં શહેરના ઘણાખરા વિસ્તારોમાં આ દરમિયાન એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો.


સુરત શહેર અને જિલ્લામાં આઇસક્રીમના બાર જૂથ પર વેટના દરોડા

સુરત શહેર અને જિલ્લામાં અંદાજે પચીસ જેટલાં સ્થળે સાગમટે વેટ કચેરી દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં આઇસક્રીમ વિક્રેતાઓને ત્યાં કરાયેલા દરોડા કાર્યવાહીના અનુસંધાનમાં દરોડા પાડવામાં આવ્યા છે. જિલ્લાના બાર ગ્રુપોની અલગ-અલગ દુકાનો પર દરોડા કાર્યવાહીમાં આઇસક્રીમ વિક્રેતાઓ ફૂટી કોડી વેટ પણ ભરતા ન હોવાની વિગત પ્રકાશમાં આવી છે.વેટ કચેરીના જોઇન્ટ કમિશનર આર.કે. ચૌધરીએ જણાવ્યું કે આઇસક્રીમ વિક્રેતાઓએ પંદર ટકા વેટ ભરવાનો હોય છે પરંતુ તેઓ વેટ ભરતાં ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સુરતમાં આઇસ્ક્રીમની આઠ જેટલી બ્રાંડની પંદર દુકાન પર દરોડા કાર્યવાહી ચાલી રહી છે.બારડોલીમાં એક ગ્રુપ અને વાપી-વલસાડ ખાતે ત્રણ ગ્રુપ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરોડા કાર્યવાહીમાં પચાસ અધિકારીનો કાફલો જોતરાયો છે. સમગ્ર રાજ્યમાં ચીફ કમિશનરના આદેશ બાદ ઉક્ત કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.


ભુજના પૂર્વમેયર સહિત ૧૧ મહિલાઓની ધરપકડ

જથ્થાબંધ બજાર મુદ્દે મંગળવારે નીકળેલી રેલીના કારણે ૪૬ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો, જેમાં ભુજના માજી નગરપતિ સહિત વધુ ૧૧મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રેલીના દિવસે ૧૩ લોકોની પોલીસે સ્થળ પર જ ધરપકડ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે વધુ આઠની અટકાયત કરાઇ હતી.ગુરુવારે ભુજના માજી નગરપતિ અને ભાજપમાંથી બરતરફ કરાયેલા પ્રભાબેન પટેલ સહિત ૧૧ને પોલીસે ગીરફ્તાર કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. અન્ય મહિલાઓમાં કામિનીબેન શાહ, દિવ્યાબેન કોઠારી, અર્ચનાબેન ઠક્કર, નયનાબેન શાહ, બીનાબેન બારૈયા, અલકાબેન ઠક્કર, ચેતનાબેન વોરા, વાસંતીબેન મહેતા, જયશ્રીબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરનો સમાવેશ થાય છે. જોકે, બાદમાં તમામનો જામીન ઉપર છુટકારો થયો હતો.આ પ્રકરણમાં ત્રણ દિવસ દરમિયાન પોલીસે ૩૨ લોકોની ધરપકડ કરી છે જ્યારે ૧૪ હજુ પોલીસ ચોપડે ફરાર છે. જેમની ગમે ત્યારે અટક થાય તેવી શક્યતા છે.

ભુજના પૂર્વમેયર સહિત ૧૧ મહિલાઓની ધરપકડ

જથ્થાબંધ બજાર મુદ્દે મંગળવારે નીકળેલી રેલીના કારણે ૪૬ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો, જેમાં ભુજના માજી નગરપતિ સહિત વધુ ૧૧મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રેલીના દિવસે ૧૩ લોકોની પોલીસે સ્થળ પર જ ધરપકડ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે વધુ આઠની અટકાયત કરાઇ હતી.ગુરુવારે ભુજના માજી નગરપતિ અને ભાજપમાંથી બરતરફ કરાયેલા પ્રભાબેન પટેલ સહિત ૧૧ને પોલીસે ગીરફ્તાર કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. અન્ય મહિલાઓમાં કામિનીબેન શાહ, દિવ્યાબેન કોઠારી, અર્ચનાબેન ઠક્કર, નયનાબેન શાહ, બીનાબેન બારૈયા, અલકાબેન ઠક્કર, ચેતનાબેન વોરા, વાસંતીબેન મહેતા, જયશ્રીબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરનો સમાવેશ થાય છે. જોકે, બાદમાં તમામનો જામીન ઉપર છુટકારો થયો હતો.આ પ્રકરણમાં ત્રણ દિવસ દરમિયાન પોલીસે ૩૨ લોકોની ધરપકડ કરી છે જ્યારે ૧૪ હજુ પોલીસ ચોપડે ફરાર છે. જેમની ગમે ત્યારે અટક થાય તેવી શક્યતા છે.

મોત સાથે ગમ્મત...

સાઉથ આફ્રિકાના રીનો એન્ડ એન્ડ લાયન નેચર રિઝર્વ પાર્ક ખાતેના આ દરરોજના દ્રશ્યો છે. પાર્ક ખાતે 35 વર્ષીય ટ્રેનર જોન વેગનાર તેના કરતા પણ વધારે કદાવર બે વાધ સાથે દરરોજ ધિંગા મસ્તી કરે છે. બંને વાઘને પોતાના ટ્રેનરથી એટલો તો પ્રેમ થઈ ગયો છે કે તોઓ વેગનારને ક્યારેય ઈજા પણ પહોંચાડતા નથી.એટલું જ નહીં વેગનાર તેની સાથે ધિંગા મસ્તી કરવા ઉપરાંત તેને બેબી બોટલમાંથી દૂધ પણ આપે છે. બંને વાઘ જ્યારે નાના હતાં ત્યારથી જ વેગનાર તેની દેખરેખ રાખે છે. આથી બંને વાઘ વેગનારને જ તેના પાલક પિતા સમજે છે.


ક્યારે આવશે મોત શરીર પોતે દર્શાવશે

સંસારનું સૌથી મોટું સત્ય મોત છે, જે જન્મે છે તેને એક દિવસ મોતને ભેટવાનું છે. તેનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક વ્યક્તિ મોતથી ડરે છે. હર કોઈની ઈચ્છા એ છે કે મોત આવે ત્યારે તેમને ભાવિ મોતની સૂચના મળે. અનેક વાર આપણા શરીરના અંગો મોતની પૂર્વ સૂચના આપે છે. આપણા શાસ્ત્રમાં પણ એનું પ્રમાણ જોવા મળે છે.1. જો અચાનક શરીર ઠંડુ પડી જાય, સફેદ કે પીળું પડી જાય અને ઉપરથી લાલ દેખાય તો સમજવું કે મોત નજીકછે અને એ મનુષ્યનું મોત 6 મહિનામાં નિશ્ચિત છે.2. જ્યારે આંખમાં સૂર્ય ચંદ્રમા અને અગ્નિનો પ્રકાશ દેખાતો બંધ થઈ જાય અને ચોતરફ કાળો ઘોર અંધકાર જોવા મળે તો સમજવું કે એ મનુષ્ય ફક્ત 6 મહિના સુધી જીવિત રહેશે.3. જ્યારે શરીરના દરેક અંગો અંગડાઈ લેવા લાગે અને તાળવું સુકાઈ જાય તો મનુષ્ય એક મહિનામાં સુધી જ જીવીત રહે છે.4. ત્રિદોષમાં જેની નાક વહેવા લાગે તે પંદર દિવસથી પણ વધારે નહીં જીવે.5.જ્યારે મનુષ્ય પોતાના પડછાયામાં માથું ન જોઈ શકે અને પોતાના શરીરને પડછાયા રહીત જોવે ત્યારે સમજવું કે હવે એક મહિનામાં એનું મોત નિશ્ચિત છે.6.જે ભીમની જેમ ફુલી જાય અને જેના દાંત ખરવા લાગે ત્યારે સમજવું કે એ વ્યક્તિ 6 મહીનાની અંદરોઅંદર જ મૃત્યુ પામશે.


અહેમદનગર હાઈવે પર સાત સાંઈભક્તોનાં મોત

કર્ણાટકથી વિજાપુરના માર્ગે શિરડીના સાઈબાબાનાં દર્શન કરવા માટે નીકળેલા સાઈભક્તોની બાલેરો ગાડીને અકસ્માત નડ્યો હતો. ગુરુવારે વહેલી સવારે સોલાપુર-અહેમદનગર હાઈવે ઉપર તેઓની ગાડીનો ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત સાઈભક્તોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે પાંચ જણ જખમી થયા હતા. જખમી પૈકી ત્રણ જણની સ્થિતિ નાજુક હોવાનું પોલીસે જણાવ્યું હતું. વનપિંપરી નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. સાઈનાં દર્શન કરવા જઈ રહેલા સાઈભક્તોની બોલેરો ગાડી શિરડીની દિશા તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલા કન્ટેઈનરની સાથે તેની જોરદાર અથડામણ થઈ હતી. અથડામણ એટલી ભયંકર હતી કે છ સાઈભક્તોનાં તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં લઈ જવાતાં પૂર્વે મોત નીપજ્યું હતું.અકસ્માતમાં મૃત્યુ પામેલા સાતેય જણ વિજાપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં જખમી થયેલા પાંચેયને અહેમદનગરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણની હાલત વધુ ગંભીર હોવાનું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું.હાલમાં જ બુધવારે અષાઢી એકાદશીના દિવસે પંઢરપુર સ્થિત વિટ્ઠલ-રુિકમણીનાં દર્શન કરવા ગયેલા છ ભક્તોના સોલાપુર નજીક થયેલા ગોઝારા અકસ્માતમાં જીવ ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે નડેલા માર્ગઅકસ્માતમાં સાત સાઈભક્તોનો જાન જતાં અહીંના વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો.


નિર્માતા કરન જોહરની આગામી ફિલ્મનું નિર્માણકાર્ય હાલ તૂર્ત મુલતવી રખાયું

ઈમરાનખાન અને કરીના કપૂરને લઇને બનનારી ફિલ્મનું શીર્ષક નિર્દેશક શકુન બત્રાને મંજૂર નથી. આથી નવું શીર્ષક મળ્યા બાદ જ ફિલ્મની કામગીરી આગળ વધી શકશે.ઇમરાનખાને ફિલ્મ જાને તુ યા જાને ના ના આસિસ્ટન્ટ ડાયરેકટર શકુન બત્રાની ઓળખ કરન જોહર સાથે કરાવી હતી. પરંતુ શકુન એવું માને છે કે કરનની ફિલ્મમાં ઇન્સ્ટન્ટ શાદી જેવું ચિલાચાલુ શીર્ષક ન હોવું જોઇએ. કરન જોહર, ઇમરાન અને કરીનાને ફિલ્મના નામ સાથે કોઇ દેખીતો વાંધો નથી પરંતુ જ્યાં સુધી શકુન બત્રાને નવું શીર્ષક ન મળે ત્યાં સુધી તેઓ શૂટિંગ શરૂ કરવા માગતા નથી. બીજી તરફ નિર્માતા તરીકે કરન પણ નિર્દેશકને નારાજ કરવા માગતો નથી કેમ કે ફિલ્મ નિર્માણની કામગીરી નિર્દેશકના જ હાથમાં હોય છે.ઇમરાન ખાન અને કરીના કપૂર સમયસર શૂટિંગ શરૂ નહીં થાય તો બીજી ફિલ્મમાં વ્યસ્ત થઇ જશે.


સીએમ પદનો દાવો છોડવો એ એનસીપીની મોટી ભૂલ

ગત ચૂંટણીમાં અમારા ૭૧ ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા હતા ત્યારે જ અમારે સીએમ પદ માગવું જોઇતું હતું : અજિત પવારલોકોએ ભલે ૨૦૦૪ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપીના સવૉધિક ધારાસભ્યોને ચૂંટી આપ્યા હોય, પરંતુ પાર્ટીએ તેમ છતાં મુખ્યમંત્રી પદનો દાવો છોડી દીધો હતો. જે પાર્ટીની સૌથી મોટી ભૂલ હતી. કેન્દ્રીય કૃષીમંત્રી શરદ પવારના ભત્રીજા અને રાજ્યના સિંચાઇ મંત્રી અજીત પવારને આ બાબતનો અફસોસ હજુ પણ છે.તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભવિષ્યમાં જાતિ, ધર્મ અને સગાવાદની રાજનીતિ નહીં ચાલે. માત્ર વિકાસની વાત કરનાર જ આગળ વધી શકશે, સક્રિય રાજકારણી બની શકશે.અજીત પવારે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપીની વૈચારિક ભૂમિકા એક સમાન છે. તેમ છતાં બન્ને પાર્ટીઓમાં સંગઠન સ્તરે નિર્ણય લેવા અને કાર્યપદ્ધતિમાં ઘણો જ ફેર છે. ટિકિટ વિતરણ, મંત્રીમંડળ વિસ્તાર, પાર્ટી પદાધિકારીઓ વગેરેની નિયુક્તિમાં દિલ્હીના ચક્કર કાપવાની જરૂર નહીં પડે.અત્યારે ભલે ગઠબંધન સરકારનો જમાનો હોય તેમ છતાં રાજનીતિમાં સમયનું સવૉધિક મહત્વ હોય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં એનસીપીના ૭૧ અને કોંગ્રેસના ૬૯ ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા હતા. ત્યારે જ અમારે મુખ્યમંત્રી પદની ખુરશી માટે દબાણ કરવું જોઇતું હતું પરંતુ અમે એવું ન કરી શક્યા.


સોહરાબુદ્દીન કેસની હકીકતથી અમિત શાહ વાકેફ હતા : સીબીઆઈ

સીબીઆઇએ ગુરુવારે જણાવ્યું હતું કે ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ, સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના સંજોગોની હકીકતથી વાકેફ હતા અને આથી તેમની તપાસ કે પૂછપરછ જરૂરી છે.સીબીઆઇના પ્રવકતા હર્ષ ભાલે જણાવ્યું હતું કે પૂછપરછ કરવાના આશયથી ગુજરાત સરકારના ગૃહમંત્રી અમિત શાહને સમન્સ પાઠવવામાં આવ્યું છે. કેમ કે, તેઓ આ કેસના સંજોગોની હકીકતથી માહિતગાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂછપરછ માટે આવતીકાલે ગાંધીનગરમાં સીબીઆઇની કચેરી સમક્ષ હાજર થવા અમિત શાહને સમન્સ પાઠવવામાં આવ્યું છે.દરમિયાન આ કેસ સંદર્ભે મીડિયાના વિવિધ જુથોમાં પ્રસિદ્ધ થઇ રહેલા અહેવાલોને ધ્યાનમાં રાખીને સીબીઆઇએ આ મુદ્દાનું રિપોટિ•ગ કરતી વખતે મર્યાદા અથવા સંયમ જાળવવા મીડિયાને જણાવ્યું છે અને ઉમેર્યું હતું કે આ કેસ હજુ તપાસ હેઠળ છે. આથી, હાલના તબક્કેસીબીઆઇ વધુ કોઇ વિગતો આપી શકે નહીં.ભાલે જણાવ્યું હતું કે મીડિયાએ આ કેસમાં સચોટ સત્તાવાર ‘વર્ઝન’ મેળવવા માટે તેમનો અને સીબીઆઇના પ્રેસ ઇન્ફોર્મેશન ઓફિસર આર કે ગૌરનો સંપર્ક કરવો. વિશેષ સત્તા વગર મીડિયા સાથે વાતચીત કરવાની અન્ય કોઇ સીબીઆઇના અધિકારીને પરવાનગી અપાઇ નથી. મીડિયાને પણ અરજ છે કે ઉપર દર્શાવેલા સત્તાવાળાઓ પાસેથી સમર્થન મેળવ્યા વગર સીબીઆઇના સ્ત્રોતોનો ઉલ્લેખ કરવાથી દૂર રહેવું.

21 July 2010

રાજકોટમાં બપોરે ધોધમાર ઝાપટું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં બપોરે ધોધમાર ઝાપટું
મેઘરાજાની હેત વરસાવવામા કંજુસાઇ

રાજકોટમાં ગઇકાલે એક દિવસ આકાશ કોરુ રહ્યા બાદ આજે ફરી ધૂપછાંવ જેવા વાતાવારણ વચ્ચે હળવાથી ભારે ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતુ. વહેલી સવારે ઝરમરિયો વરસાદ પડ્યા બાદ બપોરે ધોધમાર તૂટી પડ્યો હતો. જો કે માત્ર પંદરથી વીસ મિનિટ પૂરતુ જ ઝાપટુ વરસ્યુ હતુ. આટલા વરસાદમાં પણ માર્ગો પર નદીના વહેણની જેમ પાણી ભરાઇ ગયા હતા.રાજકોટમાં મેઘરાજા હેત વરસાવવામા કંજુસાઇ કરતા હોય એવી કમનસીબી વચ્ચે આજે પણ માત્ર પ્રસાદીરૂપે જ દર્શન દીધા હતા. ગઇકાલે આખો દિવસ મેઘરાજાએ ડોકિયુ કર્યું ન હતુ. આજે સવારે આછેરી જલક જોવા મળી હતી. બાદમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં ધોધમાર ઝાપટુ પડ્યું હતુ. જો કે આટલા વરસાદથી સંતોષ થાય તેમ નથી. હજુ જળાશયો ખાલીખમ પડ્યા છે. મોસમનો બાર-બાર ઇંચ વરસાદ પડી જવા છતાં હજુ જળસંકટ દૂર થઇ જાય તેટલુ પાણી જળશયોમાં આવ્યું નથી. મેઘરાજા અનરાધાર વરસી પડી જળાશયો ભરી દે એવી લોકો ચાતકનજરે વાટ નીરખી રહ્યા છે.


સૂર્યથી ૩૨૦ ગણું દળ ધરાવતો વિરાટ તારો મળી આવ્યો

યુરોપિયન સાઉધન ઓબ્ઝર્વેટરીના ચીલી ખાતે વૈજ્ઞાનિકોએ હાલમાં જ સૂર્યથી ૩૨૦ ગણું દળ ધરાવતો અતિ વિરાટ તારો શોધી કાઢ્યો છે. આ તારાની શોધને કારણે ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે નવા દરવાજા ખૂલ્યા છે.આ અંગે વધુ વિગતો આપતાં ખગોળ શાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું કે, ૧૭ દેશોના યુરોપિયન સાઉધન ઓબ્ઝર્વેશનના (ઇએસઓ) ચીલી ખાતે આવેલ વેરી લાર્જ ટેલિસ્કોપ અને બીજા ત્રણ સાધનો સહિત ઇએસઓના ખગોળ શાસ્ત્રી પોલ અને તેમની ટીમે તાજેતરમાં જ સૂર્યથી ૩૨૦ ગણો દળ ધરાવતો અતિ વિરાટ તારો શોધ્યો છે. આ તારો તેના ૧૦ લાખ વર્ષના આયુષ્ય બાદ પણ જાણે વજન ઊતારવા ડાયેટિંગ કરતો હોય તેમ તેના પાંચમાં ભાગનું વજન ઘટાડવા છતાં હજી પણ ૫ અજબ વર્ષના સૂર્ય કરતાં ૨૬૫ ગણું દળ ધરાવે છે.વધુમાં તેમણે જણાવ્યું કે, પૃથ્વીથી ૧૬૫ હજાર પ્રકાશવર્ષ દૂર આવેલ આપણી આકાશ ગંગાની નાની બહેન લાર્જ મેગેલેનિક કલાઉડની અંદર આવેલી તરન્ટૂલા નિહારિકામાં આવેલ આર ૧૩૬ નામના તારકમંડળની અંદર મળ્યો છે. આ તારાને આર વન ૩૬ એ વન નામ આપવામાં આવ્યું છે. આ તારો સૂર્યથી એક કરોડ ગણો વધુ તેજસ્વી છે. જો તે સૂર્યની બાજુમાં ગોઠવવામાં આવે તો તેની સામે સૂર્ય પૂણીઁમા ના ચંન્દ્ર જેવો લાગશે. આ તારાને સૌર મંડળમાં ગોઠવવામાં આવે તો પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીનું ૫૨ અઠવાડીયાનું એક વર્ષ ફક્ત ૩ અઠવાડિયાનું થઇ જશે.જો કે પૃથ્વી પરની જીવ સૃષ્ટિ પણ ખતમ થઇ જાય. આ તારાની શોધથી ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે નવા દરવાજા ખૂલ્યા છે.


વડોદરા : ‘વાંચે ગુજરાત’ હેઠળ પુસ્તકો ખરીદવાનો મુદ્દો પુન: ટલ્લે

વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ પુસ્તકો ખરીદવા નાણાં નથી, તે માટે રિવાઇઝ બજેટ થયા પછી જ જોગવાઇ થઇ શકશે તેવા ઉલ્લેખ સાથે પુસ્તક ખરીદીનો મુદ્દો વધુ એક વખત ટલ્લે ચઢાવી દીધો હતો.ગયા મહિને પણ ભાજપમાં ચાલતી જુથબંધીને પગલે કારોબારી સમિતિએ પુસ્તકો ખરીદવાનો મુદ્દો નામંજુરથયો હતો.આજે મળેલી કારોબારીની બેઠકમાં ‘વાંચે ગુજરાત’ અભિયાન હેઠળ પુસ્તકો ખરીદવાનો મુદ્દો રજુ થયો હતો. પરંતુ પુસ્તકો ખરીદવા માટે ગ્રાંન્ટ-નાણાં નથી. આ માટે રિવાઇઝ બજેટ કરવું પડશે એમ ટાંકી આ મુદ્દો હાલ પૂરતો પેન્ડિંગ રખાયો હતો. આમ, છેલ્લા બે મહિનાથી કારોબારી સમિતિમાં મુખ્ય મંત્રીના વાંચે ગુજરાત અભિયાન માટે પુસ્તકો ખરીદવા અંગે રજુ થતા વિષયને એક યા બીજા કારણસર ટાળી દેવાતો હોઇ ભાજપમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે.હું કારોબારીનો સભ્ય નથી એટલ કાંઈ જાણતો નથી: જિ.પં.પ્રમુખ કારોબારી સમિતિની બે-બે બેઠકમાં ‘વાંચે ગુજરાત’ અભિયાન હેઠળ પુસ્તકો ખરીદવાનો મુદ્દો ટલ્લે ચડી રહ્યો હોવા સંદર્ભે જિ.પં.પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે, પોતે કારોબારી સમિતિના સભ્ય ન હોઇ આ અંગે કંઇ જાણતા નથી. પરંતુ ‘વાંચે ગુજરાત’ અભિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું હોઇ સ્વભંડોળમાંથી વ્યવસ્થા કરીને પુસ્તકોની ખરીદી કરવાની બાબતને તેઓ પ્રાધાન્ય આપશે.


સુરત : ૨૭ કિલો ગાંજા સાથે ત્રણની ધરપકડ

સુરત રેલવે એલસીબીએ મંગળવારે ૨૭ કિલો ગાંજા સાથે ત્રણની ધરપકડ કરી છે. આ ત્રણેય ઓરિસ્સાથી ટ્રેનમાં ગાંજો મૂકીને લાવ્યા હતા. પોલીસને બાતમી મળતાં પોલીસે ટ્રેન ચેક કરી હતી તે દરમિયાન આ ત્રણેય ગાંજા સાથે ઝડપાઈ ગયા હતા.


રાજકોટનો રાજકુમાર બન્યો અનાથ કન્યાનો જીવન ભરથાર

‘પહેલું પહેલું મંગિળયું વરતાય રે, પહેલાં મંગળ ગાયોનાં દાન દેવાય રે...’ લગ્ન ગીતોની ગુંજથી મંગળવારે રામનગરનું ભિક્ષુકગૃહ જ નહીં આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. ભિક્ષુકગૃહની કન્યાના રાજકોટ પંથકના રાજકુંવરના લગ્ન હિન્દુ શાસ્ત્રોકત વિધિથી મંગળવારે સંપન્ન થયાં હતાં.ટૂંકા સમયગાળામાં હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર લગ્ન કરવા માટેની તૈયારી કરવામાં સંચાલકોએ કોઈ કસર બાકી રાખી ન હતી. મંગળવારે સવારે ૧૦.૦૦ વાગ્યે રાજકોટના પ્રકાશભાઈ તેમના પરિવાર સાથે જાન લઇને આવ્યા ત્યારે તેમણે કલ્પના પણ નહીં કરી હોય તે રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી તો લગ્ન ગીતોની ધૂમ મચી હતી ‘નાણાવટી રે સાજન બેઠું માંડવે..., વનરા તે વનમાં મીંઢોળ જાજા, મીંઢોળ પરણે ને બેની બાળકુંવારાં’, જેવાં લગ્નગીતોએ લોકોને ભાવવિભોર બનાવી દીધા હતા. એટલું જ નહીં ખુદ ભિક્ષુકગૃહના સુપરવાઇઝર ઇલાબેન ટેલર ચુંદડી સાથે જમાઈને પોંખવા ઊભા હતા. ત્યારબાદ ભિક્ષુકગૃહના મુખ્ય રસ્તા પરથી જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે આશ્રમમાં રહેતા લોકો ઝૂમી ઊઠ્યા હતા. થાળી લઈને નાચતાં લોકોની આંખોમાં એટલો હર્ષોલ્લાસ હતો કે જાણે પોતાના પરિવારની કન્યાનાં લગ્ન ન હોય અને આનંદ કેમ ન હોય, પહેલીવાર કોઈ ભિક્ષુકગૃહની કન્યાનાં લગ્ન થઈ રહ્યાં હતાં.
આ બાજુ પતિ સાથે જીવન જીવવાનાં સ્વપ્ન સેવતી ભારતીની ખુશી પણ સમાતી નહોતી. કોઈ માનવા તૈયાર ન હતું કે આ નવોઢા અનાથ છે. રંગેચંગે લગ્નની વિધિ પૂરી થઈ પછી, જ્યારે વિદાય પ્રસંગ આવ્યો ત્યારે આશ્રમની કોઈ વ્યક્તિની આંખ કોરી રહી ન હતી.બીજી બાજુ સમાજમાં દાખલો બેસાડીને ખરા અર્થમાં રાજકોટ પંથકના ‘રાજકુમાર’નું બિરૂદ પામેલા પ્રકાશના પરિવારે પણ સંચાલકોને કહ્યું હતું કે અમે તમારી દીકરીને અમારી દીકરી માનીને સાચવીશું, તમે ચિંતા કરશો નહીં. લોકોના સહયોગથી ઘરવખરીની તમામ ચીજવસ્તુઓના કરિયાવરની આમ તો પ્રકાશભાઈએ સ્વીકારવાની ના પાડી હતી પરંતુ સંચાલકોના આગ્રહને માન આપીને બપોર પછી જાન રવાના થઈ ત્યારે સમગ્ર આશ્રમમાં સન્નાટો છવાઈ ગયો હતો


ભરૂચ જિલ્લામાં વનીકરણ માટે ૧૭.૧૩ લાખ રોપાના વિતરણનો લક્ષ્યાંક

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી માટે વનવિસ્તારનો વધારો કરવો જરૂરી થઇ પડ્યું છે.ભરૂચ જિલ્લામાં ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન યોજાનારા વનમહોત્સવ અંતર્ગત વિવિધ યોજનાઓમાં વિતરીત કરવામાં આવતી પોલીથીન બેગ દીઠ કરવામાં આવનાર રોપા વિતરણમાં ૧૭.૧૩ લાખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. અન્ય યોજના હેઠળ રેંજ મુજબ ઉછેરવામાં આવેલા ૨૫.૭૦ લાખથી વધૂ રોપા પૈકી અંદાજે ૧૪.૧૫ લાખનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની ચપેટમાં આવી જતાં વિવિધ હોનારતો સર્જાઇ રહી છે. જેના માટે જંગલોનુ નકિંદન જવાબદાર છે. ઔદ્યોગિક એકમાનાં આગમન સામે જોઇએ તેટલું વનિકરણ ન થતાં પ્રદૂષણનાં વિકટ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. પ્રતિવર્ષ ચોમાસુ દરમિયાન ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વનમહોત્સવ યોજી સામાજીક વનિકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.હાલ સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમનાં સ્વર ગુંજી રહ્યાં છે. ત્યારે તમામ પ્રકારના ઉત્સવ સ્વર્ણિમ બની ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૦ વનમહોત્સવ ઉજવાઇ ચુક્યા છે. આ વર્ષે ૬૧મો વન મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે. જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ સાથે જિલ્લામાં રોપાના વિતરણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.પ્રતિવર્ષની માફક ચાલુ સાલે પોલીથીનની ગણતરી મુજબ કરવામાં આવતા વિતરણમાં ૧૭.૧૩ લાખ બેગનું વિતરણ કરવામાં આવશે. ખાતાકીય નર્સરી, નરેગા યોજના અને ટીએસપી યોજના અંતર્ગત રોપાનું વિતરણ કરવામાં આવનાર છે. આગામી દિવસોમાં યોજાનારા વનમહોત્સવ પૂર્વે વનીકરણ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.


પારડીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું એક ઇંચનું કુરાન

પારડીમાં એક મુસ્લિમ બિરાદર પાસે ૪૦૦ વર્ષ પૂરાણુ તથા માત્ર એક ઇંચનુ કુરાન ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. દૂર દૂરથી મુસ્લિમ બિરાદરો તેનુ પઠન કરવા આવે છે. આ પવિત્ર ગ્રંથ માત્ર એક ઇંચના કદનું હોવાથી લોકોમાં તેને જોવાની ભારે ઉત્સુકતા જોવા મળે છે. પારડી રેન બસેરા હોટલ નજીક રહેતા મુસ્લિમ બિરાદર અબ્દુલ હાફીસને ઘણા વર્ષો પહેલા આ ૪૦૦ વર્ષ પૂરાણુ દુર્લભ મનાતું કુરાન અરબ દેશના નાગરિકે ભેટસોગાત સાથે આપ્યુ હતુ. આ પવિત્ર ગ્રંથ અરબીભાષામાં લખાયેલો ટચુકડો જોવા મળી રહ્યો છે. આ કુરાન માત્ર એક ઇંચનું હોવાથી તેને વાંચવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. આ અંગે અબ્દુલ હાફિસે જણાવ્યુ કે, ચારસો વર્ષ જુનુ આ પવિત્ર કુરાન ને બરક્ત તરીકે જાળવણી કરવામાં આવે છે. અલ્લાહની કૃપાથી આ પવિત્ર કુરાન મને ભેટમાં મળ્યું છે.


વલસાડ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છેતરાઇ- રૂ.૧૯.૫૦ લાખની ઠગાઈ

વલસાડના કોસંબાની શાખામાંથી ત્રણ ઇસમોએ બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી હતી.વલસાડના કોસંબા ગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખોટા દસ્તાવેજો રજુ કરી ત્રણ વેગનઆર કાર ની ખરીદવા માટે રૂ. ૧૯.૫૦ લાખની લોન મેળવી હતી. બાદમાં હપ્તા ન ભરી.ફરાર થઇ જતાં છેવટે ત્રણેય વિરૂધ્ધ વલસાડ સિટી પોલીસ મથકે બેંક મેનેજર બાબુભાઇ છીબાભાઇ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના અબ્રામા પ્રભાકિરણ ખાતે રહેતા રવિરાજ માર્કડ રેડ્ડી, આજ એપાર્ટમેન્ટમાં રહેતા સુરેખા ધનસુખ પટેલ અને પારડી ઉમરસાડી ખાતે રહેતા હિતેશ રણજીતભાઇ નાયકે સ્ટેટ બેંકની કોસંબા શાખામાંથી કારલોન મેળવવા માટે અરજી કરી હતી. જે પેટે પાનકાર્ડ, ઇન્કમટેક્ષ રીર્ટન, ઇન્સ્યુરન્સ કોટેશન, વેચાણ દસ્તાવેજ તેમજ નોટરીની રૂબરૂમાં સોંગદનામુ કરાવી આંધ્ર બેંકની પાસબુક, લાઇટબીલ, ઘરવેરા અને ત્રણ જુદી જુદી કંપનીઓ માંથી વેગનઆરનું કોટેશન રજુ કર્યું હતુ. આ દસ્તાવેજો એસબીઆઇની રીજીનલ ઓફિસે રવાના કરાતા કારદીઠ રૂ. ૬,૫૦,૦૦૦ મળી ત્રણેય કારના રૂ. ૧૯,૫૦,૦૦૦ની લોન મેળવી હતી. ત્યારબાદ કારના રજીસ્ટેશનની આરસી બુકની માંગણી કરતા ત્રણેયે બેંકમાં આરસી બુક જમા કરાવી હતી. થોડા સમય બાદ ત્રણેય નિયમિત હપ્તા ભર્યા ન હતા. તેમજ બેંકને આપેલા ચેકો પણ પરત ફરતા બેંક મેનેજર બી.સી.પટેલે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન આરટીઓમાં તપાસ કરતા આ ત્રણેય આર.સી.બુક બોગસ હોવાનું જણાયુ હતુ. હિતેશ, સુરેખા અને રવિમાર્કડે સરકારી અધિકારીના સહિ સિક્કા અસલ બનાવી બનાવટી દસ્તાવેજ તૈયાર કરી ખરા તરીકે
ઉપયોગ કર્યો હતો.


રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપરથી રિવોલ્વર સાથે બે જબ્બે

યુનિવર્સિટી રોડ ઉપર મોર્ડન ફાસ્ટફૂડ નજીક બે શખ્સો ઘાતક શસ્ત્રની આપ-લે કરવા માટે મળવાના છે તેવી એસ.ઓ.જી.ના કોન્સ્ટેબલ જયંતીગીરીને સચોટ બાતમી મળી હતી. જેના આધારે ફોજદાર એન.કે.જાડેજા, મદદનીશ ચંદ્રસિંહ અને અમીનભાઇએ વોચ ગોઠવી કિશોર ઉર્ફે ગીડો ઉકાભાઇ સીતાપરા (રહે. પરાસરપાર્ક, જામનગર રોડ) અને લાલજી ઉમાશંકર મિશ્રા (મૂળ ઉત્તરપ્રદેશ, હાલ શિવ શકિત સોસાયટી, યુનિવર્સિટી રોડ)ની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.બન્નેની અંગ જડતી વેળા કિશોરના નેફામાંથી મેઇડ ઇન ઇંગ્લેન્ડ માર્કોવાળી દેશી બનાવટની છ ચેમ્બરવાળી રિવોલ્વર મળી આવી હતી.કિશોરની કબૂલાત મુજબ થોડા સમય પહેલા અકસ્માતમાં તેને ઇજા થતાં ૨૫ હજારનો ખર્ચ થયો હતો એ ખર્ચ કાઢવા માટે ગેરકાયદે શસ્ત્ર વેચવાનો પ્લાન બનાવી એસ.ટી.ડી.પી સીઓના સંચાલક ઉત્તરપ્રદેશના લાલજી પાસેથી ૧૫ હજારમાં રિવોલ્વર ખરીદ કરી હતી. કિશોર અગાઉ હદપાર રહી ચૂકયો છે. જ્યારે લાલજીના પિતા ટેલિફોન વિભાગમાં ફરજ બજાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કારતૂસ માટે લાલજીને મળવા ગયો ને પકડાયો -આરોપી કિશોરે રિવોલ્વોર એકાદ મહિના પહેલા ખરીદી હતી. કારતૂસ વિના રિવોલ્વોર વેચવામાં તકલીફ પડતી હોવાથી આજે કારતૂસ માટે લાલજીને મળવા બોલાવ્યો હતો ત્યા પોલીસના સકંજામાં આવી ગયો હતો.


ધૂમ મચાવી છે આ ટાબરિયાએ!

તડબૂચની અંદર બેસીને તડબૂચ ખાવાની માજા માણી રહેલા એક ટાબરિયાનો વીડિયો આજકાલ ગૂગલની વીડિયો શેરિંગ વેબસાઈટ યુ-ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે.ગૂગલ પર મૂકવામાં આવેલા 35 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક તડબૂચમાં બેસીને તેના ખાવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમજ તે અવાર નવાર કેમેરા સામે જુએ છે.એક ખુરશી પર મૂકવામાં આવેલા તડબૂચની અંદર બેસેલા બાળકનો વીડિયો યુ-ટ્યૂબ પર મૂકવામાં આવ્યા બાદ 210,000 લોકો તેને નિહાળી ચુક્યા છે.


શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પેરિસમાં

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા હાલમાં પેરિસમાં છે. શિલ્પા અને રાજ અત્યારે રોમેન્ટિક મૂડમાં છે.હાલમાં જ શિલ્પા શેટ્ટીએ ડાન્સ રિયાલિટી શો ઝરા નચ કે દિખાનું શુટિંગ પૂર્ણ કર્યુ છે. શિલ્પા અને રાજ યુરોપના પ્રવાસે છે. શિલ્પા-રાજ પહેલા લંડનમાં રહ્યા હતા અને પછી યુરોપ ગયા હતા.શિલ્પા શેટ્ટી ગોલ્ફ પણ શીખી રહી છે. રાજ શિલ્પાને એફિલ ટાવર લઈ ગયો હતો. શિલ્પા ઘણાં સમયથી એફિલ ટાવર જવા માંગતી હતી. અંતે શિલ્પાનું સ્વપ્ન સાકાર થયું.શિલ્પાએ કહ્યું હતું કે, તે ઘણીવાર પેરિસ આવી હતી પરંતુ તે ક્યારેય એફિલ ટાવર જઈ શકી નહોતી.શિલ્પા અને રાજ હાલમાં પેરિસમાં રોમેન્ટિક સમય પસાર કરી રહ્યા છે.


મોંઘવારી મુદ્દે વિપક્ષ સંસદમાં સંગઠિત રહેશે'

આ મુદ્દે વિરોધ પક્ષોમાં કોઈ મતભેદ નથી, ૨૬મીએ અડવાણીના નિવાસે એનડીએની બેઠક.મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા મુદ્દે ભારત બંધના એલાનની સફળતાથી ખૂબ જ ઉત્સાહિત સમગ્ર વિપક્ષ સોમવારથી શરૂ થનાર સંસદના ચોમાસું સત્રમાં મોંઘવારી મુદ્દે સંગિઠત રહેવાનો હોવાનું જનતાદળ (યુ)ના વડા શરદ યાદવે જણાવ્યું છે. આ મુદ્દા અંગે વિરોધ પક્ષોમાં કોઇ મતભેદ નથી. વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે ૨૬મી જુલાઇએ ભાજપના નેતા અડવાણીના નિવાસસ્થાને એનડીએની બેઠક યોજાશે.ભાજપના નેતૃત્વવાળા એનડીએના કન્વીનર શરદ યાદવે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, બધા જ વિરોધ પક્ષો મોંઘવારીના મુદ્દે સંસદના ગત સત્રમાં સંગિઠત રહ્યા હતા અને આગામી સત્રમાં પણ સંગિઠત રહેશે. મોંઘવારી સૌથી મહત્વનો મુદ્દો છે. મોંઘવારી સામેના વિરોધનું કોઇ પણ પક્ષ નેતૃત્વ કરી રહ્યો નથી. આ મુદ્દો પોતે જ નેતા છે.તેમણે જણાવ્યું કે, સૂચિત ખાદ્ય સુરક્ષા ખરડા અને ભ્રષ્ટાચાર સહિત અન્ય ઘણાં મુદ્દાઓ અંગે સંસદના આગામી ચોમાસું સત્રમાં ચર્ચા કરવામાં આવશે. સંસદમાં મોંઘવારી મુદ્દે ચર્ચા જ થવી જોઇએ નહીં પરંતુ તેનો ઉકેલ પણ શોધવો જોઇએ.
સામાન્ય માણસ મોંઘવારીથી સખત પરેશાન છે ત્યારે સંસદના ચોમાસું સત્રમાં સરકારની ટોચની પ્રાથમિકતામાં સાંસદોના પગાર અને ભથ્થાંમાં વધારાનો સમાવેશ થાય છે. સાંસદોના પગારવધારાના ખરડાનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કે, મહિલા અનામત ખરડા અંગેનું રહસ્ય હજીપણ યથાવત્ છે.


આર્થિક સુધારા માટે કરોડો વેપારીઓ પર આક્રમણ

આર્થિક સુધારા માટે ગંભીર દેખાવાના પ્રયત્નના ભાગરૂપે કેન્દ્રની યુપીએ સરકારે ફરી એક વખત નાના દુકાનદારોની રોજી-રોટી પર ફટકો મારવાની તૈયારી કરી લીધી છે. મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં સીધા વિદેશી રોકાણ(એફડીઆઈ)ની મંજુરીથી રીટેલ વેપારથી જીવન ગુજારતા લોકોના ધંધા પર પાટુ મારવાનું આ પગલું ભરાઈ રહ્યું છે. જે રીતે સંબંધિત મંત્રાલય અને અધિકારી મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈની વકીલાત કરી રહ્યા છે તે જોતાં લાગે છે કે સરકારે એ નિર્ણય લેવાનું નક્કી કરી જ લીધું છે અને હાલની કવાયત માત્ર ઔપચારિકતા છે.આ કવાયતના હેઠળ ૬ જુલાઈએ એક પરિચર્ચાપત્ર જારી કરી ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ(ડીઆઈપીપી)ના લોકોની સલાહ માંગી છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં સરકારે ૨૦૦૬માં ૫૧ ટકા એફડીઆઈની મંજુરી આપી હતી. દેશના કરોડો નાના દુકાનદારો, ખેડૂતો અને વેપારીઓના ધંધા પર પાટુ મારવા માટે હવે મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈને મંજુરીની તૈયારી ચાલી રહી છે. મલ્ટિ બ્રાન્ડનો મતલબ છે કે કરિયાણાની દુકાનમાં વેચાતા લોટ અને દાળ સહિત ગ્રોસરીના તમામ પ્રકારના ખાદ્ય અને મેન્યુફેકચર્ડ ઉત્પાદનોના વેચાણનો ધંધો ફેલાવવા માટે બહુરાષ્ટ્રીય કંપનીઓને મંજુરી મળી જશે.આ મંજુરી લેવા માટે કંપનીઓની લાઈન લાગેલી છે જેમાં વોલમાર્ટ, કેરફર, ટેસ્કો અને મેટ્રો જેવી દુનિયાની મોટી કંપનીઓ પણ છે.અમેરિકી કંપની વોલમાર્ટનો વાર્ષિક કારોબાર બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, બહેરીન, મોરેશિયસ અને અફઘાનિસ્તાનના જીડીપીથી વધારે છે. ગત વર્ષે વોલમાટેં દુનિયાભરમાં લગભગ ૪૦૦ અબજ ડોલરથી વધારેનો કારોબાર કર્યો હતો જે આપણા ચાલુ વર્ષના કેન્દ્રીય બજેટથી બે ગણા કરાતા થોડી નાની રકમ છે. આ કંપનીઓ એટલી મોટી છે કે તેઓ ખરીદી કરે ત્યારે દુનિયામાં વસ્તુઓ અને કોમોડિટીઝની કિંમતો પર અસર પડવા લાગે છે. આવામાં આ કંપનીઓ આપણા દેશમાં નાના દુકાનદારોની તુલનાએ ઘણા ઓછા ભાવે વસ્તુઓ વેચી શકે છે. શરૂઆતમાં આ કંપનીઓ નફો રળવાના બદલે પ્રતસ્પિધીઁને રસ્તામાંથી હટાવવા પર વધારે ભાર મૂકવાની રણનીતિ પર ચાલે છે.આ કંપનીઓની પ્રતસ્પિધૉના પહેલા શિકાર નાના બિઝનેસમેન અને દુકાનવાળાઓ હશે. કારણ કે, ગ્રાહકોને ખેંચવાના આ કંપનીઓના પ્રયાસોનો તેઓ મુકાબલો કરી શકશે નહીં. તેમનો આગામી શિકાર દેશના ખેડૂતો હશે. ખેતરેથી સીધી ખરીદી કરવાની છુટ આપવાની સરકારની નીતિને કારણે કંપનીઓ શરૂઆતમાં તેને પ્રાથમિકતા આપશે. તેનાથી બજારોનું માળખું ખતમ થશે. આવી સ્થિતિમાં આડતિયાઓનો બિઝનેસ પણ બંધ થવામાં વિલંબ થશે નહીં. થોડાંક વર્ષો પછી આ કંપનીઓ જ કૃષિ ઉત્પાદનોની સૌથી મોટી ખરીદી કરનાર બની જશે. આ બાબતને કારણે ભાવો નક્કી કરવાનું તેમના હાથમાં આવી જશે અને ખેડૂતો તેમના કબજામાં આવી જશે ત્યારે એવી જ સ્થિતિ સર્જાશે.

રાજકોટ : મહિલા બુટલેગરની ત્રણ પુત્રવધુ ૧૩૧ બોટલ દારુ સાથે પકડાઇ

રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહેતી અને હાલ જેલવાસ ભોગવતી કુખ્યાત મહિલા બુટલેગર હંસા ભગવાનજીના મકાનમાં પરોઢિયે દારુનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.મકાના દરેક રૂમમાં બનાવેલા ભોંયરામાંથી દારુની કુલ ૧૩૧ બોટલ મળી આવી હતી. વ્હેલી સવારે પોલીસ ત્રાટકતા હંસાના ત્રણ પુત્ર હિતેશ,શૈલેષ અને પ્રફૂલ નાસી ગયા હતા. દારુના ધંધામાં સામેલ હંસાની ત્રણ પુત્રવધુ જયશ્રી શૈલેષ,રેખા પ્રફૂલ અને ચંદ્રિકા મહેશની પોલીસે ધરપકડ કરી હતી. મહિલા કબૂલાત મુજબ, વ્હેલી સવારે ભાવેશ નામનો બુટલેગશ સાન્ટ્રો કારમા દારુની ૧૧ પેટી આપી ગયો હતો. પોલીસે સપ્લાયર ભાવેશ અને નાસી ગયેલા ત્રણ આરોપીની શોધખોળ શરુ કરી છે.ઉલ્લેખનિય છેકે, હંસા ભગવાનજી અને તેનો પુત્ર હાલ પાસા હેઠળ જેલમાં છે. તેનો આખો પરિવાર ગેરકાનૂની ધંધામાં સામેલ હોવાથી જેલવાસ ભોગવતી હંસાના અન્ય ત્રણ પુત્ર અને પુત્રવધુએ દારુનો ધંધો સંભાળીલીધો છે.


બીજા દિવસે પણ લોકશાહીના ચિર તાર-તાર

બિહાર વિધાનસભામાં સતત બીજા દિવસે પણ ગેરસંસદીય દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં બિહાર વિધાનસભાના સ્પીકર ઉદય નારાયણ ચૌધરી દ્વારા વિપક્ષના સોળ ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે બરખાસ્ત કરવામાં આવ્યા છે. હાલ વિધાનસભાને બપોરે અઢી વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવી છે.આજે વિધાનસભાના સ્પીકર પર વિધાનસભ્ય દ્વારા સ્લીપર ફેકવામાં આવ્યું હતું. આ પહેલા કર્ણાટક વિધાનસભાના ધારાસભ્યોની જેમ બિહાર વિધાનસભાના વિપક્ષના લગભગ એંસી જેટલા ધારાસભ્યોએ વિધાનભવનમાં જ રાત વિતાવી હતી. તેમણે નીતિશ કુમાર ચોર હોવાના નારા લગાવ્યા હતા.સ્પીકર દ્વારા જે વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં રાજ્ય આરજેડીના અધ્યક્ષ અબ્દુલ બરી સિદ્દકી અને ગૃહમાં રાજદના ઉપાધ્યક્ષ શકીલ અહેમદ ખાનનો પણ સમાવેશ થાય છે. આરજેડીના દસ, સીપીઆઇ-એમ, સીપીઆઇએમએલના બે અને લોજપના બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ થયા છે. આ તમામ ધારાસભ્યોને માર્શલ દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસની ધારાસભ્ય કુમારી જ્યોતિ દ્વારા બિહાર વિધાનસભાની બહાર કૂંડાઓ તોડ્યા હતા. ઉલ્લેખનીય છેકે, કેગ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં રૂપિયા 11,442 કરોડના કૌભાંડની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. જેની પટના હાઇકોર્ટે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાના આદેશ આપ્યા છે.