02 October 2010

રાજકોટ : ચાર બેનડીના એકના એક વીરાનો આપઘાત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટ : ચાર બેનડીના એકના એક વીરાનો આપઘાત

શહેરની ભાગોળે આજી ડેમ પાસે આવેલી રાધા કૃષ્ણ નગરમા શનિવારે સવારે વિજય વશરામભાઇ ઝીંજુવાડીયા નામના કોળી યુવાને તેના મકાનના ઉપરના માળે આવેલી રૂમમા ગળે ફાંસો ખાઇ લેતા બેભાન હાલતમા હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નપિજયાનું ફરજ પરના તબિબે જાહેર કર્યું હતુ. કારખાનામા મજુરી કામ કરી પરિવારને મદદરૂપ થતા વિજયે ક્યા કારણોસર આપઘાત કર્યો તે જાણવા મળ્યુ નથી. ચાર બેનના એકના એક ભાઇના મોતથી કોળી પરિવારમા ગમગીની છવાઇ ગઇ છે.


કચ્છ : ભાજપે ૬૦ ટકા નવા ચહેરા ઉતાર્યા

૨૧મી ઓક્ટોબરે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પક્ષે મહદઅંશે એટલેકે ૬૦ ટકાથી વધુ નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે આજે ભુજમાં બોલાવાયેલી ખાસ પત્રકાર પરિષદમાં નામોનું એલાન થયું હતું.જિલ્લા પ્રમુખ જયંતીભાઇ ભાનુશાલીએ કહયું કે, અત્યંત ઝીણવટપૂર્વક દરેક પાસા ચકાસ્યા બાદ નાનામાં નાની જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ મળે તેવી રીતે નામોની પસંદગી થઇ છે. નિરીક્ષકો દ્વારા બે વાર બેઠક મળી હતી. તમામ દાવેદારોને રૂબરૂ વાતચીત થઇ હતી. જૂથવાદ વિના સર્વસ્વીકાર્ય યાદી બહાર પડી હોવાનો તેમણે સૂર વ્યક્ત કર્યો હતો.આજે જાહેર કરાયેલી યાદી મુજબ સુધરાઇમાં ભુજમાં ૭૫ ટકાથી વધુ ઉમેદવારોને ફરી તક અપાઇ છે તો ગાંધીધામમાં એકા એક ચહેરા નવા મુકાયા છે માંડવીમાં ૨૦ ટકા પુન: ઝંપલાવશે. અંજારમાં ૧૪ વર્તમાન સભ્યોને ફરીથી ટિકિટ મળી છે. જિલ્લા પંચાયતમાં માત્ર એક જ ઉમેદવાર રીપિટ કરાયા છે.ભુજ તાલુકા પંચાયતમાં નવા ચહેરા પર દારોમદાર રખાયો છે. ગાંધીધામમાં બેને ફરીથી ટિકિટ અપાઇ છે. ૧૩ નવા ચહેરા જંગ ખેલશે. માંડવી પંચાયતમાં નો રીપિટ થીયરી અજમાવાઇ છે. નખત્રાણામાં પણ માત્ર એકને ફરીથી મુકાયા છે. અબડાસામાં ૩ને રીપિટ કરાયા છે. લખપતમાં પણ માત્ર એક ઉમેદવાર ફરીથી ટિકિટ મેળવી શક્યા છે. અંજારમાં બધાય નવા મુરતિયાને તક અપાઇ છે.રાપર અને ભચાઉમાં પણ રીપિટેશનનું પ્રમાણ નહીવત છે. મુન્દ્રામાં નવા ઉમેદવારો ઉતારાયા છે. આજની બેઠકમાં અયોધ્યા ચુકાદાને આવકારી લોકોની પરિપક્વતાના વખાણ કરાયા હતા, તો અશોક ભટ્ટને અંજલિ અપાઇ હતી.આ પત્રકાર પરિષદમાં રાજ્યમંત્રી વાસણભાઇ, સાંસદ પૂનમબેન, મુકેશભાઇ ઝવેરી, અરજણભાઇ રબારી, સતિષભાઇ વગેરે ઉપસ્થિત રહયા હતા.


કચ્છ જિલ્લા પંચાયતમાં અનેક નવા ચહેરા ઉભર્યા

જિલ્લા પંચાયતમાં જેનું પ્રભુત્વ રહ્યું છે તે ભાજપે રવમોટી, પલાંસવા બેઠકોને બાદ કરતા તમામમાં ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે.પૂર્વ પ્રમુખ જીવાભાઇએ સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારતા રતનાલની ટિકિટ ત્રિકમભાઇ છાંગાને અપાઇ છે.માધાપર બેઠક પર જયંત માધાપરિયા અને ચોબારીમાં હિરાબેન નામોરી ઢીલાને ટિકિટ અપાઇ છે. તમામ ઉમેદવારો નીચે મુજબ છે.


૩૧૬ ઉમેદવારીપત્રો ભરાયાં

કચ્છમાં પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી માટે પાંચમા દિવસે શુક્રવારે એક સાથે ૩૧૬ ઉમેદવારીપત્રો ભરાતાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવા માટે ૪ ઓક્ટોબર છેલ્લી તારીખ છે, પરંતુ તા.૨ અને ૩ના જાહેર રજા આવતી હોવાથી તા.૩૦ અને ૩ એમ બે જ દિવસો બાકી રહ્યા હતા. તે વચ્ચે શુક્રવારે ભાજપે ઉમેદવારો જાહેર પણ કરી દીધા છે. તેથી ભારે ધસારો જોવા મળ્યો હતો.ભુજ તાલુકામાં જિ.પં.માં-૫, તા.પં.માં ૪૩, સુધરાઇ-૬, માંડવીમાં સુધરાઇ-૯, જિ.પં.-૩, મુન્દ્રામાં જિ.પં.-૨, તા.પં.-૨૧, અંજારમાં નગરપાલિકા-૭, જિ.પં.-૪, તા.પં.૨૩, ગાંધીધામમાં સુધરાઇ-૩, જિ.પં.-૪, તા.પં.૩૨, ભચાઉ જિ.પં.માં-૨, તાપ.પં.૧૯, રાપરમાં કુલ-૨, નખત્રાણામાં જિ.પં.-૮, તા.પં.૪૬, અબડાસામાં જિ.પં.૬, તા.પં.૩૬ અને લખપતમાં જિ.પં.-૨ તથા તા.પં.માં ૨૬ મળી કુલ પંચાયતમાં ૨૯૧ અને પાલિકાઓમાં ૨૫ ફોર્મ ભરાયા હતા.હવે સોમવારે અંતિમ દિવસે કેટલાં ફોર્મ ભરાય છે તે ચિત્ર ઉજળું. જોકે, બુધવાર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને ચકાસણી બાદ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઇ જશે.


બેસ્ટના ટ્રાન્સપોર્ટ ખાતાને પાંચ અબજથી વધુની ખાધ

બેસ્ટ ઉપક્રમના વાહનવ્યવહાર વિભાગની આર્થિક તૂટ પાંચ અબજ આઠ કરોડ અઠયાસી લાખ રૂપિયા પર પહોંચી હોવાની ગંભીર બાબત શુક્રવારે ‘બેસ્ટ’ સમિતિની બેઠકમાં પ્રકાશિત થઈ હતી. હવે એ તૂટ કેવી રીતે સરભર કરવી તેની વિટંબણા બેસ્ટ સમિતિની ચર્ચાનો વિષય છે.બેસ્ટ ઉપક્રમનો વર્ષ ૨૦૦૯-૨૦૧૦ના નાણાકીય વર્ષનો મહેસૂલી અહેવાલ વહીવટી તંત્રે બેસ્ટ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં વાહનવ્યવહાર વિભાગને રૂ. ૫,૦૮,૮૮,૦૦,૦૦૦ની તૂટ પડતી હોવાનું જણાવાયું હતું. કર્મચારીઓને વેતન ચૂકવવાના ખર્ચમાં ૧૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ઉપક્રમના વીજ પુરવઠા ખાતાને ૩.૭૨ કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું પણ અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે. વીજળી વિભાગના નફાને લીધે વાહનવ્યવહાર વિભાગને સાચવી લેવાય છે.આ વાહનવ્યવહાર વિભાગની તૂટ દૂર કરવા માટે રાજ્ય સરકાર મદદ નહીં કરે તો બેસ્ટની બસોનાં ભાડાં વધારવા પડે એવા બે વિકલ્પો બેસ્ટ સમિતિ સમક્ષ હતા.વર્ષ ૨૦૦૩ના નવા કાયદા અનુસાર વીજપુરવઠા વિભાગનો નફો વાહનવ્યવહાર વિભાગ તરફ વાળી શકાતો નથી. તેથી વાહનવ્યવહાર વિભાગ ભીંસમાં મૂક્યો છે. વાહનવ્યવહાર વિભાગની એકંદર ખોટ પણ વધી રહી છે. તેથી આ મુશ્કેલીમાંથી માર્ગ કેવી રીતે કાઢવો, એ પ્રશ્ન ‘બેસ્ટ’ ઉપક્રમ સમક્ષ્ છે.


આણંદ જિલ્લામાં ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો : ૮૮ ફોર્મ ભરાયાં

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટમાં ગરમાવો આવી રહ્યો છે, ચૂંટણી ફોર્મ ભરવા આડે હવે બે જ દિવસ બાકી રહ્યાં છે, ત્યારે શુક્રવારના રોજ ઉમેદવારોનો તડાકો ચૂંટણી કાર્યાલય પર જોવા મળ્યો હતો. સૌથી વધુ બોરસદ તાલુકા પંચાયતમાં ૮૮ અને સૌથી ઓછા સોજીત્રામાં માત્ર બે જ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે.ચૂંટણી શાખાના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લા પંચાયતમાં શુક્રવારના રોજ ૫૯ જેટલા ઉમેદવારોઅ ફોર્મ ભર્યા હતાં. તેવી જ રીતે નગરપાલિકા ચૂંટણી માટે આણંદમાં ૨૧, ઉમરેઠમાં ૨૩, બોરસદમાં ૬૭, પેટલાદમાં ૭ અને ખંભાતમાં ૨૪ ફોર્મ ભરાયા છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ તડાકો પડ્યો હતો.આણંદ તાલુકા પંચાયતમાં ૪૭, ઉમરેઠમાં ૨૬, આંકલાવમાં ૧૩, બોરસદમાં ૮૮, પેટલાદમાં ૨૦, સોજીત્રામાં ૨, ખંભાતમાં ૪૧ અને તારાપુરમાં ૪૭ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ગણતરીના દિવસો જ બાકી છે, શુક્રવારના ધસારામાં ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોએ પોત પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતાં.જો કે, હજુ પાલિકામાં બન્ને પક્ષ ગણતરી કરી ઉમેદવારો ઉતારી રહ્યાં છે. એથી સોમવારના રોજ અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.


કલ્યાણમાં છ મહિનાથી બંધ પડેલી મિલમાં આગ

કલ્યાણ નજીક આંબિવલી વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી બંધ અવસ્થામાં પડેલી એનઆરસી મિલમાં ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આગનું સ્વરૂપ મોટું હોવાને કારણે કલ્યાણ, ડોંબિવલી, ભિવંડી અને ઉલ્હાસનગરની મહાપાલિકા સહિત અંબરનાથ નગર પરિષદના અગ્નિશમન દળની ગાડીને મોકલાવી હતી. નસીબજોગ આગને કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.જોકે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની માહિતી અગ્નિશમન દળે આપી હતી. છ મહિનાથી બંધ પડેલી આ મિલના માલિકો અને વર્કરોનો પગારના ભથ્થા માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો.એનઆરસી મિલમાં ગુરુવારે મોડી સાંજે સાત વાગ્યે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.


મહેસાણા નગરપાલિકામાં એનઓસી મેળવવા સંભવિત ઉમેદવારોનો ધસારો

મહેસાણા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાયું છે ત્યારે ઉમેદવારી પત્ર સાથે જરૂરી પાલિકાનું નો-ડ્યુ સર્ટિ. મેળવવા સંભવિત ઉમેદવારોએ પાલિકામાં ધસારો કર્યો છે. છેલ્લા ચાર દિવસમાં કુલ ૨૧૩ નો-ડ્યુ સર્ટી પાલિકા દ્વારા ઈસ્યુ કરાયાં છે.મહેસાણા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગત સોમવારથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાયું છે. ઉમેદવારી પત્ર ભરવા માટે પોલીસના દાખલાની જેમ પાલિકામાં પણ જે-તે વ્યક્તિનો ઘરવેરો, વ્યવસાય વેરો કે અન્ય કોઈ લેણું બાકી નથી તે અંગેનું નો-ડ્યું સર્ટી જરૂરી હોય છે. જો કે, કેટલાકે અગાઉથી જ નો-ડ્યુ સર્ટી મેળવી લીધા છે. જ્યારે પક્ષોની ટિકિટ મેળવવા ઈચ્છતા કે અપક્ષમાં ઉમેદવારી નોંધાવવા માંગતા મોટાભાગના સંભવિત ઉમેદવારોએ છેલ્લા ચાર દિવસથી પાલિકામાં પોતાનો કોઈ વેરો બાકી હોય તો તે ચૂકતે કરીને નો-ડ્યુ સર્ટી મેળવવા ધસારો શરૂ કર્યો છે. આ બહાને પાલિકાનો બાકી વેરો પણ વસૂલાયો છે. પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર દિવસમાં કુલ ૨૧૩ જેટલાં નો-ડ્યુ સર્ટી ઈસ્યુ કરાયાં છે. જેમાં સૌથી વધારે છેલ્લા બે દિવસમાં ઈસ્યુ કરાયાં છે જ્યારે શનિવારે તથા રવિવારે રજા હોવા છતાં મહેસાણા પાલિકામાં નો-ડ્યુ સર્ટી ઈસ્યુ કરવા માટે કાર્યરત વેરા, ગુમાસ્તા, બારનિશી તથા ઓએસ શાખા કાર્યરત રહેશે.


ચૂંટણી ગરમાવામાં રાષ્ટ્રધ્વજની ગરિમા વિસરાઇ

રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય એ હેતુથી ઘડવામાં આવેલી ખાસ આચારસંહિતા પ્રમાણે સૂર્યાસ્ત પહેલા રાષ્ટ્રધ્વજને યોગ્ય સન્માન સાથે ઉતારી લેવા જરૂરી છે. જોકે, ચૂંટણીના માહોલમાં શુક્રવારે ઊંઝા મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજની ગરિમા વિસરાઇ હોય એવુ જણાયું હતું.વિધાનસભા અધ્યક્ષ અશોકભાઇ ભટ્ટનું અવસાન થતા છેલ્લા બે દિવસથી રાજ્યભરની સરકારી કચેરીઓની જેમ ઊંઝા મામલતદાર કચેરી ખાતે પણ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. જોકે, શુક્રવારે દિવસભર ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત બનેલા મામલતદાર કચેરીના અધિકારીઓ રાષ્ટ્રધ્વજને સમયસર ઉતારવામાં થોડા ઉણા ઉતર્યા હતા. જેમાં સાંજે ૬.૩૦ કલાકે સુર્યાસ્ત થઇ ગયો હતો. આ બાદ અંધારુ થયાની શરૂઆત થતા અંતે છેક ૬.૪૫ વાગ્યે મામલતદાર કચેરીના પટાવાળાએ રાષ્ટ્રધ્વજને સન્માનભેર ઉતાર્યો હતો.


ચીનમાં જહાજ ડૂબતાં 3ના મોત

ચીનના પૂર્વીય પ્રાંત ફુજિઆનમાં ગઈકાલે સવારે એક માલવાહક જહાજ ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં 3ના મોત નીપજ્યા છે અને 9 લાપતા થયા છે. સ્થાનિક સામુદ્રિક અધિકારીઓએ જણાવ્યા અનુસાર આ જહાજમાં કુલ 15 લોકો સવાર હતા. આ જહાજે પિંગ્ટન સિટી પાસે જળસમાધિ લીધી હતી. જે લોકોના જીવ બચી ગયા છે, તેમણે જણાવ્યું હતું કે આ જહાજનું નામ ‘હ્યુયિંગ 168’ છે.આ જહાજનું રજિસ્ટ્રેશન તિયાનજિન નગરીય નિકાસમાં થયેલું છે. જહાજ પર 4450 ટન ચીકણી માટી લાદવામાં આવી હતી. સંવાદ સમિતિ સિન્હુઆ જણાવે છે કે રાહત અને બચાવકાર્ય માટે અહીંયા હેલીકોપ્ટર મોકલવામાં આવ્યા છે. અન્ય વીસ જહાજ ચાલક દળના ગાયબ સભ્યોને શોધી રહ્યા છે, પરંતુ તોફાનને કારણે આ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે.


મહેસાણા : પૈસા લાવો પૈસા!

વડનગર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત નગરમાં બાકી સરકારી મિલકતોને વેરાની રકમ ભરી જવા તાકીદ કરતી નોટિસ આપવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત નગરમાં આવેલ ૩૧ સરકારી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે. આ સરકારી સંસ્થાઓ પાસે પાલિકાને ૨૧,૬૨,૦૩૨ રૂપિયા વેરા પેટે લેણાં નીકળે છે. વડનગર પાલિકાના બાકી વેરાદારોમાં સ્કુલ, કોલેજ ઉપરાંત વિભાગીય નિયામક એસ.ટી., ધરોઇ, તાલુકા પંચાયત કચેરી, હોસ્પિટલ અને પર્યટન વિભાગની હોટલ તોરણનો સમાવેશ થાય છે.નગરપાલિકા દ્વારા બાકી વેરાઓને મુદ્દે નાગરિકોના કનેકશનો કાપી નાખવાના બનાવો બને છે. ત્યારે વડનગર નગરપાલિકાની હદમાં આવેલ મોટાભાગની સરકારી મિલકતોના વેરા બાકી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. પાલિકા સુત્રો પાસેથી મળેલ માહિતી મુજબ નગરમાં કુલ ૩૧ સરકારી મિલકતોનો ૨૧,૬૨,૦૩૨ રૂપિયા વેરો બાકી બોલે છે. નગરપાલિકા દ્વારા વારંવાર આ બાકી વેરાની ઉઘરાણી કરવા છતાં આજદિન સુધી આ સંસ્થાઓ દ્વારા વેરો ભરવા તસ્દી લીધી ન હતી. સઘન વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત વડનગર નગરપાલિકા દ્વારા આ સરકારી મિલકતોના બાકી વેરા તાકીદે ભરી જવા જે-તે સંસ્થાઓને નોટીસો ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. નગરપાલિકાના બાકી વેરાદારોમાં એસ.ટી.ની ત્રણ મિલકતોના સાત લાખ રૂપિયા, ધરોઇની પેટા કચેરી, તાલુકા પંચાયત ઉપરાંત પર્યટન વિભાગની હોટલનો સમાવેશ થાય છે. નગરપાલિકા દ્વારા સરકારી સંસ્થાઓને બાકી વેરા મુદ્દે નોટીસો ફટકારવાનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.




રાજકોટમાં તો રાજાશાહીમાં જ લોકશાહીનાં બીજ રોપાયાં હતાં

મોહનદાસ ગાંધી, પોરબંદરમાં જન્મેલા આ વ્યક્તિની મોહિની આજે વિશ્વ સમસ્તમાં છે. ગાંધીજી કોઇ એક ગામ, શહેર, રાજ્ય કે દેશના સીમાડામાં બંધાઇ સમાઇ શકે તેવું વ્યક્તિત્વ નથી. તેમ છતાં રાજકોટના લોકો ગૌરવ તો લઇ જ શકે કારણ કે અમદાવાદ બાપુની કર્મભૂમિ હતી, પોરબંદર તેમની જન્મભૂમિ છે પરંતુ રાજકોટ તો તેમની સંસ્કાર ભૂમિ છે.રાજકોટના રાજ પરિવારને પણ ગાંધીજી સાથે ઘનિષ્ટ નાતો હતો. રાજવી શ્રી લાખાજીરાજ બાપુએ ગાંધીજીનું સન્માન કર્યું હતું. ૧૯૨૫માં પ્રજાપ્રતિનિધિ સભાની રચના રાજકોટ રાજે કરી હતી. રાજાશાહીમાં પણ અહીં લોકશાહીનાં મૂલ્યો પ્રસ્થાપિત થયાં હતાં.રાજકોટ રાજપરિવારના વર્તમાન સદસ્ય, તેમજ ભાજપની પ્રદેશ કારોબારીના સદસ્ય માંધાતાસિંહજી જાડેજા કહે છે, ગાંધી વિચાર આજે પણ પ્રસ્તુત છે. ગુજરાતમાં ભાજપનું શાસન જ્યારથી છે ત્યારથી વિકાસ વેગવંતો બન્યો છે. છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવી, માનવ કલ્યાણના સિધ્ધાંતોને પાયામાં રાખવા એ બધું જ આખરે ગાંધીવિચારોનું આચમન છે.ખેડૂતો માટે સતત ચિંતા, શાંતિનું વાતાવરણ આ બધું જ ગાંધીજીના જીવનમાંથી નપિજેલાં તત્વો છે. લોક કલ્યાણના સંદર્ભે ગુજરાતની નરેન્દ્રભાઇ મોદીની સરકાર પણ ગાંધી વિચારને હૈયે ધારીને શાસન ચલાવી રહી છે.


રાજકોટ : અપની તો પાઠશાલા, ગાંધી વિચાર કી બોલબાલા

ઉમાશંકર જોષીએ ગાંધીજીને અંજલી આપતા લખ્યું, ‘મારુ જીવન એ જ મારી વાણી’વાત ખરી છે. ગાંધીજીના નામે ગાંધીનગર અને દિલ્હી પહોંચવાની હોડ ૧૯૪૭થી ચાલે છે. ગાધીવાદ નામનો શબ્દ ખાદી કે રેંટિયાના સથવારે સતત વણાય છે પરંતુ ખાદીના વસ્ત્રો કે દિવાલ પર ગાંધીજીનો ફોટો હોવો તેના કરતા જીવાતા જીવનમાં ગાંધીજીનું હોવું મહત્વનું છે. અહીં એવા કેટલાક લોકોની વાત છે જે લોકો ગાંધીજીના વ્યક્તિત્વ કરતાં પણ તેમના વિચારતત્વને જીવે છે. કોઇ નાના ગામની સ્કૂલ હોય તો તેમાં શું પ્રવૃત્તિ થતી હોય ? એક તો અભ્યાસ. પછી રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધા, કોઇ વળી પ્રવાસ યોજે તો કોઇ નજીકના શહેરમાં આવેલા વિજ્ઞાનકેન્દ્રમાં બાળકોને લઇ જાય અને કોઇ મ્યુઝિયમ બતાવે એવું ઘણું ઘણું થાય પરંતુ કોઇ એમ કહે કે એક એવી સ્કૂલ છે કે જ્યાં બાળકો ફ્લ્યૂટ વગાડે છે તો ? તમે કહેવાના હશે સંગીતશાળા. ના આ એક સ્કૂલ જ છે, બુનિયાદી શાળા છે અને ત્યાં શું થાય છે ? અને સામાન્ય રીતે એક શાળામાં ન હોય તેવું ઘણું ત્યાં છે.રાજકોટના જસદણ પાસેના આંબરડી ગામે જીવનશાળા નામની એક સ્કૂલ છે ખરેખર ત્યાં જીવતાં શીખવાય છે. થોડાં ઉદાહરણો જોઇએ. બુનિયાદી આ શાળામાં જે બાળકો ભણે છે તેમના વાળ કાપવા બહારથી વાળંદ આવે બાળક દીઠ દસ-પંદર રૂપિયાનો ખર્ચ થાય. વિદ્યાર્થીઓએ રકમ એકઠી કરી અને રૂ. ૩૦૦ના ખર્ચે હજામતનાં સાધનો ખરીધ્યાં. એ સાધનોથી બાળકો જ એકબીજાના વાળ કાપે તેવું નક્કી થયું.ધીમે ધીમે વિદ્યાર્થીઓએ કામ શીખ્યા. થોડી અલગ લાગે અને થોડી કંટાળાજનક લાગે તેવી આ બાબત બાળકો માટે તો મજા બની ગઇ, આ દ્રશ્યો જોઇને લોકોને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કરેલા સ્વાવલંબનનો પ્રયોગ યાદ આવી ગયો. કુલ ૩૦૦ છોકરાઓ આ કામ શીખ્યા. આંબરડીની આ શાળામાં આવા પ્રયોગોના પ્રણેતા છે ત્યાંના શિક્ષક કેતન શુક્લ. નવા પરંતુ નુકસાનકારક ન હોય તેવા પ્રયોગ કરવાનું તેમણે નક્કી કર્યું છે. આ શાળામાં એક મંદિર છે તેનું નામ છે ફ્લૂટ મંદિર. બાળકોએ જ નાની નાની રકમ દ્વારા રૂ. ૨૦૦માં ૨૬ વાંસળી ખરીદી.વાંસળી ખુલ્લામાં તેના સ્થાને પડી હોય ભણવામાંથી જેવો બાળક થોડો નવરો પડે અને તેણે વાંસળી વગાડવી હોય તો વગાડી શકે. શહેરની મોટાભાગની શાળાઓમાં મેડમ કે સર બાળકોના નખ ચકાશે. પરંતુ કાપે કોણ ? ઘરે મમ્મી. આંબરડીમાં આ વ્યવસ્થા છે. ત્યાં નેલકટર રાખવામાં આવ્યાં છે બાળકો આવે અને પોતે જ પોતાના નખ કાપી નાખે. ઓપન લાઇબ્રેરી પણ ત્યાં છે. આંબરડીની આ શાળામાં આવા તો અનેક પ્રયોગ થાય છે.


રાજકોટ : બિમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત

શહેરમા રોજ આપઘાતના બે ત્રણ બનાવો બનતા રહે છે. ત્યારે કનકનગર-૧૧મા રહેતી મીના હરેશભાઇ પોપટ નામની લોહાણા પરિણીતાએ ગત રાત્રે પોતાના ઘરે જાતે કેરલસીન છાંટી જાત જલાવી હતી. આ સમયે પતિ હરેશને જાણ થતા તે તુરંત દોડી જઇ પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. લોહાણા દંપતિ દાઝી જતા મોડી રાત્રે બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.જયાં ટુકી સારવારમા મીનાબેને દમ તોડયો હતો. મીના છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારીથી પીડાતી હોવાનું દાઝેલા પતિ હરેશભાઇએ જણાવ્યુ હતુ. મૃતકને સંતાનમા એક પુત્ર છે. પોલીસે સત્ય હકિકત જાણવા તપાસ હાથ ધરી છે.

અમદાવાદ : સનાથલ બેઠક માટે કોંગ્રેસના નેતાઓની ખેંચતાણ ચરમસીમાએ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



અમદાવાદ : સનાથલ બેઠક માટે કોંગ્રેસના નેતાઓની ખેંચતાણ ચરમસીમાએ

અમદાવાદ જિલ્લા પંચાયતની સનાથલ બેઠક માટે કોંગ્રેસના જિલ્લાના નેતાઓની ખેંચતાણ એ ટલી તીવ્ર બની ગઈ છે કે, શનિવારે બપોર સુધી જિલ્લાની ૩૩ બેઠકોના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ શકી નથી. સનાથલની બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.બી. પટેલ પોતાના પુત્ર કિરણ પટેલને મેદાનમાં ઉતારવાનો આગ્રહ સેવી રહ્યા છે તો બીજીતરફ જિલ્લા પંચાયતના વપિક્ષના નેતા મુર્તુઝાખાન પઠાણ, યુથ કોંગ્રેસના નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ વગેરે આ બેઠક માટે નટુભા વાઘેલાને ઉમેદવાર બનાવવા માગે છે. નટુભા જિ.પં.ના માજી સભ્ય છે અને અગાઉ તેઓ ગોરજની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.ગત ચૂંટણીમાં ગોરજની બેઠક પરથી નટુવા વાઘેલાને સ્થાને કોંગ્રેસે પંકજસિંહ વાઘેલાને ટિકીટ આપી હતી અને પંકજસિંહ ચૂંટણી જીત્યા હતા. અલબત્ત, આ વખતે ગોરજની બેઠક મહિલા માટે અનામત થતાં હવે આ બેઠક ઉપરથી પંકજસિંહ વાઘેલાના પત્નીને ટિકીટ આપવામાં આવતા નટુભા વાઘેલાએ સનાથલની બેઠક માટે દાવેદારી નોંધાવી છે. નેતાઓના આ ગજગ્રાહને કારણે શનિવારે બપોર સુધી અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ શકી નથી.આવી જ સ્થિતિ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પ્રવર્તી રહી છે. ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક માટે નક્કી કરાયેલાં ઉમેદવાર સામે દહેગામના પૂર્વ ધારાસભ્ય અને પાટણના સાંસદ જગદીશ ઠાકોરે વિરોધ નોંધાવતા ગાંધીનગરનો મામલો પણ ગૂંચવાયો છે.


અધિકારીએ પોર્ન જોતાં વેઇટ્રેસનું આવી બન્યું

અમેરિકાના વિંસકાન્સિન રાજ્યના એક જિલ્લા અધિવક્તા પર હોટલ રૂમમાં કોમ્પ્યુટર પોર્નોગ્રાફી જોયા પછી મહિલા વેઇટ્રેસ સાથે અશ્લીલ વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ ઘટના ગયા વર્ષના નવેમ્બર મહિનાની છે, પરંતુ પોલીસે તે અધિકારીના પદ અને સત્તાને જોઇને આ મામલો દબાવી દીધો હતો. ફરિયાદ કરનારી મહિલા કર્મચારી ઉપર પણ આ કિસ્સા અંગે કોઇને જાણ થવા ન દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પછી આ મહિલાએ ફરિયાદ કરતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.હવે આ મામલો સૂચનાના અધિકાર અંતર્ગત દાખલ કરવામાં આવેલી એક અરજીમાં સામે આવ્યો છે. હોટલમાં પોર્ન ફિલ્મ જોનારા આ ઓફિસર જોન હિંકલમેનની આકરી નિંદા કરવામાં આવી રહી છે. હિંકલમેન પોતાનો બચાવ કરતા કહે છે કે તે સમયે તેઓ નશામાં હતા, આથી તેમનાથી ભૂલ થઈ ગઈ.


પ્રેમી સાથે પ્રણયફાગ ટાણે પતિ આવી ચડતાં

વિદ્યાનગર જીઆઈડીસીમાં ગુરૂવારની રાત્રે બનેલા બનાવમાં આસપાસના લોકોમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. સુરક્ષા કર્મી તરીકે નોકરી કરતા યુવકની પત્ની નજીકમાં જ રહેતા યુવક સાથે પ્રેમમાં પડી હતી અને બન્ને રાત્રે રંગરેલીયા મનાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ધસી આવેલા પતિએ બન્નેને રંગેહાથ ઝડપી લીધાં હતાં. પોતાના આડાસંબંધની પોલ ખુલી જતાં પરિણીતાએ બીજા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો.આ બનાવની તપાસ કરતા પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એ. શેખે જણાવ્યું હતું કે ‘મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વિદ્યાનગર જીઆઈડીસીમાં રહેતા અમરસિંગ ચૌહાણના લગ્ન આઠ વર્ષ પહેલા આરતીદેવી (ઉ.વ.૨૪) સાથે થયા હતા. આ લગ્ન જીવનમાં તેમને ચાર વર્ષ પહેલા એક પુત્રીનો જન્મ પણ થયો હતો. આરતીબેન છેલ્લા કેટલાક સમયથી નજીકમાં જ રહેતા દેવેન્દ્રસિંહ ગણેશભાઈ નામના રાજસ્થાની યુવકના પ્રેમમાં પડ્યાં હતાં અને બન્ને અમરસિંગની ગેરહાજરીમાં રંગરેલિયા મનાવતા હતાં. દરમિયાનમાં ગુરૂવારની રાત્રે ૮-૦૦ વાગ્યાના સુમારે અમરસીંગ ફરજ પરથી અચાનક ઘરે આવ્યો, તે સમયે દરવાજો બંધ હતો. આથી, તેમણે દરવાજાને જોરદાર પ્રહારથી ખોલતાં અંદરનું ર્દશ્ય નિહાળી ચોંકી ઊઠ્યાં હતાં. જોકે, હજુ કોઈ કંઈ સમજે તે પહેલાં દેવેન્દ્રએ અમરસિંગને હડસેલો મારી ભાગ્યો હતો.પરિસ્થિતિ પામી ગયેલો અમરસિંગે પણ તેનો પીછો કરી ઘર નજીક જ પકડી પાડ્યો હતો. બન્ને યુવક વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. બીજી તરફ આ બનાવથી હતપ્રભ આરતીદેવીએ પોતાના આડાસંબંધની પોલ પકડાઈ જતાં મકાનના બીજા માળે દોડી ગયા હતા અને ત્યાંથી જંપલાવતા ગંભીર ઈજા પહોંચી હતી.આથી, તાત્કાલિક કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલ જાહેર કર્યા હતાં. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.’


વિદેશી સાહિત્યમાં પણ મહાત્મા ગાંધી અમર

ભારતને અંગ્રેજોની દાસતામાંથી મુક્તિ અપાવનારા મહાત્મા ગાંધીનું નામ ન કેવળ ઈતિહાસના પૃષ્ઠો પર અમર છે, પરંતુ બ્રાઝિલ, રશિયા, મેક્સિકો, ફ્રાંસ, ઘાના, અમેરિકા, ઈજીપ્ત, અરબ દેશો, જાપાન અને બ્રિટનના સાહિત્યમાં સ્વપ્ન સુમન ફેલાવી રહ્યું છે.બ્રાઝિલની કવિયત્રી સિસીલિયા મેયરલીજમએ બાપુનો ઉલ્લેખ કરતાં પોતાની કવિતામાં આ પ્રમાણે કહ્યું છે, માયાવનિયોના ભૂરા, મોહક સ્વર, પાંખો ફેલાવીને ઉડી જનારા તે ઘાડા. પહોંચી રહી છે, એ ખબર, માર્યા ગયા તે દુઆ દેતા લોકોને. આહ સંઘર્ષના તે દિવસોમાં ઘરમાં ઘરઘરાતા ચરખા. સોનેરી ખાદીના પરિવેશમાં દાર્જીલિંગની ચાની ગુલાબી મહેક.ઘાનાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આફ્રિકી સ્વતંત્રતા સંઘર્ષના અપ્રતિમ સેનાની અને કવિ નક્રુમાએ પોતાના સ્વતંત્રતા સંઘર્ષ પરની કવિતામાં કહ્યું છે કે ગાઢ જંગલમાં થાકેલો હારેલો સિપાહી, હતાશ સુઈ ગયો. તેના સપનાઓને કૃતાર્થ કર્યા એક મહાત્માએ, એક ગુરુદેવે. એકે મુસ્કાન કરતાં અગ્નિપથ પર ચાલવાની પ્રેરણા આપી. એકે અમૃતવાણીથી મૂર્છિત ચેતનાને ઝકઝોરી દીધી. મારું નમન લો મહાત્મા.પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટીને કહ્યું છે કે આવાનારી પેઢી આશ્ચર્ય કરશે અને વિસ્મયપૂર્વક પુછશે, શું આવો હાડમાંસનો વ્યક્તિ ક્યારેય કોઈ યુગમાં આ ધરતી પર હાલતો-ચાલતો પણ હતો. તે મુશ્કેલીથી આ વિશ્વાસ કરશે કે માણસના શરીરમાં આવું સંભવ થયું.



દરિયાઇ સુરક્ષા વધુ કડક કરવા હેલ્પલાઇન શરૂ કરાઇ

દરિયાકાંઠે અજાણ્યા શખ્સો કે બોટ જોવા મળે તો તેની જાણ તાત્કાલીક પોલીસને કરી શકાય તેવા હેતુસર એક નવી હેલ્પલાઇનની સુરક્ષાતંત્ર દ્વારા શરૂઆત કરવામાં આવી છે, એટલુંજ નહી કોઇ પણ પ્રકારની શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ અંગે ૧૦૯૩ નંબરની આ હેલ્પલાઇન પર પોલીસને જાણવા કરવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.ઉચ્ચ પોલીસ અધીકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરથી સૌથી નજીકનો દરિયાકાંઠો ધોલેરા ગણવામાં આવે છે. આશરે ૩૫ કિં.મી લાંબા આ દરિયાકાંઠાની સુરક્ષા પુરતી હોવા છતા કાંઠાના ગામમાં રહેતા લોકોમાં જાગૃતતા આવે તથા કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ અંગે તાત્કાલીક પોલીસને જાણ કરી શકાય તે માટે ૧૦૯૩ નંબરની સેવા કાર્યરત કરવામાં આવી છે. કાંઠાનાં ગામમાં રહેતા લોકો કોઇ પણ પ્રકારની માહિતી પોલીસને આ નંબર પર આપી શકે છે.આ નંબર ટોલફ્રી ઉપરાંત લાગતા વળગતા પોલીસ કંટ્રોલ રૂમમાં લાગતો હોવાથી સુરક્ષાકર્મીઓ પણ તાત્કાલીક આ અંગે એક્સન લઇ શકે છે. તંત્રએ આ ટોલફ્રી નંબરનો ઉપયોગ કરી દેશની સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો છે.


રોટરી ક્લબ વાસણા દ્વારા મ્યુ. સ્કૂલને એડોપ કરાઈ

શહેરની રોટરી કલબ ઓફ અમદાવાદ વાસણા દ્વારા વાસણા મ્યુનિસપલ સ્કૂલના વિદ્યાર્થીઓને એક વર્ષ માટે એડોપ કર્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્કૂલ યુનફિોર્મ, બેગ, નોટબુક તેમજ અન્ય અભ્યાસને લગતા વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેક્રટરી ધવલ ઝવેરી, પ્રેસિડેન્ટ શીતલ મહેતા, એ.જી. ડો. તેજસ મહેતા, ચેરમેન ડો. ધીરજ મહેતા તે ઉપરાંત બીજા રોટરીયન સભ્યોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ૩૦૦ જેટલી કિટનું વિતરણ કર્યું હતું.


‘સાહેબ આવું દૂધ આપણે નથી પીવું.’

હજારો વિદ્યાર્થીઓ અને સફળ વ્યક્તિઓના માર્ગદર્શક વિનોદભાઈ દેસાઈને વડોદરામાં વિશેષ ઓળખની જરૂર નથી. જીવનમાં પ્રામાણિકતા, સરળતા, નમ્રતા અને મદદરૂપ થવાની ભાવના સાથે કેળવણી માટેની એકનિષ્ઠા જેવા ગુણોએ જ સફળતા અપાવી હોવાનો સહજ સ્વીકાર તેમના વ્યક્તિત્વનો એક મહત્વનો આયામ છે. તેમની સફળતાની ભીતર પથરાયેલા તેમના જીવન અનુભવો નવા ગાંધીની તલાશની દિશામાં પ્રથમ પગરણ છે.દસ વર્ષ પહેલાં રેલવે પ્રદર્શનમાં ધો.૧૧ અને ધો.૧૨ના ૬૦ થી ૭૦ જેટલાં વિદ્યાર્થીઓ મારી સાથે ગયાં હતાં. ત્યાં ડેરી દ્વારા સ્પોન્સર્ડ પણ ડીઈઓ કચેરી દ્વારા ફ્લેવર્ડ મિલ્કની બોટલ્સની વિદ્યાર્થીઓમાં વહેંચણી કરવાની હતી. પણ ફાળવણી માત્ર ૩૦ બોટલોની કરાઈ. અધિકારીએ મને બોલાવીને કહ્યું ‘દરેકને અડધી અડધી આપવાની વ્યવસ્થા કરો. આટલી જ બોટલો આવી છે.’ત્યારે મેં સ્પષ્ટ સુણાવી દીધું ‘ એકપણ વિદ્યાર્થી દૂધ નહીં પીવે’. આટલું જ કહેતાં વિદ્યાર્થીઓએ પણ આચાર્યને વધાવી લેતાં એક અવાજે જાહેર કર્યું ‘સાહેબ આવું દૂધ આપણે નથી પીવું.’ દરેક વિદ્યાર્થી સત્ય સાથે જીતવાનો ભાવ સ્પષ્ટપણે જાતે જ અનુભવી શકતો હતો. સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય વિનોદભાઈ દેસાઈ સત્યનિષ્ઠા અને અન્યાય સામેના અહિંસક પ્રયાસની વાત યાદ કરતા કહે છે.


યુવકના પરિવારજનોના હત્યાના આક્ષેપથી ચકચાર

પત્નીને તેડવા ગયેલા યુવકની લાશ નદીમાંથી મળતાં ચકચાર. ગોરવાના યુવકનો મૃતદેહ ઇટોલા વિશ્વામિત્રી બ્રિજ પાસેથી મળ્યો. ડૂબી જવાથી મોતનો પ્રાથમિક પી.એમ. રિપોર્ટ. યુવકના પરિવારજનોના હત્યાના આક્ષેપથી ચકચાર. વિસેરા તપાસાર્થે મોકલાયા. તરસાલી ગામના ગોરવા ફિળયામાં રહેતો યુવક સાસરીમાં પત્નીને તેડવા ગયા બાદ તેની લાશ ઇંટોલા નજીક વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચેથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારજનોએ બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. તપાસ અધિકારીના જણાવ્યાં મુજબ પ્રાથમિક પી.એમ. રિપોર્ટમાં યુવકનું મોત ડૂબી જવાના કારણે થયું હોવાનું જણાતાં પોલીસે વધુ વિસેરા મેળવી તપાસ માટે મોકલી આપ્યા છે.ખૂબ જ ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે, તરસાલી ખાતે રહેતા અને બરોડા ડેરીમાં નોકરી કરતાં હેમંત અરવિંદભાઇ પટેલ નામના ૨૫ વર્ષીય યુવકના લગ્ન પાંચ મહિના પહેલા પાદરા તાલુકાના હુસેપુર ગામ દીપીકા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ બન્ને વચ્ચે મનમેળ ન હોઇ દીપીકા તેના પિતાના ઘરે રહેવા માટે જતી રહી હતી.તાજેતરમાં હેમંત પત્નીને તેડવા માટે હુસેપુર ગામ ખાતે ગયો હતો અને ત્યાર બાદ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતાં પરિવારજનોએ હેમંતની તપાસ હાથ ધરી હતી. વિવિધ સ્થળે તપાસ કરવા છતાં હેમંતનો કોઇ પત્તો લાગી શક્યો ન હતો અને ત્યાર બાદ તા.૨૯ના રોજ તેનું સ્કૂટર ઇટોલા વિશ્વામિત્રી બ્રિજ પરથી મળી આવ્યું હતું.


માજી મેયર સુનીલ સોલંકી વિરુદ્ધ નારા લગાવાયા

માજી મેયર સુનીલ સોલંકી વિરુદ્ધ નવી ધરતીમાં નારા લગાવાયા. શહેરના નાગરવાડા - નવી ધરતી વિસ્તારમાં આજે બપોરે પ્રચાર માટે વોર્ડનં-૯ના ભાજપના ઉમેદવારો નિકળ્યા હતા. ત્યારે રહીશોના ટોળાએ તેમને અટકાવ્યા હતા. અને સુનીલ સોલંકી વિરુદ્ધ નારા લગાવીને હુરિયો બોલાવીને ફટાકડાની લૂમ પણ ફેંકતાં દેતાં એક તબક્કે મામલો વણસ્યો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે, અગાઉ હું આ વિસ્તારનો કાઉન્સિલર ન હતો અને આજે મારા વિરુદ્ધ જ સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. જેની પાછળ આ વિસ્તારના ચોક્કસ માથાભારે અસામાજિક તત્વોનું કારસ્તાન છે.




મહિલા ઉમેદવારો માત્ર હાથ ઊંચો કરવા માટે

મહિલા અનામત જોગવાઈનો સાચો ફાયદો નથી મળતો. દરેક પક્ષમાં એકાદ બે મહિલા જ પ્રતિભાશાળી અન્યને માત્ર રાજકીય ગોઠવણ કરવા જ તક અપાઇ.ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી મહિલાઓને પણ પ્રતિનિધિત્વની તક મળે અને તેઓ પણ ચૂંટાય તે માટે અનામત બેઠકોની જોગવાઇ છે પરંતુ મોટાભાગે આ મહિલાઓ શોભામાં અભિવૃદ્ધિ કરવા જ બેસતા હોય છે તેવું જ આ વખતે પણ છે. કારણ કે આજ સુધી જે જે પ્રક્રિયા થઇ તેમાં ફોર્મમાં સહી કરવા સિવાય બન્ને પક્ષના કોઇ મહિલા ઉમેદવાર ક્યાંય સક્રિય રીતે દેખાયા નથી. તેઓ જાણે ચૂંટણી લડવામાં પણ પત્નીધર્મ કે પુત્રીધર્મ નિભાવી રહ્યાં છે.કોઇ મહિલા ચૂંટાઇને જાય તો સમાજની બહેનોના પ્રશ્નો હલ થાય તેવી કલ્પના કાગળ પર જ રહે તેવી સ્થિતિ ફરી ઊભી થાય તેવી શક્યતા છે. પ્રચારમાં મહિલા ઉમેદવારો નીકળે છે. પરંતુ તેઓ કાંઇ જ બોલતા નથી. તેમના વતી તેમના તમામ વહીવટ તેમના ‘ઇ’ સંભાળે છે. કોઇ પણ સિનિયર કોર્પોરેટર પરિચય કરાવે ત્યારે કહે છે કે આ અમારા સાથી ઉમેદવાર અને આ બીજા ઇ ઉમેદવારના ઘરવાળા ! કાનૂની કાર્યવાહીમાં ક્યાંય કોઇ મહિલા કોર્પોરેટર નથી દેખાતા. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાસે મૌલિક પ્રતિભા ધરાવતા હોય શિક્ષિત હોય તેવા ગણતરીના મહિલા ઉમેદવારો છે. તે સિવાય તમામ ફ્કત સવૉનુમત પસાર કરવાની દરખાસ્તમાં હાથ ઊંચા કરવા માટે જ છે.જે જે વોર્ડમાં મહિલાઓને પક્ષોએ ટિકિટ આપી છે તે પણ તેમની લાયકાતને લીધે નહીં પરંતુ ક્યાંક જ્ઞાતિનું ફેકટર છે. ક્યાંક કોઇ પુરુષ ઉમેદવારને ટિકિટ આપી શકાય તેમ ન હોય તેથી તેમના પત્નીને તક અપાઇ છે તો કોઇ અગાઉ ચૂંટણી લડી ચૂક્યા હોય અને બીજી વાર ટિકિટ ન આપી શકાય તેમ હોય તેવા લોકોની પત્નીને પણ પાર્ટીએ તક આપી છે. મહિલા ઉમેદવારો અલબત્ત ચુંટાશે પરંતુ વાસ્તવમાં શાસનમાં તેમની ભાગીદારી નહી હોય.


કલીમુદ્દીનનો ભાણેજ જમાઈ રહસ્યમય રીતે ગુમ..!

સીબીઆઈએ નિવેદન લીધું ત્યારથી નકસલી ઈન્ફોર્મર નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન ભોંગીરનો ભાણેજ જમાઈ ફઈમ રહસ્મય રીતે લાપતા બન્યો છે. આ બાબતે ફઈમની પત્ની સાજીદાએ ગ્રેટર હૈદરાબાદના વનસ્થલીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન પોતે એક ભેદી વ્યક્તિત્વ છે અને આવામાં સીબીઆઈ દ્વારા નિવેદન લેવાયાના દિવસે જ ફઈમ ગુમ થતાં અનેક પ્રકારની અટકળો સેવાઈ રહી છે.નવેમ્બર ૨૦૦૫માં સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબી નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીને ઈદ મળવા હદરાબાદ ગયા હતા અને ત્યાંથી સાંગલી જતી વખતે ગુજરાત એટીએસે તેમનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની હકીકતના આધારે ૨૭મી માર્ચ ૨૦૧૦ના રોજ સીબીઆઈના ડી વાય એસ પી ગીરેની ટીમ નિવેદન લેવા સલીમાની દીકરી સાજીદાના ઘરે પહોંચી હતી. બપોરના સુમારે સીબીઆઈ સાજીદા અને તેના પતિ ફઈમના જવાબો લીધા હતા. સાંજે શોપિંગ કરીને આવું છે તેમ કહીને ફઈમ ઘરેથી બહાર નીકળ્યા હતા. તે પછી તેઓ આજદિન સુધી પરત આવ્યા નથી.આ બાબતે સાજીદાએ ગ્રેટર હૈદરાબાદના વનસ્થલીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. સાજીદાની મુશ્કેલી એ છે કે તેની માતા સલીમા ક્યાં રહે છે તે તેને ખબર નથી. મામા નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન નકસલી ઈન્ફોર્મર હોવાથી તે ક્યાં અને કેવી રીતે રહે છે તે પણ તેને ખબર નથી. માતા ક્યારેક ક્યારેક તેને મળવા આવી જાય છે પરંતુ જ્યારે જ્યારે સાજીદા તેમને સરનામું પૂછે છે ત્યારે સલીમા ઉશ્કેરાઈને તેને ના પાડી દે છે.ફઈમના ગુમ થવાની ઘટનાની સીબીઆઈએ પણ ગંભીર નોંધ લીધી છે અને તે ક્યાં અને કેવી સ્થિતિમાં છે તે અંગે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજુ હૈદરાબાદ પોલીસ પણ ફઈમને શોધવા મથી પડી છે.


આ તે કોમનવેલ્થ છે કે ‘કોંગ્રેસવેલ્થ’?: મોદીનો સવાલ

નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં થયેલું ૭૦ હજાર કરોડનું કૌભાંડ આઝાદ ભારતનું સૌથી મોટું કૌભાંડ હોવાનો સંગીન આરોપ મૂક્યો છે. આ કોમનવેલ્થ છે કે ‘કોંગ્રેસવેલ્થ’ ? તેવો સોંસરો સવાલ પણ તેમણે કર્યો હતો.શુક્રવારે સરસાણા ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતાં મોદીએ એમ પણ ઉમેર્યું કે સ્વ. રાજીવ ગાંધી કહેતા હતા કે કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલાય છે તો ગરીબો સુધી માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે, તો બાકીના ૮૫ પૈસાનું તો ‘કોમનવેલ્થ’ જ થઈ જાય છે ને? તેથી રાજીવના જમાનાથી ‘કોમનવેલ્થ’ ચાલે છે.ઉપરોક્ત શબ્દો મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર માટે કાર્યકરોને દિશા નિર્દેશ આપવા માટે શહેરમાં આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હતા. તેમણે પોતાના ૪૫ મિનિટના સંબોધનમાં ૨૫ મિનિટનો સમય સ્વ. અશોક ભટ્ટનાં સંસ્મરણોને રજુ કરીને તેના માધ્યમથી ભાજપના કાર્યકરોને શિખામણ આપવામાં કાઢ્યો હતો.જોકે, મુખ્યમંત્રીએ સીબીઆઈનો દુરુપયોગ, કોમનવેલ્થમાં ભ્રષ્ટાચાર, તમામ મોરચે નિષ્ફળતા જેવા મુદ્દાઓ ઉપર યુપીએ સરકારની આકરી ઝાટકણીઓ કાઢી હતી અને આ મુદ્દાઓ લઈને ચૂંટણીમાં લોકો સમક્ષ જવા માટેનું આહ્વાન કર્યું હતું.આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવવા માટે નહિ પરંતુ કેન્દ્ર દ્વારા ગુજરાત ઉપર થતાં જુલ્મ સામે અવાજ પહોંચાડવાનું માધ્યમ હોવાનું જણાવીને તેમણે કેન્દ્ર સરકાર સામે એક નવો પડકાર ફેંક્યો હતો.ચેમ્બર ઓફ કોમર્સના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં નિર્ધારિત સમયથી એક કલાક મોડા પહોંચેલા મુખ્યમંત્રી મોદીએ પોણો કલાક સુધી કાર્યકરો અને ઉમેદવારોને સંબોધન કર્યું હતું. તેમાં ૨૫ મિનિટ સુધી તેમણે સ્વ. અશોક ભટ્ટની ૫૩ વર્ષની રાજકીય કારકિર્દીનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.


એક્ટર અજય દેવગણ બિલ્ડર બન્યો: બે પ્રોજેક્ટ શરૂ કરશે

ફિલ્મ અભિનેતા અને નિર્માતા અજય દેવગણે હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. તેણે રોહા ગ્રુપ સાથે ટાઈ અપ કરીને રહેઠાણનાં અને ધંધાદારી (રેસિડેન્શિયલ એન્ડ કમિર્શયલ) સંકુલો બાંધવાની યોજના ઘડી છે. રોહા ગ્રુપ સાત વર્ષોથી બાંધકામ ક્ષેત્રે સક્રિય છે અને તેમાં સિદ્ધહસ્તતા ધરાવે છે.તાજેતરમાં એક રિયલ એસ્ટેટ ઈવેન્ટ બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં અજય દેવગણે જણાવ્યું હતું કે ‘‘મકાનો, જગ્યાઓમાં હું નિયમિત મૂડીરોકાણ કરું છું. મને બ્રાન્ડેડ પ્રોડકટસ માટે ભરપૂર શક્યતાઓ જણાય છે. હું ઘણા વખતથી આ ક્ષેત્રે પદાર્પણ માટે યોગ્ય સહયોગીની શોધમાં હતો. એ શોધ પૂરી થઈ છે. ‘રોહા ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ કંપની સાથે આ વ્યવસાયમાં આગળ વધવું મને વ્યવહારુ લાગે છે. તેમને આ ક્ષેત્રનો સાત વર્ષનો અનુભવ છે.’’ તેમની કંપની અજય દેવગણ ઈન્ફ્રાસ્ટ્રકચર (એડીઆઈ) મુંબઈમાં એક રેસિડેન્શિયલ અને એક કમિર્શયલ પ્રોજેક્ટસ હાથ ધરશે.રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ ‘એડીઆઈ વેસ્ટ કોસ્ટ’ વર્સોવામાં અને કમિર્શયલ બિલ્ડિંગ ‘એડીઆઈ ઈગો’ વિલે પાર્લે (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બંધાશે. રહેણાકોનું મકાન વર્સોવામાં ૬૦ હજારથી ૭૦ હજાર ચો. ફૂટના ક્ષેત્રમાં બંધાશે. લકઝરી કક્ષાનાં રહેઠાણો ધરાવતા એડીઆઈ વેસ્ટ કોસ્ટમાં પાંચ પોડિયમ્સ અને બાર માળ રહેશે. પ્રત્યેક માળ પર પાંચ હજાર ચો. ફૂટનો એક ફ્લેટ રહેશે અને ફ્લેટો આમંત્રણથી વેચાશે. કમિર્શયલ કોમ્પ્લેકસ ચાર માળનો રહેશે,’’ એમ અજયે જણાવ્યું હતું.

અયોધ્યાનો ચુકાદો: માહોલ ઠંડો, રાજકારણ ગરમ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



અયોધ્યાનો ચુકાદો: માહોલ ઠંડો, રાજકારણ ગરમ

અયોધ્યા વિવાદ પર હાઈકોર્ટના ચુકાદા બાદ હિંદુ અને મુસ્લિમો વચ્ચે કોઈપણ પ્રકારની ઉશ્કેરાટપૂર્ણ પ્રતિક્રિયા ન થવા છતાં કોમવાદી રાજકારણના સુરમાઓએ રાજકીય રોટલા શેકાશેની આશા છોડી નથી. લગભગ બે દશક પહેલા ઉત્તર પ્રદેશની રાજનીતિ બદલનારા અયોધ્યા મુદ્દા પર ચુકાદો આવ્યા બાદ ભાજપ અને સમાજવાદી પાર્ટી માની રહી છે કે આ મુદ્દો હજી પણ તેમના માટે વોટબેંકો અંકે કરવાનું માધ્યમ બની શકે છે.ચુકાદાના એક દિવસ બાદ મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે આ ચુકાદાથી દેશના મુસલમાનો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યાં છે. 1990ની યાદ આપવાતાં પોતાના નિવેદનમાં મુલાયમે કહ્યું હતું કે બંધારણ અને કાયદાના રક્ષણ માટે ટસથી મસ થયા વગર કર્તવ્યનું પાલન કર્યું. માનવામાં આવે છે કે રાજ્યમાં ઘણો જનાધાર ગુમાવી ચુકેલી સમાજવાદી પાર્ટી અને ભાજપ આ ચુકાદામાં ફરીથી કોમવાદી ધ્રુવીકરણની તક જોઈ રહ્યાં છે.ગત ચૂંટણીમાં દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ સમુદાયના ગઠજોડથી સત્તામાં આવનારી બહુજન સમાજ પાર્ટી કોઈ એક સમુદાયાનો પક્ષ લેવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી. આવી સ્થિતિ કોંગ્રેસ સાથે પણ છે. ગત એક-બે વર્ષથી કોંગ્રેસને પણ આ વર્ગોમાંથી સમર્થન મળવાની આસા છે. આ ચુકાદો મુસ્લિમ અને હિંદુ વોટરોને કેટલો પ્રભાવિત કરે છે. તે આવનારા દિવસોમાં ખબર પડશે. પરંતુ સમાજવાદી પાર્ટી અને ભાજપ પાસે ઉત્તર પ્રદેશમાં જનાધાર પાછો મેળવવા માટે અન્ય કોઈ વિકલ્પ બાકી બચતો નથી.રાજધાની નવી દિલ્હીમાં સંઘના મુખ્ય પદાધિકારીઓએ પરસ્પર વાતચીતમાં એ કહેવાનું શરૂ કરી દીધું છે કે ચુકાદો ચાહે જે તથ્યો પર આધારીત હતો, પરંતુ જમીન ત્રણ ભાગમાં વહેંચવા સંબંધી નિર્દેશ પૂર્ણપણે રાજકીય છે. જો કે હાલ સાર્વજનિક રીતે સંયમ રાખી રહેલા સંઘના નેતાઓ તરફથી પણ સંકેતો છે કે તેઓ સમગ્ર જમીન માટે આંદોલનની શરૂઆત કરવામાં વાર લગાડશે નહીં. જો કે હાલ ભાજપના નેતા બિહારમાં પોતાની રણનીતિમાં કોઈપણ પ્રકારના પરિવર્તનનો ઈન્કાર કરી રહ્યાં છે.




હવે જ્હોન્સન-પેઇન ભારત માટે માથાનો દુખાવો

મોહાલી ટેસ્ટના પ્રથમ દિવસે 224-5થી અધૂરી રહેલી ઓસ્ટ્રેલિયાની પ્રથણ ઇનિંગને બીજા દિવસે શેન વોટ્સન(101) અને ટિપ પેઇન(2)એ આગળ વધાવી હતી. બીજા દિવસનો પ્રથમ સેશન ભારતના નામે રહ્યો છે. હરભજન સિંહે ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન શેન વોટ્સનના રન અભિયાનનો અંત 126 પર લાવી દીધો હતો. વોટ્સને 338 બોલનો સામનો કરીને 126 રન બનાવ્યા હતા.લંચ સુધી લાગતું હતું કે બીજા દિવસે ભારતીય બોલરોનું વર્ચસ્વ રહેશે. પરંતુ શેન વોટ્સનની વિકેટ પડ્યા બાદ પેઇન અને જ્હોન્સન ભારતીય બોલરોને પરેશાન કરી રહ્યાં છે અને ઓસ્ટ્રેલિયાના સ્કોરબોર્ડને આગળ ધપાવી રહ્યાં છે. પેઇન 50 તો જ્હોનસન 35 રન સાથે રમતમાં છે. ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ ગુમાવીને 336 રન બનાવી લીધા છે.આ પહેલા પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ ખેલાડી શેન વોટ્સન, ભારતીય બોલર ઝહીર ખાન અને પોન્ટિંગ-ઝહીર વિવાદનો રહ્યો હતો. શેન વોટ્સને પ્રથમ દિવસે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. તો બીજી તરફ ઝહીર ખાને શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરતા ત્રણ વિકેટ મેળવી હતી.આ બધાની વચ્ચે પોન્ટિંગ અને ઝહીર ખાન વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. થોડાક સમય માટે મામલો ગરમાયો પણ હતો. આઉટ થયા બાદ પોન્ટિંગ પેવેલિયન તરફ જઇ રહ્યો હતો. પરંતુ ઝહીર ખાન દ્વારા ટીપ્પણી કરવામાં આવી હતી.જેને સાંભળીને પોન્ટિંગ પરત ફર્યો હતો અને ઝહીર ખાન સાથે બોલાચાલી કરી બેટ બતાવ્યું હતું. બાદમાં અમ્પાયર બાઉડને દખલગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. દિવસના અંતે બોલાચાલી સબબ સમન આપવામાં આવ્યું છે. જો કે કોઇ દંડ ફટકારવામાં આવ્યો નથી.


પોન્ટિંગ સાથેની બોલાચાલીમાં ઝહીર ખાનને સમન

મોહાલી ખાતેની ટેસ્ટ મેચ દરમિયાન પોન્ટિંગ સાથે થેયલી ઉગ્ર બોલાચાલી સંદર્ભે ભારતીય બોલર ઝહીર ખાનને નોટીસ ફટકારવામાં આવી છે. જો કે, તેને કોઇ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું નથી.આ ઘટના મેચના પ્રથમ દિવસની 42મી ઓવર દરમિયાન ઘટી હતી. બોલિંગ હરભજન સિંહ નાંખી રહ્યો હતો. જેમાં વોટ્સને બોલને ફટકારીને પોન્ટિંગને રન લેવા માટે જણાવ્યું હતું. જો કે, પોન્ટિંગ ક્રિઝ પર પહોંચે તે પહેલા સુરેશ રૈનાના ડાયરેક્ટ થ્રોથી તે આઉટ થયો હતો.આઉટ થયા બાદ પોન્ટિંગ પેવેલિયન તરફ જઇ રહ્યો હતો. પરંતુ ઝહીર ખાન દ્વારા ટીપ્પણી કરવામાં આવી હતી. જેને સાંભળીને પોન્ટિંગ પરત ફર્યો હતો અને ઝહીર ખાન સાથે બોલાચાલી કરી બેટ બતાવ્યું હતું. બાદમાં અમ્પાયર બાઉડને દખલગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.ઝહીર ખાનને સમન અંગે ટીમ અધિકારી મયંક પરિખે જણાવ્યું કે, એ માત્ર મૈત્રીપૂર્ણ બોલાચાલી હતી અને ઝહીર ખાનને કોઇ દંડ ફટકારવામાં આવ્યો નથી.


ગાંધી અને માર્ટિન લ્યુથર છે ઓબામાના હીરો

દક્ષિણ અને મધ્ય એશિયાના મામલાના અમેરિકી સહાયક વિદેશ મંત્રી રોબર્ટ બ્લેકે જણાવ્યું છે કે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ મહાન લોકો છે, જેમને રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના હીરો માને છે. બ્લેક કહે છે કે પહેલા આફ્રિકી- અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામા એવું માને છે કે ગાંધીજીના કેટલાંક પુસ્તકોએ તેમના જીવન નિર્માણમાં ખાસ્સી મદદ કરી છે.બ્લેકે કેલિફોર્નિયાની સેન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીમાં 27મા વાર્ષિક મહાત્મા ગાંધી સ્મૃતિ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે ઓબામાએ વારંવાર કહ્યું છે કે તેઓ ગાંધી અને કિંગ માર્ટિન લ્યુથરને હીરો માને છે. તાજેતરમાં ઓબામા પોતાની નવી ઓફિસના અનાવરણથી ખૂબ ખુશ છે. આ એક એવી પરંપરા છે, જેને રાષ્ટ્રપતિની ચૂંટણી પતી ગયા પછી નિભાવવામાં આવે છે.આ નવી ઓફિસમાં બરાબર વચ્ચે એક ગાલીચો છે, તેના પર ઓબામાએ ડો.કિંગનો એક મંત્ર લખ્યો છે. આ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે નૈતિક બ્રહ્માંડનું ક્ષેત્ર વિશાળ છે, પરંતુ તે ન્યાય તરફ જ નમે છે. બ્લેક કહે છે કે બરાબર એ જ સંવેદના આપણી વિદેશનીતિના એજન્ડાને તૈયાર કરવા તેમજ ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારીમાં મદદ કરે છે. આપણે સહિષ્ણુતા અને બહુલતાવાદના સિદ્ધાંતો પર સ્થાપિત લોકતાંત્રિક દેશ છે, જે આશાવાદ અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાઓથી સંચાલિત છે.તેમણે ઉમેર્યું છે કે ગાંધીના દર્શન અને અહિંસાના માધ્યમથી સામાજિક ન્યાયની ઉત્કૃષ્ટ રણનીતિ સાથે તેમનો સંદેશ હમેશા અનુકૂળ રહ્યો છે. દક્ષિણ અને મધ્ય એશિયા માટે ઓબામા પ્રશાસન તરફથી નિયુક્ત કરાયેલા બ્લેક જણાવે છે કે વિભિન્ન પૃષ્ઠભૂમિમાંથી આવનારા ભારતીયોના શાંતિપૂર્ણ સશક્તિકરણ માટે પોતાના જીવનને સમર્પિત કરતા તેમણે અનેક લોકોને શાંતિ માટે પ્રેરિત કર્યા અને ભવિષ્યમાં બદલાવના વાહકો માટે એક વધુ સારુ ઉદાહરણ રજૂ કર્યું.


કોંગ્રેસ દુશ્મન નંબર એકઃ ઝડફિયા

મહાગુજરાત જનતા પાર્ટીની રચના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ રીતિના વિરોધમાં બળવા સ્વરૂપે થઇ હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હવે પાર્ટીની દુશ્મની ભાજપ સાથે નહીં પરંતુ કોંગ્રેસ સાથે થઇ ગઇ છે. શુક્રવારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મજપાનો મેનિફેસ્ટો જાહેર કરવા સુરત આવેલા પક્ષ પ્રમુખ ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં તેમનો દુશ્મન નંબર-૧ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ છે!ગોરધન ઝડફિયાના આ વિધાનથી જાત-જાતના તર્કવિતર્ક શરૂ થઇ ગયા હતા. શું સીટની તપાસમાં ભેરવાયેલા ઝડફિયાએ ભાજપ સાથે કોઇ સમાધાન કરી લીધું છે? શું આ ચૂંટણીમાં ભાજપ સાથે કોઇ છુપો તાલમેલ છે? કે પછી થોડા સમય પછી પાર્ટીનો ભાજપમાં વિલય કરી દેવાશે?એમજેપીમાં એકને નગારું, બીજાને મીણબત્તી અને ત્રીજાને પંતગ! પત્રકાર પરિષદમાં પક્ષ પ્રમુખ ગોરધન ઝડફિયા, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ફકીરભાઇ ચૌહાણ અને અન્ય નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ જાણી જોઇને તેમને અન્યાય કરી રહ્યા છે.પાર્ટીએ અગાઉથી જ અરજી કરી હતી કે તેમના તમામ ઉમેદવારોને કોમન સિમ્બલ નગારૂં આપવામાં આવે છતાં નવાપુરા વોર્ડમાં એક ઉમેદવારને નગારૂં, બીજાને મીણબત્તી અને ત્રીજાને પંતગનું સિમ્બલ આપી દેવાયું હતું. વોર્ડ નંબર ૧૭- માતાવાડીના ઉમેદવાર મનુભાઇ બાવડિયાનું ફોર્મ તદ્દન નજીવી કારણસર (૨૫-૪૩ની જગ્યાએ ૨૪-૪૩ લખાઇ ગયું હતું) રદ કરી દેવાયું હતું. આ અંગે તેમને ગાંધીનગર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ ફરિયાદ કરી હોવા છતાં કોઇ પગલા લેવાયા ન હતા.


કોણ છે બિગ બીની લકી ચાર્મ?

જયા બચ્ચનને લાગે છે કે વિદ્યા બાલન તેની કંપની એબીસીએલ માટે ઘણી જ લકી છે. વિદ્યા એબીસીએલની ફિલ્મમાં કામ કરી ચુકેલી છે અને આ ફિલ્મ ઘણી જ હિટ સાબિત થઈ હતી.એક સમાચાર પ્રમાણે થોડા દિવસો પહેલાં શબાના આઝમીની બર્થડે પાર્ટીમાં જયા બચ્ચને વિદ્યાનાં ભરપેટ વખાણ કર્યા હતાં.જયાએ વિદ્યાને પોતાનાં ગળે લગાડી અને તેનાંથી ઘણી ઉત્ષુક્તાથી મળી હતી. વિદ્યા એબીસીએલની આગામી ફિલ્મમાં પણ નજર આવશે. આ સિવાય તે ફિલ્મ 'થેન્ક યૂ'માં અક્ષય કુમારની પત્નીનાં નાનકડાં રોલમાં પણ નજર આવશે.વિદ્યાને અમિતાભની કંપનીની એક બાદ એક ફિલ્મોમાં જોઈને એજ લાગે છે કે સાચે સાચ તે અમિતાભમાટે લકી મેસ્કોટ બની ચુકી છે.


‘બાપુ લાજવાબ ક્રિકેટર પણ હતા’

મહાત્મા ગાંધીએ ભારત વર્ષને અંગ્રેજોના રાજમાંથી આઝાદ કરાવ્યું છે. એ વાત આપણે બધા જાણીએ છીએ પરંતુ બાપુ એક સારા ક્રિકેટર પણ હતા તે અંગે કદાચ બહું ઓછા લોકો જાણતા હશે.ગાંધીજીની ક્રિકેટ પ્રત્યેની રુચી અંગેનું પ્રમાણ 1958માં ગુજરાતના પત્રકાર હરીશ બૂચના લેખ થકી મળે છે. બૂચ મહાત્મા ગાંધીજીના એક સહપાઠીને મળ્યા હતા. રતીલાલ ઘેલાભાઇ મહેતા રાજકોટની આલફ્રેડ હાઇ સ્કૂલમાં મોહનદાસ કરમચંદ ગાંધી(મહાત્મા ગાંધી) સાથે ભણતા હતા.મહેતાએ જણાવ્યું હતું કે, ગાંધીજી એક જોશીલા ક્રિકેટર હતા. તે બોલિંગ અને બેટિંગ બન્નેમાં શ્રેષ્ઠ હતા. અહિંસાના પુજારી ગાંધીજીને ક્રિકેટ અંગે સારી એવી જાણકારી હતી.રતીલાલ મહેતાએ એક મેચનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજકોટ સિટી અને રાજકોટ કોંટોનમેન્ટ વચ્ચેની મેચ દરમિયાન ગાંધીજીએ એક ખેલાડી અંગે કહ્યું હતું કે આ ખેલાડી આઉટ થઇ જશે અને ત્યારબાદની બોલમાં એ ખેલાડી આઉટ થઇ ગયો હતો.


ચિમ્પાન્જીને મળ્યા વહુરાણી

એકલા રહેનારા જાનવરો હવે લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. તાજેતરમાં જ બે ચિમ્પાન્જી ખરેખર લગ્નની ગાંઠે બંધાયા છે. પૂર્વીય ચીનના એન્હુઈ પ્રાંતની રાજધાનીહેફીના વાઇલ્ડ લાઇફ પાર્કમાં રહેતા એક ચિમ્પાન્જીના પાર્કના સભ્યોએ મળીને એક માદા ચિમ્પાન્જી સાથે લગ્ન કરાવ્યા છે.તસવીરમાં જમણી બાજુ દુલ્હન બનેલી માદા ચિમ્પાન્જીનું નામ વેનજિંગ છે, જે એન્હુઈ પ્રાંતમાં જન્મેલી પહેલી ચિમ્પાન્જી છે. જ્યારે વરરાજા બનેલા ચિમ્પાન્જીને કેટલાંક વર્ષો પહેલા ગિનિયાથી લાવવામાં આવ્યો હતો. હાથમાં હાથ નાખીને ફરી રહેલા આ નવવિવાહિત દંપતિની ખુશીઓ તેમના ચહેરા પર જ ઝળકે છે.


મહાત્મા ગાંધી સંદર્ભે ગેરધારણાંઓમાંથી બહિર્ગમન

મહાત્મા ગાંધી એક એવું વ્યક્તિત્વ કે જેનું જીવન જ સંદેશ છે. પરંતુ આ સંદેશને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. બાપુએ બતાવેલો સત્યાગ્રહના રસ્તે ચાલવા માટે આપણે તૈયાર છીએ? સત્યાગ્રહ માટે દ્રઢનિશ્ચયી છીએ? બાપુએ એક વાત શિખવાડી છે કે સત્યાગ્રહ કરવાનો પણ તે અહિંસકપણે કરવાનો. જ્યારે સત્યાગ્રહ કરીએ ત્યારે હિંસાને કેવી રીતે સ્થાન આપી શકાય?વળી તે સત્યાગ્રહ આપણા લોકો સામે હોય કે આપણા લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા સામે હોય, ત્યારે તો હિંસાનો સહારો કેવી રીતે લઈ શકાય? ભારતમાં બ્રિટિશ શાસન હતું, પરંતુ તે બ્રિટિશરોના નામે કંપનીના નામે, તાજના નામે તેને અમલમાં મુકાવનારા તો ભારતીયો જ હતા. ભારતીયો જ અંગ્રેજી સત્તાને ચલાવવાની વ્યવસ્થાના ભાગ હતા. ત્યારે તેવા વખતે સ્વતંત્રતા, સ્વરાજ્યનો સત્યાગ્રહ હિંસક બન્યો હોત, તો તેમા મરનાર અંગ્રેજ ન હોત. અવશ્ય તેમાં મરનારા બ્રિટિશ શાસન વ્યવસ્થાના ભાગ બનેલા ભારતીયો હોત અને તે હિંસા ભારતીયોની હિંસાનું કારણ બનત. આપણાં દેશ ભારતનું સ્વરાજ્ય અને સ્વતંત્રતા ભારતીયોના લોહી વહેવડાવીને મળત, તો તેનાથી ભારતની માતાઓ, અરે ભારતમાતા જ તો દુ: ખી થાત.ભારતીયો સત્યાગ્રહનો આગ્રહ રાખે, તે જરૂરી છે. પરંતુ તેના માટે કોઈ હિંસક માર્ગ અપનાવે પોતાના લોકો સામે તે સર્વથા અનિચ્છનીય બાબત છે. હિંસાથી આ દુનિયાની સમસ્યાઓનું સમાધાન થયું હોય, તેવા ઉદાહરણો ઘણાં ઓછાં હશે. આમ તો હિંસા પોતે જ એક નવી ન ઉકેલી શકાય તેવી સમસ્યા છે. ત્યારે એક સમસ્યા બીજી સમસ્યાનો ઉકેલ કેવી રીતે બની શકે? હવે દેશ-દુનિયા મધ્યયુગીન બર્બર માનસિકતામાંથી બહાર આવી રહી છે. આપણે હિંસાને પાછળ છોડીને આગળ વધી ગયા છીએ.


કોંગ્રેસ દુશ્મન નંબર એકઃ ઝડફિયા

મહાગુજરાત જનતા પાર્ટીની રચના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ રીતિના વિરોધમાં બળવા સ્વરૂપે થઇ હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હવે પાર્ટીની દુશ્મની ભાજપ સાથે નહીં પરંતુ કોંગ્રેસ સાથે થઇ ગઇ છે. શુક્રવારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મજપાનો મેનિફેસ્ટો જાહેર કરવા સુરત આવેલા પક્ષ પ્રમુખ ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં તેમનો દુશ્મન નંબર-૧ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ છે!ગોરધન ઝડફિયાના આ વિધાનથી જાત-જાતના તર્કવિતર્ક શરૂ થઇ ગયા હતા. શું સીટની તપાસમાં ભેરવાયેલા ઝડફિયાએ ભાજપ સાથે કોઇ સમાધાન કરી લીધું છે? શું આ ચૂંટણીમાં ભાજપ સાથે કોઇ છુપો તાલમેલ છે? કે પછી થોડા સમય પછી પાર્ટીનો ભાજપમાં વિલય કરી દેવાશે?એમજેપીમાં એકને નગારું, બીજાને મીણબત્તી અને ત્રીજાને પંતગ! પત્રકાર પરિષદમાં પક્ષ પ્રમુખ ગોરધન ઝડફિયા, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ફકીરભાઇ ચૌહાણ અને અન્ય નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ જાણી જોઇને તેમને અન્યાય કરી રહ્યા છે.પાર્ટીએ અગાઉથી જ અરજી કરી હતી કે તેમના તમામ ઉમેદવારોને કોમન સિમ્બલ નગારૂં આપવામાં આવે છતાં નવાપુરા વોર્ડમાં એક ઉમેદવારને નગારૂં, બીજાને મીણબત્તી અને ત્રીજાને પંતગનું સિમ્બલ આપી દેવાયું હતું. વોર્ડ નંબર ૧૭- માતાવાડીના ઉમેદવાર મનુભાઇ બાવડિયાનું ફોર્મ તદ્દન નજીવી કારણસર (૨૫-૪૩ની જગ્યાએ ૨૪-૪૩ લખાઇ ગયું હતું) રદ કરી દેવાયું હતું. આ અંગે તેમને ગાંધીનગર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ ફરિયાદ કરી હોવા છતાં કોઇ પગલા લેવાયા ન હતા.

01 October 2010

પોન્ટિંગ-ઝહીર વચ્ચે ઉગ્ર બોલાચાલી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



પોન્ટિંગ-ઝહીર વચ્ચે ઉગ્ર બોલાચાલી

મોહાલી ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ફરી એક વખત બન્ને ટીમો વચ્ચે ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું. જેમાં રન આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના સુકાની રિકી પોન્ટિંગે ભારતીય બોલર ઝહીર ખાન સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે બન્ને દેશો વચ્ચેની આ શ્રેણી વિવાદોથી બાકાત રહેશે નહીં. ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગ 71 રન પર રમી રહ્યો હતો. તે સમયે રન લેવા જતા તે સુરેશ રૈનાના હાથે રન આઉટ થયો હતો. રન આઉટ થયા બાદ ટીમ ઇન્ડિયા એકઠી થઇને વિકેટ મળ્યાની ખૂશી માણી રહી હતી. તે જ સમયે રિકી પોન્ટિંગ અને ઝહીર ખાન વચ્ચે બોલાચાલી થઇ હતી. આ રીતે વિવાદ સર્જાયો. વિડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે 71 રને આઉટ થયા બાદ પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે પોતાનું બેટ હવામાં ઘુમાવ્યું હતું અને નારાજગી વ્યક્ત કરી હતી. એ વચ્ચે પોન્ટિંગ ભારતીય ટીમની નજીકથી પસાર થયો હતો. જ્યાં બધા ખેલાડીઓ પોન્ટિંગ આઉટ થયોની ઉજવણી કરી રહ્યાં હતા. પોન્ટિંગ નજીકથી પસાર થતાં ઝહીર ખાને ટીપ્પણી કરી હતી. ભારતીય બોલર ઝહીર ખાનની ટીપ્પણી સાંભળી જતાં પોન્ટિંગ તુરત જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પાસે આવ્યો હતો. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે દરમિયાન પોન્ટિંગે ઝહીર ખાનને ઘમકાવવાના અંદાજમાં બેટ પણ બતાવ્યું હતું. જેના જવાબમાં ઝહીરે પણ તેની તરફ આગળ વધતો હોય તેવા સંકેત આપ્યા હતા. જો કે, ભારતીય ખેલાડીઓએ તેને રોકી લીધો હતો. બાદમાં અમ્પાયર બિલ્લી બાઉડને વચ્ચે પડીને મામલાને થાળે પાડ્યો હતો.નિયમ અનુસાર કોઇપણ ખેલાડી આઉટ થઇ ગયા બાદ પેવેલિયનમાં પરત ફરતો હોય છે. પછી ભલે વિરોધી ટીમના ખેલાડીઓ દ્વારા ટીપ્પણી કરવામાં આવતી હોય પરંતુ પોન્ટિંગે તે નિયમનું ઉલ્લંઘન કર્યું છે.હરભજન-સાયમન્ડ્સ વિવાદ પણ ખાસો ચર્ચાયો હતો. નોંધનિય છે કે જાન્યુઆરી 2008માં હરભજન ઉપર વંશિય ટિપ્પણીનો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ આ વિવાદ મીડિયામાં ખાસો ચર્ચાનો વિષય બન્યો હતો.બન્ને ટીમોએ કહ્યું હતું કે વિવાદ નહી સર્જાય,નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયન સુકાની પોન્ટિંગે મેચ પૂર્વેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તે આ શ્રેણી વિવાદ વગર પૂર્ણ કરવા માગે છે. જ્યારે ધોનીએ પણ ટેસ્ટ શ્રેણી દરમિયાન વિવાદ નહીં સર્જાય તેમ જણાવ્યું હતું. પરંતુ મોહાલી ટેસ્ટના પ્રથમ દિવસે જે સ્થિતિ જોવા મળી છે તેનાથી નથી લાગતું કે બન્ને દેશો વચ્ચેની શ્રેણી વિવાદ વગર પૂર્ણ થશે.


મોહાલી ટેસ્ટઃ વોટ્સનની સદી

મોહાલી ખાતે રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નથી. કાટિચ માત્ર છ રન બનાવી ઝહીર ખાનની ઓવરમાં એલબી આઉટ થયો છે. કાટિચ બાદ ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાની વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયા છે. ભારતીય બોલરોની નિષ્ફળતાનો ફાયદો વોટ્સન ઉઠાવી રહ્યો છે. લંચ બાદ પણ ઓસ્ટ્રેલિયાના બન્ને ખેલાડી પોન્ટિંગ અને વોટ્સને વિસ્ફોટક અંદાજ જાળવી રાખ્યું છે. પોન્ટિંગ 71 રનના વ્યક્તિગત સ્કોર પર પોન્ટિંગ રેનાના હાથે રન આઉટ થયો હતો. જ્યારે ક્લાર્ક 14 રનના વ્યક્તિગત સ્કોર પર હરભજનની ઓવરમાં દ્રવિડના હાથે કેચ આઉટ થયો છે. માઇક હસ્સી પણ 17 રન બનાવી ઝહીર ખાનની ઓવરમાં એલબી આઉટ થયો હતો. તો નોર્થ માત્ર ચાર રન પર ઝહીરની ઓવરમાં બોલ્ડ થયો છે. જો કે, બીજા છેડે વોટ્સન ભારતીય બોલરો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. તેણે 260 બોલનો સામનો કરીને 8 ચોગ્ગાની મદદથી 100 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 222 રન બનાવી લીધા છે. પોન્ટિંગે કહ્યું છે કે, તેઓએ સારી તૈયારી કરી છે. અમને પ્રેક્ટિસ કરવાનો સારો એવો સમય મળ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી અમારા સમયની શ્રેષ્ઠ શ્રેણીમાની એક છે.ભારત ટોસથી ખૂશ થયું નથી. ધોનીએ કહ્યું છે કે, અમારે સારું પ્રદર્શન કરવું પડશે. અમે પ્રેક્ટિસ કરવા માટે પુરતો સમય મળ્યો હતો. આશા રાખું છું કે વિવાદો મેચથી દૂર રહેશે અને સારી રમત જોવા મળશે. હરભજન ફીટ છે અને તે મોહાલી ટેસ્ટ રમશે. ટીમ ઇન્ડિયાના અંતિમ 11 ખેલાડીમાં સૌરાષ્ટ્રના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાનો સમાવેશ કરવામં આવ્યો નથી.


'શા માટે ઇરફાનને તક નથી અપાતી'

એક સમયે ટીમ ઇન્ડિયાનો હિસ્સો રહેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર મનોજ પ્રભાકરનું કહેવું છે કે, ભારતીય બોલરોમાં સારી બોલિંગની ઇચ્છાશક્તિ મરી પરવારી છે. જ્યારે પાકિસ્તાન આ મામલે હજૂપણ શ્રેષ્ઠ છે. જો કે, તેમને એ વાત હજૂ પણ નથી સમજાતી કે ઇરફાન પઠાણ જેવા ઉમદા બોલરને શા માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવતું નથી.1980-90ના દશકામાં ભારતીય બોલિંગની કમાન સંભાળનાર પ્રભાકરે ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ભારત પાસે ઓલરાઉન્ડર ખેલીડીઓની અછત એ ચિંતાજનક બાબાત છે. ઇરફાન પઠાણ તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે, ઇરાફન ઘણો જ સારો બોલર અને ઉપયોગી બેટ્સમેન છે, પરંતુ શા માટે તેનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવતો નથી તે સમજી શકાતું નથી.


CWG: ઓસી.ના ખેલમંત્રીને કડક સુરક્ષાનો પરચો

ભારતમાં યોજાઇ રહેલા કોમનવેલ્થ ગેમ્સને લઇને અનેક નકારાત્મક પ્રશ્નો બહાર આવ્યા હોય. તેમાં પછી ગેમ્સ વિલેજની તૈયારી હોય કે પછી ખેલાડીઓની સુરક્ષાની. જો કે, ભારતમાં ખેલાડીઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરનાર ઓસ્ટ્રેલિયાને કડક સુરક્ષાનો જોરદાર પરચો મળી ગયો છે.માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયાના ખેલમંત્રી માર્ક અર્બિબ કોમનવેલ્થ ગેમ્સ વિલેજ પહોંચ્યા હતા. જ્યાં ખેલાડીઓની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખેલમંત્રી જ્યારે પોતાની ગાડીમાં ગેમ્સ વિલેજ પહોંચ્યા ત્યારે તેઓને જતા અટકાવવામાં આવ્યા હતા. અને તેઓએ ચાલીને પોતાના દેશના ખેલાડીઓને મળવા જવું પડ્યું હતું.ઓસ્ટ્રેલિયન ખેલમંત્રી આજે સવારે પોતાના દેશના એથ્લિટ્સને મળવા માટે ગેમ્સ વિલેજ પહોંચ્યા હતા. જો કે, ગેટ નં.2 પર તેનાત અધિકારીઓએ તેમને ગાડી સાથે અંદર જવા દીધા ન હતા. કારણ કે, તેઓની પાસે કોમ્પલેક્ષમાં દાખલ થવા માટેનું એક્રેડિશન કાર્ડ ન હતું. છેવટે તેઓ ચાલીને પોતાના ખેલાડીઓના રૂમ સુધી ગયા હતા.


કર્મચારીએ ગોડાઉનના શટર તોડીને ૧ લાખનુ ઓઇલ વેચી દીધું

ટેકનોલોજી એન્જીનિયરિંગ રિલાયન્સ કોમ્યુનિકેશન લીમીટેડ કંપનીના જૂનાગઢ ખાતે આવેલા ગોડાઉનના શટર તોડીને રૂ. ૧,૦૬,૪૩૬ ની કિમતના ઓઇલના ૮૨ કેરબાની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને કંપનીના કર્મચારી અને ચોરાઉ ઓઇલ ખરીદનાર વેપારીની ધરપકડ કરી હતી.અમદાવાદના નવા વાડજમાં રહેતા અને ઉપરોકત કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા જતિનકુમાર રમાકાંત દોશીએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલીને જૂનાગઢના હર્ષદનગરમાં રહેતા કંપનીના કર્મચારી અનિલ મહેશભાઇ ધામેચા (ઉ.વ.૨૦) અને ચોરાઉ ઓઇલ ખરીદનાર અલાઉદ્દીન જમાલભાઇ અંસારીની ધરપકડ કરી ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો હતો.


ધોરાજી : કારઆનામાં વીજ આંચકો લાગતા કર્મચારીનું મોત

ધોરાજીના ફરેણી રોડ પર રહેતા નિલેશ ગોરધનભાઇ (ઉ.વ.૩૭) નામના યુવાનનું આજે સવારે વીજ આંચકાથી મૃત્યુ નિપજ્યું હતું. નિલેશ પ્લાસ્ટીક મટીરીયલ્સના કારખાનામાં નોકરી કરતો હતો. આજે સવારે કારખાનામાં કામ કરતી વેળા વીજ કરંટ લાગતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. જયાં ટૂંકી સારવારના અંતે તેણે દમ તોડી દીધો હતો.



નાગરિકોએ 'ગૌરવસભર' પ્રતિક્રિયા આપી : કેન્દ્ર

ગુરૂવારે અલ્લાહબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ દ્વારા અયોધ્યાની વિવાદાસ્પદ જમીન અંગે ચૂકાદો આપવામાં આવ્યો હતો. જેની દેશની નાગરિકોએ સંયમિત પ્રતિક્રિયા આપી છે. ત્યારે કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર વતી દેશના નાગરિકોનો આભાર માન્યો હતો અને ઉમેર્યું હતુંકે, વર્તમાન સંજોગોમાં કેન્દ્ર સરકારે કાંઈપણ કરવાનું નથી રહેતું, કારણકે, દેશએ અલ્લાહબાદ હાઈકોર્ટે યથાસ્થિતી જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.પત્રકારો સાથે વાતચીતમાં પી. ચિદમ્બરમે કહ્યું હતુંકે, આ ચૂકાદો સુપ્રીમ કોર્ટમાં જશે તેમ માની લેવાને પૂરતા કારણો છે. ત્યારે સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા સુપ્રીમ કોર્ટ વચગાળાનો આદશ આપી શકે છે. આથી, આ સંજોગોમાં કેન્દ્ર સરકારે કાંઈપણ કરવાનું નથી રહેતું. તેમણે ઉમેર્યું હતુંકે, દેશભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકાર સતર્ક છે.


રાજકોટમા સ્વાઇન ફ્લૂથી યુવતીનું મોત

સૌરાષ્ટ્રમા વધી રહેલી સ્વાઇન ફલૂની મહામારીએ અનેક માનવ જીંદગીનો ભોગ લઇ લીધો છે. રાજકોટની વોકહાર્ડ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમા સારવાર લઇ રહેલી રાજકોટ જિલ્લાના સનાળા ગામની ભાનુબેન વઘાશીયા (ઉ.વ.૨૧) નામની યુવતીએ આજે સવારે વ્હેલી સવારે સાડાચાર વાગ્યે દમ તોડયો હતો. યુવાન પુત્રીના મોતથી પરિવારમા શોકનું મોજુ ફરિ વળ્યુ છે.

રાજકોટ : ખરો ભાયડો ! ૧ નંબર માટે રૂ. ૨, ૬૧,૧૧૧ ચૂકવ્યા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : ખરો ભાયડો ! ૧ નંબર માટે રૂ. ૨, ૬૧,૧૧૧ ચૂકવ્યા

સોળ આની ચોમાસુ અને જમીન-મકાનના ધંધામાં આગ ઝરતી તેજીના કારણે શહેર જિલ્લામાં કોઇ પણ કંપનીની કાર માટે વેઇટિંગમાં વારો આવે છે. શોખીનોએ આ વખતે વાહનમાં પસંદગીના નંબર માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી હતી. આજે શરૂ થયેલી નવી સિરીઝ જીજે ૩ ડીજી માં ૧ નંબર માટે એલ. એમ. ડોડિયાએ રૂ. ૨, ૬૧, ૧૧૧ ચૂકવ્યા હતા.પસંદગીના નંબર માટે બિળયા જૂથો વચ્ચે થતી માથાકૂટ ટાળવા ટેન્ડર પ્રથા અમલી બનાવાઇ છે. જેના કારણે નંબર ફાળવણીની પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય છે અને નંબર માટે ઊંચી રકમ ભરનારને નંબર ફાળવાતો હોવાથી આરટીઓની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.આજે ફોર વ્હીલર્સ માટે ખુલ્લી મૂકાયેલી જીજે ૩ ડીજી સિરીઝમાં પસંદગીના નંબર માટે કુલ ૩૭૯ ટેન્ડર ભરાયા હતા. જે પૈકી એક જ નંબર માટે એકથી વધુ વ્યક્તિએ ભરેલા ફોર્મની સંખ્યા ૩૮ હતી.આર. ટી. ઓ. અધિકારી પટેલે આપેલી માહિતી મુજબ, ૧ નંબર માટે સૌથી ઊંચી રકમ રૂ. ૨, ૬૧, ૧૧૧નું ટેન્ડર ભરનાર ડોડિયાને ૧ નંબર ફાળવવામાં આવ્યો હતો. જ્યારે બીજા ક્રમે ૯ નંબર ૧, ૩૭, ૭પ૧માં, ૭ નંબર રૂ. ૯૭, ૭૭૭માં, ૧૧ અને ૯૯૯૯ નંબર ૮૧-૮૧ હજારમાં અને ૧૧૧ નંબર ૭૨ હજારમાં ફાળવવામાં આવ્યો હતો.જ્યારે, નંબરના શોખીનોએ ૭૭૭૭ માટે પ, ૭૭૭ રૂપિયા, ૯૯૯ નંબર માટે રૂ. પ૧, ૯૯૯, ૩ નંબર માટે રૂ. પ૧ હજાર, ૧૧૧૧ માટે રૂ. પ૧ હજાર, પપપ નંબર માટે રૂ. ૪૨હજાર, ૨૨૨૨ માટે રૂ. ૩૩ હજાર અને પ નંબર માટે ૨પ હજાર ચૂકવ્યા હતા. આમ, આરટીઓને પસંદગીના નંબરની ટેન્ડરથી ફાળવણીના કારણે એક જ દિવસમાં રૂ. ૩૦. ૭૯ લાખની વધારાની વિક્રમી આવક થઇ હતી.


રાજકોટ : વોર્ડ નં. ૫ના ભાજપના ઉમેદવારનું નામ બેવડાયું

રાજકોટ મનપાની ચૂંટણી લડી રહેલા ભાજપના એક ઉમેદવારનું નામ મતદાર યાદીમાં બે જગ્યાએ હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દે તેમની ઉમેદવારી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. વોર્ડ નં. ૫ના ભાજપના ઉમેદવાર બાબુભાઇ ઉઘરેજાનું નામ મતદારયાદીમાં વિભાગ-૩૧/૫૪ વોર્ડ નં. ૫ ગાયત્રી સોસાયટીમાં પણ છે.પૂરવણી યાદીમાં ૫૬૦/૫૬૧માં ક્રમાંકે તેમનું નામ છે. જ્યારે વોર્ડ નં. ૧૬માં ક્રમ નં. ૬૯૦/૬૯૧ માં તેમનું અને તેમના પત્નીનું નામ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં નોંધાયેલું છે. એક જ વ્યક્તિનું નામ બે વોર્ડમાં ન હોવું જોઇએ અને તેમાં પણ આ તો ઉમેદવાર છે. જો કે કોંગ્રેસ કે અન્ય કોઇના ધ્યાનમાં આ વાત આવી નથી. પરંતુ આવતીકાલે આ મુદ્દે ચૂંટણીતંત્રને રજૂઆત કરવાની તૈયારી કેટલાક કાર્યકરો કરી રહ્યા છે. બાબુભાઇની બેવડાયેલા નામોની ઝેરોક્ષ નકલ પણ ફરી રહી છે.હવે આ અંગે શું રસ્તો નીકળશે તેના પર મીટ છે. મતદારયાદીમાં આવા અનેક ગોટાળાં હજી પણ ચાલી જ રહ્યા છે.


રાજકોટ : આને કહેવાય ‘ચા કરતા કીટલી ગરમ’

ભાજપ ઉમેદવારના ડ્રાઇવરે યુવાનને ધોકાવી ધમકી દીધીઝઘડો જોવા ઊભા રહેલા બે યુવાનને લુખ્ખાએ છરી હુલાવી‘ચા કરતા કીટલી ગરમ’ આ કહેવત સાર્થક કરતા બનાવમાં ભાજપ ઉમેદવારના ડ્રાઇવરે નજીવી તકરારમાં પ્રજાપતિ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. અન્ય બનાવમાં કોઠારિયા રિંગ રોડ ચોકડી નજીક મારામારીનો બનાવ જોઇ રહેલા બે યુવાનને ‘કાળિયા’ નામના શખ્સે છરીથી હુમલો કર્યો હતો.રૈયા ચોકડી નજીક રાધિકા પાર્કમાં રહેતો અને ડાંડિયા કલાસ ચલાવતો મનીષ નરશીભાઇ પ્રજાપતિ નામનો યુવાન ગુરુવારે સવારે તેના મિત્રો સાથે રૈયા ચોકડી પાસે ઊભો હતો. આ વેળાએ તેના જ વિસ્તારમાં રહેતો કમો કોળી નામનો શખ્સ ધસી આવી લોખંડની ટોમી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ઘવાયેલા યુવાને નોંધાવેલી ફરિયાદમાં કમો વોર્ડ-૧માં ભાજપના ઉમેદવાર બાબુ આહીરનું ટ્રેક્ટર ચલાવે છે. થોડા સમય પહેલા આરોપી સાથે વાહન સરખું ચલાવવાના મુદ્દે થયેલા ઝઘડાનો ખાર રાખી માર માર્યો હતો.જ્યારે કોઠારિયા રિંગ રોડ ચોકડી નજીક ત્રણ શખ્સો અંદરો અંદર ઝઘડતા હોય તમાશો જોવા કોઠારિયા ગામના કમલેશ બગડા તેના મિત્રો વિશાલ અને વાલજીભાઇ ઊભા રહ્યા હતા. ત્યારે ઝઘડી રહેલા ત્રણ શખ્સો પૈકી એક કાળિયા નામના શખ્સે ઉશ્કેરાઇને તું અમારી સામે કેમ જુએ છે કહી છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી.ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ શહેરમાં આવા બનાવો વધી રહ્યા છે. પોલીસ કે કલેક્ટરતંત્ર જાહેરનામા બહાર પાડીને સંતોષ માને છે વાસ્તવમાં ચૂંટણીની વ્યવસ્થા અને બંદોબસ્ત શહેરમાં દેખાતા નથી.


ગુજરાતીઓને સલામ..

ધાર્મિક લાગણી સાથે જોડાયેલા સંવેદનશીલ અયોધ્યા કેસનો ચુકાદો જાહેર થયા બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગુરુવારે શાંતિ જાળવી રાખીને લોકોએ પરિપક્વતાનાં દર્શન કરાવ્યાં હતાં. આ ચુકાદાને બંને કોમના લોકોએ કોઈ એક ધર્મના વિજય કે પરાજય રીતે નહીં, પરંતુ ન્યાયપ્રક્રિયામાં વિશ્વાસ અને રાષ્ટ્રીય એકતા દર્શાવવાના ભાગરૂપે લેખ્યો હતો. લોકોએ શાંતિની અપીલનું માન રાખ્યું હતું.અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ગુરુવારે સવારના સમયે અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. બાદમાં બપોર બાદ ચુકાદો જાહેર થયા પછી પણ લોકોએ સંપૂર્ણપણે શાંતિ રાખી હતી. જોકે શહેરના મોટાભાગના વિસ્તારોમાં કરફ્ર્યું જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ અશોક ભટ્ટના નિધનને કારણે ખાડિયા-રાયપુર સહિતના વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.



ભાવનગર તાલુકા પંચાયતોમાંથી ૬૩ અને જિ.પં.માં બે ફોર્મ ભરાયા

ભાવનગર જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં ધીરે ધીરે માહોલ જામતા તાલુકા પંચાયતોમાંથી ૬૩ અને જિલ્લા પંચાયતની તુરખા બેઠક પરથી બે ઉમેદવારોએ ફોર્મ ભયાઁ હતા.પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે ધીરે ધીરે માહોલ જામતો જાય છે. આજે ફોર્મ ભરવાના ચોથા દિવસે નગરપાલિકા માટે એકપણ ફોર્મ ભરાયું ન હતું. પરંતુ તાલુકા પંચાયતોમાંથી ૬૩ ઉમેદવારોએ ફોર્મ ભયાઁ હતા.જેમાં બોટાદમાંથી ૮, મહુવામાંથી ૧, ભાવનગરમાંથી ૭, પાલિતાણામાંથી ૩, ઘોઘામાંથી ૧, ઉમરાળામાંથી ૩ અને ગઢડામાં સૌથી વધુ ૪૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની તુરખા બેઠક માટે ભાજપમાંથી ૨ ઉમેદવારોએ ફોર્મ ભયાઁ છે.


'વર્ષોના વિવાદ પર પડદો પડ્યો તે સારું થયું'

આખરે અનેક વર્ષથી સળગી રહેલા આ વિવાદનો અંત આવ્યો તે બહુ સારું થયું એવી પ્રતિક્રિયા શિવસેનાના વડા બાળ ઠાકરેએ અયોધ્યા મુદ્દે ચુકાદા પર આપી હતી. અનેક વર્ષથી આ પ્રશ્ન સળગતો હતો. હવે ગુરુવારે ચુકાદા પછી તેની પર પડદો પડશે એવી આશા છે. સારું થયું વિવાદે રામ કહી દીધું, એમ ઠાકરેએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું. ભાજપી નેતા ગોપીનાથ મુંડેએ જણાવ્યું હતું કે અમે ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. આ ચુકાદો સૌએ માન્ય કરવો જોઈએ.ગૃહ પ્રધાન પાટીલે સૌને સંયમ રાખવા જણાવ્યું,ગૃહપ્રધાન આર. આર. પાટીલે જણાવ્યું હતું કે ચુકાદો સૌએ સ્વીકારવો અને સંયમ રાખવો. મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે આહવાન કર્યું હતું કે સૌએ આ ચુકાદાનો સ્વીકાર કરવો રહ્યો.કોર્ટના ચુકાદાને સ્વીકારવો આપણી પરંપરા રહી છે. જાતિ-ધર્મ કરતાં પણ ભારતીયત્વ મોટું છે અને તેના જતન માટે સૌએ એકત્ર આવવું જોઈએ. આ ચુકાદાને સૌએ આવકારવો જોઈએ. કોમી ઉશ્કેરાટ ફેલાય એવાં કોઈ પણ કૃત્યથી દૂર રહેવું જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.


રણબીર-પ્રિયંકા એન્ટી-પાઈરસી કેમ્પેઈનમાં સામેલ

આગામી ફિલ્મ અંજાના અંજાનીનાં કલાકાર રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા અને સાજીદ નડિયાદવાલા તથા ઈરોસ ઈન્ટરનેશનલે બોલીવૂડ-હોલીવૂડ સ્ટુડિયો વચ્ચેનુમ ભારતમાં એન્ટી પાઈરસી સામે લડત ચલાવતું સાહસ એલાયન્સ અગેઈન્સ્ટ કોપીરાઈટ થેફ્ટ (એએસીટી) સાથે પાઈરસી સામે લડત ચલાવવામાં સાથ આપવાના સમ ખાધા છે. આ કલાકારોએ ફિલ્મ થિયેટરોમાં જોવા અને પાઈરેટેડ સીડી ખરીદી ન કરવા તથા ડાઉનલોડ ન કરવા માટે આહવાન કર્યું છે.રણબીર કપૂરે એએસીટી સાથે જોડાણ વિશે બોલતાં જણાવ્યું હતું કે પાઈરસી ઉદ્યોગ માટે અત્યંત ગંભીર મુદ્દો બની ગયો છે. ખાસ કરીને યુવાનો માટે તે જોખમી છે. ફિલ્મ જગત સાથે સંબંધને નાતે હું એએસીટીના ટોલ ફ્રી નંબર જેવી પહેલોમાં સાથ આપવા લોકોને આહવાન કરું છું.
મને આશા છે કે લોકો થિયેટરોમાં જઈને ફિલ્મ જોશે અને પાઈરેટેડ સીડી નહીં લે. પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે થિયેટરમાં ફિલ્મ જોવા જેવી મજા ક્યાંય નથી. નકલી સીડી ખરીદી કરવી કે ડાઉનલોડ કરવાથી ઉદ્યોગને મોટું નુકસાન થાય છે એ સૌએ જાણી લેવું જોઈએ. જવાબદાર નાગરિક તરીકે આ અનધિકૃત પ્રવૃત્તિઓને ફૂલતી ફાલતી અટકાવવા માટે સૌએ એકત્ર આવવાની જરૂર છે.સાજીદ નડિયાદવાલાએ જણાવ્યું હતું કે ગત એક દશકમાં બોલીવૂડમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ઉદ્યોગમાં કોપોઁરેટ્સ પણ આવી ગઈ હોવાથી વિતરક, પ્રદર્શનકારથી લઈને દર્શકો સુધી સૌને ફાયદો છે. જોકે પાઈરસી આ પરિવર્તનને અસર કરી રહી છે.


આણંદ નગરપાલિકાના સત્તાધીશો ખોટના ખાડા કરવામાં નંબર વન!

આણંદ નગરપાલિકા દ્વારા જાહેર સુખાકારી માટે અપાતી સેવાઓમાં અધિકારી સહિત સત્તાધિશોની અણઆવડતના કારણે ખર્ચના ખાડાં સમાન બની છે. પાલિકાની ચાર જેટલી સેવાઓ પાછળ થતાં ખર્ચ બાબતે ઓડિટ વિભાગે ગંભીર નોંધ લઈ ખર્ચમાં કરકસર કરવા તાકીદ કરી હતી.આણંદ નગરપાલિકાના તાજેતરમાં વર્ષ ૨૦૦૫-૦૬ના થયેલા ઓડિટમાં સીટી બસ સેવા, ડ્રેનેજ, દિવાબત્તી, ઢોર ડબ્બા અને દવાખાના ખર્ચ તથા તેની આવકનું સરવૈયું તપાસવામાં આવ્યું હતું. આ તપાસમાં પાલિકાની અણઆવડત છતી થઈ હતી. જાહેર સુખાકારીની આ સેવાઓ સંતોષકારક ન હોવા છતાં તેના પાછળ લાખો રૂપિયાનો ખર્ચ ક્યાં કરવામાં આવ્યો તે પ્રશ્નાર્થ છે.આ વર્ષમાં સૌથી વધુ ખર્ચ ડ્રેનેજમાં ૬૯,૦૯,૨૨૩ રૂપિયા કરવામાં આવ્યો હતો. જેની પાછળ આવક ૫૫,૪૯,૭૮૦ આવક થઈ હતી. આ સેવામાં પાલિકાએ ૧૩,૫૯,૪૪૩ રૂપિયાની ખોટ ખાધી છે. તેવી જ રીતે વર્ષ ૨૦૦૫-૦૬ દરમિયાન સીટી બસ સેવા પાછળ રૂ.૫૮,૬૪,૬૧૮નો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં આવક માત્ર રૂ.૨૨,૪૭,૯૮૭ થતાં રૂ.૩૬,૧૬,૬૩૧ની જંગી ખોટ પાલિકાએ ભોગવી હતી.આ ઉપરાંત ઢોર ડબ્બામાં ખર્ચ રૂ.૨,૦૫,૯૭૧ની સામે આવક માત્ર રૂ.૩૧,૭૮૫ અને સૌથી મહત્વની એવી દવાખાનાની સેવા પાછળ પાલિકાએ ૬૫,૩૫,૯૯૦નો ખર્ચ બતાવ્યો હતો. જેની સામે આવક માત્ર રૂ.૭,૯૧,૦૪૦ જ બતાવી છે. આ સેવામાં જ પાલિકાએ રૂ.૫૭,૪૪,૯૫૦ જેવી માતબર રકમ ગુમાવી છે.આ અંગે ઓડિટ વિભાગે ખર્ચમાં કરકસરની નીતિ અપનાવી સેવાઓ આત્મનિર્ભર બનાવવા તાકીદ કરી હતી. એક તરફ પાલિકા સંતોષકારક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે, ત્યારે આટલો જંગી ખર્ચ પણ અનેક શંકા ઉભી કરી રહ્યો છે.


આણંદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષોનો ધસારો

આણંદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ચોથા દિવસે અપક્ષોએ ધસારો કરી દીધો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, રાજકીય પક્ષ તરીકે એનસીપીએ પોતાના ઉમેદવારો એક પછી એક મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ રાષ્ટ્રીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પંચાયતમાં ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રીગણેશ કર્યા છે.ચૂંટણી શાખાના સુત્રોએ જણાવ્યું હતું કે, આણંદ, ઉમરેઠ, બોરસદ, ખંભાત, તારાપુર અને આંકલાવ તાલુકા પંચાયતમાં ગુરૂવારના રોજ ૪૩ ફોર્મ ભરાયાં હતાં. જ્યારે પાલિકામાં આણંદમાં પાંચ, ઉમરેઠમાં છ, પેટલાદમાં પાંચ, ખંભાતમાં એક અને બોરસદમાં ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની બેઠકોમાં ગુરૂવારના રોજ કુલ ૧૧ ઉમેદવારો ફોર્મ ભર્યા હતાં. ઉમેદવારી ફોર્મ ભરવાના ચોથા દિવસે ભાજપ અને કોંગ્રેસે શ્રીગણેશ કર્યા હતાં.કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લા પંચાયતની તારાપુર બેઠક, ખંભાત તાલુકા પંચાયતની એક બેઠક પર ઉમેદવારે ફોર્મ ભર્યા છે. જ્યારે બોરસદ તાલુકા પંચાયતમાં ભાજપના ચાર ઉમેદવારોઅ ફોર્મ ભર્યા હતાં. જોકે, ચૂંટણી જંગ માટે તૈયાર આ ઉમેદવારોમાં મોટા ભાગના અપક્ષ હતા. જ્યારે કેટલીક બેઠક પર એનસીપીએ જ ફોર્મ ભર્યા છે.
આણંદ જિલ્લા પંચાયત અને પ્રાંત કચેરીએ ગુરૂવારના રોજ અપક્ષ અને એનસીપીના ઉમેદવારોએ ફોર્મ ભરવા લાઈન લગાડી હતી. અપક્ષ ઉમેદવાર માટે દસ ટેકેદારોના નામ ફરજીયાત હોવાથી લોકોના ટોળાં આ કચેરીઓ ઉપર મટી પડ્યાં હતાં. બીજી તરફ પોલીસ બંદોબસ્તનો પણ અભાવ જોવા મળ્યો હતો. જેને કારણે કચેરી અને માર્ગ પર અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો.


લે! ક્યારેક આવું પણ થાય

દારૂ ભરેલી કવોલિસને પંકચર પડ્યું ને પોલીસના હાથમાં સપડાઇ,કડીના વરખડીયા નજીક બુધવારે રાતે વાહન ચેકિંગ કરી રહેલ બાવલુ પોલીસે પંકચર પડેલી કવોલીસ ગાડીમાંથી વિદેશી દારૂની ૩૫૫ બોટલ અને બિયરના ૧૪૪ ટીન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સ પોલીસને થાપ આપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ અંગે બાવલુ પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા શખ્સની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.કડી પંથકમાં વિદેશી દારૂની હેરાફેરીના વેપાર માટે નાનાથી મોટા બુટલેગરો સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે સક્રિય બન્યા છે. બાવલુ પોલીસ મથકના પીએસઆઈ એલ.ડી.આડેદસરા તથા જયેશભાઈ, નારણભાઈ, સિનીયર રાઇટર સહિત સ્ટાફના માણસો બુધવારે રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તેઓ કડી તાલુકાના વરખડીયા પાટીયા નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની નજર અત્રે પંકચર થયેલી હાલતમાં પડેલી જી.જે.૨ આર. ૩૯૭૨ નંબરની કવોલીસ ગાડી હતી. શંકાસ્પદ હાલતમાં લાગતી કવોલીસ ગાડીને જોઇ પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની ૩૫૫ નંગ બોટલ અને બિયરના ૧૪૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૧,૨૦,૯૦૦નો વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂ. ૫,૭૦,૯૦૦નો મુદ્દામાલ સાથે નરેશજી બાબુજી ઠાકોર (રહે. મહેસાણા)ને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સ પોલીસને થાપ નાસી છુટયા હતો. આ અંગે બાવલુ પોલીસે ગુનો નોંધી નાસી છુટેલા રમેશજી ઠાકોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.


ખબરદાર, હવે દંડવાળી શરૂ થઇ છે

ખેરાલુની પ્રજાપતિ સોસાયટીમાં રસ્તો તૂટી જતાં પાલિકાના મુખ્ય અધિકારીએ આ માર્ગ પરથી રેતી ભરેલું ભારે વાહન પસાર કરનાર સોસાયટીના રહીશને દંડ ફટકાર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, બે માસ અગાઉ આ સોસાયટીના રહીશોએ માર્ગનું કામ હલકી ગુણવત્તાનું થયું હોવા અંગે રજૂઆત કરી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માગણી કરી હતી.ખેરાલુના વૃંદાવન રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં ભૂગર્ભ ગટર નાખ્યા બાદ પાલિકા દ્વારા તુરંત જ સી.સી. માર્ગનું નિર્માણ કરવામાં આવતાં માર્ગ તળેની જમીનનું ધોવાણ થઇ ગયું છે. પરિણામે નીચેથી પોલા થઇ ગયેલા માર્ગ ઉપરથી ભારે વાહન પસાર થતાં સોસાયટીના પ્રવેશદ્વાર નજીકનો સી.સી. માર્ગ તૂટી ગયો હતો. આ મુદ્દે રહીશોએ સી.સી. માર્ગનું કામ હલકું થયાની રજૂઆત કરતાં સ્થળ મુલાકાતે આવેલા મુખ્ય અધિકારી જયેશ પટેલે આ માર્ગ પરથી રેતી ભરેલું ભારે વાહન પસાર કરનાર સોસાયટીના રહીશ રઘુભાઇ રૂઘનાથભાઇ ઓઝાને મ્યુનિ. એક્ટની કલમ ૧૩૩ મુજબ કાર્યવાહીની ચિમકી સાથે રૂ. ૨૦૧૪નો દંડ ફટકાર્યો છે.


ધાર્મિક અગ્રણીઓએ ચુકાદાને આવકાર્યો

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસરના માલિકી હક સંદર્ભે ગુરુવારે આવેલા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા અંગે વિવિધ ધર્મના અગ્રણીઓએ પોતાનાં મંતવ્યો આપ્યાં હતાં, જેમાં મોટા ભાગના સાધુ-સંતોએ અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને આવકાર્યો છે.
જુના અખાડાના મહામંડલેશ્વર ભારતીબાપુએ જણાવ્યું કે, વર્ષોથી ચાલતા રામજન્મભૂમિ વિવાદ અંગે જે ચુકાદો આવ્યો છે, તે સહુને આવકાર્ય છે. રામજન્મભૂમિ સ્થાનને સવૉનુમતે સ્વીકારાયું છે ત્યારે હવે કેન્દ્ર સરકારે આ વિવાદનો કાયમી સુખદ અંત આવે તથા સમગ્ર ભારતમાં ધાર્મિક સ્થાનોને લઈ કોઈ વિવાદ ન થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમાં સુપ્રીમ કોર્ટમાં જતા જે દાવાઓ હોય તેને સાથ-સહકાર આપી ન્યાયાલયનો આદર રાખીએ તથા ભારતની એકતા, અખંડિતતા જળવાઈ રહે તે રીતે સહુ પોતપોતાના ધર્મ-આસ્થાનું પાલન કરે. સાથે દેશ અને ગુજરાતમાં પણ અશાંતિ ન ફેલાય અને સવાઁગી વિકાસમાં સહુ સહયોગ કરે તે સમયની માગ છે.જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી)એ જણાવ્યું કે, બહુપ્રતિષ્ઠિત અલ્હાબાદ હાઇકોર્ટનો નિર્ણય આવી ગયો છે, ત્યારે ન્યાયપાલિકા અને દેશના સંવિધાન પ્રત્યે આદર ધરાવનાર દેશનો પ્રત્યેક નાગરિક તેનો સ્વીકાર કરશે. આ નિર્ણયને કોઈ વિજય કે પરાજયના રૂપમાં ન જોતાં હાઇકોર્ટે આપેલા નિદેશ મુજબ સદ્ભાવપૂર્વક વ્યવસ્થા થાય. સદ્ભાવ અને સંવાદિતાની ભૂમિ ઉપર રામમંદિરનું નિર્માણ થાય એ માટે સહુ સહયોગ કરે. આ અવસર છે, હિંદુ-મુસલમાન બંને સમુદાય વચ્ચે સ્નેહનો સેતુ નિર્માણ કરવાનો. પ્રેમ-ભાઈચારા અને શાંતિની વાત ઉપર ઇસ્લામ પણ મહત્વ આપે છે. શાંતિ, સદ્ભાવ ટકાવી રાખીએ અને હાઇકોર્ટે આપેલા નિર્ણય મુજબ વ્યવસ્થા નિર્માણ થાય તે જરૂરી છે.


રાજકોટમાં જવેલરી પાર્ક બનાવવા ચેમ્બર દ્વારા પ્રયાસ હાથ ધરાશે

વેપાર જગતમાં મંદીનો તબક્કો પૂરો થયો છે અને વિકાસ શરૂ થયો છે. રાજકોટના પ્રખ્યાત સોના-ચાંદીના ઘરેણાં માટે જવેલરી પાર્ક અને ઓટોમોબાઇલ પાર્ક વિકસાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ ચેમ્બરની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખે જણાવ્યું હતું.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સાધારણ સભા તાજેતરમાં યોજાઇ હતી જેમાં ચેમ્બરના સભ્યો હાજર રહ્યા હતા. ચેમ્બરના પ્રમુખ જીતુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ગુજરાતનો હવેનો વિકાસ સૌરાષ્ટ્રમાં થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર ગુજરાતના વિકાસની રજત પટ્ટી બની ચૂક્યું અને આવનારા સમયમાં સુવર્ણ પટ્ટી બને તેવી સંભાવના છે.રાજકોટ જિલ્લામાં ઉદ્યોગો વિકસી રહ્યા છે. મહાનગર પાલિકા, તાલુકા તથા જિલ્લા વિસ્તારમાં એન્જિનિયરિંગ એકમો માટે સુવર્ણ તક છે. રાજકોટમાં ઓટોમોબાઇલ પાર્ક, સ્પેશિયલ ઇકોનોમી ઝોન તથા સોના-ચાંદીના ઘરેણા માટે જવેલરી પાર્ક રાજકોટમાં સ્થપાય તે માટે ચેમ્બર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવશે.સરકારની ૨૦૦૯ની ઓધ્યોગિક નીતિમાં કલ્સ્ટર માટેના વિકાસને અગ્રતા અપાઇ છે તેથી રાજકોટના વિકાસની ઘણી તક છે. કલ્સ્ટર આધારિત વ્યાપાર ધંધા અને ઉદ્યોગ એકલા હાથે થઇ શકે તેમ નથી. સ્પર્ધાના પ્રશ્રોને કારણે આજે વ્યાપારમાં અસ્તિત્વના પ્રશ્ન સર્જાયા છે. સંગઠનના વિકાસથી વ્યાપાર, ઉદ્યોગ અને ધંધાનો વિકાસ થશે.

અયોધ્યા કેસ : દેશનો સૌથી લાંબો કાનૂની વિવાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


અયોધ્યા કેસ : દેશનો સૌથી લાંબો કાનૂની વિવાદ

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મુદ્દો ભારતનો સૌથી લાંબા સમય સુધી ચાલેલો કાનૂની વિવાદ છે. વાસ્તવમાં આ વિવાદની શરૂઆત ૧૮૮૫માં થયો હતો, પણ લાંબા સમયગાળા સુધી તે નિષ્ક્રિય પડ્યો રહ્યો હતો. આ વિવાદના બીજ ત્યારે રોપાયાં હતાં, જ્યારે અયોધ્યામાં વિવાદાસ્પદ માળખાને અડીને આવેલી ભૂમિ પર મંદિર નિર્માણ કરવા મહંત રઘુબરદાસ ઇચ્છતા હતા, પણ ફૈઝાબાદના તત્કાલીન ડેપ્યુટી કમિશનરને તેનો ઇનકાર કર્યો હતો.આથી, આ મુદ્દે કાનૂની સ્ત્રોત મેળવવા માટે દાસે વિવાદી માળખાની નજીક ચબૂતરા પર મંદિર નિર્માણની પરવાનગી મેળવવા સરકાર સામે ૧૮૮૫માં ફૈઝાબાદ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અલબત્ત, મૂળ રામમંદિર તોડી નાંખવાની ઘટના ૩૫૦ વર્ષ(૧૫૨૮) અગાઉ બની હોવાથી ફરિયાદ દાખલ કરવામાં હવે ખૂબ જ મોડું થઇ ગયું હોવાના આધાર પર દાસને અરજી ફગાવી દેવાઇ હતી. ફૈઝાબાદની અદાલતે જૈસેથી(સ્ટેટ્સ કવો)ની સ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ લગભગ છ દાયકા સુધી આ બાબત નિષ્ક્રિય પડી રહી હતી અને ૧૯૫૦માં ફરીથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.આ મામલે ૨૩મી ડિસેમ્બર,૧૯૪૯માં એફઆઇઆર નોંધવામાં આવી હતી. જેમાં આક્ષેપ મુકાયો હતો કે લગભગ ૫૦ જેટલાં લોકોએ વિવાદી માળખાનાં તાળાં તોડી નાંખીને ત્યાં ભગવાન શ્રીરામ અને અન્ય હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરી હતી. આ એફઆઇઆર બાદ તુરત જ આ માળખાને ટાંચમાં લેવાયું હતું અને ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિમાયેલા રિસીવરની કસ્ટડીમાં મુકાયું હતું. જેમણે અહીં પૂજારી દ્વારા પૂજા-અર્ચનાની પરવાનગી આપી હતી.૧૬મી જાન્યુઆરી,૧૯૫૦માં આ કેસમાં એક નવો વળાંક આવ્યો હતો. જેમાં હિન્દુ મહાસભાના સભ્ય ગોપાલસિંઘ વિશારદ અને અયોધ્યાના દિગંબર અખાડાના રખેવાળ રામચરણ દાસે કેટલાક જિલ્લા અધિકારીઓ અને મુસ્લિમો સામે ફૈઝાબાદની અદાલતમાં સિવિલ શ્યૂટ દાખલ કરી હતી. તેઓએ અહીં બેરોકટોક પૂજા અને દર્શનની પરવાનગી આપવા માગણી કરી હતી. જે સંદર્ભે ૨૬મી એપ્રિલ,૧૯૫૫માં અપાયેલા વચગાળાના આદેશમાં આ સ્થળ પર સ્થપાયેલી મૂર્તિઓને દૂર નહિ કરવાનો આદેશ કરાયો હતો.


2002માં બેફામ, 2010માં બુદ્ધિ આવી

વર્ષ 2002માં તા. 30 સપ્ટેમ્બર 2010 જેવી જ સ્થિતી હતી. એ સમયે ગુજરાતમાં ગોધરાકાંડ થયો હતો અને તેના પગલે સમગ્ર રાજ્યમાં હુલ્લડો ફાટી નિકળ્યા હતા. એ સમયે સરકાર, મહોલ્લા એક્તા સમિતિ અને ધાર્મિક નેતાઓ લોકોને શાંત કરવાના અને રાખવાના પ્રયાસોમાં લાગે હતા. એ સમયે બહારથી એક ટોળકી ગુજરાતમાં ઉતરી આવી હતી અને તેમણે જે કર્યું તે ક્ષમ્ય નથી.
અંગ્રેજી શાળામાં ભણેલા એક ભાઈ દિલ્હીથી ગુજરાત આવી ગયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા માટે રિપોર્ટિંગ કરવા લાગ્યા. હાથમાં માઈક અને સામે કેમેરો, બસ પછી શું, જે મનમાં આવ્યું તે બોલ્યા કરવાનું. દેશનું શું થશે ? , કોમી એક્તાનું શું થશે ? તેનો કોઈ વિચાર તેમણે કરવો ન હતો. આ રિપોર્ટરને તો માત્ર તેની મહત્વકાંક્ષાની જ પડેલી હતી. તેઓ બેફામપણે સમુદાયનો ઉલ્લેખ કરી રહ્યાં હતા. ધાર્મિક સ્થળ દર્શાવી રહ્યાં હતા. આજે એ રિપોર્ટરે પ્રગતિ કરી લીધી છે અને બે ચેનલો પણ ખોલી છે. તેમના પત્ની પણ આ ચેનલોમાં તેમની સાથે છે, જે પણ પત્રકાર છે.આ ભાઈની સાથે એક બહેન પણ આવ્યા હતા. બોયકટ વાળવાળા બહેન. આ બહેન કારગીલના યુદ્ધ વખતે લાઈમલાઈટમાં આવ્યા હતા. કારણકે, તેમના પિતા ઉચ્ચ હોદા પર બેઠેલા બાબુ હતા. બહેન રિપોર્ટિંગ કરવા ગયા ત્યારે ખૂબ લોચા મારેલા. બહેનને રાત્રે બોફોર્સ તોપ સાથે ફોટો પાડવો હતો. જવાનોએ તેમને કહ્યું કે, મેડમ, આમ કરવાથી ઉપર રહેલા પાકિસ્તાની આતંકવાદીઓને આપણા લોકેશનની ખબર પડી જશે. પરંતુ, આ બહેન ન માન્યા તે ન જ માન્યા. તેમણે ફોટો પડાવ્યો અને ત્યાંથી જતા રહ્યાં. થોડા સમય પછી એક ગોળો ઉપરથી આવ્યો અને આપણા જવાનોની ખુંવારી કરી ગયો.આટલું ઓછું હોય તેમ આ બહેન ગુજરાત પણ આવ્યા હતા. હાથમાં માઈક અને સામે કેમેરો પછી આખી દુનિયા મારી જેવો ઘાટ તેમણે સર્જયો હતો. આજે એ બહેને પણ ઘણી પ્રગતિ કરી લીધી છે. તેઓ 'પાવર બ્રોકર' સુદ્ધા બની ગયા છે. જ્યારે યુપીએની ફરી સરકાર બની ત્યારે તેમણે ચોક્કસ રાજકારણીને ટેલિકોમ પ્રધાન બનાવવા માટે લોબિંગ કરવા લાગ્યા છે,આ ચેનલવાળાઓ અને પત્રકારોને જ્યારે કોઈ પુછતું કે તમારી કોઈ જવાબદારી છે કે નહીં ? ત્યારે તેમનો જવાબ એ હતો કે, અમે તો જે બની રહ્યું છે તે દર્શાવી રહ્યાં છીએ. આ ભૂંગળાવાળાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે, વહિવટી તંત્રને સ્થિતી પર કાબુ મેલવવામાં તક્લીફ પડી રહી. છેવટે, જ્યારે કોઈ કારી ન ફાવી, ત્યારે આવી તકવાદી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. ચમત્કારિક અસર થઈ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ફેલાયેલી કોમી હિંસાની આગ જોત-જોતામાં ઠરી ગઈ. ત્યારપછી પણ અમદાવાદમાં થોડા સમય માટે તણાવ રહ્યો પરંતુ તે તૂર્ત જ કાબુમાં લેવાઈ ગયો. ત્યારે, ચૂકાદા પછી જો આવી કોઈ જમાત કાંઈ પુછે કે દેખાડે તો એકવખત ચોક્કસપણે ખાતરી કરી લેજો.


જ્યારે અભિનેત્રીઓ બીડી-સિગારેટ ફૂંકવા લાગે છે..

શરૂઆતથી જ બોલિવૂડ અભિનેત્રીઓ અવનવા અખતરા કરતી હોય છે. બોલિવૂડ અભિનેત્રીઓને બોલ્ડ ભૂમિકા ભજવવામાં પણ કોઈ જાતનો ડર લાગતો હતો. આમ તો ધૂમ્રપાન પુરૂષો કરતાં હોય છે પંરતુ કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓએ ફિલ્મોમાં ધૂમ્રપાન કરવાની હિંમત દાખવી છે. અભિનય માત્રને માત્ર પાત્રને પૂરતો ન્યાય આપી શકતો નથઈ પરંતુ ઘણીવાર પાત્રને પૂરતો ન્યાય આપવા માટે ધૂમ્રપાન પણ કરવું પડે છે.ઐશ્વર્યા રાય બચ્ચન: ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની કરિયરમાં પહેલીવાર ઓન સ્ક્રીન ધૂમ્રપાન કર્યું છે. ફિલ્મ ગુઝારીશમાં એશે સિગારેટ પીધી છે. આ ફિલ્મમાં રીતિક રોશન છે. ફિલ્મ ગુઝારિશમાં એશે સોફી ડીસોઝાની ભૂમિકા ભજવી છે અને તે એક નર્સ હોય છે. એશ રીતિકને ધૂમ્રપાન છોડવા અંગે સમજાવી રહી હોય છે પંરતુ રીતિક માનતી નથી અને તેથી જ એશ પણ ધૂમ્રપાન કરવા લાગે છે.કંગના રાણાવત: ફિલ્મ વો લમ્હે અને ફેશનમાં કંગના રાણવાતે ધૂમ્રપાન કર્યુ છે. ફિલ્મ વો લમ્હેમાં કંગના સ્ક્રિઝોફેરનિકની દર્દી હોય છે અને તેની ભૂમિકા પરવની બાબીને મળતી આવે છે. તેથી જ તે સિગારેટ પીતી હોય છે. જ્યારે ફિલ્મ ફેશનમાં કંગના સુપરમોડલ બની હોય છે. જો કે તેની કરિયરનો અંત આવતા તે હતાશ થઈ જાય છે અને તે હતાશામાં સિગારેટ પીવાનું શરૂ કરી દે છે. આ ફિલ્મ માટે કંગનાને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.કરિના કપૂર: ફિલ્મ ચમેલીમાં કરિના કપૂર વેશ્યા બની હોય છે. આ ફિલ્મમાં કરિનાએ વેશ્યાની ભૂમિકાને ન્યાય આપવા માટે ધૂમ્રપાન કર્યુ છે. આ ફિલ્મ માટે કરિનાને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે.પ્રિયંકા ચોપરા: ફિલ્મ ફેશનમાં પ્રિયંકા ચોપરા ધૂમ્રપાન કરતી હોય છે. મેઘના માથુરની ભૂમિકામાં પ્રિયંકા ઘણી જ સારી લાગી છે. આ ફિલ્મના કેટલાંક દ્રશ્યોમાં પ્રિયંકાને ડ્રગ્સ લેતી પણ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ માટે પ્રિયંકાને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણે ફિલ્મ કાર્તિક કોલિંગ કાર્તિકમાં ધૂમ્રપાન કર્યુ છે. આ ફિલ્મના કેટલાંક દ્રશ્યોમાં દીપિકાના હાથમાં સિગારેટ જોવા મળે છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર છે. દીપિકાએ શોનાલી મુખર્જીની ભૂમિકા ભજવી છે.


6 માસ બાદ ના’પાક આસિફ અને સાના એક થયા

પાકિસ્તાનની અભિનેત્રી વિણા મલિક, સ્પોટ ફિક્સિંગ સહિતના વિવાદોના કારણે સતત ચર્ચમાં રહેનાર પાકિસ્તાન ક્રિકેટના સસ્પેન્ડેડ ખેલાડી મોહમ્મદ આસિફ તેની પત્ની સાના હિલાલને ઘરે લાવ્યો છે. આસિફે છ મહિના પહેલા જ લગ્ન કરી લીધા હતા. જો કે, ક્રિકેટની વ્યસ્તતાના કારણે તે રુખસાતિનો કાર્યક્રમ ગોઠવી શક્યો ન હતો.આસિફે લગ્નના રિશેપ્શન દરમિયાન પત્રકારોને કહ્યું કે, આખરે પત્નીને ઘરે લાવ્યો તેનો આનંદ છે. અમે ઘણા સમયથી ભેગા થવા માગતા હતા પરંતુ વિદેશના પ્રવાસના કારણે હું ઘણો વ્યસ્ત હતો.આસિફના રિશેપ્શનમાં પાકિસ્તાન ટીમના ઘણા ખેલાડીઓ હાજર રહ્યાં હતા. જેમાં સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલ સલમાન બટ્ટ સાથે મોહમ્મદ હાફીઝ, કામરાન અકમલ, ઉમર અકમલ, મિસ્બાહ ઉલ હક સહિત કેટલાક પૂર્વ ખેલાડીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતા.

ધોની પુજારા સાથે પણ સૌરભ તિવારી જેવું તો નહીં કરે ને!

મોહાલી ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટે શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે. જો કે, સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો જે ખેલાડીને મોહાલી ટેસ્ટમાં રમતો જોવા ઇચ્છી રહ્યા છે. તેનો સમાવેશ ટીમ ઇન્ડિયાના અંતિમ 11 ખેલાડીઓમાં કરવામાં આવ્યો નથી. શુક્રવારે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતના અંતિમ 11 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી જેમાં ચેતેશ્વર પુજારાને તક આપવામાં આવી નથી.ચેતેશ્વર ઉભરતો ખેલાડી છે. તેનામાં મેદાન પર ઉભા રહેવાની ગજબની શક્તિ છે. જે તેણે અનેક વખત ડોમેસ્ટિક ક્રિકેટમાં બતાવી દીધી છે. ઉપરાંત વનડે અને ટી-20 ક્રિકેટમાં પણ તે સારું પ્રદર્શન કરી શકે છે. તેણે ઇન્ડિયા એ, ઇન્ડિયા અન્ડર 19, કોલકત્તા નાઇટ રાઇડર્સ જેવી ટીમો માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.ક્રિકેટ રસીકોને આશા હતી કે, ટીમ ઇન્ડિયા જ્યારે મોહાલીના મેદાન પર ઉતરશે ત્યારે ટીમમાં આ યુવા નોવદિત ખેલાડી પણ હશે. જો કે, તેના પર પસંદગી ઉતારવા કરતા રૈના પર વધારે વિશ્વાસ મુકવામાં આવ્યો છે. ત્યારે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, ધોની પુજારા સાથે પણ સૌરભ તિવરી જેવું તો નહીં કરે ને.કારણ કે, સૌરભ તિવારીને બે વખત ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ બન્ને વખત સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા તેને તક આપવામાં આવી ન હતી. તેટલું જ નહીં પરંતુ જ્યારે દિનેશ કાર્તિક, કોહલી અને રોહિત શર્મા સદંતર નિષ્ફળ જઇ રહ્યાં હતા. ત્યારે પણ ધોનીએ આ યુવા ખેલાડીને તક આપવાની દરકાર કરી ન હતી. હવે જોવાનું એ રહ્યું કે, જો મોહાલી ટેસ્ટમાં સ્થાન નહીં મેળવી શકનાર પુજારાને બીજી ટેસ્ટમાં સ્થાન આપવામાં આવશે કે પછી તેને પણ સૌરભ તિવારીની જેમ પેવેલિયનમાં બેઠા બેઠા ટેસ્ટ શ્રેણીનો આનંદ ઉઠાવવો પડશે.s


જાતે જ રીચાર્જ થશે વીજચાલિત કાર

હાઈબ્રીડ અને ઈલેક્ટ્રિક કાર નિર્માતાઓની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેની ભારેખમ બેટરીઓ. વોલ્વો કંપનીએ હવે આ સમસ્યાનો ઉકેલ શોધી નાખ્યો છે. વોલ્વો કંપની એક એવી ઈલેક્ટ્રિક કાર વિકસિત કરી રહી છે, જે પોતાના આખા બોડીને રીચાર્જ કરશે. ભવિષ્યની આ ગાડી પોતાના બોડી મારફતે ઉર્જા એકત્રિત કરવામાં સક્ષમ રહેશે.ત્રણ વર્ષનો આ પ્રોજેક્ટ આ જ વર્ષે લોન્ચ થાય તેવી આશા છે. ઈમ્પીરીયલ કોલેજના અભ્યાસકર્તા કાર્બન ફાઇબર્સ તથા પોલીમર રેસિનના મિશ્રણ પર કામ કરે છે, જે પહેલાની સરખામણીમાં વધુ ઝડપથી ઉર્જા સ્ટોર કરશે. આ મિશ્રણ સ્ટીલની તુલનામાં વધારે મજબૂત અને લચીલુ હશે.વોલ્વોનો દાવો છે કે સ્ટીલ પેનલની જગ્યાએ આ મિશ્રણના ઉપયોગથી કારના વજનમાં 15 ટકા જેટલો કાપ રહેશે. ઈમ્પીરીયલ કોલેજના અભ્યાસકર્તાઓએ જણાવ્યા પ્રમાણે જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો કેટલીય વસ્તુઓમાં સ્ટીલના બદલે આ મિશ્રણ ઉપયોગમાં લેવાશે. જેવાકે આની મદદથી બનેલા મોબાઇલ, ક્રેડિટ કાર્ડની જેમ પાતળા હશે અને લેપટોપને પણ ક્યારેય ચાર્જ કરવાની જરૂર નહીં પડે.


પોર્ન તસવીરો ડાઉનલોડ કરી બાળકોને બચાવ્યા!

ઓસ્ટ્રેલિયામાં એક મામલાની સુનાવણી દરમિયાન સામે આવ્યું છે કે ઈન્ટરનેટથી બાળકોના સેંકડો પોર્ન ફોટા ડાઉનલોડ કરનારો બાળ લેખક પોર્ન તસવીરોમાં દેખાઈ રહેલા બાળકોને બચાવવા માંગતો હતો.43 વર્ષીય ક્રિસ્ટોફર જોન સ્ટિટે 2004થી 2009 વચ્ચે ઈન્ટરનેટ મારફતે 600 ચાઇલ્ડ પોર્ન તસવીરો ડાઉનલોડ કરી હતી. ઓસ્ટ્રેલિયામાં બાળકોની પોર્ન તસવીરો રાખવી એ કાયદેસર ગુનો છે. ગઈકાલે આ કેસ પર ચાલેલી સુનાવણી બાદ કોર્ટે તેમને માત્ર 10 મહિનાની કેદની સજા સંભળાવી હતી.કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું છે કે સ્ટિટે તસવીરોમાં દેખાતા બાળકોને છોડાવવા માટે આ તસવીરો ડાઉનલોડ કરી હતી. સ્ટિટે પોતાનો આરોપ સ્વીકારી લીધો છે.કેસની સુનાવણી કરી રહેલા જજ મેરિલ સેક્સટને જણાવ્યું છે કે મનોવૈજ્ઞાનિકોના અહેવાલથી એ સાબિત થયું છે કે આ તસવીરો જોવા પાછળ સ્ટિટનો ઉદ્દેશ્ય સેક્સ નહોતો, પણ તેઓ આ પોર્ન મુવીમાં કયા કયા બાળકો સામેલ છે તે જોવા માગતા હતા.


અધ્યક્ષ અશોક ભટ્ટના નિધનથી ભાજપના ચૂંટણીપ્રચારને અસર

છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારથી અમદાવાદમાં ત્રણ સ્થળે કાર્યકર સંમેલનોને સંબોધીને ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના હતા, પરંતુ વિધાનસભાના અધ્યક્ષ અને લોકનેતા અશોકભાઈ ભટ્ટનું નિધન થતાં રાજ્યમાં બે દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે, જેના કારણે આ કાર્યકર સંમેલનો સ્વ. અશોકભાઈ ભટ્ટની શોકસભામાં ફેરવાઈ ગયા છે. આમ ભાજપના ચૂંટણી પ્રચારના કાર્યક્રમને સ્વાભાવિક અસર પહોંચી છે. મુખ્યમંત્રીના પ્રચાર કાર્યક્રમો પણ બદલાય એવી શક્યતા ઊભી થઈ છે.મહાનગરપાલિકાઓની ચૂંટણીના નિયત કાર્યક્રમ મુજબ ૨૫મીએ ઉમેદવારીપત્રો ભરાઈ ગયા પછી ભાજપ તરફથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં જાહેરસભા યોજીને ચૂંટણીપ્રચારનો ટંકાર કરશે એમ નક્કી હતું, પરંતુ ટિકિટોની વહેંચણીને લઈ ભાજપમાં સર્જાયેલી ભાંજગડ અને સ્થાનિક આગેવાનો તથા કાર્યકરોમાં અસંતોષનું પ્રમાણ વધતાં તેમને સમજાવી લેવાના પ્રયાસો શરૂ કરાયા હતા.પરિણામસ્વરૂપ ચૂંટણીપ્રચારના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હોવાનું મનાય છે. હજુ પણ ભાજપના નારાજ કાર્યકરો માન્યા નથી એટલે મુખ્યમંત્રીની જાહેરસભાને બદલે ગુરુવારે સાંજે શહેરના ત્રણ સંસદીય મતવિસ્તારોમાં ત્રણ જુદાજુદા કાર્યકર સંમેલનો રાખીને પ્રચારની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


સચિનમાં ગુંદરની મિલમાં આગ, ૧૫ ફૂટ ઊંચી જવાળા

સચિન જીઆઈડીસીમાં આવેલી મહાલક્ષ્મી ડાઇંગ મિલમાં સાંજે સાડા પાંચ કલાકે ફાટી નીકળેલી ભયંકર આગમાં આખી ફેક્ટરી હોમાઈ ગઈ હતી. ગુંદર બનાવવાનું કામ કરતી આ ફેક્ટરીમાં જ્વલનશીલ એવા ઇથાઇલ એસિટેટ નામના કેમિકલના ૩૦ ઉપરાંત ડ્રમ ભરેલા હોવાથી આગ વધુ ભડકી હતી. જેના કારણે મનપાના ત્રણ અને જીઆઈડીસીના બે એમ કુલ પાંચ ફાયર ફાયટરો ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ શક્યા હતા.આગની જવાળાઓ ૧૫થી ૨૦ ફૂટ જેટલી ઊંચે ઊડી હતી અને ધુમાડાના ગોટેગોટાના કારણે વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું હતું. ફાયરબિગ્રેડના ફાયર ઓફિસર કીર્તિ મોઢે જણાવ્યું હતું કે ઇથાઇલ એસિટેટ એવું કેમિકલ છે કે જેમ પાણીનો મારો ચલાવાય તેમ તેમાં આગ વધુ ભડકે. તેથી આ આગ હોલવવા માટે અમારે ફોમ (ઝાગ) ના લિક્વિડનો ઉપયોગ કરવો પડ્યો હતો.મિલના માલિક સુભૈયા સારુંગમ નાડાર છે અને રોજ જ આ ફેક્ટરી ચાલુ હોય છે પરંતુ સંજોગોવશાત ગુરુવારે જ આ ફેક્ટરી બંધ હતી. જેના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ આ લખાય છે ત્યાં સુધી જાણવા નથી મળ્યું, પરંતુ ફાયર ઓફિસર મોઢના જણાવ્યા મુજબ શોટ સર્કિટનું કારણ હોઈ શકે.બે રિએક્ટર, અનેક ડ્રમ, કાચોમાલ ખાક : આ ભયંકર આગમાં ઇથાઇલ એસિટેટ કેમિકલનાં તમામ ડ્રમ, વામ લિક્વિડના ડ્રમ, બે રિએક્ટર તથા ગુંદર બનાવવા માટે વપરાતો અન્ય કાચો માલ બળીને ભસ્મીભૂત થઈ ગયાં છે. લગભગ ૭૦થી ૮૦ ફીટ લાંબો ફેક્ટરીનો આખો શેડ સળગી ગયો હતો. જેની જવાળાઓ છેક શહેર સુધી દેખાતી હતી. જેના પગલે આગને કાબૂમાં લેતાં ઘણો સમય લાગ્યો હતો.


ગોવિંદા અહિ શું કરી રહ્યો છે ?

દક્ષિણ પ્રયાગતીર્થ ચાંદોદમાં પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા ગોધરા ધાર્મિક વિધી અર્થે આવી પહોંચ્યા હતા. ફિલ્મ અભિનેતા પગલે ચાહકોની ભીડ જામી હતી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ વિધી-વિધાન અને ધાર્મિક કાર્યક્રમો માટે દેશભરમાં જાણીતું છે.
પવિત્ર નર્મદાજીના પાવન કિનારે આવેલા ત્રિવેણી સંગમ ખાતે વર્ષભર દેશ-પરદેશથી શ્રદ્ધાળુઓ ધાર્મિક વિધી અને પત્રિ સ્નાન અર્થે આવે છે. તેમાં દેશનો ફિલ્મી ઉદ્યોગ અને અદાકારો પણ બાકાત નથી.બુધવારે અભિનેતા ગોવિંદા ચાંદોદ ત્રિવેણી સંગમ નજીકના ત્રુણ મુક્તેશ્વર મહાદેવના મંદિરે ધાર્મિક પૂજા-વિધી માટે આવી પહોંચ્યા હતા અને શિવજીના સાંનિધ્યમાં પૂજા-વિધી બાદ ત્રિવેણી સંગમના પ્રવાહમાં નૌકા વિહારની મોજ માણી હતી.અભિનેતા ગોવિંદા આવ્યા હોવાની જાણ થતાં પોતાના ચાહિતા અભિનેતાની એક ઝલક મેળવવા ચાહકોનો ઘસારો થયો હતો. જ્યાં મુક્તમને નમામને મુલાકાત આપી હસ્તાક્ષર કરી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગોવિંદાની આ બીજી મુલાકાત હતી.વર્ષો પહેલાં પોતાની લાડકી પુત્રીના નિધન બાદ પુણ્ય સલિલા નર્મદાજીના જળમાં જળ સમાધિ અર્થે ચાંદોદ આવ્યા હતા. નર્મદા કિનારાના પ્રાકૃતિક સૌદંર્ય પુણ્ય સલિલા નર્મદાજી પ્રત્યેની શ્રદ્ધાથી અભિભૂત ગોવિંદાએ તેઓની પુત્રીનું નામ પણ નર્મદા રાખ્યું હતું.

લખાયો ઈતિહાસ : એકસાથે થશે દુઆ-પૂજા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

લખાયો ઈતિહાસ : એકસાથે થશે દુઆ-પૂજા

અયોધ્યામાં વિવાદાસ્પદ ધર્મસ્થળની માલિકીના હક અંગેના ૬૦ વર્ષ જુના વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપીને વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીન હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ત્રણ ભાગમાં વહેંચી દેવાનો આદેશ કર્યો છે.આ જમીન નિર્મોહી અખાડા, રામલલ્લા અને સુન્ની વકફ બોર્ડના પક્ષકારો વચ્ચે વહેંચી દેવાશે. બેન્ચે સ્પષ્ટ કહ્યું છે કે હાલમાં જ્યાં રામલલ્લાની મૂર્તિ છે તે જમીન હિન્દુઓની છે, ત્યાંથી કોઈપણ સંજોગોમાં રામલલ્લાની મૂર્તિને હટાવી શકાશે નહીં. બેન્ચે ત્રણ મહિના સુધી ત્રણેય પક્ષોને સ્થિતિ જૈસે થે જાળવી રાખવાનો આદેશ કર્યો છે. દરમિયાન હિન્દુ મહાસભા અને સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકારવાનો નિર્ણય લીધો છે.લખનઉ બેન્ચની કોર્ટના રૂમનંબર ૨૧માં જસ્ટિસ ડી.વી. શર્મા, જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ એસ.યુ. ખાનની ત્રણ સભ્યોની બેન્ચે ૨-૧ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. ત્રણેય ન્યાયમૂર્તિઓએ અલગ-અલગ ચુકાદા લખ્યા હતા, પરંતુ બહુમતી ચુકાદામાં કહેવાયું છે કે, ત્રણ ગુંબજમાં વચ્ચેના ગુંબજ હેઠળનો વિસ્તાર કે જ્યાં ભગવાન રામની મૂર્તિ હાલમાં સ્થાપિત કરવામાં આવી છે, તે હિન્દુઓનો છે.જસ્ટિસ ખાન અને જસ્ટિસ અગ્રવાલે કહ્યું હતું કે, સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન ત્રણ ભાગમાં વિભાજિત કરીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા બિરાજમાનનું પ્રતિનિધિત્વ કરી રહેલા પક્ષને વહેંચી દેવામાં આવે. જસ્ટિસ શર્મા અને જસ્ટિસ અગ્રવાલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો હતો, જ્યારે જસ્ટિસ ખાને વકફ બોર્ડની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.દેશના ઈતિહાસમાં પ્રથમવાર ભારે સુરક્ષા વચ્ચે અને મીડિયા તથા આ કેસ સિવાયના વકીલોને પણ કોર્ટ પરિસરની બહાર રાખીને ચુકાદો આપવામાં આવ્યો હતો. પ્રેસ બ્રિફિંગ કોર્ટની સામે આવેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું અને ચુકાદા બાદ તરત જ તેની વિગત અલ્હાબાદ હાઈકોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી.


રામની મૂર્તિનું સ્થાન હિન્દુઓને : જસ્ટિસ ખાન

અયોધ્યા જમીન વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપતા જસ્ટિસ એસ યુ ખાને કહ્યું છે કે, વિવાદી સ્થળે મસ્જિદ બાંધવા માટે કોઈ મંદિર તોડવામાં નહોતું આવ્યું. તેમણે કહ્યું કે લાંબા સમય પહેલાં તૂટી પડેલા મંદિરના અવશેષો ઉપર મસ્જિદ બાંધવાનો આદેશ બાબરે આપ્યો હતો.પોતાનાં તારણોમાં તેમણે જણાવ્યું કે, મસ્જિદનું નિર્માણ થયું તેના ઘણા લાંબા સમયથી હિન્દુઓની માન્યતા હતી કે તે સ્થળ ભગવાન રામનું જન્મસ્થળ હતું. ૧૮૫૫ના ઘણા સમય પહેલાં રામ ચબૂતરો અને સીતા રસોઈનું અસ્તિત્વ હતું અને હિન્દુઓ ત્યાં પૂજાવિધિ કરતા હતા. આ અત્યંત અસાધારણ સ્થિતિ હતી જ્યાં હિન્દુ ધાર્મિક સ્થળો હતાં અને એ જ સ્થળે મસ્જિદ પણ હતી.જસ્ટિસ ખાનના મતે બંને પક્ષકારો આ જમીન ઉપર પોતાનો માલિકીહક સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા છે અને તેથી પુરાવા કાયદાની કલમ ૧૧૦ અનુસાર બંને પક્ષકારનો સંયુક્ત માલિકીહક ગણાય.પોતાના ચુકાદામાં જજે કહ્યું કે, હિન્દુઓ, નિર્મોહી અખાડા અને મુસ્લિમો એમ ત્રણેય પક્ષકારો આ જગ્યાના સંયુક્ત હકદાર જાહેર કરવામાં આવે છે અને ત્રણેય ધાર્મિક વિધિના હેતુ માટે એક તૃતિયાંશ જમીનનો ઉપયોગ કરી શકે છે. તેમણે સ્પષ્ટતા કરી કે, હાલ જે સ્થળે ભગવાન રામની મૂર્તિ છે, તે સ્થળ અંતિમ ફાળવણીમાં હિન્દુઓને ફાળવવામાં આવશે. તેમણે ઠરાવ્યું કે, નિર્મોહી અખાડાને રામ ચબૂતરા અને સીતા રસોઈવાળી જમીન ફાળવવામાં આવશે.


હાઈકોર્ટના ચૂકાદાની હાઈટેક ચર્ચા

લાંબા સમયથી રાહ જોવાઇ રહેલા અયોધ્યા કેસના ચુકાદા બાદ સાઇબરસ્પેસ પર ટિ્વટ્સ અને બ્લોગ્સથી ઊભરાઇ ગયા હતા. જેમાં, આ ચુકાદાને ‘કુનેહપૂર્વક’નો ચુકાદો ગણાવ્યો હતો. જેમાં કોઇ હાર્યું પણ નથી અને કોઇ જીત્યું પણ નથી.ટ્વિટર અને બ્લોગ્સ પર આ સમયે શાંતિ અને સદ્ભાવ જાળવવાની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. તેમજ સર્વને રાજી રાખવાનો પ્રયાસ ચુકાદામાં થયો હોવાનું પણ કહેવાયું હતું. દરેકે શાંતિ અને એકતા જાળવા સંદેશો આપ્યો હતો અને અયોધ્યા વિવાદનો આ ચુકાદો ધાર્મિક સહિષ્ણુતાની પરીક્ષા સમાન હોવાનું પણ ગણાવ્યો હતો.ચુકાદાને સ્વીકારવાની વિનંતી સાથે સંદેશામાં જણાવાયું હતું કે, આપણે મંદિર કે મસ્જિદ કરતાં શાંતિની વધુ જરૂર છે. એક બ્લોગરે જણાવ્યું હતું કે, આપણા દેશમાં દરેકે ખૂબ જ શાંતિ જાળવવાની હાલ જરૂર છે. એકતા એ આપણા દેશની સૌથી મોટી તાકાત છે. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી કોઇ પણ હોય આપણે તમામ એક્સમાન છીએ અને તમામ દેશવાસીઓ આપણાં ભાઇ-બહેનો છે. એક ટ્વિટર પર જણાવાયું હતું કે, ન્યાયાધીશોએ કુનેહપૂર્વકનો ચુકાદો આપ્યો છે. જેમાં તમામ પક્ષકારોને રાજી રાખવાનો પ્રયાસ કરાયો છે.


મોહાલી ટેસ્ટઃ પોન્ટિંગ-વોટ્સનની અડધી સધી

મોહાલી ખાતે રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નથી. કાટિચ માત્ર છ રન બનાવી ઝહીર ખાનની ઓવરમાં એલબી આઉટ થયો છે. કાટિચ બાદ ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાની વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયા છે. ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 130 રન બનાવી લીધા છે.ભારતીય બોલરોની નિષ્ફળતાનો ફાયદો ઉઠાવી ઓસ્ટ્રેલિયાએ લંચ સુધીમાં એક વિકેટ ગુમાવીને 101 રન બનાવી લીધા હતા. લંચ બાદ પણ ઓસ્ટ્રેલિયાના બન્ને ખેલાડી પોન્ટિંગ અને વોટ્સને વિસ્ફોટક અંદાજ જાળવી રાખ્યું છે. પોન્ટિંગે 100 બોલનો સામનો કરીને 9 ચોગ્ગાની મદદથી 63 જ્યારે વોટ્સને 103 બોલનો સામનો કરીને 5 ચોગ્ગાની મદથી 50 રન બનાવ્યા છે.પોન્ટિંગે કહ્યું છે કે, તેઓએ સારી તૈયારી કરી છે. અમને પ્રેક્ટિસ કરવાનો સારો એવો સમય મળ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી અમારા સમયની શ્રેષ્ઠ શ્રેણીમાની એક છે.ભારત ટોસથી ખૂશ થયું નથી. ધોનીએ કહ્યું છે કે, અમારે સારું પ્રદર્શન કરવું પડશે. અમે પ્રેક્ટિસ કરવા માટે પુરતો સમય મળ્યો હતો. આશા રાખું છું કે વિવાદો મેચથી દૂર રહેશે અને સારી રમત જોવા મળશે. હરભજન ફીટ છે અને તે મોહાલી ટેસ્ટ રમશે. ટીમ ઇન્ડિયાના અંતિમ 11 ખેલાડીમાં સૌરાષ્ટ્રના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાનો સમાવેશ કરવામં આવ્યો નથી.


ચીન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ શરૂ

ચીની મુદ્રા યુઆનને લઇને અમેરિકા અને ચીન એકબીજાની સામસામે આવી ગયા છે. અમેરિકાએ તેના મૂલ્યમાં કથિત ચીની હેરાફેરીને રોકવા માટે એક પ્રસ્તાવ પાસ કર્યો છે. ઓબામા પ્રશાસનનું કહેવું છે કે આની અસર અમેરિકાની નોકરીઓ પર પડી રહી છે. આ પ્રસ્તાવ સામે ચીને ઉગ્ર વિરોધ કર્યો છે. તેણે આ પ્રસ્તાવને ડબલ્યુટીઓના નિયમોના ઉલ્લંઘન સમાન ગણાવ્યા છે.
અમેરિકી સંસદે ઓબામા પ્રશાસનને યુઆનના હાલના મૂલ્ય કરતા નીચે રાખવા માટે ચીને કહ્યું હતું. પરંતુ આ સામે કાનૂની કાર્યવાહી કરતો એક પ્રસ્તાવ અમેરિકી સંસદે પસાર કર્યો છે. સંસદના નીચલા સદન જનપ્રતિનિધિ સભાએ વિધેયકને 348 મત સાથે પસાર કર્યો છે.આ વિધેયક અમેરિકી કંપનીઓને યુઆનની નબળાઈના કારણે લાભ મેળવનારાઓ વિરુદ્ધ વેપાર ફરિયાદ દાખલ કરવાનો અધિકાર આપશે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા યાઓ જિયાને અમેરિકા દ્વારા પસાર કરવામાં આવેલા વિધેયક સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા જિયાંગ યુ જણાવે છે કે અમેરિકાના નીતિ નિર્માતાઓએ ચીન-અમેરિકા વેપારને સમજવો જોઇએ. સાથે જ બંને દેશના લોકો અને પૂરી દુનિયાના હિતોને ધ્યાનમાં રાખીને આવા પ્રસ્તાવને રદ કરી દેવા જોઇએ.


અનિલ અંબાણી કરતા પણ ધનિક છે આ ભારતીય મહિલા

પ્રખ્યાત બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે ભારતના 100 સૌથી વધારે ધનિક લોકોની એક લિસ્ટ તૈયાર કરી છે. આ લિસ્ટમાં પાંચ મહિલાઓના નામ પણ શામિલ છે.તેમાં ઓ પી જિંન્દાલ જૂથની અધ્યક્ષ સાવિત્રી જિન્દાલ મહિલા ધનિકોના લિસ્ટમાં સૌથી ઉપર છે. ભારતના 100 ધનિકોના આ લિસ્ટમાં સાવિત્રીને 5મું સ્થાન પ્રાપ્ત થયુ છે.ધનિકોની બાબતમાં ખ્યાતનામ બિઝનેસ ટાયકૂન અનિલ અંબાણીને પણ પાછળ રાખીને સાવિત્રીએ આ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.આટલું જ નહી સાવિત્રી જિન્દાલ સતત ચોથા વર્ષે સૌથી ધનિક ભારતિય મહિલાના લિસ્ટમાં બનેલી છે. તેમની કુલ સંપત્તિ 14.4 અબજ ડૉલરની છે.ત્યાજ એડીએજી ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણી પાછલા વર્ષના ત્રીજા સ્થાન પરથી ખસીને આ વર્ષે છઠ્ઠા સ્થાને આવી ગયા છે. તેમની કુલ સંપત્તિ 13.3 અબજ ડૉલરની છે. આ લિસ્ટમાં પાછલા વર્ષે સાવિત્રી જિન્દાલ 7માં સ્થાને બનેલી હતી.ભારતની મહિલા ધનિકોની વાત કરવામાં આવે તો ફોર્બ્સના આ તાજા લિસ્ટમાં બેનેટ કોલમેન એન્ડ કંપનીની અધ્યક્ષ ઇન્દૂ જેન, થર્મેક્સ જૂથની અનુ આગા, બાયોકાનની કિરણ મજૂમદાર શા અને હિન્દુસ્તાન ટાઈમ્સની શોભના ભરતિયાનું નામ શામેલ છે.


અયોધ્યા નિર્ણય વિરુદ્ધ પાકિસ્તાનમાં પ્રદર્શન

રામજન્મભૂમિ પર આવેલા નિર્ણયથી પાકિસ્તાનના કેટલાંક શહેરોમાં છૂટાછવાયા પ્રદર્શન ગઈકાલે થયા હતા. અહીંના ધાર્મિક મામલાના મંત્રીનો દાવો છે કે આ ચુકાદો હિન્દુઓની તરફેણમાં છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચનો વિવાદિત સ્થળને ત્રણ સરખા ભાગે વહેંચવાના આ નિર્ણય સામે મુલ્તાન શહેરના વ્યવસાયિકોના એક સંગઠને દેખાવો કર્યા હતા.સંગઠનના સભ્યોએ અદાલતના નિર્ણય વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. દક્ષિણના હૈદરાબાદ શહેરમાં પણ સુન્ની તહેરીકે હૈદર ચોક પર પ્રદર્શન કર્યું હતું. ડઝન જેટલા પ્રદર્શનકારોએ પ્રદર્શન કર્યા પછી અહીંયા ટાયરો બાળ્યા હતા. તેમણે અયોધ્યાના આ નિર્ણયને મુસ્લિમોની ઈચ્છા વિરુદ્ધનો ગણાવ્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે જો પાક સરકાર આ નિર્ણયને સ્વીકારી લેશે તો તેઓ વિરોધ પ્રદર્શન વધારશે.ઈસ્લામાબાદમાં ધાર્મિક મામલાઓના મંત્રી કાઝમીએ નિવેદન કર્યું હતું કે અદાલતે બાબરી મસ્જિદ મામલામાં રાજનૈતિક નિર્ણય આપ્યો છે, જે સંપૂર્ણ રીતે હિન્દુ સમુદાયની તરફેણમાં છે. તેમે સરકારી ચેનલ પીટીવીને કહ્યું છે કે એકતરફી નિર્ણયના કારણે ભારતમાં મુસ્લિમોને તેમનો હક મળી શક્યો નથી.


‘ભારત પાકિસ્તાનને ક્યારેય મદદ કરતું નથી’

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત અને એશિયન રાષ્ટ્રો પાસેથી મદદ લેવાનું બંધ કરવું જોઇએ અને પોતાની સમસ્યાનું નિરાકરણ જાતે જ લાવવું જોઇએ તેમ પાકિસ્તાનની વનડે અને ટી-20 ક્રિકેટ ટીમના સુકાની શાહિદ આફ્રિદીનું કહેવું છે.આફ્રિદીને જ્યારે ચેમ્પિયન્સ લીગમાં પાકિસ્તાનની અનઉપસ્થિતિ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ભારત ક્યારેય પણ પાકિસ્તાન ક્રિકેટને ટેકારૂપ થતું નથી. ચેમ્પિયન્સ લીગને બાદ કરો તો પણ ક્યારે ભારતે પાકિસ્તાન ક્રિકેટને ટેકો કર્યો છે.જીઓ ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં આફ્રિદીએ કહ્યું કે, સાચી હકિકત તો એ છે કે આપણે હંમેશા ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશને મદદ કરતા આવ્યા છીએ, પંરતુ જ્યારે આપણે તેઓની પાસેથી મદદની જરૂર હોય છે ત્યારે તેઓ આપણને હાંસિયામાં ધકેલી દે છે.હવે એ સમય આવી ગયો છે કે આપણે સમજી જઇએ કે માત્ર ભારત અને શ્રીલંકા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પાકિસ્તાનનું કોઇ મિત્ર નથી. તેથી આપણે જાતે જ આપણી સમસ્યાઓનું નિરાકરણ શોધવું પડશે તેમ આફ્રિદીએ જણાવ્યું છે.


વડોદરા: મોડીરાત્રે પાણીગેટમાં પથ્થરમારો

શહેરમાં આજે અંજપાભરી શાંતિ વચ્ચે સમગ્ર દિવસ પસાર થયા બાદ રાતે અત્યંત સંવેદનશીલ એવા પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં બેચાર પથરા ફેંકતાં સમગ્ર વિસ્તારમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. તો બીજી તરફ મોડી રાત્રે કોટયાર્ક નગર પાસે બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો.અયોધ્યા કેસના ચુકાદાના પગલે શહેરમાં તોફાનો થશે કે કેમ તેની અટકળો અને દહેશત વચ્ચે સમગ્ર દિવસ શાંતિથી પસાર થતાં શહેરીજનો સહિત પોલીસતંત્રે પણ રાહતનો દમ લીધો હતો. જોકે રાતે નવ વાગે શહેરના અત્યંત સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારના બાવામાનપુરા, વીમા દવાખાના પાસેની વસ્તી પર અન્ય કોમના કેટલાક યુવકોએ પથ્થરમારો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો.આ બનાવના પગલે બંને કોમનાં ટોળાં બહાર આવી જતાં પરિસ્થિતિ તંગ બની હતી. જોકે આ બનાવની જાણ થતાં જ ડીસીપી શ્રીમાળી તેમજ પાણીગેટ પીઆઈ બેન્કર સહિતના પોલીસનો જંગી કાફલો આ વિસ્તારમાં દોડી ગયો હતો. આ વિસ્તારના કેટલાક અગ્રણીઓએ પથ્થરમારા અંગે પોલીસ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજુઆતો પણ કરી કોમી તોફાનની આગને પલીતો ચાંપનારાં તત્વોને પકડવાની માગણી કરી હતી. પોલીસે રજુઆતો સાંભળી બંને કોમનાં ટોળાંની સમજાવટ કરીને વિખેરી નાખતાં મામલો થાળે પડ્યો હતો.મોડી રાત્રે પાણીગેટ વિસ્તારના મહેંદી નગરમાંથી હથિયારો સાથે બુકાનીધારી શખ્સોનું ટોળુ કોટયાર્ક નગર તરફ ધસી આવતા ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. એક તબક્કે કોટેશ્વર મહાદેવ મંદિર ઉપર પથ્થરમારો થતાં પરિસ્થિતી બે કાબુ બની હતી અને કોટયાર્ક નગરમાં બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો. જેને પગલે અફવા બજાર ગરમ બન્યુ હતુ. આ અંગેની જાણ થતા પાણીગેટ પીઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ટોળા વિખેરી નાખ્યા હતા. જોકે બનાવના પગલે જાતભાતની અફવાઓ ફેલાવવા માડતાં દિવસભર સંયમ જાળવી શાંતિ અનુભવતા શહેરીજનોનો જીવ તાળવે ચોટ્યો હતો.


સતત ત્રીજા વર્ષે મુકેશ અંબાણી શ્રીમંત ભારતીય

અમેરિકન સામિયક ‘ફોર્બ્સ’ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી ભારતના ૧૦૦ સૌથી ધનવાનોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ટોચના ક્રમે રહ્યા છે. તેમની સંપત્તિ ૨૭ અબજ ડોલરની દર્શાવાઈ છે. તેમણે લક્ષ્મી નિવાસ મિત્તલ અને અઝીમ પ્રેમજીને પાછળ રાખી દીધા છે. ૧૦૦ ધનવાનોની કુલ સંપત્તિ ૩૦૦ અબજ ડોલર થઈ ગઈ છે, જે ગયા વર્ષે ૨૭૬ અબજ ડોલર હતી.ફોર્બ્સની આ યાદીમાં મુકેશ અંબાણી પછી બીજા ક્રમે લક્ષ્મી મિત્તલ છે, જેમની સંપત્તિ ૨૬.૧ અબજ ડોલર છે. જોકે આ બન્ને બિલિયોનેર્સની સંપત્તિમાં ગયા વર્ષ કરતાં ૧૫ ટકા ઘટાડો થયો હોવાનું પણ ફોબ્ર્સે નોંધ્યું છે. મુકેશના ભાઈ અનિલ અંબાણીએ તેમનું ત્રીજું સ્થાન ગુમાવ્યું છે. આ સ્થાન પર વિપ્રોના અઝીમ પ્રેમજી છે, જેમની સંપત્તિ ૧૭.૬ અબજ ડોલર છે. અનિલ છઠ્ઠા ક્રમ પર રહ્યા છે. અનિલની સંપત્તિ ૧૩.૩ અબજ ડોલર છે.યાદીમાં ચોથા ક્રમે એસ્સાર જુથના શશી રૂઈયા અને રવિ રૂઈયા બંધુઓ છે, જેમની સંયુક્ત સંપત્તિ ૧૫ અબજ ડોલરની છે. એસ્સારને લંડનમાં તેની કંપનીના આઈપીઓ મારફતે ૧.૮૫ અબજ ડોલર એકત્ર કર્યા તેનો મોટો ફાયદો થયો છે. પાંચમાં ક્રમે ૧૪.૪ અબજ ડોલરની સંપત્તિ સાથે ઓ.પી. જિન્દાલ ગ્રુપના સાવિત્રી જિન્દાલ છે. અદાણી જુથના ગૌતમ અદાણી ૧૦.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં સાતમા ક્રમે રહ્યા છે.આઠમા ક્રમે ડીએલએફના કુશલપાલસિંઘ છે. જોકે રિયલ્ટીમાં નોંધપાત્ર સુધારો છતાં તેમની સંપત્તિમાં તો ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. નવમા ક્રમે ભારતી એરટેલના સુનિલ મિત્તલ છે. ૧૦મા ક્રમ પર કુમારમંગલમ બિરલાનો સમાવેશ કરાયો છે. સુઝલોનના તુલસી તંતી ગયા વર્ષે ૩૩મા ક્રમ પર હતા, પરંતુ કંપનીનું ઋણ વધી જતા તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે, જેને કારણે તેઓ આ યાદીમાં ૬૯મા ક્રમે ધકેલાઈ ગયા છે. પાંચ મહિલાઓ પણ છવાઈ, સાવિત્રી જિન્દાલ સૌથી ધનવાન ફોર્બ્સની ભારતીય ધનવાનોની ૨૦૧૦ની યાદીમાં પાંચ મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. તેમાં ઓ.પી. જિન્દાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિન્દાલનો સમાવેશ છે. તેમની સંપત્તિ અનિલ અંબાણી કરતાં પણ વધારે થઈ ગઈ છે અને તેઓ યાદીમાં પાંચમા ક્રમે આવી ગયા છે. તેમની સંપત્તિ ૧૪.૪ અભજ ડોલરની છે.


જ્યારે ઓસ્ટ્રેલિયાના પબમાં ઈમરાનને પ્રવેશ ના મળ્યો

બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મી ઓસ્ટ્રેલિયાને વંશીય દેશ માનવા તૈયાર નથી પંરતુ ફિલ્મ ક્રૂકના શુટિંગ દરમિયાન ઈમરાન સહિત ક્રૂ ફિલ્મના યુનિટને ઓસીના એક પબમાં પ્રવેશ આપવા દેવામાં આવ્યો નહોતો.નવાઈની વાત તો એ છે કે, પબનો બાઉન્સર એક ભારતીય હતો અને તેણે ફિલ્મના તમામ સભ્યોને બહાર નીકાળી કાઢ્યા હતા.આ સિવાય કૂ ફિલ્મને નોટિસ પણ ફટકારી હતી. વર્ક વિઝા અને પરમિટ વગર ઓસ્ટ્રેલિયામાં કામ કરી શકે નહિ તે અંગેની નોટિસ આપવામાં આવી હતી.ફિલ્મ દિગ્દર્શક મોહિક સૂરીએ જણાવ્યું હતું કે, તેઓ મુંબઈ પરત ફરે તે માટે ઘણાં જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંય સમયથી ઓસ્ટ્રેલિયામાં ભારતીયો નિશાના પર છે. ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ પર ઘણાં જ હુમલા થયા છે.ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ત્યાં મોટા ભાગે પંજાબી ટેક્સી ડ્રાઈવર હોય છે. કેટલાંક સમય પહેલા સુરિંદર સિંહ નામના વિદ્યાર્થીની એટલા માટે ધોલાઈ કરવામાં આવી હતી કે, તે ટેક્સીમાં સિંહ ઈઝ કિંગનું ગીત સાંભળી રહ્યો હતો.


નોકિયા સ્માર્ટફોન E-5નો 27 દિવસનો બેટરી બેક અપ

દુનિયાભરના મોબાઇલ બજાર ઉપર કબ્જો કરવાના ઇરાદા સાથે નોકિયા તરફથી અવનવા મોબાઇલ હેન્ડસેટ લૉન્ચ કરવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે.તાજેતરમાં જ સ્માર્ટફોન કેટેગરીમાં ઈ-7 (E-7)ને લૉન્ચ કર્યા પછી હવે નોકિયાએ પોતાનો નવો સ્માર્ટફોન E-5ને બજારમાં લૉન્ચ કર્યો છે.ઈ-5 એક મિડ રેન્જ સ્માર્ટફોન મોબાઇલ છે જેમાં ક્વાર્ટી કીપેડ લગાવામાં આવ્યુ છે. આ ફોનમાં 5 મેગાપિક્સલનો દમદાર કેમેરો લગાડવામાં આવ્યો છે.કંપનીનો દાવો છે કે E-5ની પિક્ચર ક્વોલિટી જબરદસ્ત રિઝલ્ટ આપશે. આ સ્માર્ટફોન મોબાઇલમાં 3જી સુવિધાની સાથોસાથ વાઈફાઈ અને બ્લુટૂથ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.ખાસ વાત એ છે કે આ ફોનમાં તમને સતત 12.5 કલાકનો બેટરી બેક અપ ટૉલ્કટાઇમ મળશે સરળ ભાષામાં બોલીએ તો સતત તમે 12.5 કલાક સૂધી ફોન ઉપર વાત ચાલુ રાખી શકો છો બેટરી ડાઉન નહી થાય.કંપની એવો પણ દાવો છે કે આ સ્માર્ટફોનની બેટરી સ્ટેન્ડ બાઇ મોડ ઉપર 670 કલાક એટલે કે 27 દિવસ સુધી ચાલી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત છે 12,699 રૂપિયા 'ઓન્લી'.મોબાઇલ ફોનના બજારમાં ઈ-5ની સીધી ટક્કર બ્લેકબેરી કર્વ 8520 સાથે થશે, જેમાં બ્લેકબેરીની પોતાની ઑપરેટિંગ સિસ્ટમ, બ્લેકબેરી ઓ એસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.જોકે ભાઈ કેમેરાની બાબતમાં તે નોકિયાના આ સ્માર્ટફોનની સરખામણીએ પાછળ છે. કારણ કે તેમા 2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.