04 September 2010

રાજકોટ આઠમે રજા રાખી મેઘો ફરી મંડાયો, સવા બે ઇંચ વરસાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ આઠમે રજા રાખી મેઘો ફરી મંડાયો, સવા બે ઇંચ વરસાદ

રાજકોટમાં મેઘરાજાએ તહેવારના આનંદ ઉપર આજે ફરી પાણી ફેરવી દીધું હતું. ગઇકાલે માત્ર એક જ દિવસ આઠમ ઉપર પોરો ખાધા બાદ આજે દિવસ આખોવરસાદ વરસતા લોકોનો ફરવા જવાનો મૂડ ઓફ થઇ ગયો હતો. મેળાની મજા પણ બગડી હતી. દિવસ આખો નોનસ્ટોપ વરસાદ વરસતા મોડી સાંજ સુધીમાં અઢી ઇંચથી વધુ પાણી પડી ગયું હતું.છેલ્લા એક પખવાડિયાથી વરસાદી માહોલથી લોકો હવે કંટાળી ગયા છે. સાતમ-આઠમના તહેવાર ઉપર તો મેઘરાજા છુટકારો આપે એવી લોકોની આશા ઉપર પણ પાણી ફેરવી દીધું છે. સાતમ ઉપર પણ મજા બગાડી. એકમાત્ર ગઇકાલે આઠમ ઉપર નિરાંત રહી હતી. કાલે આખો દિવસ આકાશ ચોખ્ખું રહ્યું હતું.એ જોઇ લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને તહેવારના બાકીના બે દિવસ મોજ માણીશું એવો ઉત્સાહ જાગ્યો હતો પરંતુ આજે ફરી મેઘરાજાએ ડેબા તંબૂ તાણી લીધા હતા અને આખો દિવસ ક્યારેક ધીંગી ધારે તો ક્યારેક ધીમી ધારે એમ સતત વરસાદ ચાલુ રહેતાં બધા ઉત્સાહ ઉપર પાણી ફરી વળ્યું હતું. આજે મોડી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આખો દિવસ વરસાદ ચાલુ રહેતા રસ્તા પર સતત પાણી ભરાયેલા રહ્યા હતા.વરસાદનો રેકોર્ડ તૂટવામાં માત્ર ૬.૨પ ઇંચનું જ છેટું -રાજકોટમાં આ વખતે અપરંપાર મેઘકૃપા વરસી છે. હવે તો ખમૈયા કરો એવી વિનંતી મેઘરાજાને કરવી પડે તેટલી ધરપત આપી દીધી છે. રાજકોટનો વરસાદનો રેકોર્ડ પ૬.૨પ ઇંચનો છે. આ વર્ષે આજનો વરસાદ મળીને કુલ૧૨પ૦ મી.મી. એટલે કે પ૦ ઇંચ થઇ ગયો છે. રેકોર્ડ તૂટવામાં હવે ૬.૨પ ઇંચનું જ છેટંુ રહી ગયું છે. કુલ વરસાદનો એક નવો ઈતિહાસ આ વર્ષે સર્જાય એવુ હજુ પણ વાતાવરણ પરથી માની શકાય તેમ છે.


રાજકોટના મનપાની ભૂલે પ્રધ્યુમ્ન પાર્ક ઝૂના સહેલાણીઓની મજા બગાડી

સહેજ એવા વરસાદમાં પણ ઢંગધડા વગરના પુલ પરથી વહેતું રાંદરડાના ઓવરફ્લોનું કમરડૂબ પાણી, માત્ર આઠમે જ આખો દિવસ ખુલ્લું રહી શક્યું! આજે શનિવારે ઝૂ બંધ રહેશે.પ્રધ્યુમનપાર્ક ઝૂ જવા માટે વચ્ચેથી વહેતી નદી પર મનપાએ રૂ. ૩૦ લાખના ખર્ચે બનાવેલો પુલ રાંદરડાના ઓવરફ્લોનું પાણી રોકતું હોય સહેજ એવા વરસાદમાં પણ પુલ પરથી કમરડૂબ પાણી વહેતું હોય છે. આવી સ્થિતિમાં સાતમ-આઠમના તહેવાર પર ઝૂ જોવા આવનારા સહેલાણીઓની મજા બગડી ગઇ હતી. માત્ર આઠમે જ આખો દિવસ ઝૂ ચાલુ રહી શક્યું હતું. એ સિવાય સાતમે સવારે દસ વાગ્યાથી આખો દિવસ અને આજે નોમના દિવસે પણ બપોર પછી ઝૂ બંધ રાખવાની ફરજ પડી હતી!ઝૂની ટિકિટ બારી સામેના ભાગે નિચાણમાં બનાવેલો પુલ જે તે વખતે તૈયાર થતો હતો ત્યારે જ ટેકનિકલ દ્રષ્ટિએ ભયસ્થાન દેખાઇ ગયુ હતુ. અહીં પુલ નીચે એક-એક ફૂટના આઠથી દસ ભૂંગળા મૂકી માથે સ્લેબ ખડકી દેવાયો છે. હાલ રાંદરડા ઓવરફ્લો થઇ ગયેલો છે અને એવામાં જો ભારે ઝાપટું પડે તો વધારાનું પાણી ભુંગળામાંથી પસાર થઇ ન શકતા પુલ પર ગોઠણ ડૂબી જાય તેટલું વહે છે. આવી સ્થિતિમાં પુલના કારણે ઝૂ જઇ શકાય એવી હાલત નથી રહેતી. સાતમના દિવસે પણ સવારે દસ વાગ્યા પછી વરસાદ આવતા ઝૂ લગભગ બંધ જેવું જ રહ્યું હતું. ગઇકાલે આઠમે વરસાદ ન હતો એટલે સહેલાણીઓને કંઇ વાંધો ન આવ્યો પણ આજે નોમના દિવસે ધોધમાર વરસાદથી બપોર બાદ સહેલાણીઓ ઝૂ જઇ શકે એવી સ્થિતિ રહી શકી ન હતી. ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે શનિવારે પણ ઝૂ બંધ રાખવામાં આવશે એવી ઝૂ સત્તાવાળાઓએ આજે મોડી સાંજે જાહેર કર્યું હતું.સાતમના દિવસે સવારે દસ વાગ્યા પછી ઝૂ બંધ હતું એ પહેલા ૧પ૦૦ જેટલા સહેલાણીઓ મુલાકાત લઇ શક્યા હતા. કાલે આખો દિવસ વરસાદનો વિરામ હોવાથી ૧પ હજાર જેટલા લોકો ઝૂ આવ્યા હતા. કાલે આઠમના દિવસે તંત્રને રૂ. એક લાખ અને પાંચ હજારની આવક થઇ હતી. બાદમાં આજે બપોર પછી વરસાદના કારણે ઝૂ બંધ રહ્યું હતું. બપોર પહેલા ૪ હજાર લોકો આવ્યા હતા અને તંત્રને રૂ. ૩૪ હજારની આવક થઇ હતી.


રાજકોટના લોકમેળામાં ચાર દિવસમાં ૧૭પ ટન કચરો નીકળ્યો

લોકમેળામાં મહાપાલિકાએ સફાઇ અને આરોગ્ય સહિતની ટુકડીઓને રાઉન્ડ ધી કલોક કાર્યરત રાખી છે. આમ તો વરસાદી માહોલની અસર મેળા પર વર્તાઇ રહી છે એમ છતાં આ ચાર દિવસમાં મેળાના મેદાનમાંથી ૧૭પ ટનથી વધુ કચરો નીકળ્યો છે. રોજ રાત્રે સફાઇ કામદારો સવાર સુધી મેદાનમાં કચરો ઉસેટવામાં કામે લાગે છે.મહાપાલિકાએ ત્રણ શિફ્ટમાં ૧૯૦થી વધુ સફાઇ કામદારોને મેળામાં સફાઇની ફરજ માટે રોક્યા છે. સેનેટરી મંડળીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. અને સફાઇ કામગીરી ઉપર પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર નજર રાખી રાખ્યા છે. આમ તો વરસાદના કારણે મેળામાં દર વર્ષે હોય એવી ભીડ જામતી નથી. વરસાદ ચાલુ હોય ત્યારે મેળા ખાલીખમ્મ હોય છે. વરસાદનો વિરામ હોય ત્યારે લોકો ઉમટી રહ્યા છે. છઠ્ઠાના દિવસે તો મેળામાં જુજ સંખ્યા જ હતી.સાતમ ઉપર આખો દિવસ વરસાદ રહ્યો પણ રાત્રે વિરામ લેતાની સાથે જ લોકો ઉમટી પડ્યા હતા અને સાતમ ઉપર ૪પ ટનથી વધુ કચરો નીકળ્યો હતો. ગઇકાલે આઠમ ઉપર આખો દિવસ મેળામાં રસ રહ્યો હતો અને આ એ દિવસે ૬૦ ટન કચરો કાઢવામાં આવ્યો હતો. આજે શુક્રવારે સાંજ પછી મેળામાં ચિક્કાર ભીડ હતી.આજે પણ મેદાનમાંથી પ૦ ટન જેટલો કચરો એકત્ર થઇ ચુકયો છે. દરમિયાન સ્ટોલ પાસે કચરો કરતા હોય એવા લોકો પાસેથી કુલ રૂ. ૩૭૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

રાજકોટ : મેળામાં સ્ટીમ ઢોકળા, અમેરિકન મકાઇની માંગ

રાજકોટના લોકમેળામાં આમ તો આ વર્ષે કાંઇ પણ ખાવું જોખમી છે છતાં લોકો ભવિષ્યની ચિંતા કર્યા વગર,‘આજનો લ્હાવો લઇએ જી રે કાલ કોણે દીઠી છે’એવું માનીને ખાણી-પીણીની મજા લઇ રહ્યા છે.મેળો હોય કે તે સિવાયની હોટેલ બધું પેક રહે છે.જો કે મેળામાં લોકો મોટાભાગે વાસી ખોરાક લેવાનું ટાળી રહ્યા છે પરંતુ તે પણ સાવ તો બંધ નથી જ. છતાં ગરમ અને પૌષ્ટિક કહેવાય તેવી ચીજો લોકો ખાઇ રહ્યાછે.લોકમેળામાં દરવર્ષની જેમ પાઉંભાજી, ભેળ , ભજિયાં, પેટીસ, સેન્ડવીચ, પીઝા,પાણીપુરી,સેવપુરી જેવી સંખ્યાબંધ વસ્તુઓ મળે જ છે પરંતુ જે લોકો ‘હવાનું રૂખ’સમજે છે તેઓ વાસી કે વસ્તુઓ ખાવાનું ટાળે છે. મેળામાં સ્ટીમ ઢોકળાના જેટલાં સ્ટોલ છે ત્યાં ભીડ વધારે છે.ગરમ ગરમ ઢોકળાં,લસણની ચટણી-તેલ ખાવાની મજા લોકો લઇ રહ્યાં છે.ઢોકળાં ખાવાથી પેટને વધારે નુકસાન થતું નથી.સાથે જ રાજકોટના લોકોની પ્રિય વાનગી,રાત્રે જમ્યા પછીનો નાસ્તો તેવી અમેરિકન મકાઇના સ્ટોલ પણ ફુલ છે.મેળામાં ભેળ કરતાં પણ વધારે ખવાતું હોય તો એ છે ‘કાઠિયાવાડી ખીચું’ ગરમ ખીચું, એમાં તેલ અને મરચાંનો ભુક્કો આ ઘરઘરાઉ ડીસ પણ હવે મેળાના સ્ટોલની વાગગી બની છે. લોકો ચમચીથી અને છેલ્લે તો આંગળાં ચાટીને ખીચું ખાય છે.ગરમ પાઉંભાજી અને રગડો તેમજ વડાપાંઉ વરસાદી સીઝનને લીધે ઉપડે છે પરંતુ શહેરી પ્રજા તે ખાતી નથી. ફ્રૂટ ડીસના પણ સ્ટોલ છે પરંતુ ખુલ્લા ફળ ખાવામાં પણ લોકો પરેજ રાખતા જોવા મળ્યા હતા.
બ્રાન્ડેડ અને લોકલ આઇસક્રીમનું મહત્વ મેળામાં યથાવત છે.વિવિધ પ્રકારની કેન્ડી અને કોન મેળો માણનારાઓ ખાઇ રહ્યા છે.કપમાં પણ તેટલો જ આઇસક્રીમ ખવાય છે.સસ્તા જયુસ લોકો બેફામ પીવે છે જે રોગચાળો સર્જી શકે છે.પાણીના પાઉચનું પણ એવું જ ધૂમ વેચાણ છે.


માર્ગો પરનું વરસાદી પાણી બોરથી જમીનમાં ઉતારાશે

રાજકોટમાં વર્ષ ભલે ગમે તેવું સારુ ગયુ હોય છતાં બીજા વર્ષે ચોમાસુ મોડુ પડે એટલે પાણીના સાંસા પડતા હોવાની કમનસીબી વર્ષોથી ચાલી આવે છે. ડેમમાં તો ઠીક તળ પણ સૂક્કા ભઠ્ઠ થઇ જાય છે. ડંકીઓ ડચકા ખાઇ જાય છે ને બોર પણ ડૂકી જાય છે.
આવી સ્થિતિમાં મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે જળ સમસ્યા સામે લોકભાગીદારીના અભિગમથી ઘરગથ્થુ ઉપચાર શોધી કાઢી રાજકોટમાં વરસતું પાણી રાજકોટની જ ધરતીમાં ઉતારવાનું એક પથદર્શક અભિયાન ઉપાડ્યું છે. તેના પ્રથમ પ્રયોગને જબરી સફળતા પણ મળી છે.રાજકોટમાં અત્યાર સુધીના વરસાદનો રેકોર્ડ તૂટવામાં હાથવેંતનું જ છેટું છે. જો કે એ વાત અલગ છે કે, વરસાદના ચાર-ચાર રાઉન્ડ આવ્યા ત્યાંરે છેક જળાશયોમાં શહેરનું વર્ષ આખું ચાલે તેટલુ પાણી આવ્યું છે. તેનું એકમાત્ર કારણ એ છે કે, જળાશય ઉપર વરસાદ ઓછો પડ્યો છે. મોટાભાગનો વરસાદ માર્ગો પર નદીની જેમ વહી વોંકળા મારફત શહેરની બહાર વહી ગયું છે.જે વર્ષે ચોમાસુ મોડુ થાય ત્યારે કમસેકમ તળ સાજા હોય તો પણ લોકોને થોડીઘણી રાહત તો થાય જ. આ જ વાસ્તવિકતાને નજર સમક્ષ રાખી આર્કિટેક ઇલાબેન લોઢવિયાને જે વિસ્તારમાં વરસાદી પાણી તળાવડાની જેમ ભરાય છે ત્યાં બોર બનાવી પાણી જમીનમાં ઉતારવાનો વિચાર સૂજ્યો. તેમના આ વિચારને મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે વધાવી લઇ જળસંચયની દિશામાં રાજકોટ માટે એક વૈચારિક ક્રાંતિ કહી શકાય એવો ઘરગથ્થો ઉપાયને અમલમાં મૂકી લોકભાગીદારીથી આ અભિયાનને આગળ વધારવાનું શરૂ કર્યું. ખુશીના સમાચાર એ છે કે, પ્રથમ પ્રયોગમાં જ જબરી સફળતા મળી છે. પ્રથમ બોર વિરાણી રોડ પર હેમુગઢવી હોલ પાસેસરગમ ક્લબના લોકભાગીદારીથી બનાવવામા આવ્યો છે. આ જગ્યાએ પહેલાની જેમ લાંબા સમય સુધી પાણી ભરાયેલુ નથી રહેતુ અને બધુ જ પાણી બોર વાટે જમીનમાં સળસળાટ ઉતરી જાય છે. આર્કિટેક ઇલાબેનની ઓફિસ સરદારનગર મેઇન રોડ ઉપર પણ વેપારીઓની લોકભાગીદારીથી બનાવવામા આવેલા બોરને પણ આવી જ સફળતા મળી છે.પ્રથમ પ્રયોગોમાં જ આવી જબરી સફળતાનેજોઇને હવે આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં જ્યાં પાણી ભરાવવાની સમસ્યા છે અને ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બોર કરી શકાય એમ હોય એવા આવા તમામ વિસ્તારોમાં રોડની સાઇડમાં નડતરરૂપ ન થાય એ રીતે શક્ય એટલા બોર બનાવવાની તૈયારી હોવાનું મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે જણાવ્યું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે, કૂવા રિચાર્જ તથા ચેક ડેમ નિર્માણ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતે જળ સંચયના ક્ષેત્રે એક અદ્દભૂત ક્રાંતિ સર્જી સમગ્ર રાષ્ટ્રને રાહ ચિંધ્યો છે. એ ઝુંબેશન મીઠા ફળ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને મળી રહ્યા છે. તેજ રીતે રાજકોટ મનપાએ આ નવો પ્રયોગ હાથ ધરી એક નવી ક્રાંતિના મંડાણ કર્યા છે. જેનો શહેરને ફાયદો મળશે.


મોદીના ભાષણ માટે શાળાઓમાં રજા રદ્દ

હાલ ફેસ્ટીવલ મૂડ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ રજાની મજા માણવામાં પડ્યા છે. સોમવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ તા. પમી શિક્ષક દિને રવિવાર આવતો હોય તેના આગલા દિવસે મુખ્યમંત્રી મોદીના ઓનલાઇન ભાષણનું આયોજન કરી કાલે શનિવારે શાળાઓ ચાલુ રાખવાનો ફતવો છેલ્લી ઘડીએ શાળા સંચાલકોને અપાતા સંચાલકો ઘાંઘાં થયા છે.જો કે કાલે વિદ્યાર્થીઓ શાળાએ નહીં જ આવે એ નિશ્વિત વાત છે અને માત્રને માત્ર શિક્ષકોને જ ભાષણ સાંભળવાનું રહેશે એ પણ એટલી જ નક્કી વાત છે! છેલ્લા બે વર્ષથી શિક્ષક દિનના રોજ ગુજરાત સરકારની બીઆઇએસએજી સેટેલાઇન ચેનલ પર તમામ શાળાઓમાં મુખ્યમંત્રીના ઓનલાઇન પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. પરમ દિવસે જ તા. પ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. બીજીબાજુ ગત સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં એક સપ્તાહનું વેકેશન જાહેર કરાયેલું છે. ૧પમી ઓગસ્ટે રવિવારે પણ બાળકોને વાઇબ્રન્ટ ઉજવણીના ભપકામાં પરાણે સામેલ કરવા શાળાઓ ચાલુ રખાઇ હતી અને એ દિવસની રવિવારની રજાને આવતીકાલે શનિવારે રજા રાખી એકઝેસ્ટ કરી અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરાયેલું હતું.એવામાં છેલ્લી ઘડીએ જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ આવતીકાલે શનિવારની રજા રદ હોવાનો પરપિત્ર કાઢ્યો છે. પ સપ્ટેમ્બરે શિક્ષક દિન હોય મુખ્યમંત્રીના ઓનલાઇન ભાષણ માટે શાળા ચાલુ રાખવાનો આ ફતવો શાળા સંચાલકોને છેક ગણતરીની કલાકો પહેલા ખબર પડતા તેઓ પણ ઘાંઘા થયા છે. વિદ્યાર્થીઓને રજા રદ થવા અંગે એક જ દિવસમાં કઇ રીતે જાણ કરવી? એવી વિમાસણમાં મૂકાયા છે. જો કે બીજીબાજુ સ્થિતિ એ પણ થવાની છે કે, વિદ્યાર્થીઓમાં ફેસ્ટીવલ મૂડ હોય રદ થયેલી રજાના દિવસમાં કાલે નહીં જ આવે એ નિશ્વિત વાત છે.ડીઇઓ બગડા, મેસેજ આપતા ભૂલી ગયા કે સંદેશો પ્રોપર ચેનલ મારફતે ન પહોંચ્યો?રજા રદ થઇ હોવાનો સંદેશો છેલ્લી ઘડીએ મળ્યો હોવાનું મોટાભાગની શાળાના સંચાલકો પાસેથી જાણવા મળ્યું છે ત્યાંરે તેની સામે જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ એવુ રટણ કર્યું હતુ કે, મે તો ૩૧ તારીને જ પરપિત્ર જારી કરી દીધો હતો! અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, શિક્ષણાધિકારીઓ આ બચાવ છે કે પછી સંદેશો પ્રોપર ચેનલ મારફતે શાળા સંચાલકોને સમયસર ન પહોંચ્યો?


BMC મરાઠી અનુસ્નાતકોને બમણો પગારવધારો આપશે

શિવસેના-ભાજપ શાસિત બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)એ પાલિકાના ૧.૨ લાખના સ્ટાફમાં મરાઠી પોસ્ટ ગ્રેજ્યુએટોને બમણો પગારવધારો આપવાનો નિર્ણય કર્યો હતો, જેની સામે વિરોધ પક્ષોનો વિરોધ ભડકયો હતો.દરખાસ્ત પસાર કરનારી બીએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાહુલ શેવાળેએ જણાવ્યું હતું કે, ‘બીએમસી આ સંબંધે કદાચ શુક્રવારે એક પરપિત્ર કાઢશે.’ફક્ત મરાઠી અનુસ્નાતકોનો વિચાર કરવાના આ પગલાનો વિરોધ કરતાં પાલિકામાં વિપક્ષના નેતા રાજહંસ સિંહે કહ્યું હતું કે કોઈ ભેદભાવ રખાયો ન હોવાની બાબત નશિ્વિત કરવા માટે હિન્દી અનુસ્નાતકોને પણ આ લાભ આપવો જોઈએ. ‘જો બીએમસી એમ નહીં કરે તો અમે આ નિર્ણયને અદાલતમાં પડકારીશું’, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે શેવાળેએ કહ્યું હતું કે સિંહે પેનલની બેઠકમાં આવું કશું સૂચવ્યું નહોતું. ‘તેઓ ચૂપ રહ્યા હતા. એમ તેમણે ઉમેર્યું હતું. વિવાદાસ્પદ દરખાસ્તનો બચાવ કરતાં શેવાળેએ આ નિર્ણયમાં કોઈ રાજકીય કારણો ન જોવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું. ‘આ બાબત તો ફક્ત સારી ભાષાકીય આવડત સાથે પાલિકાના અસરકારક વહિવટને પ્રોત્સાહન આપવા માટે જ છે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, ‘આ બાબત અન્ય રાજ્યના સરકારી ખાતાંઓને મરાઠીમાં પાઠવવામાં આવતા પત્રોમાં વાક્યરચના અને તેના નિયમોની ભૂલોને અટકાવશે.’એક અધિકારીએ કહ્યું હતું કે, બીએમસી ધારા હેઠળ પાલિકાને તેની સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાનો અધિકાર છે. ‘જો સ્થાનિક કોર્પોરશન તેની સ્થાનિક ભાષાને આગળ નહીં વધારે તો કોણ એ કરશે?’ એવો સવાલ એમણે પૂછ્યો હતો.મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના કોર્પોરેટર મંગેશ સાંગળેએ એપ્રિલ મહિનામાં આ વિચાર પ્રગટ કર્યો હતો અને સેના, ભાજપ અને કોંગ્રેસ સહિત કોઈ પણ રાજકીય પક્ષ મરાઠી વિરોધી દેખાવા નહોતો માગતો એટલે આ દરખાસ્તે તમામ અવરોધો ખાસ્સી ઝડપે પસાર કરી દીધા હતા.


પશ્ચિમ રેલવે ‘ગો મુંબઈ’ સ્માર્ટ કાર્ડ સેવા બંધ કરાશે

પ્રવાસીના શુષ્ક પ્રતિસાદને પગલે અને મેસર્સ કેએપીએલ દ્વારા અંધેરી અને ચર્ચગેટ સ્ટેશને સેવા બંધ કરવાને કારણે મહત્વાકાક્ષી ગો મુંબઈ કોન્ટેકટલેસ સ્માર્ટ કાર્ડ બંધ કરવાનું નક્કી થયું છે.પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગમાં ૨૮ ડિસેમ્બરથી આ સેવા બંધ થશે.આ મુજબ પેઢીને ૧૦-૮-૨૦૧૦ અને ૧૦-૧૧-૨૦૧૦થી અનુક્રમે ત્રિમાસિક અને માસિક પાસ આપવાનું બંધ કરવા કહેવાયું છે. ઉપરાંત ઈ-પર્સ પર ટોપ અપ્સ અને કાર્ડ જારી કરવાનું ૨૦-૧૨-૨૦૧૦થી બંધ કરવાનું કહેવાયું છે.આ પ્રકલ્પ ૨૮-૧૨-૨૦૧૦થી સમેટી લેવાશે. ૧૧-૧૨-૨૦૧૦થી અંત સુધીના સમયમાં દાવાની પતાવટ તથા પ્રવાસીઓનાં લેણાં પાછાં આપવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.


રાજકોટ : ખાબોચિયાં યથાવત, કપચીના ટ્રક ક્યાં ગયા?

થોડા સમય પહેલાં અહીં સ્વતંત્રતાપર્વની ઉજવણી થઇ ત્યારે બે માસથી તંત્ર ઊંધા માથે હતું,છેલ્લા દિવસોમાં તો વરસાદ પડે કે તરત કપચી-માટીના ટ્રકના ટ્રક ઠલવાતા,તે જ મેદાનમાં અત્યારે રાજકોટના લોકો મેળામાં ફરી રહ્યા છે પરંતુ તેમણે કાદવ ખૂંદવો પડી રહ્યો છે.સતત પડતા વરસાદને લીધે પાણી સૂકાતું નથી,કાદવ પણ યથાવત છે.આમ તો તંત્રે આ વર્ષે મોસમનો મિજાજ જોઇને જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર હતી,પરંતુ આ મેળામાં તો સામાન્ય માણસો જ આવવાના હતા, મંત્રી કે વીઆઇપી તો અહીં ફરકે નહીં તેથી તંત્રે થોડું કામ કર્યું,બાકી રામ ભરોસે. જેટલી કપચી કે રેતી કે મોરમ ઠલવાઇ હોવાનું કાગળ પર દર્શાવાયું છે તેટલી ઠલવાઇ હશે કે નહીં તે પણ સવાલ છે.પ્રથમ દિવસે જે પ્રમાણમાં વરસાદ પડ્યો તેવી રીતે જ આજે પણ વરસાદ પડ્યો છે પરંતુ તેની વચ્ચે બે દિવસ કોરા ગયા ત્યારે પણ કાદવ ઉલેચવાનું કે ખાબોચિયાં સૂકવવાનું તંત્રને જરૂરી જણાયું નથી.સાતમ અને આઠમના દિવસોએ પણ મેળામાં ફરનારા માણસો કાદવ ખૂંદીને ફયાઁ હતાં, તેમના માટે ગંદા પાણીમાં જ જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો.

રાજકોટ : શંકાશીલ પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત

ચારિત્રય પર શંકા કરી ત્રાસ ગુજારતાં પતિની હેરાનગતિથી કંટાળી ખવાસ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ગુરુપ્રસાદ ચોક પાસેના આરએમસી કવાટર્સમાં રહેતી ખવાસ પરિણીતા સોનલબેન અજય ડોડિયા (ઉ.વ.૨૭) એ પોતાના ઘરે પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગરના પીએસઆઈ રામ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, સોનલના છ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને તેને સંતાનમાં એક પુત્રી છે. લગ્ન બાદ ચારિત્રય પર શંકા કરી પતિ ત્રાસ ગુજારતો હતો. પાંચ વર્ષ પૂર્વે પણ પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ કરી હતી પરંતુ પતિની શંકાનો અંત આવ્યો ન હતો. ગુરુવારે રાત્રે પણ પતિએ એજ મુદ્દે ઝઘડો કરતાં પરિણીતાએ કંટાળી આપઘાત કરી લીધો હતો. મૃતકની માતાની ફરિયાદ પરથી પોલીસે અજય ડોડિયા સામે ગુનો નોંધ્યો હતો.
મવડી પ્લોટમાં આવેલા અમૃતવાડીમાં નવા બનતાં મકાનમાં સેન્ટ્રિંગનું કામ કરતી વેળાએ હિતેષ મનસુખભાઈ વશિપરા (ઉ.વ.૨૧) નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


રાજકોટ : સગાઈ તૂટી જતાં યુવકના પરિવાર પર હુમલો

શહેરના ચુનારાવાડ પાસેના શિવાજીનગરમાં સગાઈ તૂટી જવાના મુદ્દે યુવકના પરિવારજનો પર યુવતી, યુવતીના ભાઈઓ સહિતનાઓએ હુમલો કરતા ચાર ઘવાયા હતા.એચ.જે. સ્ટીલ પાસેની રિધ્ધીસિધ્ધી સોસાયટીમાં રહેતા કોળી જીતેશ ભૂપતભાઈ બાંભિળયાની સગાઈ શિવાજીનગરની યુવતી સાથે થઈ હતી. પરંતુ કોઈ કારણોસર સગાઈ તૂટી જતાં યુવતીના ભાઈઓ સંજય ભરત બારિયા અને કાળો બારિયા, જીતેશને ધમકાવતાં હતા અને ઝઘડો કરતાં હતાં.બાંભણિયા પરિવાર ગુરુવારે શિવાજીનગરમાં હતો ત્યારે સંજય, કાળો તથા કિશોર ધના બારિયા, મુન્નો બારિયાએ છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં ભૂપતભાઈ, રમાબેન જીતેશ અને અશ્વિનને ઈજા થતાં ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા.


વેસ્ટ બંગાલના હિલ્દયા ગામેથી ટ્રકમાંથી ૪.૯૦ લાખના પ્લાસ્ટિકના દાણાની ચોરી

શહેરમાં વધી રહેલા ચોરીના બનાવમાં શુક્રવારે મોડી રાત્રે તસ્કરો ટ્રકની તાલપત્રી કાપી રૂ.૪.૯૦ લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ ચોરી ગયાની ટ્રકચાલકે પોલીસમા ફરિયાદ નોંધાવી છે.બનાવની મળતી વિગતો મુજબ, વેસ્ટ બંગાલના હિલ્દયા ગામેથી આરજે.૦૪જી.૩૦પ૯ નંબરના ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી લાખોની કિંમતની ૬૪૦ બોરીઓ ભરી રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળ ખાતે બે પેઢીને મોકલવા ટ્રક રવાના કર્યો હતો. દરમિયાન ગત રાત્રે ટ્રક રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પહોંચ્યો હતો. સાતમ આઠમની રજાઓ હોય ટ્રકચાલકે કુવાડવા રોડ, જે.કે.હોટલની સામે આવેલા ગાૈહાટી-ગુજરાત રોડવેઝ નજીક ખુલ્લા મેદાનમાં ટ્રક પાર્ક કરી ચાલક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સૂઇ ગયો હતો.આ વેળાએ મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રકને નિશાન બનાવી ટ્રક ઉપર બાંધેલી તાલપત્રી કાપી અંદર પડેલી રૂ.૪,૯૦,૨૪૦ના કિંમતની ૨૭૧ પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ ચોરી ગયા હતા. સવારે આઠેક વાગ્યાના અરસામાં ચાલક ઉઠી ટ્રક પાસે જતા તાલપત્રી ફાટેલી નજરે પડતા અંદર તપાસ કરી હતી જેમા ચોરી થયાની જાણ થઇ હતી. બનાવ અંગે રાજસ્થાનના પંચપાદરા ગામે રહેતા ટ્રકચાલક ધનરાજ દેવીલાલ નાઇ નામના યુવાને કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચાલકના જણાવ્યા મુજબ તે અને કલીનર રાત્રીના એક વાગ્યા સુધી ટ્રક પાસે જ હતા. ત્યાર બાદ તે ઓફિસમાં જઇને સૂઇ ગયો હતો અને કલીનર ટ્રકની કેબિનમાં સૂઇ ગયો હતો.ટ્રકમાંથી એક સાથે પ્લાસ્ટિકના દાણા ભરેલી વજનદાર ૨૭૧ બોરીઓ ચોરી જવાના બનાવમાં બે થી વધુ શખ્સો હોવાની તેમજ બોરીઓ લઇ જવામાં મોટા વાહનનો ઉપયોગ કર્યાની શંકા હોય કુવાડવા પોલીસના ફોજદાર જી.પી.પરમાર સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.


હાલારમાં નોમની રંગત બગાડતો મેઘો

હાલારમાં નોમના તહેવારના રંગમાં મેઘરાજાએ ભંગ પાડ્યો હતો. ખંભાળિયામાં ૪, કલ્યાણપુરમાં ૩, લાલપુરમાં ૧ અને કાલાવડમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે જામજોધપુર, દ્વારકા, ભાણવડમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતાં.જામનગર શહેર-જિલ્લામાં સાતમ-આઠમ-નોમના તહેવાર ટાકણે મેઘરાજાએ પધરામણી કરતાં લોકો સાથે મેળાના આયોજકો અને સ્ટોલધારકો ચિંતામાં મુકાયા હતાં. જો કે, સાતમ અને આઠમના મેઘરાજાએ સવારના ભાગે વિરામ લેતા લોકોએ મન ભરીને મેળાની મોજ માણી હતી. પરંતુ રાત્રીના કલ્યાણપુરમાં અઢી, ભાણવડમાં દોઢ અને દ્વારકામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ખંભાળિયા, ધ્રોલમાં ઝાપટા પડ્યા હતાં.જોડિયા, લાલપુર, જામજોધપુર, જામનગર, કાલાવડ તાલુકા કોરા ધાકોડ રહયા હતાં. આજરોજ સવારથી અસહ્ય બફારા વચ્ચે આકાશમાં વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતું. ખાસ કરીને ખંભાળિયામાં સવારથી પુન: મેઘરાજાનું આગમન થયુ હતું. સવારે ૭ થી ૧૦માં ૫૯ મીમી એટલે કે, સવા બે ઇંચ વરસાદ પડયો હતો.જે સતત ચાલુ રહેતા સાંજ સુધીમાં વધુ બે ઇંચ પાણી વરસી ગયુ હતું. બીજીબાજુ આજ સવારથી સાંજ સુધીમાં લાલપુરમાં ૧, કલ્યાણપુરમાં જામજોધપુર અને કાલાવડમાં ૦ાા ઇંચ વરસાદ નોંધાયો હતો. અત્રે નોંધનિય છે કે, સાતમ-આઠમના તહેવારોને લીધે મીની વેકેશન હોય લોકો તહેવારની મજા માણવા તત્પર હોય તે સમયે વરસાદથી રંગમાં ભંગ પડયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
લોકોએ વરસતા વરસાદમાં માણી મેળાની મોજ -શહેરમાં સાંજે ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત લોક મેળામાં વરસાદમાં પણ ભારે જનમેદની જોવા મળી હતી. લોકોએ વરસતા વરસાદ વચ્ચે મેળાની મોજ માણતા સ્ટોલધારકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.જામનગરમાં બે કલાકમાં એક ઇંચ -શહેરમાં શુક્રવારના સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે વાદળછાયા વાતાવરણથી વરસાદ પડવાની શક્યતા ઉભી થઇ હતી. સવારે ૧૧ વાગ્યાની આસપાસ વરસાદના હળવા ઝાપટા પડતા માર્ગો ભીંજાઇ ગયા હતાં. ત્યારબાદ બપોરના ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં એક ઇંચ પાણી વરસી ગયુ હતું. જેના કારણે માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં.


ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં ભયાનક ભૂકંપ

ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. દેશના પશ્ચિમ હિસ્સામાં ભૂકંપના કેન્દ્રબિંદુથી નજીકના ગ્રામીણ વિસ્તારમાં જબરદસ્ત નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ ક્રાઇસ્ટ ચર્ચથી 20 કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલા એક નાનકડાં વિસ્તાર ડોરફીલ્ડમાં તો રસ્તાં ઉપર પણ મોટી તિરાડો પડી ગઈ છે.ન્યુઝીલેન્ડ સરકારની ભૂગર્ભીય એજન્સી જીએનએસ સાયન્સ પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે, જોકે અમેરિકી ભૂસર્વેક્ષણ વિભાગે આ ભૂકંપની તીવ્રતા 7 કહી છે.પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રે કહ્યું છે કે ભૂકંપ અને સુનામીના ઐતિહાસિક આંકડા પ્રમાણે સુનામી ઉઠવાનું કોઈ જોખમ દેખાઈ રહ્યું નથી. ન્યુઝીલેન્ડને ભૂગર્ભીય હિલચાલની બાબતે ઘણું સંવેદનશીલ ગણવામાં આવે છે અને પેસિફિક તેમજ ઈન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટો અહીંથી પસાર થાય છે. દેશમાં દર વર્ષે લગભગ 14000 જેટલા ભૂકંપ આવે છે, જેમાં 20ની તીવ્રતા પાંચથી વધારે હોય છે.દેશમાં આ પહેલા વર્ષ 1968માં અને આખરે 1971માં વિનાશકારી ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા 7.1 રિક્ટર સ્કેલ હતી. ભૂકંપના કારણે દક્ષિણ દ્વીપના સમુદ્રી તટ પર રહેતા લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા.

કચ્છમાં અવિરત મેઘો : અંજારમાં અઢી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કચ્છમાં અવિરત મેઘો : અંજારમાં અઢી

કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી શ્રાવણ માસમાં અષાઢી માહોલ જારી છે. નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ૩, અંજારમાં અઢી, માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ, ભુજ-ગાંધીધામમાં ઝાપટાં પડ્યા હતા.અંજારમાં બપોરે એક વાગ્યે એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. યોગેશ્વર ચોકડીથી નાગલપર ત્રણ રસ્તા સુધી રસ્તામાં ખાડાઓમાં પાણી ભરાતા વાહન વ્યવાહારને અસર પહોંચી હતી. શહેરમાં સત્તાવાર રીતે સાંજ સુધીનો ૬૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તાલુકાના નાગલપુર, સિનુગ્રા, ખંભરા સહિતના ગામોમાં પણ મેઘસવારી પહોંચી હતી.નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ખારોઇ ગામમાં એક કલાકમાં એક જેટલો વરસાદ પડ્યો હતો. શુક્રવારે રાત સુધીમાં ૩ ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. મંગવાણામાં પણ કલાકમાં ઇંચ વરસાદ પડી જતા જીવણસર તળાવ ઓગની ગયું છે. જેને સરપંચ ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી વધાવશે. જીવાપર, સુખપર, કુરબઇ વગેરેમાં પણ ૨થી ૩ ઇંચ વરસાદના વાવડ છે. ૩૧ વર્ષ બાદ ડાકણિયો ડેમ ઓગનતાં તેને રાપરના ધારાસભ્ય બાબુભાઇ શાહના હસ્તે વધાવાયો હતો. ભુજ-ગાંધીધામમાં દિનભર ઝાપટાં પડ્યા હતા. માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યાના વાવડ છે.


દુર્લભ યોગ લઈને આવે છે 8 સપ્ટેમ્બર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય સમય પર અનેક દુર્લભ વાતો બનતી રહે છે. એ દરેક યોગ આપણા માટે આનંદ અને સમૃદ્ધિ લઈને આવે છે. એવો જ એક દુર્લભ યોગ છે 8 સપ્ટેમ્બર. 8 સપ્ટેમ્બરના દિવસે 5,6,7,8,9,10 અંક ધરાવનારા લોકો માટે વિશેષ લાભદાયક સિદ્ધિ યોગ બનશે.અંક જ્યોતિષ અનુસાર 8 સપ્ટેમ્બર 2010 ખૂબ ખાસ દિવસ છે. આ દિવસે સવારે અને સાંજે બે વાર આ સંયોગ બનશે. સવારે અને સાંજે 5 વાગીને 6 મિનિટ તથા 7 સેકન્ડ પર 8 તારીખ 9મો મહિનો અને 10મું વર્ષ એટલે 2010 બને છે. ઈતિહાસનો આ એક અદ્ભભૂત યોગ બનશે. આ યોગ દરેક અંકોથી સંબંધિત આનંદ લઈને આવશે.જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર બુધ અંક 5નો સ્વામી છે અને 8 સપ્ટેમ્બર બુધવારે આવે છે. શુક્ર અંગ 6નો સ્વામી છે. નેપ્ચ્યુન અર્થાત વરુણ અંક 7નો સ્વામી છે, શનિ અંદ 8નો સ્વામી છે. મંગલ અંક 9નો સ્વામી છે અને સૂર્ય અંક 1 અર્થાત 10નો સ્વામી છે. આ દરેક અંકથી જોડાયેલા લોકો ખૂબ ભાગ્યશાળી છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર તથા ભાદ્રપદ એટલે કે અમાસ પણ આવે છે. આ કારણે આ દિવસે દરેક કાર્યનો શુભ આરંભ થાય છે. આ દિવસે પૂજન કાર્યોમાં સાધકને ઈશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.


મુંબઈમાં છોકરીને 20 નહીં પરંતુ 27 આંગળી!

મુંબઈમાં એક એવી કિશોરી છે જેના હાથ અને પગ થઈને 20 નહીં પરંતુ 27 આંગળી છે. 13 વર્ષની વારાલક્ષ્મી અહીં રાજાનાકુંટે હાઈસ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તે પોતાની માતા સાથે રહે છે, તેના પિતાનું નિધન થઈ ગયું છે. વારાલક્ષ્મીના સ્કૂલના શિક્ષકે જણાવ્યું હતું કે હાથ અને પગની વધારાની આંગળીઓ દ્વારા પરેશાની થવા છતાં તેના અક્ષરો ખૂબ જ સુંદર છે. ડોક્ટર બહું ઝડપથી ઓપરેશન કરીને તેની વધારાની આંગળીઓ દૂર કરશે, જેના કારણે તેના હાથ પગ સામાન્ય લાગશે.
આ ઓપરેશનમાં આશરે 70 હજાર જેટલો ખર્ચ થશે, પરંતુ ડોક્ટરો તેનું મફતમાં ઓપરેશન કરશે. હાલમાં ઓપરેશનની તૈયારી કરી રહેલા એમએસ રામઝાહ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર સુંદ્રેશ બીનું કહેવું છે કે એક બીમારીને કારણે તેના હાથ અને પગમાં વધારાની આંગળી ઉગી નિકળી હતી. તેના દરેક હાથમાં આઠ અને પગમાં વધારાનો અંગૂઠો છે.ડોક્ટરે જણાવ્યું હતું કે આ બીમારીને પોલીડેક્ટિલી કહેવામાં આવે છે, અને આવું હોવું અસામાન્ય વાત નથી. સામાન્ય રીતે આવા કેસમાં હાથના છેડા તરફ વધારાની આંગળી હોવાનું માલુમ પડે છે, પરંતુ વારાલક્ષ્મીના હાથમાં અંગુઠો નથી જે ચિંતાનો વિષય છે.ડોક્ટર વેકેશન દરમિયાન વારાલક્ષ્મીના હાથનું ઓપરેશન કરશે. જેના કારણે તેના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોંચે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે વારાલક્ષ્મીને ઓપરેશન બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે ત્રણ મહિના લાગશે. ઓપરેશન કર્યા બાદ તેને પોતાના પગમાં જૂતા પહેરવામાં કોઈ પરેશાની નહી થાય. વારાલક્ષ્મી જણાવે છે કે પગમાં દુઃખાવો થતો હોવાને કારણે તે વધારે દૂર સુધી ચાલી શકતી નથી. વારાલક્ષ્મીના મિત્રો પણ એવું ઈચ્છે છે કે તે ઝડપથી સારી થઈ જાય, જેના કારણે તે તેમની સાથે રમી શકે.


અમેરિકા, યૂરોપ પર હુમલો કરવાની તાલિબાનની ધમકી

પાકિસ્તાનમાં સક્રિય તહરિક એ તાલિબાને ધમકી આપી છે કે તે બહુ ઝડપથી અમેરિકા અને યૂરોપમાં આતંકવાદી હુમલાને અંજામ આપશે. પાકિસ્તાન તાલિબાનના ઉચ્ચ નેતા કારી હુસૈન મહસૂદે શુક્રવારે કોઈ અજાણ્યા સ્થળેથી કહ્યું હતું કે અમે બહુ ઝડપથી અમેરિકા અને યૂરોપમાં આતંકવાદી હુમલો કરીશું.મહસૂદ તાલિબાન માટે આત્મઘાતી હુમલાખોરો તૈયાર કરે છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં આ અઠવાડિયે આતંકવાદી હુમલામાં તેજી આવી છે. બુધવારે લાહોરમાં શિયા સમુદાયના એક સરઘસ પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 33 લોકોના મોત થયા હતાં જ્યારે 150થી વધારે લોકો ઘાયલ થયા હતાં.ક્વેટામાં શુક્રવારે શિયા સમુદાયની એક રેલીને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 59 લોકોના મોત થયા હતાં જ્યારે 160 લોકો ઘાયલ થયા છે. તાલિબાને આ બંને હુમલાની જવાબદારી લીધી છે.અમેરિકાએ હાલમાં જ તહરિક એ તાલિબાનને વિદેશી આતંકવાદી સંગઠનોની યાદીમાં શામેલ કર્યું છે. તેની સાથે સાથે અમેરિકા આતંકવાદીઓ સામે લડવા માટે સતત પાકિસ્તાન પર તબાણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકન લશ્કર ડ્રોન મિસાઈલ દ્વારા પછાત વિસ્તારોમાં તાલિબાનના આતંક વાદીઓને નિશાન બનાવી રહ્યું છે.


પત્ની,પ્રેમીકા તથા બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કરનારને દંડ

પત્ની, પ્રેમીકા તથા બાળકો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરનાર સીટીએમના પિતાના કોર્ટે રૂપીયા ૨૫૦૦૦નો દંડ તથા પત્ની અને પ્રેમીકાના કોર્ટ ઉઠતા સુધી બેસવાની સજા ફટકારી હતી. આ પ્રકરમાં રાજેશ પટેલના નાના પુત્રનું મોત થયું હતું. આ દંડની રકમ બોર્ડના વિદ્યાર્થીઓ માટેની હેલ્પલાઇને આપવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.વિચિત્ર બનાવની જાણવા મળતી વિગત એવી છે. કે સીટીએમ વિસ્તારમાં રહેતા રાજેશ કાંતિલાલ પટેલ.તેમની પત્ની નિતાબેન પટેલ તથા પ્રેમીકા તારીકાએ અને બે પુત્રો કે જેપૈકી એકની ઉંમર ૩ વર્ષ તથા બાજાની ઉંમર ૮ વર્ષ હતી.જે તમામે સીટીએમ નજીક હોન્ડા સીટી કારમાં ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં રાજેશભાઇના નાના પુત્રનું મોત થયું હતું જ્યારે બાકીના તમામનો બચાવ થયો હતો.જેમાં રાજેશભાઇ વિરુદ્દ સાપરાધ માનવ વધ તથા આત્મહત્યાના પ્રયાસની તથા તેમની પત્ની અને પ્રેમીકા વિરુદ્દ ફરીયાદ આત્મહત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં કોર્ટે રાજેશભાઇને સઅપરાધ માનવવધ તથા આત્મહત્યાના પ્રયાસ બદલ કોર્ટે ઉઠે ત્યાં સુધીની સજા તથા રૂપીયા ૨૫૦૦૦ના દંડની સજા કરી હતી આ દંડની રકમ બોર્ડની પરિક્ષા વખતે માનસીક તણાવમાં આવી જતાં બાળકો માટે ચલાવાતી હેલ્પ લાઇનને આપવા આદેશ કરાયો હતો જ્યારે રાજેશભાઇની પત્ની તથા પ્રેમીકાને આત્મહત્યાના ગુના બદલ કોર્ટ ઉઠે ત્યાં સુધી કોર્ટમાં બેસવાની સજા કરી હતી.ફરિયાદી પક્ષે મિતેશ અમીન તથા રોબિને દલીલો કરી હતી.


રવિવારે શનિ-મંગળવાળા માટે ખાસ જીવનસાથી પસંદગીમેળો

રાજ્યભરના શની-મંગળ દોષવાળા લગ્નોત્સો યુવક યુવતીઓ કે જેમને જીવનસાથીની પસંદગીમાં ઘણી તકલીફો પડતી હોય છે. આવા માત્ર અને માત્ર શનિ મંગળના દોષવાળા ઉમેદવારો માટે શહેરની વિના મુલ્ય અમુલ્ય સેવા નામની સંસ્થા દ્વારા રાજ્યમાં પહેલીવખત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શનિ- મંગલના દોષવાળા કોઇ પણ જ્ઞાતિના કુંવાર ઉમેદવારો ભાગ લઇ શકશે.અનોખા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન આવતીકાલે તા. ૫-૯-૨૦૧૦ ને રવિવારના રોજ પાલડી મહેદી નવાઝ જંગ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ પસંદગી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રવિવારે બપોરે ૧૨ કલાકે મહેદીનવાઝ હોલ ખાતે ઉપસ્થીત રહેવા જણાવવામાં આવ્યું છે.અનોખા જીવનસાથી પસંદગી સંમેલન અંગે માહિતી આપતાં વિના મુલ્ય અમુલ્ય સેવાના સંચલક નટુભાઇ પટેલ તથા ભારતીબેન રાવલે જણાવ્યું હતું કે તેમની સંસ્થા ઘણા વર્ષોથી કોઇ પણ પ્રકારની ફી લીધા વગર જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરે છે.જેમાં ઘણી વખત લગ્ન માટે આવતા યુવક-યુવતીઓ પૈકી ઘણા યુવક-યુવતીઓની જન્મ કુંડળીમાં મંગળ-શનીનો દોષ હોવાથી તેમને લગ્નમા તકલીફ થતી હોય છે. જેને માટે મંગળ-શનિ દોષવાળા યુવક-યુવતીઓ માટે ખાસ જીવનસાથી પસંદગીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં માત્ર શનિ અને મંગળ દોષ વાળાજ યુવક-યુવતીઓજ ભાગ લેનાર હોવાથી તમામને આસાનીથી યોગ્ય જીવનસાથી મળી રહેવાની શક્યાતા છે.


મચ્છીપીઠમાં વરસાદી ગટરના રિપેરિંગ પાછળ ૧૧ લાખ રૂ. ખર્ચાશે

મચ્છીપીઠમાં આવેલ વરસાદી ચેનલની દુરસ્તી રૂ.૧૧.૧૪ લાખના ખર્ચે કરાવવાની ભલામણને સ્થાયી સમિતિએ એકી અવાજે મંજૂર કરી હતી.મચ્છીપીઠ વિસ્તારમાં ઘણા જુના સમયની વરસાદી ચેનલ આવે છે અને એ તે ચેનલ દ્વારા રાવપુરા મેન રોડ અને જીપીઓ તરફના વરસાદી પાણીનો નિકાલ થાય છે. આ વરસાદી ગટર ઘણી જુની હોવાથી કેટલાક સ્થળોના ડ્રેનેજનું મલિન જળ પણ વહન થાય છે. વરસાદી ગટરની દીવાલ-સ્લેબ તૂટી જતાં મોટુ ભંગાણ પડ્યું છે.જેથી ભયજનક સ્થિતિ ઉભી થઇ છે અને ગટરમાં વહન થતો ડ્રેનેજનો ફલો બંધ થઇ જાય તો ગંદા પાણી અને આરોગ્ય વિષયક પ્રશ્નો ઊભા થવાની ભીતિ સેવાઇ રહી છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે અને વધુ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થાય તેમ છે.જેથી, આ રપિેરિંગ માટે સેવાસદનના ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા ૬.૭૦ લાખ રૂ.નો અંદાજ તૈયાર કરીને બીપીએમસી એકટની કલમ ૬૭-૩-સી હેઠળ ઓફર મંગાવી હતી. જેમાં એક ઇજારદારે અંદાજીત ભાવથી ૯૮ ટકા વધુની ઓફર મૂકી હતી અને નેગોશિએશન બાદ ૯૧ ટકા ઉપર સમંતિ આપી હતી. પરંતુ, આ ભાવ વધારે લાગતાં પાંચ ઇજારદારો પાસે ઓફર મંગાવી હતી.જોકે, ચાર ઇજારદાર પૈકી બે ઇજારદારની ઓફર સેવાસદનને મળી હતી. જેમાં, એક ઇજારદારેખાતાના અંદાજ કરતાં ૮૭ ટકા વધુ અને બીજા ઇજારદાર દ્વારા અંદાજ કરતાં ૯૧ ટકા વધુ ભાવ મૂક્યા હતા. જેમાં, લોએસ્ટ ઇજારદારને ભાવ ઘટાડા માટે કહેવામાં આવતા આખરે ૭૮ ટકા સુધી ભાવ ઘટાડો કરીને રૂ.૧૧.૪૦ લાખના ખર્ચે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.


વડોદરામાં આતશબાજી અને હર્ષોલ્લાસ સાથે કૃષ્ણજન્મનાં વધામણાં

ઉત્સવપ્રિય નગરી તરીકે જાણીતા વડોદરામાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતાં કૃષ્ણ ભક્તો ભાવવિભોર બની ઝૂમી ઊઠ્યાં હતા.દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ રાત્રે ૧૨ ના ટકોરે શહેરમાં આવેલાં વિવિધ દેવાલયો અનેવૈષ્ણવ હવેલીઓ કૃષ્ણ જન્મોત્સવ વેળાએ શંખનાદ અને ઘંટારવથી ગુંજી ઊઠ્યાં હતા. એટલુંજ નહીં શ્રદ્ધાળુઓએ દારુખાનું ફોડી અને આતશબાજી કરી કૃષ્ણ લલ્લાનો જન્મોત્સવ મનાવ્યો હતો.દેવકી-વાસુદેવ અને નંદ-યશોદાના લાડલા કનૈયા અને જગતગુરુ તરીકે ેપૂજય ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિન જન્માષ્ટમીનું પર્વ પરંપરાગત રીતે મનાવાયું હતું. શહેરીજનોએ કૃષ્ણ ભક્તિ અને ઉપવાસ સાથે દિવસ દરમિયાન મંદિરોમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.આ ઉપરાંત સાંજના સમયે શહેરમાં અંદાજે૧૨૫ જેટલાં સ્થળોએ ગોવિંદા આલા રે....ની ધૂન સાથે મટકી ફોડીને માખણ ખાતા માખણચોર કનૈયાના તોફાનની યાદમાં મટકીફોડનાં કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોને જોવા લોકોના ટોળાં ઊમટી પડ્યાં હતાં.બાદમાં રાત્રે ૧૦ વાગ્યાથી મંદિરો, દેવાલયો અને વૈષ્ણવ હવેલીઓમાં મહાઅભિષેક સાથે મહાપૂજાનો પ્રારંભ થયો હતો. વેદમંત્રો સાથેલાલજીને થતી અભિષેક વિધિના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. બરાબરના ૧૨ ના ટકોરે શંખનાદ અને ઘંટારવ સાથે ભગવાનશ્રી કૃષ્ણના પ્રાગટ્યને આવકારી નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયાલાલકી..ના ગાન સાથે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા.


ડિઁડોલી વિસ્તારમાં બે દિવસમાં બે નવજાત બાળક ત્યજાયાં


ડિઁડોલી વિસ્તારના સંજયભાઈ પાટીલે ૨ સપ્ટેમ્બરે સાંજે પ.૩૦ કલાકે ભેસ્તાન અને ચલથાણ વચ્ચે ગુડ્સ રેલવેલાઇન પાસે એક નવજાત બાળકની લાશ જોતા તાત્કાલિક લિંબાયત પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઈ કે. એસ. મોટાવર કરી રહ્યા છે.બીજા બનાવમાં સણિયા કણદે ગામ ખાતે આવેલા ખત્રીદાદાના મંદિરમાં ૧ સપ્ટેમ્બરે સાંજે કોઈ અજાણી સ્ત્રી તેની નવજાત બાળકીને કાળાં કપડાં વીંટાળી મંદિરમાં મૂકી ગઈ હતી. મંદિર નાથુભાઈ રાઠોડને બાળકીનો રડવાનો અવાજ આવતાં તેઓ તાત્કાલિક મંદિરમાં ગયા હતા અને જોયું તો કોઈ અજાણી સ્ત્રી બાળકીને તરછોડીને જતી રહી છે.


પુણાગામ : ગર્ભને બદલે પેટમાં ઊછરી રહેલા શિશુને બહાર કઢાયું

શહેરની એક મહિલાનો ગર્ભ તેમનાં ગર્ભાશયમાં નહીં પણ પેટમાં ઉછરી રહ્યો હતો. આથી તબીબોએ તેમનું ઓપરેશન કરી ગર્ભને બહાર કાઢ્યો હતો.પુણાગામ ખાતે રહેતાં સરોજબેન યાદવને અઢી માસનો ગર્ભ હતો. તેઓ શારદા હોસ્પિટલમાં ડૉ. પ્રકાશ પટેલને મળ્યા હતા. જ્યાં ખબર પડી હતી કે સરોજબેનનો ગર્ભ ગભૉશયમાં નથી પણ પેટની કોથળીમાં ઉછરી રહ્યો છે. આથી તબીબોએ સંબંધીઓને એબ્ડોમિનલ પ્રેગ્નન્સી બાબતે જાણ કરી પેટમાંથી ગર્ભ બહાર કાઢ્યો હતો.
ભુજ : હે રામ, ભુજમાં શૈતાનો ગાંધીજીનું ‘નાક’ કાપી ગયા

ગાંધીજીની જન્મતિથિ ૨ ઓક્ટોમ્બરને એક માસની વાર છે, ત્યાં જ ગુરુવારે મોડી રાત્રે ભુજ મ્યૂઝિયમની સામે આવેલી ગાંધીજીની પ્રતિમાને કોઇ હરામખોરો ખંડિત કરી નાક, કાન કાપી રાષ્ટ્રપિતાનો ચહેરો કદરૂપો કરતાં શહેરમાં આ હિચકારા કૃત્યથી સોંપો પડી ગયો હતો.દેશના રાષ્ટ્રપિતાનું અપમાન કરનારા શૈતાનોને પકડી જાહેરમાં સજા કરાય તેવી માગણી ભુજવાસીઓએ કરી હતી. મળતી વિગતો મુજબ વહેલી સવારે સિનિયર સિટીઝન એવા નરેશભાઇ વચ્છરાજાની મોર્નિંગ વોક પર નીકળ્યા હતા, ત્યારે તેમની નજર પ્રતિમા પર પડતા ગાંધીજીની મૂર્તિને કોઇ નુકસાન પહોંચાડ્યું હોય તેવું જણાતાં તેમણે નગરપતિને ફોન કરી ઘટનાથી વાકેફ કર્યા હતા.આ સમાચાર વાયુવેગે ભુજમાં ફેલાઇ જતાં દેશદાઝ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. નગરપતિ દેવરાજ ગઢવી સહિત અન્ય અગ્રણીઓ ઘટનાસ્થળે પહોંચી મૂર્તિનું નિરીક્ષણ કરી ખંડિત મૂર્તિ પર સફેદ કપડાથી ઢાંકી દીધી હતી. માનસિક વિકૃતિ ધરાવતા આ ભાંગફોડિયા તત્વો દ્વારા યેનકેન પ્રકારે કોમી એકતાને પલીતો ચોપવા આવા કૃત્યો કરાતા હોય છે, ત્યારે આવા તત્વોને સબક શીખડાવવા પોલીસ તાબડતોડ પગલાં ભરે એવો આક્રોશ નગરજનોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો.


રાજુલા પાલિકામાં ભાજપના શાસનનો અંત

રાજુલા નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન બિસ્માર રસ્તા, ડહોળુ પાણી, ભ્રષ્ટાચાર, આકરા કરવેરા, તળાવના રીનોવેશન માટે ૪૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ વાપરી ન શકાઇ, છતાં પાણી માટે પાણી વિહોણા પ્રજા વગરે પ્રશ્નો અણઉકેલ છે ત્યારે રાજુલા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીમાં મહિલા ઉમેદવાર પ્રમુખ માટેની ચૂંટણીમાં ચૂંટાઇ આવતા ભાજપના હાથમાંથી સત્તા ઝુંટવાઇ ગઇ છે.નગરપાલિકાની ચૂંટણી સમયે પ્રજાજનોએ ભાજપને વિકાસના નામે મત આપેલા પરંતુ વિકાસ કરવામાં ઉણા ઉતરેલા શાસકોથી પ્રજા પણ નારાજ થઇ છે ત્યારે ખુદ ભાજપના જ સભ્યો પણ કોંગ્રેસમાં ભળી ને સમાજવાદી પક્ષના મીનાબેન વાઘેલાને ટેકો જાહેર કરતા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલ છે.પાલિકા પ્રમુખની ચૂંટણીમાં છેલ્લા ૧૫ દિવસથી અમરશીભાઇ ડેર કોંગ્રેસ અને ભાજપના સભ્યોનેલઇને ભુગર્ભમાં ઉતરી ગયેલ અને આમ ભાજપના હાથમાંથી નગર પાલિકાનું શાસન જતું રહેતા મોવડી મંડળ ભાજપના ત્રણ ઉમેદવાર સામે શું પગલા લેશે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.


ભાવનગર : શેત્રુંજી ડેમ ઓવરફલો થયો

ભાવનગર શહેર અને જિલ્લામાં પાક અને પાણીના પ્રશ્ને જીવાદોરી સમા શેત્રુંજી ડેમના આજે સાંજે બરાબર ૬ કલાકે ૫૯ પૈકી ૨૫ દરવાજા બે ફૂટ ખોલી નાંખતાં તેના નીચાણવાળા વિસ્તારમાં સૌરાષ્ટ્રના આ મહાકાય ડેમમાંથી નોંધપાત્ર જથ્થો વહેતો થયો છે. શેત્રુંજી ડેમ તેની સ્થાપના બાદ ૧૬મી વખતી ઓવરફલો થતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં હરખની હેલી ફરી વળી છે.પાલીતાણા નજીકના રાજસ્થળી ગામે આવેલા શેત્રુંજી ડેમની ૩૪ ફૂટની છલક સપાટીને આજે આંબી ગયા બાદ આવક શરૂ રહેતા આજે સાંજે ૬ કલાકે ડેમમાં ૨૫ દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. ૨૯’ધ્૫’ની સાઈઝના આ ૨૫ દરવાજા ખોલતાની સાથે જ ૬૫૦૦ કયુસેક પાણીનો ધસમસતો જથ્થો નિચાણવાળા વિસ્તારમાં વહેતો થતાં તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠાના તમામ ગામોના લોકોને સાવચેતી સાધવા સૂચના આપી દેવામાં આવી હતી.ગત વર્ષે ઓછા વરસાદને લીધે આ ડેમ ખાલી રહી ગયો હતો તે આ વર્ષે સંતોષકારક ચોમાસાને લીધે છલકાઈ જતાં ખેડૂતો અને ખાસ કરીને ભાવનગરની પાણી પ્રશ્ને કાયમ તંગી અનુભવતી પ્રજામાં જન્માષ્ટમી બાદ નોમના પર્વે હરખની હેલી ચડી છે. આ ડેમમાં આજે સાંજે પણ ૧૪૧૩ કયુસેક પાણીની આવક શરૂ હતી.


મહેસાણા : નંદલાલા પર હેત વરસ્યાં..

મહેસાણા સહિત જિલ્લાભરમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પર્વની ગુરૂવારે ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ઠેર ઠેર લોકમેળા અને ભજનકિર્તનો સાથે બરાબર મધરાત્રિ બારના ટકોરે દેવમંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો’ તથા ‘જય રણછોડ માખણચોર’ના નાદ અને ઘંટારાવથી ગુંજી ઉઠ્યા હતા.મહેસાણાએ કર્યું માધવને ‘હેપ્પી બર્થ ડે’..મહેસાણા : શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત શહેરમાં આવેલા ગોવિંદ માધવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, નાગલપુર રામજી મંદિર, ગાયત્રી શકિતપીઠ, જલારામ મંદિર સહિત દેવ મંદિરોમાં મધ્યરાત્રિએ ભકિતભર્યા માહોલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત પરા વિસ્તારના રામજી મંદિરમાં જન્માષ્ટમીના મેળામાં મંદિરના સાંનિધ્યે ગુરૂવારે સવારથીજ માનવ સમુદાય મેળો માણવા ઉમટી પડ્યો હતો.જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરની રાધાકૃષ્ણ ટાઉનશીપ સહિત વિવિધ સ્થળોએ મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કૃષ્ણજન્મના સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી જેવા નાદો તથા આતશબાજીથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. તેમજ મહા આરતી, આતશબાજી, પારણા ઝુલણ, માખણ અને પંજરીના પ્રસાદની સાથે જન્મોત્સવ ઉજવ્યો હતો.


આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે ખેડૂતની ઘરવખરી ફેંકી દીધી

પેટલાદ તાલુકાના વટાવ ગામની સીમમાં આવેલી જમીન બાબતે આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા ઉપપ્રમુખે કેટલાક ભાડુતી માણસો સાથે ઘુસી જઈ ખેડૂતની ઓરડીમાંથી ઘરવખરી ફેંકી દીધાની ફરિયાદ મહેળાવ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે પોલીસે પૂર્વ ઉપપ્રમુખ સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, પેટલાદમાં રહેતા જિલ્લા કોંગ્રેસના મહિલા અગ્રણી વિજ્ઞાત્રીબેન વિજયભાઈ શાહને છેલ્લા કેટલાક સમયથી દશરથ રાવજીભાઈ પટેલ સાથે વટાવ ગામની સીમમાં આવેલી જમીન બાબતે તકરાર ચાલી રહી છે. જો કે, આ મામલો કોર્ટ સુધી પણ પહોંચી ચુકયો છે. આ દરમિયાનમાં એકાએક તા.૨જી સપ્ટેમ્બરના રોજ સવારે વિજ્ઞાત્રીબેન પોતાના માણસો રણજીતસિંહ ફતેસિંહ રાણા (રહે.નાપા), સકિંદર જશુભા રાણા (રહે.નાપા) તથા એક અજાણ્યા શખસ સાથે ધસી આવી દશરથભાઈની ઓરડીમાંથી ઘરવખરીનો સામાન બહાર ફેંકી દઈ પોતાનો સામાન ઓરડીમાં મુકી દઈ તાળુ મારી દીધું હતું.આ ઉપરાંત દશરથભાઈને અપશબ્દો બોલી, ગડદાપાટુનો મારમારી ઓરડીમાંથી બહાર નીકળી જવા ધમકી આપી હતી. આ અંગે મહેળાવ પોલીસે વિજ્ઞાત્રીબેન સહિત ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ ભુલાભાઈ ચંદાભાઈને સોંપી છે.


વિશ્રામપુરામાં વાયરલ ફીવરનો અજગર ભરડો

પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામમાં વાયરલ ફીવરના ૧૦૦થી વધુ દર્દીના ઘેર ઘેર ખાટલા ખડકાઇ ગયા છે. છેલ્લાં ત્રણ દિવસમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામજનો શરદી, ઉધરસ અને તાવની ઝપટમાં આવી ગયા છે. વિશ્રામપુરાના હરજિનવાસ, વાઘરીવાસ, ઠાકોરવાસમાં દર્દીઓનો વધતાં ફફડાટની લાગણી પ્રસરી છે. વિશ્રામપુરા ઉપરાંત પંથકના રૂપિયાપુરા, શાહપુર અને સુંદરણામાં પણ છુટાછવાયા તાવ, શરદી, ખાંસીના દર્દીઓ હોવાનું જાણવા મળે છે.પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગામમાં હરજિનવાસ, વાઘરીવાસ, ઠાકોરવાસ અને મુખ્ય રસ્તાઓ ઉપર અસહ્ય ગંદકી ફેલાયેલી છે. વરસાદના પાણીનો સમયસર નિકાલ નહીં થવાને કારણે કાદવ અને કીચડ થઈ જતાં બેસુમાર દુર્ગંધ મારે છે. તેમાંય ગામના નિચાણના વિસ્તારોમાં વરસાદી પાણીનો દિવસો સુધી નિકાલ નહી થતાં પાણીમાંથી દુર્ગંધની સાથે મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવ, શરદી અને ખાંસીના દર્દીઓ વધતાં જતાં હોવાનું જાણવા મળે છે. ગામમાં સ્થાનિક ડોક્ટરોની સારવાર લેવા ઉપરાંત કેટલાક દર્દીઓ પેટલાદની ખાનગી હોસ્પિટલોમાં જઈ સારવાર લઈ આવે છે. મચ્છરોનો ઉપદ્રવ અને પાણીજન્ય રોગચાળાએ ફરી એકવખત વિશ્રામપુરામાં માથુ ઉચકર્યું છે. થોડા દિવસો અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વે હાથ ધરાયો હતો. પરંતુ ત્યારબાદ આ દર્દીઓને સમયસર સારવાર અને દવા નહી મળી હોવાનું જાણવા મળે છે. હાલમાં આ ગામના બે ડોક્ટર ઉપરાંત ત્રભિુવન ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.પેટલાદમાં ડેન્ગ્યુનો કેસ મળતાં ફફડાટ -પેટલાદ નગરનો પૂર્વ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ પાણી ભરાઇ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાથી રોગચાળો માથુ ઉચકી રહ્યો છે. નગરના સાંઇનાથ રોડ સ્થિત ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નટુભાઈ મિસ્ત્રીની ૧૪ વર્ષીય પુત્રી દિવ્યાને ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવતાં વધુ સારવાર અર્થે કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે ખસેડવામાં આવી છે.હાલ દિવ્યા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ હોવાનું જાણવા મળે છે. પેટલાદ પાલિકાએ પૂર્વમાં ચોમાસા ટાણે જ કાંસનું કામ શરૂ કરતા નકૉગારની સ્થિતિ સર્જાઈ છે.


ખંડણીના ખેલંદાઓએ સીમ કાર્ડના ટુકડાં કરીને વઘાસી રોડ પર પધરાવ્યા

આ અંગે પોલીસ ઈન્સ્પેકટર ધનંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘આણંદ શહેરની ઠક્કરવાડીની પાછળ આવેલા અખંડ-આનંદ બંગલામાં રહેતા અને જવેલર્સની દુકાન ધરાવતા યોગેશભાઈ સોનીનો છ વર્ષના પુત્ર હર્ષનું ગત તા.૩૧મી ઓગસ્ટે અપહરણ થયું હતું. અપહરણકર્તાઓ તેને કારમાં ઉઠાવી ગયા હતા.બાદમાં તેઓએ રૂ.૪૦ની લાખની ખંડણી યોગેશભાઈ પાસેથી માંગી હતી. આ બાબતે પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ વડા એ.કે. જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર ચારેક ટીમ કાર્યરત થઈ હતી. આ બાબતની જાણ અપહરણકર્તાઓને થતાં તેઓએ હર્ષને વિદ્યાનગર રોડ પર જ છોડી મુકયો હતો. બીજી તરફ અપહરણકર્તા અને યોગેશભાઈની વાતચીતના આધારે પોલીસે તેમને ટ્રેસ કરી અજય સુરેશભાઈ વસાવા, રૂપેશ સુરેશભાઈ વસાવા, અક્ષય ઉર્ફે લાલુ રમેશ વસાવા, આકાશ ઉર્ફે અક્કુ નિરવભાઈ વસાવાની ધરપકડ કરી હતી.આ સમગ્ર અપહરણકાંડનું કાવતરૂ પૂર્વ આયોજીત હોવાથી વધુ વિગતો મેળવવા પોલીસે તેમના તા.છઢ્ઢી સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. જેમાં તેમની પ્રાથમિક પુછપરછમાં તેઓએ એક મહિના પહેલા જ સમગ્ર યોજના તૈયાર કરી હોવાની કબુલાત પણ કરી હતી. જેમાં તેઓએ ગત તા.૨૧મી ઓગસ્ટે વડોદરા પાસેના પોર ગામેથી સીમકાર્ડ ખરીધ્યાં હતાં. જે અપહરણના ફ્લોપ શો બાદ તેઓએ ચખિોદરા ચોકડીથી વઘાસી રોડ તરફ ક્યાંક ફેંકી દીધાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે પુરાવાના નાશની કલમનો ઉમેરો કર્યો હતો. ’ચોરીના દસ્તાવેજોથી સીમકાર્ડ ખરીદી !


બોરીવલીના જૈન મંદિરના લૂંટારાની ધરપકડ

બોરીવલીના જૈન મંદિરમાં સંત્રીની હત્યા કરીને લૂંટ ચલાવવાના પ્રકરણમાં પોલીસે આખરે આઠ લૂંટારાઓની ધરપકડ કરી છે, જ્યારે ચોરી કરેલી તમામ મૂર્તિઓ હસ્તગત કરાઈ છે. ૨૨ ઓગસ્ટે બનેલી આ ઘટનામાં એક સંત્રીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હોવાને પગલે સમગ્ર જૈન સમાજમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા.બોરીવલી પશ્ચિમના મંડપેશ્વર રોડ પર ભગવતી હોસ્પિટલની બાજુમાં આવેલા નંદશ્વિર દ્વીપ દગિંબર જૈન મંદિરમાં રવિવારે પરોઢિયે આશરે ૨.૩૦ કલાકના સુમારે લૂંટારુઓની એક ટોળકીએ ત્રાટકીને પંચધાતુની બનેલી આંગી કરેલી છ મૂર્તિની લૂંટ ચલાવી હતી. જોકે એક મૂર્તિનું વજન એટલું બધું હતું કે તેને લૂંટારાઓ ઉપાડી શક્યા નહોતા અને દેરાસરની નજીકમાં જ છોડીને ચાલ્યા ગયા હતા.આ કેસમાં ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે લૂંટની યોજના ઘડનાર મુખ્ય હારુણ અબ્દુલ શેખ (૪૦) અને રમેશ મોહન પાટીલ ઉર્ફે ભાઈજાન હતા. આ બંનેની મુલાકાત બે વર્ષ પહેલાં જેલમાં થઈ હતી અને ૨૦૦૫માં દેરાસરની ઉજવણી વેળા હેલિકોપ્ટરમાંથી ચાંદીના સિક્કા અને પૈસાની ઉછામણી થઈ હતી. આ ર્દશ્ય જોઈને નિયતમાં ખોટ આવી હતી અને બંનેએ જેલમાં બેઠાં બેઠાં દેરાસરમાં લૂંટ કરવાની યોજના બનાવી હતી.જેલમાંથી છુટયા બાદ આખા વિસ્તારની રેકી કરી હતી. આઠ આરોપીમાંથી મોટા ભાગના નજીકની ઈન્દિરાનગર ઝંપડપટ્ટીના જ રહેવાસી છે. આથી ઘણી ખરી માહિતી તેમને હતી અને એક ભૂતપૂર્વ વોટમેને પણ તેમને મંદિરમાં કીમતી ચીજો કઈ છે તેના સહિતની માહિતી આપી હતી.આને આધારે ૨૨ ઓગસ્ટના રોજ લૂંટારાઓએ પોતાનો મનસૂબો પાર પાડ્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેમની ધરપકડ કરી લૂંટાયેલી પાંચેય મૂર્તિઓ તેમ જ અન્ય ચાંદીના સિક્કા, છત્ર અને કીમતી માલમતાને જપ્ત કરીને કેસ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.આરોપીમાંથી રાજગુરુ મુરારીસિંગ ઉર્ફે રાજુ પંજાબી મૂર્તિને વેચવા ગયો ત્યારે ટીપ મળતાં પોલીસે ગોરેગાંવ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ હારુણ, ભાઈજાન અને સંતોષ હરશ્ચંદ્ર ભોઈરની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમના અન્ય સાથી સુરેશ રાજેન્દ્રર ગુપ્તા, વિનોદકુમાર જગદીશપ્રસાદ યાદવ, માઈકલ થાપા ઉર્ફે વિકી અને મકેશકુમાર જગદીશપ્રસાદ યાદવની થાણે શહેરના ઘણસોલી વિસ્તારમાંથી ધરપકડ કરીને સંતાડી રાખેલી મૂર્તિઓ અને અન્ય કીમતી માલમતા જપ્ત કરી હતી.નોંધનીય છે કે દેરાસરમાં ચોકી કરતા બે સુરક્ષા રક્ષકમાંથી એક દેવીલાલ સેવક (૫૫)ને લૂંટારુઓએ હથિયારથી મારી નાખ્યો હતો, જ્યારે બીજો સુરક્ષા રક્ષક રામપ્રસાદ ગંગારામ જોષી (૪૫) ગંભીર ઇજા પામ્યો હતો. દેવીલાલ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી હતો જ્યારે રાજુ ગંગારામ નેપાળી હતો.આ ઘટનાને લઈ સમગ્ર જૈન સમાજમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. પખવાડિયામાં લૂંટારા નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

પોલીસકર્મીઓને બંધક બનાવનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો!

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

પોલીસકર્મીઓને બંધક બનાવનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો!

પોલીસકર્મીઓને બંધક બનાવાનાર નક્સલીઓના માસ્ટરમાઈન્ડને ઝડપી લેવામાં આવ્યો છે, જો કે બાકીના ત્રણ પોલીસકર્મીઓ અંગે કોઈ જાણકારી મળી નથી.બિહારના લખીસરાયમાં નક્સલીઓ દ્વારા બંધક બનાવેલ ચાર પોલીસકર્મીમાંથી એકની હત્યા કરી દેવાયા બાદ આ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, આ કોમ્બિંગ ઓપરેશનમાં પોલીસે જમુઈ જિલ્લામાંથી બે નકસ્લી નેતાની ધરપકડ કરી લીધી છે. જેમાંથી પ્રમોદ નામનો સખશ આ હોસ્ટિજ ડ્રામાનો માસ્ટરમાઈન્ડ હોવાનું જાણવા મળ્યું છે. જો કે નક્સલીઓ દ્વારા આપવામાં આવેલી ત્રીજી ડેડલાઈન સમાપ્ત થઈ ગયાના 24 કલાક પસાર થઈ જવા છતાં હજું એ ત્રણ પોલીસકર્મી અંગે કઈ જાણકારી નથી.નક્સલઓએ ગત રવિવારે 10 પોલીસકર્મીની હત્યા કરી ચાર પોલીસકર્મીને બંધક બનાવી લીધા હતા. આ ચાર પોલીસકર્મીના બદલામાં નક્સલીઓએ જેલમાં કેદ તેમના આઠ સાથીઓને છોડી મુકવાની માંગ કરી હતી. બંધક બનાવવામાં આવેલ ચાર પોલીસકર્મીમાંથી નક્સલીઓએ એક પોલીસકર્મીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.


દોષિતોને સજા કરો : સચિન

ભારતીય ખેલાડીઓનો ક્યારેય બુકી દ્વારા સંપર્ક કરાયો નથી, સમગ્ર પ્રકરણના કારણે રમતને હાનિ પહોંચી છે,સ્પોટ ફિક્સિંગના કારણે રમતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાથી નિરાશ થયેલા ભારતના સિનિયર ક્રિકેટર સચિન તેંડુલકરે દોષિત ક્રિકેટરો સામે આઈસીસી આકરાંમાં આકરાં પગલાં ભરે તેવી માગણી કરી છે.તેંડુલકરે જણાવ્યું હતું કે બ્રિટિશ ટેબલોઇડ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવેલું ફિક્સિંગ પ્રકરણ સાચું પડશે તો પાકિસ્તાની ખેલાડીઓએ ક્રિકેટની રમતને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે.ઇંગ્લેન્ડમાં શું બન્યું છે તેની આઈસીસીએ ઝીણવટપૂર્વકની તપાસ કરવી જોઇએ અને દોષિત ખેલાડીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. મને ખાતરી છે કે આઈસીસી યોગ્ય પગલાં લઈને ક્રિકેટને ફરીથી સાચી દિશામાં લઈ જશે.સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે જો આક્ષેપો સાચા પુરવાર થાય તો ચોક્કસપણે રમતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. હું નિષ્ણાત નથી અને ઇંગ્લેન્ડમાં બનેલી બાબત અંગે ભારતમાં બેસીને મારી પ્રતિક્રિયા વ્યક્ત કરી શકું નહીં પરંતુ પૂરા પ્રકરણના કારણે હું નિરાશ થયો છું.


ષડયંત્રમાં પવારનો હાથ : પાકિસ્તાન

સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને આઈસીસીએ સસ્પેન્ડ કરી દીધા બાદ અકળાયેલા પાકિસ્તાને ખેલાડીઓના બચાવ માટેની પોતાની ઝુંબેશ આદરીને ભારત પર આક્ષેપબાજીનું શસ્ત્ર ફરીથી ઉગામ્યું છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાદ બ્રિટન ખાતેના પાકિસ્તાનના હાઈ કમિશનર વાજિદ હસને પણ ખેલાડીઓનો બચાવ કરીને સમગ્ર મામલમાં આઈસીસીના પ્રમુખ શરદ પવારને જવાબદાર ઠેરવીને તેમણે જ પાકિસ્તાનના ખેલાડીઓ સામે કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.વાજિદ હસને જણાવ્યું હતું કે ત્રણેય ક્રિકેટર નિર્દોષ છે અને આ ઘટનામાં ભારતીય બુકીઓનો હાથ છે. મને લાગે છે કે સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયા નથી પરંતુ માજિદ મઝહરે ભારતીય બુકીઓને છેતર્યા છે અને મૂળ ગુનેગાર તો માજિદ મઝહર જ છે.આઈસીસીએ પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરને હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દીધા એ પછી વાજિદ હસને ત્રણેયનો બચાવ કર્યો હતો. ચારે તરફથી થઈ રહેલા દબાણને વશ થઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટેની ટીમમાંથી ગુરુવારે સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને આસિફને પડતા મૂક્યા હતા પરંતુ તેમનો મજબૂત બચાવ કર્યો હતો.હસને આ અંગે જણાવ્યું હતું કે છેલ્લાં એક સપ્તાહમાં જે કાંઈ બન્યું અને તેમની ઉપર જે રીતે આક્ષેપ થયા હતા તેનાથી ત્રણેય ક્રિકેટર માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને ક્રિકેટ રમવા માટે માનસિક રીતે સજ્જ ન હતા. આથી જ તેમણે વન-ડે શ્રેણી માટેની ટીમમાં તેમને નહીં સમાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી.તેમણે આ ઘટનનાનો પર્દાફાશ કરવા માટે સ્ટિંગ ઓપરેશન હાથ ધરનારા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડની વિશ્વસનીયતા પર પણ શંકા વ્યક્ત કરી હતી અને સામો પ્રશ્ન કર્યો હતો કે આ સ્ટોરી લાવનારાની શું પ્રતિષ્ઠા છે?


પાકિસ્તાન ટેબ્લોઈડ સામે દાવો માંડશે

કલંકિત ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર સામે થયેલા આક્ષેપો ખોટા પુરવાર થાય તો પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે સ્પોટ ફિક્સિંગનો પર્દાફાશ કરનારા બ્રિટિશ ટેબ્લોઈડ સામે બદનક્ષીનો દાવો માંડવાની પાકિસ્તાનના રમતપ્રધાન ઐઝાઝ ઝારખાણીએ ધમકી આપી છે.ઝારખાણીએ જણાવ્યું હતું કે ત્રણેય ક્રિકેટરને દોષિત પુરવાર થાય નહીં ત્યાં સુધી નિર્દોષ કહેવાય અને આ આક્ષેપો ખોટા પુરવાર થશે તો પાકિસ્તાન સરકાર એ દૈનિકને કોર્ટમાં લઈ જશે.ક્રિકેટર દેશનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. સલમાન બટ્ટ, આમિર અને આસિફ પાકિસ્તાની ખેલાડી છે. આમ દેશની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. આમ આ આક્ષેપો ખોટા પુરવાર થાય તો અમે તેમની સામે ચોક્કસ દાવો કરીશું અને આ મામલે બ્રિટિશ કાયદો ઘણો કડક છે તેમ તેમણે ઉમેર્યું હતું.ત્રણેય ક્રિકેટરને ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી૨૦ શ્રેણીમાંથી પડતા મુકાયા હોવાનો પણ રમતપ્રધાને ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તપાસકાર્યમાં સહકાર આપી શકે તે માટે તેમને ટીમમાં પસંદ કરાયા નથી.s


કોઈ બુકીએ સંપર્ક સાધ્યો નહોતો : ગાંગુલી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના સુકાનીપદને સંભાળ્યું ત્યારે કોઇ પણ બુકીએ ક્યારેય દેશના ક્રિકેટરોનો સંપર્ક સાધ્યો નહોતો. આ પ્રકારનો સંપર્ક અમારી કલ્પના બહારની બાબત છે.ટીમના ત્રણ અન્ય સુકાની સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેનો પણ કોઇએ મેચ ફિક્સ કરવા કે સ્પોટ ફિક્સિંગ માટે સંપર્ક કર્યો નહોતો.ક્રિકેટરોને વધારે જવાબદાર બનવાની અપીલ કરીને ગાંગુલીએ જણાવ્યું હતું કે આઈસીસી કોઇ પોલીસ નથી તેથી ક્રિકેટરોએ રમત પ્રત્યે તેમની જવાબદારીને વધારે સારી રીતે અદા કરવી જોઇએ.


સ્ટિંગ ઓપરેશન માટેની રકમ બટ્ટ પાસેથી મળી હતી

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ગયા સપ્તાહે લોર્ડ્ઝ ખાતે રમાયેલી ટેસ્ટ દરમિયાન બહાર આવેલાં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલી રોકડ રકમ પાકિસ્તાની ક્રિકેટ ટીમના સુકાની સલમાન બટ્ટના લગેજમાંથી મળી આવી હતી.બ્રિટનના એક દૈનિકના અહેવાલ મુજબ સલમાન બટ્ટના હોટેલરૂમમાંથી અને લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડના લોકરમાં આ રકમ કેવી રીતે મળી આવી તે અંગે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓ સલમાન બટ્ટની પૂછપરછ કરવાના છે.એમ મનાય છે કે આ રકમ ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના રિપોર્ટરે નિશાની કરીને માજિદ મઝહરને સ્પોટ ફિક્સિંગના ભાગરૂપે આપી હતી. આ ચલણી નોટો પર નિશાની કરાઈ હતી જેથી ભવિષ્યમાં પોલીસ દ્વારા તેની ઓળખ થઈ શકે. અહેવાલ મુજબ આ નોટો ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના સ્ટિંગ ઓપરેશન માટે ઉપયોગમાં લેવાઈ હતી.


ફિક્સર્સ પર આજીવન પ્રતિબંધ લાદો : વોર્ન

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ લેગ સ્પિનર શેન વોર્ને સ્પોટ ફિક્સિંગમાં પ્રતિબંધિત થયેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરો પર આજીવન પ્રતિબંધ લાદવાની માગણી કરીને જણાવ્યું હતું કે જે કોઇ ક્રિકેટરો આ પ્રકારનાં કૌભાંડમાં સંડોવાયેલા હોય તેમની રમતમાંથી હકાલપટ્ટી કરી નાખવી જોઇએ.ક્રિકેટની રમતને ફરીથી સ્વચ્છ બનાવવાની જરૂર છે તેમ છતાં પાકિસ્તાની ક્રિકેટરો સામેના આક્ષેપો હજુ પુરવાર થયા નથી તેથી તેમને ફિક્સર્સ કહેવા તે ખોટું છે, જો તેઓ દોષિત પુરવાર થાય તો અન્ય ક્રિકેટરો સામે સજ્જડ દાખલો પુરવાર થાય તેવાં આઇસીસીએ પગલાં ભરવાં જોઇએ.


લંડનના હરેકૃષ્ણ મંદિરમાં વિસ્ફોટ

મધ્ય ઇંગ્લેન્ડના ગુજરાતીઓની બહુમતી ધરાવતા વિસ્તાર લેસ્ટર સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં સ્થાનિક સમય મુજબ બપોરે વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી અને ત્રીજા ભાગની ઇમારત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જો કે પ્રાથમિક અહેવાલ મુજબ કોઈ જાનહાનિના અહેવાલ નથી. લંડનની ઉત્તરે ૧૦૦ કિ.મી. દૂર લેસ્ટર સ્થિત મંદિરમાં વિસ્ફોટ સમયે ઘણા શ્રદ્ધાળુઓ હોવાનું પોલીસે જણાવ્યું છે. જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે મંદિરમાં ઘણા શ્રદ્ધાળુઓ હાજર હતા. રાંધણગેસના બાટલામાં વિસ્ફોટને કારણે આગ લાગી હોવાનું મનાય છે, પરંતુ તેને હજુ સુધી સમર્થન મળ્યું નથી.બીબીસીના અહેવાલ અનુસાર કેટલાક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત હાલતમાં બહાર આવતા હોવાનું જણાયું છે. ફાતિમા ખત્રી નામની નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા મુજબ તેઓ તમામ કામમાં વ્યસ્ત હતા ત્યારે વિસ્ફોટ થયો હતો અને તેમને લાગ્યું કે જાણે બોમ્બ ફાટ્યો છે. લેસ્ટર ફાયર એન્ડ રેસ્કયુ સર્વિસે બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે. મંદિરના વડાએ મંદિરની અંદર ફસાઈ ગયેલા તમામ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.


ઝડફિયાનો પત્ર: ગોધરાકાંડ માટે મોદી સીધા જવાબદાર

ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ ગોધરાકાંડ પછીનાં તોફાનોનો દોષનો ટોપલો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ઢોળી સીધા તેમને જ જવાબદાર ગણાવ્યાં છે. સીટને લખેલા દસ પાનાના પત્રમાં સામેથી સાક્ષી બનવાની તૈયારી દર્શાવનારા ઝડફિયાના આ ચોંકાવનારા ઘટસ્ફોટથી મોદી માટે અનેક મુશ્કેલી સર્જાઇ શકે છે. ઝડફિયાએ લખેલા લેટરબોમ્બમાં ૨૭ ફેબ્રુઆરી-૨૦૦૨ના દિવસે ઉચ્ચ સ્તરે થયેલી ગુપ્ત બેઠકમાં કોણે શું કહ્યું હતું તે વાતના વટાણા સીટ સમક્ષ વેરી નાખ્યાં હોવાનું મનાય છે.
જો સીટ સમક્ષના નિવેદનમાં ઝડફિયા પોતાની સહીથી મોકલાવેલા પત્રની વિગતોને વળગી રહેશે તો આગામી દિવસો મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે અત્યંત કપરા રહેશે, તેવું સૂત્રોએ જણાવ્યું છે. તાજેતરમાં એસ આઈ ટીએ સુપ્રીમમાં રજૂ કરેલા અહેવાલમાં, ગોરધન ઝડફિયા તથા પોલીસ અધિકારીઓ એમ કે ટંડન અને પી બી ગોંદિયાની વિવાદાસ્પદ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.આ ભૂમિકાને લઈને એસ આઈ ટી ગોરધન ઝડફિયાને સમન્સ પાઠવવાની તૈયારી કરી રહી છે ત્યારે ઝડફિયાએ એસ આઈ ટીને લખેલા પોતાની સહીવાળા ટાઈપ કરેલા પત્રમાં તોફાનો માટે નરેન્દ્ર મોદી પર દોષારોપણ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે હાલમાં, એસ આઈ ટીના વડા ડો આર કે રાઘવન અને એ કે મલ્હક્ષેત્રા ગાંધીનગરમાં છે અને વાય સી મોદી ટૂંક સમયમાં જ આવવાના છે. તેમની હાજરીમાં ઝડફિયાને નિવેદન માટે બોલાવવામાં આવશે.સીટની તપાસમાં ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા સામે ગાળિયો વધારે મજબૂત બન્યો છે. ૨૭ ફેબ્રુઆરીની ગુપ્ત બેઠકમાં શું થયું હતું, કોના આદેશ હતા અને ક્યા પ્રકારના પગલા લેવા જણાવાયું હતું તે વિસ્ફોટક માહિતી સીટને મળી જવા પામી છે. જેના કારણે વહીવટી તંત્રના વડા તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કારણકે તે માહિતી રમખાણોમાં કોની ગુનાહિત બેદરકારી કે જવાબદારી હતી તે સાબિત કરવા મહત્વની પૂરવાર થઇ શકે છે. આ અગાઉ એકવાર મોદીની પૂછપરછ પણ સીટ દ્વારા કરવામાં આવેલી છે.


પીઓકેમાં ચીની સૈન્યની હાજરી : ભારત ચિંતિત

ચીન કહે છે કે માત્ર પૂરપીડિતોની મદદ માટે સૈનિકો સેવા આપી રહ્યા છે, ભારતીય રાજદૂત અને ચીનના નાયબ વિદેશ મંત્રી વચ્ચે ચર્ચા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર(પીઓકે)ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચીની સૈન્યની ‘પ્રવૃત્તિ અને હાજરી’ અંગે ભારતે શુક્રવારે ચીન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રદેશમાં ચીને ૧૧,૦૦૦ સૈનિકો ગોઠવ્યા હોવાના અહેવાલના પગલે ભારતે આ ચિંતા વ્યક્ત કરી છે.પીઓકેમાં ચીની સૈનિકોની ગતિવિધિ અંગે વડાપ્રધાન મનમોહનસિંઘ અને સુરક્ષા અંગેની કેન્દ્રીય સમિતિના અન્ય સભ્યોને માહિતી આપીને નવી દિલ્હીથી પાછા ફરેલા ચીન ખાતેના ભારતીય રાજદૂત એસ જયશંકરે, આ બાબતે ભારતની ચિંતાને વ્યક્ત કરવા માટે ચીનના નાયબ વિદેશ મંત્રી ઝાંગ ઝિઝુનને મળ્યા હતા.જોકે, ચીની મંત્રીએ ભારતીય રાજદૂતને જણાવ્યું હતું કે એ પ્રદેશના પૂરપીડિત લોકોને માનવીય સહાયતા આપવા માટે ચીની સૈનિકો ત્યાં માત્ર સેવા આપી રહ્યા છે. ભારતીય દૂતાવાસની સૂત્રોએ જણાવ્યું હતું કે બન્નેએ દ્વિપક્ષીય સંધિને સુધારવા સંબંધિત અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી. જોકે, તેની વિગતો આપવાનો સૂત્રોએ ઇનકાર કર્યો હતો.પીઓકેમાં પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ની હાજરી અંગે ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના અહેવાલના પગલે ભારતે જણાવ્યું હતું કે તે સ્વતંત્રપણે આ બાબતની ચકાસણી કરશે અને જો એ અહેવાલ સાચા હશે તો તે એક ગંભીર બાબત ગણાશે.પીઓકેમાં ચીની સૈન્યની હાજરી અંગના અહેવાલ અંગે ટીકા-ટિપ્પણિ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે જણાવ્યું હતું કે આ બાબત સાચી હોય તો તે એક ગંભીર ચિંતાનો વિષય છે અને રાષ્ટ્રના સુરક્ષા અને સલામતીની ખાતરી માટે આવશ્યક તમામ પગલાં અમે ભરીશું.


મોદીના ભાષણ માટે શાળાઓમાં રજા રદ્દ

હાલ ફેસ્ટીવલ મૂડ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ રજાની મજા માણવામાં પડ્યા છે. સોમવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ તા. પમી શિક્ષક દિને રવિવાર આવતો હોય તેના આગલા દિવસે મુખ્યમંત્રી મોદીના ઓનલાઇન ભાષણનું આયોજન કરી કાલે શનિવારે શાળાઓ ચાલુ રાખવાનો ફતવો છેલ્લી ઘડીએ શાળા સંચાલકોને અપાતા સંચાલકો ઘાંઘાં થયા છે.
જો કે કાલે વિદ્યાર્થીઓ શાળાએ નહીં જ આવે એ નિશ્વિત વાત છે અને માત્રને માત્ર શિક્ષકોને જ ભાષણ સાંભળવાનું રહેશે એ પણ એટલી જ નક્કી વાત છે!છેલ્લા બે વર્ષથી શિક્ષક દિનના રોજ ગુજરાત સરકારની બીઆઇએસએજી સેટેલાઇન ચેનલ પર તમામ શાળાઓમાં મુખ્યમંત્રીના ઓનલાઇન પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. પરમ દિવસે જ તા. પ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. બીજીબાજુ ગત સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં એક સપ્તાહનું વેકેશન જાહેર કરાયેલું છે. ૧પમી ઓગસ્ટે રવિવારે પણ બાળકોને વાઇબ્રન્ટ ઉજવણીના ભપકામાં પરાણે સામેલ કરવા શાળાઓ ચાલુ રખાઇ હતી અને એ દિવસની રવિવારની રજાને આવતીકાલે શનિવારે રજા રાખી એકઝેસ્ટ કરી અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરાયેલું હતું.એવામાં છેલ્લી ઘડીએ જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ આવતીકાલે શનિવારની રજા રદ હોવાનો પરપિત્ર કાઢ્યો છે. પ સપ્ટેમ્બરે શિક્ષક દિન હોય મુખ્યમંત્રીના ઓનલાઇન ભાષણ માટે શાળા ચાલુ રાખવાનો આ ફતવો શાળા સંચાલકોને છેક ગણતરીની કલાકો પહેલા ખબર પડતા તેઓ પણ ઘાંઘા થયા છે. વિદ્યાર્થીઓને રજા રદ થવા અંગે એક જ દિવસમાં કઇ રીતે જાણ કરવી? એવી વિમાસણમાં મૂકાયા છે. જો કે બીજીબાજુ સ્થિતિ એ પણ થવાની છે કે, વિદ્યાર્થીઓમાં ફેસ્ટીવલ મૂડ હોય રદ થયેલી રજાના દિવસમાં કાલે નહીં જ આવે એ નિશ્વિત વાત છે.


68 વર્ષે બિગ બી ખતરનાક સ્ટંટ કરશે!

જો સંજય દત્ત, અજય દેવગણ અને અનિલ કપૂર ખતરનાક સ્ટંટ કરી શકતા હોય તો અમિતાભ બચ્ચન કેમ ના કરી શકે. બિગ બી દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને નિર્માતા ફિરોઝ નડિયાદાવાલાને સ્પષ્ટ કહ્યું છે કે, તેમને એક્શન સ્ટંટ કરવા છે. આ ફિલ્મનું શુટિંગ જલ્દીથી શરૂ થાય તેવી શક્યતા છે.નોંધનીય છે કે, 68 વર્ષની ઉંમરે બિગ બી રાજકુમાર સંતોષીની આ ફિલ્મ દ્વારા એક્શન ફિલ્મ કરવા માંગે છે. આ ફિલ્મમાં ઘણાં જ ખતરનાક સ્ટંટ સીન હશે. સીનિયર બચ્ચન પહેલેથી જ એક્શન દ્રશ્યો પોતે જ કરે તે વાત પર ભાર મૂકતા હતા.80ના દાયકામાં અમિતાભે ફિલ્મ કુલીના શુટિંગ દરમિયાન તેમની સાથે એક અઘટતિ ઘટના બની હતી. જેને કારણે તેઓ દિવસોથી સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.ફિરોઝ નડિયાદવાળાએ પણ કહ્યું હતું કે, અમિતજી ફિલ્મમાં સ્ટંટ કરતાં નજરે આવશે. સ્ક્રીપ્ટની ડિમાન્ડ પ્રમાણે એક્શન દ્રશ્યો ભરપૂર પ્રમાણમાં છે. જો કે સ્ટંટ કરતા સમયે બિગ બીનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.


દબંગ જોતા પહેલા આ સાત વાતો જાણવી જરૂરી

સલમાન ખાનની ફિલ્મ દબંગ 10 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિંહા પોતાની કરિયરની શરૂઆત કરી રહી છે.સોનાક્ષી સિંહાની કેટલીક અજાણી વાતો જાણવી જરૂરી છે....1 સોનાક્ષી સિંહા શુત્રધ્ન સિંહા અને પૂનમ સિંહાની પુત્રી છે અને તેને જોડિયા ભાઈ લવ-કુશ છે.2 તેણે વર્ષ 2005માં મેરા દિલ લેકે દેખોમાં કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા હતા.3 વર્ષ 2008 અને 2009માં સોનાક્ષી લેકમે ઈન્ડિયા ફેશન વીકમાં રેમ્પ પર કેટવોક કર્યુ હતું.4 સોનાક્ષી ઘણી જ જાડી હતી અને ફિલ્મ દબંગ માટે તેને થોડું વજન ઉતાર્યુ હતું.5 સોનાક્ષીને ફિલ્મ દબંગમાં લેવામાં ત્યારે ઘણાં લોકોને આ વાત પસંદ આવી નહોતી પરંતુ તેમ છતાં તેના નામ પર વિચાર કરીને તેને જ લેવામાં આવી હતી.6 સોનાક્ષીનો જન્મ અંક 2 છે અને તેની ઉંમર 23 વર્ષ છે.7 સોનાક્ષીને પણ ચિત્રકામનો શોખ છે અને આ શોખ સલમાન ખાનને કારણે બહાર આવ્યો છે. સોનાક્ષીએ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે. તેને સ્કેચ બનાવતા આવડે છે. સલમાને તેને સારી રીતે પેઈન્ટિંગ કરતાં શીખવાડ્યું છે.આપણે આશા રાખીએ કે, સોનાક્ષીની ફિલ્મ દબંગ હિટ જાય અને તે બોલિવૂડમાં પોતાની કરિયર આગળ લઈ જાય...


‘અનિલને કારણે માધુરી મારા દૂર થઈ’

આમિર ખાન અને અનિલ કપૂર ડબલ ધમાલના મુર્હૂત પ્રસંગે સાથે નજરે આવ્યા હતા. આ ફિલ્મના દિગ્દર્શક ઈન્દ્ર કુમાર છે. ડબલ ધમાલ ફિલ્મ ધમાલની સિક્વલ છે.આમિરે ઈન્દ્ર કુમારની ફિલ્મ દિલ અને મનમાં અને અનિલે બેટા ફિલ્મમાં કામ કર્યુ છે અને ત્યારથી જ તેઓના સંબંધ ઈન્દ્ર કુમાર સાથે છે.આ પ્રસંગે આમિરને માધુરી દીક્ષિત સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો તેમ પૂછવામાં આવ્યું હતું. તો આ અંગે આમિરે જણાવ્યું હતું કે, માધુરી કમાલની અભિનેત્રી છે.જો કે આમિરે દુખી સ્વરે કહ્યું હતું કે, તેને માધુરી સાથે બીજીવાર કામ કરવાની તક મળી નહિ. જો કે આની પાછળનું કારણ આપતા આમિરે જણાવ્યું હતું કે, અનિલે માધુરી સાથે 13-14 ફિલ્મોમાં કામ કર્યુ છે અને અનિલે માધુરીને તેનાથી દૂર કરી છે.આમિરની આ વાત સાંભળીને હાજર રહેલા તમામ લોકો હસવા લાગ્યા હતા.


ચંડીગઢ : ગર્ભના બાળકથી અજાણ છે એ માસૂમ

ચંડીગઢની 13 વર્ષની એક બાળકીને એ વાતની ખબર નથી કે તેના ગર્ભમાં પોણા ત્રણ માસનું બાળક શ્વાસ લઈ રહ્યું છે. જ્યારે તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેને એવું હતું કે પેટમાં તકલીફ છે એટલે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. આ બાળકીની અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પણ થઈ ગઈ છે અને તેના લોહીના નમૂના પણ લેવાઈ ચૂક્યા છે.આ કેસમાં એવી વિગતો સામે આવી છે કે ઓમપ્રકાશ નામની વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કર્યો, જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ છે. પોલીસે શુક્રવારે બપોરે જીએમએસએચ 16માં બાળકીનો મેડિકલ ચેકએપ કરાવ્યો હતો. ગર્ભમાં રહેલું બાળક સ્વસ્થ છે કે નહીં તેની જાણકારી માટે આ ચેકઅપ કરવામાં આવ્યો હતો. આ ચેકઅપમાં પોણો કલાક જેટલો સમય લાગ્યો હતો. પોલીસનું એવું કહેવું છે કે ડીએનએ રીપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવી જશે કે આ બાળકીના ગર્ભમાં રહેલું બાળક કોનું છે.આ સગીર વયની બાળકી એક સ્નેહાલયમાં રહે છે, પરંતુ સ્નેહાલય પરિસરના સંચાલકોએ તેમના હાથ ઊંચા કરી દીધા છે. તેમનું એવું કહેવું છે કે આ બળાત્કાર પરિસરમાં થયો નથી, તેથી તેઓ આ અંગે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. પંજાબ રાજ્ય માનવધિકાર પંચના પૂર્વ ચેરમેન રિટાયર્ડ જસ્ટીસ આરએસ મોંગિયા કહે છે કે આ બાળકીને જ નિર્ણય લેવાનો અધિકાર મળવો જોઇએ કે તેણે ગર્ભસ્થ શિશુને જન્મ આપવો છે કે નહીં. જો કોર્ટ આ બાળકની ગાર્ડિયન બનશે તો કોર્ટ આ અંગેનો નિર્ણય લઈ શકશે.વાસ્તવમાં બનાવ એવો બન્યો હતો કે આ બાળકીની નાની જ્યારે તેને પોતાના ઘરે રોકાવા માટે લેવા આવતી ત્યારે તેને નાની સાથે મોકલવામાં આવતી હતી. ક્યારેય ઓમપ્રકાશના કહેવા પર આ બાળકીને મોકલવામાં આવી નથી. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ બાળકી રજા પર ગઈ હતી અને 5 જુલાઈના રોજ સ્નેહાલય પાછી આવી હતી. તબિયત ખરાબ થવાને કારણે જ્યારે 28 ઓગસ્ટના રોજ તેનો ચેકઅપ થયો ત્યારે આ હકીકત સામે આવી હતી.


ચાઇલ્ડ સેક્સમાં સપડાવા છતાં સજા સાવ નાની?

એક કોમ્પ્યુટર એક્સપર્ટ જેણે ચાઇલ્ડ સેક્સ સંબંધિત પાંચ લાખ કરતા પણ વધારે તસવીરો જમા કરીને રાખી છે, તે તાજેતરમાં જ જેલ જતાં જતાં બચી ગયો. વિકૃત વિચારો ધરાવતા 38 વર્ષના સંજીવ ડેલે ફોરબિડન રેલમ્સ નામના એક ઓનલાઇન ચાઇલ્ડ પોર્ન ગ્રુપ સાથે પોતાના સંબંધો બનાવી રાખ્યા હતા.તેણે વેબસાઇટ પર આ ગ્રુપના અન્ય સભ્યો સાથે બાળ-યૌન શોષણની 5,56,432 તસવીરો અને ફિલ્મો શેયર કરી હતી. આ આઈટી વિશેષજ્ઞ આ ગ્રુપનો આગળ પડતો સભ્ય હતો. જ્યારે પોલીસને આ વિશે ભાળ મળી, તો તેણે તરત જ એસેક્સ ખાતેના તેના ઘર પર છાપો માર્યો હતો.આ તપાસમાં અધિકારીઓને હાર્ડ ડ્રાઇવમાં સેવ કરેલી પાંચ લાખ કરતાં પણ વધુ ચાઇલ્ડ પોર્ન તસવીરો અને ફિલ્મો મળી આવી હતી. આમાંથી એક તસવીર તો માત્ર બે વર્ષની બાળકીની હતી. જ્યારે 8થી 12 વર્ષની બાળકીઓની મોબાઇલ તસવીરો હતી. અન્ય એક વિકૃત તસવીરમાં એક પુરુષને બાળકોને બાંધી તેમને કોરડા મારતો દર્શાવાયો હતો.જજ એલન સેગરસને પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે તેમણે ડેલ પર દયા એટલા માટે કરી છે કારણ કે તેમાં 97 ટકા તસવીરો ઓછી ગંભીર છે અને વળી તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. આથી જજે તેને ત્રણ વર્ષની સામુદાયિક સેવાની સજા સંભળાવી છે.ર આ ગ્રુપના અન્ય સભ્યો સાથે બાળ-યૌન શોષણની 5,56,432 તસવીરો અને ફિલ્મો શેયર કરી હતી. આ આઈટી વિશેષજ્ઞ આ ગ્રુપનો આગળ પડતો સભ્ય હતો. જ્યારે પોલીસને આ વિશે ભાળ મળી, તો તેણે તરત જ એસેક્સ ખાતેના તેના ઘર પર છાપો માર્યો હતો.

31 August 2010

રાજકોટમાં તોફાની ઝાપટું, ચોમેર પાણી ભરાયાં

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં તોફાની ઝાપટું, ચોમેર પાણી ભરાયાં
પંદર મિનિટમાં અડધો ઇંચ પાણી પડી ગયું.

શહેરમાં આજે ફરી મેઘરાજાએ સાંજે પડાવ નાખ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે શરૂઆતમાં ધીમીધારે વરસાદ વરસ્યા બાદ આઠેક વાગ્યાના અરસામાં તોફાની ઝાપટું તૂટી પડ્યું હતું. માત્ર પંદર મિનિટમાં જ અડધા ઇંચથી વધુ પાણી પડી જતાં માર્ગો પર નદીના વહેણની માફક પાણી વહેતું હતું.ગઇકાલે એક જ દિવસમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ આજે પણ મેઘસવારી અવિરત રહી હતી. જો કે દિવસ દરમિયાન માત્ર છાંટા જ પડ્યા હતા. પણ બપોર પછી રાબેતા મુજબ મેઘરાજાએ દર્શન દીધા હતા અને આઠેક વાગ્યે તોફાની ઝાપટું વરસ્યું હતું. વરસાદનું જોર એવું હતું કે, હમણાં બારે મેઘ ખાંગા થશે તેવો સૂપડાધારે વરસાદ પડતો હતો.રસ્તા ઉપર પણ કંઇ દેખાતું ન હતું. આવા તોફાની વરસાદ વચ્ચે માર્ગો પર નદીના વહેણની માફક પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી માંડ ઓસર્યા હતા ત્યાં ફરી તળાવ ભરાઇ ગયા હતા. વીસ મિનિટના આ ઝાપટામાં અડધા ઇંચથી વધુ પાણી પડી ગયું હતું. બીજી બાજુ આવતીકાલથી જન્માષ્ટમીનો મેળો શરૂ થઇ રહ્યો છે.


રાજકોટના બદાણી જવેલર્સમાંથી ૧૭ લાખની ચોરી

શહેરને રેઢું પડ સમજીને ધમરોળી રહેલા તસ્કરો દીવાનપરા પોલીસ ચોકીની બરાબર સામે આવેલા અને ત્રણ દિવસથી બંધ બદાણી જવેલર્સમાં વેન્ટલેશનની ગ્રીલ તોડીને અંદરથી આશરે રૂ. ૧૭ લાખની કિંમતના સોનાના એક કિલો ઘરેણાં ચોરી ગયાનો બનાવ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. શ્રોફ રોડ પર સૂરજ એપાર્ટમેન્ટમાં રહેતા પારસભાઇ બળવંતભાઇ બદાણીએ ભૂપેન્દ્ર રોડ પર દીવાનપરા પોલીસ ચોકી સામે આવેલા તેની માલિકીના જવેલર્સમાં ચોરી થયાની પોલીસને જાણ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જવેલર્સમાં તેમના પિતા બળવંતભાઇ (ગોલ્ડ ડિલર્સ એસો. ના પ્રમુખ) પણ સાથે બેસતા હતા. તાજેતરમાં તેમનું અવસાન થતાં પોતે એકલા શો-રૂમ સંભાળે છે. પારસભાઇ શુક્રવારે પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને આજે સોમવારે રજા અપાતા સાંજે દિવાબત્તી કરવા શો-રૂમ ગયા હતા.શો-રૂમના તાળાં અકબંધ હતા. શટર ખોલીને અંદર નજર કરતા શો કેસમાં ડિસ્પ્લેમાં ગોઠવેલા અંદાજે એક કિલો વજનના સોનાના ઘરેણાં ગાયબ હતા. તપાસ કરતા સાઇન બોર્ડની ઉપરના વેિન્ટલેશનની ગ્રીલના સિળયા કપાયેલા હતા. ૧૭ લાખની ચોરી થયાની જાણ થતાં ડીસીપી મયંકસિંહ ચાવડા, પી. આઇ. વી. બી. જાડેજા, ક્રાઇમ બ્રાંચના પી. આઇ. દગિુભા વાઘેલા, સબ ઇન્સપેક્ટર ડી. એન. પટેલ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, વેન્ટિલેશનમાંથી પ્રવેશેલા તસ્કરો સ્ટોર રૂમમાં થઇને નીચેના શો રૂમમાં પ્રવેશયા હતા અને વેિન્ટલેશન ઉપર કંતાન બાંધી દીધા હતા.


સૌરાષ્ટ્રમાં વધુ અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ

વેરાવળમાં સાડા પાંચ, પોરબંદર, જામજોધપુરમાં પાંચ, કુતિયાણામાં સાડા ત્રણ, માંગરોળ, જોડિયામાં સાડા ત્રણ, મોરબીમાં પોણા ત્રણ, દામનગરમાં બે ઇંચ પાણી વરસ્યું.સૌરાષ્ટ્રભરમાં છેલ્લા છ દિવસથી મેઘરાજા શ્રાવણ માસમાં ભરચોમાસાનો અહેસાસ કરાવી રહ્યા છે. રવિવારે રાજકોટ, સોરઠ, પોરબંદર પંથકને તરબતર કર્યા બાદ સોમવારે જાણે સોમનાથ મહાદેવને જળાભિષેક કરતા હોય તેમ આભમાંથી વેરાવળ પંથકમાં સાડા પાંચ ઇંચ પાણી વરસ્યું હતું. આ ઉપરાંત સોરઠ પંથકમાં અડધાથી સાડા ત્રણ ઇંચ વધુ વરસાદ વરસતાં સતત બીજા દિવસે જુનાગઢ જિલ્લામાં જળબંબોળની સ્થિતિ સર્જાણી છે.જ્યારે હાલારમાં અડધાથી સવા ચાર ઇંચ સાર્વત્રિક વરસાદ પડતાં અનેક જળાશયો પુન: છલકાઇ ગયા છે અને અનેક સ્થળે પાણી ભરાઇ ગયા છે. દરમિયાન પોરબંદર પંથકમાં મેઘરાજાએ વધુ સાડા ત્રણ ઇંચ પાણી વરસાવતા અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયા છે. રવિવારે રાજકોટ જિલ્લામાં સૂપડાધારે વરસાદ વરસ્યા બાદ સોમવારે પણ મોરબી, ધોરાજી, ઉપલેટા પંથકમાં ઝાપટાંથી માંડી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ અમરેલી જિલ્લામાં દામનગર, ધારી, વડિયા, લાઠી, બગસરા અને ખાંભા પંથકમાં બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. જેના પગલે મુંજિયાસર ડેમ પ્રથમ વખત ઓવરફલો થયો હતો.


આર.પી. જાડેજાએ ૨.૫૦ કરોડનું ડિસ્ક્લોઝર કર્યું

રાજકોટમાં જમીન-મકાનની લે-વેચ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર.પી. જાડેજાને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડાના એકાદ માસ બાદ અંતે ૨.૫૦ કરોડની બેનામી મિલકતો જાહેર કરવામાં આવી છે. આમ છતાં તપાસનો ધમધમાટ હજુ ચાલુ જ રહેશે તેવો નિર્દેશ આઈ.ટી.ના ઉચ્ચ અધિકારીઓએ આપ્યો હતો.રાજકોટમાં એકાદ માસ પહેલાં આર.પી. જાડેજા અને નરેન્દ્ર સોલંકી સહિત બિલ્ડરો અને સોની વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ૧૫થી વધુ સ્થળે કરાયેલી સર્ચની કાર્યવાહી દરમિયાન ૫૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો બહાર આવ્યા હતા.નરેન્દ્ર સોલંકી અને આર.પી. જાડેજાના માણસો દ્વારા આઈ.ટી.ના અધિકારીઓ પર હુમલો કરવામાં આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. નરેન્દ્ર સોલંકી જામીન પર છૂટયા બાદ તેઓએ પણ લાખોની બેનામી મિલકત જાહેર કરી હતી. જો કે આર.પી. જાડેજાને ત્યાંથી કોઈ કાર્યવાહી થઈ ન હતી.દરમિયાન જાડેજાને ત્યાં પણ સીલ કરી દેવાયેલા સ્થળે ફરી દરોડાની ગતિવિધિ કરવામાં આવતા અઢી કરોડની બેનામી મિલકતો જાડેજા ગ્રૂપ દ્વારા જાહેર કરવામાં આવી છે.જો કે આઈ.ટી.ના અધિકારીઓને આ આંકડો હજુ બહું જ નાનો લાગે છે અને હજી વધુ કાળુ નાણું બહાર આવે તેવી સંભાવનાને નજર સમક્ષ રાખીને તપાસ ચાલુ જ રાખવામાં આવશે તેમ આઈ.ટી.ના અધિકારીઓએ જણાવ્યું હતું.


વિસ્ફોટકો માટે સાડા ત્રણ કરોડનું ચૂકવણું રાજકોટથી થયું હતું

૧પ, ઓગસ્ટ પૂર્વે રાજસ્થાનના ધોલપુરથી મધ્યપ્રદેશના સાગર જિલ્લા માટે રવાના થયા બાદ ગુમ થઇ ગયેલા વિસ્ફોટકો ભરેલા ૬૪ ટ્રકનું પગેરું રાજકોટ સુધી લંબાયુ હતું. વિસ્ફોટકો માટે રાજસ્થાન એક્સ્પ્લોઝીવ કંપની લિમિટેડ (આર.ઇ.સી.એલ.)ને સાડા ત્રણ કરોડ જેવી માતબર રકમ રાજકોટથી ચૂકવાઇ હોવાનું ખૂલતા પોલીસે આ મામલે રિઝર્વ બેંક, ઇન્કમટેક્સ અને સેલટેક્સ વિભાગને લેખિત જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.માલ મગાવનાર આસવાની અને શિવચરણ હેડા પણ લાપતા છે. રાજકોટમાં ભૂમી એન્ટરપ્રાઇઝ નામથી એક્સ્પ્લોઝીવનુ લાઇસન્સ ધરાવતા આસવાની અને ગંગા શ્રોફ નામની પેઢી ધરાવતા હેડાની ‘કુંડળી’ જાણવા તેમજ આ પ્રકરણમાં ઉપરોકત બન્નેની શું ભૂમિકા છે ?તે જાણવા સઘન તપાસ થઇ રહી છે. ધોલપુરથી સાગર માટે રવાના કરાયેલા ૬૪ ટ્રક વિસ્ફોટકનું ચૂકવણું રાજકોટની એક બેંકમાંથી થયું હતું. આ ટ્રાન્ઝેકશનમાં બેંકના અધિનિયમોનો ભંગ થયાની પોલીસે શંકા વ્યક્ત કરી આ અંગેની વિસ્તૃત તપાસ માટે રિઝર્વ બેંક, ઇન્કમટેક્સ અને સેલ્સ ટેક્સ વિભાગને લેખિતમાં જાણ કરાઇ હોવાનું સાગરના રેન્જ આઇ. જી. અન્વેષ મંગલમે જણાવ્યું છે.


યુવા ભાજપ દ્વારા ચિદમ્બરમના પૂતળાનું દહન કરાયું

કેન્દ્રિય ગૃહમંત્રી પી.ચિદમ્બરમે ‘ભગવા આતંકવાદ’ શબ્દના કરેલા ઉપયોગના વિરોધમાં સૌરાષ્ટ્રમાં જેતપુર, ધોરાજી, ગોંડલ, વાંકાનેર, મોરબી સહિતના શહેરોમાં યુવા ભાજપ દ્વારા ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. દરમિયાન પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કર્યાબાદ જામીન પર મુક્ત કર્યા હતા.કેન્દ્રિય ગૃહમંત્રી આ શબ્દના ઉપયોગના વિરોધમાં ધોરાજીમાં શહેર યુવા ભાજપ દ્વારા આઝાદ ચોકમાં કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરાયું હતું અને કેન્દ્રની યુ.પી.એ. સરકારના વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા.આ તકે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મુક્તાબહેન વઘાસિયા, લલિતભાઇ વોરા, શહેર ભાજપ પ્રમુખ ડી.જી. બાલધા, યુવા ભાજપ પ્રમુખ રાજુભાઇ વઘાસિયા, મહામંત્રી નિમેષ અગ્રાવત હાજર રહ્યા હતા. પોલીસે આ તમામ કાર્યકર્તાઓની અટક કરી હતી અને બાદમાં છોડી મૂક્યા હતા.જેતપુરમાં શહેર યુવા ભાજપ કાર્યકરો, સત્યેન ગોસાઇ, મેહુલ વોરા, રાજુભાઇ ઉસદડિયા, જિલ્લા ભાજપના પ્રકાશભાઇ પારધી, અંકુરભાઇ વ્યાસ સહિતનાઓ ‘ભારત માતા કી જય’ અને ‘ચિદમ્બરમ્ માફી માંગે’ જેવા સૂત્રોચ્ચાર કરી પુતળાનું દહન કર્યું હતું. આ તમામ કાર્યકરોની પોલીસે જાહેર સુલેહ શાંતભિંગ કાયદા હેઠળ ધરપકડ કરી હતી, બાદમાં જામીન પર છોડી મૂક્યા હતા.મોરબીમાં પણ નગર-દરવાજા ચોકમાં યુવા ભાજપના મહામંત્રી બિપીનભાઇ વ્યાસ અને કાર્યકરોએ કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કર્યું હતું. ગોંડલમાં જૂના યાર્ડ પાસેથી રેલી કાઢી બસ-સ્ટેન્ડ ચોકમાં પૂતળાદહન કરાયું હતું.આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાંકાનેર, ધોરાજી જેવા શહેરોમાં યુવા ભાજપે કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરાયું હતું.


પાંચ વર્ષમાં ૧૨૦૦ કરોડના કામ કર્યાનો ભાજપનો દાવો

નવી ચૂંટણીનું જાહેરનામુ ગમે તે ઘડીએ આવે તે પહેલા પાંચ વર્ષના શું વિકાસ કરાયો છે તેની જાણકારી માટે શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું ભાજપના પાંચ વર્ષના કાર્યકાળમાં ૧૨૦૦ કરોડના વિકાસના કામો થયા છે.જેથી રાજકોટવાસીઓની સમસ્યાઓમાં ઘટાડો નોંધાયો છે અને સુવિધાઓ વધી છે. ચૂંટણી પૂર્વે ભાજપે આપેલા તમામ વચનો પાળી બતાવ્યા છે તેમ શહેર પ્રમુખ ધનસુખ ભંડેરી, મેયર સંધ્યાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ જેટલા વિકાસ કામો કરવાની શહેરીજનોને ખાતરી આપવામાં આવી હતી. તેમાંથી મોટાભાગના કામો થઇ ગયા છે. તેમાંથી કેટલાક પ્રોજેક્ટોના કામો હાલ ચાલું છે.પોતાના શાસનમાં પ્રાણી સંગ્રહાલય, બીઆરટીએસ પ્રોજેક્ટ, રૈયાધારમાં સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફ્લાયઓવર, ગરીબોને આવાસ, બીટીઓ, પીપીપીઓ ધોરણે થયેલા કામો આરોગ્યની સેવાઓ, ગૌરવપથ સહિતના રસ્તાઓના કામ, એક્સપ્રેસ ફિડર લાઇન, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ૭૬ બગીચાનું લોકાર્પણ કર્યા છે. ‘જયા માનવી ત્યા વિકાસ’ને સાર્થક કરતા ભાજપના હોદ્દેદારોએ શહેરનો એકશન પ્લાન બનાવી સમતોલ વિકાસ કરી ૧૨૦૦ કરોડના વિકાસ કામો કરાયા છે.ઇ-ગવર્નસની સેવામાં દેશભરમાં રાજકોટ પ્રથમ નંબરે દેશના ઝડપથી વિકાસ પામતા ૧૦૦ શહેરોમાં રાજકોટનું ૨૨મુ સ્થાન છે. તેમજ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વડે ઇ-ગવર્નસ હેઠળ જુદી-જુદી સેવાઓ આપવામાં દેશભરમાં રાજકોટનો પ્રથમ નંબર આવે છે એશિયામાં બીજા નંબર ઉપર છે. માટે સ્વચ્છતાની ર્દષ્ટીએ જાહેર થયેલ યાદીમાં પણ રાજકોટ ટોપટેનમાં છે


ભાજપમાંથી વધુ એક બાગી, લીલાબાનો આરપારનો જંગ

વોર્ડ નં. ૨માં ક્યાં, કેવાં કૌભાંડો થયા છે અને તેમાં ભાજપના સ્થાનિક આગેવાનોની સાંઠગાંઠ છે તેવા આક્ષેપ સાથે મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર.રાજકોટ ભાજપના સળગતા ઘરમાં આજે વધુ એક બળવાની હવા ફૂંકાઇ હતી. આ અગાઉ સુરભી ગ્રૂપના વિજયસિંહ વાળાએ છેડો ફાડ્યા બાદ ભાજપના દોઢ દાયકાથી વધુ જૂના સભ્ય અને છેલ્લા કેટલાક સમયથી જેના ચહેરા પર અસંતોષનું મહોરું લાગેલું છે એવા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર લીલાબા જાડેજાએ પણ અંતે ભાજપમાંથી છેડો ફાડવાનો નિર્ણય આજે જાહેર કરી દીધો હતો અને તેના જ પક્ષ વિરુધ્ધ આગ ઓકતો પત્ર મ્યુનિ. કમિશનરને આપતાં ખળભળાટ મચી ગયો છે.લીલાબા જાડેજા આમતો છેલ્લા ઘણા સમયથી સાઇડ લાઇન થઇ ગયેલા છે. પક્ષના કાર્યક્રમોમાં તેને કોઇ સ્થાન આપવામાં આવતું નથી ત્યાં સુધી કે, ચૂંટણી નજીક આવી રહી છે અને એવા મોકાના સમયે ભાજપે પાંચ વર્ષમાં કરેલા કામોની જે વોર્ડવાઇઝ પુસ્તિકા છપાવી છે તેમાં વોર્ડ નં. ૨ની પુસ્તિકામાંથી લીલાબા જાડેજાની સમુળગી બાદબાકી કરી નાખવામાં આવી છે. તેના નામનો સુધ્ધા કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વાતથી લીલાબાને પક્ષમાં પોતાનું સ્થાન જોખમમાં હોવાનું પાકેપાયે થઇ જતાં આજે જ તેમણે મહાપાલિકાની લોબીમાં અને પટાંગણમાં જાહેરમાં એવો નિર્ણય જણાવ્યો હતો કે, તેમણે સામેથી જ પક્ષમાંથી છેડો ફાડી નાખ્યો છે.તેમણે મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર લખ્યો છે અને તેમાં લખ્યું છે કે, તેના મત વિસ્તાર વોર્ડ નં. ૨માં નહેરુનગરમાં વોંકળા પર અને સાર્વજનિક પ્લોટ પર ભાજપમાં વગ ધરાવતા કૌભાંડિયાઓએ દબાણ કરેલા છે અને તેની સામે તમો રાજકીય દબાણને વશ થઇને કોઇ પગલાં લેતા નથી.આ જ વોર્ડમાં એક પચાસ વારના મકાન પર ત્રણ માળ ગેરકાયદે ચણાઇ ગયા. આવા તો અનેક વહીવટો છે કે જેમાં મારા જ પક્ષના દબાણ હેઠળ તંત્રે આંખ આડા કાન કરી નાખ્યા છે.


પાંચ પૂજારીઓએ એક કલાકમાં ગોઠવ્યા ૩૦ હજાર રૂદ્રાક્ષ

શ્રાવણમાસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવનું દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઊઠ્યુ.પવિત્ર શ્રાવણમાસના ત્રીજા સોમવાર નિમીતે દેવાધિદેવ સોમનાથ મહાદેવને ૩૦ હજાર રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. પાંચ ફુટ ઉંચાઈ તથા આઠથી દસ ફુટનાં પરીધવાળા ઢળાવમય રૂદ્રાક્ષનાં ઢગથી દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઉઠયું હતું. જો કે, આજે દિવસભર સતત વરસાદનાં કારણે અગાઉના બે સોમવાર કરતા ભાવિકોની ભીડ ઓછી જોવા મળતી હતી.શ્રાવણમાસના ત્રીજા સોમવાર નિમીતે આજે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને ત્રીસ હજાર જેટલા રૂદ્રાક્ષનાં દળદાર પારાઓનો શણગાર કરાયો હતો. અંદાજે પાંચ ફુટ ઉંચાઈ ધરાવતું અને આઠ થી દસ ફુટનાં પરીધવાળા ઢળાવમય રૂદ્રાક્ષના ઢગથી દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઉઠયું હતું. રૂદ્રાક્ષના ઘેરા રંગના શણગાર પર સુવર્ણનો બીજ ચંદ્ર, સુવર્ણનું ત્રિપૂંડ તથા શિવજીનું ચાંદીનું ચળકતું મહોરૂ ગોઠવવામાં આવ્યું હતું. તેના પર ગુલાબ અને સફેદ પુષ્પના દળદાર હારનો શણગાર કરાયો હતો.અનરાધાર વરસાદ વચ્ચે પણ ભાવિકો પલળતા પલળતા મહાદેવને શિશ નમાવવા વહેલી સવારે આવી પહોંચ્યા હતા. પરંતુ આગળના બે સોમવાર કરતા ભાવિકોની સંખ્યા ઓછી જોવા મળતી હતી. આજે પ્રાત: આરતીબાદ ગોંડલ નજીકના ઈશ્વરીયા ગામના ગીરનારી આશ્રમના સાધ્વી સરસ્વતી દેવી તથા તેના ૨૦૦ અનુયાયીઓએ ઢોલ, શરણાઈ સાથે વાજતે ગાજતે મહાદેવની પૂજા કરી ધ્વજા ચડાવી હતી. સાંજે ૭:૩૦ વાગ્યે રાજકોટની સુજન સ્કૂલ ઓફ ડાન્સ દ્વારા શિવજીને પ્રિય એવા નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપરાંત અમદાવાદના વેજલપુરથી રાજુભાઈ ઠાકોરે તેના ત્રણસો જેટલા શિવભક્તો સાથે ધ્વજા ચડાવી હતી. જુનાગઢ રેન્જના આઈજીપીએ પણ સોમવારની પૂર્વ સંધ્યાએ મંદિરની મૂલાકાત લીધી હતી.પાંચ પૂજારીઓએ એક કલાકમાં ગોઠવ્યા ૩૦ હજાર રૂદ્રાક્ષ -આજે સવારે મંદિરના પાંચ પૂજારીઓએ એક કલાકમાં ૩૦ હજાર પ્રાચીન રૂદ્રાક્ષનો મહાદેવનો શણગાર કર્યો હતો. આ રૂદ્રાક્ષના પારા વર્ષો જુના હોવાનું જાણવા મળ્યું હતું.


જસદણ તાલુકામાં ભાડલા ગામનો એક્સાથે પાંચ અર્થી ઊઠી

જસદણ તાલુકાના ભાડલા ગામનો પ્રજાપતિ પરિવાર રવિવારે પુત્રીના સગપણની વાત કરી પરત ફરતો હતો ત્યારે ભાડલા નજીકના કોઝવે પર પૂરના ધસમસતા પાણીમાં પરિવારના છ સહિત આઠ વ્યક્તિઓ તણાઈ ગઈ હતી. જે પૈકી બેનો બચાવ થયો હતો. દરમિયાન સવારે પ્રજાપતિ પરિવારના પાંચના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ એક સાથે પાંચેય વ્યક્તિઓની અંતિમયાત્રામાં મોટાભાગના ગ્રામજનો જોડાયા હતા. હૈયાફાટ રૂદન વચ્ચે શોકની કાલીમા છવાઈ ગઈ હતી. જ્યારે ભાડલા ગામ શોકમય બંધ રહ્યું હતું.કરુણ બનાવની વિગતમાં ભાડલા ગામે કિરાણાનો વ્યવસાય કરતાં બાબુભાઈ ગોવિંદભાઈ સરેરિયા, તેના પત્ની મંજુબેન, ભાઈ બટુકભાઈ તથા બટુકભાઈના પત્ની ગીતાબેન અને શારદાબેન ભગવાનજીભાઈ સરેરિયા સહિતનો પ્રજાપતિ પરિવાર પુત્રીના સગપણની વાત માટે રાજકોટ આવ્યો હતો. ત્યારબાદ પરત ભાડલા યુટીલિટી જીપમાં ફર્યો હતો.આ તકે સુપડાધાર વરસાદના પગલે ભાડલા પાસેના ભીડભંજન રોડ પર આવેલા કોઝવે પર પૂરના પાણી ફરી વળ્યા હતા. જેથી જીપ ચાલકે આગળ જવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ પ્રજાપતિ પરિવાર અને ભાડલા ગામના બે હીરા ઘસુ હિતેશ પ્રકાશભાઈ કાકડિયા અને ભાર્ગવ રમેશભાઈ દોમડિયા નામના બે પટેલ યુવાન એમ કુલ આઠ વ્યક્તિઓ એકબીજાનો હાથ ઝાલી પૂરના પાણીમાંથી પસાર થવાની કોશિશ કરી હતી. દરમિયાન પાણીની થપાટ લાગતા આઠે-આઠ વ્યક્તિઓ પૂરના પાણીમાં ગરક થઈ ગયા હતા.જે પૈકી ભગવાનજીભાઈ અને હિતેશ લાકડું પકડી પૂરમાંથી હેમખેમ બહાર આવી જતાં બચી ગયા હતા. જ્યારે અન્ય છ વ્યક્તિ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા. સાથોસાથ રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરી માટે દોડી ગઈ હતી. આખી રાતના અંતે વહેલી સવારે તરવૈયાઓએ પ્રજાપતિ પરિવારની પાંચ વ્યક્તિના મૃતદેહો શોધી કાઢયા હતા. પરંતુ ભાર્ગવનો મૃતદેહ હજુ સુધી હાથ આવ્યો ન હતો. જેની શોધખોળ ચાલુ છે.એક સાથે પાંચ-પાંચ વ્યક્તિના મૃત્યુના બનાવથી ખોબા જેવડા ભાડલામાં સન્નાટો છવાઈ ગયો હતો. અને શોકમય ગામ બંધ રહ્યું હતું. દરમિયાન પાંચ-પાંચ અર્થી ઊઠતા મોટાભાગના ગ્રામજનો પ્રજાપતિ પરિવારના સભ્યોની અંતિમયાત્રામાં જોડાયા હતા. હૈયાફાટ રૂદન વચ્ચે શોકની કાલીમા છવાઈ ગઈ હતી.


જામનગરમાં મજદૂર સંઘોએ કર્યા ધરણાં

મોંઘવારી, બેકારી, ડીસઇન્વેસમેન્ટ, કોન્ટ્રાકટ પ્રથાના વિરોધમાં જામનગરમાં આજે ભારતીય મઝદુર સંઘ અને સંલગ્ન યુનિયનોએ ધરણાં કરી કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદન પાઠવ્યું હતું. જેમાં પડતર પ્રશ્નો તાકીદે ઉકેલવા સંગઠનોએ માંગણી કરી છે.
ભારતીય મઝદુર સંઘ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ, પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ અને પ્રતિરક્ષા મઝદુર સંઘ આવેદનપત્રમાં જણાવ્યું છેકે, દેશમાં છેલ્લા ઘણા સમયથી સરકારનો જીવન જરુરી ચીજવસ્તુઓનાં ભાવ પર કોઇ અંકુશ કે તે પ્રત્યે કોઇ પરીણામ લક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. જે દેશ ને દેશનાં ૪૫ કરોડ શ્રમિકો માટે ખુબજ દુ:ખ અને અસહ્ય બાબત છે.સરકાર દ્વારા તેલ, પેટ્રોલ ગેસનાં ભાવમાં વધારો કરી ગરીબ, સામાન્ય મધ્યમ વર્ગીય લોકોની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી નાખી છે. સરકારનો જમાખોરો, નફાખોરો પર પણ અંકુશ રહ્યો નથી.

મચ્છુ-૨ના ૧૮ દરવાજા ખોલાતાં પૂરની સ્થિતિ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

મચ્છુ-૨ના ૧૮ દરવાજા ખોલાતાં પૂરની સ્થિતિ

મોરબી પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ-૨ ડેમમાં પાણીની તોતિંગ આવકના પગલે ડેમના ૧૮ દરવાજા ચાર ફૂટ ખોલી વિપુલ પ્રમાણમાં પાણી છોડવાની ફરજ પડતા મચ્છુ નદી ગાંડીતૂર બની છે, અને મચ્છું નદીનું સ્તર વધતા નદીકાંઠા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.મચ્છુ-૧ ડેમ સતત ઓવરફ્લો થવાથી અને ઉપરકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી પહેલેથી ઓવરફ્લો થયેલા મચ્છુ-૨ ડેમમાં પાણીની તોતિંગ આવક શરૂ થતાં આજે વહેલી સવારે ચાર વાગ્યે મચ્છુ-૨ના એકી સાથે ૧૮ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. ડેમમાંથી એકી સાથે પ્રતિ સેકન્ડે ૪૬,૬૦૩ કયુસેક પાણી છોડાતા મચ્છુ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પહેલેથી બે કાંઠે વહી રહેલી મચ્છુ ગાંડીતૂર બની હતી.મચ્છુ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડાતાની સાથે જ તંત્રએ નિચાણવાળા અને નદીકાંઠા વિસ્તારો અને અસરગ્રસ્તોની સંભાવનાવાળા ૨૮ ગામોમાં હાઇ એલર્ટ જારી કરી દીધું હતું. જ્યારે બીજી બાજું ડેમમાંથી છોડાયેલું લાખો કયુસેક પાણી પૂર બન્ને નદી કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. મોરબીના પુલ નીચે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નદીકાંઠાના રોહીદાસપરામાં પાણી ઘૂસ્યા ત્યા પણ રહેવાસીઓને ઊંચી જગ્યા પર જવાની તાકીદ કરાઇ હતી.આ ઉપરાંત મચ્છુ નદીના પાણી માળિયા (મિ.) વિસ્તારના નદી કાંઠાના ખેતરોમાં ઘૂસી જતાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. આ ઉપરાંત ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાથી ઉછાળા મારતી મચ્છુ નદીના પાણી માળિયા (મિ.) ના હરીપર ગામ ફરતે ફરી વળતા આજ સવારથી હરીપરના ગ્રામજનો અન્ય વિસ્તારથી વિખૂટા પડી ગયા હતા. ઉપસરપંચ ગજાભાઇ માસ્તરે જણાવ્યું હતું કે અમારું ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. ગામની સીમના ૯૦ ટકા ખેતરોમાં પાણી ભરાયા છે. ગામના પ્રવેશવાના રસ્તાઓ પર ચાર-ચાર ફૂટ પાણી ભરાતા ગ્રામજનો બહાર નીકળી શકે તેમ નથી.


ખારીમાં પાંચનાં ચેકડેમમાં ડૂબી જતા મોત

સિહોર તાલુકાના ખારી ગામે આવેલ ચેકડેમમાં નહાવા પડેલા ચાર બાળકો ચેકડેમમાં ડૂબતા હતા તેઓને બચાવવા જતાં એક આધેડ સહિત કુલ પાંચના ચેકડમમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા કરૂણ મોત નિપજતા નાનકડા એવા ખારી ગામના લોકો હીબકે ચડ્યા હતા. આ બનાવ બનતાં સમગ્ર ગામ અને આહીર સમાજમાં શોકનું મોજું ફરી વળયું હતું.આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના ખારી ગામે આવેલ ચેકડેમમાં આ જ ગામના ચાર બાળકો વિશાલ ભનાભાઇ આહીર (ઉ.વ.૧૫),પંકજભાઇ ભનાભાઇ આહીર (ઉ.વ.૧૦),ભોજુભા ભનાભાઇ આહીર (ઉ.વ.૧૪), મિલન રાયમલભાઇ આહીર (ઉ.વ.૯) આ ચાર બાળકો ખારી-વાવડી રોડ પર આવેલ એક ચેકડેમમાં નહાવા પડેલ.તેવામાં આ ચારેય બાળકો ડૂબતા હોય આ બાળકોને બચાવવા જતાં રામાભાઇ જીવાભાઇ આહીર (ઉ.વ.૪૨)ના પગ કાંપમાં ઘુસી જતાં તેઓનું પણ ચેકડેમમાં ડૂબી જવાથી કમકમાટીભયું મોત નપિજેલ. આ પાંચેયના કરૂણ મોત નિપજતાં ખારી ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.જેમાં ભનાભાઇ ઉકાભાઇ ઢીલાના તો ત્રણ દીકરાઓના કરૂણ મોત નિપજતા તેઓના પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. રે ! કરૂણતા એક જ પિતાના ત્રણ-ત્રણ સંતાનો એક જ સાથે મોત નિપજતા ભલભલા પહાડ જેવા પથ્થર હદયના માનવીના હદય પણ પીગળી ગયા હતા.ઉપરોકત પાંચેય વ્યક્તિઓના મૃતદેહોને આ જ ગામના અમૃતભાઇ ગોવિંદભાઇએ ચેકડેમમાંથી બહાર કાઢેલ.આ બનાવ બનતાં સિહોર મામલતદાર સહિતનો સ્ટાફ,તાલુકા પંચાયતના તા.વિ.અધિ.,સ્ટાફ, પીએસઆઇ દેસાઇ અને સ્ટાફ, આલાભાઇ, ગેમાભાઇ આહીર, માસાભાઇ ડાંગર , અભેશંગભાઇ મોરી, ગોપાલભાઇ,મેરાભાઇ આહીર તથા આહીર સમાજના આગેવાનો અને સિહોરના આગેવાનો.ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.


ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણી તહેવારો સાથે રોગચાળાનો કહેર

ભાવનગર શહેર-જિલ્લામાં શરદી, તાવ, ઉધરસના વાયરાએ માથુ ઉંચકતા લોકો તોબા પોકારી ગયા છે. શ્રાવણી તહેવારો સાથે શરદી, ઉધરસનો વાયરો ફુંકાયો છે. ઘરે-ઘરે લોકો તેનો ભોગ બની રહ્યા છે.ખાનગી અને સરકારી દવાખાનાઓમાં શરદી, તાવ અને ઉધરસના દર્દીઓની ભીડ વધી છે. દર વર્ષે ઋતુજન્ય રોગચાળો ફેલાય છે. પરંતુ ચાલુ વર્ષે નોર્મલ કરતા પણ વધારે આ રોગના કેસો નોંધાઈ રહ્યા છે. લગભગ દોઢેક મહિનાથી સામાન્ય રોગોનાં કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.એટલું જ નહીં પણ સ્વાઈ ફ્લૂના કેસો પણ ભાવનગરમાં નોંધાઈ રહ્યા છે. મચ્છરજન્ય અને વાયરલ ફિવરના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. જોકે, આ રોગચાળાના નિયંત્રણ માટે ઘરગથ્થુ ઉપચાર અને સ્વંયરીતે જ કાળજી લેવી વધુ ફાયદાકારક અને હિતાવહ હોવાનું નિષ્ણાંતો સલાહ આપી રહ્યાં છે.


ભાવનગર જિલ્લામાં ચાર ઈંચ વરસાદથી ટાણા તરબતર

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે ભાવનગર જિલ્લામાં એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે ભાવનગર શહેરમાં તો આજે પણ હળવા ઝાપટા વરસ્યા હતા. જોકે સિહોરના ગ્રામ્ય પંથકમાં આજે ચારેક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે તળાજામાં બે ઈંચ, ગારીયાધારમાં ત્રણ ઈંચ, પાલિતાણામાં સવા ઈંચ અને અન્ય વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. તો કુંઢેલી પંથકમાં બપોરે ૩થી૪ દરમિયાન એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.આજે ભાવનગર શહેરમાં આજે પણ હળવા ભારે ઝાપટા જ વરસ્યા હતા. આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. જોકે બપોરે થોડો સમય સૂર્યપ્રકાશ ખિલ્યો હતો. ભાવનગર જિલ્લામાં પાલિતાણા પંથકમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં ૨૭ મીમી વરસાદ વરસી ગયો હતો.સિહોર તાલુકાના ટાણા ગામે આજે ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં શ્રાવણી મેઘમહેરથી તરબતર થઈ ગયું હતું. ઉપરાંત પીપળીયા અને આજુબાજુના મોટા સુરકા, નાના સુરકા, પાલડી વિ. ગામોમાં ત્રણેક ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો સિહોરમાં અડધાથી એક ઈંચ અને વરલ, થોરાળી, ટાણા, સોનગઢ સહિતના ગામોમાં એકથી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.
ગારીયાધારમાં આજે ૪-૩૦ કલાકથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને રાત સુધીમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તળાજામાં આજે બપોરનાં સમયે બે કલાક અનરાધાર વરસાદ થતાં આજ સાંજ સુધીમાં ૫૪ મીમી જેટલું પાણી ગામોમાં પણ સારો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તળાજાનો સીઝનનો કુલ વરસાદ આજ સાંજ સુધીનો ૬૮૩ મી.મી. નોંધાયો છે.બોટાદમાં આજે બીજા દિવસે પણ વરસાદનું જોર રહ્યું હતું અને રાત સુધીમાં ૩.૫ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. સેંથળી ગામે ૧ ઈંચ અને સમિઢયાળા ગામે પણ ૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઢસામાં સાંજે ૬થી૮ના બે કલાકના સમયગાળા દરમિયાન અઢીથી ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઘોઘા ખાતે આજે એકાદ ઈંચ વરસાદ વરસી ગયાના વાવડ છે. તો વલભીપુરમાં પણ પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો.

જનરલ હોસ્પિટલને ‘અસાધ્ય રોગ’

ભૂકંપ બાદ વડા પ્રધાનના એક્સો કરોડના ફંડમાંથી નિર્માણ પામેલી જી.કે. જનરલ હોસ્પિટલ અનેક પ્રકારની ઉપેક્ષાઓનો ભોગ બની છે. છેલ્લા કેટલાંય સમયથી અહીં નિષ્ણાત તબીબોની મહત્વની જગ્યાઓ ખાલી છે. ઉપરાંત કેટલાક કેટલાંય તબીબી સાધનો પણ એવા છે જેને ચલાવી શકતા સ્પેશિયલિસ્ટનો જ અહીં અભાવ છે આ પ્રકારની પરિસ્થિતિમાં ઉમદા સારવારની આશાએ આવતા અનેક દર્દીઓએ નિરાશ થવું પડે છે.ખાસ તો ગરીબ દર્દીઓએ સહન કરવું પડે છે. જેમણે ના છુટકે હોસ્પિટલના પગથિયા ચઢવા પડે છે. આવા સમાચારો કચ્છના લોકો વર્ષોથી વાંચે છે તંત્ર વાહકો પણ વાંચે છે પરંતુ જેમ કેન્સર કે એચઆઇવીનો નક્કર ઇલાજ નથી તેમ આ હોસ્પિટલ પણ અવ્યવસ્થા નામની અસાધ્ય બિમારીથી પિડાઇ રહી છે.કચ્છ એ દેશના વિશાળ જિલ્લામાંનો એક છે વસતીના પ્રમાણમાં જિલ્લાની મુખ્ય ગણાતી જી.કે. હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધુ રહે એ સ્વાભાવિક છે આવા સંજોગોમાં નિષ્ણાંત તબીબોની જગ્યાઓ પૂરી ભરાયેલી ન હોય અને મહત્વના મેડિકલ સાધનોના ચલાવનારાના અભાવ હોય ત્યારે દર્દીઓને અપાર મુશ્કેલી પડે એ પણ એટલી જ સ્વાભાવિક વાત છે.સત્તાવાર મળેલી વિગતો મુજબ આ હોસ્પિટલમાં એને સ્થેર્ટિક, ફિઝિશિયન, ઓર્થોપેડિકસ, પિડિયા ટ્રિશિયન જેવા તજજ્ઞોની એક-એક જગ્યા ખાલી છે. બીજી તરફ સીટી સ્કેન, સોનોગ્રાફી માટે રેડિયોલોજિસ્ટ પણ નથી.કહેવાય છે કે, નવિનિર્મિત હોસ્પિટલનો પ્રારંભ થયો ત્યારે ઓપીડીમાં દરરોજ સરેરાશ ૭૦૦ થી ૯૦૦ દર્દીઓની એન્ટ્રી નોંધાતી જ્યારે હવે એમાં મોટો ઘટાડો આવ્યો છે. જો કે હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન નિરંજન રાવલ આ વાતને નકારી જણાવે છે કે, આજે પણ સરેરાશ ૫૦૦ જેટલા દર્દીઓની એન્ટ્રી નોંધાય છે. સંખ્યામાં જોવા મળતા ઘટાડામાં ખાનગી દવાખાનાનું વધેલું પ્રમાણ છે.લોકોમાંથી ઉઠતી એક ફરિયાદ એવી પણ છે કે, એડમિટ થયેલા દર્દીએ પોતાના બેડ પરથી ઉઠીને જાતે ડોક્ટર પાસે જવું પડે છે. ઉપરાંત કેટલાક તબીબો દર્દીઓની વિઝિટ લેવામાં પણ પોતાના સમય કરતાં લેટ આવે છે.


સાતમ-આઠમ ઉજવવા કચ્છ બન્યું સજ્જ, સર્વત્ર ઉત્સાહ

કચ્છ ઉપર મેઘમહારાજે સાર્વત્રિક મહેર કરી હોવાથી આ વખતે શ્રાવણી તહેવારો અને મેળાઓ બેવડા ઉત્સાહથી ઉજવાશે.આ પવિત્ર મહિનના ઉત્તરાર્ધે નાગપંચમીથી જ પર્વો અને તહેવારોનો સિલસિલો શરૂ થઇ જતો હોય છે. શ્રાવણ સુદના આરંભે ભૂજિયાના મેળા સાથે મેળા મલાખડાની મોસમનો આરંભ થઇ ચૂક્યો છે અને દર સોમવારે સુરલભીટ્ટ જેવા અનેક સ્થળે મેળા ભરાઇ રહ્યા છે, ત્યારે મંગળવારે રાંધણછઠ્ઠથી પાંચમથી ‘સાતમ-આઠમ’ના તહેવારોની શ્રૃંખલા ઉજવવા કચ્છ સજ્જ બન્યું છે.છલોછલ ભરાયેલાં હમીરસરના કિનારે આ વખતે ચાર દિવસ મેળો ભરાશે, જેમાં શહેર ઉપરાંત આસપાસના ગામડાંના લોકો પણ ઉત્સાહથી છલોછલ હૈયા સાથે ઉમટી પડશે. દર વર્ષની જેમ જન્માષ્ટમીએ વિહિપ દ્વારા શહેરમાં શોભાયાત્રા નીકળશે. ઠેર ઠેર મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે. કૃષ્ણજન્મને ઉજવવા મંદિરો અને હવેલીઓમાં તૈયારીઓ આરંભી દેવાઇ છે. વિવિધ સંસ્થાઓ, મંડળો અને જ્ઞાતિ સંગઠનો દ્વારા આ તહેવારે અનેક કાર્યક્રમ યોજાશે.


કસાબનું હવે નવું નાટક: ‘મને કશું યાદ નથી’

૨૬/૧૧ના દિવસે શહેર ઉપર આતંકવાદી હુમલો કરનારા ૧૦ આતંકવાદીમાંથી એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબે હવે પોતાને કંઈ પણ યાદ નથી એવું એક નવું નાટક શરૂ કર્યું છે. હેમંત કરકરે કોણ છે અને ૨૬ નવેમ્બરના દિવસે મેં શું કર્યું હતું એવા પ્રકારના પ્રશ્નો તે હાલ પૂછી રહ્યો છે. જેલ અધિકારી તેને આપવામાં આવતા ભોજનમાં માદક દ્રવ્યો ભેળવી રહ્યો છે જેને કારણે તેને કંઈ પણ યાદ રહેતું ન હોવાનો આરોપ તેણે મૂકીને ગુનાઓ પર ઢાંકપિછોડો કરવા લાગ્યો છે.કસાબે આવી ભાષા બોલીને પોતે રચેલા નવા નાટકનો અંત અહીં નથી આવતો. તેણે તે પોતાના વકીલને પણ ઓળખતો ન હોવાનું નાટક કર્યું હતું. મેં આરોપનામું વાંચ્યું નથી, કારણ કે તે ઉર્દૂમાં નહીં પણ અંગ્રેજીમાં લખેલું છે, એવું તેણે વકીલને જણાવ્યું છે.કસાબ માટે નીમવામાં આવેલા વકીલ અમીન સોલકરે જ્યારે તેને અમુક પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે આવી નાટકીય ભાષામાં વાત કરી હતી. મને કંઈ પણ યાદ નથી તેવા પ્રકારનું રટણ તેણે ચાલુ રાખ્યું હતું.દરમિયાન કોર્ટે હવે કસાબ વતી અપીલ દાખલ નહીં કરી શકાતાં સુનાવણી ૨૦ સપ્ટેમ્બર પર મોકૂફ રાખી છે. આ સંબંધે પોલીસ અધિકારી અને વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે કસાબ ગમે તેટલાં નાટક ભજવે તો પણ અમને કોઈ ફરક પડવાનો નથી, પરંતુ તેને મળેલી ફાંસીની સજામાંથી તેને મુક્તિ મળી શકે તેમ નથી.એ જે કંઈ પણ હોય પરંતુ આવા પ્રકારનું નાટક જો કસાબ ચાલુ જ રાખશે તો તે માનસિક રીતે બીમાર છે કે નહીં તેની તપાસ કરવા માટે હોસ્પિટલમાં તજજ્ઞ ડોક્ટરો પાસે તેને લઈ જવો પડશે. એટલે કે આ કાર્યવાહીમાં સમય લાગી શકે એમ છે. જોકે કસાબે સમય પસાર કરવા માટે જ આવા પ્રકારનું નાટક રચ્યું છે એમ એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપતાં જણાવ્યું હતું.દરમિયાન કસાબને અહીંથી છોડાવીને લઈ જઈ શકવાની શક્યતાને કારણે આતંકવાદી હુમલો કરી શકવામાં આવી શકે છે જેને લઈ જેલ ફરતેની સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે, એમ જેલ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.


બોરીવલીની એચ.ડી.એફ.સી.બેન્કમાં ફિલ્મી ઢબે ૨૭.૦પ લાખની લૂંટ

એચ.ડી.એફ.સી.ની બોરીવલી શાખામાં પાંચ લૂંટારાએ ચાકુ અને પિસ્તોલની ધાકે સોમવારે સવારે સુમારે ૯.૩૦ વાગ્યે ૨૭.૦૫ લાખ રૂપિયાની રોકડની લૂંટ ચલાવી હતી. તેઓ પગપાળા આવ્યા હતા અને પાંચ જ મિનિટમાં ખેલ ખતમ કરીને નાસી ગયા હતા. બોરીવલીના આ ભરચક વિસ્તારમાં સવારે આવી લૂંટ થતાં ચકચાર મચી ગઇ હતી.બોરીવલીમાં એસ. વી. રોડ ઉપર એચડીએફસી ખાનગી બેન્કની શાખા રોજ મુજબ સવારે ખૂલી હતી. દર ૬ મહિલા સહિત ૧૧ કર્મચારી હતા, જ્યારે બહાર સિક્યુરિટી ગાર્ડ યાદવ બંદૂક સાથે બેઠેલો હતો. બેન્કમાં ખાસ કોઈ ગ્રાહક નહોતા. જોકે સોમવારે સામાન્ય રીતે લોકોની રૂપિયા કઢાવવા માટે વધુ ભીડ રહેતી હોવાથી કેશિયરના ટેબલ પર રૂ. ૨૭.૦૫ લાખની રોકડ મુકાયેલી હતી. બેન્કનું કામકાજ હજુ માંડ શરૂ થયું ત્યાં એક શખસ અંદર આવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં તે આવ્યો હતો તેથી કોઈને શંકા ગઈ નહોતી, પરંતુ થોડી જ વારમાં તેના ચાર સાથી આવ્યા હતા. તેમની પાસે પિસ્તોલ અને ચાકુ હતા. તેમણે ગાર્ડની બંદૂક છીનવી લીધી હતી અને તેના લમણે પિસ્તોલ મૂકી દીધી હતી. આ પછી અંદર ઘૂસીને સૌ કર્મચારીઓને ઊભા કરીને એક જગ્યાએ રહેવા માટે જણાવ્યું હતું.
એક શખસનો ચહેરો ખુલ્લો હતો, જ્યારે બાકીના ચારે ચહેરા પર બુરખો ઓઢ્યો હતો. તેમણે સૌપ્રથમ દરેક કર્મચારીને તેમના મોબાઈલ ફોન હાથમાં ન રાખવાની ધમકી આપી હતી. જો કોઈ મોબાઈલ ફોન કરશે કે રિસીવ કરશે તો જાનથી મારી નાખશે એવી ધમકી આપી હતી.આ પછી કેશિયર પાસે મૂકેલી રોકડ રકમ તેમને લાવેલી મિલિટ્રીના કપડાં જેવી કાપડની બેગમાં ભરી હતી અને ત્યાંથી પાંચ જ મિનિટમાં પગપાળા જ નાસી ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.


મુંબઈમાં ૪થી ૭ ઇંચ વરસાદ

રવિવારની સવારથી આખા મુંબઈ અને આસપાસના ક્ષેત્રોમાં અવિરત ચાલતા વરસાદે મોસમના કુલ આંકડાની સવા સદી પાર કરવાની તૈયારી કરી છે. સોમવારે સાંજે સાડાચાર વાગ્યા સુધીમાં શહેર વિસ્તાર (કોલાબા)માં ચાર ઈંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ આંક ૧૧૬ ઈંચ નજીક પહોંચ્યો છે અને પરાં વિસ્તાર (સાંતાક્રુઝ)માં સાતેક ઈંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ આંક ૧૨૩ ઈંચ પર પહોંચ્યો છે.મુંબઈનાં પ્રત્યેક ચોમાસાનો સરેરાશ અપેક્ષિત વરસાદ ૮૦થી ૧૦૦ ઈંચ હોય છે. પરંતુ મોટે ભાગે ૧૦૦ ઈંચનો આંક પાર થતો હોય છે અને કેટલીક વખત ૧૨૫ ઈંચ પાર કર્યાની ઘટનાઓ બની છે. ખાસ કરીને છેલ્લા બે દાયકામાં આવું ઘણી વખત બન્યું છે.ભારે વરસાદને લીધે દાદર, અંધેરી, મિલન સબવે, સાંતાક્રુઝ, દહિસર, મલાડ, ઘાટકોપર, વિક્રોલી, જુહુ વગેરે વિસ્તારોમાં ઘૂંટણ સમાણું પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનોની ગતિ ધીમી પડી હતી. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની ઉપનગરીય સેવાની ટ્રેનો વીસેક મિનિટ મોડી દોડતી હતી. પરંતુ એકંદરે માર્ગ વાહનવ્યવહાર, રેલવે વ્યવહાર તથા વિમાન વ્યવહારને ઝાઝી અસર થઈ નહોતી.સવારે પોણાસાત વાગ્યે દક્ષિણ મુંબઈના મિસ્જદ બંદર વિસ્તારની શરીફ દેવજી સ્ટ્રીટ ખાતેના બયાની હાઉસ બિલ્ડિંગનો અમુક ભાગ જમીનમાં ધસી ગયો હતો. મકાનના પહેલા-બીજા માળનો સ્લેબ પણ તૂટયા હતો. મકાન ખાલી હોવાથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી એ વિસ્તારમાં જ ડોંગરીના જેલ રોડ પર મકાનના બીજા અને ત્રીજા માળ પર બાલ્કનીની બહારનો ભાગ અને પ્લાસ્ટરનો ભાગ તૂટ્યો હતો. ભિંડી બજારમાં ચાર માળના અમીના બિલ્ડિંગના બીજા માળના પ્લાસ્ટરનો ભાગ ઉખડીને પડ્યો હતો.


રેતીમાં વહાણ ચલાવે તે જ ખરો ઈજનેર : નરોત્તમ પટેલ

વિદ્યાનગર ખાતે બીવીએમ કોલેજના ઓડીટોરિયમ ખાતે ઈજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં પંચાયત મંત્રી નરોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે કુશળ ઈજનેરો તો દેશના આધારસ્તંભ સમાન છે, રેતીમાં વહાણ ચલાવવાની હિંમત કેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈજનેરી શાસ્ત્ર બધે જ છે. દેશની આંતર -માળખાકીય સુવિધાઓ, કારખાનાઓ, નહેરો અને માર્ગોના નિર્માણમાં ઈજનેરોનું બહુમૂલ્ય પ્રદાન છે.વિદ્યાનગર ખાતે ગુરૂવારે યોજાયેલા વિશેષ સમારોહમાં પ્રો. આર.પી.પટેલે જણાવ્યું હતું કે ઈજનેરો તો રાષ્ટ્રની કરોડરજજુ સમાન છે અને ભૂમિને કાંચન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ડૉ. અમિત ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બિરદા વિશ્વકમૉ મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હેસીયતથી પંચાયત મંત્રી નરોત્તમભાઈ પટેલે તેમના કોલેજકાળના સંભારણાનો પટારો વિદ્યાર્થીઓના માટે ખોલી દીધો હતો.અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદારસાહેબને અને પૂ. ભાઈકાકાને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં તેમણે જણાવ્યું હતું કે દ્રઢ મનોબળ, નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે ઈજનેરો તેમના ઉપર જે જવાબદારી છે તે વહન કરવા માટેની હિંમત કેળવે અને અંદાજે ૪૦ મિનિટ સુધી વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી યોજી અને તેમના તમામ પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા હતા.


આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં પૂર્વ વાઈસ ચાન્સલર સંકટમાં

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીમાં નિયમો નેવે મુકી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના કથિત ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ ફરિયાદ રદ કરવા અને ગુનાની તપાસ નહી કરવા માંગેલ સ્ટે ગુજરાત હાઇકોર્ટે ઉઠાવી લેતાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને પુરાવા મળ્યે આરોપીઓની ધરપકડ કરવા પણ પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આણંદમાં મંગળપુરામાં યોગેશ્વર સોસાયટીની બાજુમાં રહેતા અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સિનિયર કલાર્ક તરીકે નિવૃત થયેલા વિનોદચંદ્ર ચીમનલાલ ભટ્ટે ગત તા. ૧૪-૯-૦૯ના રોજ આણંદ સેશન્સ કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ કૃષિ યુનિવર્સિટીના તત્કાલિન વાઇસ ચાન્સલર એમ.સી. વાષ્ણૈય અને તત્કાલિન રજિસ્ટ્રાર મેકવાન વિકટર પીટર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ઉક્ત બંને આરોપીએ એકબીજાના મેળપણામાં યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીમાં કૌભાંડ આચર્યુ છે.તા.૨૦-૩-૮૯ના રોજ ગુજરાત સરકારે પોતાના ખેતીવાડી અને ગ્રામીણ વિકાસના ખાતાઓ માટે આઇસીએઆરની ભલામણો સ્વીકારી ઠરાવ મંજુર કરેલ છે. આ ઠરાવની અવગણના કરી આર.સી.વાષ્ણેય અને રજિસ્ટ્રાર વિકટર મેકવાને જાહેરાત આપી આસિસ્ટન્ટ પ્રોફેસર અને સમકક્ષ જગ્યાઓની સીધી ભરતી કરી યુનિવર્સિટીના નિયમોનો ભંગ કરી આગોતરા આયોજીત ઉમેદવારો માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ)ના નિયમોમાં ફેરફાર કર્યા હતા, અને આ નેટની પરિક્ષા ફરજિયાત પાસ કરવાની હોવા છતાં તેના નિયમોમાં ફેરફાર કરી ત્રીસથી વધુ ઉમેદવારોને લાયકાત ન હોવાછતાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે મોટી રકમો લઇ નિમણુંકો કરી છે.આ નિમણુંકો કરી યુનિવર્સિટીને ત્રણ કરોડ રૂપિયાનું નૂકશાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત આ આરોપીઓ તથા તેમના અન્ય મળતિયાઓએ આ ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાનો આર્થિક લાભ કરી કરાવ્યો છે તેમજ ખેતી અધિકારી અને તેની સમકક્ષના સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને મદદનીશ પ્રધ્યાપકની કક્ષામાં બઢતી આપવાના વચન અને વિશ્વાસ આપી લાખો રૂપિયાનું કૌભાંડ કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.’


આણંદમાં બસમાં ચઢવા જતી વિદ્યાર્થિની કચડાઈ

આણંદના નવા બસ મથકે બપોરના સમયે રિવર્સ થતી બસના પાછળના વ્હીલ નીચે આવી જતાં આણંદ કોમર્સ કોલેજમાં ભણતી પેટલાદની વિદ્યાર્થીનીનું કરૂણ મોત નપિજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેટલાદ આંજણાવાડમાં રહેતા ૨૨ વર્ષના સીગ્માબેન મહેન્દ્રભાઇ રતનભાઇ આંજણા પટેલ આણંદની કોમર્સ કોલેજમાં ટીવાયમાં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે કોલેજ છુટયા બાદ તે પેટલાદ ઘરે જવા આણંદના નવા બસ મથકે આવ્યા હતા.તે વખતે ચકલાસીથી ખંભાત વાયા પેટલાદની બસ જી.જે.૧૮.વાય.૨૪૪૯ આવતાં તેઓ તેમાં બેસવા ગયા હતા. તે વખતે બસના ચાલકે બેદરકારી પૂવર્ક બસને રીવર્સ કરતાં બસના પાછળના વ્હીલ નીચે સીગ્માબેન આવી જતાં તે કચડાઇ જતાં કરૂણ મોત નિપજ્યું હતુ.આ બનાવથી બસ મથકમાં ઉભેલા અન્ય વિદ્યાર્થીઓ સહિત મુસાફરોમાં અરેરરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતક સીગ્માની સહઅધ્યાયી પેટલાદ રહેતા દિશાબેન આંજણા પટેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બસના ચાલકે ગુનો દાખલ કર્યો છે.


વેરાવળ : પ્રભાસ પાટણ પંથકમાં ઝંઝાવાતી સાડા પાંચ ઈંચ વરસાદ

વેરાવળ-પ્રભાસ પાટણ પંથકમાં શ્રાવણમાસમાં અષાઢી રંગ છવાયો હોય તેમ ગતરાત્રીનાં બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં ઝંઝાવાતી સાડા પાંચ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. નીંચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આજે શ્રાવણમાસનો સોમવાર હતો છતા વરસાદનાં કારણે સોમનાથમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળતી હતી.સોરઠમાં છેલ્લા પાંચ-છ દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે. વેરાવળ-પ્રભાસ પાટણ પંથકમાં ગતરાત્રે બાર વાગ્યાથી ઝંઝાવાતી વરસાદ શરૂ થયો હતો. સવારે છ વાગ્યા સુધીમાં અનરાધાર ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો.વહેલી સવારે શહેર પાણી પાણી થઈ ગયું હતું. સવારે છ વાગ્યાથી પણ મેઘરાજાએ ધીમી ગતિએ વરસવાનું ચાલુ રાખતા સાંજે છ વાગ્યા સુધીમાં વધુ બે ઈંચ પાણી પડી જતા કુલ છ ઈંચ વરસાદ નોંધાયો હતો. છ ઈંચ વરસાદથી શહેરના સોમનાથ ટોકીઝ તથા ભાલકા વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ તથા કોલોનીમાં ગોઠડુબ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન બની ગયા હતા.

કૃષ્ણના જન્મોત્સવ માટે દ્વારકા સજ્જ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કૃષ્ણના જન્મોત્સવ માટે દ્વારકા સજ્જ

કૃષ્ણની કર્મભુમિ દ્વારકા નગરી ઠાકોરના જન્મોત્સવની ઉજવણી માટે સજ્જ બની છે. જગતમંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવી રહ્યુ છે. જ્યારે નગરની શેરીઓને સજાવવામાં આવી છે. દેવસ્થાન સમિતિ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.દ્વારકા નગરીએ આ વખતે જન્માષ્ટમીના ઉત્સવમાં કંઇક જુદુ સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ શહેરના તમામ વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન, સ્વાગત કમાનો તથા ધ્વજા પતાકા અને રંગબેરંગી રંગોળીથી સાચા અર્થમાં કૃષ્ણનગરી જેવો માહોલ ઉભો કરવમાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતાની સાથે જ કૃષ્ણનગરીમાં કાનાનો જન્મોત્સવનો ઉત્સાહ હોય તેવું વાતાવરણ ઉભુ થઇ ગયું છે.જ્યારે દ્વારકા દેવસ્થાન સમિતિ તથા પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડના વિભાગ નેજા હેઠળ જન્માષ્ટમી ઉત્સવમાં આવતા ભાવિકો માટે એક ખાસ કાર્યક્રમ જન્માષ્ટમીની રાત્રે ૯ વાગ્યે ધીરૂભાઇ અંબાણી માર્ગો ઉપર રાખવામાં આવ્યો છે. જેમાં બરોડાની ન્રુત્ય નાટીકા સંસ્થા દ્વારા ગોપાલક નામનું ન્રુત્ય તથા બાદમાં લોકડાયરો યોજાશે. જેમાં અશોક પંડયા, દેવદાન ગઢવી, કમલેશ ગઢવી, મુકેશ રાવલ તથા તરૂલતાબેન ચૌહાણ કાર્યક્રમ રજુ કરશે. આ કાર્યક્રમમાં સાસંદ તથા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ પરિમલ નથવાણી, જિલ્લા કલેક્ટર તથા અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.જન્માષ્ટમીના આ ઉત્સવના આયોજનને આખરી ઓપ આપવા નાયબ કલેક્ટર આલોકકુમાર પાંડેએ સંકલન માટેની એક વધુ બેઠક સ્થાનિક અધિકારીઓ તથા પાલિકાના તંત્રની બોલાવી હતી. જેમાં યાત્રિકોની ટ્રાફીક વ્યવસ્થા, ખાસ કરીને ફુડ ખાણી-પીણીની વધુ વસ્તુઓ પર જરૂરી નિયંત્રણ અને ચકાસણી કરવા સુચના આપવામાં આવી છે. દેવસ્થાન સમિતિ દ્વારા જગત મંદિર પરિસરમાં યાત્રિકો દર્શનની વ્યવસ્થા માટે અલગ-અલગ વિભાગો પાડીને ખાસ બેરી કેટ ઉભુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.


મને ભલે ગુનેગાર ગણાવાય, પણ મારી ‘સલેટ’ કોરી છે

કચ્છની સરહદ પરથી થતી સોના ચાંદીની દાણચોરીમાં જેનું નામ અનેક વખત સંડોવાયું હતું તેવા ચર્ચાસ્પદ રહેલા ઇભલા શેઠ નકલી એન્કાઉન્ટરવાળા કિસ્સામાં મોઢું ખોલે છે.‘રાજકીય રીતે મારો લાભ ઘણાએ લીધો છે મને ભલે ગુનેગાર બનાવાયો છે પરંતુ મારી સલેટ (સ્લેટ) સાફ છે, મારા પર થયેલા કેસ કિન્નાખોરીનું પરિણામ છે અને કુલદીપ શર્માએ અંગત દુશ્મનાવટ રાખીને કામ કર્યું છે.’આ શબ્દો કચ્છના એક અતિ ચર્ચાસ્પદ અને જેને કુખ્યાત પણ કહેવાય છે તેવા એક શખ્સના છે તેનું નામ અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ છે તેવું કહીએ તો કોઇ નહીં ઓળખે, પરંતુ ઇભલા શેઠ નામ આવતાં જ લોકોના કાન સરવા થઇ જશે અને અંદરો અંદર ઘૂસપુસ ચાલુ પણ થઇ જશે, ‘ઇભલાના નામે કેટલાય કેસ છે એ કંઇ કુલદીપ શર્માની સામે બોલે તે સાચું મનાય?’ ‘ભલે તે દાણચોરીમાં સંડોવાયેલો મનાય, પરંતુ ગરીબોની મદદ કરતો. અરે, અબડાસામાં તો તેના નામનો સિક્કો પડતો.’ આવી બેમતભરી વાતો આ ઇભલા શેઠ વિશે વર્ષોથી થતી આવી છે.લાંબા સમયથી રાજકીય પ્રવૃત્તિથી પણ અલ્પિત થઇ જનાર ઇભલા શેઠ પર સોના ચાંદીની દાણચોરીના આક્ષેપો જ નહીં, પરંતુ પોલીસ અને કસ્ટમના કેસ પણ દર્જ થયા છે. શસ્ત્રની હેરાફેરી કે સિમિ સાથેનું કનેકશન એવા કારણો રહ્યાં છે કે, જેને લીધે પોલીસે અડધી રાત્રે ઇભલા શેઠના દરવાજા ખખડાવ્યા છે. જોકે તે પોતે કહે છે જુગાર રમાડવા સિવાય એક પણ ગુનો મેં કર્યો નથી, હું ખેતી કરીને મહેનત કરીને આગળ આવેલો માણસ છું. કચ્છમાં કોંગ્રેસને મેં જીવાડી છે, મારી વધતી તાકાત અને લોકપ્રિયતા હરીફોને ખૂંચતાં પરિણામે કુલદીપ શર્માએ અંગત દ્વેષ રાખીને મારી સાથે સતત ગુનેગાર જેવું વર્તન કર્યું હતું.કચ્છમાં ૨૬ વર્ષ પૂર્વે થયેલા એન્કાઉન્ટર અંગે પુન: તપાસ શરૂ થઇ છે. તો આ ઇભલા શેઠને પણ તત્કાલીન ડીએસપી કુલદીપ શર્માએ માર માર્યો હોવાનો બનાવ ભુતકાળના તળમાંથી ફરી સપાટી પર આવ્યો છે, ત્યારે ગુનેગાર ન હોવાનું રટણ કરનાર છતાં પોલીસ જેના માટે સતત વોચફૂલ રહેતી તેવા ઇભલા શેઠ ‘દિવ્ય ભાસ્કર’ સામે કેટલીક સ્ફોટક વાતો કરે છે.


રાજકોટ : સાધુમાં વાસનાનો કીડો સળવળ્યો અને મહિલાને..

રાજકોટ બસ સ્ટેશનમાં રહેતી મૂળ મોરબીની મહિલાને ચોટીલા માનતા પૂરી કરવા લઇ જવાનું કહી સાધુએ મોલડી નજીક વગડામાં લઇ જઇ બળાત્કાર ગુજારતાં સનસનાટી મચી ગઇ હતી. ભોગ બનનાર મહિલા રોડ પર આવી રહી હતી. ત્યારે કોઇ સ્કૂટર ચાલકે ઠોકરે લેતાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલે ખસેડાઇ હતી. પોલીસે સાધુને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી.મોરબીમાં વાવડી રોડ પર રામદેવપીર મંદિર પાસે રહેતી અને એકાદ મહિનાથી રાજકોટ બસ સ્ટેશનમાં પડી પાથરી રહેતી મીના શંકરલાલ હાલાણી (ઉ.વ.૪૦) નો ભેટો રવિવારે રાત્રે બસ સ્ટેશનમાં રવિરામ રાવળદેવ નામના ૫૦ વર્ષના સાધુ સાથે થયો હતો. ચોટીલા માનતા હોવાનું અને પોતાની પાસે પૈસા નહીં હોવાનું કહેતા સાધુએ પોતે માનતા પૂરી કરાવશે તેમ કહ્યું હતું.
સોમવારે સવારે બન્ને બસમાં બેસી ચોટીલા જવા નીકળ્યા હતાં પરંતુ મોલડી પાસે ઉતરી ગયા હતાં. મંદિરે જતા પૂર્વે સ્નાન કરવાનું સાધુએ કહેતા બન્ને ગામની સીમમાં આવેલી નદીએ નાહાવા ગયા હતાં. નાહાતી વેળાએ સાધુમાં વાસનાનો કીડો સળવિળયો હતો, અને મહિલાને નદી બહાર કાઢી બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો.કુકર્મ આચર્યા બાદ સાધુ અને મહિલા વગડાથી રોડ તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં કોઇ સ્કૂટર ચાલકે મીનાને ઠોકરે ચડાવી હતી. અકસ્માતમાં ઘવાયેલી મહિલાને સાધુ જ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.સાધુએ બળાત્કાર કર્યાનું હોસ્પિટલ પોલીસ સ્ટાફ સમક્ષ કહેતાં પોલીસે સાધુને સકંજામાં લઇ વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.


અમદાવાદમાં યુવકની જાહેરમાં આત્મહત્યા

પ્રગતિનગરમાં આવેલી નવનિર્માણ સોસાયટીના બાજુના રોડ પર સ્થિત જીઇબીના વીજથાંભલા પર લટકી જઈને યુવકે આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ હતી. ભરબપોરે ઓછી અવરજવરવાળા એવા આ વિસ્તારમાં જઇને યુવક થાંભલા પર ૩૫ ફૂટ ઉંચે ચઢી ગયો હતો અને તારનો ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.ઘટનાની જાણ થતાં જ થાંભલા પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તપાસ કરવા આવેલી પોલીસને પણ પહેલા લોકોને ખસેડવાની જહેમત ઉઠાવવી પડી હતી અને બાદમાં ફાયરબ્રિગેડની મદદથી લાશને નીચે ઉતારી હતી. આ બનાવ અંગે નારણપુરા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.બપોરે લગભગ ત્રણ-સાડા ત્રણ વાગ્યાના અરસામાં સફેદ પેન્ટ અને શર્ટ પહેરેલો, અંદાજે ૩૨ વર્ષીય ઉંમરનો યુવક નવનિર્માણ સોસાયટી પાસે આવી પહોંચ્યો હતો. થાંભલામાં લગાવેલા એન્ગલોની મદદથી તે લગભગ ૩૫ ફૂટ ઊંચે ચડી ગયો હતો. બાદમાં પોતાની પાસેના તારનો ગાળિયો થાંભલાના એન્ગલ સાથે બાંધીને ગળેફાંસો ખાઈ લટકી ગયો હતો.લગભગ ૪.૧૫ વાગ્યે નવનિર્માણ સોસાયટીમાં રહેતા આર. જે. ઉપાધ્યાયની નજર થાંભલા પર લટકી રહેલી લાશ પર પડતાં પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો કરતાં, નારણપુરા પોલીસમથકના પીએસઆઇ બશીર ઠાકોર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. દરમિયાન આ વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતાં લોકોનાં થાંભલા પાસે એકઠા થઈ ગયા હતા.પોલીસે પહેલા તો ટોળાને વિખેરી નાખ્યાં હતાં અને બાદમાં ફાયરબ્રિગેડને મદદ માટે બોલાવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ થાંભલા પર ચડીને દોરડાનું ગાળિયો બનાવી યુવકના પગના ભાગેથી છાતી સુધી સરકાવીને ફિટ કરી દીધો હતો અને દોરડાનો બીજો છેડો એન્ગલ ઉપરથી સરકાવીને લાશને ધીમે ધીમે નીચે ઉતારી હતી.નારણપુરા પોલીસમથકના પીએસઆઇ ઠાકોરે જણાવ્યું હતું કે, હજી સુધી યુવકની ઓળખ થઈ શકી નથી.


પીપલી લાઇવના હીરો નત્થાનું ઘર કાચી માટીનું છે

બોલિવૂડ સ્ટાર આમિરખાનની ફિલ્મ ‘પીપલી લાઇવ’માં નત્થાની ભૂમિકા ભજવીને દેશભરમાં લોકપ્રિય બનેલા કલાકાર ઓમકારદાસ માનિકપુરીનું ઘર આજેય કાચી માટીનું બનેલું છે. તે આજેય ભિલાઇની ગલીઓમાં શાકભાજી વેચે છે.જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ ઓમકારનાથની મુશ્કેલી એ છે કે તે પોતાના ઘરમાં રહી શકતા નથી. કેમ કે, તેઓ જેવા ઘરે પહોંચે કે તુરંત જ પ્રશંસકોની ભીડ જામી જાય છે. આજકાલ તેઓ છાનામાના પોતાના બનેવીના ઘરે રહે છે. દેશમાં લોકપ્રિય થયેલા ઓમકારનાથ આજેય કાચા મકાનમાં રહે છે.તેમનું કહેવું છે કે ‘પીપલી લાઇવ’માં મળેલું મહેનતાણું એટલું નહોતું કે હું મારું મકાન રિપેર કરાવી શકું. થિયેટરના માહિર કલાકાર માનિકપુરી(નત્થા)ના પિતા મજબૂર હતા. રોજગારીની શોધમાં દરેક વર્ષે ગામ છોડીને અલગ-અલગ શહેરોમાં રહેવું પડતું હતું. જેના કારણે ઓમકારદાસનું પ્રાથમિક શિક્ષણ શક્ય ન બન્યું, પણ ભણવાની ઘેલછાના કારણે તેઓ ૧૨ વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં દાખલ થયા હતા.પાંચમા ધોરણમાં પહોંચતા સુધીમાં તો તેને મૂછ ઉગવાની શરૂઆત થઇ ગઇ હતી આથી બાકીના વિદ્યાર્થીઓ તેને ચીડવવા લાગ્યા. આથી રોષે ભરાઇને ભણવાનું છોડી દીધું. ૧૬ વર્ષની વયે તો તેના લગ્ન થઇ ગયાં હતાં.

૬ કલાક જુના ખોરાકથી ફૂડ પોઈઝનિંગનો ખતરો

શ્રાવણ માસમાં શીતળા સાતમને દિવસે લોકોમાં ઠંડું એટલે કે એક દિવસ પહેલાં બનાવેલું ખાવાની ધાર્મિક ભાવના જોડાયેલી છે. પરંતુ, આંચકાજનક બાબત એ છે કે, છ કલાક પહેલાં બનેલા આહારની યોગ્ય રીતે ફ્રીઝમાં જાળવણી અને સ્વચ્છતાને અભાવે ફૂડપોઈઝનિંગ કે પેટના ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જેથી ડાયાબિટીસ, બીપી અને હૃદયની બીમારીથી પીડાતાં વૃદ્ધો, બાળકો, સગભૉ મહિલાઓ અને બીમાર વ્યક્તિએ ખાસ તકેદારી રાખવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ. જીતુભાઇ પટેલે જણાવ્યું હતું કે, પુરી, ઢેબરાં અને સુખડી જેવા સૂકા પદાર્થો બેથી ત્રણ દિવસ પછી પણ ખાઇ શકાય છે. પરંતુ, શાક અને દાળ જેવી વાનગીઓ કે જેમાં પાણીનું પ્રમાણ હોય તેવા પદાર્થોમાં લિક્વિડના માધ્યમથી બેકેટેરિયા ઉત્પન્ન થાય છે.આવા પદાર્થોની ફ્રીઝમાં યોગ્ય જાળવણી ન કરી હોય અને સ્વચ્છતા જાળવવામાં ન આવે તો ફૂડ પોઈઝનિંગ થવાથી પેટના ઇન્ફેકશનને લીધે ગેસ, ડાયેરિયા અને ઝાડા-ઊલટી થઇ શકે છે. તેમજ હાલમાં શહેરમાં વાઇરલ ઇન્ફેકશન અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. મેડિસર્જ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. મનીષ ભટ્ટનાગરે જણાવ્યું હતું કે, હંમેશાં ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. કારણ કે, છ કલાક પહેલાં બનેલાં ખોરાકની યોગ્ય રીતે ફ્રીઝમાં જાળવણી ન કરાય તો બેકટેરિયા ઉત્પન્ન થઇ શકે છે. તેમાં પણ આથાવાળા ખોરાકમાં બેકટેરિયા ખૂબ જ ઝડપથી પેદા થતાં હોવાથી ફૂડ પોઈઝનિંગ અને ઇન્ફેકશન થતાં ટાઇફોઇડ, ડાયેરિયા અને ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહે છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. સંજય રાજપૂતે જણાવ્યું હતું કે, હાલમાં વિવિધ વસ્તુઓમાં મિલાવટ થતી હોવાથી છથી આઠ કલાક બાદ ખોરાકમાં બેકટેરિયા પેદા થાય છે.

વડોદરા : ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ

સોમવારે સાંજે ગાજવીજ સાથે વરસેલા વાદળોએ શહેર પર કબજો જમાવ્યો હતો. માત્ર ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબકતાં શહેરીજનોની હાલત કફોડી થઇ ગઇ હતી. ત્યાર બાદ પણ વરસાદ ચાલુ રહેતાં પૂર તો નહીં આવે તેવો ફફડાટ જોવા મળ્યો હતો.સોમવારે સવારથી સાંજ સુધી છુટોછવાયો વરસાદ રહ્યો હતો. જોકે, સાંજે પાંચ વાગ્યા પછી તીવ્ર પવન સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. સાંજે ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ (૧૦૮ મિમી) વરસાદ ખાબકી પડ્યો હતો.માર્ગો પર ભરાયેલા પાણીનો જલ્દીથી નિકાલ નહીં થતાં શહેરના તમામ મુખ્ય માર્ગો સરોવરમાં ફેરવાઇ ગયા હતા.અનેક દ્વિચક્રી વાહનો પાણીમાં ખોટકાઇ જતાં વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રાવપુરા રોડ, એમ.જી.રોડ, ગેંડીગેટ રોડ, સયાજીગંજ, અલકાપુરી, લાલબાગ કાશીવિશ્વનાથ મહાદેવ રોડ, નિઝામપુરા, કારેલીબાગ સહિત તમામ વિસ્તારોના માર્ગો પપ ઘૂંટણ સુધી પાણી ભરાતાં જનજીવન ખોરવાઇ ગયું હતું.જ્યારે તાંદળજા, ગક્ષેત્રી ઇસ્કોન મંદિર રોડ, રેસકોર્સ નટુભાઈ સર્કલમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ધીમે વાહન હંકારવાની ફરજ પડી હતી. ખાસ કરીને આ વિસ્તારમાં આવેલા ખખડધજ રસ્તાઓને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દિવસભરના વિરામ બાદ સાંજે શરૂ થયેલા વરસાદને કારણે બજારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની ખરીદી માટે નીકળેલાં શહેરજનો અટવાઇ પડ્યાં હતાં. રાતે પણ શહેરમાં મુશળધાર વરસાદ ચાલુ રહેતાં શહેરીજનોમાં પૂરનો ફફડાટ વ્યાપ્યો હતો.વડોદરા. કાળાડિબાંગ વાદળો સાથેના માહોલમાં મેઘરાજાએ દિવસો સુધી લોકોને ડર બતાવ્યા બાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મહેરબાની કરતાં ખેડૂતો હરખાઇ ઉઠ્યા હતા. ૨૪ કલાક દરમિયાન જિલ્લાના સંખેડા અને સાવલીમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નસવાડીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.બીજા રાઉન્ડનો વરસાદ થયા બાદ મેઘરાજાએ વિરામ ફરમાવતાં ખેડૂતોને ખેતીવાડીનું કામકાજ કરવાનો મોકો મળ્યો હતો.


વિશ્વનો સૌથી અઘરો ભારતનો સીએ અભ્યાસક્રમ : ચોપરા

સીએ અને સીએના વિદ્યાર્થીઓએ હંમેશાં પડકારોનો સામનો કરવા સજ્જ રહેવું પડશે. આજે નવી તકો અને નવી સ્થિતિઓ સર્જાઈ રહી છે તેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) ના વેસ્ટર્ન ઝોનના ગુજરાતના સૌ પ્રથમ અને વડોદરામાં પહેલીવાર યોજાયેલા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા આઈસીએઆઈએના પ્રમુખ સીએ અમરજીત ચોપરાએ જણાવ્યું હતું.આજે શહેરના અટલાદરા સ્થિત આઈસીએઆઈ ભવન ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં આજે ૧૧૦ વિદ્યાર્થીઓને સીએ અમરજીત બોમરાના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે નવા સીએ બની રહ્યાં છે તેમાં યુવકોની સરખામણીમાં યુવતીઓની સંખ્યા વધારે છે.આજે સ્પર્ધાત્મકતા વધુ હોવાથી સીએના વિદ્યાર્થી તરીકે પણ તાલમેલ મિલાવવા પ્રયાસો કરવા જ પડશે. ભારતમાં રાષ્ટ્રપતિ અને સીએની સાઈન જ સમગ્ર ભારતમાં ક્યાંય પ્રમાણિત ગણાય છે. તેથી સીએનું મહત્વ શું છે તે સમજી શકાય તેમ છે. ભારતનો સીએ અભ્યાસક્રમ દુનિયામાં સૌથી અઘરો છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મ.સ. યુનિવર્સિટીના વા.ચા.રમેશ ગોયલના હસ્તે ૨૦ જેટલા રેન્કર વિદ્યાર્થીઓને સન્માનપત્રો એનાયત કરાયા હતા.પત્રકારો સાથેની વાત ચીતમાં સીએ અમરસિંહ બોમરાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ઇન્સ્ટિટ્યૂટ આયલેgન્ડ સાથે એમઓયુ કરશે. અને બીજા તબક્કામા કેનેડા અને ન્યૂઝિલેન્ડ સાથે પણ એમઓયુ માટે પ્રયાસો હાથ ધરાશે.આ ઉપરાંત અબુધાબીમાં સેન્ટર ફોર એક્સિલેન્સ ચાલુ કરવામાં આવશે.જીએસટી વિશે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ બાબતે રાજનિતિક મતભેદોથી બચવું જોઈએ અને કોઈ રાજ્યને ફાયદો થઈ રહ્યો છે તો કોઈને નુકસાન. હવે કેન્દ્ર સરકારે, જે રાજ્યોને નુકસાન થતું હોય તેમને વળતર આપવું જોઈએ. સત્યમ કૌભાંડનો કેસ અમે શક્ય એટલો ઝડપી પૂરો કરવા માગીએ છીએ.હાલમાં જાહેર બેંકોના મર્જરને આવકારતા જણાવ્યું કે મોટી બેંકો ગામડાંઓની સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યાં છે આવી સ્થિતિમાં કોઈ મોટા કદની બેંકોની શાખાઓ અંદરોઅંદર સ્પર્ધા કરે તેના કરતા એક જ બેંક કામગીરી કરે તો તે વ્યવસ્થા આવકાર્ય હોવી જોઈએ.બાકી પ્રાઈવેટ બેંકોને તો મંજુરી અપાઈ જ છે. ઇન્ટરનેશનલ ફાઈનાન્સીયલ રિપોટિઁગ સ્ટાન્ડર્ડસ વિવિધ એજન્સીઓને મોકલવાની કામગીરી ચાલી રહી છે. ભારતસરકારની નેશનલ એકાઉન્ટિંગ સ્ટાડર્ડ ફાઉન્ડેશનને પણ આ આઈએફઆરએસ સ્ટાડર્ડ્સ મોકલવામાં આવ્યા છે. જ્યારે આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં આઈઆરડીઅને તેની નકલ મોકલવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, બ્રાન્ચ ચેરમેન સીએ રાહુલ પરીખ, વેસ્ટર્ન કાઉન્સિલના ચેરમેન સીએ અતુલ ભેડા ઉપસ્થિત રહ્યાં હતા.


વડોદરામાં મેઘરાજાનું ચોથુ અલ્ટિમેટમ: ભ્રષ્ટાચારીઓ સાનમાં સમજે તો સારું!

વડોદરામાં ચાલુ વર્ષે મેઘરાજાનું આ ચોથી વખતનું અલ્ટીમેટમ સેવાસદનના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ સમજી હજુ પણ ઠેરઠેર ભરાતાં વરસાદી પાણીનો નિકાલ લાવવાનું આયોજન કરે તો સારું નહીં તો ભરપૂર ભાદરવો વરસવાનો બાકી છે તેનો ગંભીરતાથી વિચાર કરવો જ રહ્યો!પહેલી વખત પાંચ ઇંચ, બીજી વખત ચાર ઇંચ, ત્રીજી વખત ચાર ઇંચ અને આજે ચોથી વખત પણ પાંચ ઇંચ વરસાદ વરસ્યોને શહેર સરોવરમાં ફેરવાઇ ગયું.ત્રણ-ત્રણ વખત ચાર-ચાર ઇંચ વરસાદ વરસાવી મેઘરાજાએ ચોગ્ગાની હેટ્રિક તો ફટકારી દીધી પરંતુ મેઘરાજાની આ ફટકાબાજીને રોકવામાં સેવાસદન તંત્રની ફિલ્ડિંગ નિષ્ફળ પુરવાર થઇ. જેનું પરિણામ સેવાસદનને નહીં પણ હજારો શહેરીજનોને વેઠવું પડ્યું. તેમ છતાં નફ્ફટ તંત્ર વરસાદ વરસ્યા પછી રોડ પર જામેલા માટીના થર હટાવી શકતી નથી તો બીજું શું કરી શકે?ચાલુ વરસાદી મોસમમાં અત્યાર સુધી ચાર વખત વરસેલા ધોધમાર વરસાદની પેટર્ન એક સરખી રહી છે. આ ઉપરાંત આ વરસાદમાં સરોવરમાં ફેરવાતા માર્ગો અને વિસ્તારો પણ દર વખતે એકના એક જ રહ્યા છે. તેમ છતાં સેવાસદનનું નઘરોળ તંત્ર આ માર્ગો અને વિસ્તારોમાં ક્યા કારણથી ઘૂંટણ સુધી પાણી ભરાઇ રહે છે, તે શોધવામાં નિષ્ફળ જ નહીં પણ ડફોળ પુરવાર થયું છે.ઓવરબ્રિજના સર્વિસ રોડની ભારે અવદશા.શહેરમાં કલાલી ફાટક અને લાલબાગ રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરીમાં બંને બાજુ બનાવેલાં સર્વિસ રોડની ભારે વરસાદમાં અવદશા થઇ છે. લાલબાગ-કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર રોડ ઉપર ઘૂંટણ સુધીનું પાણી ભરાઇ જતું હોવા છતાં સેવાસદનનું બેશરમ તંત્ર આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યું નથી. આજે આ માર્ગ ઉપરથી પસાર થવાના સ્કૂટર જેવા નાના વાહનોના ચાલકોને એકથી દોઢ કલાકનો સમય વિતાવવો પડ્યો હતો.


મીંઢોળાના પુલ પર ટ્રાફિક જામ

ઊંડા ખાડાઓને લીધે વાહચાલકોએ મંદગતિએ વાહન હંકારતાં બપોરથી મોડીરાત સુધી હાઈવે પર દોઢ બે કિ.મી. લાંબી કતાર, ને. હા. ઓથોરિટીના અધિકારીઓની લાપરવાહી.બારડોલી નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓની લાપરવાહીના કારણે સોમવારે બપોરે ત્રણ વાગ્યાથી મોડી રાત સુધી મીંઢોળા નદીના પુલની બંને તરફ દોઢ બે કિમી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.છેલ્લા ઘણા સમયથી મીંઢોળા નદીના પુલ પર ઊંડા ખાડાઓ પડી જવા છતાં રિપેરિંગ કરવાની દરકાર કરી નથી. અધિકારીઓની લાપરવાહી જાણવા જેવી છે. જ્યાં પુલ પર મસમોટા ખાડાઓએ આકાર લીધા છે. તેની સામે જ ને.હા. ઓથોરિટીની કચેરી આવેલી છે.આ ખાડાઓમાંથી રોજિંદા અધિકારીઓ અવરજવર કરે છે. છતાં વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરવાની તસદી લીધી નથી. પરિણામે ભારે માલવાહક સાધનોની અવર જવરના કારણે ખાડાઓ વધારે ઊંડા થઈ ગયા હતાં. જેથી સોમવારે બપોરથી લઈ રાત સુધી વાહનોની પુલની તરફ લાંબી કતાર લાગી ગઈ હતી.હાઈવે પર વાહનોની લાંબી કતારને કારણે નગરમાંથી હાઈવે પર પ્રવેશવાના મુખ્ય માર્ગ ગાંધીરોડ પર લાંબી કતાર થઈ જતાં વાહનચાલકોએ આંતરિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ અંગે બારડોલી નેહા ઓથોરિટીની કચેરીના મદદનીશ ઈજનેર ડી. એફ. શાહના જણાવ્યા મુજબ કેદારેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓ પગપાળા પુલ પરથી પસાર થતાં વાહનચાલકો ધીરે હંકારતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જે અધિકારીઓ પોતાની ભૂલ છુપાવવા લૂલો બચાવ કર્યો હતો. સમયસર ખાડાઓ પુરવાની દરકાર કરી હોત તો વાહનચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો ન હોત.


ગ્રુપસેક્સ : આરોપી મરી ગયા બાદ પોલીસ અટક કરવા ગઈ

દિલ્હી અને હોંગકોંગના બિઝનેસમેન કુલદીપક અરોરા સાથે પરણેલી વાવની યુવતી પર આચરાયેલા ગ્રુપસેક્સ પ્રકરણમાં ભોગ બનનારના સસરા લક્ષ્મણદાસ અરોરાનું મૃત્યુ થયું તેના અઠવાડિયા પછી તેમની અટક કરવા કામરેજ પોલીસ દિલ્હી પહોંચી હતી. કેમ કે નાદુરસ્ત તબિયતના કારણે લક્ષ્મણદાસ કામરેજ પોલીસ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોવાથી તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને જઈને તેમની અટક કરવાની હતી અને તેના ખર્ચપેટે અરજદારે રૂ. ૩૪,૦૦૦ કોર્ટમાં જમા કરાવ્યા હતા.સોમવારે કોર્ટે દિલ્હી જવાના ખર્ચ પેટે લેવાયેલા રૂ. ૩૪,૦૦૦ કોર્ટમાં પરત જમા કરાવવા કામરેજ પી.આઈ.ને હુકમ કર્યો હતો કેમ કે લક્ષ્મણદાસના મૃત્યુ અંગેની જાણ આરોપીના એડ્વોકેટથી માંડીને જિલ્લા સરકારી વકીલ બંનેએ કામરેજ પીઆઈને કરી હતી. પછી તેઓએ કે તેમની ટીમે દિલ્હી રવાના થવાની જરૂર જ રહેતી ન હતી.નાદુરસ્ત તબિયતના કારણે કોર્ટે લક્ષ્મણદાસ અરોરાને આગોતરા જામીનનો લાભ આપ્યો હતો. જેના પગલે પોલીસ તેમની અટક કરી શકે પરંતુ તુરત જ તેમને જામીન પર છોડી દેવા પડે, જે માટે તેઓએ દિલ્હીથી કામરેજ પોલીસમાં હાજર થવાનું હતું પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે અરોરાએ પોતાના વકીલ કિરીટ પાનવાલા થકી કોર્ટમાં એવી અરજી આપી હતી કે જો તેમની અટક તેમના નિવાસસ્થાને જ કરીને જામીન પર છોડવામાં આવે તો તે માટેનો ખર્ચ ચૂકવી દેવામાં આવશે. આ અરજી જજે ગ્રાહ્ય રાખતાં રૂ. ૩૪,૦૦૦નો ખર્ચ કામરેજ પી. આઈ.ને ચૂકવી દેવામાં આવ્યો હતો. પરંતુ કામરેજ પીઆઈ એસ. કે. વાળા તો અરજદારના મૃત્યુ સુધી દિલ્હી પહોંચ્યા જ નહીં.