મુકેશ અંબાણીને ધમકી આપ્યા બાદ શિવ સેનાએ હવે શાહ રૂખ ખાનને ધમકી આપી છે. શિવ સેનાના મુખ પત્ર સામનાના સંપાદક સંજય રાઉતે શાહ રૂખ ખાનને જોઈ લેવાની ધમકી આપી છે. શાહ રૂખ ખાને આઈ.પી.એલ.માં પાકિસ્તાની ખેલાડીઓનું સમર્થન કર્યુ હતું.
આ અંગે શિવ સેનાએ કિંગ ખાનને ધમકી આપી છે. શિવસેનાએ કહ્યું છે કે, જો શાહરૂખ ખાને પાકિસ્તાની ખેલાડીને રમાડવા હોય તો લાહોરમાં જઈને મેચ રમાડે. શિવ સેનાએ ધમકી આપી છે કે શાહ રૂખમાં હિંમત હોય તો તે પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં રમાડીને બતાવે. શિવ સૈનિકોએ શાહ રૂખ સામે વિરોધ કરવાનું નક્કી કર્યુ છે. કેટલાંક શિવ સૈનિકોએ થાણેમાં ‘માય નેમ ઈઝ ખાન’ના પોસ્ટર ફાડી નાંખ્યા હતા. આ પહેલા અમદાવાદમાં કિંગ ખાને કહ્યું હતું કે, તેણે જાણી જોઈને પાકિસ્તાની ખેલાડીઓને પોતાની ટીમમાં લીધા નથી. આઈ.પી.એલ. 1માં શોએબ અખ્તર હતો પરંતુ હવે તેને બદલે શેન બ્રાન્ડનો સમાવેશ કર્યો છે. ટીમમાં જગ્યા હોત તો તે જરૂરથી પાકિસ્તાની ખેલાડીઓનો સમાવેશ કરત.
29 January 2010
‘વિશ્વનો સૌથી મોટો પાપી દેશ ઓસ્ટ્રેલિયા’
ભલે ક્રિકેટર ડોન બ્રેડમેન અને સિંગર કાયલી મિનોગનો દેશ હોય પરંતુ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ક્રિકેટ અને ગાયનના ક્ષેત્રે આગળ ઓસ્ટ્રેલિયા પાપની બાબતમાં પણ મોખરે છે. આ અભ્યાસમાં માનવીના જીવનના સાત અનિષ્ટો જેવા કે સેક્સ, ક્રોધ, ખાઉધરાપણુ, લોભ, કામ ચોરી, ઇર્ષા અને અભિમાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં ઈર્ષાને મનુષ્યની સૌથી મોટી નબળાઈ ગણાવવામાં આવી હતી.
BBCના ફોક્સ મેગેઝિનના કહેવા મુજબ દુનિયાભરમાં ખોટું કરવાની વાત આવે તો તેમાં ઓસ્ટ્રેલિયા બાજી મારી જાય.આ અભ્યાસમાં અમેરિકાના લોકોમાં ખાઉધરાપણાના લક્ષણો સૌથી વધુ જોવા મળ્યા હતા, જયારે દક્ષિણ કોરીયાના લોકોમાં સેક્સ વૃતિની સૌથી વધુ જોવા મળી હતી. આઇસલેન્ડના લોકો સૌથી વધુ અભિમાની જોવા મળ્યા હતાં અને મેક્સિકોના લોકોમાં લોભ વૃતિનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યુ હતુ. વિવિધ દેશોમાં ક્રોધનું પ્રમાણ શોધવા માટે અભ્યાસકારોએ જે તે દેશમાં દર હજાર વ્યક્તિએ ગુનાખોરી, બળાત્કાર વગેરે બાબતોનો અભ્યાસ કર્યો હતો. આળસુપણાનો અંદાજ મેળવવા માટે કામદારોની રજાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, અભિમાનની વૃતિનો ખ્યાલ મેળવવા માટે તે દેશમાં થતી પ્લાસ્ટિક સર્જરીના આંકડાઓ મેળવવામાં આવ્યાં હતા. સેક્સ વૃતિનો ખ્યાલ મેળવવા માટે તે દેશના લોકો પોર્ન ફિલ્મો કેટલી જૂએ છે, તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. લોભ વૃતિનો ખ્યાલ મેળવવા માટે દેશમાં કેટલા લોકોની વાર્ષીક આવક દેશની સાધારણ આવકથી ઓછી છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ખાઉધરાપણાનો ખ્યાલ મેળવવા માટે લોકો દ્વારા ફાસ્ટ ફૂડ પાછળ થતા ખર્ચાઓને ગણતરીમાં લેવામાં આવ્યાં હતા. ઇર્ષાવૃતિનો ખ્યાલ મેળવવા માટે તે દેશમાં થતી લૂટ ફાટ, ધાડ અને કાર ચોરીના ગુન્હાઓ પરથી ગણતરી કરવામાં આવી હતી.આ દરેક ગુન્હાઓ માટે સંશોધનકારો દ્વારા દરેક દેશને દશ પોઇન્ટ આપવામાં આવ્યા હતાં. આ રીતે સંપૂર્ણ ગણતરી માંડી દુનિયાના સૌથી પાપી દેશની જાહેરાત કરવામાં આવી હતી. આ બધા જ દેશોમાં ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ 46 પોઇન્ટ મળ્યા હતાં. જ્યારે અમેરિકાને 32 પોઇન્ટ અને કેનેડાને 24 પોઇન્ટ મળ્યા હતા. બ્રિટન છઠ્ઠા ક્રમે રહ્યું હતું.

25 January 2010
લગ્ન સ્ત્રીઓને વધુ જાડી બનાવે છે
વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે સ્ત્રીએ લગ્ન સુખ કે મનની શાંતિની કિંમત ચૂકવવી પડે છે. તેની કમર વધતી જાય છે. ઓસ્ટ્રેલિયાની ક્વીન્સ લેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ૧૦ વર્ષના ગાળામાં ૧૮થી ૨૩ વર્ષની લગભગ ૬૦૦૦ મહિલાઓનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ અનુસાર જીવન સાથી રહેવા ગયા બાદ એક દાયકામાં સ્ત્રીના વજનમાં કમ સે કમ ૨ કિલોનો વધારો થાય છે અને બાળકને જન્મ આપે તો તેનું વજન ૨ કિલો વધી જાય છે.
જે સ્ત્રીઓને જીવન સાથી અને બાળક હતા તે પૈકીની દર દસમી સ્ત્રીનું વજન ૯ કિલો વઘ્યું હતું. જીવન સાથી હોય, પરંતુ બાળક ન હોય તેના વજનમાં ૭ કિલોનો વધારો થયો હતો, જ્યારે જીવન સાથી અને બાળક વિનાની સ્ત્રીના વજનમાં ૫ કિલોનો જ વધારો થયો હતો. ‘અમેરિકન જર્નલ આ\"ફ પ્રિવેન્ટિવ મેડિસીન’માં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર ૧૦ વર્ષમાં સરેરાશ દરેક મહિલાનું વજન લગ્ન બાદ ૨ કિલો વઘ્યું હતું અને બાળકને જન્મ આપ્યા બાદ ૪ કિલો વઘ્યું હતું.
આ અભ્યાસ અગાઉના એ સંશોધનને સમર્થન આપે છે કે જીવન સાથી રહેતી સ્ત્રીઓ બિનઆરોગ્યપ્રદ રસોઈ બનાવવાનું વલણ ધરાવે છે, કારણ કે તેઓના જીવન શાથી એવો આહાર પસંદ કરે છે તથા સ્ત્રીઓ પાસે કસરત કરવાનો ઓછો સમય હોય છે.

NRI પતિનો ઇમોશનલ અત્યાચાર : અમેરિકા જઇ છૂટા છેડા આપ્યાં
પતિ સહિત સાસરિયાં સામે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી. ૧૭ વર્ષના દામ્પત્યજીવન બાદ પત્નીથી છુટકારો મેળવી બીજી વાર લગ્નકરવા માટે એન.આર.આઈ. પતિએ પત્નીને અમેરિકા લઈ જઈ ત્યાં છૂટાછેડા આપી તેમજ તેનું સ્ત્રી ધન પચાવી પાડી તે હાલમાં બીજી વાર લગ્નકરવા માટે અત્રે આવતાં પરિણીતાએ મકરપુરા પોલીસ મથકે આ બનાવની ફરિયાદ નોંધાવી હતી.
માંજલપુરની વૈભવ વાટિકા સોસાયટીમાં મકાન ધરાવતા અને લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલા વેપારી અતુલ મૂળજી બક્ષીનું ૧૭ વર્ષ અગાઉ માંજલપુર વિસ્તારની શિવમ્ સોસાયટીમાં રહેતા રંજનબહેન સાથે લગ્ન થયું હતું. લગ્ન બાદ રંજનબહેન સંયુકત કુટુંબવાળી સાસરીમાં રહેવા જતાં તેમના પતિ તેમજ સાસુ-સસરાએ તેમની પાસે અવાર નવાર દહેજની માગણી કરી હતી અને માગણી પૂરી નહિ થતાં તેમની મારઝૂડ કરી હતી અને ત્યારબાદ અતુલભાઈ અમેરિકામાં સ્થાયી થયા હતા.અતુલભાઈને પ્રથમ પત્નીને છોડી દેવા માગતા હોઈ તે રંજન બહેનને છૂટાછેડાને ઈરાદે તેમની સાથે અમેરિકા લઈ ગયા હતા અને ત્યાં છૂટા છેડા લીધા હતા.
બીજી તરફ રંજનબહેનના સાસુ-સસરાએ માંજલપુરનું મકાન વેચી દઈ તેઓ વાઘોડિયા રોડ પર મેઘાનગર સોસાયટીમાં રહેવા ગયાં હતાં અને ઘરના સામાન સાથે તેમણે રંજનબહેનનું સ્ત્રી ધન પણ પચાવી પાડયું હતું. તાજેતરમાં અતુલભાઈ અત્રે બીજા લગ્નમાટે આવ્યા હોવાની જાણ થતાં રંજનબહેન પણ અમેરિકાથી અત્રે આવી પહોંરયા હતા અને તેમણે સાસરિયાં સામે સ્ત્રી-અત્યાચારની મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમના પતિ અતુલભાઈ, સસરા મૂળજીભાઈ અને સાસુ શોભનાબહેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અતુલભાઈ ભારતમાં આવ્યા છે કે કેમ તેની તપાસ : પતિએ શારીરીક-માનસિક ત્રાસ ગુજારી સ્ત્રી ધન પચાવી પાડી તે ૧૧મી તારીખે બીજું લગ્નકરવા માટે વડોદરામાં આવ્યા છે તેની રંજનબહેને જાણ કરતાં પીએસઆઈ ગામીત સહિતના સ્ટાફે આજે મોડી સાંજે રંજનબહેનને સાથે રાખી વાઘોડિયા રોડ સ્થિત સાસરીમાંથી સ્ત્રી ધનની ચીજો કબજે લીધી હતી. જોકે અતુલભાઈના વૃદ્ધ માતા પિતાએ તેમનો પુત્ર અત્રે આવ્યો નથી તેમ જણાવતાં પોલીસે અતુલભાઈ અત્રે આવ્યા છે કે કેમ તેની એરપોર્ટમાં અને ફોરેન બ્રાન્ચમાં તપાસ હાથ ધરી છે.

'શા માટે પુરુષો મને ધુતકારે છે'
દારુના નાશાની આદતના કારણે ગયા વર્ષે ખાસી ચર્ચામાં રહેલી ડેવિડ વિલિયમ્સની પ્રેમિકા લારા સ્ટોનનું કહેવું છે કે તેને પુરુષો ધુતકારે છે. તેને કોઈ પ્રેમ નથી કરતું. કારણ કે છેલ્લા છ મહિનાથી કોઈપણ પુરુષે તેની સાથે ડેટિંગ કર્યું નથી. આકર્ષક દેહના કારણે ફેમશ મેગેઝિનના કવર પર છવાયેલી 26 વર્ષીય લારાને એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે શા માટે પુરુષો તેને પસંદ કરતા નથી. કોઈ તેની સાથે ડેટિંગ કરવા કેમ માગતું નથી. આ પહેલા તેની જીંદગી કલરફૂલ હતી. લારાએ કલરફૂલ લાઈફને યાદ કરતા કહ્યું કે જ્યારે તે 15 વર્ષની હતી અને પેરીસ ગઈ ત્યારે ત્યાં કેટલાક લોકોએ તેને મફતમાં દારુ અને ડ્રગ્સ આપ્યા હતા. જે ધીરે ધીરે તેની આદત બનતા ગયા હતા. તે માત્ર 16 વર્ષની હતી પરંતુ તેણે તમામ વસ્તુનો ઉપયોગ નાની ઉમરે કરી લીધો હતો. લારાએ કહ્યું કે તેને સફળતા ત્યારે મળી હતી જ્યારે એક મેગેઝિને તેના કવર પેઝ માટે મેડોનાના સ્થાને લારાને પસંદ કરી હતી.
સંભોગ વખતે ચીસ પાડી તો જેલ ભેગી કરાશે
એક બ્રિટિશ મહિલાને એવી સૂચના આપવામાં આવી છે કે જો તે તેના સેક્સ પાર્ટનરની સાથે સંભોગ કરતી વખતે ચીસ પાડી તો તેને જેલ ભેગી કરી દેવામાં આવશે. કેરોલિન કાર્ટરાઈટ નામની આ મહિલાને 8 સપ્તાહ માટે જેલ તથા 12 માસ માટે સસ્પેન્ડ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. કોર્ટ સામે કૈરોલિનના આ વ્યવહારને રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટમાં કૈરોલિન અંગે જણાવવામાં આવ્યું છે કે તે તેના પતિ સાથે સંભોગ કરતી વખતે ખૂબ જ બૂમ બરાડા પાડી ઉધમ મચાવે છે. કોર્ટે તેને અપ્રાકૃતિક અને પેઈન ફુલ ગણાવ્યું છે. વોશિંગટનમાં કૈરોલિનના પડોશીઓ, તેના ઘરની સામેથી પસાર થનાર રાહદારીઓ તેમજ પોસ્ટ મેને એવી ફરિયાદ કરી હતી કે કૈરોલિન તેના પતિ સાથે સેક્સ કરતી વખતે ખૂબ બૂમ બરાડા પાડે છે. જે અન્યોને માટે પીડાદાયક બની રહે છે. જે જરાય શોભતું નથી અને અશ્લિલ લાગે છે. તેમજ તે સામાજિક વ્યવહારને અનુકૂળ નથી. ગયા એપ્રિલ મહિનામાં કરવામાં આવેલી ફરિયાદની તાજેતરમાં થયેલી સુનવણીમાં કૈરોલિનને આ સૂચના આપવામાં આવી હતી.
30 વર્ષીય મહિલાઓ વધુ કામુક
એક સંશોધન અનુસાર જાણવા મળ્યું હતું કે 30 વર્ષીય મહિલાઓ સૌથી વધારે સેક્સ માણવા માગતી હોય છે. અને જ્યારે તેમને તે મળતું નથી ત્યારે તેઓ તેમના મિત્રો સાથે જવાનું પસંદ કરે છે.
સર્વેમાં 30 વર્ષીય મહિલાઓ તેમની ઉમરના પુરુષની સરખામણીમાં વધારે સેક્સની આશા રાખે છે. 85 ટકા મહિલાઓની સરખામણીમાં 75 ટકા પુરુષ વધારે સેક્સ માણવાની ઈચ્છા રાખે છે. આ અંગે મેલબોર્નના બ્રેન્ટોન કેમ્પબેલ કહ્યું હતું કે છ મહિના પહેલા તે તેની પ્રેમિકા જેન્સીને મળ્યો હતો. ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે તેને છ મહિના પહેલા કરતા તેની પ્રેમિકા વધારે સેક્સની માંગ કરી રહી હતી. તેની સેક્સ લાઈફમાં ઘણો ફેરફાર થઈ ગયો હતો.

ગરમ ચા કેંસરને આમંત્રણ
હાલ શિયાળો ચાલી રહ્યો છે. અને ઠંડા વાતાવરણમાં ચાના પ્યાલાની કોઇ ના ન પાડે તે સ્વાભાવીક છે. પરંતુ જો તમને ગરમ ચા પીવાની ટેવ હોય તો સાવધાન. કારણ કે એક સંશોધન અનુસાર જાણવા મળ્યું છે કે ઉફાણો આવેલી અને ગરમ ચા પીવાથી એસોફેગસ (અન્નનળી)નું કેન્સર થવાની સંભાવના ઘણી વધી જાય છે. મુંબઇની ટાટા મેમોરીયલ હોસ્પિટલના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગરમા ગરમ ચા પીવાથી અન્નનળીના આવરણને ઘણું નુકશાન પહોંચે છે. અને તેનાથી કેંસર થવાની સંભાવનાઓ સામાન્ય કરતા ચાર ગણી વધી જાય છે. આનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે ગરમ ચાના સેવનથી કેંસરની સંભાવના ગુટખા, તમાકુ અને સિગરેટ પીવાથી થતા અન્નનળીના કેંસર કરતા વધુ હોય છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના નિષ્ણાતોએ 1989થી લઇને 1992 સુધી અંદાજે 442 દર્દીઓના આંકડાઓનું ધણા વર્ષો સુધી વિશ્લેષણ કર્યું હતું અને ત્યાર બાદ તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ હોસ્પિટલના મેડિકલ રેકોર્ડ વિભાગના અધ્યક્ષ બી. ગણેશનું કહેવું છે કે ચા ભારતના રાષ્ટ્રીય પીણા સમાન છે. અને મોટાભાગના લોકોને ગરમ ચા પીવાની આદત હોય છે. પરંતુ અમારુ સંશોધન કહે છે કે ગરમ ચા પીવી તે કેંસરને આમંત્રણ આપવા સમાન છે. અને કાશ્મિર જેવા ઠંડા પ્રદેશમાં તેનું જોખમ વધુ હોય છે.
ડોકટરના જણાવ્યા અનુસાર આ પ્રકારના જોખમથી બચવા માટે ચાને થોડી ઠંડી કરીને જ્યારે તે મધ્યમ ગરમ હોય ત્યારે પીવી જોઇએ.

ગુજરાતમાં મારા પર ખતરો : મેઘાની સુપ્રીમ કોર્ટને અરજ પોતાની સામેનો બદનક્ષીનો દાવો ગુજરાતને બદલે દિલ્હીમાં ચલાવવા માગણી
નર્મદા બચાવો આંદોલનની સૂત્રધાર મેઘા પાટકરે ગુજરાતમાં પોતાના જીવ પર પ્રતિવાદી દ્વારા જાનનું જોખમ હોવાની દહેશત વ્યક્ત કરીને પોતાની સામે ચાલી રહેલા બદનક્ષીના દાવાઓને ગુજરાત બહાર ખસેડવા સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે માગણી કરી હતી. પાટકર વતી દાખલ કરાયેલા એક સોગંદ નામામાં જણાવાયા મુજબ, તે કોર્ટ કાર્યવાહી માટે અમદાવાદ જશે તો તેની અને તેની સંસ્થાની સુરક્ષા અને સ્વતંત્રતા પર પ્રતિવાદી તરફથી નોંધપાત્ર દહેશત અને ખતરો છે. આ સોગંદ નામું અમદાવાદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબરેશનના અઘ્યક્ષ વી.કે. સક્સેના દ્વારા આ કેસને અન્યત્ર તબદિલ કરવા સામે રજૂ કરાયું હતું. સક્સેનાએ પાટકર સામે આ કેસ તેના દ્વારા એક ટીવી ચર્ચામાં સરદાર સરોવર યોજના સંબંધે કરાયેલી વાંધાજનક ટિપ્પણીના સંદર્ભે નોંધાવ્યો હતો. ફરિયાદ રાજકીય પ્રેરિત મેઘાએ સોગંદ નામામાં એવો આક્ષેપ કર્યો હતો કે, આ ફરિયાદ રાજકીય પ્રેરિત છે. એટલું જ નહીં, સકસેના પોતાની અને નર્મદા બચાવો આંદોલન સામે અનેક બદનક્ષીકારક જાહેરાતો માટેનો હાથો પણ બન્યો હતો. રાષ્ટ્રદ્રોહી હોવાનો આક્ષેપ પાટકર કે જેણે કેસ તબદિલ કરવાની અરજી ધારા શાસ્ત્રી પ્રશાંત ભૂષણ મારફત કરી હતી, તેણે એવા પણ આક્ષેપ કર્યા હતા કે, સકસેનાએ તેના (મેઘા) પર રાષ્ટ્રદ્રોહી અને વિદેશી સહાય મેળવવાના આક્ષેપો કર્યા હતા. કેસ દિલ્હીની કોર્ટમાં ચલાવવા મેઘાની માગ મેગ્સેસે એવોર્ડ વિજેતા પાટકરે આ કેસ દિલ્હી તબિદલ કરવા માગણી કરી હતી. તેની દલીલ છે કે, અગાઉ પણ સર્વોચ્ચ અદાલતે સકસેના દ્વારા અમદાવાદમાં નોંધાવાયેલા એક દાવાની કાર્યવાહીને અન્યત્ર ખસેડી આપ્યો હતો. કેસ અહીંની એક મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.
ચીનના મતે નેહરુ અભદ્ર, ભારત તળિયા વગરનો ખાડો ‘નિક્સન, ઇન્દિરા એન્ડ ઇન્ડિયા: પોલિટિક્સ એન્ડ બિયોન્ડ’ પુસ્તકમાં હચમચાવી દે તેવા નિવેદનો
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ ભલે એવું સૂત્ર આપ્યું હોય કે હિન્દી-ચીની ભાઇ-ભાઇ, પરંતુ ચીન તો નેહરુને તદ્દન અવિવેકી, અવિનયી અને અભદ્ર ગણે છે અને ભારતને તળિયા વગરનો ખાડો. આ અને આવા કેટલાય વિવાદાસ્પદ વિધાનો, નિવેદનો અને ચોંકાવનારા બયાન સિનિયર પત્રકાર કલ્યાણી શંકરના આગામી પુસ્તક ‘નિકસન, ઇન્દિરા એન્ડ ઇન્ડિયા: પોલિટિકસ એન્ડ બિયોન્ડ’માં મૂકાયા છે. આ કોમેન્ટ્સ ચીનના પૂર્વ વડાપ્રધાન ચોઉ-એન-લાઇએ અમેરિકન પ્રેસિડેન્ટ રિચાર્ડ નિકસન સામે કરી હતી અને તેના પર નિકસન ખડખડાટ હસ્યા હતા. નિક્સને અગાઉ ઇન્દિરા ગાંધીને શ્વાન પરના અપશબ્દથી નવાજી હતી, તો નેશનલ સિક્યોરિટી એડવાઇઝર હેન્રી કિસિંગરે ભારતીયોને બસ્ટાર્ડ કહ્યા હતા. આ અને આવી અનેક હચમચાવી નાખે તેવી કોમેન્ટ્સનો આ પુસ્તકમાં સમાવેશ કરાયો છે. આ પુસ્તકમાં નિક્સન વખતના અમેરિકન ડોક્યુમેન્ટ્સનો સમાવેશ કરાયો છે.
સહાયનો દુરુપયોગ થયાનો નિકસનનો આરોપ : નિકસને ચીનની મુલાકાત વખતે ભારત પર એવો આરોપ મૂકયો હતો કે, ભારત અમેરિકી સહાયનો ઉપયોગ રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા માટે કરે છે, ત્યારે તેમણે પાક.ને શસ્ત્ર આપવાની જાહેરાત કરી હતી.
અમેરિકાને એક તબક્કે ડર લાગ્યો હતો : પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, અમેરિકા કયારેય નહોતું ઇરછતું કે ભારત પરમાણુ પરીક્ષણ કરે. એટલું જ નહીં, અમેરિકાને એવી ચિંતા પણ પેસી ગઇ હતી કે, ભારત આ ટેક્નોલોજી અન્ય કોઇ દેશોને પણ વેચી શકે.

હું ‘કઠપૂતળી’ નથી : ગડકરી ભા.જ.પ.ના તમામ વરિષ્ઠ નેતાઓનો મને ૧૦૦ ટકા ટેકો છે ભા.જ.પ.ની રોજબરોજની કામગીરીમાં સંઘ દખલગીરી કરતું નથી
ભા.જ.પ.ના નવા પ્રમુખ નીતિન ગડકરીએ જણાવ્યું કે તેમને પક્ષના વરિષ્ઠ નેતાઓનો ૧૦૦ ટકા ટેકો અને સહકાર છે. જો કે, પોતે તેમાંથી કોઇ પણ નેતાના હાથની ‘કઠપૂતળી’ નથી. ભા.જ.પ.ના અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ એવા ૫૩ વર્ષના ગડકરીએ દ્રઢતા સાથે જણાવ્યું હતું કે પક્ષ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.)ના વરિષ્ઠ નેતાઓ સાથે વારંવાર સલાહ મસલત કર્યા બાદ તેઓ પોતે જ નિર્ણય કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦મી ડિસેમ્બરે ગડકરીએ ભાજપ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. એક ટીવી ન્યૂઝ ચેનલના શોમાં ભાગ લેતી વખતે નીતિન ગડકરીએ પોતે આરએસએસના નિમેલા વ્યક્તિ હોવાનો અને પક્ષની માથે પોતે ઠોકી બેસાડેલા હોવાનો ઇનકાર કર્યો હતો. સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ અને અનથકુમાર જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓનો તેમને ટેકો છે, તેવા એક પ્રશ્નના ઉત્તરમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ૧૦૦ ટકા, હું તમને કહું છું કે મારી સાથે પક્ષના તમામ નેતાઓ છે. તેઓ સાચા દિલથી મને ટેકો આપી રહ્યા છે અને ખૂબ જ યોગ્ય રીતે મને માર્ગદર્શન આપી રહ્યા છે. મારી પ્રવૃત્તિઓ અંગે તમામ સાવચેતીથી વાતચીત કરે છે અને તેઓ મને ટેકો આપી રહ્યા છે. કેન્દ્રીય નેતાગીરીમાં તેઓ નવા હોવાની કબૂલાત કરનારા ગડકરીએ આ વરિષ્ઠ નેતાઓના તેઓ કઠપૂતળી બની ગયા હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓનો આવા પ્રકારનો કોઇ જ ઇરાદો નથી અને જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે હું ક્યારેય કોઇની કઠપૂતળી ન બનું. હું પ્રમાણિક ભૂલ કરી શકું છું, પણ હું ક્યારેય બદઇરાદાપૂર્વક ભૂલ ન કરી શકું. ગડકરીએ જણાવ્યું હતું કે કેટલાક લોકોના મગજમાં એવું ભૂત ભરાઇ ગયું છે કે ભાજપ પર આરએસએસ અંકુશ રાખી રહ્યું છે. આ સાચી બાબત નથી. તે(આરએસએસ) ક્યારેય અમારી રોજ બરોજની કામગીરીમાં અથવા ઉમેદવારોની પસંદગી કે રાજકારણમાં દખલ કરતું નથી. અલબત્ત, ગડકરીએ ઉમેર્યું હતું કે ભાજપ અને આરએસએસને ‘વૈચારિક સંબંધો’ છે અને ભાજપ મુદ્દાઓ અંગે સંઘ સાથે ચર્ચા-વિચારણા કરે છે.
હું રાજકારણમાં સાવ ઠોઠ નિશાળીયો છું: નરેન્દ્ર મોદી નવસારીમાં મુખ્ય મંત્રીએ કર્યું ગરીબ કલ્યાણ મેળાનું ઉદ્ઘાટન
હું રાજકારણમાં સાવ કાચો, ઠોઠ નિશાળીયો છું. રાજકારણ જ મારૂં ઘ્યેય હોત તો ગરીબ કલ્યાણ મેળો અત્યારે નહીં પણ ૨૦૧૨ માં કર્યો હોત. ૬૦ વર્ષથી ગરીબોને ચૂંટણી ટાણે જ યાદ કરવામાં આવતા. અત્યાર સુધી ગરીબોને ભોળવીને મત મેળવી લેવાતા અને ગરીબ ત્યાંનો ત્યાં જ રહી જતો. ચૂંટણી પત્યા પછી ગરીબને કોઇ યાદ કરતું નથી. દેશના નેતાઓને ગરીબ પણ માણસ છે એ દેખાતું નથી. આ શબ્દો નવસારી ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા. રાજકારણીઓ-નેતાઓ ગરીબને મતનું પતાકું સમજતા અને એને ચૂંટણી વખતે જ યાદ કરાતો.ઉપરોક્ત શબ્દો નવસારી જિલ્લાના ગણદેવી, જલાલપોર તથા નવસારી તાલુકાના ૨૯ હજાર લાભાર્થીઓ માટે આયોજિત નવસારી ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા. મોદીએ વધુમાં જણાવ્યું કે આ મેળો અત્યારે એટલા માટે છે કે મારે રાજકારણનાં આટા પાટામાં નથી પડવું. ચૂંટણી ન હોવા છતાં ગરીબોની સેવા કરવા હું સામે ચાલીને આવ્યો છું. ગુજરાતે ગરીબી સામેની લડત આરંભી છે. સમગ્ર દેશે આ માર્ગ અપનાવવો પડશે, એવો નક્કર કામનો નમૂનો ગુજરાતે પુરો પાડ્યો છે. આ ગરીબ કલ્યાણ મેળો વચેટિયાઓની નાબૂદીનો, દલાલોને નેસ્ત-નાબૂદ કરવાનો મેળો છે. મને રાજકારણ સાથે નહીં પણ ગરીબકારણ સાથે લેવા દેવા છે. આ મેળો ગરીબી સામે લડવાની મથામણ છે. કલ્યાણ મેળાના માઘ્યમથી ગરીબ પરિવારને ગરીબી સામે લડતો કરવાનું મારૂં સ્વપ્ન છે.
મોંઘવારી માટે વડાપ્રધાન પણ જવાબદાર: પવાર
મોંઘવારી વિશે આગાહી કરવા બદલ વગોવાયેલા કેન્દ્રના કૃષિ ખાતાના પ્રધાન શરદ પવાર હવે કહે છે કે ‘‘ભાવ વધારા માટે હું એકલો નહીં, વડા પ્રધાન મન મોહન સિંહ પણ જવાબદાર છે. આ એક સામૂહિક જવાબદારી છે તેમાંથી કોઈ છટકી શકે નહીં.’ છેલ્લા કેટલાક દિવસોથી દૂધ, શાક-ભાજી, અનાજ, દાળ વગેરેના ભાવ વધવાનો ભય શરદ પવાર વ્યક્ત કરતા હતા. તેમણે આગાહી કર્યા પછી ખરેખર મોંઘવારી વધી આવી ઘટનાઓને પગલે શરદ પવાર આડકતરી રીતે વેપારીઓને મદદ કરવા સાથે બીજી બાજુ મોંઘવારી વિશે ચિંતા દર્શાવતા હોવાના આરોપ યૂ.પી.એ.ના ઘટક પક્ષો કરવા માંડ્યા હતા. પવારના આ નવા વિધાનને પગલે નવો વિવાદ સર્જાય તેવી શકયતા છે. ગયા અઠવાડિયામાં જ કેન્દ્રના પ્રધાન મંડળની બેઠકમાં મોંઘવારીની આગાહી કરનારા પવાર પર વડા પ્રધાન નારાજ હતા. ત્યાર પછીના કેટલાક દિવસોમાં ટૂંક સમયમાં ભાવો ઘટવાની શકયતા દર્શાવનારા શરદ પવારે રવિવારે પુણેમાં પત્રકારો સાથે વાતચીત કરતા મોંઘવારી માટે વડા પ્રધાન પણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. તેઓ કૃષિ ખાતાના પ્રધાન તરીકે મોંઘવારી રોકવાનો પ્રયત્ન કરે છે કે એ તરફ દુર્લક્ષ રાખે છે ? એવો પ્રશ્ન હવે ઊભો થયો છે.
બ્રિટનની યુવતી લેપ ટોપ સાથે લગ્ન કરશે!
બ્રિટનની એક યુવતીએ આજ કાલ ઈન્ટરનેટની દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. આ મહિલા પોતાના લેપ ટોપ સાથે લગ્ન કરવાની છે. હરમોઈન વે નામની આ મહિલાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતો વિડિયો યુ-ટ્યુબ પર મુક્યો છે. મહિલાએ પોતાના 17 ઈંચના મેક બુક પ્રો લેપ ટોપ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હરમોઈને પોતાના લેપ ટોપને એલેક્સ નામ આપ્યું છે. જો કે બ્રિટનમાં માણસને મશીન સાથે લગ્ન કરવાની મંજૂરી નથી. પરંતુ તેને આશા છે કે તે આ કાયદાને બદલીને રહેશે. વિડિયોમાં મહિલાએ જણાવ્યું છે કે હું છેલ્લે બે વર્ષમાં મારા લેપ ટોપ વગર એક પણ દિવસ રહી નથી. વિડિયોમાં જણાવ્યા પ્રમાણે યુવતી આગામી 31 જાન્યુઆરીના રોજ લેપટોપ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. યુવતીએ જણાવ્યું હતું કે હું મારી દરેક મિનિટ લેપ ટોપ સાથે વિતાવું છે. લેપ ટોપ સાથે રહેવાથી મને કે તેને કોઈ નુકશાન પણ થયું નથી, તો શા માટે કોઈએ અમને બંનેને એક થતા રોકવા જોઈએ? બ્રિટનમાં સમલૈંગિક લગ્નને છૂટ આપવામાં આવી છે તેવી જ રીતે માણસને મશીન સાથે લગ્ન કરવાની પણ છૂટ આપવી જોઈએ.
યુવતીએ વધુમાં જણાવ્યું કે, હું ખરેખર મારા લેપ ટોપના પ્રેમમાં છું. મેં ક્યારેય અન્ય કોઈ પુરુષ વિશે વિચાર કર્યો નથી. અમે અમારી બેડમાં કલાકો સુધી સાથે રહીએ છીએ. મારા લેપટોપની ડાર્ડ ડ્રાઈવ પણ બરોબર કામ કરી રહી છે.

સાઉદી વિઝા માટે ભારતીયોને હવે પોલીસની મંજૂરી મેળવવી પડશે : સોમવારથી અમલી બનેલા નવા નિયમનું પાલન કરવા તમામ પાસપોર્ટ ઓફિસ અને કંપનીઓને અપીલ
સાઉદી અરેબિયાએ નવા બનાવેલા નિયમ મુજબ નોકરી કરવા માગતા લોકોને હવે વિઝા મેળવતાં પહેલાં પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ (પી.સી.સી.) મેળવવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. પીસીસી રજૂ કરવામાં નહીં આવે તો, સાઉદી અરેબિયામાં નોકરી કરવા માગતા કર્મચારીઓ કે કામદારોને હવેથી સાઉદી વિઝા મળશે નહીં. નવી દિલ્હીમાં સાઉદી એલચી કચેરી અને મુંબઇમાં તેના કોન્સ્યુલેટે તમામ પાસપોર્ટ ઓફિસો અને ભારતમાં કર્મચારીઓની ભરતી કરતી વિદેશી કંપનીઓને સોમવારથી અમલી બનેલા નવા નિયમનું પાલન કરવાની અપીલ કરી છે. ભારતીય એલચી કચેરીના એક અધિકારીએ જણાવ્યું કે, નવો પી.સી.સી. નિયમ ભારત અને સાઉદી અરેબિયાની સંમતિથી અમલી બનાવવામાં આવી રહ્યો છે. નવા નિયમના અમલથી કાયદાનું પાલન કરતા લોકો જ સાઉદી અરેબિયામાં આવતા હોવાની ખાતરી થશે. ભારતમાં સાઉદી મિશને સાઉદી વર્ક વિઝા મેળવવા માગતા કર્મચારીઓને તેમની વિઝા અરજી અંગે વિચારણા કરવામાં આવે તે પહેલાં પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ મેળવી લેવાનો આદેશ આપ્યો હોવાનું મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. નજીકના પોલીસ સ્ટેશન્સની વિનંતી પર પાસપોર્ટ ઓફિસો દ્વારા સાઉદી અરેબિયામાં નોકરી કરવા માગતા કર્મચારીઓને પી.સી.સી. આપવામાં આવશે. મુંબઇમાં સાઉદી કોન્સ્યુલેટ દરરોજ આશરે ૪,૦૦૦ વિઝા આપે છે. જ્યારે નવી દિલ્હીમાં સાઉદી એલચી કચેરી દરરોજ આશરે ૮૦૦ વિઝા આપે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ સર્ટિફિકેટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રમાણિત થયેલા હોવા જોઇએ અને તેના પર સાઉદી વિદેશ મંત્રાલયનો પણ સિક્કો હોવો જોઇએ.
લગ્ન બાદ પણ કન્યાની જાતિ બદલાતી નથી: મુંબઈ હાઇકોર્ટ
ર્લગ્ન બાદ છોકરીઓએ છોકરાના પરિવારના સંસ્કાર-સંસ્કૃતિ સાથે એકરૂપ થવું પડે છે. ‘‘અનુસૂચિત જાતિ-જનજાતિમાં જન્મેલી કોઈ યુવતી, ઊચી જાતિના યુવક સાથે લગ્ન કરે અને દાંપત્યને ઘણાં વર્ષો પસાર થઈ જાય તો પણ એ લગ્ન પૂર્વેની જાતિની જ ગણાય.’’ એવો ચુકાદો મુંબઈ વડી અદાલતે આપ્યો હતો. અદાલતની પૂર્ણ પીઠે જણાવ્યું કે ‘આપણા સમાજની વ્યવસ્થા અત્યંત વિશિષ્ટ, વિચિત્ર અને ચમત્કારી છે. આપણે જે કુટુંબમાં જન્મ લઈએ તેની જાતિ આખું જીવન આપણને ચોંટી રહે છે. આ નિયમમાં છોકરીઓ પણ અપવાદ હોતી નથી. લગ્ન બાદ છોકરીઓએ છોકરાના પરિવારના સંસ્કાર-સંસ્કતિ સાથે એકરૂપ થવું પડે છે. પણ તેની જાતિ બદલાતી નથી.’
રાજેન્દ્ર શ્રીવાસ્તવે તેની પત્નીના દહેજ માગણી અને પછાત જાતિ પર અત્યાચારના કેસમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પત્નીનો કેસ ખોટો હોવાનો શ્રાવાસ્તવનો દાવો હતો.
‘લગ્ન પછી પત્ની પછાત વર્ગની નથી, એ ઉરચ વર્ણની થઈ હોય તો પછી પછાત વર્ગો પર ફરિયાદ કેવી રીતે કરી શકે?’એમ રાજેન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે કોઈ બ્રાહ્મણ યુવતી પછાત વર્ગના યુવક સાથે લગ્ન કર્યા બાદ પણ બ્રાહ્મણ જ રહે છે. એ મહિલા લગ્ન પછી પછાત વર્ગના લાભો માગે તો એ તેને ન મળી શકે.’’

ધોની અને સેહવાગ વચ્ચે વિખવાદ
એકતાના તાંતણે બંધાયેલી ટીમ ઈન્ડિયામાં ફરી ભાગલા પડી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વાઈસ કેપ્ટન વિરેન્દ્ર સેહવાગ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હોવાના અહેવાલ છે. એક અહેવાલ અનુસાર બાંગ્લા દેશ ખાતે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ધોની અને સેહવાગ વચ્ચેના સંબંધોમાં પોતાના કેમ્પના ખેલાડીને સમાવવા બાબતે તણાવ પેદા થયો છે. ધોની ઈજાગ્રસ્ત હતો ત્યારે સેહવાગને ટીમ ઈન્ડિયાનું સુકાની પદ સોંપવામાં આવ્યું હતું. ત્યારે તેણે અમિત મિશ્રાને તક આપી હતી. અને મિશ્રાએ સારો દેખાવ કર્યો હતો. હવે બીજી ટેસ્ટ પૂર્વે ધોનીએ ટીમનું સુકાની પદ સંભાળી લીધું છે. અને ટીમમાં થોડાક ફેરફાર કર્યા છે. જેમાં તેણે અમિત મિશ્રાના સ્થાને પ્રજ્ઞાન ઓઝાને તક આપી છે. ધોનીએ અમિત મિશ્રાના બદલે પ્રજ્ઞાન ઓઝાને તક આપતા સેહવાગે તેનો વિરોધ કર્યો હતો. સેહવાગ ઈચ્છતો હતો કે અમિત મિશ્રાનું સ્થાન ટીમમાં યથાવત રહે પરંતુ ધોનીએ બીજી ટેસ્ટમાંથી અમિતનું પત્તુ કાપીને પ્રજ્ઞાનને સ્થાન આપ્યું છે. જેના લીધે સેહવાગ નારાજ થયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે સેહવાગ અને ધોની વચ્ચે અણબનાવ થયો હોય. આ પહેલા પણ ઓપનીંગ આવવાને લઈને પણ બન્ને વચ્ચે અણબનાવ થયો હતો.
મૂડી રોકાણ આકર્ષવામાં ગુજરાત મોખરે
૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદીની ઘાતક અસરોથી વિચલિત થયા વિના ૨૦૦૯માં આકર્ષક દેખાવ સાથે ગુજરાત રાજ્ય મૂડી રોકાણ આકર્ષવામાં મોખરે રહ્યું છે. કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ માટેના એસોચેમ ઇન્વેસ્ટમેન્ટ મીટર (એઇએમ) અનુસાર ૨૦૦૮ના રૂ. ૧૩,૮૦,૦૯૯ કરોડની તુલનામાં ૨૦૦૯માં કુલ રૂ. ૧૫,૯૪,૨૦૩ કરોડનું કોર્પોરેટ રોકાણ નોંધાયું છે. તેમાં ગુજરાત રૂ. ૨,૪૫,૩૫૨ કરોડ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. કુલ રોકાણમાં ગુજરાતનો ફાળો ૧૫.૪ ટકા છે. રૂ. ૨,૦૦,૮૪૫ કરોડ સાથે ઓરિસ્સા બીજા ક્રમે છે. તાતા નેનોનું પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં સ્થળાંતર રાજયની કોર્પોરેટ રોકાણ આકર્ષવાની તાકાતનું સચોટ ઉદાહરણ છે.
24 January 2010
સુરતમાં પ્રથમ વખત સ્વયં વર
‘સ્વયં વર’ આ શબ્દ સાંભળતા જ બે ઘડી માટે તો ભગવાન રામે જાનકીજીના સ્વયં વરમાં તોડેલું ધનુષ જ યાદ આવી જાય. સ્વાભાવિક છે, આજના જમાનામાં સ્વયં વરનો કન્સેપ્ટ જ જુનો થઇ ગયો છે, અને ભૂત કાળમાં પણ દૂર દૂર સુધી કોઇએ યોજયો હોય એમ લાગતું નથી. પણ નવાઇની વાત એ છે કે ભવિષ્યમાં, આવતી તારીખ ૧૫મી ઓગસ્ટ ૨૦૧૨ના દિવસે સુરતમાં સ્વયં વર યોજવાની જાહેરાત અત્યારથી જ એક યુવતીના પિતાએ કરી દીધી છે.
કતાર ગામ વિસ્તારમાં રહેતા જયંતિભાઈ પ્રજાપતિની પુત્રી જાગૃતિના સ્વયં વરની તૈયારીઓ અત્યારથી થવા લાગી છે. રત્ન કલાકાર જયંતિભાઈ પ્રજાપતિએ એવી જાહેરાત કરી હતી કે ૨ વર્ષ પછી એટલે કે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ મારી પુત્રી માટે સ્વયં વર થશે. તેમાં પસંદગી પામેલા મુરતિયા સાથે ત્યાર પછી વિવાહ કરવામાં આવશે. આ માટે યોગ્યતા શું જોઈએ, તેવા પ્રશ્નના જવાબમાં જયંતિભાઈએ કહ્યું કે મારા જીવનમાં દયાનંદ સરસ્વતિનું પુસ્તક ‘‘સત્યાર્થ પ્રકાશ’’ આવ્યું ત્યારથી ઘણું બધું પરિવર્તન આવ્યું છે તેથી મને ખબર પડી કે આ ગ્રંથમાં ખૂબ મોટી શકિત છે મારી પુત્રીને પરણવા માટે આ પુસ્તકનો અભ્યાસ કરવો પડશે. તેમાંથી લેખિત અને મૌખીક કસોટીમાં પાર ઊતરે તેની પસંદગી કરવામાં આવશે. આમ તો આમાં જ્ઞાતિ- જાતિનો કોઈ બાધ નથી. પરંતુ અમે પ્રજાપતિ હોવાના નાતે પ્રાથમિકતા જ્ઞાતિને આપવામાં આવશે. સ્વયં વરનો વિચાર કેમ આવ્યો તેનો જવાબ આપતા જયંતિભાઈએ જણાવ્યું કે મારે ત્રણ દીકરીઓ છે મોટી દિકરીના આજે લગ્ન છે. તેમાં સામાજિક રીત રિવાજ પ્રમાણે પસંદગી કરી છે. ત્રીજા નંબરની દીકરી જાગૃતિએ ૬ વર્ષ સુધી રાજસ્થાન શિવ ગંજ ખાતે આર્ય કન્યા વિધાલયમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે દરરોજ ઘરે યજ્ઞ કરે છે તેની ધાર્મિક વૃત્તિ અને વિચાર ધારા મુજબનો જીવન સાથી મળવો જોઈએ તેમાંથી આ વિચાર ઉદ્ભવ્યો અત્યારના સમયમાં આ લાયકાતવાળો છોકરો શોધવો કેમ તે વિચારી આ પ્રકારનો નિર્ણય અમલમાં મૂક્યો. સીતા સ્વયંવરમાં ધનુષ્ય ભંગ કરે તે સામાન્ય હોય જ નહીં. મહા ભારતમાં દ્વૌપદી સ્વયંવરમાં મત્સ્યવેધ કરે તે સામાન્ય હોય જ નહી, તેથી અત્યારના સમય મુજબ સત્યાર્થ પ્રકાશ ગ્રંથને જીવનમાં ઉતારી શકે તે સામાન્ય યુવક હોય જ નહી.
મૂળ અમરેલી જિલ્લાના ખાંભા નજીકનાં ગીર તાતણિયા ગામના વતની જયંતિભાઈ ઉમિયા ધામ નજીક કે. ગીરધરમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતિ ભલે સામાન્ય હોય પરંતુ તેઓ ક્રાંતિકારી વિચાર ધારા ધરાવે છે. ૨૪ જાન્યુઆરી ૨૦૧૦ને રવિવાર મોટી દીકરી ઊર્મિલાના લગ્ન પ્રસંગે સ્વયં વર પરિચિત સુજાવ પરિ પત્ર નામની એક હજાર જેટલી પત્રિકાઓ વહેંચી યુવાનોને આહ્વાન કરશે. તેમાંથી જે પાસ થશે તે જાગૃતિને પામશે જાગૃતિ હાલ ધોરણ ૧૧માં અખંડ આનંદ શાળામાં અભ્યાસ કરે છે. સ્વયંવરને તો હજુ બે વર્ષની વાર છે, ત્યાં સુધીમાં જયંતિભાઈની શરત મુજબ કેટલાં યુવાનો તૈયાર થશે અને જાગૃતિ કોને વરમાળા પહેરાવશે તે જોવાનું રહ્યું.
વૈદિક પરંપરાને વધારવાનો હેતુ : જાગૃતિ
સ્વયં વર બાબતે જાગૃતિએ જણાવ્યું હતું કે મારા પિતા સંપૂર્ણ આર્ય વિચાર ધારાના છે તેમની ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજ બને છે, તેથી મારા પિતાને મેં કહ્યું કે તમે જે રીતે કરો તે મંજૂર છે કોઈ પિતા પોતાની દીકરી માટે નબળું પાત્ર તો શોધે જ નહી. તારી કલ્પનામાં કેવા યુવાન છે તેવા પ્રશ્નના જવાબમાં જાગૃતિએ જણાવ્યું કે સંસ્કારી અને અસામાન્ય યુવાનની સંગાથે જીવન સંસાર માંડીને વૈદિક પરંપરાને આગળ વધારવાનો મારો હેતુ છે.

વઢવાણ: વર્ષો બાદ ભોગાવો પુલ ભારે વાહનો માટે ખુલ્લો મૂકાયો
ભોગાવો નદી પર આવેલો વઢવાણ-સુરેન્દ્રનગરનો જોડતો એક માત્ર ઐતિહાસિક પુલ બાર વર્ષથી ભારે વાહનો માટે બંધ હોવાથી ચાલકો અને મુસાફરો પરેશાન હતા ત્યારે મુખ્ય મંત્રીનું આગમન થનાર હોવાથી તંત્રને અચાનક શુરાતન ચડતા યુદ્ધના ધોરણે કામગીરી કરી શુક્રવારે આ પુલ ખુલ્લો મુક્યો હતો.
ધ્રાંગધ્રા-ધંધૂકા સ્ટેટ હાઇવે અને ભોગાવો નદી પર આવેલો પ્રાચીન ભોગાવો પુલ ૧૨ વર્ષથી બિસમાર હતો. વર્ષ ૨૦૦૧માં ભૂકંપ આવતા આ પુલ સાવ જર્જરિત બની ગયો હતો. આથી ભારે વાહનો માટે આ પુલ બંધ કરાયો હતો. આ પુલ માટે પાંચથી વધુ વખત જાહેર નામુ બહાર પડાયું હતું. સુરેન્દ્રનગર-વઢવાણને જોડતો આ એક માત્ર પુલ બંધ થતા વઢવાણવાસીઓને લખતર અને અમદાવાદ જવામાં મુશ્કેલી પડતી હતી. આ પુલ બંધ હોવાથી બસો પણ બસ સ્ટેશનમાં આવતી ન હોવાથી એસ.ટી. બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું હતું ત્યારે મુખ્ય મંત્રી પ્રજાસત્તાક દિનની ઉજવણી અર્થે સુરેન્દ્રનગર આવનાર હોવાથી તંત્રે આ પુલ રૂ. ૨૫ લાખના ખર્ચે યુદ્ધના ધોરણે રિપેર કરાવી દીધો હતો. આ પુલ ભારે વાહનો માટે શુક્રવારે ખૂલ્લો મૂકાયો હતો. આમ, બાર વર્ષે બાવાએ બોલીને ખૂલ જા સીમસીમ કરતા શહેરી જનોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ પુલ એક વર્ષ પહેલા ખુલ્લો મુકાયો હોત તો સિટી બસનું બાળ મરણ ન થાત. આમ છતાં પુલ ખુલ્લો મુકાતા મુસાફરો અને વાહન ચાલકોમાં રાહતની લાગણી ફેલાઇ છે. મુખ્ય મંત્રી ગાંધીનગર પહોંચે તે પછી પણ આ પુલ બંધ ન થાય તેવી આશા વઢવાણવાસીઓ સેવી રહ્યા છે.

વર્લ્ડ યોગાસન ચેમ્પીયનશીપમાં સોરઠનાં શિક્ષકોની સિદ્ધી
વર્લ્ડ યોગાસન ચેમ્પીયનશીપમાં સોરઠનાં બે શિક્ષકોએ યોગ કળામાં શારીરિક કૌશલ્ય બતાવી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યુ છે અને યુવા વિદ્યાર્થીઓને નવી દિશા ચીંધી છે. યોગ -કલ્ચરલ એસોસિએશન ઓફ મહારાષ્ટ્ર દ્વારા તાજેતરમાં ૮-૯-૧૦ જાન્યુઆરી દરમ્યાન મુંબઈ મુકામે અંધેરી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં વર્લ્ડ યોગાસન ચેમ્પીયનશીપ યોજાઈ હતી.
જેમાં નેશનલ કવોલીફાઈડ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઉના તાલુકાનાં દેલવાડા ગામનાં વતની અને પે-સેન્ટર શાળાનાં શિક્ષક ડાયાભાઈ જે. બાંભણીયાએ ૩૫ વર્ષથી ઉપરનાં વય જૂથનાં વિભાગમાં અને અંજાર ગામનાં વતની શારદા મંદિર વિધાલયનાં ભરતભાઈ વી. ડાભીએ અન્ડર ૨૫ વર્ષનાં વિભાગમાં સ્થાન પ્રાપ્ત કરી કાંસ્ય ચદ્રકથી વિભુષીત થયા હતા. ઊના તાલુકાનાં આ બન્ને શિક્ષકો યોગ કળામાં શારીરિક કૌશલ્યનાં દર્શન કરાવી યુવા છાત્રો માટે પ્રેરણારૂપ બન્યા છે.

મુખ્ય મંત્રી મોદી જૂનાગઢમાં
જૂનાગઢનાં આંગણે ગરીબ કલ્યાણ લોક મેળા અંતર્ગત આવી રહેલાં મુખ્ય મંત્રીની સુરક્ષા માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે. ૫૬ હજારથી વધુ લાભાર્થીઓને રૂ.૫૯ કરોડની સાધન- સહાયનું વિતરણ થશે. વેરાવળ પછી નવ દિવસનાં ટૂંકા ગાળામાં જૂનાગઢમાં બીજો લોક કલ્યાણ મેળો યોજાઈ રહ્યો છે.
ગરીબોનાં જીવનમાં ગુણાત્મક બદલાવ લાવવાનાં ઉમદા ઘ્યેય સાથે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં તબક્કા વાર લોક કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત સોરઠમાં વેરાવળ બાદ જૂનાગઢનાં કૃષિ યુનિ.નાં મેદાન ખાતે મેળો યોજાઈ રહ્યો છે. ૫૬ હજારથી વધુ લાભાર્થીઓને ૫૯ કરોડની સાધન-સહાયનું વિતરણ થશે. મુખ્ય સ્ટેજ પર નરેન્દ્ર મોદી તથા સાત સબ સ્ટેજ પરથી નાણા મંત્રી વજુભાઈ વાળા, કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મુખ્ય દંડક આર.સી.ફળદુ, ઉર્જા રાજય મંત્રી સૌરભ પટેલ, પશુ પાલન રાજય મંત્રી પરષોત્તમ સોલંકી, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજય મંત્રી વાસણભાઈ આહિર, સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ મંત્રી રતિભાઈ સુરેજા અને ધારા સભ્યો સાધન સહાયનું વિતરણ કરશે. જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વાર એક જ માસનાં ટુંકા ગાળામાં રાજય સરકાર દ્વારા સ્વ રોજગારી તથા અન્ય હેતુઓ માટે રૂ. ૧૧૮ કરોડની સહાય ચુકવાઈ છે. જે સોરઠનાં અર્થ તંત્રને ગતિશીલ બનાવશે. મુખ્ય મંત્રીની સુરક્ષા માટે જૂનાગઢ કૃષિ યુનિ.અને તેની આસપાસનાં વિસ્તારોમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
૬૦ હજારથી વધુ લોકોને સમાવતો સમિયાણો : કૃષિ યુનિ.નાં મેદાનમાં ૬૦ હજારથી વધુ લોકોને સમાવતો ૬૦૦ બાય ૩૦૦ ફુટનો વિશાળ સમિયાણો તૈયાર કરાયો છે. બેઠક વ્યવસ્થા, વાહન પાર્કીંગ, પીવાનું પાણી, સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે.

આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં શકવર્તી ચુકાદો
મરણોન્મુખ નિવેદન આધારીત કેસમાં નિવેદન આપનારની માનસિક સક્ષમતા ન હોય તેવું નિવેદન સજા કરવા માટે પુરતું નથી તેમ ઠેરવી આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવી અદાલતે શકવર્તી ચૂકાદો આપ્યો છે.
મોમાઇ નગરમાં રહેતા પ્રફુલ્લાબાને તેમના પતિ હેમતસિંહ નાની-નાની બાબતમાં મારકુટ કરી લેતો હોઇ તેમ જ ઘરખર્ચની રકમની બાબતે ઝઘડો થતાં પ્રફુલ્લાબાએ જાતે કેરોસીન છાંટી સળગી હતી. સારવાર દરમિયાન પતિ શંકા-કુશંકા કરતો હોય તેણીએ આ પગલું ભર્યુ હોવાનું નિવેદન મેજીસ્ટ્રેટ સમક્ષ આપ્યું હતું. આ ફરિયાદ અન્વયે પોલીસે હેંમતસિંહની ધરપકડ કરી ચાર્જ શીટ રજુ કર્યુ હતું. કેસ ચાલી જતાં બચાવ પક્ષના વકીલ કે.એચ. ધોળકીયાએ રજૂઆત કરી હતી કે, ગુજરાત વડી અદાલત અને સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર એકથી વધારે મરણોન્મુખ નિવેદન રેકર્ડ પર હોય ત્યારે તેમની વચ્ચે સામ્ય જરૂરી છે. આ નિવેદન કોઇની ચડામણી કે અસર તળે લખાયેલું હોય તો આરોપીને સજા થઇ ન શકે. ગુજરનારની સારવાર તથા પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે ૯૬ થી ૯૯ ટકા દાઝવાના કિસ્સામાં દર્દીઓની માનસિક અને શારીરિક સ્થિતિ અલગ હોય છે તેમ કબુલ્યું છે. ગુજરનાર નિવેદન આપવા સક્ષમ ન હતી તેમ રેકર્ડ પરથી સાબીત થાય છે. આ દલીલો ઘ્યાને લઇ જજ દામોદરાએ આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

જામનગર : નેત્રહીન બહેનોની કલાના ઓજસ
જામનગરમાં પ્રથમ વખત યોજાયેલી અખિલ ગુજરાત નેત્રહીન બાળાઓની ગરબા સ્પર્ધામાં બહેનોની કલા પર દર્શકો આફરીન થઇ ગયા હતાં. હાથમાં દીવડા, ગાગર, માતનો મઢ, ગરબા લઇ નેત્રહીન બહેનોએ સદ્રષ્ટા બહેનોની જેમ જ આબેહુબ પ્રાચીન અને અર્વાચીન કૃતિઓ રજુ કરી હતી. ગરબા દરમિયાન મનની આંખે અને સંગીતના તાલના સથવારે નેત્રહીન બહેનો વચ્ચેનો સમન્વય ખરેખર કાબિલે દાદ હતો.
રાજયમાં દર વર્ષે જુદા-જુદા શહેરોમાં યોજાતી સ્વ.ભદ્રાબેન સતીયા અખિલ ગુજરાત સ્પર્ધાનું આ વખતે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જામનગર શાખા, અંધ જન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્ર અને એસ્સાર ઓઇલના સંયુકત ઉપક્રમે જામનગરના આંગણે પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ ટાઉન હોલમાં યોજાયેલી નેત્રહીન બહેનોની ગરબા સ્પર્ધામાં રાજકોટ, સુરેન્દ્રનગર, પાલનપુર, દાહોદ, વલસાડ, આણંદ અને ઇડરની બહેનોએ ભાગ લીધો હતો. દિવસ ભર ચાલેલી આ સ્પર્ધામાં જુદા-જુદા શહેરોની દરેક ટીમે પ્રાચીન અને અર્વાચીન ગરબા રજૂ કર્યા હતાં. નેત્રહીન બહેનોએ મનની આંખે અને સંગીતના તાલના સથવારે હાથમાં દીવડા, ગાગર, માતાનો મઢ, ગરબા લઇ આબેહુબ પ્રાચીન અને અર્વાચીન કૃતિઓ રજૂ કરતાં દર્શકો વાહ..વાહ પોકારી ઉઠ્યા હતાં. નેત્રહીન બહેનો એક જ સાથે એક જ પ્રકારના લયમાં ગરબે ઘુમતા આ સ્પર્ધા નેત્રહીન બહેનોને બદલે સદ્રષ્ટા બહેનોની હોય તેમ લાગ્યું હતું. નિર્ણાયક તરીકે ઉર્મિબેન મહેતા, ભાવનાબેન કુંભારાણા અને જે.સી. જાડેજાએ સેવા આપી હતી. સંસ્થાના પ્રમુખ સોમચંદ ગોસરાણી, ડીસ્ટ્રીકટ જજ એસ.એન.વકીલ, ધારા સભ્ય વસુબેન અને લાલજીભાઇ સોલંકી, એસ્સારના મેનેજર જયોતિન્દ્ર વચ્છરાજાની, એન.એ.બી.ના મંત્રી પ્રકાશ મંકોડીએ હાજર રહી બહેનોને બિરદાવી હતી. શહેરમાં પ્રથમ વખત યોજાયેલી ગુજરાત કક્ષાની નેત્રહિન બહેનોની રાસ ગરબા સ્પર્ધામાં પ્રેક્ષકોની જુજ સંખ્યા ઉડીને આંખે વળગી હતી.
અખિલ ગુજરાત ગરબા સ્પર્ધાના વિજેતાઓ
અર્વાચીન વિભાગ : પ્રથમ-એન.કે. મહેતા (પાલનપુર), દ્વિતિય-અંધ મહિલા વિકાસગૃહ (રાજકોટ), તૃતિય-એન.એ.બી. (વલસાડ)
પ્રાચીન વિભાગ : પ્રથમ- અંધ મહિલા વિકાસગૃહ (રાજકોટ), દ્વિતિય-અંધ મહિલા સેવાકુંજ (સુરેન્દ્રનગર), તૃતિય-એન.એ.બી. (આણંદ)
નેત્રહિન સાજીંદાઓએ જમાવટ કરી : નેત્રહીન કલાકારોની સાથે ગાયક અને તબલા, હાર્મોનિયમ સહિતના વાંજિત્રો પર નેત્રહીન સાંજીદાઓએ જમાવટ કરી હતી. તાલના સથવારે નેત્રહીન બહેનોએ અદ્દભૂત કલાકૃતિઓ રજૂ કરી હતી.

રાજકોટ : ૨૬મી ની પરેડમાં જિલ્લા પોલીસની ઘરની ધોરાજી
રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર દિને ત્રિરંગાને સલામી આપવાના દેશ દાઝ ભર્યા કાર્યક્રમમાં આ વર્ષે રાજકોટ તાલુકા ક્ષેત્રે યોજાતી પરેડમાં જિલ્લા પોલીસે પરેડનાં નીતિ નિયમનું ઉલ્લંઘન કરી ઘરની ધોરાજી ચલાવતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી રૂપે પોલીસ દ્વારા ત્રિરંગાને સલામી આપી પરેડ યોજતા હોય છે. આગામી ૨૬ જાન્યુઆરીના રોજ જિલ્લાના પડધરી ગામે તાલુકા કક્ષાએ ઘ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો છે. અને મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે એસ.આર.પી. શહેર-જિલ્લા પોલીસ, હોમ ગાર્ડઝ અને એન.સી.સી. દ્વારા પરેડની પ્રેક્ટીશ ચાલી રહી છે. ૨૬ જાન્યુઆરી, ૧૫ મી ઓગષ્ટે યોજાતી પરેડમાં નીતિ નિયમો હોય છે. પરંતુ બે દિવસ બાદ યોજાનાર પરેડમાં સલામી દેનાર પ્લાટુનની સંખ્યામાં મન ઘડંત ફેરફાર કરી પ્લાટુનમાં ૩૦ જવાનોની સંખ્યા ર૧ની કરી નાખતા પોલીસ બેડામાં આશ્વર્ય ફેલાયું છે.
પ્લાટુનમાં સામેલ થતા જવાનોની સંખ્યા અંગે રાજયની એસ.આર.પી. ના ઇન્ટ્રકટર, લશ્કરના નિવૃત્ત અધિકારીઓ તેમજ પોલીસતંત્રના જવાનોને કમાન્ડોની તાલીમ અપાય છે. તેવા કરાઇ ટ્રેનિંગ સેન્ટરના ઇન્ટ્રકરોના સંપર્ક સાઘ્યો હતો. તેઓના જણાવ્યા મુજબ ર૬ જાન્યુઆરી અને ૧પ ઓગસ્ટની પરેડનું મહત્વ હોય છે. તેમાં સામેલ થતી પ્લાટુનમાં ૩૦ જવાન હોય છે. અને તેનાંથી ઓછા ર૭ જવાનોની પ્લાટુન રાખી શકાય છે. આ સંખ્યાથી નીચે રાખી શકતા નથી. ત્યારે તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાનાર પરેડની પ્લાટુનમાં જવાનોની સંખ્યામાં પોતાની રીતે મનઘડંત ફેરફાર કરી નીતિ નિયમને નેવે મુકનાર અધિકારી સામે જિલ્લા પોલીસ વડા અને કલેકટરે યોગ્ય તપાસ કરવી જરૂરી છે. આ પરેડ નિતિ નિયમ મુજબ જ ચાલતી હોવાનો બચાવ જિલ્લા પોલીસ વડાએ કર્યો હતો.

પરીક્ષા પૂર્વે કેટલાક છાત્રો બ્રેઈન ટોનિક અને સ્માર્ટ પિલ્સના શરણે ઉચ્ચ ગુણાંક મેળવવા માટે રાત્રે ઉઘ ન આવે તેવી દવા લેવી અંતે તો હાનિકારક : યોગ અને ઘ્યાન વધુ ફાયદાકારક
આ વર્ષે બોર્ડની પરીક્ષા દેનારા તેજસ્વી છાત્રોમાં અંતિમ તબકકાની તૈયારીનો હવે પ્રારંભ થઈ રહ્યો છે. આ સંજોગોમાં સ્પર્ધામાં સૌથી આગળ રહેવા કેટલાક વિદ્યાર્થીઓએ બ્રેઈન ટોનિક દવા કે મોડી રાત્રે ઉજાગરા માટે બ્રેઈન ટોનિક વાપરતા થઈ જતાં આ કેટેગરીની ઔષધિઓના વેચાણમાં ૨૫ ટકાનો ઉછાળો આવ્યો છે. ઉઘ ન આવે તેવી દવાનો લાંબો સમય ઉપયોગ કરતાં ફાયદાથી ગેરફાયદા વધી જાય છે. આથી સ્માર્ટ પિલ્સ (ઉઘ ન આવે તેની દવા) કરતાં યોગ અને ઘ્યાન શ્રેષ્ઠ સાબિત થાય છે.
તો એલોપેથીની મેમરી ગેટ પ્લસ દવા સૌથી વધુ બ્રેઈન ટોનિકમાં ખપે છે જેનું વેચાણ ૫૦ ટકા જેટલું વધી ગયું છે તેમ કેમિસ્ટ એસો.એ જણાવ્યું હતું. ધો.૧૦ અને ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને આડે હવે બાવન દિવસ જેવો સમય ગાળો બાકી છે ત્યારે મન ગમતી ટકાવારી મેળવવા ભાવનગરમાં ખાસ તો ધો.૧૨ના વિદ્યાર્થીઓ રાત્રે મોડે સુધી જાગીને વાંચન-લેખન થઈ શકે તે માટે ચા-કોફીની સાથે ઉઘ ન આવે તેવી સ્માર્ટ પિલ્સ (દવા) લેતા થઈ ગયા છે. ભાવનગરમાં હજુ આવી સ્માર્ટ પિલ્સ ન મળતી હોવાથી અમદાવાદથી મંગાવતા થઈ ગયા છે. મનોચિકિત્સકો આ અંગે જણાવે છે કે, સાત કલાકની ઉઘ દરેક યુવા વર્ગ માટે જરૂરી છે. પૂરતા પ્રમાણમાં ઉઘ ન લેવાથી પહેલા ચાર-પાંચ દિવસ તો કાંઈ આડ અસર થતી નથી પરંતુ દોઢેક મહિના જેવો લાંબો સમય ગાળો પૂરતી ઉઘ ન લેવામાં આવે તો શરીરને આડ અસર ચોકકસ થાય છે માટે જ સ્માર્ટ પિલ્સના સહારે ઉઘ ભગાવી ટકાવારી મેળવવાથી પઘ્ધતિ જ ખોટી છે તેના કરતાં તો ઘ્યાન અને યોગના સહારે એકાગ્રતા વધારવી બહેતર છે. બ્રેઈન ટોનિકનો સહારો પણ લેવામાં આવે છે. જોકે, એલોપેથીમાં યાદ શક્તિ વધારવાની રામ બાણ દવા આજ સુધી શોધી શકાઈ નથી. તો સામા પક્ષે આયુર્વેદમાં બ્રાહ્મી, શંખ પુષ્પી, શતાવરી, અશ્વ ગંધા વિ. ઔષધિઓ જે મગજની શક્તિ વર્ધક ગણાય છે તે ઔષધિઓવાળી બ્રેન્ટો સહિતની દવા કે સિરપના વેચાણમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો છે.

રાજકોટ : :કરોડોની સરકારી જમીન માફિયાના કબજામાં
સરકારી ખરાબાની કલેકટર તંત્ર હસ્તકની કરોડોની કિંમતની જમીનમાં માફિયાઓએ પગદંડો જમાવી દીધો છે. ખુદ મહેસૂલ મંત્રી આનંદીબેન અને કલેકટર હરિભાઇના આદેશનું પાલન ન કરનારા મામલતદારો દબાણ હટાવવામાં સાવ નપાણિયા સાબિત થાય છે. જિલ્લાના ૧૪ મામલતદારો પૈકી રાજકોટ શહેર, તાલુકા અને ગોંડલ સિવાય અન્ય કોઇ સ્થળે નોંધ પાત્ર કામગીરી કરવામાં આવી નથી. મહેસૂલી અધિકારીઓ માટે આ શરમ જનક બાબત છે. અમુક ભૂમાફિયા અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે.
રાજકોટ જિલ્લામાં થયેલા દબાણો અંગે ઉપલબ્ધ આંકડાઓ પર જો નજર નાખવામાં આવે તો રૂડા વિસ્તારમાં આવતા ૫૩ ગામડાઓના સરકારી ખરાબાની જમીન પર મહત્તમ દબાણોના કેસો છે. રૂડામાં આવેલી જમીનની કિંમતો દિન પ્રતિદિન વધતી જાય અને એના કારણે રાજય સરકારે તેની જાળવણી કરવા સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સરકારી ખરાબાઓ હડપ થઇ ગયા છે. આવા કેસમાં જયારે પણ દબાણ હટાવવામાં આવે ત્યારે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતી નથી. રૂડામાં આવતા રાજકોટ તાલુકા, લોધિકા અને કોટડા સાંગાણીમાં દબાણના ૫૦૪ કેસો છે. તેની સામે અન્ય તાલુકાના કુલ મળી ૨૪૦ દબાણના કેસો ઘ્યાને આવ્યા છે. આ બાબત અતિ ગંભીર છે. રાજકોટ શહેર ઉપરાંત ૧૪ તાલુકા મળી ૯૧,૭૫૮ ચોરસ મીટર જમીનમાં દબાણ થયા છે. ૪૨૩ કેસો પૈકી નવેમ્બર માસમાં ૧૬ દબાણો હટાવવામાં આવ્યા હતા. તેમાં રાજકોટ તાલુકા મામલતદારે ૧૪ અને શહેર તથા મોરબીમાં એકાએક દબાણ દૂર કરવા સિવાય અન્ય કોઇ જ કામગીરી થઇ નથી. ખાસ કરીને તો લોધિકા, કોટડા સાંગાણી અને પડધરીના મામલતદાર જમીન માફિયાથી ડરતા હોય તેમ સરકારની કિંમતી જમીન છૂટી કરાવી શકતા નથી. કારણ કે, રૂડામાં સમાવિષ્ટ ખરાબા આ તાલુકાના કાર્ય ક્ષેત્રમાં આવે છે.
સૌથી વધુ દબાણો ગ્રામ્ય વિસ્તારના સરકારી ખરાબામાં : : રાજકોટ જિલ્લામાં સૌથી વધુ દબાણો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સરકારી ખરાબામાં નોંધાયા છે. ૧૪ તાલુકામાં કુલ મળી ૧૦૪૩ કેસોમાં ૨૦,૦૭૦,૯૩ ચોરસ મીટર જમીન માફિયાઓએ દબાવી દીધી છે. જયારે, શહેરી વિસ્તારમાં ૪૨૩ કેસમાં સરકારી ખરાબાની જમીન દબાવી દેવામાં આવી છે. નવેમ્બર માસની સ્થિતિએ ૪૦૦ દબાણોના કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. એમાં લોધિકા તથા કોટડા સાંગાણીમાં અનુક્રમે ૧૫૦ તથા ૧૫૪ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, ત્યાં દર માસે સરેરાશ ચાર કેસો નવા મળે છે.
જસદણ, ઉપલેટા, જેતપુર શહેરમાં એક પણ દબાણ નહીં : :જસદણ, ઉપલેટા અને જેતપુર શહેર વિસ્તારમાં એક પણ દબાણ ન હોવાની બાબત રેવન્યૂ તલાટી મંત્રીની દાનત પર શંકા પ્રેરે છે. સર્કલ ઓફિસર પણ એ દાયરામાં આવી જાય છે હકીકતમાં દબાણ શોધવા માટે લક્ષ્યાંક આપવા જોઇએ.
કલેકટર કચેરી સામે જ દબાણો દૂર કરતા નથી : : કલેકટર ઓફિસ સામે આવેલી સિવિલ હોસ્પિટલના કવાર્ટરમાં ધાર્મિક દબાણ, દુકાનોનું દબાણ થયું છે. આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે આ દબાણ દૂર કરાવવાની હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટને સૂચના આપી હતી. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
થોરાળામાં સાધુએ એક એકર જમીન દબાવી દીધી : : થોરાળામાં રોડ ટચની એક એકર જમીન પર સાધુએ દબાણ કરી લીધું હતું. તે ઘ્યાને આવતા તેને તાબડતોબ દૂર કરાયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તલાટી મંત્રીઓની પણ જવાબદારી વધી છે કે, રસ્તા પર ધાર્મિક દબાણો ખડકાઇ ન જાય !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના છાત્રોને હવે ‘ચીપ’વાળી માર્ક શીટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના છાત્રોને હોલ ટિકિટ (રિસિપ્ટ) આપવાના નિર્ણય બાદ હવે પછી ચીપ વાળી માર્ક શીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સિન્ડિકેટ સભ્ય મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું. વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને આ માર્ક શીટનો સૌથી વધુ ફાયદો થશે.
અત્યાર સુધી કોલેજના છાત્રોને અલગ-અલગ યર તેમજ ફેકલ્ટીઓની માર્ક શીટ સાદી આપવામાં આવતી હતી પરંતુ હવેથી ટ્રાન્સ કિપ્ટ ચીપવાળી માર્ક શીટ આપવામાં આવશે. આ અંગે માહિતી આપતા સિન્ડિકેટ સભ્ય મેહુલ રૂપાણીએ જણાવ્યું કે, કોઇ વિદ્યાર્થીને નોકરી મળે અથવા તો વિદેશ જવાનું થાય ત્યારે માર્ક શીટ સાચી છે કે કેમ તેમ જ તેને કેટલા માર્કસ આવ્યા છે તે અંગેની સાચી હકીકત જાણવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સંપર્ક કરવામાં આવતો હતો અને જે તે વિદ્યાર્થીને પોતાની માર્ક શીટ સાચી છે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવીને સહી-સિક્કા કરાવવા પડતાં હતા. આ બધી વિધિ કરવામાં ૧૫થી ૨૦ દિવસનો સમય ગાળો પસાર થતો હતો. પરંતુ હવેથી એક ખાસ પ્રકારની ચીપ લગાવેલી માર્કશીટ ફાઇનલ યરના છાત્રોને આપવામાં આવશે. ખાસ કરીને વિદેશ જતાં છાત્રો કોઇ પણ એમ્બેસીમાં આ માર્ક શીટ આપશે તો ચીપની અંદર તેના તમામ વર્ષના પરિણામોની વિગતો જોઇ શકાશે. યુનિવર્સિટી છાત્રોને અપાતી માર્ક શીટ લેમિનેશન કરીને આપે તો ચાર ચાંદ લાગી જાય તેમ છે.
માર્ક શીટમાં બે ફોટા લગાવાશે :: વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા મળી રહે અને માત્ર ફોટાના કારણે તેઓને હેરાન ન થવું પડે તે માટે પાસપોર્ટ અને સ્ટેમ્પ સાઇઝના બે ફોટાવાળી માર્કશીટ આપવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. તમામ ફેકલ્ટીના છાત્રોને ઉપરોકત મુજબની માર્ક શીટ આપવામાં આવશે.

પોરબંદરમાં ક્રિકેટ પર જુગાર રમતા ૬ ઝડપાયા
બુઢાણી બિલ્ડીંગ નજીક આવેલી પાનની દુકાનમાં રન ફેરનો જુગાર ચાલી રહ્યો હતો તે દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને ૬ શખ્સોને ઝડપી લીધા હતા અને રૂપિયા ૬પ૦૦ ની રોકડ, મોબાઇલ અને ટીવી સહિત કુલ રૂપિયા ૧૬પ૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
બુઢાણી બિલ્ડીંગ નજીક ઘણા લાંબા સમયથી વરલી મટકા ઉપરાંત ક્રિકેટ પર જુગાર રમાતો હોવાની ફરીયાદને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જયદિપસિંહ સરવૈયા સહિતના સ્ટાફે દરોડો પાડીને ગોપાલ પાન નામની દુકાનમાં ઓસ્ટેલીયાની ર૦-ર૦ ક્રિકેટ કાઉન્ટ્રીના મેચ ઉપર ચીઠ્ઠી નાખીને રન ફેરનો જુગાર રમતા પાનની દુકાનના માલીક ગોપાલ કાનજી ભુતિયા ઉપરાંત સંજય જગદીશ રાઠોડ, જીગ્નેશ ખુશાલદાસ રાયચુરા, જીજ્ઞેશ મહેન્દ્ર થાનકી, પ્રવિણ વિજય મરદનીયા અને ઇશુ મુસા શેખ સહિત ૬ શખ્સોને ઝડપી લીધા હતા. આ દરોડા દરમ્યાન પોલીસે રૂપિયા ૬પ૦૦ ની રોકડ રકમ, એક મોબાઇલ અને ટીવી મળી કુલ રૂપિયા ૧૬પ૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. જુગાર રમતા આ ઝડપાયેલા શખ્સો બુઢાણી બિલ્ડીંગ નજીક અડીંગો જમાવીને વરલી મટકા ઉપરાંત ક્રિકેટનો પણ જુગાર રમતા હોય અંતે પોલીસની ઝપેટમાં આવી ગયા હતા.

પોરબંદર : ૧૧ વર્ષની વિદ્યાર્થિનીએ ઘરેઘરે ફરીને માનવતાનો દીપ પ્રગટાવ્યો
પરિવાર જનો પણ એક સુત્ર નથી રહેતા આવા કપરા સાંપ્રત સમયમાં પોરબંદરની ૧૧ વર્ષની નાનકડી ઉંમર ધરાવતી વિદ્યાર્થીનીએ હ્દયની બિમારીથી પીડાતા ફુલ જેવા ૩ વર્ષના બાળકની જીંદગીની જયોતને પ્રજજવલીત રાખવા માટે ઘરે ઘરે ફરીને રૂપિયા ૪૧ હજારનું ફંડ એકત્રીત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
જયારે આ પરિવારને આ સહાય આપવામાં આવી ત્યારે હ્દય દ્વાવક દ્રશ્યો સર્જાયા હતા. કહેવાય છે કે સ્કુલમાં બાળકોને શિક્ષણની સાથે સંસ્કારોનું પણ સિંચન થતું હોય છે તેને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યુ છે પોરબંદરની સ્વ. શ્રી વસંતજી ખેરાજ ઠકરાર પ્રાથમીક શાળામાં ધો.૬ માં ભણતી વિદ્યાર્થીની ભક્તિ મહેન્દ્રભાઇ જુંગી એ. પોતાના જ કલાસમાં ભણતી વિદ્યાર્થીનીના ૩ વર્ષના ભાઇને જન્મથી જ હદય રોગ હોય તે પરિવાર ઓપરેશનનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી આ વિદ્યાર્થીનીએ તેમને આર્થિક મદદ કરવા માટે નેમ વ્યકત કરી. ભક્તિ જુંગીએ ઘરે ઘરે ફરીને રૂપિયા ૧૧ હજારનું ફંડ એકત્રીત કરવા ઉપરાંત તેઓએ પોતાના પરિવાર તરફથી તેમજ હિનાબેન અટારા, કિર્તીબેન પાંઉ, ઇન્દીરાબેન પાણખાણીયા, આશાબેન પોસ્તરીયા અને નયનાબેન લોઢારીની આર્થિક મદદથી રૂપિયા ૪૧ હજારનું ફંડ ભેગુ કરીને હદય રોગથી પીડીત બાળકના પરિવાર જનોને આપ્યું હતું. સ્વાભિમાન પૂર્વક જીવતા પિડીત બાળકના પરિવાર જનો આર્થિક મદદની અપેક્ષા ન રાખતા હોવા છતાં માનવતાના સાદને ગ્રહી જે લોકોએ મદદ કરી છે તે મદદ આ પરિવારે સ્વીકારી છે. આ જ કારણોસર પરિવાર જનોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પોરબંદરની ૧૧ વર્ષની ભક્તિ જુંગીએ નાની ઉંમરે મુઠી ઉંચેરૂ કામ કરી બતાવતા શહેરી જનોએ પણ એમને અભિનંદન પાઠવ્યા હતા.
એ પણ મારો ભાઇ છે...
વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને ઉજાગર કરી માનવ સબંધોને વધુ ધનિષ્ઠ બનાવતી ભક્તિ જુંગીએ જણાવ્યું કે મારી સાથે ભણતી વિદ્યાર્થીનીએ પોતાના ભાઇની બિમારી વિશે જણાવતા મારૂ હ્દય કરૂણાથી દ્રવી ઉઠ્યું હતું. બિમાર બાળકને મારો ભાઇ ગણીને મદદ કરવા નેમ વ્યકત કરી ને અંતે એક માનવતાનું કાર્ય કર્યાનો સંતોષ મેળવ્યો છે.

સુરેન્દ્રનગર : હાથીની અંબાડી પર બંધારણની શોભા યાત્રા
દેશના બંધારણના ૬૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે પ્રજાસત્તાક પર્વ ૨૦૧૦ની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે હાથીની અંબાડી પર બંધારણ ગ્રંથની શોભા યાત્રા સુરેન્દ્રનગર ખાતે યોજવાનો સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવો નિર્ણય લીધો છે. સુરેન્દ્રનગર ખાતે બંધારણ ગ્રંથની શોભાયાત્રા નીકળશે ત્યારે મુખ્ય મંત્રી તેનું પૂજન કરનાર છે.
રાજા સિદ્ધરાજ જયસિંહે જૈનમુનિ હેમાચંદ્રાચાર્ય રચિત મહાન ગ્રંથની શોભા યાત્રા કાઢીને ઇતિહાસમાં અનોખું ગૌરવ મેળવ્યું હતું ત્યારે ભારતીય બંધારણના ગ્રંથની શોભા યાત્રા હાથીની અંબાડી પર યોજવાનો રાજય સરકારનો નિર્ણય દેશને અનોખી પ્રેરણા આપનાર બની રહે છે. સમગ્ર વિશ્વમાં લોકશાહીને વરેલા અનેક પ્રજા તંત્ર રાષ્ટ્રો છે. પરંતુ બંધારણ ગ્રંથની શોભા યાત્રા દ્વારા ગૌરવ બક્ષવાનું શ્રેય ગુજરાતના સુરેન્દ્રનગરના ફાળે જાય છે. આઝાદ ભારતના ૬૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો રાજય કક્ષાનો મહોત્સવ સુરેન્દ્રનગર ખાતે યોજાનાર હોવાથી રાજયનું મંત્રી મંડળ આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ૨૪ જાન્યુ.એ આવી પહોંચનાર છે. મુખ્ય મંત્રી સૌ પ્રથમ બંધારણ ગ્રંથની શોભા યાત્રાનું પૂજન રવિવારે બપોરે ૩-૪૫ કલાકે કરી ગૌરવમય પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે ૬૦ જેટલી બહેનો પ્રજાસત્તાક પર્વના ૬૦ વર્ષને અનુલક્ષીને અને ગુજરાત સુવર્ણ જયંતીના અવસરને દીપાવવા સુવર્ણ કલશ પર માથે ગ્રંથની પોથી સાથે જઇને ગુજરાત ઝાલાવાડના અનોખા સંસ્કાર અને ગૌરવની પ્રસ્તુતિ કરશે.
ડો. બાબા સાહેબની પ્રતિમા સમક્ષ બંધારણની પૂજા કરાશે
રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શનિવારે બોલાવેલી પત્રકાર પરિષદમાં મંત્રી રમણભાઇ વોરાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરના આંબેડકર ચોકમાં ડો. બાબા સાહેબની પ્રતિમા સમક્ષ મુખ્ય મંત્રી મોદીની ઉપસ્થિતિમાં ભારતના સંવિધાનની પૂજા કરાશે. ત્યાર બાદ હાથીની અંબાડી પર યોજાનાર સંવિધાન ગૌરવ યાત્રા જોડાનાર હજારો લોકો આશરે એક કિ.મી. ચાલીને ટાઉન હોલ ખાતે પહોંચશે.

રાજકોટ: દારૂ ઢીંચી સીન કરતા શખ્સનો લોકોએ ટકો કરી નાખ્યો
રાજકોટ શહેરમાં માયકાંગલા બનેલા પોલીસ તંત્રને કારણે લોકોએ હવે સ્વ રક્ષણ માટે કાયદો હાથમાં લેવાને યોગ્ય વિકલ્પ ગણ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ વાતને સાર્થક કરતી ઘટના વાણિયાવાડી વિસ્તારમાં બની હતી. દારૂ પી છાશ વારે છાકટા બનતા શખ્સના ત્રાસથી કંટાળેલા લોકોએ અંતે તેની ધોલાઇ કરી ટકો કરી સરધસ કાઢ્યું હતું.
વાણિયાવાડીમાં રહેતો શખ્સ અવાર-નવાર દારૂ ઢીંચી વિસ્તારના લોકોને પરેશાન કરતો હતો તેમજ લારી-ગલ્લાવાળાઓ પાસે જઇ ધમાલ કરી જે કાંઇ હાથ આવે તે મફતમાં હજમ કરી જતો હતો. લુખ્ખાગીરી કરતા શખ્સથી ત્રસ્ત લોકોએ અનેક વખત ભક્તિ નગર પોલીસ મથકમાં રજૂઆતો કરી હતી પરંતુ મલાઇવાળા કામમાં જ વ્યસ્ત પોલીસને લોકોની પરેશાનીમાં રસ પડ્યો ન હતો. લોકો વારંવાર અરજી કરતા હતા અને પોલીસ તે ફાઇલ કરતી હતી. પોલીસની રહેમ નજરથી દાદો બનીને ફરતાં નશાખોરની હિમ્મત એટલી વધી હતી કે તે મહિલાઓને પણ પરેશાન કરવા લાગ્યો હતો. પોલીસ કાંઇ નહીં ઉકાળે તેવું લાગતાં અંતે લોકોએ જાતે જ ન્યાય મેળવવાનો નિર્ણય કર્યો હતો. બે દિવસ પૂર્વે માથાભારે શખ્સ ફરી દારૂ પી ધમાલ કરવા નિકળ્યો હતો. એ સાથે જ લોકો એકઠા થઇ ગયા હતા અને તેને ધેરી લીધો હતો. ટોળાનું સ્વરૂપ જૉઇ દારૂનો નશો તો પળ વારમાંજ ઉતરી ગયો હતો. પરંતુ રોષે ભરાયેલા લોકો દૂષણને હંમેશા માટે ડામવા જાણે મક્કમ હતા. ટોળાએ દારૂડિયાને પકડી લીધો હતો અને બે લોકો અસ્ત્રાથી માથાભારે શખ્સના માથા પર કળા કરવા લાગ્યા હતાં અને થોડી વારમાં ટકો કરી તેને જાહેરમાં ફેરવી સીન વિખી નાખ્યા હતા.
પોલીસની નફફટાઇ ‘આવી કોઇ ઘટના ઘ્યાને આવી નથી’
માથા ભારે શખ્સને ઉશ્કેરાયેલા લોકોએ ધોકાવી તેનો ટકો કરી નાખ્યો હતો આ ઘટના વખતે સેંકડો લોકો એકઠા થયા હતા અને વાણિયાવાડી વિસ્તારમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ અંગે ભક્તિ નગર પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે આવી કોઇ ઘટના બની હોઇ તે જાણમાં નથી.

માધવ પુરમાં આકાશમાંથી વિદેશી ટપક્યો
પોરબંદર તાલુકાના માધવ પુરનાં દરિયા કાંઠા પર આજે પેરાગ્લાઈડર સાથે એક વિદેશી યુવાને ઉતરાણ કરતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. આ અંગે પોલીસને જાણ થતા દોડી આવી વિદેશી યુવકને લઈ ગઈ હતી. ત્યાં તેણે પોતે ઓસ્ટ્રેલીયાનો હોવાનું અને પેરાગ્લાઈડર વડે દીવથી દ્વારકા જતો હોવાનું જણાવ્યું હતું. પોરબંદર તાલુકાના માધવપુર (ધેડ)ના દરિયાકાંઠા પર આજે બપોરે સવા ત્રણ વાગ્યા આસપાસ પેરાગ્લાઈડર સાથે એક વિદેશી યુવાને ઉતરાણ કરતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. આકાશમાં પતંગની જેમ ઉડતા આ યુવકને જોઈ લોકો દંગ બની ગયા હતા. આ અંગે માધવ પુર પોલીસને જાણ થતા આ વિદેશી યુવક કયારે ઉતરે છે તે માટે દોડધામ મચાવી હતી. પેરાગ્લાઈડર સાથે વિદેશી યુવાન ઉતરતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. પોતે યુરોપના ઓસ્ટ્રેલીયાનો વતની અને પોતાનું નામ જોની હોવાનું અને દીવથી દ્વારકા તરફ જઈ રહ્યાનું પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે માધવ પુર પી.એસ.આઈ. ભેડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ યુવાન પાસે પરમિશન છે. એટલે તેનું નિવેદન લેવાયુ છે.
ચોટીલામાં ફરી ભગવો લહેરાયો
ચોટીલા-સાયલા બેઠક પર ફરી એક વખત ભગવો લહેરાયો છે અને ભાજપના ઉમેદવાર ભરતભાઈ ખોરાણીનો ૨૨,૩૬૮ મતે વિજય થયો છે. ધારા સભ્ય વશરામભાઈ ખોરાણીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. આથી આ બેઠક માટે 20 જાન્યુઆરીના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા આ બેઠક પર સ્વ. વશરામભાઈના પુત્ર ભરતભાઈને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રાજકોટના સાંસદ કુંવરજી ભાઈ બાવળીયાના બહેન તથા સાયલા તાલુકા પ.ના પ્રમુખ નિરાંતબેન ધોરિયાને ટિકિટ આપવામાં આવી હતી. શિવ સેનાએ પણ આ બેઠક પર કોળી ઉમેદવાર શામજીભાઈ ચૌહાણને ઉભા રાખતા ચોટીલા પંથકમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી.
ચોટીલા બેઠક ફરી વાર ભાજપે સર કરી
ચોટીલા વિધાન સભા મત ક્ષેત્રની તા.૨૦મીએ યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી તા.૨૩મીએ ભારે ઉત્તેજના સાથે સાયલા સાર્વજનિક હાઇ સ્કૂલમાં થઇ હતી. આ ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર ભરતભાઇ ખોરાણીનો ૨૨,૩૬૮ મતે ભવ્ય વિજય થયો હતો. જયારે કોંગ્રેસના ગઢના કાંગરા ધરાશાયી થતા ત્રીજા ક્રમે ધકેલાઇ ગઈ હતી. ચોટીલા વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા જંગ બન્યો હતો. આ પેટા ચૂંટણીની મત ગણતરી શનિવારે સાયલા હાઇસ્કૂલ ખાતે શરૂ થઇ હતી ત્યારે ભારે ઉત્તેજના સાથે ત્રિપાંખીયા જંગના પરિણામની આતુરતાપૂર્વક ટેકેદારોના ટોળા ઊમટી પડ્યા હતા. જેમાં ચોટીલા-થાનના મતદારોના પ્રથમ રાઉન્ડે ભરતભાઇ ખોરાણી નજીકના હરીફ શામજીભાઇ ચૌહાણ સામે ૮૧૩ મતની લીડ મેળવી ધમાકેદાર શરૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસ ત્રીજા ક્રમે રહ્યું હતું. આ બાદ છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને ૧૯૭૧૫, શામજીભાઇ ચૌહાણને ૮૩૦૬, કોંગ્રેસને ૯૮૫૬ મતો મળ્યા હતા. જેમાં કોંગ્રેસે બીજું સ્થાન મેળવ્યું હતું. પરંતુ સાતમા રાઉન્ડના અંતે શામજીભાઇને ૩૦૦૪ મતો મળતા બીજો ક્રમ મેળવ્યો હતો. જયારે ભાજપે બન્ને પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી ૩૩,૫૯૫ મતો મેળવી લીડ જાળવી રાખી હતી. ગત ચૂંટણીમાં ભરતભાઇ ખોરાણીના પિતા વશરામભાઇ ૭૩૭૯ મતે વિજય થયો હતો ત્યારે બમણા જોરે ચોટીલા તાલુકાના મતદારોએ ભરતભાઇ ખોરાણીને જંગી લીડ આપી હતી. છેલ્લા ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસને ૨૫૩૦ મતો મળતા અને ગત ચૂંટણીમાં ભાજપના મતો કરતા ૧૪,૮૯૮ મતો વધુ મેળવી ભરતભાઇ ખોરાણીએ ૨૨,૩૬૮ મતોએ વિજય મેળવ્યો હતો. સાયલા હાઇ સ્કૂલ બહાર કાર્યકર્તાઓએ અબિલ-ગુલાલની છોળ ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે રમણલાલ વોરા, કિરીટસિંહ રાણા, વર્ષાબેન દોશી, ચંદ્રશેખર દવે, બિપીનભાઇ દવે સહિત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.
ચોટીલામાં મતદારોનો મિજાજ
ચોટીલા વિધાન સભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદારોના મિજાજે અનોખો રંગ બતાવ્યો હતો. જેમાં થાન ગઢ-૦૮માં ભાજપને ૭૧૦, સાયલા ૧૦માં કોંગ્રેસને ૩૭૪ અને સરોડીમાં શામજીભાઇને ૪૧૭ મત સાથે સૌથી વધુ મતો મળ્યા હતા. જયારે લોમ કોટડીમાં ભાજપ અને કોંગ્રેસના નામે મીંડુ મૂકનાર મતદારોએ શામજીભાઇને રપ મત જ આપ્યા હતા.
શહેરોમાં ભાજપ આગળ
થાનમાં આવેલા કુલ ૨૧ બૂથમાં ભાજપને ૭૯૩૩, કોંગ્રેસને ૩૯૪૪ જયારે ચોટીલાના ૯ બૂથોમાં ૩૬૯૨, ભાજપને ૧૭૦૪, કોંગ્રેસને ૬૮૯ મતો મળ્યા હતા. જયારે સાયલાના કુલ ૧૦ બૂથમાં ભાજપને ૨૪૮૨ મતો મળ્યા હતા.
વધુ મતદાનથી ભાજપને ફાયદો
પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર વધુ જોર કરે તેવી ધારણા સાથે ૫૯ ટકા મતદાનથી લોકો અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા હતા. ત્યારે ગત પેટા ચૂંટણીમાં ૫૪ ટકા મતદાન થયું અને પાંચ ટકા વધારાનું મતદાને ભાજપને ૧૭૪૮ મતો વધુ મળ્યા હતા. જયારે કોંગ્રેસને ગત ચૂંટણી કરતા ૧૬૦૧૬ મતો ઓછા મળ્યા હતા. આ ચૂંટણીમાં શામજીભાઇનું સ્ટીમ રોલર ફરી વળ્યું અને ૨૭૦૦૮ જેટલા મતો સાથે બીજો ક્રમ મેળવ્યો હતો.
શિવ સેનાને માખો મારવાના દિવસો આવ્યા છે : ભરત ખોરાણી
ચોટીલા વિધાન સભામાં ભાજપના ભરતભાઇ ખોરાણીનો જંગી બહુમતીથી વિજય થતા આજે પાંચ કલાકે તેમનું વિજય સરઘસ વાસુકી મંદિરથી કાઢવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરતભાઇએ જણાવ્યું કે, શિવ સેનાના ઉમેદવાર ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું કે, ભરતને માખો મારતા પણ નથી આવડતું તે છોકરું કહેવાય. તો આજે તેના જવાબમાં કહું છું કે, તમે મતદારોએ મને જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે. જેના લીધે હવે મારે નહીં પણ શામજીભાઇને માખો મારવાના દિવસો આવ્યા છે.
વિજેતા ઉમેદવારે ચામુંડા માતાજીના આશીર્વાદ લીધા
વિજેતા ભરતભાઇ ખોરાણીએ ચોટીલામાં માતા ચામુંડાના આશીર્વાદ સાથે શહેરમાં વિજય સરઘસ કાઢયું હતું. જેમાં ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખ મેરૂભાઇ ખાચર, પૂર્વ પ્રમુખ ભુપતભાઇ ખાચર, રામભાઇ સામંડ, રાજુભાઇ ધ્રુવ સહિત અન્ય કાર્યકરો, ટેકેદારો હાજર રહ્યા હતા. મત ગણતરી બાદ દરેક ઉમેદવારને મળેલા મતો : : ભરતભાઇ ખોરાણી ૪૯,૩૭૬, શામજીભાઇ ચૌહાણ ૨૭,૦૦૩, નિરાંતબેન ધોરીયા ૨૪,૨૩૩, લાલજીભાઇ સવુકીયા ૨૬૬૧, પીઠાભાઇ પંચાલ ૧૯૯૯, સતુભા વાધેલા ૧૦૧૫, ઉકાભાઇ મકવાણા ૯૭૧, પ્રેમજીભાઇ ડાભી ૯૭૩, ધરમશીભાઇ વાલાણી ૩૫૧

જૂનાગઢ: પત્નીને તેડવા ગયેલા કુખ્યાત શખ્સ પર સાસરિયાંઓનું ફાયરિંગ
ભારત મિલ પાસે રહેતો કુખ્યાત શખ્સ હત્યા કેસમાં સજા ભોગવી રહ્યો હતો. તાજેતરમાં જામીન પર છુટી આ શખ્સ પત્નીને તેડવા ઝાંઝરડા ગામે ગયો હતો. સાસરે જઈ કુખ્યાત શખ્સે ઝઘડો કરતા સાસરિયાઓએ ઉશ્કેરાઈ જઈ જમાઈ પર પાઈપ તથા ધોકા વડે હુમલો કર્યો હતો અને બાદમાં ફાયરીંગ કરતા તેને ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડાયો હતો. જૂનાગઢના ભારત મિલ પાસે રહેતો સલીમ હુસૈન ગામેતી (ઉ.વ.૩૨) નામનો કુખ્યાત શખ્સ ખુનકેસમાં જેલમાં સજા ભોગવતો હતો. સલીમ જેલમાં હોવાથી તેની પત્ની બાળકો સાથે ઝાંઝરડા ગામે માવતર જતી રહી હતી. ચાર દિવસ પહેલા સલીમ જેલમાંથી જામીન પર છુટ્યો હતો અને તે તથા તેની માતા હલીમાબેન, બહેન નજમા અને તેનો મિત્ર નીજુ છોટુ મકરાણી ગઈ કાલે રાત્રે નવ વાગ્યા આસપાસ પત્ની તથા બાળકોને તેડવા ઝાંઝરડા ગામે રિક્ષા લઈને ગયા હતા. પત્ની તથા બાળકોને તેડવા આવ્યો હોવાની બાબતે સલીમને સાસરિયા પક્ષ સાથે બોલાચાલી થઈ હતી. તેના કૌટુંબિક સાળા જુસબ અલ્લારખા, હાજી જુમા, જુસબ જુમા, સાસુ ફાતમાબેન, પાટલા સાસુ બેનાબેન જુમા અને પત્ની હાજુબેન હાજી સહિતના સાત શખ્સોએ એક સંપ કરી સલીમ પર પાઈપ તથા ધોકા વડે હુમલો કરી ઈજા કરી હતી.
આ ઉપરાંત જુસબ જુમાએ પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવા હથિયારમાંથી ફાયરીંગ કર્યુ હતું. પરંતુ સલીમે હથિયારનું નાળચું પકડી રાખતા તેને હાથમાં ઈજા પહોંચી હતી. આ મારામારી દરમ્યાન સલીમની માતા, બેન અને મિત્રને પણ ઈજા થઈ હતી. જયારે સલીમ હુસૈન ગામેતીને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે તાલુકા પોલીસને જાણ થતા હોસ્પિટલે જઈ સલીમ હુસૈનની ફરિયાદના આધારે જુસબ અલ્લારખા, હાજુ જુમા, બેનાબેન જુમા, હાજુબેન હાજી સામે હત્યાના પ્રયાસનો તેમજ આમ્ર્સએકટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે તાલુકા પી.એસ.આઈ. દેકીવાડીયાએ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પત્નીને તેડવા આવેલા જૂનાગઢના કુખ્યાત શખ્સ પર સાસરિયા પક્ષ તરફથી હુમલો અને ફાયરીંગ થતા ઝાંઝરડા ગામમાં ચકચાર વ્યાપી ગઈ હતી.

Subscribe to:
Posts (Atom)