06 August 2010

રાજકોટ : આમ્રપાલી પાસેની કેળાની વખારો પર મનપા ત્રાટકી, એક ગોદામ સીલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : આમ્રપાલી પાસેની કેળાની વખારો પર મનપા ત્રાટકી, એક ગોદામ સીલ

આમ્રપાલી પાસેની વખારનો માલિક મનપાની ટીમ આવે એ પહેલા જ તાળાં મારી પલાયન.કેરી પકવવા માટે જે રીતે ઘાતક એવા કાબૉઇડનો ઉપયોગ થાય છે એવી જ રીતે કેળા ઝેરી રસાયણમાં બોળી પકવવામાં આવતા હોવાનું દિવ્ય ભાસ્કરે ખુલ્લું પાડ્યા બાદ આજે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટ આરોગ્ય, ફૂડ અને એસ્ટેટ બ્રાન્ચના કાફલાને સાથે રાખી કેળાની વખારો ઉપર તૂટી પડ્યા હતા. તંત્રના આ ઓપરેશન અંગે ફ્રૂટના વેપારીઓમાં લાકડિયા તારની જેમ વાત ફેલાઇ ગઇ હતી અને આમ્રપાલી પાસે આવેલી એક મોટી વખારનો માલિક તંત્ર પહોંચે એ પહેલા જ તાળાં મારી પલાયન થઇ જતાં આ ગોદામને એ જ ઘડીએ મહાપાલિકાએ સીલ મારી દીધું હતું.દિવ્ય ભાસ્કરની ટીમે શહેરના અગ્રગણ્ય ગણાતા કેળાના હોલસેલ વેપારીઓને વિશ્વાસમાં લઇ કેળા પકવવા કેવા કેવા જોખમી કૃત્યો થતા હોય છે તેની સિલસિલાબંધ માહિતી મેળવી હતી. રાજકોટમાં રોજના ૧ લાખ કિલો કેળા આ રીતે જ ગ્રુફોન નામના ઝેરી રસાયણમાં બોળીને પકવી લોકોને ધાબડી દેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું.ઝેરી રસાયણ ઉપરાંત તબીબો ઓપરેશન થિયેટરમાં સાધનો સાફ કરવા માટે વાપરતા ઇથેલિન ગેસથી હીટ આપીને કેળા પકવવામાં આવતા હોવાનું પણ દિવ્ય ભાસ્કરના સર્ચ ઓપરેશન દરમિયાન માલૂમ પડ્યું હતું.લોકોના આરોગ્ય સાથે આ રીતે ખુલ્લેઆમ ચેડાં થતાં હોય મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટે જે રીતે કેરીમાં વપરાતા કાબૉઇડ ઉપર રોક લગાવવા ધોંસ બોલાવી હતી એવી જ રીતે કેળાના ગોદામોમાં ચેકિંગ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં આજે સાંજે આરોગ્ય અધિકારી ડૉ. ભંડેરી, નાયબ આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડ, ડૉ. પરમાર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, ફૂડ ઇન્સપેક્ટર અમિત પંચાલ, એસ્ટેટ ઓફિસર રૂપારેલિયા સહિતના અધિકારીઓનો કાફલો પ્રથમ લોહાણાપરામાં ત્રાટક્યા હતા. ત્યાંથી સદર વિસ્તારમાં આવેલી કેળાની વખારો ચેકિંગ કરી હતી.


રાજકોટ : ક્રિષ્નાપાર્કમાં બીજા દિવસે પણ લુખ્ખાઓનો આતંક

મવડી પાસે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં પરેશ ઉર્ફે લાલો ડાંગર બુધવારે સાંજે મોટેથી ટેપ વગાડતા વગાડતા મોટરાકરમાં પુર ઝડપે પસાર થયો ત્યારે વિપુલ પટેલ નામના યુવાને તેને ટપાર્યો હતો પરંતુ વિપુલને આ શીખામણ ભારે પડી હતી. કારણકે થોડીવાર બાદ પરેશ અને તેના ઘાતક સાગરિતો ફરી ત્યાં પહોંચ્યા હતા અને પરેશ પટેલ પર તલવાર અને બેઝબોલથી હુમલો કર્યો હતો. હિન્દી ફિલ્મના દ્રશ્યોની જેમજ પરેશને રસ્તા પર સુવડાવી તેના પર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ માલવિયા નગર પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.આ ગુંડારાજ સામે પોલીસે પગલા ન લેતાં આજે ક્રિષ્નાપાર્કની દુકાનો બંધ રહી હતી. આજે પણ આ શખ્સોએ ઘાતક હથિયારો સાથે વિસ્તારમાં લટાર મારી હતી. જેના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.પટેલ યુવાનની હત્યાની કોશિશ કરી સરાજાહેર લુખ્ખાગીરી કરનાર પરેશ ડાંગર સામે ગુનો નોંધાયો છે. ત્યારે પરેશની તરફેણમાં ગુરુવારે મવડી અને નવલનગર વિસ્તારના બસ્સો જેટલા લોકોએ સંજય બોરીચા સાથે ચાલતી અદાવતને લીધે પરેશને ફસાવાયો હોવાની રજુઆત ડીસીપીને કરી હતી.

રાજકોટ : ગોકુલનગરમાં સાર્વજનિક, કોમન પ્લોટ, રોડ ગાયબ

રાજકોટમાં ભૂમાફિયાઓનો કોઇ તૂટો નથી. સૂચિત હોય કે સરકારી જમીન, જાણે કોઇ ધણીધોરી ન હોય તેમ તેના પર કબજો જમાવી લેવાય છે. આવી જ રીતે ગોકુલધામ પાછળ આવેલા ગોકુલનગરમાં એક નહીં પણ ત્રણ-ત્રણ મસમોટાં જમીન કૌભાંડો સર્ચ ઓપરેશનમાં ખુલ્લા પડ્યા છે. જેમાં સાર્વજનિક પ્લોટ, કોમન પ્લોટ અને આખે આખો રસ્તો પચાવી પાડી ત્યાં ઓરડી, મકાનો ઊભાં કરી ભાડુ ખાવાનો ધીકતો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે.પી.ડી.એમ. કોલેજ પાછળ આવેલા ગુરુપ્રસાદ ચોક નજીક અને ગોકુલધામને લાગુ ગોકુલનગર વિસ્તારમાં રાજકીય ક્ષેત્રે સંકળાયેલી ભૂમાફિયા ટોળકી દ્વારા સોસાયટીનો સાવર્જનિક પ્લોટ, કોમન પ્લોટ અને રસ્તો પચાવી પાડ્યો છે અને તેના ઉપર બાંધકામ ખડકી દઇ ભાડે આપી દીધા છે. આ માહિતીના આધારે સ્થળ પર જઇ તપાસ કરતા જમીન કૌભાંડની સિલસિલાબંધ માહિતી મળી હતી. અહીં ગોકુલનગર વિસ્તાર જ્યાં બન્યો છે એ જમીન સનદ નં. જી-૩૧ નંબરથી અને ઠાકરશી જીવરાજના નામે તા. ૧-૯-૧૯૬૪માં બિનખેતી થયેલી છે.તેમાં કુલ પ્લોટ એરિયા ૬૯૭૦૨-૧, સાર્વજનિક રસ્તા ૩૧૨૧૧-૮ મળી એકંદરે કુલ ૧૦૦૯૧૪ ચોરસવાર છે. આ રીતે વિસ્તરેલા ગોકુલનગરમાં હાલ શેરી નં. ૬ના ખૂણે સોસાયટીના મંજૂર થયેલા લે-આઉટ પ્લાનમાં બગીચાના હેતુ માટેનો સાર્વજનિક પ્લોટ બોલે છે પણ સ્થળ તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ સાર્વજનિક પ્લોટમાં અંદાજે ૧પથી વધુ કાચા-પાકા મકાનો ઊભા થઇ ગયા છે. આવી જ રીતે ગોકુલનગરને અડી દ્વારકાધીશ સોસાયટી બની છે. બન્ને સોસાયટીની બોર્ડર પર ગોકુલનગરનો એક કોમન પ્લોટ આવેલો છે તેમાં પણ ઓરડી ઉભી થઇ ગઇ છે.આ તો થઇ પ્લોટની વાત, અહીં આખે આખો રસ્તો પણ પચાવી પાડવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. શેરી નં. ૬ને અડીને જ ૩૦ મીટરનો રોડ લે-આઉટ પ્લાનમાં બોલે છે. પણ વાસ્તવિક સ્થિતિએ મેઇન રોડથી જોઇએ તો આખે આખી શેરી જ ગાયબ થઇ ગઇ છે. અંદરની બાજુથી તપાસ કરાતાં માલૂમ પડ્યું કે, આ રોડ પર અંદાજે ૨૦ જેટલાં બાંધકામો ઉભા થઇ ગયા છે.


રાજકોટ : આ છે વાઇબ્રન્ટ ઉજવણી?

મહાપાલિકાનુંઆખું તંત્ર વાઇબ્રન્ટ ઉજવણીમાં એવું તો લાગી ગયું છે કે, શહેરના અનેક વિસ્તારો વરસાદી ગંદકીથી નકૉગારમાં ફેરવાઇ ગયા છે. તંત્ર માત્ર મોદી સહિતના મંત્રીઓ-મહાનુભાવો જયા નીકળવાના છે એવા રૂટ પર જ સાફ સફાઇ, રંગરોગાન, પ્લાન્ટેશન સહિતની કામગીરી માટે દરકાર લઇ રહ્યું છે પણ બીજીબાજુ અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં ગંદકીના થર લાગી ગયા છે અને ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી હાલત છે. મોરબી રોડ, સાધુ વાસવાણી રોડ, મવડીની સોસાયટીઓ, ગાંધીગ્રામ, લક્ષ્મીનગર, નહેરુનગર, ખોડિયારપરા, કોઠારિયા રોડ પરની સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઇ નર્કથી પણ બદતર એવી ગંદકી જોઇ હતી. અહીં આવા વિસ્તારોની દર્દનાક યાતના તસવીરરૂપે રજૂ કરી તંત્રની ગુનાહિત બેદરકારી અને નભિંરતાને દિવ્ય ભાસ્કરે છતી કરી છે.


આત્મીય કોલેજમાં આજે ઘંટારવ કરાશે

આત્મીય કોલેજમાં ફી વધારા સામે જંગે ચડેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (એબીવીપી) પ્રશ્નનો નિવેડો ન આવે ત્યા સુધી લડતનો નિર્ધારવ્યક્ત કર્યો હતો અને શુક્રવારે અને શનિવારે કોલેજ ઘંટારવના કાર્યક્રમની જાહેરાત કરી હતી.એબીવીપીના સહ મંત્રી વિમલ જોષીએ જણાવ્યું હતું કે આત્મીય એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલા તોતીંગ ફી વધારા સામે એબીવીપીએ આંદોલન ચલાવ્યું ત્યારબાદ તા. ૨ ફેબ્રુઆરીના કોલેજના સંચાલકો દ્વારા અપાયેલી લેખિત ખાતરી ફેરવી તોળવામાં આવી હતી. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની હાજરીમાં સંચાલકોએ અભ્યાસપૂર્ણ ન થાય ત્યાં સુધી ફી નહીં વધારવાનું કહ્યું હતું પરંતુ સંચાલકો હેતુ પૂર્વક ખાતરી ભૂલી ગયા હતા.કોલેજના સંચાલકોની વિદ્યાર્થીઓના હિત વિરોધી નીતિ સામે એબીવીપીના કાર્યકરો કલેક્ટરને પણ મળ્યા હતા. અને દસ દિવસથી એન્જિ.ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે ત્યારે કોલેજ સંચાલકો સાથે મધ્યસ્થી કરાવવા માંગ કરી હતી. જો કે જ્યાં સુધી પ્રશ્નનો નિવેડો ન આવે ત્યાં સુધી દરરોજ આશ્ચર્યજનક કાર્યક્રમની ચીમકી આપી બે દિવસ ઘંટારવ કરી કોલેજ સંચાલકને કુંભકર્ણની અવસ્થામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાશે.


રાજકોટ : સ્વર્ણિમ્ ઉજવણીમાં કમાવાનું કોન્ટ્રાક્ટરો અને સ્ટાફે, નિર્ણાયકોને ડિંગો

વરસાદે વિરામ લેતાં જ જિલ્લા તંત્રે યોજેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં થોડી રોનક દેખાઇ છે પરંતુ તે રોનક માત્ર સ્ટાફમાં જે લોકો કમાવાની વૃત્તિ ધરાવે છે તેના માટે કે પછી કોન્ટ્રાક્ટરો માટે છે, કાર્યક્રમમાં આવતા બાળકોને તો સાવ ટોકન કહેવાય તેવો નાસ્તો અને તે ય સ્પોનસરોના ખર્ચે અપાય છે પરંતુ જે લોકો આ પ્રોગ્રામમાં જજ તરીકે જાય છે તેને તો તંત્ર સાવ કોડીના ગણે છે. સંબંધિત ક્ષેત્રના લોકોને નિર્ણાયક બનાવ્યા છે પરંતુ તેમનું માન સન્માન જળવાય તેવી કોઇ વ્યવસ્થા કરાઇ નથી.ચાર ઝોનમાં ચાર સ્થળે કાર્યક્રમો ચાલે છે રોજ સાંજે સાત વાગ્યે ત્યાં સ્પર્ધકો પહોંચે છે, તેમને કોઇ પ્રાયોજકની જાહેરાતવાળા પ્રમાણપત્રો આપી દેવામાં આવે છે. થોડો નાસ્તો અપાય છે પરંતુ જે લોકો નિર્ણાયક તરીકે જાય છે તેમને તો કાંઇ સવલત અપાતી નથી. વાસ્તવમાં કોઇ પણ ક્ષેત્રના નિષ્ણાત જજ તરીકે જાય તો તેમની ગરિમા જળવાય તે જરૂરી છે.તેમને મોમેન્ટો કે પ્રમાણપત્ર ન મળે તો એટલિસ્ટ પાણીની બોટલ તો પીવા માટે આપવી જોઇએ ને ? પરંતુ આ જજીસ જાણે નવરા હોય તેમ તેઓના આવવા જવાની વ્યવસ્થા પણ તંત્રે કરી નથી. પોતાની રીતે તેઓ સ્થળ પર આવે-જાય છે. તા. ૧ થી શરૂ થયેલી આ ‘પરંપરા’ નવમી સુધી ચાલવાની છે. જેમણે જુદી જુદી કલાઓમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. જેમના જીવનના અનેક વર્ષો એ કલામાં વિત્યાં છે તેઓને આવી રીતે નિર્ણાયક તરીકે બોલાવાય છે. પ્રજા પાસેથી લાખો રૂપિયા ઉઘરાવનાર તંત્ર શું આવા નિર્ણાયકોનું સન્માન કરવા માટે શાલ ખરીદવાના નાણાં પણ નહીં ફાળવે ?


રાજકોટમાં વેચાતા શરાબની ગંગક્ષેત્રી માણેકવાડામાં: પાંચ શખ્સોની ધરપકડ

શહેર પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂની ૧૦૪ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. સપ્લાયર કોળી શખ્સની શોધખોળ ચાલુ છે. તપાસ કોટડાસાંગાણીના માણેકવાડાના કુખ્યાત બૂટલેગર સુધી પહોંચતા જિલ્લા પોલીસે કોટડા સાંગાણીમાં પટેલની વાડીમાંથી ૨૦ બોટલ સાથે બે શખ્સને પકડી અન્ય છ આરોપીની શોધખોળ શરૂ કરી છે.મવડી વિસ્તારના ન્યૂ ભારતનગરમાં રહેતા વિક્રમ ધનાભાઇ ભરવાડ અને ભૂપત જીવાભાઇ રાઠોડે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની એસઓજીના રાજભા વાઘેલાને બાતમી મળી હતી. ફોજદાર એન.કે. જાડેજા, મદદનીશ ચંદ્રસિંહ અને અમીનભાઇએ ન્યૂ ભારતનગરમાં એક ઓરડીમાં છાપો મારીનેતલાશી લેતા દારૂની ૪૮ બોટલ મળી આવતા બન્નેની ધરપકડ કરી હતી. બન્ને આરોપીએ વિમલનગરના ભગુ કોળી પાસેથી લીધો હોવાની તેમજ ભગુએ કાલાવડ રોડ પર આંબેડકરનગરના કિશોર ઉર્ફે અશોક દામજી મહિડાને પણ માલ સપ્લાય કર્યાની કબૂલાત આપતા પોલીસે કિશોરને દારૂની ૩૬ બોટલ સાથે ઝડપી લીધો હતો.દારૂનો જથ્થો કોટડાસાંગાણીના મુન્નો ઉર્ફે ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ સરવૈયા મારફત રાજકોટમાં ઠલવાયો હોવાની વિગત ખૂલી હતી. જેના આધારે જિલ્લા પોલીસે મુન્નાના ભાગીદાર લાલજી જીણા સાવલિયાની કોટડાસાંગાણી ગામની વાડીમાં દરોડો પાડી મુન્ના અને લાલજીને દારૂની ૨૦ બોટલ સાથે પકડી લીધા હતા.


રાજકોટ : ગોંડલ રોડ ઉપર વાહનની ઠોકરે પારડીના યુવાનનું મોત

ગોંડલ રોડ ઉપર એસ.ટી. વર્કશોપ નજીક પારડી ગામાના બાઇક સવાર બે ભાઇને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતુ. બીજાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે.પ્રાપ્ત વિગત મુજબ, પારડી ગામે રહેતા દેવજીભાઇ શિયાણી અને તેના બે પુત્ર મહેશ તેમજ કપીલ રાજકોટમાં તિરૂપતિ કુરિયરમાં નોકરી છે. મહેશ અને કપિલ આજે સવારે ૧૧ વાગ્યે રાબેતા મુજબ, બાઇક ઉપર રાજકોટ આવી રહ્યા હતા.ત્યારે, ગોંડલ રોડ ઉપર એસ.ટી.વર્કશોપ નજીક અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા બન્ને ભાઇ ફંગોળાયા હતા. જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા કપિલના સ્થળ ઉપર જ રામ રમી ગયા હતા. અકસ્માત સર્જીને નાસી છુટેલા વાહન ચાલકની શોધખોળ ચાલુ છે.

ઓઝાએ રંગ રાખ્યો, ભારત જીતની નજીક

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ઓઝાએ રંગ રાખ્યો, ભારત જીતની નજીક

શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટમાં બોલિંગમાં ઓઝાના શ્રેષ્ઠ દેખાવની મદદથી ભારત જીતની નજીક પહોચી ગયું છે. ત્રીજા દિવસના અંતે શ્રીલંકાએ બે વિકેટના નુકસાને 45 રન બનાવ્યા હતા. ચોથા દિવસની રમત દરમિયાન ઓઝાના તરખાટ સામે શ્રીલંકાના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. ઓઝાએ સંગાકારા, જયવર્દને અને રંદિવની મહત્વપૂર્ણ વિકેટ ઝડપીને જીત માટેનો ભારતનો માર્ગ આસાન બનાવી દીધો છે.


કરિનાએ સૈફ માટે સપ્રાઈઝ બર્થ ડે પાર્ટી પ્લાન કરી

કરિના કપૂરે હાલમાં જ તેની શૂટિંગ માથી બે દિવસની રજા લીધી છે જાણવા મળ્યું છે કે આ રજા તેણે તેનાં બોયફ્રેન્ડ સૈફ અલી ખાન સાથે સમય વિતાવાં લીધી છે.કરિનાએ જરૂરથી કાંઈક અલગ જ પ્લાન કરીને રાખ્યું છે પરતું તે હાલમાં કોઈની જોડે તેનો પ્લાન શેર કરવાં માંગતી નથી. કરિનાએ આ વિશે જણાવ્યું હતું કે, તેને તે પણ ખ્યાલ નથી કે સૈફનાં બર્થ ડેનાં દિવસે તે તેની સાથે હશે કે નહી. હાલમાં કરિના લંડનમાં તેન ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે.ગત વર્ષે કરિના-સૈફે શિકાગોની કોઈ અજ્ઞાત જગ્યાએ બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. જ્યારે વર્ષ 2008માં તેણે મુંબઈની નાઈટ સ્પોટમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ચાલો હવે જોઈએ આ વર્ષે બેબો સૈફ માટે શું સરપ્રાઈઝ તૈયાર કરે છે


ભલે આમિર ઈડિયટ વિદ્યા રાસ્કલ નહી!!

આમિર ખાને તેનાં 40માં વર્ષમાં એક કોલેજ બોયનું પાત્ર ભજવીને પોતાની જાતને ભલે ઈડિયટ સાબિત કરી દીધો છે. તેણે ફિલ્મ 3 ઈડિયટ્સ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં આમિર તો ઈડિયટ બની ગયો પણ જ્યારે ડેવિડ ધવને તેની ફિલ્મ રાસ્કલમાં વિદ્યાનો યુથફૂલ ફેસ ન હોવાથી રોલ ઓફર કર્યો ન હતો.પા અને ઈશ્કિયા જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ પણ લાગે છે હાલમાં કોઈ આ હિરોઈનને લેવા માંગતા નથી. આ વિશે ડેવિડ ધવને જણાવ્યું હતું કે, ભલે વિદ્યા ગમ્મે તેટલી સારી કલાકાર છે તે આ રોલ માટે ફિટ નથી. આ ફિલ્મમાં એક નવોદિત અને યુથફૂલ ફેસની જરૂર છે. હાલમાં તો આ રોલ માટે લારા દત્તા, અનુષ્કા શર્મા અને કંગના રાણાવતનું નામ લિસ્ટમાં હતું જેમાંથી કંગના આ રોલમાટે ફાઈનલ કરવામાં આવી છે.જો કે સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, એવું પણ માનવામાં આવે છે કે ધમાલ2માં પૈસા ઓછા પડતાં તેને રોલ ગુમાવ્યો હતો અને આ ફિલ્મમાં પણ આવું જ કાઈ બન્યું છે. ફિલ્મ ધમાલ 2મા 1.5 કરોડ રૂપિયાની માંગણીને કારણે અને ફિલ્મ રાસ્કલમાં યુથફૂલ ફેસ ન હોવાને કારણે તેને ફિલ્મો ગુમાવી હતી.


સેક્સ ટેપ વેચી રહી છે ઈવા

હોલિવૂડ સ્ટાર માટે માનવામાં આવે છે કે તેઓને તેમનું અંગત જીવન જાહેર કરવું ઘણું પસંદ છે. ઈવા મેનડેસે આ વાત સાચી ઠેરવી છે. હાલમાં તે તેની સેક્સ ટેપ વેચવાનાં કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે.તેણે તેની સેક્સ ટેપ વિલ ફેરિલ નામની કોમેડી વેબસાઈટને વેચી છે. ઈવાએ તેની સેક્સ ટેપ વિશે જણાવ્યું હતું કે, આ ટેપ જોઈ દર્શકોને જરાં વિચિત્ર લાગી શકે છે કારણ કે ટેપમાં ઘણાં બોલ્ડ સિન પણ છે.આ ટેપનું શૂટિંગ ખાસ કરીને રાતનાં અંધારામાં કરવામાં આવ્યું છે. આ વિડીયોમાં ઈવાએ હોલિવૂડ સોસાયટી ગર્લ પેરિસ હિલ્ટનનાં સ્ટાઈલની કોપી કરી છે, ટેપમાં ઈવા ખુબજ ઓછા કપડામાં જોવામાં આવી છે.


પામેલા-ડેવિડ સ્ટેજ પર કાંઈક આ રિતે મળ્યાં

હોલિવૂડ સ્ટાર પામેલા એન્ડરસન અને ડેવિડ હેસલ હોક ગત દિવસોમાં જ્યારે એક ટીવી શોમાં મળ્યા ત્યારે એકબીજાને જોઈને એટલાં તે ઉત્સુક થઈ ગયા હતા કે તેમણે એકબીજાનું સ્વાગત એકદમ ગરમ આલિંગન આપીને કર્યુ હતું. બન્ને એ બેવોચ સિરીઅલમાં સાથે કામ કરેલુ હતું તેઓ આ સિરીઅલમાં મુખ્ય કલાકાર હતાં.ટીવી સો ધ રોએસ્ટ દર્શકોને એવી તક આપે છે કે તે તેમનાં માનીતા સેલિબ્રિટીઝ સાથે વાત કરી શકે અને મજાક મસ્તી કરી શકે. જ્યારે દર્શકોને પામેલા સાથે મજાક કરવાની તક મળી તેઓ ખુશ થઈ ગયા હતા.58 વર્ષીય ડેવિડે પણ આ શોમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. ડેવિડે જણાવ્યું હતું કે, એન્ડરસને કિસ અને આલિંગન દ્વારા મારુ સ્વાગત કર્યુ છે, તેની સ્વાગત કરવાની રીત ઘણી જ અલગ હતી. તેમણે સ્ટેજ પર તેમના જીવનની યાદગાર પળોને તાજી કરી હતી.


લેડી ગાગાને વિક્રમજનક ૧૩ નોમિનેશન્સ

પોપસ્ટાર લેડી ગાગાએ એમટીવી વીડિયો મ્યૂઝિક એવોર્ડ્ઝ માટે ૧૩ નોમિનેશન્સ મેળવ્યા બાદ એવોર્ડ-શો ઈતિહાસમાં સ્થાન મેળવ્યું છે. એક વર્ષમાં કોઈપણ કલાકારને મળેલા આ સૌથી વધુ નોમિનેશન્સ છે.ગ્રેમી એવોર્ડ વિજેતા ૨૪ વર્ષીય લેડી ગાગાએ જણાવ્યું હતું કે આ સન્માનથી તે ગદગદિત થઈ છે અને આ માટેનો યશ તેના પ્રશંસકોને આપ્યો હતો, જેઓને તે નાના શેતાનો કહે છે.તેને વધારે તો એ વાતનું ગૌરવ છે કે તેને અપશુકનિયાળ આંક ગણાતા ૧૩ નોમિનેશન્સ મળ્યા છે. તેના શુકનિયાળ ૧૩ નોમિનેશન્સમાં બેસ્ટ પોપ વીડિયો, બેસ્ટ ડાન્સ મ્યૂઝિક વીડિયો, બેસ્ટ ફીમેલ વીડિયો, બેસ્ટ કોરિયોગ્રફી અને બેયોન્સ સાથેના ગીત ‘ટેલિફોન’ માટે શ્રેષ્ઠ જોડાણનો સમાવેશ થાય છે.


સાન્ડ્રા બુલોકે સૌથી વધુ કમાણી કરી

હોલિવૂડની અભિનેત્રી સાન્ડ્રા બુલોક માટે આ વર્ષ અંગત જીવનની બાબતમાં ભલે ખરાબ રહ્યું હોય, પરંતુ કારકિર્દીમાં તે ટોચ પર પહોંચી છે. તે હોલિવૂડમાં સૌથી વધુ નાણાં મેળવનાર અભિનેત્રી બની છે. ફોબ્ર્સ મેગેઝિનની સૌથી વધુ કમાનાર અભિનેત્રીઓની યાદીમાં તેણે રીસ વિધરસ્પૂન અને કેમેરોન ડિયાઝને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જુન, ૨૦૦૯ અને જુન, ૨૦૧૦ની વચ્ચે તેણે ૫૬ મિલિયન ડોલરની કમાણી કરી હતી. પાંચ વર્ષના લગ્નજીવન બાદ તે આ વર્ષે તેના પતિ જેસી જેમ્સથી છુટી પડી હતી. જેમ્સે સાન્ડ્રાને છેતરી હોવાની કબૂલાત કરી તે પછી સાન્ડ્રાએ છુટાછેડાનો નિર્ણય લીધો હતો. ‘ધ પ્રપોઝલ’ અને ‘ધ બ્લાઇન્ડ સાઇડ’માંની તેની ભૂમિકાને લીધે સાન્ડ્રાને યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું હતું. ‘ધ બ્લાઇન્ડ સાઇડ’એ ગત વર્ષે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રથમ એવોર્ડ અપાવ્યો હતો.વિધરસ્પૂન અને ડિયાઝ ૩૨ મિલિયન ડોલરની આવક સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. ચોથા નંબરે આવેલી જેનફિર એનસ્ટિને ૨૭ મિલિયન ડોલરની કમાણી કરી હતી. આ યાદી માટે ફોબ્ર્સના તંત્રીઓએ ફિલ્મથી થયેલી આવક ઉપરાંત જાહેરખબરોથી થયેલી કમાણીને ધ્યાનમાં લીધી હતી.


આ શું છે મિની સ્કર્ટ, ફ્રોક કે પછી ગાઉન?

જ્યારે મલ્ટી ફંક્શનલ ફેશનની વાત આવે ત્યારે આવા ફેશનેબલ પિસીસ જોવા મળે જ છે. સરોગં ગાઉન જેમાંથી સ્કર્ટ અને મિની ડ્રેસ પણ બની શકે છે.હાલમાં અમણાં જ એક મોડેલે આવો એક ડ્રેસ રેમ્પ પર રજુ કર્યો હતો. જેની કિંમત 650 પાઉન્ડ હતી. આ એક પિસ માંથી સરોગં ગાઉન, ટ્યુનિક,ટોપ,ડ્રેસ અને સ્કર્ટ જેવી ઘણી વેરાયટી રજુ કરવામાં આવી હતી.આ પિસમાં મોડેલનાં કર્વ તેનું ફિગર પણ ઘણું જ સુંદર લાગતું હતું. જો કે આવાં મલ્ટીપલ ડ્રેસીસ મોડેલની ફિગર પ્રમાણે તેનાં માટે તૈયાર કરવામાં આવે છે.આ ડ્રેસની વાત કરીએ તો તે 90ટકા નાયલોન અને 7 ટકા ઈલાસ્ટિક મટિરીઅલનું બનેલું છે. 12 અલગ કલરમાં બનાવવામાં આવ્યાં છે.


પતિ પત્નીની સેવા ન કરે?

રોમાના દીકરાની મન્થલી ટેસ્ટ નજીક આવતી હતી અને વળી ચોમાસુ પણ હવે બરાબર જામ્યું હોવાથી એના માટે નવો રેઇનકોટ લેવાનો હતો. એ શહેરમાં ખરીદી માટે ગઇ હતી. આખી બપોર ફરીને એણે ખરીદી કરી અને પછી ઘરે પાછી ફરવાનો વિચાર કરતી હતી. ત્યાં એને યાદ આવ્યું કે આટલે સુધી આવી છું તો લાવ ને મોનલને મળતી જાઉં.એણે ત્યાંથી રિક્ષા કરી અને મોનલના ઘરે પહોંચી. પહેલાં તો એને થયું કે મોનલ જોબ કરતી હોવાથી ઘરે હશે કે કેમ? પણ પછી થયું આજે તો રવિવાર છે એટલે ઘરે જ હશે અને એ નહીં હોય, તો પણ એના પતિ રીતેશ તો હશે જ. ત્યાં જઇને જરૂર લાગશે તો મોનલને મોબાઇલ કરી દઇશ. રોમા આમ વિચારતી હતી એટલામાં તો રિક્ષા મોનલના ઘર સુધી પહોંચી ગઇ. રોમાએ જઇને જોયું તો મોનલને તાવ હોવાથી એ સૂતી હતી. બાજુમાં ખુરશી પર રીતેશ બેઠો હતો. રોમાને આવેલી જોઇ એણે એને આવકારી અને મોનલને જગાડી. રોમાએ પૂછ્યું, ‘શું થયું, મોનલ?’ તો રીતેશે જવાબ આપ્યો, ‘એને ત્રણેક દિવસથી તાવ આવે છે. ડોક્ટરને બતાવ્યું અને એમણે દવા લખી આપી છે, પણ હજી નબળાઇ ઘણી છે.’ રોમા મોનલ પાસે બેઠી. એ હજી ખબરઅંતર પૂછતી હતી, ત્યાં રીતેશ રસોડામાં ગયો.થોડી વાર બાદ રોમાએ મોનલને કહ્યું, ‘હવે તું આરામ કર, હું જાઉં.’ એટલામાં રીતેશ રસોડામાંથી ટ્રે હાથમાં લઇને બહાર આવ્યો. ટ્રેમાં ચાનો કપ, નાસ્તાની પ્લેટ અને રોમાના દીકરા માટે જયૂસનો ગ્લાસ હતો. મોનલ માટે પણ એ જયૂસનો ગ્લાસ સાથે લાવ્યો હતો. રોમાએ પૂછ્યું, ‘અરે, આ બધી તકલીફ ઉઠાવવાની શી જરૂર હતી? હું તો મોનલને મળવા આવી હતી અને તમે....’ જવાબમાં રીતેશે કહ્યું, ‘તો શું થઇ ગયું? મને કંઇ તકલીફ થઇ હોય અને મારા ખબરઅંતર પૂછવા કોઇ આવે તો મોનલ નથી કરતી? એ નોકરી કરવાની સાથે આખા ઘરની સંભાળ પણ રાખે છે. તો મોનલની બહેનપણી માટે હું ચા-નાસ્તો બનાવું તેમાં શું ખોટું છે?’રોમાને થયું, રીતેશની વાત તો સાચી છે. દરેક વખતે પત્ની જ પતિની સેવા કરે કે તેમના મિત્રો, સંબંધીઓની આગતા-સ્વાગતા કરે એવું કોણે કહ્યું? મોનલે પણ રીતેશને કહ્યું, ‘રીતેશ, તમારી આ વિચારસરણીનો તો મને આજ સુધી ખ્યાલ ન આવ્યો. તમે આટલા દિવસથી મારી સંભાળ રાખો છો, પણ ક્યારેય મને જણાવ્યું નથી.’ રીતેશ બોલ્યો, ‘એમાં તને જણાવવાની શી જરૂર? તું સમજે એ જ મારા માટે ઘણું છે.’ મોનલને અત્યંત આનંદ થયો. પતિની લાગણીનો ખ્યાલ આવવાની સાથે એ પણ સમજાયું કે રીતેશ કેટલો સમજદાર છે. પત્નીની તકલીફને સમજી એને સહકાર આપવામાં માનતો રીતેશ જેવો પતિ મળવા માટે એ પોતાને નસીબદાર સમજવા લાગી.


રાજકોટ : ગોકુલનગરમાં સાર્વજનિક, કોમન પ્લોટ, રોડ ગાયબ

રાજકોટમાં ભૂમાફિયાઓનો કોઇ તૂટો નથી. સૂચિત હોય કે સરકારી જમીન, જાણે કોઇ ધણીધોરી ન હોય તેમ તેના પર કબજો જમાવી લેવાય છે. આવી જ રીતે ગોકુલધામ પાછળ આવેલા ગોકુલનગરમાં એક નહીં પણ ત્રણ-ત્રણ મસમોટાં જમીન કૌભાંડો દિવ્ય ભાસ્કરના સર્ચ ઓપરેશનમાં ખુલ્લા પડ્યા છે. જેમાં સાર્વજનિક પ્લોટ, કોમન પ્લોટ અને આખે આખો રસ્તો પચાવી પાડી ત્યાં ઓરડી, મકાનો ઊભાં કરી ભાડુ ખાવાનો ધીકતો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે.પી.ડી.એમ. કોલેજ પાછળ આવેલા ગુરુપ્રસાદ ચોક નજીક અને ગોકુલધામને લાગુ ગોકુલનગર વિસ્તારમાં રાજકીય ક્ષેત્રે સંકળાયેલી ભૂમાફિયા ટોળકી દ્વારા સોસાયટીનો સાવર્જનિક પ્લોટ, કોમન પ્લોટ અને રસ્તો પચાવી પાડ્યો છે અને તેના ઉપર બાંધકામ ખડકી દઇ ભાડે આપી દીધા છે. આ માહિતીના આધારે દિવ્ય ભાસ્કરની ટીમ સ્થળ પર જઇ તપાસ કરતા જમીન કૌભાંડની સિલસિલાબંધ માહિતી મળી હતી. અહીં ગોકુલનગર વિસ્તાર જ્યાં બન્યો છે એ જમીન સનદ નં. જી-૩૧ નંબરથી અને ઠાકરશી જીવરાજના નામે તા. ૧-૯-૧૯૬૪માં બિનખેતી થયેલી છે.તેમાં કુલ પ્લોટ એરિયા ૬૯૭૦૨-૧, સાર્વજનિક રસ્તા ૩૧૨૧૧-૮ મળી એકંદરે કુલ ૧૦૦૯૧૪ ચોરસવાર છે. આ રીતે વિસ્તરેલા ગોકુલ નગરમાં હાલ શેરી નં. ૬ના ખૂણે સોસાયટીના મંજૂર થયેલા લે-આઉટ પ્લાનમાં બગીચાના હેતુ માટેનો સાર્વજનિક પ્લોટ બોલે છે પણ સ્થળ તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ સાર્વજનિક પ્લોટમાં અંદાજે ૧પથી વધુ કાચા-પાકા મકાનો ઊભા થઇ ગયા છે. આવી જ રીતે ગોકુલનગરને અડી દ્વારકાધીશ સોસાયટી બની છે. બન્ને સોસાયટીની બોર્ડર પર ગોકુલનગરનો એક કોમન પ્લોટ આવેલો છે તેમાં પણ ઓરડી ઉભી થઇ ગઇ છે.આ તો થઇ પ્લોટની વાત, અહીં આખે આખો રસ્તો પણ પચાવી પાડવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. શેરી નં. ૬ને અડીને જ ૩૦ મીટરનો રોડ લે-આઉટ પ્લાનમાં બોલે છે. પણ વાસ્તવિક સ્થિતિએ મેઇન રોડથી જોઇએ તો આખે આખી શેરી જ ગાયબ થઇ ગઇ છે. અંદરની બાજુથી તપાસ કરાતાં માલૂમ પડ્યું કે, આ રોડ પર અંદાજે ૨૦ જેટલાં બાંધકામો ઉભા થઇ ગયા છે.



એમ.એ.મએસ. માં અભિનેત્રી કહ્યું 'જહાંગીર છે મારો પતી'

ટેલીવિઝન અભિનેત્રી સેહરિશ અને જહાંગીરનો મામલાનો અંત આવતો જ નથી. જહાંગીરે બુધવારે જે એમએમએસ મીડિયાને બતાવ્યો છે જેમાં સેહરિશે પોતાને જહાંગીરને પોતાની પત્ની બતાવી છે. એમએમએસમાં સેહરિશને એ કહેતા પણ બતાવી છે કે જહાંગીરની સાથે તેના લગ્ન થઈ ચુક્યાં છે અને તેની સાથે બહુ જ ખુશ છે.સેહરિશ અને જહાંગીરનો આ વિવાદ મંગળવારના રોજ તે સમયે સામે આવ્યો હતો જ્યારે જહાંગીર અને તેના મિત્રોને સેહરિશ અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો. સેહરિશના પિતા રિઝવાને કહ્યું હતું કે જહાંગીરના પરિવારજનો તેમના પર જબરજસ્તી સંબંધ કરવા માટે દબાણ કરી રહ્યાં હતાં.તેમણે ધમકી પણ આપી હતી કે જો સેહરિશના લગ્ન જહાંગીરની સાથે થયા નહીં તો તેમની પુત્રીને ઉઠાવીને લઈ જઈશું. ત્યાર બાદ જહાંગીરે બુધવારે પોતાની ઉપર લાગેલા આરોપોનું ખંડન કર્યું.ગુરુવારે જહાંગીરે પોતાના મોબાઈલથી એક એમએમએસ મીડિયાને મોકલ્યો જેમાં સેહરિશે પોતાને જહાંગીરને પોતાની પત્ની બતાવી છે. પોલીસ આ કેસમાં બન્ને પક્ષની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ચુકી છે.સેહરિશના પરિવારજનો પર આરોપ - જહાંગીરના પરિવારજનો પર પણ ગંભીર આરોપ લગાવ્યાં છે. તેનું કહેવું છે કે સેહરિશની માતા તેના ઘરે બોલાવતી હતી. તેની માતાએ જ તેને સેહરિશની પાસે મુંબઈ મોકલી હતી. તેને એ પણ ખબર નહોતી કે સેહરિશ અને જહાંગીર મુંબઈમાં સાથે રહે છે.હજુ આ અંગેમાં સેહરિશ તરફથી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને જો ફરિયાદ દાખલ કરાવવામાં આવશે તો તેની તપાસ કરવામાં આવશે.


રહસ્યઃ આ આંખોમાંથી વરસતા હતા હિરા ?

આ વાત 1996ની છે, લેબનાનમાં રહેતી 12 વર્ષની હસના મોહમ્મદ મેસલમાનીની આંખોમાંથી કાચના ટુંકડા નિકળી રહ્યા હતા. આ રહસ્યમય ઘટના માર્ચ થી નવેમ્બર સુધી ચાલી હતી. આ ઘટનાએ સંપૂર્ણ અરબ જગતમાં હલચલ મચાવી મૂકી હતી.આ ઘટનાની ખાત્રી ઘણા બધા ડોક્ટરો અને વિશેષજ્ઞોએ કરી હતી. જ્યારે હસના ધાર્મિક અને વૈજ્ઞાનિક આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી. જો કે અચાનક એવા સમાચાર આવ્યાં હતા કે હસનાએ કબૂલ કરી લીધુ છે કે આ બધુ જ ધુપ્પલ છે.જો કે હસનાના નિવેદન બાદ કેટલિક એવી બાબતો હતી કે જે સવાલના જવાબ મળતા નહોંતા. જો તે પોતે આંખમાં કાચના ટુકડાઓ મુકતી હતી તો તેની આંખમાં ઇજા કેમ નહોતી પહોંચતી. આ પહેલા પણ વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયાને કેમેરામાં શૂટ કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે દેખાતુ હતું કે કાંચના ટુકડાઓ તેની રેટિનામાંથી નિકળતા હતા. આ તમામ બાબતો જાણવા માટે એક જૂથે સચ્ચાઇ જાણવાનો નિર્ણય કર્યો.આ જૂથના એક સદસ્યે હસનાના પિતા સાથે મિત્રતા વધારી. થોડા દિવસ બાદ હસનાના પિતાને તેણે જણાવ્યું કે તે હસનાની ઘટનાને સાચી માને છે. આ વાતથી ઉત્સાહિત થઇને હસનાના પિતાએ જણાવ્યું કે હસનાએ આ પહેલા એક વિચિત્ર સપનું જોયુ હતુ અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની શરૂઆત થઇ હતી.બાદમાં તેના પિતાએ હસનાને સમજાવ્યું કે તેને સપનામાં નહિ હકિકતમાં એક સફેદ કપડા પહેરીને ઘોડા પર બેઠેલો વ્યક્તિ દેખાયો હતો. તેણે જણાવ્યું હતું કે આ બધુ ભગવાનની મરજીથી થઇ રહ્યું છે અને જ્યાં સુધી તેની મરજી હશે ત્યાં સુધી તે ચાલુ રહેશે.


જમ્મુ-કાશ્મીર: લેહમાં વાદળ ફાટ્યું, 50ના મોત

જમ્મુ કાશ્મીરના લેહમાં ગઈકાલે રાત્રે વાદળ ફાટવાની ઘટના બનતા જબરજસ્ત વરસાદ પડ્યો હતો જેમાં 50લોકોના મોત છે અને 200થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયું હતું તેમજ સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. આ ઘટના રાત્રે લગભગ 12 વાગ્યાની આજુબાજુ બની હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વાદળ ફાટવાથી થયેલા અતિભારે વરસાદને કારણે કેટલાય મકાનો વહી ગયા હતા તેમજ એક બસ સ્ટેશન પણ ભારે પૂરમાં વહી ગયું હતું. હાલમાં સમગ્ર લેહમાં ફોન સેવાઓ પણ ઠપ્પ થઈ ચુકી છે. ખાસતો જૂના લેહ શહેરમાં પૂરની ભારે અસર થઈ છે.આ કારણે બીએસએનએલની બિલ્ડિંગ અને સીઆરપીએફની બિલ્ડિંગની સાથે એક પુલ પણ તણાઈ ગયો હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં વિમાન સેવા અને દૂર સંચાર પણ ઠપ્પ થઈ ગયું છે. લેહ એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયું છે.શહેરની મુખ્ય હોસ્પિટલમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી તેની કામગીરી પણ ઠપ્પ થઈ ચુકી છે જેથી ઘાયલોને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે તેવી શક્યતાઓ પણ રહેલી છે. આ સિવાય લેહનું જૂનુ બસ સ્ટેડ પૂર્ણ રીતે પાયમાલ થઈ ગયું છે. આ ધટના બાદ 6 હજાર જવાનોને મદદ કાર્ય માટે મોકલી દીધાં છે.

સોમનાથમાં શ્રાવણનાં પ્રથમ સોમવારે મહાપ્રસાદ અપાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સોમનાથમાં શ્રાવણનાં પ્રથમ સોમવારે મહાપ્રસાદ અપાશે

સોમનાથ મહાદેવ ખાતે શ્રાવણનાં પ્રથમ સોમવારે ૭ હજાર કિલો શિરાનો મહાપ્રસાદ અપાશે.અમદાવાદથી છેલ્લા સાત વર્ષથી પગપાળા સંઘ સોમનાથ જાય છે. શ્રાવણના પ્રથમ સોમવારે ધજા ચઢાવશે. પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મહાદેવ ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર, તા.૧૬મી ઓગસ્ટના રોજ ૭૦૦૦ કિલો ચોખ્ખા ઘીના શિરાનો મહાપ્રસાદ અપાશે. લગભગ ૭૦ હજાર કરતાં પણ વધુ દર્શનાર્થીઓને આ મહાપ્રસાદનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના સોમનાથ પગપાળા સંઘ-ગોપાલક યુવક મંડળ દ્વારા આ આયોજન સતત બીજા વર્ષે શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરાયું છે. આ સંઘ છેલ્લા સાત વર્ષથી અમદાવાદથી પગપાળા સોમનાથ જાય છે.સોમનાથ પગપાળા સંઘ-ગોપાલક યુવક મંડળના ભરતભાઇ દેસાઇ જણાવ્યું કે અમે છેલ્લા સાત વર્ષથી પગપાળા સોમનાથ જઇએ છીએ અને શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ દાદાના મંદિરે ધજા ચઢાવીએ છીએ. આ આઠમા વર્ષે પગપાળા સંઘમાં ૮૦૦ યાત્રાળુઓ જોડાયા છે અને દરરોજ શિવ પૂજન થાય છે. આ માટે બે ભૂદેવોને પણ સાથે રાખવામાં આવ્યા છે. અમે સંઘમાં ભજન કરતાં-કરતાં જઇએ છીએ અને ખૂબ જ ભિકતભાવપૂર્વક સોમનાથ પહોંચીએ છીએ.


વ્હોટ એન આઇડિયા : એક જ વ્યક્તિને ૩,૬૪૦ કનેકશન

આઇડિયા સેલ્યુલરે નીતિ-નિયમોનો ભંગ કરી એક વ્યક્તિની કંપનીને જથ્થાબંધ કનેકશન આપ્યાં.પરવાના માટેના નીતિ-નિયમોમાં મોટા ભંગ સમાન ઘટનામાં બિરલા જુથની કંપની આઇડિયા સેલ્યુલર દ્વારા એક જ વ્યક્તિ અને તેની કંપનીને ૩,૬૪૦ કનકેશન આપવામાં આવ્યાં છે. આ બાબત રાષ્ટ્રીય સુરક્ષા માટે ભયજનક સાબિત થઇ છે, તેવી ગુરુવારે સંસદમાં માહિતી આપવામાં આવી હતી. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં રાજ્યકક્ષાના ટેલિકોમ અને આઇટી મંત્રી સચિન પાયલોટે જણાવ્યું હતું કે હા, આઇડિયા સેલ્યુલરે એક જ વ્યક્તિ અને તેની કંપની લિમ્કો સેલ્સ કોર્પોરેશન ઓફ દિલ્હીને ૩,૬૪૦ પોસ્ટ પેઇડ કનેકશન આપ્યાં છે. આ જથ્થાબંધ કનેકશન અન્ય ગ્રાહકોને ભાડેથી આપવામાં આવ્યાં છે.તેમણે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયને દહેશત છે કે સિંગલ યૂઝર, લોકેશન અથવા ઓર્ગેનાઇઝેશનને જથ્થાબંધ કનેકશન આપવામાં આવ્યાં હોય અને આ નંબરો અન્યને ભાડેથી વપરાશ કરવા અપાયાં હોય તેવા કેસોમાં અસલ ઉપયોગકર્તાની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સુરક્ષા એજન્સીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

દિલ્હીથી કુઆલાલમ્પુર 1 રૂપિયા માં!

જો તમે કુઆલાલંપુર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. જો કે વાત એમ છે કે ફેર એલાઇન એર એશિયાએ દિલ્હીથી કુઆલાલંપુર માટે પોતાની ખાસ ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે. એર એશિયા એક્સ નામની આ ફ્લાઇટમાં દિલ્હીથી ક્વાલાલંપુર જવાનું ભાડું ફકત એક રૂપિયા રાખ્યું છે.જો કે મુસાફરોએ આ સિવાય એક ટિકિટ ટેક્સ પેટે 2,370 પણ ચૂકવવા પડશે. 10મી ઓગસ્ટથી 30મી સપ્ટેમ્બર સુધી દિલ્હીથી ક્વાલાલંપુર કે ક્વાલાલંપુર થી દિલ્હીની સફર કરનાર મુસાફરીઓ આ ખાસ ઓફરનો લાભ ઉઠાવી શકશે. તેના માટે ટિકિટનું બુકિંગ 7 અને 8 ઓગસ્ટે કરાશે. જો તમે પણ આ સારા મોકાનો ફાયદો ઉઠાવવા માંગો છો તો બુકિંગ જલ્દીથી કરાવી લો. કારણ કે આ સ્કીમ અંતર્ગત લિમિટેડ સીટો જ ઉપલબ્ધ છે.

પાકિસ્તાનમાં આવું પણ થાય છે!

પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે પાકિસ્તાની સત્તાવાળાઓએ નકલી રાહત અને તબીબી છાવણી ઊભી કરી હોવાનો ઘટસ્ફોટ એક મીડિયા અહેવાલમાં કરવામાં આવ્યો છે. આ નકલી રાહત છાવણીમાં વડાપ્રધાને દર્દીઓને સહાય પેટે રૂ. ૫,૦૦૦ના ચેક આપ્યા હતા. એક ટીવી ચેનલના અહેવાલ અનુસાર બુધવારે પંજાબ પ્રાંતના પૂરગ્રસ્ત મિયાનવાલી વિસ્તારમાં નકલી રાહત -તબીબી છાવણીની ઘટના બની હતી.વડાપ્રધાન આ વિસ્તારની મુલાકાતે હેલિકોપ્ટર મારફતે ગયા હતા અને પૂરપીડિતો તેમજ સ્થાનિક અધિકારીઓને મળવા માટે જિન્નાહ બેરેજ અને રોખરી વિસ્તારમાં ગયા હતા. તેમણે એક સરકારી શાળામાં ઊભી કરાયેલી રાહત-તબીબી છાવણીની મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર દર્દીઓને મળ્યા હતા. જોકે, આ આખીય છાવણી નકલી હતી.ટીવી ન્યૂઝ ચેનલે દર્દીઓ સાથે વાતચીત કરતા અને તેઓને સહાય પેટે રૂ. ૫,૦૦૦ના ચેક આપતા ગિલાનીનાં દ્રશ્યો ટીવી પર દર્શાવ્યા હતા. અલબત્ત, ચેનલે એ પણ અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાનની મુલાકાત બાદ તુરત જ રાહત છાવણીમાના દર્દીઓ અર્દશ્ય થઇ ગયા હતા. ચેનલે તબીબી છાવણીમાં ખાલી પડી રહેલી પથારીનાં દ્રશ્યો પણ પ્રસારિત કર્યા હતાં.ચેનલે નકલી તબીબી છાવણીનાં દ્રશ્યોની સાથે બોલિવૂડની ફિલ્મ ‘મુન્નાભાઇ એમબીબીએસ’નાં દ્રશ્યો પણ મૂક્યા હતા. જેમાં ગેંગસ્ટર અભિનેતાના પિતા તેના ઘરની મુલાકાત લેવા આવે ત્યારે આવી જ રીતે એક નકલી દવાખાનું ઊભું કરવામાં આવે છે.


સી.બી.આઇ.માં માથુર પછી ગીથા જોહરી અને પી.સી.પાંડેનો વારો

વિદેશથી આજે ગુજરાત પરત આવી રહેલા જોહરી ૧૦ ઓગષ્ટ પહેલાં અને પાંડે ૧૧મીએ હાજર: તપાસનીશ ઓફિસરો રાજસ્થાન પણ જશે.સોહરાબુદ્દીન કેસમાં ગુજરાતના મુખ્ય ત્રણ પોલીસ ઓફિસરોની પૂછપરછ બાદ આવતા સપ્તાહે સીબીઆઇની ટીમ ભાજપના બે નેતાઓ અને પોલીસ ઓફિસરોની પૂછપરછ કરવા રાજસ્થાન રવાના થશે. ઓ.પી.માથુરની ગુરુવારે આખો દિવસ પૂછપરછ થયા પછી હવે ગીથા જોહરી અને પી.સી.પાંડેનો વારો છે. આ બન્ને પોલીસ અધિકારીઓને સમન્સ આપવામાં આવેલા છે.ગીથા જોહરી હાલ રાજકોટના પોલીસ કમિશનર છે. ઓ.પી.માથુર પોલીસની સેવામાંથી નિવૃત્ત થયેલા છે અને હાલ રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ છે, જ્યારે ભૂતપૂર્વ ડીજીપી પી.સી.પાંડેને રાજ્ય સરકારે પોલીસ આવાસ નિગમના ચેરમેનપદે નિયુકત કર્યા છે.રાજ્યના પૂર્વ ડીજીપી અને એક સમયના સીઆઇડી ક્રાઇમના વડા ઓ.પી.માથુરને સીબીઆઇની કચેરીમાં આવવાની ફરજ પડી છે અને તેમનું ઇન્ટ્રોગેશન ઘણું લાંબું ચાલ્યું છે. તેમની ઉપર પુરાવાનો નાશ કરવાનો અને રાજકીય દબાણથી અધિકારીઓને તપાસ કાર્યવાહીમાં હેરાન કરવાનો આરોપ છે.ગીથા જોહરી વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા છે. તેઓ ૬ઢ્ઢી ઓગષ્ટે ગુજરાત પરત આવી રહ્યાં છે. તેમને આપેલા સમન્સમાં ૧૦મી ઓગષ્ટ સુધીનો સમય છે એટલે કે તેઓ ૭ થી ૧૦ ઓગષ્ટ સુધીમાં સીબીઆઇની કચેરીએ ઉપસ્થિત રહેશે, જ્યારે પી.સી.પાંડેએ સીબીઆઇને ૧૧મી ઓગષ્ટનો સમય આપ્યો છે. આ બન્ને ઓફિસરો પાસે ધરપકડ કરવા દેવી અથવા તો સાક્ષી બનવું એમ બે વિકલ્પ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.સીબીઆઇ તપાસમાં ખૂબજ મહત્વના મનાતા એવા ગુજરાતના મહિલા પોલીસ અધિકારી ગીથા જોહરી સામે પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગીથા જોહરીને તેમના પતિ અનિલ જોહરી અંગેના સવાલોનો સામનો કરવો પડે તેમ છે. તાજના સાક્ષી બનવા તલપાપડ બનેલા એન.કે.અમીને પણ ગીથા જોહરી વિરૂદ્ધ સીબીઆઇમાં ઘણાં આક્ષેપો કર્યા છે. આ મહિલા ઓફિસર પાસેથી સીબીઆઇને મહત્વની કડીઓ પ્રાપ્તથઇ શકે છે.


ખાંડ ઉદ્યોગને નિયંત્રણમુક્ત કરવાની હિલચાલ

સુગર ફેક્ટરીઓ પોતાની ઇચ્છા મુજબ બજારમાં ખાંડ વેચી શકશે : ઉદ્યોગના આગેવાનોમાં મતમતાંતર.કૃષિમંત્રી શરદ પવાર દ્વારા ખાંડ ઉદ્યોગને ૧ ઓક્ટોબરથી નિયંત્રણ મૂકત કરવાની દરખાસ્ત તૈયાર કરી સરકાર આગળ મંજુરી માટે મોકલી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ફાયદો રહેશે કે નુકસાન તે અંગે આગેવાનો અલગ અલગ મંતવ્યો રજુ કરી રહ્યાં છે.કૃષિ પ્રધાન શરદ પવાર દ્વારા ખાંડ ઉદ્યોગને સરકારી નિયંત્રણથી મૂકત કરવા માટેની ગતિવિધિ શરૂ કરી દેવામાં આવી છે. ૧ ઓક્ટોબરથી ખાંડ ઉદ્યોગને નિયંત્રણ મૂકત કરવા માટેની દરખાસ્ત તૈયાર કરી કૃષિમંત્રી શરદ પવારે સરકારને મોકલી આપવામાં આવી હોવાની વાતો ઉદ્યોગના આગેવાનો સુધી પહોંચી છે.ખાંડ ઉદ્યોગ નિયંત્રણ મૂકત કરવામાં આવશે તો ક્યારે કેટલી ખાંડ ઉદ્યોગ દ્વારા બજારમાં વેચવી તેના ઉપરનો સંપૂર્ણ નિયંત્રણ હટી જશે. ખાંડ ઉદ્યોગ પોતાની ઈચ્છા મુજબ બજારમાં ખાંડ વેચી શકશે. હવે સરકાર કોટો નક્કી નહીં કરશે. આ ઉપરાંત સરકારે પણ હવે રેશનિંગકાર્ડ ધારકો માટે મુક્ત બજારમાંથી જ ખાંડ ખરીદવાની રહશે. ૨૦ ટકા લેવી પ્રથા નાબૂદ થશે. જે બાબતે ખાંડ ઉદ્યોગને ફાયદો થશે.૨૦૧૦-૧૧ દરમિયાન દેશમાં ૨૫૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની શક્યતા છે. પાછલી સિઝનની ૫૯ લાખ ટન ખાંડ બચી છે. કુલ ૩૧૪ લાખ ટન ઉત્પાદન આગામી સિઝનમાં રહેવાની શક્યતા છે. દેશમાં ૨૩૦ લાખ ટન જરૂરિયાત છે. જેમાં ૮૪ લાખ ટન ખાંડ બચવાની શક્યતા છે. આ સમયે બજાર મુક્ત કરવું યોગ્ય છે.આ પરીસ્થિતિની ગુજરાતના ખાંડ ઉદ્યોગ પર શું અસર થઈ શકે ? જે કારણે ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે. તે અંગે જાણકારોએ અલગ અલગ મંતવ્યો આપ્યા છે. ટૂંકમાં નિયંત્રણ મૂકત બજારમાં ખાંડ ઉદ્યોગએ સંયમતાથી કામ લેવું પડે તેવો મત વ્યક્ત થયો છે.


માતા-પિતાને ખાધા ખોરાકી નહીં ચૂકવનારને અદાલતનું વોરંટ

પેટે પાટા બાંધી સંતાનોને મોટા કર્યા બાદ આજ સંતાનોનો મા-બાપને સાચવવાને બદલે વૃધ્ધાશ્રમમાં ધકેલી દેતા હોય છે. આવા જ એક કેસમાં વૃધ્ધ મા-બાપને ખાધાખોરાકીની રકમ ચૂકવવાને બદલે હાથ ઉંચા કરી દેનાર કળીયુગી બે શ્રવણો સામે અદાલતે ધરપકડ વોરંટ કાઢવાનો હુકમ કર્યો છે.કેસની વિગત મુજબ, ઉદ્યોગનગરમાં રહેતા બાબુ મગનભાઇ પનારા અને તેના ભાઇ અરવિંદે વૃધ્ધ માતા-પિતાને સાચવવાને બદલે તેમની જવાબદારી નહીં સ્વીકારી મા-બાપને તરછોડી દીધા હતા. લોહી પાણી એક કરી ભણાવી ગણાવી મોટા કરેલા સંતાનોએજ તરછોડી દેતા પટેલદંપતિ લાચાર બની ગયું હતુ. તેમ છતા વૃધ્ધ દંપતિએ મન મક્કમ કરી એડવોકેટ બકુલ રાજાણી મારફત ભરણપોષણ મેળવવા અદાલતમાં અરજી કરી હતી. જે અરજીની સુનવણી થઇ જતા અદાલતે બાબુભાઇ અને અરવિંદને માસિક રૂ.૧૪૦૦ ચૂકવવાનો હુકમ કર્યો હતો.પરંતુ મા-બાપને નહીં સાચવનારા કપાતર પુત્રોએ કોર્ટની પણ અવગણના કરી ખાધાખોરાકીની રકમ નહીં ચૂકવતા કોર્ટમાં આ રકમ મેળવવા અરજી કરી હતી. જેની સુનવણીમાં બંન્ને પુત્રોએ કસુર કર્યાનું સ્પષ્ટ થતા ફેમિલી કોર્ટે બંન્ને કળીયુગી શ્રવણોની ધરપકડ કરી અદાલતમાં હાજર કરવા પક્કડ વોરંટ કાઢવાનો હુકમ કર્યો છે.


મહુવામાંથી ગેંગ રેપનો બાર વર્ષથી નાસતો આરોપી જબ્બે

કઠવામાં એક શખ્સને માર મારી સોનાનાં દાગીના અને રોકડની લૂંટ ચલાવનાર શખ્સ સુરતથી ઝડપાયો.લુંટ,ધાડ અને ગેંગરેપનો ૧૨ વર્ષથી નાસતા-ફરતા આરોપીને મહુવા ડીવીઝનલ ડીટેકટ સ્કવોર્ડે સુરતમાંથી ઝડપી અલંગ પોલીસને સુપ્રત કરેલ છે.બનાવની હકીકત એવા પ્રકારની જાણવા મળે છે કે, અલંગ પાસેના કઠવા ગામની સીમમાં ખેતરમાં મકાન બનાવી રહેતા ગોરધનભાઇ ભીખાભાઇ કોળી ના મકાનમાં લુંટ ધાડના ઇરાદે આવેલ સાત શખ્સોએ ગોરધનભાઇને માર મારી ઇજા પહોચાડી રૂ.૧૪ હજાર સાતસોના દાગીના અને રોકડ રકમ લુટેલ.ત્યારબાદ આ નરાધમોએ તેમની નવપરણિત પત્ની ઉપર સામુહિક બળાત્કાર આચરેલ. ૧૯૯૮માં થયેલ આ અધમ કૃત્યના ૬ તહોમતદારોની જે તે સમયે અટક થયેલ. પરંતુ એક આરોપી દેવીપૂજક કાંતિ બચુ ચુડાસમા મુળ રહે.નેસીયા, તા.તળાજા આજદિન સુધી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સાલોલી ગામે રહેતો હોવાની બાતમી મહુવાના વિભાગીય પોલીસ વડા રબારીને મળતા તેમણે ડીવીઝનલ ડીટેકટ સ્કવોર્ડના પી.એસ.આઇ. આર.ડી.મકવાણા, કો.જીવણભાઇ આહીર, અનિલભાઇ ભટ્ટી, બાલુભાઇ વગેરે સ્કવોર્ડના સભ્યોએ પકડી પાડી અલંગ પોલીસને સોંપેલ હોવાનુ જાણવા મળેલ છે


ગાંધીધામ આર્મી કેમ્પમાં પ્રકાશ-ધુમાડાથી ચકચાર

ગાંધીધામની ભાગોળે ગળપાદર ગામની સીમમાં આવેલા આર્મી કેમ્પમાં રાત્રે દેખાતા રહસ્યમય પ્રકાશ અને ધુમાડાથી લોકોમાં ભારે કુતૂહલ સાથે ચર્ચા જાગી હતી.મળતી વિગતો મુજબ આર્મી કેમ્પમાં રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ લોકોએ પ્રકાશ નિહાળ્યો હતો. ધીમી ધીમે વધી ગયેલા પ્રકાશ પછી ધુમાડા પણ જોવા મળ્યા હતા. જેને પગલે લોકોમાં ભારે કુતૂહલ પેદા થયું હતું. આ પછી અચાનક જ કેમ્પની અંદર અંધારું છવાઇ ગયું હતું અને કેટલાક જવાનો દોડધામ કરતા હોવાનું જોવા મળ્યું હતું.નજરે નિહાળનારા લોકોએ કહ્યું હતું કે, પ્રકાશ એટલો તિવ્ર હતો કે, દૂર નજરે પડતો હતો. ભારતનગરના રહેવાસીઓએ પણ આ પ્રકાશ નિહાળ્યો હતો અને આર્મી કેમ્પમાં અજુગતું બન્યાનો અંદાજ લગાવ્યો હતો. આ અંગે આર્મી કેમ્પના કેમાંડીંગ આફિસર અજય સોનીનો સંપર્ક સાંધતાં તેમણે જણાવ્યું હતું કે, કેમ્પની ઉપરથી પસાર થતો સિવિલ એરિયાનો જીવતો વીજ વાયર શોર્ટ સર્કિટ સાથે તૂટી પડવાના કારણે આ ઘટના બની હતી. અન્ય ઘટના ન બને તે માટે કેમ્પમાં તમામ લાઇટોે બંધ કરી દેવામાં આવી હતી.આ પછી જવાનોએ વીજ પુરવઠો યથાવત કરવાનો પ્રયાસ આદર્યો હતો. દરમિયાન નજરે જોનારા નાગરિકોએ કહ્યું હતું કે, આર્મી કેમ્પમાંથી નિકળેલો પ્રકાશ છેક રેલવે કોલોની સુધી દેખાયો તે માત્ર શોર્ટ સર્કિટને કારણે હોઇ શકે નહીં. સાથે મોટી માત્રમાં ધૂમાડો પણ હતો. જેથી શોર્ટ સર્કિટથી અન્ય કોઇ ઘટના બની હોય તેવી શક્યતાઓ વધુ છે. અલબત આર્મી કેમ્પના અન્ય એક અધિકારીનો સંપર્ક સાંધતા તેમણે એમ કહ્યું હતું કે, કેમ્પની અંદર ફાયર પ્રેક્ટિસ ચાલતી રહે છે. તેનો જ એક આ ભાગ હતો.


કોંકણ રેલવે ૧૧ દિવસ બાદ આખરે ફરી પાટે ચઢી

કોંકણને ચોમાસાએ આપેલી મુશ્કેલીને પગલે છેલ્લા ૧૧ દિવસથી બંધ પડેલી કોંકણ રેલવેનો ટ્રાફિક બુધવારથી ફરી પાટે ચઢ્યોહોઈને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.કોંકણ રેલવેના ચીફ એન્જિનિયર રાજેન્દ્રર કુમારે મંગળવારે જોખમી રૂટ પરથી સાત વાર માલગાડી મોકલીને ચકાસણી કરી હતી. બુધવારે સવારે છ વાગ્યે રત્નાગિરિ સ્ટેશનેથી મુંબઈ-મડગાંવ- માંડવી એક્સપ્રેસ રવાના થવાની જાહેરાત કોંકણ રેલવે વહીવટી તંત્રે કરી હતી.જોકે રત્નાગિરિ- આડવલી માર્ગ પર જોખમી ઠેકાણે ટ્રેનની ઝડપ કલાકના ૧૦ કિલોમીટરરાખવાની સૂચના પ્રશાસને આપી હતી.મુશળદાર વરસાદને કારણે રત્નાગિરિ- આડવલી માર્ગ પર નિવસર સ્ટેશન દસ ફૂટ જેટલું જમીનમાં ધસી ગયું હતું. એ પછી અસોડે ખાતે સલામતી માટે ઊભી કરેલી ભીંત સાથે માટી પાટા પર આવી પડી હતી તેથી આ માર્ગ સંપૂર્ણપણે બંધ પડ્યો હતો. ત્રણ કરોડ, પચીસ લાખ રૂપિયાના ખર્ચે આ લાઈનનું સમારકામ કરાયું હતું. સમારકામ સોમવારે પૂર્ણ થયું હતું.


ટ્રેન ધડાકા કેસમાં ચાર આરોપીઓએ વકીલોને રૂખસદ આપવાની માગણી કરી

સ્પેશિયલ મકોકા જજ સમક્ષ કરાયેલી અરજીમાં વકીલોને રજા આપવાનું કારણ આપ્યું નથી, નવા વકીલોની નિમણુંકની માગ કરી છે. મુંબઈમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના શ્રેણીબદ્ધ ટ્રેન ધડાકા કેસમાં પકડાયેલા ચાર આરોપીઓએ પોતાના બચાવ માટે રાખવામાં આવેલા બે વકીલોને બરતરફ કરવાની માગણી કરતી એક અરજી બુધવારે સ્પેશિયલ મકોકા કોર્ટ સમક્ષ કરી હતી. એહતેશામ સિદ્દિકી, મોહમ્મદ અલી, મોહમ્મ્દ માજીદ અને કમલ અન્સારીએ સ્પેશિયલ મકોકા જજ વાય. ડી. શિંદેને જણાવ્યું હતું કે તેઓ તેમના વકીલોને રૂખસદ આપીને પોતાના બચાવ માટે નવા વકીલો રોકવા માગે છે.જોકે આરોપીઓએ વકીલોને રજા આપી દેવા માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. તેમનો બચાવ વકીલો આર. બી. મોકાશી અને ખાલિદ મોહમ્મદ કરે છે. મામલો ૧૦ ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ સુનાવણીમાં કોર્ટ પ્રોસિકયુશનના સાક્ષીઓની જુબાની સાંભળવાનું ચાલુ રાખશે.કોર્ટ મકોકાની કડક જોગવાઈઓ હેઠળ પ્રતિબંધ મુકાયેલા જૂથ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા (સિમી)ની સાથે સંલગ્ન પકડાયેલા ૧૩ આરોપી સામેનો ખટલો ચલાવી રહી છે. મુંબઈમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના દિવસે દસ જ મિનિટના સમયગાળામાં પરાંની સાત ટ્રેનોના ફર્સ્ટ કલાસના કમ્પાર્ટમેન્ટના આરડીએક્સથી યુક્ત બોમ્બના ધડાકાથી ફુરચા ઉડાવી દેવામાં આવ્યા હતા, જેમાં ૧૮૭ જણનાં મોત થયાં હતાં અને અન્ય ૮૦૦ જણને ઇજા થઈ હતી.આરોપીઓમાંના એક જણે મકોકામાં બળવાખોરી સંબંધી કલમની બંધારણીય યોગ્યતા બાબતે પડકારતાં સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી ૨૦૦૮માં ખટલા પર સ્ટે મૂક્યો હતો. આ વર્ષના એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે અરજી કાઢી નાખી હતી અને ખટલા પરથી સ્ટે ઉઠાવી લીધો હતો. તેને પગલે અત્રે મે મહિનામાં સ્પેશિયલ મકોકા અદાલતમાં ખટલો ફરી શરૂ થયો હતો. તમામ આરોપીઓ માટે મુસ્લિમ સંસ્થા જમાત-એ-ઉલેમા દ્વારા વકીલો રોકવામાં આવ્યા છે.


મુંબઇમાં જુનાં વાહનો પર પર્યાવરણ વેરો લેવાશે

૧૫ વર્ષ પૂરાં કરેલાં જુનાં ખાનગી વાહનો અને ૮ વર્ષ પૂરાં કરનારાં પરિવહન વાહનોને પર્યાવરણ કર લાગુ કરવાનો નિર્ણય બુધવારે પ્રધાનમંડળનીબેઠકમાં લેવાયો હતો.પ્રથમ નોંધણી તારીખથી ૧૫ વર્ષ પૂરાં કરનારા ખાનગી વાહનોને આગામી ૫ વર્ષ માટે પર્યાવરણ કરનો દર ટુ-વ્હીલરને રૂ. ૨૦૦૦, ત્રણ-ટચાર પૈડાંનાં વાહન માટે આ દર પેટ્રોલ પરનાં વાહન માટે રૂ. ૩૦૦૦ અને ડિઝલ પરનાં વાહનો માટે રૂ. ૩૫૦૦ લાગુ કરાશે.એ જ રીતે ૮ વર્ષ પૂરાં કરનારા પરિવહન વર્ગના વાહનો માટે દરેક ૫ વર્ષ માટે કરનો દર રિક્ષા માટે રૂ. ૭૫૦, છ બેઠક ક્ષમતાની ટેક્સી માટે રૂ. ૧૨૫૦ અને ટુરિસ્ટ ટેક્સી, હલકાં વાહન માટે રૂ. ૨૫૦૦ દર રહેશે.દરમિયાન બેદરકાર વાહનચાલકોમાં ધાક બેસાડવા માટે દંડની રકમમાં ત્રણ ગણો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે કલમોમાં સુધારો કરીને દંડની રકમ ત્રણ ગણી વધારવાનો નિર્ણય લેવાયો છે.૨૦૦૭-૦૯ વચ્ચે મહારાષ્ટ્રમાં અનુક્રમે ૭૬૬૦૧, ૭૫૫૨૭ અને ૭૧૫૯૫ માર્ગ અકસ્માત થયા છે. આ અકસ્માતમાં અનુક્રમે ૧૧૮૦૪, ૧૨૩૯૭, ૧૧૩૯૬ જણ મૃત્યુ પામ્યા છે. વળી, મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની જોગવાઈમાં કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી કોઈ ફેરફાર થયો નથી. હવે માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે અને વાહનચાલકો બેદરકારી દાખવવાથી ડરે તે માટે આ કાયદામાં સુધારો કરીને દંડની રકમ ત્રણગણી કરાઈ છે.



વડોદરા : આશિર્વાદરૂપ નિવડે છે 'ધાવણ બેન્ક'

વિવિધ કારણોસર નવજાત શિશુને માતાનું દૂધ મળી નથી શકતું. જે અત્યંત ગુણકારી હોય છે. આથી વડોદરાના કારેલીબાગ ખાતે સ્થાપિત કાશીબા ગોરધનભાઇ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ધાવણ બેન્ક ઊભી કરવામાં આવી ડૉ. અરૂણ પાઠકે, આ અંગે હોસ્પિટલમાં બેન્ક શરૂ કરવાનું બીડું ઝડપયું. ઘણીવખત માતા દ્વારા સંતાનોને ત્યજી દેવામાં આવે છે, ડિલિવરી દરમિયાન માતાનું અવસાન કે સિઝેરિયન જેવા કેટલાક કિસ્સાઓમાં નવજાત શિશુને માતાનું દૂધ મળવું અશક્ય બની જાય છે. ત્યારે ધાવણ બેન્ક એ માતાની ગરજ સારે છે, વર્ષ 2000માં તેની સ્થાપના થઇ ત્યારથી લઇને આજ દિવસ સુધી કોઇપણ જાતના ભેદભાવ વગર બાળકોને તેમાં દૂધ આપવામાં આવે છે.હોસ્પિટલમાં માતાઓને આ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગતવર્ષે 328 લિટર ધાવણ એકઠું કરવામાં આવ્યું હતું. જેનો નવસોથી પણ વધારે શિશુઓને લાભ થયો હતો. દૂધને એકઠું કર્યા બાદ તેને પેશ્ચયુરાઇઝ કરવામાં આવે છે,. ત્યારબાદ તેમાં વિવિધ પરિક્ષણો કરવામાં આવે છે. જો ધાવણ આ તમામ પરિક્ષણોમાંથી પાર ઉતરે તો દૂધને માઇનસ વીસ ડીગ્રી તાપમાન પર સંગ્રહિત કરવામાં આવે છે.


પાકિસ્તાન ટીમ માટે બેટિંગ કોચ નિમાશે : બટ્ટ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ ઇજાઝ બટ્ટે જણાવ્યું હતું કે યુવાન ખેલાડીઓનાં આંતરરાષ્ટ્રીય સ્તરને ધ્યાનમાં રાખીને તેમના માટે બેટિંગ કોચની વરણી કરવાની પીસીબી યોજના ઘડી રહ્યું છે.ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાની ટીમના થયેલા ધબડકા બાદ યુવાન ખેલાડીઓને બેટિંગ કોચની જરૂર હોય તેવું મને લાગી રહ્યું છે અને હું વતન પરત ફરીને પીસીબીના અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરીશ.નોંધનીય છે કે ભૂતપૂર્વ સુકાની ઇન્ઝમામ ઉલ હકે પણ તાજેતરમાં કહ્યું હતું કે યુવાન ખેલાડીઓને બેટિંગની બારીકાઇઓ શીખવા માટે બેટિંગના પ્રોફેશનલ કોચની જરૂર છે.


હવે પ્રિટીને જેલ નહી જવુ પડે

પ્રિટી ઝિટાંનાં બધા જ ચાહકો માટે એક સારા સમાચાર છે હવે પ્રિટીએ ધરપકડ વોરંટનો સામનો કરવો પડશે નહી.
પંજાબ અને હરિયાણા કોર્ટે નિચલી અદાલત દ્વારા આપવામાં આવેલાં પ્રિટી અને અન્ય બે માલિકો વિરુધ્ધ જામિન મળવાપાત્ર ધરપકડ વોરંટ માન્ય રાખ્યા છે. પ્રિટી પર પંજાબ કિંગ ઈલેવનનું વાર્ષિક રિટર્ન અને બેલેન્સ સિટ નહી બતાવવાનો આરોપ છે.
ચાલો હાલ પુરતો તો પંજાબ કિંગ ઈલેવનની માલકીને રાહતનો શ્વાસ લિધો હશે.


અમદાવાદમાં લાખોની લૂંટમાં સૌરાષ્ટ્રની ગેંગની સંડોવણી?

અમદાવાદમાં બુધવારે રાત્રિના આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી ત્રણ શખ્સો અઢી લાખના હીરા ભરેલો થેલો લૂંટી ગયા હતા. આ ચકચારી લૂંટનો ભેદ ઉકેલવા અમદાવાદ પોલીસે રાજકોટમાં ધામા નાંખ્યા છે. સુરતની વસંત આંબાલાલ આંગડિયા પેઢીનો કર્મચારી પ્રવીણ અંબાલાલ પટેલ બુધવારે બપોરે ૩ વાગ્યે ભાવનગર ખાતેની પેઢીની ઓફિસેથી અઢી લાખના હીરા ભરેલો થેલો લઈ ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ જવા નીકળ્યો હતો.આંગડિયા કર્મી પ્રવીણ પાલડીમાં બસમાંથી ઊતર્યો હતો ત્યાં જ બાઈકમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને પાઈપ, લાકડીથી હુમલો કરી પ્રવીણ પાસેથી હીરા ભરેલો થેલો લૂંટી બાઈકમાં પલાયન થઈ ગયા હતા. નાસી છુટેલાં લુટારુઓએ થોડે દૂર જઈ બાઈક મુકી દીધું હતું. લૂંટના પગલે સક્રિય બનેલા અમદાવાદના એસ.પી. ટોળિયા સહિતના સ્ટાફે બાઈક કબજે કર્યું હતું અને તપાસ કરતા બાઈક રાજકોટમાં યુનિવર્સિટી રોડ પરની શિવશક્તિ કોલોનીમાં રહેતા મહાવીરસિંહ વાઘેલાની હોવાનું ખુલ્યું હતું.આ અંગે એસીપી ટોળિયાએ જણાવ્યું હતું કે, મહાવીરસિંહનો પુત્ર ભગીરથસિંહ ગત તા.૨ના રાત્રિના ૯થી ૧૨ના શોમાં ક્રિસ્ટલ મોલમાં આવેલા બિગ સિનેમામાં પિકચર જોવા ગયો હતો. પિકચર જોઈને ગરાસિયા યુવાન બહાર આવ્યો ત્યાં સુધીમાં તેના બાઈકની ચોરી થઈ ગઈ હતી. લુટારુઓ અંગે ફરિયાદીએ કરેલા વર્ણન પરથી લુટારુ ત્રપિુટી સૌરાષ્ટ્ર પંથકના હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

05 August 2010

રાજકોટ : લીવીંગ સર્ટીફીકેટમાં ચેડા કરનાર મહિલા સામે ગુનો નોંધાયો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : લીવીંગ સર્ટીફીકેટમાં ચેડા કરનાર મહિલા સામે ગુનો નોંધાયો

શહરેનાં કોઠારિયા રોડ, દેવપરા-૩માં રહેતા પ્રભાબેન ભીખુભાઇ રામાણી નામની મહિલાએ તેમનાં લીવીંગ સર્ટીફીકેટમાં જન્મ તારીખમાં ચેકચાક કરી ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ફરિયાદ નોંધાવનાર ફોજદાર પી.એમ.પરમારનાં જણાવ્યાં મુજબ, પ્રભાબેનને વિદેશ જવા માટે પાસપોર્ટની અરજી કરી હતી.અરજી સાથે જોડેલા એલ.સી.માં જન્મ તારીખમાં ચેકછાક કરી સુધારો કર્યાનું તપાસમાં બહાર આવતા મહિલાની પુછપરછ હાથ ધરી હતી. મહિલા જાણતી હોવા છતા ખોટા દસ્તાવેજ બનાવી છેતરપીંડી કરી ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હતો. ભકિતનગર પોલીસનાં પી.આઇ.એમ.ડી. જાડેજાએ આ ગુનામાં વધુ કોની કોની સંડોવણી છે તે દિશામાં વિશેષ તપાસ હાથ ધરી છે.


દિવસના પ્રારંભે ભારતનો પ્રથમ દાવ 436 રને સમેટાયો

ત્રીજા દિવસે ભારતે બે વિકેટ 180 રનના સ્કોરને આગળ ધપાવતા દિવસના પ્રારંભે ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે તેની ટેસ્ટ કારકિર્દીની 21મી સદી પૂરી કરી હતી. ભારતનો પ્રથમ દાવ 436 રને સમેટાયો હતો અને ભારતે ત્રીજી ટેસ્ટમાં 11 રનની નજીવી સરસાઈ મેળવી છે.જો કે સદી પૂરી કર્યા પછી સેહવાગ વધારે રન બનાવી શક્યો નહોતો. સેહવાગ 109 રને રણદિવનો શિકાર બન્યો હતો. જ્યારે ત્રીજા દિવસે ભારતને સચિનના રૂપમાં પ્રથમ ઝટકો મળ્યો હતો. સચિને 41 રનનું યોગદાન આપ્યું હતું.દિવસના પ્રારંભમાં જ ભારતે સચિન-સેહવાગની મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે બાદમાં વીવીએસ લક્ષ્મણ અને સુરેશ રૈનાએ ભારતની બાજી સંભાળી લીધી હતી. રૈનાએ 62 રને મેન્ડિસના બોલે આઉટ થયો હતો. જ્યારે લક્ષ્મણે પણ 56 રનનું યોગદાન આપ્યું હતું. લક્ષ્મણ પર મેન્ડિસનો જ શિકાર બન્યો હતો.રૈના અને લક્ષ્મણની ઉપરા ઉપરી વિકેટ પડી ગયા બાદ ધોની પણ જલદીથી પેવેલિયન પરત ફર્યો હતો. જો કે બાદમાં અભિમન્યુ મિથુન અને અમિત મિશ્રાએ મક્કમ લડત આપી હતી. ધોની 15 રન બનાવીને મલિંગાના બોલે આઉટ થયો હતો. જ્યારે મિથુને 46 રનનું યોગદાન આપ્યું હતું. મિશ્રાએ પણ મહત્વના 40 રન બનાવ્યા હતા.બીજા દિવસે શાનદાર બેટિંગ કરીને ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પરંતુ ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતને સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગના રૂપમાં બે મોટા ફટકા પડ્યા હતા. જો કે સેહવાગ આઉટ થયો તે પહેલા તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 21મી સદી પૂરી કરી લીધી હતી. સેહવાગે 105 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા.

હવે કોમનવેલ્થ ગેમ્સ ભગવાન ભરોસે

નાણાંકિય ગોટાળા અને ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયેલી કોમનવેલ્થ ગેમ્સની સફળતા માટે હવે રમતગમત મંત્રી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.રાજ્યસભામાં જ્યારે તેમણે કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ નિર્ધારીત સમયમાં પૂરી થઈ જશે અને તે સફળ રહેશે તેવું આશ્વાસન આપવાનું કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ભગવાન અમારી સાથે છે. આશા છે કે તેઓ આ મોટા આયોજનને સફળતાપૂર્વક પાર પાડવામાં સફળ રહેશે.રાજ્યસભામાં ગુરૂવારના રોજ ભ્રષ્ટાચાર મુદ્દે સીધા જવાબો આપવાથી બચવાનો પ્રયત્ન કરતા તેમણે કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપોની સ્વતંત્ર તપાસ કરવાની વાતને નકારી કાઢી હતી.ગિલે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ચાલી રહી છે અને આ મામલે બીજી સ્વતંત્ર તપાસ કરાવવાની કોઈ જ આવશ્યકતા નથી. જે પણ દોષિત જણાશે તેમને સજા ફટકારવામાં આવશે. જો અધિકારીઓને કોઈ પણ જગ્યાએ કંઈ પણ ખોટું જણાશે તો તેઓને હટાવી દેવામાં આવશે.ગિલે કહ્યું હતું કે અત્યારે આયોજન ઘણું જ નજીક છે અને આ સ્તરે કોઈ સ્વતંત્ર તપાસ સમિતિ રચવાથી રમતોના આયોજન પર અસર પડી શકે છે.

એશ કે કેટ કોણ જીતશે આ મિની સ્કર્ટની રેસ?

એશ અને કેટરિના બન્ને એવી સેલિબ્રીટીઝ છે જે હમેશાં તેમનાં સ્ટાઈલ સ્ટેટસ અને અલગ અંદાઝ માટે જાણીતા છે. ભલે લગ્ન બાદ એશ્વર્યા રાય બચ્ચન હમેશા સલવાર કમિઝ અને સાડીમાં જ જોવા મળતી હોય તેમ છતાં તેણે તેની ડ્રેસિંગ સેન્સ દ્વારા ક્રિટીકનું ધ્યાન ખેચવામાં સફળ રહી છે.તો બીજી બાજુ લાખો દીલોની રાણી કેટરિના કેફ સલવાર કમિઝ, સાડીથી માંડીને સ્કર્ટમાં જોવા મળે છે અને આ બધુ જ તેનાં પર ખુબ સુંદર લાગે છે.પણ હવે આ બન્ને એક્ટ્રેસ મિની સ્કર્ટનાં તેમનાં અલગ અવતારમાં જોવા મળશે. એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ 'એક્શન રિપ્લે'માં મિની સ્કર્ટમાં લેધર બૂટ સાથે જોવા મળશે. જ્યારે કેટરિના તેની આગામી ફિલ્મ 'ઝિંદગી મીલે ના દોબારા'માં સેક્સી મિની સ્કર્ટમાં જોવા મળશે.હવે જોવું એ રહ્યું કે યુવા દર્શકોને કેટ કે એશમાંથી કોનો મિની સ્કર્ટ વધુ પસંદ આવે છે.


અદાણી પોર્ટ ક્ષેત્રે જંગી રોકાણ કરશે

ગુજરાતના કોર્પોરેટ જાયન્ટ અદાણી ગ્રૂપની કંપની મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝ (એમપીએસઇઝેડ)એ જણાવ્યું કે બંદરોના વિકાસ માટે કંપની આવતા ત્રણ થી પાંચ વર્ષમાં રૂપિયા 6,000 કરોડનું રોકાણ કરશે.કંપનીના ચોખ્ખા નફામાં 24 ટકાનો વધારો થયો છે તેમજ દેશના કાર્ગો હેન્ડલિંગમાં તેનો હિસ્સો 6.7 ટકામાંથી વધીને 8.3 ટકા થઇ ગયો છે. તદ્ઉપરાંત 2013 સુધીમાં દેશનૌ સોથી મોટો ખાનગી પોર્ટ બનાવાનો લક્ષ્યાંક છે તેમ કંપનીએ કહ્યું હતું.કંપની 2020 સુધીમાં કાર્ગો હેન્ડલિંગની ઉત્પાદનક્ષમતા 20 કરોડ ટન કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. સૂત્રોએ કહ્યું કે કંપની આ લક્ષ્યાંક તે પહેલાં જ પ્રાપ્ત કરી લેશે.એમપીએસઇઝેડનો ચોખ્ખો નફો 30મી જૂનના રોજ પૂરા થતાં ત્રિમાસિકગાળામાં 30મી જૂનના અંતમાં રૂ.211 કરોડ હતો, તેની સરખામણીમાં ગયા વર્ષે આ ગાળામાં રૂ.171 કરોડનો નફો થયો હતો. જ્યારે કંપનીની કુલ આવક આ વખતે રૂ.416 કરોડ રહી છે, જે ગયા વર્ષે રૂ.321 કરોડ હતી, આમ, આવકમાં પણ 30 ટકાનો વધારો થયો છે.એમપીસેઝના સીએફઓ બી.રવિએ કહ્યું કે કંપનીએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમ્યાન 126.2 લાખ ટનનું મહત્તમ કાર્ગો હેન્ડલિંગ કર્યું છે, જે 28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સાથો સાથ તેણે દેશના આઠમા નંબરના સૌથી મોટા બંદર તરીકેનો હોદ્દો જાળવી રાખ્યો છે.


વાગડમાં અતિ વરસાદથી વ્યાપક ખાના ખરાબી

રાપરમાં મધ્યમકક્ષાના સુવઇ-ફતેહગઢ તથા નાની સિંચાઇના ૧૬માંથી ૧૪ ડેમ છલકાયા પણ...લાકડિયા પાસેના કોચરી ડેમનું ઓગન તૂટતાં ૧૧ ગામો પર ખતરો : ચાર કિમી સુધીના ખેતરો ધોવાઇ ગયાં. નદીના પૂર ફરી વળતાં માતાના મઢ પાસેની ચાર વાંઢના લોકો ત્રણ દિવસથી શાળાની છત પર. વાગડના ૬૨ ગામોમાં બે દિ’થી અંધારપટ્ટ. નાના-મોટા ૨૧ જળાશયો તૂટયા કે ગાબડાં પડતાં મુશ્કેલી. બચાવ - રાહત કામગીરીમાં તંત્ર વામણું પૂરવાર થયું. ઠેર-ઠેર રસ્તાઓ તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો
વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકામાં ત્રણ દિવસથી થઇ રહેલી અતિવર્ષા વચ્ચે ગઇરાતે પણ વધુ એકથી પંદર ઇંચ જેટલું પાણી વરસી જતાં અતિવૃષ્ટિ જેવી ગંભીર સ્થિતિ સર્જાઇ છે. એકતરફ રસ્તા, વીજળી જેવી જાહેર સેવાઓ ખોરવાઇ ગઇ હતી અને કમસેકમ પાંચ ગામો ડૂબમાં જતાં-જ્યાં ત્યાં આશ્રય લઇ રહેલા લોકોની વહારે તંત્ર કલાકો સુધી પહોંચી નહી શકતાં વાગડવાસીઓની આફત બેવડાઇ હતી.ભચાઉ તથા વિશેષત: રાપર તાલુકામાં આડબંધ, તળાવ અને નાના ડેમ મળીને ૨૧ જળાશયો તૂટી પડતાં અથવા તો તેમાં ગાબડાં પડતાં સંખ્યાબંધ ગામો પર ખતરો સર્જાયો છે. કિલોમીટરો સુધી ખેતરો ધોવાઇ જતાં જગતનો તાત ‘ઉચ્ચક જીવ’ થઇ ગયો છે.ભચાઉ તાલુકાના લાકડિયા પાસેના કોચરી ડેમની ઓગનની દીવાલ તૂટી પડતાં ગામડાં પર પૂરનું સંકટ સર્જાયું છે. ચાર કિમી સુધી ખેતરોમાં પાણી ફરી વળ્યાંના અહેવાલ છે. આવી ગંભીર સ્થિતિમાંએ તંત્ર આ વિસ્તાર સુધી પહોંચી શક્યું નથી.


વાગડમાં અતિ વરસાદથી વ્યાપક ખાના ખરાબી

રાપરમાં મધ્યમકક્ષાના સુવઇ-ફતેહગઢ તથા નાની સિંચાઇના ૧૬માંથી ૧૪ ડેમ છલકાયા પણ...લાકડિયા પાસેના કોચરી ડેમનું ઓગન તૂટતાં ૧૧ ગામો પર ખતરો : ચાર કિમી સુધીના ખેતરો ધોવાઇ ગયાં. નદીના પૂર ફરી વળતાં માતાના મઢ પાસેની ચાર વાંઢના લોકો ત્રણ દિવસથી શાળાની છત પર. વાગડના ૬૨ ગામોમાં બે દિ’થી અંધારપટ્ટ. નાના-મોટા ૨૧ જળાશયો તૂટયા કે ગાબડાં પડતાં મુશ્કેલી. બચાવ - રાહત કામગીરીમાં તંત્ર વામણું પૂરવાર થયું. ઠેર-ઠેર રસ્તાઓ તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો.વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકામાં ત્રણ દિવસથી થઇ રહેલી અતિવર્ષા વચ્ચે ગઇરાતે પણ વધુ એકથી પંદર ઇંચ જેટલું પાણી વરસી જતાં અતિવૃષ્ટિ જેવી ગંભીર સ્થિતિ સર્જાઇ છે. એકતરફ રસ્તા, વીજળી જેવી જાહેર સેવાઓ ખોરવાઇ ગઇ હતી અને કમસેકમ પાંચ ગામો ડૂબમાં જતાં-જ્યાં ત્યાં આશ્રય લઇ રહેલા લોકોની વહારે તંત્ર કલાકો સુધી પહોંચી નહી શકતાં વાગડવાસીઓની આફત બેવડાઇ હતી.ભચાઉ તથા વિશેષત: રાપર તાલુકામાં આડબંધ, તળાવ અને નાના ડેમ મળીને ૨૧ જળાશયો તૂટી પડતાં અથવા તો તેમાં ગાબડાં પડતાં સંખ્યાબંધ ગામો પર ખતરો સર્જાયો છે. કિલોમીટરો સુધી ખેતરો ધોવાઇ જતાં જગતનો તાત ‘ઉચ્ચક જીવ’ થઇ ગયો છે.ભચાઉ તાલુકાના લાકડિયા પાસેના કોચરી ડેમની ઓગનની દીવાલ તૂટી પડતાં ગામડાં પર પૂરનું સંકટ સર્જાયું છે. ચાર કિમી સુધી ખેતરોમાં પાણી ફરી વળ્યાંના અહેવાલ છે. આવી ગંભીર સ્થિતિમાંએ તંત્ર આ વિસ્તાર સુધી પહોંચી શક્યું નથી.


ફોન ઉપર ફિયાન્સી સાથે વાત ન કરવી'

દારૂલ ઉલૂમ દેવબંધ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા ફતવામાં એવો આદેશ આપ્યો છેકે, સગાઇ પછી છોકરો અને છોકરી ફોન ઉપર વાત કરી શકે નહીં. તે ઇસ્લામની વિરૂદ્ધ છે.દેવબંધની વેબસાઇટ ઉપર સામાજીક બાબતો અને લગ્નને લગતા એક સવાલમાં એવું પુછવામાં આવ્યું છેકે, સગાઇ પછી કોઇ ફિયાન્સી તેની ફિયાન્સ સાથે ફોન ઉપર વાત કરી શકે કે નહી. માતા-પિતાની મંજૂરી સાથે આવું કરી શકાય કે નહીં.જેના જવાબમાં દારૂલ ઉલૂમ દેવબંધના મૌલવી દ્વારા એવું જણાવવામાં આવ્યું છેકે, શરૂઆતના સમયમાં ફિયાન્સી અને ફિયાન્સ એ અજાણ્યાં શખ્સો જેવા હોય છે. આથી તેમની વચ્ચે વગર કારણ વાતચીતને યોગ્ય ન ઠેરવી શકાય. ફતવામાં નોંધ્યા પ્રમાણે, આ બાબત અંગે માતા-પિતા કે વાલીઓ નિર્ણય ન લઇ શકે. કારણકે, ઇસ્લામમાં તેની ઉપર પ્રતિબંધ છે. હાલના સમયમાં માતા પિતા દ્વારા સંતાનોને સગાઇ પછી વાતચીત કરવાની સહમતિ આપવામાં આવે છે. જેની ઉપર પણ ખેદ પ્રગટ કરવામાં આવ્યો છે.


અરબપતિઓ અડધી સંપતિ દાનમાં આપશે

અમેરિકાના 38 અરબપતિઓએ કહ્યું છે કે તેઓ પોતાની સંપતિનો 50 ટકા હિસ્સો દાનમાં આપી દેશે. આ અભિયાન માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને વોરેન બફેટે શરૂ કર્યુ છે. આ અરબપતિઓમાં ન્યૂયોર્કના મેયર માઇકલ બ્લૂમબર્ગ, સિએનએનના સંસ્થાપક ટેડ ટર્નર અને અધિકારી બેરી ડિલરનો પણ સમાવેશ થાય છે.‘ધ ગિવિંગ પ્લેઝ’ નામના આ અભિયાનમાં તે તમામ પરિવાર અને વ્યક્તિઓના નામ છે, જેમણે આ યોજના પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે. તેમની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે આ નૈતિક વચનબદ્ધતા છે, નહિ કે કાનૂની અનુબંધ.આ અભિયાન જૂન મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અરબપતિઓને સમજાવવાની કોશિશ કરવામાં આવતી હતી કે તેઓ તેમની સંપતિનો 50 ટકા હિસ્સો દાન કરે. જો કે આ દાન તેમણે પોતાની હયાતીમાં કરવુ છે કે પોતાના મૃત્યું બાદ, તેની પસંદગીની તેમને છૂટ આપવામાં આવી હતી.જાણિતા રોકાણકાર અને બર્કશાયર હેથવેના મુખ્ય અધિકારી વોરેન બફેટે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કામની હજુ તો શરૂ થયુ છે, તેમ છતા તેના સારી પ્રતિક્રિયા મળી રહિ છે.ધ ગિવિંગ પ્લેઝ અભિયાનનું સંચાલન કરનારા વોરેન બફેટ, બિલ ગેટ્સ અને તેમની પત્નિ મલિંડાએ પાછલા બે વર્ષો દરમિયાન અમેરિકાના ઘણા અરબપતિઓને વાત કરી છે, જેથી આ અભિયાનને આગળ વધારી શકાય.વોરેન બફેટે 2006માં પોતાની સંપતીનો 99 ટકા હિસ્સો બિલ અને મલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને આપી દેવાની ઘોષણા કરી હતી.


પોન્ટિંગે નિવૃત્તિની વાતોને બકવાસ ગણાવી

ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગે તેની નિવૃત્તિની અફવાઓને રદિયો આપતા કહ્યું હતું કે તે તેની ટીમનું નેતૃત્વ કરવામાં અને ક્રિકેટ રમવાથી ઘણો જ ખુશ છે.એક ટેલિવિઝન અહેવાલના જણાવ્યા પ્રમાણે સીડનીમાં રમાનારી પાંચમી એશેઝ ટેસ્ટ પોન્ટિંગની અંતિમ ટેસ્ટ હશે.પોન્ટિંગ નિવૃત્તિ અંગે વિચારી રહ્યો છે પરંતુ તે પહેલા તે એશેઝ અને વર્લ્ડ કપ રમાવાની આશા રાખી રહ્યો છે.
સ્થાનિક દૈનિકમાં જણાવ્યા પ્રમાણે પોન્ટિંગના મેનેજર જેમ્સ હેન્ડરસને કહ્યું હતું કે આ તમામ અટકળો ખોટી છે.હેન્ડરસને કહ્યું હતું કે જે બધી અટકળો ચાલી રહી છે તેવી કોઈ યોજના નથી કે તેવો કોઈ વિચાર નથી. જ્યારે તેનો સમય આવશે ત્યારે તમને જણાઈ જશે. તે નિર્ણય હું જાતે જ જણાવીશ.


વરસાદ તો ઘેબરીઓ પરસાદ

જીવનમાં વરસાદનું ખૂબ મહત્વ હોવા છતાં એને આપણે આજ સુધી પૂરો સમજી શક્યા નથી. ઊર્જા અને જળસાધનોના વધુ પડતા ઉપયોગને હવામાન સાથે સંબંધ છે એટલે હજુ ય આપણે નબળા ચોમાસાનો ભોગ બનતા રહેવું પડશે. હવે તો નાણા મંત્રીઓનો આધાર પણ વરસાદ બની ગયો છે. એટલે વરસાદને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજીશું તો ઘણાં દુ:ખ ઓછાં થઈ જશે. આખરે વરસાદની દેશ પર મહેર થઈ છે. દેશના વિવિધ ભાગોમાં વરસાદ થયો છે. વરસાદ થોડો મોડો આવ્યો તો આખા દેશમાં-દેશના તમામ ગરીબ, અમીર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. વરસાદ માટે ખેડૂતો અને ગ્રામ્ય લોકો તો ચાતકની જેમ રાહ જોતા હોય છે, કારણ વરસાદની મહેર થાય તો ભારત સરકારની તેંતાળીસ હજાર કરોડની મહાત્મા ગાંધી રોજગારીની ખાતરી યોજના કરતાં ઘણી વધુ રોજગારીનો અવસર સાંપડે છે.વરસાદ સારો થાય એટલે સરકાર પણ હાશકારો કરે છે. પચાસેક વરસ પહેલાં વરસાદ શહેરીપ્રજા માટે એટલી આતુરતાવાળો સવાલ નહતો પણ હવે તો શહેરી પ્રજાને પણ એવી જ લગન હોય છે. કારણ સારા વરસાદથી જળાશયો ભરાય તો ઘરના નળમાં પાણી મળી રહે નહિતર બધું હોવા છતાં તરસ્યા રહેવું પડે. અને હવે તો શહેરી પ્રજાને એક અભ્યાસ પ્રમાણે આવતા વીસેક વરસ માટે પૂરતા પાણી માટે રાહ જોવાનું નક્કી છે. સમૃદ્ધ દેશો કરતાં એશિયાઈ દેશો માટે હાલત બૂરી છે કારણ દર વરસે એશિયામાં ચાર કરોડ લોકો ગામડેથી શહેરોમાં જાય છે અને એમને પાણી આપવા પૂરતાં નાણાં નથી.વરસાદનું જીવનમાં આટલું બધું મહત્વ હોવા છતાં વરસાદને આજ સુધી આપણે પૂરો સમજી શક્યા નથી. આપણે શાળામાં ભણીએ છીએ ત્યારે વરસાદ વિશે થોડું ઘણું શીખીએ છીએ પણ પ્રત્યક્ષ જીવનમાં આપણે ભાગ્યે જ વધુ શીખીએ છીએ. ભારતના વરિષ્ઠ વરસાદ વૈજ્ઞાનિક પીશારોટીએ તો કહ્યું હતું કે વરસનાં કુલ આઠ હજાર સાતસો પાંસઠ કલાકોમાંથી વરસાદ તો માત્ર સો કલાકમાં જ આવે છે. એટલું જ નહીં, પણ આપણાં ઊર્જાનાં સાધનો જેવાં કે કોલસો અને ક્રૂડ વપરાશને વરસાદ અને હવામાનના ફેરફાર સાથે ગાઢ સંબંધ છે. એ સંબંધની આપણને પૂરી જાણકારી નથી હોતી. પરિણામે છેલ્લાં સો વરસમાં માનવજાત પાણીના ઘનિષ્ટ સાધનો જેવાં કે નદીઓ અને ભૂતળનાં પાણીની થર પર વધુ ને વધુ આધાર રાખતી થઈ છે. આ બધાં સાધનોના વધુ પડતા ઉપયોગને કારણે એકવીસમી સદીમાં નબળા ચોમાસાનો આપણે વધુ ભોગ બનવાના છીએ.સાઠ વરસની સ્વતંત્રતા અને એ દરમિયાન અબજો કે ખરબો રૂપિયા ખર્ચી સિંચાઇ સગવડો ઊભી કરવા છતાં આજે પણ ભારતની મોટા ભાગની ખેતી ભૂગર્ભ જળ પર જ આધાર રાખે છે. અરે! સિંચાઈ નીચેના પાણીને પુન: પ્રાપ્ત કરવા રિચાર્જની જરૂર હોય છે. આવું રિચાર્જિંગ માત્ર વરસાદ કરી આપે છે. ‘હળવું દબાણ’ અને ‘બંગાળના અખાતમાંનું ડિપ્રેશન’ આપણા વરસાદને સમજવા રોજિંદા શબ્દો બની ગયા છે.


સૌરાષ્ટ્રમાં સરેરાશ ૨૯ ઈંચ

સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી ઉપર છેલ્લા ૧૫ દિવસથી વરસતા મેઘરાજાએ કાઠિયાવાડમાં વિરામ લીધો છે. કચ્છના અમુક વિસ્તારોમાં ૪થી ઓગસ્ટે પણ વરસાદ ચાલુ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સરેરાશ ૨૯ ઈંચ વરસાદ પડી ગયો છે.સૌથી વધુ જામનગર જિલ્લાના ખંભાળિયા શહેરમાં છાંસઠ ઈંચ જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છના લખપતમાં ૧૦ ઈંચ થયો છે. જ્યારે જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૪૨ ઈંચ પાણી પડ્યું હતું. જ્યારે સૌથી ઓછો ભાવનગર જિલ્લામાં સરેરાશ ૧૫ ઈંચ વરસાદ પડ્યો છે. હજુ અષાઢ મહિના આડે પાંચ દિવસ બાકી છે. અને વધુ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે ઉપરોકત આંકડામાં વધારો પણ થઈ શકે તેમ છે. જિલ્લાવાઈઝ જોઈએ તો રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં સાડા પાંત્રીસ ઈંચ થયો છે. જ્યારે સૌથી ઓછો જસદણ પંથકમાં ૧૨ ઈંચ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ ૨૬ ઈંચ પાણી ૪ ઓગસ્ટ સુધીમાં પડી ગયું હતું.જ્યારે પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ રાણાવાવમાં સાડા પીસ્તાલીસ ઈંચ અને સૌથી ઓછો પોરબંદરમાં ૪૦ ઈંચ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં સરેરાશ ૪૨ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળે છે.કચ્છમાં સૌથી વધુ માંડવીમાં રેકર્ડબ્રેક ૪૬ ઈંચ વરસાદ પડી ગયો છે. જ્યારે સૌથી ઓછો લખપત પંથકમાં ૧૦ ઈંચ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૪ ઈંચ વરસાદ પડી ગયો છે. ગોહિલવાડમાં સૌથી વધુ વરસાદ વલ્લભીપુર પંથકમાં ૨૦ ઈંચ જ્યારે સૌથી ઓછો ગારિયાધાર વિસ્તારમાં ૧૦ ઈંચ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ ૧૫ ઈંચ પાણી પડી ગયું છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૨ ઈંચ વરસાદ પડી ગયો છે. સૌથી વધુ ધારીમાં ૩૨ ઈંચ અને સૌથી ઓછો અમરેલી શહેરમાં ૧૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાને મેઘરાજાએ તરબોળ કરી દીધું છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ ૪૦ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં અત્યાર સુધીમાં સાડા છાંસઠ ઈંચ અને સૌથી ઓછો કાલાવાડમાં સાડા બાવિસ ઈંચ વરસાદ થયો છે.


ખુદ બાપે દિકરીને ગર્ભવતી બનાવી

પંજાબના લુધિયાણામાં એક કિશોરીએ સનસનાટીભર્યો આરોપ મુક્યો છે. તેના કહેવા પ્રમાણે, તેના પિતા છેલ્લા ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર કરે છે. જેના કારણે, ત્રણ વર્ષ પહેલા તેને એક બાળકી પણ જન્મી હતી.પોતાની ફરિયાદ લઇને પરમજીત (બદલેલું નામ) પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી વુમેન સેલને આ કેસ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, હાલ, આ કિશોરીની ઉંમર 17 વર્ષની છે. તેની માતાએ કેટલાક વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. પરંતુ, તેનો સાવકો પિતા તેને દિકરીની જેમ રાખવાના બદલે ભોગવતો હતો.પરમજીતના દાવા પ્રમાણે, છેલ્લા ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર કરવામાં આવતો હતો. બે વખત તો તેનો ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો. આમ છતાં, ત્રણ વર્ષ પહેલા તેને એક બાળકીને પણ જન્મ આપ્યો હતો. આઘાત જનક વાત તો એ છેકે, ખુદ પરમજીતની માતા પણ આવા કામોમાં તેના દુષ્ટ પતિનો સાથ આપે છે. અને પરમજીતની ફરિયાદોની સામે આંખ આડા કાન કરે છે. હાલ વુમન સેલ દ્વારા પરમજીતની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે. તથા તેમાં કેટલું સત્ય છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.


ટાટાનું નવું 'રતન' કોણ?

ટાટા ગ્રૂપના ચેરમેનની તપાસ હવે વધુ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. તેના માટે ટાટા સન્સે પાંચ લોકોની એક કમીટિ બનાવી છે, તેમના પર રતન ટાટાના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની જવાબદારી છે. રતન ટાટાના ઉત્તરાધિકારીને બને તેટલા ઝડપથી શોધવાની કવાયદ એટલા માટે શરૂ થઇ ગઇ છે, કાણરણ કે હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે કંપનીના હાલના ચેરમેન રતન ટાટા ડિસેમ્બર, 2012માં રિટાયર થઇ જશે.કંપનીની તરફથી એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે ટાટા સન્સના બોર્ડે પાંચ સભ્યોની એક કમીટિ બનાવી છે. જે રતન એન ટાટા ના સાચા ઉત્તરાધિકારીની પસંદગીના મામલામાં આખરી નિર્ણય કરશે. આ કમીટિમાં ક્યાં લોકો સામેલ છે, તે અંગે કંપની તરફથી હજુ કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ કંપનીએ એટલી ચોક્કસ સ્પષ્ટતા કરી છે કે રતન ટાટાના ઉત્તરાધિકારીની પંસદગી માટે કંપનીમાં કામ કરી રહેલ લોકો સિવાય, દેશ-વિદેશમાં કામનો અનુભવ રાખનાર લોકોને લઇને વિચાર કરાશે.હજુ તો તાજેતરમાં જ ટાટા કંપનીમાં રતન ટાટાના સંબંધી નોઅલ ટાટાનો હોદ્દો વધારી દેવામાં આવ્યો છે. અને સાથો સાથ તેમણે ટાટા ગ્રૂપના આંતરરાષ્ટ્રીય વેપારની કમાન પણ સોંપવામાં આવી છે. ત્યારબાદથી જ અટકળો શરૂ થઇ ગઇ છે કે નોઅલ જ રતન ટાટા કંપનીની કમાન સંભાળશે. ઉલ્લેખનીય છે કે 2012માં રતન ટાટાની ઉંમર 2012માં 75 વર્ષ થઇ જશે અને ટાટા ગ્રૂપના નિયમો પ્રમાણે ચેરમેન માટે રિટાયરમેન્ટ આ ઉંમર છે.

મોંઘવારી : દળી દળીને ઢાંકણીમાં

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

મોંઘવારી : દળી દળીને ઢાંકણીમાં

દળી દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું તેમણે. જે મોંઘવારીના મુદ્દે સંસદ આઠ દિવસ સુધી ઠપ રહી, જનતાના કરવેરાના લાખો રૂપિયાનું આંધણ કર્યું તેની ચર્ચા વાંઝણી રહી. માત્ર એક લીટીનો ઠરાવ પસાર કરીને જનતાને ઉલ્લુ બનાવવામાં આવી. સંસદના ચોમાસુ સત્રની શરૂઆતમાં ધાંધલ કરવામાં શૂરવીરતા દેખાડનાર વિપક્ષ છેલ્લે પાણીમાં બેસી ગયો.સરકારની સાથે તેમણે ગુપસુપ કુલડીમાં ગોળી ભાંગી લીધો, પ્રજા ભલે રાતા પાણીએ રડ્યા કરે. સંસદમાં ચર્ચા થઈ તેનાથી નાગરિકોને શું ફાયદો થયો? એક કોડીનો પણ ફાયદો નહીં. ઊલટું, નાણાંનો વ્યય થયો. વિરોધ પક્ષોના નેતાઓનાં ભાષણો સાંભળવા પડ્યાં. મોંઘવારીમાં તો ઘટાડો ન જ નોંધાયો, સરકારે આશ્વાસન પણ ન આપ્યું. સંસદની ચર્ચાએ એવું સાબિત કરી આપ્યું કે, મોંઘવારી તો ભારત માટે જરૂરી છે.પેટ્રોલિયમ પેદાશોનો ભાવવધારો દેશ માટે કઈ રીતે જરૂરી હતો તે પ્રણવ મુખરજીએ સમજાવ્યું અને, વિપક્ષે તે માની પણ લીધું. મોંઘવારીના વિરોધમાં કૂદી કૂદીને નિવેદનો આપતા વિરોધપક્ષોએ પોતાના રાજકીય લાભ માટે કાંડાં કાપી આપ્યાં જનતાનાં.ભારત દેશમાં ૪૦ કરોડ ગરીબો છે એવું ખુદ નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું. મુખરજીની નિખાલસતા તો જુઓ તેમણે ગૃહમાં એવું કબૂલ્યું પણ ખરું કે સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા નિષ્ફળ નીવડી છે. વેરી ગુડ. આ વ્યવસ્થા સુધારવાની જવાબદારી શું પાકિસ્તાનની છે? અમેરિકાની છે? જનતાની છે? કે પછી સરકારની છે? જો સરકારની હોય અને, સરકારના નાણામંત્રી તે જાણતા હોય તો સુધારાતી કેમ નથી? ભ્રષ્ટાચારની આવક બંધ થઈ જાય તે માટે?


દુનિયાનું સૌથી મોંઘુ 'ફાઇવ સ્ટાર' સ્ટેડિયમ

જો તમે વિચારી રહ્યા હો કે કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર થઇ રહેલા દિલ્હીમાં બનનાર સ્ટેડિયમ બહુ મોંઘું છે તો તમારી આ વાત ખોટી છે. દુનિયાનું સૌથી મોઘું સ્ટેડિયમ ઇંગ્લેન્ડના વેમ્બલીમાં છે. તે 1.97 અરબ ડોલર એટલે કે 9,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે.આ ફૂટબોલ સ્ટેડિયમને લગભગ છ વર્ષમાં તૈયાર કરાયું હતું. તેને બનાવવામાં એ જ મુશ્કેલીઓ આવી હતી, જે દિલ્હીમાં આવી રહી છે. આ સ્ટેડિયમનો એક હિસ્સો પણ તૂટીને નીચે પડી ગયો હતો.પરંતુ આ સ્ટેડિયમ પોતાનામાં જ એક અજુબા છે. તેમાં ખાણીપીણીના 688 કિયોસ્ક, 20 લિફ્ટ, 30 અસ્કેલેટર, 7 એટીએમ છે. 90,000 લોકો માટે બનેલ આ સ્ટેડિયમમાં 2618 ટોયલેટ છે. તેમાં તે તમામ પ્રકારની સુવિધાઓ છે જે એક આધુનિક સ્ટેડિમમાં હોવી જોઇએ. આથી તેને ફાઇવ સ્ટાર સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે. આ સ્ટેડિયમમાં 2012 લંડન ઓલ્મપિકના ફૂટબોલની ફાઇનલ મેચ માટે ખોલાશે.


પાણીમાં રણબિર-પ્રિયંકાનો હોટ રોમાન્સ

રણબિર કપૂર અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ અન્જાના અન્જાનીનું શુટિંગ પૂર્ણ થઈ ગયુ છે. આ ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલાએ કહ્યું હતું કે, આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. આ ફિલ્મના દિગ્દર્શક સિદ્ઘાર્થ આનંદ છે. આ ફિલ્મના પ્રોમો 6 ઓગસ્ટના રોજ રીલિઝ થવાના છે.આ ફિલ્મમાં પ્રિયંકા સાનફ્રાન્સિસ્કોમાં રહેતી હોય છે, જ્યારે રણબિર ન્યૂ યોર્કમાં રહેતો હોય છે. તેઓ ન્યૂ યોર્ક શહેરમાં મળે છે.આ ફિલ્મનું શુટિંગ અમેરિકામાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, લાસ વેગાસ અને સાન ફ્રાન્સિસ્કો જેવા શહેરો દર્શાવવામાં આવ્યા છે.સાજીદે કહ્યું હતું કે, પ્રિયંકા અને રણબિર પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શુટિંગ 18-18 કલાક સુધી કરવામાં આવતું હતું.સિદ્ધાર્થે કહ્યું હતું કે, આ ફિલ્મમાં અજાણ્યા લોકો મળે છે અને તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા સિદ્ઘાર્થની પત્ની મમતાએ લખી છે. આ ફિલ્મની કેટલીક તસવીરો લીક થઈ છે.


નાણામંત્રીને જ ફોન આવ્યો : ‘હોમલોન લઈ લો’

રોજ હોમલોન આપવા માટે ચારથી પાંચ ફોન આવતા હોવાની પ્રણવ મુખરજીની કબૂલાત,મુકેશ અંબાણીને પણ હોમલોન લેવા માટે ફોન આવ્યો હતો ‘ડૂ નોટ કોલ’ નોંધાવ્યા પછી પણ સાંસદોને આવા ફોન આવે છેજો તમને વારંવાર સમય કસમયે લોન આપનારી કંપનીઓના ફોન આવતા હોય તો હવે હેરાન થવાની જરૂર નથી. કેમ કે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ખુદ નાણામંત્રી પ્રણવ મુખરજીને પણ આવા ફોન આવે છે.મોંઘવારી મુદ્દે સતત સંસદ ઠપ રહેતા તેના ઉકેલ માટે સોમવારે પ્રણવ મુખરજી લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભાના વિપક્ષી નેતા અરુણ જેટલી સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે લોન લેવા માટે આવો એક ફોન આવ્યો હતો. તે સમયે ફોન પ્રણવના સહાયક પાસે હતા.કોઇ મહત્વનો ફોન આવ્યો હશે તેમ સમજીને પ્રણવ મુખરજીએ ફોન લીધો હતો. બેઠકમાં હાજર તમામ લોકોએ પ્રણવને ગુસ્સામાં ના, ના, અત્યારે નહીં, તેવું કહેતા સાંભળ્યા હતા. તેમની નારાજગીનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે કોઇ ફાયનાન્સ કંપની મને હોમલોન આપવા માગે છે. તેમણે એમ જણાવ્યું હતું કે રોજ આવા ચાર-પાંચ ફોન આવે છે.કેટલાક મહિના પહેલાં આવો જ એક ફોન દેશના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ આવ્યો હતો. કોઇ સેલ્સમેન તેમને પણ હોમલોન આપવા માગતો હતો. કેટલાક સાંસદોએ ફરિયાદ કરી હતી કે ‘ડૂ નોટ કોલ’ નોંધાવ્યા પછી પણ તેમને આવા ફોન આવે છે.


સૌરાષ્ટ્રમાં સરેરાશ ૨૯ ઈંચ

સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી ઉપર છેલ્લા ૧૫ દિવસથી વરસતા મેઘરાજાએ કાઠિયાવાડમાં વિરામ લીધો છે. કચ્છના અમુક વિસ્તારોમાં ૪થી ઓગસ્ટે પણ વરસાદ ચાલુ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સરેરાશ ૨૯ ઈંચ વરસાદ પડી ગયો છે.સૌથી વધુ જામનગર જિલ્લાના ખંભાળિયા શહેરમાં છાંસઠ ઈંચ જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છના લખપતમાં ૧૦ ઈંચ થયો છે. જ્યારે જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૪૨ ઈંચ પાણી પડ્યું હતું. જ્યારે સૌથી ઓછો ભાવનગર જિલ્લામાં સરેરાશ ૧૫ ઈંચ વરસાદ પડ્યો છે. હજુ અષાઢ મહિના આડે પાંચ દિવસ બાકી છે. અને વધુ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે ઉપરોકત આંકડામાં વધારો પણ થઈ શકે તેમ છે. જિલ્લાવાઈઝ જોઈએ તો રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં સાડા પાંત્રીસ ઈંચ થયો છે. જ્યારે સૌથી ઓછો જસદણ પંથકમાં ૧૨ ઈંચ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ ૨૬ ઈંચ પાણી ૪ ઓગસ્ટ સુધીમાં પડી ગયું હતું.


મોરબી : મચ્છુ-૨ ઓવરફ્લો

મોરબી પંથક માટે જીવાદોરી અને એકમાત્ર જળસ્ત્રોત એવા મચ્છુ-૨ ડેમ બુધવારે બપોરે ૧ વાગ્યે ઓવરફ્લો થતાં મોરબીવાસીઓમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. જ્યારે, ઉપરથી હજુ પાણીની આવક ચાલુ રહેતા ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. જ્યારે, બે વર્ષ બાદ મચ્છુ-૨ છલોછલ ભરાતા ડેમનો અદ્દભુત નજારો જોવા ડેમ પર માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું.મહાકાય મચ્છુ-૨ ડેમની જળ સપાટી મંગળવારે રાત્રિના ૩૦ ફૂટે પહોંચ્યા બાદ સતત ધીમી આવકના પગલે કુલ ૩૩ ફૂટની સપાટી ધરાવતો ડેમ બુધવારે બપોરે ૧:૦૦ વાગ્યે ઓવરફ્લો થયો હતો. ૧૯૭૯માં મચ્છુ-૨ ડેમ તૂટતા આવેલી ભયંકર જળ હોનારતની ઘટના બાદ નવો બનેલો ડેમ ૧૧મી વખત ઓવરફ્લો થતાં લોકોના હૈયે હરખની હેલી વ્યાપી ગઇ હતી.ડેમમાં સંગ્રહાયેલા ૩૧૦૪ એમ.સી.એફ.ટી. પાણીના જથ્થાથી મોરબી પંથકની આખા વર્ષની પીવાની તથા સિંચાઇના પાણીની સમસ્યાનો હલ થઇ ગયો છે. ૧૯૭૯માં મચ્છુ-૨ ડેમ તૂટયા બાદ ૧૯૮૨માં તેને ફરીથી બાંધવાની કામગીરી શરૂ કરાઇ હતી. જે ૧૯૮૭માં પૂરી થઇ હતી. ડેમના ૧૮ દરવાજા ઉપરાંત બીજા ૨૦ દરવાજા સાથે કુલ ૩૮ દરવાજાનો મહાકાય ડેમ બનાવાયો હતો.


ગાંધીધામ આર્મી કેમ્પમાં પ્રકાશ-ધુમાડાથી ચકચાર

ગાંધીધામની ભાગોળે ગળપાદર ગામની સીમમાં આવેલા આર્મી કેમ્પમાં રાત્રે દેખાતા રહસ્યમય પ્રકાશ અને ધુમાડાથી લોકોમાં ભારે કુતૂહલ સાથે ચર્ચા જાગી હતી.મળતી વિગતો મુજબ આર્મી કેમ્પમાં રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ લોકોએ પ્રકાશ નિહાળ્યો હતો. ધીમી ધીમે વધી ગયેલા પ્રકાશ પછી ધુમાડા પણ જોવા મળ્યા હતા. જેને પગલે લોકોમાં ભારે કુતૂહલ પેદા થયું હતું. આ પછી અચાનક જ કેમ્પની અંદર અંધારું છવાઇ ગયું હતું અને કેટલાક જવાનો દોડધામ કરતા હોવાનું જોવા મળ્યું હતું.નજરે નિહાળનારા લોકોએ કહ્યું હતું કે, પ્રકાશ એટલો તિવ્ર હતો કે, દૂર નજરે પડતો હતો. ભારતનગરના રહેવાસીઓએ પણ આ પ્રકાશ નિહાળ્યો હતો અને આર્મી કેમ્પમાં અજુગતું બન્યાનો અંદાજ લગાવ્યો હતો. આ અંગે આર્મી કેમ્પના કેમાંડીંગ આફિસર અજય સોનીનો સંપર્ક સાંધતાં તેમણે જણાવ્યું હતું કે, કેમ્પની ઉપરથી પસાર થતો સિવિલ એરિયાનો જીવતો વીજ વાયર શોર્ટ સર્કિટ સાથે તૂટી પડવાના કારણે આ ઘટના બની હતી. અન્ય ઘટના ન બને તે માટે કેમ્પમાં તમામ લાઇટોે બંધ કરી દેવામાં આવી હતી.આ પછી જવાનોએ વીજ પુરવઠો યથાવત કરવાનો પ્રયાસ આદર્યો હતો. દરમિયાન નજરે જોનારા નાગરિકોએ કહ્યું હતું કે, આર્મી કેમ્પમાંથી નિકળેલો પ્રકાશ છેક રેલવે કોલોની સુધી દેખાયો તે માત્ર શોર્ટ સર્કિટને કારણે હોઇ શકે નહીં. સાથે મોટી માત્રમાં ધૂમાડો પણ હતો. જેથી શોર્ટ સર્કિટથી અન્ય કોઇ ઘટના બની હોય તેવી શક્યતાઓ વધુ છે. અલબત આર્મી કેમ્પના અન્ય એક અધિકારીનો સંપર્ક સાંધતા તેમણે એમ કહ્યું હતું કે, કેમ્પની અંદર ફાયર પ્રેક્ટિસ ચાલતી રહે છે. તેનો જ એક આ ભાગ હતો.


આણંદ-નડિયાદમાં મેહુલિયો ઓળઘોળ

આણંદ શહેરમાં મંગળવારની સાંજથી પવન ફૂંકાવા સાથે વરસેલા જોરદાર વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું છે. સતત બીજા દિવસે પણ ચાલુ રહેલાં વરસાદથી ગોયા તળાવ અને મોટું તળાવ છલકાઇને એકાકાર થઈ ગયા હતા. જ્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બુધવારે સવારથી જ જોરદાર વરસાદ પડતાં શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા હતા.આણંદ શહેરમાં ચોવીસ કલાકમાં સરેરાશ બેથી અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. એમાંય મંગળવારની રાત્રિના અને બુધવારની સવારે જોરદાર વરસાદ પડ્યાં બાદ દિવસ દરમિયાન એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. દર ત્રણથી ચાર કલાકે વરસાદનું એક જોરદાર ઝાપટુ પડવાનો દૌર યથાવત રહ્યો હતો. શહેરનો ઈસ્માઈલનગર વિસ્તાર દર વર્ષની જેમ ચાલુ વર્ષે બેટમાં ફેવાઈ ગયો હતો. ઠેર-ઠેર એકથી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા હોવાથી વાહનચાલકો પણ મૂશ્કેલીમાં મુકાઈ ગયા હતા.વરસાદ સતત ચાલુ રહેવાથી શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. બજારોમાં પણ ગ્રાહકોના અભાવે વેપારીઓને ફરજિયાત આરામ કરવો પડયો હતો. સાંજના સાડા પાંચ કલાકે વરસાદ બંધ રહેતાં લોકો રોજિંદા કામ પતાવવા બહાર નીકળી શક્યા હતા.જોકે, પવન ફૂંકાવા સાથેના વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.


પાણીમાં તરબોળ મહેસાણા તંત્રના ચોપડે કોરું.

શહેરના સોસાયટી વિસ્તારોમાં પાણી જ પાણી પણ કંટ્રોલરૂમમાં માત્ર ૨૪ મિમી વરસાદ નોંધાયો!મહેસાણામાં મંગળવાર રાત્રે શરૂ થયેલો વરસાદ બુધવાર સવાર સુધી સતત એકધારો વરસતાં શહેરના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. પણ નવાઇની વાત તો એ રહી છે કે,જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના રેકર્ડ પર તો મહેસાણાનો વરસાદ માંડ ૨૪ મિમી નોંધાયો છે. હવે એક તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી જ પાણી હતાં તો તંત્રના ચોપડે તો મહેસાણા કોરું જ રહ્યું છે. સાચું કોણ?, તંત્રના આંકડા કે શહેરમાં ભરાયેલાં પાણી?મહેસાણા કંટ્રોલ રૂમ દ્વારા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલની છત પર વરસાદ માપક યંત્ર મુકવામાં આવ્યું છે. જ્યાં નોંધવામાં આંકડા મહેસાણા તાલુકાના વરસાદ તરીકે ગણવામાં આવે છે. મહેસાણાના અન્ય વિસ્તારમાં વરસાદ પડે અને સિવિલ પર ના પડે તો સરકારી ચોપડા કોરાધાકોર રહે છે.

કાજોલનો 36મો જન્મ દિવસ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


કાજોલનો 36મો જન્મ દિવસ

કાજોલનો જન્મ મુંબઈમાં પાંચ ઓગસ્ટ 1975ના રોજ થયો હતો. કાજોલની માતા તનુજા વીતેલા દાયકાની સારી અભિનેત્રી છે. તો તેની માસી નૂતન પણ એક ખ્યાતનામ અભિનેત્રી હતી. કાજોલના પિતા સ્વ શોમુ મુખર્જી ફિલ્મ નિર્માતા હતા.કાજોલનો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલો છે. કાજોલે પંચગીનીની સેન્ટ જોસેફ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરે કાજોલે પોતાની પહેલી ફિલ્મ બેખૂબદી કરી હતી. જો કે આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. તેમ છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ કાજોલના અભિનયની નોંધ લીધી હતી.1993માં કાજોલની બીજી ફિલ્મ બાઝીગર આવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન હતો. આ ફિલ્મ સુપર હિટ રહી હતી. કાજોલ અને શાહરૂખની જોડી ઘણી જ લોકપ્રિય થઈ હતી અને ત્યારબાદ આ જોડીએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.


અમદાવાદમાં ધોધમાર વરસાદ

મેધરાજાએ રાત્રિના સમયે થોડા વિરામ બાદ સવારથીજ તોફાની ઇનીંગ શરૂ કરી દીધી હતી. આજે સવારથીજ ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાઇ ગયા હતા. કચ્છ-ઉ.ગુજરાતમાં વરસાદથી ૧૨નાં મોત.છેલ્લા ચારે દિવસથી મેધરાજાની અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય પર મ્હેર થઇ રહી છે અને રોજ ધોધમાર વરસાદ વરસતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ફરીયાદો શરૂ થઇ ગઇ છે.અમદાવાદ શહેરમાં તો અતશિય વરસાદથી ઘણા બધા વિસ્તરો પાણીમાં એવી રીતે ગરકાવ થઇ ગયા છે કે જાણે નદી શહેરમાંથી વહેવાનું શરૂ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ચારેક દિવસથી સતત વરસી રહેલો વરસાદ આજે પણ નહિ અટકતાં શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં તો ઘણા પરિવરાના ઘરમાં પાણી ભરાઇ ગયા હોવાનું પણ નોંધાયું છે.


શાહના રિમાન્ડ માટે CBIએ હાઇકોર્ટમાં રિવિઝન કરી

સોહરાબુદ્દિન કેસમાં અમિત શાહની રિમાન્ડ અરજી સ્પેશીયલ સીબીઆઇ મેજીસ્ટ્રેટે ફગાવી દેતાં સીબીઆઇએ તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી છે. સીબીઆઇએ રીમાન્ડ માટે દર્શાવેલા કારણો અપુરતા હોવાની તથા તેમણે સીલબંધ કવરમાં આપેલી હકીકતો અમીત શાહને આરોપી માનવા પુરતી પણ દમદાર નહી હોવાની નોંધ સાથે ગઇકાલે સ્પેશીયલ સીબીઆઇ મેજીસ્ટ્રેટે અમીત શાહને રિમાન્ડ પર મેળવવાની સીબીઆઇની અરજી ફગાવી દીધી હતી.દેશભરમાં ચર્ચાનો મદ્દે બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા અમિત શાહની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટની પરવાનગી લઇ સીબીઆઇ દ્વારા તેમની ઓન કેમેરા પુછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેમાં શાહે પુરો સહકાર નહિ આપ્યો હોવાની સીબીઆઇના અધિકારીઓની ફરીયાદ હતી.ત્યાર બાદ સીબીઆઇએ અમિત શાહની વધુ પુછપરછ કરવા માટે રિમાન્ડ માંગ્યા હતા પરંતુ મીરઝાપુર સ્થીત સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે દ્વારા તે રીમાન્ડ અરજી ફગાવી દેવામાં આવતાં આજે સીબીઆઇ અમીત શાહના રિમાન્ડ માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.નોંધનિય છે કે સોહરાબુદ્દીનકાંડ-કૌસરબીની હત્યામાં સીબીઆઇએ રજુ કરેલી ૩૦ હજાર પાનાંની ચાર્જશીટમાં ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને બેવડી હત્યાના મુખ્ય આરોપીઓમાંના એક દર્શાવાતાં ખળભળાટ મચી ગયો હતો.


ઘાત ટળી...શરદ યાદવ બચ્યા

એનડીએના સંયોજક અને જેડીયુના અધ્યક્ષ શરદ યાદવના હેલિકોપ્ટરનું આપાતકાલિન ઉતરાણ કરવાની ફરજ પડી હતી. ટેક્નિકલ ખામીના કારણે આમ કરવાની ફરજ પડી હતી.પટના એરપોર્ટ પરથી આ હેલિકોપ્ટર રવાના થયું ત્યારે તેમાં શરદ યાદવ ઉપરાંત રાજ્ય સરકારના એક પ્રધાન અને બીજા કેટલાક સરકારી અધિકારીઓ પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. ઉડ્ડાણની થોડી મિનિટોમાં જ હેલિકોપ્ટરને લેન્ડ કરવાની ફરજ પડી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.શરદ યાદવ પટનાથી મધેપુરા જઇ રહ્યાં હતા.જ્યાં તેઓ કાર્યકર્તાઓના સંમેલનમાં ભાગ લેવાના હતા. જોકે., ચાંગેર ખાતે તૂર્તજ શરદ યાદવ સહિતના મુસાફરોને અન્ય એક હેલિકોપ્ટરમાં રવાના કરવામાં આવ્યા છે. હાલ આ હેલિકોપ્ટરની તપાસ ચાલી રહી છે.


કલમાડીના સાથી દરબારીની હકાલપટ્ટી થાય તેવી શક્યતા

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (આઈઓએ) પેનલ કે જે કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અને નાણાંકિય ગોટાળાઓની તપાસ કરી રહી છે તે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના જોઈન્ટ ડિરેક્ટર ટીએસ દરબારીને તેમનું પદ છોડવાનું કહી શકે છે.ત્રણ સભ્યોની બનેલી પેનલ નાણાંકિય વ્યવહારોમાં થયેલા ગોટાળાઓની તપાસ કરી રહી છે. જેમાં લંડનમાં ક્વીન્સ બેટન રીલેમાં ખાસ સેવાઓ આપનારી યુકેની એએમ ફિલ્મ્સ સામે આરોપો લાગે છે.એક ખાનગી સમાચાર ચેનલના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે બોર્ડની મળનારી ખાસ બેઠકમાં દરબારીને તેમનું પદ છોડી દેવાનું કહેવામાં આવી શકે છે. દરબારી આઈઓએના પ્રમુખ અને આયોજન સમિતિના ચેરમેન સુરેશ કલમાડીના નજીકના વ્યક્તિઓમાંના એક છે.હજી કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં ચાલી રહેલા ભ્રષ્ટ્રાચારની તાપસ કરી રહેલી ત્રણ સભ્યોની સમિતિનો અહેવાલ આવવાનો બાકી છે. આ સમિતિ સુરેશ કલમાડીએ બનાવી હતી જેને તેમના કેટલાક નજીકના વ્યક્તિઓ સામે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જો કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આમાં ટીએસ દરબારી અને સંજય મહિન્દ્રુ સામે જ કાર્યવાહી કરવામાં આવશે કે પછી અન્ય મોટા માથાઓના નામ પણ સામે આવશે.


વરસાદે બોપલના રોડ ધોઇ નાંખ્યા

શહેરના સૌથી ઝડપથી વિકસી રહેલા અને અતિ પોશ ગણાતા બોપલ વિસ્તારમાં સુવિધા અને સગવડના નામે મીંડું હવાની વારંવાર ફરીયાદો ઉઠ્યા બાદ ઔડા દ્વારા આ પોશ વિસ્તારમાં હજુ બે એક મહિના અગાઉજ ડિમોલીશનન કરી નવા રોડ બનાવવામાં આવ્યા હતા જે રોડ ટકાઉ હોવાની જાહારાતો પણ કરવામાં આવી હતી પરંતુ વરસાદે આ ટકાઉ રોડની પોલ ખોલી દીધી હતી.છેલ્લા ચારેક દિવસથી સતત વરસતા વરસાદને લીધે બોલમાં તાજેતરમાજ બનાવવામાં આવેલા આ ટકાઉ રોડ ઠેર ઠેર તૂટી ગયા છે. રોડ પર ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઠેર ઠેર રોડ તુટતાં પડેલા ખાડામાં પાણી ભરાઇ જતાં રાત્રિન સુમારે કે અજાણ્યા લોકો માટે આ રોડ પરથી વાહન ચલાવવું જોખમી બની રહ્યું છે.


આખરે દેશમાં બ્લેકબેરીની ઘંટડી બંધ થશે

જો તમે બ્લેકબેરી ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે ખતરાની ઘંટડી વાગી ગઇ છે. જી હા, બ્લેકબેરી ફોનને બનાવનાર કેનેડાની કંપની રિસર્ચ ઇન મોશન એટલે કે રિમના અડિયલ વર્તનના લીધે સરકાર દેશમાં પણ બ્લેકબેરીની સર્વિસ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સિલસિલામાં બ્લેકબેરી સર્વિસ આપનાર મોબાઇલ ઓપરેટરોને સરકારે નોટિસ મોકલી દીધી છે.ગૃહ મંત્રાલયે કહ્યું કે બ્લેકબેરી બનાવનાર કંપની રિમ ભલે સરકાર પ્રતિ જવાબદાર ન હોય, પરંતુ બ્લેકબેરીની સર્વિસ આપનાર મોબાઇલ ઓપટેરટો પર આ વાતની પૂરેપૂરી જવાબદારી છે કે તેઓ સુરક્ષા એજન્સીઓને દેશની સુરક્ષા સાથે જોડાયેલ તમામ ડેટા ઉપલબ્ધ કરાવે. આથી જ હવે સરકારે બ્લેકબેરીની જગ્યાએ તેની સર્વિસ આપનાર ટેલિકોમ કંપનીઓને જ કહેવાનું શરૂ કરી દીધું છે.તમને બતાવી દઇએ કે સરકારે બ્લેકબેરી દ્વારા વોઇસ કોલ અથવા તો પછી ઇમેલ કરવા પર કોઇ મુશ્કેલી નથી. પરંતુ બ્લેકબેરી ફોનથી ચેટ, વીડિયો કોલ, મેસેન્જર અને પુશ મેલ જેવી સર્વિસીસને લઇને સરકારને મુશ્કેલી છે. ઉલ્લેખનીય છે કે બ્લેકબેરી તેને ઇંક્રિપ્ટેડ કોડમાં મોકલવામાં આવે છે જેથી કરીને ડિકોડ કરવું સુરક્ષા એજન્સીઓ માટે શક્ય નથી. સરકાર રિમ પાસે આનું એક્સીસ માંગી રહી છે, જે આપવા માટે તે તૈયાર નથી. રિમ ડિકોડ એક્સીસ આપવા તૈયાર નથી તે જોતા ચોક્કસ બ્લેકબેરી સેવા બંધ થઇ જશે તેવું લાગી રહ્યું છે.


શિકાગોમાં વિમાનમાં આગ, 188 યાત્રીઓ સુરક્ષિત

અમેરિકાના શિકાગો શહેરના વિમાન મથકે આગ લાગવાથી વિમાનમાં સવાર તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર નિકાળી દેવામાં આવ્યાં હતાં.સ્થાનિક માધ્યમોના જણાવ્યાં અનુસાર યુનાઇટેડ એરલાઇન્સના વિમાન નં-949માં મુસાફરી કરી રહેલા તમામ 188 મુસાફરો સુરક્ષિત રીતે બચી ગયા હતા. વિમાનના આગળના ભાગમાં આગ લાગી હતી. વિમાનમાં ચાલક દળના 11 સદસ્યો પણ સવાર હતા. લંડનથી આવેલા વિમાનમાં ઉતરતી વખતે આ ઘટના બની હતી.એરલાઇન્સના પ્રવક્તા માઇક ટ્રેવિનોએ જણાવ્યું છે કે કેટલાક મુસાફરોને સામાન્ય ઇજા થઇ છે, જેમની સારવાર કરવામાં આવી રહિ છે.


રિલાયન્સ શેલગેસ કંપનીમાં હિસ્સો ખરીદશે

મુકેશ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકામાં વધુ એક શેલ ગેસ ક્ષેત્રની કંપનીનો હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.તેમાં અમેરિકાની કંપની કેરિઝો ઓઇલ એન્ડ ગેસ ઇન્કનો પણ હિસ્સો છે. અત્યારે આ શેલ ગેસ ક્ષેત્રમાં કેરિઝો અને અવિસ્તા કેપિટલ પાર્ટનર્સની સહયોગી કંપની એસીપી-2 માર્શલ એલએલસીનો 50:50 હિસ્સો છે. આ સોદા અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ શેલ ગેસ ક્ષેત્રમાં અવિસ્તા કેપિટલનો પૂરેપૂરો 50 ટકા હિસ્સો અને કેરિઝોના 50 ટકા હિસ્સામાંથી 10 ટકા હિસ્સો ખરીદી રહી છે. આમ આ રીતે સોદા બાદ સંયુક્ત ઉપક્રમમાં રિલાયન્સનો 60 ટકા અને કેરિઝોનો 40 ટકા હિસ્સો હશે.


રિલાયન્સ શેલગેસ કંપનીમાં હિસ્સો ખરીદશે

મુકેશ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકામાં વધુ એક શેલ ગેસ ક્ષેત્રની કંપનીનો હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.તેમાં અમેરિકાની કંપની કેરિઝો ઓઇલ એન્ડ ગેસ ઇન્કનો પણ હિસ્સો છે. અત્યારે આ શેલ ગેસ ક્ષેત્રમાં કેરિઝો અને અવિસ્તા કેપિટલ પાર્ટનર્સની સહયોગી કંપની એસીપી-2 માર્શલ એલએલસીનો 50:50 હિસ્સો છે. આ સોદા અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ શેલ ગેસ ક્ષેત્રમાં અવિસ્તા કેપિટલનો પૂરેપૂરો 50 ટકા હિસ્સો અને કેરિઝોના 50 ટકા હિસ્સામાંથી 10 ટકા હિસ્સો ખરીદી રહી છે. આમ આ રીતે સોદા બાદ સંયુક્ત ઉપક્રમમાં રિલાયન્સનો 60 ટકા અને કેરિઝોનો 40 ટકા હિસ્સો હશે.


સચિન-વીરૂ બાદ લક્ષ્મણ-રૈનાએ બાજી સંભાળી

ત્રીજા દિવસે પ્રારંભીક ઝટકા બાદ ભારતે અત્યાર સુધીમાં 4 વિકેટના નુકસાને 283 રન બનાવી લીધા છે. વીરેન્દ્ર સેહવાગે તેની આક્રમક શૈલીથી બેટિંગ કરતાં ભારતે પી સારા ઓવલ ખાતે રમાઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શ્રીલંકા સામે વળતો પ્રહાર કર્યો હતો અને બે દિવસની રમત બાદ મેચ બેલેન્સ રાખવામાં સફળતા મેળવી હતી. હાલમાં લક્ષ્મણ 42 અને સુરેશ રૈના 39 રને રમતમાં છે.બીજા દિવસે શાનદાર બેટિંગ કરીને ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પરંતુ ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતને સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગના રૂપમાં બે મોટા ફટકા પડ્યા હતા. જો કે સેહવાગ આઉટ થયો તે પહેલા તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 21મી સદી પૂરી કરી લીધી હતી. સેહવાગે 105 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા.


“ટેસ્ટ ક્રિકેટ હવે જૂની વાત થઈ ગઈ છે”

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે બુધવારના રોજ ટેસ્ટ ક્રિકેટની આકરી ટીકા કરી હતી. માંજરેકરે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ હવે જૂનું થઈ ગયું છે અને હવે ટી20 ક્રિકેટને વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે.માંજરેકરે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટનું ફોર્મેટ હવે જૂનું થઈ ગયું છે. આપણે વાસ્તવવાદી બનવું જોઈએ અને ટી20 ફોર્મેટને હળવાશથી લેવાનું બંધ કરી દેવું જોઈએ.ભારતના ભૂતપૂર્વ બેટ્સમેને કહ્યું હતું ટી20 ફોર્મેટ યુવા ખેલાડીઓ માટે ઉત્કૃષ્ટ મંચ છે અને તેને વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે.વર્ષ 1987 થી 1997 દરમિયાન ભારત માટે 37 ટેસ્ટ રમી ચૂકેલા માંજરેકરે ઉમેર્યુ હતું કે આ નિર્ણય દર્શકોએ કરવો જોઈએ કે જો તમે ભારત-શ્રીલંકા ટેસ્ટ કરતા ટી20 મેચ જોવાનું વધારે પસંદ કરો છો તો પછી આઈપીએલની વધારે મેચ યોજાવી જોઈએ કેમ કે આપણે ફક્ત માર્કેટને પ્રતિક્રિયા આપી રહ્યા છીએ.


ગાવસ્કર-સેહવાગ : શ્રેષ્ઠ ઓપનિંગ જોડી

લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર અને આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની જોડીનો સમન્વય સાંભળવામાં કદાચ અસંભવ લાગે પરંતુ હકીકત એ છે કે ભારતની સર્વકાલીન મહાન ઇલેવનમાં આ બંને સિવાયની ઓપનિંગ જોડી શક્ય લાગતી નથી.ક્રિકેટની વેબસાઇટ ક્રિકઇન્ફોએ ભારતની સર્વશ્રેષ્ઠ ઇલેવન પસંદ કરવાની કામગીરી હાથ ધરી છે અને તેમાં શરૂઆત ઓપનર્સથી કરવામાં આવી છે. ઓપનિંગ જોડી માટે ચાર નામ આગળ આવ્યાં છે અને તેમાં ગાવસ્કર અને સેહવાગ ઉપરાંત વિજય મર્ચન્ટ અને નવજોતસિંઘ સિધુનું નામ પણ સામેલ છે.આ ચારમાંથી બે ખેલાડીની ઓપનર તરીકે પસંદગી કરાશે, જેમાં સેહવાગ અને ગાવસ્કરની પસંદગી લગભગ નિશ્વિત છે. વેબસાઈટે ઓપનર્સ પછી મિડલ ઓર્ડર બેટ્સમેન, વિકેટકીપર, ઓલરાઉન્ડર, ઝડપી બોલર અને સ્પિનરની પસંદગી કરવાની છે અને આ માટે એક પસંદગી સમિતિની પણ રચના કરી છે.સુનિલ ગાવસ્કર માત્ર ભારત જ નહીં પણ વિશ્વની ઇલેવનમાં પણ સ્થાન મેળવવા માટે સક્ષમ છે. હેલ્મેટ પહેર્યા વિના ગાવસ્કરે એ જમાનાના ખ્યાતનામ ઝડપી બોલરનો સામનો કર્યો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં દસ હજાર રન નોંધાવનારા પ્રથમ બેટ્સમેન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી.વીરેન્દ્ર સેહવાગ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. બુધવારે શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન કારકિર્દીના સાત હજાર રન પૂરા કરનારા સેહવાગે કારકિર્દીમાં બે વખત ત્રેવડી સદી નોંધાવી છે જે સિદ્ધિ તેના સિવાય માત્ર ડોન બ્રેડમેન અને બ્રાયન લારાના નામે જ છે.સેહવાગે આઈસીસી ટેસ્ટક્રમાંકમાં ભારતને મોખરે પહોંચાડવામાં પણ આગવી ભૂમિકા અદા કરેલી છે. સેહવાગ અત્યારે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી ચૂકયો છે અને બુધવારે ૯૭ રન નોંધાવી ૨૧મી સદીને આરે આવી ગયો છે.


એશિઝ જીતવા ઇંગ્લેન્ડ ફેવરિટ છે : સાયમન્ડ્સ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયુ સાયમન્ડ્સનું માનવું છે કે રિકી પોન્ટિંગની ટીમે વિશ્વક્રિકેટમાં અપરાજેય રહેવાનો યુગ ગુમાવી દીધો છે અને ફોર્મમાં રહેલી ઇંગ્લેન્ડની ટીમ આગામી એશિઝ શ્રેણી જીતવા માટે ફેવરિટ છે.સાયન્ડ્સે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કેટલાક બોલર્સ અનફિટ છે પરંતુ તેઓ શ્રેણી પહેલાં ફિટ થઇ જશે તેવી આશા છે. અન્ય સમર્થકોની જેમ હું પણ વ્યક્તિગત રીતે ઓસ્ટ્રેલિયા એશિઝ જીતે તેમ ઇચ્છું છું.


અરબપતિઓ અડધી સંપતિ દાનમાં આપશે

અમેરિકાના 38 અરબપતિઓએ કહ્યું છે કે તેઓ પોતાની સંપતિનો 50 ટકા હિસ્સો દાનમાં આપી દેશે. આ અભિયાન માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને વોરેન બફેટે શરૂ કર્યુ છે. આ અરબપતિઓમાં ન્યૂયોર્કના મેયર માઇકલ બ્લૂમબર્ગ, સિએનએનના સંસ્થાપક ટેડ ટર્નર અને અધિકારી બેરી ડિલરનો પણ સમાવેશ થાય છે.‘ધ ગિવિંગ પ્લેઝ’ નામના આ અભિયાનમાં તે તમામ પરિવાર અને વ્યક્તિઓના નામ છે, જેમણે આ યોજના પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે. તેમની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે આ નૈતિક વચનબદ્ધતા છે, નહિ કે કાનૂની અનુબંધ.આ અભિયાન જૂન મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અરબપતિઓને સમજાવવાની કોશિશ કરવામાં આવતી હતી કે તેઓ તેમની સંપતિનો 50 ટકા હિસ્સો દાન કરે. જો કે આ દાન તેમણે પોતાની હયાતીમાં કરવુ છે કે પોતાના મૃત્યું બાદ, તેની પસંદગીની તેમને છૂટ આપવામાં આવી હતી.જાણિતા રોકાણકાર અને બર્કશાયર હેથવેના મુખ્ય અધિકારી વોરેન બફેટે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કામની હજુ તો શરૂ થયુ છે, તેમ છતા તેના સારી પ્રતિક્રિયા મળી રહિ છે.ધ ગિવિંગ પ્લેઝ અભિયાનનું સંચાલન કરનારા વોરેન બફેટ, બિલ ગેટ્સ અને તેમની પત્નિ મલિંડાએ પાછલા બે વર્ષો દરમિયાન અમેરિકાના ઘણા અરબપતિઓને વાત કરી છે, જેથી આ અભિયાનને આગળ વધારી શકાય.s


એશને લઈને બિગ બીની રજનીકાંતને ચેતવણી

દક્ષિણનો સુપરસ્ટાર રજનીકાંત આજકાલ બોલિવૂડ બ્યુટી અને બચ્ચન બહુ ઐશ્વર્યા રાયથી ઘણો જ પ્રભાવિત થઈ ગયો છે. આ જ કારણોસર રજનીકાંત જ્યાં જાય ત્યાં ઐશ્વર્યા રાયના વખાણ કરતો નજરે આવે છે.રજનીકાંત અને ઐશ્વર્યા રાય તમિલ ફિલ્મ એન્ધીરયનમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ છે. મલેશિયામાં આ ફિલ્મનું મ્યૂઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રજનીકાંતે એશના ઘણાં વખાણ કર્યા હતા.રજનીકાંતે કહ્યું હતું કે, એશ આ સદીની સૌથી સુંદર મહિલા છે. તે જન્મથી જ પ્રતિભાશાળી છે. આટલું જ નહિ રજનીકાંતે કહ્યું હતું કે, અત્યાર સુધી એશ જેટલી ટેલેન્ટેડ અભિનેત્રી તેણે જોઈ નથી.


રતન ટાટા 2012માં રિટાયર થશે

ટાટા ગ્રૂપના ચેરમેનની તપાસ હવે વધુ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. તેના માટે ટાટા સન્સે પાંચ લોકોની એક કમીટિ બનાવી છે, તેમના પર રતન ટાટાના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની જવાબદારી છે. રતન ટાટાના ઉત્તરાધિકારીને બને તેટલા ઝડપથી શોધવાની કવાયદ એટલા માટે શરૂ થઇ ગઇ છે, કાણરણ કે હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે કંપનીના હાલના ચેરમેન રતન ટાટા ડિસેમ્બર, 2012માં રિટાયર થઇ જશે.કંપનીની તરફથી એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે ટાટા સન્સના બોર્ડે પાંચ સભ્યોની એક કમીટિ બનાવી છે. જે રતન એન ટાટા ના સાચા ઉત્તરાધિકારીની પસંદગીના મામલામાં આખરી નિર્ણય કરશે. આ કમીટિમાં ક્યાં લોકો સામેલ છે, તે અંગે કંપની તરફથી હજુ કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ કંપનીએ એટલી ચોક્કસ સ્પષ્ટતા કરી છે કે રતન ટાટાના ઉત્તરાધિકારીની પંસદગી માટે કંપનીમાં કામ કરી રહેલ લોકો સિવાય, દેશ-વિદેશમાં કામનો અનુભવ રાખનાર લોકોને લઇને વિચાર કરાશે.


સોહરાબુદ્દીન હરેન પંડ્યા હત્યાકાંડમાં સંડોવાયેલો હતો'

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સ્વ. હરેન પંડ્યાની હત્યામાં કુખ્યાત ગુનેગાર સોહરાબુદ્દીનની કોઇ ભૂમિકા હતીકે નહીં તે વિષય ચકચાર જગાવે તેમ છે. સીબીઆઇના એક સાહેદના કહેવા પ્રમાણે, ખુદ અભય ચૂડાસમાએ તેની સાથે આ અંગે વાત કરી હતી.સીબીઆઇની ચાર્જશીટમાં સાક્ષી તરીકે આઝમખાનનું નામ દર્શાવવામાં આવ્યું છે. જે ઉદયપુરનો રહેવાસી છે. આઝમ ખાનનો દાવો છેકે, ડીસીપી અભય ચૂડાસમાએ તેને કહ્યું હતુંકે, '' મેં સોહરાબુદ્દીન કા બહુત અચ્છા દોસ્ત થા. મૈને હી ઉસકો હરેન પંડ્યા મર્ડર કેસ મેં બચાયા થા. ''આઝમખાનના કહેવા પ્રમાણે ગતવર્ષે હિંમત નગરમાં તેની અભય ચૂડાસમા સાથે મુલાકાત થઇ હતી. અહેમદ જબ્બીર નામના શખ્સે આ મુલાકાત કરાવી હતી. ઉલ્લેખનીય છેકે, વર્ષ 2003માં હરેન પંડ્યા હત્યાકાંડની તપાસ થઇ હતી.જોગાનુજોગ, ડીઆઇજી ડી. જી. વણજારાએ શરૂઆતના તબક્કે આ હત્યાકાંડની તપાસ કરી હતી. જેઓ હાલ જેલની અંદર છે. તેઓ એ સમયે ક્રાઇમ બ્રાન્ચના વડા હતા. ત્યારબાદ સીબીઆઇ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં એવું બહાર આવ્યું હતુંકે. આ હત્યા વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા હુલ્લડોનો બદલો લેવાના ઇરાદાથી કરવામાં આવી હતી. જોકે. હરેન પંડ્યાના પિતાના કહેવા પ્રમાણે, આ રાજકીય હતા.


સરકારી કબજામાંથી મશીન લઇ નાસી છુટેલા શરણે

પાસાના પેપર તૈયાર થતાં ભૂમાફિયા ફફડી ગયા. દસેક કિમી નાસ્યા બાદ મશીન ખેતરમાં સંતાડી દીધું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના રેતી માફિયાઓનો ૨.૫૬ કરોડનો ટ્રક, મશીન સહિતનો મુદ્દામાલ રાજકોટ ડિવિઝન ખાણ ખનીજ ખાતાની ફલાઇંગ સ્કોવર્ડે કબજે કર્યા બાદ સરકારી કબજામાંથી ૮૦ લાખનું મશીન લઇ નાસી છુટેલા આરોપીઓ સામે ખાણ અને ખનીજ ખાતા દ્વારા પાસા લાગુ કરવા તજવીજ હાથ ધરાતા મશીન લઇ નાસી છુટેલા શખ્સોએ મશીન સાથે શરણાગતિ સ્વીકારતા હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ફ્લાઇંગ સ્કોવોડના વડા એસ. જી. બારોટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ મશીન પોરબંદરના લીલા મેર નામના શખ્સના કાકાનું છે, જે મિયાણીથી લઇ મૂળીનો નાગજી દેસાઇ તથા અન્યો નાસી છુટયા, ને હળવદના મિયાણીથી દસ કિમી દૂર એક ખેતરમાં સંતાડી દીધું હતું.હળવદના મિયાણીગામે ફ્લાઇંગ સ્કોવોડે ત્રાટકી રેતી ભરેલા ૧૨ ટ્રક, ૧.૬૦ કરોડના બે મશીન કબજે કર્યા હતા. સરકારી કબજામાંથી માથાભારે શખ્સો મશીન લઇ ગયાની જાણ થતાં ખાણ ખનીજ ખાતાએ ગાંધીનગર તેમજ સુ.નગર કલેક્ટરને જાણ કરી પાસાના પેપર્સ તૈયાર કરતા ખાણ માફિયા ફફડી ઉઠ્યા હતા. આજે સવારે ૧૧ વાગ્યે આરોપીઓ શરણે આવતા હળવદ પોલીસે મશીન કબજે કરી આરોપીઓની પૂછપરછ આરંભી છે.


નજીવા મુદ્દે યુવાન પર ચાર શખ્સોનો ખુની હુમલો

પોલીસની નિષ્ક્રિયતાને કારણે લુખ્ખા તત્વો બેફામ બની નિર્દોષ લોકોને માર મારી સરાજાહેર આતંક મચાવી રહ્યા છે. આવા જ એક બનાવમાં શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં કાર ધીમે ચલાવવાનું કહેનાર પટેલ યુવાન પર ચાર આહીર શખ્સોએ ખૂની હુમલો કરી સરાજાહેર આતંક મચાવતા લતાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. લુખ્ખા તત્વોના અવારનવારના ત્રાસમાંથી મુક્ત કરાવવા લતાવાસીઓ પોલીસ કમિશનર કચેરી દોડી જઇ લુખ્ખા તત્વોની સાન ઠેકાણે લાવવા ઉગ્ર રજૂઆત કરી છે.બનાવની મળતી વિગતો મુજબ મવડી ચોકડી નજીક આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી નવલનગર અને શ્રીનાથજી સોસાયટીના શખ્સો શેરીમાંથી મોટા અવાજે ટેપ રાખી પૂરઝડપે કાર ચલાવી નીકળતા હોય ક્રિષ્ના પાર્ક-૭માં રહેતા વિપુલ મનસુખભાઇ પટેલ નામના યુવાને તે લોકોને ટપાર્યા હતા.જેથી ઉશ્કેરાયેલા શખ્સો સમી સાંજે કારમાં ઘાતક હથિયારો સાથે ઘસી આવી પટેલ યુવાનને ‘તને શેની હવા છે’ કહી તલવાર, ધોકા સાથે તૂટી પડ્યા હતા અને આતંક મચાવી નાસી છુટયા હતા.


રાજકોટ પખવાડિયું આવેલા વરસાદમાં ઘઉં ખુલ્લામાં સડતા રહ્યા

દેશભરના એફસીઆઈના ગોદામોમાં અને રેલવે સ્ટેશનોએ ઘઉં ખુલ્લામાં પલળતા હોવાના અહેવાલો અને તે અંગે રાષ્ટ્રવ્યાપી ઉહાપોહ છતાં રાજકોટના એફસીઆઈના ગોડાઉનમાં એ જ ઘોર બેદરકારીને દોહરાવવામાં આવી છે. સેંકટો ટન ઘઉં એક પખવાડિયાં સુધી ચાલેલા વરસાદમાં પલળતા રહ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટમાં ઘંટેશ્વર પાસે આવેલા ફૂડ એફસીઆઈના ગોડાઉનમાં હજારો ટન ઘઉં સડી ગયા છે.ગરીબોને રાશનિંગમાં અપાતા ઘઉંની ખરીદી એફસીઆઇ દ્વારા થતી હોય છે. હલકી ગુણવત્તાવાળા ઘઉંની ઊંચા ભાવે ખરીદી થતી હોવાની વાત જગજાહેર છે. પરંતુ લાખો ટન ખરીધ્યા બાદ તેની જાળવણી પણ થતી નથી. ખરીદાયેલા ઘઉં માનવી માટે નહીં પરંતુ પશુઓ માટે હોય તેવું માનતા તેના રખેવાળો તેમના પગાર અને પ્રમોશનની જ જાણે ચિંતા કરતા હોય છે. રાજકોટમાં છેલ્લા વીસ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.પરંતુ એફસીઆઇના કઠણ કાળજાના અધિકારીઓના માહ્યલાને મેઘરાજા પલાળી શક્યા નથી. ઘંટેશ્વર પાસે આવેલા એફસીઆઇના પટાંગણમાં ઘઉંનો જથ્થો દિવસોથી પલળી રહ્યો છે. ઘઉંના બાચકામાં જીવાતો આંટા મારે છે. ઘઉંના કોથળા કાળા પડી ગયા છે. કેટલાક સ્થળે તો પાણી ભરેલા ખાડામાં ઘઉં તરે છે. આ અંગે વિગતો આપનાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મજુરો દ્વારા સડેલા ઘઉં પાવડાથી કોથળામાં ભરવામાં આવતા હોવાના દ્રશ્યો રોજિંદા છે.

04 August 2010

સેન્સેક્સ અઢી વર્ષની ટોચે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સેન્સેક્સ અઢી વર્ષની ટોચે

ભારતીય શેરબજારોમાં છેલ્લાં કેટલાંક દિવસથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અઢી વર્ષ બાદ સેન્સેક્સ નવી ઉંચી સપાટી બનાવવામાં સફળ રહ્યો છે. કંપની પરિણામો સારા આવતા અને ચોમાસું બરાબર જામ્યું હોવાથી રોકાણકારો વતી લેવાલીનો દોર જોવા મળી રહ્યો છે.આજે સેન્સેક્સ ફેબ્રુઆરી, 2008 પછીની સૌથી ઊંચી સપાટી પર પહોચ્યો છે. બીએસઇ ખાતે સેન્સેક્સ નજીવા વધારા સાથે 18115.56 પર ખૂલ્યો હતો. જ્યારે દિવસ દરમ્યાન 134.63 અંક ઉપરમાં 18,249.46 પર પહોંચ્યો હતો. જ્યારે 21.8 અંક નીચામાં 18,093.03 સુધી ગયો હતો. જે અંતમાં 102.61 અંક એટલે કે 0.57 ટકાના વધારા સાથે 18217.44 પર બંધ રહ્યો હતો. એનએસઇ ખાતે નિફ્ટી 28.30 અંક એટલે કે 0.52 ટકાના વધારા સાથે 5467.85 બંધ રહી છે.


ટીવી અભિનેત્રીને જાહેરમાં ઢીબી નાંખી

લગ્નનો ઈન્કાર કરતાં એક ટેલીવિઝન અભિનેત્રીને તેની ભારે કિંમત ચુકવવી પડી હતી. જે છોકરા સાથે તેણે લગ્ન કરવાના હતાં તે યુવકે તેને ચાર રસ્તા પર રોકીને ઢોર માર માર્યો હતો. આ અભિનેત્રી સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સીરિયલ પ્રતિજ્ઞામાં કામ કરી રહી છે. પરિવારજનોએ પણ આરોપ મૂક્યો છે કે તે છોકરાએ તેમની દીકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિનેત્રીનુ નામ સહરીસ ખાન છે.પ્રાપ્ત માહિતી અનુસાર કોહેફિઝાના અમદાવાદ પેલેસમાં રહેનાર જહાંગીર વિસ્તારમાં રહેતી આ અભિનેત્રીના લગ્ન તેના જ વિસ્તારના એક યુવક સાથે નક્કી થયા હતા. જો કે થોડા સમય પછી તે સીરિયોલમાં કામ કરવા લાગી હતી. અભિનેત્રીના પરિવારજનોએ કહ્યું હતું કે તેમની પુત્રીની ઉંમર 18 વર્ષની થઈ નથી માટે તેણે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો.આ દરમિયાન બન્ને પરિવારની વચ્ચે વિવાદ થયો હતો. અભિનેત્રીની માતા પોતાની પુત્રીને લઈને આ વાતની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં તેને કોહેફિજા પોલીસ સ્ટેશન જવા માટે કહ્યું હતું. અભિનેત્રી પોતાના પિતા રિજવાન અલી અને માતાની સાથે કોહેફિજા પોલીસ સ્ટેશન જઈ રહી હતી, ત્યારે પોલીટેક્નિક ચાર રસ્તા પર તેને રોકવામાં આવી હતી અને યુવક અને તેના અન્ય સાગરિતોએ સહરીસ ખાનને રસ્તા પર જ મારવાનું ચાલુ કરી દીધું હતું.જો કે યુવકના પરિવારે જણાવ્યું હતું કે, યુવતી હવે સીરિયોલમાં કામ કરતાં તેણે લગ્નનો ઈનકાર કર્યો છે. જો કે યુવતીના પરિવાર આ વાતને તદ્દન ખોટી ગણાવી રહ્યા છે.


સેહવાગ આક્રમક બન્યો પરંતુ ભારતને બે ઝટકા

મધ્યમ હરોળના બેટ્સમેન તિલહાન સમરવીરાની અણનમ સદીની મદદથી શ્રીલંકા ભારત સામે 425 રનનો સ્કોર બનાવવામાં સફળ રહ્યું છે. પી સારા ઓવલ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ પ્રથમ દિવસે જ 4 વિકેટના નુકસાને 293 રન બનાવી લીધા હતા.ભારતીય ઈનિંગ્સની શરૂઆત કરવા માટે મેદાનમાં ઉતરેલા ઓપનર વિરેન્દ્ર સેહવાગ અને મુરલી વિજયે ભારતને મક્કમ શરૂઆત અપાવી હતી. પરંતુ મુરલી અંગત 14 રનના સ્કોરે મલિંગાના બોલમાં આઉટ થયો હતો. જો કે સેહવાગે તેની આગવી શૈલીમાં બેટિંગ કરતા 46 બોલમાં 11 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી.મુરલી બાદ બેટિંગમાં આવેલો રાહુલ દ્રવિડ વધારે સમય ટકી શક્યો નહોતો. અને અંગત 23 રને મેથ્યુસના બોલે એલબીડબલ્યુ થયો હતો.


સૌરાષ્ટ્રના ૪૨ ડેમ ઓવરફલો

સૌરાષ્ટ્રના ૧૦૦ ગામડાંના લોકોને સાવચેત રહેવા તાકીદ: ડેમોમાં પાણીની આવક ચાલુ હોય અનેક જળાશયોના દરવાજા ખોલી નખાયા.સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે વધુ ૪૨ ડેમ ઓવરફલો થયા છે. સિંચાઈ વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સૌથી વધુ જામનગર જિલ્લામાં ૨૪, રાજકોટમાં ૧૧, જુનાગઢ જિલ્લામાં ૪ અને અમરેલી જિલ્લાના ૩ ડેમ ઓવરફલો થયા છે. પાણીની આવક સતત ચાલુ હોય અનેક ડેમોના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. રાજકોટ ફલડ કન્ટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ ધોરાજી પાસેનો સોડવદર, ઉપલેટા પાસેનો મોજ ડેમ છલકાઈ જતાં તેના ૨૪ દરવાજા પાંચ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જામકંડોરણા પાસેના ફોફળ-૧ ૮૦ ટકા ભરાઈ ગયો છે. પાણીની આવક ચાલુ જ હોય રાત સુધીમાં આ ડેમ પણ ઓવરફલો થાય તેવી સંભાવના છે.ઉપલેટાના ગધેથડ ગામ પાસે આવેલો વેણુ-૨ ડેમ પણ છલકાઈ જતાં તેના નવ દરવાજા છ ફૂટ ખોલી નખાયા છે. ધોરાજીના ભૂખી ગામ પાસેનો ભાદર-૨ ડેમના પણ પાંચ દરવાજા ચાર ફૂટ ખોલાયા છે. જેતપુર નજીકનો છાપરવાડી-૨ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે અને આ ડેમ પણ રાત સુધીમાં છલોછલ થઈ જાય તેવી સંભાવના છે.ગોંડલ નજીક લુણીવાવ ગામ પાસેનો છાપરવાડી-૧ ડેમ છલકાઈ ગયો છે. જ્યારે પડધરી નજીકના ડોંડી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. પાટિયાળી પાસેનો મોતીસર ડેમ પણ ૮૦ ટકા જેટલો ભરાઈ ગયો છે. મોરબીના જીકિયાળી પાસેનો ધોળાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધીના ખોલી નાખવામાં આવ્યા છે.


સરહદ પર જવાનોને ખરાબ ખાવાનું

ઉત્તરીય સરહદો પર તેનાત ભારતીય જવાનોને ખરાબ ખાવાનું મળી રહ્યું છે. તેમને એવા ખાદ્ય પદાર્થો આપવામાં આવે છે કે જેની એક્સપાયરી ડેટ 6થી 25 માસ પહેલા વીતી ચુકી છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. કેગે તેના સંદર્ભે સેનાને ફટકાર પણ લગાવી છે. રિપોર્ટ મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.આ રિપોર્ટમાં સેનામાં રાશન આપૂર્તિ વ્યવસ્થાનું પરફોર્મન્સ ઓડિટ કરવામાં આવ્યું છે. કેગે જવાનોને અપાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રાશન આપૂર્તિ ટેન્ડર પ્રક્રિયામાં પ્રતિસ્પર્ધા ન હોવાને, દસ્તાવેજમાં દર્શાવાયેલી ખાદ્ય વસ્તુ અને જવાનોને અપાતી ખાદ્ય વસ્તુઓમાં અંતર હોવાની અને તેની કિંમતોમાં અનિયમિતતા માટે સેનાની ટીકા કરી છે.સૈન્યકર્મીઓ માટે તાજા અને સુકા રાશનને ખરીદવાની જવાબદારી સેનાની આર્મી સર્વિસેઝ કોર્પ્સ (એએસી) શાખા હોય છે. આ શાખાની કમાન આપૂર્તિ અને પરિવહન મહાનિદેશકના હાથમાં હોય છે કે જેઓ સેના મુખ્યાલયના ક્વાર્ટર માસ્ટર જનરલ હેઠળ કામ કરે છે. પરફોર્મન્સ ઓડિટ ઉધમપુર સ્થિત ઉત્તરીય કમાન, ચંડીમંદિર સ્થિત પશ્ચિમી કમાન અને કોલકત્તા સ્થિત પૂર્વીય કમાનમાં કરવામાં આવ્યું હતું.આ ત્રણેય કમાન માત્ર સૌથી મોટી અને અભિયાનની દ્રષ્ટિએ સંવેદનશીલ જ નથી, પરંતુ સેનાની 70 ટકા તાકાત અહીં જ કેન્દ્રીત છે. દુર્ગમ વિસ્તારો અને જવાનોની અલગ-અલગ જગ્યાએ તેનાતીને કારણે આ ત્રણેય કમાનોમાં ખાદ્ય આપૂર્તિનું તંત્ર ઘણું પેચિદું છે. કેગની તપાસમાં રાશનના મામલામાં પ્રતિસ્પર્ધા ન હોવાની વાત સામે આવી છે. 82 ટકા ખરીદી ત્રણથી પણ ઓછા ટેન્ડરને આધારે કરવામાં આવી છે. જ્યારે માત્ર એક જ વિક્રેતાના ટેન્ડર પર 36 ટકા ખરીદી કરવામાં આવી છે.


સૌથી વધુ ટેસ્ટ રમનારા સચિનને લોકસભાના અભિનંદન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીની સિદ્ધિ હાંસલ કરી તે માટે બુધવારના રોજ લોકસભામાં સચિનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.લોકસભાના અધ્યક્ષ મીરા કુમારે કહ્યુ હતું કે સચિને વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ એક મોટી ઉપલબ્ધી છે. તેનાથી દેશના તમામ યુવા ક્રિકેટરોને પ્રેરણા મળશે. આપણે તેને અભિનંદન પાઠવીએ છીએ.શ્રીલંકા સામે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરતા જ સચિને વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્રીજી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરતા જ સચિને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની સ્ટી વોના 168 ટેસ્ટ રમવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.સ્ટી વોએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને ત્યાર બાદ એલન બોર્ડર છે જેઓ 156 ટેસ્ટ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારના સમયમાં ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગ 145 ટેસ્ટ સાથે યાદીમાં ચોથા સ્થાને છે. જ્યારે 140 ટેસ્ટ સાથે રાહુલ દ્રવિડ આ યાદીમાં પાંચમાં સ્થાને છે.સચિને 1989માં પાકિસ્તાન સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. 20 વર્ષની લાંબી કારકિર્દીમાં સચિને 168 ટેસ્ટમાં 274 ઈનિંગ્સ રમી છે જેમાંથી 29 વખત સચિન અણનમ રહ્યો છે. અને કુલ 13,742 રન બનાવ્યા છે. સચિનના નામે 48 સદી અને 55 અડધી સદી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 248 રનનો છે.

રાજકોટમાં આખો દિવસ આકાશ નિચોવાયું, અઢી ઇંચ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં આખો દિવસ આકાશ નિચોવાયું, અઢી ઇંચ
ત્રણ દિવસથી મેઘરાજાએ રાજકોટમાં પડાવ નાખ્યો છે

ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધીંગી ધારે ધરા તરબતર રહી, મોસમનો કુલ વરસાદ ૩૪ ઇંચે પહોંચ્યો.રાજકોટ ઉપર પ્રેમાળ હાથ ફેરવનાર મેઘરાજાએ આજે પણ ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધીંગી ધારે અમૂલ્ય હેતથી ધરાને સતત તરબતર રાખી હતી. વહેલી સવારથી જ ગોરંભાયેલું રહ્યું હતું. બપોર સુધી સમયાંતરે ઝાપટાં વરસ્યા બાદ દોઢ વાગ્યાથી છેક મોડી સાંજ સુધી વાદળો મધ્યમ ગતિએ એકધારા વરસતા હતા. આજે આખા દિવસમાં અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું.છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ રાજકોટમાં પડાવ નાખ્યો છે. મારો વહાલો રોજ અઢીથી ત્રણ ઇંચ હેત વરસાવી રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી સૂર્યનારાયણના દર્શન દુર્લભ બની ગયા છે. દિવસ આખો આકાશમાં કાળા ડિબાંગ વાદળોની આવનજાવન રહે છે અને સતત હળવાથી ભારે ઝાપટાં વરસતા હોય માર્ગો પર તળાવડાંની જેમ પાણી ભરાયેલા રહે છે.દરમિયાન, આજે પણ મારો વહાલો સવારથી જ મંડાઇ ગયો હતો. બપોર સુધી સમયાંતરે ઝાપટાં વરસ્યા બાદ દોઢેક વાગ્યાના અરસામાં ધોળે દિવસે સમી સાંજ જેવું અંધારુ થઇ ગયું હતું અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એવું લાગતું હતું કે, હમણાં બારે મેઘ ખાંગા થશે અને શહેર જળબંબાકાર થઇ જશે. પરંતુ, બાદમાં વરસાદનું જોર નરમ પડી ગયું હતું. જો કે એ પછી સતત એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. મોડી સાંજ સુધી મધ્યમ ગતિએ આભ વરસતું હતું. રાત્રે ૮-૩૦ વાગ્યાના અરસામાં ફરી એકવાર જોરદદાર ઝાપટુ પડ્યું હતું.સતત વરસાદથી માર્ગો પર નદીના વહેણની માફક પાણી દોડતા હતા. આજે દિવસ દરમિયાન અઢી ઇંચથી વધુ પાણી પડી ગયું હોવાનું હવામાન કચેરીમાં નોંધાયું છે. આજે પવનની ઝડપ પણ સરેરાશથી વધુ પ૦ કિલોમીટર જેટલી હોવાનું હવામાન કચેરીમાંથી જાણવા મળ્યું હતું. આજના વરસાદને મળીને મોસમનો કુલ વરસાદ ૮પ૦ મી.મી. એટલે કે, ૩૪ ઇંચે પહોંચી ગયો છે.


મૃતદેહ માટે બીજી વ્યવસ્થા કરો ડ્રાઇવરો ઉજવણીમાં વ્યસ્ત છે!

લોકો ભલે હેરાન થાય મંત્રીઓને પહેલાં સાચવવા પડે! લોકાર્પણ કે ઉદ્ઘાટનના કાર્યક્રમોમાં ફાયરબ્રિગેડના કાફલાને રોકી દેવાતાં મૂળ સેવાથી લોકો વંચિત.રાજકોટ મહાપાલિકાનું સમગ્ર તંત્ર ઉજવણીમાં વ્યસ્ત બની ગયું છે, જેના કારણે લોકોના કામો અટકી ગયા છે. અન્ય કામો તો ઠીક છે, પરંતુ માનવતાના કામો પણ તંત્ર દ્વારા કરવામાં આવતા નથી.ફાયર બ્રિગેડના કાફલાને પણ કાર્યક્રમોમાં અને મંત્રીઓની પાછળ રાખી દેવામાં આવતા કોઇ મૃતદેહ લઇ જવા માટે ફોન કરે તો અન્ય વ્યવસ્થા કરી લો ફાઇટરો ઉજવણીમાં વ્યસ્ત છે.આજે ગંભીર રીતે દાઝી ગયેલી થોરાળામાં રહેતા કાંતાબેન ચાવડા ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે મૃતદેહને બન્ર્સ વોર્ડમાંથી ઘરે લઇ જવા માટે મૃતકના પરિવારજનોએ એમ્બ્યુલન્સ મંગાવવા માટે ફાયરબ્રિગેડમાં ફોન કર્યો હતો.તે સમયે ત્યાથી ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. અત્યારે કોઇ સ્ટાફ નથી, એમ્બ્યુલન્સ છે પરંતુ ઉજવણીમાં ડ્રાઇવરો ગયા હોવાથી કોઇ નહીં આવી શકે બોલબાલા ટ્રસ્ટની ગાડી બોલાવી લો તેવા જવાબો દેવામાં આવે છે.મૃતદેહ માટે કોઇ બીજી વ્યવસ્થા કરો મંત્રીઓ માટે આવા જવાબો દેવામાં આવે છે. માત્ર મંત્રીઓને રાજી કરવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફને ઉજવણીમાં વ્યસ્ત કરી દેવાયો છે. ત્યારે એ ખુદ કમિશનરે આ પ્રશ્ને જો માનવતા હોય તો ગંભીરતા દાખવી ઉજવણીની સાથે લોકોની પણ વ્યવસ્થા કરવી જોઇએ.


નદીના પૂરમાં સાત જણા તણાયા: ચારનાં મોત

અલગ અલગ સ્થળે બનેલી ઘટનામાં. પોરબંદરમાં તણાયેલા ત્રણ યુવાનોમાંથી બેની લાશ મળી.સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળે નદીના પૂરમાં એક વૃધ્ધા અને એક આધેડ સહિત સાત વ્યક્તિ તણાઈ ગયા હતા. જેમાં ચારના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ત્રણ યુવાનો લાપતા થયા હોય તેઓની શોધખોળ ચલાવવામાં આવી છે. પોરબંદરમાં સોમવારના દિવસે તણાયેલા ત્રણ યુવાનો પૈકી બેની લાશ મળી છે. જ્યારે તણાઈ ગયેલા અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ રખાઈ છે.રાજકોટમાં જંગલેશ્વર નજીકથી પસાર થતી આજી નદીના કાંઠે પાણીના ખાડામાં યુવાન બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને રાજસ્થાની યુવાન મદનલાલ ભીમારાવ રેગરની લાશ બહાર કાઢી હતી.યુવાન આજી નદીના પૂરમાં તણાઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત ખીરસરા ગામ પાસે પણ ૬૫ વર્ષના વૃધ્ધા ખીમીબેન બગડા નદીના પૂરમાં તણાઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ધાવા ગીર પાસે ગોકળટિંબીના વોંકળાના પૂરમાં તણાઈ ગયેલા કાનજીભાઈને શોધવા મહેનત શરૂ કરાઈ છે પરંતુ ત્રીસ કલાક બાદ પણ તેનો પતો લાગ્યો નથી.કેશોદના ચાંદીગઢનો યુવાન ટીલોરી નદીમાં તણાઈ ગયો હતો. આ અંગે પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મેણશીભાઈ કરશનભાઈ બોરખતરિયા સોમવારની રાત્રિના ચાંદીગઢથી મઢળા ગામ જઈ રહ્યો હતો ત્યારે ટીલોળી નદીમાં તણાયો હતો. આ યુવાનની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.માંડવીના ગઢશીશા વિસ્તારના ઘોડાલખ ગામમાં રહેતા મમુભાઈ સુરાભાઈ રબારી (ઉ.વ.૫૦) પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તો ભૂલી જતાં રામપર વેકળા રૂકમાવતી નદી સુધી પહોંચી ગયા હતા અને તેઓ નદીના વહેણમાં તણાઈ ગયા હતા. રાહદારીઓએ તેઓની લાશ નિહાળીને સંબંધિત તંત્રને જાણ કરતા આધેડની લાશ બહાર કાઢી લેવાઈ હતી. જ્યારે ઊના તાલુકાના ઉમેજ ગામમાં રહેતો કાઠી યુવાન વલકુ ઉકાભાઈ દુદાવાડા દરણું દળાવીને ઘરે પરત હતો ત્યારે રાવલ નદીના પૂરમાં તણાઈ જતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.પોરબંદરમાં રવિવારના દિવસે ઓરીયન્ટ ફેક્ટરી પાછળના ભાગે આવેલ ખોડિયાર ઘૂનામાં ૪ યુવાનો નહાવા પડ્યા હતા તે પૈકીના ત્રણ યુવાનો મહામુસીબતે બહાર નિકળ્યા હતા જ્યારે અબ્દુલ અલતાફ કાદરી (ઉ.વ.ર૦) નામના મુસ્લિમ યુવાન લાપતા થઇ જતા ૪૮ કલાકની શોધખોળ બાદ આજ બપોરના સમયે ઘૂના નજીક થી જ તેમની લાશ મળી આવતા પીએમ માટે ખસેડાઈ હતી.


મંડપના બે કરોડ, કલાકારોને માત્ર ૨૫૦ રૂપરડી.
૧૪ ઓગસ્ટે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકોટના કલાકારોનું શોષણ.

રાજકોટમાં ૧૪મી ઓગસ્ટની રાતે ભવ્ય વાઇબ્રન્ટ શો યોજાવાનો છે. જેના માટે કરોડો રૂપિયાના મંડપો નાખી દેવામાં આવ્યા છે. પરંતુ જે વાઇબ્રન્ટ શો કલાકારો રજૂ કરવાના છે તેને માત્ર ૨૫૦ રૂપિયા જ દેવાના છે. વાઇબ્રન્ટના નામે કલાકારો સાથે છેતરપિંડી ચાલી રહી છે.કલાકારોની કલા સાથે ક્રૂર મજાક કરાઇ છે. રાજકોટમાં યોજાનાર શો માટે મહાત્માગાંધી શાળામાં તેનું ૬ ઓગસ્ટથી રિહર્સલ શરૂ થવાનું છે. જેના માટે કલાકારો ફાઇનલ કરવામાં આયોજકો વ્યસ્ત બની ગયા છે. જેમાં કલાકારોને એક દિવસના રિહર્સલના ૨૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ૬ દિવસ રિહર્સલ ચાલે અને ૧૪મીએ શો યોજાય એટલે ૭ દિવસનું પેમેન્ટ ૧૭૫૦ રૂપિયા કલાકારોને મળશે.આવા ભવ્ય શો માટે રોજનું ૧ હજારનું પેમેન્ટ હોવું જોઇએ કારણ કે કલાકારોનો કસ કાઢી લેવામાં આવે છે. રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જેમાં ભોજન માટે ૧૭ લાખ અને મંડપ માટે ર કરોડ તો માત્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રંગરોગાન કરવાના ૧૦ લાખ રૂપિયાનો ધૂમાડો થઇ રહ્યો છે. રાજકોટના કલાકારોને માત્ર અઢીસો રૂપરડીમાં ‘બૂક’ કરી લીધા છે. દર વર્ષે ૪ હજારથી ૫ હજારનું પુરસ્કાર મળે છે. આ વેર્ષે રાજ્ય સરકાર જ ડાયરેકટ કલાકારોના ચેકનું પેમેન્ટ કરશે તેવું જાહેર કરતા કલાકારોના ભાવ રાતોરાત ઘટી ગયા છે.જૂથવાદના કારણે રાજકોટના નવા કલાકારોને ચાન્સ નથી મળતો -રાજકોટમાં નાટકમાં કામ કરતા કલાકારોના ગ્રૂપ છે માટે જૂથવાદ ચાલી રહ્યો છે. વર્ષોથી જે લોકો ગ્રૂપના લીડર સાથે કામ કરતા હોય તેને જ વાઇબ્રન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. એક પણ નવી પ્રતિભાને લેવામાં નથી આવતી. જૂથવાદના કારણે નવોદિત કલાકારોને આ સ્ટેજ સુધી પહોંચવા નથી દેવાતાં અને વર્ષોથી નાટકોમાં અભિનય કરતા કલાકારો જ વાઇબ્રન્ટના સ્ટેજ ઉપર ચડાવી દેવામાં આવે છે! હવે તો તે કલાકારોને વારંવાર સ્ટેજ ઉપર જોઇ દર્શકો પણ કંટાળી ગયા છે. અને બોલી રહ્યા કે હવે તો નવા કલાકારોને ચાન્સ આપો.કલાકારોની કિંમત કોડીની કોઇ ભાવ પૂછતું નથી - વાઇબ્રન્ટ શોમાં કલાકારો ફાઇનલ થઇ રહ્યા હતા ત્યારે ચર્ચાઇ રહ્યું હતું કે, રાજકોટમાં ક્યા કામ છે. આ તો આપણે સ્ટેજ આ૫લા છીએ.. એટલે મફતમાં પણ કામ કરવા તૈયાર છે. એટલે જ ગુજરાતમાં રાજકોટના કલાકારોની કિંમત કોડીની છે એક સંપ નહીં હોવાથી કલાકારોનો કોઇ ભાવ પૂછતું નથી. બહારના કલાકારો અહીંથી હજારો રૂપિયા કમાઇને જાય છે.


નદીના પૂરમાં સાત જણા તણાયા: ચારનાં મોત

અલગ અલગ સ્થળે બનેલી ઘટનામાં. પોરબંદરમાં તણાયેલા ત્રણ યુવાનોમાંથી બેની લાશ મળી.સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળે નદીના પૂરમાં એક વૃધ્ધા અને એક આધેડ સહિત સાત વ્યક્તિ તણાઈ ગયા હતા. જેમાં ચારના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ત્રણ યુવાનો લાપતા થયા હોય તેઓની શોધખોળ ચલાવવામાં આવી છે. પોરબંદરમાં સોમવારના દિવસે તણાયેલા ત્રણ યુવાનો પૈકી બેની લાશ મળી છે. જ્યારે તણાઈ ગયેલા અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ રખાઈ છે. રાજકોટમાં જંગલેશ્વર નજીકથી પસાર થતી આજી નદીના કાંઠે પાણીના ખાડામાં યુવાન બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને રાજસ્થાની યુવાન મદનલાલ ભીમારાવ રેગરની લાશ બહાર કાઢી હતી.યુવાન આજી નદીના પૂરમાં તણાઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત ખીરસરા ગામ પાસે પણ ૬૫ વર્ષના વૃધ્ધા ખીમીબેન બગડા નદીના પૂરમાં તણાઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ધાવા ગીર પાસે ગોકળટિંબીના વોંકળાના પૂરમાં તણાઈ ગયેલા કાનજીભાઈને શોધવા મહેનત શરૂ કરાઈ છે પરંતુ ત્રીસ કલાક બાદ પણ તેનો પતો લાગ્યો નથી.
કેશોદના ચાંદીગઢનો યુવાન ટીલોરી નદીમાં તણાઈ ગયો હતો. આ અંગે પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મેણશીભાઈ કરશનભાઈ બોરખતરિયા સોમવારની રાત્રિના ચાંદીગઢથી મઢળા ગામ જઈ રહ્યો હતો ત્યારે ટીલોળી નદીમાં તણાયો હતો. આ યુવાનની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.


જુનાગઢના યુવાને એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

યુવાન પુત્રના અંતિમ પગલાંથી પરિવારજનો હતપ્રભ.જુનાગઢના દલિત યુવાને એસિડ પી જીવનનો અંત આણ્યો હતો.જુનાગઢના ધરમનગરમાં રહેતા લાલજી ઘેલાભાઈ રાઠોડે (ઉ.વ.૩૦) ગત તા.૨૧ના કોઈ અગમ્ય કારણોસર કાળવા ચોકમાં એસિડ પી લેતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જેનું વધુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવાનના આપઘાતથી રાઠોડ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આપઘાતનું કારણ જાણવા જુનાગઢ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી.


રેઇન પેટર્ન ધીમે ધીમે બદલાતી હોવાનું અનુમાન
એક સાથે ચાર-પાંચ ઇંચ વરસાદ પડવાની ઘટના પાછળ વાદળો ઊંચે જવાની પ્રક્રિયાના ફેરફાર જવાબદાર.સૌરાષ્ટ્રમાં આ વર્ષે પડેલા વરસાદનું રૂપ કાંઇક જુદું જ છે. જ્યાંથી પણ સમાચાર આવે ત્યાંથી એમ જ આવે છે કે કલાકમાં ચાર ઇંચ, આઠ કલાકમાં દસ ઇંચ... અમદાવાદમાં પણ એવું જ બન્યું હતું.અત્યાર સુધી અપૂરતો જ વરસાદ જોવા ટેવાયેલા સૌરાષ્ટ્રના લોકોને કદાચ આમ બારે મેઘ ખાંગા જોઇને નવાઇ લાગે છે. પરંતુ, આ વખતે માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં દેશ-વિદેશના અનેક ભાગોમાં આ સ્થિતિ છે અને તેનું કારણ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ એ છે કે વાદળો બંધાવાની અને તે ઊંચે જવાની પધ્ધતિ થોડી બદલાઇ છે. અલબત્ત, આ કોઇ અંતિમ સંશોધન નથી. પરંતુ, હવામાન વિદ્દો આ દિશામાં અનેક પ્રકારે સંશોધનો કરી રહ્યા છે. હવામાન વિભાગના નિયામક કમલજીત રે એ જણાવ્યું કે, આ જે ભારે વરસાદ થાય છે તે બદલાતી પેટર્ન કરતાં પણ અલગ રીતે બંધાતાં વાદળાને લીધે થાય છે. કલાઉડ ફોર્મેશનને લીધે આ હાલત આ વર્ષે સર્જાઇ છે.ખંભાળિયા કે સૌરાષ્ટ્રના અન્ય પ્રાંત કે પછી હરિયાણામાં પણ જે રીતે વરસાદ પડ્યો તે થોડો જુદી રીતે પડ્યો છે. એક સાથે ચાર પાંચ ઇંચ વરસાદ થોડા જ કલાકોમાં પડે છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના ઓફિસના નિષ્ણાત મનોરમાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, આ બાબત ચોક્કસપણે નોંધનીય છે પરંતુ તેને ગ્લોબલ વોર્મિંગ કે એવી કોઇ વાત સાથે નિસબત નથી. આ વર્ષે કુદરતી રીતે જ સિસ્ટમ પણ સારી ડેવલપ થઇ એટલે વરસાદ સારા પ્રમાણમાં થયો. એક્સાથે વધારે વરસાદ શા માટે પડે છે તે અલબત્ત સંશોધનનો વિષય છે, પૂના ખાતે આ અંગે સંશોધનો ચાલી રહ્યાં છે.અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં રેઇન પેટર્ન અને ખાસ કરીને વરસાદી પાણી અંગે ચાલતા રાષ્ટ્રવ્યાપી સંશોધનમાં અગ્રીમ હરોળમાં કામ કરનારા વૈજ્ઞાનિક આર. ડી. દેશપાંડેએ જણાવ્યું કે, આ પ્રકારે થોડા સમયમાં ઝાઝો વરસાદ એ માત્ર આપણે ત્યાં બનતી ઘટના નથી. ઇન્ક્રીઝ ઇન સિનારીયો ઓફ રેઇન એ ગ્લોબલ ચેઇન્જ-પરિવર્તન છે. સામાન્ય રીતે કલાઉડ બ્રસ્ટ એટલે કે વાદળ ફાટવાની જે ઘટના બને છે તે આ નથી. કોઇ પણ વાદળની આસપાસ ચે વેપર જે ભેજનું પડ હોય તેનું વરસાદમાં પરિવર્તન થાય ત્યારે વાદળ એક કિલોમીટર આકાશમાં ઉપર જાય એટલે તેનું તાપમાન ૬ ડિગ્રી ઓછું થાય.


વર્તુ નદીનો કાળો કેર, ઉપર આભ, નીચે પાણી

મિનિ વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકયો : લોકોના જીવ તાળવે ચોટયા : ૧પ૦૦ લોકોનું સ્થળાંતર : બચાવ ટુકડી તૈનાત.
ઘનઘોર રાત્રી ધશમસતા પાણીના પુર ઘર આંગણે પહોંચી ગયા. મીની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકયો. લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. આવી કપરી પરિસ્થિતી હતી બરડાના ૭ ગામોની હતી. વર્તુ ડેમના રર દરવાજા બે ફુટ ખોલવામાં આવતા વર્તુ નદી ગાંડી તુર બનીને બરડાના ૭ ગામોને બંદી બનાવી લીધા હતા. રાત્રીના સમયે ધશમસતા પુર ઘરઆંગણા સુધી પહોચ્યા હતા.લોકોએ ભારે ભય વચ્ચે રાત વીતાવી પડી હતી. તંત્રએ અગાઉથી પાણી છોડવા અંગેની જાણ નહી કરતા લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો. વૃક્ષો, મકાનો અને વીજપોલ પડી જવાના બનાવો બન્યા હતા.પોરબંદર જીલ્લાના બરડા પંથકમાં છેલ્લા બે દિવસમાં ૮ થી ૧૦ ઇંચ જેવા ભારે વરસાદ ઉપરાંત ઉપરવાસમાં આવેલ વર્તુ-ર ડેમના રર દરવાજા બે ફુટ ગઇ કાલે રાત્રીના ખોલવામાં આવતા બરડાના મોરાણા, પારાવાડા, કુણવદર, ફટાણા, સોઢાણા સહિતના ૭ ગામોમા વર્તુ નદીના પાણીએ કાળોકેર વર્તાવ્યો હતો. આ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમા ૩ થી ૪ ફુટ પાણી ઘુસી ગયા હતા. તો બીજી તરફ વાડી વિસ્તારમાં રહેતા લોકો પાણી વચ્ચે ફસાયા હતા. નદીના પુર ઉપરાંત ૧ર વાગ્યા આસપાસ મીની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. સવાર સુધી ભયથી થરથર ધ્રુજતા હતા.
વર્તુ નદીના પુરને કારણે વાડી ખેતરો સરોવરમાં તબદીલ થઇ ગયા હતા અને મોટા ભાગનો પાક ધસમસતા પુરે સોથ વાળી દીધો હતો. આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર રાત્રીના ડેમના પાટીયા ખોલવામાં આવ્યા તે અંગેની જાણ કરવામાં નહી આવતા ભારે મુશ્કેલીમા મુકાયા હતા.ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોએ વાડી વિસ્તારના લોકોએ રાત્રી છત ઉપર વીતાવી હતી. પુરને કારણે ભારે નુકશાનીનો અંદાજ હવે પછી બહાર આવશે. હાલતો લોકોની સ્થિતી કફોડી બની છે. રાત્રીના સમયે આ સમગ્ર ગામડાઓ વિખુટા પડી ગયા હતા. આજ બપોર સુધી એકબીજા ગામમા પ્રવેશવું મુશ્કેલ બન્યુ હતું. જો કે આજ બપોર બાદ વર્તુ ડેમના મોટા ભાગના દરવાજા બંધ કરી દેવાતા સ્થિતી મહદઅંશે થાળે પડી હતી.


જામનગરની તરુણીની અમરેલીના શખ્સે લાજ લૂંટી

જામનગરની દલિત તરુણીને લગ્નની લાલચ આપી મૂળ અમરેલીના મુસ્લિમ શખ્સે રાજકોટ બોલાવી અમરેલી લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની ખુદ તરુણીએ ફરિયાદ નોંધાવતા જામનગર પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી વિશેષ તપાસ માટે રાજકોટ પોલીસને કાગળો મોકલી આપ્યા છે.જામનગરના વૈશાલીનગર નજીક આવેલા ધરારનગરમાં રહેતા વિનોદભાઇ મૂછડિયા નામના દલિત પ્રૌઢની બહેન રાજકોટ મોરબી રોડ પર રહેતા હોય તેમની સગીર વયની પુત્રી અવારનવાર રાજકોટ આવતી હતી. દરમિયાન રાજકોટ તરુણીને ફૈબાના પાડોશમાં રહેતા મુસ્લિમ પરિવારને ત્યાં અમરેલીથી આવેલા ઇકબાલ ઇબ્રાહીમ જગમગિયા નામના મુસ્લિમ શખ્સ સાથે આંખ મળી ગઇ હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ઇકબાલે તરુણીને લગ્ન કરી લેવાની લાલચ આપી હતી. જેથી તરુણી ગત. તા. ૨૪ના રોજ બસમાં બેસી રાજકોટ આવી હતી અને હોસ્પિટલ ચોકમાં ઉતરી ઇકબાલને ફોન કરી બોલાવ્યો હતો.તરુણીના ફોન બાદ મૂળ અમરેલી બહારપુરાનો ઇકબાલ બાઇક લઇ હોસ્પિટલ ચોક પહોંચી ગયો હતો અને આખો દિવસ રાજકોટમાં ફેરવી બાઇક ઉપર તેના ગામ લઇ ગયો હતો. જ્યાં મુસ્લિમ શખ્સે તરુણી પર બળજબરીથી ત્રણ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. મુસ્લિમ શખ્સે લગ્નની લાલચ આપી ફોસલાવી હોવાની તરુણીને ખબર પડતા તે રાજકોટથી જામનગર પહોંચી હતી. પરંતુ સોમવારે તરુણીને પેટમાં દુ:ખાવો ઉપડતા સત્ય હકીકત બહાર આવી હતી. બનાવ અંગે ખુદ તરુણીએ જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.કરતા પોલીસે ઝીરો નંબરથી બળાત્કાર અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવ રાજકોટમાં બન્યો હોઇ જામનગર પોલીસે ફરિયાદ રાજકોટ એ ડિવિઝન પોલીસને મોકલી આપતા ફોજદાર જી. એલ. વિસાણીએ ગુનો નોંધ્યો છે. તરુણીના બળાત્કાર અંગેની વિશેષ તપાસ એટ્રોસિટી સેલનાં એ.સી.પી. વી. એલ. ચૌહાણે હાથ ધરી છે.


ખાડામાં પડતા, માટીમાં લપસે છે

સાધુ વાસવાણી, રૈયા રોડ પર માટી પથરાતાં ચાલકો-રાહદારીઓની મુશ્કેલી વધી. રોડ લપસણો થઇ ગયો, ખાડાથી બચવા જાય તો રોડ પર લપસીને અકસ્માત થાય તેવી હાલત.શહેરની રૈયા ચોકડીથી આલાપ ગ્રીન સિટી અને ત્યાંથી શરૂ થતો સાધુ વાસવાણી રોડ નર્કથી પણ બદ્દતર હાલતમાં ફેરવાઇ ગયો હતો. એક તો આ રોડ પર બબ્બે ફૂટના ખાડા થઇ ગયા છે અને લોકરોષ બાદ કામગીરી કરવાની તસ્દી લેનાર મહાપાલિકાએ અધૂરામાં પૂરું ખાડા બૂરવા ચીકણી માટી ધાબડી દેતા હાલત ઉલમાંથી ચૂલમાં પડવા જેવી થઇ ગઇ છે. પાણી ભરેલા ખાડાથી બચીએ તો લપસણા થઇ ગયેલા રોડ પર વાહન સમેત લપસીને અકસ્માત થાય તેવી દુર્દશા તંત્રે કરી નાખી છે.રૈયા ચોકડીથી લઇ છેક રૈયા ગામ સુધી અને એ પહેલા આલાપ ગ્રીન સિટી અને ત્યાંથી શરૂ થતો સાધુ વાસવાણી રોડ નાનું એવું ઝાપટું પડે તો પણ આ વિસ્તાર બેટમાં ફેરવાઇ જાય છે. વોંકળા અને વરસાદી પાણીના નિકાલ પર તોતિંગ બાંધકામો ખડકાઇ ગયા હોય આસપાસના તમામ વિસ્તારોનું પાણી અહીં જમા થતાં એકથી બે ઇંચ વરસાદમાં પણ અહીં ગોઠણડૂબ પાણી ભરાઇ જાય છે. બીજી બાજુ આ રોડ પર ભ્રષ્ટાચારના મસમોટા પોપડા ઉખડ્યા છે. એક એક ડગલે બબ્બે ફૂટના ખાડાનો સામનો વાહનચાલકો કરી રહ્યા છે.આ રોડ પર રોજેય સંખ્યાબંધ નાના મોટા અકસ્માતો થાય છે. આવી હાલતથી લોકરોષ ફાટી નીકળતા અંતે મહાપાલિકા તંત્રે ખાડા બૂરવાની તસ્દી તો લીધી પણ તેમાંય ડાંડાઇ કરતા ખાડામાં ચીકણી માટી ધાબડી દીધી છે. આવી હાલતમાં વરસાદના પાણી સાથે માટી ધોવાઇને સીધી રોડ પર આવી જાય છે અને પરિણામે રસ્તા ચીકણા લાખ જેવા બની ગયા છે. લોકો ખાડાથી બચવા જાય તો રોડ પર લપસી પડે એવી ભયંકર દુર્દશા થઇ ગઇ છે.

સોમનાથ મંદિરની સુરક્ષા દીવાલમાં બાકોરું પડ્યું

વેરાવળ-પાટણમાં પાણીમાં ફસાયેલા લોકોની મદદે એનડીઆરએફના જવાનો.વેરાવળમાં બે દિવસ સુધી વરસેલા અનરાધાર વરસાદથી સોમનાથ મંદિરનાં દરિયાકાંઠે વાઘેશ્વરી મંદિર પાસેની સૈકા પુરાણી સંરક્ષણ દિવાલમાં મસમોટું બાકોરૂં પડી જતાં તંત્ર દ્વારા તેની મરામત માટે યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી.આજે સવારે કલેક્ટર આશીર્વાદ પરમારે વેરાવળ-સોમનાથની મુલાકાત લઇ ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે સમીક્ષા કરી હતી. મામલતદાર વેગડે જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને દરિયાનાં મોજાની થપાટથી સંરક્ષણ દિવાલમાં ૧૫ ફૂટનું બાકોરૂં પડી જતાં તેને અટકાવવા સીમેન્ટ-રેતીની હજારો થેલીઓ દ્વારા ભંગાણ પુરવાની કામગીરી શરૂ કરાઈ છે.ભારે વરસાદ અને દેવકા નદીનાં પુરથી વેરાવળ-પાટણ શહેરની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાતાં પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે એનડીઆરએફનાં ૪૦ જવાનોની ટૂકડી આજે આવી પહોંચી છે. પાણી ઉલેચવા માટે ડીવાટરિંગ પંપોની વ્યવસ્થા ઉભી કરાઈ છે. અને આ કામગીરી નગરપાલિકાને સોંપાઇ હોવાનું મામલતદાર વેગડે જણાવ્યું હતું. સોમનાથ મંદિરની સુરક્ષા દીવાલમાં પડેલા બાકોરાં સંદર્ભે તપાસ અતિ આવશ્યક છે.મુસ્લિમ સમાજનો તંત્ર સામે આક્રોશ - વેરાવળ-પાટણ સંયુક્ત મુસ્લિમ સેવા સમાજનાં પ્રમુખ એમ.એ. ચૌહાણે સોમનાથ ટોકીઝ વિસ્તારની કોલોનીઓમાં પાણી ભરાતાં ઘરવખરી સહિતનાં સાધનોને નુકસાન થયું હોવાનું જણાવી કેટલાંય ઘરોમાં ચુલો સળગાવવા જેવી પણ સ્થિતિ ન હોવાથી યોગ્ય કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ માંગણી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા.૧૭-૭નાં લેખિત આવેદનપત્ર આપવા છતાં નાળાઓની સફાઇ કામગીરી ન કરાતાં પુરનાં પાણી ફરી વળ્યાનો આક્ષેપ કર્યો હતો.


ભાદર ડેમમાં સાડા ત્રણ ફૂટ નવાં નીર ન્યારી-૧ છલકાવાની અણીએ

સમગ્ર રાજકોટ જિલ્લામાં થતી મેઘરાજાની સચરાચર કૃપાથી જળાશયોમાં મબલખ નવાં નીર ઠલવાઇ રહ્યા છે. ભાદર ડેમમાં ધીંગી આવક થઇ છે. ચોવીસ કલાકમાં સાડા ત્રણ ફૂટ નવાં નીરની પધરામણી થઇ ચૂકી છે અને હજુ પણ આવક સતત ચાલુ છે. જ્યારે ન્યારી-૧ ડેમમાં પણ ૩ ફૂટ જળરાશી ઠલવાતાં આ ડેમને ઓવરફ્લો થવામાં માત્ર ૨ ફૂટનું જ છેટું છે.રાજકોટને પાણી પૂરું પાડતા સ્થાનિક જળાશયોમાં મેઘરાજા નિરંતર હેત વરસાવી રહ્યા છે. ક્યાંક ખોબલે ખોબલે તો ક્યાંક ધીમી ગતિએ મેઘો ડેમમાં પ્રાણ પૂરી રહ્યો છે. ભાદર ડેમમાં આમ તો રાજકોટને વર્ષ આખું ચાલે તેટલું પાણી આવી ચૂક્યું છે ત્યારે આ ડેમમાં વધુ ૩ ફૂટની આવક થઇ છે. કુલ ૩૪ ફૂટની સપાટી ધરાવતા ભાદર-૧ ડેમમાં હાલ ૨૯ ફૂટની સપાટીએ ૪૩૨૨ એમ.સી.એફ.ટી. જળજથ્થો સંગ્રહ થઇ ચૂકયો છે. હજુ પ.૯૦ ફૂટ વધુ આવક થાય અને ડેમ ઓવરફ્લો થઇ જાય તો વર્ષ આખું સિંચાઇની પણ ચિંતા મટી જશે.બીજી બાજુ ન્યૂ રાજકોટના લાખો લોકોની જીવાદોરી સમાન ન્યારી-૧ ડેમમાં પણ ગઇકાલ રાતથી ચોવીસ કલાકમાં વધુ ૩ ફૂટની આવક થઇ છે. આ ડેમને ઓવરફ્લો થવામાં માત્ર ૨ ફૂટનું જ છેટું છે. પાણીની ધીમીક આવક પણ ચાલુ છે. ન્યારીમાં છેલ્લી સ્થિતિ મુજબ ૭૭૦ એમ.સી.એફ.ટી. જળજથ્થો સંગ્રહ થઇ ચૂકયો છે. ડેમની કુલ ક્ષમતા ૯પ૦ એમ.સી.એફ.ટી.ની છે. બે દિવસ જો આ જ રીતે ડેમ સાઇટ પર ત્રણેક ઇંચ વરસાદ પડે તો ન્યારી બે જ દિવસમાં ઓવરફ્લો થઇ જશે તેમ મનપાના વેસ્ટ ઝોનના સિટી ઇજનેર કામલિયાએ જણાવ્યું હતું.


રાજકોટમાં અકસ્માત બાદ ટોળાએ બસને આગ ચાંપી

રાજકોટ- જામનગર હાઇ- વે ઉપર માધાપર ચોકડી નજીક રાજ સીટી બસના ચાલકે સ્કૂટર ચાલકને ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં સ્કૂટર ચાલકને ગંભીર ઇજા થઇ હતી. એકત્ર થયેલા ટોળાએ ઉશ્કેરાટમાં બસને આગ ચાંપી દેતા નાસભાગ મચી ગઇ હતી.પ્રપ્ત વિગત મુજબ, જામનગર રોડ મેરી ગોલ્ડ પાર્કમાં રહેતા અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા યોગેશ વસંતભાઇ ભટ્ટ આજે સવારે નવ વાગ્યે સ્કૂટર લઇને નોકરીએ જઇ રહ્યા હતા ત્યારે, સામેથી જેટ ઝડપે આવી રહેલી જી.જે. ૩ એ.ટી. ૯પ૪૦ નબંરની રાજ સીટી બસના ચાલકે સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટર ચાલક ફંફોળાઇને પટકાયો હતો.અકસ્માતના પગલે ટોળા એકત્ર થઇ ગયા હતા. રાજ સીટી બસના ચાલકો અવાર નવાર અકસ્મમાત સર્જતા હોવાથી ટોળાનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ટોળાએ મુસાફરોને નીચે ઉતાર્યા બાદ બસમાં તોડફોડ કરી બસને આગ ચાંપી દેતા નાસભાગ મચી ગઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ સીટીની ઉરોકત બસના ચાલકે બરાબર એક માસ પહેલાં ૪ તારીખે કિડની હોસ્પિટલ નજીક સાગર પટેલ નામના ૧૩ વર્ષના તરૂણને કચડી માર્યો હતો. જે ગુનામાં પોલીસે બસ કબજે કરી હતી. અને ગઇ કાલે મંગળવારે જ બસ છોડવામાં આવી હતી. રાજ સીટી બસના કોન્ટ્રાક્ટરોએ બસમાં અનુભવી ડ્રાઇવરના બદલે અણધડ ડ્રાઇવરોની ભરતી કરી મુસાફરો અને વાહન ચાલકોના જીવ જોખમમાં મુકી દીધા છે તેવી ટોળામાં રોષભેર ચર્ચા થઇ રહી હતી.