26 October 2010

નરેન્દ્ર મોદીમાં આર.એસ.એસ.ને તારણહારના દર્શન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

નરેન્દ્ર મોદીમાં આર.એસ.એસ.ને તારણહારના દર્શન

આતંકવાદના ષડયંત્રમાં ઈન્દ્રેશ કુમારનું નામ આવ્યા બાદ હિંદુ આતંકના ઠપ્પાથી કાયદાકીય અને રાજકીય રીતે કેવી રીતે લડી શકાય, એ સોમવારે જલગાંવમાં શરૂ થયેલી આરએસએસની બેઠકનો મુખ્ય એજન્ડા હશે. સંઘના દિગ્ગજો માટે એ આસાન નથી. આ નવા પડકારથી રૂબરૂ સંઘનું નેતૃત્વ પોતાની લડાઈ લડવા માટે હવે એક એવા વ્યક્તિ તરફ જોઈ રહ્યું છે કે જેની સાથે તેના સંબંધોમાં લાંબા સમયથી ચઢાવ-ઉતાર આવ્યા છે. સંઘની આશા હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ટકી છે. સંઘના કાર્યકારી મંડળની ઔપચારીક બેઠક 29 ઓક્ટોબરથી પ્રસ્તાવિત છે. પરંતુ શીર્ષસ્થ નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.


યુવરાજ-રોહિતના ટ્વિટથી BCCI રોષે ભરાયું

ગોવા ખાતે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વરસાદના કારણે રદ્દ થયેલી અંતિમ વન ડે દરમિયાન યુવરાજ સિંહ અને રોહિત શર્માએ લખેલી ટ્વિટથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) રોષે ભરાયું છે.ગોવા ખાતે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વરસાદના કારણે રદ્દ થયેલી અંતિમ વન ડે દરમિયાન યુવરાજ સિંહ અને રોહિત શર્માએ લખેલી ટ્વિટથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) રોષે ભરાયું છે.સૂત્રોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે ક્રિકેટરો દ્વારા મેચના દિવસે કરવામાં આવતા ટ્વિટ પર પ્રતિબંધ લાગી શકે છે.આ દરમિયાન યુવરાજ સિંહે 10 વાગ્યે 58 મિનિટે ટ્વિટ કરી હતી કે ગઈ રાતે પણ વરસાદ થયો હતો અને અત્યારે હવામાન પણ સાફ નથી. તેવામાં ટી20 મેચની આશા રાખી શકાય છે. પરંતુ 1 વાગ્યા સુધી મેચ શરૂ થવાની કોઈ જ સંભાવના નથી.ત્યાં તો 12 વાગ્યેને 44 મિનિટે રોહિત શર્માએ ટ્વિટર બ્રેકિંગ ન્યૂઝ આપી દીધા હતા. રોહિતે ટ્વિટમાં મેચ રદ્દ થઈ ગઈ તેમ લખ્યું હતું. રોહિતની આ ટ્વિટની ફક્ત પાંચ મિનિટ બાદ જ મેચ રદ્દ થઈ હોવાની અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી.


જાપાનયાત્રા બાદ મનમોહનસિંહ ભારત માટે શું લાવશે?

મનમોહનસિંહે જાપાનયાત્રા દરમિયાન ભારત અને જાપાને અસૈન્ય પરમાણુ સમજૂતિ સહિત વિભિન્ન મુદ્દા પર દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિર્ણય કર્યો છે. બંને પક્ષોએ વ્યાપક આર્થિક સહયોગ સમજૂતિને સુદૃઢ કરવાની પણ જાહેરાત કરી છે, જે અંતર્ગત બંને દેશોએ વ્યાપાર ખોલવા અને વેરાને આવતા દાયકા સુધી 94 ટકા ઓછા કરવાનો નિર્દેશ છે.


મુંબઈ : બાલ ઠાકરે ‘નકલખોર બિલાડી’: રાજ ઠાકરે

મુંબઈ નજીકના કલ્યાણના ડોંબીવલીમાં એમએનએસની એક રેલી દરમિયાન રાજ ઠાકરેએ બાલ ઠાકરેને ‘નકલખોર પોપટ’ કહ્યાં હતા. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ પહેલો મોકો છે કે જ્યારે રાજ ઠાકરેએ બાલ ઠાકરે પર આ પ્રકારે શાબ્દિક પ્રહારો કર્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોમવારે એક રેલીને સંબોધિત કરતી વખતે રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેમના કાકા એટલે કે બાલ ઠાકરે દાદા પ્રબોધંકર ઠાકરે અને લેખક આચાર્ય અત્રેની નકલ કરે છે. રાજના જણાવ્યા પ્રમાણે, બાલાસાહેબ ઠાકરે ‘કોપી કેટ’ છે. તેમણે કહ્યું હતું કે તમે આચાર્ય અત્રેનું પુસ્તક વાંચો તો લાગે કે બાલાસાહેબનો કોઈ સંપાદકીય વાંચી રહ્યાં છો. બાળાસાહેબ પાસે તેમના પોતાના કોઈ વિચાર નથી, તે દાદાના વિચારોની નકલ કરીને જનતા સામે રાખે છે અને વાહવાહી લૂંટે છે.


આર.એસ.એસ.માં ઈન્દ્રેશ કુમાર હાશિયામાં ધકેલાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જલગાંવમાં અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દરમિયાન મોટાભાગના સભ્યોએ ઈન્દ્રેશ કુમારથી અંતર રાખવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ ઈન્દ્રેશ કુમારના મોબાઈલ ફોન કોલની ડિટેલથી પણ તેમના આરોપીઓ સાથે સંબંધ હોવાની વાત સામે આવી છે. એટીએસનો દાવો છે કે ઈન્દ્રેશ વિરુદ્ધ દરગાહ વિસ્ફોટના આરોપી સુનિલ જોશી ઉર્ફે મનોજની ડાયરી જ એકમાત્ર પુરાવો નથી.કોલ વિવરણ પણ તેમના આરોપીઓ સાથે સંપર્ક હોવાની વાતની પુષ્ટિ કરે છે. એટીએસે જોશીની બંને ડાયરીઓ અને આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલ પણ કોર્ટમાં રજૂ કર્યા છે. જલગાંવમાં સંઘની બેઠકના પહેલા દિવસે ઈન્દ્રેશ કુમારનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. તેમના કારણે મુશ્કેલીમાં મુકાયેલા સંઘે તેમને હાશિયામાં નાખવાનું મન બનાવી લીધું છે. સંઘના સૂત્રો અનુસાર સંઘની સર્વોચ્ચ નીતિ નિર્ધારક સભા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની આગામી બેઠકમાં ઈન્દ્રેશ કુમારનું ભવિષ્ય નક્કી થશે અને તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ પાછી લેવાય તેવી પૂરી સંભાવના દર્શાવાય રહી છે.


ગાંધીનગરમાં આજે ભાજપની બે મહત્વની બેઠક

ગાંધીનગર ખાતે મંગળવારે ભાજપની બે મહત્વની બેઠકો મળશે. બપોરે ૩ વાગ્યે પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુની અધ્યક્ષતામાં મળનારી પ્રથમ બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને જિલ્લા ચૂંટણી ઈનચાર્જ હાજર રહેશે.ચૂંટણી પરિણામોએ ભાજપની સંગઠન શક્તિને નવો જુસ્સો આપ્યો છે પણ તેમાં છકી ન જવાય તે માટે સત્તાના પાઠ શીખવા પ્રદેશના નેતાઓને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બંગલે આમંત્રણ આપ્યું છે. સચિવાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કામગીરી કરી છે તેવા તમામ કાર્યકરો-નેતાઓને મોદીએ તેડાવ્યા છે. તમામને ભોજન સાથે શિખામણના બે શબ્દો સાંભળવા મળશે, કારણ કે અલ્પ સંખ્યામાં વિપક્ષની હાજરી વચ્ચે સ્થાનિક સંસ્થાઓમાં શાસન કેમ ચલાવવું, ચૂંટાયેલા સભ્યોમાંથી નેતૃત્વ કોને આપી શકાય વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવશે.


કોંગ્રેસના પ્રદેશપ્રમુખ માટે લોબિંગ શરૂ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ રાજીનામું આપનારા કોંગ્રેસ પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને વિરોધપક્ષના નેતા શક્તિસિંહગોહિલ સોમવારે દિલ્હી જવા રવાના થયા છે. હાઇકમાન્ડ સમક્ષ આ બંને નેતાઓ વર્તમાન જવાદારીમાંથી મુક્ત કરવા રજુઆત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ મહાપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકામાં કોંગ્રેસની કારમી પછડાટને પગલે હાઇકમાન્ડે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેના પગલે રાજીનામું ધરી દીધા પછી પ્રદેશપ્રમુખ અને વિપક્ષી નેતાએ રૂબરૂ દિલ્હી જવાનું મુનાસીબ માન્યું છે. દિલ્હીની મુલાકાત અંગે વિરોધપક્ષના નેતા શક્તિસિંહગોહિલે જણાવ્યું કે, તેઓ વર્તમાન જવાબદારીમાંથી મુક્ત કરવાનું કહેવા માટે જ દિલ્હી જઈ રહ્યા છે.

અજય-કરિના પણ આવું કરી શકે

બોલિવૂડમાં અભિનેતા અને અભિનેત્રીઓને ક્યારેય નિર્માતાની પડી હોતી નથી. આવું એકવાર નહિ અનેક વાર થતું હોય છે. તાજેતરમાં જ ફિલ્મ ગોલમાલનું એક પ્રમોશનલ ગીતનું શુટિંગ કરવાનું હતું. જો કે ફિલ્મના મુખ્ય કલાકાર કરિના કપૂર અને અજય દેવગણે આ ગીતનું શુટિંગ કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે ફિલ્મના નિર્માતાને રૂપિયા 35 લાખનો ફટકો પડ્યો હતો.


ધોનીએ બિપાશા બાસુને બચાવી!

બોલિવૂડની બ્લેક બ્યૂટી તરીકે જાણીતી અભિનેત્રી બિપાશા બાસુને સોમવારના રોજ એક ફાઈવ સ્ટાર હોટલમાં તેના પ્રશંસકોની ભીડ દ્વારા ધક્કા-મુક્કીનો શિકાર બનવું પડ્યું હતું.બિપાશા સુરત ખાતે ફાઈવ સ્ટાર હોટલ ધ ગ્રાન્ડ ભગવતીના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેવા માટે આવી હતી. હોટલમાં ભારે ભીડ હોવાના કારણે બિપ્સને ધક્કા-મુક્કીનો સામનો કરવો પડ્યો હતો. અને કહેવામાં આવી રહ્યું છે કે આ ધક્કા-મુક્કીમાં બિપાશાની ડાબી આંખ પર નાનકડી ઈજા પણ થઈ હતી.આ ધક્કા-મુક્કીમાં બિપાશા એટલી ઘેરાઈ ગઈ હતી કે તેણે આયોજકોને ભીડને કાબૂમાં રાખવાનું કહ્યું હતું. એટલું જ નહીં તેણે તો આયોજકોને ધમકી પણ આપી દીધી હતી કે જો તેઓ ભીડને કાબૂમાં નહીં કરે તો તે ત્યાંથી જ એરપોર્ટ રવાના થઈ જશે અને કાર્યક્રમમાં હાજરી નહીં આપે


પાકિસ્તાની આતંકવાદિઓએ હુમલો કર્યો હતો તે તાજમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઉતારો આપવામાં આવ્યો છે.
હોટલના ખાસ રૂમ 'ટાટા સુઈટ' તેમના માટે પસંદ કરવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે તેમની માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.ટાટા સુઈટ 5000 વર્ગફુટમાં વિસ્તરાયેલો છે અને તેનુ એક રાતનું ભાડુ 7 લાખ રૂપિયા છે. આ રૂમમાં શયન કક્ષા (બેડરૂમ) ટાઇનિંગ હૉલ, ડ્રૉઇંગ રૂમ તેમજ બાથરૂમ પણ છે.માં વાઈફાઈ સહિત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. તેમાં એક આગવા પ્રકારની અદભુત કલાકૃતિઓ છે જેને હુમલા પછી ફરીથી તૈયાર કરવામાં આવી છે. તેની બારીમાંથી અરબ સાગર અને ગેટવે ઑફ ઇન્ડિયાનો સુંદર નજારો જોઈ શકાય છે.જો કોઈ કારણથી ઓબામાં ટાટા સુઈટમાં રોકાઈ ના શક્યા તો તેઓ રાજપૂત સુઈટમાં ઉતરશે. તે પણ એટલોજ આલીશાન છે. તાજમાં કુલ 285 રૂમો અને 42 પ્રકારના સુઈટ છે જેનું એક રાતનુ ભાડું 85 હજારથી સવા લાખ રૂપિયા છે.


અલવી બેંકના કૌભાંડીઓને પોલીસ છાવરી રહી છે !

અલવી કો.ઓપરેટીવ બેંકના આજવા રોડ શાખાના હિસાબોનું ઓડિટ હાથ ધરાતાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી કે બેંકના તત્કાલીન એમ ડી અને હાલના જોઈન્ટ એમડી અકબરી બી ચારણીવાલા, તત્કાલીન ચેરમન આબેદીન એસ બાલદીવાલા ઉપરાંત બેંકના કમિટીસભ્યો ફકરુદ્દીન એસ. ભાઈસાહેબ, જીયાઉદ્દીન એસ. બાલદીવાલા , કાશીમઅલી મુલ્લા, તાલીબ હુસેન લોખંડવાલા, રોનકઅલી ભાઈસાહેબ, હમજાઅલી કે. અત્તરવાલા , શબ્બીરહુસેન આર.ચશ્માવાલા, ઈકબાલ બી. ચારણીવાલા, અબ્બાસી બી.મોતીવાલા, આબ્દેઅલી આઈ. ગુલાબીવાલાએ ભેગા મળી હિસાબોમાં ગોટાળા કરીને R ૭૦.૨૬ લાખની બેંક સાથે ઠગાઈ કરી હતી.પોલીસ મથકની હદ અંગે દસ દિવસ સુધી વિવાદ ચાલ્યા બાદ આખરે આ બનાવની જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારી દ્વારા ગત ૧૯મી તારીખે કશિનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.જોકે ફરિયાદના અઠવાડિયા સુધી હજુ સુધી કોઈ આરોપીની નહી ધરપકડ થતાં બેંક ખાતેદારોમાં પોલીસની ઢીલી નીતિ સામે ભારે રોષ ફેલાયો છે અને કૌભાંડીઓને પોલીસ કેમ છાવરી રહી છે તે પ્રશ્ન તેમને ભારે અકળાવી રહ્યો છે.


કોન્સ્ટેબલને ફટકારનારા બુટલેગર પિતા-પૂત્ર હજુ ફરાર

માથાભારે બુટલેગર રાજુ ગેડ્ડી, તેના પુત્ર વિકી તથા તેના સાગરીતોએ સરદારનગરના કોન્સ્ટેબલ રવીન્દ્રસિંહસૂર્યસિંહ ચુંડાવતની ધોલાઈ કરીને છેક પોલીસમથક સુધી દોડાવ્યો હતો. રવીન્દ્રની ફરિયાદના આધારે પોલીસે બુટલેગર રાજુ ગેડ્ડીના દીકરા વિકી સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરદારનગર પીઆઇ સગરે જણાવ્યું હતું કે, હુમલાખોરો પૈકી વિકી અને હરીશ બે નામ મળ્યાં છે, જ્યારે બાકીનાનાં નામ પણ મેળવી શકી નથી. હુમલાખોરો ભાગી ગયા હોવાથી પકડી શકી નહીં હોવાનું ખુદ પીઆઇએ કબૂલ્યું હતું.

No comments:

Post a Comment