23 October 2010

સુરત, રાજકોટ સહિત 10 જિ.પં.માં બીજેપીને બહુમતી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



સુરત, રાજકોટ સહિત 10 જિ.પં.માં બીજેપીને બહુમતી

ગુજરાતની ૨૪ જિલ્લા પંચાયત, ૨૦૮ તાલુકા પંચાયત અને ૫૩ નગરપાલિકાની ૮૭૬૫ બેઠકની આજે બરોબર નવના ટકોરે મતગણતરી શરૂ થઈ હતી. બપોરના ૧૨ વાગ્યા પછી પરિણામની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.ભાજપને મહાનગર પછી વિજયકૂચ જારી રહેવાનો અને કોંગ્રેસને અનેક પાલિકા-પંચાયતોમાં જીતનો ભરોસો છે. જો ભાજપને મોટાપાયે વિજય મળશે તો મહાનગરો પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ પક્ષનો દબદબો છે તે સાબિત થશે. બીજી તરફ કોંગ્રેસને સરવાળે વધુ બેઠકો મળશે તો ગુજરાતના રાજકીય જંગમાં ટકી રહેવાનું બળ મળી રહેશે.રાજ્યમાં ખેડા અને બનાસકાંઠાને બાદ કરતાં જિલ્લા પંચાયતોની ૮૦૪ બેઠક, તાલુકા પંચાયતોની ૪૦૭૧ બેઠક અને પાલિકાની ૧૮૯૦ બેઠક માટે ચૂંટણીમાં ઊભા રહેલા ૧૭૦૦૮ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાંથી ખૂલશે. આ ચૂંટણીના મતદાન પહેલાં રાજ્યમાં ૯૫ બેઠક બિનહરીફ થઇ હોવાથી તેની મતગણતરી થવાની નથી. કડી પાલિકા તો અગાઉથી ભાજપને મળી જવા પામી છે.


સૌરાષ્ટ્રના સાત જિલ્લામા મોદી મેજીક

રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર,સુરેન્દ્રનગર , ભાવનગર, જામનગર અને જુનાગઢમાં ભાજપ મોદીનો મેજિક છવાયો છે. સૌરાષ્ટ્રની સાતે સાત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે, અને ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે.અમરેલીમા કુલ 31 બેઠકો પૈકી . જેમા 18 ભાજપ અને 7 કોંગ્રેસ,પોરબંદરમા કુલ 17 બેઠકો પૈકી ભાજપ 8 અને કોંગ્રેસને હજુ સુધી એક પણ બેઠક મળી નથી.જામનગરમા કુલ ૩૩ બેઠકો પૈકી ભાજપને 19 અને કોંગ્રેસને 5 બેઠક મળી છે.જુનાગઢમા કુલ ૪પ બેઠકો પૈકી હજુ સુધી ૧૦ જ બેઠકોના પરિણામો જાહેર થયા છે. જેમા ભાજપને ૬ અને કોંગ્રેસને ચાર બેઠક મળી હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટ જિલ્લા પંચાયતમાં માં ભાજપને 24 અને કોંગ્રેસને 11 બેઠક મળી છે.ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ 23 કોંગ્રેસ સાત અને અપક્ષ બે પર વિજયી રહ્યું.સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત 21 બેઠક પર ભાજપ અને 6 બેઠક પર કોંગ્રેસનો વિજય.


રાજકોટ જિલ્લાના ધોરાજીમા ૨૦ વર્ષ બાદ કમળ ખીલ્યું

પાલિકા-પંચાયતોની ચૂંટણી જંગમા ઉતરેલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે સવારથી શરૂ થઇ ગયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. તાલુકા પંચાયતમા કુલ ૧પ બેઠકો હતી. તે પૈકીના ૧૩ બેઠકનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમા ૮ ભાજપને અને પ કોંગ્રેસને બેઠક મળી છે. જ્યારે જિલ્લા પંચાયતની બે બેઠકમા મોટી મારડમા ભાજપ અને સુપેડીમા કોંગ્રેસનો વિજય થયો છે. છેલ્લા વિશ વર્ષથી વિઠ્ઠલભાઇ રાદડિયાના ગઢ સમાન ધોરાજીમા ભાજપનો મેજીક ફરી વળતા કોંગ્રેસ પાર્ટીમા સન્નાટો છવાઇ ગયો છે. ભાજપની જીતથી ઉમેદવારો તેમજ કાર્યકરોમા ખુશીનું મોજુ ફરિ વળ્યુ છે અને શહેરમા ઢોલ નગારા તેમજ જોરદાર આતશબાજીથી જીતનો જશ્ન મનાવી રહ્યાં છે.


અજમેર વિસ્ફોટ પાછળ આર.એસ.એસ.નો હાથ?

એટીએસ તરફથી શુક્રવારે અજમેરની સીજીએમ કોર્ટમાં રજૂ થયેલી ચાર્જશીટમાં આનો ખુલાસો થયો છે. ચાર્જશીટ પ્રમાણે, 31 ઓક્ટોબર, 2005ના દિવસે જયપુરમાં એક ગુપ્ત બેઠક મળી હતી. આ ગુપ્ત બેઠકમાં ઈન્દ્રેશજી સહીત સાત લોકો સામેલ હતા. બેઠકમાં અજમેર દરગાહ, હૈદરાબાદની મક્કા મસ્જિદ અને માલેગાંવ સહીત દેશના વિભિન્ન શહેરોમાં વિસ્ફોટ કરવાને લઈને જવાબદારી નક્કી કરવામાં આવી હતી. અજમેર દરગાહમાં 11 ઓક્ટોબર, 2007ના દિવસે બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ મામલામાં ધરપકડ કરાયેલા દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા અને ચંદ્રશેખર વિરુદ્ધ એટીએસના તપાસ અધિકારી એએસપી સત્યેન્દ્ર સિંહ રાણાવતે શુક્રવારે ચાર્જશીટ રજૂ કરી છે.વેન્દ્ર ગુપ્તા ઉર્ફે બોબી ઉર્ફે રમેશ પુત્ર સત્યનારાયણ ગુપ્તા નિવાસી બિહારીગંજ પહેલી ગલી અજમેર. તેને આરએસએસનો વિભાગ પ્રચારક ગણાવાયો છે.ચંદ્રશેખર લેવે પુત્ર લક્ષ્મીનારાયણ લેવે નિવાસી છાપરી, થાના કાલાપીપલી, જિલ્લા શાજાપુર (મધ્યપ્રદેશ). તેને આરએસએસનો જિલ્લા સંપર્ક પ્રમુખ દર્શાવાયો છે.


ઓબામા લઈ રહ્યાં છે, ભારતીય સાંસદોની સલાહ!

અમેરિકામાં દક્ષિણ એશિયાના મામલાના ઉપમંત્રી રોબર્ટ બ્લેક અને ભારતમાં અમેરિકી રાજદૂત ટિમોથી જે. રોમરે ભારતના સાંસદોને દિલ્હી ખાતેના દૂતાવાસમાં ચર્ચા માટે બોલાવ્યા હતા. જો કે પાકિસ્તાને હંમેશા અમેરિકા પાસે કાશ્મીરના મામલાઓમાં દખલ દેવાની માગણી કરી છે. પરંતુ અમેરિકાએ હંમેશા એ કહ્યું છે કે આ મુદ્દો ભારત અને પાકિસ્તાન મળીને ઉકેલે.બેઠકમાં સામેલ એક ભારતીય સાંસદે જણાવ્યું હતું કે તમામ સાંસદોએ તેમને સ્પષ્ટ કરી દીધું છે કે ભારતને કાશ્મીરના મામલે તેમની સલાહની જરૂર નથી.


ભારતની કિંમત પર પાક સાથે સંબધ નહીં: અમેરિકા

ભારતના રક્ષા મંત્રી એન્ટનીએ હાલમાં જ અમેરિકાના રક્ષા મંત્રી રોબર્ટ ગેટ્સ અને વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાને મળતી અમેરિકન સૈન્ય સહાય અંગે ચિંતા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે સહાયનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવે છે.નોંધનીય છે કે ક્લિન્ટને ગઈકાલે પાકિસ્તાનને બે 2.29 અબજ અમેરિક ડોલરની સૈન્ય મદદની જાહેરાત કરી હતી. મદદ કરવા પાછળનો હેતું ઈસ્લામાબાદ આતંકવાદ સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી છે. જો કે તેની સાથે સાથે તેણે એવી ચેતવણી પણ આપી હતી કે જો ઈસ્લામાબાદ આતંકીઓ સામે કાર્યવાહી નહીં કરે તો પાકિસ્તાનને આપવામાં આવતી સહાય બંધ કરી દેવામાં આવશે.



અયોધ્યાની જમીન વહેંચણી દેશ વિભાજન જેવી: ભાજપ

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદના મૈત્રીપૂર્ણ ઉકેલની શક્યતાઓને નકારતાં ભાજપે આજે કહ્યું છે કે તેની વહેંચણી દેશના વિભાજન કરવા જેવી છે.ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય કટિયારે કહ્યું હતું કે રામજન્મભૂમિ સાઈટ પર મસ્જિદ હતી નહીં અને વિવાદના મૈત્રીપૂર્ણ ઉકેલની કોઈ તક નથી. જમીનની વહેંચણી દેશનું વિભાજન કરવા જેવું છે.


અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહ હવે યુનિવર્સિટીની સ્થાપના કરશે

રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ધીરૂભાઈ અંબાણી સૂચના સંચાર પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલય સ્થાપીત કરશે.પ્રસ્તાવિત ભવન નિર્માણ માટે ગુરૂવારે આધારશિલા રાખવામાં આવી હતી. મધ્ય પ્રદેશ સરકારે પ્રસ્તાવિત વિશ્વવિદ્યાલય માટે જમીન ઉપલબ્ધ કરાવી છે.આ અવસરે રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહના અધ્યક્ષ અનિલ અંબાણીએ કહ્યુ કે મધ્ય પ્રદેશ જેવા રાજ્યોને સૂચના પ્રોદ્યોગિકી વિષય ઉપર ઉચ્ચ ગુણવતા તેમજ ઉચ્ચ સ્તરની શિક્ષા આપવા માટે એક સારા વિશ્વવિદ્યાલયની જરૂરિયાત છે.આ રાજ્યા પોતાના બોદ્ધિક સંસાધનની ક્ષમતા ઉપર આર્થિક વિકાસ ક્ષેત્રમાં અગ્રિમ શ્રેણીઓમાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. આ વિશ્વવિદ્યાલયમાં સ્નાતક અને ઉચ્ચસ્નાતક બન્ને સ્તરના પાઢ્યક્રમો ચલાવામાં આવશે.


સ્ત્રીનો સ્પર્શ કરાવે પુરુષોને કમાણી

એક સ્ત્રીનો સ્પર્શ એ પુરુષને સુરક્ષાનો અહેસાસ આપી શકે છે અને તેને વધુ સાહસ કરવા પ્રેરે છે.એક સંશોધન દ્વારા જાણવા મળ્યુ હતું કે પુરુષને જો કોઈ નાણાકીય પરેશાની સતાવતી હોય તેવા સમે જો કોઈ સ્ત્રી પુરુષને પીઠ પર હાથ થાબડે તો એ પુરુષને આ પરેશાની સામે લડવા માટે સાહસ આપે છે, એવુ એક્સપ્રેસ.કો.યુકે એ નોંધ્યું હતું.તપાસમાં ખુલાસો થયો હતો કે જો કોઈ સ્ત્રી પુરુષ સાથે વાત કરે અથવા તેની સાથે હાથ મિલાવે તો તે પુરુષ નાણાની બાબતે વધુ તકો ઝડપશે પણ જો કોઈ પુરુષ બીજા પુરુષની પીઠ પર હાથથી થાબડશે તો આ અસર જતી રહે છે.આ અભ્યાસમાં ભાગ લેનારા પુરુષોને અલગ અલગ રીતે સંબોધવામાં આવ્યા હતા- અમુકને સ્ત્રી કે પુરુષ દ્વારા સંબોધવામાં આવ્યા હતા તો અમુકને ખભા પર સ્પર્શ કરીને કે પછી હાથ મિલાવીને સંબોધાયા હતા. જ્યારે અમુકને કોઈ જ સ્પર્શ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ અભ્યાસમાં ભાગ લેનારા પુરુષોએ અહેસાસ કરેલી સુરક્ષાની લાગણીને માપવામાં આવી હતી.


આસોપાલવના પાનનો ઉપયોગ પૂજામાં કેમ કરવામાં આવે છે?

આસોપાલવના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. દુખને દૂર કરવા માટે તેને આસોપાલવનુ નામ આપવામાં આવ્યું છે. ભગવાન રામે પોતે જ તેને દુખ દૂર કરનારા વૃક્ષની ઉપમા આપી છે.કામદેવના પંચ પુષ્પ બાણોમાં એક આસોપાલવ પણ છે. કવિઓએ પણ તેની મહત્વતા વિશે ખૂબ લખ્યું છે. રાવણે સીતાનું હરણ કર્યું હતું અને ત્યાર બાદ તેને અશોક વાટિકામાં રાખી હતી. કેમ કે ત્યાં આસોપાલવના વૃક્ષ વધારે હતા એટલા માટે તે અશોક વાટિકા કહેવામાં આવ્યું હતું.અશોકના વૃક્ષ પર હનુમાનજીએ સીતામાતાના દર્શન કર્યા હતા. શ્રદ્ધા, વિશ્વાસ, પવિત્રતા, શોક નિવારણ વગેરેના પરિપ્રેક્ષ્યમાં અશોકનું ગુણગાન પ્રાચીન સાહિત્યમાં ભરપૂર કરવામાં આવ્યું છે.તાંત્રિત રુપમાં અશોકનું આવાસ ઉત્તર દિશામાં કરવામાં આવ્યું છે. તે વિશેષ મંગલકારી માનવામાં આવે છે. આસોપાલવના પાનથી ઘરમાં શાંતિ રહે છે.


ચીનમાં 8 માસની ગર્ભવતીને ઢસડી, ગર્ભપાત

ચીનમાં એક સંતાનનીતિનું કેટલી બેરહેમીથી પાલન કરાવવામાં આવે છે, તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. અહીંયા 8 માસની એક ગર્ભવતીના ઘરમાં ઘૂસીને 20 સરકારી કર્મચારીઓએ તેને મારી અને લાતો અને મુક્કા માર્યા. તેઓ આ મહિલાને બળજબરી પૂર્વક ઢસડીને હોસ્પિટલ લઈ ગયા અને તેનો ગર્ભપાત કરાવ્યો.આ 36 વર્ષીય મહિલા શ્યાઓ યિંગ પર આરોપ હતો કે એક સંતાન હોવા છતાં તે બીજા સંતાનને જન્મ આપવાની હતી. હોસ્પિટલમાં ગર્ભપાતનું ઈન્જેક્શન મૂકાવવાનો શ્યાઓએ ખૂબ વિરોધ પણ કર્યો હતો. 10 ઓક્ટોબરે ચીનના પૂર્વીય તટના સિમિંગમાં બનેલી આ ઘટનાની જાણકારી ગઈકાલે મહિલાએ પોતાના પતિને કરી હતી.યિંગે હોસ્પિટલમાં પોતાની તસવીરો ખેંચવાની પણ પરવાનગી આપી હતી. અત્યારે તો મૃત શિશુના અંશને ગર્ભમાંથી બહાર કાઢવા માટે ડોક્ટરોએ તેનું ઓપરેશન કરવું પડશે. શ્યાઓનો પતિ લિયુ યાંકુઆન એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરે છે.

No comments:

Post a Comment