ભારતનો સાત વિકેટે વિજય: સીરિઝમાં 2-1ની સરસાઈ
કટ્ટકમાં શ્રીલંકા સામેની ત્રીજી વન ડે મેચને સાત વિકેટે જીતીને ભારતે વન ડે સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતની જીતમાં સચિન તેન્ડુલકર અને રવિન્દ્ર જાડેજાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે સચિન રન 96 રન બનાવી અણનમ રહ્યો હતો. દિનેશ કાર્તિક 36 રન પર નોટ આઉટ રહ્યો હતો. ભારતે વિજય લક્ષ્યાંકને 42.4 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને મેળવી લીધો હતો. 240 રનના જવાબમાં કેપ્ટન સેહવાગ અને સચિન તેન્ડુલકરે ભારતને સારી શરૂઆત અપાવી હતી. ભારતની પ્રથમ વિકેટ 55 રન પર પડી હતી. કેપ્ટન સેહવાગ 28 બોલમાં 44 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ગંભીર 32 રન બનાવી આઉટ થયો હતો. પુનરાગમ કરનાર યુવરાજ સિંહ 23 રને આઉટ થયો હતો.
શ્રીલંકાના કેપ્ટન સંગાકારાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંગાકારાનો આ નિર્ણય શ્રીલંકા માટે યોગ્ય સાબિત કરી દિલશાન અને થરંગાએ શ્રીલંકાને તોફાની શરૂઆત અપાવી હતી. 165 રન પર બે વિકેટ ગુમાવનાર શ્રીલંકા 44.2 ઓવરમાં 239 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. 20 ઓવરમાં એક વિકેટના નુકસાને 151 રન બનાવનાર શ્રીલંકા અહિ વિશાળ સ્કોર કરે તેવુ લાગી રહ્યું હતું, પરંતુ રવિન્દ્ર જાડેજાની વેધક બોલિંગના કારણે શ્રીલંકા 239 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની પ્રથમ વિકેટે 65 રનની ભાગીદારી થઈ હતી. શ્રીલંકાને તોફાની શરૂઆત અપાવ્યા બાદ દિલશાન 41 રન બનાવી આઉટ થયો હતો. આશિશ નહેરાએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. શ્રીલંકાની બીજી વિકેટ 165 રન પર પડી હતી. સંગાકારા 46 રન બનાવી આઉટ થયો હતો. સેહવાગે સંગાકારાની વિકેટ લીધી હતી. ત્યાર બાદ ભારત માટે મુશ્કેલી ઉભી કરી રહેલ થરંગાની વિકેટ રવિન્દ્ર જાડેજાએ ઝડપી હતી. થરંગાએ 81 બોલમાં 73 રન બનાવ્યા હતા. દિલશાને તોફાની બેટિંગ કરી 18 બોલમાં 41 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાંત શર્મા અને ઝહીર ખાન ખર્ચાળ સાબિત થયા હતા.
શ્રીલંકાની વિકેટ પડવાનો ક્રમ- 1- 65 (6.2 ઓવર) 2-165 (22.3 ઓવર) 3-169 (24.4 ઓવર) 4- 173 (26 ઓવર) 5- 204(34.5 ઓવર) 6- 210 (35.5 ઓવર) 7-210 (36 ઓવર)
8- 218 (38.1 ઓવર) 9- 236 (43 ઓવર) 239-ઓલ આઉટ.
ભારતીય ટીમ- વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, સચિન તેન્ડુલકર, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, યુવરાજ સિંહ, ઝહીર ખાન, ઈશાંત શર્મા, આશિશ નહેરા, હરભજન સિંહ.
22 December 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment