ranako.s5.com 24 December Fresh news
દેશને ગંભીર-કોહલીની ક્રિસમસ ભેટ
ગંભીર-કોહલીની શાનદાર ભાગીદારીની મદદથી ભારતે ચોથી એક દિવસીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. શ્રીલંકાએ આપેલો 316 રનનો લક્ષ્યાંક ભારતે 49ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતે પાંચ વન-ડે મેચની શ્રેણી જીતી લીધી છે. શ્રીલંકાએ મેચ જીતવા માટે આપેલા 316 રનના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 23 રનમાં ભારતની બે વિકેટ પડી ગઈ હતી. સેહવાગ 10 અને સચિન આઠ રને આઉટ થયા હતા. સચિન અને સેહવાગ આઉટ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે ભારતની ઇનિંગને સંભાળી હતી. ગંભીર-કોહલીએ મેદાનની ચારે તરફ આકર્ષક શોટર્સ ફટકારી શ્રીલંકાના બોલરોની ધોલાઇ કરી હતી. બન્ને બેટ્સમેનો સામે શ્રીલંકાના બોલોરો લાચારીની સ્થિતિમાં આવી ગયા હતા. દરમિયાન બન્નએ પોતાની સદી પૂરી કરી હતી.
કોહલી 114 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 107 રન બનાવી આઉટ થયો હતો. કોહલીના આઉટ થયા બાદ ગંભીર વધુ ખતરનાક બની ગયો હતો. તેણે દિનેશ કાર્તિક સાથે મળી ગંભીર સ્કોર આગળ ધપાવ્યો હતો. આ સાથે જ ગંભીરે 137 બોલનો સામનો કરીને 14 ચોગ્ગાની મદદથી 150 રન બનાવ્યા હતા. જ્યારે કોહલી બાદ કાર્તિકે 15રનનું યોગદાન આપીને સારો સાથ આપી ભારતને વિજયી બનાવ્યું હતું. નોંધનીય વાત એ છે કે 90 મેચ રમીને ગંભીરે 3000 રન પુરા કર્યા છે. જેમાં તેણે 7 સદી અને 19 અડધી સદી ફટકારી છે.
આસારામના સાધકોને આખરે હાઇકોર્ટમાંથી રાહત
ગાંધી નગરમાં પોલીસ પર હુમલાના કેસમાં હાઇ કોટેં સાધકોને શરતી જામીન આપ્યા
ગાંધીનગરમાં પોલીસ પર હુમલાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોટેં એક મહત્વના ચુકાદા મારફતે આરોપી સાધકોને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. જસ્ટિસ એચ.બી.અંતાણીએ આસારામના સાધકોની જામીન અરજી પર અગાઉ અનામત રાખેલો ચુકાદો આજે બપોરે ૨.૦૦ વાગ્યે ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો હતો. સાધકોને જામીન મળતા એ વખતે કોર્ટ રૂમમાં હાજર આસારામના અન્ય સાધકો અને સમર્થકોએ હાશકારો અનુભવ્યો હતો.
ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતબિંધ
ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ છવાયા પહેલાં પતંગ માટે વાપરવામાં આવતી ચાઇનીઝ દોરીએ રાહદારી તેમજ વાહન ચાલકોના ગળા કાપવાનું શરૂ કરતાં રાજ્ય સરકારે અગમચેતી વાપરીને આવી દોરી ઉપર રાજ્યવ્યાપી પ્રતબિંધ મૂકી દીધો છે. આ સાથે પરંપરાગત દોરી સિવાયની અન્ય પ્લાસ્ટીક દોરી ઉપર પણ બાન મૂકવામાં આવ્યો છે. પગંત અને દોરીની ખરીદી પહેલાં સરકારે વેપારીઓ અને પતંગ રસિયા નાગરિકોને આ ચેતવણી આપી છે. ગુજરાતમાં ઉત્તરાયણની ખરીદી સામાન્ય રીતે ડિસેમ્બરના અંત સમયમાં શરૂ થતી હોય છે. તૈયાર દોરીના રસિયાઓ હંમેશા પ્લાસ્ટીક અને ચાઇનીઝ દોરીનો આગ્રહ રાખતા હોવાથી તેઓ જાન્યુઆરીમાં ખરીદી કરે છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીએ અત્યાર જ લોકોના ગળા કાપવાનું શરૂ કરતાં જિલ્લા કલેકટર કચેરીએ અનેક રજુઆતો કરવામાં આવી હતી
મોદી બી.આર.ટી.એસ.માં
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આજે બી.આર.ટી.એસ.માં સવારી કરી હતી. બી.આર.ટી.એસ.ની બસમાં મુસાફરી દરમિયાન મોદીએ સાથી મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી. મોદીની આ સવારીથી લોકો અચરજમાં મુકાઈ ગયા હતા.
ગુજરાત બોર્ડની પરીક્ષા ૪ માર્ચથી શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૪ માર્ચથી પરીક્ષા યોજવાનુ નક્કી કયું છે. જેના માટેનો વિગતવાર કાર્યક્રમ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામા આવ્યો છે. ૪ માર્ચથી શરુ થતી પરીક્ષાઓ ૧૯ માર્ચના રોજ પુર્ણ થશે. ચાલુ વર્ષે ગત વર્ષ કરતા એક સપ્તાહ વહેલા પરીક્ષા યોજાશે. ચાલુ વર્ષે પરીક્ષા દરમિયાન એક-એક દિવસનો ગેપ આપવામા આવ્યો ન હોઇ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે.
ધોરણ-૧૦ની પરીક્ષાનો કાર્યક્રમ
૪-૩ ગુરુવાર -પ્રથમ ભાષા : ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, તામીલ, તેલુગુ, ઉડીયા
૫-૩ શુક્રવાર સામાજીક વિજ્ઞાન
૬-૩ શનિવાર અંગ્રેજી
૮-૩ સોમવાર ગણીત
૧૦-૩ બુધવાર વિજ્ઞાન અને ટેકનોલોજી
૧૧-૩ ગુરુવાર દ્રીતીય ભાષા : હિન્દી, સીંધી, સંસ્કૃત, પ્રાકૃત, ફારસી, અરબી, ફ્રેંચ, જર્મન, પોટુગીઝ
૧૨-૩ શુક્રવાર વાણજિય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટીસ, બેઝીક ઓફ એન્જિ. પ્રોસેસ મેન્ટેન્સ એન્ડ સેફ્ટી, વન વિધ્યા અને વન ઔષધી, વસ્ત્ર વિધ્યા, શિવણ અને ભરત, યોગ સ્વાસ્થ અને શારિરીક શિક્ષણ
૧૩-૩ શનિવાર કોમ્પ્યુટર પરિચય, ગૃહ વિજ્ઞાન, પશુ પાલન અને ડેરી વિજ્ઞાન, વાણજિય પરિચય, એલિ. ઓફ એન્જિનિયરિંગ
૧૫-૩ સોમવાર નામાના મુળ તત્વો, કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ ડ્રોઇંગ, કૃશિ વિધ્યા, ગ્રામ યંત્ર વિધ્યા, ચિત્ર કળા, સંગીત
૧૬-૩ મંગળવાર ગુજરાતી દ્રીતીય ભાષા (૧-૨)
ધોરણ-૧૨ સામાન્ય, ,વિજ્ઞાન પ્રવાહ
૪-૩ ગુરૂવાર સહકાર પંચાચત, જીવ વિજ્ઞાન, નામાના મુળ તત્વો
૫-૩ શુક્રવાર કૃષિ વિધ્યા, ગૃહ જીવન વિધ્યા, વસ્ત્ર વિધ્યા, પશુ પાલન અને ડેરી વિજ્ઞાન, જીવ વિધ્યા અને વન ઓષધી વિધ્યા, તત્વજ્ઞાન
૬-૩ શનિવાર ઇતહિસ, ભોતિક વિજ્ઞાન, આંકડા શાસ્ત્ર
૮-૩ સોમવાર ચિત્ર કામ સૌધાંતિક, ચિત્ર કામ પ્રાયોગીક, રસાયણ વિજ્ઞાન, અર્થ શાસ્ત્ર
૯-૩ મંગળવાર ભુગોળ
૧૦-૩ બુધવાર સામાજીક વિજ્ઞાન, ગણીત, વાણજિય વ્યવસ્થા
૧૧-૩ ગુરુવાર મનોવિજ્ઞાન
૧૨-૩ શુક્રવાર સંગીત સૈધ્ધાંતિક, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉદૂ,સિંધી, અંગ્રજી, તામિલ
૧૩-૩ શનિવાર હિન્દી
૧૫-૩ સોમવાર ગુજરાતી, અંગ્રેજી
૧૬-૩ મંગળવાર રાજય શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર
૧૮-૩ ગુરૂવાર સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત
૧૯-૩ શુક્રવાર સેક્રેટરીયલ પ્રેકટીસ, વાણજિય વ્યવહાર, કોમ્પ્યુટર પરિચય
24 December 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment