22 December 2009

પોલીસ પર હુમલો કરનારા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના : :સાધકોની જામીન અરજીમાં સરકારનો ઘટસ્ફોટ, હાઇ કોર્ટનો ચુકાદો અનામત

પોલીસ પર હુમલો કરનારા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના
સાધકોની જામીન અરજીમાં સરકારનો ઘટસ્ફોટ, હાઇ કોર્ટનો ચુકાદો અનામત
ગાંધીનગરમાં પોલીસ પર હુમલાના ચકચારભર્યા કેસમાં રાજ્ય સરકાર તરફથી હાઇ કોર્ટ સમક્ષ એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, હુમલો કરનારા સાધકો પૈકી મોટા ભાગના સાધકો એટલે કે, ૧૦૩ સાધકો ગુજરાત બહારના હતા. ૧૫૦થી વધુ સાધકોએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી જામીન અરજીમાં સાધકો, રાજ્ય સરકાર સહિતના પક્ષકારોની સુનાવણી પૂરી થઇ જતા જસ્ટિસ એચ.બી.અંતાણીએ ચુકાદો અનામત રાખ્યો હતો. ગાંધીનગરમાં આસારામના સમર્થનમાં કાઢવામાં આવેલી રેલી દરમ્યાન સાધકો દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં ૧૫૦ જેટલા સાધકો તરફથી એડવોકેટ એસ.કે.પટેલે જણાવ્યુ હતુ કે, પોલીસ દ્વારા સાધકો વિરૂદ્ધ ખોટી રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. માત્ર આઠેક વ્યકિતઓ વિરૂદ્ધ જ રેલી દરમ્યાન તોફાન કરવાના આક્ષેપો છે, ત્યારે બાકીના સાધકોને પોલીસ ખોટી રીતે જેલમાં પૂરી શકે નહી. કારણ કે, મોટાભાગના સાધકોની પોલીસ પર હુમલો કરવામાં કે તોફાન કરવામાં કોઇ ભૂમિકા નથી. આ સંજોગોમાં હાઇકોટેં અરજદાર સાધકોના જામીન મંજુર કરવા જોઇએ.
સાધકો તરફથી કરાયેલી દલીલોનું ખંડન કરતા રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે. જાનીએ જણાવ્યુ કે, આરોપી સાધકો વિરૂદ્ધ જાહેર સુલેહ-શાંતિના ભંગ ઉપરાંત પોલીસ પર હુમલો કરવાનો ગંભીર ગુનો છે. સાધકો પાસેથી લકઝરી બસમાં ભરીને લાવેલા પથ્થરો, લાકડીઓ, ડંડા અને બેઝ બોલ સ્ટીક જેવા હથિયારો પણ પકડાયા હતા. સાધકો દ્વારા પોલીસ પર કરાયેલા હુમલામાં ૨૫ થી વધુ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને ઇજા પહોંચી હતી. જેમાં ડીવાયએસપી મોઢપરીયા તો હજુ પણ સારવાર હેઠળ છે. હુમલો કરનાર પૈકી પકડાયેલા ૧૬૦ જેટલા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના હતા. જે પરથી સ્પષ્ટ થાય છે કે, આરોપી સાધકોનું રેલી પર તોફાન કરવાનું અને પોલીસ પર હુમલો કરવાનું પૂર્વ આયોજિત કાવતરૂ હતુ.

1 comment:

  1. My heartly congratulations to you
    & your team
    with regards
    ashok hindocha M-9426201999
    www.bsnlnewsbyashokhindocha.blogspot.com
    www.rajkotsamachar.com
    hindochaashok@gmail.com

    ReplyDelete