24 June 2010

‘વિવેકને ચુંબન કરવાની મજા આવી પણ...’

‘વિવેકને ચુંબન કરવાની મજા આવી પણ...’
અરૂણા શિલ્ડની બીજી હિન્દી ફિલ્મ મિસ્ટર સિંહ મિસિસ મહેતા શુક્રવારના રોજ રીલિઝ થઈ રહી છે. અરૂણા હાલમાં આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ગુરૂવારના રોજ અરૂણા નોઈડામાં ફિલ્મના પ્રમોશન અર્થે આવી હતી. આ સમયે અરૂણાએ કહ્યું હતું કે, તેને ચુંબન કરવું ગમે છે કારણ કે, તેમાં માત્ર એક જગ્યાએ ઉભા જ રહેવાનું હોય છે.

આટલું જ નહિ પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ પ્રિન્સમાં અરૂણાએ બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોયને ઉત્કટ ચુંબનો કર્યા હતા. આ અંગે બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અરૂણાએ કહ્યું હતું કે, વિવેક ઘણો જ સારો કિસર છે.

જો કે અરૂણાએ સ્વીકાર્યુ હતું કે, તેની આગામી ફિલ્મ મિસ્ટર સિંહ મિસિસ મહેતાનો કો સ્ટાર પ્રશાંતને ચુંબન કરવાની બિલકુલ મજા આવી નહોતી. પ્રશાંત ચુંબન કરતાં સમયે અસ્વસ્થ હતો.

જો કે થોડા સમય પછી પ્રશાંત કમ્ફર્ટેબલ થઈ ગયો હતો અને અરૂણા અને પ્રશાંતના ચુંબનો દ્રશ્યોનું શુટિંગ કરવામાં આવ્યું હતું.

મિસ્ટર સિંહ મિસિસ મહેતામાં નગ્ન પોઝ આપવા અંગે અરૂણાએ કહ્યું હતું કે, નગ્ન પોઝ તેના માટે કોઈ અઘરી વાત નહોતી. તેણે તો સ્ક્રીપ્ટમાં જે હતું તે પ્રમાણે જ કામ કર્યુ છે. નગ્ન પોઝને ફિલ્મમાં આર્ટીસ્ટીક રીતે રજૂ કરવામાં આવ્યો છે.

અંતે અરૂણાએ કહ્યું હતું કે, તેને વિવાદોથી બિલકુલ ડર લાગતો નથી.

*સ્ટુડન્ટ વિઝા અને યુ.એસ. કોન્સ્યુલટ

મુંબઈ સ્થિત કોન્સ્યુલટ જનરલ ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આવકારે છે. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંની કેટલીક યુનિવર્સિટીઓ અમેરિકામાં આવેલી છે. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીના કેમ્પસ અને ક્લાસરૂમ સુધી પોતાની સાથે વૈવિધ્ય, બુદ્ધિમત્તા અને સર્જનાત્મકતા લઈ જાય છે. તેમના અનુભવ પરથી છતું થાય છે કે ભારતીય અર્થતંત્રને ગતિશીલ અને વધારે સધ્ધર બનાવવામાં તેમનું યોગદાન મહત્વનું રહેશે. આવાં સ્નાતકો વર્તમાન અને ભવિષ્યમાં ભારત- અમેરિકાના સામાજિક અને સાંસ્કૃતિક સમન્વયના આધારસ્તંભ બની રહે છે.


સ્ટેટ ડિપાર્ટમેન્ટના ૨૦૦૯ના રિપોર્ટ અનુસાર અમેરિકાની સ્કૂલ્સમાં ભારતના ૧ લાખ ૩ હજાર કરતાં વધારે તેજસ્વી વિદ્યાર્થીઓ ભણે છે. તે જોતાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓમાં વિશ્વમાં ભારત પહેલાં નંબરે છે. આમાંના ઘણાખરા વિદ્યાર્થીઓના અમેરિકાના પ્રવાસની શરૂઆત મુંબઈ ખાતેની યુ.એસ. કોન્સ્યુલટ જનરલથી થાય છે. કોન્સ્યુલટ જણાવે છે કે વિદ્યાર્થીઓએ તેમના જે તે અભ્યાસક્રમના પ્રોગ્રામની નિધૉરિત તારીખ કરતાં પહેલાં અગાઉથી વિઝા માટેની અરજી કરવી, તેની જાણ કરવી અને તૈયારી રાખવી.


કોન્સ્યુલટે વિઝા સરળતાથી મળે તે માટેના શક્ય તેટલાં પ્રયાસ હાથ ધર્યા છે. અમેરિકાની સ્કૂલમાં પ્રવેશ મળે કે તરત જ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીમાંથી સ્વીકાર માટેનું ક- ૨૦ ફોર્મ મેળવી લેવું જોઈએ. ત્યાર પછી અરજદાર વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઈન્ફર્મેશન સિસ્ટમ (SEVIS) ફી ચૂકવવી પડે છે. આ ફી ઓનલાઈન પણ ભરી શકાય છે.


વધુ માહિતી માટે અરજદારે કોન્સ્યુલટની વેબસાઈટ http://mumbai.usconsulate.gov પર સંપર્ક કરવો. વિઝા અરજી માટેની કાર્યપદ્ધતિને થોડાં સમય પહેલાં જ કોન્સ્યુલટે નવા ઓનલાઈન નોન ઇમિગ્રન્ટ વિઝા (NIV) અરજી ફોર્મ DS-૧૬૦ અંતર્ગત એકસૂત્રે સાંકળી છે. દરેક અરજદારે ઓનલાઈન ફોર્મમાં માગેલી અનિવાર્ય માહિતી સંપૂર્ણપણે ભરવી જરૂરી છે. ત્યાર પછી ઈન્ટરવ્યૂ અને એપોઈન્ટમેન્ટ માટેનું શિડ્યૂલ જાણવા માટે www.vfs-usa.co.in પર ક્લિક કરો. વેબસાઈટમાં જણાવેલા મુદ્દાને અનુસરીને વિદ્યાર્થીઓ વહેલી તકે વિઝા મેળવી શકશે.


મુંબઈના કોન્સ્યુલર ચીફ ડેવિડ ટેલર કહે છે, ‘વિઝા અરજી કરનારા વિદ્યાર્થીઓએ વ્યક્તિગત ઈન્ટરવ્યૂ અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ કલેક્શન માટે કોન્સ્યુલટ જનરલ અધિકારીને રૂબરુ મળવું જરૂરી છે. મુલાકાત દરમિયાન અરજદાર નિરાંતે, સત્યને વળગી રહી તેમની વાત અમને જણાવે એવું અમે ઈચ્છીએ છીએ. તદુપરાંત વિદ્યાર્થીઓ પોતે દેશ અને કુટુંબ સાથે જોડાયેલા છે અને અમેરિકામાં શિક્ષણ પાછળ થતાં ખર્ચને પહોચી વળવા માટેનું જરૂરી ફન્ડ ધરાવે છે એ બાબતે કોન્સ્યુલર અધિકારીને સંમત કરવા જરૂરી છે.’


મોટા ભાગના તેજસ્વી વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા ઝડપથી મળી જાય છે. અને તેઓ અમેરિકાની યુનિવસિર્ટીઝના સારા અનુભવ મેળવવા માટે જાય છે. સ્ટુડન્ટ વિઝા અંગેની વધુ માહિતી માટે અમારા અન્ય


ઓનલાઈન સંપર્ક:


કોન્સ્યુલર અફેર્સ બ્યુરો: http://travel.state.gov/visa_ services.htmlયુ.એસ. કોન્સ્યુલટ જનરલ મુંબઈ: http://mumbai.usconsulate.govધ યુ.એસ.-ઈન્ડિયા એજ્યુકેશન ફાઉન્ડેશન: www.usief.org.inનોન ઇમિગ્રન્ટ વિઝા અંગેની વિશેષ પૂછપરછ માટે mumbainiv@state.gov પર ઈ મેલ કરવો. ઈ મેલમાં કોન્સ્યુલર ઈન્ફર્મેશન યુનિટને ‘વિષય: રિકવેસ્ટ ફોર સ્પેસિફિક ઈન્ફર્મેશન’ લખવું.


વધુમાં ટેલર કહે છે, ‘અમેરિકાની કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને આવકારીએ છીએ. અમારી મુંબઈ ઓફિસના બધા જ કર્મચારીઓ તમને મળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.’

* પાળતુ કૂતરાએ તેના માલિક પર ટ્રક ચઢાવી દીધી
અમેરિકામાં હર્નેડો કાઉન્ટી વિસ્તારમાં એક વ્યક્તિ પર તેના જ પાળતુ કુતરાએ તેનો ટ્રક ચઢાવી દીધી હતી.

ક્રિસ્ટોફર બિશપ નામનો વ્યક્તિ તેના ટ્રકમાંથી પડતુ ઓઇલ ચેક કરવા માટે ચાલુ ટ્રકને ન્યુટ્રલમાં નાંખીને ટ્રકની નીચે ગયો હતો. આ જ સમયે તેના કુતરાને શું બુદ્ધિ સુઝી કે તેણે કેબિનમાં જઇને ટ્રકને ગિયરમાં નાંખી દીધો હતો.

આ સમયે ટ્રક ચાલુ થઇને તેના બિશપની શરીરના ડાબા ભાગ ઉપર ચઢી ગયો હતો.

જો કે બિશપે જેમ તેમ કરીને બહાર આવીને ટ્રકને કાબૂમાં કરી દીધો હતો. જો કે બિશપને વધારે દુખાવો થતા તેણે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જો કે બિશપની જિંદગી જોખમની બહાર છે.

*સંજુબાબાએ માન્યતાના પુત્રનું અપહરણ કર્યુ હતું?

માન્યતાના ભૂતપૂર્વ પતિ મેહરાજ શેખે બોમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો છે કે, સંજુબાબાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના પુત્રનું અપહરણ કર્યુ હતું. શેખે ફરિયાદ કરી છે કે, તેણે એનએમ જોષી માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી પરંતુ ત્યાં તેનો કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો.


જેલે આ અંગે ક્રિમીનલ પીટીશન પણ ફાઈલ કરી છે. પબ્લિક પ્રોસીક્યુટર માનકુંવર દેશમુખે કહ્યું હતું કે, કોર્ટે અમને(રાજ્ય સરકાર) એફિડેવિટનો જવાબ આપવા અંગે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. વર્ષ 2008માં ભોજપુરી અભિનેત્રી નગ્માને અશ્લીલ મેસેજ મોકલવા બદલ શેખ પર બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.


શેખે આરોપ મૂક્યો છે કે, દત્તના અંડરવર્લ્ડ મિત્રોએ તેના છ વર્ષના પુત્ર મુસ્તફાનું 24 ડિસેમ્બર 2009ના રોજ અપહરણ કર્યુ હતું.


સંજુએ શેખ અને તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. શેખે સંજય દત્ત વિરૂદ્ધ દ્વિપત્ની અને વ્યભિચારનો કેસ દાખલ કર્યો હતો અને સંજુએ આ અંગે શેખને ધમકીઓ આપી હતી. શેખે દાવો કર્યો છે કે, તેની પત્ની માન્યતાએ જ્યારે સંજય દત્ત સાથે લગ્ન કર્યા ત્યારે તેણે છૂટાછેડા લીધા નહોતા.


વધુમાં શેખે કહ્યું હતું કે, દત્તના મિત્રોએ તેની પર અશ્લીલ મેસેજનો આરોપ મૂક્યો છે. દત્તે તેના હૈદરાબાદના ઘરમાં અંડરવર્લ્ડના મિત્રોને મોકલ્યા હતા અને તેઓએ શેખના પરિવારને ધમકી આપી હતી કે, જો શેખ દત્તની વાતો નહિ માને તો મુસ્તફાને પાછો આપવામાં આવશે નહિ. ત્યારબાદ તરત જ શેખે પત્રકાર પરિષદ બોલાવીને માન્યતાને છૂટાછેડા આપ્યા હોવાની જાહેરાત કરી હતી.

*અરે આ કેળુ છે કે ઇંડુ ?
ચીનના અનહુઇ પ્રાન્તમાં એક મરઘીએ કેળાના આકાર જેવું ઇંડુ આપ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના ઇંડુ જોવા મળતુ નથી.

જ્યારે એક બ્રિટિશ પરિવારની મરઘીએ વર્લ્ડ રેકોર્ડ કરતા એક જ દિવસમાં એક સાથે 14 ઇંડા મૂક્યાં હતા. સરાહ નામની મરઘીએ માત્ર બે જ કલાકના સમય ગાળામાં એક ડઝનથી પણ વધારે ઇંડા મૂકીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

* ઓબામા પર આક્રમણ !
વિશ્વના સૌથી શક્તિશાળી નેતા કે જેનાથી સૌ ડરે છે તેને એક નાનકડી એવી માખીએ હેરાન પરેશાન કરી મૂક્યા હતા. એર્ફોડેબલ કેર એકટ એન્ડ ધ ન્યૂ પેશન્ટ બિલ ઓફ રાઈટસ પર વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમ ખાતે યોજાયેલા ટીવી ટોક શોમાં બરાકને હેરાન પરેશાન કરવા ક્યાંકથી એક માખી આવી પહોંચી હતી. વારંવાર આ માખીને ઉડાડવાના પ્રયાસ કરતા ઓબામા જોવા મળ્યા હતા. તેમણે જો કે, જીવદયાનું પાલન કરતા હોય તેમ માખીને મારી નહતી. -એપી



*ભજ્જી નવી પ્રેમિકાની શોધમાં!
ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ અને બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા વચ્ચે અફેયર હોવાની વાત ઘણી જૂની છે. હવે, તાજા સમાચાર પ્રમાણે આ બંને અલગ થઈ ગયા છે. માર્ચ મહિનામાં ભજ્જીની બહેનના લગ્ન હતા અને આ સમયે ભજ્જીએ ગીતા બસરાને પોતાના માતા-પિતા સાથે મુલાકાત પણ કરાવી હતી અને તેઓએ લગ્નની વાત પણ કરી હતી.

જો કે ગીતાના મિત્રના જણાવ્યા પ્રમાણે, ભજ્જીએ સંબંધોનો અંત લાવી દીધો છે. હવે, ભજ્જી એક નવી પ્રેમિકા શોધી રહ્યો છે. જો કે હજી પણ ગીતા અને ભજ્જી વચ્ચે બોલવાના સંબંધો તો છે. તેઓની વચ્ચે કોઈ દુશ્મની કે કડવાશ નથી. તેઓની વચ્ચે આઈપીએલ પછી મતભેદો શરૂ થયા હતા. તેઓની વચ્ચે સમજણ અને એકબીજાની લાગણી સમજી શકવાનો અભાવ હોવાથી તેઓ અલગ થઈ ગયા છે.

ગીતા આ સમયે ઘણી જ હતાશ થઈ ગઈ છે. તે ભજ્જી સાથે સાચા મનથી જોડાયેલી હતી. હરભજનની મેચ હોય ત્યારે ગીતા ભજ્જીને ચિયર અપ કરવા માટે મેદાનમાં ઘણી વાર જતી હતી.

ગીતાને આ સંબંધો પ્રત્યે ઘણું જ માન હતું. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝના ઘણાં મિત્રોએ ગીતાને આ સંબંધોનો અંતે કેમ આવ્યો તેમ પૂછ્યું છે. જો કે હાલમાં તો ગીતાએ આ અંગે કંઈ પણ જણાવવાનો ઈનકાર કર્યો છે.

ગીતા ઘણી જ ઉદાસ થઈ ગઈ હોવાથી હાલમાં તેના મિત્રો તેની સાથે છે અને તેને કરિયર પર ધ્યાન આપવાનું સમજાવી રહ્યા છે. ગીતાને બોલિવૂડ ફિલ્મોની અનેક ઓફર મળી રહી છે અને હવે તે ફિલ્મો પર ધ્યાન આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.

* અડવાણી પર RSSનો અંકુશ!
ભાજપમાં પોતાની પસંદના અધ્યક્ષને પદ પર નિયુક્ત કરાવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તમામ સર્વશક્તિમાન નેતાઓ પરને અંકુશિત કરવા ઈચ્છે છે. આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી અને સત્તાની રાજનીતિના દમ પર ખુદને સંગઠનથી મોટા સમજવા લાગ્યા છે.

આરએસએસની ગુપચુપ રણનીતિ પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની ચાલ-ઢાલ તથા કામકાજ પર નજર રાખવા માટે એક નવા ‘સાંસદ-વિધાયક વિકાસ પ્રકોષ્ઠ’ની રચના કરવામાં આવી છે. કહેવા માટે તો તે પાર્ટીના અન્ય તમામ પ્રકોષ્ઠ જેવું જ છે, પરંતુ સાંસદો-ધારાસભ્યોને મર્યાદામાં રાખવા માટે તેને ઘણાં અધિકાર આપવામાં આવ્યા છે.

સંઘની આ તરકીબને પાર્ટીના એ સંસદીય માળખામાં સેંધમારીના રૂપમાં જોવામાં આવે છે કે જેને વાજપેયી અને અડવાણીએ પોતાના કૌશલથી ઘણી મજબૂતી પ્રદાન કરી હતી. પ્રકોષ્ઠનું જે સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં સાંસદ, ધારાસભ્યોને તાલીમ દ્વારા સંગઠનની નજીક લાવવામાં આવશે. ટિકિટ વિતરણમાં પણ આ પ્રકોષ્ઠની ભલામણ ઘણી મહત્વની રહેશે. આ પ્રકોષ્ઠ સીધો ગડકરીને રિપોર્ટ કરશે. મતલબ સ્પષ્ટ છે કે સંસદીય કામકાજમાં અડવાણી જૂથની દરેક ગતિવિધિની જાણકારી હવે સીધી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સુધી પહોંચશે.

*મોદી પર સંઘ ઓળઘોળ....

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને મંત્રીઓ માટે એક શિબિરનું આયોજન મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રવચન આપવાની તક આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સંઘ મોદી પર ઓળઘોળ થઇ ગયું છે.તાજેતરના 13 જૂન 2010 માં પ્રકાશિત અંક પ્રમાણે મોદીના કારણે ગુજરાતના ખેડૂતોના ચહેરા પર સ્મિત આવ્યું છે.


'ઓર્ગેનાઇઝર'માં ગુજરાતની ખેતીલાયક જમીનનું વિશ્લેષણ કરવાની રાજ્ય સરકારની પહેલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આપવામાં આવી રહેલા 'સોઇલ હેલ્થ કાર્ડ' રિપોર્ટ અંગે વિગતો આપવામાં આવી છે તથા તેની પ્રશંસા પણ કરવામાં આવી છે. લેખક વી. સંબુગનાથને દાવો કર્યો છેકે, તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં મોદીએ તેમના લોકોપયોગી કાર્યક્રમોમાં લોકભાગીદારીની ભારે પ્રશંસા કરી હતી.


લેખકના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અનેક રચનાત્કમ પહેલ કરી છે. જેનું અનુકરણ અન્ય રાજ્યોએ કરવા જેવું છે, તેવું સૂચન પણ સંબુગનાથને કર્યું છે. ગુજરાત સરકારના 'કૃષિરથ'ની પણ તેમણે પ્રશંસા કરી છે. જેમાં ચોમાસાંના આગમનના એક માસ પહેલા એક રથ ગામડાની મુલાકાત લે અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે પ્રોત્સાહિત કરે તથા તેમને સરકારી અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે.


*અડવાણી રાજકારણમાંથી નિવૃત્ત થવા માંગે છે
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. સોમવારે તેમણે પંચમઢીમાં જણાવ્યું હતું કે પરિવાર અને પક્ષની તમામ જવાબદારીઓ નિભાવી ચૂક્યા બાદ હવે હું આરામ કરવા માગું છું.

વર્ષોથી મારી ઇચ્છા હતી કે તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ હું પંચમઢી આવીશ અને આજે મારી આ તમન્ના પૂરી થઇ ગઇ છે. સોમવાર સવારે પંચમઢી પહોંચેલા અડવાણીએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મને સોંપાયેલી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે.

પક્ષના નવા પ્રમુખ અને તેમની ટીમ પણ તૈયાર થઇ ગઇ છે. એટલા માટે હવે હું આરામ કરવા માગું છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીની સુરક્ષા વ્યવસ્થાના કારણે અહીંયા આવેલા અન્ય પર્યટકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જબલપુરથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વીઆઇપીના પ્રવાસના કારણે તેમની ગાડી લગભગ અડધો કિલોમીટર આગળ અટકાવી દેવાઇ હતી. જેથી પ્રવાસીઓને ભારે લગેજ જાતે ઉપાડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓને ધૂપગઢ, બી-ફોલ, મહાદેવ સહિત કેટલાંક સ્થળે જવા દેવાયા નહોતા.

* . .જ્યારે રડી પડ્યા અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પુત્રી પ્રતિભાની પિતાને સમર્પિત ફિલ્મ દાદા જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં માતા પણ ફિલ્મ લગભગ પચાસ વખત જોઈ ચુકી છે. આ ખુલાસો ખુદ પ્રતિભા અડવાણીએ રવિવાર સાંજે રવિન્દ્ર ભવનમાં આ ફિલ્મના પ્રદર્શન વખતે કર્યો હતો.

તેનું આયોજન નવલય સંસ્થાએ કર્યું હતું. જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતાં પ્રતિભાએ કહ્યું હતું કે ગત વર્ષ આઠ નવેમ્બરે દાદાના જન્મદિવસ પર તેમણે અડવાણીને સરપ્રાઈઝ આપવાની વાત વિચારી હતી. હિંદી ફિલ્મોમાં પિતાની ભૂમિકા પર કેન્દ્રિત આ ફિલ્મ પ્રતિભાએ અડવાણીના બાળપણ, યુવાવસ્થા અને રાજકીય યાત્રાના દુર્લભ ચિત્રો પણ જોડયા છે.

અડવાણી ન આવ્યા ફિલ્મ જોવા

પ્રતિભાએ કહ્યું હતું કે જન્મદિવસ પર જ્યારે દાદાને આ ફિલ્મ પરિવાર અને મિત્રજનો સાથે જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. ફિલ્મના પ્રદર્શન વખતે પિતાની ગેરહાજરી સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ ભાવુક અને સંકોચી છે.

એ જ કારણ છે કે તેઓ પોતાના વખાણથી બચવા માટે આજે ફિલ્મ જોવા માટે રવિન્દ્ર ભવન આવ્યા નથી. અડવાણીના પત્ની કમલા અડવાણી, મુખ્યમંત્રી, તેમના પત્ની, મંત્રીમંડળના અનેક સભ્યો અને વરિષ્ઠ ભાજપના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. દાદા પર ડોક્યુમેન્ટરી પણ બનાવવા સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ પિતાના જીવન પર અલગથી એક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો ધરાવે છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાનગી છે, દાદા

આ ફિલ્મ પિતા અને સંતાનોના સંબંધોની કહાણી કહે છે. વચ્ચે વચ્ચે આ થીમ પર ચર્ચિત હિંદી ફિલ્મોના દ્રશ્યો અને ગીતો પણ પરોવાયા છે. આમા પિતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોનું ભાવનાત્મક ચિત્રણ પણ છે. આ ફિલ્મ પ્રદર્શન વખતે એ વખતે રોકાય ગઈ કે જ્યારે તેમા તકનીકી ગડબડ ઉભી થઈ હતી. આ તકનીકી ગડબડને કારણે ફિલ્મ દોઢ મિનિટ સુધી રોકાયેલી રહી હતી. આ દરમિયાન પ્રતિભા અડવાણીએ કહ્યું કે આવું વીજળીના વોલ્ટેજની ગડબડને કારણે થયું છે. બાદમાં ફિલ્મ ફરી શરૂ થઈ હતી.

No comments:

Post a Comment