પેટ્રોલના જ ભાવ વધશે!
કોઇપણ રીતે તેલ સેકટરમાં સુધારો કરવાની ફોર્મ્યુલા જલ્દીથી અપનાવવામાં આવે તેના માટે પેટ્રોલયિમ મંત્રી મુરલી દેવડા કામે લાગી ગયા છે. તેલ કંપનીઓને ભાવ નક્કી કરવાની છૂટ આપવામાં આવે અથવા તો પછી પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો થઇ જાય. આ મિશનમાં તેમણે આંશિક સફળતા જ મળી છે. સૂત્રોનું માનીએ તો શુક્રવારે યોજાનાર ઇજીઓએમમાં પેટ્રોલની કિંમત વધારવા પર ચર્ચા થશે. તેલ કંપનીઓને ભાવ નક્કી કરવાની છૂટ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય હાલ પૂરતો એજન્ડામાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, કારણ કે યુપીએની સહયોગી પાર્ટીઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
સૂત્રોના મતે તેલ સેકટર પર નિર્ણય કરવા માટે નાણાંમંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં મંત્રીઓનું એક ગ્રૂપ બનાવામાં આવ્યું છે. તેમાં તૃણમૂલ કૉંગ્રેસના મમતા બેનર્જી, એનસીપીના શરદ પવાર સિવાય ડીએમકે સાંસદ અને રસાયણ અને ફર્ટિલાઇઝર મંત્રી અડાગિરી છે. આ ત્રણેય પાર્ટીઓ તેલ કંપનીઓની કિંમતોને નિયંત્રણમુક્ત કરવા અંગે તૈયાર નથી. હવે તો શરદ પવાર અને મમતા બેનર્જીએ તો સ્પષ્ટ કહી દીધું છે કે હાલની પરિસ્થિતિ જોતા આ નિર્ણય યોગ્ય નથી. તેલ કંપનીઓને છૂટ આપતા જ ભાવમાં વધારો કરવાનું ચાલું કરી દેશે, એ સમયે તેમને કંટ્રોલ કરવા મુશ્કેલ થઇ જશે.
દેવડા અને તેલ કંપનીઓ માટે એક રાહતની વાત છે કે ત્રણેય સહયોગી પાર્ટીઓ પેટ્રોલની કિંમતોમાં વધારો કરવાના વિચાર અંગે રાજી થઇ ગયા છે. તેલ કંપનીઓ પેટ્રોલની કિંમતમાં રૂ.4 સુધીનો વધારો કરવા માંગે છે.
બીજીબાજુ પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે યોજાનાર બેઠકમાં દેવડા પોતાની તરફથી પેટ્રોલની સાથે ડિઝલના ભાવ વધારા અંગે પણ પ્રસ્તાવ રજૂ કરશે. ફરી એકવખત મંત્રી સમૂહને તેલ કંપનીઓની ખોટનો રેકોર્ડ દેખાડવામાં આવશે. જોઇએ આ મંત્રીઓ શું નક્કી કરે છે.
* ભારતીય મુસ્લિમ ધર્મગુરુ પર પ્રતિબંધ
અમેરીકા વિરુદ્ધ નફરત ભર્યા ઉપદેશ આપવા અને તમામ મુસ્લિમોને આતંકવાદી બનવાનું આહવાન કરવાના આરોપમાં મુંબઈ નિવાસી મુસ્લિમ ધર્મોપદેશક ડો. જાકિર નાઈકના બ્રિટનમાં પ્રવેશને પ્રતિબંધિત કરી દેવાયો છે. પીસ ટીવી નામની ધાર્મિક ચેનલ ચલાવનારા નાઈકે કહ્યું હતું કે બ્રિટનમાં તેમની યાત્રા પર લગાવાયેલો પ્રતિબંધ રાજનીતિથી પ્રેરતિ છે.
બ્રિટનની નવી ગૃહ મંત્રી થેરેસાએ હાલમાં જ એલાન કર્યું હતું કે તે નાઈકના બ્રિટનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી રહી છે, કારણ કે તેમની ઘણી ટિપ્પણીઓ અસ્વીકાર્ય વ્યવહારની શ્રેણીમાં આવે છે. થેરેસાએ જાકિરના બ્રિટન આવવાને જનહિતની વિરુદ્ધનું ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત માસ બ્રિટેનના મુખ્ય અખબાર ‘ધ સન્ડે ટાઈમ્સ’માં પ્રકાશિત એક રિપોર્ટમાં ડો. નાઈકના ઘણાં ઉપદેશોને ટાંકીને તેમને આતંક ફેલાવનારા ઉપદેશક બતાવાય હતા.
ઈસ્લામી રિસર્ચ ફાઉન્ડેશન ચલાવનારા જાકિરે કથિત રૂપથી પોતાના એક ઉપદેશમાં કહ્યું હતું કે એ ઉઘાડું રહસ્ય છે કે ટ્વિન ટાવર્સ પર હુમલો જ્યોર્જ બુશે કરાવ્યો હતો. સન્ડે ટાઈમ્સના સમાચાર પ્રમાણે, નાઈકે કહ્યું હતું કે ધર્મ પરિવર્તન કરનારા દરેક વ્યક્તિને મોતની સજા મળવી જોઈએ. કેટલાંક ઉપદેશોમાં તેમણે અમેરીકાને સુવ્વર ગણાવ્યું છે.
સન્ડે ટાઈમ્સે ટાંકેલા ડો. નાઈકના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો અલકાયદાનો સૌથી મોટો નેતા ઓસામા બિન લાદેન આતંકીઓને આતંકીત કરી રહ્યો છે અને જો તે દુનિયાના સૌથી મોટા આતંકી અમેરીકાને આતંકીત કરી રહ્યો છે, તો તેઓ તેની સાથે છે અને ત્યારે તમામ મુસ્લિમે આતંકી હોવું જોઈ
*3000 સ્કીમો કે પછી 30 શેર - પસંદગી ક્યાં સરળ છે
રાજીવ રંજન ઝા શેરબજારની બારીકાઇઓથી અજાણ નવા રોકાણકારો આ બજારની ભરપૂર ધારણાઓનો ફાયદો ઉઠાવી શકે, તેના માટે હંમેશા સલાહ માટેનું એક ઓવર-દી-કાઉન્ટર પકડાવી દેવામાં આવે છે - 'મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો'.
પરંતુ શું મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ (સ્કીમ)માં રોકાણ કરવું એટલું સરળ છે? તમે કંઇ રીતે નક્કી કરશો કે તમારે કંઇ યોજનામાં નાણાં રોકવા છે? સેંકડો એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને તેમાંય મોટાભાગની સેંકડો યજોનાઓ. હવે કોઇને 3000 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાંથી પોતાના લાયક 2-3 યોજનાઓ પસંદ કરવી હોય, તો જરા બતાવો કે તેમને કેટલું વાંચવું-લખવું પડશે?
જાણકારો કહે છે કે આ યોજનાઓનું પાછળનું પ્રદર્શન જોવું પડશે. પણ સાથો સાથ કાનૂનન અનિવાર્ય રૂપથી લખવામાં આવેલ વાક્ય પણ હોય છે, કોઇપણ યોજનાનું પાછળનું પ્રદર્શન તેની આગળના પ્રદર્શનની ગેરંટી આપતું નથી. તો પછી ચોખ્ખે-ચોખ્ખુ કહો કે પાછળનું પ્રદર્શન જોઇએ કે ન જોઇએ? ફંડ મેનેજર કોણ છે એ પણ જોવું પડશે. પરંતુ ફંડ મેનેજરોનું પણ પાછળનું પ્રદર્શન ભવિષ્યના પ્રદર્શનની ગેરંટી નથી આપતું. તો પછી ફંડ મેનેજર કોણ છે, એ જોઇએ જ શા માટે! અને ચલો કદાચ ફંડ મેનેજરનું નામ વિશ્વાસલાયક હોય તો પણ શું ભરોસો કે તમારા રોકાણ બાદ તે ફંડે મેનેજર નોકરી નહિં બદલે.
સ્કીમ મોટા શેરોમાં નાણાં લગાવાની હોય કે નાના શેરોમાં, આઇટી અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં નાણાં લગાવે કે પછી કન્સ્ટ્રકશન અને રિઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં, કે પછી તેનું મોટાભાગનું જોર તેલ ક્ષેત્ર પર હશે કે પછી મેટલ પર તો નહિં હોય અથવા તો પછી દવા કે એફએમસીજી જેવા રક્ષાત્મક ક્ષેત્રોમાં તો રોકાણની નીતિ નહિં હોય - આ બધું તો જોવું પડશે ને. તો જુઓ કે કયું ક્ષેત્ર સારું પ્રદર્શન કરવાનું છે, તેમાંથી અગ્રણી શેરો વધુ ફાયદો કરાવશે કે પછી નાની સ્ક્રીપો. આ બધું જ વાંચવું અને સમજવું પડશે. આ સિવાય તો તમે એક જાણકાર રોકાણકારોની જેમ રોકાણ કંઇ રીતે કરી શકશો.
આટલી બધી શોધખોળ કર્યા બાદ તમે જે સ્કીમમાં નાણાં લગાવશો, શું તે બજારના ઘટાડાના દોરમાં તમારી મૂડીને સુરક્ષિત રાખી શકશે? આખરે તો ફંડ મેનેજરોની વિશેષજ્ઞતાનો ફાયદો તો વિપરીત પરિસ્થિતિઓમાં પણ મળવો જ જોઇએ ને? જરા આંકડા જોઇ લઇએ કે 2008ના ઘટાડામાં કેટલી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો આ કસોટીમાંથી ખરી ઉતરી.
કદાચ આ બધી વાતોને લઇને જ સેબી પ્રમુખ સી.બી.ભાવેએ મ્યુચ્યુઅલ ફંડોને પૂછયું છે કે તમારી 3000થી વધુ યોજનાઓ કેમ છે. જોઇએ સેબીના આ પ્રશ્નના જવાબનું પરિણામ શું નીકળે છે. ત્યાં સુધી તમે જાતે જ નક્કી કરો કે તમારે 3000 યોજનાઓમાંથી પસંદગી કરવી છે કે પછી સેન્સેક્સના 30 શેરોમાંથી!
*ભારત-પાક વાતચીત આતંકીઓના નિશાના પર
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રસ્તાવિત વાતચીત આતંકવાદીઓના નિશાના પર છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, આતંકવાદી ભારત-પાક વાતચીતને વિફળ બનાવવા માટે દેશના કેટલાંક શહેરોને નિશાન બનાવી શકે છે. આતંકવાદી હુમલાની આશંકા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત દરમિયાન આતંકવાદીઓ કેટલાંક શહેરોમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આતંકવાદી નથી ઈચ્છતા કે ભારત અને પાકિસ્તાન તરફથી બંને દેશો વચ્ચે શાંતિ અને સદભાવ બહાલીનો જે પ્રયાસ થઈ રહ્યો છે, તે સફળ થાય અને એટલા માટે તેઓ વાતચીતને પાટા પરથી ઉતારવાની કોશિશ કરી શકે છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી જાણકારી બાદ ગૃહ મંત્રાલયે દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધું છે અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને સતર્ક રહેવા માટે નિર્દેશ આપ્યા છે.
ગૃહ મંત્રાલયે ઉત્તરપ્રદેશના પાવર પ્લાંટ પર હુમલાની સૌથી વધારે આશંકા વ્યક્ત કરી છે. માનવમાં આવે છે કે જો આતંકવાદી ઉત્તરપ્રદેશના પાવર પ્લાંટને ઉડાવામાં કામિયાબ થઈ ગયા, તો તેનાથી મોટી ખાનાખરાબી સર્જાય શકે છે. કેન્દ્રે ઉત્તરપ્રદેશ સરકારને વિશેષ સતર્કતા દાખવવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવ સ્તરની આજે વાતચીત થવાની છે. જણાવવામાં આવે છે કે આ વાતચીતમાં આતંકવાદ સૌથી મોટો મુદ્દો હશે. ત્યારે ભારતના ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ અને પાકિસ્તાનના આંતરીક બાબોતના મંત્રી રહમાન મલિક શુક્રવારે મુલાકાત કરવાના છે.
મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં યોજાયેલી ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવોની મુલાકાત પહેલા પુણેની જર્મન બેકરીમાં વિસ્ફોટ થયો હતો અને તેમાં 16 લોકોના મોત નીપજ્યા હતા. આ વિસ્ફોટોની તપાસ મહારાષ્ટ્ર એટીએસે હાથ ધરી છે. જો કે તેમા કોઈ મોટી સફળતા મળી નથી.
24 June 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment