પીડિતાએ છત્રાલ પાસે બાંકડા પર રાત વીતાવી
અધ્યાપિકા ઉપર બળાત્કાર ગુજારવાના બહુચર્ચીત કેસમાં હાલમાં સારવાર લઈ રહેલી પિડીતાએ મહેસાણા ડીવાયએસપી એસ.પી.પઠાણ સમક્ષ કેટલુંક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જેમાં કથિત બળાત્કારી સાથે મળીને દિનેશ પટેલ તેમજ કેતન ઠાકર તેને બદનામ કરતા હોવાના મુદ્દે તેણીએ માતા-પિતાને જાણ કરી હતી અને તેઓ સાથે ગાડીમાં બેસીને કલ્યાણપુરા જઈ મુકેશ સાથે ઝઘડો કર્યો હતો. ત્રણે અધ્યાપકો સાથે થયેલી બોલાચાલીથી વ્યથિત બનેલ અધ્યાપિકાએ પોતાના ઘરમાં ઝેરી દવા પીવાનો પ્રયત્ન કર્યો હતો.
જેમાં તેના પિતાએ દવાની બોટલ છીનવી લેતા જીવન ટૂંકાવી દેવાના નિર્ણય સાથે તેણીએ ઘર છોડી દીધું હતું. ગત શનિવારે રાત્રે છત્રાલ સ્થિત કોટન ઈન્ડસ્ટ્રીઝ નજીક બાંકડા ઉપર રાત વિતાવનાર પિડીતા પરોઢિયે અમદાવાદ ગીતા મંદિર ગઈ હતી અને ત્યાંથી પિતા અને શિક્ષક મુકેશ પટેલને ફોન કરીને પોતે ઘરે ક્યારેય નહીં ફરે અને આત્મહત્યા કરી લેશે તેવી વાતચીત કરી હતી. ત્યારબાદ અમદાવાદથી કલોલ આવેલી અધ્યાપિકાએ અત્રેની એક દૂકાનમાંથી રૂ. ૫૦ની કિંમતની ઝેરી દવા ખરીદી હતી અને હાઈવે સ્થિત એક હોટલના રૂમમાં જઈને તે ગટગટાવી ગઈ હતી.
જો કે, દવાની અસર જણાય તે પૂર્વે પોતાના વાંકે હોટલવાળો ફસાઈ જવાના વિચારમાત્રથી તેણીએ હોટલનો રૂમ છોડી દીધો હતો અને ત્યારબાદ તેણી કલોલ એસ.ટી. ડેપો ઉપર આવી જઈને બેભાન બની ગઈ હોવાનું વિસ્તૃત નિવેદન પોલીસ સમક્ષ રજુ કર્યું હતું. છેલ્લા સાત મહિના દરમિયાન લંપટ શિક્ષકો દ્વારા ગુજારાતા અમાનુસિ બળાત્કાર અંગેનું નિવેદન હાલમાં બાકી હોઈ મહેસાણા ડીવાયએસપીએ તેણીનું વધુ નિવેદન લેવાની બુધવારે રાત્રે તજવીજ હાથ ધરી હતી.
No comments:
Post a Comment