18 October 2010

આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન થયું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન થયું

રાવણદહન સાથે આસુરી શક્તિઓ ઉપરના વિજયના પર્વ એવા દશેરાની રવિવારે ઉજવણી કરાઇ હતી. સાથે વાહનપૂજા, શસ્ત્રપૂજન પણ અનેક શ્રદ્ધાળુઓએ કર્યા હતા. જ્યારે દુગૉપૂજાની પણ સિંદૂરખેલા સાથે પૂણૉહુતિ થઈ હતી. વિજયાદશમીનો ખાસ હવન પણ થયો હતો. શહેરમાં આ વર્ષે ૫૫ ફૂટ, ૩૫ ફૂટ અને ૨૫ ફૂટના રાવણના પૂતળાનું દહન થયું હતું.લોકોએ ફાફડા-જલેબીની મિજબાની માણી હતી. દશેરાએ લોકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વાહનની પૂજા કરી હતી અને નવા વાહનની ખરીદી પણ કરી હતી. બીજી તરફ બંગાળ કલ્ચરલ એસોસિયેશન અને અમદાવાદ દુગૉપૂજા સેલિબ્રેશન કમિટીના સેક્રેટરી કનકદાસ અધિકારીએ જણાવ્યું કે વિજયાદશમી નિમિત્તે સિંદૂર ખેલા થયું હતું અને સાંજે દુગૉમાતાની પ્રતિમાનું વિસર્જન થયું.


સચિનની સિદ્ધિ જોઈ અંતે ચેપલે પણ કાન પકડ્યા

શનિવારના રોજ ચેપલે સ્વીકાર કર્યો હતો કે સર ડોન બ્રેડમેન બાદ વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં સચિન સૌથી ઉપર છે. તેમણે માન્યું કે સચિનમાં એ તાકાત છે જેની મદદથી સચિન 40 વર્ષની ઉંમર પાર કર્યા બાદ પણ સતત રમતો રહેશે.હેરાલ્ડ સનને ચેપલે જણાવ્યું હતું કે આ દોડમાં અન્ય ખેલાડીઓ પણ સામેલ છે. બ્રાયન લારા અને રિકી પોન્ટિંગે કેટલીક વખત સચિનથી પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. હું લાંબા સમય સુધી ગેરી સોબર્સ સામે પણ રમ્યો છું કે જેમણે એક શ્રેષ્ઠ બેટ્સમેન હોવાની સાથે સાથે સારા સુકાની અને ઓલ-રાઉન્ડર તરીકેની પણ છાપ છોડી હતી. પરંતુ તેમ છતાં સચિનની દાવેદાર નકારવી મુશ્કેલ છે.ટીમ ઈન્ડિયા સાથેના ત્રણ વર્ષનો કરાર પૂરો થવાનો હતો તે દરમિયાન 2007ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના થયેલા ધબડકા બાદ સચિન અને ચેપલના સંબંધોમાં ખારાશ આવી ગઈ હતી. તે સમયે ચેપલે કહ્યું હતું કે તે માને છે કે સચિનના દિવસો હવે પૂરા થઈ ગયા છે.


ઉત્તર કોરિયામાં વિદેશી પોર્ન ફિલ્મોની ભરમાર

દુનિયાના કેટલાંક અત્યંત ખતરનાક દેશોમાં સામેલ ઉત્તર કોરિયામાં અત્યારે વિદેશી પોર્ન ફિલ્મોનું જાણે કે ઘોડાપૂર આવ્યું છે. જી હા અમેરિકાના એક પ્રતિષ્ઠિત રેડિયોના તાજેતરના અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયાના જે ઘરમાં પણ સીડી પ્લેયર હશે, ત્યાં કે બે કે તેથી વધારે પોર્ન ફિલ્મોની સીડી તો ચોક્કસ મળી આવશે.રેડિયોએ ઉત્તર કોરિયામાં પોતાના સૂત્રોના હવાલાથી કહ્યું છે કે આ પોર્ન ફિલ્મોની માંગ ઉત્તર કોરિયાના યુવાવર્ગમાં સૌથી વધારે છે. આ પોર્ન ફિલ્મોમાં સૌથી વધારે માંગ જાપાનીઝ ફિલ્મોની છે. રેડિયોએ પોતાના ઉત્તર કોરિયાના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે આ ફિલ્મોને ચોરી છૂપીથી ચીનના રસ્તે અહીંયા લાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પોતાના પરમાણું કાર્યક્રમના કારણે વિશ્વભરમાં પ્રતિબંધ જીરવી રહેલા ઉત્તર કોરિયામાં વિદેશી ચેનલોના પ્રસારણ પર પણ પ્રતિબંધ છે.


મુંબઈ : માસૂમો માટે ડાકણ બની તેમની ‘ડોલી મામી’

દુર્ગા અષ્ટમીના દિવસે અંધવિશ્વાસમાં આવીને નાલાસોપારા વિસ્તારમાં માતા-પિતાએ જ પોતાના બે માસૂમોના જીવ લઈ લીધા છે. મામલામાં પોલીસે માતા-પિતા સહિત 7 લોકોની ધરપકડ કરી છે. ઠાણે ગ્રામીણના એસપી વિશ્વાસ નાગરે પાટિલે જણાવ્યું છે કે ઓમ જયસ્વાલ (5) અને રિતિકા જયસ્વાલ (2)ના શરીરમાં ડાકણનો પ્રવેશ થયો હોવાનો દાવો તેમની ડોલી નામની મામીએ કર્યો હતો.તેમણે શુક્રવારે અષ્ટમીના દિવસે બંને બાળકોના શરીરમાંથી ડાકણને ભગાડવા માટે તેમને એટલો માર માર્યો કે તેમના મોત નીપજ્યા. પાટિલે વધુમાં ઉમેર્યું છે કે આ બંને બાળકોની સાથે તેમના મા-બાપ, નાના-નાની અને બે મામા પણ હાજર હતા. તેમના જણાવ્યા અનુસાર આ બંને બાળકોને પહેલા એક ચાદરમાં લપેટવામાં આવ્યા.


નવી મુંબઈમાં બેહોશ મહિલા પર આઈસીયૂમાં ડોક્ટરે બળાત્કાર ગુજાર્યો

નવી મુંબઈમાં એક દુર્ગાપૂજા પંડાલમાં ગયેલી એક મહિલાને અંદાજો ન હતો કે આ તેની જીંદગીનો સૌથી ખરાબ અનુભવ બની જશે. વાશીની રહેવાસી 30 વર્ષની મહિલા શનિવારે અહીંના સેક્ટર-15ની શાળામાં આઈસીએલમાં લાગેલા દુર્ગા પંડાલમાં ગઈ હતી.દુર્ગાપૂજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે વખતે જ મહિલા બેહોશ થઈ અને તેને પાસેની લોટસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર તેનાત ડોક્ટરે સારવાર દરમિયાન બેહોશ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. વાશી પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર છે અને તેની ઉંમર 26 વર્ષની છે. ડોક્ટર વિશાલ વાને પર આરોપ છે કે તેણે બેહોશીની હાલતમાં મહિલા સાથે આઈસીયૂમાં બળાત્કાર ગુજાર્યો છે.મામલાની તપાસ કરી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર રાજકુમાર છપેકરે જણાવ્યું હતું કે ડોક્ટર વાને આયુર્વેદમાં સ્પેશલાઈઝ ડોક્ટર છે અને ઘનસોલીનો રહેવાસી છે. તેણે મહિલાની બેહોશીની હાલતનો ફાયદો ઉઠાવ્યો હતો. મહિલા લો બ્લડ પ્રેશરને કારણે અર્ધબેભાન અવસ્થામાં હતી. વાનેએ આઈસીયૂમાં મહિલા સાથે સવારે 2-5 વાગ્યા દરમિયાન બેહોશ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.


નોબલનગરનાં કોર્પોરેટર વિરૂધ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધાયો

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, નરોડા રેલવે ક્રોસિંગ નજીક વાલ્મીકિવાસમાં રહેતો દિનેશ ગિરીશભાઇ મકવાણા (૨૧) રવિવારે રાત્રે ૧ વાગ્યાના અરસામાં સરદારનગર શાળાનાં કમ્પાઉન્ડમાં ગરબા જોવા ગયો હતો, જયાં નોબલનગરનાં કોર્પોરેટર બહાદુરસિંગ નટુભા વાઘેલા, રાજુ, પુલકિત, કૌશિક તથા આનંદ અને ઝાલા નામના એક શખ્સે દિનેશ સાથે પ્રવેશના મુદ્દે તકરાર કરી ધક્કામુકી કરતાં તેનો મોબાઇલ અને ચેઇન પડી ગયા હતા, આ દરમિયાન ઉપરોકત શખ્સોએ દિનેશને જાતિવિષયક શબ્દો ઉચ્ચારી ગાળો ભાંડી તેના ભાઇ- ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ દિનેશે ફરિયાદમાં કર્યો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


વિરમગામના રહેમલપુરમાં જમીનના ઝઘડામાં હત્યા

વિરમગામ તાલુકાના રહેમલપુર ગામે અગાઉ વેચેલી જમીનના ભાવો વધતાં પાછી લેવા અંગે શનિવારે રાતે એક જ પરિવારના સભ્યો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જમીનના મુદ્દે થયેલી હત્યાને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી હતી. આ અંગે વિરમગામ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વિરમગામ ગ્રામ્ય પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ વિરમગામ પાસે રહેમલપુર ગામે શનિવારે સાંજે ૭-૩૦ વાગ્યે ઠાકોર પરિવારના સભ્યો માતાજીનાં નૈવેધ્ય કરવા ગાદલિયાવાસમાં ખોડિયાર માતાજી અને ચામુંડા માતાજીનાં મઢે ભેગા થયા હતાં. દરમિયાન ગામમાં જ રહેતા રતુભાઈ રામુભાઈ ઠાકોર, મેલાભાઈ રતુભાઈ ઠાકોર અને વિરમગામના બાધાવાડામાંથી તેમના કુટુંબ પરિવાર વચ્ચે અગાઉ વેચેલી જમીન પાછી લેવા અંગે ઉગ્ર બોલાચાલી બાદ શસ્ત્ર મારામારી થઈ હતી.


વડોદરામાં બર્ડ હીટિંગ' થતાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ

વડોદરા એરપોર્ટથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને બર્ડ હિટ થતાં મોટી હોનારત થતી અટકી ગઈ હતી.પ્લને સાથે પક્ષી ભટકાયા બાદ મિનિટોમાં જ પાઈલોટે સમયસૂચકતા વાપરીને ફ્લાઈટ ફરી રનવે પર લઈ આવતાં તમામ યાત્રિકોને હેમખેમ ઉતારી દેવામાં આવ્યાં હતાં. વડોદરા એરપોર્ટના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે ત્યાર બાદ ઇન્ડિગોની નિયત શિડ્યુલ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.વડોદરા એરપોર્ટ પર સવારે દસ કલાકે ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટે શિડ્યુલ ટાઈમે ટેક ઓફ કર્યું હતું. ટેક ઓફની મિનિટો બાદ જ એરક્રાફ્ટ સાથે પક્ષી અથડાતા પ્લેનમાં સવાર યાત્રાળુઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે પાઇલોટે સમયસૂચકતા દાખવીને એરક્રાફ્ટ લીધું હતું. જોકે આ ઘટનાના સંદર્ભે ઇન્ડિગોની સ્થાનિક કચેરીએ સંપર્ક સાધતાં આ ઘટના વિશે કાંઈ પણ કહેવા ઇન્કાર કર્યો હતો.એરપોર્ટ મેનેજર ડી ક્રુઝનો સંપર્ક થતાં તેમણે આવી ઘટના બની હોવાની વાતનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, ‘સવારે દસ વાગ્યે એરક્રાફ્ટ ટેક ઓફ થયાની મિનિટોમાં જ બર્ડ હિટ થયું હતું અને પાઇલોટે એરક્રાફ્ટ ઉતારી લઈ ૬૦ પેસેન્જરોને સલામતીપૂર્વક એરપોર્ટ ટર્મિનલ ખાતે લઈ ગયો હતો અને એ એરક્રાફ્ટની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.’


વડોદરા : પુત્રીને ટીવી બંધ કરી વાંચવા માટે કહેતાં આપઘાતનો પ્રયાસ

કિશનવાડી પોલીસમથક વિસ્તારમાં વિદ્યાર્થિની સહિત બે જણે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. દસમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને માતાએ ટીવી બંધ કરી વાંચવાનું કહેતાં આવેશમાં આવી જઇ શરદી-ખાંસીની ગોળીઓ ખાઇ લેતાં હાલત ગંભીર બની ગઇ હતી. જ્યારે અન્ય એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જોકે તેના આપઘાતના પ્રયાસનું કારણ મળી શક્યું ન હતું.રવિવારે રજાના દિવસે વિદ્યાર્થિની અભ્યાસ કરવાના બદલે ટીવી જોતી હોવાથી માતાએ ટીવી બંધ કરી બોર્ડ પરીક્ષાલક્ષી તૈયારી કરવાનું કહેતાં પુત્રીને લાગી આવ્યું હતું. તેણે આવેશમાં આવી જઇ ઘરમાં પડેલી શરદી-ખાંસીની ગોળીઓ ખાઇ લેતાં તેની હાલત લથડી ગઇ હતી. વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.


કોંગ્રેસ પાર્ટી કોમામાં સરી પડી છે : નરેન્દ્ર મોદી

વિકાસની વિજયાદશમીના તહેવારની ઉજવણી કરવા રાવણરૂપી તત્વોનો વિનાશ કરવો આવશ્યક છે. સમાજમાં કેટલાક લોકો પોતે તો વિકાસ કરી શકતા નથી પણ વિકાસને સહન પણ કરી શકતા નથી. આવા તત્વોને જાકારો આપવાનો સમય આવી ગયો છે.ચૂંટણી કાવા-દાવા કે રૂપિયાથી નહીં પરંતુ વિકાસના મુદ્દે જીતી શકાય છે.મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટી કોમામાં સરી પડી છે. ગુજરાતની જનતા જનાર્દને સિદ્ધ કરી બતાવ્યું હોવાનું બારડોલી અને વ્યારા ખાતે જાહેર સભામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.મહુવાના બુટવાડામાં દીપડો બાળકીને ઊંચકીને ભાગ્યો

મહુવાના બુટવાડ ગામે ઘરના વાડામાં રમતી એક સાડાચાર વર્ષની બાળાને ગરદનમાંથી પકડીને એક દીપડો લઇ ગયો હતો, પરંતુ તરત જ ગ્રામજનોની નજર પડતાં તેઓએ બૂમાબૂમ અને ચીસો પાડતાં બાળાને નજીકના ખેતરમાં છોડીને ભાગી છુટ્યો હતો. જોકે બાળાનો બચાવ થતાં લોકોને રાહત થઈ હતી પરંતુ દીપડાના અચાનક હુમલાના કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છવાયું હતું.મહુવા તાલુકાનું બુટવાડ ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે. આ ગામના ભેંકલા ફિળયામાં રહેતા રાકેશ પટેલની સાડા ચાર વર્ષની દીકરી શિવાની પટેલ મોડી સાંજે ૬.૩૦ કલાકની આસપાસ ઘરના વાડામાં રમતી હતી, ત્યારે અચાનક એક દીપડો ત્રાટકયો હતો અને શિવાનીને ગરદનમાંથી પકડીને લઇ જતો હતો, તે દરમિયાન ગ્રામજનોની નજર દીપડા અને બાળા પર પડી હતી. દરમિયાન ગ્રામજનોએ તરત જ ચીસાચીસ કરી મૂકતાં દીપડો બાળાને નજીકના ખેતરમાં પડતી મુકીને ભાગી છુટ્યો હતો.


રાજકોટ : પતંગ ઉતરતી વેળા વિજ વાયરને હાથ અડી જતાં તરૂણનું મોત

ગોંડલ રોડ પર પુનિતનગર હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા મયુર કનુભાઇ ગઢવી (ઉ.વ.૧૩) નામનો તરૂણ પતંગ ચગાવવા ઘરની અગાસીએ ચડ્યો હતો. પતંગ ઉતારતી વેળાએ અકસ્માતે વિજ વાયરને અડી જતાં વિન આંચકો લાગ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા મયુરને હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવારના અંતે તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.


તળાજાના દાઠા પંથકમાં ડેન્ગ્યુનો આતંક : દાઠાની કિશોરીનું કરૂણ મોત

દિવાળીના તહેવારો આડે હવે ગણત્રીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર અને જિલ્લાભરમાં ઘરે ઘરે દર્દીઓના ખાટલાઓ હોવાથી લોકોમાં ચિંતા છે કે તેઓ તહેવારોની ઉજવણી કરે કે દર્દીઓની સંભાળ રાખે. ડેન્ગ્યુના કારણે દાઠાની કિશોરીનુ કરૂણ મોત નિપજ્યું છે. તેની દાદી પણ સારવાર હેઠળ છે.તળાજાના દાઠા પંથકમાં મેલેરીયા, અને ડેન્ગ્યુના મચ્છર જન્ય રોગચાળાએ માથુ ઉચકતા અનેક ગામોમાં તેનો રોગચાળો ગંભીર રીતે ફેલાતા બોડકી ગામની હાસીબેન રામભાઇ ઉ.૧૭નુ બે દિવસ પહેલા ભાવનગર સારવાર દરમિયાન મોત થયુ છે. આ કિશોરીના દાદીમા સગીબેન જીણાભાઇને પણ સારવાર માટે ભાવનગર ખસેડાયેલ છે.દાઠા નિવાસી ડૉ.મનુભાઇ સોલંકીના જણાવ્યા મુજબ ઉંચડી પ્રા. આરોગ્ય કેન્દ્ર તથા દાઠા સામુહિક આરોગ્ય કેન્દ્ર હેઠળના કેટલાએ ગામોમાં ડેન્ગ્યુના ઘણા કેસ નોંધાય છે. ખાસ કરીને ગાધેસર, બોડકી, બોરડા, શેળાવદર, પાદરી, ફુલસર, વાવડી તથા આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુનુ પ્રમાણ વધુ જાણવા મળેલ છે.મહુવા : સ્ટેટ બેન્ક મહુવાની શાખાના કર્મીઓ સામે ગ્રાહકોની બુમરાણ

ગયેલા કર્મચારીઓને ગ્રાહકલક્ષી બનાવવા અને ખાનગી બેંકો સામેની હરીફાઇ સામે ટક્કર ઝીલવા બેંક મેનેજમેન્ટે સામુહિક બદલીઓ કરી જે કર્મચારીઓને ન ગમતા ન છુટકે મહુવા દરબારગઢ બ્રાન્ચમાં હાજર થયા હોય અને ફરી ફરીયાદો ઉભી કરી મેનેજમેન્ટ બદલી કરે તેવા આશયથી ગ્રાહકોને યેનકેન પ્રકારે હેરાન કરી રહ્યા હોવાની ફરીયાદ ગ્રાહકોમાં ઉભી થવા પામી છે.
કામકાજના શરૂ સમયે સર્વર બંધ છે., ધીમુ છે, તેવા બહાના તળે તેમજ કુદરતી હાજતોના બહાના તળે, નવરાત્રીના ઉજાગરાના કારણે કામ કરવાનો મુડ નહોય કામ ટાળવા, કોઇ પ્રસંગે બહાર હાજરી આપવા જવા કે રીસેષનો સમય લાંબો ચલાવવા કાઉન્ટર ઉપર લાંબી લાઇનમાં ઉભેલા ગ્રાહકોના સમયની કોઇપણ ખેવના કર્યા વગર કાઉન્ટર છોડી ચાલ્યા જતા કર્મચારીઓ સામે ગ્રાહકોમાં ભારે રોષ ઉભો થવા પામેલ છે.


ઉમેદવારો અને પક્ષ વચ્ચે ખરાખરી જામશે

દરપુરી વિસ્તારનો અમુકભાગ તથા અન્ય પછાત એરિયા તથા વોર્ડ ૧૦-એ જેવા સમૃદ્ધ અને ચોખ્ખા વિસ્તારમાં બસપએ કોંગ્રેસના હાથમાં પોતાનો સાથે જોડ્યો છે. વર્તમાન નગરસેવક અજિત ચાવડા અને ખીમજી રોલાએ કોંગ્રેસી ખેસ પહેરીને પોતાના મતદારોનું ધુવીકરણ કર્યું છે. સામે ભારતીય જનતા પક્ષે તેમની સામે અગાઉ પરાજિત થયેલા ઉમેદવારોને ટીકીટ આપી જંગામાં પ્રાણ ફુંક્યા છે.કોંગ્રેસની સામે બસપ તો મેદાનમાં જ છે પણ મુખ્ય લડાઇ ભાજપને વોર્ડ ૧૦એ કબજે ન કરવા દેવાની રહેશે. સામે પક્ષે ભાજપે પણ ખેડી ચોટીનું જોર લગાવીને વોર્ડ પર કેસરિયો લહેરાવવા મહેનત શરૂ કરી છે. સમગ્ર ગાંધીધામમાં સુધારણા થઇ ત્યારે ત્યાંના નગરસેવકે, સત્તાપક્ષના ન હોવાથી અહીં જોઇએ તેટલો વિકાસ થયો નથી કે પછાત ભાગમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.જ્ઞાતિવાદ મતદારોનું પરબિળ પણ પોતાનું સ્થાન અહીં જમાવીને બેઠું છે. દલિતોના વોટ બહુ મોટા ભાગે ભજવી જશે તો સામે વોર્ડ ૧૦ એના કોલોની વિસ્તારના મત તૂટે એ પણ ભાજપ કે કોંગ્રેસને ચાલે એમ નથી. સત્તા પલટાની તૈયારી વોર્ડવાસીઓએ રાખવી પડશે એવું પ્રાથમિક ચિત્ર ઉપસી રહ્યું છે.


‘ખોટા વચનો નહીં, કામ કરનારાને મત’

પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, રોડ, લાઇટ, ગટરના અભાવ વચ્ચે જીવતા વોર્ડનં.૧૦ના રહેવાસીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ફરિયાદો કરીને થાકી ગયા, પરંતુ કોઇ દાદ આપનારું નથી હવે તો મત વિકાસની બાંહેધરી આપનારાને જ મળશે, ત્યારે ભાજપે જણાવ્યું હતું કે, અંદાજિત ૧ કરોડના કામો કર્યા છે, હજી પણ કરીશું મતથી અમારી ઝોલી છલકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો, તો કોંગ્રેસે જીતશું તો મહત્વની સમસ્યાઓ દૂર કરી સુવ્યવસ્થિત માળખું લોકોને પૂરું પાડવા વચન આપ્યું હતું. વોર્ડનં.૧૦ની મુલાકાત લેતાં ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળ્યા હતા. રસ્તાના પણ ઠેકાણા ન હોતા, લોકોએ હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે, આંતરિક રસ્તાની કમી છે, જે છે તે ઉબડ-ખાબડ છે જ્યાંથી નીકળતાં દમ આવી જાય છે, સ્ટ્રીટ લાઇટોના પણ ઠેકાણા નથી, પાણી તો નિયમિત આવતું જ નથી, ગટરો ઉભરાય છે, તો ક્યાંક છે જ નહીં, જયા જુઓ ત્યાં સમસ્યા જ સમસ્યા છે.
ભાજપની પેનલવતી ઉમેદવારો ઇસ્માઇલ માંજોઠી તથા રાજેશ ગોરે કહ્યું હતું કે, પાંચ વર્ષમાં એક કરોડના સી.સી. રોડ, ગટર-પાણી, લાઇટના વિકાસના કામો કર્યા છે. દરેક નાગરિકને સમાન ગણ્યા છે. જીત તો અમારી પેનલને જ મળશે આ વોર્ડમાં ભાજપના હેમલતાબેન ભારથીને પુન: બિનહરીફ ચૂંટયા છે. એમ વિકાસકામો માટે હંમેશાં કટિબદ્ધ રહીશું. *


રાપરમાં ક્રોંસવોટિંગનો ભય

રાપર તાલુકામાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહÛો છે પરંતુ ક્રોસ વોટગિના કારણે કેટલાએ ઉમેદવારોનો ઘોડો વિનમાં છે તેવું કહેવાતું હોય પરંતુ તેઓને હાર સહેવી પડે તો નવાઇ નહી.ભાજપ દ્વારા જિ.પં.ની રાપર વિસ્તારની તમામ બેઠકોમાં જ્ઞાતિના ધોરણે ટિકિટ ફાળવવામાં આવી છે તો સામા પક્ષે કોંગ્રેસે રાપર તાલુકા બહારથી ઉમેદવારોની ફોજ ઉતારી છે. બંનેના અલગ અલગ પરબિળોમાંથી કર્યું સમીકરણ કામ કરી જશે ? જ્ઞાતિના જોરે ભાજપ જીતશે કે પછી પાસા અવળા પડશે અને કોંગ્રેસના ઉમેદવારો ફાવી જશે? તે પ્રશ્ન છે.

No comments:

Post a Comment