22 October 2010

“રવિન્દ્ર જાડેજા નસીબના જોરે ટીમમાં ટકી શક્યો છે”

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



“રવિન્દ્ર જાડેજા નસીબના જોરે ટીમમાં ટકી શક્યો છે”

વિશાખાપટ્ટનમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન ડેમાં ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ યુવા ખેલાડીઓની મદદથી ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી હતી. ધોની વર્લ્ડ કપ પહેલા યુવા ખેલાડીઓને શક્ય તેટલી વધુ તક આપવા ઈચ્છે છે.આ અંગે ધોનીએ કહ્યું હતું કે યુવા ખેલાડીઓને શિખવા માટે આ ઘણી મોટી તક છે. વર્તમાનમાં જીવવું ઘણું જ મહત્વનું છે. હું તેમના ઉપર વધારાનું દબાણ મૂકવા નથી ઈચ્છતો.રથમ મેચમાં યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. વિરાટ કોહલી અને સુરેશ રૈનાની આક્રમક બેટિંગની મદદથી ભારતે 290 રનનો લક્ષ્યાંક પાર પાડી દીધી હતો. જો કે તે મેચમાં સૌરાષ્ટ્રના ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી જાડેજા ટીકાઓનો સામનો કરી રહ્યો છે.


માત્ર રૂ. 1500માં ટચસ્ક્રીન કોમ્પ્યૂટર

માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી ભરવામાં આવેલા પગલા સ્વરૂપે રૂ.1500નું ટચ સ્ક્રીન કૉમ્પ્યૂટર આવતા વર્ષનાં જાન્યુઆરી મહીનામાં જ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ એન કે સિન્હાનું કહેવું છે કે આવા ટચ સ્ક્રીન કોમ્પ્યૂટકોને પુરા પાડવા માટે આવેદન પત્ર આઈઆઈટી રાજસ્થાનને પ્રસ્તુત કરવામાં આવી શકે છે.આઈઆઈટી રાજસ્થાનના પ્રતિનિધિત્વ વાળા શોધ સમૂહે 1,500 રૂપિયાના કોમ્પ્યૂટરની ડિઝાઇન તૈયાર કરી લીધી છે.તેઓએ જણાવ્યુ છે કે યોગ્ય શર્તો અને પાત્રતા યોગ્ય કરાવનારી કેટલીક કંપનીઓ ચાર સપ્તાહની અંદરોઅંદર ટેન્ડર પ્રસ્તુત કરી શકે છે. કેટલીય વિદેશી કંપનીઓએ પણ આ કોમ્પ્યૂટરો તૈયાર કરવા માટેની ઇચ્છા દાખવી છે.


કટ્ટરપંથી અલગતાવાદી ગિલાની પર જોડું ફેંકાયું

હુર્રિયતના કટ્ટરપંથી અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને ગુરુવારે કાશ્મીરી પંડિતોના રોષનો સામનો કરવો પડયો છે. આઝાદી-એકમાત્ર રસ્તો, વિષય પર આયોજીત સેમિનારમાં ગિલાનીની ઉપસ્થિતિ પર કાશ્મીરી પંડિતો સહીત ઘણાં લોકો ભડકી ઉઠયા હતા. ભારત માતા કી જય અને વંદેમાતરમના સૂત્રો વચ્ચે કોઈએ ગિલાની તરફ જોડું ફેંક્યું હતું. જો કે જોડું ગિલાનીને વાગ્યું ન હતું.સેમિનારમાં કાશ્મીરી અલગતાવાદી અને નક્સલીઓ સાથે સાહનુભૂતિ રાખનારા લોકો ભાગ લઈ રહ્યાં હતા. તે વખથે ગિલાની બોલવા માટે ઉભા થયા ન હતા. તે દરમિયાન લગભગ 70 લોકોએ ગિલાની વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. પ્રદર્શનકારીઓએ ગિલાનીને બહાર જવાનું કહ્યું હતું. હંગામા અને સૂત્રોચ્ચાર વચ્ચે કોઈએ મંચ પર બેઠેલા ગિલાની તરફ જોડું ફેંક્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતાં સુરક્ષાકર્મીઓએ મંચ પર ગિલાનીની ચારે તરફ ઘેરાબંધી કરી હતી.


જેન્ટલમેનમાંથી જંગલી બને છે ક્રિકેટર્સ

ક્રિકેટને જેન્ટલમેનની રમત માનવામાં આવે છે. પરંતુ ક્યારેક અમ્પાયરોના ખોટા નિર્ણય અથવા તો વિપક્ષી ખેલાડીઓને ભડકાવવાના ઉદ્દેશ્યથી ક્રિકેટર્સ જેન્ટલમેનમાંથી જંગલી બની જાય છે. આખરે તેની પાછળ ક્યું મનોવૈજ્ઞાનિક કારણ જવાબદાર છે તેનો ખુલાસો લંડનના પ્રખ્યાત ક્રિસ્ટી ઓક્શન હાઉસમાં થશે.આ કોઇ લેટેસ્ટ રીસર્ચ કે પછી કોઇ શોધ નથી પરંતુ તેના પર લખાયેલું એક પુસ્તક હવે સામાન્ય વાચકો માટે રજૂ કરવામાં આવશે. લંડનમાં ક્રિકેટ ઇતિહાસ ખાસ કરીને ભારતીય ક્રિકેટના કિમતી પુસ્તકોની હરાજી થનાર છે. આ પુસ્તકો મેરિલબોર્ન ક્રિકેટ ક્લબની અંગત લાઇબ્રેરીમાંથી લેવામાં આવી છે.જેમાં એક પુસ્તક ભારતના પ્રસિદ્ધ લેખક મોહમ્મદ અબ્દુલ્લાહ ખાનનું છે. ખાને ક્રિકેટ ગાઇડ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે ક્રિકેટના નિયમોને લઇને મેદાન પર ચર્ચા કરવી ઘણી સહેલી છે. ખેલાડીઓ સહેલાઇથી નિયમોને તોડીમરોડીને પોતાના પક્ષમાં રજૂ કરી શકે છે. તેમણે જણાવ્યું છે કે કઇ રીતે જેન્ટલમેન ખેલાડીઓ અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરીને રોદ્ર રૂપ ધારણ કરી લે છે. આ પુસ્તક 1891માં રોયલ પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.


વિશાખાપટ્ટનમ ખાતે કોહલીએ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો

વિશાખાપટ્ટનમ ખાતે શાનદાર સદી ફટકારી મેચ વિનિંગ ઇનિંગ રમનાર વિરાટ કોહલીએ પોતાના ખાતામે એક સિદ્ધિ નોંધાવી દીધી છે. તે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન સૌથી ઝડપથી 1000 રન બનાવનાર ભારતીય બની ગયો છે. તેણે 24 ઇનિંગ રમીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે જ તેણે નવજોત સિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.હાલ ટીમ ઇન્ડિયા વિશ્વકપની પૂર્વ તૈયારી કરી રહી છે અને બેટિંગ સ્ટ્રેન્થ વધારવા માટે યુવા ખેલાડીઓની પ્રતિભાને ચકાસવામાં આવી રહી છે. જો કે, વિરાટ કોહલીએ વિશ્વકપ માટેની ટીમ ઇન્ડિયા માટે પોતાનું સ્થાન ચોક્કસ કરતી એક શાનદાર ઇનિંગ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જેના કારણે ભારતનો પાંચ વિકેટથી વિજય થયો હતો.કોહલીની બેટિંગ અંગે ધોનીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોહલીને ધીમી રમતની શરૂઆત કરવા માટે હંમેશા ટીકાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તેણે વિશાખાપટ્ટનમમાં શાનાદર ઇનિંગ રમી હતી.


એન.આઇ.ડી.ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસનાર સેક્સ મેનિયાક છેવટે પકડાયો

એનઆઇડીની ગર્લ્સ હોસ્ટેલમાં નગ્ન હાલતમાં ઘૂસી વિદ્યાર્થિનીને બાથમાં લેનારા સેક્સ મેનિયાક યુવકની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે શંકાના આધારે પકડેલો યુવાન જ વિકૃત આનંદ લેવા માટે નગ્ન થઈ હોસ્ટેલમાં ઘૂસ્યો હોવાની કબૂલાત કરી છે. દસ દિવસ પહેલાં પણ આ જ યુવાન નગ્ન હાલતમાં એનઆઇડીમાં ઘૂસ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.એનઆઇડીની ગર્લ્સ હોસ્ટેલની ઘટનામાં પોલીસે શંકાસ્પદ જણાતા ગોપાલ રમણભાઈ વાઘેલાની અટકાયત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગોપાલ નદીના પટમાં છાપરામાં પત્ની અને ચાર બાળકો સાથે રહે છે અને પેડલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોપાલનું ઝૂંપડું અને એનઆઇડીની ગર્લ્સ હોસ્ટેલનો બાથરૂમ અડીને આવેલા હોઈ ગોપાલ બાથરૂમમાં આવતી વિદ્યાર્થિનીઓને જોઈ વિકૃત આનંદ લેતો હતો. ગોપાલ દસ દિવસ પહેલાં એનઆઇડી ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસ્યો હતો. ત્યારે ગોપાલના વાળ લાંબા હતા. જો કે વિદ્યાર્થિનીએ તેને જોઈ લેતાં તે ત્યાંથી નાસી છુટ્યો હતો.



ગ્રુપ સેક્સ કેસમાં પતિના જામીન કોર્ટે ફરી નકાર્યા
ખોટા પત્રો ઊભા કરીને પતિ કુલદીપક અરોરાને ગ્રુપસેક્સ કેસમાં ફસાવવામાં આવ્યો હોવાની બચાવપક્ષની દલીલને ફગાવી દેતાં બુધવારે કોર્ટે કુલદીપકની જામીનઅરજી નામંજુર કરી હતી.કોર્ટે કહ્યું હતું કે પત્રો સાચા છે કે ખોટા તે પુરાવાનો વિષય છે. હાલના તબક્કે પ્રથમ દર્શનીય કેસ હોય આરોપી સામે સમાજવિરોધી કૃત્ય આચર્યાનો ગુનો બનતો હોઈ જામીન આપી શકાય નહીં.આરોપી કુલદીપક અરોરા અને તેના સગાઓ પણ આ કેસમાં આરોપી છે, જેઓની સામે સીઆરપીસી ૭૦નું વોરન્ટ છે. આરોપીને જામીનમુક્ત કરવામાં આવે તો તપાસ દરમિયાન તે હાજર રહે તેમ લાગતું નથી. આથી પણ તેને જામીન આપવા હિતાવહ નથી તેમ કોર્ટે નોધ્યું હતું.વાવની પરિણીતા સાથે આચરવામાં આવેલા ગ્રુપ સેક્સકાંડમાં પરિણીતાની ફરિયાદને પગલે પતિ કુલદીપક અરોરા સહિતના આરોપીઓને પોલીસે પકડ્યા હતાં. લાંબા સમયથી કસ્ટડી ભોગવી રહેલા કુલદીપકે કોર્ટમાં ચાર્જશીટ રજુ થયા બાદ બીજી વારની જામીનઅરજી કરી હતી. બચાવપક્ષના વકીલે જામીન મેળવવા માટે એવી દલીલ કરી હતી કે, પરિણીતાએ કોર્ટમાં રજુ કરેલાં પત્રો શંકાપ્રેરક છે.


ગોરધન ઝડફિયા સીટ સમક્ષ હાજર

2002માં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનો અંગે તપાસ ચલાવી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ ગોરધન ઝડફિયા હાજર રહ્યાં છે. તેઓ આજે સવારે ગાંધીનગર સ્થિત સીટની ઓફિસે પહોંચ્યા હતા.નોંધનીય છે કે, ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનો દરમિયાન ગોરધન ઝડફિયા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હતા અને તોફાનના સંદર્ભમાં તેઓની ભૂમિકા વિવાદાસ્પદ હોવાનું લાગતા સીટ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.


બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર દાંડીયાત્રા કરશે

મીઠા પર લગાવેલા કરના વિરોધમાં મહાત્મા ગાંધીએ ૧૯૩૦માં બ્રિટિશ સરકારને દાંડીયાત્રા યોજીને હચમચાવી મૂકી હતી. તે સરકારના પ્રતિનિધિ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ભંડોળ ઊભું આ જ માર્ગે યાત્રા કરશે. બ્રિટનના મુંબઈ ખાતેના ડેપ્યુટી હાઇ કમિશનર પીટર બેકિંગહામ અને તેમનાં પત્ની જીલ બેકિંગહામ ૧૮ નવેમ્બરથી ૪ ડિસેમ્બર દરમિયાન દાંડીકૂચ કરશે.અમદાવાદ આવેલા પીટર બેકિંગહામે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની એક્સકલુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘ભંડોળ ઊભું કરવા માટે આ માર્ગ તેના ઐતિહાસિક મહત્વના કારણે જ પસંદ કરાયો છે. આ યાત્રા દ્વારા ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયાનો ફંડ ઊભા કરવાનો ઈરાદો છે. હું પણ ૧૦ દિવસ કે તેથી વધુ સમય માટે આ યાત્રામાં જોડાઇશ.’


સુરત : ડુમસની અજીબ દાસ્તાન ચૂંટણી ગામની, મતદાન ‘શહેર’માં

ગુરુવારે યોજાયેલી પંચાયત ચૂંટણીમાં મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા એક ફળિયામાં પણ મતદાન કરાયું હતું! ખરેખર કાદી ફળિયા નામનો આ વિસ્તાર શહેરમાં આવે છે કે ગામમાં તે શહેરના હદ વિસ્તરણ કરાયાને ચાર વર્ષ પછી સ્પષ્ટ નથી. વહીવટી દ્રષ્ટિએ તે ગ્રામ પંચાયત છે પરંતુ જન્મ-મરણની નોંધણીથી લઇને વ્યવસાય વેરો ઉઘરાવવાનો હક્ક મહાનગરપાલિકા પાસે છે!સુરતના પ્રખ્યાત ડુમસ દરિયા કિનારા ઉપર સ્થિત આ શાંત ફળિયામાં ગુરૂવારે ચૂંટણી હોવા છતાં પણ કોઇ ખાસ હલચલ ન હતી. ફળિયાની પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથક પર બંદોબસ્ત માટે મૂકાયેલા પોલીસવાળાઓ પણ ખુરશી પણ આરામથી ગપ્પા મારતા હતા.એકલ દોકલ લોકો આવીને મતદાન કરી જતાં હતા. શાળાની બારીમાંથી અંદર શું થઇ રહ્યું છે તે જોવાની છુટ હતી અને કેટલાક બાળકો તેમ કરી રહ્યા પણ હતા. ફળિયામાં કુલ ૬૫૩ મતદારો છે તેમાંથી ૪૦૫ મતદારોએ તો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ચુપચાપ આવીને મતદાન કરી દીધું હતું.


સુરતમાં મતદાન ૧૪% વધ્યું કોંગ્રેસની ઇવીએમ પર શંકા

સુરત જિલ્લા પંચાયતમાં વિતેલી ટર્મમાં અંદાજે ૫૧ ટકા જેટલું વોટિંગ નોંધાયું હતું. તેની સામે વર્ષ ૨૦૧૦માં અંદાજે ૬૫ ટકા જેટલું વોટિંગ નોંધાયું છે. મતદાનની ટકાવારી ૧૪ ટકા જેટલી વધી જતા કોંગ્રેસને ઇવીએમ પર શંકા ઉપજી છે.
વિતેલી ટર્મ વર્ષ ૨૦૦૫માં કોંગ્રેસને સૌથી વધુ ૩.૫૧ લાખ અને ભાજપને ૩.૧૩ લાખ મત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળ્યા હતાં. વર્ષ ૨૦૦૫માં તાપી જિલ્લો પણ સુરતમાં સમાવેશ થતો હતો. ચાલુ વર્ષે ૧૫ ટકા વોટિંગ વધુ થતાં લોકોનો ઝૂકાવ એક રાજકીય પાર્ટી તરફ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.


હું બેભાન ન બનું ત્યાં સુધી પોલીસે મને માર્યોતો'

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં એક માનસિક રીતે અસ્થિર મગજના મુસ્લિમ શખ્સને પોલીસ ઉપાડી ગયા બાદ દસ દિવસથી લાપતા બની ગયા હોવાની રજુઆત એ શખ્સની પત્નીએ કરતાં ચકચાર જાગી છે. એ શખ્સને પોલીસે બેભાન બની જાય ત્યાં સુધી નિર્દયપણે માર માર્યો હોવાની પણ એ મહિલાએ રજુઆત કરતાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.જંગલેશ્વરમાં એકતા કોલોની શેરી નં.૧માં રહેતા ઝુબેદાબેન ઈસ્માઈલભાઈ દોઢિયા નામની મહિલાએ કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ એમના પતિ ઈસ્માઈલભાઈ માનસિક અસ્થિરતાની બીમારીનો ભોગ બન્યા છે. એ બીમારીના પ્રભાવ હેઠળ ગત તા.૧૧-૧૦ના રોજ ઈસ્માઈલભાઈ સવારે દેવપરા મેઈન રોડ ઉપર તોફાન કરતા હતા ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનની જી.જે.૩જી-૬૬૯ નંબરની ટાટા મોબાઈલ વાનમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવ્યો હતો.

No comments:

Post a Comment