15 December 2009

07 November Freshener news

કાપડની નિકાસ પર ડ્યૂટી ડ્રોબેક વધશે!
કાપડ મંત્રાલયે ગારમેન્ટ એક્સપોર્ટ પર ડ્યૂટી ડ્રોબેક વધારવાનો પ્રસ્તાવ વાણિજય મંત્રાલયની ડ્યૂટી ડ્રોબેક કમિટીને મોકલી આપ્યો છે. આ મુદ્દે કમિટીને બેઠક ટૂંક સમયમાં જ યોજાવાની છે. કમિટી દ્વારા પ્રસ્તાવ પાસ કર્યા બાદ રાજ્યનું મહેસૂલ ખાતું આખરી નિર્ણય લેશે. કાપડ મંત્રાલયના સંયુકત સચિવ જે.એન.સિંહે કહ્યું કે આ આંગે મંત્રાલયની તરફથી ડયૂટ ડ્રોબેક વધારવાનો પ્રસ્તાવ કમિટીને મોકલી આપ્યો છે. કમિટીની ટૂંકમાં બેઠક યોજવાની છે તેમાં આ પ્રસ્તાવ પર નિર્ણય લેવાશે.
દેશના સાત રાજ્યોમાં આજે પેટા ચૂંટણી
દેશના સાત રાજ્યની 31 વિધાનસભા તથા એક લોકસભાની બેઠક માટે આજે મતદાન થઇ રહ્યુ છે. સુત્રોના જણાવ્યાનુસાર મતદાન શાંતિપૂર્વક ચાલી રહ્યુ છે. બોગસ વોટીંગ અને આતંકી હુમલાની દહેશતને કારણે દરેક રાજ્યમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આજે થઇ રહેલી પેટા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 11, કેરલની 3, પશ્ચિમ બંગાળની 10, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને આસામની 2-2 અને છત્તીસગઢની 1 વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશની ફિરોઝાબાદ સંસદીય બેઠક માટે પણ મતદાન થઇ રહ્યુ છે. અહીં કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે જોરદાર ટક્કર જામી છે.
ચિદમ્બરમ પર જૂતું ફેંકનાર પત્રકારનું સન્માન કરાયું
કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ પર જાહેરમાં જૂતું ફેંકીને ચર્ચામાં આવેલા શીખ પત્રકાર જનરલ સિંહનું કેનેડામાં સન્માન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે 1984ના શીખ વિરોધી રમખાણોના મુખ્ય
આરોપી ગણાતા ટાઈટલરને ક્લિન ચિટ મળવાના વિરોધમાં જનરલ સિંહે આ વર્ષે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પી. ચિદમ્બરમ પર જાહેરમાં જૂતુ ફેંક્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જનરલસિંહને તાજેતરમાં જ કેનેડાના શીખ સમુદાય તરફથી સન્માનીત કરવામાં આવ્યો છે. જનરલ સિંહને લાયન ઓફ દિલ્લીનું સન્માન આપવામાં આવ્યું છે.
સ્કૂલ બસને અકસ્માત નડતા 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
દિલ્લીના કાશ્મેર ગેટ નજીક આજે સવારે એક સ્કૂલ બસ મિનિ ટ્રક સાથે અથડાતા સાત વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત બન્યા છે. જેમાં બેની હાલત ગંભીર છે.આજે સવારે 7:30 વાગ્યે ડીપીએસ મથુરા રોડ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને જતી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. તે સમયે બસમાં 12 વિદ્યાર્થીઓ હતા.ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીઓને બારા હિન્દુ રોડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
સેલ્ફ હેલ્પની બુક પહેલી પસંદ
જ્યારે બાળક યુવાનીમાં પ્રવેશે તે સમયે તેને પ્રેમ કે ફ્રેન્ડશિપ જેવી બાબતોમાં વધારે હોય છે. તે જ કારણે યંગસ્ટર્સમાં લવ સ્ટોરી ધરાવતી નોવેલ વાંચવાનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ આજના આ મોડર્ન યુગમાં યંગસ્ટર્સ જેટલો સમય નોવેલ વાંચવામાં ફાળવે છે તેટલો જ સમય સેલ્ફ હેલ્પની બુક વાંચવા પાછળ પણ ફાળવે છે.
થાપણદારોને થપાટ: લોનધારકોને લાભ!!
એક તરફ ફુગાવાનો દર વધી રહ્યો છે. ત્યારે બેંકોએ વ્યાજની આવક ઉપર જીવતા સિનિયર સિટીઝન્સ અને અન્ય વર્ગને પડયા ઉપર પાટું મારવા જેવો નિર્ણય લઇને થાપણોના વ્યાજદરમાં ઘટાડો કર્યોછે. તો બીજી તરફ નવું મકાન લેવા ઇરછતા લોકો માટે લાસ્ટ ચાન્સ જેવી સ્ટેટબેન્ક, પીએનબી અને એકિસસ બેન્કે સસ્તા વ્યાજની હોમલોનની મુદ્દત આગળ વધારવાની કે ઓફર કરવાની જાહેરાત કરી છે
ઓસી.માં ૪ કોલેજ બંધ થઈ:ભારતીય વિધાર્થીઓ સંકટમાં
ઓસ્ટ્રેલિયાના સીડની અને મેલબોર્નમાં ચાર ખાનગી કોલેજ એકાએક બંધ થઇ જવાના પગલે ભારતીય સહિત લગભગ ૨,૭૦૦ આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ મુસીબતમાં મુકાઇ ગયા છે. તેમાંથી કેટલાકને તો તેમની ડિગ્રી મેળવવામાં માત્ર બે સપ્તાહનો જ સમય બાકી હતો.
NRI સર ગુલામ નૂનને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
કરી કિંગ તરીકે ઓળખાતા એનઆરઆઇ બિઝનેસમેન સર ગુલામ નૂનને લંડનમાં યોજાયેલા વર્ષના પ્રતિષ્ઠીત વર્લ્ડ ફૂડ એવોર્ડમાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેમણે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાન બદલ આપવામાં આવ્યો છે.નૂને 1987માં મુખ્યત્વે ભારતીય અને થાઇ ભાણામાં તૈયાર ફૂડ મળે તેવી નૂન પ્રોડક્ટ્સની સ્થાપના કરી હતી. તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખાદ્ય પદાર્થ બનાવવા માટે ખુબજ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. શનિવાર રાત્રે લંડનના હિલ્ટન પાર્ક ખાતે યોજાયેલા સમારંભમાં નૂને જણાવ્યુ હતુ કે, નૂન પ્રોડક્ટ્સની સ્થાપના પહેલાંથી ખાદ્ય પદાર્થની સ્થાપના થઇ હતી. પરંતુ લોકો માટે ખાદ્ય પદાર્થ બનાવવા માટે તે ખુબજ ખુશ છે.પાઠક પીકલ્સના માલિક મીના અને કીરીટ પાઠકને ભારતીય રેસ્ટોરન્ટ્સ કેટેગરીમાં આઉટસ્ટેન્ડીંગ એચીવમેન્ટનો એવોર્ડ એનાયત કરાયો હતો. જ્યારે ભારતીય રેસ્ટોરન્ટ ધ સિનમમ ક્લબને રેસ્ટોરન્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો.
ગુલબર્ગકાંડ : સાક્ષી ઇમ્તિયાઝની જુબાની ખોટી ઠરે તો સજા
ગુલબર્ગ સોસાયટી ઉપર કોમી રમખાણો સમયે થયેલા હુમલામાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ મદદ પહોંચાડવાના બદલે અપશબ્દો કહ્યાં હોવાનો આક્ષેપ જો ખોટો અને બદઇરાદાયુક્ત પૂરવાર થાય તો મુખ્ય સાક્ષી ઇમ્તિયાઝ પઠાણને ફોજદારી ધારાની વિવિધ કલમ હેઠળ કડક સજા થઇ શકે છે.
પૂર્વની કેટલીક શાળામાં કાર્યક્રમનું ટેલિકાસ્ટ ન થયું
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો, જેનું પ્રસારણ બાયસેગ દ્વારા શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું, જોકે શહેરના પૂર્વ વિસ્તારની કેટલીક શાળાઓમાં પ્રસારણ જ ન થતાં વિધાર્થીઓ ટીવી સેટ સામે હમણા ચાલુ થશેની રાહ જોઇને બેસી રહ્યાં હતા અને સમગ્ર કાર્યક્રમ આ જ રીતે પૂર્ણ થઇ ગયો હતો. ટેકનિકલ ક્ષતિના લીધે શાળાઓ સુધી મોદીનો‘અવાજ’પહોંચી શક્યો ન હતો
સાયન્સમાં ૧૦ માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રશ્નો ફરજિયાત
સાયન્સ શાખાના વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં નોધપાત્ર સફળતા મેળવી શકે અને જે તે વિષયને આત્મસાત કરી શકે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલમાં યોજાનાર વાર્ષિક પરીક્ષામાં ૧૦ માક્ર્સના ઓબ્જેકિટવ પ્રશ્નો ફરજિયાતપણે પૂછાશે. એફવાય, એસવાય, ટીવાય બીએસસીની કુલ ૭૦ માક્ર્સની પરીક્ષામાં ૧૦ માક્ર્સના પ્રશ્નો ફરજિયાતપણે વિધાર્થીઓને લખવાના રહેશે. યુનિવર્સિટી સત્તાવાળાઓ આ અંગે નક્કર દિશામાં આગળ વધી રહ્યાં હોવાની વિગતો મળી છે.
રૂ.૧૦૦ની નકલી નોટ છાપતાં ત્રણની ધરપકડ
શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ગત સાંજે રૂ. ૧૦૦ની બનાવટી ચલણી નોટ વટાવવા માટે ફરી રહેલા ગિઠયાને નવાપુરા પોલીસે રંગેહાથ ઝડપી પાડયા બાદ આજે તેના બે સાગરીતોની ધરપકડ કરી તેઓની પાસેથી રૂ. ૩૪,૭૦૦ની બનાવટી ચલણી નોટો તેમજ કમ્પ્યૂટર, પ્રિન્ટર અને સ્કેનર મશીન જપ્ત કર્યું હતું.
સાત તાલુકાના શિક્ષકોના બદલી કેમ્પ યોજવા માગ
વડોદરા જિલ્લાના સાત તાલુકાના મુલતવી રખાયેલા પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેનો જનરલ કેમ્પ તાકીદે યોજવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધે માગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં સાત તાલુકાના કેમ્પ વહીવટી અવ્યવસ્થાને કારણે મુલતવી રખાયા હતા.
શેઠ પાસે ૧ કરોડની ખંડણી માગનાર કર્મચારી પકડાયો
એમ્બ્રોઇડરીના કારખાનામાં એક સમયે કામ કરનારા યુવાને તેમના જ ભૂતપૂર્વ શેઠને ફોન મારફતે ધમકી આપી રૂ. એક કરોડની માગણી કરી હતી. સતત દસ દિવસ સુધી આ રીતે ફોન મારફતે ધમકી આપનારો એટલો કાચો નીકળ્યો કે તેણે સતત એક જ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યોહતો. જેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આ યુવાનને પકડી પાડયો હતો. જેણે સીમ કાર્ડ પોતાના ઘરે ચોખાની પેટીમાં છૂપાવી દીધો હતો તે પોલીસે કબજે કર્યોછે.

મહિલા તબીબ સહિત ચારને સ્વાઇન ફ્લૂ હોવાની આશંકા
સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને શિયાળામાં આ રોગ અજગર ભરડો લેશે તેવો તબીબો ભય દર્શાવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલની રેસિડેંન્ટ ડોક્ટર સહિત ચારને સ્વાઇન ફ્લૂ હોવાની શંકાએ ચારેયની દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ ગુરુવારે હોસ્પિટલમાં મૃત્યુ પામનાર પ્રૌઢનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
પ્રેમી પંખીડાંને શોધવા મોરબી પંથકમાં દરોડો
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાને મોરબીના જીવાપર ગામનો પટેલ શખ્સ ભગાડી ગયાની શંકાના આધારે તેના પરિવારજનો શોધખોળ માટે મોરબી આવ્યા હતા.પોલીસને સાથે રાખીને કરેલી તપાસ દરમિયાન ગંધ આવી જતાં બન્નો નાસી જવામાં સફળ રહ્યા હતા.
આખું ઘર બે દી’ ભૂખ્યું રહ્યા બાદ યુવાનનો આપઘાત
ગુજરાતમાં કરોડો રૂપિયાના એમઓયુ અને ઉધોગ ધંધાની વાત માત્ર ચોપડા પર જ છે. વાસ્તવિકતા કંઇક જુદી છે. સામાન્ય માનવીને રોજે રોજનું કમાઇને ખાવામાં પણ તકલીફ છે. આવા જ એક કિસ્સામાં રાજકોટના ઘંટેશ્વરમાં બબ્બે દિવસથી ઘરમાં અનાજનો દાણો નહોઇ ભૂખે ટળવળતા નાના ભાંડેરાઓ અને માતા-પિતાની હાલતથી દ્રવી ઉઠેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
લીલી ચા મોંઢાના કેન્સરના ઉપચારમાં અસરકારક
તમાકુના વઘુ પડતા સેવનને કારણે થતા મોંઢાના કેન્સરના ઇલાજમાં લીલી ચા અક્સીર ઇલાજ હોવાનું અમેરિકાના સંશોધકોનું માનવું છે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ ટેક્સાસના સંશોધકોએ કરેલા અભ્યાસના તારણો પ્રમાણે લીલી ચાના પાનમાં પોલીફેનોલ્સનું પ્રમાણે વધારે હોય છે, જે કેન્સર ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ખેંચતાણ વચ્ચે આખરે આજે શપથવિધિ
મલાઈદાર ખાતાં પોતાને મળવાની ખેંચતાણ બાદ આખરે રાજયપાલ એસ. સી. જમિરે આપેલું અિલ્ટમેટમ પૂરું થવાનું હોવાથી કોંગ્રેસ- એનસીપીના કેટલાક પ્રધાનો શનિવારે હોદ્દાના શપથ લેશે.
ભાવવધારા અંગે સરકાર નિષ્ક્રિય
રોજની ખાવાપીવાની ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો રોકવા માટે સરકાર કોઈ પગલાં ન લેતી હોવાની ભાવના સામાન્ય નાગરિકોમાં રોષ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં લગભગ દરેક વસ્તુની કિંમતો બમણી થઈ છે. કેન્દ્રના ખેતીવાડી ખાતાના પ્રધાન શરદ પવારે તો હજુ ત્રણ મહિના ભાવ ઘટવાની શકયતા નહીં હોવાનું જાહેર કરી દીધું છે. રવિ પાક હાથમાં આવ્યા પછી કદાચ ભાવ ઘટવાની સંભાવના શરદ પવાર દર્શાવે છે.
બિહારી પ્રધાન સામે નોટિસ કાઢો- હાઈકોર્ટ
બોગસ રેશનકાર્ડના આધારે શસ્ત્ર પરવાના મેળવવા માટે બિહારના પ્રધાન જમશેદ અશરફને કારણદર્શક નોટિસ ફટકારવાનો આદેશ ગઈ કાલે હાઈકોર્ટે રાજય સરકારને આપ્યો હતો. આ સંબંધમાં મનસેના ઉરણ તાલુકા અઘ્યક્ષ અતુલ ભગતે કરેલ જનહિત અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ થઈ ત્યારે તેમણે આ શંકાસ્પદ વ્યવહારનાં મૂળ કાગળિયાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપીને સુનાવણી ચાર સપ્તાહ મોકૂફ રાખી છે. અરજદાર તરફથી એડવોકેટ ઉજય વારુંજીકર દલીલો કરી રહ્યાં છે.જમશેદની જએએનપીટી બંદરમાં કોન્ટ્રાકટ કામગાર પૂરા પાડવાની એજન્સી છે.
શું ભારતીય મહિલાઓ બીચવિયર માટે તૈયાર છે?
ભારતીય ડિઝાઈનર રીતુ સેન(23) જ્યારે રજાઓ ગાળવા માટે આંદમાન ટાપુ પર પહોંચી ત્યારે તે સ્વિમસૂટ પહેરનારી એકમાત્ર મહિલા હતી. તેની સાથે ગયેલી અન્ય ડિઝાઈનરો સલવાર-કમીઝ કે સાડીમાં જોવા મળી હતી.
એક સિમ્પલ સી કોફી ભી ટિ્વસ્ટ દેતી હૈ...યહાં
ઓપન થયેલું એક અદ્ભુત પ્રકારનું કોફી બાર બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના વિભિન્ના કોફી બાર કરતા આ કોફી બાર ની વિશેષતા પણ અલગ છે. ડ્રંકન મંકી કોફી બાર તરીકે આ કોફી શોપની શરૂઆત બીસીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી માત્ર ૨૦ વર્ષની અંકિતા મહેતાએ કરી છે.
રણબિર માટે ત્રણ અભિનેત્રીઓનો જંગ!
બોલિવૂડની ત્રણ અભિનેત્રીઓ, દીપિકા, સોનમ અને કેટરીના એક બીજાની દુશ્મન બની ગઈ છે. અને તે પણ ચોકલેટી બોય રણબિર કપૂર માટે. કારણે કે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ના શૂટિંગ દરમિયાન કેટરીના કૈફ અને રણબિર કપૂર એટલા નજીક આવી ગયા હતાં કે તેણે દીપિકા સાથેના પોતાના પ્રેમ સંબંધનો અંત લાવી દીધી હતો.
છોકરી મારી પ્રાથમિકતા નથી: રણબીર
એકબાજુ સમાચારો વહેતા થયા છે કે રણબીર કપૂર અને તેની ગર્લફ્રેન્ડ દિપીકા પાદુકોણે વચ્ચે અબોલા થયા છે ત્યારે રણબીર કપૂરનું કહેવું છે કે છોકરી સાથે સંબંધો રાખવા તે મારી પ્રાથમિકતા નથી.તેણે જણાવ્યું હતું કે ફિલ્મો જ તેની પ્રાથમિકતા છે બીજું કંઈ નહી. પોતાની લવ લાઈફને લઈને થઈ રહેલી વાતોથી રણબીર ઘણો જ વ્યથિત છે.તેણે જણાવ્યું હતું કે લોકો વિચારે છે તે રીતનો તે લવર બોય નથી પરંતુ તે રોમેન્ટિક વ્યક્તિ છે. તે જાણે છે કે તેનું ભવિષ્ય ઘણું જ ઉજ્જવળ છે.
જીવનના સૌથી સુંદર કાળમાંથી પસાર થઇ રહી છું : કરિના
મોટાભાગના જાહેર સમારંભમાં પ્રેમી સૈફ સાથે જ દેખાતી કરિના કપૂરે જણાવ્યું હતું કે તે જીવનના સૌથી સુંદર કાળમાંથી પસાર થઇ રહી છે.સૈફ અલી ખાન સાથેના પોતાના પ્રેમને જાહેરમાં પ્રદર્શન કરવામાં તેને સહેજ પણ મૂંઝવણ થતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમ કહાની પર આધારિત આગામી ફિલ્મ ‘કુરબાન’માં સૈફ અને કરિનાની જોડી છે.
જેસિકા ઓબામાની ટીમમાં
રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સરાહ જેસિકા પાર્કરને તેની ટીમમાં શામિલ કરી છે તે કલા સાથે જોડાયેલી બાબતમાં તેને સલાહ આપશે.જેસિકાની સાત્થે વોગ પત્રિકાની સંપાદક અન્ના વિન્ટર પણ સલાહકાર તરીકે નિયુકત કરવામા આવી છેસરાહ જેસિકા પાર્લરને પણ બરાક ઓબામાએ તેની ટીમમાં શામિલ કરી છે હવે તે પમ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની કમિટીમાં શામિલ થઇ ગઇ છે.
ફરદીન ખાનનો એક નવો બિઝનેસ
ચિંતા કરવાની (કે ખુશ થવાની) જરૂર નથી. ફરદીન ખાને અભિનયમાંથી છૂટ્ટી લઇને કોઇ નવો બિઝનેસ કરવાની શરૂઆત કરી નથી. અને તેનો આવો કોઇ ઇરાદો પણ નથી. વાત એમ છે કે પોતાની ફિલ્મ ‘એસિડ ફેક્ટરી’માં ફરદીન એટલો બધો રસ લઇ રહ્યો હતો કે હવે આ ફિલ્મ માટે તે માર્કેટિંગ એક્ઝિક્યુટીવ બની ગયો હતો. જાણવા મળ્યા મુજબ તેએ એકલે હાથે પીવીઆર સાથે પ્રમોશન માર્કેટિંગ ડીલ કરી છે. હવે આ સિનેમાની શ્રેણીએ ‘એસિડ ફેક્ટરી’નું માર્કેટિંગ અને પ્રમોશનલ કામકાજ સંભાળી લીઘું હતંુ. ફરદીનમાં આટલી બધી પ્રતિભા છૂપાઇ હશે એ વાતનો સપને પણ ખ્યાલ નહોતો. ‘વેલ ડન ફરદીન’ અને ‘કિપ ઇટ અપ’!
૯૫૦મા પ્રયાસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યો
માણસ ધારે તો કંઇ પણ અશક્ય નથી. દક્ષિણ કોરિયાની એક ૬૮ વર્ષની મહિલાએ તેના ૯૫૦મા પ્રયાસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી પરીક્ષા પાસ કરીને આ બાબતને પુરવાર કરી છે. ચા સા સૂને પહેલી વખત ૨૦૦૫માં પરીક્ષા આપી હતી, પરંતુ તેના માટે જરૂરી ૬૦ પોઇન્ટ તેને મળ્યા નહીં.
૩૫ વર્ષ પહેલાં ચોરાયેલી ગાડી મળી ગઈ
અમેરિકામાં કસ્ટમ એજન્ટના આશ્ચર્યની તે સમયે સીમા ના રહી જયારે તેણે લોસ એન્જલસ પોર્ટ પર ૧૯૬૫ના મોડેલની ગાડી ‘વોકસવેગન’ ને શિપના કન્ટેરમાં ચઢાવતા જોઇ લીધી. હકીકતમાં ૩૫ વર્ષ પહેલાં આ ગાડી ચોરાઇ જવાની ફરિયાદ લખાવાઇ હતી અને ઘણો પ્રયાસ બાદ પણ ગાડી ન મળતાં પોલીસે તેના અંગે આશા છોડી દીધી હતી.
હવે દવા લેવાનું હંમેશાં ભૂલી જાવ
જો તમારે વારંવાર ઇન્જેક્શન કે દવા લેવી પડતી હોય અને તમે દવા લેવાનો સમય યાદ કરી કરીને કંટાળી ગયા હો તો તમારા માટે એક આનંદના સમાચાર છે.મેડિકલ જગતમાં ક્રાન્તિ આવે અને ડાયબિટીસથી પીડાતા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થાય એવો એક અનોખું ઉપકરણ અમદાવાદના ત્રણ વિધાર્થીઓએ શોધી કાઢયું છે.દવા લેવાનો સમય યાદ રાખી દર્દીઓને ઓટોમેટિકલી દવા આપતી અદભુત ડિવાઇસ બાયોમેડિકલના વિધાર્થીઓ રોનક સોની, હર્ષ ઠાકુર અને સમર્થ શાહે શોધી કાઢી છે.
ખાધતેલ અને એરંડામાં સુધારો
આજે માગમાં સુધારાને કારણે સીંગતેલ અને કપાસિયામાં વધુ રૂ.પાંચનો સુધારો હતો. એકસપોર્ટની ડિમાન્ડ વધતા કપાસમાં તેજી તરફી માહોલ હતો. વેચાણવાળાની લેવાલી અને વિદેશની પૂછપરછને પગલે એરંડા વાયદામાં તેજી હતી જયારે પામ વાયદામાં મિશ્ર વલણ હતું.
સ્મોલ-મિડ કેપ, પીએસયુ શેરોમાં તેજીનો જુવાળ
૧૦૦થી વઘુ પીએસયુ સાહસોમાં ડીસઇન્વેસ્ટમેન્ટની સરકારની તૈયારીના પોઝિટીવ પરિબળે તેમ જ સ્ટીલ-મેટલ કંપનીઓએ ઓક્ટોબર ૨૦૦૯ મહિનામાં ભાવમાં ઘટાડા છતાં ઉત્પાદનમાં મોટી વૃદ્ધિ નોંધાવતા અને યુ.એસ.માં બેરોજગારીના આંકડા જાહેર થતાં પૂર્વે અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી ગયાની અટકળો આજે આંકડામાં જોવા મળશે. એવા અંદાજોએ ડાઉ જોન્સના ગઇકાલે ૨૦૪ પોઇન્ટના ઉછાળાની રાહે એશીયાના બજારોમાં તેજી રહી હ તી. ટ્રેડીંગના આરંભથી જ આ વૈશ્વિક પોઝિટીવ પરિબળો તેમજ સ્થાનિક મોરચે નાણા પ્રધાન પ્રણવ મુખર્જી દ્વારા સ્ટીમ્યુલસ જોગવાઇ પાછી નહીં ખેંચવાના અને હળવા નીચા વ્યાજ દરની નીતિ કાયમ રાખવાના નિર્દેશે એફઆઇઆઇઝ, ઔદ્યોગિક ફંડો, વ્હાઇટ એન્ડ વ્હાઇટ દિગ્ગજ, બિગબુલ, એલીફન્ટ ઇન્વેસ્ટર ટ્રેડરની ઇન્ડેક્ષ બેઝડ શેરોમાં આરંભિક મજબૂત લેવાલી રહી હતી. ખાસ મેટલ શેરોમાં ટાટા સ્ટીલ, સ્ટરલાઇટની આગેવાનીમાં તેજી અને સ્ટેટ બેંક, જયપ્રકાશ એસોસીયેટસ, લાર્સન, ડીએલએફ, એચડીએફસી, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, એચડીએફસી બેંક સહિતમાં લેવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૬૦૬૩.૯૦ સામે ૧૬૧૩૭.૪૨ ખુલીને એક સમયે ૨૧૯.૯૬ પોઇન્ટના ઉછાળે ૧૬૨૮૩.૮૬ની ઊંચાઇએ પહોંચી ગયો હતો. પરંતુ વઘ્યામથાળે આજે યુરોપના શેરબજારો સાવચેતીની રૂખે ખુલતા અને પાછલા દિવસોમાં તેજીમાં અટવાયેલા ખેલંદાઓની નિફ્ટી બેઝડ ૪૮૫૦ નજીક હળવા થવાના માનસે અને સપ્તાહના અંતિમ દિવસે લેણ હળવું કરી હાશ છૂટયાના ભાવે ઘણા ખેલંદાઓએ નજીવી નુકસાની તો નુકસાની ગાંઠે બાંધવા લાગ્યા હતા. જેના પરિણામે વઘ્યામથાળે બજારને ઇન્ડેક્ષ બેઝડ બ્રેક લાગી હતી.
અગાઉથી મંજૂરી આપી હોવાથી મુખ્યમંત્રી ૩ કાર્યક્રમોમાં વિડિયો દ્વારા હાજરી આપશે
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાઇબર ઇ-સ્નેહ સંમેલનને સંબોધી કાર્ય પ્રારંભ કર્યા બાદ હજુ બે દિવસ શનિવાર અને રવિવારે અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમમાં હાજર રહેવાના બદલે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. સોમવાર ગુણોત્સવ કાર્યક્રમ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજશે. મંગળવાર અને બુધવાર બે દિવસ ‘અનામત’ રાખ્યા હોઇ મુખ્યમંત્રીની નજીકના વર્તુળો માને છે કે તેઓ દિલ્હી પક્ષની કોઇ બેઠક માટે જશે
મોદીએ માસ્ક પહેરીને જ મંત્રીઓ-અધિકારીઓ સાથે ચર્ચા કરી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માસ્ક પહેરીને મંત્રીઓ તથા અધિકારીઓ સાથે દિવસ દરમિયાન બેઠકો યોજી સરકારની કામગીરીમાં સક્રિય થઈ ગયા હતા. ફાઈલોના નિકાલ માટે મુખ્યમંત્રી ઓફિસના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.વીડિયો કોન્ફરન્સ પુરતો માસ્ક હટાવ્યા બાદ ફરી ધારણ કરી લીધો ઃ કેટલાક અધિકારીઓએ પણ માસ્ક ધારણ કર્યા
કેન્દ્રના ઊર્જા રાજ્યમંત્રીની ટકોર : ગુજરાત સરકાર પ્રજા પર વીજ ભાવવધારો ન ઝીંકે
કેન્દ્રના ઊર્જા રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાત સરકાર પર ચાબખા માર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, સરકાર એક બાજુએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કરી રહી છે ત્યારે બીજી બાજુ તેમના રાજ્યના ઊર્જામંત્રીએ વીજ ભાવવધારાનો નિર્દેશ આપ્યો છે પરંતુ ગુજરાતની પ્રજા પર ભાવવધારાનો બોજો નહીં ઝીકવો જોઈએ.
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ૨૧ કાચા મકાનો, બે મંદિરો તોડી પડાયા
મહાપાલિકા દ્વારા અહીંના યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળ, વિમલનગર પાસેના એંસી ફૂટના રસ્તા પરથી ૧૩ અને ૩૦ ફૂટના રસ્તા પરથી ૮ મળી ૨૧ મકાનો તેમજ બે મંદિરો પર બુલડોઝર ફેરવી દીધા હતા. યુનિવર્સિટી રોડ, સાઘુ વાસવાણી રોડ, રૈયારોડ વગેરે આજુબાજુના રસ્તાને ડેવલપ કરવા આ કાર્યવાહી હાથ ધરાયાનું જણાવાયું છે.
મેહુલ પટેલ-સલીલ યાદવની ૩-૩ વિકેટ
રણજી ટ્રોફીમાં ગુજરાતે ૧૫૯ રનથી ઓરીસ્સાને કચડ્યું
ગુજરાતે રણજી ટ્રોફીના પ્રથમ મુકાબલામાં શાનદાર દેખાવ કરતાં ઓરીસ્સાને ૧૫૯ રનથી કચડી નાંખ્યુ હતુ. ગુજરાતે આપેલા ૩૮૦ રનના જંગી પડકારનો પીછો કરતાં ઓરીસ્સા આજે મેચના આખરી દિવસે ૮૪.૩ ઓવરમાં ૨૨૦ રનમાં ખખડ્યુ હતુ. ગુજરાત તરફથી મેહુલ પટેલ અને સલીલ યાદવે ૩-૩ વિકેટો ઝડપી હતી.
સચિનની મોટા ભાગની સદી ભારતને ફળી છે
સચિન તેંડુલકર સદી ફટકારે ત્યારે ભારત હારે જ છે આમ કહેનારાની સંખ્યા ગુરુવારે ઘણી મોટી હતી. ઓસ્ટ્રેલિયા સામેની હૈદરાબાદ ખાતેની પાંચમી વન-ડે ક્રિકેટ મેચમાં સચિન તેંડુલકરે શાનદાર સદી ફટકારી હતી અને ભારતનો ત્રણ રનથી પરાજય થયો હતો.સચિને તેની કારકિદીર્ની ૪૫મી સદી પૂરી કરી એ પછી તે ટીમને વિજયની નજીક લઇ ગયો ત્યાં સુધીમાં તો માન્યતા ધરાવતા ક્રિકેટપ્રેમીઓની સંખ્યામાં સચિનના ટેસ્ટ અને વન-ડેના રનનો સરવાળો કરીએ તેટલો વધારો-ઘટાડો જોવા મળતો હતો.
પોતાનો પ્રયાસ નિષ્ફળ જતાં સચિન નિરાશ
પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની ૧૭૫ રનની ઇનિંગ્સને સચિન તેંડુલકરે કારકિદીર્ની સર્વશ્રેષ્ઠ પૈકીની એક ઇનિંગ્સ ગણાવી હતી પરંતુ ટીમનો પરાજય થતાં નિરાશા પણ વ્યકત કરી હતી.સચિન તેંડુલકરે ૧૭૫ રનની ઇનિંગ્સ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેની આ સદીથી ભારતને વિજય મળ્યો હોત તો વધારે સંતોષ થયો હોત. અમે આક્રમક પ્રારંભ કર્યોહતો અને સુરેશ રૈના સાથેની ભાગીદારીએ એક તબક્કે ભારતને વિજયની નજીક લાવી દીધું હતું પરંતુ અંતિમ તબક્કામાં વિકેટો ગુમાવી દેતાં અંતે નિરાશા થઇ હતી.
ગુજરાતીઓ ૨૦૦ કરોડ હાર્યા
ભારત - ઓસ્ટ્રેલિયા વરચે હૈદ્રાબાદ ખાતે રમાયેલી પાંચમી વન-ડે પર ખેલાયેલા જંગી સટ્ટામાં ગુજરાતી પન્ટરો ૨૦૦ કરોડ હારી ગયાની ચોંકાવનારી માહિતી બુકી સૂત્રોમાંથી પ્રાપ્ત થાય છે. સટ્ટાબજારનાં સૂત્રોના જણાવ્યા મુજબ, જે રીતે મેચની બીજી ઈનિંગમાં ભારતની સ્થિતિ ક્યારેક મજબૂત તો કયારેક નબળી થતી હતી તેમાં પન્ટરો ગુંચવાયા હતા.
વડોદરા અને દિલ્હી વચ્ચેનો રણજી ટ્રોફી મુકાબલો ડ્રોમાં પરિણમ્યો
દિલ્હીના પ્રથમ ઇનિંગના ૫૯૧ રનના જંગી જુમલા સામે બરોડાની પ્રથમ ઇનિંગ ૩૨૬માં સમેટાઇ હતી. દિલ્હીએ બરોડાને ફોલોઓન કરવાનો નિર્ણય લેતા બરોડા ફરી બેટીંગમાં ઉતર્યુ હતુ અને બીજી ઇનિંગમાં ૪ વિકેટે ૨૩૩ રન કરી મેચ ડ્રો કરી હતી. દિલ્હીને ત્રણ અને બરોડાને એક પોઇન્ટ મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ જોરદાર ટીમ વર્કથી જીત મેળવી
હૈદરાબાદ વન ડેમાં તેંડુલકરની ૧૭૫ રનની ઇનિંગ તેની કારકિર્દીની યાદગાર અને અન્ય કેટલાક દ્રષ્ટીકોણથી દુઃખદ કહી શકાય તેવી શકી હતી. તેંડુલકરની આટલી મહત્વની ઇનિંગ છતાં તેના સાથી ખેલાડીઓને કેમ મેદાન પર ટકીને ટીમને વિજય અપાવવા જેટલી પણ પ્રેરણા ન મળી. હાલનો સમય બેસી રહેવાનો નથી. વાર્તાકારોએ પેન ઉઠાવીને, ફિલ્મ ડાયરેક્ટરોએ તેમના કેમેરા ઓન કરીને અને નાટ્યલેખકોએ તેંડુલકરની કારકિર્દીના સુવર્ણયુગની કથાને તેમજ તેના આપણાં બધાની જીંદગી પરના પ્રભાવને આલેખવાનો સમય છે. તેંડુલકરે જાણે તેના સાથી ખેલાડીઓએ કેચ પડતા મુકીને, સાધારણ કક્ષાની બોલીંગ અને બેટીંગની જે ભૂલો કરી હતી તેને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. તેંડુલકરે તેની આસ-પાસની સાધારણ પ્રતિભાઓ વચ્ચે પોતાનામાંના મહાન ખેલાડીને જીવંત રાખ્યો તે ખરેખર એક ચમત્કાર છે.
અમેરિકાનો ડોલર નબળો પડતાં રિઝર્વ બેન્કનું સોનામાં રોકાણ?
ભારતની રિઝર્વ બેન્કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી ૬.૮ અબજ ડોલરમાં ૨૦૦ ટન સોનું ખરીદીને દુનિયાના દેશોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ નામની સંસ્થા એશિયા અને આફ્રિકાના ગરીબ દેશોને લોન આપે છે. આ સંસ્થા પોતે જ આજકાલ નાણાંકીય ખેંચનો સામનો કરી રહી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસે લગભગ ૩૨૦૦ ટન જેટલું સોનું છે. તેમાંથી ૪૦૩ ટન જેટલું સોનું વેચવાનો નિર્ણય તેણે આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં લીધો હતો. એવી ધારણા હતી કે તેની પાસેનું મોટા ભાગનું સોનું ચીન ખરીદી લેશે. ભારતની રિઝર્વ બેંકે ૨૦૦ ટન સોનું ખરીદીને ચીનને પાછળ મૂકી દીઘું છે.
અવસાન નોંધ
અમદાવાદ
વૈષ્ણવઃ - સ્વ. નવીનભાઈ મ. વૈષ્ણવનું બેસણું, ૮૧૪, આદર્શનગર, કોમન પ્લોટ, જૈન દેરાસર પાસે, પીળોપટ્ટો, સેક્ટર-૨૪, ગાંધીનગર, સાંજે ૫થી ૬
શાહઃ - સ્વ. ચંદીબેન ડાહ્યાભાઈ શાહ (વડોદરાવાળા)નું બેસણું, જી-૯૨/૧૧૦૧, શિવમ્ એપાર્ટમેન્ટ, નવા વાડજ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. કિશોરકુમાર શ્યામલાલ શાહનું બેસણું, ૨, કૃષ્ણનગર, સરસપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ત્રિવેદીઃ - સ્વ. ઈલાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદીનું બેસણું, સી-૩, જય અંબે એપાર્ટમેન્ટ, રેલવે ક્લબ સામે, ગુરૂદ્વારા રોડ, મણિનગર, સાંજે ૪થી ૬
શેઠઃ - સ્વ. ઈન્દુબેન હરીભાઈ શેઠ (જૈનવણીક)નું બેસણું, સ્વામિનારાયણ વાડી-૧, મણિનગર ક્રોસિંગ પાસે, મણિનગર, સવારે ૮થી ૧૧
મિસ્ત્રીઃ - સ્વ. અંબાબેન ચીમનલાલ મિસ્ત્રી (તલસાણિયા)નું બેસણું, ૧૮૪/૩, શાંતિનાથ પાડાની પોળ, ઘીકાંટા રોડ, સાંજે ૪થી ૬
કોઠારીઃ - સ્વ. ચંપાદેવી કોઠારીનું બેસણું, ઓસવાલ ભવન, રાજસ્થાન હોસ્પિટલ પાછળ, શાહીબાગ, સવારે ૯થી ૧૧
લિમ્બાચીયાઃ - સ્વ. શારદાબેન ચંદ્રકાન્તભાઈ લિમ્બાચીયાનું બેસણું, ૪૮૬, પાશ્વૅનાથનગર, જનતાનગર, ચાંદખેડા, સવારે ૮થી ૧૧
પટેલઃ - સ્વ. મણીબેન મણીલાલ પટેલનું બેસણું, ઈશ્વરભુવન હોલ, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ચંદ્રકાન્તભાઈ પરસોત્તમદાસ પટેલનું બેસણું, જુમ્મામાની વાડી, યુનાઈટેડ બેંક પાસે, રાયપુર ચકલા, સવારે ૮થી ૧૦
પાટડિયાઃ - સ્વ. યોગેશકુમાર પ્રભુદાસ પાટડિયાનું બેસણું, એ/૧૫૮, રાધાસ્વામી રો-હાઉસ, ચાણક્યપુરી સામે, ઘાટલોડિયા, સાંજે ૪થી ૬
સોલંકીઃ - સ્વ. મગનભાઈ મુળજીભાઈ સોલંકી (ધનાળા)નું બેસણું, ૧૨, સરસ્વતિ બાગ સોસાયટી, રવિનગર પ્રા.શાળા પાસે, જીવરાજ પાર્ક, સવારે ૯થી ૧૨
પ્રજાપતિઃ - સ્વ. ભીમાજી પ્રતાપજી પ્રજાપતિનું બેસણું, ૯/બી, હાટકેશ્વર સોસાયટી, અમરાઈવાડી, સાંજે ૬
ત્યાગીઃ - સ્વ. રમેશચંદ્ર ઢક્કનસીંગ ત્યાગીનું બેસણું, ૨, ગોપાલક એપાર્ટમેન્ટ, જગાભાઈ પાર્ક, મણિનગર, સવારે ૮થી ૧૦
સુરત
ઝાલાવડીયા
- શાંતાબેન મોહનભાઇ ઝાલાવડીયાનું બેસણું સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ, ને.હા.નં.૮, જયહિંદ હોટલ પાસે, થાલા (ચીખલી) ખાતે.
- વસંતભાઇ રતિલાલ પારેખનું બેસણું સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન ૧૦, ટાંક બિલ્ડીંગ, ટી.એન્ડ ટી.વી.સ્કુલની સામે, નાનપૂરા, સુરત ખાતે.
ઝાટકીયા
- પરેશભાઇ જમનાદાસ ઝાટકીયાનું બેસણું બપોરે ર થી પ કલાક દરમિયાન ક્ષત્રીય ડાહ્યાભાઇ પરમાર હોલ, ચીખલી ખાતે.
પટેલ
- હિરાભાઇ ભગાભાઇ પટેલનું બેસણું સવારે ૯ થી ૧ર કલાક દરમિયાન ૪૬/૩, વૃંદાવન સોસાયટી, જમાલપોર, ગણદેવી રોડ, નવસારી ખાતે.
અનાવિલ
- કાન્તાબેન બળવંતભાઇ નાયકનું બેસણું બપોરના ૧૧ની ૪ કલાક દરમિયાન આમચક, અનાવિલ ફળિયું, તા.મહુવા, જી.સુરત ખાતે.
લેઉવા પાટીદાર
- પાર્વતીબેન રમણભાઇ પટેલની સંયુકત પ્રાર્થનાસભા મુ.પો.અંભેટી, તા.પલસાણા, જિ.સુરત ખાતે બપોરે ૩ કલાકે.
- નટવરભાઇ છીતુભાઇ પટેલનું સંયુકત બેસણું સવારે ૯ થી પ કલાક દરમિયાન મુ.પો.વિહાર, તા.ઓલપાડ, જી.સુરત ખાતે.
ભાવનગર,રાજકોટ
મોઢ ચા.ચુ.સ. બ્રાહ્મણ
મુબઇ નિવાસી સ્વ. જી.પી. જાનીના પુત્ર અશ્વિનકુમાર ગીરજાશંકર જાની (ઉ.વ.૫૦)નો સ્વર્ગવાસ તા. ૫ ના મુંબઇ નિવાસે થયેલ છે.તે નરહરીભાઇ વજેશંકર પાઠક, ડો.ઝંડુભાઇ વી પાઠક, સ્વ. મનુભાઇ વી પાઠક,ના જમાઇ, સ્વ.ભાસ્કરભાઇ રતિલાલ શુકલના ભાણેજ. ધર્મશભાઇ ધીરજલાલ ત્રિવેદી, (અમદાવાદ). અને ભાર્ગવભાઇ રમણીકલાલ શુકલ (ભાવનગર),ના સાઢુભાઇ થાય સાસરા પક્ષે અને મૌસાળપક્ષે બન્નેની સાદડી સાથે તા. ૮ રવિવારે સાંજે ૪ થી ૬, ગૌરીશંકર હિરજી જ્ઞાતિનીવાડી. ચારબત્તી ચોક, વડવા તલાવડી ભાવનગર રાખેલ છે.
વિશાશ્રીમાળી જૈન
સ્વ. શાહ હિમતલાલ ઓઘડભાઇ ફુલચંદ (સાંગાવદરવાળા),ના જમાઇ દોશી સુરેશકુમાર ધીરજલાલ (મોરસુપણાવાળા), (ઉ.વ.૪૨), તા. ૫ ના ગુરૂવારે મુંબઇ મુકામે અવસાન પામેલ છે.તે વિભાબેન અશોકકુમાર મનસુખલાલ શાહ,ના બનેવી થાય અને શાહ જસવંતરાય સાંતિલાલ (તણસાવાળા),ના સાળાના દિકરા થાય તા. ૮ન ે રવિવારે અંતરાય કર્મની પુજા મુબઇ મીરારોડ. જૈન દેરસારે ૩ થી ૫, રાખેલ છે.અનિવાર્ય. સંજોગોને લઇ સાદડી રાખેલ નથી.
હિન્દુ
વરતેજ નિવાસી સ્વ. ગગજીભાઇ ગોપાલજીભાઇ આહલપરાના પત્ની સવિતાબેન ગગજીભાઇ આહલપરા તા. ૫ ગુરૂવારે અવસાન પામેલ છે.તે પ્રવિણભાઇ ગગજીભાઇ (ભાવનગર), હસમુખભાઇ ગગજીભાઇ (અમદાવાદ), શરદભાઇ ગગજીભાઇ (વરતેજ),ના માતુશ્રી થાય તેમનું બેસણુ સોમવાર તા. ૯ સાંજના ૪ થી ૬, સીતારામ નગર, સિદસર રોડ. વરતેજ રાખેલ છે.
સિપાહી કુરેશી
હલીમાબેન અહમદભાઇ કુરેશી (ઉ.વ.૮૧)નો તા. ૫ ના ઇન્તેકાલ થયેલ છે.તે એ.એચ. કુરેશી(નિ. સર્કલ ઇન્સ્પેકટર),ના ઔરત તથા જી.એ.કુરેશી (કવિ સપન કુરેશી), (પી.જી.વી.સી.એલ), સરફરાજ કુરેશી (પેન્ટર કુરશી),ના માતુશ્રી થાય એ.કે.કુરેશી (નિ. રેલ્વે કર્મચારી), બી.બી.કુરેશી (નિ. પોર્ટ કર્મચારી), અને આઇ.એમ.કુરશી (બેન્ક ઓફ ઇન્ડીયા)ઃના સાસુ થાય તેમની જીયારત તા. ૭ના શનિવારે સવારે ૮.૩૦ કલાકે કાઝીવાડ મસ્જીદમાં રાખેલ છે તથા ઔરતો ની બેઠી જીયારત તેમના નિવાસે જમનાકુંડ દાલના કારખાના પાસે પાનબાઇના ડેલામાં રાખેલ છે. હિન્દુભાઇઓ માટે બેસણું શનિવારે સાંજના ૫ થી ૬,તેમના નિવાસે રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મોરચુપણા નિવાીસી હાલ મીરારોડ મુંબઇ સુરેશ ધીરજલાલ દોશી (ઉ.વ.૪૨) તા. ૫ ના ગુરૂવારે અવસાન પામેલ છે.તે પારૂલબેનના પતિ. ભાવેશ, યોગેશ, આશાબેન, અરવિંદકુમાર ગાધી, વર્ષાબેન વિપુલકુમાર દોસી,ના ભાઇ, હર્ષીલ અન પવનના પિતા. તે પુનમચંદભાઇ ખાંતીલાલ,કાન્તીલાલ,ચીમનભાઇ, બાવચંદ દોશી, રસીલાબેન વિનયચંદ દોશી (દાઠાવાળા),મંજુલાબેન જસવંતરાય વોરા, (તણસાવાળા),ના ભત્રીજા, નાનચંદ ભવાનભાઇ, નેમચંદ ભવાનભાઇના ભત્રીજા સાંગાવદરવાળા હિમતલાલ ઓઘડદાસના જમાઇ, તેમના આત્મકલ્યાણ અર્થે પુજા તા.૮ રવિવારે બપોરે ૩ કલાકે શાંતિનગર જૈન દેરાસર સેકટર ન. ૩, મીરારોડ. (ઇસ્ટ)માં રાખેલ છે. અનિવાર્ય સંજોગોમાં સાદડી રાખેલ નથી.
લેઉવા પટેલ (માલપરા)
દેવરાજભાઇ છગનભાઇ મોરડીયાતે રાધાબેનના પતિ., પ્રસન્નવદનભાઇના પિતા. પ્રેમજીભાઇ (ગોંડલ)ના મોટાભાઇ, ડાો. સુધંાશુભાઇ (આંખના સર્જન ગોંડલ),ના મોટા બાપુજી, હર્ષના દાદાનું તા. ૫ ના માલપરા મુકામે અવસાન થયેલ છે.તેમનું બેસણું માલપરા મુકામે તા. ૯ ના એક દિવસ રાખેલ છે.
વરીયા પ્રજાપતિ
વરીયા પ્રજાપતિ મયુર ઘનશ્યામભાઇ ભગ ગામીયા તા.૯ સોમવારે લૌકિક વેવાર પ્રભુદાસ તળાવ વરીયા પ્રજાપતિ ની વાડીમાં રાખેલ છે. બેસણું સાંજે ૪ થી ૬ સોમવારે રાખેલ છે.
હિન્દુ ધોબી-મહુવા
સ્વ.રામજીભાઇ ઓધવજીભાઇ વાળાના પત્ની વિમળાબેન રામજીભાઇ વાળા (ઉ.વ.૭૦) તા. ૬ ના રામચરણ પામેલ છે. તે હસમુખભાઇ રામજીભાઇ વાળા, જેન્તીભાઇ રામજીભાઇ વાળાના માતુશ્રી, ધનજીભાઇ ઓધવજીભાઇ વાળાના ભાભી, પરશોતમભાઇ પ્રભુભાઇના કાકી.તથા રમેશભાઇ ભાણજીભાઇ, હરેસભાઇ રવજીભાઇના ભાભુ, તથા ભુપતભાઇ શાંતીભાઇ રાઠોડના મામી, તથા સ્વ. રમણીકભાઇ બાબુભાઇ સીમરીયા, ભુપતભાઇ બાબુભાઇ સીમરીયા (નાગરિક બેન્ક), ધીરૂભાઇ બાબુભાઇ સીમરીયાના મોટા બેન થાય તેમની બન્ને પક્ષની સાદડી તા. ૭ શનિવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસે ૩૩-૧૦, શાસ્ત્રી વસાહત મગન કરશનના પુતળા પાસે જનતા પ્લોટ મહુવા મુકામે તથા ઉત્તરક્રિયા તા. ૧૬ સોમવારે રાખેલ છે.
વરિયા પ્રજાપતિ (બોટાદ)
બોટાદ નિવાસી જડીબેન જીવરાજભાઇ હમીરાણી (ઉ.વ.૯૨) તા. ૫ ગુરૂવારે રામચરણ પામેલ છે. તે કાંતીલાલ જીવરાજભાઇ હમીરાણી (શિક્ષક),ના માતુશ્રી, તથા જયેશ હમીરાણી, (વરિયા ઇલેક્ટ્રોનીક્સ),ના દાદીમા થાય તેમનું બેસણું તા. ૯ સોમવારે ૪ થી ૯ તેમના નિવાસે રાખેલ છે.
લેઉવા પટેલ
સ્વ. પ્રાણજીવન મુળચંદભાઇ ધોળકીયા (પાટણવાલા) નો સ્વર્ગવાસ થયેલ છે. તે પ્રફુલભાઇ, ભરતભાઇ, પંકજભાઇ, નિતિનભાઇના પિતા. ધિરૂભાઇ મુળચંદભાઇના મોટા ભાઇ થાય બેસણું તા. ૭ના શનિવારે લેઉવા પટેલની વાડી. ધજાગરાવાળી શેરી,માં સાંજે ૪.૩૦ થી ૫.૩૦ રાખેલ છે
લુહાર
મોટી રાજથળી શિહોર નિવાસી ઇશ્વરભહાઇ મુળજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) તા. ૪ બુધવારે રામચરણ પામેલ છે.તે જીવરાજભાઇ લાખાભાઇ સિઘ્ધપુરાના જમાઇ થાય સ્વ. ધરમશીભાઇ લાખાભાઇ, કરશનભાઇ લાખાભાઇ, લાખણકાવાળા, ભુપતભાઇ સરકડીયા ,વજાભાઇ, વિઠ્ઠલભાઇ લાખાભાઇના જમાઇ થાય વિજયભાઇ જીવરાજભાઇના બનેવી થાય બળવંતભાઇ વનમાળીભાઇ ડોડીયા, અને ભરતભાઇ ઠાકરશીભાઇ ગારીયાધારના ભાણેજ જમાઇ થાય તેમનું લૌકિક બેસણું મોટી રાજથળી રાખેલ છે.
લેઉવા પટેલ
સ્વ. પ્રવિણચંદ નાનાલાલ ધોળકીયાના પત્ની શાંતાબેન પ્રવિણચંદ ધોળકીયાનું અવસાન તા. ૫ ગુરવારે થયેલ છે તેમનું બેસણું તા. ૭ શનિવારે સાંજે ૪ થી ૫.૩૦ તેમના નિવાસે દેસાઇ નગર ચિત્રા પેટ્રોલ પંપની બાજુમાં રાખેલ છે. જે સોહિલ,પી ધોળકીયા, ના માતુશ્રી થાય સ્વ. અમૃતલાલ,સ્વ. હરીભાઇ, બટુકભાઇના નાનાભાઇના પત્ની થાય અને હસમુખભાઇ ,નારણભાઇ, ભાલચંદ્ર ડાયાભાઇ,ના ભાભી થાય તે અશ્વિનભાઇ પટેલ (કન્સ્ટીંગ એન્જી.)ના મોટાબેન થાય મોસાળ પક્ષનું બેસણું સાથ રાખેલ છે.
લેઉવા પટેલ (મોટી રાજસ્થળી)
મોટી રાજસ્થળી નિવાસી મોહનભાઇ પ્રેમજીભાઇ દેસાઇ ( ઉ.વ.૬૨) તા. ૬ શુક્રવારે રામચરણ પામેલ છે.તે પ્રેમજીભાઇ વાલજીભાઇ દેસાઇના દિકરા, રવજીભાઇ, પરશોતમભાઇ, જીવરાજભાઇ, લલ્લુભાઇના મોટાભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, (પુજા સ્ટશનરી પાલીતાણા).ના પિતાશ્રી, હરેસભાઇ, રાજુભાઇ, પરેસભાઇ, જીતુભાઇ, ચેતનભાઇ,તથા મુકેશભાઇ, ભાવેશભાઇના મોટા બાપા થાય તેમની ઉત્તરક્રિયા તા. ૧૬ સોમવારે તેમના નિવાસે મોટી રાજસ્થળી,તા.પાલીતાણા, પ્લોટ વિભાગમાં રાખેલ છે.
ઔ. સહસ્ત્ર સાડા ચારસો બ્રાહ્મણ (પાટણા-ભાલ)
પાટણા-ભાલ નિવાસી ઘનશ્યામભાઇ શિવશંકર દવે (ઉ.વ.૬૧) તે સ્વ.ચંપકલાલ શિવશંકર દવેના નાનભાઇ, વિજયભાઇ ચંપકલાલ દવે, બળવંતભાઇ દવે, (આચાર્ય પીઠવડી), પંકજભાઇ દવે (વિજય સ્ટેશનરી-સાવરકુંડલા),ના કાકા. રાજેશભાઇ અને કમલેસભાઇના પિતા. તા.૫ ગુરૂવારે સ્વર્ગવાસી થયેલ છે.તેમનું બેસણું તા. ૭ ને શનિવારે સવારે ૯ થી સાંજના ૬ સુધી પાટણા (ભાલ), નિવાસે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.૧૬ સોમવારે પાટણા રાખેલ છે.
મુંબઇ
હાલાઇ લોહાણા
ગામ રાધનપુરવાળા (હાલ બોરીવલી) સ્વ. ડાહ્યાલાલ ડોસજીભાઇ મુલાણીના પુત્ર બીપીનચંદ્ર ડાહ્યાલાલ મુલાણી (ઠક્કર) (ઊં.વ. ૫૪) તે વિણાબેનના પતિ. સ્વીટી, અતિય, બીન્ની, કોમલના પિતા. તે કિરણ, પિયુષ, વિજય, રાજુ, મહેશ હેમા રમેશકુમાર અખાણીના ભાઇ, તે નારણ ઠાકરશી અખાણીના જમાઇ. તા. ૫-૧૧-૦૯ ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ શનિવારે સમય બપોરે ૩થી ૫ દરમિયાન શ્રી વર્ધમાન સ્થાનકવાસી સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી.રોડ, બોરીવલી વેસ્ટમાં રાખેલ છે. રહેઠાણ ઃ ૪૦૧, રોઢ લેન્ડ, આઇ.સી. કોલોની, હોલી ક્રોસ રોડ, બોરીવલી (વે.) મું. ૧૦૩.
કપોળ
વાંશિયાળી (અમરેલી) વાળા સ્વ. મંજુલાબેન તથા નાગરદાસ ભાઇચંદ ચિતલિયાના પુત્ર હરકિશનદાસ (ઊં.વ. ૫૯) તે અંજનાબેનના પતિ, અમિત તથા જીગરના પિતા. તે અરવિંદ, પિનાકિન, ઇન્દુબેન ધીરજલાલ મહેતા, કળાબેન શરદચંદ્ર સંઘવી, રેખાબેન અશોકકુમાર ગાંધીના ભાઇ. તે વડોદરાવાળા કૃષ્ણલાલ અમૃતલાલ મહેતાના જમાઇ. લીલીયા મુકામે તા. ૧-૧૧-૦૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સર્વે પક્ષે પ્રાર્થનાસભા રવિવાર તા. ૮-૧૧-૦૯ના રોજ સાંજે ૪થી ૬ એમ.કે. હાઇસ્કૂલ ફેક્ટરી લેન બોરીવલી (વેસ્ટ) મઘ્યે રાખેલ છે.
ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ચોરીવાડ નિવાસી કમલેશ ત્રિવેદી (ઊં.વ. ૪૯) તે ચીમનલાલ કેશવલાલ ત્રિવેદીના પુત્ર, નયનાબેનના પતિ. સંકેત, પ્રિયંક, રિહેનના પિતા. સંદીપ અને મીતા રાજેશ જોશીના ભાઇ, ચોરીવડ નિવાસી નારાયણદાસ મગનલાલ જોષીના જમાઇ બુધવાર તા. ૪-૧૧-૦૯ના રોજ વડોદરા મુકામે દેવલોક પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે. ઉત્તરક્રિયા ચોરીવાડ મુકામે રાખેલ છે.
હાલાઇ લોહાણા
કસ્તુરબેન (ઊં.વ.૮૭) તે સ્વ. કરસનદાસ વાલજી લુક્કાના પત્ની. મુળગામ માઘુપુર (હાલ વસઇ) તા. ૬-૧૧-૦૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે કાંતીલાલ, ધનસુખ, ગીરીશ, મંગળાબેન ભગવાનદાસ કારીયા (જુનાગઢ)ના માતા. તે પ્રવિણાબેન, દક્ષાબેન, સવિતાબેનના સાસુ. તે ભાવેશ, નયન, સચીન, અભિષેક, તેજલ કેતનકુમાર તન્ના, નીકીતા કાર્તિકકુમાર કક્કડ, ખ્યાતિ દેવાંગકુમાર કક્કડ, માનસી, પુજા, તમન્નાના દાદી તે સ્વ. લવજી જાદવજી કક્કડના દિકરી. પ્રાર્થનાસભા બંને પક્ષની શનિવાર તા. ૭-૧૧-૦૯ના રોજ સવારના ૧૦થી ૧૧.૩૦ રાખેલ છે. જુના સ્વામીનારાયમ મંદિર, માનવ મંદિર, કોમ્પ્લેક્ષ, દેનાબેંકની પાછળ, સમતાનગર, વસઇ વેસ્ટ, રહેઠાણ ઃ ૩૦૨, એ, બસેરા, દીવાનમાન નવયુગ નગર, વસઇ-વેસ્ટ.
હાલાઇ ભાટિયા
કીરીટકુમાર હરીદાસ પારેખ તે હેમકળા હરીદાસ પારેખના પુત્ર (ઊં.વ. ૬૮) તે નીર્મળાબેનના પતિ. સ્વ. વલ્લભદાસ ચત્રભુજ નેગાંધીના જમાઇ. તે મીતા હીરેન ગગવાણી, કાજલ પરેશ આશર, રૂપલ પ્રશાંત ઉદેશીના પિતા. ભારતી અજીતસિંહ ઠક્કરના ભાઇ. તા. ૫-૧૧-૦૯ના શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૭-૧૧-૦૯ના સાંજે ૫થી ૬માં રાખેલ છે. ઠે. આર્ય સમાજ હોલ, ૨૨૮ જવાહરનગર, માઉન્ટ મેરી સ્કૂલની સામે. ગોરેગામ (વે.) મઘ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા સંદિપ (ઊં.વ. ૩૯) તે નરેન્દ્ર તથા દમયંતિના પુત્ર, વંદનાના પતિ. દિશાના પિતા. આશિષ, પ્રશાંત આરતીના ભાઇ. ભુતા પ્રવિણચંદ્ર કાળીદાસના જમાઇ. ગુરુવાર તા. ૫-૧૧-૦૯ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
ઉત્તર ગુજરાત બ્રહ્મ ક્ષત્રીય
ગામ ભાગળ (જગાણા) (હાલે મુલુંડ નીકુંજ (ઊં.વ. ૪૬) તે બાબુભાઇ મોહનલાલ કીરી તથા ગંગાવતી કીરીના પુત્ર મીનલાના પતિ. જાન્હવી, પ્રાર્થનાના પિતા. અશોક, પરાગ, ઉર્વસી, સુરેશ કુમાર જગડ, નીતા અનીલ કુમાર જગડ, ઇન્દીરા પ્રમોદકુમાર ગાંધીનાભાઇ. સસરા પક્ષે ગામ પેથાપુર નિવાસી હાલે બોરીવલી વિક્રમભાઇ ચીમનલાલ શાહના જમાઇ તા. ૫-૧૧-૦૯ને ગુરુવારે રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ને શનિવારે સાંજે ૪થી ૫.૩૦ કાલીદાસ હોલ પીકે રોડ મુલુંડ વેસ્ટમાં રાખેલ છે. પ ્રાર્થનાસભા બંને પક્ષની સાથે રાખેલ છે. રહેઠાણ ઃ ૨૨/૨૩ મુનસી ઇસ્ટેટ બીજે માળે મહાત્મા ગાંધીરોડ મુલુંડ વેસ્ટ.
કપોળ
જાફરાબાદવાળા ચંપકલાલ જુઠાલાલ મહેતા (ઊં.વ. ૮૨) તા. ૫-૧૧-૦૯ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ઇન્દુમતીના પતિ. તથા સ્વ. પુરુષોત્તમદાસ (પી.જે. મહેતાના) સ્વ. જેન્તિલાલ તથા સ્વ. કુસુમબેન રતિલાલ દોશીના ભાઇ, સતીષ, સંજય, નીતા પ્રવિણકુમાર મહેતા તથા જયશ્રી રાજેશકુમાર મહેતાના પિતા. તે જીગ્ના તથા રજનીના સસરા, જે એક્તા, હિરલ, નિધી, તથા પ્રિયાંકના દાદા. સ્વસુર પક્ષે ભાવનગરવાળા સ્વ. બાળકૃષ્ણ ખુશાલદાસ મહેતાના જમાઇ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા નિવાસસ્થાને તા. ૭-૧૧-૦૯ને શનિવારે સાંજના ૫થી ૭ રાખેલ છે. નિવાસસ્થાન ઃ ૫૯, કૃષ્ણ ભુવન, પારસી પંચાયત રોડ, સોના ઉદ્યોગની સામે, અંધેરી (પૂર્વ) મું. ૬૯. ઉઠમણાની પ્રથા બંધ રાખેલ છે.
સોરઠીયા પ્રજાપતિ કંુંભાર
ટીકીર નિવાસી (હાલ કાંદિવલી) ગોવિંદભાઇ ડાહ્યાભાઇ જાધવ (ઊં.વ. ૮૫) તા. ૪-૧૧-૦૯ને બુધવારના રોજ રામશરણ પામેલ છે. તે સ્વ. મોતીબાના પુત્ર સ્વ. રૂક્ષ્મણી બેનના પતિ. પારૂલના બેનના સસરા. રવિના તથા કૃતિકાબેનના દાદાજી. અરવિંદભાઇ (બટુક) મીનાબેન અશોકકુમાર પરમાર પ્રફુલ્લાબેન વલ્લભભાઇ જેઠવા. માયાબેનના દિપકકુમાર મારૂ (પટેલ)ના પિતા. સાદડી તા. ૭-૧૧-૦૯ને શનિવારના નિવાસ સ્થાને રાખેલ છે. સમય ઃ સાંજે ૪થી ૬. સરનામું - ૭, કિષ્ણનિવાસ, લક્ષ્મીનારાયણ લેન, મથુરાદાસ રોડ, કાંદિવલી (પશ્ચિમ) મું. ૬૭.
ક.વિ.ઓ.જૈન
મંજલ રેલડીયાના વાલબાઇ ખીંયશી (ઊં.વ. ૯૨) અવસાન પામેલ છે. લક્ષ્મીબેન હરશીના પુત્રવઘુ, ખીયશી હરશીના પત્ની. જમનાબેન, રતનશી, લાલજીના માતા. મોથારા જેતબાઇ ટોકરશીના પુત્રી. રણશી, તેજપાર, દેવપુરના નેણબાઇ મુરજી, લક્ષ્મી, ચંચલ પ્રેમજી માણેક, ગોરબાઇ ખીંયશી, ડુમરા વેલબાઇ હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. લાલજી ખીંયશી, સી. ૩, હંસા સાગર, એલ.બી.એસ. રોડ મુલુંડ (વે.) મું. ૮૦.

કાંડાગરા હંસાબેન ખીમજી છેડા (ઊં.વ.૭૩) મુંબઇમાં દેહત્યાગ કરેલ છે. સ્વ. મઠાબાઇ ગાંગજીના પુત્રવઘુ. સ્વ. ખીમજી ગાંગજીના પત્ની. વસંત, દેવચંદ, રેખા, ગીરીશના માતા. નાનીખાખર સ્વ. ભાણજી પાસુના પુત્રી. લક્ષ્મીબેન મુરજીના બેન. પ્રા. કરસન લઘુ હોલ, દાદર ટા. ૪થી ૫.૩૦ ચક્ષુદાન કરેલ છે. નિ. ગીરીશ કે. છેડા, ૮, વૃંદા, પોદાર રોડ, શાંતાક્રુઝ (વે.) મું. ૫૪.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોરવાળા (હાલ વડાલા) જીતેન્દ્ર પોપટલાલ શાહ (ઊં.વ. ૭૨) તે સ્વ. પોપટલાલ નરસીદાસ પારેખ તથા સ્વ. હિરાબેનના પુત્ર. મંજુલાબેનના પતિ. હર્ષદભાઇ, બીપીનભાઇ, ભદ્રેશભાઇ, રશ્મીબાઇ, રંજનબેન ભુપેન્દ્રકુમાર તથા કલ્પનાબેનના ભાઇ, તે અમીષ, જયંત, સોનલ લલિતકુમાર દોશી રૂપલ, કલ્પેશકુમાર કનાડિયાના પિતા. શ્વસુર પક્ષે શાંતિલાલ દિપચંદ શાહ (ઘીવાળા) ભાવનગરવાળાના જમાઇ, બુધવાર તા. ૪-૧૧-૦૯નાં રોજ અવસાન પામેલ છે. નવકાર મંત્રનાં જાપ રવિવાર તા. ૮-૧૧-૦૯ના સવારે ૯થી ૧૧ ઠે. જીવણ અંબજી જ્ઞાનમંદિર, અરોરા સિનેમાની બાજુમાં, કાંગ્ઝ સર્કલ, માટુંગા (સે.રે.) રાખેલ છે. ઘરનું સરનામું - ૧૩, વિનીતા, ૨૧/૩, તિલક રોડ એક્ષટેન્શન, વડાલા બસ ડીપો પાસે, વડાલા મું. ૩૧.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂ.પૂ. જૈન
જોરાવરનગર નિવાસી (હાલ બોરીવલી) સ્વ. ચંપાબેન પ્રેમચંદ કુવાડિયા (શાહ)ના પુત્ર મહાવીરલાલ (ઊં.વ. ૮૨) તે નીલમબેનના પતિ, તે અમીત, મિનાક્ષીબેન તથા નલીનીબેનના પિતા. તે ઉષાબેન, અશ્વિનકુમાર ચંદુલાલ પટવા તથા વિરેન્દ્રભાઇ સૌભાગ્યચંદ વોરાના સસરા. તે જીતેન્દ્રભાઇ તથા પ્રવિણભાઇના ભાઇ. તા. ૫-૧૧-૦૯ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સાદડી તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. અંગત સ્વજને તા. ૭-૧૧-૦૦ શનિવાર બપોરે ૨થી ૪ મોઢે આવી જવું. નિવાસસ્થાન ઃ બી-૩૨, ભણશાળી એસ્ટેટ, દૌલતનગર જૈન દેરાસર પાછળ, ભજનલાલ માર્ગ, બોરીવલી (પૂર્વ) મું.
જામનગર વિશા ઓશવાળ જૈન
જામનગર (હાલ સાંતાક્રુઝ) સ્વ. પારેખ કાંતિલાલ મોહનલાલના પત્ની. કંચનબેન (ઊં.વ. ૮૦) ગુરુવાર તા. ૫-૧૧-૦૯ના અરિહંતશરણ પામેલ છે. તે વિનોદભાઇષ શૈલેષભાઇ તથા દિપકભાનાિ માતા. જયશ્રીબેન, રાજશ્રીબેન તથા ભારતીબેનના સાસુ. જીનલના દાદીસાસુ. પિયર પક્ષે શાહ સોમચંદ હરખચંદની દીકરી. નિવાસસ્થાન ઃ ૧૧/સી, શુભલક્ષ્મી, ૮મો રોડ, સાંતાક્રુઝ (ઇ.) મું. ૫૫. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી બેતાલીસ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન
માકડજ નિવાસી (હાલ બોરીવલી) સ્વ. રમણલાલ પોપટલાલ શાહના પત્ની. કુસુમબેન (ઊં.વ. ૭૭) તે દક્ષા, જયશ્રી, દિલીપ, પરેશના માતા. કિર્તિદા ઉષાના સાસુ. હિરલ, નિકીતા, વિનીત, જીનલના દાદી. રમેશકુમાર, નૈતિકકુમારના સાસુ. તા. ૬-૧૧-૦૯ના રોજ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ના શનિવાર બપોરે ૩.૩૦થી ૫.૦૦ રાખેલ છે. સ્થળ ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, બીજે માળે, સ્ટેશન પાસે, એલ.ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે બોરીવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોરચુપણા નિવાસી (હાલ મીરારોડ) સુરેશ ધીરજલાલ દોશી (ઊં.વ. ૪૨) તા. ૫-૧૧-૦૯ ગુરુવારના રોજ અળસાન પામેલ છે. તે પારૂલબેનના પતિ. ભાવેશ, યોગેશ, આશાબેન અરવિંદકુમાર ગાંધી, વર્ષાબેન વિપુલકુમાર દોશીના ભાઇ. હર્ષીલ અને યશના પિતા. તે પુનમચંદભાઇ, ખાંતીભાઇ, કાંતીભાઇ, ચીમનભાઇ, રસીલાબેન, મંજુલાબેનના ભત્રીજા. તે સાંગાવદરવાળા હીંમતલાલ ઓધડદાસના જમાઇ. પૂજા તા. ૮-૧૧-૦૯ રવિવાર બપોરે ૩ કલાકે શાંતીનગર જૈન દેરાસર સેક્ટર નં. ૩, મીરારોડ (ઇસ્ટ)માં રાખેલ છે. ઘરનું એડ્રેસ- ફેસ-૩ બી-૩/૧૦૩ પૂનમનગર મીરારોડ (ઇસ્ટ).
લોહાણા
મુળગામ ગારીયાધારવાળા (હાલ કલ્યાણ) કિસોરભાઇ પ્રભુદાસ રેલીયા (ઊં.વ. ૬૬) તા. ૫-૧૧-૦૯ના ગુરુવારે શ્રીજીચણ પામેલ છે. તે સવિતાબેનના પતિ. તે કસ્તુરબેન પ્રભુદાસ મગનલાલ રેલીયાના પુત્ર તે ગુણવંતભાઇ સ્વ. છબીલભાઇ, મહેન્દ્રભાઇ, કંચનબેન કાંતિલાલ ખાલપાડા, હિરાબેન રામદાસ માણેક તથા હર્ષાબેન નરેન્દ્રકુમાર રાચ્છના ભાઇ, રાકેશ, નીનીબેન ધનેશકુમાર બારાઇ, કલ્બાબેન કલ્પેશકુમાર પુજારાના પિતા. તે સ્વ. જશોદાબેન તથા સ્વ. ભિમજીભાઇ હિંડોચા તે દમુબેન અમૃતલાલ સુંદરજી બરછાના જમાઇ. (ચક્ષુદાન કરેલ છે) પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ને શનિવારના રોજ સાંજના ૩.૩૦થી ૫.૩૦ સુધી રાખેલ છે. સ્થળ ઃ શ્રી શામબાઇ લોહાણા મહાજન વાડી, આગ્રારોડ કલ્યાણ (વેસ્ટ) રહેઠાણ ઃ મનીષા એપાર્ટમેન્ટ, અહિલ્યાબાઇ ચોક, બ્લોક નં. ૧૨ કલ્યાણ (વે.)
કચ્છી લોહાણા
સ્વ. રણછોડદાસ ભાણજી પવાણી, ગામ મઉ (કચ્છ૦ હાલે મુલુંડના પુત્ર ઇન્દ્રજીત ભાઇ, (ઊં.વ. ૭૩) તે પ્રભાબેનના પતિ. સ્વ. મોરારજી વાઘજી કારીયા કચ્છ તેરાવાળાના જમાઇ. તે ગીરીશ, ગીતા વિશાલ, બળીયા, અર્ચના પરેશ કોટકના પિતા. તે સ્વ. દિલીપભાઇ, મંગલભાઇ, સ્વ. અરવિંદભાઇ, જયાબેન મઘુભાઇ ઠક્કર, કિર્તિભાઇ, વિણાબેન હેમંત ઠક્કર (કોઇમ્બતુર) તથા દિનેશભાઇના ભાઇ. તા. ૫-૧૧-૦૯ ગુરુવારના રોજે શ્રીરામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૦૯ શનિવારનાં રોજ ૫થી ૭ ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા હાઇસ્કૂલની બાજુમાં, પુરુષોત્તમ ખેરાજ ઇન્ડ. એસ્ટેટની અંદર આર.પી.રોડ, મુલુંડ (વેસ્ટ) રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
પાવરાઇ ભાટિયા
જયાબેન જેઠાભાઇ કાનજી મીઠાવાલાના પુત્ર, તે રાજેશ જેઠાભાઇ (ઊં.વ. ૪૬) તે રીટાના પતિ. ચીમનભાઇ, મેરાઇના જમાઇ. તરલા રમેશ, હર્ષા દિલીપ, જાગૃતિ જયેશ તથા મિલનના ભાઇ. નિમિત રિષીના પિતા. તા. ૫-૧૧-૦૯ ગુરુવારે મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૭-૧૧-૦૯ના રોજ સાંજે ૪.૩૦થી ૬ ભાટિયા ભાગીરથી, દાદીશેઠ અગ્યારીલેન, મુંબઇ મઘ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
બરડાઇ બ્રાહ્મણ
હાથલા નિવાસી (હાલ મલાડ -મુંબઇ) સ્વ. લાલજી શામજી દવેના પત્ની. ચંપાબેન લાલજી દવે (ઊં.વ. ૬૫) તે બુધવાર તા. ૪-૧૧-૦૯ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે મહેન્દ્ર, સુરેશ, પ્રદીપ, ઉષાના માતા તે ક્રિષ્ણા, સરોજ, વંદના તથા જયંતકુમારના સાસુ. તે કરણ, દિક્ષિતા, ભાવિકા, તેજલ, નેહા, રિયાન દાદી. કિંજલ, મિહિરના નાની. પ્રાર્થનાસભા સ્થળ ઃ ૭-૧૧-૦૯ને શનિવારે સાંજે ૪થી ૬, લક્ષ્મીનારાયણ મંદિર, ૧લે માળે, રાણીસતી માર્ગ, કાઠિયાવાડ ચોક, મલાડ (ઇસ્ટ).
હા.વિ.ઓ. જૈન
ગામ ઢીચડા (હાલ ભિવંડી)ના સ્વ. લાલજી નાયા ગુઢકાના પુત્ર કેશવજી લાલજી (ઊં.વ. ૮૦) તા. ૧-૧૧-૦૯ના રોજ અ.પા. છે. તેઓ સ્વ. મેઘજી, દેવજી, ગુલાબચંદ લાલજી તથા મણીબેન હીરજી સ્વ. રતનબેન અમૃતલાલ, શાંતાબેન કરમશી, સવિતાબેન રામજીના ભાઇ. જેન્તીલાલ, અનિલ, ધીરજલાલ, કાંતીલાલ, અલ્પેશ, હર્ષિલ, નિમિષ, પરેશ, પારસ, નિર્મળા મનસુખલાલ, જયાબેન રમેશચંદ્ર, હર્ષા ન્યાલચંદ, અલ્કા હીતેનના પિતા. સ્વ. મણીબેન ફુલચંદ સ્વ. મોતીચંદ, સ્વ. રતીલાલ, જેન્તીલાલ પુંજાના બનેવી. સ્વ. લખમશી, સ્વ. સોજપાર ગોવા ન. હરિપરના ભાણેજ. સાદડી તા. ૭-૧૧-૦૯ના રોજ અંજુલ ટાવર, ઓશવાળ વાડીની પાછળ ભિવંડી રાખેલ છે. સમય સવારે ૧૦થી ૧૧.૩૦ કલાકે (ઢીંચડા ગામનું સ્વામીવાત્સલ્ય રાખેલ છે.)

No comments:

Post a Comment