રાજકોટ : 415 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ધીમી શરૂઆત
વિરૂ, સચિન અને ધોનીની તોફાની બેટિંગ સામે શ્રીલંકન બોલરો વામણાં
સેહવાગ –102 બોલ 146 રન, સચિન–63 બોલ 69 રન, ધોની–53 બોલ 72 રન
ભારતે આપેલા 415 રનના જંગી લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત ઘણી જ ધીમી રહી છે. રાજકોટ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ એક દિવસીય મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકન ટીમના નિર્ણયને ખોટો ઠેરવ્યો હતો.સચિન,સેહવાગ,ધોનીની તોફાની બેટિંગને કારણે ભારતે શ્રીલંકા સામે 7 વિકેટે 414 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. પહેલા બેટિંગમાં ઉતરેલા ઓપનર વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરે શરૂઆતમાં ધીમી પરંતુ મક્કમ રમત દાખવી હતી. પરંતુ બાદમાં વિરૂ અને સચિને પોતાની આગવી શૈલીમાં બેટિંગ કરવાનું શરૂ કરી શ્રીલંકન બોલરોની ચોમેર ધોલાઈ કરી હતી.
વિરેન્દ્ર સેહવાગે પોતાની આક્રમકતાનો પરચો આપતા 102 બોલમાં 17 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી તોફાની 146 રન બનાવ્યા હતા. જ્યારે સચિન તેંડુલકરે પણ આક્રમક અંદાજમાં બેટિંગ કરતા 63 બોલમાં 69 રન બનાવ્યા હતા. જેમાં તેણે 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. સચિનના આઉટ થયા બાદ મેદાનમાં ઉતરેલા સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સ્ફોટક બેટિંગ કરી હતી. ધોનીએ 53 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 72 રન ફટકાર્યા હતા.
બાદમાં સેહવાગ અને ધોનીની ઉપરા ઉપરી વિકેટ પડી જતા ભારતીય ટીમની રન બનાવવાની ગતિ થોડી ધીમી પડી ગઈ હતી અને વિકેટનું પતન શરૂ થઈ ગયું હતું. ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને સુરેશ રૈના ઝડપથી આઉટ થઈ ગયા હતા. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ તોફાની બેટિંગ કરીને ભારતને 400ના આંકડાની પાર પહોંચાડ્યું હતું. કોહલી 19 બોલમાં 27 રન ફટકારીને આઉટ થયો હતો. જ્યારે જાડેજા 17 બોલમાં 30 રન બનાવીને અણનમ રહ્યો હતો.
સ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ ઈજાને કારણે પ્રથમ વન ડેમાંથી બહાર થઈ ગયો હતો. જ્યારે શ્રીલંકા પણ તેના સ્ટાર સ્પીનર મુથૈયા મુરલીધરન અને લસિથ મલિંગા વગર જ મેદાનમાં ઉતરી હતી.ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાને હરાવ્યા બાદ આઈસીસી ટેસ્ટ રેન્કિંગની યાદીમાં ભારત પ્રથમ નંબરે પહોંચી ગયું છે. વન ડે શ્રેણી પણ ભારત જીતી જશે તો વન ડે રેન્કિંગમાં પણ ટોચના સ્થાને પહોંચવાની તક છે.
ભારતીય બેટિંગ : ઓવર-રન / વિકેટ
5-19/0, 10-71/0, 15-107/0, 20-161/1, 25-209/1, 30-260/1, 35-308/1, 40-335/4, 45- 366/6, 50-414/ 7
ભારત: મહેન્દ્રસિંહ ધોની,વિરેન્દ્ર સેહવાગ,સચિન તેંડુલકર,ગૌતમ ગંભીર,વિરાટ કોહલી,સુરેશ રૈના,રવિન્દ્ર જાડેજા, હરભજનસિંહ,પ્રવિણકુમાર,ઝહિર ખાન,આશિષ નેહરા
શ્રીલંકા: ઉપુલ તરંગા, તિલકરત્ને, દિલશાન, કુમાર સંગાકારા, મહેલા જયાવર્દને, તિલહાન સમરવીરા, કાદમ્બી, સનત જયસૂર્યા, એન્જેલો મેથ્યુસ, નુવાન કુલશેખરા, દિલહારા ફર્નાન્ડો, ચનાકા વેલેગેદેરા
15 December 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment