શાકભાજી વેચતી એમ.એલ.એ.ની પત્ની
અહીં શાકભાજી વેંચતી મુલિયા દેવી કોઇ સાધારણ શાકભાજી વેંચનારી નથી. ઝારખંડના ત્રણવાર એમ.એલ.એ. રહી ચુકેલા રાજકારણીની પત્ની મુલિયા દેવી આ જ રાજ્યમાં કરોડોનું કૌભાંડ કરનારા કોડા જેવા લોકો માટે જીવતી મિસાલ સમાન છે.
મુલિયા દેવીને ત્યાં શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો પણ તેને પુછે છે કે આ વખતે આપના એમ.એલ.એ. પતિની શું યોજના છે ? મુલિયા દેવીના પતિએ ઝારખંડની બરકાગાવ બેઠક પરથી 12 ડીસેમ્બરે ચૂંટણી લડી હતી.
"તેમની જીતવાની તકો ઘણી ઉજળી છે", જણાવતા મુલિયા દેવી પોતાના ગ્રાહક માટે ટામેટા તોલતી વખતે બે ટામેટા વધારે નાખીને હઝારીબાગ જિલ્લાના બરકાગાવ શાક માર્કેટમાં પોતાનો વેપલો કરે છે. મુલિયા દેવી ઝારખંડમાંથી ત્રણવાર ભાજપના ચૂંટાયેલા એમ.એલ.એ. લોકનાથ મહાતોની પત્ની છે તેના પતિનું ભાવી 12 ડીસેમ્બરના રોજ અહીં યોજાયેલી ચૂંટણીના બીજા તબક્કામાં ઇ.વી.એમ.માં કેદ થઇ ગયું છે. તે આ શાકમાર્કેટમાં અન્ય શાકભાજીના ફેરિયાની જેમ પોતાની જગ્યા લે છે અને પોતાના આંગણામાં પુત્રની મદદથી ઉગાડેલા શાકભાજીને તે અહીં વેંચે છે.
પોતાની આ પ્રવૃતિથી ખુશ એવી સ્વાભિમાની મુલિયા દેવીનું કહેવું છે કે તે પોતાના પતિની આવક પર નિર્ભર નથી. તે પોતાના આંગણામાં રીંગણા, ટામેટા અને અન્ય શાકભાજી ઉગાડે છે અને વધારાના શાકભાજીને બજારમાં વેંચી દે છે.
1995થી સતત ચૂંટાતા ભાજપના મહાતોનું કહેવું છે કે તેની પત્નીએ જો તેને નાંણાકીય મદદ ન કરી હોતતો તે રાજકારણ અથવા સમાજ સેવામાં આવી શક્યો ન હોત. ઉપરાંત મહાતો કહે છે કે એમ.એલ.એ. તરીકે હું જે કાંઇ કમાઉ છું તે મારા મત ક્ષેત્રના લોકોમાં લગ્ન પ્રસંગ અથવા દાક્તરી સારવાર મેળવવા વહેંચી દઉં છું.
15 December 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment