05 July 2010

બોલિવૂડના સ્ટાર આમિર ખાનના પિતા તાહિર હુસેનનું નિધન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



બોલિવૂડના સ્ટાર આમિર ખાનના પિતા તાહિર હુસેનનું નિધન

‘કારવાં’ અને ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ અને ‘અનામિકા’ જેવી ફિલ્મોના નિર્માતાની હૃદયરોગના તીવ્ર હુમલાથી વિદાય


બોલિવૂડના સ્ટાર આમિર ખાનના પિતા અને હિન્દી ફિલ્મ ઉધોગના પ્રખ્યાત નિર્માતા- દિગ્દર્શક-લેખક તાહિર હુસેનનું મંગળવારની સવારે હૃદયરોગનો તીવ્ર આંચકો આવવાને કારણે નિધન થયું હતું. તેમણે આમિર ખાનના બાંદરાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.


બોલિવૂડમાં નિર્માતા- દિગ્દર્શક અને લેખક તરીકે તાહિર હુસેનની નામના હતી. તેમણે ‘મદહોશ’ (૧૯૯૦), ‘હમ હૈ રાહી પ્યાર કે’ (૧૯૯૩), ‘તુમ મેરે હો’, (૧૯૯૦), ‘લોકેટ’ (૧૯૮૬), ‘દુલ્હા બિકતા હૈ’ (૧૯૮૨), ‘ખૂન કી પુકાર’ (૧૯૭૮), ‘જનમ જનમ કા સાથ’ (૧૯૭૭), ‘જખ્મી’ (૧૯૭૫). ‘મદહોશ’ (૧૯૭૪), ‘અનામિકા’ (૧૯૭૩) અને કારવાં (૧૯૭૧) જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.


તેમણે ‘જનમ જનમ કા સાથ’, ‘પ્યાર કા મૌસમ’, અને ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’ જેવી ફિલ્મોમાં ભૂમિકા પણ ભજવી હતી. શમ્મી કપૂર- આશા પારેખના અભિનય અને રાહુલ દેવ બર્મનના સંગીતમાં હિટ થયેલી ફિલ્મ ‘તિસરી મંઝિલ’માં તાહિર હુસેને પ્રોડકશન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી હતી. તેમણે ‘તુમ મેરે હો’ ફિલ્મનું લેખન અને નિર્માણ પણ કર્યું હતું. જોકે આમિર ખાન અને જુહી ચાવલાને ચમકાવતી આ એકમાત્ર ફિલ્મનું દિગ્દર્શન તેમણે કર્યું હતું.


તાહિર હુસેને તેમની ફિલ્મની કારકિર્દી ૧૯૫૭માં તેમના ભાઈ નાસીર હુસેનની હિટ ફિલ્મો ‘તુમસા નહિ દેખા’ અને ‘દિલ દેકે દેખો’માં આસસ્ટિન્ટ ડાયરેકટર તરીકે શરૂ કરી હતી. તાહિર હુસેનના કુટુંબમાં હવે તેમનાં પત્ની ઝીનત, બે પુત્રો આમિર અને ફૈઝલ તથા બે પુત્રીઓ ફરહત અને નિખત છે. આમિર ખાન લોસ એન્જલસથી અને તેનો ભત્રીજો ન્યુઝીલેન્ડથી ખબર મળતાંની સાથે વહેલી તકે મુંબઈ આવી પહોંચ્યા હતા.

No comments:

Post a Comment