visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
બાઇક સાથે ફરજિયાત હેલમેટ ખરીદવું પડશે
હવે દેશમાં ફરજિયાત પણે તમામ ટુ વ્હિલર ચલાવનાર વ્યક્તિએ હેલમેટ ખરીદવું જ પડશે તેવો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. વાસ્તવમાં આજે સુપ્રીમ કોર્ટે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સ (SIAM)ની વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે તમામ ટુવ્હિલર બનાવતી કંપનીઓએ બાઇક અને સ્કૂટરના વેચાણની સાથે હેલમેટનું વેચાણ કરવું પડશે. SIAMનું કહેવું હતું કે ટુ વ્હિલર ખરીદનાર ગ્રાહકને હેલમેટ ખરીદવું હોય તો ખરીદે, તેમના પર પસંદગી છોડવામાં આવે. પરંતુ એપેક્સ કોર્ટે તેની અપીલમાં કહ્યું કે રૂ.40,000ના સ્કૂટર કે બાઇકની ખરીદી સામે ફકત રૂ.300નું હેલમેટ તો ખરીદી જ શકે છે. એપેક્સ કોર્ટે કહ્યું કે તમામ મેન્યુફેકચર્સે BSI સર્ટિફાઇડ થયેલ હેલમેટનું વેચાણ કરવું પડશે. આ ચુકાદો જસ્ટિસ જી.એસ.સંઘવી અને જસ્ટિસ એ.કે.ગાંગુલસીની બેન્ચે આપ્યો હતો.
અલગ ફ્લેટના ધોરણે પાકિઁગનું વેચાણ ખતરનાક
સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું છે કે પાર્કિંગ માટે મુકરર થયેલા પાર્કિંગપણ અલગ ફ્લેટના ધોરણે વેચાતા હોવાના દાવાનો સ્વીકાર થવા માંડે તો તે એક ખતરનાક વળાંક છે. ન્યાયમૂર્તિ આર.એમ.લોધા અને એ.કે.પટનાયકની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, ‘આ દલીલનો સ્વીકાર થવા માંડે તો તે એક ખતરનાક ઘટના છે. આમ થવા લાગે તો એક વ્યક્તિ ફ્લેટ ખરીદશે, બીજી વ્યક્તિ પાર્કિંગમાટે ગેરેજ ખરીદશે અને ત્રીજી જ વ્યક્તિ દુકાનો ખરીદશે. જોકે અદાલતે જણાવ્યું હતું કે અદાલતની આ હંગામી ટિપ્પણી છે.બેન્ચે જણાવ્યું હતું કે પ્રમોટર્સ કે બિલ્ડર્સ ઇમારતના ભોંયતિળયે ઊભા થયેલા ગેરેજને એક અલગ ફ્લેટના રૂપમાં વેચી શકે કે ‘કોમન’ મુકત જગ્યા તરીકે જ પૂરા પાડી શકે? તે મુદ્દાને ચકાસશે. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે દિલ્હી જેવા શહેરમાં પણ પાકિ•ગના પ્રશ્નો છે. લોકો આજે પણ પોતાનાં વાહનોને ખુલ્લા માર્ગો પર પાર્ક કરવા મજબૂર બને છે.સુપ્રીમ કોર્ટ મુંબઇના રિયલ એસ્ટેટ બિલ્ડર નહલચંદ લાલુચંદ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મુંબઇ વડી અદાલતે આપેલા ચુકાદાને પડકારતાં થયેલી એસપીએલની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમે ઉપર મુજબ ટિપ્પણી આપી હતી. મુંબઇ વડી અદાલતે ચુકાદો આપ્યો છે કે ગેરેજ તે બાંધવામાં આવેલા ફ્લેટના માલિકોની કોમન જગ્યા છે અને તેને એક સ્વતંત્ર ફ્લેટની જેમ વેચી ના શકાય.
મધ્યપ્રદેશ: વાન સાથે બાંધી લાશને ઢસડવામાં આવી
આપણા દેશની સંસ્કૃતિમાં જીવનની સાથે મોતનું પણ મહત્વ છે. એટલે સુધીકે, કોઇ અંતિમયાત્રા જતી હોય તો વાહનચાલકો બાજુએ ઊભા રહીને મૃતાત્માને નમન કરે છે. પરંતુ, માનવતાને લજવી નાખે એવી ઘટના મધ્યપ્રદેશના સિહોરમાં બની છે. મળતી માહિતી પ્રમાણે, આ શખ્સનું નામ આશારામ છે. જે 35 વર્ષનો હતો. આ શખ્સને રાત્રે 11 વાગ્યે મારૂતિવેન સાથે બાંધીને ઢસડવામાં આવી રહ્યો હતો. ત્યારે એક પોલીસ કર્મચારીએ મારૂતિવેન જોઇ હતી. પોલીસ કોનસ્ટેબલે આ અંગે કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. માહિતીના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ, તેમને રસ્તામાં લોહીના ધાબા જ જોવા મળ્યા હતા. રાત્રે લગભગ દોઢ વાગ્યે પોલીસને લાશ મળી હતી. મૃતકનું શબ એક પાઇપ પાસે બ્રેકના વાયરમાં ફસાયેલો મળ્યું હતું. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હરિયાણા: જેઠે બળાત્કાર ગુજારી મહિલાને વેચી નાખી
હરિયાણાના લલિતખેડા ગામના રાકેશ સાથે ઓકટોબર ૨૦૦૯માં પરણેલી ઓરિસ્સાની યુવતીએ તેના જેઠ રાજબીર સામે બળાત્કાર ગુજારવાનો અને રાજબીર તેમ જ તેની પત્ની રાજવંતી સામે તેનું અપહરણ કરીને રૂપિયા ૪૦,૦૦૦માં પાનીપતના એક નિવાસીને વેચી નાખવાનો આરોપ મૂક્યો છે. ભોગ બનેલી યુવતી અને તેના પતિ રાકેશે કરેલી ફરિયાદને આધારે પોલીસે જિન્દમાં બુધવારે મોડી સાંજે કેસ નોંધ્યો છે પરંતુ હજીસુધી કોઇની પણ ધરપકડ કરી નથી. બળાત્કારનો ભોગ બનેલી યુવતીની ગુરુવારે તબીબી તપાસ પણ કરવામાં આવી હતી. રાકેશની પત્ની તેને ખરીદનાર પાનીપતના નિવાસીના સકંજામાંથી છટકીને બુધવારે તેના પતિના ઘરે પહોંચી હતી. તેણીએ રાજબીર અને રાજવંતી સામે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ૧૫મી માચેઁ તે પોતાના ઘરે એકલી હતી ત્યારે તેના જેઠ અને જેઠાણીએ તેને કેફી પદાર્થ ખવડાવીને બેભાન અવસ્થામાં તેનું અપહરણ કરીને તેને પાનીપત લઇ ગયા હતા. પાનીપતમાં એક ઘરમાં રાજબીરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. રાકેશની પત્નીએ ભાગી છુટવાનો પ્રયાસ કર્યો ત્યારે રૂપિયા ૪૦,૦૦૦માં ખરીદનારે તેને પકડી લીધી હતી. ખરીદનારે તેને કહ્યું હતું કે, તેણે રૂપિયા ૪૦,૦૦૦ ચૂકવ્યા છે.
કોંગ્રેસના ૬૦ કર્મચારી વી. આર. એસ. સ્વીકારશે
પેટ્રોલ-ડીઝલ સહિતની પેટ્રોલિયમ પ્રોડકટ્સના ભાવમાં જંગી વધારો કરનારી સરકારના મુખ્ય શાસક પક્ષ કોંગ્રેસને મોંઘવારી નડી રહી છે. તાજેતરમાં તેણે દિલ્હીમાં એઆઈસીસીના હેડક્વાર્ટર ખાતે કામ કરી રહેલા કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે જાહેર કરેલી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના(વીઆરએસ) ૬૦ જેટલા કર્મચારીઓ સ્વીકારશે તેવી શક્યતા છે.એઆઈસીસી હેડક્વાર્ટરમાં કામ કરતા કર્મચારીઓને આ વીઆરએસ અંતર્ગત જેટલા વર્ષની નોકરી બાકી હોય તેટલા પ્રત્યેક વર્ષ માટે બે કે ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં આવશે. કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, લીવ એન્કેશમેન્ટ વગેરે રાબેતા મુજબના લાભ મળશે. કોંગ્રેસ પક્ષના ખજાનચી મોતીલાલ વોરાએ કહ્યું હતું કે ‘ઘણાં બધા કર્મચારીઓ થઈ ગયા હતા. જેને કારણે વીઆરએસ ઓફર કરવામાં આવી હતી. તે કર્મચારીઓના હિતમાં જ છે.’ સૂત્રોએ જણાવ્યું હતું કે એઆઈસીસી ખાતે કુલ ૧૪૫નો સ્ટાફ છે, જે પૈકી ૬૦ કર્મચારી વીઆરએસ ઓફર સ્વીકારશે તેવી શક્યતા છે. કારણ કે આ યોજના ખાસ કરીને જેમણે ૨૦ વર્ષ કે તેથી વધુ સર્વિસ કરી છે તેમના માટે આકર્ષક છે. જોકે તે સાથે જ ૧૦-૧૫ વર્ષની નોકરી છે તેવા લોકોની ચિંતા વધી ગઈ છે. વીઆરએસ સ્વીકારે તેવી શક્યતા ધરાવતા કર્મચારીઓમાં મુખ્યત્વે ટાઈપિસ્ટ, પર્સનલ સેક્રેટરી, કલાર્ક અને પટાવાળાનો સમાવેશ છે.વીઆરએસ ન સ્વીકારનારા કર્મચારીઓની હકાલપટ્ટી કરી દેવાશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં વોરાએ કહ્યું કે ‘આ સ્વૈચ્છિક યોજના છે. અમે આ ઓફરને કેવો પ્રતિસાદ મળે છે તે જોઈશું.’
ક્યારેય ખાધું છે 12 કરોડનું ભાણું ?
એક ભાણાની કિંમત તમે કેટલી લગાવસો? 500 રૂપીયા, 5 હજાર રૂપીયા કે વધારેમાં વધારે 15 હજાર રૂપીયા. પણ આપણે વાત કરી રહ્યા છીએ એક એવા ભાણાની જેનો ભાવ 12 કરોડ રૂપીયાથી પણ વધારે છે. કિંમતની બાબતમાં તો આ ભાણું ખાસ છે જ, પણ જેની સાથે આ ભોજન કરવા મળશે તે વ્યક્તિ પણ ખાસ છે. વાસ્તવમાં આટલી ભારે કિંમત ચુકવ્યા પછી દુનિયાનાં ત્રીજા સૌથી ધનવાન માણસ વોરેન બફેન સાથે આ ભોજન જમવા મળશે. ખરેખર તો વોરેન બફેની સાથે ભોજન કરવા માટેતો દર વર્ષે દુનિયા ભરમાં બોલી લગાવામાં આવે છે. પાછલા 11 વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી આવે છે અને હવે આ ભાણાંની બોલી 12.22 કરોડ રૂપીયા લાગી છે. વારેનની સાથે ભોજન માટેની અત્યાર સુધીની આ સૌથી મોટી બોલી લાગી છે. આ બોલી પ્રખ્યાત વેબસાઇટ ઈબ ડૉટ કૉમ પર લગાવામાં આવી રહી હતી.વોરેનની સાથે ભોજન માટે આટલી મોટી બોલી લગાવનારની ઓળખ ગુરૂવારે સૈન ફ્રાન્સિકોમાં જાહેર કરવામાં આવશે. પોતાના આ ખાસ પ્રકારના ભોજનથી મળનારી રકમ, બાળકો માટે કામ કરનાર એનજીઓને આપશે.
દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ખેલાડીઓને ગૌમાંસ પીરસાશે
ભારતમાં ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને ગાયને માતા ગણી તેની પૂજા કરવામાં આવે છે. વેદોમાં પણ ગાયનો મહિમા ગાવામાં આવ્યો છે. તથા પ્રાચીન સમયમાં તો વધારે ગાયો હોવી તેને એક મોભો ગણવામાં આવતો હતો.જો કે હાલના સમયમાં ભારતમાં ગૌહત્યાનો ખરડો એ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. પરંતુ ભારતની રાજધાન નવી દિલ્હીમાં યોજાના કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ખેલાડીઓને ગૌમાંસ આપવામાં આવશે કે નહીં તે ચર્ચાએ જોર પકડ્યુ છે.નવી દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન રમતવીરોને ગાયનું માંસ પીરસશે કે નહીં તે અંગે ગોળ-ગોળ વાતો કરી રહી છે.કોમનવેલ્થ ગેમ્સના આયોજકો અત્યારે તો આ પ્રશ્નોનો જવાબ આપવાની ઈચ્છા ધરાવતા નથી અથવા તો જવાબ આપવા ઈચ્છતા નથી.માહિતી અધિકારી કાયદા હેઠળ એક અરજી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આયોજન સમિતિ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ભાગ લેનારા રમતવીરો (એથ્લેટ્સ)ને ગાયનું માંસ (બીફ) પીરસશે કે નહીં, તો તેના જવાબમાં આયોજન સમિતિએ તેનો સ્પષ્ટ ઉત્તર આપ્યો નહોતો.જો કે આ પહેલા જ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમડીસી)માં સત્તામાં રહેલા ભાજપ અને દિલ્હીમાં રહેલા અન્ય હિન્દુવાદી સંગઠનોએ જો કોમનવેલ્થ ગેમ્સમાં ગૌમાંસનો ઉપયોગ કરવામાં આવશે તો રમતના આ મોટા કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ધમકી ઉચ્ચારી છે.સમિતિએ માહિતી અધિકારના સેક્સન 7(9) હેઠળ પૂછવામાં આવેલી માહિતીનો હા કે નામાં સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. પરંતુ તેમાં કહ્યું હતું કે રમતોત્સવ દરમિયાન ભાગ લેનારા ખેલાડીઓને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવશે. માહિતી અધિકારના કાયદા મુજબ સેક્શન 7(9) હેઠળ પૂછવામાં આવેલી માહિતીનો સ્પષ્ટ જવાબ આપવાનો રહે છે.સમિતિએ આપેલા ચાર પાનાના ઉત્તરમાં જણાવ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિએ નક્કી કર્યું છે કે રમતમાં ભાગ લેનારા ખેલાડીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને (સીજીએફ) આયોજન સમિતિ પાસેથી ખેલાડીઓ અને તેઓની ટીમના અધિકારીઓને 2010માં દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન 24 કલાક પૌષ્ટિક ભોજન અને નાસ્તો આપવાનું જણાવ્યું છે. જેમાં પંરપરાગત ખોરાક (કલ્ચરલ ડાયેટરી રીક્વાયરમેન્ટ) તથા વાનગીઓમાં વિવિધતા હોવી જરૂરી છે.જો ખેલાડીઓને કલ્ચરલ ડાયેટરી રીક્વાયરમેન્ટ પૂરો પાડવાની વાતને અમલી બનાવવામાં આવે તો ગૌમાંસ યુરોપિયન અને આફ્રિકન ખેલાડીઓના કલ્ચરનો એક ભાગ છે. હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક નિષ્ણાંતે કહ્યું હતું કે આવા દેશોમાં ગૌમાંસ ખૂબ જ મહત્વનો ખોરાક છે અને ખાસ કરીને એથલેટ્સ માટે.અગ્રવાલે આક્ષેપ કર્યો હતો કે સમિતિ ફક્ત સમય પસાર કરી રહી છે. જો હું અત્યારે ને અત્યારે અપીલ કરૂ તો તેઓ મારી અરજી એક કે બે દિવસમાં આયોજકો પાસે પહોંચી જશે પરંતુ તેઓ મને આટલી જલદી જવાબ નહીં આપે. તેથી તેઓ મારી અરજીનો જવાબ આપવા માટે વધારે 45 દિવસ સમય લેશે.
અંબાણી પરીવારના પુત્રવધુ ટીના અંબાણીની ભાણેજ પર દહેજ માટે ત્રાસ
અંબાણી પરીવારના પુત્રવધુ ટીના અંબાણીની ભાણેજ પર દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. જેના કારણે, તેના પતિની ધરપકડ કરવામાં આવી છે. કેસની વિગતો પ્રમાણે જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીની ભાણેજ પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. અરૂણ ચેટરજી નામનો આ શખ્સ 44 વર્ષનો છે. તે હોંગકોંગથી પરત ફર્યો ત્યારે એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. આરૂપની પત્ની માનાએ તેની વિરૂદ્ધ દહેજ માટે પ્રત્યાડિત કરવાની ફરિયાદ નોંધાવી હતી.
ટીના અંબાણીને છ મોટા બહેનો છે. તેમાંથી એક બહેના પુત્રી માના છે. માનાનો આરોપ છેકે, તેના એકાઉન્ટમાંથી રૂપિયા 28 લાખ આરૂપના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવી હતી. દહેજ તથા પૈસા પડાવવાના મતલબની એક ફરિયાદ 39 વર્ષીય માનાએ ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આરૂપની ઉપર ભારતીય દંડ સંહિતાની ધારા 386 અને 498-એ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.કોર્ટે આરૂપને 12 જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છેકે, આરૂપ ઓટો પાર્ટ્સનો વ્યાપાર કરે છે. આરૂપ અને માનાના લગ્ન વર્ષ 1996માં થયા હતા. બંનેને દામ્પત્ય જીવનના ફળ સ્વરૂપે બે બાળકો છે. જે શાળાઓમાં અભ્યાસ કરે છે.
ભારતમાં ક્લિન્ટન ફાઉન્ડેશનની અધિકારી પર રેપ
આજે વહેલી સવારે શહેરના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં એક મહિલા પર બળાત્કારની ઘટના ઘટી હતી. જેના કારણે, શહેરમાં ચકચાર ફેલાઇ ગઇ છે. કારણકે, આ મહિલા રી ક્લિન્ટન ફાઉન્ડેશનમાં કામ કરતી હતી.મળતી માહિતી પ્રમાણે, આ મહિલા બંજાર હિલ્સના રોડ નંબર 11 પર રહેતી હતી. આજે વહેલી સવારે કેટલાક શખ્સો આ મહિલાના ઘર પર ત્રાટક્યા હતા. પહેલા તો તેની ઉપર ચાકૂની અણી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી લગભગ પાંચ લાખની રકમ લૂંટીને ફરાર થઇ ગયા છે.આ મહિલા ક્લિન્ટન ફાઉન્ડેશનમાં ન્યૂટ્રિશિયન્સિસ્ટ તરીકે કામ કરે છે. જેના કારણે પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે અને આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. 25 વર્ષની આ મહિલાની ફરિયાદ પર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. દરમિયાન તેને હોસ્પિટલમાં મેડિકલ તપાસ તથા વધુ નિરીક્ષણ અર્થે ખસેડવામાં આવી છે.
સિંગાપુર : કારના સ્પીકરમાં છૂપાઈ ભાગતા ભારતીયની ધરપકડ
સિંગાપુરની વૂડલેન્ડ ચેકપોસ્ટ ખાતે મોટરકારની સ્પીકરની જગ્યાએ છૂપાઈને ભાગી રહેલા ભારતીય નાગરિક સહિત બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે.બંને વ્યક્તિ ગેરકાયદેસર રીતે કારના સ્પીકરમાં છૂપાઈને દેશની બહાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.સિંગાપુરના વર્તમાનપત્ર 'માય પેપર'ના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ધરપકડ કરવામાં આવેલા ભારતીય નાગરિકે એજન્ટને દેશ બહાર લઈ જવા માટે 1500 સિંગાપુર ડોલર આપ્યા હતાં. આ માટે તે કારમાં સ્પીકર રાખવાની જગ્યાએ છૂપાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આ કામ માટે ડ્રાઈવરને 300 ડોલર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ધરપકડ કરવામાં આવેલા નાગરિકની ઉંમર 25 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. ધરપકડ કરવામાં આવેલો અન્ય વ્યક્તિ બાંગ્લાદેશનો નાગરિક છે.
બોલિવૂડ બેબ્સ માટે શાહિદ યુવતી બન્યો!
શાહિદ કપૂરે બોની કપૂરની ફિલ્મ મિલેંગે મિલેંગેમાં શોર્ટ સ્કર્ટ પહેર્યુ છે. મિલેંગે મિલેંગે આ શુક્રવારના રોજ રીલિઝ થાય છે.
દિગ્દર્શક સતીષ કૌશિકે જ્યારે શાહિદને સ્કર્ટમાં જોયો ત્યારે તે હસી હસીને બેવડ વળી ગયો હતો. શાહિદ છોકરી બનવા માટે તૈયાર થઈ ગયો હતો. ઘણાં અભિનેતાએ ફિલ્મમાં યુવતીની ભૂમિકા ભજવી છે.શાહિદ શોર્ટ સ્કર્ટમાં ઘણો જ ક્યુટ લાગતો હતો. શાહિદ પહેલા આમિર ખાન, શાહરૂખ, સલમાન અને અમિતાભ બચ્ચને પોતાની કરિયરમાં મહિલા પાત્ર ભજવ્યુ છે.શાહિદ આ ફિલ્મમાં જ્યારે કરિનાને પહેલીવાર મળે છે ત્યારે યુવતી તરીકે મળે છે, તેમ સતીષે કહ્યું હતું.દરેક ફિલ્મમાં અભિનેતા-અભિનેત્રીની પહેલી મુલાકાત ઘણી જ મહત્વની હોય છે. પહેલી મુલાકાતને ફિલ્મ મિલેંગે મિલેંગેમાં અલગ રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શાહિદ અને તેના મિત્રો ગર્લ્સ હોસ્ટેલમાં જાય છે. શાહિદના એક મિત્રની પ્રેમિકાનો જન્મદિવસ હોવાથી તેઓ ગર્લ્સ હોસ્ટેલમાં જાય છે. જો કે તેઓ યુવતીઓ બનીને જાય છે. જ્યારે કરિના અને શાહિદ મળે છે ત્યારે તેઓ બે યુવતીની જેમ મળે છે, તેમ સતીષે હસતા હસતા જણાવ્યું હતું.આ ફિલ્મ રોમાન્સ પર આધારિત છે. કરિના અને શાહિદનું બ્રેક અપ થયા પછીની આ ફિલ્મ પહેલી છે. તો જોવાનું એ છે કે, કરિના અને શાહિદની જોડી લોકોને પસંદ આવે છે કે નહિ...
‘કોઈને પણ એસ. આર. કે. સાથે કામ કરવું છે’
ઓસ્ટ્રેલિયન અભિનેત્રી એમ્મા બ્રાઉન ગેરેટ બોલિવૂડમાં એક સ્વપ્ન સાથે આવી છે. તેણે પહેલા બેંગાલી ફિલ્મમાં મિથુનદા સાથે કામ કર્યું, હવે તે બોલિવૂડ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. તેણે ઈન્ટરવ્યૂમાં પોતાની કરિયર અંગેની કેટલીક વાતો કરી હતી.બોલિવૂડમાં કામ કરવાની પહેલેથી જ ઈચ્છા હતી. જ્યારે હું ભારત આવી ત્યારે જ નક્કી કર્યુ હતું કે, બોલિવૂડમાં કામ કરીશ. મેં મારી કરિયરની શરૂઆત બેંગાલી ફિલ્મથી કરી હતી અને હવે બોલિવૂડની બે ફિલ્મોમાં કામ કરી રહી છું. રોહન સિપ્પીની દમ મારો દર અને યમલા પગલા દિવાના કરી રહી છું.મને લાગે છે કે, હું ખરેખર નસીબદાર છું. ફિલ્મના સેટ પર મિથુનદા ઘણો જ સારો વ્યવહાર કરતા હતા. જ્યારે ધર્મેન્દ્રજી સાથે હોવ ત્યારે ઘરની યાદ પણ આવતી નહોતી. આ લોકોની સાથે કામ કરીને સારો અનુભવ થયો.બોલિવૂડની તમામ વાતોથી હું મંત્રમુગ્ધ થઈ જાવ છું. જ્યારે તમે બોલિવૂડ તમે બોલિવૂડની ફિલ્મો જોવો ત્યારે તમને કંઈક અલગ જ દુનિયા લાગે છે. મને કાલ્પનિક દુનિયા, વાર્તા ગમે છે. મને બોલિવૂડના તમામ કલાકારો પ્રત્યે માન છે. તેમ છતાં એસઆરકે સાથે કામ કરવું છે. આ સિવાય બિપાશા સાથે પણ કામ કરવું છે.બોલિવૂડ ડાન્સ શીખવાનું શરૂ કર્યુ છે. હું મોડલ અને અભિનેત્રી કે ડાન્સર નથી. મારા માટે અભિનય જ મહત્વનો છે. મેં પંજાબી હિન્દી શિક્ષક રાખ્યા છે. મને નથી લાગતું કે હું ક્યારેય શુદ્ઘ હિન્દીમાં વાત કરી શકીશ.ઓસ્ટ્રેલિયામાં વંશીય હુમલાની ઘણી જ વાતો કરવામાં આવે છે, તું ક્યારેય ભારતમાં વંશીય હુમલાનો ભોગ બની છે? ના, ભારતમાં ક્યારેય આવું બન્યું નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંયા છું પરંતુ ક્યારેય વંશીય હુમલો થયો નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘણી જ બાબાતોમાં સમાનતા છે. જેમ કે, ક્રિકેટ. ભારતમાં રહેવું ઘણું જ ગમે છે.
બોલિવૂડ એટલે બોલિવૂડ. લોકોએ બોલિવૂડને સમજવાની જરૂર છે. અહીંયાના એકદમ અલગ જ છે. સ્ટોરીલાઈન પણ અલગ છે. દરેકના પોતાના મંતવ્યો છે.હું ક્યારેય તુલના કરતી નથી. મને બોલિવૂડમાં કામ કરવું ગમે છે. બોલિવૂડ અને હોલિવૂડ બંને અલગ છે અને તેઓની તુલના શક્ય નથી.તે બચ્ચન પરિવાર વિશે સાંભળ્યું છે? બચ્ચન પરિવારને મળ્યા પછી કેવું લાગ્યું? અભિષેક બચ્ચન મજાકિયો છે? ભારતમાં આવનાર તમામ લોકો બચ્ચન પરિવારને જાણે છે. અમિતાભના કામને હું ફોલો કરું છું. તેઓ ઘણાં જ સારા છે. અભિ રોહિત સિપ્પીનો મિત્ર છે. અભિએ ક્યારેય મારી મજાક કરી નથી.
સુરત : એરપોર્ટ પરથી નાઇજિરિયન રૂ. ૩.૧૪ લાખ સાથે પકડાયો
સુરતના એરપોર્ટ પરથી મંગળવારે મોડી સાંજે એક નાઇજિરિયન પકડાયો હતો. જેની પાસેથી રોકડા રૂ. ૩.૧૪ લાખ મળ્યા હતા. ઉમરા પોલીસે આ નાઇજિરિયનની ધરપકડ કરી તે સુરત શા માટે આવ્યો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે દિલ્હીથી પ્લાન મારફતે સુરત આવેલા નાઇજિરિયન નેવીલી જોશાહ પ્લાનમાંથી ઊતરેલા તમામ મુસાફરો પોતપોતાના ઘરે જતા રહ્યા તે પછી પણ એકલો એરપોર્ટ પર બેસી રહ્યો હતો. આ ઘટનાની જાણ એરપોર્ટ ઓથોરિટીને થતાં તેમણે પોલીસની મદદથી આ ઇસમને ચેક કર્યો હતો. તેની પાસેથી રોકડા રૂ. ૩,૧૪,૦૦૦ મળી આવ્યા હતા. આ નાઇજિરિયન શા માટે સુરત આવ્યો હતો? તે એરપોર્ટ પર જ કેમ બેસી રહ્યો હતો? વગેરે મુદ્દે પોલીસે તપાસ આગળ ધપાવી છે. ઉમરાના ઇન્સ્પેકટર એ.આર. ચૌધરીએ કહ્યું હતું કે નેવીલી જોશાહનો પાસપોર્ટ તા. ૬-૫-‘૧૦ના રોજ પૂરો થઈ ગયો હોવા છતાં તે તેણે રિનન્યૂ કરાવ્યો નથી. તેવા સંજોગોમાં તેની સુરતની મુલાકાતને ગંભીરતાથી ધ્યાને લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે
પંજાબ : વિઝા માટે મહિલાએ પિતા-પુત્ર સાથે લગ્ન કર્યા
બોલિવૂડ ફિલ્મ લેખકોના દિમાગમાં પણ ક્યારેય વિચાર ન આવ્યો હોય તેવો એક બનાવ પંજાબ રાજ્યમાં બન્યો છે. પંજાબની એક મહિલાએ કેનેડાના વિઝા મેળવવા માટે પિતા અને તેના પુત્ર સાથે લગ્ન કર્યાનો કેસ સામે આવ્યો છે. પરંતુ મહિલાનો આવો કિમિયો કામ ન આવતા આજકાલ ચંદીગઢ પોલીસ અને એનઆરઆઈ પિતા-પુત્ર મહિલાને શોધી રહ્યા છે.મહિલા સામે બે વ્યક્તિઓ સાથે લગ્ન કરી છેતરપિંડી કરવી, ખોટા પ્રમાણપત્રોને આધારે બોગસ પાસપોર્ટ મેળવવો, તેમજ ઉત્તર પ્રદેશમાં થયેલી એક હત્યામાં સંડોવણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને એવી શંકા છે કે મહિલા આતંકવાદી તત્વો સાથે કોઈ લિન્ક ધરાવે છે.પ્રિયા ઈન્દર કૌર નામની ‘રહસ્યમય’ મહિલાએ પિતા-પુત્ર અને ચંદીગઢ પોલીસને એવી તો ગૂંચવણમાં મૂકી દીધી છે કે કોઈને પણ આ મહિલા વિશે કંઈ ખબર નથી. પિતા-પુત્ર સાથે લગ્ન કર્યા બાદ આ મહિલા અન્ય એક વ્યક્તિ સાથે ગૂમ થઈ ગઈ છે.કૌરે 2001ના વર્ષમાં એનઆરઆઈ રાજીન્દર સિંઘ રાજીન્દર(60) સાથે લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ બંને ચંદીગઢમાં થોડો સમય માટે ભાડે રહ્યા હતાં. આ સમયે રાજીન્દરે પોતાની કેનેડિયન પત્નીને છૂટાછેડા આપ્યા હતાં. આથી તે થોડા દિવસ માટે રહેવા માટે ચંદીગઢ આવ્યા હતાં. રાજીન્દર જ્યારે ચંદીગઢ ખાતે પોતાના ઘરે રહેતા હતાં ત્યારે કૌર તેના ઘરે ભાડૂઆત તરીકે રહેવા આવી હતી. કૌર પોતાની સગાસબંધીઓ અંગે માહિતી આપવામાં નિષ્ફળ રહેતા રાજીન્દરે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.
જો કે થોડા સમય બાદ મહિલાએ રાજીન્દરનો ફરીથી સંપર્ક કર્યો હતો. તેમજ મદદની વિનંતી કરી હતી. કૌર પર દયા ખાઈને રાજીન્દરે તેને પોતાના ઘરે ઘરકામ માટે રાખી લીધી હતી. સમય જતાં બંને નજીક આવ્યા હતાં અને 2001માં લગ્ન કરી લીધા હતાં.રાજીન્દરે જણાવ્યું હતું કે, કૌર એવું વિચારી રહી હતી કે હું એનઆરઆઈ હોવાથી તેને કેનેડા સાથે લઈ જઈશ. પરંતુ જ્યારે મેં તેને કહ્યું કે હવે મારો કેનેડા પરત જવાનો કોઈ ઈરાદો નથી, ત્યારથી તેણે મારી સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. ઉપરાંત ફેબ્રુઆરી 2002માં તેણે મને છૂટાછેડા આપી દીધી હતાં. ઘટના બાદ બે વર્ષ સુધી કૌર ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ હતી. 2004 માં તે ફરીથી રાજીન્દરના ઘરે પરત ફરી હતી. જ્યાં તેની મુલાકાત રાજીન્દરના પુત્ર સાથે થઈ હતી. રાજીન્દર આ સમયે બહારગામ ગયો હતો. રાજીન્દરને પોતાની કેનેડિયન પત્ની દ્વારા એક પુત્ર થયો હતો. રાજીન્દરના પુત્રને ઘરે એકલો જોઈને મહિલાએ તેની સાથે મૈત્રીભર્યું વર્તન કરવાનું શરૂ કર્યું હતું.બંનેની મિત્રતા થોડા દિવસો બાદ પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. થોડા દિવસો બાદ બંને લેહ ખાતે ફરવા ગયા હતાં. જ્યાં બંનેએ લગ્ન કરી લીધા હતાં. રાજીન્દરે જણાવ્યું હતું કે કૌરે મારા પુત્રને મારા અને તેના લગ્ન વિશે જણાવ્યું ન હતું. કૌર એવું માનતી હતી કે મારો પુત્ર લગ્ન કરીને તેને કેનેડા લઈ જશે. આ સમયે હું હિમાચલ પ્રદેશ ખાતે આવેલા મારા ઘરે હતો. રાજીન્દરને જ્યારે તેના પુત્ર અને કૌરના લગ્ન વિશે ખબર પડી ત્યારે તેણે પોતાના લગ્નની વાત તેના પુત્રને કરી હતી. આ સમયે રાજનને આઘાત લાગ્યો હતો. જો કે આ સમય દરમિયાન કૌર અદ્રશ્ય થઈ ગઈ હતી. આથી રાજીન્દરે અને તેના પુત્રએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટના બાદ પિતા-પુત્રનેને ધ્યાનમાં આવ્યું હતું કે કૌરે રાજનની પત્ની હોવાનો દાવો કરી નવી દિલ્હી ખાતે આવેલી કેનેડિયન એમ્બેસીનો પણ સંપર્ક કર્યો હતો.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજોનું દિલ કોણે તોડ્યું?
દક્ષિણ આફ્રિકા ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર અને દિગ્ગજ ટીમો આર્જેન્ટિના અને બ્રાઝિલ ક્વાર્ટર ફાઈનલ મેચ હારીને મહાકુંભની બહાર થઈ ગઈ છે. હારથી ટીમોના ખેલાડીઓ અને કોરોડો ફૂટબોલ પ્રેમીઓ પણ દુખી થયા છે. આ દુખી પ્રશંસકોમાં ભારતીય ટીમના કેટલાક ક્રિકેટરો પણ સામેલ છે.ભારતીય ટીમની દિવાલ ગણાતો રાહુલ દ્રવિડ અને સ્ટાઈલિશ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ જાહેરમાં બ્રાઝિલ ટીમ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યારે ઝડપી બોલર ઝહિર ખાન અને સુરેશ રૈનાની પ્રથમ પસંદ આર્જેન્ટિનાની ટીમ હતી.એટલું જ નહીં તાજેતરમાં જ પોતાની બાળપણની મિત્ર સાક્ષી સાથે લગ્ન કરનારો સુકાની મહેન્દ્ર સિંહ ધોની પણ સ્કૂલના દિવસોમાં ફૂટબોલ રમતો હતો અને તે તેની ટીમો ગોલકિપર હતો. જો કે તે ગોલકિપર તો ના બન્યો પરંતુ ક્રિકેટ ટીમનો વિકેટકિપર બની ગયો. ધોનીએ ફૂટબોલ વર્લ્ડ કપ પહેલા કહ્યું હતું કે હજી પણ ફૂટબોલ તેના હ્રદયની નજીક છે અને તે વર્લ્ડ કપનો ભરપૂર આનંદ માણશે.રાહુલ દ્રવિડ વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી બ્રાઝિલનું સમર્થન કરતો આવ્યો છે. બ્રાઝિલ જ્યારે હોલેન્ડ સામે હારીને બહાર થઈ ગયું ત્યારે રૈનાએ તેના ટ્વિટર પર લખ્યું હતું કે મોટો ફટકો, પરંતુ કાકા હજી પણ મારો પસંદગીનો ખેલાડી છે. ઝડપી બોલર ઝહિર ખાને પણ આર્જેન્ટિનાનું સમર્થન કર્યુ હતું. ભારતીય ટીમમાં પુનરાગમન કરનારા યુવરાજ સિંહે પણ વર્લ્ડ કપની મેચોનો આનંદ માણ્યો હતો. પોર્ટુગલનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો તેનો પ્રિય ખેલાડી છે.
કચ્છની સરહદેથીપકડાયેલો પાગલ આઇ. એસ. આઇ. નો જાસૂસ નીકળ્યો!
કચ્છની વીઘાકોટ સરહદેથી શનિવારે સાંજે પકડાયેલો પાગલ પાકિસ્તાની ઘૂસણખોર સામે પારની કુખ્યાત એજન્સી આઇએસઆઇનો એક ભાગ એવી ફીલ્ડ ઇન્ટેલીજન્સ યુનિટ (એફઆઇયુ)નો એજન્ટ હોવાનું બહાર આવતાં કચ્છની સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. માત્ર એટલું જ નહી પરંતુ આ ‘પાગલ’ પાસેથી જે નોટબુક જેવી ડાયરી મળી આવી છે, તેમાં રેલવેના ટ્રેક જેવી નિશાનીઓ જોવા મળી છે. પાકિસ્તાનના સ્વાત નામના વિસ્તારનો રહેવાસી મહંમદ રહીમ મહમદ ઝહીર પઠાણ પૂછપરછમાં ત્રણ -ચાર કલાકે માંડ એકાદ શબ્દ બોલતો હોવાથી ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઇ છે. નોટબુકમાં જે ટ્રેકની નિશાની મળી આવી છે તેની સાથે કેટલુંક ઉદુg લખાણ પણ છે. આ ઘૂસણખોર પાગલની હરકત તેમજ તેની પાસે મળી આવેલા પુરાવાઓ અને સામે પારથી મળેલી કેટલીક ટીપ્સને આધારે પ્રાથમિક તબક્કામાં આ શખ્સ એફઆઇયુનો જાસૂસ હોવાનું મનાઇ રહ્યું છે. કચ્છ સરહદે વીઘાકોટ પાસેથી શનિવારે સાંજે પકડાયેલો જાસૂસ છે. પાક.ની ફીલ્ડ ઇન્ટેલીજન્સ યુનિટના આ એજન્ટ પાસેની ડાયરીમાંથી રેલવે ટ્રેક જેવી નિશાનીઓ મળતાં એજન્સીઓ ચોકન્ની બની. જે રીતે એક જ સપ્તાહની અંદર કચ્છની વીઘાકોટ સરહદ વિસ્તારમાંથી બીજો પાકિસ્તાની પાગલ પકડાઇ આવ્યો છે તેને જોતાં એફઆઇયુ દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરતાં કેટલો સમય લાગે છે તેની મોકડ્રીલ કરવામાં આવી હોઇ તેવું સૂત્રોએ જણાવ્યું હતું.સ્વાત ખીણ નહીં, પરંતુ તેના જેવા કોઇ ગામનો રહેવાસી નીકળ્યો. બોર્ડર પીલર નં. ૧૧૧૮થી પકડાયેલો મહંમદરહીમ પઠાણ નામનો આ શખ્સ માંડ બોલતો હોવાથી તેણે જ્યારે પોતે સ્વાતમાં રહે છે તેવું ભાંગીતૂટી ભાષામાં બોલ્યો ત્યારે એજન્સીઓ તે સ્વાત ખીણમાંથી આવેલો કોઇ ખૂંખાર આતંકવાદી હોવાનું માની લઇને ભાંગરો વાટ્યો હતો. હકીકતમાં રહીમ સ્વાત ખીણ નહીં, પરંતુ દક્ષિણી પાકિસ્તાનના કોઇક સ્વાત કે તેના જેવા કોઇ ભળતા વિસ્તારનો છે.એફઆઇયુ માત્ર જાસૂસી કરે છે. આઇએસઆઇ ઉપરાંત પાકિસ્તાનમાં ફેડરલ ઇન્ટેલીજન્સ એજન્સી (એફઆઇએ), આઇબી અને અબ્બાભીલ તેમજ એમઆઇ જેવી એજન્સીઓ જાસૂસી ઉપરાંત ભારત સહિતના આસપાસના દેશોમાં ભાંગફોડની પ્રવૃત્તિઓમાં પણ ખરડાયેલી હોય છે, જ્યારે એફઆઇયુ જાસૂસી પૂરતી સીમિત છે. અગાઉ કચ્છના એસપી પી. કે. ઝાના સમયમાં આ એજન્સીનો એક જાસૂસ પકડાયો હતો, જ્યારે ઓકટો’૯૭માં કાશ્મીરના રાજૌરી વિસ્તારમાંથી મુંબઇ અને દિલ્હીના નકશા સાથે અબ્દુલગની નામનો એજન્ટ પકડાયો હતો. આમ જવલ્લે જ ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાં એફઆઇયુના એજન્ટો પકડાતા હોય છે ત્યારે કચ્છમાંથી પકડાયેલા આ પાગલ શખ્સનું કનેકશન એફઆઇયુ સાથે નીકળતાં એજન્સીઓના માથાના વાળ ઉંચા થઇ ગયા છે.
શિકાગો : ભારતીય સોફ્ટવેર એન્જિનિયરનું શિકાગોમાં મોત
ભારતમાંથી મલ્ટિનેશનલ કંપનીના પ્રોજેક્ટ માટે શિકાગો આવેલા એક સોફ્ટેવેર એન્જિનિયરનો મૃતદેહ લેક મિશિગન પાસેથી મળી આવ્યો છે. 32 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યા સાગર વર્મા નામનો યુવક 20 મેના રોજ ભારતમાંથી અમેરિકા આવ્યો હતો. અહીં આવ્યા બાદ તે પોતાના સગાસબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હતો. પરંતુ અચાનક તેણે બધાનો સંપર્ક કરવાનું છોડી દીધો હતો.જેના કારણે તેના પરિચિતો દ્વારા તેની કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.વર્માની કંપની દ્વારા ત્યાર બાદ તેના ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી. ભારતના ફરિદાબાદનો રહેવાસી એવો વર્મા જૂન 19ના રોજ ગુમ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસને લેક મિશિગન ખાતેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.જો કે વર્માનું મોત ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણથી તે અંગે પોલીસ દ્વાર કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલમાં વર્માના મૃતદેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શહેરના ટાગોર રોડ જે.પી.ટાવરના સેલરમાં ભીષણ આગ :૧પ૦૦ મકાન-દુકાન ખાલી કરાવાયા
શહેરના ટાગોર રોડ ઉપર પાંચ માળના વાણજિય ભવન જે.પી.ટાવરના સેલરમાં બપોરે ભિષણ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ છે. આગને કાબુમાં લેવા શહેરના તમામ ફાયર ફાયટરો સ્થળ ઉપર દોડાવાયા છે. સલામતી ખાતર ટાવરની તમામ ઓફિસ ઉપરાંત આસપાસના ૧પ૦૦ જેટલા મકાન અને દુકાન ખાલી કરાવી રોડ પરનો વાહન વ્યવહાર પણ બંધ કરાવી દેવાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ, આગના કારણે પાંચ માળના જે.પી. ટાવરની ૧૦૦ થી વધુ ઓફિક તાબડતોબ ખાલી કરાવી દેવામાં આવી છે. આગ સેલરમાં લાગી હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને ત્યાંસુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. તેમજ સેલરમાં સંગ્રહ કરાયેલો વાયરનો મોટો જથ્થો આગની લપેટમાં આવી જતાં ધુમાડાના વાદળો છવાઇ ગયા હતા. આગને કાબુમાં લેવા પાણીનો સતત મારો ચાલુ રખાયો છે. વીજ વાયરના કારણે સર્જાયેલી દુર્ઘટના, ફાયર બ્રિગેડનો તમામ સ્ટાફ તૈનાત. સ્થિતીની ગંભીરતા જાણીને તંત્ર દ્વારા બનાવ સ્થળના ૧૦૦ મીટરની ત્રજિયામાં આવેલા ૧પ૦૦ જેટલા મકાન અને દુકાન ખાલી કરાવી વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે.આગ બુઝવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના એક જવાનને ઇજા થયાનું જાણવા મળે છે.
અગ્રણી ટાઈમ મેગેઝિને ઇન્ડો-અમેરિકનોની માફી માગી
અગ્રણી ટાઈમ મેગેઝિને પોતાના એક પત્રકાર જોએલ સ્ટીનના છપાયેલા લેખ માટે ભારતીય મૂળના અમેરિકનોની માફી માગી છે. જોએલના આ લેખના કારણે અમેરિકાના ખાસ કરીને ન્યૂજર્સીના રહીસોમાં વધુ રોષ જોવા મળ્યો હતો.મેગેઝિને જણાવ્યું કે જો ‘માય ઓન પ્રાઈવેટ ઈન્ડિયા’માં છપાયેલ લેખના કારણે કોઈપણ વાચકની લાગણી દુભાઈ હોય તો તેના માટે અમે દિલગીર છીએ. સ્ટીને અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘મારા દ્વારા ખરેખર ઘણા લોકોનું મન દુ:ખી થયું છે.’અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ જર્સીમાં દર પાંચ વ્યક્તિએ એક ઇન્ડો-અમેરિકન છે. આ જ સંદર્ભમાં જોલેને પોતાના લેખમાં એવું ટાંક્યુ હતું કે તેનું હોમ ટાઉન ન્યૂ જર્સી વધુને વધુ ભારતીયો આવવાના કારણે બદલાઈ ગયું છે.લેખકે પોતાના લેખમાં ન્યૂજર્સીના પરિવર્તનમાં લાગણીદુભાવનારી ટીપ્પણી કરી હતી.આ લેખ છપાયા બાદ ઘણા બધા ઇન્ડો-અમેરિકનોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ મેગઝિન અને લેખક પાસે માફી માગવાની માગ કરી હતી.
મુંબઈને ચડશે ‘ફીવર’ કે ચમકશે ‘ગોલ્ડ’
રેડિયો ઓડિયંસ મેજરમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર 25માં અઠવાડિયામાં રેડિયો મિર્ચી મુંબઈ, દિલ્હી અને કોલકત્તામાં નંબર વન રેડિયો સ્ટેશન બની ગયું છે.મુંબઈમાં રેડિયો મિર્ચીનો માર્કેટશેર 17.2 ટકા, દિલ્હીમાં 24.8 અને કોલકત્તામાં 20.7 ટકા છે. જોકે આ અઠવાડિયે મુંબઈમાં ફીવર એફએમ અને એઆઈઆર એફએમ ગોલ્ડ, બન્નેના માર્કેટ શેર એક સરખા 11.3 ટકા છે.મુંબઈમાં રેડ એફએમ અને રેડિયો સિટી ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે જ્યારે દિલ્હીમા6 ફિવર એફએમ અને એઆઈઆર ગોલ્ડની આ બંને સ્થાનો પર પોતાની બાદશાહત છે. કોલકત્તામાં બિગ એફએમ અને ફ્રેન્ડ્સ એફએમ ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.બેંગલૂરમાં બિગ એફએમ 19.7 ટકા માર્કેટ શેરની સાથે નંબર વન પર છે. જ્યારે રેડિયો મિર્ચી અને ફીવર એફએમ ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.
નક્સલી હુમલામાં પત્રકારનું મોત
નક્સલી નેતા ચેરુકુરી રાજકુમાર ઉર્ફ આઝાદની સાથે થયેલી કથિત પોલીસ અથડામણમાં મૃત્યુ પામેલા ફ્રીલાન્સ પત્રકાર હેમચન્દ્ર પાંડેનો મૃતદેહ મંગળવારે રાત્રે દિલ્હી ખાતે પહોચતો કરવામાં આવ્યો હતો.પાંડેની પત્ની બબિતા, પાંડેના ભાઈ અને આન્ધ્રપ્રદેશના કેટલાક માનવધિકાર કાર્યકર્તા મૃતદેહને લઈને દિલ્હી પહોંચ્યા. બબિતાએ જણાવ્યું હતું કે તેનો પતિ નક્સલી નહી પણ એક ફ્રીલાન્સ પત્રકાર હતાં.ફ્રીલાંસ પત્રકાર અને પીપલ્સ યૂનિયન ફોર ડેમોક્રેટિક રાઈટસના અધ્યક્ષ આશીષ ગુપ્તાએ ‘આઈએએનએસ’ને જણાવ્યું હતું કે ‘મૃતદેહને સાત જંતરમંતર સ્થિત પ્રમુખ ધાર્મિક અને સામાજિક સુધારક સ્વામી અગ્નીવેશના કાર્યાલય લઈ જવામાં આવશે. જ્યાં બુધવારે લોકો આ પત્રકારને શ્રદ્વાંજલિ આપશે, અને ત્યાર બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.આ પહેલા બબિતા અને તેમના સંબંધિઓ દ્વારા મૃતદેહને આદિલાબાદથી હેદરાબાદ લાવી ત્યાંના પ્રેસ ક્લબમાં મૂકાયો હતો. જ્યાં પત્રકારોએ તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી.ઈન્ડિયન જર્નલિસ્ટ યૂનિયનના સચિવ કે.શ્રીનિવાસ રેડ્ડી અને આન્ધ્રપ્રદેશ પ્રેસ એકેડમીના પૂર્વ અધ્યક્ષ ડી. અમરે પાંડેને શ્રદ્ધાંજલિ આપી ન્હોતી, જેમનો પત્રકારોએ વિરોધ કર્યો હતો.
શ્રીનગર : સળગતા સ્વર્ગ'ને બચાવવા સેના ઉતરી
છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હિંસા પ્રવર્તમાન છે. જેને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે સેનાની મદદ લીધી છે. અને સેનાએ મોરચો સંભાળી પણ લીધો છે.સેનાએ ગઇકાલે મોડી રાત્રે શ્રીનગરની સ્થિતીનો કબ્જો સંભાળ્યો હતો. આજે સવારે લગભગ સાડા દસ વાગ્યે ભારતીય સેનાએ એરપોર્ટ રોડ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. ગૃહપ્રધાન તાજ મોઇનુદ્દિનના કહેવા પ્રમાણે, કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા એ તેમની સરકારની પ્રાથમિકતા છે. રાજ્ય સરકારના મતે કેટલાક લોકો આ સ્થિતીનો લાભ લેવા માગે છે. જેના કારણે તેઓ કાશ્મીરના યુવા વર્ગના હાથમાં પથ્થર આપી દેવામાં આવે છે. પત્રકારોને આપવામાં આવેલા કર્ફ્યુ પાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.બીજી બાજુ, અનંતનાગ, પામ્પોર, સોપોર અને બાંદીપોરા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, પ્રવર્તમાન હિંસાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા સેનાની મદદ માગવામાં આવી હતી.બીજી બાજુ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઇને સુરક્ષા બાબતો અંગે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં કાશ્મીરની તાજેતરની સ્થિતી ઉપર વિચાર કરવામાં આવશે. ગૃહ વિભાગે એક તરફ રાજ્ય સરકારને સૂચના આપી છેકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતી એ રાજ્ય સરકારની જવાબદારી છે તો બીજી તરફ તેમણે સીઆરપીએફને પણ સંયમ વર્તવા સૂચના આપી છે.આ તરફ રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પલ્લમ રાજુના કહેવા પ્રમાણે, સેનાને શ્રીનગર મોકલવામાં આવી છે તથા તે જરૂર પડશે ત્યાં સુધી ત્યાં રહેશે. આ માટે કોઇ સમય મર્યાદા બાંધવામાં નથી આવી. રાજ્યના મુખ્યપ્રધાન ઉંમર અબ્દુલ્લાએ હિંસાગ્રસ્ત અનંતનાગની મુલાકાત લીધી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતુંકે. હિંસાને અટકાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. ઉપારંત નિર્દોષ નાગરિકોના મોત માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા માટે તત્કાળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ભારતીય નૌસેનાના વરિષ્ઠ અધિકારી રિયર એડમિરલ જામવાલનું ફાયરિંગમાં મોત
ભારતીય નૌસેનાના વરિષ્ઠ અધિકારી રિયર એડમિરલ એસ. એસ. જામવાલનું કોચ્ચી ખાતે મોત થયું છે. જામવાલનું મોત કોચ્ચી ખાતે આવેલા આઇએનએસ દ્રોણાચાર્ય ખાતે થયું છે. આ દુર્ઘટના આઇએનએસ દ્રોણાચાર્યની ફાયરિંગ બટ્ટ પર થયું છે.
ઘટનાના કારણે નૌકાદળમાં ચકચાર ફેલાઇ ગઇ છે. આ ગોળી અકસ્માતે ફૂટી હતીકે બીજું કોઇ કારણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સવારે સાડા દસ વાગ્યા આસપાસ બની હતી. આ માટે તપાસ સમિતિ પણ નિમવામાં આવે તેવી શક્યતા છે. આઇએનએસ દ્રોણાચાર્ય ભારતીય નૌકાદળનું ટ્રેનિંગ મથક છે તથા અહીં નેવલ ઓફિસરોને તાલિમ આપવામાં આવે છે.હાલ રિયર એડમિરલ જામવાલના પાર્થિવ દેહને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. 51 વર્ષીય જામવાલ પત્ની તથા બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે. ઉલ્લેખનીય છેકે, રિયર એડમિરલ જામવાલ ભારતીય નૌકાદળના બાહોશ અધિકારી હતી. તેઓ દેશ વિદેશના અનેક સ્થળો પર ફરજ બજાવી ચૂક્યા હતા. તેમણે સંયુક્ત નૌકા કવાયતો પણ હાથ ધરી છે. તેમનું ટૂંક સમયમાં પ્રમોશન થાય તેવી વકી હતી.
રેડિયો કાર્યક્રમમાં કેટી ચાલુ શોમાં સેક્સ પર વાતો કરવા લાગી
રેડિયો કાર્યક્રમ દરમિયાન હોલિવૂડની કેટી પેરીએ સેક્સ લાઈફને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા શ્રોતાઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.રેડિયો કાર્યક્રમમાં કેટીએ કહ્યું હતું કે, ફિફા વર્લ્ડ કપને કારણે તેના જીવનમાંથી રોમાન્સનું મહત્વ ઘટી ગયું છે. તેનો પ્રેમી રશેલ બ્રાન્ડ ફૂટબોલ પાછળ પાગલ છે અને તેને કારણે તેનું જીવન અત્યારે નિરસ થઈ ગયું છે.જો કે કેટીએ થોડીવાર પછી જ રેડિયો કાર્યક્રમમાં ઓરલ સેક્સની વાત કરતાં શ્રોતાઓને ભારે નવાઈ લાગી હતી.કેટીએ કહ્યું હતું કે, તે વર્લ્ડ કપને કારણે વિધવા થયેલી છે. આ સમય અત્યારે તેના માટે ઘણો જ મુશ્કેલીજનક છે. રશેલને તેના કરતાં ફૂટબોલમાં વધારે રસ છે.
વધુમાં તેણે ઉમેર્યુ હતું કે, ફિફા વર્લ્ડ કપને કારણે તેના જીવનમાં સેક્સ ઓછું થઈ ગયુ છે.
‘અવતાર’ ફેમ અભિનેત્રી ઝો સલ્દાનાને પુરુષના હાથની ઘેલછા
‘અવતાર’ ફેમ અભિનેત્રી ઝો સલ્દાનાનું કહેવું છે કે તેના માટે પુરુષમાં સૌથી મહત્વની બાબત હાથ છે, કારણકે હાથ પુરુષના વ્યક્તિત્વ વિશે ઘણુંબધું કહી જાય છે. ૩૨ વર્ષની અભિનેત્રીને હાથની ઘેલછા છે અને તેનું કહેવું છે કે તેને સુંદર અને સુંવાળી હથેળીવાળો પુરુષ ગમે છે. તે કહે છે, ‘મને પુરુષોના હાથ ગમે છે, માત્ર સરસ નહીં, પરંતુ મેનીકયોર્ડ હાથ ગમે છે. મને લાગે છે કે હાથ તમારા અને તમારા ઈતિહાસ વિશે ઘણું કહે છે.’ ઝોએ તેના ૧૦ વર્ષથી પ્રેમી રહેલા કિથ બ્રિટન સાથે ગત મહિને સગાઈ કરી હતી. તેને સંવેદનશીલ પુરુષો ઘણા આકર્ષક લાગે છે.
અંડરવિયર વધારે હોટ કે મેગનની બોડી
હોલીવુડની હોટ બેબી મેગન ફોક્સે અરમાનીની અંડરવિયર માટે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું. એમપીરિયો અંડરવિયર અને અરમાની જીન્સ માટે કરવામાં આવેલા આ ફોટોશૂટને ઈન્ટરનેટ પર મૂકતાંની સાથે જ મોટા પ્રમાણમાં જોવામાં આવી રહ્યું છે. અરમાનીની સ્પોક્સ મોડલ તરીકે આ તેની બીજી સીઝન છે. આ પહેલા પણ તે અરમાની માટે ફોટોશૂટ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ફોક્સને ટ્રાન્સફૉર્મર-3માંથી દૂર કરાઈ હતી અને તેના સ્થાને બ્રિટિશ મોડલને લેવામાં આવી હતી.
એસ. એસ.જી. હોસ્પિટલમાં કામલીલા
ધંધાદારી મહિલાને ઓપીડી રૂમમાં લાવી આઠ જણાએ લાઇન લગાવી હતી. સયાજી હોસ્પિટલના ઓપીડી રૂમમાં ધંધાદારી મહિલા સાથે કામલીલા કરવા પાંચ સિકયુરિટી અને ત્રણ સર્વન્ટ સહિત આઠ કામાંધ શખ્સોએ લાઇન લગાવી હતી. બપોરે વરસતા વરસાદમાં અચાનક નર્સ આવી જતાં એક સિકયુરિટી કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો હતો જ્યારે અન્ય સાત નૌ દો ગ્યારાહ થઇ ગયા હતા. સમગ્ર પ્રકરણે ભારે હોબાળો મચતાં ત્રણ સિકયુરિટી અને એક ચોથા વર્ગના કોન્ટ્રાકટના કર્મચારી સહિત ચારને પાણીચું આપી દેવાયું હતું.ખાનગી એમ્બ્યુલન્સ, ખાનગી લેબોરેટરી, દર્દીઓને મધરાતે બહાર મૂકી આવવાના મામલે પંકાયેલી સયાજી હોસ્પિટલ હવે સેક્સ માણવાના સુરક્ષિત સ્થળ તરીકે પણ ચર્ચાની એરણે ચઢી છે. ગત શુક્રવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હોસ્પિટલના પાંચ સિકયુરિટી અને ત્રણ સર્વન્ટો એક ધંધાદારી મહિલાને લઇ આવ્યા હતા.ઓપીડી રૂમમાં સવારે ૯થી ૧૨ અને બપોરે ૩થી પ દરમિયાન દર્દીઓને તપાસવામાં આવે છે જ્યારે ૧૨ થી ૩ માં ઓપીડી વિભાગ બંધ રહેતો હોય છે. જેનો લાભ લઇ ભારત સિકયુરિટી એન્ડ પર્સનલ સર્વિસીસનો એક ગાર્ડ મહિલાને લઇ ઓપીડીના રૂમ નં.પમાં ગયો હતો જ્યારે અન્ય સાત શખ્સો બહાર લાઇન લગાવી ઊભા હતા.દરમિયાન હોસ્પિટલનાં નર્સ કોઇ કામ અર્થે ઓપીડી રૂમ પાસે આવતાં સિકયુરિટી અને વર્ગ ૪ના કર્મચારીઓનો જમાવડો જોઇ અટકી ગયા હતા. તેમણે ટોળે વળી ઊભેલા શખ્સોને પૂછતાછ કરતાં તેઓ ત્યાંથી નૌ દો ગ્યારાહ થઇ ગયા હતા જ્યારે રૂમમાં પ્રવેશ કરતાં એક સિકયુરિટી કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો હતો.બનાવના પગલે નર્સે સંબંધિત વિભાગને જાણ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો.તંત્રે સિકયુરિટીના સત્તાધીશોને જાણ કરતાં હોસ્પિટલમાં કામલીલા કરનાર ત્રણ સિકયુરિટી અને ચોથા વર્ગના કોન્ટ્રાકટના કર્મચારીને તાકીદે પાણીચું આપી દેવાયું હતું. અલબત્ત ચાર જણને બાદ કરતાં અન્ય શખ્સોની સંડોવણી અંગે તંત્ર નન્નો ભણી રહ્યું છે.વોર્ડ ર૦માં પણ મહિલાની છેડતીની ફરિયાદ ઊઠી હતીતાજેતરમાં વોર્ડ.૨૦માં પણ એક મહિલાની છેડતીની ફરિયાદ ઊઠી હતી. ઉક્ત બનાવના ચાર દિવસ અગાઉ રાત્રે મહિલા લઘુશંકાએ ગઇ હતી ત્યારે એક સિકયુરિટી ગાર્ડે અંધારામાં તેની સાથે અટકચાળો કર્યો હતો. બે મહિના પહેલાં પણ એનસીઓટી વોર્ડની બાજુમાં સર્વન્ટ ક્વાર્ટરમાં એક મહિલા સાથે બદકામ કરતો સિકયુરિટી પકડાયો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની હતી. જોકે, દલાલોની દરમિયાનગીરીથી તેનું ભીનું સંકેલાઇ ગયું હતું.
કોન્ટ્રાક્ટરો પાસેથી લાખોની પેનલ્ટી વસૂલાશે
વરસાદી ગટર પ્રોજેક્ટનાં કરોડો રૂપિયાનાં કામો થયાં નહીં હોવાનું મ્યુ. કમિશનરની તપાસમાં બહાર આવ્યું. અલકાપુરી, સુભાનપુરા, ઇલોરાપાર્ક અને માંજલપુરમાં કામગીરીમાં ગંભીર ક્ષતિઓ.પહેલા વરસાદમાં જ શહેરીજનોને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે તેના માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે આખરે મ્યુ.કમિશનરે લાલ આંખ કરીને વરસાદી ગટર પ્રોજેક્ટના ચાર મોટા કોન્ટ્રાક્ટરો પાસેથી લાખો રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવાની તાકીદ કરી છે.જેથી, આવા કોન્ટ્રાક્ટરોના બિલમાંથી કપાત કેમ નહીં કરવી તેવી તાકીદ કરતી નોટિસો ફટકારવામાં આવી છે.વિતેલા સપ્તાહમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હતું અને વરસાદી ગટરોમાં પાણીનો સમયસર નિકાલ ન થતાં શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યાથી પીડાવાનો વારો આવ્યો હતો.વડોદરાવાસીઓને બાનમાં લેનારા સેવાસદનના તંત્રની સાથે કોન્ટ્રાક્ટરોનો પણ ભાંડો ફૂટયો હતો. જેથી, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસે શહેરના તમામ વિસ્તારોની ફેરણી કરી હતી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલાં કામોની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ કરીને વરસાદી ગટર પ્રોજેક્ટના કરોડો રૂપિયાનાં કામો કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે ચરીપુરાણ અને માટી પુરાણ થયું ન હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસે સેવાસદનના એન્જિનિયરોની બેઠક બોલાવી સુપવરવિઝનમાં નિષ્કાળજી દાખવવા બદલ ‘શાબ્દિક ફાયરિંગ’ આપ્યું હતું અને જવાબદાર કોન્ટ્રાક્ટરોની યાદી તૈયાર કરવાનું લેશન આપ્યું હતું.જેમાં, ખાસ કરીને શહેરના અલકાપુરી, સુભાનપુરા, ઇલોરાપાર્ક સહિતના પશ્ચિમ વિસ્તારમાં તેમજ માંજલપુર વિસ્તારમાં ચરીપુરાણ બરાબર થયું ન હોવાની ગંભીર ક્ષતિ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેના આધારે કરોડો રૂપિયાનાં કામ કરનાર ચાર મોટા કોન્ટ્રાક્ટરોના બિલમાંથી પેનલ્ટીરૂપે લાખો રૂપિયા કેમ નહીં કાપવા તેવી તાકીદ સાથે નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હોવાની વિગત પ્રકાશમાં આવી છે.એટલું જ નહીં, આ કોન્ટ્રાક્ટરો દ્વારા તાકીદ પછી કરાયેલ માટીપુરાણ, ચરીપુરાણ સહિતની કામગીરી સૂચના મુજબની થઇ છે કે કેમ તેનું પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવાના આદેશો કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યા છે.પ્રજાની આપદાના અહેવાલ ‘દિવ્યભાસ્કર’માં પ્રસિદ્ધ થયાં બાદ સફાળા જાગેલાં તંત્ર દ્વારા જાતતપાસ અને સમીક્ષા શરૂ થતાં વરસાદી ગટરો ચરી-પુરાણ માટીકામ અને સાફસફાઇના મામલે ગોરખ ધંધા બહાર આવ્યા હતા. આગળ વધીએ ... વધતા રહીએના અભિયાનમાં દિવ્ય ભાસ્કરે પ્રજાજનોને આગળ વધવા આડે આવતી તમામ અડચણોમાં ખભે ખભા મિલાવી લડવાનું બીડુ ઝડપ્યું છે. તેની સફળતાનું શ્રેય પણ વાચકોને જ જાય છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના લગ્નથી મારું દિલ પણ તૂટ્યું
નવેમ્બરમાં મિસ વર્લ્ડની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મનસ્વી મોડેલ વિવેકા બાબાજીના મોતથી પણ દુ:ખી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની બાળપણની સાથી સાક્ષી રાવત સાથે અચાનક લગ્ન કરી લેતાં મારું પણ દિલ તૂટ્યું છે જો કે હવે તેણે લગ્ન કરી જ લીધાં છે ત્યારે તેને મારી હ્રદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છે. એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડોદરા આવેલી ફેમિના મીસ ઇન્ડિયા વર્લ્ડની રૂપસુંદરી અને મોડલ મનસ્વી મામગઇએ ઉપર મુજબ જણાવ્યું હતું.
મોસ્ટ ઈલીજિબલ બેચલર ગણાતો માહી ઘડીયાં લગ્ન કરી ઠરીઠામ થતાં દેશની સેંકડો યુવતીઓની જેમ મારુ પણ દિલ તૂટી ગયું છે તેમ આઇએનઆઇએફડીના વડોદરા કેમ્પસના ઉદ્દઘાટન પ્રસંગે આવેલી ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ મનસ્વીએ જણાવ્યું હતું. જો કે સુપર મોડલ વિવેકા બાબાજીના અચાનક મોતથી પણ આઘાત લાગ્યો હોવાનું મનસ્વીએ જણાવ્યું હતું.
ફેશન ઇન્ડસ્ટિ્રીના લોકો પણ તેની આત્મહત્યાનું કારણ જાણવા આતુર છે. પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જ સાચી માહિતી બહાર આવશે. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ બાદ હવે નવેમ્બરમાં વિયેતનામમાં યોજાનારી મિસ વર્લ્ડ-૨૦૧૦ની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. મનસ્વીએ જણાવ્યું કે ઐશ્વર્યા રાય તેનો આદર્શ છે. શાહરૂખ ખાન તથા પ્રિયંકા ચોપરા ગમે છે. શાહરૂખ ખાન સાથે ફિલ્મ કરવાની ઇચ્છા છે. ફેશન વર્લ્ડ બોલિવુડમાં પ્રવેશવાનો શોર્ટકટ છે ? તેવા પ્રશ્નમાં પણ મનસ્વી મનમોહક સ્મિત સાથે કહે છે, શોર્ટકટ જરૂરી છે. પરંતુ તેના માટે અથાગ મહેનત પણ જરૂરી છે. મને બોલિવુડમાં હિરોઇન બનવાની અનેક ઓફરો મળી છે. પરંતુ હાલમાં તો અનુપમ ખેરની એકેડમીમાંથી એક્ટિંગની તાલીમ લઇ રહી છું. સાથે સાથે નવેમ્બરમાં યોજાનાર મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારી કરી રહી છું.
સુરેન્દ્રનગરમાં રૂ.10 લાખની લૂંટ થતા સનસનાટી મચી
સુરેન્દ્રનગરમાં આજે વહેલી સવારે બનેલી એક ઘટનામાં રૂ.10 લાખની લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે.આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં રૂ.10 લાખની દિલધડક લૂંટ થઈ હતી. તથા લૂંટ કોણે કરી છે હજી સુધી જાણી શકાયું નથી.પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
સુરત : ટ્રેનમાં અશ્લીલ ક્લિપ જોતો સરકારી કર્મચારી ઝડપાયો
સુરતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કલાર્કની ધરપકડબ્લુ ફિલ્મની સીડી વેચનાર લારીવાળાની ૭૪ અશ્લીલ સીડી જપ્ત.ભીલાડ એક્સપ્રેસના એમએસટી કોચમાં મુસાફરોને દેખાય તે રીતે મોબાઇલ પર અશિ્લલ કિલપિંગ જોતા સુરતના પુરવઠા વિભાગના કલાર્કને પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી.ભીલાડ એક્સપ્રેસ ટ્રેનમાં કેટલાક પાસ હોલ્ડરો દ્વારા મુસાફરોની હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદના પગલે રેલવે પીઆઇ બી.એમ. ખાંટની સૂચનાથી ઘનિષ્ઠ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. મંગળવારે સાંજે ભીલાડથી વડોદરા આવતી ટ્રેનના એમએસટી કોચમાં શહેરના માંજલપુર સ્વાતી કવાટર્સમાં રહેતો અને સુરત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ભૂપેન્દ્ર કંચનભાઇ પરમાર મોબાઇલ પર અશિ્લલ કિલપિંગ જોતો હતો.ટ્રેનમાં સવાર અન્ય મુસાફરોને દેખાય તે રીતે અશિ્લલ કલીપીંગ જોતા સરકારી કર્મચારીને પોલીસે ઝડપી પાડી તેની બેગની જડતી લેતા બેગમાંથી બ્લૂ ફિલ્મની એક સહિત પાંચ સીડી મળી આવી હતી. પોલીસે સીડી અને મોબાઇલ સહિત રૂ.૩૬પ૦ નો મુદ્દામાલ જપ્ત કરી પૂછતાછ કરતાં તેણે સીડી જૂના પાદરા રોડ પર લારી લઇ ઊભા રહેતા કમલ રમેશ સતવાણી પાસેથી ખરીદી હોવાની કબૂલાત કરતાં પોલીસે લારીવાળા કમલ સતવાણીની ધરપકડ કરી તેની પાસેથી બ્લૂ ફિલ્મની ૭૨ અને પાઇરેટેડ સીડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેની પૂછતાછમા અન્ય શખ્સોના નામ ખૂલે તેવી શક્યતાથી હે.કો. વિજયસિંહે તપાસ હાથ ધરી છે.નાગરવાડાનો હજીમ બ્લુ ફિલ્મોની સીડીનો સૂત્રધાર. ટ્રેનમાં બ્લુ ફિલ્મની સીડી સાથે ઝડપાયેલા સરકારી કર્મચારીની પૂછતાછમાં શહેરમાં અશિ્લલ ફિલ્મોની સીડીના વેપારની મુખ્ય કડી હાથ લાગી છે. શહેરના જૂના પાદરા રોડ પર લારી ઊભી રાખી બ્લુ ફિલ્મ વેચતા વેપારીએ સીડી નાગરવાડાના હજીમ નામના શખ્સ પાસેથી ખરીદી હોવાની કેફિયત કરી છે. હજીમ શહેરભરમાં બ્લૂ ફિલ્મોની સીડીનો વેપલો કરતો હોવાની માહિતી પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.
પ્રેમમાં પાગલ યુવાનને સળિયા ગણવાનો વખત આવ્યો
પોતે બારમા ધોરણમાં નાપાસ થયો હોવા છતાં યુવતીને પામવા યુનિવર્સિટીમાં કલાસ પણ ભરતો હતો!‘જ્ઞાતા થજો રસ-રૂપના, ભોક્તા કદી બનશો નહીં,પ્રેમા થજો પણ પ્રેમમાં પાગલ થઈ ફરશો નહીં’- કદાચ આ વાતને ચરિતાર્થ કરતો બનાવ ઉમરા પોલીસ મથક સુધી પહોંચ્યો છે જેમાં એક તરફી પ્રેમમાં ગળાડૂબ થયેલા યુવાનને લોકપના સળિયા ગણવાનો વખત આવ્યો હતો.હિન્દી ફિલ્મને ટક્કર મારી દે તેવી આ એક તરફી પ્રેમની કહાની કાંઇક એવી છે કે એક તરુણ અને તરુણી ગયા વર્ષે બારમા ધોરણમાં સાથે અભ્યાસ કરતા હતા. પાસ થયેલી યુવતીએ એફ.વાય. બીએસ.સી.માં પ્રવેશ મેળવી લીધો. જેના કારણે અભ્યાસ માટે આ યુવતીને દરરોજ વેડરોડ, સિંગણપોર ચાર રસ્તાથી છેક વાર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુધી જવું પડતું હતું.
બારમા ધોરણમાં નાપાસ થયેલો આ યુવાન એક તરફી પ્રેમમાં એટલો તો પાગલ હતો કે તે આ યુવતીને પામવા માટે છેક યુનિવર્સિટી સુધી લાંબો થતો હતો અને તેના જ કલાસમાં બેસી જતો હતો. આ સિલસિલો બે ત્રણ દિવસ સુધી ચાલુ રહેતા યુવતીને ગંધ આવી ગઈ કે આ યુવાન તેના એક તરફી પ્રેમમાં પાગલ છે.દરમિયાન બુધવારે સવારે સાડા દસેક વાગ્યે બન્યું એવું કે આ યુવતી પોતાના ઘરે જવા માટે યુનિવર્સિટીથી બસમાં બેઠી તો આ યુવાન પણ તેની સાથે એ જ બસમાં બેઠો હતો. બસ રેલવે સ્ટેશન પર પહોંચી તો ત્યાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પોતાનું પોત પ્રકાશ્યું હતું અને યુવતીને હાથ પકડી બસમાંથી નીચે ઊતારી એકાંત ગાળવાની વાત કરી હતી. જેથી ગુસ્સે ભરાયેલી યુવતી ત્યાંથી ભાગી એક રિક્ષામાં બેસી હતી. તો આ યુવાન પણ તે જ રિક્ષામાં બેસી ગયો હતો. હવે તો હદ થઈ ગઈ તેમ માની યુવતી તે રિક્ષામાંથી નીચે ઊતરી ગઈ હતી.
આખરે મામલો હદ વટાવી જતાં યુવતીએ ફોન કરી તેના પિતાને રેલવે સ્ટેશન પર બોલાવ્યા હતા. યુવતીના પરિવારજનોએ હિંમત કરી ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા ઇન્સપેક્ટર એ.આર. ચૌધરીએ એક તરફી પ્રેમમાં પાગલ યુવાન વિવેક શૈલેન્દ્ર મિશ્રા (રહે: પૂણા ગામ)ની ધરપકડ કરી હતી. જેથી એક તરફી પ્રેમમાં પાગલ આ યુવાનને લોકપના સળિયા ગણવાનો વખત આવ્યો હતો. વધુ તપાસ પોસઈ બી.એમ. વસાવા કરી રહ્યા છે.
અમેરિકા : ભારતીય કંપનીને લાંચ અપાતા વિવાદ
કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભેલ, એનટીપીસી, મહારાષ્ટ્ર વિધ્યુત બોર્ડ, હરિયાણા વિધ્યુત બોર્ડ અને ભાલિયા ઇલેક્ટ્રિકને લાંચ અપાઈ છે. કેલિફોર્નિયા સ્થિત એક અમેરિકી કંપનીએ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભેલ અને એનટીપીસી જેવી ભારતની કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓના અધિકારીઓને લાંચ આપી છે. આ કોન્ટ્રાકટ મોટેભાગે અણુ વીજળીઘરોના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા સાધનોના હોય છે.એક અમેરિકી અદાલત સમક્ષ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા રજુ કરાયેલી દસ્તાવેજો અનુસાર લાંચ લેનારી આ કંપનીઓમાં ભારતીય હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ, હરિયાણા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને ભાલિયા ઇલેક્ટ્રિકનો સમાવેશ થાય છે. લાંચ આપનારી કંપનીનું નામ કંટ્રોલ કંપોનેટ્સ ઇંક(સીસીઆઇ) છે. કંપનીએ પણ કબૂલાત કરી છે તેણે વર્ષ ૨૦૦૩થી લઇને વર્ષ ૨૦૦૭ની વચ્ચે વિવિધ કોન્ટ્રાક્ટ મેળવવા માત્ર ભારતીય જ નહિ પણ ૩૬ અન્ય દેશોની કંપનીઓને લાંચ આપી છે. અદાલતમાં રજુ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કેભારતીય કંપનીઓને વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૦૭ની વચ્ચે લાંચ આપવામાં આવી હતી.
સેક્સી અમિષાનો હોટ અંદાજ...
બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલે ધ મેન નામના મેગેઝીનમાં એકદમ હોટ પોઝ આપ્યા છે. મેગેઝીનને ઈન્ટરવ્યૂ આપતા સમયે અમિષા પટેલે કહ્યું હતું કે, તેના નિકટના મિત્રોમાં યુવકોનો સમાવેશ થાય છે.મારા ગ્રુપમાં યુવકો વધારે હોવાથી પુરૂષો સાથે કઈ રીતે કામ પાર પાડવું તે બાબાત સારી રીતે આવડે છે.અમિષાએ વધુમાં કહ્યું હતું કે, ક્યારેય મારો પ્રેમી કે પતિ થોડી છોકરી જેવી વસ્તુ કરે તો મને ઘણું જ ગમે છે.અમિષાની આ વાત સાંભળ્યા પછી અમિષાના ભૂતપૂર્વ પ્રેમી વિક્રમ ભટ્ટ અને હાલનો પ્રેમી કાનવ પુરીએ કંઈક કરવું જોઈએ.
પોર્ન શોના સંચાલન માટે અનોખી જાહેરખબર
આજકાલ વિજ્ઞાપનની દુનિયામાં એક અનોખી જાહેરખબર લઇને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ અનોખી જાહેરખબરમાં દર્શાવવામાં આવ્યું છે કે જો તમે બોલ્ડ અને બિન્દાસ અંદાજમાં સેક્સ વિષય પર વાતો કરી શકતા હોય અને શો દરમિયાન સેમી ન્યૂડ દેખાવામાં તમને કોઇ વાંધો ન હોય તો તમે અરજી કરી શકો છો.આ જાહેરખબર એક પોર્નોગ્રાફિક ચેનલ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ શોનું સંચાલન કરનાર વ્યક્તિને પ્રતિ એપિશોડ 220 ડોલર ચુકવવામાં આવશે. જે લોકો અરજી કરશે તેમાંથી વિજેતાની પસંદગી કરવામાં આવશે અને તેને સપ્તાહમાં ફક્ત ત્રણ દિવસ જ કામ કરવાનું રહેશે. આ દરમિયાન તેણે સેક્સુઅલ ઉત્તેજનાને વધારતા સંવાદો બોલવા પડશે અને અંગપ્રદર્શન કરવું પડશે.શોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ જાહેરખબરને લંડનની એક એજન્સીએ પ્રસિધ્ધ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આમાં કોઇ પણ પુરુષ અને મહિલા અરજી મોકલાવી શકે છે.
08 July 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment