06 July 2010

સૈનિકોની અસલ જિંદગી હવે દૂરદર્શન પર જોવા મળશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour




સૈનિકોની અસલ જિંદગી હવે દૂરદર્શન પર જોવા મળશે

દેશની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર સૈનિકોની અસલ જિંદગી હવે દૂરદર્શન પર જોવા મળશે. સરકારી પ્રસારણકર્તાએ ભૂતપૂર્વ સૈનિકોની ‘રિયલ લાઈફ’ને ‘રીલ લાઈફ’માં દેખાડવા માટે રક્ષા મંત્રાલય સાથે એમઓયૂ સાઈન કર્યા છે.
દૂરદર્શન પર બતાવમાં આવનાર આ કાર્યક્રમોમાં રાષ્ટ્રની ઉન્નતિમાં ભૂતપૂર્વ સૈનિકોના યોગદાનની ગાથાને રજૂ કરવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકોની જિંદગીના જુદાજુદા પાસાઓને રજૂ કરતા આ કાર્યક્રમોમાં સરકાર દ્વારા સૈનિકો માતે કરવામાં આવેલા કલ્યાણ કાર્યોને પણ બતાવવામાં આવશે.રક્ષામંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગમાં સચિવ નીલમ નાથ અને દૂરદર્શનની ડાયરેક્ટર જનરલ અરૂણા શર્માએ એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે દેશમાં હાલમાં 27 લાખ ભૂતપૂર્વ સૈનિકો તેમજ પાંચ લાખ શહિદોની પત્નીઓ છે. જ્યારે દર વર્ષે 50 હજાર સૈનિકો રિટાયર થાય છે.


બ્લેકબેરી વેચવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોગ્રાફનો કોમર્શિયલ ઉપયોગ

મોંટ બ્લોક લિમિટેડ નામની કંપનીનીએ પેન પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોગ્રાફનો કોમર્શિયલ ઉપયોગ કર્યો હતો આ જ રીતે સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર સ્વિસ ટેલિકોમ કંપની બ્લેકબેરીની જાહેરાતમાં બાપુની તસવીરનો ઉપયોગ કરી રહ્યા છે.સૂત્રોએ કહ્યું કે ગાંધીજીના ચિત્રોવાળા પોસ્ટરોને સ્વિટ્ઝરલેન્ડના સ્વિકૉમ ટેલિફોન બૂથો પર લગાવામાં આવ્યા છે.આ પોસ્ટરો પર બાપુના ફોટોગ્રાફ સાથે લખવામાં આવ્યું છે કે સારાપણાની જાહેરાત કરવી બહુ સરળ હોતી નથી. સાથો સાથ જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે હવે તમારા બ્લેકબેરી પર દુનિયાની તમામ જાણકારી ઉપલબ્ધ છે. સ્વિટ્ઝરલેન્ડના બિનનિવાસી ભારતીયનું કહેવું છે કે સ્વિસકૉમ અથવા અન્ય કોઇપણ ટેલિકોમ કંપનીની ભારતમાં આ રીતે બાપુને વેચવાની કોઇની હિંમત નથી. તેમનું કહેવું છે કે આ કૃત્યને અનદેખી કરવું જોઇએ નહિં.ઉલ્લેખનીય છે કે ગૂગલ ઇનસાઇટ દ્વારા એક વર્ષ પહેલાં ન રિસર્ચ પ્રમાણે ગાંધીને આજે પણ ભારતમાં તમામ બ્રાન્ડોના પિતામહના રૂપમાં માનવામાં આવે છે. તેમની છબીનો ઉપયોગ દુનિયાભરમાં સામાન્ય માનવીનું ધ્યાન ખેંચવા માટે રાજનીતિની સાથો સાથ વ્યવસાયિક રૂપમાં પણ કરવામાં આવે છે. ગાંધીજીની વિશ્વ પટલ પર સૌથી શક્તિશાળી ભારતીય આદર્શ બ્રાન્ડના રૂપમાં માનવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે સ્વિસકૉમ ટેલિકોમ પહેલાં ઇટલીની સૌથી મોટી ટેલિકોમ કંપની ઇટાલિયાએ 2005માં ગાંધીજીના એક અભિયાનનો ઉપયોગ કર્યો હતો, જે બહુ જ સફળ રહેવાની સાથો સાથ તેણે કેટલાંય પુરસ્કારો પણ મેળવવામાં સફળતા મળી હતી.


વિરેન્દ્ર સેહવાગ ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ ઓફ-સ્પિનર છે. - બિશન સિંહ બેદી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની બિશન સિંહ બેદીએ જણાવ્યું હતું કે વિરેન્દ્ર સેહવાગ ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ ઓફ-સ્પિનર છે.
આડકતરી રીતે હરભજન સિંહની બોલિંગ એક્શન પર કટાક્ષ કરતા બેદીએ કહ્યું હતું કે હું માનું છું કે સેહવાગ ભારતીય ટીમનો શ્રેષ્ઠ ઓફ-સ્પિનર છે. તેની એક્શન એકદમ સ્પષ્ટ છે અને તે બોલને સ્પિન પણ કરી શકે છે.તેમણે વધારેમાં જણાવ્યું હતું કે (હાલના) સ્પિનરો પાસે કેટલાક આદર્શો છે અને જો તમે તેઓ પાસેથી શીખો તમારી એક્શન પણ એકદમ સ્પષ્ટ થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે શા માટે આપણી પાસે અનિલ કુંબલે અને શેન વોર્ન જેવા બોલરો નથી? મેં એસ.વેંકટરાઘવન અને ઈરાપલ્લિ પ્રસન્નાથી સારા કોઈ બોલર જોયા નથી.ઉલ્લેખનીય છે કે હરભજન સિંહ તેના દૂસરા બોલને કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે તથા તેની બોલિંગ એક્શન પણ શંકાના ઘેરામાં આવી ગઈ હતી.


ધોની-સાક્ષીના હનિમૂન સ્થળ અંગે રહસ્ય અકબંધ

બે દિવસ પહેલા જ મહેન્દ્ર સિંહ ધોની હોટલ મેનેજમેન્ટની વિદ્યાર્થીની સાક્ષી રાવત સાથે લગ્ન બંધનમાં બંધાયો છે. પરંતુ હવે આ નવદંપત્તિ તેઓનું હનિમૂન ક્યાં ઉજવશે તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે અને ધોનીના પરિવારના નિકટના લોકો પણ આ મામલે મૌન જાળવીને બેઠા છે.મહેરબાની કરીને મને કંઈ ના પૂછો.... ધોનીને પૂછો... હું તમારા માટે પાર્ટી રાખીશ, તેમ ધોનીના સાળા ગૌતમ ગુપ્તાએ કહ્યું હતું. જ્યારે ગૌતમને પૂછવામાં આવ્યું કે ધોની અને સાક્ષી હનિમૂન માટે ક્યાં જવાના છે ત્યારે ગૌતમે આ પ્રકારનો જવાબ આપ્યો હતો.પત્રકારો અને કેમેરામેનો ધોનીના પિતા પાન સિંહ, માતા, બહેન અને ભાઈનો સંપર્ક કરવા તેમનો પીછો કરતા હતા પરંતુ તે લોકો પણ કોઈ પણ જાતનું નિવેદન આપવા તૈયાર નહોતા.પાન સિંહે પત્રકારોને પરિવારના સભ્યોના વાહનોને એરપોર્ટ પર જવા માટે રસ્તો ખુલ્લો કરી આપવાનું જણાવ્યું હતું. જ્યારે ગુપ્તાએ કહ્યું હતું કે હું તમારી શુભેચ્છાઓ ધોની સુધી પહોંચાડી દઈશ.ધોનીના અન્ય એક નજીકના મિત્રએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાનો સુકાની શ્રીલંકા પ્રવાસ પર જતા પહેલા રાંચીમાં એક કે બે દિવસ રોકાશે. ઉલ્લેખનીય છે કે ભારત 18 જૂલાઈથી શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.

ભારત બંધ ખુદ સમસ્યા કે સમસ્યાનું સમાધાન?

મોંઘવારીના મહાયુદ્ધમાં ભારત બંધનું એલાન કેટલું અને કેવી રીતે મદદરૂપ થશે? તે કહેવું અત્યારે તો ઘણું છે. પરંતુ એનડીએ અને ડાબેરી શાસિત રાજ્યો સહીત દેશભરમાં 5 જુલાઈના ભારત બંધને સફળ માનવમાં આવી રહ્યો છે. પરંતુ શું હકીકતે આ બંધ સફળ છે? દુકાનો બંધ રહી, સડકો પર બસો અને વાહનો ન ચાલ્યા, ટ્રેનો રદ્દ થઈ, એરપોર્ટ સૂમસામ રહ્યાં બસ એટલે બંધ સફળ રહ્યો. બંધમાં હકીકતે લોકોની શું ભૂમિકા રહી? શું કાર્યકર્તાઓના જોરે ભારત બંધ રહ્યું? લોકોએ સ્વંયભૂ તેમા ભાગ લીધો? આ તમામ સવાલોના જવાબો લગભગ બધાંને ખબર છે. આ ભારત બંધ જે-તે રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓનો બંધ હતો. લોકોનો સ્વયંભૂ જુવાળ હજી ઉભો થયો નથી. ત્યારે આ બંધને સફળ ગણવો કેવી રીતે? તે પ્રશ્ન પણ લોકોના મનમાં અવશ્ય ઉઠવો જોઈએ. સમચાર ચેનલોએ પણ આખો દિવસ સજ્જડ બંધના સમાચારો કવર કર્યા છે. પણ તેમા જનતા દ્વારા સ્વયંભૂ બંધ પળાયો હોય તેવી કોઈ ઘટના ધ્યાનમાં આવી નથી. દેશમાં કોઈપણ સમસ્યા ઉભી થાય છે, ત્યારે તેનો રાજકીય પાર્ટીઓને એક જ ઉકેલ દેખાય છે અને તે છે ભારત બંધ. પણ શું ભારત બંધ દરેક સમસ્યાઓનો ઉકેલ છે કે તે પોતે જ એક સમસ્યા છે? સાથે એ પણ વિચારવું પડે કે વિપક્ષ અથવા અન્ય કોઈ સંગઠન ભારત બંધ આપે છે, તો તેને લાગતી સમસ્યાના ઉકેલના રસ્તા સરકાર અને તંત્ર દ્વારા બંધ કરી દેવાથી બંધ આપે છે કે તેઓ પોતાનું જોર પ્રદર્શિત કરવા માટે બંધનું એલાન કરે છે? જો પોતાનું જોર પ્રદર્શિત કરવા માટે બંધ અપાતો હોય તો તે એક ખરાબ સ્થિતિ છે. પરંતુ સરકાર અને તંત્ર ઉપસ્થિત સમસ્યા પર વાત સાંભળવા જ તૈયાર ન હોય અને બંધ અપાતો હોય તો તે ભારત જેવા લોકતંત્ર માટે વિચાર માગી લે તેવી સ્થિતિ છે. કારણ કે લોકતંત્રમાં વાતચીતથી સમસ્યાના સમાધાન માટે અવકાસ રહેલો હોય છે. બંધ વાતચીત દ્વારા દાખલા-દલીલો અને તર્કો-વિતર્કો દ્વારા સમસ્યાના સમાધાનનો રસ્તો ‘બંધ’ દ્વારા બંધ થઈ ગયો હોય તેમ સૂચવે છે. ત્યારે ખરેખર સવાલ એ છે કે બંધ સમસ્યાનું સમાધાન કરી શકે છે કે બંધ પોતે જ એક સમસ્યા છે? કારણ કે બંધથી એક દિવસ કામ રોકાય જાય છે, લોકોને તકલીફ પડે છે. એસોચેમના એક નિવેદન પ્રમાણે, આજે બંધથી 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે બંધથી સમસ્યા પેદા થાય કે એક સમસ્યાના ઉકેલ માટે આપણે નવી સમસ્યા એક દિવસ માટે પેદા કરીએ છીએ? તો લોકશાહીમાં તાનાશાહી વહીવટ ચાલે તે શક્ય નથી. સત્તારૂઢ દળોએ પણ મોંઘવારી જેવી સમસ્યા વખતે તે સમસ્યાના સમાધાન માટે વિપક્ષ અને અન્ય સંગઠનો અને લોકોના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ કરીને કોઈ નિર્ણય લેવા જોઈએ. લોકો પહેલેથી જ આકરી મોંઘવારીથી ત્રસ્ત છે. ત્યારે પેટ્રોલિયમ પદાર્થોના ભાવ જે રીતે વધારી દેવામાં આવ્યા છે, તેનાથી લોકો વધારે ભડકી ઉઠે તે સ્વાભાવિક છે. જો કે લોકોની પ્રતિક્રિયા હજી આવી નથી. ભારત બંધ સ્વરૂપે જે પ્રતિક્રિયા આવી છે તે વિપક્ષી રાજકીય પક્ષોની પ્રતિક્રિયા આવી છે.બીજી બાબત સરકારે અત્યારે મોંઘવારી હોવા છતાં પેટ્રોલિયમ પદાર્થોનો ભાવવધારો કરીને કહેવાતા ‘ક્રાંતિકારી’ પગલાં લઈને એ બતાવી દીધું કે જ્યારે લોકસભાની ચૂંટણી ચાર વર્ષ દૂર હોય અને પોતાના શાસન વાળા માટો રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ન આવતી હોય ત્યારે આવા પગલાં લઈ શકાય છે. આટલા મોટો નિર્ણય લેતાં પહેલા સંસદમાં ચર્ચાની પણ એક પ્રથા પાડવી જોઈએ. પણ આ પ્રથા અમલમાં જ નથી.
સરકાર પોતાને મનફાવે તે પ્રકારે નિર્ણય લઈ લે છે. સરકાર એવા નિર્ણય લે છે કે જેમાં સરકારના ‘પર્ફોરમન્સ’નું હિત રહેલું હોય છે, પરંતુ તેમા પ્રજાહિત ગેરહાજર હોય છે. ભારતના બંધારણના આમુખમાં સમાજવાદ શબ્દ ઘણો સૂચક છે. તે ભારતની સરકારને ‘વેલફેર સ્ટેટ’ બનવાની વાત કરે છે. પરંતુ સરકાર છેલ્લા કેટલાંક સમયથી જે નિર્ણયો કરી રહી છે, તે કલ્યાણકારી સરકારના નિર્ણયો છે? લોકતંત્રમાં ‘ડાયલોગ’નું ઘણું મહત્વ રહેલું છે. પરંતુ ભારતમાં શું આવા ‘ડાયલોગ’ થાય છે ખરાં? સંસદમાં આવી ચર્ચાઓ થાય છે ખરી? જો ભારત બંધ આવી ચર્ચાઓ અને ‘ડાયલોગ’ બાદ લોકહિતમાં બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો ખરેખર ભારત માટે તે મોટા હિત સમાન છે. પરંતુ તેના માટે સરકાર અને વિપક્ષ દેશમાં સમસ્યાઓના સમાધાન માટે ચર્ચા અને ‘ડાયલોગ’નું વાતાવરણ સર્જાય તેના માટે તૈયાર થશે? તેવી વ્યવસ્થા ગોઠવશે?


ડીઝલ હજુય મોંઘું થશે

કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર પેટ્રોલની જેમ ડીઝલના ભાવ પણ સંપૂર્ણપણે અંકુશમુકત કરશે તો ડીઝલના ભાવમાં પણ લિટરદીઠ વધુ રૂ. ૩.૧૪નો વધારો ઝીંકાશે. વડાપ્રધાન મનમોહનસિંઘ સંકેત આપી જ ચૂક્યા છે કે પેટ્રોલની જેમ ડીઝલના ભાવ પણ અંકુશમુકત કરાશે. પેટ્રોપેદાશોના ભાવોને અંકુશમુકત કરવાની કેન્દ્ર સરકારની નીતિએ તો સામાન્ય પ્રજાનો દાટ વાળવા માંડયો છે. આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ પહેલા પેટ્રોલને નિયંત્રણમુકત કરી દીધા પછી કેન્દ્ર સરકાર હવે ડીઝલને પણ છુટું કરી દેવા ધારે છે. તેને લીધે ડીઝલના ભાવ રૂ. ૩.૧૪ જેટલા વધશે. તેમાં સ્થાનિક અને રાજ્ય કરવેરા ઉમેરાતાં પ્રજાએ સાડા ત્રણ-પોણા ચાર રૂપિયાના ભાવે ડીઝલ ખરીદવું પડશે. ગઈ ૨૫મીએ કેન્દ્રીય મંત્રીઓના જુથે પેટ્રોલ-ડીઝલ-કેરોસીન અને રાંધણગેસના ભાવમાં તોતિંગ વધારો કર્યા પછી ડીઝલમાં આ બીજી વારનો ભાવવધારો તોળાઈ રહ્યો છે. તે વખતે ડીઝલમાં રૂ. બે વધારવામાં આવ્યા હતા. હવે ફરીવાર ભાવ વધતાં મોંઘવારીનો માર વધુ વજનથી પ્રજાજનો પર ઝિંકશે. ડીઝલનો ઉપયોગ પરિવહન ક્ષેત્રે સૌથી વધુ થાય છે. એટલે જીવન-જરૂરિયાતની વસ્તુઓના ભાવ આ નવા વધારાથી વધારે ભભૂકશે. એક તરફ વરસાદ ખેંચાયો છે અને ખરીફ પાક અપૂરતા ચોમાસાના કારણે બગડશે એવી દહેશત ઊભી થઈ છે ત્યારે કૃષિઆધારિત ભારતીય અર્થતંત્રનું શું થશે એની ચિંતા ચોમેર પડઘાઈ રહી છે. ડીઝલના ભાવ વધતા શું મોંઘું નહીં થાય એ સવાલ છે. મુસાફરી અને માલપરિવહન મોંઘા થશે. શાકભાજી સહિત તમામ ખાદ્ય અને રોજિંદી વપરાશની વસ્તુઓ મોંઘી થતાં આગામી સમય લોકો માટે ખૂબ જ પડકારરૂપ રહેશે. આવા સમયે કેન્દ્ર સરકાર સાવ નિર્દયી બનીને પૂછડાં પછાડી રહી છે કે બળતણનો ભાવવધારો કોઈ સંજોગોમાં પાછો ખેંચાશે નહીં. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના બિનઆયોજિત ખર્ચા કાબૂમાં લઈ શકાતા નથી અને એની ખાધ વધતી જાય છે તેને ગ્રાહકની કમર પર છોડી દેવાનું પાપ કેન્દ્ર સરકાર કરી રહી છે. પેટ્રોલિયમ પેદાશો પર સબસિડી પાતળી કરી દઈને પ્રજાને મોંઘવારીની યાતનામાં છોડી દેવાઈ રહી છે.
હવે આં.રા. પેરિટી મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવની વધ-ઘટ થયા કરશે. તેમાં સરવાળે નુકસાન તો ગ્રાહકને જ થવાનું છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા સામે દેશભરમાં વિરોધ જાગ્યો છે. વપિક્ષોએ ઈતિહાસમાં પહેલી વાર સંગિઠત બનીને પાંચમી જુલાઈએ ભારત બંધનું એલાન આપ્યું છે. કેન્દ્ર સરકાર પાસે હજુ પણ સમય છે કમસેકમ થયેલો ભાવવધારો પાછો ન ખેંચે કે ઘટાડે નહીં, પણ ડીઝલમાં હજુ પણ થનારો આ ભાવવધારો જો નહીં રોકી શકે તો પ્રજા આ લોકવિરોધી સરકારને કદી માફ નહીં કરે.


થાક દૂર કરવા સંતુલિત જીવન જીવો

જો જીવનનું સંતુલન બગડ્યું અને થાક લાગ્યો તો સમજી લેવું કે બીમારી આવી પહોંચી છે. પછી જો ઊર્જા પાછી મેળવવા માટે આરામ કરવામાં આવી રહ્યો છે તો આવો થાક વરદાન પણ પુરવાર થઈ શકે છે. આજકાલ આપણી જે પ્રકારની જીવનશૈલી છે, તેમાં અસંતુલન ઘણું વધારે છે. સવારે ઊઠવાથી માંડીને રાત્રે ઊંઘવા સુધી શરીરની કેટલીક નિયમિત ક્રિયાઓ હોય છે.
આજનો માણસ તે ભૂલી ગયો છે. ગૌતમ બુદ્ધ ઘણું કામ કરતા હતા, પરંતુ ક્યારેય થાકતા ન હતા. આજે પણ કેટલાય સાધુ-સંતો એટલો જ પરિશ્રમ કરી રહ્યા છે જેટલી એક કોર્પોરેટ જગતની સફળ વ્યક્તિ પરંતુ જ્યારે તેઓ રાત્રે ઊંઘે છે ત્યારે તેઓ નિશ્વિંત થઈને ઊંઘતા હોય છે. બુદ્ધને એક વખત તેમના શિષ્યોએ પૂછ્યું હતું કે તમે થાકતા નથી? બુદ્ધનો જવાબ હતો, જ્યારે હું કશું કરતો જ નથી તો થાકીશ કેવી રીતે. વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગે છે, પરંતુ તેમાં ગૂઢાર્થ છુપાયેલો છે. આધ્યાત્મએ આને સાક્ષીભાવ જણાવ્યો છે. પોતાની જાતને કામ કરતા જોવી. આ તે સ્થિતિ હોય છે જ્યારે શરીર સક્રિય અને મન આરામની સ્થિતિમાં હોય છે. આજે મોટા ભાગના લોકો કસમયે, કારણ વગર થાકી જતા હોય છે, જેનું એક મોટું કારણ અસંતુલિત જીવન છે.
એક હોય છે થાકનો અનુભવ કરવો અને બીજું સ્વાભાવિક થાક લાગવો. જે સમયે તમારી રુચિઓ, ઇચ્છાઓ અને મૂળ સ્વભાવ હળવો થવા લાગે, ચીડિયાપણું આવી જાય તો સમજી લેવું કે આ થાક બીમારી છે. આથી દરરોજ યોગ, પ્રાણાયામ, ધ્યાન ધરો. આ ક્રિયાઓ પોતાના સ્વરૂપમાં જ એક આરામ છે. કરનારી વ્યક્તિ તો કોઈ બીજી છે. આપણે તો ફકત તેના હાથની કઠપૂતળી છીએ. આ ભાવ પણ થાકને દૂર કરશે.

ભારત બંધ રહ્યું હવે મોંઘવારી ઘટશે?

વપિક્ષની એકતા અને બંધની અસર સરકારની આંખ ઉઘાડે તો સારું. મોંઘવારીના વિરોધમાં આખા દેશમાં હડતાળ પડી. વપિક્ષે પ્રથમ વખત મજબૂત એકતાના દર્શન કરાવ્યાં. પણ તે બંધમાં સામેલ થવા પૂરતાં જ. ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી બંધ અંગે વાત કરતી વખતે માયાવતીને ભાંડવાનું ચૂક્યા નહીં.બિહારમાં નરેન્દ્ર મોદીનાં પોસ્ટર જોઈને જનતાદળ યુનાઇટેડના કેટલાક કાર્યકરો લાલ કપડું જોઈને કોઈ આખલો ભડકે તેમ ભડક્યા અને ભાજપ-જેડીયુ સામસામે આવી ગયા. વપિક્ષ જ્યારે એક થતો હોય ત્યારે પણ જનતાદળ યુનાઇટેડ મોદીના પોસ્ટર્સનો વિરોધ કરે તે તો હદ થઈ ગઈ. આવા સમયે તો રાજકારણને કોરાણે મૂકો. જોકે આમ જોવા જઈએ તો ભારત બંધનું એલાન સફળ રહ્યું કહેવાય.આખો દેશ ઠપ થઈ ગયો. વિમાન, રેલ અને રોડ સેવાઓ પણ ખોરવાઈ ગઈ. કોઈ સ્થળે તોડફોડ કરીને પણ બંધ પળાવવામાં આવ્યો. પ્રશ્ન એ છે કે આવા બંધ પળાવવાથી મોંઘવારી ઘટશે? ના, બંધ પળાવવાથી મોંઘવારી નહીં ઘટે પણ આ બંધથી સરકારની આંખ ખૂલે અને ફુગાવો ઘટાડવા તથા ઇંધણની કિંમતો ઓછી કરવા માટેના પગલાં લે તો બંધનો ઉદ્દેશ પૂર્ણ થયો ગણાશે. લોકશાહીમાં શાસકોને સાનમાં સમજાવવા માટે હડતાળ કે બંધ જેવા રસ્તાઓ સ્વીકૃત છે.એક દિવસ બંધ પળાવાથી દેશને કરોડોનું નુકસાન થયું એવી ગણતરી માંડનારાઓનું ગણિત ખોટું નથી હોતું, તેમની સમજ ખોટી હોય છે. જો મોંઘવારી ઓછી ન થાય તો દેશના તમામ નાગરિકોને જે નુકસાન થાય તેની ગણતરી કોઈએ માંડી છે ખરી? નાગરિકના ખિસ્સામાં કેવડાં મોટાં કાણાં પડે તે ગણ્યું છે ખરું? અર્થશાસ્ત્રી વડાપ્રધાન ડૉ. સિંહની નીતિઓ અર્થતંત્ર માટે બેશક સારી હશે પણ સામાન્ય માણસ માટે તો ખર્ચ વધારનારી જ રહી છે.
સરકાર કદાચ એવું માને છે કે રાજકીય પક્ષો થોડો સમય વિરોધ કરીને ઠંડા પડી જશે. સંસદના ચોમાસુ સત્રમાં થોડો કકળાટ થશે અને પછી જનતાને પણ મોંઘવારી કોઠે પડી જશે. સરકાર જો આવું જ વિચારતી હોય તો તે ખાંડ ખાય છે. જનતાની લાઠીમાં અવાજ નથી હોતો. ભારતની પ્રજા નેતાઓ માને છે એટલી તો અબૂધ નથી. એવું જનતાએ વારંવાર સાબિત કરી આપ્યું છે. ડૉ.. સિંહ અને કોંગ્રેસ હજી વધુ એક વખત પરીક્ષા લેવા માગે છે? સતનાં પારખાં ન હોય ડૉ. સિંહ, બહેતર એ રહેશે કે સરકાર તાત્કાલિક મોંઘવારી ઘટાડવા માટે પગલાં લે. નહિતર આ દેશની જનતાને ત્રીજું નેત્ર ખોલતાં પણ આવડે છે.

ભૂતપૂર્વ બેવોચ ગર્લ પામેલા બિગ બ્રધરમાં?
ભૂતપૂર્વ બેવોચ ગર્લ પામેલા એન્ડરસન બિગ બ્રધરના ઘરમાં આવે તેવી શક્યતા છે.પામેલા એન્ડસન પોતાની સેક્સ અપીલને કારણે વિશ્વભરમાં લોકપ્રિય છે. જો પામેલા બિગ બ્રધરમાં ભાગ લે તો તે ઘણી જ સારી વાત ગણાય, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.પામેલા સિવાય ભૂતપૂર્વ મોડલ જેનીસ ડિકીન્સન, અભિનેત્રી બ્રિગેટી પણ બિગ બ્રધરમાં આવે તેવી સંભાવના છે.

‘ધોની માટે અમે પાર્ટીનું આયોજન નથી કર્યુ’

બોલિવૂડ સ્ટાર બિપાશા બાસુએ એ સમાચારોનું ખંડન કર્યુ છે કે, તે અને તેનો પ્રેમી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના લગ્ન અંગેની એક પાર્ટી યોજવાના છે. બિપાશાએ આ અંગે ટ્વિટર પર સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, દરેકને લાગે છે કે, તે અને જ્હોન માહીના માનમાં એક પાર્ટીનું આયોજન કરવાના છે પરંત આ વાત સાચી નથી.જ્હોન અને બિપાશા ધોનીના ખાસ મિત્રો છે. ધોનીએ રવિવારે સાક્ષી રાવત સાથે દેહરાદૂનમાં લગ્ન કર્યા હતા.જ્હોને આ લગ્નમાં હાજરી આપી હતી પરંતુ બિપાશા દિવમાં ફિલ્મ આક્રોશનું શુટિંગ કરી રહી હતી.આ પહેલા ટ્વિટર પર બિપાશાએ ટ્વિટ કર્યુ હતું કે, તે ધોની અને તેની પત્ની સાથે મુંબઈમાં પાર્ટીની મજા માણશે.


સલ્લુ રાષ્ટ્રપ્રમુખ જેવું જીવન જીવી રહ્યો છે

સલમાન હાલમાં શ્રીલંકામાં ફિલ્મ રેડીનું શુટિંગ કરી રહ્યો છે. સુરક્ષાના કારણોસર સલ્લુએ હોટલનો સુટ બદલી નાંખ્યો છે.
ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે કહ્યું હતું કે, સલમાનને નિયમિત સુટને બદલે પ્રેસિડેન્સિયલ સુટ આપવામાં આવ્યો છે. હોટલના પ્રેસિડેન્સિયલમાં સુટમાં સલમાન રહે છે.આ સુટમાં બગીચો, જીમ અને રસોડું છે. આ સિવાય કોમ્પ્યુટર, ઈન્ટરનેટની પણ સગવડ છે. જેથી સલમાન બહારની દુનિયા સાથે સંપર્ક રાખી શકે.સલમાને આઈફા એવોર્ડમાં ભાગ લીધા પછી તે શ્રીલંકાના અનેક સ્થળોની મુલાકાત લઈ રહ્યો છે અને તેને કારણે જ તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે બિગ બી ફસાઈ ગયા!

અમિતાભ બચ્ચન માત્ર બોલિવૂડ ફિલ્મોમાં જ નહિ પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ એટલા જ લોકપ્રિય છે. આ જ કારણથી બિગ બી દક્ષિણના સુપર સ્ટાર મોહન લાલની મલયાલમ ફિલ્મ ખંડહરમાં ગેસ્ટ રોલ કરી રહ્યા છે.ફિલ્મમાં સીનિયર બચ્ચન એક ઉત્તર ભારતીયનું પાત્ર ભજવી રહ્યા છે. જે મલયાલી મહિલા સાથે લગ્ન કરે છે. બિગ બીને કહેવામાં આવ્યું હતું કે, તેઓએ ઉત્તર ભારતીયનું પાત્ર ભજવતાં હોવાથી તેમને મલયાલમ બોલવી પડશે નહિ. આ જ કારણથી બિગ બીએ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી.જો કે ફિલ્મમાં દિગ્દર્શક રવિએ કંઈક અલગ જ પ્લાન બનાવ્યો હતો. જ્યારે સીનિયર બચ્ચન શુટિંગ માટે આવ્યા ત્યારે મોહન લાલે તેમને કહ્યું હતું કે, બિગ બીએ ફિલ્મમાં મલયાલમ બોલવી પડશે.નોંધનીય છે કે, અમિતાભને મલયાલમ આવડતી નથી અને તેને કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ફિલ્મનું શુટિંગ કર્યા બાદ સીનિયર બચ્ચને કહ્યું હતું કે, આ ફિલ્મ થોડી અલગ છે અને આ ફિલ્મમાં મેં ઉત્તર ભારતીયની ભૂમિકા ભજવી છે. જે મલયાલી યુવતી સાથે લગ્ન કરે છે. તેથી જ થોડીઘણી મલયાલમ બોલવી પડે તે જરૂરી છે. જો કે આ ભાષા ઘણી જ અઘરી છે.


બોમન અને ચેન્ગની મસ્તીભરી સવારી

આઈફા એવોર્ડ થોડા સમય પહેલા જ કોલંબોમાં યોજાઈ ગયો. આ સમયે બોમન ઈરાનીએ કોલંબોના સુંદર સ્થળોએ પ્રવાસ કરવાનું નક્કી કર્યુ હતું. બોમન પોતાની સાથે ચેન્ગને પણ લઈ જવાનો છે. બંને જણા બસમાં બેસીને કોલંબો ફરવા નીકળ્યા હતા. બસમાં આ બંનેએ ગીતો પણ ગાયા હતા. આ સિવાય બોમન અને ચેન્ગે ન ગમતી બાબતોની ચર્ચા પણ કરી હતી.બોમન અને ચેન્ગ માટે કોલંબોની સફર યાદગાર રહી હતી..

ટોપલેસ થઈ પેઈન્ટિંગ કરાવ્યું

બિગ બ્રધર હાઉસમાં રોજ રોજ નવા ગતકડાં થતાં રહે છે. હાલમાં આ શોમાં ભાગ લઈ રહેલી બ્રિટિશ અભિનેત્રીઓ પણ પોતાનું શરીર ટીવી પર દેખાડવામાં શરમાઈ ગઈ હતી.તો બીજી બાજુ જર્મનીની ક્રિસ્ટીનાને અંગ પ્રદર્શન કરતાં સહેજ પણ શરમ આવી નહોતી.ક્રિસ્ટીનાએ ટોપલેસ થઈને ગ્રીસનો ઝંડો પેઈન્ટ કરાવ્યો હતો. આ શોમાં ભાગ લેતા સ્પર્ધકોને અઠવાડિક ટાસ્કમાં પોતાના શરીર પર કંઈ જ પહેરવાનું નહોતું.આ જ ટાસ્ક હેઠળ 23 વર્ષીય ક્રિસ્ટીનાએ પોતાના શરીર પર કંઈ જ પહેર્યું નહોતું. તેણે ફક્ત નિપલ ટેપ લગાવી હતી અને સફેદ તથા લીલા રંગની પટ્ટીઓથી પેઈન્ટિંગ કરાવ્યું હતું.

હોલિવૂડની અભિનેત્રી પ્રેમિકાની હાજરીમાં અન્ય યુવતી પર લાઈન મારી અને ઝઘડો થયો


સ્ત્રીઓ હંમેશા પોતાની પતિ કે પ્રેમી પર માલિકીભાવ ધરાવતી હોય છે. આ વાત વિશ્વની કોઈ પણ મહિલનાને લાગુ પડે છે. આવી જ ઘટના હોલિવૂડની અભિનેત્રી સાથે બની હતી.હોલિવૂડની અભિનેત્રી ગૈરી હાલ્લીવેલી અને તેનો પ્રેમી હેન્રી બેકવીથ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો હેન્રી અન્ય યુવતીને ટીકીને જોતા ગૈરીએ ઝઘડો કર્યો હતો.સોમવારના રોજ સેન્ટ ટ્રોપેઝના એક બીચ પર આ બંને રોમેન્ટિક કપલ જઈ રહ્યા હતા. તેઓ બીચ પર ચાલતા ચાલતા વાતો કરી રહ્યા હતા. ત્યારે એક સુંદર યુવતી બ્લેક ફેરારીમાંથી ઉતરતા હેન્રી તેની તરફ આકર્ષાયો હતો. આટલું જ નહિ હેન્રી પાછળ વળી વળીને તે યુવતીને જોયા કરતો હતો. તે યુવતીએ હોટ બીકિની પહેરી હતી.તેની આ પ્રકારની વર્તૂણકને કારણે તેની પ્રેમિકા ગેરી ઉશ્કેરાઈ ગઈ હતી અને બીચ પર જ ઝઘડો કરવા લાગી હતી. 37 વર્ષીય ગેરી જોર જોરથી બૂમો પાડવા લાગી હતી. તેણે હેન્રીને ધક્કો પણ માર્યો હતો.જાહેરમાં આ પ્રકારનો ઝઘડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ઘણાં લોકો ભેગા થઈ ગયા હતા.


જિંદગીનો મુખ્ય હિસ્સો મોબાઈલ...

મોબાઈલ ફોન અમારી જિંદગીનો મુખ્ય હિસ્સો છે. બજારમાં આઈફોન આવ્યાં બાદ મીડિયામાં, વેબસાઈટો પર અને બ્લોગ્સ પર તેની ખૂબ જ ચર્ચા થઈ હતી. આઈફોનની કિંમત વધારે છે આ માટે ભારતમાં તેના કસ્ટમર બહુ જુ ઓછા છે પરંતુ સામાન્ય મોબાઈલ ફોનની વાત કરીએ તો ફોન વગર જિંદગી અધુંરી છે.

કોમિક્સની મજા હવે મોબાઈલ પર!

યુવા પેઢી ઈન્ટરનેટ અને મનોરંજનના અન્ય સાધનોથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે જેનાથી કોમિક્સ પ્રકાશકોએ હવે નવો રસ્તો શોધી લીધો છે. હવે તેમણે નવી પેઢીને આકર્ષિત કરવા માટે મોબાઈલ પર કોમિક્સ ઉપલબ્ધ કરવાનું શરૂ કરી દીધું છે.
કોમિક્સ ઉદ્યોગના જણાવ્યાં અનુસાર બે મુખ્ય કોમિક્સ પ્રકાશક અમર ચિત્ર કથા અને રાજ કોમિક્સ પોતાની મોબાઈલ કોમિક્સના આધારે પ્રતિ મહિને 5 લાખથી 7 લાખ સુધીનો બિઝનેસ કરી રહી છે. ડાયમંડ કોમિક્સ પ્રકાશન પણ જલ્દી આ શ્રેણીમાં સામેલ થાય તેવી સંભાવના છે.અમર ચિત્ર કથાના માર્કેટિંગ મેનેજર ઋષભ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતમાં દરેક જગ્યાએ કોમિક્સ શરૂ કરવા માટે રાહ જોઈ શકાય તેમ નથી કારણ કે આ ભવિષ્ય છે.

રોમૅન્સમાં ફ્રેંચ કિસનું ખુબજ મહત્વ

રોમૅન્સ ની વાત હોય અને તેમાં ફ્રેંચ કિસનો ઉલ્લેખ ન હોય તો જાણે તે અધૂરી હોય તેમ લાગે છે. રોમૅન્સમાં ફ્રેંચ કિસનું સ્થાન ખુબજ મહત્વનું છે અથવા કહો કે તે પ્રેમની અનુભૂતિ કરવા કે પછી કરાવવાનું એક જીવંત માધ્યમ છે.
ફ્રેંચ કિસના આટલા મહત્વ પછી તે જાણવું પણ મહત્વનું છે કે પરફેક્ટ ફ્રેંચ કિસ કઇ રીતે કરવી.ફ્રેંચ કિસ કરવાની રીત જાણવી અઘરી નથી પરંતુ તે પરફેક્ટલી કઇ રીતે કરી કરી શકાય તે બાબત અગત્યની છે. ફ્રેંચ કિસ પોતાના પાર્ટનરને આકર્ષિત કરવાનું એટલું પ્રબળ માધ્યમ છે કે તેનાથી એક સિમ્પલ ડેટથી થયેલી શરૂઆતને પણ લોંગટર્મ રિલેશનશિપમાં બદલી શકાય છે.કિસ કરવાની અનેક સ્ટાઇલોમાંની એક ફ્રેંચ કિસમાં એક પાર્ટનર બીજાને એ રીતે કિસ કરે છે જેમાં એકબીજાની જીભનો સ્પર્શ થાય તેમજ તે એકબીજાના મોમાં પણ પ્રવેશે જેના થકી એકબીજાની સલાઇવ(લાળ) પરસ્પર ભળે છે. આમ, પરફેક્ટ ફ્રેંચ કિસ તેનેજ કહી શકાય જેમાં આટલું ઉંડાણ હોય અને તે ત્યારેજ શક્ય છે જ્યારે બંને પાર્ટનર એકબીજામાં ખોવાઇ ગયા હોય.પ્રાણીઓના વર્તનના અભ્યાસુ તેમજ ઉત્ક્રાંતિવાદી જીવવૈજ્ઞાનિક થિએરી લોદેના મતે કિસ દરમિયાન જીભનું સંપર્કમાં આવવું અતિમહત્વની બાબત છે. આ સંપર્ક દ્વારા બંને પાર્ટનરની લાળનું આદાન-પ્રદાન થવાથી જાતિય આવેગમાં વધારો થાય છે.

ફ્રેંચકિસ કરતી વખતે ત્રણ બાબતો અતિમહત્વની છે.1.લીડ ઇન 2. ધ કિસ 3. આફ્ટરમાથ
1. લીડ ઇન
ફ્રેંચકિસ કરવા દોરી જતી ક્ષણને ધ લીડ ઇન કહેવાય છે. જો આપ ડેટ પર હો તો કિસિંગ સેશનને એન્જોય કરવાનો પ્લાન ડિનર પહેલા ક્યારેય ન કરશો. ડિનર કરતી વખતે આપ પોતાના પાર્ટનરને વધારે સારી રીતે ઓળખી શકશો અને પોતાની પહેલી કિસ ક્યાં કરવી તે સ્થળ પણ સાથે મળીને નક્કી કરી શકશો. તેમજ સીધાજ ફ્રેંચ કિસ પર આવતા પહેલા આપ આપના પાર્ટનરને ગાલ પર, હાથ પર હળવેથી કિસ કરો અને પછી જો તેનો રિસ્પોન્સ પોઝિટિવ લાગે ત્યારબાદજ આગળ વધો.
2.ધ કિસ
ફ્રેંચ કિસમાં સૌથી મહત્વનો ભાગ આપની જીભ ભજવે છે. આ સાથે કિસ કરતી વખતે શ્વાસ લેવો, જીભની મૂવમેન્ટ, હાથની મૂવમેન્ટ પણ અતિ મહત્વનો ભાગ ભજવે છે. યાદ રાખો કે ફિલ્મોમાં જેમ ફ્રેંચ કિસ બતાવાય છે તેની બેઠી નકલ કરવા પ્રયાસ ન કરો કારણકે રિયલ લાઇફમાં રિટેક નથી હોતા. રિલેક્સ થઇને તેમજ પોતાના પાર્ટનરમાં ખોવાઇ જઇને આપ તેને પરફેક્ટ કિસ કરી શકશો તેમજ આપ પોતે અને આપનો પાર્ટનર બંને તેને ફુલિ એન્જોય કરી શકશો.
3. આફ્ટરમાથ
આફ્ટરમાથ એટલુંજ મહત્વનું છે જેટલી મહત્વની કિસ. હોટ અને હેવી કિસિંગ સેશન પછી રિલેક્સ થવા આફ્ટરમાથ જરૂરી છે. આપની કિસથી આપનો પાર્ટનર કેટલો ખુશ છે તે જાણવાનો આ એક અવસર છે. રોમેન્ટિક ઇવનિંગ માણ્યા પછી પાર્ટનર સાથે પ્રેમભરી વાતો કરીને આપ બીજી ડેટ માટે પ્લાન કરી શકો છો.


બેઠાડુ જીવનશૈલીને કારણે બેક પેઇનથી પરેશાન..!!
આજકાલની વ્યસ્ત અને બેઠાડુ જીવનશૈલીને કારણે મોટાભાગના લોકોને કોઇને કોઇ રીતે બેકપેઇનનો સામનો કરવાનો આવે જ છે. જો આપ પણ આ સમસ્યાથી ઘેરાયેલા લોકોમાંથી એક હો અને તેમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હો તો અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેના દ્વારા તમે બેક પેઇનમાંથી રાહત મેળવી શકો છો. બેકપેઇનમાંથી રાહત મેળવવાનો સૌથી સારો રસ્તો છે એક્સર્સાઇઝ. એક્સર્સાઇઝ દ્વારા કમરના મસલ્સમાં રક્તપ્રવાહ સરળ બને છે અને એક્સર્સાઇઝ આપની કમરની બગડતી જતી સ્થિતિમાં સુધારો કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે આપને બેક પેઇન થતો હોય ત્યારે આપ કમરને લગતી હળવી એક્સર્સાઇઝ કરીને તેમાં ખાસ્સી રાહત મેળવી શકો છો. આ એક્સર્સાઇઝમાં ટૂંકા અંતર સુધી ચાલવું, સ્ટ્રેચિંગ, માઇલ્ડ સ્વિમિંગ જેવી એક્સર્સાઇઝ આપ કરી શકો છો. જ્યારે બેકપેઇન થતો હોય ત્યારે આપ ત્યાં શેક કરીને પણ તેનાથી રાહત મેળવી શકો છો. હુંફાળા પાણીની બોતલ અથવા ઇન્ફ્રારેડ લેમ્પથી પણ આપ શેક કરીને દર્દમાંથી ઇન્સટન્ટ રાહત મેળવી શકો છો. ચાના શોખીનો જો કમરદર્દથી પરેશાન હોય તો તેમના માટે તેમાંથી રાહત મેળવવા ખુબ સારો રસ્તો ઉપલબ્ધ છે. આપ આપની એક કપ ચામાં પાંચ મરી, લવિંગ અને એક ગ્રામ જેટલો આદુનો પાવડર ભેળવીને દિવસમાં બે વાર પણ પીશો તો કમરદર્દમાં ખાસ્સી રાહત થશે. બેકપેઇનથી રાહત મેળવવા લસણનો વઘાર કરેલું તેલ પણ અક્સિર ઇલાજ છે. તેને તૈયાર કરવા માટે 60 મિલિ ઓઇલમાં દસ જેટલા લસણનો વઘાર કરવો ત્યારબાદ આ તેલને ઠંડુ પડવા દઇને જો કમર પર મસાજ કરવામાં આવે તો દુખાવામાં ઘણી રાહત મળે છે. બેકપેઇનથી પરેશાન લોકો માટે પુરતો આરામ કરવો પણ અત્યંત જરૂરી છે. ઓછામાં ઓછું બેથી ચાર કલાક કમર સીધી રહે તે રીતે અવશ્ય સુવું જોઇએ.

No comments:

Post a Comment