visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સમગ્ર દેશમાં ચોમાસું, આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી
ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી કૃષિ ક્ષેત્ર માટે અત્યંત મહત્વનું ચોમાસું સમગ્ર દેશમાં બેસી ગયું હોવાથી ડાંગર, સોયાબીન અને કઠોળ જેવા ખરીફ પાકોની વાવણી હવે વધી જશે અને તમામ ખરીફ પાકમાં વધારો થશે. ચોમાસું બેસી ગયું હોવાથી પંજાબ અને હરિયાણામાં બાસમતી અને બાસમતી સિવાયના અન્ય ચોખાની વાવણી વેગ પકડવાની હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.ખરીફ સિઝનમાં ચાર કરોડ હેકટરમાં ડાંગરની વાવણીનું સરકારનું લક્ષ્યાંક છે. જો આ વર્ષે ચોમાસું સારું રહેશે તો ૨૦૧૦-૧૧માં ચોખાનું રેકોર્ડ ૧૦ કરોડ ટન ઉત્પાદન થશે.ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટર એસોસિએશનના પ્રમુખ વિજય સેઠિયાએ જણાવ્યું કે, ચોમાસું બેસવામાં વિલંબ થવાને કારણે પંજાબ અને હરિયાણામાં બાસમતી અને બિનબાસમતી ચોખાની વહેલાં વાવણી થઇ શકી ન હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં એરોમેટિક બાસમતી ચોખાની વ્યાપક વાવણી કરવામાં આવે છે.ભારતીય હવામાન ખાતાના મંગળવારે જારી કરવામાં આવેલા હવામાન બુલેટીનમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમી ચોમાસું મંગળવારે રાજસ્થાનના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે અને સામાન્ય તારીખ કરતાં આશરે ૧૦ દિવસ વહેલા ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધું છે.હવામાન ખાતાએ સમુદ્રકાંઠે આવેલા ગુજરાત, કણૉટક, આન્ધ્રપ્રદેશ, દક્ષિણ ઓરિસા, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં આગામી ૪૮ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.કૃષિ પ્રધાન શરદ પવારે જણાવ્યું કે, અનુમાન મુજબ જો જુલાઇ મહિનામાં પૂરતો વરસાદ પડશે તો છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે ખરીફ પાક હેઠળનો વિસ્તાર વધવાની સંભાવના છે.ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય થવાની સાથે જ પંજાબ, હરિયાણામાં મંગળવારે ભારે વરસાદ નોંધાયો હતો. અંબાલાની આજુબાજુના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતાં લશ્કરને સતર્ક કરાયું હતું. અત્યાર સુધીમાં અહીં ચાર વ્યક્તિનાં મોત થઈ ચૂક્યા છે. પટિયાલા, ચંદીગઢ, રોપાર, કરનાલમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ભારે વરસાદ થવાથી એક ઘર પડી જતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હતી. ગંગા અને યમુના જેવી ઘણી નદીઓમાં પાણી ભયજનક સપાટીએ વહી રહ્યા છે.
સેક્સ માટે પુરૂષ કાંઇ પણ કરી શકે
તાજેતરમાં થયેલા એક સર્વેમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતમાં જાણવા મળ્યું છે કે વાત જ્યારે સેક્સ કરવાની હોય ત્યારે પુરૂષ તેને માટે કાંઇપણ કરી શકે છે. એટલે સુધી કે અમુકવાર પુરૂષ પોતાની જાતિય જરૂરિયાત તૃપ્ત કરવા પોતાનો જીવ જોખમમાં આવી પડે તેવા જોખમ લેતા પણ અચકાતા નથી.બેડ પર પોતાના પાર્ટનરને આકર્ષિત કરવા માટે સૌથી વિચિત્ર કહી શકાય તેવી કઇ હરકત કરી શકો? જો આપ એક મહિલા હો તો કદાચ આપ એક સમયે આ અંગે વિચારવામાં મશગુલ થઇ જશો પરંતુ એટલા સમયમાં આપના મેલ પાર્ટનરે આપને પોતાની તરફ આકર્ષિત કરવા ગમે તેવી ટેકનિક વિચારી લીધી હશે. પુરૂષોના સ્વભાવને લગતી આ બાબત પર પ્રકાશ પાડનારા આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા આ સર્વેના જણાવ્યા અનુસાર ફક્ત સેક્સ કરવા ખાતરજ સ્ત્રીને પોતાના તરફ આકર્ષિત કરવા પુરૂષ ગમે તેવું જોખમ લઇ શકે છે પછી ભલે તેમાં તેના જીવનું જોખમ જ કેમ ન હોય.આ સર્વે પર મિશિગન યુનિવર્સિટીના સભ્ય અને આ સર્વે કરનારા ગ્રુપના મેમ્બર એવા ડેનિયલ ક્રગરના જણાવ્યા અનુસાર,"પુરૂષ મહિલાઓને આકર્ષવા ગમે તેવું જોખમ ખેડવા તૈયાર થઇ જાય છે. તેઓના અર્ધજાગ્રત મનમાં એવો ખ્યાલ પ્રબળ હોય છે કે મહિલાઓ એવા પુરૂષોને વધારે પસંદ કરે છે જે સારામાં સારી વસ્તુઓ આપી શકવા સક્ષમ હોય. અને આ વસ્તુઓ એટલે સ્ટેટસ અને સ્ટફ."મનોવૈજ્ઞાનિકોના મતે,"જોખમ લેવામાં પુરૂષોને એક પ્રકારની થ્રિલનો અનુભવ થાય છે જે તેમને ગમે તે સ્તરનું જોખમ લેવા પ્રેરે છે. પુરૂષોના આવા વર્તનનું કારણ એટલું જ છે કે તેઓ આ પ્રકારની વૃત્તિને એન્જોય કરતા હોય છે જોકે, આ બાબતને તેમના વ્યક્તિત્વ સાથે કોઇ લેવાદેવા નથી હોતી.""પુરૂષોની આ વૃત્તિથી આકર્ષાઇને એકવાર જો કોઇ મહિલા તેમના પ્રેમમાં પડી જાય તે સાથેજ પુરૂષોને તે મહિલાને આકર્ષવામાં જેવી થ્રિલનો અનુભવ થયો હતો તે સમાપ્ત થઇ જાય છે અને તેઓ જેટલી ઝડપથી ફિમેલ પાર્ટનરના પ્રેમમાં પડ્યા હોય તેના કરતાં વધુ ઝડપથી છુટા પડવાના પ્રયાસ શરૂ કરી દે છે."
કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર 'પાવર' કેમ ઓછો કરવા માંગે છે
કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે વડાપ્રધાનને પોતાની જવાબદારીઓનો ભાર ઓછો કરવાની માંગ કરી મંત્રીમંડળમાં ફેરફારની અટકળોને ફરી તેજ કરી દીધી છે. સંસદના ચોમાસું સત્ર પહેલા મંત્રી મંડળમાં ફેરફાર હવે લગભગ નક્કી લાગી રહ્યું છે.
નોંધનીય છે કે શરદ પવારે સોમવારે વડાપ્રધાન ડો. મનમોહન સિંહની મુલાકાત લઇ ફક્ત તેમણે કામનો ભાર ઓછો કરવાનો આગ્રહ જ નહોતો કર્યો પરંતુ આ વાતને જાહેર પણ કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી વડાપ્રધાનને આ આગ્રહ કરી રહ્યા છે અને હવે આઇસીસી અને પોતાની પાર્ટી એનસીપી સાથે જોડાયેલી જવાબદારીઓ માટે વધુ સમય ફાળવવા માંગે છે.પવારના આ પગલાથી રાજકીય આલમમાં જાત-જાતની અટકળો શરૂ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે પવારે મોંઘવારી અંગે વિપક્ષના ભારત બંધને ધ્યાનમાં રાખી આ ચાલ રમી છે, કારણ કે ફરીથી મોંઘવારીના દોષનો ટોપલો તેમના પર ઢોળવાનો પ્રયાસ શરૂ ન થઇ જાય. એક વાત એ પણ છે કે પવાર પોતાના માટે રાજ્યમંત્રીઓની સંખ્યા વધારવા માંગે છે.પરંતુ જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આઇસીસીની જવાબદારીઓ અને મોંઘવારી અંગે આલોચનાને પવારના આ પગલા સાથે કોઇ સંબંધ નથી. આઇસીસીની મોટાભાગની જવાબદારીઓ ઇ-મેલ દ્વારા પતાવી શકાય છે. ખાદ્ય પદાર્થોના ભાવનો ઇન્ડેક્સ પણ નીચે તરફ છે. આવી સ્થિતીમાં આ અટકળોને કોઇ આધાર મળતો નથી.સૂત્રોનું કહેવું છે કે અજીતસિંહ સાથે થયેલી સમજૂતીને ધ્યાનમાં રાખી તેમનો યુપીએ સરકારમાં સમાવેશ નક્કી છે અને બદલામાં તેમણે કોઇ મહત્વનું મંત્રાલય જરૂર માંગ્યું હશે. પવારે વડાપ્રધાનને કરેલા તાજા અનુરોધથી આ સમસ્યા ઉકેલાઇ જવાની શક્યતા છે. જેથી હવે સંભાવના એવી બની રહી છે કે પવાર પાસેથી કૃષિ મંત્રાલય લઇ અજીતસિંહના હવાલે કરી દેવામાં આવશે, તેના બદલામાં એનસીપી કોટામાંથી સ્વતંત્ર પ્રભારીવાળા નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી પ્રફુલ્લ પટેલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે.
લોરિયલ રોકડ કૌભાંડમાં સરકોઝીની સીધી સંડોવણી
ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી સામે લોરિયલ ઉત્તરાધિકારી લિલિયન બેટેનકોર્ટ નાણાકીય કૌભાંડમાં સીધી સંડોવણી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રમુખપદે ચૂંટાતા પહેલાં તેમના ચૂંટણીપ્રચારમાં રોકડા ૧.૫ લાખ યુરો આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, સરકોઝીના એક સાથીદારે આ લેટેસ્ટ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને ફગાવી દીધા છે.
લિલિયન બેટેનકોર્ટ ફ્રાન્સની સૌથીવધુ ધનિક મહિલા છે. સરકોઝી ફ્રાન્સના પ્રમુખપદની ૨૦૧૨માં યોજાનારી ચૂંટણી ફરી લડવા માગે છે ત્યારે તેમની સામે નાણાકીય કૌભાંડમાં સંડોવણીનો મૂકવામાં આવેલો આરોપ તેમના માટે ભારે મુશ્કેલીઓ ઊભી કરે તેવી સંભાવના છે.
ગુજરાતમાં રિલાયન્સનો થર્મલ પાવર પ્લાન તૈયાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતના દરિયાકિનારાની નજીકના વિસ્તારમાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની પૂરી રણનીતિ તૈયાર કરી લીધી છે. કંપની પાવર પ્લાન્ટ લોન્ચ કરવા માટે તૈયાર છે. જેમકે પહેલેથી જ સમાચાર મળી રહ્યા છે કે રિલાયન્સ થર્મલ પાવર સેકટરમાં આવી રહી છે અને તેની અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ બોલી લગાવાનો ઇરાદો પણ છે. હવે તેની પૂરેપૂરી શક્યતા છે. જાણકારોના મતે સૌથી પહેલી કંપની ઓછામાં ઓછો કુલ વીસ હજાર માગાવોટ ક્ષમતાનો પાવર પ્લાન્ચ લગાવાનું વિચારી રહી છે અને દસ વર્ષમાં પોતાની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતા વધારીને 50,000 મેગાવોટ કરવાનો ઇરાદો રાખે છે. કંપનીએ પોતાના પાવર પ્લાન્ટ માટેની જગ્યા પણ મોટાભાગે નક્કી કરી લીધી છે.રિલાયન્સનો પાવર પ્લાન્ટ ગુજરાત અને મહારાષ્ટ્રમાં હશે. અને તેનું લોકેશન મોટાભાગે દરિયાકિનારાની નજીક હશે, જેથી કરીને પોતાના પાવર પ્લાન્ટ માટે આયાતી કોલસાનો ઉપયોગ સરળતાથી કરી શકે. કંપની પોતાના પાવર પ્લાન્ટ માટે ઇન્ડોનેશિયા અને આફ્રિકાથી કોલસાની આયાત કરશે. આફ્રિકાથી કોલસો આયાત કરવાની તૈયારી થઇ ચૂકી છે.જામગરની રિફાઇનરીમાંથી પેટ્રોલિયમ કોકનો ઉપયોગ થશે
કંપની પોતાની જામનગર રિફાઇનરીમાંથી નીકળનાર પેટ્રોલિયમ કોકનો પણ ઉપયોગ કરશે. તેની રિફાઇનરીમાંથઈ મોટી માત્રામાં પેટ્રોલિયમ કોક બાઇપ્રોડક્ટના રૂપમાં નીકળે છે. તેને કોલસા સાથે ભેળવીને પાવર પ્લાન્ટમાં ઉપયોગ કરી શકાય છે.
રિલાયન્સ અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ્સ (યૂએમપીપી) માટે પણ બોલી લગાવી શકે છે. જો કે તે
આઇફોન-4 એ અનોખો રેકોર્ડ બનાવ્યો
એપ્પલનો આઇફોન-4 એક દિવસમાં સૌથી વધુ મોબાઇલ ફોન વેચવાનો તો રેકોર્ડ બનાવી ચૂકી છે, હવે તેની બદોલત વધુ એક અનોખો રેકોર્ડ પણ બનાવી દીધો છે. આ રેકોર્ડ આઇફોનના જૂના મોડલ્સના વેચાણનો છે. ગ્રાહકો પાસેથી જૂના ગેઝેટ ખરીદનાર અમેરિકાની એક ઓનલાઇન કંપની ગૈજલે ડોટ કોમ એ આઇફોનનું પ્રી-બુકિંગ શરૂ થયા બાદ, બે સપ્તાહની વચ્ચે ગ્રાહકો પાસેથી 20,000 જૂના આઇફોન ખરીદ્યા છે.એટલું જ નહિં ઓનલાઇન વેચાણ કરનરા વધુ એક વેબસાઇટ ઇ-બે ડોટ કોમ પર પણ મોટી સંખ્યામાં લોકો આઇફોનના જૂના વર્ઝનની હરાજી કરી રહ્યા છે.જો કે યુરોપ અને અમેરિકામાં આઇફોન-4નો જાદુ લોકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે. એવામાં લોકો આઇફોનના આ નવા વર્ઝનને ખરીદવા માટે પોતાના જૂના આઇફોન વેચવામાં લાગી ગયા છે.
મેચમાં ઉરૂગ્વેને હરાવી નેધરલેન્ડ ફાઈનલમાં
પ્રથમ હાફમાં એક અને બીજા હાફમાં બે શાનદાર ગોલની મદદથી ટીમ ઈન ઓરેન્જ નેધરલેન્ડની ટીમે ઉરૂગ્વેને 3-2થી હરાવીને ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મંગળવારે મોડી રાત્રે ગ્રીન પોઈન્ટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ મિફાઈનલમાં લેટિન અમેરિકાના સપનાને ચકનાચૂર કરતા ડચ ટીમે ઉરૂગ્વેની ટીમને હરાવીને 32 વર્ષ બાદ પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા નેધરલેન્ડ સતત બે વખત 1974 અને 1978માં વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. જો કે તે હજી સુધી એક પણ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. ડચ વાવાઝોડાએ ઉરૂગ્વેને હરાવીને લેટિન અમેરિકાની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતું.સેમિફાઈનલનો પ્રથમ ગોલ નેધરલેન્ડના સુકાનીએ ગિયાવાની બેન બ્રોંકારોસ્ટે નોંધાવ્યો હતો. સુકાનીએ પ્રથમ ગોલ નોંધાવી ઉરૂગ્વેને જણાવી દીધુ હતું કે નેધરલેન્ડની ટીમ ફાઈનલમાં પ્રવેશવા આક્રમક બની છે. બાદમાં 70મી મિનિટમાં ટીમના સુપર સ્નાઈડર તરીકે જાણીતા વેસ્લે સ્નાઈડરે બીજો ગોલ નોંધાવીને ટીમને મજબૂત સ્થિતીમાં મૂકી દીધી હતી. જ્યારે આર્યેન રોબેને 73મી મિનિટમાં નોંધાવેલો ગોલ ટીમ માટે મહત્વનો રહ્યો હતો. જ્યારે ઉરૂગ્વેની ટીમ તરફથી ફરલોને અને મેક્સિમિનો પરેરાએ સંઘર્ષપૂર્ણ ગોલ ફટકાર્યો હતો પરંતુ તે તેની ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં નિષ્ફળ રહ્યો હતો.
ફાઈનલમાં નેધરલેન્ડનો મુકાબલો સ્પેન અને જર્મની વચ્ચે આજે રમાનારી બીજી સેમિફાઈનલના વિજેતા સામે થશે. 11 જુલાઈના રોજ જોહનિસબર્ગના સોકર સિટી સ્ટેડિયમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ રમાશે.ડચ ખેલાડીઓ મેચની શરૂઆતમાં જ વિજેતાના લયમાં જોવા મળ્યા હતા અને ઉરૂગ્વેના મજબૂત સંરક્ષણને તોડવાના સતત પ્રયત્નો કરતા રહ્યા હતા. નેધરલેન્ડ તરફથી ગિયોવાની વાન બ્રોંકોર્સ્ટે મેચની 18મી મિનિટમાં જ લાંબા અંતરથી ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. જેના કારણે લેટિન અમેરિકાની ટીમ દબાણમાં આવી ગઈ હતી.
આશરે 30 મીટરના અંતરથી બ્રોંકોર્સ્ટ દ્વારા ફટકારવામાં આવેલા ગોલને રોકવા માટે ઉરૂગ્વેના ગોલકિપરે મોટી છલાંગ લગાવી હતી પરંતુ તેના હાથમાં છટકીને બોલ ગોલપોસ્ટ સાથે અથડાયો હતો અને ત્યાંથી નેટમાં પહોંચીને ગોલમાં પરિવર્તન પામ્યો હતો. આ સાથે ડચ ટીમ આનંદમાં આવી ગઈ હતી.જો કે ઉરૂગ્વેના સ્ટાટ સ્ટ્રાઈકર ડિએગો ફરલોને હાફટાઈના ચાર મિનિટ પહેલા જ લગભગ તે જ રીતે 30 મીટરના અંતરેથી રોકેટ શોટ વડે ગોલ ફટકારીને વિરોધી ટીમને સણસણતો જવાબ આપ્યો હતો અને મેચને બરાબરી પર લાવીને મેચમાં પુનરાગમન કર્યુ હતું.બીજા હાફમાં મેચનો રોમાંચ ચરમસીમાએ પહોંચી રહ્યો હતો. બન્ને ટીમો માટે પરિસ્થિતી મુશ્કેલ થતી જતી હતી પરંતુ ત્યારે જ ત્રણ મિનિટની અંદર જ સતત બે ગોલ કરીને ડચ ટીમે સંપૂર્ણ રીતે મેચને પોતાના કબ્જામાં કરી લીધી હતા. સ્નેજડરે 70મી મિનિટમાં તો 73મી મિનિટમાં રોબેને ગોલ કરીને ટીમને મજબૂત સ્થિતીમાં મૂકી દીધી હતી.
સુરત શહેર અને દક્ષિણ ગુજરાતે પાણી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે
આવનારાં વર્ષોમાં શહેર અને જિલ્લાના લોકોએ પાણી વલખાં મારવાં પડે તેવા દિવસો આવી શકે તેમ છે. તાપીમાં વહેતા પાણીમાંથી હજીરા ઇન્ડસ્ટ્રીઝ સહિતના અન્ય ઉદ્યોગો દ્વારા તાપીમાંથી કેટલા પ્રમાણમાં પાણી લેવામાં આવી રહ્યું છે તેની ઉપર પણ કોઈ પણ સરકારી ઓથોરિટીનું સુપરવિઝન ન હોવાથી મોકળું મેદાન મળી રહ્યું છે.જેનું કારણ એ છે કે દર પાંચ વર્ષમાં તાપીમાંથી અંદાજે વીસ ટકા કરતાં વધારે પાણીની માંગણી વધી રહી છે. રાઇટ ટુ ઇન્ફ્રોમેશન એક્ટ હેઠળ મેળવવામાં આવેલી અત્યંત ચોંકાવનારી વિગતો મળી છે.ઉકાઈ પરિયોજના વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે થયેલા કરાર અન્વયે ઉકાઈ જળાશયમાં રહેતાં અંદાજે ૧૨૭૫૦ મિલિયન મીટર કયુબ પાણી પૈકી ગુજરાતના ભાગે માત્ર ૫૪૨૦ મિલિયન મીટર કયુબ પાણી વાપરી શકે છે. હાલમાં મહારાષ્ટ્ર અંદાજે ત્રણ હજાર મિલિયન મીટર ક્યુબ પાણીનો વપરાશ કરી રહ્યું છે તેના દ્વારા સંપૂર્ણ ક્ષમતાથી પાણીનો વપરાશ કરવામાં ન આવતાં ગુજરાતને સીધો જ તેનો લાભ મળી રહ્યો છે. આવનારા વર્ષોમાં કરાર અંતર્ગત જો મહારાષ્ટ્ર વપરાશ વધારી દે તો સુરતે પાણી માટે વલખા મારવા પડશે તેમાં મીનમેખ નથી.ભરૂચ-વલસાડ પણ તાપીના પાણીનો ઉપયોગ કરે છેતાપીમાંથી પ્રતિ પાંચ વર્ષની સાયકલ ચકાસીએ તો અંદાજે વીસ ટકા જેટલા પાણીનો વપરાશ વધી રહ્યો હોવાનું આંકડા પરથી જાણી શકાય છે. તાપીના પાણીનો વપરાશ ભરૂચ અને વલસાડના ઉદ્યોગો પણ બેરોકટોકપણે કરી રહ્યાં હોવાનું કહેવાય છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી બની ગયેલી તાપીમાંથી જે રીતે પાણીની ફાળવણી કરવામાં આવી રહી છે, તેના કારણે આવનારા દિવસોમાં ઉદ્યોગોના હરણફાળ વિકાસની સામે સુરત શહેરના અડધાકરોડ લોકોએ પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.વિકલ્પ શોધવો પડશે ઉકાઈ પરિયોજના વખતે મહારાષ્ટ્રને નિયત કરાયેલું પાણી કરતાં તે અંદાજે પચાસ ટકા પાણીનો વપરાશ કરી રહ્યું છે. હાલમાં મહારાષ્ટ્રમાં તાપીના તટીય વિસ્તારોમાં જે રીતે ઉદ્યોગોનો વિકાસ વધી રહ્યો છે તે જોતા આવતા દિવસોમાં સુરત શહેર અને દક્ષિણ ગુજરાતે પાણી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે તેમાં મીનમેખ નથી. તાપીમાંથી કેટલું પાણી લેવાય છે તેની પર ડોગવોચ રાખવી જરૂરી છે.
રાજકોટ: શાકમાર્કેટ અને પીરછલ્લા વિસ્તારમાં ઓપરેશન ડિમોલશિન
મહાપાલિકાના દબાણ હટાવ સેલે આજથી ઓપરેશન ડિમોલીશન શરૂ કરતા શાકમાર્કેટ, પિરછલ્લા, હવેલીવાળી શેરી સહિતના ગીચ વિસ્તારોમાંથી ટ્રાફિકને અડચણરૂપ ત્રણ ટ્રક ભરી સામાન કબજે કરતા દબાણકર્તા વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ હતી.મ્યુ.કમિશનર તરીકે ગઈકાલે એ.એસ. પટેલે ચાર્જ સંભાળ્યાના બીજા જ દિવસે મહાપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ દબાણ હટાવ વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસથી શહેરની મુખ્ય બજારોમાં રાઉન્ડ લઈ લારી અને શાકભાજીવાળાને દિવાલને અડીને રહેવા તેમજ બાકડાઓ-ટેબલ હટાવી લેવા અવાર-નવાર સૂચનાઓ આપી હતી.તેમ છતાં નહીં હટાવાતા આજે સવારથી દબાણ હટાવ વિભાગની ટીમે પથિકાશ્રમથી શાકમાર્કેટના મુખ્ય દરવાજા સુધી ટ્રાફિકને અડચણકર્તા શાકભાજીની લારીઓ, પથરણાવાળાઓનો બે ટ્રક ભરી સામાન જપ્ત કયોઁ હતો. ત્યારબાદ પીરછલ્લા શેરી અને હવેલીવાળી શેરીમાં દુકાનની બહાર કાઢેલા પાટીયા, બેનર, ટેબલ, બહાર લટકાડેલી ચજિવસ્તુઓ પણ કબ્જે કરી હતી તેમજ દુકાન બહારના ઓટલા તોડી પાડ્યા હતા. અને એંગલો તોડી નાંખી હતી. જે દરમિયાન સામાન લઈ ભાગવા જતા વેપારી સાથે દબાણો હટાવના સ્ટાફને ચકમક જરી હતી.પરંતુ પીરછલ્લા શેરીમાં સોની અને હોઝીયરી એસોસિએશન તેમજ હવેલીવાળી શેરી વેપારી એસો. દ્વારા વેપારીઓ ટ્રાફિકને અડચણો થાય તેમ સામાન નહીં રાખેની મહાપાલિકાને ખાત્રી આપી હતી. અને તે સંદર્ભે એસોસિએશન ઠરાવ કરી તમામ વેપારીઓને સૂચના આપશે. તેમજ જો પાલન નહીં કરે તો મહાપાલિકાને જાણ કરવાના વચનથી પણ બંધાયા હતા.તેમજ આગામી દિવસોમાં રથયાત્રાના રૂટ પર પણ દબાણકર્તાઓ પર દબાણ હટાવ સેલ ત્રાટકવાનું હોવાનું જાણવા મળેલ છે.
કરબટીયામાં વાઘ દેખાયાની ચર્ચા
સીમમાં આવેલા માધવ ફાર્મમાં વાઘ દેખાયાનો ખેડૂતોનો દાવો કોઇ જંગલી પ્રાણી હોય એવું લાગી રહ્યું છે. વાવ તાલુકાના તીર્થગામે આતંક મચાવનાર દપિડાની ઘટના હજુ તાજી છે ત્યાં વડનગર તાલુકાના કરબટીયા ગામે મંગળવારે સવારે વાઘ આવ્યો હોવાની વાતે આ પંથકમાં ચર્ચાઓ જગાવી છે. ગામની સીમમાં આવેલા માધવ ફાર્મમાં વાઘ આવ્યો હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે તો બીજી બાજુ આ વાઘ નહીં પરંતુ અન્ય કોઇ જંગલી પ્રાણી હોવાનું વન ખાતું જણાવી રહ્યું છે.બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તીર્થ ગામે રવિવારે આતંક મચાવી દસેક વ્યક્તિઓને ઇજા પહોંચાડનાર દપિડાને છેવટે લોકોએ ઠાર કર્યાના ત્રણ દિવસ બાદ વડનગર પંથકના કરબટીયા ગામે વાઘ આવ્યો હોવાની ઘટનાએ ભય ફેલાવ્યો છે. ગામની સીમમાં આવેલા વડનગર પાલિકાના માજી પ્રમુખ પટેલ માધવલાલ ઇશ્વરલાલના માધવ ફાર્મમાં મંગળવારે સવારે સાત વાગ્યાના અરસામાં વાઘ દેખાયો હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે.વીસેક મીટરના અંતરેથી વાઘ જોયો હોવાનો દાવો કરતા ખેડૂત ભોપાભાઇ જણાવે છે કે, મંગળવારે સવારે અમે ખેતરમાં હતા ત્યારે શિયાળ જેવા પ્રાણીઓનો અવાજ આવતાં અમે બે ખેડૂતો ખેતરમાં બનાવેલી ખેત તલાવડી તરફ આવ્યા હતા. જ્યાં લીમડાના ઝાડ નીચે વાઘ બેઠો જોઇ અમારા હોશકોશ ઉડી ગયા હતા અને અમે જીવ બચાવી અન્ય ખેડૂતોને બોલવી લાવવા ભાગ્યા હતા.જોકે થોડા સમય બાદ ફરીથી ત્યાં જતાં વાઘ ત્યાં જણાયો ન હતો. જોકે એના પગલાં ત્યાં દેખાતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, વાઘ આવ્યો વાતોને પગલે ગામમાં કુતુહલ સાથે ભયની લાગણી ફેલાઇ છે.જંગલી પ્રાણી હોઇ શકે.વડનગર આર.એફ.ઓ. એન.એસ.પરમારે આ અંગે જણાવ્યું હતું કે, વાઘ દેખાયોની ઘટનાને પગલે વન ખાતાની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પ્રાણીના પગલાની છાપ સહિતના નમુના એકઠા કર્યા છે. જે પરથી જોતાં વાઘની શક્યતાઓ નથી લાગતું પરંતુ કોઇ અન્ય જંગલી પ્રાણી હોવાનું જણાય છે.
સાબરમતીના દૂષિત નીરે દાટ વાળ્યો!
પ્રદૂષણનું કલંક - ખંભાત અખાતમાં નદીના વહેણમાં ઉપરવાસના વરસાદી પાણી સાથે ઔધ્યોગિક વસાહતમાંથી રંગ, રસાયણનો જોખમી કચરો ધસી આવ્યો.ખંભાત-તારાપુરમાં નદીકાંઠાની ૧૮૦૦ એકરથી વધુ કૃષિલક્ષી જમીનને નુકસાન ખાડીમાં મૃત માછલાં, કાચબાં સહિત અન્ય જળચરનો ઢગ ખડકાતાં તીવ્ર દૂગઁધ.ખંભાતના અખાતને મળતી સાબરમતી નદીમાં ૧૨ માસમાંથી ચોમાસા સિવાય આઠ મહિના સતત રાજ્યના પ્રદૂષણ બોર્ડની રહેમનજર તળે ઉપરવાસમાંથી કેમિકલયુકત દુર્ગંધ મારતું પ્રદૂષિત પાણી વહે છે.ચોમાસાના પ્રારંભમાં તાજેતરના વરસાદથી ઉપરવાસમાંથી પાણીની આવક થતાં દૂષિત પાણીનાં થાડાઅંશે જળસ્તર વધતાં ખંભાત-તારાપુર તાલુકાના ૧૬ જેટલા ગામોની નદીકાંઠાની ૧૮૦૦ એકરથી વધુ ખેડૂતો માટે કિંમતી જણસ જેવી કૃષિલક્ષી જમીનને વ્યાપક નુકશાન થયું છે. રંગ-રસાયણયુકત દૂષિત પાણીને પગલે ગાણોલ, પીસાવાડા તથા ગાણેહરમાં ૧૯ જેટલા પશુઓના મોત થયા હોઈ પશુપાલકો તથા ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે.ખંભાત-તારાપુરના ભાલ પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જળસ્તર વધતાં આ દુષિત પાણીથી બોર કૂવાઓને પણ માઠી અસર થતાં રÃઝા, નભોઈ, અસામલી, તૈયબપુરા, પાલ્લા, જાફરગંજ, મોટાકલોદરા, નભોઈ, ખડા, પચેગામ, ફતેપુરા, ગલિયાણામાં હાલ ચોમાસામાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે.આ અંગે ખડા હાઈસ્કૂલના આચાર્ય બિપીનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાલ પંથકના ૧૬ ગામોમાં સાબરમતીના દુષિત પાણીને પગલે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. બોર કૂવાઓમાં પણ દૂષિત તથા ર૯૦૦થી વધુ ટીડીએસ ધરાવતું પાણી આવતું હોઈ હાલ સ્થિતિ કફોડી બની છે.નદીમાં ખુલ્લેઆમ છોડી દેવાતાં કેમિકલયુકત પાણીને રાજ્ય સરકાર સહિત અન્ય સત્તાધીશો દ્વારા યુધ્ધના ધોરણે બંધ કરવામાં નહીં આવે તો પંથકની ફળદ્રુપ જમીનો બિનખેતીલાયક બની જશે.હાલમાં દૂષિત પાણીને પગલે વડગામ દરિયાઈ ખાડી વિસ્તારમાં અસંખ્ય જળચર જીવોના મૃત્યુ થવા પામ્યા છે. તેમાંય તીવ્ર દુર્ગંધયુકત કાળા રંગના ઓઇલ જેવા પાણીને કારણે મોટી સંખ્યામાં માછલી, કાચબા, દેડકા, કરચલા તથા દરિયાઈ સર્પના મૃત્યુ થવા પામ્યા છે. માછીમારી પ્રવૃતિ સાથે સંકળાયેલા નાથુભાઈ ખારવાના જણાવ્યા મુજબ પાણીની આવક વધતાં ખાડીમાં બે ભાગ પડી ગયા હતા.
ઓસ્ટ્રેલિયા: સેક્સ માટે વેબનો સહારો
ઓસ્ટ્રેલિયાના એક વર્તમાનપત્રએ જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં ગૂગલ પર સૌથી વધારે સર્ચ થતો કોઈ પ્રશ્ન હોય તો તે "how to have sex" છે.વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગૂગલ પર સૌથી વધૂ પ્રશ્નો પ્રેમ બાબતે વિવિધ સલાહ માગતા પૂછવામાં આવ્યા હતાં. તો કિસ કેવી રીતે કરવી તે પ્રશ્ન સેક્સ પછી બીજા ક્રમે રહ્યો હતો.આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની યુવતીઓ દ્વારા કોઈ યુવકને ગમે તેવું બનવા માટે શું કરવું તેવા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતાં. તો મહિલાઓને કેવી રીતે બહાર લઈ જવી તેવા પ્રશ્નો પુરુષો દ્વારા પૂછવામાં આવ્યા હતાં.નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે શરમાળ પ્રકૃતિના યુવક અને યુવતીએ હવે સેક્સ બાબતની સલાહ લેવા માટે પોતાના મિત્રોની બદલે ઈન્ટરનેટનો સહારો લઈ રહ્યા છે. તો ગર્ભવતી કેવી રીતે બનવું તે પ્રશ્ન મોસ્ટ પોપ્યુલર સર્ચમાં 17માં સ્થાને રહ્યો હતો.ટોપ સર્ચમાં ફક્ત સેક્સ અંગેના જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં એવું નથી. સેક્સ ઉપરાંત વજન કેવી રીતે ગુમાવવું, સિક્સ પેક્સ એબ્સ કેવી રીતે કરવા વગેરે પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતાં.
નોકરીના નામે આવતા ઈમેલથી સાવધાન
પહેલા લોટરીના નામે અને હવે નોકરી અપાવવાના નામે આવતા ઈમેલથી છેતરપીંડી થવાની ઘટનાઓ સામે આવી છે.
આ છેતરપીંડીના ‘રેકેટ’માં લોકોને પ્રખ્યાત કંપનીયો, જેવી કે વીડિયોકોન વગેરે તરફથી નોકરી માટે ઈન્ટરવ્યૂ મેલ મળતા હોય છે. જેમાં આવવા જવા માટે એર ટિકીટ તેમજ ઊંચા પગારનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે.જો તમે આ મેલનો રિપ્લાઈ આપો છો તો કંપની તમને એક બેંક એકાઉન્ટમાં ઈન્ટરવ્યૂ ફી સ્વરૂપે કેટલાક રૂપિયા જમા કરાવવા કહે છે.જો આપને પણ કોઈ આવા પ્રકારનો મેલ આવે તો સચેત રહેજો અને તેનો કોઈ રિપ્લાઈ ન આપો. એ વાતનું ધ્યાન રાખજો કે કોઈપણ કંપની ઈન્ટરવ્યૂ માટે નાણા વસૂલતી નથી. તેમજ મોટી કંપનીના નામે આ પ્રકારનો મેલ મળવો એ પણ એક મોટી ઓનલાઈન છેતરપીંડી છે.
શ્રીનગરમાં કર્ફ્યુ યથાવત
શ્રીનગરમાં મંગળવારની તણાવપૂર્ણ સ્થિતિને કારણે બુધવારે પણ અનિશ્ચિતકાલિન કર્ફ્યુ ચાલુ રખાયો છે. પ્રદેશ પ્રશાસનની મદદ માટે સેનાને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરના બટમાલુ અને માઇસુલા વિસ્તારમાં મંગળવારે હિંસક પ્રદર્શન પછી આખાય શહેરમાં લશ્કર ગોઠવી દેવામાં આવ્યું હતું.દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પમ્પોર, પુલવામા અને કુલગામ ઉપરાંત ઉત્તર કાશ્મીરના કુપવાડા અને બાંદીપોરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. સોપોર અને બારામુલામાં પણ કર્ફ્યુ યથાવત છે. બંને શહેરોમાં સેનાએ ફ્લેગ માર્ચ પણ કર્યું હતું.સરકારી સુત્રોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ દળ ઉપલબ્ધ ન હોવાને કારણે શ્રીનગરમાં મંગળવારે મોડી રાત્રે સેનાને તૈનાત કરવામાં આવી હતી. હાલમાં પોલીસના મોટાભાગના જવાન અમરનાથ યાત્રા અને આતંકવાદ-નિરોધક અભિયાનમાં લાગેલા હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ સચિવ એસએસ કપૂરે કાયદો-વ્યવસ્થાના પાલન માટે સેનાની મદદ માંગી હતી.
પવારનો બોજ હળવો કરવા કેબિનેટમાં ફેરફારની કવાયત
ટેલિકોમ મંત્રી એ. રાજાને પડતા મુકાય તેવી વકી, થરૂરનું પદ પણ ખાલી છે, સંસદના ચોમાસું સત્ર પહેલાં જ ગંજીપો ચીપાશે
કૃષિમંત્રી શરદ પવારે વડાપ્રધાન મનમોહનસિંઘને મળીને તેમનો બોજ હળવો કરવા માટે કરેલી વિનંતીને પગલે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ કેબિનેટમાં ફેરફાર અંગે મંગળવારે ચર્ચા શરૂ કરી દીધી છે. સંસદના ચોમાસું સત્ર પહેલાં જ કેબિનેટનું વિસ્તરણ કરે તેવી શક્યતા છે.૨૬મી જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસું સત્ર આડે હવે માત્ર ૧૫ દિવસ બાકી છે ત્યારે વડાપ્રધાન તેમના મંત્રીમંડળમાં કેટલાક નવા ચૂંટાયેલા સાંસદોને મંત્રી બનાવે તેવી શક્યતા છે, જેથી તેઓ સંસદની કામગીરીથી પરિચિત થાય.૭૦ વર્ષીય શરદ પવારના મંત્રાલયમાં ત્રણ પોર્ટફોલિયો માટે હાલ એક જ રાજ્યમંત્રી છે. તેમાં વળી પવાર આઈસીસીના પ્રમુખ બની ગયા છે અને તેમણે વડાપ્રધાનને ‘તેમનો બોજ હળવો કરવાની’ વિનંતી પણ કરી નાખી છે. આ ઉપરાંત વિપક્ષોએ પણ તેમના પર આક્ષેપ કર્યો છે કે પવારને દેશના ખેડૂતો અને મોંઘવારીને બદલે ક્રિકેટમાં જ રસ છે. કેબિનેટની પુનર્રચનામાં પવાર કૃષિમંત્રાલયનો હવાલો જાળવી રાખશે, પરંતુ ખાદ્યમંત્રાલય, જાહેર વિતરણ અને ઉપભોકતા બાબતોનું મંત્રાલય એ તમામ તેમણે ગુમાવવા પડશે તેમ જણાય છે. આ મંત્રાલય કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતા છે, કારણ કે એનસીપીમાં તે સંભાળી શકે તેવું કોઈ નથી.બીજી તરફ વિપક્ષો ટેલિકોમ મંત્રી એ. રાજા પર ટુ-જી સ્પેકટ્રમ લાઈસિન્સંગમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને તેમના રાજીનામાની સતત માગણી કરી રહ્યા છે. આથી રાજાને ટેલિકોમ મંત્રીપદેથી પડતા મુકાય તેવી શક્યતા વધારે જણાય છે. એવા પણ અહેવાલ છે કે ઉત્તરપ્રદેશના આરએલડીના નેતા અજિતસિંહને કેબિનેટમાં સ્થાન અપાશે. કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં જાટ સમુદાયમાં તેનું વર્ચસ્વ ઊભું કરવા માગે છે, જેને પગલે આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.વિદેશ મંત્રાલયમાં શશી થરૂરના રાજીનામા પછી તેમનું સ્થાન ખાલી છે. ગત એપ્રિલમાં આઈપીએલના વિવાદને પગલે ભારે દબાણને કારણે થરૂરે રાજીનામું આપી દીધું હતું.આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ગઈકાલે સોમવારે લોકજનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનને તેમના ૬૪મા જન્મદિવસે ફોન કરીને અભિનંદન આપ્યા તેના પરથી તેમને પણ કેબિનેટમાં સમાવી લેવાય તેવી સંભાવના છે. જોકે પાસવાનના નિકટનાં સૂત્રોએ આવી શક્યતા નકારી કાઢી છે.
શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ
ગાલે ખાતે 18 જુલાઇથી ભારત સામે શરૂ થતી પહેલી ટેસ્ટ બાદ મુરલીધરન ક્રિકેટને અલવિદા કહેશે.ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ મુરલીધરનના નામે છે. તેણે અત્યાર સુધીમાં 792 વિકેટ ઝડપી છે. જ્યારે વન-ડેમાં તેણે 515 વિકેટ મેળવી છે. તે અત્યાર સુધીમાં 337 વન-ડે અને 132 ટેસ્ટ રમી ચૂક્યો છે.આ પહેલા મુરલીધરને 2010માં યોજાનારા વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ તેણે અચાનક સંન્યાસ લેવાની વાત કહી લાખો ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે.
ફોક્સવેગાન મારૂતિ સુઝુકી ઇન્ડિયાની સાથે મળીને કાર બનાવશે
જર્મન કાર કંપની ફોક્સવેગાને મારૂતિ સુઝુકી ઇન્ડિયાની સાથે મળીને કાર વિકસિત કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ગયા વર્ષે સુઝુકી મોટર કોર્પમાં 19.9 ટકા હિસ્સો 2.5 અરબ ડોલરમાં ખરીદનાર ફોક્સવેગાને કહ્યું કે બંને કંપનીઓ બજારમાં સામંજસ્ય સ્થાપિત કરવા માટે પોત-પોતાની રીતે ધારણાઓને મૂલ્યાંકન કરી રહી છે.ફોક્સવેગાનના પ્રબંધન બોર્ડના સભ્ય ક્રિસ્ટિયન ક્લિંગરે કહ્યું કે કેટલાંક પ્રોજેક્ટો ભારતીય બજારમાં શરૂ થશે. તેની અમારે રાહ જોવી પડશે. મારૂતિ સુઝુકી સાથે મળીને કાર વિક્સિત કરે તેવી શક્યતા છે તેના જવાબમાં તેમણે કહ્યું કે ચોક્કસ સાથે મળીને કાર વિક્સિત કરવાની શક્યતા છે, પરંતુ હું આ અંગેની પુષ્ટિ કરી શકું નહિં.તેમણે કહ્યું કે સુઝુકીની સાથે ફોક્સવેગાનની વૈશ્વિક ભાગીદારીમાં ભારતીય બજાર એક અગત્યની ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું કે ફોક્સવેગન અને સુઝુકીની વચ્ચે ભાગીદારી એક-બીજાની તાકાતનો લાભ ઉઠાવવા માટે છે. સુઝુકી ભારત અને જાપાન સહિત એશિયન બજારમાં બહુ મજબૂત સ્થિતિમાં છે. તે નાની કાર બનાવે છે. કેટલીય કંપનીઓ નાની કાર બનાવે છે, પરંતુ તેઓ પૈસા બનાવતી નથી.
ગાયિકા જેસિકાનો પાંચમો પ્રેમી
ગાયિકા જેસિકા સિમ્પસન પોતાના પ્રેમીને છોડીને નવો પ્રેમી એરિક જોનસન સાથે ડેટિંગ કરી રહી છે.એરિક ભૂતપૂર્વ ફૂટબોલ પ્લેયર છે. જેસિકાએ પોતાના પૂર્વ પ્રેમી રોમોને છોડ્યા બાદ તેને એકલતા સાલતી હતી. આ દરમિયાન તે એરિકની નિકટ આવી હતી.વર્ષ 2006માં સ્ટાર નિક લેકે સાથે છૂટાછેડા લીધા બાદ જેસિકા અત્યાર સુધીમાં ચાર પ્રેમીઓ બદલી ચૂકી છે. તો જોનસને પણ પોતાની પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી કર્યુ છે.
અમિતાભ બચ્ચન દગાખોર છે?
અમિતાભ બચ્ચનના દૌલતપુરા કેસની સુનાવણી 14 જુલાઈના રોજ થવાની છે. 2 જુલાઈના રોજ દૌલતપુરાના ગ્રામપ્રધાન રાજ કુમારીએ કોર્ટમાં અરજી કરી હતી.જૂન 11ના રોજ એડિશનલ ચિફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટના કોર્ટની વિરોધમાં રાજકુમારીએ અર્જી કરી હતી.હવે, કોર્ટ 14 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે. રાજકુમારીએ દૌલતપુરા ગામની જમીનને લઈને અમિતાભ સહિત આઠ લોકો સામે છેતરપીંડિનો કેસ કર્યો છે.અમિતાભ બચ્ચન દૌલતપુરામાં ઐશ્વર્યા રાય બચ્ચનના નામથી એક કોલેજ શરૂ કરવાના હતા પરંતુ હજી સુધી અમિતાભે કોલેજ માટેની જમીન ગ્રામસભાને આપી નથી.
કોલોનોપ્સી 32000 જીંદગીને બચાવી શકે
અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર જો 50 વર્ષથી ઉપરની વય ધરાવતા લોકો નિયમિત ધોરણે કોલક્ટલ કેન્સર (આંતરડાનું કેન્સર)નો જરૂરિયાત મુજબ ટેસ્ટ કરાવે તો દરવર્ષે 32000 જીંદગીઓને બચાવી શકાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ફેફસાના કેન્સર પછી આંતરડાનું કેન્સર સૌથી વધુ લોકોનો ભોગ લે છે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લાખો અમેરિકનોને હજૂપણ આ ટેસ્ટ માટે સલાહ આપવામાં આવતી નથી.આ રિપોર્ટ બહાર પાડનારી સંસ્થાના ડિરેક્ટર થોમસ ફ્રિડમેનના જણાવ્યા અનુસાર,"આશ્ચર્યજનક રીતે આ ટેસ્ટ કરાવવાની જેને જરૂર છે તેવા દર ત્રણમાંથી એક વ્યક્તિએ આ ટેસ્ટ કરાવવો જોઇતો હતો પરંતુ તેમ નથી થઇ રહ્યું અને અને આ દર બ્લેક લોકોમાં વધુ ઉંચો છે."ફ્રિડમેને જણાવ્યું હતું કે,"મેમોગ્રાફીને કારણે હાલમાં દરવર્ષે 12000 લોકોના જીવ બચાવી શકાય છે અને જો 50 વર્ષથી વધુની વય ધરાવતા લોકો કોલરેક્ટલ કેન્સરને લગતો ટેસ્ટ નિયમિત રીતે કરાવે તો વધુ 32000 જીંદગીઓ બચાવી શકાય તેમ છે."
દ.આફ્રિકા: સેલફોન ચાર્જ કરશે ફૂટબોલ
દ.આફ્રિકામાં ચાલી રહેલી ફિફા વર્લ્ડકપ દરમિયાન એક એવા ફૂટબોલનું પરીક્ષણ કરાશે જેને હલાવવાથી સેલફોન ચાર્જ થઈ જશે. આ ફૂટબોલને હાવર્ડ યુનિવર્સિટીની ચાર મહિલા સંશોધનકર્તાઓએ બનાવ્યો છે. તેને એક ટોર્ચની અંદર બનાવાયો છે. ટોર્ચને હલાવતા મેગ્નેટિક ફૂટબોલ એક કોઈલમાં થઈને પસાર થાય છે. તેનાથી વીજળી પેદા થાય છે અને ટોર્ચ ચાલુ થઈ જાય છે.ટોર્ચને ૧૫ મિનિટ સુધી હલાવતા એટલી વીજળી બની જાય છે કે જેનાથી આ એલઈડી ટોર્ચ ત્રણ કલાક સુધી ચાલે છે. ટોર્ચમાં ફિટ કરવામાં આવેલા સોકેટથી મોબાઈલ ફોન પણ ચાર્જ કરી શકાય છે. આ ટોર્ચને આ વર્ષના અંત સુધીમાં બજારમાં રજૂ કરાશે.
ભૂકંપની ચેતવણી આપશે ઉપકરણ
ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ એક એવો કમ્પ્યૂટર પ્રોગ્રામ બનાવ્યો છે, જે જમીનની નીચેના ભૂકંપનીય તરંગોને પકડીને સચોટ ભવિષ્યવાણી કરે છે. આ સોફ્ટવેરથી સજજ કમ્પ્યૂટરને કોઈ એક ભૂકંપીય કેન્દ્ર સાથે જોડવાથી ૨૦૦ મીટરના દાયરામાં ભૂકંપની સમય કરતાં પહેલાં સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે.આ ઉપકરણ ઓછી તીવ્રતાના ભૂકંપો અને ત્યાર બાદ આવનાર આફ્ટરશોકને માપી શકે છે. સોફ્ટવેર તૈયાર કરનારા કેનબરા યુનિવર્સિટીના ડેવિડ રોબિનસને જણાવ્યું કે આ ઉપકરણથી તેવા ક્ષેત્રોની ભૂકંપનીય ગતિવિધિઓનો અંદાજ લગાવી શકાય છે જ્યાં વર્ષોથી ભૂકંપ નથી આવ્યો.
પોતાના કરતાં બમણું વજન ઊંચક્યું
૧૨ વર્ષનો એક છોકરો તેના પોતાના વજન કરતાં બે ગણું વજન ઊંચકી શકે છે, જે તેને વિશ્વનો સૌથી શક્તિશાળી છોકરો બનાવે છે.૫ ફીટ ૭ ઇંચની ઊંચાઈ અને ૧૦.૫ સ્ટોનનું વજન ધરાવતા કાયલ કેનીએ ૧૪૦ કિગ્રાનું વજન ઊંચકીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. કાયલના વતન કોવેન્ટ્રીમાં યોજાયેલી ચેરિટી બોડીબિલ્ડિંગ ઇવેન્ટમાં તેણે પોતાની ઉંમર માટેનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.કાયલે નવ વર્ષની ઉંમરે કીકબોક્સિંગમાં બ્લેક બેલ્ટ મેળવ્યો હતો અને માત્ર ૧૦ વર્ષની ઉંમરે વેઇટલિફિંટગ શરૂ કર્યું હતું. વિખ્યાત બોડીબિલ્ડર અને હોલિવૂડના સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ત્ઝેનેગર પરથી તેનું હુલામણું નામ ‘લિટલ આર્ની’ પાડવામાં આવ્યું છે. તે સપ્તાહમાં ચાર વખત જિમ્નેશિયમમાં ટ્રેનિંગ લે છે. તે ઓલિમ્પિક વેઇટલિફટર બનીને બ્રિટન માટે સુવર્ણચંદ્રક જીતવા માગે છે.
કારનો રંગ કાળો છે તો બદલી નાખો
જો તમારી ગાડીનો રંગ કાળો, ભૂરો કે સફેદ છે તો તેને ઝડપથી બદલી નાખો! કારણ કે ચોરોના લિસ્ટમાં આ રંગની ગાડીઓ સૌથી મોખરે છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં સલાહ આપવામાં આવી છે કે ચોરોથી બચવા માટે તમારી ગાડીને અસામાન્ય પ્રકારના ચમકદાર રંગથી રંગાવી નાખો.વોક્સ બેન વોલાર્ડને નેધલેન્ડમાં નિરિક્ષણ કરતા માલુમ પડ્યું હતું કે વિદ્યાર્થીઓએ પોતાની સાઈકલોને ચોરોથી બચાવવા માટે ગુલાબી અને પીળા રંગથી રંગાવી નાખી હતી. આ જ રંગનો ઉપયોગ ગાડી પર કરવામાં આવતા વોલાર્ડને માલુમ પડ્યું હતું કે કારના રંગનો પ્રભાવ ચોર પર પડી રહ્યો છે. વોલાર્ડના જણાવ્યા પ્રમાણે ચોર કોઈ પણ ગાડી ચોરતા પહેલા તેને બજારમાં ફરીથી વેચતા કેટલી કિંમત ઉપજશે તેનો વિચાર કરે છે.
સંશોધનના જણાવ્યા પ્રમાણે કાળો, સિલ્વર, ભૂરો અને આસમાની રંગ વપરાશકારોની યાદીમાં પ્રથમ આવે છે. જ્યારે પીળા, ગુલાબી અને લાલ રંગના કલરની માંગ વધારે હોવાને કારણે ગાડી ચોરી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. તો હવે રાહ શેની જોઈ રહ્યા છો? તમારી કારને ચોરથી બચાવવા માટે રંગી નાખો પીળા રંગમાં!
પ્રેમ માંગવાથી નહીં આપવાથી વધે છે
પ્યાર ,ઈશ્ક, લવ, મહોબ્બત, પ્રીત, ચાહત, દિલ્લગી એક અનુભવ. જેને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. પ્રેમનો અલૌકિક અનુભવ કરી શકાય છે. એ ફક્ત ભાવનાઓનું અતૂટ બંધન છે.ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય છે પ્રેમ શું છે? પ્રેમ કેવી રીતે થાય છે? પ્રેમ ક્યારે થાય છે?પ્રેમની મહાનતાના અસંખ્ય કિસ્સાઓ અને ઉદાહરણો છે. જેને આપણે અનેક વાર જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેને વ્યક્ત કરીએ છીએ.પ્રેમીઓ માટે આદર્શ પ્રેમ છે રાધા-કૃષ્ણનો પ્રેમ. શ્રીકૃષ્ણનું સંપૂર્ણ જીવન પ્રેમનું પ્રતિબિંબ છે.શ્રીકૃષ્ણ અને રાધાનો પ્રેમ સર્વસ્વ સ્વીકાર્ય છે. તેમના લગ્ન નહોતા થયા તેમ છતા આજે પણ પૂજા રાધા-કૃષ્ણની થાય છે.આ વાતથી જ એ સિદ્ધ થાય છે કે પ્રેમ પૂજનીય છે. પ્રેમનું આપણા ધર્મોમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે.પ્રેમ એક એવો અહેસાસ છે જે પ્રેમીઓના હ્રદય અને જીવનમાં ખુશીઓનો સંચાર કરે છે. પ્રેમમાં ડૂબેલા વ્યક્તિઓ દુનિયાની ખરાબીઓને અવગણીને પોતાની જ એક રંગીન દુનિયામાં રાચે છે. નિજ આનંદમાં તેઓ મગ્ન રહેવાનું પસંદ કરે છે.પ્રેમમાં પડેલી વ્યક્તિને આખીય દુનિયા ખૂબ પ્યારી દેખાય છે. કોઈ પણ અવગુણને તે દૂર કરી શકે છે.પ્રેમમાં એવી અદ્ભભૂત શક્તિ છે તે સાવ ખરાબ માણસની જિંદગીનો રાહ પણ બદલી શકે છે. જે કાર્ય તમે ગુસ્સાથી કે જબરજસ્તીપૂર્વક કરો એ કાર્ય તમે પ્રેમના બે શબ્દો બોલીને પણ આસાનીથી કરાવી શકો છો.પ્રેમ માંગવાથી ઓછો થાય છે અને આપવાથી વધે છે. આ માટે સંબંધો વચ્ચે પ્રેમનો તાલમેલ હોવો બહુ જરુરી છે. પ્રેમના મધુર સંગીતની ડોર તમારા જ હાથમાં છે.અહંકાર છુટવાથી પ્રેમનો જન્મ થાય છે.જ્યાં સુધી મીરા અને સુફી સંતોની વાત છે તેમનો પ્રેમ ખરેખર અમૃત છે.પ્રેમ સત્ય છે.
ભગવાન શંકરને અતિપ્રિય: રુદ્રાક્ષ
ભગવાન શંકરને રુદ્રાક્ષ અતિપ્રિય છે. રુદ્રાક્ષ વિશે શિવમહાપુરાણમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. શિવમહાપુરાણ અનુસાર એકમુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરુપ છે. તે ભોગ અને મોક્ષ પેદા કરનારું છે. જે આ રુદ્રાક્ષની પૂજા કરે છે તેના ઘરમાંથી લક્ષ્મી ક્યારેય પણ દૂર થતી નથી. ત્રણ મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત સાધનનું ફળ આપનારું છે એના પ્રભાવથી દરેક વિદ્યા પ્રભાવિત થાય છે.ચારમુખવાળું રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરુપ છે. તેના દર્શનથી તથા સ્પર્શથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાંચ મુખવાળું રુદ્રાક્ષ કાલાગ્નિનું સ્વરુપ છે.એ દરેક કાર્ય કરવામાં સક્ષમ છે. મનુષ્યને મુક્તિ આપનારું તથા સંપૂર્ણ મનોવાચ્છિત ફળ આપનારું છે. છ મુખવાળું રુદ્રાક્ષ કાર્તિકેયનું સ્વરુપ છે. તેને ધારણ કરનાર વ્યક્તિ બ્રહ્મહત્યા અને પાપમાંથી મુક્ત બની જાય છે.આઠ મુખવાળું રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ સ્વરુપ છે. તેને ધારણ કરનાર મનુષ્ય પૂર્ણાયુ છે.નવ મુખવાળું રુદ્રાક્ષ ભૈરવ તથા કપિલ મુનીનું પ્રતિક માનવામાં આવે છે. દસમુખવાળું રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુનુ સ્વરુપ છે.તેને ધારણ કરનાર મનુષ્યની દરેક કામનાઓ પૂર્ણ થાય છે.અગિયાર મુખવાળું રુદ્રાક્ષ સર્વત્ર વિજયી છે.બાર મુખવાળું રુદ્રાક્ષ ધારણ કરવાથી મસ્તક પર બારેય આદિત્ય બિરાજમાન છે. તેર મુખવાળું રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરુપ છે.તેને ધારણ કરનાર મનુષ્ય સૌભાગ્ય અને મંગળકારી છે.ચૌદ મુખવાળું રુદ્રાક્ષ પરમ વિશ્વરુપ છે.તેને ધારણ કરવાથી દરેક પાપનો નાશ થાય છે.
સાસુ વહુના મીઠા સંબંધો
આધુનિક સમયમાં મોટા ભાગની યુવતીઓ કરિયર બનાવવાની પ્રબળ ઈચ્છા રાખે છે. મહત્વકાંક્ષી યુવતીઓ પોતાની અંગત લાઈફમાં આઝાદીની ઈચ્છા ધરાવે છે પરિણામે ઘરના કામકાજમાં તેઓ પુરતો સમય નથી આપી શકતી. પરિણામે આ કાર્યોમાં તેઓ પુરતી કુશળતા પ્રાપ્ત નથી કરી શકતા. લગ્ન બાદ જ્યારે તેઓ શ્વસુરગૃહે પહોંચે છે ત્યારે ક્યારેય લગ્નજીવનમાં અનેક મુશ્કેલીઓને આમંત્રે છે.નવવધૂ અને સાસુ વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ હોવા ખૂબ જરુરી છે.રસોડાના કામ અને ઘરના અન્ય કામકાજમાં સાસુ વહુએ સમાયોજન કરવું ખૂબ જરુરી છે. સાસુ વહુ વચ્ચે જો આત્મીયતા હોય તો પરિવારની દોર સુમેળભરી બની શકે છે.ફેંગશુઈ પ્રમાણે સાસુ વહુ વચ્ચે સંબંધો ખાટા થાય છે તો તેનું કારણ વૈચારિક મતભેદ નથી.પરંતુ તેનું કારણ રસોડામાં ગોઠવેલી સામગ્રીની જગ્યા અને દિશા છે. ફેંગશુઈમાં જળ અને અગ્નિ તત્વને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. આ આધારે માટલું અને સ્ટવ એકબીજાની સામસામે ના રાખવા જોઈએ. ચુલો પણ એકબીજાની સામે ના રાખવો જોઈએ. જો આ રીતે ગોઠવવામાં આવે તો સાસુ વહુ વચ્ચેના મીઠા સંબંધોમાં મતભેદ આવી શકે છે.તેમની વચ્ચે ભયંકર કટુતા અને ખટાશ પણ આવી શકે છે.એટલા માટે જ ધ્યાનમાં રાખવું જોઈએ કે માટલાનું પાણી ગેસ સ્ટવથી દૂર રાખવું જોઈએ. ફેંગશુઈના નાના અને સરળ ઉપાયો ઘરમાં ક્લેશ પેદા કરી શકે છે.ફેંગશુઈના નાના અને સરળ ઉપાયો ઘરમાં શાંતિ કાયમ રાખવામાં કારગત નિવડી શકે છે.
મંત્રોચ્ચારથી અટકાવો ગર્ભપાત
જો કોઈ મહિલાને વારંવાર ગર્ભપાત થાય છે તો મંત્રો અને જાપ દ્નારા ગર્ભપાતને રોકવાના ઉપાયો હિંદુ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. ગર્ભધારણ કરવામાં સમસ્યાઓ નડતી હોય તો કેટલાક જાપ અને મંત્રોનું રટણ તમારી તકલીફોને દૂર કરી શકે છે.
- દર રવિવારે જ્યારે પુષ્ય નક્ષત્રનો યોગ આવે ત્યારે કાળા ધતૂરાની જડ નીકાળીને ગર્ભવતી સ્ત્રીની કમરે બાંધી દેવી. જેનાથી તેના ગર્ભનું રક્ષણ થાય છે.- કુંભાર પાસેથી માટી લઈને તેને ચાળીને સાફ કર્યા બાદ મધ ઉમેરીને બકરીના દૂધ સાથે પીવાથી ગર્ભને રક્ષણ મળે છે.- કેસર, પીઠી તથા ચંદનને મધ સાથે ચાટવાથી વારંવાર પડી જતું ગર્ભ રોકી શકાય છે.तंदुली मूलकं चैव देयं तंदुलवारिणा।धतूर मूलचूर्णन्तु योनिस्थं गर्भधारणम्।।ધતુરાના મૂળને ચુરણ પોટલીમાં રાખીને યોનિમાં રાખવાથી ગર્ભપાત થતા અટકે છે.- ऊँ नमो भगवते महारौद्राये गर्भस्तंभनम्। कुरु कुरु स्वाहा।।- આ મંત્રનો જાપ 100000 વાર કરવાથી દરેક કાર્યસિદ્ધ થાય છે. તેને 108 વાર વાંચવાથી અને મંત્રોચ્ચાર કર્યા બાદ તેનું પાણી પીવાથી ગર્ભનું રક્ષણ થાય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment