05 July 2010

હેકરથી જી-મેલને કેમ બચાવશો ?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


હેકરથી જી-મેલને કેમ બચાવશો ?
જો તમે જી-મેલ એકાઉન્ટનો ઉપયોગ કરો છો તો, હેકિંગથી બચવા માટે તમારે પોતાની લોગ-ઇન એક્ટિવિટીસ યાદ રાખવી જોઇએ. જો ન હોય તો, જી-મેલ ખોલીને પાનાના સૌથી છેલ્લે જુઓ. ત્યાં અગાઉના એક્સેસનો સમય અને તારીખ હશે. સાથે જ આઇપી એડ્રેસ અને ડેટાનો પણ ઉલ્લેખ હશે. એ આઇપી એડ્રેસથી તમે હેકરનું લોકેશન પણ જાણી શકશો.

જી-મેલ એક્સેસ કર્યા બાદ તમારે લોગ-ઇન ટાઇમ અને તારીખ યાદ રાખવી પડશે. તેનાથી પણ હેકિંગ શોધી શકાય છે. જો તમે ઘર અને ઓફિસ બન્ને જગ્યા લોગ-ઇન છો તો, તેને પણ શોધી શકાશે. હેકની શંકા થાય તો, પાસવર્ડ તાકીદે બદલી નાખવો જોઇએ.

*ફોક્સે ભારતમાં સાત નવી ચેનલ શરૂ કરી
ફોક્સ ઈન્ટરનેશનલ ચેનલ્સે ભારતમાં સાત નવી ચેનલ્સની શરૂઆત કરી છે. આ ચેનલ્સમાં એક એક્સ, એનજીસી એચડી, એનજી વાઈલ્ડ, ફોક્સ ક્રાઈમ, એનજી એડવેંચર, એનજી મ્યૂઝિક અને બેબી ટીવીનો સમાવેશ થાય છે. આ ચેનલ્સ દેશમાં ડીટીએચ ડિઝિટલ અને એનાલોગ કેબલ પરથી જોઈ શકાશે. ટેપ રૂટ સાત ચેનલોની ક્રિએટિવ એજન્સી હશે. જ્યારે મીડિયા એજન્સીનું નામ ગ્રૂપ એમને સોંપવામાં આવ્યું છે.

એનજી વાઈલ્ડ અને એનજી એડવેંચર સન ડાયરેક્ટ ડીટીએચ પર દેખાશે, જ્યારે એફએક્સ અને ફોક્સ ક્રાઈમ સન ડાયરેક્ટ ડીટીએચ અને ટાટા સ્કાય પર જોઈ શકાશે. એનજી મ્યૂઝિક અને બેબી ટીવી ડીટીએચ પર ઉપલબ્ધ થશે. એનજીસી એચડી બધી જ હાય ડેફિનેશન ડીટીએચ પ્લેટફોર્મ જેવી ડિશ ટૂ એચ ડી, ટાટા સ્કાય, બિગ ટીવી, એરટેલ ડિઝિટલ ડિજિટલ ટીવી અને સન ડાયરેક્ટ પર ઉપલબ્ધ થશે.

ફોક્સ ઈંટરનેશનલ ઈન્ડિયાના સંચાલક નિદેશક કિર્તન આદ્યાંથાયાએ જણાવ્યું કે ‘ આ ચેનલ્સને ભારતમાં લાવીને અમારે દર્શકોના એક મોટા વર્ગ સુધી પહોંચવાની મહેચ્છા છે. દર્શકોને તેના દ્વારા ક્રાઈમથી લઈને કોમેડી, તેમજ એડવેંચરથી લઈને મ્યૂઝિક અને ફિક્શનથી લઈને વાસ્તવિક કન્ટેન્ટ શોને જોવાની તક મળશે.

એફટીસી એ ફોક્સ ઈંટરનેશનલ સમૂહની એક સહભાગી એકમ છે, જે રુપર્ટ મર્ડોકે ન્યૂઝ કોર્પોરેશનનો એક ભાગ છે. ફોક્સ ઈંટરનેશનલ ચેનલ્સનું પ્રસારણ યૂરોપ, એશિયા લેટિન અમેરિકા, અને આફ્રીકાના દેશોમાં થાય છે.

* મોદી સરકાર સામે કોંગ્રેસની ચૂંટણી પંચમાં ધા

ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કરી છે.


કોંગ્રેસના ગુજરાત પ્રભારી બી. કે. હરિપ્રસાદના કહેવા પ્રમાણે કેટલાક મતક્ષેત્રોમાં લગભગ સાત હજાર જેટલા મતદારોને બે-બે વખત દર્શાવવામાં આવી રહ્યાં છે. તેમના કહેવા પ્રમાણે, મોટાપાયા પર ગેરરીતિઓ આચરવામાં આવી છે.


બી. કે. હરિપ્રસાદ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહીલ, એઆઇસીસીના સચિવ પી. સુધાકર રેડ્ડી, રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધાર્થ પરમાર અને કોંગ્રેસના પ્રવકતા મનિષ તિવારી સહિતનું એક પ્રતિનિધિ મંડળ મુખ્ય ચૂંટણી અધિકારી નવિન ચાવલાને મળ્યું હતું.


તેમણે મતદાર યાદીની તત્કાળ પુનઃચકાસણી કરવા માગ કરી હતી. ઉપરાંત સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન ઇ-વોટિંગ નહીં કરવા દેવા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. શક્તિસિંહે દાવો કર્યો હતોકે લગભગ ત્રીસ લાખ જેટલા નકલી મતદારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેના કારણે, નિષ્પક્ષ મતદાનની શક્યતા નહિવત થઇ જાય છે.

*UKમાં હવે શિખોની પાગડીની તલાશી નહીં લેવાય
બ્રિટનના એરપોર્ટ પર હવેથી શિખોની પાગડીની તલાશી લેવામાં નહી આવે. બ્રિટનના એરપોર્ટ પર અત્યાર સુધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિખોની પાગડીની તલાશી લેવામાં આવતી હતી. પરંતુ શિખોના વિરોધ બાદ બ્રિટન સરકારે એરપોર્ટ પર શિખોની પાગડીની તપાસ નહીં કરવાનો નિર્ણય લીધો છે. શિખોએ કહ્યું હતું કે પાગડીની તલાશી તેના ધર્મની વિરુદ્ધ છે.

બ્રિટનમાં શિખોના ધાર્મિક નેતાઓ દ્વારા અહીંના ટ્રાન્સપોર્ટ વિભાગ પર દબાણ કરીને એરપોર્ટ પર આ પ્રકારની તલાશી ન લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે એરપોર્ટ પર લગાવવામાં આવેલા બોડી સ્કેનરમાંથી પસાર થતી વખતે તેમાં લગાવવામાં આવેલું એલાર્મ વાગી જતું હતું. જેના કારણે સુરક્ષા અધિકારીઓ શિખોની પાગડીની તલાશી લેતા હતાં.

બર્મિંગહામ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મંગળવારે ટ્રાન્સપોર્ટ વિભાગે યૂકેના તમામ એરપોર્ટને ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને શિખોની પાગડીની તપાસ નહીં કરવાનો આદેશ કર્યો છે.

*આફ્રીકનો કરે છે હિન્દુ મંદિરમાં પૂજા અર્ચના
આફ્રીકાના દેશ ઘાનમાં એક એવું હિન્દુ મંદિર છે, જ્યાં આફ્રિકન લોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે આ મંદિરના શ્રદ્ધાળુઓનો ભારત સાથે કોઈ નાતો નથી, તેમજ તેઓ ક્યારેય ભારત પણ આવ્યા નથી.

ઘાનાની રાજધાની અકરાના બહારના વિસ્તારમાં આવેલા આ મંદિરના ઉપરના ભાગે ‘ઓમ’ લખેલું છે. મંદિરમાં ચારેકોર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ મંદિરમાં પરંપરાગત ભારતીય ધાર્મિક વિધી પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરમાં આવતા મોટા ભાગના શ્રદ્ધાળુઓએ ધર્મ પરિવર્તન કરીને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.

અહીં આવતા શ્રદ્ધાળુઓએ પોતાના બાળકોના નામ પણ રામ અને કૃષ્ણ રાખવાનું શરૂ કરી દીધું છે. મંદિરમાં દરરોજ સાંજે પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યાર બાદ ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. પ્રસાદ આપ્યા બાદ મંદિરના પૂજારી સ્વામી ધનાનંદ સરસ્વતી લોકોને હિન્દુ ધર્મના દર્શન બાબતે ઉપદેશ આપે છે.

સ્વામી ધનાનંદે જ 1975ના વર્ષમાં સૌપ્રથમ આફ્રિકી હિન્દુ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારું સાચું નામ ગાઈડ છે. મારા માતા પિતા ઈસાઈ છે. હું નાનો હતો ત્યારથી બ્રહ્માંડના અજ્ઞાત રહસ્યો વિશે વિચારતો હતો. આ સમય દરમિયાન મેં હિન્દુ ધર્મના અમુક પુસ્તકો વાંચ્યા હતાં. ત્યાર બાદ મારા જીવનની નવી યાત્રા શરૂ થઈ હતી.

* જવાનોના મોત મનમોહનના શિરે : માઓવાદીઓ

છત્તીસગઢના નારાયણપુરમાં માઓવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 28 જવાનો શહીદ થયા હતા. ત્યારે માઓવાદીઓએ દાવો કર્યો છેકે, તેમણે મૃત જવાનોના હથિયારો લૂંટી લીધા હતા.


સીપીઆઇએમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, સીઆરપીએફના 27 જવાનોના મોત અને આઠની ઇજાઓ માટે યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહનસિંઘ, ગૃહપ્રધાન ચિદમ્બરમ, રાજ્યના મુખ્યપ્રધાન રમણસિંહ જવાબદાર છે. કારણકે, નિર્દોષ આદિવાસીઓ ઉપર ઓપરેશન ગ્રીન હન્ટના નામે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. આથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.


માઓવાદીઓએ સ્વીકાર કર્યો છેકે, જવાનો પાસેથી આઠ એકે-47 રાઇફલો, આઠ ઇન્સાસ રાઇફલો, ત્રણ એસએલઆર અને બે એલએમજી સહિત કુલ 28 આધુનિક હથિયારો તેમણે લૂંટ્યા છે. તેમણે કબુલ કર્યું છેકે, આ કાર્યવાહીમાં સીપીઆઇના ત્રણ કેડરના મોત થયા છે.

*‘CRPFને ચાલતા શીખવવાનું ન હોય’
છત્તિસગઢમાં વારંવાર થઇ રહેલા નક્સલવાદી હુમલાઓના કારણે સુરક્ષાબળો નિરાશ થઇ ગયા છે. જેના કારણે અધિકારીઓ દોષનો ટોપલો એક બીજા ઉપર ઢોળી રહ્યાં છે. મંગળવારે નક્સલવાદી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફના જવાનોના મુદ્દે પણ આવું જ થઇ રહ્યું છે.

છત્તિસગઢના ડીજીપી વિશ્વરંજને મંગળવારની ઘટના માટે સીઆરપીએફને જવાબદાર ઠેરવી છે. તેમના કહેવા પ્રમાણે, સીઆરપીએફ દ્વારા પાયાની કાળજી પણ રાખવામાં નથી આવતી. જેના કારણે આ પ્રકારના બનાવો બને છે. તેમણે ઉમેર્યું હતુંકે, રાજ્ય પોલીસે કાંઇ તેમને ચાલતા શીખવવાનું ન હોય.

બીજી બાજુ, સીઆરપીએફનું કહેવું છેકે, તેના વિશેષ તાલિમ પ્રાપ્ત આઠ હજાર જવાનો રાજ્યમાં હાજર છે. પરંતુ, તેમને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં નથી આવતા.

આ તરફ કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી છે અને સીઆરપીએફ તથા રાજ્ય સરકારને તાકિદ કરી છેકે, તેઓ નક્સલવાદીઓ સામેના ઓપરેશન્સ દરમિયાન સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીજરને અનુસરે.

* ઓબામા 15માં સર્વેશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ

અમેરિકામાં ગઈ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ વર્તમાન રાષ્ટ્રપતિ ઓબામાની લોકપ્રિયતા ભલે ચરમ પર રહી હોય, પરંતુ અમેરિકાના તમામ રાષ્ટ્રપતિની લોકપ્રિયતા બહાર પાડવામાં આવેલી યાદીમાં ઓબામાં 15માં સ્થાને રહ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં ફ્રેન્કલિન રુઝવેલ્ટને અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિમાં ટોંચના સ્થાને રહ્યા છે.


અમેરિકાની કોલેજ ઓફ યુનિવર્સિટી દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં ઓબામા બિલ ક્લિન્ટનથી પણ પાછળ છે. આ સર્વેમાં રાષ્ટ્રપતિ પર શોધ કરનારા 238 વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતાં. સર્વેના જણાવ્યા પ્રમાણે લોકપ્રિયતાની યાદીમાં રુઝવેલ્ટનું નામ સૌથી ઉપર છે. જ્યારે બરાક ઓબામા 15માં સ્થાને છે, ઓબામા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને રાગનથી પણ પાછળ છે. ક્લિન્ટન યાદીમાં 13માં નંબરે છે. જ્યારે રુઝવેલ્ટ 1982થી આ યાદીમાં ટોંચ પર રહ્યા છે.


નોંધનીય છે કે 1982થી દર વર્ષે આ સર્વે કરવામાં આવે છે. રુઝવેલ્ટ બાદ માઉન્ટ રસમોર, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન અને થોમસ ઝેફર્સન અનુક્રમે, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને છે.


જો કે છેલ્લા 28 વર્ષથી કરવામાં આવતા આ સર્વેમાં ઓબામાએ તેના પૂર્વગામી જ્યોર્જ બુશને પછાડ્યા છે. બુશને આ યાદીમાં 39મું સ્થાન મળ્યું છે. તેમજ તેનું નામ અમેરિકાના સૌથી ખરાબ રાષ્ટ્રપતિની યાદીમાં સામેલ છે. રાષ્ટ્રપતિઓની કલ્પનાશીલતા, કોમ્યુનિકેશન સ્કિલ, બુદ્ધિમતાને આધાર બનાવીને આ યાદી તૈયાર કરવામાં આવી છે.

*જ્યારે માંકડનો અંદાજ-એ-આઉટ બન્યો ક્રિકેટનો નિયમ

ક્રિકેટ જગતમાં ખેલાડીઓ દ્વારા અસભ્ય વર્તન હવે કોઇ નવી વાત નથી રહી. હાલમાં જ ટેસ્ટ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ખેલાડી ડેલ સ્ટેને વેસ્ટ ઇન્ડિઝના બોલર સુલેમાન બેન તરફ થૂંકી ખાસ્સી ચર્ચા જગાવી હતી.


પરંતુ ક્રિકેટમાં એવી પણ કેટલીક ક્ષણો આવી હતી, જેને પહેલા ખરાબ ગણી વખોડવામાં આવી હતી અને બાદમાં આઇસીસીના નિયમના રૂપમાં ફેરવી નંખાઇ હતી. આવો જ એક કિસ્સો ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વીનુ માંકડ સાથે જોડાયેલો છે.


વીનુ માંકડે અનોખી રીતે હરિફ ટીમના ખેલાડીઓને આઉટ કરવાની શરૂઆત કરી હતી. ડિસેમ્બર 1947માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાનો આ કિસ્સો ખૂબ મશહુર છે.


બન્યું એવું હતું કે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ સિડની ટેસ્ટમાં ભારતીય બોલર વીનુ માંકડે હરિફ ટીમના બેટ્સમેનને કંઇક એવી રીતે આઉટ કર્યો કે તમામ ચકિત થઇ ગયા હતા. માંકડે બોલિંગ કરતાં કરતાં ક્રિઝ સુધી પહોંચી બોલ ફેંક્યા વગર નોન સ્ટ્રાઇક તરફના સ્ટમ્પ ઉડાવી મૂક્યા હતા.


કાંગારૂ બેટ્સમેન બિલ બ્રાઉન બોલ ફેંકાયા પહેલા જ રન લેવાની ઉતાવળમાં ક્રિઝ છોડી ચૂક્યો હતો. માંકડે સ્ટમ્પ ઉડાવી રન આઉટની અપીલ કરી હતી, જેને અમ્પાયરે માન્ય રાખી હતી અને બેટ્સમેનને આઉટ આપ્યો હતો.


માંકડની આ હરકતની ઓસ્ટ્રલીયન મીડિયાએ ખૂબ આલોચના કરી હતી. જો કે દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેન સહિત હરિફ ટીમના ઘણા ખેલાડીઓએ માંકડનો બચાવ કર્યો હતો. બાદમાં આઉટ કરવાની આ રીતને ક્રિકેટના નિયમોમાં સામેલ કરવામાં આવી હતી. જેને ‘માંકડેડ’ નામ આપવામાં આવ્યું હતું. ક્રિકેટના નિયમોની કલમ 42.15 અંતર્ગત માંકડેડનો સમાવેશ કરાયો છે.


કપિલ દેવે દોહરાવ્યો ઇતિહાસ


ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં માંકડનો ઇતિહાસ દોહરાવ્યો હતો. વર્ષ 1993માં થયેલા મુકાબલામાં કપિલ દેવે પીટર કર્સટનને ‘માંકડેડ’ કર્યો હતો.

*પાક.માં 2015 સુધી એક પણ ટૂર્નામેન્ટ નહીં
આઇસીસીએ સુરક્ષાના કારણોસર વર્ષ 2015 સુધી પાકિસ્તાનને એક પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની યજમાની નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

આઇસીસીએ વર્ષ 2015 સુધી યોજનારી ટૂર્નામેન્ટો અને તેના યજમાન દેશોના નામની આજે જાહેરાત કરી હતી. યજમાન દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ નથી. જ્યારે આઇસીસીએ શ્રીલંકા અને બાંગ્લાદેશને ક્રમશ 2012 તથા 2014ના
ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની યજમાની સોંપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એજાજ બટ્ટ ઇચ્છતા હતા કે પાકિસ્તાનને વર્ષ 2012 બાદ આઇસીસી દ્વારા ઓછામાં ઓછી એક ટૂર્નામેન્ટની યજમાની સોંપવામાં આવે. પરંતુ આઇસીસીના સભ્યોએ તેમની આ માંગણીને નજરઅંદાજ કરી દીધી છે.

* HSBCએ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ ખરીદી

એચએસબીસી હોલ્ડિંગ્સે બ્રિટન સરકારના 83% હિસ્સાવાળી રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (આરબીએસ)ના ભારતમાં રિટેલ અને કોમર્શિયલ બેકિંગ વેપારને ખરીદશે.


એચએસબીસી તેના માટે વેપારની મૂડીના આધાર પર 950 લાખ રૂપિયા સુધીના પ્રીમિયની ચૂકવણી કરશે. આ સોદા આવતા વર્ષના પ્રથમ છ મહિના સુધીમાં થઇ જવાની ધારણા છે. આરબીએસના ભારતમાં 11 લાખ ગ્રાહક, 1800ની વધુ કર્મચારી અને 31 શાખાઓ છે. જ્યારે એચએસબીસીના ભારતમાં 20 લાખ ગ્રાહક અને દેશના 29 શહેરોમાં 50 શાખાઓ છે.


આરબીએસે પોતાના મુખ્ય વેપાર પર ધ્યાન આપવા માટે પોતાના સહયોગી વેપારને સમેટવાનો નિર્ણય લીધો છે. આ દિશામાં બેન્કે ભારતમાં પોતાનો વેપાર વેચવાની યોજના બનાવી છે. બેન્કે છેલ્લાં 14 મહિનામાં પોતાના 20 વેપારોને વેચીને 2.5 અરબ ડોલર એકત્ર કર્યા છે.

*લિન્ડસે સિંહણ જેવી છે!!!

હોલિવૂડ ફોટોગ્રાફર માર્કુસ કિલ્કોએ તાજેતરમાં જ લિન્ડસે લોહાન સાથે ફોટોશુટ કર્યુ હતું.


જૂન 29ના રોજ ડબલ એક્સોપઝરનું ફોટોશુટ લોહાને કર્યુ હતું.


લોહાન શૂટ માટે 11 કલાક મોડી આવી હતી. તેમ છતાં માર્કુસે તેનો બચાવ કર્યો છે.


માર્કુસે કહ્યું હતું કે, લોહાન એકદમ ખતરનાક છે. જાણે તે વાઈલ્ડ હોય તેમ લાગતું હતું.


માર્કુસે લોહાનની તુલના સિંહણ સાથે કરી છે. તેને કહ્યું હતું કે, તે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતો હોય તેમ લાગ્યું હતું.

* મહિલાઓને જોઈને ઉત્તેજિત થઈ જાવ છું :

રાખીએ વિવાદોની મહારાણી છે. રાખી અને વિવાદ એકબીજાના પર્યાય છે. રાખીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે બાયોસેક્સુઅલ છે.

ઈન્ટરવ્યૂમાં રાખીને પૂછવામાં આવ્યું હતું કે, શું તે લેસ્બિયન ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તો તે થોડી ક્ષણો માટે ચૂપ રહી હતી પરંતુ થોડા સમય પછી તેણે કહ્યું હતું કે, લેસ્બિયન ભૂમિકા તેનો ડ્રિમ રોલ છે. તે હંમેશાથી સ્ત્રીઓ સાથે કામ કરવા માટે આતુર છે.

રાખીએ સ્વીકાર્યુ હતું કે, તે મહિલાઓને જોઈને ઉત્તેજિત થઈ જાય છે.

રાખીનું આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, રાખી બીજીવાર સ્વંયવર યોજવા માંગે છે.

જો કે રાખી આમ પણ પ્રસિદ્ધિની ભૂખી છે અને તેણે પ્રસિદ્ધિ માટે જ આ પ્રકારનું નિવેદન આપ્યું હશે તેમ તેનો ભૂતકાળ જોતા લાગે છે....

*ટ્રાફિકની સમસ્યામાં દિલ્હી વિશ્વમાં પાંચમું
રોજિંદી મુસાફરી કરનારાઓના આરોગ્ય અને કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડે છે

દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની પહેલાં જ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા થોડાંક વર્ષોમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા સૌથી બગડી છે તેવા વિશ્વના ૨૦ શહેરમાં દિલ્હી પાંચમા સ્થાને છે. આ ટ્રાફિકની સમસ્યાના કારણે રોજિંદી મુસાફરી કરનારા(કમ્યૂટર્સ)ના આરોગ્ય પર અને કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડે છે.

આગામી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમિયાન વિશ્વભરના હજારો રમતવીરો અને વિદેશી પ્રવાસીઓ આવનારા છે તે દિલ્હી શહેરે, આઇબીએમની ‘કમ્યૂટર પેઇન સ્ટડી’માં ૧૦૦માંથી ૮૧ ગુણ મેળવ્યા છે. વિશ્વભરના આર્થિક રીતે મહત્વના એવા૨૦ શહેરમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ૮,૧૯૨ મોટરચાલકોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા. જેમાંથી મોટાભાગનાએ જણાવ્યું હતું કે રોજિંદી મુસાફરી(ડેઇલી કમ્યૂટ) અગાઉ કરતાં વધુ લાંબી અને કંટાળાજનક બની ગઇ છે.

અભ્યાસ અનુસાર સૌથી ખરાબ ટ્રાફિક જામની સમસ્યા ધરાવતાં વિશ્વના ટોચના બે સ્થાને અનુક્રમે બેઇજિંગ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. ‘કમ્યૂટર પેઇન ઇન્ડેક્ષ’માં આ બન્ને શહેરને ૧૦૦માંથી ૯૯ ગુણ મળ્યા છે. જ્યારે ૯૭ ગુણ સાથે જહોનિસબર્ગ કમ્યૂટર્સ માટે વિશ્વનું સૌથી ત્રીજું ખરાબ શહેર છે અને ૮૪ ગુણ સાથે રશિયાની રાજધાની મોસ્કો ચોથા સ્થાને છે.

રોજિંદી મુસાફરી માટે સૌથી ખરાબ શહેરોની યાદીમાં છઠ્ઠા ક્રમે બ્રાઝિલનું શહેર સાઓ પાઓલો છે તે પછીના ક્રમાંકમાં અનુક્રમે ઇટાલીનું મિલાન, આજેઁન્ટિનાની રાજધાની બ્યૂએનસ એરઝિ, સ્પેનની રાજધાની મેડ્રિડ અને લંડન શહેર આવે છે.

બીજી બાજુએ કમ્યૂટર્સ માટે શ્રેષ્ઠ શહેરોની ગણતરીમાં સ્વીડનની રાજધાની સ્ટોકહોમ સૌપ્રથમ સ્થાને છે. જ્યારે ‘પેઇન-ફ્રી રોડવે ટ્રાફિક’ની યાદીમાં મેલબોર્ન અને હ્યુસ્ટન જેવા શહેરોનો સમાવેશ થાય છે. અમેરિકાનાં શહેરો પર નજર કરીએ તો સૌથી ખરાબ ટ્રાફિકની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને લોસ એન્જલસ શહેર છે. તે પછી ન્યૂ યોર્ક અને હ્યુસ્ટન છે.

ટ્રાફિકની સમસ્યા કમ્યૂટર્સના આરોગ્ય પર કેવી રીતે પ્રતિકૂળ અસર કરે છે તે બાબત પર પણ સર્વેમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. સર્વેમાં ભાગ લેનારાઓમાંથી ૩૦ ટકા લોકો માને છે કે ટ્રાફિકના કારણે તનાવ વધે છે. ૨૭ ટકા લોકો માને છે ગુસ્સો વધે છે. જ્યારે૨૯ ટકા માને છે કે ટ્રાફિકની સમસ્યાથી શાળા અને કાર્યસ્થળ પર અનુક્રમે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની કામગીરી અવરોધાય છે.

*બોલો...કેદીએ વોર્ડનને ફટકાર્યો
મદુરાઇ સેન્ટ્રલ જેલના કેદીઓએ ઉશ્કેરાઇ જઇને વોર્ડન સાથે મારપીટ કરી હતી. જેના કારણે, વોર્ડનને ઇજાઓ પહોંચી હતી.

પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે, વોર્ડન સલિમ બાદશાહને ફરિયાદ મળી હતીકે, માથા ભારે કેદી તિરૂમૂર્તિએ તેના સાથી કેદીઓનો કેટલોક સામાન પચાવી પાડ્યો હતો તથા તેમને ધમકી આપી હતી.

જ્યારે આ અંગે પૂછપરછ કરવા માટે સલિમ બાદશાહ તિરૂમૂર્તિ પાસે પહોંચ્યો ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં તિરૂમૂર્તિએ ઉશ્કેરાઇ જઇને સલિમ બાદશાહના ચહેરા ઉપર મુક્કો માર્યો હતો. જેના કારણે, સલિમના ચહેરા પરથી લોહી વહેવા લાગ્યું હતું.

* મહિલા સાથે અડપલાં કરતાં જૈન અગ્રણી રંગેહાથ પકડાયા

વિઠ્ઠલપ્રેસ રોડ પર આધેડની જામેલી રંગતમાં પોલીસે ભંગ પાડ્યો


પોતાનાથી નાની ઉંમની મહિલા કે યુવતી સાથે કામલીલી ખેલવાના અભરખા સુરેન્દ્રનગરના જૈન અગ્રણીને ભારે પડી ગયા હતા. કામાંધ બનેલા આધેડ દુનિયાદારીનું ભાન ભૂલીને મહિલા સાથે જાહેર રસ્તા પર અડપલા કરતા ઝડપાઇ જતા ચકચાર ફેલાઇ છે.


કહેવાય છે કે, વાસના ભૂખ્યા વરૂઓ દુનિયાના તમામ રીતભાતને ભૂલી જતા હોય છે. આવા જ એક આધેડનો ભાંડો પોલીસે ફોડી દીધો છે.


સુરેન્દ્રનગર સિટી પી.આઇ.રવિરાજસહિ જાડેજા , પી.વી.ઝાલા, ધર્મેન્દ્રસિંહ ચૂડાસમા સહિતની પોલીસ ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિઠલપ્રેસ રોડ પર આવેલી શેરીનં. ૫ ની ગલીમાં બેસીને ૪૬ વર્ષના જૈન જીતેન્દ્રભાઇ લ-મીચંદ કોઇ સ્ત્રી સાથે અડપલા કરતા હતા. પોલીસની બાજ નજર તેમના પર પડતા પોલીસ અચાનક જીતેન્દ્રભાઇ પાસે ઘસી જતાની સાથે મિનિટોના સમયમાં જીતેન્દ્રભાઇનો કામનો ઉભરો શાંત થઇને પોપટની જેમ વાતો કરવા લાગ્યા હતા. સાથે રહેલી મહિલાની પૂછપરછ કરતા તે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી ગીતાબેન કમસભાઇ ભીલ્લા હોવાનુ જણાવ્યુ હતુ.


અહીયા તે શા માટે આવી તે વિશે પુછપરછ કરતા ગીતાબેન જવાબ આપવામાં ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. આથી પોલીસે બંનેની ધરપકડ કરીને જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવાનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ એક જૈન અગ્રણી જાહેરમાં અડપલા કરતા પકડાયાના સમાચાર વાયુ વેગે શહેરમાં ફેલાતા અનેક અટકળો ફેલાઇ હતી. આ બનાવને પગલે શહેરમાં ચકચાર ફેલાઇ છે.

*ટૂંક સમયમાં નાના LPG સિલિન્ડર મળશે
એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના લિસ્ટમાં 5 કિલોગ્રામવાળા સિલિન્ડરને પણ જોડવામાં આવી રહ્યા છે. હાલમાં તો તેની શરૂઆત કેટલાંક શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં કરવામાં આવી રહી છે. અંદાજે ત્રણ મહિના બાદ દેશભરમાં તેને લાગૂ કરી દેવાશે. ત્યારબાદ જે વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તે પણ કોમર્શિયલ કિંમતો પર મળશે.

પેટ્રોલિયમ મંત્રાલયના એક અધિકારીના મતે આત્યારસુધી પહાડી અને કેટલાંક ગ્રામીણ ક્ષેત્રો માટે પ કિલોગ્રામવાળા સિલિન્ડર સ્થાનિક સ્તરે ઉપયોગ માટે આપવામાં આવતા હતા. પરંતુ તેનો રિસ્પોન્સ કંઇ સારો ન મળ્યો. કેલ કંપનીઓને આ સિલિન્ડર વેચતા ખોટ જઇ રહી હતી. પહેલા પહાડી વિસ્તારો માટે માનવામાં આવી રહ્યું હતું કે તેઓને વધુ વજનવાળા સિલિન્ડર લઇ જવામાં પરેશાની થશે. પરંતુ સર્વે કરવામાં આવ્યો તો ખબર પડી કે ત્યાનં લોકો આનાથી પણ વજનદાર વસ્તુઓ પહાડી રસ્તા પરથી ઘરે લઇ જાય છે.

જે વિસ્તારોમાં આ સિલિન્ડર ગેસ એજન્સીઓ પર મળી રહ્યો ન હતો ત્યાં ખુલ્લા બજારમાં તેને વેચવા લાગ્યા. જે લોકો આ સિલિન્ડરને બનાવી રહ્યા હતા, તેઓ તેની સુરક્ષાના કરાર કરી રહ્યા હતા. એવામાં તેલ કંપનીઓની વિચારણા પર મંત્રાલયે તેને ઓપન માર્કેટમાં કોમર્શયિલ રૂપમાં લોન્ચ કરવાનું મન બનાવ્યું.

પ્રથમ તબક્કામાં તેની શરૂઆત મુંબઇ, હૈદ્રાબાદ, બેગલુરૂ, કોલકત્તા, લખનૌ, પટના, ગુવાહાટી, રાંચી અને ભુવનેશ્વરથી કરવામાં આવી રહી છે. ત્રણ મહિના બાદ દેશભરમાં તેને ડોમેસ્ટિક કિંમતો પર આપવાનું બંધ કરીને કોમર્શિયલ દરો પર વેચવાનું શરૂ કરી દેવાશે. અધિકારીએ કહ્યું કે જે ગ્રાહકો પાસે આવા સિલિન્ડર છે તેમણે આગ્રહ કરવામાં આવશે કે તેઓ તેમના વિસ્તારની સંબંધિત ગેસ એજન્સીમાં જમા કરાવી દે. તેના બદલામાં તેમણે જે કિંમત સિક્યોરિટીના રૂપમાં જમા કરાવી છે તે તેમને ત્યાંથી પરત મળી જશે. તેના પરથી ફાયદો એ થશે કે તેલ કંપનીઓને ખબર પડશે કે તેમની પાસે અત્યારે આવા કેટલાં સિલિન્ડર છે અને કેટલાં સિલિન્ડરનું તેમને મેન્યુફેકચરિંગ કરવું પડશે.

અધિકારીએ કહ્યું કે કન્ઝયુમર્સને મળનાર સિલિન્ડરોનો કલર બદલી દેવાશે અને જે નવા સિલિન્ડર આવશે તેનો સિલિન્ડર પણ કોમર્શિયલ સિલિન્ડર જેવો કરાશે. હાલમાં ગેસ એજન્સીઓ પાસે કોમર્શિયલ સિલિન્ડરના રૂપમાં 19 કિલોગ્રામવાળો સિલિન્ડર છે. પરંતુ રેડહી અને રસ્તા પર બજાર લગાવનાર દુકાનદારો સહિત વીકલી બજાર વાળાઓ માટે આવા સિલિન્ડરની જરૂરિયાત મહસૂસ કરવામાં આવી રહી હતી. તેલ કંપનીઓને આશા છે કે તેમને સારો રિસ્પોન્સ મળશે અને ઘણા કન્ઝયુમર્સ તેમના પેટ્રોમેક્સ અને બીજી જરૂરિયાતો પૂરી કરવા માટે ખરીદશે.

* કામવાળીને ગોંધી રાખી ડામ દીધાના આક્ષેપોથી હોબાળો

વૈકુંઠ સોસાયટીનો મામલો આખરે પોલીસમાં પહોંચ્યો


શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતા એક પરિવારે તેમની ત્યાં કામ કરતી છોકરીને ગોંધી રાખી હોવાના બનાવથી હોબાળો મચી જતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.


વૈકુંઠ સોસાયટીમાં રહેતા વેપારી પરિવારને ત્યાં કામ કરતી મહિલા ઘરમાંથી ચોરી કરીને જતી રહી હોવાની આશંકા વેપારી પરિવારને હતી. જેથી મહિલાની ૧૮ વર્ષીય છોકરીને કામ કરવા માટે તેમના ઘરે લઇ આવ્યા હતા. ઘરે લાવ્યા બાદ દિવસો સુધી આ છોકરીને ઘરમાં જ ગોંધી રાખી હોવાની વિગતો સપાટી ઉપર આવતાં હોબાળો મચી ગયો હતો.


આ બનાવને પગલે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ મથકમાં આવ્યા બાદ છોકરીએ પોલીસ સમક્ષ પોતાને મહિનાઓથી કામ પર ગોંધી રાખી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત શરીરે ડામ પણ દીધાના આક્ષેપો કર્યા હતા. આ બનાવ અંગે મોડી રાતે કશિનવાડી પોલીસે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી હતી.

*મહિલા સાથે મૈત્રીકરાર કરી યુવકનો વારંવાર બળાત્કાર

શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી મહિલાએ તેની સાથે મૈત્રીકરાર કરનાર યુવકે તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યોહોવાની તેમજ યુવકના પિતાએ પણ પુત્રના બદલે તેની સાથે સંબંધ રાખવા માટેદબાણ અને છેડતી કરી તેને ધમકી આપી હોવા અંગેની મહિલાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


ફતેગંજ વિસ્તારમાં દીપકનગરમાં રહેતી ગીતા ઉર્ફ રૂપાલી રસિકલાલ સોનીની તેમજ તેના ઘરમાંથી ઝડપાયેલા રૂબિન લક્ષ્મીકાંત શાહ (જય સંતોષીનગર કારેલીબાગ) અને ઓરિસ્સાની એક રૂપલલનાની તાજેતરમાં ડીસીબી પોલીસે દેહવિક્રયના ગુના હેઠળ ધરપકડ કરી હતી.


દરમિયાન ગીતાએ સયાજીગંજ પોલીસ મથકે ગઈ કાલે રૂબિન તેમજ તેના પિતા લક્ષ્મીકાંત સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે કલ્યાણ હોટલ સામે ગીતા ઓઈલ ડેપો નામની તેલની દુકાન ધરાવતાં લક્ષ્મીકાંત શાહ અને તેમના પુત્ર રૂબિન સાથે તેલ ખરીદી માટે જતાં પરિચય થયો હતો. રૂબિન તેના ઘરે અવારનવાર આવતો હોઈ તેણે મૈત્રીકરાર કરી તેમજ લગ#ની લાલચ આપી તેની પર અવારનવાર બળાત્કાર કર્યો હતો. થોડાક સમય અગાઉ રૂબિનની પોલીસે ધરપકડ કરતાં તેને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂકયો હતો અને તે ગીતાના ઘરે મોટા ભાગે રહેતો હતો.


દરમિયાન રૂબિનના પિતાએ બદદાનત રાખી ગીતાને તેમની સાથે સંબંધ રાખવા દબાણ કર્યુ હતું. ગીતાએ તે પિતાની ઉંમરના છે માટે તેમની સાથે સંબંધ રાખવાનો ઈન્કાર કરતાં તેમણે તેની છેડતી કરી તેને બદનામ કરવાની અનેતેની બંને પુત્રીઓને ઉઠાવી જવાની ધમકી આપી હતી. ગીતાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર સામે બળાત્કાર અને ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

*અમેરિકન સમાચારપત્રો 40 વર્ષોમાં લુપ્ત થઈ જશે
અમેરિકામાં હાલમાં થયેલા એક સર્વે પ્રમાણે લોકોમાં સમાચારપત્રોને લઈને એટલી ઉત્સુકતા દેખાઈ રહી નથી, જેટલી એક સમયે દેખાતી હતી. સર્વે અનુસાર 64 ટકા અમેરિકન લોકોનું માનવું છે કે વર્ષ 2050 સુધી દેશમાં સમાચારપત્રોનું અસ્તીત્વ જ ન રહે. આ સર્વેમાં સમાવવામાં આવેલા લોકો ભવિષ્યમાં યુદ્ધ અને આતંકવાદી હુમલાની આશંકાથી ભયભીત જણાયા.

આ ભવિષ્યવાણી માત્ર સમાચાર પત્રોના અસ્તિત્વને જ નહી પરંતુ બિન ડિજિટલવાળી દરેક વસ્તુઓ પર આ ગાજ આવવાની ભીતિ વ્યક્ત કરી હતી. લગભગ 63 ટકા લોકોનું માનવું છે કે 2050 સુધી ‘પેપર મની’નું ચલણ પણ ખતમ થઈ જશે. આ સમય ગાળામાં કોઈ પણ વ્યક્તિ એકબીજાને પત્ર લખશે નહી. લોકોની ભવિષ્યવાણી સાચી પણ લાગી રહી છે કારણ કે અમેરિકન ટપાલ ખાતુ હાલમાં મૂશ્કેલીઓના દોરમાંથી પસાર થઈ રહ્યું છે.

સર્વે અનુસાર 53 ટકા લોકોનું માનવું છે કે 2050 સુધી સાધારણ વ્યક્તિ પણ અવકાશની મુસાફરી કરી શકશે. આટલા જ લોકોનું માનવું છે કે અમેરિકામાં પરમાણું આતંકવાદી હુમલો થઈ શકે છે. લોકોનું માનવું છે કે સમાજમાં આવી રહેલ પરિવર્તનનો પ્રથમ શિકાર સમાચારપત્ર જ બનશે.

No comments:

Post a Comment