05 July 2010

કાલે રાજકોટના જન્મદિનની ભવ્ય ઉજવણી,૪૦૧ કિલોની કેક કપાશે, ભવ્ય આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોના આયોજન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



કાલે રાજકોટના જન્મદિનની ભવ્ય ઉજવણી,૪૦૧ કિલોની કેક કપાશે, ભવ્ય આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોના આયોજન


શાળાઓમાં જન્મદિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો
આવતીકાલ મંગળવાર તા.૬ જુલાઇનો દિવસ રાજકોટના ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થશે. એ દિવસે પ્રથમ વખત રાકોટના જન્મ દિવસની ભવ્યાતભિવ્ય ઉજવણી થશે. રાજકોટવાસીઓ એમના વ્હાલા નગર રાજકોટના ૪૦૧માં જન્મદિનને ભાવપૂર્વક, ધામધૂમપૂર્વક ઉજવી ‘હેપી બર્થ-ડે ટુ રાજકોટ’ના ગગનચુંબી નારા લગાવશે. આ શુભ દિવસની ઉજવણીના ભાગરૂપે રેસકોર્સના ક્રિકેટ મેદાનમાં સાંજે ૭.૩૫ કલાકે ૪૦૧ કિલોની કેક કાપવામાં આવશે અને ત્યારબાદ ૭.૪૫ કલાકે એ જ સ્થળે ભવ્ય આતશબાજી કરવામાં આવશે. સાથે જ રેસકોર્સના રમેશ પારેખ નાટ્ય ગૃહ ખાતે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવશે.રાજકોટના જન્મ દિવસની ઉજવણીનો આનંદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. શહેરનો જન્મદિવસ ધામધૂમપૂર્વક ઉજવવો જોઇએ એવા વિચાર સાથે ‘દિવ્ય ભાસ્કરે’ કરેલી પહેલને ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરની અન્ય સંસ્થાઓએ વધાવી લીધા બાદ છેલ્લા એક અઠવાડિયાથી શહેર અનેકવિધ કાર્યક્રમોથી ધમધમી રહ્યું છે. ૧લી તારીખે અભૂતપૂર્વ કાર્નિવલ યોજાયા બાદ શહેરનો એક એક વિસ્તાર અનેક પ્રકારના કાર્યક્રમોથી ધમધમવા લાગ્યો છે.
મંગળવારે જન્મ દિવસના શુભ પ્રસંગે શહેરમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજાયા છે. શહેરની તમામ શાળાઓમાં એ દિવસે વકતૃત્વ સ્પર્ધા, નબિંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિતના આયોજનો થયા છે. શાળાઓને સુશોભિત કરવામાં આવી છે. બીજી તરફ શહેરના મંદિરોમાં તા.૬ના રોજ મહાઆરતી, દીવડા શણગાર તથા વિશેષ પૂજા સહિતના આયોજનો થયા છે.
રાજકોટના ચારસો વર્ષના ઈતિહાસમાં પહેલી વખત શહેરના જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે ચાર સદીનું સાટું એક સાથે વાળી દેવું હોય તેમ રાજકોટવાસીઓ ઉજવણી માટે થનગની રહ્યા છે.
મોટાભાગની શાળાઓમાં બાળકોને યુનિફોર્મમાંથી મુક્તિ
જન્મ દિવસની ઉજવણી તો રંગીન હોવી જોઇએ એવી લાગણી સાથે શહેરની મોટાભાગની શાળાઓએ બાળકો-વિદ્યાર્થીઓને ૬ઢ્ઢી જુલાઇએ યુનિફોર્મમાંથી મુક્તિ આપી છે. બાળકો કલરફુલ અને એમને પસંદ પડે એવા વસ્ત્રો પહેરીને શાળાએ જશે. તમામ શાળાઓમાં પ્રાર્થના સમયે ‘હેપ્પી બર્થ-ડે ટુ રાજકોટ’ના નારા ગાજી ઉઠશે.અનેક સંસ્થાઓ દ્વારા તબીબી સેવા યજ્ઞ.જન્મદિનની ઉજવણીના ભાગરૂપે જુના જકાતનાકા પાસે જામનગર રોડ પર અવેલ બી.એ. ડાંગર હોમિયોપેથીક મેડિકલ કોલેજ તથા બી.એ. ડાંગર હોમિયોપેથીક હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર દ્વારા તા.૧લીથી નિ:શુલ્ક હોમિયોપેથિક નિદાન તથા સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ સેવા છઢ્ઢી તારીખ સુધી ચાલશે. આ કેમ્પમાં રાજકોટના નામાંકિત હોમિયોપેથ તબીબો સેવા આપી રહ્યા છે.નોંધપાત્ર પાસુ એ છે કે આ કેમ્પમાં દવા પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. અને જરૂરિયાતવાળા દર્દીઓને લેબોરેટરી ટેસ્ટમાં પણ ૫૦ ટકા રાહત આપવામાં આવે છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આપેલ સદ્ભાવના હોસ્પિટલમાં પણ તા.૬ સુધી ડાયાબિટીસ તથા સારણગાંઠના નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન થયું છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર વિનામૂલ્યે ચેક કરી, નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે. વિશેષ જાણકારી માટે ફોન નં. ૨૫૭૪૯૦૨નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
ઘરે ઘરે દીવડા પ્રગટશે લાપસીના આંધણ મૂકાશે
સમગ્ર શહેર સ્વયંભૂ આ ઉજવણીમાં જોડાયું છે. ત્યારે વ્હાલા નગરના જન્મદિનને વધાવવાનો અનેરો ઉમળકો નજરે પડે છે. શહેરનો દરેક નાગરિક તા.૬ઢ્ઢીના રોજ ઘર આંગણે રંગોળી કરી ઘરની બહાર દીવડાં પ્રગટાવશે. શુકનરૂપે દરેક ઘરમાં લાપસીના એંધણ મૂકાશે.રણછોડનગરમાં આવેલી મંગલમૂર્તિ શાળામાં રાજકોટ-ડે નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, રંગપૂરણી હરિફાઇ તેમજ શાળા સુશોભન સહિતના કાર્યક્રમોનું શાળા સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટના ઈતિહાસ અંગે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને વકતતૃત્વ સ્પર્ધા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.દરમિયાન તમામ સ્પર્ધકોને શાળા સંચાલકો દ્વારા રાજકોટના જન્મદિવસની વધામણી સાથે મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. આ તકે પિ્રિન્સપાલ નરેન્દ્રભાઇ ભાડલિયાએ દર વર્ષે રાજકોટના જન્મદિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ઉજવવાની ખાતરી આપી હતી.

No comments:

Post a Comment