29 December 2009

સોનું 17000ની અંદર : : : : ટાટાની નેનોના ભાવ વધશે નહિં

આંતર-રાષ્ટ્રીય સ્તરે ક્રિસમસની ખરીદીને બ્રેક લાગતા સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. તેમજ સ્થાનિક સ્તરે પણ ઉત્સવ ન હોવાથી સોનાની માંગમાં ઘટાડો થયો છે. આજે દસ ગ્રામ સોનાની કિંમત રૂ.50 ઘટીને 17000ની અંદર રૂ.16,990 થઇ હતી.
સૂત્રોનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક દિવસથી આંતર-રાષ્ટ્રીય સ્તરે ક્રિસમસના લીધે સોનામાં જબ્બર માંગ નીકળી હતી. પરંતુ ક્રિસમસ પૂર્ણ થવાની તૈયારીમાં હોવાથી સોનાની ખરીદી પર બ્રેક લાગી છે. આથી સોનાની માંગ ઘટતા ભાવો તૂટયા છે.














ટાટા મોટર્સની નેનોનું જે લોકોએ બુકિંગ કરાવ્યું છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કંપનીએ લાખેણી કારના ભાવમાં વધારો કરવાની ના પાડી છે. દેશની આ અગ્રણી કંપનીએ કહ્યું કે વધતા ભાવ ગ્રાહક પર નહિં નાંખે. અન્ય કંપનીઓ નવા વર્ષ ભાવમાં વધારો કરવા જઇ રહી છે, એવામાં ટાટા મોટર્સનું આ આશ્વાસન ગ્રાહકો માટે રાહતથી ઓછું નથી. ટાટા મોટર્સના એમ.ડી. પ્રકાશ એમ. તૈલંગે કહ્યું કે જેટલી કારોનું બુકિંગ થઇ ચૂકયું છે, તેમને વાયદા પ્રમાણેની કિંમતે જ નેનો આપવામાં આવશે.
દુનિયાની આ સૌથી સસ્તી કાર માટે 1.55 લાખ ગ્રાહકો માટે જૂનમાં લોટરી દ્વારા પંસદગી કરવામાં આવી હતી. આ કાર માટે 2 લાખથી વધુ લોકોએ આવેદન કર્યું હતું. કંપની માર્ચ, 2010 સુધીમાં એક લાખ નેનો બજારમાં મૂકશે. કંપનીએ નવેમ્બર સુધીમાં 13,924 કારની ડિલીવરી આપી છે. ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે પહેલા એક લાખ ગ્રાહકોને આ કાર સસ્તામાં અપાશે. આ નાની કારના ત્રણ મોડલ છે. તેની દિલ્લીમાં રૂ.1.23 લાખ થી લઇને રૂ.1.72 લાખ વચ્ચે કિંમત છે.

No comments:

Post a Comment