‘વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવું જરૂરી’
સ્વર્ણિમ ગુજરાત પરિષદમાં પૂર્વ મુખ્ય મંત્રી માધવ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ગાંધી અને સરદારની જન્મ અને કર્મ ભૂમિ એવા ગુજરાતમાં જન્મ્યાનો ગર્વ છે. પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. તેમણે કહ્યું હતું કે કવિ નર્મદે લખ્યું છે તેમ આ ‘ગરવી ગુજરાત’છે. ભારતના નકશામાં તેનું સ્થાન નાનકડું છે પણ વાસ્તવમાં ગુજરાત એટલે એક નાનકડું દેશ હોય તેમ તેમાં બધું જ છે.તેમણે એક અનુભવ ટાંકતા કહ્યું કે બી.બી.સી.ના એક પત્રકારને ભારત વિશે લકવાનું કહેવાયું હતું ત્યારે તેણે માત્ર ગુજરાત વિશે લખીને ભારત વિશે લખ્યા હોવાનું સમજી સંતોષ માન્યો હતો.એવું આ ગુજરાત છે.
સોલંકીએ બીજો દાખલો ટાંકતાં જણાવ્યું કે જયારે ભગવાન શ્રીકૃષ્ણને તેમના યાદવો સાથે મથુરા છડવું પડ્યું હતું ત્યારે તેમણે ગુજરાતને પસંદ કયું હતું અને તેઓ દ્વારકા આવીને વસ્યા હતા.એ પછી પણ આ ઈતિહાસ સતત દહોરાતો ગયો છે કેમ કે આઝાદીકાળ વખતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ મહંમદ અલી જિન્હાના બાપ-દાદા પણ ગુજરાતી હતા. દેશની પ્રથમ પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર માવલેન્કર દાદા પણ અને તે પહેલા પ્રથમ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ પણ ગુજરાતી હતા. નવ નિર્માણ આંદોલનને યાદ કરીને તેમણે કહ્યું કે તે વખતે જય પ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા ત્યારે અહીના યુવકોનો જુસ્સો અને આંદોલનને જોઈ પ્રભાવિત થયા હતા તે પછી તેમણે બિહાર જઈ તેનું પુનરાવર્તન કયું હતું એટલે આ એવું ગુજરાત છે કે આપણે અહીં જનમ્યા છીએ તેનો ગૌરવ લેવા જેવું છે.આમ છતાં જો ગુજરાતમાં પક્ષાપક્ષીથી દૂર રહને અકલ્પનીય વિકાસ સાધી શકાશે.
01 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment