29 December 2009

તમે વડાપ્રધાન ક્યારે બનશો? તું ૨૦ વર્ષની થઈશ ત્યારે...

૧૭મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના બીજા દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોનાં બાળકો સાથે ખાસ સંવાદ સાઘ્યો હતો. દોઢ કલાક જેટલો સમય બાળકો સાથે પસાર કરનારા મુખ્યમંત્રીએ ક્યાંક નિર્દોષ પ્રશ્નોની ગંભીરતાની નોંધ લીધી તો ક્યાંક ગંભીર પ્રશ્નોના નિર્દોષ જવાબો વાળ્યા હતા. બાળવિજ્ઞાનીઓએ અસાધારણ રીતે રાજકીય પ્રશ્નોની પણ ઝડી વરસાવી હતી. મોદીને ખાસ કરીને તમે વડાપ્રધાન ક્યારે બનશો તેવા પ્રશ્ન પણ અનેક બાળકોએ પૂછયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને તેમણે એવો જવાબ આપ્યા હતો કે, ‘ તું ૨૦ વર્ષ પછી મોટી થઇશ ત્યારે ’ . આ જવાબ સાંભળીને બાળ વૈજ્ઞાનિકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. અરુણાચલના વિદ્યાર્થીને તેમણેપૂછ્યું કે, ‘ગુજરાતની કઇ યાદ તમે સાથે લઇ જશો?’ બાળકોએ રાજ્યનાં કુદરતી દ્રશ્યો અને વેજિટેરિયન આહારનાં વખાણ કર્યા હતા. જ્યારે એક બાળકે તેમની સફળતાનું કારણ પૂછ્યું તો તેમણે સખત પરિશ્રમ એમ જવાબ આપ્યો. બાળકોની સાથે ગ્રૂપ ફોટો પડાવતા જે હસશે નહીં તેની તસવીર નહીં આવે તેવી ટિપ્પણી કરી દરેક ફોટોગ્રાફમાં હસતા ચહેરાઓ આવે તેની પૂરી કાળજી લીધી હતી.

No comments:

Post a Comment