‘કૈસે બતાયેં, કયોં તુજ કો ચાહેં, યારા બતા ના પાએ...’ ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’નું આ ગીત આજ કાલ યુવાઓની જીભે ચઢ્યું છે. કોઈએ આ ગીતને મોબાઇલમાં રિંગ ટોન તરીકે રાખ્યું છે તો કોઈ કોલેજની કેન્ટીનમાં પોતાના મિત્રોની સાથે મળીને આ જ ગીત ગાતું જોવા મળે છે. એટલું જ નહિ, આજ કાલ ફિલ્મી ગીતોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ફકત યુવાઓ જ નહિ, પરંતુ દરેક ઉમરના લોકોમાં તથા ઘર-પરિવારના દરેક સભ્યોમાં પણ લોકપ્રિય છે. આ જ કારણ છે કે જે ઘરમાં પહેલેથી જ સાઠ-સિત્તેરના દશકના ગીત સંભળાતાં હતાં ત્યાં આજની ફિલ્મોનાં સોફ્ટ સોફ્ટ સોંગ્સની ધૂન કાને પડે છે, જેથી એટલું તો સ્પષ્ટ છે કે રોમેન્ટિક ગીતોનો જમાનો ફરી આવી ગયો છે, જેને લોકપ્રિય બનાવવામાં યુવાઓનો ફાળો પણ એક મ્યુઝિક ડિરેક્ટર, લિરિક્સ લખનાર અને ગાયક જેટલો જ મહત્વનો છે. હાલ તો ‘થ્રી ઇડિયટ્સ’, ‘પા’, ‘પ્યાર ઇમ્પોસિબલ’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મનાં ગીતો યુવાનો હોઠ ગણગણતાં જોવા મળે છે. સંગીત સાથે સંકળાયેલા વિક્રાંત જૈન જણાવે છે કે ‘યુવાઓમાં રોમેન્ટિક અને ફાસ્ટ મ્યુઝિકની વધારે ડિમાન્ડ છે. સૌથી હોટ મૂવી હાલ તો ‘થ્રી ઇડિયટ્સ’ છે. જોકે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ થોડી જૂની થઈ ગઈ હોવા છતાં તેનો ક્રેઝ હજુ છવાયેલો છે. ૨૫થી ૨૮ વર્ષની વયે ભલે કોઈ યુવતી પરણી ગઈ હોય, પરંતુ ઘણી વાર ઘરમાં આવાં ગીતો સાંભળતાની સાથે તે ખોવાઈ જાય છે. નર્મિલા પરિણીત છે, પરંતુ તે યુવાન છે. તે કહે છે કે તેને ‘દે દના દન’નું ‘બા મુલાયજા..’ અને ‘અજબ...’નું ‘તું જાને ના...’ ગીત મનને શાંતિ આપે છે.
યુવાઓમાં ફેવરિટ ‘તું જાને ના...’
એન્જિનિયરિંગની વિધાર્થિની નેહા કહે છે કે ‘ફ્રી ટાઇમ હોય ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ ‘તુ જાને ના...’ જ સાંભળતા હોય છે. એટલું જ નહિ, કેટલાક સ્ટુડન્ટ્સે તો આ મૂવીનાં અન્ય ગીતોને તેમના મોબાઇલની રિંગ ટોન અથવા કોલર ટયૂન તરીકે સેટ કરી રાખી છે.’ જ્યારે અનુષ્કા અને આયુષીને ફકત ‘ઓલ ઇઝ વેલ...’ સાંભળવું જ ગમે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment