29 December 2009

મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા

દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર સહિત અન્ય પ્રોજેક્ટ અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડા પ્રધાન યૂકિઓ હાતોયામા સાથે મળીને ચર્ચા કરી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. હાતોયામા સાથે લગભગ 40 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી અને સારી રહી હતી. આ મીટિંગમાં જાપાન અને ગુજરાત વચ્ચે વેપાર મજબૂત થાય તે અંગે ચર્ચા કરાઇ હતી. તદ્ઉપરાંત નાણાંકીય, ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટર અંગેની ચર્ચા થઇ હતી. તેમ જ શીપ-બિલ્ડિંગ અને સોલાર એનર્જીની ભાગીદારી અંગે વાતચીત થઇ હતી. તાજેતરમાં જ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં જાપાને પાર્ટનર તરીકે 12 લાખ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. આ અંગે મોદીએ હાતોયામાનો આભાર માન્યો હતો. આ મીટિંગમાં હાતોયામાએ દિલ્હી-મુંબઇ કોરિડોર પ્રોજેક્ટને ફકત ભારતનો જ નહિં ગ્લોબલ ઇકોનોમી પ્રોજેક્ટ ગણાવયો હતો.

No comments:

Post a Comment