01 January 2010

લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી

લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી
જો તમારા પતિ કોઇ બીજી સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધોની મજા લઇ રહ્યા હોય તો ગુસ્સામાં આવીને તેની પાછળ ચાકૂ લઇને ના પડી જશો કારણ કે લગ્નેત્તર સંબંધો તંદુરસ્ત લગ્નજીવન માટે સારા છે તેમ હાલમાં થયેલો એક અભ્યાસ જણાવે છે. ફ્રાંસની પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મેર્સી વેઇલેંટે પોતાના નવા વિવાદાસ્પદ પુસ્તકમાં લગ્નજીવન, પુરૂષ, પ્રેમ, પ્રમાણિકતા વિશે વિગતવાર ચર્ચા કરી છે અને તેના મતે લગ્નેત્તર સંબંધો વિવાહિત જીવન માટે સારા છે. આ મનોવૈજ્ઞાનિકે ગણતરી સાથે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો રાખનારો પુરૂષ તેના લગ્નજીવનને ટકાવી શકે છે.

તે જણાવે છે કે લગ્નેત્તર સંબંધોમાં મોટાભાગે પુરૂષ પત્ની સિવાયની સ્ત્રીને સાચો પ્રેમ નથી કરતો હોતો અને તેઓ ફક્ત પોતાને મળેલી આઝાદીને માણી રહ્યા હોય છે. એક પત્નીત્વભાવ ધરાવતા પતિ માટે બેવફાઇ કરવી શક્ય નથી.

વફાદારી સ્વાભાવિક નહીં પણ સાંસ્કૃતિક છે અને બેવફાઇ અનિવાર્ય મનોવૈજ્ઞાનિક વલણ છે અને પુરૂષ પોતાના પ્રેમમાં એટલો છે જેટલો પહેલા હતો તેમ માનતી મહિલાઓ પુરૂષના લગ્નેત્તર સંબંધોને પોતાના લગ્નજીવનને મજબુત કરવા સારી રીતે ઉપયોગમાં લઇ શકે છે. પોતાના પુસ્તકમાં મેર્સીએ એમપણ જણાવ્યું છે કે પ્રેમનો અર્થ વફાદારી થાય છે તેવી વ્યાખ્યા ન કરી શકાય.

No comments:

Post a Comment