30 December 2009

શિપ મેકિંગ - સોલાર એનર્જી માટે જાપાન-ગુજરાત પાર્ટનર

ગુજરાતમાં શિપ મેકિંગ ઇન્ડસ્ટ્રીઝ અને સોલાર એનર્જી માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાન સરકાર સાથે ભાગીદારી કરી છે. ઉપરાંત જીઓ એન્જિનિયિંરગ તેમજ ગ્રીન એન્વાયર્નમેન્ટ ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર મેળવવાનું નક્કી કર્યું છે. ભારત અને જાપાનના સંયુક્ત દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટમાં સૌથી મોટો ભાગ ગુજરાતમાં આવે છે ત્યારે નવા આયામ સાથે આ સંબંધો વધુ મજબૂત બને તે દિશામાં ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી.જાપાનના વડાપ્રધાન યુકીઓ હાટોયામા અને નરેન્દ્ર મોદી વચ્ચે રવિવારે મુંબઈમાં ૪૦ મિનિટ સુધી યોજાયેલી બેઠકમાં આર્થિક, ઔધોગિક અને આંતર માળખાકીય સુવિધાનાં ક્ષેત્રોમાં ભાગીદારી વિકસાવવા બંને મહાનુભાવો તૈયાર થયા હતા. છેલ્લી વાઇબ્રન્ટ સમિટમાં જાપાનની કન્ટ્રી પાર્ટનરશિપ તરીકેની પ્રતિષ્ઠા આપવા માટે મોદીએ વડાપ્રધાનનો આભાર માન્યો હતો જાપાનનો સહયોગ માગી મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના સાગર કિનારે શિપ મેકિંગનો ઉદ્યોગ વિકસી શકે તેમ છે.

No comments:

Post a Comment