07 October 2010

વેઈટલિફ્ટિંગમાં રેણુબાલાએ ઈતિહાસ રચ્યો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


વેઈટલિફ્ટિંગમાં રેણુબાલાએ ઈતિહાસ રચ્યો

ભારતીય મહિલા વેઈટલિફ્ટર રેણુ બાલા ચાનુએ કોમનવેલ્થ ગેમ્સની વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 58 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.મણિપુરની રેણુબાલા ફાઈનલમાં 194 કિલોગ્રામ વજન ઉઠાવીને પ્રથમ સ્થાને રહી હતી. વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા વેઈટલિફ્ટિંગમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ દેશના ખાતામાં આવી ચૂક્યા છે.બુધવારના રોજ ભારતે ચાર ગોલ્ડ મેડલ જીતી લીધા છે. બુધવારે શરૂઆતમાં શૂટર ગગન નારંગ, અનિસા સૈયદ અને ઓમકાર સિંહે ગોલ્ડ મેડલ પર નિશાન લગાવ્યું હતું. હાલમાં ભારતે કુલ નવ ગોલ્ડ મેડલ જીતી લીધા છે.ઓસ્ટ્રેલિયાની લી સીને 192 કિલોગ્રામ વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ઈંગ્લેન્ડની જેડ સ્મિથે 188 કિલોગ્રામ વજન ઉઠાવીને સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.


માંગ્યું સેક્સ અને મળ્યો મેથીપાક

સોલા સાયન્સ સિટી રોડ પરની આર.સી. ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતા યુવાને સાથે અભ્યાસ કરતી પ્રેમિકા સમક્ષ સેક્સનો પ્રસ્તાવ મૂકતાં યુવતીએ આ અંગે તેના મિત્રોને વાત કરતાં ભારે હોબાળો થયો હતો.નારણપુરાનો કીર્તન ઉપેન્દ્રકુમાર પટેલ (૧૯) આર.જે. તિબ્રેવાલ કોલેજમાં બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કીર્તન ધોરણ-૧૧માં ઘાટલોડિયાની જ્ઞાનજ્યોત સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેની મિત્રતા સાથે અભ્યાસ કરતી વર્ષા (નામ બદલ્યું છે) સાથે થઈ હતી.હાલમાં વર્ષા આર.સી. ટેક્નિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. સોમવારે સાંજે વર્ષાએ કીર્તનને ફોન કરીને કહ્યું હતું કે કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધ્રુવિક જિતેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ધ્રુવ સાથે મારે પ્રેમસંબંધ બંધાયો છે અને તે વારંવાર સેક્સની માગણી કરે છે તો હું શું કરું?આ વાત સાંભળીને મંગળવારે કીર્તને તેના મિત્રો સાથે કોલેજ જઈને ધ્રુવ અને તેના મિત્રો સાથે મારામારી કરી હતી. જેમાં કીર્તનના મિત્ર વનરાજે ઈંટથી ધ્રુવને મારતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યાંથી વનરાજ ભાગી જતાં કીર્તનને પકડીને ધ્રુવના મિત્રો હોસ્ટેલમાં લઈ જઈ ધોલાઈ કરી હતી. ત્યાર બાદ ધ્રુવના મિત્રો કીર્તનને લઈ કારમાં વનરાજને શોધવા નીકળ્યા હતા.


‘સીબીઆઈ કેસ કરી શકે, ચૂંટણી જીતાડી ન શકે’

‘કોંગ્રેસીઓ ચૂંટણીમાં આરામથી જીતી શકતા નથી. ચૂંટણી જીતવા માટે તેઓએ ચારે બાજુ પ્રયાસ કર્યો પરંતુ ફેલ થયા બાદ હવે તેઓ સીબીઆઇનો ઉપયોગ કરે છે, પણ સીબીઆઇ કેસ ચલાવી શકે છે, ચૂંટણી જીતાડી શકતી નથી.સીબીઆઇ પણ કોંગ્રેસને ચૂંટણીમાં સહાય નહીં કરી શકે તેથી કોંગ્રેસ ચિંતામાં છે.’ તેમ આજે અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધતાં રાજ્યસભાના વિપક્ષના નેતા અરુણ જેટલીએ જણાવ્યું હતું.સીબીઆઇ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સીબીઆઇ ખોટા સાક્ષી બનાવે છે બનાવટ કરે છે પણ સીબીઆઇના અધિકારીઓએ સમજી લેવું જોઈએ કે સરકાર અમર નથી હોતી. પાર્ટી બદલાય છે ત્યારે સીબીઆઇના અધિકારીઓએ જવાબ આપવો પડશે.સીબીઆઇ ચૂંટણીમાં કોંગ્રેસને ઉગારી શકશે નહીં અને ગુજરાતની જનતા ભાજપના પક્ષમાં જનમત આપી જડબાતોડ જવાબ આપશે.અરુણ જેટલીએ સંમેલનમાં કાશ્મીર મુદ્દે પંડિત જવાહરલાલ નહેરુ પર પણ ચાબખા માર્યા હતા. જો કાશ્મીર મુદ્દે જનમત મેળવવામાં આવે તો નહેરુના નિર્ણયને લોકો પણ ખોટો માનશે. જેટલીએ અયોધ્યા અને માઓવાદીઓ મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા.


મહિલાને પતિ દ્વારા અભદ્ર મેસેજ

શહેરના બિલ્ડર સાથે લગ્ન કરનાર રાજકોટની પરિણીતાને દહેજ માટે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકનાર પતિએ અભદ્ર ભાષામાં અને એસએમએસ કરી હેરાનગતિ શરૂ કરી હતી. જેથી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વીઆઇપી રોડ પર રહેતા બિલ્ડર રશેષભાઇ કિરીટભાઇ શાહનું બીજા લગ્ન રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતી તૃપ્તિ રમેશભાઇ શાહ સાથે થયું હતું. જો કે લગ્ન બાદ સાસુ અને સસરાએ ઓછું કરિયાવર લાવી હોવાનાં મેણા મારી ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. તેમજ લગ્નના છ માસ જેટલા સમય બાદ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.ત્યારબાદ પતિએ તૃપિ્તના મેઇલ એડ્રેસ પર મેસેજ મોકલવાના શરૂ કર્યા હતા. જેમાં નીચ, હલકટ, પૈસાની ભૂખડી જેવી અભદ્ર અને ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. જો કે પરિણીતાએ તેને ગંભીરતા થી લીધા ન હતા. મેસેજ સતત ચાલુ રહેતા આખરે સાસુ અને સસરાને જાણ કરતા તેમને કહયું હતું કે રશેષ અમને વંચાવીને જ મેસેજ મોકલે છે, તું તેને જ લાયક છે.ત્યારબાદ પણ ઇમેલ અને મોબાઇલ ફોન પર એસએમએસનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો. બિલ્ડરે સૌમિલ શાહના નામે બોગસ મેઇલ એકાઉન્ટ ખોલીને પણ મેલ મોકલ્યા હતા. મોબાઇલ પર મેસેજ મોકલી પતિએ ધમકી આપી હતી કે તને અને તારા કુંટુંબને જાનથી મારી નાખીશ.સ્ત્રી ઔચિત્ય ભંગ થાય તેવા પતિના મેસેજથી કંટાળીને આખરે પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે રશેષ શાહ, કિરીટભાઇ શાહ અને મીનાબહેન શાહ સામે ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી એક્ટ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


વડોદરા : બિલ્ડરની ૧.૨૦ કરોડની બેનામી આવકનો પર્દાફાશ
ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગે માંજલપુર વિસ્તારના બિલ્ડરને ત્યાં ત્રાટકીને તપાસ કરતા ૧.૨૦ કરોડ રૂપિયાની બેનામી આવકની સ્વૈચ્છિક કબૂલાત કરાઈ હતી.આવકવેરા અધિકારીઓની ટીમે મંગળવારે માંજલપુર વિસ્તારના બિલ્ડરના દસ્તાવેજોની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. આ બિલ્ડરની વૈભવી સ્કીમો ઉપરાંત જમીનોના સોદાબાજીને લગતા દસ્તાવેજોની ગત મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી.આ બિલ્ડરના કમ્પ્યૂટર રેકર્ડની પણ છણાવટ હાથ ધરવામાં આવી હતી. આ બિલ્ડર દ્વારા રજુ કરાયેલા પ્રોજેક્ટમાં પણ પ્રોપર્ટી ખરીદનારાઓ પાસેથી મોટા પ્રમાણમાં ઓન મની લેવાતી હોવાની ગેરરીતિનો પર્દાફાશ થયો હતો. સમા વિસ્તારમાં પણ સાઇટ ધરાવતાં આ બિલ્ડરે ૧.૨૦ કરોડની છુપી આવકની સ્વૈચ્છિક કબૂલાત કરી હતી.


વડોદરા : મસલ પાવર વાપરનારાના દા‘ડા હવે પૂરા થયા : મોદીનો ધ્રુજારો

વડોદરા શહેરના ઉમા ચાર રસ્તા ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ચુંટણીમાં મસલ્સ પાવરના જોરે જીતવા માગતા તત્વોને આડે હાથે લેતા ચીમકી સ્વરૂપે જણાવ્યું હતું કે પ્રજાને રંજાડનારાઓ હવે ચેતી જાય. હવે આવા તત્વોનો ખેલ લાંબો સમય નહીં ચાલે તેવી ખાતરી તેમને ઉપસ્થિત જનમેદનીને આપી હતી.સેવાસદનની ચૂંટણીના પ્રચાર અર્થે બુધવારે વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા ખાતે યોજાયેલી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.ઉપસ્થિત લોકોએ લોકલાડીલા મુખ્યમંત્રીને ભારે ઉમળકા ભેર વધાવી લીધા હતા.સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચૂંટણીમાં જુસ્સો હોય, ઉમંગ હોય ઉત્સાહ હોય પણ આજે જુદો જ માહોલ છે.જુસ્સો તો છે પણ સાથે ગુસ્સો છે. ૧૦મી તારીખે ભાજપના કમળ પર ઇવીએમનું બટન દબાવી ગુસ્સો પ્રદર્શિત કરવાનો છે જેમાં આપના સાથ અને સહકારની જરૂર છે.કેટલાક તત્વો સત્તાભૂખને સંતોષવા મસલ પાવરનો ઉપયોગ કરીને સામાન્ય પ્રજાને રંજાડતા હોય છે. આવા તત્વોને હું કહેવા માંગુ છુ કે તમારો ખેલ હવે બહુ લાંબો નહીં ચાલે અને તેમનુ બ્લડગ્રૂપ ગમે તે હોય પણ અમે તેમને કાયદાની મર્યાદામાં રાખીને જંપીશું .મુખ્યમંત્રીએ આ સાથે એમ પણ જણાવ્યું હતું કે આવા તત્વોને મત આપીને તમારા મત વેડફશો નહીં. મસલ પાવર વાપરીને વડોદરાની પ્રજાને પજવતા તત્વોના હવે દા‘ડા પુરા થઇ ગયા હોવાનો ધ્રુજારો મુખ્યમંત્રીએ સભામાં વ્યક્ત કર્યો હતો.

સીએમની સભામાં ત્રણ ‘સીએમ’નાં ખિસ્સાં કપાયાં!

આખી શહેર પોલીસ જ્યારે મુખ્યમંત્રીની સલામતી જાળવવા માટે વ્યસ્ત હતી બરોબર તે જ સમયે બે ખિસ્સાકાતરુએ પોતાની કળા અજમાવી હતી અને સભામાં આવેલી ત્રણ વ્યક્તિનાં ખિસ્સાં હળવાં કરી દીધાં હતાં. બેમાંથી એક ખિસ્સાકાતરુને લોકોએ સ્થળ પરથી જ પકડી પાડી બરાબરનો ઠમઠોર્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો.ભાઠેના-બેમાં નરેશ ટેક્સટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવતા નરેશભાઈ બચુભાઈ જરીવાલા (રહે: વાણિયા શેરી, બેગમપુરા)એ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતે મુખ્યમંત્રીની સભા પૂર્ણ થયા બાદ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે ખિસ્સાકાતરુએ તેમના ખિસ્સામાંથી રૂ. ૧,૫૦૦ ચોરી લીધા હતા.મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યે બનેલી આ ઘટનામાં નરેશભાઈ ઉપરાંત જરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ ડાહ્યાભાઈ ભગત (રહે: લીમડા ચોક, ડબગરવાડ) અને ટાઇલ્સ ફિટિંગનો વ્યવસાય કરતા ભવરસિંગ મૂલસિંગ ચુડાવત (રહે: ન્યૂ હરિધામ સોસાયટી, આશાપુરી સોસાયટી ત્રણ રસ્તા, પાંડેસરા)ના ખિસ્સાંમાંથી અનુક્રમે ૧,૪૮૦ અને રૂ ૪,૪૦ની ચોરી કરી લીધી હતી.


શાળા-કોલેજોમાં મિલિટરી એકેડેમી ફરજિયાત કરો

દેશની આંતરિક સુરક્ષા સામે આજે ખતરો ઉભો થયો છે અને જો આ રાષ્ટ્રને બચાવવુ હશે તો વિદ્યાર્થીઓને આર્મીની તાલિમ ફરજિયાત આપવી પડશે તેના માટે દેશની તમામ શાળા કોલેજોમાં મિલટ્રી એકેડેમી અને એનસીસીની તાલિમ ફરજિયાત કરવી પડશે એવુ જાણીતા પત્રકાર પદ્મશ્રી મુઝફ્ફર હુસેને જણાવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સમસ્યા અને સમાધાન એ વિષય પર બોલતા તેઓએ દેશમાં લોકશાહીના જતન માટે અને અનામત પ્રથાને ખતમ કરવા માટે ફરજિયાત મતદાનનો નિર્ણય કરવાની પણ હિમાયત કરી હતી.ભારતીય વિચાર મંચ દ્વારા વરાછા રોડ સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા સમસ્યા અને સમાધાન એ વિષય પર બોલતા પદ્મશ્રી મુઝફ્ફર હુસેને જણાવ્યું હતું કે, દેશના સીમાડાઓ ખુલ્લા છે અને આવનારો સમય વધુ કઠીન આવી રહ્યો છે. આજે દેશના ઘણા ભાગોમાં ધર્માંતરણની પ્રવૃતિ બેહદ વધી રહી છે ત્યારે લોકોએ જાગૃત થવાની આવશ્યકતા છે.આતંકવાદ અને માઓવાદ સામે લડવા માટે દેશની તમામ શાળા કોલેજોમાં મિલટ્રી એકેડેમી સ્થાપીને અનસીસીની તાલિમ ફરજિયાત બનાવવી પડશે. દેશમાં લોકશાહીને મજબુત કરવા માટે ફરજિયાત મતદાનના માધ્યમથી અનામત પ્રથાનો પણ અંત લાવવો પડશે.કાશ્મીર વિચાર મંચના અધ્યક્ષ ત્રિલોકીનાથ રાજદાને કાશ્મીર સમસ્યાને કારણે ઉભી થયેલી સ્થિતિનો ચિતાર આપ્યો હતો. દેશમાં આંતરિક સુરક્ષાનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને દેશભક્ત નાગરિકની આવશ્યકતા છે. જે કાંઇ ભાગ કાશ્મીરનો બચ્યો છે તેમાં સરદાર વલ્લભભાઇ પટેલનો મોટો ફાળો છે તેમણે સેના મોકલીને હુમલો ખાળ્યો હતો. સ્વામી અંબરીષાનંદજીએ દેશની હાલની સમસ્યાઓ પાછળ લોકશાહી જવાબદાર હોવાનું જણાવ્યું હતું તેમજ દેશમાં ર૦ વર્ષ માટે લોકશાહી પ્રથા બંધ કરવાની હિમાયત કરી હતી.


બોરડા પંથકમાં ભેદી રોગચાળો ટપોટપ મરી રહેલા ઘેટાં-બકરાં

તળાજા તાલુકાના બોરડા ગામે ઘેટા-બકરામાં કોઇ ભેદી રોગચાળો ફેલાવાને કારણે મરવા લાગતા માલધારી સમાજમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. દરરોજ ઘેટા-બકરા ભેદી રીતે મૃત્યુ પામતા હોય તંત્ર દ્વારા આ અંગે સત્વરે પગલાં ભરાય તેવી માંગ ઉઠવા પામી છે.બોરડામાં માલધારી સમાજની વસતી બહોળા પ્રમાણમાં છે. તેમનો મુખ્ય વ્યવસાય ઘેટા-બકરા પાળી પોતાનું ગુજરાન ચલાવવાનો છે. આ વર્ષે બોરડા પંથકમાં દર વર્ષ કરતા વરસાદ વધારો પડ્યો હોય કોઇ કારણોસર ઘેટા-બકરા સહિતનાં પશુઓમાં વિચિત્ર રોગચાળો ફાટી નિકળ્યો છે. જેના કારણે દરરોજ ઘેટા-બકરા ભેદી રીતે મરવા લાગ્યા છે. જેના કારણે માલધારીઓમાં ભારે દહેશત ફેલાઇ જવા પામી છે.માલધારી સમાજમાં માંગ ઉઠવા પામી છે કે ગામમાં કોઇ પશુ ડોક્ટર ન હોય તાકીદે પશુ ડોક્ટરની નિમણૂંક કરી આરોગ્ય ખાતાની ટીમ તાકીદે ઉતારી તપાસ કરવાની જરૂર છે કે આ એવો કયો રોગ છે કે જેને કારણે દરરોજ આટલા બધા ઘેટા-બકરાઓ મોટા પ્રમાણમાં મરી રહ્યાં છે. આ કારણોની તપાસ કરી લાચાર પશુપાલકોને જરૂરી સહાય અને દવાનું વિતરણ કરવામાં આવે.

'ભાવનગરને વિકાસના મંત્ર સાથે શાંતિ અને સલામતિ આપવી છે'

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જંગી જાહેર સભાને સંબોધતા દેશનાં નંબર-૧ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ માને છે ચૂંટણી જીતવા વિકાસ નહી માત્ર વોટ જોઇએ. કોંગ્રેસની તે માન્યતાને કારમો ઘા મારવાનો સમય આવી ગયો છે. વિકાસના મુદ્દે ચૂંટણી લડી નહીં પરંતુ જીતી પણ શકાય તે ગુજરાતની પ્રજાએ કરી બતાવ્યું છે અને ભાજપે વિકાસના મંત્ર સાથે ભાવનગરને શાંતિ અને સલામતી આપવાનો નિર્ધાર કર્યો છે.શહેરના નિર્મળનગર ખાતે આટામીલમાં મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની જંગી જાહેર સભાનું ભવ્ય આયોજન કરાયું હતું મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસની કૂટનીતિ પ્રજા સમક્ષ લાવતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં ઘરે-ઘરે ગેસ પાઇપ લાઇન નાખવાનું મેં આપેલું વચન પુરૂ ન થયું દિલ્હીની સરકારે ફતવો કરી ગેસ પાઇપલાઇન નાખવાના વિકાસ કામોમાં રોડા નાખ્યા. કોંગ્રેસે રૂપિયા ઉલેચવા સિવાય કશું કર્યું નથી. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરી કોમનવેલ્થના નામે દેશની આબરૂ દુનિયામાં નિલામ કરી છે. આવી કોંગ્રેસ સરકારના ઉમેદવારોની પસંદગી કરશો તો ભાવનગર વિકાસના માર્ગે જે તે જ ગતિએ જાય છે તેને લુણો લાગી જશે.ભાવનગરના વિકાસ માટે નગરજનોએ કલ્પના ન કરી હોય તેટલો વિકાસ થવાનો છે. ધોલેરા ‘સર’ દ્વારા અમદાવાદ-ભાવનગર સુધીનું જોડાણ થઇ જશે. બન્ને વચ્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. સાથે સાથે કલ્પસરની યોજના પણ આવી રહી છે. દરિયા કિનારો ધમધમતો થવાનો છે. અમદાવાદને પણ ટક્કર મારે તેવો ભાવનગરનો વિકાસ થવાનો છે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ દ્વારા સુરત તમારા ઘર આંગણે લાવીને ઝંપીશ. ભાવનગરની તો પાંચે’ય આંગળીઓ ઘીમાં છે.


ભાવનગર : ખેડૂતોને ગુણવત્તા વિહીન દવા પધરાવતી ત્રણ કંપની ઝડપાઈ

મોંઘા ભાવના ખાતર-બિયારણ લાવીને મબલખ કૃષિપાકની આશા સેવી ખેતરમાં વાવેતર કર્યા બાદ તેમાં રોગચાળો પ્રસરે તેને ડામવા ખેડૂતો હજારો રૂપિયાની દવાઓનો છંટકાવ કરે છે. પરંતુ આ દવા ગુણવત્તાયુક્ત હશે કે કેમ ? તેનો ક્યાંથી ખ્યાલ હોઈ શકે ? ચાલુ સિઝનમાં જ ત્રણ દવા કંપનીને તંત્રએ ઝડપી લીધી હતી. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.ભાવનગર જિલ્લામાં હજારો હેકટરમાં ખરીફ પાકનું વાવતેર થયું છે. દિવાળી નજીક આવી રહી છે તેની સાથો-સાથ ખરીફ પાક લેવાની મૌસમ પૂર બહારમાં ખિલી છે, પરંતુ આ પાકમાં બેસેલો રોગચાળો ડામવા ખેડૂતોએ જે દવાનો છંટકાવ કર્યો હતો તેમાં અમુક દવાઓ ગુણંવત્તાવિહીન દવા પધરાવતી ત્રણ દવા કંપની ઝડપાઈ છે.જેમાં મુંબઈની કેમેટ કેમિકલ્સ અને ન્યુ કેમી. ઈન્ડસ્ટ્રીઝ તેમજ દિલ્હીની કોરટેક ઈન્ડિયા લિ. દવા કંપનીઓની દવાઓના નમુના બહુમાળી ભવન ખાતેની કચેરીએ લીધા હતા. જે બિન પ્રમાણિત સાબિત થયા છે. જુલાઈથી સપ્ટેમ્બર ત્રણ માસ દરમિયાન ૭૨ જેટલા નમૂના લેવાયા હતાં. આ દરેક નમુના ગાંધીનગર અને જુનાગઢ ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. જોકે, હજુ ૨૫ ટકા નમૂનાના રિપોર્ટ બાકી છે. ઉક્ત ઝડપાયેલી ત્રણેય કંપની સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ભાવનગર જિલ્લામાં ૫૫૦ લાયસન્સ ધારક બિયારણ વિક્રેતા છે, સામાન્ય રીતે ખેતીવાડી વિભાગ દ્વારા ત્રણ વર્ષના સમયગાળા માટે લાયસન્સ ઈશ્યુ કરાતાં હોય છે. આ સમય સપ્ટેમ્બર-૨૦૧૦માં પુરો થઈ ગયો છે. મતલબ કે હવે ૩૧મી ઓક્ટોબર સુધીમાં જે વિક્રેતાઓના લાયસન્સ રિન્યુ નહીં થાય તેના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.


અમેરિકન યુવતી પર ગેંગરેપના કેસમાં છ છાત્રોનો છુટકારો

એપ્રિલ ૨૦૦૯માં બહુ જ ગાજેલો અમેરિકન યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં એક વર્ષ સુધી જેલવાસ ભોગવનારા છ વિદ્યાર્થીઓ પુરાવાને અભાવે આખરે નિર્દોષ જાહેર થયા છે.એપ્રિલ ૨૦૦૯માં ૨૩ વર્ષીય અમેરિકન યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ મુકાયો હતો. આ યુવતી પ્રતિષ્ઠિત ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસ (ટીઆઈએસએસ)માં ટૂંકા સમયગાળાનો અભ્યાસક્રમ કરતી હતી. તેની પર છ વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ કરાયો હતો. જોકે તેણે આરોપીમાંથી બેને જ જાણતી હોવાનું કહ્યું હતું.જજોએ એવી નોંધ કરી હતી કે યુવતીની જુબાની ભરોસો આપતી નથી. વળી, તબીબી પુરાવા પણ યુવતીના દાવાઓને ટેકો આપતા નથી. આથી આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.છ આરોપીમાં વિનમ્ર સોની, હર્ષવર્ધન યાદવ, યશકરણ ભુલ્લર, અનીશ બોરકાટકી, દેવ કોલાબાવાલા, કુંદનરાજ બોરગેહેઈનનો સમાવેશ થતો હતો.૧૧ એપ્રિલે યુવતી છ વિદ્યાર્થી સાથે નાઈટ ક્લબમાં ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.

No comments:

Post a Comment