09 October 2010

રાજકોટમાં મહિમા છવાઇ કોંગ્રેસને સત્તા સોંપવા અપીલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટમાં મહિમા છવાઇ કોંગ્રેસને સત્તા સોંપવા અપીલ

કોંગ્રેસવાલા જીતેગાના નારાથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.રાજકોટમાં કોંગ્રેસના પ્રચાર માટે આવેલી ફિલ્મી હિરોઇન મહિમા ચૌધરીનો આજે રોડ શો યોજાયો હતો જેમાં મહિમાનો જાદુ છવાઇ ગયો હતો અને મહિમાએ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે વિકાસ માટે રાજકોટને ટોપ સુધી પહોંચાડવા કોંગ્રેસને શાસનની ધૂરા સોંપવા અપીલ કરી હતી.ચૂંટણી આડે હવે માત્ર એક દિવસ જ બાકી રહ્યો છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસ તરફી માહોલ જામી ગયો છે અને શહેરમાં સર્વત્ર કોંગ્રેસનો પંજો મજબૂત બની રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે ફિલ્મ હિરોઇન મહિમા ચૌધરીનો રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં ઠેર ઠેર તેમને ભવ્ય આવકાર મળ્યો હતો અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાનો લોકોએ કોલ આપી દીધો હતો.

કોંગ્રેસની એક જ વાત, પૂરતું પાણી, શહેરનો વિકાસ

ન્યારી ડેમને ઊંચો બનાવવાના કામને પ્રથમ પ્રાધાન્ય, ન્યારી-૨ને સિંચાઇના બદલે પીવાના પાણી તરીકે અનામત રખાવશું : કોંગ્રેસ.ચૂંટણી આડે ગણતરીની કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસે રાજકોટના હર એક નાગરિકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ જ કટીબધ્ધતા વ્યક્ત કરી છે. કોંગ્રેસ પાસે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને એ છે, રાજકોટને ૩૦ મિનિટ પાણી અને શહેરનો સવાઁગી વિકાસ. કોંગ્રેસ સત્તા પર આવશે તો પાણીના પ્રશ્ન સામે જડમૂળથી આયોજન કરવા તમામ મોરચે કામે લાગશે.ન્યારી-૧ ડેમની હાઇટ વધારવાનું કામ તાત્કાલિક ધોરણે હાથ પર લેવાશે અને સિંચાઇ માટે રહેલા ન્યારી-૨ ડેમની પીવાના હેતુ માટે જ અનામત રખાવવાનો દ્રઢ નિર્ધારસાંસદ કુંવરજીભાઇ બાવિળયા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કાર્યકારી પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી અને નરેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો છે.



બોટાદ શહેરમાં વધુ બે માસૂમ ભૂલકા ડેન્ગ્યુની ઝપેટમાં

બોટાદ શહેરમાં ડેન્ગ્યુ પોતાનો વિકરાળ પંજો પ્રસરાવતો જાય છે. છેલ્લા અઠવાડિયામાં ત્રણ કેસો મળી આવ્યા બાદ વધુ બે બાળકોના પોઝીટીવ કેસો મળી આવતા લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો છે.નવ કેસમાં હેતવી અનિલભાઇ (રે.પરા વિસ્તાર,ફાટક પાસે, ઉં.વ.૪) અને કૃપાલ કિશોરભાઇ (ઉં.વ.૪, રે.ગોવિંદજીની ચાલી પાસે)નો સમાવેશ થાય છે. આ બન્ને પૈકી કૃપાલની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.


ભાવનગર : 'સાંસદ અને ધારાસભ્ય વગર પણ ચૂંટણી જીતી દેખાડશું'

ભાવનગર શહેરમાં મહાપાલિકાની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે આ વખતે પણ ભાજપમાં હોદ્દેદારોનો વાણી વિલાસ પક્ષની આબરૂને ઘટાડી રહ્યો છે તેમજ કાર્યકરોને હતોત્સાહ પણ કરી રહ્યો છે. તાજેતરમાં જ શહેરમાં ભાજપના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે અમે ભાજપના સાંસદ કે ધારાસભ્ય વગર પણ ચૂંટણી જીતી દેખાડશું ? આવા વાણીવિલાસની છેક પ્રદેશ હાઇ કમાન્ડ સુધી રજુઆત થઇ હોવા છતાં બધાએ અત્યાર સમયનો તકાજો સમજી ‘સબસે બડી ચૂપ’ રહેવાનું યોગ્ય સમજ્યું છે. બાકી આ એક જ નિવેદન પક્ષમાં ભડકો કરવા માટે પુરતુ છે.


મુંબઈને વધુ ૧૩૦ લોકલ ટ્રેન મળશે

મુંબઈની લોકલ સેવા સુધારવા માટે ૧૯૯૯માં સ્થાપના કરાયેલા મુંબઈ રેલવે વિકાસ મહામંડળ (મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન-એમઆરવીસી)એ મુંબઈની લોકલ ટ્રેનોનો ચહેરોમહોરો જ બદલી નાખ્યો છે. જર્મન ટેક્નોલોજીની ૧૦૧મી લોકલ હાલમાં જ આવી છે. પ્રસંગની ઉજવણી વખતે મુખ્ય પ્રધાને એમઆરવીસીના વખાણ કર્યા હતા.જર્મન બનાવટની લોકલ ટ્રેનો આવવાના નિમિત્તે કોર્પોરેશનના એમ.ડી. ડૉ. પી. સી. સહેગલે કહ્યું હતું કે, મુંબઈમાં જર્મન બનાવટની ૧૦૧ લોકલો અત્યાર સુધીમાં આવી છે. વધુ ૧૩૦ લોકલ ટ્રેનો હશે. તેમાંની ત્રણ લોકલ ઓક્ટોબરમાં, નવેમ્બરમાં પાંચ અને ડિસેમ્બરમાં પણ પાંચ લોકલ આવશે. આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં ૨૮ લોકલ આવશે અને બાકીની એ પછી આવશે.


કોંગ્રેસ અને એનસીપીમાં ડખો જારી

કલ્યાણ- ડોંબિવલી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બાવન અને પંચાવન બેઠક પરથી ચૂંટણી જંગ લડવાની સમજુતી થઈ હોવા છતાં ૩૦ વોર્ડની ઉમેદવારી ઉપર બેઉ પક્ષોએ દાવો કર્યો છે. સ્થાનિક પ્રમુખોએ આ બાબતનો ઉકેલ લાવવો, એમ રાષ્ટ્રવાદી સંસંદીય મંડળની મુંબઈમાં થયેલી બેઠકમાં નિધૉરિત થયું હતું. એ પછી કોંગ્રસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુતિનો ચૂંટણી ઢંઢેરો બહાર પડશે.રાષ્ટ્રવાદી કોંગ્રેસના ફાળે આવેલા ૩૯ વોર્ડ અને કોંગ્રેસને ફાળે આવેલા ૩૮ વોર્ડની બાબત પર યુતિની મહોર વાગી ગઈ છે. યુતિ વચ્ચે થયેલી સમજુતી અનુસાર વોર્ડ અનુસાર ઉમેદવારોની યાદી શુક્રવાર સુધીમાં તૈયાર કરવી એમ નક્કી કરાયું હતું.


‘બિગ બોસ’ને કારણ દર્શાવો નોટિસ ફટકારાઈ

ટેલિવિઝન રિયાલિટી શો ‘બિગ બોસ’માં પાકિસ્તાની કલાકારોને બોલાવવા સામે મહારાષ્ટ્ર નવિનર્માણ સેના અને શિવસેના બંનેએ વાંધા ઉઠાવ્યા છે તેને અનુલક્ષીને જિલ્લા પ્રશાસને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. પુણેના લોનાવાલામાં તૈયાર કરાયેલા બિગ હાઉસમાં ચાલતા આ શોમાં પાકિસ્તાની કલાકારોને લીધા હોવાથી અમુક રાજકીય પક્ષોએ વિરોધ ઉઠાવ્યો હોઈ કાયદો અને વ્યવસ્થાની વપિરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિ શા માટે ઊભી કરી તેનું કારણ જિલ્લા પ્રશાસને જાણવા માગ્યું છે.દરમિયાન શિવસેનાનો આ શો પ્રત્યેનો વિરોધ ચાલુ જ છે. શિવસેનાના કાર્યકરોએ ગુરુવારે પણ શોના વિરોધમાં આંદોલન કર્યું હતું. અગાઉ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આને ટીઆરપી વધારવા માટેના ‘ત્રાગાં-નાટકબાજી’ ગણાવતાં ‘પાકિસ્તાની કલાકારોને ભારતમાં બોલાવીને શો કરવાની શી જરૂર ?’ એવો પ્રશ્ન કર્યો હતો.


ઈઝરાઇલ કોન્સ્યુલેટ જનરલે અમૂલની મુલાકાત લીધી

મુંબઈ સ્થિત ઈઝરાઇલ કોન્સ્યુલેટના જનરલ ઓનૉ સાગિવે દેશમાં શ્વેતક્રાંતિના પર્યાયમાં અમૂલ સહકારી મોડેલના અભ્યાસ માટે અમૂલ ડેરી અને ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની મુલાકાત લીધી હતી.ઓનૉ સાગિવને જી.સી.એમ.એમ.એફ.ના ઈન્ચાર્જ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાહુલ કુમાર અમૂલ સહકારી મોડેલની વિકાસયાત્રાની વિગતવાર સમજણ આપવામાં આવી હતી. કોન્સ્યુલેટ જનરલને અમૂલના ઈતિહાસની અને તેના સહકારી ડેરીના અભિયાનને વિકસિત કરવામાં અમૂલના આધ્ય અધ્યક્ષ ત્રિભોવનદાસ પટેલ અને શ્વેતક્રાંતિના પ્રણેતા વર્ગીસ કુરિયનની અગ્રગણ્ય ભૂમિકા અંગેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.


કેન્દ્રીય કૃષિપ્રધાન થોમસે એનડીડીબીની મુલાકાત લીધી

કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના કૃષિપ્રધાન પ્રોફેસર કે.વી.થોમસે આણંદ ખાતે આવેલા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ની મુલાકાત લીધી હતી કૃષિ પ્રધાન થોમસે એનડીડીબીના ચેરમેન ડૉ. અમૃતા પટેલ સાથે વિવિધ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી.આ ચર્ચા દરમિયાન એનડીડીબી દ્વારા દેશના વિવિધ ભાગોમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે એનડીડીબી દ્વારા ખેડૂતોને જે ટેકનિકલ તથા આર્થિક સહાયતા આપવામાં આવે છે તે અંગે નેશનલ ડેરી પ્લાન અંગે પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપવામાં આવી કેન્દ્રીય પ્રધાને એનડીડીબીના સેન્ટર ફોર એનાલિસીસ એન્ડ લર્નિંગ ઈન લાઈવ સ્ટોક એન્ડ ફુડ (સીએએલએફ)ની મુલાકાત પણ લીધી હતી.


મિત્રએ જ મિત્રને બનાવી દીધો વાહનચોર

વાહનચોર મિત્રના રવાડે ચઢીને બાઈક ચોરીઓ કરવામાં ઉત્સાદ કડીના બાઇક ચોરની મહેસાણા તાલુકા પોલીસે ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા આ વાહન ચોરે દેલા ગામની બાઈક ચોરી કબુલી છે ત્યારે તે અન્ય વણઉકલી વાહનચોરીઓમાં સંડોવાયેલો હોવાનું માનતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તાજેતરમાં મહેસાણા એલસીબીના હાથે ઝડપાયેલા મૂળ કડીના અને હાલમાં સાણંદ ખાતે રહેતા અમિતસિંહ ઉર્ફે લાલો ભીખુભા ચાવડાએ મહેસાણા નજીક દેલા ગામે બસ સ્ટેન્ડની નજીકથી બાઈક ચોરી કર્યાની કબુલાત કરતા મહેસાણા તાલુકા પોલીસે ટ્રાન્સફર વોરંટને આધારે તેનો કબજો મેળવ્યો હતો.


મહેસાણામાં ગેસનું કનેક્શન ચાલુ ન હોવા છતાં બિલ આવ્યું!!

કોઇ વસ્તુનો ઉપયોગ કર્યો ના હોય અને હજારોનું બિલ તમારા માથે થોપવામાં આવે તો તમારા ઉપર વીતે કેવી? આવી જ કંઇક હાલત સાબરમતી ગેસ કંપની દ્વારા ગ્રાહકો સાથે કરાયો હોવાનો કિસ્સો મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે. ધરમ સિનેમા રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં ગેસ બિલમાં લોલમલોમ ચલાવી હજારોની રકમના ખોટા બિલ અપાતાં ગ્રાહકોએ કંપનીની ઓફિસનો સંપર્ક કરી બળાપો ઠાલવ્યો હતો.મહેસાણા શહેરમાં લાઇન દ્વારા રાંધણ ગેસનું વિતરણ કાર્ય કરતી સાબરમતી ગેસ કંપની ડિપોઝીટની રકમને લઇને શરૂઆતથી વિવાદમાં રહી છે.ત્યારે ગેસ કંપની દ્વારા ગેસ બિલ આપવામાં લોલમલોલ ચલાવાઇ હોવાનું બહાર આવ્યું છે. ગેસ કંપની દ્વારા તાજેતરમાં ગ્રાહકોને આપવામાં આવેલા બિલમાં હજારોની રકમના ખોટા બિલ ફટકાર્યા હોવાનું બહાર આવ્યું છે. ગેસ જોડાણ નંખાયા બાદ ગેસ વાપર્યો પણ ના હોવા છતાં પણ મોટી રકમના બિલ આપવામાં આવ્યા છે.


ધોરાજી : જન્મેલું બાળક ગોદડીમાં રડતું હતું ને માં..

ધોરાજીના સરકારી દવાખાના પાછળના અવાવરું સ્થળેથી નવજાત શિશુ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ગુરુવારે સાંજે પાંચેક વાગ્યે ભાનુબેન જગદીશભાઇ ચાવડા નામની સગભૉ યુવતી દાખલ થઇ હતી.આ યુવતીને પુત્ર રત્નનો જન્મ થયો હતો. ભાનુબેનની તબિયત સ્વસ્થ જણાતા શુક્રવારે તેને રજા આપી દેવામાંઆવી હતી. દરમિયાન સાંજના સમયે હોસ્પિટલની પાછળના અવાવરું સ્થળે એક યુવાન લઘુશંકા કરવા ગયો ત્યારે બાળકના રડવાનો અવાજ સંભળાતા તેણે જોયું તો એક તાજુ જન્મેલું બાળક ગોદડીમાં વિંટળાયેલું રડી રહ્યું હતું આથી તુરંત જ આ બાળકને હોસ્પિટલમાં લાવીને પોલીસને જાણ કરવામાં આવી હતી.


"બિગ બોસ બાદ લગ્ન વિશે વિચારીશ"

મોડલ કમ એક્ટર સમિર સોની તેનાં જીવનનો સૌથી મહત્વનો નિર્ણય લીધો છે જે તેણે બિગ બોસનાં ઘરમાં જતાં પહેલાં એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યો હતો. તેણે બોલિવૂડની પૂર્વ એક્ટ્રેસ અને હાલમાં જ્વેલરી ડિઝાઈનર નિલમ કોઠાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેમજ તેઓ સાથે એક ફિલ્મ પણ નિર્દેશ કરવાનાં છે.બિગબોસ-4નાં ઘરમાં જતાં પહેલાં તેણે આઈએએનએસ સાથેનાં ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, "લોકો એમ વિચારે છે કે હું નિલમ જોડે ચાલુ વર્ષનાં ડિસેમ્બરમાં પરણવાં જઈ રહ્યો છું પણ તે સાચુ નથી. જો હું બિગબોસનાં ઘરમાં અંત સુધી રહેવામાં સફળ રહિશ તો પછી ચાલુ વર્ષનાં અંતમાં લગ્ન થશે જ નહી. જોકે બિગ બોસ બાદ હું જરૂરથીઆ વિશે વિચારીશ."


સુરવિન બનશે બિગ બોસ 4ની મહેમાન!

હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, સુરવિન ચાવલા બિગ બોસ-4નાં ઘરમાં ભાગ લે તેવી શક્યતાઓ છે. સુરવિન વાઈલ્ડ કાર્ડ દ્વારા શોમાં ભાગ લેશે. હાલમાં બિગ બોસનાં ઘરમાં 12 સ્પર્ધકો છે. ગઈ કાલે જ કસાબનો વકિલ અબ્બાસ નકવી શોમાથી આઉટ થઈ ગયો હતો.બંટી ચોર એટલે કે દેવેન્દ્ર સિંગની શોનાં બીજા જ દિવસે અણધારાં એલિનીમેશનથી શોમાં પહેલાં જ અઠવાડિયે બે વ્યક્તિઓ આઉટ થઈ ગયા હતાં. તેથી જ બિગ બોસનાં ઘરમાં સુરવિન ચાવલા તેનાં જલવા પાથરવા આવી રહી છે.

મને ફક્ત "એશ્વર્યા" કહીને જ બોલાવો"

લાગે છે બચ્ચન બહુ તેનાં હુલામણાં નામ "એશ"થી કંટાળી ગઈ છે. તેથી જ તે બધાને તેને તેનાં આખાં નામ એશ્વર્યાથી બોલાવવા ભલામણ કરી રહી છે.એશ્વર્યાએ જણાવ્યું હતું કે, " મે જ્યારે આ ઈન્ડસ્ટ્રી જોઈન કરી છે ત્યારથી જ લોકો મને "એશ"નાં નામે બોલાવે છે ચલો શરૂ શરૂમાં તેમને મારું નામ બોલવામાં તકલીફ પડે પણ હવે તો મારે અહી વર્ષો વીતી ગયા છે તેથી બધાને મારુ નામ બોલતા ફાવે જ એ સામાન્ય છે તેથી જ હવે તમે મને મારા સાચા નામે બોલાવો એ જ મને ગમશે."


'હજી પણ પ્રિયંકા સાથેનાં સંબંધો માટે મક્કમ નથી'

ભલે મીડિયા અને સમાચાર પત્રોમાં શાહિદ પ્રિયંકા એક હોવાનાં સમાચાર છપાતા રહે છે. પણ શાહિદનાં મનમાં કાઈક અલગ જ છે કારણકે હાલમાં જ કરણ જોહર અને કોફી વીથ કરણનાં બ્રોડકાસ્ટરે શાહિદ પ્રિયંકાને કપલ તરિકે ઓન સ્ક્રિન શો કોફી વીથ કરણમાં ભાગ લેવાંની ઈચ્છા જાહેર કરી હતી. પણ શાહિદે શોમાં ભાગ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.એક અહેવાલ પ્રમાણે, શાહિદ તેનાં અને પ્રિયંકાનાં સંબંધો બાબતે હજી પણ મક્કમ નથી. ભલે પ્રિયંકા તેનાં જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે અને તે તેને પસંદ પણ કરે છે તેમ છત્તાં તે તેમનાં સંબંધો વિશે હજી મક્કમ નથી. હાલમાં પ્રિયંકાએ શાહિદને આગામી વર્લ્ડ ટુરમાં ભાગ લેવા પણ મનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ શાહિદે તે માટે પણ ના પાડી દીધી હતી.


વિજય કુમારની ગોલ્ડન હેટ્રિક, ભારતને 21 ગોલ્ડ મેડલ

દિલ્હીમાં ચાલી રહેલી 19મી કોમનવેલ્થ ગેમ્સમાં વિજય કુમારની સુવર્ણ સફર ચાલું છે. શૂટર ગગન નારંગ અને ઓમકાર સિંહ બાદ વિજય કુમારે પણ ગોલ્ડ મેડલની હેટ્રિક પૂરી કરી લીધી છે.શનિવારના રોજ વિજય કુમાર-હરપ્રીતની જોડીએ 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શૂટિંગમાં ભારતનો આ 21મો ગોલ્ડ મેડલ છે.આ પહેલા વિજય કુમારે ગુરપ્રીત સાથે 25 મીટર પિસ્તોલ ફાયરમાં સુવર્ણ પદક જીત્યો હતો. ત્યારબાદ વિજય કુમારે આ સ્પર્ધામાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


તીરંદાજીમાં મહિલા ટીમે ઈતિહાસ રચ્યો

ડોલા બેનરજી, દીપિકાકુમારી અને બોમ્બાલિયા દેવીએ ગોલ્ડ જીત્યો, ભારતીય મેન્સ ટીમે નિરાશ કર્યા, બ્રોન્ઝથી સંતુષ્ટ. ડોલા બેનરજી, બોમ્બાલ્યા દેવી અને દીપિકાકુમારીની બનેલી ભારતીય વિમેન્સ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં તીરંદાજીમાં શુક્રવારે ઈતિહાસ રચીને દેશને ગોલ્ડમેડલ અપાવ્યો હતો. તીરંદાજીના ઈતિહાસમાં ભારત માટે આ પ્રથમ ગોલ્ડમેડલ હતો. અહીં રમાયેલી ફાઇનલમાં ભારે રસાકસી જામી હતી અને એક સમયે તો ખુદ ખલાડીઓ પણ દબાણમં આવી ગઈ હતી.અંતે ઇંગ્લેન્ડને ૨૦૭ વિ. ૨૦૬ના અંતરથી હરાવીને ભારતે તીરંદાજીની રિકવe ઇવેન્ટની વિમેન્સની ફાઇનલ જીતી લીધી હતી, આમ માત્ર એક પોઇન્ટના તફાવતથી ભારતનો વિજય થયો હતો, જોકે મેન્સ ટીમ ઇવેન્ટમાં ભારતને બ્રોન્ઝમેડલથી સંતોષ માનવો પડ્યો હતો. બ્રોન્ઝમેડલ માટેની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૨૨૧-૨૧૮થી હરાવ્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં મલેશિયાને ૨૧૯-૨૧૨થી હરાવીને ગોલ્ડમેડલ જીત્યો હતો.

No comments:

Post a Comment