visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓનું અભદ્ર વર્તન
આફ્રિકન સ્વિમરે ભારતીય પ્રેક્ષકોને વાંદરા કહ્યાં
દિલ્હીમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓનું અભદ્ર વર્તન અને વંશિય ટીપ્પણીની સફર ચાલું છે.હવે આ યાદીમાં નવું નામ ઉમેરાયું છે દક્ષિણ આફ્રિકાના સ્વિમર રોલેન્ડ શૂમેનનું. શૂમેને એક આઘાતજનક નિવેદનમાં કહ્યું છે કે ભારતીય પ્રેક્ષકો વાંદરા જેવું વર્તન કરી રહ્યા છે. શૂમેને કોમનવેલ્થ ગેમ્સની આકરી ટીકા કરતા કહ્યું છે કે અહિંયા રમવું બેવકૂફી ગણાશે. શૂમેન જ્યારે સ્વિમિંગમાં ડિસક્વોલિફાઈ થતા થતા બચ્યો હતો ત્યારબાદ તેણે આ નિવેદન આપ્યું હતું.શૂમેને કહ્યું હતું કે તે તદ્દન અયોગ્ય હતું. સ્ટેન્ડમાંનો એક વ્યક્તિ સતત બૂમો પાડી રહ્યો હતો. કોઈકે આ પ્રકારના વર્તનને અટકાવવું જોઈતું હતું. કોમનવેલ્થ જેવી મોટી પ્રોફેશનલ ઈવેન્ટમાં આ પ્રકારની વાત ચલાવી લેવાય નહીં. લોકો વાંદરા જેવું વર્તી રહ્યા હતા. કોઈ પણ વ્યક્તિ અહિંયા રમવા નહીં ઈચ્છે.
આક્રમક વોટસન આઉટ થતા ભારતને રાહત
બેંગ્લોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનારી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લંચ સમય સુધી પ્રવાસી ટીમે કોઈ પણ નુકસાન વગર 95 રન બનાવી લીધા હતા. જો કે લંચ બાદ ઓસ્ટ્રેલિયન ટીમને ઉપરા-ઉપરી બે ઝટકા પડ્યા હતા.લંચ બાદ સ્પિનર હરભજન સિંહે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ભજ્જીએ કેટિચને દ્રવિડના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. કેટિચે 43 રનનું યોગદાન આપ્યું છે.
કોમનવેલ્થ ગેમ્સમાં વિજય કુમારની ગોલ્ડન હેટ્રિક, ભારતને 21 ગોલ્ડ મેડલ
રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી 19મી કોમનવેલ્થ ગેમ્સમાં વિજય કુમારની સુવર્ણ સફર ચાલું છે. શૂટર ગગન નારંગ અને ઓમકાર સિંહ બાદ વિજય કુમારે પણ ગોલ્ડ મેડલની હેટ્રિક પૂરી કરી લીધી છે.શનિવારના રોજ વિજય કુમાર-હરપ્રીતની જોડીએ 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શૂટિંગમાં ભારતનો આ 21મો ગોલ્ડ મેડલ છે.આ પહેલા વિજય કુમારે ગુરપ્રીત સાથે 25 મીટર પિસ્તોલ ફાયરમાં સુવર્ણ પદક જીત્યો હતો. ત્યારબાદ વિજય કુમારે આ સ્પર્ધામાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ પહેલા ગગન નારંગ અને ઓમકાર સિંહે પોત પોતાના વર્ગમાં 3-3 ગોલ્ડ જીતીને હેટ્રિક પૂરી કરી હતી.
IPLની રાજસ્થાન,પંજાબ અને કોચી ટીમનો ખેલ ખતમ?
ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની ગવર્નિંગ કાઉન્સિલે રવિવારના રોજ મુંબઈ ખાતે તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આઈપીએલની ત્રણ ટીમો સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે, તેમ ક્રિકેટ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
આ ત્રણ ટીમોમાં રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને નવી ટીમ કોચ્ચીનો સમાવેશ થાય છે. આ પહેલા 29 સપ્ટેમ્બરના રોજ બીસીસીઆઈ દ્વારા આ ત્રણેય ટીમોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી.
મોદી પ્રચારમાં ‘વિકાસ’ના સ્થાનિક મુદ્દા જ ભુલ્યા?
ગુજરાતની છ નગરનિગમની ચૂંટણીમાં રવિવારે મતદાન થવાનું છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર માટે ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટીના પાંચ રાષ્ટ્રીય નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે સામે પક્ષે કોંગ્રેસ તરફથી એકાદ-બે રાષ્ટ્રીય નેતાઓ અને પ્રચારના છેલ્લા દિવસે પાંચ અભિનેત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવી હતી.
અભિ-એશ બિગ બીનાં જન્મ દિવસે હાજર રહેશે?
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે 68 વર્ષનાં થઈ જશે. તેમણે પોતે તો તેમનાં જન્મ દિવસ માટે કોઈ ખાસ પ્લાન કર્યા નથી પણ આ દિવસે સોની ટીવીએ અમિતાભ માટે એક હોટલમાં શાનદાર પાર્ટી આપવાનું આયોજન કર્યુ છે.11ઓક્ટોબરે જ કોન બનેગા કરોડપતિ 2010 શરૂ થવા જઈ રહ્યો છે. કેબીસી બિગ બીનાં જન્મદિવસે જ શરૂ કરી ચેનલ ડબલ ધડાકો કરવાની તૈયારીમાં છે.માનવામાં આવે છે કે, મુંબઈ સ્થિત જે. ડબ્લ્યૂ મેરિટ હોટલમાં બિગ બીમાટે એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં બચ્ચન પરિવાર સિવાય અન્ય કેટલીએ હસ્તિઓ શામેલ થશે. આ પાર્ટીમાં જ્હોન અબ્રાહમ, બિપાશા બાસુ તેમજ ભારતિયા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે.
શત્રુઓ પર જીત મેળવનારી આદ્યશક્તિનું રહસ્ય
સર્વ જગત પર ઉપકાર કરનારી હે દેવી! તું તો સદાય કરુણાવાન ચિત્તવાળી છે. શક્તિપૂજા એ વૈદિકાળથી ચાલી આવતી ભારતવર્ષની ઉજજવળ પરંપરા છે. બહ્નનાં બે સ્વરૂપો નિર્દિષ્ટ કરેલાં છે- શિવ અને શક્તિ. ધાતુને પ્રત્યય લગાવવાથી શક્તિ શબ્દ બને છે. જેનો અર્થ - બળ, ધારિતા, સમાર્થ્ય, ઊર્જા, દેવોની ક્રિયાત્મક શક્તિ, દેવી, દિવ્યતા વગેરે થાય છે.
હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાં અઢાર પુરાણો પૈકીના માર્કણ્ડેય પુરાણના ‘દેવી મહાત્મ્ય’ ના બીજા અને ત્રીજા અધ્યાયમાં દેવતાઓના તેજપુંજમાંથી દૈવીશક્તિના પ્રાદુર્ભાવનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. પૂર્વકાળમાં દેવો અને દૈત્યો વચ્ચે પૂરાં સો વર્ષ સુધી ભયંકર યુદ્ધ થયું. તેમાં દાનવરાજ મહિષાસુરે દેવરાજ ઈન્દ્રને પરાજય આપી સ્વર્ગ લોકનો સ્વામી બની બેઠો. સ્વર્ગલોકમાંથી ઈન્દ્રાદિ દેવોને હાંકી કાઢ્યા
આખરે, સિદ્ધાર્થ-દીપિકા લોકોને શું બતાવવા માંગે છે...?
દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ જાહેરમાં ઘણીબધી વાર મળે છે. હવે, તેઓ કેટલીવાર મળ્યા છે તેની ગણતરી કરવાની પણ બંધ કરી દીધી છે.હવે, ફરી પાછા દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ જાહેરમાં જોવા મળ્યા છે. એચડીઆઈએલના કોચર ફેશન વીકની પાર્ટીમાં દીપિકા અને સિદ્ઘાર્થ સાથે આવ્યા હતા.દીપિકાએ સિદ્ધાર્થ પ્રત્યેના પોતાના પ્રેમનો અસ્વીકાર નથી કર્યો પરંતુ સ્વીકાર પણ કર્યો નથી. આ અંગે દીપિકા મૌન રહી છે.
સિગરેટ પીને ચિમ્પાન્જીએ મેળવી લાંબી ઉંમર
દક્ષિણ આફ્રિકાના વિશેષજ્ઞ આજકાલ એક અજબની ગુત્થી ઉકેલવામાં પડ્યા છે. વાસ્તવમાં અહીંના એક પ્રાણી સંગ્રહાલયમાં એક ચિમ્પાન્જી સિગરેટ પીતા પીતા 52 વર્ષ સુધી જીવ્યો, જે વાંદરાની સરેરાશ ઉંમર કરતા 10 વર્ષ વધારે છે.તાજેતરમાં જ આ ચિમ્પાન્જીનું મોત થયું છે. તેના પોસ્ટમોર્ટમનો રીપોર્ટ પણ આવવાનો બાકી છે. આ પછી આ વાંદરાના લાંબા આયુષ્યનું રહસ્ય ખૂલશે. ચાર્લી નામના આ વાંદરાને અહીંયા આવનારા દર્શકોએ સિગરેટ પીતા શીખવ્યું હતું.
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સીમા નજીક ફરી મોતનું વાહન આવ્યું.
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સીમા નજીક ગઈકાલે થયેલા અમેરિકી ડ્રોન હુમલામાં 7 સંદિગ્ધ આતંકવાદીઓ માર્યા ગયા છે. સમાચાર એજન્સી ડીપીએએ જણાવ્યા અનુસાર ઉત્તરીય વજિરિસ્તાનના બોયા વિસ્તારમાં તાલીબાન અને અલકાયદા આતંકવાદીઓના એક સંદિગ્ધ ઠેકાણાને નિશાનો બનાવીને અમેરિકાએ બે મિસાઇલો છોડી હતી.એક અધિકારીએ જણાવ્યા અનુસાર આ હુમલામાં 7 સંદિગ્ધ આતંકવાદીઓ માર્યા ગયા છે અને 4 ઘાયલ થયા છે. જાસૂસ વિભાગના એક અન્ય અધિકારીએ જણાવ્યા અનુસાર બીજી મિસાઇલ એ સમયે છોડવામાં આવી જ્યારે લોકો પહેલા હુમલા પછી કાટમાળમાંથી મૃતકો અને ઘાયલોને બહાર કાઢવામાં વ્યસ્ત હતા. મૃતકોની સંખ્યા હજુ વધે તેવી શક્યતા છે.
'મારી નહી મારી બહેનની માફી માંગ"
થોડા સમય પહેલાં સલમાન સોહેલ ખાનની બહેન અર્પિતા સાથે ગેરવર્તણુક કરનાર આશિષ રહેજાને સોહેલે હાલ સુધી માફ કર્યો નથી. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલાં આશિષનાં હાથે અર્પિતા ઉપર સોફ્ટ ડ્રિંક ઢોળાયુ હતું અને તે ઘટના બાદ પણ આશિષે અર્પિતાની માફી માંગી ન હતી.14 સેપ્ટેબંરે મુંબઈનાં બાન્દ્રામાં આવેલાં ઓલિવ બરમાં અર્પિતા સાથે બનેલી આ ઘટના બાદ જ્યારે આશિષે અર્પિતાની માફી માંગવાનો ઈન્કાર કર્યો હતો ત્યારે સોહેલ-આશિષ સામસામે પણ આ વી ગયા હતાં.
હોટ બેબ્સને જ આવું થાય છે
ઘોડા અને પુરુષોને જ પરસેવો થતો હોય છે, જો તમે પણ આ ધારણામાં માનતા હો તો તમે ખોટા છો. હવે વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે મહિલાઓએ પરસેવો લાવવા માટે વધારે હોટ બનવું પડે છે. જાપાનીઝ વૈજ્ઞાનિકોનું માનીએ તો પુરુષોને મહિલાઓ કરતા વધારે પરસેવો થાય છે.અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ પુરુષો અને મહિલાઓને એકસાથે એક કલાક સુધી સાઇકલિંગ કરવાનું કહ્યું હતું, પહેલા તેમણે ધીમે ધીમે પછી ઝડપી સાઇકલ ચલાવવાની હતી. સાઇકલિંગ ઝડપી થતાં તેમણે સ્ત્રી-પુરુષોમાં થતા પરસેવાના પ્રમાણને નોંધ્યું.
ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર પ્રવીણ કુમાર પાડોશણની નજરથી બોલ્ડ થયો પ્રવીણ કુમાર
હાલમાં ટીમ ઈન્ડિયામાં કુવાંરા ખેલાડીઓ વધારે છે. પરંતુ હવે તેમની સંખ્યામાં એકનો ઘટાડો થવા જઈ રહ્યો છે.ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર પ્રવીણ કુમારના આવતા મહિને લગ્ન કરે તેવી શક્યતાઓ છે. પોતાના પાડોશમાં જ રહેતી સપના ચૌધરી નામની યુવતી સાથે પ્રવીણ કુમારના લગ્ન થવાના છે.પ્રવીણ કુમારના સંબંધીઓએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હજી સુધી લગ્નની તારીખ નક્કી નથી કરાઈ પરંતુ જ્યારે પણ લગ્નનું આયોજન થશે ત્યારે અન્ય લોકો સાથે મીડિયાને પણ બોલાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક જ રાતોરાત લગ્ન કરી લેતા તેના પ્રશંસકો સહિત તમામ લોકોને આશ્ચર્ય થયું હતું.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રચારમાં ‘વિકાસ’ના સ્થાનિક મુદ્દા જ ભુલ્યા?
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના પાંચ નેતાઓએ સોહરાબુદ્દીન, ભગવા આતંકવાદ, કોમનવેલ્થ, સીબીઆઈ, રામમંદિર, અયોધ્યા ચુકાદો, રામરાજ્ય વગેરે રાષ્ટ્રીય મુદ્દાઓને હથિયાર બનાવીને કોંગ્રેસ સામે તીખા વાર કર્યા હતા. તો સામે પક્ષે કોંગ્રેસે પણ તેમના મોટાભાગના મુદ્દાઓ પર પ્રત્યાઘાતો આપ્યા હતા. જો કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના પ્રચાર દરમિયાન સ્થાનિક મુદ્દાઓને બહુ મહત્વ આપવામાં આવ્યું ન હતું. સ્થાનિક સમસ્યાઓની ચર્ચાઓ બંને પક્ષના મોટા નેતાની ચૂંટણી સભાઓમાં ગેરહાજર રહેતા હતા. અમદાવાદને ચોમાસામાં થયેલા ભૂવાના દર્દની વાત કે કેટલાંક વિસ્તારોમાં પાણીના ભરાવાની વાત ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈ પક્ષે કરી નથી. તો તેવા જ હાલ અન્ય નગર નિગમોની ચૂંટણી સભાઓમાં રહ્યાં છે.
મેરે પાસ યુપીકે ૩૦ આદમી હૈં, તુમકો મેં દેખ લુંગા
લિંબાયતના શાસ્ત્રીચોકમાં બાળા સાથે અડપલાં કરનાર મૌલવી અકબરઅલી અંસારી શુક્રવારે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે પરંતુ ફરિયાદ કરવાની હિંમત દાખવનાર બાળાના પિતા સહિત મહોલ્લાના માણસો મૌલાનાના ડરથી થરથર કાપી રહ્યા છે.મૌલાનાની હરક્ત બાદ તેને ઠપકો આપવા ગયેલા બાળાના પિતા અને તેના મિત્રોને મૌલાનાએ ધમકી આપી હતી કે મેરે પાસ યુપીકે ૩૦ આદમી હૈં, તુમકો મેં દેખ લુંગા.અને હથિયારો સાથે પહોંચી જતાં આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
ઊંઝામાં બુટલેગરના દીકરાને ભાજપે ટિકિટ આપતાં હોબાળો
ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે અમરાઈવાડીના કુખ્યાત બુટલેગર રઘુ સવાના દીકરા હિમાંશુને ટિકિટ આપતાં ભારે હોબાળો થયો છે. હિમાંશુ વિરુદ્ધ દારૂ-જુગાર તેમજ મારામારી સહિતના ગુના નોંધાયા હોવાથી તે પણ પિતાની જેમ જ કુખ્યાત હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. જો કે અમરાઈવાડીના રહીશોને આ અંગેની જાણ થતાં સ્થાનિક રહીશોએ રઘુ સવાના ઘર પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.તાજેતરમાં પણ રઘુ સવાના જુગારધામ ઉપર ઝોન-૫ ઇન્ચાર્જ ડીસીપી સચિન બાદશાહે દરોડો પાડી ૩૧ જુગારીઓને પકડી લીધા હતા. જ્યારે તેના દીકરા હિમાંશુ ઉર્ફે કાળુ વિરુદ્ધ પણ દારૂ-જુગાર તેમજ મારામારીના ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે, છતાં હિમાંશુને ભારતીય જનતા પાર્ટીએ ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-૧૦ ના ઉમેદવાર તરીકે ઊભો રાખ્યો છે. ગુનાઇત માનસ તેમજ ગુનાઇત ઈતિહાસ ધરાવતા પિતા રઘુ સવાની ગુનાઇત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પુત્ર હિમાંશુને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવતાં પાર્ટીમાં પણ ભારે હોબાળો થયો હતો.
ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ સામે કોંગ્રેસ-બસપ-અપક્ષનો પડકાર
ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયા બાદ હવે નગરસેવક બનવાની તક ઝડપવા માટે મુખ્ય બે અને અન્ય પક્ષોના ઉમેદવારોએ પ્રચારકાર્યના શ્રીગણેશ મંદગતિએ કર્યા છે. આદિપુર સ્થિત વોર્ડ નં. એકમાં ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે જ્યારે લોકપ્રતિનિધિઓ અને પાલિકાની કામગીરી તથા હવે જનતાનો ચુકાદો શું હોઇ શકે એ માટે રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે ચાલુ ટર્મના સત્તાધીશોની કામગીરી અને તેની સામેનો રોષ ઉભરી આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, એક સમયે આ વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો જે ભાજપે છીનવી લીધો હતો. આ વખતે ભાજપે સત્તા ટકાવવી હશે તો કોંગ્રેસ ઉપરાંત બસપ સામે લડવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વોર્ડ ૧માં નવા બનેલા સીસીરોડ પર ગટર-સફાઇની રેલાઇ ગયેલી સમસ્યાઓ ભાજપને લપસાવી પરિવર્તન આણી શકે અથવા અન્ય હરીફ પક્ષોના ઉમેદવારોને નગર સેવક બનવાના સ્વપના અધૂરા રહી જાય તેમ છે.
09 October 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment