08 October 2010

શુક્રવારથી નવલાં નોરતાનો રંગ જામશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


શુક્રવારથી નવલાં નોરતાનો રંગ જામશે

‘‘આવ્યા રે આવ્યાં નવરાત્રિના દિન જો ગરબે ઘૂમવાને નવલાં નોરતા’’નો શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મા જગદંબાની આરાધના અને ઉપાસનાના પર્વની ઠેર-ઠેર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મા આધ્યશકિતના મંદિરોને રોશનીથી ઝગમગી ઉઠયાં છે. જ્યારે ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.ગરબા આયોજકોએ પણ નવરાત્રિ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સમગ્ર જિલ્લામાં નવરાત્રિ પર્વની ઉજવણી માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે.


રાજકોટમાં કોંગ્રેસ માટે આજે મહિમા ચૌધરીનો રોડ શો

જાણીતી હસ્તીઓને ચૂંટણી પ્રચારમાં ઉતારવાની એક પરંપરામાં રાજકોટવાસીઓને વધુ એક ફિલ્મી હસ્તીને રૂબરૂ નિહાળવાની તક આવતીકાલે મળવાની છે. કોંગ્રેસ દ્વારા આ વખતે ધૂમધડાકાભેર પ્રચાર થઇ રહ્યો છે. સભાઓ ગજાવ્યા બાદ હવે આવતીકાલે અભિનેત્રી મહિમા ચૌધરીને કોંગ્રેસના પ્રચાર માટે રાજકોટ લાવી તેના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે.રોડ-શોમાં રાજકોટના એકપણ વિસ્તારને બાકાત રખાયો નથી. ન્યૂ રાજકોટથી લઇ સેન્ટ્રલ અને ઉપલાકાંઠાના મુખ્ય તમામ માર્ગો પર ફરશે. રોડ-શો વખતે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, નરેન્દ્રસિંહ જાડેજા, ડૉ. શાંતાબેન ચાવડા, કાશ્મીરાબેન નથવાણી, અશોક ડાંગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.


રાજકોટ : વિદ્યાર્થી સહિત બેને છરી બતાવી મોબાઇલ લૂંટી લેનાર બેલડી ઝડપાઇ

આજી ડેમ નજીક રાતે એકલ દોકલ વ્યક્તિને આંતરી મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવી નાસી જતા બાઇક સવાર બે શખ્સની ઓળખ મળી જતા પોલીસે બન્નેની ધરપકડ કરી છે. બન્ને આરોપી અગાઉ ચીલઝડપના ૧૨ ગુનામાં પકડાઇ ચૂક્યા છે.ચોરી, ચીલઝડપમાં પકડાઇ ચૂકેલા સુનિલ ઉર્ફે ચોટો હરિભાઇ બાબરિયા (ઉ.વ.૨૦) અને ઇરફાન અનવરભાઇ મીઠાણી (ઉ.વ.૨૦, રહે. બન્ને ભવાનીનગર, રામનાથપરા) ચોરાઉ મોબાઇલ વેચવા આવવાના છે તેવી માહિતીના આધારે ફોજદાર બી.આર.દવેરાએ બન્નેને ઝડપી લીધા હતા.


આણંદ જિલ્લામાં દારૂબંધીથી જ રાજ્યનો વિકાસ થયો છે

‘ગુજરાતમાં દારૂનું દુષણ અટકાવવું મુશ્કેલ છે. એકલી પોલીસ આ દુષણ દૂર ન કરી શકે, એ માટે સમાજના તમામ વર્ગોનો સહકાર અનિવાર્ય છે.’ ઉક્ત શબ્દો આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આણંદના પત્રકારોને સંબોધતાં રાજ્યના પોલીસ વડા એસ.એસ. ખંડવાવાલાએ ઉચ્ચાર્યા હતા.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દારૂબંધીના કારણે જ ગુજરાતનો આટલો વિકાસ થયો છે. સાથે સાથે દારૂબંધીના કારણે ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો છે. દારૂનુ દુષણ દૂર કરવા માટે પોલીસને મિડિયા, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ તેમજ સ્કૂલ કોલેજોના સહકાર આપવામાં આવે તો આ બદીને મહદઅંશે દૂર કરી શકાય તેમ છે.


આણંદ જિલ્લા પંચાયતમાં ૯૦ ઉમેદવાર મેદાનમાં

આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાના દિવસે ત્રણ અપક્ષે ફોર્મ પાછાં ખેંચ્યા હતા. જ્યારે ડમી તથા વાસદ બેઠક પર એક અપક્ષનું ફોર્મ રદ્દ થતાં હવે મેદાનમાં ૯૦ જ ઉમેદવારો રહ્યાં છે.આણંદ જિલ્લા પંચાયતની ૩૭ બેઠકમાં કુલ ૨૧૫ ફોર્મ ભરાયા હતાં. જેમાં ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે જ ભાજપના ૨૯ અને કોંગ્રેસના ૯૨ ફોર્મ ડમી ઉમેદવારના રદ્દ થયા હતા.આ ઉપરાંત અપક્ષ ઉમેદવારમાં બામણગામના મગનભાઈ મોતીભાઈ પઢીયાર, નાપાડવાંટા બેઠક પર પ્રતિકકુમાર નરેન્દ્રકુમાર પટેલ, સોજીત્રાના કાસોરની બેઠક પર પરેશ બિપીનભાઈ જોષીએ ઉમેદવારી પાછી ખેંચી હતી. જ્યારે વાસદ બેઠક પર અપક્ષ ઉમેદવાર અર્જુન મોતીભાઈ ગોહેલનું ફોર્મ રદ્દ થયું હતું.


દીપરાકાંડ : ફરિયાદીનું હાઇકોર્ટમાં સોગંદનામું

મહેસાણા સ્પેશ્યલ કોર્ટમાં હાલમાં પૂર્ણતાના આરે પહોંચેલા બહુચર્ચીત દીપરા દરવાજા કાંડમાં જેલભેગા કરાયેલા બન્ને આગેવાનોએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જામીન અરજીની સુનાવણી સમયે આ કેસના મૂળ ફરિયાદીએ કરેલા સોગંદનામાને પગલે કોર્ટે આગામી ૧૩ ઓક્ટોબર ઉપર જામીન અરજીની સુનાવણી મુલતવી રાખી હતી.ગોધરાકાંડને પગલે આઠ વર્ષ પૂર્વે વિસનગરના દીપરા દરવાજા ખાતે અગિયાર વ્યક્તિઓને ઉશ્કેરાયેલા ટોળાએ સળગાવી દેવાના ઘટનાક્રમ વચ્ચે મહેસાણા કોર્ટમાં શરૂ થયેલ આ કેસની કાર્યવાહી દરમિયાન સાક્ષીઓ તેમજ મૂળ ફરિયાદીએ આપેલા નિવેદન સહિતની કાર્યવાહીને ધ્યાનમાં રાખી કોર્ટે વિસનગરના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગોસા તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ ડી.ટી.પટેલને આ કેસમાં આરોપી તરીકે લઈ તેઓને જેલ ભેગા કર્યા હતા. લાંબા સમય ગાળાથી જેલમાં રહેલા આ બન્ને આગેવાનોએ તાજેતરમાં મહેસાણા કોર્ટમાં જામીન અરજી રદ થયા બાદ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી.


મહેસાણા : લગ્ન ટાણે ભાગી ગયેલી યુવતી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ

મહેસાણા કસ્બામાં આવેલ મુસલીયાવાસમાં રહેતા ઈનોઈતુલ્લા શાહમહંમદ અન્સારીની પુત્રી મહેજબીનબાનુના લગ્ન નક્કી કરેલ હોઈ તેના માટે સોનાના દાગીના તેમજ રોકડ ઘરમાં લાવીને રાખ્યાં હતાં. આ દરમિયાન તેમના જ વિસ્તારમાં કુંભારવાસમાં રહેતા વલીઉલ્લા મજીબુલ્લાએ યુવતીને પોતાની વાતોમાં ભોળવી નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. જે અનુસંધાને ગત ૯ ઓગસ્ટના રોજ મહેજબીનબાનુનું સોનાના આઠ તોલાના દાગીના તેમજ રોકડ રૂ. ૨લાખ સાથે વલીઉલ્લાખાન અપહરણ કરી ગયો હતો. આ અંગે શહેર પોલીસે ફરિયાદ ન લેતા આખરે ઈનોઈતુલ્લા શાહ મહંમદે મહેસાણા ચીફ કોર્ટમાં ફરિયાદ આપી હતી. જે અનુસંધાને કોર્ટે આ કેસમાં પોલીસ ફરિયાદ કરવા શહેર પોલીસને કરેલા હુકમને પગલે આખરે વલ્લીઉલ્લા મજીબુલ્લા અન્સારી, વસીઉલ્લા મજીઉલ્લા અન્સારી તથા મહેજબીનબાનુની વિરુદ્ધમાં અપહરણ, બળાત્કાર, ચોરીની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરાઈ છે.


સ્ટિલ કિંગ લક્ષ્મી મિત્તલની કંપનીને જોરદાર ફટકો

સ્ટિલ કિંગ લક્ષ્મી મિત્તલની કંપનીને જબરદસ્ત ફટકો પડ્યો છે. મિત્તલની કંપની આર્સેલર મિત્તલને કાર્ટેલિંગ (Business coalition Karaec)કરવાના આરોપ સર યુરોપિયન કમીશને ભારે દંડ ફટકાર્યો છે.દુનિયાની આ સૌથી મોટી સ્ટિલ કંપની ઉપર 23 કરોડ યૂરો (રૂ. 1422કરોડ આસપાસ)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપ છે કે આર્સેલર મિત્તલ કેટલીક અન્ય કંપનીઓ સાથે મળીને સ્ટિલની કિંમતો મનમાની રિતે નક્કી કરી રહ્યાં હતા.


ભારત 30 અબજ ડૉલરના ફાઇટર પ્લેન ખરીદશે

ભારત અને રૂસ વચ્ચે પાંચમી પેઢીના વિમાન એક સાથે તૈયાર કરવાને લગતા કરાર ઉપર ટૂંક સમયમાં હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. ડિસેમ્બરમાં રૂસી રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન આ કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે.અત્યારે દુનિયામાં માત્ર અમેરિકા જ એક એવું રાષ્ટ્ર છે જેની પાસે પાંચમી પેઢીના એફ-22 રેપ્ટર વિમાનો ઉપલબ્ધ છે. અને તે અત્યારે એફ-35ના નામના એક વધુ પાંચમી પેઢીના વિમાન ઉપર કામ કરી રહ્યું છે.


સ્કૂટર સવારીની મજા માણશે આમિર-કરિના

ફિલ્મ 3 ઈડિયટ્સમાં કરિના કપૂર અને આમિર ખાને સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં આમિર અને કરિનાએ સ્કૂટર સવારીની મજા માણી હતી.હવે, આમિર અને કરિના ટુ વ્હીલર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કરિના ટુ વ્હીલર સરળતાથી ચલાવી શકે છે.કરિનાએ સ્વીકાર્યુ હતું કે, તેણે 3 ઈડિયટ્સમાં જે બ્રાન્ડનું ટુ વ્હીલર ચલાવ્યું હતું તે જ બ્રાન્ડની તે બ્રાન્ડ એમ્બેસેડર બની છે.આમિર પુરૂષો માટેના સ્કૂટરની જાહેરાત કરશે, જ્યારે કરિના યુવતીઓ માટેના વાહનની જાહેરાત કરશે.

No comments:

Post a Comment